________________
૨ બે સાથે અડયા તે દિવસથી શેઠ
વિચારને પોતાના ભેજનમાંથી ભાગ આપે છે અને બાધારહિત થઈને વિજયચાર સાથે રહે છે.
શેઠ વિજયચારને ખાવાનું આપે છે એ વાત પંથક પાસેથી જાણું, શેઠાણ ધન્ય ઉપર અત્યંત નાખુશ થયાં.
થોડા દિવસ બાદ લાગવગ અને પિતાને બળે શેઠ જેલખાનામાંથી છૂટયા અને આલંકારિક સભા (હજામતખાન)માં જઈ, તળાવે નાહી, ચોખા થઈ ઘેર આવ્યા. ત્યાં તેમનાં માતાપિતા અને બહેન વગેરેએ તેમનું પ્રેમથી ઘણું સ્વાગત કર્યું. માત્ર ભદ્રાશેઠાણ ઉદાસ થઈ એક એક બાજુ બેસી રહ્યાં.
શેઠે ભદ્રાને પૂછ્યું, “હે દેવાનુપ્રિયે ! મારા આવવા છતાં તું ઉદાસીન કેમ છે?”
ભદ્રા બેલી, “મારા પુત્રના ઘાતક વિજયારને તમે ખવરાવતા તેથી મને ખોટું લાગ્યું છે.”
શેઠે તેને ખુલાસો કરતાં કહ્યું કે, “હે ભદ્ર! મેં મિત્રભાવે ખુશીથી તેને કશું જ આપ્યું નથી. પરંતુ હું અને તે બંને એક જ હેડમાં બંધાયેલા હોવાને લીધે મારું સ્વાગ્ય સંભાળવાની ગરજે તેને ખાવાનું આપવું પડ્યું છે. તે જે ઊઠવા કબૂલ ન થાય, તે મારાથી લઘુશંકા કરવા પણ ન જઈ શકાય; એટલે હું તેને ખાવાનું આપવા કબૂલ ન થયો હેત, તે આજે જીવતો પણ પાછા ન આવી શક્ત.”
આ ખુલાસે સાંભળીને ભદ્રાનું મન શાંત થયું અને તે પ્રસન્ન થઈ ને શેઠ સાથે રહેવા લાગી. વખત જતાં ત્યાં આવેલા ધર્મઘોષ સ્થવિર પાસે ધન્ય ત્યાગધર્મને સ્વીકાર કર્યો અને કાળ કરીને તે દેવનિમાં ગયા. ત્યાંથી મહાવિદેહવાસ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુકત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org