________________
અધ્યયન પહેલું] દમન કરનારા મયંતિ હોય છે, તેન=ને કારણે તે સાદુળ= સાધુએ ગુરુવંતિ કહેવાય છે. ત્તિ-એ પ્રમાણે (પ્રભુ મહાવીરે કહેવું મનક ! હું તને) મિકકહું છું. (૫) ( [ ભિક્ષા લેવામાં ભ્રમરતુલ્ય છતાં સાધુઓ જ્ઞાનીeભમરાની જેમ ભિક્ષા લેવાના લાભ વગેરેની જાણ હોય છે, ઉપરાંત કોઈ અમુક જ ઘરની, ભક્તના ઘરની, શ્રીમંત કે રાજા આદિના ઘરની ભિક્ષા લેવાની વૃત્તિવાળા હોતા નથી, કિંતુ અજાણ્યા ઘરમાંથી લેનારા હોય છે, વળી એવી પણ એક જ જાતિની અમુક જ વસ્તુ લેનારા નહિ, પણ અભિગ્રહાદિ કરીને જે મળે તે તુચ્છ–પ્રાન્ત વસ્તુમાં સંતોષ માનનારા હેાય છે અને આહાર પણ મન-ઈન્દ્રિયોના આરામ માટે નહિ, કેવળ સંયમના પોષણ માટે લે છે, તેથી તેઓને સાધુ કહેલા છે. સાધુતારૂપ એ ગુણો પ્રગટાવવા જોઈએ. (૨)]
અહીં પહેલું અધ્યયન સમાપ્ત થયું. આ અધ્યયનનું નામ “ધ્રુમપુપિકા ” છે, તેનું કારણ એ છે કે તેમાં દ્રુમપુષ્પ વૃક્ષનાં ફૂલ, તેમાંથી ભ્રમરે રસ ચૂસે તે દષ્ટાન્તથી સાધુને ભિક્ષા લેવાને વિધિ કહેલો છે. વસ્તુતઃ આ અધ્યયનમાં સાધુધર્મની પ્રશંસા કરી છે.
પ્રથમમ્ અધ્યયન સમાપ્તમ્
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org