________________
પઃ શૈલક ષિ હે દેવાનુપ્રિયા બીજા અનેક લોકોની જેમ વિષયવિલાસાદિથી સર્વથા વિરકત થઈ પ્રવજ્યા લેવાને હું શક્તિમાન નથી. પરંતુ શ્રમણોપાસકની મર્યાદામાં આવતો સંયમ હું સ્વીકારવા ઈચ્છું છું.”
" રાજાની સાથે તેના પાંચ મંત્રીઓએ પણ થાવસ્ત્રાપુત્ર પાસે તેટલા મર્યાદિત સંયમની પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ થાવસ્થાપુત્ર ત્યાંથી અન્યત્ર વિહરવા લાગ્યા.
સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગરશેઠ રહેતે હતો. એક વખત પિતાના પરિવાર સાથે અનેક ઠેકાણે ફરતા ફરતે તથા સાંખ્ય પ્રક્રિયાથી પોતાના આત્માને ભાવિત કરતે શુક નામે પરિવ્રાજક તે નગરમાં આવ્યું, અને પરિવ્રાજકના ઉતારામાં ઊતર્યો. તે શુક પરિવ્રાજક જાવેદ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વવેદ તેમજ ષષ્ટિતંત” અને સાંખ્યના સિદ્ધાંતમાં નિપુણ હતા. તે જ્યાં જ્યાં જતો ત્યાં શૌચમૂલક પાંચ યમ અને પાંચ નિયમવાળા દશ પ્રકારના પરિવ્રાજક ધર્મને ઉપદેશ કરતે. દાનધર્મ, શૌચધર્મ અને તીર્થાભિષેકની પ્રરૂપણ કરતે, ગેરુવારંગનાં વસ્ત્રો પહેરતે, અને હાથમાં ત્રિદંડ, કુંડિકા, છત્રક, છત્રાલિક, અંકુશ, પવિત્રી અને કેસરી (પંજણું) રાખતા.
તેને આવેલ જાણીને સુદર્શન નગરશેઠ તથા સૌગંધિકાના લેકે તેનું પ્રવચન સાંભળવા ગયા. પ્રવચન કરતાં શુક પરિવ્રાજક આ પ્રમાણે છે –
હે સુદર્શન! અમારા ધર્મમાં શૌચશુદ્ધિની મુખ્યતા છે. તે શુદ્ધિ બે પ્રકારની છે. (૧) દ્રવ્યશુદ્ધિ અને (૨) ભાવશુદ્ધિ. પાણી અને માટી વડે થતી શુદ્ધિ તે દ્રવ્યશુદ્ધિ; અને દર્ભ તથા મંત્રો વડે થતી શુદ્ધિ તે ભાવશુદ્ધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org