________________
૧: પગ ઊંચો કર્યો તમામ પ્રકારના કર્મચારીઓ, મેટામેટા શેઠશાહુકારો, અનેક પ્રકારના કળાકવિદો – એમ અનેક પ્રકારના લોકોને આમંત્રણ આપી પોતાને ત્યાં બેલાવ્યા, તથા બારમે દિવસે તે બધાનો ઉત્તમ ખાનપાન, અને ઔચિત્ય પ્રમાણે ધનવસ્ત્રાદિથી સત્કાર કર્યો.
તે દિવસે જ્યારે બધા મહેમાનો રાજસભામાં બેઠા હતા ત્યારે રાજાએ કુમારના નામકરણ સંસ્કારની ચર્ચા તેમની આગળ રજૂ કરી, તથા રાણીને કુમાર ગર્ભમાં આવ્યો ત્યારે મેઘવૃષ્ટિમાં ફરવાને દેહદ થયો હતો એથી કરીને કુમારનું નામ મેઘકુમાર રાખવામાં આવે તે કેમ એ પ્રશ્ન પૂછયો. આખી સભાએ એ પ્રશ્નનો જવાબ હકારમાં આપ્યો. સભાના હર્ષનાદ વચ્ચે કુમારનું નામ મેઘકુમાર” જાહેર કરવામાં આવ્યું. ત્યાર બાદ સભા બરખાસ્ત થઈ અને સર્વ મહેમાને રાજાની વિદાયગીરી લઈ પિતપોતાનાં સ્થાને ચાલ્યા ગયા. - રાજાએ નવજાત કુમારની રક્ષા માટે મહારાણીની દેખરેખ નીચે પાંચ ધાત્રીઓને મૂકવાની આજ્ઞા કરી. તે પ્રમાણે કુમારના દૂધની વ્યવસ્થા માટે ક્ષીરપાત્રીની, અંગ પ્રત્યંગના એગ્ય શણગાર માટે મંડનધાત્રીની, સ્નાન વગેરેની વ્યવસ્થા માટે મજજનધાત્રીની, રમાડવા માટે ખેલ-ધાત્રીની અને ખોળામાં રાખવા માટે અંકધાત્રીની જના કરવામાં આવી.
એ પાંચ ધાત્રીઓની નીચે બીજી પણ દેશદેશાંતરની અનેક દાસીઓ હતી તેમાંની કેટલીક બર્બર, દ્રમિલ, સિંહલ, અરબ, પુલિંદ, બહલ, શબર અને પારસ વગેરે દેશનીરજ હતી. પોતપોતાના દેશને જ વેશ ધારણ કરનારી તે બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org