________________
પગ ઊંચે કર્યો
[ઉકિખાણાય૯] આ જંબુદ્વીપના ભારતવર્ષમાં, દક્ષિણાઈ ભરતમાં રાજગૃહ૧૦ નામે મગધ દેશનું પાટનગર હતું. તેમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતે હતો. તે જનપદને પાલક, જનપદનો પિતા, જનપદને પુરોહિત, દાની, દયાશીલ અને મર્યાદાશીલ હતો. તેને નંદાદેવી નામની રાણી તથા અભયકુમાર નામે ઘણે ચંચળ, હાજરજવાબી અને પ્રતિભાશાળી પુત્ર હતા. શ્રેણિક રાજા પિતાનાં અગત્યનાં કામમાં અભયકુમારની જ સલાહ લેતે.
એ અભયકુમાર પોતાના આખા કુટુંબમાં સૌને સલાહકાર અને પૂછવાગ હતું એટલું જ નહિ પણ પિતાના સમગ્ર રાજ્યની, તેને અધીન બીજાં રાષ્ટ્રની, ખજાનાની, રાજ્યના અન્નભંડારની, સેનાની, વાહનની, પ્રત્યેક નગર અને ગ્રામની તથા શ્રેણિકના અંતઃપુરની પણ જાતે વ્યવસ્થા કરતે.
રાજા શ્રેણિકને ધારિણી નામે એક બીજી પણ અતિપ્રિય રાણી હતી. તે રાજાએ પિતાની સવ રાણીઓ માટે અલગઅલગ મહેલે બંધાવ્યા હતા. તે બધા મહેલે અંદરથી અને બહારથી અત્યંત ઉજવલ હતા. તેમની તલભૂમિ સારી રીતે બાંધેલી અને છાયેલી હતી તથા તેમના દરવાજા, બારણાં, બારીઓ, ઝરૂખા અને ગોખલાઓ વગેરે ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org