________________
બે કાચબા
[ કુમ્મ ']. શ્રમણભગવાન મહાવીરે કહેલા નાયાધમ્મકહાના ત્રીજા અધ્યયનને અર્થ જાણ્યો, તો હવે તેના ચેથા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્યજંબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બોલ્યા :–
“કાશીદેશમાં વારાણસી નામનું પાટનગર હતું. તેની પાસે ગંગા નદીમાં મયંતીર નામને એક માટે ધરે હતે. એ ધરે અનેક જાતનાં સુંદર અને સુગંધી પુષ્પથી સુશોભિત તથા દર્શનીય હતે. તેમાં અનેક માછલાં, કાચબા, ગ્રાહ, મગર, અને સુંસુમાર નામે જલચર પ્રાણીઓ નિર્ભય રીતે સુખથી રહેતાં હતાં. તે ધરાની પાસે જ એક માટે માલુકાકચ્છ હતું. તેમાં કુર, લુચ્ચાં, અને બીજાના લેહીનાં તરસ્યાં એવાં બે શિયાળ રહેતાં હતાં તે બંને દિવસે છુપાઈ રહેતાં; પણ રાત પડ્યે જળચરોને પકડવા ધરા પાસે આવતાં.
એકવાર મનુષ્યને પગરવ બંધ થયો અને બધું જળ જંપી ગયું એટલે રાતને વખતે એ ધામાંથી બે કાચબા બહાર નીકળ્યા અને ખાવાનું શોધવા આમતેમ ફરવા લાગ્યા. પિલાં લુચ્ચાં શિયાળ તે બંને કાચબાને જોતાવેંત જ તેમને પકડવા માટે તેમની પાસે આવી પહોંચ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org