________________
જ
ધમકથાઓ મયૂરષિએ તે બચ્ચાને લઈ જઈને મેટું કર્યું અને તેને નૃત્યકળા શીખવીને પાછું આપ્યું. તેને જોઈને જિનદત્તને પુત્ર ઘણે પ્રસન્ન થયે અને મયૂરપેષકેને ઘણું મેટું પારિતોષિક આપ્યું.
હવે તે મોર જિનદત્તને ઘેર કળા કરીને રાજ નાચે છે, ટહુકા કરે છે અને ચંદ્રકળાવાળાં પિતાનાં પીંછાંથી સૌને પ્રસન્ન કરે છે. જિનદત્તને પુત્ર પણ તેના વડે લાખોની શરતમાં વિજય મેળવે છે.
એ પ્રમાણે છે જબુ! જે શ્રમનિગ્રંથ અહિંસા, સત્ય, ત્યાગ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વગેરે સંયમેની બાબતમાં સાગરદત્તના પુત્રની જેમ શંકાશીલ રહે છે, તેમનું બરાબર આચરણ ન કરતાં તેમના ફળ વિશે વિવાદ કર્યા કરે છે, પક્ષાપક્ષી માંડે છે કે કદાગ્રહ કરીને ભારે ઘમસાણ મચાવે છે, તે ભિક્ષુઓ અને ભિક્ષુણ સાગરદનના પુત્રની જેમ પસ્તાય છે અને છેવટે કકળાટમાં ને કકળાટમાં જ પિતાનું જીવન પૂરું કરે છે.
પરંતુ હે જંબુ! જે શ્રમણે અને શ્રમણીઓ જિનદત્તના પુત્રની જેમ અહિંસા, સત્ય, ત્યાગ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વગેરે સંયમેની બાબતમાં શંકાશીલ ન રહેતાં તેમનું અશંકભાવે આચરણ કર્યા કરે છે, તેમને વિષે કશે વિવાદ કે પક્ષાપક્ષી માંડતાં નથી, કે કદાગ્રહ કરીને ભારે ઘમસાણ નથી મચાવતાં, તે શ્રમ અને શ્રમણીઓ ચક્કસ આ સંસારસમુદ્રને તરી જાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org