________________
ધમકથાઓ કંઈ પણ અશુચિ થતાં જ તેને કુંવારી માટીથી લીંપવામાં આવે અને પછી શુદ્ધ પાણીથી ધોવામાં આવે તે તે અશુચિ શુચિ થઈ જાય છે. એ પ્રમાણે પાણીના અભિષેકથી પવિત્ર થયેલા જીવો નિર્વિને સ્વર્ગે જાય છે.”
શુકનું આ શૌચમૂલક પ્રવચન સુદર્શનને ગમ્યું અને તેણે તે સ્વીકાર્યું. ત્યારબાદ તે શેઠે તે બધા પરિવ્રાજકને ખાનપાન અને વસ્ત્ર વડે ઘણે સત્કાર કર્યો. શુક પરિવ્રાજક પણ પછી પિતાના પરિવાર સાથે જનપદવિહારે વિહરવા લાગ્યા.
તે અરસામાં જ પોતાના અંતેવાસીઓ સાથે ફરતા કરતા અને સંયમપ્રધાન ધર્મની આરાધના કરતા થાવસ્થાપુત્ર અનગાર તે નગરીમાં આવી પહોંચ્યા અને ત્યાંના નીલાશેક ઉદ્યાનમાં ઊતર્યા. શેઠ સુદર્શન અને અન્ય નગરજને તેમનું ધર્મપ્રવચન સાંભળવા ગયા.
પ્રવચન પૂરું થયા બાદ સુદર્શન શેઠે થાવસ્ત્રાપુત્રને નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું –
“હે અનગારી તમારા ધર્મમાં મુખ્ય તત્વ શું છે?” થાવાપુત્રે કહ્યું –
“હે સુદર્શન! અમારા ધર્મમાં વિનય (આચારશુદ્ધિ) મુખ્ય છે. તેના અગારવિનય અને અનગારવિનય એવા બે પ્રકાર છે. પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત તથા ઉપાસકેની અગિયાર પ્રતિમાઓ એ અગારવિનય છે. અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો અને રાત્રિભેજનને સર્વથા ત્યાગ, કષાયથી વિરક્તિ, દશ પ્રકારનું પ્રત્યાખ્યાન, તથા ભિક્ષુની ૧૨ પ્રતિમાઓ એ અનગારવિનય છે. આ બંને પ્રકારના વિનયપ્રધાન ધર્મ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org