Book Title: Padma puran
Author(s): Ravishenacharya, Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008274/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદ-કહાન જૈન શાસ્ત્રમાળા, પુષ્પ-૧૯૧ || નમ: શ્રી સીમંધરજિનવરીયા શ્રી રવિણાચાર્ય વિરચિત પદ્મપુરાણ (ગુજરાતી અનુવાદ) (શ્રી રામચરિત) -: હિન્દી ભાષાકારસ્વ. પં. શ્રી દૌલતરામજી -: ગુજરાતી અનુવાદક: – શ્રી બ્ર. વ્રજલાલ ગીરધરલાલ શાહુ બી. એ. ઓનર્સ, એસ. ટી. સી. , રાષ્ટ્રભાષારત્ન * પ્રકાશક * શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ આવૃત્તિ : પ્રત-૨૦૦૦ વીર સં. ૨૫૨૨ વિ. સં. ૨૦૫૨ ઇ.સ. ૧૯૯૬ શ્રી મહાવીરભગવાનનો દિવ્યધ્વનિ છૂટવાનો પ્રથમ દિવસ : દ્ધિ અષાઢ વદ ૧ દ્વિતીય આવૃત્તિ: પ્રત-૨૦૦૦ વીર સં. ૨૫૨૫ વિ. સં. ૨૦૫૫ ઈ.સ. ૧૯૯૯ પૂ. બહેનશ્રી ચંપાબેનનો ૮૬મો જન્મજયંતિ મહોત્સવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated in memory of Ramniklal Jivraj Shah who passed away on 9 August 2002 by his wife, Muktaben Ramniklal Shah, and children - Kalpesh, Harsha, Reena and Roma of London, UK who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Padmapuran is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number 001 27 May 2003 First electronic version. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 1384 ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પૂજ્ય આધ્યાત્મમૂર્તિ સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રસ્તાવના આ અવસર્પિણી કાળમાં ઉત્પન્ન થયેલ ત્રેસઠ શલાકા પુરુષોમાં તીર્થકરોના જેવું જ રામનું નામ અત્યંત પ્રસિદ્ધ છે અથવા આમ કહ્યું કે ભારતવર્ષમાં ઉત્પન્ન થયેલા મહાપુરુષોમાં રામનું નામ જ સૌથી વધારે લોકો દ્વારા લેવાય છે તો તે અત્યુક્તિ નહિ ગણાય. રામનું નામ આટલું બધું પ્રસિદ્ધિ કેમ પામ્યું? લોકો વાતવાતમાં રામની મહત્તા કમ માને છે અને અત્યંત શ્રદ્ધા તથા ભક્તિ સહિત રામ-રાજ્યનું સ્મરણ કેમ કરવામાં આવે છે? આ પ્રશ્નો પર આપણે જ્યારે ઊંડાણથી વિચારીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે રામના જીવનમાં એવી અનેક ઘટનાઓ બની છે કે જેનાથી તેમનું નામ પ્રત્યેક ભારતીયની રગેરગમાં સમાઈ ગયું છે, તેમનું પવિત્ર ચરિત્ર લોકોના હૃદયમાં અંકિત થઈ ગયું છે અને એજ કારણે તેઓ આટલા લોકપ્રિય મહાપુરુષ સિદ્ધ થયા છે. રામના ગુણોની ગાથા તેમના જીવનકાળમાં જ લોકો દ્વારા ગવાતી હતી. કહેવાય છે કે ભારતવર્ષનું આદિ કવ્ય વાલ્મીકિ રામાયણ તેમના જીવન-કાળમાં જ રચાયું હતું અને મહર્ષ, વાલ્મીકિએ તે લવ અને કુશને શિખવ્યું હતું. જે હોય તે પરંતુ આટલું નિશ્ચિત છે કે રામનું ચરિત્રચિત્રણ કરનાર ગ્રંથોમાં વાલ્મીકિ રામાયણ આદિ ગ્રંથ છે. જેનું સૌથી મોટું પ્રમાણ સ્વયં આ પદ્મપુરાણની તે ભૂમિકા છે જેમાં રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો છે કે :श्रूयन्ते लौकिके ग्रन्थे राक्षसा रावणादयः । वसाशोणितमांसादिपानभक्षणकारिणः।। અર્થાત-લૌકિક ગ્રંથમાં એવું સાંભળવામાં આવે છે કે રાવણાદિ રાક્ષસ હતા. અને તે માંસ, ચરબી આદિનું ભક્ષણ કરતાં અને લોહી પીતા હતી. યાદ રાખવાનું કે અહીં લૌકિક ગ્રંથનો અભિપ્રાય વાલ્મીકિ રામાયણનો છે. આથી પણ વધારે પુષ્ટ પ્રમાણ એના આગળના શ્લોક છે. જેમાં પદ્મપુરાણકારે અત્યંત દુઃખ પ્રગટ કરતાં કહ્યું છે કે – अहो कुकविभिर्मूचे विद्याधरकुमारकम् । अभ्याख्यानमिदं नीतो दुःकृतग्रन्थकच्छकैः।। एवंविधंकिल ग्रन्थं रामायण मुदाहृतम्। श्रृण्वतां सकलं पापंक्षयमायाति तत्क्षणात्।। અર્થાત્ - આશ્ચર્ય છે કે મૂર્ખ કવિઓએ શ્રેષ્ઠ વિદ્યાધરોનું ચરિત્ર આ પ્રમાણે વિરૂપ ચીતર્યું છે, આ પ્રમાણે આ ગ્રંથ રામાયણ નામથી પ્રસિદ્ધ છે જેને સાંભળતાં સાંભળનારના સર્વ પાપ ક્ષણવારમાં નાશ પામે છે. આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરના સમયમાં પણ વાલ્મીકિ રામાયણનો ખૂબ પ્રચાર હતો અને લોકો માનતા હતા કે તેનું શ્રવણ કરવાથી પોતાના પાપોનો ક્ષય થાય છે. પદ્મપુરાણની રચનાનો આધાર પદ્મપુરાણની રચનાનો આધાર વિદ્વાનો “પરિ૩' ને માને છે. એ ગ્રંથ ભગવાન મહુવીરના નિર્વાણ પછી લગભગ ૫૦ વર્ષ રચાયો હતો, તેમાં પણ આજ જાતનો ઉલ્લેખ છે તેથી એજ સિદ્ધ થાય છે કે તે સમયે વાલ્મીકિ રામાયણ જન સાધારણમાં અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ હતો અને તેમાં ઉપસાવવામાં આવેલ રામ રાવણનું ચરિત્રજ લોકે સાચું માનતા હતા, રામ અને રાવણના ચરિત્ર-વિષયક ભ્રાંતિ દૂર કરવા માટે “મરિફ' અને પ્રસ્તુત પદ્મચરિતની રચના થઈ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણનો રચના-કાળ સંસ્કૃત પદ્મચરિતની રચના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૨૦૩ વર્ષ થઈ છે. જો વીર સંવતથી ૪૭૦ વર્ષ પછી વિક્રમ સંવતનો પ્રારંભ માનવામાં આવે તો પદ્મપુરાણનો રચનાકાળ વિક્રમ સંવત ૮૩૪માં સમજવો જોઈએ. દિગંબર સંપ્રદાયમાં પ્રાપ્ત કથા-સાહિત્યમાં એક બે ગ્રંથો સિવાય આ ગ્રંથ સૌથી પ્રાચીન છે. જો પ્રાપ્ત “પરમેરિક' પણ દિગંબર ગ્રંથ સિદ્ધ થઈ જાય (જનું હજી અંતરંગ પરીક્ષણ થયું નથી) તો કહેવું પડે કે દિગંબર કથા-ગ્રંથોમાં આ સર્વપ્રથમ છે. રામ ચરિત્રનું ચિત્રણ રામનું ચરિત્ર આલેખનારા ગ્રંથોમાં સ્પષ્ટપણે બે પ્રકાર મળે છે. એક પદ્મપુરાણનો પ્રકાર અને બીજો ઉત્તરપુરાણનો પ્રકાર, પદ્મપુરાણની કથા પ્રાયઃ રામાયણને અનુસરે છે પણ ઉત્તરપુરાણમાં રામનું ચરિત્ર એક નવા જ પ્રકારે ચીતરવામાં આવ્યું છે. બન્નેમાંથી કયું કથાનક સત્ય છે અથવા સત્યની અધિક સમીપ છે-એ બાબતનો નિર્ણય કરનારી કોઈ સામગ્રી ઉપલબ્ધ નથી, વળી અમારામાં તેનો નિર્ણય કરવાની શક્તિ તથા યોગ્યતા પણ નથી. અમે ફક્ત ધવલાકાર વીરસેનાચાર્યના શબ્દોમાં આટલું જ કહી શકીએ છીએ કે બન્ને પ્રમાણિક આચાર્યો છે ને અમારે બન્નેય પ્રકારોનો સંગ્રહ કરવો જોઈએ, યથાર્થ સ્વરૂપ તો કેવળજ્ઞાન ગમ્ય જ છે. પદ્મપુરાણના રચયિતા આચાર્ય રવિણ સંસ્કૃત પદ્મપુરાણના રચનાકાર રવિણ આચાર્ય છે. તેમણે પોતાની ગુરુ-પરંપરા આ પ્રમાણે આપી છે – ज्ञाताशेषकृतान्तसन्मुनिमनः सोपानपर्वावली, पारंपर्य क्षमाधितं सुवचनं सारार्थमत्यद्भूतम् आसीदिन्द्रगुरोर्दिवाकरयति शिष्योडस्य चाहन्मुनिस्तस्मॉल्लक्ष्मणसेनसः मुनिरदः શિષ્યો વસ્તુ મૃતમ્ ા અર્થાત્ - ભગવાન મહાવીર પછી સંપૂર્ણ આગમોને જાણનારી આચાર્ય પરંપરામાં ઇન્દ્રગુરુ થયા તેમના શીષ્ય દિવાકર યતિ થયા, તેમના શિષ્ય અનૂની થયા, તેમના શિષ્ય લક્ષ્મણસેન થયા. તેમના શિષ્ય રવિણ થયા જેમણે આ પદ્મમુનિનું પવિત્ર ચરિત્ર રચ્યું છે. રવિણાચાર્યની ગુરુપરંપરાના આચાર્યોએ ક્યા ક્યા ગ્રંથોની રચના કરી છે, તેનો હજી સુધી કંઈ પતો લાગ્યો નથી પણ રવિષેણાચાર્ય ના ઉક્ત શબ્દોથી આટલું નિશ્ચિત છે કે તે સર્વ આગમના જ્ઞાતા હતા તેથી ગુરુ પરંપરાથી રવિણાચાર્યને પણ આગમજ્ઞાન મળેલું હતું. પ્રસ્તુત પદ્મપુરાણની સ્વાધ્યાય કરતાં ખ્યાલમાં આવે છે કે રવિણાચાર્યને પ્રથમાનુયોગ-સંબંધી કથા સાહિત્યેનું કેટલું વિશાળ જ્ઞાન હતું. તેમણે પોતાના આ ગ્રંથમાં હજારો ઉપકથાઓ રચી છે. તે ઉપરાંત ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ-સંબંધી જ્ઞાન પણ અત્યંત વૃધ્ધિ પામેલું હતું. તેમના કથાનકની વચ્ચે વચ્ચે આપવામાં આવેલ સ્વર્ગ-નરકાદિના વર્ણન, દ્વીપ સમુદ્રનું કથન, આર્ય-અનાર્યોના આચાર વિચાર, રાત્રિભોજનાદિ અને પુણ-પાપના ફળાદિથી એની ખાત્રી થાય છે. શાન્ત અને કરુણરસનું આવું સુંદર ચિત્રણ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. સીતાનું હરણ થયા પછની રામની દયાજનક (૨) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દશાનું, લંકાના ઉપવનમાં અને દેશનિકલ કર્યા પછી વનમાં છે દવાયેલ તથા અગ્નિકુંડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછીની સીતાનું વર્ણન તો અલોકિક ચમત્કારપૂર્ણ છે. તેને વાંચતાં એક્વાર આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગે છે અને જ્યારે આપણે લક્ષ્મણ દિવંગત થયા પછ ચમની દશા જોઈએ છએ, તેમના અકૃત્રિમ અને લોકેત્તર ભાતૃપ્રેમ વિષે વાંચીએ છીએ તો તે સમયનું વર્ણન કરવું આપણા માટે અસંભવ બની જાય છે. સંક્ષેપમાં વામાં આવે તો આ પદ્મપુરાણમાં આપણને બધા રસોનો સમાવેશ યથાસ્થાને થયેલો જણાશે પરંતુ તેમાં મુખ્યતા કરુણ અને શાન્ત રસની જ છે. મૂળગ્રંથનું પ્રમાણ લગભગ ૧૮OOO શ્લોક છે અને તે શ્રી મણિચન્દ્ર દિ. જૈનગ્રંથમાળા મુંબઈથી ત્રણ ભાગમાં છપાઈ ગયો છે. સ્વાધ્યાય પ્રેમીઓને મારો આગ્રહ છે કે તેઓ એકવાર મૂળગ્રંથની સ્વાધ્યાય અવશ્ય કરે. રામનું વ્યક્તિત્વ જોકે પદ્મચરિત અથવા પદ્મપુરાણનું નામ લેવાથી આમાં મુખ્યપણે શ્રીરામનું ચરિત્ર કહેવાયું છે પણ તેમની જીવનસહુચરી હોવાને લીધે આખાય રામચરિત્રમાં સીતા બધે વ્યાપ્ત છે. સીતાના પિતાને મદદ કરવાને લીધે જ રામ સૌ પ્રથમ સિંહપુત્ર અથવા વીરબાળરૂપે લોકો સમક્ષ આવ્યા. સીતાના સ્વયંવર દ્વારા રામના પરાક્રમનો યશ બધે ફ્લાયો, રાવણ પર વિજય મેળવવાને લીધે તે જગતપ્રસિદ્ધ મહાપુરુષના રૂપે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી લોકનિંદાના કારણે સીતાનો પરિત્યાગ કરવાથી તો તેઓ એટલા બધા પ્રકાશમાં આવ્યા કે આજ હજારો વર્ષો પછી પણ લોકો રામરાજ્યને યાદ કરે છે. જ્યારે લોકાપવાદની ચર્ચા રામની સમક્ષ આવી ત્યારે તેઓ વિચારે છે કેअपश्यन् क्षणमात्रं यां भवामि विरहाकुलः। अनुरक्तां त्यजाम्येतां दयितामधुना कथम् ।। चक्षुर्मानसयोर्वासं कृत्या याडवस्थिता मम। गुणधानीमदोषां तां कथं मुंचामिजानकीम्।। અર્થ- જે સીતાને ક્ષણમાત્ર પણ જોયા વિના હું વિરથી આકુળવ્યાકુળ થઈ જાઉં છું તે અનુરક્ત પ્રાણપ્યારી સીતાનો કેવી રીતે ત્યાગ કરું? જે મારા નયનોમાં અને મનમાં સદા અવસ્થિત છે, ગુણોની રાજધાની છે. સર્વથા નિર્દોષ છે, તે પ્રાણપ્યારી જાનકીને હું કેવી રીતે તજું? એક તરફ સામે લોકાપવાદ ઉભો છે અને બીજી તરફ નિર્દોષ પ્રાણપ્રિયાનો દુસહ વિયોગ. કેટલી વિકટ સ્થિતિ છે? અત્યંત મૂંઝવણમાં પડેલા રામ થોડા સમય માટે કિર્તવ્યવિમૂઢ થઈ જાય છે. તે સમયની માનસિક દશાનું ચિત્રણ કરતાં ગ્રંથકાર છેઃ – इतो जनपरीवादश्चेतः स्नेह सुदुस्त्यजः। आहोडस्मि भय - रागाभ्यां प्रक्षिप्तो દિનાન્તરેTો श्रेष्ठा सर्व प्रकारेण दिवौकोयोषितामपि। कथं त्यजामि तां साध्वी प्रीत्या યાતાનિવૈતાના અર્થાત- એક તરફ જનાપવાદ અને બીજી તરફ દુર્યજ સ્નેહ, અહે! હું બન્નેની દુવિધામાં પડેલો ગહન વન વચ્ચે ફેંકાઈ ગયો છું. જે સીતા દેવાંગનાઓથી પણ સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે, સતી સાધ્વી છે, મારા પ્રાણ સાથે એક્ત પામેલી છે, તે સીતાને હું કેવી રીતે તજું? વળી રામ વિચારે છે – एतां यदि न मुंचामि साक्षाद् दुः कीर्तिमुद्गताम। कृपणो मत्समो मह्यां वदैतस्यां न વિદ્યા (૩) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ- જો હું સીતાનો ત્યાગ ન કરું તો આ પૃથ્વી પર મારા જેવો બીજો કોઈ કૃપણ નહિ હોય. અહીં કૃપણ શબ્દ ખાસ વિચારવા જેવો છે. જે દાન કરતો નથી તે કુંજસ કહેવાય છે તેને માટે સંસારમાં કૃપણ શબ્દનો વ્યવહાર થાય છે. દાનના લક્ષણમાં કહ્યું છે અનુપ્રાર્થ સ્વસ્થાતિ વાનમ (તત્વાર્થસૂત્ર અધ્યાય ૭, ૩૮) અર્થ:- જે બીજાના અનુગ્રહ માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે તેને દાન કહે છે. લોકોમાં ફેલાયેલ કલંક (નિંદા) દૂર કરવા માટે પોતાના પ્રાણથી પણ મારી વસ્તુ (સીતા) નો જ હું પરિત્યાગ કરી શકતો નથી તો મારા કરતાં મોટો બીજો કૃપણ કયો હોય? રામની માનસિક દશાનું યથાર્થ ચિત્રણ છે ! અંતે ગ્રંથકાર પોતે લખે છે કેस्नेहापवादभयसंगतमानसस्य व्यामिश्रतीव्ररसवेगवशीकृतस्य। रामस्य गाढ परितापसमा कुलस्य कालस्तदा निरुपमः स बभूव कृच्छः।। અર્થ- એક તરફ જેનું ચિત્ત ગાઢ સ્નેહથી વશીકૃત છે અને બીજી તરફ લોકાપવાદથી જેમનું હૃદય વ્યાકુળ છે એવાં સ્નેહ અને અપવાદથી વ્યાપ્ત ચિત્તવાળા રામ તે વખતે અત્યંત કષ્ટમાં હતા જેની ઉપમા બીજે મળી શકતી નથી. આ સ્થિતિમાં સીતાનો પરિત્યાગ રામને માટે ખરેખર મહાન ત્યાગનો આદર્શ ઉપસ્થિત કરે છે. આ એક એવી ઘટના છે કે જેનાથી રામ સાચા રામ બન્યા અને યુગાન્તર સુધી ટકતો તેમના યશ આજે પણ દિગંદમાં વ્યાપેલો છે. જો તેમના જીવનમાં આ પ્રસંગ ઉભો થયો ન હોત તો લોકો રામરાજ્યનું સ્મરણ પણ આ રીતે ન કરેત. સીતાનો આદર્શ સીતાના પરિત્યાગથી રામનું નામ જ અમર થયું નથી પણ સીતા ય અમર થઈ ગઈ. એ જ કારણે લોકો “સીતારામ” કહેતાં રામથી ય પહેલાં સીતાનું નામ લે છે. જો રામની કથામાંથી સીતાની કથા દૂર કરવામાં આવે તો આખીયે કથા નિબ્બાણ બની જાય છે. સીતાના પ્રત્યેક કાર્યો ભારતના જ નહીં પણ સમસ્ત સંસારની સ્ત્રીઓ સામે અનેક મહાન આદર્શ ઉપસ્થિત કર્યા છે. પતિની વિપત્તિઓના સમયમાં સદા સાથે રહેવું, દુર્જનોની વચ્ચે આવી પડતાં પોતાના પતિવ્રતનું રક્ષણ કરવું, રામ દ્વારા ત્યજાવા છતાં પણ રામ પ્રત્યે જરાય અન્યથાભાવ મનમાં ન લાવયો એ કેટલો મોટો આદર્શ છે? જ્યારે રામના સેનાપતિ સીતાને ભયંકર વનમાં છોડીને જવા લાગે છે ત્યારે સીતા સેનાપતિને કહે છે – सेनापते त्वया वाच्यो रामो मद्वचनादिदम्। यथा मत्यागजः कार्यो न विषादस्त्वया प्रभो।। અર્થ - હે સેનાપતિ! તું રામને કહે છે કે તે મારા ત્યાગનો કોઈ વિષાદ ન કરે. ત્યાર પછી પણ સીતા રામને સંદેશો આપે છે:अवलम्ब्य परं धैर्यं महापुरुष सर्वथा । सदा रक्ष प्रजां सम्यक् पितेव न्यायवत्सलः।। અર્થ:- હે મહાપુરુષ! મારા વિયોગથી દુ:ખી ન થતાં પરમ વૈર્યનું અવલંબન કરીને સદા ન્યાયવત્સલ બનીને પિતા સમાન પ્રજાની સારી રીતે રક્ષા કરજો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates આહ ! ધન્ય સીતા ! તમને ભવિષ્યમાં આવનારી તમારી મુશ્કેલીઓનો જરાય ખ્યાલ નથી અને પ્રજાના રક્ષણની આટલી ચિંતા છે! આથી બે બાબત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. એક તો એ કે રામે સીતાને દેશનિકાલ કરવા છતાં સીતાને રામ પ્રત્યે જરાય ક્રોધ નથી. તે બરાબર જાણતી હતી કે રામનો મારા તરફ અગાધ સ્નેહ છે અને પૂર્ણ વિશ્વાસ છે પરંતુ પ્રજાનું ધ્યાન રાખીને તેમને મારો ત્યાગ કરવા લાચાર થવું પડયું છે. ધન્ય પ્રતિવ્રતા ! રામ દ્વારા એક ગર્ભવતી અબળાને સંકટોથી ભરેલા વિકટ વનમાં છોડી દેવા છતાં પણ તને પતિ ઉપર જરા જેટલોય ક્ષોભ થયો નહિ. અને તારો પ્રજાપ્રેમ પણ રામથી ય વધારે ચડિયાતો છે કેમ કે આવી પોતાની દારૂણ દશા વખતે ય પ્રજાના હિતનો વિચાર કરીને રામને પિતા જેવા વાત્સલ્યથી પ્રજાનું રક્ષણ કરવાનો તે સંદેશ આપે છે: संसाराद् दुःखनिर्धोरान्मुच्यनते येन देहिनः । भव्यास्तदृर्शनं सम्यगाराधयितुमर्हसि।। साम्राज्यादपि पद्माभ तदेव बहु मन्यते । नश्यत्येव पुनाराज्यं दर्शनं स्थिरसौख्यदम्। અર્થ:- જે સમ્યગ્દર્શનના પ્રભાવથી ભવ્ય જીવ ઘોર સંસારસાગરથી પાર ઉતરે છે, હું રામ! તમે તે સમ્યગ્દર્શનની સારી રીતે આરાધના કરજો. હું પદ્માભ-પદ્મ! તે સમ્યગ્દર્શન સામ્રાજ્યથી અધિક છે. રાજ્ય તો નાશ પામે છે. પણ તે સમ્યગ્દર્શન સ્થાયી અવિનશ્વર સુખ આપે છે. તેથી હું પુરુષોત્તમ રામ! આવા સમ્યગ્દર્શનને તમે કોઇ અભવ્ય પુરુષ દ્વારા નિંદા કરવામાં આવે તો પણ છોડશો નહિ જેમ લોકાપવાદના ભયથી મને છોડી દીધી છે. કેટલો માર્મિક સંદેશો છે? ધન્ય, સીતા ધન્ય! તું આવડી મોટી વિપત્તિમાં પડવા છતાં પણ પોતાના પ્રિયને આટલો દિવ્ય સંદેશો આપી રહી છે. વાસ્તવમાં તું સતી-શિરોમણિ અને પતિવ્રતાઓમાં અગ્રણી છે. ત્યાર પછી આપણે સીતાનું અતુલ ધૈર્ય તે વખતે જોઈએ છીએ જ્યારે ભામંડળ આદિ જઈને પુંડરીકનગરથી સીતાને અયોધ્યા લાવે છે, સીતા રામની પાસે ભરી સભામાં સામે આવે છે, ચિરવિયોગ પછી પતિમિલનની આશા હૃદયમાં ઉછળી રહી છે, એવા સમયે રામ કહે છેઃततोडभ्यधायि रामेण सीते तिष्ठसि किं पुरः अपसर्प न शक्तोडस्मिभवतीमभिवीक्षितुम् ॥ અર્થઃ– સીતા સામે કેમ ઉભી છો? અહીંથી દૂર જા, હું તને જોવા ઇચ્છતો નથી. સેંકડો વર્ષો પછી અને પ્રિયજનો દ્વારા અત્યંત સ્નેહપૂર્ણ આગ્રહ સાથે લાવવામાં આવ્યા છતાં પણ સીતાએ જ્યારે રામના આ વચન સાંભળ્યા હશે ત્યારે વાચક પોતે જ વિચારે કે તેની તે સમયે કેવી દશા થઈ હશે ? અંતે પોતાને સાંભળીને અને કોઈ પ્રકારે શક્તિ એકઠી કરીને સીતાએ રામને કહ્યું, હું રામ! જો તમારે મારો ત્યાગ જ કરવો હતો તો આર્થિકાઓની પાસે કેમ ન છોડી? દોદ પૂરા કરવાનું બહાનું શા માટે કાઢયું? શું મારી સાથે પણ તમારે આવો માયાચાર કરવો જરૂરી હતો ? તે વખતે રામ નિરુત્તર બની જાય છે અને કહે છે रामो जनद जानामि देवि शीलं तवानधम् । मदनुव्रततां चोच्यैर्भावस्य च विशुद्धताम्। परिवादमिमं किन्तु प्राप्ताडसि प्रकटं परमा स्वभावकुटिलस्वान्तामेतां प्रत्ययाय प्रजाम्।। (૫) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હું દેવી! હું તારું નિર્દોષ શીલવ્રત સારી રીતે જાણું છું, તમારા ભાવોની વિશુદ્ધતા અને તારું અનુકુળ પતિવ્રત પણ બરાબર જાણું છું પણ શું કરૂં? તું લોકાપવાદ પામી છો. પ્રજાનું ચિત્ત સ્વભાવથી જ કુટિલ હોય છે, તેને વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે આમ કરવું પડયું છે. અંતે સીતા કહે છે કે લોકમાં સત્યની પરીક્ષાના જેટલા પ્રકાર તે હું કરવા તૈયાર છું આપ કહો તો હું કાળકૂટ વિષનું પાન કરૂં, આપ ો તો હું આશીવિષ સર્પના મુખમાં હાથ નાખું અને જો કહો તો પ્રજ્વલિત અગ્નિની જ્વાળામાં પ્રવેશ કરૂં. આપ દરેક પ્રકારે મારા શીલની પરીક્ષા કરી શકો છો પણ આ રીતે મારો પરિત્યાગ કરવો ઉચિત નથી. ત્યારે રામ ક્ષણવા૨ે ચૂપ રહીને કહે છે કે તું અગ્નિકુંડમાં પ્રવેશીને પોતાના શીલની પરીક્ષા કરાવ. આથી સીતા અત્યંત આનંદ પામીને પોતાની સ્વીકૃતિ આપે છે. રામની આજ્ઞા પ્રમાણે ત્રણસો હાથ લાંબો પહોળો ચતુષ્કોણ અગ્નિકુંડ તૈયાર કરવામાં આવે છે અને તેમાં ચારે તરફ્થી અગ્નિ લગાડવામાં આવે છે. હજારો સ્ત્રી પુરુષો સીતાનું સત્ય જોવા માટે એકઠા થયા છે. અગ્નિકુંડ ચારે તરફ્થી પ્રજ્વલિત થયા પછી સીતા પોતાના શીલની પરીક્ષા આપવા માટે તૈયાર થઈ. લોકોમાં હાહાકાર ફેલાઈ ગયો. જુદા જુદા મુખે જુદી જુદી વાતો થવા લાગી. તે સમયે સીતા પરમેશ્વરનું ધ્યાન કરીને કહે છેઃ कर्मणा मनसा वाचा रामं मुक्त्वा परं नरम् । समुद्वहामि न स्वप्नेडप्यन्यं सत्यमिदं मम्।। यधेतदनृतं वच्मि तदा मामेष पावकः । भस्मसाद्भावमप्राप्तामपि प्रापयतु क्षणात् ॥ આજ વાત એક બીજા કવિએ આ પ્રમાણે કહી છે: मनसि वचसि काये जागरे स्वप्नमार्गे यदि मम पतिभावो राघवादन्यपुंसि । तदिह दह शरीरं पावके मामकीनं सुकृत - विकृत नीते देव साक्षी त्वमेव ।। અર્થ:- જો મેં મન વચન કાયાથી જાગતાં કે સ્વપ્નમાં પણ રામચંદ્ર સિવાય અન્ય પુરુષનું ચિંતવન પણ કર્યું હોય તો આ અગ્નિ મારા શરીરને ક્ષણવારમાં ભસ્મ કરી નાખો. હું દેવ ! સાચા-જૂદા કાર્યોના વિષયમાં આપ સાક્ષી છો. આમ ીને સીતાએ અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી જે કાંઈ થયું તે સર્વને પરિચિત છે. એમાં કાંઈ શંકા નથી કે જે મનથી વચનથી, કાયથી શુદ્ધ શીલના ધારક છે તેમને સંસારનો કોઈ મોટામાં મોટો ભય પણ ચળાવી શક્તો નથી. લોકો કહે છે કે ક્થાગ્રંથો અને પુરાણોમાં શું રહ્યું છે? તે વાંચવાથી શો લાભ થવાનો છે? એવા લોકોને હું કહેવા ઈચ્છું છું કે સાંસારિક પ્રલોભનોમાં લલચાવનારી ક્થાઓ સાંભળવાથી ભલે કોઈ લાભ ન હોય પણ તે મહાપુરુષોની ક્થાઓ હૃદય ઉપર પોતાનો અમિટ પ્રભાવ પાથર્યા વિના રહેતી નથી કે જેમના જીવનમાં એક એક્થી ચડિયાતી અનેક ઘટનાઓ બની હોય છે, અનેક સંકટો આવ્યા હોય છે અને જે પોતાના પ્રબળ અને અદમ્ય ઉત્સાહથી તથા પરાક્મથી તેમના પર વિજય મેળવવા માટે નિરંતર આગળ વધતા રહ્યા અને અંતે મહાપુરુષ બનીને સંસારની સામે એક પવિત્ર આદર્શ ઉપસ્થિત કરી ગયા છે. સ્વયં રામનું જીવન એનું જવલંત ઉદાહરણ છે. તેમના પવિત્ર ચરિત્રથી પ્રભાવિત થઈને રાવણ જેવા તેના પ્રબળ પ્રતિપક્ષીને અનેક વાર તેમની પ્રશંસા કરવી પડી છે. (૬) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તે ઉપરાંત જ્યારે આપણે અનેક કથાઓમાં પુણ્ય પાપનું ફળ પ્રત્યક્ષ જઈએ છીએ તો તેનો એવો ઊંડો પ્રભાવ હૃદય ઉપર પડે છે કે આત્મા સાંસારિક-ઝૂજાળોથી ઉગ પામીને તેમાંથી છૂટવા માટે તરફડે છે અને હૃદયમાં એવા ભાવ નિરંતર વહેવા લાગે છે કે પૂર્વોપાર્જિત કર્મોએ જ્યારે મહાપુરુષોને પણ છોડયા નથી તો પછી આપણે કઈ ગણતરીમાં છીએ? આવા ભાવ વડે જ મનુષ્ય આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય છે. માટે સંસારની સ્થિતિનું યથાર્થ ચિત્રણ કરનાર પુણપાપનું ફળ પ્રત્યક્ષ દેખાડનાર, મર્ષિઓએ રચેલા મહાપુરુષોના ચરિત્રોનું અધ્યયન કરવું જોઈએ. દીર્ઘસૂત્રી મનુષ્ય દીર્ઘસૂત્રી મનુષ્ય કેવી રીતે પડ્યો પડ્યો જાત જાતના વિકલ્પો કરતો રહે છે એનું બહુ સુંદર ચિત્રણ ગ્રંથકારે ભામંડળની મનોવૃત્તિનું લક્ષ્ય કરીને આપ્યું છે. ભાષાકરના શબ્દોમાં એનો થોડો અંશ જોઈએ-મેં આ પ્રાણ સુખમાં વીતાવ્યા છે તેથી થોડા દિવસો રાજ્યનું સુખ ભોગવી, લ્યાણનું કારણ એવું તપ પછી કરીશ. આ કમ-ભોગ દુર્નિવાર છે, એનાથી જે પાપ થશે તે ધ્યાનરૂપ અગ્નિ વડ ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાખીશ. ઈત્યાદિ મનોરથ કરતો ભામંડળ સંકડો વર્ષ એક મુહૂર્તની પેઠે ગાળવા લાગ્યો. આ કર્યું, એ કરું, આમ કરીશ, આવું ચિંતન કરતાં આયુષ્યના અંતને જાણી શક્યો નહિ. એક દિવસ સાતમાળના મહેલની ઉપર સુંદર શય્યા પર સૂતો હતો ત્યાં તેના પર વીજળી પડી અને તે તત્કાળ મૃત્યુ પામ્યો. દીર્ઘસૂત્રી મનુષ્ય અનેક વિકલ્પો કરે પરંતુ આત્માના ઉદ્ધારનો ઉપાય કરતો નથી. તૃષ્ણાથી ણાયેલો એક ક્ષણ પણ શાતા પામતો નથી. મૃત્યુ શિર પર ચકરાય છે પણ તેની શુધબુધ નથી. ક્ષણભંગુર સુખ નિમિત્તે દુર્બુધ્ધિ આત્મહિત કરતો નથી. વિષય વાસનાથી લુબ્ધ બનીને અનેક પ્રકારના વિલ્પો કર્યા કરે છે જે કર્મબંધના કરણ છે. ધન, યવન, જીવન બધું અસ્થિર છે. જે તેમને અસ્થિર જાણી સર્વ પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણ કરે છે તે ભવસાગરમાં ડૂબતો નથી. અને વિષયાભિલાષી જીવ ભવમાં કષ્ટ સહન કરે છે. હજારો શાસ્ત્ર વાંચવા છતા શાંતિ ન થઈ તો શો ફાયદો? અને એકજ પદથી શાંતિ પ્રાપ્ત થાય તો તે પ્રશંસવા યોગ્ય છે. જે જાતજાતના અશુભ ઉદ્યમોથી વ્યાકુળ છે તેમનું આયુષ્ય નકામું વીતે છે જેમ હાથમાં આવેલું રત્ન જતું રહે છે તેમ. આમ જાણીને સર્વ લૌકિક કાર્યોને નિરર્થક જાણીને દુઃખરૂપ ઇંદ્રિયના સુખોનો ત્યાગ કરી પરલોક સુધારવા માટે જિનશાસનમાં શ્રદ્ધા કરો. કેટલું માર્મિક ચિત્રણ છે અને ગ્રંથકર ભામંડળના બદલે સર્વ સંસારી લોકોને જાણે કે પોકરી પોકારીને કઈ રહ્યા છે કે “કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ પલમેં, પરલય હોયગા, બહુરિ કરેગા કબ.” - હિન્દી પદ્મપુરાણ ઉક્ત સંસ્કૃત પદ્મચરિત્રનો હિન્દી અનુવાદ “પદ્મપુરાણ' નામથી જ પ્રસિદ્ધ છે. જે પ્રમાણે હિન્દી સંસારમાં તુલસી રામાયણ અત્યંત પ્રસિદ્ધ છે અને ઘરઘરમાં પ્રચલિત છે તેવીજ રીતે જૈનોમાં અને ખાસ કરીને દિગંબરોમાં આ પદ્મપુરાણનો ખૂબજ પ્રચાર છે. દિ. જૈનોનું ભાગ્યે જ કોઈ એવું મંદિર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હશે કે જ્યાં પદ્મપુરાણની એક બે હસ્તલિખિત પ્રતો ન હોય. પદ્મપુરાણની હિન્દી વિચનિકા પં. દોલતરામજીએ વિક્રમ સં. ૧૮૨૩ માં કરી છે. તે જયપુરમાં રહેતા. તેમની જાતિ ખંડેલવાલ અને ગોત્ર કાશલીવાલ હતું. જયપુરમાં તેમના એક પરમમિત્ર શ્રી રાયમલ્લજી રહેતા હતા. તેમના અત્યંત સ્નેહું અને પ્રેરણાથી ૫. દૌલતરામજીએ આ ભાષા ટીકા બનાવી છે. તે પોતે પોતાના શબ્દોમાં લખે છે – રાયમલ્લ સાધર્મી એક, જાકે ઘટમેં સ્વ-પરવિવેક, દયાવન્ત ગુણવત્ત સુજાન, પર-ઉપકારી પરમ નિધાન. દૌલતરામ સુતાકો મિત્ર, તાસોં ભાષ્યો વચન પવિત્ર પદ્મપુરાણ મહાશુભ ગ્રંથ, તામે લોગ શિખરકો પંથ. ભાષારૂપ હોય જો યેહ, બહુજન વાંચ કરે અતિ નેહ, તાકે વચન હિયમેં ધાર, ભાષા કીની મતિ-અનુસાર. હિન્દી પદ્મપુરાણની ભાષા હિન્દી પદ્મપુરાણની ભાષા ગૂંટારી અથવા રાજસ્થાની છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં જેટલા પ્રસિદ્ધ દિગંબર જૈન વિદ્વાનો થયા છે તે ઘણું કરીને જયપુર અથવા તેની આસપાસ જ થયા છે અને તેમણે પોતાને ત્યાં જનસામાન્યમાં પ્રચલિત રાજસ્થાની ભાષામાં જ પોતાના મૌલિક કે અનુવાદિત ગ્રંથો રચ્યા છે. છતાં પણ આ ચૂંટારી ભાષા એટલી શ્રુતિ-મધુર અને જનપ્રિય થઈ છે કે ભારતવર્ષના વિભિન્ન પ્રાંતોના નિવાસી બધા દિગંબર જૈન તેને સારી રીતે સમજી શકે છે. પ્રસ્તુત સંસ્કરણ આ હિન્દી ભાષા વચનિકાના કેટલાક સંસ્કરણો અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યા છે. પણ આજે તેની પ્રાપ્તિ અસંભવ જેવી બની ગઈ છે. એ વાતનું ધ્યાન રાખીને શ્રી ૧૦૫ ક્ષુલ્લક ચિદાનંદજી મહારાજની પ્રેરણાનુસાર સસ્તી ગ્રંથમાળાના સંચાલકોએ તેને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. કેટલાક લોકોની ઈચ્છા હતી કે ભાષાને આજની હિન્દી રૂપમાં પરિવર્તિત કરવી પણ એમ બની શક્યું નહિ. એના બે કારણ હુતા-એક તો એ કે પ્રાચીન લોકોને ઉક્ત ટુંઢારી ભાષાજ સાંભળવી ગમતી હતી, બીજું કારણ એ કે તેનું વર્તમાન રૂપમાં પરિવર્તન ઘણો સમય માગતું હતું. મને સારી રીતે યાદ છે કે મારા પૂજ્ય ગુરુ સ્વ. પં. ઘનશ્યામદાસજી ન્યાયતીર્થ ૩૫ વર્ષ પહેલાં શ્રી સ્વ. ૫. ઉદયલાલજી કાલીવાલની પ્રેરણાથી વિશુદ્ધ હિન્દીમાં પદ્મપુરાણનો અનુવાદ કર્યો હતો અને પ્રકાશન માટે તેને પં. ઉદયલાલજી પાસે મુંબઈ મોકલ્યો હતો. તે બન્ને વિદ્વાનોના અકાળ અવસાનથી તે અનુવાદ ક્યાં પડ્યો પડ્યો પોતાનું દુ:ખી જીવન વીતાવી રહ્યો છે તેની કાંઈ ખબર પડી નથી. જો સ્વ. પં. ઉદયલાલજીના ઉતરાધિકારીઓ પાસે તે અનુવાદ સુરક્ષિત હોય તો તે સસ્તી ગ્રંથમાળાને આપવાની કૃપા કરે કે જેથી આગામી સંસ્કરણમાં તે પ્રકાશિત કરાવી શકાય. પ્રસ્તુત સંસ્કરણ ભારતીય જૈન સિદ્ધાંત પ્રકશિની સંસ્થા લકત્તાથી મુદ્રિત પદ્મપુરાણની કોપી પરથી છાપવામાં આવેલ છે. પણ તેમાં દિ. જૈન મન્દિર ધર્મપુરી, દિલ્હ શાસ્ત્રભંડારની હસ્ત (૮) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લિખિત પ્રતિ પરથી અને મૂળ સંસ્કૃત ગ્રંથ સાથે મેળવીને યથાસ્થાન આવશ્યક સંશોધન કરવામાં આવેલ છે. કથાનકોની વચ્ચે આવતા દેશ, ગામ અને વ્યક્તિઓના જે અશુદ્ધ નામ અત્યાર સુધી છપાયા કરતા હતા તેમને શુદ્ધ કરી લેવામાં આવ્યા છે. - હીરાલાલ જૈન શ્રી શીતળ પ્રસાદજીએ સોનીપત ) પોતાનો અમૂલ્ય સમય આપીને આ ગ્રંથનું સંશોધન કર્યું છે. તેથી સસ્તી ગ્રંથમાળા મિટિ તેમની અત્યંત આભારી છે. છતાં પણ જો દૃષ્ટિદોષથી કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો વાચક તેને શુદ્ધ કરીને વાંચશે અને સાથે ગ્રંથમાળાને સૂચિત કરશે કે જેથી આગામી સંસ્કરણમાં તેમને સુધારી શકાય. સુમેરચંદ જૈન અરાઈજ નવીસ મંત્રી, સસ્તી ગ્રંથમાળા કમિટિ, દિલ્હી. 555 અનુવાદકનું કથન : શ્રી રવિપુણાચાર્ય વિરચિત પદ્મપુરાણ (શ્રી રામ–ચરિત) સંસ્કૃત રચના છે. તે અનુષ્ટુપ છંદમાં અઢાર હજાર તેવીસ શ્લોક પ્રમાણ છે. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૧૨૦૩ વર્ષે તેની રચના થઈ. સંસ્કૃત પદ્મપુરાણના રચયિતાની ગુરુ પરંપરા ગ્રંથના અંતે આપી છે. ઉક્ત સંસ્કૃત પદ્મચરિત્રનો હિન્દી અનુવાદ ‘પદ્મપુરાણ ' નામથી પ્રસિદ્ધ છે. પદ્મપુરાણની હિન્દી વનિકા પં. દૌલતરામજીએ વિક્રમ સંવત ૧૮૨૩માં કરી છે. તેની ભાષા ઢૂંઢારી અથવા રાજસ્થાની છે. આ ભાષા શ્રુતિ-મધુર અને જનપ્રિય થઈ છે. અધ્યાત્મ અતિશય તીર્થ સોનગઢમાં રહીને આધ્યાત્મિક સત્પુરુષશ્રી કાનજીસ્વામીએ સનાતન દિગંબર જૈનધર્મનું રહસ્ય અદ્ભુત રીતે પ્રકટ કર્યું છે અને ભારતભરમાં તેમજ વિદેશોમાં પણ તેનો પ્રચાર થયો છે. સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના લાખો અનુયાયીઓ ગુજરાતીભાષી છે અને દેશવિદેશમાં ફેલાયેલા છે. તેમને પણ આ ઉત્તમ પ્રાચીન પુરાણ ગ્રંથનો અભ્યાસ કરવા મળે તે માટે કેટલાક જિજ્ઞાસુ વાચકોની માગણીથી ઉપરોક્ત પં. દૌલતરામજી કૃત ભાષા વનિકાનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત રચના ગુજરાતી ભાષી વાચકોને રસ ઉત્પન્ન કરે અને આ મહાન પુરાણ ગ્રંથમાંથી તેઓ યથેષ્ટ લાભ પ્રાપ્ત કરે તેવી ભાવના છે. ઈતિ અલભ્ 44 (૯) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષયાનુક્રમણિકા પૃષ્ઠનું. ક્રમ પર્વ સં. ૧ પ્રથમ પર્વ ૨ દ્વિતીય પર્વ ૩ તૃતીય પર્વ ૪ ચોથું પર્વ ૫ પાંચમું પર્વ ૬ છઠું પર્વ ૭ સપ્તમ પર્વ ૮ આઠમું પર્વ ૯ નવમું પર્વ ૧૦૫ ૧૦ દસમું પર્વ ૧૧ અગિયારમું પર્વ ૧૨ બારમું પર્વ ૧૩ તેરમું પર્વ ૧૪ ચૌદમું પર્વ ૧૫ પંદરમું પર્વ ૧૬ સોળમું પર્વ ૧૭ સત્તરમું પર્વ ૧૮ અઢારમું પર્વ ૧૯ ઓગણીસમું પર્વ ૨૦ વીસમું પર્વ વિષય મંગળાચરણાદિ પીઠબંધ વિધાન વિપુલગિરિ પર ભગવાન મહાવીરનું સમોસણ અને રાજા શ્રેણિક દ્વારા રામકથાનો પ્રશ્ન વિદ્યાધર લોકનું વર્ણન શ્રી ઋષભનાથ ભગવાનનું વર્ણન રાક્ષસવંશી વિદ્યાધરોનું કથન વાનરવંશી વિધાધરોનું કથન રાવણનો જન્મ અને વિદ્યા સાધવાનું કથન દશગ્રીવ રાવણનું કથન ૮૭ વાલી મુનિનું કેવળજ્ઞાન અને મુક્તિનું કથન સહસ્રરશ્મિ અને અરણ્ય રાજાનું નિરૂપણ ૧૧૪ મરુતના યજ્ઞનો વિધ્વસ અને રાવણના ૧૨૧ દિગ્વિજયનું કથન ઇન્દ્ર નામના વિદ્યાધર રાજાના પ્રભાવનું કથન ૧૩૩ ઇન્દ્ર વિધાધર રાજાના નિર્વાણગમનનું કથન ૧૪૬ અનંતવીર્ય કેવળીના ધર્મોપદેશનું વર્ણન ૧૫O અંજના સુંદરી અને પવનંજ્યના વિવાહનું વર્ણન ૧૬૬ પવનંજ્ય અંજનાના મેળાપનું વર્ણન ૧૭૪ શ્રીશૈલ હનુમાનની જન્મકથાનું વર્ણન ૧૮૨ પવનંજ્ય અંજનાના પુનર્મિલનનું વર્ણન ૧૯૭ રાવણની ચક્રપ્રાપ્તિ અને રાજ્યાભિષેકનું વર્ણન ૨૦૩ ચૌદ કુલકર, ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ ૨૦૮ નારાયણ, નવ પ્રતિનારાયણ, નવ બળભદ્ર અને તેમના માતાપિતાના પૂર્વભવ અને નગરોના નામ વગેરે. વજબાહુ કીર્તિધરના માહામ્યનું વર્ણન ૨૨૦ રાજા સુકૌશલનું માહભ્ય અને તેમના ૨૨૭ વંશમાં રાજા દશરથની ઉત્પત્તિનું વર્ણન રાજા દશરથ અને જનકને વિભીષણકૃત ૨૩૫ મરણભયનું વર્ણન ૨૧ એકવીસમું પર્વ રર બાવીસમું પર્વ ૨૩ તેવીસમું પર્વ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કમ પર્વ સં. ૨૪ ચોવીસમું પર્વ પૃઇનં. ૨૮ ૨૫ પચીસમું પર્વ ર૬ છવીસમું પર્વ ૨૭ સત્તાવીસમું પર્વ ૨૮ અઠાવીસમું પર્વ ૨૪૧ ૨૪૪ ૨પર ૨૫૬ ૨૯ ઓગણત્રીસમું પર્વ ૨૬૮ ૩) ત્રીસમું પર્વ ૩૧ એકત્રીસમું પર્વ ૩ર બત્રીસમું પર્વ ૨૭૨ ૨૭૯ ૨૮૯ ૩૩ તેત્રીસમું પર્વ ૨૬ ૩૪ ચોત્રીસમું પર્વ ૩૫ પાંત્રીસમું પર્વ વિષય રાણી કૈકેયીને રાજા દશરથના વરદાન આપવાનું વર્ણન રામચંદ્રાદિ ચાર ભાઈઓના જન્મનું વર્ણન સીતાઅને ભામંડળના યુગલ પ્લેચ્છોની હાર અને રામની જીતનું વર્ણન રામ લક્ષ્મણનો ધનુષ ચડાવવા આદિનો પ્રતાપ અને રામના સીતા સાથે તથા ભરતના લોકસુંદરી સાથેના વિવાહનું વર્ણન અષ્ટાદ્ધિનના પર્વનું આગમન અને રાજા દશરથનું ધર્મોપદેશ શ્રવણ ભામંડળનો રામલક્ષ્મણ સાથે મેળાપ થવો રાજા દશરથના વૈરાગ્યનું વર્ણન દશરથ રાજાનું તપગ્રહણ, રામનું વિદેશગમન અને ભારતનો રાજ્યાભિષેક રામ લક્ષ્મણ દ્વારા વજકરણ રાજાના ઉપકારનું વર્ણન પ્લેચ્છોના રાજા રૌદ્રભૂતિનું વર્ણન દેવો દ્વારા નગર વસાવવું અને કપિલ બ્રાહ્મણના વૈરાગ્યનું વર્ણન વનમાલાની પ્રાપ્તિનું વર્ણન અતિવીર્યના વૈરાગ્યનું વર્ણન લક્ષ્મણને જિતપદ્માની પ્રાપ્તિ દેશભૂષણ-કુલભૂષણ કેવળીનું વર્ણન રામગિરિનું વર્ણન જટાયુ પક્ષીનું વર્ણન રામના દંડકવનમાં નિવાસનું વર્ણન શબૂકના વધનું વર્ણન સીતાહરણ અને રામવિલાપનું વર્ણન રામને સીતાનો વિયોગ અને પાતાળ લંકામાં નિવાસનું વર્ણન લંકાના માયામયી કોટનું વર્ણન રાજા સુગ્રીવના વ્યાખ્યાનનું વર્ણન લક્ષ્મણે કોટિશિલા ઊંચકી તેનું વર્ણન ૩૮ ૩૧૨ ૩૧૯ ૩૬ છત્રીસમું પર્વ ૩૭ સાડત્રીસમું પર્વ ૩૮ આડત્રીસમું પર્વ ૩૯ ઓગણચાળીસમું પર્વ ૪૦ ચાળીસમું પર્વ ૪૧ એકતાળીસમું પર્વ ૪૨ બેંતાળીસમું પર્વ ૪૩ તેતાળીસમું પર્વ ૪૪ ચુંમાળીસમું પર્વ ૪૫ પીસ્તાળીસમું પર્વ ૩રર ૩૨૮ ૩૩૩ ૩૪૨ ૩૪૪ ૩૫O ૩૫૫ ૩૫૯ ૩૬૬ ૪૬ છંતાળીસમું પર્વ ૪૭ સુડતાળીસમું પર્વ ૪૮ અડતાળીસમું પર્વ ૩૭) ૩૭૮ ૩૮૩ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૃષ્ઠનં. ક્રમ પર્વ સં. ૪૯ ઓગણપચાસનું પર્વ ૫૦ પચાસનું પર્વ ૫૧ એકાવનમું પર્વ પર બાવનમું પર્વ પ૩ ત્રેપનમું પર્વ ૫૪ ચોપનમું પર્વ ૫૫ પંચાવનમું પર્વ પ૬ છપનમું પર્વ ૫૭ સત્તાવનમું પર્વ ૫૮ અઠ્ઠાવનમું પર્વ ૫૯ ઓગણસાઠમું પર્વ ૬) સાઠમું પર્વ ૬૧ એકસઠમું પર્વ વિષય હનુમાનના લંકાગમનનું વર્ણન ૩૯૨ મહેન્દ્ર અને અંજના શ્રીરામ નિકટ આવ્યા ૩૯૬ તેનું વર્ણન રામને રાજા ગંધર્વની કન્યાઓની પ્રાપ્તિનું ૩૯૮ વર્ણન હનુમાનને લંકાસુંદરીની પ્રાપ્તિનું વર્ણન ૪OO હનુમાન લંકાથી પાછા ફર્યા તેનું વર્ણન ૪/૪ રામલક્ષ્મણનું લંકાગમન ૪૧૩ વિભીષણનો રામ સાથે મેળાપ, ભામંડળનું ૪૧૫ આગમન બન્ને સૈન્યોના પરિમાણનું વર્ણન ૪૨૦ રાવણની સેના લંકામાંથી આવી તેનું વર્ણન ૪૨૧ હસ્ત-પ્રહસ્તના મરણનું વર્ણન ૪૨૫ હસ્ત-પ્રહસ્ત નળનીલના પૂર્વભવનું વર્ણન ૪૨૬ રામ લક્ષ્મણને અનેક વિધાઓની પ્રાપ્તિનું ૪૨૮ વર્ણન સુગ્રીવ ભામંડળનું નાગપાશથી છૂટવું,હનુમાનનું ૪૩૩ કુંભકરણની ભુજાપાશથી છૂટવું, રામ લક્ષ્મણને સિંહવાહન ગરુડવાહન વિદ્યાની પ્રાપ્તિનું વર્ણન લક્ષ્મણને રાવણના હાથથી શક્તિ લાગવી ૪૩૪ અને અચેત થવાનું વર્ણન લક્ષ્મણને શક્તિ લાગતાં રામનાવિલાપનું વર્ણન ૪૩૮ વિશલ્યાના પૂર્વભવનું વર્ણન ४४० વિશલ્યાના સમાગમનું વર્ણન ४४४ રાવણના દૂતનું આવવું અને પાછા ફરવું ४४७ શ્રી શાન્તિનાથના ચૈત્યાલયનું વર્ણન ૪૫૧ શ્રીશાન્તિનાથના ચૈત્યાલયમાં અષ્ટાનિકાનો ૪૫૨ ઉત્સવ લંકાનાલોકોના અનેકાનેક નિયમો લેવાનું વર્ણન ૪૫૩ રાવણનું વિધાસાધન અને કપિકુમારોનું ૪૫૪ લંકાગમન પછી પૂર્ણભદ્ર-મણિભદ્રની કોપ શાંતિનું વર્ણન શ્રી શાન્તિનાથના મંદિરમાં રાવણને બહુરૂપિણી ૪૫૮ વિધાની સિદ્ધિ થવાનું વર્ણન ૬૨ બાસઠમું પર્વ ૬૩ ત્રેસઠમું પર્વ ૬૪ ચોસઠમું પર્વ ૬૫ પાંસઠમું પર્વ ૬૬ છાસઠમું પર્વ ૬૭ સડસઠમું પર્વ ૬૮ અડસઠમું પર્વ ૬૯ ઓગણસીત્તેરમું પર્વ ૭૦ સીત્તેરમું પર્વ ૭૧ એકોત્તેરમું પર્વ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠન. Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમ પર્વ સં. વિષય ૭ર બોંતેરમું પર્વ રાવણના યુદ્ધ નિશ્ચયનું વર્ણન ૪૬૦ ૭૩ તોંતેરમું પર્વ રાવણ યુદ્ધમાં ઉધમી થયો તેનું વર્ણન ૪૬૪ ૭૪ ચુમોતેરમું પર્વ રાવણ અને લક્ષ્મણના યુદ્ધનું વર્ણન ૪૭૧ ૭૫ પંચોત્તેરમું પર્વ લક્ષ્મણને ચક્રરત્નની પ્રાપ્તિનું વર્ણન ૪૭૫ ૭૬ છોતેરમું પર્વ રાવણના વધનું વર્ણન ४७७ ૭૭ સત્તોત્તેરમું પર્વ વિભીષણના શોકનિવારણનું વર્ણન ૪૭૯ ૭૮ અઠોત્તેરમું પર્વ ઇંદ્રજિત મેઘનાદ કુંભકરણાદિનો વૈરાગ્ય અને ૪૮૨ મંદોદરી આદિ રાણીઓના વૈરાગ્યનું વર્ણન ૭૯ ઓગણએંસીમું પર્વ રામ અને સીતાના મિલનનું વર્ણન ૪૮૮ ૮૦ એંસીમું પર્વ શ્રીમય મુનિનું માહાભ્યનું વર્ણન ४८० ૮૧ એકાસીમું પર્વ અયોધ્યા નગરીનું વર્ણન ४८८ ૮૨ બ્યાસીમું પર્વ રામ લક્ષ્મણનું આગમન ૫૦૨ ૮૩ ત્યાંસીમું પર્વ ત્રિલોકમંડન હાથીને જાતિસ્મરણ થતાં તે ૫૦૫ ઉપશાન્ત થયો તેનું વર્ણન ૮૪ ચોર્યાસીમું પર્વ ત્રિલોકમંડન હાથીના વૈરાગ્યનું વર્ણન ૫૧૦ ૮૫ પંચાસીનું પર્વ ભરત અને હાથીના પૂર્વ ભવોનું વર્ણન ૫૧૧ ૮૬ છયાસીનું પર્વ ભરત ને કૈકયીના વૈરાગ્યનું વર્ણન ૫૧૮ ૮૭ સત્તાસીનું પર્વ ભરતના નિર્વાણગમનનું વર્ણન પ૨) ૮૮ અઠાસીનું પર્વ રામ લક્ષ્મણના રાજ્યાભિષેકનું વર્ણન પર૧ ૮૯ નેવ્યાસીમું પર્વ મધુનું યુદ્ધ અને વૈરાગ્ય, પ૨૩ મધુના પુત્ર લવણાર્ણવનું મરણ ૯૦ નેવુંનું પર્વ મથુરાના લોકોને અસુરેન્દ્રકૃત ઉપદ્રવનું વર્ણન પ૨૮ ૯૧ એકાણુમું પર્વ શત્રુઘ્નના પૂર્વભવનું વર્ણન ૫૨૯ ૯૨ બાણુંનું પર્વ મથુરાના ઉપસર્ગ નિવારણનું વર્ણન ૫૩૧ ૯૩ ત્રાણુમું વર્ણન રામને શ્રીદામા અને લક્ષ્મણને મનોરમાની પ્રાપ્તિ ૫૩૫ ૯૪ ચોરાણુમું પર્વ રામ લક્ષ્મણની ઋદ્ધિનું વર્ણન ૫૩૬ ૯૫ પંચાણમું પર્વ જિનેન્દ્ર પૂજાની સીતાને અભિલાષા અને પ૩૮ ગર્ભના પ્રાદુર્ભાવનું વર્ણન ૯૬ છ—મું પર્વ રામને લોકાપવાદની ચિંતાનું વર્ણન ૫૪) ૯૭ સત્તાણુનું પર્વ સીતાનો વનમાં વિલાપ અને વજવંધનું ૫૪૩ આગમન ૯૮ અઠાણુમું પર્વ સીતાને વજકંધે ધૈર્ય બંધાવ્યું તેનું વર્ણન ૫૫૦ ૯૯ નવાણુનું પર્વ રામનો સીતાત્યાગ પછીનો શોક ૫૫૪ ૧૦૦ સોમું પર્વ લવણાંકુશના પરાક્રમનું વર્ણન પપ૯ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમ પર્વ સં. વિષય પૃષ્ઠનં. ૧૦૧ એકસો એકયું પર્વ લવણાંકુશના દિગ્વિજયનું વર્ણન પ૬ર ૧૦૨ એકસો બીજું પર્વ લવણાંકુશ એ લક્ષ્મણ વચ્ચેના યુદ્ધનું વર્ણન પ૬૫ ૧૦૩ એકસો ત્રીજું પર્વ રામલક્ષ્મણ સાથે લવણાંકુશના મેળાપનું વર્ણન પ૭ર ૧૦૪ એકસો ચોથું પર્વ સકળભૂષણ કેવળીના દર્શન માટે દેવોનું પ૭૫ આગમન ૧૦૫ એકસો પાંચમું પર્વ સીતાનો અગ્નિકુંડમાં પ્રવેશ અને રામને ૫૮૦ કેવળીના મુખે ધર્મશ્રવણ થયું તેનું વર્ણન ૧૦૬ એકસો છઠું પર્વ રામ લક્ષ્મણ વિભીષણ સુગ્રીવ સીતા અને ૫૯૪ ભામંડળના પૂર્વભવનું વર્ણન ૧૦૭ એકસો સાતમું પર્વ કૃતાંતવર્ડ્સના વૈરાગ્યનું વર્ણન ૬૦૫ ૧૦૮ એકસો આઠમું પર્વ લવકુશના પૂર્વભવનું વર્ણન ૬O૭ ૧૦૯ એકસો નવમું પર્વ રાજા મધુના વૈરાગ્યનું વર્ણન ૬/૯ ૧૧૦ એકસો દસમું પર્વ લક્ષ્મણના આઠ કુમારોનું વર્ણન ૬૧૬ ૧૧૧ એકસો અગિયારમું પર્વ ભામંડળના મરણનું વર્ણન ૬૨૧ ૧૧ર એકસો બારમું પર્વ હનુમાનના વૈરાગ્ય ચિંતવનનું વર્ણન ૬૨૨ ૧૧૩ એકસો તેરમું પર્વ દુનુમાનના નિર્વાણ ગમનનું વર્ણન ૬૨૬ ૧૧૪ એકસો ચૌદમું પર્વ ઇન્દ્રનો દેવોને ઉપદેશ ૬૨૮ ૧૧૫ એકસો પંદરમું પર્વ લક્ષ્મણનું મરણ અને લવણાંકુશના ૬૩૧ વૈરાગ્યનું વર્ણન ૧૧૬ એકસો સોળમું પર્વ રામચંદ્રના વિલાપનું વર્ણન ૬૩૪ ૧૧૭ એકસો સત્તરમું પર્વ લક્ષ્મણનો વિયોગ, રામનો વિલાપ અને ૬૩૬ વિભીષણનું સંસારના સ્વરૂપનું વર્ણન ૧૧૮ એકસો અઢારમું પર્વ લક્ષ્મણના અગ્નિસંસ્કાર અને મિત્ર દેવોના ૬૩૮ આગમનનું વર્ણન ૧૧૯ એકસો ઓગણીસમું પર્વ શ્રીરામના વૈરાગ્યનું વર્ણન ૬૪૩ ૧૨૦ એકસો વીસમું પર્વ રામમુનિનું નગરમાં આહાર અર્થે આવવું ૬૪૬ અને થયેલા અંતરાયનું વર્ણન ૧૨૧ એકસો એકવીસમું પર્વ રામ મુનિને નિરંતરાય આહારલાભનું વર્ણન ૬૪૭ ૧રર એકસો બાવીસમું પર્વ રામમુનિને કેવળજ્ઞાનની ઉત્પત્તિનું વર્ણન ૬૪૮ ૧૨૩ એકસો ત્રેવીસમું પર્વ રામમોક્ષપ્રાણિ-ભાષાકારના પરિચયનું વર્ણન ૬૫૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વૈરાગ્ય અંતર્મુખી, મંથન પારાવાર; જ્ઞાતાનું તલ સ્પર્શીને, કર્યો સફળ અવતાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates “મો જિણાણે” શ્રી રવિષેણાચાર્ય વિરચિત પદ્મપુરાણ (શ્રીરામ – ચરિત) હિન્દી ભાષાકાર સ્વ. પં. દૌલતરામજી (ગુજરાતી અનુવાદ) પ્રથમ પર્વ મંગલાચરણ દોહ: ચિદાનંદ ચૈતન્ય કે, ગુણ અનંત ઉરધાર; ભાષા પદ્મપુરાણ કી, ભાથું શ્રુતિ અનુસાર. ૧ પંચ પરમપદ પદ પ્રણમિ, પ્રણમિ જિનેશ્વર વાનિક નમિ જિન પ્રતિમા જિનભવન જિન મારગ ઉર આનિ. ૨ ઋષભ અજિત સંભવ પ્રણમિ, નમિ અભિનંદન, દેવ; સુમતિ જા પદ્મ સુપાર્થ નમિ, કરિ ચન્દ પ્રભુ સેવ. ૩ પુષ્પદંત શીતલ પ્રણામ, શ્રી શ્રેયાંસકો ધ્યાય; વાસુપૂજ્ય વિમલેશ નમિ, નમિ અનંત કે પાય. ૪ ધર્મ શાંતિ જિન કુન્થ નમિ, ઔર મલ્લિ યશ ગાય; મુનિસુવ્રત નમિ નેમિ નમિ, નમિ પારસ કે પાય. ૫ વર્ધમાન વરવીર નમિ, સુરગુરુવર મુનિ વંદ; સકલ જિનંદ મુનિંદ નમિ, જૈનધર્મ અભિનંદ. ૬ નિર્વાણાદિ અતીત જિન, નમો નાથ ચૌવીસ મહાપા પરમુખ પ્રભુ, ચૌવીસોં જગદીશ. ૭ હોંગે તિનકો વંદિકર, દ્વાદશાંગ ઉર લાય; સીમંધર આદિક નમું, દશ દૂને જિનરાય. ૮ વિહરમાન ભગવાન યે, ક્ષેત્ર વિદેહુ મઝારિ; પૂજૈ જિનકો સુરપતિ, નાગપતિ નિરધાર. ૯ દ્વિીપ અઢાઇ કે વિર્ષે, ભયે જિનેન્દ્ર અનંત; હોંગે કેવલજ્ઞાનમય, નાથ અનંતાનંત. ૧૦ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રથમ પર્વ યથાખ્યાત પૂજ્જૂ મહાવ્રત આદિ; સબકો વંદન કર સદા, ગણધર મુનિવર ધાય; કેવલિ શ્રુતકેવલિનમ્, આચારજ ઉવઝાય. ૧૧ વંદું શુદ્ધ સ્વભાવકો, ઘર સિદ્ધનકો ધ્યાનઃ સંતન કો પ૨ણામ કર, મિ દંગ વ્રત નિજ જ્ઞાન. ૧૨ શિવપુરદાયક સુગુરુ નિમ, સિદ્ધલોક યશ ગાય; કેવલદર્શન જ્ઞાનકો, પૂ મન વચ કાય. ૧૩ ચારિત્ર અરુ, ક્ષપક્ષેણિ ગુણધ્યાય; ધર્મ શુક્લ નિજ ધ્યાન કો, વંઠૂં ભાવ લગાય. ૧૪ ઉપશમ વેદક ક્ષાયિકા, સમ્યગ્દર્શન સાર: કર વંદન સમભાવ કો, પંચાચાર. ૧૫ મૂલોત્ત૨ ગુણ મુનિન કે, પંચ પંચ સમિતિ ઔર ગુપ્તત્રય, યે શિવમૂલ અનિત્ય આદિક ભાવના, સેઊં ચિત્ત અધ્યાતમ આગમનë, શાંતિભાવ ઉર લાય. ૧૭ અનુપ્રેક્ષા દ્વાદશ મહા, ચિંતવેં શ્રી જિનરાય; તિનકી સ્તુતિ કરિ ભાવસોં, ષોડશ કારણ ધ્યાય. ૧૮ દશલક્ષણમય ધર્મકી, ધર સરધા મન માંહિ; જીવદયા સત શીલ તપ, જિનકર તીર્થંકર ભગવાન કે, ઔર કેવલિનકો નમું, કેવલ અરુ નિર્વાણ. ૨૦ શ્રી જિન તીથ ક્ષેત્ર નમિ, પ્રણમ ઉભય વિધિ ધર્મ; થુતિકર ચğ વિધિ સંઘ કી, તજકર મિથ્યા ભર્મ. ૨૧ વંદૂ ગૌતમ સ્વામિ કે, ચરણકમલ સુખદાય; વંદૂ ધર્મ મુનીન્દ્રકો,જંબૂ કેવલિ ભદ્રબાહુકો કર પ્રણમ, ભદ્રભાવ ઉર લાય; વંદ સમાધિ સુતંત્રકો, જ્ઞાન તને ગુણ ગાય. ૨૩ મહાધવલ અરુ જયધવલ, તથા ધવલ જિનગ્રંથ; વંદૂ તન મન વચન કર, જે શિવપુરકે પંથ. ૨૪ પપ્પાહુડ નાટક જુ ત્રય, તત્ત્વારથ પાપ નસાહિં. ૧૯ પૂછ્યું પંચકલ્યાણ; ધ્યાય. ૨૨ તિનકો વં ભાવકર, ૐ દોષ ગોમ્મટસાર ક્ષપણસાર અનાદિ. ૧૬ લગાય; સૂત્રાદિ; રાગાદિ. ૨૫ અગાધિ શ્રુત, લબ્ધિસાર જગસાર; ભવતાર હૈ, યોગસા૨૨સધાર. ૨૬ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com પદ્મપુરાણ Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પ્રથમ પર્વ જ્ઞાનાર્ણવ હૈ જ્ઞાનમય, નમું ધ્યાન કા મૂલ; પદ્મનંદિ પચ્ચીસિકા, કરે કર્મ ઉન્મેલ. ૨૭ યત્નાચાર વિચાર નમિ, નમું શ્રાવકાચાર; દ્રવ્યસંગ્રહ નયચક્ર ફુનિ, નમું શાંતિ રસધાર. ૨૮ આદિ પુરાણાદિક સબૈ, જૈન પુરાણ વખાન; વંદૂ મન વચ કાય કર, દાયક પદ નિર્વાણ; ૨૯ તત્ત્વસાર આરાધના, સાર મહારસ ધાર: પરમાતમ પડકાશકો, પૂજૉ વારંવાર. ૩૦ વંદું વિશાખાચાર્યવર, અનુભવ કે ગુણ ગાય; કુન્દકુન્દ પદ ધોક દે, કહું કથા સુખદાય. ૩૧ કુમુદચન્દ્ર અકલંક નમિ, નેમિચંદ્ર ગુણ ધ્યાય; પાત્રકેશરીકો પ્રણમિ, સમતભદ્ર યશ ગાય. ૩ર અમૃતચંદ્ર યતિચંદ્રકો, ઉમાસ્વામિકો વંદ; પૂજ્યપાદકો કર પ્રણમિ, પૂજાદિક અભિનંદ. ૩૩ બ્રહ્મચર્યવ્રત નંદિક, દાનાદિક ઉર લાય; શ્રી યોગીન્દ્ર મુનીન્દ્રકો, વંદું મન વચ કાય. ૩૪ વંદૂ મુનિ શુભચંદ્રકો, દેવસેનકો પૂજ; કરિ વંદન જિનસેનકો, જિન કે સમ નહિં દૂજ. ૩૫ પદ્મપુરાણ નિધાનકો, હાથ જોડિ સિર નાય; તાકી ભાષા વચનિકા, ભાથું સબ સુખદાય. ૩૬ પદ્મ નામ બલભદ્ર કા, રામચન્દ્ર બલભદ્ર ભયે આઠવૅ ધાર નર, ધારક શ્રી જિનમુદ્ર. ૩૭ તા પીછે મુનિસુવ્રતક, પ્રગટે અતિગુણધામઃ સુરનરવંદિત ધર્મમય, દશરથ કે સુત રામ. ૩૮ શિવગામી નામી મહા, જ્ઞાની કરુણાવંત; ન્યાયવંત બલવંત અતિ, કર્મહરણ જયવંત. ૩૯ જિનકે લક્ષ્મણ વીર હરિ, મહાબલી ગુણવંત ભ્રાતભક્ત અનુરક્ત અતિ, જૈનધર્મ યશવંત. ૪૦ ચન્દ્ર સૂર્ય સે વીર યે, હરૈ સદા પરપીર; કથા તિનકી શુભ મહા, ભાષી ગૌતમ ધીર. ૪૧ સુની સબૈ શ્રેણિક નૃપતિ, ધર સરધા મન માંહિ; સો ભાપી રવિણને, યામેં સંશય નાહિં. ૪૨ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ પર્વ પદ્મપુરાણ મહાસતી સીતા શુભા, રામચંદ્ર કી નારિ; ભરત શત્રુન અનુજ હૈ, યહી બાત ઉર ધારિ. ૪૩ તભવ શિવગામી ભરત, અરૂ લવ-અંકુશ પૂત મુક્ત ભયે મુનિવરત ધરિ, નમેં તિને પુરત. ૪૪ રામચન્દ્રકો કરિ પ્રમિ, નમિ રવિણ ઋષીશ; રામકથા ભાથું યથા, નમિ જિન શ્રુતિ મુનિ ઈશ. ૪૫ (મૂળ ગ્રંથકારનું મંગલાચરણ) सिद्धं सम्पूर्णभव्यार्थं सिद्धेः कारणमुत्तमम्। પ્રશસ્ય - ૬ર્શન - જ્ઞાન - વારિત્ર પ્રતિપાવનમાાાા सुरेन्द्रमुकुटाश्लिष्ट - पादपद्मांशु - केसरम्।। प्रणमामि महावीरं लोकत्रितय मंगलम्।।२।। અર્થ સિદ્ધ એટલે કૃતકૃત્ય છે અને જેમના બધા સુંદર અર્થો (પ્રયોજનો) સંપૂર્ણ થયા છે અથવા જે ભવ્ય જીવોના બધાં જ કાર્યો પૂર્ણ કરે છે, આપ ઉત્તમ અર્થાત્ મુક્ત છે અને અન્યોને મુક્તિના કારણે થાય છે, પ્રશસ્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રકાશક છે. વળી, સુરેન્દ્રના મુગટનાં કિરણોથી સ્પર્શાવેલ કેસર જેમના ચરણકમળ ઉપર પડેલ છે એવા ભગવાન મહાવીર કે જે ત્રણ લોકનાં પ્રાણીઓના મંગળરૂપ છે, તેમને હું નમસ્કાર કરું છું. ભાવાર્થ – સિદ્ધ એટલે મુક્ત અર્થાત્ સર્વ બાધારહિત, ઉપમારહિત, અનુપમ, અવિનાશી સુખની પ્રાપ્તિના કારણે શ્રી મહાવીર સ્વામી, જે કામ, ક્રોધ, માન, મદ, માયા, મત્સર, લોભ, અહંકાર, પાખંડ, દુર્જનતા, સુધા, તૃષા, વ્યાધિ, વેદના, જરા, ભય, રોગ, શોક, હર્ષ, જન્મ, મરણાદિ રહિત છે, શિવ એટલે અવિનશ્વર છે, દ્રવ્યાર્થિકનયથી જેમની આદિ પણ નથી અને અંત પણ નથી, જે અoધ, અભેદ્ય, કલેશરહિત, શોકરહિત, સર્વવ્યાપી, સર્વસંમુખ, સર્વવિધાના ઇશ્વર છે. આ ઉપમા બીજાઓને આપી શકાતી નથી. જે મીમાંસક, સાંખ્ય નૈયાયિક, વૈશેષિક, બૌધ્ધાદિક મત છે તેમના કર્તા જૈમિનિ, કપિલ, કાણભિક્ષ, અક્ષપાદ, કણાદ અને બુધ્ધ છે તે મુક્તિના કારણ નથી. જટા, મૃગછાલા, વસ્ત્ર, અસ્ત્ર, સ્ત્રી, રુદ્રાક્ષ અને ખોપરીઓની માળાના ધારક છે અને જીવોને બાળવા, હણવા, છે. દવાના કાર્યમાં લાગેલા છે, વિરુધ્ધ અર્થનું કથન કરે છે. મીમાંસક તો ધર્મનું લક્ષણ અહિંસા છે એમ કહીને હિંસામાં પ્રવર્તે છે. સાંખ્યમતી આત્માને અકર્તા અને નિર્ગુણ ભોક્તા માને છે અને પ્રકૃતિને કર્તા માને છે. નૈયાયિક તથા વૈશેષિક આત્માને જ્ઞાન-રહિત-જડ માને છે અને ઈશ્વર જગતના કર્તા છે એમ માને છે. બૌધ્ધો બધું ક્ષણિક છે એમ માને છે. શૂન્યવાદી બધું શૂન્ય માને છે. વેદાન્તી નર, નારક, દેવ, તિર્યંચ, મોક્ષ, સુખ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પ્રથમ પર્વ દુઃખાદિ સર્વ અવસ્થાઓમાં સર્વવ્યાપી એક જ આત્મા માને છે તેથી આ બધા જ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ એક જિન શાસન જ છે કે જે બધાં પ્રાણીઓનો મિત્ર છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રગટ કરનાર છે. આવું જિન શાસન શ્રી વીતરાગદેવ પ્રગટ કરીને બતાવે છે. કેવા છે શ્રી વર્ધમાન વીતરાગદેવ ? સિદ્ધ એટલે જીવનમુક્ત છે અને સર્વ અર્થથી પૂર્ણ છે, મુક્તિનું કારણ છે, સર્વોત્તમ છે અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પ્રકાશક છે. વળી, કેવા છે? ઇન્દ્રોના મુગટ જેમના ચરણારવિંદને સ્પર્યા છે એવા શ્રી મહાવીર વર્ધમાન, સન્મતિનાથ, અંતિમ તીર્થકરને હું નમસ્કાર કરું છું. તે ત્રિલોકના સર્વ પ્રાણીઓને માટે મહામંગળરૂપ છે, મહાયોગીશ્વર છે, મોહમળના વિજેતા છે, અનંત બળધારી છે, સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોનો ઉધ્ધાર કરનાર છે. શિવ, વિષ્ણુ, દામોદર, ત્યંબક, ચતુર્મુખ, બુધ્ધ, બ્રહ્મા, હરિ, શંકર, રુદ્ર, નારાયણ, હરિ, ભાસ્કર, પરમમૂર્તિ, આદિ જેમનાં અનેક નામ છે, તેમને શાસ્ત્રના આદિમાં મહામંગળ અર્થે, સર્વ વિઘ્નોના વિનાશ નિમિત્તે, હું મન, વચન, કાયાથી નમસ્કાર કરું છું. આ અવસર્પિણી કાળમાં પ્રથમ જ ભગવાન ઋષભદેવ થયા. તે સર્વ યોગીશ્વરોના નાથ, સર્વ વિધાના નિધાન અને સ્વયંભૂ હતા. તેમને અમારા નમસ્કાર હો. તેમના પ્રસાદથી અનેક ભવ્ય જીવ ભવસાગર તરી ગયા. બીજા શ્રી અજિતનાથ સ્વામી થયા. જેમણે બાહ્યાભ્યતર શત્રુઓને જીતી લીધા, તે અમને રાગાદિરહિત કરો. ત્રીજા સંભવનાથ છે, જેમનાથી જીવોને સુખ થાય છે; ચોથા અભિનંદન સ્વામી આનંદના આપનાર છે. સુમતિ આપનાર પાંચમા સુમતિનાથ મિથ્યાત્વના નાશક છે, છઠ્ઠી શ્રી પદ્મપ્રભુ ઊગતા સૂર્યનાં કિરણોથી પ્રફુલ્લિત કમળની પ્રભા સમાન છે. સાતમા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી સર્વના જાણનાર સર્વના નિકટવર્તી છે, જેમનું તેજ શરદપૂનમના ચંદ્ર જેવું છે એવા આઠમા શ્રી ચન્દ્રપ્રભુ અમારા ભવસંતાપને દૂર કરો. પ્રફુલ્લિત મોગરાના ફૂલ સમાન ઉજ્જવળ દંતપંક્તિવાળા નવમાં શ્રી પુષ્પદંત જગતના સ્વામી છે, દશમા શ્રી શીતલનાથ શુક્લધ્યાનના દાતા અને પરમ ઈષ્ટ છે તે અમારા ક્રોધાદિ અનિષ્ટને દૂર કરો. જીવોનું સકળ કલ્યાણ કરનાર, ધર્મોપદેશક અગિયારમાં શ્રી શ્રેયાંસનાથ સ્વામી અમને પરમાનંદ આપો. દેવો વડે પૂજ્ય, સંતોના ઇશ્વર, કર્મશત્રુના જીતનાર બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામી અમને નિજવાસ આપો. સંસારનું મૂળ એવા રાગાદિ મળથી અત્યંત દૂર એવા તેરમા શ્રી વિમળનાથ દેવ અમારું કર્મકલંક દૂર કરો. અનંત જ્ઞાનના ધારક, સુન્દર છે દર્શન જેમનું, એવા ચૌદમા શ્રી અનંતનાથ દેવાધિદેવ અમને અનંત જ્ઞાનની પ્રાપ્તિ કરાવો. ધર્મધુરાના ધારક પંદરમાં શ્રી ધર્મનાથ સ્વામી અમારા અધર્મને દૂર કરી અમને પરમધર્મની પ્રાપ્તિ કરાવો. જ્ઞાનાવરણાદિ કર્મશત્રુઓને જેમણે જીતી લીધા છે એવા શ્રી શાંતિનાથ અમને શાંત ભાવની પ્રાપ્તિ કરાવો. કંથવા આદિ સર્વ જીવોના હિતકારી સતરમા શ્રી કુંથુનાથ સ્વામી અમને ભ્રમરહિત કરો. સમસ્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ પર્વ પાપુરાણ કલેશ રહિત મોક્ષના મૂળ અનંત સુખના ભંડાર અઢારમા શ્રી અરનાથ સ્વામી અમને કર્મરહિત કરો. સંસારના તારક, મોહમલ્લના જીતનાર, બાહ્યાભ્યતર મળરહિત એવા ઓગણીસમા શ્રી મલ્લિનાથ સ્વામી અમને અનંત વીર્યની પ્રાપ્તિ કરાવો. સુન્દર વ્રતોના ઉપદેશક અને સમસ્ત દોષના વિદારક વીસમા શ્રી મુનિસુવ્રતનાથ કે જેમના તીર્થમાં શ્રી રામચંદ્રનું શુભ ચરિત્ર પ્રગટ થયું તે અમારા અવ્રત મટાડી મહાવ્રતની પ્રાપ્તિ કરાવો. સુર, નર. અસુરોના ઇન્દ્ર જેમને નમ્યા છે એવા એકવીસમાં શ્રી નમિનાથ પ્રભુ અમને નિર્વાણની પ્રાપ્તિ કરાવો. સમસ્ત અશુભ કર્મોરૂપી અરિષ્ટને કાપવાને ચક્રની ધાર સમાન બાવીસમા શ્રી અરિષ્ટનેમિ ભગવાન, હરિવંશના તિલક શ્રી નેમિનાથ સ્વામી અમને યમનિયમાદિ અષ્ટાંગયોગની સિદ્ધિ કરાવો. ઇન્દ્ર, નાગેન્દ્ર, ચંદ્ર, સૂર્યાદિથી પૂજિત દેવાધિદેવ તેવીસમા શ્રી પાર્શ્વનાથ અમારો ભવસંતાપ હરો. ચોવીસમા શ્રી મહાવીર સ્વામી, જે ચતુર્થકાળના અંતે થયા છે તે અમને મહામંગળ કરો. આ ઉપરાંત અન્ય પણ ગણધરાદિ મહામુનિઓને મનવચનકાયાથી વારંવાર નમસ્કાર કરીને રામચંદ્રના ચરિત્રનું વ્યાખ્યાન કરું છું. કેવા છે શ્રી રામ? લક્ષ્મીથી આલિંગિત છે હૃદય જેમનું, પ્રફુલ્લિત છે મુખરૂપી કમળ જેમનું, મહાપુણાધિકારી છે, મહાબુધ્ધિમાન છે, ગુણોનું મંદિર, ઉદાર છે ચરિત્ર જેમનું વળી, જેમનું ચરિત્ર કેવળજ્ઞાનને જ ગમ્ય છે એવા જે રામ તેમનું ચરિત્ર શ્રી ગણધરદેવ જ કિંચિત્ માત્ર કહેવાને સમર્થ છે. એ મોટા આશ્ચર્યની વાત છે કે મારા જેવા અલ્પબુધ્ધિ પુરુષ પણ તેમના ચરિત્રનું કથન કરે છે. જો કે મારા જેવા આ ચારિત્રનું કથન કરવાને સમર્થ નથી તો પણ મહામુનિ પરંપરાથી જે રીતે કહેતા આવ્યા છે તેમના કથનાનુસાર કાંઈક સંક્ષેપથી હું કહું છું. જેમ જે માર્ગ પર મદમત્ત હાથીઓ ચાલે છે તે માર્ગ પર મુગ પણ ગમન કરે છે અને જેવી રીતે યુધ્ધમાં મહાસુભટ અગ્રે રહીને શસ્ત્રપ્રહાર કરે છે, તેમની પાછળ બીજા પુરુષો પણ યુધ્ધમાં જાય છે, જેમ સૂર્યથી પ્રકાશિત પદાર્થોને બીજા નેત્રધારી લોકો પણ સહેલાઈથી દેખે છે અને વજની સોયની અણીથી છેદવામાં આવેલ મણિમાં સૂતરનો દોરો પણ પ્રવેશ કરે છે તેમ જ્ઞાનીઓ દ્વારા કહેવાયેલ અને પરંપરાથી ચાલ્યા આવતા રામચરિત્રનું કથન કરવાની ભક્તિથી પ્રેરાયેલી અમારી અલ્પબુધ્ધિ પણ ઉધત થઈ છે. મહાન પુરુષના ચિંતવનથી ઉત્પન્ન થયેલ પુણ્યના પ્રસાદથી અમારી શક્તિ ઉત્પન્ન થઈ છે. મહાપુરુષોના યશકીર્તનથી બુધ્ધિ વધે છે, યશ અત્યંત નિર્મળ થાય છે અને પાપ દૂર જાય છે. આ પ્રાણીનું શરીર અનેક રોગોથી ભરેલું છે, એની સ્થિતિ અત્યંત અલ્પકાળની છે અને પુરુષની કથાથી ઉત્પન્ન થયેલો યશ સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ટકે છે માટે જે આત્મજ્ઞાની પુરુષ છે તે સર્વ પ્રકારે મહાપુરુષના યશકીર્તન વડે પોતાનો યશ ફેલાવે છે. જેણે સજ્જનોને આનંદ આપનારી સપુરુષની રમણીય કથાનો આરંભ કર્યો છે તેણે બન્ને લોકનું ફળ મેળવ્યું છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પ્રથમ પર્વ જે કાન સત્પરુષની કથા સાંભળે છે, તે જ કાન ઉત્તમ છે, અને જે કાન કુકથા સાંભળે છે, તે કાન નથી, માત્ર આકાર છે. જે મસ્તક સપુરુષનાં કાર્યોના વર્ણનથી ડોલી ઊઠે છે, તે જ મસ્તક ધન્ય છે. બાકીનાં મસ્તક ખાલી નાળિયેર સમાન જાણવા. સપુરુષના યશકીર્તનમાં પ્રવર્તતા હોઠ જ શ્રેષ્ઠ છે. બાકીના હોઠ ઈતરડીના વાંસા સમાન નિષ્ફળ જાણવા. જે પુરુષને પુરુષની કથામાં અનુરાગ ઉત્પન્ન થાય છે, તેમનું જ જીવન સફળ છે. મુખ તે જ છે જે મુખ્ય પુરુષની કથામાં લીન થાય છે, બાકીનાં મુખ દાંતરૂપી જંતુઓથી ભરેલ બખોલ સમાન છે. જે સત્પરુષની કથાના વક્તા અથવા શ્રોતા છે તે જ પુરુષ પ્રશંસનીય છે, બાકીના મનુષ્યોને ચિત્ર જેવા જાણવા. ગુણ અને દોષના સંગ્રહમાં જે ઉત્તમ પુરુષ છે તે ગુણોનું જ ગ્રહણ કરે છે. પાણીમિશ્રિત દૂધમાંથી હંસ દૂધને જ ગ્રહણ કરે છે. ગુણદોષના મિશ્રણમાંથી નીચ પુરુષ દોષને જ ગ્રહણ કરે છે, જેમ હાથીના મસ્તકમાં મોતી અને માંસ બને છે, તેમાંથી કાગડો મોતીને છોડી માંસનું જ ગ્રહણ કરે છે. જે દુષ્ટ છે તે નિર્દોષ રચનાને પણ દોષરૂપ દેખે છે. જેમ ઘૂવડ સૂર્યના બિંબને તમાલવૃક્ષના પાંદડા સમાન કાળુ દેખે છે જે દુર્જન છે તે સરોવરમાં પાણી આવવાની જાળી સમાન છે. જેમ જાળી પાણીને છોડીને ઘાસ, પાંદડાં, કંટક, વગેરેને ગ્રહણ કરે છે તેમ દુર્જનનો આવો સ્વભાવ જાણીને જે સજ્જન પુરુષ છે તે પોતાના હિત માટે સપુરુષની કથાના શ્રવણમાં જ રોકાય છે. પુરુષની કથાના શ્રવણથી મનુષ્યોને પરમસુખ થાય છે. વિવેકી પુરુષોને ધર્મકથા પુણ્યોત્પત્તિનું કારણ છે. જેવું કથન શ્રી વર્ધમાન જિનેન્દ્રની દિવ્ય ધ્વનિમાં આવ્યું હતું, તેનો અર્થ ગૌતમ ગણધરે અવધાર્યો હતો અને ગૌતમ પાસેથી તે સુધર્માચાર્યને મળ્યો હતો અને ત્યારપછી જંબૂસ્વામીએ તેનો પ્રકાશ કર્યો હતો. જંબૂસ્વામી પછી બીજા પાંચ શ્રુતકેવળી થયા તેમણે પણ તે જ પ્રમાણે કથન કર્યું. એ જ પ્રમાણે મહાપુરુષોની પરંપરાથી કથન થતું રહ્યું, તે પ્રમાણે રવિસેનાચાર્ય વ્યાખ્યાન કર્યું છે. આ શ્રી રામચંદ્રનું સંપૂર્ણ ચરિત્ર સજ્જન પુરુષો, સાવધાન થઈને સાંભળો! આ ચરિત્ર સિધ્ધપદરૂપ મંદિરની પ્રાપ્તિનું કારણ છે અને સર્વ પ્રકારનાં સુખો આપનારું છે. જે મનુષ્ય શ્રી રામચંદ્ર આદિ મહાપુરુષોનું ચિંતવન કરે છે, અતિશય ભાવસહિત નમ્ર બનીને પ્રમોદ લાવે છે, તેમના અનેક જન્મોનાં સંચિત પાપ પણ નાશ પામે છે. જે સંપૂર્ણ પુરાણનું શ્રવણ કરે છે તેમનાં પાપ અવશ્ય દૂર થાય જ, એમાં સંદેહુ નથી. કેવું છે. પુરાણ ? ચન્દ્રમાં સમાન ઉજ્જવળ છે તેથી જે વિવેકી ચતુર પુરુષ છે તે આ ચરિત્રનું સેવન કરો. આ ચરિત્ર મહાપુરુષો વડે સેવવા યોગ્ય છે. આ ગ્રંથમાં છ મહાધિકાર છે, તેમાં અવાન્તર અધિકાર અનેક છે. અહીં મૂળ અધિકારનાં નામ કહ્યાં છે. ૧ લોકસ્થિતિ, ૨ વંશની ઉત્પત્તિ, ૩ વિનવિહાર અને સંગ્રામ, ૪ લવણાંકુશની ઉત્પત્તિ, ૫ ભવનિરૂપણ, અને ૬ રામચંદ્રનો મોક્ષ. શ્રી વર્ધમાન દેવાધિદેવ સર્વકથનના વક્તા છે, જે અતિવીર અથવા મહાવીર કહેવાય છે. રામચરિત્રના મૂળ કહેનાર શ્રી મહાવીર સ્વામી છે તેથી પ્રથમ તેમનું કથન કરીએ છીએ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ પર્વ પદ્મપુરાણ વિપુલાચલ પર્વત શિખર ઉપર સમવસરણમાં શ્રી વર્ધમાન સ્વામી બિરાજતા હતા. ત્યાં શ્રેણિક રાજા ગૌતમ સ્વામીને પ્રશ્ન કરે છે. કેવા છે ગૌતમ સ્વામી ? ભગવાનના મુખ્ય ગણધર મહામહંત છે, એમનું બીજું નામ ઇન્દ્રભૂતિ છે. પછી ગૌતમ સ્વામી વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રશ્નના સંદર્ભમાં પ્રથમ જ યુગનું વર્ણન કરે છે. પછી કુલકરોની ઉત્પત્તિ, અકસ્માત ચંદ્રસૂર્યના અવલોકનથી યુગલિયાઓને ભયની ઉત્પત્તિ થવી, પ્રથમ કુલકર પ્રતિશ્રુતના ઉપદેશથી તેમનો ભય દૂર થવો, અંતિમ કુલકર નાભિ રાજા, તેમના ઘરે શ્રી ઋષભદેવનો જન્મ, સુમેરૂ પર્વત ઉપર ઇન્દ્રાદિ દેવો વડે તેમનો જન્માભિષેક, બાળલીલા અને રાજ્યાભિષેક, કલ્પવૃક્ષના વિયોગથી ઉપજેલું પ્રજાનું દુ:ખ, કર્મભૂમિની વિધિ બતાવીને તે દુઃખનું દૂર કરવું, ભગવાનનો વૈરાગ્ય, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, સમોસરણની રચના, જીવોને ધર્મનો ઉપદેશ આપી ભગવાનનું નિર્વાણગમન, ભરત ચક્રવર્તી અને બાહુબલીનું પરસ્પર યુધ્ધ, વિપ્રોની ઉત્પત્તિ, ઇક્વાકું આદિ વંશનું કથન, વિધાધરોનું વર્ણન, તેમના વંશમાં રાજા વિધુતદ્રષ્ટ્રનો જન્મ, સંજયંત સ્વામીને વિધુતદ્રષ્ટ્ર દ્વારા ઉપસર્ગ, ધરણેન્દ્રનો તેના ઉપર કો૫, તેની વિદ્યાનો નાશ, પછી શ્રી અજિતનાથ ભગવાનનો જન્મ, મેઘવાહન વિદ્યાધર ભગવાનને શરણે આવ્યો તેનું કથન કર્યું. રાક્ષસદ્વીપના સ્વામી વ્યંતરદેવે તેના ઉપર પ્રસન્ન થઇને મેઘવાહનને રાક્ષસદ્વીપ આપ્યો. પછી સગર ચક્રવર્તિની ઉત્પત્તિનું કથન, પુત્રોના દુઃખથી દીક્ષા ગ્રહણ અને મોક્ષપ્રાપ્તિ, પૂર્ણમેઘના વંશમાં મહારક્ષનો જન્મ, વાનરવંશી વિધાધરોની ઉત્પત્તિનું કથન, વિધુતકેશ વિધાધરનું ચરિત્ર, ઉદધિવિક્રમ અને અમરવિક્રમ વિધાધરનું કથન, વાનરવંશીઓનો ક્રિન્કિંધાપુરનો નિવાસ અને અંધક વિધાધરનું કથન, શ્રીમાલા વિદ્યાધરીનો સંયમ, વિજયસંઘના મરણથી અગ્નિવેશને ક્રોધનું ઉપજવું, સુકેશીના પુત્રનું લંકાગમનનું નિરૂપણ, નિર્ધાત વિધાધરના વધથી માલી નામના વિધાધર-રાવણના દાદાના મોટા ભાઈનું અને તેમને થયેલી સંપત્તિની પ્રાપ્તિનું કથન, વિજ્યાઈની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર નગરમાં ઇન્દ્ર નામના વિદ્યાધરનો જન્મ, ઇન્દ્ર સર્વ વિધાધરોનો અધિપતિ થયો તેનું વર્ણન છે. ઇન્દ્ર અને માલીના યુધ્ધમાં માલીનું મરણ, લંકામાં ઇન્દ્રનું રાજ્ય, વૈશ્રવણ નામના વિદ્યાધરના સ્થાનમાં રહેવું, સુમાલીના પુત્ર રત્નશ્રવાનું પુષ્પાંતક નામનું નગર વસાવવું, કેકસી સાથે લગ્ન, કેકસીને શુભ સ્વપ્નનું દર્શન, રાવણનો જન્મ અને વિદ્યાસાધન, વિદ્યાની સાધનામાં અનાવૃત દેવ દ્વારા વિપ્ન, રાવણનું અચળ રહેવું અને વિદ્યાની સિધ્ધિ, અનાવૃત દેવ રાવણને વશ થયો, રાવણ પોતાના નગરમાં આવીને માતાપિતાને મળ્યો, પછી પોતાના પિતા સુમાલીને ખૂબ આદરથી બોલાવ્યા, મંદોદરી અને રાવણના લગ્ન તેમ જ અનેક રાજાઓની કન્યા સાથે લગ્ન, કુંભકરણનું ચરિત્ર, વૈશ્રવણનો કોપ, યક્ષ રાક્ષસ કહેવરાવનાર વિધાધરોનો સંગ્રામ, વૈશ્રવણનું ભાગવું, તપશ્ચર્યા રાવણનું લંકામાં કુટુંબ સહિત આગમન, સર્વ રાક્ષસોને ધૈર્ય આપવું, ઠેકઠેકાણે જિનમંદિરોનું નિર્માણ અને જૈન ધર્મનો ઉદ્યોત. હરિપેણ ચક્રવર્તિનું ચરિત્ર સુમાલીએ રાવણને સંભળાવ્યું, રાવણે તે ભાવસહિત સાંભળ્યું. કેવું છે હરિફેણ ચક્રવર્તિનું ચરિત્ર? પાપનો નાશ કરનાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પ્રથમ પર્વ પછી ત્રિલોકમંડન હાથીને વશ કર્યો. રાજા ઇન્દ્રના લોકપાલ યમ નામના વિદ્યાધરે. વાનરવંશી રાજા સૂર્યરજને પકડી બંદીખાનામાં નાખ્યો હતો. રાવણે સમેતશિખરની યાત્રા કરી પાછાં ફરતાં સૂર્યરજના સમાચાર સાંભળ્યા અને તે જ સમયે જઇને યમને જીતી લીધો. યમનું થાä પડાવી લીધું. યમ ભાગી ગયો. રાજા સૂર્યરજને કેદમાંથી છોડાવ્યો અને ક્રિન્કિંધાપુરનું રાજ્ય આપ્યું. રાવણની બહેન સૂર્પણખાને ખરદૂષણ હરી ગયો હતો તેથી સાથે તેના લગ્ન કરાવી આપ્યા અને તેને પાતાલલંકાનું રાજ્ય આપ્યું. ખરદૂષણ પાતાલલંકા ગયો, ચંદ્રોદરને યુદ્ધમાં હણ્યો, ચંદ્રોદરનો પુત્ર વિરાધિત રાજ્યભ્રષ્ય થઇને ક્યાંનો ક્યાં ભટકવા લાગ્યો. વાલીને વૈરાગ્ય, સુગ્રીવને રાજ્યની પ્રાપ્તિ, કૈલાસ પર્વત ઉપર વાલીનું રહેવું, રાવણે વાલી ઉપર ક્રોધ કરીને કૈલાશ પર્વત ઊંચક્યો ત્યારે ચૈત્યાલયની ભક્તિના કારણે વાલીએ પગનો અંગૂઠો દાખ્યો, રાવણ દબાઇને રૂદન કરવા લાગ્યો, રાણીઓની વિનંતીથી વાલીએ અંગૂઠો ઢીલો કર્યો. વાલીના ભાઈ સુગ્રીવના સુતારા સાથે લગ્ન, સાહસમતિ વિદ્યાધરને સુતારાની અભિલાષા હતી. પણ તેની અપ્રાપ્તિ થવાથી તેને સંતાપ થયો. રાજા અનારણ્ય અને સહસ્રરમિને વૈરાગ્ય, રાવણે યજ્ઞનો નાશ કર્યો તેનું વર્ણન, રાજા મધુને પૂર્વભવનું કથન, રાવણની પુત્રી ઉપરંભાના મધુ સાથે લગ્ન, રાવણની ઇન્દ્ર ઉપર ચડાઇ, ઇન્દ્ર વિધાધરને યુધ્ધમાં જીતી, પકડીને લંકામાં લાવીને છોડી મૂક્યો. ઇન્દ્રને વૈરાગ્ય અને મોક્ષ પ્રાપ્તિ. રાવણનો પ્રતાપ, સુમેરૂ પર્વત ઉપર ગમન, ત્યાંથી પુનરાગમન. અનંતવીર્ય મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, રાવણે નિયમ લીધો કે જે પરસ્ત્રી મારી અભિલાષા ન કરે તેનું સેવન હું નહીં કરું. હનુમાનનો જન્મ. કેવા છે હનુમાન? વાનરવંશીઓમાં મહાત્મા છે. કૈલાસ પર્વત ઉપર અંજનીના પિતાએ-રાજા મહેન્દ્રએ પવનજયના પિતા રાજા પ્રહલાદને પોતાની પુત્રીનો તેમના પુત્ર સાથે સંબંધ જોડવાની વાત કરી અને રાજા પ્રહલાદે તે વાત માન્ય રાખી. અંજનીના પવનજય સાથે લગ્ન થયા. પવનજયનો અંજની પ્રત્યે રોષ, ચકવાસ ચકવીના વિયોગના વૃત્તાંતથી અંજની પ્રત્યે પ્રસન્નતા, અંજનીને ગર્ભધારણ, વનમાં મુનિએ હુનુમાનના પૂર્વજન્મ અંજનીને કહી સંભળાવ્યા. હુનુમાનનો પ્રવતની ગુફામાં જન્મ, અનુરૂધ્ધ દ્વીપમાં વૃધ્ધિ, પ્રતિસૂર્ય મામાએ અંજનીને બહુ જ આદરથી રાખી. પવનજયનો ભૂતાટવીમાં પ્રવેશ, પવનજયના હાથીને જોઇ પ્રતિસૂર્યનું ત્યાં આગમન, પવનજયને અંજનીનો ફરી મેળાપ અને પરમ ઉત્સાહ, પુત્રનો મેળાપ, પવનજયનું રાવણ પાસે જવું, રાવણની આજ્ઞાથી વરૂણ સાથે યુધ્ધ અને તેને જીતી લીધો. રાવણના મહાન રાજ્યનું વર્ણન, તીર્થકરોના આયુષ્ય, કાય, અંતરાયનું વર્ણન, બળભદ્ર, નારાયણ, પ્રતિનારાયણ, ચક્રવર્તિઓના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન. રાજા દશરથનો જન્મ કૈકેયીને વરદાન આપવું. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુદનનો જન્મ. સીતાનો જન્મ. ભામંડલનું હરણ અને તેની માતાનો શોક. નારદે સીતાનું ચરિત્ર ચિત્રપટ ભામંડલને બતાવ્યું તે જોઇને ભામંડલને મોહ થયો. જનકના સ્વયંવરમંડપનું વૃત્તાંત. સ્વયંવરમંડપમાં ધનુષ્યરત્ન મુકાયું. શ્રી રામચંદ્રનું આગમન. ધનુષ્ય ચઢાવીને સીતા સાથે લગ્ન. સર્વભૂતશરણ્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ પ્રથમ પર્વ પદ્મપુરાણ મુનિ પાસે રાજા દશરથે દીક્ષા લીધી. ભામંડલને પૂર્વજન્મનું જ્ઞાન અને સીતાના દર્શન થયા. કૈકેયીને આપેલા વરદાનથી ભરતને રાજ્ય મળ્યું. રામ, લક્ષ્મણ, સીતાએ દક્ષિણ દિશામાં ગમન કર્યું. વજાકરણનું ચરિત્ર, લક્ષ્મણને કલ્યાણમાળાની પ્રાપ્તિ. રૂદ્રભૂતને વશ કર્યો. બાલખિલ્યને છોડાવ્યો. શ્રી રામ અરૂણ ગામમાં આવ્યા. વનમાં દેવોએ નગર વસાવ્યું ત્યાં ચાતુર્માસ રહ્યા. લક્ષ્મણને વનમાળાનો સંગમ. અતિવીર્યનો વૈરાગ્ય. લક્ષ્મણને જીતપમાની પ્રાપ્તિ. કુલભૂષણ, દેશભૂષણ મુનિનું ચરિત્ર. શ્રીરામે વંશસ્થલ પર્વત ઉપર ભગવાનના મંદિરોનું નિર્માણ કર્યું તેનું વર્ણન. જટાયું પક્ષીને વ્રતપ્રાપ્તિ, પાત્રદાનના ફળનો મહિમા, શબૂકનું મરણ, સૂર્પણખાને વિલાપ, ખરદૂષણ સાથે લક્ષ્મણનું યુધ્ધ, સીતાનું હરણ, સીતાને રામના વિયોગથી અત્યંત શોક, રામને સીતાના વિયોગથી અત્યંત શોક, વિરાધિત વિધાધરનું આગમન, ખરદૂષણનું મરણ, રતનજીની વિદ્યાનો રાવણ દ્વારા નાશ, સુગ્રીવનું રામ પાસે આવવું, સુગ્રીવ માટે શ્રી રામે સાહસગતિને માર્યો. રતનજટીએ સીતાનું વૃત્તાંત રામને કહ્યું. શ્રી રામની લંકા પર ચડાઇ. રામ-રાવણનું યુધ્ધ. રામ-લક્ષ્મણને સિંહવાહિની અને ગુડવાહિની વિધાની પ્રાપ્તિ, લક્ષ્મણને રાવણની શક્તિ લાગી. ને વિશલ્યાના પ્રસાદથી તે શક્તિ દૂર થઈ. રાવણની શાંતિનાથ ભગવાનના મંદિરમાં બહુરૂપિણી વિદ્યાની સાધના. રામના લશ્કરના વિધાધર કુમારનો લંકામાં પ્રવેશ, રાવણનું ચિત્ત ડગાવવાનો પ્રયત્ન. પૂર્ણભદ્ર મણિભદ્રના પ્રભાવથી વિધાધર કુમાર પાછું લશ્કરમાં આવવું. રાવણને વિધાની સિધ્ધિ, રાવણનું યુધ્ધ, રાવણનું ચક્ર લક્ષ્મણના હાથમાં આવ્યું. રાવણનું મૃત્યુ. રાવણની સ્ત્રીઓનો વિલાપ. લંકાના વનમાં કેવળીનું આગમન. ઇન્દ્રજિત, કુંભકરણાદિએ દીક્ષા ગ્રહણ કરી, રાવણની સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરી. શ્રી રામનો સીતા સાથે મેળાપ. વિભિષણને ત્યાં ભોજન. થોડાક દિવસો લંકામાં નિવાસ. નારદ રામ પાસે આવ્યા. રામનું અયોધ્યાગમન. ભરત અને ત્રિલોકમંડન હાથીના પૂર્વભવનું વર્ણન. ભરતનો વૈરાગ્ય. રામ-લક્ષ્મણનું રાજ્ય. યુધ્ધમાં મધુ અને લવણનું મરણ. મથુરામાં શત્રુનનું રાજ્ય. મથુરા અને આખા દેશમાં ધરણેન્દ્રના કોપથી રોગની ઉત્પત્તિ. સપ્તઋષિના પ્રભાવથી રોગની નિવૃત્તિ. લોકનિંદાથી સીતાનો વનમાં ત્યાગ. વજજંધ રાજાનું વનમાં આગમન. સીતાને બહુ જ આદરપૂર્વક લઈ ગયો. ત્યાં લવણાંકુશનો જન્મ. લવણાંકુશે મોટા થઇને અનેક રાજાઓને જીતી લઈ વજવંધના રાજ્યનો વિસ્તાર કર્યો. પછી અયોધ્યા જઇ શ્રી રામ સાથે યુદ્ધ કર્યું. સર્વભૂષણ મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, દેવોનું આગમન, સીતાના શીલથી અગ્નિકુંડ શીતળ બની ગયો. વિભિષણના પૂર્વભવોનું વર્ણન. કૃતાંતવક્રનું તપગ્રહણ. ત્યંવરમંડપમાં રામના પુત્રો સાથે લક્ષ્મણના પુત્રોનો વિરોધ. લક્ષ્મણના પુત્રોનો વૈરાગ્ય અને વીજળીના પડવાથી ભામંડલનું મૃત્યુ. હનુમાનનો વૈરાગ્ય. લક્ષ્મણનું મૃત્યુ. રામના પુત્રોનું તપ. શ્રી રામને લક્ષ્મણના વિયોગથી અત્યંત શોક. દેવોના પ્રતિબોધવાથી મુનિવ્રતનું ધારણ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણગમન આ સર્વ રામચંદ્રનું ચરિત્ર સજ્જન પુરુષો મનને સાવધાન કરીને સાંભળો. આ ચરિત્ર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બીજું પર્વ ૧૧ સિધ્ધપદરૂપ મંદિરની પ્રાપ્તિનું સોપાન છે, સર્વ પ્રકારનાં સુખ આપનાર છે. શ્રી રામચંદ્રાદિ મહામુનિઓનું જે મનુષ્ય ચિંતવન કરે છે. અતિશય ભાવોથી નમ્ર થઇને પ્રમોદ ધારે છે, તેમના અનેક જન્મોનાં સંચિત પાપનો નાશ થાય છે. સંપૂર્ણ પુરાણનું જે શ્રવણ કરે તેમનાં પાપ દૂર થાય જ થાય. એમાં સંદેહ શેની? કેવું છે. પુરાણ? ચંદ્રમા સમાન ઉજ્જવળ છે. તેથી જે વિવેકી ચતુર પુરુષ છે તેમણે આ ચરિત્રનું સેવન કરવું. કેવું છે ચરિત્ર? મહાન પુરુષોએ સેવવાયોગ્ય છે. જેમ સૂર્ય વડે પ્રકાશિત માર્ગમાં સુત્રધારક પુરુષ શાનો ડગે? આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત પદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દોલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં પીઠબંધ વિધાન નામનું પ્રથમ પર્વ પૂર્ણ થયું. ૧ * * * (બીજું પર્વ) હવે લોકસ્થિતિ માધિકાર (વિપુલગિરિ ઉપર ભગવાન મહાવીરનું સમવસરણ – રાજા શ્રેણિક દ્વારા રામકથાનો પ્રશ્ન) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધદેશ અતિ સુંદર છે. ત્યાં પુણ્યવાન લોકો વસે છે અને ઇન્દ્રલોક સમાન સદા ભોગોપભોગ કરે છે. યોગ્ય વ્યવહારથી લોક પૂર્ણ મર્યાદારૂપ પ્રવર્તે છે. ત્યાં સરોવરોમાં કમળો ખીલી રહ્યાં છે, ખેતરોમાં અમૃત સમાન મધુર શેરડી શોભે છે, જાતજાતના અનાજના પર્વત જેવડા ઢગલા થઇ રહ્યા છે, રેટના જળથી સીંચવામાં આવતા ધાણા અને જીરૂના ખેતરો લીલાંછમ બની રહ્યા છે. ભૂમિ અત્યંત ઉત્તમ છે, સર્વ વસ્તુઓ ઉત્પન્ન થાય છે. ચોખાના ક્યારા શોભી રહ્યા છે. મગ, મઠ ઠેકઠેકાણે લહેરાઇ રહ્યા છે. ઘઉં વગેરે સર્વ પ્રકારનાં અનાજને કોઇ પ્રકારનું વિશ્ન નથી. ત્યાં ભેંસની પીઠ ઉપર બેસીને ગોવાળિયા ગીત ગાઈ રહ્યા છે. અનેક રંગવાળી ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓ રણઝણી રહી છે. દૂધઝરતી તે અત્યંત શોભે છે. ત્યાં ધરતી દૂધમય બની ગઇ છે. અત્યંત સ્વાદિષ્ટ ઘાસ ચરીને ગાયો, ભેંસો પુષ્ટ બની છે. શ્યામસુંદર હજારો હરણો ફરી રહ્યા છે. જાણે કે ઇન્દ્રનાં હજારો નેત્રો ન ફરતાં હોય? ત્યાં પ્રાણીઓને કોઇ બાધા નથી. જૈન ધર્મવાળા રાજ્ય કરે છે, વનપ્રદેશ કેતકીની ધૂળથી રગદોળાઈ રહ્યા છે. ગંગાના કિનારા સમાન ઉજ્જવળ શોભે છે, ત્યાં કેસરની ક્યારીઓ અતિ મનોહર છે, ઠેકઠેકાણે નાળિયેરનાં વૃક્ષો છે, અનેક પ્રકારનાં શાકભાજીઓથી ખેતરો લીલાંછમ બની ગયાં છે. વનપાળ નારિયેળ વગેરે મેવાનો આસ્વાદ લઇ રહ્યા છે, દાડમના અનેક વૃક્ષો છે, ત્યાં પોપટ, મેના વગેરે પક્ષીઓ જાતજાતનાં ફળોનું ભક્ષણ કરે છે, વાંદરાઓ આનંદથી કિલ્લોલ કરે છે. બીજોરાનાં વૃક્ષ ફાલેફૂલે છે. અનેક જાતનાં વૃક્ષોનાં સ્વાદિષ્ટ ફળોનો રસ પીને પક્ષીઓ સુખી સૂવે છે. દ્રાક્ષના માંડવા છાઇ રહ્યા છે. વનમાં દેવ વિહાર કરે છે, પ્રવાસીઓ ખજૂરનું ભક્ષણ કરે છે. કેળાના વન ફાલ્યા છે, ઊચા ઊંચા અર્જુન વૃક્ષોનાં વન શોભે છે અને નદીના તટ ગોકુળના શબ્દથી રમણીય લાગે છે. નદીઓમાં માછલીઓ કલ્લોલ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ બીજું પર્વ પદ્મપુરાણ કરે છે. તરંગો ઊઠી રહ્યા છે. જાણે કે નદી નૃત્ય કરી રહી હોય. હંસોના મધુર શબ્દથી જાણે નદી ગીત ગાઇ રહી હોય એવું લાગે છે. ત્યાં સરોવરના કિનારે સારસ પક્ષી ક્રીડા કરે છે. વસ્ત્ર, આભૂષણ, સુગંધાદિ સહિત મનુષ્યો શોભી રહ્યા છે, કમળો ખીલી રહ્યાં છે, અનેક પ્રાણીઓ ક્રીડા કરે છે, હંસોનાં ટોળાં ઉત્તમ મનુષ્યોના ગુણો સમાન ઉજ્જવળ રંગ, સુંદર શબ્દ અને સુંદર ચાલથી વનને ધવલ બનાવી રહ્યા છે. જ્યાં કોયલના મધુર ટહુકાર અને ભમરાઓના ગુંજનથી, મોરના મધુર શબ્દસંગીતથી, વીણા, મૃદંગ વગેરે વાજિંત્રોના અવાજથી દશે દિશાઓ રમણીય બની ગઇ છે, તે દેશ ગુણવાન પુરુષોથી ભરેલો છે. તેમાં દયાળુ ક્ષમાશીલ, શીલવાન, ઉદાચિત્ત, તપસ્વી, ત્યાગી, વિવેકી, સદાચારી લોકો વસે છે. મુનિઓ અને આર્થિકાઓ વિહાર કરે છે. ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓ વસે છે, જે પૂર્ણિમાના ચંદ્ર સમાન નિર્મળ ચિત્તવૃત્તિવાળાં છે. મોતીસમાન ઉજ્જવળ છે, આનંદદાયક છે. તે દેશમાં મોટા મોટા ગૃહસ્થો વસે છે, જે કલ્પવૃક્ષસમાન છે, અનેક પથિકોને તેમણે તૃપ્ત કર્યા છે, ત્યાં અનેક શુભ ગ્રામ છે, તેમાં કુશળ કૃષિકારો વસે છે. તે દેશમાં કસ્તૂરી, કપૂરાદિ અનેક સુગંધી દ્રવ્યો મળે છે અને ભાતભાતનાં વસ્ત્રાભૂષણોથી શોભિત નરનારીઓ ઘૂમી રહ્યાં છે, જો કે દેવદેવીઓ જ ન હોય! ત્યાં જિનવચનરૂપી આંજણથી મિથ્યાત્વરૂપી દષ્ટિવિકાર દૂર થાય છે અને મહામુનિઓના તપરૂપી અગ્નિથી પાપરૂપીવન ભસ્મ થાય છે. એવો ધર્મરૂપ મહામનોહર મગધ નામનો દેશ આવેલો છે. મગધદેશમાં રાજગૃહ નામનું મહામનોહર, પુષ્પોની સુવાસથી મહેકતું, અનેક સંપદાઓથી ભરેલું, જાણે કે ત્રણ લોકનું યૌવન જ હોય તેવું, ઇન્દ્રના નગર સમાન મનમોહક છે. ઇન્દ્રના નગ૨માં ઇન્દ્રાણી શરીરે કુમકુમનો લેપ કરે છે અને આ નગરમાં રાજાની રાણી સુગંધી પદાર્થોનો શરીર પર લેપ કરે છે. તે રાણીનું નામ મહિષી છે. ભેંસને પણ મહિષી કહેવાય છે. અહીં ભેંસો પણ કેસરની ક્યારીઓમાં આળોટીને કેસરથી ખરડાયેલી વિચરે છે. અહીં સુંદર, ઉજ્જવળ ઘરોની પંક્તિઓ છે, મકાનો ટાંકણાથી ઘડેલા સફેદ પાષાણની શિલાઓથી બનાવેલાં છે. જાણે કે ચંદ્રકાન્તમણિથી નગર બન્યું છે. મુનિઓને આ નગર તપોવન ભાસે છે, વેશ્યાઓને કામમંદિર, નૃત્ય કરનારીઓને નૃત્યમંદિર અને વેરીઓને યમપુર લાગે છે. આ નગ૨ સુભટોને માટે વીરોનું સ્થાન, યાચકોનો ચિંતામણિ, વિધાર્થીઓને માટે ગુરુગૃહ, ગીતકળાના પાઠકોનું ગંધર્વનગ૨, ચતુરજનોને સર્વ પ્રકારની કળા શીખવાનું સ્થળ અને ઠગોને ધૂર્તોનું ઘર લાગે છે. સંતોને સાધુઓનો સંગમ અહીં થાય છે, વેપારીઓને લાભભૂમિ, શરણાગતોને વજ્રપિંજર, નીતિવેત્તાઓને નીતિનું મંદિર, જિજ્ઞાસુઓને જિજ્ઞાસા તૃપ્ત કરવાનું સ્થાન, કામિનીઓને અપ્સરાનું નગર, સુખી લોકોને આનંદનું નિવાસ જણાય છે. ત્યાં ગજગામિની, શીલવંતી, વ્રતધારિણી, રૂપવાન અનેક સ્ત્રીઓ વસે છે. તેમના શરીરની પ્રભા પદ્મરાગમણિ જેવી છે, તેમનાં મુખ ચંદ્રકાન્તમણિ જેવાં છે, અંગ સુકુમાર છે, પતિવ્રતા છે, વ્યભિચારીઓને અગમ્ય છે, મહાસુંદર છે, મિષ્ટભાષી છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બીજું પર્વ ૧૩ તેમનાં મુખકમલ સદા આનંદમય હોય છે, તેમની ચેષ્ટા પ્રમાદરહિત છે, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ કરનારી છે, વ્રતનિયમમાં સાવધાન છે, અન્ન શોધી-તપાસીને રાંધવામાં, પાણી ગાળીને ઉપયોગમાં લેવામાં, પાત્રોને ભક્તિથી દાન દેવામાં અને દુઃખિયા-ભૂખ્યા જનોને દયાથી દાન દેવામાં, શુભ ક્રિયામાં સાવધાન છે. તે નગરમાં મહામનોહર જિનમંદિરો છે, ઠેકઠેકાણે જિનેશ્વરની ભક્તિ અને સિદ્ધાંતની ચર્ચા થાય છે. આવું રાજગૃહ નગર વસેલું છે, જેની ઉપમા આપી શકાય તેમ નથી. સ્વર્ગલોક તો માત્ર ભોગનું નિવાસસ્થાન છે અને આ નગર તો ભોગ અને યોગ બન્નેનું નિવાસસ્થાન છે. ત્યાંના કોટ પર્વત જેવા ઊંચા છે, ખૂબ ઊંડી ખાઇ છે, જેમાં વેરીનો પ્રવેશ થઇ ન શકે એવું દેવલોક સમાન શોભતું રાજગૃહ નગર વસેલું છે. રાજગૃહ નગરમાં રાજા શ્રેણિક રાજ્ય કરે છે. તે ઇન્દ્ર સમાન વિખ્યાત છે. તે મહાન યોદ્ધો અને કલ્યાણરૂપ પ્રકૃતિવાળો છે. કલ્યાણ મંગળ અને સુવર્ણને કહેવાય છે. સુમેરું સુવર્ણરૂપ છે અને રાજા કલ્યાણરૂપ છે. તે રાજા સમુદ્ર સમાન ગંભીર છે. તેને મર્યાદા ઉલ્લંઘનનો ભય રહે છે, તે કળાને ગ્રહણ કરવામાં ચંદ્ર સમાન છે, પ્રતાપમાં સૂર્ય સમાન છે, ધનસંપત્તિમાં કુબેર સમાન છે, શૂરવીરપણામાં પ્રસિદ્ધ છે, લોકનો રક્ષક છે, ન્યાયી છે, લક્ષ્મીથી પૂર્ણ છે, ગર્વથી મલિન નથી, સર્વ શત્રુઓ ઉપર વિજય મેળવી લીધો છે તો પણ શસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખે છે અને જેઓ તેને નમ્યા છે તેમનું માન વધારે છે, જેઓ તેમના પ્રત્યે કઠોર વર્તન રાખે છે તેમનો માનભંગ કરે છે, આપત્તિના સમયે ચિત્તમાં ઉદ્ધગ ધારતા નથી, સંપત્તિમાં મદોન્મત્ત થતા નથી. જે નિર્મળ સાધુઓ પ્રત્યે રત્ન સમાન બુદ્ધિ રાખે છે અને રત્નોને પાષાણ સમજે છે. તે દાનયુક્ત ક્રિયામાં ખૂબ સાવધાન છે અને એવો સામંત છે કે મદોન્મત્ત હાથીને જંતુ સમાન ગણે છે, દીન ઉપર દયાવાન છે, જિનશાસનમાં તેમની પરમ પ્રીતિ છે, ધન અને જીવનમાં જીર્ણ તણખલા સમાન બુદ્ધિ છે, દશે દિશાઓ વશ કરી લીધી છે, પ્રજાના પાલનમાં જાગ્રત છે, સ્ત્રીઓને ચર્મની પૂતળીઓ જેવી ગણે છે, ધનને રજકણ ગણે છે, ગુણથી નમ્ર ધનુષ્યને પોતાનો સાથી માને છે, ચતુરંગ સેનાને કેવળ શોભારૂપ માને છે. ભાવાર્થ- તે પોતાનાં બળપરાક્રમથી રાજ્ય કરે છે, તેના રાજ્યમાં પવન પણ વસ્ત્રાદિનું હરણ કરતો નથી તો ઠગ, ચોરોની તો શી વાત કરવાની હોય? તેના રાજ્યમાં કૂર પશુઓ પણ હિંસા કરતાં નથી તો મનુષ્યો કેવી રીતે હિંસા કરે? જો કે રાજા શ્રેણિક કરતાં વાસુદેવ મોટા હોય છે, પરંતુ તેમણે વૃષ એટલે કે વૃષાસુરને હરાવ્યો છે અને આ રાજા શ્રેણિક વૃષ એટલે ધર્મનો પ્રતિપાલક છે તેથી તેમના કરતાં ચડિયાતો છે. પિનાકી અર્થાત્ શંકરે રાજા દક્ષના ગર્વનું ખંડન કર્યું અને આ રાજા શ્રેણિક દક્ષ અર્થાત્ ચતુર પુરુષોને આનંદકારી છે તેથી તે શંકરથી પણ અધિક છે. ઇન્દ્રને વંશ નથી, આ (રાજા) વિસ્તીર્ણ વંશવાળો છે. દક્ષિણ દિશાનો દિગ્વાલ યમ કઠોર છે, આ રાજા કોમળ ચિત્તવાળો છે. પશ્ચિમ દિશાનો દિગ્ધાલ વણ દુષ્ટ જળચરોનો અધિપતિ છે. આને દુષ્ટોનો અધિકાર જ નથી. ઉત્તર દિશાનો અધિપતિ કુબેર ધનનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ બીજું પર્વ પદ્મપુરાણ રક્ષક છે, આ રાજા ધનનો ત્યાગી છે. તે બૌદ્ધ સમાન ક્ષણિકની માન્યતાવાળો નથી, ચંદ્રમાની પેઠે કલંકવાળો નથી. આ રાજા શ્રેણિક સર્વોત્કૃષ્ટ છે, યાચક તેના ત્યાગનો પાર પામી શકતા નથી, પંડિતો તેની બુદ્ધિનો પાર પામી શકતા નથી, શૂરવીરો તેમનાં સાહસનો પાર પામતા નથી, તેમની કીર્તિ દશે દિશાઓમાં ફેલાયેલી છે. તેમના ગુણને સંખ્યા નથી, સંપદાનો ક્ષય નથી. તેના વિશાળ છે. મહાન સામંતો સેવા કરે છે. હાથી, ઘોડા, રથ, પ્યાદાં એ બધાંથી રાજાનો ઠાઠ અધિક છે. પૃથ્વી ઉપર પ્રાણીઓનું ચિત્ત તેમના પ્રત્યે અતિ અનુરાગી બન્યું છે. શત્રુઓ તેમના પ્રતાપનો પાર પામી શકતા નથી. તે સર્વ કળાઓમાં નિપુણ છે તેથી અમારા જેવા મનુષ્યો તેના ગુણ કેવી રીતે ગાઇ શકે ? તેમના ક્ષાયિક સમ્યકત્વનો મહિમા ઇન્દ્ર પોતાની સભામાં સદા કરે છે, તે રાજા મુનિરાજના સમુદાયમાં નેતરની લતા સમાન નમ્ર છે અને ઉદ્ધત વેરીઓને વજદંડથી વશ કરે છે, તેણે પોતાની ભુજાઓથી પૃથ્વીનું રક્ષણ કર્યું છે. કોટ, ખાઇ તો નગરની શોભામાત્ર છે. જિનચૈત્યાલયોના બનાવનાર, જિનપૂજા કરનાર, જેને મહાપતિવ્રતા, શીલવાન, ગુણવાન, રૂપવાન, કુળવાન, શુદ્ધ સમ્યગ્દર્શનની ધારક, શ્રાવિકાનાં વ્રત પાળનાર, સર્વ કળાઓમાં નિપુણ ચેલના નામની રાણી છે, તેનું વર્ણન અમે ક્યાં સુધી કરીએ? આવો ઉપમારહિત ગુણોનો ભંડાર રાજા શ્રેણિક રાજગૃહુ નગરમાં રાજ્ય કરે છે. ( અંતિમ તીર્થકર ભગવાન મહાવીરના સમવસરણનું આગમન અને રાજા શ્રેણિકનો હર્ષ-પ્રકાશ) એક વખતે રાજગૃહ નગરની સમીપ વિપુલાચલ પર્વત ઉપર ભગવાન મહાવીરઅંતિમ તીર્થકર સમોસરણ સહિત આવીને બિરાજ્યા. વનપાલે ભગવાનના આગમનનું વૃત્તાંત રાજાને કહ્યું અને છયે ઋતુઓનાં ફળફૂલ લાવીને તેમની સન્મુખ ધર્યા તેથી રાજા સિંહાસનથી નીચે ઊતર્યો અને ઊભાં થઇને પર્વતની દિશામાં સાત પગલાં આગળ ચાલી ભગવાનને અષ્ટાંગ નમસ્કાર કર્યા તથા વનપાલને પોતાનાં બધાં અલંકારો ઉતારીને ઇનામમાં આપ્યા. તેણે તરત જ ભગવાનના દર્શન માટે જવાની તૈયારી કરી. શ્રી વર્ધમાન ભગવાનનાં ચરણકમળ સુર, નર અને અસુરોને નમસ્કાર કરવા યોગ્ય છે. ગર્ભકલ્યાણક સમયે છપ્પન કુમારિકાઓએ શુદ્ધ કરેલ માતાના ઉદરમાં તેઓ ત્રણ જ્ઞાન સહિત અય્યત સ્વર્ગમાંથી ચ્યવીને બિરાજ્યા હતા. તેમના માતાના ગર્ભમાં આવવા પહેલાં છ માસ અગાઉથી ઇન્દ્રના આદેશથી કુબેરે રત્નવૃષ્ટિ કરીને પિતાનું આંગણું ભરી દીધું હતું. જન્મકલ્યાણકમાં ઇન્દ્રાદિ દેવોએ સુમેરુ પર્વત ઉપર ક્ષીરસાગરના જળથી તેમનો જન્માભિષેક કર્યો હતો અને તેમનું નામ મહાવીર પાડ્યું હતું. તેમની બાલ્યાવસ્થામાં ઇન્દ્ર તેમની સાથે ક્રિીડા કરવા દેવકુમાર મૂક્યા હતા. મહાવીરે તેમની સાથે કીડા કરી. તેમના જન્મથી માતાપિતા, સમસ્ત પરિવાર, પ્રજા અને ત્રણ લોકના જીવને પરમ આનંદ થયો હતો. નારકીના જીવોને પણ એક મુહૂર્ત માટે પીડા મટી ગઈ હતી. તેમના પ્રભાવથી પિતાના ઘણા વખતના વિરોધી રાજાઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બીજું પર્વ - ૧૫ પણ સ્વયે નમ્ર બની ગયા હતા અને હાથી, ઘોડા, રત્ન, રથ વગેરે અનેક પ્રકારની ભેટ આપી ગયા હતા. પોતાના છત્ર, ચામર, વાહનાદિમાંથી નીચે ઊતરી હાથ જોડી દીન બનીને તેમના પગમાં પડ્યા હતા. જુદા જુદા દેશમાંથી લોકો આવીને અહીં વસ્યા હતા. પરંતુ તે ભગવાનનું ચિત્ર ભોગોમાં લીન થયું ન હતું. જેમ સરોવરમાં કમળ જળથી નિર્લેપ રહે છે તેમ ભગવાન જગતની માયાથી અલિપ્ત રહ્યા હતા. સ્વયંબુદ્ધ ભગવાન જગતની માયાને વીજળીના ચમકારા જેવી ચંચળ જાણીને વિરક્ત થયા હતા ત્યારે લૌકાંતિક દેવોએ આવી તેમની સ્તુતિ કરી હતી. ભગવાને મુનિવ્રત ધારણ કરી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરી. ઘાતી કર્મોનો નાશ કરી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. તે કેવળજ્ઞાન સમસ્ત લોકાલોકનું પ્રકાશક છે. એવા કેવળજ્ઞાનના ધારક ભગવાને જગતના ભવ્ય જીવોના હિત માટે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. તે ભગવાન મળરહિત, પરસેવારહિત છે. તેમનું રુધિર ક્ષીર સમાન છે, શરીર સુગંધી છે, તેમાં શુભ લક્ષણો, અતુલ બળ, મિષ્ટ વચન, સમચતુર્સસ્થાન, વજાર્ષભનારા સંહનનના ધારક છે, તેમનો વિહાર થાય છે ત્યારે ચારે દિશાઓમાં દુષ્કાળ પડતો નથી, સકળ ઇતિ ભીતિનો અભાવ થઇ જાય છે. તેઓ સર્વ વિદ્યાના પરમેશ્વર છે, તેમનું શરીર નિર્મળ સ્ફટિક સમાન છે. આંખો પલક મારતી નથી, તેમને નખકેશની વૃદ્ધિ થતી નથી, સર્વ જીવોમાં મૈત્રીભાવ રહે છે, શીતળ, મંદ, સુગંધી વાયુ વાય છે, છ ઋતુઓનાં ફળફૂલ ફળે છે, ધરતી દર્પણ સમાન નિર્મળ બની જાય છે, પવનકુમાર દેવો એક યોજન સુધીની જમીનને તૃણ, પાષાણ, કંટકાદિથી, રહિત કરે છે અને મેઘકુમાર દેવો ઘણા ઉત્સાહથી ગંધોદકની વૃષ્ટિ કરે છે ભગવાનના વિહાર સમયે દેવો તેમનાં ચરણ તળે સુવર્ણમય કમળોની રચના કરે છે, ચરણોને ભૂમિનો સ્પર્શ થતો નથી, આકાશમાં જ ગમન કરે છે, પૃથ્વી ઉપર છ યે ઋતુઓનાં સર્વ ધાન્ય નીપજે છે. શરદ ઋતુના સરોવર જેવું આકાશ નિર્મળ બની જાય છે. દશે દિશાઓ ધૂમ્રાદિરહિત નિર્મળ બને છે. સૂર્યના તેજને ઝાંખુ પાડે એવું સહસ્ત્ર આરાયુક્ત ધર્મચક્ર ભગવાનની આગળ આગળ ચાલે છે. આ પ્રમાણે આર્યખંડમાં વિહાર કરતાં કરતાં શ્રી મહાવીર સ્વામી વિપુલાચલ પર્વત ઉપર આવીને બિરાજ્યા છે. તે પર્વત ઉપર નાના પ્રકારનાં જળના ઝરણાં વહી રહ્યાં છે. તેમનો અવાજ મનનું હરણ કરે છે. ત્યાં વેલીઓ અને વૃક્ષો શોભી રહ્યાં છે. ત્યાં જાતિવિરોધી પ્રાણીઓએ પણ વેરભાવ છોડી દીધો છે. પક્ષી ગાન કરી રહ્યા છે, શબ્દોથી પહાડ ગુંજી રહ્યો છે, ભમરાઓના ગુંજારવથી પહાડ ગાન કરી રહ્યો છે, સઘન વૃક્ષોની નીચે હાથીઓના સમૂહ બેઠા છે, ગુફાઓમાં સિંહ બેઠા છે. જેવા કૈલાસ પર્વત ઉપર ઋષભદેવ ભગવાન વિરાજતા હતા તેવી જ રીતે વિપુલાચલ પર્વત ઉપર શ્રી વર્ધમાન સ્વામી વિરાજે છે. જ્યારે શ્રી ભગવાન સમોસરણમાં કેવળજ્ઞાન સહિત બિરાજમાન થયા ત્યારે ઇન્દ્રનું આસન કંપાયમાન થયું અને ઇન્દ્ર જાણ્યું કે ભગવાન કેવળજ્ઞાન સહિત બિરાજે છે, હું જઇને તેમની વંદના કરું તેથી ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર ચડીને આવ્યા. તે હાથી શરદઋતુના વાદળા સમાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ બીજું પર્વ પદ્મપુરાણ ઉજ્જવળ છે. જાણે કે કેલાસ પર્વત સુવર્ણની સાંકળથી સંયુક્ત ન હોય! તેનું કુંભસ્થળ ભમરાઓની પંક્તિથી મંડિત છે જેણે દશે દિશાઓને સુગંધમય બનાવી છે, મહામદોન્મત્ત છે, જેના નખ ચિકણા છે. રોમ કઠોર છે, મસ્તક ભલા શિષ્યના જેવું વિનયવાન અને કોમળ છે, અંગ દઢ છે, તે દીર્ઘકાય છે, જેના સ્કંધ નાના છે, લમણામાંથી મદ ઝરે છે અને નારદ સમાન કપ્રિય છે. જેમ ગરુડ સર્પને જીતે છે તેમ આ નાગ એટલે હાથીઓને જીતે છે. જેમ રાત્રિ નક્ષત્રોની પંક્તિથી શોભે છે તેમ આ નક્ષત્રમાળાથી – આભરણોથી શોભે છે. સિંદૂરથી લાલ, ઊંચું કુંભસ્થળ દેવ અને મનુષ્યોનાં મન હરે છે એવા ઐરાવત હાથી ઉપર બેસીને સુરપતિ આવ્યા અને બીજા દેવો પણ પોતપોતાનાં વાહનો ઉપર બેસીને ઇન્દ્રની સાથે આવ્યાં. જિનેન્દ્રના દર્શનના ઉત્સાહથી જેમનાં મુખ ખીલી ઊઠયાં છે એવા સોળે ય સ્વર્ગના સમસ્ત દેવ તથા ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી દેવો આવ્યા તેમ જ કમલાયુધ આદિ સર્વ વિદ્યાધરો પોતાની સ્ત્રીઓ સહિત આવ્યા. તે વિધાધરો રૂપ અને વૈભવમાં દેવ સમાન હતા. ઇન્દ્ર સમોસરણમાં ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી. “હે નાથ ! મહામોહરૂપી નિંદ્રામાં સૂતેલા આ જગતને આપે જ્ઞાનરૂપ સૂર્યના ઉદયથી જગાડયું છે. હું સર્વજ્ઞ વીતરાગ ! આપને નમસ્કાર હો. આપ પરમાત્મા પુરુષોત્તમ છો, સંસારસમુદ્રથી પાર થઈ ગયા છો, આપ મહાન સાર્થવાહુ છો, ભવ્ય જીવરૂપી વેપારીઓ ચૈતન્યધન સાથે આપના સંગે નિર્વાણદ્વીપ જશે ત્યારે માર્ગમાં તે દોષરૂપી ચોરોથી લૂંટાશે નહિ, આપે મોક્ષાભિલાષીઓને નિર્મળ મોક્ષનો પંથ બતાવ્યો છે અને ધ્યાનરૂપી અગ્નિથી કર્મબંધનને ભસ્મીભૂત કરેલ છે. જેમને કોઈ ભાઈ નથી, નાથ નથી તેવા દુ:ખરૂપી અગ્નિના તાપથી સંતપ્ત જગતનાં પ્રાણીઓના આપ ભાઈ છો, નાથ છો. આપ પરમ પ્રતાપવંત છો. અમે આપના ગુણોનું વર્ણન કેવી રીતે કરીએ? આપના ગુણ ઉપમારહિત અનંત છે, તે કેવળજ્ઞાનગમ્ય છે.” આ પ્રમાણે ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરીને અષ્ટાંગ નમસ્કાર કર્યા. તે સમોસરણનો વૈભવ જોઇને ખૂબ આશ્ચર્ય પામ્યા. તેનું સંક્ષેપમાં વર્ણન કરીએ છીએ. તે સમોવસરણ અનેક વર્ણનાં મહારત્નો અને સુવર્ણથી રચાયેલું છે. તેમાં પ્રથમ રત્નધૂળિનો બનેલ ધૂલિસાલ નામનો કોટ છે અને તેના ઉપર ત્રણ કોટ છે. એક એક કોટને ચાર ચાર દ્વાર છે. દરેક દ્વાર પર અષ્ટમંગળ દ્રવ્ય છે, ત્યાં રમણીક વાવ છે, સરોવર અને ધજાઓ અદ્દભુત શોભા આપે છે. ત્યાં સ્ફટિકમણિની દીવાલ છે અને ગોળાકારે બાર કોઠા છે. એક કોઠામાં મુનિરાજ છે, બીજામાં કલ્પવાસી દેવોની દેવીઓ છે, ત્રીજામાં અજિંકાઓ છે, ચોથામાં જ્યોતિષી દેવોની દેવીઓ છે, પાંચમામાં વ્યંતરદેવીઓ છે, છઠ્ઠીમાં ભવનવાસિની દેવીઓ છે, સાતમામાં જ્યોતિષી દેવી છે, આઠમામાં વ્યંતરદેવ છે, નવમામાં ભવનવાસી દેવ, દશમામાં કલ્પવાસી દેવ, અગિયારમામાં મનુષ્ય અને બારમામાં તિર્યંચ છે. આ બધા જીવો પરસ્પર વેરભાવરહિત બેઠા છે. ભગવાન અશોકવૃક્ષ સમીપે સિંહાસન પર બિરાજે છે. તે અશોકવૃક્ષ પ્રાણીઓનો શોક દૂર કરે છે, સિંહાસન નાના પ્રકારના રત્નોના ઉદ્યોતથી ઇન્દ્રધનુષ્ય સમાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બીજું પર્વ ૧૭ અનેક રંગ ધારણ કરે છે, ઇન્દ્રના મુગટમાં જે રત્નો જડેલાં છે તેમની કાંતિને તે જીતી લે છે. ત્રણ લોકની ઇશ્વરતાનું ચિહ્ન એવાં ત્રણ છત્રથી શ્રી ભગવાન શોભે છે, દેવો પુષ્પોથી વર્ષા કરે છે, તેમના શિર ઉપર ચોસઠ ચામર ઢોળે છે, દુંદુભિ વાજાં વાગે છે, તેનો અત્યંત સુંદર ધ્વનિ થઇ રહ્યો છે. રાજગૃહ નગરમાંથી રાજા શ્રેણિક આવી પહોંચ્યા. પોતાના મંત્રી, પરિવાર અને નગરવાસીઓ સહિત સમોસરણ પાસે પહોંચીને, દૂરથી જ છત્ર, ચામર, વાહન, આદિ છોડીને સ્તુતિપૂર્વક નમસ્કાર કરવા લાગ્યા. પછી આવીને મનુષ્યોના કોઠામાં બેઠા. તેમના કુંવરો વારિણ, અભયકુમાર, વિજયબાહુ ઇત્યાદિ રાજપુત્રો પણ સ્તુતિ કરી, હાથ જોડી નમસ્કાર કરી, યથાસ્થાને આવીને બેઠા. ભગવાનનો દિવ્ય ધ્વનિ ખરે છે ત્યારે દેવ, મનુષ્ય, તિર્યંચ બધા જ પોતપોતાની ભાષામાં સમજે છે. તે ધ્વનિ મેઘના શબ્દને જીતે છે. દેવ અને સૂર્યની કાંતિને પરાજિત કરનાર ભામંડળ શોભે છે. સિંહાસન ઉપર જે કમળ છે, તેના ઉપર આપ અલિપ્ત બિરાજે છે. ગણધર પ્રશ્ન કરે છે અને દિવ્ય ધ્વનિમાં સર્વનો ઉત્તર આવી જાય છે. ગણધરદેવે પ્રશ્ન કર્યો કે હે પ્રભો! તત્ત્વના સ્વરૂપનું વ્યાખ્યાન કરો. ત્યારે ભગવાન તત્ત્વનું નિરૂપણ કરવા લાગ્યા. તત્ત્વ બે પ્રકારનાં છે? – એક જીવ બીજું અજીવ. જીવના બે ભેદ છે-સિદ્ધ અને સંસારી. સંસારીના બે ભેદ છે-એક ભવ્ય, બીજો અભવ્ય. મુક્તિ પામવા યોગ્યને ભવ્ય કહે છે અને કોરડું મગ સમાન જે કદી ન ચડે તેને અભવ્ય કહે છે. ભગવાને કહેલાં તત્ત્વોને શ્રદ્ધાન ભવ્ય જીવોને જ થાય છે, અભવ્ય જીવોને થતું નથી. સંસારી જીવોના એકેન્દ્રિયાદિ ભેદ અને ગતિ, કાય આદિ ચૌદ માર્ગણાઓનું સ્વરૂપ બતાવ્યું, ઉપશમ શ્રેણી અને ક્ષેપક શ્રેણીનું સ્વરૂપ કહ્યું, સંસારી જીવોને દુઃખી કહ્યા ત્યાં મૂઢ જીવોને દુઃખરૂપ અવસ્થા સુખરૂપ ભાસે છે. ચારેય ગતિ દુ:ખરૂપ છે. નારકી જીવોને તો આંખના પલકારામાત્રનું પણ સુખ નથી. મારણ, તાડન, છેદન, ભેદન, શૂલી ઉપર ચડાવવું આદિ અનેક પ્રકારનાં દુ:ખ નિરંતર રહે છે અને તિર્યંચોને તાડન, મારણ, લા શીત, ઉષ્ણ, ભૂખ, તરસ આદિ અનેક દુઃખ છે. મનુષ્યોને ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ આદિનાં અનેક દુ:ખ છે. દેવોને પોતાના કરતાં મોટા દેવોની વિભૂતિ જોઈને સંતાપ ઉપજે છે અને બીજા જીવોનાં મરણ જોઈને ઘણું દુ:ખ ઉપજે છે, પોતાની દેવાંગનાઓના મરણથી વિયોગ થાય છે, પોતાનું મરણ નજીક આવે છે ત્યારે અત્યંત વિલાપ કરીને ઝૂરે છે. આ પ્રમાણે મહાદુઃખ સહિત ચારે ગતિમાં જીવ ભ્રમણ કરે છે. જે મનુષ્ય કર્મભૂમિમાં જન્મ પામીને પણ સુકૃત (પુણ્ય) કરતા નથી, તેમના હાથમાં આવેલું અમૃત નષ્ટ થાય છે. સંસારમાં અનેક યોનિઓમાં ભ્રમણ કરતો આ જીવ અનંતકાળે કોઈક જ વાર મનુષ્ય ભવ પામે છે. ત્યાં પણ ભીલાદિક નીચ કુળમાં જન્મ થાય તો શો ફાયદો? પ્લેચ્છ ખંડમાં જન્મ થાય તો પણ શો લાભ? અને કદાચિત્ આર્યખંડમાં ઉત્તમ કુળમાં જન્મ અને અંગહીન થાય તો શું? કદાચ સુંદર રૂપ હોય પણ રોગરહિત હોય તો શો લાભ? અને બધીયે સામગ્રી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ બીજું પર્વ પદ્મપુરાણ યોગ્ય મળે, પણ વિષયાભિલાષી થઈને ધર્મનો અનુરાગી ન થાય તો પણ કાંઈ લાભ નથી માટે ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. કેટલાક તો બીજાના નોકર બનીને અત્યંત દુ:ખથી પેટ ભરે છે. કેટલાક યુદ્ધમાં જોડાય છે. યુદ્ધ શસ્ત્રના પ્રહારથી ભયંકર હોય છે, રક્તના કીચડથી મહાગ્લાનિરૂપ છે. કેટલાક ખેતી કરીને ક્લેશથી કુટુંબનું ભરણપોષણ કરે છે. તેમાં અનેક જીવોની હિંસા કરવી પડે છે. આ પ્રમાણે પ્રાણીઓ અનેક ઉદ્યમ કરે છે અને તેમાં દુઃખ તથા ક્લેશ જ ભોગવે છે. સંસારી જીવ વિષયસુખના અત્યંત અભિલાષી છે. કેટલાક તો દારિદ્રથી ખૂબ દુ:ખી છે. કેટલાકને ધન મળે છે તો ચોર, અગ્નિ, જળ કે રાજાદિક તે લઇ જશે એવા ભયથી સદા આકુળતારૂપ રહે છે. કેટલાક દ્રવ્ય ભોગવે છે પરંતુ તૃષ્ણારૂપ અગ્નિની વૃદ્ધિથી બળી રહ્યા છે. કોઈકોઈને ધર્મની રુચિ ઉપજે છે પરંતુ તેમને દુષ્ટ જીવો સંસારના જ માર્ગમાં નાખે છે. પરિગ્રહધારીઓના ચિત્તને નિર્મળતા ક્ય ાંથી હોય ? એ ચિત્તની નિર્મળતા વિના ધર્મનું સેવન કેવી રીતે થાય? જ્યાં સુધી જીવને પરિગ્રહથી આસકિત રહે છે ત્યાં સુધી જીવ હિંસામાં પ્રવર્તે છે અને હિંસાથી નરક નિગોદાદિ કુયોનિમાં મહાદુ:ખ ભોગવે છે. સંસારભ્રમણનું મૂળ હિંસા જ છે, જીવદયા મોક્ષનું મૂળ છે. પરિગ્રહના સંયોગથી રાગદ્વેષ ઉપજે છે, તે રાગદ્વેષ જ સંસારનાં દુ:ખનાં કારણ છે. કેટલાક જીવો દર્શનમોહનો અભાવ થવાથી સમ્યગ્દર્શન પણ પામે છે પરંતુ ચારિત્રમોહના ઉદયથી ચારિત્ર ધારણ કરી શકતા નથી અને કેટલાક ચારિત્ર ધારણ કરીને પણ બાવીસ પરિષહોથી પીડિત બની ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. કોઈ અણુવત જ ધારણ કરે છે અને કોઈ અણુવ્રત પણ ધારણ કરી શકતા નથી, કેવળ અવ્રતી સમ્યગ્દષ્ટિ જ રહે છે. સંસારના અનંત જીવો સમ્યકત્વરહિત મિથ્યાદષ્ટિ જ છે. જે મિથ્યાદષ્ટિ તે વારંવાર જન્મમરણ કરે છે. દુઃખરૂપ અગ્નિથી સંતપ્ત થઈને ભવસંકટમાં પડયા છે. મિથ્યાદષ્ટિ જીવ જીભના લોલુપી છે અને કામકલંકથી મલિન છે. ક્રોધ, માન, માયા, લોભમાં પ્રવર્તે છે અને જે પુણ્યના અધિકારી જીવ સંસાર, શ૨ી૨, ભોગથી વિરક્ત થઈ શીઘ્ર જ ચારિત્ર અંગીકાર કરે છે અને તેને નિભાવે છે, સંયમમાં પ્રવર્તે છે, તે મહાધી૨ ૫૨મ સમાધિથી શરીર છોડીને સ્વર્ગમાં મહાન દેવ થઈને અદ્દભૂત સુખ ભોગવે છે, ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય થઈને મોક્ષ પામે છે. કોઈ મુનિઓ તપ કરીને અનુત્તર વિમાનમાં – અહમિન્દ્રથી ચ્યવીને તીર્થંકરપદ પામે છે, કેટલાક ચક્રવર્તી, બળદેવ, કામદેવ વગેરે પદ પામે છે. કોઈ મુનિ મહાતપ કરી, નિદાન કરી, સ્વર્ગમાં જઈને, ત્યાંથી ચ્યવીને વાસુદેવ થાય છે, તે ભોગને છોડી શકતા નથી. આ પ્રમાણે શ્રી વર્ધમાન સ્વામીના મુખથી ધર્મોપદેશ સાંભળીને દેવ, મનુષ્ય, તિર્યંચ, અનેક જીવ જ્ઞાન પામ્યા. કેટલાક ઉત્તમ પુરુષો મુનિ થયા, કેટલાક શ્રાવક થયા, કેટલાક તિર્યંચ પણ શ્રાવક થયા. દેવ વ્રત ધારણ કરી શક્તા નથી તેથી અવ્રતી સમ્યગ્દષ્ટિ જ થયા, પોતપોતાની શક્તિ પ્રમાણે અનેક જીવો ધર્મમાં પ્રવૃત્ત થયા, પાપકર્મના ઉપાર્જનથી વિરક્ત થયા, ધર્મનું શ્રવણ કરી, ભગવાનને નમસ્કાર કરી પોતપોતાના સ્થાનકે ગયા. શ્રેણિક મહારાજ પણ જિનવચનોનું શ્રવણ કરી, હર્ષિત થઈને પોતાના નગરમાં ગયા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બીજું પર્વ ૧૯ ત્યારપછી સંધ્યાના સમયે સૂર્ય અસ્ત થવાની તૈયારી કરવા લાગ્યો, અસ્તાચળ નજીક આવ્યો, અત્યંત લાલ બની ગયો, કિરણો મંદ થવા લાગ્યાં. જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે કિરણ મંદ થાય જ એ ઉચિત છે. જેમ પોતાના સ્વામી આપત્તિમાં આવે ત્યારે કોના તેજની વૃદ્ધિ રહે? ચકવીનાં આંસુ ભરેલાં નેત્રો જોઈને જાણે કે દયાથી સૂર્ય અસ્ત થયો. ભગવાનના સમોસરણમાં તો સદા પ્રકાશ જ રહે છે, ત્યાં રાત્રી દિવસનો વિચાર નથી હોતો. પૃથ્વી ઉપર રાત્રી ઉતરી ત્યારે સંધ્યાસમયે જે દિશા લાલ થઈ હતી તે જાણે કે ધર્મશ્રવણથી પ્રાણીઓના ચિત્તમાંથી જે રાગ નષ્ટ થયો હતો તે સંધ્યાના બહાને દશે દિશામાં પ્રવેશી ગયો. ભાવાર્થ:- રાગનું સ્વરૂપ પણ લાલ હોય છે અને દિશાઓમાં પણ લાલાશ થઈ અને સૂર્ય અસ્ત થવાથી લોકોનાં નેત્ર દર્શનરહિત થયાં, કેમ કે સૂર્યના ઉદયથી જે દેખવાની શક્તિ પ્રગટી હતી તે સૂર્યાસ્તથી ચાલી ગઈ. કમળ બિડાઈ ગયાં. જેમ મહાન રાજાઓનો અસ્ત થતાં ચોરાદિક દુર્જનો જગતમાં ચોરી વગેરેની કુચેષ્ટા કરે છે, તેમ સૂર્યનો અસ્ત થતાં પૃથ્વી પર અંધકાર ફેલાઈ ગયો. રાત્રિના સમયે દરેક ઘરમાં ચંપાની કળી સમાન દીવાઓનો પ્રકાશ થયો તે દીવાઓ જાણે કે રાત્રિરૂપ સ્ત્રીનાં આભૂષણ જ હતાં. કમળના રસથી તૃપ્ત થઈ રાજહંસ સૂઈ જવા લાગ્યા. રાત્રિનો શીતળ, મંદ, સુગંધી પવન રાત્રિનો શ્વાસ ચાલી રહ્યો હોય તેવો લાગતો હતો. ભમરાઓ કમળોમાં વિશ્રામ કરવા લાગ્યા અને જાણે ભગવાનનાં વચનોથી ત્રણ લોકનાં પ્રાણી ધર્મનું સાધન કરી શોભે તેમ મનોજ્ઞ તારાઓથી આકાશ શોભવા લાગ્યું. જેમ જિનેન્દ્રના ઉપદેશથી એકાંતવાદીઓના સંશય નાશ પામે તેમ ચન્દ્રના કિરણોથી અંધકાર દૂર થયો. લોકોનાં નેત્રોને આનંદ આપનાર ચંદ્રના ઉદય સમયે તે કંપવા લાગ્યો, જાણે કે અંધકાર ઉપર તે અત્યંત કોપાયમાન થયો હોય! ભાવાર્થ:- ક્રોધના સમયે પ્રાણી ધ્રુજવા લાગે છે, અંધકારથી જે લોકો ખેદ પામ્યા હુતા તે ચંદ્રના ઉદયથી હર્ષ પામ્યા અને ચંદ્રનાં કિરણોના સ્પર્શથી કુમુદ પ્રફુલ્લિત થયા. આ પ્રમાણે રાત્રિનો સમય લોકોને વિશ્રામ આપનાર થયો. રાજા શ્રેણિકને સંધ્યા સમયે સામાયિક પાઠ અને જિનેન્દ્રની કથા કરતાં કરતાં ઘણી રાત્રિ વીતી પછી તે સુવા માટે ગયાં. કેવો છે રાત્રિનો સમય ? જેમાં સ્ત્રી-પુરુષોનાં હિતની વૃદ્ધિ થાય છે. રાજાના શયનનો મહેલ ગંગાના કિનારા જેવો ઉજ્જવળ છે અને રત્નોની જ્યોતિથી અતિ ઉધોતરૂપ છે, ઝરૂખાઓમાંથી ત્યાં ફૂલોની સુગંધ આવે છે. મહેલની સમીપે સુન્દર સ્ત્રીઓ મનોહર ગીતો ગાઈ રહી છે, મહેલની ચારે તરફ સાવધાન સામંતોની ચોકી છે, અતિ શોભા બની રહી છે, શય્યા ઉપર અત્યંત કોમળ ગાદીઓ બિછાવેલી છે. તે રાજા ભગવાનના પવિત્ર ચરણ પોતાના મસ્તક પર ધારણ કરે છે. તે સ્વપ્નમાં પણ વારંવાર ભગવાનનાં જ દર્શન કરે છે અને સ્વપ્નમાં ગણધરદેવને પ્રશ્ન કરે છે. આ પ્રમાણે સુખપૂર્વક રાત્રિ પૂર્ણ થઈ. પછી વાદળાનાં ધ્વનિ સમાન પ્રાતઃકાળના વાજિંત્રો વાગવા લાગ્યા. તેના અવાજથી રાજા નિદ્રારહિત થયા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બીજું પર્વ પદ્મપુરાણ પ્રભાતે દેહક્રિયા કરીને રાજા શ્રેણિક પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. ભગવાનના દિવ્ય ધ્વનિમાં તીર્થકર, ચક્રવર્તી આદિનાં જે ચરિત્ર કહેવામાં આવ્યાં તે મેં સાવધાન થઈને સાંભળ્યાં છે. હવે શ્રી રામચંદ્રનું ચરિત્ર સાંભળવાની મારી અભિલાષા છે. લૌકિક ગ્રંથોમાં રાવણાદિકોને માંસભક્ષી રાક્ષસ કહ્યા છે, પરંતુ તે મહાકુલીન વિદ્યાધરો, મધ, માંસ, રુધિરાદિનું ભક્ષણ કેવી રીતે કરે? રાવણના ભાઈ કુંભકર્ણ વિષે તેઓ એમ કહે છે તે છ મહિના ઊંઘી રહેતો હતો, તેના ઉપર હાથી ચલાવતા, ઉકળતું તેલ કાનમાં નાખતા તો પણ છ મહિના પહેલાં તે ઊઠતો નહિ, જાગતાં જ તેને એટલી ભૂખ-તરસ લાગતી કે અનેક હાથી, પાડા વગેરે પશુઓ અને મનુષ્યોને ખાઈ જતો અને લોહી, પરુનું પાન કરતો તો પણ તેને તૃપ્તિ થતી નહિ. તેઓ સુગ્રીવ, હનુમાનાદિકને વાનર કહે છે, પરંતુ તેઓ તો મોટા વિદ્યાધર રાજાઓ હતા. મહાન પુરુષોનું વિપરીત વ્યાખ્યાન કરવાથી મહાન પાપનો બંધ થાય છે. જેમ અગ્નિના સંયોગથી શીતળતા થતી નથી અને બરફના સંયોગથી ગરમી થતી નથી, જળ વલોવવાથી ઘી મળતું નથી કે રેતીને પીલવાથી તેમાંથી તેલ નીકળતું નથી તેમ, મહાપુરુષોના વિરૂદ્ધ શ્રવણ કરવાથી પુણ્ય થતું નથી. લોકો એમ કહે છે કે રાવણે દેવોના રાજા ઇન્દ્રને જીત્યો હતો, પણ એમ બની શકે નહિ. ક્યાં એ દેવોનો ઇન્દ્ર અને ક્યાં આ મનુષ્ય? ઇન્દ્રના કોપ માત્રથી જ એ ભસ્મ થઈ જાય. જેની પાસે ઐરાવત હાથી, વજ જેવું આયુધ અને આખી પૃથ્વીને વશ કરી શકે એટલું સામર્થ્ય હોય એવા સ્વર્ગના સ્વામી ઇન્દ્રને આ અલ્પશક્તિનો સ્વામી વિધાધર કેવી રીતે પકડીને કેદમાં પૂરે? હુરણથી સિંહને કેવી રીતે બાધા પહોંચે ? તલથી શિલાને પીસવાનું, ઈયળથી સાપને મારવાનું અને થાનથી ગજેન્દ્રને હણવું કેવી રીતે બની શકે ? વળી, લોકમાં કહેવાય છે કે રામચન્દ્ર મૃગાદિની હિંસા કરતા હતા, પણ એ વાત બને નહિ. તે વ્રતી, વિવેકી, દયાવાન, મહાપુરુષ જીવોની હિંસા કેવી રીતે કરે? માટે આવી વાત સંભવે નહિ. તે અભક્ષ્યનું ભક્ષણ કેવી રીતે કરે? તે વાલીને સુગ્રીવના મોટાભાઈ કહે છે અને તે સુગ્રીવની સ્ત્રીને પરણ્યા એમ કહે છે. હવે, મોટાભાઈ તો પિતા સમાન ગણાય તે નાના ભાઈની સ્ત્રી સાથે કેવી રીતે પરણે? માટે આવી વાત સંભવિત નથી, માટે ગણધરદેવને પૂછીને શ્રી રામચંદ્રજીની યથાર્થ કથાનું શ્રવણ કરું આમ તે ચિંતવવા લાગ્યા. વળી તે વિચારે છે કે હંમેશા ગુરુના દર્શન કરીને, ધર્મના પ્રશ્નો કરીને તત્ત્વનો નિશ્ચય કરવાથી પરમ સુખ થાય છે. એ આનંદનું કારણ છે એમ વિચારીને રાજા શસ્યામાંથી ઊભા થયા અને રાણી પોતાને સ્થાનકે ગઈ. કેવી છે રાણી? લક્ષ્મી સમાન કાંતિવાળી, મહાપતિવ્રતા અને પતિનો ખૂબ વિનય કરનારી છે અને રાજા ધર્માનુરાગમાં અત્યંત નિષ્ફચિત્તવાળાં છે. બન્નેએ પ્રભાતની ક્રિયાઓ પૂરી કરી અને જેમ સૂર્ય શરદઋતુના વાદળોમાંથી બહાર આવે તેમ રાજા સફેદ કમળ સમાન ઉજ્જવળ સુગંધ મહેલમાંથી બહાર આવ્યા. તે સુગંધ મહેલના ભમરા ગુંજારવ કરી રહ્યા છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહપદ્મપુરાણની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીજું પર્વ ૨૧ ટીકા ગુજરાતી અનુવાદમાં રાજા શ્રેણિકે રામચન્દ્ર-રાવણના ચરિત્ર સાંભળવા માટે પ્રશ્ન પૂછવાનો વિચાર કર્યો, એવો દ્વિતીય અધિકાર સંપૂર્ણ થયો. ૨. * * * ત્રીજાં પર્વ (વિદ્યાધર લોકનું વર્ણન) રાજા સભામાં આવીને આભૂષણસહિત બિરાજ્યા તે વખતની શોભાનું વર્ણન કરીએ છીએ. સવારમાં જ મોટા મોટા સામંતો આવ્યા તેમને દ્વારપાળે રાજાનું દર્શન કરાવ્યું. સામંતોનાં વસ્ત્રાભૂષણ સુંદર છે. તેમની સાથે રાજા હાથી ઉપર બેસીને નગરમાંથી સમોસરણમાં જવા નીકળ્યા. આગળ ભાટચારણો બિરૂદાવળિ બોલતા જાય છે. રાજા સમોસરણ પાસે પહોંચ્યા. કેવું છે સમોસરણ? જ્યાં અનંત મહિમાના સ્થાનરૂપ મહાવીર સ્વામી બિરાજે છે, તેમની સમીપે ગૌતમ ગણધર ખડા છે. તત્ત્વના વ્યાખ્યાનમાં તત્પર, કાંતિમાં ચંદ્રમાતુલ્ય, પ્રકાશમાં સૂર્ય સમાન, જેમનાં ચરણ અને નેત્રરૂપી કમળ અશોકવૃક્ષનાં પાન જેવા લાલ છે અને પોતાની શાંતિથી જગતને શાંત કરે છે, મુનિઓના સમૂહના સ્વામી છે. રાજા દૂરથી જ સમોસરણ જોઈને હાથી ઉપરથી ઉતરી, સમોસરણમાં પ્રવેશી, હર્ષથી જેનું મુખ પ્રફુલ્લિત બન્યું છે એવા તે ભગવાનની પ્રદક્ષિણા દઈ, હાથ જોડી, નમસ્કાર કરી, મનુષ્યોની સભામાં બેઠા. પહેલાં રાજા શ્રેણિકે શ્રી ગણધરદેવને નમસ્કાર કરી, કુશળ પૂછીને પ્રશ્ન કર્યોભગવન્! મને રામચરિત્ર સાંભળવાની ઈચ્છા છે. આ કથા જગતમાં લોકોએ બીજી રીતે કહી છે તેથી હે પ્રભો ! કૃપા કરીને સંદેહરૂપ કીચડમાંથી પ્રાણીઓને બહાર કાઢો. રાજા શ્રેણિકનો પ્રશ્ન સાંભળીને શ્રી ગણધરદેવ પોતાના ઉજ્જવલ મુખથી જગતને પ્રકાશિત કરતા ગંભીર મેઘધ્વનિ સમાન ભગવાનના દિવ્ય ધ્વનિ અનુસાર વ્યાખ્યાન કરવા લાગ્યા. હું રાજા, તું સાંભળ. હું જિનાજ્ઞા પ્રમાણે કહું છું. કેવાં છે જિનવચન? તત્ત્વકથનમાં તત્પર છે. તું આ નક્કી કર કે રાવણ રાક્ષસ નથી, મનુષ્ય છે, માંસાહારી નથી પણ વિદ્યાધરોનો અધિપતિ છે, રાજા વિનમિના વંશમાં ઉત્પન્ન થયો છે. વળી, સુગ્રીવાદિક વાનર નથી, એ મહાન રાજા-મનુષ્ય છે, વિધાધર છે. જેમ પાયા વિના મકાન બને નહિ તેમ જિનવચનરૂપી મૂળ વિના કથાની પ્રમાણતા-સત્યતા હોતી નથી. માટે પ્રથમ જ ક્ષેત્ર, કાળાદિનું વર્ણન સાંભળી પછી મહાપુરુષોનું ચરિત્ર કે જે પાપને હરનાર છે તે તું સાંભળ. (લોકાલોક, કાળચક્ર, કુલકર, નાભિરાજા, શ્રી ઋષભદેવ અને ભરતનું વર્ણન) ગૌતમસ્વામી કહે છે કે હું રાજા શ્રેણિક અનંતપ્રદેશી અલોકની મધ્યમાં ત્રણ વાતવલયથી વેષ્ટિત ત્રણ લોક રહેલા છે. તે લોકની મધ્યમાં આ મધ્યલોક છે. તેમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. તેની વચમાં લવણસમુદ્રથી વીંટળાયેલો, એક લાખ યોજનપ્રમાણ આ જં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજું પર્વ પદ્મપુરાણ તેની મધ્યમાં સુમેરુ પર્વત છે. તે મૂળમાં વમણિમય છે અને ઉપર આખોય સુવર્ણમય છે, તે અનેક રત્નોથી સંયુક્ત છે. સંધ્યા સમયે લાલાશ ધારણ કરતાં વાદળાઓના જેવો સ્વર્ગ સુધી ઊંચા શિખરવાળો છે. તેના શિખરની ટોચ અને સૌધર્મસ્વર્ગની વચ્ચે એક વાળ જેટલું અંતર છે. સુમેરુ પર્વત ૯૯ હજાર યોજન ઊંચો છે અને એક હજાર યોજનનું તેનું સ્કન્ધ છે, પૃથ્વીમાં તે દશ હજાર યોજન પહોળો છે અને શિખર ઉપર તેની પહોળાઈ એક હજાર યોજનની છે, જાણે કે તે મધ્યલોકને માપવાનો દંડ જ છે. જમ્બુદ્વીપમાં એક દેવકુર અને એક ઉત્તરકુર નામની ભોગભૂમિ છે, ભરતાદિ સાત ક્ષેત્રો છે, છ કુલાચલોથી તેમના વિભાગ થાય છે. જંબૂ અને શાલ્મલી આ બે વૃક્ષો છે. જંબૂદ્વીપમાં ચોત્રીસ વિજ્યાધ પર્વત છે. એકેક વિજ્યાધમાં એકસો દસદસ વિદ્યાધરોની નગરીઓ છે, એકેક નગરીને કરોડ કરોડ ગામ જોડાયેલાં છે. જંબુદ્વીપમાં બત્રીસ વિદેહ, એક ભરત અને એક ઐરાવત એ પ્રમાણે ચોત્રીસ ક્ષેત્રો છે. એકેક ક્ષેત્રમાં એકેક રાજધાની છે, જંબૂઢીપમાં ગંગાદિક ૧૪ મહાનદી છે અને છ ભોગભૂમિ છે. એકેક વિજ્યાર્ધ પર્વતમાં બબ્બે ગુફા છે એટલે ચોત્રીસ વિજ્યાદ્ધની અડસઠ ગુફાઓ છે. છ કુલાચલો ઉપર, વિજ્યાધ પર્વતો ઉપર અને વક્ષાર પર્વત ઉપર સર્વત્ર ભગવાનના અકૃત્રિમ ચૈત્યાલયો છે જંબુ અને શાલ્મલી વૃક્ષ ઉપર ભગવાનનાં જે અકૃત્રિમ ચેત્યાલયો છે. તે રત્નોની જ્યોતિથી પ્રકાશમાન છે. જંબુદ્વીપની દક્ષિણ દિશામાં રાક્ષસદ્વીપ છે અને ઐરાવતક્ષેત્રની ઉત્તર દિશામાં ગંધર્વ નામનો દ્વિીપ છે. પૂર્વ વિદેહની પૂર્વ દિશામાં વરુણદ્વીપ છે અને પશ્ચિમ વિદેહની પશ્ચિમ દિશામાં કિન્નરદ્વીપ છે. તે ચારેય દીપ જિનમંદિરોથી શોભિત છે. જેમ એક માસમાં શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષ હોય છેતેવી જ રીતે એક કલ્પમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બન્ને કાળ પ્રવર્તે છે. અવસર્પિણી કાળમાં પ્રથમ જ સુષમાસુષમા કાળની પ્રવૃત્તિ હોય છે, પછી બીજો સુષમાં, ત્રીજો સુષમાદુષમા, ચોથો દુષમાસુષમા, પાંચમો દુષમા અને છઠ્ઠો દુષમાદુષમા કાળ પ્રવર્તે છે, ત્યારપછી ઉત્સર્પિણી કાળ પ્રવર્તે છે. તેની શરૂઆતમાં પ્રથમ જ છઠ્ઠો કાળ દુષમાદુષમા પ્રવર્તે છે, પછી પાંચમો દુષમા, પછી ચોથો દુષમાસુષમા, પછી ત્રીજો સુષમાદુષમા, બીજો સુષમા અને પહેલો સુષમાસુષમા પ્રવર્તે છે. આ પ્રમાણે રેંટની ઘડી સમાન અવસર્પિણી પછી ઉત્સર્પિણી અને ઉત્સર્પિણી પછી અવસર્પિણી આવે છે. આ કાળચક્ર સદાય આ પ્રમાણે ફરતું રહે છે પરંતુ આ કાળપરિવર્તન કત ભરત અને ઐરાવત ક્ષેત્રમાં છે તેથી એમાં જ આયુષ્ય, કાયાદિની હાનિ થાય છે. મહાવિદેહાદિ ક્ષેત્રમાં, સ્વર્ગમાં, પાતાળમાં, ભોગભૂમિ આદિકમાં તથા સર્વ દ્વિીપ સમુદ્રાદિમાં કાળચક્ર ફરતું નથી તેથી તેમાં રીતિ બદલાતી નથી, એક જ રીતિ રહે છે. દેવલોકમાં તો સુષમાસુષમા નામના પ્રથમ કાળની જ સદા રીત રહે છે. ઉત્કૃષ્ટ ભોગભૂમિમાં પણ સુષમાસુષમા કાળની રીતિ રહે છે. મધ્ય ભોગભૂમિમાં સુષમા એટલે બીજા કાળની રીતિ રહે છે અને જઘન્ય ભોગભૂમિમાં સુષમાદુષમા એટલે ત્રીજા કાળની રીતિ રહે છે. મહાવિદેહ ક્ષેત્રોમાં દુષમાસુષમા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીજું પર્વ જે ચોથો કાળ છે. તેની રીતિ રહે છે. અઢી દ્વીપથી આગળ અંતિમ અર્ધા સ્વયંભૂરમણ દ્વીપ સુધી વચ્ચેના અસંખ્યાત દ્વીપસમુદ્રોમાં જઘન્ય ભોગભૂમિમાં સદા ત્રીજા કાળની રીતિ હોય છે અને છેલ્લા અર્ધા દ્વીપમાં તથા છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં અને ચારે ખૂણામાં દુષમ અર્થાત્ પંચમ કાળની રીતિ સદા રહે છે. નરકમાં દુષમાદુષમા જે છઠ્ઠો કાળ છે, તેની રીત રહે છે. ભરત ઐરાવત ક્ષેત્રોમાં છયે કાળ પ્રવર્તે છે. જ્યારે સુષમાસુષમા કાળ પ્રવર્તે છે ત્યારે અહીં દેવકુરુ ઉત્તરકુરૂ ભોગભૂમિની રચના હોય છે. કલ્પવૃક્ષોથી મંડિત ભૂમિ સુખમય શોભે છે, મનુષ્યનાં શરીર ત્રણ કોશ ઊંચા હોય છે, બધાય મનુષ્યો તથા તિર્યંચોનું આયુષ્ય ત્રણ પલ્યનું હોય છે, મનુષ્યની કાંતિ ઉગતા સૂર્ય સમાન હોય છે. સર્વ શુભ લક્ષણોથી યુક્ત લોકો શોભે છે, સ્ત્રીપુરુષનું યુગલ જ જન્મે છે અને સાથે જ મરે છે, સ્ત્રીપુરુષો વચ્ચે અત્યંત પ્રીતિ હોય છે, તે મરીને દેવગતિ પામે છે. ભૂમિ કાળા પ્રભાવથી રત્નસુવર્ણમય હોય છે, દશ જાતિની કલ્પવૃક્ષો બધી જ મનોકામનાઓ પૂરી કરે છે. ત્યાં ચારચાર આંગળના અત્યંત સુગંધી, મિષ્ટ અને કોમળ તૃણથી ભૂમિ આચ્છાદિત હોય છે, વૃક્ષો સર્વ ઋતુનાં ફળફૂલોથી શોભે છે, ત્યાં હાથી, ઘોડા, ગાય, ભેંસ વગેરે અનેક જાતના પશુઓ સુખેથી રહે છે. મનુષ્યો કલ્પવૃક્ષથી ઉત્પન્ન થયેલ મહામનોહર ફળોનો આહાર કરે છે. ત્યાં સિંહાદિક પણ ક્રૂર નથી, માંસનો આહાર હોતો નથી, યોગ્ય આહાર કરે છે. ત્યાં વાવ સુર્વણ અને રત્નોનાં પગથિયાથી શોભતી, કમળોવાળી, દૂધ, દહીં, ઘી મિષ્ટાન્નથી ભરેલી અત્યંત શોભે છે. પહાડો અત્યંત ઊંચા, જુદાજુદા પ્રકારનાં રત્નોના કિરણોથી મનોજ્ઞ લાગતા, સર્વ પ્રાણીઓને સુખ આપતા પંચ પ્રકારના વર્ણથી શોભે છે. નદીઓ જળચાદિ જંતુઓથી રહિત દૂધ, ઘી, મિષ્ટાન્ન અને જળથી ભરેલી, અત્યંત સ્વાદસંયુક્ત પ્રવાહરૂપ વહે છે. તેના કિનારા રત્નોની જ્યોતથી ઝગમગે છે. તેમાં બે ઈન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરીન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તથા જળચરાદિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ નથી. ત્યાં સ્થળચર, નભચર, ગર્ભજ તિર્યંચ છે તે તિર્યંચ પણ યુગલ જ જન્મે છે. ત્યાં શીત, ઉષ્ણતા, વર્ષા કે તીવ્ર પવન હોતાં નથી. શીતળ, મંદ, સુગંધી પવન વાય અને કોઈ પ્રકારનો ભય નથી, સદા અદ્ભુત ઉત્સાહ જ રહે છે. ત્યાં જ્યોતિરાંગ જાતિના કલ્પવૃક્ષની જ્યોતિને કારણે ચન્દ્ર-સૂર્ય દેખાતા નથી. દસ જાતનાં કલ્પવૃક્ષ સર્વ ઈન્દ્રિયોના સુખ આપનારા શોભે છે. ત્યાં ભોજન, પાન, સૂવું, બેસવું, વસ્ત્રાભૂષણ, સુગંધાદિક બધું જ કલ્પવૃક્ષથી ઉપજે છે. આ કલ્પવૃક્ષ વનસ્પતિકાય નથી અને દેવાધિષ્ઠિત પણ નથી, ફકત પૃથ્વીકાયરૂપ ઉત્તમ વસ્તુ છે. સ્વર્ગલોકમાં દેવ ૨મે તેમ ત્યાં મનુષ્યોના યુગલ ૨મે છે. આ પ્રમાણે ગણધરદેવે ભોગભૂમિનું વર્ણન કર્યું. ૨૩ ત્યારે રાજા શ્રેણિકે ભોગભૂમિમાં ઉપજવાનું કારણ પૂછ્યું. એટલે ગણધરદેવે ઉત્તર આપ્યો કે જે જીવો સરળચિત્ત હોય છે અને નિગ્રંથ મુનિઓને આહારાદિનું દાન આપે છે તે ભોગભૂમિમાં મનુષ્ય થાય છે. જેમ સારા ખેતરમાં વાવેલાં બીજ અનેકગણા થઈને ફ્ળ છે અને શેરડીના સાંઠામાં પ્રવેશેલું જળ મિષ્ટ બને છે, ગાયે પીધેલું જળ દૂધરૂપે પરિણમે છે, તેમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ ત્રીજું પર્વ પદ્મપુરાણ વ્રતમંડિત, પરિગ્રહરહિત મુનિને આપવામાં આવેલું દાન મહાફળ આપે છે તેમ જ નીરસ ક્ષેત્રમાં વાવેલાં બીજનું અલ્પ ફળ મળે છે. લીમડાના વૃક્ષમાં પ્રવેશેલું જળ કડવું થાય છે તેવી જ રીતે જે ભોગતૃષ્ણાથી કુદાન કરે છે, તે ભોગભૂમિમાં પશુજન્મ પામે છે. ભાવાર્થ: - દાન ચાર પ્રકારનું છે. આહારદાન, ઔષધદાન, શાસ્ત્રદાન અને અભયદાન. તેમાં મુનિ, અજિંકા, ઉત્કૃષ્ટ શ્રાવકોને ભક્તિપૂર્વક જે આપવામાં આવે તે પાત્રદાન છે, ગુણોમાં પોતાના સમાન સાધર્મી જનોને આપવામાં આવે તે સમદાન છે અને દુઃખી જીવોને દયાભાવથી જે આપવામાં આવે તે કરુણાદાન છે. સર્વત્યાગ કરીને મુનિવ્રત લેવા તે સકળદાન છે. આ દાનના ભેદ કહ્યા. આગળ કાળચક્રની રીત વર્ણવે છે. જેમ એક માસમાં શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ બેય હોય છે તેમ એક કલ્પમાં અવસર્પિણી. ઉત્સર્પિણી બે કાળ પ્રવર્તે છે. અવસર્પિણી કાળમાં પ્રથમ જ સુષમાસુષમા કાળ પ્રવર્તે છે. પછી બીજો સુષમા, ત્રીજો સુષમાદુષમાં આવે છે. જ્યારે ત્રીજા કાળમાં પલ્યનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે કુલકર ઉત્પન્ન થયા તેનું વર્ણન હું શ્રેણિક, તું સાંભળ, પ્રથમ કુલકર પ્રતિશ્રુતિ થયા. તેમનાં વચન સાંભળીને લોકો આનંદ પામ્યા. તે કુલકર પોતાના ત્રણ જન્મ વિષે જાણતા હોય છે, તેમની ચેષ્ટા સુન્દર હોય છે, તે કર્મભૂમિમાં કરવામાં આવતા વ્યવહારના ઉપદેશક છે. તેમના પછી સહસ્ત્ર કરોડ અસંખ્ય વર્ષો વીત્યાં ત્યારે બીજા કુલકર સન્મતિ થયા, પછી ત્રીજા કુલકર ક્ષેમકર, ચોથા ક્ષેમંધર, પાંચમા સીમકર, છઠ્ઠી સીમંધર, સાતમા વિમલવાહન, આઠમા ચક્ષુ ખાન, નવમા યશસ્વી, દશમા અભિચન્દ્ર અગિયારમા ચન્દ્રાભ. બારમા મરુદેવ, તેરમાં પ્રસેનજિત, ચૌદમા નાભિરાજ થયા. આ ચૌદ કુલકર પ્રજાના પિતા સમાન, મહાબુદ્ધિમાન શુભ કર્મથી ઉત્પન્ન થયા. જ્યારે જ્યોતિરાંગ જાતિનાં કલ્પવૃક્ષોની જ્યોતિ મંદ થઈ અને ચન્દ્રસૂર્ય દેખાવા લાગ્યા ત્યારે તેમને જોઈને લોકો ભયભીત થયા. તેઓ કુલકરને પૂછવા લાગ્યા કે હે નાથ ! આકાશમાં શું દેખાય છે? ત્યારે કુલકરે જવાબ આપ્યો કે હવે ભોગભૂમિ ચાલી ગઈ છે, કર્મભૂમિનું આગમન થઈ રહ્યું છે. જ્યોતિરાંગ જાતિનાં કલ્પવૃક્ષોનો પ્રકાશ મંદ થયો છે તેથી સૂર્યચન્દ્ર દેખાવા લાગ્યા છે. દેવ ચાર પ્રકારનાં છે – કલ્પવાસી, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી. તેમાં ચન્દ્રસૂર્ય જ્યોતિષી દેવોના ઇન્દ્ર અને પ્રતીન્દ્ર છે. ચન્દ્રમાં શીત કિરણવાળા છે અને સૂર્ય ઉષ્ણ કિરણવાળા છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ચન્દ્રમાં કાંતિ ધારણ કરે છે અને આકાશમાં નક્ષત્રના સમૂહું પ્રગટ થાય છે. સૂર્યની કાંતિથી નક્ષત્રાદિ ભાસતા નથી તેમ કલ્પવૃક્ષોની જ્યોતિથી ચન્દ્રસૂર્યાદિક ભાસતા નહોતા, હવે કલ્પવૃક્ષની જ્યોતિ મંદ થઈ છે તેથી ભાસે છે. આવો કાળનો સ્વભાવ જાણી તમે ભયનો ત્યાગ કરો. કુલકરનું આવું વચન સાંભળીને તેમનો ભય મટી ગયો. પછી ચૌદમા કુલકર જગતપુજ્ય શ્રી નાભિરાજાના સમયમાં બધાં જ કલ્પવૃક્ષોનો અભાવ થયો અને યુગલિયાઓની ઉત્પત્તિ મટી ગઈ. અને ઋષભદેવ ભગવાનનો જન્મ થયો, તે એકલા જન્મયા. તે નાભિરાજાને મરુદેવી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીજું પર્વ ૨૫ નામની મનનું હરણ કરનારી રાણી હતી. તે ઉત્તમ પતિવ્રતા ચન્દ્રમાની રોહિણી, સમુદ્રની ગંગા, રાજહંસની હંસી સમાન હતી. તે રાણી સદાય રાજાના મનમાં વસેલી છે, તેની હંસલી જેવી ચાલ છે અને કોયલ જેવાં વચન છે. જેમ ચકવીને ચકવા પ્રત્યે પ્રીતિ હોય છે તેવી રાણીની રાજા પ્રત્યે પ્રીતિ હતી. રાણીને શી ઉપમા આપીએ ? બધી ઉપમા રાણીથી ઊતરતી છે. સર્વ લોકમાં પૂજ્ય મરુદેવી જેમ ધર્મને દયા (પ્રિય હોય છે, તેમ ત્રિલોકપૂજ્ય નાભિરાજાને પરમપ્રિય હતી. જાણે કે આ રાણી આતાપ હરનાર ચંદ્રકળાથી જ બનાવેલી હોય, આત્મસ્વરૂપને જાણનારી, જેને સિદ્ધપદનું ધ્યાન રહે છે તેવી, ત્રણલોકની માતા, મહાપુણ્યાધિકારી, જાણે કે જિનવાણી જ હોય એવી હતી. વળી અમૃતસ્વરૂપ તૃષ્ણાને હરનારી રત્નવૃષ્ટિ જ હતી. સખીઓને આનંદ ઉત્પન્ન કરનાર, મહારૂપવતી કામની પત્ની રતિ કરતાં પણ અધિક સુન્દર હતી. મહાઆનંદરૂપ માતા જેનું શરીર જ સર્વ આભૂષણોનું આભૂષણ છે, જેના નેત્રો જેવા નીલકમળ પણ નથી, જેનાં વાળ ભ્રમરથી પણ અધિક શ્યામ છે તે કેશ જ તેના લલાટનો શણગાર છે. જો કે એને આભૂષણોની અભિલાષા નથી તો પણ પતિની આજ્ઞા માનીને કર્ણફૂલાદિ આભૂષણો પહેરે છે. જેના મુખનું હાસ્ય જ સુગંધિત ચૂર્ણ છે તેના જેવી કપૂરની રજ શાની હોય? તેની વાણી વીણાના સ્વરને જીતે છે, તેના શરીરના રંગ આગળ સુવર્ણ કુંકુમાદિના રંગનો શો હિસાબ? તેના ચરણારવિંદ પર ભમરાઓ ગુંજારવ કરે છે. આવી નાભિરાજાની મરુદેવી રાણીના યશનું વર્ણન સંકડો ગ્રંથોથી પણ ન થઈ શકે તો થોડાએક શ્લોકોથી ધી રીતે થાય? જ્યારે મરુદેવીના ગર્ભમાં ભગવાનના આવવાને છ મહિના બાકી રહ્યા ત્યારે ઇન્દ્રની આજ્ઞાથી છપ્પન કુમારિકાઓ આનંદિત થઈ માતાની સેવા કરવા લાગી. શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી આ છે કુમારિકાઓ સ્તુતિ કરવા લાગી, હે માતા તમે આનંદરૂપ છો, તમે અમને આજ્ઞા કરો, તમારું આયુષ્ય દીધું હતું. આ પ્રમાણે મનોહર શબ્દો બોલતી જુદા જુદા પ્રકારે સેવા કરવા લાગી. કેટલીક વીણા વગાડીને મહાસુન્દર ગીત ગાઈને માતાને રિઝવવા લાગી, કેટલીક આસન પાથરવા લાગી, કેટલીક કોમળ હાથોથી માતાના પગ દાબવા લાગી, કેટલીક દેવી માતાને તાંબૂલ (પાન) દેવા લાગી, કેટલીક હાથમાં ખડ્ઝ લઈને માતાની ચોકી કરવા લાગી, કેટલીક બહારના દરવાજે સુવર્ણનું આસન લઈને ઊભી રહી, કેટલીક ચામર ઢોળવા લાગી, કેટલીક આભૂષણ પહેરાવવા લાગી, કેટલીક પથારી પાથરવા લાગી, કેટલીક સ્નાન કરાવવા લાગી, કેટલીક આંગણું વાળવા લાગી, કેટલીક ફૂલોના હાર ગૂંથવા લાગી, કેટલીક સુગંધ લગાવવા લાગી, કેટલીક ખાવાપીવાની વિધિમાં સાવધાન રહેવા લાગી, કેટલીક જેને બોલાવવામાં આવે તેને બોલાવવા લાગી. આ પ્રમાણે દેવી સર્વ કાર્ય કરતી રહી, માતાને કોઈ પણ પ્રકારની ચિંતા ન રહેવા પામી. એક દિવસ માતા કોમળ શય્યા પર સૂઈ રહી હતી ત્યારે તેણે રાત્રિના પાછલા પહોરે અત્યંત કલ્યાણકારી સોળ સ્વપ્નાં જોયા. પહેલા સ્વપ્નમાં તેણે ચન્દ્ર સમાન ઉજ્જવળ મદઝરતો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬ ત્રીજું પર્વ પદ્મપુરાણ ગર્જના કરતો હાથી જોયો. તેના ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. બીજા સ્વપ્નમાં વિશાળ સ્કંધવાળો શરદના મેઘ સમાન ઉજ્જવળ સફેદ બળદ જોયો. ત્રીજા સ્વપ્નમાં ચન્દ્રમાનાં કિરણો સમાન સફેદ કેશાવલીવાળો સિંહ જોયો. ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને હાથી સુવર્ણના કળશોથી સ્નાન કરાવતો જોયો, તે લક્ષ્મી પ્રફુલ્લિત કમળો ઉપર નિશ્ચળપણે બેઠી હતી. પાંચમા સ્વપ્નમાં બે પુષ્પમાળા આકાશમાં લટકતી જોઈ તે માળાઓ ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. છઠ્ઠા સ્વપ્નમાં ઉદયાચળ પર્વતના શિખર ઉપર અંધકારનાશક મેઘપટલરહિત સૂર્યને જોયો. સાતમા સ્વપ્નમાં કુમુદિનીને પ્રફુલ્લિત કરનાર, રાત્રિનું આભૂષણ, જેણે પોતાના કિરણોથી દશે દિશાઓને ઊજળી કરી છે એવા તારાઓના પતિ ચન્દ્રને જોયો. આઠમા સ્વપ્નમાં નિર્મળ જળમાં કલ્લોલ કરતા અત્યંત પ્રેમથી ભરપૂર મહામનોહર મીનયુગલને જોયું. નવમા સ્વપ્નમાં જેના ગળામાં મોતીના હાર અને પુષ્પોની માળા શોભે છે એવો પંચ પ્રકારના રત્નોથી પૂર્ણ સ્વર્ણકળશ જોયો. દશમા સ્વપ્નમાં જુદા જુદા પ્રકારનાં પક્ષીઓથી સંયુક્ત કમળોથી શોભતા સુન્દર પગથિયાંવાળા નિર્મળ જળથી ભરેલા મહાસાગરને જોયો. અગિયારમા સ્વપ્નમાં આકાશ જેવો નિર્મળ સમુદ્ર જોયો. જેમાં અનેક પ્રકારનાં જળચરો કેલિ કરતાં હતાં અને ઊંચા તરંગો ઉછળી રહ્યા હતા. બારમા સ્વપ્નમાં અત્યંત ઊંચુ વિધવિધ પ્રકારના રત્નો જડેલું સુવર્ણનું સિંહાસન જોયું. તેરમા સ્વપ્નમાં દેવોનાં વિમાન આવતા જોયા, જે સુમેરુના શિખર જેવાં અને રત્નોથી ચમકતાં, ચામરાદિથી શોભતાં જોયાં. ચૌદમા સ્વપ્નમાં ધરણેન્દ્રનું ભવન જોયું. કેવું છે તે ભવન ? જેને અનેક માળ છે અને મોતીની માળાઓથી શોભિત, રત્નોની જ્યોતિથી પ્રકાશિત જાણે કે કલ્પવૃક્ષથી શોભી રહ્યું છે. પંદરમા સ્વપ્નમાં પંચવર્ણનાં મહારત્નોની અત્યંત ઊંચી રાશિ જોઈ, ત્યાં પરસ્પર રત્નોના કિરણોના ઉદ્યોતથી ઇન્દ્રધનુષ ચડી રહ્યું હતું. સોળમા સ્વપ્નમાં નિર્ધમ અગ્નિ જ્વાળાના સમૂહથી પ્રજ્વલિત જોયો. ત્યારપછી સુન્દર છે દર્શન જેનું એવાં સોળ સ્વપ્નો જોઈને મંગળ શબ્દોનું શ્રવણ કરી માતા જાગ્રત થયા. આગળ તે મંગળ શબ્દોનું વર્ણન સાંભળો. સખીઓ કહે છે કે હે દેવી! તમારા મુખરૂપી ચન્દ્રની કીર્તિથી લજ્જિત થયેલો આ ચન્દ્ર કાંતિ રહિત થયો છે અને ઉદયાચળ પર્વતના મસ્તક ઉપર સૂર્ય ઊગવાની તૈયારી છે, જાણે કે મંગળ અર્થે સિંદૂરલિપ્ત સુવર્ણનો કળશ જ ન હોય! અને તમારા મુખની જ્યોતિથી અને શરીરની પ્રભાથી અંધકારનો ક્ષય થઈ જશે એમ જાણી પોતાના પ્રકાશની નિરર્થકતા જાણી દીપકોની જ્યોતિ મંદ થઈ છે. પક્ષીઓ મધુર કલરવ કરે છે, જાણે કે તમારા માટે મંગળ જ બોલતા હોય! આ મહેલમાં જે બાગ છે તેનાં વૃક્ષોનાં પાંદડાં પ્રભાતના શીતળ મંદ સુગંધી પવનથી હાલે છે અને મહેલની વાવમાં સૂર્યનું પ્રતિબિંબ જોવાથી ચકવી હર્ષિત થઈને મધુર અવાજ કરીને ચકવાને બોલાવે છે. આ હંસ તમારી ચાલ જોઈને અતિ અભિલાષાથી હર્ષિત થઈ મનોહર શબ્દ બોલે છે અને સારસ પક્ષીઓના સુન્દર અવાજ આવી રહ્યા છે. માટે દેવી! હવે રાત્રિ પૂર્ણ થઈ છે, તમે નિદ્રા છોડો. આ શબ્દ સાંભળીને માતા શય્યા પરથી બેઠા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ - ત્રીજું પર્વ ૨૭ થયા. કેવી છે શય્યા? જેના ઉપર કલ્પવૃક્ષનાં ફૂલ અને મોતી વિખરાઈને પડયાં છે એવી, જાણે કે તારા સંયુક્ત આકાશ જ ન હોય ! મરુદેવી માતા સુગંધ મહેલમાંથી બહાર આવ્યા અને પ્રભાતની બધી ક્રિયાઓ પૂરી કરીને જેમ સૂર્યની પ્રભા સૂર્ય સમીપે જાય તેમ તેઓ નાભિરાજાની સમીપે ગયા. રાજા તેમને જોઈને સિંહાસન ઉપરથી ઊભા થયા. રાણી પાસે આવીને બેઠી અને હાથ જોડીને તેમને સ્વપ્નના સમાચાર કહ્યા. ત્યારે રાજાએ કહ્યું – હું કલ્યાણરૂપણી ! તારી કૂખે ત્રણલોકના નાથ શ્રી આદીશ્વર સ્વામી જનમશે. આ શબ્દ સાંભળીને તે કમળનયની, ચન્દ્રવદની પરમ હર્ષ પામી. ત્યારપછી ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પંદર મહિના સુધી રત્નોની વર્ષા કરી. જેના ગર્ભમાં આવ્યા પહેલાં જ છ મહિનાથી રત્નોની વર્ષા થઈ તેથી ઇન્દ્રાદિ દેવોએ તેમને હિરણ્યગર્ભ એવું નામ આપીને સ્તુતિ કરી. આ ત્રણજ્ઞાન સંયુક્ત ભગવાન માતાના ગર્ભમાં આવીને વિરાજ્યા તો પણ માતાને કોઈ પ્રકારની પીડા ન થઈ. જેમ નિર્મળ સ્ફટિકના મહેલમાંથી બહાર આવે તેમ નવમે મહિને ઋષભદેવ સ્વામી ગર્ભમાંથી બહાર આવ્યા ત્યારે નાભિરાજાએ પુત્રજન્મનો મહાન ઉત્સવ કર્યો, ત્રણે લોકના પ્રાણીઓ અત્યંત હર્ષ પામ્યા. ઇન્દ્રનું આસન કયું અને ભવનવાસી દેવોને ત્યાં વગાડયા વિના જ શંખ વાગ્યા. વ્યંતરોના આવાસમાં સ્વયમેવ નગારા વાગ્યા, જ્યોતિષી દેવોના સ્થાનમાં અકસ્માત્ સિંહનાદ થયા. કલ્પવાસી દેવોના સ્થાનમાં વગાડયા વિના ઘંટ વાગ્યા. આ પ્રમાણે શુભ ચિહનોથી તીર્થંકરદેવનો જન્મ થયાનું જાણીને ઇન્દ્રાદિ દેવો નાભિરાજાને ઘેર આવ્યા. કેવા છે ઇન્દ્ર? ઐરાવત હાથી ઉપર બેઠા છે, વિવિધ પ્રકારના આભૂષણો પહેર્યા છે, અનેક પ્રકારના દેવ નૃત્ય કરવા લાગ્યા. દેવોના શબ્દોથી દશે દિશાઓ ગુંજી ઊઠી. પછી અયોધ્યાપુરીની ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ રાજાના આંગણામાં આવ્યા. કેવી છે અયોધ્યા? ધનપતિએ રચેલી છે, પર્વત સમાન ઊંચી કોટથી મંડિત છે, તેની આસપાસ ઊંડી ખાઈ છે અને ત્યાં જાતજાતના રત્નોના ઉદ્યોતથી ઘરો જ્યોતિરૂપ થઈ રહ્યા છે. પછી ઇન્દ્રાણીને ભગવાનને લાવવા માટે માતા પાસે મોકલવામાં આવી. ઇન્દ્રાણીએ જઈને નમસ્કાર કરીને માયામયી બાળક માતાની પાસે મૂકી ભગવાને લાવી ઇન્દ્રના હાથમાં સોંપ્યા. કેવા છે ભગવાન ? ત્રણ લોકને જીતનારું જેમનું રૂપ છે તેથી ઇન્દ્ર હજાર નેત્ર કરીને ભગવાનનું રૂપ જોવા છતાં તૃપ્ત ન થયા. પછી સૌધર્મ ઇન્દ્ર ભગવાનને ગોદમાં લઈને હાથી ઉપર બેઠા, ઈશાન ઇન્દ્ર તેમના ઉપર છત્ર ધર્યું અને સનકુમાર, માહેન્દ્ર ચામર ઢોળવા લાગ્યા. બીજા બધા ઇન્દ્રો અને દેવો જયજયકાર કરવા લાગ્યા. પછી સુમેરૂ પર્વતના શિખર ઉપર પાંડુક શિલા ઉપર સિંહાસન પર બિરાજમાન કર્યા વાજિંત્રોના નાદ થવા લાગ્યા. જાણે કે સમુદ્ર ગર્જતો હોય તેવું દેશ્ય હતું. યક્ષ, કિન્નર, ગાંધર્વ, નારદ પોતાની સ્ત્રીઓ સહિત ગીત ગાવા લાગ્યા. કેવું છે તે ગાન? મન અને કાનને હરનાર છે. ત્યાં વીણા વગેરે અનેક વાજિંત્રો વાગવા લાગ્યાં. અપ્સરા હાવભાવથી નૃત્ય કરવા લાગી. ઇન્દ્ર જન્માભિષેક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates - ત્રીજું પર્વ પદ્મપુરાણ માટે ક્ષીરસાગરના જળથી સુવર્ણકળશ ભરી અભિષેક કરવાને તૈયાર થયા. કેવા છે કળશ? જેના મુખની પહોળાઈ એક યોજનાની છે અને પેટાળમાં ચાર યોજન પહોળો છે, આઠ યોજન ઊંડા છે, જેનું મુખ કમળ અને પત્રોથી ઢંકાયેલું છે એવા એક હજાર અને આઠ કળશોથી ઇન્દ્ર અભિષેક કરાવ્યો. વિક્રિયા ઋદ્ધિના સામર્થ્યથી ઇન્દ્ર પોતાનાં અનેક રૂપ કર્યા અને ઇન્દ્રોના લોકપાલ સોમ, વરુણ, યમ, કુબેર બધાએ અભિષેક કર્યો. ઇન્દ્રાણી આદિ દેવીઓએ પોતાના હાથથી ભગવાનના શરીર ઉપર સુગંધી પદાર્થોનો લેપ કર્યો. કેવી છે ઇન્દ્રાણી? પલ્લવ (પત્ર) સમાન છે હાથ જેના અને મહાગિરિ સમાન છે ભગવાન, તેમને મેઘ સમાન કળશોથી સ્નાન કરાવ્યું, આભૂષણ પહેરાવ્યાં. કાનમાં ચંદ્રસૂર્ય સમાન બે કુંડલ પહેરાવ્યાં અને મસ્તક ઉપર પમરાગમણિના આભૂષણ પહેરાવ્યા જેની કાંતિ દશે દિશાઓમાં ફેલાઈ ગઈ. અર્ધચન્દ્રાકાર કપાળમાં ચંદનનું તિલક કર્યું, અને ભૂજાઓ ઉપર રત્નોના બાજુબંધ પહેરાવ્યાં અને શ્રીવત્સ લક્ષણયુક્ત હૃદય ઉપર નક્ષત્રમાળા સમાન મોતીઓની સત્તાવીસ સેરનો હાર પહેરાવ્યો અને અનેક લક્ષણના ધારક ભગવાનને મહામણિમય કડાં પહેરાવ્યાં. રત્નમય કંદોરાથી નિતંબ શોભાયમાન થયા, જેમ પહાડનો તટ વીજળીથી શોભે છે. તેમ બધી આંગળીઓમાં રત્નજડિત મુદ્રિકા પહેરાવી. આ પ્રમાણે દેવીઓએ ભક્તિથી સર્વ આભૂષણો પહેરાવ્યાં તે આભૂષણો ત્રણ લોકના આભૂષણ એવા શ્રી ભગવાનના શરીરની જ્યોતિથી અત્યંત પ્રકાશિત થયા. આભૂષણોથી ભગવાનના શરીરની શી શોભા થાય? વળી કલ્પવૃક્ષનાં ફૂલોવાળું ઉત્તરાસન પણ આપ્યું. જેમ તારાઓથી આકાશ શોભે છે તેમ પુષ્પોથી આ ઉત્તરાસન શોભે છે. તે ઉપરાંત પારિજાત, સન્તાનક આદિ કલ્પવૃક્ષનાં ફૂલોથી બનાવેલો મુગટ તેમના શિર પર મુક્યો, તેના ઉપર ભમરા ગુંજારવ કરતા હતા. આ પ્રમાણે તૈલોક્યભૂષણને આભૂષણ પહેરાવ્યાં. ઇન્દ્રાદિક દેવો સ્તુતિ કરવા લાગ્યા. હું દેવ! કાળના પ્રભાવથી જ્યાં ધર્મનો નાશ થયો છે એવું આ જગત મહાન અજ્ઞાન અંધકારથી ભર્યું છે, તેમાં ભ્રમણ કરતાં ભવ્ય જીવરૂપી કમળોને પ્રફુલ્લિત કરવા અને મોહતિમિરનો નાશ કરવા આપ સૂર્યરૂપે ઉદિત થયા છો. હે જિનચન્દ્ર! આપનાં વચનરૂપી કિરણોથી ભવ્ય જીવરૂપી કુમુદોની પંક્તિ પ્રફુલ્લિત થશે, ભવ્યોને તત્ત્વનું દર્શન કરાવવા માટે આ જગતરૂપ ઘરમાં આપ કેવળજ્ઞાનમય દીપક પ્રગટ થયા છો અને પાપરૂપ શત્રુઓના નાશ માટે જાણે કે આપ તીક્ષ્ય બાણ જ છો. આપ ધ્યાનાગ્નિ દ્વારા ભવાટવીને ભસ્મ કરનાર છો અને દુર ઈન્દ્રિયરૂપ સર્પને વશ કરવા માટે ગરુડ સમાન છો તેમ જ શંકારૂપી વાદળાઓને ઉડાડી મૂકવા માટે પ્રબળ પવન છો. હે નાથ ! ભવ્ય જીવરૂપી પપીહા આપનાં ધર્મામૃતરૂપ વચનનું પાન કરવા માટે આપને જ મહામેળ જાણીને આપની સન્મુખ આવ્યા છે. આપની અત્યંત નિર્મળ કીર્તિ ત્રણ લોકમાં ગણાય છે. આપને નમસ્કાર હો. આપ કલ્પવૃક્ષ છો, ગુણરૂપ પુષ્પોથી શોભતા મનવાંછિત ફળ આપો છો, આપ કર્મરૂપ કાષ્ઠને કાપવા માટે તીક્ષ્ણ ધારદાર મહા કુઠાર છો. હે ભગવાન! આપને અમારા વારંવાર નમસ્કાર હો. આ મોહરૂપ પર્વતને ભેદવા માટે વરૂપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીજું પર્વ ૨૯ હે ભગવાન! આપને અમારા વારંવાર નમસ્કાર હો. આપ મોહરૂપ પર્વતને ભેદવા માટે વજરૂપ જ છો અને દુઃખરૂપ અગ્નિને બુઝાવવા માટે જળરૂપ છો. હે નિર્મળસ્વરૂપ આપ કર્મરૂપ રજરહિત કેવળ આકાશરૂપ જ છો, માટે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે ઇન્દ્રાદિક દેવ ભગવાનની સ્તુતિ કરી, વારંવાર નમસ્કાર કરી, ઐરાવત હાથી ઉપર બેસાડી ભગવાનને અયોધ્યા લાવ્યા. ઇન્દ્ર ભગવાનને માતાની ગોદમાં પધરાવી, પરમ આનંદિત થઈને તાંડવનૃત્ય કર્યું. આ પ્રમાણે જન્મોત્સવ ઊજવીને દેવો પોતપોતાના સ્થાનમાં ગયા. માતાપિતા ભગવાનને જોઈને ખૂબ હર્ષ પામ્યાં. કેવા છે શ્રી ભગવાન? અદ્ભુત આભૂષણોથી વિભૂષિત છે, પરમ સુગંધનો લેપ શરીર ઉપર થયેલ છે, તેમનું ચારિત્ર સુન્દર છે. તેમના શરીરની કાંતિથી દશે દિશા પ્રકાશિત થઈ રહી છે, મહાકોમળ શરીર છે. માતા ભગવાનને જોઈને અત્યંત હર્ષ પામી, અને અકથ્ય સુખસાગરમાં ડૂબી ગઈ. ઊગતા સૂર્યથી પૂર્વ દિશા શોભે તેમ તે માતા ભગવાનને ગોદમાં લઈને શોભતી હતી. ત્રિલોકનાથને જોઈને નાભિરાજા પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. પુત્રનાં ગાત્રોનો સ્પર્શ કરીને નેત્ર હર્ષિત થયા, મન આનંદ પામ્યું. સમસ્ત જગતમાં મુખ્ય એવા જિનરાજનું ઋષભ નામ પાડીને માતાપિતા સેવા કરવા લાગ્યાં. હાથના અંગૂઠામાં ઇન્દ્ર અમૃતરસ મૂક્યો હતો, તેનું પાન કરીને ભગવાનના શરીરની વૃદ્ધિ થતી ગઈ વળી, પ્રભુની ઉંમર જેવડા દેવકુમારો ઇન્દ્ર મોકલ્યા હુતા. તેમની સાથે નિષ્પાપ ક્રીડા કરતા હતા. તે ક્રિીડા માતાપિતાને અત્યંત સુખ આપતી હતી. ભગવાનના આસન, શયન, સવારી, વસ્ત્ર, આભૂષણ, અશન, પાન, સુગંધાદિ વિલેપન, ગીત, વાજિંત્ર, નૃત્ય આદિની બધી સામગ્રી દેવો દ્વારા લાવવામાં આવતી હતી. તેમનામાં થોડા જ સમયમાં અનેક ગુણોની વૃદ્ધિ થતી ગઈ. તેમનું રૂપ અત્યંત સુન્દર, અવર્ણનીય, આંખ અને મનને ઠારનારું, છાતી મેરુની ભીંત સમાન મહાઉન્નત અને દઢ હતી. દિગ્ગજોના થાંભલા સમાન બાહુ હુતા, જાણે કે જગતનાં કાર્ય પૂરાં કરવાને કલ્પવૃક્ષ જ હતા. બન્ને જાંધ ત્રણલોકરૂપ ઘરને ટેકારૂપ સ્તંભરૂપ હતી. તેમનું મુખ પોતાની કાંતિથી ચન્દ્રમાને જીતતું હતું અને દીપ્તિથી સૂર્યને જીતતું હતું, તેમના બન્ને હાથ કોમળથીય અતિકોમળ અને લાલ હથેળિયોવાળા, તેમના કેશ સઘન દીર્ધ, વક્ર, પાતળા, ચીકણા અને શ્યામ હતા જાણે કે સુમેરુના શિખર ઉપર નીલાચલ વિરાજતો હોય. રૂપ તો મહાઅભૂત, અનુપમ, સર્વલોકોના નેત્રને પ્રિય, જેના ઉપર અનેક કામદેવ વારી જઈએ એવું, સર્વ ઉપમાને ઉલંધી જાય, સર્વના મન-નેત્રને હરે એવું હતું. આ પ્રમાણે ભગવાન કુમાર અવસ્થામાં પણ જગતને સુખ આપતા હતા. તે વખતે કલ્પવૃક્ષ સર્વથા નષ્ટ થયાં અને વાવ્યા વિના પોતાની મેળે ધાન્ય ઊગવા લાગ્યું. લોકો અત્યંત ભોળા અને પકર્મોથી અજાણ હતા. તેમણે પ્રથમ ઈશુરસનો આહાર કર્યો. તે આહાર કાંતિ તેમજ વીર્યાદિક આપવાને સમર્થ હતો. કેટલાક વખત પછી લોકોની ભૂખ વધવા લાગી. જ્યારે શેરડીના રસથી તૃપ્તિ ન થઈ ત્યારે સર્વે લોકો નાભિરાજાની પાસે આવ્યા અને નમસ્કાર કરીને વિનંતી કરવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦ ત્રીજું પર્વ પદ્મપુરાણ લાગ્યા કે હૈ નાથ! બધાં કલ્પવૃક્ષ નાશ પામ્યાં છે અને અમે ક્ષુધાતૃપાથી પીડિત છીએ, આપને શ૨ણે આવ્યા છીએ, આપ રક્ષા કરો. આ કેટલાંક ફળવાળાં વૃક્ષો પૃથ્વી ઉપર ઊગ્યાં છે, એમની વિધિ અમે જાણતા નથી. એમાં ક્યાં ખાવા યોગ્ય છે અને ક્યાં ખાવા યોગ્ય નથી ? આ ગાયભેંસનાં સ્તનોમાંથી કાંઈક ઝરે છે, પણ તે શું છે? આ વાઘસિંહાદિ પહેલાં સરળ હતા, હવે એ વક્રરૂપ દેખાય છે અને આ મહામનોહર સ્થળ ઉપર અને જળમાં ફૂલો દેખાય છે તે શું છે? હે પ્રભુ! આપની કૃપાથી આજીવિકાના ઉપાયો અમે જાણીએ તો અમે સુખેથી જીવી શકીએ. પ્રજાનાં આ વચનો સાંભળીને નાભિરાજાને દયા આવી. મહાધીર નાભિરાજાએ તેમને કહ્યું કે આ જગતમાં ઋષભદેવ સમાન બીજા કોઇ નથી, જેમના જન્મ સમયે રત્નોની વૃષ્ટિ થઈ હતી. ઇન્દ્રાદિ દેવો આવ્યા હતા, લોકોને આનંદ થયો હતો. તે ભગવાન મા અતિશય સંયુક્ત છે, તેમની પાસે જઈને આપણે સૌ આજીવિકાનો ઉપાય પૂછીએ. ભગવાનનું જ્ઞાન મોહિતમિરનો અંત કરનાર છે. તે પ્રજા સહિત નાભિરાજા ભગવાનની સમીપ આવ્યા અને સમસ્ત પ્રજાએ નમસ્કાર કરીને ભગવાનની સ્તુતિ કરી. હૈ દેવ! આપનું શરીર આખા લોકને ઓળંગનાર તેજોમય ભાસે છે. તે સર્વ લક્ષણોથી પૂર્ણ મહાશોભાયમાન છે, આપના અત્યંત નિર્મળ ગુણ આખા જગતમાં ફેલાઈ ગયા છે, તે ગુણ ચન્દ્રમાના કિરણ સમાન ઉજ્જવળ, અત્યંત આનંદદાયી છે. હે પ્રભુ! અમે જે કામ માટે આપના પિતાજીની પાસે આવ્યા હતા તે માટે તેઓ અમને આપની પાસે લાવ્યા છે. તમે મહાપુરુષ, મહાવિદ્વાન, અનેક અતિશયોથી મંડિત છો. આવા મહાન પુરુષ પણ આપની સેવા કરે છે માટે આપ દયા લાવીને અમારું રક્ષણ કરો. ક્ષુધા, તૃષા દૂર કરવાનો ઉપાય બતાવો. સિંહાદિક ક્રૂર પ્રાણીઓનો ભય મટે એવો ઉપાય પણ બતાવો, ત્યારે કોમળ હૃદયવાળા, કૃપાનિધિ ભગવાને ઇન્દ્રને કર્મભૂમિની રીત પ્રગટ કરવાની આજ્ઞા કરી. પ્રથમ નગર, ગ્રામ, ગૃહાદિની રચના થઈ. જે મનુષ્યો શૂરવીર દેખાયા તેમને ક્ષત્રિય વર્ણના નક્કી કરવામાં આવ્યા. તેમને આજ્ઞા કરવામાં આવી કે તમે દીન, અનાથની રક્ષા કરો. કેટલાકોને વાણિજ્યાદિક કર્મ બતાવીને વૈશ્ય ગણાવાય. જે સેવાદિ અનેક કાર્યો કરતા હતા. તેમને શુદ્ર ગણાવ્યા. આ પ્રમાણે ભગવાને ગોઠવણ કરી. પ્રજા આ કર્મરૂપ યુગને કૃતયુગ (સત્યયુગ) કહેવા લાગી. તેઓ ૫૨મહર્ષ પામ્યા. શ્રી ઋષભદેવને સુના અને નંદા એ બે રાણી હતી. મોટી રાણીને ભરતાદિક સો પુત્રો અને બ્રાહ્મી નામની એક પુત્રી થઈ તથા બીજી રાણીને બાહુબલિ નામનો પુત્ર અને સુન્દરી નામની પુત્રી થઈ. ભગવાને ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું. પહેલાં વીસ લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા. આ પ્રમાણે ત્યાંસી લાખ પૂર્વ ઘરમાં રહ્યા. એક દિવસ નીલાંજના નામની અપ્સરા ભગવાનની સામે નૃત્ય કરતાં કરતાં અદશ્ય થઈ ગઈ (મૃત્યુ પામી). તે જોઈને ભગવાનની બુદ્ધિમાં વિરક્તિ જન્મી. તે વિચારવા લાગ્યા કે આ સંસારી જીવો નકામા જ ઈન્દ્રિયોને તૃપ્ત કરીને ઉચ્ચ ચારિત્રની વિડંબના કરે છે. પોતાના શરીરને ખેદનું કારણ એવી જે જગતની ચેષ્ટા તેને જગતના જીવો સુખ માને છે. આ જગતમાં કેટલાક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીજું પર્વ તો પરાધીન થઈ નોકરી કરી રહ્યા છે, કેટલાક પોતાને સ્વામી માનીને તેમના ઉપર આજ્ઞા કરે છે, તેમનાં વચન ગર્વથી ભરેલાં છે. ધિકકર છે આ સંસારને ! જેમાં જીવ દુઃખ જ ભોગવે છે અને દુ:ખને જ સુખ માની રહ્યા છે. માટે હું જગતનાં વિષયસુખો છોડીને તપ-સંયમાદિ શુભ પ્રયત્ન કરીને મોક્ષસુખની પ્રાપ્તિ માટે ઉધમ કરીશ. આ વિષયસુખ ક્ષણભંગુર છે અને કર્મના ઉદયથી ઊપજ્યાં છે તેથી કૃત્રિમ (બનાવટી) છે. આ પ્રમાણે શ્રી ઋષભદેવનું મન વૈરાગ્યચિંતનમાં પ્રવર્યું છે. તે વખતે લૌકાંતિક દેવો આવીને સ્તુતિ કરવા લાગ્યા કે હે નાથ! આપે સુન્દર વિચાર કર્યો છે. ત્રણ લોકમાં કલ્યાણનું કારણ આ જ છે. ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ થયો હતો. તે હવે આપની કૃપાથી પ્રવર્તશે. આ જીવો તમે બતાવેલા માર્ગ દ્વારા લોકશિખર અર્થાત્ નિર્વાણપદ પામશે. આ પ્રમાણે સ્તુતિ કરીને લૌકાંતિક દેવો પોતાના સ્થાનમાં ગયા. ઇન્દ્રાદિક દેવોએ આવીને તપકલ્યાણકનો ઉત્સવ કર્યો. સુદર્શના નામની રત્નજડિત પાલખીમાં ભગવાનને બેસાડયા. કલ્પવૃક્ષનાં ફૂલોની માળાથી તે પાલખી અત્યંત સુગંધિત બની છે, મોતીના હારોથી શોભાયમાન છે, પાલખીમાં ભગવાન બેસીને ઘરમાંથી વનમાં જવા નીકળ્યા. વિવિધ પ્રકારના વાજિંત્રોના શબ્દથી અને દેવોના નૃત્યથી દસે દિશાઓ શબ્દરૂપ થઈ. તે મહાવિભૂતિ સંયુક્ત તિલક નામના ઉદ્યાનમાં ગયા. માતાપિતાદિક સર્વ કુટુંબીજનોની ક્ષમા માગીને, સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને તેમણે મુનિપદ ધારણ કર્યું. સમસ્ત વસ્ત્રાભૂષણનો ત્યાગ કર્યો, કેશલોચ કર્યો. ઇન્દ્ર તે કેશ રત્નથી પેટીમાં લઈ જઈને ક્ષીરસાગરમાં નાખ્યા. જ્યારે ભગવાન મુનિરાજ થયા ત્યારે તેમના પ્રત્યેની ફક્ત ભક્તિના જ કારણે ચાર હજાર રાજાઓ, મુનિનું સ્વરૂપ ન જાણવા છતાં તેમની સાથે નગ્ન થયા. ભગવાને છ મહિના સુધી નિશ્ચળ કાયોત્સર્ગ ધારણ કર્યો અર્થાત્ સુમેરુ પર્વત સમાન નિશ્ચળ થઈને રહ્યા અને મનઇન્દ્રિયનો વિરોધ કર્યો. હવે કચ્છ મહાકચ્છાદિ જે ચાર હજાર રાજા નગ્ન રૂપ ધારણ કરીને દીક્ષિત થયા હતા તે બધા ભૂખ, તરસ વગેરે પરીષહોથી ચલાયમાન થયા. કેટલાક તો પરીષહરૂપ પવનથી ભૂમિ પર ઢળી પડ્યા, કેટલાક જે ખૂબ બળવાન હતા તે ભૂમિ પર તો ન પડયા છે, પરંતુ બેસી ગયા, કેટલાક કાયોત્સર્ગ છોડીને ભૂખતરસથી પીડાઈને ફળાદિનો આહાર કરવા લાગ્યા અને કેટલાક ગરમીથી તપ્ત થઈને શીતળ જળમાં પ્રવેશવા લાગ્યા. તેમની આવી પ્રવૃત્તિ જોઈને આકાશમાં દેવવાણી થઈ કે “મુનિરૂપ ધારણ કરીને તમે આવું કામ ન કરો. આ રૂપ ધારણ કરીને તમે આવું કાર્ય કરશો તો નરકાદિ દુઃખનું કારણ થશે.” ત્યારે તે નગ્નવેશ તજીને વલ્કલ પહેરવા લાગ્યા, કેટલાકે ચર્માદિ ધારણ કર્યા, કેટલાક દર્ભ-ધાસ આદિ ધારણ કરવા લાગ્યા. તેઓ ફળાદિથી ભૂખ અને શીતળ જળથી તરસ મટાડવા લાગ્યા. આ પ્રમાણે આ લોકો ચારિત્રભ્રષ્ટ થઈને અને સ્વચ્છંદી બનીને ભગવાનના મતથી વિપરીત બની શરીરનું પોષણ કરવા લાગ્યા. કોઈએ તેમને પૂછયું કે તમે આ કામ ભગવાનની આજ્ઞાથી કરો છો કે મનથી કરો છો ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ભગવાન તો મૌનરૂપ છે, કાંઈ કહેતા નથી. અમે ભૂખ, તરસ, ઠંડી, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર ત્રીજું પર્વ પદ્મપુરાણ ગરમીથી પીડિત બની આ કાર્ય કરીએ છીએ. વળી, કેટલાક આપસમાં કહેવા લાગ્યા કે ચાલો ઘરે જઈને સ્ત્રીપુત્રાદિને જોઇએ. ત્યારે તેમનામાંથી કેટલાકે કહ્યું કે જો આપણે ઘરમાં જઇશું તો ભરત આપણને ઘરમાંથી હાંકી કાઢશે અને તીવ્ર દંડ દેશે, માટે ઘેર ન જવું, પણ વનમાં જ રહેવું. આ બધામાં સૌથી અભિમાની ભરતનો પુત્ર, ભગવાનનો પૌત્ર મારિચ ભગવાં વસ્ત્રો પહેરીને પરિવ્રાજિક (સંન્યાસી) નો માર્ગ પ્રગટ કરવા લાગ્યો. પછી કચ્છ મહાકચ્છના પુત્ર નમિ વિનમિ આવીને ભગવાનનાં ચરણોમાં પડ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ! તમે સૌને રાજ્ય આપ્યું, તો અમને પણ આપો. આ પ્રમાણે યાચના કરવા લાગ્યા ત્યારે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. ધરણેન્દ્ર આવીને તેમને વિજ્યાદ્ધનું રાજ્ય આપ્યું, તે વિજ્યાદ્ધ પર્વત ભોગભૂમિ સમાન છે, પૃથ્વીના તળથી તે પચ્ચીસ યોજન ઊંચો છે, સવા છ યોજનનું મૂળ છે, ભૂમિ ઉપર પચાસ યોજન પહોળો છે. જમીનથી દસ યોજન ઊંચે જઈએ ત્યાં દસ દસ યોજનની બે શ્રેણી છે. એક દક્ષિણ શ્રેણી અને એક ઉત્તર શ્રેણી. આ બન્ને શ્રેણીઓમાં વિદ્યાધરો વસે છે. દક્ષિણ શ્રેણીની નગરી પચાસ અને ઉત્તર શ્રેણીની સાઠ છે. એક એક નગરને કરોડ કરોડ ગ્રામ વીંટળાયેલાં છે. દસ યોજનથી એ બીજા દયોજન જઈએ તો ત્યાં ગંધર્વ, કિન્નરાદિ દેવોના નિવાસ છે અને પાંચ યોજન ઉપર જઈએ ત્યાં નવશિખર છે. તેમાં પ્રથમ સિદ્ધકૂટ પર ચારણમુનિ આવીને ધ્યાન ધરે છે. વિધાધરોની દક્ષિણ શ્રેણીની જે પચાસ નગરી છે તેમાં રથનૂપુર મુખ્ય છે અને ઉત્તર શ્રેણીની જે સાઠ નગરી છે તેમાં અલકાવતી નગરી મુખ્ય છે. આ વિધાધરોનો લોક સ્વર્ગલોક સમાન છે, ત્યાં સદાય ઉત્સાહુ પ્રવર્તે છે. નગરને વિશાળ દરવાજા અને દ્વાર છે, સુવર્ણના કોટ, ઊંડી ખાઈ અને વન-ઉપવન વાવ, કૂવા, સરોવરાદિથી શોભાયમાન છે. ત્યાં સર્વ ઋતુનાં ધાન્ય અને સર્વ ઋતુનાં ફળ-ફૂલ સદા મળે છે, સર્વ પ્રકારની ઔષધિઓ મળે છે. સરોવરો કમળોથી ભરેલાં છે. તેમાં હંસ ક્રીડા કરે છે. ત્યાં દહીં, ઘી, જળનાં ઝરણાં વહે છે. વાવનાં પગથિયાં મણિસુવર્ણનાં છે, કમળોની સુવાસથી શોભે છે. ત્યાં કામધેનું સમાન ગાય છે, પર્વત સમાન અનાજના ઢગલા છે, માર્ગ ધૂળ-કંટકાદિ રહિત છે, વિશાળ વૃક્ષોની છાયા છે અને મનોહર જળનાં સ્થાન છે. ચોમાસામાં મનવાંછિત મેઘવર્ષા થાય છે, મેઘોની આનંદદાયક ગર્જના સંભળાય છે, શીતકાળમાં શીતની અધિક બાધા નથી, ગ્રીષ્મઋતુમાં વિશેષ ગરમી લાગતી નથી. ત્યાં છે તુના વિલાસ છે, સ્ત્રીઓ સર્વ આભૂષણોથી મંડિત કોમળ અંગવાળી છે, સર્વકળામાં નિપુણ પટકુમારિકા સમાન પ્રભાવવાળી છે. કેવી છે તે વિદ્યાધરી? કેટલીક તો કમળના ગર્ભ સમાન પ્રભા ધારણ કરે છે, કેટલીક શ્યામસુન્દર નીલકમળની પ્રભા ધારણ કરે છે, કેટલીક સુવર્ણપુષ્પ સમાન રંગ ધારણ કરે છે, કેટલીક વિધુત સમાન જ્યોતિ ધારણ કરે છે, આ વિદ્યાધરીઓ મહાસુગંધી શરીરવાળી છે, જાણે કે નંદનવનના પવનથી જ બનાવી હોય! તે સુંદર ફૂલોનાં ઘરેણાં પહેરે છે, જાણે કે વસંતની પુત્રી જ છે! અને ચન્દ્રમાં સમાન તેની કાંતિ છે, જાણે કે પોતાના પ્રકાશરૂપ સરોવરમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચોથું પર્વ ૩૩ તે તરી રહી છે! શ્યામ, શ્વેત, સુવર્ણ એ ત્રણ વર્ણનાં નેત્રોની શોભા ધરનાર, મૃગ સમાન નેત્રોવાળી, હંસીની ચાલવાળી, એવી વિદ્યાધરીઓ દેવાંગના સમાન શોભે છે. વિદ્યાધર પુરુષો મહાસુન્દર, શૂરવીર, સિંહ સમાન પાક્રમી છે. મહાબાહુ, મહાપરાક્રમી, આકાશગમનમાં સમર્થ, શુભ લક્ષણોવાળા, શુભ ક્રિયા કરનારા, ન્યાયમાર્ગી, દેવો સમાન પ્રભાવાળા પોતાની સ્ત્રીઓ સહિત વિમાનમાં બેસી અઢી દ્વીપમાં ઈચ્છાનુસાર ગમન કરે છે. આ પ્રમાણે બન્ને શ્રેણીઓમાં તે વિધાધરો દેવતુલ્ય ઈષ્ટ ભોગ ભોગવતા થકા મહાવિદ્યાઓ ધારણ કરે છે, કામદેવ સમાન છે રૂપ જેમનું અને ચન્દ્રમા સમાન છે વદન જેમના, એવા વિદ્યાધરો હોય છે. ધર્મના પ્રસાદથી પ્રાણી સુખસંપત્તિ પામે છે તેથી એક ધર્મનો જ પ્રયત્ન કરો અને જ્ઞાનરૂપ સૂર્યથી અજ્ઞાનિતિમરનો નાશ કરો. