________________
૧ : પગ ઊંચા કર્યા
२८
તેમાં મેઘકુમારની બેઠક સૌથી છેલ્લી, છેક ઝાંપા પાસે હતી. ત્યાં થઈ ને, બેઠકમાંથી ઊઠીઊઠીને વાંચન માટે, પ્રશ્નો પૂછવા માટે, સૂત્રેા ગણવા માટે, ધર્મના વિચાર માટે, અને લઘુશંકા તથા શૌચ માટે શ્રમનિગ્રંથા વારવાર આવજા કરતા હતા. તે વખતે અજાણુમાં મેઘકુમારને તેમના પગ કે હાથની કૈસા વાગતી તથા તેમના પગની ધૂળથી તેની બેઠક ભરાઈ જતી. રાત્રે પણુ તેમજ ચાલતુ હોવાથી તેને ક્ષણુ પણ નિદ્રા આવી નહિ. તેથી તેને આ પ્રમાણે વિચાર આજ્યે.—
કરતા
“હું રાજપુત્ર છું; જ્યારે હું રાજભુવનમાં હતા ત્યારે આ જ શ્રમા મારા આદર કરતા, સત્કાર કરતા, સન્માન કરતા અને મને સારી રીતે ખેલાવતા. પણ જ્યારથી હું મુંડ થયા છું, ત્યારથી આ શ્રમણે! મારે। આદર નથી, મારી સાથે સારી રીતે ખેલતા નથી, એટલું જ નહિ પશુ દિવસરાત મારી બેઠક આગળથી આવા કરી મને જરાપણ ઝંપવા દેતા નથી. માટે સવાર થતાં જ શ્રમણુભગવાન મહાવીરને પૂછીને હું મારે ઘેર ચાલ્યે જઈશ. ” આ રીતે વિચાર કરીને તેણે જેમતેમ કરીને તે રાત્રી પસાર કરી, અને સવાર થતાં જ તે, ભગવાન મહાવીર પાસે જઈ, ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તથા વંદન અને નમસ્કાર કરી તેમની પાસે બેઠે.
મેઘકુમારની ખિન્ન આકૃતિથી જ તેના વિચારે કળી જઈ શ્રમણુભગવાન મહાવીરે તેને કહ્યું:—
“હે મેઘ ! રાત્રે તને નિદ્રા નથી આવી કે શું? આટલા મેાટા સમુદાયને છેડે તારી બેઠક હાવાથી, તથા શ્રમણેાની ત્યાં થઈને વારવાર આવજા થતી હોવાથી તને ઊંઘ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org