________________
ધર્મકથાઓ થોડી વાર તેમ ઊભા રહ્યા બાદ તને શરીરે. ખંજવાળ આવી. તે મટાડવા તેં તારો એક પગ ઊંચે કર્યો. એટલામાં ભીડથી હડસેલો ખાઈને એક સસલો તે પગની જગાએ ગબડીને બેસી ગયે. જ્યારે તું તારો પગ પાછો નીચે મૂકવા ગયો ત્યારે તે તે સસલાને છે. તેને દેખી તારા ચિત્તમાં મંત્રી–ભાવનાને આવિર્ભાવ થયે અને તને વિચાર આવ્યો કે જે હું મારો પગ નીચે મૂકીશ તે આ સસલે અવશ્ય છુંદાઈને મરી જશે. આમ વિચારી તું તારે પગ એમ ને એમ ઊંચે રાખીને જે ઊભો રહ્યો.
વનને દાવાનળ અઢી દિવસ સુધી સળગ્યું. તેટલે વખત તું પણ ત્રણ પગે જ અખંડ ઊભું રહ્યો. જ્યારે દાવાનળ શમ્યા ત્યારે બધાં પ્રાણીઓ ત્યાંથી આસપાસના જંગલમાં ચાલ્યાં ગયાં. તું પણ ત્યાંથી જવાનો વિચાર કરીને જે વેગથી પગ ઉપાડવા જાય છે તેવોજ, અઢી દિવસથી ત્રણ પગે જ ઊભા રહી આખા શરીરે અકડાઈ ગયેલો હેવાથી, પૃથ્વી ઉપર જેસથી ગબડી પડ્યો અને ત્રણ દિવસ તીવ્ર વેદના ભેગવી મરણ પામે.
' “હે મેઘ! કરુણાવૃત્તિ અને સમભાવવાળી સહનશક્તિને લીધે ત્યાંથી ચ્યવને આ જન્મમાં તું મગધના રાજા શ્રેણિકનો પુત્ર થયે. હવે તો તે આત્માને ઘાત કરનારા ભેગવિલાસ છેડીને મારી પાસે શ્રમણ થયો છે. તારામાં હવે બલ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ, અને વિવેક છે. તે પછી પશુચોનિમાં પણ આટલો સમભાવ અને સહનશક્તિ બતાવ્યા પછી આ વખતે અધ્યયન વગેરે પ્રવૃત્તિ અથે જ આવતા જતા શ્રમણની અજાણતાં જ વાગતી ઠેસથી કેમ આટલો બધે વ્યાકુળ થઈ જાય છે? તને આ દીનતા હવે શેભે ખરી?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org