________________
ધર્મકથાઓ
સેલક મુનિ સામાયિક વગેરે ૧૧ અગા ભણ્યા અને સચમપૂર્વક પોતાનું જીવન વિતાવતા વિહરવા લાગ્યા. શુક મુનિએ તેમને પથક વગેરે પાંચસેા શિષ્યેાના ગુરુ નીમ્યા. ત્યારબાદ શુક મુનિ પેાતાના પરિવાર સાથે સેલકપુરના સુભૂમિભાગ ઉદ્યાનમાંથી નીકળી ગામેગામ ફરતા ફરતા પુંડરીક પર્વત ઉપર આવીને રહેવા લાગ્યા.
સેલક મુનિ ઉગ્ર સંયમનું આચરણ કરતા અને વધ્યુંઘટવું, લૂખું, હલસૂકું, વિરસ તથા જેવું મળે તેવું ભેાજન લેતા. તે પણ તેમને ઘણીવાર તે વખતસર પેટપૂરતું પણુ મળતું ન હતું. આ પ્રકારના આહારથી સેલક ઋષિનું સુકુમાર શરીર પિત્તજ્વરની પીડાથી સુકાવા લાગ્યું.
ગામેગામ ફરતા ક્રતા સેલક ઋષિ એક વખત સેલકપુર આવીને ત્યાંના સુભૂમિભાગ ઉદ્યાનમાં ઊતર્યા. તેમને આવ્યા જાણીને નગરજના તેમ જ મંડૂક રાજા તેમનું પ્રવચન સાંભળવા ગયા.
--
સેલક ઋષિનું સુકાયેલું નિસ્તેજ શરીર ોઈને મહૂક રાજાએ તેમને કહ્યું : “હે ભગવન્! તમે મારી યાનશાલામાં આવીને ઊતરા તે શ્રમણાને ચેાગ્ય ઔષધાદ્વારા કુશળ ચિકિત્સકા મારફત તમારી ચિકિત્સા કરાવું, ”
સેલક ઋષિએ મંડૂકની વિનતિ માન્ય કરી અને પેાતાના પરિવાર સાથે તેની યાનશાળામાં જઈને રહ્યા. રાજાએ માકલેલા વૈદ્યોએ તેમના રોગનું નિદાન કરીને ચેાગ્ય ઔષધ અને પથ્યની વ્યવસ્થા કરી. તેમાં મદ્ય પણ
આપવાનું હતું.
પચ્, અને મદ્યપાનદ્વારા સેલકના
ચેાગ્ય ઔષધ, રાગ શમી ગયા, તથા તે શરીરે હૃષ્ટપુષ્ટ અને બલવાન બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org