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષાટીકાના ગુજરાતી અનુવાદમાં વિધાધરોના કથનનો ત્રીજો અધિકાર સંપૂર્ણ થયો. *** ચોથું પર્વ (ભગવાન ઋષભદેવના આહારનિમિત્તના વિહા૨નું વર્ણન ) તે ભગવાન ઋષભદેવ મહાધ્યાની, સુવર્ણ સમાન પ્રભાના ધારક, જગતના હિત નિમિત્તે છ માસ પછી આહાર લેવા નીકળ્યા. લોકો મુનિના આહારની વિધિ જાણતા નહોતા. તેમણે અનેક નગર અને ગામમાં વિહાર કર્યો. જાણે કે અદ્દભુત સૂર્ય જ વિહરી રહ્યો હોય! જેમણે પોતાના દેહની કાંતિથી પૃથ્વીમંડળ ઉપર પ્રકાશ પાથરી દીધો છે, જેમના સ્કંધ સુમેરુના શિખર સમાન દેદીપ્યમાન છે એવા તે ૫૨મ સમાધાનરૂપ અધોષ્ટિએ જોતા, જીવદયાનું પાલન કરતા વિહાર કરી રહ્યા છે. નગર, ગ્રામાદિમાં અજ્ઞાની લોકો વિવિધ પ્રકારનાં વસ્ત્ર, રત્ન, હાથી, ઘોડા, રથ, કન્યાદિકની ભેટ ધરતા હતા, પણ પ્રભુને તેનું તો કાંઈ પ્રયોજન છે નહિ, તેથી પ્રભુ ફરીથી વનમાં ચાલ્યા જાય છે, આ પ્રમાણે છ મહિના સુધી વિધિપૂર્વક પ્રાપ્તિ ન થઈ અર્થાત્ દીક્ષાસમયથી એક વર્ષ આહાર વિના વીત્યું. પછી વિહાર કરતાં તે હસ્તિનાપુર આવ્યા, ત્યારે સર્વજનો પુરુષોત્તમ ભગવાનને જોઈને આશ્ચર્ય પામ્યા. રાજા સોમપ્રભ અને તેમના નાના ભાઈ શ્રેયાંસકુમાર, આ બન્ને ભાઈ ઊઠીને તેમની સામે ગયા. શ્રેયાંસકુમારને ભગવાનને જોતાં જ પૂર્વભવનું સ્મરણ થયું અને તેમણે મુનિના આહારની વિધિ જાણી લીધી. તે રાજા ભગવાનની પ્રદક્ષિણા દેતાં સુમેરુની પ્રદક્ષિણા સૂર્ય દઈ રહ્યો હોય તેવા શોભતાં હતા. તેમણે વારંવાર નમસ્કાર કરીને રત્નપાત્રમાંથી અર્ધ્ય આપી ભગવાનનાં ચરણો ધોયાં અને પોતાના શિરના કેશ વડે સ્પર્શ કર્યો. તેમને આનંદનાં આંસુ આવ્યાં અને ગદગદિત થઈને બોલ્યા. જેમનું ચિત્ત ભગવાનના ગુણમાં અનુરાગી થયું છે એવા શ્રેયાંસે મહાપવિત્ર રત્નોના કળશોમાં રાખેલા અત્યંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ચોથું પર્વ પદ્મપુરાણ શીતળ, મધુર ઈશુરસનો આહાર આપ્યો. પરમ શ્રદ્ધા અને નવધા ભક્તિથી આહારદાન આપ્યું, વર્ષોપવાસનું પારણું થયું તેના અતિશયથી દેવો હર્ષિત થયા, પંચાશર્યો પ્રગટ કર્યા. પ્રથમ રત્નોની વર્ષા થઈ. કલ્પવૃક્ષના પાંચ પ્રકારનાં ફૂલોની વર્ષા થઈ. શીતળ મંદ સુગંધવાયુ વાવા લાગ્યો. અનેક પ્રકારનાં દુંદુભિ વાજિંત્રો વાગવા લાગ્યાં અને દેવવાણી થઈ કે ધન્ય આ પાત્ર! ધન્ય આ દાન ! ને ધન્ય છે આ દાન આપનાર રાજા શ્રેયાંસ ! આકાશમાં આ પ્રમાણે દેવોના શબ્દ થયા. શ્રેયાંસકુમારની કીર્તિ જોઈને દાનની રીત પ્રગટ થઈ. દેવો વડે શ્રેયાંસરાજા પ્રશંસા પામ્યા. ભરત ચક્રવર્તીએ અયોધ્યાથી આવીને શ્રેયાંસરાજાની ખૂબ સ્તુતિ કરી અને પોતાનો અત્યંત પ્રેમ બતાવ્યો. ભગવાન આહાર લઈને વનમાં ગયા. ત્યારપછી ભગવાને એક હજાર વર્ષ સુધી મહાતપ કર્યું અને શુક્લધ્યાનથી મોહનો નાશ કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. કેવું છે તે કેવળજ્ઞાન? જેમાં લોકાલોકનું અવલોકન છે. ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે આઠ પ્રાતિહાર્ય પ્રગટ થયા. પ્રથમ તો તેમના શરીરની કાંતિથી એવું મંડળ રચાયું કે જેનાથી સૂર્યચન્દ્રનો પ્રકાશ પણ ઝાંખો ભાસે, રાત્રિદિવસનો ભેદ કળાય નહિ. બીજું અશોકવૃક્ષ રત્નમય પુષ્પો અને રક્ત પલ્લવવાળું પ્રગટ થયું. આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, જેની સુગંધથી ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. દુંદુભિ વાજિંત્રોનો ધ્વનિ ફેલાયો. દેવોએ સમુદ્રના શબ્દથી પણ ગંભીર અવાજે વાજાં વગાડ્યાં. એ દેવોનાં શરીર માયામયી હોવાથી અદશ્ય રહ્યાં હતાં. ઇન્દ્રાદિક ચન્દ્રમાનાં કિરણોથી પણ અધિક ઉજ્જવળ ચામર ઢોળતા હતા. સુમેરુના શિખર સમાન પૃથ્વીના મુગટરૂપ સિંહાસન આપને બિરાજવા માટે પ્રગટ થયું. એ સિંહાસને પોતાની જ્યોતિથી સૂર્યના તેજને પણ જીતી લીધું છે. ત્રણ લોકની પ્રભુતાના ચિહનસ્વરૂપ મોતીની ઝાલરથી શોભાયમાન ત્રણ છત્ર શોભતાં હતાં, જાણે કે ભગવાનનો નિર્મળ યશ ન ફેલાવતા હોય! સમોસરણમાં ભગવાન સિંહાસન ઉપર બિરાજ્યા તેની શોભાનું કથન તો કેવળી જ કરી શકે, બીજા કોઈ નહિ. બધા જ ચતુર્નિકાયના દેવો વંદના કરવા આવ્યા. ભગવાનના મુખ્ય ગણધર વૃષભષેન થયા તે ભગવાનના બીજા નંબરના પુત્ર હતા. અન્ય પણ જે મુનિ થયા હતા તે મહાવૈરાગ્યવંત મુનિઓ વગેરે બાર સભાના જીવો પોતપોતાનાં સ્થાનમાં બેસી ગયા. ત્યારપછી ભગવાનનો દિવ્ય ધ્વનિ પ્રગટ થયો, જેણે પોતાના નાદથી દુંદુભિના ધ્વનિને જીતી લીધો હતો. ભગવાને જીવોના કલ્યાણ અર્થે તત્ત્વાર્થનું કથન કર્યું. ત્રણ લોકમાં જીવોને ધર્મ જ પરમ શરણ છે, એનાથી જ પરમસુખ થાય છે, સુખ માટે બધા જ પ્રયત્ન કરે છે, પણ સુખ ધર્મના કારણે જ થાય છે. આમ જાણીને ધર્મનો પ્રયત્ન કરો. જેમ વાદળા વિના વરસાદ થતો નથી, બીજ વિના ધાન્ય ઊગતું નથી તેમ જીવોને ધર્મ વિના સુખ મળતું નથી. જેમ કોઈ પંગુ (લંગડો માણસ ) ચાલવાની ઈચ્છા કરે, મૂંગો બોલવાની ઈચ્છા કરે અને આંધળો દેખવાની ઈચ્છા કરે તેમ મૂઢ પ્રાણી ધર્મ વિના સુખની ઈચ્છા કરે છે. જેમ પરમાણું કરતાં બીજું કોઈ સૂક્ષ્મ નથી અને આકાશથી કોઈ મોટું નથી તેમ ધર્મ સમાન જીવોનો બીજો કોઈ મિત્ર નથી અને દયા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચોથું પર્વ ૩૫ સમાન કોઈ ધર્મ નથી. મનુષ્યના ભોગ, સ્વર્ગના ભોગ અને સિધ્ધોનું પરમસુખ ધર્મથી જ મળે છે. માટે ધર્મ વિના બીજો ઉદ્યમ કરવાથી શો લાભ? જે વિદ્ધ૪નો જીવોની દયા વડે નિર્મળ ધર્મનું સેવન કરે છે તેમને જ ઊર્ધ્વગતિ મળે છે, બીજા અધોગતિ પામે છે. જો કે દ્રવ્યલિંગી મુનિ તપની શક્તિથી સ્વર્ગમાં જાય છે, તો પણ મોટા દેવોના દાસ બનીને તેમની સેવા કરે છે. દેવલોકમાં નીચ દેવ બનવું તે દેવ-દુર્ગતિ છે. તે દેવદુર્ગતિનાં દુઃખો ભોગવીને તિર્યંચગતિના દુઃખ ભોગવે છે અને જે જિનશાસનના અભ્યાસી, સમ્યગ્દષ્ટિ, તપ-સંયમ ધારણ કરનારા દેવલોકમાં જાય છે તે ઇન્દ્રાદિ મોટા દેવ થઈને ઘણો કાળ સુખ ભોગવીને દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય થઈ મોક્ષ પામે છે. ધર્મ બે પ્રકારના છે. એક મુનિધર્મ, બીજો શ્રાવકધર્મ. આ સિવાયનો ત્રીજો ધર્મપ્રકાર માનનાર મોહાગ્નિથી દગ્ધ છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ શ્રાવકનો ધર્મ છે. શ્રાવક મરણ સમયે સર્વ આરંભનો ત્યાગ કરી, શરીર પ્રત્યે નિર્મમ બની, સમાધિમરણ કરીને ઉત્તમ ગતિને પામે છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આ તેર પ્રકારનું ચારિત્ર એ મુનિઓનો ધર્મ છે. દસે દિશા એ જ મુનિઓનાં વસ્ત્ર છે. જે પુરુષ મુનિધર્મ અંગીકાર કરે છે, તે શુદ્ધોપયોગના પ્રસાદથી નિર્વાણ પામે છે અને જેમને શુભોપયોગનો અંશ રહે છે તે સ્વર્ગ પામે છે, પરંપરાએ મોક્ષ પામે છે. જે જીવ ભારપૂર્વક મુનિઓની સ્તુતિ કરે છે તે પણ ધર્મ પામે છે. કેવા છે મુનિ? પરમ બ્રહ્મચર્યના ધારક છે. આ જીવ ધર્મના પ્રભાવથી સર્વ પાપોથી છૂટે છે અને જ્ઞાન પામે છે. આ પ્રમાણે દેવાધિદેવ ધર્મનું વ્યાખ્યાન કર્યું તે સાંભળીને બધા પાપથી નિવૃત્ત થયા. દેવ, મનુષ્ય સર્વ પરમ હર્ષ પામ્યા. કેટલાકે સમ્યકત્વ ધારણ કર્યું, કેટલાકે સમ્યકત્વ સહિત શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. કેટલાકે મુનિવ્રત ધારણ કર્યા. સુર, અસુર મનુષ્ય ધર્મ શ્રવણ કરીને પોતપોતાના ઠેકાણે ગયા. ભગવાને જે જે દેશોમાં વિહાર કર્યો, તે તે દેશોમાં ધર્મનો ઉધોત થયો. તેઓ જ્યાં જ્યાં બિરાજતા હતા ત્યાં સો સો યોજનો સુધી દુર્ભિક્ષાદિની સર્વ બાધાઓ મટી જતી હતી. ભગવાનને ચોર્યાસી ગણધર હતા અને ચોર્યાસી હજાર સાધુ હતા. આ બધા સાથે તેમણે સર્વ ઉત્તમ દેશમાં વિહાર કર્યો. પછી ભરત ચક્રવર્તીપદ પામ્યા. ભરતના બધા જ ભાઈઓ મુનિવ્રત લઈને પરમપદ પામ્યા. ભરતે કેટલાક કાળ સુધી છ ખંડનું રાજ્ય કર્યું. અયોધ્યા રાજ્યપાની હતી, નવનિધિ, ચૌદ રત્ન, દરેકની હજાર હજાર દેવ સેવા કરતા. ત્રણ કરોડ ગાય, એક કરોડ હુળ, ચોર્યાસી લાખ હાથી, એટલા જ રથ, અઢાર કરોડ ઘોડા, બત્રીસ હજાર મુગટબંધ રાજા અને એટલા જ મહાસંપદાથી ભરેલા દેશ, દેવાંગના સમાન છનું હજાર રાણીઓ ઈત્યાદિ ચક્રવર્તીના વૈભવનું ક્યાં સુધી વર્ણન કરીએ? પોદનપુરમાં બીજી માતાના પુત્ર બાહુબલીએ ભરતની આજ્ઞા ન માની અને કહ્યું કે અમે પણ ઋષભદેવના પુત્ર છીએ, શા માટે આજ્ઞા માનીએ? ત્યારે ભારતે બાહુબલી પર ચડાઈ કરી, સેના વચ્ચે યુદ્ધ ન થયું. માત્ર બેઉ ભાઈ પરસ્પર યુદ્ધ કરે એમ નક્કી કર્યું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચોથું પર્વ પદ્મપુરાણ ત્રણ યુદ્ધની યોજના કરી. ૧ દૃષ્ટિયુદ્ધ, ર જળયુદ્ધ અને ૩ મલ્લયુદ્ધ. ત્રણેય યુદ્ધોમાં બાહુબલી જીત્યા અને ભરત હાર્યા ત્યારે ભારતે બાહુબલી ઉપર ચક્ર છોડ્યું, પણ તે તેમના ચરમ શરીરનો ઘાત ન કરી શક્યું, પાછું ફરીને ભારતના હાથમાં આવ્યું. ભરત શરમાઈ ગયા. બાહુબલી સર્વ ભોગોનો ત્યાગ કરીને વિરક્ત થયા. એક વર્ષ સુધી કાયોત્સર્ગ કરીને સ્થિર રહ્યા. શરીર ઉપર વેલડીઓ વીંટળાઈ વળી, સર્પોએ રાફડા બનાવ્યા. એક વર્ષ પછી તેમને કેવળજ્ઞાન થયું. ભરત ચક્રવર્તીએ આવીને કેવળીની પૂજા કરી. બાહુબલી કેવળી થોડા સમય પછી નિર્વાણ પામ્યા. અવસર્પિણી કાળમાં પ્રથમ મોક્ષ પામનાર તે હતા. ભરત ચક્રવર્તીએ નિષ્ફટકપણે છ ખંડનું રાજ્ય કર્યું. તેમના રાજ્યમાં વિદ્યાધરો સમાન સર્વ સંપત્તિવાન અને દેવલોક સમાન મહાવિભૂતિથી મંડિત રાજાઓ હતા, ત્યાં મનુષ્યો દેવ સમાન નાના પ્રકારના વસ્ત્રાભરણથી શોભતા અનેક પ્રકારની શુભ ચેષ્ટાથી આનંદ પામતા હતા. લોક ભોગભૂમિ સમાન સુખી, રાજા લોકપાલ સમાન, સ્ત્રીઓ કામના નિવાસની ભૂમિરૂપ અપ્સરા સમાન હતી. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર રાજ કરે તેવી રીતે ભારતે પૃથ્વી ઉપર એકછત્ર રાજ્ય કર્યું. ભારતની સુભદ્રા રાણી ઇન્દ્રાણી સમાન હતી, એક હજાર દેવ તેની સેવા કરતા હતા. ચક્રવર્તીને અનેક પુત્રો થયા. તેમણે પૃથ્વી ઉપર રાજ્ય કર્યું. આ પ્રમાણે ગૌતમ સ્વામીએ ભરતનું ચરિત્ર શ્રેણિક રાજાને કહ્યું. (વિપ્રોની ઉત્પત્તિનું વર્ણન) હવે શ્રેણિકે પૂછયું - હે પ્રભો ! આપે ત્રણ વર્ણની ઉત્પત્તિ કહી તે મેં સાંભળી હવે બ્રાહ્મણોની ઉત્પત્તિ કેમ થઈ તે હું સાંભળવા ઈચ્છું છું તો તે કૃપા કરીને કહો. જેમનું હૃદય જીવદયાથી કોમળ છે અને મદ-મત્સરરહિત છે. એવા ગણધરદેવે કહ્યું કે એક દિવસ ભરતે અયોધ્યાની સમીપમાં ભગવાનનું આગમન થયું છે એમ જાણીને, સમોસરણમાં જઈ, વંદના કરીને ભગવાનને મુનિઓના આહારની વિધિ પૂછી. ત્યારે ભગવાનની આજ્ઞા થઈ કે મુનિ તૃષ્ણારહિત, જિતેન્દ્રિય અનેક માસોપવાસ કરે અને બીજાના ઘેર જઈને નિર્દોષ આહાર લે અને જે અંતરાય પડે તો આહાર ન લે, પ્રાણરક્ષા નિમિત્તે નિર્દોષ આહાર કરે અને ધર્મના હેતુથી જ પ્રાણનું રક્ષણ કરે તથા મોક્ષના હેતુથી તે ધર્મનું આચરણ કરે કે જેમાં કોઈપણ પ્રાણીને બાધા ન પહોંચે. આવો મુનિનો ધર્મ સાંભળીને ચક્રવર્તી વિચારે છે કે અહો! આ જૈનના વ્રત મહાદુર્ધર છે, મુનિઓ શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ રહે છે તો પછી બીજી વસ્તુઓમાં તેમને વાંછા કેવી રીતે રહે? મુનિ મહાનિર્ચથ, નિર્લોભી અને સર્વ જીવોની દયામાં તત્પર હોય છે. મારે વૈભવ ઘણો છે. હું અણુવ્રતી શ્રાવકને ભક્તિથી દાન દઉં અને દીન લોકોને દયાદાન દઉં. આ શ્રાવક પણ મુનિના લઘુભ્રાતા છે. આમ વિચારીને તેણે લોકોને ભોજન માટે બોલાવ્યા. વતીઓની પરીક્ષા માટે આંગણામાં ચાવલ, અડદ, મગ વગેરે વાવ્યા હતા, તેના અંકુરા ઊગી નીકળ્યા હતા, ત્યાં થઈને તેમને બોલાવ્યા. તેમાં જે અવિવેકી હતા તે તો લીલોતરીને કચરીને આવ્યા અને જે વિવેકી હતા તે અંકુર જોઈને એક તરફ ઊભા રહી ગયા, તેમને ભરતે અંકુરરહિત માર્ગ પરથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંચમું પર્વ ૩૭ બોલાવ્યા અને તેમને વ્રતી જાણીને તેમનો ખૂબ આદર કર્યો, તેમના ગળામાં યજ્ઞોપવિત (જનોઈ) પહેરાવી, તેમને આદરપૂર્વક ભોજન કરાવ્યું. વસ્ત્રાભરણ આપ્યા અને મનવાંછિત દાન આપ્યું. જેઓ અંકુરાને કચરીને આવ્યા હતા તેમને અવ્રતી જાણીને તેમનો આદર ન કર્યો. તેમણે વ્રતીઓને બ્રાહ્મણ ઠરાવ્યા. ચક્રવર્તીના માનથી આમાંના કેટલાક ગર્વ પામ્યા અને કેટલાક લોભની અધિક્તાથી ધનવાન લોકોને જોઈને યાચના કરવા લાગ્યા. ત્યારે મતિસમુદ્ર નામના મંત્રીએ ભરતને કહ્યું કે સમોસરણમાં મેં ભગવાનના મુખેથી એમ સાંભળ્યું છે કે તમે જેમને ધર્માધિકારી જાણીને માન્યતા આપી છે તે બ્રાહ્મણો પંચમકાળમાં મહામદોન્દનમત્ત થશે અને હિંસામાં ધર્મ માની જીવોને હણશે, મહાકષાયયુક્ત થઈ સદા પાપ ક્રિયામાં પ્રવર્તશે અને હિંસાના પ્રરૂપક ગ્રંથોને સનાતન માનીને સમસ્ત પ્રજાને લોભ ઉપજાવશે. મહા આરંભમાં આસક્ત, પરિગ્રહમાં તત્પર, જિનભાષિત માર્ગની સદા નિંદા કરશે, નિગ્રંથ મુનિને જોઈને ખૂબ ક્રોધ કરશે. આ વચન સાંભળી ભરત એમના ઉપર કોપાયમાન થયા. ત્યારે તેઓ ભગવાનના શરણે ગયા. ભગવાને ભરતને કહ્યું - હું ભરત! કળિકાળમાં આમ જ થવાનું છે, તમે કષાય ન કરો. આ પ્રમાણે વિપ્રોની (બ્રાહ્મણોની) પ્રવૃત્તિ થઈ અને જેઓ ભગવાનની સાથે વૈરાગ્ય માટે નીકળ્યા હતા તે ચારિત્રભ્રષ્ટ થયા. તેમનામાંથી કચ્છાદિક કેટલાક તો સવળા થઈ ગયા, પણ મારીચાદિ સુલટા ન થયા. તેમના શિષ્ય-પ્રતિશિષ્યાદિક સાંખ્ય યોગમાં પ્રવર્યા, તેમણે કૌપીન (લંગોટી) ધારણ કરી, વલ્કલાદિ પર્યા. આ વિપ્રોની અને પરિવ્રાજક એટલે દંડી સન્યાસીઓની પ્રવૃત્તિ બતાવી. ત્યારબાદ અનેક ભવ્ય જીવોને ભવસાગરથી તારીને ભગવાન ઋષભદેવ કૈલાસના શિખર ઉપરથી નિર્વાણપદ પામ્યા. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત માપદ્મપુરાણની સ્વ. પં. શ્રી દોલતરામજી કૃત ભાષાટીકાના ગુજરાતી અનુવાદમાં શ્રી ઋષભદેવનું કથન કરનાર ચોથો અધિકાર સંપૂર્ણ થયો. * * * પાંચમું પર્વ હવે વંશોત્પત્તિ નામનો મહાધિકાર હવે ગૌતમસ્વામીએ રાજા શ્રેણિકને વંશોની ઉત્પત્તિ કહી કે હું શ્રેણિક! આ જગતમાં મહાવંશ ચાર છે, તેના અનેક ભેદ છે. ૧ ઈક્વાકુ વંશ. એ લોકનું આભૂષણ છે, એમાંથી સૂર્યવંશ પ્રવર્યો છે. ૨ સોમ (ચંદ્ર) વંશ. તે ચન્દ્રમાના કિરણ સમાન નિર્મળ છે. ૩ વિદ્યાધરોનો વંશ-અત્યંત નિર્મળ છે. ૪. હરિવંશ-જગતપ્રસિદ્ધ છે. હવે એનો ભિન્ન ભિન્ન વિસ્તાર કહે છે. ઈક્વાકુ વંશમાં ભગવાન ઋષભદેવનો જન્મ થયો, તેમના પુત્ર ભરત થયા. ભરતના પુત્ર અર્કકીર્તિ થયા. રાજા અર્કકીર્તિ મહાતેજસ્વી રાજા હતા. એમના નામથી સૂર્યવશે પ્રવર્યો છે. અર્ક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ પર્વ પદ્મપુરાણ નામ સૂર્યનું છે તેથી અર્કકીર્તિનો વંશ સૂર્યવંશ કહેવાય છે. આ સૂર્યવંશમાં રાજા અર્કકીર્તિનો સતયશ નામનો પુત્ર થયો. તેમને બલાક, તેમને સુબલ, તેમને રવિતેજ, તેમને મહાબલ, મહાબલને અતિબલ, તેમને અમૃત, અમૃતને સુભદ્ર, તેમને સાગર, તેમને ભદ્ર, તેમને રવિતેજ, તેમને શશી, તેમને પ્રભૂતતેજ, તેમને તેજસ્વી, તેમને તપબલ, તેમને અતિવીર્ય, તેમને સુવીર્ય, તેમને ઉદિતપરાક્રમ, સૂર્ય, તેમને ઇન્દ્રધુમણિ, તેમને મહેન્દ્રજિત, તેમને પ્રભૂત, તેમને વિભુ, તેમને અવિધ્વંસ, તેમને વીતભી, તેમને વૃષભધ્વજ, તેમને ગરુણાંક, તેમને મૃગાંક; આ પ્રમાણે સૂર્યવંશમાં અનેક રાજા થયા. તે બધા સંસારભ્રમણથી ભયભીત થઈ પુત્રોને રાજ્ય આપી મુનિવ્રતધારક થયા. તેઓ શરીરથી પણ નિઃસ્પૃહી મહાનિગ્રંથ હતા. આ તને સૂર્યવંશની ઉત્પત્તિ કહી. હવે તને સોમવંશની ઉત્પત્તિ કહીએ છીએ તે સાંભળ. ઋષભદેવની બીજી રાણીના પુત્ર બાહુબલી, તેમના સોમયશ, તેના સૌમ્ય, તેના મહાબલ, તેના સુબલ, તેના મુજબલી ઈત્યાદિ અનેક રાજા થયા. તેઓ પણ નિર્મળ ચેષ્ટાયુક્ત મુનિવ્રત ધારણ કરી પરમધામને પામ્યા. કેટલાક દેવ થઈ મનુષ્યજન્મ લઈ સિદ્ધ થયા. આ સોમવંશની ઉત્પત્તિ કહી. હવે વિદ્યાધરોના વંશની ઉત્પત્તિ સાંભળ. નમિ, રત્નમાલી, તેને યત્નરથ, તેને રત્નચિત્ર, તેને ચન્દ્રરથ, તેને વજવંધ, તેને વજસેન, તેને વજાદંષ્ટ્ર તેને વજધ્વજ, તેને વજાયુધ, તેને વજ, તેને સુવજ, તેને વજત, તેને વજાભ, તેને વાજબાહુ, તેને વજાંક, તેને વજસુંદર, તેને વજપાણિ, તેને વજભાનુ, તેને જવાન, તેને વિધુભુખ, તેને સુવર્ક, તેને વિઘુદષ્ટ્ર, તેને વિધુત, વિધુતાભ, તેને વિદ્યુગ, તેને વૈધુત ઈત્યાદિ વિધાધરોના વંશમાં અનેક રાજા થયા. પોતપોતાના પુત્રોને રાજ્ય આપી, જિનદીક્ષા ધારણ કરી, રાગદ્વેષનો નાશ કરી તેઓ સિદ્ધપદ પામ્યા કેટલાક દેવલોકમાં ગયા અને જે મોહપાશથી બંધાયેલા હતા તે રાજ્યમાં જ મરીને કુગતિમાં ગયા. (સંજયંત મુનિના ઉપસર્ગનું કારણ) - હવે સંજયંત મુનિના ઉપસર્ગનું કારણ કહે છે. વિદ્યુદંષ્ટ્ર નામનો એક વિધાધર રાજા, બન્ને શ્રેણીનો અધિપતિ, વિદ્યાબળથી ઉદ્ધત વિમાનમાં બેસીને વિદેહક્ષેત્રમાં ગયો. ત્યાં તેણે સંજયંત સ્વામીને ધ્યાનરૂઢ જોયા. તેમનું શરીર પર્વત સમાન નિશ્ચળ હતું. તે પાપીએ મુનિને જોઈને પૂર્વજન્મના વેરથી તેમને ઉપાડીને પંચગિરિ પર્વત ઉપર મૂક્યા અને લોકોને કહ્યું કે આને મારો. પાપી જીવોએ લાઠીથી, મૂઠીથી, પાષાણાદિ અનેક પ્રકારથી તેમને માર્યા. મુનિને સમભાવના પ્રસાદથી જરાપણ કલેશ ન થયો. તેમણે દુસ્સહુ ઉપસર્ગ ઉપર જીત મેળવી, લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. સર્વ દેવો તેમની વંદના માટે આવ્યા. ધરણેન્દ્ર પણ આવ્યા. તે ધરણેન્દ્ર પૂર્વભવમાં મનિના ભાઈ હતા. તેથી તેમણે ક્રોધ કરીને સર્વ વિદ્યાધરોને નાગપાશમાં બાંધ્યા. ત્યારે બધાએ વિનંતી કરી કે આ અપરાધ વિધુદંષ્ટ્રનો છે એટલે બીજાઓને છોડ્યા પણ વધુદંષ્ટ્રને ન છોડયો, મારવા તૈયાર થયા ત્યારે દેવોએ પ્રાર્થના કરીને તેને છોડાવ્યો. તેને છોડયો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંચમું પર્વ પણ તેની વિદ્યા લઈ લીધી. એટલે તેણે પ્રાર્થના કરી કે હે પ્રભો! મને વિદ્યા કેવી રીતે સિદ્ધ થશે. ધરણેન્દ્ર કહ્યું કે સંજયંત સ્વામીની પ્રતિમા સમીપ તપ કરવાથી તેને વિદ્યા પ્રાપ્ત થશે, પરંતુ ચૈત્સાલયો અને મુનિઓનું ઉલ્લંઘન કરવાથી વિધાનો નાશ થશે; માટે તારે તેમની વંદના કરીને આગળ ગમન કરવું યોગ્ય છે. પછી ધરણેન્દ્ર સંજયંત સ્વામીને પૂછ્યું કે હે પ્રભો! વિદ્યુદંષ્ટ્ર આપના ઉપર ઉપસર્ગ કેમ કર્યો? ભગવાન સંજયંત સ્વામીએ ઉત્તર આપ્યો કે ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં હું શકટ નામના ગામમાં દયાળુ, પ્રિયવાદી હિતકર નામનો એક શેઠ થયો હતો. મારો નિષ્કપટ સ્વભાવ હતો. હું સાધુસેવામાં તત્પર રહેતો. ત્યાંથી હું સમાધિમરણ કરીને કુમુદાવતી નગરીમાં ન્યાયમાર્ગી શ્રીવર્ધન નામનો રાજા થયો. તે ગામમાં એક બ્રાહ્મણ અજ્ઞાન તપ કરીને કુદેવ થયો હતો ત્યાંથી ચ્યવીને તે રાજા શ્રીવર્ધનનો વહિનશિખ નામનો પુરોહિત થયો. તે મહાદુષ્ટ, ગુપ્તપણે અકાર્ય કરતો હતો, પોતાને સત્યઘોષ કહેવરાવતો હતો, પરંતુ મહાજદૂઠો, પરદ્રવ્ય હરનાર, એવાં તેનાં કુકર્મને કોઈ જાણતું નહોતું. તે જગતમાં પોતાને સત્યવાદી કહેવરાવતો, એક નેમિદત્ત શેઠનાં રત્ન તેણે હરી લીધાં હતાં. રાણી રામદત્તાએ જુગારમાં પુરોહિતની વીંટી જીતી લીધી અને દાસીને પુરોહિતના ઘેર મોકલીને રત્ન મગાવી લીધા અને શેઠને આપી દીધાં. રાજાએ પુરોહિતને આકરી શિક્ષા કરી. તે પુરોહિત મરીને એક ભવ પછી આ વિદ્યાધરોનો અધિપતિ થયો અને રાજા મુનિવ્રત ધારણ કરીને દેવ થયો. કેટલાક ભવ પછી એ જીવ સંજયંત રૂપે જન્મ્યો અને એણે પૂર્વભવના પ્રસંગથી અમારા ઉપર ઉપસર્ગ કર્યો. આ કથા સાંભળી નાગેન્દ્ર પોતાના સ્થાને ગયો. તે વિદ્યાધરને દઢરથ નામનો પુત્ર થયો. તેને અધર્મ, તેને અસ્થાય, તેને અથધ્વજ, તેને પદ્મનાભિ, તેને પદ્મમાલી, તેને પારથ, તેને સિંદ્યાન, તેને મૃગદ્ધર્મા, તેને મેઘાસ્ત્ર, તેને સિંહપ્રભ, તેને સિંહકતુ, તેને શશાંક, તેને ચંદ્રાવ, તેને ચન્દ્રશેખર, તેને ઇન્દ્રરથ, તેને ચન્દ્રરથ, તેને ચક્રધર્મા, તેને ચકાયુધ, તેને ચક્રધ્વજ, તેને મણિગ્રીવ, તેને મયંક, તેને મણિભાસુર, તેને મણિરથ, મધ્યાસ, તેને બિમ્બોષ્ઠ, તેને લંબિતાધર, તેને ૨ક્તોષ્ઠ, તેને હરિશ્ચન્દ્ર, તેને પૂર્ણચન્દ્ર, તેને બાલેન્દ્ર, તેને ચન્દ્રમા તેને ચૂડ, તેને વ્યોમચન્દ્ર, તેને ઉડપાનન, તેને એકચૂડ, તેને દ્વિચૂડ, તેને ત્રિચૂડ, તેને વજચૂડ, તેને ભૂરિચૂડ, તેને અર્કચૂડ તેને વહિનજટી, તેને વહિનતેજ આ પ્રમાણે અનેક રાજા થયા. તેમાં કેટલાક પુત્રને રાજ્ય આપી મુનિ થઈ મોક્ષ ગયા, કેટલાક સ્વર્ગ ગયા, કેટલાક ભોગાસક્ત થઈ વૈરાગી ન થયા તે નરક, તિર્યંચ ગતિ પામ્યા. આ પ્રમાણે વિધાધરોનો વંશ કહ્યો. (બીજા તીર્થંકર અજિતનાથની ઉત્પત્તિ અને જીવનાદિનો પરિચય. સગર ચક્રવર્તીનું વૃત્તાન્ત.) હવે બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામીના જન્મ વિષે કહે છે. જ્યારે ઋષભદેવને મુક્ત થયે પચાસ લાખ કરોડ સાગર થયા, ત્યારે ચોથો કાળ અર્થો વીતી ગયો હતો. જીવોનું આયુષ્ય, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ પાંચમું પર્વ પદ્મપુરાણ કાય, પરાક્રમ, ઘટતાં ગયાં હતાં. જગતમાં કામ, લોભાદિની પ્રવૃત્તિ વધતી ગઈ હતી. પછી ઈશ્વાકુ કુળમાં ઋષભદેવના જ વંશમાં અયોધ્યા નગ૨માં રાજા ધરણીધર થયા. તેનો પુત્ર ત્રિદશજય દેવોને જીતનાર હતો, તેની ઇન્દ્રરેખા રાણીને જિતશત્રુ નામે પુત્ર થયો. તે પોદનપુરના રાજા ભવ્યાનંદની રાણી અંભોદમાળાની પુત્રી વિજયાને પરણ્યો. જિતશત્રુને રાજ્ય આપીને રાજા ત્રિદશજય કૈલાસ પર્વત ઉપર નિર્વાણ પામ્યા. રાજા જિતશત્રુની રાણી વિજયાદેવીની કૂખે અજિતનાથ તીર્થંકર જન્મ્યા. તેમના જન્માભિષેકનું વર્ણન ઋષભદેવવત્ જાણવું. તેમનો જન્મ થતાં જ રાજા જિતશત્રુએ સર્વ રાજાઓને જીતી લીધા તેથી ભગવાનનું નામ અજિતનાથ પાડવામાં આવ્યું. અજિતનાથને સુનયા, નન્દા આદિ અનેક રાણીઓ થઈ. તેમના રૂપની સમાનતા ઇન્દ્રાણી પણ કરી શકતી નહિ. એક દિવસ ભગવાન અજિતનાથે રાજલોક સહિત પ્રભાતના સમયમાં વનક્રીડા કરી. ત્યાં કમળોનું ખીલેલું વન અને સૂર્યાસ્ત સમયે તે જ વનને સંકોચાઈ ગયેલું જોઈને, લક્ષ્મીની અનિત્યતા જાણીને પરમ વૈરાગ્ય પામ્યા. માતાપિતાદિ સર્વ કુટુંબ પ્રત્યે ક્ષમાભાવ કરાવીને ઋષભદેવની પેઠે જ તેમણે દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે દશ હજાર રાજા નીકળ્યા. ભગવાને બે ઉપવાસની પ્રતિજ્ઞા કરી. બ્રહ્મદત્ત રાજાને ઘેર પારણાના દિવસે આહાર લીધો. તેમણે ચૌદ વર્ષ સુધી તપ કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું. તેમને ચોત્રીસ અતિશય અને આઠ પ્રાતિહાર્ય પ્રગટ થયા. ભગવાનને નેવું ગણધર હતા, એક લાખ મુનિ હતા. અજિતનાથના કાકા વિજયસાગર, જેમની જ્યોતિ સૂર્ય સમાન છે. તેમની રાણી સુમંગલાએ સગર નામના બીજા ચક્રવર્તી પુત્રને જન્મ આપ્યો. તેમને પણ નવિધિ, ચૌદ રત્ન આદિ વિભૂતિ ભરત ચક્રવર્તી જેટલી જ હતી. તેમના સમયમાં એક ઘટના બની, તે શ્રેણિક! તું સાંભળ. ભરત ક્ષેત્રના વિજ્યાર્ધની દક્ષિણ શ્રેણીમાં ચક્રવાલ નામે નગર હતું. ત્યાં વિદ્યાધરોનો અધિપતિ રાજા પૂર્ણધન મહાપ્રભાવમંડિત, વિદ્યાબળની અધિકતાવાળો રાજ્ય કરતો. તેણે વિહાયતિલક નગરના રાજા સુલોચનની કન્યા ઉત્પલમતીની માગણી કરી. રાજા સુલોચને નિમિત્તજ્ઞાનીના કહેવાથી તેને ન આપી અને સગર ચક્રવર્તીને આપવાનો વિચાર કર્યો. આથી પૂર્ણધન રાજા સુલોચન ઉપર ચડી આવ્યો. સુલોચનનો પુત્ર સહસ્રનયન પોતાની બહેનને લઈને ભાગ્યો અને વનમાં છુપાઈ ગયો. પૂર્ણધન યુદ્ધમાં સુલોચનને મારીને નગરમાં જઈ કન્યાની શોધ કરવા લાગ્યો પરંતુ તેને મળી નહિ. એટલે તે પોતાના નગરમાં ચાલ્યો ગયો. સહસ્ત્રનયન નિર્બળ હતો એટલે તે પોતાના પિતાના વધની વાત સાંભળી પૂર્ણધન ઉપર ગુસ્સે તો થયો, પણ કાંઈ કરી ન શક્યો. તે ગહનવનમાં ઘુમી રહ્યો. તે વન સિંહ, વાઘ, અષ્ટાપદાદિથી ભરેલું હતું. પછી ચક્રવર્તી એક માયામયી અશ્વ લઈને ઊડયા અને જે વનમાં સહસ્ત્રનયન હતો ત્યાં આવ્યા. ઉત્પલમતીએ ચક્રવર્તીને જોઈને ભાઈને કહ્યું કે ચક્રવર્તી પોતે જ અહીં પધાર્યા છે. તેથી ભાઈએ પ્રસન્ન થઈને ચક્રવર્તી સાથે પોતાની બહેન પરણાવી. આ ઉત્પલમતી ચક્રવર્તીની પટરાણી સ્ત્રીરત્ન થઈ. ચક્રવર્તીએ કૃપા કરીને સહસ્ત્રનયનને બન્ને શ્રેણીનો અધિપતિ બનાવ્યો. પછી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંચમું પર્વ ૪૧ સહસ્ત્રનયને પૂર્ણધન ઉપર ચડાઈ કરી, યુદ્ધમાં પૂર્ણધનને માર્યો અને બાપની હત્યાનું વેર લીધું. ચક્રવર્તી છ ખંડ પૃથ્વીનું રાજ કરતા હતા અને ચક્રવર્તીનો સાળો સહસ્ત્રનયન વિદ્યાધરની બન્ને શ્રેણીનું રાજ્ય કરતો હતો. પૂર્ણધનનો પુત્ર મેઘવાહન ભયથી ભાગ્યો. સહસ્ત્રનયનના યોદ્ધા મારવા માટે પાછળ દોડયા એટલે મેઘવાહન સમોસરણમાં શ્રી અજિતનાથને શરણે આવ્યો. ઇન્દ્ર ભયનું કારણ પૂછ્યું, ત્યારે મેઘવાહને કહ્યું કે મારા પિતાએ સુલોચનને માર્યો હતો અને સુલોચનના પુત્ર સહસ્ત્રનયને ચક્રવર્તીનો સાથ લઈ મારા પિતાને માર્યા અને અમારાં સગાઓનો નાશ કર્યો અને મને મારવાનો પ્રયત્ન કરે છે તેથી હું ઘેરથી હંસોની સાથે ઊડીને શ્રી ભગવાનના શરણમાં આવ્યો છું. આમ કહીને મનુષ્યોના કોઠામાં બેઠો. સહસ્ત્રનયનના યોદ્ધા તેને મારવા માટે આવ્યા હતા તે એને સમોસરણમાં આવેલો જાણીને પાછા ગયા અને સહસ્ત્રનયનને બધી હકીકત જણાવી. એટલે એ પણ સમોસરણમાં આવ્યો. ભગવાનના ચરણારવિંદના પ્રસાદથી બન્ને નિર્વેર થઈને બેઠા. તે વખતે ગણધરે ભગવાનને એના પિતાનું ચરિત્ર જણાવવા પૂછયું. ભગવાને કહ્યું કે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સગતિ નામનું નગર છે. ત્યાં ભાવન નામનો એક વેપારી રહેતો હતો. તેને આતકી નામની સ્ત્રી અને હરિદાસ નામનો પુત્ર હતો. તે ભાવન ચાર કરોડ દ્રવ્યનો સ્વામી હતો તોપણ લોભથી વ્યાપારના હેતુએ પરદેશમાં ગયો. તેણે જતી વખતે પુત્રને બધું ધન આપ્યું અને જુગાર વગેરે વ્યસન ન સેવવાની શિખામણ આપી. તેણે કહ્યું કે “, પુત્ર આ ધૂતાદિ કુવ્યસન બધા દોષનું કારણ છે, એનો સર્વથા ત્યાગ કરવો, એ પ્રકારની શિખામણ આપીને પોતે ધનતૃષ્ણાને કારણે જહાજ દ્વારા બીજા દ્વીપમાં ગયો. પિતાના ગયા પછી પુત્રે બધું ધન વેશ્યા, જુગાર, મદ્યપાન ઈત્યાદિ કુવ્યસનમાં ગુમાવી દીધું. જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું અને પોતે જુગારીનો દેણદાર થઈ ગયો ત્યારે તે દ્રવ્ય મેળવવા સુરંગ બનાવીને રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. હવે તે રાજાના મહેલમાંથી દ્રવ્ય લાવતો અને કુવ્યસન સેવતો. કેટલાક દિવસો પછી ભાવન પરદેશથી પાછો આવ્યો અને ઘરમાં પુત્રને ન જોયો. તેણે પોતાની સ્ત્રીને પૂછયું એટલે સ્ત્રીએ જવાબ આપ્યો કે આ સુરંગમાં થઈને રાજાના મહેલમાં ચોરી કરવા ગયો છે. આથી પિતાને પુત્રના મરણની આશંકા થવાથી તેને લાવવા માટે સુરંગમાં પેઠો. હવે આનું જવું અને પુત્રનું સામેથી આવવું. એને જોઈને પુત્રે જાણ્યું કે આ કોઈ વેરી આવે છે એટલે તેણે વેરી જાણીને તેને ખગથી મારી નાખ્યો. પછી અડકતાં ખબર પડી કે આ તો મારા પિતા છે એટલે ખૂબ દુ:ખી થઈને ડરીને ભાગ્યો અને અનેક દેશોમાં ભ્રમણ કરતો મરણ પામ્યો. તે પિતા-પુત્ર બન્ને કૂતરા થયા, પછી બિલાડા, પછી શિયાળ, પછી રીંછ, પછી નોળિયા, પછી પાડા, પછી બળદ થયા. આટલા જન્મોમાં પરસ્પર ઘાત કરીને મર્યા. પછી વિદેહક્ષેત્રમાં પુષ્કલવતી દેશમાં મનુષ્ય થયા. ત્યાંથી ઉગ્ર તપ કરીને અગિયારમાં સ્વર્ગમાં ઉત્તર અનુત્તર નામના દેવ થયા. ત્યાંથી આવીને જે ભાવન નામનો પિતા હતો તે પૂર્ણમેઘ વિધાધર થયો અને હરિદાસ નામનો પુત્ર હતો તે સુલોચન નામનો વિધાધર થયો. આ વેરથી જ પૂર્ણધને સુલોચનને માર્યો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ પાંચમું પર્વ પદ્મપુરાણ ગણધરદેવે સહસ્ત્રનયન અને મેઘવાહનને કહ્યું કે તમે પોતાના પિતાનું આ પ્રકારનું ચરિત્ર જાણીને, સંસારનું વેર છોડી સમતાભાવ ધારણ કરો. ત્યારે સગર ચક્રવર્તીએ ગણધરદેવને પૂછયું કે હે મહારાજ ! મેઘવાહન અને સહસ્ત્રનયનને વેર કેમ થયું? તે વખતે ભગવાનની દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પદ્મક નામનું નગર છે ત્યાં આરંભ નામનો અંક ગણિતશાસ્ત્રનો પાઠી મહાધનવાન રહેતો હતો. તેને બે શિષ્ય હતા. એક ચન્દ્ર, બીજો આવલી. આ બન્ને વચ્ચે મૈત્રી હતી. બન્ને ધનવાન, ગુણવાન, વિખ્યાત હતા. એમના ગુરુ આરંભે કે જે અનેક નીતિઓમાં અતિ વિચક્ષણ હતા તેમણે મનમાં વિચાર્યું કે કદાચ આ બન્ને મારું પદ લઈ લેશે. આમ જાણીને એ બન્નેનાં ચિત્ત જુદાં કરી નાખ્યાં. એક દિવસ ચન્દ્ર ગાય વેચવા માટે ગોપાળને ઘેર ગયો, તે ગાય વેચીને ઘેર આવતો હતો અને આવલીને તે જ ગાય ગોવાળિયા પાસેથી ખરીદીને લાવતો જોયો. આથી ચન્દ્ર આવલીને માર્ગમાં મારી નાખ્યો. તે પ્લેચ્છ થયો અને ચન્દ્ર મરીને બળદ થયો. તે સ્વેચ્છે બળદને મારીને ખાધો. મ્લેચ્છ નરક, તિર્યંચ યોનિમાં ભ્રમણ કરીને ઉંદર થયો ને ચન્દ્રનો જીવ બિલાડી થયો. બિલાડી ઉંદરને ખાઈ ગઈ. આમ, બન્ને પાપકર્મના યોગથી અનેક યોનિઓમાં ભ્રમણ કરીને કાશીમાં સંભ્રમદેવની દાસીના પુત્ર બેય ભાઈ થયા. એકનું નામ કૂટ અને બીજાનું નામ કાર્યાટિક. આ બન્નેને સંભ્રમદેવે ચૈત્યાલયની ટહેલ કરવા મોકલ્યા. તે મરીને પુણ્યના યોગથી રૂપાનંદ અને સ્વરૂપાનંદ નામના વ્યંતરદેવ થયા. રૂપાનંદ ચન્દ્રનો જીવ હતો અને સ્વરૂપાનંદ આવલીનો જીવ હતો. પછી રૂપાનંદ ચ્યવીને કંટ્યૂબીનો પુત્ર કુલંધર થયો અને સ્વરૂપાનંદ પુરોહિતનો પુત્ર પુષ્પભૂત થયો. આ બન્ને પરસ્પરના મિત્ર એક સ્ત્રીને માટે વેરી બન્યા. કુલંધર પુષ્પભૂતને મારવા દોડયો. ત્યાં એક વૃક્ષની નીચે સાધુ વિરાજતા હતા. તેમની પાસેથી ધર્મનું શ્રવણ કરી કુલંધર શાંત થયો. રાજાએ એને સામત જાણીને ખૂબ ઊંચે ચડાવ્યો. પૂષ્પભૂત કુલંધરને જૈનધર્મના પ્રસાદથી સંપત્તિવાન થયેલો જોઈને જૈની થયો અને વ્રત ધારણ કરી ત્રીજા સ્વર્ગમાં ગયો. કુલંધર પણ મરીને ત્રીજા સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાંથી વીને બન્ને ધાતકી ખંડના વિદેહક્ષેત્રમાં અરિજય પિતા અને જયાવતી માતાના પુત્ર થયા. એકનું નામ અમરશ્રુત, બીજાનું નામ ધનશ્રત. આ બન્ને ભાઈ મહાન યોદ્ધા હતા. તે હજાર સેનાના નાયક જગપ્રસિદ્ધ થયા. એક દિવસ રાજા હજાર સૂઢોવાળા હાથીને પકડવા વનમાં ગયો. આ બન્ને ભાઈ પણ સાથે ગયા. વનમાં ભગવાન કેવળી બિરાજતા હતા. તેમના પ્રતાપથી સિંહ, હરણાદિ જાતિવિરોધી જીવોને એક જગ્યાએ બેઠેલા જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. આગળ વધીને કેવળીના દર્શન કર્યા. રાજા તો મુનિ થઈ નિર્વાણ પામ્યા અને આ બન્ને ભાઈ મુનિ થઈ અગિયારમાં સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને ચન્દ્રનો જીવ અમરશ્રુત તો મેઘવાહન થયો અને આવલીનો જીવ ધનશ્રુત સહસ્ત્રનયન થયો. આ બન્નેના વેરનું વૃત્તાન્ત છે. હવે સગર ચક્રવર્તીએ ભગવાનને પૂછયું કે હે પ્રભો ! સહસ્ત્રનયનથી મારું જે અતિહિત થયું તો એમાં શું કારણ છે? ત્યારે ભગવાને કહ્યું કે આરંભ નામનો ગણિતશાસ્ત્રનો પાઠી મુનિને આહારદાન દઈને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંચમું પર્વ ૪૩ દેવકુફ ભોગભૂમિમાં ગયો. ત્યાંથી પ્રથમ સ્વર્ગમાં દેવ થઈ પછી ચન્દ્રપુરમાં રાજા હરિ અને રાણી ધરાદેવીનો પ્યારો પુત્ર વ્રતકીર્તન થયો અને મુનિપદ ધારણ કરી સ્વર્ગે ગયો અને પાછો વિદેહક્ષેત્રમાં રત્નસંચયપુરમાં મહાઘોષ પિતા, ચન્દ્રાણી માતાનો પ્રયોબ્રલ નામનો પુત્ર થઈ, મુનિવ્રત ધારી ચૌદમા સ્વર્ગમાં ગયો. ત્યાંથી ચ્યવીને ભરતક્ષેત્રમાં પૃથ્વીપુર નગરમાં યશોધર રાજા અને રાણી જયાને ઘેર જયકીર્તન નામનો પુત્ર થયો. તે પિતાની પાસે જિનદિક્ષા લઈ, વિજય વિમાનમાં ગયો. ત્યાંથી ચ્યવીને તું સગર ચક્રવર્તી થયો. આવલીના ભાવમાં આવેલી શિષ્ય પ્રત્યે તારો સ્નેહ હતો તેથી અત્યારે આવલીના જીવ સહસ્ત્રનયન પ્રત્યે તારો અધિક સ્નેહ છે. આ કથા સાંભળી ચક્રવર્તીને વિશેષ ધર્મની રુચિ થઈ અને મેઘવાહન તથા સહસ્ત્રનયન બને પોતાના પિતાના અને પોતાના પૂર્વભવ સાંભળીને નિર્વેર થયા, પરસ્પર મિત્ર થયા અને તેમને ધર્મમાં ખૂબ રુચિ થઈ. બન્નેને પૂર્વભવ યાદ આવ્યા, મહાશ્રદ્ધાવાન બનીને બન્ને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે હે નાથ ! આપ અનાથના નાથ છો, આ સંસારનાં પ્રાણી મહાદુઃખી છે, તેમને ધર્મનો ઉપદેશ આપીને ઉપકાર કરો છો. આપને કોઈની સાથે કાંઈ પ્રયોજન નથી, આપ જગતના નિષ્કારણ બંધુ છો, આપનું રૂપ ઉપમારહિત છે, આપ અપ્રમાણ બળના ધારી છો, આ જગતમાં આપના સમાન બીજું કોઈ નથી. આપ પૂર્ણ પરમાનંદ છો, કૃતકૃત્ય છો, સદા સર્વદર્શી અને સર્વના વલ્લભ છો, કોઈના ચિંતવનમાં આવતા નથી, જેમણે સર્વ પદાર્થોને જાણી લીધા છે એવા સર્વના અંતર્યામી, સર્વ જગતના હિતકર છો, હું જિનેન્દ્ર ! સંસારરૂપી અંધકૂપમાં પડેલાં આ પ્રાણીઓને ધર્મોપદેશરૂપ હસ્તાવલંબન જ છો. ઈત્યાદિ ઘણી સ્તુતિ કરી. એ બન્ને મેઘવાહન અને સહસ્ત્રનયન ગદગદ વાણીથી, આંસુથી ભીંજાયેલ નેત્રોથી પરમ હર્ષ પામ્યા અને વિધિપૂર્વક નમસ્કાર કરીને બેઠા. સિંહવીર્યાદિક મુનિ, ઇન્દ્રાદિક, દેવ, સગર આદિ રાજા સર્વ પરમ આશ્ચર્ય પામ્યા. પછી ભગવાનના સમોસરણમાં રાક્ષસોના ઇન્દ્ર ભીમ અને સુભીમ મેઘવાહન પ્રત્યે પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હું વિદ્યાધરના પુત્ર મેઘવાહન! તને ધન્ય છે કે તું ભગવાન અજિતનાથના શરણમાં આવ્યો. અમે તારા ઉપર અત્યંત પ્રસન્ન થયા છીએ. અમે તને તારી સ્થિરતાનું કારણ બતાવીએ છીએ તે તું સાંભળ. આ લવણસમુદ્રમાં અત્યંત વિષમ મહારમણીય હજારો અંતર્લીપ છે. લવણસમુદ્રમાં મગરમચ્છાદિકના સમૂહુ રમે છે, તે અંતર્ધ્વપમાં ક્યાંક તો ગંધર્વ ક્રીડા કરે છે, ક્યાંક કિન્નરોના સમૂહું રમે છે, ક્યાંક યક્ષોના સમૂહું કોલાહલ કરે છે, ક્યાંક લિંપુરુષ જાતિના દેવ કેલિ કરે છે. એમની વચ્ચે એક રાક્ષસદ્વીપ છે. તે સાતમો યોજન પહોળો અને સાતસો યોજન લાંબો છે. તેની વચ્ચે ત્રિકૂટાચલ પર્વત છે, તેની અંદર પ્રવેશવું ઘણું મુશ્કેલ છે, શરણનું સ્થળ છે. પર્વતનાં શિખરો સુમેરુનાં શિખર સમાન મનોહર છે. પર્વત નવ યોજન ઊંચો, પચાસ યોજના પહોળો છે, વિવિધ પ્રકારનાં રત્નોની જ્યોતિથી મંડિત છે, તેના તટ સુવર્ણમય છે. જાતજાતની વેલોથી વીંટળાયેલાં કલ્પવૃક્ષોથી પૂર્ણ છે. તેની તળેટીમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમું પર્વ પદ્મપુરાણ ત્રીસ યોજન પ્રમાણ લંકા નામની નગરી છે. જે રત્ન અને સુર્વણના મહેલથી અત્યંત શોભે છે, ત્યાં મનોહર ઉધાનો છે, કમળોથી શોભતાં સરોવરો છે, મોટાં મોટાં ચૈત્યાલયો છે. તે નગરી ઇન્દ્રપુરી સમાન છે અને દક્ષિણ દિશાની શોભા છે. હું વિદ્યાધર ! તું સમસ્ત બાંધવો સહિત ત્યાં વસીને સુખેથી રહે. આમ કહીને ભીમે-રાક્ષસોના ઇન્દ્ર તેને રત્નમયથી હાર આપ્યો. તે હાર પોતાનાં કિરણોથી અત્યંત ઉદ્યોત ફેલાવે છે અને રાક્ષસોનો ઇન્દ્ર મેઘવાહનનો જન્માન્તરમાં પિતા હતો તેથી સ્નેહથી હાર આપ્યો અને રાક્ષસદ્વીપ આપ્યો તથા ધરતીની વચ્ચે પાતાલ લંકા, જેમાં છ યોજન ઊંડું અને એકસો સાડી એકવીસ યોજન અને દોઢ કળા પહોળું એવું અલંકારોદય નામનું નગર છે તે પણ આપ્યું. તે નગરમાં શત્રુઓનું મન પણ પ્રવેશી શકે તેમ નથી, જે સ્વર્ગ સમાન મનોહર છે. રાક્ષસોના ઇન્દ્ર કહ્યું, “કદાચ તને દુશ્મનોનો ભય લાગતો હોય તો આ પાતાળલંકામાં સકળ વંશવારસો સાથે સુખેથી રહે. લંકા રાજધાની અને પાતાળલંકા ભયનિવારણનું સ્થાન છે.” આ પ્રમાણે ભીમ સુભીમે પૂર્ણધનના પુત્ર મેઘવાહનને કહ્યું. આથી મેઘવાહન અત્યંત હર્ષ પામ્યો. ભગવાનને નમસ્કાર કરીને તે ઊભો થયો એટલે રાક્ષસોના ઇન્દ્ર તેને રાક્ષસવિધા પાતી તે લઈને આકાશમાર્ગે વિમાનમાં ચડી લંકા ગયો. જ્યારે સર્વ ભાઈઓએ સાંભળ્યું કે મેઘવાહનને રાક્ષસોના ઇન્દ્ર અતિપ્રસન્ન થઈને લંકા આપી છે એટલે સમસ્ત બંધુવર્ગનાં મન પ્રફુલિત થયાં. જેમ સૂર્યના ઉદયથી સમસ્ત કમળો પ્રફુલ્લિત થાય છે તેમ બધા જ વિધાધર મેઘવાહન પાસે આવ્યા. તેમનાથી શોભતો મેઘવાહન ચાલ્યો. કેટલાક રાજા આગળ ચાલતા હતા. કેટલાક પાછળ, કેટલાક જમણી બાજુએ, કેટલાક ડાબી બાજુએ, કેટલાક હાથી ઉપર ચડીને, કેટલાક ઘોડા ઉપર બેસીને અને કેટલાક રથમાં બેસીને જતા હતા. કેટલાક પાલખીમાં બેસીને અને કેટલાક પગે ચાલતા ગયા. જય જયકારના શબ્દો થઈ રહ્યા છે, દંદુભિ વાજાં વાગે છે, રાજા ઉપર છત્ર રાખ્યું છે, ચમર ઢોળાય છે, અનેક ધ્વજ આગળ ચાલે છે, અનેક વિધાધર મસ્તક નમાવે છે. આ પ્રમાણે રાજા ચાલતા ચાલતા લવણસમુદ્ર પાસે આવ્યા. તે સમુદ્ર આકાશ સમાન વિસ્તીર્ણ. પાતાલ સમાન ઊંડો અને તમાલવન સમાન શ્યામ છે. તરંગોના સમુથી ભરેલો છે, અનેક મગરમચ્છ જેમાં કલ્લોલ કરે છે તે સમુદ્ર જોઈને રાજા હર્ષિત થયો. પર્વતના અધોભાગમાં કોટ, દરવાજા અને ખાઈઓથી સંયુક્ત લંકા નામની મહાપુરી છે ત્યાં પ્રવેશ કર્યો. લંકાપુરીમાં રત્નોની જ્યોતિથી આકાશ સંધ્યા સમાન લાલ થઈ રહ્યું છે, મોગરાનાં ફૂલ જેવાં ઉજ્જવળ ઊંચા ભગવાનનાં ચૈત્યાલયોથી ભરેલી નગરી શોભે છે, ચૈત્યાલયો ઉપર ધજા લહેરાઈ રહી છે. ચૈત્યાલયોની વંદના કરી રાજાએ મહેલમાં પ્રવેશ કર્યો અને બીજાં પણ ધરોમાં રહેલાં રત્નોની શોભાથી તેનું મન અને નેત્ર પ્રસન્ન થયાં. ત્યારપછી કિન્નરગીતા નામના નગરમાં રાજા રતિમયૂખ અને રાણી અનુમતીની સુપ્રભા નામની કન્યા, નેત્ર અને મનને, ચોરનારી, કામનું નિવાસ, લક્ષ્મીરૂપ, કુમુદિનીને પ્રફુલ્લિત કરવા માટે ચંદ્રમાની ચાંદની સમાન, લાવણ્યરૂપ જળની સરોવરી, આભૂષણોનું આભૂષણ. ઈન્દ્રિયોને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંચમું પર્વ ૪૫ પ્રમોદ કરનારી હતી તે રાજા મેઘવાહનને મહાઉત્સાહથી પરણી. તેને મહારક્ષ નામનો પુત્ર થયો. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર ઇન્દ્રાણી સહિત રહે છે તેમ રાજા મેઘવાહને રાણી સુપ્રભા સહિત લંકામાં ઘણો કાળ રાજ કર્યું. એક દિવસ મેઘવાહન ભગવાન અજિતનાથની વંદના માટે સમોસરણમાં ગયો. ત્યાં બીજી વાતો પૂરી થઈ ત્યારે સગરે ભગવાનને નમસ્કાર કરી પૂછયું કે હે પ્રભો! આ અવસર્પિણી કાળમાં ધર્મચક્રના સ્વામી આપના જેવા જિનેશ્વરો કેટલા થયા અને કેટલા થશે? આપ ત્રણે લોકને સુખ આપનાર છો, આપના જેવા પુરુષોનો જન્મ લોકમાં આશ્ચર્યકારી છે. એ ઉપરાંત ચક્રરત્નના સ્વામી તથા વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળભદ્ર કેટલા થશે? આમ સગરે પ્રશ્ન કર્યો. તે વખતે ભગવાને દિવ્ય ધ્વનિથી વ્યાખ્યાન કર્યું. તે વખતે ભગવાનના હોઠ હાલ્યા નહિ, એ મહાન આશ્ચર્ય હતું. દિવ્ય ધ્વનિ સાંભળી શ્રોતાઓના કાનમાં ઉત્સાહ જાગ્યો. ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રત્યેક કાળમાં ચોવીસ તીર્થકર હોય છે. જ્યારે મોહરૂપ અંધકારથી સમસ્ત જગત આચ્છાદિત થયું હતું તે વખતે ધર્મનો વિચાર નહોતો અને બીજા કોઈ રાજા નહોતા તે વખતે ભગવાન ઋષભદેવ જમ્યા. તેમણે કર્મભૂમિની રચના કરી ત્યારથી કૃતયુગ કહેવાયો. ભગવાને ક્રિયાના ભેદથી ત્રણ વર્ણ સ્થાપ્યા અને એમના પુત્ર ભરતે વિપ્ર વર્ગની સ્થાપના કરી. ભરતનું તેજ પણ ઋષભ સમાન હતું. ભગવાન ઋષભદેવે જિનદીક્ષા ધારણ કરી અને ભવતાપથી પીડિત ભવ્ય જીવોને શમભાવરૂપ જળથી શાંત કર્યા. શ્રાવક અને મુનિના બન્નેના ધર્મ પ્રગટ કર્યા. જેમના ગુણની ઉપમાને લાયક જગતમાં કોઈ પદાર્થ નથી એવા તે ઋષભદેવ કૈલાસ પર્વત ઉપરથી નિર્વાણ પધાર્યા ઋષભદેવનું શરણ પામીને અનેક મુનિઓ સિદ્ધ થયા અને કેટલાક સ્વર્ગનું સુખ પામ્યા. કેટલાક ભદ્ર પરિણામી મનુષ્યભવ પામ્યા અને કેટલાક મરીચાદિ મિથ્યાત્વના રાગથી સંયુક્ત અત્યંત ઉજ્જવળ ભગવાનના માર્ગને અવલોકી ન શક્યા. જેમ ઘુવડ સૂર્યપ્રકાશને ન જાણે તેમ તેઓ કુધર્મને અંગીકાર કરી કુદેવ થયા અને નરક તિર્યંચ ગતિને પામ્યા. ભગવાન ઋષભદેવને મુક્તિમાં ગયે પચાસ લાખ કરોડ સાગર થયા ત્યારે સર્વાર્થસિદ્ધિથી ચ્યવીને બીજા તીર્થકર અમે અજિતનાથ થયા. જ્યારે ધર્મની ગ્લાનિ થાય, મિથ્યાષ્ટિનો અધિકાર જામે, આચારનો અભાવ થાય ત્યારે ભગવાન તીર્થકર જન્મે છે અને ધર્મનો ઉદ્યોત કરે છે, ભવ્ય જીવો ધર્મ પામી સિદ્ધ થાય છે. અમારા મોક્ષ ગયા પછી બીજા બાવીશ તીર્થકરો થશે. ત્રણ લોકમાં ઉધોત કરનારા તે સર્વ મારા જેવા કાંતિ, વીર્ય, વિભૂતિના ધણી ત્રિલોકપૂજ્ય જ્ઞાનદર્શનરૂપ થશે. તેમાં ત્રણ તીર્થકર શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, એ ત્રણ ચક્રવર્તીપદના પણ ધારક થશે. તે ચોવીસે ય તીર્થકરના નામ સાંભળો. ૧. ઋષભ, ૨. અજિત, ૩. સંભવ, ૪. અભિનંદન, ૫. સુમતિ, ૬. પદ્મપ્રભ, ૭. સુપાર્શ્વ, ૮. ચંદ્રપ્રભ, ૯, પુષ્પદંત, ૧૦. શીતળ, ૧૧. શ્રેયાંસ, ૧૨. વાસુપૂજ્ય, ૧૩. વિમળ, ૧૪. અનંત, ૧૫. ધર્મ, ૧૬, શાંતિ, ૧૭. કુંથુ, ૧૮ અર, ૧૯. મલ્લિ, ૨૦. મુનિ સુવ્રત, ૨૧. નમિ, ૨૨. નેમિ, ૨૩. પાર્થ, ૨૪. મહાવીર આ બધા જ દેવાધિદેવ જિનાગમના ધુરંધર થશે અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ પાંચમું પર્વ પદ્મપુરાણ સર્વના ગર્ભાવતારમાં રત્નોની વર્ષા થશે. સર્વના જન્મકલ્યાણક સુમેરુ પર્વત પર ક્ષીરસાગરના જળથી થશે, તે સર્વ ઉપમારહિત, તેજરૂપ, સુખ અને બળવાન થઈ સર્વ કર્મશુત્રનો નાશ કરશે. મહાવીર સ્વામીરૂપી સૂર્યનો અસ્ત થયા પછી પાખંડરૂપ અજ્ઞાની ચમત્કાર કરશે. તે પાખંડી સંસારરૂપ કૂવામાં પોતે પડશે અને બીજાઓને પાડશે. ચક્રવર્તીઓમાં પ્રથમ ભરત થયા, બીજો તું સગર, ત્રીજા સનત્કુમાર, ચોથા મધવા, પાંચમા શાંતિ, છઠ્ઠા કુંથુ, સાતમા અર, આઠમા સુભૂમ, નવમા મહાપદ્મ, દશમા હરિષણ, અગિયારમા જયસેન, બારમા બ્રહ્મદત્ત. આ બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવ થશે. તેમનું ચિત્ત ધર્મમાં સાવધ રહેશે. આ અવસર્પિણીના મહાપુરુષ કહ્યા. એ જ પ્રમાણે ઉત્સર્પિણીમાં ભરત ઐરાવતમાં જાણવા. આ પ્રમાણે મહાપુરુષોની વિભૂતિ અને કાળની પ્રવૃત્તિ તથા કર્મોને વશ થવાથી સંસારનું ભ્રમણ, કર્મરહિત થનારાઓને મુક્તિનું નિરુપમ સુખ, એ સર્વન મેવાને સાંભળ્યું. એ વિચક્ષણ પુરુષ મનમાં વિચારવા લાગ્યો કે અરેરે! જે કર્મોથી આ જીવ આતાપ પામે છે તે જ કર્મોને મોહમદિરાથી ઉન્મત્ત થયેલો આ જીવ બાંધે છે. આ વિષયો વિષની જેમ પ્રાણનું હરણ કરનારા, કલ્પનામાત્ર મનોજ્ઞ છે. દુઃખ ઉત્પન્ન કરનારા છે. એમાં રિત શા માટે કરવી ? આ જીવે ધન, સ્ત્રી, કુટુંબાદિમાં અનેક ભવોમાં રાગ કર્યો, પરંતુ એ ૫૨૫દાર્થ એના થયા નહિ. આ સદાય એકલો જ સંસારમાં પરિભ્રમણ કરે છે અને સર્વ કુટુંબાદિક ત્યાં સુધી જ તેના તરફ સ્નેહ રાખે છે, જ્યાં સુધી દાનથી એ તેમનું સન્માન કરે છે. જેમ કૂતરાના બચ્ચાને જ્યાં સુધી રોટલાનો ટૂકડો ફેંકીએ ત્યાં સુધી જ તે આપણું હોય છે. અંતકાળે પુત્ર, સ્ત્રી, બાંધવ, મિત્ર, ધનાદિકની સાથે કોણ ગયું અને એ કોની સાથે ગયા? આ ભોગ છે તે કાળા સર્પની ફેણ સમાન ભયાનક છે, નરકનાં કારણ છે, તેનો સંગ ક્યો બુદ્ધિમાન કરે ? અહો ! આ મહાન આશ્ચર્ય છે. લક્ષ્મી ઠગ છે, પોતાના આશ્રિતોને ઠગે છે, એના જેવી બીજા દુષ્ટતા કઈ છે? જેમ સ્વપ્નમાં કોઈનો સમાગમ થાય છે તેમ કુટુંબનો સમાગમ જાણવો. જેમ ઇન્દ્ર ધનુષ્ય ક્ષણભંગુર છે, તેમ પરિવારનું સુખ ક્ષણભંગુર જાણવું. આ શરીર પાણીના પરપોટા સમાન અસાર છે અને આ જીવન વીજળીના ચમકારની પેઠે અસાર, ચંચળ છે માટે આ સર્વનો ત્યાગ કરી એક ધર્મની જ સહાય અંગીકાર કરું. ધર્મ સદા કલ્યાણકારી છે, કદાપિ વિઘ્નકારી નથી. સંસાર, શરીર, ભોગાદિક ચાર ગતિનાં ભ્રમણનાં કારણ છે, મહાદુઃખરૂપ છે. સુખ ઇન્દ્રધનુષ્યવત્ અને શરીર જળબુદબુદવત્ ક્ષણિક છે, એમ જાણી તે રાજા મેઘવાહને જેને મહાવૈરાગ્ય જ કવચ છે તેણે મહારક્ષ નામના પુત્રને રાજ્ય આપીને ભગવાન શ્રી અજિતનાથની પાસે દીક્ષા અંગીકાર કરી. રાજાની સાથે બીજા એકસો દસ રાજા વૈરાગ્ય પામી થરૂપ બંદીખાનામાંથી છૂટયા. મેઘવાહનનો પુત્ર મહા૨ક્ષ રાજગાદી પર બેઠો તે ચંદ્રમા સમાન દાનરૂપી કિરણોથી કુટુંબરૂપી સમુદ્રને પૂર્ણ કરતો થકો લંકારૂપી આકાશમાં પ્રકાશ ફેલાવવા લાગ્યો. મોટા મોટા વિદ્યાધર રાજાઓ સ્વપ્નમાં પણ તેની આજ્ઞા પામી આદરપૂર્વક પ્રતિબોધ પામી હાથ જોડી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંચમું પર્વ ૪૭ નમસ્કાર કરતા હતા. તે મહારક્ષને પ્રાણ સમાન પ્યારી વિમલપ્રભા રાણી હતી. તે છાયા સમાન પતિની અનુગામિની હતી. તેને અમ૨૨ક્ષ, ઉદધિરક્ષ, ભાનુ૨ક્ષ એ ત્રણ પુત્ર થયા. તે પુત્રો નાના પ્રકારનાં શુભકર્મોથી પૂર્ણ જગતમાં ચારે તરફ પ્રસિદ્ધિ પામ્યા, જાણે કે ત્રણ લોક જ ન હોય! પછી અજિતનાથ સ્વામી અનેક ભવ્ય જીવોનો નિસ્તાર કરીને સમ્મેદશિખરથી સિદ્ધપદ પામ્યા. સગરની ઇન્દ્રાણી તુલ્ય છન્દુ હજાર રાણીઓ અને સાઠ હજાર પુત્રો કોઈ એક વેળા કૈલાસ પર્વતની વંદના કરવા આવ્યા. ત્યાં ભગવાનનાં ચૈત્યાલયોની વંદના કરીને દંડરત્નથી . કૈલાસ પર્વતની ચારે તરફ ખાઈ ખોદવા લાગ્યા. નાગેન્દ્ર તેમને ક્રોધદષ્ટિથી જોયા તેથી તે બધા બળીને ભસ્મ થઈ ગયા. તેમનામાંથી બે આયુષ્યકર્મ શેષ હોવાથી બચી ગયા. એકનું નામ ભીમરથ અને બીજાનું ભગીરથ. ત્યારે બધાએ વિચાર્યું કે અચાનક જો આ સમાચાર ચક્રવર્તીને કહેશું તો ચક્રવર્તી તત્કાલ મૃત્યુ પામશે. આમ જાણીને એમને મળવા અને સમાચાર આપવાની પંડિતોએ ના પાડી. સર્વ રાજાઓ અને મંત્રીઓ જે રીતે આવ્યા હતા તે જ પ્રમાણે આવ્યા અને વિનયપૂર્વક ચક્રવર્તીની પાસે પોતપોતાના સ્થાન ઉપર બેસી ગયા. તે વખતે એક વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે ‘હૈ સગર! જો આ સંસારની અનિત્યતા, જેને જોતાં ભવ્ય જીવોનું મન સંસારમાં પ્રવર્તતું નથી. અગાઉ તમારા જેવા જ પરાક્રમી રાજા ભરત થયા હતા, જેણે છ ખંડની પૃથ્વી દાસી સમાન વશ કરી હતી. તેમને અર્કકીર્તિ નામે પુત્ર હતો. તે મહાપરાક્રમી હતો, જેના નામ પરથી સૂર્યવંશ પ્રવર્તો. આવી રીતે જે અનેક રાજાઓ થયા તે સર્વે કાળને વશ થયા. તે રાજાઓની વાત તો દૂર જ રહો પણ સ્વર્ગલોકના મહાવૈભવયુક્ત જે ઇન્દ્ર તે પણ ક્ષણમાં વિલય પામે છે અને ત્રણે લોકને આનંદ આપનાર જે ભગવાન તીર્થંકર છે તે પણ આયુષ્ય પૂરું થતાં શરીર છોડીને નિર્વાણ પામે છે. જેમ પક્ષી એક વૃક્ષ ઉપર રાત્રે આવીને રહે છે અને સવાર થતાં જુદી જુદી દિશાઓમાં ગમન કરે છે તેવી જ રીતે આ પ્રાણી કુટુંબરૂપી વૃક્ષ પર આવીને વસે છે સ્થિતિ પૂરી થતાં પોતાના કર્મવશે ચાર ગતિમાં ગમન કરે છે. સૌથી બળવાન આ કાળ છે, જેણે મહાન બળવાનોને પણ નિર્બળ બનાવી દીધા છે. અરે! એ મોટા આશ્ચર્યની વાત છે કે મોટા પુરુષોનો વિનાશ જોઈને પણ અમારું હૃદય ફાટી જતું નથી. આ જીવોનાં શરીર, સંપદા અને ઈષ્ટના સંયોગને ઇન્દ્રધનુષ્ય, સ્વપ્ન, વીજળી કે ફીણના ૫૨પોટા સમાન જાણવું. આ જગતમાં એવુ કોઈ નથી, જે કાળથી બચી શકે. એક સિદ્ધ જ અવિનાશી છે. પુરુષ હાથથી પહાડના ચૂરેચૂરા કરી નાખે, સમુદ્ર શોષી લે, તે પણ કાળના મુખમાં પડે છે. આ મૃત્યુ અલંધ્ય છે. આ ત્રણે લોક મૃત્યુને વશ છે, કેવળ મહામુનિ જ જિનધર્મના પ્રસાદથી મૃત્યુને જીતે છે. આવા અનેક રાજા કાળવશ થયા તેમ આપણે પણ કાળવશ થઈશું. ત્રણે લોકનો એ જ માર્ગ છે એમ જાણીને જ્ઞાની પુરુષો શોક કરતા નથી. શોક સંસારનું કારણ છે, આ પ્રમાણે વૃદ્ધ પુરુષે કહ્યું અને એ જ રીતે સભાના બધા લોકોએ વાત કરી. તે જ વખતે ચક્રવર્તીએ પોતાના બે જ પુત્રો જોયા એટલે મનમાં વિચારવા લાગ્યા કે મારા સાઠ હજાર પુત્રો સદા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ પાંચમું પર્વ પદ્મપુરાણ ભેળા જ હોય છે. તેઓ સાથે જ ભેગા થઈને મારી પાસે આવે છે અને નમસ્કાર કરે છે અને આજે આ બે જ દીન મુખે આવેલા દેખાય છે તેથી લાગે છે કે બીજા બધા કાળવશ થયા છે. આ રાજાઓ મને અન્યોક્તિ વડે સમજાવે છે, તેઓ મારું દુઃખ જોઈ શકવાને અસમર્થ છે, આમ જાણીને રાજાએ શોકરૂપી સર્પથી ડંસ પામવા છતાં પણ પ્રાણ ત્યજ્યા નહિ. મંત્રીઓનાં વચનથી શોકને દબાવી, સંસારને કેળના ગર્ભ સમાન અસાર જાણી, ઇન્દ્રિયોનાં સુખ છોડી, ભગીરથને રાજ્ય આપી જિનદીક્ષા ગ્રહણ કરી. આ આખીયે છ ખંડની ધરતીને જીર્ણ ઘાસ સમાન જાણીને છોડી દીધી. તેમણે ભીમરથ સહિત શ્રી અજિતનાથ ભગવાનની નિકટ મુનિ થઈ, કેવળજ્ઞાન ઉપજાવીને સિદ્ધપદની પ્રાપ્તિ કરી. ત્યારપછી એક વખત સગરના પુત્ર ભગીરથે શ્રુતસાગર મુનિને પૂછયું કે હું પ્રભો ! અમારા ભાઈઓ એક સાથે જ મરણ પામ્યા તેમાંથી ફકત હું જ બચ્યો, તો તે કયા કારણથી ? ત્યારે મુનિરાજ બોલ્યા કે એક વખત ચતુર્વિધ સંઘ વંદના નિમિત્તે સમ્મદશિખર જતો હતો. તે ચાલતાં ચાલતાં અંતિમ ગ્રામ પાસે આવી પહોંચ્યો. તેમને જોઈને અંતિમ ગ્રામના લોકો દુર્વચન બોલવા લાગ્યા અને મશ્કરી કરવા લાગ્યા. ત્યાં એક કુંભારે તેમને રોકયા અને મુનિઓની સ્તુતિ કરવા લાગ્યો. પછી તે ગામના એક માણસે ચોરી કરી એટલે રાજાએ આખા ગામને બાળી નાખ્યું. તે દિવસે તે કુંભાર કોઈ બીજે ગામ ગયો હતો તેથી તે બચી ગયો. તે કુંભાર મરીને વણિક થયો અને ગામના બીજા જે લોકો મરણ પામ્યા હતા તે બેઈન્દ્રિય કોડી થયા. કુંભારના જીવ મહાજને તે સર્વ કોડી ખરીદી લીધી. પછી તે મહાજન મરીને રાજા થયો અને કોડીના જીવ મરીને કીડીઓ થઈ તે હાથીના પગ નીચે કચરાઈ ગઈ. રાજા મુનિ થઈને દેવ થયો અને દેવમાંથી તું ભગીરથ થયો અને ગામના લોકો કેટલાક ભવ કરીને સગરના પુત્રો થયા. તેમણે મુનિસંઘની નિંદાના કારણે જન્મોજન્મ કુગતિ પ્રાપ્ત કરી અને તું સ્તુતિ કરવાના કારણે આવો થયો. આ પૂર્વભવ સાંભળીને ભગીરથ પ્રતિબોધ પામ્યો. તેણે મુનિરાજનાં વ્રત ધારણ કર્યા અને અંતે પરમપદની પ્રાપ્તિ કરી. ગૌતમસ્વામી રાજા શ્રેણિકને કહે છે – “હે શ્રેણિક! આ સગરનું ચરિત્ર તને કહ્યું. આગળ લંકાની કથા કહીએ છીએ તે સાંભળ.' મહારિક્ષ નામનો વિદ્યાધર ઘણી સંપદા સહિત લંકામાં નિષ્ફટક રાજ્ય કરતો. તે એક દિવસ પ્રમદ નામના ઉધાનમાં રાજ્યના લોકો સાથે ક્રિીડા માટે ગયો. પ્રમદ ઉદ્યાન કમળોથી પૂર્ણ સરોવરોથી શોભે છે. નાના પ્રકારનાં રત્નોથી પ્રભા ધારણ કરતા ઊંચા પર્વતોથી મહારમણીય છે. સુંગધી પુષ્પો ભરેલાં વૃક્ષોથી શોભિત અને મધુર શબ્દો બોલનાર પક્ષીઓના સમૂહથી અતિસુન્દર છે, જ્યાં રત્નોની રાશિ છે અને અતિસઘન પત્રપુષ્પોથી મંડિત લતાઓનાં મંડપો જ્યાં ઠેરઠેર છવાયેલા છે એવા વનમાં રાજાએ રાજ્યલોક સહિત નાનાપ્રકારની ક્રિીડા કરી. રતિસાગરમાં ડૂબતાં તેણે નંદનવનમાં ઇન્દ્ર ક્રીડાકરે તેમ ક્રીડા કરી. ત્યાં સૂર્યાસ્ત થતાં કમળો બિડાઈ ગયાં. તેમાં ભમરાઓને ગુંગળાઈને મરેલા જોઈને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંચમું પર્વ ૪૯ રાજાને ચિંતા થઈ. કેવો છે રાજા? જેને મોહ મંદ થયો છે અને ભવસાગરથી પાર થવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે. રાજા વિચારે છે કે જુઓ, પુષ્પરસમાં આસક્ત આ મૂઢ ભમરો ગંધથી તૃપ્ત ન થયો અને મૃત્યુ પામ્યો. ધિકાર હો આવી ઈચ્છાને! જેમ કમળના રસમાં આસક્ત આ ભમરો મરણ પામ્યો તેમ હું સ્ત્રીઓના મુખરૂપી કમળનો ભ્રમર બનીને, મરીને કુગતિમાં જઈશ. જો આ ભ્રમરો એક નાસિકા ઇન્દ્રિયનો લોલુપી નાશ પામ્યો તો હું તો પાંચેય ઇન્દ્રિયોનો લોભી છું. મારી શી દશા થશે અથવા આ ચોરીન્દ્રિય જીવ અજ્ઞાની હોવાથી ભૂલ્યો તો ભલે ભૂલ્યો, પણ હું જ્ઞાનસંપન્ન હોવા છતાં વિષયોને વશ કેમ થયો? મધ ચોપડેલી ખગની ધારને ચાટવામાં સુખ શાનું હોય ? જીભના જ ટુકડા થાય છે. તેવા વિષયના સેવનમાં સુખ ક્યાંથી હોય? અનંત દુ:ખોનું ઉપાર્જન જ થાય છે. વિષફળ સમાન વિષયોથી જે મનુષ્ય પરાડમુખ છે તેમને હું મન, વચન, કાયાથી નમસ્કાર કરું છું. અરેરે ! આ અત્યંત ખેદની વાત છે કે હું પાપી ઘણા દિવસો સુધી આ દુષ્ટ વિષયોથી ઉગાઈ ગયો. આ વિષયોનો પ્રસંગ વિષમ છે. વિષ તો એક ભવમાં પ્રાણ હરે છે અને આ વિષયો અનંતભવમાં પ્રાણ હરે છે. જ્યારે રાજાએ આવો વિચાર કર્યો તે વખતે વનમાં શ્રુતસાગર મુનિ આવ્યા. તે મુનિ પોતાના રૂપથી ચન્દ્રમાની ચાંદનીને જીવે છે અને દીપ્તિથી સૂર્યને જીતે છે, સ્થિરતાના સુમેરુથી અધિક છે. જેમનું મન એક ધર્મધ્યાનમાં જ આસક્ત છે અને જેમણે રાગદ્વેષ બેયને જીતી લીધા છે તથા મન, વચન, કાયાના અપરાધ જેણે તક્યા છે, ચાર કષાયોને જીતનાર, પાંચ ઈન્દ્રિયોને વશ કરનાર, છ કાયના જીવ પ્રત્યે દયાળુ, સાત ભયવર્જિત, આઠ મદરહિત, નવ નયના વેત્તા, શીલની નવવાહના પાળનાર, દસ લક્ષણ ધર્મસ્વરૂપ, પરમ તપને ધારણ કરનાર, સાધુઓના સમૂહુ સહિત સ્વામી પધાર્યા. તેઓ જીવજંતુરહિત પવિત્ર સ્થાન જોઈને વનમાં રહ્યા. તેમના શરીરની જ્યોતિથી દશે દિશામાં ઉદ્યોત થઈ ગયો. વનપાળના મુખેથી સ્વામી આવ્યાના સમાચાર સાંભળીને રાજા મહારિક્ષ વિધાધર વનમાં આવ્યા. કેવા છે રાજા? જેમનું મન ભક્તિભાવથી વિનયરૂપ બન્યું છે. તે રાજા આવીને મુનિના પગમાં પડ્યા. તે મુનિનું મન અતિપ્રસન્ન છે, તેમનાં ચરણકમળ કલ્યાણના દેનાર છે. રાજાએ સમસ્ત સંઘને નમસ્કાર કરી, કુશળ પૂછી, એક ક્ષણ બેસીને, ભક્તિભાવથી મુનિને ધર્મનું સ્વરૂપ પૂછયું. મુનિના હૃદયમાં શાંતભાવરૂપી ચન્દ્રમાં પ્રકાશ પાથરી રહ્યો હતો. તે વચનરૂપી કિરણોથી ઉધત કરતા થકા વ્યાખ્યાન કરવા લાગ્યા કે હું રાજા, ધર્મનું લક્ષણ જીવદયા જ છે અને સત્ય વચનાદિ સર્વ ધર્મનો જ પરિવાર છે. આ જીવ કર્મના પ્રભાવથી જે ગતિમાં જાય છે તે જ શરીરમાં મોહિત થાય છે માટે જો કોઈ ત્રણ લોકની સંપદા આપે તો પણ તે પ્રાણી પોતાનો પ્રાણ ત્યાગતો નથી. બધા જીવોને પ્રાણ સમાન બીજું કાંઈ વ્હાલું નથી. બધા જ જીવવાની ઈચ્છા રાખે છે. મરવાને કોઈ ઈચ્છતું નથી. ઘણું કહેવાથી શું? જેમ આપણને આપણા પ્રાણ વ્હાલા છે, તેવી જ રીતે બધાને વ્હાલા હોય છે તેથી જે મૂર્ખ પરજીવના પ્રાણ હરે છે, તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ પાંચમું પર્વ પદ્મપુરાણ દુષ્ટકર્મી નરકમાં પડે છે તેના જેવો બીજો કોઈ પાપી નથી. એ જીવોના પ્રાણ હરી અનેક જન્મો સુધી કુગતિમાં દુ:ખ પામે છે – જેમ લોઢાનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે તેમ હિંસક જીવ ભવસાગરમાં ડૂબે છે. જે વચનમાં મીઠા બોલ બોલે છે અને હૃદયમાં વિષ ભર્યું હોય, ઈન્દ્રિયોને વશ થઈને મનથી મલિન હોય, શુભાચારથી રહિત, સ્વેચ્છાચારી કામના સેવનાર છે, તે નરક, તિર્યંચ ગતિમાં ભ્રમણ કરે છે. પ્રથમ તો આ સંસારમાં જીવને મનુષ્યદેહ દુર્લભ છે. એમાં ઉત્તમ કુળ, આર્યક્ષેત્ર, સુન્દરતા, ધનની પૂર્ણતા, વિધાનો સમાગમ, તત્ત્વનું જ્ઞાન, ધર્મનું આચરણ, એ બધું અતિદુર્લભ છે. ધર્મના પ્રસાદથી કેટલાક તો સિદ્ધપદ પામે છે. કેટલાક સ્વર્ગમાં સુખ મેળવી પરંપરાએ મોક્ષ પામે છે અને કેટલાક મિથ્યાષ્ટિ અજ્ઞાન તપથી દેવ થઈ, સ્થાવર યોનિમાં જઈ પડે છે. કેટલાક પશુ થાય છે, કેટલાક મનુષ્ય જન્મ પામે છે. માતાનું ગર્ભસ્થાન મળમૂત્રથી ભરેલું છે. કૃમિઓના સમૂહથી પૂર્ણ છે. અત્યંત દુર્ગધવાળું, અત્યંત દુસ્સ, તેમાં પિત્ત-કફની વચ્ચે ચામડીની જાળથી ઢંકાયેલ આ પ્રાણી જનનીના આહારનો રસાંશ ચાટે છે. તેનાં સર્વ અંગ સંકોચાઈને રહે છે. દુઃખના ભારથી પીડિત થઈ, નવ મહિના ઉદરમાં વસીને યોનિદ્વારથી બહાર નીકળે છે. મનુષ્યદેહુ પામીને પાપી જીવ ધર્મને ભૂલી જાય છે. મિથ્યાદષ્ટિ જીવ નિયમ, ધર્મ, આચાર રહિત બની વિષયોનું સેવન કરે છે. જે જ્ઞાનરહિત થઈ, કામને વશ વર્તીને સ્ત્રીઓને વશ થાય છે તે મહાદુઃખ ભોગવતા થકા સંસારસમુદ્રમાં ડૂબે છે. તેથી વિષયકષાયનું સેવન ન કરવું. હિંસક વચન જેમાં પરજીવને પીડા થતી હોય તેવું ન બોલવું. હિંસા જ સંસારનું કારણ છે. ચોરી ન કરવી, સત્ય બોલવું, સ્ત્રીનો સંગ ન કરવો, ધનની વાંછા ન રાખવી, સર્વ પાપારંભ ત્યજવા, પરોપકાર કરવો, પરને પીડા ન પહોંચાડવી. આવી મુનિની આજ્ઞા સાંભળીને, ધર્મનું સ્વરૂપ જાણીને રાજા વૈરાગ્ય પામ્યો. મુનિને નમસ્કાર કરી પોતાના પૂર્વભવ પૂછયા. ચાર જ્ઞાનના ધારક મુનિ શ્રુતસાગરે સંક્ષેપમાં તેના પૂર્વભવ કહ્યા. હે રાજન! પોદનાપુરમાં હિત નામના એક મનુષ્યની માધવી નામની સ્ત્રીના કૂખે પ્રતિમ નામનો તે પુત્ર જન્મ્યો. તે જ નગરના રાજા ઉદયાચળ, રાણી ઉદયશ્રી અને પુત્ર હેમરથે એક દિવસે જિનમંદિરમાં મહાપૂજા કરાવી. તે પૂજા આનંદ કરનારી હતી. તેનો જયજયકાર શબ્દ સાંભળીને તે પણ જયજયકારનું ઉચ્ચારણ કર્યું અને પુણ ઉપામ્યું. કાળ પ્રાપ્ત થતાં તું મરીને યક્ષોમાં મહાયક્ષ થયો. એક દિવસે વિદેહક્ષેત્રમાં કાંચનપુર નગરના વનમાં મુનિઓ ઉપર પૂર્વભવના શત્રુઓએ ઉપસર્ગ કર્યો. તે યક્ષે તેમને ડરાવીને ભગાડી મૂકયા અને મુનિની રક્ષા કરી તેથી અતિ પુણ્યરાશિનું ઉપાર્જન કર્યું. કેટલાક દિવસોમાં આયુષ્ય પૂર્ણ કરી યક્ષ તડીદંગદ નામના વિધાધરની સ્ત્રી શ્રી પ્રભાના પેટે ઉદિત નામનો પુત્ર થયો. અમરવિક્રમ વિધાધરોના સ્વામી વંદના નિમિત્તે મુનિઓ પાસે આવ્યા હતા તેમને જોઈને નિદાન કર્યું. અને મહાતપથી બીજા સ્વર્ગમાં જઈ ત્યાંથી વીને તું મેઘવાહનનો પુત્ર થયો. હે રાજા! તે સૂર્યના રથની પેઠે સંસારમાં ભ્રમણ કર્યું. જિહવાનો લોલુપી અને સ્ત્રીઓને વશ થઈને તે અનંતભવ કર્યા. આ સંસારમાં તારાં એટલાં શરીર થયાં કે જો તેમને ભેગાં કરીએ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંચમું પર્વ ૫૧ તો ત્રણ લોકમાં પણ ન સમાય અને સ્વર્ગમાં તારું આયુષ્ય સાગરોનું થયું, જ્યાં સ્વર્ગનાય ભોગથી તું ધરાયો નહિ તો વિધાધરોના અલ્પભોગથી તું ક્યાંથી તૃપ્ત થવાનો ? હવે તારું આયુષ્ય આઠ દિવસનું બાકી છે માટે સ્વપ્નની ઇન્દ્રજાળ સમાન જે ભોગ છે તેનાથી તું નિવૃત્ત થા. આ સાંભળીને પોતાનું મરણ જાણવા છતાં પણ તે વિષાદ ન પામ્યો. પ્રથમ તો તેણે જિનચૈત્યાલયોમાં મોટી પૂજા કરાવી, પછી અનંત સંસારના ભ્રમણથી ભયભીત થઈને પોતાના મોટા પુત્ર અમ૨૨ક્ષને રાજ્ય આપી. નાના પુત્ર ભાનુ૨ક્ષને યુવરાજ પદ આપી, પોતે પરિગ્રહનો ત્યાગ કરી, તત્ત્વજ્ઞાનમાં મગ્ન થઈ, પાષાણના સ્તંભ સમાન નિશ્ચળ થઈ ધ્યાનમાં સ્થિત થયા. તે લોભરહિત બની, ખાનપાનનો ત્યાગ કરી, શત્રુમિત્રમાં સમાન બુદ્ધિ ધારી, નિશ્ચળ થઈને મૌનવ્રત ધારણ કરી, સમાધિમરણ કરીને સ્વર્ગમાં ઉત્તમ દેવ થયા. કિન્નરનાદ નામની નગરીમાં શ્રીધર નામનો વિધાધર રાજા હતો. તેને વિધા નામની રાણી હતી અને અરિંજય નામની પુત્રી હતી. તે કન્યા અમ૨૨ક્ષને પરણી. ગંધર્વગીત નામના નગરના રાજા સુરસન્નિભની રાણી ગાંધારીની પુત્રી ગંધર્વ ભાનુક્ષને પરણી. મોટાભાઈ અમ૨૨ક્ષને દસ પુત્રો થયા અને દેવાંગના સમાન છ પુત્રી થઇ. તે પુત્રોએ પોતપોતાના નામનાં નગર વસાવ્યાં. તે પુત્રો શત્રુને જીતનારા, પૃથ્વીના રક્ષક હતા. હૈ શ્રેણિક! તે નગરોનાં નામ સાંભળ. ૧. સંધ્યાકા૨, ૨. સુવેલ, ૩. મનોહલાદ, ૪. મનોહર, ૫. હંસદ્વીપ, ૬, હિ૨, ૭. યોધ ૮. સમુદ્ર, ૯. કાંચન અને ૧૦. અર્ધસ્વર્ગ. આ દસ નગર તો અમ૨૨ક્ષના પુત્રોએ વસાવ્યાં અને ૧ આવર્તનગ૨, ૨. વિઘટ, ૩. અમ્માદ, ૪. ઉત્કટ, પ. સ્ફુટ, ૬. રિતુગ્રહ, ૭. તટ, ૮. તોય, ૯. આવલી અને ૧૦. રત્નદ્વીપ. આ દસ નગર ભાનુરક્ષના પુત્રોએ વસાવ્યાં. એ નગર કેવાં છે? જેમાં ભિન્નભિન્ન પ્રકારનાં રત્નોથી પ્રકાશ થઈ રહ્યો છે. સુવર્ણની જેમ ચમકતાં તે નગર ક્રીડા માટે રાક્ષસોના નિવાસ બન્યા. અન્ય દેશોના રહેવાસી મોટામોટા વિધાધરો ત્યાં આવીને ખૂબ ઉત્સાહથી રહેવા લાગ્યા. પછી અમ૨૨ક્ષ અને ભાનુરક્ષ એ બન્ને ભાઈઓ પુત્રોને રાજ્ય આપી, મુનિ થઈ, મહાવ્રતતપ પાળી મોક્ષપદને પામ્યા. આ પ્રમાણે રાજા મેઘવાહનના વંશમાં મોટામોટા રાજાઓ થયા. તે ન્યાયવાન, પ્રજાપાલક બની, સકળ વસ્તુઓથી વિરક્ત થઈ મુનિના વ્રત ધારીને કેટલાક મોક્ષમાં ગયા, કેટલાક સ્વર્ગમાં દેવ થયા. તે વંશમાં એક મહા૨ક્ષ નામનો રાજા થયો. તેની રાણી મનોવેગાનો પુત્ર રાક્ષસ નામનો રાજા થયો. તેના નામથી રાક્ષસવંશ કહેવાયો. એ વિધાધર મનુષ્ય હતા, રાક્ષસ જાતિ નહિ. રાજા રાક્ષસની રાણી સુપ્રભાને બે પુત્રો થયા. મોટો આદિત્યગતિ અને નાનો બૃહત્કીર્તિ. એ બન્ને ચન્દ્ર-સૂર્ય સમાન અન્યાયરૂપ અંધકાર દૂર કરતા હતા. રાજા રાક્ષસ તે પુત્રોને રાજ્ય આપી, મુનિ થઈને દેવલોક ગયા. રાજા આદિત્યગતિ રાજ્ય કરતો અને નાનો ભાઈ યુવરાજ હતો. મોટાભાઈ આદિત્યગતિની સ્ત્રી સદનપદ્માને ભીમપ્રભ નામે પુત્ર થયો. બૃકીર્તિની સ્ત્રીનું નામ પુષ્પનખા હતું. ભીમપ્રભને દેવાંગના સમાન એક હજાર રાણી અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૨ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમું પર્વ પદ્મપુરાણ એકસો આઠ પુત્ર થયા. તે પૃથ્વીના સ્તંભ સમાન હતા. તેમાંથી મોટા પુત્રને રાજ્ય આપી રાજા ભીમપ્રભ વૈરાગ્ય પામી પરમપદને પામ્યો. પૂર્વે રાક્ષસના ઇન્દ્ર ભીમ અને સુભીમે કૃપા કરીને મેઘવાહનને રાક્ષસદ્વીપ આપ્યો હતો તે મેઘવાહનના વંશમાં મોટામોટા રાજાઓ રાક્ષસદીપના રક્ષક થયા. ભીમપ્રભાનો મોટો પુત્ર પૂજાર્ડ પોતાના પુત્ર જિતભાસ્કરને રાજ્ય આપી મુનિ થયો અને જિતભાસ્કર સંપરિકીર્તિ નામના પુત્રને રાજ્ય આપી મુનિ થયા અને સંપરિકીર્તિ સુગ્રીવ નામના પુત્રને રાજ્ય આપી મુનિ થયો. સુગ્રીવ હરિગ્રીવને રાજ્ય આપી ઉગ્ર તપ કરીને દેવલોકમાં ગયા અને હરિગ્રીવ શ્રીગ્રીવને રાજ્ય આપી વૈરાગ્ય પામ્યા. શ્રીગ્રીવ સુમુખ નામના પુત્રને રાજ્ય આપી મુનિ થયા, પોતે વડીલોનો માર્ગ અંગીકાર કર્યો અને સુમુખ પણ સુવ્યક્તને રાજ્ય આપી પોતે પરમઋષિ થયા. સુવ્યક્ત અમૃતવેગને રાજ્ય આપી વૈરાગી થયા અને અમૃતવેગ ભાનુગતિને રાજ્ય આપી યતિ થયા. તે ચિંતાગતિને રાજ્ય આપી નિશ્ચિત થયા, મુનિવ્રત આદરવા લાગ્યા. ચિન્તાગતિ ઇન્દ્રને રાજ્ય આપી મુનિ થયા. આ પ્રમાણે રાક્ષસવંશમાં અનેક રાજા થયા. રાજા ઇન્દ્રને ઇન્દ્રપ્રભ, તેને મેઘ, તેને મૃગારિદમન, તેને પવિ, તેને ઇન્દ્રજિત, તેને ભાનુવર્મા, તેને સૂર્ય સમાન તેજસ્વી ભાનુ, તેને મુરારિ, તેને ત્રિજિતું, તેને ભીમ, તેને મોહન, તેને ઉદ્ધારક, તેને રવિ, તેને ચાકર, તેને વજમધ્ય, તેને પ્રબોધ તેને સિંહવિક્રમ, તેને ચામુંડ, તેને મારણ, તેને ભીખ તેને ધુપબાહુ, તેને અરિદમન, તેને નિર્વાણભક્તિ, તેને ઉગ્રશ્રી, તેને અહંદુભક્ત, તેને અનુત્તર, તેને ગતભ્રમ, તેને અનિલ, તેને લંક, તેને ચંડ, તેને મયુરવાન, તેને મહાબાહુ તેને મનોરમ્ય, તેને ભાસ્કરપ્રભ, તેને બૃહદ્ગતિ, તેને અરિહંત્રાસ, તેને ચંદ્રાવર્ત, તેને મહારવ તેને મેઘધ્વાન, તેને ગ્રહશોભ, તેને નક્ષત્રદમન, આ પ્રમાણે કરોડ રાજા થયા. મહાન વિદ્યાધર, મહાબલવાન, મહાકાંતિધારી પરાક્રમી, પરદારાના ત્યાગી, નિજ સ્ત્રીમાં સંતોષી એવા લંકાના સ્વામી મહાસુન્દર, અસ્ત્રશસ્ત્રકળાના ધારક, સ્વર્ગલોકથી આવીને અનેક રાજા થયા. તે પોતાના પુત્રોને રાજ્ય આપી, જગતથી ઉદાસ થઈ, જિનદીક્ષા લઈને કેટલાક તો કર્મનો નાશ કરીને નિર્વાણ ગયા અને કેટલાક રાજા પુણ્યના પ્રભાવથી પ્રથમ સ્વર્ગથી માંડીને સર્વાર્થસિદ્ધિ પર્યત પ્રાપ્ત થયા. આ પ્રમાણે અનેક રાજા ચાલ્યા ગયા. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર પ્રસિદ્ધ છે તેમ લંકાના અધિપતિ ધનપ્રભ અને તેની રાણી પદ્માનો પુત્ર કીર્તિધવલ પ્રસિદ્ધ થયો. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર રાજ્ય કરે છે તેમ લંકામાં કીર્તિધવલ રાજ કરવા લાગ્યો. અનેક વિધાધરો તેના આજ્ઞાકારી હતા. આ પ્રમાણે પૂર્વભવમાં કરેલા તપના બળથી આ જીવ દેવગતિનાં તથા મનુષ્યગતિનાં સુખ ભોગવે છે અને સર્વ ત્યાગ કરી, મહાવ્રત ધારી, આઠ કર્મ ભસ્મ કરી સિદ્ધ થાય છે અને જે પાપી જીવ ખરાબ કાર્યોમાં આસક્ત થાય છે તે આ જ ભવમાં લોકનિંધ થઈ મરીને કુયોનિમાં જાય છે અને અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. આમ જાણીને પાપરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન શુદ્ધોપયોગને ભજો. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણની સ્વ. ૫. દૌલતરામજી કૃત ભાષાટીકાના ગુજરાતી અનુવાદમાં રાક્ષસોનું કથન જેમાં છે તે પાંચમો અધિકાર સંપૂર્ણ થયો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૩ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠું પર્વ છઠું પર્વ (વાનરવંશીઓની ઉત્પત્તિ) પછી ગૌતમસ્વામી કહે છે – હે રાજા શ્રેણિક! આ રાક્ષસવંશ અને વિદ્યાધરોના વંશનું વૃત્તાંત તને કહ્યું. હવે વાનરવંશનું કથન સાંભળ. સ્વર્ગ સમાન વિક્સાર્ધગિરિની દક્ષિણ શ્રેણીમાં ઊંચા મહેલોથી શોભિત મેઘપુર નામનું નગર છે. ત્યાં વિધાધરોનો રાજા અતીંદ્ર પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને ભોગસંપદામાં ઇન્દ્રતુલ્ય હતો. તેને શ્રીમતી નામની રાણી લક્ષ્મી સમાન હતી. તેના મુખની ચાંદનીથી સદા પૂર્ણમાસી સમાન પ્રકાશ ફેલાતો. તેને શ્રીકંઠ નામનો પુત્ર થયો. તે શાસ્ત્રમાં પ્રવીણ હતો. તેનું નામ સાંભળીને વિચક્ષણ પુરુષો હર્ષ પામતા. તેની નાની બહેન મહામનોહરદેવી નામે હતી, જેના નેત્રો કાળનાં બાણ જ જાણે કે હતાં. રત્નપુર નામનું એક બીજું સુન્દર નગર હતું. ત્યાં પુષ્પોત્તર નામનો મહાબળવાન વિદ્યાધર રાજા રાજ્ય કરતો. તેને દેવાંગના સમાન પદ્માભા નામની એક પુત્રી અને પોત્તર નામનો એક ગુણવાન પુત્ર હતો, જેને દેખવાથી બધાને અતિઆનંદ થતો. તે રાજા પુષ્પોત્તરે પોતાના પુત્ર માટે રાજા અતીંદ્રની પુત્રી દેવીની અનેક વાર યાચના કરી તો પણ શ્રીકંઠે પોતાની બહેનને લંકાના સ્વામી કીર્તિધવલ સાથે પરણાવી અને પોત્તરને ન આપી. આ વાત સાંભળી રાજા પુષ્પોત્તરે અત્યંત ક્રોધિત થઈને કહ્યું કે જુઓ, અમારામાં કોઈ દોષ નહોતો, અમે દરિદ્રી નહોતા, મારો પુત્ર કુરૂપ નહોતો તેમ જ અમારે અને તેમને કાંઈ વેર નથી તો પણ મારા પુત્રને શ્રીકંઠે પોતાની બહેન ન પરણાવી તે શું યોગ્ય કર્યું છે? એક દિવસ શ્રીકંઠ ચેત્યાલયોની વંદનાને નિમિત્તે સુમેરુ પર્વત ઉપર વિમાનમાં બેસીને ગયો. તે વિમાન પવન સમાન વેગવાળું અને અતિમનોહર હતું. તે વંદના કરીને પાછો આવતો હતો ત્યારે માર્ગમાં પુષ્પોત્તરની પુત્રી પદ્માભાનો રાગ સાંભળ્યો અને વીણાવાદન સાંભળ્યું. તે મન અને કાનને હરનાર રાગ સાંભળીને મોહિત થયો. તેણે અવલોકન કર્યું તો ગુરુ સમીપે સંગીતગૃહમાં વીણા વગાડતી પદ્માભાને જઈ. તેના રૂપસમુદ્રમાં તેનું મન મગ્ન થઈ ગયું, મનને પાછું વાળવામાં અસમર્થ થયો, તેની તરફ જોતો રહ્યો અને એ પણ અત્યંત રૂપાળો હતો તેથી એને જોતાં એ પણ મોહિત થઈ. એ બન્ને પરસ્પર પ્રેમસૂત્રથી બંધાયાં. તેનું મન જોઈને શ્રીકંઠ તેને લઈને આકાશમાર્ગે ચાલતો થયો. તે વખતે પરિવારજનોએ રાજા પુષ્પોત્તરને પોકારીને કહ્યું કે તમારી પુત્રીને રાજા શ્રીકંઠ લઈ ગયો. રાજા પુષ્પોત્તરના પુત્રને શ્રીકંઠ પોતાની બહેન પરણાવી નહોતી તેથી તે ગુસ્સામાં તો હતો જ. હવે પોતાની પુત્રીને લઈ જવાથી તે અત્યંત કુદ્ધ બનીને, સંપૂર્ણ સેના સાથે શ્રીકંઠને મારવા તેની પાછળ પડ્યો. દાંત વડે હોઠ પીસતો, ક્રોધથી જેનાં નેત્ર લાલ થઈ ગયું છે એવા મહાબળવાન રાજાને આવતો જોઈને શ્રીકંઠ ડરી ગયો અને ભાગીને પોતાના બનેવી લંકાના રાજા કીર્તિધવલના શરણે આવ્યો. સમય આવ્યે મોટાને શરણે જવું તે ન્યાયયુક્ત છે. રાજા કીર્તિધવલે શ્રીકંઠને જોઈ, પોતાનો સાળો જાણી, ઘણા સ્નેહથી સામે આવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ છઠું પર્વ પદ્મપુરાણ મળીને છાતીસરસા ભેટીને ખૂબ સન્માન આપ્યું. એમની વચ્ચે અરસપરસ કુશળ વાર્તા ચાલી રહી હતી. ત્યાં જ રાજા પુષ્પોત્તર સેના સહિત આકાશમાં આવ્યો. કીર્તિધવલે તેમને દૂરથી જોયા કે રાજા પુષ્પોત્તરની સાથે અનેક મહાતેજસ્વી વિદ્યાધરો છે, ખગ્ન, ધનુષ્યબાણ ઈત્યાદિ શસ્ત્રોના સમૂહથી આકાશમાં પ્રકાશ થઈ રહ્યો છે, વાયુ સમાન વેગવાળા માયામયી તુરંગ, કાળી ઘટા સમાન માયામયી ગજ, જેમની સૂંઢ અને ઘંટડીઓ હલી રહી છે, માયામયી સિંહ અને મોટામોટા વિમાનોથી ભરેલું આકાશ જોયું. ઉત્તર દિશા તરફ સેનાનો સમૂહ જઈને રાજા કીર્તિધવલે ક્રોધસહિત હસીને મંત્રીઓને યુદ્ધ કરવાની આજ્ઞા આપી. ત્યારે શ્રીકંઠ લજ્જાથી નીચે જોઈને કહ્યું કે મારી સ્ત્રી અને મારા કુટુંબનું તો આપ રક્ષણ કરો અને હું આપના પ્રતાપથી યુદ્ધમાં શત્રુને જીતી લાવીશ. ત્યારે કીર્તિધવલે કહ્યું કે તારે આવી વાત કરવી યોગ્ય નથી, તું સુખેથી રહે, યુદ્ધ કરવા માટે અમે ઘણા છીએ. જો આ દુર્જન નમ્રતાથી શાંત થાય તો ઠીક છે, નહિ તો તે મૃત્યુના મુખમાં પડશે. આમ કહીને પોતાના સાળાને સુખેથી પોતાના મહેલમાં રાખી રાજા પુષ્પોત્તર પાસે મહાબુદ્ધિશાળી દૂતો મોકલ્યા. તે દૂત જઈને પુષ્પોત્તરને કહેવા લાગ્યા કે અમારા દ્વારા રાજા કીર્તિધવલે આપને બહુ જ આદરપૂર્વક કહેવરાવ્યું છે કે આપ મહાન કુળમાં ઉત્પન્ન થયા છો, આપનાં કાર્યો નિર્મળ છે, આપ સર્વશાસ્ત્રના વેત્તા છો, જગપ્રસિદ્ધ છો અને ઉંમરમાં સૌથી મોટા છો. આપે જે મર્યાદાની રીત જોઈ છે તે કોઈએ કાનથી સાંભળી નથી. આ શ્રીકંઠ પણ ચન્દ્રમાના કિરણ સમાન નિર્મળ કુળમાં જન્મ્યો છે, ધનવાન છે, વિનયવાન છે, સુન્દર છે, સર્વ કળામાં નિપુણ છે. આ કન્યા આવા જ વરને આપવાને યોગ્ય છે. કન્યાનાં અને આનાં રૂપકુળ સમાન છે તો પછી તમારી સેનાનો નાશ શા માટે કરાવવો? કન્યાનો તો એ સ્વભાવ જ છે કે તે પારકા ઘરનું સેવન કરે. જ્યારે દૂત આ વાત કરી રહ્યા હતા ત્યારે પમાભાની મોકલેલી સખી પુષ્પોત્તરની નજીક આવી અને કહેવા લાગી કે આપની પુત્રીએ આપના ચરણાવિંદમાં નમસ્કાર કરીને વિનંતી કરી છે કે હું તો શરમને લીધે તમારી પાસે આવી નથી અને સખીને મોકલી છે. હે પિતા! આ શ્રીકંઠનો જરા પણ દોષ નથી, અલ્પ પણ અપરાધ નથી, હું કર્માનુસાર એની સાથે આવી છે. જે મોટા કુળમાં ઊપજેલી સ્ત્રી છે તેને એક જ વર હોય છે તેથી આના સિવાય બીજાનો મારે ત્યાગ છે. આ પ્રમાણે આવીને સખીએ વિનંતિ કરી ત્યારે રાજા ચિંતાતુર બની ગયો અને મનમાં વિચાર્યું કે હું સર્વ વાતે સમર્થ છે. યુદ્ધમાં લંકાના સ્વામીને જીતીને શ્રીકંઠને બાંધીને લઈ જઈ શકું તેમ છું, પણ જ્યારે મારી કન્યા જ એને વરી છે તો હું એને શું કહ્યું? આમ જાણીને યુદ્ધ ન કર્યું અને જે કીર્તિધવલના દૂત આવ્યા હતા. તેમને સન્માન આપીને વિદાય કર્યા તથા જે પુત્રીની સખી આવી હતી તેને પણ સન્માન આપીને વિદાય કરી. સર્વ અર્થના વેત્તા રાજા પુષ્પોત્તર પુત્રીની વિનંતીથી શ્રીકંઠ પર ક્રોધ ત્યજી પોતાના સ્થાનકે ગયા. પછી માગસર સુદ એકમને દિવસે શ્રીકંઠ અને પદ્માના વિવાહ થયા. કિર્તિધવલે શ્રીકંઠને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠ્ઠું પર્વ ૫૫ કહ્યું કે વિજ્યાર્ધમાં તમારા શુત્ર ઘણા છે માટે તમે અહીં જ સમુદ્રની વચ્ચે જે દ્વીપ છે ત્યાં રહો, તમારા મનને ગમે તે સ્થાન લઈ લ્યો. મારું મન તમને છોડી શકતું નથી અને તમે મારી પ્રીતિનું બંધન તોડાવી કેવી રીતે જશો ? આમ શ્રીકંઠને કહીને પછી પોતાના આનંદ નામના મંત્રીને કહ્યું કે તમે મહાબુદ્ધિમાન છો અને અમારા દાદાના વખતના છો, તમારાથી સાર-અસાર કાંઇ છૂપું નથી, માટે આ શ્રીકંઠને યોગ્ય જે સ્થાનક હોય તે બતાવો. ત્યારે આનંદે કહ્યું કે મહારાજ! આપનાં બધાં જ સ્થાન મનોહર છે તો પણ આપ જ જોઈને જે નજરમાં આવે તે આપો. સમુદ્રની વચ્ચે ઘણા દ્વીપ છે. કલ્પવૃક્ષ સમાન વૃક્ષોથી મંડિત, નાના પ્રકારનાં રત્નોથી શોભિત મોટા મોટા પહાડવાળા, જ્યાં દેવો ક્રીડા કરે છે તે દ્વીપોમાં મહારમણીક નગરો છે અને જ્યાં સ્વર્ગીય રત્નોના મહેલો છે તેમનાં નામ સાંભળો. સંધ્યાકાર, સુવેલ, કાંચન, હરિપુર, જોધન, જલધિધ્યાન, હંસદ્વીપ, ભરક્ષમઠ, અર્ધસ્વર્ગ, ફૂટાવર્ત, વિઘટ, રોધન, અમલકાંત, સ્ફુટતટ, રત્નદ્વીપ, તોયાવલી, સર, અલંઘન, નભોભાન, ક્ષેમ ઇત્યાદિ મનોજ્ઞ સ્થાનો છે, જ્યાં દેવ પણ ઉપદ્રવ કરી શકે તેમ નથી. અહીંથી ઉત્તર ભાગમાં ત્રણસો યોજન સમુદ્રની વચ્ચે વાનદ્વીપ છે, જે પૃથ્વીમાં પ્રસિદ્ધ છે, ત્યાં બીજા બહુ ૨મણીક દ્વીપો છે. કેટલાક તો સૂર્યકાંતમણિની જ્યોત કરતાં પણ વધુ દેદીપ્યમાન છે અને કેટલાક હરિતમણિની કાંતિથી એવા શોભે છે કે જાણે ઊગેલી લીલી હરિયાળીથી ભૂમિ વ્યાપ્ત થઈ રહી હોય! અને કેટલાક શ્યામ ઇન્દ્રનીલમણિની કાંતિના સમૂહથી એવા શોભે છે કે જાણે સૂર્યના ભયથી અંધકાર ત્યાં શરણે આવીને રહ્યો છે. ક્યાંક લાલ પદ્મરાગમણિના સમૂહથી જાણે લાલ ફૂલોનું વન જ શોભે છે. ત્યાં એવો સુગંધી પવન વાય છે કે આકાશમાં ઊડતાં પક્ષી પણ સુંગધથી મગ્ન થઈ જાય છે અને ત્યાં વૃક્ષો ૫૨ આવીને બેઠાં છે. સ્ફટિકમણિની વચ્ચે મળેલા પદ્મરાગમણિથી સરોવરમાં કમળ ખીલેલાં જણાય છે. તે મણિની જ્યોતિથી કમળનો રંગ જણાતો નથી. ત્યાં ફૂલોની સુવાસથી પક્ષી ઉન્મત્ત થઇને એવા મધુર શબ્દો કરે છે કે જાણે તેઓ સમીપના દ્વીપ સાથે અનુરાગભરી વાતો કરી રહ્યા હોય. ત્યાં ઔષધોની પ્રભાના સમૂહથી અંધકાર દૂર થાય છે, ત્યાં કૃષ્ણ પક્ષમાં પણ ઉદ્યોત જ થઈ રહે છે. ત્યાં ફળો અને પુષ્પોથી મંડિત વૃક્ષોનો આકાર છત્ર સમાન છે. તેને મોટીમોટી ડાળીઓ છે તેના ઉપર પક્ષીઓ કલરવ કરી રહ્યાં છે. ત્યાં વાવ્યા વિના જ ધાન્ય આપમેળે જ ઊગે છે. કેવા છે તે ધાન્ય! વીર્ય અને કાંતિનો વિસ્તાર કરતા મંદ પવનથી ડોલતાં શોભી રહ્યાં છે, તેનાથી પૃથ્વીએ જાણે કે ચોળી ( કંચુકી) પહેરી છે. ત્યાં લાલ કમળો ખીલી રહ્યાં છે, તેના ઉપ૨ ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે જાણે કે સરોવર નેત્રો વડે પૃથ્વીનો વિલાસ દેખી રહ્યું છે. નીલકમળ તો સરોવરનાં નેત્ર થયાં અને ભમરાઓ આંખની ભ્રમર બની. ત્યાં છોડવા અને શેરડીના સાંઠાની વિસ્તીર્ણ વાડ છે તે પવન વડે હાલવાથી અવાજ કરે છે. આવો સુન્દર વાનરદ્વીપ છે. તેની મધ્યમાં કિકુન્દા નામનો પર્વત છે. તે પર્વત રત્ન અને સુવર્ણની શિલાના સમૂહથી શોભાયમાન છે. જેવો આ ત્રિકૂટાચલ મનોજ્ઞ છે તેવો જ કિકુન્દ પર્વત મનોજ્ઞ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ છઠું પર્વ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬ પદ્મપુરાણ પોતાના ઊંચા શિખરો વડે દિશારૂપી સ્ત્રીને સ્પર્શ કરે છે. આનંદ મંત્રીનાં આવાં વચન સાંભળીને રાજા કીર્તિધવલ ખૂબ આનંદ પામ્યા અને વાનરદીપ શ્રીકંઠને આપ્યો. ચૈત્ર મહિનાના પહેલા દિવસે શ્રીકંઠ પરિવાર સહિત વાનરદ્વીપમાં ગયા. માર્ગમાં પૃથ્વીની શોભા જોતા જોતા ચાલ્યા જાય છે. તે પૃથ્વી નીલમણિની જ્યોતિથી આકાશ સમાન શોભે છે અને મહાગ્રહોના સમૂહથી સંયુક્ત સમુદ્રને જોઈને આશ્ચર્ય પામ્યા. એ રીતે તે વાનરદ્વીપ જઈ પહોંચ્યા. વાનરદ્વીપ જાણે બીજાં સ્વર્ગ જ છે. પોતાનાં ઝરણાઓના શબ્દથી જાણે કે રાજા શ્રીકંઠને બોલાવી રહ્યો છે. ઝરણાઓના છાંટા જાણે કે આકાશમાં ઊછળે છે, જાણે કે તે રાજાના આવવાથી અતિહર્ષ પામી આનંદથી હસી રહ્યાં હોય. નાના પ્રકારના મણિઓની કાંતિથી ઊપજેલા સુન્દર સમૂહથી જાણે કે તોરણોના સમૂહુ જ ઊંચે ચડી રહ્યા હોય. રાજા વાનરદ્વીપમાં ઊતર્યા અને ચારે તરફ પોતાની નીલકમલ સમાન દષ્ટિ ફેલાવી. સોપારી, ખારેક, આંબળાં, અગરચંદન, લાખ, પીપર, અર્જુન, કદંબ, આમલી, ચારોલી, કળા, દાડમ, એલચી, લવીંગ, મૌલશ્રી અને સર્વ પ્રકારના મેવાથી યુક્ત વિવિધ પ્રકારનાં વૃક્ષોથી દ્વીપ શોભાયમાન જોયો. એવી મનોહર ભૂમિ જોઇ કે જ્યાં દેખે ત્યાંથી બીજી તરફ દષ્ટિ જ ન ખસે. ત્યાં વૃક્ષો સીધાં અને વિસ્તીર્ણ ઉપરના છત્રથી બની રહ્યાં હતાં. સઘન સુન્દર પાંદડાં અને શાખા તથા ફૂલોના સમૂહથી શોભે છે, મહારસદાર, સ્વાદિષ્ટ, મિષ્ટ ફળોથી નીચા નમી ગયાં છે. વૃક્ષો અત્યંત રસીલાં છે, અતિ ઊંચાં નથી, અતિ નીચા નથી, જાણે કે કલ્પવૃક્ષો જ શોભે છે. વેલો ઉપર ફૂલોના ગુચ્છ લાગી ગયા છે. તેમના ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. જાણે કે આ વેલ તો સ્ત્રી છે, તેનાં જે પાંદડાં છે તે તેના હાથની હથેલી છે અને ફૂલોના ગુચ્છ તેના સ્તન છે અને ભમરાઓ નેત્ર છે, તે વૃક્ષો સાથે વીંટળાયેલી છે. એવાં જ સુન્દર પક્ષીઓ બોલે છે અને એવા જ મનોહર ભમરા ગુંજારવ કરે છે, જાણે કે પરસ્પર આલાપ કરે છે. ત્યાં કેટલાક દેશો તો સુવર્ણ સમાન કાંતિ ધારણ કરે છે, કેટલાક કમળ સમાન અને કેટલાક વૈડૂર્ય મણિસમાન છે. તે દેશ નાના પ્રકારનાં વૃક્ષોથી મંડિત છે, જેને જોયા પછી સુવર્ણભૂમિ પણ રુચતી નથી. ત્યાં દેવ ક્રિીડા કરે છે, ત્યાં હંસ, સારસ, પોપટ, મેના, કબૂતર, કબૂતરી ઇત્યાદિ અનેક જાતિનાં પક્ષીઓનાં યુગલ ક્રીડા કરે છે, જીવોને કોઇ પ્રકારની બાધા નથી. જાતજાતના વૃક્ષોના મંડ૫, રત્નસુવર્ણના અનેક નિવાસ, પુષ્પોની અતિ સુગંધ છે એવા ઉપવનમાં સુન્દર શિલાઓ ઉપર રાજા બિરાજ્યા. સેના પણ સકળ વનમાં ઊતરી. તેમણે હંસો અને મયૂરોના વિવિધ શબ્દો સાંભળ્યા અને ફળફૂલોની શોભા જોઇ. સરોવરોમાં માછલાને કેલિ કરતા જોયા. વૃક્ષોનાં ફૂલ ખર્યા છે, પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે. જાણે કે તે વન રાજાના આગમનથી ફૂલોની વર્ષા કરી રહ્યું છે અને જયજયકારના શબ્દ કરી રહ્યું છે. નાના પ્રકારનાં રત્નોથી મંડિત પૃથ્વીમંડળની શોભા જોઈ વિધાધરોનું ચિત્ત ખૂબ આનંદ પામ્યું. નંદનવન સરખા તે વનમાં રાજા શ્રીકંઠ ક્રીડા કરતા ઘણા વાંદરા જોયા. તેમની અનેક પ્રકારની ચેષ્ટા હતી. રાજા એ જોઈને મનમાં વિચારવા લાગ્યા કે તિર્યંચ યોનિનાં આ પ્રાણીઓ મનુષ્ય સમાન લીલા કરે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠું પર્વ ૫૭ છે. તેમના હાથપગનો સર્વ આકાર મનુષ્ય જેવો છે. તેમની ચેષ્ટા જોઈને રાજા કિંત થઈ ગયા. તેમણે પાસે રહેલા પુરુષોને કહ્યું કે જાવ. એમને મારી પાસે લાવો. રાજાની આજ્ઞાથી તેઓ કેટલાક વાંદરાઓને પકડી લાવ્યા. રાજાએ તેમને ઘણા પ્રેમથી રાખ્યા અને તેમને નૃત્ય કરતાં શીખવ્યું. તેમના સફેદ દાંતને દાડમના ફૂલથી રંગીને તમાશા જોયા, તેમની મુખમાં સોનાના તાર લગાવીને કુતૂહલ કરાવ્યું. તે અંદરોઅંદર એકબીજાની જૂ માથામાંથી કાઢતા હતા તેના તમાશા જોયા અને તેઓ અંદરોઅંદર સ્નેહ અને કલહુ કરતા હતા તેના તમાશા પણ જોયા. રાજાએ તે વાંદરા માણસોને રક્ષા નિમિત્તે સોંપ્યા અને મીઠા મીઠા ભોજન વડે તેમનો સત્કાર કર્યો. તે વાંદરાને સાથે લઈને કિકુંદ પર્વત ઉપર ચડ્યા. સુન્દર વૃક્ષ, સુન્દર વેલો અને પાણીનાં ઝરણાઓથી રાજાનું ચિત્ત દુરાઈ ગયું. ત્યાં પર્વત ઉપર સપાટ વિસ્તીર્ણ ભૂમિ જોઈ. ત્યાં કિકુંદ નામનું નગર વસાવ્યું. તે નગરમાં વેરીઓનું મન પણ પ્રવેશી શકે તેમ નહોતું. તે ચૌદ યોજન લાંબું, ચૌદ યોજન પહોળું અને બેંતાલીસ યોજનથી કાંઈક અધિક તેનું પરીધ હતું. જેના મણિના કોટ હતા, રત્નોના દરવાજા અને રત્નોના મહેલ છે. રત્નોના કોટ એટલા ઊંચા છે કે પોતાના શિખરથી જાણે કે આકાશને જ અડી રહ્યા છે. દરવાજા ઊંચા મણિઓથી એટલા શોભે છે કે જાણે તે પોતાની જ્યોતિથી સ્થિર થઈ ગયા છે. ઘરના ઉંબરા પદ્મરાગ મણિના છે તે અત્યંત લાલ છે જાણે છે કે આ નગરી નારીસ્વરૂપ છે, તે તાંબૂલથી પોતાના હોઠ લાલ કરી રહી છે. દરવાજા મોતીની માળાઓ સહિત છે. જાણે કે આખો લોક જ સંપદાને હસી રહ્યો છે અને મહેલના શિખર પર ચંદ્રકાંતમણિ જડેલા છે. તે રાત્રે અંધારી રાતે ચંદ્ર ઊગી રહ્યો હોય એવા લાગે છે. વિવિધ પ્રકારનાં રત્નોની પ્રજાની પંક્તિથી જાણે ઊંચાં તોરણ ચડી રહ્યાં છે. ત્યાં વિધાધરોની બનાવેલી ઘરની હારો ખૂબ શોભે છે. ઘરના ચોક મણિઓના છે, નગરના રાજમાર્ગ, બજાર એકદમ સીધાં છે, તેમાં વકતા નથી. તે અતિવિસ્તીર્ણ છે, જાણે કે રત્નના સાગર જ છે. સાગર જળરૂપ છે, આ સ્થળરૂપ છે. મકાનોની ઉપર લોકોએ કબૂતરોના નિવાસ નિમિત્તે સ્થાન બનાવી રાખ્યા છે તે કેવા શોભે છે? જાણે રત્નના તેજે નગરીમાંથી અંધકાર દૂર કરી દીધો છે તે શરણે આવીને સમીપમાં પડ્યો છે. ઈત્યાદિ નગરનું વર્ણન ક્યાં સુધી કરીએ ? ઇન્દ્રના નગર સમાન તે નગરમાં રાજા શ્રીકંઠ પદ્માભા રાણી સહિત સ્વર્ગમાં શચી સહિત સુરેશ રમે તેમ ઘણા કાળ સુધી રમતા રહ્યા. જે વસ્તુ ભદ્રશાલ વનમાં, સૌમનસ વનમાં તથા નંદનવનમાં પ્રાપ્ત ન થાય તે રાજાના વનમાં પ્રાપ્ત થતી હતી. એક દિવસ રાજા મહેલમાં બિરાજતા હતા ત્યારે અષ્ટાનિકાના દિવસોમાં ઇન્દ્રને ચારે પ્રકારના દેવો સહિત નંદીશ્વરદ્વીપમાં જતા જોયા. દેવીઓના મુગટની પ્રભાથી આકાશને અનેક રંગરૂપ જ્યોતિ સહિત જોયું. વાજિંત્રો વગાડનારાના સમૂહથી દશે દિશા શબ્દરૂપ થતી દેખી, કોઈને કોઈનો શબ્દ ન સંભળાય, કેટલાક દેવો માયામયી હંસો ઉપર, અશ્વો ઉપર, એમ અનેક પ્રકારના વાહનો ઉપર ચઢીને જતા જોયા. દેવોના શરીરની સુગંધથી દશે દિશા વ્યાપ્ત થઈ થઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છઠું પર્વ પદ્મપુરાણ હતી. રાજાએ આ અદ્ભુત ચરિત્ર જોઈને મનમાં વિચાર્યું કે દેવો નંદીશ્વરદ્વીપમાં જાય છે. આ રાજાએ પણ પોતાના વિદ્યાધરો સહિત નંદીશ્વરદ્વીપ જવાની ઈચ્છા કરી. વિવેક વિના વિમાનમાં બેસીને તે રાણી સહિત આકાશના માર્ગે ચાલ્યા; પરંતુ માનુષોતર પર્વતથી આગળ એમનું વિમાન ચાલી ન શક્યું, દેવો ચાલ્યા ગયા અને એ અટકી ગયા. ત્યારે રાજાએ ખૂબ વિલાપ કર્યો, મનનો ઉત્સાહ ભાંગી ગયો, કાંતિ ઝાંખી પડી ગઈ અને મનમાં વિચાર્યું કે અરે! ખેદની વાત છે કે અમે હીનશક્તિના ધારક વિધાધર મનુષ્યો અભિમાન રાખીએ છીએ. ધિક્કાર છે અમને! મારા મનમાં એમ હતું કે હું નંદીશ્વરદ્વીપમાં ભગવાનનાં અકૃત્રિમ ચૈત્યાલયોના ભાવસહિત દર્શન કરીશ અને નાના પ્રકારનાં મહામનોહર પુષ્પ, ધૂપ, ગંધ ઈત્યાદિ અષ્ટદ્રવ્યોથી પૂજા કરીશ, વારંવાર ધરતી પર મસ્તક અડાડીને નમસ્કાર કરીશ ઈત્યાદિ મેં જે મનોરથ કર્યા હતા તે પૂર્વોપાર્જિત અશુભ કર્મથી મને મંદ ભાગ્યવાળાને પ્રાપ્ત ન થયા. મેં પહેલાં અનેકવાર એ વાત સાંભળી હતી કે માનુષોતર પર્વત ઓળંગીને મનુષ્ય આગળ જઈ શકતો નથી; તો પણ અત્યંત ભક્તિરાગથી હું એ વાત ભૂલી ગયો. હવે હું એવું કાર્ય કર કે અન્ય જન્મમાં નંદીશ્વરદ્વીપ જવાની મને શક્તિ મળે આમ. નિશ્ચય કરીને વજકંઠ નામના પુત્રને રાજ્ય આપી, સર્વ પરિગ્રનો ત્યાગ કરી રાજા શ્રીકંઠ મુનિ થયા. એક દિવસ વજકંઠે પોતાના પિતાના પૂર્વભવ જાણવાની ઈચ્છા કરી. વૃદ્ધ પુરુષો વજકંઠને કહેવા લાગ્યા કે મુનિઓએ અમને તેમના પૂર્વભવ વિષે આમ કહ્યું હતું. પૂર્વભવમાં બે વણિક ભાઈ હતા. તેમની વચ્ચે ઘણી પ્રીતિ હતી. સ્ત્રીઓએ તેમને જુદા કર્યા. તેમાં નાનો ભાઈ ગરીબ અને મોટો ભાઈ ધનવાન હતો. મોટો ભાઈ શેઠની સોબતથી શ્રાવક બન્યો અને નાનો ભાઈ દુર્બસની બની દુઃખમાં દિવસો પૂરા કરતો હતો. મોટો ભાઈએ નાના ભાઈની આ દશા જોઈને ઘણું ધન આપ્યું અને ભાઈને ઉપદેશ આપી વ્રત લેવરાવ્યા. પોતે સ્ત્રીનો ત્યાગ કરી, મુનિ થઈ, સમાધિમરણ કરી ઇન્દ્ર થયો. નાનો ભાઈ શાંત પરિણામી થઈ, શરીર છોડી દેવ થયો અને દેવમાંથી ઍવી શ્રીકંઠ થયો. મોટા ભાઈનો જીવ ઇન્દ્ર થયો હતો તે નાના ભાઈ પ્રત્યેના સ્નેહથી પોતાનું સ્વરૂપ બતાવતો નંદીશ્વરદ્વીપ ગયો. તે ઇન્દ્રને જોઈ રાજા શ્રીકંઠને જાતિસ્મરણ થયું અને તે વૈરાગી થયા. પોતાના પિતાનું આ વ્યાખ્યાન સાંભળીને રાજા વજકંઠ પોતાના પુત્ર ઇન્દ્રાયુપ્રભને રાજ્ય આપી મુનિ થયા અને ઇન્દ્રાયુપ્રભ પણ ઇન્દ્રભૂત નામના પુત્રને રાજ્ય આપી, મુનિ થયા. તેમને મેરુ, મેરુને મંદિર, તેને સમીરણગતિ, તેને રવિપ્રભ, તેને અમરપ્રભ નામના પુત્ર થયા. તે લંકાના ધણીની પુત્રી ગુણવતીને પરણ્યો. તે ગુણવતીએ રાજા અમરપ્રભના મહેલમાં અનેક જાતનાં ચિત્રો જોયાં ક્યાંક શુભ સરોવર જોયાં, જેમાં કમળ ખીલી રહ્યાં હતાં અને ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. ક્યાંક નીલકમળ ખીલી રહ્યાં હતાં, હંસના યુગલો ક્રીડા કરી રહ્યાં હતાં, જેમની ચાંચમાં કમળના તંતુઓ હતા. ક્રોંચ, સારસ ઈત્યાદિ અનેક પક્ષીઓના ચિત્રો જોયા અને તે પ્રસન્ન થઈ. એક તરફ પાંચ પ્રકારનાં રત્નોના ચૂર્ણથી વાનરોનાં સ્વરૂપ જોયા, જે વિદ્યાધરોએ ચીતર્યા હતાં. તે રાણી વાનરોનાં ચિત્રો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠું પર્વ ૫૯ જોઈને ભયભીત થઈને કાંપવા લાગી, રોમાંચ ખડાં થઈ ગયાં, પરસેવાના રેલાથી કપાળ ઉપરનો ચાંદલો ભુંસાઈ ગયો અને આંખની કીકીઓ ફરવા લાગી. રાજા અમરપ્રભ આ બનાવ જોઈને ઘરના નોકરો ઉપર ખૂબ ખિજાયો કે મારા વિવાહમાં આ ચિત્રો કોણે બનાવરાવ્યાં કે જેને જોઈને મારી પ્યારી રાણી ડરી ગઈ. ત્યારે વૃદ્ધ પુરુષોએ અરજ કરી કે મહારાજ ! આમાં કોઈનો પણ અપરાધ નથી. આપે કહ્યું કે આ ચિત્રો બનાવનારે આપણને વિપરીત ભાવ બતાવ્યા તો એવો કોણ છે કે આપની આજ્ઞા સિવાય કામ કરે ? બધાનાં જીવનનું મૂળ આપ છો, આપ પ્રસન્ન થઈને અમારી વિનંતી સાંભળો. અગાઉ તમારા વંશમાં પ્રસિદ્ધ રાજા શ્રીકંઠ થયા હતા. તેમણે આ સ્વર્ગ સમાન નગર વસાવ્યું હતું અને જાતજાતનાં કુતૂહલોના સ્થાનરૂપ આ દેશનું મૂળ કારણ તેઓ હતા. જેવી રીતે કર્મોનું મૂળ કારણ રાગાદિક પ્રપંચ છે. વનના મધ્યમાં સુખેથી બેઠેલી કિન્નરી જેમના ગુણ ગાય છે અને કિન્નરો ગુણ ગાય છે, ઈન્દ્ર સમાન જેમની શક્તિ હતી એવા તે રાજાએ પોતાની સ્થિર પ્રકૃતિથી લક્ષ્મીની ચંચળતાથી ઊપજેલા અપયશને દૂર કર્યો. રાજા શ્રીકંઠ આ વાંદરાઓને જોઈને આશ્ચર્ય પામ્યા, તેમની સાથે રમ્યા, તેમને મીઠાં મીઠાં ભોજન આપ્યાં અને એમનાં ચિત્રો દોરાવ્યાં. પછી તેમને વંશમાં જે રાજાઓ થયા તેમણે માંગલિક કાર્યોમાં આ ચિત્રો મૂક્યાં અને વાનરો પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખ્યો એટલે પૂર્વની રીત પ્રમાણે જ અત્યારે આ ચિત્રો રાખ્યા છે. જ્યારે આમ કહેવામાં આવ્યું ત્યારે રાજાએ ક્રોધ ત્યજી, પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે અમારા વડીલોએ આ ચિત્રોને મંગલ કાર્યમાં મૂક્યા છે તો હવે એને જમીન ઉપર ન રાખો કે જ્યાં મનુષ્યના પગ પડે છે. હું એને મુગટમાં રાખીશ અને ધજાઓમાં એનાં ચિહ્ન કરાવો અને મહેલોનાં શિખર તથા છત્રોના શિખર ઉપર એનાં ચિહ્ન કરાવો, અને મંત્રીઓને આ આજ્ઞા કરવામાં આવી. મંત્રીઓએ તે પ્રમાણે કાર્ય કર્યું. રાજાએ ગુણવતી રાણી સાથે પરમ સુખ ભોગવતાં વિજ્યાર્ધની બને શ્રેણીઓને જીતવાની ઈચ્છા કરી. તે મહાન ચતુરંગ સેના લઈને વિજ્યાઈ ગયા. રાજાની ધજાઓ અને મુગટો ઉપર વાનરોનાં ચિહ્ન હતાં. રાજાએ વિક્સાર્ધ ઉપર ચડાઈ કરી બન્ને શ્રેણીઓના રાજાઓને જીતીને વશ કર્યા. સંપૂર્ણપણે પોતાના આજ્ઞાવર્તી બનાવ્યા. કોઈનું પણ ધન લીધું નહિ. જે મહાન પુરુષ છે તેમનો એ નિયમ છે કે તે રાજાઓને નમાવે, પોતાની આજ્ઞા નીચે આણે, પણ કોઇનું ધન ન હરી લે. રાજા સર્વ વિદ્યાધરોને પોતાની આજ્ઞા નીચે લાવી પછી કિહુકૂપુર આવ્યા. વિજ્યાઈના મોટા રાજાઓ સાથે આવ્યા. તેમણે સર્વ વિદ્યાધરોના અધિપતિ બની ઘણા દિવસો સુધી રાજ્ય કર્યું. લક્ષ્મી ચંચળ હતી તેને ન્યાય-નીતિની બેડી નાખીને સ્થિર કરી. તેમના પુત્ર કપિકેતુ થયા. તેમની શ્રીપ્રભા રાણી ઘણા ગુણોવાળી હતી. તે રાજા કપિકેતુ પોતાના પુત્ર વિક્રમસંપન્નને રાજ્ય આપી વૈરાગી થયા. તે વિક્રમ સંપન્ન પોતાના પુત્ર પ્રતિબલને રાજ્ય આપી વૈરાગી થયા. આ રાજ્યલક્ષ્મીને વિષની વેલી સમાન જાણો. મહાન પુરુષોને પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી આ લક્ષ્મી વિના પ્રયત્ન જ મળે છે, પરંતુ તેમને લક્ષ્મીમાં વિશેષ પ્રીતિ હેતી નથી. તેમને લક્ષ્મીનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ΣΟ છઠ્ઠું પર્વ પદ્મપુરાણ ત્યાગ કરતાં ખેદ થતો નથી. કોઈ પુણ્યના પ્રભાવથી રાજ્યલક્ષ્મી પામી, દેવોના સુખ ભોગવી, પછી વૈરાગ્ય પામી પરમપદને પ્રાપ્ત થાય છે. મોક્ષનું અવિનાશી સુખ ઉપકરણાદિ સામગ્રીને આધીન નથી, નિરંતર આત્માધીન છે. તે મહાસુખ અંતરહિત છે. એવું સુખ કોણ ન ઈચ્છે? રાજા પ્રતિબલને ગગનાનંદ નામનો પુત્ર થયો, તેને ખેચરાનંદ અને તેને ગિરિનંદ આ પ્રમાણે વાનરવંશીઓના વંશમાં અનેક રાજા થયા, જે રાજ્ય તજી, વૈરાગ્ય પામી સ્વર્ગ અથવા મોક્ષ પામ્યા. આ વંશના સમસ્ત રાજાઓનાં નામ અને પરાક્રમ કોણ કહી શકે? જેનું જેવું લક્ષણ હોય તે તેવું જ કહેવાય, સેવા કરે તે સેવક કહેવાય, ધનુષ્ય ધારણ કરે તે ધનુર્ધર કહેવાય, પરની પીડા ટાળે તે શરણાગત પ્રતિપાલ હોઈને ક્ષત્રિય કહેવાય, બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ કહેવાય. જે રાજા રાજ્ય ત્યજી મુનિ થાય તે મુનિ કહેવાય, શ્રમ એટલે તપ કરે તે શ્રમણ કહેવાય. આ વાત પ્રગટ જ છે કે લાઠી રાખે તે લાઠીધારી કહેવાય. તેમ આ વિધાધરો છત્ર અને ધજાઓ ૫૨ વાનરોનાં ચિહ્ન રાખતા હતા તેથી વાનરવંશી કહેવાયા. ભગવાન શ્રી વાસુપૂજ્યના સમયમાં રાજા અમરપ્રભ થયા તેમણે વાનરોનાં ચિહ્ન મુકુટ, છત્ર, ધજાઓ ઉપર બનાવ્યાં ત્યારથી તેમના કુળમાં આ રીત ચાલતી આવી. આ પ્રમાણે સંક્ષેપમાં વાનરવંશીઓની ઉત્પત્તિની કથા કહી. ત્યારપછી આ કુળમાં મહોધિ નામના રાજા થયા. તેમને વિદ્યુતપ્રકાશ નામની રાણી હતી, જે પતિવ્રતા સ્ત્રીઓના ગુણોનું નિધાન હતી. તેણે પોતાના વિનય અંગથી પતિનું મન પ્રસન્ન કર્યું હતું. રાજાને સેંકડો રાણીઓ હતી તેમાં આ રાણી શિરોભાગ્ય હતી. તે મહાસૌભાગ્યવતી, રૂપવતી, જ્ઞાનવતી હતી. તે રાજાને મહાપરાક્રમી એકસો આઠ પુત્ર થયા, તેમને રાજ્ય આપી રાજા મહાસુખ ભોગવતા હતા. મુનિસુવ્રતનાથ ભગવાનના સમયમાં વાનરવંશીઓમાં આ રાજા મહોદધિ થયા. લંકાના વિદ્યુતકેશ અને આ મહોદધિ વચ્ચે પરમ પ્રીતિ થઈ. એ બન્ને સકળ જીવોના અત્યંત પ્યારા હતા અને આપસમાં એકચિત્ત હતા. શરીર જુદાં હતાં તેથી શું થયું? તે વિદ્યુતકેશ મુનિ થયા એ વૃત્તાંત સાંભળીને મહોદધિ પણ વૈરાગી થયા. આ કથા સાંભળીને રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછ્યું કે હે સ્વામી! રાજા વિદ્યુતકેશ શા કારણથી વિરક્ત થયા ? ત્યારે ગૌતમસ્વામીએ ઉત્તર આપ્યો કે એક દિવસ વિદ્યુતકેશ પ્રમદ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા હતા. તે ઉધાનમાં ક્રીડાના નિવાસ અતિ સુંદર હતા. નિર્મળ જળથી ભરેલાં સરોવો હતાં, તેમાં કમળો ખીલી રહ્યાં હતાં અને સરોવરમાં નાવ ફરી રહી હતી. વનમાં ઠેકઠેકાણે હીંચકા હતા. સુન્દર વૃક્ષો, સુન્દર વેલો અને ક્રીડા કરવાના સુવર્ણના પર્વતો હતા તેના રત્નનાં પગથિયાં હતાં, મનોજ્ઞ વૃક્ષો ફળફૂલોથી મંડિત અને પલ્લવોથી ડોલતી લતા અતિ શોભતી હતી. લતાઓ એ વૃક્ષોને વીંટળાઈ રહી હતી એવા વનમાં રાજા વિદ્યુતકેશ રાણીઓ સાથે ક્રીડા કરતા હતા. રાણીઓ પણ મનને હરનારી, પુષ્પાદિ ચૂંટવામાં નિપુણ, જેના પલ્લવ સમાન કોમળ સુગંધી હસ્ત અને મુખની સુગંધથી ભમરાઓ તેમની આજુબાજુ ફરતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠ્ઠું પર્વ ૧ હતા. ક્રીડા સમયે રાણી શ્રીચન્દ્રાના સ્તન એક વાનરે નખથી ખણ્યા એટલે રાણી ખેખિન્ન થઈ ગઈ. સ્તનમાંથી લોહી વહી નીકળ્યું. રાજાએ રાણીને આશ્વાસન આપી અજ્ઞાનભાવથી વાનરને બાણથી વીંધી નાખ્યો. તે વાનર ઘાયલ થઈને એક ગગનચારણ ઋદ્ધિવાળા મહામુનિની પાસે જઈને પડયો. તે દયાળુ મુનિરાજે વાનરને ધ્રુજતો જોઈને દયાભાવથી પાંચ નમસ્કારમંત્ર સંભળાવ્યા. તે વાનર મરીને ઉદધિકુમા૨ જાતિનો ભવનવાસી દેવ થયો. અહીં વનમાં વાનરના મરણ પછી રાજાના માણસો અન્ય વાનરોને મારી રહ્યા હતા તે વિદ્યુતકુમારે અવધિજ્ઞાનથી જાણીને વાનરોને માર ખાતા જોઈને માયમયી વાનરોની સેના બનાવી. એ વાનરો વિકરાળ દાઢવાળા, વિકરાળ મુખવાળા, વિકરાળ ભ્રમરવાળા અને સિંદૂર જેવા લાલ મુખવાળા બનીને ભયંકર ગર્જના કરતા આવ્યા. કેટલાકે હાથમાં પર્વત ઉપાડયા હતા, કેટલાકે મૂળમાંથી ઉખાડીને વૃક્ષો લીધાં હતાં, કેટલાક હાથથી ધરતી ઉપર પ્રહાર કરતા, કેટલાક આકાશમાં ઊછળતા થકા, ક્રોધથી જેમનાં અંગ રૌદ્ર બન્યાં હતાં. તેમણે આવીને રાજાને ઘેરી લીધો અને રાજાને કહેવા લાગ્યા કે અરે, દુરાચારી, યાદ રાખ, તારું મોત આવ્યું છે, તું વાનરોને મારીને હવે કોને શરણે જવાનો ? ત્યારે વિદ્યુતકેશ ડરી ગયો અને જાણી લીધું કે આ વાનરોનું બળ નથી પણ દેવની માયા છે. ત્યારે શરીરની આશા છોડીને, મહામિષ્ટ વાણીથી વિનતિ કરવા લાગ્યો કે “મહારાજ! આજ્ઞા કરો, આપ કોણ છો ? જેમનાં મહાદેદીપ્યમાન પ્રચંડ શરીર છે એ વાનરોની શક્તિ નથી, આપ દેવ છો.” રાજાને અતિ વિનયવાન જોઈને મહોદધિકુમા૨ બોલ્યાઃ “હું રાજા! વાનર પશુ જાતિ છે, તેમના સ્વભાવ જ અતિ ચંચળ છે, એમને તેં સ્ત્રીના અપરાધથી હણ્યા છે. હું સાધુના પ્રસાદથી દેવ થયો છું, મારી વિભૂતિ તેં જોઈ છે.” રાજા આ સાંભળીને ધ્રૂજવા લાગ્યો, તેના હૃદયમાં ભય ઉત્પન્ન થયો, ભયથી રૂંવાડાં ખડાં થઈ ગયાં. ત્યારે મહોદધિકુમારે કહ્યું: “તું ડર નહીં’. ત્યારે રાજાએ કહ્યું કે ‘આપ જે આજ્ઞા કરો તે પ્રમાણે હું કરીશ.' પછી દેવ એને ગુરુની પાસે લઈ ગયો. તે દેવ અને રાજા એ બન્ને મુનિની પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરીને પાસે બેઠા. દેવે મુનિને કહ્યું કે ‘હું વાનર હતો અને આપના પ્રસાદથી દેવ થયો છું.' ત્યારે રાજા વિદ્યુતકેશે મુનિને પૂછ્યું કે મારું શું કર્તવ્ય છે? મારું કલ્યાણ કેવી રીતે થાય? તે વખતે ચાર જ્ઞાનના ધારક તપોધન મુનિએ કહ્યું કે અમારા ગુરુ પાસે જ છે તેમની સમીપે ચાલો. અનાદિકાળનો એ જ નિયમ છે કે ગુરુઓની સમીપે જઈને ધર્મ સાંભળવો. આચાર્ય હોવા છતાં જે તેમની પાસે ન જાય અને શિષ્ય જ ધર્મનો ઉપદેશ આપવા લાગે તો તે શિષ્ય નથી, કુમાર્ગી છે, આચારભ્રષ્ટ છે. આમ તપોધને કહ્યું ત્યારે દેવ અને વિદ્યાધર મનમાં વિચારવા લાગ્યા કે આવા મહાપુરુષ છે તે પણ ગુરુની આજ્ઞા વિના ઉપદેશ આપતા નથી. અહો! તપનું માહાત્મ્ય અત્યંત મોટું છે. મુનિની આજ્ઞાથી તે દેવ અને વિદ્યાધર મુનિની સાથે તેમના ગુરુ પાસે ગયા. ત્યાં જઈ ત્રણ પ્રદિક્ષણા કરી, ગુરુની બહુ પાસે પણ નહિ અને બહુ દૂર પણ નહિ એવી રીતે બેઠાં. મહામુનિની મૂર્તિ જોઈ દેવ અને વિદ્યાધર આશ્ચર્ય પામ્યા. મહામુનિની મૂર્તિ તપના સમૂહથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ છઠું પર્વ પદ્મપુરાણ ઉત્પન્ન થયેલ દીપ્તિથી દેદીપ્યમાન હતી. તેમને જોઈને નેત્રકમળ ખૂલી ગયાં. મહાવિનયવાન થઈને દેવ અને વિદ્યાધરે તેમને ધર્મનું સ્વરૂપ પૂછયું. જે મુનિનું મન પ્રાણીઓના હિતમાં સાવધાન છે અને સંસારના કારણરૂપ રાગાદિના પ્રસંગથી દૂર છે એવા મુનિરાજે જેમ મેધ ગંભીર ધ્વનિથી ગર્જ અને વરસે તેમ મહાગંભીર ધ્વનિથી જગતના કલ્યાણ નિમિત્તે પરમ ધર્મરૂપ અમૃત વરસાવ્યું. જ્યારે મુનિ જ્ઞાનનું વ્યાખ્યાન કરવા લાગ્યા ત્યારે મેઘગર્જના જેવો અવાજ સાંભળીને લતાઓના માંડવામાં બેઠેલા મયૂરો નૃત્ય કરવા લાગ્યા. મુનિ કહેવા લાગ્યા-અહો દેવ વિધાધરો! તમે મન દઈને સાંભળો. ત્રણ લોકને આનંદ આપનાર શ્રી જિનરાજે ધર્મનું જે સ્વરૂપ કહ્યું છે તે હું તમને કહું છું. કેટલાક જીવો નીચબુદ્ધિ હોય છે, વિચારરહિત જડચિત્ત છે તે અધર્મને જ ધર્મ માનીને સેવે છે. જે માર્ગને જાણતા નથી તે ઘણા કાળે પણ મનવાંછિત સ્થાન પર પહોંચતા નથી. મંદમતિ, મિથ્યાષ્ટિ, વિષયભિલાષી જીવો હિંસાથી ઊપજેલા અધર્મને ધર્મ જાણી સેવે છે. તે નરક નિગોદનાં દુ:ખ ભોગવે છે. જે અજ્ઞાની જૂઠાં દષ્ટાંતોથી ભરેલા મહાપાપના પુંજ એવા મિથ્યા ગ્રંથોના અર્થને ધર્મ જાણી પ્રાણીઘાત કરે છે તે અનંત સંસારમાં ભ્રમણ કરે છે. જે અધર્મની ચર્ચા કરીને નકામો બકવાસ કરે છે, તે લાકડીથી આકાશ ઉપર પ્રહાર કરે છે. જો કદાચિત્ મિથ્યાષ્ટિઓને કાયકલેશાદિ તપ હોય અને શબ્દજ્ઞાન પણ હોય તો પણ મુક્તિનું કારણ નથી. સમ્યગ્દર્શન વિના જે જાણપણું હોય છે તે જ્ઞાન નથી અને જે આચરણ હોય છે તે કુચારિત્ર છે. મિથ્યાદષ્ટિઓને જે વ્રત તપ છે તે પોષણ બરાબર છે. અને જ્ઞાની પુરુષોને જે તપ છે તે સૂર્યમણિ સમાન છે. ધર્મનું મૂળ છે અને દયાનું મળ કોમળ પરિણામ છે. તે કોમળ પરિણામ દષ્ટોને કેવી રીતે હોય ? પરિગ્રહધારી પુરુષોને આરંભથી હિંસા અવશ્ય થાય છે. માટે દયાના નિમિત્તે પરિગ્રહું આરંભ ત્યજવો જોઈએ. સત્ય વચન ધર્મ છે. પરંતુ જે સત્યથી પરજીવને પીડા થાય તે સત્ય નથી, જૂઠ જ છે. ચોરીનો ત્યાગ કરવો, પરનારી છોડવી, પરિગ્રહનું પરિમાણ કરવું, સંતોષવ્રત ધારણ કરવું. ઈન્દ્રિયના વિષયો ટાળવા, કષાયો ક્ષીણ કરવા, દેવ-ગુરુ-ધર્મનો વિનય કરવો, નિરંતર જ્ઞાનનો ઉપયોગ રાખવો, આ સમ્યગ્દષ્ટિ શ્રાવકના વ્રતો તમને કહ્યાં. હવે ગૃહત્યાગી મુનિઓનો ધર્મ સાંભળો. સર્વ આરંભનો પરિત્યાગ, દશલક્ષણધર્મનું ધારણ, સમ્યગ્દર્શનયુક્ત મહાજ્ઞાન વૈરાગ્યરૂપ યતિનો માર્ગ છે. મહામુનિ પંચ મહાવ્રતરૂપ હાથીના સ્કંધ ઉપર બેઠા છે, ત્રણ ગુપ્તિરૂપ દઢ બખ્તર પહેરે છે અને પાંચ સમિતિરૂપ પ્યાદાઓથી સહિત છે, નાના પ્રકારના તમરૂપ તીક્ષ્ણ શસ્ત્રોથી મંડિત છે, ચિત્તને આનંદ આપનાર છે, આવા દિગંબર મુનિરાજ કાળરૂપ વેરીને જીતે છે. તે કાળરૂપ વેરી મોહરૂપ મસ્ત હાથી ઉપર બેઠો છે અને કષાયરૂપ સામંતોથી મંડિત છે. યતિનો ધર્મ પરમનિર્વાણનું કારણ છે, મહામંગળરૂપ છે, ઉત્તમ પુરુષો વડા સેવવા યોગ્ય છે. શ્રાવકનો ધર્મ તો સાક્ષાત્ સ્વર્ગનું કારણ છે અને પરંપરાએ મોક્ષનું કારણ છે. સ્વર્ગમાં દેવોના સમૂહમાં રહીને મનવાંછિત ઈન્દ્રિયોનાં સુખ ભોગવે છે અને મુનિના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠું પર્વ ૬૩ ધર્મથી કર્મ કાપીને મોક્ષનું અતીન્દ્રિય સુખ પામે છે. અતીન્દ્રિય સુખ સર્વ બાધારહિત અનુપમ છે, જેનો અંત નથી. શ્રાવકના વ્રતથી સ્વર્ગે જઈ ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ, મુનિરાજનાં વ્રત ધારણ કરી પરમપદને પામે છે અને મિથ્યાદષ્ટિ જીવ કદાચ તપ વડે સ્વર્ગમાં જાય તો ત્યાંથી ચ્યવીને એકેન્દ્રિયાદિક યોનિમાં આવીને અનંત સંસાર ભ્રમણ કરે છે. જૈન જ પરમ ધર્મ છે અને જૈન જ પરમ તપ છે, જૈન જ ઉત્કૃષ્ટ મત છે. જિનરાજનાં વચન જ સાર છે. જિનશાસનના માર્ગથી જે જીવ મોક્ષ મેળવવાનો ઉધમ કરે છે તેને જો ભવ ધારણ કરવા પડે તો દેવ, વિદ્યાધર, રાજાના ભવ તો ઇચ્છા વિના સહજ જ પ્રાપ્ત થાય છે, જેમ ખેતી કરનારાનો પ્રયત્ન ધાન્ય ઉત્પન્ન કરવાનો હોય છે, ઘાસ, કડબ, પરાળ ઇત્યાદિ તો સહજ જ થાય છે, જેમ કોઈ પુરુષ નગરમાં જતો હોય તેને માર્ગમાં વૃક્ષાદિકનો સાથ ખેદ દૂર કરે છે તેવી જ રીતે શિવપુરીમાં જવાનો ઉધમ કરનાર મુનિરાજને ઇન્દ્રાદિ પદ શુભોપયોગના કારણે મળે છે પણ મુનિનું મન તેમાં નથી, શુદ્ધોપયોગના પ્રભાવથી સિદ્ધ થવાનો પ્રયત્ન તેમને છે. શ્રાવક અને જૈનોના ધર્મથી જે વિપરીત માર્ગ છે તેને અધર્મ જાણવો. તેનાથી આ જીવ કુગતિમાં નાના પ્રકારનાં દુઃખ ભોગવે છે. તિર્યંચ યોનિમાં મારણ, તાડન, છેદન, ભેદન, શીત, ઉષ્ણ, તરસ ઇત્યાદિ નાના પ્રકારનાં દુઃખો ભોગવે છે અને સદા અંધકારથી ભરેલા નરકમાં અત્યંત ઉષ્ણ, શીત, મહાવિકરાળ પવન, જ્યાં અગ્નિના કણ વરસે છે, જાતજાતના ભયંકર શબ્દ થાય છે, જ્યાં નારકીઓને ઘાણીમાં પીલે છે, કરવતોથી ચીરે છે, જ્યાં ભયંકર શાલ્મલી વૃક્ષોનાં પાંદડાં ચક્ર, ખગ, કુહાડા સમાન છે તેનાથી નારકીના શરીરના ખંડ ખંડ થઈ જાય છે, ત્યાં તાંબુ, સીસું ઓગાળીને મદ્યપાન કરનાર પાપીઓને પીવરાવે છે અને માંસભક્ષીઓને તેનું જ માંસ કાપી કાપીને તેના મુખમાં મૂકે છે અને લોઢાના તપેલા ગોળા સાણસીથી તેમનું મોટું પહોળું કરીને બળજોરીથી મોઢામાં મૂકે છે, પરસ્ત્રીઓનો સમાગમ કરનાર પાપીઓને તપેલી લોઢાની પતળીઓ સાથે ભિડાવે છે. ત્યાં માયામયી સિંહ, વાઘ, શિયાળ ઇત્યાદિ અનેક પ્રકારે બાધા કરે છે અને માયામયી દુષ્ટ પક્ષીઓ તીક્ષ્ણ ચાંચથી ઠોલે છે. નારકી જીવો સાગરોના આયુષ્ય સધી નાના પ્રકારના દ:ખ. ત્રાસ. માર ભોગવે છે. તે મારથી મરતા નથી, આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જ મરે છે, પરસ્પર અનેક બાધા કરે છે, ત્યાં માયામયી માખીઓ અને માયામયી કૃમિ પોતાના સોય જેવા તીક્ષ્ણ મુખથી તેમને ચટકા ભરે છે. આ બધા માયામયી હોય છે, બીજાં પશુ, પક્ષી કે વિકલત્રય ત્યાં હોતાં નથી, નારકી જીવ જ છે તથા પાંચ પ્રકારના સ્થાવર સર્વત્ર છે. મહામુનિ દેવ અને વિદ્યાધરને કહે છે કે નરકમાં જે દુ:ખ જીવ ભોગવે છે તેનું કથન કરવા કોણ સમર્થ છે? તમે બન્ને કુગતિમાં ઘણું ભમ્યા છો. મુનિનાં આવાં વચન સાંભળી એ બન્નેએ પોતાના પૂર્વભવ પૂછયા. ત્યારે સંયમ જ જેમની શોભા છે એવા મુનિરાજે કહ્યું કે તમે ધ્યાન દઇને સાંભળો. આ દુઃખમય સંસારમાં તમે મોહથી ઉત્પન્ન થઇ, પરસ્પર દ્વેષ ધારણ કરીને આપસમાં મરણ, મારણ કરતા અનેક કુયોનિઓમાં ભમ્યા છો. કર્મયોગથી મનુષ્યભવ મળ્યો તેમાં એક તો કાશી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪. છઠું પર્વ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નામના દેશમાં પારધી થયો અને બીજો શ્રાવસ્તી નામની નગરીમાં રાજાનો સુયશોદત્ત નામનો મંત્રી થયો. તે ગૃહત્યાગ કરીને મુનિ થયા, મહાતપ સહિત પૃથ્વી ઉપર વિહાર કરતા. એક દિવસ તે કાશીમાં જીવજંતુરહિત વનના પવિત્ર સ્થાનમાં બિરાજ્યા હતા, અનેક શ્રાવક-શ્રાવિકાઓ તેમના દર્શન કરવા આવ્યાં હતાં, ત્યાં તે પાપી પારધીએ મુનિને જોઈને તીક્ષ્ણ વચનરૂપ શસ્ત્રથી મુનિને વીંધવાનું શરૂ કર્યું. તેણે વિચાર કર્યો કે આ નિર્લજ્જ, માર્ગભ્રષ્ટ, સ્નાનરહિત, મલિન, શિકારમાં પ્રવર્તતા એવા અને મહા અમંગળરૂપ થયો છે. આવાં વચનો પારધીએ કહ્યાં ત્યારે મુનિને ધ્યાનનું વિજ્ઞ કરનાર સંકલેશભાવ ઊપજ્યો. તેમણે મનમાં વિચાર્યું કે હું મુનિ થયેલ છું, મારે કલેશરૂપ ભાવ કરવા જેવા નથી. ક્રોધ તો એવો થાય છે કે એક મુષ્ટિપ્રહારથી આ પાપી પારધીના ચૂરેચૂરા કરી નાખું. હવે તપશ્ચરણના પ્રભાવથી તે મુનિને આઠમા સ્વર્ગમાં જવા યોગ્ય જે પુણ્ય બંધાયું હતું તે ક્રોધના કારણે ક્ષીણ થઈને, મરીને તે જ્યોતિષી દેવ થયા. ત્યાંથી ચ્યવીને તું વિધુતકેશ વિધાધર થયો અને તે પારધી સંસારમાં ખૂબ ભ્રમણ કરીને લંકાના પ્રમદ નામના ઉધાનમાં વાનર થયો અને મેં એને સ્ત્રીના કારણે બાણથી માર્યો તે ઘણું અયોગ્ય કાર્ય કર્યું છે. પશુઓનો અપરાધ રાજાએ ગણવો યોગ્ય નથી. તે વાનર નવકાર મંત્રના પ્રભાવથી ઉદધિકુમાર દેવ થયો છે. આમ જાણીને હું વિધાધરો ! તમે વેરનો ત્યાગ કરો, કારણ કે આ સંસારવનમાં તમારું ભ્રમણ થઈ રહ્યું છે. જો તમે સિદ્ધોનું સુખ ચાહતા હો તો રાગદ્વેષ ન કરો. સિદ્ધોના સુખનું વર્ણન મનુષ્ય કે દેવથી થઈ શકતું નથી. તેમને અનંત અપાર સુખ હોય છે. જો તમને મોક્ષની અભિલાષા હોય અને તમે સદાચારયુક્ત હો તો શ્રી મુનિ સુવ્રતનાથ તીર્થકરનું શરણ લ્યો. પરમભક્તિ સહિત ઇન્દ્રાદિક દેવ પણ તેમને નમસ્કાર કરે છે. ઇન્દ્ર, અહમીદ્ર, લોકપાલ સર્વ તેમના દાસાનુદાસ છે. તે ત્રિલોકીનાથ છે, તેમનું શરણ લઈ તમે પરમકલ્યાણ પામશો. તે ભગવાન “ઇશ્વર' એટલે સમર્થ છે, સર્વ અર્થથી પૂર્ણ છે, કૃતકૃત્ય છે. આ મુનિનાં વચનરૂપ કિરણોથી વિધુતકેશ વિધાધરનું મન કમળ પેઠે ખીલી ઊઠયું. તે સુકેશ નામના પોતાના પુત્રને રાજ્ય આપીને મુનિના શિષ્ય થયા. તે મહાવીર સમ્યક દર્શનજ્ઞાનચારિત્રનું આરાધન કરી ઉત્તમ દેવ થયા. કિંકુપુરના સ્વામી રાજા મહોદધિ વિધાધર, વાનરવંશીઓના અધિપતિ ચન્દ્રકાન્તમણિના મહેલમાં બિરાજતા હતા, અમૃતરૂપ સુન્દર ચર્ચાથી ઇન્દ્ર સમાન સુખ ભોગવતા હતા. ત્યાં એક વિદ્યાધર શ્વેત વસ્ત્ર પહેરીને ત્યાં આવ્યો અને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હું પ્રભો ! રાજા વિધુતકેશ મુનિ થઈ સ્વર્ગે સિધાવ્યા. આ સમાચાર સાંભળીને રાજા મહોદધિ પણ ભોગભાવથી વિરક્ત થઈ જિનદીક્ષાની ઇચ્છા કરી બોલ્યા કે હું પણ તપોવનમાં જઈશ. આ વચન સાંભળી રાજાના માણસો મહેલમાં વિલાપ કરવા લાગ્યા. વિલાપથી મહેલ ગૂંજી ઊઠ્યો. યુવરાજે આવી રાજાને વિનંતી કરી કે, રાજા વિધુતકેશ અને આપણો એક વ્યવહાર છે. રાજાએ બાળક પુત્ર સુકેશને રાજ્ય આપ્યું છે તે આપના ભરોસે આપ્યું છે માટે સુકેશના રાજ્યની દઢતા આપે રાખવી જોઈએ. જેવો આપનો પુત્ર એવો જ તેમનો. માટે થોડા દિવસ આપ વૈરાગ્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૫ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠું પર્વ ધારણ ન કરો, આપ નવયુવાન છો, ઇન્દ્ર સમાન ભોગ દ્વારા આ નિષ્કટક રાજ્ય ભોગવો. આ પ્રમાણે યુવરાજે વિનંતી કરી અને અશ્રુવર્ષા કરી, તો પણ રાજાના મનમાં શિથિલતા ન આવી. ત્યારે મહાનીતિના જ્ઞાતા મંત્રીએ પણ અતિ દીન થઇને ઘણી વિનંતી કરી કે હે નાથ! અમે અનાથ છીએ. જેમ વેલ વૃક્ષના આધારે ટકી રહે છે તેમ અમે આપનાં ચરણોના આધારે છીએ. તમારા મનમાં અમારું મન ચોંટી રહ્યું છે માટે અમને છોડીને જવું યોગ્ય નથી. આ પ્રમાણે ઘણી વિનંતી કરી તો પણ રાજાએ માન્યું નહિ. ત્યારે રાણીએ ઘણી વિનંતી કરી, ચરણોમાં આળોટી પડી અને બહુ આંસુ સાર્યા. રાણી ગુણોના સમૂહુરૂપ હતી, રાજાની પ્યારી હતી, તો પણ રાજાએ નીરસ ભાવે તેને જોઈ. રાણી કહેતી હતી કે હે નાથ ! અમે આપના ગુણોથી ઘણા દિવસોથી બંધાયેલા છીએ, આપ અમારા માટે લડાઈ લડ્યા અને મહાલક્ષ્મી સમાન પ્રેમથી રાખી, હવે એ સ્નેહપાશ તોડીને ક્યાં જાવ છો? રાણીની આવી અનેક કાકલૂદી પણ રાજાએ ચિત્તમાં લીધી નહિ. રાજાના મોટા મોટા સામંતોએ વિનંતી કરી કે હે દેવ! આ નવયૌવનમાં રાજ્ય છોડી ક્યાં જાવ છો? બધા પ્રત્યે સ્નેહું શા માટે તોડયો? ઇત્યાદિ સ્નેહનાં અનેક વચનો કહ્યા, પરંતુ રાજાએ કોઈનું સાંભળ્યું નહિ. સ્નેહપાશ છેદી, સર્વપરિગ્રહનો ત્યાગ કરી, પ્રતિચન્દ્ર પુત્રને રાજ્ય આપી, પોતે પોતાના શરીરથી પણ ઉદાસ થઈ, દિગંબરી દીક્ષા ધારણ કરી. પૂર્ણબુદ્ધિમાન, મહાધીરવીર, પૃથ્વી ઉપર ચન્દ્રમા સમાન ઉજ્જવળ કીર્તિવાળા રાજા ધ્યાનરૂપ ગજ ઉપર સવાર થઈ તપરૂપી તીક્ષ્ણ શસ્ત્રથી કર્મશત્રુને કાપી સિદ્ધપદને પામ્યા. પ્રતિચન્દ્ર પણ કેટલાક દિવસ રાજ્ય કરી પોતાના પુત્ર કિંકલ્પને રાજ્ય આપી અને નાના પુત્ર અંધકરૂઢને યુવરાજપદ આપી પોતે દિગંબર થઈ શુક્લ ધ્યાનના પ્રભાવથી સિદ્ધસ્થાનને પામ્યા. રાજા કિંકલ્થ અને અંધકરૂઢ બન્ને ભાઈ ચન્દ્રસૂર્ય સમાન બીજાઓના તેજને દબાવીને પૃથ્વી ઉપર પ્રકાશવા લાગ્યા. તે વખતે વિક્સાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણીમાં સ્થનૂપુર નામનું દેવનગર સમાન નગર હતું. ત્યાંનો રાજા અશનિવેગ મહાપ્રરાક્રમી બન્ને શ્રેણીનો સ્વામી હતો. તેની કીર્તિ શત્રુઓનું માન હતી. તેનો પુત્ર મહારૂપવાન વિજયસિંહ હતો. આદિત્યપુરના વિધાધર રાજા વિધામંદિર અને રાણી વેગવતીની પુત્રી શ્રીમાલાના વિવાહ નિમિત્તે જે સ્વયંવર મંડપ રચાયો હતો અને અનેક વિધાધરો જ્યાં આવ્યા હતા ત્યાં વિજયસિંહ પધાર્યા. શ્રીમાલાની કાંતિથી આકાશમાં પ્રકાશ થઈ રહ્યો છે, સફળ વિધાધર રાજાઓ સિંહાસન ઉપર બેઠા છે. મોટા મોટા રાજાઓના કુંવરો થોડા થોડા સમૂહુમાં ઊભા છે. બધાની દષ્ટિ નીલકમળની પંક્તિ સમાન શ્રીમાલા ઉપર પડી છે. કેવી છે શ્રીમાલા? જેને કોઇના પ્રત્યે રાગદ્વેષ નથી, મધ્યસ્થ પરિણામ છે. મદનથી તપ્ત ચિત્તવાળા તે વિધાધર કુમારો અનેક પ્રકારની વિકારી ચેષ્ટાઓ કરવા લાગ્યા. કેટલાક માથાનો મુગટ સ્થિર હોવા છતાં સુંદર હાથ વડે વ્યવસ્થિત કરવા લાગ્યા. કેટલાકનાં ખંજર ખુલ્લાં હોવા હતા હાથના આગળના ભાગથી હલાવવા લાગ્યા. કેટલાક કટાક્ષદષ્ટિથી જોવા લાગ્યા. કેટલાકની પાસે માણસો ચામર અને પંખા ઢોળતા હતા તો પણ મહાસુંદર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ છઠું પર્વ પદ્મપુરાણ રૂમાલથી પોતાના મુખ ઉપર પરસેવો લૂછવા લાગ્યા, હવા ખાવા લાગ્યા. કેટલાક ડાબા પગ ઉપર જમણો પગ મૂકવા લાગ્યા. એ રાજપુત્રો રૂપાળા, નવયુવાન અને કામકળામાં નિપુણ હતા. તેમની દષ્ટિ કન્યા તરફ હતી અને પગના અંગૂઠાથી સિંહાસન ઉપર કાંઈક લખી રહ્યા હતા. કેટલાક મહામણિઓ જડિત કંદોરા કેડ ઉપર મજબૂત રીતે બાંધેલા હોવા હતાં તેને સંભાળીને દઢ કરતા હતા, ચંચળ નેત્રવાળા કેટલાક પાસે બેઠેલાઓ સાથે કેલિકથા કરતા હતા, કેટલાક પોતાના સુંદર વાંકડિયા વાળ ઓળતા હતા. કેટલાક જેના ઉપર ભમરા ગુંજારવ કરતા હતા તેવા કમળના ફૂલ જમણા હાથથી હલાવતા હતા અને પુષ્પરસની રજ ફેલાવતા હતા, ઇત્યાદિ અનેક ચેષ્ટા સ્વયંવરમંડપમાં રાજપુત્રો કરતા હતા. સ્વયંવરમંડપમાં વીણા, વાંસળી, મૃદંગ, નગારા આદિ અનેક વાજિંત્રો વાગતાં હતાં, અનેક મંગલાચરણ થઈ રહ્યાં હતાં, અનેક ભાટચારણો સાપુરુષોનાં અનેક શુભ ચરિત્રો વર્ણવી રહ્યા હતા. સ્વયંવરમંડપમાં સુમંગલા નામની દાસી એક હાથમાં સોનાની લાકડી અને બીજા હાથમાં નેતરની સોટી રાખીને કન્યાને હાથ જોડી તેનો અત્યંત વિનય કરતી હતી. કન્યા નાના પ્રકારના મણિભૂષણોથી સાક્ષાત્ કલ્પવેલ સમાન લાગતી હતી. દાસી સૌનો પરિચય કરાવતાં કહેવા લાગી, હે રાજપુત્રી ! આ માર્તડકુંડલ નામના કુંવર નભસિલકના રાજા ચન્દ્રકુંડલ અને રાણી વિમળાના પુત્ર છે, પોતાની કાંતિથી સૂર્યને પણ જીતે છે. અતિ રમણીક અને ગુણોનું આભૂષણ છે, એ શસ્ત્રશાસ્ત્રવિદ્યામાં નિપુણ છે, એની સાથે રમવાની ઇચ્છા હોય તો એને વરો. ત્યારે એ કન્યા એને જોઇને યૌવન કાંઈક ઊતરેલું જાણીને આગળ ચાલી. ત્યારે ધાવ બોલી, હું કન્યા ! આ રત્નપુરના રાજા વિધાંગ અને રાણી લક્ષ્મીનો વિદ્યાસમુદ્રઘાત નામનો પુત્ર છે, તે અનેક વિદ્યાધરોનો અધિપતિ છે, એનું નામ સાંભળતાં પવનથી પીપળાનું પાન દૂજે તેમ શત્રુઓ ધ્રુજે છે. મહામનોહર હારથી યુક્ત તેના સુંદર વક્ષસ્થળમાં લક્ષ્મીનો નિવાસ છે, તારી ઇચ્છા હોય તો એને વર. ત્યારે એને પણ સરળ દષ્ટિથી જોઈ આગળ ચાલી. ત્યારે કન્યાના અભિપ્રાયને જાણનારી ધાવ બોલી, હું સુતે ! આ ઇન્દ્ર સમાન રાજા વજશીલનો કુંવર ખેચરભાનુ વજપંજર નગરના અધિપતિ છે એની બન્ને ભુજાઓમાં રાજ્યલક્ષ્મી ચંચળ હોવા છતેં નિશ્ચળપણે રહેલી છે. એને જોતાં બીજા વિધાધરો આગિયા સમાન લાગે છે અને એ સૂર્ય જેવો જણાય છે. એક તો માનથી એનું માથું ઊંચું છે જ અને રત્નોના મુગટથી અત્યંત શોભે છે. તારી ઇચ્છા હોય તો એના ગળામાં માળા નાખ. ત્યારે એ કન્યા કૌમુદિની સમાન ખેચરભાનુને જોઈને સંકોચાઈને આગળ ચાલી. ત્યારે ધાવ બોલી, હે કુમારી! આ રાજા ચન્દ્રાનન ચંદ્રપુરના સ્વામી રાજા ચિત્રાંગદ અને રાણી પદ્મશ્રીનો પુત્ર છે એનું વક્ષસ્થળ ચંદનથી ચર્ચિત અત્યંત સુંદર છે તે કૈલાસનો તટ ચન્દ્રકિરણોથી શોભે તેમ શોભે છે, જેમાં કિરણોનાં મોજાં ઊછળે છે એવા મોતીનો હાર તેની છાતી ઉપર શોભે છે. જેમ કૈલાસ પર્વત ઊછળતાં ઝરણાઓથી શોભે છે તેમ આના નામના અક્ષરોથી વેરીઓનું પણ મન પરમ આનંદ પામે છે અને દુઃખના તાપથી મુક્ત થાય છે. ધાવ શ્રીમાલાને કહે છે, હે સૌમ્યદર્શને! જેનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠું પર્વ ૬૭ દર્શન સુખકારક છે એવી તું, જો તારુ મન આનામાં પ્રસન્ન હોય તો જેમ રાત્રિ ચન્દ્રમાથી સંયુક્ત થઈ પ્રકાશ આપે છે તેમ આના સંગમથી આહાદને પ્રાપ્ત થા. આનામાં પણ એનું મન પ્રીતિ ન પામ્યું. જેમ ચન્દ્રમાં નેત્રોને આનંદકારી છે તો પણ કમળની એના પ્રત્યે પ્રસન્નતા થતી નથી. પછી ધાવ બોલી, “હે કન્ય! મન્દરકુંજ નગરના સ્વામી રાજા મેરુકાન્ત અને રાણી શ્રીરંભાનો પુત્ર પુરંદર પૃથ્વી ઉપર ઇન્દ્ર જ જન્મ્યો છે. તેનો અવાજ મેઘ સમાન છે અને યુદ્ધમાં શત્રુઓ એની દષ્ટિ પણ સહી શકતા નથી તો એના બાણના ઘા કોણ સહન કરી શકે ? દેવ પણ એની સાથે યુદ્ધ કરવાને સમર્થ નથી તો મનુષ્યોની શી વાત કરવી? એનું શિર અતિ ઉન્નત છે તેથી તે પગ ઉપર માળા મૂક. આમ કહ્યું તો પણ એના મનમાં ન આવ્યું, કેમ કે ચિત્તની પ્રવૃત્તિ વિચિત્ર હોય છે. પછી ધાવે કહ્યું, હું પુત્રી ! નાકાર્બ નામના નગરના રક્ષક રાજા મનોજવ અને રાણી વેગિનીનો પુત્ર મહાબલ સભામાં સરોવરમાં કમળ ખીલે તેમ ખીલી રહ્યો છે, એના ગુણ ઘણા છે, એ એવો બળવાન છે કે જો તે પોતાની ભ્રમર વક્ર કરે છે ત્યાં જ પૃથ્વીમંડળ તેને વશ થઈ જાય છે, તે વિધાબળથી આકાશમાં નગર વસાવે છે અને સર્વ ગ્રહનક્ષત્રાદિને પૃથ્વી ઉપર દેખાડે છે. તે ચાહે તો એક નવો લોક વસાવી શકે છે, ઇચ્છા કરે તો સૂર્યને ચન્દ્રમાં સમાન શીતળ કરે છે, પર્વતના ચૂરા કરી શકે છે, પવનને રોકી લે છે, જળની જગાએ સ્થળ કરી દે, સ્થળમાં જળ કરે, ઇત્યાદિ તેના વિધાબળનું વર્ણન કર્યું તો પણ આનું મન તેના પ્રત્યે અનુરાગી ન થયું. ત્યારપછી ધાવે બીજા પણ અનેક વિધાધરો બતાવ્યા, તેમને કન્યાએ લક્ષમાં લીધા નહિ અને તેમને ઓળંગીને આગળ ચાલી. જેમ ચન્દ્રના કિરણો પર્વતને ઓળંગી જાય તે પર્વત શ્યામ થઈ જાય તેમ જે વિધાધરોને ઓળંગીને આ આગળ ચાલી, તેમનાં મુખ શ્યામ થઈ ગયાં. બધા વિધાધરોને ઉલ્લંધીને આની દષ્ટિ કિકંધકુમાર તરફ ગઈ અને તેના કંઠમાં વરમાળા આરોપી ત્યારે વિજયસિંહ વિધાધરની ક્રોધભરેલી નજર કિધુકંધ અને અંધક એ બેય ભાઈઓ ઉપર પડી. વિદ્યાબળથી ગર્વિત વિજયસિંહે કિધુકંધ અને અંધકને કહ્યું કે આ વિદ્યાધરોના સમાજમાં તમે વાનરો શા માટે આવ્યા? તમારું દર્શન કુરૂપ છે, તમે ક્ષુદ્ર છો, વિનયરહિત છો, આ જગાએ ફળોથી નમી ગયેલાં વૃક્ષોવાળું કોઈ સુંદર વન નથી તેમ જ પર્વતોની સુંદર ગુફા કે ઝરણાવાળી રચના નથી, જ્યાં વાનરો ક્રિીડા કરતા હોય. હું લાલ મુખવાળા વાનરો ! તમને અહીં કોણે બોલાવ્યા છે? જે નીચ દૂત તમને બોલાવવા આવ્યો હશે, તેને પદભ્રષ્ટ કરીશ, મારા નોકરોને કહીશ કે આમને અહીંથી કાઢી મૂકો. એ નકામા જ વિદ્યાધર કહેવરાવે છે. આ શબ્દો સાંભળીને જેમના ધ્વજ પર વાનરનું ચિહ્ન છે એવા કિધુકંધ અને અંધક નામના બન્ને ભાઈ ખૂબ ગુસ્સે થયા, જેમ હાથી ઉપર સિંહ ગુસ્સે થાય છે તેમ. તેમની સેનાના સમસ્ત સૈનિકો પણ પોતાના સ્વામીની નિંદા સાંભળીને અત્યંત કુપિત થયા. કેટલાક સામંતો પોતાના જમણા હાથ પર ડાબી ભુજાનો સ્પર્શ કરી અવાજ કરવા લાગ્યા, કેટલાકનાં નેત્રો ક્રોધના આવેશથી લાલ થઈ ગયાં જાણે કે પ્રલયકાળના ઉલ્કાપાત જ ન હોય! કેટલાકે પૃથ્વીમાં દઢમૂળ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ છઠ્ઠું પર્વ પદ્મપુરાણ થયેલાં વૃક્ષો ઉખાડી નાખ્યાં જે વૃક્ષો ફળ, ફૂલથી લચેલાં હતાં. કેટલાકે થાંભલા ઉખાડી નાખ્યા અને કેટલાક સામંતોના શરી૨ ઉપ૨ના અગાઉ પડેલા ઘા પણ ક્રોધને કારણે ફાટી ગયા, તેમાંથી લોહીની ધારા નીકળવા લાગી, જાણે કે ઉત્પાતનો મેઘ જ વરસી રહ્યો હોય. કેટલાક ગર્જના કરવા લાગ્યા તે કારણે દશે દિશાઓ શબ્દથી ભરાઈ ગઈ. કેટલાક યોદ્ધા માથાના વાળ ઉછાળવા લાગ્યા, જાણે રાત્રિ જ પડી ગઈ હોય! આવી અપૂર્વ ચેષ્ટાઓથી વાનરવંશી વિધાધરોની સેના અન્ય વિધાધરોને મારવા તૈયાર થઈ ગઈ. હાથી સાથે હાથી, ઘોડા સાથે ઘોડા અને ૨થ સાથે રથ યુદ્ધ કરવા લાગ્યા. બન્ને સેનાઓ વચ્ચે મહાયુદ્ધ થયું, આકાશમાં દેવો કૌતુકથી જોવા લાગ્યા. આ યુદ્ધની વાત સાંભળીને રાક્ષસવંશી વિધાધરોનો અધિપતિ લંકાનો સ્વામી રાજા સુકેશ વાનરવંશીઓની સહાય કરવા આવ્યો. રાજા સુકેશ હિકંધ અને અંધકનો પરમ મિત્ર હતો. જેમ ભરત ચક્રવર્તીના સમયમાં રાજા અકંપનની પુત્રી સુલોચનાના નિમિત્તે અર્કકીર્તિ અને જયકુમારનું યુદ્ધ થયું હતું તેવું આ યુદ્ધ થયું. આ સ્ત્રી જ યુદ્ધનું મૂળ કારણ છે. વિજયસિંહ અને રાક્ષસવંશી, વાનરવંશીઓ વચ્ચે મહાયુદ્ધ ચાલતું હતું ત્યારે હ્રિબંધ કન્યાને લઈ ચાલ્યો ગયો અને તેના નાના ભાઈ અંકે ખડ્ગથી વિજયસિંહનું મસ્તક કાપી નાખ્યું. વિજયસિંહ વિના તેની બધી સેના વેરણછેરણ થઈ ગઈ, જેમ એક આત્મા વિના સર્વ ઇન્દ્રિયો વિખરાઈ જાય છે તેમ. ત્યારે વિજયસિંહના પિતા અનિવેગ પોતાના પુત્રનું મરણ થયું તેમ સાંભળીને શોકથી મૂર્છિત થઈ ગયા. જેની છાતી પોતાની સ્ત્રીઓના આંસુથી ભીંજાઈ ગઈ છે એવો તે ઘણા લાંબા સમય પછી મૂર્છામાંથી જાગ્યો અને પુત્રના વેરથી શત્રુઓ ઉપર ભયંકર આક્રમણ કર્યું. લોકો તેનું આક્રમણ જોઈ ન શક્યા. જાણે કે પ્રલયકાળના ઉત્પાતના સૂર્યે તેનું રૂપ ધારણ કર્યું હતું. તેણે સર્વ વિધાધરોને સાથે લઈ કિકુંપુરને ઘેરો ઘાલ્યો. પોતાના નગરને ઘેરાયેલું જોઈને બન્ને ભાઈઓ વાનર અંકિત ધ્વજ લઈ સુકેશ સાથે અનિવેગ સાથે યુદ્ધ કરવા નીકળ્યા. ત્યાં પરસ્પર ભયંકર યુદ્ધ થયું. ગદા, શક્તિ, બાણ, પાશ, કુહાડા, ખડ્ગ આદિ શસ્ત્રોથી મહાન યુદ્ધ થયું. તેમાં પુત્રના વધથી ઊપજેલી ક્રોધાગ્નિની જ્વાળાથી પ્રજ્વલિત અશનિવેગ અંધકની સામે આવ્યો. ત્યારે મોટાભાઈ કહકંધે વિચાર્યું કે મારો ભાઈ અંધક તો હજી નવયુવાન છે અને આ પાપી અશિનવેગ મહાબળવાન છે માટે હું ભાઈને મદદ કરું. ત્યાં કિઠકંધ આવ્યો અને અશનિવેગનો પુત્ર વિધુહ્વાહન કિહબંધની સામે આવ્યો. કિંધ અને વિધુહાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું તે વખતે અનિવેગે અંધકને મારી નાખ્યો. અંધક પૃથ્વી ઉપર પડી ગયો. જેમ પ્રભાતનો ચંદ્ર કાંતિ રહિત થઈ જાય તેમ અંકનું શરીર કાંતિરહિત થઈ ગયું. આ તરફ કિંધે વિધુાહનની છાતી ઉ૫૨ શિલા ફેંકી તેથી તે મૂર્છિત થઈને પડયો, થોડી વારે સચેત થઈ તેણે તે જ શિલા કિઠુકંધ ઉ૫૨ ફેંકી. હ્રિબંધ મૂર્છા ખાઈને ચક્કર ખાવા લાગ્યો. લંકાના સ્વામીએ તેને સચેત કર્યો અને હિબંધને વ્હિકુંપર લઈ આવ્યા. કિધે આંખો ઉઘાડીને જોયું તો ભાઈ નહોતો. એટલે પાસે રહેલાઓને પૂછવા લાગ્યો કે મારો ભાઈ ક્યાં છે? લોકો નીચું જોઈ ગયા. રાજ્યમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠ્ઠું પર્વ ૬૯ અંધકના મૃત્યુનો વિલાપ થવા લાવ્યો. આ વિલાપ સાંભળીને કિહકંધ પણ વિલાપ કરવા લાગ્યો. શોકરૂપ અગ્નિથી તપેલા ચિત્તવાળો તે ઘણા લાંબા સમય સુધી ભાઈના ગુણોનું ચિંત્વન કરતો તે શોકસમુદ્રમાં ડૂબી ગયો. હાય ભાઈ! મારા જીવતાં તું મરણ પામ્યો, મારો જમણો હાથ ભાંગી ગયો. પહેલાં હું તને એક ક્ષણ ન જોતો તો પણ અત્યંત વ્યાકુળ થતો. હવે હું તારા વિના કેવી રીતે પ્રાણ ટકાવીશ ? અથવા મારું ચિત્ત વજ્રનું છે, કેમ કે તારા મૃત્યુના સમાચાર સાંભળવા છતાં પણ તે શરીરને છોડતું નથી. હે ભાઈ! તારું તે મલકતું મુખ અને નાની ઉંમરમાં મહાન વીરની ચેષ્ટાઓ સંભારી સંભારીને મને અત્યંત દુઃખ થાય છે. આ પ્રમાણે મહાવિલાપથી ભાઈનો સ્નેહ સંભારી કિઠકંધ ખેદખિન્ન થયો. ત્યારે લંકાના ધણી સુકેશે અને મોટા મોટા પુરુષોએ કહ્રબંધને ઘણું સમજાવ્યો કે ધીર પુરુષે આવી રંક ચેષ્ટા કરવી યોગ્ય નથી. ક્ષત્રિયનું વીકુળ છે તે મહાસાહસરૂપ છે અને આ શોકને પંડિતોએ મહાપિશાચ કહ્યો છે. કર્મના ઉદયથી ભાઈનો વિયોગ થયો છે, આ શોક નિરર્થક છે. જો શોક કરવાથી ગયેલાનું ફરીથી આગમન થતું હોય તો શોક કરીએ. આ શોક શ૨ી૨નું શોષણ કરે છે અને પાપનો બંધ કરે છે. તે મહામોહનું મૂળ છે તેથી આ વેરી શોકને ત્યજીને, પ્રસન્ન થઈ કર્તવ્યમાં બુદ્ધિને જોડ. આ અનિવેગ વિદ્યાધર અતિ પ્રબળ શત્રુ છે, તો આપણો પીછો છોડશે નહિ, આપણા નાશનો ઉપાય તે વિચારી રહ્યો છે માટે હવે જે કર્તવ્ય હોય તેનો વિચાર કરો. વે૨ી બળવાન હોય ત્યારે ગુપ્ત સ્થાનમાં સમય વિતાવવો, જેથી શત્રુથી અપમાન ન થાય. પછી કેટલાક સમય પછી વેરીનું બળ ઘટે ત્યારે વેરીને દબાવવો. વૈભવ સદા એક સ્થાનમાં રહેતો નથી. માટે આપણી પાતાળલંકા જે મહાન આશ્રયસ્થાન છે ત્યાં થોડો વખત રહો. આપણા કુળમાં જે વડીલો છે તે એ સ્થાનની ઘણી પ્રશંસા કરે છે. જેને જોતાં સ્વર્ગલોકમાં પણ મન લાગે નહિ એવું એ સ્થાન છે માટે ઊઠો, તે સ્થાન વેરીઓથી અગમ્ય છે. આ પ્રમાણે રાજા સુકેશીએ રાજા હિબંધને ઘણો સમજાવ્યો તો પણ તેણે શોક છોડયો નહિ એટલે રાણી શ્રીમાળાને બતાવી. તેને જોતાં તેનો શોક મટયો. પછી રાજા સુકેશી અને હિકંધ સમસ્ત પરિવાર સહિત પાતાળલંકા ચાલ્યા ગયા. અનિવેગનો પુત્ર વિદ્વાન તેમની પાછળ પડયો. પોતાના ભાઈ વિજયસિંહનો વેરથી અત્યંત કુપિત થયેલા તેણે શત્રુઓનો સમૂળ નાશ કરવા પ્રયત્ન કર્યો. ત્યારે નીતિશાસ્ત્રના જાણકારોએ તેને સમજાવ્યો. જેમની શુદ્ધ બુદ્ધિ છે એવા તેમણે કહ્યું કે ક્ષત્રિય ભાગે તો તેમની પાછળ ન પડવું. રાજા અનિવેગે પણ વિદ્વાનને કહ્યું કે અંધકે તારા ભાઈને હણ્યો તો મેં અંધકને રણમાં માર્યો માટે હે પુત્ર! આ હઠ છોડી દે. દુ:ખી પ્રત્યે દયા જ રાખવી. જે કાયરે પોતાની પીઠ બતાવી તે જીવતા જ મરેલો છે. તેનો પીછો શું કરવો? આ પ્રમાણે અનિવેગે વિધુહ્વાહનને સમજાવ્યો. એટલામાં રાક્ષસવંશી અને વાનરવંશી પાતાળલંકા પહોંચી ગયા. કેવું છે તે નગર? રત્નોના પ્રકાશથી શોભી રહ્યું છે. ત્યાં હર્ષ અને શોક ધરતાં બન્ને નિર્ભયપણે રહ્યા. એક દિવસે અનિવેગ શરદઋતુમાં વાદળાઓને ભેગા થતાં અને વિલય પામતાં જોઈને વિષયોથી વિરક્ત થયા. મનમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ છઠું પર્વ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ પદ્મપુરાણ વિચાર્યું કે “આ રાજસંપદા ક્ષણભંગુર છે, મનુષ્યજન્મ અતિ દુર્લભ છે તેથી હું મુનિવ્રત ધારણ કરીને આત્મકલ્યાણ કર.' આમ વિચારીને સહસ્ત્રારિ નામના પુત્રને રાજ્ય આપીને પોતે વિદ્વાન સાથે મુનિ થયા અને લંકામાં પહેલાં અશનિવેગે નિર્ધાત નામના વિદ્યાધરને મૂક્યો હતો તે હવે સહસ્ત્રારિની આજ્ઞા પ્રમાણ કરીને લંકામાં વહીવટ કરતો. એક વખતે નિર્ધાત દિગ્વિજય માટે નીકળ્યો. તેણે આખાય રાક્ષસદ્વીપમાં રાક્ષસોનો સંચાર ન જોયો, બધા ભાગી ગયા હતા તેથી નિર્ધાત નિર્ભય થઈને લંકામાં રહેવા લાગ્યો. એક દિવસ રાજા કિધુકંધ રાણી શ્રીમાલા સહિત સુમેરુ પર્વત પરથી દર્શન કરીને આવતો હતો ત્યારે માર્ગમાં દક્ષિણ સમુદ્રના તટ પર દેવકુફ ભોગભૂમિ સમાન પૃથ્વી ઉપર કરનતટ નામનું વન જોયું. જોઈને તે પ્રસન્ન થયા અને રાણી શ્રીમાલાને કહેવા લાગ્યાઃ હે દેવી! તમે આ રમણીય વન જુઓ, અહીં વૃક્ષ ફૂલોથી સંયુક્ત છે, નિર્મળ નદી વહે છે અને વાદળાના આકાર જેવો ધરણીમાલા નામનો પર્વત શોભે છે, પર્વતના શિખરો ઊંચા છે અને કુન્દપુષ્પ સમાન ઉજ્જવળ જળનાં ઝરણાં વહે છે, જાણે કે પર્વત હસી રહ્યો છે અને પુષ્પની સુગંધથી પૂર્ણ, પવનથી હાલતાં વૃક્ષો જાણે કે આપણને જોઈને આપણો વિનય કરી રહ્યા છે, વૃક્ષો ફળોના ભારથી નમેલાં છે તે જાણે આપણને નમસ્કાર જ કરી રહ્યાં છે. જેમ ચાલ્યા જતા પુરુષને સ્ત્રી પોતાના ગુણોથી મોહિત કરી આગળ ન જવા દે તેમ આ વન અને પર્વતની શોભા આપણને મોહિત કરી નાખે છે–આગળ જવા દેતા નથી અને હું પણ આ પર્વતને ઓળંગી આગળ નહિ જઈ શકું, અહીં જ નગર વસાવીશ. અહીં ભૂમિગોચરી લોકો આવતા નથી. પાતાળલંકાની જગ્યા ઊંડી છે અને ત્યાં મારું મન ખેદખિન્ન થયું છે, હવે અહીં રહેવાથી મન પ્રસન્ન થશે. આ પ્રમાણે રાણી શ્રીમાલાને કહીને પોતે પહાડ ઉપરથી ઊતર્યા. ત્યાં પહાડ ઉપર સ્વર્ગ સમાન નગર વસાવ્યું. નગરનું નામ કિધુકંધપુર રાખ્યું. ત્યાં તેણે સર્વ કુટુંબસહિત નિવાસ કર્યો. રાજા કિધુકંધ સમ્યગ્દર્શન સંયુક્ત છે, ભગવાનની પૂજામાં સાવધાન છે. તેને રાણી શ્રીમાલાના યોગથી સૂર્યરજ અને રક્ષરજ નામના બે પુત્ર અને સૂર્યકમલા નામની પુત્રી થઈ. સૂર્યકમલાની શોભાથી સર્વ વિધાધરો મોહિત થયા. મેઘપુરના રાજા મેસ અને રાણી મધાના પુત્ર મૃગારિદમને કિધુકંધની પુત્રી સૂર્યકમળાને જોઈ અને તેમાં એવો આસક્ત થયો કે તેને રાતદિવસ ચેન પડતું નહિ. તેથી તેના કુટુંબીજનોએ તેના માટે સૂર્યકમળાની યાચના કરી. રાજા કિકંધે રાણી શ્રીમાલા સાથે મંત્રણા કરીને પોતાની પુત્રી સૂર્યકમળા મૃગારિદમન સાથે પરણાવી. તે પરણીને જતો હતો ત્યાં માર્ગમાં કર્ણ પર્વત ઉપર તેણે કર્ણકુંડલ નામનું નગર વસાવ્યું. હવે પાતાળલંકામાં રાજા સુકેશને ઇન્દ્રાણી નામની રાણીથી માલી, સુમાલી અને માલ્યાવાન નામના ત્રણ પુત્રો થયા. તે જ્ઞાની, ગુણવાન હતા. પોતાની ક્રિીડાઓથી માતાપિતાનું મન હરતા. દેવ સમાન જેમની ક્રિીડા હતી. તે ત્રણ પુત્રો મહાબળવાન અને સર્વ વિદ્યાઓને સિદ્ધ કરી ચૂકયા હતા. એક દિવસ માતાપિતાએ તેમને કહ્યું કે તમે કિન્કંધપુર તરફ ક્રિીડા કરવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠું પર્વ ૭૧ જાવ તો દક્ષિણ સમુદ્ર તરફ જશો નહિ. ત્યારે તેમણે નમસ્કાર કરીને માતાપિતાને કારણ પૂછયું. પિતાજીએ કહ્યું કે હે પુત્રો ! એ વાત કહેવા જેવી નથી. પણ પુત્રોએ બહુ હઠ કરી ત્યારે પિતાજીએ કહ્યું કે લંકાપુરી આપણા કુળક્રમથી ચાલી આવે છે, બીજા તીર્થકર ભગવાન શ્રી અજિતનાથ સ્વામીના સમયથી માંડીને આપણું આ ખંડમાં રાજ્ય છે. અગાઉ અશનિવેગ અને આપણી વચ્ચે યુદ્ધ થયેલું અને પરસ્પર ઘણા મર્યા હતા અને લંકા આપણી પાસેથી ચાલી ગઈ હતી. અશનિવેગે નિર્ધાત નામના વિદ્યાધરને ત્યાં સ્થાપ્યો હતો, તે મહાબળવાન અને કૂર છે, તેણે દેશદેશમાં ગુપ્તચરો રાખ્યા છે અને આપણાં છિદ્રો શોધે છે. પિતાના દુઃખની આ વાત સાંભળીને માલીએ નિસાસો નાખ્યો, આંખમાંથી આસું નીકળી આવ્યાં, ક્રોધથી જેનું ચિત્ત ભરાઈ ગયું છે એવો પોતાની ભુજાઓનું બળ જોઈને પિતાને કહેવા લાગ્યો કે હું પિતા, આટલા દિવસો સુધી આ વાત અમને કેમ ન કરી? તમે સ્નેહથી અમને છેતર્યા. જે શક્તિશાળી હોવા છતાં કામ કર્યા વિના નિરર્થક બકવાસ કરે છે તે લોકમાં લઘુતા પામે છે માટે હવે અમને નિર્ધાત ઉપર ચડાઈ કરવાની આજ્ઞા આપો. અમારી આ પ્રતિજ્ઞા છે કે લંકા લીધા પછી જ અમે બીજું કામ કરીશું. માતાપિતાએ તેમને ધીરવીર જાણીને સ્નેહદૃષ્ટિથી આજ્ઞા આપી. પછી એ પાતાલલંકામાંથી એવી રીતે નીકળ્યા કે જાણે પાતાલલોકમાંથી ભવનવાસી દેવ નીકળી રહ્યા હોય. તે વેરી ઉપર અત્યંત ઉત્સાહથી ચાલ્યા. ત્રણે ભાઈ શસ્ત્રકળામાં મહાપ્રવીણ છે. સમસ્ત રાક્ષસોની સેના તેમની સાથે ચાલી. તેમણે ત્રિકૂટાચલ પર્વત જોયો અને જાણી લીધું કે લંકા આની નીચે વસે છે. માર્ગમાં નિર્ધાતના કુટુંબીઓ જે દૈત્ય કહેવાતા એવા વિધાધરો મળ્યા. તે માલી સાથે યુદ્ધ કરીને ઘણા ખરા મરણ પામ્યા, કેટલાક પગમાં પડ્યું છે, કેટલાક સ્થળ છોડીને ભાગી ગયા, કેટલાક શત્રુના લશ્કરમાં શરણે આવ્યા. પૃથ્વી ઉપર એમનો યશ ખૂબ ફેલાયો. તેમના આગમનની ખબર મળતાં નિર્ધાત લંકાની બહાર નીકળ્યો. તે યુદ્ધમાં મહાશુરવીર છે. તેના છત્રની છાયાથી સૂર્ય આચ્છાદિત થયો છે. બન્ને સેનાઓ વચ્ચે મહાન યુદ્ધ થયું. માયામયી હાથી, ઘોડા. વિમાન. રથ વડે પરસ્પર યુદ્ધ થયું. હાથીનો મદ ઝરવાથી આકાશ જળરૂપ થઈ ગયું. હાથીના કાનરૂપી વીંઝણાથી નખાતા પવનથી આકાશ પવનરૂપ થઈ ગયું, શત્રુઓનાં પરસ્પરનાં શસ્ત્રોનાં પ્રહારથી પ્રગટેલા અગ્નિથી જાણે કે આકાશ અગ્નિરૂપ જ થઈ ગયું. નિર્ધાતને આ પ્રમાણે ઘણો વખત યુદ્ધ ચાલ્યું ત્યારે માલીએ વિચાર્યું કે નબળાને મારવાથી શો લાભ? આમ વિચારીને તે નિર્ધાત સામે આવ્યો અને ગર્જના કરી કે ક્યાં છે એ પાપી નિર્ધાત? પ્રથમ તો તેણે નિર્ધાતને વિચારીને તે નિર્ધાતને જોઈને તીક્ષ્ય બાણો વડે રથમાંથી નીચે પછાડ્યો. તે ઊભો થયો અને ઘોર યુદ્ધ કર્યું એટલે માલીએ ખગ વડે નિર્ધાતને મારી નાખ્યો. તેને મરેલો જાણીને તેના વંશના માણસો ભાગીને વિજ્યાદ્ધ તરફ પોતપોતાના સ્થાનકે ગયા અને કેટલાક કાયર બનીને માલીના જ શરણે આવ્યા. માલી આદિ ત્રણે ભાઈઓએ લંકામાં પ્રવેશ કર્યો. તેમણે માતાપિતા આદિ સમસ્ત પરિવારને લંકામાં બોલાવી લીધો. હેમપુરના રાજા મેઘ વિધાધરની રાણી ભોગવતીની પુત્રી ચન્દ્રમતી માલીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ સપ્તમ પર્વ પદ્મપુરાણ પરણી. પ્રતિકૂટ નગરના રાજા પ્રીતિકાંતની રાણી પ્રીતિમતીની પુત્રી પ્રીતિ સુમાલીને પરણી અને કનકકાંત નગરના રાજા કનકની રાણી કનકશ્રીની પુત્રી કનકાવલી માલ્યવાનને પરણી. એમને પહેલાંની કેટલીક રાણીઓ હતી. તેમાં આ મુખ્ય રાણી થઈ. તેમને દરેકને હજાર હજારથી પણ કેટલીક અધિક રાણીઓ થઈ. માલીએ પોતાના પરાક્રમથી વિજ્યાર્ધની બન્ને શ્રેણી વશ કરી લીધી. સર્વ વિધાધરો એમની આજ્ઞા આશીર્વાદની પેઠે માથે ચડાવવા લાગ્યા. કેટલાક દિવસો પછી એમના પિતા રાજા સુકેશ માલીને રાજ્ય આપીને મહામુનિ થયા અને રાજા કિધુકંધ પોતાના પુત્ર સૂર્યરજને રાજ્ય આપીને વૈરાગી થયા. એ બન્ને પરમ મિત્ર રાજા સુકેશ અને કિધુકંધ સમસ્ત ઇન્દ્રિયના સુખોને ત્યાગીને, અનેક ભવનાં પાપને હરનાર જિનધર્મ પામીને સિદ્ધ સ્થાનના નિવાસી થયા. હું શ્રેણિક! આ પ્રમાણે અનેક રાજા પ્રથમ રાજ્યાવસ્થામાં અનેક વિલાસ કરી પછી રાજ્યનો ત્યાગ કરી, આત્મધ્યાનના યોગથી સમસ્ત પાપોને ભસ્મ કરી, અવિનાશી ધામ પામ્યા. આમ જાણીને હે રાજા! મોહનો નાશ કરી, શાંત દશાને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વાનરવંશીઓનું નિરૂપણ કરનાર છઠું પર્વ પૂર્ણ થયું. * * * સસમ પર્વ (રાવણનો જન્મ અને વિદ્યા સાધનાદિનો નિર્દેશ) હવે રથનૂપુર નગરમાં રાજા સહસ્ત્રાર રાજ્ય કરતો. તેની રૂપ અને ગુણોમાં અત્યંત સુંદર રાણી માનસુંદરી ગર્ભવતી થઈ હતી. તેનું શરીર અતિ કૃશ થયું હતું, તેના બધાં આભૂષણો ઢીલાં થઈ ગયા હતા. તેના પતિએ અત્યંત આદરથી તેને પૂછયું કે હે પ્રિય! તારા અંગ શા કારણે ક્ષીણ થયા છે, તારી શી અભિલાષા છે? તારી જે અભિલાષા હોય તે હું હમણાં જ પૂરી કરીશ. હે દેવી! તું મને પ્રાણથી પણ અધિક પ્યારી છે. રાજાએ આમ કહ્યું ત્યારે રાણીએ વિનયપૂર્વક તેના પતિને વિનંતિ કરી કે હે દેવ! જે દિવસથી બાળક મારા ગર્ભમાં આવ્યું છે તે દિવસથી મને એવી ઈચ્છા થાય છે કે હું ઇન્દ્ર જેવી સંપદા ભોગવું. આપના અનુગ્રહથી મેં લાજ છોડીને આપને મારો મનોરથ જણાવ્યો છે, કેમ કે સ્ત્રીને લજ્જા પ્રધાન છે તેથી તે મનની વાત કહેતી નથી. રાજા સહસ્ત્રાર જે વિદ્યાબળથી પૂર્ણ હતો તેણે ક્ષણ માત્રમાં તેના મનોરથ પૂર્ણ કર્યા તેથી આ રાણી અત્યંત આનંદ પામી, તેની સર્વ અભિલાષા પૂર્ણ થઈ, તેણે મહાન પ્રતાપ અને કાંતિ ધારણ કર્યા. સૂર્ય ઉપરથી પસાર થાય તે પણ તેનું તેજ સહી શકે નહી. નવ મહિના પૂરા થયા ત્યારે તેને પુત્ર જન્મ્યો. તે સમસ્ત બાંધવોને પરમ સંપદાનું કારણ હતો. રાજા સહસ્ત્રારે હર્ષિત થઈ પુત્રજન્મનો મહાન ઉત્સવ કર્યો, અનેક વાજિંત્રોના અવાજથી દશે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સપ્તમ પર્વ ૭૩ દિશા શબ્દરૂપ થઈ ગઈ, અનેક સ્ત્રી નૃત્ય કરવા લાગી. રાજાએ યાચકજનોને ઇચ્છિત દાન આપ્યું એવો વિચાર ન કર્યો કે આ દેવું અને આ ન દેવું, બધું જ આપ્યું. હાથીઓ ગર્જના કરતાં ઊંચી સૂંઢ કરીને નૃત્ય કરવા લાગ્યા. રાજા સહસ્ત્રારે પુત્રનું નામ ઇન્દ્ર પાડ્યું. જે દિવસે ઇન્દ્રનો જન્મ થયો તે દિવસે સર્વ શત્રુઓનાં ઘરમાં અનેક ઉત્પાત થયા, અપશુકન થયા અને ભાઈઓ તથા મિત્રોનાં ઘરમાં મહાકલ્યાણ કરનાર શુભ શુકન થયાં. ઇન્દ્રકુંવરની બાલક્રિડા તરુણ પુરુષોની શક્તિને જીતનારી, સુંદર કર્મ કરનારી, વેરીઓનો ગર્વ છેદનારી હતી. અનુક્રમે કુંવર યુવાન બન્યા. કેવા છે કુંવર? જેણે પોતાના તેજથી સૂર્યના તેજને જીતી લીધું હતું, પોતાની કાંતિથી ચંદ્રને જીતી લીધો હતો, સ્થિરતાથી પર્વતને જીતી લીધો હતો, જેની છાતી પહોળી હતી, સ્કંધ દિગ્ગજના કુંભસ્થળ સમાન હતા, ભુજા અતિ દઢ અને સુંદર હતી, જેની બન્ને જાંધ દશે દિશાને દાબે તેવી હતી. વિજ્યાધ પર્વત ઉપરના સર્વ વિદ્યાધરો તેના સેવક હતા, સર્વ તેની આજ્ઞાનુસાર વર્તતા. આ મહાવિદ્યાધરે પોતાને ત્યાં સર્વ રચના ઇન્દ્ર જેવી કરી. પોતાનો મહેલ ઇન્દ્રના મહેલ જેવો બનાવ્યો, અડતાળીસ હજાર લગ્ન કર્યા, પટરાણીનું નામ શચી રાખ્યું. તેને ત્યાં છવીસ હજાર નટો નૃત્ય કરતા, સદા ઇન્દ્ર જેવો ઠાઠમાઠ રહેતો. ઇન્દ્ર જેવા અનેક હાથીઘોડા અને ચન્દ્રમા સમાન ઉજ્જવળ, ઊંચા આકાશના આંગણમાં ગમન કરનાર, કોઈથી રોકી ન શકાય તેવો મહાબળવાન આઠ દાંતોથી શોભતો ગજરાજ, જેની અત્યંત સુંદર ગોળ સૂંઢ દશે દિશામાં વ્યાપતી હોય તેવો જ હાથી, તેનું નામ ઐરાવત રાખ્યું. ચતુરનિકાયના દેવ સ્થાપ્યા અને પરમ શક્તિયુક્ત ચાર લોકપાલ સ્થાપ્યા. તેમના નામ સોમ, વરૂણ, કુબેર અને યમ. તેની સભાનાં ત્રણ નામ સુધર્મા, વજ અને આયુધ હતા. ત્રણ સભા અને ઉર્વશી, મેનકા રંભા ઇત્યાદિ હજારો વૃત્તિકાઓને અપ્સરાનું નામ આપ્યું. સેનાપતિનું નામ હિરણ્યકેશી અને આઠ વસુ સ્થાપ્યા. પોતાના લોકોને સામાનિક, ત્રાયન્નિશતાદિ દશ પ્રકારની દેવસંજ્ઞા આપી. ગાયકોના નામ નારદ, તુમ્બુરુ, વિશ્વાવસુ આપ્યા. મંત્રીનું નામ બૃહસ્પતિ. એ પ્રમાણે સર્વ રીતિ ઇન્દ્ર સમાન સ્થાપી. આ રાજા ઇન્દ્ર સમાન સર્વ વિધાધરોનો સ્વામી પુણ્યના ઉદયથી ઇન્દ્રની સંપદાનો ધારક થયો. તે વખતે લંકામાં રાજા માલી રાજ્ય કરતો હતો તે મહામાની જેમ પહેલા સર્વ વિધાધરો ઉપર સત્તા ચલાવતો હતો તેવી જ રીતે હુવે પણ કરતો, ઇન્દ્રનો ભય રાખતો નહિ. વિજ્યાદ્ધના સર્વ ભાગ ઉપર પોતાની આજ્ઞા ચલાવતો, સર્વ વિધાધર રાજાઓનાં રાજ્યમાં મહારત્ન, હાથી, ઘોડા, મનોહર કન્યા, મનોહર વસ્ત્રાભરણ બન્ને શ્રેણીઓમાં જે સારરૂપ વસ્તુ હોય તે મગાવી લેતો, ઠેકઠેકાણે તેના સંદેશવાહકો ફરતા રહેતા. પોતાના ભાઈઓના વર્ગથી મહાગર્વિષ્ઠ બની પૃથ્વી ઉપર એકમાત્ર પોતાને જ બળવાન સમજતો. હવે ઇન્દ્રના બળથી વિધાધરો માલીની આજ્ઞાનો ભંગ કરવા લાગ્યા. જ્યારે આ સમાચાર માલીએ સાંભળ્યા ત્યારે પોતાના સર્વ ભાઈઓ, પુત્ર, કુટુંબીજનો સમસ્ત રાક્ષસવંશી અને કિધુકંધના પુત્રાદિ સમસ્ત વાનરવંશીઓને સાથે લઈ વિજ્યાર્ધ પર્વતના વિધાધરો ઉપર ચડાઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७४ સપ્તમ પર્વ પદ્મપુરાણ કરી, કેટલાક વિદ્યાધરો અતિ ઊંચા વિમાનો પર ચડ્યા. કેટલાક ચાલતા મહેલ સમાન સોનાના રથો ઉપર બેઠા, કેટલાક કાળી ઘટા જેવા હાથીઓ ઉપર ચડ્યા. કેટલાક મન સમાન શીધ્રગામી ઘોડા ઉપર બેઠા, કેટલાક સિંહું–શાર્દૂલ ઉપર ચડ્યા, કેટલાક ચિત્તા ઉપર ચડયા, કેટલાક બળદ ઉપર ચડયા, કેટલાક ઊંટો ઉપર, કેટલાક ખચ્ચર ઉપર, કેટલાક પાડા ઉપર, કેટલાક હંસ ઉપર, કેટલાક શિયાળ ઉપર એમ અનેક માયામયી વાહનો ઉપર ચડ્યા. આકાશનું આંગણું ઢાંકી દેતા, મહાદેદીપ્યમાન શરીરવાળા માલીની સાથે ચડ્યાં. પ્રથમ પ્રયાણમાં જ અપશુકન થયા ત્યારે માલીનો નાનો ભાઈ સુમાલી કહેવા લાગ્યો. હું દેવ! અહીં જ મુકામ કરો, આગળ ન જાવ અથવા લંકા પાછા ચાલો, આજ ઘણા અપશુકન થયાં છે. સુકા વૃક્ષની ડાળી ઉપર એક પગ સંકોચીને કાગડો બેઠો છે. ચિત્તમાં અત્યંત આકુળતા થવાથી તે વારંવાર પાંખ હુલાવે છે, સૂકા કરગઠિયા ચાંચમાં લઈને સૂર્ય તરફ જુએ છે અને કઠોર શબ્દ બોલે છે. તે આપણને જવાની મના કરે છે. જમણી તરફ રૌદ્ર મુખવાળી શિયાળણી રોમાંચ કરતી ભયંકર અવાજ કરે છે, સૂર્યના બિંબની વચમાં પ્રવેશેલી જળવાદળીમાંથી રુધિર ઝરતું દેખાય છે અને મસ્તકરહિત ધડ નજરે પડે છે, મહા ભયંકર વજપાત થાય છે, જેનાથી સર્વ પર્વતો ધ્રુજી ઊઠ્યા છે અને આકાશમાં જેના વાળ વિખરાઈ ગયા છે એવી માયામયી સ્ત્રી નજરે પડે છે, ગધેડા આકાશ તરફ ઊંચું મુખ કરીને ખરીના આગલા ભાગથી ધરતીને ખોદતા થકા કઠોર અવાજ કરે છે. ઇત્યાદિ અપશુકન થાય છે. ત્યારે રાજા માલીએ સુમાલીને હસીને કહ્યું: અહો વીર! વેરીને જીતવાનો વિચાર કરીને ઉપર ચડલા મહાપુરુષ ધીરજ ધરતા પાછા કેવી રીતે વળે? જે શૂરવીરે દાંતથી અધર કરયા છે, ભ્રમર વાંકી કરી છે, મુખ વિકરાળ બનાવ્યું છે, આંખથી જે વેરીને ડરાવે છે, તીક્ષ્ય બાણથી સહિત છે, જે મદ ઝરતા હાથી પર ચઢયા છે અથવા અશ્વ પર ચઢયા છે, મહાવીરરસરૂપ તેમને દેવો પણ આશ્ચર્યદષ્ટિથી જોઈ રહ્યા છે, જ્યાં યુદ્ધ વાજિંત્રો વાગી રહ્યા છે, એવા સામંતો કેવી રીતે પાછા ફરે ? મેં આ જન્મમાં અનેક લીલાવિલાસ કર્યો છે, સુમેરુ પર્વતની ગુફા, નંદનવન આદિ મનોહર વનમાં દેવાંગના સમાન અનેક રાણી સહિત નાના પ્રકારની ક્રિીડા કરી છે, આકાશને અડે એવાં શિખરોવાળાં રત્નમયી ચેત્યાલયો બનાવરાવ્યાં છે, વિધિપૂર્વક ભાવ સહિત જિનેન્દ્રદેવની પૂજા કરી છે, અર્થી જનોને તેમણે જે માગ્યું તે આપ્યું છે એવા કિમિચ્છિક દાન આપ્યા છે. આ મનુષ્ય લોકમાં દેવ સમાન ભોગ ભોગવ્યા છે અને પોતાના યશથી પૃથ્વી ઉપર વંશ ઉત્પન્ન કર્યો છે માટે આ જન્મમાં તો અમારી બધી બાબતોમાં ઇચ્છા પૂર્ણ થઈ છે. હવે જો મહાસંગ્રામમાં પ્રાણ તજીએ તો એ શૂરવીરની રીતિ જ છે. પરંતુ શું અમે લોકોને મોઢે એવું બોલાવીએ કે માલી કાયર થઈને પાછો ફરી ગયો અથવા ત્યાં જ મુકામ કર્યો? લોકોના આવા નિંદના શબ્દો ધીરવીર કેવી રીતે સાંભળે? ધીરવીરોનું ચિત્ત ક્ષત્રીયવ્રતમાં સાવધાન હોય છે. આ પ્રમાણે ભાઈને કહીને પોતે સેના સહિત વૈતાડ પર્વત પર ક્ષણમાત્રમાં ગયા અને બધા વિધાધરો ઉપર આજ્ઞાપત્ર મોકલ્યા. કેટલાક વિદ્યાધરોએ તેમની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સપ્તમ પર્વ ૭૫ આજ્ઞા ન માની તેમના નગર, ગામ ઉજ્જડ કરી નાખ્યા. ઉધાનનાં વૃક્ષો ઉખાડી નાખ્યાં, જેમ કમળવનને ઉન્મત્ત હાથી ઉખાડી નાખે તેમ. આમ રાક્ષસ જાતિના વિધાધરો ખૂબ ગુસ્સે થયા ત્યારે પ્રજાજનો માલીના સૈન્યથી ડરીને ધ્રુજતા ધ્રુજતા રથનપુર નગરમાં રાજા સહસ્ત્રારના શરણે આવ્યા. તેઓ ચરણમાં નમસ્કાર કરીને દીન વચન કહેવા લાગ્યા કે હું પ્રભો ! સુકેશનો પુત્ર રાક્ષસકુલી રાજા માલી સમસ્ત વિદ્યાધરો પર આજ્ઞા ચલાવે છે, આખાય વિજ્યાદ્ધ ઉપર અમને પીડ છે, આપ અમારું રક્ષણ કરો. ત્યારે સહસ્ત્રારે આજ્ઞા કરી કે વિદ્યાધરો! મારા પુત્ર ઇન્દ્રના શરણે જઈ તેને વિનંતી કરો, તે તમારું રક્ષણ કરવાને સમર્થ છે. જેમ ઇન્દ્ર સ્વર્ગલોકનું રક્ષણ કરે છે તેમ આ ઇન્દ્ર સમસ્ત વિધાધરોનો રક્ષક છે. પછી બધા વિધાધરો ઇન્દ્ર પાસે ગયા, તેને હાથ જોડી, નમસ્કાર કરી સર્વ વૃત્તાન્ત કહ્યા. ત્યારે ઇન્દ્ર માલી ઉપર ગુસ્સે થઈ, ગર્વથી હસતા હસતા સર્વ લોકોને કહેવા લાગ્યા. કેવો છે ઇન્દ્ર? જેણે પાસે પડેલા વજ તરફ જોયું છે, જેનાં નેત્ર લાલ થઈ ગયાં છે. તેણે કહ્યું કે હું લોકપાલ છું, લોકોની રક્ષા કરું, જે લોકના કંટક હોય તેને પકડીને મારું અને તે પોતે જ લડવા આવ્યો છે તો એના જેવું બીજું રૂડું શું? પછી રણનાં નગારાં વગાડવામાં આવ્યા. તેના અવાજથી મત્ત હાથીઓ ગજબંધનને ઉખાડવા લાગ્યા. સમસ્ત વિધાધરો યુદ્ધનો સાજ સજીને ઇન્દ્ર પાસે આવ્યા. બખ્તર પહેરીને, હાથમાં અનેક પ્રકારનાં આયુધ લઈને, પરમ હર્ષિત થતા કેટલાક ઘોડા ઉપર ચડયા તથા હાથી, ઊંટ, સિંહ, વાઘ, શિયાળ, મૃગ, હંસ, બકરા, બળદ, ઘેટાં વગેરે માયામયી અનેક વાહનો પર બેસીને આવ્યા, કેટલાક વિમાનમાં બેઠા, કેટલાક મોર ઉપર બેઠા, કેટલાક ખચ્ચર પર ચડીને આવ્યા. ઇન્દ્ર જે લોકપાલ સ્થાપ્યા હતા તે પોતપોતાના વર્ચસહિત અનેક પ્રકારનાં હથિયારો સાથે આવ્યા. તેમની ભ્રમર વાંકી હતી અને મખ ભયાનક હતાં. ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર ચડયા, બખ્તર પહેર્યું શિર પર છત્ર ધરેલું હતું, તે રથનૂપુરમાંથી બહાર નીકળ્યા. સેનાના વિદ્યાધરો જે દેવ કદ્ધરાવતા તે દેવો અને લંકાના રાક્ષસો વચ્ચે મહાયુદ્ધ થયું. હે શ્રેણિક! આ દેવો અને રાક્ષસો બધા વિદ્યાધર મનુષ્યો છે, નમિ વિનમિના વંશના છે. તેમની વચ્ચે એવું યુદ્ધ થયું કે કાયરોથી તે દેખ્યું ન જાય. હાથી સાથે હાથી, ઘોડા સાથે ઘોડા, યાદો સાથે પ્યાદાં લડયા. કૂહાડા, મુગલ, ચક્ર, ખગ, ગોફણ, મુશળ, ગદા, પાશ ઈત્યાદિ અનેક આયુધોથી યુદ્ધ થયું. દેવોની સેનાએ કેટલાક રાક્ષસોનું બળ ઘટાડ્યું ત્યારે વાનરવંશી રાજા સૂર્યરજ અને રક્ષરજ જે રાક્ષસવંશીઓના પરમ મિત્ર હતા તેમણે રાક્ષસોની સેનાને દબાયેલી જોઈને યુદ્ધમાં ઝંપલાવ્યું. તેમના યુદ્ધથી સમસ્ત ઇન્દ્રની સેનાના દેવજાતિના વિદ્યાધરો પાછા હઠયા. એમનું બળ મેળવીને લંકાના રાક્ષસકુલી વિધાધરો મહાયુદ્ધ કરવા લાગ્યા. અસ્ત્રોના સમૂહથી આકાશમાં અંધકાર ફેલાવી દીધો. રાક્ષસ અને વાનરવંશીઓ દ્વારા દેવોનું બળ હુરાયેલું જોઈને ઇન્દ્ર પોતે યુદ્ધ કરવાને તેયાર થયો. સમસ્ત રાક્ષસવંશી અને વાનરવંશી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ સપ્તમ પર્વ પદ્મપુરાણ મેઘરૂપ બનીને ઈન્દ્રરૂપ પર્વત ઉપર ગર્જના કરતાં, શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. પણ મહાન યોદ્ધો ઈન્દ્ર જરા પણ ખેદ ન પામ્યો. તેણે પોતાને કોઈનું પણ બાણ લાગવા ન દીધું, બધાનાં બાણ કાપી નાખ્યાં અને પોતાનાં બાણોથી વાનર અને રાક્ષસોને દબાવ્યા. તે વખતે રાજા માલીએ લંકાની સેનાને ઈન્દ્રના બળથી વ્યાકુળ બનેલી જોઈને ઈન્દ્ર સાથે યુદ્ધ કરવા માટે પોતે તૈયારી કરી. રાજા માલીએ કોધથી ઊપજેલા તેજથી સમસ્ત આકાશમાં ઉદ્યોત ફેલાવી દીધો. ઈન્દ્ર અને માલી વચ્ચે મહાન યુદ્ધ થયું. માલીના કપાળમાં ઈન્દ્ર બાણ માર્યું, પણ માલીએ તે બાણની વેદના ગણકાર્યા વિના ઈન્દ્રના કપાળમાં શક્તિનો પ્રહાર કર્યો. ઈન્દ્રના કપાળમાંથી લોહી ટપકવા લાગ્યું. માલી ઊછળીને ઈન્દ્ર પર ધસી આવ્યો અને ઈન્દ્ર અત્યંત ક્રોધથી સૂર્યના બિંબ સમાન ચક્રથી માલીનું મસ્તક કાપી નાખ્યું. માલી ભૂમિ પર પડ્યો ત્યારે સુમાલી માલીને મરેલો જોઈને અને ઈન્દ્રને મહા બળવાન જાણીને સમસ્ત પરિવાર સહિત નાસવા લાગ્યો. સુમાલીને ભાઈના મરણનું અત્યંત દુઃખ થયું. જ્યારે આ રાક્ષસવંશી અને વાનરવંશી ભાગવા લાગ્યા ત્યારે ઈન્દ્ર તેમની પાછળ પડ્યો ત્યારે સ્વામીની ભક્તિમાં તત્પર એવા સોમ નામના લોકપાલે ઈન્દ્રને વિનંતી કરી કે હે પ્રભો! જ્યારે મારા જેવો સેવક શત્રુને મારવામાં સમર્થ છે તો પછી આપ એની પાછળ શા માટે જાવ છો? મને આજ્ઞા આપો. હું શત્રુને નિર્મળ કરીશ. ઈન્દ્ર તેને આજ્ઞા કરી અને એ આજ્ઞા પ્રમાણ ગણીને તે પાછળ પડ્યો, શત્રુ ઉપર તેણે બાણ વરસાવ્યાં. તે બાણોથી વાનર અને રાક્ષસની સેના વીંધાઈ ગઈ. જેમ મેઘની ધારાથી ગાયોનું ધણ વ્યાકુળ થઈ જાય, તેમ તેમની સેના વ્યાકુળ બની ગઈ. પોતાની સેનાને વ્યાકુળ બનેલી જોઈને સુમાલીનો નાનો ભાઈ માલ્યવાન ગર્જના કરતો સોમ તરફ ધસ્યો અને સોમની છાતીમાં ભિડિપાલ નામનું હથિયાર માર્યું તેથી તે મૂચ્છિત થઈ ગયો. જ્યાં સુધી તે મૂચ્છિત રહ્યો ત્યાં સુધીમાં રાક્ષસવંશી અને વાનરવંશી વિદ્યાધરો પાતાલલંકામાં પહોંચી ગયા. જાણે કે તેમને નવો જન્મ મળ્યો, સિંહના મુખમાંથી નીકળ્યા હોય તેવું લાગ્યું. જ્યારે સોમ જાગ્રત થયો ત્યારે તેણે સર્વ દિશા શત્રુથી રહિત દેખી. લોકોએ જેનો યશ ગાયો એવો તે પ્રસન્ન થઈને ઈન્દ્રની પાસે ગયો. ઈન્દ્ર વિજય પામીને ઐરાવત હાથી પર ચડ્યો. લોકપાલોથી શોભતો, શિર પર છત્ર ધારણ કરેલો, ચામર જેના પર ઢોળાતા હતા અને જેની આગળ અપ્સરાઓ નૃત્ય કરતી હતી એવો તે અત્યંત ઉત્સાહથી મહાવિભૂતિ સહિત રથનૂપુરમાં પ્રવેશ્યો. રથનૂપુર રત્નમયી વસ્ત્રોની ધજાઓથી શોભે છે, ઠેકઠેકાણે તોરણો બાંધવામાં આવ્યાં છે. જ્યાં ફૂલોના ઢગલા થઈ રહ્યા છે, અનેક પ્રકારની સુગંધથી દેવલોક સમાન લાગે છે, સુંદર સ્ત્રીઓ ઝરૂખામાં બેસીને ઈન્દ્રની શોભા જઈ રહી છે. ઈન્દ્રરાજ મહેલમાં આવ્યા, વિનયપૂર્વક માતાપિતાને પગે લાગ્યા ત્યારે માતાપિતાએ માથે હાથ મૂકીને તથા ગાત્રસ્પર્શ કરીને આશીષ આપી. ઈન્દ્ર વેરીને જીતીને અતિ આનંદ પામ્યો. તેણે પ્રજાપાલનમાં તત્પર રહી, ઈન્દ્ર સમાન ભોગ ભોગવ્યા. વિજ્યાધ પર્વત સ્વર્ગ સમાન અને આ રાજા ઈન્દ્ર સર્વ લોકમાં પ્રસિદ્ધ થયા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સપ્તમ પર્વ ৩৩ ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું શ્રેણિક! હવે લોકપાલની ઉત્પત્તિની વાત સાંભળો. આ લોકપાલ સ્વર્ગલોકમાંથી ચ્યવીને વિધાધર થયા છે. રાજા મકરધ્વજની રાણી અદિતિનો પુત્ર સોમ નામનો લોકપાલ જ્યોતિપુર નગરમાં ઇન્દ્ર સ્થાપ્યો છે, તે પૂર્વ દિશાનો લોકપાલ છે. રાજા મેઘરથની રાણી વરુણાના પુત્ર વરુણને ઇન્દ્ર મેઘપુર નગરમાં પશ્ચિમ દિશાના લોકપાલ તરીકે સ્થાપ્યો છે. તેની પાસે પાશ નામનું આયુધ છે, જેનું નામ સાંભળતાં શત્રુઓ અત્યંત ડરે છે. રાજા વ્હિકંધ સૂર્યની રાણી કનકાવલીનો પૂત્ર કુબેર મહાવિભૂતિવાન છે. ઇન્દ્રે તેને કાંચનપુરમાં સ્થાપ્યો અને ઉત્તર દિશાનો લોકપાલ બનાવ્યો. રાજા બાલાગ્નિ વિદ્યાધરની રાણી શ્રીપ્રભાના અત્યંત તેજસ્વી પુત્ર યમને ઇન્દ્રે હિદુંપુરમાં સ્થાપ્યો અને દક્ષિણ દિશાનો લોકપાલ સ્થાપ્યો. અસુર નામના નગરના નિવાસી વિદ્યાધરોને અસુર ગણ્યા અને યક્ષકીર્તિ નામના નગરના વિદ્યાધરોને યક્ષ ઠરાવ્યા. કિન્નર નગરના કિન્નર, ગંધર્વનગરના ગંધર્વ ઇત્યાદિ વિધાધરોને દેવસંજ્ઞા આપવામાં આવી. ઇન્દ્રની પ્રજા દેવ જેવી ક્રીડા કરે છે. આ રાજા ઇન્દ્ર મનુષ્યયોનિમાં લક્ષ્મીનો વિસ્તાર પામી, લોકોની પ્રશંસા મેળવી પોતાને ઇન્દ્ર જ માનવા લાગ્યો અને બીજો કોઈ સ્વર્ગલોક છે, ઇન્દ્ર છે, દેવ છે એ બધી વાત ભૂલી ગયો. તેણે પોતાને જ ઇન્દ્ર માન્યો, વિજ્યાર્ધગિરિને સ્વર્ગ માન્યું, પોતાના સ્થાપેલાને લોકપાલ માન્યા અને વિધાધરોને દેવ માન્યા. આ પ્રમાણે તે ગર્વિષ્ઠ બન્યો કે મારાથી અધિક પૃથ્વી ઉપર બીજું કોઇ નથી, હું જ સર્વનું રક્ષણ કરું છું. એ બન્ને શ્રેણીઓનો અધિપતિ બનીને એવો ગર્વ કરવા લાગ્યો કે હું જ ઇન્દ્ર છું. પદ્મપુરાણ હવે કૌતુકમંગલ નગરનો રાજા વ્યોમબિંદુ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ હતો. તેની રાણી મંદવતીને બે પુત્રી થઈ. મોટી કૌશિકી અને નાની કેકસી. કૌશિકી રાજા વિશ્રવને પરણાવી તે યજ્ઞપુર નગરનો સ્વામી હતો. તેને વૈશ્રવણ નામે પુત્ર થયો. તેનાં લક્ષણો શુભ હતા અને નેત્ર કમળ સરખાં. ઇન્દ્રે તેને બોલાવીને ખૂબ સન્માન આપ્યું અને લંકાનું થાણું સોંપ્યું. તેને કહ્યું કે મારે પહેલાં ચાર લોકપાલ છે તેવો જ તું મહાબળવાન છો. વૈશ્રવણે તેને વિનંતી કરી હે પ્રભુ! આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ. આમ કહી ઈન્દ્રને પ્રણામ કરીને તે લંકામાં ચાલ્યો. ઈન્દ્રની આજ્ઞા પ્રમાણ કરીને તે લંકાના થાણે રહ્યો. તેને રાક્ષસોની બીક નહોતી. તેની આજ્ઞા વિદ્યાધરો પોતાના માથે ચડાવતા. પાતાલલંકામાં સુમાલીને રત્નશ્રવા નામનો પુત્ર થયો. તે મહાશૂરવીર, દાતા, જગતનો પ્યારો, ઉદારચિત્ત, મિત્રોના ઉ૫કા૨ નિમિત્તે જીવનારો અને સેવકોના ઉપકાર નિમિત્તે તેનું પ્રભુત્વ હતું, પંડિતોના ભલા માટે તેનું પ્રવીણપણું, ભાઈઓના ઉ૫કા૨ નિમિત્તે તેની લક્ષ્મી, દરિદ્રીઓના ઉ૫કા૨ નિમિત્તે તેનું ઐશ્વર્ય, સાધુઓની સેવા નિમિત્તે તેનું શરીર અને જીવોના કલ્યાણ માટે તેનાં વચનો હતાં. જેનું મન સુકૃતનું સ્મરણ કરતું, ધર્માર્થે તે જીવતો, તેનો સ્વભાવ શૂરવીરનો હતો, પિતા સમાન તે સર્વે જીવો પ્રત્યે દયાળુ હતો, ૫૨સ્ત્રી તેને માતા સમાન હતી, પરદ્રવ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ સપ્તમ પર્વ પદ્મપુરાણ તૃણ સમાન, બીજાનું શરીર પોતાના શરીર સમાન હતું. તે ગુણવાન હતો. ગુણવાનોની ગણતરી કરવામાં આવે તો તેનો નંબર પ્રથમ આવે. દોષવાનોની ગણતરી કરવામાં આવે તો તેમાં તેનું નામ આવે નહિ. તેનું શરીર અદ્ભુત પરમાણુઓથી બન્યું હતું, એનામાં જેવી શોભા હતી તેવી બીજે ઠેકાણે દુર્લભ હતી. વાતચીતમાં જાણે કે અમૃતનું જ સીંચન કરતા. યાચકોને મહાન દાન કરતા. ધર્મ, અર્થ, કામમાં બુદ્ધિમાન, ધર્મપ્રિય, નિરંતર ધર્મનો જ યત્ન કરતા, જન્માન્તરથી ધર્મ લઈને આવ્યા હતા. યશ તેમનું આભૂષણ અને ગુણ તેમનું કુટુંબ હતું. તે ધીર વીરવેરીઓનો ભય ત્યાગીને વિદ્યા સાધન માટે પુષ્પક નામના વનમાં ગયા. તે વન ભૂત, પિશાચાદિકના શબ્દથી અતિભયંકર હતું. આ ત્યાં વિદ્યા સાધે છે. રાજા વ્યોમબિંદુએ પોતાની પુત્રી કેકસીને એની સેવા કરવા માટે એની પાસે મોકલી. તે સેવા કરતી, હાથ જોડતી, તેમની આજ્ઞાની અભિલાષા રાખતી. કેટલાક દિવસો પછી રત્નશ્રવાનો નિયમ પૂરો થયો, સિદ્ધોને નમસ્કાર કરી તેણે મૌન છોડયું. તેણે કેકસીને એકલી જોઈ. કેકસીનાં નેત્ર સરળ હતાં, તેનું મુખકમળ લાલ અને નીલકમળ સમાન સુંદર હતું, કુન્દપુષ્પ સમાન દંતાલી હતી, પુષ્પોની માળા જેવી કોમળ સુંદર ભુજાઓ હતી. કોમળ, મનોહર અધર મૂંગા (લાલ રત્ન) સમાન હતા, મોલશ્રીનાં પુષ્પોની સુગંધ સમાન તેનો નિશ્વાસ હતો, તેનો રંગ ચંપાની કળી સમાન હતો. જાણે કે લક્ષ્મી રત્નશ્રવાના રૂપને વશ થઈને કમળોને નિવાસ છોડી સેવા કરવા આવી છે. તેના નેત્ર ચરણો તરફ છે, લજ્જાથી તેનું શરીર નમેલું છે, પોતાના રૂપ અને લાવણ્યથી કૂંપળોની શોભાને ઓળંગી જતી, શ્વાસની સુગંધથી જેના મુખ ઉપર ભમરા ગુંજારવ કરી રહ્યા છે, તેનું શરીર અતિ સુકુમાર છે, યૌવનની શરૂઆત છે, જાણે કે તેની અતિસુકુમારતાના ભયથી યૌવન પણ તેને સ્પર્શતાં શંકા કરે છે. સમસ્ત સ્ત્રીઓનું રૂપ એકઠું કરીને જેની અદ્દભુત સુંદરતા બનાવવામાં આવી હોય કે સાક્ષાત વિધા જ શરીર ધારણ કરીને રત્નશ્રવાના તપથી વશ થઈને મહાકાંતિની ધારક આવી હોય તેવી લાગે છે. ત્યારે જેનો સ્વભાવ જ દયાળુ છે એવા રત્નશ્રવાએ કેકસીને પૂછયું કે તું કોની પુત્રી છે? શા માટે ટોળામાંથી વિખૂટી પડેલી મૃગલી સમાન એકલી વનમાં રહે છે? તારું નામ શું છે? તેણે અત્યંત માધુર્યતાથી જવાબ આપ્યો કે હે દેવ ! રાજા વ્યોમબિંદુની રાણી નંદવતીની કેકસી નામની હું પુત્રી છું. આપની સેવા કરવા માટે પિતાજીએ મને મોકલી છે. તે જ વખતે રત્નશ્રવાને માનસ્તંભની નામની વિદ્યા સિદ્ધ થઈ. તે વિદ્યાના પ્રભાવથી તે જ વનમાં પુષ્પાંતક નામનું નગર વસાવ્યું અને કેકસીને વિધિપૂર્વક પરણ્યો. તે જ નગરમાં રહીને મનવાંછિત ભોગ ભોગવવા લાગ્યો. પ્રિયા અને પ્રિયતમ વચ્ચે અદ્દભુત પ્રીતિ હતી. તેઓ એક ક્ષણ માટે પણ આપસમાં વિયોગ સહન કરી શકતા નહિ. આ કેકસી રત્નશ્રવાના ચિત્તનું બંધન થતી ગઈ. બન્ને અત્યંત રૂપાળા, નવયુવાન, ધનવાન અને ધર્મના પ્રભાવથી તેમને કોઈ પણ વસ્તુની કમી નહોતી. આ પતિવ્રતા રાણી પતિની છાયા સમાન અનુગામિની થતી. એક સમયે આ રાણી રત્નના મહેલમાં સુંદર સેજ પર સૂતી હતી. સેજ ક્ષીરસમુદ્રના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સપ્તમ પર્વ ૭૯ તરંગ સમાન ઉજ્જવળ વસ્ત્રથી આચ્છાદિત, સુગંધમંડિત હતી, રત્નોનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, રાણીના શરીરની સુગંધથી ભમરા ગુંજારવ કરતા હતા, રાણી મનમોહક પોતાના પતિના ગુણોનું ચિંતવન અને પુત્રના જન્મની વાંછના કરતી પડી હતી. તેણે રાત્રિના પાછલા પહોરે આશ્ચર્યકારક શુભ સ્વપ્નો જોયાં પ્રભાતે અનેક વાજા વાગ્યાં, શંખધ્વનિ થયો, ચારણો બિરદાવલી ગાવા લાગ્યા. રાણી પથારીમાંથી ઊઠી, પ્રાતઃકર્મથી નિવૃત્ત થઈ, મંગળ આભૂષણ પહેરી, સખીઓ સહિત પતિ પાસે આવી. રાણીને જોઈને રાજા ઊભા થયા અને ખૂબ આદર આપ્યો. બન્ને એક સિંહાસન ઉપર બેઠા. રાણીએ હાથ જોડી રાજાને વિનંતી કરી હૈ કે નાથ! આજે રાત્રિના ચોથા પહોરે મેં ત્રણ શુભ સ્વપ્ન જોયાં. એક મહાબળવાન સિંહ ગર્જના કરતો અનેક ગજેન્દ્રોના કુંભસ્થળ વિદા૨તો, અત્યંત તેજ ધારણ કરતો આકાશમાંથી પૃથ્વી ઉપર આવીને મારા મુખમાં થઈને કુક્ષિમાં દાખલ થયો. બીજું સૂર્ય પોતાનાં કિરણોથી અંધકાર દૂર કરતો મારી ગોદમાં આવીને બેઠો. ત્રીજું અખંડ છે મંડલ જેનું એવા ચંદ્ર કુમુદ્દોને પ્રફુલ્લિત કરતો અને અંધકારને દૂર કરતો મેં મારી સામે જોયો. મેં દેખેલ આ અદ્ભુત સ્વપ્નોનું ફળ શું છે? તમે બધું જાણો છો. સ્ત્રીઓને પતિની આજ્ઞા પ્રમાણ હોય છે. આ વાત સાંભળી રાજાએ સ્વપ્નનું ફળ બતાવ્યું. રાજા અષ્ટાંગ નિમિત્તના જાણનાર, જિનમાર્ગમાં પ્રવીણ છે. હૈ પ્રિયે! તને ત્રણ પુત્ર થશે. તેમની કીર્તિ ત્રણ જગતમાં ફેલાશે. મહાપરાક્રમી, કુળની વૃદ્ધિ કરનારા, પૂર્વોપાર્જિત પુણ્યથી દેવ સમાન મહાન સંપતિનાં ભોક્તા, પોતાની દીપ્તિ અને કીર્તિથી સૂર્યચંદ્રને જીતનારા, સમુદ્રથી અધિક ગંભીર, પર્વતથી અધિક સ્થિર, સ્વર્ગના દૈવી સુખ ભોગવીને મનુષ્યદેહ ધારણ કરશે. દેવોથી પણ અજિત, મનવાંછિત દાન દેનાર, કલ્પવૃક્ષ સમાન અને ચક્રવર્તી સમાન ઋદ્ધિધારક, પોતાના રૂપથી સુંદર સ્ત્રીઓના મન હરનાર, અનેક શુભ લક્ષણોથી મંડિત, ઉત્તુંગ વક્ષસ્થળવાળા, જેનું નામ સાંભળતાં જ મહાબળવાન વેરી ભય પામે એવા ત્રણમાં પ્રથમ પુત્ર આઠમા પ્રતિવાસુદેવ થશે. ત્રણે ભાઈ મહાસાહસી, શત્રુઓના મુખરૂપ કમળોનો સંકોચ દૂર કરવાને ચંદ્ર સમાન એવા યોદ્ધા થશે કે યુદ્ધનું નામ સાંભળતાં જ તેમને હર્ષથી રોમાંચ થશે, મોટોભાઈ કાંઈક ભયંકર થશે. જે વસ્તુની હઠ પકડશે તેને છોડશે નહિ. તેને ઇન્દ્ર પણ સમજાવી નહિ શકે. પતિનું આવું વચન સાંભળીને રાણી ૫૨મ હર્ષ પામી, વિનયથી સ્વામીને કહેવા લાગી. હે નાથ ! આપણે બન્ને જિનમાર્ગરૂપ અમૃતનો સ્વાદ લેનારા, કોમળ ચિત્તવાળા છીએ તો આપણો પુત્ર ક્રુર કર્મ કરના૨ કેમ થાય ? આપણા પુત્રો તો જિનવચનમાં તત્પર, કોમળ પરિણામવાળા થવા જોઈએ. અમૃતની વેલ ઉપર વિષનાં પુષ્પ કેમ ઊગે? ત્યારે રાજાએ કહ્યું કે હૈ સુંદર મુખવાળી! તું મારી વાત સાંભળ. આ જીવ પોતપોતાનાં કર્મ પ્રમાણે શરીર ધારણ કરે તેથી કર્મ જ મૂળ કારણ છે, આપણે મૂળ કારણ નથી, આપણે નિમિત્ત કારણ છીએ. તારો મોટો પુત્ર જિનધર્મી તો થશે પણ કાંઈક ક્રુર પરિણામી થશે અને તેના બન્ને નાના ભાઈઓ મહાધી૨, જિનમાર્ગમાં પ્રવીણ, ગુણગ્રામથી પૂર્ણ, ભલી ચેષ્ટા કરનાર, શીલના સાગર થશે. સંસારભ્રમણનો જેમને ભય છે, ધર્મમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સપ્તમ પર્વ પદ્મપુરાણ અતિદઢ, મહાદયાવાન, સત્યવચનના અનુરાગી બન્ને થશે. તે બન્નેને એવો જ સામ્ય કર્મનો ઉદય છે. હું કોમળ ભાષિણી ! હે દયાવતી ! પ્રાણી જેવાં કર્મ કરે છે તેવું જ શરીર ધારણ કરે છે; એમ કહીને તે બેય રાજારાણી જિનેન્દ્રની મહાપૂજા કરવા ગયા. તે બન્ને રાતદિવસ નિયમધર્મમાં સાવધાન છે. ત્યાર પછી પ્રથમ જ ગર્ભમાં રાવણ આવ્યો ત્યારે માતાની ચેષ્ટા કાંઈક દૂર થતી ગઈ. તેને એવી ઈચ્છા થઈ કે વેરીઓનાં શિર ઉપર પગ મૂકું, રાજા ઇન્દ્ર ઉપર આજ્ઞા ચલાવું. વિના કારણે ભ્રમર વક્ર કરવી, કઠોર વાણી બોલવી એવી ચેષ્ટા તેને થઈ. શરીરમાં ખેદ નથી, દર્પણ હાજર હોવા છતાં ખગમાં મુખ જોવું, સખીઓ પ્રત્યે ખિજાઈ જવું, કોઈની બીક ન રાખવી, એવી ઉદ્ધત ચેષ્ટા થવા લાગી. નવમા મહિને રાવણનો જન્મ થયો. જે સમયે પુત્ર જન્મ્યો તે વખતે શત્રુઓના આસન કંપી ઊઠયા. સૂર્ય જેવી કાંતિવાળા બાળકને જોઈને પરિવારના લોકોના નેત્ર ચકિત થયા. દેવદુંદુભી વાજા વાગવા લાગ્યા. શત્રુનાં ઘરોમાં અનેક ઉત્પાત થવા લાગ્યા. માતાપિતાએ પુત્રના જન્મનો અતિવર્ષ કર્યો. પ્રજાના સર્વ ભય મટી ગયા. પૃથ્વીનો પાલાક જન્મ્યો. રત્નશ્રવાએ ઘણું દાન આપ્યું. પહેલાં એમના વડીલ જે રાજા મેઘવાહન રાજા થયા હતા તેમને રાક્ષસોના ઇન્દ્ર ભીમે હાર આપ્યો હતો તેની હજાર નાગકુમાર દેવ રક્ષા કરતા હતા. તે હાર પાસે પડ્યો હતો તે પ્રથમ દિવસે જ બાળકે ખેંચી લીધો. બાળકની મુઠ્ઠીમાં હાર જોઈને માતા આશ્ચર્ય પામી અને અત્યંત સ્નેહથી બાળકને છાતીએ ચાંપ્યો, માથું ચૂખ્યું અને પિતાએ હાર સહિત બાળકને જોઈને મનમાં વિચાર્યું કે આ કોઈ મહાપુરુષ છે, હુજાર નાગકુમાર જેની સેવા નવા હાર સાથે તરત જન્મેલો બાળક ક્રીડા કરવા લાગ્યો. આ સામાન્ય પુરુષ નથી. આની શક્તિ બધા મનુષ્યોને ઓળંગી જશે. પહેલાં ચારણ મુનિઓએ મને કહ્યું હતું કે તારે ત્યાં પદવીધર પુત્ર જનમશે. આ પ્રતિવાસુદેવ શલાકા પુરુષ પ્રગટ થયા છે. હારના યોગથી પિતાને પુત્રના દસમુખ દેખાયા તેથી તેનું નામ દશાનન પાડયું. પછી થોડા વખતે કુંભકર્ણનો જન્મ થયો, જેનું તેજ સૂર્ય સમાન હતું. ત્યારપછી કેટલાક કાળે પૂર્ણમાસીના ચન્દ્ર સમાન મુખવાળી ચન્દ્રનખા બહેન જન્મી અને પછી વિભીષણનો જન્મ થયો. તે મહાસૌમ્ય, ધર્માત્મા, પાપકર્મથી રહિત, જાણે સાક્ષાત્ ધર્મ જ દેહ ધારણ કર્યો હતો. જો કે જેના ગુણોની કીર્તિ જગતમાં ગવાય છે એવા દશાનનની બાલક્રીડા દુષ્ટોને ભયરૂપ થતી અને બન્ને નાના ભાઈઓની ક્રીડા સૌમ્યરૂપ થતી. કુંભકર્ણ અને વિભીષણ બન્નેની વચ્ચે ચન્દ્રનના સૂર્યચન્દ્રની વચ્ચે સધ્યા સમાન શોભતી હતી. રાવણ બાલ્યાવસ્થા વીતાવીને કુમારાવસ્થામાં આવ્યો. એક દિવસ રાવણ પોતાની માતાની ગોદમાં બેઠો હતો. તેના દાંતની કાંતિથી દશે દિશામાં ઉધોત થતો હતો, તેના મસ્તક ઉપર ચૂડામણિ રત્ન ધારણ કરેલું હતું. તે વખતે વૈશ્રવણ આકાશમાર્ગે જઈ રહ્યો હતો તે રાવણની ઉપર થઈને નીકળ્યો. પોતાની કાંતિથી પ્રકાશ કરતો, વિધાધરોથી યુક્ત, મહાન વૈભવનો સ્વામી, મેઘ સમાન અનેક હાથીઓનો સમૂહ જેમના મદની ધારા વરસતી હતી, જેમની વીજળી સમાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સપ્તમ પર્વ ૮૧ 66 સાંકળ ચમકતી હતી, તેવો મહાન અવાજ કરતો આકાશમાર્ગે નીકળ્યો તેથી દશે દિશાઓ અવાજમય બની ગઈ. આકાશ સેનાથી ઘેરાઈ ગયું. રાવણે ઊંચી નજર કરીને જોયું અને મોટો ઠાઠમાઠ દેખીને માતાને પૂછ્યું કે એ કોણ છે અને પોતાના મદથી જગતને તૃણ સમાન ગણતો, આવડી મોટી સેના સાથે ક્યાં જાય છે? ત્યારે માતાએ કહ્યું, “તારી માસીનો પુત્ર છે, તેણે બધી વિદ્યા સિદ્ધ કરી છે, મહા લક્ષ્મીવાન છે, શત્રુઓને ભય પમાડતો પૃથ્વી ઉ૫૨ ઘૂમે છે, અત્યંત તેજસ્વી છે જાણે બીજો સૂર્ય જ છે, રાજા ઈન્દ્રનો લોકપાલ છે. ઇન્દ્રે તારા દાદાના ભાઈ માલીને યુદ્ધમાં હરાવ્યા હતા અને તમારા કુળમાં ચાલી આવતી જે લંકાપુરી, ત્યાંથી તારા દાદાને હાંકી કાઢીને એને રાખ્યો છે તે લંકામાં થાણું સ્થાપીને રહે છે. આ લંકા માટે તારા પિતા નિરંતર અનેક મનોરથ કરે છે, રાતદિવસ તેમને ચેન પડતું નથી અને એ ચિંતામાં હું પણ સૂકાઈ ગઈ છું. બેટા ! સ્થાનભ્રષ્ટ થવા કરતાં મરણ સારું. એવો દિવસ ક્યારે આવશે. જ્યારે તું આપણા કુળની ભૂમિ પ્રાપ્ત કરે અને તારી લક્ષ્મી અમે જોઈએ, તારી વિભૂતિ જોઈને તારા પિતાનું અને મારું મન આનંદ પામે, એવો દિવસ ક્યારે આવશે? જ્યારે તારા આ બેય ભાઈઓને વિભૂતિ સહિત તારી સાથે આ પૃથ્વી ઉપર પ્રતાપસહિત અમે જોઈશું, ત્યારે કંટક નહિ રહે.” માતાના દીન વચન સાંભળીને અને તેને આંસુ સારતી જોઈને વિભીષણે ક્રોધથી કહ્યું કે, હે માતા ! ક્યાં આ રંક વૈશ્રવણ વિધાધર, જે દેવ થાય તો પણ અમારી નજરમાં ગણતરીમાં આવતો નથી. તમે એના આટલા પ્રભાવનું વર્ણન કર્યું તે શા માટે? તમે યોદ્ધાઓને જન્મ આપનારી માતા છો, મહાધી છો અને જિનમાર્ગમાં પ્રવીણ છો. આ સંસારની ક્ષણભંગુર માયા તમારાથી છાની નથી, તો પછી શા માટે આવાં દીન વચનો કાયર સ્ત્રીઓની જેમ તમે બોલો છો ? શું તમને રાવણની ખબર નથી ? મહાશ્રીવત્સલક્ષણથી મંડિત, અદ્દભુત પરાક્રમનો ધારક, અત્યંત બળવાન ચેષ્ટા જેની છે, તે ભસ્મથી જેમ અગ્નિ દબાયેલ રહે એમ મૌન ધારણ કરીને બેઠો છે. એ સમસ્ત શત્રુઓને ભસ્મ કરવાને સમર્થ છે. તમારા ખ્યાલમાં હજી એ આવ્યું નથી. આ રાવણ પોતાની ચાલથી ચિત્તને પણ જીતે અને હાથની ચપટીથી પર્વતોનો ચૂરો કરી નાખે છે, એના બન્ને હાથ ત્રિભુવનરૂપ મહેલના સ્થંભ છે અને પ્રતાપનો રાજમાર્ગ છે. શું તમને એની ખબર નથી ? આ પ્રમાણે વિભીષણે રાવણના ગુણોનું વર્ણન કર્યું. ત્યારે રાવણ માતાને કહેવા લાગ્યોઃ હૈ માતા! ગર્વનાં વચન બોલવા યોગ્ય નથી, પરંતુ તમારો સંદેહ ટાળવા માટે હું સત્ય કહું છું તે તમે સાંભળો. જો આ બધા વિધાધરો અનેક પ્રકારની વિદ્યાથી છકેલા બન્ને શ્રેણીના ભેગા થઈને મારી સાથે યુદ્ધ કરે તો પણ હું બધાને એક જ હાથથી જીતી લઉં. (રાવણનું બન્ને ભાઈઓ સાથે ભીમ નામના મહાવનમાં વિદ્યાસાધન ) તો પણ આપણા વિદ્યાધરોના કુળમાં વિદ્યા સાધવી તે ઉચિત છે, તે કરવામાં લાજ નથી. જેમ મુનિરાજ તપનું આરાધન કરે છે તેમ વિદ્યાધર વિદ્યાની આરાધના કરે છે, અમારે પણ તે કરવી યોગ્ય છે. આમ કહીને બન્ને ભાઈઓ સહિત માતાપિતાને નમસ્કાર કરી, નવકાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સપ્તમ પર્વ પદ્મપુરાણ મંત્રનું ઉચ્ચારણ કરી રાવણ વિદ્યા સાધવા ચાલ્યો. માતાપિતાએ મસ્તક ચૂખ્યું અને આશિષ આપી. જેમણે પવિત્ર સંસ્કાર પ્રાપ્ત ર્યા છે, જેમનું ચિત્ત સ્થિર છે, એવા તે ઘરમાંથી નીકળી આનંદરૂપ થઈ ભીમ નામના મહાવનમાં પ્રવેશ્યા. તે વનમાં સિંહાદિ ક્રૂર પ્રાણીઓ ગર્જી રહ્યાં છે, વિકરાળ દાઢ અને વદનવાળા સૂતેલા અજગરોના નિશ્વાસથી કંપાયમાન છે મોટાં મોટાં વૃક્ષો જ્યાં અને નીચે વ્યંતરોના સમૂઠું રહે છે તેમનાં પગલાંથી પૃથ્વીતળ કાંપી રહ્યું છે અને અત્યંત ઊંડી ગુફાઓમાં અંધકારનો સમૂહુ ફેલાઈ રહ્યો છે. મનુષ્યોની તો શી વાત, જ્યાં દેવ પણ જઈ શકે નહિ, જેની ભયંકરતા પૃથ્વીમાં પ્રસિદ્ધ છે, જ્યાં પર્વત છે, ગુફા અંધકારમય છે, વૃક્ષો કંટકરૂપ છે, મનુષ્યોનો સંચાર નથી, ત્યાં આ ત્રણે ભાઈ ઉજ્જવળ ધોતીદુપટ્ટા ધારણ કરી, શાંતભાવરૂપ થઈને, બધી તૃષ્ણાનો ત્યાગ કરી, વિદ્યાને અર્થે તપ કરવાને ઉધમી થયા. તેમનાં ચિત્ત નિઃશંક છે, પૂર્ણ ચંદ્રમા સમાન વદન છે, વિધાધરોના શિરોમણિ જુદાં જુદાં વનમાં વિરાજે છે. તેમણે દોઢ દિવસમાં અષ્ટાક્ષર મંત્રના લાખ જાપ ક્યું તેથી ત્રણે ભાઈઓને સર્વકામપ્રદા વિદ્યા સિદ્ધ થઈ. વિધા એમને મનવાંછિત અન્ન પહોંચાડતી તેથી તેમને સુધાની વાંછા થતી નહિ. પછી એ સ્થિરચિત્ત થઈને સહુન્નકોટિ પોડશાક્ષર મંત્ર જપવા લાગ્યા. તે વખતે જંબૂદ્વીપનો અધિપતિ અનાવૃત્તિ નામનો યક્ષ પોતાની સ્ત્રી સાથે ક્રિીડા કરવા આવ્યો. તેની દેવાંગના આ ત્રણે ભાઈઓને મહારૂપવાન અને નવયુવાન જોઈને તથા તપમાં જેમનું મન સાવધાન છે એમ જઈને જિજ્ઞાસાથી તેમની સમીપે આવી. જેમનાં મુખ કમળ સમાન છે. અને શ્યામસુંદર કેશ ભ્રમર સમાન છે એવી એ આપસમાં બોલીઃ “અહો ! આ કોમળ શરીર અને વસ્ત્રાભરણરહિત રાજકુમારો શા માટે તપ કરે છે? એમના આવાં શરીરની કાંતિ ભોગ વિના શોભતી નથી. ક્યાં એમની યુવાન ઉંમર અને ક્યાં આ ભયાનક વનમાં એમનું તપ ?” પછી એમને તપમાંથી ડગાવવા માટે કહેવા લાગીઃ “હે મન્દબુદ્ધિ ! તમારું આ રૂપાળું શરીર ભોગનું સાધન છે, યોગનું સાધન નથી. માટે શા કારણે તપનો ખેદ કરો છો? ઊઠો, ઘરે જાવ, હજી પણ કાંઇ બગડ્યું નથી.” ઇત્યાદિ અનેક વચનો કહ્યા, પણ તેમના મનમાં એકપણ આવ્યું નહિ, જેમ કમળપત્ર ઉપર જળનું બિંદુ ઠરતું નથી તેમ. ત્યારે તેઓ આપસમાં બોલવા લાગી. હે સખી! એ તો કાષ્ઠમય છે. એમનાં બધાં અંગ નિશ્ચલ દેખાય છે. આમ કહી ક્રોધાયમાન થઈ તત્કાળ સમીપમાં આવી એમની વિશાળ છાતી ઉપર મુઠ્ઠીઓ મારી તો પણ તે ચલાયમાન ન થયા. તેમનું ચિત્ત સ્થિર હતું. કાયર પુરુષ હોય તે પ્રતિજ્ઞાથી ડગે. દેવીઓના કહેવાથી અનાવૃત યક્ષે હસીને કહ્યું: હે સપુરુષો ! શા માટે દુર્ધર તપ કરો છો અને ક્યા દેવની આરાધના કરો છો ? આમ કહ્યું તો પણ તેઓ બોલ્યા નહિ, ચિત્ર સમાન બની રહ્યા. ત્યારે અનાવૃત યક્ષે ક્રોધ કર્યો કે જંબૂદ્વીપનો દેવ તો હું છું, મને છોડીને કોનું ધ્યાન કરો છો? એ મંદબુદ્ધિ છે. એમના ઉપર ઉપદ્રવ કરવા માટે તેણે પોતાના સેવકોને આજ્ઞા કરી. નોકરો સ્વભાવથી જ દૂર હતા અને સ્વામીના કહેવાથી તેમણે અતિ અધિક ઉપદ્રવ ક્ય. કેટલાક તો પર્વત ઉપાડીને લાવ્યા અને તેમની સમીપે પછાડયા તેના ભયંકર અવાજ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સપ્તમ પર્વ ૮૩ થયા. કેટલાક સર્પ બનીને આખા શરીરે વીંટળાઈ વળ્યા. કેટલાક નાર બનીને મોઢું ફાડીને ધસ્યા અને કેટલાકે તેમના કાનમાં એવી ગર્જના કરી કે જે સાંભળીને લોકો બહેરા થઈ જાય. કેટલાક માયામયી ડાંસ બનીને એમના શરીરે કરડયા, માયમયી હાથી દેખાડ્યા, ભયંકર પવન ચલાવ્યો, માયામયી દાવાનળ પ્રગટાવ્યો, આ પ્રમાણે અનેક ઉપદ્રવ ર્યા તો પણ એ ધ્યાનથી ડગ્યા નહિ. પછી દેવોએ માયામયી ભીલની સેના બનાવી. અંધકાર સમાન કાળાં વિકરાળ આયુધો ધારણ કરી એવી માયા બતાવી કે પુષ્પાંતકનગર નાશ પામ્યું છે અને મહાયુદ્ધમાં રત્નશ્રવાને કુટુંબ સહિત બંધાયેલો દેખાડયો, માતા કેકસીને વિલાપ કરતી દેખાડી કે હે પુત્રો! આ ચાંડાલ ભીલોએ તમારા પિતા ઉપર મહાઉપદ્રવ કર્યો છે, આ ચાંડાલો અમને મારે છે, પગમાં બેડી નાખી છે, માથાના વાળ ખેંચે છે. હું પુત્રો ! તમારી સામે થઈને આ પ્લેચ્છ ભીલ મને એમની પલ્લીમાં લઈ જાય છે. તમે કહેતા હતા કે બધા વિધાધરો ભેગા થઈને અમારી સાથે લડે તો પણ હું ન હારું તો આ વાત તમે જૂઠી જ કહેતા હતાને? હવે તમારી સામે આ પ્લેચ્છ ચાંડાલ મને વાળ પકડીને ખેંચીને લઈ જાય છે. તમે ત્રણેય ભાઈ આ ઓચ્છો સાથે લડવાને સમર્થ નથી, તમે કાયર છો. હે દશગ્રીવ! વિભીષણ, તારાં વખાણ ખોટાં જ કરતો હતો. તું તો એક ગ્રીવા પણ નથી, જે માતાની રક્ષા કરતો નથી, અને આ કુંભકર્ણ પણ અમારો પોકાર કાનથી સાંભળતો નથી અને આ વિભીષણ કહેવરાવે છે તે નિરર્થક છે. એક ભીલ સાથે પણ લડવાને તે સમર્થ નથી. આ મ્લેચ્છ તારી બહેન ચન્દ્રનખાને લઈ જાય છે તો પણ તમને શરમ નથી આવતી? જે વિદ્યા સાધવાની છે તે તો માતાપિતાની સેવા માટે, તો પછી એ વિધા શું કામમાં આવશે? ઇત્યાદિ માયામયી ચેષ્ટા દેવોએ બતાવી તો પણ એ ધ્યાનમાંથી ડગ્યા નહિ. ત્યારે દેવોએ એક ભયાનક માયા બતાવી અર્થાત્ રાવણની સમક્ષ રત્નશ્રવાનું શિર કપાયેલું બતાવ્યું. રાવણની સમક્ષ ભાઈઓનાં પણ મસ્તક કપાયેલાં દેખાડયાં અને ભાઈઓની સમક્ષ રાવણનું પણ શિર કપાયેલું દેખાયું. તો પણ રાવણ સુમેરુ પર્વત સમાન અતિનિશ્ચલ જ રહ્યો. જો આવું ધ્યાન મહામુનિ કરે તો આઠ કર્મને છેદી નાખે. કુંભકર્ણ અને વિભીષણને થોડીક વ્યાકુળતા થઈ, પણ વિશેષ નહિ. તેથી રાવણને તો અનેક સહસ્ત્રવિદ્યા પ્રાપ્ત થઈ. જેટલા મંત્ર જપવાના નિયમ ર્યા હતા તે પૂર્ણ થયા પહેલાં જ વિદ્યા સિદ્ધ થઈ. ધર્મના નિશ્ચયથી શું ન થાય? આવો દઢ નિશ્ચય પણ પૂર્વોપાર્જિત ઉજ્જવલ કર્મથી થાય છે. કર્મ જ સંસારનું મૂળકારણ છે. કર્માનુસાર આ જીવ સુખદુ:ખ ભોગવે છે. સમયે ઉત્તમ પાત્રોને વિધિપૂર્વક દાન આપવું અને દયાભાવથી સદા સર્વને આપવું, અંત સમયે સમાધિમરણ કરવું, સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કોઈ ઉત્તમ જીવને જ થાય છે. કોઈને તો વિદ્યા દસ વર્ષમાં સિદ્ધ થાય છે અને કોઈને ક્ષણમાત્રમાં. આ બધો કર્મનો પ્રભાવ છે એમ જાણો. રાતદિવસ પૃથ્વી ઉપર ભ્રમણ કરો, જળમાં પ્રવેશ કરો, પર્વતના શિખર ઉપર ચડો, અનેક પ્રકારનાં શારીરીક કષ્ટ કરો તો પણ પુણ્યના ઉદય વિના કાર્યસિદ્ધિ થતી નથી. જે ઉત્તમ કાર્ય કરતા નથી તે નિરર્થક જ શરીર ગુમાવે છે માટે આચાર્યની સેવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ સપ્તમ પર્વ પદ્મપુરાણ હમેશાં કરવી. પુરુષે સદા પુણે જ કરવા યોગ્ય છે. પુણ્ય વિના સિદ્ધિ ક્યાંથી હોય? હે શ્રેણિક! પુણ્યનો પ્રભાવ. જો કે થોડા જ દિવસોમાં વિદ્યા અને મંત્રવિધિ પૂર્ણ થયા પહેલાં જ રાવણને મહાવિધા સિદ્ધ થઈ. તેણે જે જે વિદ્યા મેળવી તેમનાં નામ સંક્ષેપમાં સાંભળ. આકાશમાં વિચરવાની, કામદાયિની, કામગામિની, દુર્નિવારા, જગતકંપા, પ્રગુપ્તિ, ભાનુમાલિની, અણિમા, લધિમા, ક્ષોભ્યા, મનસ્તંભનકારિણી, સંવાહિની, સુરધ્વંશી, કૌમારી, વધ્યકારિણી, સુવિધાના, તમોરૂપા, દહના, વિપુલોદરી, શુભપ્રદા, રજોરૂપા, દિનરાત્રિ વિદ્યાયિની, વજોદરી, સમાકૃષ્ટિ, અદર્શિતી, અજર, અમરા, અનવસ્તૃભિની, તોયસ્તંભની, ગિરિદારિણી, અવલોકિની, ધ્વંશી, ધીરા, ધોરા, ભુજંગિની, વરિની, એકભુવના અવધ્યા, દારુણા, મદના, સિની. ભાસ્કરી, ભયસંભૂતિ, ઐશાની, વિજયા, જયા, બંધિની, મોચની, વારાહી, કુટિલાકૃતિ, ચિત્તોભવકરી, શાંતિ, કૌવરી, વશકારિણી, યોગેશ્વરી, બલોત્સાહી, ચંડા, ભીતિપ્રષિણી ઇત્યાદિ અનેક મહાવિદ્યા રાવણને થોડા જ દિવસોમાં સિદ્ધ થઈ. કુંભકર્ણને પાંચ વિધા સિદ્ધ થઈ. તેમનાં નામ સર્વહારિણી, અતિસંવર્ધિની, જંભિની, વ્યોમગામિની અને નિદ્રાની. વિભીષણને ચાર વિદ્યા સિદ્ધ થઈ– સિદ્ધાર્થા, શત્રુદમની, વ્યાધાતા, આકાશગામિની. આ ત્રણેય ભાઈ વિધાના સ્વામી થઈ ગયા અને દેવોના ઉપદ્રવથી જાણે કે નવો જન્મ પામ્યા. ત્યારે યક્ષોના સ્વામી અનાવૃત્ત-જે જંબૂદ્વીપનો સ્વામી હતો તેણે આમને વિધાયુક્ત જાણીને તેમની ખૂબ સ્તુતિ કરી અને દિવ્ય આભૂષણ પહેરાવ્યા. રાવણે વિદ્યાના પ્રભાવથી સ્વયંપ્રભ નગર વસાવ્યું. તે નગર પર્વતના શિખર સમાન ઊંચા મહેલોની પંક્તિથી શોભાયમાન છે, રત્નમયી ચેત્યાલયોથી અત્યંત પ્રભાવ ફેલાવે છે. ત્યાં મોતીની ઝાલરોથી ઊંચા ઝરૂખા શોભે છે, પદ્મરાગ મણિઓના સ્તંભ છે, વિવિધ પ્રકારનાં રત્નોના રંગના સમૂહથી ત્યાં ઇન્દ્રધનુષ્ય થઈ રહ્યાં છે, રાવણ ભાઈઓ સહિત તે નગરમાં પ્રવેશ્યા. કેવા છે રાજમહેલ? તેનાં શિખરો આકાશને અડી રહ્યાં છે. વિદ્યાબળથી મંડિત રાવણ સુખમાં રહે છે. જંબૂદ્વીપનો અધિપતિ અનાવૃતદેવ રાવણને કહેવા લાગ્યોઃ “હે મહામત ! તારા વૈર્યથી હું ખૂબ પ્રસન્ન થયો છું, હું આખા જંબૂદ્વીપનો અધિપતિ છું, તું ઇચ્છાનુસાર વેરીઓને જીતીને સર્વત્ર વિહાર કર. હે પુત્ર! હું બહુ રાજી થયો છું અને મારું સ્મરણમાત્ર કરવાથી હું તારી પાસે આવીશ, પછી તને કોઈ જીતી નહિ શકે. તું લાંબો સમય સુધી ભાઈઓ સહિત સુખેથી રાજ કર. તારી વિભૂતિ ઘણી વધશે.” આ પ્રમાણે આશીર્વાદ આપીને, વારંવાર એની સ્તુતિ કરીને યક્ષ પરિવાર સહિત પોતાના સ્થાનકે ગયો. સમસ્ત રાક્ષસવંશી વિધાધરોએ સાંભળ્યું કે રત્નશ્રવાનો પુત્ર રાવણ મહાવિધા પામ્યો છે તેથી બધાને આનંદ થયો. બધા જ રાક્ષસો ઘણા ઉત્સાહથી રાવણની પાસે આવ્યા. કેટલાક રાક્ષસો નાચતા હતા, કેટલાક ગીત ગાતા હતા, કેટલાક શત્રુઓને ભય ઉપજાવનારી ગર્જના કરતા હતા, કેટલાકનો આનંદ અંગમાં સમાતો નહોતો, કેટલાક હસતા હતા, કેટલાક કેલિ કરતા હતા. રાવણના દાદા સુમાલી અને નાના ભાઈ માલ્યવાન તથા વાનરવંશી રાજા સૂર્યરજ અને રક્ષરજ બધા જ સજ્જનો આનંદસહિત રાવણ પાસે ગયા, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સપ્તમ પર્વ ૮૫ પદ્મપુરાણ અનેક વાહનો ઉપર બેસીને આનંદથી આવ્યા. રાવણના પિતા રત્નશ્રવાનું મન પુત્રના સ્નેહથી ઊભરાઈ ગયું છે. તે ધજાઓથી આકાશને શોભાવતા પરમ વૈભવ સહિત મહામંદિર સમાન રત્નના રથ ઉપર બેસીને આવ્યા. બંદીજનો બિરદાવલી સંભળાવે છે. બધા એકઠા થઈને પંચસંગમ નામના પર્વત ૫૨ આવ્યા. રાવણ સામે આવ્યો. દાદા, પિતા અને સૂર્ય૨જ, ૨ક્ષ૨જ જે વડીલ હતા તેમને તે પગે લાગીને નીચેની ચરણરજ લીધી, ભાઈઓને ગળે લગાડીને ભેટયો અને સેવકોને સ્નેહદષ્ટિથી જોયા. તેણે પોતાના દાદા, પિતા અને સૂર્ય૨૪, ૨ક્ષરજને બહુ જ વિનયપૂર્વક ક્ષેમકુશળ પૂછયા. રાવણને જોઈ વડીલો એટલા ખુશી થયા કે કથનમાં તે આવે નહિ. રાવણને વારંવાર સુખવાર્તા પૂછે છે અને સ્વયંપ્રભ નગરને જોઈ આશ્ચર્યને પામ્યા. દેવલોક સમાન આ નગરને જોઈને રાક્ષસવંશી અને વાનરવંશી બધા જ અતિપ્રસન્ન થયા, પિતા રત્નશ્રવા અને માતા કેકસી પુત્રના અંગને અડતાં અને તેને વારંવાર પ્રણામ કરતો જોઈને ખૂબ આનંદ પામ્યા. બપોરે રાવણે વડીલોને સ્નાન કરાવવાની યોજના કરી. સુમાલી આદિ રત્નોના સિંહાસન ઉપર સ્નાન અર્થે બિરાજ્યા. સિંહાસન ઉપર એમનાં ચરણો પલ્લવ જેવાં કોમળ અને લાલ, ઉદયાચલ પર્વત ઉ૫૨ સૂર્યની જેમ શોભતાં હતાં. પછી તેમને સુવર્ણરત્નોના કળશોથી સ્નાન કરાવવામાં આવ્યું, કળશ કમળના પત્રથી આચ્છાદિત છે, મુખ જેનું, મોતીઓની માળાથી શોભતા, અત્યંત કાંતિવાળા અને સુગંધી જળ ભરેલા છે, તેની સુગંધથી દશે દિશાઓ સુગંધમય બની ગઈ છે, જેના ૫૨ ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. સ્નાન કરાવતી વખતે જ્યારે કળશમાંથી જળ રેડવામાં આવતું ત્યારે વાદળ સમાન ગર્જના થતી હતી. પહેલાં શરીર ઉપર સુગંધી પદાર્થોનો લેપ કર્યો અને પછી સ્નાન કરાવ્યું. સ્નાન વખતે અનેક પ્રકારનાં વાજિંત્રો વાગ્યાં. સ્નાન કરાવીને દિવ્ય વસ્ત્રાભૂષણ પહેરાવ્યાં, કુળવાન રાણીઓએ અનેક મંગળાચરણ કર્યાં. રાવણાદિ ત્રણે ભાઈઓએ દેવકુમા૨ સમાન વડીલોનો અત્યંત વિનય કરીને ચરણોમાં વંદન કર્યું ત્યારે વડીલોએ અનેક આશીર્વાદ આપ્યા કે “હું પુત્રો! તમે દીર્ઘાયુ થાવ અને મહાન સંપદાનો ભોગ કરો. તમારા જેવી વિધા બીજા પાસે નથી.” સુમાલી, માલ્યવાન, સૂર્ય૨૪, ૨ક્ષ૨૪ અને રત્નશ્રવાએ સ્નેહથી રાવણ, કુંભકરણ અને વિભીષણને છાતીસરસા ચાંપ્યા. પછી સર્વ સંબંધીઓ અને સેવકોએ સારી રીતે ભોજન કર્યું, રાવણે વડીલોની ખૂબ સેવા કરી અને સેવકોનું ખૂબ સન્માન કર્યું સર્વને વસ્ત્રાભૂષણ આપ્યાં. સુમાલી આદિ બધા જ વડીલોનાં નેત્રો હર્ષથી પ્રફૂલ્લિત હતાં. તેમણે પ્રસન્ન થઈને કહ્યું: પુત્રો! તમે ખૂબ જ સુખમાં રહો. તેઓ પણ નમસ્કાર કરીને બોલ્યા કે હે પ્રભો! અમે આપના પ્રસાદથી સદા કુશળરૂપ છીએ. પછી માલીની વાત નીકળી ત્યારે સુમાલી શોકના ભારથી મૂર્છિત બની ગયો. રાવણે શીતોપચાર દ્વારા તેમને ભાનમાં આણ્યા અને સમસ્ત શત્રુઓના ઘાત કરવાનાં ક્ષત્રિય વચનો સંભળાવીને દાદાને આનંદિત ર્યા. સુમાલી કમલનેત્ર રાવણને જોઈને અતિ આનંદરૂપ બોલ્યા: હે પુત્ર! તારું ઉદા૨ પ૨ાક્રમ જોઈને દેવો પણ પ્રસન્ન થાય, તારી કાંતિ સૂર્યને જીતનારી અને ગંભીરતા સમુદ્રથી અધિક છે. હે વત્સ ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ સપ્તમ પર્વ પદ્મપુરાણ આપણા રાક્ષસકુળનું તું તિલક બન્યો છે. જેમ જંબુદ્વીપનું આભૂષણ સુમેરુ છે અને આકાશનાં આભૂષણ સૂર્યચંદ્ર છે તેમ હે પુત્ર રાવણ ! હવે આપણા કુળનું તું આભૂષણ છો. આશ્ચર્ય પમાડનારી તારી ચેષ્ટા સર્વ મિત્રોને આનંદ ઉત્પન્ન કરે છે. તે પ્રગટ થયો તે પછી અમારે શી ચિંતા? અગાઉ આપણા વંશમાં રાજા મેઘવાહન આદિ મહાન રાજાઓ થયા છે, તેઓ લંકાપુરીનું રાજ્ય કરી, પુત્રોને રાજ્ય આપી, મુનિ થઈને મોક્ષમાં ગયા છે. હવે અમારા પુણ્યથી તું થયો. સર્વ રાક્ષસોના કષ્ટ દૂર કરનાર, શત્રુઓને જીતનાર, મહાસાહસી એવા તારી પ્રશંસા અમે એક મુખથી કેટલીક કરીએ ? તારાં ગુણો દેવ પણ વર્ણવી ન શકે. આ રાક્ષસવંશી વિધાધરો જીવનની અમે આશા છોડીને બેઠા હતા, હવે બધાને આશા બંધાઈ છે, કારણ કે તે મહાવીર પ્રગટ થયો છે. એક દિવસ અમે કૈલાસ પર્વત પર ગયા હતા. ત્યાં એક અવધિજ્ઞાની મુનિને અમે પૂછયું હતું કે હે પ્રભો ! લંકામાં અમારો પ્રવેશ થશે કે નહિ? ત્યારે મુનિએ કહ્યું હતું કે તમારા પુત્રને પુત્ર થશે તેના પ્રભાવથી તમારો લંકામાં પ્રવેશ થશે. તે પુરુષોમાં ઉત્તમ થશે. તારો પુત્ર રત્નશ્રવા રાજા વ્યોમબિંદુની પુત્રી કેકસીને પરણશે, તેની કુક્ષિમાં તે પુરુષોત્તમ પ્રગટ થશે. તે ભરતક્ષેત્રના ત્રણ ખંડનો ભોક્તા થશે, તેની કીર્તિ દશે દિશામાં ફેલાશે. તે શત્રુઓ પાસેથી પોતાનું નિવાસસ્થાન છોડાવશે અને વેરીઓના સ્થાનને દબાવશે એમાં આશ્ચર્ય નથી. તું મહાઉત્સવરૂપ કુળની શોભા પ્રગટયો છે, તારા જેવું રૂપ જગતમાં બીજા કોઈનું નથી, તું તારા અનુપમ રૂપથી સર્વના નેત્ર અને મનનું હરણ કરે છે, ઇત્યાદિ વચનોથી સુમાલીએ રાવણનાં વખાણ કર્યા. ત્યારે રાવણે હાથ જોડી, નમસ્કાર કરી સુમાલીને કહ્યું કે હે પ્રભો! આપના પ્રસાદથી એમ જ થાવ. આમ કહી નમસ્કાર મંત્રનો જાપ અને પંચપરમેષ્ઠીને નમસ્કાર ક્ય, સિદ્ધોનું સ્મરણ ક્યું, જેનાથી સર્વ સિદ્ધિ થાય છે. પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું શ્રેણિક! તે બાળકના પ્રભાવથી સર્વ રાક્ષસવંશી અને વાનરવંશી બંધુવર્ગ પોતપોતાનાં સ્થાનકોમાં આવીને વસ્યા, વેરીઓની બીક ન રાખી. આ પ્રમાણે પૂર્વભવના પુણ્યથી પુરુષ લક્ષ્મી પામે છે. જેણે પોતાની કીર્તિ દશે દિશામાં ફેલાવી છે એવો તે બાળક હતો. આ પૃથ્વી ઉપર મોટી ઉંમર તે કાંઈ તેજસ્વીતાનું કારણ નથી, જેમ અગ્નિનો નાનો તણખો પણ વનને ભસ્મ કરે છે અને સિંહનો બાળ નાનો હોય તો પણ મત્ત હાથીઓના ગંડસ્થલને વિદારી નાખે છે, ચંદ્રનો ઉદય થતાં જ કુમુદો પ્રફુલ્લિત થાય છે અને તે જગતનો સંતાપ દૂર કરે છે, સૂર્ય ઊગતાં જ અંધકારની કાળી ઘટાઓ દૂર થાય છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ નામના સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજીકૃત હિન્દી ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણનો જન્મ અને વિધાસાધનનું કથન કરનાર સપ્તમું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ આઠમું પર્વ [ દશાનન (રાવણ) ના કુટુંબાદિનો પરિચય અને વૈભવનું દિગ્દર્શન] દક્ષિણ શ્રેણીમાં અસુરસંગીત નામનું નગર છે ત્યાં રાજા મય વિધાધર રાજ્ય કરતો. તે મહાન યોદ્ધો હતો અને વિધાધરોમાં દૈત્ય કહેવાતો. જેમ રાવણના પૂર્વજો રાક્ષસ કહેવાતા, ઇન્દ્રના કુળના દેવ કહેવાતા. આ બધા વિધાધર મનુષ્યો હતા. રાજા મયની રાણી હેમવતીની પુત્રી મંદોદરીનાં સર્વ અંગોપાંગ સુંદર હતાં, વિશાળ નેત્રો હતાં, રૂપ અને લાવણ્યમય જળની સરોવરી હતી. તેને નવયૌવના થયેલી જોઈ પિતાને તેના લગ્નની ચિંતા થઈ. તેણે પોતાની રાણી હેમવતીને પૂછયું: “હે પ્રિયે! આપણી પુત્રી મંદોદરી તરુણ અવસ્થા પામી છે, તેની મને ઘણી ચિંતા છે. પુત્રીઓનાં યૌવનના આરંભથી જે સંતાપરૂપ અગ્નિ ઊપજે છે તેમાં માતા, પિતા, કુટુંબ સહિત બંધનરૂપ બને છે. માટે તું કહે, આ કન્યા પરણાવીએ? ગુણમાં, કુળમાં, કાંતિમાં તેના સમાન હોય તેને દેવી જોઈએ.” ત્યારે રાણીએ કહ્યું “હે દેવ! અમારું કામ પુત્રીને જન્મ આપવાનું અને તેનું પાલન કરવાનું છે. પરણાવવાનું કામ તમારા આશ્રયે છે. જ્યાં તમારું ચિત્ત પ્રસન્ન થાય ત્યાં આપો. જે ઉત્તમ કુળની બાલિકા હોય છે તે પતિ અનુસાર ચાલે છે. જ્યારે રાણીએ આમ કહ્યું ત્યારે રાજાએ મંત્રીઓને પછયું. ત્યારે કોઈએ કોઈ બતાવ્યો. કોઈએ ઈન્દ્ર બતાવ્યો કે તે સર્વ વિધાધરોનો સ્વામી છે. તેની આજ્ઞા લોપતા સર્વ વિદ્યાધરો ડરે છે. ત્યારે રાજા મયે કહ્યું કે મારી ઇચ્છા તો એવી છે કે આ કન્યા રાવણને આપવી, કારણ કે તેને થોડા જ દિવસોમાં સર્વ વિદ્યા સિદ્ધ થઈ છે તેથી એ કોઈ મહાપુરુષ છે, જગતને આશ્ચર્યનું કારણ છે. રાજાના વચન મારીચ આદિ સર્વ મંત્રીઓએ પ્રમાણ કર્યાં. મંત્રી રાજાની સાથે પોતાના કાર્યમાં પ્રવીણ છે. પછી સારા ગ્રહલગ્ન જોઈને અને ક્રૂર ગ્રહો ટાળીને રાજા મય મારીચને સાથે લઈ કન્યા રાવણ સાથે પરણાવવા લઈને રાવણને ત્યાં ગયા. રાવણ તે વખતે ભીમ નામના વનમાં ચંદ્રહાસ ખગ સાધવા આવ્યો હુતો અને ચન્દ્રહાસને સિદ્ધ કરી સુમેરુ પર્વતનાં ચૈત્સાલયોની વંદના કરવા ગયો હતો. રાજા મય સંદેશવાહકોના કહેવાથી ભીમ નામના વનમાં આવ્યા. કેવું છે તે વન? જાણે કે કાળી ઘટાઓનો સમૂહું જ છે. ત્યાં અતિસઘન અને ઊંચાં વૃક્ષો છે. વનની મધ્યમાં તેમણે એક ઊંચો મહેલ જોયો, જાણે પોતાનાં શિખરોથી સ્વર્ગને સ્પર્શી રહ્યો છે. રાવણે જે સ્વયંપ્રભ નામનું નવું નગર વસાવ્યું હતું તેની સમીપમાં જ આ મહેલ હતો. રાજા મયે વિમાનમાંથી ઊતરીને મહેલની પાસે જ ઉતારો કર્યો અને વાજિંત્રો વગેરેનો આડંબર છોડીને, કેટલાંક નજીકનાં સગાઓ સાથે મંદોદરીને લઈને મહેલમાં આવ્યા, સાતમા માળે પહોંચ્યાં, ત્યાં રાવણની બહેન : બેઠી હતી, જાણે કે સાક્ષાત્ વનદેવી જ હતી. આ ચંદ્રનખાએ રાજા મય અને તેમની પુત્રી મદોદરીને જોઈને તેમનો ખૂબ આદર કર્યો, કારણ કે મોટા કુળનાં બાળકોનું એ લક્ષણ જ છે. પછી વિનયસંયુક્ત તેમની પાસે બેઠી. ત્યારે રાજા મયે ચંદ્રનખાને પૂછયું: હે પુત્રી ! તું કોણ છે? શા માટે આ વનમાં એકલી રહે છે? ચંદ્રનખાએ બહુજ વિનયથી જવાબ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ આઠમું પર્વ પદ્મપુરાણ આપ્યો કે મારા મોટા ભાઈ રાવણ બે ઉપવાસનો નિયમ કરી, ચંદ્રહાસ ખગને સિદ્ધ કરી, મને તે ખગ્નનું રક્ષણ કરવાનું સોંપીને સુમેરુ પર્વતના ચૈત્યાલયોની વંદના કરવા ગયા છે. હું ભગવાન શ્રી ચન્દ્રપ્રભુના ચૈત્યાલયમાં રહું છું. આપ અમારા મહાન હિતસ્વી સંબંધી છો અને રાવણને મળવા આવ્યા છો, તો થોડીવાર અહીં બિરાજો. આ પ્રમાણે એમની સાથે વાત થતી હતી ત્યાં જ રાવણ આકાશમાર્ગે થઈને આવ્યો તે તેજનો સમૂહ નજરે પડ્યો એટલે ચંદ્રનખાએ કહ્યું કે પોતાના તેજથી સૂર્યના તેજને ઝાંખુ પાડતો આ રાવણ આવ્યો. રાજા મય મેઘના સમૂહ સમાન શ્યામસુંદર અને વીજળી સમાન ચમકતાં આભૂષણો પહેરેલા રાવણને જોઈને બહુ જ આદરથી ઊઠીને ઊભા થયા, રાવણને મળ્યા અને સિંહાસન ઉપર બેઠા. રાજા મયનાં મંત્રી મારીચ, વજમધ્ય, વજનેત્ર, નભસ્તડિત, ઉગ્ર, નક, મરુધ્વજ, મેઘાવી, સારણ, શુક્ર એ બધા જ રાવણને જોઈને રાજી થયા અને રાજા મને કહેવા લાગ્યા કે હે દેવ ! આપની બુદ્ધિ અતિપ્રવીણ છે, મનુષ્યોમાં જે મહાન હતો તે આપના મનમાં વસ્યો. રાજા મયને આમ કહ્યા પછી તે મંત્રીઓ રાવણને કહેવા લાગ્યાઃ હે રાવણ ! હે મહાભાગ્ય! આપનું રૂપ અને પરાક્રમ અભુત છે અને આપ અતિ વિનયવાન છો, અતિશયના ધારક અનુપમ વસ્તુ છો. આ રાજા મય દૈત્યોના અધિપતિ, દક્ષિણ શ્રેણીમાં અસુરસંગીત નામના નગરના રાજા છે, પૃથ્વીમાં પ્રસિદ્ધ છે, હું કુમાર! આપના ગુણો પ્રત્યે અનુરાગી થઈને આવ્યા છે. રાવણે એમનો બહુ જ આદર કર્યો, પરોણાગતિ કરી અને મિષ્ટ વચનો કહ્યાં. મોટા પુરુષના ઘરની એ રીત જ હોય છે કે પોતાને દ્વાર આવેલાનો આદર કરે જ કરે. રાવણે મયના મંત્રીઓને કહ્યું કે આ દૈત્યનાથ મહાન છે, મને પોતાનો જાણીને તેમણે મારા ઉપર અનુગ્રહ કર્યો છે. ત્યારે રાજા મયે કહ્યું કે હે કુમાર તમારા માટે આ યોગ્ય જ છે, તમારા જેવા સાધુ પુરુષને માટે સજ્જનતા જ મુખ્ય છે. પછી રાવણ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવા માટે જિનમંદિરમાં ગયો. રાજા મય અને તેમના મંત્રીઓને પણ લઈ ગયો. રાવણે બહુ ભાવથી પૂજા કરી, ભગવાનની સ્તુતિ કરી, વારંવાર હાથ જોડી નમસ્કાર કર્યા, તેનાં રોમાંચ ખડાં થઈ ગયાં. અષ્ટાંગ દંડવત્ કરીને તે જિનમંદિરમાંથી બહાર આવ્યો. કેવો છે રાવણ? જેનો ઉદય અધિક છે, જેની ચેષ્ટા મહાસુંદર છે, જેના મસ્તક પર ચૂડામણિ શોભે છે, તે ચૈત્યાલયમાંથી બહાર આવીને રાજા મય સહિત સિંહાસન પર બિરાજ્યા. તેણે રાજાને વૈતાડ પર્વતના વિદ્યાધરોની વાત પૂછી અને મંદોદરી તરફ દષ્ટિ ગઈ તો તેને જોઈને મન મોહિત થઈ ગયું. કેવી છે મંદોદરી? સૌભાગ્યરૂપ રત્નની ભૂમિકા, જેના નખ સુંદર છે, જેનાં ચરણ કમળ સમાન છે, જેનું શરીર સ્નિગ્ધ છે, જેની જંઘા કેળના સ્થંભ સમાન મનોહર છે, લાવણ્યરૂપ જળનો પ્રવાહ જ છે, લજ્જાના ભારથી જેની દષ્ટિ નીચી નમેલી છે, સુવર્ણના કુંભ સમાન જેના સ્તન છે, પુષ્પોથી અધિક તેની સુગંધ અને અને સુકુમારતા છે, બન્ને ભુજલતા કોમળ છે, શંખના કંઠ સમાન તેની ગ્રીવા છે, પૂર્ણિમાના ચંદ્ર સમાન તેનું મુખ છે, પોપટથીયે સુંદર તેનું નાક છે, જાણે કે બેઉ નેત્રોની કાંતિરૂપી નદીનો એ સેતુબંધ જ છે. મુંગા અને પલ્લવથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ ૮૯ પણ અધિક લાલ તેના અધર છે, કપાળ તેજસ્વી અને મનોહર છે, વીણાના નાદ, ભ્રમરનો ગુંજારવ અને ઉન્મત કોયલના અવાજથી પણ અધિક સુંદર તેના શબ્દો છે, કામની દૂતી સમાન તેની દષ્ટિ છે. નીલકમલ, રક્તકમલ અને કુમુદને પણ જીતે એવી શ્યામતા, રક્તતા અને ચેતતા તે ધારણ કરે છે. જાણે કે દશે દિશામાં ત્રણ રંગનઉં કમળો જ વિસ્તૃત થયાં છે, અષ્ટમીના ચંદ્ર સમાન મનોહર તેનું લલાટ છે. લાંબા, વાંકા, કાળા, સુગંધી, સઘન, ચીકણા તેના કેશ છે. હંસ અને હાથણીની ચાલને જીતે એવી તેની ચાલ છે, સિહંથી પણ પાતળી તેની કેડ છે, જાણે કે સાક્ષાત્ લક્ષ્મી જ કમળના નિવાસને છોડીને રાવણની નિકટ ઇર્ષા ધારણ કરતી આવી છે, કેમ કે હું હોવા છતાં રાવણના શરીરને વિધા કેમ સ્પર્શ કરે. આવા અદ્દભુત રૂપને ધરનાર મંદોદરીએ રાવણનાં મન અને નયનને હરી લીધાં. સકળ રૂપવતી સ્ત્રીઓનાં રૂપલાવણ્ય એકઠાં કરી એનું શરીર શુભ કર્મના ઉદયથી બન્યું છે. પ્રત્યેક અંગમાં અદ્દભુત આભૂષણો પહેરીને મહામનોજ્ઞ લાગતી મંદોદરીને જતા રાવણનું હૃદય કામબાણથી વીંધાઈ ગયું. તેના પ્રત્યે રાવણની દષ્ટિ ગઇ તેવી જ પાછી વળી ગઇ, પરંતુ મત્ત મધુકરની પેઠે તેની આજુબાજુ ઘુમવા લાગી. રાવણ ચિત્તમાં વિચારવા લાગ્યો કે આ ઉત્તમ નારી કોણ છે? શ્રી હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, સરસ્વતી એમાંથી આ કોણ છે? પરણેલી હશે કે કુંવારી? સમસ્ત શ્રેષ્ઠ સ્ત્રીઓમાં આ શિરોભાગ્ય છે. આ મન અને ઇન્દ્રિયોને હરનારીને જો હું પરણું તો મારું નવયૌવન સફળ છે, નહિતર તૃણવત્ વૃથા છે. રાવણ મનમાં આમ વિચારતો હતો ત્યારે મંદોદરીના પિતા મહાપ્રવીણ રાજા મયે એનો અભિપ્રાય જાણીને મંદોદરીને પાસે બોલાવી રાવણને કહ્યું: “ આના તમે જ પતિ છો.” આ વચન સાંભળી રાવણ અતિ પ્રસન્ન થયો. જાણે કે તેનું શરીર અમૃતથી સીંચાયું હોય તેમ તેનાં રોમાંચ હર્ષના અંકુર સમાન ખડાં થઈ ગયાં. તેની પાસે સર્વ પ્રકારની સામગ્રી હતી જ. તે જ દિવસે મંદોદરીનાં લગ્ન થયાં. રાવણ મંદોદરીને પરણીને અતિ પ્રસન્ન થઈ સ્વયંપ્રભ નગરમાં ગયો. રાજા મય પણ પુત્રીને પરણાવીને નિશ્ચિત થયા, પુત્રીના વિયોગથી શોક સહિત પોતાના દેશમાં ગયા. રાવણ હજારો રાણીઓને પરણ્યો. મંદોદરી તે બધાની શિરોમણી બની. મંદોદરીનું મન સ્વામીનાં ગુણોથી હરાયું હતું. તે પતિની અત્યંત આજ્ઞાકારી હતી. ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે આનંદકીડા કરતો તેમ રાવણ મંદોદરી સાથે સુમેરુનાં નંદનવનાદિ રમણીય સ્થાનોમાં ક્રીડા કરતો મંદોદરીની સર્વ ચેષ્ટા મનોશ હતી. રાવણે જે અનેક વિધા સિદ્ધ કરી હતી તેની અનેક ચેષ્ટા રાવણે બતાવી. એક રાવણ અનેક રૂપ ધારણ કરીને અનેક સ્ત્રીઓના મહેલમાં કૌતૂહલ કરતો. કોઇ વાર સૂર્યની પેઠે તાપ ફેલાવતો, કોઇ વાર ચંદ્રની પેઠે ચાંદની વિસ્તારતો, અમૃત વરસાવતો, કોઈ વાર અગ્નિની જેમ વાળા ફેલાવતો, કોઈ વાર જળધારા મેઘની પેઠે વરસાવતો, કોઈ વાર પવનની જેમ પહાડોને કંપાવતો, કોઈ વાર ઇન્દ્ર જેવી લીલા કરતો, કોઈ વાર તે સમુદ્રની જેમ તરંગ ઉછાળતો હતો કોઈ વાર પર્વત પેઠે અચલ દશા ધારણ કરતો. કોઈ વાર મત્ત હાથીની જેમ ચેષ્ટા કરતો, કોઈ વાર પવનથી અધિક વેગવાળો અશ્વ બની જતો. ક્ષણમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આઠમું પર્વ પદ્મપુરાણ પાસે, ક્ષણમાં અદશ્ય, ક્ષણમાં સૂક્ષ્મ, ક્ષણમાં સ્થળ, ક્ષણમાં ભયાનક અને ક્ષણમાં મનોહર એ પ્રમાણે તે ક્રિીડા કરતો. એક દિવસ રાવણ મેઘવર પર્વત ઉપર ગયો. ત્યાં તેણે એક વાવ જોઈ. તેનું જળ નિર્મળ હતું, તેમાં અનેક જાતના કમળ ખીલ્યાં હતાં. કૉંચ, હંસ, ચકવા, સારસ આદિ અનેક પક્ષીઓના અવાજ આવતા હતા, તેના તટ મનોહર હતા, સુંદર પગથિયાઓથી શોભતી હતી, તેની સમીપમાં અર્જુન વગેરે જાતનાં ઊંચા ઊંચા વૃક્ષોનો છાંયો થયો હતો. તેમાં ચંચળ માછલીઓની ઊછળકૂદથી જળના છાંટા ઊડતા હતા. ત્યાં રાવણે અતિ સુંદર છ હજાર રાજકન્યાઓને ક્રિીડા કરતી જોઈ. કેટલીક જળકેલિમાં પાણીના છાંટા ઉડાડતી હતી, કેટલીક કમળવનમાં પ્રવેશેલી કમળની શોભાને જીતતી હતી, ભમરા કમળોની શોભા છોડીને એમનાં મુખ આસપાસ ગુંજારવ કરતા હતા, કેટલીક મૃદંગ વગાડતી હતી, કેટલીક વીણા વગાડતી હતી. આ બધી કન્યાઓ રાવણને જોઈને જળક્રીડા છોડીને ઉભી થઈ ગઈ. રાવણ પણ તેની વચ્ચે જઈને જળક્રીડા કરવા લાગ્યો તો તેઓ પણ જળક્રીડા કરવા લાગી. તે બધી રાવણનું રૂપ જોઈને કામબાણથી વીંધાઈ ગઈ. બધાની દષ્ટિ તેની તરફ જ ચોંટી રહી, બીજે ન જઈ શકી. એમની અને આની વચ્ચે રાગભાવ થયો. પ્રથમ મિલનની લજ્જા અને મદનના પ્રગટવાથી તેમનું મન હિંડોળે ઝૂલવા લાગ્યું. તે કન્યાઓમાં મુખ્યનું નામ સાંભળો. રાજા સુરસુંદરના રાણી સર્વશ્રીની પુત્રી પદ્માવતી, જેનાં નેત્ર નીલકમલ જેવાં છે. રાજા બુધની રાણી મનોવેગાની પુત્રી અશોકલતા, જાણે સાક્ષાત્ અશોકની લતા જ છે. રાજા કનકની રાણી સંધ્યાની પુત્રી વિધુતપ્રભા, જે પોતાની પ્રભાથી વીજળીની પ્રજાને લજવે છે; જેમનું દર્શન સુંદર છે, ઊંચા કુળની જે કન્યાઓ છે, બધી જ અનેક કળાઓમાં પ્રવીણ છે તેમાં આ મુખ્ય છે, જાણે કે ત્રણ લોકની સુંદરતા જ મૂર્તિ બનીને વિભૂતિ સહિત આવી છે. રાવણ આ છ હજાર કન્યાઓ સાથે ગંધર્વ વિવાહથી પરણ્યો. તે પણ રાવણ સાથે અનેક પ્રકારની ક્રીડા કરવા લાગી. ત્યારપછી તેમની સાથે જે રક્ષકો અને સાહેલીઓ હતી તેમણે જઈને એમનાં માતાપિતાને સકળ વૃત્તાંત જણાવ્યો. તે રાજાઓએ રાવણને મારવા માટે ક્રૂર સામંતો મોકલ્યા. તે ભૃકુટિ ચડાવીને, હોઠ કરડતા આવ્યા અને જાતજાતનાં શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. એકલા રાવણે તે બધાને ક્ષણમાત્રમાં જીતી લીધા. તેઓ ભાગીને ધ્રુજતા ધૃજતા રાજા સુરસુંદર પાસે આવ્યા, જઈને પોતાનાં હથિયાર ફેંકી દીધો અને વિનંતી કરવા લાગ્યા કે “હે નાથ ! અમને નોકરીમાંથી કાઢી મૂકો, અમારાં ઘરબાર લૂંટી લ્યો, અથવા હાથપગ ભાંગો કે મારી નાખો. અમે રત્નશ્રવાના પુત્ર રાવણ સાથે લડવાને સમર્થ નથી. તે સમસ્ત છ હજાર રાજકન્યાઓ સાથે પરણ્યો છે અને તેમની સાથે ક્રીડા કરે છે, જે ઇન્દ્ર જેવો સુંદર, ચંદ્રમા સમાન કાંતિમાન છે, જેની ક્રૂર દૃષ્ટિ દેવ પણ સહન ન કરી શકે તો તેની સામે અમે રંક શા હિસાબમાં? અમે ઘણાય શૂરવીરો જોયા છે, રથનૂપુરના સ્વામી રાજા ઇન્દ્ર પણ આની તુલ્ય નથી, એ પરમ સુંદર અને મહાશૂરવીર છે.' આવાં વચન સાંભળીને રાજા સુરસુંદર અત્યંત ગુસ્સે થઈને રાજા બુધ અને કનક સહિત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ ૯૧ મોટી સેના લઈને નીકળ્યા, બીજા પણ ઘણા રાજાઓ તેમની સાથે થયા. તેઓ આકાશમાં શસ્ત્રની કાંતિથી પ્રકાશ કરતા આવ્યા. આ બધા રાજાઓને જોઈને તે બધી કન્યાઓ ભયથી વ્યાકુળ બની અને હાથ જોડી રાવણને કહેવા લાગી કે હું નાથ! અમારા કારણે તમે મોટા સંકટમાં આવી પડયા, તમે પુણ્યહીન છીએ, હવે આપ ઊઠીને ક્યાંક શરણ ગોતો, કેમ કે આ પ્રાણ દુર્લભ છે, તેની રક્ષા કરો. આ નજીકમાં જ ભગવાનનું મંદિર છે, ત્યાં છુપાઈ રહો. આ ક્રૂર શત્રુઓ તમને ન જોવાથી એમની મેળે પાછા ચાલ્યા જશે. સ્ત્રીઓનાં આવાં દીન વચનો સાંભળીને અને શત્રુઓનું સૈન્ય નજીક આવેલું જોઈને રાવણે આંખો લાલ કરી અને એમને કહેવા લાગ્યોઃ ‘તમને મારા પરાક્રમની ખબર નથી, અનેક કાગડા ભેગા થાય તેથી શું થયું? શું તે ગરુડને જીતી શકશે ? સિંહનું એક જ બચ્ચું અનેક મદોન્મત્ત હાથીઓનો મદ ઉતારી નાખે છે.' રાવણનાં આવાં વચન સાંભળીને સ્ત્રીઓ આનંદ પામી અને વિનંતી કરી કે હે પ્રભો! અમારા પિતા, ભાઈ અને કુટુંબનું રક્ષણ કરો. ત્યારે રાવણે કહ્યું કે હું પ્રિયે! એમ જ થશે, તમે ડરો નહિ, ધીરજ રાખો. આમ પરસ્પર વાત થાય છે એટલામાં રાજાઓનું સૈન્ય આવી પહોંચ્યું ત્યારે રાવણ વિદ્યાના રચેલા વિમાનમાં બેસીને ક્રોધથી તેમની સામે આવ્યો. તે બધા રાજાઓ અને તેમના યોદ્ધાઓએ જેમ પર્વત પર મેઘની મોટી ધારા વર્ષે તેમ બાણની વર્ષા કરી. વિદ્યાઓના સાગર રાવણે તે બધાં શસ્ત્રોને શિલાઓ વડે રોકી દીધાં અને કેટલાકોને શિલાઓ વડે જ ભય પમાડયા. વળી મનમાં વિચાર્યું કે આ બિચારાઓને મારવાથી શો લાભ ? આમાં જે મુખ્ય રાજા છે તેમને જ પકડી લેવા. પછી એ રાજાઓને તામસ શસ્ત્રોથી મૂર્છિત કરીને નાગપાશમાં બાંધી લીધા. ત્યારે પેલી છ હજાર સ્ત્રીઓએ વિનંતી કરીને તેમને છોડાવ્યા. રાવણે તે રાજાઓની શુશ્રુષા કરી અને કહ્યું કે તમે અમારા પ૨મ હિતસ્વી, સંબંધી છો. તેઓ પણ રાવણનું શૂરવી૨૫ણું, વિનય અને રૂપ જોઈને પ્રસન્ન થયા. તેમણે પોતપોતાની પુત્રીઓનું વિધિપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું. ત્રણ દિવસ સુધી મોટો ઉત્સવ ચાલ્યો. પછી તે રાજાઓ રાવણની આજ્ઞા લઈને પોતપોતાને ઠેકાણે ગયા. મંદોદરીના ગુણોથી મોહિત ચિત્તવાળો રાવણ જ્યારે સ્વયંપ્રભ નગરમાં આવ્યો ત્યારે તેને સ્ત્રીઓ સહિત આવેલો સાંભળીને કુંભકર્ણ અને વિભીષણ પણ સામે ગયા. રાવણ બહુ જ ઉત્સાહથી સ્વયંપ્રભ નગરમાં આવ્યો અને દેવરાજની પેઠે આનંદ કરવા લાગ્યો. પછી કુંભપુરના રાજા મંદોદરીની રાણી સ્વરૂપાની પુત્રી તડિન્માલા કુંભકર્ણ જેનું પ્રથમ નામ ભાનુકર્ણ હતું તેને પરણી. ધર્મમાં આસક્ત બુદ્ધિવાળો તે મહાયોદ્ધો છે, અનેક કલાગુણમાં પ્રવીણ છે. હે શ્રેણિક! અન્યમતિ જે એની કીર્તિ બીજી રીતે કહે છે કે તે માંસ અને લોહીનું ભક્ષણ કરીને છ મહિના સૂઈ રહેતા, તે પ્રમાણે હકીકત નથી. એનો આહાર બહુ જ પવિત્ર સ્વાદરૂપ અને સુગંધમય હતો. તે પ્રથમ મુનિઓને આહારદાન કરી, આર્થિકા વગેરેને આહાર આપીને, દુઃખી-ભૂખ્યા જનોને આપીને પછી કુટુંબ સાથે યોગ્ય આહાર કરતો. માંસાદિકની પ્રવૃત્તિ નહોતી અને નિદ્રા એને અર્ધરાત્રિ પછી અલ્પ આવતી, તેનું ચિત્ત સદાય ધર્મમાં લવલીન રહેતું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ આઠમું પર્વ પદ્મપુરાણ હતું. ચરમશરીરી મહાન પુરુષોને લોકો જૂઠું કલંક લગાડે છે તે મહાપાપનો બંધ કરે છે. આમ કરવું યોગ્ય નથી. - દક્ષિણ શ્રેણીમાં જ્યોતિપ્રભ નામનું નગર છે. રાજા મયના મોટા મિત્ર રાજા વિશુદ્ધકમલ ત્યાં રાજ્ય કરે છે. તેની રાણી નંદનમાલાની પુત્રી રાજીવસરસી વિભીષણને પરણી હતી. પોતાની સુંદર રાણી સાથે અત્યંત કૌતૂહલ કરતો, અનેક ચેષ્ટા કરતો. તે રતિકેલિ કરતાં તૃત થતો નહિ. પોતે દેવસમાન સુંદર અને રાણી લક્ષ્મીથી પણ અધિક સુંદર. લક્ષ્મી તો કમલની નિવાસીની અને રાણી પદ્મરાગમણિના મહેલની નિવાસિની હતી. ત્યારબાદ રાવણની રાણી મંદોદરી ગર્ભવતી થઈ તેથી તેને માતાપિતાને ઘેર લઈ જવામાં આવી. ત્યાં ઇન્દ્રજિતનો જન્મ થયો. ઈન્દ્રજિતનું નામ આખી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયું. તે પોતાના નાનાને ત્યાં મોટો થયો. તે સિંહના બાળકની પેઠે સાહસરૂપ ઉન્મત્ત ક્રિીડા કરતો. રાવણે પુત્ર સહિત મંદોદરીને પોતાની પાસે બોલાવી અને આજ્ઞા પ્રમાણે તે આવી ગઈ. મંદોદરીના માતાપિતાને તેના વિયોગનું અત્યંત દુઃખ થયું. રાવણ પુત્રનું મુખ જોઈને ખૂબ રાજી થયો. સુપુત્ર સમાન બીજું કોઈ પ્રેમનું સ્થાન નથી. ફરીથી મંદોદરીને ગર્ભ રહ્યો એટલે માતાપિતાને ઘેર ફરીથી તે ગઈ અને તેણે મેધનાદને જન્મ આપ્યો. પછી તે પતિ પાસે આવી અને ભોગના સાગરમાં મગ્ન થઈ. મંદોદરીએ પોતાનાં ગુણોથી પતિનું ચિત્ત વશ કરી લીધું છે. તેના બન્ને પુત્રો ઇન્દ્રજિત અને મેઘનાદ સજ્જનોને આનંદ આપતાં સુંદર ચારિત્રના ધારક તરુણ અવસ્થાને પામ્યા. તેઓ વિસ્તીર્ણ નેત્રવાળા વૃષભ સમાન પૃથ્વીનો ભાર ચલાવનાર હતા. હવે વૈશ્રવણ જે જે નગરોમાં રાજ્ય કરતો તે હજારો નગરોમાં કુંભકરણ હુમલા કરતો અને જ્યાં ઇન્દ્રનો કે વૈશ્રવણનો માલ હોય તે છીનવી લઈને સ્વયંપ્રભ નગરીમાં લઈ આવતો. વૈશ્રવણ ઇન્દ્રના જોરથી અત્યંત ગર્વિત હતો એટલે વૈશ્રવણનો દૂત દ્વારપાલને મળીને સભામાં આવ્યો અને સુમાલીને કહેવા લાગ્યો કે હે મહારાજ ! રાજા વૈશ્રવણે જે સંદેશો મોકલ્યો છે તે તમે ધ્યાન દઈને સાંભળો. વૈશ્રવણે એમ કહ્યું છે કે આપ પંડિત છો, કુલીન છો, લોકરીતિના જાણકાર છો, વડીલ છો, અકાર્યથી ભયભીત છો, બીજાઓને સારો માર્ગ દેખાડો છો એવા આપની સામે આ બાળક ચપળતા કરે તો શું આપ આપના પૌત્રને મના ન કરી શકો. તિર્યંચ અને મનુષ્યમાં એ જ તફાવત છે કે મનુષ્ય તો યોગ્ય અયોગ્યને જાણે છે અને તિર્યંચ જાણતા નથી. વિવેકની એ જ રીત છે કે કરવા યોગ્ય કાર્ય કરવું અને ન કરવા યોગ્ય કાર્ય ન કરવું. જે દઢ મનવાળા છે તે પૂર્વ વૃત્તાંત ભૂલ્યા નથી અને વીજળી સમાન ક્ષણભંગુર વિભૂતિ હોવા છતાં પણ ગર્વ કરતા નથી. અગાઉ શું રાજા માલીના મૃત્યુથી આપના કુળની કુશળતા રહી છે? હવે કુળના મૂળ નાશનો ઉપાય કરો છો એમાં કયું ડહાપણ રહેલું છે? જગતમાં એવું કોઈ નથી કે જે પોતાના કુળના મૂળ નાશને આદરે. આપ શું ઇન્દ્રનો પ્રતાપ ભૂલી ગયા કે જેથી આવું અનુચિત કામ કરો છો? ઇન્દ્ર સમસ્ત વેરીઓનો નાશ કર્યો છે, સમુદ્ર સમાન અથાગ તેનું બળ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ ૯૩ છે અને તમે દેડકાની પેઠે સાપના મુખમાં કીડા કરો છો. વળી તે સર્પનું મુખ દાઢરૂપી કંટકોથી ભરેલું છે અને વિષરૂપી અગ્નિકણ તેમાંથી નીકળે છે. આ આપના પૌત્રો ચોર છે. પોતાના પૌત્ર, પ્રપૌત્રોને દંડ દેવા જો તમે સમર્થ ન હો તો મને સોંપો, જેથી હું તેમને સીધા કરીશ; અને જો એમ નહિ કરો તો સમસ્ત પુત્ર, પૌત્રાદિ, કુટુંબ સહિત બેડીઓથી બંધાઈને મલિન સ્થાનમાં રહેલા તેમને જોશો, અને ત્યાં તેમને અનેક પ્રકારની પીડા થશે. પાતાળલંકામાંથી મહામુશ્કેલીથી બહાર નીકળ્યા છો, હવે ફરી પાછા ત્યાં જ જવા ઇચ્છો છો? દૂતના આવા કઠોર વચનરૂપી પવનથી હલી ઊઠયું છે મનરૂપી જળ જેનું એવો રાવણરૂપી સમુદ્ર અત્યંત ખળભળી ઊઠ્યો. ક્રોધથી તેના શરીરમાં પરસેવો વળી ગયો અને આંખોની રક્તતાથી આખું આકાશ લાલ થઈ ગયું. તે ક્રોધપૂર્ણ અવાજથી સર્વ દિશાઓને બધિર કરતો અને હાથીઓનો મદ નિવારતો ગર્જના કરીને બોલ્યો, “કોણ છે વૈશ્રવણ અને કોણ છે ઇન્દ્ર?” તે અમારા કુળની પરિપાટીથી ચાલી આવેલી લંકાને દબાવીને બેઠા છે. જેમ કાગડો પોતાના મનમાં ડાહ્યો થઈને બેસે અને શિયાળ પોતાને અષ્ટાપદ માની લે તેમ તે રંક પોતાને ઇન્દ્ર માની રહ્યો છે. તે નિર્લજ્જ છે, અધમ પુરુષ છે, પોતાને સેવકો પાસે ઇન્દ્ર કહેવરાવવાથી શું તે ઇન્દ્ર થઈ ગયો? હે કુદૂત! અમારી સમક્ષ તું આવાં કઠોર વચનો બોલતાં શું તું ડરતો નથી? એમ કહીને તેણે મ્યાનમાંથી ખગ કાઢયું અને તે ખડગ્રના તેજથી આકાશ છવાઈ ગયું; જેમ નીલકમળોના વનથી સરોવર વ્યાપ્ત થાય તેમ. તે વખતે વિભીષણે બહુ વિનયપૂર્વક વિનંતી કરી અને દૂતને મારવા ન દીધો. તેણે કહ્યું, મહારાજ! એ પારકો ચાકર છે, એનો અપરાધ શું? એને જેમ કહેવામાં આવ્યું હોય તેમ એ કહે. એમાં પુરુષાર્થ નથી. તેણે પોતાનો દેહ આજીવિકા માટે પોતાના પાળનારને વેચ્યો છે, તે તો પોપટ સમાન છે, જે બીજા બોલાવે તેમ તે બોલે. આ દૂતના હૃદયમાં એના સ્વામી પિશાચરૂપ પ્રવેશ્યા છે, તેમના અનુસાર આ વચન બોલે છે. જેમ બજવૈયો વાજિંત્ર વગાડે તેમ તે વાગે તેમ આનો દેહ પરાધીન છે, સ્વતંત્ર નથી, તેથી હે કૃપાનિધે ! પ્રસન્ન થાવ અને દુઃખી જીવો ઉપર દયા જ કરો. હું નિષ્કપટ મહાવીર ! રંકને મારવાથી લોકમાં ઘણી અપકીર્તિ થાય છે. આ ખગ આપના શત્રુઓના શિર પર પડશે, દીન લોકોના વધ માટે તે નથી. જેમ ગરુડ તુચ્છ પક્ષીઓને મારતું નથી તેમ આપ અનાથને ન મારો. આ પ્રમાણે વિભીષણના ઉત્તમ વચનરૂપી જળથી રાવણનો ક્રોધાગ્નિ બુઝાઈ ગયો. વિભીષણ મહા સપુરુષ છે, ન્યાયના જાણકાર છે. તેણે રાવણના પગે પડીને દૂતને બચાવ્યો અને સભાના લોકોએ દૂતને બહાર કાઢયો. ધિક્કાર છે સેવકનો જન્મ, જે પરાધીનતાથી દુઃખ સહે છે! દૂતે જઈ વૈશ્રવણને સર્વ સમાચાર કહ્યા. રાવણના મુખની અત્યંત કઠોર વાણીરૂપી ઇંધનથી વૈશ્રવણનો ક્રોધરૂપી અગ્નિ ભભૂકી ઊઠી. તે તેના ચિત્તમાં ન સમાઈ શક્યો એટલે તેણે સર્વ સેવકોના ચિત્તમાં વહેંચી આપ્યો. અર્થાત્ ત્યાં બેઠેલે બધા કુપિત થઈ ગયા. તેમણે લડાઈનાં વાજાં વગાડ્યાં વૈશ્રવણ આખી સેના સાથે યુદ્ધને અર્થે બહાર નીકળ્યો. આ વૈશ્રવણના વંશના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ આઠમું પર્વ પદ્મપુરાણ વિદ્યાધરો યક્ષ કહેવાય છે તેથી સમસ્ત યક્ષોનો સાથ લઈ રાક્ષસો ઉપર ચડાઈ કરી. અતિ ઝગમગતાં ખગ, કુહાડી, ચક્ર, બાણાદિ અને આયુધો ધારણ કર્યા છે, અંજનગિરિ સમાન મદગળતા હાથીઓના મદ ઝરી રહ્યા છે, જાણે કે ઝરણાં વહી રહ્યાં છે, મોટા રથો અનેક રત્નો જડેલા સંધ્યાના વાદળના રંગ સમાન મનોહર, મહાતેજસ્વી પોતાના વેગથી પવનને જીતે છે, એવી જ રીતે અશ્વો અને પ્યાદાઓના સમૂહ સમુદ્ર સમાન ગર્જના કરતા યુદ્ધને અર્થે ચાલ્યા દેવોનાં વિમાન સમાન સુંદર વિમાનોમાં બેસીને વિદ્યાધર રાજાઓ રાજા વૈશ્રવણની સાથે ચાલ્યા અને રાવણ એમના પહેલાં જ કુંભકરણાદિ ભાઈઓ સહિત બહાર નીકળ્યો હતો. યુદ્ધની અભિલાષા રાખતી બન્ને સેનાઓનો સંગ્રામ ગુંજ નામના પર્વત ઉપર થયો. શસ્ત્રોના સંપાતથી અગ્નિ દેખાવા લાગ્યો. ખગના ઘાતથી, ઘોડાના હણહણાટથી, પગે ચાલીને લડનારાઓની ગર્જનાથી, હાથીની ગર્જનાથી, રથના પરસ્પર શબ્દોથી, વાજિંત્રોના અવાજથી, બાણના ઉગ્ર શબ્દોથી રણભૂમિ ગાજી રહી, ધરતી અને આકાશ શબ્દમય બની ગયા, વીરરસનો રાગ ફેલાઈ થયો, યોદ્ધાઓને મદ ચઢતો ગયો, યમના વદન સમાન તીક્ષ્ણ ધારવાળાં ગોળ ચક્ર, યમરાજની જીભ સમાન રુધિરની ધાર વરસાવતી ખગધારા, યમના રોમ સમાન કુહાડા, યમની આંગળી સમાન બાણ અને યમની ભુજા સમાન ફરસી, યમની મુષ્ટિ સમાન મુદ્રગર ઇત્યાદિ અનેક શસ્ત્રોથી પરસ્પર મહાયુદ્ધ થયું. કાયરોને ત્રાસ અને યોદ્ધાઓને હર્ષ ઊપજ્યો. સામંતો શિરને બદલે યશરૂપ ફળ મેળવતા હતા. અનેક રાક્ષસ અને વાનર જાતિના વિધાધરો તથા યક્ષ જાતિના વિધાધરો પરસ્પર યુદ્ધ કરીને પરલોકમાં સિધાવ્યા. કેટલાક યક્ષોની આગળ રાક્ષસો પાછા હઠયા ત્યારે રાવણે પોતાની સેનાને દબાતી જઈને પોતે લડાઈની લગામ હાથમાં લીધી. મહામનોજ્ઞ સફેદ છત્ર જેના શિર ઉપર ફરે છે, એવો કાળમેઘ સમાન રાવણ ધનુષ્યબાણ ધારણ કરીને, ઇન્દ્રધનુષ્ય સમાન અનેક રંગોનું બખ્તર પહેરીને, શિર પર મુગટ પહેરી પોતાની દીતિથી આકાશમાં ઉધોત કરતા આવ્યો. રાવણને જોઈને યક્ષ જાતિના વિધાધરો ક્ષણમાત્ર સંકોચાયા, તેમનું તેજ ઝાંખું પડી ગયું, રણની અભિલાષા છોડીને પરાડમુખ થયા, ભયથી આકુળિત થઈને ભમરાની જેમ ફરવા લાગ્યા. તે વખતે યક્ષોનો અધિપતિ મોટા મોટા યોદ્ધા એકઠા કરીને રાવણની સામે આવ્યો. રાવણ સૌને છેદવા લાગ્યો. જેમ સિંહ ઊછળીને મદમસ્ત હાથીઓના ગંડસ્થળને વિદારે તેમ રાવણ કોપરૂપી વચનથી પ્રેરાઈને અગ્નિસ્વરૂપ થઈને શત્રુની સેનારૂપ વનને બાળવા લાગ્યો. રાવણના બાણથી ન વીંધાયો હોય એવો એકે પુરુષ નહોતો, રથ નહોતો, અશ્વ નહોતો કે વિમાન નહોતું. રાવણને રણમાં જોઈને વૈશ્રવણ ભાઈ તરીકેનો સ્નેહ બતાવવા લાગ્યો, પોતાના મનમાં પસ્તાયો, જેમ બાહુબલિ ભરત સાથે લડાઈ કરીને પછતાયા હતા તેમ વૈશ્રવણ રાવણ સાથે વિરોધ કરીને પસ્તાયો. હાય ! હું મૂર્ખ ઐશ્વર્યથી ગર્વિત થઈને ભાઈનો નાશ કરવામાં પ્રવર્યો. આવો વિચાર કરીને વૈશ્રવણ રાવણને કહેવા લાગ્યો, “હે દશાનન! આ રાજ્યલક્ષ્મી ક્ષણભંગુર છે એના નિમિત્તે તું શા માટે પાપ કરે છે? હું તારી મોટી માસીનો પુત્ર છું તેથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ ૯૫ ભાઈઓ સાથે અયોગ્ય વ્યવહાર કરવો યોગ્ય નથી. આ જીવ પ્રાણીઓની હિંસા કરાવી મહાભયંકર નરકમાં જાય છે, તે મહાદુઃખથી ભરેલું છે. જગતના જીવો વિષયોની અભિલાષામાં ફસાયેલા છે. જીવન આંખોની પલકમાફક ક્ષણિક છે એ શું તું નથી જાણતો? ભોગોને ખાતર પાપકર્મ શા માટે કરે છે?' રાવણે ઉત્તર આપ્યો, “હે વૈશ્રવણ ! આ ધર્મશ્રવણનો સમય નથી. જે મત્ત હાથી ઉપર ચડે અને હાથમાં ખગ લે તે શત્રુઓને મારે અથવા પોતે મરે. ઘણું બોલવાથી શું ફાયદો? કાં તો તું તલવારના માર્ગમાં ખડો થા અથવા મારા પગમાં પડ. જો તું ધનપાલ હો તો અમારો ભંડારી થા, પોતાનું કામ કરવામાં માણસને લજ્જા ન થવી જોઈએ.' ત્યારે વૈશ્રવણે કહ્યું, “હે રાવણ! તારું આયુષ્ય અલ્પ છે તેથી તેં આવાં ફૂર વચન કહ્યાં. તારી શક્તિ પ્રમાણે તું અમારા ઉપર શસ્ત્રનો પ્રહાર કર.' ત્યારે રાવણે કહ્યું કે તમે મોટા છો તેથી પ્રથમ પ્રહાર તમે કરો. પછી રાવણ અને વૈશ્રવણે બાણ ચલાવ્યાં, જાણે કે પર્વત ઉપર સૂર્યનાં કિરણો ફેંક્યાં. વૈશ્રવણનાં બાણ રાવણે પોતાનાં બાણથી કાપી નાખ્યાં અને પોતાનાં બાણોથી શરમંડપ બનાવી દીધો. પછી વૈશ્રવણે અર્ધચંદ્ર બાણ વડ રાવણનું ધનુષ્ય છેદી નાખ્યું અને રથરહિત કર્યો. રાવણે મેઘનાદ નામના રથ ઉપર ચડીને વૈશ્રવણ સાથે યુદ્ધ કર્યું, ઉલ્કાપાત સમાન વજદંડોથી વૈશ્રવણનું બખર તોડી નાખ્યું અને વૈશ્રવણના કોમળ હદયમાં ભિંડમાલ મારી તેથી તે મૂછિત બની ગયો. તેની સેનામાં અત્યંત શોક ફેલાઈ ગયો અને રાક્ષસોની સેનામાં હર્ષ. વૈશ્રવણના સેવકો વૈશ્રવણને રણક્ષેત્રમાંથી ઉપાડીને યક્ષપુર લઈ ગયા અને રાવણ શત્રુઓને જીતીને યુદ્ધમાંથી પાછો આવ્યો. સુભટોને શત્રુને જીતવાનું જ પ્રયોજન હોય છે, ધનાદિકનું નહિ. પછી વૈશ્રવણના વૈદ્યોએ પ્રયત્ન કર્યો તેથી તે સાજો થયો અને પોતાના મનમાં વિચારવા લાગ્યો કે જેમ પુષ્પરહિત વૃક્ષ, શિંગડા તૂટેલો બળદ કે કમળ વિનાનું સરોવર શોભતું નથી તેમ હું શૂરવીરતા વિના શોભે નહિ. જે સામંત છે અને ક્ષત્રિયપણાનું બિરુદ ધરાવે છે તે સુભટપણાથી શોભે છે, તેને સંસારમાં પરાક્રમી જ સુખ છે; તે હવે મારામાં રહ્યું નહિ માટે હવે સંસારનો ત્યાગ કરીને મુક્તિ માટે પ્રયત્ન કરું. આ સંસાર અસાર છે, ક્ષણભંગુર છે, માટે જ સત્પરુષો વિષયસુખ ઈચ્છતા નથી. એ અંતરાય સહિત છે અને અલ્પ છે. દુ:ખરૂપ છે. આ પ્રાણી પૂર્વભવમાં જે અપરાધ કરે છે તેનું ફળ આ ભવમાં પરાભવ પામે તે છે. સુખદુઃખનું મૂળ કારણ કર્મ જ છે અને પ્રાણી નિમિત્તમાત્ર છે, તેથી જ્ઞાનીએ તેના ઉપર કોપ ન કરવો જોઈએ. જ્ઞાની સંસારનું સ્વરૂપ સારી રીતે જાણે છે. આ કેકસીનો પુત્ર રાવણ મારા કલ્યાણનું નિમિત્ત બન્યો છે, જેણે મને ગૃહવાસરૂપ મોટી ફાંસીમાંથી છોડાવ્યો, અને કુંભકર્ણ મારો પરમ બાંધવ થયો, જેણે આ સંગ્રામના કારણને મારા જ્ઞાનનું નિમિત્ત બનાવ્યું. આમ વિચાર કરીને વૈશ્રવણે દિગંબરી દીક્ષા ધારણ કરી. તેણે પરમતપ આરાધીને સંસારભ્રમણનો અંત કર્યો. રાવણ પોતાના કુળના અપમાનરૂપ કલંક ધોઈને સુખી થયો. બધા ભાઈઓએ તેને રાક્ષસોનો અગ્રણી માન્યો. વૈશ્રવણની સવારીનું પુષ્પક નામનું વિમાન મહામનોજ્ઞ છે, રત્નોની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ આઠમું પર્વ પદ્મપુરાણ જ્યોતિના અંકુર ફૂટી રહ્યા છે, ઝરૂખા જાણે કે તેનાં નેત્ર છે, નિર્મળ કાંતિ ધરનાર મોતીની ઝાલરોથી જાણે કે તે પોતાના સ્વામીના વિયોગથી અશ્રુપાત કરે છે અને પદ્મરાગમણિની પ્રભાથી તે લાલાશ ધારણ કરે છે; જાણે કે વૈશ્રવણનું હૃદય જ રાવણના કરેલા પ્રહારથી લાલ થઈ ગયું છે અને ઇન્દ્રનીલમણિની પ્રભા અતિશ્યામ સુંદરતા ધારણ કરે છે, જાણે કે સ્વામીના શોકથી શ્યામ થઈ રહ્યું છે. ચૈત્યાલય, વન, વાપી, સરોવર, અનેક મંદિરોથી મંડિત જાણે નગરનો આકાર જ ન હોય! રાવણના હાથના વિવિધ પ્રકારના ઘાથી જાણે કે ઘાયલ થઈ ગયું છે. રાવણના મહેલ જેવા ઊંચા તે વિમાનને રાવણના સેવકો રાવણની પાસે લાવ્યા. તે વિમાન આકાશનું આભૂષણ છે. આ વિમાનને વેરીના પરાજયનું ચિહ્ન ગણીને રાવણે તે લીધું, બીજા કોઈનું કાંઈ ન લીધું. રાવણને કોઈ વસ્તુની કમી નથી, વિદ્યામયી અનેક વિમાનો છે તો પણ પુષ્પક વિમાનમાં તે અનુરાગપૂર્વક બેઠો. પિતા રત્નશ્રવા, માતા કૈકસી અને સમસ્ત પ્રધાન સેનાપતિ તથા ભાઈ-પુત્રો સહિત પોતે પુષ્પક વિમાનમાં આરૂઢ થયો. નગરજનો જાતજાતનાં વિમાનોમાં બેઠાં. પુષ્પકની વચમાં મહા કમલવન છે. ત્યાં પોતે મંદોદરી આદિ સમસ્ત રાજ્યના સંબંધીઓ સહિત આવીને બેઠો. કેવો છે રાવણ ? અખંડ જેની ગતિ છે; પોતાની ઈચ્છાથી આશ્ચર્યકારી આભૂષણો પહેર્યાં છે, શ્રેષ્ઠ વિદ્યાધરી તેના ઉપર ચામર ઢોળે છે, મલિયાગિરિના ચંદનાદિ અનેક સુગંધી પદાર્થો તેના અંગ પર લગાડયા છે, ચંદ્રમાની કીર્તિ સમાન ઉજ્જવળ છત્ર શોભે છે, જાણે કે શત્રુઓના પરાજયથી પોતાનો જે યશ ફેલાયો છે તે યશથી શોભાયમાન છે. ધનુષ, ત્રિશૂળ, ખડ્ગ, ભાલા, પાશ ઇત્યાદિ હથિયારો હાથમાં રાખીને સેવકો તેની આજુબાજુ વીંટળાયેલા છે. મહાભક્તિયુક્ત, અદ્ભુત કાર્ય કરનાર મોટા મોટા વિધાધર, રાજા, સામંતોનો ક્ષય કરનાર, પોતાના ગુણોથી સ્વામીના મનને મોહનાર, મહાન વૈભવવાન સાથીઓથી દશમુખ મંડિત છે. ૫૨મ ઉદાર, સૂર્ય જેવું તેજ ધારણ કરનાર તે પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ ભોગવતો થકો દક્ષિણ સમુદ્ર તરફ જ્યાં લંકા છે તે ત૨ફ ઇન્દ્ર જેવી વિભૂતિ સહિત ચાલ્યો. ભાઈ કુંભકરણ હાથી ઉપર ચડયો, વિભીષણ ૨થ ઉપર ચડયો. તે સૌ પોતાના માણસો સાથે મહાવૈભવમંડિત રાવણની પાછળ ચાલ્યા. મંદોદરીના પિતા રાજા મય દૈત્ય જાતિના વિદ્યાધરોના અધિપતિ ભાઈઓ સહિત અનેક સામંતો સહિત, તથા મારીચ, અંબર, વિદ્યુતવજ, વજોદર, બુધવજ્રાક્ષક્રૂર, ક્રૂરનક્ર, સારન, સુનય, શુક્ર ઇત્યાદિ મંત્રીઓ સહિત, મહાવિભૂતિથી શોભિત અનેક વિદ્યાધરોના રાજા રાવણની સાથે ચાલ્યા. કેટલાક સિંહના રથ પર ચડયા, કેટલાક અષ્ટાપદોના રથ ૫૨ ચડીને વન, પર્વત, સમુદ્રની શોભા દેખતા પૃથ્વી ૫૨ ર્યા અને સમસ્ત દક્ષિણ દિશા વશ કરી. ત્યાર પછી એક દિવસ રાવણે પોતાના દાદા સુમાલીને પૂછ્યું ‘હે પ્રભો ! હે પૂજ્ય ! પર્વતના શિખર ઉપર સરોવર નથી છતાં કમળનું વન કેવી રીતે ખીલ્યું છે; એ આશ્ચર્ય છે. વળી, કમળોનું વન ચંચળ હોય છે અને આ નિશ્ચળ છે.' રાવણે વિનયથી નમ્ર શરીરથી જ્યારે સુમાલીને આ પ્રમાણે પૂછ્યું ત્યારે સુમાલી ‘નમઃ સિદ્ધભ્ય:' આ મંત્ર બોલીને કહેવા લાગ્યા, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ ૯૭ ‘હે પુત્ર! આ કમળોનું વન નથી. આ પર્વતના શિખર ઉપર પદ્મરાગમણિમય હરિષણ ચક્રવર્તીના બનાવરાવેલાં ચૈત્યાલયો છે, જેના ઉ૫૨ નિર્મળ ધજાઓ ફરકે છે. એ જાતજાતનાં તોરણોથી શોભે છે. હરિષણ ચક્રવર્તી મહાસજ્જન પુરુષોત્તમ હતા. તેમના ગુણોનું કથન થઈ શકે નહિ. હે પુત્ર! તું નીચે ઊતરીને પવિત્ર મનથી તેમને નમસ્કાર કર.' પછી રાવણે બહુ જ વિનયથી જિનમંદિરોને નમસ્કાર કર્યા અને બહુ જ આશ્ચર્ય પામ્યો. તેણે સુમાલીને હરિષણ ચક્રવર્તીની કથા પૂછી. હે દેવ ! આપે જેમના ગુણોનું વર્ણન ર્યું તેમની કથા કહો. કેવો છે રાવણ ? વૈશ્રવણને જીતનાર અને વડીલો પ્રત્યે અતિવિનયી છે. સુમાલીએ કહ્યું કે હું રાવણ ! તેં સારું પૂછ્યું. પાપનો નાશ કરનાર હરિષણનું ચરિત્ર તું સાંભળ. કંપિલ્યાનગરમાં રાજા સિંહધ્વજ રાજ્ય કરતા. તેને વપ્રા આદિ ગુણવાન અને સૌભાગ્યવતી અનેક રાણીઓ હતી. રાણી વપ્રા તેમાં તિલક હતી. તેને હરિષણ ચક્રવર્તી પુત્ર થયો. તે ચોસઠ શુભ લક્ષણોથી યુક્ત, પાપકર્મનો નાશક હતો. તેની માતા વપ્રા મહાધર્મી હતી. તે સદા અાન્શિકાના ઉત્સવમાં રથયાત્રા કાઢતી. તેની શોક્ય રાણી મહાલક્ષ્મી સૌભાગ્યના મદથી કહેવા લાગી કે પહેલાં અમારો બ્રહ્મરથ નગરમાં ભ્રમણ ક૨શે અને પછી તારો રથ નીકળશે. આ વાત સાંભળીને રાણી વપ્રા હ્રદયમાં બહુ ખેદખિન્ન થઈ, જાણે કે વજ્રપાતની પીડા થઈ. તેણે એવી પ્રતિજ્ઞા કરી કે અમારા વીતરાગનો રથ અષ્ટાન્ડ્રિકામાં પહેલો નીકળે તો હું આહાર લઈશ, નહિતર નહિ લઉં. આમ કહીને તેણે સર્વ કાર્ય છોડી દીધાં, શોથી તેનું મુખકમળ કરમાઈ ગયું અને આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. માતાને જોઈને હરિષેણે કહ્યું, ‘હે માતા ! આજ સુધી તમે સ્વપ્નમાં પણ રુદન નથી કર્યું તો હવે આ અમંગલ કાર્ય કેમ કરો છો? ત્યારે માતાએ બધી વાત કરી. આ સાંભળીને હરિષેણે મનમાં વિચાર્યું કે શું કરું? એક તરફ પિતા છે, બીજી ત૨ફ માતા. હું તો સંકટમાં આવી ગયો. માતાને રોતાં જોઈ શકતો નથી અને બીજી બાજુ પિતાને કાંઈ કહી શકાય તેમ નથી. તેથી ઉદાસ બનીને, ઘરમાંથી નીકળી વનમાં ગયા. ત્યાં મધુર ફળો ખાઈને અને સરોવરોનું નિર્મળ જળ પીને નિર્ભયપણે ફરવા લાગ્યા. એમનું સુંદર રૂપ જોઈને તે વનમાં ક્રૂર પશુઓ પણ શાંત થઈ ગયાં. આવા ભવ્ય જીવ કોને વહાલા ન લાગે? ત્યાં વનમાં પણ તેમને જ્યારે માતાનું રુદન યાદ આવતું ત્યારે એમને એવી પીડા થતી કે વનની રમણીયતાનું સુખ ભૂલી જતા. હરિષેણ ચક્રવર્તી વનમાં વનદેવતાની પેઠે ભ્રમણ કરતા. તેમને હરણીઓ પણ પોતાનાં નેત્રોથી જોઈ રહી હતી. આ પ્રમાણે વનમાં ફરતાં તે શતમન્યુ નામના તાપસના આશ્રમમાં ગયા. ત્યાં જંગલના જીવોને આશ્રય મળતો. હવે કાલકલ્પ નામના એક અતિપ્રબળ, તેજસ્વી રાજાએ પોતાની મોટી ફોજ સાથે આવીને ચંપા નામની નગરીને ઘેરી લીધી. ત્યાં રાજા જનમેજય રાજ્ય કરતો. જનમેજય અને કાલકલ્પ વચ્ચે યુદ્ધ થયું. જનમેજયના મહેલમાં એક સુરંગ બનાવેલી હતી તે માર્ગે થઈને જનમેજયની માતા નાગમતી પોતાની પુત્રી મદનાવલી સાથે નીકળીને શતમન્યુ તાપસના આશ્રમમાં આવી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આઠમું પર્વ પદ્મપુરાણ તે નાગમતીની પુત્રી હરિફેણ ચક્રવતીનું રૂપ જોઈને કામના બાણથી વીંધાઈ ગઈ. તેને આવી સ્થિતિમાં જોઈને નાગમતી કહેવા લાગી કે હે પુત્રી! તું વિનયથી આ વાત સાંભળ. એક વાર અગાઉ કોઈ મુનિએ કહેલું કે આ કન્યા ચક્રવર્તીની સ્ત્રીરત્ન થશે. તો આ ચક્રવર્તી તારા વર છે. આ સાંભળીને તે અતિઆસક્ત થઈ. ત્યારે તાપસે હરિફેણને કાઢી મૂક્યો, કેમ કે તેણે વિચાર્યું કે કદાચ તેમનો સંસર્ગ થાય તો એ વાતથી અમારી અપકીર્તિ થાય. તેથી ચક્રવર્તી તેમના આશ્રમમાંથી બીજે ઠેકાણે ગયા, પણ તાપસને દીન જાણીને તેની સાથે યુદ્ધ ન કર્યું છતાં તેમના ચિત્તમાં તે કન્યા વસી ગઈ; તેથી હવે તેમના ભોજનમાં, શયનમાં કોઈ પ્રકારની સ્થિરતા, નહોતી રહેતી. જેમ ભ્રામરી વિદ્યાથી કોઈ ભટક્યા કરે તેમ એ પૃથ્વી પર ભટકવા લાગ્યા. ગ્રામ, નગર, વન, ઉપવન, લતાઓના મંડપ, ક્યાંય એમને ચેન પડતું નહિ. કમળોનાં વન તેમને દાવાનળ સમાન લાગતાં અને ચંદ્રમાનાં કિરણો વજની સોય જેવા લાગતાં, કેતકી બરછીની અણી સમાન લાગતી. પુષ્પોની સુગંધથી મન પ્રસન્ન થતું નહિ, મનમાં એમ વિચારતા રહેતા કે હું આ સ્ત્રીરત્નને પરણું તો હું જઈને માતાનો પણ શોક-સંતાપ દૂર કરું. તે ઉપરાંત નદીઓના કિનારે, વનમાં, ગ્રામમાં, નગરમાં, પર્વત પર ભગવાનનાં ચૈત્યાલયો બનાવરાવું. આમ વિચારતાં અને અનેક દેશોમાં ભટકતાં તે સિંધુનંદન નામના નગરની પાસે આવ્યા. હરિફેણ મહાબળવાન અને અતિતેજસ્વી છે. ત્યાં નગરની બહાર અનેક સ્ત્રીઓ ક્રિીડા કરવા આવી હતી. ત્યાં એક અંજનગિરિ સમાન હાથી મદ ટપકાવતો સ્ત્રીઓની નજીક આવ્યો. મહાવતે પોકાર કરીને સ્ત્રીઓને કહ્યું કે આ હાથી મારા વશમાં નથી માટે તમે શીધ્ર ભાગો. ત્યારે તે સ્ત્રીઓ હરિફેણના શરણે થઈ. હરિપેણ પરમદયાળુ છે, મહાન યોદ્ધા છે. તે સ્ત્રીઓને પાછળ રાખીને પોતે હાથીની સન્મુખ આવ્યા. તેમણે મનમાં વિચાર્યું કે ત્યાં તો પેલો તાપસ દીન હતો તેથી તેની સાથે મેં યુદ્ધ ન કર્યું, તે તો મૃગલા જેવો હતો, પરંતુ અહીં આ દુષ્ટ હાથી મારા દેખતાં સ્ત્રી, બાળાઓને હણે અને હું મદદ ન કરું એ તો ક્ષત્રિયપણું ન કહેવાય. આ હાથી આ બાળાઓને પીડા પહોંચાડી શકે તેમ છે. જેમ બળદ શિંગડાથી રાફડા ખોદી શકે, પણ પર્વતને ખોદવાને શક્તિમાન નથી હોતો તથા કોઈ બાણથી કેળાનું વૃક્ષ છેદી શકે પરંતુ શિલાને ન છેદી શકે તેવી જ રીતે આ હાથી યોદ્ધાઓને હરાવવાને સમર્થ નથી. એટલે તેણે મહાવતને કઠોર વચનોથી કહ્યું કે હાથીને અહીંથી દૂર લઈ જા. ત્યારે મહાવતે કહ્યું કે તું પણ ઘણો હઠીલો છે, હાથીને માણસ ઓળખે છે. હાથી પોતે જ મસ્તીમાં આવી રહ્યો છે, તારું મોત આવ્યું છે અથવા દુષ્ટ ગ્રહ તારી પાછળ લાગ્યા છે, માટે તું અહીંથી જલ્દી ભાગ. ત્યારે તેઓ હસ્યા. તેમણે સ્ત્રીઓને પાછળ રાખીને પોતે ઊંચા ઊછળીને હાથીના દાંત ઉપર પગ મૂકીને કુંભસ્થળ પર ચડ્યા અને હાથી સાથે ખૂબ ક્રિીડા કરી. કેવા છે હરિણ? કમળ સમાન જેમનાં નેત્ર છે, વિશાળ જેમની છાતી છે, જેમના ખભા દિગ્ગજોના કુંભસ્થળ જેવા છે, સ્તંભ સમાન જેમની જાંઘ છે. આ વૃત્તાંત સાંભળીને નગરનાં સર્વ જનો જોવા આવ્યા. રાજા મહેલ ઉપર ચડીને જોતો હતો તે પણ આશ્ચર્ય પામ્યો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ ૯૯ પોતાનાં પરિવારજનોને મોકલીને તેને બોલાવવામાં આવ્યો. તે હાથી ઉપર બેસીને નગરમાં આવ્યા. નગરનાં સમસ્ત નરનારી તેમને જોઈ મોહિત થયાં. તેમણે ક્ષણમાત્રમાં હાથીનો મદ ઉતારી નાખ્યો. તે પોતાના રૂપ વડે બધાનું મન હરણ કરતાં નગરમાં આવ્યા. રાજાની સો કન્યા તેમને પરણી. બધા લોકોમાં હરિષણની કથા જાણીતી થઈ ગઈ. તે રાજાના અધિકાર, સન્માન પામીને સર્વ પ્રકારે સુખી થયા. તો પણ તાપસના વનમાં જે સ્ત્રીને જોઈ હતી તેના વિના તેમની એક રાત્રિ એક વર્ષ જેવડી લાગતી. તે મનમાં વિચારતા કે મારા વિના તે મૃગનયની તે વિષમ વનમાં હરણી સમાન પરમ આકુળતા પામતી હશે. તેથી મારે તેની પાસે જલ્દી પહોંચવું જોઈએ. આમ વિચારતાં તેમને રાત્રે નિદ્રા આવતી નહિ. જો કદાચ અલ્પ ઊંઘ આવતી તો પણ સ્વપ્નમાં તે જ દેખાતી. કમળસરખાં નેત્રવાળી તે જાણે એમના મનમાં જ વસી ગઈ છે. એક વાર વિદ્યાધર રાજા શક્રધનુની પુત્રી જયચંદ્રાની સખી વેગવતી હરિર્ષણને રાત્રે ઉપાડીને આકાશમાં લઈ ચાલી. ઊંઘ ઊડતાં પોતાને આકાશમાં જતો જોઈને ગુસ્સાથી તેણે વેગવતીને કહ્યું, “હે પાપિણી, તું મને ક્યાં લઈ જાય છે?” જોકે તે વિધાબળથી પૂર્ણ હતી તો પણ એને કુપિત થઈ મૂઠી ભીડતો અને હોઠ કરડતો જોઈને ડરી ગઈ અને એને કહેવા લાગી કે હે પ્રભો! જેમ કોઈ મનુષ્ય પોતે જે વૃક્ષની ડાળ ઉપર બેઠો હોય તેને જ તે કાપે તો શું એ ડહાપણ કહેવાય! તેવી જ રીતે હું તમારું હિત કરનારી છું અને તમે મને જ હણો તે ઉચિત નથી. હું તમને તેની પાસે લઈ જાઉં છું, જે નિરંતર તમારા મિલનની અભિલાષા રાખે છે. ત્યારે તે મનમાં વિચારવા લાગ્યા કે આ મધુર બોલનારી બાજાને પીડા પહોંચાડે તેમ નથી, એની આકૃતિ મધુર જણાય છે અને આજે મારી જમણી આંખ પણ ફરકે છે તેથી આ મને મારી પ્રિયાનો મેળાપ કરાવશે. તેથી તેમણે તેને પૂછ્યું કે હે ભદ્ર! તું તારા આગમનનું કારણ કહે. તે કહેવા લાગી કે સૂર્યોદયનગરમાં રાજા શક્રધનુની રાણી ધારાની પુત્રી જયચંદ્રા રૂપ અને ગુણથી મહાઉન્મત્ત છે. કોઈ પુરુષ તેની દષ્ટિમાં આવતો નથી. પિતા જ્યાં પરણાવવા ઇચ્છે છે તેને તે ગમતું નથી. મેં તેને જે જે રાજપુત્રના ચિત્રપટ દેખાયાં તેમાંથી કોઈ પણ તેને ગમતું નથી. ત્યારપછી મેં તમારું ચિત્રપટ દેખાયું ત્યારે તે મોહિત થઈ અને મને એમ કહેવા લાગી કે જો મને આ પુરુષનો સંયોગ નહિ મળે તો હું મરી જઈશ, પણ બીજા અધમ પુરુષ સાથે સંબંધ નહિ બાંધું. પછી મેં એને ધીરજ આપી અને એની સામે એવી પ્રતિજ્ઞા કરી. જ્યાં તારી રુચિ છે તેને હું ન લાવું તો અગ્નિમાં પ્રવેશ કરીશ. તેને અત્યંત શોકાતુર જોઈને મેં આવી પ્રતિજ્ઞા કરી. તેનાં ગુણથી મારું મન ખેંચાયું હતું અને પુણ્યના પ્રભાવથી આપ મળ્યા તેથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. આમ કહીને તેમને તે સૂર્યોદયનગરમાં લઈ ગઈ. તેણે રાજા શક્રધનુને બધી વાત કરી તેથી રાજાએ પોતાની પુત્રીનાં તેની સાથે લગ્ન કરાવ્યાં. એમનાં લગ્નથી સગાઓ અને નગરજનો હર્ષ પામ્યાં. તે વરકન્યા અદ્દભુત રૂપનાં નિધાન છે. એમનાં લગ્નની વાત સાંભળીને કન્યાના મામાનો પુત્ર રાજા ગંગાધર ક્રોધે ભરાયો કે આ કન્યા વિદ્યાધરને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦ આઠમું પર્વ પદ્મપુરાણ ત્યજીને ભૂમિગોચરીને પરણી. આવા વિચારથી તે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે રાજા શુક્રધનુએ હરિર્ષણને કહ્યું કે હું યુદ્ધમાં જાઉં છું અને તમે નગરમાં રહો, દુરાચારી વિદ્યાધર યુદ્ધ કરવા આવ્યા છે. તે વખતે હરિષણ સસરાને કહેવા લાગ્યા કે જે બીજાના કાર્ય માટે પણ ઉદ્યમ કરે તે પોતાના કામ માટે કેમ ન કરે? તેથી હું પૂજ્ય! મને આજ્ઞા આપો. હું યુદ્ધ કરીશ. સસરાએ તેમને અનેક પ્રકારે રોકવા પ્રયત્ન કર્યો, પણ તે ન રોકાયા. વિવિધ પ્રકારનાં હથિયારોથી સજ્જ થઈને પવનવેગી અશ્વો જોડેલા રથમાં તે ચડ્યા. તેમની પાછળ મોટા મોટા વિધાધરો ચાલ્યા. કેટલાક હાથી ઉપર, કેટલાક અશ્વો ઉપર અને કેટલાક રથોમાં બેઠા. પરસ્પર મહાન યુદ્ધ થયું. શક્રધનુની થોડીક ફોજ પાછી હુઠી ત્યારે હરિપેણ પોતે યુદ્ધ કરવા તત્પર થયા. તેમણે જે તરફ રથ ચલાવ્યો તે તરફ ઘોડા, હાથી મનુષ્ય, રથ કોઈ ટકી શક્યું નહિ. બધા બાણથી વીંધાઈ ગયા. ધ્રુજતા ધૃજતા બધા યુદ્ધ છોડીને ભાગ્યા અને બોલવા લાગ્યા કે ગંગાધર રાજાએ ભૂંડું કર્યું કે આવા મહાપુરુષ સાથે યુદ્ધ કર્યું. આ સાક્ષાત્ સૂર્ય સમાન છે. જેમ સૂર્ય પોતાનાં કિરણો ફેલાવે છે તેમ આ બાણોની વર્ષા કરે છે. પોતાની ફોજને હુઠતી જોઈને ગંગાધર મહિધર ભાગ્યો અને ત્યારપછી ક્ષણમાત્રમાં રત્ન ઉત્પન્ન થયાં. દસમાં ચક્રવર્તી મહાપ્રતાપ ધારણ કરીને પૃથ્વી ઉપર પ્રગટ થયા. જોકે તેમણે ચક્રવર્તીની વિભૂતિ મેળવી પણ, પરંતુ પોતાની સ્ત્રીરત્ના મદનાવલિને પરણવાની ઈચ્છાથી તે બાર યોજન પ્રમાણ પોતાનું સૈન્ય સાથે લઈને રાજાઓને હંફાવતા તપસ્વીના વન સમીપે આવ્યા. તાપસ વનફળ લઈને આવી મળ્યા. તેણે પહેલાં આમનો અનાદર કર્યો હતો, પણ એમને અતિવિવેકી અને પુણ્યાધિકારી જાણીને ખૂબ આનંદ પામ્યા. શતમન્યુના પુત્ર જનમેજય ને મદનાવલીની માતા નાગમતીએ મદનાવલીને ચક્રવર્તી સાથે વિધિપૂર્વક પરણાવી. પછી પોતે ચક્રવર્તીના વિભૂતિ સહિત કાંડિલ્યનગરમાં આવ્યા. બત્રીસ હજાર મુગટબંધ રાજાઓ સાથે આવીને માતાના ચરણારવિંદમાં હાથ જોડી નમસ્કાર ર્યા. માતા વપ્રા આવા પુત્રને જોઈને એવી હર્ષિત થઈ કે જે તેના અંગમાં હર્ષ સમાતો નહોતો. પછી જ્યારે અષ્ટાત્ત્વિકા આવી ત્યારે તેણે સૂર્યથી પણ અધિક મનોજ્ઞ ભગવાનનો રથ કાઢયો અને અષ્ટાત્ત્વિકાની યાત્રા કરી. મુનિ અને શ્રાવકોને પરમ આનંદ થયો. ઘણા જીવોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. આ હરિપેણ ચક્રવર્તીની કથા સુમાલીએ રાવણને કહી અને ઉમેર્યું કે તે ચક્રવર્તીએ જિન ભગવાનના મંદિરો આ પૃથ્વી ઉપર સર્વત્ર પુર, ગ્રામ, પર્વત અને નદી-તટો પર બનાવરાવ્યાં છે તે બધાં રત્ન અને સ્વર્ણમયી છે. તે મહાપુરુષ ઘણો કાળ ચક્રવર્તીની સંપદા ભોગવી પછી મુનિ થઈ, મહાતપ કરી લોકશિખરે બિરાજ્યા. રાવણ આ હરિર્ષણનું ચરિત્ર સાંભળીને આનંદ પામ્યો. સુમાલીની વારંવાર સ્તુતિ કરી અને જિનમંદિરોના દર્શન કરી પોતાના તંબૂમાં આવ્યા. તે સંઘ સમેદશિખરની પાસે આવ્યો. રાવણને દિગ્વિજયમાં ઉદ્યમી જઈને જાણે સૂર્ય પણ પોતાની તેજસ્વીતારહિત થયો; તેની અરુણતા પ્રગટ થઈ; જાણે કે રાવણના અનુરાગથી જગત હુર્ષિત થયું. સંધ્યા વીતી ગઈ, રાત્રિનો અંધકાર ફ્લાઈ ગયો, જાણે કે અંધકાર જ પ્રકાશના ભયથી દશમુખને શરણે આવ્યો. રાત્રિ વ્યતીત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ થઈ અને સવાર થયું. રાવણ પ્રભાતની ક્રિયા કરીને સિંહાસન પર બિરાજ્યો. એકાએક એક અવાજ સંભળાયો, જાણે કે વર્ષાકાળનો મેઘ જ ગમ્યું. તેનાથી આખી સેના ભયભીત થઈ ગઈ અને સેનાના હાથી જે વૃક્ષો સાથે બાંધ્યા હતા તે બંધન તોડાવવા લાગ્યા, કાન ઊંચા કરીને અશ્વો હણહણવા લાગ્યા. ત્યારે રાવણે કહ્યું કે આ શું છે? આ મરવા માટે આપણા ઉપર કોણ ચડી આવ્યું? આ વૈશ્રવણ આવ્યો અથવા ઇન્દ્રનો પ્રેરાઈનો સોમ આવ્યો અથવા આપણને નિશ્ચળ રહેલા જોઈને કોઈ બીજો શત્રુ આવ્યો? પછી રાવણની આજ્ઞા મેળવીને સેનાપતિ પ્રહસ્ત તે તરફ જોવા ગયો. તેણે પર્વતના આકાર જેવો મદોન્મત્ત, અનેક લીલા કરતો એક હાથી જોયો. તેણે આવીને રાવણને વિનંતી કરી કે હે પ્રભો! મેઘની ઘટા સમાન આ હાથી છે. એને પકડવાને ઇન્દ્ર પણ સમર્થ નથી થયો. રાવણે હસીને જવાબ આપ્યો, હે પ્રહસ્ત! પોતાની પ્રશંસા પોતે કરવી યોગ્ય નથી, હું આ હાથીને ક્ષણમાત્રમાં વશ કરીશ. એમ કહીને તેણે પુષ્પક વિમાનમાં બેસીને હાથીને જોયો. તે સારાં સારાં લક્ષણોવાળો, ઇન્દ્રનીલમણિ સમાન અતિસુંદર હતો. તેનું શરીર શ્યામ, તેનું તાળવું કમળ સમાન લાલ, તેનાં નેત્ર મનોહર, ઉજ્જવળ અને ગોળ હુતા, દાંત સાત હાથ ઊંચા, નવ હાથ પહોળા, કાંઈક પીળાશ પડતા હતા. પીઠ સુંદર, આગલું અંગ ઊંચું, પૂછડું લાંબું, સૂંઢ મોટી, નખ અત્યંત સ્નિગ્ધ, કુંભસ્થળ ગોળ અને કઠોર, ચરણ પ્રબળ અને મદઝરતો, જેના મદની સુગંધથી જેની ઉપર ભમરા ગુંજારવ કરતા હતા, દુંદુભિ-વાજાના ધ્વનિ જેવી ગર્જના કરતો, તાડવૃક્ષના પત્ર સમાન કાન હુલાવતો; મન અને નેત્રોને હુરતી સુંદર લીલા કરતા હાથીને રાવણે જોયો. તેને જોઈને રાવણ ખૂબ પ્રસન્ન થયો. હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં. પછી તે પુષ્પક વિમાનમાંથી ઊતરીને, કમર મજબૂત બાંધી તેની આગળ જઈ શંખ ફૂંકવા લાગ્યો. તેના શબ્દથી દશે દિશા અવાજથી ભરાઈ ગઈ. શંખનો ધ્વનિ સાંભળી ચિત્તમાં ક્ષોભ પામી હાથી ગરજ્યો અને રાવણની સામે આવ્યો. રાવણે પોતાના ઉત્તરાસનનો દડો બનાવીને શીધ્ર જ હાથી તરફ ફંક્યો. રાવણ ગજકેલિમાં પ્રવીણ હતો. હાથી પેલા દડાને સૂંધવા લાગ્યો એટલે રાવણ આકાશમાં ઊછળીને હાથીના કુંભસ્થળ ઉપર પડ્યો અને હાથની થપાટ મારી. હાથીએ તેને સૂંઢથી પકડવાનો પ્રયત્ન કર્યો એટલે રાવણ અત્યંત ઝડપથી બેય દાંતની વચ્ચેથી નીચે સરકી ગયો, અનેક ક્રિીડા કરીને દશમુખ હાથીની પીઠ ઉપર ચડી ગયો. હવે હાથી વિનયી શિષ્યની જેમ ઊભો રહી ગયો. તે વખતે આકાશમાં રાવણ ઉપર ફૂલોની વર્ષા થઈ અને દેવોએ જયજયકાર કર્યો. રાવણની સેના ખૂબ હર્ષિત થઈ અને રાવણે હાથીનું નામ “મૈલોક્યમંડન” રાખ્યું. રાવણે હાથીની પ્રાપ્તિનો મોટો ઉત્સવ કર્યો અને સર્મેદશિખર પર્વત પર જઈ યાત્રા કરી. વિદ્યાધરોએ નૃત્ય ક્યું. તે રાત્રે ત્યાં જ રહ્યા. પ્રભાત થયું, સૂર્ય ઊગ્યો તે જાણે દિવસે રાવણને મંગળ કલશ દેખાડ્યો. પછી રાવણ પોતાના પડાવમાં આવ્યો, સિંહાસન ઉપર બેઠો અને સભામાં હાથીની કથા કહેવા લાગ્યો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ આઠમું પર્વ પદ્મપુરાણ તે વખતે એક વિધાધર આકાશમાંથી રાવણની પાસે આવ્યો. તે ખૂબ ધ્રૂજતો હતો, તેને પરસેવો વળી ગયો હતો, તે જર્જર શરીરવાળો અને ઘાયલ થયેલો હતો. તેણે હાથ જડી, નમસ્કાર કરી વિનંતી કરી. હે દેવ ! આજે દસ દિવસ થયા. રાજા સૂર્યરજ અને રક્ષરજ વાનરવંશી વિધાધરો તમારા બળથી બળવાન, તમારો પ્રતાપ જોઈને કિધુકંધનગર લેવા માટે પાતાળલંકાના અલંકારોદયથી નીકળીને ખૂબ ઉત્સાહથી ચાલ્યા હતા. બન્ને ભાઈઓ તમારા બળના અભિમાનથી જગતને તૃણ સમાન માની, કિધુકંધપુર જઈને તેને ઘેરી લીધું. ત્યાં ઈન્દ્રનો યમ નામનો દિગ્યાલ તેના સૈન્ય સહિત યુદ્ધ કરવા નીકળ્યો. યમ અને વાનરવંશીઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરસ્પર ઘણા માણસો મરી ગયા. યુદ્ધનો કકળાટ સાંભળીને યમ પોતે નીકળ્યો. ક્રોધથી અતિ ભયંકર, જેનું તેજ સહન ન થઈ શકે એવા યમના આવતાં જ વાનરવંશીઓનું સૈન્ય નાડું, અનેક શસ્ત્રોથી ઘાયલ થયા. આ વાત કહેતા કહેતાં તે વિધાધર મૂચ્છ પામી ગયો, રાવણે તેને શીતોપચાર કરીને જાગ્રત કર્યો અને પૂછયું પછી શું થયું? ત્યારે તેણે થાક ખાઈને હાથ જોડીને કહ્યું કે હે નાથ ! સૂર્યરજનો નાનો ભાઈ રક્ષરજ પોતાના સૈન્યને વ્યાકુળ જોઈને પોતે યુદ્ધ કરવા લાગ્યો. તેણે યમની સાથે ઘણો સમય યુદ્ધ કર્યું, પણ બળવાન યમે તેને પકડી લીધો, એટલે સૂર્યરજ યુદ્ધ કરવા લાગ્યો. યમે તેના પર આયુધનો પ્રહાર કર્યો તેથી રાજા ઘાયલ થઈને મૂચ્છિત બની ગયો એટલે તેના પક્ષના સામંતો રાજાને ઉપાડીને મેઘલા વનમાં લઈ ગયા અને ત્યાં શીતોપચાર કરીને તેને જાગ્રત કર્યો. મહાપાપી યમે પોતાનું યમપણું સત્ય કરતો હોય તેમ એક બંદીગૃહું બનાવ્યું. તેનું નામ તેણે નરક પાડયું, ત્યાં વૈતરણી વગેરે રચના કરી. જે જે વાનરો તેનાથી જિતાયા અને પકડાયા હતા તે બધાને તેણે નરકમાં મોકલ્યા. ત્યાં કેટલાક મરી ગયા અને કેટલાક દુઃખ ભોગવે છે. તે નરકમાં સૂર્યરજ અને રક્ષરજને પણ રાખ્યા છે. એ હાલ હું જોઈને અત્યંત દુઃખી થઈને આપની પાસે આવ્યો છું. આપ એમના રક્ષક છો અને જીવનમૂળ છો. તેમને આપનો વિશ્વાસ છે. મારું નામ શાખાપલટ છે. મારા પિતાનું નામ રણદક્ષ અને માતાનું નામ સુશ્રોણી છે. હું રક્ષરજનો પ્યારો ચાકર છું અને આપને આ વૃત્તાંત કહેવા આવ્યો છું. હવે હું આપને બધું જણાવીને નિશ્ચિંત થયો છું. આપના પક્ષને દુઃખી અવસ્થામાં જાણીને આપે જે કર્તવ્ય હોય તે કરવું. રાવણે તેને વૈર્ય આપી તેના ઘા રુઝવવાની યોગ્ય વ્યવસ્થા કરાવી. પોતે તત્કાળ સૂર્યરજ અને રક્ષરજને છોડાવવા યમ ઉપર ચાલ્યો. તેણે કહ્યું કે શું રંક એવો યમ મારી સાથે યુદ્ધ કરી શકવાનો છે? જેણે વૈતરણી આદિ ક્લેશકારક યોજના કરી છે તેમાંથી હું મિત્રોને આજે જ છોડાવીશ; અને તેણે જે નરકની ગોઠવણ કરી છે તેનો નાશ કરીશ. દુર્જનની દુષ્ટતા તો જુઓ ! જીવોને કેવા સંતાપ પહોંચાડે છે? એમ વિચારીને પોતે જ ચાલ્યા. પ્રહસ્ત સેનાપતિ આદિ અનેક રાજા મોટી સેના લઈ આગળ ચાલ્યા. તેઓ વિધાધરોના અધિપતિ કિÉપુરની સમીપ આવ્યા ત્યાં દૂરથી જ નગરનાં ઘરોની શોભા જોઈને આશ્ચર્ય પામ્યા. કિહંદૂપુરની દક્ષિણ દિશામાં યમ વિદ્યાધરનું બનાવેલું કૃત્રિમ નરક જોયું. ત્યાં એક ઊંડો ખાડો ખોદી રાખ્યો હતો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ - ૧૦૩ અને નરકની નકલ કરી હતી. અનેક મનુષ્યોને તે નરકમાં રાખ્યા હતા. રાવણે તે નરકના રક્ષકોને, જે યમના ચાકરો હતા તેમને મારીને નસાડી મૂક્યા. ત્યારપછી સૂર્યરજ, રક્ષરજ આદિ મનુષ્યોને તે દુઃખસાગરમાંથી બહાર કાઢયા. રાવણ દીનોનો બંધુ અને દુષ્ટોને દંડ દેનાર છે. તેણે આખા નરકસ્થાનનો જ નાશ થૈ. દુશ્મનનું સૈન્ય આવ્યાના આ સમાચાર સાંભળીને યમ ભારે આડંબર સહિત યુદ્ધ કરવા આવ્યો. પર્વત જેવા અનેક ગજ મદઝરતા, ભયાનક શબ્દ કરતા, અનેક આભૂષણયુક્ત, તેમના પર બેસીને મહાન યોદ્ધાઓ લડવા આવ્યા. અશ્વો પવનસરખી ગતિવાળા, ચમરની જેમ પૂંછડી હલાવતા, આભૂષણો સહિત, તેમની પીઠ પર સુભટો બેસીને આવ્યા. સૂર્યના રથ જેવા અનેક ધજાઓની પંક્તિથી શોભાયમાન રથોમાં મોટા મોટા સામંતો બખર પહેરી, શસ્ત્રો સજીને બેઠા, ઇત્યાદિ મહાસેના સાથે યમ આવ્યો. વિભીષણે યમની આખીય સેના પોતાનાં બાણોથી પાછી ધકેલી. રણમાં પ્રવીણ રથમાં આરૂઢ વિભીષણનાં બાણોથી યમના ચાકરો ભાગ્યો ત્યારે યમ કિંકરોના ભાગવાથી અને નારકીઓને છોડાવવાથી મહા દૂર થઈને વિભીષણ ઉપર રથમાં બેસીને ચડી આવ્યો. ધ્વજા ઊંચી રાખીને, કાળા સર્પ સમાન કુટિલ કેશવાળો, ભૂકુટિ ચઢાવી, લાલ નેત્ર કરી, જગતરૂપ ઇંધનને ભસ્મ કરવાને અગ્નિ સમાન, મોટા મોટા સામંતોથી વીંટળાયેલો યમ પોતે યુદ્ધ કરવાને આવ્યો. રાવણ યમને જોઈને વિભીષણને પાછળ રાખીને પોતે રણસંગ્રામમાં આગળ આવ્યો. યમના પ્રતાપથી સર્વ રાક્ષસસેના ભયભીત થઈ રાવણની પાછળ આવી ગઈ. યમના આડંબર અનેક છે. રાવણે પોતાનાં બાણ યમ પર ફેંક્યાં. આ બન્નેનાં બાણોથી આકાશ આચ્છાદિત થઈ ગયું, જેમ મેઘના સમૂહથી આકાશ વ્યાસ થાય તેમ. રાવણે યમના સારથિ ઉપર પ્રહાર કર્યો. તે સારથિ ભૂમિ પર પડયો અને એક બાણ યમને લાવ્યું તેથી યમ પણ રથ ઉપરથી ગબડી પડયો. રાવણને મહાબળવાન જોઈને યમ દક્ષિણ દિશાનું દિગ્ધાલપણું છોડીને ભાગ્યો. પોતાના કુટુંબ, પરિજન, પુરજન સહિત તે રથનૂપુર પહોંચ્યો અને ઇન્દ્રને નમસ્કાર કરીને વિનંતી કરી કે “હે દેવ ! આપ કૃપા કરો અથવા કોપ કરો, નોકરી રાખો કે લઈ લ્યો, આપની ઇચ્છા હોય તેમ કરો. આ યમપણું મારાથી થઈ શકશે નહિ. માલીના ભાઈ સુમાલીનો પૌત્ર દશાનન મહાન યોદ્ધો છે. તેણે પહેલાં વૈશ્રવણને જીતી લીધો. તે તો મુનિ થયા. મને પણ તેણે જીતી લીધો, તેથી ભાગીને હું આપની નિકટ આવ્યો છું. તેનું શરીર વીરરસથી બન્યું છે, તે મહાત્મા છે, જેઠ મહિનાના મધ્યાહ્નના સૂર્ય સમાન તેની સામે કદી જોઈ શકાતું નથી.” આ વાત સાંભળીને રથનૂપૂરનો રાજા ઇન્દ્ર સંગ્રામ કરવા તૈયાર થયો. મંત્રીઓએ તેને ના પાડી. મંત્રીઓ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણનાર છે એટલે ઇન્દ્ર સમજીને બેઠો રહ્યો. ઇન્દ્ર યમનો જમાઈ છે, તેણે યમને આશ્વાસન આપ્યું કે તમે મહાન યોદ્ધા છો, તમારામાં વીરતાની ખામી નથી, પરંતુ રાવણ પ્રચંડ પરાક્રમી છે. માટે તમે ચિંતા ન કરો, સુખપૂર્વક અહીં જ રહો, એમ કહીને એનું ખૂબ સન્માન કરીને રાજા ઇન્દ્ર રાજ્યમાં ગયા અને કામભોગમાં મગ્ન બની ગયા. ઇન્દ્રને વિભૂતિનો ઘણો મદ છે. યમે તેને રાવણના ચરિત્રના જે જે સમાચાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ આઠમું પર્વ પદ્મપુરાણ કહ્યા હતા, વૈશ્રવણનું વૈરાગ્યગ્રહણ, પોતાનું નાસવું વગેરે તે બધું ઇન્દ્ર પોતાના ઐશ્વર્યના મદમાં ભૂલી ગયો. જેમ અભ્યાસ વિના વિધા ભૂલી જવાય તેમ યમ પણ ઇન્દ્રનો સત્કાર અને અસુર સંગીતનગરનું રાજ્ય પામીને માનભંગનું દુઃખ ભૂલી ગયો. તે મનમાં માનવા લાગ્યો કે મારી પુત્રી ઘણી રૂપાળી છે તે ઇન્દ્રને પ્રાણથી પણ પ્યારી છે. મારો અને ઇન્દ્રનો ગાઢ સંબંધ છે તેથી મારે કઈ વાતની કમી છે? ત્યારપછી રાવણે કિધુકંધપુર સૂર્યરજને આપ્યું અને કિહÉપુર રક્ષરજને આપ્યું. તે બન્નેને પોતાના કાયમના હિતસ્વી જાણીને ખૂબ આદર આપ્યો. રાવણ પ્રસાદથી વાનરવંશી સુખે રહેવા લાગ્યા. રાવણ સર્વ રાજાઓનો રાજા મહાલક્ષ્મી અને કીર્તિ પામતો દિગ્વિજય કરી રહ્યો હતો. પ્રતિદિન મોટા મોટા રાજાઓ આવીને તેને મળતા. આથી રાવણનું સૈન્ય અનેક રાજાઓની સેનાથી નદીઓ મળવાથી સમુદ્રની પેઠે ખૂબ વૃદ્ધિ પામ્યું, દિન-પ્રતિદિન તેનો વૈભવ વધતો ગયો. જેમ શુક્લ પક્ષનો ચંદ્ર દિવસે કળા વધારતો જાય તેમ રાવણ દિન-પ્રતિદિન વધતો ગયો. પુષ્પક નામના વિમાનમાં બેસીને ત્રિકૂટાચલના શિખર પર જઈને રહ્યો. પુષ્પક વિમાન રત્નોની માળાથી મંડિત છે અને ઊંચાં શિખરોની પંક્તિથી વિરાજિત છે. આવા વિમાનનો સ્વામી રાવણ, મહાન પુણ્યના ફળનો જેને ઉદય છે, તે જ્યારે ત્રિકૂટાચલના શિખર પર પહોંચ્યો ત્યારે સર્વ વાતોમાં પ્રવીણ રાક્ષસોએ આવા મંગળ શબ્દો ગંભીર ભાવે કહ્યા “હે દેવ! તમે જયવંત વર્તા, આનંદ પામો, ચિરકાળ જીવો, વૃદ્ધિ પામો, ઉદય પામો.” નિરંતર આવાં મંગળ અને ગંભીર વચનો તેઓ ઉચ્ચારવા લાગ્યા. કેટલાક સિંહ-શાર્દૂલ પર બેસીને આવ્યા હતા. કેટલાક હાથી ઘોડા ઉપર ચડ્યા હતા અને કેટલાક હંસ પર. પ્રમોદથી વિકસિત નેત્રોવાળા, દેવોના આકારવાળા, આકાશમાં તેજ ફેલાવતા વન, પર્વત અને અંતરદ્વીપના વિદ્યાધર રાક્ષસો આવ્યા. સમુદ્ર જોઈને તે આશ્ચર્ય પામ્યા. સમુદ્રનો પાર નથી, અતિ ગંભીર છે, મહામસ્યાદિ જળચરોથી ભરેલો છે, તમાલવન સમાન શ્યામ છે, પર્વત જેવા ઊંચા તરંગો તેમાં ઊછળે છે, પાતાળ સમાન ઊંડો, અનેક નાગનાગણીઓથી ભયાનક, નાના પ્રકારનાં રત્નોના સમૂહથી શોભતો છે. લંકાપુરી પ્રથમથી અતિસુંદર હતી જ અને રાવણના આવવાથી અધિક શોભાયમાન બની છે. તેનો કોટ અતિ દેદીપ્યમાન રત્નોનો છે. આસપાસ ઊંડી ખાઈ છે. જેમાં કુંદપુષ્પ સમાન અતિ ઉજ્જવળ સ્ફટિકમણિના મહેલ છે. ઇન્દ્રનીલમણિઓની જાળી શોભે છે, ક્યાંક પદ્મરાગમણિઓના અરૂણ મહેલો છે, ક્યાંક પુષ્પરાગમણિના મહેલો છે, ક્યાંક મરકતમણિના મહેલો છે ઇત્યાદિ અનેક મણિઓના મહેલોથી લંકા સ્વર્ગપુરી સમાન છે. નગરી તો સદાય રમણીક હતી, પણ સ્વામીના આવવાથી તે અધિક બની છે. રાવણે અતિહર્ષથી લંકામાં પ્રવેશ કર્યો. રાવણને કોઈની શંકા નથી, પહાડ સમાન હાથી તેની અધિક શોભા બની છે, મહેલ જેવા રત્નમયી રથ, હણહણતા અશ્વોના સમૂહુ, ચારેકોર પ્રકાશ ફેલાવતાં વિમાનો વગેરે મહાવિભૂતિ સહિત રાવણ આવ્યો. ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર તેના શિર પર ફરે છે, ધજાઓ ફરકી રહી છે, ચારણો બિરદાવલી ગાય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નવમું પર્વ ૧૦૫ છે; વીણા, બંસરી, શંખ ઇત્યાદિ અનેક વાજિંત્રો વાગી રહ્યાં છે; દશે દિશાઓ અને આકાશ શબ્દાયમાન થઈ રહ્યું છે. આ પ્રમાણે તે લંકામાં પધાર્યા. લંકાના લોકો પોતાના નાથનું આગમન જોઈ, દર્શનાતુર, હાથમાં અર્થ, પત્ર, પુષ્પ, રત્ન લઈ, સુંદર વસ્ત્રાભૂષણ પહેરી રાગરંગ સહિત રાવણની સમીપમાં આવ્યા. વૃદ્ધોને આગળ કરી, પોતે પાછળ રહી, નમસ્કાર કરી કહેવા લાગ્યા, “હે નાથ ! લંકાના લોકો ભગવાન અજિતનાથના સમયથી આપના કુળના શુભચિંતક છે, સ્વામીને અતિ પ્રબળ જોઈને ખૂબ પ્રસન્ન થયા છે. તેમણે જાતજાતની આશિષ આપી ત્યારે રાવણે આશ્વાસન આપીને બધાને બક્ષિસ આપી. સૌ રાવણના ગુણગાન કરતા કરતા પોતપોતાને ઘેર ગયા. રાવણના મહેલમાં કૌતુક્યુક્ત નગરના જનો રાવણને જોવાની ઇચ્છાથી ઘરનાં સર્વ કાર્યો છોડીને આવ્યા. વૈશ્રવણના વિજેતા અને યમ વિદ્યાધરને જીતનાર રાવણ પોતાના મહેલમાં રાજકુટુંબ માણસો સાથે સુખેથી રહેવા લાગ્યો. મહેલ ચુડામણિ સમાન મનોહર છે. બીજા વિધાધરો પણ યથાયોગ્ય સ્થાનોમાં આનંદથી રહ્યા. તેમનાં ચરિત્ર દેવસમાન હતાં. પછી ગૌતમસ્વામીએ રાજા શ્રેણિકને કહ્યું કે હું શ્રેણિક! જે ઉજ્જવળ કર્મ કરે છે તેમનો નિર્મળ યશ પૃથ્વી પર ફેલાય છે, તેને નાના પ્રકારનાં રત્નાદિક સંપદાનો સમાગમ થાય છે અને તેમના પ્રબળ શત્રુઓ નિર્મૂળ થાય છે, ત્રણ લોકમાં તેમનાં ગુણ વિસ્તરે છે. આ જીવના પ્રચંડ વેરી પાંચ ઇન્દ્રિયોના વિષય છે, તે જીવની બુદ્ધિ હરે છે અને પાપનો બંધ કરે છે. આ ઇન્દ્રિયોના વિષયો પુણ્યના પ્રસાદથી વશીભૂત થાય છે અને રાજાઓના બહારના શત્રુ, જે પ્રજાના પીડક છે, તે પણ આવીને પગમાં પડે છે. આમ જાણીને જે ધર્મના વિરોધી વિષયરૂપ વેરી છે તે વિવેકીજનો દ્વારા વશ કરવા યોગ્ય છે, તેમનું સેવન સર્વથા ન કરવું. જેમ સૂર્યનાં કિરણોથી પ્રકાશ થતાં સુદષ્ટિજનો અધંકારથી ઘેરાયેલા ઊંડા ખાડામાં પડતા નથી તેમ જે ભગવાનના માર્ગમાં પ્રવર્તે છે તેમને પાપવૃદ્ધિની પ્રવૃત્તિ થતી નથી. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથના સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં દશગ્રીવનું નિરૂપણ કરનાર આઠમું પર્વ પૂર્ણ થયું. * * * નવમું પર્વ (વાલી મુનિનું નિરૂપણ) હવે પોતાના ઇષ્ટદેવને વિધિપૂર્વક નમસ્કાર કરીને તેમના ગુણોનું સ્તવન કરીને કિધુકંધપુરમાં વાનરવંશી રાજા સૂર્યરજની રાણી ચંદ્રમાલિનીને વાલી નામનો અનેક ગુણસંપન્ન પુત્ર થયો તેનું વર્ણન કરીએ છીએ તે હે ભવ્ય ! તું સાંભળ. કેવો છે વાલી ? સદા ઉપકારી, શીલવાન, પંડિત, પ્રવીણ, ધીર, લક્ષ્મીવાન, શૂરવીર, જ્ઞાની, અનેક કળાસંયુક્ત, સમ્યગ્દષ્ટિ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ નવમું પર્વ પદ્મપુરાણ મહાબળવાન, રાજનીતિમાં પ્રવીણ, ધૈર્યવાન, દયાર્દ ચિત્તવાળો, વિદ્યાના સમૂહથી ગર્વિત, કાંતિવાન, તેજસ્વી છે. એવા પુરુષ સંસારમાં વીરલા જ હોય છે, જે સમસ્ત અઢી દ્વીપનાં જિનમંદિરોના દર્શનનો પ્રયત્ન કરે. આ જિનમંદિરો અતિ ઉત્કૃષ્ટ પ્રભાવથી મંડિત છે. વાલી ત્રણે કાળ અતિશ્રેષ્ઠ ભક્તિયુક્ત, સંશયરહિત, શ્રદ્ધાળુ, જંબુદ્વીપનાં સર્વ ચેત્યાલયોનાં દર્શન કરી આવ્યા છે. તે મહાપરાક્રમી શત્રુઓને જીતનાર, નગરના લોકોનાં નેત્રરૂપી કુમુદોને પ્રફુલ્લિત કરવા માટે ચંદ્રમા સમાન, જેને કોઈની શંકા નથી, કિધુકંધપુરમાં દેવ પેઠે રમે છે. કિધુકંધપુર મહારમણીય, નાના પ્રકારના રત્નમયી મહેલોથી મંડિત, ગજતુરંગરથાદિથી પૂર્ણ, અનેક પ્રકારના વ્યાપારથી ભરેલું, સુંદર બજારોવાળું છે. વાલીને ક્રમથી નાનો ભાઈ સુગ્રીવ હતો. તે પણ ધીરવીર, મનોજ્ઞ, રૂપવાન, નીતિમાન અને વિનયવાન છે. બન્નેય વીરો કુળનું આભૂષણ હતા. સુગ્રીવ પછી શ્રીપ્રભા નામની બહેન જન્મી. તે સાક્ષાત્ લક્ષ્મીરૂપમાં અતુલ્ય હતી. સૂર્યરજના નાના ભાઈ રક્ષરજની રાણી હરિકાંતાને નલ અને નીલ નામના પુત્ર થયા. સજ્જનોને આનંદ આપનાર, દુશ્મનોથી નિર્ભય જાણે કિધુકંધપુરની શોભા જ હતા. આ બન્ને ભાઈઓને બબ્બે મહાગુણવાન પુત્રો થયા. રાજા સૂર્યરજ પાતાના પુત્રોને યુવાન થયેલા જોઈ, મર્યાદાના પાલક જાણી, પોતે વિષયોને વિષમિશ્રિત અન્ન સમાન જાણી સંસારથી વિરક્ત થયા. રાજા સૂર્યરજ જ્ઞાની છે. તેણે વાલીને રાજ્ય આપ્યું અને સુગ્રીવને યુવરાજપદ આપ્યું અને પોતે આ ચતુર્ગતિરૂપ જગતને દુઃખથી પીડિત જોઈને વિહતમોટુ નામના મુનિના શિષ્ય થયા. ભગવાને ચારિત્રનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું ચારિત્ર તેમણે અંગીકાર કર્યું. મુનિ સૂર્યરજને શરીરમાં પણ મમત્વ નથી, જેનું અંતઃકરણ આકાશ જેવું નિર્મળ છે, સમસ્ત પરિગ્રહરહિત થઈને તેમણે પવનની જેમ પૃથ્વી પર વિહાર કર્યો, વિષયકષાયરહિત મુક્તિના તે અભિલાષી થયા. વાલીને મહાપતિવ્રતા ધ્રુવા નામની સ્ત્રી હતી. તે ગુણોના ઉદયથી સેંકડો રાણીઓમાં મુખ્ય હતી. વાનરવંશીઓના મુકુટ એવા રાજા વાલી દેવો સમાન સુખ ભોગવતા કિધુકંધપુરમાં રાજ્ય કરતા. રાવણની બહેન ચંદ્રનખા, જેનાં સર્વ ગાત્ર મનોહર હતાં, તેને રાજા મેઘપ્રભના પુત્ર ખરદૂષણે જ્યારથી જોઈ ત્યારથી તે કામબાણથી પીડિત થયો અને એનું હરણ કરવા ઇચ્છતો હતો. એક દિવસ રાજા રાવણ રાજા પ્રવરની રાણી આવલીની પુત્રી તનૂદરીને પરણવા ગયો હતો અને લંકા રાજા વિનાની હતી તેથી ચિંતારહિત થઈ તે ચંદ્રનખાને હરી ગયો. ખરદૂષણ અનેક વિધાનો ધારક, માયાચારમાં પ્રવીણ બુદ્ધિવાળો છે. જોકે કુંભકરણ અને વિભીષણ બન્ને શૂરવીર હતા, પણ છિદ્ર દેખીને માયાચારથી તે કન્યાને ઉપાડી ગયો. તેની પાછળ સેના દોડી, પણ કુંભકરણ અને વિભીષણે તેમને એમ જાણીને પાછળ જવાની મના કરી કે ખરદૂષણ પકડાવાનો તો હતો નહિ અને તેને મારવો યોગ્ય નહોતો. જ્યારે રાવણ આવ્યો અને આ વાત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નવમું પર્વ ૧૦૭ સાંભળી ત્યારે તે ખૂબ ગુસ્સે થયો અને મુસાફરીથી થાકેલો હોવા છતાં તત્કાળ ખરદૂષણ પાછળ જવા તત્પર થયો. રાવણ મહામાની હતો. તેણે એક ખગ જ લીધું અને સેનાને પણ સાથે ન લીધી. તેણે વિચાર્યું કે જે પરાક્રમી છે તેને એક ખગનો જ સહારો છે. તે વખતે મંદોદરીએ તેને હાથ જોડીને વિનંતી કરી કે “હે પ્રભો! આપ પ્રગટ લૌકિક સ્થિતિના જ્ઞાતા છો, પોતાના ઘરની કન્યા બીજાને આપવી અને બીજાની પોતે લેવી. કન્યાની ઉત્પત્તિ એવી જ છે. વળી, ખરદૂષણ ચૌદ હજાર વિદ્યાધરોનો સ્વામી છે, જે વિધાધરો યુદ્ધથી કદી પાછા ન ભાગે એવા બળવાન છે. આ ખરદૂષણને અનેક સહસ્ત્ર વિધા સિદ્ધ છે, મહા ગર્વિષ્ઠ છે, આપના જેવો શૂરવીર છે એ વાત શું આપે સાંભળી નથી ? આપની અને તેની વચ્ચે ભયાનક યુદ્ધ થાય તો પણ હારજીતનો સંદેહ રહે છે. તે કન્યાનું અપહરણ કરીને લઈ ગયો છે એટલે તે ફરી જવાથી દૂષિત બની છે. તે ખરદૂષણને મારવાથી વિધવા થશે. સૂર્યરજ મુક્તિ પામ્યા પછી ચંદ્રોદય વિધાધર પાતાળલંકામાં થાણેદાર હતો તેને કાઢી મૂકીને આ ખરદૂષણ આપની બહેન સાથે પાતાળલંકામાં રહે છે, આપનો સંબંધી છે.' ત્યારે રાવણે કહ્યું કે હે પ્રિયે ! હું યુદ્ધથી કદી પણ ડરતો નથી, પણ તારું વચન ન ઉલ્લંઘવા અને બહેનને વિધવા ન બનાવવા હું એને ક્ષમા કરે છે. તેથી મંદોદરી પ્રસન્ન થઈ. હવે કર્મના નિયોગથી ચંદ્રોદર વિધાધર મૃત્યુ પામ્યો અને તેની સ્ત્રી અનુરાધા જે ગર્ભવતી હતી તે બિચારી ભયાનક વનમાં હરણીની જેમ ભટકતી હતી. તેણે મણિકાન્ત પર્વત પર એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મ એક શિલા પર થયો. તે શિલા કોમલ પલ્લવ અને પુષ્પોના સમૂહથી સંયુક્ત હતી. અનુક્રમે બાળક મોટો થયો. આ વનવાસિની માતા ઉદાસ ચિત્તે પુત્રની આશાથી પુત્રનું પાલન કરતી. જ્યારથી આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી એનાં માતાપિતાની એના વેરીઓએ વિરાધના કરી હતી તેથી એનું નામ વિરાધિત પાડવામાં આવ્યું. આ વિરાધિત રાજ્યસંપદા વિનાનો હતો. તે જ્યાં જતો ત્યાં તેનો અનાદર થતો. જે પોતાના સ્થાનથી ભ્રષ્ટ હોય તેનું સન્માન ક્યાંથી થાય? જેમ શિર ઉપરથી ઊતરેલા કેશ આદર પામતા નથી તેમ. આ રાજપુત્ર ખરદૂષણને જીતવા સમર્થ નહોતો એટલે મનમાં ખરદૂષણનો ઉપાય વિચારતો સાવધાન રહેતો અને અનેક દેશોમાં ભ્રમણ કરતો. તે પકુલાચલ અને સુમેરુ આદિ પર્વત પર ચડતો, રમણીક વનમાં જે અતિશય સ્થાન છે, જ્યાં દેવોનું આગમન થાય છે ત્યાં એ ફરતો, સંગ્રામમાં યોદ્ધાઓ લડતા તેમનાં ચરિત્ર દેખતો, આકાશમાં દેવોની સાથે સંગ્રામ દેખતો. આ પ્રમાણે વિરાધિત કાળક્ષેપ કરતો અને લંકામાં રાવણ ઇન્દ્રની જેમ સુખેથી રહેતો. પછી સૂર્યરજનો પુત્ર વાલી રાવણનીય આજ્ઞાથી વિમુખ થયો. વાલી અદભુત કર્મ કરનારી મહાવિદ્યાથી મંડિત છે તેથી રાવણે વાલી પાસે એક દૂત મોકલ્યો. તે દૂત મહાબુદ્ધિમાન હતો. તે કિધુકંધપુર જઈને વાલીને કહેવા લાગ્યો “હે વાનરાધીશ! દશમુખે તમને આજ્ઞા કરી છે તે સાંભળો. દશમુખ મહાબલી, મહાતેજસ્વી, મહાઉદયવાન, પ્રચંડને દંડ દેનાર, જેના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ નવમું પર્વ પદ્મપુરાણ સમાન ભરતક્ષેત્રમાં બીજો કોઈ નથી એવા તેણે આજ્ઞા કરી છે કે તમારા પિતા સૂર્યરજને મેં રાજા યમને કાઢીને કિધુકંધપુરમાં સ્થાપ્યા અને તમે અમારા સદાના મિત્ર છો, પરંતુ હવે તમે ઉપકાર ભૂલીને અમારાથી વિરુદ્ધ રહો છો તે યોગ્ય નથી. હું તમારા પિતાથી પણ અધિક પ્રેમ તમને આપીશ. તમે શીધ્ર જ અમારી પાસે આવો, અમને પ્રણામ કરો અને તમારી બહેન શ્રીપ્રભાને અમારી સાથે પરણાવો. અમારી સાથે સંબંધ રાખવાથી તમને સર્વ પ્રકારે સુખ થશે.' દૂતે કહ્યું કે રાવણની આવી આજ્ઞા પ્રમાણ કરો. વાલીના મનમાં બીજી વાતોનો તો સ્વીકાર થયો, પણ એક પ્રણામની વાત સ્વીકારાઈ નહિ; કેમ કે તેની એ પ્રતિજ્ઞા હતી કે તે દેવગુરુશાસ્ત્ર સિવાય બીજા કોઈને પ્રણામ નહિ કરે. ત્યારે દૂતે ફરી કહ્યું કે હું કપિધ્વજ ! અધિક કહેવાથી શું લાભ? મારું વચન તમે માનો. થોડી લક્ષ્મી મળવાથી ગર્વ ન કરો. કાં તો બન્ને હાથ જોડીને પ્રણામ કરો અને કાં આયુધ પકડો. કાં તો સેવક બનીને સ્વામી ઉપર ચામર ઢોળો અને કાં ભાગીને દશે દિશામાં ભટક્યા કરો. કાં મસ્તક નમાવો અથવા ખેંચીને ધનુષ્ય નમાવો. કાં રાવણની આજ્ઞાને કર્ણનું આભૂષણ બનાવો અથવા તો ધનુષ્યની દોરી ખેંચીને કાન પાસે લાવો. રાવણે આજ્ઞા કરી છે કે કાં તો મારાં ચરણની રજ તમારા માથે ચડાવો અથવા રણસંગ્રામમાં શિર પર ટોપ ધારણ કરો. કાં બાણ છોડો કાં ધરતી છોડો. કાં હાથમાં પ્રતિહારીનો દંડ લઈને સેવા કરો અથવા હાથમાં બરછી પકડો. કાં તો હાથ જોડો અથવા સેના એકઠી કરો. કાં તો મારાં ચરણોના નખમાં મુખ દેખો અથવા ખગરૂપ દર્પણમાં મુખ દેખો. રાવણના દૂતે આવા કઠોર વચન કહ્યાં ત્યારે વાલીના વ્યાધ્રુવિલંબી નામના સુભટે કહ્યું, હે કુદૂત! નીચ પુરુષ! તું આવાં અવિવેકી વચનો બોલે છે તો તે ખોટા ગ્રહથી ખરડાયેલો છે, આખી પૃથ્વી પર જેનું પરાક્રમ અને ગુણ પ્રસિદ્ધ છે એવા વાલીની વાત તારા કુરાક્ષસે સાંભળી નથી લાગતી. આમ કહીને સુભટે ક્રોધથી દૂતને મારવા ખગ્ન હાથમાં લીધું ત્યારે વાલીએ તેને રોક્યો કે આ બિચારાને મારવાથી શું ફાયદો? એ તો પોતાના સ્વામીના સમજાવેલાં વચનો બોલે છે અને રાવણ આવાં વચનો કહેવરાવે છે તેથી તેનું જ આયુષ્ય અલ્પ છે. પછી દૂત ડરીને જલદી રાવણ પાસે આવ્યો, રાવણને બધી હકીકત કહી એટલે રાવણ ખૂબ ગુસ્સે થયો. દુસ્સહુ તેજવાન રાવણે બખ્તર પહેરીને મોટી સેના સહિત શીધ્ર કૂચ કરી. રાવણનું શરીર તેજોમય પરમાણુઓથી રચાયું છે. રાવણ કિધુકંધપુર આવ્યો. ત્યારે વાલી પણ સંગ્રામ માટે બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે વખતે મહાબુદ્ધિમાન, નીતિવાન સાગર, વૃદ્ધજનો, મંત્રી વગેરેએ તેને શાંત પાડીને કહ્યું કે હું દેવ ? નિષ્કારણ યુદ્ધ કરવાથી શું લાભ? ક્ષમા કરો. અગાઉ અનેક યોદ્ધા માન કરીને નાશ પામ્યા છે. અચંદ્ર વિધાધર, કીર્તિના હાથનો આધાર, જેને દેવની સહાય હતી તો પણ મેઘેશ્વર જયકુમારનાં બાણોથી ક્ષય પામ્યા હતા. રાવણ પાસે મોટી સેના છે, જેની સામે કોઈ જોઈ શકે નહિ, અનેક આયુધોથી સહિત છે, માટે આપ સદેહની તુલારૂપ સંગ્રામ માગે ન ચડો. વાલીએ કહ્યું કે હે મંત્રી, પોતાની પ્રશંસા કરવી યોગ્ય નથી તો પણ હું તમને સાચું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નવમું પર્વ ૧૦૯ કહું છું કે આ રાવણને તેની સેના સાથે એક ક્ષણમાત્રમાં ડાબા હાથની હથેળીથી ચૂરો કરી નાખવાને સમર્થ છું. પરંતુ આ ભોગ ક્ષણભંગુર છે, એના માટે નિર્દય કર્મ કોણ કરે ? જ્યારે ક્રોધરૂપ અગ્નિથી મન પ્રજ્વલિત થાય ત્યારે નિર્દય કર્મ થાય છે. આ જગતના ભોગ કેળના થડ જેવા અસાર છે તે મેળવીને આ જીવ મોહથી નરકમાં પડે છે. નરક મહાદુ:ખોથી ભરેલું છે. સર્વ જીવોને જીવન પ્રિય છે અને જીવોના સમૂહને હણીને ઇન્દ્રિયના ભોગથી સુખ પામીએ છીએ. તેમાં ગુણ ક્યાં છે? ઇન્દ્રિયસુખ સાક્ષાત્ દુઃખ જ છે. આ પ્રાણી સંસારરૂપી મહાકૂપમાં રેંટમાં ઘડા સમાન ભરાય છે ને ખાલી થાય છે. કેવા છે આ જીવ ? વિકલ્પજાળથી અત્યંત દુ:ખી છે. શ્રી જિનેન્દ્રદેવનાં ચરણકમળ સંસારથી તારવાનું કારણ છે. તેમને નમસ્કાર કર્યા પછી હું બીજાને નમસ્કાર કેવી રીતે કરું? મેં પહેલાંથી એવી પ્રતિજ્ઞા કરી છે કે દેવગુરુશાસ્ત્ર સિવાય બીજાને પ્રણામ નહિ કરું તેથી હું મારી પ્રતિજ્ઞા પણ નહિ તોડું અને યુદ્ધમાં અનેક પ્રાણીઓનો નાશ પણ નહિ કરું. હું મુક્તિ આપનાર સર્વસંગરહિત દિગંબરી દીક્ષા ધારણ કરીશ. મારા જે હાથ શ્રી જિનરાજની પૂજામાં પ્રવર્ત્ય, દાનમાં પ્રવર્ત્ય અને પૃથ્વીનું રક્ષણ કરવામાં પ્રવર્ત્યા; તે મારા હાથ કેવી રીતે બીજા કોઈને પ્રણામ કરે? અને જે હાથ જોડીને બીજાનો કિંકર થાય, તેનું ઐશ્વર્ય શું? અને જીવન શું? તે તો દીન છે. આમ કહીને તેણે સુગ્રીવને બોલાવીને કહ્યું કે હું બાળક! સાંભળ! તું રાવણને નમસ્કાર કર અથવા ન કર. આપણી બહેન તેને આપ અથવા ન આપ, મારે કોઈ પ્રયોજન નથી. હું સંસારના માર્ગથી નિવૃત્ત થયો છું, તને રુચે તે કર. આમ કરીને સુગ્રીવને રાજ્ય આપીને તેણે ગુણોથી ગરિષ્ટ એવા શ્રી ગગનચંદ્ર મુનિ પાસે પારમેશ્વરી દીક્ષા ગ્રહણ કરી. જેણે પોતાનું ચિત્ત ૫રમાર્થમાં લગાડયું છે એવા તે વાલી ૫૨મઋષિ બનીને એક ચિત્તૂપભાવમાં રત થયા. જેમનું સમ્યગ્દર્શન નિર્મળ છે, જે સમ્યજ્ઞાન સહિત છે તે સમ્યક્ચારિત્રમાં તત્પર બાર અનુપ્રેક્ષાઓનો નિરંતર વિચાર કરવા લાગ્યા. આત્માનુભવમાં મગ્ન, મોહજાળરહિત, સ્વગુણરૂપી ભૂમિ ૫૨ તે વિહરવા લાગ્યા. નિર્મળ આચારવાન મુનિઓ દ્વારા તે ગુણભૂમિ સેવનીય છે. વાલી મુનિ પિતાની પેઠે સર્વ જીવો ૫૨ દયાળુ બની બાહ્યાભ્યતર તપથી કર્મથી નિર્જરા કરવા લાગ્યા. તે શાંત બુદ્ધિવાળા તપોનિધિ મહાઋદ્ધિ પામ્યા. ઊંચા ઊંચા ગુણસ્થાનરૂપી પગથિયાં ચડવાનો ઉદ્યમ કરવા લાગ્યા. જેમણે અંતરંગ મિથ્યાભાવરૂપી ગાંઠ ભેદી નાખી છે, જે બાહ્યાભ્યતર પરિગ્રહરહિત જિનસૂત્ર દ્વારા કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય બધું જાણતા હતા, સંવર દ્વારા કર્મોના સમૂહને તે ખપાવતા હતા, પ્રાણની રક્ષા જેટલો જ આહાર લઈને જે ધર્મને માટે પ્રાણ ટકાવતા હતા અને મોક્ષને માટે ધર્મનું ઉપાર્જન કરતા હતા. ભવ્ય જીવોને આનંદ આપનાર ઉત્તમ આચરણવાળા વાલી મુનિ મુનિઓની ઉપમાને યોગ્ય થયા અને સુગ્રીવે રાવણને પોતાની બહેન પરણાવી, રાવણની આજ્ઞા સ્વીકારી હિકંધપુરનું રાજ્ય કર્યું. પૃથ્વી ૫૨ જે જે વિદ્યાધરોની કન્યા રૂપવતી હતી તે બધીને રાવણ પોતાના પરાક્રમથી પરણ્યો. તે નિત્યાલોકનગરના રાજા નિત્યાલોક અને રાણી શ્રીદેવીની પુત્રી રત્નાવલીને પરણીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ નવમું પર્વ પદ્મપુરાણ લંકા પાછા ફરતાં કૈલાસ પર્વત ઉપર આવ્યો. ત્યાંનાં જિનમંદિરોના પ્રભાવથી અને વાલી મુનિના પ્રભાવથી તેનું પુષ્પક વિમાન આગળ ન ચાલી શક્યું. તે મનના વેગ જેવું ચંચળ હતું, પણ સુમેરુના તટ પાસે આવતાં વાયુમંડળ થંભી જાય તેમ વિમાન થંભી ગયું. તેના ઘંટારવ અટકી ગયા. તે વખતે રાવણે વિમાનને અટકેલું જોઈ મારીચ મંત્રીને પૂછ્યું કે આ વિમાન શા કારણે અટકી ગયું? બધી બાબતોમાં પ્રવીણ મારીચે ત્યારે કહ્યું કે હૈ દેવ! સાંભળો, આ કૈલાસ પર્વત છે. અહીં કોઈ મુનિ કાયોત્સર્ગ કરીને રહે છે, શિલા ઉપર રત્નના સ્તંભ સમાન સૂર્યની સન્મુખ ગ્રીષ્મઋતુમાં આતાપન યોગ કરે છે, પોતાના તેજથી સૂર્યનું તેજ ઝાંખું પાડતા બિરાજે છે. એ મહામુનિ ધીરવીર છે, ઘોર તપ કરે છે, શીઘ્રમુક્તિ પ્રાપ્ત કરવા ચાહે છે. તેથી નીચે તરીને તેમના દર્શન કરીને આગળ ચાલો તથા વિમાનને પાછું ફેરવી કૈલાસ છોડીને બીજે માર્ગે લઈને ચાલો. જો કદાચ હઠ કરીને કૈલાસના માર્ગે ઉ૫૨ થઈને જશો તે વિમાનના ટુકડે ટુકડા થઈ જશે. મારીચનાં વચનો સાંભળીને રાજા યમનો વિજેતા રાવણ પોતાના પરાક્રમથી ગર્વિત થઈ કૈલાસ પર્વતને દેખવા લાગ્યો. કેવો છે પર્વત? જાણે કે વ્યાકરણ જ છે; કેમ કે વિવિધ પ્રકારની ધાતુઓથી ભરેલો છે. અને સહસ્ત્રગુણયુક્ત નાના પ્રકારના સુવર્ણની રચનાથી રમણીય પદપંક્તિયુક્ત નાના પ્રકારના સ્વરોથી પૂર્ણ છે. વળી, તે પર્વત ઊંચાં અને તીખાં શિખરોના સમૂહથી શોભાયમાન છે, આકાશને અડે છે, પ્રગટ થતા, ઊછળતાં ઝરણાંથી પ્રગટ હસે છે, કમળ આદિ અનેક પુષ્પોની સુગંધરૂપ સુરાથી મત્ત ભમરાઓના ગુંજારવથી અતિસુંદર છે, નાના પ્રકારનાં વૃક્ષોથી મંડિત છે, મોટાં મોટાં શાલનાં વૃક્ષોથી મંડિત છે, છયે ઋતુઓનાં ફળફૂલ શોભે છે, અનેક જાતિના જીવ ત્યાં વિચરે છે. ત્યાં એવાં ઔષધો છે કે જેની વાસથી સર્પોના સમૂહ દૂર રહે છે તે પર્વત સદા નવયૌવન જ ધારણ કરે છે. તે પર્વત જાણે કે પૂર્વપુરુષ સમાન છે. વિસ્તીર્ણ શિલાઓ તેનું હૃદય છે, શાલવૃક્ષો તેની મહાભુજા છે, ગંભીર ગુફા તે વદન છે. તે પર્વત શરદ ઋતુના મેધ સમાન નિર્મળ તટથી જાણે દૂધ સમાન પોતાની કાંતિથી દશે દિશાઓને નવડાવે છે. કેટલીક ગુફાઓમાં સૂતેલા સિંહથી તે ભયાનક છે, ક્યાંક સૂતેલા અજગરના શ્વાસથી વૃક્ષો લે છે, ક્યાંક ક્રીડા કરતાં હરણોથી શોભે છે, ક્યાંક હાથીના સમૂહથી મંડિત છે, ક્યાંક ફૂલના સમૂહથી જાણે તેનો રોમાંચ થઈ રહ્યો છે, કયાંક કમળોથી શોભિત સરોવરો છે, કયાંક વાનરોનો સમૂહ વૃક્ષોની શાખાઓ ઉપર કેલિ કરે છે, ક્યાંક ચંદનાદિ સુગંધી વૃક્ષોથી સુગંધિત થઈ રહ્યો છે આવો કૈલાસ પર્વત જોઈ રાવણ વિમાનમાંથી નીચે ઉતર્યો. ત્યાં તેણે ધ્યાનરૂપી સમુદ્રમાં મગ્ન, પોતાના શરીરના તેજથી દશે દિશાઓને પ્રકાશિત કરતા મહામુનિ વાલીને જોયા. દિગ્ગજોની સૂંઢ સમાન બન્ને ભુજા લંબાવીને કાયોત્સર્ગમાં ઊભેલા, જેમના શરીર પર સર્પ વીંટળાઈ વળ્યા છે, જાણે કે તે ચંદનવૃક્ષ જ ન હોય! આતાપન શિલા પર ઊભેલા તે પ્રાણીઓને પાષાણસ્તંભ જ લાગે છે. રાવણ વાલી મુનિને જોઈ, પૂર્વના વેરનો વિચાર કરી ક્રોધરૂપી અગ્નિથી પ્રજ્વલિત થયો. ભ્રકુટિ ચડાવી, હોઠ કરડતાં તેણે મુનિને કઠોર શબ્દ કહ્યા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નવમું પર્વ ૧૧૧ “અહો, આ તે તારું કેવું તપ કે હજી પણ અભિમાન ન છૂટયું અને મારા ચાલતા વિમાનને રોક્યું? ક્યાં ઉત્તમ ક્ષમારૂપ વીતરાગનો ધર્મ અને ક્યાં પાપરૂપ ક્રોધ? તું નકામી મહેનત કરે છે, તું અમૃત અને વિષને એક કરવા ઈચ્છે છે માટે હું તારો ગર્વ દૂર કરીશ. તારા સહિત કૈલાસ પર્વતને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દઈશ.” આવાં કઠોર વચન બોલીને રાવણે વિકરાળ રૂપ કર્યું. તેણે જે વિદ્યાઓ સાધી હતી તેની અધિષ્ઠાતા દેવી ચિંતવનમાત્રમાં હાજર થઈ. તે વિદ્યાના બળથી રાવણે મહાન રૂપ બનાવ્યું. તે ધરતીને ભેદીને પાતાળમાં પેઠો. મહાપાપમાં ઉદ્યમી, પ્રચંડ ક્રોધથી લાલ નેત્ર કરી, મુખેથી હુંકાર કરી, ભુજાઓ વડે કૈલાસ પર્વત ઉખાડવાનો પ્રયત્ન કર્યો. તે વખતે સિંહ, હસ્તિ, સર્પ, હરણ અને અનેક જાતિના પક્ષી ભયથી કોલાહુલ કરવા લાગ્યા, પાણીના ઝરા તૂટી થયા અને પાણી પડવા લાગ્યું, વૃક્ષો તૂટી પડ્યાં, પર્વતની શિલા અને પાષાણ પડવા લાગ્યા. તેના વિકરાળ અવાજથી દશે દિશાઓમાંથી કૈલાસ પર્વત હલવા લાગ્યો, જે દેવ ત્યાં કીડા કરતા હતા તે આશ્ચર્ય પામ્યા, દશે દિશાઓમાં જોવા લાગ્યા, જે અપ્સરાઓ લતાઓના મંડપમાં કેલિ કરતી હતી તે લતા છોડીને આકાશમાં ગમન કરવા લાગી. ભગવાન વાલીએ આ રાવણનું કર્તવ્ય જાણીને પોતે કાંઈ ખેદ ન પામ્યા, જેમ નિશ્ચળપણે ઊભા હતા તેમ ને તેમ રહ્યા. મનમાં એવો વિચાર કર્યો કે આ પર્વત પર ભગવાનનાં અતિઉત્તુંગ, રત્નમયી ચેત્યાલયો ભરત ચક્રવર્તીનાં બનાવડાવેલા છે, જ્યાં સુર, અસુર, વિધાધરો નિરંતર પૂજા-ભક્તિ કરવા આવે છે તેમાં તિરાડ ન પડે અને અહીં અનેક જીવ વિચરે છે તેને બાધા ન પહોંચે એવા વિચારથી પોતાના પગનો અંગૂઠો ધીમેથી દબાવ્યો. આથી રાવણ મહાભારથી આક્રાંત થઈ દબાઈ ગયો. અનેક રૂપ બનાવ્યાં હતાં તે તૂટી ગયાં, દુઃખ અને વ્યાકુળતાથી આંખોમાંથી લોહી ટપકવા માંડયું, મુગટ તૂટી ગયો, માથું ભીંજાઈ ગયું, પર્વત બેસી ગયો અને રાવણના ગોઠણ છોલાઈ ગયા, જાંઘ પણ છોલાઈ ગઈ, તત્કાળ પરસેવાથી રેબઝેબ થઈ ગયો, ધરતી પરસેવાથી ભીની થઈ ગઈ, રાવણનાં ગાત્ર સંકોચાઈ ગયાં, કાચબા જેવા થઈ ગયા ત્યારે રોવા લાગ્યો. તે જ કારણે પૃથ્વી ઉપર રાવણ કહેવાયો. અત્યાર સુધી તે દશાનન કહેવાતો હતો. એના અત્યંત દીન શબ્દ સાંભળીને તેની રાણી અત્યંત વિલાપ કરવા લાગી અને મંત્રી, સેનાપતિ સહિત સર્વ સુભટ પહેલાં તો ભ્રમથી વૃથા યુદ્ધ કરવા તૈયાર થયા. પછી આ મુનિનો અતિશય જોઈને સર્વ આયુધ નીચે મૂકી દીધાં, મુનિના કાયબળઋદ્ધિના પ્રભાવથી દેવદુંદુભિ વાગવા લાગ્યાં અને કલ્પવૃક્ષોનાં ફૂલોની વૃષ્ટિ થઈ, આકાશમાં દેવદેવી નૃત્ય કરવા લાગ્યાં, ગીતની ધ્વનિ થવા લાગ્યો. પછી મહામુનિએ દયા કરીને અંગૂઠો ઢીલો કર્યો. રાવણે પર્વત નીચેથી નીકળીને, વાલી મુનિની સમીપ આવી નમસ્કાર કરી ક્ષમા માગી, જેણે તપનું બળ જાણ્યું હતું એવો તે યોગીશ્વરની વારંવાર સ્તુતિ કરવા લાગ્યો. હું નાથ ! આપે ઘરમાંથી જ એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું જિનેન્દ્ર, મુનીન્દ્ર અને જિનશાસન સિવાય બીજા કોઈને પણ પ્રણામ નહિ કરું. એ બધું આપના સામર્થ્યનું ફળ છે. અહો, ધન્ય છે આપનો નિશ્ચય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ નવમું પર્વ પદ્મપુરાણ અને ધન્ય છે આ તપનું બળ ! હે ભગવાન! આપ યોગશક્તિથી ત્રણ લોકને અન્યથા કરવા સમર્થ છો, ઉત્તમ ક્ષમાધર્મના યોગથી સર્વ પ્રત્યે દયાળુ છો, કોઈના ઉપર આપને ક્રોધ નથી. હે પ્રભો! જેવું તપથી પૂર્ણથી મુનિને વિના પ્રયત્ન સામર્થ્ય પ્રગટે છે તેવું ઇન્દ્રાદિકને પણ હોતું નથી. ધન્ય છે આપના ગુણ, ધન્ય છે આપનું રૂપ, ધન્ય આપની કાંતિ, ધન્ય આપનું આશ્ચર્યકારી બળ, અદ્દભુત શીલ, અભુત તપ, ત્રણ લોકમાં જે અદ્ભુત પરમાણુ છે તેનાથી સુકૃતનો આધાર આપનું શરીર બન્યું છે. જન્મથી જ મહાબળવાન, સર્વ સામર્થ્યના ધારક આપે નવયૌવનમાં જ જગતની માયા છોડીને પરમશાંતસ્વરૂપ અરહંતની દીક્ષા ગ્રહણ કરી છે એવું અદભુત કાર્ય આપના જેવા સપુરુષોથી જ બને છે. મેં પાપીએ આપના જેવા પુરુષોનો અવિનય કર્યો અને મહાપાપનો બંધ કર્યો છે. ધિક્કાર છે મારા મન, વચન, કાયાને! હું પાપી મુનિદ્રોહમાં પ્રવર્યો, જિનમંદિરનો અવિનય ર્યો. આપના જેવા પુરુષરત્ન અને મારા જેવા દુર્બુદ્ધિ વચ્ચે સુમેરુ અને સરસવના દાણા જેટલું અંતર છે, મને મરતાને આજે આપે પ્રાણ આપ્યા છે, આપ દયાળુ છો, અમારા જેવા દુષ્ટ દુર્જન ઉપર પણ ક્ષમા રાખો છો. આ પ્રમાણે બીજું ઘણું કહ્યું. હું જિનવાણીનું શ્રવણ કરું છું, જાણું છું, દેખું છું કે આ સંસાર અસાર છે, અસ્થિર છે, દુઃખસ્વભાવ છે, તો પણ હું પાપી વિષયોથી વિરક્ત થયો નહિ. ધન્ય છે તે પુણ્યવાન મહાપુરુષો, જે અલ્પ સંસારી છે, મોક્ષના પાત્ર છે, જે તરુણ અવસ્થામાં વિષયોને છોડી મુનિવ્રતને આચરે છે. આ પ્રમાણે મુનિની સ્તુતિ કરી, ત્રણ પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી, પોતાની નિંદા કરી, બહુ જ લજ્જિત થઈ મુનિની સમીપે જે જિનમંદિરો હતાં તેમાં વંદના અર્થે પ્રવેશ્યો. ચંદ્રહાસ ખગને નીચે મૂકી પોતાની રાણીઓ સાથે જિનવરનું પૂજન કરવા લાગ્યો, ભુજામાંથી નસરૂપ તાંતા કાઢીને વીણાની જેમ વગાડવા લાગ્યો, ભક્તિમાં પૂર્ણ ભાવ રાખીને, સ્તુતિ કરી, જિનેન્દ્રના ગુણાનુવાદ ગાવા લાગ્યો. હું દેવાધિદેવ! લોકાલોકના જોનાર આપને નમસ્કાર હો. આપનું તેજ લોકને ઓળંગી જાય છે. હે કૃતાર્થ મહાત્મા! નમસ્કાર. ત્રણે લોકે આપની પૂજા કરી છે. જેમણે મોહના વેગનો નાશ કર્યો છે, આપ વચનથી અગોચર છો, ગુણોના સમૂહુના ધારક છો, મહાઐશ્વર્યથી મંડિત છો, મોક્ષમાર્ગના ઉપદેશક છો, સુખની ઉત્કૃષ્ટતામાં પૂર્ણ છો, સમસ્ત કુમાર્ગથી દૂર છો, જીવોને મુક્તિનું કારણ છો, મહાકલ્યાણનું મૂળ છો, સર્વ કર્મના સાક્ષી છો, ધ્યાન વડે આપે પાપની ભસ્મ કરી નાખી છે, જન્મમરણ દૂર કરનાર છો, આપના ગુરુ કોઈ નથી, આપ સર્વના ગુરુ છો, આપ કોઈને નમતા નથી, સર્વ વડે આપ નમસ્કાર યોગ્ય છો, આદિઅંતરહિત, સર્વ રાગાદિક ઉપાધિથી શૂન્ય છો, સર્વના ઉપદેશક છો, દ્રવ્યાર્થિકનયથી સર્વનિત્ય છે અને પર્યાયાર્થિકનયથી સર્વ અનિત્ય છે એવું કથન કરનાર છો, કોઈ એક નયથી દ્રવ્યગુણ જુદા છે અને કોઈ એક નયથી દ્રવ્યગુણ અભેદ છે. આવું અનેકાન્ત બતાવનાર જિનેશ્વર છો, સર્વરૂપ, એકરૂપ, ચિદ્રુપ, અરૂપ જીવોને મુક્તિ આપનાર એવા આપને અમારા વારંવાર નમસ્કાર હો. શ્રી ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નવમું પર્વ ૧૧૩ શીતલ, શ્રેયાંસ અને વાસુપૂજ્યને વારંવાર નમસ્કાર હો. જેમણે આત્મપ્રકાશ પ્રાપ્ત કર્યો છે એવા વિમળ, અનંત, ધર્મ, શાંતિને નમસ્કાર હો, નિરંતર સુખોનું મૂળ અને સર્વને શાંતિ કરનાર કુંથુ જિનેન્દ્રને, અરનાથને, મલ્લિનાથને, મુનિ સુવ્રતનાથને નમસ્કાર હો. જે મહાવ્રતોના આપનાર અને જે હવે થવાના છે તે નિમિ, નેમ, પાર્થ અને વર્ધમાન જિનેન્દ્રને નમસ્કાર હો. જે પદ્મનાભાદિક અનાગત થશે તેમને નમસ્કાર અને જે નિર્વાણાદિક અતીત જિન થયા તેમને નમસ્કાર હો, સદા સર્વદા સાધુઓને નમસ્કાર હો, સર્વ સિદ્ધોને નિરંતર નમસ્કાર હો. કેવા છે સિદ્ધ ? કેવળજ્ઞાનરૂપ, કેવળદર્શનરૂપ, ક્ષાયિક સમ્યકત્વરૂપ ઇત્યાદિ અનંત ગુણરૂપ છે. લંકાના સ્વામીએ આ પવિત્ર સ્તુતિ કરી. રાવણ દ્વારા જિનેન્દ્રદેવની મહાસ્તુતિ કરવામાં આવી તેથી ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. તેમણે અવધિજ્ઞાનથી રાવણનું વૃત્તાંત જાણ્યું અને હર્ષથી તેમનાં નેત્ર ખીલી ઊઠયાં. સુંદર મુખ, દેદીપ્યમાન મણિઓથી તેમણે અંધકારને દૂર કર્યો અને તે નાગપતિ પાતાલમાંથી શીઘ્ર કૈલાસ પર્વત પર આવ્યા. જિનેન્દ્રને નમસ્કાર કરી, વિધિપૂર્વક, સમસ્ત મનોજ્ઞ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરી રાવણને કહેવા લાગ્યાઃ “હે ભવ્ય ! તેં ભગવાનની ખૂબ સ્તુતિ કરી અને જિનભક્તિનાં સુંદર ગીત ગાયાં તેથી અમને ઘણો આનંદ થયો છે. હે રાક્ષસેશ્વર! ધન્ય છે તું, જેણે જિનરાજની સ્તુતિ કરી તારા ભાવથી અત્યારે અમારું આગમન થયું છે. હું તારા પર સંતુષ્ટ થયો છું. તું વર માગ. જે મનવાંછિત વસ્તુ તું માગીશ તે હું આપીશ. જે વસ્તુ મનુષ્યોને દુર્લભ છે તે હું તને આપીશ.” ત્યારે રાવણે કહ્યું કે હે નાગરાજ! જિનવંદના જેવી બીજી કોઈ શુભ વસ્તુ છે, જે હું આપની પાસે માગું. આપ સર્વ વાતમાં સમર્થ મનવાંછિત આપવા લાયક છો. ત્યારે નાગપતિ બોલ્યા. હું રાવણ ! જિનેન્દ્રની વંદના સમાન બીજું કલ્યાણ નથી. આરાધવામાં આવેલી આ જિનભક્તિ મુક્તિનાં સુખ આપે છે. માટે આના જેવો બીજો કોઈ પદાર્થ થયો નથી અને થશે પણ નહિ. ત્યારે રાવણે કહ્યું કે હે મહામતે! જો એનાથી અધિક બીજી વસ્તુ ન હોય તો હું શું માગું? નાગપતિએ જવાબ આપ્યો કે તે જે કહ્યું તે બધું સત્ય છે, જિનભક્તિથી બધું જ સિદ્ધ થાય છે, એને કાંઈ દુર્લભ નથી, તારા જેવાં, મારા જેવાં અને ઇન્દ્ર જેવાં અનેક પદ જિનભક્તિથી જ મળે છે અને આ સંસારનાં સુખ તો અલ્પ છે, વિનાશી છે એની શી વાત? મોક્ષના જે અવિનાશી અને અતીન્દ્રિય સુખ છે તે પણ જિનભક્તિથી પ્રાપ્ત થાય છે. હે રાવણ ! તું જોકે અત્યંત ત્યાગી છો, વિનયવાન, બળવાન, ઐશ્વર્યવાન અને ગુણથી શોભિત છો, તો પણ મારું દર્શન તને વૃથા ન થાય. હું તને વિનંતી કરું છું કે તું કાંઈક માગ. તું યાચક નથી એ હું જાણું છું, પરંતુ હું અમોઘ વિજય નામની શક્તિવિધા તને આપે છે તે હું લંકેશ ! તું કે, અમારો સ્નેહ તોડ નહિ. હું કોઈની દશા સદા એકસરખી રહેતી નથી. સંપત્તિ પછી વિપત્તિ અને વિપત્તિ પછી સંપત્તિ થાય છે. તારું મનુષ્યનું શરીર છે અને કદાચ તારા ઉપર વિપત્તિ આવી પડે તો આ શક્તિ તારા શત્રુનો નાશ અને તારું રક્ષણ કરશે. મનુષ્યોની શી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ દસમું પર્વ પદ્મપુરાણ વાત, આનાથી દેવ પણ ડરે છે. આ શક્તિ અગ્નિજ્વાળાથી મંડિત વિસ્તીર્ણ શક્તિની ધારક છે આથી રાવણે ધરણેન્દ્રની આજ્ઞા લોપવા અસમર્થ હોવાથી શક્તિનું ગ્રહણ કર્યું, કેમ કે કોઈની પાસેથી કાંઈ લેવું તે અત્યંત લઘુતા છે એટલે આ વાતથી રાવણ પ્રસન્ન ન થયો. રાવણ અતિ ઉદારચિત્ત છે. રાવણે હાથ જોડીને ધરણેન્દ્રને નમસ્કાર કર્યા. ધરણેન્દ્ર પોતે પોતાના સ્થાનકે ગયા. રાવણે એક માસ કૈલાસ પર રહી ભગવાનનાં ચૈત્યાલયોની મહાભક્તિથી પૂજા કરી, વાલી મુનિની સ્તુતિ કરી અને પછી પોતાના સ્થાનકે ગયો. વાલી મુનિએ મનનો ક્ષોભથી જે કાંઈક પાપકર્મ ઉપામ્યું હતું તેનું ગુરુઓની પાસે જઈ પ્રાયશ્ચિત્ત લીધું. શલ્ય દૂર કરીને પરમ સુખી થયા. જેમ વિષ્ણુકુમાર મુનિએ મુનિઓની રક્ષા નિમિત્તે બલીનો પરાભવ કર્યો હતો અને ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત લઈને પરમ સુખી થયા હતા તેમ વાલી મુનિએ ચૈત્યાલયોની અને અનેક જીવોની રક્ષા નિમિત્તે રાવણનો પરાભવ કર્યો, કૈલાસ થંભાવ્યો, પછી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈને શલ્ય મટાડી પરમ સુખી થયા. ચારિત્રથી, ગતિથી, ધર્મથી, અનુપ્રેક્ષાથી, સમિતિથી, પરીષહું સહન કરવાથી મહાસંવર પામી, કર્મોની નિર્જરા કરી, વાલી મુનિ કેવળજ્ઞાન પામ્યા અને આઠ કર્મથી રહિત થઈ લોકના શિખરે અવિનાશી સ્થાનમાં અવિનાશી સુખ પામ્યા. રાવણે મનમાં વિચાર્યું કે જે ઇન્દ્રિયોને જીતે તેને જીતવા હું સમર્થ નથી. તેથી રાજાઓએ સાધુઓની સેવા જ કરવી યોગ્ય છે. આમ જાણીને તે સાધુઓની સેવામાં તત્પર થયો. સમ્યગ્દર્શનથી મંડિત, જિનેશ્વરમાં દઢ ભક્તિવાળો તે કામભોગમાં અતૃત યથેષ્ટ સુખથી રહેવા લાગ્યો. આ વાલીનું ચરિત્ર પુણાધિકારી, ભાવમાં તત્પર બુદ્ધિવાળો જે જીવ સારી રીતે સાંભળે તે કદી પણ અપમાન ન પામે અને તેને સૂર્ય સમાન પ્રતાપ પ્રાપ્ત થાય. