________________
ધર્મકથાઓ એવામાં તેને પુત્ર અને મંત્રી અભયકુમાર ત્યાં આવ્યું. પહેલાં જ્યારે અભયકુમાર રાજા પાસે આવતે ત્યારે રાજા હંમેશાં તેના કુશળસમાચાર પૂછો અને મંત્રીપણાને ચગ્ય એવું તેનું સ્વાગત કરતા. પરંતુ આજે તેમ કરવાને બદલે રાજાને કાંઈ બોલ્યા વિના ઉદાસ બેસી રહેલે જેઈ અભયકુમારે તેની ઉદાસીનતાનું કારણ જાણવા ઊંચે સ્વરે “નમસ્કાર” કહી તેને તેની વિચારનિદ્રામાંથી જાગૃત કર્યો અને પૂછ્યું –
““હે પિતાજી! તમે આજે આટલા ઉદાસ કેમ જણાઓ છે ?”
રાજાએ તેને તેની ચુદ્ઘ (નાની) માતાના દેહદની વાત કહી સંભળાવી અને કહ્યું –
આ વર્ષાઋતુ નથી એટલે વરસાદ આવે શી રીતે અને તેને દોહદ પૂરો થાય શી રીતે? તેમજ એને દેહદ પૂરો નથી થતો ત્યાં સુધી તે ચિંતામાં ને ચિંતામાં દિવસે દિવસે દૂબળી પડતી જાય છે તથા સુકાતી જાય છે.”
અભયકુમારે જવાબ આપે –
“હે પિતાજી! તમે તે વાતની કશી ફિકર ન કરશે. હું તેમને તે દેહદ પૂરે કરી આપીશ. તેમ જ તેને લગતી બધી તૈયારી પૂરી કર્યા બાદ તમને તથા ચુલ માતાને ખબર આપીશ.” આ અભયકુમારે પછી પોતાના આવાસમાં આવીને વિચાર કર્યો કે મનુષ્યપ્રયત્નથી આ દેહદ પૂરો થવો કઠણ છે. કેઈ વિદ્યાસિદ્ધની સહાયતા હોય તો જ આ કામ સાધી શકાય તેવું છે. એમ વિચારી તેણે સૌધર્મક૫માં રહેતા પિતાના એક દેવમિત્રને બોલાવવાનું નકકી કર્યું. તે માટે તેણે શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org