________________
૧. પગ ઊંચા કર્યો રાજાએ કહેલી વાત સાંભળી રાણું ઘણું પ્રસન્ન થઈને પિતાને મહેલ ચાલી ગઈ તથા પિતાનું શુભ સ્વમ બીજા દુષ્ટ સ્વમોથી ન હણાય માટે સવાર થતા સુધી ધાર્મિક વાત કરતી કરતી જાગ્રત રહી.
આણીબાજુ રાજા શ્રેણિકે પિતાના કૌટુંબિક પુરુષને બેલાવીને પિતાની ઉપસ્થાનશાળા (બેઠક) ને સુગંધિત પાણી છાંટી, પાંચ વર્ણનાં પુષ્પોથી સુવાસિત કરી, યેગ્યા સ્થળે પુછપની માળા લટકાવી, તથા સુગંધી ધૂપથી ભરેલાં ધૂપધાણાં મૂકી, સુસજિજત કરવાની આજ્ઞા આપી.
સવાર થતાં રાજા શ્રેણિકે પણ અટ્ટણશાળામાં જઈ અનેક પ્રકારના વ્યાયામ કર્યા અને કુશળ તલમર્દ દ્વારા હાડના, માંસના, ચામડીના અને રેમના સુખ તેમજ આરોગ્ય માટે અનેક પ્રકારનાં સુગંધિત તેલનું મન કરાવ્યું. ત્યારબાદ મજ્જણઘરમાં જઈને સુવાસિત, સમશીતોષ્ણ પાણી દ્વારા સ્નાન કરીને અંગલૂછણિદ્વારા શરીરને સારી રીતે લૂછયું, તથા ચગ્ય વસ્ત્રાભૂષણે ધારણ કરી, તે બહારની બેઠકમાં આવી, સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠે.
ત્યાં તેણે પોતાની પાસે ઈશાન ખૂણામાં ધોળા કપડાથી ઢંકાયેલાં આઠ ભદ્રાસન મુકાવ્યાં તથા બીજી બાજુ જવનિકા૫ બંધાવીને તેની પાછળ રાણી માટે ભદ્રાસન મુકાવ્યું. ત્યાર બાદ તેણે અષ્ટાંગનિમિત્તવેદી સ્વમપાઠકેને બેલાવવાને હુકમ કર્યો.
ડી વારમાં તે બધા આવી પહેચ્યા અને રાજાએ કરેલા સત્કારને સ્વીકાર કરી, તેને આશીર્વાદ આપી. તેમને ભાટે તૈયાર રાખેલાં આસન ઉપર બેઠા. રાણી પણ આવીને જવનિકા પાછળ ગોઠવેલા આસન ઉપર બેઠી. ત્યારબાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org