________________
૧૭
જૈન મહાભારત ૧ થી ૩ નકલ મળી છે. વાંચીને ઘરમાં બધાને બહુ જ આનંદ થયો છે. હીરાલાલ ડાહ્યાભાઈ (સિકન્દ્રાબાદ)
વડાલા
ભાદરવા વદ-૭
ક પૂ. પં. શ્રી રાજય વિજયજી મ. સા.
વંદના... જૈન મહાભારતની પુસ્તિકાઓ મળી. જેવું આકર્ષક છે આપનું નામતેટલી જ આકર્ષક છે આપની પ્રવચન શૈલી !
જેશીલે પહાડી અવાજ...વિષયને અનુરૂપ ધાર દાર સચોટ શબ્દ... હૃદય સ્પશી વેધક વાણી તથા રમુજી દષ્ટાંતે સહિતની રેચક રસપ્રદ પ્રભાવક શૈલિ ઈત્યાદિ.આપના પ્રવચનની ખાસ વિશિષ્ટતા છે.
સિંહ ગજના સમી વાણીમાંથી ઝરેલા રત્નકંકણે ખરેખર ! મેહનિદ્રામાં પોઢેલ આત્માને જગાડી દે તેવા છે.
મહાભારતના પાત્રો અને તેની રસપ્રદ કથા દ્વારા માનવ જીવનના બહુમૂલ્ય તો ખૂબ સુંદર રીતે સમજાવ્યા છે.
બે શક જૈન-જૈનેતરને ગમશે. બધી પુસ્તિકાએનું એગ્ય સંકલન કરી એક દળદાર પુસ્તક થાય તે વિશેષ સારું.
– દેવરત્નસાગરની વંદના