________________
૧૩ પગ ઊંચા કર્યાં
પરંતુ તે વખતે વર્ષાઋતુ ચાલતી નહાવાથી વરસાદ આવવાને સભવ ન હતેા. એટલે દેહદ ન પૂરા થવાને કારણે રાણી દિવસે દિવસે સુકાતી ચાલી. તેને ખાવુંપીવું ભાવે નહિ, રાત્રે ઊંઘ ન આવે તથા દેાદની ચિંતામાં દિવસે પણ જરાયે ચેન ન પડે.
રાણીને દિવસે દિવસે દૂબળી પડતી જોઈ તેની સખીઓ અને પરિચારિકાઓએ તેને પૂછ્યું:
“હે દેવી! તમે હમણાં કૂમળાં કેમ દેખાઓ છે ?” બે ત્રણ વાર પૂછ્યા છતાં રાણીએ જ્યારે કશો જવામ ન આપ્યું ત્યારે તેમણે રાજા પાસે જઈને તે વાત કહી સંભળાવી.
તે વાત સાંભળીને રાજા પણ તુરત ઊઠીને રાણી પાસે ગયા અને તેની તમિયત દિવસે દિવસે નબળી પડતી જવાનું કારણ પૂછવા લાગ્યા. પરંતુ તેણે તેમ બેત્રણ વાર પૂછ્યા છતાં રાણીએ જ્યારે કશે જવાબ ન આપ્યા ત્યારે રાજાએ તેને શપથ આપીને ભારપૂર્વક પૂછ્યું. એટલે રાણીએ પેાતાને થયેલા દોહદની વાત તેને કહી સંભળાવી. તે સાંભળી રાજાએ રાણીને ધીરજ આપતાં કહ્યું:--
“તું કશી ચિંતા ન કર, તારા એ દાદ સત્વર પૂર્ણ થાય એમ હું અવસ્ય કરીશ.”
આમ કહી રાજા રાણી પાસેથી ઊઠી પેાતાની ઉપસ્થાનશાળામાં આવ્યે અને તે દોહદ પૂરા કરવાના રસ્તા શોધવા લાગ્યા. પરંતુ ઘણુંઘણું વિચાર્યા છતાં જ્યારે તેને એક પણ માગ ન જડચો ત્યારે તે અત્યંત દિલગીર થઈ, લમણે હાથ ઈ શૂન્યમનસ્ક થઈ ને બેઠી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org