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં વાલી મુનિનું નિરૂપણ કરનાર નવમું પર્વ પૂર્ણ થયું. * * * દસમું પર્વ રાજા સુગ્રીવ અને રાણી સુતારાનું વૃત્તાંત પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે શ્રેણિક! આ વાલીના વૃત્તાંત પછી સુગ્રીવ અને સુતારા રાણીનું વૃત્તાંત હું તને કહું છું તે સાંભળ. જ્યોતિપુર નામના નગરના રાજા અગ્નિશિખની પુત્રી સુતારા સંપૂર્ણ સ્ત્રીગુણોથી પૂર્ણ, પૃથ્વી પર રૂપગુણની શોભાથી પ્રસિદ્ધ, જાણે કમળવાસ છોડીને સાક્ષાત્ લક્ષ્મી જ આવી હોય તેવી હતી. એક દિવસે રાજા ચકાંકની રાણી અનુમતિનો મહાદુર સાહસગતિ નામનો પુત્ર યથેચ્છ ભ્રમણ કરતો હતો તેણે સુતારાને જોઈ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ દસમું પર્વ ૧૧૫ તેને જોઈને તે કામશલ્યથી અત્યંત દુઃખી થયો, નિરંતર મનમાં સુતારાનો વિચાર કરવા લાગ્યો. ઉન્મત્ત દશાવાળા તેણે દૂત મોકલીને સુતારાની યાચના કરી અને સુગ્રીવે પણ અનેક વાર યાચના કરી. આથી સુતારાના પિતા રાજા અગ્નિવેશ દ્વિધામાં પડી ગયા કે કન્યા કોને આપવી. તેમણે એક મહાજ્ઞાની મુનિને પૂછયું. મુનિએ કહ્યું કે સાહસગતિનું આયુષ્ય અલ્પ છે અને સુગ્રીવનું આયુષ્ય દીર્ઘ છે. પછી રાજા અગ્નિશિખે મુનિનાં અમૃતસમાન વચનો સાંભળીને સુગ્રીવને દીર્ઘ આયુષ્યવાળો જાણીને પોતાની પુત્રી સુગ્રીવ સાથે પરણાવી. સુગ્રીવનું પુણ્ય વિશેષ હતું તેથી તેને સુતારાની પ્રાપ્તિ થઈ. સુગ્રીવ અને સુતારાને અંગ અને અંગદ નામના બે પુત્રો થયા. હુજી પેલા પાપી સાહસગતિએ નિર્લજ્જ થઈને સુતારાની આશા છોડી નહોતી. ધિક્કાર છે કામચેષ્ટાને! કામાગ્નિથી દગ્ધ તે ચિત્તમાં આ પ્રમાણે વિચારે છે કે તે સુખદાયિનીને હું કેવી રીતે પ્રાપ્ત કરું? ચંદ્રમાથી અધિક સુંદર તેનું મુખ હું કયારે જોઉં? તેની સાથે કયારે નંદનવનમાં ક્રીડા કરું? આવું મિથ્યા ચિંતવન કરતો તે રૂપપરિવર્તિની શેમુવી નામની વિદ્યાની આરાધના કરવા હિમવત નામના પર્વત પર જઈને અત્યંત વિષમ ગુફામાં રહીને વિદ્યા આરાધવાનો આરંભ કરવા લાગ્યો. જેમ દુ:ખી જીવ પ્યારા મિત્રનું ચિંતવન કરે તેમ એ વિદ્યાનું ચિંતવન કરવા લાગ્યો. પછી રાવણ દિગ્વિજય કરવા નીકળ્યો. તે વન પર્વતાદિથી શોભતી પૃથ્વીને જોતો અને સમસ્ત વિધાધરોના અધિપતિ અંતરદ્વીપોના રહેવાસીઓને પોતાને વશ કરતો અને તેમને આજ્ઞા આપી તેમના જ દેશોમાં સ્થાપતો. અખંડ છે આજ્ઞા જેની અને વિદ્યાધરોમાં સિંહસમાન મોટા મોટા રાજાઓને મહાપરાક્રમી રાવણે વશ કર્યા, તેમને પુત્ર સમાન ગણીને તેમના પ્રત્યે ખૂબ પ્રેમ રાખ્યો. મોટા પુરુષોનો એ જ ધર્મ છે કે નમ્રતામાત્રથી જ પ્રસન્ન થાય. રાક્ષસોના વંશમાં અથવા કપિવંશમાં જે પ્રચંડ રાજા હતા તે સર્વને વશ કર્યા. મહાન સેના સહિત, પવન સમા વેગવાળા, આકાશમાર્ગે ગમન કરતા દશમુખનું તેજ વિધાધરો સહન કરી શકતા નહિ. સંધ્યાકાર, સુવેલ, હેમાપૂર્ણ, સુયોધન, હંસદ્વીપ, વારિહલ્લાદિ દ્વીપોના વિધાધર રાજાઓ નમસ્કાર કરી ભેટ લઈને આવી મળ્યા. રાવણે તેમને મધુર વચનોથી સંબોધીને ખૂબ સંતોષ્યા અને ખૂબ સંપદાના સ્વામી બનાવ્યા. મોટા મોટા ગઢના નિવાસી વિધાધરો રાવણનાં ચરણારવિંદમાં નમીને આવી મળ્યા અને ઉત્તમ વસ્તુઓની ભેટ આપી. હું શ્રેણિક! સમસ્ત બળમાં પૂર્વોપાર્જિત પુણ્યનું બળ પ્રબળ છે. તેના ઉદયથી કોણ વશ થતું નથી ? બધા જ વશ થાય છે. પછી રથનૂપુરના રાજા ઇન્દ્રને જીતવા ગમન કર્યું. પહેલાં પાતાળલંકા જ્યાં પોતાના બનેવી ખરદૂષણ રહે છે તેની સમીપે પડાવ નાખ્યો. રાત્રિનો સમય હતો, ખરદૂષણ સૂતો હુતો, રાવણની બહેન ચંદ્રનખાએ તેને જગાડયો એટલે તે પાતાળલંકામાંથી નીકળીને રાવણની નિકટ આવ્યો. તેણે રત્નોનો અર્ધ્વ આપી મહાભક્તિથી, પરમ ઉત્સાહથી રાવણની પૂજા કરી. રાવણે બનેવી તરીકેના સ્નેહથી ખરદૂષણનો ખૂબ સત્કાર કર્યો. જગતમાં બહેનબનેવી સમાન બીજું કોઈ સ્નેહનું પાત્ર નથી. ખરદૂષણે ચૌદ હજાર વિદ્યાધરો મનવાંછિત વિધવિધ રૂપ ધારણ કરનાર રાવણને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ દસમું પર્વ પદ્મપુરાણ બતાવ્યા. રાવણ ખરદૂષણની સેના જોઈને ખૂબ રાજી થયો. તેને પોતાના જેવો સેનાપતિ બનાવ્યો. ખરદૂષણ મહા શૂરવીર છે. તેણે પોતાનાં ગુણોથી સર્વ સામતોના દિલ જીતી લીધાં છે. હિડંબ, હૈહિડંબ, વિકટ, ત્રિજટ, હ્યુમાકોટ, સુઇટ, ટંક, કિધુકંધાધિપતિ, સુગ્રીવ અને ત્રિપુર, મલય, હેમપાલ, કોલ, વસુન્દર ઇત્યાદિ અનેક રાજા જુદા જુદા પ્રકારનાં વાહનોમાં બેસી, જુદા જુદા પ્રકારની શસ્ત્રવિદ્યામાં પ્રવીણ, અનેક શાસ્ત્રોના અભ્યાસી સહિત ચમરેન્દ્ર ખરદૂષણ રાવણના લશ્કરમાં આવ્યો, જેમ પાતાળલોકમાંથી અસુરકુમારોના સમૂહ સહિત ચમરેન્દ્ર આવે તેમ. આ પ્રમાણે અનેક વિધાધર રાજાઓના સમૂહથી રાવણનું સૈન્ય પૂર્ણ થયું. જેમ વીજળી અને મેઘધનુષ્યયુક્ત વાદળાઓના સમૂહથી શ્રાવણ માસ પૂર્ણ થાય તેમ એક હજાર ઉપર અધિક અક્ષૌહિણી દળ રાવણ પાસે થઈ ગયું. દિવસે દિવસે તે વધતું જાય છે અને હજાર હજાર દેવોથી સેવાયોગ્ય રત્ન નાના પ્રકારના ગુણોના સમૂહના ધારક તે બધા સહિત, ચંદ્રકિરણ સમાન ઉજ્જવળ ચામર જેમના ઉપર ઢોળાય છે, ઉજ્જવળ છત્ર શિર ઉપર ફરે છે એવો મહાબાહુ રાવણ પુષ્પક નામના વિમાન પર બેસીને સુમેરુ સમાન સ્થિર, સૂર્ય સમાન જ્યોતિ ફેલાવતો, પોતાના વિમાનાદિ વાહન સંપદાથી સૂર્યમંડળને આચ્છાદિત કરતો, ઇન્દ્રના વિધ્વંસનો મનમાં વિચાર કરતો નીકળ્યો. રાવણનું પરાક્રમ પ્રબળ છે. જાણે કે આકાશને સમુદ્ર બનાવી દીધો. દેદીપ્યમાન શસ્ત્રો તે હુતાં કલ્લોલો, હાથી, ઘોડા, પ્યાદા હતાં, જળચર જીવ, છત્ર, ચમાર, તુરંગ હતાં, ચમરોના દંડરૂપ માછલાં હતાં. હે શ્રેણિક! રાવણની વિસ્તીર્ણ સેનાનું વર્ણન ક્યાં સુધી કરીએ? જેને જોતાં દેવ પણ ડરે તો માણસોની તો વાત જ શી? ઇન્દ્રજિત, મેઘનાદ, કુંભકર્ણ, વિભીષણ, ખરદૂષણ, નિકુંભ, કુંભ ઇત્યાદિ રણમાં પ્રવીણ અનેક સુજનો, વિદ્યાસિદ્ધ જનો મહાપ્રકાશવંત શસ્ત્ર-શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ, મહાન કીર્તિવાળા સુભટો રાવણની સાથે ચાલ્યા. વિંધ્યાચળ પર્વત પાસે સૂર્યાસ્ત થયો અને સેનાએ ત્યાં નિવાસ કર્યો. જાણે વિંધ્યાચળે સેનાને પોતાના મસ્તકે મૂકી હોય. વિદ્યાના બળથી અનેક પ્રકારના આશ્રય બનાવ્યા. પછી પોતાના કિરણોથી અંધકારને દૂર કરતો ચંદ્ર ઉદય પામ્યો. જાણે કે રાવણના ભયથી રાત્રિ રત્નનો દીપક લાવી હોય. જાણે કે રાત્રિ સ્ત્રી હતી, ચાંદની સહિતનું નિર્મળ આકાશ તેનું વસ્ત્ર હતું. તારાઓનો સમૂહું તે તેના માથામાં ગૂંથેલાં ફૂલ હતાં, ચંદ્ર તેનું વદન હતું, જાતજાતની કથાઓ કરીને અને નિદ્રા કરીને સેનાના માણસોએ રાત્રિ પૂર્ણ કરી. પ્રભાત થતાં વાજિંત્રો વાગ્યાં, મંગળ પાઠથી રાવણ જાગ્યો. તેણે પ્રાતઃક્રિયા કરી, સૂર્યનો ઉદય થયો, જાણે સૂર્યને લોકમાં ભ્રમણ કર્યા પછી બીજે ક્યાંય શરણ ન મળ્યું એટલે રાવણને શરણે જ આવ્યો. પછી રાવણ નર્મદાતટે આવ્યો. નર્મદાનું જળ શુદ્ધ સ્ફટિકમણિ જેવું છે, તેના કિનારે અનેક હાથી રહે છે, હાથીઓ જળમાં કેલિ કરતા હતા, જાતજાતનાં પક્ષીઓ મધુર ગીત ગાતાં હતાં, નદી ફીણના ગોટાથી મંડિત છે. નદીના ભંવર જેની નાભિ છે, ચંચળ માછલીઓ તે નેત્ર છે, જાતજાતનાં ફૂલોવાળું જળ જેનું વસ્ત્ર છે, તે જાણે સુંદર સ્ત્રી જ છે. તેને જોઈને રાવણ બહુ પ્રસન્ન થયો. પ્રબળ જળચરોથી તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ - દસમું પર્વ ૧૧૭ ભરેલી છે, ક્યાંક તે વેગથી વહે છે, ક્યાંક મંદપણે વહે છે, ક્યાંક કુંડલાકાર વહે છે, નાના પ્રકારની ચેષ્ટાથી પૂર્ણ એવી નર્મદાને જોઈને જેના મનમાં કૌતુક જાગ્યું છે એવો રાવણ નદીના કિનારે ઉતર્યો. નદી ભયાનક પણ છે અને સુંદર પણ છે. ત્યારબાદ માહિષ્મતિ નગરીના રાજા સહસ્રરશ્મિએ નર્મદામાં રાવણના સૈન્યની ઉપરવાસના ભાગમાં પોતાના જળયંત્ર વડે નદીનું જળ થંભાવી દીધું અને નદીના કિનારે નાના પ્રકારની ક્રિીડા કરી. કોઈ સ્ત્રી માન કરતી હતી તેની ખૂબ શુશ્રુષા કરીને તેને રાજી કરી, દર્શન, સ્પર્શન, માન, પછી માનનું છોડવું, પ્રણામ, પરસ્પર જળકેલિ, હાસ્ય, નાના પ્રકારનાં પુષ્પોનાં આભૂષણોનો શૃંગાર ઇત્યાદિ અનેક પ્રકારની ક્રિીડા કરી. જેમ દેવીઓ સહિત ઇન્દ્ર ક્રિીડા કરે તેમ રાજા સહસ્રરમિએ ક્રીડા કરી. કિનારાની રેતી ઉપર રત્ન અને મોતીનાં આભૂષણ તૂટીને પડયાં તે ન લીધાં, જેમ કરમાયેલાં ફૂલોની માળા કોઈ ન લે તેમ. કેટલીક રાણીઓ ચંદનના લેપ સહિત જળમાં કેલિ કરતી હતી તેથી જળ સફેદ બની ગયું. કેટલીકે કેસરના લેપથી જળને સુવર્ણ સમાન પીળું કરી નાખ્યું, કેટલીકે તાંબુલથી રંગેલા હોઠથી જળને લાલ કર્યું, કેટલીકે આંખનું આંજણ ધોઈને જળને શ્યામ કર્યું તો ક્રિીડા કરતી સ્ત્રીનાં આભૂષણના શબ્દ અને કાંઠે બેઠેલા પક્ષીઓના શબ્દોથી રાજાનું મન મોહિત થયું. નદીના નીચેના ભાગ તરફ રાવણનું સૈન્ય હતું. રાવણે સ્નાન કરી, પવિત્ર વસ્ત્ર પહેરી નદીના રમણીક કિનારા ઉપર રેતીનો ઓટો બનાવી, જેના ઉપર વૈડૂર્ય મણિના સ્તંભ છે એવી મોતીઓની ઝાલરવાળા ચંદરવા રાખી ભગવાન શ્રી અરિહંતદેવની પૂજા કરી. બહુ જ ભક્તિથી પવિત્ર સ્તોત્રો વડે સ્તુતિ કરી ત્યાં ઉપરવાસનું જળ આવ્યું તેથી પૂજામાં વિઘૂ થયું. જુદા જુદા પ્રકારની કલુપતા સહિત પ્રવાહ વહેતો આવ્યો એટલે રાવણ પ્રતિમાજીને લઈને ઊભો થઈ ગયો અને ક્રોધથી કહેવા લાગ્યો કે આ શું છે? ત્યારે સેવકોએ ખબર આપ્યા કે હે નાથ ! આ કોઈ મહાન ક્રીડા કરતો પુરુષ સુંદર સ્ત્રીઓની વચ્ચે નાના પ્રકારની લીલા કરે છે અને સામંતો શસ્ત્રો લઈને દૂર દૂર છે, જાતજાતના જળયંત્ર બાંધ્યાં છે તેનાથી આ ચેષ્ટા થઈ છે. એનો પુરુષાર્થ એવો છે કે બીજે સ્થાને દુર્લભ હોય. મોટા મોટા સામંતોથી તેનું તેજ સહન થઈ શકતું નથી અને સ્વર્ગમાં ઇન્દ્ર છે, પરંતુ આ તો પ્રત્યક્ષ જ ઇન્દ્ર જોયો. આ વાત સાંભળી રાવણને ગુસ્સો આવ્યો, ભ્રમર ચડી ગઈ, આંખ લાલ થઈ ગઈ, ઢોલ વાગવા લાગ્યા, વીરરસનો રાગ ગવાવા લાગ્યો, ઘોડા હણહણવા લાગ્યા, હાથી ગર્જના કરવા લાગ્યા. રાવણે અનેક રાજાઓને આજ્ઞા કરી કે આ સહુન્નરશ્મિ દુષ્ટ છે, એને પકડી લાવો. એવી આજ્ઞા કરી પોતે નદીના તટ પર પૂજા કરવા લાગ્યા. રત્નસુવર્ણનાં પુષ્પ આદિ અનેક સુંદર દ્રવ્યોથી પૂજા કરી. અનેક વિધાધરોના રાજા રાવણની આજ્ઞા માથે ચડાવી યુદ્ધ કરવા ચાલ્યા. રાજા સહસ્રરશ્મિએ શત્રુના સૈન્યને આવતું જોઈને સ્ત્રીઓને કહ્યું કે તમે ડરો નહિ. તેમને ધીરજ આપીને પોતે જળમાંથી બહાર નીકળ્યો. કકળાટના અવાજ સાંભળી, દુશ્મનનું સૈન્ય આવેલું જાણીને માહિષ્મતી નગરીના યોદ્ધા સજ્જ થઈને હાથી, ઘોડા, રથ ઉપર ચડયા. જાતજાતનાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ દસમું પર્વ પદ્મપુરાણ આયુધો ધારણ કરીને સ્વામી ધર્મના અત્યંત અનુરાગી તેઓ રાજા પાસે આવ્યા. જેમ સમ્મદશિખર પર્વતનો એક જ કાળ છયે ઋતુનો આશ્રય કરે તેમ સમસ્ત યોદ્ધા તત્કાળ રાજા પાસે આવ્યા, વિદ્યાધરોની ફોજને આવતી જોઈને સહુન્નરશ્મિના સામંતો જીવવાની આશા છોડીને ધનભૂઠું રચીને સ્વામીની આજ્ઞા વિના જ લડવા તૈયાર થયા. જ્યારે રાવણના યોદ્ધા યુદ્ધ કરવા લાગ્યા ત્યારે આકાશમાં દેવવાણી સંભળાણી કે અહો, આ મોટી અનીતિ છે. આ ભૂમિગોચરી અલ્પશક્તિવાન, વિધાબલરહિત માયાયુદ્ધને શું જાણે? એમની સાથે વિધાધરો માયાયુદ્ધ કરે એ શું યોગ્ય છે? વળી વિધાધરો ઘણા છે અને આ થોડા છે, આવા આકાશમાંથી દેવોના શબ્દો સાંભળીને જે વિધાધરો સત્વરુષ હતા તે લજ્જિત થઈને જમીન ઉપર ઊતર્યા. બન્ને સેનાઓમાં પરસ્પર યુદ્ધ થયું. રથમાં બેઠેલા, હાથી-ઘોડા પર બેઠેલા કે પ્યાદાસ્વાર તલવાર, બાણ, ગદા, ભાલા ઇત્યાદિ આયુધો વડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, અનેક મરાયા, ન્યાયયુદ્ધ થયું, શસ્ત્રોના પ્રહારથી અગ્નિ સળગ્યો, સહસ્રરશ્મિની સેના રાવણની સેનાથી કાંઈક પાછળ હુઠી એટલે સહુન્નરસિમ રથમાં બેસીને યુદ્ધ કરવા તૈયાર થયો. માથે મુગટ, શરીરે બખ્તર પહેરી, હાથમાં ધનુષ્ય લઈ, વિદ્યાધરોના બળથી જરા પણ ભય પામ્યો નહિ. સ્વામીને મોખરે જોઈને તેના જે પાછળ હુઠતી હતી તે આગળ આવી યુદ્ધ કરવા લાગી. દેદીપ્યમાન છે શસ્ત્ર જેનાં અને જે ઘાની વેદના ભૂલી ગયા છે એવા રણધીર ભૂમિગોચરીઓ રાક્ષસોની સેનામાં સમુદ્રમાં મત્ત હાથી પ્રવેશ કરે તેમ ઘૂસ્યા. સહસ્રરશ્મિ ક્રોધથી બાણ વડે જેમ પવન મેઘને હુઠાવે તેમ શત્રુઓને હટાવતો આગળ વધ્યો ત્યારે દ્વારપાળે રાક્ષસને કહ્યું કે હું દેવ! જુઓ, આણે આપની સેનાને પાછળ હઠાવી છે. આ ધનુષ્યધારી જગતને તૃણવત્ ગણે છે, એના બાણથી આપની સેના એક યોજન પાછળ ખસી ગઈ છે ત્યારે રાવણ સહુન્નરશ્મિને જોઈ પોતે ગૈલોક્યમંડન હાથી ઉપર બેઠા. રાવણને જોઈ શત્રુ પણ ર્યા. રાવણે બાણની વર્ષા કરી, સહસ્રરમિનો રથ તોડી નાખ્યો એટલે સહસ્રરશ્મિ હાથી ઉપર બેસીને રાવણની સામે આવ્યો. તેનાં બાણ રાવણનું બખર ભેદી શરીરમાં ખેંચી ગયાં તેમને રાવણે ખેંચી કાઢયાં. સહસ્રરશ્મિએ હસીને રાવણને કહ્યું, અહો રાવણ ! તું મહાન બાણાવલી કહેવડાવે છે, તું આવી વિદ્યા ક્યાંથી શીખ્યો, તને કયા ગુરુ મળ્યા હતા? પહેલાં તું ધનુષ્યવિધા શીખી છે, પછી અમારી સાથે લડજે. આવા કઠોર શબ્દ સાંભળીને રાવણ ક્રોધે ભરાયો. તેણે સહુન્નરશ્મિના મસ્તક ઉપર ભાલો ફેંક્યો. સહુન્નરશ્મિને લોહીની ધારા નીકળવા લાગી, તેની આંખો ચકળવકળ થવા લાગી. પહેલાં મૂચ્છિત થઈ ગયો. પછી ભાનમાં આવતાં શસ્ત્ર હાથમાં લેવા લાગ્યો ત્યાં રાવણ ઉછળીને સહુન્નરશ્મિ ઉપર પડ્યો અને તેને જીવતો પકડી લીધો. બાંધીને પોતાના સ્થાન પર લઈ ગયો. તે જોઈને બધા વિધાધરો આશ્ચર્ય પામ્યા કે સહસ્ત્રશ્મિ જેવા યોદ્ધાને રાવણે પકડી લીધો. ધનપતિ યક્ષને જીતનાર, યમનું માનમર્દન કરનાર, કૈલાસને ધ્રુજાવનાર રાવણ દ્વારા સહસ્રરશ્મિની આવી હાલત થયેલી જોઈ સહસ્રરશ્મિ અર્થાત્ સૂર્ય જાણે કે ભયથી અસ્તાચળ તરફ ગયો, અંધકાર ફેલાઈ ગયો. રાત્રિનો સમય થયો. પછી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ દસમું પર્વ ૧૧૯ ચંદ્રનો ઉદય થયો. તે અંધકારને હણવામાં પ્રવીણ જાણે કે રાવણનો નિર્મળ યશ જ પ્રગટ થયો. યુદ્ધમાં જે યોદ્ધા ઘાયલ થયા હતા તેમની સારવાર વૈદ્યો દ્વારા કરાવી અને જે મરી ગયા હતા તેમને તેમનાં સગાં રણક્ષેત્રમાંથી લઈ આવ્યા અને તેમની અંતિમ ક્રિયા કરી. રાત્રિ વીતી ગઈ. સવારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. સૂર્ય રાવણની વાત જાણવા માટે લાલાશ ધારણ કરતો, કંપતો ઉદય પામ્યો. સહુન્નરશ્મિના પિતા રાજા શતબાહુ મુનિ થયા હતા, જેમને જંઘાચરણ ઋદ્ધિ પ્રગટી હતી, તે મહાતપસ્વી, ચંદ્રમા સમાન કાન્ત, સૂર્યસમાન દિતિમાન, મેરુ સમાન સ્થિર, સમુદ્ર જેવા ગંભીર સહસ્રરશ્મિને પકડ્યાનું સાંભળીને જીવની દયા કરનાર, પરમદયાળુ, શાંતચિત્ત, જિનધર્મી જાણીને રાવણની પાસે આવ્યા. રાવણ મુનિને આવતા જોઈ ઊભો થઈને સામે જઈને પગમાં પડ્યો, જમીન પર મસ્તક મૂકી, મુનિરાજને કાષ્ઠના સિંહાસન પર બિરાજમાન કરી, હાથ જોડીને નીચે જમીન પર બેઠો. અતિવિનયવાન થઈને મુનિને કહેવા લાગ્યો, હે ભગવાન! કૃપાનિધાન! આપ કૃતકૃત્ય છો, આપનાં દર્શન ઇન્દ્રાદિ દેવોને પણ દુર્લભ છે, આપના આગમન મને પવિત્ર બનાવવા માટે છે. ત્યારે મુનિએ એને શલાકા પુરુષ જાણીને પ્રશંસાથી કહ્યું, “હું દશમુખ! તું મહાકુળવાન, બળવાન, વિભૂતિવાન, દેવગુરુધર્મ પ્રત્યે ભક્તિભાવવાળો છો. હું દીર્ધાયુ શૂરવીર! ક્ષત્રિયોની એ રીત છે કે આપસમાં લડ, તેનો પરાભવ કરી તેને વશ કરે. તું મહાબાહુ પરમ ક્ષત્રિય છો, તારી સાથે લડવાને કોણ સમર્થ છે? હવે દયા કરીને સહસ્રરમિને છોડી દે. ત્યારે રાવણે મંત્રીઓ સહિત મુનિને નમસ્કાર કરીને કહ્યું કે હે નાથ ! હું વિધાધર રાજાઓને વશ કરવા તૈયાર થયો છું. લક્ષ્મીથી ઉન્મત્ત રથનૂપુરના રાજા ઇન્દ્ર મારા દાદાના મોટા ભાઈ રાજા માલીને યુદ્ધમાં માર્યા છે, તેના પ્રત્યે અમારો રોષ છે તેથી હું ઇન્દ્ર ઉપર ચડાઈ કરવા જતો હતો, માર્ગમાં નર્મદાના કિનારે અમારો પડાવ હતો. હું કિનારા પર રેતીના ચોતરા ઉપર ભગવાનની પૂજા કરતો હતો અને એણે (સહસ્રરશ્મિએ) ઉપરવાસના ભાગમાં જલયંત્રોની કલિ કરી તેથી જળનો વેગ નીચે તરફ આવ્યો અને મારી પૂજામાં વિઘૂ થયું તેથી આ કાર્ય કર્યું છે. વિના અપરાધ હું દ્વેષ કરતો નથી અને મેં તેની સાથે યુદ્ધ કર્યું ત્યારે પણ તેણે ક્ષમા ન માગી કે પ્રમાદથી અજાણતા મારાથી આ કામ થયું છે અને તમે મને માફ કરો. ઊલટો અભિમાનથી મારી સાથે યુદ્ધ કરવા લાગ્યો. મને કુવચન કહ્યાં. તેને પકડવાનું કારણ એ કે જો હું ભૂમિગોચરી મનુષ્યોને જીતવામાં સમર્થ ન થાઉં તો વિધાધરોને કેવી રીતે જીતું? તેથી જે ભૂમિગોચરી અભિમાની છે તેમને પ્રથમ વશ કરું અને પછી વિદ્યાધરોને વશ કરું. અનુક્રમે જેમ પગથિયાં ચડીને મકાનમાં જવાય છે તેમ આને વશ કર્યો. હવે એને છોડી દેવો એ ન્યાય જ છે અને આપની આજ્ઞા સમાન બીજું શું હોય ? મહાપુણ્યના ઉદયથી આપના દર્શન થાય. રાવણનાં આવાં વચન સાંભળીને ઇન્દ્રજિતે કહ્યું કે હે નાથ ! આપે ખૂબ જ ઉચિત વાત કહી છે. આવી વાત આપતા સિવાય કોણ કહી શકે? પછી રાવણે મારિચ મંત્રીને આજ્ઞા કરી કે સહસ્રરશ્મિને મુક્ત કરી મહારાજ પાસે લાવો. મારિચ અધિકારીને આજ્ઞા કરી. તે આજ્ઞા પ્રમાણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ દસમું પર્વ પદ્મપુરાણ કરી તેને લાવવામાં આવ્યો. સહસ્રરશ્મિ પોતાના પિતા મુનિને નમસ્કાર કરી પાસે બેઠો. સહુન્નરશ્મિનો ખૂબ સત્કાર કરી, બહુ પ્રસન્ન થઈ રાવણે કહ્યું કે હું મહાબલ! જેમ અમે ત્રણ ભાઈઓ છીએ એવો તું અમારો ચોથો ભાઈ છો. તારી સહાયથી રથનૂપુરનો રાજા જે પોતાને ભ્રમથી ઇન્દ્ર કહેવડાવે છે તેને જીતીશ અને મારી રાણી મંદોદરીની નાની બહેન સ્વયંપ્રભાને તારી સાથે પરણાવીશ. ત્યારે સહસ્ત્રશ્મિએ કહ્યું કે ધિક્કાર છે આ રાજ્યને ! એ ઇન્દ્રધનુષ સમાન ક્ષણભંગુર છે અને આ વિષયોને પણ ધિક્કાર છે! એ દેખવા માત્ર જ મનોજ્ઞ છે, મહાદુઃખરૂપ છે અને સ્વર્ગને ધિક્કાર છે, જે અવ્રત, અસંયમરૂપ છે અને મરણના ભાજનથી એવા આ દેહને પણ ધિક્કાર ! અને મનેય ધિક્કાર કે જે હું આટલો કાળ વિષયાસક્ત થઈ, કામાદિક વેરી દ્વારા છેતરાયો. હવે હું એવું કરું કે જેથી સંસારવનમાં ભ્રમણ ન કરવું પડે. અત્યંત દુઃખરૂપ એવી ચારે ગતિમાં ભ્રમણ કરતાં હું બહુ થાક્યો છું. હવે જેનાથી ભવસાગરમાં ન પડાય એવું કરીશ. ત્યારે રાવણે કહ્યું કે આ મુનિનું વ્રત વૃદ્ધોને શોભે છે. હે ભવ્ય ! તું તો નવયુવાન છો. ત્યારે સહસ્રરમિએ કહ્યું કે કાળને એવો વિવેક નથી કે તે વૃદ્ધને જ ગ્રસે અને તરુણને ન ગ્રસે. કાળ સર્વભક્ષી છે. બાળ, વૃદ્ધ, યુવાન બધાને તે ગ્રસે છે. જેમ શરદનાં વાદળાં ક્ષણમાત્રમાં વિખરાઈ જાય છે તેમ આ દેહ તત્કાળ નાશ પામે છે. હું રાવણ ! જો આ વિષયભોગમાં સાર હોય તો મહાપુરુષો તેનો ત્યાગ શા માટે કરે છે? ઉત્તમ બુદ્ધિવાળા આ મારા પિતાએ ભોગ છોડીને યોગ આદર્યો છે તેથી યોગ જ સાર છે. આમ કહીને પોતાના પુત્રને રાજ્ય આપી, રાવણની ક્ષમા માગી, પિતાની પાસે જિનદીક્ષા ગ્રહણ કરી અને અયોધ્યાના સ્વામી રાજા અરણ્ય જે સહુન્નરશ્મિનો પરમ મિત્ર છે તેમણે પહેલાં એવી વાત કરી હતી કે જો હું પહેલાં દીક્ષા લઈશ તો તને ખબર આપીશ અને જો તું દીક્ષા લે તો મને ખબર આપજે એટલે એને પણ પોતાના વૈરાગ્યના સમાચાર મોકલ્યા. સજ્જનોએ રાજા સહસ્રરશ્મિના દીક્ષા ગ્રહણના સમાચાર રાજા અરણ્યને કહ્યા ત્યારે તે સાંભળીને પહેલાં તો સહસ્રરશ્મિના ગુણ યાદ કરીને આંસુ સારી વિલાપ કર્યો અને પછી વિષાદ છોડી પોતાની પાસે રહેલા લોકોને મહાબુદ્ધિમાન કહેવા લાગ્યો કે રાવણ વેરીના વેશમાં તેમનો પરમ મિત્ર થયો. જે ઐશ્વર્યના પિંજરામાં રાજા રોકાઈ રહ્યો હતો, તેનું ચિત્ત વિષયોથી મોહિત હતું, તે પિંજરામાંથી તેને છોડાવ્યો. આ મનુષ્યરૂપી પક્ષી માયાજાળરૂપ પિંજરામાં પડે છે. પરમહિતુ જ તેને તેમાંથી છોડાવે છે. માહિષ્મતી નગરીના રાજા સહસ્ત્રમિને ધન્ય છે કે જે રાવણરૂપી જહાજ મેળવીને સંસારરૂપી સમુદ્રને તરી જશે. તે કૃતાર્થ થયો, અત્યંત દુઃખ આપનાર એવું જે રાજકાજ તેને છોડીને જિનરાજનાં વ્રત ગ્રહણ કર્યા. આ પ્રમાણે મિત્રની પ્રશંસા કરી, પોતે પણ નાના પુત્રને રાજ્ય આપી, મોટા પુત્ર સાથે રાજા અરણ્ય મુનિ થયા. હું શ્રેણિક! જ્યારે કોઈ ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય આવે ત્યારે શત્રુ અથવા મિત્રનું નિમિત્ત પામીને જીવને કલ્યાણની બુદ્ધિ ઉપજે છે અને પાપકર્મના ઉદયથી દુબુદ્ધિ ઉપજે છે. જે પ્રાણી આપણને ધર્મમાં લગાવે તે જ પરમમિત્ર છે અને જે ભોગ સામગ્રીમાં પ્રેરે તે પરમ વેરી છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અગિયારમું પર્વ ૧૨૧ અસ્પૃશ્ય છે. હું શ્રેણિક! જે ભવ્ય જીવ આ રાજા સહસ્ત્રશ્મિની કથા ભાવ ધરીને સાંભળે તે મુનિવ્રતરૂપ સંપદા પામીને, પરમ નિર્મળ થઈ જાય છે. જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર દૂર થાય છે તેમ જિનવાણીના પ્રકાશથી મોહતિમિર દૂર થાય છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં સહુન્નરશ્મિ અને અરણ્યના વૈરાગ્યનું નિરૂપણ કરનાર દસમું પર્વ પૂર્ણ થયું. અગિયારમું પર્વ રાજા મારુતના યજ્ઞનો વિનાશ અને રાવણના દિગ્વિજયનું નિરૂપણ પછી રાવણે પૃથ્વી ઉપર જે જે માની રાજા હતા તે બધાને નમાવ્યા, પોતાને વશ કર્યા અને જે પોતાની મેળે આવીને મળ્યા તેમના ઉપર ઘણી કૃપા કરી. અનેક રાજાઓથી મંડિત સુભૂમ ચક્રવર્તીની જેમ તેણે પૃથ્વી ઉપર વિહાર કર્યો. જુદા જુદા દેશમાં જન્મેલા, જુદા જુદા વેશવાળા, ભિન્ન ભિન્ન આભૂષણ પહેરેલા, જુદી જુદી ભાષા બોલતા. અનેક રાજાઓ સાથે દિગ્વિજય કર્યો અને ઠેકઠેકાણે રત્નમયી, સુવર્ણમયી અનેક જિનમંદિર બનાવરાવ્યાં, જીર્ણ ચેત્યાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, દેવાધિદેવ જિનેન્દ્રદેવની ભાવ સહિત પૂજા કરી અને જૈન ધર્મના દ્વષી દુષ્ટ હિંસક મનુષ્યોને શિક્ષા કરી અને ગરીબોને દયા લાવીને ધનથી પૂર્ણ કર્યા. સમ્યગ્દષ્ટિ શ્રાવકોનો ખૂબ આદર કર્યો. સાધર્મી પર ઘણો વાત્સલ્યભાવ તે રાખતો અને જ્યાં મુનિના સમાચાર સાંભળે ત્યાં જઈ ભક્તિથી પ્રણામ કરતો, જે સમ્યકત્વરહિત દ્રવ્યલિંગ મુનિ હોય અને શ્રાવક હોય તેમની પણ શુશ્રુષા કરતો. જૈન માત્ર ઉપર અનુરાગ રાખનાર તે ઉત્તર દિશા તરફ દુસ્સહ પ્રતાપને પ્રગટ કરતો આગળ વધ્યો. જેમ ઉત્તરાયણના સૂર્યનો અધિક પ્રતાપ હોય તેમ પુણ્યકર્મના પ્રભાવથી રાવણનું દિવસે દિવસે તેજ વધતું ગયું. રાવણે સાંભળ્યું કે રાજપુરનો રાજા બહુ બળવાન છે. તે અભિમાનને લીધે કોઈને પ્રણામ કરતો નથી, જન્મથી જ દુષ્ટ ચિત્તવાળો છે, મિથ્યામાર્ગથી મોહિત છે અને જીવહિંસારૂપ યજ્ઞમાર્ગમાં પ્રવર્યો છે. તે વખતે યજ્ઞનું કથન સાંભળીને રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! રાવણનું કથન તો પછી કહો, પહેલાં યજ્ઞની ઉત્પત્તિની વાત કરો, જેમાં પ્રાણી જીવઘાતરૂપ ઘોર કર્મમાં પ્રવર્તે છે, તેનું વૃત્તાંત શું છે? ગણધરદેવે કહ્યું: હું શ્રેણિક! અયોધ્યામાં ઇક્વાકુવંશી રાજા યયાતિની રાણી સુરકાંતાને વસુ નામનો પુત્ર હતો. તે જ્યારે ભણવા યોગ્ય થયો ત્યારે ક્ષીરકદંબ નામના બ્રાહ્મણ પાસે મોકલ્યો. ક્ષીરકદંબની સ્ત્રી સ્વસ્તિમતી હતી તેને પર્વત નામે પાપી પુત્ર હતો. ક્ષીરકદંબ પાસે અન્ય દેશનો નારદ નામનો એક ધર્માત્મા બ્રાહ્મણનો બાળક પણ ભણવા આવ્યો હતો. રાજાનો પુત્ર, પોતાનો પુત્ર અને પરદેશી બ્રાહ્મણનો પુત્ર સાથે ભણતા. ક્ષીરકદંબ અતિ ધર્માત્મા, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ અગિયારમું પર્વ પદ્મપુરાણ સર્વ શાસ્ત્રમાં પ્રવીણ હતો. તે શિષ્યોને સિદ્ધાંત અને આચરણરૂપ ગ્રંથ, મંત્રશાસ્ત્ર, કાવ્ય વ્યાકરણાદિ અનેક ગ્રંથોનો અભ્યાસ કરાવતો. એક દિવસ નારદ, વસુ અને પર્વત એ ત્રણે સહિત ક્ષીરકદંબ વનમાં ગયો. ત્યાં એક ચારણમુનિ શિષ્યો સહિત વિરાજતા હતા. તેમના એક શિષ્યમુનિએ કહ્યું કે આ એક ગુરુ અને ત્રણ શિષ્ય એમ ચાર જીવોમાંથી એક ગુરુ અને એક શિષ્ય એ બે તો સુબુદ્ધિ છે અને બીજા બે શિષ્યો કુબુદ્ધિ છે. આવા શબ્દ સાંભળીને ક્ષીરકદંબ સંસારથી અત્યંત ભયભીત થયા, શિષ્યોને શિખામણ આપીને પોતપોતાને ઘેર મોકલ્યા, જાણે કે ગાયના વાછડાં બંધનમાંથી છૂટયાં, અને પોતે મુનિ પાસે દીક્ષા લીધી. જ્યારે શિષ્ય ઘેર આવ્યા ત્યારે સ્વસ્તિમતિએ પર્વતને પૂછયું કે તારા પિતાજી ક્યાં છે? તું એકલો જ ઘેર કેમ આવ્યો? પર્વતે જવાબ આપ્યો કે અમને તો પિતાજીએ શિખામણ આપી અને કહ્યું કે હું પાછળથી આવું છું. આ વચન સાંભળીને સ્વસ્તિમતિને વિકલ્પ ઊપજ્યો. પતિના આગમનની પ્રતીક્ષા કરતી તે દિવસ આથમ્યો તોય પતિ ઘેર ન આવતાં ખૂબ શોક કરવા લાગી, પૃથ્વી ઉપર પડી અને રાત્રે ચકવીની પેઠે દુઃખથી પીડિત વિલાપ કરવા લાગી કે હાય હાય ! હું મંદભાગિણી પ્રાણનાથ વિના હુણાઈ ગઈ. કોઈ પાપીએ એમને માર્યા હશે, કોઈ કારણે એ દેશાંતરમાં ચાલ્યા ગયા હશે કે સર્વશાસ્ત્રમાં નિપુણ હોવાથી સર્વ પરિગ્રહ ત્યાગીને, વૈરાગ્ય પામીને મુનિ થઈ ગયા હશે? આમ વિલાપ કરતાં રાત્રિ પૂર્ણ થઈ. સવાર થતાં પર્વત પિતાને શોધવા નીકળ્યો. ઉધાનમાં નદીના કિનારે મુનિઓના સંઘ સહિત શ્રી ગુરુ બિરાજતા હતા તેમની સમિપે વિનય સહિત પિતાને બેઠેલા જોયા ત્યારે પાછા આવી માતાને કહ્યું કે હું માતા! મારા પિતાને તો મુનિઓએ મોહી લીધા છે તે નગ્ન થઈ ગયા છે. ત્યારે સ્વસ્તિમતિ સત્ય જાણીને પતિના વિયોગથી અત્યંત દુ:ખી થઈ. તે હાથથી છાતી કૂટવા લાગી અને પોકારી પોકારીને રોવા લાગી, માથું કૂટવા લાગી. ત્યારે ધર્માત્મા નારદ આ વૃત્તાંત જાણીને સ્વસ્તિમતિ પાસે આવ્યો. તેને જોઈને તે અત્યંત શોક કરવા લાગી ત્યારે નારદે કહ્યું કે હે માતા! શા માટે વૃથા શોક કરો છો? તે ધર્માત્મા, પુણ્યના અધિકારી, સુંદર પ્રવૃત્તિવાળા, જીવનને અસ્થિર જાણી તપ કરવાને ઉધમી થયા છે. તે શોક કરવાથી પણ પાછા ઘેર આવશે નહિ. તેમની બુદ્ધિ નિર્મળ છે. આ પ્રમાણે નારદે સંબોધન કર્યું ત્યારે તેનો શોક થોડો ઘટયો, ઘરમાં ગઈ અને દુઃખથી પતિની સ્તુતિ અને નિંદા પણ કરવા લાગી. આ ક્ષીરકદંબના વૈરાગ્યનું વૃત્તાંત સાંભળીને તત્ત્વના વેત્તા રાજા યયાતિ પોતાના પુત્ર વસુને રાજ્ય આપીને મહામુનિ થયા. વસુનું રાજ્ય પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયું. તેણે આકાશતુલ્ય નિર્મળ સ્ફટિકમણિના પોતાના સિંહાસનના પાયા બનાવ્યા. તે સિંહાસન ઉપર રાજા બેસતો ત્યારે લોકો માનતા કે રાજા સત્યના પ્રતાપે આકાશમાં નિરાધાર રહે છે. હે શ્રેણિક! એક દિવસ નારદ અને પર્વત વચ્ચે શાસ્ત્ર-ચર્ચા થઈ. નારદે કહ્યું કે ભગવાન વીતરાગદેવે ધર્મ બે પ્રકારથી પ્રરૂપ્યો છે. એક મુનિનો અને બીજો ગૃહસ્થનો. મુનિનો ધર્મ મહાવ્રતરૂપ છે અને ગૃહસ્થનો અણુવ્રતરૂપ. જીવહિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહુ આનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અગિયારમું પર્વ ૧૨૩ સર્વથા ત્યાગ તે પંચમહાવ્રત છે, તેની પચ્ચીસ ભાવના હોય છે એ મુનિનો ધર્મ છે. આ હિંસાદિક પાપોનો એકદેશ ત્યાગ તે શ્રાવકનું વ્રત છે. શ્રાવકનાં વ્રતોમાં પૂજા, દાન મુખ્ય કહ્યાં છે. પૂજાનું નામ યજ્ઞ છે. “નૈર્યgવ્ય” આ શબ્દનો અર્થ મુનિએ આ પ્રમાણે કહ્યો છે કે જેને વાવવાથી ઊગે નહિ, જેનામાં અંકુરશક્તિ નથી એવા ચોખા, યવનો વિવાહાદિ કાર્યોમાં હોમ કરવો. જોકે આ પણ આરંભવાળી શ્રાવકની રીત છે. નારદનાં આવાં વચન સાંભળીને પાપી પર્વત બોલ્યો, “અજ એટલે બકરું. તેની હિંસાનું નામ યજ્ઞ છે. આથી અત્યંત ગુસ્સે થઈને નારદે કહ્યું કે હે પર્વત ! આમ ન બોલ. આવાં વચનથી તું મહાભયંકર વેદનાવાળા નરકમાં પડીશ. દયા જ ધર્મ છે, હિંસા પા૫ છે. ત્યારે પર્વતે કહ્યું કે મારો અને તારો ન્યાય વસુરાજા પાસે થશે. જે જૂઠો હશે તેની જીભ કાપી લેવામાં આવશે. આમ કહીને પર્વત માતા પાસે ગયો. તેણે નારદ અને પોતાની વચ્ચે જે વિવાદ થયો હતો તે બધો વૃત્તાંત માતાને કહ્યો ત્યારે માતાએ કહ્યું કે તું જૂઠો છો. તારા પિતાને કહેતા અમે ઘણીવાર સાંભળ્યા છે કે અજ એટલે વાવતાં ન ઊગે એવી જૂની ડાંગર અને જૂના જવ. અજ એટલે બકરું નહિ. શું પ્રાણીનો ક્યાંય હોમ કરાય છે? તું પરદેશ જઈને માંસભક્ષણનો લોલુપી થયો છો તેથી માનના ઉદયથી જૂઠું બોલે છે, તે તને દુઃખનું કારણ થશે. હે પુત્ર! ચોક્કસ તારી જીભ કાપવામાં આવશે. હું પુણ્યહીન, અભાગણી પુત્ર અને પતિરહિત થઈને શું કરીશ? પુત્રને આમ કહીને તે પાપી વિચારવા લાગી કે રાજા વાસુ પાસે અમારી ગુરુદક્ષિણા બાકી છે. વ્યાકુળ બનેલી તે વસુ પાસે આવી. રાજાએ સ્વસ્તિમતિને જોઈને બહુ વિનય કર્યો. તેને સુખાસન પર બેસાડી, હાથ જોડી પૂછવા લાગ્યો કે હું માતા ! તમે આજ દુ:ખી દેખાવ છો. તમે મને આજ્ઞા કરો તે હું કરું. ત્યારે સ્વસ્તિમતિએ કહ્યું કે હે પુત્ર! હું ખૂબ દુઃખી છું. જે સ્ત્રી પતિ વિનાની હોય તેને સુખ શેનું હોય? સંસારમાં પુત્ર બે પ્રકારના છે, એક પેટનો જણ્યો અને બીજો શાસ્ત્ર ભણાવેલો. આમાં ભણાવેલો પુત્ર વિશેષ છે. એક સમળ છે, બીજો નિર્મળ છે. મારા સ્વામીનો તું શિષ્ય છો, તું પુત્રથી પણ અધિક છો, તારી લક્ષ્મી જોઈને હું ધૈર્ય રાખું છું. તે કહ્યું હતું કે માતા દક્ષિણા લ્યો અને મેં કહ્યું હતું કે સમય આવ્યે હું લઈશ. તે વચન તું યાદ કર. જે રાજા પૃથ્વીના પાલનમાં ઉદ્યમી છે તે સત્ય જ કહે છે અને જે ઋષિ જીવદયાના પાલનમાં સ્થિત છે તે પણ સત્ય જ કહે છે. તું સત્યથી પ્રસિદ્ધ છો, મને દક્ષિણા આપ. જ્યારે સ્વસ્તિમતિએ આમ કહ્યું ત્યારે રાજાએ વિનયથી કહ્યું કે હું માતા ! તમારી આજ્ઞાથી હું નહિ કરવા યોગ્ય કામ પણ કરીશ માટે તમારા મનમાં જે હોય તે કહો. તે વખતે પાપી બ્રાહ્મણીએ નારદ અને પર્વતના વિવાદનો સર્વ વૃત્તાંત કહ્યો અને એમ પણ કહ્યું કે મારો પુત્ર સાવ જૂઠો છે, પણ તેના જૂઠને તમે સત્ય કરો. મારા કારણે, તેનો માનભંગ ન થાય તેમ કરો. રાજાને તે વાત અયોગ્ય લાગવા છતાં અને દુર્ગતિનું કારણ હોવા છતાં તેને માન્ય રાખી. બીજે દિવસે સવારમાં જ નારદ અને પર્વત રાજાની પાસે આવ્યા, અનેક લોકો કૌતુહલ જોવા આવ્યા, સામતો મંત્રીઓ વગેરે રાજ્યના ઘણાં માણસો ભેગા થઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ અગિયારમું પર્વ પદ્મપુરાણ ગયા. પછી સભા વચ્ચે નારદ અને પર્વત બન્ને વચ્ચે ઘણો વિવાદ થયો. નારદ કહેતો કે અજ શબ્દનો અર્થ અંકુરશક્તિરહિત શાલિ (ડાંગર) છે અને પર્વત કહેતો કે બકરું છે. પછી રાજા વસુને પૂછવામાં આવ્યું કે સત્યવાદીઓમાં પ્રસિદ્ધ છો માટે આપણા અધ્યાપક ક્ષીરકદંબે કહ્યું હોય તે કહો. કુગતિમાં જવાની યોગ્યતાવાળા રાજાએ તે વખતે કહ્યું કે જે પર્વત કહે છે તે જ ક્ષીરકદંબ કહેતા હતાં. આમ કહ્યું ત્યાં જ સિંહાસનના સ્ફટિકના પાયા તૂટી ગયા, સિંહાસન જમીન ઉપર પડી ગયું. આથી નારદે કહ્યું કે હે વસુ! અસત્યના પ્રભાવથી તારું સિંહાસન ડગી ગયું છે, હુજી પણ તારે સાચું કહેવું યોગ્ય છે. તે વખતે મોહના મદથી ઉન્મત્ત થયેલો તે કહેવા લાગ્યો કે જે પર્વત કહે છે તે સત્ય છે ત્યારે મહાપાપના ભારથી, હિંસામાર્ગના પ્રવર્તનથી તે તત્કાળ સિંહાસન સહિત ધરતીમાં દટાઈ ગયો. રાજા મરીને સાતમાં નરકે ગયો કે જ્યાં મહાભયાનક વેદના છે. રાજા વસુ મૃત્યુ પામેલો જોઈને સભાજનો વસુને અને પર્વતને ધિક્કારવા લાગ્યા. મહાન શોરબકોર થઈ ગયો. દયાધર્મના ઉપદેશથી નારદની ખૂબ પ્રશંસા થઈ. બધા કહેવા લાગ્યા કે “જ્યાં ધર્મ ત્યાં જય'. પાપી પર્વત હિંસાના ઉપદેશથી ધિક્કારદંડ પામ્યો. પાપી પર્વત દેશાંતરોમાં ભ્રમણ કરતો હિંસામય શાસ્ત્રની પ્રવૃત્તિ કરવા લાગ્યો. પોતે વાંચતો અને બીજાઓને શીખવતો. જેમ દીવા ઉપર પતંગિયાં આવીને ઝંપલાવે તેમ કેટલાક બહિર્મુખ જીવો કુમાર્ગમાં પડ્યા. અભક્ષ્યનું ભક્ષણ અને ન કરવા યોગ્ય કામ કરવું એવો લોકોને ઉપદેશ આપ્યો. કહેવા લાગ્યો કે પશુઓ (બકરા) યજ્ઞને માટે જ બનાવ્યા છે, યજ્ઞ સ્વર્ગનું કારણ છે તેથી જે યજ્ઞમાં હિંસા થાય તે હિંસા નથી અને સૌત્રામણિ નામના યજ્ઞમાં વિધાનથી સુરાપાન પણ દૂષણ નથી અને ગોયજ્ઞ નામના યજ્ઞમાં પરસ્ત્રીસેવન પણ કરે છે. આવો હિંસાદિ માર્ગનો ઉપદેશ પર્વત લોકોને આપ્યો. આસુરી માયાથી જીવોને સ્વર્ગે જતા દેખાયા. કેટલાક ક્રૂર જીવો કુકર્મમાં પ્રવર્તન કરીને કુગતિનાં અધિકારી થયા. હું શ્રેણિક ! આ તને હિંસાયજ્ઞની ઉત્પત્તિનું કારણ કહ્યું. હવે રાવણનું વૃત્તાંત સાંભળ. રાવણ રાજપુર ગયો. ત્યાં રાજા મરુત હિંસાકર્મમાં પ્રવીણ યજ્ઞશાળામાં બેઠો હતો. સંવર્ત નામનો બ્રાહ્મણ યજ્ઞ કરાવતો હતો, ત્યાં પુત્ર, સ્ત્રી સહિત અનેક બ્રાહ્મણો ધનને અર્થે આવ્યા હતા. અનેક પશુઓ હોમ નિમિત્તે લાવવામાં આવ્યાં હતાં. તે વખતે આઠમા નારદનું પદ ધારણ કરનાર મહાપુરુષ આકાશમાર્ગેથી ત્યાં આવી પહોંચ્યા. ત્યાં ઘણા લોકોનો સમૂહ જોઈને, આશ્ચર્ય પામી મનમાં વિચારવા લાગ્યા કે આ નગર કોનું છે? અને દૂર સેના કોની પડી છે? નગરની સમીપે આટલા બધા માણસો શા માટે એકઠા થયા છે? આમ મનમાં વિચારીને તે આકાશમાંથી ભૂમિ ઉપર ઊતર્યા. (નારદની ઉત્પત્તિનું વર્ણન) આ વાત સાંભળી રાજા શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછવા લાગ્યા કે હે ભગવાન! આ નારદ કોણ છે? એમનામાં કયા કયા ગુણો છે અને એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? ત્યારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અગિયારમું પર્વ ૧૨૫ ગણધરદેવે જવાબ આપ્યો હે શ્રેણિક! એક બ્રહ્મરુચિ નામનો બ્રાહ્મણ હતો. તેને કુરમી નામની સ્ત્રી હતી. તે બ્રાહ્મણ તાપસતાં વ્રત લઈ વનમાં જઈ કંદમૂળ, ફળ વગેરે ખાતો. બ્રાહ્મણી પણ તેની સાથે રહેતી. તેને ગર્ભ રહ્યો. ત્યાં એક દિવસ કેટલાક સંયમી મુનિ આવ્યા, થોડીવાર બેઠા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ પાસે આવીને બેઠાં. બ્રાહ્મણી ગર્ભવતી, પીળા શરીરવાળી, ગર્ભના ભારથી દુ:ખપૂર્વક શ્વાસ લેતી સાપણ જેવી લાગતી. તેને જોઈને મુનિને દયા આવી. તેમાંથી મોટા મુનિ બોલ્યા, “જુઓ આ પ્રાણી કર્મનાં વિશે જગતમાં ભ્રમણ કરે છે. ધર્મબુદ્ધિથી કુટુંબનો ત્યાગ કરી સંસારસાગર તરવા માટે” તો હું તાપસ! તું વનમાં આવીને રહ્યો. તો પછી આ દુર કામ કેમ કર્યું. સ્ત્રીને ગર્ભવતી બનાવી? તારામાં અને ગૃહસ્થમાં શો તફાવત છે? જેમ વમન કરેલા આહારને મનુષ્ય ફરીવાર ખાતો નથી તેમ વિવેકી પુરુષ ત્યજી દીધેલા કામાદિને ફરી આદરતા નથી. કોઈ વેષ ધારણ કરે અને સ્ત્રીનું સેવન કરે તો ભયાનક વનમાં શિયાળણી થઈને અનેક કુજન્મ પામે છે, નરક નિગોદમાં જાય છે. જે કુશીલનું સેવન કરે, સર્વ આરંભમાં પ્રવર્તે અને મદોન્મત થઈ પોતાને તાપસ માને તે મહાઅજ્ઞાની છે. કામસેવનથી દગ્ધ ચિત્ત અને આરંભમાં પ્રવર્તતા હોય તેને તપ શેનું હોય? કુદષ્ટિથી ગર્વિત, વેષધારી, વિષયાભિલાષી જે કહે છે કે હું તપસી છું તે મિથ્યાવાદી છે. વ્રતી શાનો? સુખે બેસવું, સુખે સૂવું, સુખપૂર્વક આહારવિહાર કરવો, ઓઢવું, પાથરવું આદિ બધાં કામ કરે અને પોતાને સાધુ માને તે મૂર્ખ પોતાને ઠગે છે. જે બળતા ઘરમાંથી નીકળીને પાછો તેમાં પ્રવેશ કેવી રીતે કરાય? જેમ છિદ્ર મળતાં પિંજરામાંથી નીકળેલું પક્ષી પણ ફરી પોતાને પિંજરામાં નાખતું નથી તેમ વિરક્ત થઈ પાછા કોણ ઇન્દ્રિયોને વશ થાય? જે ઇન્દ્રિયોને વશ થાય છે તે લોકમાં નિંદાયોગ્ય થાય છે, આત્મકલ્યાણ પામતો નથી. સર્વ પરિગ્રહના ત્યાગી મુનિએ એકાગ્ર ચિત્તે એક આત્મા જ ધ્યાવવા યોગ્ય છે. તારા જેવા આરંભીથી આત્માનું ધ્યાન ક્યાંથી થાય? પ્રાણીઓને પરિગ્રહનાં પ્રસંગથી રાગદ્વેષ ઊપજે છે, રાગથી કામ ઊપજે છે, દ્વષથી જીવહિંસા થાય છે. કામક્રોધથી પીડિત જીવના મનને મોહ પીડે છે. મૂર્ખને કરવા યોગ્ય અને ન કરવા યોગ્યની વિવેકરૂપ બુદ્ધિ હોતી નથી. જે અવિવેકથી અશુભ કર્મ ઉપાર્જ છે તે ઘોર સંસારસાગરમાં ભમે છે. આ સંસર્ગનો દોષ જાણીને જે પંડિત છે તે શીઘ્ર જ વૈરાગી થાય છે. પોતા વડે પોતાને જાણી વિષયવાસનાથી નિવૃત્ત થઈ પરમધામને પામે છે. આ પ્રમાણે પરમાર્થરૂપ ઉપદેશનાં વચનો મહામુનિએ કહ્યાં. પછી બ્રાહ્મણ બ્રહ્મચિ નિર્મોહી થઈને મુનિ થયો. પોતાની સ્ત્રી કુરમીનો ત્યાગ કરી ગુરુની સાથે જ વિહાર કર્યો. તે બ્રાહ્મણી કુરમીએ શુદ્ધ બુદ્ધિથી પાપકર્મથી નિવૃત્ત થઈ શ્રાવકના વ્રતને આદર્યા. રાગાદિના વશે સંસારનું પરિભ્રમણ થાય છે એમ જાણીને તેણે કુમાર્ગનો સંગ છોડયો. જિનરાજની ભક્તિમાં તત્પર થઈ. પતિરહિત એકલી, મહાસતી સિંહણની પેઠે વનમાં ભમતી. તેને દસમે મહિને પુત્ર જન્મ્યો. જ્ઞાનક્રિયાને જાણનારી તે મહાસતી પુત્રને જોઈ મનમાં વિચારવા લાગી કે આ પુત્ર પરિવારનો સંબંધ અનર્થનું મૂળ છે, એમ મુનિરાજે કહ્યું હતું તે સત્ય છે. તેથી હું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ અગિયારમું પર્વ પદ્મપુરાણ આ પુત્રના સંગનો ત્યાગ કરી આત્મકલ્યાણ કરું. આ પુત્ર મહાભાગ્યવાન છે, એના રક્ષક દેવ છે, આણે જે કર્મ ઉપાર્યા છે તેનું ફળ તે અવશ્ય ભોગવશે. વનમાં અને સમુદ્રમાં અથવા વેરીઓના ઘેરામાં પડેલા પ્રાણીનું રક્ષણ પણ તેના પૂર્વોપાર્જિત કર્મ જ કરે છે, બીજું કોઈ નહિ અને જેનું આયુષ્ય અલ્પ હોય તે માતાની ગોદમાં બેઠાં પણ મૃત્યુ પામે છે. આ બધા સંસારી જીવો કર્મોને આધીન છે. ભગવાન સિદ્ધ પરમાત્મા કર્મકલંકરહિત છે, આવું જ્ઞાન જેને થયું છે એવી તેણે મહાનિર્મળ બુદ્ધિથી બાળકને વનમાં ત્યજીને, વિકલ્પરૂપ જડતા ખંખેરીને અલોકનગરમાં પ્રવેશ કર્યો. ત્યાં ઇન્દ્રમાલિની નામની આર્યા અનેક આર્યાઓની ગુરુ હતી, તેની પાસે આવી તે અજિંકા બની. આકાશમાર્ગે જાંભ નામનો એક દેવ જતો હતો તેણે પેલા પુણ્યના અધિકારી, રૂદનાદિરહિત બાળકને જોયો. દયા લાવીને તેને ઉપાડી લીધો અને ખૂબ આદરથી તેનું પાલન કર્યું. અને આગમ, અધ્યાત્મશાસ્ત્રો શીખવ્યાં તેથી તે સિદ્ધાંતનું રહસ્ય જાણવા લાગ્યો. મહાપંડિત થયો. તેને આકાશગામિની વિધા પણ સિદ્ધ થઈ. તે યુવાન થયો, શ્રાવકનાં વ્રત લીધાં. તે શીલવ્રતમાં અત્યંત દઢ હતો. પોતાનાં માતાપિતા, જે આર્યા અને મુનિ થયાં હતાં. તેમની વંદના કરતો. નારદ સમ્યગ્દર્શનમાં તત્પર છે, તેણે અગિયારમી પ્રતિમા લઈ ક્ષુલ્લક શ્રાવકના વેષમાં વિહાર કર્યો, પરંતુ કર્મના ઉદયથી તેને તીવ્ર વૈરાગ્ય નથી. તે ન ગૃહસ્થી છે ન સંયમી છે. તે ધર્મપ્રિય છે અને કલહપ્રિય પણ છે. તે વાચાળ છે, ગાયનવિધામાં પ્રવીણ છે, રાગ સાંભળવામાં તેને વિશેષ અનુરાગ છે, મહાપ્રભાવશાળી છે, રાજાઓ વડે પૂજ્ય છે, તેની આજ્ઞા કોઈ લોપતું નથી, પુરુષો અને સ્ત્રીઓમાં સદાય તેનું ખૂબ સન્માન છે, અઢી દ્વીપમાં મુનિ અને જિન ચૈયાલયોનાં દર્શન કરે, સદાય પૃથ્વી અને આકાશમાં ફરતા જ રહે છે, તેની દષ્ટિ કૌતુહુલ કરવાની છે. તે દેવો દ્વારા વૃદ્ધિ પામ્યા અને દેવ સમાન તેનો મહિમા છે, પૃથ્વી ઉપર તે દેવર્ષિ કહેવાય છે, વિદ્યાના પ્રભાવથી સદા તેમણે અદ્ભુત ઉદ્યોત કર્યો છે. તે નારદ વિહાર કરતાં એકવાર મરુતની યજ્ઞભૂમિ ઉપર જઈ પહોંચ્યા. તેમણે ઘણાં લોકોની ભીડ જોઈ અને પશુઓને બંધાયેલાં જોયા એટલે દયાભાવ લાવીને યજ્ઞભૂમિ પર ઊતર્યા. ત્યાં જઈને મરુતને કહેવા લાગ્યા: “હે રાજા ! જીવની હિંસા એ દુર્ગતિનું જ દ્વાર છે. તે આવું મહાપાપનું કામ કેમ શરૂ કર્યું છે?” ત્યારે મરુત કહેવા લાગ્યોઃ “આ સંવર્ત બ્રાહ્મણ સર્વ શાસ્ત્રોના અર્થમાં પ્રવીણ, યજ્ઞનો અધિકારી છે, એ બધું જાણે છે, એની સાથે ધર્મ ચર્ચા કરો, યજ્ઞથી ઉત્તમ ફળ મળે છે.” એટલે નારદે યજ્ઞ કરાવનારને કહ્યું કે હું મનુષ્ય! તે આ શું કાર્ય આરંભ્ય છે? સર્વજ્ઞ વીતરાગે આવા કાર્યને દુઃખનું કારણ કહ્યું છે. ત્યારે સંવર્ત બ્રાહ્મણ કોપ કરીને કહેવા લાગ્યો કે અરે, તારી મૂઢતા ઘણી મોટી છે, તું બિલકુલ મેળ વિનાની વાત કરે છે. તે કોઈને સર્વજ્ઞ અને રાગરહિત વીતરાગ કહ્યા, પણ તે સર્વજ્ઞ વીતરાગ હોય તે વક્તા ન હોય અને જે વક્તા હોય તે સર્વજ્ઞ વીતરાગ ન હોય. તથા અશુદ્ધ મલિન જીવનું કહેલું વચન પ્રમાણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અગિયારમું પર્વ ૧૨૭ ન કહેવાય. જે અનુપમ સર્વજ્ઞ છે જે જોવામાં આવતા નથી માટે વેદ અકૃત્રિમ છે, વેદોક્ત માર્ગ પ્રમાણ છે. વેદમાં શુદ્ર સિવાયના ત્રણ વર્ણોને યજ્ઞ કરાવવાનું કહ્યું છે. આ યજ્ઞ અપૂર્વ ધર્મ છે, તે સ્વર્ગનાં અનુપમ સુખ આપે છે. વેદીમાં પશુનો વધ કરવો તે પાપનું કારણ નથી, શાસ્ત્રમાં કહ્યો છે તે માર્ગ કલ્યાણનું જ કારણ છે. આ પશુઓની સૃષ્ટિ વિધાતાએ યજ્ઞ માટે જ રચી છે માટે યજ્ઞમાં પશુના વધનો દોષ નથી. સંવર્ત બ્રાહ્મણના આવાં વિપરીત વચનો સાંભળીને નારદે કહ્યું: “હે વિપ્ર ! તે આ બધું અયોગ્ય જ કહ્યું છે, તારો આત્મા હિંસાના માર્ગથી દૂષિત છે. હવે તું ગ્રંથના અર્થનો સાચો ભેદ સાંભળ. તું કહે છે કે સર્વજ્ઞ નથી. હવે જો સર્વથા સર્વજ્ઞ ન હોય તો શબ્દ સર્વજ્ઞ, અર્થ સર્વજ્ઞ અને બુદ્ધિ સર્વજ્ઞ આ ત્રણ ભેદ શા માટે કહ્યા છે? જો સર્વજ્ઞ પદાર્થ હોય તો જ કહેવામાં આવે. જો સિંહ છે તો ચિત્રમાં જોઈએ છીએ માટે સર્વનાં દેખનાર અને જાણનાર સર્વજ્ઞ છે. સર્વજ્ઞ ન હોય તો અમૂર્તિક અતીન્દ્રિય પદાર્થને કોણ જાણે? માટે સર્વશનું વચન પ્રમાણે છે અને તે કહ્યું કે યજ્ઞમાં પશુઓનો વધ દોષ કરનાર નથી તો પશુનો વધ કરતાં તેને દુઃખ થાય છે કે નહિ? જો દુઃખ થયું હોય તો પાપ લાગે જ, જેમ પારધી હિંસા કરે છે તે જીવોને દુઃખ થાય છે અને તેને પાપ થાય જ છે. વળી, તે કહ્યું કે વિધાતા સર્વલોકના કર્તા છે અને આ પશુ યજ્ઞને માટે બનાવ્યાં છે, તો એ કથન પ્રમાણ નથી. ભગવાન તો કૃતકૃત્ય હોય છે. તેમને સૃષ્ટિ રચવાનું શું પ્રયોજન હોય? અને કહો કે એવી ક્રિડા કરે છે તો તે કૃતાર્થનું કાર્ય ન હોય. ક્રિીડા કરે તેને તો બાળક સમાન ગણવામાં આવે છે અને જો સૃષ્ટિ રચે તો તે પોતાના જેવી રચે. તે તો સુખપિંડ છે અને આ સૃષ્ટિ દુ:ખરૂપ છે. જે કૃતાર્થ હોય તે કર્તા ન હોય ને જે કર્તા હોય તે કૃતાર્થ ન હોય. જેને કાંઈક ઈચ્છા હોય તે જ કરે. જેને ઈચ્છા છે તે ઈશ્વર નથી અને ઈશ્વર વિના કરવાને સમર્થ નથી. માટે એમ નક્કી થયું કે જેને ઈચ્છા છે તે કરવાને સમર્થ નથી અને જે કરવામાં સમર્થ છે તેને ઈચ્છા નથી, માટે જેને તું વિધાતા-કર્તા માને છે તે કર્મથી પરાધીન તારા જેવો જ છે. ઈશ્વર તો અમૂર્તિક છે, તેનું શરીર હોતું નથી. શરીર વિના તે સૃષ્ટિ કેવી રીતે રચે ? જો યજ્ઞને માટે પશુ બનાવ્યાં હોય તો તેમને વાહનાદિ કાર્યમાં શા માટે જોડવામાં આવે છે? માટે આ નિશ્ચય થયો કે આ ભવસાગરમાં અનાદિકાળથી આ જીવોએ રાગાદિ ભાવ વડ કર્મ બાંધ્યા છે અને તેના કારણે તે જુદી જુદી યોનિઓમાં પરિભ્રમણ કરે છે. આ જગત અનાદિ નિધન છે, કોઈનું કરેલું નથી. સંસારી જીવ કર્માધીન છે અને જો તું એમ પૂછીશ કે કર્મ પહેલાં છે કે શરીર પહેલું છે? તો જેમ બીજ અને વૃક્ષ છે તેમ શરીર અને કર્મ જાણવાં. બીજથી વૃક્ષ છે અને વૃક્ષથી બીજ છે. જેમનું કર્મરૂપી બીજ બળી ગયું તેને શરીરરૂપ વૃક્ષ હોતું નથી અને શરીરવૃક્ષ વિના સુખદુઃખાદિ ફળ પણ આવતાં નથી. માટે આ આત્મા મોક્ષાવસ્થામાં કર્મરહિત, મન ઇન્દ્રિયોથી અગોચર અભુત પરમ આનંદ ભોગવે છે. તે નિરાકાર સ્વરૂપ અવિનાશી છે. તે અવિનાશી પદ દયાધર્મથી જ પ્રાપ્ત થાય છે. તું કોઈ પુણના ઉદયથી મનુષ્યભવ પામ્યો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ અગિયારમું પર્વ પદ્મપુરાણ છો, બ્રાહ્મણનાં કુળમાં જન્મ્યો છો માટે પારધીઓનાં કાર્યથી નિવૃત્ત થા; અને જો જીવહિંસાથી મનુષ્ય સ્વર્ગ પામતો હોય તો હિંસાના અનુમોદનથી રાજા વસુ નરકમાં કેમ ગયા? જો કોઈ લોટના પશુ બનાવીને પણ તેનો ઘાત કરે તો પણ નરકનો અધિકારી થાય છે, તો સાક્ષાત્ પશુહિંસાની તો શી વાત કરવી? આજે પણ યજ્ઞના કરાવનારા એવા શબ્દો બોલે છે કે “હે વસુ! ઊઠ, સ્વર્ગમાં જા'. આમ કહીને અગ્નિમાં આહુતિ નાખે છે તેથી સિદ્ધ થયું કે વસુ નરકમાં ગયો છે અને સ્વર્ગમાં ગયો નથી. તેથી હે સંવર્ત! આ યજ્ઞ કલ્યાણનું કારણ નથી અને જો તું યજ્ઞ જ કરવા માગતા હો તો જેમ હું કહું તેમ કર. આ ચિદાનંદ આત્મા તે યજમાન એટલે યજ્ઞ કરાવનાર છે, આ શરીર છે તે વિનયકુંડ એટલે હોમકુંડ છે, સંતોષ છે તે યજ્ઞની સામગ્રી છે અને જે સર્વ પરિગ્રહ છે તે હુવિ એટલે હોમવા યોગ્ય વસ્તુ છે, કેશ તે દર્ભ છે, તેને ઉખાડવા (કેશલેચન) અને સર્વ જીવની દયા તે દક્ષિણા છે, જેનું ફળ સિદ્ધપદ છે એવું શુક્લધ્યાન તે પ્રાણાયામ છે. સત્યમહાવ્રત તે ચૂપ એટલે યજ્ઞમાં પશુને બાંધવાનો ખીલો છે, આ ચંચળ મન તે પશુ છે, તપરૂપી અગ્નિ છે, પાંચ ઇન્દ્રિય તે સમિધ એટલે ઇંધન છે. આ યજ્ઞ ધર્મયજ્ઞ છે. વળી તું કહે છે કે યજ્ઞથી દેવોની તૃપ્તિ કરીએ છીએ; તો દેવોને તો મનસા આહાર છે, તેમનું શરીર સુગંધમય છે, અન્નાદિકનો પણ આહાર નથી તો માંસાદિકની તો શી વાત ? માંસ તો દુર્ગધયુક્ત, દેખી પણ ન શકાય તેવું હોય છે. પિતાના વીર્ય અને માતાના લોહીથી ઊપજેલું, જેમાં કૃમિની ઉત્પત્તિ નિરંતર થયા કરે તે મહાઅભક્ષ્ય માંસ દેવ કેવી રીતે ખાય? વળી, આ શરીરમાં ત્રણ અગ્નિ છે; એક જ્ઞાનાગ્નિ, બીજો દર્શનાગ્નિ અને ત્રીજો ઉદરાગ્નિ. અને તેમને જ આચાર્યો દક્ષિણાગ્નિ ગાઈપત્ય આધ્વનીય કહે છે. સ્વર્ગલોકના દેવ જો હાડ, માંસનું ભક્ષણ કરે તો દેવ શાના ? જેવા શિયાળ, કૂતરા અને કાગડા તેવા તે પણ થયા. નારદે આવાં વચન કહ્યાં. નારદ દેવર્ષિ છે, અનેકાંતરૂપ જિનમાર્ગનું પ્રકાશન કરવામાં સૂર્ય સમાન મહાતેજસ્વી છે, શાસ્ત્રાર્થજ્ઞાનના નિધાન છે. તેમને મંદબુદ્ધિ સંવર્ત કેવી રીતે જીતી શકે ? પરાજ્ય પામેલો તે નિર્દય, ક્રોધના ભારથી કંપતો, ઝેરી સાપ જેવાં લાલ નેત્રોવાળો, કકળાટ કરવા લાગ્યો. અનેક વિપ્રો ભેગા થઈને લડવા માટે હાથપગ વગેરે ઉછાળતા નારદને મારવા તૈયાર થયા. જેમ દિવસે કાગડો ઘુવડ પર તૂટી પડે તેમ નારદ પણ કેટલાકને મુક્કાથી, કેટલાકને મુગરથી, કેટલાકને કોણીથી મારતા ફરવા લાગ્યા. પોતાના શરીરરૂપી શસ્ત્રથી ઘણાને માર્યા, મોટી લડાઈ થઈ ગઈ. અલબત, એ ઝાઝા હતા અને નારદ એકલા, તેથી આખા શરીરમાં પીડા થઈ. પક્ષીની જેમ બાંધનારાઓએ ઘેરી લીધા, આકાશમાં ઊડી શકવાને અસમર્થ થયા, પ્રાણ બચવાની પણ શંકા થવા લાગી. તે જ વખતે રાવણનો દૂત રાજા મરુત પાસે આવ્યો હતો. તેણે નારદને ઘેરાયેલા જોઈને પાછા જઈને રાવણને કહ્યું કે મહારાજ! આપે મને જેની પાસે મોકલ્યો હતો તે મહાદુર્જન છે. તેના દેખતાં જ બ્રાહ્મણોએ એકલા નારદને ઘેરી લીધા છે અને તેમને મારે છે, જેમ કીડીઓનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અગિયારમું પર્વ ૧૨૯ સમૂહ સાપને ઘેરી લે તેમ. હું આ વાત જોઈ ન શક્યો તેથી આપને કહેવા આવ્યો છું. રાવણ આ વૃત્તાંત સાંભળીને ગુસ્સે થયો. પવનથી પણ શીઘ્ર ગતિ કરનાર વાહનમાં બેસીને ચાલ્યો અને ખુલ્લી સમશેર સાથે જે સામંતોને આગળ દોડાવ્યા હતા એક પલકમાં યજ્ઞશાળામાં પહોંચી ગયા અને તત્કાળ નારદને શત્રુના ઘેરામાંથી બચાવ્યા. યજ્ઞના થાંભલા તોડી નાખ્યા, યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને ખૂબ માર્યા, યજ્ઞશાળા તોડી નાખી, રાજાને પણ પકડી લીધો. રાવણે બ્રાહ્મણો ઉપર ખૂબ ગુસ્સો કર્યો કે મારા રાજ્યમાં જીવહિંસા કરો છો, આ શી વાત છે? તેમને એટલા માર્યા કે મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. પછી સુભટો તેમને કહેવા લાગ્યા કે તમને દુઃખ જેવું ખરાબ લાગે છે અને સુખ સારુ લાગે છે તેમ પશુને પણ જાણો. તમને જેટલું જીવન વ્હાલું છે તેમ સર્વ જીવને જાણો. તમને ટિપાતા કષ્ટ થાય છે તો પશુઓનો વિનાશ કરતાં તેમને કેમ ન થાય ? તમે પાપનું ફળ ભોગવો અને ભવિષ્યમાં પણ નરકનું દુઃખ ભોગવશો. આ પ્રમાણે બોલતા ઘોડેસવા૨ તથા ખેચ૨, ભૂચર બધા જ માણસો હિંસકોને મારવા લાગ્યા. તેઓ વિલાપ કરવા લાગ્યા કે અમને છોડી ઘો. ફરી અમે આવું કામ નહિ કરીએ. આમ દીન વચન બોલીને રોવા લાગ્યા, પણ રાવણને તેમના ઉપર ગુસ્સો હતો એટલે એમને છોડતો નહોતો ત્યારે અત્યંત દયાળુ નારદે રાવણને કહ્યું કે હે રાજન! તારું કલ્યાણ થાવ. તેં આ દુષ્ટો પાસેથી મને છોડાવ્યો, હવે એમના ઉપર પણ દયા કર. જિનશાસનમાં કોઈને દુઃખ આપવાનું કહ્યું નથી. સર્વ જીવોને જીવન વ્હાલું છે. તેં શું સિદ્ધાંતમાં આ વાત નથી સાંભળી કે હુંડાવસર્પિણી કાળમાં પાખંડીઓની પ્રવૃત્તિ થાય છે. અત્યારે ચોથા કાળમાં શરૂઆતમાં ઋષભદેવ ભગવાન પ્રગટયા, ત્રણે લોકમાં ઊંચ જિન ભગવાનનો જન્મ થતાં જ દેવો તેમને સુમેરુ પર્વત પણ લઈ ગયા, ક્ષીરસાગરના જળથી સ્નાન કરાવ્યું, તે મહાક્રાંતિના ધારક ઋષભનાથ જિનેન્દ્રનું દિવ્ય ચારિત્ર પાપનો નાશ કરનારું ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે, શું તેં તે સાંભળ્યું નથી? તે ભગવાન પ્રાણીમાત્ર પર દયા રાખનાર, જેમના ગુણ ઈન્દ્ર પણ કહેવાને સમર્થ નથી તે વીતરાગ નિર્વાણના અધિકારી આ પૃથ્વીરૂપ સ્ત્રીને છોડીને જગતના કલ્યાણ નિમિત્તે મુનિપદ ધારવા લાગ્યા. કેવા છે પ્રભુ? જેમનો આત્મા નિર્મળ છે. કેવી છે પૃથ્વીરૂપ સ્ત્રી? જે વિંધ્યાચળ પર્વત અને હિમાલય પર્વતરૂપ છે. ઉત્તુંગ સ્તન જેને, આર્યક્ષેત્ર છે મુખ જેને, સુંદર નગરોરૂપી ચૂડા છે. સમુદ્ર તેની ટિમેખલા છે, નીલવન તેના કેશ છે, નાના પ્રકારનાં રત્નો તે જ તેનાં આભૂષણ છે ઋષભદેવે મુનિ બનીને એક હજાર વર્ષ સુધી મહાતપ કર્યું. જેમનો યોગ અચળ, જેમના બાહુ લંબાયમાન એવા ઋષભદેવ પ્રત્યેના અનુરાગથી કચ્છાદિ ચાર હજાર રાજાઓએ મુનિનો ધર્મ જાણ્યા વિના જ દીક્ષા લીધી. તે પરિષહ સહન ન કરી શક્યા ત્યારે ફળાદિનું ભક્ષણ અને વલ્કલો પહેરી તાપસ થયા. ઋષભદેવે હજાર વર્ષ સુધી તપ કરીને વડવૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રગટ કર્યું. ઈન્દ્રાદિક દેવોએ કેવળજ્ઞાન કલ્યાણક કર્યું, સમોસરણની રચના થઈ. ભગવાન દિવ્ય ધ્વનિથી અનેક જીવો કૃતાર્થ થયા. કચ્છાદિ રાજાઓ ચારિત્રભ્રષ્ટ થયા હતા તે ધર્મમા દઢ થઈ ગયા, મારીચના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અગિયારમું પર્વ પદ્મપુરાણ દીર્ઘ સંસારના યોગથી મિથ્યાભાવ ન છૂટયો. જે સ્થાન પર ભગવાનને કેવળજ્ઞાન ઉપજ્યું હતું તે સ્થાન પર દેવોએ ચેત્યાલયોની સ્થાપના કરી. ઋષભદેવની પ્રતિમા પધરાવી અને ભરત ચક્રવર્તીએ વિપ્રવર્ણની સ્થાપના કરી હતી. તે પાણીમાં તેલના ટીપાની જેમ ખૂબ ફેલાઈ ગયા. તેમણે આ જગતને મિથ્યાચારથી મોહિત કર્યું, લોકો કુકર્મમાં પ્રવર્તવા લાગ્યા, સુકૃતનો પ્રકાશ નષ્ટ થઈ ગયો. જીવો સાધુના અનાદરમાં તત્પર થયા. પહેલાં સુભૂમ ચક્રવર્તીએ તેમનો નાશ કર્યો હતો તો પણ એમનો અભાવ ન થયો. હે દશાનન! તારાથી તેમનો અભાવ કેવી રીતે થશે? માટે તું પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થા. કોઈની કદી પણ હિંસા કરવી નહિ. જ્યારે ભગવાનના ઉપદેશથી પણ જગત મિથ્યામાર્ગથી રહિત ન થયું, કોઈક જીવો સવળા થયા, તો પછી આપણા જેવાથી સકળ જગતનું મિથ્યાત્વ કેવી રીતે ટળી શકે? ભગવાન તો સર્વને દેખનારા, જાણનારા છે. આ પ્રમાણે દેવર્ષિ નારદનાં વચનો સાંભળી કેકસી માતાની કૂખે જન્મેલો રાવણ તે પુરાણકથા સાંભળીને અત્યંત પ્રસન્ન થયો. તેણે વારંવાર જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા. નારદ અને રાવણ મહાપુરુષની મનોજ્ઞ કથાથી ક્ષણેક સુખમાં રહ્યા. મહાપુરુષોની કથામાં ભિન્નભિન્ન પ્રકારના રસ ભરેલા હોય છે. પછી રાજા મરુત હાથ જોડી ધરતી પર મસ્તક મૂકી રાવણને નમસ્કાર કરી વિનંતી કરવા લાગ્યો કે હે દેવ, હે લંકેશ! હું આપનો સેવક છું, આ૫ પ્રસન્ન થાવ, મેં અજ્ઞાનીએ અજ્ઞાનીઓના ઉપદેશથી હિંસામાર્ગરૂપ ખોટી પ્રવૃત્તિ કરી તે બદલ આપ ક્ષમા કરો. જીવોને અજ્ઞાનથી ખોટી ચેષ્ટા થાય છે, હવે મને ધર્મના માર્ગમાં લાવો અને મારી પુત્રી કનકપ્રભાને આપ પરણો. સંસારમાં જે ઉત્તમ પદાર્થો છે. તેના માટે આપ જ પાત્ર છો. રાવણ પ્રસન્ન થયો. રાવણ જે નમ્ર બને તેના પ્રત્યે દયા રાખે છે. રાવણે તેની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેને પોતાનો બનાવ્યો. તે સ્ત્રી રાવણને અત્યંત પ્રિય બની. રાવણના સામંતોનો ખૂબ સત્કાર કર્યો. તેમને નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણ, હાથી, ઘોડા, રથ આપ્યાં, રાવણ કનકપ્રભા સહિત રમતો રહ્યો. તેને એક વર્ષ પછી કૃતચિત્ર નામની પુત્રી થઈ. જોનારાઓને તે પોતાના રૂપથી આશ્ચર્ય ઉપજાવતી, જાણે કે મૂર્તિમંત શોભા જ હતી. રાવણના સામંતો મહાશૂરવીર અને તેજસ્વી હતા. તે સંપૂર્ણ પૃથ્વી પર ફરતા રહ્યા. ત્રણ ખંડમાં જે રાજા પ્રસિદ્ધ હતા અને બળવાન હતા તે રાવણના યોદ્ધા આગળ દિન બની ગયા. બધા જ રાજા વશ થયા. રાજાઓને રાજ્યભંગ થવાનો ભય હતો. વિદ્યાધરો ભરતક્ષેત્રનો મધ્યભાગ જોઈને આશ્ચર્ય પામ્યા. મનોજ્ઞ પહાડ, મનોજ્ઞ વનને જોઈ લોકો કહેતા કે અહો ! સ્વર્ગ પણ આથી વધારે રમણીક નથી. મનમાં એવું થાય છે કે અહીં જ રહીએ. સમુદ્ર સમાન જેની વિશાળ સેના છે એવા રાવણની કોઈ જોડ નથી. અહો ! અદ્ભુત વૈર્ય, અદ્ભુત ઉદારતા રાવણમાં છે, સર્વ વિધાધરોમાં તે શ્રેષ્ઠ જણાય છે. આ પ્રમાણે બધા માણસો તેની પ્રશંસા કરે છે. પછી જ્યાં જ્યાં રાવણ ગયો ત્યાં ત્યાં લોકો સામાં આવીને તેને મળતા રહ્યા. પૃથ્વી પરના જે જે રાજાની સુંદર પુત્રીઓ હતી તે રાવણને પરણી. જે નગરની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અગિયારમું પર્વ ૧૩૧ સમીપે રાવણ આવી પહોંચે તે નગરનાં સ્ત્રી-પુરુષો તેને જોઈને આશ્ચર્ય પામતાં સ્ત્રીઓ બધાં કામ છોડીને તેને જોવા દોડતી, કેટલીક ઝરૂખામાં બેસી ઉપરથી આશિષ દેતી ફૂલ વરસાવતી, રાવણ મેઘ સમાન શ્યામસુંદર છે, પાકા બિંબફળો જેવા તેના લાલ અધર છે, મુગટના જાતજાતના મણિઓથી તેનું શિર શોભે છે, મુક્તાફળની જ્યોતિરૂપ જળથી તેનું મુખચંદ્ર ધોયું હોય તેવું લાગે છે, ઈન્દ્રનીલમણિ જેવા શ્યામસઘન તેના કેશ છે અને સહસ્ત્રપત્ર કમળ સમાન તેનાં નેત્ર છે, વક, શ્યામ, ચીકણી બે ભ્રમરોથી તે શોભે છે. શંખ સમાન તેની ગ્રીવા છે અને વૃષભ સમાન સ્કંધ, તેનું વક્ષસ્થળ પુષ્ટ અને વિસ્તીર્ણ છે. દગ્ગજની સૂંઢ સમાન તેની ભુજા છે, સિંહ જેવી પાતળી કેડ છે, કદલી વૃક્ષ જેવી સુંદર જાંધ છે, કમળ સમાન ચરણ છે, સમચતુરસ્ત્ર સંસ્થાનનું ધારક મનોહર શરીર છે, અધિક ઊંચો નથી, અધિક ટૂંકો નથી, બહુ કૃશ કે સ્થૂળ નથી, શ્રીવત્સ આદિ બત્રીસ લક્ષણોથી યુક્ત છે. રત્નોનાં કિરણોથી દેદીપ્યમાન મુગટ, મનોહર કુંડળ, જેના હાથ પર બાજુબંધ અને મોતીનો હાર છાતી પર શોભી રહ્યો છે, અર્ધચક્રવર્તીની વિભૂતિના ભોક્તા રાવણને જોઈ લોકો ખૂબ પ્રસન્ન થતા. તેઓ અંદરોઅંદર વાત કરતા કે આ દશમુખે માસીના દિકરા વૈશ્રવણને જીત્યો, રાજા યમને જીત્યો, કૈલાશ ઊંચકવાનો પ્રયત્ન કર્યો, રાજા સહસ્ત્રમિને વૈરાગ્ય ઉત્પન્ન કરાવ્યો, મરુતના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. આપણા પુણ્યના ઉદયથી આ દિશામાં આવ્યો છે. કેકસી માતાના આ પુત્રનાં રૂપગુણનું વર્ણન કોણ કરી શકે ? એનું દર્શન લોકોને પરમ ઉત્સવનું કારણ છે. જેની કૂખે એ જન્મ્યો તે સ્ત્રી પુણ્યવાન છે, જેને ઘેર જન્મ્યો તે પિતા ધન્ય છે અને જેના કુળમાં એ જન્મ્યો તે સગાંસંબંધીઓને પણ ધન્ય છે અને જે સ્ત્રી તેની રાણીઓ બની તેના ભાગ્યની તો વાત જ શી ? આ પ્રમાણે સ્ત્રીઓ ઝરૂખામાં બેઠી બેઠી વાતો કરે છે અને રાવણની સવારી ચાલી જાય છે. જ્યારે રાવણ આવે છે ત્યારે એક મુહૂર્ત માટે તો ગામની સ્ત્રીઓ ચિત્ર જેવી બની જાય છે. તેના રૂપ અને સૌભાગ્યથી જેમનું ચિત્ત આકર્ષાય છે એવાં સ્ત્રીપુરુષોને માટે રાવણ સિવાય બીજી કોઈ વાત રહેતી નથી. દેશ, નગર, ગામ અને ગામના સમૂહોમાંથી જે મુખ્ય પુરુષ હોય છે તે નાના પ્રકારની ભેટ લઈને રાવણને મળતા અને હાથ જોડી, નમસ્કાર કરી વિનંતી કરતા કે હે દેવ ! આપ મહાવૈભવના પાત્ર છો, આપના ઘરમાં સર્વ વસ્તુઓ વિદ્યમાન છે, હે રાજાધિરાજ! નંદનાદિ વનમાં જે મનોજ્ઞ વસ્તુ પ્રાપ્ત થાય છે તે સકળ વસ્તુઓ પણ ચિંતવન માત્રથી જ આપને સુલભ છે. એવી કઈ અપૂર્વ વસ્તુઓ છે કે જે આપને ભેટ ધરીએ તો પણ આ ન્યાય છે કે ખાલી હાથે રાજાને મળાય નહિ તેથી અમારા જેવી કાંઈક વસ્તુ અમે ભેટ આપીએ છીએ. જેમ દેવો ભગવાન જિનેન્દ્રદેવની સુવર્ણકમળોથી પૂજા કરે છે તેમને શું મનુષ્ય પોતાને યોગ્ય સામગ્રીથી નથી પૂજતા? આ પ્રમાણે જુદા જુદા દેશના સામંતો મહાન ઋદ્ધિધારક રાવણને પૂજતા હતા. રાવણ તેમનું મધુર વચનોથી ખૂબ સન્માન કરતો. રાવણ પૃથ્વીને ખૂબ સુખી જોઈને પ્રસન્ન થયો, જેમ કોઈ પોતાની સ્ત્રીને જાતજાતનાં રત્નાભૂષણોથી મંડિત જોઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨ અગિયારમું પર્વ પદ્મપુરાણ સુખી થાય તેમ. રાવણ જે માર્ગે નીકળતો તે દેશમાં વાવ્યા વિના જ સ્વયમેવ ધાન્ય ઉત્પન્ન થતું, પૃથ્વી અત્યંત શોભાયમાન થતી, પ્રજાજનો ખૂબ આનંદિત થઈ અનુરાગરૂપી જળથી એની કીર્તિરૂપી વેલને સીંચતા. તે કીર્તિ નિર્મળ સ્વરૂપવાળી હતી. કિસાનો કહેતા કે આપણા મહાભાગ્ય કે આપણા દેશમાં રત્નશ્રવાનો પુત્ર રાવણ આવ્યો. આપણે દીન લોકો ખેતીમાં જ આસક્ત, લૂખા શરીરવાળા, ફાટેલાં કપડાંવાળા, કઠણ હાથપગવાળા, આપણો આટલો સમય સુખસ્વાદરહિત ફ્લેશમાં જ ગયો. હવે આના પ્રભાવથી આપણે સંપદાવાન બન્યા. પુણ્યનો ઉદય આવ્યો કે સર્વ દુઃખોને દૂર કરનાર રાવણનું અહીં આગમન થયું. જે જે દેશમાં એ કલ્યાણથી ભરપૂર વિચરતો તે તે દેશ સંપદાથી પૂર્ણ થતો. દશમુખ ગરીબોની ગરીબાઈ જોઈ શકતો નહિ. જેનામાં દુ:ખ મટાડવાની શક્તિ ન હોય તે ભાઈઓની સિદ્ધિ શું કામની ? આ તો સર્વ પ્રાણીઓનો મોટો ભાઈ થયો હતો. આ રાવણ ગુણો વડે લોકોને આનંદ ઉપજાવતો. જેના રાજ્યમાં ઠંડી કે ગરમી પણ પ્રજાને બાધા ન પહોંચાડે તો ચોર, લૂંટારા, ચાડીખોર કે સિંહગજાદિકની બાધા ક્યાંથી હોય ? જેના રાજ્યમાં પવન, પાણી, અગ્નિની પણ પ્રજાને બાધા નહોતી, બધી બાબતો સુખદાયક જ થતી. રાવણના દિગ્વિજયમાં વર્ષાઋતુ આવી, જાણે કે રાવણને સામી આવીને મળી, જાણે ઇન્દ્ર શ્યામ ઘટારૂપી ગજોની ભેટ મોકલી. કાળા મેઘ મહાનીલાચલ સમાન વીજળીરૂપી સોનાની સાંકળ પહેરેલા અને બગલાની પંક્તિરૂપી ધજાથી શોભિત ઇન્દ્રધનુષ્યરૂપ આભૂષણ પહેરીને જ્યારે વર્ષાઋતુ આવી ત્યારે દશે દિશાઓમાં અંધકાર થઈ ગયો, રાત્રિ-દિવસનો ભેદ જણાતો નહોતો એ યોગ્ય જ છે. જે શ્યામ હોય શ્યામપણું જ પ્રગટ કરે. મેઘ પણ શ્યામ અને અંધકાર પણ શ્યામ. પૃથ્વી પર મેઘની મોટી ધારા અખંડ વરસવા લાગી. જે માનિની નાયિકાના મનમાં માનનો ભાર હતો તે મેઘગર્જન વડે ક્ષણમાત્રમાં વિલય પામ્યો અને મેઘના ધ્વનિથી ભય પામેલી જે માનિની સ્ત્રી હતી તે સ્વયમેવ ભર્તારને સ્નેહ કરવા લાગી. મેઘની કોમળ, શીતળ ધારા મુસાફરોને બાણ જેવી લાગતી. મર્મવિદારક ધારાના સમૂહથી જેમનું હૃદય ભેદાઈ ગયું છે એવા પ્રવાસીઓ ખૂબ વ્યાકુળ બન્યા, જાણે કે તણ ચક્રથી છેદાઈ ગયા હોય. નવીન વર્ષાના જળથી જડતા પામેલ પથિકો ક્ષણમાત્રમાં ચિત્ર જેવા થઈ ગયા. ગાયના ઉદરમાંથી નિર ની ધારા વર્ષ છે તે જાણે ક્ષીરસાગરના મેઘ ગાયના ઉદરમાં બેસી ગયા હોય તેમ લાગે છે. વર્ષાઋતુમાં કિસાનો ખેતીના કામમાં પ્રવર્તે છે. રાવણના પ્રભાવથી તે મહાધનના ધણી બની ગયા. રાવણ બધાં જ પ્રાણીઓના ઉત્સાહનું કારણ બન્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું શ્રેણિક! જે પૂર્ણ પુણ્યના અધિકારી છે તેમના સૌભાગ્યનું વર્ણન ક્યાં સુધી કરીએ. ઈન્દિવર કમળ સરખો શ્યામ રાવણ સ્ત્રીઓનાં ચિત્તને અભિલાષી કરતો જાણે કે સાક્ષાત્ વર્ષાકાળનું સ્વરૂપ જ છે. તેનો અવાજ ગંભીર છે, જેમ મેઘ ગાજે છે તેમ રાવણ ગર્જના કરે છે. રાવણની આજ્ઞાથી સર્વ નરેન્દ્રો આવી મળ્યા, હાથ જોડી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ ૧૩૩ નમસ્કાર કરવા લાગ્યા. જે રાજાઓની કન્યા સુંદર હતી તે રાવણને સ્વયમેવ વરી. તે રાવણને વરીને અત્યંત ક્રીડા કરવા લાગી, જેમ વર્ષો પહાડને પામીને અત્યંત વરસે તેમ. વૈશ્રવણ યક્ષના માનનું મર્દન કરનાર, દિગ્વિજય માટે નીકળેલ, તેને સમસ્ત પૃથ્વીને જીતતો જોઈ સૂર્ય લજજા અને ભયથી વ્યાકુળ થઈને દબાઈ ગયો. ભાવાર્થ- વર્ષાકાળમાં સૂર્ય મેઘપટલથી આચ્છાદિત હોય છે અને રાવણના મુખ સમાન ચંદ્રમા પણ નથી, લજ્જાથી ચંદ્ર પણ દબાઈ ગયો, કારણ કે વર્ષાકાળમાં ચંદ્ર પણ મેઘમાળાથી આચ્છાદિત થાય છે અને તારા પણ દેખાતા નથી. આ વર્ષાઋતુ સ્ત્રી સમાન છે, વીજળી તેની કટિમેખલા છે, ઇન્દ્રધનુષ્ય તે વસ્ત્રાભૂષણ છે, પયોધર (મેઘ અને સ્તન) ને વક્ષસ્થળ છે. રાવણ મહામનોહર કેતકીની વાસ અને પદ્મિની સ્ત્રીઓના શરીરની સુગંધને પોતાના શરીરની સુગંધથી જીતી લે છે. તેના સુગંધી શ્વાસથી ખેંચાઈને ભમરાઓ ગુંજારવ કરે છે. ગંગાતટ પર પડાવ નાખીને વર્ષાઋતુ પૂર્ણ કરી. ગંગાના તટ પર હરિત તૃણ શોભે છે, નાના પ્રકારનાં પુષ્પોની સુગંધ ફેલાઈ રહી છે, ઊંચા ઊંચા વૃક્ષો શોભે છે. રાવણે અતિ સુખપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યું. હું શ્રેણિક ! જે પુણ્યાધિકારી મનુષ્ય છે તેનું નામ સાંભળીને સર્વ લોકો નમસ્કાર કરે છે અને સુંદર સ્ત્રીઓ સ્વયમેવ આવીને વરે છે, ઐશ્વર્યના નિવાસ પરમ વૈભવ પ્રગટ થાય છે. તેમના તેજથી સૂર્ય પણ શીતલ થાય છે; આમ જાણીને, આજ્ઞા માનીને, સંશય છોડીને, પુણ્યપ્રાપ્તિનો યત્ન કરો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપાપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં મરુત યજ્ઞનો વિધ્વંસ અને રાવણના દિગ્વિજયનું વર્ણન કરનાર અગિયારમું પર્વ પૂર્ણ થયું. * * * બારમું પર્વ (ઇન્દ્ર નામના વિદ્યાધરના પરાભવનું કથન) રાવણે મંત્રીઓ સાથે એકાંતમાં મંત્રણા કરી. હે મંત્રીઓ! આ મારી કન્યા કૃતચિત્રાને હું કોની સાથે પરણાવું? સંગ્રામમાં ઇન્દ્રને જીતવાનું નક્કી નથી તેથી પ્રથમ પુત્રીને પરણાવવાનું મંગલ કાર્ય કરવું યોગ્ય છે. રાવણને પુત્રીના વિવાહની ચિંતામાં તત્પર જોઈને રાજા હરિનાને પોતાના પુત્રને પાસે બોલાવ્યો. રાવણે હુરિવાહનના પુત્રને અતિસુંદર અને વિનયવાન જોઈને પોતાની પુત્રી પરણાવવાની ઈચ્છા કરી. રાવણે પોતાના મનમાં વિચાર્યું કે મથુરા નગરીનો રાજા હરિવાહન સર્વ નીતિશાસ્ત્રોમાં પ્રવીણ છે, અમારા ગુણોની કીર્તિમાં તેને પ્રેમ છે, તેનો પ્રાણથી પ્યારો પુત્ર મધુ પ્રશંસાયોગ્ય છે, મંત્રીઓએ રાવણને કહ્યું કે હે દેવ! આ મધુકુમાર પરાક્રમી છે, તેના ગુણોનું વર્ણન થાય તેમ નથી. તેના શરીરમાંથી સુગંધ ફોરે છે, જે સર્વ લોકોનું મન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ બારમું પર્વ પદ્મપુરાણ હરી લે છે. મધુ નામ મિષ્ટાન્નનું છે, તે મિષ્ટભાષી છે. મધુ એટલે મકરંદ, તે મકરંદથી પણ અધિક સુગંધી છે. એના એટલા જ ગુણ નથી. અસુરોના ઇન્દ્ર ચમરેન્દ્ર એને મહાગુણરૂપ ત્રિશૂલરત્ન આપ્યું છે. તે ત્રિશૂલ વેરી પર ફેંકાતાં નિષ્ફળ જતું નથી. આપ એના કાર્યો વડે જ એનાં ગુણ જાણશો. અમે વચનથી કેટલું કહીએ ? તેથી હે દેવ ! તેની સાથે સંબંધ કરવાનો વિચાર કરો. એ પણ આપની સાથે સંબંધ બાંધીને કૃતાર્થ થશે. જ્યારે મંત્રીઓએ તેને આ પ્રમાણે કહ્યું ત્યારે રાવણે તેને પોતાનો જમાઈ બનાવ્યો અને યોગ્ય સામગ્રી તેને આપી. રાવણે ખૂબ વૈભવથી પોતાની પુત્રી પરણાવી. આ રાવણની પુત્રી સાક્ષાત્ પુણ્યલક્ષ્મી, સુંદર શરીરવાળી, પતિનાં મન અને નેત્રને હરનારી હતી. તેને પામીને મધુ અતિ પ્રસન્ન થયો. પછી શ્રેણિકે કુતૂહલથી ગૌતમ સ્વામીને પૂછ્યું કે હે નાથ ! અસુરેન્દ્ર મધુને શા માટે ત્રિશૂલરત્ન આપ્યું હતું? ત્યારે ગૌતમ સ્વામી જૈનધર્મીઓ પ્રત્યેના વાત્સલ્યથી ત્રિશૂલરત્નની પ્રાપ્તિનું કારણ કહેવા લાગ્યા- હે શ્રેણિક! ધાતકીખંડ નામે દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં શતદ્વાર નામના નગરમાં બે મિત્રો રહેતા હતા. તેમની વચ્ચે પ્રેમનું મહાબંધન હતું. એકનું નામ સુમિત્ર, બીજાનું નામ પ્રભવ હતું. આ બન્ને એક ચટશાળામાં ભણીને પંડિત થયા. કેટલાક દિવસો પછી સુમિત્ર રાજા થયો. અનેક સામતોથી સેવિત, પૂર્વોપાર્જિત પુણ્યકર્મના પ્રભાવથી તે પરમોદય પામ્યો, અને બીજા મિત્ર પ્રભવ ગરીબ કુળમાં જન્મ્યો હતો. સુમિત્રે તેને સ્નેહથી પોતાના જેવો કર્યો. એક દિવસ રાજા સુમિત્રને દુષ્ટ ઘોડો વનમાં ઉપાડી ગયો. ત્યાં દુરિજદંષ્ટ્ર નામનો ભીલનો રાજા તેને પોતાને ઘેર લઈ ગયો અને તેની સાથે પોતાની પુત્રી વનમાલા પરણાવી. વનમાલા સાક્ષાત્ વનલક્ષ્મી હતી. તેને પ્રાપ્ત કરીને રાજા સુમિત્ર અતિ પ્રસન્ન થયો. ત્યાં એક મહિનો તે રહ્યો. તે ભીલોની સેના લઈને સ્ત્રી સહિત શતદ્વાર નગરમાં આવી રહ્યો હતો. અને પ્રભવ તેને શોધવા બહાર નીકળતો હતો. તેણે માર્ગમાં મિત્રને સ્ત્રી સહિત જોયો. કામની પતાકા જેવી તેની સ્ત્રીને જોઈને પાપી પ્રભવ મિત્રની પત્નીમાં મોહિત થયો. અશુભ કર્મના ઉદયથી જેની કૃત્યઅકૃત્યની વિવેકબુદ્ધિ નાશ પામી છે એવો પ્રભવ પ્રબળ કામબાણથી વીંધાઈને અતિ આકુળતા પામ્યો. આહાર, નિદ્રાદિનું વિસ્મરણ થઈ ગયું, સંસારમાં જેટલી વ્યાધીઓ છે તેમાં મદનની વ્યાધિ સૌથી મોટી છે. તેનાથી પરમ દુ:ખ મળે છે. જેમ સર્વ દેવોમાં સૂર્યપ્રધાન છે તેમ સમસ્ત રોગોમાં મદનનો રોગ પ્રધાન છે. સુમિત્રે પ્રભવને ખેદખિન્ન જોઈને પૂછયું: “હું મિત્ર ! તું ખિન્ન શા માટે છે?' તેણે મિત્રને કહ્યું કે તું વનમાળાને પરણ્યો છે. તેથી મારું ચિત્ત વ્યાકુળ બન્યું છે. આ વાત સાંભળી, મિત્ર પ્રત્યે અત્યંત સ્નેહવાળા રાજા સુમિત્રે પોતાના પ્રાણ સમાન મિત્રને પોતાની સ્ત્રીના નિમિત્તે દુ:ખી જાણીને સ્ત્રીને મિત્રના ઘેર મોકલી અને પોતે છાનોમાનો મિત્રના ઝરૂખામાં જઈને બેઠો, જોવા લાગ્યો કે આ શું કરે છે? જો મારી સ્ત્રી એની આજ્ઞા નહિ માને તો હું સ્ત્રીને રોકીશ અને જો એની આજ્ઞા માનશે તો એક હજાર ગામ આપીશ. વનમાલા રાત્રે પ્રભવની સમીપે જઈને બેઠી. ત્યારે પ્રભાવ પૂછવા લાગ્યો કે હું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ ૧૩૫ ભદ્ર! તું કોણ છે? તેણે પોતાના વિવાહ સુધીનું પોતાનું સર્વ વૃત્તાંત કહ્યું તે સાંભળીને પ્રભવ નિસ્તેજ થઈ ગયો, મનમાં અત્યંત ઉદાસ થયો. તે વિચારવા લાગ્યો, હાય! હાય! મેં આ કેવી પાપભાવના કરી? મિત્રની સ્ત્રી તો માતા સમાન છે. તેને કોણ ઈચ્છે? મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. આ પાપથી હું ક્યારે છૂટીશ? બને તો મારું શિર કાપી નાખું, કલંકયુક્ત જીવનથી શો ફાયદો? આમ વિચારી મસ્તક કાપવા માટે મ્યાનમાંથી ખગ કાઢયું. જેવો તે તલવારને ગળા પાસે લાવ્યો કે સુમિત્ર ઝરૂખામાંથી કૂવો, તેનો હાથ પકડી લીધો અને તેને મરતો બચાવ્યો. તેને છાતી સાથે લગાડીને કહેવા લાગ્યોઃ હે મિત્ર! શું તું આત્મઘાતનો દોષ નથી જાણતો? જે જીવ અવધિ પહેલાં પોતાના શરીરનો ઘાત કરે છે તે શુદ્ર મરીને નરકમાં પડે છે, અનેક ભવ અલ્પ આયુષ્યના ધારક થાય છે. આ આત્મઘાત નિગોદનું કારણ છે. આમ કહીને મિત્રના હાથમાંથી ખગ પડાવી લીધું. મધુર વચનોથી ખૂબ સંતોષ આપ્યો અને કહેવા લાગ્યો કે હે મિત્ર! અત્યારે આપણી વચ્ચે ગાઢ મૈત્રી છે તો આ મૈત્રી પરભવમાં રહે કે ન રહે. સંસાર અસાર છે. આ જીવ પોતાના કર્મના ઉદયથી ભિન્ન ભિન્ન ગતિમાં જાય છે. આ સંસારમાં કોણ કોનો મિત્ર અને કોણ કોનો શત્રુ છે? સદા એકસરખી દશા રહેતી નથી. એમ કહીને બીજે દિવસે રાજા સુમિત્ર મહામુનિ થયા અને આયુષ્ય પૂરું થતાં બીજા સ્વર્ગમાં ઈશાન ઇન્દ્ર થયા. ત્યાંથી ચ્યવીને મથુરાપુરીમાં રાજા હરિવહનની રાણી માધવીને પેટે મધુ નામનો પુત્ર થયો. હરિવંશરૂપ આકાશમાં ચંદ્રમા સમાન થયા, અને પ્રભવ સમ્યકત્વ વિના અનેક યોનિઓમાં ભ્રમણ કરી વિશ્વાવસુની સ્ત્રી જ્યોતિષમતીને પેટે શિખી નામનો પુત્ર થયો. તે દ્રવ્યલિંગી મુનિ થઈ મહાતપ કરી નિદાનના યોગથી અસુરોનો અધિપતિ ચમરેન્દ્ર થયો. તે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વોભવો જાણી, સુમિત્ર નામના મિત્રના ગુણોનો વિચાર કરવા લાગ્યો. સુમિત્ર રાજાનું અતિ મનોજ્ઞ ચરિત્ર વીચારીને તેનું હૃદય પ્રીતિથી મોહિત થયું. તેણે મનમાં વિચાર્યું કે રાજા સુમિત્રા મહાગુણવાન, મારો પરમ મિત્ર હતો, સર્વ કાર્યોમાં સહાયક હતો. ચટશાળામાં અમે સાથે વિદ્યા મેળવી હતી, હું દરિદ્ર હતો અને તેણે મને પોતાના જેટલો વૈભવ આપ્યો હતો. દુષ્ટ ચિત્તવાળા મેં પાપીએ તેની સ્ત્રી પ્રત્યે ખોટા ભાવ કર્યા તો પણ તેને મારા પર દ્વેષ નહોતો કર્યો, તે સ્ત્રીને મારે ત્યાં મોકલી હતી, હું મિત્રની સ્ત્રીને માતા સમાન જાણી અતિઉદાસ થઈ મારું મસ્તક ખગથી કાપવા તૈયાર થયો ત્યારે તેણે પોતે જ મને રોક્યો હતો અને મે જિનશાસનની શ્રદ્ધા વિના મરીને અનેક દુઃખ ભોગવ્યાં, મોક્ષમાર્ગમાં પ્રવર્તનારા સાધુ પુરુષોની નિંદા કરી, કુયોનિમાં દુ:ખભોગવ્યા અને તે મિત્ર મુનિવ્રત ધારી બીજા સ્વર્ગમાં ઇન્દ્ર થયો, ત્યાંથી ચ્યવી મથુરાપુરીમાં રાજા હરિવાહનનો પુત્ર મધુવાહન થયો છે અને હું વિશ્વાવસુનો પુત્ર શીખી નામનો દ્રવ્યલિંગી મુનિ થઈ અસુરેન્દ્ર થયો છું. આમ વિચારી, ઉપકારથી ખેંચાયેલો, પ્રેમથી ભીંજાયેલા મનવાળો તે પોતાના ભવનમાંથી નીકળીને મધ્યલોકમાં આવ્યો. મધુવાન મિત્રને મળ્યો, મહારત્નોથી મિત્રનું પૂજન કર્યું, સહસ્ત્રાંત નામનું ત્રિશૂલ રત્ન આપ્યું મધુવાહન પણ ચમરેન્દ્રને જોઈને ખૂબ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ બારમું ૫ર્વ પદ્મપુરાણ રાજી થયો. પછી ચમરેન્દ્ર પોતાના સ્થાનકે ગયો. હું શ્રેણિક! શસ્ત્રવિધાનો અધિપતિ, સિંહોના વાહનવાળો મધુકુંવર રિવંશનું તિલક છે, રાવણ તેનો સ્વસુર છે, તે સુખેથી રહેવા લાગ્યો. આ મધુનું ચિરત્ર જે પુરુષ વાંચે, સાંભળે તે કાંતિ પામે અને તેને સર્વ અર્થ સિદ્ધ થાય. પછી મરુતના યજ્ઞનો નાશ કરનાર જે રાવણ તે લોકમાં પોતાનો પ્રભાવ ફેલાવતો, શત્રુઓને વશ કરતો, અઢાર વર્ષ સુધી ફરીને જેમ સ્વર્ગમાં ઇન્દ્ર હર્ષ ઉપજાવે તેમ તેણે બધાને આનંદ આપ્યો પૃથ્વીપતિ કૈલાસ પર્વત પાસે આવ્યો. ત્યાં નિર્મળ જળવાળી સમુદ્રની પટરાણી, કમળના મકરંદથી પીળા જળવાળી ગંગાના કિનારે સેનાનો પડાવ નાખી પોતે કૈલાસની તળેટીમાં પડાવ નાખી ક્રીડા કરતો રહ્યો. ગંગાના સ્ફટિક સમાન જળમાં ખેચર, ભૂચર, જળચર ક્રીડા કરતા હતા જે અશ્વો રજ લાગવાથી શરીરે મલિન થયા હતા તે ગંગામાં ન્હાઈને, પાણી પીને સ્વસ્થ થયા. રાવણ વાલીનું વૃત્તાંત વિચારીને ચૈત્યાલયોમાં નમસ્કાર કરી, ધર્મરૂપ પ્રવૃત્તિ કરતો રહ્યો હવે ઇન્દ્રે દુર્લધિપુર નગરમાં નલકુંવર નામનો લોકપાલ સ્થાપ્યો હતો તેણે સંદેશવાહકોના મુખેથી રાવણને નજીક આવેલો જાણીને ઈન્દ્ર પાસે શીઘ્રગામી સેવકો મોકલ્યા, સર્વ વૃત્તાંત જણાવ્યા. રાવણ જગતને જીતતો સમુદ્ર જેવી સેના લઈને આપણી જગ્યા જીતવા માટે નજીક આવીને પડયો છે. આ તરફના બધા લોકો ધ્રુજી ઉઠયા છે. આ સમાચાર લઈને નલકુંવરના દૂતો ઇન્દ્ર પાસે આવ્યા. ઇન્દ્ર ભગવાનનાં ચૈત્યાલયોની વંદના કરવા જતો હતો ત્યાં માર્ગમાં ઇન્દ્રને પત્ર આવ્યો. ઇન્દ્ર સર્વ રહસ્ય જાણીને પાછો જવાબ લખી આપ્યો કે હું પાંડુવનમાં ચૈત્યાલયોની વંદના કરીને આવું છું. ત્યાં સુધી તમે ખૂબ પ્રયત્ન કરીને રહેજો. તમે અમોઘ-નિષ્ફળ ન જાય તેવા શસ્ત્રોના ધારક છો અને હું પણ શીઘ્ર જ આવું છું. આમ લખીને વંદના પ્રત્યે આસક્ત મનવાળો તે, વેરીની સેનાને ન ગણકારતાં પાંડુવનમાં ગયો અને નલકુંવર લોકપાલે પોતાના મંત્રીઓ સાથે વિચારણા કરીને નગરની રક્ષા માટે તત્પર વિદ્યામય સો યોજન ઊંચો વજ્રશાલ નામનો કોટ બનાવ્યો અને પ્રદક્ષિણા ત્રણ ગણી કરી. રાવણે નલકુંવરના નગરની રચના જાણવા માટે પ્રહસ્ત નામના સેનાપતિને મોકલ્યો તે જોઈને પાછો આવીને કહેવા લાગ્યો કે હે દેવ ! માયામયી કોટથી મંડિત આ નગર છે. તે લઈ શકાય તેવું નથી. જુઓ, પ્રત્યક્ષ દેખાય છે કે સર્વ દિશાઓમાં ભયાનક વિકરાળ દાઢોવાળા સર્પ સમાન તેના શિખરો છે અને આસપાસ સઘન વાંસનું વન જલી રહ્યું છે. તેમાંથી ઊંચી જ્વાળાઓ ઊઠી રહી છે. તેનાં યંત્રો વૈતાળનું રૂપ ધારણ કરી, વિકરાળ દાઢ ફાડી, એક યોજનના વિસ્તારમાં જે મનુષ્યો આવે તેને ગળી રહ્યાં છે. તે યંત્રોના મુખમાં આવેલાં પ્રાણીઓનાં આ શરીર રહેતાં નથી. તે બીજો ભવ ધારણ કરીને નવાં શરીર ધારણ કરે છે. આમ જાણીને આપ દીર્ઘદર્શી બનીને આ નગર લેવાનો ઉપાય શોધી કાઢો. પછી રાવણે મંત્રીઓને ઉપાય પૂછવા માંડયાં. મંત્રીઓ તે માયામયી કોટને દૂર કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. મંત્રીઓ નીતિશાસ્ત્રમાં અતિ પ્રવીણ છે. પછી નલકુંવરની સ્ત્રી ઉપરંભા, જે ઈન્દ્રની અપ્સરા રંભા સમાન રૂપ અને ગુણવાળી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે, તે રાવણને નિકટ આવેલો સાંભળીને તેની અત્યંત અભિલાષા કરવા લાગી. પહેલાં રાવણના રૂપગુણ સાંભળીને અનુરાગવતી હતી જ. રાત્રે તે પોતાની સખી વિચિત્રમાલાને એકાંતમાં આમ કહેવા લાગી કે હે સુંદરી! તું મારા પ્રાણ સમાન સખી છે, તારા જેવું બીજું કોઈ નથી. આપણું અને સામાનું એક મન હોય તેને સખી કહીએ છીએ. મારામાં અને તારામાં ભેદ નથી માટે હે ચતુરે ! મારા કાર્યનું સાધન તું ચોક્કસ કરવાની હો તો તને મારા ચિત્તની વાત કરું જે સખી હોય છે તે નિશ્ચયથી જીવનનું અવલંબન હોય છે. રાણી ઉપરંભાએ આમ કહ્યું ત્યારે સખી વિચિત્રમાલા કહેવા લાગી કે હે દેવી! આવી વાત કેમ કહો છો? હું તો તમારી આજ્ઞાકારિણી છું. તમારું મનવાંછિત કાર્ય કહેશો તે કરીશ જ. હું મારા મોઢે મારા વખાણ શું કરું? પોતાના વખાણ કરવા એ લોકમાં નિંદ્ય ગણાય છે, વધારે શું કહું? મને તમે સાક્ષાત્ કાર્યની સિદ્ધિ ગણો. મારો વિશ્વાસ રાખીને તમારા મનમાં જે હોય તે મને કહો. હું સ્વામિની ! અમારી હયાતીમાં તમારે ખેદ શાનો હોય? ત્યારે ઉપરંભા વિશ્વાસ રાખીને, ગાલ ઉપર હાથ મૂકીને, મુખમાંથી ન નીકળે એવાં વચન વારંવાર પ્રેરણા કરીને બહાર કાઢવા લાગી. હે સખી ! બાળપણથી જ મારું મન રાવણ પ્રત્યે અનુરાગી છે. મેં અનેક વાર લોકમાં પ્રસિદ્ધ, અતિસુંદર એવા તેના ગુણો સાંભળ્યાં છે. હું અંતરાયના ઉદયથી અત્યાર સુધી રાવણનો સંગ પ્રાપ્ત ન કરી શકી. મારા ચિત્તમાં તેની પ્રત્યે પરમ પ્રીતિ છે. અને તેની અપ્રાપ્તિનો મને નિરંતર પસ્તાવો થાય છે. હે રૂપિણી ! હું જાણું છું કે આ કાર્ય પ્રશંસાયોગ્ય નથી. સ્ત્રી પરપુરુષના સંગથી નરકમાં જાય છે તો પણ હું મરણને સહેવા સમર્થ નથી. તેથી હું મિષ્ટભાષિણી ! મારો ઉપાય શીધ્ર કર. મારા મનનું હરણ કરનાર તે હવે મારી પાસે આવ્યો છે, કોઈ પણ ઉપાયે પ્રસન્ન થઈને મારો તેની સાથે મેળાપ કરાવી દે, હું તારા પગે પડું છું. આમ કહીને તે સ્ત્રી પગે પડવા લાગી, ત્યારે સખીએ તેનું માથું પકડી લીધું અને કહ્યું કે હું સ્વામિની! તમારું કામ એક ક્ષણમાં જ હું સિદ્ધ કરી આપીશ. એમ કહીને તે સખી ઘરમાંથી બહાર નીકળી. આ સકળ વાતોની રીત જાણનારી તે અતિસૂક્ષ્મ શ્યામ વસ્ત્ર પહેરીને આકાશમાર્ગે રાવણના તંબૂમાં આવી. દ્વારપાળોને પોતાના આગમનનું વૃત્તાંત જણાવીને તેણે રાવણ પાસે જઈને તેને પ્રણામ કર્યા. આજ્ઞા મળતાં બેસીને તે વિનંતી કરવા લાગી કે હે દેવ! દોષના પ્રસંગરહિત આપના સકળ ગુણો વડે આખો લોક વ્યાપ્ત છે. આપને માટે એ જ યોગ્ય છે. આપનો વૈભવ અતિ ઉદાર છે, આપ આ પૃથ્વી પર સૌને તૃત કરો છો, આપનો જન્મ સૌના આનંદ નિમિત્તે છે. આપની આકૃતિ જોતાં આ મનમાં લાગે છે કે આપ કોઈની પ્રાર્થનાનો ભંગ કરતા નથી. આપ મહાદાતાર છો, સૌના અર્થ પૂરા કરો છો, આપના જેવા મહાપુરુષની વિભૂતિ પરોપકાર માટે જ છે તેથી આપ સૌને બહાર મોકલી એક ક્ષણ એકાંત આપીને, મન દઈને મારી વાત સાંભળો તો હું કહું. રાવણે આ પ્રમાણે કર્યું ત્યારે તેણે ઉપરંભાની સઘળી હકીકત તેના કાનમાં કહી. ત્યારે રાવણે બન્ને હથ કાન ઉપર મૂકી, માથું ધુણાવી, નેત્ર સંકોચી, કેકસી માતાના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ બારમું પર્વ પદ્મપુરાણ પુત્રે યોગ્ય આચારપરાયણ બની કહ્યું ” હે ભદ્ર! શું કહ્યું? પાપના બંધનું કારણ એવું આ કામ કેવી રીતે કરાય? હું પરસ્ત્રીઓને અંગદાન દેવામાં દરિદ્ર છું. આવા કામને ધિક્કાર હો ! તેં અભિમાન છોડીને આ વાત કહી છે, પરંતુ જિનશાસનની એવી આશા છે કે વિધવા, સધવા, કુંવારી સ્ત્રી અને વેશ્યા એ બધી જ પરસ્ત્રી સદાય સર્વથા ત્યજવી. પરનારી રૂપાળી હોય તેથી શું થયું? આલોક અને પરલોકનું વિરોધી એવું આ કાર્ય વિવેકી કરે નહિ. જે બન્ને લોકને ભ્રષ્ટ કરે તે મનુષ્ય શાનો? હે ભદ્ર! પરપુરુષથી જેનું અંગમર્દન થયું હોય એવી પરસ્ત્રી એંઠા ભોજન સમાન છે, તેને ક્યો મનુષ્ય અંગીકાર કરે? આ વાત સાંભળીને મહામંત્રી વિભીષણ, જે સકળ નીતિને જાણે છે અને રાજવિધામાં જેની બુદ્ધિ શ્રેષ્ઠ છે, તેણે રાવણને એકાંતમાં જઈને કહ્યું કે હે દેવ ! રાજાઓનાં અનેક ચરિત્ર હોય છે. કોઈ વખતે તે પ્રયોજનવશાત્ કિંચિત જૂઠું પણ કહે છે. માટે આપ આને અત્યંત રુક્ષ વાત ન કરો. તે ઉપરંભા વશ થશે તો કોટ જીતવાનો કાંઈક ઉપાય પણ બતાવશે. વિભીષણનાં આવાં વચન સાંભળીને રાજવિધામાં નિપુણ, માયાચારી રાવણ વિચિત્રમાલા સખીને કહેવા લાગ્યો કે હું ભદ્ર! તે મારામાં મન રાખે છે અને મારા વિના અત્યંત દુઃખી છે તેથી તેના પ્રાણની રક્ષા માટે કરવી યોગ્ય છે તેના પ્રાણ ન છૂટે એ રીતે એને પહેલાં અહીં લઈ આવ. જીવોના પ્રાણની રક્ષા એ જ ધર્મ છે. એમ કહીને સખીને વિદાય આપી. તે જઈને ઉપરંભાને તત્કાળ લઈ આવી. રાવણે તેનું ખૂબ સન્માન કર્યું. એટલે તેણે મદનસેવનની પ્રાર્થના કરી. રાવણે કહ્યું કે હે દેવી! દુર્લંધનગરમાં મારી રમવાની ઈચ્છા છે, અહીં ઉદ્યાનમાં શું સુખ મળે? એવું કરો કે નગરમાં જઈને તમારી સાથે રમું. તે કામાતુર સ્ત્રી રાવણની કુટિલતા સમજી શકી નહિ. સ્ત્રીઓનો સ્વભાવ મૂઢ હોય છે. તેણે નગરના માયામયી કોટને તોડવાના ઉપાયરૂપ આસાલકા નામની વિદ્યા તેને આપી અને ઘણા આદરથી જાતજાતના દિવ્ય શસ્ત્રો આપ્યાં વિદ્યાની પ્રાપ્તિથી દેવો વડે જેની રક્ષા થતી હતી તે માયામયી કોટ તત્કાળ અદશ્ય થયો અને જે સદાનો કોટ હતો તે જ રહી ગયો એટલે રાવણ મોટી સેના લઈને નગરની પાસે આવ્યો. નગરમાં કોલાહલના શબ્દ સાંભળીને રાજા નલકુંવર ક્ષોભ પામ્યો. માયામયી કોટ ન દેખાતાં તેના મનમાં વિષાદ ભરાઈ ગયો. તેને લાગ્યું કે હવે રાવણ નગર જીતી લેશે. તો પણ પુરુષાર્થ ધારણ કરીને તે લડવા માટે બહાર નીકળ્યો, અનેક સામંતો સાથે પરસ્પર શસ્ત્રોથી ઘોર યુદ્ધ થયું. ત્યાં સૂર્યનાં કિરણો પણ દેખાતાં નહિ, કૂર અવાજો જ્યાં આવતા હતા. વિભીષણે શીધ્ર લાત મારીને નલકુંવરનો રથ તોડી નાખ્યો અને નલકુંવરને પકડી લીધો. જેમ રાવણે સહસ્ત્રકિરણને પકડ્યો હતો તેમ વિભીષણે નલકુંવરને પકડયો. રાવણની આયુધશાળામાં સુદર્શનચક્ર રત્ન ઉત્પન્ન થયું. રાવણે એકાંતમાં ઉપરંભાને કહ્યું કે તમે મને વિદ્યા આપી માટે તમે મારા ગુરુ છો અને તમારા માટે એ યોગ્ય નથી કે પોતાના પતિને છોડીને બીજા પુરુષનું સેવન કરો. મારે પણ અન્યાય માર્ગનું સેવન કરવું યોગ્ય નથી. આ પ્રમાણે તેને આશ્વાસન આપી તેના માટે નલકુંવરને મુક્તિ આપી. નલકુંવરનું બખર શસ્ત્રોથી તૂટયું હતું, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ ૧૩૯ પણ તેને શરીર પર ઘા લાગ્યા નહોતા. રાવણે ઉપરંભાને કહ્યું કે આ તારા પતિ સાથે મનવાંછિત ભોગ ભોગવ. કામસેવનમાં પુરુષોમાં શો તફાવત હોય છે? અયોગ્ય કાર્ય કરવાથી મારી અપકીર્તિ થાય અને હું આવું કરું તો બીજા લોકો પણ આ માર્ગ પ્રવર્તે, પૃથ્વી પર અન્યાયની પ્રવૃત્તિ થવા માંડે તું રાજા આકાશધ્વજની પુત્રી, તારા માતા મૃદુકાતા, તું નિર્મળ કુળમાં જન્મેલી, તારે શીલનું પાલન કરવું યોગ્ય છે. રાવણે આ પ્રમાણે કહ્યું ત્યારે ઉપરંભા શરમાઈ ગઈ અને પોતાના પતિમાં સંતોષ રાખ્યો. નલકુંવર પણ સ્ત્રીનો વ્યભિચાર થયો નથી એમ જાણીને સ્ત્રી સાથે રમવા લાગ્યો અને રાવણ દ્વારા ખૂબ સન્માન પામ્યો. રાવણની એ જ રીત હતી કે જે આજ્ઞા ન માને તેનો પરાભવ કરે અને જે આજ્ઞા માને તેનું સન્માન કરે. તે યુદ્ધમાં મરી જાય તેને તો મરવા દેતો. પણ જે પકડાઈ જતા તેને છોડી દેતો. રાવણે સંગ્રામમાં શત્રુઓને જીતવામાં ખૂબ યશ મેળવ્યો. તે હવે મોટી સેના સાથે વૈતાડપર્વત સમીપે જઈ પહોંચ્યો. રાજા ઇન્દ્ર રાવણને સમીપ આવેલો સાંભળીને પોતાના ઉમરાવો, જે વિદ્યાધર દેવ કહેવરાવતા તે બધાને કહ્યું, હું વિશ્વસી આદિ દેવ! યુદ્ધની તૈયારી કરો, શું આરામ કરી રહ્યા છો ? રાક્ષસોનો અધિપતિ આવી પહોંચ્યો છે. આમ કહીને ઇન્દ્ર પોતાના પિતા સહસ્ત્રાર પાસે સલાહ લેવા ગયો. તેણે નમસ્કાર કરી બહુ જ વિનયપૂર્વક પૃથ્વી ઉપર બેસી બાપને પૂછયું, હે દેવ! અનેક શત્રુઓને જીતનારો પ્રબળ વેરી નિકટ આવ્યો છે તો મારે શું કરવું જોઈએ? હે તાત! મેં ઘણી મોટી ભૂલ કરી છે કે આ વેરીને ઊગતાં જ ના દાબી દીધો. કાંટો ઊગતાં જ હોઠથી પણ તૂટી જાય અને કઠોર બની જાય પછી પીડા કરે, રોગ થતાં જ મટાડીએ તો સુખ ઊપજે અને રોગનાં મુળ વધે તો કાપવા પડે તેમ ક્ષત્રિય શત્રુની વૃદ્ધિ ન થવા દે, મેં આનો નાશ કરવા અનેક વાર પ્રયત્ન કર્યો, પણ આપે મને નકામો રોક્યો અને મેં ક્ષમા કરી. હે પ્રભો! હું રાજનીતિના માર્ગ પ્રમાણે વિનંતી કરું છું. આને મારવામાં હું અસમર્થ નથી. પુત્રના આવાં ગર્વ અને ક્રોધથી ભરેલાં વચનો સાંભળીને સહસ્ત્રારે કહ્યું: હે પુત્ર! તું ઉતાવળ ન કર. તારા શ્રેષ્ઠ મંત્રીઓ છે તેમની સાથે વિચારવિમર્શ કર. જે વિના વિચાર્યું કામ કરે છે તેનાં કાર્ય નિષ્ફળ જાય છે. અર્થની સિદ્ધિ માટે કેવળ પુરુષાર્થ જ બસ નથી. જેમ કિસાનને ખેતીનું પ્રયોજન છે, તેને વરસાદ થયા વિના શું પોતાનું કાર્ય સિદ્ધ થાય છે? અને જેમ ચટશાળામાં શિષ્ય ભણે છે, બધા જ વિધા મેળવવા ઈચ્છે છે, પરંતુ ધર્મના વિશે કોઈને વિદ્યા સિદ્ધ થાય છે, કોઈને સિદ્ધ થતી નથી. માટે કેવળ પુરુષાર્થથી જ સિદ્ધિ ન થાય. હજી પણ તું રાવણ સાથે મેળ કરી લે. જ્યારે તે આપણો બનશે ત્યારે તું પૃથ્વીનું નિષ્કટક રાજ્ય કરી શકીશ. તું તારી રૂપવતી નામની પુત્રી રાવણને પરણાવ, એમાં દોષ નથી. એ રાજાઓની રીત જ છે. પવિત્ર બુદ્ધિવાળા પિતાએ ઇન્દ્રને ન્યાયરૂપ વાત કરી, પરંતુ તે ઇન્દ્રના મનને ગમી નહિ. ક્ષણમાત્રમાં રોષથી તેની આંખો લાલ થઈ ગઈ, ક્રોધથી પરસેવો આવી ગયો, અત્યંત ક્રોધથી તેણે કહ્યું કે હું તાત! મારવા યોગ્ય તે શત્રુને કન્યા કેવી રીતે અપાય? માણસની ઉંમર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦ બારમું પર્વ પદ્મપુરાણ જેમ જેમ વધે છે તેમ તેમ તેની બુદ્ધિ ઘટતી જાય છે. તમે આ યોગ્ય વાત નથી કરી. કહો, હું કોનાથી ઉતરતો છું? મારામાં કઈ વસ્તુની ખામી છે કે તમે આવા કાયર વચનો મને કહ્યાં? જે સુમેરુના પગમાં ચંદ્ર અને સૂર્ય પડતા હોય તે ઉત્તુંગ સુમેરુ બીજાઓને કેવી રીતે નમે? જો તે રાવણ પુરુષાર્થમાં અધિક છે તો હું પણ તેનાથી અત્યંત અધિક છું, અને દૈવ તેને અનુકૂળ છે એ વાત નિશ્ચયથી તમે ક્યાંથી જાણી? જો તમે એમ કહો કે એણે ઘણા શત્રુઓને જીતી લીધા છે તો અનેક મૃગોને હણનારા સિંહને શું અષ્ટાપદ નથી હણતો? હે પિતા ! શસ્ત્રોના અથડાવાથી જ્યાં અગ્નિ ઉત્પન્ન થયો છે તેવા સંગ્રામમાં પ્રાણ ત્યાગવા સારા, પરંતુ કોઈને સામે નમવું તે મહાપુરુષોને યોગ્ય નથી. પૃથ્વી ઉપર મારી મશ્કરી થાય કે આ ઇન્દ્ર રાવણને નમ્યો, પોતાની પુત્રી આપીને મળ્યો, એ વાત તો તમે વિચારી જ નથી. વિદ્યાધરપણામાં તે અને હું સરખા છીએ, પરંતુ બુદ્ધિ-પરાક્રમમાં તે મારી બરાબર નથી. જેમ સિંહ અને શિયાળ બન્ને વનના નિવાસી છે, પરંતુ પરાક્રમમાં શિયાળ-સિંહ બરાબર નથી. આમ તેણે પિતાને ગર્વભરેલાં વચનો કહ્યાં. પિતાની વાત માની નહિ. પિતા પાસે વિદાય થઈને આયુધશાળામાં ગયો. ક્ષત્રિયોને હથિયાર અને બખ્તર વહેંચવામાં આવ્યા, સિંધૂ રાગ ગવાવા લાગ્યો, અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યાં, સેનામાં આવા અવાજો આવવા લાગ્યા કે હાથીને સજાવો, ઘોડા ઉપર પલાણ નાખો, રથોને ઘોડા જોડો, તલવાર બાંધો, બખર પહેરો, ધનુષ્યબાણ લ્યો, શિર પર ટોપ પહેરી લ્યો, ઇત્યાદિ શબ્દો દેવ જાતિના વિદ્યાધરો બોલવા લાગ્યા. પછી યોદ્ધાઓ ગુસ્સામાં આવી ગયા, ઢોલ વગાડવા લાગ્યા, હાથી ગર્જના કરવા લાગ્યા. ઘોડા હણહણવા લાગ્યા. ધનુષ્યના ટંકાર થવા લાગ્યા. ચારણો બિરદાવલી ગાવા લાગ્યાં. જગત શબ્દમય બની ગયું, સર્વ દિશાઓ તલવાર અને તોમર, ધ્વજ, અને વાવટા, શસ્ત્રો અને ધનુષ્યથી આચ્છાદિત થઈ ગઈ, સૂર્ય પણ આચ્છાદિત થઈ ગયો. રાજા ઇન્દ્રની સેનાના જે વિધાધર દેવ કહેવાતા તે બધા રથનૂપુરમાંથી બહાર નીકળ્યા. સર્વ સામગ્રી લઈને યુદ્ધના અનુરાગી દરવાજે આવીને ભેગા થયા. પરસ્પર કહેવા લાગ્યા. રથ આગળ લે. મસ્ત હાથી આવ્યો છે, હું મહાવત! હાથીને આ ઠેકાણેથી આઘે લઈ જા. હું ઘોડેસવાર ! ઊભો કેમ રહ્યો છે, ઘોડાને આગળ લે. આ પ્રમાણે વચનાલાપ કરતાં દેવો શીધ્ર બહાર નીકળી ગયા. રાક્ષસોની સામે આવી ગયા. રાવણ અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. દેવોએ રાક્ષસોની સેનાને થોડી હુઠાવી એટલે રાવણના યોદ્ધા વજવંગ, હસ્ત, પ્રહસ્ત, મારિચ, ઉદ્દભવ, વજવક્ર, શુક્ર, ઘોર, સારન, ગગનોજ્જવલ, મહાજઠર, મધ્યાહ્રદૂર ઈત્યાદિ અનેક વિધાધર રાક્ષસવંશી યોદ્ધાઓ વિવિધ પ્રકારનાં વાહનો પર બેસીને દેવો સાથે લડવા લાગ્યા. તેમના પ્રભાવથી ક્ષણમાત્રમાં દેવોની સેના પાછી હુઠી. તે વખતે ઇન્દ્રના મેઘમાલી, તડિપિંગ, જ્વલિતાક્ષ, અરિ–સંજવર, પાવકસ્યદન ઇત્યાદિ મોટા મોટા દેવ યોદ્ધાઓએ શસ્ત્રો ચલાવીને રાક્ષસોને દબાવ્યા. તે કંઈક શિથિલ થઈ ગયા ત્યાં મોટાં રાક્ષસોએ તેમને ધીરજ આપી. રાક્ષસવંશી મહાસામંતોએ પ્રાણ ત્યજ્યા પણ શસ્ત્ર ન છોડયાં. રાક્ષસોના મહાન મિત્ર વાનરવંશી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ રાજા મહેન્દ્રસેનના પુત્ર પ્રસન્નકીર્તીએ બાણોના પ્રહારથી દેવોની સેનાને હઠાવી અને રાક્ષસોની સેનાને ખૂબ ધૈર્ય આપ્યું. પ્રસન્નકીર્તીનો પ્રભાવ દૂર કરવા અનેક દેવ તેના ઉપર ધસી આવ્યા પણ પ્રસન્નકીર્તીએ પોતાનાં બાણોથી તેમનાં શસ્ત્રો વિદારી નાખ્યાં, જેમ જૂઠા તપસ્વીઓનું મન કામ (મન્મથ ) વિદારી નાખે છે તેમ. પછી બીજા મોટા મોટા દેવો આવ્યા. કપિ, રાક્ષસ અને દેવોના ખડ્ઝ, ગદા, શક્તિ, અ ધનુષ, મુગર વગેરેથી યુદ્ધ થયું. તે વખતે માલ્યવાનનો પુત્ર શ્રીમાલી, રાવણના કાકા મહાપ્રસિદ્ધ પુરુષ પોતાની સેનાને મદદ કરવા દેવો ઉપર ધસી ગયા. તેનાં બાણોની વર્ષાથી દેવોની સેના પાછી ખસી ગઈ. જેમ મોટો મગરમચ્છ સમદ્રને ડહોળે તેમ શ્રીમાલીએ દેવોની સેના ખળભળાવી મૂકી ત્યારે ઈન્દ્રના યોદ્ધા પોતાની સેનાના રક્ષણ માટે અત્યંત કુપિત થઈ, અનેક આયુધ ધારીને, શિખી, કેશર, દંડાગ્ર, કનક, પ્રવર ઇત્યાદિ ઇન્દ્રના ભાણેજ બાણવર્ષોથી આકાશને ઢાંકતા શ્રીમાલી ઉપર ધસી આવ્યા ત્યારે શ્રીમાલીએ અર્ધચન્દ્ર બાણથી તેમનાં શિર ઉડાવી દીધાં. ઇન્દ્ર વિચાર્યું કે આ શ્રીમાલી મનુષ્યોમાં મહાન યોદ્ધો છે, રાક્ષસવંશીઓના અધિપતિ માલ્યવાનનો પુત્ર છે, એણે મોટા મોટા દેવ અને અને આ મારા ભાણેજોને પણ મારી નાખ્યા. હવે આ રાક્ષસની સામે મારા દેવોમાંથી કોણ આવશે? એ અતિવીર્યવાન અને મહાતેજસ્વી છે તેથી હું જ યુદ્ધ કરીને એને મારું, નહિતર તે મારા અનેક દેવોને મારી નાખશે. આમ વિચારી પોતાના જે દેવજાતિના વિદ્યાધરો શ્રીમાલીથી ધ્રૂજ્યા હતા તેમને ધૈર્ય બંધાવી પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે ઇન્દ્રનો પુત્ર જયંત પિતાને પગે પડીને વિનંતી કરવા લાગ્યો કે હે દેવ! મારા હોવા છતાં આપ યુદ્ધ કરો તો અમારો જન્મ નિરર્થક છે, આપ અમને બાલ્યાવસ્થામાં ખૂબ લાડ લડાવ્યા છે, હવે આપની પાસેથી શત્રુઓને યુદ્ધ કરીને દૂર કરું એ પુત્રનો ધર્મ છે. આપ નિરાકુળ બનો. જે અંકુર નખથી છેદાતો હોય તેના ઉપર ફરસી ઊંચકવાનો શો અર્થ? આમ કહીને પિતાની આજ્ઞા લઈને પોતાના શરીરથી જાણે આકાશને ગળી જવાનો હોય તેમ ક્રોધાયમાન થઈ યુદ્ધ માટે શ્રીમાલી સામે આવ્યો. શ્રીમાલી એને યુદ્ધયોગ્ય જાણીને ખુશ થયો. એ બન્ને કુમારો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ધનુષ્ય ખેંચી બાણ ફેંકવા લાગ્યા. બન્ને સેનાના લોકો એમનું યુદ્ધ જોવા લાગ્યા, એમનું યુદ્ધ જોઈને આશ્ચર્ય પામ્યા. શ્રીમાલીએ કનક નામના હથિયારથી જયંતનો રથ તોડી નાખ્યો અને તેને ધાયલ કર્યો. તે મૂચ્છ ખાઈને પડ્યો, પાછો સચેત થઈને લડવા લાગ્યો. તેણે શ્રીમાલી ઉપર ભીંડામાલ નામનું હથિયાર છોડયું, તેનો રથ તોડયો અને તેને મૂર્શિત કર્યો. આથી દેવોની સેનામાં ખૂબ આનંદ અને રાક્ષસોને શોક થયો. થોડી વારે શ્રીમાલી સચેત થઈને જયંતની સન્મુખ ગયો. બન્ને સુભટ રાજકુમાર યુદ્ધ કરતા જાણે કે સિંહના બાળક હોય તેવા શોભતા હતા. થોડી વારમાં ઇન્દ્રના પુત્ર જયંતે શ્રીમાલીને છાતીમાં ગદા મારી, તે પૃથ્વી પર પડી ગયો, મુખમાંથી લોહી વહેવા લાગ્યું, તત્કાળ સૂર્યાસ્ત થઈ જાય તેમ તેના પ્રાણ ચાલ્યા ગયા. શ્રીમાલીને મારી જયંતે શંખનાદ કર્યો. આથી રાક્ષસોની સેના ભયભીત થઈને પાછી હઠી. માલ્યવાનના પુત્ર શ્રીમાલીને મરેલો જોઈને રાવણના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ બારમું પર્વ પદ્મપુરાણ પુત્ર ઇન્દ્રજિતે પોતાની સેનાને ધી૨જ આપી અને પોતે જયંતની સામે આવ્યો. ઇન્દ્રજિતે જયંતનું બાર તોડી નાખ્યું, પોતાનાં બાણથી જયંતને ઘાયલ કર્યો. જયંતનું બાર તૂટી ગયું હતું, શરીર લોહીથી લાલ થઈ ગયું હતું, એ જોઈને ઇન્દ્ર પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. તે પોતાનાં આયુધથી આકાશને ઢાંકતો, પોતાના પુત્રને મદદ કરવા ઇન્દ્રજિત ૫૨ આવ્યો ત્યારે રાવણને સુમતિ નામના સારથિએ કહ્યું કે હું દેવ! ઐરાવત હાથી ઉપર બેસી, લોકપાલોથી મંડિત, હાથમાં ચક્ર ધારણ કરી, મુગટનાં રત્નોની પ્રભાથી ઉદ્યોત કરતો, ઉજ્જવળ છત્રથી સૂર્યને આચ્છાદિત કરતો, ક્ષોભ પામેલા સમુદ્ર સમાન સેના સહિત આ ઇન્દ્ર આવ્યો છે. ઇન્દ્રજિતકુમા૨ તેને જીતવાને સમર્થ નથી માટે આપ તૈયાર થઈને અહંકારી શત્રુનું નિવારણ કરો. રાવણે ઇન્દ્રને સામે આવેલો જોઈને અને પહેલાં માલીના મરણને યાદ કરીને અને હમણાં જ શ્રીમાલીના વધથી અત્યંત ક્રોધપૂર્વક શત્રુથી પોતાના પુત્રને ઘેરાયેલો જોઈ પોતે દોડયો, પવન સમાન વેગવાળા રથમાં બેઠો. બન્ને સેનાના સૈનિકો વચ્ચે વિષમ યુદ્ધ થયું, સુભટોના રોમાંચ ખડા થલ ગયા. પરસ્પર શસ્ત્રોના પ્રહા૨થી અંધકાર થઈ ગયો, રુધિરની નદી વહેવા લાગી, પરસ્પર યોદ્ધાઓ ઓળખાતાય નહિ, કેવળ ઊંચા અવાજથી ઓળખાણ પડતી. ગદા, શક્તિ, બરછી, ત્રિશૂળ, પાશ, કુહાડા, મુગર, વજ, પાષાણ, હળ, દંડ, વાંસનાં બાણ અને એવાં જ જાતજાતનાં શસ્ત્રોથી પરસ્પર યુદ્ધ થયું, શસ્ત્રોના અતિ વિકરાળ યુદ્ધથી અગ્નિ પ્રજવલિત થયો, રણમાં નાના પ્રકારના શબ્દો થઈ રહ્યા છે. હાથીથી હાથીમરાયા. ઘોડાથી ઘોડા મરાયા, રથોથી ૨થો તૂટયા, પગપાળા સૈનિકોએ પગપાળા સૈનિકોને હણ્યા, હાથીની સૂંઢોમાંથી ઉછાળેલ જળથી શસ્ત્રપાતથી પ્રગટેલ અગ્નિ શાંત થઈ ગયો. ૫૨સ્પ૨ ગજયુદ્ધથી હાથીના દાંત તૂટી ગયા, ગજમોતી વિખરાઈ ગયાં. યોદ્ધાઓ પરસ્પર રાડો પાડતાં બોલવા લાગ્યાં: હૈ શૂરવીર! શસ્ત્ર ચલાવ, કાયર કેમ થઈ ગયો ? ભડ, મારી તલવારનો પ્રહાર સાંભળ, મારી સાથે લડ, આ મર્યો, તું હવે ક્યાં જાય છે? તો વળી કોઈ બોલતું: તું આવી યુદ્ધ કળા ક્યાં શીખ્યો ? તલવા૨ પકડતા પણ આવડતું નથી' તો કોઈ કહેતું: તું આ મેદાનમાંથી ભાગી જા, તારી રક્ષા કર, તું શું યુદ્ધકળા જાણે ? તારું શસ્ત્ર મને વાગ્યું તો મારી ખંજવાળ પણ ન મટી, તેં અત્યાર સુધી તારા સ્વામીનું અન્ન મફતનું ખાધું, હજી તે ક્યાંય યુદ્ધ જોયું લાગતું નથી.' તો કોઈ કહે છે કે તું કેમ ધ્રુજે છે, સ્થિર થા, મુઠ્ઠી મજબૂત કર, તારા હાથમાંથી ખડ્ગ પડી જશે. ઇત્યાદિ યોદ્ધાઓમાં અવાજો થતા હતા. યોદ્ધાઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેમને મરવાનો ભય નહોતો, પોતપોતાના સ્વામી આગળ સુભટો સારુ દેખાડવા પ્રયત્ન કરતા, કોઈનો એક હાથ શત્રુની ગદાના પ્રહારથી તૂટી ગયો હતો તો પણ એક હાથથી તે લડયા કરતો. કોઈનું મસ્તક કપાઈ ગયું તો પણ ધડ જ લડે છે, શત્રુના બાણથી છાતી ભેદાઈ ગઈ હોય તો પણ મન હટતું નથી, સામંતોના શિર પડયાં, તો પણ તેમણે માન ન છોડયું, શૂરવીરોને યુદ્ધમાં મરણ પ્રિય લાગે છે, હારીને જીવતા રહેવું પ્રિય લાગતું નથી, સુભટોએ યશની રક્ષા અર્થે પ્રાણ ત્યાગ્યા, પણ કાયર થઈને અપયશ ન લીધો. કોઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ ૧૪૩ સુભટ મરતાં મરતાં પણ શત્રુને મારવાની અભિલાષાથી શત્રુ ઉપર જઈને પડયો. તેને મારીને પોતે મર્યો. કોઈના હાથનું શસ્ત્ર શત્રુના ઘાથી તૂટી ગયું તો તેણે પોતાની મુષ્ટિના પ્રહારથી પણ શત્રુને પ્રાણરહિત કર્યો. તો કોઈ સુભટે શત્રુને હાથથી બથ ભરીને મસળી નાખ્યા. કોઈ સુભટો દુશ્મનની સેનાની હરોળને ભેદી પોતાના પક્ષના યોદ્ધાઓ માટે માર્ગ શુદ્ધ કરતા હતા, કોઈ યોદ્ધા યુદ્ધભૂમિમાં પડવા છતાં પણ વેરીને પીઠ દેખાડતા નહિ, સીધા જ પડતા. રાવણ અને ઇન્દ્રના યુદ્ધમાં હજારો હાથી, ઘોડા, રથ પડ્યા, પહેલાં જે ધૂળ ઊડી હતી તે મદોન્મત્ત હાથીનો મદ ઝરવાથી અને સામંતોના રુધિરના પ્રવાહથી દબાઈ ગઈ. સામંતોના આભૂષણોથી, રત્નોની જ્યોતિથી આકાશમાં ઇન્દ્રધનુષ્ય થઈ ગયું. કોઈ યોદ્ધા ડાબા હાથે પોતાનાં આંતરડા પકડી મહાભયંકર ખગ કાઢી શત્રુ ઉપર તૂટી પડતા તો કોઈ યોદ્ધા પોતાનાં આંતરડાંથી જ કમરને મજબૂત બાંધી, હોઠ કરડતાં શત્રુ ઉપર જતાં, કોઈ આયુધરહિત થઈ ગયા તો પણ રુધિરથી રંગાઈને વેરીના માથા પર હાથથી પ્રહાર કરતા. કોઈ રણધીર પાશથી વેરીને બાંધીને પછી છોડી દેતા. કોઈ ન્યાયસંગ્રામમાં તત્પર વેરીને આયુધરહિત જોઈ પોતે પણ આયુધ ફેંકી ઊભા રહી જતા કેટલાક અંત સમયે સંન્યાસ ધારણ કરી નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરી સ્વર્ગે ગયા. કોઈ આશીવિષ સર્પ સમાન ભયંકર યોદ્ધા પડતા પડતા પણ પ્રતિપક્ષીને મારીને મરતા. કોઈ પરમ ક્ષત્રિય ધર્મને જાણનાર પોતાના શત્રુને મૂર્ણિત થયેલો જોઈ પોતે પવન નાખી તેને જાગ્રત કરતા. આ પ્રમાણે કાયરોને ભય ઉત્પન્ન કરનાર અને યોદ્ધાઓને આનંદ ઉત્પન્ન કરનાર મહાસંગ્રામ ખેલાયો. અનેક તુરંગ અને યોદ્ધા હણાયા, અનેક રથના ચૂરેચૂરા થઈ ગયા, હાથીઓની સૂંઢો કપાઈ ગઈ, અશ્વોના પગ તૂટી ગયા, પૂંછડી કપાઈ ગઈ, પ્યાદાં કામ આવી ગયા. રુધિરના પ્રવાહથી સર્વ દિશા લાલ થઈ ગઈ. આવુ યુદ્ધ થયું તો પણ રાવણે કિંચિત્માત્ર ગણ્યું નહિ. તેણે સુમતિ નામના સારથિને કહ્યું કે હું સારથિ! તું મારો રથ સામે લાવ. સામાન્ય માણસોને મારવાથી શું લાભ? આ તૃણ સમાન સામાન્ય માણસો ઉપર મારાં શસ્ત્રો ન ચાલે. હું તો આ ક્ષુદ્ર મનુષ્ય પોતાને ઇન્દ્ર કહેવરાવે છે તેને આજ મારીશ અથવા પકડીશ. એ વિડંબના કરનાર પાખંડ ચલાવી રહ્યો છે તેને તત્કાળ દૂર કરીશ. એની પીટતા તો જુઓ, પોતાને ઇન્દ્ર કહેવરાવે છે અને કલ્પિત લોકપાળ સ્થાપ્યા છે અને આ વિદ્યાધર મનુષ્યોએ દેવ નામ રાખ્યું છે. જુઓ, થોડીક વિભૂતિ આવી તેથી મૂઢમતિ થયો છે, લોકોના હાસ્યની પણ બીક નથી. નટ જેવો સ્વાંગ ધારણ કર્યો છે. દુર્બુદ્ધિ પોતાને ભૂલી ગયો છે. પિતાના વિર્ય અને માતાના રુધિરથી હાડમાંસમય શરીર માતાથી ઉદરથી ઊપસ્યું છે તો પણ પોતાને દેવેન્દ્ર માને છે. વિદ્યાના બળથી એણે એ કલ્પના કરી છે. જેમ કાગડો પોતાને ગરુડ કહેવરાવે તેમ આ ઇન્દ્ર કહેવરાવે છે. પછી સુમતિ સારથિએ રાવણનો રથ ઇન્દ્રની સન્મુખ મૂક્યો. રાવણને જોઈને ઇન્દ્રના બધા સુભટો ભાગી ગયા, રાવણ સાથે યુદ્ધ કરવાને કોઈ સમર્થ નથી. રાવણે સૌને દયાથી કીટ સમાન દેખ્યા. રાવણની સામે એક ઇન્દ્ર જ ઊભો રહ્યો, કૃત્રિમ દેવો એનું છત્ર જોઈને ભાગી ગયા: જેમ ચંદ્રના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ બા૨મું ૫ર્વ પદ્મપુરાણ ઉદયથી અંધકાર જતો રહે તેમ. રાવણ વેરીઓથી સહન થાય તેમ નહોતો. જેમ જળનો પ્રવાહ રોકવાથી રોકાય નહિ અને ક્રોધસહિત ચિત્તનો વેગ મિથ્યાદષ્ટિ તાપસોથી રોકાય નહિ તેમ સામંતોથી રાવણ રોકાય તેમ નહોતો. ઇન્દ્ર પણ કૈલાશ પર્વત જેવા હાથી ઉપર બેસીને ધનુષ ધારણ કરી ભાથામાંથી તીર ખેંચતો રાવણની સામે આવ્યો, કાન સુધી ધનુષ્ય ખેંચીને રાવણ તરફ બાણ ફેંકયું અને જેમ પહાડ પ૨ મેઘ મોટી ધારા વરસાવે તેમ રાવણ પણ ઇન્દ્ર બાણોની વર્ષા કરી. રાવણે ઇન્દ્રના બાણ આવતાં રસ્તામાં જ કાપી નાખ્યાં અને પોતાનાં બાણોથી શિર ઉપર મંડપ કર્યો. બાણોને કારણે સૂર્યનાં કિરણો નજરે પડતાં નહોતાં. આવું યુદ્ધ જોઈ નારદ આકાશમાં નૃત્ય કરવા લાગ્યા, કેમ કે તેમને ઝગડો થતો હોય તે જોવામાં આનંદ આવે છે. જ્યારે ઇન્દ્ર જાણ્યું કે આ રાવણ સામાન્ય શસ્ત્રોથી જિતાશે નહિ એટલે ઈન્દ્રે રાવણ પર અગ્નિબાણ ચલાવ્યું તેનાથી રાવણની સેનામાં આકુળતા ઉત્પન્ન થઈ. જેમ વાંસનું વન સળગે અને તેનો તડતડાટનો અવાજ થાય, અગ્નિની જ્વાળા ઊઠે તેમ અગ્નિબાણ બળતું બળતું આવ્યું ત્યારે રાવણે પોતાની સેનાની વ્યાકુળતા મટાડવા તત્કાળ જળબાણ ચલાવ્યું. આથી પર્વત સમાન મોટી જળધારા વરસવા લાગી, ક્ષણમાત્રમાં અગ્નિબાણ બુઝાઈ ગયું. હવે ઈન્દ્રે રાવણ પર તામસબાણ ચલાવ્યું તેથી દશેય દિશામાં અંધકાર ફેલાઈ ગયો. રાવણની સેનામાં કોઈને કાંઈ પણ દેખાતું નહિ. હવે રાવણે પ્રભાસ્ત્ર એટલે પ્રકાશબાણ ચલાવ્યું તેથી ક્ષણમાત્રમાં સકળ અંધકાર નાશ પામી ગયો. જેમ જિનશાસનના પ્રભાવથી મિથ્યાત્વનો માર્ગ નાશ પામે તેમ. પછી રાવણે ક્રોધથી ઈન્દ્ર ઉપર નાગબાણ ચલાવ્યું, જાણે કે કાળા નાગ જ છૂટા મૂકયા. જેની જિહ્વા ભયંકર લબકારા મારતી તે સર્પો ઇન્દ્ર અને તેની સકળ સેનાને વીંટળાઈ વળ્યા. સર્પોથી વીંટળાયેલો ઇન્દ્ર અત્યંત વ્યાકુળ બન્યો. જેમ ભવસાગરમાં જીવ કર્મજાળથી વીંટળાઈને વ્યાકુળ થાય છે તેમ. પછી ઇન્દ્રે ગરુડબાણ છોડયું. સુવર્ણ સમાન પીળી પાંખોના સમૂહથી આકાશ પીળું થઈ ગયું અને તે પાંખોના પવનથી રાવણનું સૈન્ય હાલવા લાગ્યું. જાણે કે હીંચકે હીંચકી રહ્યા ન હોય! ગરુડના પ્રભાવથી સર્પો અદશ્ય થઈ ગયા, જેમ શુક્લ ધ્યાનના પ્રભાવથી કર્મનાં બંધ વિલય પામે તેમ. ઇન્દ્ર જ્યારે નાગબંધમાંથી છૂટીને જેઠ માસના સૂર્ય સમાન અતિદારુણ તાપ ફેલાવવા લાગ્યો. ત્યારે રાવણે ત્રૈલોકયમંડન હાથીને ઇન્દ્રના ઐરાવત હાથી ઉપર પ્રેર્યો. ઇન્દ્ર પણ ઐરાવતને ત્રૈલોકયમંડન તરફ ધકેલ્યો. બન્ને હાથી અત્યંત ગર્વથી લડવા લાગ્યા. બન્નેને મદ ઝરતો હતો, બન્નેનાં નેત્ર ક્રૂર હતા, કાન હલતા હતા, સોનાની સાંકળ વીજળી સમાન ચમકતી હતી એવા બેય હાથી શરદના મેઘ સમાન ગર્જના કરતા પરસ્પર સૂંઢોથી અદ્દભુત સંગ્રામ કરવા લાગ્યા. ત્યારે રાવણે ઉછળીને ઇન્દ્રના હાથીના મસ્તક પર પગ મૂકી ઝડપથી ગજના સારથિને પગની લાત મારી નીચે પાડયો અને ઇન્દ્રને વસ્ત્રથી બાંધ્યો અને આશ્વાસન આપી, પકડીને પોતાના હાથી ઉપર લઈ આવ્યો. રાવણના પુત્ર ઇન્દ્રજિતે ઇન્દ્રના પુત્ર જયંતને પકડયો અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ ૧૪૫ સુભટોને સોંપ્યો અને પોતે ઇન્દ્રના સુભટો તરફ દોડ્યો. તે વખતે રાવણે તેને રોક્યો અને કહ્યું કે હે પુત્ર! હવે યુદ્ધથી નિવૃત્ત થાવ, કેમ કે સમસ્ત વિજ્યાદ્ધના નિવાસી વિધાધરોના ચૂડામણિને મેં પકડી લીધો છે. હવે બધા પોતપોતાના સ્થાને જાવ, સુખેથી રહો. ડાંગરમાંથી ચોખા લઈ લીધા પછી ફોતરાંનું શું કામ છે? રાવણના વચનથી ઇન્દ્રજિત પાછો ફર્યો અને દેવોની આખી સેના શરદઋતુનાં વાદળાં સમાન નાસી ગઈ. રાવણની સેનામાં જીતનાં વાજિંત્રો વાગ્યાં. ઇન્દ્રને પકડાયેલો જોઈને રાવણની સેના અત્યંત હર્ષિત થઈ. રાવણ લંકા જવા તૈયાર થયો. સૂર્યના રથ સમાન રથ ધ્વજાઓથી શોભતા હતા અને ચંચળ અશ્વો નૃત્ય કરવા લાગ્યા. મદઝરતા, નાદ કરતા હાથી ઉપર ભમરા ગુંજારવ કરતા. આ પ્રમાણે મહાસેનાથી મંડિત રાક્ષસોનો અધિપતિ રાવણ લંકાની સમીપે આવ્યો. બધાં સગાંસંબંધીઓ, નગરના રક્ષકો અને નગરજનો, રાવણને જોવાના અભિલાષી ભેટ લઈ લઈને સન્મુખ આવ્યા અને રાવણની પૂજા કરવા લાગ્યા. રાવણે વડીલોની પૂજા કરી, તેમને તેણે નમસ્કાર કર્યા. કેટલાકને કૃપાદૃષ્ટિથી, કેટલાકને મંદહાસ્યથી, કેટલાકને વચનથી રાવણે પ્રસન્ન કર્યા. લંકા તો સદાય મનોહર છે, પરંતુ બુદ્ધિથી બધાનો અભિપ્રાય જાણીને રાવણ મહાન વિજય કરીને આવ્યો તેથી લંકાને અધિક શણગારવામાં આવી છે, ઊંચા રત્નોનાં તોરણ બાંધ્યાં છે, મંદ મંદ પવનથી રંગબેરંગી ધજાઓ ફરફરે છે, સમસ્ત ધરતી પર કુંકુમાદિ સુગંધી જળનો છંટકાવ કરવામાં આવ્યો છે અને સર્વ ઋતુનાં ફૂલો રાજમાર્ગ ઉપર વેરવામાં આવ્યાં છે, પંચવર્ણનાં રત્નના ચૂર્ણથી માંગલિક મંડપ રચાયા છે, દરવાજાઓ ઉપર કમળપત્ર અને પલ્લવોથી ઢાંકેલા પૂર્ણ કળશ મૂકવામાં આવ્યા છે, આખીય નગરી વસ્ત્રાભરણથી શોભે છે. જેમ દેવોથી મંડિત ઇન્દ્ર અમરાવતીમાં આવે તેમ વિધાધરોથી વીંટળાયેલો રાવણ લંકામાં આવ્યો. પુષ્પક વિમાનમાં બેઠેલો, દેદીપ્યમાન મુગટવાળો, મહારત્નોના બાજુબંધ પહેરેલ, છાતી પર નિર્મળ પ્રભાવાળા મોતીઓનો હાર પહેરી, અનેક પુષ્પોથી વિરાજિત, જાણે કે વસંતનું જ રૂપ હોય તેવો, હર્ષથી ભરેલો એવા રાવણને જોતાં નરનારીઓ તૃત થતાં નહિ. કેવી મનોહર છબી છે! લોકો આશિષ આપે છે. નાના પ્રકારનાં વાજિંત્રોના અવાજ આવી રહ્યા છે. જયજયકાર થઈ રહ્યો છે. આનંદથી નૃત્ય કરે છે. રાવણ પણ ઉત્સાહથેલી લંકાને જોઈને પ્રસન્ન થયો. સગાંસંબંધીઓ, સેવકો બધાં જ આનંદ પામ્યાં. દેખો ભવ્ય જીવો! રથનૂપુરના સ્વામી રાજા ઇન્દ્ર પૂર્વપુણ્યના ઉદયથી સમસ્ત વેરીઓને જીતીને, તેમને તૃણવત્ ગણીને બન્ને શ્રેણીનું રાજ્ય ઘણાં વર્ષો સુધી કર્યું અને ઇન્દ્ર સમાન વિભૂતિને પામ્યો હતો અને જ્યારે પુણ્ય ક્ષય પામ્યું ત્યારે બધી વિભૂતિ નષ્ટ થઈ ગઈ. રાવણ તેને પકડીને લંકામાં લઈ આવ્યો. માટે મનુષ્યના ચપળ સુખને ધિક્કાર હો. જો કે સ્વર્ગના દેવોનું સુખ વિનાશિક છે તો પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી તેમાં ફેરફાર થતો નથી, જ્યારે બીજો ભવ પામે ત્યારે ફેરફાર થાય છે અને મનુષ્ય તો એક જ ભવમાં અનેક દશા ભોગવે છે; માટે મનુષ્ય થઈને જે માયાનો ગર્વ કરે છે તે મૂર્ખ છે. આ રાવણ પૂર્વના પુણ્યથી પ્રબળ વેરીઓને જીતીને અત્યંત વૃદ્ધિ પામ્યો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ તેરમું પર્વ પદ્મપુરાણ આમ જાણીને ભવ્ય જીવોએ સકળ પાપકાર્યનો ત્યાગ કરીને શુભ કાર્ય જ અંગીકાર કરવો જોઈએ. એ પ્રમાણે રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં ઇન્દ્રનો પરાભવ નામનું બારણું પર્વ પૂર્ણ થયું. * * * (તેરમું પર્વ) (વિધાધર ઈન્દ્રનું નિર્વાણગમન) ઇન્દ્રનાં સામંતો સ્વામીનાં દુઃખથી વ્યાકુળ થયા ત્યારે ઇન્દ્રનાં પિતા સહસ્ત્રાર જે ઉદાસીન શ્રાવક છે તેમને વિનંતી કરી અને ઇન્દ્રને છોડાવવા માટે સહસ્ત્રારને લઈ લંકામાં રાવણની સમીપે આવ્યા. દ્વારપાળોને વિનંતી કરી ઇન્દ્રનું સકળ વૃત્તાંત કહી રાવણની પાસે ગયા. રાવણે સહસ્ત્રારને ઉદાસીન શ્રાવક જાણી તેમનો ખૂબ વિનય કર્યો. તેમને સિંહાસન આપ્યું, પોતે સિંહાસનથી ઊતરીને નીચે બેઠો. સહસ્ત્રાર રાવણને વિવેકી જાણી કહેવા લાગ્યા: હે દશાનન! તમે જગજિત છો તેથી ઇન્દ્રને પણ જીત્યો, તમારું બાહુબળ સૌએ જોયું. જે મહાન રાજા હોય છે તે ગર્વિષ્ઠ લોકોનો ગર્વ દૂર કરી પછી કૃપા કરે છે, માટે હવે ઇન્દ્રને છોડો. સહસ્ત્રારે આમ કહ્યું અને જે ચારે લોકપાલ હતા તેમનાં મુખમાંથી પણ આ જ શબ્દો નીકળ્યા, જાણે કે સહસ્ત્રારનો પડઘો જ પાડ્યો. ત્યારે રાવણે સહુન્નારને હાથ જોડી એ જ કહ્યું કે આપ જેમ કહો છો તેમ જ થશે. પછી તેણે લોકપાલોને હસીને રમત ખાતર કહ્યું કે તમે ચારે લોકપાલ નગરની સફાઈ કરો, નગરને તૃણ-કંટકરહિત અને કમળની સુગંધરૂપ કરો, ઇન્દ્ર પૃથ્વી પર સુગંધી જળનો છંટકાવ કરો અને પાંચેય વર્ણનાં સુગંધી મનોહર પુષ્પોથી નગરની શોભા કરો. રાવણે જ્યારે આમ કહ્યું ત્યારે લોકપાલ તો લજ્જિત થઈને નીચું જોઈ ગયા અને સહસ્ત્રાર અમૃતમય વાણી બોલ્યા કે હે ધીર! તમે જેને જે આજ્ઞા કરશો તે પ્રમાણે તે કરશે, તમારી આજ્ઞા સર્વોપરી છે. જો તમારા મોટા માણસો પૃથ્વીને શિક્ષા ન આપે તો પૃથ્વીના લોક અન્યાય માર્ગમાં પ્રવર્તે. આ વચન સાંભળી રાવણ અતિ પ્રસન્ન થયો અને બોલ્યોઃ હે પૂજ્ય! આપ અમારા પિતાતુલ્ય છો અને ઇન્દ્ર મારો ચોથો ભાઈ છે. એને પ્રાપ્ત કરીને હું સકળ પૃથ્વીને કંટકરહિત કરીશ. એનું ઇન્દ્રપદ એવું ને એવું જ છે અને આ લોકપાલ પણ જેમના તેમ રહેશે; અને બન્ને શ્રેણીના રાજ્યથી અધિક ઈચ્છતા હો તો તે પણ લઈ લ્યો. મારામાં અને એનામાં કાંઈ તફાવત નથી. આપ વડીલ છો, ગુરુજન છો. જેમ ઇન્દ્રને શિખામણ આપો છો એમ મને પણ આપો, આપની શિખામણ અલંકારરૂપ છે. વળી, આપ રથનુપૂરમાં બિરાજો કે અહીં બિરાજો, બન્ને આપની જ ભૂમિ છે. આવાં પ્રિય વચનથી સહસ્ત્રારનું મન ખૂબ સંતોષ્ય. ત્યારે સહસ્ત્રાર કહેવા લાગ્યા, હે ભવ્ય! તમારા જેવા સજ્જન પુરુષોની ઉત્પત્તિ સર્વ લોકોને આનંદ આપે છે. હે ચિરંજીવ ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેરમું પર્વ ૧૪૭ તમારી શૂરવીરતાનું આભૂષણ એવો આ ઉત્તમ વિનય આખી પૃથ્વીમાં પ્રશંસા પામ્યો છે. તમને જોવાથી અમારાં નેત્રો સફળ થયાં. ધન્ય છે તમારાં માતાપિતા. જેમણે તમને જન્મ આપ્યો. કુન્દપુષ્પ સમાન ઉજ્જવળ તમારી કીર્તિ છે, તમે સમર્થ અને ક્ષમાવાન, દાતા અને ગર્વરહિત, જ્ઞાની અને ગુણપ્રિય તમે જિનશાસનના અધિકારી છો. તમે અમને એમ કહ્યું કે “આ આપનું ઘર છે અને જેવો ઇન્દ્ર આપનો પુત્ર તેવો હું', તો આ વાત માટે તમે લાયક છો, તમારા મુખમાંથી આવાં જ વચનો નીકળે, તમે મહાબાહૂ છો, દિગ્ગજોની સૂંઢ સમાન તમારા બાહૂ છે, તમારા જેવા પુરુષો આ સંસારમાં વિરલા છે, પરંતુ જન્મભૂમિ માતા સમાન હોય છે, તેને છોડી શકાતી નથી, જન્મભૂમિનો વિયોગ ચિત્તને આકુળ કરે છે, તમે સર્વ પૃથ્વીના ધણી છો તો પણ તમને લંકા પ્રિય છે. અમારા બંધુજનો અને સર્વ પ્રજા અમને જોવાને અભિલાષી અમારા આવવાની વાટ જએ છે તેથી અમે રથનપર જ જશું અને ચિત્ત સદા તમારી પાસે રહેશે. હું દેવોને પ્રિય ! તમે ઘણો કાળ પૃથ્વીની રક્ષા કરો. રાવણે તે જ સમયે ઇન્દ્રને બોલાવ્યો અને સહસ્ત્રારની સાથે મોકલ્યો. રાવણ પોતે સહસ્ત્રારને પહોંચાડવા થોડે દૂર સુધી ગયો. બહુ જ વિનયપૂર્વક વિદાય આપી. સહુન્નાર ઇન્દ્રને લઈ લોકપાલ સહિત વિજ્યાર્ધગિરિ પર આવ્યા. આખું રાજ્ય એમનું એમ જ હતું. લોકપાલો આવીને પોતપોતાના સ્થાન પર રહ્યા. પરંતુ માનભંગથી આકુળતા પામ્યા. જેમ જેમ વિજ્યાદ્ધનાં લોકો ઇન્દ્રને, લોકપાલોને અને દેવોને જોતાં તેમ તેમ એ શરમથી નીચે ઝૂકી જતાં અને ઇન્દ્રને હવે નહોતી રથનૂપુરમાં પ્રીતિ, નહોતી રાણીઓ પ્રત્યે પ્રીતિ, નહોતી ઉપવનાદિમાં પ્રીતિ, ન લોકપાલમાં પ્રીતિ હતી. કમળોના મકરંદથી જેનું જળ પીળું થઈ રહ્યું છે એવા મનોહર સરોવરોમાંય પ્રીતિ નહોતી, કે કોઈ ક્રીડામાં પ્રીતિ નહોતી, ત્યાં સુધી કે પોતાના શરીર પ્રત્યે પણ પ્રીતિ નહોતી. તેનું ચિત્ત લજ્જાથી પૂર્ણ હતું. તેને ઉદાસ જોઈ બધા તેને અનેક પ્રકારે પ્રસન્ન કરવા ચાહતા અને કથાના પ્રસંગો કહી એ વાત ભૂલાવવા પ્રયત્ન કરતા, પણ એ ભૂલતા નહિ. તેણે સર્વ લીલાવિલાસ છોડી દીધા, પોતાના રાજમહેલની વચ્ચે ગંધમાદન પર્વતના શિખર સમાન ઊંચા જિનમંદિરના એક સ્તંભ ઉપર તે રહેતો, તેનું શરીર કાંતિરહિત થઈ ગયું હતું, પંડિતોથી મંડિત એ વિચારે છે કે ધિક્કાર છે આ વિદ્યાધરપદના ઐશ્વર્યને કે જે એક ક્ષણમાત્રમાં વિલય પામ્યું. જેમ શરદ ઋતુનાં વાદળાં અત્યંત ઊંચા હોય, પરંતુ ક્ષણમાત્રમાં તે વિલય પામે છે તેમ તે શત્ર, તે હાથી, તે તુરંગ, તે યોદ્ધા બધું તૃણ સમાન થઈ ગયું; જેમણે અનેક વાર અભુત કાર્ય કર્યા હતા; અથવા કર્મોની આ વિચિત્રતા છે, ક્યો પુરુષ તેને અન્યથા કરી શકે ? માટે જગમાં કર્મ પ્રબળ છે. મેં પૂર્વે નાનાવિધ ભોગસામગ્રી આપનાર કર્મ ઉપાર્યા હતાં તે પોતાનું ફળ આપીને ખરી ગયાં તેથી મારી આ દશા વર્તે છે. રણસંગ્રામમાં શૂરવીર સામંતોનું મરણ થાય તે સારું, તેનાથી પૃથ્વી પર અપયશ થતો નથી. હું જન્મથી માંડીને શત્રુઓનાં શિર પર ચરણ રાખીને જીવ્યો છું એવો હું ઇન્દ્ર શત્રુનો અનુચર થઈને કેવી રીતે રાજ્યલક્ષ્મી ભોગવું? માટે હવે સંસારનાં ઇન્દ્રિયજનિત સુખોની અભિલાષા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ તેરમું પર્વ પદ્મપુરાણ ત્યજીને મોક્ષપદની પ્રાપ્તિના કારણરૂપ મુનિવ્રતને અંગીકાર કરું. રાવણ શત્રુનો વેષ ધારીને મારો મોટો મિત્ર બન્યો છે, તેણે મને પ્રતિબોધ કર્યો. હું અસાર સુખના આસ્વાદમાં આસક્ત હતો. આમ ઇન્દ્ર વિચારતો હતો તે જ સમયે નિર્વાણસંગમ નામના ચારણમુનિ વિહાર કરતાં આકાશમાર્ગે જતા હતા. ચૈત્યાલયના પ્રભાવથી તેમનું આગળ ગમન થઈ શક્યું નહિ, તેથી નીચે ઉતર્યા, ભગવાનના પ્રતિબિંબનાં દર્શન કર્યા. મુનિ ચાર જ્ઞાનના ધારક હતા. રાજા ઇન્દ્ર ઉઠીને તેમને નમસ્કાર કર્યા, તે મુનિ પાસે જઈને બેઠો. ઘણો સમય પોતાની નિંદા કરી. સર્વ સંસારનું વૃત્તાંત જાણનાર મુનિએ પરમ અમૃતરૂપ વચનથી ઇન્દ્રનું સમાધાન કર્યું કે હે ઇન્દ્ર! જેમ રેટનો એક ઘડો ભર્યો હોય છે, ખાલી થાય છે અને જે ખાલી હોય છે તે ભરાય છે તેમ આ સંસારની માયા ક્ષણભંગુર છે, એ બદલાઈ જાય એમાં આશ્ચર્ય નથી. મુનિના મુખથી ઉપદેશ સાંભળીને ઇન્દ્ર પોતાના પૂર્વ ભવ પૂછયા. ત્યારે અનેક ગુણોથી શોભતા મુનિએ કહ્યું: હું રાજન! અનાદિકાળનો આ જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, જે અનંત ભવ તે ધરે તે તો કેવળજ્ઞાનગમ્ય છે, પણ કેટલાક ભવનું કથન કરું છું તે તું સાંભળ. શિખાપદ નામના નગરમાં એક સ્ત્રી અત્યંત ગરીબ હતી. તેનું નામ કુલવંતી. તેની આંખ ચીપડાવાળી, નાક ચપટું, શરીરમાં અનેક વ્યાધિ એવી તે પાપકર્મના ઉદયથી લોકોનું એઠું ખાઈને જીવતી. તેના અંગ કુરૂપ, વસ્ત્ર મેલાં-ફાટેલાં, વાળ રુક્ષ, તે જ્યાં જતી ત્યાં લોકો અનાદર કરતાં, તેને ક્યાંય સુખ નહોતું. અંતકાળે તેને સુબુદ્ધિ ઉપજી, એક મુહૂર્તનું અનશન લીધું. તે પ્રાણ ત્યાગીને ડિંપુરુષ દેવની શીલધરા નામની દાસી થઈ. ત્યાંથી ચ્યવીને રત્નનગરમાં ગોમુખ નામના કણબીની ધરણી નામની સ્ત્રીને પેટે સહસ્ત્રભાગ નામના પુત્રરૂપે જન્મી. ત્યાં પરમ સમ્યકત્વ પામી તેણે શ્રાવકનાં વ્રત લીધાં અને મરીને શુક્ર નામના નવમા સ્વર્ગમાં ઉત્તમ દેવનો જન્મ મળ્યો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રના રત્નસંચય નગરમાં મણિ નામના મંત્રીની ગુણાવલી નામની સ્ત્રીને સામંતવર્ધન નામના પુત્રરૂપે જન્મી. તેણે પિતાની સાથે વૈરાગ્ય અંગીકાર કર્યો. અતિતીવ્ર તપ કર્યું, તત્ત્વાર્થમાં ચિત્ત લગાવ્યું, નિર્મળ સમ્યકત્વ ધારીને કષાયરહિત બાવીસ પરીષહું સહીને શરીરત્યાગ કર્યો અને નવમી ગ્રેવયકમાં ગયો. ત્યાં અહમિન્દ્રનાં સુખ ઘણો કાળ ભોગવી રાજા સહસ્ત્રાર વિધાધરની રાણી હૃદયસુંદરીની કૂખે તું ઇન્દ્ર નામનો પુત્ર થયો, આ રથનૂપુરમાં જન્મ્યો. પૂર્વના અભ્યાસથી ઇન્દ્રના સુખમાં મન આસક્ત થયું, તું વિધાધરોનો અધિપતિ ઇન્દ્ર કહેવાયો. હવે તું નકામો ખેદ કરે છે કે હું વિદ્યામાં અધિક હતો છતાં શત્રુઓથી પરાજિત થયો. હું ઇન્દ્ર! કોઈ બુદ્ધિ વિનાનો કોદરા વાવીને શાલિ (ચોખા) ની ઇચ્છા કરે તે નિરર્થક છે. આ પ્રાણી જેવાં કર્મ કરે તેવાં ફળ ભોગવે છે. તે પૂર્વે ભોગનું સાધન થાય એવાં શુભ કર્મ કર્યા હતાં તે નાશ પામ્યાં. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. એ બાબતમાં આશ્ચર્ય શેનું હોય? તે આ જ જન્મમાં અશુભ કર્મ કર્યા, તેનું આ અપમાનરૂપ ફળ મળ્યું અને રાવણ તો નિમિત્ત માત્ર છે. તે જે અજ્ઞાનરૂપ ચેષ્ટા કરી તે શું નથી જાણીતો? તું ઐશ્વર્યના મદથી ભ્રષ્ટ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેરમું પર્વ ૧૪૯ થયો. ઘણાં દિવસ થયા તેથી તને યાદ આવતું નથી. એકાગ્રચિત્ત થઈને સાંભળ. અજિંક્યપુરમાં નિવેગ નામના રાજાની વેગવતી રાણીની અહલ્યા નામની પુત્રીનો સ્વયંવર મંડપ રચાયો હતો. ત્યાં બન્ને શ્રેણીના વિદ્યાધરો અતિ અભિલાષા રાખીને ગયા હતા અને તું પણ ઘણી મોટી સંપદા સહિત ગયો હતો. એક ચંદ્રવર્ત નામના નગરનો ધણી રાજા આનંદમાલ પણ ત્યાં આવ્યો હતો. અહલ્યાએ બધાને છોડીને તેનાં ગળામાં વરમાળ આરોપી હતી. તે આનંદમાળ અહલ્યાને પરણીને જેમ ઇન્દ્ર ઇન્દ્રાણી સહિત સ્વર્ગલોકમાં સુખ ભોગવે તેમ મનવાંછિત ભોગ ભોગવતાં હતાં. જે દિવસથી અહલ્યા તેને પરણી તે દિવસથી તને એના પ્રત્યે ઈર્ષા વધી. તે એને તારો મોટો શત્રુ માન્યો. કેટલાક દિવસ તે ઘરમાં રહ્યો. પછી એને એવો વિચાર આવ્યો કે આ દેહ વિનાશિક છે, એનાથી મને કાંઈ લાભ નથી, હવે હું તપ કરીશ, જેથી સંસારનું દુઃખ દૂર થાય. આ ઇન્દ્રિયના ભોગ મહાઠગ છે, તેમાં સુખની આશા ક્યાંથી હોય? આમ મનમાં વિચારીને તે જ્ઞાની અંતરાત્મા સર્વ પરિગ્રહુ છોડીને તપશ્ચરણ કરવા લાગ્યો. એક દિવસે તે હંસાવલી નદીને કિનારે કાયોત્સર્ગ ધારણ કરીને બેઠો હતો ત્યાં તેને તે જોયો. તેને જોતાં જ તારો ક્રોધાગ્નિ ભભૂક્યો અને તે મૂર્ખાએ ગર્વથી તેની મશ્કરી કરી: “અહો આનંદમાલ! તું કામભોગમાં અતિઆસક્ત હતો, હવે અહલ્યા સાથે રમણ કોણ કરશે?' તે તો વિરક્ત ચિત્તે પહાડ સમાન નિશ્ચળ થઈને બેઠો હતો. તેનું મન તત્ત્વાર્થનાં ચિંતવનમાં અત્યંત સ્થિર હતું. આ પ્રમાણે તે પરમ મુનિની અવજ્ઞા કરી. તે તો આત્મસુખમાં મગ્ન હતો, તેણે તારી વાત હૃદયમાં પેસવા ન દીધી. તેમની પાસે તેના ભાઈ કલ્યાણ નામના મુનિ બેઠા હતા તેમણે તને કહ્યું કે આ નિરપરાધ મુનિની તે મશ્કરી કરી તેથી તારો પણ પરાજ્ય થશે. ત્યારે તારી સર્વશ્રી નામની સ્ત્રી જે સમ્યગ્દષ્ટિ અને સાધુની પૂજક હતી તેણે નમસ્કાર કરીને કલ્યાણ સ્વામીને શાંત કર્યા. જો તેણે તેમને શાંત ન કર્યા હોત તો તું તત્કાળ સાધુના કોપાગ્નિથી ભસ્મ થઈ જાત. ત્રણ લોકમાં તપ સમાન કોઈ બળવાન નથી. જેવી સાધુઓની શક્તિ હોય છે તેવી ઇન્દ્રાદિક દેવોની પણ નથી. જે પુરુષ સાધુઓનો અનાદર કરે છે તે આ ભવમાં અત્યંત દુઃખ પામી નરક નિગોદમાં જ પડે છે, મનથી પણ સાધુઓનું અપમાન ન કરો. જે મુનિજનનું અપમાન કરે છે તે આ ભવ અને પરભવમાં દુઃખી થાય છે. જે મુનિઓને મારે અથવા પીડા કરે છે તે અનંતકાળ દુઃખ ભોગવે છે, મુનિની અવજ્ઞા સમાન બીજું પાપ નથી. મન, વચન અને કાયાથી આ પ્રાણી જેવાં કર્મ કરે છે તેવાં જ ફળ ભોગવે છે. આ પ્રમાણે પુણ્યપાપ કર્મોનાં ફળ ભલા અને બૂરા લોકો ભોગવે છે. આમ જાણીને ધર્મમાં વૃદ્ધિ કરો. પોતાના આત્માને સંસારનાં દુ:ખથી છોડાવો. ઇન્દ્ર મહામુનિના મુખેથી પોતાના પૂર્વભવોની કથા સાંભળીને આશ્ચર્ય પામ્યો. તે નમસ્કાર કરી મુનિને કહેવા લાગ્યો-હે ભગવાન! આપના પ્રસાદથી મેં ઉત્તમ જ્ઞાન મેળવ્યું. હવે બધાં પાપ ક્ષણમાત્રમાં વિલય પામશે. સાધુઓના સંગથી જગતમાં કાંઈ પણ દુર્લભ નથી, તેમના પ્રસાદથી અનંત જન્મમાં જે નથી મળ્યું તે આત્મજ્ઞાન પણ મળે છે. આમ કહીને મુનિને વારંવાર વંદના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ ચૌદમું પર્વ પદ્મપુરાણ કરી. મુનિ આકાશમાર્ગે વિહાર કરી ગયા. ઇન્દ્ર ગૃહસ્થાશ્રમમાં અત્યંત વિરક્ત થયો. શરીરને પાણીના પરપોટા જેવું અસાર જાણીને, ધર્મમાં નિશ્ચળ બુદ્ધિથી પોતાની અજ્ઞાન ચેષ્ટાને નિંદતા તે મહાપુરુષે પોતાની રાજ્યવિભૂતિ પુત્રને આપીને પોતાના ઘણા પુત્રો, અનેક રાજાઓ અને લોકપાલો સહિત સર્વ કર્મોની નાશક જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરી, સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો. નિર્મળ ચિત્તવાળા તેણે પહેલાં જેવું શરીર ભોગમાં લગાવ્યું હતું તેવું જ તપના સમૂહમાં લગાવ્યું, એવું તપ બીજાથી ન થઈ શકે. મહાપુરુષોની શક્તિ ઘણી હોય છે. તે જેમ ભોગોમાં પ્રવર્તે છે તેમ વિશુદ્ધ ભાવમાં પણ પ્રવર્તે છે. રાજા ઇન્દ્ર ઘણો કાળ તપ કરી, શુક્લધ્યાનનાં પ્રતાપથી કર્મોનો ક્ષય કરી નિર્વાણ પધાર્યા. ગૌતમસ્વામી રાજા શ્રેણિકને કહે છે-જુઓ ! મહાન માણસોનાં ચરિત્ર આશ્ચર્યકારી હોય છે. તે પ્રબળ પરાક્રમના ધારણ ઘણો વખત ભોગ ભોગવી, પછી વૈરાગ્ય લઈ અવિનાશી સુખ ભોગવે છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. તે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી ક્ષણમાત્રમાં ધ્યાનના બળથી મોટા પાપનો પણ ક્ષય કરે છે; જેમ ઘણા કાળથી ઈધનની રાશિનો સંચય કર્યો હોય તે ક્ષણમાત્રમાં અગ્નિના સંયોગથી ભસ્મ થાય છે. આમ જાણીને હું પ્રાણી ! આત્મકલ્યાણનો પ્રયત્ન કરો. અંતઃકરણ વિશુદ્ધ કરો, મરણનો દિવસ કાંઈ નક્કી નથી, જ્ઞાનરૂપ સૂર્યના પ્રતાપથી અજ્ઞાન અંધકારને દૂર કરો. એ પ્રમાણે શ્રી રવિણાચાર્યવિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં ઇન્દ્રનું નિર્વાણગમન નામનું તેરમું પર્વ પૂર્ણ થયું. * * * (ચૌદમું પર્વ) (અનંતવીર્ય કેવળીના ધર્મોપદેશનું વર્ણન). રાવણ વૈભવ અને દેવેન્દ્ર સમાન ભોગોથી મૂઢમન બનીને અનેક મનવાંછિત લીલા-વિલાસ કરતો હતો. ઇન્દ્રને પડકારનાર આ રાજા એક દિવસ સુમેરુ પર્વતનાં ચૈત્યાલયોની વંદના, કરીને પાછો આવતો હતો. સાત ક્ષેત્ર, છ કુલાચલની શોભા નિહાળતો, જાતજાતનાં વૃક્ષો, નદી, સરોવર વગેરેનું અવલોકન કરતો, સૂર્યના ભવન સમાન વિમાનમાં વિરાજમાન થઈ લંકામાં આવવા નીકળ્યો હતો ત્યાં તેણે મહામનોહર, ઉનંગ નાદ સાંભળ્યો, અત્યંત આનંદિત થઈને તેણે મારીચ મંત્રીને પૂછયું: હે મારીચ ! આ સુંદર મહાનાદ શેનો છે? દશેય દિશાઓ કેમ લાલ થઈ ગઈ છે? મારીચે જવાબ આપ્યો: હે દેવ! આ કેવળીની ગંધકુટી છે અને અનેક દેવ દર્શન કરવા આવે છે, આ તેના મનોહર શબ્દ થઈ રહ્યા છે અને દેવોના મુગટાદિનાં કિરણોથી આ દશે દિશા રંગીન બની રહી છે. આ સુવર્ણ પર્વત ઉપર અનંતવીર્ય મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. આ વચન સાંભળીને રાવણ બહુ આનંદ પામ્યો. સમ્યગ્દર્શન સહિત, ઇન્દ્રને જીતનાર, મહાકાંતિનો ધારક તે આકાશમાંથી કેવળીની વંદના માટે પૃથ્વી પર ઉતર્યો. તેણે વંદના અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૫૧ સ્તુતિ કરી. ઇન્દ્રાદિક અનેક દેવ કેવળીની સમીપે બેઠા હતા, રાવણ પણ હાથ જેડી, નમસ્કાર કરી, અનેક વિદ્યાધરો સહિત યોગ્ય સ્થાનમાં બેઠો. ચતુરનિકાયનાં દેવ તથા તિર્યંચ અને અનેક મનુષ્ય કેવળીની સમીપમાં બેઠા હતાં તે વખતે કોઈ શિષ્ય પૂછયું કે હે દેવ! હે પ્રભો! અનેક જીવો ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણવાની અને તેનું ફળ જાણવાની અભિલાષા રાખે છે તેમ જ મુક્તિનું કારણ જાણવા ઈચ્છે છે, તે આપ જ કહેવાને યોગ્ય છો તો કૃપા કરીને કહો. ત્યારે ભગવાન કેવળી અનંતવીર્ય સ્વામીએ મર્યાદારૂપ અક્ષર જેમાં વિસ્તર્ણ અર્થ અતિનિપુણતાથી સંદેહરહિત ભર્યા હતા તેવાં હિતકારી પ્રિય વચન કહ્યાં. હે ભવ્ય જીવો ! ચેતના લક્ષણવાળો આ જીવ અનાદિકાળથી નિરંતર આઠ કર્મથી બંધાયો છે, તેની શક્તિ આચ્છાદિત થઈ છે તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ચોર્યાસી લાખ યોનિઓમાં વિવિધ પ્રકારની ઇન્દ્રિયોથી ઉપજેલી વેદનાને ભોગવતો થકો સદાય દુઃખી થઈને રાગદ્વેષી મોહી થઈને કર્મોના તીવ્ર મંદ મધ્યમ વિપાકથી કુંભારના ચાકડાની જેમ ચારગતિનું ભ્રમણ કરે છે. ત્યાં જ્ઞાનાવરણીય કર્મથી જેનું જ્ઞાન આચ્છાદિત થયું છે તે અતિદુર્લભ મનુષ્ય-દેહ મળવા છતાં પણ આત્મહિતને જાણતો નથી, રસનાનો લોલુપી, સ્પર્શેન્દ્રિયનો વિષયી, પાંચ ઇન્દ્રિયોને વશ થઈ અતિ નિંધ પાપકર્મથી નરકમાં પડે છે, જેમ પથ્થર પાણીમાં ડૂબે તેમ. તે મહાદુઃખોનો સાગર છે. જે પાપી, કૂરકર્મી, ધનનો લોભી, માતાપિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, મિત્ર ઇત્યાદિને હણે છે, જગતમાં નિંધ ચિત્તવાળા તે નરકમાં પડે છે. જે ગર્ભપાત કરે, બાળકની હત્યા કરે, વૃદ્ધની હુંત્યા કરે, અબળાની હત્યા કરે, મનુષ્યોને પકડે છે, રોકે છે, બાંધે છે, મારે છે, પક્ષી અને પશુને મારે છે, જે કુબુદ્ધિ સ્થળચર, જળચર જીવોની હિંસા કરે છે. જેનાં પરિણામ ધર્મરહિત છે, તે મહાવદનારૂપ નરકમાં પડે છે. જે પાપી મધ મેળવવા મધપૂડા તોડ છે, માંસાહારી, મધપાન કરનાર, જૂઠાબોલા, મધ ખાનાર, વન બાળનાર, ગામ બાળનાર, જેલ બનાવનાર, ગાયોને ઘેરનાર, પશુઘાતી, માહિંસક પાપી નરકમાં પડે છે. જે પરદોષનાં કહેનાર, અભક્ષ્ય ભક્ષનાર, પરધન હરનાર, પરસ્ત્રી સાથે રમનાર, વેશ્યાઓના મિત્ર છે તે નરકમાં પડે છે, જ્યાં કોઈ શરણ નથી, માંસના ભક્ષકને ત્યાં તેનું જ શરીર કાપી કાપીને તેના મુખમાં આપવામાં આવે છે, ગરમ લોહીના ગોળા તેના મુખમાં મૂકવામાં આવે છે. મદ્યપાન કરનારાઓના મુખમાં સીસું ઓગાળીને રેડવામાં આવે છે. પરસ્ત્રીનાં લપટી જીવોને ગરમ લોઢાની પૂતળીઓ સાથે આલિંગન કરાવવામાં આવે છે. જે મહાપરિગ્રહના ધારક છે, મહાઆરંભી અને કુર ચિત્તવાળા છે, પચંડ કર્મ કરનાર છે તે સાગરો સુધી નરકમાં રહે છે. સાધુઓના દ્વષી, પાપી, મિથ્યાષ્ટિ, કુટિલબુદ્ધિ, રૌદ્રધ્યાની મરીને નરકમાં જાય છે. ત્યાં વિક્રિયામય કુવાડા, ખડ્ઝ, ચક્ર, કરવત વગેરે શસ્ત્રોથી શરીરના ખંડ ખંડ કરવામાં આવે છે, પાછું શરીર ભેગું થઈ જાય છે, આયુષ્ય પર્યત દુઃખ ભોગવે છે. તીક્ષ્ણ ચાંચવાળાં માયામયી પક્ષી શરીર ચીરી નાખે છે અને માયામયી સિંહ, વાઘ, કૂતરા, સર્પ, અષ્ટાપદ, શિયાળ, વીંછી અને બીજાં પ્રાણીઓ જુદા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ ચૌદમું પર્વ પદ્મપુરાણ જુદા પ્રકારનાં દુ:ખો આપે છે. નરકનાં દુ:ખોનું ક્યાં સુધી વર્ણન કરીએ ? અને જે માયાચારી, પ્રપંચી તથા વિષયાભિલાષી છે તે પ્રાણી તિર્યંચગતિ પામે છે. ત્યાં પરસ્પર બંધ અને નાના પ્રકારનાં શસ્ત્રોથી હણાઈને ખૂબ દુ:ખ પામે છે. વાહન, અતિભારવહન, શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષાદિનાં અનેક દુ:ખ ભોગવે છે. આ જીવ ભવસંકટમાં ભમતા સ્થળમાં, જળમાં પર્વત ૫૨, વૃક્ષો ૫૨ અને ગહન વનમાં અનેક જગ્યાએ અકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અનેક પર્યાયોમાં અનેક જન્મમરણ કરે છે. જીવ અનાદિનિધન છે, તેનાં આદિઅંત નથી. આખા લોકાકાશમાં તલમાત્ર પણ એવો પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવે જન્મમરણ ન કર્યાં હોય, અને જે પ્રાણી ગર્વરહિત છે, કપટરહિત સ્વભાવથી જ સંતોષી છે તે મનુષ્યભવ પામે છે. આ નરદેહ ૫૨મ નિર્વાણસુખનું કારણ છે. તે મળવા છતાં પણ જે મોહમદથી ઉન્મત્ત કલ્યાણમાર્ગ છોડીને ક્ષણિક સુખને માટે પાપ કરે છે તે મૂર્ખ છે. મનુષ્ય પણ પૂર્વકર્મના ઉદયથી કોઈ આર્યખંડમાં જન્મે છે, કોઈ મલેચ્છ ખંડમાં જન્મે છે, કોઈ ધનાઢય તો કોઈ અત્યંત દરિદ્રી રહે છે, કોઈ કર્મના પ્રેર્યા અનેક મનોરથ પૂર્ણ કરે છે, કોઈ કષ્ટથી પારકા ઘેર રહી પ્રાણપોષણ કરે છે. કોઈ કુરૂપ છે, કોઈ રૂપાળા, કોઈનું આયુષ્ય લાંબુ અને કોઈનું આયુષ્ય ટૂંકું હોય છે. કોઈ લોકોને પ્રિય બને છે, કોઈ અપ્રિય, કોઈ ભાગ્યશાળી હોય છે, કોઈ દુર્ભાગી. કોઈ બીજાઓ ઉ૫૨ હુકમ ચલાવે છે, કોઈ બીજાની આજ્ઞા ઊઠાવે છે. કોઈ યશ પામે છે, કોઈ અપયશ. કોઈ શૂરવીર હોય છે, કોઈ કાય૨. કોઈ જળમાં પ્રવેશે છે, કોઈ રણમાં પ્રવેશે છે. કોઈ પરદેશગમન કરે છે, કોઈ ખેતી કરે છે, કોઈ વ્યાપાર કરે છે, કોઈ સેવા કરે છે. આ પ્રમાણે મનુષ્યગતિમાં પણ સુખદુઃખની વિચિત્રતા છે. નિશ્ચયથી વિચારીએ તો સર્વ ગતિમાં દુઃખ જ છે, દુ:ખને જ કલ્પનાથી સુખ માને છે. વળી, જીવ મુનિવ્રત, શ્રાવકના વ્રત, અવ્રત સમ્યગ્દષ્ટિ, અકામ નિર્જરાથી અને અજ્ઞાન તપથી દેવગતિ પામે છે. તેમાં કોઈ મોટી ઋદ્ધિવાળા, કોઈ અલ્પ ઋદ્ધિવાળા, આયુષ્ય, કાંતિ, પ્રભાવ, બુદ્ધિ, સુખ, લેશ્યાથી ઉપરના દેવ ચડિયાતા અને શ૨ી૨, અભિમાન, પરિગ્રહથી ઊતરતા દેવગતિમાં પણ હર્ષવિષાદથી કર્મનો સંગ્રહ કરે છે. ચારગતિમાં આ જીવ સદા રેંટના ઘડાની જેમ ભ્રમણ કરે છે. અશુભ સંકલ્પથી દુ:ખ પામે છે. અને દાનના પ્રભાવથી ભોગભૂમિમાં ભોગ પામે છે. જે સર્વપરિગ્રહરહિત મુનિવ્રતના ધારક છે તે ઉત્તમ પાત્ર છે, જે અણુવ્રતના ધા૨ક શ્રાવક છે, શ્રાવિકા કે અર્જિકા છે તે મધ્યમ પાત્ર છે અને વ્રતરહિત સમ્યગ્દષ્ટિ છે, જે જઘન્યપાત્ર છે. આ પાત્ર જીવોને વિનયભક્તિથી આહાર આપવો તેને પાત્રદાન કહે છે. બાળક, વૃદ્ધ, અંધ, અપંગ, રોગી, દુર્બળ, દુ:ખી ભૂખ્યાઓને કરુણાથી અન્ન, જળ, ઔષધ, વસ્ત્રાદિ આપવામાં આવે તેને કરુણાદાન કહે છે. ઉત્તમ પાત્રને દાન આપવાથી ઉત્કૃષ્ટ ભોગભૂમિ, મધ્યમ પાત્રને દાન આપવાથી મધ્યમ ભોગભૂમિ અને જઘન્ય પાત્રને દાન આપવાથી જઘન્ય ભોગભૂમિ મળે છે. જે નક નિગોદાદિ દુઃખોથી બચાવે તેને પાત્ર કહે છે. જે સમ્યગ્દષ્ટિ મુનિરાજ છે તે જીવોની રક્ષા કરે છે. જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૫૩ નિર્મળ છે તેને પરમ પાત્ર કહે છે. જેમને માન-અપમાન, સુખ-દુ:ખ, તૃણ -કાંચન બને બરાબર છે તેમને ઉત્તમ કહે છે. જેમને રાગદ્વેષ નથી, જે સર્વ પરિગ્રહરહિત મહાતપસ્વી આત્મધ્યાનમાં તત્પર મુનિ છે તેને ઉત્તમ પાત્ર કહે છે. તેમને ભાવથી પોતાની શક્તિ પ્રમાણે અન્ન, જળ, ઔષધિ આપવી, વનમાં તેમને રહેવા માટે વસ્તિકા કરાવવી અને આર્યાઓને અન્ન, જળ, ઔષધ, વસ્ત્ર આપવાં. શ્રાવક શ્રાવિકા, સમ્યગ્દષ્ટિઓને બહુ વિનયથી અન્ન, જળ, વસ્ત્ર, ઔષધ ઇત્યાદિ સર્વસામગ્રી આપવી તે પાત્રદાનની વિધિ છે. દીન-અંધ વગેરે દુ:ખી જીવોને અન્ન, વસ્ત્રાદિ આપવાં, બંધનમાંથી છોડાવવા એ કરુણાદાનની રીત છે. જોકે એ પાત્રદાનતુલ્ય નથી તો પણ યોગ્ય છે, પુણ્યનું કારણ છે. પરઉપકાર તે પુણ્ય છે. જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ અનેકગણું થઈને ફળે છે તેમ શુદ્ધ ચિત્તથી પાત્રને કરેલું દાન અધિક ફળ આપે છે. જે પાપી મિથ્યાષ્ટિ, રાગદ્વેષાદિયુક્ત, વ્રતક્રિયારહિત મહામાની છે તે પાત્ર નથી અને દીન પણ નથી. તેમને આપવું નિષ્ફળ છે. નરકાદિનું કારણ છે, જેમ ક્ષારભૂમિમાં વાવેલું બીજ વૃથા જાય છે. જેમ એક કૂવાનું પાણી શેરડીમાં જઈને મધુરતા પામે છે અને લીમડામાં જઈને કડવું બને છે તથા એક સરોવરનું જળ ગાયે પીધું હોય તો તે દૂધરૂપ થઈને પરિણમે છે અને સર્ષે પીધું હોય તે ઝેરરૂપ થઈને પરિણમે છે તેમ સમ્યગ્દષ્ટિને ભક્તિથી આપેલું જે દાન તે શુભ ફળ આપે છે અને પાપી પાખંડી મિથ્યાદષ્ટિ અભિમાની પરિગ્રહી જીવોને ભક્તિથી આપેલું દાન અશુભ ફળ આપે છે. જે માંસાહારી, મધ પીનારા, કુશીલ સેવનાર પોતાને પૂજ્ય માને તેમનો સત્કાર ન કરવો, જિનધર્મીઓની સેવા કરવી, દુ:ખી જીવોને દેખી દયા કરવી, વિપરીતપણે વર્તનારા પ્રત્યે મધ્યસ્થ રહેવું. બધા જીવો પર દયા રાખવી, કોઈને કલેશ ઉપજાવવો નહિ. જે જિનધર્મથી પરાડમુખ છે, મિથ્યાવાદી છે તે પણ ધર્મ કરવો એમ કહે છે, પરંતુ ધર્મનું સ્વરૂપ જાણતા નથી. તેથી જે વિવેકી છે તે પરીક્ષા કરીને અંગીકાર કરે છે. વિવેકીનું ચિત્ત શુભોપયોગરૂપ છે. તે એમ વિચારે છે કે જે ગૃહસ્થ સ્ત્રીસંયુક્ત, આરંભી, પરિગ્રહધારી, હિંસક, કામક્રોધાદિ સંયુક્ત, અભિમાની અને ધનાઢય છે તથા પોતાને જે પૂજ્ય માને છે તેમને ભક્તિથી ધન આપવું તેમાં શું ફળ મળે અને તેનાથી પોતે કેટલું જ્ઞાન મેળવે? અહો, એ તો મોટું અજ્ઞાન છે, કુમાર્ગથી ઠગાયેલા જીવ તેને જ પાત્રદાન કહે છે અને દુઃખી જીવોને કરુણાદાન કરતા નથી, દુષ્ટ ધનાઢયોને સર્વ અવસ્થામાં ધન આપે છે તે નકામાં ધનનો નાશ કરે છે. ધનવાનોને આપવાથી શું પ્રયોજન સિદ્ધ થાય? દુ:ખીઓને આપવું કાર્યકારી છે. ધિક્કાર છે તે દુખોને, જે લોભના ઉદયથી જૂઠા ગ્રંથો બનાવી મૂઢ જીવોને ઠગે છે. જે મૃષાવાદના પ્રભાવથી માંસનું ભક્ષણ નક્કી કરે છે, પાપી પાખંડી માંસનો પણ ત્યાગ કરતા નથી તે બીજું શું કરશે? જે કૂર માંસનું ભક્ષણ કરે છે અને જે માંસનું દાન કરે છે તે ઘોર વેદનાયુક્ત નરકમાં પડે છે, અને જે હિંસાના ઉપકરણ શસ્ત્રાદિક તથા બંધનના ઉપાય ફાંસી વગેરેનું દાન કરે છે, પંચેન્દ્રિય પશુઓનું દાન કરે છે અને જે લોકો આ દાનોનું નિરૂપણ કરે છે તે સર્વથા નિંધ છે. જે કોઈ પશુનું દાન કરે અને તે પશુને બંધનનું, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ચૌદમું પર્વ પદ્મપુરાણ મારવાનું, ભૂખે રાખવાનું વગેરે જે દુઃખ થાય તેનો દોષ આપનારને લાગે, અને ભૂમિદાન પણ હિંસાનું કારણ છે. જ્યાં હિંસા હોય ત્યાં ધર્મ ન હોય. શ્રી ચૈત્યાલય માટે ભૂમિ આપવી યોગ્ય છે, બીજા કોઈ નિમિત્તે નહિ. જે જીવહિંસાથી પુણ્ય મેળવવા ઇચ્છે છે તે જીવ પાષાણમાંથી દૂધ મેળવવા ઇચ્છે છે માટે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં સર્વ જીવને અભયદાન આપવું, વિવેકીજનોને જ્ઞાનદાન આપવું, પુસ્તકાદિ આપવા અને ઔષધ, અન્ન, જળ, વસ્ત્રાદિ બધાને દેવાં, પશુઓને સૂકું ઘાસ આપવું, અને જેમ સમુદ્રમાં છીપે મેઘનું જળ પીધું તે મોતી થઈને પરિણમે છે તેમ સંસારમાં દ્રવ્યના યોગથી સુપાત્રોને જવ આદિ અન્ન આપ્યું હોય તો પણ મહાફળ આપે છે. જે ધનવાન હોય અને સુપાત્રને શ્રેષ્ઠ વસ્તુનું દાન કરતા નથી તે નિંધ છે. દાન મહાન ધર્મ છે. તે વિધિપૂર્વક કરવું. પુણ્ય પાપમાં ભાવ જ મુખ્ય છે. જે ભાવ વિના દાન આપે છે તે પર્વતના શિખર ઉપર વરસેલા જળ સમાન છે, તે કાર્યકારી નથી, જે ખેતરમાં વરસે છે તે કાર્યકારી છે. જે કોઈ સર્વજ્ઞ વીતરાગદેવને ધ્યાવે છે અને સદા વિધિપૂર્વક દાન આપે છે તેના ફળનું કોણ વર્ણન કરી શકે ? તેથી ભગવાનના પ્રતિબિંબ, જિનમંદિર, જિનપૂજા, જિનપ્રતિષ્ઠા, સિદ્ધક્ષેત્રોની યાત્રા, ચતુર્વિધ સંઘની ભક્તિ અને શાસ્ત્રોનો સર્વ દેશોમાં પ્રચાર કરવો, આ ધન ખરચવાના સાત મહાક્ષેત્ર છે. તેમાં જે ધન ખર્ચે છે તે સફળ છે તથા કરુણાદાન કે પરોપકારમાં વપરાય તે સફળ છે. જે આયુધનું ગ્રહણ કરે છે તેમને દ્વેષસહિત જાણવા. જેમને રાગદ્વેષ છે તેમને મોટું પણ છે અને જે કામિનીના સંગથી આભૂષણો ધારણ કરે છે તેનો રાગી જાણવા. મોહ વિના રાગદ્વેષ હોય નહિ. સકળ દોષોનું મૂળ કારણ મોહ છે. જેમને રાગાદિ કલંક છે તે સંસારી જીવ છે, જેમને એ નથી તે ભગવાન છે. જે દેશ-કાળ-કામાદિનું સેવન કરે છે તે મનુષ્યતુલ્ય છે, તેમનામાં દેવત્વ નથી, તેમની સેવા મોક્ષનું કારણ નથી. કોઈને પૂર્વપુણ્યના ઉદયથી શુભ મનોહર ફળ થાય છે તે કુદેવની સેવાનું ફળ નથી. કુદેવની સેવાથી સાંસારિક સુખ પણ મળતું નથી તો મોક્ષનું સુખ ક્યાંથી મળે? માટે કુદેવનું સેવન રેતી પીલીને તેલ કાઢવા બરાબર છે અને અગ્નિના સેવનથી તરસ મટાડવા બરાબર છે. જેમ કોઈ લંગડાને બીજો લંગડો પરદેશ લઈ જઈ શકે નહિ તેમ કુદેવના આરાધનથી પરમપદની પ્રાપ્તિ કદાપિ ન થાય. ભગવાન સિવાય બીજા દેવોના સેવનનો કલેશ કરે તે વૃથા છે. કુદેવોમાં દેવત્વ નથી. જે કુદેવોના ભક્ત છે તે પાત્ર નથી. લોભથી પ્રેરાયેલા પ્રાણીઓ હિંસારૂપ કાર્યમાં પ્રવર્તે છે, તેમને હિંસાનો ભય નથી, અનેક ઉપાયો કરીને લોકો પાસેથી ધન મેળવે છે, સંસારી જીવો પણ લોભી છે તેથી લોભી પાસે ઠગાય છે તેથી સર્વદોષરહિત જિનઆજ્ઞા પ્રમાણે જે મહાદાન કરે તે મહાફળ પામે. વેપાર જેવો ધર્મ છે. કોઈ વાર વેપારમાં નફો અધિક થાય છે, કોઈ વાર ઓછો થાય છે. કોઈ વાર ખોટ જાય છે. કોઈ વાર મૂળ મૂડી પણ જતી રહે છે. અલ્પમાંથી ઘણું થઈ જાય અને ઘણામાંથી થોડું થઈ જાય. જેમ વિષનું કણ સરોવરમાં પડે તો આખા સરોવરને વિષરૂપ કરતું નથી તેમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ચૌદમું પર્વ ૧૫૫ પદ્મપુરાણ ચૈત્યાલયાદિ નિમિત્તે અલ્પ હિંસા થાય તે ધર્મને વિઘ્ન કરતી નથી માટે ગૃહસ્થોએ ભગવાનનાં મંદિરો બનાવરાવાં. ગૃહસ્થે જિનેન્દ્રની ભક્તિમાં તત્પર અને વ્રતક્રિયામાં પ્રવીણ હોય છે. પોતાની લક્ષ્મી પ્રમાણે જિનમંદિર બનાવી જળ, ચંદન, દીપ, ધૂપાદિથી પૂજા કરવી. જે જિનમંદિરાદિમાં ધન ખરચે છે તે સ્વર્ગમાં તેમ જ મનુષ્યલોકમાં પણ અત્યંત ઊંચા ભોગ ભોગવી ૫૨મપદ પામે છે અને ચતુર્વિધ સંઘને ભક્તિપૂર્વક દાન આપે છે તે ગુણોનું ભાજન છે, ઇન્દ્રાદિપદના ભોગો પામે છે માટે જે પોતાની શક્તિ અનુસાર સમ્યગ્દષ્ટિ પાત્રોને ભક્તિથી દાન આપે છે તથા દુઃખીઓને દયાભાવથી દાન આપે છે તે ધન સફળ છે અને કુમાર્ગમાં વપરાયેલું ધન તેને ચોરે લૂંટેલું જાણો. આત્મધ્યાનના યોગથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેમને કેવળજ્ઞાન ઉપજે છે તેમને નિર્વાણપદ મળે છે. સિદ્ધો સર્વ લોકના શિખર ઉપર રહે છે. સર્વ બાધારહિત, આઠ કર્મરહિત, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય સહિત, શરીરથી રતિ અમૂર્તિક, પુરુષાકારે જન્મમરણરહિત, અવિચળપણે બિરાજે છે, તેમનું સંસારમાં ફરી આગમન થતું નથી. તે મન અને ઇન્દ્રિયોથી અગોચર છે, ધર્માત્મા જીવ આ સિદ્ધપદ પામે છે. પાપી જીવ લોભરૂપ પવનથી વધેલા દુઃખરૂપ અગ્નિમાં બળતાં સુકૃતરૂપ જળ વિના સદા ક્લેશ પામે છે. પાપરૂપ અંધકારમાં રહેલા મિથ્યાદર્શનને વશીભૂત થયેલા છે. કેટલાક ભવ્ય જીવો ધર્મરૂપ સૂર્યનાં કિરણોથી પાપતિમિરને દૂર કરી કેવળજ્ઞાન પામે છે અને કોઈ જીવ અશુભરૂપ લોઢાના પાંજરામાં પડી તૃષ્ણારૂપ પાપથી વીંટળાયેલા ધર્મરૂપ બંધુઓથી છૂટે છે. વ્યાકરણથી પણ ધર્મ શબ્દનો આ જ અર્થ થાય છે કે ધર્મનું આચરણ કરતાં દુગર્તિમાં પડતાં પ્રાણીઓને રોકે તેને ધર્મ કહે છે. તેવા ધર્મના લાભને લાભ કહે છે. જિનશાસનમાં જે ધર્મનું સ્વરૂપ કહ્યું છે તે સંક્ષેપમાં તમને કહ્યું. હવે ધર્મના ભેદ અને ધર્મના ફળના ભેદ એકાગ્ર મનથી સાંભળો. હિંસાથી, અસત્યથી, ચોરીથી, કુશીલથી, ધન-પરિગ્રહના સંગ્રહથી વિરક્ત થવું અને આ પાપોનો ત્યાગ કરવો તેને મહાવ્રત કહે છે. વિવેકીઓએ તે ધારણ કરવા જોઈએ. ભૂમિ જોઈને ચાલવું, તિમિત સંદેહરહિત વચન બોલવાં, નિર્દોષ આહાર લેવો, યત્નથી પુસ્તકાદિ લેવાં-મૂકવાં, નિર્જંતુ ભૂમિ ૫૨ શરીરનો મળ ત્યાગવો; આ પાંચને સમિતિ કહે છે. આ પાંચ સમિતિનું યત્નપૂર્વક પાલન કરવું અને મન-વચનકાયની વૃત્તિના અભાવને ત્રણ ગુપ્તિ કહે છે તે સાધુએ ૫૨માદરથી અંગીકાર કરવી. ક્રોધ, માન, માયા, લોભ જીવના મહાશત્રુ છે. ક્ષમાથી ક્રોધને જીતવો, માર્દવથી માનને જીતવું, આર્જવ એટલે નિષ્કપટ ભાવથી માયાચારને જીતવો અને સંતોષથી લોભને જીતવો. શાસ્ત્રોક્ત ધર્મના કરનાર મુનિઓએ કષાયોને નિગ્રહ કરવો યોગ્ય છે. આ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાયનિગ્રહ એ મુનિરાજનો ધર્મ છે અને મુનિનો મુખ્ય ધર્મ ત્યાગ છે. જે સર્વત્યાગી હોય તે જ મુનિ છે. સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિયને વશ કરવી તે ધર્મ છે. અનશન, અવમોદર્ય એટલે અલ્પ આહાર, વ્રત પરિસંખ્યા એટલે વિષમ પ્રતિજ્ઞા લેવી, અટપટી વાત વિચારવી, જેમ કે આ વિધિથી આહાર મળશે તો લઈશું, નહિતર નહિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ ચૌદમું પર્વ પદ્મપુરાણ લઈએ; રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન એટલે એકાંત વનમાં રહેવું, સ્ત્રી, બાળક, નપુંસક તથા પશુઓનો સંગ સાધુઓએ ન કરવો, બીજા સંસારી જીવોની સંગતિ ના કરવી, મુનિઓએ મુનિઓની જ સંગતિ કરવી, કાયકલેશ એટલે ગ્રીષ્મમાં ગિરિશિખર ઉપર, શીતમાં નદીના કિનારે અને વર્ષામાં વૃક્ષોની નીચે તપ કરવું, માસોપવાસાદિ અનેક તપ કરવાં, એ છ બાહ્યતપ છે. પ્રાયશ્ચિત્ત એટલે મનથી, વચનથી કે કાયાથી દોષ લાગ્યો હોય તેને સરળ પરિણામથી શ્રીગુરુની પાસે પ્રકાશીને દંડ લેવો, વિનય એટલે દેવ-ગુરુશાસ્ત્ર, સાધર્મીઓને વિનય કરવો અને દર્શનશાનચારિત્રનું આચરણ તે જ વિનય અને તેમના ધારકનો વિનય કરવો, પોતાનાથી ગુણમાં જે અધિક હોય તેને જોઈને ઊઠીને ઊભા થવું, સન્મુખ જવું, પોતે નીચે બેસવું, તેમને ઊંચે બેસાડવા, મધુર વચન બોલવાં, તેમની પીડા મટાડવી, વૈયાવ્રત, એટલે જે તપસ્વી હોય, રોગયુક્તહોય, વૃદ્ધ અથવા બાળક હોય તેમની વિવિધ પ્રકારે સેવા કરવી, ઔષધ કે પથ્ય આપવું, ઉપસર્ગ મટાડવા અને સ્વાધ્યાય એટલે જિનવાણીનું વાંચવું, પૂછવું, આમ્નાય એટલે પરિપાટી, અનુપ્રેક્ષા એટલે વારંવાર ચિંતન, ધર્મોપદેશ આપવો, વ્યુત્સર્ગ એટલે શરીરનું મમત્વ છોડવું અને એક દિવસથી માંડી વર્ષ પર્યત કાયોત્સર્ગ કરવો અને આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન, શુક્લધ્યાન કરવું; આ છ પ્રકારનાં અભ્યતર તપ છે. આ બાહ્યાભ્યતર બાર તપ જ સારધર્મ છે. આ ધર્મના પ્રભાવથી ભવ્ય જીવ કર્મોનો નાશ કરે છે અને તપના પ્રભાવથી અભુત શક્તિ પ્રગટે છે. સર્વ મનુષ્ય અને દેવોને જીતવાને સમર્થ બને છે. વિક્રિયાશક્તિ વડે જે ચાહે તે કરે છે. વિક્રિયાના આઠ ભેદ છે. અણિમા, મહિમા, લધિમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશીત્વ, વશિત્વ, મહામુનિ તપોનિધિ પરમ શાંત છે, સકળ ઈચ્છારહિત છે અને એવી શક્તિ છે કે ઈચ્છે તો સૂર્યનો તાપ દૂર કરી દે, ઇચ્છે તો જળવૃષ્ટિ કરી ક્ષણમાત્રમાં જગતને પૂર્ણ કરે, ચાહે તો ભસ્મ કરે, ક્રૂર દૃષ્ટિથી દેખે તો પ્રાણ હરે, કૃપાદૃષ્ટિથી દેખે તો રંકમાંથી રાજા કરે, ચાહે તો રત્નસુવર્ણની વર્ષા કરે, ચાહે તો પાષાણની વર્ષા કરે; ઇત્યાદિ સામર્થ્ય હોય છે. પરંતુ તેનો ઉપયોગ કરતા નથી. ઉપયોગ કરે તો ચારિત્રનો નાશ થાય. તે મુનિઓની ચરણરજથી સર્વ રોગ ટળી જાય. તેમનાં ચરણકમળ મનુષ્યોના અભુત વૈભવનું કારણ છે. જીવ ધર્મથી અનંત શક્તિ પામે છે, ધર્મથી કર્મને હરે છે અને કદાચ કોઈ જન્મ લે તો સૌધર્મ સ્વર્ગાદિ સર્વાર્થસિદ્ધિ પર્યત જાય, સ્વર્ગમાં ઇન્દ્રપદ પામે અને ઇન્દ્ર સમાન વિભૂતિના ધારક દેવ થાય, જેમના મહેલો સુવર્ણના, સ્ફટિકમણિનાં શિખર, વૈડૂર્યમણિના સ્તંભ અને રત્નમય ભીંત, સુંદર ઝરૂખાથી શોભિત, પદ્મરાગમણિ આદિ અનેક પ્રકારના મણિનાં શિખરો, મોતીઓની ઝાલરોથી શોભતા અને જે મહેલોમાં અનેક ચિત્રો સિંહ, ગજ, હંસ, થાન, હરણ, મોર કોયલ આદિના બન્ને ભીંત ઉપર હોય છે. ચંદ્રશાળા સહિત, ધજાઓની પંક્તિથી શોભિત, અત્યંત મનહર મહેલો શોભે છે, જ્યાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગે છે, આજ્ઞાકારી સેવકો, મનોહર દેવાંગનાઓ, સુંદર સરોવરો કમળાદિ રસયુક્ત, કલ્પવૃક્ષોના વન, વિમાન આદિ વિભૂતિઓ; આ બધું જીવધર્મના પ્રભાવથી પામે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૫૭ સ્વર્ગના દેવો પોતાની કાંતિથી ચંદ્રસૂર્યને જીતે છે, સ્વર્ગલોકમાં રાત્રિદિવસ હોતા નથી, પતુ નથી, નિદ્રા નથી અને દેવોનું શરીર માતાપિતાથી ઉત્પન્ન થતું નથી. જ્યારે આગલો દેવ મૃત્યુ પામે ત્યારે નવો દેવ ઉપપાદ શય્યામાં જન્મે છે. જેમ કોઈ સૂતેલો માણસ પથારીમાંથી જાગીને બેઠો થાય છે તેમ ક્ષણમાત્રમાં દેવ ઉપપાદ શય્યામાં નવયૌવન પામીને પ્રગટ થાય છે. તેમનું શરીર સાત ધાતુ-ઉપધાતુરહિત, રજ, પરસેવો, રોગરહિત, સુગંધી, પવિત્ર, કોમળ, શોભાયુક્ત, આંખને ગમે તેવું ઔપપાદિક શુભ વૈક્રિયક હોય છે. તેમનાં આભૂષણો દેદીપ્યમાન હોય છે. તેનાથી દશે દિશામાં ઉદ્યોત થઈ રહે છે. તે દેવોની દેવાંગના અત્યંત સુંદર હોય છે, તેમના પગ કમળપત્ર જેવા, જાંધ કેળના થડ જેવી, કંદોરાથી શોભિત કમર અને નિતંબ ઉપર કંદોરાની ઘૂઘરીઓનો અવાજ થઈ રહ્યો છે. ઉગતા ચંદ્રથી અધિક કાંતિ હો હોય છે, સ્તન મનોહર હોય છે, રત્નોના સમૂહું અને ચાંદનીને જીતે એવી એની પ્રભા હોય છે, માલતીની માળાથી કોમળ ભુજલતા હોય છે, મણિમય ચૂડાથી હાથ શોભે છે, અશોકવૃક્ષની કૂંપળ જેવી તેની હથેળી લાલ હોય છે. શંખસમાન ગ્રીવા હોય છે, કોયલથી મનોહર કંઠ હોય છે, રસભરેલ અધર હોય છે, કુંદપુષ્પ સમાન દાંત અને નિર્મળ દર્પણ સમાન સુંદર કપોલ હોય છે, અતિસુંદર તીક્ષ્ણ કામનાં બાણ સમાન નેત્ર, પદ્મરાગમણિ આદિનાં આભૂષણો, મોતીના હાર, ભ્રમર સમાન શ્યામ, ચીકણા, સઘન કેશ, મધુર સ્વર, અત્યંત ચતુર, સર્વ ઉપચાર જાણનારી, મનોહર ક્રિીડા કરનારી, સામાના મનની ચેષ્ટા જાણનાર, પંચેન્દ્રિયોના સુખ ઉત્પન્ન કરનાર સ્વર્ગની અપ્સરાઓ ધર્મના ફળથી મળે છે. ત્યાં જે ઇચ્છા કરે તે ઇચ્છા પ્રમાણે સર્વ સિદ્ધ થાય છે. દેવલોકમાં જે સુખ છે અને મનુષ્યલોકમાં ચક્રવર્તી આદિનાં સુખ છે તે સર્વ ધર્મનું ફળ જિનેશ્વરોએ કહ્યું છે. ત્રણ લોકમાં જે સુખ એવું નામ ધરાવે છે તે બધું ધર્મથી જ ઉત્પન્ન થાય છે. જે તીર્થકર અને ચક્રવર્તી, બળભદ્ર, કામદેવાદિ પદ છે તે સર્વ ધર્મનું ફળ છે. આ બધું તો શુભયોગરૂપ વ્યવહારધર્મનું ફળ કહ્યું અને જે મહામુનિ નિશ્ચય રત્નત્રયના ધારક મોહરિપુનો નાશ કરીને સિદ્ધપદ પામે છે તે શુદ્ધોપયોગરૂપ આત્મધર્મનું ફળ છે. તે મુનિધર્મ મનુષ્યજન્મ વિના પ્રાપ્ત થતો નથી માટે મનુષ્યદેહુ સર્વ જન્મોમાં શ્રેષ્ઠ છે જેમ વનમાં પ્રાણીઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, મનુષ્યોમાં રાજા, દેવોમાં ઇન્દ્ર, વૃક્ષોમાં ચંદન અને પાષાણમાં રત્ન શ્રેષ્ઠ છે તેમ સકળ યોનિમાં મનુષ્યજન્મ શ્રેષ્ઠ છે. ત્રણ લોકમાં ધર્મ સાર છે અને ધર્મમાં મુનિનો ધર્મ સાર છે. તે મુનિધર્મ મનુષ્યદેહથી જ થાય છે માટે મનુષ્યજન્મ સમાન બીજું કાંઈ નથી. અનંતકાળના જીવના પરિભ્રમણમાં કોઈક વાર તે મનુષ્યજન્મ પામે છે માટે મનુષ્યદેહ મહાદુર્લભ છે. આવો મનુષ્યદેહ પામીને જે મૂઢ પ્રાણી સમસ્ત કલેશથી રહિત મુનિધર્મ અથવા શ્રાવક ધર્મનું પાલન કરતા નથી તે વારંવાર દુર્ગતિમાં ભ્રમણ કરે છે. જેમ સમુદ્રમાં પડી ગયેલ રત્ન હાથ આવવું મુશ્કેલ હોય છે તેમ ભવસમુદ્રમાં નષ્ટ થયેલ મનુષ્યદેહ ફરીથી મેળવવો મુશ્કેલ છે. આ મનુષ્ય દેહમાં શાસ્ત્રોક્ત ધર્મનું સાધન કરીને કોઈ મુનિવ્રત લઈ સિદ્ધ થાય છે અને કોઈ સ્વર્ગવાસી દેવ અથવા અહમિંદ્ર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ ચૌદમું પર્વ પદ્મપુરાણ થઈ પરંપરાએ મોક્ષપદ પામે છે. આ પ્રમાણે ધર્મ-અધર્મનું ફળ કેવળીના મુખથી સાંભળી બધા સુખ પામ્યા. તે વખતે કુંભકર્ણે હાથ જોડી નમસ્કાર કરી પૂછ્યું: હે નાથ ! મને હજી તૃપ્તિ થઈ નથી. તેથી મને વિસ્તા૨પૂર્વક ધર્મનું વ્યાખ્યાન કહો. ત્યારે ભગવાન અનંતવીર્ય કહેવા લાગ્યાઃ હૈ ભવ્ય ! ધર્મનું વિશેષ વર્ણન સાંભળોઃ જેથી આ પ્રાણી સંસારનાં બંધનથી છૂટે. ધર્મ બે પ્રકારે છે. એક મહાવ્રતરૂપ, બીજો અણુવ્રતરૂપ. મહાવ્રતરૂપ યતિનો ધર્મ છે, અણુવ્રતરૂપ શ્રાવકનો ધર્મ છે. યતિ ગૃહત્યાગી છે, શ્રાવક ગૃહવાસી છે. તમે પ્રથમ સર્વ પાપના નાશક, સર્વ પરિગ્રહના ત્યાગી મહામુનિનો ધર્મ સાંભળો. આ અવસર્પિણી કાળમાં અત્યાર સુધીમાં ઋષભદેવથી માંડીને મુનિસુવ્રત સુધીના વીસ તીર્થંકરો થઈ ગયા છે, બીજા ચાર હવે થશે. આ પ્રમાણે અનંત થયા અને અનંત થશે તે બધાનો એક મત છે. અત્યારે શ્રી મુનિસુવ્રતનો સમય છે. અનેક મહાપુરુષો જન્મમરણનાં દુઃખથી મહાભયભીત થયા. આ શરીરને એરંડાના વૃક્ષના લાકડા સમાન અસાર જાણીને, સર્વ પરિગ્રહનો ત્યાગ કરી, મુનિવ્રત લીધાં. તે સાધુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ્યાગરૂપ પાંચ મહાવ્રતોમાં રત, તત્ત્વજ્ઞાનમાં તત્પર, પાંચ સમિતિના પાલક, ત્રણ ગુપ્તિના ધારક, નિર્મળ ચિત્તવાળા, પરમદયાળુ, જિન દેહમાં પણ મમત્વહીન, જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં જ બેસી રહે છે, તેમને કોઈ આશ્રય નથી, તેમને વાળના અગ્રભાગ જેટલો પણ પરિગ્રહ નથી તે મહામુનિ, સંહ સમાન સાહસી, સમસ્ત પ્રતિબંધરહિત, પવન જેવા અસંગ, પૃથ્વી સમાન ક્ષમાશીલ, જળસરખા વિમળ, અગ્નિ સમાન કર્મને ભસ્મ કરનાર, આકાશ સમાન અલિપ્ત અને સર્વ સંબંધરહિત, ચંદ્રસ૨ખા સૌમ્ય, સૂર્ય સમાન અંધકારના નાશક, સમુદ્ર સમાન ગંભીર, પર્વત સમાન અચળ, કાચબા સમાન ઇન્દ્રિયના સંકોચનાર, અઠ્ઠાવીસ મૂળ ગુણ અને ચોરાસી લાખ ઉત્તરગુણના ધારક, અઢાર હજાર શીલના ભેદ છે તેના પાળનાર, તપોનિધિ, મોક્ષમાર્ગી, જૈન શાસ્ત્રોના પારગામી, તથા સાંખ્ય, પાતંજલ, બૌદ્ધ, મીમાંસક, નૈયાયિક, વૈશિષિક, વૈદાંતી ઇત્યાદિ અન્યમતનાં શાસ્ત્રોના પણ વેત્તા, જીવન પર્યંત પાપના ત્યાગી, વ્રત-નિયમ ધરનાર, અનેક ઋદ્ધિસંયુક્ત, મહામંગળમૂર્તિ, જગતના મંડન કેટલાક તો તે ભવમાં કર્મ કાપીને સિદ્ધ થાય છે, કેટલાક ઉત્તમ દેવ થાય છે અને બે-ત્રણ ભવમાં ધ્યાનાગ્નિથી સમસ્ત કર્મકાષ્ઠને ભસ્મ કરી, અવિનાશી સુખ પામે છે. આ યતિનો ધર્મ કહ્યો. હવે રાગરૂપી પાંજરામાં પડેલા ગૃહસ્થનો બાર વ્રતરૂપ ધર્મ સાંભળો. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને પોતાની શક્તિ પ્રમાણે નિયમ, ત્રસઘાતનો ત્યાગ, મૃષાવાદનો ત્યાગ, પરધનનો ત્યાગ, પરસ્ત્રીનો ત્યાગ, પરિગ્રહનું પરિમાણ; આ પાંચ અણુવ્રત છે. હિંસાદિની મર્યાદા, દિશાઓની ગમનમર્યાદા, જે દેશમાં જૈનધર્મનો ઉદ્યોત ન હોય તે દેશમાં જવાનો ત્યાગ, અનર્થદંડનો ત્યાગ આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક, પ્રોષધોપવાસ, અતિથિ સંવિભાગ, ભોગોપભોગ પરિમાણ આ ચાર શિક્ષાવ્રત છે. આ બાર વ્રત છે. હવે એના ભેદ સાંભળો. જેમ આપણું શરીર આપણને વહાલું છે તેમ સર્વ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૫૯ પ્રાણીઓને પોતાનું શરીર વહાલું હોય છે એમ જાણી સર્વ જીવો પ્રત્યે દયા રાખવી. ભગવાને જીવદયાને જ ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે. જે નિર્દય બની જીવને હણે છે તેને પંચમાત્ર પણ ધર્મ નથી. ૫૨જીવને પીડા થાય તેવું વચન બોલવું નહિ. ૫૨ને બાધા કરનાર વચન તે જ મિથ્યા છે અને ૫૨ને ઉપકારરૂપ વચન તે જ સત્ય છે. જે પાપી ચોરી કરે, બીજાનું ધન હરે છે તે આ ભવમાં વધબંધનાદિ દુઃખ પામે છે, કુમરણ કરે છે અને પરભવમાં નરકમાં પડે છે, નાના પ્રકારનાં દુ:ખ ભોગવે છે. ચોરી દુઃખનું મૂળ છે માટે બુદ્ધિમાન પુરુષ કદી પણ પારકું ધન હરતો નથી. જેનાથી બન્ને લોક બગડે તેવું કામ કેવી રીતે કરે? પરસ્ત્રીને સર્પ સમાન જાણીને તેનો દૂરથી જ ત્યાગ કરવો. આ ૫૨સ્ત્રી કામલોભને વશ થયેલ પુરુષનો નાશ કરે છે. સાપણ એક ભવમાં જ પ્રાણ હરે છે, પ૨નારી અનંત ભવ પ્રાણ હરે છે. જીવ કુશીલના પાપથી નિગોદમાં જાય છે ત્યાં અનંત જન્મમરણ કરે છે અને આ ભવમાં પણ મારન, તાડન આદિ અનેક દુઃખ પામે છે. આ પરદારાસંગમ નરક નિગોદનાં દુઃસહ દુઃખો આપે છે. જેમ કોઈ પરપુરુષ પોતાની સ્ત્રીને ભોગવે તો પોતાને અત્યંત દુઃખ ઉપજે છે તેવી જ રીતે બધાની વ્યવસ્થા જાણવી. પરિગ્રહની મર્યાદા કરવી. અધિક તૃષ્ણા ન કરવી. જો આ જીવ ઇચ્છા રોકે નહિ તો મહાદુ:ખી થાય છે. આ તૃષ્ણા જ દુઃખનું મૂળ છે. તૃષ્ણા સમાન બીજી વ્યાધિ નથી. આના વિશે એક કથા સાંભળો. બે પુરુષો હતા. એકનું નામ ભદ્ર, બીજાનું નામ કાંચન. ભદ્ર ફળાદિ વેચતો. તેને એક સોનામહોર જેટલા પરિગ્રહની મર્યાદા હતી. એક દિવસ તેના માર્ગમાં દીનારોની કોથળી પડેલી તેણે જોઈ. તેમાંથી તેણે કૌતુહલથી એક દીનાર લીધી. બીજો કાંચન હતો તેણે આખી કોથળી જ ઉપાડી લીધી. તે દીનારનો માલિક રાજા હતો. તેણે કાંચનને થેલી ઊઠાવતો જોઈને ખૂબ માર્યો અને ગામમાંથી હાંકી કાઢયો. ભદ્રે જે એક દીનાર લીધી હતી તે રાજાને માગ્યા વિના જ આપી દીધી. રાજાએ ભદ્રનું ખૂબ સન્માન કર્યું. આમ જાણીને તૃષ્ણા ન કરવી. સંતોષ રાખવો. આ પાંચ અણુવ્રત છે. ચાર દિશા, ચાર વિદિશા, એક નીચે અને એક ઊંચે; એમ દશેય દિશાઓનું પરિમાણ કરવું આ દિશામાં આટલે દૂર જઈશ, આગળ નહિ જાઉં. અપધ્યાન એટલે ખોટું ચિંતવન, પાપોપદેશ એટલે અશુભ કાર્યનો ઉપદેશ, હિંસાદાન એટલે વિષ, ફાંસી, લોઢાનાં ખડ્ગાદિ શસ્ત્ર, ચાબૂક ઇત્યાદિ જીવોને મારવાનાં સાધનો કોઈને આપવાં, જળ, દોરડાં વગેરે બંધનનાં સાધનોનો વ્યાપાર કરવો. કૂતરા, બિલાડા, ચિત્તા વગેરે પાળવાં, કુશાસ્ત્રો સાંભળવાં, પ્રમાદચર્યા એટલે પ્રમાદથી છ કાયના જીવોની વિરાધના કરવી; આ પાંચ પ્રકારના અનર્થદંડોનો ત્યાગ કરવો અને ભોગ એટલે આહારાદિક, ઉપભોગ એટલે સ્ત્રી, વસ્ત્રાભૂષણાદિકની મર્યાદા કરવી તથા અભક્ષ્ય ભક્ષણાદિ, પરદા૨ા સેવનાદિ અયોગ્ય વિષયોનો સર્વથા ત્યાગ અને યોગ્ય આહાર, સ્વદારા-સેવનાદિના નિયમરૂપ પરિમાણ-એ ભોગોપભોગ પરિસંખ્યા વ્રત છે. આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક એટલે સમતાભાવ, પંચપરમેષ્ઠી, જિનધર્મ, જિનવચન, જિનપ્રતિમા, જિનમંદિરની સ્તુતિ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦ ચૌદમું પર્વ પદ્મપુરાણ સર્વ જીવો પ્રત્ય ક્ષમાભાવ, પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ છ છ ઘડી તથા ચાર ચાર ઘડી અને બબ્બે ઘડી અવશ્ય કરવી, પ્રોષધોપવાસ એટલે બને આઠમ, બન્ને ચૌદસ એક માસમાં ચાર ઉપવાસ સોળ પહોરના પોષા સહિત કરવા, સોળ પહોર સુધી સંસારના કાર્યનો ત્યાગ કરવો, આત્મચિંતવન અને જિનભક્તિ કરવી. અતિથિ સંવિભાગ એટલે પરિગ્રહરહિત મુનિ આહાર નિમિત્તે આવે ત્યારે વિધિપૂર્વક બહુ જ આદરથી યોગ્ય આહાર આપવો અને આયુષ્ય પૂર્ણ થવા સમયે અનશન વ્રત ધારણ કરી સમાધિમરણ કરવું તે સલ્લેખનાં વ્રત છે. આ ચાર શિક્ષાવ્રત છે. આ પ્રમાણે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત એ બાર વ્રત જાણવાં. જે જિનધર્મી છે તેમને મધ, માંસ માખણ, ઉંબરાદિ અયોગ્ય ફળ, રાત્રિભોજન, સડેલું અન્ન, અળગણ પાણી પરસ્ત્રી, દાસી કે વેશ્યાસંગમ ઇત્યાદિ અયોગ્ય ક્રિયાનો સર્વદા ત્યાગ હોય છે. આ શ્રાવકનો ધર્મ પાળીને સમાધિમરણ કરી, ઉત્તમ દેવ થઈને પછી ઉત્તમ મનુષ્ય થઈને સિદ્ધપદ પામે છે અને જે શાસ્ત્રોક્ત આચરણ કરવાને અસમર્થ હોય, ન શ્રાવકના વ્રત પાળે, ન યતિના, પરંતુ જિનવચનની દિઢ શ્રદ્ધા હોય તે પણ નિકટ સંસારી છે, સમ્યકત્વના પ્રસાદથી વ્રત ધારણ કરી મોક્ષ પામે છે. સર્વ લાભમાં શ્રેષ્ઠ એવા સમ્યગ્દર્શનના લાભથી આ જીવ દુર્ગતિના ત્રાસથી છૂટે છે. જે પ્રાણી ભાવથી શ્રી જિનેન્દ્રદેવને નમસ્કાર કરે છે તે પુણ્યાધિકારી પાપના કલેશથી નિવૃત્ત થાય છે અને જે પ્રાણી ભાવથી સર્વશદેવને સ્મરે છે તે ભવ્ય જીવનાં કરોડો ભવના ઉપાર્જિત અશુભ કર્મ તત્કાળ ક્ષય પામે છે અને જે મહાભાગ્ય ત્રણ લોકમાં સાર એવા અરહંત દેવને હૃદયમાં ધારણ કરે છે તે ભાવકૂપમાં પડતા નથી. તેને નિરંતર સર્વ ભાવ પ્રશસ્ત છે, તેને અશુભ સ્વપ્ન આવતાં નથી, શુભ શુકન જ થાય છે. જે ઉત્તમ જન અહત નમઃ” એવું વચન ભાવથી બોલે છે તેને શીધ્ર જ મલિન કર્મનો નાશ થાય છે, એમાં સંદેહ નથી. મુક્તિયોગ્ય જીવોને પરમ નિર્મળ વીતરાગ જિનચંદ્રની કથારૂપ શ્રવણથી તેમનાં ચિત્તરૂપ કુમુદ પ્રફુલ્લિત થાય છે. જે વિવેકી અરહંત સિદ્ધ સાધુઓને નમસ્કાર કરે છે તે સર્વ જિનધર્મીઓને પ્રિય છે. તેને અલ્પ સંસારી જાણવો. જે ઉદારચિત્ત જીવ શ્રી ભગવાનનાં ચૈત્યાલય બનાવરાવે, જિનબિંબ પધરાવે, જિનપૂજા કરે, જિનભક્તિ કરે તેમને આ જગતમાં ખરેખર કાંઈ દુર્લભ નથી. રાજા હોય કે ખેડૂત હોય, ધનાઢય હોય કે ગરીબ હોય, જે મનુષ્ય ધર્મયુક્ત હોય તે સર્વે ત્રણ લોકમાં પૂજ્ય છે. જે નર મહાવિનયવાન છે, કરવા યોગ્ય અને ન કરવા યોગ્યના વિચારમાં પ્રવીણ છે, તેનો વિવેક કરે છે તે ગૃહસ્થોમાં મુખ્ય છે. જે જીવ મધ, માંસ આદિ અભક્ષ્યનો સંસર્ગ કરતો નથી તેનું જીવન સફળ છે. શંકા એટલે જિનવચનોમાં સંદેહ, કાંક્ષા એટલે આ ભવ કે પરભવમાં ભોગની વાંછા, વિચિકિત્સા એટલે રોગી અથવા દુ:ખીને દેખી ધૃણા કરવી, આદર ન કરવો, જિનધર્મથી પરાડમુખ મિથ્યાષ્ટિઓની પ્રશંસા કરવી અને હિંસામાર્ગના સેવનારા નિર્દય મિથ્યાદષ્ટિની પાસે જઈ તેમની સ્તુતિ કરવી એ પાંચ સમ્યગ્દર્શનના અતિચાર છે. તેમના ત્યાગી ગૃહસ્થોમાં મુખ્ય છે. જે મન, વચન, કાયાથી શુદ્ધ થઈ, પૃથ્વી ઉપર જઈને નિર્વિકારપણે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૬૧ મંદિરમાં જાય છે, શુભ કાર્યોમાં ઉધમી છે તેને પુણ્યનો પાર નથી. જે પારકાનાં દ્રવ્યને તૃણ સમાન દેખે છે, પરજીવને પોતાના સમાન દેખે છે, પરનારીને માતા સમાન દેખે છે તે ધન્ય છે. જે જીવને એવો ભાવ રહે છે કે એવો દિવસ ક્યારે આવશે કે હું જિનેન્દ્રદીક્ષા લઈ, મહામુનિ થઈ, પૃથ્વી પર નિર્દક વિહાર કરું, આ કર્મશત્રુ અનાદિતા છે, તેનો ક્ષય કરી ક્યારે સિદ્ધપદ પ્રાપ્ત કરું, આવા નિર્મળ ચિત્તવાળાને કર્મ કેવી રીતે રહે? ભયથી ભાગી જ જાય. કેટલાક વિવેકી સાત-આઠ ભવમાં મુક્તિ જાય છે, કેટલાક બે-ત્રણ ભવમાં સંસારસમુદ્રથી પાર થાય છે, કેટલાક ચરમશરીરી ઉગ્ર તપથી શુદ્ધોપયોગના પ્રસાદથી તદ્દભવ મુક્ત થાય છે. જેમ કોઈ માર્ગનો જાણનાર મનુષ્ય ઝડપથી ચાલે તો ઝડપથી પોતાના સ્થાને પહોંચે અને કોઈ ધીમે ધીમે ચાલે તો ઘણા દિવસે પહોંચે, પરંતુ જે માર્ગે ચાલે તે પહોંચે ખરો અને જે માર્ગ ન જાણતો હોય અને સો સો યોજન ચાલે તો પણ ભમ્યા જ કરે, ઇષ્ટસ્થાનમાં પહોંચે નહિ તેમ મિથ્યાદષ્ટિ ઉગ્ર તપ કરે તો પણ જન્મ-મરણરહિત અવિનાશી પદ પામે નહિ, સંસારવનમાં જ ભટકે. સંસારવન મોહરૂપ અંધકારથી આચ્છાદિત છે અને કષાયરૂપ સર્પોથી ભરેલું છે. જે જીવને શીલ નથી, વ્રત નથી, સમ્યકત્વ નથી, ત્યાગ નથી, વૈરાગ્ય નથી, તે સંસારસમુદ્ર કેવી રીતે તરે? જેમ વિંધ્યાચળ પર્વતથી નીકળેલા નદીના પ્રવાહમાં પર્વત સમાન ઊંચા હાથી તણાઈ જાય ત્યાં એક સસલું કેમ ન તણાય? તેમ જન્મજરામરણરૂપ ભ્રમણના પ્રવાહમાં મિથ્યામાર્ગી અજ્ઞાની તાપસ વગેરે ડૂબે છે તો પછી તેમના ભક્તોનું તો શું કહેવું? જેમ શિલા જળમાં તરવા સમર્થ નથી. તેમ પરિગ્રહધારી કુદૃષ્ટિ શરણાગતોને તારવા સમર્થ નથી. જે તત્ત્વજ્ઞાની, તપથી પાપને ભસ્મ કરનાર હલકાં થઈ ગયા છે કર્મ જેમનાં તે ઉપદેશથી પ્રાણીઓને તારવા સમર્થ છે. આ સંસાર-સાગર મહાભયાનક છે. આમાં આ મનુષ્યક્ષેત્ર રત્નદ્વીપ સમાન છે તે મહાકષ્ટથી પ્રાપ્ત થાય છે માટે બુદ્ધિમાનોએ આ રત્નદ્વીપમાં નિયમરૂપ રત્ન ગ્રહવા અવશ્ય યોગ્ય છે. પ્રાણી આ દેહને ત્યજી પરભવમાં જશે. જેમ કોઈ મૂર્ખ દોરો મેળવવા માટે, મહામણિના હારનો દોરો લેવા મહામણિઓનો ચૂરો કરે તેમ આ જડબુદ્ધિ જીવ વિષયને અર્થે ધર્મરત્નનો ચૂરો કરે છે. જ્ઞાની જીવોએ સદા બાર ભાવનાનું ચિંતવન કરવું. આ શરીરાદિ સર્વ અનિત્ય છે. આત્મા નિત્ય છે. સંસારમાં અન્ય કોઈ જીવનું શરણ નથી, પોતાને પોતે જ શરણ છે તથા વ્યવહારથી પંચપરમેષ્ઠીનું શરણ છે. આ સંસાર મહાદુઃખરૂપ છે, ચાર ગતિમાં ક્યાંય સુખ નથી, એક સુખનું ધામ સિદ્ધપદ છે. આ જીવ સદા એકલો છે, એનો કોઈ સાથી નથી. સર્વ દ્રવ્યો જુદાં જુદાં છે, કોઈ કોઈને મળતું નથી. આ શરીર મહા અશુચિ છે, મળમૂત્રનું ભરેલું પાત્ર છે. આત્મા નિર્મળ છે. મિથ્યાત્વ, અવ્રત, કષાયયોગ, પ્રમાદથી કર્મનો આસ્રવ થાય છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, દશલક્ષણધર્મ, અનુપ્રેક્ષાઓનું ચિંતવન, પરિષહજ્યથી સંવર થાય છે, આમ્રવને રોકવા તે સંવર. તપથી પૂર્વોપાર્જિત કર્મની નિર્જરા થાય છે. આ લોક પદ્રવ્યાત્મક, અનાદિ, અકૃત્રિમ, શાશ્વત છે, લોકના શિખરે સિદ્ધલોક છે, લોકાલોકનો જ્ઞાયક આત્મા છે. આત્મસ્વભાવ તે જ ધર્મ છે, જીવદયા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨ ચૌદમું પર્વ પદ્મપુરાણ ધર્મ છે. જગતમાં શુદ્ધોપયોગ દુર્લભ છે તે જ નિર્વાણનું કારણ છે. આ પ્રમાણે બાર અનુપ્રેક્ષાનું વિવેકી જીવ સદા ચિતવન કરે. આ પ્રમાણે મુનિ અને શ્રાવકના ધર્મનું કથન કર્યું. પોતાની શક્તિ પ્રમાણે જે જીવ ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય ધર્મનું સેવન કરે તે સુરલોકાદિમાં તેવું જ ફળ મેળવે છે. કેવળી ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે કુંભકર્ણ ફરી વાર પૂછયું: હું નાથ ! હું ભેદ સહિત નિયમનું સ્વરૂપ જાણવા ઇચ્છું છું. ત્યારે ભગવાને કહ્યું કે, હું કુંભકર્ણ ! નિયમમાં અને તપમાં ભેદ નથી. નિયમ સહિત જીવને તપસ્વી કહે છે માટે બુદ્ધિમાનોએ નિયમનો સર્વથા પ્રયત્ન કરવો. જેટલા અધિક નિયમ પાળે તેટલું ભલું; અને જે બહુ ન બને તો અલ્પ નિયમ પાળવા, પણ નિયમ વિના ન રહેવું. જેમ બને તેમ સુકૃતનું ઉપાર્જન કરવું. જેમ મેઘનાં ટીપાઓથી મહાનદીનો પ્રવાહ થઈ જાય છે અને તે સમુદ્રમાં જઈને મળે છે તેમ જે પુરુષ દિવસમાં એક મુહૂર્તમાત્ર પણ આહારનો ત્યાગ કરે તો એક માસમાં એક ઉપવાસનું ફળ પામી સ્વર્ગમાં ઘણો કાળ સુખ ભોગવી મનવાંછિત ફળ પામે. જે જીવ જિનમાર્ગની શ્રદ્ધા કરતો થકો યથાશક્તિ તપનિયમ કરે તે મહાત્માને દીર્ધકાળ સુધી સ્વર્ગમાં સુખ મળે છે; અને સ્વર્ગમાંથી ચ્યવીને મનુષ્યભવમાં ઉત્તમ ભોગ પામે છે. એક અજ્ઞાની તાપસીની પુત્રી વનમાં રહેતી. તે ખૂબ દુ:ખી હતી, બોર વગેરે ખાઈને આજીવિકા પૂર્ણ કરતી. તેણે સત્સંગથી એક મુહૂર્તમાત્ર ભોજનનો નિયમ કર્યો. તેના પ્રભાવથી એક દિવસ કોઈ રાજાએ તેને જોઈને તેની સાથે લગ્ન કર્યા. તેણે ઘણી સંપત્તિ મેળવી. તે ધર્મમાં ખૂબ સાવધાન થઈ, અનેક નિયમ આદર્યા, જે પ્રાણી સરળ ચિત્તવાળા હોય, જિનવચન અંગીકાર કરે તે સદા સુખી થાય છે પરલોકમાં પણ ઉત્તમ ગતિ પામે છે. જે જીવ પ્રતિદિન બે મુહૂર્ત ભોજનનો ત્યાગ કરે તેને એક મહિનામાં બે ઉપવાસનું ફળ મળે છે. ત્રણ, મુહૂર્તના એક દિવસ રાત થાય છે. આ પ્રમાણે જેટલા નિયમ અધિક તેટલું અધિક ફળ મળે. નિયમના પ્રસાદથી આ પ્રાણી સ્વર્ગમાં અદ્ભુત સુખ ભોગવે છે. ત્યાંથી ચ્યવીને અદ્ભુત ચેષ્ટાના ધારક મનુષ્ય થાય છે. જે પ્રાણી રાત્રિભોજનનો ત્યાગ કરે છે, જળમાત્ર પણ છોડ છે, તેના પુણ્યથી તેનો પ્રતાપ વધે છે, અને જે સમ્યગ્દષ્ટિ વ્રત ધારણ કરે તેના ફળની તો શી વાત કરવી ? માટે સદા ધર્મરૂપ રહેવું અને સદા જિનરાજની ઉપાસના કરવી. જે ધર્મપરાયણ છે તેમને જિનેન્દ્રનું આરાધન જ શ્રેષ્ઠ છે. જિનેન્દ્રના સમોસરણની ભૂમિ રત્નકાંચનથી રચાયેલી હોય છે. તેમાં જિનેન્દ્રદેવ આઠ પ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશય, માસુંદર રૂપથી નેત્રોને સુખ આપતા બિરાજે છે. જે ભવ્ય જીવ ભગવાનને ભાવથી પ્રણામ કરે છે તે વિચિક્ષણ પુરુષ થોડા જ કાળમાં સંસારસમુદ્રને તરે છે. શ્રી વીતરાગદેવ સિવાય જીવોને કલ્યાણની પ્રાપ્તિનો બીજા કોઈ ઉપાય નથી. માટે જિનેન્દ્રદેવનું સેવન જ યોગ્ય છે, બીજા હજારો મિથ્યામાર્ગ ઉન્માર્ગ છે. પ્રમાદી જીવ તેમાં ભૂલ ખાય છે, તે કુમતિઓને સમ્યકત્વ નથી. મધમાંસાદિકના સેવનથી દયા નથી. જૈનમતમાં પરમ દયા છે, માત્ર પણ દોષની પ્રરૂપણા નથી. અજ્ઞાની જીવોની એ મોટી જડતા છે કે દિવસે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૬૩ તો આહારનો ત્યાગ કરે અને રાત્રે ભોજન કરીને પાપ ઉપજાવે. ચાર પહોર દિવસે અનશન કર્યું તેનું ફળ રાત્રિભોજનથી ચાલ્યું જાય છે, ઉલટો પાપનો બંધ થાય છે. રાત્રિભોજન અધર્મ છે છતાં જેમણે તેને ધર્મ માન્યો છે તે કઠોર ચિત્તવાળાઓને પ્રતિબોધ કરવો બહુ કઠણ છે. જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારે જીવજંતુ નજરે ચડતાં નથી. તે વખતે વિષયના લાલચુ જે જીવો ભોજન કરે છે તે દુર્ગતિનાં દુઃખ ભોગવે છે. તે યોગ્ય-અયોગ્યને જાણતા નથી. જે અવિવેકી રાત્રિભોજન કરે છે તે માખી, કીડી, કેશ વગેરેનું ભક્ષણ કરે છે. જે રાત્રિભોજન કરે છે તે શ્વાન, બિલાડી, ઉંદર આદિ મલિન પ્રાણીઓની એંઠનો આહાર કરે છે. વધુ વિસ્તારથી શો લાભ? એક જ કહેવાનું કે જે રાત્રિભોજન કરે છે તે સર્વ અશુચિનું ભોજન કરે છે, સૂર્યાસ્ત થયા પછી કાંઈ નજરે પડે નહિ માટે બે મુહૂર્ત દિવસ બાકી હોય ત્યારથી માંડીને બે મુહૂર્ત દિવસ ચડે ત્યાં સુધી વિવેકીઓએ ચારે પ્રકારનો આહાર ન કરવો. અશન, પાન, ખાધ, સ્વાધ એ ચારેય પ્રકારના આહાર છોડવા. જે રાત્રિભોજન કરે છે તે મનુષ્ય નથી, પશુ છે. જિનશાસનથી વિમુખ, વ્રતનિયમથી રહિત જે રાતદિવસ ભોજન કરે છે તે પરલોકમાં કેવી રીતે સખી થાય ? જે દયારહિત જીવ જિનેન્દ્રદેવની. જિનધર્મની અને ધર્માત્માઓની નિંદા કરે છે તે પરભવમાં નરકમાં જાય છે અને ત્યાંથી નીકળીને તિર્યંચ કે મનુષ્ય થાય તો દુર્ગધયુક્ત મુખવાળો થાય છે. માંસ, મધ, મધ, રાત્રિભોજન, ચોરી અને પરનારીનું સેવન કરે છે તે બન્ને જન્મ ખોવે છે. રાત્રિભોજન કરનાર હીન આયુષ્યવાળો, વ્યાધિપીડિત, સુખરહિત થાય છે. રાત્રિભોજનના પાપથી ઘણો કાળ જન્મમરણનાં દુઃખ ભોગવે છે, રાત્રિભોજી અનાચારી ભૂંડ, કૂતરો, ગધેડો, બિલાડી, કાગડો થઈ અનેક યોનિમાં ઘણો કાળ ભ્રમણ કરે છે, જે કુબુદ્ધિ રાત્રિભોજન કરે છે તે નિશાચર સમાન છે અને જે ભવ્ય જીવ જિનધર્મ પામીને નિયમમાં રહે છે તે સમસ્ત પાપ બાળીને મોક્ષપદ પામે છે. જે વ્રત લઈને તેનો ભંગ કરે છે તે દુ:ખી જ છે. જે અણુવ્રતોમાં પરાયણ રત્નત્રયધારક શ્રાવક છે તે દિવસે જ ભોજન કરે છે, દોષરહિત યોગ્ય આહાર કરે છે. જે દયાવાન રાત્રિભોજન ન કરે તે સ્વર્ગમાં સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને ચક્રવર્તી આદિનાં સુખ ભોગવે છે. ચક્રવર્તી, કામદેવ, બળદેવ, મહામાંડળિક, મહારાજા, રાજાધિરાજ, ઉદારચિત્ત, દીર્ધાયુષી, જિનધર્મના મર્મી, જગતના હિતકર, અનેક નગર ગ્રામાદિકના અધિપતિ, સર્વ લોકના વલ્લભ, દુસ્સહુ તેજના ધારક, રાજાઓના મંત્રી, પુરોહિત, સેનાપતિ, રાજશ્રેષ્ઠી વગેરેનાં ઉચ્ચ પદ રાત્રિભોજનના ત્યાગી મેળવે છે. સૂર્ય સરખા પ્રતાપી, ચંદ્ર સરખા સૌમ્ય દર્શનવાળા, જેમનો પ્રતાપ અસ્ત ન પામે એવા તે જ થાય છે જેઓ સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી. રાત્રિભોજનના પાપથી સ્ત્રી અનાથ, અભાગિની, શોક અને દારિદ્રથી પૂર્ણ, રૂક્ષ શરીરવાળી, નિંધ અંગોપાંગવાળી, રોગિયલ, એંઠ ખાનાર, મજૂરી કરનાર થાય છે. તેનો પતિ કુરૂપ, કુશીલ, કોઢી, ધનકુટુંબરહિત હોય છે. રાત્રિભોજનથી વિધવા, બાળવિધવા, અપમાનિત, મહાદુઃખે પેટ પૂરતું ભોજન મેળવનાર, નિંદાનાં વચનોથી ખિન્ન ચિત્તવાળી સ્ત્રી થાય છે, જે નારી શીલવાન છે, શાંત ચિત્તવાળી છે, દયાળું છે, રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે સ્વર્ગમાં મનવાંછિત ભોગ પામે છે. અનેક દેવદેવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ ચૌદમું પર્વ પદ્મપુરાણ તેમની આજ્ઞા મસ્તકે ચડાવે છે. સ્વર્ગમાં મનવાંછિત ભોગ ભોગવીને શ્રીમંત કુળવાનને ઘેર જન્મે છે. શુભ લક્ષણ સહિત, સર્વગુણમંડિત, સર્વ કળામાં પ્રવીણ, સૌનાં નેત્ર અને મનને હરનાર, અમૃત સમાન વાણી બોલનાર, સૌને આનંદ ઉપજાવનાર થાય છે. જે દયાળુ રાત્રિભોજન ન કરે તે શ્રીકાંત, સુપ્રભા, સુભદ્રા, લક્ષ્મીતુલ્ય થાય છે માટે સ્ત્રી કે પુરુષ જેનું ચિત્ત નિયમમાં રત છે તે રાત્રિભોજનનો ત્યાગ કરે. આ રાત્રિભોજનના ત્યાગમાં અતિ અલ્પકષ્ટ છે અને એનું ફળ ઉત્કૃષ્ટ છે માટે વિવેકી આ વ્રત આદરે. પોતાનું કલ્યાણ કોણ ન ઇચ્છે? ધર્મ તો સુખની ઉત્પત્તિનું મૂળ છે અને અધર્મ દુઃખનું મૂળ છે આમ જાણીને ધર્મને ભજો, અધર્મને તજો. લોકમાં આબાળગોપાળ સૌ જાણે છે કે ધર્મથી સુખ થાય છે અને અધર્મથી દુઃખ થાય છે. ધર્મનું માહાભ્ય જુઓ. ધર્મથી દેવલોક મળે. ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય થાય, જળસ્થળમાં ઉત્પન્ન રત્નોના સ્વામી થાય, જગતની માયાથી ઉદાસ, પરંતુ થોડો સમય મહાવિભૂતિના સ્વામી થઈ ગૃહવાસ ભોગવે છે. ત્યાં તેમને અનેક ઉત્કૃષ્ટ અનુકૂળતાઓ મળે છે. સકળ સુખનું મૂળ ધર્મ છે એ વાત કેટલાક મૂર્ખાઓ જાણતા નથી, તેમને ધર્મનો પ્રયત્ન હોતો નથી. કેટલાક મનુષ્યો સાંભળીને જાણે છે કે ધર્મ ભલો છે, પરંતુ પાપકર્મના વિશે અકાર્યમાં પ્રવર્તે છે, ધર્મનું સેવન કરતા નથી. કેટલાકને અશુભ કર્મ ઉપશમતાં તેઓ શ્રી ગુરુની નજીક જઈ, ઉધમી થઈને ધર્મનું સ્વરૂપ પૂછે છે. તેઓ ગુરુના વચનપ્રભાવથી વસ્તુનું રહસ્ય જાણી શ્રેષ્ઠ આચરણ કરે છે. જે ધર્માત્મા પાપક્રિયાથી રહિત થઈ નિયમનું પાલન કરે છે તે ગુણવાન પુરુષ સ્વર્ગમાં અદ્ભુત સુખ પામે છે અને પરંપરાએ મોક્ષ પામે છે. જે મુનિરાજને નિરંતર આહાર આપે છે, જેને એવો નિયમ હોય કે મુનિના આહારનો સમય વીત્યા પછી ભોજન કરવું તે પહેલાં ન કરવું તેમને ધન્ય છે, તેમને જોવા દેવો પણ તલસે છે. દાનના પ્રભાવથી મનુષ્ય ઇન્દ્રનું પદ પામે અથવા મનવાંછિત સુખનો ભોક્તા ઇન્દ્ર સમાન દેવા થાય છે જેમ વડનું બીજ નાનું હોય છે તે મોટું થઈને વૃક્ષરૂપે પરિણમે છે તેમ દાન, તપ અલ્પ હોય તો પણ મોટું ફળ આપે છે. એક સહુન્નભટ નામના યોદ્ધાએ એવું વ્રત લીધું હતું કે મુનિના આહારની વેળા વીત્યા પછી હું ભોજન કરીશ. એક દિવસે તેને ત્યાં ઋદ્ધિધારી મુનિરાજ આહારાર્થે આવ્યા અને તેમને નિરંતરાય આહાર મળ્યો ત્યારે તેને ઘેર પંચાશ્ચર્ય પ્રગટ થયા. તે સહુન્નભટ ધર્મના પ્રસાદથી કુબેરકાંત શેઠ થયો. તેને જોતાં બધાને આનંદ થતો, ધર્મમાં તેની બુદ્ધિ આસક્ત હતી, પૃથ્વી પર તેનું નામ વિખ્યાત હતું, તેને અનેક સેવકો હતા, તે પૂનમના ચંદ્ર જેવો કાંતિમાન હતો, સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ હતો. તે સંસારથી વિરક્ત થઈ મુનિ થયા અને છેવટે સંસારથી પાર થયા. જે સાધુના આહારના સમય પહેલાં આહાર ન કરવાનો નિયમ લે છે તે હરિફેણ ચક્રવર્તીની જેમ મહાન ઉત્સવ પામે છે. હરિફેણ ચક્રવર્તી આ જ વ્રતના પ્રભાવથી મહાન પુણ્ય ઉપાર્જીને લક્ષ્મીના નાથ બન્યા. એ જ પ્રમાણે જે સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવ મુનિની પાસે જઈ એક વાર ભોજનનો નિયમ કરે છે તે એક ભક્તિના પ્રભાવથી સ્વર્ગ વિમાનમાં ઊપજે છે. જ્યાં સદા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૬૫ પ્રકાશ છે, રાત્રિદિવસ નથી, નિદ્રા નથી ત્યાં સાગરો સુધી અપ્સરાઓ વચ્ચે રમે છે. મોતીના હાર, રત્નોના કડા, કંદોરા, મુગટ, બાજુબંધ ઇત્યાદિ આભૂષણ પહેર્યા હોય, શિર પર છત્ર ઝૂલતા હોય, ચામર ઢોળાતા હોય એવા દેવલોકનાં સુખ ભોગવી ચક્રવર્તી આદિ પદ પામે છે. ઉત્તમ વ્રતોમાં આસક્ત અણુવ્રતના ધારક શ્રાવક શરીરને વિનાશી જાણીને જેમનું હૃદય શાંત થયું છે તે આઠમ ચૌદશનો ઉપવાસ શુદ્ધ મનથી પ્રોષધ સંયુક્ત કરે છે તે સૌધર્મ આદિ સોળમા સ્વર્ગમાં ઉપજે છે પછી મનુષ્ય થઈ ભગવનને ત્યજે છે, મુનિવ્રતના પ્રભાવથી અહમિંદ્રપદ તથા મુક્તિપદ પામે છે. જે વ્રત, શીલ, તપથી મંડિત છે તે સાધુ જિનશાસનના પ્રસાદથી સર્વકર્મરહિત થઈ સિદ્ધપદ પામે છે. જે ત્રણે કાળે જિનેન્દ્રદેવની સ્તુતિ કરી મન, વચન, કાયાથી નમસ્કાર કરે છે અને સુમેરુ પર્વત સરખા અચળ બની, મિથ્યાત્વરૂપ પવનથી ડગતા નથી. ગુણરૂપ આભૂષણ પહેરે છે, શીલરૂપ સુગંધ લગાવે છે તે કેટલાક ભવ ઉત્તમ દેવ અને ઉત્તમ મનુષ્યનાં સુખ ભોગવીને પરમ સ્થાનને પામે છે. જીવે આ ઇન્દ્રિયોના વિષયો જગતમાં અનંતકાળ ભોગવ્યા, તે વિષયોથી મોહિત થયો છે. વિરક્ત ભાવને ભજતો નથી, એ મોટું આશ્ચર્ય છે. આ વિષયોને વિષમિશ્રિત અન્ન સમાન જાણીને પુરુષોત્તમ એટલે ચક્રવર્તી આદિ પુરુષો પણ સેવે છે. સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવને જો સમ્યકત્વ ઉપજે અને એક પણ નિયમ વ્રત સાધે તો એ મુક્તિનું બીજ છે અને જે પ્રાણધારી એક પણ નિયમ પાળતો નથી તે પશુ છે અથવા ફૂટેલો ઘડો છે, ગુણરહિત છે. જે ભવ્ય જીવ સંસારસમુદ્રને તરવા ઇચ્છે છે તેણે પ્રમાદરહિત થઈ ગુણ અને વ્રતથી પૂર્ણ સદા નિયમરૂપ રહેવું. જે કુબુદ્ધિ મનુષ્ય ખોટાં કાર્ય છોડતો નથી અને વ્રત-નિયમ લેતો નથી તે જન્માંધની જેમ અનંતકાળ ભવનમાં ભટકે છે. આ પ્રમાણે ત્રણ લોકના ચંદ્રમા એવા અનંતવીર્ય કેવળીનાં વચનરૂપ કિરણના પ્રભાવથી દેવ વિધાધર ભૂમિગોચરી મનુષ્ય તથા તિર્યંચ આનંદ પામ્યા. કેટલાક ઉત્તમ માનવ મુનિ થયા, શ્રાવક થયા અને સમ્યકત્વ પામ્યા. કેટલાક ઉત્તમ તિર્યંચ પણ સમ્યગ્દષ્ટિ શ્રાવક અણુવ્રતધારી થયા. ચતુર્નિકાયના દેવોમાં કેટલાક સમ્યગ્દષ્ટિ થયા, કેમ કે દેવોને વ્રત નથી. પછી એક ધર્મરથ નામના મુનિએ રાવણને કહ્યું કે હે ભદ્ર! તું પણ તારી શક્તિ અનુસાર કાંઈક નિયમ લે. આ ધર્મરત્નનો દ્વીપ છે અને કેવળી ભગવાન મહામહેશ્વર છે. આ રત્નદ્વીપમાંથી તું કાંઈક નિયમરૂપ રત્ન લે. શા માટે ચિંતાના ભારને વશ થાય છે? મહાપુરુષોને ત્યાગ ખેદનું કારણ નથી. જેમ કોઈ રત્નદ્વીપમાં પ્રવેશ કરે અને તેનું મન નકડી ન કરી શકે કે હું કેવું રત્ન લઉં તેમ રાવણનું મન વ્યાકુળ થયું કે હું કેવું વ્રત લઉં. રાવણ ભોગમાં આસક્ત છે તેથી તેના મનમાં એવો વિચાર આવ્યો કે મારાં ખાનપાન તો સહજ જ પવિત્ર છે, માંસાદિ મલિન વસ્તુના પ્રસંગથી રહિત છે અને અહિંસાદિ શ્રાવકના એક પણ વ્રત લેવાની મારામાં શક્તિ નથી. જ્યાં હું અણુવ્રત જ લઈ શકતો નથી તો મહાવ્રત કેવી રીતે લઉં? મત્ત હાથીની પેઠે મારું મન સર્વ વસ્તુઓમાં ભટક્યા કરે છે. હું આત્મભાવરૂપ અંકુશથી તેને વશ કરવાને સમર્થ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ પંદરમું પર્વ પદ્મપુરાણ નથી. જે નિગ્રંથનું વ્રત લે છે તે અગ્નિની જ્વાળા પીએ છે અને પવનને વસ્ત્રમાં બાંધે છે તથા પહાડ હાથથી ઊંચકે છે. હું મહાશૂરવીર છું, પણ તપવ્રત ધારણ કરવાને સમર્થ નથી. જે મુનિઓનાં વ્રત પાળે છે તે નરોત્તમને ધન્ય છે. હું એક આ નિયમ લઉં કે પરસ્ત્રી ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેને બળાત્કારથી ન ઇચ્છે. આખા લોકમાં એવી કઈ રૂપવતી સ્ત્રી છે, જે મને જોઈને કામની પીડાથી વિકળ ન થાય અથવા એવી કઈ પરસ્ત્રી છે જે વિવેકી જીવોના મનને વશ કરે? પરસ્ત્રી પરપુરુષના સંયોગથી દૂષિત અંગવાળી છે. સ્વભાવથી જ દુર્ગધમય વિટાની રાશિ છે તેમાં ક્યો રાગ ઉપજે ? આમ મનમાં વિચારીને ભાવસહિત અનંત વીર્ય કેવળીને પ્રણામ કરી દેવ, મનુષ્ય, અસૂરોની સાક્ષીએ આમ કહ્યું કે હે ભગવાન! ઇચ્છારહિત પરનારીને હું સેવીશ નહિ, આ મારો નિયમ છે. કુંભકરણે અહંત, સિદ્ધ, સાધુ, કેવળીભાષિત ધર્મનું શરણ અંગીકાર કરી એવો નિયમ લીધો કે હું પ્રાતઃ કાળે ઊઠીને પ્રતિદિન જિનેન્દ્ર દેવના અભિષેક, પૂજા, સ્તુતિ કરીને મુનિને વિધિપૂર્વક આહાર આપીને આહાર કરીશ, તે પહેલાં નહિ કરું. મુનિના આહારની વેળા પહેલાં કદી પણ ભોજન નહિ કરું. બીજા પુરુષોએ પણ સાધુઓને નમસ્કાર કરી, બીજા ઘણા નિયમ લીધા. પછી દેવ, અસુર અને વિધાધર મનુષ્યો કેવળીને નમસ્કાર કરીને પોતાના ઠેકાણે ગયા. રાવણ પણ ઇન્દ્ર જેવી લીલા કરતો લંકા તરફ જવા લાગ્યો અને આકાશમાર્ગે લંકામાં દાખલ થયો. સમસ્ત નરનારીઓએ રાવણના ગુણોનું વર્ણન કર્યું. લંકા પણ વસ્ત્રાદિથી શણગારવામાં આવી હતી. રાજમહેલમાં પ્રવેશીને તે સુખપૂર્વક રહેવા લાગ્યો. રાજમહેલ સર્વ સુખોથી ભરેલ છે. પુણ્યાધિકાર જીવને જ્યારે પુણ્યનો ઉદય હોય છે ત્યારે જાતજાતની સામગ્રીઓ મળે છે. ગુરુના મુખે ધર્મનો ઉપદેશ સાંભળીને પરમપદના અધિકારી જીવો જિનશ્રુતમાં ઉધમ કરે છે, વારંવાર નિજપરનો વિવેક કરી ધર્મનું સેવન કરે છે. વિનયપૂર્વક જિનવાણી સાંભળનારનું જ્ઞાન રવિસમાન પ્રકાશ ધારણ કરે છે, મોહતિમિરનો નાશ કરે છે. એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં અનંતવીર્ય કેવળીના ધર્મોપદેશનું વર્ણન કરનાર ચૌદમું પર્વ પૂર્ણ થયું. * * * પંદરમું પર્વ | (અંજનાસુંદરી અને પવનંજયકુમારના વિવાહનું વર્ણન) પછી તે જ કેવળીની પાસે હનુમાને શ્રાવકનાં વ્રત લીધાં અને વિભીષણે પણ વ્રત લીધાં, ભાવશુદ્ધ થઈને વ્રતનિયમ ધારણ કર્યા. સુમેરુ પર્વતથી પણ અધિક દઢપણે હુનુમાને લીધેલા શીલ અને સમ્યકત્વ ખૂબ પ્રશંસા પામ્યા. જ્યારે ગૌતમ સ્વામીએ હનુમાનના મહાન સૌભાગ્ય આદિનું વર્ણન કર્યું ત્યારે મગધ દેશના રાજા શ્રેણિકે આનંદિત થઈને ગૌતમ સ્વામીને પૂછ્યું: Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંદરમુ પર્વ ૧૬૭ હે ભગવન્ ગણાધીશ ! હનુમાન કોના પુત્ર હતા, ક્યાં જન્મ્યા હતા, તેમનાં લક્ષણો કેવાં હતાં ? હું નિશ્ચયથી, તેમનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. ત્યારે સત્પુરુષની કથા કહેવાનો જેમને પ્રમોદ છે એવા ગૌતમ સ્વામીએ કહ્યું કે હું નૃપ! વિજ્યાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણી પૃથ્વીથી દશ યોજન ઊંચી છે, ત્યાં આદિત્યપુર નામનું મનોહર નગર છે. ત્યાં રાજા પ્રહલાદ રાજ્ય કરે છે. તેની રાણી કેતુમતી છે અને પુત્ર વાયુકુમાર. તેમનું વક્ષસ્થળ વિસ્તીર્ણ અને લક્ષ્મીનો નિવાસ છે. તે સંપૂર્ણ યુવાન થયા ત્યારે પિતાને તેમનાં લગ્નની ચિંતા થઈ. તેમને પરંપરાએ પોતાનો વંશ વિસ્તારવાની ઇચ્છા છે. ભરતક્ષેત્રમાં પૂર્વદક્ષિણ દિશાની મધ્યમાં દંતી નામનો પર્વત છે, તેનાં ઊંચા શિખરો આકાશને અડે છે. તે જાતજાતનાં વૃક્ષો અને ઔષધિઓનો ભંડાર છે, પાણીનાં ઝરણાઓ તેમાં વહ્યાં કરે છે. ત્યાં ઇન્દ્ર સમાન રાજા મહેન્દ્ર વિધાધરે મહેન્દ્રપુર નામનું નગર વસાવ્યું છે. તેની રાણી હૃદયવેગાને અરિંદમાદિ સો પુત્ર અને અંજનાસુંદરી નામની પુત્રી છે. ત્રણ લોકની સુંદર સ્ત્રીઓનાં રૂપ એકત્ર કરીને તેને બનાવવામાં આવી છે. નીલકમલ જેવાં તેનાં નેત્ર છે, કામના બાણ સમાન તીક્ષ્ણ, દૂરદર્શી, કાન સુધી પહોંચે તેવા કટાક્ષ છે, પ્રશંસાયોગ્ય કરપલ્લવ અને રક્તકમળ સમાન ચરણ છે, હાથીના કુંભસ્થળ સમાન કુચ છે, સિંહ સમાન કેડ છે, સુંદર નિતંબ, કદલી સ્તંભ સમાન કોમળ જંધા છે, સંગીતાદિ સર્વ કળાની જાણકારી જાણે સાક્ષાત્ સરસ્વતી જ છે. એક દિવસ સખીઓ સાથે દડાથી ૨મતી તેને પિતાએ જોઈ. જેમ સુલોચનાને જોઈને રાજા અકંપનને ચિંતા થઈ હતી તેમ અંજનાને જોઈને રાજા મહેન્દ્રને ચિંતા ઉપજી. સંસારમાં માતાપિતાને કન્યા દુઃખનું કારણ છે. કુલીન પુરુષોને એવી ચિંતા રહે છે કે મારી પુત્રીને પ્રશંસાયોગ્ય પતિ મળે, તેનું સૌભાગ્ય દીર્ધકાળ સુધી ટકે, કન્યા નિર્દોષપણે સુખી રહે. રાજા મહેન્દ્ર પોતાના મંત્રીઓને કહ્યું કે તમે બધી બાબતોમાં પ્રવીણ છો, મને મારી પુત્રીને યોગ્ય હોય તેવો શ્રેષ્ઠ વર બતાવો. ત્યારે અમસાગર મંત્રીએ કહ્યું: ‘આ કન્યા રાક્ષસોના અધીશ રાવણને આપો. સર્વ વિદ્યાધરોના અધિપતિનો સંબંધ પામીને તમારો પ્રભાવ સમુદ્રાંત પૃથ્વી સુધી ફેલાશે અથવા ઇન્દ્રજિત કે મેઘનાદને આપો અને જો આ વાત પણ આપના મનમાં ન બેસે તો કન્યાનો સ્વયંવર રચો, આમ કહીને અમસાગર મંત્રી ચૂપ થયો. ત્યારે મહાપંડિત સુમતિ નામનો મંત્રી બોલ્યો કે રાવણને તો અનેક સ્ત્રી છે, વળી તે મહાઅહંકારી છે, તેને પરણવાથી આપસમાં અધિક પ્રેમ નહિ રહે. તે ઉપરાંત કન્યાની વય નાની છે અને રાવણની ખૂબ વધારે એટલે તે ન બને. ઇન્દ્રજિત કે મેઘનાદને પરણાવીએ તો એ બન્નેમાં પરસ્પર વિરોધ થશે. પહેલાં રાજા શ્રીષેણના પુત્રોમાં વિરોધ થયો હતો. માટે એ ન કરવું. પછી તારાધન્ય નામના મંત્રીએ કહ્યું કે દક્ષિણ શ્રેણીમાં કનકપુર નામનું નગર છે. ત્યાં રાજા હિરણ્યપ્રભની રાણી સુમનાનો પુત્ર સૌદામિનીપ્રભ મહાયશવંત, કિર્તિધારી, યુવાન, સર્વ વિધાકળામાં પારગામી, તેનું રૂપ પણ અતિસુંદર છે, સર્વ લોકોની આંખનો તારો, અનુપમ ગુણ ને ચેષ્ટાથી આખા મંડળને આનંદિત કરે છે અને એવો પરાક્રમી છે કે બધા વિદ્યાધરો એકત્ર થઈને આવે તો પણ તેને ન જીતી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પંદરમું પર્વ પદ્મપુરાણ શકે. માટે આ કન્યા તેને આપો. જેવી કન્યા તેવો વર, યોગ્ય સંબંધ છે. આ વાત સાંભળી સંદેહપરાગ નામના મંત્રીએ માથું ધુણાવી, આંખ મીંચીને કહ્યું કે તે સૌદામિનીપ્રભ મહાભવ્ય છે. તે નિરંતર એવું વિચારે છે કે આ સંસાર અનિત્ય છે. તે સંસારનું સ્વરૂપ જાણી, અઢાર વર્ષે વૈરાગ્ય ધારણ કરશે. તે વિષયાભિલાષી નથી. ભોગરૂપ ગજબંધન તોડાવીને ગૃહસ્થીનો ત્યાગ કરશે, બાહ્યાભ્યતર પરિગ્રહ ત્યાગીને, કેવળજ્ઞાન પામી મોક્ષ જશે. જો તેને પરણાવવામાં આવે તો કન્યા પતિ વિના શોભા ના પામે, જેમ ચંદ્રમા વિના રાત્રિ શોભે નહિ તેમ. ઇન્દ્રના નગર સમાન જે આદિત્યપુર નગર છે ત્યાં રાજા પ્રહલાદ રાજ્ય કરે છે. તે મહાભોગી, ચંદ્ર સમાન કાંતિનો ધારક છે. તેની રાણી કેતુમતી કામની ધજા છે. તેને વાયુકુમાર એટલે પવનંજય નામનો પુત્ર છે. તે રૂપવાન, શીલવાન, ગુણનિધાન, સર્વ કળાનો પારગામી, શુભ શરીરવાળો, મહાવીર, ખોટી ચેષ્ટારહિત, તેના ગુણ સર્વ લોકોનાં ચિત્તમાં વસ્યા છે, હું સો વર્ષે પણ તે પૂરા ન કહી શકું એવો છે, માટે આપ તેને જ જોઈ લ્યો. પવનંજયના આવા ગુણ સાંભળીને બધા જ હર્ષ પામ્યા. કેવો પવનંજય? દેવો સમાન જેની સુંદર ઘુતિ છે. જેમ ચંદ્રનાં કિરણોથી કુમુદિની પ્રફુલ્લિત થાય છે તેમ કન્યા પણ આ વાત સાંભળી પ્રફુલ્લિત થઈ. પછી વસતતુ આવી. સ્ત્રીઓનાં મુખની લાવણ્યતા હરનારી શીતઋતુ વીતી ગઈ. નવીન કમળોની સુગંધથી દશે દિશાઓ સુગંધમય બની ગઈ કમળો ઉપર ભમરા ગુંજારવા કરવા લાગ્યા. વૃક્ષ પર નવાં પલ્લવ, પત્ર, પુષ્પાદિ પ્રકટ થયાં. જાણે કે વસંતની લક્ષ્મીના વિલાપથી હર્ષના અંકુરો જ ફૂટયાં. આંબા ઉપર મહોર આવ્યો. તેના પર ભમરા ફરી રહ્યા છે. લોકોનાં મન કામબાણથી વીંધાયાં. કોયલોના અવાજ માનિની નાયિકાઓના માનનું મોચન કરવા લાગ્યાં. વસંતમાં પરસ્પર નરનારીઓનો સ્નેહુ વધતો ગયો. હુણો ઘાસના અંકુરો ઉખાડીને હરણીનાં મુખમાં આપવા લાગ્યા. તેને તે અમૃત સમાન લાગતા હતા. તેમની પ્રીતિ વધી ગઈ. વેલો વૃક્ષોને વીંટળાઈ ગઈ. દક્ષિણ દિશામાંથી પવન વાવા લાગ્યો, જે બધાને સોહામણો લાગ્યો. પવન વાવાથી કેસરના સમૂહુ જમીન પર પડ્યા, તે જાણે કે વસંતરૂપી સિંહના કેશના સમૂહુ જ હોયને! અત્યંત નિબિડ કૌરવ જાતિનાં વૃક્ષો પર ભમરાઓ ગૂંજે છે, જાણે વિયોગિની નાયિકાના મનને ખેદ ઉપજાવવા વસંતે પ્રેર્યા હોય ! અશોક જાતિનાં વૃક્ષોની નવી કુંપળો લાલ લાલ ચમકે છે, જાણે કે સૌભાગ્યવતી સ્ત્રીઓના રાગની રાશિ જ બોલી રહી હોય. વનમાં કેસૂડાનાં ફૂલો ખીલી ઉઠયાં છે, તે જાણે કે વિયોગિની નાયિકાના મનને દાહ ઉપજાવનાર અગ્નિ સમાન છે. દશે દિશામાં પુષ્પોના સમૂહુની સુગંધી રજ એવી ફેલાઈ રહી છે, જાણે કે વસંત અબીલ વગેરે સુગંધી ચૂર્ણથી મહોત્સવ કરી રહ્યો છે. એક દિવસ પણ સ્ત્રી-પુરુષ પરસ્પર વિયોગ સહી શકતા નથી. તે ઋતુમાં વિદેશગમન કેવી રીતે ગમે? આવી રાગરૂપ વસંતઋતુ પ્રગટ થઈ. ફાગણ સુદ આઠમથી પૂનમ સુધી અષ્ટાનિકાના દિવસો મહામંગળરૂપ છે તેથી ઇન્દ્રાદિક દેવ, શચિ આદિ દેવીપૂજા માટે નંદીશ્વરદ્વીપ ગયાં અને વિદ્યાધર પૂજાની સામગ્રી લઈને કૈલાસ ગયા. શ્રી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંદરમું પર્વ ૧૬૯ ઋષભદેવના નિર્વાણ કલ્યાણકથી તે પર્વત પૂજ્ય બનેલ છે, ત્યાં અંજનાના પિતા રાજા મહેન્દ્ર સમસ્ત પરિવાર સહિત ગયા. ત્યાં ભગવાનની પૂજા કરી, સ્તુતિ કરી અને ભાવસહિત નમસ્કાર કરી સુવર્ણની શિલા ઉપર સૂખપૂર્વક બિરાજ્યા. રાજા પ્રહલાદ પવનંજયના પિતા પણ ભરત ચક્રવર્તીના કરાવેલાં જિનમંદિરોની વંદના માટે કૈલાસ પર્વત પર આવ્યા હતા. તે વંદના કરીને પર્વત પર ફરતા રાજા મહેન્દ્રની દષ્ટિએ પડ્યા. રાજા મહેન્દ્રને જોઇને પ્રીતિથી પ્રફુલ્લ મન અને નેત્રવાળા રાજા પ્રહલાદ તેમની પાસે આવ્યા. મહેન્દ્ર ઉભા થઈને તેમની સામે આવ્યા. બન્ને એક મનોજ્ઞ શિલા પર બેઠા અને પરસ્પર શરીરાદિની કુશળતા વિષે પૂછવા લાગ્યા. રાજા મહેન્દ્ર કહ્યું કે હે મિત્ર! મારે કુશળ શેનું હોય? કન્યા વરયોગ્ય થઈ છે. તેને પરણાવવાની ચિંતાથી ચિત્ત વ્યાકુળ રહે છે. જેવી કન્યા છે તેવો વર જોઈએ, મોટું ઘર જોઈએ, કોને કન્યા આપવી એ બાબતમાં મન ભમ્યા કરે છે. રાવણને પરણાવીએ તો તેને ઘણી સ્ત્રીઓ છે અને ઉંમર મોટી છે. જો તેના પુત્રોમાંથી કોઈને આપીએ તો ભાઈઓમાં પરસ્પર વિરોધ થાય હેમપુરના રાજા કનકધુતિનો પુત્ર સૌદામિનીપ્રભ એટલે કે વિધુતપ્રભ થોડા જ દિવસોમાં મુક્તિ પામવાનો છે એ વાત આખી ધરતી પર જાણીતી છે, જ્ઞાની મુનિઓએ કહી છે. અમે પણ અમારા મંત્રીઓનાં મુખે સાંભળી છે. હવે અમારો નિશ્ચય છે કે આપનો પુત્ર પવનંજય કન્યાને વરવા યોગ્ય છે, એ જ મનોરથથી અમે અહીં આવ્યા છીએ. ત્યાં આપના દર્શન થયા એટલે અતિઆનંદ થયો અને કાંઈક વિકલ્પ મટયો. ત્યારે પ્રહલાદે કહ્યું કે મને પણ પુત્રને પરણાવવાની ચિંતા છે, હવે હું પણ આપના દર્શન કરીને તથા વચન સાંભળીને અકથ્ય સુખ પામ્યો છું. આપ જે આજ્ઞા કરો તે મને માન્ય છે. મારા પુત્રના સદભાગ્ય કે આપે કૃપા કરી. પછી વરકન્યાનાં લગ્ન માનસરોવરના કિનારે કરવાનું નક્કી થયું. બન્ને સેનામાં આનંદનો ધ્વનિ ઊડ્યો, જ્યોતિષીઓએ ત્રણ દિવસનાં લગ્ન સ્થાપ્યાં. પવનંજયકુમાર અંજનાના રૂપની અદભુતતા સાંભળીને તત્કાળ જોવા તૈયાર થયો, ત્રણ દિવસ રહી ન શક્યો. સંગમની અભિલાષાથી એ કુમાર કામને વશ થયો, કામના દશ વેગોથી પરવશ થયો. પ્રથમ વિષયની ચિંતાથી વ્યાકુળ થયો, બીજા વેગમાં જોવાની અભિલાષા થઈ, ત્રીજા વેગથી દીર્ઘ ઉચ્છવાસ લેવા લાગ્યો, ચોથા વેગે કામર્પોર થયો જાણે કે ચંદનના વૃક્ષને અગ્નિલાગી, પાંચમા વેગથી અંગ ખેદરૂપ થયાં, સુગંધી પુષ્પાદિ પ્રત્યે અરુચિ જાગી, છઠ્ઠી વેગને કારણે ભોજન વિષ સમાન અરુચિકર લાગ્યું, સાતમા વેગે તેની કથાની આસક્તિથી વિલાપ ઉપજ્યો, આઠમા વેગથી ઉન્મત્ત થયો, વિભ્રમરૂપ અનેક ચેષ્ટા કરવા લાગ્યો, નવમા વેગથી મૂછ આવી ગઈ અને દસમાં વેગથી દુઃખના ભારથી પીડાવા લાગ્યો. જોકે પવનંજય વિવેકી હતો તો પણ કામના પ્રભાવથી વિહ્વળ થયો, તે કામને ધિક્કાર હો ! કેવો છે કામ? મોક્ષમાર્ગનો વિરોધી છે. કામના વેગથી પવનંજયે ધીરજ ગુમાવી, ગાલે હાથ ટેકવીને શોક કરતો બેઠો. તેના ગાલ પરથી પરસેવો ટપકે છે, તેના હોઠ ઉષ્ણ વિશ્વાસથી કરમાઈ ગયા છે, શરીર ધ્રૂજે છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦ પંદરમું પર્વ પદ્મપુરાણ વારંવાર બગાસાં ખાય છે અને અત્યંત અભિલાષા શલ્યથી ચિંતા કરવા લાગ્યો. સ્ત્રીના ધ્યાનથી ઈન્દ્રિયો વ્યાકુળ બની, મનોજ્ઞ સ્થળ પર અરુચિકર લાગતું, ચિત્ત શૂન્ય બની ગયું, તેણે સમસ્ત શણગારાદિ ક્રિયા છોડી દીધી. તે ઘડીકમાં આભૂષણો પહેરતો અને ઘડીકમાં કાઢી નાખતો. તે લજ્જારહિત થયો. જેનાં સમસ્ત અંગ ક્ષીણ થયાં છે એવો તે વિચારવા લાગ્યો કે એવો સમય ક્યારે આવે કે હું તે સુંદરીને મારી પાસે બેઠેલી જઉં અને તેનાં કમળતુલ્ય ગાત્રનો સ્પર્શ કરું, અથવા કામિનીના રસની વાતો કરું. તેની વાત જ સાંભળતાં મારી આવી દશા થઈ છે કોણ જાણે બીજું શું થશે? તે કલ્યાણી જેના હૃદયમાં વસે છે તેના હૃદયમાં દુ:ખરૂપ અગ્નિનો દાહ કેમ થાય? સ્ત્રી તો સ્વભાવથી જ કોમળ ચિત્તવાળી હોય છે તો મને દુઃખ દેવા માટે તેનું ચિત્ત કઠોર કેમ થયું? આ કામ દુનિયામાં અનંગ કહેવાય છે. જેને અંગ નથી તે અંગ વિના જ મને શરીરરહિત કરે છે. મારી નાખે છે તો એને જો અંગ હોય તો કોણ જાણે શું કરે ? મારા શરીર પર ઘા નથી. પણ વેદના ઘણી છે. હું એક જગ્યાએ બેઠો છું અને મન અનેક ઠેકાણે ભટકે છે. આ ત્રણ દિવસ તેને જોયા વિના મને કુશળતા નહિ રહે. માટે એને મળવાનો ઉપાય કરું, જેથી મને શાંતિ થાય. સર્વ કાર્યોમાં મિત્ર સમાન આનંદનું કારણ જગતમાં બીજું કોઈ નથી, મિત્રથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આમ વિચારીને તેણે પોતાના વિશ્વાસના ભોજનરૂપ પ્રહસ્ત નામના મિત્રને કહ્યું કે હું મિત્ર! તું મારા મનની બધી વાત જાણે છે. તે શું કહ્યું? પરંતુ મારી આ દુઃખઅવસ્થા મને બોલાવે છે. હે સખે ! તારા વિના આ વાત કોને કહેવાય? તું આખા જગતની રીતે જાણે છે. જેમ કિસાન પોતાનું દુઃખ રાજાને કહે, શિષ્ય ગુરુને કહે, સ્ત્રી પતિને કહે, રોગી વૈદ્યને કહે અને બાળક માતાને કહે તો દુઃખ છૂટે તેમ બુદ્ધિમાન પોતાના મિત્રને કહે તેથી હું તને કહું છું. તે રાજા મહેન્દ્રની પુત્રીની વાત સાંભળતાં જ કામબાણથી મારી વિકળ દશા થઈ છે, તેને જોયા વિના હું ત્રણ દિવસ વિતાવવા સમર્થ નથી, માટે કોઈ એવો યત્ન કર કે જેથી હું તેને જોઉં, તેને જોયા વિના મને સ્થિરતા નહિ થાય અને મારી સ્થિરતાથી તને પ્રસન્નતા થશે. પ્રાણીઓને બધાંય કામ કરતાં જીવન પ્રિય છે, કેમ કે જીવન હોય તો આત્મલાભ થાય છે. પવનંજયે આમ કહ્યું ત્યારે મિત્ર પ્રહસ્ત હસ્યો, જાણે કે મિત્રના મનનો અભિપ્રાય જાણીને કાર્યસિદ્ધિનો ઉપાય કરવા લાગ્યો. પ્રહસ્ત તેની પાસે જ બેઠો છે. જાણે તેનું જ શરીર નિક્રિયા કરીને બીજું શરીર થઈ રહ્યું છે. તેણે કહ્યું કે મિત્ર! ઘણું કહેવાથી શો લાભ? આપણામાં જુદાઈ નથી. જે કરવું હોય તેમાં ઢીલ ન કરવી. આ પ્રમાણે તે બન્ને વચ્ચે વાર્તાલાપ થાય છે ત્યાં જ સૂર્ય જાણે કે તેના ઉપર ઉપકાર કરવા અસ્ત પામ્યો. સૂર્યના વિયોગથી દિશાઓ કાળી પડી ગઈ, અંધકાર ફેલાઈ ગયો, ક્ષણમાત્રમાં કાળાં વસ્ત્રો પહેરીને નિશા પ્રગટ થઈ. ત્યારે રાત્રિના સમયે પવનંજય મિત્રને ઉત્સાહથી કહ્યું: હું મિત્ર! ઉભા થાવ, ચાલો ત્યાં જઈએ, જ્યાં મનનું હરણ કરનાર પ્રાણવલ્લભા રહે છે. પછી બન્ને મિત્રો વિમાનમાં બેસી આકાશમાર્ગે ચાલ્યા, જાણે આકાશરૂપ સમુદ્રના મચ્છ જ છે. તેઓ ક્ષણમાત્રમાં અંજનાના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંદરમું પર્વ ૧૭૧ સપ્તકોણ મહેલ ઉપર ચડી, ઝરૂખામાં મોતીના પડદા પાછળ છુપાઈને બેઠા. પવનંજયકુમારે અંજનાસુંદરીને જોઈ. જેનું મુખ પૂનમના ચંદ્ર સમાન છે, મુખની જ્યોતિથી દીપકની જ્યોતિ ઝાંખી પડે છે, નેત્ર શ્યામ, શ્વેત અને અરુણ એમ ત્રિવિધ રંગસહિત હોવાથી મહાસુંદર છે, જાણે કામનાં બાણ જ છે, કુચ શૃંગારરસ ભરેલા કળશ છે, હસ્ત નવીન કૂંપળ સમાન લાલ છે, નખની કાંતિ લાવણ્યને પ્રગટ કરતી શોભે છે, કટિ અતિનાજુક છે એ કુચોના ભારથી જાણે ભાંગી જતી હોય તેવી શંકાથી જાણે ત્રિપલીરૂપ દોરીથી બાંધેલી છે, તેની જાંધ કેળના થડથીય વધુ કોમળ છે, જાણે કે કામના મંદિરના સ્તંભ જ છે, તે કન્યા ચાંદની રાત જ છે. પવનંજયકુમાર નેત્ર એકાગ્ર કરી, અંજનાને સારી રીતે જોઈ સુખી થયા. તે જ સમયે વસંતતિલકા નામની અંજનાની મહાબુદ્ધિમતી સખી કહેવા લાગી હે સુરુપે ! તું ધન્ય છે કે તારા પિતાએ તને વાયુકુમારને આપી. વાયુકુમાર મહાપ્રતાપી છે. તેના ગુણ ચંદ્રમાનાં કિરણ સમાન ઉજ્જવળ છે. તેમનાં ગુણો વિષે સાંભળીને અન્ય પુરુષના ગુણ મંદ ભાસે છે. જેમ સમુદ્રમાં લહેર રહ્યું તેમ તું તે યોદ્ધાના અંગમાં રહીશ. તું મામિષ્ટભાષી, ચંદ્ર અને રત્નની કાંતિને જીતનારી, તું રત્નની ધરા રત્નાચળ પર્વતના તટ પર પડી છે, તમારો સંબંધ પ્રશંસાયોગ્ય થયો છે તેનાથી બધાં જ કુટુંબીજનો રાજી થયાં છે. સખીએ જ્યારે આ પ્રમાણે પતિના ગુણ વર્ણવ્યા ત્યારે તે લજ્જાથી ભરેલી પગના નખ તરફ જોવા લાગી, આનંદરૂપ જળથી તેનું હૃદય ભરાઈ ગયું અને પવનંજયકુમાર પણ અત્યંત હર્ષ પામ્યા. તે વખતે એક મિશ્રકેશી નામની બીજી સખીએ હોઠ દાબીને, મસ્તક હલાવીને કહ્યું કે, અહો. તારે અજ્ઞાન મોટું છે! તે પવનંજય સાથેના સંબંધની પ્રશંસા કરી. પણ જો વિધુતપ્રભકુંવર સાથે સંબંધ થયો હોત તો અતિશ્રેષ્ઠ હતું. જો પુણ્યના યોગથી વિધુતપ્રભ કન્યાનો પતિ થયો હોત તો આનો જન્મ સફળ થાત. હે વસંતમાલા! વિધુતપ્રભ અને પવનંજયમાં સમુદ્ર અને ખાબોચિયા જેટલો તફાવત છે. વિધુતપ્રભની કથા મોટા મોટા માણસોનાં મુખે સાંભળી છે. જેમ મેઘનાં બુંદોની સંખ્યા નથી તેમ તેનાં ગુણોનો પાર નથી. તે નવા યૌવનવાળો, મહાસૌમ્ય, વિનયવાન, દેદીપ્યમાન, પ્રતાપવાન, ગુણવાન, રૂપવાન, વિદ્યાવાન, બળવાન, સર્વ જગતને દર્શનીય છે, બધા એમ જ કહે છે આ કન્યા તેને જ આપવા જેવી હતી, પણ કન્યાના બાપે સાંભળ્યું કે તે થોડા જ વર્ષમાં મુનિ થઈ જવાનો છે તેથી સંબંધ ન કર્યો, તે ઠીક ન કર્યું વિદ્યુતપ્રભનો એક ક્ષણમાત્રનો પણ ભલો અને તુચ્છ પુરુષનો સંયોગ ઘણા કાળનો હોય તો પણ શા કામનો ? આ વાત સાંભળીને પવનંજય ક્રોધરૂપ અગ્નિથી પ્રજ્વલિત થયા, ક્ષણમાત્રમાં બીજું જ રૂપ બની ગયું. રસમાંથી વિરસ આવી ગયો, આંખો લાલ થઈ ગઈ, હોઠ કરડીને તલવાર મ્યાનમાંથી કાઢીને મિત્ર પ્રહસ્તને કહેવા લાગ્યો કે આને મારી નિંદા ગમે છે. આ દાસી આવાં નિંદાના વચનો બોલે છે અને આ સાંભળે છે. માટે આ બન્નેનાં મસ્તક કાપી નાખું. વિધુતપ્રભ એના હૃદયનો પ્યારો છે તે કેવી રીતે સહાય કરશે. પવનંજયના આ વચન સાંભળીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨ પંદરમું પર્વ પદ્મપુરાણ મિત્ર પ્રહસ્તે રોષથી કહ્યું, હે મિત્ર! આવાં અયોગ્ય વચન બોલવાથી શો ફાયદો? તારી તલવાર તો મોટા સામંતના શિર પર પડે, સ્ત્રી અબળા છે, અવધ્ય છે, તેના ઉપર કેવી રીતે પડે? આ દુષ્ટ દાસી એના (અંજનાના) અભિપ્રાય વિના આમ કહે છે. તમે આજ્ઞા કરો તો આ દાસીને લાકડીના એક પ્રહારથી મારી નાખું, પરંતુ સ્ત્રીહત્યા, બાળહત્યા, પશુહત્યા, દુર્બળ મનુષ્યની હત્યા ઇત્યાદિને શાસ્ત્રમાં વર્ક્સ કહી છે. મિત્રનાં વચન સાંભળીને પવનંજય ક્રોધ ભૂલી ગયા અને મિત્રને દાસી પર કૂર બનેલ જોઈ કહેવા લાગ્યા, હે મિત્ર! તું અનેક સંગ્રામનો જીતનાર, યશનો અધિકારી, મત્ત હાથીઓના ગંડસ્થળ વિદારનાર, તારે દીન પર દયા જ કરવી જોઈએ. અરે, સામાન્ય પુરુષ પણ સ્ત્રીહત્યા ન કરે તો તમે કેવી રીતે કરો. જે પુરુષ ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય, ગુણથી પ્રસિદ્ધ અને શૂરવીર હોય તેમનો યશ અયોગ્ય ક્રિયાથી મલિન થાય છે માટે ઉઠો, જે માર્ગ આવ્યા તે જ માર્ગે ચાલો. જેમ છાનામાના આવ્યા હુતા તેમ જ ચાલો. પવનંજયના મનમાં ભ્રાંતિ થઈ કે આ કન્યાને વિધુતપ્રભ જ પ્રિય છે તેથી તેની પ્રશંસા સાંભળે છે અને મારી નિંદા સાંભળે છે. જો એને ન ગમતું હોય તો દાસી શા માટે કહે? આમ મનમાં રોષ રાખીને પોતાના સ્થાનકે પહોંચી ગયા. પવનંજયકુમાર અંજના પ્રત્યે વિરક્ત થઈ ગયા, મનમાં એમ વિચારવા લાગ્યા કે જેને બીજા પુરુષનો અનુરાગ છે એવી અંજનાને વિકરાળ નદીની પેઠે દૂરથી જ છોડવી. કેવી છે અંજનારૂપ નદી? સંદેહરૂપ વિષમ ભંવર ધારે છે અને ખોટા ભાવરૂપ મગરથી ભરેલી છે. તે નારી જંગલ સમાન છે, જે અજ્ઞાનરૂપ અંધકારથી ભરેલ છે, ઈન્દ્રિયરૂપ સર્પને રાખે છે, પંડિતોએ કદાપિ તેનું સેવન ન કરવું. ખોટા રાજાની સેવા અને શત્રુના આશ્રયે જવું, શિથિલ મિત્ર અને અનાસક્ત સ્ત્રીથી સુખ ક્યાંથી મળે? જુઓ, જે વિવેકી છે તે ઈષ્ટ બંધુ, સુપુત્ર, પ્રતિવ્રતા સ્ત્રીનો પણ ત્યાગ કરી મહાવ્રત ધારણ કરે છે અને શુદ્ર પુરુષ કુસંગ પણ છોડતા નથી. મધ પાનાર વૈદ્ય, શિક્ષારહિત હાથી, નિષ્કારણ વેરી, કૂર જન, હિંસારૂપ ધર્મ, મૂર્ખાઓ સાથે ચર્ચા, મર્યાદાનું ઉલ્લંઘન, નિર્દય દેશ, બાળક રાજા, પરપુરુષ-અનુરાગિની સ્ત્રી; આ બધાંનો વિવેકીએ ત્યાગ કરવો. આ પ્રમાણે ચિંતવન કરતા પવનંજયકુમારના મનમાંથી જેમ કન્યા પ્રત્યેની પ્રીતિ ઊડી ગઈ તેમ રાત્રિ પણ પૂરી થઈ અને પૂર્વ દિશામાં સંધ્યા પ્રગટ થઈ, જાણે પવનંજયે અંજનાનો રાગ છોડ્યો તે ભમતો રહે છે. ભાવાર્થ એવો છે કે રાગનું સ્વરૂપ લાલ છે અને આનાથી (અંજનાથી) જે રાગ મટયો તે સંધ્યારૂપે પૂર્વ દિશામાં પ્રવેશ્યો છે. સૂર્ય એવો લાલચોળ ઉગ્યો, જેમ સ્ત્રીના કોપથી પવનંજયકુમાર કોપ્યા. સૂર્યનું બિંબ તરુણ છે. જગતની પ્રવૃત્તિનું કારણ છે. પછી પવનંજયકુમાર મિત્ર પ્રહસ્તને કહેવા લાગ્યો કે હું મિત્ર! અહીં આપણો પડાવ છે ત્યાથી તેનું સ્થાન નજીક છે માટે અહીં સર્વથા ન રહેવું. તેને સ્પર્શીને જે પવન આવે તે પણ મને ગમતો નથી માટે ચાલો, આપણા નગરમાં જઈએ, ઢીલ કરવી ઉચિત નથી. કારણ કે પવનંજયકુમારનું મન અંજનાથી વિમુખ થયું હતું. ત્યારે મિત્રે કુમારની આજ્ઞા પ્રમાણે સેનાના લોકોને પ્રયાણની આજ્ઞા આપી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંદરમું પર્વ ૧૭૩ સમુદ્ર સમાન સેનાના રથ, ઘોડા, હાથી, પ્યાદાનો ખૂબ મોટો અવાજ થયો. કન્યાનો નિવાસ નજીક જ હતો એટલે સેનાના પ્રયાણના શબ્દ કન્યાના કાનમાં પડ્યા. કુમારની કૂચ જાણીને કન્યા ખૂબ દુઃખી થઈ. જેમ વજની શિલા કાનમાં પ્રવેશ કરે અને ઉપરથી હથોડાના ઘા પડે તેમ આ શબ્દો તેના કાનને બૂરા લાગ્યા. તે મનમાં વિચારવા લાગી. હાય હાય! પૂર્વોપાર્જિત કર્મે મને મહાનિધાન આપ્યું હતું તે છિનવાઈ ગયું, હું શું કરું? હવે શું થશે? મારી ઇચ્છા હતી કે આ કુમાર સાથે ક્રીડા કરીશ તે હવે બીજું જ નજરે પડે છે. આમાં અપરાધ શું થયો તે કાંઈ જણાતું નથી, પરંતુ મારી વેરી એવી મિશ્રકેશીએ નિંધ વચન કહ્યાં હતાં તેની ખબર કુમારને પહોંચી હોય અને મારા પ્રત્યે અણગમો કર્યો હોય. આ વિવેકહીન, કટુભાષિણીને ધિકબર છે, જેણે મારા પ્રાણવલ્લભને મારા પ્રતિ દ્વષી બનાવ્યા! હવે જો મારા ભાગ્ય હોય અને મારા પિતા મારા ઉપર કૃપા કરીને પ્રાણનાથને પાછા વાળે અને તેની મારા ઉપર સુદષ્ટિ થાય તો મારું જીવન ટકશે અને જો નાથ મારો પરિત્યાગ કરશે તો હું આહારનો ત્યાગ કરી શરીર છોડીશ. આમ વિચાર કરતી તે સતી મૂછ ખાઈ ધરતી પર પડી. જેમ વેલનું મૂળ ખેંચી કાઢવામાં આવે અને તે આશ્રયરહિત થઈ કરમાઈ જાય તેમ તે કરમાઈ ગઈ. બધી સખીઓ આ શું થયું, એમ કહીને અત્યંત ભયભીત થઈ, શીતળ ઉપચારથી તેને સચેત કરવામાં આવી અને તેને મૂછનું કારણ પૂછયું. પણ તે લજ્જાથી કહી ન શકી, તેની આંખો નિશ્ચળ થઈ ગઈ. આ તરફ પવનંજયની સેનાના માણસો મનમાં આકુળિત થયા અને વિચાર કરવા લાગ્યા કે નિષ્કારણ કૂચ શા માટે ? આ કુમાર વિવાહ કરવા આવ્યા હુતા તે કન્યાને પરણીને કેમ નથી જતા? એને ગુસ્સો શેનો થયો છે, સર્વ સામગ્રી હાજર છે, કોઈ વસ્તુની કમી નથી. એના સસરા મોટા રાજા છે, કન્યા પણ અતિસુંદર છે, તો આ વિમુખ કેમ થયા? ત્યારે કેટલાક હસીને બોલ્યા, એનું નામ પવનંજય છે, તે પોતાની ચંચળતાથી પવનને પણ જીતે છે. તો કેટલાક એમ કહેવા લાગ્યા કે હજી એ સ્ત્રીનું સખ જાણતા નથી તેથી આવી કન્યાને છોડીને જવાને તૈયાર થયા છે. આ પ્રમાણે સેનાના સામંતો વાતો કરતા હતા કે એને રતિકાળનો રાગ હોય તો જેમ વનસ્તિ પ્રેમના બંધનથી બંધાય છે તેમ એ બંધાઈ જાય. પવનંજય શીઘ્રગામી વાહન પર બેસી ચાલવા તૈયાર થયા ત્યારે કન્યાના પિતા રાજા મહેન્દ્ર કુમારની કૂચની વાત સાંભળી ખૂબ વ્યાકુળ બન્યા અને સ્ત સગાઓ સાથે રાજા પ્રહલાદ પાસે આવ્યા. પ્રહલાદ અને મહેન્દ્ર બન્ને આવી કુમારને કહેવા લાગ્યાઃ હું કલ્યાણરૂપ ! અમને શોક ઉત્પન્ન કરનાર આ કૂચ શા માટે કરો છો? કોણે આપને કાંઈ કહ્યું છે? હું શોભાયમાન! તમે કોને અપ્રિય છો ? જે તમને ન ગમે તે બધાને ન ગમે. તમારા પિતા અને અમારું વચન જો દોષવાળું હોય તો પણ તમારે માનવું જોઈએ અને અમે તો સમસ્ત દોષરહિત કહ્યું છે તેથી તમારે અવશ્ય સ્વીકારવું યોગ્ય છે. હે શૂરવીર! કૂચને રોકો અને અમારા બન્નેનું મનવાંછિત સિદ્ધ કરો. અમે તમારા વડીલ છીએ, તમારા જેવા સજ્જનોને તો વડીલની આજ્ઞા આનંદનું કારણ છે. જ્યારે રાજા મહેન્દ્ર અને પ્રહલાદે આમ કહ્યું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ સોળમું પર્વ પદ્મપુરાણ અને જ્યારે બન્નેએ ઘણા આદરથી તેનો હાથ પકડ્યો ત્યારે ધીરવીર, વિનયથી જેનું મસ્તક નમ્યું છે એવા આ કુમાર વડીલોની ગુતાને ઉલ્લંઘવા અશક્ત બન્યા. તેમની આજ્ઞાથી પાછા ફર્યા. તેણે મનમાં વિચાર્યું કે આને પરણીને છોડી દઇશ કે જેથી તે દુઃખમાં જીવન પૂરું કરે અને એને બીજાનો સંયોગ પણ ન થઈ શકે. પ્રાણવલ્લભને પાછા આવેલા જોઈને કન્યા અત્યંત હર્ષિત થઈ, તેને રોમાંચ ઉલ્લસિત થયાં. લગ્નસમયે એમના વિવાહ-મંગળ થયાં, જ્યારે કન્યાનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું ત્યારે અશોકનાં પલ્લવ સમાન લાલ, અત્યંત કોમળ કન્યાના હાથને એનો સ્પર્શ વિરક્ત ચિત્તના અગ્નિીની જ્વાળા સમાન લાગ્યો. ઈચ્છા વિના જ કુમારની દષ્ટિ કન્યાના શરીર પર અચાનક ગઈ તે ક્ષણમાત્ર સહન ન થઈ, જેમ કોઈ વિધુત્પાત સહન ન કરી શકે તેમ. કન્યાની પ્રીતિ અને વરની અપ્રીતિ એ આના ભાવને જાણતી નથી એમ સમજીને જાણે કે અગ્નિ હસી રહ્યો હતો, તડતડાટ કરી રહ્યો હતો. મહાન વિધાન વડે એમનાં લગ્ન કરાવીને સર્વ બંધુજનો આનંદ પામ્યા. માનસરોવરના તટ પર વિવાહ થયા. નાના પ્રકારનાં વૃક્ષ, લતા, ફળ, પુષ્પોથી શોભતા સુંદર વનમાં ખૂબ ઉલ્લાસથી બધા એક માસ રહ્યા. બન્ને સંબંધીઓએ પરસ્પર અતિહિતનાં વચન કહ્યાં, પરસ્પર વખાણ કર્યા, સન્માન કર્યું, પુત્રીના પિતાએ ખૂબ દાન આપ્યું અને પોતપોતાનાં ઠેકાણે ગયા. હે શ્રેણિક ! જે વસ્તુનું સ્વરૂપ જાણે નહિ અને સમજ્યા વિના બીજાના દોષ કાઢે તે મૂર્ખ છે. એ બીજાના દોષ કાઢવાથી પોતાના ઉપર જ દોષ આવે છે એ બધું પાપકર્મનું ફળ છે. પાપ આતાપકારી છે. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં અંજના અને પવનંજયના વિવાહનું વર્ણન કરનાર પંદરમું પર્વ પૂર્ણ થયું. * * * સોળમું પર્વ ( અંજના અને પવનંજયકુમારનું મિલન) પછી પવનંજયકુમારે અંજનાસુંદરીને પરણીને એવી રીતે છોડી દીધી કે કદી વાત ન કરે. તે સુંદરી પતિના મૌનથી અને તેને કૃપાદૃષ્ટિથી ન જોવાને કારણે અત્યંત દુઃખી થઈ. તે રાત્રે ઊંઘતી પણ નહિ, તેની આંખમાંથી નિરંતર આંસુ ખર્યા કરતાં. તેનું શરીર મેલું થઈ ગયું, તેને પતિ ઉપર અત્યંત પ્રેમ હતો, પતિનું નામ અત્યંત ગમતું, પતિ આવે તો પણ અતિપ્રિય લાગતું, પતિનું રૂપ તો વિવાહની વેદી પર જોયું હતું. તેનું મનમાં ધ્યાન કર્યા કરે અને નિશ્ચળ આંખોથી સર્વ ચેષ્ટારહિત થઈને બેસી રહેતી. અંતરંગ ધ્યાનમાં પતિનું રૂપ જોઈને બહારથી પણ તેનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સોળમું પર્વ ૧૭૫ રૂપ જોવા ઇચ્છતી પણ તે બનતું નહીં. આથી તે શોકમાં બેસી રહેતી, ચિત્રપટમાં પતિનું ચિત્ર દોરવા લાગતી ત્યાં હાથ ધ્રૂજીને કલમ પડી જતી. તેનાં સર્વ અંગ દુર્બળ થઈ ગયાં, આભૂષણો ઢીલાં પડવાથી નીકળી જતાં, દીર્ધ ઉષ્ણ ઉચ્છવાસથી તેના ગાલ કરમાઈ ગયા, શરીર પર તેને વસ્ત્રનો પણ ભાર લાગતો, પોતાનાં અશુભ કર્મોને તે નિંદતી, માતાપિતાને વારંવાર યાદ કરતી, તેનું હૃદય શૂન્ય બની ગયું હતું, શરીર ક્ષીણ થયું હતું, તે મૂછિત બની જતી, નિશ્ચષ્ટ થઈ જતી, રોઈ રોઈને તેનું ગળું રૂંધાઈ ગયું હતું. વિહ્વળ થઈને તે પૂર્વોપાર્જિત કર્મને ઠપકો દેતી, ચંદ્રનાં કિરણોથી પણ તેને દાહૂ થતો, મહેલમાં ફરતાં તે પડી જતી અને પોતાના મનમાં જ પતિને આ પ્રમાણે કહેતી કે હે નાથ ! આપનાં મનોહર અંગ મારા હૃદયમાં નિરંતર રહે છે, મને શા માટે આપ સંતાપો છો? મેં જે કોઇ અપરાધ કર્યો નથી. વિના કારણે આ૫ મારા પર કેમ કોપ કરો છો ? હવે પ્રસન્ન થાવ. હું તમને ભજું છું, મારા ચિત્તનો વિષાદ દૂર કરો, જેમ અંતરમાં દર્શન આપો છો તેમ બહાર પણ આપો, હું હાથ જોડીને આપને વિનંતી કરું છું. જેમ સૂર્ય વિના દિવસની શોભા નથી અને ચંદ્ર વિના રાત્રિની શોભા નથી, દયા, ક્ષમા, શીલ, સંતોષાદિ ગુણ વિના વિદ્યા શોભતી નથી તેમ આપની કૃપા વિના મારી શોભા નથી. આ પ્રમાણે તે ચિત્તમાં વસેલા પતિને સંબોધતી. તેનાં મોતી સમાન મોટા નેત્રોમાંથી આંસુના બિંદુઓ ખરતાં. તેની કોમળ શય્યા પર સખીઓ અનેક સામગ્રી લાવતી, પણ તેને કશું ગમતું નહિ. ચક્રની જેમ તબૈ મનમાં વિયોગથી ભ્રમ ઉપજ્યો હતો, સ્નાનાદિ સંસ્કાર, કેશ ઓળવા ગૂંથવાનું પણ તે કરતી નહિ, વાળ પણ લૂખા બની ગયા હતા, તે સર્વ ક્રિયામાં જડ જાણે કે પૃથ્વી જેવી બની ગઈ હતી, આંખમાં નિરંતર આંસુ વહેવાને કારણે જાણે કે તે જળરૂપ જ થઈ રહી છે, હૃદયના દાહુના યોગથી જાણે કે અનિરૂપ જ થઈ રહી છે, નિશ્ચળ ચિત્તના યોગથી જાણે કે વાયુરૂપ થઈ રહી છે, શૂન્યતાના યોગથી જાણે કે ગગનરૂપ જ થઈ રહી છે. મોના યોગથી તેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે, તેણે પોતાના સર્વ અંગ ભૂમિ પર ફેંકી દીધાં છે, તે બેસી શકતી નહિ, બેસે તો ઊભી થઈ શકતી નહિ, ઊભી થાય તો શરીરને ટકાવી શકતી નહોતી, તે સખીઓનો હાથ પકડી ચાલતી, જેથી પગ ડગે નહિ, ચતુર સખીઓ સાથે વાત કરવાની તે ઇચ્છા કરતી, પણ બોલી શકતી નહિ અને હંસલી, કબૂતરી આદિ સાથે ક્રીડા કરવા ઇચ્છતી, પણ ક્રીડા કરી શકતી નહિ. એ બિચારી બધાથી જુદી બેસી રહેતી. તેનું મન અને નેત્ર તો પતિમાં જ લાગી રહ્યાં છે, તેનું કારણ વિના પતિ દ્વારા અપમાન થયું હતું. એનો એકેક દિવસ એક વરસ જેવો થતો હતો. તેની આવી અવસ્થા જોઈને આખું કુટુંબ દુ:ખી થયું. બધા વિચારતા હતા કે આને વિના કારણે આટલું દુઃખ કેમ આવ્યું? આ કોઈ પૂર્વોપાર્જિત પાપકર્મનો ઉદય છે. પાછળના ભવમાં આણે કોઈના સુખમાં અંતરાય કર્યો હશે તેથી તેને પણ સુખનો અંતરાય પડ્યો. વાયુકુમાર તો નિમિત્તમાત્ર છે. આ ખૂબ ભોળી અને નિર્દોષ છે. આને પરણીને કેમ છોડી દીધી? આવી કન્યા સાથે દેવ સમાન ભોગ કેમ ન ભોગવ્યા? આણે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ સોળમું પર્વ પદ્મપુરાણ પિતાને ઘેર કદી પંચમાત્ર પણ દુઃખ ભોગવ્યું નથી અને અહીં આ કર્મના અનુભવથી દુઃખનો ભાર પામી છે. એની સખીઓ વિચારે છે કે શો ઉપાય કરવો? અમે ભાગ્યહીન છીએ, આ કાર્ય અમારા પ્રયત્નથી સાધ્ય નથી, આ કોઈ અશુભ કર્મની ચાલ છે, હવે એવો દિવસ ક્યારે આવશે, એ શુભ મુહૂર્ત અને શુભ વેળા ક્યારે આવશે કે જ્યારે તેનો પ્રીતમ પોતાની પ્રિયાની સમીપમાં બેસશે, કૃપાદૃષ્ટિથી જોશે, મધુર વચનો બોલશે; આવી અભિલાષા બધાંનાં મનમાં થઈ રહી છે. હવે રાજા વરુણને રાવણ સાથે વિરોધ થયો. વરુણ અત્યંત અભિમાની હતો. તે રાવણની સેવા કરતો નહિ. રાવણે દૂત મોકલ્યો. દૂતે જઈને વરુણને કહ્યું: અહો વિધાધરાધિપતે વરુણ ! સર્વના સ્વામી રાવણે તમને આ આજ્ઞા કરી છે કે તમે મને પ્રણામ કરો અથવા યુદ્ધની તૈયારી કરો. ત્યારે વરુણે હસીને કહ્યું: હે દૂત! રાવણ કોણ છે, તે ક્યાં રહે છે કે મને દબાવે છે? હું ઇન્દ્ર નથી કે જેથી વૃથા ગર્વિષ્ઠ લોકનિંધ થાઉં. હું વેશ્રવણ, યમ, સહસ્રરશ્મિ કે મરુત નથી. રાવણને દેવાધિષ્ઠિત રત્નોથી મહાગર્વ ઊપજ્યો છે, તેનામાં સામર્થ્ય હોય તો આવે, હું એના ગર્વનું ખંડન કરીશ. તેનું મૃત્યુ નજીક છે તેથી અમારી સાથે આવી રીતે વાત કરે છે. દૂતે જઈને રાવણને બધો વૃત્તાંત કહ્યો. રાવણે ગુસ્સાથી સમુદ્ર જેવડી સેના સાથે જઈને વરુણનું નગર ઘેરી લીધું અને પ્રતિજ્ઞા કરી કે હું એને દેવાધિષ્ઠિત રત્ન વિના જ વશ કરીશ, મારીશ અથવા બાંધીશ. ત્યારે વરુણના પુત્રો રાજીવ, પુણ્ડરિકાદિ ક્રોધાયમાન થઈ રાવણની સેના ઉપર આવ્યા. તેમની અને રાવણની સેના વચ્ચે મોટું યુદ્ધ થયું, પરસ્પર શસ્ત્રોના સમૂહો છેદાયા. હાથી હાથીઓ સાથે, ઘોડા ઘોડાઓ સાથે, રથ રથો સાથે અને સુભટો સુભટો સાથે મહાયુદ્ધ કરવા લાગ્યા. લાંબો સમય સંગ્રામ ચાલ્યો. વરુણની સેના રાવણની સેનાથી થોડીક પાછળ હઠી. પોતાની સેનાને હુઠતી જોઈ વરુણ પોતે રાક્ષસોની સેના પર કાલાગ્નિ સમાન તૂટી પડયો. દુર્નિવાર વરુણને રણભૂમિમાં સામે આવેલો જોઈ રાવણે યુદ્ધ કરવાની તૈયારી કરી. રાવણ અને વરુણ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું, વરુણના પુત્રો ખરદૂષણ સામે યુદ્ધ કરતા હતા. તે મહાભટોનો પ્રલય કરનાર અને અનેક મત્ત હાથીઓના કુંભસ્થળ વિદારે તેવા શક્તિશાળી હતા. રાવણ ક્રોધથી વરુણ પર બાણ ચલાવવા જતો હતો ત્યાં વરુણના પુત્રોએ રાવણના બનેવી ખરદૂષણને પકડી લીધો. ત્યારે રાવણે મનમાં વિચાર્યું કે જો હું વરુણ સાથે યુદ્ધ કરીશ અને ખરદૂષણનું મરણ થશે તો તે ઉચિત નહિ થાય, માટે સંગ્રામ કરવાનું અટકાવી દીધું. જે બુદ્ધિમાન છે તે મંત્રકાર્યમાં ભૂલ ખાતા નથી. પછી મંત્રીઓએ વિચારવિમર્શ કરીને બધા દેશના રાજાઓને બોલાવ્યા, શીઘ્રગામી પુરુષોને મોકલ્યા, બધાને લખ્યું કે મોટી સેના સાથે તરત જ આવો. રાજા પ્રહલાદ ઉપર પણ પત્ર લઈને દૂત આવ્યો. રાજા પ્રહલાદે સ્વામીની ભક્તિથી રાવણના સેવકનું ખૂબ સન્માન કર્યું, ઊભા થઈને ખૂબ આદરથી પત્ર લીધો અને વાંચ્યો. તે પત્રમાં આ પ્રમાણે લખ્યું હતું કે પાતાલપુર સમીપ કલ્યાણરૂપ સ્થાનમાં રહેતા મહાક્ષેમરૂપ વિધાધરોના અધિપતિઓના અધિપતિ સુમાલીના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સોળમું પર્વ ૧૭૭ પુત્ર રત્નશ્રવાનો પુત્ર, રાક્ષસવંશરૂપ આકાશમાં ચંદ્રમા એવો રાવણ આદિત્યનગરના રાજા પ્રહલાદને આજ્ઞા કરે છે. કેવા છે પ્રહલાદ? કલ્યાણરૂપ છે, ન્યાયને જાણનાર છે, દેશ કાળનું વિધાન જાણે છે, અમને અત્યંત પ્રિય છે. પ્રથમ તો તેમની શારીરિક કુશળતા પૂછે છે અને જણાવે છે કે અમને સર્વ ખેચર, ભૂચર પ્રણામ કરે છે, પણ એક દુર્બુદ્ધિ વરુણ પાતાળનગરમાં રહે છે તે આજ્ઞાથી પરાઙમુખ થઈને લડવાને તૈયાર થયો છે, હૃદયને વ્યથા પહોંચાડે તેવા વિદ્યાધરોથી યુક્ત છે, સમુદ્રની મધ્યમાં દ્વીપ હોવાથી તે દુષ્ટ અભિમાની બન્યો છે તેથી અમે તેના ઉપર ચડાઈ કરી છે. મહાન યુદ્ધ થયું તેમાં વરુણના પુત્રોએ ખરદૂષણને જીવતો પકડયો છે. મંત્રીઓએ વિચારણા કરીને ખરદૂષણના મરણની શંકાથી યુદ્ધ રોકી દીધું છે, હવે ખરદૂષણને છોડાવવાનો છે અને વરુણને જીતવાનો છે માટે તમે શીઘ્ર આવો, ઢીલ ન કરશો. તમારા જેવા પુરુષો કર્તવ્યમાં ચૂકે નહિ. હવે બધી વાત તમારા આવવા ઉ૫૨ છે. જોકે સૂર્ય તેજનો પુંજ છે તો પણ તેને અરુણ જેવો સાથિ જોઈએ. રાજા પ્રહલાદ પત્રના સમાચાર જાણી, મંત્રીઓ સાથે વિચારણા કરી રાવણ પાસે જવા તૈયાર થયા. રાજા પ્રહલાદને જતા સાંભળીને પવનંજયકુમારે હાથ જોડી, તેમના ચરણસ્પર્શ કરી વિનંતી કરી હે નાથ! મારા જેવો પુત્ર હોય અને આપ જાવ તે યોગ્ય નથી. પિતા પુત્રનું પાલન કરે છે અને પુત્રનો એ જ ધર્મ છે કે તે પિતાની સેવા કરે. જો સેવા ન કરે તો જાણવું કે પુત્ર થયો જ નથી. માટે આપ કૂચ ન કરશો, મને આજ્ઞા આપો. ત્યારે પિતાએ કહ્યું કે હે પુત્ર! તમે કુમાર છો, હજી સુધી તમે કોઈ યુદ્ધ જોયું નથી, માટે તમે અહીં રહો, હું જઈશ. પવનંજયકુમારે કનકાચલના તટ સમાન છાતી ફૂલાવીને તેજસ્વી વચન કહ્યું, હૈ તાત! મારી શક્તિનું લક્ષણ તમે જોયું નથી. જગતને બાળવામાં અગ્નિના તણખાના વીર્યની શી પરીક્ષા કરવાની હોય? આપની આજ્ઞારૂપ આશિષથી જેનું મસ્તક પવિત્ર બન્યું છે એવો હું ઇન્દ્રને પણ જીતવાને સમર્થ છું એમાં શંકા નથી. આમ કહીને પિતાને નમસ્કાર કરી અત્યંત હર્ષથી ઊભા થઈ સ્નાન, ભોજનાદિ શરીરની ક્રિયા કરી અને કુળના વૃદ્ધોની આદરપૂર્વક આશિષ લીધી. ભાવ સહિત અ૨હંત, સિદ્ધને નમસ્કાર કરી, પ૨મ કાંતિ ધારણ કરતા, મહામંગળરૂપ પિતા પાસે વિદાય લેવાને આવ્યા. પિતાએ અને માતાએ અમંગળના ભયથી આંસુ ન આવવા દીધા, આશીર્વાદ આપ્યા. હે પુત્ર! તારો વિજય થાવ. છાતીએ લગાડીને તેનું મસ્તક ચૂક્યું. પવનંજયકુમાર શ્રી ભગવાનનું ધ્યાન કરી, માતાપિતાને પ્રણામ કરી, પરિવારનાં લોકોને પગે લાગી તથા તેમને ધૈર્ય બંધાવી, વિદાય થયા. પહેલાં પોતાનો જમણો પગ આગળ મૂકીને ચાલ્યા. તેમનો જમણો હાથ ફરકયો, તેમની દૃષ્ટિ જેના મુખ પર લાલ પલ્લવ છે તે પૂર્ણ કળશ ઉપર પ્રથમ જ પડી તથા થાંભલાને અડીને દ્વાર ૫૨ ઊભેલી અંજનાસુંદરી, જેનાં નેત્ર આંસુઓથી ભીંજાઈ ગયાં છે, જેના અધર તાંબૂલાદિતિ મલિન બની ગયા છે, જાણે કે થાંભલા ૫૨ કોતરેલી પૂતળી જ છે, તેના ૫૨ કુમારની દૃષ્ટિ પડી અને ક્ષણમાત્રમાં દષ્ટિ સંકોચીને ગુસ્સાથી કહ્યું: હૈ દુરીક્ષણે ! આ સ્થાનથી ચાલી જા, તારી દૃષ્ટિ ઉલ્કાપાત સમાન છે, તે હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ સોળમું પર્વ પદ્મપુરાણ સહન કરી શકતો નથી. અહીં મોટા કુળની પુત્રી કુળવંતી ! તેનામાં આવું ઠીઠપણું છે કે મનો કરવા છતાં પણ તે નિર્લજ્જ થઈને ઊભી રહે છે. પતિનાં આવા કૂર વચનો સાંભળ્યાં તો પણ એને અતિ પ્રિય લાગે છે, જેમ ઘણા દિવસના તરસ્યા પપીહાને (ચાતકને) મેઘનાં બુંદ પ્યારા લાગે. તે પતિનાં વચન મનથી અમૃત સમાન ગણી પી ગઈ અને હાથ જોડી, ચરણારવિંદ તરફ દષ્ટિ કરી, ગદગદ વાણીથી ધ્રૂજતાં ધ્રૂજતાં વચન ધીમેથી કહેવા લાગી-હે નાથ! જ્યારે તમે અહીં બિરાજતા હતા ત્યારે પણ હું વિયોગિની જ હતી, પરંતુ આમ નિકટ છો એ આશાએ પ્રાણ કષ્ટથી ટકી રહ્યા હતા, હવે આપ દૂર પધારો છો તો હું કેવી રીતે જીવીશ? હું તમારા વચનરૂપ અમૃતનો આસ્વાદ લેવા અતિઆતુર છું. તમે પરદેશગમન કરતી વખતે સ્નેહથી દયા ચિત્તમાં લાવીને વસતિનાં પશુપક્ષીઓને પણ આશ્વાસન આપ્યું છે, મનુષ્યોની તો શી વાત? બધાંને અમૃત સમાન વચન કહ્યાં, મારું ચિત્ત તમારા ચરણારવિંદમાં છે, હું તમારી અપ્રાપ્તિથી અતિદુઃખી છું, બીજાઓને તમારા શ્રીમુખે આટલો દિલાસો આપ્યો, મારા તરફ ફરી તમારા મુખે દિલાસો આપ્યો હોત તો? જ્યારે તમે મને છોડી છે, તો જગતમાં મને કોઈ શરણ નથી, મરણ જ છે. ત્યારે કુમારે મુખ સંકોચીને ક્રોધથી કહ્યું કે મર. તે વખતે સતી ખેદખિન્ન થઈને ધરતી પર પડી ગઈ. પવનકુમાર તેના પ્રત્યે અણગમો બતાવીને જ ચાલ્યા. હાથી પર બેસીને સામંતો સહિત તેમણે પ્રયાણ કર્યું. પહેલા જ દિવસે માનસરોવર જઈને પડાવ નાખ્યો. જેમનાં વાહનો પુષ્ટ છે એવી વિદ્યાધરની સેના દેવોની સેના સમાન આકાશમાંથી ઊતરતી અતિશય શોભતી હતી. ત્યાં પોતપોતાનાં વાહનોને યથાયોગ્ય સ્નાન, ખાનપાનાદિ કરવામાં આવ્યા. પછી વિદ્યાના પ્રભાવથી એક બહુકોણ, મનોહર મહેલ બનાવ્યો. ખૂબ ઊંચો અને પહોળો. તે મહેલમાં પોતે મિત્રસહિત બિરાજ્યા. તે ઝરૂખાની જાળીનાં છિદ્રોમાંથી સરોવરના તટ પરનાં વૃક્ષો જોવા લાગ્યા. શીતળ, મંદ, સુગંધી પવનથી વૃક્ષ મંદ મંદ ડોલતાં હતાં, સરોવરમાં લહેરો ઊઠતી હતી, સરોવરમાં કાચબા, માછલા, મગર, અનેક પ્રકારનાં જળચરો ગર્વથી કિલ્લોલ કરી રહ્યાં છે. ઉજ્જવળ સ્ફટિકમણિ સમાન જળમાં નાના પ્રકારનાં કમળ ખીલી રહ્યાં છે, હંસ, કારડ, ક્રૌંચ, સારસ ઇત્યાદિ પક્ષીઓ સુંદર અવાજ કરી રહ્યાં છે, જેને સાંભળતાં કાનમાં હર્ષ ઉપજે છે, ભમરા ગુંજારવ કરી રહ્યા છે. ત્યાં એક ચકવી, ચકવા વિના એકલી વિયોગરૂપ અગ્નિથી તપ્તાયમાન, અતિ આકુળ, નાના પ્રકારની ચેષ્ટા કરતી, અસ્તાચળ તરફ સૂર્ય ગયો છે તેની તરફ નેત્ર લગાવીને, કમલિનીના પત્રનાં છિદ્રો તરફ વારંવાર જુએ છે, પાંખો ફફડાવતી ઉડે છે અને નીચે પડે છે. તેને કમળની નાલનો સ્વાદ વિષ સમાન લાગે છે, પોતાનું પ્રતિબિંબ જળમાં જોઈને જાણે છે કે આ મારો પ્રીતમ છે તેથી તેને બોલાવે છે. પણ પ્રતિબિંબ કેવી રીતે આવે? ત્યારે અપ્રાપ્તિથી અત્યંત શોક પામી રહી છે. સેના આવીને ઊતરી છે તેથી જુદા જુદા દેશના મનુષ્યોના શબ્દ અને હાથી, ઘોડા આદિ જાતજાતનાં પશુઓના શબ્દ સાંભળીને પોતાના વલ્લભ ચકવાની આશાથી તેનું ચિત્ત ભમે છે, તેનાં લોચનમાથી આંસુ ખરી રહ્યાં છે, તે તટના વૃક્ષ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સોળમું પર્વ ૧૭૯ પર ચડી ચડીને દશે દિશાઓમાં જુએ છે, પણ પ્રીતમને ન જોતાં અતિ શીધ્ર ભૂમિ પર આવીને પડે છે, પાંખ હુલાવીને કમલિનીની જે રજ શરીર પર ચોંટી છે તેને દૂર કરે છે. પવનકુમારે ઘણા લાંબા સમય સુધી દષ્ટિ માંડીને ચકવીની દશા જોઈ. જેનું ચિત્ત દયાથી ભીંજાઈ ગયું છે એવા તે વિચારે છે કે પ્રીતમના વિયોગથી આ શોકરૂપ અગ્નિમાં જલે છે. આ મનોજ્ઞ માનસરોવર અને ચંદ્રમાની ચંદન સમાન શીતળ ચાંદની આ વિયોગિની ચકવીને દાવાનળ સમાન છે, પતિ વિના આને કોમળ પલ્લવ પણ ખડુગ સમાન ભાસે છે, ચંદ્રમાનાં કિરણ પણ વજ સમાન ભાસે છે, સ્વર્ગ પણ નરકરૂપ થઈને આચરે છે. આમ વિચાર કરતાં એનું મન પ્રિયા તરફ ગયું. આ માનસરોવર પર જ લગ્ન થયાં હતાં તે સ્થળ નજરે પડ્યાં અને તેને તે અતિ શોકનાં કારણે થયાં, મર્મને ભેદનારી તીક્ષ્ણ ચારવા લાગ્યા; હાય ! હાય ! હું કૂર, પાપી તે સાવ નિર્દોષ, તેનો નકામો ત્યાગ કર્યો, ચકવી એક રાત્રિનો વિયોગ સહન કરી શકતી નથી તો તે મહાસુંદરી બાવીસ વર્ષનો વિયોગ કેવી રીતે સહન કરે ? તેની સખીએ કડવાં વચન કહ્યાં હતાં, તેણે તો નહોતા કહ્યાને? બીજાના દોષથી મેં તેનો કેમ પરિત્યાગ કર્યો? ધિક્કાર છે મારા જેવા મૂર્ણને, જે વિના વિચાર્યું કામ કરે છે આવા નિષ્કપટ જીવને મેં વિના કારણે દુઃખી કર્યો, મારું ચિત્ત પાપી છે. મારું હૃદય વજ સમાન છે કે મેં આટલાં વર્ષ આવી પ્રાણવલ્લભાને વિયોગ આપ્યો. હવે હું શું કરું? પિતા પાસેથી વિદાય લઈને ઘરમાંથી નીકળ્યો છું, હવે પાછો કેવી રીતે જાઉં? મોટી આફત આવી. જો હું એને મળ્યા વિના યુદ્ધમાં જઈશ તો તે જીવશે નહિ અને તેના અભાવમાં મારો પણ નાશ થશે. જગતમાં જીવન જેવો બીજો કોઈ પદાર્થ નથી તેથી સર્વ સંદેહને દૂર કરનાર મારો પરમ મિત્ર પ્રહસ્ત વિદ્યમાન છે તેને જ બધો ભેદ કહ્યું. તે પ્રીતિની બધી રીતમાં પ્રવીણ છે. જે પ્રાણી વિચારપૂર્વક કાર્ય કરે છે તે સુખ પામે છે. પવનકુમાર આમ વિચાર કરી રહ્યો છે ત્યારે તેના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવો તેનો મિત્ર પ્રહસ્ત તેને ચિંતાતુર જોઈને પૂછવા લાગ્યો કે હું મિત્ર! તું રાવણને મદદ કરવા વરુણ જેવા યોદ્ધા સાથે લડવા જાય છે તો તને અત્યંત પ્રસન્નતા હોવી જોઈએ, તો જ કાર્યની સિદ્ધિ થાય. આજે તારું મુખકમળ કરમાઈ ગયેલું કેમ દેખાય છે? શરમ છોડીને મને કહે. તને ચિંતાતુર જોઈને મને પણ વ્યાકુળતા થાય છે. ત્યારે પવનંજયે કહ્યું: હે મિત્ર! આ વાત કોઈને કહેતો નહિ. તું મારું બધું રહસ્ય જાણે છે તેથી તારાથી જુદાઈ નથી. આ વાત કરતાં મને અત્યંત ન થાય છે. ત્યારે પ્રસ્તે કહ્યું કે જે તારા ચિત્તમાં હોય તે કહું. તું જે આજ્ઞા કરીશ તે બીજું કોઈ જાણશે નહિ. જેમ ગરમ લોઢા પર પડેલ પાણીનું ટીપું શોષાઈ જાય તેમ મને કરેલી વાત પ્રગટ નહિ થાય. ત્યારે પવનકુમારે કહ્યું: હે મિત્ર! સાંભળ, મેં કદી પણ અંજનાસુંદરી પ્રત્યે પ્રેમ બતાવ્યો નથી, તેથી હવે મારું મન અત્યંત વ્યાકુળ થયું છે, મારી કૂરતા જો. અમને પરણ્યાં આટલાં વર્ષ થયાં, પણ હજી સુધી અમારો વિયોગ રહ્યો છે. વિના કારણે મેં તેના તરફ અપ્રીતિ કરી છે. તે સદાય શોકમાં રહી, તેની આંખમાંથી આંસુ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ સોળમું પર્વ પદ્મપુરાણ ખરતાં રહ્યાં અને ચાલતી વખતે તે દ્વારે ઊભી હતી, તેનું મુખકમળ વિરહના દાથી કરમાઈ ગયું હતું. મેં તેને સંપૂર્ણ લાવણ્યસંપદા રહિત જોઈ. હવે તેનાં નીલકમળ સમાન દીર્ધ નેત્ર મારા હૃદયને બાણની પેઠે ભેદી નાખે છે માટે એવો ઉપાય કર કે જેથી મારો તેની સાથે મેળાપ થાય. હે સજ્જન! જો મેળાપ નહિ થાય તો અમારા બન્નેનું મરણ થશે. ત્યારે પ્રહસ્તે ક્ષણવારમાં વિચાર કરીને કહ્યું કે તમે માતાપિતાની આજ્ઞા લઈને શત્રુને જીતવા નીકળ્યા છો માટે પાછા જવું યોગ્ય નથી અને અત્યાર સુધી તમે કદી પણ અંજનાસુંદરીને યાદ કરી નથી અને હવે અહીં બોલાવીએ તો શરમ લાગે માટે છાનામાના જવું અને છાનામાના જ પાછા આવતા રહેવું, ત્યાં રહેવું નહિ. તેને જોઈને, તેની સાથે આનંદની વાતો કરીને, આનંદપૂર્વક તરત જ પાછા આવી જવું. તો જ તમારું ચિત્ત નિશ્ચળ થશે. ખૂબ ઉત્સાહથી નીકળવું, શત્રુને જીતવાનો નિશ્ચય કર્યો છે તો આ જ ઉપાય છે. પછી મુગર નામના સેનાપતિને સૈન્યની રક્ષા કરવાનું સોંપીને મેરુની વંદનાના બહાને મિત્ર પ્રહસ્ત સહિત સુગંધાદિ સામગ્રી લઈ ગુપ્તપણે આકાશમાર્ગે ચાલ્યા. સૂર્યાસ્ત પણ થઈ ગયો હતો અને સંધ્યાનો પ્રકાશ પણ અદશ્ય થયો હતો. રાત્રિ પ્રગટ થઈ. તે બન્ને અંજનાસુંદરીના મહેલમાં પહોંચી ગયા. પવનકુમાર તો બહાર ઊભા રહ્યા અને પ્રસ્ત ખબર આપવા અંદર ગયો. દીપકનો પ્રકાશ મંદ હતો. અંજના બોલી: કોણ છે? વસંતમાલા પાસે જ સૂતી હતી તેને જગાડી. સર્વ બાબતોમાં નિપુણ તેણે ઊઠીને અંજનાનો ભય દૂર કર્યો. પ્રહતે નમસ્કાર કરી જ્યારે પવનંજયના આગમનની વાત કરી ત્યારે તે સુંદરીને પ્રાણનાથનો સમાગમ સ્વપ્ન સમાન લાગ્યો. તે પ્રહસ્તને ગદગદ વાણીથી કહેવા લાગી. હું પ્રહસ્ત! હું પુણ્યહીન, પતિની કૃપાથી વંચિત છું. મારા એવા જ પાપકર્મનો ઉદય આવ્યો છે. તું શા માટે મારી મશ્કરી કરે છે? પતિનો નિરાદર પામનારની કોણ અવજ્ઞા ન કરે? હું અભાગિની દુઃખી અવસ્થા પામી છું, મને સુખ ક્યાંથી મળે? ત્યારે પ્રહતે હાથ જોડી, નમસ્કાર કરી વિનંતી કરી હું કલ્યાણરૂપિણી ! હે પતિવ્રતે! અમારો અપરાધ માફ કરો. હવે બધાં અશુભ કર્મ ટળી ગયાં છે. તમારા પ્રેમરૂપ ગણથી પ્રેરાઈને તમારા પ્રાણનાથ આવ્યા છે. તમારા પ્રત્યે અત્યંત પ્રસન્ન થયા છે. તેની પ્રસન્નતાથી ક્યો આનંદ નહિ મળે ? જેમ ચંદ્રમાના યોગથી રાત્રિની અતિશય શોભા વધે છે તેમ. ત્યારે અંજનાસુંદરી ક્ષણેક નીચી નજર ઢાળી રહી. ત્યારે વસંતમાલાએ પ્રહસ્તને કહ્યું-હું ભદ્ર! જ્યારે મેઘ વરસે ત્યારે સારું જ છે. માટે પ્રાણનાથ એના મહેલમાં પધાર્યા તે એનું મહાન ભાગ્ય અને અમારું પુણ્યરૂપ વૃક્ષ ફળ્યું. આ વાત ચાલતી હતી તે જ સમયે આનંદનાં આંસઓથી જેનાં નેત્ર ભરાઈ ગયાં હતાં તે કુમાર પધાર્યા, જાણે કે કરણારૂપ સખી જ પ્રીતમને પ્રિયાની પાસે લઈ આવી. ત્યારે ભયભીત હરિણીનાં જેવાં સુંદર નેત્રવાળી પ્રિયા પતિને જોઈને સન્મુખ જઈ, હાથ જોડી, મસ્તક નમાવી પગમાં પડી. પ્રાણનાથે પોતાના હાથથી તેનું મસ્તક ઊંચું કરી ઊભી કરી, અમૃત સમાન વચન કહ્યા કે હે દેવી! કલેશનો બધો ખેદ છોડો. સુંદરી હાથ જોડીને પતિની પાસે ઊભી હતી. પતિએ પોતાના હાથથી તેનો હાથ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સોળમું પર્વ ૧૮૧ પકડી શય્યા પર બેસાડી. પછી નમસ્કાર કરીને પ્રહસ્ત બહાર ગયો અને વસંતમાલા પણ પોતાના સ્થાન પર જઈને બેઠી. પવનંજયકુમારે પોતાના અજ્ઞાનથી લજ્જિત થઈને સુંદરીને વારંવાર કુશળતા પૂછી અને કહ્યું કે હે પ્રિયે! મેં અશુભ કર્મના ઉદયથી તમારો નકામો અનાદર કર્યો તો ક્ષમા કરો. સુંદરીએ નીચું મુખ રાખી મંદ મંદ વચને કહ્યું, હું નાથ! આપે કોઈ અપમાન કર્યું નથી, કર્મનો એવો જ ઉદય હતો. હવે આપે કૃપા કરી છે, અત્યંત સ્નેહુ બતાવ્યો છે એટલે મારા સર્વ મનોરથ સિદ્ધ થયા છે. આપના ધ્યાનથી સંયુક્ત મારા હૃદયમાં આપ સદાય બિરાજતા હતા. આપનો અનાદર પણ આદર સમાન જ ભાસ્યો છે. આ પ્રમાણે અંજનાસુંદરીએ કહ્યું ત્યારે પવનંજયકુમાર હાથ જોડીને કહેવા લાગ્યા કે કહે પ્રાણપ્રિય! મેં મિથ્યા અપરાધ કર્યો છે. બીજાના દોષથી તમને દોષ દીધો છે, તમે અમારા બધા અપરાધ માફ કરો, ભૂલી જાવ. હું મારા અપરાધની માફી માગવા માટે તમારા પગમાં પડું છું, તમે મારા પર ખૂબ પ્રસન્ન થાવ. આમ કહીને પવનંજયકુમારે અધિક સ્નેહું બતાવ્યો. અંજનાસુંદરી પતિનો આવો સ્નેહું જોઈને બહુ રાજી થઈ અને પતિને પ્રિય વચન કહેવા લાગી કે હે નાથ ! હું અત્યંત પ્રસન્ન છું, હું તો આપના ચરણારવિંદની રજ છું, અમારા પ્રત્યે આટલી નમ્રતા બતાવવી આપના માટે યોગ્ય નથી. આમ કહીને સુખપૂર્વક શય્યા પર બિરાજમાન કર્યા. પ્રાણનાથની કૃપાથી પ્રિયાનું મન ખૂબ રાજી થયું. શરીર કાંતિ કરવા લાગ્યું, બન્ને પરસ્પર અત્યંત સ્નેહથી એકચિત્ત થયાં, આનંદમાં જાગતાં જ રહ્યાં. પાછલા પહોરે અલ્પનિદ્રા આવી. પ્રભાતનો સમય થયો ત્યારે આ પ્રતિવ્રતા શય્યા પરથી ઊઠીને પતિના પગ દાબવા લાગી. રાત્રિ વીતી ગઈ તે સુખમાં જાણ્યું નહિ. સવારમાં ચંદ્રનાં કિરણો ફિકૉં પડી ગયાં. કુમાર આનંદના ભારથી ભરાઈ ગયા. સ્વામીની આજ્ઞા ભૂલી ગયા. ત્યારે કુમારનું હિત જેના ચિત્તમાં છે તે મિત્ર પ્રહસ્તે ઊંચો અવાજ કરી વસંતમાલાને જગાડી અને અંદર મોકલી. પોતે ધીમે ધીમે સુગંધિત મહેલમાં મિત્રની પાસે ગયો અને કહેવા લાગ્યો, હે સુંદર! ઊઠો, હવે સૂઈ કેમ રહ્યા છો? ચંદ્રમાં પણ તમારા મુખની કાંતિથી રહિત થઈ ગયો છે. આ વચન સાંભળી પવનંજય જાગ્રત થયો. તેનું શરીર શિથિલ હતું, બગાસું ખાતાં, નિદ્રાના આવેશથી લાલ નેત્રવાળા, ડાબા હાથની તર્જની આંગળીથી કાન ખંજોળતાં, જમણો હાથ સંકોચીને અરિહંતનું નામ લઈને કુમાર શય્યામાંથી ઊઠયા, પ્રાણપ્યારી પોતાના જાગવા પહેલાં જ શય્યામાંથી ઊતરીને જમીન પર બેઠી છે, લજ્જાથી તેનાં નેત્ર નીચે ઢળ્યાં છે. ઊઠતાં જ પ્રીતમની નજર પ્રિયા પર પડી. પછી પ્રહસ્તને જોઈને, “આવો મિત્ર” એમ બોલીને તે પથારીમાંથી ઊભા થયા. પ્રહસ્તે મિત્રને રાત્રિની કુશળતા પૂછી, પાસે બેઠો, નિતિશાસ્ત્રના વેત્તા મિત્ર કુમારને કહ્યું, હે મિત્ર! હવે ઊઠ, પ્રિયાજીનું સન્માન હવે આવીને કરજો, અત્યારે કોઈ ન જાણે તેમ સૈન્યમાં જઈ પહોંચીએ, નહિતર શરમાવા જેવું થશે. રથનૂપુરના રાજા, કિન્નરગીત નગરના રાજા રાવણ પાસે જવા ઇચ્છે છે તે તમારી રાહ જુએ છે. જો તે આગળ આવે તો આપણે ભેગા થઈને જઈએ. રાવણ નિરંતર મંત્રીઓને પૂછે છે કે પવનંજયકુમારનો પડાવ ક્યાં છે, તે ક્યારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ સત્ત૨મું ૫ર્વ પદ્મપુરાણ આવશે ? માટે હવે આપ શીઘ્ર રાવણ પાસે પધારો. પ્રિયાજીની વિદાય માગો. તમારે પિતાની અને રાવણની આજ્ઞા અવશ્ય પાળવાની છે. કુશળતાપૂર્વક કાર્ય કરીને પાછા આવીશું ત્યારે પ્રાણપ્રિયાને અધિક પ્રેમ કરજો. ત્યારે પવનંજયે કહ્યું: હું મિત્ર! એમ જ કરીએ. આમ કહીને મિત્રને બહાર મોકલ્યો અને પોતે પ્રાણવલ્લભાને અતિસ્નેહથી છાતીએ લગાડીને કહેવા લાગ્યોઃ હૈ પ્રિયે! હવે હું જાઉં છું. તેમ ઉદ્વેગ ન કરશો. થોડા જ દિવસોમાં સ્વામીનું કામ કરીને હું આવીશ. તમે આનંદમાં રહેજો. ત્યારે અંજનાસુંદરી હાથ જોડીને કહેવા લાગી, હૈ મહારાજકુમા૨! મારો ઋતુનો સમય છે તેથી મને અવશ્ય ગર્ભ રહેશે અને અત્યારે સુધી આપની કૃપા નહોતી એ સર્વ જાણે છે તેથી માતાપિતાને મારા કલ્યાણના હેતુથી ગર્ભનો વૃત્તાંત કહીને જાવ. તમે દીર્ધદર્શી સર્વમાં પ્રસિદ્ધ છો. જ્યારે પ્રિયાએ આમ કહ્યું ત્યારે તેણે પ્રાણવલ્લભાને કહ્યું, હૈ પ્યારી! હું માતાપિતાની વિદાય લઈને નીકળ્યો હતો એટલે હવે તેમની પાસે જવાય નહિ, મને લજ્જા આવે છે. લોકો મારી વાત જાણીને હસશે, માટે જ્યાં સુધી તારો ગર્ભ પ્રગટ ન થાય તે પહેલાં જ હું આવી જઈશ. તમે પ્રસન્ન ચિત્ત રાખો; અને કોઈ કહે તો આ મારા નામની મુદ્રિકા રાખો, હાથનાં કડાં રાખો. તમને સંપૂર્ણ શાંતિ રહેશે. આમ કહીને મુદ્રિકા આપીને, વસંતમાલાને આજ્ઞા આપી કે આમની સેવા ખૂબ સાંભળથી કરજે. પોતે શય્યામાંથી ઊભા થયા. શય્યા પર સંયોગના યોગથી હારનાં મોતી વિખરાઈને પડયાં હતાં, પુષ્પોની સુગંધથી ભમરા જ્યાં ગુંજારવ કરતા હતા, ક્ષીરસાગરના તરંગ સમાન અતિ ઉજ્જવળ પટ જ્યાં પાથર્યા હતા, પોતે ઊઠીને મિત્રસહિત વિમાન પર બેસી આકાશમાર્ગે ચાલ્યા ગયા. અંજનાસુંદરીએ અમંગળ થવાના ભયથી આંસુ ન પાડયાં. હૈ શ્રેણિક! કોઈ વાર આ લોકમાં ઉત્તમ વસ્તુના સંયોગથી કિંચિત સુખ થાય છે તે ક્ષણભંગુર છે અને દેહધારીઓને પાપના ઉદયથી દુઃખ થાય છે. સુખદુઃખ બન્ને વિનશ્વર છે માટે હર્ષવિષાદ કરવાં નહિ. હે પ્રાણીઓ! જીવોને નિરંતર સુખ આપનાર અને દુઃખરૂપ અંધકાર દૂર કરનાર જિનવર ભાષિત ધર્મરૂપ સૂર્યના પ્રતાપથી મોહ-તિમિરને દૂર કરો. એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વનિકાના ગુજરાતી અનુવાદમાં પવનંજય અને અંજનાનો સંયોગ વર્ણવના૨ સોળમું પર્વ પૂર્ણ થયું. *** સત્ત૨મું પર્વ (અંજનાના ગર્ભનું પ્રગટ થવું અને સાસુ દ્વા૨ા ઘરમાંથી કાઢી મૂકવી ) કેટલાક દિવસો પછી મહેન્દ્રની પુત્રી અંજનાને ગર્ભનાં ચિહ્ન પ્રગટ થયાં. મોઢું કંઈક પીળું પડી ગયું, જાણે કે હનુમાન ગર્ભમાં આવ્યા તેનો યશ જ પ્રગટ થયો. મંદ ચાલે તે ચાલતી હતી, જાણે કે મદોન્મત્ત દિગ્ગજ વિચરતા હોય. સ્તનયુગલ ખૂબ ઉન્નત થયાં, તેના અગ્રભાગ શ્યામ બન્યા, આળસથી વચન મંદ મંદ નીકળતાં, આંખોની ભ્રમર કંપતી રહેતી. આ લક્ષણો જોઈને તેની સાસુ તેને ગર્ભિણી જાણીને પૂછવા લાગી કે આ કર્મ કોનાથી થયું ? ત્યારે તેણે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તરમું પર્વ - ૧૮૩ હાથ જોડી પ્રણામ કરી પતિ આવ્યાનો સમસ્ત વૃત્તાંત કહ્યો, પણ તેની સાસુ કેતુમતી કુપિત થઈ નિષ્ફર વચનોથી તેને પીડા ઉપજાવતી કહેવા લાગી: હે પાપિણી! મારો પુત્ર તારાથી અત્યંત વિરક્ત છે, તારો પડછાયો જોવા પણ ઇચ્છતો નથી, તારાં વચન કાન પર લેતો નથી, તે તો માતાપિતાની વિદાય લઈને રણસંગ્રામ માટે બાર ગયો છે, તે ધીર તારા મહેલમાં કેવી રીતે આવે? હે નિર્લજ્જ ! તાર પાપને ધિક્કાર! ચંદ્રમાના કિરણ સમાન ઉજ્જવળ વંશને દોષ લગાડનારી, બન્ને લોકોમાં નિંદ્ય અશુભ ક્રિયા તે આચરી છે; અને આ તારી સખી વસંતમાલાએ તને આવી બુદ્ધિ આપી છે, કુલટાની પાસે વેશ્યા રહે પછી કયું ભલું થાય? અંજનાએ મુદ્રિકા અને કડાં દેખાયાં તો પણ તેણે ન માન્યું. ગુસ્સે થઈને એક કૂર નામના નોકરને બોલાવ્યો તે આવીને નમસ્કાર કરીને ઊભો રહ્યો. પછી ક્રોધ કરીને કહુમતીએ લાલ આંખોથી કહ્યું, હે દૂર ! આને સખી સહિત ગાડીમાં બેસાડી મહેન્દ્રનગરની પાસે છોડી આવ. કહુમતીની આજ્ઞાથી દૂર સખીસહિત અંજનાને ગાડીમાં બેસાડી મહેન્દ્રનગર તરફ ચાલ્યો. અંજનાસુંદરીનું શરીર ખૂબ કંપે છે, પવનથી ઊખડી ગયેલ વેલી સમાન તે નિરાશ્રય છે, દુઃખરૂપ અગ્નિથી તેનું શરીર બળી રહ્યું છે, સાસુને તેણે કાંઈ ઉત્તર ન આપ્યો, તેની આંખો સખી તરફ લંબાયેલી છે, મનમાં પોતાના અશુભ કર્મને તે વારંવાર નિંદી રહી છે, આંખમાંથી આંસુની ધારા ચાલી જાય છે, તેનું ચિત્ત અસ્થિર છે. દિવસના અંતે મહેન્દ્રનગર સમીપ પહોંચાડીને કૂર મધુર વચન કહેવા લાગ્યો. કે દેવી ! મેં મારી સ્વામિનીની આજ્ઞાથી આપને માટે દુઃખરૂપ કાર્ય કર્યું છે, તો ક્ષમા કરશો, આમ કહી સખી સહિત સુંદરીને ગાડીમાંથી ઉતારી, ગાડી લઈને પોતાની સ્વામિની પાસે ચાલ્યો. ત્યાં પહોંચીને વિનંતી કરી કે આપની આજ્ઞા પ્રમાણે તેમને ત્યાં પહોંચાડી આવ્યો છું. મહાપતિવ્રતા અંજનાસુંદરી પતિના વિયોગના દુઃખના ભારથી પીડિત જોઈ સૂર્ય પણ જાણે ચિંતાથી તેનું તેજ ઝાંખું પડી ગયું હોય તેમ આથમી ગયો. અત્યંત રુદનથી જેની આંખો લાલ થઈ ગઈ છે એવી અંજનાનાં નેત્રોની લાલાશથી પશ્ચિમ દિશા લાલ થઈ ગઈ, અંધકાર ફેલાઈ ગયો, રાત્રિ થઈ. અંજનાના દુ:ખથી નીકળેલાં આંસુની ધારારૂપ મેઘથી દશે દિશા શ્યામ થઈ ગઈ, પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા, જાણે કે અંજનાના દુ:ખથી દુઃખી થઈને કકળાટ કરતા હોય. અંજના અપવાદરૂપ દુઃખના સાગરમાં ડૂબેલી સુધાદિક દુઃખ ભૂલી ગઈ. તે આંસુ સારતી અને રૂદન કરતી. વસંતમાલા તેને વૈર્ય રાખવાનું સમજાવતી. રાત્રે પાંદડાની પથારી પાથરી દીધી, પણ એને જરાય ઊંઘ આવી નહિ. નિરંતર અશ્રુપાત કરતી, જાણે કે દાહુના ભયથી નિદ્રા પણ ભાગી ગઈ. વસંતમાલા પગ દાબતી, ખેદ દૂર કરતી, દિલાસો આપતી. આમ દુ:ખના કારણે એક રાત્રિ એક વર્ષ બરાબર લાગી. સવારમાં પથારી છોડીને જાતજાતના સંકલ્પ-વિકલ્પ કરતી, શંકા સહિત વિહવળ થઈને પિતાના ઘર તરફ ચાલી. સખી છાયાની જેમ સાથે જ ચાલી. પિતાના મહેલના દ્વારે પહોંચી. તેને અંદર દાખલ થતાં દ્વારપાળે રોકી, કારણ કે દુ:ખના યોગથી તેનું રૂપ બદલાઈ ગયું હતું તેથી ઓળખાણ ન પડી. ત્યાં સખીએ બધી હકીકત કહી તે જાણીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ સત્ત૨મું ૫ર્વ પદ્મપુરાણ શિલાકપાટ નામના દ્વારપાળે દ્વાર પર પોતાની જગ્યાએ એક માણસને મૂકીને પોતે રાજા પાસે જઈ નમસ્કાર કરી વિનંતી કરી. પુત્રીના આગમનના સમાચાર આપ્યા. રાજાની પાસે તેનો પ્રસન્નકીર્તિ નામનો પુત્ર બેઠો હતો તેને રાજાએ આજ્ઞા કરી કે તું સામે જઈને શીઘ્ર એને અંદર લાવ. નગરની શોભા કરાવો. તું પહેલાં જા અને અમારું વાહન તૈયાર કરાવ. હું પણ પાછળ આવું છું. ત્યારે દ્વારપાળે હાથ જોડી નમસ્કાર કરી યથાર્થ વિનંતી કરી. રાજા મહેન્દ્ર લજ્જાનું કારણ સાંભળીને ખૂબ ગુસ્સે થયો અને પુત્રને આજ્ઞા કરી કે પાપિણીને નગરમાંથી કાઢી મૂકો, તેની વાત સાંભળીને મારા કાન વજ્રથી હણાઈ ગયા છે. ત્યાં રાજાનો અત્યંત પ્રિય, મહોત્સાહ નામનો એક મોટો સામંત કહેવા લાગ્યો કે હે નાથ ! આવી આજ્ઞા કરવી ઉચિત નથી, વસંતમાલાએ બધું યોગ્ય કહ્યું છે. કેતુમતી અતિ ક્રૂર છે, જિનધર્મથી પરાઙમુખ છે, લૌકિક સૂત્ર અને નાસ્તિકમતમાં પ્રવીણ છે, તેણે વિચાર કર્યા વિના ખોટો આરોપ મૂક્યો છે, આ ધર્માત્મા શ્રાવક વ્રતની ધારક, કલ્યાણ આચારમાં તત્પર અંજનાને પાપી સાસુએ કાઢી મૂકી છે અને આપ પણ કાઢી મૂકશો તો તે કોના શરણે જશે ? જેમ પારધીની દષ્ટિથી ત્રાસ પામેલી હરણી ગીચ વનનું શરણ લે તેમ આ ભોળી નિષ્કપટ સાસુથી શંકિત થઈને આપના શરણે આવી છે, જાણે જેઠના સૂર્યનાં કિરણોના સંતાપથી દુઃખી થઈને મહાવૃક્ષરૂપ આપના આશ્રયે આવી છે. આ દીન, જેનો આત્મા વિહ્વળ છે એવી, કલંકરૂપ આતાપથી પીડિત આપના આશ્રયે પણ શાતા ન પામે તો ક્યાં પામે? જાણે કે સ્વર્ગમાંથી લક્ષ્મી જ આવી છે. દ્વારપાળે રોકી તેથી અત્યંત શરમાઈને, માથું ઢાંકીને બારણે ખડી છે, આપના સ્નેહની સદા પાત્ર છે માટે આપ દયા કરો, એ નિર્દોષ છે, મહેલમાં એને પ્રવેશ કરાવો. કેતુમતીની ક્રૂરતા પૃથ્વી ૫૨ પ્રસિદ્ધ છે. મહોત્સાહ સામંતે આવાં ન્યાયરૂપ વચનો કહ્યાં તેને રાજાએ કાને ન ધર્યાં. જેમ કમળના પાન ૫૨ જળનું બૂંદ ન ટકે તેમ રાજાના ચિત્તમાં આ વાત ટકી નહિ. રાજા સામંતને કહેવા લાગ્યા કે આ સખી વસંતમાલા સદા એની પાસે રહે છે અને એના પ્રત્યેના સ્નેહને કારણે કદાચ સાચું ન બોલતી હોય તો અમને નિશ્ચય કેવી રીતે થાય? માટે એના શીલ વિષે શંકા રહે છે, તેથી તેને નગરમાંથી બહાર કાઢી મૂકો. જ્યારે આ વાત પ્રગટ થશે ત્યારે અમારા નિર્મળ કુળ ૫૨ કલંક લાગશે. જે મોટા કુળની બાલિકા નિર્મળ છે, વિનયવાન છે, ઉત્તમ ચેષ્ટાવાળી છે તે પિયરમાં અને સાસરે સર્વત્ર સ્તુતિ કરવા યોગ્ય છે. જે પુણ્યાધિકારી મહાન પુરુષ જન્મથી જ નિર્મળ શીલ પાળે છે, બ્રહ્મચર્ય ધારણ કરે છે અને સર્વ દોષના મૂળ એવી સ્ત્રીને અંગીકાર કરતા નથી તે ધન્ય છે. બ્રહ્મચર્ય સમાન બીજું કોઈ વ્રત નથી અને સ્ત્રીને અંગીકાર કરતાં એ સફળ થતું નથી. જો પુત્ર કે પુત્રી કુપુત હોય અને તેમના અવગુણ પૃથ્વી પર પ્રસિદ્ધ થાય તો પિતાને ધરતીમાં દટાઈ જવું પડે છે. આખા કુળને લજ્જા થાય છે. મારું મન આજે અત્યંત દુ:ખી થઈ રહ્યું છું. મેં આ વાત અનેક વાર સાંભળી હતી કે અંજના તેના પતિને અપ્રિય અને તે આને આંખથી પણ જોતા નહિ, તો તેનાથી ગર્ભની ઉત્પત્તિ કેવી રીતે થઈ? માટે આ નિશ્ચયથી દોષિત છે. જે કોઈ એને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તરમું પર્વ ૧૮૫ મારા રાજ્યમાં રાખશે તે મારો શત્રુ છે. આવાં વચન કહીને રાજાએ ક્રોધથી કોઈ જાણે નહિ એ રીતે એને બારણેથી કાઢી મૂકી. દુઃખપીડિત અંજના સખી સહિત રાજાનાં પોતાનાં સગાઓને ત્યાં જ્યાં જ્યાં આશ્રય માટે ગઈ ત્યાં આવવા ન દીધી, બારણાં, બંધ કર્યા. જ્યાં બાપ જ ગુસ્સે થઈને કાઢી મૂકે ત્યાં કુટુંબની શી આશા હોય? તે બધા તો રાજાને આધીન છે. આમ નિશ્ચય કરીને બધાથી ઉદાસ થઈને સખીને તે કહેવા લાગીઃ હે પ્રિયે ! અહીં બધાનાં ચિત્ત પાષાણનાં છે, અહીં વાસ કેવોમાટે વનમાં ચાલો, અપમાનથી તો મરવું ભલું છે. આમ બોલીને તે સખી સહિત વનમાં ગઈ. તેનું શરીર આંસુઓથી ભીંજાઈ ગયું હતું, જાણે કે તે સિંહથી બીધેલી હરણી હોય! શીત, ઉષ્ણ અને પવનના ખેદથી પીડાતી તે વનમાં બેસી ઘોર રુદન કરવા લાગી. હાય હાય! હું કમભાગી પૂર્વોપાર્જિત કર્મથી અત્યંત કષ્ટ પામી. હવે કોને શરણે જાઉં? કોણ મારું રક્ષણ કરશે? દુર્ભાગ્યના આ સાગરમાં હું કયા કર્મથી આવી પડી ? નાથ! મારા અશુભ કર્મના પ્રેર્યા તમે ક્યાંથી આવ્યા? શા માટે ગર્ભ રહ્યો? બને ઠેકાણે મારો અનાદર થયો. માતાએ પણ મારું રક્ષણ ન કર્યું. તે શું કરે? પોતાના પતિની આજ્ઞાકારી પતિવ્રતાનો એ જ ધર્મ છે અને મારા પતિ મને એમ કહીને ગયા હતા કે તારા ગર્ભની વૃદ્ધિ પહેલાં જ હું આવીશ. હે નાથ! દયાવાન થઈને આ વચન કેમ ભૂલી ગયા? સાસુએ પરીક્ષા કર્યા વિના મારો ત્યાગ કેમ કર્યો ? જેના શીલમાં શંકા હોય તેની પરીક્ષા કરવાના અનેક ઉપાય છે. હું પિતાને બચપણથી જ અત્યંત લાકડી હતી, હમેશાં ગોદમાં બેસાડી ખવડાવતા હતા તેમણે પણ પરીક્ષા કર્યા વિના મારો અનાદર કર્યો. એમને એવી બુદ્ધિ કેમ ઉત્પન્ન થઈ ? માતાએ મને ગર્ભમાં રાખી પ્રતિપાલન કર્યું હતું, અત્યારે એમણે મોઢામાંથી એક શબ્દ પણ ન કાઢયો કે એના ગુણદોષનો નિશ્ચય કરીએ. એક માતાના ઉદરથી ઉત્પન્ન થયેલ ભાઈ પણ મને દુઃખિનીને ન રાખી શક્યો, બધાં જ કઠોર ચિત્તવાળાં થઈ ગયાં. જ્યાં માતા, પિતા અને ભાઈની જ આ દશા હોય ત્યાં કાકા, દાદાના પિતરાઈ ભાઈ તથા પ્રધાન સામંત શું કરે? અથવા એ બધાનો શો દોષ ગણવો? મારું જે કર્મરૂપ વૃક્ષ ફળ્યું છે તે અવશ્ય ભોગવવું. આ પ્રમાણે અંજના વિલાપ કરે છે અને સખી પણ તેની સાથે વિલાપ કરે છે. તેના મનમાંથી ધીરજ ખૂટી ગઈ. અત્યંત દીન બનીને તે ઊંચા સ્વરે રુદન કરવા લાગી, હરણી પણ તેની દશા જોઈને આંસુ સારવા લાગી. ઘણો વખત રોવાથી તેની આંખો લાલ થઈ ગઈ. ત્યારે તેની મહાવિચિક્ષણ સખી તેને છાતી સાથે દાબીને કહેવા લાગી: હે સ્વામીની! ઘણું રૂદન કરવાથી શો લાભ થવાનો? તમે જે કર્મ બાંધ્યાં છે તે અવશ્ય ભોગવવાનાં છે. બધાં જ જીવોને કર્મ આગળપાછળ લાગેલાં જ છે તે કર્મના ઉદયનો શોક શો? હે દેવી! સ્વર્ગના જે દેવો સેંકડો અપ્સરાઓનાં નેત્રોથી દર્શનાપાત્ર બને છે તે જ પુણ્યનો અંત આવતાં પરદુ:ખ પામે છે. મનમાં વિચારીએ છીએ કાંઈક અને થઈ જાય છે કાંઈક બીજુ. જગતના લોકો ઉદ્યમમાં પ્રવર્તે છે તેમને પૂર્વોપાર્જિત કર્મનો ઉદય જ કારણ છે. જે હિતકારી વસ્તુ આવીને પ્રાપ્ત થઈ હોય તે અશુભ કર્મના ઉદયથી ચાલી જાય છે અને જે વસ્તુ મનથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ સત્ત૨મું ૫ર્વ પદ્મપુરાણ અગોચર છે તે આવી મળે છે. કર્મોની ગતિ વિચિત્ર છે તેથી હે દેવી ! તમે ગર્ભના ખેદથી પિડાવ છો, વૃથા કલેશ ન કરો, તમે તમારું મન દઢ કરો. તમે જે પૂર્વજન્મમાં કર્મ ઉપાર્જ્યો છે તેનાં ફળ ટાળવાથી ટળતાં નથી અને તમે તો મહાન બુદ્ધિશાળી છો. તમને હું શી શિખામણ આપું? જો તમે ન જાણતા હો તો હું કહું, એમ કહીને તેના નેત્રમાં આંસુ પોતાના વસ્ત્રથી લૂછયાં, વળી કહેવા લાગી કે હે દેવી! આ સ્થળ આશ્રયરહિત છે, માટે ઊઠો આગળ ચાલીએ અથવા પહાડની નજીક કોઈ ગુફા હોય, જ્યાં દુષ્ટોનો પ્રવેશ ન થાય ત્યાં જઈએ. તમારી પ્રસૂતિનો સમય નજીક આવ્યો છે તેથી કેટલાક દિવસ સાવચેતીથી રહેવું જોઈએ. ત્યારે તે ગર્ભના ભારથી આકાશમાર્ગે પણ ચાલવાને અશક્ત હતી તો પણ ભૂમિ પર સખીની સાથે ગમન કરવા લાગી, મહાકષ્ટથી તે પગલાં ભરતી. વન અનેક અજગરોથી ભરેલું છે, દુષ્ટ જીવોના નાદથી અત્યંત ભયાનક છે, અતિ ગીચ છે, જાતજાતનાં વૃક્ષોથી સૂર્યનાં કિરણોનો પણ ત્યાં સંચાર થતો નથી, સોયની અણી જેવી ડાભની અણી અતિતીક્ષ્ણ છે, ખૂબ કાંકરા છે, મત્ત હાથીઓ અને ભીલો પણ ઘણા છે, વનનું નામ માતંગમાલિની છે. જ્યાં મનની પણ ગતિ નથી ત્યાં તનની ગતિ ક્યાંથી થાય ? સખી આકાશમાર્ગે ચાલવાને સમર્થ છે, પણ આ ગર્ભના ભારથી ચાલવા સમર્થ નથી તેથી સખી તેના પ્રેમના બંધનથી બંધાયેલી શરીરની છાયાની જેમ તેની સાથે સાથે ચાલે છે. અંજના વનને અતિભયાનક જોઈને કંપે છે, દિશા પણ ભૂલી જાય છે ત્યારે વસંતમાલા એને અતિવ્યાકુળ જાણી તેનો હાથ પકડી કહેવા લાગી, હૈ સ્વામિની ! તમે ડો નહિ, મારી પાછળ પાછળ ચાલ્યા આવો. ત્યારે તે સખીના ખભે હાથ મૂકીને ચાલવા લાગી, જેમ જેમ ડાભની અણી ભોંકાતી તેમ તેમ અતિ ખેદખિન્ન થતી, વિલાપ કરતી, મહાકટે શરીરને ટકાવતી, તીવ્ર વેગથી વહેતા પાણીના ઝરણાને કષ્ટપૂર્વક પાર કરતી, પોતાના અતિનિર્દય સર્વ સ્વજનોને યાદ કરી અશુભ કર્મને વારંવાર નિંદતી, ભયભીત હરણીની જેમ વેલોને પકડતી, શરીરે પરસેવાના રેલા વહાવતી, કાંટામાં વસ્ત્ર ભરાઈ જાય ત્યારે માંડ છોડાવતી, જેના પગ લોહીથી લાલ થઈ ગયા છે એવી, શોરૂપ અગ્નિના દાહથી કાળી પડી ગયેલી, પાંદડાં હલે તો પણ ફફડતી, વારંવાર વિશ્રામ લેતી, ધીરેધીરે અંજના પહાડની તળેટી આવી ત્યાં આંસુભરેલી બેસી ગઈ. સખી તેને પ્રિય વચનોથી ધૈર્ય આપવા લાગી. તે સખીને કહેવા લાગી કે હવે મારામાં એક ડગલું ભરવાની પણ શક્તિ નથી, હું અહીં જ રહીશ, મરણ થાય તો ભલે થાય. સખી તેને અત્યંત પ્રેમથી, મનોહર વચનોથી શાંતિ પમાડતી નમસ્કાર કરીને કહેવા લાગીઃ હે દેવી! આ ગુફા નજીક જ છે, કૃપા કરીને અહીંથી ઊઠીને ત્યાં સૂખપૂર્વક બેસો. અહીં ક્રૂર જીવો વિચરે છે, તમારે ગર્ભની રક્ષા કરવાની છે, માટે હઠ ન કરો. ત્યારે તે આતાપની ભરેલી સખીના વચનથી અને ગાઢ વનના ભયથી ચાલવા માટે ઊભી થઈ અને સખી તેને હાથનો ટેકો આપીને, વિષમ ભૂમિમાંથી બહાર લાવી ગુફાના દ્વાર પર લઈ ગઈ. વગર વિચાર્યે ગુફામા બેસવામાં ભય છે એમ સમજી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તરમું પર્વ ૧૮૭ એ બન્ને બહાર ઊભી રહી અને અંદર દષ્ટિ કરીને જોયું તો ત્યાં એક પવિત્ર શિલા પર વિરાજતા ચારણમુનિને જોયા. તેમણે પલ્ચકાસન ધર્યું હતું, તેમના શ્વાસોચ્છવાસ નિર્ચાળ હતા, નાકની અણી પર તેમની દષ્ટિ હતી, શરીર થાંભલાની જેમ સ્થિર હતું, ખોળામાં ડાબા હાથ જમણા હાથ પર મૂકેલો હતો, સમુદ્ર સમાન ગંભીર, અનેક ઋદ્ધિસંયુક્ત, આત્મસ્વરૂપ, જેવું જિનશાસનમાં બતાવ્યું છે તેવું ધ્યાનમાં લેતા, પવન જેવા અસંગ, આકાશ જેના નિર્મળ, જાણે કે પહાડનું શિખર જ હોય તેવા તેમને બન્નેએ જોયા. એ બન્ને મુનિની સમીપમાં આવી. તેમનું બધું દુઃખ ભુલાઈ ગયું. ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જોડી નમસ્કાર કર્યા. મુનિ પરમ બાંધવ મળ્યા. જે સમયે જેની પ્રાપ્તિ થવાની હોય તે થાય. મુનિના ચરણારવિંદ તરફ પોતાનાં અગ્રુપાતરહિત સ્થિર નેત્ર કરી, એ બન્ને હાથ જોડી વિનંતી કરવા લાગી: હે ભગવાન! હું કલ્યાણરૂપ! હે ઉત્તમ ચેષ્ટાના ધારક! આપનું શરીર કુશળ છે? આપનો દેહ તો સર્વ વ્રતતપ સાધવાનું મૂળ કારણ છે. હે ગુણસાગર! જેમને ઉપરાઉપરી તપની વૃદ્ધિ થઈ રહી છે, હે ક્ષમાવાન! શાંતભાવના ધારક! મનઇન્દ્રિયના વિજેતા! આપનો વિહાર જીવોના કલ્યાણના નિમિત્તે જ છે, આપના જેવા પુરુષ તો સર્વ જીવોના કુશળતું કારણ છે તેથી આપની કુશળતા શું પૂછવી? પરંતુ પૂછવાનો શિષ્ટાચાર છે એટલે પૂછી છે. આમ કહીને વિનયથી નમ્રીભૂત થયેલ શરીરવાળી ચૂપ થઈ ગઈ અને મુનિના દર્શનથી તેમનો સર્વ ભય ચાલ્યો ગયો. પછી મુનિ અમૃતતુલ્ય પરમ શાંતિનાં વચન કહેવા લાગ્યા, કે કલ્યાણરૂપિણી ! હે પુત્રી ! અમારાં કર્માનુસાર અમે કુશળ છીએ. આ બધા જ જીવો પોતપોતાના કર્મોનું ફળ ભોગવે છે. જુઓ કર્મની વિચિત્રતા, આ રાજા મહેન્દ્રની પુત્રીને વિના અપરાધે કુટુંબના લોકોએ કાઢી મૂકી છે. મુનિ મહાજ્ઞાની છે, કહ્યા વિના જ બધી વાતો જાણનારા છે. તેમને નમસ્કાર કરીને વસંતમાલા પૂછવા લાગી–હે નાથ ! કયા કારણથી આના પતિ એનાથી ઘણા દિવસ સુધી ઉદાસ રહ્યા? એ કયા કારણે અનુરાગી થયા તથા મહાસુખયોગ્ય આ અંજના વનમાં કયા કારણથી આટલું દુઃખ પામી ? એના ગર્ભમાં ક્યો મંદભાગી જીવ આવ્યો છે કે જેનાથી આને જીવવાની પણ શંકા પડી? ત્યારે ત્રણ જ્ઞાનના ધારક અમિતગતિ સ્વામી સર્વ વૃત્તાંત યથાર્થપણે કહેવા લાગ્યા. મહાપુરુષોની એ જ વૃત્તિ હોય છે કે જે બીજાઓને ઉપકાર કરે છે. મુનિ વસંતમાલાને કહે છે: હે પુત્રી ! આના ગર્ભમાં ઉત્તમ બાળક આવ્યો છે. પ્રથમ તો તેના ભવ સાંભળ. પછી તેણે પૂર્વ ભવમાં જે પાપનું આચરણ કર્યું હતું અને જેના કારણે આ અંજના આવું દુ:ખ પામી તે સાંભળ. હનુમાન અને અંજનાના પૂર્વભવ જંબૂઢીપમાં ભરત નામનું ક્ષેત્ર છે. ત્યાં મંદર નામનું નગર છે, ત્યાં પ્રિયનંદી નામનો ગૃહસ્થ જાયા નામની સ્ત્રી અને દમયંત નામના પુત્ર સાથે રહેતો હતો. તે સૌભાગ્યશાળી કલ્યાણરૂપ જે દયા, ક્ષમા, શીલ, સંતોષાદિ ગુણોનો ધારક હતો. એક દિવસ વસંતઋતુમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ સત્ત૨મું ૫ર્વ પદ્મપુરાણ નંદનવનતુલ્ય વનમાં નગરના લોકો ક્રીડા કરવા લાગ્યા. દમયંતે પણ પોતાના મિત્રો સાથે ખૂબ ક્રીડા કરી. અબીલાદિ સુગંધી શરીરવાળા અને કુંડળાદિ આભૂષણ પહેરેલા તેણે તે સમયે એક મહામુનિ જોયા. મુનિએ આકાશરૂપી વસ્ત્ર ધારણ કર્યું હતું, તપ જ તેમનું ધન હતું. ધ્યાન, સ્વાધ્યાય આદિ ક્રિયાઓમાં તે ઉધમી હતા. દમયંત પોતાના મિત્રોને ક્રીડા કરતા છોડીને મુનિઓની મંડળીમાં આવ્યો, વંદના કરીને ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું, સમ્યગ્દર્શન પામ્યો, શ્રાવકનાં વ્રત ધારણ કર્યાં, અનેક પ્રકારના નિયમ લીધા. એક દિવસ તેણે દાતાના સાત ગુણ અને નવધા ભક્તિપૂર્વક સાધુને આહારદાન આપ્યું. કેટલાક દિવસો પછી સમાધિમરણ કરીને સ્વર્ગલોકમાં જન્મ્યો. નિયમ અને દાનના પ્રભાવથી તે અદ્દભુત યોગ પામ્યો. સેંકડો દેવાંગનાઓનાં નેત્રોની કાંતિરૂપ નીલકમળની માળાથી અર્ચિત ચિરકાળ સુધી તેણે સ્વર્ગનાં સુખ ભોગવ્યાં. પછી સ્વર્ગમાંથી ચ્યવીને જંબુદ્વીપમાં મૃગાંક નામના નગરમાં હરિચંદ નામના રાજાની પ્રિયંગુલક્ષ્મી નામની રાણીને પેટે સિંહચંદ નામનો પુત્ર થયો. અનેક કલા અને ગુણોમાં પ્રવીણ તે અનેક વિવેકીઓનાં હૃદયમાં વસ્યો. ત્યાં પણ દેવો જેવા ભોગ ભોગવ્યા, સાધુઓની સેવા કરી. પછી સમાધિમરણ કરીને દેવલોકમાં ગયો. ત્યાં મનવાંછિત અતિઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કર્યાં. દેવીઓનાં વદનરૂપી કમળના જ્યાં વનને પ્રફુલ્લિત કરવાને તે સૂર્ય સમાન હતો. ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં વિજ્યાર્ધ પર્વત પર અરુણપુર નગરમાં રાજા સુકંઠની રાણી કનકોદરીની કૂખે સિંહવાહન નામનો પુત્ર થયો. પોતાના ગુણોથી સમસ્ત પ્રાણીઓનાં મન હરનાર તેણે ત્યાં દેવ જેવા ભોગ ભોગવ્યા, અપ્સરા સમાન સ્ત્રીઓનાં મનનો તે ચોર હતો. તેણે ઘણો સમય રાજ્ય કર્યું. શ્રી વિમળનાથજીના સમોસરણમાં તેને આત્મજ્ઞાન અને સંસારથી વૈરાગ્ય થયો તેથી લક્ષ્મીવાહન નામના પુત્રને રાજ્ય આપી, સંસારને અસાર જાણી, લક્ષ્મીતિલક મુનિના શિષ્ય થયા. શ્રી વીતરાગદેવના કહેલા મહાવ્રતરૂપ યતિનો ધર્મ અંગીકાર કર્યો. અનિત્યાદિ બાર ભાવનાનું ચિતંન કરી જ્ઞાનચેતનારૂપ થયા. જે તપ કોઈથી ન બને તેવું તપ કર્યું. રત્નત્રયરૂપ પોતાના નિજભાવોમાં સ્થિર થયા. ૫૨મ તત્ત્વજ્ઞાનરૂપ આત્માના અનુભવમાં મગ્ન થયા. તપના પ્રભાવથી અનેક ઋદ્ધિ ઉપજી. સર્વ વાતે સમર્થ હતા. તેમના શરીરને સ્પર્શીને આવતા પવનથી પ્રાણીઓનાં અનેક દુઃખ-રોગ દૂર થતાં, પરંતુ પોતે કર્મની નિર્જરા અર્થે બાવીસ પરીસહ સહન કરતા. પછી આયુષ્ય પૂર્ણ કરીને ધર્મ-ધ્યાનના પ્રસાદથી જ્યોતિષચક્રને ઓળંગી સાતમા લાંતવ નામના સ્વર્ગમાં મોટા ઋદ્ધિધારી દેવ થયા. ચાહે તેવું રૂપ કરતા, ચાહે ત્યાં જતા, જે વચનથી વર્ણવી શકાય નહિ. આવાં અદ્દભુત સુખ ભોગવ્યાં, પરંતુ સ્વર્ગનાં સુખમાં મગ્ન ન થયા. જેને પરમધામની ઇચ્છા છે એવા તે ત્યાંથી ચ્યવીને અંજનાની કુક્ષિમાં આવ્યા છે. તે પરમ સુખના ભાજન છે. હવે તે દેહુ ધા૨ણ ક૨શે નહિ, અવિનાશી સુખ પામશે, તે ચરમશીરી છે. આ તો પુત્રનો ગર્ભમાં આવવાનો વૃત્તાંત કહ્યો. હવે હૈ કલ્યાણ ચેષ્ટાવાળી! એને જે કારણથી પતિનો વિરહ અને કુટુંબનો નિરાદર થયો તે વૃત્તાંત સાંભળ. આ અંજનાસુંદરીએ પૂર્વભવમાં દેવાધિદેવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તરમું પર્વ ૧૮૯ શ્રી જિનેન્દ્રદેવની પ્રતિમા પટરાણીપદના અભિમાનથી શોક્ય ઉપર ક્રોધ કરીને મંદિરમાંથી બહાર કાઢી નાખી, તે જ સમયે એક સંયમશ્રી નામની અજિંકા તેને ઘેર આહાર માટે આવ્યા હતા, તે તપથી પૃથ્વી ઉપર પ્રસિદ્ધ હતા, તેમણે અંજના દ્વારા શ્રીજીની મૂર્તિનો અવિનય થયો જોઈ પારણું ન કર્યું. પાછા ચાલ્યા ગયા અને આને અજ્ઞાની જાણી, દયાભાવથી ઉપદેશ દેતા ગયા. જે સાધુ પુરુષ છે તે તો સૌનું ભલું જ ઈચ્છે છે. જીવોને સમજાવવા માટે ન પૂછવા છતાં પણ સાધુજન શ્રી ગુરુની આજ્ઞાથી ધર્મોપદેશ આપે છે. આમ જાણીને શીલ, સંયમરૂપ આભૂષણ ધારણ કરનાર તે સંયમશ્રીએ પટરાણીને મહામધુર અનુપમ વચનો કહ્યાં કે હે ભોળી ! સાંભળ, તું રાજાની પટરાણી છે, અત્યંત રૂપવતી છે, રાજા તને ખૂબ સન્માન આપે છે, તું ભોગોનું સ્થાન છે, તારું આ શરીર પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ છે. આ જીવ ચાર ગતિમાં ભટકે છે, મહાદુઃખ પામે છે, અનંત કાળમાં કોઈક જ વાર પુણ્યના યોગથી મનુષ્યદેહ પામે છે. હે શોભને! તું કોઈ પુણ્યના યોગે મનુષ્યદેહ પામી છો માટે આવું નિંધ આચરણ તું ન કર, યોગ્ય ક્રિયા કરવી ઉચિત છે. આ મનુષ્યદેહ પામીને જે સુકૃત કરતો નથી તે હાથમાં આવેલું રત્ન ગુમાવી દે છે. મન, વચન, કાયાના યોગથી શુભ ક્રિયાનું સાધન કરવું તે શ્રેષ્ઠ છે, અશુભ ક્રિયાનું સાધન છે તે દુઃખનું મૂળ છે. જે પોતાના હિત માટે સુકૃતમાં પ્રવર્તે છે તે જ ઉત્તમ છે, લોક મહાનિંદ્ય અનાચારથી ભરેલો છે. જે સંત સંસારસાગરથી પોતે તરે છે, બીજાઓને તારે છે, ભવ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપે છે તેના સમાન બીજું કોઈ નથી, તે કૃતાર્થ છે, તે મુનિઓના નાથ, સર્વ જગતના નાથ, ધર્મચક્રી શ્રી અરિહંતદેવના પ્રતિબિંબનો જે અવિનય કરે છે તે અનેક ભવમાં કુગતિનાં મહાદુઃખ પામે છે. તે દુઃખોનું કોણ વર્ણન કરી શકે? જોકે શ્રી વીતરાગદેવ રાગદ્વેષરહિત છે, જે સેવા કરે તેમના પ્રત્યે રાગ નથી અને જે નિંદા કરે તેમના પ્રત્યે દ્વેષ નથી, મધ્યસ્થભાવ ધારે છે. પરંતુ જે જીવ સેવા કરે તે સ્વર્ગ-મોક્ષ પામે અને જે નિંદા કરે તે નરક-નિગોદ પામે. કયા કારણે? જીવોને પોતાનાં શુભઅશુભ પરિણામોથી સુખ-દુ:ખની ઉત્પત્તિ થાય છે. જેમ અગ્નિના સેવનથી શીતનું નિવારણ થાય છે અને ખાનપાનથી ક્ષુધાતૃષાની પીડા મટે છે તેમ જિનરાજની પૂજાથી સ્વયમેવ સુખ થાય છે અને અવિનયથી પરમદુઃખ થાય છે. હું શોભને! સંસારમાં જે દુઃખ દેખાય તે સર્વ પાપનાં ફળ છે અને જે સુખ છે તે ધર્મનાં ફળ છે. તું પૂર્વ પુણ્યના ઉદયથી મહારાજની પટરાણી થઈ છો, ખૂબ સંપત્તિ મેળવી છે, તારો પુત્ર અદ્દભુત કાર્ય કરનાર છે, હવે તું એવું કર કે જેથી સુખ પામે. મારાં વચનથી તારું કલ્યાણ કર. હે ભવ્ય ! સર્ય અને નેત્ર હોવા છતાં તે કૂવામાં ન પડ. જો આવાં કાર્ય કરીશ તો ઘોર નરકમાં પડીશ. દેવગુરુશાસ્ત્રનો અવિનય કરવો એ અનંત દુઃખનું કારણ છે અને આવા દોષ જોઈને જો હું તને ન સંબોધું તો મને પ્રમાદનો દોષ લાગે છે તેથી તારા કલ્યાણના નિમિત્તે મેં ધર્મોપદેશ આપ્યો છે. જ્યારે શ્રી અજિંકાજીએ આમ કહ્યું ત્યારે તેણે નરકથી ડરી, સમ્યગ્દર્શન ધારણ કર્યું, શ્રાવિકાનાં વ્રત આદર્યા, શ્રીજીની પ્રતિમા મંદિરમાં પધરાવી અને અનેક વિધાનથી અષ્ટપ્રકારી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦ સત્તરમું પર્વ પદ્મપુરાણ પૂજા કરાવી. આ પ્રમાણે રાણી કનકોદરીને અર્શિકા ધર્મનો ઉપદેશ આપી, પોતાના સ્થાનકે ગયા અને તે કનકોદરી શ્રી સર્વજ્ઞદેવના ધર્મનું આરાધન કરીને સમાધિમરણ કરીને સ્વર્ગલોકમાં ગઈ. ત્યા સ્વર્ગનાં સુખ ભોગવ્યાં અને સ્વર્ગમાંથી ચ્યવીને મહેન્દ્રની રાણી મનોવેગાની અંજનાસુંદરી નામની તું પુત્રી થઈ. પુણ્યના પ્રભાવથી રાજકુળમાં જન્મી, ઉત્તમ વર મળ્યો અને જે જિનેન્દ્રદેવની પ્રતિમાને એક ક્ષણ મંદિરની બહાર રાખી હતી તેના પાપથી ધણીનો વિયોગ અને કુટુંબનો અનાદર પામી. વિવાના ત્રણ દિવસ પહેલાં પવનંજય ગુપ્ત રીતે આવ્યા હતા, રાત્રે તારા મહેલના ઝરૂખામાં મિત્ર પ્રહસ્ત સાથે બેઠા હતા તે વખતે સખી મિશ્રકેશીએ વિધુતપ્રભનાં વખાણ કર્યા અને પવનંજયની નિંદા કરી તે કારણે પવનંજયને દ્વેષ થયો. પછી યુદ્ધ માટે ઘેરથી નીકળ્યા, માનસરોવર પર પડાવ કર્યો ત્યાં ચકવીનો વિરહું જોઈ કરુણા ઉપજી, તે કરુણા જ જાણે કે સખીનું રૂપ લઈને કુમારને સુંદરી પાસે લાવી અને તેને ગર્ભ રહ્યો. કુમાર છાનામાના જ પિતાની આજ્ઞા સાધવા માટે રાવણની પાસે ગયા. આમ કહીને ફરીથી મુનિએ અંજનાને કહ્યું: હે બાલિકે ! તું કર્મના ઉદયથી આવું દુ:ખ પામી માટે આવું નિંધ કર્મ કરીશ નહિ. સંસારસમુદ્રથી તારનાર જિનેન્દ્રદેવની ભક્તિ કર. પૃથ્વી ઉપર જે સુખ છે તે સર્વ જિનભક્તિના પ્રતાપે મળે છે. પોતાના ભવની આવી વાત સાંભળી અંજના વિસ્મય પામી અને પોતાના કરેલા કર્મની નિંદા કરતી ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગી. ત્યારે મુનિએ કહ્યું, હે પુત્રી! હવે તું તારી શક્તિ પ્રમાણે નિયમ લે અને જિનધર્મનું સેવન કર, યતિ-વતીઓની ઉપાસના કર. તે એવાં કર્મ કર્યા હતાં કે તું અધોગતિ પામત, પરંતુ સંયમશ્રી અજિંકાએ કૃપા કરીને ધર્મનો ઉપદેશ આપ્યો અને હાથનો ટેકો આપી કુગતિના પતનથી બચાવી, અને જે બાળક તારા ગર્ભમાં આવ્યો છે તે મહાકલ્યાણનું ભાજન છે. પુત્રના પ્રભાવથી તું પરમસુખ પામીશ, તારો પુત્ર અખંડવીર્ય છે, દેવોથી પણ ન જિતાય તેવો થશે. હવે થોડા જ દિવસોમાં તારા પતિનો તને મેળાપ થશે. માટે હે ભવ્ય ! તું તારા મનમાં ખેદ ન કર, શુભ ક્રિયામાં પ્રમાદરહિતપણે ઉદ્યમી થા. મુનિનાં આ વચન સાંભળીને અંજના અને વસંતમાલા ખૂબ રાજી થઈ અને મુનિને વારંવાર નમસ્કાર કર્યા. મુનિરાજે એમને ધર્મોપદેશ આપીને આકાશમાર્ગે વિહાર કર્યો. જેમનું ચિત્ત નિર્મળ છે એવા સંયમીઓને માટે એ જ ઉચિત છે કે તે નિર્જન સ્થાનકમાં નિવાસ કરે અને તે પણ અલ્પકાળ જ રહે. આ પ્રમાણે અંજના પોતાના ભવ સાંભળીને પાપકર્મથી અત્યંત ડરી અને ધર્મમાં સાવધાન થઈ. તે ગુફા મુનિના બિરાજવાથી પવિત્ર થઈ હતી તેથી ત્યાં અંજના વસંતમાલા સાથે પુત્રની પ્રસૂતિનો સમય જોઈને રહી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે-હે શ્રેણિક ! હવે તે મહેન્દ્રની પુત્રી ગુફામાં રહેતી, વસંતમાલા વિદ્યાબળથી ખાનપાન આદિ એની સર્વ મનવાંછિત સામગ્રી પ્રાપ્ત કરતી. પતિવ્રતા અંજના પ્રિય વિના જંગલમાં એકલી હતી તેનું દુઃખ જાણે કે સૂર્ય ન જોઈ શક્યો, તેથી અસ્ત થવા લાગ્યો. એના દુઃખથી સૂર્યનાં કિરણો મંદ થઈ ગયાં. પહાડના શિખર પર અને વૃક્ષોની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તરમું પર્વ ૧૯૧ ટોચ પર જે કિરણોનો પ્રકાશ રહ્યો હતો તે પણ સંકોચાઈ ગયો. સંધ્યાથી થોડીવાર આકાશમંડળ લાલ થઈ ગયું, જાણે કે ક્રોધે ભરાયેલા સિંહુનાં લાલ નેત્રોની લાલાશ ફેલાઈ ગઈ છે. પછી શીધ્ર અંધકાર સ્વરૂપ રાત્રિ પ્રગટ થઈ, જાણે કે રાક્ષસી જ રસાતાળમાંથી નીકળી છે. સંધ્યા સમયે પક્ષીઓ ચીંચીં કરતાં ગહન વનમાં શબ્દરહિત થઈ વૃક્ષોની ટોચે બેસી ગયાં, રાત્રિનું શ્યામ સ્વરૂપ ડરામણું લાગવાથી ચૂપ થઈ ગયાં. શિયાળના ભયાનક અવાજ આવવા લાગ્યા, જાણે કે આવનારા ઉપસર્ગનો ઢોલ જ વાગી રહ્યો હોય. પછી ગુફાના મુખ પાસે સિંહ આવ્યો. કેવો છે સિંહ? હાથીના કુંભસ્થળ વિદારવાથી તેના રુધિરથી જેના કેશ લાલ થઈ ગયા છે, કાળ સમાન દૂર ભૂકુટિ ચડાવી છે, તેના ભયાનક શબ્દથી વન ગુંજી રહ્યું છે, મુખમાંથી પ્રલયકાળના અગ્નિની જ્વાળા સમાન જીભ લબકારા મારે છે, તીક્ષ્ણ દાઢ અત્યંત કુટિલ છે, પ્રલયકાળના ઉગતા સૂર્ય જેવા તેજ ધારણ કરતાં નેત્રો છે. તે સિંહે પૂછની અણી મસ્તક ઉપર ઊંચી કરી હતી, નખની અણીથી ધરતી ખોદતો હતો, મૃત્યુનું સાક્ષાત્ સ્વરૂપ હોય તેવો યમનો પણ યમ હોય તેવો જોઈને વનમાં બધાં જીવ ડરી ગયાં. તેના નાદથી ગુફા ગાજી ઊઠી, જાણે ભયંકર પહાડ રોવા લાગ્યો. તેનો નિષ્ફર અવાજ વનના જીવોના કાનને ભયંકર મુગરના ઘાત જેવો લાગ્યો. તેનાં લાલ નેત્રોના ભયથી હુરણો જાણે ચિત્ર જેવા બની ગયાં હતાં. મદોન્મત્ત હાથીનો મદ ઉતરી ગયો હતો, બધાં પશુઓ પોતપોતાનાં બચ્ચાઓને લઈ ભયથી ધ્રૂજતાં વૃક્ષોને આશરે આવી રહ્યાં. સિંહની ગર્જના સાંભળી અંજનાએ એવી પ્રતિજ્ઞા કરી કે જો ઉપસર્ગથી મારું શરીર જાય તો મારે અનશન વ્રત છે, ઉપસર્ગ ટળશે તો ભોજન લઈશ. સખી વસંતમાલા હાથમાં ખડગ લઈને કોઈ વાર આકાશમાં જતી. કોઈ વાર ભૂમિ પર આવતી, અતિવ્યાકુળ થઈ પક્ષિણીની જેમ ભટકતી હતી. એ બન્નેને ભયભીત અને ધ્રુજતી જોઈને તે ગુફાના નિવાસી મણિચૂલ નામના ગંધર્વની પત્ની રત્નચૂલા દયા લાવીને કહેવા લાગી હે દેવ! જુઓ, આ બન્ને સ્ત્રીઓ સિંહથી અતિભયભીત અને વિહવળ છે, તમે એની રક્ષા કરો. ગંધર્વને દયા આવી. તેણે તત્કાળ વિક્રિયા કરીને અષ્ટાપદનું સ્વરૂપ રચ્યું. ત્યાં સિંહ અને અષ્ટાપદના ભયંકર અવાજો આવવા લાગ્યા. અંજના હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરવા લાગી અને વસંતમાલા સારસની જેમ વિલાપ કરતી રહી. હાય અંજના !! પહેલાં તો તું પતિને અપ્રિય દુર્ભાગી બની, કોઈ પણ પ્રકારે પતિનું આગમન થયું તો તેનાથી તને ગર્ભ રહ્યો અને સાસુએ સમજ્યા વિના ઘરમાંથી કાઢી, પછી માતાપિતાએ પણ ન રાખી અને મહાભયાનક વનમાં આવી. ત્યાં પુણ્યના યોગે મુનિનાં દર્શન થયાં, મુનિએ ધૈર્ય બંધાવ્યું, પૂર્વભવની કથા કહી, ધર્મોપદેશ આપી આકાશમાર્ગે ગયા અને તે પ્રસૂતિના હેતુથી ગુફામાં રહી. હવે આ સિંહના મુખમાં પ્રવેશ કરીશ. હાય ! હાય! એક રાજપુત્રી નિર્જન વનમાં મરણ પામી રહી છે. હવે આ વનના દેવ, દયા કરીને રક્ષા કરો. મુનિએ કહ્યું હતું કે તારાં બધાં દુઃખો ટળી ગયાં તો શું મુનિનું વચન અન્યથા થાય? આમ વિલાપ કરતી વસંતમાલા હીંચકે ઝૂલતી હોય તેમ એક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧૯૨ સત્ત૨મું ૫ર્વ પદ્મપુરાણ જગાએ સ્થિર રહેતી નહિ. ક્ષણમાં તે અંજનાસુંદરી પાસે આવતી અને ક્ષણમાં બહાર જતી. તે ગુફાનો ગંધર્વદેવ અષ્ટાપદનું રૂપ લઈને આવ્યો હતો તેણે સિંહ પર પંજાનો પ્રહાર કર્યો એટલે સિંહ ભાગ્યો અને અષ્ટાપદ નિજ સ્થાનકે ગયો. આ સ્વપ્ન સમાન સિંહ અને અષ્ટપદના યુદ્ધનું ચરિત્ર જોઈને વસંતમાલા ગુફામાં અંજનાસુંદરી પાસે આવી, પલ્લવથી પણ કોમળ હાથથી વિશ્વાસ આપતી રહી, જાણે નવો જન્મ મળ્યો, હિતકારી વાતચીત કરવા લાગી. જેને એક રાત્રિ એક વર્ષ જેવડી લાગતી હતી એવી એ બન્ને કોઈવાર કુટુંબના નિર્દયપણાની વાત કરતી તો કોઈ વાર ધર્મકથા કરતી. અષ્ટાપદે સિંહને એવો ભગાડી મૂકયો, જેમ હાથીને સિંહ અને સર્પને ગરુડ ભગાડી મૂકે. પછી તે ગંધર્વદેવ ખૂબ આનંદમાં આવીને ગાવા લાગ્યો. તેનું ગાન દેવોનું પણ મન મોહી લે તો મનુષ્યોની તો શી વાત? અર્ધરાત્રિ થઈ અને બધા શાંત થઈ ગયા ત્યારે તે ગાવા લાગ્યો, વીણા વગાડવા લાગ્યો. બીજાં પણ તંબૂર, મંજીરા, મૃદંગ, બંસરી આદિ વાજિંત્રો વગાડવા લાગ્યો, પડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ આ સાત સ્વરોમાં તેણે ગાયું. આ સાત સ્વરોના ત્રણ ગ્રામ શીઘ્ર, મધ્ય અને વિલંબિત તથા એકવીસ મૂર્ચ્છના છે તે ગંધર્વોમાં જે મોટા દેવની પેઠે તેણે ગાન કર્યું. ગાનવિધામાં ગંધર્વદેવ પ્રસિદ્ધ છે. રાગને ઓગણપચાસ સ્થાનક છે તે બધા ગંધર્વદેવ જાણે છે. તેણે ભગવાન શ્રી જિનેન્દ્રદેવના ગુણ સુંદર અક્ષરોમાં ગાયા. હું શ્રી અરિહંતદેવને ભક્તિથી વંદું છે. ભગવાન દેવ અને દૈત્યોથી પૂજનીય છે. દેવ એટલે સ્વર્ગવાસી, દૈત્ય એટલે જ્યોતિષી, વ્યંતર અને ભવનવાસી; આ ચતુર્નિકાયના દેવ છે અને ભગવાન બધા દેવોના દેવ છે, જેમને સુર, ન૨-વિધાધર અષ્ટદ્રવ્યથી પૂજે છે. તે ત્રણ ભુવનમાં અતિપ્રવીણ અને પવિત્ર છે. શ્રી મુનિસુવ્રતનાથ ભગવાનના ચરણયુગલમાં હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, જેમના ચરણારવિંદના નખની કાંતિ ઇન્દ્રના મુગટનાં રત્નોની જ્યોતનો પ્રકાશ કરે છે, આવાં ગીત ગંધર્વદેવે ગાયાં. તેથી વસંતમાલા ખૂબ પ્રસન્ન થઈ. તેણે આવા રાગ કદી સાંભળ્યા નહોતા, વિસ્મયથી જેનું મન ભરાઈ ગયું છે એવી તે ગીતની અત્યંત પ્રશંસા કરવા લાગી. વસંતમાલા અંજનાને કહેવા લાગી કે ધન્ય છે આ ગીત ! આ મનોહર ગીતથી મારું હૃદય અમૃતથી જાણે ભીંજાઈ ગયું છે. આ કોઈ દયાળુ દેવ છે, જેણે અષ્ટાપદનું રૂપ ધારણ કરી સિંહને ભગાડ્યો અને આપણી રક્ષા કરી અને એણે જ આપણા આનંદ માટે આ મનોહર ગીત ગાયાં છે. હે દેવી! હે શોભને ! હૈ શીલવંતી! તારા ઉપર બધા જ દયા રાખે છે. જે ભવ્ય જીવ છે તેમને મહાભયંકર વનમાં દેવ મિત્ર થાય છે. આ ઉપસર્ગના વિનાશથી ચોક્ક્સ તારા પતિનો મેળાપ થશે અને તને અદ્દભુત પરાક્રમી પુત્ર થશે. ગુફા પવિત્ર બની હતી તેમાં મુનિનાં વચન અન્યથા થતાં નથી. પછી મુનિના ધ્યાનથી શ્રી મુનિ સુવ્રતનાથની પ્રતિમા પધરાવી બન્નેએ સુગંધી દ્રવ્યોથી પૂજા કરી. બન્નેનાં મનમાં એક જ વિચાર હતો કે પ્રસૂતિ સુખપૂર્વક થાય. વસંતમાલા જુદી જુદી રીતે અંજનાના ચિત્તને પ્રસન્ન કરે છે અને તે કહેવા લાગી કે હું દેવી! આ વન અને ગિરિ તમારા અહીં પધારવાથી પરમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્ત૨મું ૫ર્વ ૧૯૩ હર્ષ પામ્યાં છે તેથી ઝરણાના પ્રવાહથી આ પર્વત જાણે કે હસે જ છે અને આ વનનાં વૃક્ષો ફળોના ભારથી નીચે ઝૂકી રહ્યાં છે, કોમળ પાંદડાં અને વિખરાયેલાં ફૂલો દ્વારા જાણે હર્ષ પામ્યાં છે. આ મોર, પોપટ, મેના કોયલ આદિ મધુર અવાજ કરી રહ્યાં છે તે જાણે કે વન-પહાડ સાથે વાર્તાલાપ કરે છે. આ પર્વત નાના પ્રકારની ધાતુની ખાણ છે. આ ગીચ વૃક્ષોના સમૂહ આ પર્વતરૂપ રાજાના સુંદર વસ્ત્ર છે, અહીં જાતજાતનાં રત્ન છે તે આ પર્વતનાં આભૂષણો છે, આ પર્વતમાં સારી સારી ગુફાઓ છે, અનેક જાતનાં સુગંધી પુષ્પો છે, મોટાં મોટાં સરોવરો છે, તેમાં સુગંધી કમળો ખીલી રહ્યાં છે. કે કલ્યાણરૂપિણી ! ચિંતા ન કર, ધૈર્ય ધારણ કર, આ વનમાં બધું સારું થશે. દેવ સેવા કરશે. તું પુણ્યાધિકારિણી છે, તારું શરીર નિષ્પાપ છે. હર્ષથી પક્ષી અવાજ કરે છે, જાણે તારી પ્રસંશા જ કરે છે. આ વૃક્ષ શીતળ, મંદ, સુગંધી પવનના પ્રેરવાથી પત્રોના સરસાટથી જાણે તારા આવવાથી આનંદ પામીને નૃત્ય જ કરે છે. હવે સવારનો સમય થયો છે, પહેલાં તો લાલ સંધ્યા થઈ તે જાણે કે સૂર્ય તારી સેવા કરવા સખી મોકલી છે. હવે સૂર્ય પણ તારાં દર્શન કરવા માટે ઊગવા તૈયાર થયો છે. પોતાને પ્રસન્ન રાખવા માટે વસંતમાલાએ જ્યારે આ વાત કહી ત્યારે અંજનાસુંદરી કહેવા લાગી: હૈ સખી! તારા હોતાં મારી પાસે આખું કુટુંબ છે અને આ વન પણ તારા પ્રસાદથી નગર છે. જે આ પ્રાણીને આપત્તિમાં સહાય કરે છે તે જ પરમ બાંધવ છે અને જે બાંધવ દુ:ખ આપે છે તે જ પરમશત્રુ છે. આ પ્રમાણે પરસ્પર મિષ્ટ વાતચીત કરતી આ બન્ને ગુફામાં રહેલી શ્રી મુનિ સુવ્રતનાથની પ્રતિમાનું પૂજન કરતી. વિધાના પ્રભાવથી વસંતમાલા ખાનપાનાદિ બધી વસ્તુઓ તૈયાર કરતી. તે ગંધર્વ દેવ દુષ્ટ જીવોથી એમની સર્વ પ્રકારે રક્ષા કરતા અને નિરંતર ભક્તિથી ભગવાનના અનેક ગુણ જાતજાતના રાગની રચના કરીને ગાતા. (હનુમાનનો જન્મ ) પછી અંજનાની પ્રસૂતિનો સમય આવ્યો. ત્યારે તે વસંતમાલાને કહેવા લાગી કે હું સખી! આજ મને કાંઈક વ્યાકુળતા છે. વસંતમાલાએ કહ્યું કે હૈ શોભને! તારી પ્રસૂતિનો સમય છે, તું આનંદ પામ. પછી એના માટે કોમળ પલ્લવોની શય્યા બનાવી. તેના ઉપર એણે પુત્રને જન્મ આપ્યો. જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ આણે હનુમાનને પ્રગટ કર્યો. પુત્રના જન્મથી ગુફાનો અંધકાર જતો રહ્યો, ગુફા પ્રકાશમય થઈ ગઈ, જાણે સુવર્ણમય જ થઈ ગઈ. પછી અંજના પુત્રને છાતીએ વળગાડીને દીનતાપૂર્વક કહેવા લાગી કે હે પુત્ર! તું ગહન વનમાં જન્મ્યો. તારા જન્મનો ઉત્સવ કેવી રીતે કરું? જો તારા દાદા કે નાનાને ઘેર જન્મ થયો હોત તો જન્મનો મોટો ઉત્સવ ઉજવાયો હોત. તારા મુખરૂપ ચંદ્રને જોતાં કોને આનંદ ન થાય? હું શું કરું? હું મંદાગિની સર્વ વસ્તુરહિત છું. પૂર્વોપાર્જિત કર્મે મને દુઃખદશામાં મૂકી છે. હું કાંઈ કરવાને સમર્થ નથી, પરંતુ પ્રાણીઓને બધા કરતાં દીર્ઘાયું થવું દુર્લભ છે. હે પુત્ર! તું ચિરંજીવી થા. તું છે તો મારે સર્વ છે. આ પ્રાણને હરી લે તેવું ગહન વન છે એમાં હું જીવું છું તે તારા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ સત૨મું ૫ર્વ પદ્મપુરાણ જ પુણ્યના પ્રભાવથી. અંજનાના મુખમાંથી આવાં દીનતાભરેલાં વચનો નીકળતાં સાંભળીને વસંતમાલા કહેવા લાગી કે હે દેવી! તું ક્લ્યાણપૂર્ણ છે તેં આવો પુત્ર પ્રાપ્ત કર્યો. એ સુંદર લક્ષણોવાળો શુભરૂપ દેખાય છે. એ મહાન ઋદ્ધિધારક થશે. તારા પુત્રના ઉત્સવથી જાણે આ વેલીરૂપ વનિતા નૃત્ય કરે છે, તેનાં પાંદડાં ડોલી રહ્યાં છે અને ભમાં ગુંજારવ કરે છે તે જાણે કે સંગીત કરે છે. આ બાળક પૂર્ણ તેજસ્વી છે તેથી એના પ્રભાવથી તારું બધું મંગળ થશે. તું નકામી ચિંતા ન કર. આ પ્રમાણે બન્નેના વચનાલાપ થયા. ત્યા૨૫છી વસંતમાલાએ આકાશમાં સૂર્યના તેજ સમાન પ્રકાશરૂપ એક ઊંચું વિમાન જોયું તે જોઈને સ્વામિનીને વાત કરી. તેથી તે શંકાથી વિલાપ કરવા લાગી કે આ કોઈ નિષ્કારણ વેરી મારા પુત્રને લઈ જશે અથવા મારો કોઈ ભાઈ છે. તેનો વિલાપ સાંભળીને વિદ્યાધરે વિમાન રોક્યું, દયા લાવીને તે આકાશમાંથી નીચે ઉતર્યો. ગુફાના દ્વાર ૫૨ વિમાનને રોકી, મહાનીતિમાન, મહાવિવેકી શંકા ધરતો પોતાની સ્ત્રી સહિત અંદ૨ પ્રવેશ્યો. વસંતમાલાએ તેને જોઈને આદર આપ્યો. એ શુભ મનથી બેઠો, થોડી વાર પછી મધુર અને ગંભીર વાણીથી વસંતમાલાને પૂછવા લાગ્યો. તેનાં વચન એવાં ગંભીર હતાં કે જાણે મો૨ને આનંદ આપનાર મેઘ જ ગરજતા હોય. મર્યાદાવાળી આ બાઈ કોની દીકરી છે, કોને તે પરણી છે, કયા કારણથી તે જંગલમાં રહે છે, એ મોટા ઘરની પુત્રી કા કારણે કુટુંબથી વિખૂટી પડી છે, અથવા આ લોકમાં રાગદ્વેષ રહિત જે ઉત્તમ જીવ તેના પૂર્વકર્મના પ્રેરાયેલા જીવો વિના કારણે વેરી થાય છે. ત્યારે વસંતમાલાએ દુઃખના ભારથી રૂંધાયેલા કંઠે, આંસુ સારતાં, નીચી દ્દષ્ટિ રાખીને કહ્યું કે હે મહાનુભાવ! આપનાં વચનથી જ આપના મનની શુદ્ધતા જણાઈ આવે છે. જેમ રોગ અને મૃત્યુનું મૂળ જે વિષવૃક્ષ તેની છાયા સુંદર હોય છે અને જેમ બળતરાનો નાશ કરનાર જે ચંદનવૃક્ષ તેની છાયા પણ સુંદર લાગે છે તેમ આપના જેવા ગુણવાન પુરુષ છે તે શુદ્ધ ભાવ પ્રગટ કરવાના સ્થાન છે. આપ મહાન છો, દયાળુ છો. જો આપને આનું દુ:ખ સાંભળવાની ઈચ્છા હોય તો સાંભળો. હું કહું છું. આપના જેવા મોટા પુરુષને કહેવાથી દુઃખ મટે છે. આપ દુ:ખ મટાડનાર પુરુષ છો, આપદામાં સહાય કરવાનો આપનો સ્વભાવ જ છે. હવે હું કહું તે સાંભળો. આ અંજનાસુંદરી રાજા મહેન્દ્રની પુત્રી છે. તે રાજા પૃથ્વી પર પ્રસિદ્ધ મહા યશવાન, નીતિવાન અને નિર્મળ સ્વભાવવાળા છે. રાજા મહેન્દ્રના પુત્ર પવનંજય ગુણોના સાર છે તેની પ્રાણથી પણ અધિક પ્યારી પત્ની છે. પવનંજય એક વખતે પિતાની આજ્ઞાથી રાવણ પાસે વરુણ સાથે યુદ્ધ કરવા નીકળ્યા હતા. તે માન સરોવરથી રાત્રે આના મહેલમાં છાનામાના આવ્યા અને તે કારણે આને ગર્ભ રહ્યો. એની સાસુ ક્રૂર સ્વભાવવાળી, દયારહિત અને મહામૂર્ખ હતી. તેના મનમાં ગર્ભ બાબત ભ્રમ થયો તેથી તેણે એને એના પિતાને ઘેર મોકલી દીધી. આ તો સર્વ દોષરહિત, મહાસતી, શીલવંતી, નિર્વિકાર છે છતાં પિતાએ પણ અપકીર્તિના ભયથી તેને રાખી નહિ. જે સજ્જન પુરુષ છે તે જૂઠા દોષથી પણ ડરે છે. આ ઊંચા કુળની પુત્રી કોઈના આલંબન વિના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તરમું પર્વ ૧૯૫ વનમાં હરણીની જેમ રહે છે. હું એની સેવા કરું છું. એના કુળક્રમથી અમે આજ્ઞાંકિત સેવક છીએ, વિશ્વાસપાત્ર અને કૃપાપાત્ર છીએ. આજે આ વનમાં એની પ્રસૂતિ થઈ છે. આ વન અનેક પ્રકારના ઉપસર્ગોનું નિવાસસ્થાન છે, કોણ જાણે કેવી રીતે એને સુખ મળશે? હે રાજન! આની સંક્ષિપ્ત હકીકત આપને કહી છે અને બધાં દુઃખો ક્યાં સુધી વર્ણવું. આ રીતે સ્નેહપૂર્ણ વસંતમાલાના હૃદયનો રાગ અંજનાના તાપરૂપ અગ્નિથી પીગળીને શરીરમાં ન સમાવાથી તેના વચનદ્વારે બહાર નીકળ્યો. ત્યારે તે નૂરુહુ નામના દ્વીપના સ્વામી રાજા પ્રતિસૂર્ય વસંતમાલાને કહેવા લાગ્યા...હે ભવ્ય ! હું રાજા ચિત્રભાનુ અને રાણી સુંદરમાલિનીનો પુત્ર છે. આ અંજના મારી ભાણેજ છે. મેં ઘણા દિવસે જોઈ તેથી ઓળખી નહિ. આમ કહીને અંજનાની બાલ્યાવસ્થાથી લઈને બધો વૃત્તાંત કહીને ગદ્ગદ્ વાણીથી વાત કરીને આસુ સારવા લાગ્યા. પૂર્ણ વૃત્તાત સાંભળવાથી અંજનાએ એને મામા જાણીને ગળે વળગીને ખૂબ રુદન કર્યું અને જાણે કે બધું દુ:ખ રુદન સાથે નીકળી ગયું. આ જગતની રીત છે કે પોતાના હિત કરનારને જોવાથી આંસુ પડે છે. તે રાજા પણ રુદન કરવા લાગ્યા. તેની રાણી પણ રોવા લાગી. વસંતમાલા પણ ખૂબ રડી. આ બધાના રુદનથી ગુફામાં ગુંજારવ થયો, જાણે કે પર્વતે પણ રુદન કર્યું. પાણીના ઝરણા એ જ આંસુઓ હતાં. તેનાથી આખું વન અવાજમય બની ગયું. વનના પશુઓ મૃગાદિ પણ રુદન કરવા લાગ્યાં. રાજા પ્રતિસૂર્ય પાણીથી અંજનાનું મુખ ધોવરાવ્યું અને પોતે પણ પોતાનું મુખ ધોયું. વન પણ નિ:શબ્દ થઈ ગયું, જાણે એની વાત સાંભળવા ઈચ્છતું હોય. અંજના પ્રતિસૂર્યની સ્ત્રી સાથે વાત કરવા લાગી. મોટાની એ રીત છે કે દુ:ખમાં પણ કર્તવ્ય ન ભુલે. પછી અંજનાએ મામાને કહ્યું કે હે પૂજ્ય! મારા પુત્રનું સમસ્ત શુભાશુભ વૃત્તાંત જ્યોતિષીને પૂછો. સાંવત્સર નામનો જ્યોતિષી સાથે હતો તેને પૂછયું ત્યારે જ્યોતિષી બોલ્યો કે બાળકના જન્મનો સમય કહો. વસંતમાલાએ કહ્યું કે આજે અર્ધરાત્રિ વીત્યા પછી જન્મ થયો છે. પછી લગ્ન સ્થાપીને બાળકના શુભ લક્ષણ જાણી જ્યોતિષી કહેવા લાગ્યો કે આ બાળક મુક્તિનું ભાજન છે. હવે જન્મ ધારણ નહિ કરે. જે તમારા મનમાં સંદેહ છે તે હું સંક્ષેપમાં કહું તે સાંભળો. ચૈત્ર વદી આઠમની તિથિ છે અને શ્રવણ નક્ષત્ર છે. સૂર્ય મેઘના ઉચ્ચ સ્થાનમાં બેઠો છે અને ચંદ્રમા વૃષનો છે, મકરનો મંગળ છે, બુધ મીનનો છે, બૃહસ્પતિ કર્મનો છે તે ઉચ્ચ છે. શુક્ર, શનિ બન્ને મીનના છે, સૂર્ય પણ પૂર્ણ દૃષ્ટિથી શનિને દેખે છે, મંગળ દશ વિશ્વા સૂર્યને દેખે છે. બૃહસ્પતિ પંદર વિશ્વા સૂર્યને દેખે છે, સૂર્ય બૃહસ્પતિને દશ વિશ્વા દેખે છે, ચંદ્રમાને પૂર્ણ દૃષ્ટિથી બૃહસ્પતિ દેખે છે. બૃહસ્પતિને ચંદ્રમા દેખે છે, બૃહસ્પતિ શનિશ્વરને પંદર વિશ્વા દેખે છે. શનિશ્વર બૃહસ્પતિને દશ વિશ્વા દેખે છે બૃહસ્પતિ શુક્રને પંદર વિશ્વા દેખે છે અને શુક્ર બૃહસ્પતિને પંદર વિશ્વા દેખે છે. આના બધા જ ગ્રહ બળવાન બેઠા છે. સૂર્ય અને મંગળ આનું અદ્દભૂત રાજ્ય નિરૂપણ કરે છે, બૃહસ્પતિ અને શનિ મુક્તિને આપનાર યોગીન્દ્રપદનો નિર્ણય કરે છે. જો એક બૃહસ્પતિ ઉચ્ચ સ્થાને બેઠો હોય તો સર્વ કલ્યાણની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ સત્તરમું પર્વ પદ્મપુરાણ પ્રાપ્તિનું કારણ છે અને બ્રહ્મ નામનો યોગ છે, મુહૂર્ત શુભ છે તેથી અવિનાશી સુખનો સમાગમ એને થશે. આ પ્રમાણે બધા જ ગ્રહો અતિ બળવાન બેઠા છે તેથી તે સર્વ દોષરહિત થશે. પછી પ્રતિસૂર્ય જ્યોતિષીને ખૂબ દાન આપ્યું અને ભાણેજને ખૂબ આનંદ આપ્યો. તેને કહ્યું કે વત્સ! હવે આપણે હનૂરુહ દ્વીપ જઈએ ત્યાં બાળકનો જન્મોત્સવ સારી રીતે થશે. પછી અંજના ભગવાનને વંદન કરી, પુત્રને ગોદમાં લઈ ગુફાના અધિપતિ ગંધર્વ દેવને વારંવાર ક્ષમા કરાવીને પ્રતિસૂર્યના પરિવાર સાથે ગુફામાંથી બહાર નીકળી વિમાનની પાસે આવીને ઊભી રહી. જાણે સાક્ષાત્ વનલક્ષ્મી જ હોય. વિમાનમાં મોતીના હાર લટકે છે, પવનથી પ્રેરાયેલી ઘંટીઓ વાગી રહી છે, સરસરાટ કરતી રત્નોની ઝાલરથી વિમાન શોભી રહ્યું છે, સૂર્યના કિરણના સ્પર્શથી પ્રકાશિત થઈ રહ્યું છે, નાના પ્રકારના રત્નની પ્રભાથી પ્રકાશનું મંડળ બની ગયું છે, જાણે કે ઇન્દ્રધનુષ જ થઈ ગયું છે, રંગબેરંગી સેંકડો ધજા ફરકી રહી છે, વિમાન કલ્પવૃક્ષ સમાન મનોહર, જાતજાતનાં રત્નોથી બનેલું, જાતજાતના આકાર ધારણ કરતું, જાણે સ્વર્ગમાંથી આવ્યું છે. તે વિમાનમાં પુત્ર સાથે અંજના વસંતમાલા અને રાજા પ્રતિસૂર્યનો સકળ પરિવાર બેસીને આકાશમાર્ગે ચાલ્યા. ત્યાં બાળક કૌતુક કરીને મલકતું માતાની ગોદમાંથી ઊછળીને પર્વત પર જઈ પડયું. માતા હાહાકાર કરવા લાગી અને રાજા પ્રતિસૂર્યના બધા માણસો પણ અરે અરે કરવા લાગ્યા. રાજા પ્રતિસૂર્ય બાળકને ગોતવા આકાશમાંથી ઉતરીને પૃથ્વી પર આવ્યા. અંજના અત્યંત દીન બનીને વિલાપ કરવા લાગી. તેનો વિલાપ સાંભળીને તિર્યંચોનું મન પણ કરુણાથી કોમળ થઈ ગયું. અરે પુત્ર! શું થયું, દૈવે આ શું કર્યું? મને રત્નનો ખજાનો બતાવીને ખૂંચવી લીધો, પતિના વિયોગના દુઃખથી વ્યાકુળ એવી મને જીવનનું અવલંબન જે બાળક થયું હતું તે પણ કર્મે છીનવી લીધું. માતા આમ વિલાપ કરે છે અને પુત્ર જે પર્વત પર પડયો હતો તે પર્વતના હજારો ટુકડા થઈ ગયા અને મોટો અવાજ થયો. પ્રતિસૂર્ય જુએ છે તો બાળક એક શિલા ઉપર સુખપૂર્વક બિરાજે છે, પોતે જ પોતાનો અંગૂઠો ચૂસે છે, ક્રિીડા કરે છે અને મલકે છે, અતિ શોભાયમાન સીધો પડ્યો છે, તેના પગ સરસરાટ કરે છે. જેનું શરીર સુંદર છે, તે કામદેવપદના ધારક છે તેમને કોની ઉપમા આપીએ? મંદ મંદ પવનથી લહેરાતાં રક્તકમલોના વન સમાન તેની પ્રભા છે અને પોતાના તેજથી જેણે પહાડના ખંડ ખંડ કરી નાખ્યા છે. આવા બાળકને દૂરથી જોઈને રાજા પ્રતિસૂર્ય અત્યંત આશ્ચર્ય પામ્યા. બાળકનું શરીર નિષ્પા૫ છે, ધર્મસ્વરૂપ, તેજપુંજ એવા પુત્રને જોઈ માતા બહુ વિસ્મય પામી, તેને ઊંચકીને તેનું મસ્તક ચૂખ્યું અને તેને છાતી સાથે ભીડી દીધો. ત્યારે અંજનાને પ્રતિસૂર્યે કહ્યું, હું બાલિકે ! તારો આ પુત્ર સમચતુરસ્ત્ર સંસ્થાન અને વજવૃષભનારાયસંહનનનો ધારક વજસ્વરૂપ છે. જેના પડવાથી પહાડ પણ ચૂર્ણ ચૂર્ણ થઈ ગયો. જ્યારે આની બાલ્યાવસ્થામાં જ દેવ કરતાં અધિક શક્તિ છે તો યૌવન અવસ્થાની તેની શક્તિની તો શી વાત કરવી? આ નિશ્ચયથી ચરમશરીરી છે, તદ્ભવ મોક્ષગામી છે, હવે પછી એ દેહ ધારણ નહિ કરે. એની આ જ પર્યાય સિદ્ધપદનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઢા૨મું ૫ર્વ ૧૯૭ કારણ છે. આમ જાણીને ત્રણ પ્રદક્ષિણા ફરીને હાથ જોડી, મસ્તક નમાવી, પોતાની સ્ત્રીઓ સહિત બાળકને નમસ્કાર કરવા લાગ્યા. આ બાળક મંદ મંદ મલતો, રમણીક લાગતો સૌ નરનારીઓનાં મનહરતો હતો. રાજા પ્રતિસૂર્ય પુત્ર સહિત અંજના-ભાણેજને વિમાનમાં બેસાડી પોતાના સ્થાનકે લઈ આવ્યો. તેનું નગર ધજા–તોરણોથી શોભાયમાન છે, રાજાને આવેલા સાંભળીને નગરનાં સર્વ લોક નાના પ્રકારનાં મંગળ દ્રવ્યો સહિત સામે આવ્યાં. રાજા પ્રતિસૂર્ય નગરમાં પ્રવેશ કર્યો, વાજિંત્રોના નાદથી દશે દિશાઓ વ્યાપ્ત થઈ, વિદ્યાધરે બાળકના જન્મનો મોટો ઉત્સવ કર્યો, જેમ સ્વર્ગમાં ઇન્દ્રની ઉત્પત્તિનો ઉત્સવ દેવો કરે છે તેમ. બાળકનો જન્મ પર્વત ૫૨ થયો હતો અને વિમાનમાંથી પડીને પર્વતના ચૂરા કરી નાખ્યા હતા તેથી તેનું નામ માતા અને રાજા પ્રતિસૂર્યે શ્રીશૈલ પાડયું અને તેનો જન્મોત્સવ નૂરુ દ્વીપમાં થયો તેથી હનુમાન એ નામ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. તે શ્રીશૈલ ( હનુમાન ) નૂરુ દ્વીપમાં ૨મતા. દેવની પ્રભા જેવી કાંતિવાળા, જેની શરીરની ક્રિયા મહા ઉત્સવરૂપ હતી, સર્વ લોકોનાં મન અને નેત્રને હરનાર હનુમાન પ્રતિસૂર્યના નગરમાં બિરાજે છે. પછી ગણધરદેવ રાજા શ્રેણિકને કહે છે કે હું નૃપ ! પ્રાણીઓના પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી પર્વતોના ચૂરા કરનાર મહાકઠોર વજ્ર પણ પુષ્પ સમાન કોમળ થઈને પરિણમે છે અને મહા આતાપ ઉપજાવનાર અગ્નિ ચંદ્રમાનાં કિરણ સમાન અને વિસ્તીર્ણ કમલિનીના વન સમાન શીતળ થાય છે અને મહાતીક્ષ્ણ ખડ્ગની ધારા મહામનોહર કોમળ લતા સમાન થાય છે. આમ જાણીને જે વિવેકી જીવ છે તે પાપથી વિરક્ત થાય છે. પાપ દુ:ખ દેવામાં પ્રવીણ છે. તમે જિનરાજના ચિરત્રમાં અનુરાગી થાવ. જિનરાજનું ચરિત્ર સારભૂત મોક્ષનું સુખ આપવામાં ચતુર છે, આ સમસ્ત જગત નિરંતર જન્મ-જરામરણરૂપ સૂર્યના આતાપથી તપેલું છે, તેમાં હજારો વ્યાધિ છે તે સૂર્યનાં કિરણોનો સમૂહ છે. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દોલતરામજી કૃત ભાષા વનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનના જન્મની કથા કહેનાર સત્તરમું પર્વ પૂર્ણ થયું. *** અઢા૨મું પર્વ (પવનંજયનું યુદ્ધમાંથી પ્રત્યાગમન અને અંજનાની શોધ ) પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હૈ મગધદેશના મંડન! આ શ્રી હનુમાનજીના જન્મનું વૃત્તાંત તો તને કહ્યું, હવે હનુમાનના પિતા પવનંજયનું વૃત્તાંત સાંભળ. પવનંજય પવનની પેઠે શીઘ્ર રાવણ પાસે આવ્યા અને રાવણની આજ્ઞા લઈ વરુણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણા લાંબા સમય સુધી જાતજાતનાં શસ્ત્રોથી વરુણ અને પવનંજય વચ્ચે યુદ્ધ થયું. તે યુદ્ધમાં પવનંજયે વરુણને બાંધી લીધો. તેણે જે ખરદૂષણને બાંધ્યો હતો તેને છોડાવ્યો અને વરુણને રાવણની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ અઢારમું પર્વ પદ્મપુરાણ સમીપ લાવ્યો, વરુણે રાવણની સેવા અંગીકાર કરી, રાવણ પવનંજય પ્રત્યે અત્યંત પ્રસન્ન થયા. પવનંજય રાવણની વિદાય લઈને અંજનાના સ્નેહથી શીઘ્ર ઘર તરફ ઉપડ્યા. રાજા પ્રહલાદે સાંભળ્યું કે પુત્ર વિજય કરીને આવ્યો છે એટલે ધજા, તોરણ, માળાદિકોથી નગરની શોભા કરી, બધાં જ સગાં-સ્નેહીઓ અને નગરજનો સામે આવ્યાં. નગરનાં સર્વ નરનારીઓએ એમના પરાક્રમની પ્રશંસા કરી. તેમને રાજમહેલના દ્વાર પર અધ્યદિક વડે ખૂબ સન્માન આપીને મહેલમાં લઈ ગયા. સારભૂત મંગળ વચનો દ્વારા કુંવરની બધાએ પ્રશંસા કરી. કુંવર માતાપિતાને પ્રણામ કરી, બધાના નમસ્કાર ઝીલી થોડીવાર સભામાં બધાની સાથે વાતચીત કરી, પોતે અંજનાના મહેલે પધાર્યા. મિત્ર પ્રહસ્ત સાથે હતો. જેમ જીવ વિના શરીર સુંદર લાગતું નથી તેમ અંજના વિના તે મહેલ મનોહર લાગ્યો નહિ. તેનું મન નારાજ થઈ ગયું. તે પ્રસ્તને કહેવા લાગ્યા કે હે મિત્ર! અહીં તે કમળનયની પ્રાણપ્રિયા દેખાતી નથી, તે ક્યાં હશે? તેના વિના આ મહેલ મને ઉજ્જડ જેવો લાગે છે અથવા આકાશ સમાન શૂન્ય લાગે છે. માટે તમે તપાસ કરો કે તે ક્યાં છે? પછી પ્રહસ્તે અંદરના માણસો સાથે વાતચીત કરીને બધો વૃત્તાંત કહ્યો. આ સાંભળી તેનું હૃદય ક્ષોભ પામ્યું. તે માતાપિતાને પૂછયા વિના જ મિત્ર સાથે રાજા મહેન્દ્રના નગરમાં ગયા. તેનું ચિત્ત ઉદાસ હતું. જ્યારે તે રાજા મહેન્દ્રના નગર સમીપ પહોંચ્યા ત્યારે મનમાં એમ હતું કે આજે પ્રિયાનો મેળાપ થશે. તેણે મિત્રને કહ્યું કે હે મિત્ર! જુઓ, આ નગર મનોહર દેખાય છે, જ્યાં તે સુંદર કટાક્ષવાળી સુંદરી બિરાજે છે. જેમ કૈલાસ પર્વતના શિખર શોભે છે તેમ મહેલના શિખર રમણીક દેખાય છે, વનનાં વૃક્ષો એવાં સુંદર છે કે જાણે વર્ષાકાળની સઘન ઘટા જ હોય. મિત્ર સાથે આમ વાતો કરતાં તે નગર પાસે જઈ પહોંચ્યા. મિત્ર પણ ખૂબ પ્રસન્ન હતો. રાજા મહેન્દ્ર સાંભળ્યું કે પવનંજયકુમાર વિજય કરી, પિતાને મળીને અહીં આવ્યા છે એટલે નગરની ખૂબ શોભા કરાવી અને પોતે અધ્યદિ સામગ્રી લઈ સામે આવ્યા. નગરજનોએ ખૂબ આદરથી તેમનાં ગુણગાન કર્યા. કુંવર રાજમહેલમાં આવ્યા. થોડીવાર સસરા સાથે બેઠા, બધાનું સન્માન કર્યું અને પ્રસંગોચિત વાતો કરી. પછી રાજાની આજ્ઞા લઈ સાસુને વંદન કર્યા. પછી પ્રિયાના મહેલમાં પધાર્યા. કુમારને કાંતાને દેખવાની તીવ્ર અભિલાષા છે. ત્યાં પણ પત્નીને જોઈ નહિ એટલે વિરહાતુર થઈને કોઈને પૂછયું: હું બાલિકે ! અમારી પ્રિયા ક્યાં છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે દેવ! અહીં આપની પ્રિયા નથી. તેના વચનરૂપી વજથી તેનું હૃદય ચૂરેચૂરા થઈ ગયું. કાનમાં જાણે ઊના ઊના ખારજળનું સીંચન થયું. જીવરહિત મૃતક કલેવર હોય તેવું શરીર થઈ ગયું, શોકરૂપી દાહથી તેનું મુખ કરમાઈ ગયું. એ સસરાના નગરમાંથી નીકળીને પૃથ્વી પર સ્ત્રીની શોધ માટે ભટકવા લાગ્યો, જાણે વાયુકુમારને વાયુનો સપાટો લાગ્યો. તેને અતિઆતુર જોઈને તેનો મિત્ર પ્રહસ્ત એના દુઃખથી ખૂબ દુ:ખી થયો અને એને કહેવા લાગ્યો, હે મિત્ર! શા માટે ખિન્ન થાય છે? તારું ચિત્ત નિરાકુળ કર. આ પૃથ્વી કેવડીક છે? જ્યાં હશે ત્યાંથી ગોતી કાઢીશું. પછી કુમારે મિત્રને કહ્યું કે તમે આદિત્યપુર મારા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઢા૨મું પર્વ ૧૯૯ પિતા પાસે જાવ અને બધી હકીકત કહો કે જો મને મારી પત્નીની પ્રાપ્તિ નહિ થાય તો મારું જીવન નહિ રહે. હું આખી પૃથ્વી પર ભ્રમણ કરું છું અને તમે પણ યોગ્ય કરો. પછી મિત્ર આ વૃત્તાંત કહેવા આદિત્યપુર નગરમાં આવ્યો. તેણે પિતાને બધી વાત કરી અને પવનંજયકુમાર આકાશમાં ચાલતા હાથી પર બેસીને પૃથ્વી ૫૨ ફરવા લાગ્યા. તે મનમાં વિચારવા લાગ્યા કે તે સુંદરીનું શરીર કમળ સમાન કોમળ છે, શોકના આતાપથી તે સંતાપ પામીને ક્યાં ગઈ હશે ? જેના હૃદયમાં મારું જ ધ્યાન રહે છે તેવી તે દીન વિરહરૂપ અગ્નિથી પ્રજ્વલિત વિષમ વનમાં કઈ દિશામાં ગઈ હશે? સત્ય બોલનારી, કપટરહિત, જેને ગર્ભનો ભાર ઉપાડવો પડે છે તે વસંતમાલાથી જુદી તો કદાપિ ન પડે. તે પતિવ્રતા, શ્રાવકના વ્રત પાળનારી, રાજાની પુત્રી, શોકથી જેનાં બન્ને નેત્ર અંધ થયાં છે તે વિકટ વનમાં ફરતી, ભૂખથી પીડિત, અજગરયુક્ત અંધકૂપમાં પડી હોય અથવા તે ગર્ભવતી દુષ્ટ પશુઓના ભયંકર અવાજ સાંભળીને પ્રાણરહિત જ થઈ ગઈ હશે ? તે ભોળી કદાચ ગંગા નદીમાં ઊતરી હોય અને ત્યાં જાતજાતનાં પ્રવાહોને લીધે તે પાણીમાં તણાઈ ગઈ હશે ? અથવા અતિકોમળ શરીરવાળી તેના દાભની અણીથી પગમાં છેદ પડી ગયા હશે ? આ ભયંકર અરણ્યમાં ભૂખતરસથી તેના કંઠ અને તાળવું સુકાઈ ગયા હશે તેથી પ્રાણરહિત થઈ ગઈ હશે ? તે ભોળી કદાચ ગંગામાં ઊતરી હોય. ત્યાં જાતજાતના મગર રહે છે તે પાણીમાં તણાઈ ગઈ હશે ? અથવા દુ:ખથી તેને ગર્ભપાત થયો હોય અને કદાચ તે જિનધર્મને સેવનારી મહાવિરક્ત થઈને આર્યા થઈ હોય? આમ ચિંતવન કરતા પવનંજયકુમાર પૃથ્વી ૫૨ પરિભ્રમણ કરતા હતા. તો પણ તેણે પોતાની પ્રાણવલ્લભાને જોઈ નહિ. ત્યારે વિરહથી પીડિત તે સર્વજગતને શૂન્ય દેખવા લાગ્યા, તેણે મરવાનો નિશ્ચય કર્યો. પર્વતમાં, મનોહર વૃક્ષોમાં, કે નદીના તટ ૫૨ કોઈપણ જગાએ પ્રાણપ્રિયા વિના તેનું મન ઠર્યું નહિ. વિવેકરહિત થઈને તે સુંદરીની વાર્તા વૃક્ષોને પૂછતા. ભટકતાં ભટકતાં તે ભૂતરવ વનમાં આવ્યા. ત્યાં હાથી ઉપરથી નીચે ઊતર્યા અને જેમ મુનિ આત્માનું ધ્યાન કરે તેમ તે પ્રિયાનું ધ્યાન કરવા લાગ્યા. પોતાના હથિયાર અને બખ્તર પૃથ્વી પર ફેંકી દીધા અને હાથીને કહેવા લાગ્યા, હૈ ગજરાજ! હવે તમે વનમાં સ્વચ્છંદપણે ઘૂમો. હાથી વિનયથી પાસે ઊભો છે તેને પોતે કહે છે કે ગજેન્દ્ર! નદીના કિનારે શલ્યનું વન છે તેનાં પાંદડાંઓ ખાતાં ખાતાં ફરો અને અહીં હાથણીઓનો સમૂહ છે તેના તમે નાયક થઈને વિચરો. કુંવરે આમ કહ્યું તો પણ પોતાના સ્વામીના સ્નેહમાં પ્રવીણ તે કૃતજ્ઞ હાથીએ કુંવરનો સંગ છોડયો નહિ, જેમ સજ્જન ભાઈ ભાઈનો સંગ છોડતો નથી તેમ. કુંવ૨ અત્યંત શોકથી એવો વિકલ્પ કરે છે કે અત્યંત મનોહર તે સ્ત્રીને જો નહિ જોઉં તો આ વનમાં પ્રાણત્યાગ કરીશ. પ્રિયાના વિચારમાં જેનું મન લાગેલું છે તેવા પવનંજયને તે વનમાં રાત્રિ વિતાવતાં ચાર પહોર વર્ષ જેવડા લાગ્યા. તે જાતજાતના વિકલ્પો કરીને વ્યાકુળ થયો. અહીં આમ બન્યું અને પેલી તરફ તેનો મિત્ર તેના પિતા પાસે ગયો અને પિતાને બધી વાત કરી. પિતા સાંભળીને ખૂબ શોક પામ્યા. બધાને શોક થયો. માતા તુમતી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦ અઢારમું પર્વ પદ્મપુરાણ પુત્રના શોકથી અત્યંત પીડિત થઈને રોતી રોતી પ્રસ્તને કહેવા લાગી કે તું મારા પુત્રને એકલો છોડીને આવ્યો તે સારું નથી કર્યું. ત્યારે પ્રહસ્તે કહ્યું કે મને અત્યંત આગ્રહ કરીને તમારી પાસે મોકલ્યો છે તેથી આવ્યો છું. હવે ત્યાં જઈશ. માતાએ પૂછયું કે તે ક્યાં છે? ત્યારે પ્રહસ્તે કહ્યું કે જ્યાં અંજના હોય ત્યાં હશે. માતાએ ફરી પૂછયું કે અંજના ક્યાં છે? પ્રહસ્તે જવાબ આપ્યો કે મને ખબર નથી. હે માતા! જે વગર વિચાર્યું ઉતાવળું પગલું ભરે છે તેને પસ્તાવો થાય છે. તમારા પુત્રે એવો નિશ્ચય કર્યો છે કે જો હું પ્રિયાને નહિ જોઉં તો પ્રાણત્યાગ કરીશ. આ સાંભળી માતા અત્યંત વિલાપ કરવા લાગી, અંતઃપુરની બધી સ્ત્રીઓ રોવા લાગી. માતા વિલાપ કરે છે, હાય મેં પાપિણીએ શું કર્યું? મહાસતીને કલંક લગાડયું, જેથી મારા પુત્રને જીવનની શંકા થઈ. હું દૂર ભાવવાળી, મહાવક્ર, મંદભાગીએ વિના વિચાર્યું આ કામ કર્યું. આ નગર, આ કુળ, આ વિજ્યાધ પર્વત અને રાવણની સેના પવનંજય વિના શોભતી નથી, મારા પુત્ર સિવાય બીજો એવો કોણ છે કે જેણે રાવણથી પણ અસાધ્ય એવા વરુણને લડાઈમાં ક્ષણમાત્રમાં બાંધી લીધો. હાય વત્સ! વિજયના આધાર, ગુરુપૂજામાં તત્પર, જગતસુંદર, વિખ્યાત ગુણના ધારક એવો તું ક્યાં ગયો ? હે પુત્ર ! તારા દુ:ખરૂપ અગ્નિથી તપ્ત એવી તારી માતા સાથે તું વાતચીત કર, મારો શોક ટાળ. આમ વિલાપ કરતી પોતાની છાતી અને શિર કૂટતી કેતુમતીએ આખા કુટુંબને શોકરૂપ કર્યું. પ્રહલાદ પણ આંસુ સારવા લાગ્યા. પોતાના પરિવારજનોને સાથે લઈ પ્રહલાદને આગળ કરી પોતાના નગરમાંથી પુત્રને ગોતવા બહાર સૌ નીકળ્યા. બન્ને શ્રેણીઓના બધા વિદ્યાધરોને પ્રેમથી બોલાવ્યા, તે બધા પરિવાર સહિત આવ્યા. બધા આકાશમાર્ગે કુંવરને ગોતે છે. પૃથ્વી પર, ગંભીર વન, તળાવો અને પર્વતો પર ગોતે છે. રાજા પ્રતિસૂર્ય પાસે પણ પ્રહલાદનો દૂત ગયો. તે સાંભળીને ખૂબ શોક પામ્યા અને અંજનાને વાત કરી તેથી અંજના પ્રથમ દુઃખ કરતાં પણ અધિક દુઃખ પામી. અશ્રુધારાથી વદન ભીંજાવતી રુદન કરવા લાગી કે હે નાથ ! મારા પ્રાણના આધાર ! મારામાં જ જેનું મન બંધાયું છે એવી જન્મદુઃખિયારી મને છોડીને ક્યાં ગયા? શું મારા પ્રત્યેનો ગુસ્સો હુજી ઊતર્યો નથી, કે જેથી સર્વ વિધાધરોથી અદૃશ્ય થઈ ગયા છો. એક વાર એક પણ અમૃત સમાન વચન મને કહો, આટલા દિવસ આ પ્રાણ તમારા દર્શનની ઇચ્છાથી ટકાવ્યા છે. હવે જો તમારા દર્શન ન થાય તો આ મારા પ્રાણ શા કામના છે? મારા મનમાં અભિલાષા હતી કે પતિનો સમાગમ થશે, પણ દૈવે તે મનોરથ તોડી નાખ્યો. મંદભાગિની એવી મારા માટે આપ કષ્ટ પામ્યા. તમારા કષ્ટની વાત સાંભળીને મારા પાપી પ્રા નથી ચાલ્યા જતા? આમ વિલાપ કરતી અંજનાને જોઈને વસંતમાલા કહેવા લાગી કે હે દેવી! આવાં અમંગળ વચન ન બોલો. તમારો પતિ સાથે અવશ્ય મેળાપ થશે. પ્રતિસૂર્ય પણ આશ્વાસન આપતા કે તારા પતિને શીધ્ર ગોતી લાવીશું. આમ કહીને રાજા પ્રતિસૂર્ય મનથી પણ ઉતાવળા વિમાનમાં બેસીને આકાશમાંથી નીચે ઉતરીને પૃથ્વી પર શોધ કરી. પ્રતિસૂર્યની સાથે બન્ને શ્રેણીઓના વિધાધરો અને લંકાના લોકો પણ યત્નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઢારમું પર્વ ગોતે છે. જોતાં જોતાં તેઓ ભૂતરવ નામના જંગલમાં આવ્યા ત્યાં અંબરગોચર નામનો હાથી જોયો. તે વર્ષાકાળના સઘન મેઘ સમાન છે. તેને જોઈને સર્વ વિદ્યાધરો પ્રસન્ન થયા કે જ્યાં આ હાથી છે ત્યાં પવનંજય છે. પૂર્વે અમે આ હાથી અનેક વાર જોયો છે. આ હાથી અંજનગિરિ જેવા રંગવાળો, કુંદપુષ્પ સમાન શ્વેત દાંતવાળો, સુંદર સુંઢવાળો છે. પણ જ્યારે વિધાધરો હાથીની પાસે આવ્યા ત્યારે તેને નિરંકુશ જોઈને ડરી ગયા. હાથી વિધાધરોના સૈન્યોનો અવાજ સાંભળીને અત્યંત ક્ષોભ પામ્યો. હાથી મહાભયંકર, દુર્નિવાર, શીઘ્ર વેગવાળો, મદથી ભીંજાયેલા કપોલવાળો, કાન હલાવતો અને ગર્જના કરતો જે દિશા તરફ દોડતો તે દિશામાંથી વિદ્યાધરો ખસી જતા. લોકોનો સમૂહુ જોઈને સ્વામીની રક્ષામાં તત્પર આ હાથી સૂંઢમાં તલવાર રાખીને પવનંજયની પાસેથી ખસતો નહિ અને વિદ્યાધરો ડરથી તેની પાસે આવતા નહિ. પછી વિધાધરોએ હાથણીઓ દ્વારા એને વશ કર્યો, કેમ કે વશ કરવાના કેટલા ઉપાયો છે તેમાં સ્ત્રી સમાન બીજો કોઈ ઉપાય નથી. પછી એ આગળ આવીને પવનકુમારને જોવા લાગ્યા. જાણે કે લાકડાનું પૂતળું હોય, મૌન ધારીને બેઠા છે. તેઓ તેમનો યોગ્ય ઉપચાર કરવા લાગ્યા. પણ એ તો ચિંતવનમાં લીન બીજા કોઈ સાથે બોલતા નહિ, જેમ ધ્યાનરૂઢ મુનિ કોઈની સાથે બોલતા નથી તેમ. પછી પવનંજયના માતાપિતા આંસુ વહાવતાં, એનું મસ્તક ચૂમતાં, છાતીએ લગાવતાં કહેવા લાગ્યા કે હે પુત્ર! આવો વિનયવાન તું અમને છોડીને ક્યાં આવ્યો ? મહાકોમળ સેજ પર સૂનારાએ આ ભયંકર વનમાં રાત્રિ કેવી રીતે વ્યતીત કરી? આમ બોલાવવાં છતાં પણ તે બોલ્યા નહિ. પછી એમને મૌનવ્રત ધારણ કરેલ અને નમ્રીભૂત થઈને, મરણનો નિશ્ચય કરીને બેઠેલા જોઈને બધા વિધાધરો શોક પામ્યા, પિતા સહિત સૌ વિલાપ કરવા લાગ્યા. પછી અંજનાના મામા પ્રતિસૂર્ય બધા વિદ્યાધરોને કહ્યું કે હું વાયુકુમાર સાથે વાર્તાલાપ કરીશ. પછી તેણે પવનંજયને છાતીએ લગાડીને કહ્યું કે હે કુમાર! હું બધી હકીકત કહું છું તે સાંભળો. એક મહારમણીક સંધ્યાભ્ર નામનો પર્વત છે ત્યાં અનંગવીચિ નામના મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું અને ઇન્દ્રાદિક દેવો તેમના દર્શન કરવા આવ્યા હતા અને હું પણ ગયો હતો. ત્યાંથી વંદના કરી પાછો ફરતો હતો ત્યાં માર્ગમાં એક પર્વતની ગુફા પર મારું વિમાન આવ્યું ત્યારે મેં કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સાંભળ્યો, જાણે કે વીણા વાગતી હોય તેવો. હું ત્યાં ગયો અને મેં અંજનાને ગુફામાં જોઈ. મેં તેને વનમાં નિવાસ કરવાનું કારણ પૂછયું ત્યારે વસંતમાલાએ બધી હકીકત કહી. અંજના શોકથી વિહ્વળ બની રોતી હતી તેને મેં ધીરજ આપી અને ગુફામાં તેને પુત્રનો જન્મ થયો તે ગુફા પુત્રના શરીરની કાંતિથી પ્રકાશરૂપ થઈ ગઈ, જાણે કે તે સોનાની જ ન બનાવી હોય. આ વાત સાંભળીને પવનંજયને ખૂબ હર્ષ થયો અને પ્રતિસૂર્યને પૂછયું: “ બાળક સુખમાં છે ને?” પ્રતિસૂર્ય કહ્યું કે બાળકને હું વિમાનમાં બેસાડીને હુનૂર દ્વીપ જઈ રહ્યો હતો ત્યાં માર્ગમાં બાળક ઊછળીને એક પર્વત પર પડ્યું. પર્વત પર પડવાનું નામ સાંભળીને પવનંજયના મુખમાંથી અરરર એવો શબ્દ નીકળી ગયો. ત્યારે પ્રતિસૂર્ય કહ્યું કે શોક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ અઢારમું પર્વ પદ્મપુરાણ ન કરો, જે બાબત બની તે સાંભળો જેથી સર્વ દુઃખ દૂર ટળી જાય. બાળકને પડેલો જોઈને હું વિલાપ કરતો વિમાનમાંથી નીચે ઊતર્યો ત્યાં શું જોયું કે પર્વતના ટુકડેટુકડા થઈ ગયા હતા અને એક શિલા પર બાળક પડયો હતો અને જ્યોતિથી દશે દિશા પ્રકાશરૂપ થઈ રહી હતી. પછી મેં ત્રણ પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરી બાળકને ઊઠાવી લીધો, તેની માતાને સોંપ્યો અને માતા અત્યંત વિસ્મય પામી. પુત્રનું નામ શ્રી શૈલ રાખ્યું. પછી હું વસંતમાલા અને પુત્ર સહિત અંજનાને હુકૂરુ લીપ લઈ ગયો. ત્યાં પુત્રનો જન્મોત્સવ થયો તેથી બાળકનું બીજું નામ હનુમાન પણ છે. આ તમને મેં બધી હકીકત કહી. તે પતિવ્રતા પુત્ર સહિત મારા નગરમાં સુખપૂર્વક રહે છે. આ વૃત્તાંત સાંભળીને પવનંજય તત્કાળ અંજનાને જોવાને અભિલાષી હનૂરુહુ બીપ તરફ ચાલ્યા. બધા વિદ્યાધરો પણ તેમની સાથે ચાલ્યા. હનૂરુહ દ્વીપમાં ગયા તે બધાને પ્રતિસૂર્ય રાજાએ બે મહિના સુધી આદરપૂર્વક રાખ્યા. પછી બધા રાજી થઈને પોતપોતાના સ્થાનકે ગયા. ઘણા દિવસો પછી તેની પત્નીનો મેળાપ થયો હતો તે પવનંજય અહીં જ રહ્યો. તે પુત્રની ચેષ્ટાથી અતિઆનંદ પામી હુકૂરુહ દ્વીપમાં દેવની જેમ રમ્યા. હનુમાન નવયૌવન પામ્યા. મેરુના શિખર સમાન જેનું શિર છે, તે બધા જીવોનાં મનનું હરણ કરતા, તેમને અનેક વિધાઓ સિદ્ધ થઈ હતી. તે અત્યંત પ્રભાવશાળી, વિનયવાન, મહાબળવાન, સર્વ શાસ્ત્રોના અર્થમાં પ્રવીણ, પરોપકાર કરવામાં ચતુર, પૂર્વભવમાં સ્વર્ગમાં સુખ ભોગવીને આવ્યા હતા અને હવે અહીં હનૂરુ દ્વીપમાં દેવોની જેમ રમતા હતા. હે શ્રેણિક! ગુરુપૂજામાં તત્પર એવા શ્રી હનુમાનજીના જન્મનું વર્ણન અને પવનંજયનો અંજના સાથે મેળાપ, એ અદ્દભૂત કથા અનેક રસથી ભરેલી છે. જે પ્રાણી ભાવ ધરીને આ કથા વાંચે, વંચાવે, સાંભળે, સંભળાવે તેમને અશુભ કર્મમાં પ્રવૃત્તિ થતી નથી અને તે શુભ ક્રિયામાં ઉદ્યમી થાય છે; અને જે આ કથા ભાવ ધરીને ભણે, ભણાવે તેમને પરભવમાં શુભ ગતિ, દીર્ઘ આયુષ્ય, નીરોગ સુંદર શરીર મળે, તે મહાપરાક્રમી થાય અને તેમની બુદ્ધિ કરવા યોગ્ય કાર્યનો પાર પામે, ચંદ્રમા સમાન નિર્મલ કીર્તિ પ્રગટે, જેનાથી સ્વર્ગ-મોક્ષના સુખ મળે એવા ધર્મની વૃદ્ધિ થાય, જે લોકમાં દુર્લભ વસ્તુ છે તે બધી સુલભ બને અને સૂર્ય સમાન પ્રતાપના ધારક થાય. