________________
ધમકથાએ સુબુદ્ધિ બેલ્ય:
“મહારાજ ! જિનભગવાનના વચનથી હું એ સિદ્ધાંત સમજ્યો . તેથી જ કેઈ સુંદર વસ્તુ જોઈને હું ફુલાત નથી તેમ જ નઠારી વસ્તુ જોઈ ગભરાતો નથી. વસ્તુના પર્યાનું યથાર્થ ભાન થવાથી મુમુક્ષુ પિતાને સમભાવ ટકાવી બરાબર મધ્યસ્થ રહી શકે છે અને કષાયોની ચીકાશમાં પડતું નથી.”
સુબુદ્ધિની વાત સાંભળીને રાજાને એ સિદ્ધાંત સમજવાની તીવ્ર ઈચછા થઈ.
સુબુદ્ધિએ તેને પઢાર્થના સ્વરૂપ પરત્વેને જિનભગવાનને સિદ્ધાંત બરાબર સમજાવ્યું. તેમ જ સદાચાર પરત્વે જિને કહેલે ચાતુર્યામ ધમર તથા ગૃહસ્થ ધર્મની બરાબર સમજ આપી.
રાજા તે વાત સાંભળી ઘણે પ્રસન્ન થયે તથા સુબુદ્ધિને કહેવા લાગે – “હે દેવાનુપ્રિય! તારું કહેવું મને બરાબર ગમ્યું છે, એમાં મારે પાકે વિશ્વાસ છે. હવે હું પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજ્યો છું તથા આચારશુદ્ધિ માટે જિને કહેલા ગૃહસ્થધર્મને મારી પ્રવૃત્તિમાં ઉતારવાને છું.”
એક વાર ચંપા નગરીની બહાર પૂર્ણભદ્ર ચિત્યમાં કેટલાક જિનાનુયાયી સ્થવિરે આવીને ઊતર્યા. સુબુદ્ધિએ રાજાની સંમતિ લઈ તે સ્થવિરોના અંતેવાસી થવાને વિચાર કર્યો. પરંતુ રાજાએ તેને કહ્યું કે, “ડાં વરસ પછી આપણે બંને સાથે જ જિનભગવાનના સ્થવિરેના અંતેવાસી થઈશ, ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org