________________
તુંબડું
[ ૧] શ્રમણભગવાન મહાવીરે કહલા નાયાધમકહાના પાંચમા અધ્યયનનો અર્થ જાણ. તે હવે તેના છઠ્ઠા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જંબુએ પિતાના ગુરુ આર્ય સુધમને કહ્યું.
આર્ય સુધર્મા બોલ્યા -
ગામેગામ ફરતા ફરતા અને તપ તથા સંયમથી આત્માને વાસિત કરતા શ્રમણભગવાન મહાવીર રાજગૃહના ગુણશિલક નામના ચિત્યમાં આવીને ઊતર્યા. તેમને આવ્યા જાણીને રાજા શ્રેણિક તથા અન્ય પ્રજાજને તેમનાં દર્શને આવ્યા અને તેમનું ધર્મપ્રવચન સાંભળ્યું.
એક વખત તેમના મોટા શિષ્ય, શુક્લધ્યાની ઈંદ્રભૂતિ અનગારે ભગવાન મહાવીરને પૂછયું :–
હે ભગવન! જી ક્યા પ્રકારે ગુરુત્વને પામે છે અને કયા પ્રકારે લઘુત્વને પામે છે?”
ભગવાન બોલ્યા :–
હે ગૌતમ ! જેમ કેઈ પુરુષ એક મોટા સૂકા, કાણા વિનાના, આખા તુંબડાને દાભથી વીંટે, તેના ઉપર માટીને લેપ લગાવે, પછી તેને તડકે સૂકવે તથા એવી જ રીતે ઉપરાઉપરી આઠ વાર કરે અને ત્યારબાદ તેને ઊંડા પાણીમાં ફેંકે, તે હે ગૌતમ! માટીના આઠ લેપથી ભારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org