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દોલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં પવનંજય અંજનાનો મેળાપ વર્ણવતું અઢારમું પર્વ પૂર્ણ થયું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણીસમું પર્વ ૨૦૩ ઓગણીસમું પર્વ (હનુમાન યુદ્ધમાં જઈને વિજયી બની અનેક કન્યાઓ સાથે વિવાહ કરે છે) ત્યારપછી રાજા વરુણે ફરીથી આજ્ઞા લોપી તેથી કોપ કરીને રાવણે ફરી તેના પર ચડાઈ કરી. તેણે સર્વ ભૂમિગોચરી વિધાધરોને પોતાની પાસે બોલાવ્યા. બધાની પાસે આજ્ઞાપત્ર લઈને દૂત ગયા. રાવણ રાજ્ય-કાર્યમાં નિપૂણ છે. કિધુકંધાપુરના રાજા અને અલકાના રાજા, રથનૂપુર તથા ચક્રવાલપુરના રાજાઓ, વૈતાઢયની બને શ્રેણીઓના વિધાધર અને ભૂમિગોચરી બધા જ આજ્ઞા પ્રમાણ કરીને રાવણની સમીપે આવ્યા. હનૂરુહદ્વીપમાં પણ પ્રતિસૂર્ય અને પવનંજયના નામના આજ્ઞાપત્ર લઈને દૂત આવ્યા તેથી બને આજ્ઞાપત્ર માથે ચડાવી, દૂતનું ખાસ સન્માન કરી, આજ્ઞા પ્રમાણે જવા તૈયાર થયા. પછી હનુમાનને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. વાજિંત્રો વાગવા લાગ્યા, હાથમાં કળશ લઈને ઊભેલા પુરુષો આગળ આવ્યા. ત્યારે હનુમાને પ્રતિસૂર્ય અને પવનંજયને પૂછયું કે આ શું છે? તેમણે જવાબ આપ્યો. “હે વત્સ! તું હનૂરુહ દીપનું પ્રતિપાલન કર, અમે બન્ને રાવણના નિમંત્રણને કારણે તેને મદદ કરવા જઈએ છીએ. રાવણ વરુણ પર ચઢાઈ કરે છે, વરુણે ફરીથી માથું ઊંચકર્યું છે, તે મહાસામંત છે, તેની પાસે મોટું સૈન્ય છે, પુત્ર બળવાન છે અને ગઢનું પણ બળ છે. ત્યારે હનુમાન વિનયથી કહેવા લાગ્યા કે હું હોઉં અને તમે જાવ તે ઉચિત નથી, તમે મારા વડીલ છો. તેમણે કહ્યું કે વત્સ! તું બાળક છે, તે હુજી સુધી લડાઈ જોઈ નથી. હનુમાને કહ્યું કે અનાદિકાળથી જીવ ચારગતિમાં ભ્રમણ કરે છે, જ્યાં સુધી અજ્ઞાનનો ઉદય છે ત્યાં સુધી જીવે પંચમગતિ (મુક્તિ) પ્રાપ્ત કરી નથી, પરંતુ ભવ્યજીવ પામે જ છે. તેમ મેં હજી સુધી યુદ્ધ કર્યું નથી, પણ હવે યુદ્ધ કરીને વરુણને જીતીશ જ અને વિજય મેળવીને તમારી પાસે આવીશ. જોકે પિતા આદિ કુટુંબના અનેક જનોએ તેમને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એ નહિ રોકાય એમ જાણ્યું ત્યારે તેમણે આજ્ઞા આપી. એ સ્નાન-ભોજન કરીને પહેલાં મંગળ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરી, અરિહંત સિદ્ધને નમસ્કાર કરી, માતાપિતા અને મામાની આજ્ઞા લઈ, વડીલોને વિનય કરીને યોગ્ય વાત કરીને સૂર્યતુલ્ય જ્યોતરૂપ વિમાનમાં બેઠા. શસ્ત્રો સહિત અને સામંતો સાથે જેનો યશ દશે દિશામાં ફેલાઈ ગયો છે એવા તે લંકા તરફ ચાલ્યા. તે ત્રિકૂટાચળની સામે વિમાનમાં બેસીને જતા એવા શોભતા હતા, જેવા મંદરાચળ સન્મુખ જતા ઈશાનચંદ્ર શોભે છે. તે વખતે જલવીચિ નામના પર્વત પર સૂર્યાસ્ત થયો. કેવો છે તે પર્વત? સમુદ્રની લહેરોથી તેના તટ શીતલ છે. ત્યાં સુખપૂર્વક રાત્રિ પૂર્ણ કરી, મહાન યોદ્ધાઓ પાસેથી વીરરસની કથા સાંભળી. ખૂબ ઉત્સાહથી વિવિધ પ્રકારના દેશ, દ્વીપ, પર્વતોને ઓળંગતા, સમુદ્રના તરંગોથી શીતળ સ્થાનોનું અવલોકન કરતા, સમુદ્રમાં મોટા મોટા જળચર જીવોને દેખતા તે રાવણના સૈન્યમાં પહોંચ્યા. હનુમાનની સેના જોઈને મોટા મોટા રાક્ષસો અને વિદ્યાધરો વિસ્મય પામ્યા. તેઓ પરસ્પર વાતો કરે છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ ઓગણીસમું પર્વ પદ્મપુરાણ કે આ બળવાન શ્રીશૈલ હનુમાન ભવ્ય જીવોમાં ઉત્તમ છે, જેણે બાલ્યાવસ્થામાં ગિરિના ચૂરા કરી નાખ્યા હતા. આવી રીતે પોતાના યશગાન સાંભળતાં હુનુમાન રાવણ પાસે પહોંચ્યા. રાવણ હુનુમાનને જોઈને સિંહાસન ઉપરથી ઊભા થયા અને વિનય કર્યો. રાવણનું સિંહાસન પારિજાતિક એટલે કલ્પવૃક્ષોનાં ફૂલોથી ભરેલું છે, તેની સુગંધથી ભમરા ગુંજારવ કરે છે. તેનાં રત્નોની જ્યોતથી આકાશમાં ઉધોત થઈ રહ્યો છે, તેની ચારે બાજુ મોટા સામંતો છે એવા સિંહાસન ઉપરથી ઊઠીને રાવણે હુનુમાનને છાતીએ ચાંપ્યા. હનુમાનનું શરીર રાવણ પ્રત્યેના વિનયથી નીચે નમી ગયું છે. રાવણે હુનુમાનને પાસે બેસાડ્યા. પ્રેમથી પ્રસન્નમુખે પરસ્પરની કુશળતા પૂછી અને પરસ્પરની રૂપસંપદા જોઈને આનંદ પામ્યા. બન્ને ભાગ્યશાળી એવા મળ્યા, જાણે બે ઇન્દ્રો મળ્યા હોય. રાવણનું મન અત્યંત સ્નેહથી પૂર્ણ છે. તેણે કહ્યું કે પવનકુમારે આવા ગુણોના સાગરરૂપ પુત્રને મોકલીને અમારી સાથે ખૂબ સ્નેહુ વધાર્યો છે. આવા મહાબલીની પ્રાપ્તિ થવાથી મારા સર્વ મનોરથ સિદ્ધ થશે. આવો તેજસ્વી બીજો કોઈ નથી, આ યોદ્ધો જેવી તેની વાત સાંભળી હતી તેવો જ છે, એમાં સંદેહ નથી. એ અનેક શુભ લક્ષણોથી ભરપૂર છે, એના શરીરનો આકાર જ એનાં ગુણો પ્રગટ કરે છે. રાવણે જ્યારે હનુમાનના ગુણોનું વર્ણન કર્યું ત્યારે હનુમાન નમ્ર બની ગયા. લજ્જાળુ પુરુષની જેમ તેમનું શરીર નમ્ર બની રહ્યું. સંતોની એ રીત જ છે. હવે રાવણને વરુણ સાથે સંગ્રામ થશે તે જાણીને જાણે કે સૂર્ય ભયથી અસ્ત થવાની તૈયારી કરવા લાગ્યો. તેનાં કિરણો મંદ થઈ ગયાં. સૂર્યાસ્ત થયા પછી સંધ્યા પ્રગટી અને વિલય પામી, જાણે કે પ્રાણનાથની વિનયવંતી પતિવ્રતા સ્ત્રી જ હોય. ચંદ્રમરૂપ તિલક કરીને રાત્રિરૂપી સ્ત્રી શોભવા લાગી. પછી પ્રભાત થયું, સૂર્યના કિરણોથી પૃથ્વી પર પ્રકાશ ફેલાઈ ગયો. રાવણ સમસ્ત સેનાને લઈને યુદ્ધ કરવા તૈયાર થયો. હનુમાન વિધાથી સમુદ્રને ભેદીને વરુણના નગરમાં ગયા વરુણ પર ચડાઈ કરવા જતાં હનુમાને એવી કાંતિ ધારણ કરી હતી, જેવી સુભૂમ ચક્રવર્તીએ પરશુરામ ઉપર ચડતાં ધારણ કરી હતી. રાવણને દળ સાથે આવેલ જાણીને વરુણની પ્રજા ભયભીત થઈ ગઈ. પાતાળ પુંડરિકનગરના યોદ્ધાઓમાં મોટો કોલાહલ થયો. યોદ્ધાઓ નગરમાંથી બહાર નીકળ્યા, જાણે કે તેઓ અસુરકુમાર દેવ જેવા અને વરુણ ચમરેન્દ્ર તુલ્ય હોય. મહાશૂરવીરપણાથી ગર્વિત વરુણના સો પુત્રો અતિ ઉદ્ધત યુદ્ધ કરવા તૈયાર થયા. જાતજાતનાં શસ્ત્રોના સમૂહથી સૂર્યનું દર્શન પણ રોકાઈ ગયું હતું, વરુણના પુત્રો આવતાવેંત રાવણનું સૈન્ય એવું વ્યાકુળ થઈ ગયું, જેમ અસુરકુમાર દેવોથી ક્ષુદ્ર દેવો ધ્રુજવા લાગે તેમ. ચક્ર, ધનુષ્ય, વજ, ભાલા, બરછી ઈત્યાદિ શસ્ત્રો રાક્ષસોના હાથમાંથી પડી ગયાં. વરુણના સો પુત્રો સામે રાક્ષસોનું દળ એવી રીતે ભમવા માંડયું, જેમ વૃક્ષોનો સમૂહુ વજ પડવાથી કંપે. તે વખતે પોતાના સૈન્યને વ્યાકુળ જોઈને રાવણ વરુણના પુત્રો સામે ગયો. જેમ ગજેન્દ્ર વૃક્ષોને ઉખાડી નાખે તેમ તેણે મોટા મોટા યોદ્ધાને ઉખેડી નાખ્યા. એક તરફ રાવણ એકલો હતો અને સામી બાજુએ વરુણના સો પુત્રો હતા. તેમનાં બાણોથી રાવણનું શરીર ભરાઈ ગયું તો પણ રાવણે કાંઈ ગણકાર્યું નહિ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણીસમું પર્વ ૨૦૫ જેમ મેઘપટલ ગાજતા–વરસતાં સુર્યમંડળને આચ્છાદિત કરે તેમ વરુણના પુત્રોએ રાવણને ઘેરી લીધો. કુંભકરણ અને ઇન્દ્રજિત સાથે વરુણ લડવા લાગ્યો. જ્યારે હનુમાને રાવણને વરુણના પુત્રો દ્વારા ઘેરાયેલો, કેસૂડાનાં ફૂલ જેવા રંગ જેવો રગદોળાયેલો જોયો ત્યારે તે રથમાં બેસીને વરુણના પુત્રો તરફ દોડ્યા. હનુમાનનું ચિત્ત રાવણ પ્રત્યેની પ્રીતિથી ભરેલું છે, શત્રુરૂપ અંધકારને હણવા માટે જે સૂર્ય સમાન છે. પવનના વેગથી પણ અધિક શીવ્રતાથી તે વરુણના પુત્રો પર તૂટી પડ્યા. વરુણના સોએ પુત્રો એવા ધ્રુજી ઊઠયા જેમ પવનથી મેઘ કંપી ઊઠે. પછી હનુમાન વરુણના સૈન્ય ઉપર મત્ત હાથી કેળના વનમાં પ્રવેશે તેમ ધસી ગયા. તેમણે કેટલાકને વિદ્યામય લાગૂલ પાશથી બાંધી લીધા, કેટલાકને મુદ્રના પ્રહારથી ઘાયલ કર્યા. વરુણનું આખું દળ હુનુમાનથી પરાજિત થઈ ગયું. જેમા જિનમાર્ગના અનેકાંત નયોથી મિથ્યાષ્ટિ હારી જાય તેમ. હુનુમાનને પોતાના સૈન્ય વચ્ચે રણક્રીડા કરતો જોઈને રાજા વરુણે ક્રોધથી નેત્ર લાલ કર્યા અને હનુમાન પર ધસ્યો. રાવણે વરુણને હનુમાન તરફ ધસતો જોઈ પોતે જઈને તેને રોક્યો, જેમ નદીના પ્રવાહને પર્વત રોકે છે તેમ. ત્યાં વરુણ અને રાવણ વચ્ચે મહાયુદ્ધ થયું. તે જ સમયે હનુમાને વરુણના સો પુત્રોને બાંધી લીધા, કેટલાકને મુગરના પ્રહારથી ઘાયલ કર્યા. પોતાના સોએ પુત્રો બંધાઈ ગયા છે એ સાંભળીને વરુણ શોકથી વિહ્વળ થઈ ગયો. અને વિદ્યાનું સ્મરણ ન રહ્યું તે વખતે રાવણે તેને પકડી લીધો. વરુણરૂપી સૂર્ય અને તેના પુત્રોરૂપી કિરણોને રોકીને જાણે કે રાવણે રાહુનું રૂપ ધારણ કર્યું. વરુણ કુંભકરણને સોંપવામાં આવ્યો અને રાવણે ભવનોન્માદ નામના વનમાં પડાવ નાખ્યો. તે વન સમુદ્રના શીતળ પવનથી ખૂબ ઠંડું છે તેથી તેમાં રહેવાથી તેની સેનાનો લડાઈને કારણે ઉપજેલો ખેદ ટળી ગયો. વરુણ પકડાયાની વાત સાંભળીને તેની સેના ભાગી ગઈ અને પુંડરિકપુરમાં દાખલ થઈ. જુઓ પુણ્યનો પ્રભાવ કે એક નાયક હારી જવાથી બધાની હાર થાય છે અને એક નાયક જીતવાથી બધાની જીત થાય છે. કુંભકરણે ગુસ્સો કરીને વરુણનું નગર લૂંટવાનો વિચાર કર્યો, પણ રાવણે મના કરી કારણ કે એ રાજનીતિનો ધર્મ નથી. રાવણનું ચિત્ત કરુણાથી કોમળ છે. તેમણે કુંભકરણને કહ્યું કે હે બાળક ! તે આવા દુરાચારની વાત કરી ? અપરાધ તો વરુણનો હતો, પ્રજાનો શો અપરાધ ? દુર્બળોને દુઃખ આપવું એ દુર્ગતિનું કારણ છે, મહાઅન્યાય છે, એમ કહીને કુંભકરણને શાંત કર્યો વરુણને બોલાવ્યો. વરુણનું મુખ નીચે નમી ગયું છે. રાવણે વરુણને કહ્યું કે હે પ્રવીણ ! તેમ શોક ન કરો કે હું પકડાઈ ગયો. યોદ્ધાઓની બે રીત છે, કાં તો તે માર્યો જાય અથવા પકડાઈ જાય. લડાઈમાંથી ભાગી જવું એ કાયરોનું કામ છે. માટે તમે મને માફ કરો. તમે તમારા સ્થાનમાં જઈ મિત્ર, બાંધવ સહિત કોઈપણ પ્રકારના ઉપદ્રવના ભય વિના તમારું રાજ્ય સુખેથી ભોગવો. રાવણનાં આવાં મધુર વચનો સાંભળીને વરુણ હાથ જોડીને રાવણને કહેવા લાગ્યોઃ “હે વીરાધિવીર! આપ આ લોકમાં મહાન પુણ્યશાળી છો. તમારા પ્રત્યે જે વેરભાવ રાખે તે મૂર્ખ છે. હે સ્વામી! આ આપનું ઉત્કૃષ્ટ ધૈર્ય હજારો સ્તોત્રો દ્વારા પ્રશંસવા યોગ્ય છે, આપે દેવાધિષ્ઠિત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ઓગણીસમું પર્વ પદ્મપુરાણ રત્નોનો ઉપયોગ કર્યા વિના મને સામાન્ય શસ્ત્રોથી જીતી લીધો. આપનો પ્રતાપ અદ્દભૂત છે, અને પવનના પુત્ર હનુમાનના અદ્ભૂત પ્રભાવનો કેટલો મહિમા કરું? આપના પુણ્યથી આવા આવા સત્પુરુષો આપની સેવા કરે છે. હે પ્રભો! આ પૃથ્વી કોઈના કુળમાં અનુક્રમથી ચાલી આવતી નથી. એ કેવળ પરાક્રમને વશ છે. શૂરવીર જ એનો ભોક્તા છે. હું ઉદારકીર્તિ! આપ જ અમારા સ્વામી છો, અમારા અપરાધ માફ કરો. હે નાથ ! આપના જેવી ક્ષમા ક્યાંય જોઈ નથી. આપના જેવા ઉદાચિત્ત પુરુષો સાથે સંબંધ કરીને હું કૃતાર્થ થઈશ. આપ મારી સત્યવતી નામની પુત્રી સાથે લગ્ન કરો. આપ જ એને પરણવાને યોગ્ય છો.' આ પ્રમાણે વિનંતી કરીને ઉત્સાહથી પોતાની પુત્રી રાવણને પરણાવી. સત્યવતી સર્વ રૂપાળી સ્ત્રીઓનું તિલક છે, તેનું મુખ કમળ જેવું છે. વરુણે રાવણનો ખૂબ સત્કાર કર્યો. અને કેટલેક દૂર સુધી રાવણ સાથે તે ગયો. રાવણે અતિસ્નેહથી વિદાય આપી. વરુણ પોતાની રાજધાનીમાં આવ્યો. પુત્રીના વિયોગથી તેનું ચિત્ત વ્યાકુળ હતું. કૈલાસને કંપાવનાર રાવણે હનુમાનનું ખૂબ સન્માન કરીને પોતાની બહેન ચંદ્રનખાની અત્યંત રૂપાળી પુત્રી અનંગકુસુમા તેની સાથે પરણાવી. હનુમાન તેને ૫૨ણીને ખૂબ પ્રસન્ન થયા. અનંગકુસુમા સર્વલોકમાં પ્રસિદ્ધ ગુણોની રાજધાની છે, તેનાં નેત્રો કામનાં આયુધ છે. રાવણે તેમને ખૂબ સંપદા આપી, કર્ણકુંડળપુરનું રાજ્ય પણ આપ્યું, તેમનો રાજ્યાભિષેક કરાવ્યો. તે નગરમાં હનુમાન જેમ સ્વર્ગલોકમાં ઇન્દ્ર બિરાજે છે તેમ સુખપૂર્વક વિરાજતા હતા. કિકૂપુર નગરના રાજા નળે પોતાની પુત્રી હરમાલિનીને હનુમાન સાથે પરણાવી, તે કન્યા રૂપ અને સંપદામાં લક્ષ્મીને જીતતી હતી. તે ઉપરાંત કિન્નરગીત નગરના કિન્નર જાતિના વિધાધરોની ત્રણસો પુત્રીઓ તેને પરણી. આ પ્રમાણે એક હજાર રાણીઓ તેને પરણી. પૃથ્વી ૫૨ હનુમાનનું શ્રીશૈલ નામ પ્રસિધ્ધ પામ્યું કારણ કે તે પર્વતની ગુફામાં જન્મ્યા હતા તે હનુમાન પર્વત પર આવ્યા અને તેને જોઈને ખૂબ પ્રસન્ન થયા, તેમની તળેટી રમણીય હતી. હિકંધપુર નગરમાં રાજા સુગ્રીવ અને રાણી સુતારાની ચંદ્ર સમાન કાંતિમાન મુખવાળી અને રિત સમાન રૂપવાળી પુત્રી પદ્મરાગા નવા કમળ જેવા રંગવાળી અનેક ગુણોથી મંડિત હતી. પૃથ્વી પર પ્રસિદ્ધ લક્ષ્મી સમાન સુંદર નેત્રવાળી, જેનું મુખ આભામંડળથી મંડિત છે, મહાન ગજરાજના કુંભસ્થળ સમાન ઊંચા કઠોર તેના સ્તન છે, સિંહ સમાન કેડ છે, તેની મૂર્તિ લાવણ્યતાના વિસ્તીર્ણ સરોવરમાં મગ્ન છે, તેની ચેષ્ટા જોતાં ચિત્ત પ્રસન્ન થાય એવી પુત્રીને યૌવનપ્રાપ્ત જોઈને માતાપિતાને તેના વિવાહની ચિંતા થઈ. માતાપિતાને રાતદિન નિદ્રા આવતી નહિ. દિવસે ભોજન લેવાની ઈચ્છા થતી નહિ. તેમનું ચિત્ત યોગ્ય વર માટે ચિંતાયુક્ત બન્યું. પછી રાવણના પુત્ર ઇન્દ્રજિત આદિ અનેક કુળવાન, શીલવાન રાજકુમારોના ચિત્રપટ દોરાવી સખીઓ દ્વારા પુત્રીને બતાવ્યાં. સુંદર કાંતિવાળી તે કન્યાની દૃષ્ટિએ એમાંનું એકેય ચિત્ર પસંદ પડયું નહિ. તેણે પોતાની દૃષ્ટિ સંકોચી લીધી. પછી હનુમાનનું ચિત્ર જોયું. તે ચિત્રપટ જોઈને શોષણ, સંતાપન, ઉચ્ચાટન, મોહન, વશીકરણ એવા કામનાં પાંચ બાણોથી વીંધાઈ ગઈ. તેને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણીસમું પર્વ ૨૦૭ હનુમાન પ્રત્યે અનુરાગી જોઈને સખીઓ તેમનાં ગુણ વર્ણવવા લાગી. હે કન્ય! આ પવનંજયના પુત્ર હનુમાનના અપાર ગુણોનું વર્ણન ક્યાં સુધી કરીએ ? અને રૂપ, સૌભાગ્ય તેના ચિત્રમાં તે જોયાં છે, માટે એને પસંદ કર, માતાપિતાની ચિંતા દૂર કર. કન્યા ચિત્રને જોઈને જ મોહિત થઈ હતી અને સખીઓએ ગુણોનું વર્ણન કર્યું ત્યારે તે લજ્જાથી નીચી નમી ગઈ. હાથમાં કીડા કરવા કમળ લીધું હતું તે ચિત્રપટ પર ફેંકયું. બધાને લાગ્યું કે એને હુનુમાન પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થઈ છે. પછી તેના પિતા સુગ્રીવે તેનું ચિત્રપટ બનાવરાવીને એક સજ્જન પુરુષ સાથે તે વાયુપુત્રને મોકલ્યું. સુગ્રીવનો સેવક શ્રીનગરમાં ગયો અને કન્યાનું ચિત્રપટ હનુમાનને બતાવ્યું. અંજનાનો પુત્ર સુતારાની પુત્રીનું ચિત્રપટ જોઈને મોહિત થયો. એ વાત સાચી છે કે કામનાં પાંચ જ બાણ છે, પરંતુ કન્યાના પ્રેરાયેલા તે પવનપુત્રને સો બાણ થઈને વાગ્યાં. તે મનમાં વિચારવા લાગ્યા કે મેં હજારો લગ્ન કર્યા છે, મોટા મોટા ઠેકાણે હું પરણ્યો છું, ખરદૂષણની પુત્રી અને રાવણની ભાણેજને પણ પરણ્યો છું. છતાં જ્યાં સુધી હું આ પદ્મરાગાને ન પરણું ત્યાં સુધી જાણે હું કોઈને પરણ્યો જ નથી. આમ વિચારીને તે મહાઝુદ્ધિસંયુક્ત એક જ ક્ષણમાં સુગ્રીવના નગરમાં પહોંચી ગયા. સુગ્રીવે સાંભળ્યું કે હનુમાન પધાર્યા છે તો તે ખૂબ આનંદિત થઈને સામે આવ્યા, ખૂબ ઉત્સાહથી તેમને નગરમાં લઈ ગયા. રાજમહેલની સ્ત્રીઓ ઝરૂખાની જાળીમાંથી એમનું અદ્ભુત રૂપ જોઈને બધી પ્રવૃત્તિ છોડીને આશ્ચર્ય પામી ગઈ. સુગ્રીવની પુત્રી પારાગા એનું રૂપ જોઈને ચકિત થઈ ગઈ. કેવી છે કન્યા? અતિસુકુમાર શરીરવાળી, પવનંજયના પુત્ર સાથે પદ્મરાગાનાં ખૂબ ઠાઠમાઠથી લગ્ન થયાં. જેવો વર એવી કન્યા. બન્ને અત્યંત હર્ષ પામ્યાં. હનુમાન સ્ત્રી સહિત પોતાના નગરમાં આવ્યા. રાજા સુગ્રીવ અને રાણી સુતારા પુત્રીના વિયોગથી કેટલાક દિવસો સુધી શોકમાં રહ્યાં. હનુમાનને મહાલક્ષ્મીવાન અને સમસ્ત પૃથ્વી પર યશસ્વી જોઈને પવનંજય અને અંજના ઊંડા સુખના સમુદ્રમાં ડૂબી ગયાં. ત્રણ ખંડના ધણી રાવણ, સુગ્રીવ સમાન પરાક્રમી જેને ભાઈ છે અને હુનુમાન સરખા મહાભટ વિધાધરોના જે અધિપતિ છે તે લંકા નગરીમાં સુખેથી રમે છે, સમસ્ત લોકોને સુખદાયક સ્વર્ગલોકમાં જેમ ઇન્દ્ર રમે છે તેમ. તેની અત્યંત સુંદર, વિસ્તીર્ણ કાંતિવાળી અઢાર હજાર રાણીઓનાં મુખકમળના ભ્રમર બનીને રમતાં તેને આયુષ્ય વીતવાની ખબર પડતી નથી. જેને એક સ્ત્રી હોય તે પણ કુરૂપ અને આજ્ઞારહિત હોય તો પણ તે પુરુષ ઉન્મત્ત થઈને રહે છે તો જેને અઢાર હજાર પદ્મિની, પતિવ્રતા, આજ્ઞાકારિણી લક્ષ્મી સમાન સ્ત્રીઓ હોય તેના પ્રભાવની શી વાત કરવી? ત્રણ ખંડના અધિપતિ, અનુપમ જેની કાંતિ છે, જેની આજ્ઞા સમસ્ત વિધાધર અને ભૂમિગોચરી રાજાઓ મસ્તક ઉપર ચડાવે છે, તે બધા રાજાઓએ તેને અર્ધચક્રીપદનો અભિષેક કરાવ્યો અને પોતાના સ્વામી માન્યા. જેના ચરણો વિધાધરોના અધિપતિઓ દ્વારા પૂજાય છે, જેમના લક્ષ્મી, કીર્તિ, કાંતિ અને પરિવાર સમાન બીજાં કોઈની છે નહિ, જેમનો દેહ મનોજ્ઞ છે તે રાજા દશમુખ ચંદ્રમા સમાન મોટા મોટા પુરુષરૂપ ગ્રહોથી મંડિત, આલાદ ઉપજાવનાર કોના ચિત્તનું હરણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ વીસમું પર્વ પદ્મપુરાણ નથી કરતા ? જેનું સુદર્શન ચક્ર સર્વ કાર્યની સિદ્ધિ કરનારું દેવાધિષ્ઠિત છે, જેમાં મધ્યાહ્નના સૂર્યનાં કિરણો સમાન કિરણોનો સમૂહ છે, જે ઉદ્ધત પ્રચંડ રાજાઓ આજ્ઞા ન માને તેમનો વિધ્વંશ કરનાર, અતિદેદીપ્યમાન, નાના પ્રકારનાં રત્નોથી શોભતા હતા, ઠંડરત્ન દુષ્ટ જીવોને માટે કાળ સમાન, ભયંકર, ઉગ્ર તેજવાળું જાણે કે ઉલ્કાપાતનો સમૂહ જ છે એવું પ્રચંડ તેમની આયુધશાળામાં પ્રગટ થયું હતું તે રાવણ આઠમા પ્રતિવાસુદેવ, જેની કીર્તિ સુંદર છે, પૂર્વોપાર્જિત કર્મના વશે કુળની પરિપાટીથી ચાલતી આવેલી લંકાપુરીમાં સંસારનાં અદ્દભૂત સુખ ભોગવતાં હતાં. તે રાક્ષસ જાતિના વિધાધરોના કુળના તિલક છે, લંકામાં પ્રજાને કોઈ જાતનું દુઃખ નથી, શ્રી મુનિસુવ્રતનાથના મોક્ષ પામ્યા પછી અને શ્રી નમિનાથના જન્મ પહેલાં રાવણ થયો. પણ પરમાર્થરહિત ઘણા મૂઢ લોકોએ તેમનું કથન કાંઈકને બદલે કાંઈક કર્યું છે. તેમને માંસભક્ષી ઠરાવ્યા છે, પરંતુ તે માંસહારી નહોતા, અન્નનો આહાર કરતા. એક સીતાના અપહરણનો અપરાધ કર્યો, તેના કારણે માયા અને પરલોકમાં કષ્ટ પામ્યા. કેવો છે શ્રી મુનિસુવ્રતનાથનો સમય? સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની ઉત્પત્તિનું કારણ છે. એ સમય વીત્યાને ઘણાં વર્ષો થઈ ગયાં છે તેથી તત્ત્વજ્ઞાનરહિત વિષયી જીવોએ મોટા પુરુષનું વર્ણન કાંઈકને બદલે કાંઈક કર્યું છે. પાપાચારી, શીલવ્રતરહિત પુરુષોની કલ્પનાજાળરૂપ ફાંસીમાં અવિવેકી, મંદભાગી મનુષ્યોરૂપી મૃગલા બંધાઈ ગયા છે. ગૌતમ સ્વામી કહે છે કે આમ જાણીને હૈ શ્રેણિક! ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ દ્વારા વંધ એવા શ્રી જિનરાજના શાસ્ત્રરૂપી રત્નને તું અંગીકા૨ ક૨. જિનરાજનું શાસ્ત્ર કેવું છે? સૂર્યથી અધિક તેનું તેજ છે. અને તું કેવો છો ? જેણે જિનશાસ્ત્રના શ્રવણથી વસ્તુનું સ્વરૂપ જાણી લીધું છે અને મિથ્યાત્વરૂપ કાદવનું કલંક ધોઈ નાખ્યું છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણનું ચક્ર અને રાજ્યાભિષેકનું વર્ણન કરનાર ઓગણીસમું પર્વ પૂર્ણ થયું. *** વીસમું પર્વ ( ત્રેસઠ શલાકા પુરુષોના પૂર્વભવ આદિનું વર્ણન ) હવે મહાવિનયવાન, નિર્મળ બુદ્ધિવાળા રાજા શ્રેણિકે વિધાધરોનું સકળ વૃત્તાંત સાંભળીને ગૌતમ ગણધરનાં ચરણારવિંદને નમસ્કાર કરી આશ્ચર્યપૂર્વક પૂછયું: હે નાથ ! આપની કૃપાથી આઠમા પ્રતિનારાયણ રાવણના જન્મ અને કાર્યની બધી હકીકત મેં જાણી. તે ઉપરાંત રાક્ષસવંશી અને વાનરવંશી વિદ્યાધરોના કુળના ભેદ પણ સારી રીતે જાણ્યા. હવે હું તીર્થંકરોનાં પૂર્વભવ સહિત સકળ ચરિત્ર સાંભળવા ઇચ્છું છું. તેમનું ચરિત્ર બુદ્ધિની નિર્મળતાનું કારણ છે તથા આઠમા બળભદ્ર શ્રીરામચંદ્રજી સકળ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે તે કયા વંશમાં ઉત્પન્ન થયા, તેમનું સકળ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ વીસમું પર્વ ૨૦૯ ચરિત્ર કહો. તીર્થકરોના નામ, તેમનાં માતાપિતાનાં નામ વગેરે સાંભળવાની મારી ઈચ્છા છે અને આપ તે કહેવાને યોગ્ય છો. જ્યારે શ્રેણિકે આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ગૌતમ ગણધર ભગવાનના ચરિત્રના પ્રશ્નથી ખૂબ આનંદ પામ્યા. તે મહાબુદ્ધિમાન અને પરમાર્થમાં પ્રવીણ છે. તેમણે કહ્યું કે હું શ્રેણિક! પાપના નાશનું કારણ અને ઇન્દ્રાદિ વડે નમસ્કાર કરવા યોગ્ય એવા ચોવીસ તીર્થકરોનાં નામ, તેમના પિતાદિનાં નામ, સર્વ પૂર્વભવ સહિત હું કહું છું તે તું સાંભળ. ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, પુષ્પદંત (અથવા સુવિધિનાથ), શીતળ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમળ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિ સુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને મહાવીર કે જેમાં હાલમાં શાસન પ્રવર્તે છે, આ ચોવીસ તીર્થકરોનાં નામ કહ્યાં. હવે એમનાં પૂર્વભવની નગરીનાં નામ કહું છું. પુણ્ડરિકિણી, સુસીમા, ક્ષમા, રત્નસંચયપુર આ ચાર નગરીમાં ઋષભદેવ આદિ ત્રણ ત્રણ ક્રમશઃ એકેક નગરમાં વાસુપૂજ્ય પર્યત પૂર્વભવમાં નિવાસ કરતા હતા. બાકીના બાર તીર્થકરો ક્રમશઃ પૂર્વભવમાં મહાનગર, અરિષ્ટપુર, સુભદ્રિકા, પુણ્ડરિકિણી, સુસીમા, ક્ષમા, વીતશોકા, ચંપા, કૌશાંબી, હસ્તિનાગપુર, સાકેતા અને છત્રાકારપુરમાં નિવાસ કરતા હતા. આ બધી રાજધાનીઓ સ્વર્ગપુરી સમાન સુંદર, મહાવિસ્તૃત અને ઉત્તમોત્તમ ભવનોથી સુશોભિત હતી. હવે તેમના પરભવનાં નામ સાંભળો. વજનાભિ, વિમળવાહન, વિપુલખ્યાતિ, વિપુલવાહન, મહાબળ, અતિબળ, અપરાજિત, નંદિષેણ, પદ્મ, મહાપદ્મ, પદ્મોત્તર, પંકજગુલ્મ, નલિનગુલ્મ, પદ્માસન, પદ્મરથ, દઢરથ, મેઘરથ, સિંદુરથ, વૈશ્રવણ, શ્રીધર્મા, સૂરશ્રેષ્ઠ, સિદ્ધાર્થ, આનંદ અને સુનંદ આ તીર્થકરોના પૂર્વભવના નામ કહ્યાં. હવે એમના પૂર્વભવના પિતાનાં નામ સાંભળો. વજસેન, મહાતેજ, રિપુદમન, સ્વયંપ્રભ, વિમળવાહન, સીમંધર, પિહિતાશ્રવ, અરિંદમ, યુગંધર, સર્વજનાનંદ, અભયાનંદ, વજદંત, વજનાભિ, સર્વગુપ્તિ, ગુપ્તિમાન, ચિંતારક્ષ, વિમળવાહન, ધનરવ, ધીર, સંવર, ત્રિલોકીરવિ, સુનંદ, વીતશોક, અને પ્રોષ્ઠિલ. આ પૂર્વભવના પિતાનાં નામ કહ્યાં. હવે ચોવીસ તીર્થકરો જે જે દેવલોકમાંથી આવ્યા તે દેવલોકનાં નામ સાંભળો. સર્વાર્થસિદ્ધિ, વૈજયન્ત, નૈવેયક, વૈજયન્ત, ઊર્ધ્વરૈવેયક, વૈજયન્ત, મધ્ય ગૈવેયક, વૈજયન્ત, અપરાજિત, આરણ સ્વર્ગ, પુષ્પોત્તર વિમાન, કાપિષ્ઠ સ્વર્ગ, શુક્ર સ્વર્ગ, સહસ્ત્રાર સ્વર્ગ, પુષ્પોત્તર પુષ્પોત્તર, સર્વાર્થસિદ્ધિ, વિજય, અપરાજિત, પ્રાણત, વૈજયન્ત, આનત અને પુષ્પોત્તર આ ચોવીસ તીર્થકરોનાં આવવાનાં સ્થાન કહ્યાં. હવે ચોવીસ તીર્થકરોનાં જન્મનગર, જન્મનક્ષત્ર, માતાપિતા, વૈરાગ્યનું વૃક્ષ અને મોક્ષના સ્થાનનું કથન કરું છું, તે સાંભળો. અયોધ્યાનગરી, પિતા નાભિરાજ, માતા મરુદેવીરાણી, ઉત્તરાષાઢ નક્ષત્ર, વટવૃક્ષ, કૈલાસ પર્વત, પ્રથમ જિન, હે મગધ દેશના ભૂપતિ! તને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ કરાવો. અયોધ્યાનગરી, જિતશત્રુ પિતા, વિજયાં માતા, રોહિણી નક્ષત્ર, સપ્તચ્છદ વૃક્ષ, સર્મેદશિખર, અજિતનાથ, હું શ્રેણિક! તને મંગળનું કારણ થાવ. શ્રા વસ્તીનગરી, જિતારિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ વસમું પર્વ પદ્મપુરાણ પિતા, સૈના માતા, પૂર્વાષાઢ નક્ષત્ર, શાલવૃક્ષ, સમેદશિખર, સંભવનાથ તમારાં ભવબંધન દૂર કરો. અયોધ્યાપુરી નગર, સંવર પિતા, સિદ્ધાર્થ માતા, પુનવર્સ નક્ષત્ર, શાલવૃક્ષ, સમ્મદશિખર અભિનંદન તને કલ્યાણનું કારણ થાવ. અયોધ્યાપુરી નગરી, મેઘપ્રભ પિતા, સુમંગલા માતા, મઘા નક્ષત્ર, પ્રિયંગુ વૃક્ષ, સર્મેદશિખર, સુમતિનાથ જગતમાં મહામંગળરૂપ તારાં સર્વ વિઘ્ન હરો. કૌશાંબી નગરી, ધારણ પિતા, સુસીમા માતા, ચિત્રા નક્ષત્ર, પ્રિયંગુ વૃક્ષ, સર્મેદશિખર, પદ્મપ્રભ તારા કામ-ક્રોધાદિ અમંગળને દૂર કરો. કાશીપુરી નગરી, સુપ્રતિષ્ઠ પિતા, પૃથિવી માતા, વિશાખા નક્ષત્ર, શિરીષ વૃક્ષ, સમ્મદશિખર, સુપાર્શ્વનાથ, હે રાજન! તારાં જન્મ–જરા-મૃત્યુ દૂર કરો. ચંદ્રપુરી નગરી, મહાસન પિતા, લક્ષ્મણા માતા, અનુરાધા નક્ષત્ર, નાગવૃક્ષ, સર્મેદશિખર, ચંદ્રપ્રભ તને શાંતિભાવના દાતા થાવ. કાકંદીનગરી, સુગ્રીવ પિતા, રામા માતા, મૂલ નક્ષત્ર, શાલ વૃક્ષ, સમ્મદશિખર, પુષ્પદંત તારા ચિત્તને પવિત્ર કરો. ભદ્રિકાપુરી નગરી, દઢરથ પિતા, સુનંદા માતા, પૂર્વાષાઢા નક્ષત્ર, પ્લેક્ષ વૃક્ષ, સર્મેદશિખર, શીતળનાથ તારા ત્રિવિધ તાપ દૂર કરો. સિંહપુર નગરી, વિષ્ણુરાજ પિતા, વિષ્ણુશ્રીદેવી માતા, શ્રવણ નક્ષત્ર, તિન્દુક વૃક્ષ, સમ્મદશિખર, શ્રેયાંસનાથ તારા વિષયકષાય દૂર કરો, કલ્યાણ કરો. ચંપાપુરી નગરી, વસુપૂજ્ય પિતા, વિજયામાતા, શતભિષા નક્ષત્ર, પાટલ વૃક્ષ, નિર્વાણક્ષેત્ર ચંપાપુરીનું વન, શ્રી વાસુપૂજ્ય તને નિર્વાણની પ્રાપ્તિ કરાવો. કંપિલાનગરી, કૃતવર્મા પિતા, સુરમ્યા માતા, ઉત્તરાષાઢા નક્ષત્ર, જંબુ વૃક્ષ, સર્મેદશિખર, વિમળનાથ તને રાગાદિ મળરહિત કરો. અયોધ્યાનગરી, સિંહસેન પિતા, સર્વયશા માતા, રેવતી નક્ષત્ર, પીપળ વૃક્ષ, મેદશિખર, અનંતનાથ તને અંતરરહિત કરો. રત્નપુરી નગરી, ભાનુ પિતા, સુવ્રતા માતા, પુષ્યનક્ષત્ર, દધિપણ વૃક્ષ, સર્મેદશિખર, ધર્મનાથ તને ધર્મરૂપ કરો. હસ્તિનાગપુર નગર, વિશ્વસેન પિતા, ઐરા માતા, ભરણી નક્ષત્ર, નંદી વૃક્ષ, સન્મેદશિખર, શાંતિનાથ તમને સદા શાંતિ આપો. હસ્તિનાપુર નગર, સૂર્ય પિતા, શ્રીદેવી માતા, કુત્તિકા નક્ષત્ર, તિલક વૃક્ષ, સમ્મદશિખર, કુંથુનાથ, હે રાજેન્દ્ર! તારાં પાપ દૂર કરવાનું કારણ થાવ. હસ્તિનાગપુર નગર, સુદર્શન પિતા, મિત્રા માતા, રોહિણી નક્ષત્ર, આમ્રવૃક્ષ, સન્મેદશિખર, અરનાથ, હું શ્રેણીક! તારાં કર્મનો નાશ કરો. મિથિલાપુરી નગરી, કુંભ પિતા, રક્ષતા માતા, અશ્વિની નક્ષત્ર, અશોક વૃક્ષ, સર્મેદશિખર, મલ્લિનાથ, હે રાજા, તારા મનને શોકરહિત કરો. કુશાગ્રનગર, સુમિત્ર પિતા, પદ્માવતી માતા, શ્રવણ નક્ષત્ર, ચંપક વૃક્ષ, સર્મેદશિખર, મુનિ સુવ્રતનાથ સદા તારા મનમાં વસો. મિથિલાપુરી નગરી, વિજય પિતા, વપ્રા માતા, અશ્વિની નક્ષત્ર, મૌલશ્રી વૃક્ષ, સર્મેદશિખર, નમિનાથ તને ધર્મનો સંબંધ કરાવો. સૌરીપુર નગર, સમુદ્રવિજય પિતા, શિવાદેવી માતા, ચિત્રા નક્ષત્ર, મેષશૃંગ વૃક્ષ, ગિરનાર પર્વત, નેમિનાથ તને શિવસુખ આપો. કાશીપુરી નગરી, અશ્વસેન પિતા, વામા માતા, વિશાખા નક્ષત્ર, ધવલ વૃક્ષ, સન્મેદશિખર, પાર્શ્વનાથ તારા મનને વૈર્ય આપો. કુણ્ડલપુર નગર, સિદ્ધાર્થ પિતા, પ્રિયકારિણી માતા ઉત્તરા ફાલ્વની નક્ષત્ર, શાલવૃક્ષ, પાવાપુર, મહાવીર તને પરમમંગળ કરો. પોતાના જેવા બનાવી દો. આગળ ચોવીસ તીર્થકરોનાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ વીસમું પર્વ ૨૧૧ નિર્વાણક્ષેત્રનું કથન કરીએ છીએ. ઋષભદેવનું નિર્વાણ કલ્યાણક કૈલાસ પર્વત, વાસુપૂજ્યનું ચંપાપુર, નેમિનાથનું ગિરનાર, મહાવીરનું પાવાપુર અને બાકીના બીજા બધાનું સમ્મદશિખર છે. શાંતિ, કુંથુ અને અર આ ત્રણ તીર્થકરો ચક્રવર્તી પણ હતા અને કામદેવ પણ હતા. તેમણે રાજ્ય છોડીને વૈરાગ્ય લીધો હતો. વાસુપૂજ્ય, મલ્લિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર આ પાંચ તીર્થકરો કુમાર અવસ્થામાં વિરક્ત થયા, તેમણે રાજ્ય પણ ન કર્યું અને લગ્ન પણ ન કર્યો. અન્ય તીર્થકરો મહામાંડલિક રાજા થયા, તેમણે રાજ્ય છોડીને વૈરાગ્ય લીધો. ચંદ્રપ્રભ અને પુષ્પદંત આ બેના શરીરનો વર્ણ શ્વેત હતો, શ્રી સુપાર્શ્વનાથ પ્રિયંગુ-મંજરી સમાન હરિત વર્ણના હુતા, પાર્શ્વનાથના શરીરનો વર્ણ કાચી ડાંગર સમાન હરિત વર્ણનો હતો, પદ્મપ્રભનો વર્ણ કમળ સમાન લાલ હતો, વાસુપૂજ્યનો વર્ણ કેસૂડાના ફૂલ સમાન રક્ત હતો, મુનિ સુવ્રતનાથનો વર્ણ અંજનગિરિ સમાન શ્યામ, નેમિનાથનો વર્ણ મોરના કંઠ સમાન શ્યામ અને બાકીના સોળ તીર્થકરોના શરીરનો વર્ણ ગરમ સુવર્ણ સમાન પીળો હતો. આ બધા જ તીર્થકરો ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ દ્વારા પૂજ્ય અને સ્તુતિ કરવા યોગ્ય હતા, બધાનો સુમેરુના શિખર પાંડુકશિલા ઉપર જન્માભિષેક થયો હુતો, બધાને જ પાંચ કલ્યાણક પ્રગટ થયા હુતા, જેમની સેવા સંપૂર્ણ કલ્યાણની પ્રાપ્તિનું કારણ છે એવા તે જિનેન્દ્રો તારી અવિદ્યા દૂર કરો. આ પ્રમાણે ગણધરદેવેનું વર્ણન કર્યું ત્યારે રાજા શ્રેણિક નમસ્કાર કરીને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભો ! છયે કાળના વર્તમાન આયુષ્યનું પ્રમાણ જણાવો અને પાપની નિવૃત્તિનું કારણ એવું જે પરમતત્ત્વ, આત્મસ્વરૂપનું વર્ણન વારંવાર કરો તથા જે જિનેન્દ્રના અંતરાલમાં શ્રી રામચંદ્ર પ્રગટ થયા તે સર્વનું વર્ણન હું આપની કૃપાથી સાંભળવા ચાહું છું. શ્રેણિકે જ્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે શ્રી ગણધરદેવ કૃપા વરસાવતા કહેવા લાગ્યા. ગણધરદેવનું ચિત્ત ક્ષીરસાગરના જળ સમાન નિર્મળ છે. તે બોલ્યા, હે શ્રેણિક! કાળ નામનું દ્રવ્ય છે તે અનંત કાળથી છે. જેને આદિ અંત નથી તેની સંખ્યા કલ્પનારૂપ દષ્ટાંત પલ્ય-સાગરાદિરૂપે મહામુનિ કહે છે. એક મહાયોજન પ્રમાણ લાંબો, પહોળો અને ઊંડો ગોળ ખાડો, ઉત્કૃષ્ટ ભોગભૂમિના તત્કાળ જન્મેલા બકરીના બચ્ચાના રોમના અગ્રભાગથી ભરવામાં આવે અને તેમાંથી સો સો વર્ષે એકેક રોમ કાઢવામાં આવે તેટલા કાળને વ્યવહાર પલ્ય કહે છે. જોકે આ દષ્ટાંત કલ્પનામાત્ર છે, કોઈએ આમ કર્યું નથી. એક વ્યવહાર૫લ્યથી અસંખ્યાત ગુણો ઉદ્ધાર૫લ્ય છે, તેનાથી સંખ્યાત ગુણો અદ્ધાપલ્ય છે, એવા દસ ક્રોડાકોડી પલ્ય વીતે ત્યારે એક સાગર કહેવાય છે અને દસ ક્રોડાકોડી સાગર વીતે ત્યારે એક અવસર્પિણી કાળ થાય છે તથા દસ ક્રોડાકોડી સાગરનો એક ઉત્સર્પિણી કાળ થાય છે. વીસ ક્રોડાકોડી સાગરનો એક કલ્પકાળ કહેવાય છે. જેમ એક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બેય હોય છે તેમ એક કલ્પકાળમાં એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી એ બેય હોય છે. એ દરેકના છ છ કાળ હોય છે. તેમાં પ્રથમ સુખમાસુખમા કાળ ક્રોડાકોડ સાગરનો છે, બીજો સુખમાં કાળ ત્રણ ક્રોડાકોડ સાગરનો છે, ત્રીજો સુખમાં દુખમા કાળ બે ક્રોડાકોડ સાગરનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ વીસમું પર્વ પદ્મપુરાણ છે અને ચોથો દુખમાં સુખમાં કાળ એક ક્રોડાકોડ સાગર ઓછા બેંતાળીસ હજાર વર્ષનો છે, પાંચમો દુખમા કાળ એકવીસ હજાર વર્ષનો છે અને છઠ્ઠો દુખમાં દુખમા કાળ પણ એકવીસ હજાર વર્ષનો છે. આ અવસર્પિણી કાળની રીતિ કહી. પ્રથમ કાળથી માંડીને છઠ્ઠા કાળ સુધી આયુષ્ય આદિ બધું ઘટતું જાય છે અને એનાથી ઊલટું જે ઉત્સર્પિણી કાળ તેમાં છઠ્ઠાથી માંડીને પહેલા સુધી આયુષ્ય, કાય, બળ, પરાક્રમ વધતાં જાય છે. આ પ્રમાણે કાળચક્રની રચના જાણવી. હવે જ્યારે ત્રીજા કાળમાં પલ્યના આઠમા ભાગ જેટલો સમય બાકી રહ્યો હતો ત્યારે ચૌદ કુલકર થયા હતા તેમનું કથન અગાઉ કરી ચૂક્યા છીએ. ચૌદમા કુલકર નાભિરાજા હતા. તેમને પ્રથમ તીર્થકર ઋષભદેવ પુત્રરૂપે થયા. તેમના મોક્ષગમન બાદ પચાસ લાખ કરોડ સાગર વીત્યા ત્યારે બીજા તીર્થકર શ્રી અજિતનાથ થયા. તેમના પછી ત્રીસ લાખ કરોડ સાગર વીત્યે શ્રી સંભવનાથ થયા. તેના પછી દસ લાખ કરોડ સાગર ગયે શ્રી અભિનંદન થયા. તેમના પછી નવ લાખ કરોડ સાગર વીત્યે શ્રી સુમતિનાથ થયા. ત્યારપછી નવ્વાણું હજાર કરોડ સાગર વીત્યે શ્રી પદ્મપ્રભ થયા. તેમના પછી નવ હજાર કરોડ સાગર થયા ત્યારે શ્રી સુપાર્શ્વનાથ થયા. તેમના પછી નવસો કરોડ સાગર ગયે શ્રી ચંદ્રપ્રભ થયા. તેમના પછી નેવું કરોડ સાગર વીત્યે શ્રી પુષ્પદંત થયા, તેમના પછી નવ કરોડ સાગર વીત્યા ત્યારે શ્રી શીતળનાથ થયા. ત્યાર પછી કરોડ સાગર ઓછા એકસો વર્ષે શ્રી શ્રેયાંસનાથ થયા. તેમના પછી ચોખ્ખન સાગર વીત્યે શ્રી વાસુપૂજ્ય થયા. ત્યારપછી ત્રીસ સાગર બાદ શ્રી વિમળનાથ થયા. પછી નવ સાગર વીત્યે શ્રી અનંતનાથ થયા. તેમના પછી ચાર સાગર વીત્યા અને શ્રી ધર્મનાથ થયા. ત્યારબાદ ત્રણ સાગર ઓછા પોણો પલ્ય કાળ વીતતાં શ્રી શાંતિનાથ થયા. તેમના પછી અર્ધી પલ્ય ગયે શ્રી કુંથુનાથ થયા. તે પછી પા પલ્ય ઓછા હજાર કરોડ વર્ષે શ્રી અરનાથ થયા. તેમના પછી એક હજાર કરોડ ઓછા પાંસઠ લાખ ચોર્યાસી હજાર વર્ષ વીત્યાં ત્યારે શ્રી મલ્લિનાથ થયા તેમના પછી ચોપ્પન લાખ વર્ષ વીત્યાં ત્યારે શ્રી મુનિ સુવ્રતનાથ થયા. તેમના પછી છ લાખ વર્ષ વીતતાં શ્રી નમિનાથ થયા. તેમના પછી પાંચ લાખ વર્ષ વીતતા શ્રી નેમિનાથ થયા. તેમના પછી ચોર્યાસી હજાર વર્ષ વીત્યે શ્રી પાર્શ્વનાથ થયા. તેમના પછી અઢીસો વર્ષે શ્રી વર્ધમાન થયા. જ્યારે વર્ધમાન સ્વામી મોક્ષ પ્રાપ્ત કરશે ત્યારે ચોથા કાળમાં ત્રણ વર્ષ, સાડા આઠ મહિના બાકી રહેશે અને જ્યારે શ્રી ઋષભદેવ મુક્તિ પામ્યા હતા ત્યારે પણ એટલો જ સમય ત્રીજા કાળનો બાકી રહ્યો હતો. હું શ્રેણિક! ધર્મચક્રના અધિપતિ, ઇન્દ્રના મુગટનાં રત્નોની જ્યોતિરૂપી જળથી જેમનાં ચરણકમળ ધોયાં છે તે શ્રી વર્ધમાન મોક્ષ પધારશે પછી પાંચમો કાળ શરૂ થશે; જેમાં દેવોનું આગમન નહિ થાય અને અતિશયધારક મુનિઓ નહિ થાય. કેવળજ્ઞાનની ઉત્પત્તિ નહિ થાય, ચક્રવર્તી, બળભદ્ર અને નારાયણની ઉત્પત્તિ નહિ થાય; તમારા જેવા ન્યાયી રાજા નહિ રહે, અનીતિમાન રાજા થશે, પ્રજાના માણસો, દુષ્ટ, મહા ધીઠ, પારકું ધન હુરવામાં પ્રયત્નશીલ રહેશે, શીલરહિત, વ્રતરહિત, અત્યંત કલેશ અને વ્યાધિથી ભરેલા મિથ્યાષ્ટિ, ઘોરક જીવો થશે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ વસમું પર્વ ૨૧૩ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, પોપટ, ઉંદર, પોતાની સેના અને પારકી સેના આ સાત ઇતિઓનો ભય સદાય રહેશે, મોહરૂપ મદિરાથી મત્ત, રાગદ્વેષ ભરેલા, વાંકી ભ્રમર કરનારા, કૂર દૃષ્ટિવાળા, પાપી, મહાગર્વિષ્ઠ, કુટિલ જીવો થશે. કુવચન બોલનારા, દૂર, ધનના લોભી જીવો પૃથ્વી પર એવી રીતે વિચરશે જેમ રાત્રે ઘુવડ વિચરે છે અને જેમ આગિયા થોડો વખત ચમકે છે તેમ થોડા જ દિવસ તેમની ચમક રહેશે. તે મૂર્ખ, દુર્જન, જિનધર્મથી પરામુખ, કુધર્મમાં પોતે પ્રવર્તશે અને બીજાઓને પ્રવર્તાવશે. પરોપકારરહિત, પારકા કામમાં આળસુ પોતે ડૂબશે અને બીજાઓને ડૂબાડશે. તે દુર્ગતિગામી પોતાને મહંત માનશે. તે દૂરકર્મી, ચંડાળ, મદોન્મત, અનર્થમાં હર્ષ માનનાર, મોહરૂપી અંધકારથી અંધ કળિકાળના પ્રભાવથી હિંસારૂપ કુશાસ્ત્રના કુહાડાથી અજ્ઞાની જીવરૂપ વૃક્ષોને કાપશે. પંચમ કાળના આદિમાં મનુષ્યોનું શરીર સાત હાથ ઊંચું હશે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એકસો વીસ વર્ષનું થશે. પંચમ કાળને અંતે બે હાથનું શરીર અને વીસ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય રહેશે. છઠ્ઠી કાળને અંતે એક હાથનું શરીર અને સોળ વર્ષનું આયુષ્ય વધારેમાં વધારે હશે. તે છઠ્ઠી કાળના મનુષ્યો મહાકુરૂપ, માંસાહારી, ખૂબ દુઃખી, પાપક્રિયામાં રત, મહારોગી, તિર્યંચ સમાન, મહી અજ્ઞાની રહેશે. કોઈ જાતનો સંબંધ કે વ્યવહાર નહિ રહે, કોઈ રાજા નહિ રહે, કોઈ ચાકર નહિ રહે, ન રાજા, ન પ્રજા, ન ધન, ન ઘર, ન સુખ, અત્યંત દુ:ખી થશે. અન્યાયકાર્ય કરનારા, ધર્માચારરહિત મહાપાપરૂપ થશે. જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાનાં કિરણોની કળા ઘટે છે અને શુક્લ પક્ષમાં વધે છે તેમ અવસર્પિણી કાળમાં ઘટે અને ઉત્સર્પિણી કાળમાં વધે છે. જેમ દક્ષિણાયનમાં દિવસ નાનો થાય છે અને ઉતરાયણમાં વધે છે. જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાની કળા ઘટે અને શુક્લ પક્ષમાં વધે તેમ અવસર્પિણી કાળમાં ઘટે અને ઉત્સર્પિણી કાળમાં વધે છે. દક્ષિણાયનમાં દિવસ કપાય છે અને ઉત્તરાયણ કાળમાં વધે છે તેમ અવસર્પિણી ઉત્સર્પિણી કાળમાં હાનિવૃદ્ધિ જાણવી. આ તીર્થકરોના સમયનો અંતરાલ તને કહ્યો છે. હે શ્રેણિક ! હવે તું તીર્થકરોના શરીરની ઊંચાઈનું કથન સાંભળ. પ્રથમ તીર્થંકરનું શરીર પાંચસો ધનુષ્ય, બીજાનું સાડા ચારસો ધનુષ્ય, ત્રીજાનું ચારસો ધનુષ્ય, ચોથાનું સાડા ત્રણસો ધનુષ્ય, પાંચમાનું ત્રણસો ધનુષ્ય, છઠ્ઠાનું અઢીસો ધનુષ્ય, સાતમાનું બસો ધનુષ્ય, આઠમાનું દોઢસો ધનુષ્ય, નવમાનું સો ધનુષ્ય, દસમાનું નેવું ધનુષ્ય, અગિયારમાનું એસી ધનુષ્ય, બારમાનું સિતેર ધનુષ્ય, તેરમાનું સાઠ ધનુષ્ય, ચૌદમાનું પચાસ ધનુષ્ય, પંદરમાનું પિસ્તાળીસ ધનુષ્ય, સોળમાનું ચાળીસ ધનુષ્ય, સતરમાનું પાંત્રીસ ધનુષ્ય, અઢારમાનું ત્રીસ ધનુષ્ય, ઓગણીસમાનું પચીસ ધનુષ્ય, વીમાનું વીસ ધનુષ્ય, એકવીસમાંનું પંદર ધનુષ્ય, બાવીસમાનું દસ ધનુષ્ય, તેવીસમાનું નવ હાથ અને ચોવીસમાનું સાત હાથ ઊંચુ હતું. હવે આગળ આ ચોવીસ તીર્થકરોના આયુષ્યનું પ્રમાણ કહીએ છીએ. પ્રથમનું ચોર્યાસી લાખ પૂર્વ (ચોર્યાસી લાખ વર્ષનું એક પૂર્વાગ અને ચોર્યાસી લાખ પૂર્વાગનું એક પૂર્વ થાય છે ), બીજાનું બોત્તેર લાખ પૂર્વ, ત્રીજાનું સાંઠ લાખ પૂર્વ, ચોથાનું પચાસ લાખ પૂર્વ, પાંચમાનું ચાળીસ લાખ પૂર્વ, છટાનું ત્રીસ લાખ પૂર્વ, સાતમાનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪ વીસમું પર્વ પદ્મપુરાણ વીસ લાખ પૂર્વ, આઠમાનું દસ લાખ પૂર્વ, નવમાને બે લાખ પૂર્વ, દસમાનું એક લાખ પૂર્વ, અગિયારમાનું ચોર્યાસી લાખ વર્ષ, બારમાનું બોતેર લાખ વર્ષ, તેરમાનું સાંઠ લાખ વર્ષ, ચૌદમાનું ત્રીસ લાખ વર્ષ, પંદરમાનું દસ લાખ વર્ષ, સોળમાનું લાખ વર્ષ, સતરમાનું પંચાણું હજાર વર્ષ, અઢારમાનું ચોર્યાસી હજાર વર્ષ, ઓગણીસમાનું પંચાવન હજાર વર્ષ, વીસમાનું ત્રીસ હજાર વર્ષ, એકવીસમાનું દસ હજાર વર્ષ, બાવીસમાનું હજાર વર્ષ, તેવીસમાનું સો વર્ષ, ચોવીસમાનું બોત્તેર વર્ષનું આયુષ્યપ્રમાણ જાણવું. હવે ઋષભદેવ પહેલાં જે ચૌદ કુલકર થયા તેમના આયુષ્યકાળનું વર્ણન કરીએ છીએ. પ્રથમ કુલકરના શરીરની ઊંચાઈ અઢારસો ધનુષ્ય, બીજાની તેરસો ધનુષ્ય, ત્રીજાની આઠસો ધનુષ્ય, ચોથાની સાતસો પંચોતેર ધનુષ્ય, પાંચમાની સાડા સાતસો ધનુષ્ય, છઠ્ઠીની સવા સાતસો ધનુષ્ય, સાતમાની સાતસો ધનુષ્ય, આઠમાની પોણા સાતસો ધનુષ્ય, નવમાની સાડા છસો ધનુષ્ય, દસમાની સવા છસો ધનુષ્ય, અગિયારમાની છસો ધનુષ્ય, બારમાની પોણા છસો ધનુષ્ય, તેરમાની સાડા પાંચસો ધનુષ્ય, ચૌદમાની સેવા પાંચસો ધનુષ્ય હતી. હવે આ કુલકરોનાં આયુષ્યનું વર્ણન કરે છે. પહેલાનું આયુષ્ય પલ્યનો દસમો ભાગ, બીજાનું પલ્યનો સોમો ભાગ, ત્રીજાનું પલ્યનો હજારમો ભાગ, ચોથાનું પલ્યનો દસ હજારમો ભાગ, પાંચમાનું પલ્યનો લાખમો ભાગ, છઠ્ઠીનું પલ્યનો દસ લાખમો ભાગ, સાતમાનું પલ્યનો કરોડમો ભાગ, આઠમાનું પલ્યનો દસ કરોડમો ભાગ, નવમાનું પલ્યનો સો કરોડમો ભાગ, દસમાનું પલ્યનો હજાર કરોડમો ભાગ, અગિયારમાનું પલ્યનો દસહજાર કરોડમો ભાગ, બારમાનું પલ્યનો લાખ કરોડમો ભાગ, તેરમાનું પલ્યનો દસ લાખ કરોડમો ભાગ, ચૌદમાનું કરોડ પૂર્વનું આયુષ્ય હતું. હે શ્રેણિક! હવે તું બાર ચક્રવર્તીની વાત સાંભળ. પ્રથમ ચક્રવર્તી ભરત શ્રી ઋષભદેવના યશસ્વતી અથવા સુનંદાના પુત્ર આ ભરતક્ષેત્રના અધિપતિ હતા. તે પૂર્વભવમાં પુંડરિકિણી નગરીમાં પીઢ નામના રાજકુમાર હતા. તે કુશસેન સ્વામીના શિષ્ય બની, મુનિવ્રત ધારણ કરી સર્વાર્થસિદ્ધિમાં ગયા. ત્યાંથી ચ્યવીને છ ખંડનું રાજ્ય કરી, મુનિ થઈ, અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કરી, નિર્વાણ પામ્યા. પૃથિવીપુર નામના નગરમાં રાજા વિજયતેજ યશોધર નામના મુનિ પાસે જિનદીક્ષા ધારણ કરીને વિજય નામના વિમાનમાં ગયા ત્યાંથી ચ્યવીને અયોધ્યામાં રાજા વિજય, રાણી સુમંગલાના પુત્ર સગર નામના બીજા ચક્રવર્તી થયા. તે મહાભોગ ભોગવીને, ઇન્દ્ર સમાન દેવ અને વિધાધરો જેમની આજ્ઞા માનતા હતા તેવા પુત્રોના શોકથી રાજ્યનો ત્યાગ કરીને અજિતનાથ ભગવાનના સમવસરણમાં મુનિ થઈ, કેવળજ્ઞાન પ્રગટાવી સિદ્ધ થયા. પુંડરિકિણી નગરીમાં એક શશિપ્રભ નામના રાજા વિમળસ્વામીના શિષ્ય થઈને રૈવેયકમાં ગયા. ત્યાંથી ચ્યવીને શ્રાવસ્તી નગરીમાં રાજા સુમિત્ર, રાણી ભદ્રવતીના પુત્ર મધવા ત્રીજા ચક્રવર્તી થયા. તે લક્ષ્મીરૂપી વેલીને વળગવા માટે વૃક્ષ સમાન હતા. તે ધર્મનાથની પછી અને શાંતિનાથની પહેલાં થયા. તે સમાધાનરૂપ જિનમુદ્રા ધારણ કરીને સૌધર્મ સ્વર્ગમાં ગયા. ચોથા ચક્રવર્તી શ્રી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ વીસમું પર્વ ૨૧૫ સનત્કુમાર થયા. ગૌતમ સ્વામીએ તેમની ખૂબ પ્રશંસા કરી ત્યારે શ્રેણિકે પૂછયું કે હૈ પ્રભો ! તેઓ કયા પુણ્યથી આવા રૂપવાન થયા ? તેથી ગણધરદેવે તેમનું ચરિત્ર સંક્ષેપમાં કહ્યું. કેવું છે સનત્કુમા૨નું ચરિત્ર? સો વર્ષે પણ તેનું કથન કરવાને કોઈ સમર્થ નથી. આ જીવ જ્યાં સુધી જૈન ધર્મ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તિર્યંચ, નારકી, કુમનુષ્ય, કુદેવ વગેરે કુગતિમાં દુ:ખ ભોગવે છે. જીવોએ અનંત ભવ કર્યા છે તેની વાત ક્યાં સુધી કરીએ ? પણ એક એક ભવનું કથન કરીએ છીએ. એક ગોવર્ધન નામનું ગામ હતું. ત્યાં ભલા મનુષ્યો રહેતા હતા ત્યાં જિનદત્ત નામના શ્રાવક ગૃહસ્થ રહેતા. જેમ સર્વ જળસ્થાનોમાં સાગર શિરોમણિ છે, સર્વ પર્વતોમાં સુમેરુ, સર્વ ગ્રહોમાં સૂર્ય, ઘાસમાં શેરડી, વેલોમાં નાગરવેલ, વૃક્ષોમાં હરિચંદન વૃક્ષ પ્રશંસાયોગ્ય છે તેમ કુળોમાં શ્રાવકનું કુળ સર્વોત્કૃષ્ટ, આચાર વડે પૂજ્ય, સુગતિનું કારણ છે. તે જિનદત્ત નામના શ્રાવક ગુણરૂપ આભૂષણોથી મંડિત શ્રાવકનાં વ્રત પાળીને ઉત્તમ ગતિ પામ્યા. તેની સ્ત્રી વિનયવાન, મહાપતિવ્રતા, શ્રાવકનાં વ્રત પાળનારી હતી. તેણે પોતાના ઘરના સ્થાનમાં ભગવાનનું ચૈત્યાલય બનાવ્યું હતું. બધું દ્રવ્ય તેમાં ખર્યું હતું. તે અર્જિકા થઈ, મહાતપ કરીને સ્વર્ગમાં ગઈ. તે જ ગામમાં એક હેમબાહુ નામના ગૃહસ્થ હતા. તે આસ્તિક, દુરાચારરહિત હતા. તે વિનયવતીએ બનાવરાવેલ જિનમંદિરની ભક્તિથી જયદેવ થયા. તે ચતુર્વિધ સંઘની સેવામાં તત્પર, સમ્યગ્દષ્ટિ, જિનવંદનામાં સાવધાન હતા. તે અવીને મનુષ્ય થયા. ત્યાંથી પાછા દેવ થયા અને ફરી મનુષ્ય થયા. આ પ્રમાણે ભવ કરીને મહાપુરી નગરમાં સુપ્રભ નામના રાજાની તિલકસુંદી રાણીની કૂખે ધર્મચિ નામના પુત્ર થયા. તિલકસુંદરી ગુણરૂપ આભૂષણની મંજૂષા હતી. ધર્મરુચિએ રાજ્ય છોડીને પોતાના પિતા સુપ્રભ જે મુનિ થયા હતા તેમના શિષ્ય બનીને મુનિવ્રત અંગીકાર કર્યા. પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, વગેરે મુનિધર્મનું પ્રતિપાલન કરી, આત્મધ્યાની, ગુરુસેવામાં તત્પર, પોતાના શરીર પ્રત્યે અત્યંત નિસ્પૃહ, જીવદયાના ધારક, મનઇન્દ્રિયોને જીતનાર, શીલના સુમેરુ, શંકાદિ દોષોથી અતિદૂર, સાધુઓની વૈયાવ્રત કરનાર તે સમાધિમરણ કરીને ચોથા દેવલોકમાં ગયા. ત્યાં સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને નાગપુરમાં રાજા વિજય, રાણી સહદેવીના સનકુમાર નામના પુત્ર ચોથા ચક્રવર્તી થયા. તેમની આજ્ઞા છ ખંડમાં પ્રવર્તી. તે અતિસુંદર હતા. એક દિવસ સૌધર્મ ઇન્દ્રે તેમના રૂપની પ્રશંસા કરી. તેમનું રૂપ જોવા માટે દેવો આવ્યા. તેમણે ગુપ્તપણે આવીને ચક્રવર્તીનું રૂપ જોયું. તે વખતે ચક્રવર્તી કુશ્તીનો અભ્યાસ કરતા હતા તેથી તેમનું શરીર ધૂળથી મિલન બન્યું હતું, શરી૨ ૫૨ સુગંધી પદાર્થોનો લેપ કર્યો હતો અને સ્નાન માટેની એક ધોતી પહેરીને, વિવિધ પ્રકારના સુગંધી જળોથી ભરેલા વિવિધ રત્નકળશોની મધ્યમાં સ્નાનના આસન પર બિરાજ્યાં હતા. દેવો તેમનું રૂપ જોઈને આશ્ચર્ય પામ્યા. પરસ્પર કહેવા લાગ્યા કે જેવું ઇન્દ્ર વર્ણન કર્યું હતું તેવું જ છે, આ મનુષ્યનું રૂપ દેવોના ચિત્તને મોહિત કરનારું છે. પછી ચક્રવર્તી સ્નાન કરી વસ્ત્રાભૂષણ પહેરી સિંહાસન ઉપર આવીને બિરાજ્યા, રત્નાચળના શિખર સમાન તેની જ્યોતિ હતી. પછી દેવ પ્રગટ થઈને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ વીસમું પર્વ પદ્મપુરાણ દ્વાર પર આવીને ઊભા રહ્યા, દ્વારપાળને હાથ જોડીને ચક્રવર્તીને કહેવરાવ્યું કે સ્વર્ગલોકના દેવ તમારું રૂપ જોવા આવ્યા છે. તે વખતે ચક્રવર્તી અદ્ભુત શણગાર કરીને બિરાજતા જ હતા, પણ દેવોના આવવાથી વિશેષ શોભા કરીને તેમને બોલાવ્યા. તેમણે આવીને ચક્રવર્તીનું રૂપ જોયું અને માથું ધુણાવીને કહેવા લાગ્યા કે એક ક્ષણ પહેલાં અમે સ્નાન કરતી વખતે જેવું રૂપ જોયું હતું તેવું અત્યારે નથી. મનુષ્યોનાં શરીરની શોભા ક્ષણભંગુર છે, ધિક્કાર છે અસાર જગતની માયાને! પ્રથમ દર્શનમાં જે રૂપ-યૌવનની અદ્દભુતતા હતી તે ક્ષણમાત્રમાં વીજળી ચમકીને ઘડીકમાં અદૃશ્ય થઈ જાય તેમ વિલય પામી ગઈ છે. સનકુમાર દેવોનાં વચન સાંભળી, રૂપ અને લક્ષ્મીને ક્ષણભંગુર જાણી વીતરાગભાવ ધારણ કરીને મહામુનિ બની ઉગ્ર તપ કરવા લાગ્યા. તેમને મહાન ઋદ્ધિ પ્રગટી, કર્મનિર્જરાને અર્થે મહાન રોગનો પરીષહુ સહન કર્યો. તે ધ્યાનારૂઢ થઈ, સમાધિમરણ કરીને સ્વર્ગે સિધાવ્યા. તે શાંતિનાથના પહેલાં અને ત્રીજા ચક્રવર્તી મધવાની પછી થયા. પુંડરિકિણી નગરીમાં રાજા મેઘરથ પોતાના પિતા ધનરથ તીર્થંકરના શિષ્ય મુનિ થઈ સર્વાર્થસિદ્ધિમાં પધાર્યા. ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુરમાં રાજા વિશ્વસેન અને રાણી ઐરાના પુત્ર શાંતિનાથ નામના સોળમા તીર્થકર અને પાંચમાં ચક્રવર્તી થયા. જગતને શાંતિ આપનાર તેમનો જન્મકલ્યાણક સુમેરુ પર્વત ઉપર ઇન્દ્ર કર્યો. પછી છ ખંડ પૃથ્વીના ભોક્તા થયા. રાજ્યને તૃણ સમાન જાણીને છોડયું, મુનિવ્રત લઈને મોક્ષે ગયા. પછી કુંથુનાથ છઠ્ઠી ચક્રવર્તી અને સત્તરમાં તીર્થકર, અરનાથ સાતમાં ચક્રવર્તી અને અઢારમાં તીર્થકર મુનિ થઈને નિર્વાણ પધાર્યા. તેમનું વર્ણન તીર્થકરોના વર્ણનમાં અગાઉ કરી ગયા છીએ. ધાન્યપુર નગરમાં રાજા કનકપ્રભ વિચિત્રગુપ્ત સ્વામીના શિષ્યમુનિ થઈ સ્વર્ગ ગયા. ત્યાંથી ચ્યવીને અયોધ્યાનગરીમાં રાજા કીર્તિવીર્ય અને રાણી તારાના પુત્ર સુભૂમ નામના આઠમાં ચક્રવર્તી થયા, જેનાથી આ ભૂમિ શોભાયમાન થઈ હતી, તેમના પિતાના મારનાર પરશુરામે ક્ષત્રિયોને માર્યા હતા અને તેમના મસ્તક સ્તંભ ઉપર લટકાવ્યાં હતાં. તે પરશુરામને ઘેર સુભૂમ અતિથિનો વેશ લઈને ભોજન માટે આવ્યા. પરશુરામે નિમિત્તજ્ઞાનીના વચનથી ક્ષત્રિયોના દાંત પાત્રમાં મૂકી સુભૂમને બતાવ્યા ત્યારે તે દાંત ક્ષીરરૂપે પરિણમી ગયા અને ભોજનનું પાત્ર ચક્ર બની ગયું તેનાથી પરશુરામને હણ્યા. પરશુરામે ક્ષત્રિયોને હણ્યા હતા અને સાતવાર પૃથ્વી નક્ષત્રી કરી હતી એટલે સુભૂમે પરશુરામને મારી બ્રાહ્મણો પ્રત્યે દ્વેષ કર્યો અને એકવીસ વાર પૃથ્વી બ્રાહ્મણરહિત કરી. જેમ પરશુરામના રાજ્યમાં ક્ષત્રિયો પોતાનું કુળ છુપાવીને રહ્યા તેમ આના રાજ્યમાં વિપ્રો પોતાનું કુળ છુપાવીને રહ્યા. સ્વામી અરનાથ મુક્તિ ગયા પછી અને મલ્લિનાથના થવા પહેલાં સુભૂમ ચક્રવર્તી થયા. તે અતિભોગાસક્ત, નિર્દય પરિણામી અને અવ્રતી હતા તેથી મરીને સાતમી નરકે ગયા. વીતશોકા નગરીમાં રાજા ચિત્ત સુપ્રભસ્વામીના શિષ્યમુનિ થઈને બ્રહ્મસ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુરમાં રાજા પારથ અને રાણી મયૂરીના પુત્ર મહાપદ્મ નામના નવમા ચક્રવર્તી થયા. છ ખંડ પૃથ્વીના ભોક્તા, તેમની આઠ પુત્રી અત્યંત રૂપાળી હતી. તેમને રૂપનો અતિશય ગર્વ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ વીસમું પર્વ ૨૧૭ હોવાથી વિવાહની ઈચ્છા નહોતી. કોઈ વિદ્યાધર તેમનું હરણ કરીને લઈ ગયો અને ચક્રવર્તી તેમને છોડાવીને પાછી લાવ્યા. આ આઠેય કન્યા આર્યિકાનાં વ્રત ધારણ કરી સમાધિમરણ કરી દેવલોક પામી. જે વિદ્યાધર તેમને લઈ ગયો હતો તે પણ વિરક્ત થઈ, મુનિવ્રત ધારણ કરી આત્મકલ્યાણ કરવા લાગ્યો. આ વૃત્તાંત જોઈને મહાપદ્મ ચક્રવર્તી પદ્મ નામના પુત્રને રાજ્ય આપીને વિષ્ણુ નામના પુત્ર સહિત વિરક્ત થયા, મહાતપ કરી, કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામ્યા. તે મહાપદ્મ ચક્રવર્તી અરનાથ સ્વામી મુક્તિ ગયા પછી અને મલ્લિનાથના ઉપજવા પહેલાં સુભૂમની પછી થયા. વિજય નામના નગરમાં રાજા મહેન્દ્રદત અભિનંદન સ્વામીના શિષ્ય થઈ, મહેન્દ્ર સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને કાંપિલનગરમાં રાજા હરિકેતુની રાણી વિપ્રાના પુત્ર હરિષેણ નામના દસમા ચક્રવર્તી થયા. તેમણે આખા ભરતક્ષેત્રની પૃથ્વી ચૈત્યાલયોથી શોભાવી અને મુનિ સુવ્રતનાથ સ્વામીના તીર્થમાં મુનિ થઈને સિદ્ધપદ પામ્યા. રાજપુર નામના નગરમાં રાજા અસિકાંત હતા તે સુધર્મમિત્ર સ્વામીના શિષ્યમુનિ થઈ બ્રહ્મસ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને રાજા વિજયની રાણી યશોવતીના પેટે જયસેન નામના પુત્ર થયા. તે અગિયારમા ચક્રવર્તી હતા. તે રાજ્ય ત્યજી દિગંબર દીક્ષા ધારણ કરીને રત્નત્રયનું આરાધન કરી સિદ્ધપદ પામ્યા. એ શ્રી મુનિસુવ્રતનાથ સ્વામી મોક્ષ પામ્યા પછી નમિનાથ સ્વામીના અંતરાલમાં થયા. કાશીપુરીમાં રાજા સંભૂત સ્વતંત્રલિંગ સ્વામીના શિષ્ય મુનિ થઈને પદ્મયુગલ નામના વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને કાંપિલનગરમાં રાજા બ્રહ્મરથ અને રાણી ચૂલાના પુત્ર બ્રહ્મદત્ત નામના બારમા ચક્રવર્તી થયા. તે છ ખંડ પૃથ્વીનું રાજ્ય કરી, મુનિવ્રત વિના રૌદ્રધ્યાન કરીને સાતમી નરકે ગયા. એ શ્રી નેમિનાથ સ્વામી મોક્ષ પામ્યા પછી પાર્શ્વનાથ સ્વામીના અંતરાલમાં થયા. આ બાર ચક્રવર્તી મહાપુરુષ હોય છે, છ ખંડ પૃથ્વીના સ્વામી હોય છે. તેમની આજ્ઞા દેવ અને વિદ્યાધરો બધા માને છે. હે શ્રેણિક! તને પુણ્ય અને પાપનું ફળ પ્રત્યક્ષ બતાવ્યું માટે આ કથન સાંભળીને યોગ્ય કાર્ય કરવું, અયોગ્ય કાર્ય ન કરવું. જેમ મુસાફર કોઈ માર્ગ ૫૨ ન ચાલે તો સુખપૂર્વક સ્થાનકે પહોંચે નહિ તેમ સુકૃત વિના જીવ પરલોકમાં સુખ પામતો નથી. કૈલાસના શિખર સમાન ઊંચા મહેલોમાં જે નિવાસ કરે છે તે બધું પુણ્યરૂપ વૃક્ષનું ફળ છે અને જે શીત, ઉષ્ણ, પવન, પાણીની બાધાવાળી ઝૂંપડીઓમાં વસે છે, દારિધરૂપ કીચડમાં ફસાયા છે તે બધું અધર્મરૂપ વૃક્ષનું ફળ છે. વિંધ્યાચળ પર્વતના શિખર સમાન ઊંચા ગજરાજ ૫૨ બેસીને સેના સહિત ચાલે છે, જેના ઉપર ચામર ઢોળાય એ સર્વ પુણ્યરૂપ વૃક્ષનું ફળ છે. જે મહાતુરંગો ઉપર ચામર ઢોળાય છે અને અનેક સવાર તથા પાયદળ જેની ચારે બાજુ ચાલે છે તે બધું પુણ્યરૂપ રાજાનું ચરિત્ર છે. દેવોના વિમાન સમાન, મનોજ્ઞ, રથ પર બેસીને જે મનુષ્ય ગમન કરે છે તે પુણ્યરૂપ પર્વતનાં મીઠાં ઝરણાં છે. જેના પગ ફાટી ગયા છે, કપડાં મેલાં છે, જે પગપાળા ચાલે છે બધું પાપરૂપ વૃક્ષનું ફળ છે. જે અમૃતસ૨ખું અન્ન સુવર્ણના ભાજનમાં જમે છે તે બધું ધર્મરસાયણનું ફળ છે એમ મુનિઓએ કહ્યું છે. જે દેવોના અધિપતિ ઇન્દ્ર અને મનુષ્યોના અધિપતિ ચક્રવર્તી છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ વીસમું પર્વ પદ્મપુરાણ તે પદ ભવ્ય જીવ પામે છે. તે બધું જીવદયારૂપ વેલનું ફળ છે. ભવ્ય જીવ કર્મરૂપ કુંજરને માટે શાર્દૂલ સમાન છે. વળી રામ એટલે કે બળભદ્ર તથા કેશવ એટલે નારાયણનાં પદ જે ભવ્ય જીવ પામે છે તે બધું ધર્મનું ફળ છે. હે શ્રેણિક ! આગળ વાસુદેવોનું વર્ણન કરીએ છીએ. આ અવસર્પિણી કાળના ભરત ક્ષેત્રના નવ વાસુદેવ છે. પ્રથમ તેમના પૂર્વભવની નગરીઓના નામ સાંભળો. હસ્તિનાગપુર, અયોધ્યા, શ્રાવસ્તી, કૌશાંબી, પોદનાપુર, શૈલનગર, સિંહપુર, કૌશાંબી અને હસ્તિનાગપુર. આ નવેય નગર બધા પ્રકારના દ્રવ્યોથી ભરેલાં છે અને ઈતિ-ભીતિરહિત છે. હવે વાસુદેવોના પૂર્વભવોનાં નામ સાંભળો. વિશ્વાનંદી, પર્વત, ધનમિત્ર, સાગરદત્ત, વિકટ, પ્રિયમિત્ર, માનચેષ્ટિત, પુનર્વસુ અને ગંગદેવ જેને નિર્ણામિક પણ કહે છે. નવેય વાસુદેવોના જીવ પૂર્વભવમાં વિરૂપ, દુર્ભાગી અને રાજ્યભ્રષ્ટ હોય છે, તે મુનિ થઈને મહાતપ કરે છે. નિદાનના યોગથી સ્વર્ગમાં દેવ થાય છે અને ત્યાંથી ચ્યવીને બળભદ્રના નાના ભાઈ વાસુદેવ થાય છે. માટે તપ કરીને નિદાન કરવું તે જ્ઞાનીઓ માટે વર્જ્ય છે. નિદાન નામ ભોગવિલાસનું છે, તે અત્યંત ભયાનક દુઃખ દેવામાં પ્રવીણ છે. હવે એમના પૂર્વભવના ગુરુઓનાં નામ સાંભળો, જેમની પાસેથી તેમણે મુનિવ્રત લીધા હતા. સંભૂત, સુભદ્રવસુદર્શન, શ્રેયાંસ, ભૂતિસંગ, વસુભૂતિ, ઘોષસેન, પરાંભોધિ, તુમસેન. હવે જે જે સ્વર્ગમાંથી આવીને વાસુદેવ થયા હતા તેમના નામ સાંભળો, શુક, મહાશુક, લાંતવ, સહસ્ત્રાર, બ્રહ્મ, માહેન્દ્ર, સૌધર્મ, સનકુમાર, મહાશુક. હવે વાસુદેવોની જન્મપુરીનાં નામ સાંભળો. પોદનાપુર, દ્વાપર, હસ્તિનાગપુર, હસ્તિનાગપુર, ચક્રપુર, કુશાગ્રપુર, મિથિલાપુર, અયોધ્યા, મથુરા. આ નગરો સમસ્ત ધન-ધાન્યથી પૂર્ણ અને ઉત્સવોથી ભરપૂર છે. વાસુદેવના પિતાનાં નામ સાંભળો. પ્રજાપતિ, બ્રહ્મભૂત, રૌદ્રનંદ, સૌમ, પ્રખ્યાત, શિવાકર, દશરથ, વસુદેવ. આ નવ વાસુદેવોની માતાનાં નામ સાંભળો. મૃગાવતી, માધવી, પૃથિવી, સીતા, અંબિકા, લક્ષ્મી, કેશિની, સુમિત્રા અને દેવકી. આ માતાઓ અતિ રૂપગુણથી મંડિત, મહા સૌભાગ્યવતી અને જિનમતિ છે. નવ વાસુદેવના નામ સાંભળો. ત્રિપૃષ્ટ, દ્વિપૃષ્ટ, સ્વયંભૂ, પુરુષોતમ, પુરુષસિંહ, પુણ્ડરિક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણ. હવે નવ વાસુદેવની પટરાણીઓનાં નામ સાંભળો. સુપ્રભાવતી, રૂપિણી, પ્રભવા, મનોહરા, સુત્રા, વિમળસુંદરી, આનંદવતી, પ્રભાવતી, રુકિમણી. આ બધી ગુણ-કળામાં નિપુણ, ધર્મવતી, વ્રતવતી છે. હવે નવ બળભદ્રોનું વર્ણન સાંભળો. પહેલાં નવે બળભદ્રોની પૂર્વજન્મની પુરીનાં નામ કહ્યાં છે-મુંડરિકિણી, પૃથિવી, આનંદપુરી, નંદપુરી, વીતશોકા, વિજયપુર, સુસીમા, ક્ષેમા, હસ્તિનાગપુર. હવે બળભદ્રોનાં નામ સાંભળો. બાલ, મારુતદેવ, નંદિમિત્ર, મહાબળ, પુરુષવૃષભ, સુદર્શન, વસુધર, શ્રીરામચંદ્ર, શંખ. હવે એમના પૂર્વભવના ગુરુઓના નામ સાંભળો. અમૃતાર, મહાસુવ્રત, સુવ્રત, વૃષભ, પ્રજાપાલ, દમવર, સધર્મ, અર્ણવ, વિદ્યુમ. આ બળભદ્રો જે દેવલોકમાંથી આવ્યા તેમના નામ સાંભળો. પ્રથમ ત્રણ બળભદ્ર અનુત્તર વિમાનમાંથી આવ્યા, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ વીસમું પર્વ ૨૧૯ બીજા ત્રણ બળભદ્ર સહસ્ત્રાર સ્વર્ગમાંથી આવ્યા. બે બ્રહ્મસ્વર્ગમાંથી આવ્યા અને એક મહાશુક્રમાંથી આવ્યા. આ નવ બળભદ્રોની માતાનાં નામ સાંભળો. પિતા બળભદ્ર અને નારાયણના એક જ હોય છે. બદ્રાંભોજા, સુભદ્રા, સુવેષા, સુદર્શના, સુપ્રભા, વિજયા, વૈજયંતી, અપરાજિતા અથવા કૌશલ્યા, રોહિણી. નવ બળભદ્ર અને નવ નારાયણમાંથી પાંચ બળભદ્ર અને પાંચ નારાયણ શ્રેયાંસનાથ સ્વામીના સમયથી શરૂ કરીને ધર્મનાથ સ્વામીના સમય સુધીમાં થયા. છઠ્ઠા તથા સાતમા અરનાથ સ્વામી મુક્તિ ગયા પછી અને મલ્લિનાથ સ્વામીના પહેલાં થયા. આઠમા બળભદ્ર નારાયણ મુનિસુવ્રતનાથ સ્વામીની મુક્તિ ગયા પછી અને નેમિનાથ સ્વામીના સમય પહેલાં થયા અને નવમા શ્રી નેમિનાથના કાકાના દીકરા ભાઈ મહાજિનભક્ત અદ્દભુત ક્રિયા કરનાર થયા. હવે એમનાં નામ સાંભળો. અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, નંદિમિત્ર ( આનંદ ), નંદિષણ ( નંદન ), રામચંદ્ર, પદ્મ. જે મુનિઓ પાસે બળભદ્રોએ દીક્ષા લીધી હતી તેમનાં નામસુવર્ણકુંભ, સત્યકીર્તિ, સુધર્મ, મૃગાંક, શ્રુતકીર્તિ, સુમિત્ર, ભવનશ્રુત, સુવ્રત, સિદ્ધાર્થ. મહાતપના ભારથી કર્મનિર્જરા કરનાર, ત્રણ લોકમાં પ્રગટ છે કીર્તિ જેમની એવા નવ બળભદ્રોમાંથી આઠ કર્મરૂપ વનને ભસ્મ કરી મોક્ષ પામ્યા. કેવું છે સંસારવન? જેમાં વિવિધ પ્રકારની વ્યાધિથી પીડિત પ્રાણીઓ આકુળતા પ્રાપ્ત કરે છે એવું. અને જેમાં અનંત જન્મરૂપ કંટકવૃક્ષોનો સમૂહ ફેલાયેલો છે અને કાળરૂપ વ્યાઘ્રથી અતિભયાનક છે. વિજયથી લઈને રામચંદ્ર સુધીના આઠ તો સિદ્ધ થયા અને પદ્મ નામના નવમા બળભદ્ર બ્રહ્મસ્વર્ગમાં મહાઋદ્ધિધારક દેવ થયા. હવે નારાયણના શત્રુ પ્રતિનારાયણનાં નામ સાંભળો. અશ્વગ્રીવ, તારક, મેક, મધુકૈટભ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ અને જરાસંઘ. આ પ્રતિનારાયણોની રાજધાનીનાં નામ સાંભળો. અલકા, વિજયપુર, નંદનપુર, પૃથ્વીપુર, હરિપુર, સૂર્યપુર, સિંહપુર, લંકા, રાજગૃહી. આ નગરો રત્નજડિત અતિ દૈદીપ્યમાન સ્વર્ગલોક સમાન છે. ન હૈ શ્રેણિક! પ્રથમ તને શ્રી જિનેન્દ્રદેવનું ચરિત્ર કહ્યું, ભરતાદિ ચક્રવર્તીઓનું કર્યું, નારાયણ બળભદ્રનું કથન કર્યું, એમના પૂર્વજન્મના વૃત્તાંત કહ્યા, પ્રતિનારાયણના નામ કહ્યાં. આ ત્રેસઠ શલાકા પુરુષ છે. તેમાંથી કેટલાક તો જિનભાષિત તપ કરી તે જ ભવમાં મોક્ષ પામે છે. કેટલાક સ્વર્ગ પામે છે અને પછી મોક્ષ પામે છે. જે વૈરાગ્ય નથી ધરતા તે ચક્રી, હરિ, પ્રતિહરિ, કેટલાક ભવ ધારણ કરી, તપ કરીને મોક્ષ પામે છે. આ સંસારના પ્રાણીઓ વિવિધ પ્રકારનાં પાપથી મલિન, મોહરૂપ સાગરના ભ્રમણમાં મગ્ન, મહાદુ:ખરૂપ ચા૨ગતિમાં ભટકી સદા વ્યાકુળ થાય છે. આમ જાણીને જે નિકટ ભવ્ય જીવ છે તે સંસારનું ભ્રમણ ચાહતા નથી, મોહિતિમરનો અંત કરીને સૂર્ય સમાન કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વનિકાના ગુજરાતી અનુવાદમાં ચૌદ કુલકર, ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી, નવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ એકવીસમું પર્વ પદ્મપુરાણ નારાયણ, નવ પ્રતિનારાયણ, નવ બળભદ્ર, એમનાં માતાપિતા, પૂર્વભવ, નગરીનાં નામ, પૂર્વ ગુરુઓનાં નામ વગેરેનું વર્ણન કરનાર વીસમું પર્વ પૂર્ણ થયું. * * * એકવીસમું પર્વ (શ્રી રામચંદ્રના વંશનું વર્ણન) હવે ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું મગધાધિપતિ! આગળ આઠમા બળભદ્ર શ્રી રામચંદ્રનો સંબંધ બતાવવા પૂર્વે થયેલા રાજાઓના વંશ અને મહાપુરુષોની ઉત્પત્તિનું કથન કરીએ છીએ. તે હૃદયમાં રાખજે. દસમા તીર્થંકર શીતળનાથ સ્વામી મોક્ષ પામ્યા પછી કૉંશાંબી નગરીમાં એક સુમુખ નામના રાજા થયા. તે જ નગરમાં એક વીરક નામના શ્રેષ્ઠી હતા. તેની સ્ત્રી વનમાલાને રાજા સુમુખે અજ્ઞાનના ઉદયથી પોતાના ઘરમાં રાખી. થોડા સમય બાદ વિવેક જાગ્રત થયો. તેણે મુનિઓને દાન આપ્યું. તે મરીને વિદ્યાધર થયો અને વનમાલા વિદ્યાધરી થઈ. તે વિદ્યાધરને પરણી. એક દિવસ તે બન્ને ક્રિીડા કરવા માટે હરિક્ષેત્ર ગયાં. વનમાલાનો પતિ પેલો શ્રેષ્ઠી વીરક પત્નીના વિરહાગ્નિમાં બળતો, તપ કરીને દેવલોકમાં ગયો. એક દિવસે અવધિજ્ઞાનથી તે દેવે પોતાના વેરી સુમુખના જીવને હરિક્ષેત્રમાં ક્રિીડા કરતો જોયો. તે ગુસ્સે થઈને ત્યાંથી ભાર્યા સહિત તેને ઉપાડી ગયો. તેથી તે ક્ષેત્રમાં તે હરિ નામથી પ્રસિદ્ધ થયો અને તેનું કુળ હરિવંશ કહેવાયું. તે હરિને મહાગિરિ નામનો પુત્ર થયો અને તેનું કુળ હરિવંશ કહેવાયું. તે હરિને મહાગિરિ નામનો પુત્ર થયો, તેને હિમગિરિ, તેને વસુગિરિ, તેને ઇન્દ્રગિરિ, તેને રત્નમાળ, તેને સંભૂત, તેને ભૂતદેવ ઈત્યાદિ સેંકડો રાજા હરિવંશમાં થયા. તેજ હરિવંશમાં કુશાગ્ર નામના નગરમાં એક સુમિત્ર નામે જગપ્રસિદ્ધ રાજા થયો. તે ભોગોમાં ઇન્દ્ર સમાન હતો, પોતાની કાંતિથી તેણે ચંદ્રમાને અને દીપ્તિથી સૂર્યને જીતી લીધા હતા અને પ્રતાપ વડે શત્રુઓને નમાવ્યા હતા. તેની રાણી પદ્માવતી, જેનાં નેત્ર કમળ સમાન હતાં, શુભ લક્ષણોથી સંપૂર્ણ હતી, જેનાં સર્વ મનોરથ પૂર્ણ થયાં હતાં, તે રાત્રે મનોહર મહેલમાં સુખરૂપ સેજ પર સૂતી હતી ત્યારે તેણે પાછલા પહોરે સોળ સ્વપ્ન જોયાં. ગજરાજ, વૃષભ, સિંહ, સ્નાન કરતી લક્ષ્મી, બે પુષ્પમાળા, ચંદ્રમા, સૂર્ય, જળમાં કેલિ કરતા બે મત્સ્ય, જળનો ભરેલ તથા કમળોથી મુખ ઢાંકેલો કળશ, કમળપૂર્ણ સરોવર, સમુદ્ર, સિંહાસન રત્નજડિત, આકાશમાંથી આવતાં સ્વર્ગના વિમાન, પાતાળમાંથી નીકળતાં નાગકુમારનાં વિમાન, રત્નોની રાશિ અને નિધૂમ અગ્નિ; આ સોળ સ્વપ્નો જોયાં. સુબુદ્ધિમાન રાણી પદ્માવતી જાગીને પ્રભાતની ક્રિયા કરીને, ચિત્તમાં આશ્ચર્ય પામતી, વિનયપૂર્વક પતિની પાસે આવી. આવીને પતિના સિંહાસન પર બેઠી. જેનું મુખકમળ ફુલાયું છે એવી. મહાન્યાયને જાણનારી, પતિવ્રતા, હાથ જોડી નમસ્કાર કરી પતિને સ્વપ્નોનું ફળ પૂછવા લાગી. રાજા સુમિત્ર તેને સ્વપ્નોનું યથાર્થ ફળ કહેવા લાગ્યા. તે વખતે આકાશમાંથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકવીસમું પર્વ ૨૨૧ રત્નોની વૃષ્ટિ થઈ. દરેક સંધ્યામાં સાડા ત્રણ કરોડ રત્નોની વૃષ્ટિ થઈ. આ પ્રમાણે ત્રણે કાળની સંધ્યામાં વૃષ્ટિ થઈ. પંદર મહિના સુધી રાજાના ઘરમાં રત્નોની વૃષ્ટિ થઈ. છ કુમારિકા સમસ્ત પરિવાર સહિત માતાની સેવા કરતી હતી. જન્મ થતાં જ ઇન્દ્ર લોકપાલ સહિત આવીને ભગવાનને ક્ષીરસાગરના જળથી સુમેરુ પર્વત ઉપર સ્નાન કરાવવા લઈ ગયા હતા. પછી ઇન્દ્ર ભક્તિથી પૂજા કરી, સ્તુતિ કરી અને નમસ્કાર કરી. સુમેરુ પર્વત પરથી ભગવાનને પાછા લાવી માતાની ગોદમાં પધરાવ્યા હતા. જ્યારથી ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી જ લોકો અણુવ્રત મહાવ્રતમાં વિશેષ પ્રવર્યા અને માતાએ વ્રત લીધાં તેથી ભગવાન પૃથ્વી પર મુનિસુવ્રત કહેવાયા. તેમનો વર્ણ અંજનગિરિ સમાન હતો. પણ શરીરના તેજથી તેમણે સૂર્યને જીતી લીધો અને કાંતિથી ચંદ્રમાને જીતી લીધો. કુબેર ઇન્દ્રલોકમાંથી બધી ભોગની સામગ્રી લાવતા. તેમને મનુષ્યભવમાં જેવું સુખ હતું તેવું અહમિંદ્રોને પણ નહોતું. હાહ, હૂહૂ, તુંબર, નારદ, વિશ્વાવસુ, ઈત્યાદિ ગંધર્વોની જાતિ છે તે સદા તેમની નિકટ ગીત ગાયા જ કરતા. કિન્નરી જાતિની દેવાંગનાઓ તથા સ્વર્ગની અપ્સરાઓ નૃત્ય કર્યા જ કરતી, વીણા, બંસરી, મૃદંગ આદિ વાજિંત્રો જુદી જુદી જાતના દેવો વગાડ્યાં જ કરતા. ઇન્દ્ર સદા સેવા કરતા. પોતે મહાસુંદર હુતા, યૌવન અવસ્થામાં તેમણે વિવાહ પણ કર્યા, તેમને અભુત રાણીઓ મળતી ગઈ કે જે અનેક ગુણ, કળા, ચાતુર્યથી પૂર્ણ હાવભાવ, વિલાસ, વિભ્રમ ધારણ કરતી હતી. તેમણે કેટલાક વર્ષ રાજ્ય કર્યું અને મનવાંછિત ભોગ ભોગવ્યા. એક દિવસે શરદ ઋતુનાં વાદળાંને વિલય પામતાં જોઈ પોતે પ્રતિબોધ પામ્યા. તે વખતે લૌકાંતિક દેવોએ આવીને સ્તુતિ કરી. તે પોતાના સુવ્રત નામના પુત્રને રાજ્ય આપીને મુનિ થયા. ભગવાનને કોઈ વસ્તુની વાંછા નથી, પોતે વીતરાગભાવ ધારણ કરી દિવ્ય સ્ત્રીરૂપ કમળોના વનમાંથી નીકળી ગયા. તે સુંદર સ્ત્રીરૂપ કમળોનું વન કેવું છે? જ્યાં દશે દિશામાં સુગંધ વ્યાપી ગઈ છે, મહાદિવ્ય સુગંધાદિકરૂપ મકરંદ તેમાં છે, જ્યાં સુગંધાદિ પર ભમરાઓ ઉડ્યા કરે છે અને હરિતમણિની પ્રભાનો પુંજ તે જ જ્યાં પાંદડાં છે, દાંતની પંક્તિની ઉજ્જવળ પ્રભારૂપ ત્યાં કમળતંતુ છે, નાના પ્રકારનાં આભૂષણોના ધ્વનિરૂપ પક્ષીઓ છે તેના અવાજથી વન ભરેલું છે, સ્તનરૂપ ચકવાથી શોભિત છે, ઉજ્જવળ કીર્તિરૂપ રાજહંસથી મંડિત છે, આવા અદ્દભુત વિલાસનો ત્યાગ કરીને વૈરાગ્યને માટે દેવો દ્વારા લાવવામાં આવેલી પાલખીમાં બેસીને વિપુલ નામના ઉદ્યાનમાં ગયા. ભગવાન મુનિસુવ્રત સર્વ રાજાઓનાં મુગટમણિ છે. તેમણે વનમાં પાલખીમાંથી ઊતરીને અનેક રાજાઓ સહિત જિનેશ્વરી દીક્ષા ધારણ કરી. બે ઉપવાસની પ્રતિજ્ઞા લીધી. રાજગૃહનગરમાં વૃષભદત્તે મહાભક્તિથી શ્રેષ્ઠ અન્ન વડે તેમને પારણું કરાવ્યું. ભગવાન પોતે મહાશક્તિથી પૂર્ણ છે તે કાંઈ સુધાની બાધાથી પીડિત નથી, પરંતુ આચારાંગ સૂત્રની આજ્ઞા પ્રમાણે તેમણે અંતરાયરહિત ભોજન કર્યું. વૃષભદત્ત ભગવાનને આહાર આપી કૃતાર્થ થયા. ભગવાને કેટલાક મહિના તપ કરી ચંપાના વૃક્ષ નીચે શુક્લધ્યાનના પ્રતાપથી ઘાતિકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ઇન્દ્ર સહિત દેવોએ આવી પ્રણામ અને સ્તુતિ કરી ધર્મશ્રવણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ એકવીસમું પર્વ પદ્મપુરાણ કર્યું. ભગવાને યતિધર્મ અને શ્રાવકધર્મનું વિધિપૂર્વક વર્ણન કર્યું. ધર્મનું શ્રવણ કરીને કેટલાક મનુષ્યો મુનિ થયા. કેટલાક મનુષ્યો શ્રાવક થયા, કેટલાક તિર્યંચોએ શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. દેવોને વ્રત હોતાં નથી, પણ કેટલાક દેવો સમ્યકત્વ પામ્યા. શ્રી મુનિસુવ્રતનાથ ધર્મતીર્થનું પ્રવર્તન કરી, સુર-અસુર અને મનુષ્યો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય અનેક સાધુઓ સહિત પૃથ્વી પર વિહાર કરતા હતા. તેઓ સમેદશિખર પર્વત ઉપરથી લોકશિખરને પામ્યા. આ શ્રી મુનિસુવ્રતનાથનું ચરિત્ર જે પ્રાણી ભાવ ધરીને સાંભળે તેનાં સર્વ પાપ નાશ પામે છે અને જ્ઞાનસહિત તપથી પરમસ્થાનને પામે છે કે જ્યાંથી ફરી પાછા ફરવાનું નથી. ત્યારબાદ મુનિસુવ્રતનાથના પુત્ર રાજા સુવ્રત ઘણો કાળ રાજ્ય કરીને દક્ષ નામના પુત્રને રાજ્ય આપીને જિનદીક્ષા ધારણ કરીને મોક્ષ પામ્યા. દક્ષને એલોવર્ધન નામે પુત્ર હતો, તેને શ્રીવર્ધન, તેને શ્રીવૃક્ષ, તેને સંજયંત, તેને કુણિમ, તેને મહારથ, તેને પુલોમ ઈત્યાદિ અનેક રાજા હરિવંશમાં થયા. તેમાં કેટલાક મુક્તિ પામ્યા અને કેટલાક સ્વર્ગ ગયા. આ પ્રમાણે અનેક રાજા થયા. પછી આ જ કુળમાં એક વાસવકેતુ નામે રાજા થયા. તે મિથિલાનગરીના સ્વામી હતા, તેને સુંદર નેત્રોવાળી વિપુલા નામની પટરાણી હતી. પરમલક્ષ્મીનું સ્વરૂપ એવી તેને જનક નામે પુત્ર થયો. સમસ્ત નીતિમાં પ્રવીણ તે પિતા પુત્રનું પાલન કરે તેમ પોતાના રાજ્યની પ્રજાનું પાલન કરતા હતા. ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! આ તને જનકની ઉત્પત્તિ કહી. જનક હરિવંશી છે. (દશરથની ઉત્પત્તિ આદિનું વર્ણન) હવે ઋષભદેવના કુળમાં રાજા દશરથ થયા. તેમના વંશનું વર્ણન સાંભળ. ઈક્વાકુવંશમાં શ્રી ઋષભદેવ નિર્વાણ પધાર્યા પછી તેમના પુત્ર ભરત પણ નિર્વાણ પધાર્યા. તે ઋષભદેવના સમયથી માંડીને મુનિસુવ્રતનાથના સમય સુધી ઘણો કાળ વીતી ગયો તેમાં અસંખ્ય રાજા થયા. કેટલાક તો મહાદુર્ધર તપ કરીને નિર્વાણ પામ્યા, કેટલાક અહમિંન્દ્ર થયા, કેટલાક ઇન્દ્રાદિક મોટી ઋદ્ધિના ધારક દેવ થયા; અને સાવ થોડા પાપના ઉદયથી નરકમાં ગયા. હું શ્રેણિક! આ સંસારમાં અજ્ઞાની જીવ ચક્રની જેમ ભ્રમણ કરે છે, કોઈ વાર સ્વર્ગાદિ ભોગ પામે છે, તેમાં મગ્ન થઈ ક્રિીડા કરે છે, કેટલાક પાપી જીવ નરક નિગોદમાં કલેશ ભોગવે છે. આ પ્રાણી પુણ્યપાપના ઉદયથી અનાદિકાળથી ભ્રમણ કરે છે. કોઈ વાર કષ્ટ ભોગવે છે. કોઈ વાર ઉત્સવ માણે છે. જો વિચાર કરીને જોવામાં આવે તો દુઃખ મેરુ સમાન, સુખ રાઈ સમાન છે. કેટલાક દ્રવ્ય વિના કષ્ટ ભોગવે છે. કેટલાક બાલ્યાવસ્થામાં મૃત્યુ પામે છે, કેટલાક શોક કરે છે, કેટલાક રુદન કરે છે, કેટલાક વિવાદ કરે છે, કેટલાક ભણે છે, કેટલાક બીજાની રક્ષા કરે છે, કેટલાક પાપી બાધા કરે છે, કેટલાક ગર્જી છે, કેટલાક ગાન કરે છે, કેટલાક બીજાની સેવા કરે છે, કેટલાક ભાર વહે છે, કેટલાક શયન કરે છે, કેટલાક બીજાની નિંદા કરે છે, કેટલાક કેલિ કરે છે, કેટલાક યુદ્ધમાં શત્રુઓને જીતે છે, કેટલાક શત્રુઓને પકડી છોડી દે છે, કેટલાક કાયરો યુદ્ધ દેખીને ભાગે છે, કેટલાક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes પદ્મપુરાણ એકવીસમું પર્વ ૨૨૩ શૂરવીરો પૃથ્વીનું રાજ્ય કરે છે, વિલાસ કરે છે, રાજ્ય ત્યાગીને વૈરાગ્ય લે છે, કેટલાક પાપી હિંસા કરે છે, પદ્રવ્યની વાંછા કરે છે, પરદ્રવ્યનું હરણ કરે છે, દોડે છે, કૂડ-કપટ કરે છે, તે નરકમાં પડે છે અને જે કેટલાક લજ્જા ધારણ કરે છે, શીલ પાળે છે, કરુણાભાવ ધારણ કરે છે, ક્ષમાભાવ ધારણ કરે છે, ૫૨દ્રવ્યનો ત્યાગ કરે છે, વીતરાગતાને ભજે છે, સંતોષ ધારણ કરે છે, પ્રાણીઓને શાતા ઉપજાવે છે તે સ્વર્ગ પામીને પરંપરાએ મોક્ષ પામે છે. જે દાન કરે છે, તપ કરે છે, અશુભ ક્રિયાનો ત્યાગ કરે છે, જિનેન્દ્રની પૂજા કરે છે, જૈનશાસ્ત્રની ચર્ચા કરે છે, બધા જીવો પ્રત્યે મૈત્રી રાખે છે, વિવેકીઓનો વિનય કરે છે તે ઉત્તમ પદ પામે છે. કેટલાક ક્રોધ કરે છે, કામ સેવે છે, રાગદ્વેષમોહને વશ છે, બીજા જીવોને ઠગે છે તે ભવસાગરમાં ડૂબે છે, નાનાવિધ નાચે છે, જગતમાં રાચે છે, ખેદખિન્ન છે, દીર્ઘ શોક કરે છે, ઝઘડા કરે છે, સંતાપ કરે છે, અસિમસિકૃષિ વાણિજ્યાદિ વ્યાપાર કરે છે, જ્યોતિષ, વૈદક, યંત્ર, મંત્રાદિ કરે છે, શ્રૃંગારાદિ શાસ્ત્ર ૨ચે છે, તે નિરર્થક વલવલીને મરે છે; ઈત્યાદિ શુભાશુભ કર્મથી આત્મધર્મ ભૂલી રહ્યા છે. સંસારી જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. આ અવસર્પિણી કાળમાં આયુષ્ય અને કાય ઘટતાં જાય છે. શ્રી મલ્લિનાથ મોક્ષ પામ્યા પછી મુનિસુવ્રતનાથના અંતરાળમાં આ ક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં એક વિજય નામે રાજા થયો. તે મહાશૂરવીર, પ્રતાપી, પ્રજાપાલનમાં પ્રવીણ, સમસ્ત શત્રુઓને જીતનાર હતો. તેની હેમચૂલની નામની પટરાણીને મહા ગુણવાન સુરેન્દ્રમન્યુ નામનો પુત્ર થયો. તેની કીર્તિસમા નામની રાણીને બે પુત્ર હતા. એક વજ્રબાહુ, બીજો પુરંદર. તેમની કાંતિ સૂર્ય-ચંદ્ર સમાન હતી. તે મહાગુણવાન સાર્થક નામવાળા બન્ને ભાઈ પૃથ્વી ૫૨ સુખે સમય વીતાવતા હતા. હસ્તિનાગપુરમાં રાજા ઇન્દ્રવાહનની રાણી ચૂડામણિને મનોદયા નામની અતિસુંદર પુત્રી હતી. તે વજ્રકુમારને પરણી હતી. તે કન્યાનો ભાઈ ઉદયસુંદર બહેનને લેવા માટે આવ્યો. વજ્રકુમારને સ્ત્રી પ્રત્યે અતિશય પ્રેમ હતો, સ્ત્રી અતિસુંદર હતી. તે કુમાર સ્ત્રીની સાથે સાસરે ચાલ્યો. વસંતઋતુનો સમય હતો. માર્ગમાં તેઓ વસંતગિરિ પર્વત સમીપે પહોંચ્યા. જેમ જેમ તે પહાડ નિકટ આવતો ગયો તેમ તેમ તેની પરમ શોભા જોઈ કુમાર અત્યંત હર્ષ પામ્યા. પુષ્પોની સુવાસ પવન દ્વારા કુમારને સ્પર્શવાથી તેમને એવું સુખ થયું, જેવું ઘણા દિવસોથી વિખૂટા પડેલા મિત્રના મિલનથી થાય. કોયલોના શબ્દોથી અત્યંત આનંદ થયો, જેમ વિજયના શબ્દ સાંભળીને હર્ષ થાય તેમ. પવનથી વૃક્ષોની ડાળીઓ જાણે વજ્રબાહુનું સન્માન કરતી હોય તેમ હાલતી હતી. ભમરા ગુંજારવ કરી રહ્યા હતા જાણે વીણાનો નાદ જ હોય. વજ્રબાહુનું મન પ્રસન્ન થઈ ગયું. વજ્રબાહુ પહાડની શોભા દેખે છે કે આ આમ્રવૃક્ષ, આ કર્ણકાર વૃક્ષ, આ રૌદ્ર જાતિનું વૃક્ષ ફળોથી મંડિત, આ પ્રયાલ વૃક્ષ, આ પલાશનું વૃક્ષ, જેનાં પુષ્પ અગ્નિ સમાન દેદીપ્યમાન છે, વૃક્ષોની શોભા જોતાં જોતાં રાજકુમારની દષ્ટિ મુનિરાજ ૫૨ ૫ડી અને વિચારવા લાગ્યા કે આ તે સ્તંભ છે, પર્વતનું શિખર છે અથવા મુનિરાજ છે? કાયોત્સર્ગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ એકવીસમું પર્વ પદ્મપુરાણ ધારીને ઊભેલા મુનિરાજ વિષે વજબાહુ આ પ્રમાણે વિચારી રહ્યા હતા. મુનિને ઝાડનું ઠૂંઠું જાણીને તેમના શરીર સાથે મૃગ પોતાના શરીરને ઘસી પોતાની ખંજવાળ મટાડતા હતા. જ્યારે રાજા પાસે ગયા ત્યારે તેમને નિશ્ચય થયો કે આ મહાયોગીશ્વર શરીરનું ભાન ભૂલી કાયોત્સર્ગ કરી સ્થિરપણે ઊભા છે, સૂર્યનાં કિરણો તેમના મુખકમળને સ્પર્શી રહ્યા છે, મહાસર્પની ફેણ સમાન દેદીપ્યમાન ભુજાઓ લંબાવીને ઊભા છે, તેમનું વક્ષસ્થળ સુમેરુના તટ સમાન સુંદર છે, દિગ્ગજોને બાંધવાના સ્તંભ જેવી અચળ તેમની જંઘા છે, શરીર તપથી ક્ષીણ છે, પણ કાંતિથી પુષ્પ દેખાય છે, જેમણે નિશ્ચળ સૌમ્ય નેત્રો નાકની અણી ઉપર સ્થિર કર્યા છે, આત્માનું એકાગ્ર થઈને ધ્યાન કરે છે એવા મુનિને જોઈને રાજકુમાર ચિંતવવા લાગ્યા કે અહો, ધન્ય છે આ શાંતિભાવના ધારક મહામુનિ, જે સમસ્ત પરિગ્રહું છોડીને મોક્ષાભિલાષી થઈ તપ કરે છે એમને નિર્વાણ નિકટ છે, નિજકલ્યાણમાં જેમની બુદ્ધિ લાગેલી છે, જેમનો આત્મા પરજીવોને પીડા આપવામાંથી નિવૃત્ત થયો છે અને મુનિપદની ક્રિયાથી મંડિત છે, જેમને શત્રુ મિત્ર સમાન છે, તૃણ અને કંચન સમાન છે, પાષાણ અને રત્ન સમાન છે, જેમનું મન-માન, મત્સરથી રહિત છે, જેમણે પાંચેય ઈન્દ્રિય વશ કરી છે, જેમને નિશ્ચળ પર્વત સમાન વીતરાગ ભાવ છે, જેમને જોવાથી જીવનનું કલ્યાણ થાય છે. આ મનુષ્યદેહનું ફળ એમણે જ મેળવ્યું છે. એ વિષય કષાયોથી ઠગાયા નથી, જે મહાક્રૂર અને મલિનતાના કારણ છે. હું પાપી કર્મરૂપ બંધનથી નિરંતર બંધાઈને રહ્યો. જેમ ચંદનનું વૃક્ષ સર્પોથી વીંટળાઈને રહે છે તેમ હું પાપી અસાવધાનચિત્ત અચેત સમાન થઈ રહ્યો. ધિક્કાર છે મને! હું ભોગાદિરૂપ મહાપર્વતના શિખર પર સૂઈ રહ્યો છું તે નીચે જ પડીશ. જો આ યોગીન્દ્ર જેવી દશા ધારણ કરું તો મારો જન્મ સફળ થઈ જાય. આમ ચિંતવન કરતાં વજબાહુની દષ્ટિ મુનિનાથમાં અત્યંત નિશ્ચળ થઈ, જાણે કે થાંભલા સાથે બંધાઈ ગઈ. ત્યારે તેમના સાળા ઉદયસુંદરે તેમને નિશ્ચળ દષ્ટિથી જોતા જોઈને મલકતાં મલકતાં હસીને કહ્યું કે મુનિ તરફ અત્યંત નિશ્ચળ થઈને જુઓ છો તો શું દિગંબરી દીક્ષા ધારણ કરવી છે? વજબાહુએ જવાબ આપ્યો કે અમારા હૃદયનો ભાવ હતો તે જ તમે પ્રગટ કર્યો. હવે તમે આ જ ભાવની વાત કરો. ત્યારે તેણે તેમને રાગી જાણીને હસતાં હસતાં કહ્યું કે જો તમે દીક્ષા લેશો તો હું પણ લઈશ, પરંતુ આ દીક્ષાથી તો તમે અત્યંત ઉદાસ થશો. વજબાહુ બોલ્યા એ તો આ લીધી. આમ કહીને વિવાહનાં આભૂષણ ઉતારી નાખ્યાં અને હાથી ઉપરથી નીચે ઉતર્યા. ત્યારે મૃગનયની સ્ત્રી રોવા લાગી, મોટાં મોતી સમાન અથુપાત કરવા લાગી. ત્યારે ઉદયસુંદર આંસુ સારતો કહેવા લાગ્યો કે આ તો હસવાની વાત કરી હતી તેને વિપરીત કેમ કરો છો? વજબાહુ અતિમધુર વચનોથી તેમને શાંતિ ઉપજાવતાં કહેવા લાગ્યા કે હે કલ્યાણરૂપ! તમારા જેવા ઉપકારી બીજા કોણ છે? હું કૂવામાં પડતો હતો અને તમે મને બચાવ્યો. તમારા જેવો ત્રણ લોકમાં મારો કોઈ મિત્ર નથી. હે ઉદયસુંદર! જે જમ્યો છે તે અવશ્ય મરશે અને જે મર્યો તે અવશ્ય જન્મશે. આ જન્મ અને મરણ રેંટના ઘડા સમાન છે. તેમાં સંસારી જીવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકવીસમું પર્વ ૨૦૨૫ નિરંતર ભમે છે. આ જીવન વીજળીના ચમકારા સમાન, જળના તરંગ સમાન, તથા દુષ્ટ સર્પની જિહવા સમાન ચંચળ છે. આ જગતના જીવ દુઃખસાગરમાં ડૂબી રહ્યા છે. આ સંસારના ભોગ સ્વપ્નના ભોગ સમાન અસાર છે, કાયા પાણીના પરપોટા જેવી છે, સંધ્યાના રંગ સમાન આ જગતનો સ્નેહ છે અને આ યૌવન ફૂલની જેમ કરમાઈ જાય છે. આ તમારી મશ્કરી પણ અમને અમૃત સમાન કલ્યાણરૂપ થઈ. હસતાં હસતાં જે ઔષધ પીએ તો શું રોગ ન હરે? અવશ્ય હરે જ. તમે અમને મોક્ષમાર્ગના ઉદ્યમના સહાયક થયા, તમારા જેવા બીજા કોઈ અમારું હિત કરનાર નથી. હું સંસારના આચરણમાં આસક્ત થઈ ગયો હતો તેમાંથી વીતરાગભાવ પામ્યો. હવે હું જિનદીક્ષા લઉં છું, તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે તમે કરો. આમ કહીને સર્વ પરિવારને ખમાવીને, તપ જ જેમનું ધન છે એવા ગુણસાર નામના મુનિની પાસે જઈ, ચરણારવિંદમાં નમસ્કાર કરી, વિનયવાન બની કહેવા લાગ્યા કે હે સ્વામી ! આપની કૃપાથી મારું મન પવિત્ર થયું છે, હવે હું સંસારરૂપી કાદવમાંથી નીકળવા ઈચ્છું છું. તેનાં વચનો સાંભળીને ગુરુએ આજ્ઞા આપી કે તમને ભવસાગરથી પાર ઉતારનારી આ ભગવતી દીક્ષા છે. કેવા છે ગુરુ? જે સાતમાં ગુણસ્થાનમાંથી છઠ્ઠી ગુણસ્થાનમાં આવ્યા છે. એમણે ગુરુની આજ્ઞા હૃદયમાં ધારણ કરી, વસ્ત્રાભૂષણનો ત્યાગ કરી પલ્લવ સમાન પોતાના હાથથી કેશનો લોચ કર્યો અને પર્ઘકાસન ધારણ કર્યું. આ દેહને વિનશ્વર જાણી, શરીરનો સ્નેહ છોડીને, રાજપુત્રી અને રાગ અવસ્થાને ત્યજી, મોક્ષને આપનારી જિનદીક્ષા અંગીકાર કરી અને ઉદયસુંદર આદિ છવ્વીસ રાજકુમારોએ પણ જિનદીક્ષા ધારણ કરી. કેવા છે તે કુમારો? જેમનું રૂપ કામદેવ સમાન છે, જેમણે રાગદ્વેષ મત્સરનો ત્યાગ કર્યો છે, જેમને વૈરાગ્યનો અનુરાગ ઉત્પન્ન થયો છે એવા તેમણે પરમ ઉત્સાહથી પૂર્ણ નગ્ન મુદ્રા ધારણ કરી અને આ વૃત્તાંત જોઈને વજબાહુની સ્ત્રી મનોદેવીએ પતિ અને ભાઈના સ્નેહથી મોહિત થઈ, મોહ તજી આર્થિકાનાં વ્રત ધારણ કર્યા. સર્વ વસ્ત્રાભૂષણ તજીને એક સફેદ સાડી ધારણ કરી અને મહાતપ આદર્યું. આ વજબાહુની કથા એના દાદા રાજા વિજયે સાંભળી. તે સભામાં બેઠા હતા ત્યાં શોકથી પીડિત થઈ કહેવા લાગ્યા કે આ આશ્ચર્ય જુઓ કે મારો પૌત્ર યુવાનીમાં વિષયને વિષ સમાન જાણી વિરક્ત થઈ મુનિ થયો અને મારા જેવો મૂર્ખ વિષયોનો લોલુપી વૃદ્ધાવસ્થામાં પણ ભોગને છોડતો નથી તે કુમારે કેવી રીતે છોડ્યા? અથવા તે મહાભાગ્ય ભોગોને તૃણવત્ ત્યાગીને મોક્ષના નિમિત્ત એવા શાંતભાવમાં બેઠો, હું મંદભાગ્ય વૃદ્ધાવસ્થાથી પીડિત છું. આ પાપી વિષયોએ મને લાંબા સમય સુધી છેતર્યો છે. આ વિષયો જોવામાં તો અત્યંત સુંદર છે. પરંતુ તેનાં ફળ અત્યંત કડવાં છે. મારા ઇન્દ્રનીલમણિ શ્યામ કેશ હુતા તે હવે બરફ જેવા સફેદ થયા છે, મારું શરીર અતિ દેદીપ્યમાન, શોભાયમાન, મહાબળવાન અને સ્વરૂપવાન હતું તે વૃદ્ધાવસ્થામાં વર્ષોથી હણાયેલ ચિત્ર જેવું થઈ ગયું છે. જે ધર્મ, કામ, તરુણ અવસ્થામાં સારી રીતે સિદ્ધ થાય છે તે જરામંડિત પ્રાણીથી સાધવું વિષમ છે. ધિક્કાર છે પાપી, દુરાચારી, પ્રમાદી એવા મને! હું ચેતન છતાં મેં અચેતન દશા આદરી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬ એકવીસમું પર્વ પદ્મપુરાણ આ જૂઠું ઘર, જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા બાંધવ, જૂઠો પરિવાર, તેના સ્નેહથી ભવસાગરના ભ્રમણમાં ભમ્યો. આમ કહીને સર્વ પરિવારને ખમાવીને નાના પૌત્ર પુરંદરને રાજ્ય આપી, પોતાના પુત્ર સુરેન્દ્રમન્યુ સહિત રાજા વિજયે વૃદ્ધ અવસ્થામાં નિર્વાણઘોષ સ્વામીની સમીપે જિનદીક્ષા અંગીકાર કરી. રાજાનું મન ઘણું ઉદાસ છે. - હવે પુરંદર રાજ્ય કરે છે. તેની પૃથિવીમતી રાણીને કીર્તિધર નામનો પુત્ર થયો. તે ગુણોનો સાગર, પૃથ્વી પર પ્રસિદ્ધ, વિનયવાન અનુક્રમે યુવાન બન્યો. તે આખા કુટુંબનો આનંદ વધારતો, પોતાની ચેષ્ટાથી સૌને પ્રિય બન્યો. રાજા પુરંદરે પોતાના પુત્રને રાજા કૌશલની પુત્રી પરણાવી અને તેને રાજ્ય આપી પોતે ગુણ જ જેનાં આભૂષણ છે એવા ક્ષેમકર મુનિની સમીપે મુનિવ્રત લીધાં અને કર્મનિર્જરાનું કારણ મહાતપ આચર્યું. રાજા કીર્તિધર કાળક્રમથી ચાલ્યું આવતું રાજ્ય મેળવીને પોતાના સર્વ શત્રુઓને જીતીને દેવ સમાન ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યો. એક દિવસ રાજા કીર્તિધર પ્રજાનો બંધુ, પ્રજાના બાધક શત્રુઓને ભય ઉપજાવનાર, સિંહાસન પર ઇન્દ્રની પેઠે બિરાજતો હતો તે સમયે સૂર્યગ્રહણ જોઈને ચિત્તમાં વિચારવા લાગ્યો કે જુઓ, આ સૂર્ય પ્રકાશનું મંડળ છે તે રાહુના વિમાનના યોગથી શ્યામ થઈ ગયો. આ સૂર્ય પ્રતાપનો સ્વામી છે, અંધકારને મટાડી પ્રકાશ કરે છે અને જેના પ્રતાપથી ચંદ્રમાનું બિંબ કાંતિરહિત ભાસે છે અને કમલિનીના વનને પ્રફૂલ્લિત કરે છે તે રાહુના વિમાનથી મંદકાંતિવાળો ભાસે છે. તેનો ઉદય થતાં જ સૂર્ય જ્યોતિરહિત થઈ ગયો માટે સંસારની દશા અનિત્ય છે. આ જગતના જીવ વિષયાભિલાષી રંક સમાન મોહના પાશથી બંધાયેલા અવશ્ય કાળના મુખમાં પડશે. આમ વિચારીને એ મહાભાગ્ય સંસારની અવસ્થાને ક્ષણભંગુર જાણી મંત્રી, પુરોહિત, સેનાપતિ અને સામંતોને કહેવા લાગ્યો કે આ સમુદ્ર પર્વત પૃથ્વીના રાજ્યની તમે સારી રીતે રક્ષા કરજો. હું મુનિનાં વ્રત ધારણ કરું છું. ત્યારે બધા વિનંતી કરવા લાગ્યા કે તમારા વિના આ પૃથ્વી અમારાથી દબાશે નહિ, તમે શત્રુને જીતનાર છો, લોકના રક્ષક છો, તમારી ઉંમર પણ યુવાન છે, આ રાજ્યના તમે જ અદ્વિતીય પતિ છો, આ પૃથ્વી તમારાથી જ શોભે છે, માટે કેટલાક સમય સુધી આ ઇન્દ્રતુલ્ય રાજ્ય ભોગવો. ત્યારે રાજાએ કહ્યું કે આ સંસાર અટવી અતિદીર્ઘ છે, એને જોઈને મને અત્યંત ભય ઉત્પન્ન થાય છે. કેવી છે આ ભવરૂપ અટવી? અનેક દુ:ખરૂપી ફળોવાળાં કર્મરૂપ વૃક્ષોથી ભરેલી છે અને જન્મ, જરા, મરણ, રોગ, શોક, રતિ, અરતિ, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગરૂપ અગ્નિથી પ્રજ્વલિત છે. ત્યારે મંત્રીઓએ રાજાનાં પરિણામ વિરક્ત જાણીને બુઝાઈ ગયેલા અંગારા લાવીને મૂકયા અને તેમની વચ્ચે વૈડૂર્યમણિ જ્યોતિનો પૂંજ, જે અતિઅમૂલ્ય હતો તે લાવીને મૂક્યો. તે મણિના પ્રતાપથી કોયલા પ્રકાશરૂપ થઈ ગયા. પછી તે મણિ ઉપાડી લીધો. ત્યારે તે કોલસા પ્રકાશિત ન લાગ્યા ત્યારે મંત્રીઓએ રાજાને વિનંતી કરી કે હે દેવ! જેમ આ કાષ્ટના કોલસા રત્ન વિના શોભતા નથી તેમ તમારા વિના અમે બધા શોભતા નથી. હે નાથ ! તમારા વિના પ્રજાજનો અનાથ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાવીસમું પર્વ ૨૨૭ બની માર્યા જશે, લૂંટાશે અને પ્રજાનો નાશ થતાં ધર્મનો અભાવ થશે. માટે જેમ તમારા પિતા તમને રાજ્ય આપીને મુનિ થયા હતા તેમ તમે પણ તમારા પુત્રને રાજ્ય આપી જિનદીક્ષા લ્યો. આ પ્રમાણે મુખ્ય માણસોએ વિનંતી કરી ત્યારે રાજાએ એવો નિયમ કર્યો કે હું જે દિવસે પુત્રના જન્મના સમાચાર સાંભળીશ તે જ દિવસે મુનિવ્રત લઈશ. આવી પ્રતિજ્ઞા કરીને ઇન્દ્ર સમાન ભોગ ભોગવવા લાગ્યા. તેમણે પ્રજાને શાતા પમાડીને રાજ્ય કર્યું. તેમના રાજ્યમાં પ્રજાને કોઈ પ્રકારનો ભય ઉત્પન્ન ન થતો. રાજાનું ચિત્ત સમાધાનરૂપ હતું. એક દિવસ રાણી સહદેવી રાજા પાસે શયન કરતી ત્યારે તેને ગર્ભ રહ્યો. તેના ગર્ભમાં કેવો પુત્ર આવ્યો? સંપૂર્ણ ગુણોનું પાત્ર અને પૃથ્વીના પ્રતિપાલનમાં સમર્થ એવા પુત્રનો જન્મ થયો ત્યારે રાણીએ પોતાના પતિ મુનિ થઈ જશે એવા ભયથી પુત્રના જન્મની વાત પ્રગટ ન કરી. કેટલાક દિવસ સુધી વાત છુપાવી રાખી. જેમ સૂર્યના ઉદયને કોઈ છુપાવી ન શકે તેમ રાજપુત્રનો જન્મ છૂપો કેવી રીતે રહી શકે? કોઈ દરિદ્રી મનુષ્ય ધનના લોભથી રાજા પાસે તે વાત પ્રગટ કરી. એટલે રાજાએ મુગટાદિ સર્વ આભૂષણો શરીર ઉપરથી ઉતારીને તેને આપી દીધાં અને ઘોષશાખા નામનું મહારમણીક, ખૂબ ધનની ઉત્પત્તિ થાય તેવું ગામ પણ તેને આપ્યું અને પંદર દિવસનો પુત્ર માતાની ગોદમાં સૂતો હતો તેને તિલક કરી રાજપદ આપ્યું. તેથી અયોધ્યા અતિ રમણીય બની અને અયોધ્યાનું બીજું નામ કૌશલ પણ છે તેથી તેનું નામ સુકૌશલ પ્રસિદ્ધ થયું. તેની ચેષ્ટા સુંદર હતી. રાજા કીર્તિધર સુકૌશલને રાજ્ય આપી ઘરરૂપ બંદીગૃહમાંથી નીકળીને તપોવનમાં ગયા. મુનિવ્રત આદર્યા અને તપથી ઉત્પન્ન થયેલા તેજથી મેઘપટલરહિત સૂર્ય શોભે તેમ શોભવા લાગ્યા. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં વજબાહુ અને કીર્તિધર રાજાના માહાભ્યનું વર્ણન કરનાર એકવીસમું પર્વ પૂર્ણ થયું. * * * બાવીસમું પર્વ (સુકૌશલની દીક્ષા અને ભયંકર ઉપસર્ગ સહીને ઈષ્ટપ્રાપ્તિ કરવી) કેટલાંક વર્ષ કીર્તિધર મુનિ, પૃથ્વી સમાન જેમની ક્ષમા હતી, જેમના માન, મત્સર દૂર થયાં છે, જેમનું ચિત્ત ઉદાર હતું, તપથી જેમનાં સર્વ અંગ શોષાયાં છે, આંખો જ જેમના આભૂષણ હતી, જેમના હાથ નીચે લટકતા હતા, ધુંસરી પ્રમાણ ધરતી જોઈને નીચી નજરે ચાલતા હતા, જેમ મત્ત ગજેન્દ્ર મંદ મંદ ગમન કરે તેમ જીવદયાના હેતુથી ધીરે ધીરે તે ગમન કરતા. સર્વ વિકારરહિત, મહાસાવધાન, જ્ઞાની, મહાવિનયવાન, લોભરહિત, પંચાચારના પાળનાર, જીવદયાથી જેમનું ચિત્ત નિર્મળ છે, સ્નેહરૂપ કર્દમથી રહિત, સ્નાનાદિ શરીરસંસ્કારથી રહિત, મુનિપદની શોભાથી મંડિત, આહારના નિમિત્તે ઘણા દિવસોના ઉપવાસ પછી નગરમાં પ્રવેશ્યા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ બાવીસમું પર્વ પદ્મપુરાણ તેમને જોઈને તેમની પાપી સ્ત્રી સહદેવી મનમાં વિચાર કરવા લાગી કે એમને જોઈને મારો પુત્ર પણ વૈરાગ્ય પામે તો? તેથી અત્યંત ક્રોધથી જેનું મુખ લાલ થઈ ગયું છે એવી તેણે ચિત્તમાં દુષ્ટતા લાવી દ્વારપાળને કહ્યું કે આ યતિ નગ્ન, મહામલિન અને ઘરને લૂંટાવનાર છે. એને નગરમાંથી કાઢી મૂકો, તે ફરીથી નગરમાં ન આવવો જોઈએ. મારો પુત્ર સુકુમાર છે, ભોળો છે, એનું ચિત કોમળ છે, તે એની નજરે ન પડવો જોઈએ. હે દ્વારપાલ! જો આ બાબતમાં ભૂલ થશે તો હું તમને દંડ આપીશ. જ્યારથી એ નિર્દય બાળક પુત્રને ત્યજીને મુનિ થયા ત્યારથી આ લિંગ પ્રત્યે મને આદર રહ્યો નથી. આ રાજ્યલક્ષ્મી નિંધ છે એમ કહી એ લોકોને વૈરાગ્ય પ્રાપ્ત કરાવે છે, ભોગ છોડાવીને યોગ શીખવે છે. જ્યારે રાણીએ આવા વચન કહ્યાં ત્યારે એ ક્રૂર દ્વારપાળે, જેના હાથમાં નેતરની સોટી છે, મુનિને દુર્વચન કહીને, નગરમાંથી હાંકી કાઢયા અને આહાર માટે બીજા સાધુઓ નગરમાં આવ્યા હતા તેમને પણ કાઢી મૂકયા. મારો પુત્ર કદી ધર્મશ્રવણ ન કરે એ કારણથી રાણી દ્વારા કીર્તિધરનો અવિનય થયેલો જોઈને રાજા સુકૌશલની ધાવ અત્યંત શોકપૂર્વક રુદન કરવા લાગી. ત્યારે રાજા સુકૌશલે ધાવને રોતી જોઈને કહ્યું કે હું માતા ! તારું અપમાન કરે તેવું કોણ છે? મારી માતા તો માત્ર મને ગર્ભમાં જ રાખે છે અને મારું શરીર તો તારા દૂધથી વૃદ્ધિ પામ્યું છે તેથી તું મારા માટે માતાથી પણ અધિક છે. જે મોતના મુખમાં પ્રવેશ કરવા ઈચ્છતો હોય તે તને દુઃખ આપે. જો મારી માતાએ પણ તારું અપમાન કર્યું હોય તો હું એનો પણ અવિનય કરીશ. બીજાઓની તો શી વાત કરવી? ત્યારે વસંતમાલા નામની ધાવ કહેવા લાગી કે હે રાજન! તારા પિતા તને બાલ્યાવસ્થામાં રાજ્ય આપી, સંસારરૂપ કષ્ટના પિંજરાથી ભયભીત થઈ તપોવનમાં ગયા હતા. તે આજે આ નગરમાં આહાર માટે આવ્યા હતા, પણ તારી માતાએ દ્વારપાળોને આજ્ઞા આપીને તેમને નગરમાંથી કઢાવી મૂકયા. હે પુત્ર! તે આપણા સૌના સ્વામી છે. તેમનું અપમાન હું જોઈ ન શકી તેથી હું રુદન કરું છું. અને તારી કૃપા હોવાથી બીજા મારું અપમાન કોણ કરે ? સાધુઓને જોઈને મારો પુત્ર જ્ઞાન પ્રાપ્ત કરે આમ જાણીને રાણીએ મુનિઓનો પ્રવેશ નગરમાં નિષેધ્યો છે, પણ તારા ગોત્રમાં આ ધર્મ પરંપરાથી ચાલ્યો આવે છે, પુત્રને રાજ્ય આપી પિતા વિરક્ત થાય છે અને તારા ઘરમાંથી આહાર લીધા વિના કદી પણ સાધુ પાછા ગયા નથી. આ વૃત્તાંત સાંભળીને રાજા સુકૌશલ મુનિનાં દર્શન કરવા માટે મહેલમાંથી નીચે ઊતરીને ચામર, છત્ર, વાહન ઇત્યાદિ રાજચિહ્ન છોડીને કમળથી પણ અતિ કોમળ એવા અડવાણે પગે દોડયા અને લોકોને પૂછતા જાય કે તમે મુનિને જોયા? તમે મુનિને જોયા? આ પ્રમાણે પરમ અભિલાષા સહિત પોતાના પિતા કિર્તિધર મુનિ પાસે આવી પહોંચ્યા અને એમની પાછળ છત્ર-ચામરવાળા બધા દોડયા ગયા. મહામુનિ ઉધાનમાં શિલા ઉપર બિરાજતા હતા ત્યાં રાજા સુકૌશલ, જેમનાં નેત્ર આંસુઓથી ભરેલા હતા, જેની ભાવના શુભ હતી, હાથ જોડીને નમસ્કાર કરી બહુ જ વિનયપૂર્વક મુનિ સામે ઊભા રહી, દ્વારપાળોએ તેમને દરવાજેથી કાઢી મૂકયા હતા તેથી અત્યંત લજ્જા પામીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાવીસમું પર્વ ૨૨૯ મહામુનિને વિનંતી કરવા લાગ્યા, હે નાથ! જેમ કોઈ પુરુષ અગ્નિથી બળતા પ્રજ્વલિત ઘરમાં મોહ–નિદ્રાથી યુક્ત સૂતો હોય તેને કોઈ મેઘના ગડગડાટ સમાન ઊંચા સ્વરથી જગાડે, તેમ સંસારરૂપ ગૃહમાં જન્મમૃત્યુ અગ્નિથી પ્રજ્વલિત ઘરમાં મો-નિદ્રાયુક્ત સૂતો હતો અને આપે મને જગાડયો. હવે કૃપા કરીને આ દિગંબરી દીક્ષા મને આપો. આ કષ્ટના સાગર એવા સંસારમાંથી મને ઉગારો. જ્યારે રાજા સુકૌશલે આવાં વચન મુનિને કહ્યાં તે જ વખતે બધા સામંતો પણ આવ્યા અને રાણી વિચિત્રમાલા જે ગર્ભવતી હતી તે પણ અતિ કષ્ટથી વિષાદસહિત સમસ્ત રાજકુટુંબ સહિત આવી. એમને દીક્ષા લેવા માટે તૈયાર થયેલ જોઈ, અંતઃપુરના અને પ્રજાના બધા માણસો ખૂબ શોક પામ્યા. ત્યારે રાજા સુકૌશલે કહ્યું કે આ રાણી વિચિત્રમાલાના ગર્ભમાં પુત્ર છે તેને હું રાજ્ય આપું છું. આમ કહીને નિઃસ્પૃહ થયા, આશારૂપ ફાંસીને છેદી, સ્નેહરૂપ પિંજરાને તોડી, સ્ત્રીરૂપ બંધનથી છૂટી, જીર્ણ તરણાની જેમ રાજ્યનો ત્યાગ કર્યો અને વસ્ત્રાભૂષણ બધું ત્યજીને, બાહ્યાભ્યતર પરિગ્રહનો ત્યાગ કરીને કેશલોચ કર્યા અને પદ્માસન ધારણ કરીને બેઠા. તેમના પિતા કીર્તિધર મુનીંદ્ર પાસે તેમણે દીક્ષા લીધી. પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અંગીકાર કરી, સુકૌશલ મુનિએ ગુરુની સાથે વિહાર કર્યો. કમળ સમાન આરક્ત ચરણોથી પૃથ્વીને શોભાયમાન કરતા તે વિહાર કરવા લાગ્યા. એની માતા સહદેવી આર્તધ્યાનથી મરીને તિર્યંચ યોનિમાં વાઘણ થઈ. આ પિતા-પુત્ર બન્ને મુનિ મહા વૈરાગ્યવાન જે એક સ્થાનમાં રહેતા નહિ, દિવસના પાછલા પહોરે નિર્જન પ્રાસુક સ્થાન જોઈને બેસી રહેતા, ચાતુર્માસમાં સાધુઓને વિહાર કરવાનો હોતો નથી તેથી ચાતુર્માસમાં એક સ્થાનમાં બેસી રહેતા. દશે દિશાઓને શ્યામ બનાવતું ચાતુર્માસ પૃથ્વીમાં પ્રવર્ત્યે. આકાશ મેઘમાળાના સમૂહથી એવું શોભતું, જાણે કે કાજળથી લીંપ્યું છે. ક્યાંક બગલાની ઉડતી પંક્તિ એવી શોભતી જાણે કે કુમુદ ખીલી ઊઠયાં છે. ઠેકઠેકાણે કમળો ખીલી ગયાં છે, તેમના ઉપર ભમરાઓ ગૂંજી રહ્યા છે તે જાણે કે વર્ષાકાળરૂપ રાજાનો યશ ગાય છે. અંજનિગિર સમાન મહાનીલ અંધકારથી જગત વ્યાપ્ત થઈ ગયું છે અને મેઘ ગાજવાથી જાણે સૂર્ય-ચંદ્ર ડરીને છુપાઈ ગયા છે, અખંડ જળની ધારાથી પૃથ્વી સજળ બની ગઈ છે અને ઘાસ ઊગી નીકળ્યું છે, જાણે કે પૃથ્વીએ હર્ષના અંકુર ધારણ કર્યાં છે. જળના પ્રવાહથી પૃથ્વી ૫૨ ઊંચું કે નીચું સ્થળ નજરે પડતું નથી. પૃથ્વી ૫૨ જળનો સમૂહ ગાજે છે અને આકાશમાં મેઘ ગાજે છે, જાણે કે જેઠ મહિનારૂપ વેચીને જીતીને ગર્જના કરી રહ્યા છે. ધરતી ઝરણાઓથી શોભાયમાન બની છે, જાતજાતની વનસ્પતિ ધરતી પર ઊગી નીકળી છે. તેનાથી પૃથ્વી એવી શોભે છે કે જાણે હરિતમણિ સમાન પથારી પાથરી દીધી છે. પૃથ્વી ઉપર સર્વત્ર જળબંબાકાર થઈ રહ્યું છે, જાણે કે જળના ભારથી વાદળાં જ તૂટી ગયાં છે, ઠેકઠેકાણે ઇન્દ્ર ગોપ દેખાય છે, જાણે કે વૈરાગ્યરૂપ વજ્રથી ચૂર્ણ થઈ ગયેલ છે. રાગના ટુકડા જ પૃથ્વી ૫૨ ફેલાઈ ગયા છે, વીજળીનું તેજ સર્વ દિશામાં ફરી વળે છે, જાણે કે મેઘ નેત્ર વડે જળથી ભરેલ અને ખાલી સ્થાન જોઈ રહ્યા છે. વિવિધ પ્રકારના રંગ ધારણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૦ બાવીસમું પર્વ પદ્મપુરાણ કરીને ઇન્દ્રધનુષ આકાશને એવી શોભા આપે છે, જાણે કે અતિઊંચા તોરણોથી યુક્ત હોય. બન્ને કાંઠાને તોડી નાખતી, ભયંકર વમળ પેદા કરતી નદી અતિવેગથી કલુપતા સહિત વહે છે, જાણે કે મર્યાદારહિત સ્વચ્છંદી સ્ત્રીનું સ્વરૂપ તે આચરે છે. મેઘગર્જનાથી ત્રાસ પામેલી મૃગનયની, વિરહિણીઓ સ્તંભને સ્પર્શ કરે છે, મહાવિહવળ છે, પતિ આવવાની આશામાં તેમણે પોતાનાં નેત્રો લગાવ્યાં છે. આવા વર્ષાકાળમાં જીવદયાના પાળનાર, મહાશાંત, અનેક નિગ્રંથ મુનિ પ્રાસુક સ્થાનમાં ચાર માસના ઉપવાસ કરીને બેઠા છે અને જે ગૃહસ્થ શ્રાવક સાધુની સેવામાં તત્પર છે તે પણ ચાર મહિના ગમનનો ત્યાગ કરીને વિવિધ પ્રકારના નિયમો લઈને બેઠા છે. આવા મેઘથી વ્યાપ્ત વર્ષાકાળમાં તે પિતાપુત્ર યથાર્થ આચારના આચરનાર સ્મશાનમાં ચાર મહિના ઉપવાસ ધારણ કરી વૃક્ષની નીચે બિરાજ્યા. કોઈ વાર પદ્માસન, કોઈ વાર કાયોત્સર્ગ, કોઈ વાર વીરાસન આદિ અનેક આસનો ધારણ કરી તેમણે ચાતુર્માસ પૂર્ણ કર્યું. આ સ્મશાન વૃક્ષોના અંધકારથી ગહન હતું. સિંહ, વાઘ, રીંછ, શિયાળ, સર્પ ઇત્યાદિ અનેક દુષ્ટ જીવોથી પૂર્ણ હતું. અર્ધદગ્ધ મડદાં, મહાભયાનક વિષમ ભૂમિ, મનુષ્યના મસ્તકનાં હાડકાંના સમૂહથી જ્યાં પૃથ્વી શ્વેત થઈ રહી છે અને દુષ્ટ અવાજ કરતા પિશાચોના સમૂહુ વિચરે છે, જ્યાં ઘાસ, કંટક ખૂબ છે તેવા સ્થાનમાં આ ધીર વીર, પવિત્ર મનવાળા પિતા-પુત્ર બન્ને મુનિઓએ ચાર મહિના પૂરા કર્યા. વર્ષાઋતુ વીતી ગઈ અને શરદઋતુ આવી, જાણે કે રાત્રિ પૂરી થઈ અને પ્રભાત થયું. જે પ્રભાત જગતને પ્રકાશ આપવામાં પ્રવીણ છે. શરદઋતુમાં આકાશમાં શ્વેત વાદળાં પ્રગટ થયાં, સૂર્ય મેઘપટલરહિત કાંતિમાન પ્રકાશ્યો. જેમ ઉત્સર્પિણી કાળનો દુખમાકાળ પૂરો થાય અને દુખમા-સુખભાના આરંભમાં જ શ્રી જિનેન્દ્રદેવ પ્રગટ થાય તેમ. રાત્રે તારાઓના સમૂહુ વચ્ચે ચંદ્રમા શોભવા લાગ્યો, જેમ સરોવરની વચ્ચે તરુણ રાજહંસ શોભે તેમ. રાત્રે ચંદ્રમાની ચાંદનીથી પૃથ્વી ઉજ્જવળ થઈ, જાણે કે ક્ષીરસાગર જ ધરતી પર ફેલાઈ રહ્યો છે. નદીઓ નિર્મળ થઈ; સારસ, ચકવા આદિ પક્ષીઓ સુંદર અવાજ કરવા લાગ્યા, સરોવરમાં કમળો ખીલ્યા, તેના પર ભમરાઓ ઊડી રહ્યા હતા અને ગુંજારવ કરી રહ્યા હતા, જાણે કે ભવ્ય જીવોએ મિથ્યાત્વ પરિણામ છોડી દીધા છે, તે ઊડતા ફરે છે. ભાવાર્થ- મિથ્યાત્વનું સ્વરૂપ શ્યામ ભમરાનું પણ સ્વરૂપ શ્યામ. જ્યાં સુગંધ ફેલાઈ રહી છે એનાં ઊંચા મહેલોના નિવાસમાં રાત્રે લોક નિજ પ્રિયાઓ સાથે ક્રિીડા કરી રહ્યા છે. શરદ ઋતુમાં મનુષ્યો મહાન ઉત્સવો ઉજવે છે, મિત્ર-બાંધવોનું સન્માન કરવામાં આવે છે, જે સ્ત્રી પિયરમાં ગઈ હોય તેમનું સાસરે આગમન થાય છે. કાર્તિક સુદી પૂનમ વીત્યા પછી તપોધન મુનિઓ જૈન તીર્થોમાં વિહાર કરવા લાગ્યા. ત્યારે આ પિતા અને પુત્ર અને કિર્તિધર સુકૌશલ મુનિ, જેમનો નિયમ પૂરો થયો છે તે શાસ્ત્રોક્ત ઈર્યાસમિતિ સહિત પારણા નિમિત્તે નગર તરફ વિહાર કરવા લાગ્યા. હવે પેલી સહદેવી સુકૌશલની માતા, જે મરીને વાઘણ થઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાવીસમું પર્વ ૨૩૧ હતી, તે પાપિણી મહાક્રોધથી ભરેલી, જેના કેશ લોહીથી લાલ છે, વિકરાળ જેનું મુખ છે, જેની દાઢ તીક્ષ્ણ છે, જેની આંખો પીળી છે, જેણે માથા ઉપર પૂંછડી મૂકી છે, નહોરથી અનેક જીવ જેણે વિદાર્યા છે તે ભયંકર ગર્જના કરતી સામે આવી, જાણે કે હત્યારી જ શરીર ધારણ કરીને આવી. જેની લાલ જીભનો અગ્રભાગ લવલહે છે, મધ્યાહુનના સૂર્ય જેવી જે આતાપકારી છે તે પાપિણી સુકૌશલ સ્વામીને જોઈને મહાવેગથી ઊછળી. તેને આવતી જોઈને સુંદર ચરિત્રવાળા તે બન્ને મુનિઓ સર્વ આલંબનરહિત કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા રહ્યા. તે પાપી વાઘણ સુકૌશલ સ્વામીના શરીરને નખોથી વિદારવા લાગી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! આ સંસારનું ચરિત્ર જો. જ્યાં માતા પુત્રના શરીરને ખાવા તૈયાર થાય છે. આથી વધારે મોટું કષ્ટ શું હોય ? જન્માંતરના સ્નેહી બાંધવ કર્મના ઉદયથી વેરી થઈને પરિણમે છે. તે વખતે સુમેરુથી પણ અધિક સ્થિર સુકૌશલ મુનિને, શુક્લ ધ્યાનના ધારકને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તે અંતઃકૃત કેવળી થયા. ઇન્દ્રાદિક દેવોએ આવી એમના દેહની કલ્પવૃક્ષાદિક પુષ્પોથી પૂજા કરી, ચતુર નિકાયના બધા જ દેવો આવ્યા અને વાઘણને કીર્તિધર મુનિએ ધર્મોપદેશનાં વચનોથી સંબોધન કર્યું હું પાપિણી, તું સુકૌશલની માતા સહદેવી હતી અને પુત્ર પ્રત્યે તને અધિક સ્નેહ હતો, તેનું શરીર નખથી વિદાયું.” ત્યારે તેને જાતિસ્મરણ થયું. તેણે શ્રાવકનાં વ્રત ધારણ કર્યા, સંન્યાસ ધારણ કરી, શરીર ત્યજી તે સ્વર્ગલોકમાં ગઈ. પછી કીર્તિધર મુનિને પણ કેવળજ્ઞાન ઊપસ્યું એટલે સુર-અસુર તેમના કેવળજ્ઞાનની પૂજા કરીને પોતપોતાના સ્થાનકે ગયા. આ સુકૌશલ મુનિનું માહાભ્ય જે કોઈ પુરુષ વાંચ-સાંભળે તે સર્વ ઉપસર્ગથી રહિત થઈ સુખપૂર્વક ચિરકાળ જીવે. ત્યારપછી સુકૌશલની રાણી વિચિત્રમાળાને પૂરા સમયે સુંદર લક્ષણોથી મંડિત પુત્ર જન્મ્યો. જ્યારથી પુત્ર ગર્ભમાં આવ્યો હતો ત્યારથી માતાની કાંતિ સુવર્ણ જેવી થઈ ગઈ હતી તેથી પુત્રનું નામ હિરણ્યગર્ભ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. તે હિરણ્યગર્ભ એવો રાજા થયો, જાણે કે તેણે પોતાના ગુણો વડે ઋષભદેવનો સમય ફરીથી પ્રગટ કર્યો. તે રાજા હરિની પુત્રી મહામનોહર અમૃતવતીને પરણ્યો. રાજા પોતાના મિત્ર બાંધવો સંયુક્ત પૂર્ણ દ્રવ્યનાં સ્વામી જાણે કે સુવર્ણનો પર્વત જ છે. સર્વ શાસ્ત્રાર્થના પારગામી તે દેવો સમાન ઉત્કૃષ્ટ ભોગ ભોગવતો હતો. એક સમયે ઉદાર છે ચિત્ત જેમનું એવા એ રાજાએ દર્પણમાં મુખ જોતી વખતે ભ્રમર સમાન શ્યામ કેશની વચ્ચે એક સફેદ વાળ જોયો. ત્યારે મનમાં વિચારવા લાગ્યા કે આ કાળનો દૂત આવ્યો, આ જરા શક્તિકાંતિની નાશ કરનારી છે, તેનાથી મારાં અંગોપાંગ બલાત્ શિથિલ થશે. આ ચંદનના વૃક્ષ જેવી મારી કાયા હવે જરારૂપ અગ્નિથી બળેલા અંગારા જેવી થઈ જશે. આ જરા છિદ્ર શોધે જ છે તે સમય મળતાં પિશાચિનીની જેમ મારા શરીરમાં પેસીને બાધા ઉત્પન્ન કરશે અને કાળરૂપ સિંહ ચિરકાળથી મારા ભક્ષણનો અભિલાષી હતો તે હવે મારા શરીરનું પરાણે ભક્ષણ કરશે. ધન્ય છે તે પુરુષને કે જે કર્મભૂમિમાં જન્મીને તરુણ અવસ્થામાં જ વ્રતરૂપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨ બાવીસમું પર્વ પદ્મપુરાણ જહાજમાં બેસીને ભવસાગર તરી જાય છે. આમ ચિંતવન કરીને રાણી અમૃતવતીના પુત્ર નઘોષને રાજ્ય પર સ્થાપીને વિમળ મુનિની પાસે દિગંબરી દીક્ષા ધારણ કરી. આ નઘોષ જ્યારથી માતાના ગર્ભમાં આવ્યો હતો ત્યારથી જ કોઈ પાપનું વચન કહ્યું નહોતું તેથી નઘોષ કહેવાયો. તેના ગુણ પૃથ્વી પર પ્રસિદ્ધ હતા. તે ગુણોના પૂંજને સિંહિકા નામની રાણી હતી. તે રાણીને અયોધ્યામાં મૂકીને પોતે ઉત્તર દિશાના સામંતોને જીતવા ચડાઈ કરી. રાજાને અયોધ્યાથી દૂર ગયેલો જાણીને દક્ષિણ દિશાનો રાજા મોટી સેના સાથે અયોધ્યા લેવા આવ્યો. ત્યારે મહાપ્રતાપી રાણી સિંહિકા મોટી ફોજ લઈને તેની સામે ગઈ. તેણે સર્વ વેરીઓને રણમાં જીતીને અયોધ્યામાં મજબૂત થાણું રાખીને પોતે અનેક સામંતોને લઈ દક્ષિણ દિશા જીતવા ગઈ. કેવી છે રાણી? શસ્ત્રવિધા અને શાસ્ત્રવિધાનો જેણે અભ્યાસ કર્યો છે. પોતાના પ્રતાપથી દક્ષિણ દિશાના સામંતોને જીતીને જયજયકાર ગજવતી તે પાછી અયોધ્યા આવી. રાજા નઘોષ પણ ઉત્તર દિશામાં જીત મેળવીને આવ્યો. તે પોતાની સ્ત્રીનું પરાક્રમ સાંભળીને ગુસ્સે થયો. મનમાં વિચારવા લાગ્યો કે કુળવાન, અખંડ શીલની પાળનારી સ્ત્રીમાં આટલી ઉદ્ધતાઈ હોવી ન જોઈએ. આમ વિચારીને તેનું ચિત્ત રાણી સિંહિકા પ્રત્યે ઉદાસ થયું. પતિવ્રતા, મહાશીલવતી, પવિત્ર ચેષ્ટાવાળી સિંહિકાને તેણે પટરાણીના પદથી દૂર કરી. તે અત્યંત દરિદ્ર બની ગઈ. હવે રાજાને એક સમયે મહાદાહરૂરનો વિકાર થયો. સર્વ વૈદ્યો પ્રયત્ન કરતા, પણ તેમની ઔષધિ અસર કરતી નહિ. રાણી સિંહિકા રાજાને રોગગ્રસ્ત જાણીને મનમાં વ્યાકુળ થઈ. પોતાની શુદ્ધતા સિદ્ધ કરવા આ પતિવ્રતાએ પુરોહિત, મંત્રી, સામંતો સૌને બોલાવ્યા અને પોતાના હાથનું જળ પુરોહિતના હાથમાં મૂકીને કહ્યું કે જો હું મનવચનકાયાથી પતિવ્રતા હોઉં તો આ જળનું સિંચન કરવાથી રાજાનો દાહજ્વર દૂર થઈ જાવ. પછી એ જળનું સિંચન કરતાં જ રાજાનો દાહજ્વર મટી ગયો અને જાણે બરફમાં મગ્ન હોય તેવો શીતળ થઈ ગયો. તેના મુખમાં વીણાના શબ્દ હોય તેવા મનોહર શબ્દ નીકળ્યા. આકાશમાં એવી ધ્વનિ થઈ કે આ રાણી સિંહિકા પતિવ્રતા, મહાશીલવંતી ધન્ય છે, ધન્ય છે, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. રાજાએ રાણીને મહાશીલવંતી જાણી ફરી પાછું પટરાણીપદ આપ્યું અને ઘણી વખત નિષ્ફટક રાજ્ય કર્યું. પછી પોતાના પૂર્વજોનાં ચરિત્રનો ચિત્તમાં વિચાર કરીને, સંસારની માયાથી નિઃસ્પૃહ થઈ સિંહિકા રાણીના પુત્ર સૌદાસને રાજ્ય આપી, પોતે ધીર વીર બની મુનિવ્રત ધારણ કર્યા. જે કાર્ય પરંપરાથી એના વડીલો કરતા આવ્યા હતા તે તેણે કર્યું. સૌદાસ રાજ્ય કરે છે, તે પાપી માંસાહારી થયો. એમના વંશમાં કોઈએ આ આહાર કર્યો નહોતો. આ દુરાચારી અષ્ટહિસ્કાના દિવસોમાં પણ અભક્ષ્ય આહારનો ત્યાગ કરતો નહોતો. એક દિવસ તેણે રસોઈયાને કહ્યું કે મને માંસભક્ષણની ઈચ્છા થઈ છે. રસોઈયાએ કહ્યું કે હે મહારાજ ! અષ્ટહિસ્કાના દિવસો છે, બધા લોકો ભગવાનની પૂજા કરી વ્રત, નિયમ લેવામાં તત્પર છે, પૃથ્વી પર ધર્મનો ઉદ્યોત થઈ રહ્યો છે. આ દિવસોમાં આ વસ્તુ અલભ્ય છે. ત્યારે રાજાએ કહ્યું આ વસ્તુ વિના મારું મન રહી શકતું નથી માટે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાવીસમું પર્વ ૨૩૩ જે ઉપાયથી આ વસ્તુ મળે તે કર. પછી રસોઈયો રાજાની આ દશા જોઈને નગરની બહાર ગયો અને એક મરેલું બાળક જોયું. તે તે જ દિવસે મરણ પામ્યું હતું, તેને વસ્ત્રમાં વીંટાળીને તે પાપી લઈ આવ્યો, સ્વાદિષ્ટ વસ્તુઓમાં મેળવીને તેને રાંધ્યું અને રાજાને તે ભોજનમાં આપ્યું. મહાદુરાચારી તે રાજા અભક્ષ્યનું ભક્ષણ કરી અત્યંત પ્રસન્ન થયો. તેણે રસોઈયાને એકાંતમાં પૂછયું કે હે ભદ્ર! આ માંસ તું ક્યાંથી લાવ્યો? અત્યાર સુધી મેં આવું માંસ ખાધું નહોતું. ત્યારે રસોઈયાએ અભયદાન માગીને જે બન્યું હતું તે કહ્યું. ત્યારે રાજાએ કહ્યું કે હવે આવું જ માંસ સદા લાવ્યા કર. પછી રસોઈયો રોજ બાળકોને લાડુ વહેંચવા લાગ્યો. તે લાડુની લાલચથી રોજ બાળકો આવતાં. બાળકો લાડુ લઈને જતા ત્યારે જે બાળક સૌથી પાછળ રહી જતો તેને આ રસોઈયો પકડીને મારી નાખતો અને રાજાને તેનું માંસ ખવરાવતો. નગરમાંથી રોજ એક બાળક ઘટવા લાગ્યું એટલે લોકોએ તપાસ કરીને સર્વ હકીકત જાણી લઈ, રસોઈયા સહિત રાજાને દેશમાંથી કાઢી મૂક્યો. તેની રાણી કનકપ્રભાના પુત્ર સિંહુરથને રાજ્ય આપ્યું. ત્યારથી એ પાપી સર્વત્ર નિરાદર પામી, મહાદુઃખી થઈ પૃથ્વી પર ભટકતો રહ્યો. લોકો જે મરેલા બાળકને સ્મશાનમાં દાટી આવતા તેનું તે ભક્ષણ કરતો. સિંહની જેમ તે મનુષ્યોનું ભક્ષણ કરતો તેથી તેનું નામ સિંહસૌદાસ એવું પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. પછી તે દક્ષિણ દિશામાં ગયો. ત્યાં તેને મુનિના દર્શન થયા. તેમની પાસેથી ધર્મશ્રવણ કરી તેણે શ્રાવકનાં વ્રત લીધાં. તે તરફ એક મહાપુર નામના નગરનો રાજા મૃત્યુ પામ્યો. તેને પુત્ર નહોતો. બધાએ વિચાર્યું કે પટબંધ હાથીને છૂટો મૂકવો. તે જેને પીઠ પર બેસાડીને લાવે તેને રાજા બનાવવો. તે હાથી આને પીઠ પર બેસાડીને લાવ્યો તેથી તેને રાજ્ય આપવામાં આવ્યું. એ ન્યાયસંયુક્ત રાજ્ય કરતો. તેણે પોતાના પુત્ર પાસે એક દૂત મોકલીને પોતાની આજ્ઞા માનવાનું કહેવરાવ્યું. પુત્રે લખ્યું કે તું મહાનિંધ છે, હું તને નમસ્કાર કરીશ નહિ. તેથી તેણે પુત્ર પર ચડાઈ કરી. તેને આવતો સાંભળીને લોકો ભાગવા લાગ્યા કે એ માણસોને ખાઈ જશે. પુત્ર અને આની વચ્ચે મહાયુદ્ધ થયું. તેણે યુદ્ધમાં પુત્રને જીતી બન્ને રાજ્ય પુત્રને આપી પોતે અત્યત વૈરાગ્ય પામી તપ કરવા વનમાં ગયો. પછી આના પુત્ર સિંહરથને બ્રહ્મરથ નામનો પુત્ર થયો. તેને ચતુર્મુખ, તેને હેમરથ, તેને સત્યરથ, તેને પૃથુરથ, તેને પોરથ, તેને દઢરથ, તેને સૂર્યરથ, તેને માંધાતા, તેને વીરસેન, તેને પૃથ્વીમન્યુ, તેને કમળબંધુ-જે દીપ્તિથી જાણે સૂર્ય જ અને સમસ્ત મર્યાદામાં પ્રવીણ છે, તેને રવિમન્યુ, તેને વસંતતિલક, તેને કુબેરદત્ત, તેને કુંથુભક્ત-મહાકીર્તિનો ધારક, તેને શતરથ, તેને દ્વિરદરથ, તેને સિંહદમન, તેને હિરણ્યકશ્યપ, તેને પંજસ્થળ, તેને કકુસ્થળ, તેને રઘુ-તે મહાપરાક્રમી હુતો. આ ઈક્વાકુવંશ શ્રી ઋષભદેવથી પ્રવર્યો. હું શ્રેણિક! એ વંશનો મહિમા તને કહ્યો. ઋષભદેવના વંશમાં શ્રી રામચંદ્ર પર્યત અનેક મોટા મોટા રાજા થયા. તે મુનિવ્રત ધારણ કરીને મોક્ષે ગયા. કેટલાક અનિંદ્ર થયા, કેટલાક સ્વર્ગે ગયા. આ વંશમાં પાપી કોઈક જ થયા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ બાવીસમું પર્વ પદ્મપુરાણ અયોધ્યાનગરમાં રાજા રઘુને અરણ્ય નામનો પુત્ર થયો. તેના પ્રતાપથી ઉદ્યાનમાં વસતિ થઈ. તેને મહાગુણવંતી, અત્યંત કાંતિમતી, મહારૂપવાન, મહાપતિવ્રતા પૃથ્વીમતી નામની રાણી હતી. તેને બે પુત્રો થયા. મહાશુભ લક્ષણવાળો એક અનંતરથ અને બીજો દશરથ. માહિષ્મતિ નગરીના સ્વામી રાજા સહસ્રરશ્મિ અને રાજા અરણ્યની ગાઢ મૈત્રી થઈ હતી. જાણે કે બન્ને સૌધર્મ અને ઈશાન ઇન્દ્ર જ હતા. જ્યારે રાવણે યુદ્ધમાં સહસ્રરશ્મિને જીતી લીધો અને તેણે મુનિવ્રત લીધી ત્યારે તેણે અરણ્યને સમાચાર આપ્યા કેમ કે સહુન્નરશિમ અને અરણ્ય વચ્ચે એવું નક્કી થયું હતું કે જો તમે વૈરાગ્ય લ્યો તો મને બતાવવું અને હું વૈરાગ્ય લઈશ તો તમને જણાવીશ. ત્યારે રાજા અરણ્ય સહસ્રરશ્મિને મુનિ થયેલા જાણીને પોતાના નાના પુત્ર દશરથને રાજ્ય આપી પોતે મોટા પુત્ર અનંતરથ સહિત અભયસેન મુનિની સમીપે જિનદીક્ષા ધારણ કરી. તેમણે મહાન તપ કરી કર્મોનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ કરી અને અનંતરથ મુનિ સર્વ પરિગ્રહરહિત પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. બાવીસ પરીષહુ સહન કરવામાં કોઈ પ્રકારે તેમને ઉગ થયો નહિ તેથી તેમનું અનંતવીર્ય એવું નામ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. રાજા દશરથ રાજ્ય કરતા તે અતિસુંદર શરીરવાળા નવયૌવનમાં અત્યંત શોભતા હતા. જાણે કે અનેક પ્રકારનાં પુષ્પોથી શોભિત પર્વતનું ઉત્તુંગ શિખર જ હતું. દર્ભસ્થળ નગરના રાજા કૌશલ પ્રશંસાયોગ્ય ગુણોના ધારક હતા. તેની રાણી અમૃતપ્રભાને કૌશલ્યા અથવા અપરાજિતા નામની પુત્રી હતી. તેને અપરાજિતા કેમ કહેતા? તે સ્ત્રીઓનાં ગુણોથી શોભાયમાન હતી અને કામની સ્ત્રી રતિ સમાન, અતિસુંદર, કોઈનાથી જીતી ન શકાય એવી અત્યંત રૂપવાન હતી. તેથી તે રાજા દશરથને પરણી. વળી, એક કમલસંકુલ નામનું મોટું નગર હતું. ત્યાંના રાજા સુબંધુતિલકની રાણી મિત્રાને સુમિત્રા નામની સર્વ ગુણોથી મંડિત, રૂપવતી, જેને જોતાં સર્વને મનમાં આનંદ થાય તેવી પુત્રી હતી. તે પણ દશરથ સાથે પરણી. એક બીજા મહારાજા નામના રાજાની પુત્રી સુપ્રભા જે લાવણ્યની ખાણ હતી, જેને જોતાં લક્ષ્મી મહાલજ્જા પામે તેવી હતી તે પણ દશરથને પરણી. રાજા દશરથને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું અને રાજ્યનો ખૂબ ઉદય થયો તેથી તે સમ્યગ્દર્શનને રત્ન સમાન જાણતા હુતા અને રાજ્યને તૃણ સમાન માનતા હતા. જો રાજ્ય ન છોડે તો આ જીવ નરકમાં જાય અને રાજ્ય છોડે તો સ્વર્ગ કે મુક્તિ પામે, અને સમ્યગ્દર્શનના યોગથી નિઃસંદેહુ ઊર્ધ્વગતિ જ છે. આમ જાણી રાજાને સમ્યગ્દર્શનની દઢતા થતી ગઈ. વળી, ભગવાનના પ્રશંસાયોગ્ય ચૈત્યાલયો અગાઉ જે ભરત ચક્રવર્તી આદિકોએ બનાવરાવ્યાં હતાં તેમાંના કેટલાંક સ્થાનોમાં જીર્ણ થયાં હતાં. રાજા દશરથે તેમની મરામત કરાવી, તેમને નવાં જેવાં જ બનાવી દીધાં, અને ઇન્દ્ર દ્વારા નમસ્કાર કરવા યોગ્ય મહારમણીક તીર્થકરોનાં કલ્યાણક સ્થાનોની આ રાજા રત્નો વડે પૂજા કરતો હતો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હે ભવ્ય જીવ! રાજા દશરથ સરખા જીવ પરભવમાં મહાધર્મનું ઉપાર્જન કરી અતિ મનોશ દેવલોકની લક્ષ્મી પામીને આ લોકમાં રાજા થયા હતા, તેમનો પ્રકાશ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેવીસમું પર્વ ૨૩૫ સૂર્યની પેઠે દશે દિશામાં ફેલાયો હતો, તે મહાન ઋદ્ધિના ધારક હતા. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં સુકૌશલનું માહાભ્ય અને તેના વંશમાં રાજા દશરથની ઉત્પત્તિનું કથન કરનાર બાવીસમું પર્વ પૂર્ણ થયું. * * * તેવીસમું પર્વ (દશરથના પુત્ર અને જનકની પુત્રીથી રાવણના મરણની શંકા અને તેનું નિરાકરણ) એક દિવસ રાજા દશરથ મહાતેજપ્રતાપથી સંયુક્ત સભામાં બિરાજતા હતા. સુરેન્દ્ર સમાન તેમનો વૈભવ હતો અને જિનેન્દ્રની સભામાં તેમનું મન આસક્ત છે. તે વખતે પોતાના શરીરના તેજથી આકાશમાં ઉધોત કરતા નારદ આવ્યા. નારદને દૂરથી જ જોઈને રાજા ઊઠીને સામે ગયા અને ઘણા આદરપૂર્વક નારદને લાવીને સિંહાસન ઉપર બેસાડયા. રાજાએ નારદની કુશળતા પૂછી. નારદે કહ્યું કે જિનેન્દ્રદેવની કૃપાથી બધું કુશળ છે. પછી નારદે રાજાની કુશળતા પૂછી. રાજાએ કહ્યું કે દેવધર્મગુરુના પ્રસાદથી કુશળ છે. રાજાએ ફરીથી પૂછયું કે પ્રભો! આપ કઈ જગાએથી આવ્યા? આ દિવસોમાં ક્યાં ક્યાં વિહાર કર્યો? શું જોયું? શું સાંભળ્યું? તમારાથી અઢી દ્વીપમાં કોઈ સ્થાન અજાણ્યું નથી. ત્યારે નારદે જવાબ આપ્યો કે હે રાજન! હું મહાવિદેહ-ક્ષેત્રમાં ગયો હતો. તે ક્ષેત્ર ઉત્તમ જીવોથી ભરેલું છે. ત્યાં ઠેકઠેકાણે શ્રી જિનરાજનાં મંદિરો છે અને ઠેકઠેકાણે મુનિરાજ બિરાજે છે, ત્યાં ધર્મનો ઉદ્યોત સર્વત્ર ખૂબ થઈ રહ્યો છે. શ્રી તીર્થંકરદેવ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ ઉપજે છે. ત્યાં પુંડરિકિણી નગરીમાં મેં સીમંધર સ્વામીના તપકલ્યાણકનો ઉત્સવ જોયો. પંડરિકણી નગરી જાતજાતનાં રત્નોના મહેલોથી પ્રકાશે છે. સીમંધર સ્વામીના તપકલ્યાણકમાં નાના પ્રકારના દેવોનું આગમન થયું હતું, તેમનાં જાતજાતનાં વિમાનો, ધજા, છત્રાદિથી અત્યંત શોભતાં જાતજાતનાં વાહનોથી નગરી ભરી હતી. જેવો શ્રી મુનિસુવ્રતનાથના સુમેરુ પર્વત ઉપર જન્માભિષેકનો ઉત્સવ આપણે સાંભળ્યો છે તેવો શ્રી સીમંધર સ્વામીના જન્માભિષેકનો ઉત્સવ મેં સાંભળ્યો. અને તપકલ્યાણકનો ઉત્સવ તો મેં પ્રત્યક્ષ જોયો. જુદાં જુદાં પ્રકારનાં રત્નજડિત જિનમંદિર જોયાં, જ્યાં મહામનોહર ભગવાનનાં મોટાં મોટાં બિંબ બિરાજે છે અને વિધિપૂર્વક નિરંતર પૂજા થાય છે. મહાવિદેહથી હું સુમેરુ પર્વત પર આવ્યો, સુમેરુની પ્રદક્ષિણા કરી સુમેરુના વનમાં ભગવાનનાં જે અકૃત્રિમ ચૈત્યાલયો છે તેમનાં દર્શન કર્યા. હું રાજન્ ! નંદનવનનાં ચૈત્યાલયો વિવિધ પ્રકારનાં રત્નો જડેલાં અતિ રમણીક મેં જોયાં. સ્વર્ગનાં પીતરંગી ચેત્યાલયો અતિદેદીપ્યમાન છે, સુંદર મોતીઓના હાર અને તોરણ ત્યાં શોભે છે. જિનમંદિર જોતાં સૂર્યનાં મંદિર લાગે. ચૈત્યાલયોની ભીંતો વૈડૂર્ય મણિમય મેં જોઈ તેમાં ગજ, સિંહાદિરૂપ અનેક ચિત્રો મઢેલાં છે, ત્યાં દેવદેવી સંગીતશાસ્ત્રરૂપ નૃત્ય કરી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ તેવીસમું પર્વ પદ્મપુરાણ રહ્યાં છે. દેવારણ વનમાં ચેત્યાલયો તથા જિનપ્રતિમાનાં દર્શન કર્યા. કુલાચલોનાં શિખરો પર મેં જિનેન્દ્રનાં ચૈત્યાલયો જોયાં. નારદે આમ કહ્યું ત્યારે દશરથે “દેવોને નમસ્કાર” એમ બોલી, હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કર્યા. પછી નારદે રાજાને સંજ્ઞા કરી એટલે રાજાએ બધાને વિદાય આપી. પોતે એકાંતમાં રહ્યા ત્યારે નારદે કહ્યું કે હે સુકૌશલ દેશના અધિપતિ! ધ્યાન દઈને સાંભળ. તારા હિતની વાત કહું છું. હું ભગવાનનો ભક્ત, જ્યાં જ્યાં જિનમંદિર હોય ત્યાં વંદના કરવા જાઉં છું. એ પ્રમાણે હું લંકામાં ગયો હતો. ત્યાં મહામનોહર શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યાલય છે તેની મેં વંદના કરી અને એક વાત વિભીષણના મુખેથી સાંભળી કે રાવણે બુદ્ધિસાર નામના નિમિત્તજ્ઞાનીને પૂછયું હતું કે મારું મૃત્યુ કયા નિમિત્તે થશે? નિમિત્તજ્ઞાનીએ કહેલું કે દશરથના પુત્ર અને જનક રાજાની પુત્રીના નિમિત્તે તારું મૃત્યુ થશે. આ સાંભળીને રાવણને ચિંતા થઈ. ત્યારે વિભીષણે કહ્યું કે આપ ચિંતા ન કરો, હું એ બન્નેને પુત્ર-પુત્રી થયા પહેલાં મારીશ. તેથી તારા બધા સમાચાર જાણવા વિભીષણે ગુપ્તચરો મોકલ્યા હતા તે તારું સ્થાન, ફરવા-હુરવાનું વગેરે બધું જાણીને ગયા છે; અને મારા પર વિશ્વાસ હોવાથી વિભીષણે મને પૂછયું હતું કે શું તમે દશરથ અને જનકના સ્વરૂપ વિષે જાણો છો ? ત્યારે મેં કહ્યું હતું કે મેં તેમને જોયે ઘણા દિવસ થયા છે. હવે તેમને જોઈને તમને કહીશ. તેનો અભિપ્રાય ખોટો જાણીને તમારી પાસે આવ્યો છું એટલે જ્યાં સુધીમાં તે વિભીષણ તમને મારવાનો ઉપાય કરે તે પહેલાં તમે પોતે છુપાઈને ક્યાંક બેસી જાવ. જે સમ્યગ્દષ્ટિ, જિનધર્મી, દેવગુરુધર્મના ભક્ત છે તે બધા પ્રત્યે મને પ્રેમ છે અને તમારા જેવા પ્રત્યે વિશેષ છે માટે તમે જે યોગ્ય માનો તે કરો, તમારું કલ્યાણ થાવ. હવે હું જનકને આ વૃત્તાંત કહેવા જાઉં છું. પછી રાજાએ ઊઠીને નારદનો સત્કાર કર્યો. નારદ આકાશમાર્ગે થઈ મિથિલાપુરી તરફ ગયા અને જનકને પણ બધા સમાચાર આપ્યા. નારદને ભવ્યજીવ જિનધર્મી પ્રાણથી પણ અધિક પ્યારા છે. નારદ તો સમાચાર આપીને બીજા દેશમાં ચાલ્યા ગયા. બન્ને રાજાઓને પોતાના મરણની શંકા ઉત્પન્ન થઈ. રાજા દશરથે પોતાના મંત્રી સમુદ્રહૃદયને બોલાવી એકાંતમાં નારદે કહેલ સકળ વૃત્તાંત જણાવ્યો. ત્યારે સ્વામીભક્તિમાં પરાયણ અને વાતને ગુપ્ત રાખવામાં શ્રેષ્ઠ એવા તે મંત્રીએ રાજાના મુખથી આ મહાભયના સમાચાર સાંભળીને રાજાને કહ્યું: “હે નાથ ! જીવનને માટે બધું કરવામાં આવે છે, જો ત્રિલોકનું રાજ્ય મળે, પણ જીવ જવાનો હોય તો શા કામનું? માટે જ્યાં સુધી હું તમારા શત્રુઓનો ઉપાય કરું ત્યાં સુધી તમે તમારું રૂપ બદલીને પૃથ્વી પર ફરો.” તેથી રાજા દેશ, ભંડાર, નગર બધું મંત્રીને સોંપીને નગરમાંથી બહાર નીકળી ગયા. રાજાના ગયા પછી મંત્રીએ રાજા દશરથના રૂપ જેવું પૂતળું બનાવ્યું, માત્ર તેમાં ચેતના નહોતી, બાકી બીજાં બધાં રાજાનાં જ ચિહ્નો બનાવ્યાં, લાખ આદિ રસના યોગથી તેમાં રુધિર ભર્યું અને શરીરની કોમળતા જેવી જીવતા પ્રાણીની હોય તેવી જ બનાવી અને મહેલના સાતમા ખંડમાં રાજાને સિંહાસન પર બિરાજમાન કર્યા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેવીસમું પર્વ ૨૩૭ સર્વ લોકો નીચેથી નમસ્કાર કરતા ઉપર કોઈને જવા દેવામાં આવતા નહિ; અને બહારમાં એવું પ્રસિદ્ધ કર્યું કે રાજાને શરીરમાં કોઈક રોગ થયો છે. એક મંત્રી અને બીજો પૂતળું બનાવનાર આ બે જ રહસ્ય જાણતા હતા. અરે, એમને પણ જોઈને એવો ભ્રમ ઉપજતો કે તે રાજા જ છે. અને આવી જ બાબત રાજા જનકની પણ થઈ. જે પંડિત હોય છે તેમને એકસરખો જ વિચાર આવે છે. મંત્રીઓની બુદ્ધિ સૌથી વિશેષ પ્રકારે કામ કરે છે. આ બન્ને રાજાઓ લોકસ્થિતિના જાણકાર હોઈ પૃથ્વી પર ગુપ્ત રીતે ફર્યા કરતા. આપત્તિના સમયમાં જે રીત કરવાની હોય છે તે પ્રમાણે તે આચરણ કરતાં. જેમ વર્ષાઋતુમાં ચંદ્ર-સૂર્ય મેઘના જોરથી છુપાઈ રહે છે તેમ જનક અને દશરથ બને છુપાઈને રહ્યા. આ કથા ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું મગધપતિ! આ બન્ને મહાન રાજા જેમના મહાસુંદર મહેલો અને મહામનોહર દેવાંગના સરખી સ્ત્રીઓ હતી, જે મનોહર ભોગોના ભોક્તા હતા તે અત્યારે પગે ચાલીને, ગરીબ માણસોની જેમ, કોઈના સંગાથ વિના એકલા ભ્રમણ કરતા હતા. ધિક્કાર છે સંસારના સ્વરૂપને! આમ નિશ્ચય કરીને જે પ્રાણી સ્થાવર-જંગમ સર્વ જીવોને અભયદાન આપે છે તે પોતે પણ ભયથી કંપાયમાન થતા નથી. આ અભયદાન જેવું બીજું કોઈ દાન નથી, જેણે અભયદાન આપ્યું તેણે બધું જ આપ્યું, અભયદાનના દાતા સપુરુષોમાં મુખ્ય છે. ત્યાર પછી વિભીષણે દશરથ અને જનકને મારવા સુભટો મોકલ્યા. તેમની સાથે ગુપ્તચરો હતા. મહાકૂર અને સશસ્ત્ર એવા તે સુભટો છુપાઈ છુપાઈને રાતદિવસ નગરમાં ફરતા. રાજાના મહેલ અત્યંત ઊંચા હતા એટલે તેમાં પ્રવેશ કરી શકતા નહિ. એમને ઘણા દિવસ થયા એટલે વિભીષણે પોતે આવી મહેલમાં ગીતનો અવાજ સાંભળી મહેલમાં પ્રવેશ કર્યો. રાજા દશરથને અંતઃપુરમાં સૂતેલા જોયા. વિભીષણ પોતે દૂર ઊભા રહ્યા અને એક વિધુવિલસિત નામના વિદ્યાધરને મોકલ્યો કે આનું મસ્તક લઈ આવ. તેણે આવીને મસ્તક કાપીને વિભીષણને બતાવ્યું અને આખો રાજપરિવાર રોવા લાગ્યો. વિભીષણ એનું અને જનકનું શિર સમુદ્રમાં નાખીને પોતે રાવણ પાસે આવ્યો. રાવણને આનંદિત કર્યો. આ બન્ને રાજાઓની રાણીઓ વિલાપ કરતી હતી, પણ પાછળથી તેમને ખબર પડી કે એ કૃત્રિમ પૂતળું હતું ત્યારે એ સંતોષ પામી. વિભીષણ લંકા જઈને અશુભ કર્મની શાંતિ અર્થે દાન, પૂજાદિ શુભ ક્રિયા કરવા લાગ્યો. પછી વિભીષણના મનમાં એવો પશ્ચાત્તાપ થવા લાગ્યો કે મારા એવા કયા કર્મનો ઉદય આવ્યો કે ભાઈ પ્રત્યેના મોહથી મેં નકામા બિચારા રાંક-ભયભીત એવા ભૂમિગોચરીઓને મરાવ્યા. શું આશીવિષ જાતિના (એવા સર્પ, જેને જોતાં જ ઝેર ચડ) સર્પ હોય તો પણ તે ગરુડ ઉપર પ્રહાર કરી શકે? ક્યાં એ અલ્પ ઐશ્વર્યના સ્વામી ભૂમિગોચરી અને ક્યાં ઇન્દ્ર સમાન શૂરવીર રાવણ! કયાં ઉંદર અને કયાં કેશરી સિંહું, જેના અવલોકનમાત્રથી ગજરાજાનો મદ ઉતરી જાય છે! કેવો છે કેશરી સિંહ? પવન સમાન વેગવાળો. અથવા જે પ્રાણીને જે સ્થાનમાં, જે કારણે જેટલું દુઃખ કે સુખ થવાનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ ચોવીસમું પર્વ પદ્મપુરાણ છે તે તેને, તેના વડે, તે સ્થાનમાં કર્મના વિશે અવશ્ય થાય છે અને જો આ નિમિત્તજ્ઞાની યથાર્થ જાણતા હોય તો પોતાનું કલ્યાણ જ કેમ ન કરે કે જેથી મોક્ષનું અવિનાશી સુખ મળે. નિમિત્તજ્ઞાની બીજાના મૃત્યુ વિષે યથાર્થ જાણતા હોય તો પોતાના મૃત્યુ વિષે જાણીને મૃત્યુ આવ્યા પહેલાં આત્મકલ્યાણ કેમ ન કરે? નિમિત્તજ્ઞાનીના કહેવાથી હું મૂર્ખ બન્યો, ખોટા માણસોની શિખામણથી જે મંદબુદ્ધિ હોય તે જ અકાર્યમાં પ્રવર્તે છે. આ લંકાપુરી, પાતાળ જેનું તળિયું છે એવા સમુદ્રની મધ્યમાં આવેલી છે અને જે દેવોને પણ અગમ્ય છે તે સ્થાનમાં બિચારા ભૂમિગોચરીઓ ક્યાંથી પહોંચી શકે? મેં આ ઘણું જ અયોગ્ય કાર્ય કર્યું. હવે આવું કામ કદી નહિ કરું. આવી ધારણા કરીને ઉત્તમ દીપ્તિયુક્ત જેમ સૂર્ય પ્રકાશરૂપે વિચરે તેમ મનુષ્યલોકમાં રમવા લાગ્યા. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રાજા દશરથ અને જનકના વિભીષણકૃત મરણભયનું વર્ણન કરનાર તેવીસમું પર્વ પૂર્ણ થયું. * * * ચોવીસમું પર્વ (દશરથ અને કૈકેયીનાં લગ્ન) ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! અરણ્યના પુત્ર દશરથે ભ્રમણ કરતાં કૈકેયીની સાથે લગ્ન કર્યા તે મહા આશ્ચર્યકારક કથા તું સાંભળ. ઉત્તર દિશામાં એક કૌતુકમંગલ નામનું નગર છે. તેના કોટ ઊંચા પર્વત જેવા છે. ત્યાં શુભમતિ નામનો રાજા રાજ્ય કરતો. તે રાજાનું નામ જ માત્ર શુભમતિ નહોતું, તે સાચા અર્થમાં શુભમતિ હતો. તેની રાણી પૃથુશ્રી રૂપ, ગુણ અને આભૂષણોથી મંડિત હતી. તેને કૈકેયી નામની પુત્રી અને દ્રોણમેઘ નામનો પુત્ર હતો તેમના ગુણ દશે દિશામાં ફેલાઈ ગયા હતા. કૈકેયી અતિસુંદર હતી, તેનાં સર્વ અંગ મનોહર હતાં, તે અદભુત લક્ષણોવાળી, કળાઓની પારગામી હતી. તે સમ્યગ્દર્શનયુક્ત શ્રાવિકાનાં વ્રત પાળનારી, જિનશાસનની જાણકાર, મહાશ્રદ્ધાવાન હતી. ઉપરાંત તે સાંખ્ય, પાતંજલ, વૈશેષિક, વેદાંત, ન્યાય, મીમાંસા, ચાર્વાકાદિ અન્યમતીનાં શાસ્ત્રોનું રહસ્ય જાણતી. નૃત્યકળામાં અતિ નિપુણ હતી, સર્વ ભેદોથી મંડિત, સંગીત સારી રીતે જાણતી. ઉર, કંઠ અને મસ્તક આ ત્રણ સ્થાનોમાંથી સ્વર નીકળે છે અને સ્વરોના સાત ભેદ છે-ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, દૈવત, નિષાદ. તે બધું કૈકેયીને ગમ્ય હતું. ત્રણ પ્રકારના લય છે-શીધ્ર, મધ્ય અને વિલંબિત. ચાર પ્રકારના તાલ છે-સ્થાયી, સંચારી, આરોહક અને અવરોહક. ત્રણ પ્રકારની ભાષા-સંસ્કૃત, પ્રાકૃત અને શૌરસેની. સ્થાયી ચાલનાં ભૂષણ ચાર છે-પ્રસન્નાદિ, પ્રસન્નાત, મધ્યપ્રસાદ અને પ્રસન્નાંધવસાન. સંચારીનાં છ ભૂષણ છે-નિવૃત્ત, પ્રસ્થિલ, બિંદુ, પ્રખોલિત, તમોમંદ અને પ્રસન્ન. આરોહણનું એક પ્રસન્નાદિ ભૂષણ અને અવરોહણનાં બે ભૂષણ પ્રસન્નાત તથા કુહુર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચોવીસમું પર્વ ૨૩૯ છે. આ તેર અલંકાર અને ચાર પ્રકારનાં વાજિંત્ર-તારરૂપ તે તાંત, ચામડું મઢેલ તે આનદ્ધ, બંસરી અને ફૂંક મારીને વગાડવાનાં તે સુષિર અને કાંસીનાં વાજિંત્ર તે ધન. આ ચાર પ્રકારનાં વાજિંત્ર જેવાં કૈકેયી વગાડતી તેવા કોઈ વગાડી શકતું નહિ. ગીત, નૃત્ય અને વાજિંત્ર એ ત્રણ ભેદ છે એ ત્રણે નૃત્યમાં સમાઈ ગયા. રસના નવ ભેદ છે-શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, અભુત, ભયાનક, રૌદ્ર, બીભત્સ અને શાંત. તેના ભેદ જેવા કૈકેયી જાણતી તેવા બીજું કોઈ ન જાણતું. તે અક્ષર, માત્રા અને ગણિતશાસ્ત્રમાં નિપુણ, ગધપદ્યમાં સર્વમાં પ્રવીણ, વ્યાકરણ, છંદ, અલંકાર, નામમાળા, લક્ષણશાસ્ત્ર, તર્ક, ઇતિહાસ, ચિત્રકળામાં અતિપ્રવીણ, રત્નપરીક્ષા, અશ્વપરીક્ષા, નરપરીક્ષા, શાસ્ત્ર પરીક્ષા, ગજપરીક્ષા, વૃક્ષપરીક્ષા, વસ્ત્ર પરીક્ષા, સુગંધ પરીક્ષા, સુગંધાદિ દ્રવ્યો બનાવવા ઈત્યાદિ સર્વ વાતોમાં પ્રવીણ, જ્યોતિષ વિદ્યામાં નિપુણ, બાળ, વૃદ્ધ, તરુણ, મનુષ્ય તથા ઘોડા-હાથી ઈત્યાદિ સર્વના ઈલાજ જાણતી, મંત્ર, ઔષધાદિ સર્વમાં તત્પર, વૈધવિધાનો નિધાન, સર્વ કળામાં સાવધાન, મહાશીલવંત, મહામનોહર, યુદ્ધકળામાં અતિપ્રવીણ, શૃંગારાદિ કળામાં અતિ નિપુણ, વિનય જેનું આભૂષણ હતું તેવી, કળા ગુણ અને રૂપમાં આવી બીજી કન્યા નહોતી. ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! ઘણું કહેવાથી શો લાભ? કૈકેયીના ગુણોનું વર્ણન કયાં સુધી કરીએ? તેના પિતાએ વિચાર કર્યો કે આવી કન્યાનો યોગ્ય વર કોણ થશે? સ્વયંવર મંડપ કરીએ અને તે પોતે જ પસંદ કરે તો ઠીક. તેણે સ્વયંવર મંડપ રચ્યો અને ત્યાં હુરિવાહન આદિ અનેક રાજાઓને બોલાવ્યા. વૈભવ સહિત તે બધા આવ્યા. ફરતા ફરતા જનક અને દશરથ પણ ત્યાં આવ્યા. જોકે અત્યારે એમની પાસે રાજ્યનો વૈભવ નહોતો તો પણ રૂપ અને ગુણોમાં તે સર્વ રાજાઓથી અધિક હતા. સર્વ રાજા સિંહાસન ઉપર બેઠા. દ્વારપાલ બાઈ કૈકેયીને બધાનાં નામ, ગ્રામ, ગુણ વગેરે કહેતી. તે વિવેકી, સાધુરૂપિણી, મનુષ્યોનાં લક્ષણ જાણનારી પ્રથમ તો દશરથ તરફ દૃષ્ટિથી જોવા લાગી અને પછી તે સુંદર બુદ્ધિ ધારણ કરનારી જેમ રાજહંસી બગલાઓની વચ્ચે બેઠેલા રાજહંસ તરફ જાય તેમ અનેક રાજાઓની વચ્ચે બેઠેલા દશરથ તરફ ગઈ. ભાવમાળા તો તેણે પહેલાં જ નાખી હતી અને દ્રવ્યરૂપ રત્નમાળા પણ તેણે લોકાચારને અર્થે દશરથના ગળામાં પહેરાવી. ત્યારે ત્યાં જે કેટલાક ન્યાયી રાજાઓ બેઠા હતા તે પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે જેવી કન્યા હતી તેવો જ યોગ્ય વર મળ્યો. કેટલાક નિરાશ થઈને પોતાના દેશમાં જવા માટે ઊભા થઈ ગયા. કેટલાક જે અત્યંત ધીઠ હતા તે ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા તૈયાર થયા અને કહેવા લાગ્યા કે ઊંચા ઊંચા કુળમાં જન્મેલા અને મહાન ઋદ્ધિવાળા રાજાઓને છોડીને આ કન્યા જેનું કુળ અને શીલ જાણવામાં નથી એવા આ પરદેશીને કેવી રીતે પરણી શકે? આ કન્યાનો અભિપ્રાય ખોટો છે. માટે આ પરદેશીને હાંકી કાઢી, કન્યાના વાળ પકડી, બળાત્કારે તેનું હરણ કરો. આમ કહીને તે કેટલાક દુહો યુદ્ધ માટે તૈયાર થયા. ત્યારે રાજા શુભમતિએ અત્યંત વ્યાકુળ થઈને દશરથને કહ્યું કે હે ભવ્ય! હું આ દુષ્ટોને રોકું છું. તમે આ કન્યાને રથમાં બેસાડીને બીજે ચાલ્યા જાવ. જેવો સમય હોય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ ચોવીસમું પર્વ પદ્મપુરાણ તે પ્રમાણે કરવું જોઈએ. આ વાત સર્વ રાજનીતિમાં મુખ્ય છે. જ્યારે સસરાએ આ પ્રમાણે કહ્યું ત્યારે અત્યંત ધીર બુદ્ધિવાળા રાજા દશરથે હસીને કહ્યું કે હું મહારાજ! આપ નિશ્ચિંત રહો. જુઓ, હું આ બધાને દશે દિશાઓમાં ભગાડી મૂકું છું. આમ કહીને પોતે લડાઈમાં જોડાયા અને કૈકેયીને પોતાના રથમાં બેસાડી દીધી. રથને મહામનોહર અશ્વ જોડેલા છે. દશરથ જાણે કે રથ પર ચડેલા શરદઋતુના સૂર્ય જ છે. કૈકેયીએ ઘોડાની લગામ સંભાળી લીધી. કેવી છે કૈકેયી? મહાપુરુષાર્થનું રૂપ ધારણ કરેલી યુદ્ધની મૂર્તિ જ છે. તે પતિને વિનંતી કરવા લાગી કે હે નાથ ! આપની આજ્ઞા હોય અને જેનું મૃત્યુ પાસે આવ્યું હોય તેની તરફ જ હું રથ ચલાવીશ. ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રિયે! રંક લોકોને મારવાથી શો લાભ? જે આ સર્વ સેનાના અધિપતિ હેમપ્રભ છે, જેના માથા ઉપર ચંદ્રમા સમાન સફેદ છત્ર ફરે છે તેની તરફ રથ ચલાવ. હે રણપંડિતે ! આજ હું આ અધિપતિને જ મારીશ. જ્યારે દશરથે આમ કહ્યું ત્યારે તે પતિની આજ્ઞા માની તેની તરફ રથ ચલાવવા લાગી. જેનું સફેદ છત્ર ઊંચુ છે અને મહાધજા તરંગરૂપ છે એવા રથમાં આ દંપતી દેવરૂપ શોભતાં હતાં. તેમનો રથ અગ્નિ સમાન હતો. જે જે આ રથ તરફ આવ્યા તે હજારો પતંગિયાની જેમ ભસ્મીભૂત થઈ ગયા. દશરથના ચલાવેલાં બાણથી અનેક રાજાઓ વીંધાઈ ગયા અને ક્ષણમાત્રમાં બીજા ભાગી ગયા. એટલે બધાનો અધિપતિ હેમપ્રભ હતો તેનાથી પ્રેરાયેલા અને લજ્જિત થયેલા કેટલાક દશરથ રાજા સાથે લડવા માટે હાથી, ઘોડા, રથ અને પ્યાદાઓથી મંડિત આવ્યા, તેમણે વીરગર્જના કરી. તોમર, બાણ, ચક્ર, કનક ઈત્યાદિ અનેક જાતનાં શસ્ત્રો એકલા દશરથ ઉપર ફેંકવા લાગ્યા. એ મોટા આશ્ચર્યની વાત હતી કે રાજા દશરથ જે એક રથનો સ્વામી હતો તે યુદ્ધ સમયે જાણે કે તેના અસંખ્ય રથ થઈ ગયા, પોતાનાં બાણોથી તેણે સમસ્ત શત્રુઓનાં બાણ કાપી નાખ્યાં અને પોતે જે બાણ ચલાવ્યાં તે કોઈની નજરે પડ્યાં નહિ પણ શત્રુઓને વાગ્યાં. રાજા દશરથે હેમપ્રભને ક્ષણમાત્રમાં જીતી લીધો. તેની ધજા કાપી નાખી, છત્ર ઉડાડી મૂકયું, રથના અશ્વોને ઘાયલ કર્યા, રથ તોડી નાખ્યો અને તેને રથમાંથી નીચે ફેંકી દીધો. તે વખતે તે રાજા હેમપ્રભ બીજા રથ ઉપર ચડીને, ભયથી ધ્રૂજતો પોતાનો યશ કાળો કરીને શીધ્ર ભાગી ગયો. દશરથે પોતાને, પોતાની સ્ત્રીને અને પોતાના અશ્વોને બચાવી લીધાં. તેણે વેરીઓનાં શસ્ત્રો છેદ્યાં અને વેરીઓને ભગાડ્યા. એક દશરથે અનંત રથ જેવું કામ કર્યું. સિંહ સમાન એક દશરથને જોઈ સર્વ યોદ્ધાઓ હરણ સમાન બનીને સર્વ દિશાઓમાં ભાગ્યા. અહો ધન્ય શક્તિ આ પુરુષની અને ધન્ય શક્તિ આ સ્ત્રીની! આવા શબ્દો સસરાની સેનામાં અને શત્રુઓની સેનામાં, સર્વત્ર સંભળાયા. બંદીજનો ગુણગાન કરવા લાગ્યા. મહાપ્રતાપધારી રાજા દશરથે કૌતુકમંગલ નગરમાં કૈકેયીનું પાણિગ્રહણ કર્યું, મહામંગલાચાર થયા. દશરથ કૈકેયીને પરણીને અયોધ્યા આવ્યા અને જનક પણ મિથિલાપુર ગયા. પછી એમનો જન્મોત્સવ અને રાજ્યાભિષેક વૈભવપૂર્વક થયા અને સર્વભયરહિત થઈ ઇન્દ્ર સમાન ભોગ ભોગવવા લાગ્યા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પચ્ચીસમું પર્વ ૨૪૧ પછી રાજા દશરથે સર્વ રાણીઓની વચ્ચે કેકેયીને કહ્યું કે હે ચંદ્રવદની ! તારા મનમાં જે વસ્તુની અભિલાષા હોય તે માગ. તું જે માગીશ તે હું આપીશ. હું પ્રાણપ્યારી ! તારા પર હું અત્યંત પ્રસન્ન થયો છું. જો તે અત્યંત કુશળતાથી યુદ્ધમાં રથ ન હાંક્યો હોત તો એકસાથે આટલા શત્રુઓને હું કેવી રીતે જીતી શકત? જ્યારે રાત્રિના સમયે જગતમાં અંધકાર ફેલાઈ રહ્યો હોય અને જો અરુણ સરખો સારથિ ન હોય તો સૂર્ય તેને કેવી રીતે જીતી શકે? આ પ્રમાણે રાજાએ કૈકેયીના ગુણોનું વર્ણન કર્યું. ત્યારે પતિવ્રતા સ્ત્રી લજ્જાના ભારથી નીચું મુખ કરી ગઈ. રાજાએ ફરીથી તેને વર માગવા કહ્યું ત્યારે કૈકેયીએ વિનંતી કરી કે હે નાથ ! મારો વર આપની પાસે થાપણરૂપ રાખો. જે સમયે મારી ઈચ્છા થશે તે સમયે હું માગીશ. રાજા પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હું કમલવદની ! હે મૃગનયની ! તારાં અદ્દભુત નેત્રોમાં તપણું, શ્યામપણું, અને લાલાશ એ ત્રણે વર્ણ રહેલા છે, તારી બુદ્ધિ અદ્ભુત છે, તું મહાનરપતિની પુત્રી છો, નીતિની જાણકાર છો, સર્વ કળાની પારગામિની છો, સર્વ ભોગપભોગની નિધિ છો, તારો વર મેં થાપણ તરીકે રાખ્યો છે, તું તે જ્યારે માગીશ ત્યારે આપીશ જ. રાજ્યના બધા માણસો કૈકેયીને જોઈને હર્ષ પામ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે એ અદ્દભુત બુદ્ધિનિધાન છે, એ કોઈ અપૂર્વ વસ્તુ માગશે, અલ્પ વસ્તુ શા માટે માગે? પછી ગૌતમ સ્વામી શ્રેણિકને કહે છે કે હું શ્રેણિક ! લોકનું ચરિત્ર મેં તને સંક્ષેપમાં કહ્યું. જે પાપી અને દુરાચારી છે તે નરક નિગોદનાં પરમ દુ:ખ ભોગવે છે અને જે ધર્માત્મા સાધુજન છે તે સ્વર્ગમોક્ષમાં મહાસુખ પામે છે. ભગવાનની આજ્ઞા અનુસાર મહાન સત્પરુષોનાં ચરિત્ર તને કહ્યાં. હવે શ્રી રામચંદ્રજીના જન્મની વાત સાંભળ. કેવા છે શ્રી રામચંદ્રજી? મહાઉદાર, પ્રજાનાં દુઃખોને હરનાર, મહાન્યાયતંત, મહાધર્મી, મહાવિવેકી, મહાશૂરવીર, મહાજ્ઞાની, ઈક્વાકુવંશનો ઉધત કરનાર મહાન પુરુષ છે. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દોલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રાણી કૈકેયીને રાજા દશરથના વરદાનનું કથન કરનાર ચોવીસમું પર્વ પૂર્ણ થયું. પચ્ચીસમું પર્વ (રામ લક્ષ્મણ આદિ ચારે ભાઈઓનો જન્મ અને વિદ્યાભ્યાસ). જે અપરાજિતા કહેવાતી તે કૌશલ્યા રત્નજડિત મહેલમાં અત્યંત સુંદર સેજ પર સૂતી હતી ત્યારે રાત્રિના પાછલા પહોરે તેણે અતિશય અદભુત સ્વપ્ન જોયાં. ઉજ્જવળ હસ્તી (ઇન્દ્રના ઐરાવત હાથી સમાન), મહાકેસરી સિંહ, સૂર્ય અને સર્વ કળાથી પૂર્ણ ચંદ્રમા; આ પુરાણ પુરુષોના ગર્ભમાં આવવાના સૂચનરૂપ અદ્ભુત સ્વપ્ન જોઈને તે આશ્ચર્ય પામી. પછી પ્રભાતનાં વાજિંત્રો અને મંગળ શબ્દ સાંભળીને તે શય્યામાંથી ઊભી થઈ, પ્રભાતની ક્રિયાથી નિવૃત્ત થઈ. સ્વપ્ન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ પચ્ચીસમું પર્વ પદ્મપુરાણ જોવાથી જેના શરીરમાં હર્ષ વ્યાપ્યો છે એવી તે વિનયપૂર્વક સખીજનથી મંડિત ભરથારની સમીપે જઈને સિંહાસન પર બેઠી. કેવી છે રાણી? સિંહાસનને શોભાવનારી. તેણે હાથ જોડી, નમ્ર બનીને પોતે જે મનોહર સ્વપ્ન જોયાં હતાં તેનો વૃત્તાંત સ્વામીને કહ્યો. ત્યારે સમસ્ત વિજ્ઞાનના જાણનારા રાજા સ્વપ્નનું ફળ કહેવા લાગ્યા. “હે કાજો! તને પરમ આશ્ચર્યકારી, મોક્ષગામી, આંતરબાહ્ય શત્રુઓને જીતનાર, મહાપરાક્રમી પુત્ર થશે. રાગદ્વેષ મોહાદિને અંતરંગ શત્રુ કહે છે અને પ્રજાને પીડનાર દુષ્ટ ભૂપતિને બહિરંગ શત્રુ જાણવો. રાજાએ આમ કહ્યું ત્યારે રાણી અત્યંત હર્ષ પામીને પોતાના સ્થાનકે ગઈ. તેના મુખ પર મંદ મંદ હાસ્ય ફરકતું હતું. રાણી કૈકેયીએ પતિ સહિત શ્રી જિનેન્દ્રના ચૈત્યાલયમાં ભાવસંયુક્ત મહાપૂજા કરાવી. ભગવાનની તે પૂજાના પ્રભાવથી રાજાનો સર્વ ઉગ મટી ગયો અને ચિત્તમાં પરમશાંતિ થઈ. પછી રાણી કૌશલ્યાએ શ્રીરામને જન્મ આપ્યો. રાજા દશરથે મોટો ઉત્સવ કર્યો. યાચકોને ઘણા દ્રવ્યનું દાન આપ્યું. રામનો વર્ણ ઊગતા સૂર્ય સમાન, નેત્ર કમળ સમાન અને વક્ષસ્થળ લક્ષ્મીથી આલિંગિત હતું. તેથી માતા, પિતા અને આખા કુટુંબે એમનું નામ પદ્મ રાખ્યું. પછી જેનું રૂપ અતિસુંદર છે તે રાણી સુમિત્રા મહાશુભ સ્વપ્ન જોઈને આશ્ચર્ય પામી. તે સ્વપ્ન કેવું હતું તે સાંભળો. એક મોટો કેસરી સિંહ જોયો. લક્ષ્મી અને કીર્તિ ઘણા આદરથી સુંદર જળભરેલા અને કમળથી ઢાંકેલા મુખવાળા કળશથી સ્નાન કરાવે છે. અને સુમિત્રા પોતે પહાડના મસ્તક પર બેઠી છે અને સમુદ્ર સુધીની પૃથ્વીને જોઈ રહી છે. તે ઉપરાંત દેદીપ્યમાન કિરણોના સમૂહવાળો સૂર્ય જોયો અને જાતજાતનાં રત્નોથી મંડિત ચક્ર જોયું. આ સ્વપ્ન જોઈને સવારનો મંગળ ધ્વનિ થયો ત્યારે પથારીમાંથી ઊઠીને પ્રાતઃક્રિયા કરીને બહુ વિનયપૂર્વક પતિની સમીપે જઈ, મધુર વાણીથી સ્વપ્નનો વૃત્તાંત કહેવા લાગી. ત્યારે રાજાએ કહ્યું કે હું વરાનને અર્થાત્ સુંદર મુખવાળી! તું પૃથ્વી પર પ્રસિદ્ધ પુત્રને જન્મ આપીશ. તે શત્રુઓના સમૂહુનો નાશ કરનારો, મહાતેજસ્વી અને આશ્ચર્યકારી ચેષ્ટાવાળો થશે. પતિએ આમ કહ્યું ત્યારે તે પતિવ્રતા હર્ષભર્યા ચિત્તથી પોતાના સ્થાનકે ગઈ અને સર્વ લોકોને પોતાના સેવક જાણવા લાગી. પછી તેને પરમ જ્યોતિધારક પુત્ર જન્મ્યો. જાણે કે રત્નોની ખાણમાંથી રત્ન જ ઉપર્યું. જેવો શ્રીરામના જન્મનો ઉત્સવ થયો હતો તેવો જ ઉત્સવ થયો. જે દિવસે સુમિત્રાએ પુત્રને જન્મ આપ્યો તે જ દિવસે રાવણના નગરમાં હજારો ઉત્પાત થયાં અને હિતેચ્છુઓના નગરમાં શુભ શુકન થયાં ઈન્દિવર કમળ સમાન શ્યામસુંદર અને કાંતિરૂપ જળના પ્રવાહ જેવાં શુભ લક્ષણોના ધારક હોવાથી માતાપિતાએ તેમનું નામ લક્ષ્મણ પાડયું. રામ, લક્ષ્મણ એ બેય બાળક, મહામનોહર રૂપ, માણેક સમાન લાલ હોઠ, લાલ કમળ સમાન હાથ અને પગવાળા હતા, તેમના શરીરનો સ્પર્શ માખણથી પણ અતિકોમળ હતો અને બન્નેનાં શરીર અત્યંત સુગંધી હતાં. તે બન્ને બાળલીલા કરતા ત્યારે કોનું ચિત્તહરણ ન કરે? જેમના શરીર પર ચંદનનો લેપ હતો, તે કેસરનું તિલક કરતા ત્યારે જાણે વિજ્યાર્ધગિરિ અને અંજનગિરિ જ હોય એવા શોભતા. સુવર્ણના રસથી લિપ્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પચ્ચીસમું પર્વ ૨૪૩ જેમનું શરીર હતું અને અનેક જન્મના વધેલા સ્નેહથી તે પરમ સ્નેહરૂપ સૂર્ય અને ચંદ્ર સમાન જ હતા. જ્યારે તે મહેલમાં જાય ત્યારે તો સર્વ સ્ત્રીઓને અતિપ્રિય લાગતા અને બહાર આવે ત્યારે સર્વ જનોને પ્યારા લાગતા. જ્યારે તે બોલતા ત્યારે જાણે કે જગતને અમૃતનું સીંચન કરતા અને નેત્રથી અવલોકન કરતા ત્યારે બધાને હર્ષથી પૂર્ણ કરતા. બધાનું દારિદ્ર દૂર કરનારા, બધાનું હિત કરનારા, બધાનાં અંત:કરણને પોષનારા જાણે કે એ બન્ને આનંદ અને શૂરવીરતાની મૂર્તિ જ લાગતા. એ અયોધ્યાપુરીમાં સુખપૂર્વક રમતા. તે કુમારોની સેવા અનેક સુભટો કરતા. પહેલાં જેવા વિજય બળભદ્ર અને ત્રિપૃષ્ટ વાસુદેવ થયા હતા તેમના જેવી આ બન્નેની ચેષ્ટા હતી. પછી કૈકેયીને દિવ્યરૂપ ધરનાર, મહાભાગ્યવાન, પૃથ્વીમાં પ્રસિદ્ધ ભરત નામનો પુત્ર થયો અને સુપ્રભાને સર્વ લોકમાં સુંદર, શત્રુઓને જીતનારો શત્રુન નામનો પુત્ર થયો. રામચંદ્રનું નામ પદ્મ તથા બળદેવ, લક્ષ્મણનું નામ હરિ અને વાસુદેવ તથા અર્ધચક્રી પણ કહેવાય છે. એક દશરથની ચાર રાણીઓ તે જાણે ચાર દિશાઓ જ હતી અને તેમના ચારેય પુત્રો સમુદ્ર સમાન ગંભીર, પર્વત સમાન અચળ, જગતના યારા હતા. પિતાએ એ ચારેય કુમારોને ભણાવવા માટે યોગ્ય અધ્યાપકોને સોંપ્યા. હવે એક કપિલ્ય નામનું અતિસુંદર નગર હતું. ત્યાં એક શિવી નામનો બ્રાહ્મણ રહેતો. તેની પત્ની ઈષને અરિ નામનો અત્યંત અવિવેકી, અવિનયી પુત્ર હતો. માતાપિતાએ લાડ લડાવેલા તેથી અનેક કુચેષ્ટા કરતો અને હજારોના ઠપકાને પાત્ર થતો. જોકે દ્રવ્યનું ઉપાર્જન, ધનનો સંગ્રહ, વિદ્યાનું ગ્રહણ એ બધી બાબતો તે નગરમાં સુલભ હતી, પરંતુ આને વિદ્યા સિદ્ધ ન થઈ. ત્યારે માતાપિતાએ વિચાર્યું કે વિદેશમાં અને સિદ્ધિ મળશે. આમ વિચારી ખેદખિન્ન થઈ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે મહાદુઃખી થઈ, ફક્ત તેની પાસે વસ્ત્ર જ હતા એવો રાજગૃહ નગરમાં ગયો. ત્યાં એક વૈવસ્વત ધનુર્વિદ્યા શીખવનાર મહાપંડિત હતો, તેની પાસે હજારો શિષ્ય વિધાનો અભ્યાસ કરતા. આ તેની પાસે યથાર્થ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો અને હજારો શિષ્યોમાં એ અત્યંત પ્રવીણ થઈ ગયો. તે નગરના રાજા કુશાગ્રનો પુત્ર પણ વૈવસ્વતની પાસે બાણવિદ્યા શીખતો. રાજાએ સાંભળ્યું કે એક પરદેશી બ્રાહ્મણનો પુત્ર આવ્યો છે તે રાજપુત્રો કરતાં પણ વધારે બાણવિધાનો અભ્યાસી થયો છે. તેથી રાજાને મનમાં ગુસ્સો આવ્યો. જ્યારે વૈવસ્વતે આ વાત સાંભળી ત્યારે તેણે અરિને સમજાવ્યો કે તું રાજાની સામે મૂર્ખની જેમ વર્તજ, તારી વિધા પ્રગટ ન કરીશ. પછી રાજાએ ધનુષવિદ્યાના ગુરુને બોલાવ્યા અને કહ્યું કે હું તમારા બધા શિષ્યોની વિધા જોઈશ. એટલે તે બધા શિષ્યોને લઈને ગયો. બધા શિષ્યોએ યોગ્યતા પ્રમાણે પોતપોતાની બાણવિદ્યા બતાવી, નિશાન વીંધ્યા, બ્રાહ્મણના પુત્ર અરિએ એવી રીતે બાણ ફેંકયા કે જેથી તે વિદ્યારહિત માલૂમ પડ્યો. ત્યારે રાજાને લાગ્યું કે કોઈએ એનાં ખોટાં વખાણ કર્યા છે. પછી વૈવસ્વતને બધા શિષ્યો સાથે વિદાય આપી. તે પોતાના ઘેર આવ્યો અને પોતાની પુત્રી અરિ સાથે પરણાવીને વિદાય કર્યો. તે રાત્રે જ નીકળીને અયોધ્યા આવ્યો અને રાજા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪ છવ્વીસમું પર્વ પદ્મપુરાણ દશરથને મળ્યો, પોતાની બાણવિદ્યા બતાવી. રાજાએ પ્રસન્ન થઈને પોતાના ચારે પુત્રોને બાણવિદ્યા શીખવા તેની પાસે મોકલ્યા. તે બાણવિદ્યામાં અતિપ્રવીણ થયા. જેમ નિર્મળ સરોવરમાં ચંદ્રમાની કાંતિ વિસ્તાર પામે તેમ એમનામાં બાણવિદ્યા વિસ્તાર પામી. ગુરુના સંયોગથી તેમને બીજી પણ અનેક વિદ્યાઓ સિદ્ધ થઈ. જેમ કોઈ જગ્યાએ રત્ન પડ્યાં હોય અને ઢાંકણથી ઢંકાઈ રહ્યાં હોય, તેનું ઢાંકણ ઊઘડે એટલે પ્રગટ થાય તેમ તેમને સર્વ વિધા પ્રગટ થઈ. રાજા પોતાના પુત્રોને સર્વ શાસ્ત્રોમાં અતિપ્રવીણ જોઈને તથા પુત્રોનો વિનય, ઉદાર ચેષ્ટા અવલોકીને અત્યંત પ્રસન્ન થયા. એમના સર્વ વિદ્યાગુરુઓનું ખૂબ સન્માન કર્યું. રાજા દશરથ જે મહાજ્ઞાની અને અનેક ગુણોથી યુક્ત હતા તેમણે તેમને ઈચ્છાનુસાર સંપદા આપી. દશરથની કીર્તિ દાન આપવામાં વિખ્યાત હતી. કેટલાક જીવો શાસ્ત્રજ્ઞાન મેળવીને પરમ ઉત્કૃષ્ટ બની જાય છે, કેટલાક એવા ને એવા જ રહે છે અને કેટલાક વિષમ કર્મના ઉદયથી મદથી અંધ બની જાય છે-જેમ સૂર્યનાં કિરણો સ્ફટિકગિરિના તટ પર અત્યંત પ્રકાશ પાથરે છે, બીજા સ્થાનોમાં યથાસ્થિત પ્રકાશ આપે છે અને ઘુવડો વચ્ચે તિમિરરૂપ થઈને પરિણમે છે. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં ચાર ભાઈઓના જન્મનું વર્ણન કરનાર પચ્ચીસમું પર્વ પૂર્ણ થયું. * * * છવ્વીસમું પર્વ (રાજા જનકને ભામંડલ અને સીતાની ઉત્પત્તિ) ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું શ્રેણિક! હવે જનકનું કથન સાંભળ. રાજા જનકની સ્ત્રી વિદેહાને ગર્ભ રહ્યો તે વખતે એક દેવને એવી ઈચ્છા થઈ કે આને બાળક થાય તો હું લઈ જઈશ. ત્યારે શ્રેણિકે પૂછયું કે હે નાથ ! તે દેવની એવી અભિલાષા કેમ થઈ તે સાંભળવા હું ઈચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે હે રાજ! ચક્રપુર નામનું એક નગર છે. ત્યાં ચક્રધ્વજ નામના રાજાની રાણી મનસ્વિનીની પુત્રી ચિત્તોત્સવા કુમારાવસ્થામાં ચટશાળામાં ભણતી હતી. તે ચિત્તોત્સવાનું અને પિંગળનું મન મળી ગયું તેથી એમને વિધા પ્રાપ્ત ન થઈ. જેમનું મન કામબાણથી વીંધાઈ જાય તેમને વિદ્યા અને ધર્મની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ સ્ત્રી-પુરુષનો સંસર્ગ થાય છે, પછી પ્રીતિ ઊપજે છે, પ્રીતિથી પરસ્પર અનુરાગ વધે છે, પછી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને તેનાથી વિકાર ઉત્પન્ન થાય છે. જેમ હિંસાદિક પાંચ પાપોથી અશુભ કર્મોનું બંધન થાય છે. તેમ સ્ત્રીસંગથી કામ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે પાપી પિંગળ ચિત્તોત્સવાનું હરણ કરી ગયો, જેવી રીતે કીર્તિને અપયશ હરી લે છે તેમ. જ્યારે તે તેને દૂર દેશમાં હરી ગયો ત્યારે કુટુંબના બધા લોકોએ જાણ્યું કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છવ્વીસમું પર્વ ૨૪૫ પોતાના પ્રમાદના દોષથી તેણે તેનું હરણ કર્યું છે. જેમ અજ્ઞાન સુગતિને લઈ જાય તેમ તે પિંગળ કન્યાને ચોરીને લઈ ગયો. પરંતુ મનુષ્ય ધનરહિત શોભતો નથી, જેમ ધર્મવર્જિત લોભી તૃષ્ણાથી શોભતો નથી. એટલે એ વિદગ્ધ નગરમાં ગયો. ત્યાં અન્ય રાજાઓ આવી શકે તેમ નહોતા. તે નિર્ધન નગરની બહાર ઝૂંપડી બનાવીને રહ્યો. તે ઝૂંપડીને બારણાં નહોતાં અને આ જ્ઞાનવિજ્ઞાન કાંઈ જાણતો નહિ એટલે ઘાસ, લાકડા વગેરે જંગલમાંથી એકઠાં કરી, વેચીને ગુજરાન ચલાવતો. ગરીબીના સાગરમાં ડૂબેલો તે સ્ત્રીનું અને પોતાનું પેટ મહામુશ્કેલીએ ભરતો. ત્યાં રાજા પ્રકાશસિંહ અને રાણી પ્રવરાવલીનો પુત્ર રાજા કુંડલમંડિત આની સ્ત્રીને જોઈને શોષણ, સંતાપન, ઉચ્ચાટન, વશીકરણ અને મોહન એ કામનાં પાંચ બાણોથી વીંધાઈ ગયો. તેણે રાત્રે દૂતીને મોકલી. તે ચિત્તોત્સવાને રાજમહેલમાં લઈ ગઈ, જેમ રાજા સુમુખના મહેલમાં દૂતી વનમાળાને લઈ ગઈ હતી તેમ. કંડલમંડિત તેની સાથે સુખપૂર્વક રમવા લાગ્યો. - જ્યારે પિંગળ લાકડાનો ભારો લઈને ઘેર આવ્યો ત્યારે તેણે સુંદરીને ન જોઈ અત્યંત કષ્ટના સમુદ્રમાં ડૂબી ગયો, વિરહથી ખૂબ દુ:ખી થયો, ક્યાંય તેને શાંતિ મળી નહિ, ચક્રમાં આરુઢ થયો હોય તેમ એનું ચિત્ત ડામાડોળ થઈ ગયું. જેની સ્ત્રીનું અપહરણ થયું હતું એવો તે દીન બ્રાહ્મણ રાજા પાસે ગયો અને કહેવા લાગ્યો કે હે રાજન્ ! મારી સ્ત્રીને તમારા રાજ્યમાં કોઈ ચોરી ગયું છે, દરિદ્ર, દુઃખી, ભયભીત સ્ત્રી કે પુરુષને માટે એક રાજા જ શરણ છે. ત્યારે કપટી રાજાએ મંત્રીને બોલાવીને જૂઠમૂઠ કહ્યું કે આની સ્ત્રી ચોરાઈ ગઈ છે, તેને શોધી કાઢો, વિલંબ ન કરો. તે વખતે એક સેવકે આંખના કટાક્ષથી જૂઠું જ કહ્યું કે હે દેવ! મેં આ બ્રાહ્મણની સ્ત્રીને પોદનાપુરના રસ્તે મુસાફરોની સાથે જતાં જોઈ છે. તે અજિંકાઓની વચ્ચે તપ કરવાને તૈયાર થઈ છે. તેથી હું બ્રાહ્મણ ! જો તું તેને પાછી લાવવા માગતા હો તો જલદી જા, ઢીલ શા માટે કરે છે? અત્યારે તેને દીક્ષા લેવાનો સમય ક્યાં છે? તેનું શરીર યુવાન છે અને સ્ત્રીનાં શ્રેષ્ઠ ગુણોથી તે પૂર્ણ છે. જ્યારે તેણે આમ જૂઠું કહ્યું ત્યારે તે બ્રાહ્મણ કેડ મજબૂત બાંધીને તરત જ તેની તરફ દોડ્યો, જેમ તેજ ઘોડો જલદીથી દોડે તેમ. તેણે પોદનાપુરમાં ચૈત્યાલય અને ઉપવનાદિ વનમાં સર્વત્ર શોધ કરી, પણ કોઈ જગાએ ન જોઈ. એટલે પાછો વિદગ્ધ નગરમાં આવ્યો. ત્યાં રાજાની આજ્ઞાથી દૂર મનુષ્યોએ તેને ગળાચીપ દઈ લાઠીથી અને લાતોથી મારીને કાઢી મૂક્યો. બ્રાહ્મણ સ્થાનભ્રષ્ટ થયો, કલેશ ભોગવ્યો, અપમાન પામ્યો અને માર ખાધો. આટલાં દુ:ખ ભોગવીને તે દૂર દેશાંતરમાં ચાલ્યો ગયો, પણ પ્રિયા વિના તેને ક્યાંય સુખ પડ્યું નહિ. જેમ અગ્નિમાં પડેલો સર્પ જલ્યા કરે તેમ એ રાતદિવસ શેકાતો રહ્યો. તેને વિશાળ કમળોનું વન પણ દાવાનળ લાગ્યું અને સરોવરમાં ડૂબકી મારતાં પણ વિરહરૂપ અગ્નિથી જલતો હતો આ પ્રમાણે એ ખૂબ દુઃખી થઈને પૃથ્વી ઉપર ભટકયા કરતો હતો. એક દિવસ તેણે નગરથી બહાર વનમાં કોઈ મુનિને જોયા. મુનિનું નામ આર્યગુપ્તિ હતું, તે મોટા આચાર્ય હતા. તેણે તેમની પાસે જઈ હાથ જોડી નમસ્કાર કરી ધર્મશ્રવણ કર્યું. તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેનું ચિત્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ છવ્વીસમું પર્વ પદ્મપુરાણ શાંત થઈ ગયું. તે જિનેન્દ્રના માર્ગની પ્રશંસા કરવા લાગ્યો. તે મનમાં વિચારવા લાગ્યો કે અહો, આ જિનરાજનો માર્ગ ઉત્કૃષ્ટ છે. હું અંધકારમાં પડ્યો હતો. આ જિનધર્મનો ઉપદેશ મારા ચિત્તમાં સૂર્ય સમાન પ્રકાશ કરે છે. હું હવે પાપનો નાશ કરનાર એવા જિનશાસનનું શરણ લઉં, મારું મન અને તન વિરહરૂપ અગ્નિમાં જલે છે તેને હું શીતળ કરું. ત્યારે તે ગુરુની આજ્ઞાથી વૈરાગ્ય પામી, પરિગ્રહનો ત્યાગ કરી દિગંબરી દીક્ષા ધારણ કરવા લાગ્યો. તે સર્વ સંગનો પરિત્યાગ કરીને પૃથ્વી પર વિહાર કરતો નદી, પર્વત, વન, ઉપવનમાં નિવાસ કરતો, તપથી શરીરનું શોષણ કરવા લાગ્યો. વર્ષાકાળમાં ખૂબ વરસાદ વરસ્યો તો પણ તેને ખેદ ન થયો, શીતકાળમાં ઠંડા પવનથી તેનું શરીર ધ્રૂજી ઊઠતું અને ગ્રીષ્મ તુમાં સૂર્યનાં કિરણો તેને બાળતાં, પણ તે વ્યાકુળ ન થયો. તેનું મન વિરહરૂપ અગ્નિથી જલતું હતું તે હવે જિનવચનરૂપ જળના તરંગોથી શીતળ થયું. તપથી તેનું મન અર્ધબળેલ વૃક્ષ સમાન થઈ ગયું. હવે વિદગ્ધનગરના રાજા કુંડળમંડિતની કથા સાંભળ. રાજા દશરથના પિતા અનરણ્ય અયોધ્યામાં રાજ્ય કરતા ત્યારે આ પાપી કુંડળમંડિત પોતાના ગઢના બળથી અનરણ્યના દેશને રંજાડતો. જેમ કુશીલ પુરુષ મર્યાદાનો લોપ કરે તેમ આ તેમની પ્રજાને હેરાન કરતો. રાજા અનરણ્ય મોટા રાજા હતા, તેનું રાજ્ય ખૂબ વિસ્તૃત હતું. આણે તેમના કેટલાક પ્રદેશને ઉજ્જડ કરી નાખ્યા હતા, જેમ દુર્જન ગુણોને ઉજ્જડ કરે તેમ. તેણે રાજાના ઘણા સામંતોને હેરાન કર્યા હતા, જેમ કષાયવાળો જીવ પોતાના પરિણામને વિરોધે છે તેમ. જેમ યોગી કષાયોનો નિગ્રહ કરે છે તેમ આણે રાજાનો વિરોધ કરી પોતાના નાશનો ઉપાય કર્યો હતો. જોકે આ રાજા અનરણ્યની સામે સાવ તુચ્છ હતો, તો પણ પોતાના ગઢના બળથી તે પકડાતો નહિ. જેમ ઉંદર પહાડની નીચેના દરમાં પેસી જાય પછી સિંહ તેને શું કરી શકે? એટલે રાજા અનરણ્યને આ ચિંતામાં રાતદિવસ ચેન પડતું નહિ. આહારાદિ શરીરની ક્રિયા અનાદરથી કરતા. તે વખતે રાજાના બાલચંદ્ર નામના સેનાપતિએ રાજાને ચિંતાતુર જોઈને પૂછ્યું: “હે નાથ ! આપની વ્યાકુળતાનું કારણ શું છે?” ત્યારે રાજાએ કુંડળમંડિતની હકીકત કહી. બાલચંદ્ર રાજાને કહ્યું કે આપ નિશ્ચિત રહો. તે પાપી કુંડળમંડિતને બાંધીને હું આપની પાસે લઈ આવું છું. ત્યારે રાજાએ પ્રસન્ન થઈ બાલચંદ્રને વિદાય કર્યો. બાલચંદ્ર ચતુરંગ સેના લઈ તેને પકડવા ગયો. મૂર્ખ કુંડળમંડિત ચિત્તોત્સવામાં આસક્ત ચિત્તવાળો હોઈ બધી રાજકીય ચેષ્ટા છોડી મહાપ્રસાદમાં લીન હતો. તેને લોકોના સમાચારની ખબર નહોતી. તે કુંડળમંડિત કોઈ જાતનો ઉદ્યમ કરતો નહિ. બાલચંદ્ર જઈને રમતમાત્રમાં તેને બાંધી લીધો અને તેના આખા રાજ્યમાં રાજા અનરણ્યનો અધિકાર સ્થાપી દીધો અને કુંડળમંડિતને રાજા અનરણ્ય સમીપ લાવ્યો. બાલચંદ્ર સેનાપતિએ રાજા અનરણ્યનો આખો દેશ બાધારહિત કર્યો. રાજા સેનાપતિના કાર્યથી ખૂબ આનંદિત થયા. તેને ઊંચી પદવી અને પારિતોષિક આપ્યાં. કુંડળમંડિત અન્યાયમાર્ગે વર્તવાથી રાજ્યથી ભ્રષ્ટ થયો, હાથી-ઘોડારૂપ પ્યાદાં બધું ગુમાવ્યું. શરીર માત્ર રહી ગયું. પગે ચાલતો, અત્યંત દુઃખી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છવ્વીસમું પર્વ ૨૪૭ થઈને પૃથ્વી પર ભ્રમણ કરતો ખેદખિન્ન થયો, મનમાં ઘણો પસ્તાયો કે અન્યાયમાર્ગે ચાલી મેં મોટાનો વિરોધ કરીને મારું અહિત કર્યું. એક દિવસ એ મુનિઓના આશ્રમમાં જઈ આચાર્યને નમસ્કાર કરી ભાવસહિત ધર્મનો ભેદ પૂછવા લાગ્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! દુઃખી, દરિદ્રી, કુટુંબરહિત, વ્યાધિપીડિત આમાંથી કોઈ ભવ્ય જીવને ધર્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેણે આચાર્યને પૂછયું કે હે ભગવાન! જેની મુનિ થવાની શક્તિ ન હોય તે ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે ધર્મનું સાધન કરે? આહાર, ભય, મૈથુન અને પરિગ્રહુ એ ચાર સંજ્ઞામાં તત્પર આ જીવ કેવી રીતે પાપમાંથી છૂટે? તે હું સાંભળવા ઇચ્છું છું. આપ કૃપા કરીને કહો. ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે ધર્મ જીવદયામય છે. આ સર્વ પ્રાણી પોતાના દોષની નિંદા કરીને તથા ગુરુની પાસે આલોચના કરીને પાપથી છૂટે છે. તું તારું હિત ચાહે છે અને શુદ્ધ ધર્મની અભિલાષા રાખે છે તો હિંસાનું કારણ મહાઘોર કર્મલોહી અને વીર્યથી ઊપજેલા માંસનું ભક્ષણ સર્વથા છોડી દે. સર્વ સંસારી જીવ મરણથી ડરે છે. તેમના માંસથી જે પોતાના શરીરનું પોષણ કરે છે તે પાપી નિઃસંદેહ નરકમાં પડ છે. જે માંસનું ભક્ષણ કરે અને નિત્ય સ્નાન કરે તેમનું સ્નાન વૃથા છે, મુંડન કરાવીને વેશ ધારણ કરે તે વેશ પણ વૃથા છે. અનેક પ્રકારનાં દાન, ઉપવાસાદિક પણ માંસાહારીને નરકથી બચાવી શકતાં નથી. આ જગતમાં આ બધી જ જાતના જીવ પૂર્વજન્મમાં આ જીવનાં સગાંસંબંધી થયાં છે તેથી જે પાપી માંસનું ભક્ષણ કરે છે તેણે સર્વ બાંધવોનું જ ભક્ષણ કર્યું છે. જે દુષ્ટ નિર્દય મત્સ્ય, પશુઓ અને પક્ષીઓને હણે છે અને મિથ્યામાર્ગે પ્રવર્તે છે તે મધ, માંસના ભક્ષણથી કુગતિમાં જાય છે. આ માંસ વૃક્ષ ઉપર થતું નથી, ભૂમિમાંથી ઉગતું નથી, કમળની જેમ જળમાંથી નીકળતું નથી અથવા અનેક વસ્તુના યોગથી જેમ ઔષધિ બને છે તેમ માંસની ઉત્પત્તિ થતી નથી. દુષ્ટ નિર્દય જીવ નિર્બળ, રંક, જેને પોતાનું જીવન અતિપ્રિય છે એવાં પક્ષી, પશુ, મસ્યાદિને હણીને માંસ મેળવે છે તેને ઉત્તમ દયાળુ જીવ ખાતા નથી. જેમના દૂધથી શરીર વૃદ્ધિ પામે છે એવા ગાય, ભેંસ, બકરીના મૃત શરીરને જે ખાય છે અથવા મારી નાખીને ખાય છે તથા તેના પુત્ર, પૌત્રાદિને જે ખાય છે તે અધર્મી મહાવીચ નરક નિગોદના અધિકારી છે. જે દુરાચારી માંસભક્ષણ કરે છે તે માતા, પિતા, પુત્ર, મિત્ર, સહોદર સર્વનું ભક્ષણ કરે છે. આ પૃથ્વીની નીચે ભવનવાસી વ્યંતરદેવોનો નિવાસ છે અને મધ્યલોકમાં પણ છે, ત્યાં દુષ્ટ કર્મ કરનારા નીચ દેવ છે. જે જીવ કષાય સહિત તાપસ થાય છે તે નીચ દેવોમાં ઉપજે છે. પાતાળમાં પ્રથમ જ રત્નપ્રભા પૃથ્વી છે. તેના ત્રણ ભાગ છે તેમાં ખર અને ૫ક ભાગમાં ભવનવાસી અને વ્યંતરદેવોનો નિવાસ છે અને અબ્બેહુલ ભાગમાં પહેલી નરકભૂમિ છે. તેની નીચે બીજી છે નરકભૂમિ છે. એ સાતેય નરક છે રાજુમાં અને સાતમી નરક ભૂમિની નીચે એક રાજુમાં નિગોદાદિ સ્થાવર જ છે, ત્રસ જીવ નથી અને નિગોદથી ત્રણે લોક ભરેલા છે. હવે નરકનું વ્યાખ્યાન સાંભળ, નારકી જીવો મહાકૂર, કુશબ્દ બોલનારા, અતિકઠોર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ છવ્વીસમું પર્વ પદ્મપુરાણ સ્પર્શવાળા, મહાદુર્ગધ અંધકારરૂપ નરકમાં પડ્યા છે. તેમનું શરીર ઉપમારહિત દુ:ખ ભોગવે છે. મહાભયંકર નરકને જ કુંભિપાક કહે છે. ત્યાં વૈતરણી નદી છે, તીક્ષ્ણ કંટકયુક્ત શાલ્મલી વૃક્ષ છે, ત્યાં અસિપત્રવન છે, તેનાં પાંદડાં તીક્ષ્ણ ખઞની ધારા સમાન છે, ત્યાં પ્રજ્વલિત અગ્નિમાં તપાવેલા તીક્ષ્ણ લોઢાના ખીલા છે. તે નરકોમાં મધમાંસ ખાનારા, જીવના મારનારા નિરંતર દુઃખ ભોગવે છે. ત્યાં એક અંગૂલમાત્ર ક્ષેત્ર પણ સુખનું કારણ નથી. અને નારકી જીવોને એક પલકમાત્ર પણ વિશ્રામ નથી. કોઈ ઈચ્છે કે ક્યાંક ભાગીને છુપાઈ જાઉં તો જ્યાં જાય ત્યાં નારકી મારે છે. અને પાપી અસુરકુમારદેવ તેને પ્રગટ કરી દે છે. અત્યંત પ્રજ્વલિત અંગારતુલ્ય નરકની ભૂમિમાં પડેલા જીવો અગ્નિમાં પડેલા મત્સ્ય વ્યાકુળ થઈને વિલાપ કરે તેમ ભયથી વ્યાપ્ત કોઈ રીતે નીકળીને બીજી જગાએ જવા ચાહે તો તેમને ઠંડક આપવા બીજા નારકી જીવો વૈતરણી નદીના જળથી છુટકારે છે. તે વૈતરણી અત્યંત દુર્ગધી ક્ષારજળથી ભરેલી છે એટલે તેનાથી અધિક બળતરા પામે છે. વળી તે વિશ્રામ માટે અસિપત્ર વનમાં જાય તો અસિપત્ર તેના શિર પર પડે છે-જાણે કે ચક્ર, ખગ, ગદાદિથી તે કપાઈ જાય છે. તેના નાક, કાન, ખભા, જાંઘ આદિ શરીરનાં અંગ છેદાઈ જાય છે. નરકમાં મહાવિકરાળ, દુ:ખદાયી પવન છે, રુધિરના કણ વરસે છે, ત્યાં ઘાણીમાં પીલે છે અને ક્રૂર શબ્દ થાય છે, તીક્ષ્ણ શૂળોથી ભેદવામાં આવે છે, નારકી મહાવિલાપના શબ્દ કાઢે છે, શાલ્મલી વૃક્ષ સાથે ઘસવામાં આવે છે, મુગરોના ઘાતથી કૂટવામાં આવે છે, જ્યારે તરસ લાગે છે અને પાણી માટે પ્રાર્થના કરે છે ત્યારે તેને તાળું ઓગાળીને પીવડાવે છે, જેથી દેહમાં કાળી બળતરા થાય છે; તે અત્યંત દુઃખી થાય છે અને કહે છે કે અમને તરસ નથી તો પણ બળાત્કારે તેમને પૃથ્વી ઉપર પછાડીને, તેના ઉપર પગ મૂકી, સાણસીથી મોઢું ફાડીને ગરમ તાંબાનો રસ પીવડાવે છે તેથી ગળું પણ બળી જાય છે અને હૃદય પણ બળી જાય છે. નારકીઓને નારકીઓ દ્વારા પરસ્પર થતું અનેક પ્રકારનું દુઃખ અને ભવનવાસી અસુરકુમાર દેવો દ્વારા કરાતું દુઃખ કોણ વર્ણવી શકે ? નરકમાં મધમાંસના ભક્ષણથી ઉપજતાં દુઃખને જાણીને મધમાંસનું ભક્ષણ સર્વથા છોડવું. મુનિનાં આવાં વચન સાંભળીને નરકનાં દુઃખથી જેનું મન ડર્યું છે એવો તે કુંડળમંડિત બોલ્યો કે હે નાથ ! પાપી જીવ તો નરકના જ પાત્ર છે અને જે વિવેકી સમ્યગ્દષ્ટિ શ્રાવકનાં વ્રત પાળે છે તેમની કેવી ગતિ થાય છે? ત્યારે મુનિએ કહ્યું કે જે સમ્યગ્દષ્ટિ શ્રાવકનાં વ્રત પાળે છે તે સ્વર્ગ-મોક્ષના પાત્ર થાય છે અને જે જીવ મધ, માંસ, મધનો ત્યાગ કરે છે તે પણ કુગતિથી બચે છે, એ અભક્ષ્યનો ત્યાગ કરે છે તે શુભ ગતિ પામે છે. જે ઉપવાસાદિ રહિત છે અને દાનાદિ પણ કરતા નથી, પરંતુ મધ-માંસના ત્યાગી છે તે ભલા છે અને કોઈ જીવ શીલવ્રતથી મંડિત છે, જિનશાસનના સેવક છે અને શ્રાવકનાં વ્રત પાળે છે તેનું તો પૂછવું જ શું? તે તો સૌધર્માદિ સ્વર્ગમાં ઉપજે છે. અહિંસાવ્રતને ધર્મનું મૂળ કહ્યું છે, માંસાદિકનો ત્યાગ કરનારને અહિંસા અત્યંત નિર્મળ હોય છે. જે મલેચ્છ અને ચાંડાળ છે, પણ જો દયાવાન થઈ મધ-માંસાદિનો ત્યાગ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છવ્વીસમું પર્વ ૨૪૯ કરે છે તે પણ પાપથી છૂટે છે. પાપથી છૂટેલો પુણ્યનું ગ્રહણ કરે છે અને પુણ્યનાં બંધનથી દેવ અથવા મનુષ્ય થાય છે અને જે સમ્યગ્દષ્ટિ જીવ છે તે અણુવ્રત ધારણ કરીને દેવોનો ઇન્દ્ર થઈ પ૨મભોગ ભોગવે છે. પછી મનુષ્ય થઈ મુનિવ્રત ધારણ કરી મોક્ષપદ પામે છે. આચાર્યના આવાં વચન સાંભળીને જોકે કુંડળમંડિત અણુવ્રત ધારવામા શક્તિરહિત હોવા છતાં પણ મસ્તક નમાવી ગુરુને સવિનય નમસ્કાર કરી મધ-માંસનો ત્યાગ કર્યો અને સમ્યગ્દર્શનનું શરણ લીધું. ભગવાનની પ્રતિમાને નમસ્કાર કરી અને ગુરુઓને નમસ્કાર કરી બીજા દેશમાં ગયો. મનમાં એવો વિચાર આવ્યો કે મારા મામા અત્યંત પરાક્રમી છે તે મને ખેદખિન્ન જાણીને ચોક્કસ મને મદદ કરશે. પછી હું રાજા થઈ શત્રુઓને જીતીશ. આવી આશા રાખીને તે દક્ષિણ દિશા તરફ જવા તૈયાર થયો. તે અત્યંત ખેદખિન્ન બની, દુ:ખથી ભરેલો ધીરે ધીરે જતો હતો તે માર્ગમાં વ્યાધિની વેદનાથી સમ્યક્ત્વરહિત થઈ મિથ્યાત્વ ગુણસ્થાનમાં મરણ પામ્યો. મરણનો તો જગતમાં કોઈ ઉપાય નથી. જે વખતે કુંડળમંડિતના પ્રાણ છૂટયા અને તે રાજા જનકની સ્ત્રી વિદેહાના ગર્ભમાં આવ્યો. તે જ સમયમાં વેદવતીનો જીવ જે ચિત્તોત્સવા થઈ હતી તે પણ તપના પ્રભાવથી સીતા થઈ. તે પણ વિદેહાના ગર્ભમાં આવી. આ બન્ને એક ગર્ભમાં આવ્યા અને પેલો પિંગળ બ્રાહ્મણ, જે મુનિવ્રત ધારણ કરીને ભવનવાસી દેવ થયો હતો તે અવધિજ્ઞાનથી પોતાના તપનું ફળ જાણીને વિચારવા લાગ્યો કે આ ચિત્તોત્સવા ક્યાં અને તે પાપી કુંડળમંડિત ક્યાં? જેનાથી હું પૂર્વભવમાં દુઃખ પામ્યો હતો, હવે તે બન્ને રાજા જનકની સ્ત્રીના ગર્ભમાં આવ્યાં છે. તે તો સ્ત્રીની જાતિ પરાધીન હતી અને પાપી કુંડળમંડિતે અન્યાય માર્ગ લીધો હતો તે મારો પરમશત્રુ છે. હવે જો તેને ગર્ભમાં હેરાન કરું તો રાણી મ૨ણ પામશે અને એની સાથે તો મારે વે૨ નથી તેથી જ્યારે તે ગર્ભની બહાર આવે ત્યારે હું એને દુઃખ દઈશ. આમ ચિંતવતો પૂર્વકર્મના વેરથી ક્રોધે ભરાયેલો તે દેવ કુંડળમંડિતના જીવને બાધા પહોંચાડવા તૈયાર થયો. આમ જાણીને બધા જીવો પ્રત્યે ક્ષમા રાખવી, કોઈને દુ:ખ ન દેવું. જે બીજાને દુઃખ દે છે તે પોતાને જ દુઃખસાગરમાં ડુબાડે છે. પછી સમય થતાં રાણી વિદેહાને પુત્ર અને પુત્રીનો યુગલ જન્મ થયો ત્યારે તે દેવ પુત્રનું હરણ કરી ગયો. ત્યાં પ્રથમ તો ક્રોધથી તેણે એવો વિચાર કર્યો કે હું આને શિલા પર પટકીને મારી નાખું. પાછો વિચાર બદલાયો કે ધિક્કાર છે મને! મેં આવું અનંત સંસારનું કારણ પાપ કરવાનું વિચાર્યું. બાળહત્યા સમાન બીજું કોઈ પાપ નથી. પૂર્વભવમાં મેં મુનિવ્રત લીધાં હતાં ત્યાં તૃણમાત્રની પણ વિરાધના કરી નહોતી, સર્વ આરંભનો ત્યાગ કર્યો હતો. અનેક પ્રકારનાં તપ કર્યાં હતાં. શ્રીગુરુના પ્રસાદથી નિર્મળ ધર્મ પામીને આવી વિભૂતિ મેળવી છે. હવે હું આવું પાપ કેમ કરું? અલ્પમાત્ર પાપથી પણ મહાન દુઃખ મળે છે, પાપથી આ જીવ સંસા૨વનમાં ઘણો કાળદુઃખરૂપ અગ્નિમાં બળે છે. જે દયાળુ અને નિર્દોષ ભાવનાવાળો છે, અત્યંત સાવધાન છે તેને ધન્ય છે, સુગતિ નામનું રત્ન તેના હાથમાં છે. આમ વિચારીને તે દેવે દયાળુ બનીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦ છવ્વીસમું પર્વ પદ્મપુરાણ તે બાળકને આભૂષણ પહેરાવ્યાં અને કાનમાં દેદીપ્યમાન કુંડળ પહેરાવ્યાં. પર્ણલબ્ધિ નામની વિધાથી તેને આકાશમાંથી પૃથ્વી પર સુખપૂર્વક નાખીને પોતે પોતાના સ્થાનકે ગયો. રાત્રિના સમયે એક ચંદ્રમતિ નામના વિધાધરે આ બાળકને આભૂષણના પ્રકાશથી આકાશમાંથી નીચે પડતો જોયો અને વિચાર કરવા લાગ્યો કે શું આ નક્ષત્રપાત થયો કે વિદ્યુત્પાત થયો ? એમ વિચારીને પાસે આવીને જોયું તો બાળક છે એમ જાણીને હર્ષથી બાળકને ઉપાડી લીધું અને પોતાની રાણી પુષ્પવતી જે શય્યામાં સૂતી હતી તેની જાંઘની વચ્ચે મૂકી દીધું. પછી રાજા કહેવા લાગ્યો કે હું રાણી! ઊઠો, ઊઠો, તમને બાળક થયું છે. બાળક મહાશોભાયમાન છે. સુંદર મુખવાળી રાણી આવા બાળકને જોઈને પ્રસન્ન થઈ, તેની જ્યોતિથી ઊંઘ ઉડી ગઈ, મહાવિસ્મય પામીને રાજાને પૂછવા લાગી કે હે નાથ ! આ અદ્ભુત બાળકને કઈ પુણ્યવતી સ્ત્રીએ જન્મ આપ્યો? ત્યારે રાજાએ કહ્યું કે હૈ પ્યારી! તેં જન્મ આપ્યો. તારા જેવું બીજું પુણ્યવાન કોણ છે? ધન્ય છે તારા ભાગ્યને કે જેને આવો પુત્ર થયો. ત્યારે તે રાણી કહેવા લાગી કે હે દેવ, હું તો વંધ્યા છું. મારે પુત્ર ક્યાંથી હોય ? એક તો મને પૂર્વોપાર્જિત કર્મે ઠગી અને તમે પણ શા માટે મશ્કરી કરો છો ? ત્યારે રાજાએ કહ્યું કે હે દેવી! તેમ શંકા ન કરો. સ્ત્રીઓને ગુપ્ત પણ ગર્ભ થાય છે. રાણીએ કહ્યું કે ભલે એમ જ હો, પણ આનાં મનોહર કુંડળ ક્યાંથી આવ્યાં આવાં આખી પૃથ્વી ૫૨ નથી. રાજાએ કહ્યું કે હું રાણી! આવા વિચારનું શું કામ છે? આ બાળક આકાશમાંથી પડયું અને મેં તેને ઝીલી લઈને તને આપ્યું. એ મોટા કુળનો પુત્ર છે. એના લક્ષણોથી જણાય છે કે તે મોટો પુરુષ છે. અન્ય સ્ત્રી ગર્ભના ભારથી ખેખિન્ન થઈ છે, પરંતુ હૈ પ્રિયે! તેં એને સુખપૂર્વક મેળવ્યો છે. પોતાની કૂખે જન્મેલો પુત્ર જો માતાપિતાનો ભક્ત ન હોય, વિવેકી ન હોય અને શુભ કામ ન કરે તો તેનાથી શો લાભ ? કોઈ પુત્ર શત્રુ થઈને પરિણમે છે, માટે તેના ઉદરના પુત્રનો શો વિચાર કરવો? તારો આ પુત્ર સુપુત્ર થશે, સુંદર વસ્તુમાં સંદેહ શાનો? હવે તું પુત્રને લે અને પ્રસૂતિઘરમાં પ્રવેશ કર. લોકોને એમ જ જણાવવું કે રાણીને ગુપ્ત ગર્ભ હતો અને આ પુત્ર જન્મ્યો છે. ત્યારે રાણી પતિની આજ્ઞા માનીને પ્રસન્ન થઈ પ્રસૂતિગૃહમાં ગઈ. સવારમાં રાજાએ પુત્રના જન્મનો ઉત્સવ કર્યો. રથનૂપુરમાં પુત્રજન્મનો એવો ઉત્સવ થયો કે આખું કુટુંબ અને નગરનાં લોકો આશ્ચર્ય પામ્યા. રત્નોનાં કુંડળની જ્યોતિથી મંડિત આ પુત્રનું નામ માતાપિતાએ પ્રભામંડલ રાખ્યું અને તેનું પોષણ કરવા માટે તેને ધાવને સોંપ્યો. અંતઃપુરની રાણી વગેરે બધી સ્ત્રીઓ તેના હાથરૂપ કમળની આસપાસ ભમરાની જેમ ફરવા લાગી. ભાવાર્થ-આ બાળક સર્વ લોકોને પ્રિય થઈને સુખેથી મોટો થવા લાગ્યો. આ કથા હમણાં અહીં રહી. હવે મિથિલાપુરીમાં રાજા જનકની રાણી વિદેહા પુત્રનું હરણ થયેલું જાણીને વિલાપ કરવા લાગી, કુટુંબના બધા માણસો શોકસાગરમાં પડી ગયા. રાણી એવો પોકાર કરતી કે જાણે તેને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છવ્વીસમું પર્વ ૨૫૧ શસ્ત્રથી મારી હોય. હાય! હાય પુત્ર! તને કોણ લઈ ગયું? મને અત્યંત કષ્ટ આપનાર તે નિર્દય, ક્રૂર ચિત્તવાળાના હાથ તારું કેમ હરણ કરી ગયા? જેમ પશ્ચિમ દિશા તરફ સૂર્ય આવીને અસ્ત થઈ જાય તેમ તું અભાગણી મારે ત્યાં આવીને અસ્ત પામી ગયો. મેં ૫૨ભવમાં કોઈના બાળકનો વિરહ કરાવ્યો હશે તેનું આ ફળ મને મળ્યું છે, માટે કદી પણ અશુભ કર્મ કરવું નહિ. જે અશુભ કર્મ છે તે દુ:ખનું બીજ છે. જેમ બીજ વિના વૃક્ષ હોય નહિ તેમ અશુભ કર્મ વિનાદુઃખ નથી. જે પાપી માર્ચે પુત્ર હરી ગયો તે મને કેમ ન મારતો ગયો, અધમૂઈ કરીને દુ:ખના સાગરમાં કેમ ડુબાડતો ગયો? આ પ્રમાણે રાણીએ અત્યંત વિલાપ કર્યો. ત્યારે રાજા જનકે આવી આશ્વાસન આપ્યું કે હું પ્રિયે! તું શોક ન કર, તારો પુત્ર જીવે છે, કોઈ તેને લઈ ગયું છે તે તું નિશ્ચયથી જોઈશ, નકામું રુદન શા માટે કરે છે? પૂર્વકર્મના ભાવથી ગયેલી વસ્તુ કોઈ વાર મળે અને કોઈ વાર ન મળે, તું સ્થિર થા. રાજા દશરથ મારા પરમ મિત્ર છે તેને આ સમાચાર આપું છું. હું અને તે તપાસ કરીને તારા પુત્રને ગોતી કાઢીશું, હોશિયાર માણસોને તારા પુત્રની શોધ કરવા મોલીશું. આ પ્રમાણે કહીને રાજા જનકે પોતાની સ્ત્રીને સંતોષ પમાડી દશરથ પાસે પત્ર મોકલ્યો. દશરથ તે લખાણ વાંચીને ખૂબ શોક પામ્યા. રાજા દશરથ અને જનક બન્નેએ પૃથ્વી પર બાળકની તપાસ કરી, પરંતુ ક્યાંય પત્તો મળ્યો નહિ. તેથી મહાકષ્ટથી શોકને દાબી બેસી રહ્યા. એવો કોઈ પુરુષ કે સ્ત્રી નહોતાં જે બાળકનાં અદશ્ય થવા બાબત રડયા ન હોય, બધાં જ શોકને વશ થઈને રડયા હતાં. પ્રભામંડલના ગુમ થવાના શોકને ભુલાવવા મહામનોહર જાનકી પોતાની બાળલીલાથી સૌ સગાંસંબંધીઓને આનંદ ઉપજાવતી હતી. અત્યંત હર્ષ પામેલ સ્ત્રીઓની ગોદમાં બેસીને પોતાના શરીરની કાંતિથી દશે દિશાઓને પ્રકાશરૂપ કરતી વૃદ્ધિ પામવા લાગી. તેનાં કમળ સમાન નેત્ર, પ્રસન્ન મુખ, સુંદર કંઠથી એવું લાગતું કે પદ્મદ્રહના કમળના નિવાસમાંથી જાણે સાક્ષાત્ શ્રીદેવી જ આવી છે. એના શરીરરૂપ ક્ષેત્રમાં ગુણરૂપ ધાન્ય નીપજ્યું હતું. જેમ જેમ શરીર મોટું થતું ગયું તેમ તેમ ગુણ વધવા લાગ્યા. બધા લોકોને સુખ આપનાર, અત્યંત મનોજ્ઞ, સુંદર લક્ષણો સહિતનાં અંગવાળી સીતા પૃથ્વી સમાન ક્ષમાશીલ હતી તેથી જગતમાં તે સીતા કહેવાઈ. મુખથી જેણે ચંદ્રને જીત્યો છે, જેની હથેળીઓ પલ્લવ સમાન કોમળ અને લાલ છે, જેના કેશ શ્યામ, ઇન્દ્રનીલમણિ સમાન છે, જેની ચાલ મદભરી હંસલીને જીતે છે, જેની ભ્રમર સુંદર છે, મૌલશ્રીના પુષ્પ સમાન મુખની સુગંધ છે તેના ઉપર ભમરાઓ ગુંજારવ કરે છે, જેની ભુજાઓ પુષ્પમાળા સમાન અતિકોમળ છે, સિંહ જેવી જેની કેડ છે, શ્રેષ્ઠ રસ ભરેલા કેળના સ્તંભ જેવી જેની જંઘા છે, કમળ સમાન મનોહર ચરણ છે, અતિસુંદર સ્તનયુગ્મ છે એવી સીતા શ્રેષ્ઠ મહેલના આંગણામાં સાતસો કન્યાઓના સમૂહમાં શાસ્ત્રોક્ત ક્રીડા કરે છે. કદાચ ઇન્દ્રની પટરાણી શિચ અથવા ચક્રવર્તીની પટરાણી સુભદ્રા તેના અંગની કિંચિત્માત્ર પણ શોભા ધારણ કરે તો તે અત્યંત મનોજ્ઞરૂપ ભાસે એવી આ સીતા બધાથી સુંદર છે. એને રૂપગુણયુક્ત જોઈને રાજા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨ સત્તાવીસમું પર્વ પદ્મપુરાણ જનકે વિચાર્યું કે જેમ રતિ કામદેવને માટે જ યોગ્ય છે તેમ આ કન્યા સર્વ વિજ્ઞાનયુક્ત દશરથના મોટા પુત્ર રામને માટે જ યોગ્ય છે, સૂર્યના કિરણના યોગથી કમળોની શોભા પ્રગટે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં સીતા અને પ્રભામંડલના જન્મનું વર્ણન કરનાર છવ્વીસમું પર્વ પૂર્ણ થયું. * * * સત્તાવીસમું પર્વ (રામ-લક્ષ્મણ દ્વારા મલેચ્છ રાજાનો પરાજય). હવે રાજા શ્રેણિકે આ કથા સાંભળીને ગૌતમ સ્વામીને પૂછ્યું કે હે પ્રભો ! જનકે રામનું કયું મહત્વ જોઈને તેને પોતાની પુત્રી દેવાનો વિચાર કર્યો ? ત્યારે ગણધરે ચિત્તને આનંદ આપે એવાં વચનો કહ્યાં કે હે રાજ! મહાન પુણ્યના અધિકારી શ્રી રામચંદ્રનો સુયશ તું સાંભળ કે જેના કારણે મહાબુદ્ધિમાન જનક રામને પોતાની કન્યા દેવાનો વિચાર કર્યો. વૈતાય પર્વતના દક્ષિણ ભાગમાં અને કૈલાસ પર્વતના ઉત્તર ભાગમાં અનેક અંતર્દેશ વસે છે તેમાં એક અર્ધવરવર દેશ છે, તે અસંયમી, મહામૂઢ, નિર્દય મ્લેચ્છોથી ભરેલો છે. તેમાં કાળના નગર સમાન ભયાનક મયૂરમાળ નામના નગરમાં આતરંગતમ નામનો પ્લેચ્છ રાજા રાજ્ય કરે છે. તે પાપી, દુષ્ટોનો નાયક, દૂર, મોટી સેના અને સકળ પ્લેચ્છોને સાથે લઈ નાના પ્રકારનાં આયુધોથી મંડિત, દેશને ઉજાડવા આવ્યો અને તેણે અનેક દેશોને ઉજ્જડ કર્યા. મ્લેચ્છોનાં ચિત્ત કરુણારહિત પ્રચંડ છે, તીવ્ર દોડવાળા છે. તે જનક રાજાના દેશને ઉજાડવા તૈયાર થયા. જેમ તીડનું દળ આવે તેમ મ્લેચ્છોનાં દળ આવી બધાને ઉપદ્રવ કરવા લાગ્યા. રાજા જનકે શીધ્ર અયોધ્યા મનુષ્ય મોકલ્યા અને પ્લેચ્છોના આગમનના બધા સમાચાર રાજા દશરથને લખ્યા. જનકના માણસોએ શીધ્ર આવીને દશરથને બધા સમાચાર કહ્યા કે હે દેવ! જનકે વિનંતી કરી છે કે પરદેશી ભીલો આવ્યા છે તે આખી પૃથ્વીને ઉજ્જડ કરે છે, તેમણે અનેક આર્યદશોનો નાશ કર્યો છે, તે પાપી પ્રજાની એક જ જાતિના બનાવવા ઈચ્છે છે. જો પ્રજા નાશ પામે તો આપણા જીવનથી શો લાભ? આપણું શું કર્તવ્ય છે? તેમની સાથે લડવું અથવા કોઈ કિલ્લામાં આશ્રય લેવો અને લોકોને પણ કિલ્લામાં રક્ષણ આપવું. કાલિન્દીભાગા નદી તરફ વિષમ સ્થળ છે, ક્યાં જવું? વિપુલાચલ તરફ જવું અથવા સર્વ સેના રહિત કુંજગિરિ તરફ જવું? શત્રુઓની ભયંકર સેના આવી રહી છે. સાધુ શ્રાવક સર્વજનો અતિવિહ્વળ છે, તે પાપી ગાય આદિ સર્વ પ્રાણીઓના ભક્ષક છે તેથી આ૫ જે આજ્ઞા કરો તે પ્રમાણે કરીએ. આ રાજ્ય પણ તમારું છે અને પૃથ્વી પણ તમારી છે. અહીં બધાનું પાલન તમારે કરવાનું છે. પ્રજાની રક્ષા કરવાથી ધર્મની રક્ષા થાય છે, શ્રાવકો ભાવ સહિત ભગવાનની પૂજા કરે છે, નાના પ્રકારનાં વ્રત લે છે, દાન કરે છે, શીલ પાળે છે, સામાયિક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes પદ્મપુરાણ સત્તાવીસમું પર્વ ૨૫૩ કરે છે, પૌષધ પ્રતિક્રમણ કરે છે, ભગવાનના મોટાં મોટાં ચૈત્યાલયોમાં મહાન ઉત્સવ થાય છે, વિધિપૂર્વક અનેક પ્રકારની પૂજા થાય છે, અભિષેક થાય છે, વિવેકી લોક પ્રભાવના કરે છે અને સાધુ દશલક્ષણધર્મથી યુક્ત આત્મધ્યાનમાં આરૂઢ થઈ મોક્ષના અર્થે તપ કરે છે. પ્રજાનો નાશ થતાં સાધુ અને શ્રાવકનો ધર્મ લુપ્ત થાય છે અને પ્રજા રહે તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધુ સધાય છે. જે રાજા દુશ્મનોથી પૃથ્વીનું રક્ષણ કરે છે તે પ્રશંસાયોગ્ય છે. રાજાને પ્રજાના રક્ષણથી આ લોક અને પરલોકમાં કલ્યાણની સિદ્ધિ થાય છે. પ્રજા વિના રાજા નહિ અને રાજા વિના પ્રજા નહિ. જીવદયામય ધર્મનું જે પાલન કરે છે તે આ લોક અને પરલોકમાં સુખી થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રવૃત્તિ રાજા લોકોનું રક્ષણ કરે તો જ થાય છે, અન્યથા કેવી રીતે થાય? રાજાના બાહુબળની છાયા મેળવીને પ્રજા સુખમાં રહે છે. જેના દેશમાં ધર્માત્મા ધર્મનું સેવન કરે છે; દાન, તપ, શીલ, પૂજાદિક કરે છે તેનો છઠ્ઠો ભાગ પ્રજાનું રક્ષણ કરવાના યોગથી રાજાને મળે છે. રાજા દશરથ આ બધા સમાચાર જાણીને પોતે જવા તૈયાર થયા અને શ્રી રામને બોલાવીને રાજ્ય આપવાનો વિચાર કર્યો. વાજિંત્રો વાગ્યાં, બધા મંત્રીઓ ભેગા થયા, સેવકો આવ્યા, હાથી, ઘોડા, રથ, પાયદળ બધાં આવીને ઊભા રહ્યાં, સ્નાન માટે સેવકો સુવર્ણકળશ જળ ભરીને લાવ્યા, મોટા મોટા સામંતો શસ્ત્રો બાંધીને આવ્યા, નૃતિકાઓ નૃત્ય કરવા લાગી, રાજ્યની સ્ત્રીઓ નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણ લઈને પડદાં પાછળ બેઠી. રાજ્યાભિષેકનો આ ઠાઠમાઠ જોઈને રામ દશરથને પૂછવા લાગ્યા કે હે પ્રભો! આ શું છે? ત્યારે દશરથે કહ્યું કે હે ભદ્ર! તમે આ દેશનું રક્ષણ કરો, હું પ્રજાના હિત માટે શત્રુઓ સામે લડવા જાઉં છું, તે શત્રુઓ દેવોથી પણ દુજર્ય છે. તે વખતે કમળ સરખા નેત્રવાળા રામ કહેવા લાગ્યા કે હૈ તાત! એવા શંક ઉપર આટલો પરિશ્રમ શેનો? તે આપને યુદ્ધ આપવા લાયક નથી. તે પશુ સમાન દુરાત્મા છે. તેમની સાથે સંભાષણ કરવું ઉચિત નથી. તેમની સામે યુદ્ધની અભિલાષાથી આપ શા માટે પધાર્યા? ઉંદરના ઉપદ્રવ સામે શું હાથી ક્રોધ કરે? રૂને બાળીને ભસ્મ કરવા અગ્નિ શું પરિશ્રમ કરે ખરો ? તેમની સામે ચડવાની અમને આજ્ઞા આપો એ જ ઉચિત છે. રામનાં વચન સાંભળીને દશરથ અત્યંત હર્ષ પામ્યા, રામને છાતીએ લગાડીને કહેવા લાગ્યા કે હૈ પદ્મ! કમળ સમાન નેત્રના ધારક, સુકુમા૨ અંગવાળા તમે બાળક છો. તમે તે દુષ્ટને કેવી રીતે જીતશો? તે વાત મારા મનમાં બેસતી નથી. ત્યારે રામ બોલ્યાઃ હૈ તાત! તરતની ઉત્પન્ન થયેલી અગ્નિની કણી માત્ર વિસ્તીર્ણ વનને ભસ્મ નથી કરતી? કરે જ છે. નાની કે મોટી ઉંમરનું શું કામ છે? અરે, જેમ એકલો ઉગતો સૂર્ય ઘોર અંધકારને દૂર કરે જ છે તેમ અમે બાળક હોવા છતાં તે દુષ્ટોને જીતીશું જ. રામનાં આ વચન સાંભળીને રાજા દશ૨થ અતિપ્રસન્ન થયા, તેમનાં રોમાંચ ખડાં થઈ ગયાં, બાળપુત્રને મોકલવામાં થોડો વિષાદ થયો, નેત્ર સજળ બની ગયાં. રાજા મનમાં વિચારે છે કે પરાક્રમી, ત્યાગાદિ વ્રતના ધારક ક્ષત્રિયોની એ જ રીત છે કે પ્રજાની રક્ષા નિમિત્તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ સત્તાવીસમું પર્વ પદ્મપુરાણ પોતાના પ્રાણ છોડવાનો પ્રયત્ન કરે. વળી, આયુષ્યના ક્ષય વિના મરણ થતું નથી, ભલે ભયંકર યુદ્ધમાં જાય તો પણ મરે નહિ. આમ ચિંતવન કરતા રાજા દશરથનાં ચરણોમાં નમસ્કાર કરી રામ-લક્ષ્મણ બહાર નીકળ્યાં. સર્વ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં પ્રવીણ, સર્વ લક્ષણોથી પૂર્ણ, જેમનું દર્શન સૌને પ્રિય લાગે છે, એવા પોતાના તેજથી દેદીપ્યમાન બન્ને ભાઈ રામ-લક્ષ્મણ ચતુરંગ તેનાથી મંડિત, વૈભવથી પૂર્ણ રથમાં બેસીને જનકને મદદ કરવા ચાલ્યા. એમના ગયા પહેલાં રાજા જનક અને કનક બન્ને ભાઈ શત્રુસેનાનું અંતર બે યોજન જાણીને યુદ્ધ કરવા માટે ગયા હતા. જનક અને કનકના મહારથી યોદ્ધાઓ શત્રુઓના શબ્દ સહુન ન કરતાં પ્લેચ્છોના સમૂહમાં મેઘની ઘટામાં સૂર્યાદિક ગ્રહપ્રવેશ કરે તેમ પ્રવેશ્યા હતા. મ્લેચ્છો અને સામંતો વચ્ચે મહાયુદ્ધ થયું, જેને જોતાં કે સાંભળતાં રોમાંચ ખડાં થઈ જાય. ત્યાં મોટા મોટાં શસ્ત્રોનાં પ્રહાર થતા હતા. બન્ને સેનાના લોકો વ્યાકુળ થયા હતા, કનક તરફ મ્લેચ્છોનું દબાણ વધ્યું ત્યારે જનક ભાઈને મદદ કરવા અત્યંત ક્રોધ કરીને દુર્નિવાર હાથીઓના સમૂહને પ્રેરવા લાગ્યા ત્યારે તે બર્બર દેશના પ્લેચ્છો જનકને પણ દબાવવા લાગ્યા. તે જ વખતે રામ-લક્ષ્મણ જઈ પહોંચ્યા. રામચંદ્ર પ્લેચ્છોની અપાર સેના જોઈ. શ્રી રામચંદ્રનું ઉજ્જવળ છત્ર જોઈને શત્રુઓની સેના ધ્રૂજવા લાગી, જેમ પૂર્ણમાસીના ચંદ્રનો ઉદય જોઈને અંધકારનો સમૂહુ ચલાયમાન થાય તેમ. પ્લેચ્છોનાં બાણથી જનકનું બખ્તર તૂટી ગયું હતું. જનક ખેદખિન્ન થયા હતા. ત્યાં રામે તેમને વૈર્ય બંધાવ્યું. જેમ સંસારી જીવો કર્મના ઉદયથી દુઃખી થાય છે અને ધર્મના પ્રભાવથી દુઃખો છૂટીને સુખી થાય છે તેમ જનક રામના પ્રભાવથી સુખી થયા. ચંચળ તુરંગો જોડલા રથમાં બેસીને શ્રી રામ, મહાઉધોતરૂપ જેમનું શરીર છે, બખ્તર પહેરી, હાર-કુંડળથી મંડિત ધનુષ્ય ચઢાવી હાથમાં બાણ રાખી શત્રુઓની વિશાળ સેનામાં પ્રવેશ કરવા લાગ્યા. રામની ધજા પર સિંહનું ચિહ્ન છે, તેના ઉપર ચામર ઢોળાય છે, ઉજ્જવળ છત્ર શિર પર ફરે છે, પૃથ્વીના રક્ષક છે, તેમનું મન ધીરવીર છે, લોકના વલ્લભ છે અને પ્રજાના પાલક છે. જેમ સૂર્ય કિરણોના સમૂહથી શોભે છે તેમ સુભટોના સમૂહથી રામ શોભતા હતા. જેમ મદમસ્ત હાથી કેળના વનમાં પ્રવેશીને કેળનો નાશ કરે તેમ તેમણે શત્રુઓની સેનાનો ભંગ કર્યો. જનક અને કનક બન્ને ભાઈઓને બચાવી લીધા. જેમ મેઘ વરસે તેમ લક્ષ્મણ બાણોની વર્ષા કરવા લાગ્યા. લક્ષ્મણે તીણ ચક્ર, શક્તિ, કુહાડા, કરવત ઈત્યાદિ શસ્ત્રો ચલાવ્યાં. તેનાથી અનેક પ્લેચ્છ મર્યા, કુહાડાથી વૃક્ષ તૂટી જાય તેમ. લક્ષ્મણનાં બાણોથી ભીલ, પારધી, મ્લેચ્છોની છાતી, હાથ, ગળું વગેરે છેદાઈ ગયાં, હજારો પૃથ્વી પર પડ્યા, પૃથ્વીના કંટકોની સેના લક્ષ્મણ સામેથી ભાગી ગઈ. મ્લેચ્છોમાં જે શાર્દૂલ સમાન હતા તે પણ દુર્નિવાર લક્ષ્મણને જોઈને ક્ષોભ પામ્યા. વાજિંત્રોનો ઘોર અવાજ કરતાં, મુખથી ભયંકર ગર્જના કરતા, ધનુષ્યબાણ, ખડ્ઝ, ચક્રાદિ અનેક શસ્ત્રો ધારણ કરેલા, લાલ રંગના વસ્ત્ર પહેરેલા, હાથમાં ખંજરવાળા, જાતજાતના રંગવાળા જેમનાં અંગ છે, કોઈ કાજળ જેવા કાળા, કોઈ કર્દમ જેવા, કોઈ તામ્ર વર્ણના, વૃક્ષની છાલના વસ્ત્ર પહેરેલા, ગેરુ વગેરે રંગથી જેમના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાવીસમું પર્વ ૨૫૫ શરીર પર લેપ કરવામાં આવ્યો છે અને જેના શિર પર વૃક્ષોની મંજરીના છોગા ફરકે છે એવા, કોડી જેવા દાંતવાળા અને મોટા પેટવાળા પ્લેચ્છો કુટજ જાતિનાં વૃક્ષો ખીલ્યાં હોય તેવા ભાસતા હતા. અસુરકુમાર દેવ જેવા ઉન્મત, મહાનિર્દય, પશુમાંસના ભક્ષક, મહામૂઢ જીવ હિંસામાં ઉદ્યમી, જન્મથી માંડીને જ પાપ કરનારા, ખોટા આરંભ કરનારા, જેમના ધ્વજ પર સુવ્વર, ભેંસ, વાઘ વગેરેના ચિહ્ન છે, તે જાતજાતનાં વાહનોમાં ચડીને, અતિઝડપથી દોડનારા, પ્રચંડ તુરંગ સમાન ચંચળ તે ભીલ મેઘવાળા સમાન લક્ષ્મણરૂપ પર્વત પર પોતાના સ્વામીરૂપ પવનથી પ્રેરાયેલા બાણવૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે લક્ષ્મણ તેમનો ધ્વંસ કરવા માટે શીઘ્ર વેગથી તેમના તરફ દોડ્યા, જાણે કે મહા ગજેન્દ્ર વૃક્ષોના સમૂહુ તરફ દોડયા. લક્ષ્મણના વેગ અને પ્રતાપથી તે પાપી ભાગ્યા અને પરસ્પરના પગ તળે કચરાઈ ગયા. પછી તેમનો અધિપતિ આતરંગતપ પોતાની સેનાને ધૈર્ય આપી સકળ સેના સહિત પોતે લક્ષ્મણની સન્મુખ આવ્યો. ત્યાં ભયંકર યુદ્ધ થયું. તેણે લક્ષ્મણને રથરહિત કર્યા એટલે શ્રી રામચંદ્ર પોતાનો રથ લઈ, પવન સમાન વેગથી લક્ષ્મણની પાસે આવ્યા. લક્ષ્મણને બીજા રથમાં બેસાડી પોતે જેમ અગ્નિ વનને ભસ્મ કરે છે તેમ તેની અપાર સેનાને ભસ્મ કરવા લાગ્યા. તેમણે કેટલાકને બાણથી માર્યા, કેટલાકને કનક નામના શસ્ત્રથી હણ્યા, કેટલાકને તોમરથી માર્યા, કેટલાકને સામાન્ય ચક્ર નામના શસ્ત્રથી પાડી દીધા. તે પાપી આતરંગતમ સમુદ્ર જેવડી વિશાળ સેના સાથે આવ્યો હતો તે ભય પામી દશ ઘોડાના અસવારો સાથે ભાગ્યો ત્યારે શ્રી રામે આજ્ઞા કરી કે એ નપુંસક યુદ્ધથી પરાડમુખ થઈ ભાગ્યો છે. હવે એમને મારવાથી શું લાભ? પછી લક્ષ્મણ ભાઈ સહિત પાછા ફર્યા. તે પ્લેચ્છ ભયથી વ્યાકુળ થઈ સહ્યાચળ અને વિંધ્યાચળના વનમાં છુપાઈ ગયા. શ્રી રામચંદ્રના ડરથી પશુહિંસાદિક દુષ્ટ કર્મ છોડી વનનાં ફળોનો આહાર કરતા. જેમ ગરુડથી સર્પ ડરે છે તેમ શ્રી રામથી ડરવા લાગ્યા. લક્ષ્મણ સહિત શ્રી રામે, જેમનું સ્વરૂપ શાંત છે તેમણે રાજા જનકને બહુ જ પ્રસન્ન કરીને વિદાય કર્યા અને પોતે પોતાના પિતા સમીપે અયોધ્યા ચાલ્યા. પૃથ્વીના બધા લોકો આશ્ચર્ય પામ્યા. સૌને તેમણે પરમ આનંદ આપ્યો, બધાનાં હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં. રામના પ્રભાવથી આખી પૃથ્વી શોભાયમાન થઈ હતી. ધર્મ, અર્થ, કામથી યુક્ત પુરુષો વડ જગત બર્ફના અવરોધ વિના નક્ષત્રોથી આકાશ શોભે તેમ શોભવા લાગ્યું. ગૌતમ સ્વામી કહે છે કે હે રાજા શ્રેણિક! રામનું આવું માહાભ્ય જોઈને જનકે પોતાની પુત્રી સીતા રામને આપવાનું વિચાર્યું. ઘણું કહેવાથી શો લાભ? જીવોને સંયોગ અને વિયોગનું કારણ એક કર્મનો ઉદય જ છે. શ્રીરામ શ્રેષ્ઠ પુરુષ, મહાસૌભાગ્યવંત, અતિપ્રતાપી, બીજામાં ન હોય એવા ગુણોથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયા, જેમ કિરણોના સમૂહથી સૂર્ય મહિમા પામે તેમ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપાપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં મ્લેચ્છોની હાર અને રામની જીતનું કથન કરનાર સત્તાવીસમું પર્વ પૂર્ણ થયું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ (સીતાનો સ્વયંવર અને રામની સાથે વિવાહ). આવા પરાક્રમથી પૂર્ણ રામની કથા વિના નારદ એક ક્ષણ પણ રહેતા નહિ, બધે રામની વાત કર્યા જ કરતા. નારદને રામના યશથી પરમ આશ્ચર્ય ઉત્પન્ન થયું છે. વળી, નારદે સાંભળ્યું હતું કે જનક રામને જાનકી દેવાનો વિચાર કર્યો છે. જાનકીનો મહિમા આખી પૃથ્વી પર પ્રસિદ્ધ હતો. નારદે વિચાર કર્યો કે એક વાર સીતાને જોઉં કે તે કેવી છે? કેવાં લક્ષણોથી શોભે છે કે જેથી જનકે તેને રામને દેવાનું નક્કી કર્યું છે. જેનું હૃદય શીલસંયુક્ત છે એવા નારદ સીતાને જોવા માટે સીતાને ઘેર આવ્યા. તે વખતે સીતા દર્પણમાં પોતાનું મુખ જોઈ રહી હતી, તેને નારદની જટા દર્પણમાં દેખાઈ એટલે તે ભયથી વ્યાકુળ બનીને મનમાં ચિંતવવા લાગી કે હાય માતા! આ કોણ છે? આમ ભયથી ધ્રુજતી તે મહેલની અંદર ગઈ. નારદ પણ સાથે જ મહેલમાં જવા લાગ્યા ત્યારે દ્વારપાલીએ તેમને રોકયા એટલે નારદ અને દ્વારપાલી વચ્ચે કજિયો થયો. કજિયાના શબ્દો સાંભળીને ખગ અને ધનુષ્યના ધારક સામંતો દોડી આવ્યા અને કહેવા લાગ્યા કે પકડી લ્યો, પકડી લ્યો, આ કોણ છે? આવા શસ્ત્રધારીઓનો અવાજ સાંભળીને નારદ ડરી ગયા અને આકાશમાર્ગે ગમન કરીને કૈલાસ પર્વત પર આવ્યા. ત્યાં બેસીને વિચારવા લાગ્યા કે ખૂબ કષ્ટ પામ્યો અને મુશ્કેલીથી બચ્યો, નવો જન્મ જ મળ્યો, જેમ પક્ષી દાવાનળમાંથી બહાર નીકળે તેમ હું ત્યાંથી નીકળ્યો. પછી ધીરે ધીરે નારદની ઘૂજારી મટી અને કપાળેથી પરસેવો લૂછીને વાળ વિખરાઈ ગયા હતા તે સમારીને બાંધ્યા. તેમના હાથ ધૃજતા હતા, જેમ જેમ તે વાત યાદ આવતી તેમ તેમ તે નિશ્વાસ નાખતા. પછી તે ખૂબ ક્રોધે ભરાઈને, મસ્તક હલાવીને વિચારવા લાગ્યા કે કન્યાની દુષ્ટતા તો જુઓ ! હું નિર્દોષપણે સરળ સ્વભાવથી, રામ પ્રત્યેના અનુરાગથી તેને જોવા ગયો હતો તે મૃત્યુ સમાન અવસ્થા પામ્યો, યમ જેવા દુષ્ટ માણસો મને પકડવા આવ્યા, સારું થયું કે હું બચી ગયો, પકડાયો નહિ. હવે તે પાપણી મારી પાસેથી કેવી રીતે બચશે? તે જ્યાં જ્યાં જશે ત્યાં હું તેને દુઃખમાં ધકેલીશ. હું વાજિંત્ર વગાડયા વિના પણ નાચું છું તો પછી જ્યારે વાજિંત્રો વાગે ત્યારે તો ટળું જ શેનો ? આમ વિચારીને તે શીધ્ર વૈતાદ્યની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર નગરમાં ગયા અને સીતાના મહાસુંદર રૂપનું ચિત્રપટ બનાવીને લઈ ગયા. ચિત્ર એવું અંકિત કર્યું હતું કે જાણે પ્રત્યક્ષ ન હોય! ચંદ્રગતિનો પુત્ર ભામંડળ ઉપવનમાં અનેક કુમારો સહિત ક્રિડા કરવા આવ્યો હતો તેની સમીપમાં આ ચિત્રપટ ફેંકીને પોતે છુપાઈ રહ્યા. ભામંડળને એવી ખબર ન પડી કે આ મારી બહેનનું ચિત્રપટ છે. તે ચિત્રપટ જોઈને ચિત્તમાં મોહ પામ્યો, લજ્જા, શાસ્ત્રજ્ઞાન, વિચાર એ બધું ભૂલી ગયો. લાંબા લાંબા નિસાસા નાખવા લાગ્યો, તેના હોઠ સુકાઈ ગયા, ગાત્ર શિથિલ થઈ ગયાં, રાતદિવસ ઊંઘ આવતી નહિ, અનેક ઉપચારો કરવામાં આવ્યા તો પણ તેને શાંતિ મળી નહિ, સુગંધી પુષ્પ અને સુંદર આહાર એને વિષ સમાન લાગ્યા. તેને શીતળ જળ છાંટવા છતાં પણ તેનો સંતાપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ ૨૫૭ મટતો નહિ. કોઈ વાર તે મૌન થઈ જતો, કોઈ વાર હસવા લાગતો. કોઈ વાર વિકથા કર્યા કરતો, કોઈ વાર ઉઠીને ઊભો રહેતો, નકામો ઊભો થઈને ચાલવા લાગતો, વળી પાછો આવતો. આવી ચેષ્ટા કરતો, જાણે કે તેને ભૂત વળગ્યું હોય! ત્યારે મોટા મોટા બુદ્ધિમાન લોકો એને કામાતુર જાણીને પરસ્પર વાત કરવા લાગ્યા કે આ કન્યાનું રૂપ કોઈએ ચિત્રપટમાં અંકિત કરીને આની પાસે ફેંકયું છે તેથી તેનું મન ડામાડોળ થઈ ગયું છે. કદાચ આ ચેષ્ટા નારદે જ કરી હોય. તે વખતે નારદે પોતાના કાર્યથી કુમારને વ્યાકુળ થયેલો જાણીને અને લોકોની વાત સાંભળીને કુમારનાં સગાઓને દર્શન દીધાં. તેઓએ તેમનો ખૂબ આદર કરીને પૂછયું કે હે દેવ! કહો, આ કોની કન્યાનું ચિત્ર છે? તમે તેને ક્યાં જોઈ? આ કોઈ સ્વર્ગની દેવાંગનાનું રૂપ છે, નાગકુમારીનું રૂપ છે કે કોઈ પૃથ્વી પર આવેલીને તમે જોઈ છે? ત્યારે નારદે માથું હલાવીને બોલ્યા કે એક મિથિલા નામની નગરી છે, ત્યાં રાજા ઇન્દ્રકેતુનો પુત્ર જનક રાજ્ય કરે છે, તેની રાણીનું નામ વિદેહા છે, તે રાજાને અતિપ્રિય છે, આ રૂપ તેની પુત્રી સીતાનું છે. આમ કહીને નારદ ભામંડળને કહેવા લાગ્યા કે હું કુમાર ! તું વિષાદ ન કર. તું વિધાધર રાજાનો પુત્ર છે, તારા માટે આ કન્યા દુર્લભ નથી, સુલભ જ છે. વળી, તું રૂપમાત્રથી જ અનુરાગી થયો, તેનામાં ઘણા ગુણ છે, તેના હાવભાવ, વિલાસાદિકનું વર્ણન કોણ કરી શકે ? અને એને જોતાં તારું ચિત્ત વશીભૂત થયું હોય તો એમાં આશ્ચર્ય શેનું છે? તેને જોવાથી તો મોટા મોટા પુરુષોના ચિત્ત પણ મોહિત થઈ જાય છે. મેં તો પટ પર તેનો આકાર માત્ર દોર્યો છે, તેનું લાવણ્ય તો તેનામાં જ છે, તે દોરવામાં કેવી રીતે આવે? નવયૌવનરૂપ જળથી ભરેલા કાંતિરૂપ સમુદ્રની લહેરોમાં તે સ્તનરૂપ કુંભ વડે તરી રહી છે. અને આવી સ્ત્રી તને છોડીને બીજા કોના માટે યોગ્ય હોય? તારો અને એનો મેળાપ થાય તે યોગ્ય છે. આમ કહીને નારદ ભામંડળના મનમાં ખૂબ સ્નેહ ઉપજાવ્યો અને પોતે આકાશમાર્ગે ચાલતા થયા. કામના બાણથી વીંધાયેલો ભામંડળ પોતાના ચિત્તમાં વિચારવા લાગ્યો કે જો આ સ્ત્રીરત્ન મને તરત જ ન મળે તો મારે જીવવું નથી. જુઓ, આશ્ચર્યની વાત કે પરમકાંતિ ધરનાર તે સુંદરી મારા હૃદયમાં બેસીને અગ્નિની જ્વાળા સમાન મારા હૃદયને આતાપ કરે છે. સૂર્ય બાહ્ય શરીરને તાપ ઉપજાવે છે અને કામ અંદર અને બહાર દાહ ઉપજાવે છે. સૂર્યનો આતાપ દૂર કરવાના તો અનેક ઉપાયો છે, પરંતુ કામનો દાહ મટાડવાનો કોઈ ઉપાય નથી. હવે મારી બે અવસ્થા થવાની છે. કાં તો તેનો સંયોગ થાય અથવા કામનાં બાણોથી મારું મરણ થાય. નિરંતર આવા વિચારો કરીને ભામંડળ વિહવળ થઈ ગયો. તે ભોજન અને ઊંઘ બધું ભૂલી ગયો. એને ન તો મહેલમાં શાતા મળતી, ન ઉપવનમાં. કુમારની વ્યાકુળતાના કારણરૂપ આ બધો વૃત્તાંત જાણીને તથા તે નારદકત છે એમ સમજીને તેણે કુમારના પિતાને કહ્યું કે હું નાથ ! આ અનર્થનું મૂળ નારદ છે. તેણે એક અત્યંત રૂપાળી સ્ત્રીનું ચિત્રપટ લાવીને કુમારને બતાવ્યું છે અને કુમાર ચિત્રપટ જોઈને અત્યંત વિભ્રમચિત્ત થઈને ધીરજ રાખતો નથી, લજ્જારહિત થઈ ગયો છે, વારંવાર ચિત્રપટ જોયા કરે છે, “સીતા, સીતા” એવા શબ્દો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ ઉચ્ચાર્યા કરે છે અને નાના પ્રકારની અજ્ઞાન ચેષ્ટા કરે છે, જાણે કે એને વાઈ આવતી હોય. માટે તમે એને શીધ્ર શાતા ઉત્પન્ન થાય એવા ઉપાયો વિચારી કાઢો. એ ભોજનાદિથી પરાડમુખ થઈ ગયો છે તેથી તેના પ્રાણ છૂટે તે પહેલાં જ ઉપાય કરો. ચંદ્રગતિ આ વાત સાંભળીને વ્યાકુળ થયો અને પોતાની સ્ત્રી સાથે આવીને પુત્રને કહેવા લાગ્યો કે હે પુત્ર! તું સ્થિર મન રાખ અને જેમ પહેલાં ભોજનાદિ ક્રિયા કરતો હતો તેમ કર. તારા મનમાં જે કન્યા વસી છે તે તને શીધ્ર પરણાવીશ. આ પ્રમાણે કહીને ચંદ્રગતિએ પુત્રને શાંતિ ઉપજાવી. પછી તે એકાંતમાં હર્ષ, વિષાદ અને આશ્ચર્ય પામતો પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે હું પ્રિયે! વિદ્યાધરોની અતિસ્વરૂપવાન અનુપમ કન્યાને છોડીને ભૂમિગોચરીઓનો સંબંધ આપણા માટે કેટલો ઉચિત ગણાય? અને ભૂમિગોચરીઓને ઘેર આપણે કેવી રીતે જઈશું? અને કદાચ આપણે જઈને માગણી કરીએ અને તે ન સ્વીકારે તો આપણા મુખની શોભા કેટલી રહેશે? અને કોઈ ઉપાય કરીને કન્યાના પિતાને અહીં શીઘ્ર લાવી શકીએ એવો કોઈ ઉપાય નથી. ત્યારે ભામંડળની માતા કહેવા લાગી નાથ! યોગ્ય કે અયોગ્ય એ તમે જાણો, તો પણ આ તમારાં વચન મને પ્રિય લાગે છે. પછી રાજાએ પોતાના એક સેવક ચપળવેગ નામના વિદ્યાધરને આદરપૂર્વક બોલાવીને સકળ વૃત્તાંત તેના કાનમાં કહ્યો અને તેને સમજાવ્યો તેથી ચપળવેગ રાજાની આજ્ઞા પામીને, ખૂબ આનંદમાં આવી તરત જ મિથિલાનગરીમાં જવા નીકળ્યો. જેમ પ્રસન્ન થયેલ યુવાન હંસ સુગંધથી ભરેલી કમલિની તરફ જાય તેમ તે શીધ્ર મિથિલાનગરીમાં જઈ પહોંચ્યો. તે આકાશમાંથી ઊતરીને અશ્વનો વેષ લઈને ગાય, ભેંસ વગેરે પશુઓને ત્રાસ આપવા લાગ્યો, રાજાના મંડળમાં ઉપદ્રવ કરવા લાગ્યો. લોકો તરફથી ફરિયાદ આવવા લાગી અને તે સાંભળીને રાજા નગરની બહાર નીકળ્યો. પ્રમોદ, ઉદ્વેગ અને કૌતુકથી ભરેલા રાજાએ એક ઘોડો જોયો. કેવો છે ઘોડો? નવયુવાન છે, ઊછળતો થકો ખૂબ તેજસ્વી લાગે છે, મનસમાન તેને વેગ છે, સુંદર લક્ષણોવાળો છે, તેનું મુખ પ્રદક્ષિણા ફરતું હોય તેમ ગોળ ગોળ ફરે છે, ખરીના અગ્રભાગથી જાણે કે મૃદંગ બજાવે છે, તેની ઉપર કોઈ ચડી શકતું નથી, નાસિકામાંથી અવાજ કાઢતો તે અતિ શોભે છે. આવો અશ્વ જોઈને રાજા આનંદ પામીને લોકોને વારંવાર કહેવા લાગ્યા કે આ કોઈકનો અશ્વ બંધન તોડાવીને આવ્યો છે. ત્યારે પંડિતો રાજાને પ્રિય વચન કહેવા લાગ્યા કે હે રાજન્ ! આ અશ્વ જેવો બીજો કોઈ અશ્વ નથી. બીજાની તો શી વાત? આવો અશ્વ રાજાને પણ દુર્લભ છે, આપના જોવામાં પણ આવો અશ્વ નહિ આવ્યો હોય. સૂર્યના રથના તુરંગની ખૂબ પ્રશંસા સાંભળીએ છીએ, પણ આના જેવો તો તેય નહિ હોય. કોઈ દૈવયોગે આપની પાસે આવો અશ્વ આવ્યો છે, માટે આપ એને સ્વીકારો. આપ મહાન પુણ્યના અધિકારી છો. એટલે રાજાએ અશ્વનો સ્વીકાર કર્યો. તેને પકડી લાવીને અશ્વશાળામાં સુંદર દોરીથી બાંધ્યો અને જાતજાતની સામગ્રી વડે એને સાચવ્યો. તેને અહીં આવ્યા એક માસ થયો. એક દિવસ સેવકે આવી રાજાને નમસ્કાર કરી વિનંતી કરી કે હે નાથ ! એક જંગલી હાથી આવ્યો છે તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes અઠ્ઠાવીસમું પર્વ ૨૫૯ પદ્મપુરાણ ઉપદ્રવ કરે છે. ત્યારે રાજા મોટા હાથી પર બેસીને તે હાથી તરફ ગયા. જે સેવકે આવીને હાથીનો વૃત્તાંત કહ્યો હતો તેના કહેલા માર્ગે રાજાએ મહાવનમાં પ્રવેશ કર્યો. ત્યાં સરોવરના કિનારે હાથીને ઊભેલો જોયો અને નોકરોને કહ્યું કે એક ઝડપી ઘોડો લાવો એટલે તેઓ માયામયી અશ્વને તરત લઈ ગયા. રાજા તેના ઉપર બેઠા એટલે તે રાજાને લઈને આકાશમાં ઉડયો એટલે બધાં સગાં અને નગરજનો હાહાકાર કરી શોક કરવા લાગ્યા. તેમનાં મનમાં આશ્ચર્ય થયું. તે તત્કાળ નગરમાં ગયા. પછી તે અશ્વનું રૂપ લેનાર વિધાધર, મન સમાન વેગવાળો, અનેક નદી, પહાડ, વન, ઉપવન, નગર, દેશ ઓળંગીને રાજાને રથનૂપુર લઈ ગયો. જ્યારે નગર પાસે રહ્યું ત્યારે એક વૃક્ષની નીચેથી પસાર થયો તે વખતે રાજા જનકે વૃક્ષની એક ડાળી પકડી લીધી અને લટકી રહ્યા. તો ઘોડો નગરમાં ગયો. રાજા વૃક્ષ ઉપરથી નીચે ઉતરી, આરામ કરી આશ્ચર્ય સહિત આગળ વધ્યા. ત્યાં સોનાનો ઊંચો કોટ જોયો. તેના દરવાજા રત્નઊમય તોરણોથી શોભતા હતા. મહાસુંદર ઉપવન જોયું. તેમાં જુદીજુદી જાતનાં વૃક્ષોવેલીઓ ફૂલો સહિત જોયાં, ત્યાં જાતજાતનાં પક્ષીઓ અવાજ કરી રહ્યાં હતાં. જેવા સંધ્યા સમયે વાદળો દેખાય છે તેવા જુદા જુદા રંગના અનેક મહેલો જોયા, જાણે કે તે મહેલો જિનમંદિરની સેવા કરી રહ્યા છે. રાજા જમણા હાથમાં ખડ્ગ લઈને સિંહ સમાન અતિ નિર્ભય બની, ક્ષત્રિયવ્રતમાં પ્રવીણ, દરવાજામાં દાખલ થયા. દરવાજાની અંદર જાતજાતનાં ફૂલોની વાડી, સુવર્ણરત્નમય પગથિયાંવાળી વાવ, જેમાં સ્ફટિકમણિ સમાન ઉજ્જવળ જળ ભર્યું હતું, મહાસુંદર સુગંધી વિસ્તીર્ણ જૂઈનાં ફૂલના મંડપો જોયા. તેનાં પાંદડાં ડોલતા હતાં અને ભમરાઓ તેના ૫૨ ગુંજારવ કરતા હતા. તેમણે આગળ ભગવાનનું મંદિર પ્રસન્ન નેત્રોથી જોયું. મંદિર મોતીની ઝાલરોથી શોભતું, રત્નોના ઝરૂખાથી સંયુક્ત, સુવર્ણના હજારો સ્તંભોથી મનોહર, ભીંત ૫૨ જાતજાતનાં ચિત્રો, સુમેરુના શિખર સમાન ઊંચાં શિખરો, હીરાથી મઢેલી ફરસથી મંડિત જિનમંદિર જોઈને જનક વિચારવા લાગ્યા કે આ ઇન્દ્રનું મંદિર છે અથવા અહમિન્દ્રનું મંદિર છે, આ ઊર્ધ્વલોકમાં છે કે નાગેન્દ્રના ભવનપાતાળમાં આવેલું છે કે પછી કોઈ કારણે સૂર્યનાં કિરણોનો સમૂહ પૃથ્વી ૫૨ એકઠો થયો છે. અહો! આ વિદ્યાધર મિત્રે મારા ઉ૫૨ બહુ મોટો ઉપકાર કર્યો કે મને અહીં લઈ આવ્યો, આવું સ્થાન મેં અત્યાર સુધીમાં ક્યાંય જોયું નહોતું. સારું થયું કે આવું મંદિર જોવા મળ્યું. એમ ચિંતવીને મંદિરમાં બેસીને પ્રફુલ્લિત મુખથી શ્રી જિનરાજનાં દર્શન કર્યાં. કેવા છે શ્રી જિનરાજ ? સ્વર્ણ સમાન વર્ણવાળા, પૂર્ણિમાના ચંદ્રમા સમાન મુખવાળા, પદ્માસનમાં બિરાજમાન છે. અષ્ટ પ્રતિહાર્ય સંયુક્ત, કનકમય કમળોથી પૂજિત અને જેમના શિર પર જાતજાતનાં રત્નો જડેલું છત્ર રહેલું છે અને ઊંચા સિંહાસન પર બેઠેલા છે. પછી બન્ને હાથ જોડી, મસ્તક નમાવી પ્રણામ કર્યા, હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં, ભક્તિના અનુરાગથી મોહિત થઈ ગયા. બીજી ક્ષણે સાવચેત થઈ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અતિવિશ્રામ પામી, આશ્ચર્ય સહિત જનક ચૈત્યાલયમાં બેઠા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ છે. ચપળવેગ વિધાધર જે અશ્વનું રૂપ લઈને એમને લઈ આવ્યો હતો તે અશ્વનું રૂપ દૂર કરી રાજા ચંદ્રગતિની પાસે ગયો અને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હું જનકને લઈ આવ્યો છું. તે મનોજ્ઞ વનમાં ભગવાનનાં ચૈત્યાલયમાં બેઠા છે. રાજા આ સાંભળીને બહુ હર્ષ પામ્યા. જેનું મન ઉજ્જવળ છે એવા તે થોડાક નિકટના લોકો સાથે પૂજાની સામગ્રી લઈ, મનોરથ સમાન રથ ૫૨ બેસીને ચૈત્યાલયમાં આવ્યા. રાજા જનકને ચંદ્રગતિની સેના જોઈને તથા અનેક વાજિંત્રોનો અવાજ સાંભળીને કાંઈક શંકા થઈ. કેટલાક વિદ્યાધરો માયામયી સિંહો ૫૨ બેસીને, કેટલાક માયામયી હાથીઓ પર બેસીને, કેટલાક ઘોડા પર બેસીને, કેટલાક હંસ ૫૨ આરૂઢ થઈને અને તેમની વચ્ચે રાજા ચંદ્રગતિને જોઈને જનક વિચારવા લાગ્યો કે વિદ્યાધર પર્વત ૫૨ વિધાધરો વસે છે એવું મેં સાંભળ્યું હતું તો આ વિદ્યાધરો છે. વિદ્યાધરોના સૈન્યની વચમાં આ વિધાધરોનો અધિપતિ ૫૨મ દીપ્તિથી શોભે છે. જનક આમ વિચાર કરે છે તે જ સમયે દૈત્યજાતિના વિધાધરોનો સ્વામી રાજા ચંદ્રગતિ ચૈત્યાલયમાં આવી પહોંચ્યો. તે ખૂબ આનંદમાં છે અને તેનું શરીર નમ્રતાવાળું છે. રાજા જનક તેને જોઈને અને કાંઈક ભય પામીને ભગવાનના સિંહાસનની નીચે બેસી રહ્યા અને રાજા ચંદ્રગતિએ ભક્તિપૂર્વક ભગવાનના ચૈત્યાલયમાં જઈને, પ્રણામ કરીને, વિધિપૂર્વક ઉત્તમ પૂજા કરી અને સ્તુતિ કરવા લાગ્યા. પછી સુંદર સ્વરવાળી વીણા હાથમાં લઈને ઊંડી ભાવના સહિત ભગવાનના ગુણ ગાવા લાગ્યા. તેમનાં ગીતનો ભાવ સાંભળો. અહો ભવ્ય જીવો! જિનેન્દ્રની આરાધના કરો. જિનેન્દ્ર દેવ ત્રણ લોકના જીવોને વર આપનાર અને અવિનાશી સુખ આપનાર છે, દેવોમાં શ્રેષ્ઠ ઇન્દ્રાદિ દ્વારા નમસ્કાર કરવા યોગ્ય છે. ઇન્દ્રાદિએ ઉત્કૃષ્ટ પૂજાના વિધાનમાં પોતાનું ચિત્ત જોડયું છે. હૈ ઉત્તમજનો! શ્રી ઋષભદેવને મનવચનકાયાથી નિરંતર ભજો. કેવા છે ઋષભદેવ? ઉત્કૃષ્ટ છે, શિવદાયક છે, જેમને ભજવાથી જન્મજન્મનાં કરેલાં સમસ્ત પાપનો વિલય થાય છે. હું પ્રાણીઓ ! જિનવરને નમસ્કાર કરો. કેવા છે જિનવર? મહાન અતિશયોના ધારક છે, કર્મોના નાશક છે અને પરમગતિ નિર્વાણને પામેલા છે, સર્વ સુર, અસુર, ૧૨, વિદ્યાધરોથી તેમનાં ચરણકમળ પૂજાય છે, ક્રોધરૂપ મહાવેરીનો નાશ કરનાર છે. હું ભક્તિરૂપ થઈને જિનેન્દ્રને નમસ્કાર કરું છું. જેમનો દેહ ઉત્તમ લક્ષણોથી સંયુક્ત છે, જેમને સર્વ મુનિઓ વિનયથી નમસ્કાર કરે છે, તે ભગવાન નમસ્કારમાત્રથી જ ભક્તોનો ભય દૂર કરે છે. હૈ ભવ્ય જીવો! જિનવરને વારંવા૨ પ્રણામ કરો. તે જિનવર અનુપમ ગુણ ધારણ કરે છે, તેમનું શરી૨ અનુપમ છે, તેમણે સંસારમય સકળ કુકર્મોનો નાશ કર્યો છે, રાગાદિરૂપ મળથી રહિત અત્યંત નિર્મળ છે, જ્ઞાનાવરણાદિરૂપ કર્મને દૂર કરે છે, સંસાર પાર કરાવવામાં અત્યંત પ્રવીણ છે, અત્યંત પવિત્ર છે. આ પ્રમાણે ચંદ્રગતિએ વીણા વગાડીને ભગવાનની સ્તુતિ કરી. ત્યારે રાજા જનક ભગવાનના સિંહાસન નીચેથી ભય ત્યજીને નીકળ્યા અને ભગવાનની સ્તુતિ કરી. ચંદ્રગતિએ જનકને જોઈને આનંદ પામેલા મનથી પૂછયું કે તમે કોણ છો ? આ નિર્જન સ્થાનમાં ભગવાનના ચૈત્યાલયમાં ક્યાંથી આવ્યા છો? તમે નાગેન્દ્ર છો કે વિદ્યાધરોના અધિપતિ છો ? હું મિત્ર ! તમારું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ ૨૬૧ નામ શું છે તે કહો. ત્યારે જનકે કહ્યું કે હું વિદ્યાધરોના પતિ! હું મિથિલાનગરીમાંથી આવ્યો છું અને મારું નામ જનક છે, માયામયી અશ્વ મને અહીં લઈ આવ્યો છે. જનકે આ સમાચાર કહ્યા ત્યારે બન્ને અત્યંત પ્રેમથી મળ્યા, પરસ્પર કુશળતા પૂછી, એક આસન પર બેસીને અને એકાદ ક્ષણ ઊભા થઈને બન્ને આપસમાં વિશ્વાસ પામ્યા. ચંદ્રગતિએ બીજી વાતો કરીને જનકને કહ્યું કે હે મહારાજ ! હું મહાન પુણ્યવાન છું કે મને મિથિલાપતિનાં દર્શન થયાં. તમારી પુત્રી અત્યંત શુભ લક્ષણોથી મંડિત છે એવું મેં ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે તો તે મારા પુત્ર ભામંડળને આપો. તમારી સાથે સંબંધ બાંધીને હું મારું મહાન ભાગ્ય માનીશ. ત્યારે જનકે કહ્યું કે હું વિદ્યાધરાધિપતિ! તમે જે કહ્યું તે તો બધું વાજબી છે, પરંતુ મેં મારી પુત્રી રાજા દશરથના મોટા પુત્ર શ્રી રામચંદ્રને દેવાનું નક્કી કર્યું છે. ચંદ્રગતિએ પૂછયું કે શા માટે તેને દેવાનું નક્કી કર્યું છે. રાજા જનકે કહ્યું કે તમને સાંભળવાની જિજ્ઞાસા છે તો સાંભળો. મારી મિથિલાપુરી રત્નાદિ, ધન અને ગાય આદિ પશુઓથી પૂર્ણ છે, હવે અર્ધવર્વર દેશના સ્વેચ્છાએ આવીને મારા દેશમાં ત્રાસ વર્તાવવા માંડ્યો, ધન લૂંટી જવા લાગ્યા અને દેશમાંથી શ્રાવક અને યતિધર્મનો નાશ થવા લાગ્યો તેથી મ્લેચ્છો અને મારી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે વખતે રામે આવીને મને અને મારા ભાઈને મદદ કરી. દેવોથી પણ દુર્જય એવા તે મ્લેચ્છોને તેમણે જીતી લીધા. રામના નાના ભાઈ લક્ષ્મણ ઇન્દ્ર સમાન પરાક્રમી છે અને મોટા ભાઈના સદા આજ્ઞાકારી અને વિનયસંયુક્ત છે. તે બન્ને ભાઈઓએ આવીને જો પ્લેચ્છોની સેનાને ન જીતી હોત તો આખી પૃથ્વી પ્લેચ્છમય થઈ જાત. તે મ્લેચ્છ અત્યંત અવિવેકી, શુભક્રિયા રહિત, લોકોને પીડનારા, મહાભયંકર વિષ સમાન દારુણ ઉત્પાતનું સ્વરૂપ જ છે. રામની કૃપાથી તે બધા ભાગી ગયા. પૃથ્વીનું અહિત થતું અટકી ગયું. તે બન્ને રાજા દશરથના પુત્ર, અતિ દયાવાન, લોકોના હિતેચ્છુ છે. તેમને પામીને રાજા દશરથ સુખપૂર્વક સુરપતિ સમાન રાજ્ય કરે છે. તે દશરથના રાજ્યમાં ખૂબ સંપત્તિશાળી લોકો વસે છે અને દશરથ અત્યંત શૂરવીર છે. જેના રાજ્યમાં પવન પણ કોઈનું કાંઈ હુરી શકતો નથી તો બીજું કોણ હરી શકે ? રામ-લક્ષ્મણે મારા ઉપર એવો મોટો ઉપકાર કર્યો છે. ત્યારે મને વિચાર આવ્યો કે હું એમનો કઈ રીતે બદલો વાળું? રાતદિવસ મને ઊંઘ આવતી નહિ. જેણે મારા પ્રાણની રક્ષા કરી, પ્રજાની રક્ષા કરી તે સમાન મારું કોણ હોય? મારાથી તો કદી એમની કાંઈ સેવા થઈ શકી નથી અને એમણે મોટો ઉપકાર કર્યો છે. ત્યારે હું વિચારવા લાગ્યો કે જે આપણા ઉપર ઉપકાર કરે અને તેની કાંઈ સેવા ન કરીએ તો જીવનનો શો અર્થ? કૃતજ્ઞનું જીવન તૃણ સમાન છે. ત્યારે મેં મારી નવયૌવનપૂર્ણ પુત્રી સીતા રામને યોગ્ય જાણીને રામને આપવાનું વિચાર્યું. ત્યારે જ મારો શોક કાંઈક મટયો. હું ચિંતારૂપ સમુદ્રમાંથી બહાર નીકળ્યો. રામ મહાતેજસ્વી છે. જનકના આ વચન સાંભળી ચંદ્રગતિના નિકટવર્તી બીજા વિધાધરો મલિનમુખ થઈને કહેવા લાગ્યા કે તમારી બુદ્ધિ શોભાયમાન નથી. તમે ભૂમિગોચરી છો, અપંડિત છો. ક્યાં તે રંક મ્લેચ્છ અને ક્યાં તેમને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ જીતવાની બડાઈ ? આમાં રામનું શું પરાક્રમ આવ્યું કે તમે પ્લેચ્છોને જીતવા વડ તેની આટલી પ્રશંસા કરી? રામની જે આટલી પ્રશંસા કરી તે તો ઊલટી આમાં નિંદારૂપ છે. અહો ! તમારી વાત સાંભળીને હસવું આવે છે. જેમ બાળકને વિષફળ જ અમૃત ભાસે છે અને દરિદ્રીને બોર ઉત્તમ ફળ લાગે છે, કાગડો સુકાઈ ગયેલા વૃક્ષમાં પ્રીતિ કરે છે, એ સ્વભાવ જ દુર્નિવાર છે. હવે તમે ભૂમિગોચરીઓનો ખોટો સંબંધ છોડીને આ વિધાધરોના રાજા ચંદ્રગતિ સાથે સંબંધ બાંધો. ક્યાં દેવ સમાન સંપતિના ધારક વિદ્યાધરો અને ક્યાં તે રંક, સર્વથા અત્યંત દુ:ખી એવા ભૂમિગોચરી ? ત્યારે જનકે કહ્યું કે ક્ષીરસાગર અત્યંત વિશાળ છે, પરંતુ તે તરસ છિપાવતો નથી અને વાવ થોડા જ મીઠા જળથી ભરેલી છે તે જીવોની તરસ મટાડે છે. અંધકાર અત્યંત વિસ્તીર્ણ છે, પણ તેનાથી શું? અને દીપક નાનો છે તો પણ પૃથ્વી પર પ્રકાશ ફેલાવે છે, પદાર્થોને પ્રગટ કરે છે. અનેક મદમસ્ત હાથી જે પરાક્રમ કરી શકતા નથી તે એકલા કેસરી સિંહનું બચ્ચું કરી શકે છે. રાજા જનકે જ્યારે આમ કહ્યું ત્યારે તે સર્વ વિધાધરો ગુસ્સે થઈને અતિકઠોર શબ્દોથી ભૂમિગોચરીઓની નિંદા કરવા લાગ્યા. હે જનક! તે ભૂમિગોચરી વિદ્યાના પ્રભાવ વિનાના, સદા ખેદખિન્ન, શૂરવીરતા રહિત, આપદાવાન, તમે તેમનાં શું વખાણ કરો છો ? પશુઓમાં અને તેમનામાં તફાવત ક્યાં છે? તમારામાં વિવેક નથી તેથી તેમનો યશ ગાવા છો. ત્યારે જનકે કહ્યું કે અરેરે! અત્યંત ખેદની વાત છે કે મેં પાપના ઉદયથી મહાન પુરુષોની નિંદા સાંભળી. ત્રણ ભવનમાં વિખ્યાત ભગવાન ઋષભદેવ, ઇન્દ્રાદિક દેવોમાં પણ પૂજ્ય તેમના પવિત્ર ઈક્વાકુવંશ વિષે શું તમે સાંભળ્યું નથી ? ત્રણ લોકના પૂજ્ય શ્રી તીર્થંકરદેવ, ચક્રવર્તી, બળભદ્ર, નારાયણ તે બધા ભૂમિગોચરીઓમાં ઉત્પન્ન થાય છે તેમની તમે કઈ રીતે નિંદા કરો છો? હે વિધાધરો ! પંચકલ્યાણકની પ્રાપ્તિ ભૂમિગોચરીઓને જ થાય છે, વિધાધરોમાં કદી પણ કોઈને તમે જોઈ છે? ઈક્વાકુવંશમાં મોટા મોટા રાજાઓ જે છ ખંડ પૃથ્વીના વિજેતા હતા, તેના ચક્રાદિ મહારત્ન અને મોટી ઋદ્ધિના સ્વામી, ઇન્દ્રાદિકોએ પણ જેમની ઉદાર કીર્તિનાં ગુણગાન કર્યા છે એવા ગુણોના સાગર, કૃતકૃત્ય પુરુષ ઋષભદેવના વંશના મોટામોટા પૃથ્વીપતિ આ ભૂમિમાં અનેક થઈ ગયા છે. તે જ વંશમાં રાજા અનરણ્ય મહાન રાજા થયા હતા. તેમની રાણી સુમંગલાને દશરથ નામનો પુત્ર થયો, જે ક્ષત્રિય ધર્મમાં તત્પર, લોકોની રક્ષા નિમિત્તે પોતાના પ્રાણ ત્યાગતાં ન ડરે, જેમની આજ્ઞા સમસ્ત લોક મસ્તકે ચડાવે, જેમની ચાર પટરાણી જાણે કે ચાર દિશા જ છે, તે ઉપરાંત ગુણોથી ઉજ્જવળ એવી બીજી પાંચસો રાણી, જેમનાં મુખ ચંદ્રને પણ જીતે છે, જે જાતજાતના શુભ ચરિત્રથી પતિનું મન હરે છે, એ દશરથના મોટા પુત્ર રામ, જેમને પદ્મ પણ કહે છે, જેનું શરીર લક્ષ્મીથી મંડિત છે, જેણે દીપ્તિથી સૂર્યને અને કીર્તિથી ચંદ્રને જીતી લીધા છે, દઢતાથી સુમેરુ પર્વતને, શોભાથી ઇન્દ્રને અને શૂરવીરતાથી સર્વ સુભટોને જીતી લીધા છે, જેનું ચરિત્ર સુંદર છે, જેના નાના ભાઈ લક્ષ્મણના શરીરમાં લક્ષ્મીનો નિવાસ છે, જેનું ધનુષ્ય જોતાં શત્રુઓ ભયથી ભાગી જાય છે અને તમે વિધાધરોને એમનાથી ચડિયાતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ ૨૬૩ બતાવો છો? કાગડો પણ આકાશમાં તો ગમન કરે છે, તેમાં ગુણ શો આવ્યો? ભૂમિગોચરીઓમાં ભગવાન તીર્થંકર જન્મે છે તેમને ઇન્દ્રાદિક દેવ ભૂમિ ૫૨ મસ્તક અડાડી નમસ્કાર કરે છે, વિધાધરોની શી વાત છે? જ્યારે જનકે આમ કહ્યું ત્યારે તે વિધાધરો એકાંતમાં બેસીને અંદરોઅંદર મંત્રણા કરીને જનકને કહેવા લાગ્યા કે હું ભૂમિગોચરીઓના રાજા! તમે રામ-લક્ષ્મણનો આટલો પ્રભાવ બતાવો છો અને મિથ્યા ગર્જીગર્જીને વાતો કરો છો, પણ અમને એમના બળ-પરાક્રમની પ્રતીતિ થતી નથી, માટે અમે કહીએ છીએ તે સાંભળો. એ વજાવર્ત અને બીજું સાગરાવર્ત આ બે ધનુષ્યોની દેવ સેવા કરે છે. હવે જો એ બન્ને ભાઈ આ ધનુષ્યો ચડાવે તો અમે એમની શક્તિ માનીએ. અધિક કહેવાથી શું? જો વજ્રાવર્ત ધનુષ્ય રામ ચડાવે તો તમારી કન્યા પરણે, નહિતર અમે બળાત્કારે કન્યાને અહીં લઈ આવીશું, તમે જોતા રહેશો. ત્યારે જનકે કહ્યું કે એ વાત મને કબૂલ છે. પછી તેમણે બેય ધનુષ્ય દેખાડયાં. જનક તે ધનુષ્યોને અતિવિષમ જોઈને કાંઈક આકુળતા પામ્યા. પછી તે વિદ્યાધરો ભાવથી ભગવાનની પૂજા-સ્તુતિ કરીને ગદા અને હળાદિ રત્નોથી સંયુક્ત ધનુષ્યોને તથા જનકને લઈને મિથિલાપુરી આવ્યા. ચંદ્રગતિ ઉપવનમાંથી રથનૂપુર ગયો. જ્યારે રાજા જનક મિથિલાપુરી આવ્યા ત્યારે નગરીની શોભા કરવામાં આવી, મંગળાચાર થયા અને બધા લોકો સામા આવ્યા. વિદ્યાધરો નગરની બહાર એક આયુધશાળા બનાવીને ત્યાં ધનુષ્ય રાખીને અત્યંત ગર્વિષ્ઠ બનીને રહ્યા. જનક ખેદપૂર્વક થોડું ભોજન કરીને ચિંતાથી વ્યાકુળ, ઉત્સાહરહિત શય્યામાં પડયા. તેની નમ્રીભૂત થયેલી ઉત્તમ સ્ત્રી બહુ આદરપૂર્વક ચંદ્રમાના કિરણ સમાન ઉજ્જવળ ચામર ઢોળવા લાગી. રાજા અગ્નિ સમાન ઊના ઊના દીર્ઘ નિશ્વાસ કાઢવા લાગ્યા. ત્યારે રાણી વિદેહાએ કહ્યું કે હે નાથ ! તમે કયા સ્વર્ગલોકની દેવાંગના જોઈ, જેના અનુરાગથી આવી અવસ્થા પામ્યા છો? અમારા ખ્યાલ પ્રમાણે તે કામિની ગુણરહિત અને નિર્દય છે, જે તમારા સંતાપ પ્રત્યે કરુણા કરતી નથી. હું નાથ! તે સ્થાન અમને બતાવો કે જ્યાંથી તેને લઈ આવીએ. તમારા દુ:ખથી મને અને સકળ લોકને દુઃખ થાય છે. તમે આવા મહાસૌભાગ્યશાળી તે કોને ન ગમે? તે કોઈ પથ્થરદિલ હશે. ઊઠો, રાજાઓને માટે જે ઉચિત કાર્ય હોય તે કરો. આ તમારું શરીર સ્વસ્થ હશે તો બધાં જ મનવાંછિત કાર્ય થશે. આ પ્રમાણે જનકની પ્રાણથી અધિક પ્યારી રાણી વિદેહા કહેવા લાગી ત્યારે રાજા બોલ્યાઃ હૈ પ્રિયે, હે શોભને ! હૈ વલ્લભે! મને ખેદ બીજી જ વાતનો છે, તું મિથ્યા આવી વાતો કરે છે, શા માટે મને અધિક ખેદ ઉપજાવે છે? તને એ વૃત્તાંતની ખબર નથી તેથી આમ કહે છે. પેલો માયામયી તુરંગ મને વિજ્યાર્ધગિરિ ૫૨ લઈ ગયો હતો ત્યાં રથનૂપુરના રાજા ચંદ્રગતિ સાથે મારો મેળાપ થયો. તેણે કહ્યું કે તમારી પુત્રી મારા પુત્રને આપો. ત્યારે મેં કહ્યું કે મારી પુત્રી દશરથના પુત્ર શ્રી રામચંદ્રને આપવાનું નક્કી કર્યું છે. તે વખતે તેણે કહ્યું કે જો રામચંદ્ર વજ્રાવર્ત ધનુષ્ય ચડાવી શકે તો તમારી પુત્રી તેને ૫૨ણે, નહિતર મારો પુત્ર પરણશે. ત્યાં હું તો પરવશ થયો હતો એટલે એના ભયથી અને અશુભ કર્મના ઉદયથી એ વાત મેં માન્ય રાખી. તે વજાવર્ત અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ સાગરાવર્ત બેય ધનુષ્ય લઈને વિધાધરો અહીં આવ્યા છે. તે નગરની બહાર રહ્યા છે. હવે મને તો એમ લાગે છે કે આ ધનુષ્ય ઇન્દ્રથી પણ ચડાવી ન શકાય. જેની જ્વાળા દર્શ દિશામાં ફેલાઈ રહી છે અને માયામયી નાગ જ્યાં ફુંફાડા મારે છે તે આંખથી જોઈ પણ શકાય તેવું નથી. ધનુષ્ય ચડાવ્યા વિના જ સ્વતઃ સ્વભાવથી ભયંકર અવાજ કરે છે, એને ચડાવવાની તો વાત જ ક્યાં રહી? જો કદાચ શ્રી રામચંદ્ર ધનુષ્ય ચડાવી નહિ શકે તો આ વિદ્યાધર મારી પુત્રીને જોરાવરીથી લઈ જશે. જેમ શિયાળ પાસેથી માંસનો ટુકડો ખગ એટલે કે પક્ષી લઈ જાય છે તેમ. તે ધનુષ્ય ચડાવવાને હજી વીસ દિવસની વાર છે એટલી જ રાત છે. જો એ નહિ બની શકે તો તે કન્યાને લઈ જશે, પછી એનાં દર્શન દુર્લભ થઈ જશે. · શ્રેણિક! જ્યારે રાજા જનકે આ પ્રમાણે કહ્યું ત્યારે રાણી વિદેહાનાં નેત્ર આંસુથી ભરાઈ ગયાં અને પુત્રના હરણનું દુ:ખ પણ ભૂલી ગઈ હતી તે યાદ આવ્યું. એક તો જૂનું દુઃખ, પાછું નવું દુ:ખ અને આગામી દુ:ખના વિચારથી અત્યંત શોકપીડિત થઈ મોટા અવાજે પોકાર કરવા લાગી. એવું રુદન કર્યું કે આખા કુટુંબના માણસો વિહ્વળ થઈ ગયા. રાણી રાજાને કહેવા લાગી કે હે દેવ ! મેં એવું કયું પાપ કર્યું હશે કે પહેલાં તો પુત્રનું હરણ થયું અને હવે પુત્રીને પણ લઈ જવાની તૈયારી થાય છે. મારા સ્નેહનું અવલંબન આ એક શુભ ચેષ્ટાવાળી પુત્રી જ છે. મારા અને તમારા આખા કુટુંબને માટે આ પુત્રી જ આનંદનું કારણ છે. મને પાપિણીને એક દુ:ખ મટતું નથી ત્યાં બીજું સામે આવીને ઊભું રહે છે. આ પ્રમાણે શોકસાગરમાં પડેલી રાણી રુદન કરતી હતી તેને ધૈર્ય બંધાવતાં રાજા કહેવા લાગ્યાઃ હૈ રાણી! રોવાથી શો ફાયદો થશે ? પૂર્વે આ જીવે જે કર્મ ઉપાર્જ્યો છે તે ઉદય પ્રમાણે ફળ આપે છે, સંસારરૂપ નાટકનાં આચાર્ય કર્મ છે તે સમસ્ત પ્રાણીઓને નચાવે છે. તારો પુત્ર ગયો તે આપણા અશુભના ઉદયથી ગયો છે. હવે શુભ કર્મનો ઉદય છે તો બધું જ ભલું જ થશે. આ પ્રમાણે જુદાં જુદાં સારરૂપ વચનો વડે રાજા જનકે રાણી વિદેહાને આશ્વાસન આપ્યું, ત્યારે રાણી શાંત થઈ. પછી રાજા જનકે નગરબહાર જઈ ધનુષ્યશાળાની સમીપે સ્વયંવર મંડપ રચ્યો અને બધા રાજકુમારોને બોલાવવા માટે પત્ર મોકલ્યા. તે પત્ર વાંચી સર્વ રાજપુત્રો આવ્યા. અયોધ્યાનગરીમાં પણ દૂત મોકલ્યા હતા, એટલે માતાપિતા સહિત ૨ામાદિક ચાર ભાઈ આવ્યા. રાજા જનકે બહુ આદરપૂર્વક તેમની પૂજા કરી. પરમસુંદરી સીતા સવાસો કન્યાઓની મધ્યમાં મહેલની ઉપર બેઠી છે. મોટા મોટા સામંતો તેનું રક્ષણ કરે છે. એક અત્યંત કુશળ કંચૂકી જેણે ઘણું જોયું-સાંભળ્યું છે તે સુવર્ણની લાકડી હાથમાં લઈને મોટા અવાજે પ્રત્યેક રાજપુત્રને બતાવે અને ઓળખાવે છે. હે રાજપુત્રી! આ કમળલોચન શ્રી રામચંદ્ર રાજા દશરથના પુત્ર છે, તું એને જો અને આ એમના નાના ભાઈ લક્ષ્મણ અને મહાબાહુ ભરત છે અને આ એમનાથી નાના શત્રુઘ્ન છે. આ ચારેય ભાઈ ગુણના સાગર છે. આ પુત્રો વડે રાજા દશરથ પૃથ્વીની સારી રીતે રક્ષા કરે છે. જેમના રાજ્યમાં ભયનું નામનિશાન નથી. આ હરિવાહન મહાબુદ્ધિશાળી છે, જેની પ્રભા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ ૨૬૫ કાળી ઘટા સમાન છે. આ ચિત્રરથ મહાગુણવાન, તેજસ્વી અને સુંદર છે. આ હર્મુખ નામના રાજકુમાર અતિમનોહર, મહાતેજસ્વી છે. આ શ્રી સંજય, આ જય, આ ભાનુ, આ સુપ્રભ, આ મંદિર, આ બુધ, આ વિશાળ, આ શ્રીધર, આ વીર, આ બંધુ, આ ભદ્રબલ, આ મયૂરકુમાર, ઈત્યાદિ અનેક રાજકુમાર અત્યંત પરાક્રમી, સૌભાગ્યવાન, નિર્મળ વંશમાં જન્મેલા, ચંદ્રમા સમાન, નિર્મળ કાંતિવાળા, મહાગુણવાન, પરમ ઉત્સાહરૂપ, મહાવિનયવંત, મહાજ્ઞાની, મહાચતુર આવીને એકઠા થયા છે અને આ સંકાશપુરના સ્વામી, જેમના હાથી પર્વત સમાન છે, તુરંગ શ્રેષ્ઠ છે, રથ મહામનોજ્ઞ અને યોદ્ધા અદ્ભુત પરાક્રમી છે. આ સુતપુરના રાજા, આ રંધ્રપુરના રાજા, આ નંદનપુરના રાજા, આ કુંદનપુરના અધિપતિ, આ મગધ દેશના રાજેન્દ્ર, આ કંપિલ્ય નગરના અધિપતિ છે. આમાં કેટલાક ઈક્વાકુવંશી છે, કેટલાક નાગવંશી, કેટલાક સોમવંશી અને કેટલાક ઉગ્રવંશી છે, કેટલાક હરિવંશી, કેટલાક કુરુવંશી ઈત્યાદિ મહાગુણવાન રાજા સંભળાય છે તે બધા તારા માટે આવ્યા છે. આમાંથી જે પુરુષ વજાવર્ત ધનુષ્ય ચડાવે તેને તું વર. જે પુરુષોમાં શ્રેષ્ઠ હશે તેનાથી જ આ કાર્ય થશે. આ પ્રમાણે કંચૂકીએ કહ્યું ત્યારે રાજા જનકે બધાને એકત્ર કરીને વારાફરતી ધનુષ્ય તરફ મોકલ્યા અને બધા ગયા. જેમનું રૂપ સુંદર છે તે બધા ધનુષ્ય જોઈને ધ્રૂજવા લાગ્યા. ધનુષ્યમાંથી બધી બાજુએથી વીજળી સમાન અગ્નિની જ્વાળા નીકળતી હતી અને માયામયી ભયાનક સર્પો ફૂંફાડા મારતા હતા. કેટલાક તો કાન પર હાથ મૂકીને ભાગ્યા, કેટલાક ધનુષ્યને જોઈને દૂરથી જ ખીલાની જેમ ખોડાઈ રહ્યા, તેમનાં અંગો ધૃજતાં હતાં અને આંખો બંધ થઈ ગઈ હતી. કેટલાકને તાવ ચડી આવ્યો, કેટલાક પૃથ્વી પર પડી ગયા, કેટલાક બોલી જ ન શક્યા, કેટલાક મૂચ્છિત થઈ ગયા, કેટલાક ધનુષ્યના નાગના શ્વાસથી જેમ પવનથી વૃક્ષનાં સૂકાં પાંદડાં ઊડે તેમ ઊડવા લાગ્યા, કેટલાક કહેવા લાગ્યા કે હવે જીવતા ઘરે પહોંચીએ તો મહાદાન કરીશું, બધા જીવોને અભયદાન આપશું, કેટલાક એમ બોલવા લાગ્યા કે આ કન્યા રૂપાળી છે તેથી શું થયું, એના નિમિત્તે પ્રાણ તો ખોવાય નહિ. કેટલાક બોલવા લાગ્યા કે આ કોઈ માયામયી વિધાધર આવ્યો છે. તેણે રાજાઓના પુત્રોને ત્રાસ ઉપજાવ્યો છે. કેટલાક ભાગ્યશાળી એમ બોલવા લાગ્યા કે અમારે હવે સ્ત્રીનું કામ નથી. આ કામ મહાદુઃખદાયક છે. જેમ અનેક સાધુ અથવા ઉત્કૃષ્ટ શ્રાવક શીલવ્રત ધારે છે તેમ અમે પણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરશું, ધર્મધ્યાન કરીને સમય વિતાવશું. આ પ્રમાણે પરાડમુખ થયા. પછી શ્રી રામચંદ્ર ધનુષ્ય ચડાવવાને તૈયાર થયા. તે મદમસ્ત હાથીની જેમ ઊઠીને મનોહર ગતિથી ચાલતા, જગતને મોહ પમાડતા ધનુષ્યની નિકટ ગયા. રામના પ્રભાવથી ધનુષ્ય જ્વાળારહિત થઈ ગયું, દેવોપુનિત રત્ન જેવું સૌમ્ય થઈ ગયું, જેમ ગુરુની પાસે શિષ્ય સૌમ્ય થઈ જાય તેમ. શ્રી રામચંદ્ર ધનુષ્યને હાથમાં લઈ બાણ ચડાવીને દોરી ખેંચી એટલે પ્રચંડ અવાજ આવ્યો, પૃથ્વી કંપાયમાન થઈ ગઈ. જેમ મેઘની ગર્જના થાય તેમ ધનુષ્યનો અવાજ થયો, મોરના સમૂહ મેઘનું આગમન જાણીને નાચવા લાગ્યા. જેના તેજ પાસે સૂર્ય અગ્નિના કણ જેવો ભાસવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ લાગ્યો અને સ્વર્ણમયી રજથી આકાશ વ્યાપ્ત થઈ ગયું. આ ધનુષ્ય દેવાધિષ્ઠિત હોવાથી આકાશમાંથી ધન્ય ધન્ય એવા શબ્દો થવા લાગ્યા, પુષ્પોની વર્ષા થઈ, દેવો નૃત્ય કરવા લાગ્યા અને દયાળુ રામ ધનુષ્યના શબ્દથી લોકોને કંપાયમાન જોઈને ધનુષ્ય ઉતારવા લાગ્યા. લોકો જાણે સમુદ્રના વમળમાં આવી ગયા હોય તેમ ડરી ગયા. સીતા પોતાનાં નેત્રો વડે શ્રી રામને નીરખવા લાગી. તેનાં નેત્ર ચંચળ, કમળના દળથી પણ અધિક કાંતિવાળા અને કામના તીક્ષ્ણ બાણ સમાન હતા. સીતાને રોમાંચ થઈ ગયો. તેણે મનની વૃત્તિરૂપ માળા, જે તેમને દેખતાં જ તેમની તરફ પ્રેરી હતી, તેણે હવે લોકાચાર નિમિત્તે રત્નમાળા લઈને શ્રી રામના ગળામાં પહેરાવી અને લજ્જાથી નમ્ર થઈ જેમ જિનધર્મ પાસે જીવદયા રહે તેમ રામની નિકટ જઈને ઊભી. શ્રી રામ અતિસુંદર હતા અને આની સમીપે અધિક સુંદર ભાસવા લાગ્યા. બન્ને રૂપની સરખામણી થઈ શકે તેમ નહોતી. પછી લક્ષ્મણે ક્ષુબ્ધ થયેલા સમુદ્રની ગર્જના જેવા અવાજવાળું સાગરાવર્ત નામનું ધનુષ્ય ચડાવીને ખેંચ્યું તો પૃથ્વી કંપાયમાન થઈ. આકાશમાં દેવ જયજયકાર કરવા લાગ્યા અને પુષ્પવૃષ્ટિ થવા લાગી. લક્ષ્મણે ધનુષ્ય ચડાવી દોરી ખેંચી જ્યારે બાણ ૫૨ દષ્ટિ ફેંકી ત્યારે બધા ડરી ગયા. લોકોને ભયભીત જોઈને પોતે ધનુષ્યની પણછ પરથી બાણ ઉતારી અત્યંત વિનયથી રામની પાસે આવ્યા, જાણે જ્ઞાનની પાસે વૈરાગ્ય આવ્યો. લક્ષ્મણનું આવું પરાક્રમ જોઈને ચંદ્રગતિએ મોકલેલા ચંદ્રવર્ધન વિધાધરે અત્યંત પ્રસન્ન થઈને વિદ્યાધરોની અઢાર કન્યાઓ તેમને આપી. શ્રી રામ-લક્ષ્મણ બેય ધનુષ્ય લઈને અત્યંત વિનયથી પિતાની પાસે આવ્યા અને સીતા પણ આવી. જે વિધાધરો આવ્યા હતા તે રામ-લક્ષ્મણનો પ્રતાપ જોઈને ચંદ્રવર્ધનની સાથે રથનૂપુર ગયા અને રાજા ચંદ્રગતિને સર્વ વૃત્તાંત કહ્યો તે સાંભળીને તે ચિંતાતુર બની ગયો. સ્વયંવર મંડપમાં રામના ભાઈ ભરત પણ આવ્યા હતા તે મનમાં વિચારવા લાગ્યા કે મારું અને રામ-લક્ષ્મણનું કુળ એક, પિતા એક, પરંતુ એમના જેવું અદ્દભુત પરાક્રમ મારામાં નથી, એ પુણ્યના અધિકારી છે, એમનાં જેવાં પુણ્ય મેં ઉપાર્જ્યો નથી. આ સીતા સાક્ષાત્ લક્ષ્મી, જેનો વર્ણ કમળની અંદરના દળ સમાન તે રામ જેવા પુણ્યાધિકારીની જ સ્ત્રી થઈ શકે. તે વખતે સર્વ કળામાં પ્રવીણ એની માતા કૈકેયી ભરતના મનનો અભિપ્રાય જાણીને પતિના કાનમાં કહેવા લાગી કે હું નાથ! ભરતનું મન કાંઈક ક્ષુબ્ધ થયું લાગે છે. એવું કાંઈક કરો કે જેથી તે વિરક્ત ન થાય. કનકની રાણી સુપ્રભાની પુત્રી લોકસુંદરી છે. સ્વયંવરની વિધિ ફરીથી કરાવો અને તે કન્યા ભરતના કંઠમાં વરમાળા આરોપે તો એ પ્રસન્ન થાય. ત્યારે દશરથે એની વાત માનીને રાજા કનકના કાને પહોંચાડી અને કનકે દશરથની આજ્ઞા માન્ય રાખીને જે રાજા ચાલ્યા ગયા હતા તેમને પાછા બોલાવ્યા. યથાયોગ્ય સ્થાન ૫૨ બેઠેલા સર્વ રાજાઓ નક્ષત્રના સમૂહ હતા. તેમની મધ્યમાં રહેલ ભરતરૂપ ચંદ્રમાને કનકની પુત્રી લોકસુંદરીરૂપ શુક્લ પક્ષની રાત્રિ અત્યંત અનુરાગ કરવા લાગી. તેણે મનની અનુરાગતારૂપ માળા પહેલાં અવલોકન કરતાં જ નાખી હતી અને પછી લોકાચારમાત્રથી પુષ્પોની વરમાળા ભરતના કંઠમાં પહેરાવી. કનકની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ ૨૬૭ પુત્રી કનક સમાન પ્રભાવશાળી હતી. જેમ સુભદ્રા ભરત ચક્રવર્તીને વરી હતી તેમ એ દશરથના પુત્ર ભરતને વી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હૈ શ્રેણિક! કર્મોની વિચિત્રતા જો. ભરત જેવા વિરક્ત ચિત્તવાળા પણ રાજકન્યામાં મોહિત થયા અને અન્ય રાજાઓ ઉદાસીન થઈને પોતપોતાના ઠેકાણે ગયા. જેણે જેવું કર્મ ઉપાર્જિત કર્યું હોય તેવું જ ફળ તે પામે છે. કોઈના દ્રવ્યને બીજા ઈચ્છે, પણ મેળવી શકે નહિ. પછી મિથિલાપુરીમાં સીતા અને લોકસુંદરીનાં લગ્નનો મોટો ઉત્સવ થયો. મિથિલાપુરી ધજાતોરણના સમૂહથી મંડિત છે. સુગંધથી ભરેલી છે, શંખ આદિ વાજિંત્રોના સમૂહથી ભરેલી છે. શ્રી રામ અને ભરતનાં લગ્ન મહોત્સવ સહિત થયાં. ભિક્ષુકો દ્રવ્યથી પૂર્ણ થયા. જે રાજાઓ લગ્નનો ઉત્સવ જોવા રોકાયા હતા તે રાજા દશરથ, જનક અને કનક દ્વારા અત્યંત સન્માન પામીને પોતપોતાના સ્થાનકે ગયા. દશરથના ચારે પુત્ર, રામની સ્ત્રી સીતા અને ભરતની સ્ત્રી લોકસુંદરી મહાન ઉત્સવ સહિત અયોધ્યામાં આવ્યા. દશરથના પુત્ર પૃથ્વી પર પ્રસિદ્ધ યશવાન છે, ગુણોમાં મગ્ન છે, જેમનાં શરીર પર રત્નોનાં આભૂષણો શોભે છે, જેમણે માતાપિતાને ખૂબ હર્ષ ઉત્પન્ન કર્યો છે, નાના પ્રકારનાં વાહનોથી પૂર્ણ સૈન્ય સાથે, અનેક પ્રકારના વાજિંત્રો જળનિધિ ગર્જતો હોય તેમ વાગે છે, આવા ઠાઠમાઠ સહિત રાજમાર્ગે થઈ મહેલમાં પધાર્યા. માર્ગમાં જનક અને કનકની પુત્રીને બધા જુએ છે અને જોઈને અત્યંત હર્ષિત થઈને કહે છે કે આમના જેવા બીજા કોઈ નથી. એ ઉત્તમ શરીર ધારણ કરે છે, એમને જોવા માટે નગરનાં સ્ત્રી-પુરુષો માર્ગમાં આવીને એકઠાં થયાં છે, તેને કારણે માર્ગ સાંકડો થઈ ગયો છે. નગરના દરવાજાથી માંડીને રાજમહેલ સુધી માણસોનો પાર નથી, સમસ્ત જનોએ તેમનો આદર કર્યો છે. એવા દશ૨થના પુત્ર, એમના શ્રેષ્ઠ ગુણોની જેમ જેમ લોકો સ્તુતિ કરે છે તેમ તેમ એ અધિક નમ્ર થાય છે. મહાસુખ ભોગવતા એ ચારેય ભાઈ સુબુદ્ધિમાન છે, પોતપોતાના મહેલમાં આનંદથી ૨હે છે. વિવેકીજન, આ બધું શુભ કર્મનું ફળ જાણીને એવાં સુકૃત કરો કે જેથી સૂર્યથી પણ અધિક પ્રતાપ થાય. જેટલાં શોભાયમાન ઉત્કૃષ્ટ ફળ છે તે બધાં ધર્મના પ્રભાવથી છે અને જે મહાનિંઘ કટુક ફળ છે તે બધાં પાપકર્મના ઉદયથી છે. માટે સુખને માટે પાપક્રિયા છોડો અને શુભક્રિયા કરો. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા વનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણનો ધનુષ્ય ચડાવવાનો પ્રતાપ અને રામ-સીતા તથા ભરત-લોકસુંદરીના વિવાહનું વર્ણન કરનાર અઠ્ઠાવીસમું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮ ઓગણત્રીસમું પર્વ પદ્મપુરાણ ઓગણત્રીસમું પર્વ (રાજા દશરથનું ઘર્મશ્રવણ) અષાઢ સુદ આઠમથી અષ્ટાનિકાનો મહાન ઉત્સવ થયો. રાજા દશરથ જિનેન્દ્રની ઉત્કૃષ્ટ પૂજા કરવા તૈયાર થયા. તે રાજ્યધર્મમાં અત્યંત સાવધાન છે. રાજાની બધી રાણીઓ, પુત્રો, બાંધવો, આખું કુટુંબ જિનરાજના પ્રતિબિંબની મહાપૂજા કરવા તૈયાર થયું. કેટલાક ઘણા આદરપૂર્વક પંચવર્ણનાં રત્નના ચૂર્ણથી માંડલા બનાવે છે, કેટલાક જાતજાતનાં રત્નોની માળા બનાવે છે, ભક્તિમાં તેમનો અધિકાર છે. કેટલાક એલાયચી, કપૂરાદિ સુગંધી દ્રવ્યોથી જળને સુગંધી બનાવે છે, કેટલાક સુગંધી જળ પૃથ્વી પર છાંટે છે, કેટલાક જાતજાતનાં સુગંધી દ્રવ્યો પાસે છે, કેટલાક જિનમંદિરોના દ્વારની શોભા દેદીપ્યમાન વસ્ત્રોથી કરાવે છે, કેટલાક જાતજાતના ધાતુઓના રંગોથી ચૈત્યાલયની દીવાલ રંગે છે. આ પ્રમાણે અયોધ્યાપુરીના બધા માણસો વીતરાગદેવની પરમભક્તિ ધરતાં અત્યંત હર્ષથી પૂર્ણ જિનપૂજાના ઉત્સાહથી ઉત્તમ પુણ્ય ઉપાર્જવા લાગ્યા. રાજા દશરથે અત્યંત વૈભવથી ભગવાનનો અભિષેક કરાવ્યો. જાતજાતનાં વાજિંત્રો વાગ્યાં. રાજાએ આઠ દિવસના ઉપવાસ કર્યા અને જિનેન્દ્રની આઠ પ્રકારનાં દ્રવ્યોથી મહાપૂજા કરી. નાના પ્રકારનાં સહજ પુષ્પ અને કૃત્રિમ સ્વર્ણ, રત્નાદિથી રચેલાં પુષ્પોથી અર્ચા કરી. જેમ નંદીશ્વરદ્વીપમાં દેવો સહિત ઇન્દ્ર જિનેન્દ્રની પૂજા કરે છે તેમ રાજા દશરથે અયોધ્યામાં પૂજા કરી. ચારે રાણીઓને ગંધોદક મોકલ્યું તે તેમની પાસે તરુણ સ્ત્રીઓ લઈ ગઈ. તેમણે ઊઠીને સમસ્ત પાપને દૂર કરનાર ગંધોદક મસ્તક, નેત્ર વગેરે ઉત્તમ અંગ પર લગાડયું. રાણી સુપ્રભા પાસે વૃદ્ધ કંચૂકી લઈ ગયો હતો તે શીધ્ર ન પહોંચ્યું એટલે તે ખૂબ ગુસ્સે થઈ અને શોક પામી. મનમાં વિચારવા લાગી કે રાજાએ તે ત્રણ રાણીઓને ગંધોદક મોકલ્યું અને મને ન મોકલ્યું. પણ એમાં રાજાનો શો દોષ? મેં પૂર્વજન્મમાં પુણ્ય ઉપજાવ્યું નહોતું. એ પુણ્યવાન, સૌભાગ્યવતી, પ્રશંસા કરવા યોગ્ય છે જેમને રાજાએ ભગવાનનું મહાપવિત્ર ગંધોદક મોકલાવ્યું. અપમાનથી દગ્ધ એવી મારા હૃદયનો તાપ બીજી રીતે નહિ મટે. હવે મારે માટે મરણ જ શરણ છે. આમ વિચારીને એક વિશાખ નામના ભંડારીને બોલાવીને કહેવા લાગી કે હે ભાઈ ! મારે વિષ જોઈએ છે તે તું શીધ્ર લઈ આવ અને આ વાત તું કોઈને કહીશ નહિ. ત્યારે પ્રથમ તો તેને શંકા પડી એટલે લાવવામાં ઢીલ કરી. પછી એમ વિચાર્યું કે ઔષધ નિમિત્તે મંગાવ્યું હશે એટલે લેવા ગયો. અને તે શિથિલ શરીર અને મલિન ચિત્તથી વસ્ત્ર ઓઢીને શય્યા પર પડી. રાજા દશરથે અંતઃપુરમાં આવીને ત્રણ રાણીઓને જોઈ, પણ સુપ્રભાને ન જોઈ. રાજાને સુપ્રભા પ્રત્યે ખૂબ સ્નેહું હતો એટલે એના મહેલમાં આવીને રાજા ઊભા રહ્યા. તે વખતે જેને વિષ લેવા મોકલ્યો હતો તે લઈને આવ્યો અને કહેવા લાગ્યો કે હે દેવી, આ વિષ લ્યો. રાજાએ આ શબ્દ સાંભળ્યા અને તેના હાથમાંથી વિષ લઈ લીધું અને પોતે રાણીની સેજ પર બેસી ગયા. તેથી રાણી સેજ પરથી ઊતરી નીચે બેઠી એટલે રાજાએ આગ્રહ કરી તેને સેજ ઉપર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણત્રીસમું પર્વ ૨૬૯ બેસાડી અને કહેવા લાગ્યા કે હૈ વલ્લભે! આવો ક્રોધ શા માટે કર્યો, જેથી પ્રાણ ત્યજવા ઈચ્છે છે? બધી વસ્તુઓમાં જીવન પ્રિય છે અને સર્વ દુઃખોથી મરણનું દુ:ખ મોટું છે. એવું તને શું દુઃખ છે કે તેં વિષ મંગાવ્યું? તું મારા હૃદયનું સર્વસ્વ છે. જેણે તને ક્લેશ ઉપજાવ્યો હોય તેને હું તત્કાળ દંડ દઈશ. હૈ સુંદરમુખી ! તું જિનેન્દ્રનો સિદ્ધાંત જાણે છે, શુભ-અશુભ ગતિનું કારણ જાણે છે, જે વિષ તથા શસ્ત્ર આદિથી આપઘાત કરીને મરે છે તે દુર્ગતિમાં પડે છે, આવી બુદ્ધિ તને ક્રોધથી ઉપજી છે તે ક્રોધને ધિક્કાર હો! આ ક્રોધ મહાઅંધકાર છે, હવે તું પ્રસન્ન થા. જે પતિવ્રતા છે તેમણે જ્યાં સુધી પ્રીતમના અનુરાગના વચન ન સાંભળ્યાં હોય ત્યાં સુધી જ તેમને ક્રોધનો આવેશ રહે છે. ત્યારે સુપ્રભાએ કહ્યું કે હૈ નાથ! તમારા ઉપર ક્રોધ શેનો હોય? પણ મને એવું દુઃખ થયું કે મરણ વિના શાંત ન થાય. ત્યારે રાજાએ કહ્યું કે હૈ રાણી! તને એવું તે કયું દુ:ખ થયું? રાણીએ જવાબ આપ્યો કે તમે ભગવાનનું ગંધોદક બીજી રાણીઓને મોકલ્યું અને મને ન મોકલ્યું તો મારામાં કયા કારણે હીનતા લાગી? અત્યાર સુધી તમે મારો કદી પણ અનાદર કર્યો નહોતો, હવે શા માટે અનાદર કર્યો? રાણી જ્યાં આમ રાજાને કહી રહી હતી તે જ સમયે વૃદ્ધ કંચૂકી ગંધોદક લઈને આવ્યો અને કહેવા લાગ્યો હું દેવી! આ ભગવાનનું ગંધોદક મહારાજાએ આપને મોકલ્યું છે તે લ્યો. અને તે સમયે ત્રણ રાણી પણ આવી અને કહેવા લાગી કે હૈ મુગ્ધ ! પતિની તારા ઉપર ખૂબ જ કૃપા છે, તું ગુસ્સે શા માટે થઈ? જો તારા માટે તો ગંધોદક વૃદ્ધ કંચૂકી લાવ્યા અને અમારા માટે તો દાસી લાવી હતી. પતિની તારા પ્રત્યે પ્રેમની ન્યૂનતા નથી. જો પતિનો અપરાધ હોય અને તે આવીને સ્નેહની વાત કરે તો પણ ઉત્તમ સ્ત્રી પ્રસન્ન જ થાય છે. હું શોભને ! પતિ પ્રત્યે ક્રોધ કરવો તે સુખના વિઘ્નનું કારણ છે, માટે ક્રોધ કરવો યોગ્ય નથી. આ પ્રમાણે તેમણે જ્યારે સંતોષ ઉપજાવ્યો ત્યારે સુપ્રભાએ પ્રસન્ન થઈ ગંધોદક શિર પર ચડાવ્યું અને આંખે લગાડયું. રાજા કંચૂકીને ગુસ્સાથી કહેવા લાગ્યા કે હૈ નિકૃષ્ટ! તેં આટલી વાર ક્યાં કરી? તે ભયથી ધ્રૂજતો હાથ જોડી, માથું નમાવીને કહેવા લાગ્યોઃ હૈ ભક્તવત્સલ ! હે દેવ ! હે વિજ્ઞાનભૂષણ ! હું અત્યંત વૃદ્ધ હોવાથી શક્તિહીન થયો છું. તેમાં મારો શો અપરાધ છે? આપ મારા ઉપર કોપ કરો છો, પણ હું ક્રોધને પાત્ર નથી. પ્રથમ અવસ્થામાં મારા હાથ હાથીની સૂંઢ સમાન હતા, છાતી મજબૂત, પગ થાંભલા જેવા અને શરીર દઢ હતું. હવે કર્મના ઉદયથી શરીર શિથિલ થઈ ગયું છે. પહેલાં તો ઊંચી ધરતી રાજહંસની જેમ ઓળંગી જતો, મનવાંછિત સ્થળે જઈ પહોંચતો, હવે સ્થાન પરથી ઉઠાતું પણ નથી. તમારા પિતાની કૃપાથી મેં આ શરીરને લાડ લડાવ્યા હતા, હવે તે કુમિત્રની જેમ દુ:ખનું કારણ થઈ ગયું છે. પહેલાં મારામાં શત્રુઓને હણવાની શક્તિ હતી, હવે તો લાકડીના ટેકે મહાકષ્ટથી ચાલી શકું છું. બળવાન પુરુષે ખેંચેલા ધનુષ્ય સમાન મારી પીઠ વાંકી થઈ ગઈ છે, મસ્તકના કેશ સફેદ થઈ ગયા છે. મારા દાંત પડી ગયા છે, જાણે કે શરીરનો આતાપ જોઈ ન શકતા હોય. હે રાજન્ ! મારો બધો ઉત્સાહ ભાંગી ગયો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઓગણત્રીસમું પર્વ પદ્મપુરાણ છે, આવા શરીરે કેટલાક દિવસ જીવું એ મોટું આશ્ચર્ય છે. જરાથી અત્યંત જર્જર મારું શરીર સાંજ સવાર ગમે ત્યારે વિણસી જશે. મને મારી કાયાની શુદ્ધિ નથી તો બીજી શુદ્ધિ ક્યાંથી હોય ? પહેલાં મારી નેત્રાદિક ઈન્દ્રિયો વિચિક્ષણ હતી, હવે તે નામમાત્ર રહી ગઈ છે. પગ એક તરફ રાખવા જાઉં છું અને પડે છે બીજી તરફ, આખી પૃથ્વી દષ્ટિમાં શ્યામ દેખાય છે. એવી અવસ્થા થઈ ગઈ છે તો પણ ઘણા વખતથી રાજદ્વારની સેવા કરી છે. એટલે તે છોડી શકતો નથી. પાકા ફળ સમાન મારું શરીર થોડા જ સમયમાં કાળનું ભક્ષ્ય બની જશે. મને મૃત્યુનો એટલો ભય નથી જેટલો ચાકરી ગુમાવવાનો ભય છે. મારે તો આપની આજ્ઞાનું જ અવલંબન છે, બીજું અવલંબન નથી. શરીરની અશક્તિથી વિલંબ થાય તેનું હું શું કરું? હે નાથ ! મારું શરીર જરાને આધીન છે એમ જાણીને કોપ ન કરો, કૃપા જ કરો. કંચૂકીના આવાં વચન સાંભળીને રાજા દશરથ ડાબો હાથ કપાળે મૂકીને ચિંતા ઉપજી હોય તેમ વિચારવા લાગ્યા કે અહો! આ પાણીના પરપોટા જેવું અસાર શરીર ક્ષણભંગુર છે અને આ યૌવન અનેક વિભ્રમ ઉત્પન્ન કરતું સંધ્યાના પ્રકાશ સમાન અનિત્ય છે, અજ્ઞાનનું કારણ છે. વીજળીના ચમકારા જેવું શરીર, અને આ સંપદાને માટે અત્યંત દુઃખના સાધનરૂપ કર્મ આ પ્રાણી બાંધે છે. ઉન્મત્ત સ્ત્રીના કટાક્ષ સમાન ચંચળ, સર્પની ફેણ સમાન વિષભરેલા, અત્યંત સંતાપના કારણ એવા આ ભોગ જ જીવને ઠગે છે તેથી મહાઠગ છે. આ વિષય વિનાશી છે, એનાથી પ્રાપ્ત થયેલું દુઃખ મૂઢ જીવોને સુખરૂપ ભાસે છે. આ મૂઢ જીવ વિષયોની અભિલાષા કરે છે, એને મનવાંછિત વિષય દુષ્માપ્ય છે, વિષયોનાં સુખ જોવામાત્ર મનોજ્ઞ છે અને એનાં ફળ અત્યંત કડવાં છે. આ વિષયો ઇન્દ્રાયણનાં ફળ સમાન છે, સંસારી જીવ એમને ચાહે છે તે મોટું આશ્ચર્ય છે. જે ઉત્તમજી વિષયોને વિષતુલ્ય જાણીને ત્યજે છે અને તપ કરે છે તેને ધન્ય છે, અનેક વિવેકી જીવ, પુણ્યના અધિકારી, ઉત્સાહુના ધારક જિનશાસનના પ્રસાદથી બોધ પામ્યા છે. હું ક્યારે આ વિષયોનો ત્યાગ કરી, રાગરૂપ કીચડમાંથી નીકળી નિવૃત્તિના કારણરૂપ જિનેન્દ્રનું તપ આચરીશ? મેં પૃથ્વીનું સુખપૂર્વક પાલન કર્યું, ભોગ પણ મનવાંછિત ભોગવ્યા અને મારા પુત્ર પણ મહાપરાક્રમી થયા. હજી પણ જો હું વિલંબ કરીશ તો એ ઘણું વિપરીત થશે. અમારા વંશની એ જ રીત છે કે પુત્રને રાજ્યલક્ષ્મી આપીને, વૈરાગ્ય ધારણ કરી, તપ કરવા માટે વનપ્રવેશ કરવો. આમ ચિંતવન કરતા રાજા ભોગોથી ઉદાસીન ચિત્ત કરીને એક દિવસ ઘરમાં રહ્યા. હું શ્રેણિક! જે વસ્તુ જે સમયે, જે ક્ષેત્રમાં, જેને જેટલી મળવાની હોય તેને, તે સમયે, તે ક્ષેત્રમાં તેની પાસેથી તેટલી જ નિશ્ચયથી મળે જ મળે. ગૌતમ સ્વામી કહે છે, હે મગધ દેશના ભૂપતિ! કેટલાક દિવસો પછી સર્વ પ્રાણીઓનું હિત કરનાર, સર્વભૂપતિ નામના મુનિ મહાન આચાર્ય અને મન:પર્યયજ્ઞાનના ધારક પૃથ્વી પર વિહાર કરતા કરતા સંઘ સહિત સરયૂ નદીને કિનારે આવ્યા. મુનિ પિતા સમાન છે કાયના જીવના પાલક છે, જેમનાં મન, વચન, કાયાની બધી ક્રિયા દયામાં જોડી છે. આચાર્યની આજ્ઞા પામીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણત્રીસમું પર્વ ૨૭૧ કેટલાક મુનિઓ ગહન વનમાં વિરાજે છે. કેટલાક પર્વતોની ગુફામાં, કેટલાક વનનાં ચૈત્યાલયોમાં, કેટલાક વૃક્ષોની બખોલમાં ઈત્યાદિ ધ્યાનયોગ્ય સ્થાનોમાં સાધુ રહે છે. આચાર્ય પોતે મહેન્દ્રોદય નામના વનમાં એક શિલા ૫૨ જ્યાં વિકલત્રય જીવોનો સંચાર નથી અને સ્ત્રી, નપુંસક, બાળક, ગ્રામ્યજન તથા પશુઓનો સંસર્ગ રાખતા નથી એવા જે નિર્દોષ સ્થાનકો ત્યાં નાગવૃક્ષોની નીચે નિવાસ કરતા હતા. મહાગંભીર, ક્ષમાવાન, જેમના દર્શન થવા પણ દુર્લભ, કર્મ ખપાવવામાં ઉદ્યમી, ઉદાર મનવાળા, મહામુનિના સ્વામી વર્ષાકાળ પૂર્ણ કરવા માટે સમાધિયોગ ધારણ કરીને રહ્યા હતા. વર્ષાકાળ વિદેશગમન કરનારને માટે ભયાનક હોય છે. વરસતી મેઘમાળા, ચમકતી વીજળી અને ગર્જતાં વાદળાઓ ભયંકર ધ્વનિથી જાણે કે સૂર્યને ખિજાવતાં પૃથ્વી પર પ્રગટ થયાં છે. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં લોકોને આતાપ ઉપજાવતો તે હવે સ્થૂળ મેઘની ધારાથી અને અંધકારથી ભય પામી, ભાગી જઈને મેઘમાળામાં છુપાઈ જવાને ઈચ્છે છે. પૃથ્વીતળ લીલા અનાજના અંકુરૂપ કંચૂકીથી મંડિત છે, મોટી નદીઓનો પ્રવાહ વૃદ્ધિ પામ્યો છે, ઢાળવાળા પહાડો પરથી વહે છે. આ ઋતુમાં જે પ્રવાસ કરે છે તે અત્યંત કંપે છે, તેના મનમાં અનેક પ્રકારની ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આવી વર્ષાઋતુમાં જૈન લોકો ખડ્ગની ધાર સમાન નિરંતર કઠિન વ્રત ધારણ કરે છે. ચારણ અને ભૂમિગોચરી મુનિઓ ચાતુર્માસમાં જુદા જુદા પ્રકારના નિયમો લે છે. હે શ્રેણિક! તે બધા તારું રક્ષણ કરો, રાગાદિ પરિણતિથી તને છોડાવો. પ્રભાતના સમયે રાજા દશરથ વાજિંત્રોના નાદથી જાગ્રત થયા, જેમ સૂર્ય ઉગે તેમ. સવારમાં કૂકડા બોલવા લાગ્યા, સારસ, ચકવા વગેરે સરોવર તથા નદીઓના તટ ૫૨ અવાજ કરવા લાગ્યા, સ્ત્રી-પુરુષો શય્યામાંથી જાગ્રત થયાં. ભગવાનનાં ચૈત્યાલયોમાં ભેરી, મૃદંગ, વીણા વગેરે વાજિંત્રોના અવાજ થયા. લોકો નિદ્રા છોડીને જિનપૂજા વગેરેમાં પ્રવર્ત્યા. દીવાનો પ્રકાશ ઝાંખો થયો. ચંદ્રમાનું તેજ મંદ થયું. કમળો ખીલ્યાં, કુમુદો બિડાઈ ગયાં. જેમ જિન સિદ્ધાંતના જ્ઞાતાનાં વચનોથી મિથ્યાવાદીનો નાશ થાય તેમ સૂર્યનાં કિરણોથી ગ્રહ, તારા, નક્ષત્રો છુપાઈ ગયા. આ પ્રમાણે પ્રભાતનો સમય અત્યંત નિર્મળ પ્રગટ થયો. રાજા શરીરની ક્રિયા કરીને, ભગવાનની પૂજા કરીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. પછી ભદ્ર જાતિની હાથણી પર બેસી દેવ સમાન અન્ય રાજાઓ સાથે ઠેકઠેકાણે મુનિઓને અને જિનમંદિરોને નમસ્કાર કરતા મહેન્દ્રોદય વનમાં ગયા. તેનો વૈભવ પૃથ્વીને આનંદ ઉપજાવતો, તેનું વર્ણન વર્ષોપર્યંત કરીએ તો પણ કહી ન શકાય તેવો હતો. ગુણરૂપ રત્નોના સાગર મુનિ જે સમયે તેની નગરી સમીપ આવે તે જ સમયે તેને ખબર પડે અને એ દર્શન માટે જાય. સર્વભૂતતિકા૨ક મુનિને આવેલા સાંભળીને તેમની પાસે કેટલાક નિકટના લોકો સાથે આવ્યા. હાથણી પરથી નીચે ઉતરી અત્યંત આનંદથી નમસ્કાર કરી, મહાભક્તિ સંયુક્ત સિદ્ધાંત સંબંધી કથા સાંભળવા લાગ્યા. ચારે અનુયોગોની ચર્ચા સાંભળીને અતીત, અનાગત અને વર્તમાનકાળના મહાપુરુષોનાં ચરિત્ર સાંભળ્યા. લોકાલોકનું નિરૂપણ અને છ દ્રવ્યોનું સ્વરૂપ, છ કાયના જીવોનું વર્ણન, છ લેશ્યાનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૨ ત્રીસમું પર્વ પદ્મપુરાણ વ્યાખ્યાન, છ કાળનું કથન, કુલકોની ઉત્પત્તિ, અનેક પ્રકારના ક્ષત્રિયાદિના વંશો અને સાત તત્ત્વ, નવ પદાર્થ, પાંચ અસ્તિકાયનું વર્ણન આચાર્યના મુખે સાંભળીને, સર્વ મુનિઓને વારંવાર નમસ્કાર કરી રાજા ધર્મના અનુરાગથી પૂર્ણ નગરમાં આવ્યા, જિનધર્મના ગુણોની કથા નિકટવર્તી રાજાઓને અને મંત્રીઓને કરી, સર્વને વિદાય કરી મહેલમાં પ્રવેશ્યા. પછી લક્ષ્મીતુલ્ય, કાંતિથી સંપૂર્ણ ચંદ્રમા સમાન, સુંદર મુખવાળી, નેત્ર અને મનને હરનારી, હાવભાવ વિલાસ વિભ્રમથી મંડિત, નિપુણ, પરમ વિનયવાળી રાણીઓરૂપી કમળોની પંક્તિને રાજાએ સૂર્યની પેઠે પ્રફુલ્લિત કરી. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં અષ્ટાનિકાનું આગમન અને રાજા દશરથના ધર્મશ્રવણનું વર્ણન ક૨ના૨ ઓગણત્રીસમું પર્વ પૂર્ણ થયું. *** ત્રીસમું પર્વ (ભામંડળનો મેળાપ ) મેઘના આડંબરયુક્ત વર્ષાકાળ વીતી ગયો, આકાશ ખડ્ગની પ્રભા સમાન નિર્મળ થયું. પદ્મ, મહોત્પલ, ઈન્દિવરાદિ અનેક જાતનાં કમળો ખીલ્યાં, જે વિષયી જીવોને ઉન્માદનાં કારણ છે, નદી-સરોવ૨ાદિનાં જળ નિર્મળ થયાં, જેમ મુનિનું ચિત્ત નિર્મળ થાય તેમ. ઇન્દ્રધનુષ અદશ્ય થયાં. પૃથ્વી કાદવ વિનાની બની, શરદઋતુ જાણે કે કુમુદો પ્રફુલ્લિત થવાથી હસતી હોય તેમ પ્રગટ થઈ. વીજળીના ચમકારાની સંભાવના મટી ગઈ. સૂર્ય તુલા રાશિ ઉપર આવ્યો. શરદનાં શ્વેત વાદળાં ક્યાંક ક્યાંક નજરે પડતાં અને ક્ષણમાત્રમાં વિલય પામતાં. નિશારૂપ નવોઢા સ્ત્રી સંધ્યાના પ્રકાશરૂપ મહાસુંદર લાલ અધર ધરી, ચાંદનીરૂપ નિર્મળ વસ્ત્રો પહેરી, ચંદ્રમારૂપ ચૂડામણિ સાથે અત્યંત શોભતી હતી. વાવ નિર્મળ જળથી ભરેલી હતી તે મનુષ્યોનાં મનને પ્રમોદ ઉત્પન્ન કરતી. ચકવાચકવીનાં યુગલ ત્યાં કેલિ કરતાં હતા. મદોન્મત્ત સારસ અવાજ કરતા, કમળોના વનમાં ભમતા રાજહંસ અત્યંત શોભતા હતા. સીતાનું ચિંતવન કરનાર ભામંડળને આ ઋતુ સુહાવની લાગતી નહિ, પણ આખું જગત અગ્નિ સમાન ભાસતું. એક દિવસ આ ભામંડળે લજ્જા છોડીને પિતાની આગળ વસંતજ નામના પોતાના પરમ મિત્રને કહ્યું કે હું મિત્ર! તું દીર્ઘદર્શી છો અને બીજાના કાર્યમાં તત્પર છો. આટલા દિવસ થઈ ગયા તો પણ તને મારી ચિંતા નથી. ભામંડળનાં અંગેઅંગ અતિથી પીડિત છે. તેણે આગળ કહ્યું કે હું વ્યાકુળતારૂપ થતો આશારૂપ સમુદ્રમાં ડૂબેલો છું. શું તમે મને મદદ નહિ કરો ? ભામંડળનાં આવાં આર્તધ્યાનયુક્ત વચનો સાંભળીને રાજસભામાં બધા લોકો પ્રભાવરહિત વિષાદસંયુક્ત થઈ ગયા. તેમને મહાશોકમાં સંતાપિત થયેલા જોઈને ભામંડળે લજ્જાથી મુખ નીચું નમાવી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીસમું પર્વ ૨૭૩ દીધું. ત્યારે બૃહત્કેતુ નામનો એક વિધાધર કહેવા લાગ્યો કે હવે શા માટે છુપાવી રાખો છો ? કુમારને બધી યથાર્થ હકીકત કહી દો કે જેથી તેને ભ્રાંતિ ન રહે. ત્યારે તેમણે બધી વાત ભામંડળને કરી. હૈ કુમાર! અમે કન્યાના પિતાને અહીં લઈ આવ્યા હતા, તેમની પાસે કન્યાની યાચના કરી હતી, પણ તેમણે કહ્યું કે મેં કન્યા રામને આપવાનું નક્કી કર્યું છે. અમારી અને તેમની વચ્ચે ઘણી ચર્ચા થઈ, પણ તે માન્યા નહિ. પછી વજાવર્ત ધનુષ ચડાવવાનો ક૨ા૨ થયો કે જો રામ ધનુષ ચડાવી શકે તો કન્યાને ૫૨ણે નહિતર કન્યાને અમે અહીં લઈ આવશું અને ભામંડળ તેને પરણશે. પછી વિદ્યાધરો ધનુષ લઈને અહીંથી મિથિલાપુરી ગયા. પણ રામ મહાન પુણ્યાધિકારી છે, તેમણે ધનુષ ચડાવી દીધું. પછી સ્વયંવર મંડપમાં જનકની અતિગુણવાન, વિવેકી, પતિના હૃદયને ધારનારી, વ્રત-નિયમ કરનારી, નવયુવાન, દોષરહિત, સર્વ કલાપૂર્ણ, લક્ષ્મીસમાન શુભ લક્ષણોવાળી પુત્રી સીતા શ્રીરામના કંઠમાં વરમાળા નાખીને તેમની વલ્લભા બની ગઈ. હૈ કુમાર! તે ધનુષ વર્તમાનકાળનાં નથી; ગદા, હળ આદિ દેવોપુનિત રત્નોથી યુક્ત, અનેક દેવ જેમની સેવા કરે છે, કોઈ જેને જોઈ શકતું નથી તે વજ્રાવર્ત અને સાગરાવર્ત બન્ને ધનુષ રામ-લક્ષ્મણ બેય ભાઈઓએ ચડાવી દીધાં. રામ તે ત્રિલોકસુંદરીને પરણ્યા અને અયોધ્યા લઈ ગયા. હવે તે બળાત્કારથી દેવોથી પણ હરી શકાય તેમ નથી તો અમારી શી વાત ? કદાચ કહેશો કે રામને પરણાવ્યા પહેલાં કેમ ન ઉપાડી લાવ્યા? તો જનકના મિત્ર રાવણનો જમાઈ મધુ છે તો અમે કેવી રીતે લાવી શકીએ? માટે હું કુમા૨! હવે સંતોષ રાખો, નિર્મળ બનો, હોનહાર હોય તે થાય છે, ઇન્દ્રાદિક પણ બીજી રીતે કરી શકતા નથી. ધનુષ ચડાવવાના સમાચાર અને રામ સાથે સીતાનાં લગ્ન થયાં છે એ સાંભળીને ભામંડળ અત્યંત લજ્જિત થઈને વિષાદ પામ્યો. તે વિચારવા લાગ્યો કે મારો આ વિધાધરનો જન્મ નિરર્થક છે. હું હીન પુરુષની જેમ તેને પરણી ન શક્યો. તે ઈર્ષ્યા અને ક્રોધથી સભાના લોકોને કહેવા લાગ્યો કે તમારું વિદ્યાધરપણું શું કામનું? તમે ભૂમિગોચરીઓથી ડરો છો. હું પોતે જઈને ભૂમિગોચરીઓને જીતી તેને લઈ આવીશ. અને જે ધનુષના અધિષ્ઠાતા તેમને ધનુષ દઈ આવ્યા તેમનો દંડ કરીશ. આમ કહીને શસ્ત્ર સજી, વિમાનમાં બેસીને આકાશમાર્ગે ગયો. અનેક ગામ, નદી, નગર, વન, ઉપવન, સરોવર, પર્વતાદિ આખી પૃથ્વી જોઈ. પછી એની દૃષ્ટિ પોતાના પૂર્વભવનું સ્થાન વિદગ્ધપુર જે પહાડોની વચ્ચે હતું તેની ઉ૫૨ પડી. તે મનમાં વિચારવા લાગ્યો કે આ નગર મેં જોયું છે. તેને જાતિસ્મરણ થયું અને મૂર્છા આવી ગઈ. ત્યારે મંત્રી વ્યાકુળ થઈને પિતાની પાસે લઈ આવ્યા. ચંદનાદિ શીતળ દ્રવ્યો છાંટયા એટલે જાગ્રત થયો. રાજકુટુંબની સ્ત્રીઓ તેને કહેવા લાગી કે હૈ કુમાર ! માતાપિતાની સામે આવી લજ્જારહિત ચેષ્ટા કરો તે તમારા માટે યોગ્ય નથી. તમે તો વિચિક્ષણ છો, વિધાધરોની કન્યા દેવાંગનાથી પણ અધિક સુંદર છે તેને પરણો. લોકોમાં હાસ્ય શા માટે કરાવો છો ? ત્યારે ભામંડળે લજ્જા અને શોકથી મુખ નીચું કર્યું અને કહેવા લાગ્યો કે ધિક્કાર છે મને! મેં મોથી વિરુદ્ધ કાર્યનો વિચાર કર્યો, જે ચાંડાળાદિ અત્યંત નીચ કુળના છે તે પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ ત્રીસમું પર્વ પદ્મપુરાણ આવું કાર્ય કરે નહિ. મેં અશુભ કર્મોના ઉદયથી અત્યંત મલિન પરિણામ કર્યા. હું અને સીતા એક જ માતાના ઉદરથી જન્મ્યાં છીએ. હવે મારાં અશુભ કર્મ ગયાં અને સાચી વાત મેં જાણી છે. તેનાં આવાં વચન સાંભળીને અને તેને શોકથી પીડિત જોઈને તેના પિતા રાજા ચંદ્રગતિએ તેને ગોદમાં લઈ તેનું મુખ ચૂમી તેને પૂછ્યું કે હે પુત્ર! આ તું શું કહે છે? ત્યારે કુમારે કહ્યું કે હે પિતાજી! મારું ચરિત્ર સાંભળો. પૂર્વભવમાં હું આ જ ભરતક્ષેત્રમાં વિદગ્ધપુર નગરનો રાજા હતો. મારું નામ કુંડળમંડિત હતું. પરરાજ્યનો લૂંટનારો, સદા વિગ્રહ કરનારો, પૃથ્વી પર પ્રસિદ્ધ, મારી પ્રજાનો રક્ષક, વૈભવસંયુક્ત હતો. માયાચારથી મેં એક બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કર્યું હતું. તે વિપ્ર તો અત્યંત દુઃખી થઈને ક્યાંક ચાલ્યો ગયો અને હું રાજા અનરણ્યના દેશમાં ત્રાસ વર્તાવવા લાગ્યો એટલે અનરણ્યના સેનાપતિએ મને પકડી લીધો અને મારી બધી સંપત્તિ લૂંટી લીધી. હું શરીરમાત્ર રહી ગયો. કેટલાક દિવસ પછી બંદીગૃહથી છૂટયો અને અત્યંત દુઃખી થઈને પૃથ્વી ઉપર ભટકતાં, મુનિઓનાં દર્શન કરવા ગયો, મહાવ્રત, અણુવ્રતનું વ્યાખ્યાન સાંભળ્યું, ત્રિલોકપૂજ્ય સર્વજ્ઞ વીતરાગદેવના પવિત્ર માર્ગની શ્રદ્ધા કરી. જગતના બાંધવ એવા ગુરુની આજ્ઞાથી મેં મધ-માંસના ત્યાગરૂપ વ્રત આદર્યું, મારી શક્તિ અલ્પ હતી તેથી આ વિશેષ વ્રતો આદરી ન શક્યો. જિનશાસનનું અદ્ભુત માહાભ્ય કે હું મહાપાપી હતો તો પણ આટલાં જ વ્રતથી હું દુર્ગતિમાં ન ગયો. જિનધર્મના શરણથી જનકની રાણી વિદેહાના ગર્ભમાં ઉત્પન્ન થયો અને સીતા પણ ઉપજી, અમારા બન્નેનો સાથે જન્મ થયો. પેલો પૂર્વભવનો વિરોધી વિપ્ર, જેની સ્ત્રીનું મેં હરણ કર્યું હતું તે દેવ થયો અને મને જન્મથી જ જેમ ગીધ માંસનો ટુકડો ઊઠાવી જાય તેમ નક્ષત્રોથી ઉપર આકાશમાં લઈ ગયો. પહેલાં તો તેણે વિચાર કર્યો કે આને મારું. પછી કરણાથી કુંડળ પહેરાવી, લઘુપર્ણ વિધાથી મને વિમાનમાંથી નીચે ફેંક્યો. રાત્રે નીચે પડતાં તમે મને ઝીલી લીધો અને દયા લાવીને આપની રાણીને સોંપ્યો, તમારી કૃપાથી હું મોટો થયો અને અનેક વિધાઓ મેળવી. તમે મને ઘણા લાડ લડાવ્યા અને માતાએ મારું ઘણું રક્ષણ કર્યું. આમ કહીને ભામંડળ ચૂપ થઈ ગયો. રાજા ચંદ્રગતિ આ વૃત્તાંત સાંભળીને જ્ઞાન પામ્યો, ઇન્દ્રિયોની વાસના છોડી, વૈરાગ્ય અંગીકાર કરવા તૈયાર થયો. લોકધર્મ એટલે કે સ્ત્રીસેવનરૂપી વૃક્ષને ફળરહિત જાણ્યું અને સંસારનું બંધન જાણી, પોતાનું રાજ્ય ભામંડળને આપી, પોતે શીધ્ર સર્વભૂતહિત સ્વામીની સમીપે આવ્યો. સર્વભૂતહિત સ્વામી પૃથ્વી પર સૂર્ય સમાન પ્રસિદ્ધ ગુણરૂપ કિરણોના સમૂહથી ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા હતા. રાજા ચંદ્રગતિ વિધાધરે મહેન્દ્રોદય ઉદ્યાનમાં આવી મુનિની પૂજા કરી. વળી નમસ્કાર સ્તુતિ કરી, મસ્તક નમાવી, હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યોઃ હે ભગવાન્ ! આપની કૃપાથી હું જિનદીક્ષા લઈ તપ કરવા ઈચ્છું છું, હું ગૃહવાસથી ઉદાસ થયો છું. ત્યારે મુનિએ કહ્યું કે ભવસાગરને પાર કરનારી આ ભગવતી દીક્ષા તું લે. રાજા વૈરાગ્ય પામ્યા અને ભામંડળના રાજ્યનો ઉત્સવ થયો, ઊંચા અવાજે નગારાં વાગ્યાં, સ્ત્રીઓ ગીત ગાવા લાગી, બંસરી આદિ અનેક વાજિંત્રો વાગ્યાં. “શોભાયમાન જનક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીસમું પર્વ ૨૭૫ રાજાનો પુત્ર જયવંત હો” એવા ચારણોના અવાજ થયા. મહેન્દ્રોદય ઉદ્યાનમાં આવા શબ્દો રાત્રે થયા તેથી અયોધ્યાના સમસ્ત લોકો નિદ્રારહિત થઈ ગયા. વળી પ્રાતઃસમયે મુનિરાજના મુખમાંથી શ્રેષ્ઠ શબ્દો સાંભળીને જૈનો હર્ષ પામ્યા. સીતા જનક રાજાનો પુત્ર જયવંત હો' એવો અવાજ સાંભળીને જાણે કે અમૃતથી સીંચાઈ ગઈ, તેનાં સર્વ અંગ રોમાંચિત થઈ ગયાં, તેની જમણી આંખ ફરકી, તે મનમાં વિચારવા લાગી કે આ વારંવાર ઊંચેથી બોલાતો શબ્દ સાંભળવામાં આવે છે કે “જનક રાજાનો પુત્ર જયવંત હો” તો મારા પિતા જ જનક છે અને મારા ભાઈનું જન્મ થતાં જ હરણ થયું હતું તો તે જ આ ન હોય? આમ વિચારીને જેનું મન ભાઈના સ્નેહરૂપ જળથી ભીંજાઈ ગયું છે, તે ઊંચા સ્વરથી રોવા લાગી. ત્યારે અભિરામ એટલે સુંદર અંગવાળા રામ કહેવા લાગ્યા કે હે પ્રિયે! તું શા માટે રુદન કરે છે? જો આ તારો ભાઈ હોય તો હુમણાં સમાચાર આવશે અને જો બીજું કોઈ હશે તો હે પંડિતે ! તું શા માટે શોક કરે છે? જે વિચિક્ષણ હોય છે તે મરેલાનો, હરાયેલાનો, નષ્ટ થયેલાનો શોક કરતા નથી. હે વલ્લભ! જે કાયર અને મૂર્ખ હોય તેમને વિષાદ થાય છે અને જે પંડિત છે, પરાક્રમી છે તેમને વિષાદ થતો નથી. આ પ્રમાણે રામ અને સીતાની વચ્ચે વાર્તાલાપ થાય છે તે જ સમયે વધાઈ આપનારા મંગળ શબ્દો બોલતા આવ્યા. તે વખતે રાજા દશરથે ખૂબ આનંદથી અને આદરથી જાતજાતનાં દાન આપ્યાં અને પુત્ર, કલત્રાદિ સર્વ કુટુંબ સહિત વનમાં ગયા. ત્યાં નગરની બહાર ચારે તરફ વિધાધરોની સેના સેંકડો સામંતો સહિત જોઈને આશ્ચર્ય પામ્યા. વિધાધરોએ ઇન્દ્રના નગર જેવું સેના માટેનું સ્થાન ક્ષણમાત્રમાં બનાવી દીધું હતું. તેના ઊંચા કોટ, મોટા દરવાજા, પતાકા-તોરણોથી શોભાયમાન, રત્નોથી મંડિત એવો નિવાસ જોઈને રાજા દશરથ જ્યાં વનમાં સાધુ બિરાજ્યા હતા ત્યાં ગયા. નમસ્કાર, સ્તુતિ કરી, રાજા ચંદ્રગતિનો વૈરાગ્ય જોયો. વિધાધરોની સાથે શ્રીગુરુની પૂજા કરી. રાજા દશરથ સર્વ બાંધવો સહિત એક તરફ બેઠા અને ભામંડળ સર્વ વિદ્યાધરો સહિત એક તરફ બેઠો. વિધાધર અને ભૂમિગોચરી લોકો મુનિની પાસે યતિ અને શ્રાવકધર્મનું શ્રવણ કરવા લાગ્યા. ભામંડળ પિતા વૈરાગ્ય પામ્યા હોવાથી કાંઈક શોકમગ્ન લાગતો હતો ત્યારે મુનિ કહેવા લાગ્યા કે યતિનો ધર્મ તે શૂરવીરોનો છે, જેમને ઘરમાં રહેવાનું નથી, મહાશાંત દશા છે, આનંદનું કારણ છે, મહાદુર્લભ છે. કાયર જીવોને ભયાનક લાગે છે. ભવ્ય જીવ મુનિપદ પામીને અવિનાશી ધામ પામે છે અથવા ઇન્દ્ર, અહમિન્દ્રપદ પામે છે. લોકના શિખરે જે સિદ્ધ બિરાજે છે તે પદ મુનિપદ વિના પમાતું નથી. મુનિ સમ્યગ્દર્શનથી પંડિત છે. જે માર્ગથી નિર્વાણનું સુખ પ્રાપ્ત થાય અને ચાર ગતિનાં દુ:ખથી છૂટાય તે જ માર્ગ શ્રેષ્ઠ છે. આમ સર્વભૂતહિત મુનિએ મેઘની ગર્જના સમાન ધ્વનિથી સર્વ જીવોના ચિત્તને આનંદ આપનારાં વચનો કહ્યાં. મુનિ સમસ્ત તત્ત્વોના જ્ઞાતા છે. સંદેહરૂપ તાપને દૂર કરનાર મુનિના વચનરૂપ જળનું જીવોએ કર્ણરૂપી અંજલિથી પાન કર્યું. કેટલાક મુનિ થયા, કેટલાક શ્રાવક થયા, તેમનું ચિત્ત ધર્માનુરાગથી યુક્ત થયું. ધર્મનું વ્યાખ્યાન પૂરું થયું ત્યારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬ ત્રીસમું પર્વ પદ્મપુરાણ દશરથે પૂછયું કે હે નાથ ! ચંદ્રગતિ વિદ્યાધરને શા કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો? મહાવિનયવાન સીતા પોતાના ભાઈ ભામંડળનું ચરિત્ર સાંભળવા ઈચ્છા કરવા લાગી. મુનિએ કહ્યું કે હે દશરથ ! તું સાંભળ. આ જીવોને પોતપોતાના ઉપાર્જિત કરેલાં કર્મોથી વિચિત્ર ગતિ થાય છે. આ ભામંડળ પૂર્વે સંસારમાં અનંતકાળ ભ્રમણ કરીને અત્યંત દુ:ખી થયો હતો, કર્મરૂપી પવનથી પ્રેરાયેલો તે આ ભવમાં આકાશમાંથી પડતો રાજા ચંદ્રગતિને મળ્યો હતો. ચંદ્રગતિએ તેને પોતાની સ્ત્રી પુણ્યવતીને સોંપ્યો હતો, નવયૌવનમાં તે સીતાનું ચિત્રપટ જોઈ મોહિત થયો. ત્યારે જનકને એક વિધાધર કૃત્રિમ અશ્વ બનીને લઈ ગયો અને એવો કરાર થયો કે જે વજાવર્ત ધનુષ ચડાવે તે કન્યાને પરણે. પછી જનકને મિથિલાપુરી લઈ આવ્યા અને શ્રી રામે ધનુષ ચડાવ્યું અને સીતાને પરણ્યાં. વિધાધરના મુખે આ વાત સાંભળીને ક્રોધપૂર્વક ભામંડળ વિમાનમાં બેસીને આવતો હતો તેણે માર્ગમાં પૂર્વભવનું નગર જોયું અને જાતિસ્મરણ થયું કે હું કુંડળમંડિત નામનો આ વિદગ્ધપુરનો અધર્મી રાજા હતો. મેં પિંગળ નામના બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કર્યું હતું, મને અનરણ્યના સેનાપતિએ પકડ્યો હતો, દેશનિકાલ કર્યો હતો અને મારું સર્વસ્વ લૂંટી લીધું હતું. અને મહાપુરુષોના આશ્રયે આવીને મધ-માંસનો ત્યાગ કર્યો હતો. શુભ પરિણામથી મરણ પામીને જનકની રાણી વિદેહાના ગર્ભમાં ઉપજ્યો હતો. પેલો પિંગળ બ્રાહ્મણ જેની સ્ત્રીને આ હરી ગયો હતો તે વનમાંથી લાકડા લાવી, સ્ત્રીરહિત શૂન્ય ઝૂંપડી જોઈ અતિવિલાપ કરવા લાગ્યો હતો કે હું કમળનયની ! રાણી પ્રભાવતી જેવી માતા અને ચક્રધ્વજ જેવા પિતાને, મહાન વૈભવ અને મોટા પરિવારને છોડીને મારા પ્રત્યે પ્રેમ કરીને પરદેશમાં આવી હતી, લૂખોસૂકો આહાર અને ફાટયાંતૂટયાં વસ્ત્ર તું મારા ખાતર પહેરતી એવી સર્વસુંદર અંગવાળી, હવે તું મને છોડીને ક્યાં ગઈ? આ પ્રમાણે વિયોગરૂપ અગ્નિથી દગ્ધ થયેલો તે પિંગળ વિપ્ર પૃથ્વી પર અત્યંત દુઃખી બની ભટકતો, મુનિરાજના ઉપદેશથી મુનિ થઈ તપ કરવા લાગ્યો. તપના પ્રભાવથી તે દેવ થયો. તે મનમાં વિચારવા લાગ્યો કે મારી સ્ત્રી સમ્યકત્વરહિત હતી તે તિર્યંચ ગતિમાં ગઈ અથવા માયાચારરહિત સરળ પરિણામવાળી હતી એટલે મનુષ્ય થઈ કે સમાધિમરણ કરીને શ્રી જિનરાજને હૃદયમાં ધારણ કરીને દેવગતિ પામી. અને પેલો દુષ્ટ કુંડલમંડિત, જે મારી સ્ત્રીને ઉપાડી ગયો હતો તે ક્યાં છે? અવધિજ્ઞાનથી તેણે જનકની સ્ત્રીના ગર્ભમાં તેને આવેલો જાણીને જન્મ થતાં જ બાળકનું હરણ કર્યું અને આકાશમાંથી પડતો મૂક્યો તેને ચંદ્રગતિએ ઝીલી લીધો અને રાણી પુષ્પવતીને સોંપ્યો. ભામંડળે જાતિસ્મરણથી બધું જાણીને આ વૃત્તાંત ચંદ્રગતિને કહ્યો કે સીતા મારી બહેન છે અને રાણી વિદેહા મારી માતા છે અને પુણ્યવતી મારી પાલક માતા છે. આ વાત સાંભળીને વિદ્યાધરોની આખી સભા આશ્ચર્ય પામી. ચંદ્રગતિએ ભામંડળને રાજ્ય આપી સંસાર, શરીર અને ભોગથી ઉદાસ થઈ, વૈરાગ્ય લેવાનો વિચાર કર્યો. તેણે ભામંડળને કહ્યું કે હે પુત્ર! તારાં જન્મદાતા માતાપિતા તારા શોકથી ખૂબ દુઃખી થાય છે એટલે હું તેમને દર્શન આપી તેમની આંખો ઠાર. આ પ્રમાણે સર્વભૂતહિત મુનિરાજ રાજા દશરથને કહે છે કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીસમું પર્વ ૨૭૭ આ રાજા ચંદ્રગતિએ સંસારનું સ્વરૂપ અસાર જાણીને અમારી પાસે આવી જિનદીક્ષા ધારણ કરી છે. જે જમ્યો છે તે અવશ્ય મરશે જ અને જે મરણ પામે છે તે અવશ્ય નવો જન્મ લેશે, આવી સંસારની અવસ્થા જાણીને ચંદ્રગતિ ભવભ્રમણથી ડર્યો. મુનિનાં આ વચન સાંભળીને ભામંડળ પૂછવા લાગ્યો કે હે પ્રભો ! ચંદ્રગતિ અને પુષ્પવતીનો મારા ઉપર અધિક સ્નેહ કેમ થયો? ત્યારે મુનિ બોલ્યા કે આ પૂર્વભવના તારાં માતાપિતા છે તેની વાત સાંભળ. એક દારૂ નામનું ગ્રામ હતું. ત્યાં વિમુચિ નામનો બ્રાહ્મણ તેની સ્ત્રી અનુકોશા, અધિભૂત પુત્ર તથા સરસા પૂત્રવધૂ સાથે રહેતો હતો. ત્યાં એક કયા નામનો પરદેશી બ્રાહ્મણ પોતાની માતા ઉર્યા સાથે દારૂગ્રામમાં આવ્યો. તે પાપી, અધિભૂતની સ્ત્રી સરસા તથા તેના ઘરનું બધું ધન લઈને ભાગી ગયો. અધિભૂત મહાદુઃખી થઈને તેને ગોતવા માટે પૃથ્વી પર ભટક્યો. તેના પિતા કેટલાક દિવસ પહેલાં દક્ષિણા માટે પરદેશ ગયા હતા. એટલે ઘર પુરુષ વિના સૂનું થઈ ગયું. ઘરમાં થોડુંઘણું ધન હતું તે પણ જતું રહ્યું અને અધિભૂતની માતા અનુકોશા ગરીબ થવાથી ખૂબ દુઃખી થઈ. આ બધો વૃત્તાંત વિમુચિએ સાંભળ્યો કે ઘરનું ધન ગયું અને પુત્રની વહુ પણ ગઈ અને તેને ગોતવા પુત્ર ગયો છે તે પણ કોણ જાણે ક્યાં ગયો? વિમુચિ ઘેર આવ્યો, અને અનુકોશાને અત્યંત વિવળ જઈને વૈર્ય આપ્યું અને કયાનની માતા ઉર્યા પણ અત્યંત દુઃખી હતી. પુત્ર અન્યાયનું કાર્ય કર્યું તેથી લજ્જિત હતી, તેને પણ દિલાસો આપ્યો કે તારો અપરાધ નથી. પછી વિમુચિ પુત્રને ગોતવા ગયો. એક સર્વારિ નામનું નગર હતું. તેના વનમાં એક અવધિજ્ઞાની મુનિ હતા. લોકોના મુખે વિમુચિએ તેમની પ્રશંસા સાંભળી કે એ અવધિજ્ઞાનરૂપ કિરણોથી જગતમાં પ્રકાશ કરે છે ત્યારે એ મુનિ પાસે ગયો. તે ધન અને પત્રવધ જવાથી દ:ખી હતો જ અને મુનિરાજની તપોદ્ધિ જોઈને અને સંસારની જુઠી માયા જાણીને તીવ્ર વૈરાગ્ય પામી મુનિ થયો. વિમુચિની સ્ત્રી અનુકોશા અને કયાનની માતા ઉર્યા એ બન્ને બ્રાહ્મણી કમળકાંતા આર્થિકાની પાસે આયિકા બની. વિમુચિ મુનિ અને એ બન્ને આર્થિકા ત્રણે જીવ અત્યંત નિઃસ્પૃહુ ધર્મધ્યાનના પ્રસાદથી સ્વર્ગમાં ગયાં. વિમુચિનો પુત્ર અધિભૂત હિંસામાર્ગનો પ્રશંસક અને સંયમી જીવોનો નિંદક હતો તે આર્તરૌદ્ર ધ્યાનના યોગથી દુર્ગતિમાં ગયો અને આ કયાન પણ દુર્ગતિમાં ગયો. અધિભૂતની સ્ત્રી સરસા જે યાનની સાથે નીકળી હતી તે બલાહક પર્વતની તળેટીમાં મૃગલી થઈ. તે વાઘના ભયથી મૃગોના સમૂહથી એકલી પડી જઈને દાવાનળમાં બળી મરી. તે જન્માંતરમાં ચિત્તોત્સવા થઈ. યાન ભવભ્રમણ કરતો ઊંટ થયો અને પછી ધૂમ્રકેશનો પુત્ર પિંગળ થયો. સરસાનો પતિ અતિભૂત ભવભ્રમણ કરતો કરતો રાક્ષસ સરોવરના તીરે હંસ થયો. એક બાજ પક્ષીએ તેનાં બધાં અંગ ઘાયલ કર્યા. તે ચૈત્યાલયની પાસે પડયો. ત્યાં ગુરુશિષ્યને ભગવાનનું સ્તોત્ર શીખવતા હતા તે આણે સાંભળ્યું. તેણે હંસની પર્યાય છોડી દશ હજાર વર્ષના આયુષ્યવાળો દગોત્તમ નામના પર્વત પર કિન્નર દેવ થયો. ત્યાંથી ચ્યવીને વિદગ્ધપુરનો રાજા કુંડળમંડિત થયો. તેણે પિંગળની પાસેથી ચિત્તોત્સવાનું હરણ કર્યું તેનું બધું કથન પૂર્વે કહ્યું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ ત્રીસમું પર્વ પદ્મપુરાણ જ છે. વિમુચિ બ્રાહ્મણ જે સ્વર્ગમાં ગયો હતો તે રાજા ચંદ્રગતિ થયો. અનુકોશા બ્રાહ્મણી પુષ્પવતી થઈ. કયાન કેટલાક ભવ કરી પિંગળ થઈ, મુનિવ્રત ધારણ કરીને દેવ થયો. તેણે ભામંડળનો જન્મ થતાં જ હરણ કર્યું. ઉર્યા બ્રાહ્મણી દેવલોકમાંથી ચ્યવીને રાણી વિદેહા થઈ. આ સકળ વૃત્તાત સાંભળીને આખી સભાની આંખમાં આંસુ આવી ગયાં અને બધા રોમાંચિત થઈ ગયા. સીતા પોતાના ભાઈ ભામંડળને જોઈને સ્નેહથી મળી અને રુદન કરવા લાગી, હે ભાઈ ! મેં તને પહેલી જ વાર જોયો. શ્રી રામ અને લક્ષ્મણ ઊઠીને ભામંડળને મળ્યા, મુનિને નમસ્કાર કરી, ખેચર, ભૂચર બધાં જ વનમાંથી નગરમાં આવ્યાં. ભામંડળ સાથે વિચારણા કરીને રાજા દશરથે જનક રાજાની પાસે વિદ્યાધરને મોકલ્યો તથા જનકને આવવા માટે વિમાન મોકલ્યું. રાજા દશરથે ભામંડળનું ખૂબ સન્માન કર્યું. ભામંડળને રહેવા માટે અતિરમણીક મહેલ આપ્યો. વાવ, સરોવર, ઉપવનમાં ભામંડળ સુખપૂર્વક રહ્યો. રાજા દશરથે ભામંડળના પાછા આવવાના નિમિત્તે મોટો ઉત્સવ કર્યો, વાચકોને વાંછાથી પણ અધિક દાન આપ્યું એટલે એ દરિદ્રતારહિત થયા. રાજા જનક પાસે પવનથી પણ અધિક ગતિવાળા વિદ્યાધરો ગયા. તેમણે તેને પુત્રના આગમનની વધાઈ આપી તથા દશરથ અને ભામંડળનો પત્ર આપ્યો તે વાંચીને જનક અત્યંત આનંદ પામ્યા. રાજા વિધાધરને પૂછે છે કે હે ભાઈ! આ સ્વપ્ન છે કે પ્રત્યક્ષ છે? તું આવ, અમને મળ, એમ કહીને રાજા મળ્યા અને આંખો સજળ બની ગઈ. જેવો હર્ષ પુત્ર મળ્યાનો થાય તેવો પત્ર લાવનારને મળવાથી થયો. તેને વસ્ત્ર, આભૂષણ બધું આપ્યું, બધાં કુટુંબીજનોએ ભેગા મળીને ઉત્સવ કર્યો અને તેને વારંવાર પુત્રનો વૃત્તાંત પૂછવા લાગ્યા અને સાંભળતાં તૃપ્તિ થતી નહિ. વિદ્યાધરે સકલ વૃત્તાંત વિસ્તારથી કહ્યો. તે જ સમયે રાજા જનક સર્વ કુટુંબ સહિત વિમાનમાં બેસીને અયોધ્યા ચાલ્યા અને એક નિમેષમાં જઈ પહોંચ્યા. અયોધ્યામાં વાજિંત્રોના નાદ થઈ રહ્યા છે. જનક શીઘ્ર વિમાનમાંથી ઊતરીને પુત્રને મળ્યા. સુખથી નેત્ર બંધ થઈ ગયાં, ક્ષણમાત્રમાં મૂર્છા આવી ગઈ. પછી સચેત થઈ આંસુભરી આંખે પુત્રને જોયો અને હાથથી સ્પર્શ કર્યો. માતા વિદેહા પણ પુત્રને જોઈ મૂચ્છિત થઈ ગઈ. પછી સચેત થઈને મળી અને રુદન કરવા લાગી, જેનું રુદન સાંભળીને તિર્યંચને પણ દયા ઉપજે. હાય પુત્ર! તારા જન્મથી જ ઉત્કટ વેરીથી હુરણ થયું હતું અને તને જોવા માટે મારું શરીર ચિંતારૂપ અગ્નિથી દગ્ધ થયું હતું તે તારાં દર્શનરૂપી જળથી સીંચાયું અને શીતળ થયું. અરે, ધન્ય છે તે રાણી પુષ્પવતી વિદ્યાધરીને, જેણે તારી બાળલીલા જોઈ અને ક્રિીડાથી મલિન બનેલું તારું શરીર છાતીએ લગાડ્યું, મુખ ચૂમ્યું અને નવયૌવન અવસ્થામાં ચંદનથી લિપ્ત, સુગંધયુક્ત તારું શરીર જોયું! આમ માતા વિદેહાએ કહ્યું. તેની આંખમાંથી આંસુ ખર્યા, સ્તનમાંથી દૂધ ટપકયું અને વિદેહાને પરમઆનંદ થયો. જેમ જિનશાસનની સેવક દેવી આનંદ સહિત રહે તેમ તે પુત્રને જોઈ સુખસાગરમાં રહી. તેઓ અયોધ્યામાં એક મહિનો રહ્યા. પછી ભામંડળ શ્રી રામને કહેવા લાગ્યો કે હે દેવ! આ જાનકીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકત્રીસમું પર્વ ૨૭૯ તમારું જ શરણ છે, એ ધન્યભાગ્ય છે કે તમારા જેવા તેને પતિ મળ્યા, આમ કહીને બહેનને છાતીએ લગાવી. માતા વિદેહા સીતાને હૃદય સાથે ચાપીને બોલી, હે પુત્રી! સાસુ-સુસરાની ખૂબ સેવા કરજે અને એવી રીતે કરજે કે આખા કુટુંબમાં તારી પ્રશંસા થાય. ભામંડળે સૌને બોલાવ્યા, જનકના નાના ભાઈ કનકને મિથિલાપુરીનું રાજ્ય સોંપી જનક અને વિદેહાને પોતાના સ્થાનકે લઈ ગયો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે મગધ દેશના અધિપતિ! તું ધર્મનું માહાસ્ય જો. જે ધર્મના પ્રસાદથી શ્રી રામદેવને સીતા સરખી સ્ત્રી મળી, જે રૂપે-ગુણે પૂર્ણ હતી, જેને વિધાધરોનો ઇન્દ્ર ભામંડળ જેવો ભાઈ હતી. વળી રામને લક્ષ્મણ જેવો ભાઈ, સેવક અને દેવાધિષ્ઠિત ધનુષ પણ રામે ચડાવ્યું. આ શ્રી રામનું ચરિત્ર-ભામંડળના મિલનનું વર્ણન જે નિર્મળ ચિત્તથી સાંભળે તેને મનવાંછિત ફળની સિદ્ધિ થાય અને શરીર નિરોગી થાય તેમ જ સૂર્ય સમાન પ્રભાવ પ્રાપ્ત કરે. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભામંડળના મેળાપનું વર્ણન કરનાર ત્રીસમું પર્વ પૂર્ણ થયું. * * * એકત્રીસમું પર્વ (રાજા દશરથનું પૂર્વભવ શ્રવણથી સંસારથી વિરક્ત થવું). હવે રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! જગતના હિતકારી, રાજા અનરણ્યના પુત્ર રાજા દશરથે પછી શું કર્યું તે કહો. તેમ જ શ્રી રામ-લક્ષ્મણનો સકળ વૃત્તાંત હું સાંભળવા ચાહું છું તો મને કૃપા કરીને કહો. આપનો યશ ત્રણ લોકમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે મુનિઓના સ્વામી, મહાતપ તેજના ધારક ગૌતમ ગણધરે કહ્યું કે જેવું કથન શ્રી સર્વજ્ઞ વીતરાગદેવે કર્યું છે તે તું સાંભળ. જ્યારે રાજા દશરથ મુનિઓનાં દર્શનાર્થે ગયા ત્યારે તેમણે સર્વભૂતહિત સ્વામીને નમસ્કાર કરીને પૂછયું કે હે સ્વામી! મેં સંસારમાં અનંત જન્મ ધારણ કર્યા તેમાંથી કેટલાક ભવની વાત આપના પ્રસાદથી સાંભળીને સંસાર છોડવા ઈચ્છું છું. મુનિ દશરથને ભવ સાંભળવાનો અભિલાષી જાણીને કહેવા લાગ્યા કે હું રાજન્ ! સંસારનાં બધાં જીવ અનાદિકાળથી, કર્મોના સંબંધથી અનંત જન્મ-મરણ કરતાં દુ:ખ જ ભોગવતાં આવ્યાં છે. આ જગતમાં જીવોના કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ત્રણ પ્રકારની છે અને મોક્ષ સર્વમાં ઉત્તમ છે, જેને પંચમગતિ કહે છે તે અનંત જીવોમાંથી કોઈ એકને થાય છે, બધાને નહિ. આ પંચમગતિ કલ્યાણ કરનાર છે. ત્યાંથી ફરીથી આવાગમન થતું નથી. તે અનંત સુખનું સ્થાનક શુદ્ધ સિદ્ધપદ ઈન્દ્રિયવિષયરૂપ રોગોથી પીડિત મોહથી અંધ પ્રાણી પામી શકતો નથી. જે તત્ત્વાર્થશ્રદ્ધાનથી રહિત, વૈરાગ્યથી બહિર્મુખ છે અને હિંસાદિકમાં જેમની પ્રવૃત્તિ છે તેમને નિરંતર ચાર ગતિનું ભ્રમણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦ એકત્રીસમું પર્વ પદ્મપુરાણ જ છે. અભવ્યોને તો સર્વથા મુક્તિ નથી, નિરંતર ભવભ્રમણ જ છે અને ભવ્યોમાંથી કોઈકને મુક્તિ મળે છે. જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ છે તે લોકાકાશ છે અને જ્યાં એકલું આકાશ જ છે તે અલોકાકાશ છે. લોકના શિખરે સિદ્ધ બિરાજે છે. આ લોકાકાશમાં ચેતના લક્ષણવાળા જીવ અનંતા છે તેમનો વિનાશ થતો નથી. સંસારી જીવ નિરંતર પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય આ છે કાયમાં દેહ ધારણ કરીને ભ્રમણ કરે છે. આ ત્રિલોક અનાદિ છે, અનંત છે તેમાં સ્થાવર-જંગમ જીવો પોતપોતાના કર્મસમૂહોથી બંધાઈને ભિન્ન ભિન્ન યોનિઓમાં ભ્રમણ કરે છે. આ જિનરાજના ધર્મથી અનંત સિદ્ધ થયા અને અનંત સિદ્ધ થશે અને વર્તમાનમાં થાય છે. જિનમાર્ગ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. અનંતકાળ વીતી ગયો, અનંતકાળ વીતશે, કાળનો અંત નથી. જે જીવ સંદેહરૂપ કલંકથી કલંકી છે અને પાપથી પૂર્ણ છે, ધર્મને જાણતા નથી, તેમને જૈનનું શ્રદ્ધાન ક્યાંથી હોય? અને જેને શ્રદ્ધાન નથી, જે સમ્યકત્વરહિત છે, તેમને ધર્મ ક્યાંથી હોય? ધર્મરૂપ વૃક્ષ વિના મોક્ષફળ કેવી રીતે મેળવે. અજ્ઞાન અનંત દુઃખનું કારણ છે. જે મિથ્યાદષ્ટિ અધર્મમાં અનુરાગી છે અને અતિ ઉગ્ર પાપકર્મથી મંડિત છે, રાગાદિ વિષથી ભરેલા છે, તેમનું કલ્યાણ કેવી રીતે થાય? તે દુઃખ જ ભોગવે છે. હસ્તિનાપુરમાં એક ઉપાતિ નામનો પુરુષ હતો, તેની સ્ત્રી દીપની મિથ્યાભિમાનથી પૂર્ણ હતી. તે વ્રતનિયમ કાંઈ પાળતી નહિ. તે ખૂબ ક્રોધી, અદેખી, કષાયરૂપ વિષની ધારક, સાધુઓની સતત નિંદા કરનારી, કુશબ્દ બોલનારી, અતિકૃપણ, કુટિલ, પોતે કોઈને અન્ન આપે નહિ અને આપતું હોય તેને પણ રોકનારી, ધનની ભૂખી, ધર્મથી અજાણ ઈત્યાદિ અનેક દોષથી ભરેલી મિથ્યામાર્ગની સેવક, પાપકર્મના પ્રભાવથી ભવસાગરમાં અનંતકાળથી ભટકતી હતી. ઉપાસ્તિ દાનના અનુરાગથી ચંદ્રપુરનગરમાં ભદ્ર નામના પુરુષની ધારિણી નામક સ્ત્રીને પેટે ધારણ નામનો પુત્ર થયો. તે ભાગ્યશાળી હતો, મોટું કુટુંબ હતું અને નયનસુંદરી નામની પત્ની હતી. ધારણ શુદ્ધ ભાવથી મુનિઓને આહારદાન આપી અંતકાળે શરીર છોડી, ધાતકીખંડદ્વીપમાં ઉત્તરકુરુ ભોગભૂમિમાં ત્રણ પલ્યનું સુખ ભોગવી, દેવપર્યાય પામી, ત્યાંથી ચ્યવીને પૃથલાવતી નગરીમાં રાજા નંદીઘોષ અને રાણી વસુધાનો નંદીવર્ધન નામે પુત્ર થયો. એક દિવસ રાજા નંદીઘોષ યશોધર નામના મુનિની પાસે ધર્મશ્રવણ કરી, નંદીવર્ધનને રાજ્ય આપી પોતે મુનિ થયા અને તપ કરીને સ્વર્ગમાં ગયા. નંદીવર્ધને શ્રાવકના વ્રત ધારણ કર્યા, નમસ્કાર મંત્રના સ્મરણમાં તત્પર રહેતા. તેમણે કરોડ પૂર્વ સુધી મહારાજપદનું સુખ ભોગવી અંતકાળે સમાધિમરણ કરી, પંચમ દેવલોકની પ્રાપ્તિ કરી. ત્યાંથી ચ્યવીને પશ્ચિમ વિદેહમાં વિજ્યાધ પર્વત પર શશિપુર નામના નગરમાં રાજા રત્નમાલીની રાણી વિધુતલતાની કુક્ષિએ સૂર્યજય નામનો પુત્ર થયો. એક દિવસ મહાબળવાન રત્નમાલી સિંહપુરના રાજા વજલોચન સાથે યુદ્ધ કરવા ગયો. અનેક દિવ્ય રથ, હાથી, ઘોડા, પ્યાદાં મહાપરાક્રમી સામતો સાથે, નાના પ્રકારનાં શસ્ત્રોનો ધારક રાજા હોઠ કચડતો, ધનુષ ચઢાવીને, રથમાં આરૂઢ થઈને ભયાનક આકૃતિ ધારણ કરી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકત્રીસમું પર્વ ૨૮૧ વિદ્યાધર શત્રુના સ્થાનકને બાળવાની ઈચ્છાથી તૈયાર થયો. તે વખતે એક દેવ આવીને તેને કહેવા લાગ્યો કે હું રત્નમાલી ! તે આ શું આરંભ્ય છે? હવે તું ક્રોધ છોડ. હું તારો પૂર્વભવનો વૃત્તાંત કહું છું તે સાંભળ. ભરતક્ષેત્રમાં ગાંધારી નગરીના રાજા ભૂતિ અને તેનો પુરોહિત ઉપમન્યુ બન્ને પાપી અને માંસભક્ષી હતા. એક દિવસ રાજાએ કેવળગર્ભસ્વામીના મુખથી વ્યાખ્યાન સાંભળીને એવું વ્રત લીધું કે હું પાપનું આચરણ નહિ કરું. તે વ્રત ઉપમન્યુ પુરોહિતે છોડાવી દીધું. એક સમયે રાજા પર શત્રુઓની ધાડ આવી તેમાં રાજા અને પુરોહિત બન્ને મરાયા. પુરોહિતનો જીવ હાથી થયો. તે હાથી યુદ્ધમાં ઘાયલ થઈ અંતકાળે નમોકારમંત્રનું શ્રવણ કરીને ગાંધારી નગરીમાં રાજા ભૂતિની રાણી યોજનગંધાનો અરિસૂદન નામનો પુત્ર થયો. તેણે કેવળગર્ભમુનિનાં દર્શન કરી, પૂર્વજન્મનું સ્મરણ કર્યું, તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેણે મુનિપદ અંગીકાર કર્યું, સમાધિમરણ કરી અગિયારમાં સ્વર્ગમાં દેવ થયો. તે ઉપમન્યુ પુરોહિતનો જીવ તે હું અને રાજા ભૂતિનો જીવ મરીને મંદારણ્યમાં મૃગ થયો હતો. ત્યાં દાવાનળમાં બળી મર્યો. મરીને કલિંજ નામનો નીચ પુરુષ થયો અને મહાપાપ કરી બીજી નરકમાં ગયો. સ્નેહના યોગથી મેં તને નરકમાં સંબોધન કર્યું. આયુષ્ય પૂર્ણ કરીને નરકમાંથી નીકળીને તું રત્નમાલી વિધાધર થયો. તું એ નરકનાં દુઃખ ભૂલી ગયો છો. આ વાત સાંભળીને રત્નમાલી સૂર્યજય પુત્ર સહિત પરમ વૈરાગ્ય પામ્યો, દુર્ગતિનાં દુ:ખથી ડર્યો, તિલકસુંદર સ્વામીનું શરણ લઈ પિતાપુત્ર બન્ને મુનિ થયા. સૂર્યજય તપ કરીને દસમા દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને રાજા અનરણ્યનો પુત્ર દશરથ થયો. સર્વભૂતહિત મુનિ કહે છે કે અલ્પમાત્ર સુકૃતથી પણ ઉપાસ્તિનો જીવ કેટલાક ભાવોમાં વડના બીજની પેઠે વૃદ્ધિ પામ્યો. તું રાજા દશરથ ઉપાસ્તિનો જીવ છે અને નંદીવર્ધનના ભવમાં તારા પિતા નંદીઘોષ મુનિ થઈને રૈવેયક ગયા હતા અને ત્યાંથી ચ્યવીને હું સર્વભૂતહિત થયો છું. જે રાજા ભૂતિનો જીવ રત્નમાલી થયો હતો તે સ્વર્ગમાંથી ચ્યવીને આ જનક થયો છે અને ઉપમન્યુ પુરોહિતનો જીવ જેણે રત્નમાલીને સંબોધ્યો હતો તે જનકનો ભાઈ કનક થયો છે. આ સંસારમાં ન કોઈ પોતાનું છે કે ન કોઈ પારકું છે. શુભાશુભ કર્મોથી આ જીવ જન્મ-મરણ કરે છે. આ પૂર્વભવનું વર્ણન સાંભળી રાજા દશરથ નિઃસંદેહ થઈ સંયમ સન્મુખ થયો. ગુરુના ચરણોને નમસ્કાર કરીને તેણે નગરમાં પ્રવેશ કર્યો. તેનું અંત:કરણ નિર્મળ હતું. તે મનમાં વિચારવા લાગ્યો કે આ મહામંડલેશ્વરનું રાજ્ય સુબુદ્ધિમાન રામને આપી, હું મુનિવ્રત અંગીકાર કરું. રામ ધર્માત્મા છે અને મહાવીર છે, વૈર્ય ધારણ કરે છે અને સમુદ્રાંત પૃથ્વીનું રાજ્ય કરવાને સમર્થ છે. એના ભાઈઓ પણ આજ્ઞાકારી છે. આમ રાજા ? વિચાર્યું. તે મોહથી પરાડમુખ અને મુક્તિ માટે ઉદ્યમી થયા છે. તે વખતે શરદ ઋતુ પૂર્ણ થઈ હતી અને હેમંત ઋતુનું આગમન થયું. કમળ જેનાં નેત્ર છે અને ચંદ્રમાની ચાંદની જેનાં ઉજ્જવળ વસ્ત્ર છે એવી શરદ ઋતુ જાણે કે હિમઋતુના ભયથી ભાગી ગઈ. હેમંત ઋતુ પ્રગટ થઈ. ઠંડી પડવા લાગી. વૃક્ષો બળી ગયા. ઠંડા પવનથી લોકો વ્યાકુળ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨ એકત્રીસમું પર્વ પદ્મપુરાણ થયા. જે ઋતુમાં ધનરહિત પ્રાણી જીર્ણ કુટિમાં દુઃખપૂર્વક સમય વિતાવે છે. દરિદ્રી લોકોના હોઠ અને પગના તળિયા ફાટી ગયા છે, દાંત ડગમગે છે, વાળ લુખ્ખા થઈ ગયા છે, નિરંતર અગ્નિનું સેવન કરવું પડે છે, પેટપૂરતું ભોજન મળતું નથી, ચામડી કઠણ બની જાય છે અને ઘરમાં કુભાર્યાના વચનરૂપ શસ્ત્રથી જેનું ચિત્ત કપાઈ જાય છે, કાાદિના ભારા લાવવા માટે ખભે કુહાડી વગેરે લઈને જે વન વન ભટકે છે અને શાક, બોર વગેરે આહારથી પેટ ભરે છે અને જે પુણ્યના ઉદયથી રાજાદિક ધનાઢય પુરુષ થયા છે તે મોટા મહેલોમાં રહે છે અને શીતનું નિવારણ કરનાર અગરના ધૂપની સુગંધથી યુક્ત વસ્ત્ર પહેરે છે, સોનાનાં તથા રૂપાનાં પાત્રોમાં પસંયુક્ત સ્નિગ્ધ ભોજન કરે છે, તેમનાં અંગો પર કેસર સુગંધાદિનો લેપ કરે છે, તેમની પાસેના ધૂપદાનમાં ધૂપ સળગ્યાં કરે છે, પરિપૂર્ણ ધન હોવાથી ચિંતારહિત છે, ઝરૂખામાં બેસીને લોકોને જુએ છે, તેમની સમીપે ગીત નૃત્યાદિક વિનોદ થયા કરે છે, રત્નોનાં આભૂષણ અને સુગંધી માળાદિથી મંડિત સુંદર કથામાં ઉધમી છે; તેમની સ્ત્રીઓ વિનયવાન, કલાની જાણનારી, રૂપાળી અને પતિવ્રતા હોય છે. પુણ્યના ઉદયથી આ સંસારી જીવ દેવગતિ મનુષ્ય ગતિનાં સુખ ભોગવે છે અને પાપના ઉદયથી નરક, તિર્યંચ તથા મનુષ્ય થઈ દુઃખ, દારિદ્ર ભોગવે છે. બધા માણસો પોતપોતાના ઉપાર્જિત કર્મના ફળ ભોગવે છે. દશરથે મુનિનાં આવાં વચન પહેલાં સાંભળ્યા હતાં. તે સંસારથી વિરક્ત થઈ દ્વારપાળને કહેવા લાગ્યા. દ્વારપાળે પોતાનું મસ્તક ભૂમિ પર અડાડયું છે અને હાથ જોડયા છે. રાજાએ તેને આજ્ઞા કરી કે હે ભદ્ર! સામંત, મંત્રી પુરોહિત, સેનાપતિ આદિ બધાને બોલાવો. એટલે દ્વારપાળ દ્વાર પર બીજા માણસને મૂકીને તેમની આજ્ઞા પ્રમાણે બોલાવવા ગયો. તે બધા આવીને રાજાને પ્રણામ કરી યથાયોગ્ય સ્થાનમાં બેઠા અને વિનંતી કરવા લાગ્યા કે હે નાથ ! આજ્ઞા કરો. શું કાર્ય કરવાનું છે? રાજાએ કહ્યું કે હું સંસારનો ત્યાગ કરીને નિશ્ચયથી સંયમ લઈશ. મંત્રીઓએ પૂછયું કે હે પ્રભો! આપને કયા કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે? રાજાએ કહ્યું કે આ સમસ્ત જગત પ્રત્યક્ષપણે સૂકા ઘાસની જેમ મૃત્યુરૂપ અગ્નિથી બળે છે અને અભવ્યને અલભ્ય તથા ભવ્યોને લેવા યોગ્ય એવો સમ્યકત્વ સહિત સંયમ ભવતાપનો નાશક અને શિવસુખ આપનાર છે, સુર, અસુર, મનુષ્ય, વિધાધરોથી પૂજ્ય છે, પ્રશંસાયોગ્ય છે. મેં આજે મુનિના મુખે જિનશાસનનું વ્યાખ્યાન સાંભળ્યું. જિનશાસન સકળ પાપોનો નાશ કરે છે. ત્રણ લોકમાં પ્રગટ મહાસૂક્ષ્મ ચર્ચા તેમાં છે, અતિનિર્મળ ઉપમારહિત છે. બધી વસ્તુઓમાં સમ્યકત્વ પરમ વસ્તુ છે. તે સમ્યકત્વનું મૂળ જિનશાસન છે, શ્રી ગુરુઓના પ્રસાદથી હું નિવૃત્તિમાર્ગમાં પ્રવર્તવા તૈયાર થયો છું, મારી ભવભ્રાંતિરૂપ નદીની કથા મેં આજે મુનિના મુખેથી સાંભળી છે અને મને જાતિસ્મરણ થયું છે. હવે મારું શરીર ત્રાસથી કંપે છે. મારી ભવભ્રાંતિની નદીમાં જાતજાતનાં જન્મરૂપ વમળો ઉઠે છે, મોહરૂપ કીચડથી મલિન છે, કુર્તકરૂપ મગરોથી પૂર્ણ દુઃખરૂપ લહેરો તેમાં ઉઠે છે, મિથ્યારૂપ જળથી તે ભરેલી છે, તેમાં મૃત્યુરૂપ મગરમચ્છોનો ભય છે, રુદનના ઘોર અવાજ કરતી, અધર્મરૂપ પ્રવાહથી વહેતી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકત્રીસમું પર્વ ૨૮૩ અજ્ઞાનરૂપ પર્વત પરથી નીકળેલી, સંસારરૂપ સમુદ્રમાં તેનો પ્રવેશ છે. હવે હું આ ભવનદીને ઓળંગીને શિવપુરી જવાને ઉધમી થયો છું. મોહથી પ્રેરાયેલા કાંઈ નકામાં બોલશો નહિ, સંસારસમુદ્ર તરીને નિર્વાણદીપ જતાં મને અંતરાય ન કરશો. જેમ સૂર્યનો ઉદય થતાં અંધકાર રહેતો નથી તેમ સમ્યજ્ઞાન થતાં સંશયતિમિર ક્યાં રહે? માટે મારા પુત્રને રાજ્ય આપો, હમણાં જ પુત્રનો અભિષેક કરાવો, હું તપોવનમાં પ્રવેશ કરું છું. આ વચન સાંભળી મંત્રીઓ અને સામંતો રાજાનો વૈરાગ્યનો નિશ્ચય જાણી અત્યંત શોકાતુર થયા. તેમનાં મસ્તક નીચે ઢળી ગયાં, આંખો અશ્રુપાતથી ભરાઈ ગઈ, આંગળીથી જમીન ખોતરતાં ક્ષણમાત્રમાં પ્રભારહિત થઈ ગયા. મૌનપણે બેસી રહ્યા. આખો રણવાસ પ્રાણનાથનો નિગ્રંથ વ્રતનો નિશ્ચય સાંભળી શોક પામ્યો. અનેક વિનોદ કરતા હતા તે છોડીને આંસુઓથી આંખો ભરાઈ ગઈ અને મહારુદન કર્યું. ભરત પિતાના વૈરાગ્યની વાત સાંભળી પોતે પણ પ્રતિબોધ પામ્યા, મનમાં ચિંતવવા લાગ્યા કે અહો! આ સ્નેહનું બંધન છેદવું કઠણ છે. અમારા પિતાજી જ્ઞાન પામ્યા, જિનદીક્ષા લેવા ઈચ્છે છે. હવે એમને રાજ્યની શી ચિંતા હોય? મારે તો ન કોઈને કાંઈ પૂછવાનું છે કે ન કાંઈ કરવાનું છે. હું તપોવનમાં પ્રવેશ કરીશ, સંયમ ધારણ કરીશ. તે સંયમ સંસારના દુઃખોનો ક્ષય કરે છે, અને મારે આ દેહથી શી લેવાદેવા છે? આ દેહ તો વ્યાધિનું ઘર છે, વિનશ્વર છે, જો દેહથી મારો સંબંધ નથી તો બાંધવો સાથે સંબંધ કેવો? આ બધા પોતાના કર્મફળના ભોક્તા છે, આ પ્રાણી મોહથી અંધ છે, સંસારવનમાં એકલો જ ભટકે છે કે જે વન અનેક ભવભયરૂપ વૃક્ષોથી ભરેલું છે. સકળ કળાની જાણનારી કૈકેયી ભરતની આ ચેષ્ટા જોઈને ખૂબ શોક પામી. મનમાં વિચારવા લાગી કે પતિ અને પુત્ર બન્નેય વૈરાગ્ય ધારણ કરવા ઈચ્છે છે, કયા ઉપાયથી એમને રોકું? આવી ચિંતાથી જેનું મન વ્યાકુળ છે એવી કૈકેયીને યાદ આવ્યું કે રાજાએ તેને વરદાન આપેલું છે એટલે તરત જ પતિ પાસે જઈને અર્ધા સિંહાસન ઉપર બેઠી. તેણે વિનંતી કરી કે હે નાથ! બધી સ્ત્રીઓની વચ્ચે તમે મને કૃપા કરીને કહ્યું હતું કે તું જે માગીશ તે હું આપીશ તો અત્યારે આપો. ત્યારે દશરથે કહ્યું કે હે પ્રિયે! જે તારી ઈચ્છા હોય તે માગી લે. રાણી કૈકેયી આંસુ સારતાં કહેવા લાગી કે હે નાથ ! અમારી એવી કઈ ભૂલ થઈ કે તમે ચિત્તને કઠોર કરીને અમને છોડવા ઈચ્છો છો. અમારો જીવ તો તમારે આધીન છે. વળી, આ જિનદીક્ષા અત્યંત દુર્ધર છે તે લેવા માટે તમને કેમ વિચાર સૂઝયો? આ ઇન્દ્ર સમાન ભોગોથી પાળેલું તમારું શરીર છે, તમે મુનિપદ કેવી રીતે ધારણ કરી શકશો? મુનિપદ અત્યંત વિષમ છે. જ્યારે રાણી કૈકેયીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો: હું કાંતે! સમર્થને વિષમ શું? હું તો નિઃસંદેહુ મુનિવ્રત ધારણ કરીશ જ, તારી અભિલાષા હોય તે માગ. રાણી ચિંતાતુર બની નીચું મુખ કરી બોલી કે હે નાથ ! મારા પુત્રને રાજ્ય આપો. ત્યારે દશરથે કહ્યું કે એમાં સંદેહ શેનો ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪ એકત્રીસમું પર્વ પદ્મપુરાણ તેં થાપણ મૂકી હતી તે હવે લઈ લે. તેં જે કહ્યું તે હું માન્ય રાખું છું, હવે શોક ત્યજ, તે મને ઋણમુક્ત કર્યો. પછી રામ-લક્ષ્મણને બોલાવી રાજા દશરથે કહ્યું: હે વત્સ! આ કૈકેયી અનેક કળાની પારગામી છે, એણે પહેલાં એક ઘોર સંગ્રામમાં મારું સારથિપણું કર્યું હતું. એ અતિચતુર છે મારી જીત થઈ ત્યારે મેં પ્રસન્ન થઈ એને વરદાન આપેલું કે તારી ઈચ્છા હોય તે માગી લે. તે વખતે તેણે વચન મારી પાસે થાપણ તરીકે મૂકયું હતું. હવે એ કહે છે કે મારા પુત્રને રાજ્ય આપો. જો એના પુત્રને રાજ્ય ન આપું તો એનો પુત્ર ભરત સંસારનો ત્યાગ કરે અને એ પુત્રના શોકથી પ્રાણ ત્યજે અને મારી વચન ન પાળવાની અપકીર્તિ જગતમાં ફેલાય. વળી, મોટા પુત્રને છોડી નાના પુત્રને રાજ્ય આપું તો એ કામ મર્યાદાથી વિપરિત છે અને ભરતને સકળ પૃથ્વીનું રાજ્ય આપ્યા પછી તમે લક્ષ્મણ સહિત કયાં જાવ? તને બન્ને ભાઈ વિનયવાન, પિતાના આજ્ઞાકારી અને ૫૨મક્ષત્રિયતેજના ધારક છો તેથી કે વત્સ! હું શું કરું? બેય બાબત મુશ્કેલ બની ગઈ છે. હું અત્યંત દુઃખરૂપ ચિંતાના સાગરમાં પડયો છું. ત્યારે શ્રી રામચંદ્રે અત્યંત વિનયપૂર્વક, પિતાનાં ચરણારવિંદમાં નજર ચોડીને, સજ્જનતાથી કહ્યું કે હૈ તાત! તમે તમારું વચન પાળો. અમારી ચિંતા છોડો. જો તમારું વચન નિષ્ફળ જવાથી તમારી અપકીર્તિ થતી હોય અને અમને ઇન્દ્રની સંપત્તિ મળતી હોય તો પણ શા કામની? સુપુત્ર તો એવું જ કાર્ય કરે કે જેથી માતાપિતાને પંચમાત્ર પણ શોક ન ઉપજે. પંડિતો પુત્રનું પુત્રપણું એને જ કહે છે કે જે પિતાને પવિત્ર કરે અને તેમની કષ્ટથી રક્ષા કરે. પવિત્ર કરવું એટલે કે તેમને જૈનધર્મની સન્મુખ કરવા. દશરથ, રામ અને લક્ષ્મણ વચ્ચે આ વાત થઈ રહી હતી તે જ સમયે ભરત મહેલમાંથી નીચે ઉતર્યા અને મનમાં વિચાર્યું કે હું મુનિવ્રત ધારણ કરું અને કર્મોનો નાશ કરું. લોકોના મુખમાંથી હાહાકારનો અવાજ થયો. પિતાએ વિહ્વળચિત્ત થઈને ભરતને વનમાં જતા રોકયાં અને ગોદમાં બેસાડયા, છાતી સાથે લગાડયાં, મુખ ચૂમ્યું અને કહ્યું, હે પુત્ર! તું પ્રજાનું પાલન કર. હું તપને અર્થે વનમાં જાઉં છું. ભરત બોલ્યા, હું રાજ્ય નહિ કરું, જિનદીક્ષા ધારણ કરીશ. ત્યારે રાજાએ કહ્યું: હે વત્સ! થોડા દિવસ રાજ્ય કર, તારી નાની ઉંમર છે, વૃદ્ધાવસ્થામાં તપ કરજે. ભરતે કહ્યું: હૈ તાત! મૃત્યુ બાળ, વૃદ્ધ, તરુણને જોતું નથી, તે સર્વભક્ષી છે. તમે મને વૃથા શા માટે મોહ ઉત્પન્ન કરો છો ? ત્યારે રાજાએ કહ્યું, કે હે પુત્ર! ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મનો સંગ્રહ થઈ શકે છે, કુમનુષ્યથી થઈ શકતો નથી. ભરતે કહ્યું: હું નાથ ! ઇન્દ્રિયોને વશ થવાથી કામક્રોધાદિથી ભરેલા ગૃહસ્થોને મુક્તિ ક્યાંથી થાય ? તો ભૂપતિએ કહ્યું: હૈ ભરત! મુનિઓમાં પણ બધાની તદ્દભવમુક્તિ થતી નથી, કોઈકની થાય છે. માટે તું કેટલાક દિવસ ગૃહસ્થધર્મનું આરાધન કર. ભરતે જવાબ આપ્યોઃ હે દેવ! આપે જે કહ્યું તે સત્ય છે, પરંતુ ગૃહસ્થોને માટે તો એ નિયમ જ છે કે તેમને મુક્તિ ન હોય ને મુનિઓમાં કોઈને મળે અને કોઈને ન મળે. ગૃહસ્થધર્મથી પરંપરાએ મુક્તિ થાય છે, સાક્ષાત્ નહિ, માટે તે હીનશક્તિવાળાનું કામ છે. મને આ વાત રુચતી નથી, હું તો મહાવ્રત ધારણ કરવાનો જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકત્રીસમું પર્વ ૨૮૫ અભિલાષી છું. શું ગરુડ પતંગિયાની રીત આચરે છે? કુમનુષ્ય કામરૂપ અગ્નિની જ્વાળાથી અત્યંત દાહુ પામતો થકો સ્પર્શન ઈન્દ્રિય અને જિલ્વેન્દ્રિયથી અધર્મકાર્ય કરે છે, તેમને નિવૃત્તિ ક્યાંથી હોય? પાપી જીવ ધર્મથી વિમુખ થઈ, વિષયભોગોનું સેવન કરી, નિશ્ચયથી જ અત્યંત દુઃખદાયક એવી દુર્ગતિ પામે છે. આ ભોગ દુર્ગતિ ઉત્પન્ન કરે છે અને રાખ્યા રહેતા નથી, ક્ષણભંગુર છે માટે ત્યાજ્ય જ છે. જેમ જેમ કામરૂપ અગ્નિમાં ભોગરૂપ ઈધન નાખવામાં આવે તેમ તેમ અત્યંત સંતાપ ઉત્પન્ન કરનાર કામાગ્નિ પ્રજ્વલિત થાય છે. માટે હું તાત ! તમે મને આજ્ઞા આપો કે હું વનમાં જઈને વિધિપૂર્વક તપ કરું. જિનભાષિત તપ પરમ નિર્જરાનું કારણ છે, આ સંસારથી હું અત્યંત ભય પામ્યો છું અને હે પ્રભો! જો ઘરમાં કલ્યાણ થતું હોય તો તમે શા માટે ઘર છોડીને મુનિ થવા ઈચ્છો છો? તમે મારા પિતા છો અને પિતાનો એજ ધર્મ છે કે સંસારસમુદ્રથી તારે, તપની અનુમોદના કરે. આવું વિચક્ષણ પુરુષો કહે છે. શરીર, સ્ત્રી, ધન, માતાપિતા, ભાઈ બધાને છોડીને આ જીવ એકલો જ પરલોકમાં ગયો છે, ચિરકાળ સુધી દેવલોકમાં સુખ ભોગવ્યાં છે તો પણ એ તૃપ્ત થયો નથી. તો હવે મનુષ્યના ભોગથી કેવી રીતે તુપ્ત થાય? ભરતના આવાં વચન સાંભળીને પિતા ખૂબ પ્રસન્ન થયા, તેમને હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં અને કહેવા લાગ્યા કે હે પુત્ર! તને ધન્ય છે, તું ભવ્યોમાં મુખ્ય છે, જિનશાસનનું રહસ્ય જાણીને પ્રતિબોધ પામ્યો છે. તું જ કહે છે તે સાચું છું તો પણ હું ધીર ! તેં હજી સુધી કદી મારી આજ્ઞાનો ભંગ કર્યો નથી, તું વિનયવાન પુરુષોમાં મુખ્ય છે, હવે મારી વાત સાંભળ. તારી માતા કૈકેયીએ યુદ્ધમાં મારું સારથિપણું કર્યું હતું, તે યુદ્ધ અતિવિષમ હતું, તેમાં જીવવાની આશા નહોતી, પણ એના સારથિપણાથી મેં યુદ્ધમાં વિજય મેળવ્યો એટલે મેં પ્રસન્ન થઈને તેને કહ્યું કે તારી ઈચ્છા હોય તે માગી લે. ત્યારે તેણે કહેલું કે આ વચન થાપણમાં રાખો, જે દિવસે મને ઈચ્છા થશે ત્યારે હું માગીશ. હવે આજે એણે માગ્યું છે કે મારા પુત્રને રાજ્ય આપો અને મેં તે માન્ય રાખ્યું છે. હવે હું ગુણનિધે! તું ઇન્દ્રના રાજ્ય સમાન આ રાજ્યને નિષ્ફટક કર. મારી પ્રતિજ્ઞાભંગની અપકીર્તિ જગતમાં ન થાય અને આ તારી માતા તારા શોકથી તપ્તાયમાન થઈને મરણ ન પામે એમ કર. તેણે શરીરને નિરંતર લાડથી રાખ્યું છે. પુત્રનું પુત્રપણું એ જ છે કે માતાપિતાને શોકસમુદ્રમાં ન નાખે, આમ બુદ્ધિમાન લોકો કહે છે. ત્યાર પછી શ્રી રામ ભરતનો હાથ પકડી મહામધુર વચનથી પ્રેમપૂર્ણ દૃષ્ટિથી જોતાં કહેવા લાગ્યા: હે ભાઈ ! પિતાજીએ જેવા વચન તમને કહ્યાં છે તેવું કહેવાને બીજું કોણ સમર્થ છે? જે સમુદ્રમાંથી રત્નોની ઉત્પત્તિ થાય તે સરોવરમાંથી ક્યાંથી થાય? અત્યારે તારી ઉંમર તપને યોગ્ય નથી, કેટલાક દિવસ રાજ્ય કર, જેથી પિતાની કીર્તિ વચનના પાલનથી ચંદ્રમા સમાન નિર્મળ થાય અને તારા જેવો પુત્ર હોવા છતાં માતા શોકથી તપ્ત થઈને મરણ પામે એ યોગ્ય નથી. હું પર્વત અથવા વનમાં એવી જગ્યાએ નિવાસ કરીશ કે કોઈ જાણશે નહિ, તું નિશ્ચિતપણે રાજ્ય કર. હું સકળ રાજઋદ્ધિ છોડીને દેશમાંથી દૂર ચાલ્યો જઈશ અને પૃથ્વીને કોઈ પ્રકારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ એકત્રીસમું પર્વ પદ્મપુરાણ પીડા નહિ થાય. હવે તું ઊંડા નિશ્વાસ ન કાઢ, થોડાક દિવસ પિતાની આજ્ઞા માની, રાજ્ય કરી ન્યાયસહિત પૃથ્વીનું રક્ષણ કર. નિર્મળ સ્વભાવવાળા! આ ઈક્વાકુવંશના કુળને અત્યંત શોભાવ, જેમ ચંદ્રમાં ગ્રહ, નક્ષત્ર વગેરેને શોભાવે છે તેમ. પંડિતોએ કહ્યું છે કે ભાઈનું રક્ષણ કરે, સંતાપ હરે તે જ ભાઈનું ભાઈપણું છે. શ્રી રામચંદ્ર આમ કહીને પિતાનાં ચરણોને ભાવસહિત પ્રણામ કરીને ચાલી નીકળ્યા. પિતાને મૂર્છા આવી ગઈ, લાકડાના થાંભલા જેવું શરીર થઈ ગયું. રામે ભાથો બાંધી, હાથમાં ધનુષ લઈ માતાને નમસ્કાર કરી કહ્યું: હે માતા! હું અન્ય દેશમાં જાઉં છું. તમે ચિંતા કરશો નહિ, ત્યારે માતાને પણ મૂર્છા આવી ગઈ. પછી સચેત થઈને, આંસુ વહાવતી કહેવા લાગી કે અરે પુત્ર! તું મને શોકસાગરમાં ડૂબાડીને ક્યાં જાય છે? તું ઉત્તમ ચેષ્ટા કરનાર છો, જેમ શાખાને મૂળનો આધાર હોય છે તેમ માતાને પુત્રનું જ અવલંબન હોય છે. માતા વિલાપ કરવા લાગી. ત્યારે માતાની ભક્તિમાં તત્પર શ્રીરામ તેમને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે માતા! તમે વિષાદ ન કરો. હું દક્ષિણ દિશામાં કોઈ સ્થાન શોધીને તમને ચોક્કસ બોલાવીશ. મારા પિતાએ માતા કૈકેયીને વચન આપ્યું હતું તેથી ભરતને રાજ્ય આપ્યું છે. હવે હું અહીં નહિ રહું. વિધ્યાંચળના વનમાં અથવા મલયાચળના વનમાં તથા સમુદ્રની સમીપે સ્થાન કરીશ. સૂર્ય સમાન હું અહીં રહું તો ચંદ્રમા સમાન ભારતની આજ્ઞા અને ઐશ્વર્યરૂપ કાંતિ ન વિસ્તરે. ત્યારે નમેલા પુત્રને માતા છાતીએ ચાપી રુદન કરતી કહેવા લાગી કે હે પુત્ર! મારે તારી સાથે જ આવવું ઉચિત છે, તને જોયા વિના હું મારા પ્રાણ ટકાવવાને સમર્થ નથી. કુળવાન સ્ત્રીને પિતા, પતિ કે પુત્રનો જ આશ્રય છે. પિતા તો મૃત્યુ પામ્યા છે, પતિ જિનદીક્ષા લેવાને તૈયાર થયા છે એટલે હવે પુત્રનો જ આધાર છે. જો તું જ છોડીને ચાલ્યો જા તો મારી કઈ ગતિ થશે ? ત્યારે રામ બોલ્યા, હે માતા ! માર્ગમાં પથ્થર અને કાંટા ઘણા છે, તમે કેવી રીતે પગે ચાલી શકશો? માટે કોઈ સુખદાયક સ્થાન નક્કી કરી, વાહન મોકલી તમને બોલાવીશ. હું તમારા ચરણોના સોગંદ ખાઈને કહું છું કે તમને લેવા હું આવીશ, તમે ચિંતા ન કરો. આ પ્રમાણે કહી માતાને શાંતિ ઉપજાવીને વિદાય આપી. પછી પિતા પાસે ગયા. પિતા મૂચ્છિત થઈ ગયા હતા તે સચેત થયા. પિતાને પ્રણામ કરી, બીજી માતાઓ પાસે ગયા. સુમિત્રા, કૈકેયી અને સુપ્રભા બધાને પ્રણામ કરી વિદાય લીધી. રામ ન્યાયમાં પ્રવીણ છે, નિરાકુળ ચિત્તવાળા છે, તે ભાઈ, બંધુ, મંત્રી, અનેક રાજા, ઉમરાવ, પરિવારના લોકો એમ બધાને શુભ વચન કહીને વિદાય થયા. બધાને ખૂબ આશ્વાસન આપી છાતીસરસા ચાંપ્યા, તેમના આંસુ લૂછયાં. તેમણે ઘણી વિનંતી કરી કે અહીં જ રહો, પણ તે માન્યા નહિ. સામત, હાથી, ઘોડા, રથ બધા તરફ કૃપાદૃષ્ટિથી જોયું મોટા મોટા સામંતો હાથી, ઘોડા વગેરે ભેટ લાવ્યા તે પણ રામે ન રાખ્યાં. સીતા પોતાના પતિને વિદેશ જવા તૈયાર જોઈ, સાસુ અને સસરાને પ્રણામ કરી પતિની સાથે ચાલી, જેમ શચિ ઇન્દ્રની સાથે જાય છે તેમ. લક્ષ્મણ સ્નેહથી પૂર્ણ રામને વિદેશ જવા તૈયાર થયેલા જોઈ મનમા ગુસ્સાથી વિચારવા લાગ્યા કે પિતાજીએ સ્ત્રીના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકત્રીસમું પર્વ ૨૮૭ કહેવાથી આ કેવું અન્યાય કાર્ય કર્યું? રામને છોડીને બીજાને રાજ્ય આપ્યું, ધિક્કાર છે સ્ત્રીઓને, કે જે અનુચિત કામ કરવામાં ડરતી નથી ! તેમનું ચિત્ત સ્વાર્થમાં જ આસક્ત હોય છે, અને આ મોટા ભાઈ મહાનુભાવ પુરષોત્તમ છે, આવાં પરિણામ મુનિઓને હોય છે. હું એટલો શક્તિશાળી છું કે બધા દુરાચારીઓનો પરાભવ કરી ભારતની રાજ્યલક્ષ્મી લઈ લઉં અને એ રાજ્યલક્ષ્મી શ્રી રામનાં ચરણોમાં ધરી દઉં, પરંતુ એમ કરવું યોગ્ય નથી, ક્રોધ અત્યંત દુઃખદાયક છે, તે જીવોને આંધળા બનાવી મૂકે છે. પિતા જિનદીક્ષા લેવા તૈયાર થયા છે અને હું ક્રોધ ઉત્પન્ન કરું એ યોગ્ય નથી. મને આવો વિચાર કરવાથી પણ શો લાભ છે? યોગ્ય અને અયોગ્ય પિતાજી જાણે અથવા મોટાભાઈ જાણે. જેનાથી પિતાની કીર્તિ ઉજ્જવળ થાય તે જ કર્તવ્ય છે. મારે કોઈને કાંઈ કહેવું નથી. હું મૌન પકડી મોટા ભાઈની સાથે જઈશ. આ ભાઈ તો સાધુ સમાન ભાવવાળા છે. આમ વિચારીને ગુસ્સો છોડી ધનુષબાણ લઈ બધા વડીલોને પ્રણામ કરી અત્યંત વિનયપૂર્વક રામની સાથે ચાલ્યા. બન્ને ભાઈ જેમ દેવાલયમાંથી નીકળે તેમ રાજમહેલમાંથી નીકળ્યા. માતાપિતા, સકળ પરિવાર, ભરત, શત્રુઘ્ન સહિત સૌ એમના વિયોગથી અશ્રુપાત કરી જાણે વર્ષાઋતુ લાવતા હોય તેમ તેમને પાછા લાવવા ચાલ્યા. પણ પિતૃભક્ત, સમજાવવામાં પંડિત, વિદેશ જવાનો જ જેમનો નિશ્ચય છે એવા રામ-લક્ષ્મણ માતાપિતાની ખૂબ સ્તુતિ કરી, વારંવાર નમસ્કાર કરી, ખૂબ ધૈર્ય આપી પીઠ ફેરવીને ચાલી નીકળ્યા. નગરમાં હાહાકાર થઈ ગયો. લોકો વાત કરે છે કે હું માત! આ શું થયું? આવી બુદ્ધિ કોણે ઉત્પન્ન કરી ? આ નગરીના જ અભાગ્ય છે અથવા સકળ પૃથ્વીના અભાગ્ય છે. હે માત! અમે તો હવે અહીં નહિ રહીએ, એમની સાથે જઈશું. એ અત્યંત સમર્થ છે. જુઓ, આ સીતા પતિની સાથે ચાલી છે અને રામની સેવા કરનાર ભાઈ લક્ષ્મણ છે. ધન્ય છે આ જાનકીને, જે વિનયરૂપ વસ્ત્ર પહેરીને પતિની સાથે જાય છે, નગરની સ્ત્રીઓ કહે છે કે અમે બધાને કહેલું કે આ સીતા મહાપતિવ્રતા છે, એના જેવી બીજી કોઈ સ્ત્રી નથી. જે મહાપતિવ્રતા હોય તેને આની ઉપમા મળશે, પતિવ્રતાને તો પતિ જ પરમેશ્વર છે. અને જુઓ, આ લક્ષ્મણ માતાને રોતી છોડીને મોટા ભાઈની સાથે જાય છે. ધન્ય છે એની ભક્તિને! ધન્ય છે એના પ્રેમને! ધન્ય છે એની શક્તિ, ધન્ય એની ક્ષમા અને ધન્ય એની વિનયની અધિકતા. આના જેવા બીજા કોઈ નથી. દશરથે ભરતને એવી કેમ આજ્ઞા કરી કે તું રાજ્ય લે? અને રામ-લક્ષ્મણને એવી બુદ્ધિ કેમ ઉપજી કે અયોધ્યાને છોડીને ચાલ્યા ગયા? જે કાળે જે થવાનું હોય તે થાય છે. જેનો જેવો કર્મનો ઉદય હોય તેને તેમ જ થાય, જે ભગવાનના જ્ઞાનમાં ભાસ્યું હોય તે પ્રમાણે થાય છે. દૈવની ગતિ દુર્નિવાર છે. આ બાબત ઘણી અનુચિત થઈ છે. અહીનાં દેવ ક્યાં ગયા? લોકોનાં મુખમાંથી આવા શબ્દો નીકળ્યા, બધા લોકો તેમની સાથે ચાલવા તૈયાર થયા. ઘરમાંથી નીકળ્યા. નગરીનો ઉત્સાહ ચાલ્યો ગયો, શોકથી પૂર્ણ લોકોના અથુપાતથી પૃથ્વી સજળ થઈ ગઈ. જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ લોકો ઊયા. રામની સાથે ચાલ્યા. મના કરવા છતાં લોકો રહ્યા નહિ. લોકો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૮૮ એકત્રીસમું પર્વ પદ્મપુરાણ રામની ભક્તિથી પૂજા કરી રહ્યા છે, તેમની સાથે વાર્તાલાત કરે છે તેથી રામને પગલે પગલે વિઘ્ન લાગે છે....એમનો ભાવ આગળ જવાનો છે અને લોકો રાખવા ઈચ્છે છે. કેટલાક સાથે ચાલ્યા. સૂર્ય જાણે કે રામનું વિદેશગમન જોઈ ન શક્યો તેથી અસ્ત પામવા લાગ્યો. જેમ ભરત ચક્રવર્તીએ મુક્તિના નિમિત્તે રાજ્યસંપદા છોડી દીધી હતી તેમ અસ્ત થતી વખતે સૂર્યના પ્રકાશે સર્વ દિશા છોડી દીધી. સૂર્યાસ્ત થતાં અત્યંત લાલાશ ધારણ કરતી સંધ્યા જેમ સીતા રામની પાછળ ચાલી હતી તે સૂર્યની પાછળ ચાલી ગઈ. સમસ્ત વિજ્ઞાનનો નાશ કરનાર અંધકા૨ જગતમાં ફેલાઈ ગયો, જાણે રામના ગમનથી તિમિર ફેલાઈ ગયું. લોકો સાથે થયા, પાછા જતા નહિ. તેથી રામે લોકોને ટાળવા માટે શ્રી અરનાથ તીર્થંકરના ચૈત્યાલયમાં નિવાસ કરવાનું વિચાર્યું, સંસારના તારણહાર ભગવાનનું ભવન સદા શોભાયમાન, સુગંધમય, અષ્ટમંગળ દ્રવ્યોથી મંડિત, જેને ત્રણ દરવાજા હતા, ઊંચા તોરણો હતાં એવા ચૈત્યાલયમાં સમસ્ત વિધિના જાણનાર રામ, લક્ષ્મણ અને સીતા પ્રદક્ષિણા લઈ દાખલ થયાં. બે દરવાજા સુધી તો લોકો અંદર ચાલ્યા પણ ત્રીજા દરવાજા પાસે દ્વારપાળે લોકોને રોકયા, જેમ મોહનીય કર્મ મિથ્યાદષ્ટિઓને શિવપુર જતાં રોકે છે. રામ-લક્ષ્મણ ધનુષબાણ અને બખ્તર બહાર મૂકી અંદર દર્શન કરવા ગયા. જેમનાં નેત્ર કમળ સમાન એવા શ્રી અરનાથનું પ્રતિબિંબ રત્નોના સિંહાસન પર બિરાજમાન, મહાશોભાયમાન, મહાસૌમ્ય, કાયોત્સર્ગ, શ્રી વત્સ લક્ષણોથી દેદીપ્યમાન, ઉસ્થળવાળા, સંપૂર્ણ ચંદ્રમા સમાન વદનવાળા, કથન અને ચિંતવનમાં ન આવે એવા રૂપવાળા ભગવાનનાં દર્શન કરી, ભાવસહિત નમસ્કાર કરી તે બન્ને ભાઈ અત્યંત હર્ષ પામ્યા. બન્ને ભાઈ બુદ્ધિ, પરાક્રમ, રૂપ અને વિનયથી ભરેલા, જિનેન્દ્રભક્તિમાં તત્પર, રાત્રે ચૈત્યાલયની સમીપે રહ્યા. તેમને ત્યાં રહેલા જોઈને માતા કૌશલ્યાદિક જેમને પુત્રો પ્રત્યે વાત્સલ્ય હતું. તે આવીને આંસુ પાડતી વારંવાર હૃદય સાથે ભીડવા લાગી. પુત્રના દર્શનથી તે અતૃપ્ત છે, તેમનું ચિત્ત વિકલ્પરૂપ હીંડોળે ઝૂલી રહ્યું છે. ગૌતમસ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું શ્રેણિક! સર્વ શુદ્ધતામાં મનની શુદ્ધતા અત્યંત પ્રશંસાયોગ્ય છે. સ્ત્રી પુત્રને છાતી સાથે ચાંપે અને પતિને પણ છાતી સાથે ચાંપે, પરંતુ પરિણામોના અભિપ્રાય જુદા જુદા છે. દશરથની ચારેય રાણીઓ ગુણ, રૂપ, લાવણ્યથી પૂર્ણ અત્યંત મધુરભાષી પુત્રોને મળીને પતિ પાસે ગઈ અને કહેવા લાગી હું દેવ! કુળરૂપ જહાજ શોકરૂપી સમુદ્રમાં ડૂબે છે તેને રોકો, રામ-લક્ષ્મણને પાછા બોલાવો. ત્યારે સુમેરુ સમાન જેમનો નિશ્ચળ ભાવ છે એવા રાજાએ કહ્યું કે વિકારરૂપ આ જગત મારે આધીન નથી. મારી ઈચ્છા તો એવી જ છે કે બધા જીવોને સુખ થાય, કોઈને દુઃખ ન થાય, જન્મ, જરા, મરણરૂપ પરાધીનતાથી કોઈને દુઃખ ન થાય, પરંતુ આ જીવો જુદા જુદા પ્રકારના કર્મોની સ્થિતિવાળા છે માટે ક્યો વિવેકી નકામો શોક કરે ? બાંધવાદિક ઈષ્ટ પદાર્થોના દર્શનમાં પ્રાણીઓને તૃપ્તિ થતી નથી તથા ધન અને જીવનથી પણ તૃપ્તિ નથી. ઈન્દ્રિયોનાં સુખ પૂર્ણ થઈ શકતાં નથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બત્રીસમું પર્વ ૨૮૯ અને આયુષ્ય પૂર્ણ થઈ જાય છે ત્યારે જીવ શરીર છોડીને બીજો જન્મ ધારણ કરે છે, જેમ પક્ષી વૃક્ષને છોડીને ચાલ્યું જાય છે. તમે પુત્રોની માતા છો, પુત્રોને લઈ આવો, પુત્રોને રાજ્યનો ઉદય જોઈ વિશ્રામ કરો. મેં તો રાજ્યનો અધિકાર છોડી દીધો છે, હું પાપક્રિયાથી નિવૃત્ત થયો છું, ભવભ્રમણથી ભય પામ્યો છું. હવે હું મુનિવ્રત લઈશ. રાજાએ રાણીઓને આ પ્રમાણે કહ્યું. તે નિર્મોહતાનો નિશ્ચય પામ્યા, સકળ વિષયાભિલાષરૂપ દોષથી રહિત, સૂર્ય સમાન તેજવાળા, પૃથ્વી પર તપ, સંયમનો ઉદ્યોત કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દશરથના વૈરાગ્યનું વર્ણન કરનાર એકત્રીસમું પર્વ પૂર્ણ થયું. * * * બત્રીસમું પર્વ (રામ-લક્ષ્મણનું વનગમન અને ભારતનો રાજ્યાભિષેક) પછી રામ-લક્ષ્મણ ઘડીક નિદ્રા લઈને અર્ધરાત્રિના સમયે જ્યારે માણસો સૂઈ રહ્યા હતા. લોકોનો અવાજ શાંત થઈ ગયો હતો અને અંધકાર ફેલાઈ ગયો હતો ત્યારે ભગવાનને નમસ્કાર કરી, બખ્તર પહેરી, ધનુષબાણ લઈને સીતાને વચમાં રાખીને ચાલી નીકળ્યા. ઘેર ઘેર દીવાઓ પ્રકાશી રહ્યા છે, કામીજન અનેક ચેષ્ટા કરે છે. મહાપ્રવીણ બન્ને ભાઈ નગરના દ્વારની બારીમાંથી નીકળી દક્ષિણ દિશાના માર્ગે ચાલ્યા. રાત્રિના અંતે દોડીને સામંતો આવીને મળ્યા, તેમને રાઘવ સાથે જવાની અભિલાષા છે, દૂરથી રામલક્ષ્મણને જોઈ, વિનયપૂર્વક વાહન છોડીને પગપાળા આવ્યા, ચરણારવિંદમાં નમસ્કાર કરી, પાસે આવી વાર્તાલાપ કરવા લાગ્યા. ઘણી સેના આવી અને જાનકીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા કે એમની કૃપાથી અમે રામ-લક્ષ્મણને આવીને મળ્યા. એ ન હોત તો તેઓ ધીરે ધીરે ચાલત નહિ અને અમે કેવી રીતે પહોંચી શકત ? આ બન્ને ભાઈ તો પવન જેવા શીઘ્રગામી છે અને આ સીતા મહાસતી અમારી માતા છે, એના જેવું પ્રશંસવાયોગ્ય પૃથ્વી પર બીજું કોઈ નથી. આ બન્ને ભાઈ તો નરોત્તમ છે અને સીતાની ચાલ મંદ મંદ બે કોશ પ્રમાણ ચાલે છે. ખેતરોમાં જાતજાતના પાક લીલાછમ થઈ રહ્યા છે અને સરોવરોમાં કમળ ખીલી રહ્યાં છે, વૃક્ષો ખૂબ રમણીય લાગે છે. અનેક ગ્રામ-નગરાદિમાં ઠેકઠેકાણે ભોજનાદિ સામગ્રીથી લોકો પૂજે છે અને મોટા મોટા રાજાઓ મોટી ફોજ સાથે આવીને મળે છે, જેમ વર્ષાકાળમાં ગંગાજમુનાના પ્રવાહમાં અનેક નદીઓના પ્રવાહ આવી મળે તેમાં કેટલાક સામંતો માર્ગના ખેદથી એમનો નિશ્ચય સમજીને આજ્ઞા મેળવીને પાછા વળ્યા અને કેટલાક લજ્જાથી, કેટલાક ભયથી, કેટલાક ભક્તિથી સાથે સાથે પગપાળા ચાલ્યા જાય છે. રામ-લક્ષ્મણ ક્રીડા કરતા કરતા પરિયાત્રા નામની અટવીમાં પહોંચ્યા. અટવી સિંહ અને હાથીઓના સમૂહથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૦ બત્રીસમું પર્વ પદ્મપુરાણ ભરેલી છે, ભયાનક વૃક્ષોથી રાત્રિ સમાન અંધકારથી ભરેલી છે, તેની વચમાં નદી છે તેના કિનારે આવ્યા. ત્યાં ભીલોનો નિવાસ છે, નાના પ્રકારના મિષ્ટ ફ્ળો છે. પોતે ત્યાં રહીને કેટલાક રાજાઓને વિદાય કર્યા અને કેટલાક પાછા ન ફર્યા, રામે ઘણું કહ્યું તો પણ સાથે જ ચાલ્યા. બધા ભયાનક નદીને જોઈ રહ્યાં. કેવી છે નદી? પર્વતમાંથી નીકળતી અત્યંત કાળી છે, જેમાં પ્રચંડ લહેરો ઉઠે છે, મગરમચ્છ વગેરે જળચરોથી ભરેલી, ભયંકર અવાજ કરતી, બન્ને કિનારાને ભેદતી, કલ્લોલોના ભયથી જેના કિનારા પરથી પક્ષી ઊડી રહ્યાં છે તેવી નદીને જોઈને બધા સામંતો ત્રાસથી કંપાયમાન થઈ રામ-લક્ષ્મણને કહેવા લાગ્યા કે હે નાથ! કૃપા કરીને અમને પણ પાર ઉતારજો. અમે આપના સેવક છીએ, ભક્ત છીએ, અમારા ઉપર પ્રસન્ન થાવ, હૈ માતા જાનકી! લક્ષ્મણને કહો કે અમને પાર ઉતારે. આ પ્રમાણે આંસુ વહાવતા અનેક નરપતિ જાતજાતની ચેષ્ટા કરતાં નદીમાં પડવા લાગ્યા. ત્યારે રામે કહ્યું કે અરે, હવે તમે પાછા ફરો. આ વન અત્યંત ભયંકર છે, અમારો અને તમારો અહીં સુધી જ સાથ હતો. પિતાજીએ ભરતને બધાના રાજા બનાવ્યા છે માટે તમે ભક્તિથી તેમની સેવા કરો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હે નાથ! અમારા સ્વામી તમે જ છો, તમે દયાળુ છો, અમારા ઉપર પ્રસન્ન થાવ, અમને છોડો નહિ, તમારા વિના આ પ્રજા નિરાધાર થઈ છે, આકુળતા પામેલી તે કહો કે કોના શરણે જાય ? તમારા જેવું બીજું કોણ છે? વ્યાઘ્ર, સિંહ, ગજેન્દ્ર અને સર્પાદિકથી ભરેલા આ ભયાનક વનમાં અમે તમારી સાથે રહીશું. તમારા વિના અમને સ્વર્ગ પણ સુખ આપશે નહિ. તમે કહો છો કે પાછા જાવ; પણ મન બદલતું નથી, તો કેવી રીતે જઈએ? આ ચિત્ત સર્વ ઈન્દ્રિયોનું અધિપતિ છે એમ એટલા માટે જ કહેવાય છે કે એ અદ્દભુત વસ્તુમાં અનુરાગ કરે છે. અમારે ભોગથી, ઘરથી અથવા સ્ત્રી-કુટુંબાદિથી શું લેવાનું છે? તમે ન૨૨ત્ન છો, તમને છોડીને ક્યાં જઈએ ? હે પ્રભો! તમે બાળક્રીડામાં અમને દી છેતર્યા નથી, હવે અત્યંત નિષ્ઠુરતા કરો છો. અમારો અપરાધ બતાવો. તમારી ચરણરજથી અમારી ખૂબ વૃદ્ધિ થઈ છે, તમે તો સેવકો પ્રત્યે વત્સલ છો. હું માતા જાનકી! હું ધી લક્ષ્મણ! અમે માથું નમાવી, હાથ જોડીને વિનંતી કરીએ છીએ, નાથને અમારા ઉ૫૨ પ્રસન્ન કરો. બધાએ આવાં વચન કહ્યાં ત્યારે સીતા અને લક્ષ્મણ રામનાં ચરણો તરફ જોઈ રહ્યાં. ત્યારે રામ બોલ્યાઃ ‘જાવ’ એ જ ઉતર છે. સુખમાં રહો, આમ કહીને બન્ને ધીર નદીમાં પ્રવેશ કરવા લાગ્યા. શ્રી રામ સીતાનો હાથ પકડીને સુખપૂર્વક નદીમાં લઈ ગયા. જેમ કમલિનીને દિગ્ગજ લઈ જાય. તે અસરાલ નદી રામ-લક્ષ્મણના પ્રભાવથી નાભિપ્રમાણ વહેવા લાગી. બન્ને ભાઈ જળવિહારમાં પ્રવીણ ક્રીડા કરતા ચાલ્યા ગયા. સીતા રામનો હાથ પકડીને એવી શોભતી જાણે કે લક્ષ્મી જ કમળદળમાં ઊભી છે. રામ-લક્ષ્મણ ક્ષણમાત્રમાં નદી પાર કરી ગયા અને વૃક્ષોના આશ્રયે આવી ગયા. પછી લોકોની દૃષ્ટિથી અગોચર થયા. કેટલાક વિલાપ કરતાં, આંસુ સારતાં ઘેર ગયા અને કેટલાક રામ-લક્ષ્મણ તરફ દષ્ટિ ખોડીને કાષ્ઠ જેવા થઈ ગયા અને કેટલાક મૂર્ચ્છ ખાઈ ધરતી પર પડયા, કેટલાક જ્ઞાન પામીને જિનદીક્ષા લેવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બત્રીસમું પર્વ ૨૯૧ તૈયાર થયા. પરસ્પર કહેવા લાગ્યાઃ ધિક્કાર છે આ અસાર સંસારને અને ધિક્કાર છે આ ક્ષણભંગુર ભોગોને! એ કાળા નાગની ફેણ જેવા ભયાનક છે. આવા શૂરવીરોની આ હાલત તો આપણી શી વાત? આ શરીરને ધિક્કાર ! જે પાણીના પરપોટાસમાન નિઃસાર, જરામરણ, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ ઈત્યાદિ કષ્ટનું ભાજન છે. ધન્ય છે તે મહાપુરુષ, ભાગ્યવંત, ઉત્તમ ચેષ્ટાના ધારક, જે વાંદરાની ભ્રમર સમાન લક્ષ્મીને ચંચળ જાણી, તેનો ત્યાગ કરી દીક્ષા ધારણ કરે છે! આ પ્રમાણે અનેક રાજા વિરક્ત થઈ, દીક્ષા સન્મુખ થયા. તેમણે એક પહાડની તળેટીમાં સુંદર વન જોયું. અનેક વૃક્ષોથી મંડિત, અત્યંત સઘન, નાના પ્રકારનાં પુષ્પોથી શોભિત, જ્યાં સુગંધના લોલુપી ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે ત્યાં મહાપવિત્ર સ્થાનકમાં રહેતા ધ્યાનાધ્યયનમાં લીન મહાતપના ધારક સાધુ જોયા. તેમને નમસ્કાર કરી તે રાજા જિતનાથના ચૈત્યાલયમાં ગયા. તે સમયે પહાડનાં શિખરો પર અથવા રમણીક વનમાં અથવા નદીઓના તટ પર અથવા નગર-ગ્રામાદિક જિનમંદિર હતાં ત્યાં નમસ્કાર કરી એક સમુદ્ર સમાન ગંભીર મુનિઓના ગુરુ સત્યકેતુ આચાર્યની નિકટ ગયા, નમસ્કાર કરી મહાશાંતરસ ભરેલા આચાર્યને વિનંતી કરવા લાગ્યા, હે નાથ ! અમને સંસારસમુદ્રથી પાર ઉતારો. ત્યારે મુનિએ કહ્યું કે તમને ભવપાર ઉતારનારી ભગવતી દીક્ષા છે તે અંગીકાર કરો. મુનિની આ આજ્ઞા મેળવીને એ ખૂબ હર્ષ પામ્યા. રાજા વિદગ્ધવિજય, મેરુકૂર, સંગ્રામલોલુપ, શ્રીનાગદમન, ધીર, શત્રુદમન અને વિનોદકંટક, સત્યકઠોર, પ્રિયવર્ધન ઈત્યાદિ નિગ્રંથ થયા. તેમના ગજ, તુરંગ, રથાદિ સકળ સાજ સેવકોએ જઈને તેમના પુત્રાદિને સોંપ્યા એટલે તે ખૂબ ચિંતા કરવા લાગ્યા. પછી સમજીને અનેક પ્રકારના નિયમ ધારણ કર્યા. કેટલાક સમ્યગ્દર્શન અંગીકાર કરીને સંતોષ પામ્યા. કેટલાક નિર્મળ જિનેશ્વરદેવનો ધર્મ સાંભળીને પાપથી પરાડમુખ થયા. ઘણા સામંતો રામલક્ષ્મણની વાત સાંભળી સાધુ થયા, કેટલાકે શ્રાવકના અણુવ્રત ધારણ કર્યા. ઘણી રાણી આયિકા બની, ઘણી શ્રાવક થઈ, કેટલાક સુભટોએ રામનો સર્વ વૃત્તાંત ભરત, દશરથ પાસે જઈને કહ્યો તે સાંભળીને દશરથ અને ભરત કાંઈક ખેદ પામ્યા. પછી રાજા દશરથ ભરતનો રાજ્યાભિષેક કરી, કેટલાક દિવસ રામના વિયોગથી વ્યાકુળ થયા હતા તેમના હૃદયમાં સમતા લાવીને, વિલાપ કરતા અંતઃપુરને પ્રતિબોધ કરી નગરમાંથી વનમાં ગયા. સર્વભૂતહિત સ્વામીને પ્રણામ કરી ઘણા રાજાઓ સાથે જિનદીક્ષા લીધી. એકાકીવિહારી જિનકલ્પી થયા, જેમને પરમ શુક્લધ્યાનની અભિલાષા છે તો પણ પુત્રના શોકથી કોઈક વાર થોડીક કલુપતા થઈ જાય છે. એક દિવસ તે વિચિક્ષણ પુરુષ વિચારવા લાગ્યા કે સંસારનાં દુઃખનું મૂળ આ જગતનો સ્નેહુ છે, એને ધિક્કાર હો ! એનાથી કર્મ બંધાય છે. મેં અનંત ભવ કર્યા તેમાં ગર્ભજન્મ ઘણા કર્યા, તે મારા ગર્ભજન્મનાં અનેક માતાપિતા, ભાઈ, પુત્ર ક્યાં ગયા? અનેક વાર હું દેવલોકનો ભોગ ભોગવી ચૂક્યો અને અનેક વાર નરકનાં દુઃખ પણ ભોગવ્યા. તિર્યંચગતિમાં મારું શરીર અનેક વાર આ જીવોએ ખાધું અને એમનું મેં ખાધું. જાતજાતની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ બત્રીસમું પર્વ પદ્મપુરાણ આ યોનિઓમાં મેં ઘણાં દુ:ખ ભોગવ્યાં. ઘણી વા૨ રુદન કર્યું અને રુદનના શબ્દો સાંભળ્યા. ઘણી વાર વીણા, બંસરી આદિ વાજિંત્રોના નાદ સાંભળ્યા, ગીત સાંભળ્યા, નૃત્ય જોયાં. દેવલોકમાં મનોહર અપ્સરાઓના ભોગ ભોગવ્યા, અનેક વાર મારું શરીર નરકમાં કુહાડાથી કપાઈ ગયું અને અનેક વાર મનુષ્યગતિમાં મહાસુગંધી, બળપ્રદ, ષટ્સ સંયુક્ત અન્નનો આહાર કર્યો. અનેક વાર નરકમાં પિગાળેલું સીસું અને ત્રાંબુ નારકીઓએ મને મારી મારીને પીવડાવ્યું અને અનેકવાર સુ૨નરગતિમાં મનોહર સુંદર રૂપ જોયાં અને સુંદર રૂપ ધારણ કર્યાં અને અનેક વાર નરકમાં અત્યંત કુરૂપ ધારણ કર્યાં અને જાતજાતના ત્રાસ જોયા. કેટલીક વાર રાજપદ, દેવપદમાં નાના પ્રકારના સુગંધી પદાર્થો સૂંઘ્યા અને કેટલીક વાર નરકની અત્યંત દુર્ગંધ પણ સૂંઘી. અનેક વાર મનુષ્ય અને દેવગતિમાં મહાલીલાને ધરનારી, વસ્ત્રાભરણમંડિત, મનને હરનારી સ્ત્રીઓનાં આલિંગન કર્યાં અને ઘણી વાર નરકમાં શાલ્મલિ વૃક્ષના તીક્ષ્ણ કાંટા અને પ્રજ્વલિત લોઢાની પૂતળીનો સ્પર્શ કર્યો. આ સંસારમાં કર્મોના સંયોગથી મેં શું શું ન જોયું, શું શું નથી સૂંધ્યું, શું શું નથી સાંભળ્યું, શું શું નથી ખાધું? આ પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયમાં એવો કોઈ દેહ નથી, જે મેં ન ધારણ કર્યો હોય. ત્રણ લોકમાં એવો કોઈ જીવ નથી, જેની સાથે મારા અનેક સંબંધ ન થયા હોય. આ પુત્ર કેટલીક વાર મારા પિતા થયા, માતા થઈ, શત્રુ થયા, મિત્ર થયા. એવું કોઈ સ્થાનક નથી જ્યાં હું ન ઉપજ્યો હોઉં, ન મર્યો હોઉં. આ દેહ, ભોગાદિક અનિત્ય છે, જગતમાં કોઈ શરણ નથી, આ ચતુર્ગતિરૂપ સંસાર દુઃખનું નિવાસસ્થાન છે, હું સદા એકલો છું, આ છયે દ્રવ્ય પરસ્પર ભિન્ન છે. આ કાયા અશુચિ છે, હું પવિત્ર છું, આ મિથ્યાત્વાદિ અવ્રતાદિ કર્મ આસવનાં કારણ છે, સમ્યક્ત્વ વ્રત સંયમાદિ સંવરનાં કારણ છે, તપથી નિર્જરા થાય છે. આ લોક નાનારૂપ મારા સ્વરૂપથી ભિન્ન છે, આ જગતમાં આત્મજ્ઞાન દુર્લભ છે અને વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ છે તથા જીવદયારૂપ ધર્મ હું મહાભાગ્યથી પામ્યો છું. ધન્ય છે આ મુનિ, જેમના ઉપદેશથી મેં મોક્ષમાર્ગ પ્રાપ્ત કર્યો. હવે પુત્રોની શી ચિંતા ? આમ વિચારીને દશરથ મુનિ નિર્મોહ દશા પામ્યા. જે દેશોમાં પહેલાં હાથી ઉપર બેસીને ચામર ઢોળાવતાં, છત્ર ધારણ કરીને ફરતા હતા અને મહારણસંગ્રામમાં ઉદ્ધત વેરીઓને જીત્યા હતા તે દેશોમાં નિગ્રંથ દશા ધારણ કરીને, બાવીસ પરિગ્રહ જીતતા, શાંત ભાવથી વિહાર કરવા લાગ્યા. કૌશલ્યા તથા સુમિત્રા પતિવિરક્ત થવાથી અને પુત્રો વિદેશ જવાથી અત્યંત શોક કરતી, નિરંતર આંસુ પાડતી. તેમનું દુ:ખ જોઈને ભરત રાજ્યવૈભવને વિષ સમાન માનતો હતો. કૈકેયી તેમને દુ:ખી જોઈને, જેને કરુણા ઉપજી છે તે પુત્રને કહેતી કે હે પુત્ર! તેં રાજ્ય મેળવ્યું, મોટા મોટા રાજા તારી સેવા કરે છે, પણ રામ-લક્ષ્મણ વિના આ રાજ્ય શોભતું નથી. તે બન્ને ભાઈ અત્યંત વિનયશીલ છે. તેમના વિના રાજ્ય શું અને સુખ શું? દેશની શોભા શી અને તારી ધર્મજ્ઞતા શી? તે બન્ને કુમાર અને રાજપુત્રી સીતા સદા સુખના ભોક્તા, પાષાણાદિથી ભરપૂર માર્ગમાં વાહન વિના કેવી રીતે જશે? અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બત્રીસમું પર્વ ૨૯૩ તે ગુણસમુદ્રોની આ બન્ને માતાઓ નિરંતર રુદન કરે છે તે મરણ પામશે. માટે તું શીઘ્રગામી અશ્વ ૫૨ બેસી તરત જા અને તેમને લઈ આવ. તેમની સાથે ખૂબ સુખપૂર્વક ચિરકાળ રાજ્ય કર અને હું પણ તારી પાછળ જ તેમની પાસે આવું છું. ભરતે માતાની આજ્ઞા સાંભળી ખૂબ પ્રસન્ન થઈ, તેની પ્રશંસા કરી. અત્યંત આતુર ભરત હજાર અશ્વ સાથે રામની પાસે ચાલ્યા. જે રામની પાસેથી પાછા આવ્યા હતા તેમને સાથે લઈને નીકળ્યા. પોતે ઝડતી અશ્વ ૫૨ બેસી, ઉતાવળી ચાલે વનમાં આવ્યા. તે અસરાલ નદી વહેતી હતી તેમાં વૃક્ષોના થડ, તરાપા બાંધી ક્ષણમાત્રમાં સેનાસહિત પાર ઉતર્યા. માર્ગમાં સ્ત્રી-પુરુષોને પૂછતા જતા કે તમે રામ-લક્ષ્મણને ક્યાંય જોયા? તેઓ કહે છે કે અહીંથી નજીક છે. ભરત એકાગ્રચિત્ત થઈને ચાલ્યા જાય છે. સઘન વનમાં એક સરોવરના કિનારે બેય ભાઈને સીતા સાથે બેઠેલા જોયા. તેમનાં ધનુષબાણ સમીપમાં પડયાં હતાં. સીતાની સાથે તે બન્ને ભાઈને અહીં આવતાં ઘણા દિવસ થયા હતા અને ભરત છ દિવસમાં આવી ગયા. રામને દૂરથી જોઈને ભરત અશ્વ પરથી નીચે ઉતરી, પગપાળા જઈ, રામના પગ પર મૂર્છિત થઈ ગયા. રામે તેમને સચેત કર્યા. ભરત હાથ જોડી, મસ્તક નમાવી, રામને વિનંતી કરવા લાગ્યા. હે નાથ! રાજ્ય આપીને મારી કેવી વિડંબણા કરી? તમે સર્વ ન્યાયમાર્ગના જાણના૨, મહાપ્રવીણ, મને આ રાજ્યનું શું પ્રયોજન છે? તમે ઉત્તમ ચેષ્ટાના ધારક, મારા પ્રાણના આધાર છો. ઊઠો, આપણા નગરમાં જઈએ. હે પ્રભો! મારા ઉપર કૃપા કરો. રાજ્ય તમે કરો. રાજ્યને યોગ્ય તમે જ છો, મને સુખની અવસ્થા આપો. હું તમારા શિર ઉપ૨ છત્ર ધરીને ઊભો રહીશ અને શત્રુઘ્ન ચામર ઢોળશે, લક્ષ્મણ મંત્રીપદ કરશે. મારી માતા પશ્ચાત્તાપરૂપ અગ્નિથી બળે છે, તમારી અને લક્ષ્મણની માતા અત્યંત શોક કરે છે. જે વખતે ભરત આમ કહી રહ્યો હતો તે જ સમયે શીઘ્ર ૨થ ઉપર ચડી, અનેક સામંતો સહિત, મહાશોકથી ભરેલી કૈકેયી આવી અને રામ-લક્ષ્મણને છાતીસરસા ચાંપીને અત્યંત રુદન કરવા લાગી. રામે ધીરજ આપી. ત્યારે કૈકેયીએ કહ્યું કે હે પુત્ર! ઊઠો, અયોધ્યા ચાલો, રાજ્ય કરો, તમારા વિના મારું આખું નગર વન સમાન છે. તમે બુદ્ધિમાન છો, ભરતને શીખવાડો. અમારી સ્ત્રીઓની બુદ્ધિ નાશ પામી છે, મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે રામે કહ્યું: હૈ માતા! તમે તો સર્વ વાતોમાં પ્રવીણ છો, તમે શું નથી જાણતા કે ક્ષત્રિયનો નિયમ છે કે તે વચનભંગ કરતો નથી ? જે કાર્ય વિચાર્યું હોય તેને બીજી રીતે કરતો નથી ? મારા પિતાએ જે વચન કહ્યું છે તે મારે અને તમારે નિભાવવું જોઈએ. આ વાતમાં ભરતની અપકીર્તિ નહિ થાય. પછી ભરતને કહ્યું કે હે ભાઈ! તું ચિંતા ન કર, તું અનાચારથી ડરે છે તો પિતાની આજ્ઞા અને મારી આજ્ઞા પાળવામાં અનાચાર નથી. આમ કહીને વનમાં બધા રાજાઓની સમીપે શ્રી રામે ભરતનો રાજ્યાભિષેક કર્યો અને કૈકેયીને પ્રણામ કરી, બહુ જ સ્તુતિ કરી વારંવાર સંભાષણ કરી ભરતને હૃદય સાથે ચાંપીને ખૂબ દિલાસો આપ્યો અને ત્યાંથી વિદાય કર્યાં. કૈકેયી અને ભરત રામ-લક્ષ્મણ-સીતાની પાસેથી પાછા નગરમાં ગયાં. ભરત રામની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ બત્રીસમું પર્વ પદ્મપુરાણ આજ્ઞા માન્ય કરી પ્રજાના પિતાસમાન થયા. રાજ્યમાં સર્વ પ્રજાને સુખ હતું, કોઈ અનાચાર થતો નહિ; આવું નિષ્કટક રાજ્ય હોવા છતાં ભારતને ક્ષણમાત્ર તેનો રાગ નથી. ત્રણે કાળે ભગવાન શ્રી અરનાથની વંદના કરે છે અને મુનિઓના મુખેથી ધર્મશ્રવણ કરે છે. ધુતિભટ્ટારક નામના મુનિ કે જેમની સેવા અનેક મુનિઓ કરે છે તેમની પાસે ભારતે એવો નિયમ લીધો છે કે રામના દર્શન થતાં જ હું મુનિવ્રત ધારણ કરીશ. ત્યારે મુનિએ કહ્યું કે હે ભવ્ય! કમળનયન રામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તું ગૃહસ્થનાં વ્રત લે. જે મહાત્મા નિગ્રંથ છે તેમનું આચરણ અતિવિષમ છે માટે પહેલાં શ્રાવકનાં વ્રત પાળવાં, જેથી યતિનો ધર્મ સહેલાઈથી સાધી શકાય. