________________
માનંદી
(માયરી"] શ્રમણભગવાન મહાવીરે કહેલ નાયધમ્મકહાના આઠમા અધ્યયનને અર્થ જાણો; તે હવે, તેના નવમા અધ્યયનને શો અર્થ કહ્યો છે તે જણાવે, એમ આ જંબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બોલ્યા –
ચંપા નગરીમાં કેણિક નામે રાજા હતું. ત્યાં માર્કદી નામે એક માટે સાર્થવાહ રહેતે હતો. તેને ભદ્રા નામની પત્ની અને જિનપાલિત તથા જિનરક્ષિત નામે બે પુત્ર હતા. તે બંને ભાઈઓ ચતુર વેપારી તેમજ સાહસિક વહાણવટી હતા. અત્યારે આગામી તેઓ અનેક જાતનાં કરિયાણાંથી ભરેલાં મોટાં મોટાં વહાણે લઈને અગિયાર વાર લવણસમુદ્રની સફરે ગયા હતા તથા અપાર સંપત્તિ ઘસડી લાવ્યા હતા.
એકવાર તે બંને ભાઈઓએ ફરીથી દરિયાઈ સફરે જવાને વિચાર કર્યો, અને તે માટે પિતાનાં માતપિતાની સંમતિ માગી. | માતાપિતાએ કહ્યું –
હે પુત્રો! હવે તે તમે આ એકઠા થયેલા અઢળક ધનને ઉપયોગ કરે તોયે ઘણું છે. હવે વધારે દરિયાઈ સફરનું સાહસ ખેડવું રહેવા દે. તમે અનેક વાર ત્યાંથી સફળતા સાથે ક્ષેમકુશળ પાછા ફર્યા છે એ ઓછું નથી.”
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org