________________
૧૩ પગ ઊંચા કર્યા
શ્ય
વસ્તુ પણ સાધ્ય કરી શકે છે. માટે હું માતપિતા ! તમે મને અશકિત હૃદયે શ્રમણુભગવાન મહાવીર પાસે જઈ પ્રત્રજ્યા લેવાની અનુમતિ આપે.”
''
માતાપિતાએ આટઆટલું સમજાવ્યા છતાં જ્યારે મેઘકુમાર પોતાના દૃઢ સંકલ્પથી ન ચડ્યેા, ત્યારે છેવટે તેમણે તેને એમ જણાવ્યું, “ હે પુત્ર! ખીજું તે કાંઈ નહિ પપ્પુ અમે તારી એક દિવસની રાજ્યશ્રી નજરે જોઈ લેવા ઇચ્છીએ છીએ.”
મેઘકુમારે માતાપિતાની ત આજ્ઞાના સ્વીકાર કર્યો. રાજાએ તરત જ રાજ્યાભિષેક માટે જોઇતી સામગ્રી જેવી કે, બધા પ્રકારનાં પાણીથી ભરેલા કળશે, બધા પ્રકારની માટી, પુષ્પ, ગંધ, માલ્ટ, ઔષધિ અને સરસ વગેરે -એકઠી કરવા માંડી. તથા સર્વ પ્રકારની તૈયારી પૂરી થઈ રહેતાં, દેવી ધારિણી વગેરે મહારાણીઓ, અમાત્યા, ગણનાયકા, દંડનાયકા, વેપારીઓ અને અન્ય પ્રજાજનોની સાથે મળીને રાજા શ્રેણિકે દુંદુભિના નાદ વચ્ચે મેટી ધામધૂમથી મેઘકુમારના રાજ્યાભિષેક કર્યો.
પછી ભરદરબારમાં રાજા શ્રેણિકે પુત્રને અભિનંદતાં કહ્યું કે, “ હું નંદ તારા વિજય થાએ ! તારે જય થાઓ ! જે નહિ જિતાયેલા છે તેઓને તું જીત; અને જિતાયેલાએનુ રક્ષણ કર. તથા સમસ્ત મગધનું આધિપત્ય ભાગવતા રાજા ભરતની પેઠે રાજ્ય કરતા રહે” આ અભિનંદન પછી દરબારમાં જયજય ઘાષ થયા.
ત્યારબાદ રાજા શ્રેણિકે તથા ધારિણીએ મેઘકુમારને
પૂછ્યુ*:~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org