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તપ કરશું. આમ વિચારતાં વિચારતાં અનેક જડબુદ્ધિ જીવો મરણ પામ્યા છે. અત્યંત અમૂલ્ય રત્ન સમાન યતિનો ધર્મ, જેનો મહિમા ન કહી શકાય, તેને જે ધારણ કરે છે તેને કોની ઉપમા દેવી ? યતિના ધર્મથી ઊતરતો શ્રાવકનો ધર્મ છે. તેને જે પ્રમાદરહિત પાળે છે તે ધન્ય છે. આ અણુવ્રત જ પ્રબોધના દાતા છે. જેમ રત્નદ્વીપમાં કોઈ મનુષ્ય ગયો અને તે જે રત્ન લે તે દેશાંતરમાં દુર્લભ છે. તેમ, જિનધર્મ નિયમરૂપ રત્નોનો દ્વીપ છે. તેમાં જે નિયમ લે તે જ મહાફળનો દાતા છે. જે અહિંસારૂપ રત્નને અંગીકાર કરી જિનવરને ભક્તિથી પૂજે તે સુર-નરનાં સુખ ભોગવી મોક્ષ પામે છે અને જે સત્યવ્રતનો ધારક મિથ્યાત્વનો ત્યાગ કરી ભાવરૂપ પુષ્પોની માળાથી જિનેશ્વરને પૂજે છે, તેની કીર્તિ પૃથ્વી પર ફેલાય છે અને તેની આજ્ઞા કોઈ લોપી શકતું નથી. જે પરધનનો ત્યાગી જિનેન્દ્રને હૃદયમાં ધારણ કરે છે, વારંવાર જિનેન્દ્રને નમસ્કાર કરે છે, તે નવનિધિ ચૌદ રત્નનો સ્વામી થઈ અક્ષયનિધિ પામે છે. જે જિનરાજનો માર્ગ અંગીકાર કરી પરસ્ત્રીનો ત્યાગ કરે છે તે સર્વનાં નેત્રોને આનંદ આપનાર મોક્ષલક્ષ્મીનો વર થાય છે. જે પરિગ્રહનું પ્રમાણ કરી સંતોષ ધારણ કરી જિનપતિનું ધ્યાન કરે છે તે લોકપૂજિત અનંત મહિમા પામે છે. આહારદાનના પુણ્યથી મહાસુખી થઈ તેની બધા સેવા કરે છે. અભયદાનથી નિર્ભયપદ પામે છે. સર્વ ઉપદ્રવથી મુક્ત થાય છે. જ્ઞાનદાનથી કેવળજ્ઞાની થઈ સર્વજ્ઞપદ પામે છે. ઔષધદાનના પ્રભાવથી રોગરહિત નિર્ભયપદ પામે છે. જે રાત્રિઆહારનો ત્યાગ કરે તે એક વર્ષમાં છ મહિનાના ઉપવાસનું ફળ પામે છે. જોકે ગૃહસ્થપદમાં જીવ આરંભમાં પ્રવર્તે છે તો પણ શુભ ગતિનાં સુખ પામે છે. જે ત્રિકાળ જિનદેવની વંદના કરે તેના ભાવ નિર્મળ થાય છે, તે સર્વ પાપનો નાશ કરે છે. જે નિર્મળ ભાવરૂપ પુષ્પોથી જિનનાથને પૂજે છે તે લોકમાં પૂજનિક થાય છે. જે ભોગી પુરુષ કમળાદિ જળના પુષ્પ અને કેતકી, માલતી આદિ પૃથ્વીનાં પુષ્પોથી ભગવાનની અર્ચા કરે છે તે પુષ્પક વિમાન પામીને યથેષ્ટ ક્રિીડા કરે છે. જે જિનરાજ પર અગરચંદનાદિ ધૂપનું ક્ષેપણ કરે તે સુગંધી શરીરનો ધારક થાય છે. જે ગૃહસ્થ જિનમંદિરમાં વિવેક સહિત દીપોઘાત કરે તે દેવલોકમાં પ્રભાવસંયુક્ત શરીર પામે છે. જે જિનભવનમાં છત્ર, ચામર, ઝાલર, પતાકા, દર્પણાદિ મંગળ દ્રવ્ય ચડાવે, જિનમંદિરને સુશોભિત કરે તે આશ્ચર્યકારી વૈભવ પામે છે. જે જળ, ચંદનાદિથી જિનપૂજા કરે તે દેવોનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બત્રીસમું પર્વ ૨૯૫ સ્વામી થાય, નિર્મળ સુગંધમય શરીરવાળી દેવાંગનાનો વલ્લભ થાય. જે જળથી જિનેન્દ્રનો અભિષેક કરે તે દેવોથી અને મનુષ્યોથી સેવ્ય ચક્રવર્તી થાય, જેનો રાજ્યાભિષેક દેવો, વિધાધરો કરે. જે દૂધથી અરિહંતનો અભિષેક કરે તે ક્ષીરસાગરના જળ સમાન ઉજ્જવળ વિમાનમાં પરમ કાંતિના ધારક દેવ થઈ, પછી મનુષ્ય થઈ મોક્ષ પામે. જે દહીંથી સર્વજ્ઞ વીતરાગનો અભિષેક કરે તે દહીં સમાન ઉજ્જવળ યશ પામીને ભવોદધિને તરે છે. જે ઘીથી જિનનાથનો અભિષેક કરે તે સ્વર્ગ વિમાનમાં બળવાન દેવ થઈ પરંપરાએ અનંત વીર્ય ધારણ કરે. જે શેરડીના રસથી જિનનાથનો અભિષેક કરે તે અમૃતનો આહાર કરનાર સુરેશ્વર થઈ, નરેશ્વરપદ પામી, મુનીશ્વર થઈ અવિનશ્વર પદ પામે. અભિષેકના પ્રભાવથી અનેક ભવ્ય જીવ દેવ અને ઇન્દ્રોથી અભિષેક પામ્યા છે તેમની કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે. જે ભક્તિથી જિનમંદિરમાં મોરપીંછી આદિથી સ્વચ્છતા રાખે છે તે પાપરૂપ રજથી રહિત થઈ પરમ વૈભવ અને આરોગ્ય પામે છે. જે ગીત, નૃત્ય, વાજિંત્રાદિથી જિનમંદિરમાં ઉત્સવ કરે છે તે સ્વર્ગમાં પરમ ઉત્સાહ પામે છે. જે જિનેશ્વરનાં ચેત્યાલય બનાવડાવે છે તેનાં પુણનો મહિમા કોણ કહી શકે? તે સુરમંદિરનાં સુખ ભોગવી પરંપરાએ અવિનાશી ધામ પામે છે. જે જિનેન્દ્રની પ્રતિમા વિધિપૂર્વક કરાવે તે સુરનરનાં સુખ ભોગવી પરમ પદ પામે છે વ્રતવિધાન તપ-દાન ઈત્યાદિ શુભ ચેષ્ટાથી પ્રાણી જ પુણ્ય ઉપાર્જ છે તે સમસ્ત કાર્ય જિનબિંબ બનાવરાવવા સમાન નથી જે જિનબિંબ કરાવે તે પરંપરાએ પુરુષાકાર સિદ્ધપદ પામે છે જે ભવ્ય જિનમંદિરના શિખર ચડાવે છે તે ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ સુખ ભોગવી લોકના શિખરે પહોંચે છે. જે જીર્ણ મંદિરોની સંભાળ રાખે, જીર્ણોદ્ધાર કરાવે તે કર્મરૂપ અજીર્ણને દૂર કરી નિભય નિરોગપદ પામે છે જે નવીન ચેત્યાલય બનાવી, જિનબિંબ પધરાવી પ્રતિષ્ઠા કરે છે તે ત્રણ લોકમાં પ્રતિષ્ઠા પામે અને જે સિદ્ધક્ષેત્રાદિ તીર્થોની યાત્રા કરે તે મનુષ્યજન્મ સફળ કરે છે. જે જિનપ્રતિમાના દર્શનનું ચિંતવન કરે છે તેને એક ઉપવાસનું ફળ મળે છે અને દર્શનના પ્રયત્નનો અભિલાષી હોય તેને બે ઉપવાસનું ફળ પામે છે. જે ચૈત્યાલય જવાનો પ્રારંભ કરે છે તે ત્રણ ઉપવાસનું ફળ મળે છે જે ચેત્યાલય જાય છે તેને ચાર ઉપવાસનું ફળ મળે છે. અને આગળ થોડો વધે છે તેને પાંચ ઉપવાસનું ફળ મળે છે. આ રસ્તે પહોંચે તેને પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે ચેત્યાલયના દર્શનથી માસ ઉપવાસનું ફળ મળે છે અને ભાવભક્તિથી મહાસ્તુતિ કરતાં અનંત ફળની પ્રાપ્તિ થાય છે. જિનેન્દ્રની ભક્તિ જેવું બીજું કાંઈ ઉત્તમ નથી. જે જિનસૂત્ર લખાવી તેનું વ્યાખ્યાન કરે-કરાવે, ભણે–ભણાવે, સાંભળ-સંભળાવે. શાસ્ત્રોની તથા પંડિતોની ભક્તિ કરે. તે સર્વાગના પાઠી થઈ કેવળપદ પામે છે. જે ચતુર્વિધ સંઘની સેવા કરે તે ચતુગર્તિના દુઃખ દૂર કરી પંચમગતિ પામે છે. મનિ કહે છે: હું ભરત! જિનેન્દ્રની ભક્તિથી કર્મનો ક્ષય થાય છે અને કર્મનો ક્ષય થવાની અક્ષયપદ પામે છે. મુનિના આ વચન સાંભળી રાજા ભરત પ્રણામ કરી શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. ભરત બહુશ્રુત, અતિધર્મજ્ઞ, વિનયવાન, શ્રદ્ધાવાન, ચતુર્વિધ સંઘને ભક્તિથી અને દુ:ખી સૂચના પ્રતિષ્ઠિત જિનપ્રતિમાની સ્વચ્છતા માટે દિગંબર જૈન શુદ્ધ આમ્નાયમાં અચિત શુદ્ધ જળનો ઉપયોગ કરવાનું વિધાન છે. દૂધ, દહીં, ઘી વગેરે વડે અભિષેક કરવો તે શુદ્ધ આમ્નાય અનુસાર નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬ તેત્રીસમું પર્વ પદ્મપુરાણ જીવોને દયાભાવથી દાન દેવા લાગ્યા. સમ્યગ્દર્શન રત્નને હૃદયમાં ધારીને, મહાસુંદર શ્રાવકનાં વ્રતમાં તત્પર ન્યાય સહિત રાજ્ય કરતા હતા. ગુણોના સમુદ્ર ભરતનો પ્રતાપ અને અનુરાગ પૃથ્વી પર ફેલાતો ગયો. તેમને દેવાંગના સમાન દોઢસો રાણીઓ હતી, તેમનામાં તે આસક્ત ન હતા, જળમાં કમળની જેમ અલિપ્ત રહેતા. પોતાના ચિત્તમાં નિરંતર એવો વિચાર કરતા કે યતિનાં વ્રત ધારણ કરું, નિગ્રંથ થઈને પૃથ્વી પર વિચરું. ધન્ય છે તે ધીર પુરુષને, જે સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને તપના બળથી સમસ્ત કર્મોની ભસ્મ કરી સારભૂત નિર્વાણ સુખને પામે છે. હું પાપી સંસારમાં મગ્ન રહું છું. હું પ્રત્યક્ષ દેખું છું કે આ સમસ્ત સંસારનું ચરિત્ર ક્ષણભંગુર છે. જે પ્રભાતે દેખીએ છીએ તે મધ્યાહુનમાં હોતું નથી. હું મૂઢ થઈ રહ્યો છું. જે રંક વિષયાભિલાષી સંસારમાં રાચે છે તે ખોટા મૃત્યુથી મરે છે. સર્પ, વાઘ, ગજ, જળ, અગ્નિ, શસ્ત્ર, વિધુત્પાત, શૂલારોપણ, અસાધ્ય રોગ ઈત્યાદિ કુરીતિથી તે શરીર ત્યજશે. આ પ્રાણી અનેક સહસ્ત્ર દુ:ખોનો ભોગવનારો સંસારમાં ભ્રમણ કરે છે. મોટા આશ્ચર્યની વાત છે કે આ અલ્પ આયુષ્યમાં પ્રમાદી થઈ રહ્યો છે. જેમ કોઈ મદોન્મત્ત ક્ષીરસમુદ્રના તટ પર સૂતેલો તરંગોના સમૂહથી ન ડરે તેમ હું મોહથી ઉત્પન્ન ભવભ્રમણથી ડરતો નથી, નિર્ભય થઈ રહ્યો છું. હાય હાય! હું હિંસા, આરંભાદિ અનેક પાપોમાં લિપ્ત રાજ્ય કરીને કયા ઘોર નરકમાં જઈશ ? જે નરકમાં બાણ, ખગ, ચક્રના આકારવાળાં તીક્ષ્ણ પાંદડાંવાળાં શાલ્મલિ વૃક્ષો છે અથવા અનેક પ્રકારની તિર્યંચ ગતિમાં જઈશ. જુઓ, જિનશાસ્ત્ર સરખા મહાજ્ઞાનરૂપ શાસ્ત્રને પામીને પણ મારું મન પાપયુક્ત થઈ રહ્યું છે, નિસ્પૃહ થઈને યતિનો ધર્મ ધારતું નથી. કોણ જાણે મારે કઈ ગતિમાં જવાનું છે? આવું કર્મોનો નાશ કરનાર ધર્મરૂપ ચિંતન નિરંતર કરતા રાજા ભરત જૈન પુરાણાદિ ગ્રંથોના શ્રવણમાં આસક્ત છે, સદૈવ સાધુઓની કથામાં અનુરાગી રાતદિવસ ધર્મમાં ઉધમી રહેતા હતા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દશરથનો વૈરાગ્ય, રામનું વિદેશગમન અને ભારતના રાજ્યનું વર્ણન કરનાર બત્રીસમું પર્વ પૂર્ણ થયું. * * * તેત્રીસમું પર્વ (શ્રી રામનો વજકરણ પર ઉપકાર) પછી શ્રી રામચંદ્ર, લક્ષ્મણ અને સીતા એક તાપસીના આશ્રમમાં ગયાં. અનેક તાપસીએ જટિલ જાતજાતનાં વૃક્ષોનાં વલ્કલ પહેર્યા હતાં. તેમના મઠ અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ફળોથી ભરેલા હતા. વનમાં વૃક્ષ સમાન ઘણા મઠ હતા. તેમના નિવાસસ્થાન વિસ્તર્ણ પાંદડાંથી છાયેલાં અથવા ઘાસનાં ફૂલોથી આચ્છાદિત હતાં. વાવ્યા વિના ઊગે એવાં ધાન્ય તેમના આંગણામાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેત્રીસમું પર્વ ૨૯૭ સૂકવેલાં હતાં, મૃગો નિર્ભયપણે આંગણામાં બેસીને વાગોળતા હતા, તેમના નિવાસમાં મેના, પોપટ ભણી રહ્યાં હતાં, તેમના મઠ પાસે અનેક ફૂલોના ક્યારા બનાવેલા હતા, તાપસોની કન્યા મિષ્ટ જળથી ભરેલા કળશ તે ક્યારામાં રેડતી હતી. શ્રી રામચંદ્રને આવેલા જોઈને તાપસો જાતજાતનાં મધુર ફળો, સુગંધી પુષ્પો, મિષ્ટ જળ ઇત્યાદિ સામગ્રી વડે ખૂબ આદરથી તેમનું આતિથ્ય કરવા લાગ્યા. તાપસો સહજપણે સૌનો આદર કરે છે. તે મિષ્ટ વચનથી સંભાષણ કરી રહેવા માટે ઝૂંપડી, કોમળ પલ્લવોની શય્યા ઇત્યાદિ ઉપચાર કરવા લાગ્યા. રામને બહુ જ રૂપાળા અભુત પુરુષ જાણીને ખૂબ આદર કર્યો. રાત્રે ત્યાં રહીને સવારમાં ઊઠીને એ ચાલી નીકળ્યા. તાપસો તેમની સાથે ચાલવા લાગ્યા, એમનું રૂપ જોઈને અનરાગી થયા. પાષાણ પણ પીગળી જાય તો મનષ્યોની તો શી વાત કરવી? સૂકાં પાંદડાંનું ભક્ષણ કરનાર તાપસો એમનું રૂપ જોઈને અનુરાગી થઈ ગયા. વૃદ્ધ તાપસો તેમને કહેવા લાગ્યા: તમે અહીં જ રહો આ સુખનું સ્થાન છે અને કદાચ ન રહેવું હોય તો આ અટવીમાં સાવધાન રહેજો. જોકે આ વન જળ, ફળ, પુષ્પાદિથી ભરેલું છે તો પણ વિશ્વાસ કરશો નહિ. નદી, વન અને નારી એ વિશ્વાસયોગ્ય નથી અને તમે તો સર્વ બાબતોમાં સાવધાન જ છો. પછી રામ, લક્ષ્મણ, સીતા અહીંથી આગળ ચાલ્યાં. અનેક તાપસી એમને જોવાની અભિલાષાથી અત્યંત વિહ્વળ થઈને દૂર સુધી પત્ર, પુષ્પ, ફળ, ઇંધનાદિના બહાને તેમની સાથે ચાલતી રહી. કેટલીક તાપસીઓ તેમને મધુર વચનોથી કહેવા લાગી કે તમે અમારા આશ્રમમાં કેમ ન રહો, અમે તમારી સેવા કરીશું. અહીંથી ત્રણ કોશ પર એવું વન છે કે જ્યાં મહાસઘન વૃક્ષો છે, મનુષ્યોનું નામ નથી; અનેક સિંહ, વાઘ, દુષ્ટ જીવોથી ભરેલું છે, ત્યાં ઈધન અને ફળ, ફૂલ માટે તાપસી પણ જતા નથી, ડાભની તીક્ષ્ણ અણીઓથી જ્યાં અવરજવર થતી નથી, વન મહાભયાનક છે અને ચિત્રકૂટ પર્વત અત્યંત ઊંચો, દુર્લધ્ય, ફેલાઈને પડ્યો છે. તમે શું સાંભળ્યું નથી કે નિઃશંક થઈને ચાલ્યા જાવ છો ? રામે જવાબ આપ્યો, હું તાપસીઓ! અમે અવશ્ય આગળ જઈશું. તમે તમારા સ્થાનકે જાવ. મુશ્કેલીથી તેમને પાછી વાળી. તે પરસ્પર એમનાં રૂપ-ગુણનું વર્ણન કરતી પોતાના સ્થાનકે આવી. તેઓ મહાગહન વનમાં પ્રવેશ કરવા લાગ્યાં. વન પર્વતના પાષાણોના સમૂહથી અત્યંત કર્કશ છે, તેમાં મોટાં મોટાં વૃક્ષો વેલોથી વીંટળાયેલાં છે. ભૂખથી ક્રોધે ભરાઈને શાર્દૂલોએ નખ વડે વૃક્ષોને વિદારી નાખ્યાં છે, સિંહોથી હણાયેલા ગજરાજના રક્તથી લાલ બનેલાં મોતી ઠેરઠેર વિખરાઈને પડ્યાં છે, મત્ત ગજરાજોએ તરુવરોને ભાંગી નાખ્યાં છે, સિંહણની ગર્જના સાંભળીને હરણો ભાગી રહ્યા છે, સૂતેલા અજગરોના શ્વાસના પવનથી ગુફાઓ ગુંજી રહી છે, સુબ્યુરોના સમૂહોથી નાનાં સરોવરો કાદવમય બની ગયાં છે, જંગલી પાડાનાં શિંગડાંથી રાફડા ભાંગી ગયા છે, ભયાનક સર્પો ફેણ ઊંચી કરીને ફરી રહ્યા છે, કાંટાથી જે પૂંછડીનો અગ્રભાગ વીંધાઈ ગયો છે એવી નીલ ગાય ખેદખિન્ન થઈ છે, અનેક પ્રકારના કાંટા ત્યાં પથરાઈ રહ્યા છે, વિષપુષ્પોની રજની વાસનાથી અનેક પ્રાણી ત્યાં ફરી રહ્યાં છે, ગેંડાના નખથી વૃક્ષનાં થડ વિદરાઇ ગયાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮ તેત્રીસમું પર્વ પદ્મપુરાણ છે. ભમતા રોઝના સમૂહોએ પાંદડાં ચારેકોર વેરી મૂકયા છે. જાતજાતનાં પક્ષીઓના કૂર શબ્દોથી વન ગુંજી રહ્યું છે. વાંદરાઓની કૂદાકૂદથી વૃક્ષોની ડાળીઓ ધ્રુજી રહી છે, પર્વત પરથી શીઘ્ર, વેગથી ધસતા જળના પ્રવાહથી પૃથ્વી ઘસાઈ રહી છે, વૃક્ષોની ઘટાને કારણે સૂર્યનાં કિરણો પણ ત્યાં દેખાતા નથી. જાતજાતનાં ફળફૂલથી ભરેલું વન છે, તેમાં અનેક પ્રકારની સુગંધ ફેલાઈ રહી છે, જાતજાતની ઔષધિઓથી પૂર્ણ છે. તથા વગડાઉ ધાન્યથી પૂર્ણ છે. ક્યાંક વન નીલ વર્ણનું, ક્યાંક લાલ રંગનું, ક્યાંક લીલા રંગનું દેખાય છે તે વનમાં બન્ને વીરોએ પ્રવેશ કર્યો. ચિત્રકૂટ પર્વતનાં મનોહર ઝરણામાં ક્રીડા કરતા, વનની અનેક સુંદર વસ્તુઓને જોતા, પરસ્પર વાત કરતા બન્ને ભાઈ વનમાં મિષ્ટ ફળોનો આસ્વાદ લેતા, કિન્નર અને દેવોનાં મનનું હરણ કરે એવું મનોહર ગીત ગાતાં, પુષ્પોનાં પરસ્પર આભૂષણ બનાવતાં, શરીર ઉપર સુગંધી દ્રવ્યોનો લેપ કરતા, જેમનાં સુંદર નેત્રો ખીલી ઊઠયાં છે એવા અત્યંત સ્વચ્છેદી, શોભા ધારણ કરતા, સુરનર, નાગોના મનને હુરતા, નેત્રોને પ્યારા, ઉપવનની જેમ ભયંકર વનમાં ફરવા લાગ્યા. અનેક પ્રકારના સુંદર લતામંડપોમાં વિશ્રામ કરતા, નાના પ્રકારની કથા કરતા, વિનોદ કરતા, રહસ્યની વાતો કરતા જાણે નંદનવનમાં દેવભ્રમણ કરતા હોય તેમ અત્યંત રમણીક લીલા કરતા વનવિહાર કરવા લાગ્યા. સાડા ચાર માસ પછી માલવદેશમાં આવ્યા. તે દેશ નાના પ્રકારનાં ધાન્યોથી શોભતો હતો, ગ્રામ પાટણ ઘણાં હતાં, કેટલેક દૂર આવી જોયું તો ત્યાં વસતિ નહોતી એટલે એક વડની છાયામાં બેસીને બન્ને ભાઈ પરસ્પર બતાવવા લાગ્યા કે આ દેશ કેમ ઉજ્જડ દેખાય છે. જાતજાતનાં ખેતરમાં પાક લહેરાતો હતો અને માણસો નહોતા, વૃક્ષો ફળફૂલથી શોભતાં હુતાં, શેરડીના સાંઠાના વાઢ ઘણા હતા, સરોવરોમાં કમળ ખીલી રહ્યાં હતાં, જાતજાતના પક્ષીઓ કેલિ કરતાં હતાં. જેમ જિનદીક્ષા લીધેલા મુનિ વીતરાગભાવરૂપ પરમ સંયમ વિના શોભે નહિ તેમ આ અતિવિશાળ દેશ માણસોના સંચાર વિના શોભતો નહિ. આવી સુંદર વાત રામ લક્ષ્મણને કરી રહ્યા છે. ત્યાં અત્યંત કોમળ સ્થાનક જોઈને રત્નકાંબળી બિછાવીને શ્રીરામ બેઠા, તેમનું ધનુષ પાસે પડયું હતું અને પ્રેમરૂપ જળની સરોવરી, જેનું મન શ્રીરામમાં આસક્ત છે તે સીતા સમીપમાં બેઠાં. શ્રી રામે લક્ષ્મણને આજ્ઞા કરી કે તું વડ પર ચડીને જો કે કોઈ વસતિ દેખાય છે. તે આજ્ઞા અનુસાર જોવા લાગ્યા અને કહેવા લાગ્યાકે હે દેવ ! વિજ્યાધ પર્વત સમાન ઊંચાં જિનમંદિર દેખાય છે, શરદનાં વાદળાં સમાન તેનાં શિખરો શોભે છે, ધજા ફરકે છે અને ઘણાં ગામ પણ દેખાય છે. કૂવા, વાવ, સરોવરોથી મંડિત વિધાધરોનાં નગર સમાન દેખાય છે, ખેતમાં પાક લહેરાય છે, પણ મનુષ્ય કોઈ દેખાતા નથી. કોણ જાણે લોકો કુટુંબ સાથે ક્યાં ભાગી ગયા છે? અથવા દૂર કર્મના કરનારા પ્લેચ્છો બાંધીને લઈ ગયા છે? એક ગરીબ માણસ આવતો દેખાય છે. તે મૃગ સમાન શીવ્ર આવે છે, તેના વાળ રૂક્ષ છે, શરીર મેલું છે, છાતી લાંબી દાઢીથી ઢંકાઈ ગઈ છે, વસ્ત્ર ફાટેલા પહેર્યા છે, તેના પગ ફાટી ગયા છે, શરીર પરથી પરસેવો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેત્રીસમું પર્વ ૨૯૯ નીતરી રહ્યો છે, જાણે કે પૂર્વજન્મના પાપ પ્રત્યક્ષ દેખાડે છે. રામે આજ્ઞા કરી કે તેને જલદી લઈ આવો. પછી લક્ષ્મણ વડ ઉપરથી નીચે ઊતરી દરિદ્રી પાસે ગયા. દરિદ્રી લક્ષ્મણને જોઈને આશ્ચર્ય પામ્યો કે આ કોણ ઇન્દ્ર છે, વરુણ છે, નાગેન્દ્ર છે, નર છે, કિન્નર છે, ચંદ્રમા છે, સૂર્ય છે, અગ્નિકુમાર છે કે કુબેર છે, આ કોઇ મહાતેજનો ધારક છે, એમ વિચારતો ડરીને મૂચ્છ ખાઈને પૃથ્વી પર પડી ગયો. ત્યારે લક્ષ્મણે કહ્યું કે હું ભદ્ર! ભય ન કર. ઊઠ, ઊઠ એમ કહીને ઊઠાડ્યો અને ખૂબ દિલાસો આપીને શ્રી રામની નિકટ લઈ આવ્યો. તે દરિદ્રી પુરુષ સુધા આદિ અનેક દુઃખોથી પીડિત હતો તે રામને જોઈ બધાં દુઃખ ભૂલી ગયો. રામ અત્યંત સુંદર, સૌમ્ય મુખવાળા, કાંતિવાન, નેત્રોમાં ઉત્સાહુ જગાડનાર છે. સમીપમાં વિનયવાન સીતા બેઠાં છે. તે મનુષ્ય હાથ જોડી, શિર પૃથ્વી પર અડાડી નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે તેમણે દયા કરીને કહ્યું કે તું છાંયે આવીને બેસ, ભય ન કર. તે આજ્ઞા પામીને દૂર બેઠો. રઘુપતિ અમૃત જેવા મીઠાં વચનોથી પૂછવા લાગ્યા: તારું નામ શું છે, ક્યાંથી આવ્યો છે, કોણ છો ? તે હાથ જોડી વિનંતી કરવા લાગ્યો, હે નાથ ! હું કણબી છું, મારું નામ સિરગુપ્ત છે, હું દૂરથી આવું છું. રામે પૂછયું: આ દેશ ઉજ્જડ કેમ છે? તેણે કહ્યું કે હે દેવ ! ઉજ્જયિની નામની નગરીનો સ્વામી રાજા સિહોદર અતિપ્રસિદ્ધ છે. તેણે પોતાના પ્રતાપથી મોટા મોટા સામંતોને નમાવ્યા છે, તેનો વૈભવ દેવ સમાન છે. એક દશાંગપુર નામના નગરનો સ્વામી વજકર્ણ સિહોદરનો સેવક અને અત્યંત પ્યારો સુભટ છે, તેણે પોતાના સ્વામીનાં મોટાં મોટાં કાર્યો કર્યા છે. તેણે એક વાર નિગ્રંથ મુનિને નમસ્કાર કરી, તેમની પાસેથી ધર્મશ્રવણ કરી એવી પ્રતિજ્ઞા કરી કે હું દેવગુરુશાસ્ત્ર સિવાય બીજાને નમસ્કાર નહિ કરું. સાધુના પ્રસાદથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ છે તે પૃથ્વી પર પ્રસિદ્ધ છે. શું આપે હજી સુધી એની વાત સાંભળી નથી? ત્યારે લક્ષ્મણે રામનો અભિપ્રાય જાણીને પૂછયું કે વજકર્ણ પર કેવી રીતે સંતોની કૃપા થઈ? મુસાફરે જવાબ આપ્યો કે હે દેવરાજ! એક દિવસ વજકર્ણ દશારણ્ય વનમાં મૃગયા માટે ગયો હતો. તે જન્મથી જ પાપી, દૂર કર્મ કરનાર, ઇન્દ્રિયોનો લોલુપી, મહામૂઢ, શુભ ક્રિયાથી પરાડમુખ, મહાસૂક્ષ્મ જૈન ધર્મની ચર્ચા ન જાણનારો, કામ, ક્રોધી, લોભી, અંધ, ભોગસેવનથી ઉપજેલા ગર્વથી પીડિત, વનમાં ભ્રમણ કરતો હતો, તેણે ગ્રીષ્મઋતુમાં એક શિલા પર બેઠેલા, સત્પષોથી પૂજ્ય એવા મુનિને જોયા. ચાર મહિના સૂર્યનાં કિરણોનો આતાપ સહન કરનાર, મહાતપસ્વી, પક્ષીસમાન નિરાશ્રય, સિંહ સમાન નિર્ભય, તપેલી શિલા પર બેસવાથી જેમનું શરીર તપ્ત હતું એવા દુર્જય તીવ્ર તાપના સહન કરનાર, તપોનિધિ સાધુને જોઈ વજકર્ણ જે અશ્વ પર બેઠો હતો, હાથમાં બરછી હતી, કાળ સમાન ક્રૂર લાગતો હતો તેણે ગુણરૂપ રત્નના સાગર, પરમાર્થના વેત્તા, પાપોના ઘાતક, સર્વ જીવ પ્રત્યે દયા રાખનાર સાધુને પૂછયું, હે સ્વામી! તમે આ નિર્જન વનમાં શું કરો છો? ઋષિએ જવાબ આપ્યો કે આત્મકલ્યાણ કરીએ છીએ, કે જે પૂર્વે અનંત ભવમાં કર્યું નહોતું. ત્યારે વજકર્ણ હસીને બોલ્યો કે આવી અવસ્થાથી તમને કયું સુખ મળે છે? તમે તપથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૦ તેત્રીસમું પર્વ પદ્મપુરાણ શરીરને રૂપ અને લાવણ્ય વિનાનું કર્યું છે, તમારી પાસે ધન નથી, વિષયસામગ્રી નથી, વસ્ત્રાભરણ નથી, કોઈ સહાયક નથી, સ્નાન, સુગંધ, લેપનરહિત છો, પારકા ઘરે ભોજન કરીને જીવન પૂરું કરો છો. તમારા જેવા મનુષ્ય શું આત્મહિત કરે? તેને કામભોગમાં અત્યંત આસક્ત જોઈને તે સંયમી બોલ્યા, શું તે મહાઘોર નરકભૂમિની વાત સાંભળી નથી કે તું ઉધમ કરીને પાપની પ્રીતિ કરે છે? નરકની મહાભયાનક સાત ભૂમિ છે, તે અત્યંત દુઃખમય, જોઈ પણ શકાય તેવી નથી, સ્પર્શી કે સાંભળી ન જાય તેવી છે. અત્યંત તીર્ણ લોઢાના કાંટાથી ભરેલી છે, ત્યાં નારકીઓને ઘાણીમાં પીલે છે, અનેક વેદના-ત્રાસ થાય છે, છરીથી તલ તલ જેવડા કકડા કરે છે ઉપલી નરકની ભૂમિ તપાયેલા લોઢા સમાન ગરમ અને નીચેની નરકની ભૂમિ અત્યંત શીતળ હોય છે. તેનાથી મહાપીડા ઊપજે છે. ત્યાં ભયંકર અંધકાર, ભયાનક રૌરવાદિ ગર્ત, અસિપત્રનું વન, દુર્ગધમય વૈતરણી નદી હોય છે. જે પાપી મત્ત હાથીની જેમ નિરંકુશ છે તે નરકમાં હજારો પ્રકારનાં દુઃખ દેખે છે. હું તને પૂછું છું કે તારા જેવો પાપારંભી, વિષયાતુર કયું આત્મહિત કરે છે? આ ઇન્દ્રાયણનાં ફળ સમાન ઇન્દ્રિયનાં સુખો તું નિરંતર સેવીને સુખ માને છે, પણ એમાં હિત નથી, એ દુર્ગતિનાં કારણ છે. જેનું ચિત્ત નિર્મળ છે, જે જીવોની દયા પાળે છે. મુનિનાં વ્રત પાળે છે અથવા શ્રાવકનાં વ્રત પાળે છે તે જ આત્માનું હિત કરે છે. જે મહાવ્રત કે અણુવ્રત આચરતા નથી તે મિથ્યાત્વ, અવ્રતના યોગથી સમસ્ત દુઃખના ભાજન થાય છે. તે પૂર્વજન્મમાં કોઈ સુકૃત કર્યું હતું તેનાથી તને મનુષ્યનો દેહ મળ્યો છે, હવે પાપ કરીશ તો દુર્ગતિમાં જઈશ. આ બિચારા નિર્બળ, નિરપરાધ મૃગાદિ પશુઓ અનાથ છે, ભૂમિ જ એની શય્યા છે. એની ચંચળ આંખો સદા ભયથી ભરેલી છે, વનમાં તૃણ અને જળથી જીવે છે, પૂર્વનાં પાપથી અનેક દુઃખથી દુઃખી છે, રાત્રે પણ સૂતાં નથી, ભયથી અત્યંત કાયર છે, આવા રાંકને ભલા માણસ શા માટે હણે છે? માટે જો તું તારું હિત ઇચ્છતા હો તો મન-વચન-કાયાથી હિંસાનો ત્યાગ કર, જીવદયા અંગીકાર કર. મુનિનાં આવાં શ્રેષ્ઠ વચન સાંભળીને વજકર્ણ પ્રતિબોધ પામ્યો, જેમ ફળોથી વૃક્ષ નીચું નમે તેમ તે સાધુનાં ચરણારવિંદમાં નમી પડ્યો, અશ્વ ઉપરથી ઊતરીને સાધુની પાસે ગયો, હાથ જોડી પ્રણામ કરી, અત્યંત વિનયપૂર્વક ચિત્તમાં સાધુની પ્રશંસા કરવા લાગ્યો. ધન્ય છે આ પરિગ્રહત્યાગી મુનિ, જેમનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ વનના પક્ષી અને મૃગાદિ પશુઓ પ્રશંસાયોગ્ય છે, જે આ સમાધિરૂપ સાધુના દર્શન કરે છે, અને હું પણ ધન્ય છું કે મને આ જ સાધુના દર્શન થયા. એ ત્રણે જગતથી બંધ છે, હવે હું પાપકર્મથી છૂટયો છે. આ પ્રભુ જ્ઞાનસ્વરૂપે નખ વડે બંધુના સ્નેહમય સંસારરૂપ પિંજરાને છેદીને સિંહની જેમ નીકળ્યા છે તે સાધુને જુઓ, મનરૂપ વેરીને વશ કરી, નગ્ન મુદ્રા ધારીને શીલ પાળે છે. મારો અતૃપ્ત આત્મા હુજી પૂર્ણ વૈરાગ્ય પામ્યો નથી તેથી શ્રાવકનાં અણુવ્રત આચરું. આમ વિચાર કરીને તેણે સાધુની સમીપે શ્રાવકનાં વ્રત લીધાં અને પોતાનું મન શાંતરસરૂપ જળથી ધોયું. તેણે એવો નિયમ લીધો કે દેવાધિદેવ પરમેશ્વર પરમાત્મા જિનેન્દ્ર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેત્રીસમું પર્વ ૩૦૧ દેવ, તેમના દાસ મહાભાગ્યવાન નિગ્રંથ મુનિ અને જિનવાણી–આ ત્રણ સિવાય બીજા કોઈને નમસ્કાર નહિ કરું. પ્રીતિવર્ધન નામના મુનિની પાસે વજકર્ણ અણુવ્રત લીધાં અને ઉપવાસ કર્યા. મુનિએ એને વિસ્તારથી ધર્મનું વ્યાખ્યાન કહ્યું કે જેની શ્રદ્ધાથી ભવ્ય જીવો સંસારપાશથી છૂટે. એક શ્રાવકનો ધર્મ છે, એક યતિનો ધર્મ છે. એમાં શ્રાવકનો ધર્મ ગૃહાવલંબન સંયુક્ત અને યતિનો ધર્મ નિરાલંબ નિરપેક્ષ છે. બન્ને ધર્મનું મૂળ સમ્યકત્વની નિર્મળતા છે. તપ અને જ્ઞાનથી યુક્ત અત્યંત શ્રેષ્ઠ જે પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગમાં જિનશાસન પ્રસિદ્ધ છે. તેને યતિનો ધર્મ અતિકઠિન લાગ્યો અને અણુવ્રતમાં બુદ્ધિ સ્થિર કરી, તથા મહાવ્રતનો મહિમા હૃદયમાં રાખ્યો. જેમ દરિદ્રીના હાથમાં નિધિ આવે અને તે હર્ષ પામે તેમ ધર્મધ્યાન ધરતો તે આનંદ પામ્યો. અત્યંત ક્રૂર ધર્મ કરનાર તે એકસાથે જ શાંત દશા પામ્યો હતો તે વાતથી મુનિ પણ પ્રસન્ન થયા. રાજાએ તે દિવસે તો ઉપવાસ કર્યો. બીજે દિવસે પારણું કરી દિગંબર મુનિનાં ચરણારવિંદમાં પ્રણામ કરી પોતાના સ્થાનકે ગયો. ગુરુનાં ચરણારવિંદને હૃદયમાં ધારતો તે નિ:સંદેહુ થયો. તેણે અણુવ્રતનું આરાધન કર્યું. મનમાં એ વિચાર આવ્યો કે ઉજ્જયિનીના રાજા સિંહોદરનો હું સેવક છું તેનો વિનય કર્યા વિના હું રાજ્ય કેવી રીતે કરી શકીશ? પછી વિચાર કરી એક વીંટી બનાવી. તેમાં મુનિસુવ્રતનાથની પ્રતિમા જડાવી, જમણા હાથમાં પહેરી, જ્યારે તે સિંહોદરની પાસે જતો ત્યારે મુદ્રિકામાં રહેલી પ્રતિમાને વારંવાર નમસ્કાર કરતો. તેનો કોઈ વેરી હતો તેણે આ નબળાઈની વાત સિહોદરને કરી કે એ તમને નમસ્કાર નથી કરતો, પણ જિનપ્રતિમાને કરે છે. પાપી સિહોદર ક્રોધે ભરાયો અને કપટ કરી વજકર્ણને દશાંગનગરથી બોલાવ્યો, અને સંપત્તિથી ઉન્મત્ત થયેલો તેને મારવાને તૈયાર થયો. વજકર્ણ સરળ ચિત્તવાળો હતો તે ઘોડા પર બેસી ઉજ્જયિની જવા તૈયાર થયો, તે વખતે એક પુષ્ટ યુવાન, જેના હાથમાં દંડ હતો તે આવીને તેને કહેવા લાગ્યો કે હું રાજા ! જો તું શરીર ને રાજ્યભોગ ગુમાવવા ઇચ્છતો હો તો ઉજ્જયિની જા. સિહોદર ખૂબ ગુસ્સે થયો છે, તે નમસ્કાર નથી કરતો તેથી તને મારવા ઇચ્છે છે, તને જે સારું લાગે તે કર. આ વાત સાંભળી વજકર્ણ વિચાર્યું કે કોઈ શત્રુ મારા અને રાજા વચ્ચે ભેદ પડાવવા ઇચ્છે છે તેણે મંત્રણા કરીને આ માણસને મોકલ્યો લાગે છે, માટે ખૂબ વિચાર કરીને આનું રહસ્ય મેળવવું. પછી તે એકાંતમાં તેને પૂછવા લાગ્યો કે તું કોણ છે, તારું નામ શું છે અને તું ક્યાંથી આવ્યો છે, આ છૂપી વાતની તને કેમ ખબર પડી? તે કહેવા લાગ્યો કે કુંદનનગરમાં એક સમુદ્રસંગમ નામના ધનવાન શેઠ છે. તેમની સ્ત્રી યમુનાના પેટે વર્ષાકાળમાં વીજળીના ચમકારાના સમયે મારો જન્મ થયો હતો તેથી મારું નામ વિદ્યુદંગ પાડવામાં આવ્યું છે. અનુક્રમે હું યુવાન થયો. વ્યાપાર અર્થે ઉજ્જયિની ગયો હતો ત્યાં કામલતા વેશ્યાને જોઈ અનુરાગથી વ્યાકુળ થયો. એક રાત તેની સાથે સમાગમ કર્યો, તેણે પ્રીતિના બંધનથી બાંધી લીધો, જેમ પારધી મૃગને બાંધી લે તેમ. મારા પિતાએ ઘણાં વર્ષો પછી જે ધન ઉપામ્યું હતું તે કુપુત એવા મેં વેશ્યાના સંગમાં છ મહિનામાં બધું ખોઈ નાખ્યું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨ તેત્રીસમું પર્વ પદ્મપુરાણ જેમ કમળમાં ભ્રમર આસક્ત થાય તેમ તેમાં હું આસક્ત થયો હતો. એક દિવસ તે નગરનાયિકા પોતાની સખી પાસે પોતાનાં કુંડળની નિંદા કરતી હતી તે મેં સાંભળી. મેં તેને પૂછયું ત્યારે તેણે કહ્યું કે સૌભાગ્યવતી રાણી શ્રીધરાને ધન્ય છે, તેના કાનમાં જેવાં કુંડળ છે તેવા કોઈની પાસે નથી. ત્યારે મેં વિચાર્યું કે જો હું રાણીનાં કુંડળ લાવીને આની આશા પૂર્ણ ન કરું તો મારા જીવવાથી શું લાભ? પછી હું કુંડળ લઈ આવવા માટે અંધારી રાત્રે રાજમહેલમાં ગયો. ત્યાં રાજા સિંહોદર ગુસ્સે થયો હતો અને રાણી શ્રીધરા પાસે બેઠી હતી. રાણીએ તેને પૂછયું કે હે દેવ! આજે ઊંઘ કેમ નથી આવતી ? રાજાએ જવાબ આપ્યો કે હું રાણી ! મેં વજકર્ણને નાનપણથી મોટો કર્યો અને તે મને મસ્તક નમાવતો નથી એટલે જ્યાં સુધી હું એને નહિ મારું ત્યાં સુધી આકુળતાના કારણે ઊંઘ ક્યાંથી આવે? આટલા મનુષ્યોથી નિંદ્રા દૂર રહે છે. અપમાનથી દગ્ધ, જેના કુટુંબી નિર્ધન હોય, શત્રુએ હુમલો કર્યો હોય અને પોતે જીતવા શક્તિમાન ન હોય, જેના ચિત્તમાં શલ્ય હોય, કાયર હોય, સંસારથી જે વિરક્ત હોય, એ બધાથી નિદ્રા દૂર જ રહે છે. આ વાત રાજા રાણીને કહી રહ્યો છે. આ વાત સાંભળીને મને એવું થઈ ગયું કે કોઈએ મારા હૃદયમાં વજનો પ્રહાર કર્યો હોય. તેથી કુંડળ ચોરવાનો વિચાર છોડીને, આ રહસ્ય લઈને તમારી પાસે આવ્યો. માટે હવે તમે ત્યાં ન જાવ. તમે જિનધર્મમાં ઉધમવાન છો અને સાધુની નિરંતર સેવા કરો છો. અંજનગિરિ પર્વત જેવા મદઝરતા હાથી પર ચડી બખ્તર પહેરેલા યોદ્ધા અને તેજસ્વી ઘોડેસ્વાર તથા પગે ચાલતા કૂર સામંતો તમને મારવા માટે રાજાની આજ્ઞાથી માર્ગ રોકીને ઊભા છે માટે તમે કૃપા કરીને અત્યારે ત્યાં ન જાવ, હું તમારા પગે પડું છું. મારું વચન માનો અને તમારા મનમાં પ્રતીતિ ન આવતી હોય તો જુઓ પેલી ફોજ આવી. ધૂળના ગોટા ઊડે છે, ઘોર અવાજ થાય છે. વિદ્યુદંગનાં આ વચન સાંભળીને વજકર્ણ દુશ્મનોને આવતા જોઈને તેને પરમ મિત્ર જાણી, સાથે લઈ પોતાના કિલ્લામાં ભરાઈ ગયો. તે ગઢને અજિત જાણીને સૈન્યના માણસોએ એને મારવાના હેતુથી તત્કાળ ગઢ લેવાની ઇચ્છા ન કરી, પણ ગઢની સમીપમાં પડાવ નાખીને વજકર્ણની સમીપે દૂત મોકલ્યો. તેણે અત્યંત કઠોર વચન કહ્યાં. તું જિનશાસનના ગર્વથી મારા ઐશ્વર્યનો કંટક થયો. ભટકતા યતિએ તને બહેકાવ્યો છે, તું જાયરહિત થયો છે. મારું આપેલું રાજ્ય ભોગવે છે અને મસ્તક અરહંતને નમાવે છે, તું માયાચારી છો માટે શીધ્ર મારી સમીપે આવી મને પ્રણામ કર, નહિતર માર્યો જઈશ. આવી વાત દૂતે વજકર્ણને કહી ત્યારે વજકર્ણ જે જવાબ આપ્યો તે દૂતે જઈને સિંહોદરને કહ્યો કે હે નાથ ! વજકર્ણની એવી વિનંતી છે કે દેશ, નગર, ભંડાર, હાથી, ઘોડા બધું તમારું છે તે લઈ લ્યો, મને સ્ત્રી સહિત સહીસલામત જવા દો. મારો તમારા તરફ અવિનય નથી, પણ મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે જિનેન્દ્ર, મુનિ અને જિનવાણી સિવાય બીજાને નમસ્કાર નહિ કરું, તો મારા પ્રાણ જાય તો પણ હું પ્રતિજ્ઞાભંગ કરીશ નહિ. તમે મારા દ્રવ્યના સ્વામી છો, આત્માના સ્વામી નથી. આ વાત સાંભળીને સિહોદર ખૂબ ગુસ્સે થયો, નગરને ચારે તરફથી ઘેરી લીધું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેત્રીસમું પર્વ ૩૦૩ અને દેશને ઉજ્જડ કરી નાખ્યો. તે દરિદ્રી માણસે શ્રી રામને કહ્યું કે હે દેવ! દેશ ઉજ્જડ થવાનું કારણ મેં તમને કહ્યું, હવે હું જાઉં છું. અહીંથી નજીક મારું ગામ છે તે ગામ સિંહોદરના સેવકોએ બાળી નાખ્યું છે, લોકોનાં વિમાન જેવાં ઘર હતાં તે ભસ્મ થઈ ગયાં છે. મારી ઘાસફૂસની બનાવેલી ઝૂંપડી હતી તે પણ ભસ્ત થઈ ગઈ હશે. મારા ઘરમાં એક છાજલી, એક માટીનો ઘડો અને એક હાંડી એટલો પરિગ્રહુ હતો તે લાવું છું. મારી ખોટા અભિપ્રાયવાળી સ્ત્રીએ મને ફૂર વચનો કહીને મોકલ્યો છે અને તે વારંવાર એમ કહે છે કે સૂના ગામમાં ઘરનાં ઉપકરણ ઘણાં મળશે તે જઈને લઈ આવો તેથી હું જાઉં છું. મારા મહાન ભાગ્ય કે મને આપના દર્શન થયા. સ્ત્રીએ મારા ઉપર ઉપકાર કર્યો કે મને મોકલ્યો. આ વચન સાંભળી શ્રી રામે દયાથી મુસાફરને દુઃખી જોઈ અમૂલ્ય રત્નોનો હાર આપ્યો. મુસાફર પ્રસન્ન થઈ ચરણારવિંદમાં નમસ્કાર કરી, હાર લઈ પોતાને ઘેર ગયો, દ્રવ્યથી રાજા સમાન બની ગયો. પછી શ્રી રામે લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ ! આ જેઠ મહિનાનો સૂર્ય અત્યંત દુસ્સહુ છે, અધિક ચડે તે પહેલાં જ ચાલો. આ નગરની સમીપે રહીએ. સીતાને તરસ લાગી છે તો તેને પાણી પાઈએ અને આહારની વિધિ પણ શીધ્ર કરીએ. આમ કહીને આગળ ગમન કર્યું. તે દશાંગનગરની સમીપે, જ્યાં શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું ઉત્તમ ચૈત્યાલય છે ત્યાં આવ્યા અને શ્રી ભગવાનને પ્રણામ કરી સુખપૂર્વક રહ્યાં. આહારની સામગ્રી લેવા લક્ષ્મણ ગયા. તેમણે સિંહોદરના સૈન્યમાં પ્રવેશ કર્યો. સૈન્યના રક્ષકોએ તેમને મના કરી. ત્યારે લક્ષ્મણે વિચાર્યું કે આ ગરીબ અને હલકા કુળના માણસો સાથે હું શું વિવાદ કરું? આમ વિચારી નગર તરફ આવ્યા ત્યાં નગરના દરવાજા પાસે અનેક યોદ્ધા બેઠા હતા અને દરવાજાની ઉપર વજકર્ણ રહેતો હતો, તે ખૂબ સાવધાન હતો. લક્ષ્મણને જોઈ લોકોએ પૂછયું કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો, તથા આવવાનું કારણ શું છે? લક્ષ્મણે જવાબ આપ્યો કે દૂરથી અમે આવ્યા છીએ અને ભોજન માટે નગરમાં આવ્યા છીએ. વજકર્ણ એમને અતિસુંદર જોઈ આશ્ચર્ય પામ્યો અને કહેવા લાગ્યો કે હે નરોત્તમ ! અંદર આવો. તેથી તે આનંદિત થઈને કિલ્લામાં ગયો. વજકર્ણ તેમને ખૂબ આદરથી મળ્યો અને કહ્યું કે ભોજન તૈયાર છે માટે આપ કૃપા કરી અહીં જ ભોજન કરો. ત્યારે લક્ષ્મણે કહ્યું કે મારા વડીલ મોટા ભાઈ અને ભાભી શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના ચૈત્યાલયમાં બેઠાં છે તેમને પહેલાં ભોજન કરાવીને પછી હું ભોજન કરીશ. વજકર્ણ કહ્યું કે બહુ સારી વાત છે, ત્યાં લઈ જાવ, તેમને યોગ્ય બધી સામગ્રી છે તે લઈ જાવ. પોતાના સેવક સાથે તેણે જાણજાતની સામગ્રી મોકલી, તે લક્ષ્મણ લેવડાવીને આવ્યા. શ્રી રામ, લક્ષ્મણ અને સીતા ભોજન કરીને પ્રસન્ન થયાં. શ્રીરામે કહ્યું: હે લક્ષ્મણ! જુઓ, વજકર્ણની મોટાઈ. આવું ભોજન કોઈ પોતાના જમાઈને પણ ન જમાડે તે વિના પરિચયે આપણને જમાડયા, પીવાની વસ્તુઓ મનોહર, શાક વગેરે અતિ મિષ્ટ અને અમૃતતુલ્ય ભોજન. જેનાથી માર્ગનો ખેદ મટી ગયો, જેઠ મહિનાના આતાપની ગરમી શાંત થઈ. ચાંદની સમાન ઉજ્જવળ દૂધ, જેની સુગંધના કારણે ભમરા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪ તેત્રીસમું પર્વ પદ્મપુરાણ આજુબાજુ ગુંજારવ કરે છે, સુંદર ઘી, સુંદર દહીં, જાણે કે કામધેનુના સ્તનમાંથી મેળવ્યું હોય એવું દૂધ, તેમાં બનાવેલી આવી વસ્તુઓ, આવા રસ બીજે ઠેકાણે દુર્લભ છે. તે મુસાફરે પહેલાં આપણને કહ્યું હતું કે અણુવ્રતધારી શ્રાવક છે અને જિનેન્દ્ર, મુનિન્દ્ર તથા જિનસૂત્ર સિવાય બીજા કોઈને નમસ્કાર કરતો નથી તે આવો ધર્માત્મા, વ્રતશીલનો ધારક આપણી સામે શત્રુઓથી પિડાયા કરે તો આપણો પુરુષાર્થ શા કામનો ? આપણો એ જ ધર્મ છે કે દુ:ખીનું દુ:ખ મટાડવું, સાધર્મીનું તો અવશ્ય મટાડવું. આ નિરપરાધ મનુષ્ય, સાધુસેવામાં સાવધાન, જિનધર્મી, જેની પ્રજા જિનધર્મી એવા જીવને પીડા શાની ઉપજ ? આ સિંહોદર એવો બળવાન છે કે એના ઉપદ્રવથી વજકર્ણને ભરત પણ બચાવી શકે તેમ નથી. માટે હે લક્ષ્મણ ! તમે એને શીધ્ર મદદ કરો, સિંહોદર ઉપર ચડાઈ કરો અને વજકર્ણનો ઉપદ્રવ મટે તેમ કરો. હું તમને શું શીખવું? તમે મહાબુદ્ધિશાળી છો જેમ મહામણિ પ્રભા સહિત પ્રગટ થાય છે તેમ તમે મહાબુદ્ધિ અને પરાક્રમના સ્થાનરૂપ પ્રગટ થયા છો. આ પ્રમાણે શ્રી રામે ભાઈનાં વખાણ કર્યા ત્યારે લક્ષ્મણ લજ્જાથી નીચું મુખ કરી ગયા. પછી નમસ્કાર કરીને કહ્યું કે હે પ્રભો! આપ જે આજ્ઞા કરો છો તે પ્રમાણે થશે. મહાવિનયી લક્ષ્મણે રામની આજ્ઞા માનીને ધનુષબાણ લઈ, ધરતીને ધ્રુજાવતાં તરત જ સિહોદર પર ચડાઈ કરી. સિંહોદરના સૈન્યના રક્ષકે પૂછયું કે તમે કોણ છો ? લક્ષ્મણે જવાબ આપ્યો કે હું રાજા ભરતનો દૂત છું એટલે સૈન્યમાં પ્રવેશવા દીધા, અનેક તંબુ વટાવીને તે રાજદ્વારે પહોંચ્યા. દ્વારપાળે રાજાની સાથે મેળાપ કરાવ્યો. મહાબળવાન લક્ષ્મણે સિહોદરને તૃણ સમાન ગણતાં કહ્યું કે હે સિંહોદર! અયોધ્યાના અધપતિ ભરતે તને એવી આજ્ઞા કરી છે કે નકામો વિરોધ કરવાથી શો ફાયદો છે? તું વજકર્ણ સાથે મૈત્રી કરી લે. ત્યારે સિંહોદરે કહ્યું કે હે દૂત! તું રાજા ભરતને આ પ્રમાણે કહેજે કે જે પોતાનો સેવક વિનયમાર્ગ ચૂકી જતો હોય તેને સ્વામી સમજાવીને સેવામાં લાવે એમાં વિરોધ ક્યાં આવ્યો? આ વજકર્ણ દુષ્ટ, માયાચારી, કૃતજ્ઞ, મિત્રોનો નિંદક, ચાકરીને ભૂલી જનારો, આળસુ, મૂઢ, વિનયાચારરહિત, ખોટી અભિલાષા સેવનારો, મહાશુદ્ર, સજ્જનતારહિત છે. એટલે એના દોષ ત્યારે મટશે, જ્યારે એ મરણ પામશે અથવા એ રાજ્યરહિત થશે, માટે તમે કાંઈ કહેશો નહિ. એ મારો સેવક છે, હું જે ઇચ્છીશ તે કરીશ. ત્યારે લક્ષ્મણે કહ્યું કે ઘણું બોલવાથી શો લાભ? એ તારો હિતચિંતક છે, આ સેવકનો અપરાધ તું ક્ષમા કર. તે વખતે સિંહોદરે ક્રોધથી પોતાના ઘણા સામંતોને જોઈને ગર્વ ધારણ કરીને મોટા અવાજે કહ્યું કે આ વજકર્ણ તો અભિમાની છે જ અને તું એના કાર્ય માટે આવ્યો છે તેથી તું પણ અભિમાની છે. તારું તન અને મન જાણે પથ્થરથી બન્યું હોય તેમ તારામાં માત્ર નમ્રતા નથી. તું ભરતનો મૂઢ સેવક છે. એમ લાગે છે કે ભરતના દેશમાં તારા જેવા જ મનુષ્યો રહેતા હશે. જેમ રાંધવા મૂકેલી હાંડીમાંથી એક દાણો કાઢીને નરમ કે કઠોરની પરીક્ષા કરીએ છીએ તેમ એક તને જોતાં બધાની વાનગીઓ ખ્યાલ આવે છે. ત્યારે લક્ષ્મણ ક્રોધ કરીને કહેવા લાગ્યા કે હું તારી અને એની વચ્ચે સંધિ કરાવવા આવ્યો છું, તને નમસ્કાર કરવા આવ્યો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેત્રીસમું પર્વ ૩૦૫ નથી. ઘણું કહેવાથી શું? થોડામાં જ સમજી જા. વજ્રકર્ણ સાથે સંધિ કરી લે, નહિતર માર્યો જઈશ. આ વચન સાંભળીને આખી સભાના માણસો ગુસ્સે થયા. તેઓ જાતજાતનાં કુવચનો બોલવા લાગ્યા અને જાતજાતની ક્રોધભરી ચેષ્ટા કરવા લાગ્યા. કેટલાક છરી લઈને, કેટલા કટારી, ભાલા, તલવાર લઈને તેને મારવા તૈયાર થયા. હુંકાર કરતા અનેક સામંતો લક્ષ્મણને વીંટળાઈ વળ્યા. જેમ પર્વતને મચ્છર રોકે તેમ રોકવા લાગ્યા. આ ધીર, વીર, યુદ્ધક્રિયામાં પંડિત હતા તેમણે શીઘ્ર લાતોના પ્રહારથી તેમને દૂર કરી દીધા. કેટલાકને ઘૂંટણોથી, કેટલાકને કોણીથી પછાડયા, કેટલાકને મુષ્ટિપ્રહારથી ચૂરા કરી નાખ્યા, કેટલાકના વાળ પકડી પૃથ્વી પર પછાડ્યા, કેટલાકનાં પરસ્પર માથાં ભટકાડી માર્યા, આ પ્રમાણે મહાબળવાન એકલા લક્ષ્મણે અનેક યોદ્ધાઓનો નાશ કર્યો. ત્યારપછી બીજા ઘણા સામંતો હાથી-ઘોડા પર બેસીને બખ્તર પહેરીને લક્ષ્મણની ચારેતરફ ફરી વળ્યા. તેમની પાસે જાતજાતનાં શસ્ત્રો હતાં. ત્યારે લક્ષ્મણે જેમ સિંહ શિયાળને ભગાડે તેમ તેમને ભગાડી મૂક્યા. પછી સિંહોદર કાળી ઘટા સમાન હાથી પર ચડીને અનેક સુભટો સહિત લક્ષ્મણ સાથે લડવા તૈયાર થયો. મેઘ સમાન અનેક યોદ્ધા લક્ષ્મણરૂપ ચંદ્રમાને ઘેરી વળ્યા. લક્ષ્મણે તેમને જેમ પવન આકડાના ફૂલને ઉડાડી મૂકે તેમ ભગાડી મૂક્યા. તે વખતે સ્ત્રીઓ મહાન યોદ્ધાઓની વાતો કરતી હતી કે જુઓ, આ એક મહાસુભટ અનેક યોદ્ધાઓથી ઘેરાયેલો છે, પરંતુ એ બધાને જીતે છે. કોઈ એને હંફાવવાને સમર્થ નથી. ધન્ય છે એને અને ધન્ય છે એનાં માતાપિતાને, ઇત્યાદિ અનેક વાતો સુભટોની સ્ત્રીઓ કરે છે. લક્ષ્મણે સિંહોદરને સૈન્ય સાથે આવતો જોઈને હાથીને બાંધવાનો થાંભલો ઉપાડયો અને સૈન્યની સામે ગયો. જેમ અગ્નિ વનને ભસ્મીભૂત કરી નાખે તેમ તેણે સૈન્યના ઘણા સુભટોનો નાશ કર્યો. તે વખતે દશાંગનગરના જે યોદ્ધા નગરના દરવાજા ઉ૫૨ વજકર્ણની પાસે બેઠા હતા તેમનાં મુખ આનંદથી ખીલી ઊઠયાં અને પોતાના સ્વામીને કહેવા લાગ્યા કે હૈ નાથ! જુઓ, આ એક પુરુષ સિંહોદરના આખા સૈન્ય સાથે લડે છે. તેણે ધજા, રથ, ચક્ર ભાંગી નાખ્યાં છે. તે પરમજ્યોતિના ધારક છે, ખડ્ગ સમાન તેની કાંતિ છે, આખી સેનાને વ્યાકુળતારૂપ ભુલાવામાં નાખી દીધી છે, સેના ચારે તરફ નાસી જાય છે, જેમ સિંહથી મૃગનાં ટોળાં નાસે તેમ. અને ભાગતા સુભટો પરસ્પર કહેતા જાય છે કે બખ્તર ઉતારી નાખો, હાથી-ઘોડા છોડી દો, ગદાને ખાડામાં નાખી દો. ઊંચો અવાજ કરશો નહિ, ઊંચો અવાજ સાંભળીને તથા શસ્ત્રો ધારણ કરેલા જોઈને આ ભયંકર પુરુષ આવીને મા૨શે. અરે ભાઈ! અહીંથી હાથી લઈ જાવ, વચ્ચે ક્યાં રોકી રાખ્યો છે, માર્ગ આપો. અરે દુષ્ટ સારથિ! રથને ક્યાં રોક્યો છે? અરે, ઘોડા આગળ કર. આ આવ્યો, આ આવ્યો, આ પ્રમાણે વાર્તાલાપ કરતા અત્યંત કષ્ટ પામ્યાં. સુભટો સંગ્રામ છોડીને આગળ ભાગી જાય છે, નપુંસક જેવા થઈ ગયા છે. આ યુદ્ધક્રીડા કરનારો શું કોઈ દેવ છે, વિદ્યાધર છે, કાળ છે કે વાયુ છે? એ મહાપ્રચંડ આખી સેનાને જીતીને સિંહોદરને હાથીથી ઉતારી, ગળામાં વસ્ત્ર નાખીને બાંધીને લઈ જાય છે, જેમ બળદને બાંધીને ઘણી પોતાને ઘેર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬ તેત્રીસમું પર્વ પદ્મપુરાણ લઈ જતો હોય. વજકર્ણના યોદ્ધા વજકર્ણને આ પ્રમાણે કહેવા લાગ્યા. ત્યારે તેણે કહ્યું કે હે સુભટો! હુ ચિંતા કરવાથી શો ફાયદો છે? ધર્મના પ્રસાદથી બધે શાંતિ થશે. દશાંગનગરની સ્ત્રીઓ મહેલમાં બેઠી બેઠી પરસ્પર વાતો કરે છે કે હે સખી! આ સુભટની અદ્ભુત ચેષ્ટા જુઓ. એકલો આ પુરુષ રાજાને બાંધીને લઈ જાય છે. અહો, ધન્ય છે આનું રૂપ! ધન્ય છે આની કાંતિ, ધન્ય છે આની શક્તિ, આ કોઈ અતિશયધારક પુરુષોત્તમ છે. જે સ્ત્રીનો આ જગદીશ્વર પતિ થયો હશે કે થવાનો હશે તે તે સ્ત્રીને ધન્ય છે. સિંહોદરની પટરાણી બાળકો અને વૃદ્ધો સહિત રોતી રોતી લક્ષ્મણના પગમાં પડી અને કહેવા લાગી કે હે દેવ! આને છોડી દો, અમને પતિની ભીખ આપો. હવે તમે જે આજ્ઞા કરશો તે પ્રમાણે કરશે. ત્યારે તેમણે કહ્યું કે આ સામે મોટું વૃક્ષ છે તેની સાથે બાંધીને આને લટકાવીશ. ત્યારે તેની રાણી હાથ જોડીને ખૂબ વિનંતી કરવા લાગી કે હે પ્રભો ! આપને ગુસ્સો આવ્યો હોય તો અમને મારો, એને છોડી દો, કૃપા કરો, પ્રીતમનું દુઃખ અમને ન બતાવો. તમારા જેવા પુરુષોત્તમ સ્ત્રી, બાળકો અને વૃદ્ધો પર દયા જ કરે છે. ત્યારે તેમણે દયા કરીને કહ્યું: તમે ચિંતા ન કરો, આગળ ભગવાનનું ચૈત્યાલય છે, ત્યાં એને છોડીશ. એમ કહીને પોતે ચૈત્યાલયમાં ગયા, જઈને શ્રી રામને કહ્યું કે હું દેવ! આ સિહોદર આવ્યો છે, આપ કહો તેમ કરીએ. ત્યારે સિહોદર હાથ જોડી, ધ્રૂજતો શ્રી રામના પગમાં પડ્યો અને કહેવા લાગ્યો કે હે દેવ! મહાક્રાંતિના ધારક પરમ તેજસ્વી છો, સુમેરુ સરખા અચળ પુરૂષોત્તમ છો, હું આપનો આજ્ઞાંકિત છું, આ રાજ્ય તમારું છે, તમે ઇચ્છો તેને આપો. હું તમારાં ચરણારવિંદની નિરંતર સેવા કરીશ. રાણી નમસ્કાર કરીને પતિની ભીખ માગવા લાગી. સતી સીતાના પગે ચડી અને કહેવા લાગી કે હે દેવી ! હે શોભને ! તમે સ્ત્રીઓમાં શિરોમણિ છો, અમારા ઉપર દયા કરો. પછી શ્રીરામે સિહોદરને કહ્યું, જાણે કે મેઘગર્જના થઈ, હે સિહોદર! વજકર્ણ તને જેમ કહે તેમ કર. આ રીતે તારું જીવન રહેશે, બીજી રીતે નહિ રહે, આ પ્રમાણે રામે સિહોદરને આજ્ઞા કરી. તે જ સમયે જે વજકર્ણના હિતકારી હતા તેમને મોકલીને વજકર્ણને બોલાવ્યો, તે પરિવાર સહિત ચૈત્યાલયમાં આવ્યો, ત્રણ પ્રદક્ષિણા કરી, ભગવાનને નમસ્કાર કરી, ચંદ્રપ્રભ સ્વામીની અત્યંત ભક્તિથી રોમાંચિત થઈ ગયો. પછી તે વિનયપૂર્વક બન્ને ભાઈઓ પાસે આવી, તેમની સ્તુતિ કરી, શરીરના આરોગ્યની પૂછપરછ કરી, તેમ જ સીતાની કુશળતા પૂછી. શ્રીરામે અત્યંત મધુર અવાજે વજકર્ણને કહ્યું કે હે ભવ્ય! તારી કુશળતાથી અમને કુશળ છે. આ પ્રમાણે વજકર્ણ અને શ્રી રામ વચ્ચે વાત થાય છે ત્યાં જ સુંદર વેષ ધારણ કરીને વિધુદંગ આવ્યો. તેણે શ્રી રામ-લક્ષ્મણની સ્તુતિ કરી, વજકર્ણની પાસે આવ્યો. આખી સભામાં વિદ્યુદંગની પ્રશંસા થઈ કે એ વજકર્ણનો પરમ મિત્ર છે. વળી શ્રી રામચંદ્ર પ્રસન્ન થઇને વજકર્ણને કહેવા લાગ્યા કે તારી શ્રદ્ધા પ્રશંસાયોગ્ય છે. કુબુદ્ધિઓના ઉત્પાતથી તારી બુદ્ધિ જરા પણ ડગી નથી, જેમ પવનના સમૂહથી સુમેરુની ચૂલિકા ના ડગી તેમ. મને જોઈને તારું મસ્તક નમ્યું નહિ તે તારી સમ્યકત્વની દઢતાને ધન્ય છે. જે શુદ્ધ તત્વના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેત્રીસમું પર્વ ૩૦૭ અનુભવી પુરુષ છે તેમની એ જ રીત છે કે જગતપૂજ્ય જિનેન્દ્રને જ પ્રણામ કરે. મસ્તક કોને નમાવે ? પુષ્પ૨સનો આસ્વાદ લેનાર ભમરો ગધેડાના પૂંછડા પાછળ શાનો ગુંજારવ કરે ? તું બુદ્ધિમાન છે, નિકટ ભવ્ય છે, ધન્ય છે, તારી ચંદ્રમાથી પણ ઉજ્જવળ કીર્તિ પૃથ્વી ૫૨ ફેલાણી છે: આ પ્રમાણે વજ્રકર્ણના સાચા ગુણોનું વર્ણન શ્રી રામચંદ્રે કર્યું ત્યારે તે લજ્જિત થઈને નીચું મુખ કરીને રહ્યો. શ્રી રઘુનાથને કહેવા લાગ્યો હૈ નાથ! મારા ઉ૫૨ આપદા તો ઘણી આવી હતી, પણ તમારા જેવા સજ્જન, જગતના હિતચિંતક મારા સહાયક થયા. મારા ભાગ્યથી પુરુષોત્તમસ્વરૂપ તમે પધાર્યા. વજ્રકર્ણે આમ કહ્યું ત્યારે લક્ષ્મણે કહ્યું કે તારી જે ઇચ્છા હોય તે પ્રમાણે કરીએ વજ્રર્ફે કહ્યું કે તમારા જેવા ઉપકારી પુરુષ મળવાથી મને આ જગતમાં કાંઈ દુર્લભ નથી. મારી એ જ વિનંતી છે, હું જિનધર્મી છું, મને તૃણમાત્ર જેટલી બીજાને પીડા કરવાની અભિલાષા નથી અને આ સિંહોદર તો મારા સ્વામી છે માટે એમને છોડી મૂકો. વજ્રકર્ણના આ વચનથી બધાનાં મુખમાંથી ધન્ય ધન્ય એવો અવાજ નીકળી ગયો. તે કહેવા લાગ્યા, જુઓ, આ ઉત્તમ પુરુષ છે, દ્વેષ કરવા છતાં પણ તેમનું (દ્વેષ કરનારનું) એ હિત ઇચ્છે છે. જે સજ્જન પુરુષ છે તે દુર્જનોનો પણ ઉપકાર કરે અને જે પોતાના ઉપર ઉપકાર કરે તેનો તો કરે જ કરે. લક્ષ્મણે વજ્રકર્ણને કહ્યું કે તમે જેમ કહેશો તેમ જ થશે. સિંહોદરને પછી છોડવામાં આવ્યો અને વજ્રકર્ણ તથા સિંહોદરને પરસ્પર હાથ પકડાવી પરમ મિત્રો બનાવ્યા. વજકર્ણને સિંહોદરનું અડધું રાજ્ય અપાવ્યું અને તેનો જે માલ લૂંટવામાં આવ્યો હતો તે પણ પાછો અપાવ્યો. દેશ, ધન, સેના બધાનો અડધોઅડધ ભાગ કરી દીધો. વજકર્ણના પ્રસાદથી વિધુદંગ સેનાપતિ થયો. વજ્રકર્ણે રામ-લક્ષ્મણની ખૂબ સ્તુતિ કરીને પોતાની આઠ પુત્રીઓની લક્ષ્મણ સાથે સગાઈ કરી. તે કન્યાઓ વિનયી, સુંદ૨, આભૂષણથી મંડિત હતી. રાજા સિંહોદરાદિ રાજાઓની ત્રણસો કન્યા લક્ષ્મણને આપવામાં આવી. સિંહોદર અને વજ્રકર્ણે લક્ષ્મણને કહ્યું કે આ કન્યા આપ અંગીકાર કરો. લક્ષ્મણે કહ્યું કે જ્યારે હું મારા બાહુબળથી રાજ્ય મેળવીશ ત્યારે વિવાહ કરીશ. શ્રી રામે તેમને કહ્યું કે અત્યારે અમારી પાસે રાજ્ય નથી. પિતાજીએ ભરતને રાજ્ય આપ્યું છે તેથી ચંદનિગિર સમીપે તથા દક્ષિણ સમુદ્રની સમીપે સ્થાન મેળવીશું. પછી અમારી બેય માતાઓને લેવા માટે હું આવીશ અથવા લક્ષ્મણ આવશે. તે સમયે તમારી પુત્રીઓને પરણીને લઈ આવશું. અત્યારે અમારી પાસે રહેવાનું સ્થાન નથી તો કેવી રીતે લગ્ન કરીએ ? આ પ્રમાણે જ્યારે વાત કરી ત્યારે તે બધી રાજકન્યા હિમમાં કમળોનું વન કરમાઈ જાય તેવી થઈ ગઈ. તે મનમાં વિચારવા લાગી કે પ્રીતમના સંગમરૂપ રસાયણની પ્રાપ્તિ થવાનો તે દિવસ ક્યારે આવશે ? કદાચ જો પ્રાણનાથનો વિરહ થશે તો અમે પ્રાણત્યાગ જ કરીશું. આમ એ કન્યાઓનાં મન વિહરૂપ અગ્નિમાં બળવા લાગ્યાં. તે વિચારતી હતી કે એક તરફ ઊંડી ખાઈ છે અને બીજી તરફ મહાભયંકર સિંહ છે. હવે શું કરવું ? ક્યાં જવું? વિરહરૂપ વાઘને પતિના સંગમની આશાથી વશીભૂત થઈ પ્રાણ ટકાવશું એમ ચિંતવન કરતી પોતાના પિતાની સાથે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચોત્રીસમું પર્વ પદ્મપુરાણ પોતાના સ્થાનકે ગઈ. સિહોદર, વજકર્ણ આદિ બધા રાજા રઘુપતિની આજ્ઞા લઈ ઘેર ગયા. તે રાજકન્યાઓ, ઉત્તમ ચેષ્ટાવાળી, જેમના માટે માતા, પિતા, કુટુંબને ઘણું સન્માન છે એવી, તેમ જ પતિમાં ચિત્ત રાખનારી, નાના પ્રકારના વિનોદ કરતી પિતાના ઘરમાં રહેવા લાગી. વિધુરંગે પોતાના માતાપિતાને કુટુંબ સહિત બહુ જ વૈભવથી બોલાવ્યા, તેમના મેળાપનો મોટો ઉત્સવ કર્યો. વજકર્ણ તથા સિંહોદરની વચ્ચે પ્રીતિ ખૂબ વધી. શ્રી રામચંદ્ર અને લક્ષ્મણ અડધી રાત્રિએ ચૈત્યાલયમાંથી ચાલી નીકળ્યા. તે ધીરે ધીરે પોતાની ઇચ્છા પ્રમાણે ગમન કરતા હતા. પ્રભાતના સમયે લોકો ચૈત્યાલયમાં આવ્યા ત્યારે શ્રી રામચંદ્રને ન જોવાથી શૂન્ય હૃદય બનીને અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી રામ-લક્ષ્મણ જાનકીને ધીરે ધીરે ચલાવતાં, રમણીક વનમાં વિશ્રામ લેતાં, સ્વાદિષ્ટ ફળોનું રસપાન કરતાં કીડા કરતા, રસભરી વાતો કરતા જતા હતા. ચાલતાં ચાલતાં નલકુંવર નામનું નગર આવ્યું. જાતજાતના રત્નોથી મંડિત ઊંચાં શિખરોવાળાં મંદિરો અને સુંદર ઉપવનો તથા ઊંચા મહેલોવાળું તે નગર સ્વર્ગ સમાન નિરંતર ઉત્સવોથી ભરેલું હતું, લક્ષ્મીનું નિવાસસ્થાન હતું. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણકૃત વજકર્ણના ઉપકારનું વર્ણન કરતું તેત્રીસમું પર્વ પૂર્ણ થયું. * * * ચોત્રીસમું પર્વ (વાલિખિલ્યની કથા) શ્રી રામ, લક્ષ્મણ અને સીતા નલકુંવર નામના નગરમાં આવીને રહ્યાં. વન ફળફૂલોથી શોભે છે. ત્યાં ભમરા ગુંજારવ કરે છે અને કોયલ ટહૂકે છે. પાસે સરોવર હતું ત્યાં લક્ષ્મણ જળ નિમિત્તે ગયા. તે જ સરોવર પર કીડા નિમિત્તે કલ્યાણમાલા નામની એક રાજપુત્રી રાજકુમારનો વેષ લઈને આવી હતી. એ રાજકુમાર રૂપાળા નેત્રવાળો, સર્વને પ્રિય, વિનયી, કાંતિરૂપ ઝરણાંનો પર્વત, શ્રેષ્ઠ હાથી પર આરૂઢ, સુંદર પાયદળ સાથે, નગરનો રાજા સરોવરના તીર પર લક્ષ્મણને જોઈને મોહિત થયો. લક્ષ્મણ નીલકમળ સમાન શ્યામ, સુંદર લક્ષણોના ધારક છે. રાજકુમારે એક માણસને આજ્ઞા કરી કે એને લઈ આવો. તે માણસ આવીને હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હું ધીર! આ રાજપુત્ર આપને મળવા ઇચ્છે છે તો પધારો. લક્ષ્મણ રાજકુમારની સમીપે ગયા. રાજકુમાર હાથી પરથી નીચે ઊતરીને પોતાના કમળતુલ્ય હાથથી લક્ષ્મણનો હાથ પકડીને કપડાના તંબૂમાં લઈ ગયો. બન્ને એક આસન પર બેઠા. રાજકુમારે પૂછયું, આપ કોણ છો અને ક્યાંથી આવો છો ? ત્યારે લક્ષ્મણે કહ્યું કે મારા મોટા ભાઈ મારા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચોત્રીસમું પર્વ ૩૦૯ વિના એક ક્ષણ માત્ર રહી શકતા નથી માટે તેમના માટે અન્ન, પાનસામગ્રી લઇ આવી તેમની આજ્ઞા લઈને પછી તમારી પાસે આવીશ ને બધી વાત કરીશ. આ વાત સાંભળીને રાજકુમારે કહ્યું કે અહીં રસોઈ તૈયાર જ છે તો અહીંથી જ તમે અને તે ભોજન કરો. પછી લક્ષ્મણની આજ્ઞા લઈને સુંદર ભાત, દાળ, જાતજાતનાં શાક, તાજું ઘી, કર્પૂરાદી સુગંધી દ્રવ્યો સહિત દહીં, દૂધ, જાતજાતનાં પીણાં, મિશ્રીના સ્વાદવાળા લાડુ, પુરી, સાંકળી ઇત્યાદિ નાના પ્રકારની ભોજનની સામગ્રી અને વસ્ત્ર, આભૂષણ, માળા ઇત્યાદિ તૈયાર કર્યું. પછી પોતાની પાસે જે દ્વારપાળ હતો તેને મોકલ્યો એટલે તે સીતા સહિત રામને પ્રમાણ કરીને કહેવા લાગ્યો હૈ દેવ! આ વસ્ત્રભવનમાં આપના ભાઈ બેઠા છે અને આ નગરના રાજાએ બહુ જ આદરથી આપને વિનંતી કરી છે કે ત્યાં શીતળ છાંયો છે અને સ્થાન મનોહર છે તો આપ કૃપા કરીને પધારો, જેથી માર્ગનો ખેદ મટે. પછી પોતે સીતા સહિત પધાર્યા, જાણે ચાંદની સહિત ચંદ્ર પ્રકાશ કર્યો. મસ્ત હાથી સમાન ચાલથી તેમને દૂરથી આવતા જોઈને નગરના રાજા અને લક્ષ્મણ ઊઠીને સામે આવ્યા. સીતા સહિત રામ સિંહાસન ૫૨ બિરાજ્યા. રાજાએ આરતી ઉતારીને અર્ધ્ય આપ્યો, અત્યંત સન્માન કર્યું. પોતે પ્રસન્ન થઈ, સ્નાન કરીને ભોજન કર્યું, સુગંધી પદાર્થનો લેપ કર્યો. પછી રાજાએ બધાને વિદાય કર્યા. હવે ત્યાં એક રાજા અને આ ત્રણ એમ ચાર જણ જ રહ્યાં. બધાને કહ્યું કે મારા પિતા પાસેથી આમની સાથે સમાચાર આવ્યા છે, ખાનગી છે માટે કોઈને અંદર આવવાનું નથી, કોઈ આવશે તો તેને હું મારી નાખીશ. દ્વા૨ ૫૨ મોટા મોટા સામંતોને ઊભા રાખ્યા. એકાંતમાં તેણે લજ્જા છોડીને રાજાનો વેશ છોડી પોતાનું સ્ત્રી સ્વરૂપ પ્રગટ કર્યું. કન્યા લજ્જિત મુખવાળી, જાણે સ્વર્ગની દેવાંગના અથવા નાગકુમારી હોય તેવી હતી. કાંતિથી આખો ખંડ પ્રકાશરૂપ થઈ ગયો, જાણે કે ચંદ્ર ઊગ્યો. તેનું મુખ લજ્જા અને મંદ હાસ્યથી મંડિત છે, જાણે કે રાજકન્યા સાક્ષાત્ લક્ષ્મી જ છે અને કમળવનમાં આવીને બેઠી છે, પોતાની લાવણ્યતાના સાગરમાં તેણે જાણે કે તંબૂને ડુબાડી દીધો. તેના પ્રકાશ આગળ રત્ન અને કંચન વ્રુતિરહિત ભાસતાં હતાં. તેનાં સ્તનયુગલથી કાંતિરૂપ જળના તરંગ સમાન ત્રિવલી શોભતી હતી અને જેમ મેઘપટલને ભેદી ચંદ્ર નીકળી આવે તેમ વસ્ત્રને ભેદી શ૨ી૨નો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. અત્યંત ચીકણા, સુગંધી, પાતળા, લાંબા વાળથી શોભતું તેજસ્વી મુખ કાળી ઘટામાં વીજળી સમાન ચમકતું હતું, અત્યંત સૂક્ષ્મ, સ્નિગ્ધ રોમાવલિથી શોભતી નીલમણિમંડિત સુવર્ણની મૂર્તિ જ લાગતી હતી. તત્કાળ નરરૂપ છોડી નારીનું મનોહર રૂપ ધરનારી તે સીતાના પગ પાસે જઈને બેઠી જાણે લક્ષ્મી તિની નિકટ જઈને બેઠી. એનું રૂપ જોઈને લક્ષ્મણ કામથી વીંધાઈ ગયા, તેની જુદી જ અવસ્થા થઈ ગઈ, નેત્ર ચલાયમાન થયાં. શ્રી રામચંદ્ર કન્યાને પૂછયું કે તું કોની પુત્રી છો અને પુરુષનો વેશ શા માટે લીધો છે? ત્યારે તે મધુરભાષી કન્યા પોતાનું અંગ વસ્ત્રથી ઢાંકતી કહેવા લાગી કે હે દેવ! મારો વૃત્તાંત સાંભળો. આ નગરના રાજા વાલિખિલ્ય બુદ્ધિમાન, સદાચારી, શ્રાવકનાં વ્રતધારી, અત્યંત દયાળું અને જિનધર્મીઓ ૫૨ વાત્સલ્ય રાખનાર હતા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦ ચોત્રીસમું પર્વ પદ્મપુરાણ તેમની રાણી પૃથ્વીને ગર્ભ રહ્યો અને હું ગર્ભમાં આવી. મારા પિતાને પ્લેચ્છોના અધિપતિ સાથે સંગ્રામ થયો. તેમાં મારા પિતા પકડાઈ ગયા. મારા પિતા સિંહોદરના સેવક હતા. સિંહોદરે એવી આજ્ઞા કરી છે કે વાલિખિલ્યને જો પુત્ર થાય તો તે રાજ્ય કરે, પણ હું પાપિણી પુત્રી થઈ. પછી અમારા મંત્રી સુબુદ્ધિએ રાજ્યને ખાતર અને પુત્ર ઠરાવ્યો. સિંહોદરને વિનંતી કરી. મારું નામ કલ્યાણમલ રાખ્યું. મોટો ઉત્સવ કર્યો. આ રહસ્ય મારી માતા અને મંત્રી જાણે છે. બાકીના બધા મને કુમાર જ જાણે છે. આટલા દિવસો તો મેં આમ જ વ્યતીત કર્યા. હવે પુણ્યના પ્રભાવથી આપના દર્શન થયા. મારા પિતા મ્લેચ્છના બંદી છે અને ખૂબ દુઃખી છે, સિહોદર પણ તેમને છોડાવવાને સમર્થ નથી. દેશમાં જે આવક થાય છે તે બધી મ્લેચ્છ લઈ જાય છે. મારી માતા વિયોગરૂપ અગ્નિથી બળે છે, બીજના ચંદ્રની મૂર્તિ જેવી ક્ષીણ થઈ ગઈ છે. આમ કહીને દુઃખના ભારથી પીડિત અંગવાળી, ઝાંખી પડી ગઈ અને રુદન કરવા લાગી. શ્રી રામચંદ્ર તેને મધુર વચનથી ધૈર્ય આપ્યું અને સીતાએ તેને ગોદમાં લીધી. તેણે મુખ ધોયું. લક્ષ્મણે તેને કહ્યું કે હું સુંદરી! તું શોક છોડી દે. તું હમણાં પુરુષના વેશમાં રાજ્ય કર. થોડા જ દિવસોમાં બ્લેચ્છને પકડાયેલો અને તારા પિતાને છૂટયા જ જાણ. આમ કહીને તેને આનંદિત કરી. એમનાં વચનથી કન્યાને લાગ્યું કે હવે પિતા છૂટયા જ છે. શ્રી રામ-લક્ષ્મણ દેવની પેઠે ત્યાં ખૂબ આદરપૂર્વક રહ્યા. પછી રાત્રે સીતા સહિત ઉપવનમાંથી છાનામાના ચાલ્યા ગયા. સવાર થતાં કન્યા જાગી અને તેમને ન જોતાં વ્યાકુળ થઇ અને કહેવા લાગી કે તે મહાપુરુષ મારું મન હરી ગયા, મને ઊંઘ આવી ગઈ અને તે છાનામાના ચાલ્યા ગયા. આમ વિલાપ કરતી, મનને રોકી, હાથી ઉપર બેસી પુરુષના વેશમાં નગરમાં આવી. કલ્યાણમાલાના વિનયથી જેમનું ચિત્ત હરાયું હતું તે રામ-લક્ષ્મણ અનુક્રમે મેકલા નામની નદી પાસે પહોંચ્યા. નદી ઊતરી ક્રિીડા કરતા અનેક દેશને ઓળંગી વિંધ્યાટવીમાં આવ્યા. રસ્તે જતાં એક ગવાલણીએ મનાઈ કરી કે આ અટવી ભયાનક છે, તમારે જવા યોગ્ય નથી. ત્યારે પોતે તેમની વાત ન માની, ચાલ્યા જ ગયા. અટવી લતાથી વીંટળાયેલા શાલવૃક્ષાદિકથી શોભિત છે. જાતજાતનાં સુગંધી વૃક્ષોથી ભરેલી છે, ક્યાંક દાવાનળથી બળી ગયેલાં વૃક્ષોથી શોભારહિત પણ છે, જેમ કુપુત્રોથી કલંકિત ગોત્ર ન શોભે તેમ. પછી સીતા કહેવા લાગ્યાં કે કાંટળા વૃક્ષ ઉપર ડાબી બાજુ એ કાગડો બેઠો છે તે કલહની સૂચના કરે છે, બીજો એક કાગડો ક્ષીરવૃક્ષ પર બેઠો છે તે જીત બતાવે છે. માટે એક મુહૂર્ત થોભો, બીજા મુહૂર્તમાં ચાલીએ, આગળ કલહુના અંતે જીત છે, મારા મનમાં આમ ભાસે છે. ત્યારે થોડી વાર બેય ભાઈઓ રોકાયા, પછી ચાલ્યા. આગળ મ્લેચ્છોની સેના નજરે પડી ત્યારે તે બન્ને ભાઈ નિર્ભયપણે ધનુષબાણ લઇને મ્લેચ્છોની સેના પર ધસી ગયા. એ સેના જુદી જુદી દિશામાં ભાગી ગઈ. પોતાની સેનાનો ભંગ થયેલો જોઈને બીજી મ્લેચ્છોની સેના શસ્ત્ર ધારણ કરી, બખ્તર પહેરીને આવી તેને પણ રમતમાત્રમાં જીતી લીધી. ત્યારે તે બધા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચોત્રીસમું પર્વ ૩૧૧ પ્લેચ્છો ધનુષબાણ ફેંકી દઈને, પોકારો કરતાં તેમના સ્વામી પાસે જઈને બધો વૃત્તાંત કહેવા લાગ્યા. તે બધા મ્લેચ્છો અત્યંત ગુસ્સે થઈને ધનુષબાણ લઈને અત્યંત ક્રૂર મોટી સેના સાથે આવ્યા. શસ્ત્રો સાથે તે કાકોનદ જાતિના મ્લેચ્છો પૃથ્વી પર પ્રસિદ્ધ, માંસભક્ષી, રાજાઓથી પણ દુર્જય, કાળી ઘટા સમાન ઊભરાઈ આવ્યા. ત્યારે લક્ષ્મણે ધનુષ્યનો ટંકાર કર્યો, બધા પ્લેચ્છો ડરી ગયા, વનમાં દશે દિશામાં આંધીની જેમ વિખરાઈ ગયા અને અત્યંત ભયભીત પ્લેચ્છોનો અધિપતિ રથમાંથી ઊતરી, હાથ જોડી પ્રણામ કરી પગે પડ્યો અને પોતાનો બધો વૃત્તાંત બન્ને ભાઈઓને કહેવા લાગ્યો. હે પ્રભો! કૌશાંબી નામની એક નગરી છે. ત્યાં એક વિશ્વાનલ નામનો અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને પ્રતિસંધ્યા નામની સ્ત્રી હતી. હું તેનો રૌદ્રભૂત નામનો પુત્ર છું. હું જુગારમાં પ્રવીણ અને બાલ્યાવસ્થાથી જ દૂર કર્મ કરતો. એક દિવસ ચોરી કરતાં પકડાઈ ગયો અને મને શૂળીએ ચડાવવા તૈયારી થતી હતી ત્યારે એક દયાળુ પુરુષે મને છોડાવ્યો અને ધ્રૂજતો ધ્રુજતો હું દેશ છોડીને અહીં આવ્યો અહીં કર્માનુયોગથી કાકાનદ જાતિના મ્લેચ્છોનો અધિપતિ થયો. હું મહાભ્રષ્ટ, પશુ સમાન, વ્રતક્રિયાથી રહિત રહું છું. અત્યાર સુધીમાં મોટી મોટી સેનાના નાયકો, મોટા રાજાઓ પણ મારી સામે યુદ્ધ કરવાને સમર્થ ન હતા, પરંતુ હું આપના દર્શનમાત્રથી જ વશીભૂત થયો છું. ધન્ય ભાગ્ય મારાં કે મેં આપ જેવા પુરુષોત્તમને જોયા. હવે મને જે આજ્ઞા કરશો તેમ કરીશ. હું આપનો નોકર છું, આપનાં ચરણારવિંદની ચાકરી શિર પર ધરું છું. આ વિંધ્યાચળ પર્વત અને સ્થાન ભંડારોથી ભરેલાં છે, ઘણા ધનથી પૂર્ણ છે. આપ અહીં રાજ્ય કરો, હું તમારો દાસ છું, એમ કહીને મ્લેચ્છ મૂચ્છ ખાઈને પગમાં પડ્યો, જેમ વૃક્ષ નિર્મુળ થઈને પડે તેમ. તેને વિહવળ જોઈને શ્રી રામચંદ્ર દયાથી પૂર્ણ કલ્પવૃક્ષ સમાન કહેવા લાગ્યા. ઊઠ, ઊભો થા, ડર નહિ, વાલિખિલ્યને મુક્ત કર. તત્કાળ એને હાજર કર અને તેનો આજ્ઞાકારી મંત્રી થઈને રહે. મ્લેચ્છોની ક્રિયા છોડ, પાપકાર્યથી નિવૃત્ત થા, દેશની રક્ષા કર; આમ કરવામાં તારી કુશળતા છે. ત્યારે એણે કહ્યું કે હે પ્રભો ! એમ જ કરીશ. આમ વિનતિ કરીને તે ગયો અને મહારથના પુત્ર વાલિખિલ્યને છોડ્યો. બહુ જ વિનયથી તૈલાદિ મર્દન કરી, સ્નાન-ભોજન કરાવી, આભૂષણ પહેરાવી, રથમાં બેસાડી શ્રી રામચંદ્ર સમીપે લઈ જવા તૈયાર કર્યો. ત્યારે વાલિખિલ્ય ખૂબ નવાઈ પામ્યો અને વિચારવા લાગ્યો કે ક્યાં આ પ્લેચ્છ, કુકર્મી, અત્યંત નિર્દયી મહાશત્રુ અને ક્યાં અત્યારનો એનો વિનય ! એમ લાગે છે કે આજે મને એ કોઈને ભેટ કરી દેશે, હવે મારું જીવન રહેશે નહિ. આમ વિચારીને વાલિખિલ્ય ચિંતાથી ચાલ્યો. સામે રામ-લક્ષ્મણને જોઈને અત્યંત હર્ષ પામ્યો. રથમાંથી ઊતરીને નમસ્કાર કર્યા અને કહેવા લાગ્યો કે હું નાથ ! મારા પુણ્યના યોગથી આપ પધાર્યા અને મને બંધનમાંથી છોડાવ્યો. આપ ઇન્દ્રતુલ્ય મનુષ્ય છો, પુરુષોત્તમ પુરુષ છો. રામે તેને આજ્ઞા કરી કે તું તારા સ્થાને જા, કુટુંબને મળ. પછી વાલિખિલ્ય રામને પ્રણામ કરી, રૌદ્રભૂત સાથે પોતાના નગરમાં ગયો. શ્રી રામ વાલિખિલ્યને છોડાવી રૌદ્રભૂતને દાસ બનાવી ત્યાંથી આગળ ચાલ્યા. વાલિખિલ્યને આવેલો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨ પાંત્રીસમું પર્વ પદ્મપુરાણ સાંભળીને કલ્યાણમાલા મહાન વિભૂતિ સાથે સામે આવી અને નગરમાં મોટો ઉત્સવ થયો. રાજા રાજકુમારને હૃદયે ચાંપી પોતાના વાહનમાં બેસાડી નગરમાં પ્રવેશ્યા. રાણી પૃથિવીને હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં. પતિના આવવાથી પહેલાં જેવું શરીર હતું તેવું સુંદર થઈ ગયું. સિહોદર વગેરે વાલિખિલ્યના હિતચિંતકો બધા રાજી થયા. કલ્યાણમાલા પુત્રીએ આટલા દિવસ પુરુષનો વેશ પહેરીને રાજ્ય ટકાવી રાખ્યું હતું તે વાતથી બધાને આશ્ચર્ય થયું. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે નરાધિપ! પરદ્રવ્યનો હરનાર, દેશનો કંટક એવો રૌદ્રભૂત શ્રી રામના પ્રતાપે વાલિખિલ્યનો આજ્ઞાકારી સેવક થયો. જ્યારે રૌદ્રભૂત વશ થયો અને પ્લેચ્છોની વિષમ ભૂમિમાં વાલિખિલ્યની આજ્ઞા પ્રવર્તી ત્યારે સિહોદર પણ ભય પામવા લાગ્યો અને અતિસ્નેહથી સન્માન કરવા લાગ્યો. વાલિખિલ્ય રઘુપતિના પ્રસાદથી પરમ વિભૂતિ પામીને શરદ ઋતુમાં સૂર્ય પ્રકાશે તેમ પૃથ્વી પર પ્રકાશ ફેલાવવા લાગ્યો. પોતાની રાણી સહિત દેવોની જેમ સુખ ભોગવવા લાગ્યો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વાલિખિલ્યનું વર્ણન કરનાર ચોત્રીસમું પર્વ પૂર્ણ થયું. * * * પાંત્રીસમું પર્વ (કપિલ બ્રાહ્મણની કથા) ત્યારપછી દેવ જેવા રામ-લક્ષ્મણ મનોહર નંદનવન જેવા વનમાં સુખેથી ફરતાં ફરતાં એક મનોજ્ઞ દેશમાં આવી પહોંચ્યા. તેની મધ્યમાં તાપી નદી વહેતી હતી. જાતજાતનાં પક્ષીઓના અવાજ આવતા હતા. તે નિર્જન વનમાં સીતાને તરસ લાગી. તેણે પતિને કહ્યું કે હે નાથ ! તરસથી મારો કંઠ શોષાય છે. જેમ અનંતભવના ભ્રમણથી ખેદખિન્ન થયેલો ભવ્ય જીવ સમ્યગ્દર્શનની ઇચ્છા કરે તેમ તરસથી વ્યાકુળ હું શીતળ જળ વાંછું છું. આમ કહી તે એક વૃક્ષ નીચે બેસી ગયાં. ત્યારે રામે કહ્યું, હે દેવી ! હે શુભે! તું વિષાદ ન કર. પાસે જ એક ગામ છે ત્યાં સુંદર મકાનો છે. ઊઠ, આગળ ચાલ, એ ગામમાં તને શીતળ જળ મળશે. પછી સીતા ઊઠીને ચાલવા લાગ્યાં. ધીમે ધીમે ચાલતાં તેની સાથે બન્ને ભાઈ અરુણ નામના ગામમાં આવ્યા. ત્યાં ધનવાન ખેડૂતો રહેતા હતા. ત્યાં એક કપિલ નામના પ્રસિદ્ધ અગ્નિહોત્રી બ્રાહ્મણના ઘેર ઊતર્યા. તે અગ્નિહોત્રીની શાળામાં થોડી વાર બેસી થાક ઉતાર્યો. કપિલની સ્ત્રી પાણી લાવી તે સીતાએ પીધું. બ્રાહ્મણ વનમાંથી બિલી, ખીજડો વગેરે લાકડાનો ભારો બાંધીને લાવ્યો. દાવાનળ સમાન પ્રજ્વલિત મનવાળો, મહાક્રોધી કાળકૂટ વિષ સમાન વચન બોલવા લાગ્યો. ઘુવડ જેવું જેનું મુખ હતું, હાથમાં કમંડળ, ચોટલીને ગાંઠ વાળેલી, લાંબી દાઢી, જનોઈ પહેરેલી એવો એ ખેતરમાંથી અનાજ કાપી લીધા પછી ખેતરમાં પડી રહેલા દાણા વીણીને લાવતો અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંત્રીસમું પર્વ ૩૧૩ આજીવિકા ચલાવતો. તેણે આમને ઘરમાં બેઠેલાં જોઈને મોટું વાંકું કરીને બ્રાહ્મણીને અપશબ્દ કહેવા લાગ્યો કે પાપિણી ! તેં આમને ઘરમાં શા માટે આવવા દીધા? હું આજ તને ગાયના વાડામાં બાંધીશ. જો ! આ નિર્લજ્જ ધીઢ પુરુષે ધૂળથી મારું અગ્નિહોત્રનું સ્થાન મલિન કર્યું છે. આ વચન સાંભળી સીતા રામને કહેવા લાગ્યા: હે પ્રભો! આ ક્રોધીના ઘરમાં નથી રહેવું. વનમાં ચાલો. ત્યાં જાતજાતનાં ફળફૂલોથી લચી પડતાં વૃક્ષો શોભે છે. નિર્મળ જળનાં સરોવરોમાં કમળો ખીલે છે, મૃગો પોતાની ઇચ્છા મુજબ કીડા કરે છે. ત્યાં આવા દુષ્ટ પુરુષનાં કઠોર વચન સાંભળવા પડતાં નથી. જોકે આ દેશ ધનથી પૂર્ણ છે અને સ્વર્ગ જેવો સુંદર છે, પણ લોકો અત્યંત કઠોર છે અને ગ્રામ્યજનો વિશેષ કઠોર હોય છે. વિપ્રનાં રુક્ષ વચનો સાંભળીને ગામના બધા લોકો આવ્યા. આ બન્ને ભાઈઓનું દેવ સમાન રૂપ જોઈ મોહિત થયા. બ્રાહ્મણને એકાંતમાં લઈ જઈ લોકો સમજાવવા લાગ્યા કે આ એક રાત અહીં રહેવાના છે, તારું શું ઊજડી જવાનું છે. આ ગુણવાન, વિનયવાન, રૂપવાન પુરુષોત્તમ છે. ત્યારે બ્રાહ્મણ સૌની સાથે ઝઘડયો અને બધાને કહ્યું કે તમે મારા ઘેર શા માટે આવ્યા? દૂર જાવ. પછી એ મૂર્ખ આમના ઉપર ક્રોધ કરીને કહ્યું, હે અપવિત્ર ! મારા ઘરમાંથી બહાર નીકળો. તેના કુવચન સાંભળી લક્ષ્મણ ગુસ્સે થયા. તે દુષ્ટના પગ ઊંચા કરીને અને માથું નીચે કરીને ઘુમાવીને પૃથ્વી પર પટકવા જતા હતા ત્યાં પરમ દયાળુ રામે તેમને રોક્યા: હે ભાઈ ! આ શું? આવા દીનને મારવાથી શો લાભ? એને છોડી દો. એને મારવામાં ખૂબ અપકીર્તિ થશે. જિનશાસનમાં કહ્યું છે કે શૂરવીરે આટલાને ન મારવા-યતિ, બ્રાહ્મણ, ગાય, પશુ, સ્ત્રી, બાળક અને વૃદ્ધ. આ દોષિત હોય તો પણ હણવાયોગ્ય નથી. આમ રામે ભાઈને સમજાવ્યા અને બ્રાહ્મણને છોડાવ્યો. પોતે લક્ષ્મણને આગળ કરી સીતા સહિત ઝૂંપડીમાંથી બહાર નીકળી ગયા. પોતે જાનકીને કહેવા લાગ્યાઃ હે પ્રિયે! ધિક્કર છે નીચની સંગતિને, કે જેનાથી મનમાં વિકારનું કારણ, મહાપુરુષો માટે ત્યાજ્ય એવાં ફૂર વચન સાંભળવાં પડે છે! મહાવિષમ વનમાં વૃક્ષોની નીચે રહેવું સારું છે અને આહારાદિ વિના પ્રાણ જાય તો પણ ભલું છે, પરંતુ દુર્જનના ઘેર એક ક્ષણ માટે પણ રહેવું યોગ્ય નથી. નદીના કિનારે, પર્વતોની ગુફામાં રહીશું, પણ આવા દુષ્ટને ઘેર નહિ આવીએ. આ પ્રમાણે દુષ્ટના સંગની નિંદા કરતાં ગામમાંથી નીકળી રામ વનમાં ગયા. તે વખતે વર્ષાઋતુ આવી. સમસ્ત આકાશને શ્યામ કરતા, પોતાની ગર્જનાથી પર્વતોની ગુફામાં પડઘા પાડતા, ગ્રહુ-નક્ષત્રતારાના સમૂહને ઢાંકી વીજળીના ચમકારાથી જાણે કે આકાશને હસાવતા મેઘપટલ ગ્રીષ્મનો તાપ દૂર કરીને મુસાફરોને વીજળીરૂપ આંગળીથી ડરાવતા ગાજી રહ્યા છે. શ્યામ મેઘ આકાશમાં અંધકાર કરતાં જળની ધારાથી જાણે કે તેમને સ્નાન કરાવે છે, જેમ ગજ લક્ષ્મીને સ્નાન કરાવે છે. તે બન્ને વીરો વનમાં એક મોટા વડની બખોલ પાસે આવ્યા. તે ઘર જેવી લાગતી હતી. એક દંભકર્ણ નામનો યક્ષ તે વડમાં રહેતો હતો. આમને તેજસ્વી જોઈને તેણે પોતાના સ્વામીને નમસ્કાર કરીને કહ્યું હે નાથ! કોઈ સ્વર્ગમાંથી આવ્યું છે, મારા સ્થાનમાં બેઠા છે. જેણે પોતાના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪ પાંત્રીસમું પર્વ પદ્મપુરાણ તેજથી મને સ્થાનમાંથી દૂર કર્યો છે, ત્યાં હું જઈ શકતો નથી. યક્ષનાં વચન સાંભળીને યક્ષાધિપતિ પોતાના દેવો સાથે રામ-લક્ષ્મણ જ્યાં બેઠા હતા તે વડના વૃક્ષ પાસે આવ્યો. તે વૈભવસંયુક્ત, વનક્રીડામાં આસક્ત હતો. તેનું નામ નૂતન હતું. તેણે દૂરથી જ રૂપાળા બન્ને ભાઈઓને જોઇને અવધિથી જાણી લીધું કે આ બળભદ્ર અને નારાયણ છે. તેમના પ્રભાવથી તેને અત્યંત વાત્સલ્ય થયું. ક્ષણમાત્રમાં તેણે મનોજ્ઞ નગરીનું નિર્માણ કર્યું. તેઓ સુખપૂર્વક સૂઈ રહ્યા હતા. સવારે સુંદર ગીતોના શબ્દોથી જાગ્યા. રત્નજડિત શય્યા ૫૨ પોતાને જોયા, અત્યંત મનોહર મહેલ હતો, બધી સામગ્રીથી ભરપૂર હતો, સેવકો તેમનો ખૂબ આદર કરતા. નગર કોટ–દરવાજાથી શોભિત હતું. તે પુરુષોત્તમ મહાનુભાવનું ચિત્ત આવું નગર તત્કાળ બનેલું જોઈને પણ આશ્ચર્ય ન પામ્યું. અપૂર્વ વસ્તુ જોઈને આશ્ચર્ય પામવું એ ક્ષુદ્ર પુરુષની ચેષ્ટા છે. બધી સામગ્રીથી ભરપૂર તે નગરમાં તે સુંદર ચેષ્ટાના ધારક રહેવા લાગ્યા, જાણે કે એ દેવ જ હોયને. યક્ષાધિપતિએ રામને માટે નગરી રચી તેથી તે પૃથ્વી પર રામપુરી કહેવાઈ. તે નગરીમાં સુભટ, મંત્રી, દ્વા૨પાળ, નગ૨ના માણસો અયોધ્યા સમાન હતા. રાજા શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછે છે, હે પ્રભો! એ તે દેવકૃત નગરમાં રહ્યા અને બ્રાહ્મણની શી સ્થિતિ થઈ તે કહો. ત્યારે ગણધરે કહ્યું કે બ્રાહ્મણ બીજે દિવસે દાતરડું હાથમાં લઈને વનમાં ગયો, લાકડાં શોધતાં તેની આંખો ઊંચી થઈ. તેણે નિકટમાં સુંદર નગર જોયું અને તે આશ્ચર્ય પામ્યો. તેણે જાતજાતની રંગીન ધજાઓથી શોભિત શરદના મેઘ સમાન સુંદર મહેલ જોયા. વળી, કૈલાસનું બાળક હોય એવો અતિઉજ્જવળ એક રાજમહેલ જોયો. આ જોઈને તે મનમાં વિચારવા લાગ્યો કે પશુઓથી ભરેલી આ અટવીમાં હું લાકડાં લેવા નિરંતર આવું છું. તેમાં આ રત્નાચળ સમાન સુંદર મહેલોથી સંયુક્ત આ નગરી ક્યાંથી બની ગઈ? અહીં સરોવ૨ જળથી ભરેલાં અને કમળોથી શોભી રહ્યાં છે એ મેં કદી જોયાં નહોતાં. મનોહર ઉધાન છે જેમાં ચતુર જન ક્રીડા કરે છે, ધ્વજાસંયુક્ત દેવાલયો શોભે છે. હાથી, ઘોડા, ગાય, ભેંસના સમૂહ નજરે પડે છે, ઘંટારવ થઈ રહ્યો છે. આ નગરી સ્વર્ગમાંથી આવી છે કે પાતાળમાંથી નીકળી છે. કોઈ મહાભાગ્યના નિમિત્તે આ એક સ્વપ્ન લાગે છે, એક દેવમાયા છે, એક ગંધર્વોનું નગર છે અને હું પિત્તથી વ્યાકુળ થયો છું. આની પાસે મારા મૃત્યુનાં ચિહ્ન લાગે છે કે શું? આમ વિચારીને તે વિષાદ પામ્યો. ત્યાં તેણે જાતજાતનાં આભૂષણ પહેરેલી એક સ્ત્રીને જોઈ. તેની પાસે જઈને તેણે પૂછ્યું: હું ભદ્રે! આ કોની નગરી છે? તેણીએ કહ્યું કે આ રામની નગરી છે, શું તમે સાંભળ્યું નથી ? જ્યાં રાજા રામ છે, તેમના ભાઈ લક્ષ્મણ છે અને સીતા તેમની પત્ની છે. નગરની વચ્ચે આ મોટો મહેલ છે, શરદના મેઘ સમાન ઉજ્જવળ, તેમાં તે પુરુષોત્તમ બિરાજે છે. લોકોમાં તેમનું દર્શન દુર્લભ છે. તેમણે બધા ગરીબોને મનવાંછિત ધન આપીને રાજા સમાન બનાવી દીધા છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હૈ સુંદરી! હું કયા ઉપાયથી તેમના દર્શન કરી શકું તે કહે. આમ કહી લાકડાનો ભારો નીચે ફેંકી, હાથ જોડીને તેના પગમાં પડયો. ત્યારે તે સુમાયા નામની યક્ષિણીએ કૃપા કરીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંત્રીસમું પર્વ ૩૧૫ કહ્યું કે હું વિપ્ર ! આ નગરીને ત્રણ દરવાજા છે, ત્યાં દેવ પણ પ્રવેશ કરી શકે તેમ નથી, મોટા મોટા યોદ્ધા રક્ષકો તરીકે બેઠા છે, રાત્રે પણ જાગે છે. તેમનાં મુખ સિંહ, વાઘ, હાથી સમાન છે તેનાથી મનુષ્યો ભય પામે છે. આ પૂર્વદ્વાર છે જેની પાસે ભગવાનનાં મોટાં મોટાં મંદિરો છે. મણિનાં તોરણોથી મનોજ્ઞ બન્યાં છે. તેમાં ઇન્દ્રોના વંધ અરહંતના બિંબ બિરાજે છે. ત્યાં ભવ્ય જીવો સામાયિક, સ્તવન આદિ કરે છે. જે ભાવ સહિત નમોકા૨ મંત્ર ભણે છે તે અંદર પ્રવેશ કરી શકે છે. જે પુરુષ અણુવ્રતના ધારી હોય, ગુણીશીલથી શોભિત હોય તેને રામ પરમ પ્રીતિથી વાંછે છે. યક્ષિણીનાં અમૃતતુલ્ય વચનો સાંભળી બ્રાહ્મણ અત્યંત હર્ષ પામ્યો. ધનપ્રાપ્તિનો ઉપાય મળવાથી તેણે યક્ષિણીની ખૂબ સ્તુતિ કરી, તેના સર્વ અંગે રોમાંચ થઈ આવ્યાં. તે ચારિત્રશૂર નામના મુનિની પાસે જઈ હાથ જોડી નમસ્કાર કરી શ્રાવકની ક્રિયાના ભેદ પૂછવા લાગ્યો. ત્યારે મુનિએ તેને શ્રાવકનો ધર્મ સંભળાવ્યો અને ચારે અનુયોગોનું રહસ્ય બતાવ્યું. બ્રાહ્મણ ધર્મનું રહસ્ય જાણી મુનિની સ્તુતિ કરવા લાગ્યો કે હે નાથ! તમારા ઉપદેશથી મને જ્ઞાનદષ્ટિ પ્રગટ થઈ છે. જેમ તૃષાતુરને શીતળ જળ મળે અને ગ્રીષ્મના તાપથી સંતાપિત પથિકને છાંયો મળે, ભૂખ્યાને મિષ્ટાન્ન ભોજન અને રોગીને ઔષધ મળે તેમ કુમાર્ગમાં લાગેલા મને તમારા ઉપદેશનું રસાયણ મળ્યું છે, જાણે કે સમુદ્રમાં ડૂબતા માણસને જહાજ મળ્યું છે. સર્વ દુઃખોનો નાશ કરનાર આ જૈનનો માર્ગ મને આપની કૃપાથી મળ્યો છે. તે અવિવેકીને માટે દુર્લભ છે. ત્રણ લોકમાં આપના જેવા મારા કોઈ હિતેચ્છુ નથી. આપનાથી મને આવો જિનધર્મ મળ્યો છે. આમ કહીને મુનિનાં ચરણારવિંદમાં નમસ્કાર કરી બ્રાહ્મણ પોતાને ઘેર ગયો. હર્ષથી જેનાં નેત્ર ખીલી ઊઠયાં છે એવો તે સ્ત્રીને કહેવા લાગ્યોઃ હૈ પ્રિયે ! મેં આજે ગુરુની પાસે અદ્ભુત જિનધર્મ સાંભળ્યો છે જે તારા બાપે, મારા બાપે અથવા બાપના બાપે પણ સાંભળ્યો નહોતો અને હું બ્રાહ્મણી ! મેં એક અદ્ભુત વન જોયું, તેમાં એક મહામનોજ્ઞ નગરી જોઈ, જેને જોઈને અચરજ ઉપજે. પરંતુ મારા ગુરુના ઉપદેશથી અચરજ થતું નથી. ત્યારે બાહ્મણીએ કહું કે હું વિપ્ર! તેં શું જોયું અને શું શું સાંભળ્યું તે કહે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું પ્રિયે! હું હર્ષને કારણે કહેવાને સમર્થ નથી. પછી બ્રાહ્મણીએ ઘણો આદર કરી વારંવાર પૂછ્યું તેથી બ્રાહ્મણે કહ્યું કે હું પ્રિયે! હું લાકડાં લેવા વનમાં ગયો હતો. તે વનમાં એક રામપુરી નામની નગરી જોઈ. તે નગરીની સમીપે ઉધાનમાં એક સુંદર સ્ત્રીને જોઈ. તે અતિમિષ્ટભાષી કોઈ દેવી હશે. મેં પૂછ્યું કે આ નગરી કોની છે? ત્યારે તેણે જવાબ આપ્યોઃ આ રામપુરી છે, અહીં રાજા રામ શ્રાવકોને મનવાંછિત ધન આપે છે. પછી હું મુનિ પાસે ગયો અને મેં જિનનાં વચનો સાંભળ્યાં અને મારો આત્મા ખૂબ તૃપ્તિ પામ્યો. મિથ્યાદષ્ટિના કારણે અત્યાર સુધી મારો આત્મા આતાપયુક્ત હતો તે આતાપ ગયો જિનધર્મ પામીને મુનિરાજ મુક્તિની અભિલાષાથી સર્વ પરિગ્રહ ત્યજીને મહાન તપ કરે છે, તે અરિહંતનો ધર્મ ત્રણ લોકમાં એક મહાન નિધિ છે તે મેં પ્રાપ્ત કર્યો. આ બહિર્મુખ જીવો વૃથા કલેશ કરે છે. પછી તેણે મુનિ પાસેથી જિનધર્મનું જેવું સ્વરૂપ સાંભળ્યું હતું તેવું બ્રાહ્મણીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬ પાંત્રીસમું પર્વ પદ્મપુરાણ કહ્યું. જૈન ધર્મનું સ્વરૂપ ઉજ્જવળ છે. બ્રાહ્મણનું ચિત્ત નિર્મળ થયું છે. પછી બ્રાહ્મણી સાંભળીને કહેવા લાગી કે હું પણ તારા પ્રસાદથી જિનધર્મની રુચિ કરું છું. જેમ કોઈ વિષફળનો અર્થી મહાન નિધિ પામે તેવી જ રીતે કાષ્ટાદિના અર્થી અને ધર્મની ઇચ્છારહિત એવા તે શ્રી અરિહંતના ધર્મનું રસાયણ મેળવ્યું છે, અત્યાર સુધી તે ધર્મ જાણ્યો નહોતો. આપણા આંગણે આવેલા સપુરુષોનો અનાદર કર્યો હતો, ઉપવાસાદિથી ખેદખિન્ન દિગંબરોને કદી પણ આહાર આપ્યો નહોતો, ઇન્દ્રાદિથી વંધ અરિહંતદેવને છોડીને જ્યોતિષી, વ્યંતરાદિકોને પ્રણામ કર્યા. જીવદયારૂપ જિનધર્મનું અમૃત છોડીને અજ્ઞાનના યોગથી પાપરૂપ વિષનું સેવન કર્યું હતું. મનુષ્ય દેહરૂપ રત્નદીપ પામીને સાધુઓએ ઓળખેલું ધર્મરૂપ રત્ન ત્યજીને વિષયરૂપ કાચનો ટુકડો લીધો હતો. સર્વભક્ષી, દિવસે અને રાત્રે આહાર કરનાર, અવ્રતી, કુશીલવાનોની સેવા કરી. ભોજનના સમયે અતિથિ આવે અને જે બુદ્ધિહીન પોતાના વૈભવના પ્રમાણમાં અન્નપાનાદિ ન દે, તેમને ધર્મ હોતો નથી. અતિથિપદનો અર્થ એમ કે તિથિ એટલે કે ઉત્સવના દિવસે ઉત્સવનો ત્યાગ કરે છે. અથવા જેને તિથિ એટલે કે વિચાર નથી તે સર્વથા નિઃસ્પૃહુ ધનરહિત સાધુ. જેમની પાસે પાત્ર નથી, હાથ જ જેમનું પાત્ર છે તે નિગ્રંથ પોતે તરે અને બીજાને તારે. પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, કોઈ વસ્તુમાં જેમને લોભ નથી, તે નિષ્પરિગ્રહી મુક્તિ માટે દશલક્ષણધર્મ આચરે છે. આ પ્રમાણે બ્રાહ્મણે બ્રાહ્મણીને ધર્મનું સ્વરૂપ કહ્યું. તે સુશર્મા નામની બ્રાહ્મણી ધર્મ સાંભળીને મિથ્યાત્વરહિત થઈ. જેમ ચંદ્રમાને રોહિણી શોભે, બુધને ભરણી શોભે તેમ કપિલને સુશર્મા શોભતી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણીને તે જ ગુરુની પાસે લઈ ગયો કે જેની પાસે પોતે વ્રત લીધાં હતાં. તેણે સ્ત્રીને પણ શ્રાવિકાનાં વ્રત અપાવ્યાં. કપિલને જૈનધર્મ પ્રત્યે અનુરાગી થયેલો જાણીને બીજા અનેક બ્રાહ્મણો પણ સમભાવ ધારણ કરવા લાગ્યા. મુનિસુવ્રતનાથનો મત પામીને અનેક સુબુદ્ધિ જીવો શ્રાવક-શ્રાવિકા થયા. વળી જે કર્મના ભારથી સંયુક્ત, માનથી ઊંચું મસ્તક રાખનારા, પ્રમાદી જીવો થોડા જ કાળમાં પાપ કરીને ઘોર નરકમાં જાય છે. કેટલાક ઉત્તમ બ્રાહ્મણો સર્વ સંગનો પરિત્યાગ કરી મુનિ થયા. વૈરાગ્યથી ભરેલા તે મનમાં આમ વિચારતા કે આ જિનેન્દ્રનો માર્ગ અત્યાર સુધી અન્ય જન્મમાં પ્રાપ્ત થયો નહોતો, હવે અત્યંત નિર્મળ ધ્યાનરૂપ અગ્નિમાં કર્મરૂપ સામગ્રી ભાવવૃત સહિત હોમીશું. જેમને ઉત્કૃષ્ટ વૈરાગ્ય પ્રગટયો હોય તે મુનિ જ થયા અને કપિલ બ્રાહ્મણ શ્રાવક થયો. એક દિવસ તે બ્રાહ્મણીને ધર્મની અભિલાષી જાણીને કહેવા લાગ્યો, હે પ્રિયે ! શ્રીરામનાં દર્શન માટે રામપુરી કેમ ન જવું? રામ મહાપરાક્રમી, નિર્મળ ચેષ્ટાવાળા, કમળનયન, સર્વ જીવો પ્રત્યે દયાળું, ભવ્ય જીવો પર વાત્સલ્ય રાખનારા છે, આશાવાન પ્રાણીઓની આશા પૂરી કરનાર, દરિદ્રી અને પેટ ભરવાને અસમર્થ જીવોને દારિદ્રના સમુદ્રમાંથી પાર ઉતારનાર અને સંપદા પ્રાપ્ત કરાવનાર છે. આવી તેમની કીર્તિ પૃથ્વી પર ફેલાયેલી છે માટે હું પ્રિયે ! ઊઠ, ભેટ લઈને જઈએ. હું નાના બાળકને મારા ખભા ઉપર લઈ લઈશ. બ્રાહ્મણીને આમ કહીને અને તેમ કરીને બેય આનંદથી ભરેલા, ઉજ્જવળ વેશથી શોભતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંત્રીસમું પર્વ ૩૧૭ રામપુરી ચાલ્યાં. તેમના માર્ગમાં ભયાનક નાગકુમાર નજરે પડ્યા; વિકરાળ વદનવાળા, અટ્ટહાસ્ય કરતા વ્યંતરો દેખાયા. આ પ્રકારનું ભયાનક રૂપ જોઈને એ બન્ને નિષ્કપ હૃદયે આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યાઃ હે જિનેશ્વર ! આપને અમારા નિરંતર મનવચન-કાયાથી નમસ્કાર હો. આપ ત્રિલોકવંદ્ય છો, સંસારના કીચડમાંથી પાર ઉતારો છો: પરમ કલ્યાણ આપો છો, આમ સ્તુતિ કરતાં બન્ને ચાલ્યા જાય છે. એમને જિનભક્ત જાણીને યક્ષ શાંત થઈ ગયા. એ બન્ને જિનાલયમાં ગયા. જિનમંદિરને નમસ્કાર હો ” એમ બોલી, બેય હાથ જોડી, ચૈત્યાલયની પ્રદક્ષિણા કરી, અંદર જઈને સ્તુતિ કરવા લાગ્યા: હે નાથ ! કુગતિને આપનાર મિથ્યામાર્ગ ત્યજીને ઘણા દિવસે આપનું શરણ લીધું છે. હું અતીતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના ચોવીસ તીર્થકરોને વંદન કરું છું. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહક્ષેત્ર, આ પંદર કર્મભૂમિમાં જે તીર્થકરો થઈ ગયા, અત્યારે છે અને હવે થશે તે બધાને અમારા નમસ્કાર હો. જે સંસારસમુદ્રથી તરે અને બીજાને તારે એવા શ્રી મુનિસુવ્રતનાથને નમસ્કાર હો, તેમનો યશ ત્રણ લોકમાં પ્રકાશી રહ્યો છે. આ પ્રમાણે સ્તુતિ કરી, અષ્ટાંગ દંડવત્ કરી, બ્રાહ્મણ પત્ની સાથે શ્રીરામના દર્શને ગયો. માર્ગમાં મોટા મોટા મહેલો બ્રાહ્મણીને બતાવ્યા અને કહ્યું: આ કુંદનના પુષ્પ સમાન ઉજ્જવળ, સર્વ કામના પૂર્ણ કરનાર નગરીના મધ્યમાં રામના મહેલ છે, જેનાથી આ નગરી સ્વર્ગ સમાન શોભે છે. આ પ્રમાણે વાત કરતો બ્રાહ્મણ રાજમહેલમાં ગયો. તે દૂરથી લક્ષ્મણને જોઈને વ્યાકુળ બન્યો, મનમાં વિચારવા લાગ્યો કે મેં અજ્ઞાનીએ આ નીલકમળ સમાન પ્રભાવાળા શ્યામસુંદરને દુષ્ટ વચનોથી દુઃખ આપ્યું હતું, ત્રાસ આપ્યો હતો, પાપી જીભે કાનને કર્કશ લાગે એવાં વચન કહ્યાં હતાં. હવે શું કરું? ક્યાં જાઉં? પૃથ્વીના છિદ્રમાં પેસી જાઉં. હવે મને કોનું શરણ છે? જો હું જાણતો હોત કે આ અહીં નગર વસાવીને રહ્યા છે તો હું દેશયાગ કરીને ઉત્તર દિશામાં ચાલ્યો જાત. આમ વિકલ્પ કરતો બ્રાહ્મણ બ્રાહ્મણીને છોડીને ભાગ્યો. લક્ષ્મણે તેને જોઈ લીધો હતો. પછી હસતાં હસતાં રામને કહ્યું કે પેલો બ્રાહ્મણ આવ્યો છે અને મને જોઈને મૃગની જેમ વ્યાકુળ બનીને ભાગે છે. રામે કહ્યું કે તેને વિશ્વાસ ઉપજાવીને અહીં તરત લઈ આવો. પછી થોડાક માણસો દોડ્યા. તેને દિલાસો આપી તેડી લાવ્યા. ધ્રુજતો ધ્રુજતો તે પાસે આવ્યો, પછી ભય ત્યજીને બેય ભાઈઓ આગળ ભેટ મૂકીને “સ્વસ્તિ' શબ્દ બોલીને સ્તુતિ કરવા લાગ્યો. રામે પૂછ્યું કે હે દ્ધિજ તેં અમારું અપમાન કરીને તારા ઘરમાંથી અમને કાઢી મૂક્યા હતા અને હવે શા માટે પૂજા કરે છે? વિષે જવાબ આપ્યો: હે દેવી! તમે પ્રચ્છનરૂપે મહેશ્વર છો, જેમ ભસ્મથી દબાયેલ અગ્નિ ન ઓળખાય તેમ મેં અજ્ઞાનથી આપને ઓળખ્યા નહોતા તેથી આપનો અનાદર કર્યો હતો. હે જગન્નાથ! આ લોકની એવી જ રીત છે કે સૌ ધનવાનને પૂજે છે. સૂર્ય શીતઋતુમાં તાપરહિત હોય છે તેથી તેનાથી કોઈ ભય પામતું નથી. હવે મને ખબર પડી કે તમે પુરુષોત્તમ છો. હે પપ્રલોચન ! આ લોક દ્રવ્યને પૂજે છે, પુરુષને નહિ. જે અર્થસંયુક્ત હોય તેને જ લૌકિકજનો માન આપે છે. કોઈ પરમ સજ્જન હોય અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮ પાંત્રીસમું પર્વ પદ્મપુરાણ ધનરહિત હોય તો તેને નિમ્પ્રયોજન જાણીને લોકો માન આપતા નથી. ત્યારે રામ બોલ્યા: હે વિપ્ર! જેની પાસે અર્થ હોય તેને મિત્ર હોય, જેની પાસે અર્થ હોય તેને ભાઈ હોય, જેની પાસે અર્થ હોય તે જ પંડિત. અર્થ વિના ન મિત્ર કે ન સહોદર; જે અર્થસંયુક્ત, હોય તેને પારકા પણ પોતાના થઈ જાય છે અને ધન તે છે જે ધર્મ સહિત હોય અને ધર્મ તે જ છે જે દયા સહિત હોય, અને દયા તે જ જ્યાં માંસભોજનનો ત્યાગ હોય. જ્યારે બધા જીવોના માંસનો ત્યાગ કરવામાં આવે ત્યારે અભક્ષ્યનો ત્યાગ કહેવાય, તેને બીજા ત્યાગ સહેજે થઈ જાય, માંસના ત્યાગ વિના બીજા ત્યાગ શોભતા નથી. રામના આ વચન સાંભળીને વિપ્ર પ્રસન્ન થયો અને કહેવા લાગ્યોહું દેવ! તમારા જેવા પુરુષ પણ જેમને પૂજે છે તેમનો પણ મૂઢ લોકો અનાદર કરે છે. અગાઉ સનકુમાર ચક્રવર્તી થઈ ગયા. તે ખૂબ રૂપાળા અને મહાન ઋદ્ધિના ધારક હતા. તેમનું રૂપ જવા દેવ પણ આવ્યા હતા. તે મુનિ થઈને આહાર માટે ગ્રામાદિમાં ગયા. તે આચારમાં પ્રવીણ હતા, તેમને નિરંતરાય ભિક્ષા ન મળી. એક દિવસે વિજયપુર નામના નગરમાં એક નિર્ધન મનુષ્ય તેમને આહાર આપ્યો. એને ઘેર પંચાશ્ચર્ય થયા. હે પ્રભો! મંદ ભાગ્યવાળા મેં તમારા જેવા પુરુષનો આદર ન કર્યો. હવે મારું મન પશ્ચાત્તાપરૂપ અગ્નિથી બળે છે. અત્યંત રૂપવાન આપને જોઈને મહાક્રોધીનો ક્રોધ પણ જતો રહે અને આશ્ચર્ય પામે એમ છે. આમ કહીને કપિલ રુદન કરવા લાગ્યો. શ્રી રામે તેને શુભ વચનથી સંતોષ્યો અને સુશર્મા બ્રાહ્મણીને જાનકીએ સંતોષ આપ્યો. પછી રાઘવની આજ્ઞાથી સેવકોએ સ્વર્ણ કળશોથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને સ્નાન કરાવ્યું તથા આદરથી ભોજન કરાવ્યું. જાતજાતનાં વસ્ત્રો અને રત્નોનાં આભૂષણો આપ્યાં. ઉપરાંત ખૂબ ધન આપ્યું. તે લઈને કપિલ પોતાને ઘેર આવ્યો. લોકોને વિસ્મય થાય એટલું ધન એની પાસે થયું. જોકે એના ઘરમાં સુખની સામગ્રી અપૂર્વ છે, પણ હવે એનાં પરિણામ વિરક્ત છે, ઘરમાં આસક્તિ નથી. તે મનમાં વિચારતો કે પહેલાં હું લાકડાનાં ભારા લાવનારો દરિદ્રી હતો તેને શ્રી રામે તૃપ્ત કર્યો છે. આ જ ગામમાં હું ક્ષીણ શરીરવાળો હતો તેને રામે કુબેર સમાન બનાવ્યો, ચિંતા અને દુઃખ દૂર કર્યા. મારું ઘર જીર્ણ ઘાસનું હતું, જેમાં છિદ્રો હતાં, પક્ષીઓના ચરકથી મેલું હતું, હવે શ્રી રામના પ્રસાદથી અનેક ખંડોવાળો મહેલ બની ગયો છે. ગાયો, ધન, કોઈ વસ્તુની ખામી નથી. અરેરે ! મેં દુર્બદ્ધિએ શું કર્યું? ચંદ્ર સમાન મુખવાળા તે બન્ને ભાઈ મારે ઘેર આવ્યા હતા, ગ્રીષ્મના તાપથી તપ્ત સીતાજી સાથે હતાં, મેં તેમને ઘરમાંથી કાઢી મૂક્યાં. મારા હૃદયમાં આ વાત શૂળની જેમ ભોંય છે, જ્યાં સુધી ઘરમાં રહું છું ત્યાં સુધી ખેદ મટતો ? માટે ગૃારંભનો ત્યાગ કરીને જિનદીક્ષા લઉં. તેને વૈરાગ્યરૂપ જાણીને કુટુંબના બધા માણસો અને સુશર્મા બ્રાહ્મણી રુદન કરવા લાગી. કપિલે બધાને શોકસાગરમાં મગ્ન જોઈને નિર્મમત્વ બુદ્ધિથી કહ્યું, હે પ્રાણીઓ! પરિવારના સ્નેહથી અને નાના પ્રકારના મનોરથોથી આ મૂઢ જીવ ભવાતાપથી બળી રહ્યો છે, શું તમે એ જાણતા નથી? આમ કહીને અત્યંત વિરક્ત થઈ દુ:ખથી મૂચ્છિત બનેલી સ્ત્રી તથા કુટુંબને છોડી, અઢાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છત્રીસમું પર્વ ૩૧૯ હજાર ગાય અને રત્નોથી પૂર્ણ ઘર અને ઘરના બાળકને સ્ત્રીને સોંપી પોતે સર્વ આરંભનો ત્યાગ કરી દિગંબર મુનિ થયા, સ્વામી આનંદમતિના શિષ્ય થયા. આનંદમતિ જગતમાં પ્રસિદ્ધ, તપોનિધિ, ગુણ અને શીલના સાગર છે. આ કપિલ મુનિ ગુરુની આજ્ઞા પ્રમાણે ઉગ્ર તપ કરવા લાગ્યા. સુંદર ચારિત્રનો ભાર ધારણ કરી, જેનું મન પરમાર્થમાં લીન છે અને વૈરાગ્યની વિભૂતિથી જેનું શરીર સાધુપદ શોભાવે છે. જે વિવેકી આ કપિલની કથા વાંચે, સાંભળે છે તેને અનેક ઉપવાસનું ફળ મળે છે, સૂર્ય સમાન તેની પ્રભા ફેલાય છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દેવો વડે નગર વસાવવું અને કપિલ બ્રાહ્મણના વૈરાગ્યનું વર્ણન કરનાર પાંત્રીસમું પર્વ પૂર્ણ થયું. * * * છત્રીસમું પર્વ ( લક્ષ્મણને વનમાલાની પ્રાપ્તિ) વર્ષાઋતુ હવે પૂર્ણ થઈ. મહાઅંધકારરૂપ શ્યામ ઘટાથી જ્યાં અનરાધાર જળ વરસતું હતું અને વીજળીના ચમકારા થતા હતા તે ભયંકર વર્ષાઋતુ પૂર્ણ થઈ. શરદઋતુ પ્રગટ થઈ. દશે દિશા ઉજ્જવળ થઈ. અહીંથી ચાલવાનું જેમને મન છે એવા શ્રી રામને તે યક્ષાધિપતિએ કહ્યું કે હે દેવ! અમારી સેવામાં કાંઈ ખામી રહી હોય તો ક્ષમા કરજો. તમારા જેવા પુરુષની સેવા કરવાને કોણ સમર્થ છે? રામે કહ્યું કે હું યક્ષાધિપતે! તમે સર્વ બાબતોમાં યોગ્ય છો અને તમે પરાધીન થઈને અમારી સેવા કરી તો અમને ક્ષમા કરજો. યક્ષ શ્રી રામના ઉત્તમ ભાવ જોઈને અત્યંત હર્ષ પામ્યો. તેમને નમસ્કાર કરી સ્વયંપ્રભ નામનો હાર ભેટ આપ્યો, લક્ષ્મણને અદ્દભુત મણિકુંડળ સૂર્યચંદ્ર જેવા ભેટ આપ્યાં અને સીતાને કલ્યાણ નામનો અત્યંત દેદીપ્યમાન ચૂડામણિ આપ્યો, તેમ જ અત્યંત મનોહર મનવાંછિત નાદ કરનારી દેવોપુનિત વીણા આપી. તેઓ પોતાની ઇચ્છાથી ચાલ્યા. યક્ષરાજે પુરી સંકોચી લીધી અને એમના જવાથી ખૂબ દુઃખી થયો. શ્રી રામચંદ્ર યક્ષની સેવાથી અત્યંત પ્રસન્ન થઈને આગળ ચાલ્યા. દેવોની જેમ આનંદ કરતાં, નાના પ્રકારની કથામાં આસક્ત, જાતજાતનાં ફળોના રસ પીતાં, પોતાની ઇચ્છાનુસાર પૃથ્વી પર ભ્રમણ કરતાં, મૃગરાજ અને ગજરાજથી ભરેલા મહાભયાનક વનને પાર કરી તેઓ વિજયપુર નામના નગરમાં પહોંચ્યા. તે સમયે સૂર્યાસ્ત થયો હતો, અંધકાર ફેલાયો હતો, આકાશમાં નક્ષત્રો પ્રગટયાં હતાં. ત્યારે તેઓ નગરની ઉત્તર દિશામાં આવેલા ન બહુ દૂર કે ન અતિ નિકટ, કાયર લોકોને ભયાનક જણાતા ઉધાનમાં બિરાજ્યા. તે નગરના રાજા પૃથ્વીધરની રાણી ઇન્દ્રાણીની પુત્રી વનમાલા બાલ્યાવસ્થાથી જ લક્ષ્મણના ગુણ સાંભળીને તેના પ્રત્યે આકર્ષાણી હતી. જ્યારે સાંભળ્યું કે દશરથે દીક્ષા લીધી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ છત્રીસમું પર્વ પદ્મપુરાણ છે, કૈકેયીના વચનથી ભરતને રાજ્ય આપ્યું છે, રામ અને લક્ષ્મણ પરદેશ જવા નીકળ્યા છે ત્યારે તેના પિતાએ કન્યા ઇન્દ્રનગરના રાજાના પુત્ર બાલમિત્રને આપવાનો વિચાર કર્યો. આ વાત વનમાલાએ સાંભળી. તેના હૃદયમાં તો લક્ષ્મણ બિરાજે છે. તેણે મનમાં વિચાર્યું કે ભલે ગળે ફાંસો દે, મરવું સારું, પણ અન્ય પુરુષનો સંબંધ શુભ નથી. તે આ વિચાર જાણે કે સૂર્યને સંભળાવતી હતી કે હું સૂર્ય! તમે અસ્ત થઈ જાવ, શીધ્ર રાત્રિને મોકલો. હવે દિવસની એક ક્ષણ મને વર્ષ સમાન લાગે છે. જાણે કે એના ચિંતવનથી જ સૂર્ય અસ્ત થઈ ગયો. કન્યાએ ઉપવાસ કર્યો છે, સંધ્યા સમયે તે માતાપિતાની આજ્ઞા લઈ શ્રેષ્ઠ રથમાં બેસી, વનયાત્રાનું બહાનું કાઢી રાત્રે જ્યાં રામ-લક્ષ્મણ રહ્યા હતા તે વનમાં આવીને જાગરણ કર્યું. જ્યારે બધા લોકો સૂઈ ગયા ત્યારે તે મંદ પગલે ચાલતી, વનની મૃગલીની જેમ તંબૂમાંથી બહાર નીકળી વનમાં ચાલી. તે મહાસતી પદ્મિની હતી, તેના શરીરની સુગંધથી વન સુગંધિત બની ગયું. લક્ષ્મણ વિચારવા લાગ્યા કે આ કોઈ શ્રેષ્ઠ રાજકુમારી જાણે કે પ્રકાશની મૂર્તિ છે, તેનું મન અત્યંત શોકના ભારથી પિડાય છે અને એ આપઘાત કરીને મરવા જતી જણાય છે. હું છુપાઈને એની ચેષ્ટા જોઈશ. આમ વિચારીને છૂપાઈને તે વડના વૃક્ષ નીચે બેઠા, જાણે કે કૌતુકયુક્ત દેવ કલ્પવૃક્ષ નીચે બેઠા હોય. હંસ જેવી ચાલવાળી, ચંદ્રમા જેવા વદનવાળી, કોમલાંગી વનમાલા તે જ વડ નીચે આવી, વસ્ત્ર જળમાં ભીંજવીને ફાંસી બનાવી અને મધુર વાણીમાં કહેવા લાગી. હું આ વૃક્ષના નિવાસી દેવ! કૃપા કરીને મારી વાત સાંભળો. કદાચ વનમાં વિચરતા લક્ષ્મણ આવે તો તમે એને એમ કહેજો કે તમારા વિરહથી અત્યંત દુઃખી વનમાલા તમારામાં પોતાનું ચિત્ત જેડીને વડના વૃક્ષ પર વસ્ત્રની ફાંસી લગાવીને મરણ પામી છે, અમે એને જોઈ છે અને તમને આ સંદેશો કહ્યો છે કે આ ભવમાં તો તમારો સંયોગ મને ન થયો, હવે પરભવમાં તમે જ મારા પતિ થજો. આમ બોલીને વૃક્ષની ડાળી સાથે ગાળિયો નાખીને પોતે ગળે ફાંસો ખાવા જાય છે તે જ વખતે લક્ષ્મણ કહેવા લાગ્યોઃ હે મુગ્ધ! મારી ભુજામાં આલિંગન લેવા યોગ્ય તારા ગળામાં ફાંસી શા માટે નાખે છે? હું સુંદરવદની, પરમસુંદરી ! હું લક્ષ્મણ છું. જે તારા સાંભળવામાં આવ્યું છે તે જો અને પ્રતીતિ ન આવે તો નિશ્ચય કરી લે. આમ કહીને હાથ વડે ફાંસી લઈ લીધી. ત્યારે તે લજ્જાયુક્ત પ્રેમની દષ્ટિથી લક્ષ્મણને જોઈને મોહિત થઈ. લક્ષ્મણનું રૂપ જગતના નેત્રને હરનારું છે. તે ખૂબ આશ્ચર્ય પામીને મનમાં વિચારવા લાગી કે આ મારા ઉપર કોઈ દેવે ઉપકાર કર્યો, મારી અવસ્થા જોઈને દયાળુ બન્યા, જેવું મેં સાંભળ્યું હતું તે પ્રમાણે દેવયોગથી આ નાથ મળ્યા, જેમણે મારા પ્રાણ બચાવ્યા. આમ વિચારતી વનમાલા લક્ષ્મણના મેળાપથી અત્યંત અનુરાગ પામી. પછી અત્યંત સુગંધી, કોમળ પથારીમાં શ્રી રામચંદ્ર સૂતા હતા તે જાગ્યા. તેમણે લક્ષ્મણને ન જોયા એટલે જાનકીને પૂછયું, હે દેવી! અહીં લક્ષ્મણ દેખાતા નથી રાત્રે મારા માટે પુષ્પ અને પલ્લવોની કોમળ શય્યા બનાવીને પોતે અહીં જ બેઠા હતા તે અત્યારે દેખાતા નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છત્રીસમું પર્વ ૩૨૧ જાનકીએ કહ્યું, હે નાથ! ઊંચો અવાજ કરીને બોલાવો. ત્યારે તેમણે અવાજ કર્યો. હે ભાઈ ! હું લક્ષ્મણ ! હું બાળક! ક્યાં ગયો? જલદી આવ. ત્યારે ભાઈએ કહ્યું કે હે દેવ ! આ આવ્યો. પછી વનમાલા સહિત મોટા ભાઈની પાસે આવ્યો. અડધી રાત્રે ચંદ્રનો ઉદય થયો. કુમુદો ખીલી ઉઠયાં. શીતલ મંદ મંદ પવન વાવા લાગ્યો. તે વખતે વનમાલા કૂંપળ જેવા કોમળ કર જોડીને, વસ્ત્રથી સર્વ અંગ ઢાંકીને, લજ્જાથી નમ્ર મુખ કરીને, સમસ્ત કર્તવ્ય જાણનારી, અત્યંત વિનયપૂર્વક શ્રી રામ ને સીતાનાં ચરણારવિંદમાં પડી. સીતા લક્ષ્મણને કહેવા લાગ્યાઃ હે કુમાર! તમે ચંદ્રતુલ્ય બન્યા. ત્યારે લક્ષ્મણ લજ્જાથી નીચા ઢળી ગયા. શ્રી રામ જાનકીને પૂછવા લાગ્યા, તમને કેવી રીતે ખબર પડી? ત્યારે સીતાએ જવાબ આપ્યો હે દેવ! જે સમયે ચંદ્રકલા સહિત ચંદ્રનો ઉધોત થયો તે જ સમયે કન્યા સહિત લક્ષ્મણ આવ્યા. શ્રી રામ સીતાના વચન સાંભળીને પ્રસન્ન થયા. પછી શીલવાન વનમાલા એમને જોઈને આશ્ચર્યથી ભરેલ પ્રસન્ન મુખમુદ્રા સાથે સીતાની સમીપમાં બેઠી. દેવ સમાન આ બન્ને ભાઈ નિદ્રારહિત થઈ, સુખપૂર્વક કથાવાર્તા કરતા બેઠા. આ તરફ વનમાલાની સખી જાગીને જુએ છે તો સેજ સૂની હતી. કન્યા નહોતી. તે ભયથી વ્યાકુળ બની રુદન કરવા લાગી. તેના અવાજથી યોદ્ધાઓ જાગી ગયા, આયુધો લઈને તરત દશે દિશામાં પગપાળા દોડી ગયા. હાથમાં બરછી અને ધનુષ હતાં. દશે દિશા તેઓ ટૂંકી વળ્યા. રાજાના ભય અને પ્રીતિથી સંયુક્ત મનવાળા તે પવનના પુત્રોની પેઠે દોડ્યા. તેમાંના કેટલાક આ તરફ આવ્યા, વનમાલાને વનમાં રામ-લક્ષ્મણની પાસે બેઠેલી જોઈને ખૂબ હર્ષ પામ્યા અને જઈને રાજા પૃથ્વીધરને વધાઈ આપી. તેમણે કહ્યું કે હે દેવ! જેમને મેળવવાનો ઘણો પ્રયત્ન કરીએ તો પણ ન મળે એ સહજમાં જ આવી મળ્યા છે. હે પ્રભો! તમારા નગરમાં મહાનિધિ આવી છે, વાદળાં વિના આકાશમાંથી વૃષ્ટિ થઈ છે, વાવ્યા વિના ખેતરોમાં અનાજ ઉગ્યું છે. તમારા જમાઈ લક્ષ્મણ નગરની પાસે બેઠા છે, તેમણે વનમાલાને પ્રાણત્યાગ કરતાં બચાવી છે. તમારા પરમ હિતચિંતક રામસીતા સહિત બિરાજે છે જેમ શચિ સાથે ઈન્દ્ર બિરાજે તેમ. સેવકોનાં આ વચન સાંભળી રાજા અત્યંત હર્ષ પામ્યો, થોડી વાર તો મૂચ્છિત જેવો થઈ ગયો. પછી ખૂબ આનંદ પામી, સેવકોને ઘણું ધન આપ્યું અને મનમાં વિચારવા લાગ્યા કે મારી પુત્રીનો મનોરથ સિદ્ધ થયો. જીવોને ધનની પ્રાપ્તિ અને ઇષ્ટનો સમાગમ તથા બીજાં સુખનાં કારણો પુણ્યના યોગથી મળે છે. જે વસ્તુ સેંકડો યોજન દૂર હોય અને સાંભળવામાં અ આવતી હોય તે પણ પુણ્યાધિકારીને ક્ષણમાત્રમાં પ્રાપ્ત થાય છે. જે પ્રાણી પુણ્યહીન દુ:ખનો ભોક્તા છે તેના હાથમાંથી ઇષ્ટ વસ્તુ પણ ચાલી જાય છે. પર્વતની ટોચે કે વનમાં, સાગરમાં, માર્ગમાં પુણ્યના અધિકારીને ઇષ્ટ વસ્તુનો સમાગમ થાય છે. આમ મનમાં ચિંતવીને પોતાની પત્નીને બધો વૃત્તાંત કહ્યો. સ્ત્રી વારંવાર પૂછે છે, જાણે કે આ સ્વપ્ન જ હોય. પછી રામના અધર સમાન આરક્ત (લાલ) સૂર્યનો ઉદય થયો. રાજા પ્રેમથી ભરેલો સર્વ પરિવાર સહિત હાથી ઉપર બેસીને રામને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ સાડત્રીસમું પર્વ પદ્મપુરાણ મળવા ચાલ્યા. વનમાલાની માતા આઠ પુત્રો સાથે પાલખીમાં બેસીને ચાલી. શ્રી રામનું સ્થાન દૂરથી જ જોઈને રાજાનાં નેત્રકમળ ખીલી ઊઠયાં. તે હાથી ઉપરથી ઊતરીને પાસે આવ્યા. શ્રી રામ અને લક્ષ્મણને મળ્યા. તેની રાણી સીતાને પગે લાગી અને કુશળતા પૂછી. વીણા, વાંસળી, મૃદંગાદિના અવાજ આવવા લાગ્યા. ચારણો બિરુદાવલિ ગાવા લાગ્યા, મોટો ઉત્સવ થઈ ગયો. રાજાએ લોકોને ખૂબ દાન આપ્યું, નૃત્ય થવા લાગ્યું, દશે દિશા નાદથી ગુંજવા લાગી. શ્રી રામ લક્ષ્મણને સ્નાન-ભોજન કરાવવામાં આવ્યું. અનેક સામંતો ઘોડા, હાથી, રથ પર ચડીને અને હુરણ સમાન કૂદતાં પાયદળો તથા હાથી પર બેઠેલા રામલક્ષ્મણ પૂરમાં પ્રવેશ્યા. આખું નગર આનંદથી ઉછળી રહ્યું. ચતુર બારોટો બિરુદ ગાય છે, મંગળ વચનો કહે છે. રામ-લક્ષ્મણે અમૂલ્ય વસ્ત્રો પહેર્યા, શરીર પર મલયાગિરિ ચંદનનો લેપ કર્યો, છાતી પર હાર પહેર્યા, આભૂષણમાંનાં જાતજાતનાં રત્નોનાં કિરણોથી મેઘધનુષ જાણે કે રચાઈ રહ્યાં છે. બન્ને ભાઈ સૂર્ય-ચંદ્ર સમાન છે, જેમનાં ગુણ વર્ણવાય નહિ. સૌધર્મ ઈશાન સમાન જાનકી સહિત લોકોને આશ્ચર્ય પમાડતા રાજમહેલમાં પધાર્યા. શ્રેષ્ઠ માળા પહેરેલા, સુગંધથી જેમની આજુબાજુ ભમરા ગુંજારવ કરતા હતા એવા વિનયી, ચંદ્રવદન બેય ભાઈને જોઈને લોકો મોહ પામ્યા. કુબેરના નગર જેવા તે સુંદર નગરમાં તેઓ ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યા. આ પ્રમાણે જેમના મનમાં સુકૃત હોય છે તેઓ ગહન વનમાં જઈ ચડે તો પણ પરમ વિલાસ અનુભવે છે, સૂર્ય સમાન તેમની કાંતિ ફેલાય છે, તે પાપરૂપ તિમિરને હરે છે અને નિજ પદાર્થના લાભથી આનંદરૂપ બને છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વનમાલાની પ્રાપ્તિનું વર્ણન કરનાર છત્રીસમું પર્વ પૂર્ણ થયું. * * * સાડત્રીસમું પર્વ (અતિવીર્યનો ભારત સાથે યુદ્ધાભ અને રામ-લક્ષ્મણથી પરાજિત થઈને દીક્ષાનું ગ્રહણ) ત્યારપછી એક દિવસ શ્રી રામ સુખપૂર્વક બિરાજ્યા હતા અને પૃથ્વીધર પણ સમીપ બેઠો હતો તે સમયે દૂરથી ચાલીને આવવાથી અત્યંત ખેદખિન્ન થયેલ એક પુરુષે આવીને નમસ્કાર કર્યા અને એક પત્ર આપ્યો. રાજા પૃથ્વીધરે પત્ર લઈને લેખકને આપ્યો. લેખકે ખોલીને રાજાની પાસે વાંચ્યો. તેમાં આમ લખ્યું હતું કે જેનો ઉત્કૃષ્ટ પ્રભાવ ઇન્દ્ર સમાન છે, જેમને અનેક રાજા નમે છે એવા શ્રી નન્દાવર્તના સ્વામી, પ્રબળ પરાક્રમના ધારક, સુમેરુ પર્વત જેવા અચળ, શસ્ત્ર-શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ, મહારાજાધિરાજ, જેણે પોતાના પ્રતાપથી સર્વ શત્રુને મોહિત કર્યા છે અને સકળ પૃથ્વીને મોહિત કરી છે, તે ઉગતા સૂર્ય સમાન મહાબળવાન, સમસ્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સાડત્રીમું પર્વ ૩૨૩ કર્તવ્યોમાં કુશળ, મહાનીતિવાન, ગુણોથી વિરાજમાન, શ્રીમાન પૃથ્વીના નાથ, મહારાજેન્દ્ર અતિવીર્ય વિજયનગરના પૃથ્વીધરને આજ્ઞા કરે છે કે જે કોઈ પૃથ્વી પર સામત છે તે ભંડાર સહિત, સર્વ સેના સહિત મારી પાસે રહે છે, આર્યખંડના અને પ્લેચ્છ ખંડના ચતુરંગ સેના સહિત નાના પ્રકારનાં શસ્ત્રોના ધારક મારી આજ્ઞા મસ્તકે ચડાવે છે. અંજનગિરિ જેવા આઠસો હાથી અને પવનના પુત્ર જેવા ત્રણ હજાર તુરંગ, અનેક પ્યાદા સહિત, મહાપરાક્રમી, મારા ગુણોથી જેનું મન આકર્ષાયું છે એવા રાજા વિજયશાર્દૂલ આવ્યા છે અને અંગદેશના રાજા મૃગધ્વજ, રર્ફોર્મિ અને કલકેશરી એ પ્રત્યેક પાંચ હજાર તુરંગ, છસો હાથી અને રથ-પ્યાદા સહિત આવ્યા છે. ઉત્સાહી, ન્યાયમાં પ્રવીણ બુદ્ધિવાળા પાંચાલ દેશના રાજા પોં પરમ પ્રતાપ ધારણ કરનાર, પ્રચંડ બળને ઉત્સાહ આપતા હજાર હાથી અને સાત હજાર તુરંગો તેમ જ રથ-પ્યાદા સહિત અમારી નિકટ આવ્યા છે. મગધ દેશના રાજા મોટી સેના સાથે આવ્યા છે, જેમ સેંકડો નદીઓના પ્રવાહ સાથે રેવાનો પ્રવાહ સમુદ્રમાં આવે તેમ મગધ દેશનો રાજા સુકેશ મોટી સેના સાથે આવ્યો છે. તેની સાથે કાળી ધટા સમાન આઠ હજાર હાથી, અનેક–રથ અશ્વોનો સમૂહું છે અને વજનાં આયુધો છે, મ્લેચ્છોના અધિપતિ સમુદ્ર, મુનિભદ્ર, સાધુભદ્ર, નંદન ઇત્યાદિ રાજાઓ મારી સમીપે આવ્યા છે, જેનું પરાક્રમ રોકી ન શકાય એવા રાજા સિંહવીર્ય આવ્યા છે. અમારા બેય મામા રાજા વંગ અને સિંહરથ મોટી બળવાન સેના સાથે આવ્યા છે, વત્સ દેશના સ્વામી મારુદત અનેક પ્યાદા, હાથી, રથ, ઘોડા સહિત આવ્યા છે. રાજા પ્રૌઇલ સૌવીર પ્રબળ સેના સાથે આવ્યા છે. આ મહાપરાક્રમી, પૃથિવી પર પ્રસિદ્ધ, દેવસરખા દસ અક્ષૌહિણી સેના સાથે આવ્યા છે તે રાજાઓ સાથે હું મોટી સેના સાથે અયોધ્યાના રાજા ભરત પર ચડયો છું. તારા આવવાની રાહ જોઉં છું. માટે આજ્ઞાપત્ર પહોંચતાં જ શીધ્ર આવી જા. કોઈ કારણે વિલંબ કરીશ નહિ. જેમ કિસાન વર્ષા ચાહે તેમ હું તારું આગમન ચાહું છું. લેખકે પત્રના સમાચાર વાંચ્યા ત્યારે રાજા પૃથ્વીધરે કાંઈક કહેવાની તૈયારી કરી. તે પહેલાં લક્ષ્મણ બોલ્યા-અરે દૂત! ભારત અને અતિવીર્યને વિરોધ શા કારણે થયો ? ત્યારે તે વાયુગત નામનો દૂત કહેવા લાગ્યો કે હું બધી વાતોનો મર્મી છું. બધું ચરિત્ર જાણું છું લક્ષ્મણે કહ્યું કે અમારે તે સાંભળવાની ઈચ્છા છે. તેણે કહ્યું તો સાંભળો. અમારા રાજા અતિવીર્ય એક શ્રુતબુદ્ધિ નામનો દૂત ભારત પાસે મોકલ્યો હતો. તેણે જઈને કહ્યું કે હું ઇન્દ્ર તુલ્ય રાજા અતિવીર્યનો દૂત છું. જેને સમસ્ત રાજા પ્રણામ કરે છે, જે ન્યાય સ્થાપવામાં અત્યંત બુદ્ધિમાન છે, તે પુરુષોમાં સિંહ સમાન, જેના ભયથી દુશ્મનોરૂપી મૃગ સૂઈ શકતા નથી તેમને મન આ પૃથ્વી વનિતા સમાન છે. જે પૃથ્વી ચારે તરફના સમુદ્રોરૂપી કટિમેખલાવાળી છે, જેમ પરણેલી સ્ત્રી આજ્ઞામાં રહે તેમ સમસ્ત પૃથ્વી આજ્ઞાને વશ છે, તે પૃથ્વીપતિ મારા મુખ દ્વારા તમને આજ્ઞા કરે છે કે હે ભરત! શીધ્ર આવીને મારી સેવા કર અથવા અયોધ્યા ત્યજીને સમુદ્રને પાર જા. આ વચન સાંભળીને શત્રુઘે અત્યંત ક્રોધરૂપ દાવાનળથી પ્રજ્વલિત થઈ કહ્યું, અરે દૂત! તારે આવાં વચન કહેવાં યોગ્ય નથી. તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪ સાડત્રીસમું પર્વ પદ્મપુરાણ ભરતની સેવા કરે કે ભરત તેની સેવા કરે? અને ભરત અયોધ્યાનો ભાર મંત્રીઓને સોંપીને પૃથ્વીને વશ કરવા નિમિત્તે સમુદ્રની પેલે પાર જાય કે બીજે ક્યાંય જાય, પણ તારો સ્વામી આવા ગર્વના વચન કહે છે તે ગધડો મત્ત હાથીની જેમ ગાજે છે અથવા તેનું મૃત્યુ નજીક છે માટે આવા વચન કહે છે અથવા વાયુને વશ થયો છે? રાજા દશરથ વૈરાગ્યના યોગથી તપોવનમાં ગયા છે એમ જાણીને તે દુર આવી વાત કહે છે. જોકે પિતાજીની ક્રોધરૂપ અગ્નિ મુક્તિની અભિલાષાથી શાંત થઈ છે તો પણ પિતાની અગ્નિમાંથી અમે તણખા સમાન નીકળ્યા છીએ તે અતિવીર્યરૂપ કાષ્ઠને ભસ્મ કરવા માટે સમર્થ છીએ. હાથીઓના રુધિરરૂપ કીચડથી જેના કેશ લાલ થયા છે એવો સિંહ ભલે શાંત હોય પણ તેનાં બચ્ચાં હાથીઓનો નાશ કરવા સમર્થ છે. આમ બોલીને શત્રુઘ્ર બળતા વાસના વન સમાન તડતડાટી કરી અત્યંત ગુસ્સે થયો. તેણે સેવકોને આજ્ઞા કરી કે આ દૂતનું અપમાન કરી કાઢી મૂકો. પછી સેવકોએ આજ્ઞા માનીને અપરાધીને શ્વાનની જેમ તિરસ્કાર કરી કાઢી મૂક્યો. તે પોકાર કરતો નગર બહાર નીકળ્યો. ધૂળથી મેલાં બનેલાં અંગોવાળો અને દુર્વચનથી દગ્ધ એવા દૂતે પોતાના સ્વામી પાસે જઈને પોકાર પાડયા. સમુદ્ર સમાન ગંભીર, પરમાર્થના જાણનાર રાજા ભરત અપૂર્વ દુર્વચન સાંભળીને કાંઈક ગુસ્સે થયા. ભરત અને શત્રુઘ્ર બન્ને ભાઈ નગરમાંથી સેના સહિત શત્રુ પર ચડયા, મિથિલાનગરીના સ્વામી રાજા જનક અને તેમના ભાઈ કનક મોટી સેના સાથે આવીને ભેગા થયા, સિહોદર આદિ અનેક રાજા ભરતને આવીને મળ્યા. ભરત મોટી સેના સાથે નન્દાવર્તપુરના સ્વામી રાજા અતિવીર્ય પર ચડયા. જેમ પિતા પ્રજાની રક્ષા કરે તેમ. રાજા અતિવીર્ય પણ દૂતનાં વચન સાંભળી અત્યંત ગુસ્સે થયો. ક્ષોભ પામેલા સમુદ્રની જેમ સર્વ સામંતોથી મંડિત તે ભરત સામે જવાને તૈયાર થયો છે. આ સમાચાર સાંભળી શ્રી રામચંદ્ર પોતાનું લલાટ બીજના ચંદ્રની જેમ વર્ક કરીને પૃથ્વધરને કહેવા લાગ્યા કે અતિવીર્યનું ભરત સાથેનું આવું વર્તન ઉચિત જ છે કેમ કે તેણે પિતા સમાન મોટા ભાઈનો અનાદર કર્યો છે. ત્યારે રાજા પૃથ્વીધરે રામને કહ્યું કે તે દુષ્ટ છે, અમે એને પ્રબળ જાણીને એની સેવા કરીએ છીએ. પછી મંત્રણા કરીને અતિવીર્યને જવાબ લખ્યો કે હું કાગળની પાછળ જ આવું છું અને દૂતને વિદાય કર્યો. શ્રી રામને કહ્યું કે અતિવીર્ય મહાપ્રચંડ છે તેથી હું જાઉં છું અને દૂતને વિદાય કર્યો. શ્રી રામે કહ્યું કે તમે તો અહીં જ રહો અને હું તમારા પુત્ર અને લક્ષ્મણને લઈને અતિવીર્યની સમીપ જઈશ. આમ કહીને રથ પર ચઢી મોટી સેના સહિત પૃથ્વીધરના પત્રને સાથે લઈ સીતા અને લક્ષ્મણ સહિત નન્દાવર્તનગર તરફ ચાલ્યા. તે શીધ્ર ગમન કરીને નગર પાસે જઈ પહોંચ્યા. અહીં પૃથ્વી પરના પુત્ર સહિત સ્નાન-ભોજન કરી રામ, લક્ષ્મણ, સીતા એ ત્રણે મંત્રણા કરવા લાગ્યાં. જાનકીએ શ્રી રામને કહ્યું કે હે નાથ! જોકે મારે બોલવાનો અધિકાર નથી. જેમ સૂર્ય પ્રકાશતો હોય ત્યારે નક્ષત્રોનું કાંઈ કામ હોતું નથી, તો પણ હું દેવ! હિતની ઈચ્છાથી હું કંઈક કહું છું. જેમ કે વાંસની વેલીમાંથી પણ મોતી લેવું તેમ અમારા જેવા પાસેથી પણ હિતની વાત સાંભળવી (કોઈક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સાડત્રીસમું પર્વ ૩૨૫ પ્રકારના વાંસની ગાંઠમાં મોતી થાય છે). હે નાથ ! આ અતિવીર્ય મોટી સેનાનો સ્વામી છે, કૂર કર્મી છે, તે ભરતથી કેવી રીતે જિતાશે? માટે તેને જીતવાનો ઉપાય કરો. તમારાથી અને લક્ષ્મણથી કોઈ કાર્ય અસાધ્ય નથી. ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે દેવી! આ શું કહો છો? આજે અથવા પ્રભાતે જ આ અતિવીર્યને મારા દ્વારા હણાયેલો જ જાણો. શ્રી રામના ચરણારવિંદની રજથી પવિત્ર મારા શિર આગળ દેવ પણ ટકી શકે નહિ, ક્ષુદ્ર મનુષ્ય એવા અતિવીર્યની તો શી મજાલ છે? આજનો સૂર્ય અસ્ત ન થાય ત્યાર પહેલાં જ આ અતિવીર્યને મરેલો જ જુઓ. લક્ષ્મણના આવાં વચન સાંભળી પૃથ્વીધરનો પુત્ર ગર્જના કરતો આમ કહેવા લાગ્યો ત્યારે શ્રી રામે ભવાં ફેરવીને તેને બોલવાની ના પાડી અને લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ ! જાનકીએ કહ્યું તે યોગ્ય છે. આ અતિવીર્ય બળથી ઉદ્ધત છે, લડાઈમાં ભરતથી વશ કરવાને પાત્ર નથી, ભરત આના દસમા ભાગે પણ નથી. આ દાવાનળ સમાન છે, અને તે મતંગ ગજ શું કરે? આ હાથીઓથી પૂર્ણ, રથ, પાયદળથી પૂર્ણ, આને જીતવા ભરત સમર્થ નથી. જેમ કેશરી સિંહું અત્યંત પ્રબળ હોય છે, પરંતુ તે વિંધ્યાચળ પર્વતને તોડી પાડવા સમર્થ નથી, તેમ ભરત આને જીતી શકે નહિ, સેનાનો પ્રલય થશે. જ્યાં નિષ્કારણ સંગ્રામ થાય ત્યાં બન્ને પક્ષના માણસોનો ક્ષય થાય છે. અને જો આ દુષ્ટ અતિવીર્ય ભરતને વશ કરી લીધો તો રધુવંશના કષ્ટનું શું કહેવું? વળી એમની વચ્ચે સંધિ પણ થાય તેમ લાગતું નથી. શત્રુઘ્ર અતિ માની બાળક છે. તેણે ઉદ્ધત શત્રુ સાથે દ્વેષ કર્યો તે ન્યાયથી ઉચિત નથી. અંધારી રાતે રૌદ્રભૂત સહિત શત્રુઘે દૂરના સ્થાને જઈને અતિવીર્યના સૈન્ય પર હુમલો કર્યો, અનેક યોદ્ધાને માર્યા, ઘણા હાથી-ઘોડા કામમાં આવી ગયા, પવન જેવા તેજસ્વી હજારો તુરંગ અને સાતસો અંજનગિરિ સમાન હાથી લઈ ગયો. તે શું આ વાત લોકોનાં મુખે નથી સાંભળી ? આ સમાચાર સાંભળીને અતિવીર્ય અત્યંત ગુસ્સે થયો છે. હવે તે ખૂબ સાવધાન છે, રણનો અભિલાષી છે. વળી ભરત ખૂબ અભિમાની છે. તે આની સાથે યુદ્ધ કરવું છોડીને સંધિ નહિ કરે. માટે તું અતિવીર્યને વશ કર. તારી શક્તિ સૂર્યનો પણ પરાજ્ય કરવાને સમર્થ છે, અને અહીંથી ભરત પણ નજીક જ છે માટે આપણે આપણી જાતને પ્રગટ કરવી નથી. જે મિત્રને ખબર પડ્યા વિના તેનો ઉપકાર કરે તે પુરુષ અદ્ભુત પ્રશંસા કરવા યોગ્ય છે, જેમ કે રાત્રિનો મેઘ. આ પ્રમાણે મંત્રણા કરીને રામને અતિવીર્યને પકડવાનો ઉપાય સૂઝયો. રાત તો પ્રમાદરહિત થઈ યોગ્ય લોકોની સાથે વાતો કરીને પૂરી કરી, સુખપૂર્વક રાત્રિ વીતી. પ્રાત:કાળે બેય વીર ઊઠીને પ્રાતઃક્રિયા કરીને એક જિનમંદિર ગયા. ત્યાં શ્રી જિનેન્દ્ર દેવનાં દર્શન કર્યા. ત્યાં અજિંકાઓ બિરાજતાં હતાં તેમને વંદના કરી અને અનેક શાસ્ત્રોની જાણકાર વરધર્મા નામની અર્જિકાઓની ગોરાણી સમીપે સીતાને રાખી. પોતે ભગવાનની પૂજા કરી લક્ષ્મણ સહિત નૃત્યકારિણી સ્ત્રીનો વેશ લઈ આનંદ કરતા રાજમહેલ તરફ ચાલ્યા. લોકો ઇન્દ્રની અપ્સરા જેવી નૃત્યકારિણીને જોઈ આશ્ચર્ય પામી સાથે સાથે ચાલવા લાગ્યા. એ મૂલ્યવાન આભૂષણ પહેરી, સર્વ લોકોનાં મન અને નેત્રોને હરતા રાજદ્વારે ગયા, ચોવીસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૬ સાડત્રીસમું પર્વ પદ્મપુરાણ તીર્થકરોના ગુણ ગાયા, પુરાણોનું રહસ્ય બતાવ્યું, એમનો અવાજ સાંભળીને એમનાં ગુણોથી આકર્ષાઈને રાજા સમીપમાં આવ્યો, જેમ દોરડાથી ખેંચાઈને જળમાંથી લાકડાનો ભાર આવે તેમ નૃત્યકારિણીએ રાજાની સમીપે નૃત્ય કર્યું. તેમણે અંગમરોડ, મલકાટ, અવલોકન, ભવાં સંકોચવા, મંદ મંદ હુસવું, જાંઘ અને હાથ હલાવવા, ધરતીને અડીને શીધ્ર પગ ઊંચકવા, રાગને દઢ કરવો ઇત્યાદિ ચેષ્ટારૂપ કામબાણોથી સંકળ લોકોને વશ કર્યા. સ્વરના ગ્રામ યથાસ્થાને જોડીને તેમ જ વીણા વગાડીને બધાને મોહિત કર્યા. જ્યાં નર્તકી ઊભી રહેતી ત્યાં આખી સભાની આંખો ઢળતી. રૂપથી બધાના નેત્ર, સ્વરથી બધાના કાન, ગુણથી બધાના મન બાંધી લીધાં. ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! જ્યાં શ્રી રામ-લક્ષ્મણ નૃત્ય કરતા, ગાતા, વગાડતા ત્યાં દેવોનાં મન પણ હરાઈ જતાં તો મનુષ્યોની તો શી વાત છે? શ્રી ઋષભાદિ ચોવીસ તીર્થંકરોનો યશ ગઈને આખી સભાને વશ કરી. રાજાને સંગીતથી મબ્ધ થયેલો જોઈને શૃંગારરસમાંથી વીરરસમાં આવ્યા. આંખ ફેરવી, ભવાં ફરકાવી, અતિપ્રબળ તેજરૂપ થઈને અતિવીર્યને કહેવા લાગ્યાઃ હું અતિવીર્ય! તે આ કેવી દુષ્ટતા કરી છે, તને આવી સલાહ કોણે આપી? તે તારા નાશ માટે ભરત સાથે વિરોધ ઊભો કર્યો છે, ઈચ્છા થાય તો અત્યંત વિનયથી તેમને પ્રસન્ન કરી, તેમનો દાસ થઈને તેમની પાસે જા. મોટા કુળમાં ઉત્પન્ન થયેલી તારી રાણી, જે કામક્રીડાની ભૂમિ છે, તે વિધવા ન થાય તે વિચાર, તું મૃત્યુ પામીશ તો બધાં આભૂષણ ફેંકી તે ચંદ્રમા વિના રાત્રિની જેમ શોભારહિત થશે. તારું ચિત્ત અશુભમાં આવ્યું છે તેને બદલી નાખ અને નમસ્કાર કર. હે નીચ ! આ પ્રમાણે નહિ કરે તો અત્યારે જ માર્યો જઈશ. રાજા અનરણ્યનો પૌત્ર અને દશરથનો પુત્ર જીવિત હોય અને તે કેવી રીતે અયોધ્યાનું રાજ્ય ચાહે છે? જ્યારે સૂર્યનો પ્રકાશ હોય ત્યારે ચંદ્રમાનો પ્રકાશ કેવી રીતે હોઈ શકે ? જેમ પતંગિયાં દીવા પર પડીને મરવા ઈચ્છે તેમ તું મરણ ચાહે છે. ગરુડ સમાન બળવાન રાજા ભરત સાથે સર્પ સમાન નિર્બળ તું બરાબરી કરે છે? ભારતની પ્રશંસાનાં અને પોતાની નિંદાનાં આ વચન નૃત્યકારિણીના મુખથી સાંભળીને આખી સભા સાથે અતિવીર્ય ક્રોધે ભરાયો અને નેત્ર લાલ કર્યા. જેમ સમુદ્રની લહેરો ઊઠે તેમ સામંતો ઊભા થયા અને રાજાએ ખગ હાથમાં લીધું. તે વખતે નૃત્યકારિણીએ ઊછળીને તેના હાથમાંથી ખગ પડાવી લીધું અને તેના માથાના વાળ પકડીને બાંધી લીધો. વળી, નૃત્યકારિણી અતિવીર્યના પક્ષના રાજાઓને કહેવા લાગી કે જીવવાની ઈચ્છા રાખતા હો તો અતિવીર્યનો પક્ષ છોડી ભારત પાસે જાવ, ભરતની સેવા કરો. તરત જ લોકોના મોઢામા અવાજ નીકળ્યો, મહાશોભાયમાન, ગુણવાન ભરત મહારાજાનો જય હો, જેનું તેજ સૂર્ય સમાન છે, ન્યાયરૂપ કિરણોના મંડળથી શોભે છે, દશરથના વંશરૂપ આકાશમાં ચંદ્રમાં સમાન, લોકને આનંદ આપનાર, જેના ઉદયથી લક્ષ્મીરૂપી કુમુદો વિકાસ પામે છે, શત્રુના આતાપ મટાડે છે એવો પરમ આશ્ચર્યકારી ધ્વનિ ફેલાયો. અહો, આ મહાન આશ્ચર્ય! જે નૃત્યકારિણીની આટલી શક્તિ કે આવા નૃપતિને પકડી લે તો ભરતની શક્તિનું તો શું કહેવું? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સાડત્રીસમું પર્વ ૩૨૭ ઇન્દ્રને પણ જીતી લે. અથવા તો તે દયાળુ છે, જઈને મળે, પગે પડે કૃપા જ કરે, આમ અતિવીર્યના મિત્ર રાજાને કહેવા લાગ્યા. શ્રી રામ અતિવીર્યને પકડી, હાથી પર ચઢી, જિનમંદિર ગયા. પછી હાથી ઉપરથી ઉતરીને મંદિરમાં જઈ ભગવાનની પૂજા કરી અને વરધર્મા આર્થિકાની વંદના કરી, સ્તુતિ કરી. રામે અતિવીર્યને લક્ષ્મણને સોંપ્યા, લક્ષ્મણે વાળ પકડીને મજબૂત બાંધ્યો. ત્યારે સીતાએ કહ્યું કે બંધન ઢીલું કરો, પીડા ન ઉપજાવો, શાંતિ રાખો. કર્મના ઉદયથી મનુષ્ય મતિહીન થઈ જાય છે, આપત્તિ મનુષ્યોને જ આવે છે, મોટા પુરુષોએ બધાની સર્વથા રક્ષા જ કરવી, સત્પરુષોએ સામાન્ય પુરુષનો પણ અનાદર ન કરવો. આ તો હજારો રાજાઓનો શિરોમણિ છે માટે એને છોડી દો. તમે એને વશ કર્યો, હવે એના પર કૃપા જ કરવી યોગ્ય છે. રાજાનો એ જ ધર્મ છે કે પ્રબળ શત્રુને પકડીને છોડી દે. આ અનાદિકાળની મર્યાદા છે. જ્યારે સીતાએ આમ કહ્યું ત્યારે લક્ષ્મણ હાથ જોડી, પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે દેવી! તમારી આજ્ઞા હોય તો છોડવાની જ શી વાત છે, દેવ પણ એની સેવા કરે એમ કરું. લક્ષ્મણનો ક્રોધ શાંત થયો. ત્યારે અતિવીર્ય પ્રતિબોધ પામીને શ્રી રામને કહેવા લાગ્યા, હે દેવ! તમે ઘણું સારું કર્યું. મારી આવી નિર્મળ બુદ્ધિ અત્યાર સુધીમાં ક્યારેય નહોતી થઈ, જે તમારા પ્રતાપે થઈ. રામે તેને હારમુકુટાદિરહિત જોઈ આશ્વાસનનાં વચન કહ્યાં, હે મિત્ર! દીનતા છોડી દે. પહેલાં તારામાં જેવું ધૈર્ય હતું તેવું જ ધારણ કર. મહાન પુરુષોને જ સંપત્તિ અને આપત્તિ બન્ને આવે છે. હવે તને કોઈ આપત્તિ નથી. તારા કુળમાં ચાલ્યું આવતું આ નંદ્યાવર્તપુરનું રાજ્ય ભરતનો આજ્ઞાકારી થઈને તું કર. ત્યારે અતિવીર્ય કહ્યું કે મને હવે રાજ્યની વાંછા નથી, હું રાજ્યનું ફળ મેળવી ચૂક્યો છું, હવે હું બીજી જ અવસ્થા ધારણ કરીશ. સમુદ્ર પર્વતની પૃથ્વીને વશ કરનાર હું મહામાની કેવી રીતે બીજાનો સેવક થઈને રાજ્ય કરું? એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? અને આ રાજ્ય કેવો પદાર્થ છે? જે પુરુષોએ છ ખંડનું રાજ્ય કર્યું અને તો પણ તેઓ તૃપ્ત ન થયા તો હું પાંચ ગામનો ધણી, અલ્પ વિભૂતિથી કેવી રીતે તૃપ્ત થઈશ? જન્માંતરમાં કરેલા કર્મનો પ્રભાવ જુઓ કે જેમ રાહુ ચંદ્રને કાંતિરહિત કરે તેમ તેણે મને કાંતિરહિત કર્યો. આ દેવોથીય અધિક સારભૂત મનુષ્યદેહ મેં વૃથા ગુમાવ્યો, હવે નવો જન્મ લેવાને કાયર મને તમે પ્રતિબોધ્યો, હવે હું એવો પ્રયત્ન કરીશ કે જેથી મુક્તિ મળે. આ પ્રમાણે કહીને શ્રી રામ-લક્ષ્મણને ખમાવીને કેસરી સિંહ જેવું જેનું પરાક્રમ છે તે રાજા અતિવીર્ય શ્રતધર નામના મુનિશ્વરની સમીપે જઈ હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યો હે નાથ ! હું દિગંબરી દીક્ષા વાંછું છું. આચાર્ય કહ્યું કે એ જ વાત યોગ્ય છે, આ દીક્ષાથી અનંતા જીવ સિદ્ધ થયા અને થશે. પછી અતિવીર્ય વસ્ત્ર છોડી, કેશલોચ કરી મહાવ્રતનો ધારક થયો. આત્માના અર્થમાં મગ્ન, રાગાદિ પરિગ્રહનો ત્યાગી, વિધિપૂર્વક તપ કરતો, પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. જ્યાં મનુષ્યોનો સંચાર ન હોય ત્યાં રહેતો. સિંહાદિક દૂર જીવોથી યુક્ત ગહન વન અથવા ગિરિશિખર, ગુફાદિમાં નિર્ભયપણે નિવાસ કરતો, આવા અતિવીર્ય સ્વામીને નમસ્કાર હો. જેણે સમસ્ત પરિગ્રહોની આશા ત્યાગી છે, જેણે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ આડત્રીસમું પર્વ પદ્મપુરાણ ચારિત્રનો ભાર અંગીકાર કર્યો છે, મહાશીલના ધારક, નાના પ્રકારના તપથી શરીરનું શોષણ કરનાર, પ્રશંસાયોગ્ય મહામુનિ, સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્રરૂપ સુંદર આભૂષણના ધારક અને સમસ્ત દિશાઓ જેનાં વસ્ત્ર છે, સાધુઓના મૂળગુણ ઉત્તરગુણ જ જેમની સંપત્તિ છે, કર્મ હરવાના ઉદ્યમી સંયમી, મુક્તિના વર યોગીન્દ્રને નમસ્કાર હો. આ અતિવીર્ય મુનિનું ચરિત્ર જે સુબુદ્ધિ વાંચશે, સાંભળશે તે ગુણોની વૃદ્ધિ કરશે અને સૂર્ય સમાન તેજસ્વી થઈને સંસારના કષ્ટથી નિવૃત્ત થશે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં અતિવીર્યના વૈરાગ્યનું વર્ણન કરનાર સાડત્રીસમું પર્વ પૂર્ણ થયું. * * * આડત્રીસમું પર્વ (લક્ષ્મણને જિતપઘાની પ્રાતિ) ત્યારપછી મહાન્યાયવેત્તા શ્રી રામચંદ્ર અતિવીર્યના પુત્ર વિજયરથનો અભિષેક કરાવી પિતાના પદ પર સ્થાપ્યો. તેણે પોતાનું બધું ધન બતાવ્યું છે તેનું ધન તેને જ આપ્યું અને તેણે પોતાની બહેન રત્નમાલા લક્ષ્મણને આપવાનું જણાવ્યું કે તેમણે માન્ય રાખ્યું. તેનું રૂપ જોઈ લક્ષ્મણ હર્ષ પામ્યા જાણે સાક્ષાત્ લક્ષ્મી જ હતી. પછી શ્રી રામલક્ષ્મણ જિનેન્દ્રની પૂજા કરી પૃથ્વીધરના વિજયપુર નગરમાં પાછા આવ્યા. ભરતે સાંભળ્યું કે અતિવીર્યને એક નૃત્યકારિણીએ પકડ્યો તેથી તેણે વિરક્ત થઈ દીક્ષા લીધી ત્યારે શત્રુઘ્ન હસવા લાગ્યો. ભરતે તેને રોકીને કહ્યું કે હે ભાઈ ! રાજા અતિવીર્યને અત્યંત ધન્યવાદ છે. જે મહાદુઃખરૂપ વિષયોને છોડીને, શાંતભાવ પામ્યા, તે અત્યંત સ્તુતિયોગ્ય છે. એમની મશ્કરી કેમ કરાય? તપનો પ્રભાવ જુઓ કે દુશ્મન પણ પ્રણામયોગ્ય ગુરુ બની જાય છે. આ તપ દેવોનેય દુર્લભ છે. આ પ્રમાણે ભરત અતિવીર્યની સ્તુતિ કરે છે તે જ સમયે અતિવીર્યનો પુત્ર વિજયરથ આવ્યો. તેની સાથે અનેક સામંતો હતા. તે ભરતને નમસ્કાર કરીને બેઠો. થોડી વાર બીજી વાતો કરીને જે રત્નમાલા લક્ષ્મણને આપી હતી તેની મોટી બહેન વિજયસુંદરી ભરતને પરણાવી અને ઘણું દ્રવ્ય આપ્યું. ભરત તેની બહેનને પરણીને ખૂબ પ્રસન્ન થયા, વિજયરથને ખૂબ સ્નેહ કર્યો. મોટાઓની આ જ રીત હોય છે. અત્યંત હર્ષથી જેનું મન ભરેલું છે એવા ભરત તેજ તુરંગ પર બેસીને અતિવીર્ય મુનિનાં દર્શન માટે ચાલ્યા. જે ગિરિ પર મુનિ વિરાજતા હતા, ત્યાં પહેલાં જે માણસો ગયા હતા તેમને તે પૂછતા હતા કે મહામુનિ ક્યાં છે? તેમણે કહ્યું કે આગળ વિરાજે છે. જે ગિરિ પર મુનિ હતા ત્યાં તે જઈ પહોંચ્યા. તે પર્વત, વિષમ પાષાણોથી અગમ્ય, નાના પ્રકારનાં વૃક્ષોથી પૂર્ણ, પુષ્પોની સુગંધથી અત્યંત સુગંધિત અને સિંહદિ દૂર જીવોથી ભરેલો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આડત્રીસમું પર્વ ૩૨૯ હતો. રાજા ભરત અથ પરથી નીચે ઊતરી, વિનયપૂર્વક મુનિની પાસે ગયા. મુનિરાગદ્વેષ રહિત છે, તેમની ઇન્દ્રિયો શાંત થઈ ગઈ છે, શિલા પર બિરાજમાન છે નિર્ભય, એકાંકી, મહાતપસ્વી, ધ્યાની, મુનિપદની શોભા સંયુક્ત અતિવીર્ય મુનિન્દ્રને જોઈને ભરત આશ્ચર્ય પામ્યા. તેમની આંખો ખીલી ઊઠી, તેમને રોમાંચ થઈ ગયા. તે હાથ જોડી, નમસ્કાર કરી, સાધુની પૂજાથી અત્યંત નમ્રીભૂત થઈ, મુનિભક્તિમાં જેને પ્રેમ છે તે સ્તુતિ કરવા લાગ્યા હે નાથ! પરમતત્ત્વના વેત્તા તમે જ આ જગતમાં શૂરવીર છો કે જેમણે મહાદુર્ધર આ જૈનેન્દ્રી દીક્ષા અંગીકાર કરી છે. જે મહાન પુરુષો વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયા છે તેમનો એ જ પ્રયત્ન હોય છે, આ મનુષ્યપણું પામીને જે ફળ મોટા પુરુષો વાંછે છે તે આપે પ્રાપ્ત કર્યું છે. અમે આ જગતની માયાથી અત્યંત દુ:ખી છીએ. હે પ્રભો ! અમારો અપરાધ ક્ષમા કરો, આપ કૃતાર્થ છો, પૂજ્ય પદ પામ્યા છો, આપને વારંવાર નમસ્કાર કરું છું. આમ કહીને ત્રણ પ્રદક્ષિણા ફરી, હાથ જોડી નમસ્કાર કરી મુનિ સંબંધી કથા કરતા થકા પર્વત ઉપરથી ઊતરી અશ્વ પર બેસી હજારો સુભટો સાથે અયોધ્યા આવ્યા. તેમણે સમસ્ત રાજાઓની પાસે સભામાં કહ્યું કે સમસ્ત લોકોને મોહિત કરનારી પોતાના જીવિત વિષે પણ નિર્લોભ, પ્રબળ રાજાઓને જીતનારી પેલી નૃત્યકારિણી ક્યાં ગઈ? આશ્ચર્યની વાત તો જુઓ! અતિવીર્યની પાસે તેણે મારી સ્તુતિ કરી અને તેને જ પકડ્યો. સ્ત્રીઓમાં આવી શક્તિ ક્યાંથી હોય? લાગે છે કે જિનશાસનની દેવીએ જ આ કામ કર્યું છે. આમ વિચાર કરતો પ્રસન્ન થયો. શત્રુષ્ન નાના પ્રકારનાં ધાન્યથી મંડિત ધરતીને જોવા ગયો. પછી પરમ પ્રતાપ ધરતો તે અયોધ્યા આવ્યો. રાજા ભરત અતિવીર્યની પુત્રી વિજય સુંદરી સાથે સુખ ભોગવતો જેમ સુલોચના સહિત મેઘેશ્વર સુખ ભોગવતો. તેમ–સમય નિર્ગમન કરવા લાગ્યો. આ કથા અહીં પૂરી થઈ. હવે શ્રી રામ-લક્ષ્મણનું વર્ણન કરે છે. સર્વ જનોને આનંદનું કારણ એવા રામ-લક્ષ્મણ કેટલાક દિવસ પૃથ્વીધરના પુરમાં રહ્યા. પછી જાનકી સાથે મંત્રણા કરીને આગળ જવાને તૈયાર થયા. ત્યારે સુંદર લક્ષણોવાળી વનમાલા સજળ નયને કહેવા લાગી, હેનાથ! મંદભાગી મને આપ ત્યજીને જાવ છો તો પહેલાં મરણમાંથી શા માટે બચાવી? લક્ષ્મણે જવાબ આપ્યો: હે પ્રિયે! તું વિષાદ ન કર, થોડા દિવસોમાં તને લેવા આવીશ. હે સુંદર વદની ! જો તને લેવા શીર્ઘ ન આવું તો સમ્યગ્દર્શન રહિત મિથ્યાષ્ટિની જે ગતિ થાય તે ગતિ મારી થાય. હે વલ્લભ! જ શીધ્ર તારી પાસે ન આવું તો જે ગતિ મહાઅભિમાનથી દગ્ધને સાધુની નિંદા કરવાથી થાય તે ગતિ મારી થજો. હે ગજગામિની ! અમે પિતાનું વચન પાળવા માટે દક્ષિણ સમુદ્રને તીર નિઃસંદેહ જઈએ છીએ. મલયાચળની નજીક કોઈ સારું સ્થાન મળતાં તને લેવા આવીશું. શુભમતે! તું ધીરજ રાખ. આ પ્રમાણે કહીને, અનેક સોગંદ આપી, દિલાસો આપી સુમિત્રાનંદન લક્ષ્મણ શ્રી રામ સાથે જવા તૈયાર થયા. લોકોને સૂતેલા જોઈ રાત્રે સીતા સહિત છાનામાના નીકળી ગયા. સવારમાં તેમને ન જોતાં નગરના લોકો ખૂબ દુઃખી થયા. રાજાને ખૂબ શોક થયો, વનમાલાને લક્ષ્મણ વિના ઘર સૂનું લાગવા માંડયું. પોતાનું ચિત્ત જિનશાસનમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૦ આડત્રીસમું પર્વ પાપુરાણ ચોંટાડીને ધર્માનુરાગરૂપ રહેવા લાગી. રામ-લક્ષ્મણ પૃથ્વી પર વિહાર કરતા, નરનારીઓને મુગ્ધ કરતા, પરાક્રમથી પૃથ્વીને આશ્ચર્ય ઊપજાવતા ધીરે ધીરે આનંદથી વિચરે છે. જગતનાં મન અને નેત્રોને અનુરાગ ઊપજાવતા રમે છે. એમને જોઈને લોકો વિચારે છે કે આ પુરુષોત્તમ કયા પવિત્ર ગોત્રમાં ઊપજ્યા છે. ધન્ય છે તે માતાને, જેની કુક્ષિમાં આ જમ્યા અને ધન્ય છે તે સ્ત્રીને જેમને આ પરણ્યા. આવું રૂપ દેવોને પણ દુર્લભ છે. આ રૂપાળા પુરુષો ક્યાંથી આવ્યા, ક્યાં જાય છે, એમને કઈ ઇચ્છા છે? આમ સ્ત્રીઓ પરસ્પર વાતો કરે છેઃ હે સખી! જો, કમળ જેવા નેત્રવાળા અને ચંદ્ર જેવા વદનવાળા બે ભાઈ અને નાગકુમારી સમાન એક અદભુત નારીને જુઓ. ખબર નથી પડતી કે એ દેવ છે કે મનુષ્ય છે? હું મુગ્ધ ! મહાન પુણ્ય વિના તેમના દર્શન થાય નહિ. હુવે તો એ દૂર ચાલ્યા ગયા, પાછા ફરો, એ નેત્ર અને મનના ચોર જગતનાં મન હરતા ફરે છે ઇત્યાદિ નરનારીઓની વાતો સાંભળતાં, સૌને મોહિત કરતાં તે સ્વેચ્છાચારી, શુદ્ધ ચિત્તવાળા, જુદા જુદા દેશોમાં વિહાર કરતાં ક્ષેમાંજલિ નામના નગરમાં આવ્યાં. તેની પાસે કાળી ઘટા સમાન સઘન વનમાં સુખપૂર્વક રહ્યાં, જેમ સૌમનસ વનમાં દેવ રહ્યા હોય. ત્યાં લક્ષ્મણે અત્યંત સુંદર ભોજન અને અનેક શાક તૈયાર કર્યા. દ્રાક્ષનો રસ તૈયાર કર્યો. શ્રી રામ, સીતા અને લક્ષ્મણે ભોજન કર્યું. પછી શ્રી રામની આજ્ઞા લઈ લક્ષ્મણ એમાંજલિ નગર જોવા ગયા. તેમણે પીતાંબર અને સુંદર માળા પહેરી હતી. જાતજાતની વેલોથી વીંટળાયેલાં વૃક્ષોયુક્ત વન, નિર્મળ જળ ભરેલી નદી, નાના પ્રકારના ક્રિીડાપર્વતો અનેક ધાતુથી ભરેલાં, ઊંચા ઊંચાં જિનમંદિરો, મનોહર જળના ફુવારા અને જાતજાતના લોકોને જોતાં જોતાં તેમણે નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં જુદી જુદી જાતના વ્યાપાર ચાલતા હુતા, નગરના લોકો એમનું અદ્દભુત રૂપ જોઈને પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમણે એ લોકોની વાત સાંભળી કે નગરના રાજાને જિતપદ્મા નામની પુત્રી છે તેને એ પુરુષ પરણી શકે, જે રાજાના હાથની શક્તિની ચોટ ખાવા છતાં જીવતો રહે. સ્વર્ગનું રાજ્ય કોઈ આપે તો પણ આ વાત કોઈ સ્વીકારતું નહિ. શક્તિની ચોટથી પ્રાણ જ ચાલ્યા જાય પછી કન્યા શા કામની? જગતમાં જીવન બધાને બધા કરતાં પ્રિય હોય છે માટે કન્યાને માટે પ્રાણ કોણ દે? આ વાત સાંભળીને અત્યંત કૌતુક પામેલા લક્ષ્મણ કોઈને પૂછવા લાગ્યા હે ભદ્ર! આ જિતપદ્મા કોણ છે? ત્યારે તે કહેવા લાગ્યો કે એ કાળકન્યા, પંડિત-માનિની આખા દેશમાં પ્રસિદ્ધ છે. શું તમે એના વિષે નથી સાંભળ્યું? આ નગરના રાજા શત્રુદમન અને રાણી કનકપ્રભાની જિતપમા પુત્રી છે. તે રૂપાળી અને ગુણવાન છે. તેનું મુખ કમળને જીતે છે અને ગાત્રની શોભા કમલિનીને જીતે છે તેથી તે જિતપદ્મા કહેવાય છે. નવયૌવનથી મંડિત, સર્વ કળાઓથી પૂર્ણ, અદ્દભુત આભૂષણ પહેરનારી તેને પુરુષ નામ ગમતું નથી, દેવોનું દર્શન પણ અપ્રિય છે તો મનુષ્યોની શી વાત ? તેની સામે કોઈ પુલિંગ શબ્દનું પણ ઉચ્ચારણ કરી શકતું નથી. આ કૈલાસના શિખર સમાન ઉજ્જવળ મહેલમાં કન્યા રહે છે, સેંકડો સહેલીઓ તેની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આડત્રીસમું પર્વ ૩૩૧ સેવા કરે છે. જે કોઈ કન્યાના પિતાના હાથની શક્તિના પ્રહારથી બચી જાય તેને કન્યા પરણે. આ વાત સાંભળીને લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા અને તેમને ગુસ્સો આવ્યો. તેમણે મનમાં વિચાર્યું કે અભિમાની, દુષ્ટ ચેષ્ટાવાળી તે કન્યાને જોવી. આમ વિચારીને મુખ્ય માર્ગે ચાલતા, વિમાન સમાન સુંદર ઘરો જોતાં અને મદોન્મત્ત કાળી ઘટા સમાન હાથીઓ તથા ચંચળ અથોને અવલોકતા, નૃત્યશાળા જોતા તે રાજમહેલમાં પહોંચ્યા. રાજમહેલ અનેક પ્રકારના ઝરૂખાઓ અને ધ્વજોથી શોભે છે, શરદના વાદળ સમાન તે ઉજ્જવળ છે. ત્યાં કન્યા રહે છે. મનોહર રચના સંયુક્ત, ઊંચા કોટથી ઘેરાયેલ મહેલના દ્વારા પર જઈને લક્ષ્મણ ઊભા રહ્યા. ત્યાં ઇન્દ્રના ધનુષ સમાન અનેક વર્ણનાં તોરણો છે. અનેક દેશમાંથી સુભટો જાતજાતની ભેટો લઈને આવ્યા છે, કોઈ બહાર નીકળે છે, કોઈ અંદર જાય છે. સામંતોની ભીડ વધી રહી છે. લક્ષ્મણને દ્વારમાં પ્રવેશ કરતા જોઈ દ્વારપાળે સૌમ્ય વાણીથી પૂછયું તમે કોણ છો? કોની આજ્ઞાથી આવ્યા છો? શા કારણે રાજમહેલમાં જવું છે? કુમારે જવાબ આપ્યો. રાજાને મળવા ઇચ્છું છું. તું જઈને રાજાને પૂછ. પછી દ્વારપાળ પોતાની જગ્યાએ બીજા માણસને મૂકીને પોતે રાજા પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે હે મહારાજ ! આપના દર્શન કરવા એક અત્યંત રૂપાળો પુરુષ આવ્યો છે, તે બારણે ઊભો છે, તેનો વર્ણ નીલકમળ જેવો છે, આંખો કમળ જેવી છે, સૌમ્ય શુભમૂર્તિ છે. રાજાને તેના તરફ જોઈને આવવાની આજ્ઞા આપી ત્યારે દ્વારપાળ લક્ષ્મણને રાજાની સમીપ લઈ ગયો. આખી સભા અતિસુંદર, તેને જોઈને જેમ ચંદ્રમાને જઈ સમુદ્રની શોભા વૃદ્ધિ પામે તેમ હર્ષની વૃદ્ધિ પામી. રાજા તેને દેદીપ્યમાન, વિકટ સ્વરૂપ તથા પ્રણામ કર્યા વિના આવી ઊભેલો જોઈ કાંઈક ગુસ્સે થઈને પૂછવા લાગ્યો તું કોણ છે? ક્યાંથી આવ્યો? અહીં આવવાનો હેતુ શો છે? લક્ષ્મણે વર્ષાકાળના મેઘ સમાન ગર્જના કરી. હું રાજા ભરતનો સેવક છું, પૃથ્વીને જોવાની અભિલાષાથી પર્યટન કરું છું. તારી પુત્રીનો વૃત્તાંત સાંભળીને અહીં આવ્યો છું. આ તારી પુત્રી મહાદુષ્ટ, મારકણી ગાય છે. તેનાં માનરૂપી શિંગડાં તૂટયાં નથી, તે સર્વ લોકોને દુ:ખદાયક વર્તન કરે છે. ત્યારે રાજા શત્રુદમને કહ્યું કે મારી શક્તિને જે સહી શકે તે જિતપમાને વરે. ત્યારે લક્ષ્મણે કહ્યું કે તારી એક શક્તિથી મને શું થાય? તું તારા પૂરેપૂરા બળથી મને પાંચ શક્તિ માર. આ પ્રમાણે રાજા અને લક્ષ્મણ વચ્ચે વાર્તાલાપ થયો. તે સમયે ઝરૂખામાંથી જિતપમા લક્ષ્મણને જોઈને મોહિત થઈ ગઈ. અને હાથ જોડી, ઇશારો કરી તેને રોકાવા લાગી કે શક્તિનો પ્રહાર ન ખાવ. ત્યારે તેમણે સંજ્ઞા કરી કે તું ડર નહિ. આમ ધૈર્ય આપી રાજાને કહ્યું કે શા માટે કાયર થઈ ગયો? શક્તિ ચલાવ, તારી શક્તિ મને દેખાડ. રાજાએ કહ્યું કે તું મરવા ઇચ્છે છે તો લે, સહુન કર. એમ બોલી અત્યંત કોપથી પ્રજ્વલિત અગ્નિ સમાન એક શક્તિ ચલાવી તે લક્ષ્મણે ગરૂડ સર્પને પકડે તે જમણા હાથથી પકડી લીધી. બીજી શક્તિ ડાબા હાથથી પકડી લીધી. ત્રીજી-ચોથી કાંખમાં પકડી લીધી. તે ચાર શક્તિને પકડેલો લક્ષ્મણ ગર્જતા હાથીની જેમ શોભતો હતો. ત્યારે રાજાએ પાંચમી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૨ આડત્રીસમું પર્વ પદ્મપુરાણ શક્તિ ચલાવી તે લક્ષ્મણે જેમ સિંહ હરણીને પકડે તેમ દાંતમાં પકડી લીધી. પછી દેવો આનંદિત થઈ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને દુંદુભિ વાજાં વગાડવા લાગ્યા. લક્ષ્મણે કહ્યું કે હવે બીજી છે. હોય તો બીજી પણ ચલાવ. ત્યારે બધા લોકો ભયથી ધ્રૂજવા લાગ્યા. રાજા લક્ષ્મણનું અખંડ બળ જાઈને આશ્ચર્ય પામ્યો. લજ્જાથી નીચું જોઈ ગયો. જિતપદ્મા લક્ષ્મણના રૂપ અને ચરિત્રથી આકર્ષાઈને આવીને ઊભી રહી. તે સુંદર વદની, મૃગનયની કન્યા લક્ષ્મણની સમીપે ઇન્દ્રની સમીપે શચિ શોભે તેવી શોભતી હતી. જીતપમાને જોઈ લક્ષ્મણનું હૃદય પ્રસન્ન થયું. મહાસંગ્રામમાં જેનું ચિત્ત સ્થિર ન થાય તે આના સ્નેહથી વશીભૂત થઈ ગયું. લક્ષ્મણે તત્કાળ વિનયથી નમ્ર બની રાજાને કહ્યું કે, હું તાત! અમે તમારા બાળક છીએ. અમારો અપરાધ માફ કરો, તમારા જેવા ગંભીર નર બાળકોની અજ્ઞાન ચેષ્ટાથી કે કુવચનથી વિકાર પામતા નથી. શત્રુદમને અત્યંત હર્ષિક થઈ હાથીની સૂંઢ સમાન પોતાની ભુજાઓથી કુમારને આલિંગન આપ્યું અને કહ્યું કે હું ધીર! મહાયુદ્ધમાં મત્ત હાથીને ક્ષણમાત્રમાં જીતનારા અને તમે જીતી લીધો અને વનના પર્વત સમાન હાથીઓના મદનું મર્દન કરનાર પાસે ગર્વ તમે ગાળી નાખ્યો. ધન્ય છે તમારા પરાક્રમને ! ધન્ય તમારું રૂપ, ધન્ય તમારી નિર્માનતા! અત્યંત વિનયવાન, અભૂત ચારિત્રના ધારક તમે જ છો. આ પ્રમાણે રાજાએ સભામાં લક્ષ્મણના ગુણોનું વર્ણન કર્યું. ત્યારે લક્ષ્મણ લજ્જાથી નીચે મુખ ઢાળી ગયા. પછી રાજાની આજ્ઞાથી મેઘના ધ્વનિ સમાન વાજિંત્રો સેવકોએ વગાડ્યાં, યાચકોને ખૂબ દાન આપવામાં આવ્યું, નગરમાં આનંદ પ્રવર્તી રહ્યો. રાજાએ લક્ષ્મણને કહ્યું કે પુરુષોત્તમ! તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. લક્ષ્મણે કહ્યું કે મારા મોટ ભાઈ અને ભાભી નગરની પાસે બેઠાં છે, તેમને પૂછો. તેમની જે આજ્ઞા હોય તે પ્રમાણે મારે અને તમારે કરવું યોગ્ય છે. તે બધી રીતે જાણે છે. પછી રાજા પુત્રીને અને લક્ષ્મણને રથમાં બેસાડી, આખા કુટુંબ સાથે રઘુવીર પાસે આવ્યા. ખળભળતા સમુદ્રની ગર્જના જેવો તેની સેનાનો અવાજ સાંભળીને અને ધૂળના ગોટા ઊડતા જોઈને સીતા ભયભીત થઈને કહેવા લાગ્યાં, હે નાથ ! લક્ષ્મણે કાંઈક ઉદ્ધત ચેષ્ટા કરી હશે તેથી આ દિશામાંથી ઉપદ્રવ આવતો હોય તેમ જણાય છે, માટે સાવધાન થઈ જે કરવું હોય તે કરો. ત્યારે રામે જાનકીને છાતીએ ચાંપીને કહ્યું, હે દેવી! ભય ન પામો. આમ કહીને ઊયા, ધનુષ ઉપર દૃષ્ટિ કરી. તે જ વખતે મનુષ્યોના સમૂહુની આગળ સ્ત્રીઓને ગીત ગાતી સાંભળી, તે સુંદર અંગવાળી સ્ત્રીઓ નજીક આવી. સ્ત્રીઓને ગાતી અને નાચતી જોઈને શ્રી રામને શાંતિ થઈ. સ્ત્રીઓ આભૂષણમંડિત, હાથમાં મંગળ દ્રવ્યો લઈને, હર્ષભર્યા નેત્રે રથમાંથી ઊતરીને આવી. રાજા શત્રુદમન પણ પોતાના પરિવાર સહિત શ્રી રામના ચરણારવિંદને નમસ્કાર કરી, વિનયપૂર્વક બેઠો. લક્ષ્મણ અને જિતપમા એક રથમાં બેઠાં હતાં. વિનયવાન લક્ષ્મણ રથમાંથી ઊતરીને શ્રી રામચંદ્ર અને જાનકીને શિર નમાવી, પ્રણામ કરી દૂર બેઠો. શ્રી રામે રાજા શત્રુદમનને કુશળ સમાચાર પૂછયા. રામના આગમનથી રાજાએ આનંદથી નૃત્ય કર્યું, અત્યંત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ ૩૩૩ ભક્તિથી નગરમાં પધારવાની વિનંતી કરી. શ્રી રામ, સીતા અને લક્ષ્મણ એક રથમાં બિરાજ્યા. ખૂબ ઉત્સાહથી રાજાના મહેલમાં પધાર્યા, જાણે કે રાજમહેલ સરોવર જ હોય ને! સ્ત્રીરૂપ કમળોથી ભરેલું, જેમાં લાવણ્યરૂપ જળ હતું, રણકાર કરતાં આભૂષણો તે જ ત્યાં પક્ષી હતાં. આ બન્ને વીર નવયૌવન શોભાથી પૂર્ણ, કેટલાક દિવસ સુખમાં બિરાજ્યા. રાજા શત્રુદમન તેમની સેવા કરતા. સર્વ લોકના ચિત્તને આનંદ આપનાર, મહાધીરવીર રામ, લક્ષ્મણ અને સીતા એક અર્ધરાત્રિએ ઊઠીને ચાલી નીકળ્યાં. લક્ષ્મણે પ્રિય વચનથી જેમ વનમાલાને વૈર્ય આપ્યું હતું તેમ જિતપદ્માને પણ ધીરજ રાખવાનું સમજાવી શ્રી રામ સાથે પ્રયાણ કર્યું. નગરના સર્વ જનો તથા રાજાને એમના ચાલ્યા જવાથી અત્યંત ચિંતા થઈ. ધૈર્ય ન રહ્યું. શ્રી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું મગધાધિપતિ! તે બન્ને ભાઈ, જન્માંતરના ઉપાર્જલા પુણ્યથી બધા જીવોને પ્રિય લાગતા, જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં રાજા, પ્રજા સૌ તેમની સેવા કરતા અને ઇચ્છતા કે એમને છોડીને ન જાય તો સારું. ઇન્દ્રિયોનાં બધાં સુખ અને મિષ્ટ અન્ન-પાનાદિ વિના પ્રયત્ન જ એમને સર્વત્ર સુલભ બનતાં, પૃથ્વી પર દુર્લભ ગણાતી વસ્તુઓ તેમને પ્રાપ્ત થતી. જોકે ભાગ્યવાન ભવ્ય જીવ સદા ભોગોથી ઉદાસ હોય છે. જ્ઞાનને અને વિષયને વેર છે. જ્ઞાની આમ વિચારે છે કે આ ભોગોથી પ્રયોજન સિદ્ધ થતું નથી, એ દુષ્ટ નાશવંત છે. આ પ્રમાણે જોકે ભોગોની સદા નિંદા જ કરે છે, ભોગોથી વિરક્ત છે જ, જેમણે પોતાની દીપ્તિથી સૂર્યને પણ ઝાંખો પાડ્યો છે એવા એમને પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી પહાડના શિખર પર નિવાસ કરે છે તો ત્યાં પણ નાના પ્રકારની સામગ્રીનો સંયોગ થાય છે. જ્યાં સુધી મુનિપદ આવતું નથી ત્યાં સુધી તે દેવ સમાન સુખ ભોગવે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. ૫. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં જિતપદ્માનું વર્ણન કરનાર આડત્રીસમું પર્વ પૂર્ણ થયું. * * * ઓગણચાળીસમું પર્વ (દેશભૂષણ-કુળભૂષણ મુનિની કથા) પછી એ બન્ને વીરો સીતા સાથે વનમાં આવ્યા. જાતજાતનાં વૃક્ષથી શોભતું, અનેક જાતનાં પુષ્પોની સુગંધથી મધમધતું, લતાના માંડવાવાળું વન હતું. રામ-લક્ષ્મણ રમતાં રમતા ત્યાં આવ્યા. બન્નેને સમસ્ત દેવોપુનિત સામગ્રીથી શરીર બંધાયું હતું. ક્યાંક લીલા રત્ન સમાન રંગવાળાં કૂંપળોમાંથી શ્રી રામ જાનકીના કર્ણાભરણ બનાવે છે, ક્યાંક નાના વૃક્ષ પર લાગેલી વેલનો હિંડોળો બનાવી બન્ને ભાઈ જાનકીને તેના પર ઝુલાવે છે અને આનંદની વાતો કરીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ ઓગણચાળીસમું પર્વ પદ્મપુરાણ સીતાને વિનોદ ઉપજાવે છે. કોઈ વાર સીતા રામને કહે છે કે હે દેવ! આ વેલી અને વૃક્ષ કેવા મનોજ્ઞ લાગે છે! સીતાના શરીરની સુગંધથી ભમરા આવી પહોંચે છે તેમને બેય ભાઈ ઉડાડી મૂકે છે. આ પ્રમાણે નાના પ્રકારનાં વનોમાં ધીરે ધીરે વિહાર કરતા બન્ને ભાઈ જેમ સ્વર્ગના વનમાં દેવો રમતા હોય તેમ રમે છે. તેઓ અનેક દેશો જોતાં જોતાં અનુક્રમે વંશસ્થળ નગરમાં આવ્યા. તે બન્ને પુણ્યના અધિકારી છે, પણ સીતાના કારણે તેમને થોડું અંતર વટાવતાં પણ ઘણા દિવસો લાગે છે. તે દીર્ધકાળ તેમને દુ:ખ કે કલેશ આપતો નથી, સદાય સુખ જ આપે છે. તેમણે નગરની પાસે એક વંશધર નામનો પર્વત જોયો, જાણે કે તે પૃથ્વી ભેદીને નીકળ્યો છે. ત્યાં વાંસવૃક્ષોનાં ઝૂંડ હોવાથી માર્ગ વિષમ છે, ઊંચાં શિખરોની છાયાથી જાણે સદા સંધ્યા પથરાયેલી રહે છે. ઝરણાઓથી જાણે પર્વત હુસે છે. તે નગરમાંથી રાજા અને પ્રજાને બહાર નીકળતા જોઈને શ્રી રામચંદ્ર પૂછવા લાગ્યા. અરે કયા ભયથી નગર ત્યજી જાવ છો ? ત્યારે કોઈ બોલ્યું કે આજે ત્રીજો દિવસ છે, ત્રણ દિવસથી રાત્રે આ પહાડના શિખર ઉપર એવો ધ્વનિ થાય છે કે અત્યાર સુધી કદી સાંભળવામાં આવ્યો નથી, પૃથ્વી કંપે છે અને દશે દિશામાં અવાજ ગૂંજે છે, વૃક્ષોના મૂળ ઊખડી જાય છે, સરોવરોનાં જળ ચલાયમાન થાય છે, તે ભયાનક અવાજથી સર્વ લોકોના કાનમાં પીડા થાય છે. જાણે કે લોઢાના ઘણથી કોઈ મારતું હોય. કોઈ દુષ્ટ દેવજગતનો વેરી અમને મારવા તૈયારી કરી, આ ગિરિ ઉપર ક્રિીડા કરે છે. તેના ભયથી સંધ્યા સમયે લોકો ભાગે છે, સવારમાં પાછા આવે છે, પાંચ કોસ દૂર જઈને રહે છે, ત્યાં તેનો અવાજ સંભળાતો નથી. આ વાત સાંભળી સીતાએ રામ-લક્ષ્મણને કહ્યું કે જ્યાં આ બધા માણસો જાય છે ત્યાં આપણે પણ જઈએ. જે નીતિશાસ્ત્ર જાણે છે અને દેશકાળ જાણીને પુરુષાર્થ કરે છે તે કદી પણ આપદા પામતા નથી. ત્યારે ધીરભાઈઓ હસીને કહેવા લાગ્યા કે તું બહુ બીકણ છે માટે આ લોકો જ્યાં જાય છે ત્યાં તું પણ જા, સવારે બધા આવે ત્યારે તું પણ આવજે. અમે તો આજે આ પર્વત પર રહીશું. આ અતિભયંકર કોનો અવાજ છે તે જોઈશું એ નકડી વાત છે. આ લોકો દીન છે, ભયથી પશુ અને બાળકોને લઈને ભાગે છે, અમને કોઈનો ભય નથી. ત્યારે સીતા કહેવા લાગી કે તમારી હઠ છોડાવવા કોણ સમર્થ છે? તમારો આગ્રહ દુર્નિવાર છે. આમ કહીને તે પતિની પાછળ ચાલી. તેનાં ચરણો ખેદખિન હતાં. પહાડના શિખર પર તે નિર્મળ ચંદ્રકાંતિ જેવી શોભતી હતી. શ્રી રામની પાછળ અને લક્ષ્મણની આગળ સીતા ચંદ્રકાંત અને ઇન્દ્રનીલમણિની વચ્ચે પુષ્પરાગમણિ જેવી શોભતી હતી. તે પર્વતનું આભૂષણ બની ગઈ. રામ-લક્ષ્મણને એવી બીક હતી કે ક્યાંક પર્વત ઉપરથી પડી ન જાય. તેથી એનો હાથ પકડીને ચાલતા હતા. તે નિર્ભય પુરુષોત્તમ વિષમ પાષાણવાળી પર્વત ઓળંગીને સીતા સહિત શિખર પર જઈ પહોંચ્યા. ત્યાં દેશભૂષણ અને કુલભૂષણ નામના બે મુનિ ધ્યાનારુઢ બન્ને હાથ લંબાવી, કાયોત્સર્ગ આસનમાં ખડા હતા. તે પરમ તેજથી યુક્ત, સમુદ્ર સરખા ગંભીર, પર્વત સમાન સ્થિર, શરીર અને આત્માને ભિન્ન ભિન્ન જાણનારા, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ ૩૩૫ મોહરહિત નગ્ન સ્વરૂપ ધરનારા, કાંતિના સાગર, પરમ સુંદર, અત્યંત સંયમી, શ્રેષ્ઠ આકