________________
પગકથાઓ દિશાઓના વનખંડમાં જજે. પૂર્વના વનડેમાં હંમેશાં વર્ષો અને શરદ ઋતુના દેખાવો રહે છે તથા તેમાં કેટલાય લતામંડપ, પુષ્કરિણીઓ વગેરે છે. તે સર્વ ઠેકાણે તમે યથેચ્છ ફરજો તથા મજા કરજે.
“જ્યારે ત્યા કરીને કંટાળો, ત્યારે ઉત્તરના વનખંડમાં જજે. ત્યાં હંમેશ શિશિર અને હેમંત ઋતુના દેખાવે રહે છે.
ત્યાંથી પણ જ્યારે કંટાળે, ત્યારે પશ્ચિમ દિશામાં જજો. ત્યાં હંમેશ વસંત અને ગ્રીષ્મ ઋતુના દેખાવે રહે છે. તે વનખંડમાં ઘટાવાળા અનેક આંબાઓ છે તથા અશોક વગેરે ભિન્ન ભિન્ન પ્રકારનાં વૃક્ષથી તે અત્યંત સુશોભિત છે.
જ્યારે ત્યાંથી પણ કંટાળે, ત્યારે પાછા મહેલમાં જ આવજે. પણ દક્ષિણ દિશામાં ભૂલેચૂકે પણ ન જતા. કારણ કે ત્યાં જેની દષ્ટિમાત્રથી પણ મૃત્યુ થાય એ ઉગ્ર વિષ વાળો એક ભયંકર દષ્ટિવિષ સર્પ રહે છે.”
દેવીના ગયા પછી બંને ભાઈઓ તે તે વનખંડમાં વારાફરતી આનંદથી ફરવા લાગ્યા. પરંતુ તે દેવીએ મોટો ભય દર્શાવીને દક્ષિણ દિશા તરફ જવાની મના કરેલી હેવાથી જ તેમનું મન કુતૂહલથી તે દિશા તરફ જવા માટે જ ઉત્સુક રહેવા લાગ્યું.
છેવટે એક દિવસ નિશ્ચય કરીને તેઓ તે દિશા તરફ જ જવા લાગ્યા. થોડે દૂર જતાં જ ચારે બાજુથી અસહા દુર્ગધ આવવા લાગી. તેમ છતાં નાક તથા મેં કપડા વડે ઢાંકીને તેઓ આગળ ગયા. ત્યાં શૂળીમાં પહેલા એક પુરુષનું રડવું તેમણે સાંભળ્યું. કુતૂહલથી તેની પાસે જઈને તેઓએ પૂછ્યું :–“હે દેવાનુપ્રય! આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org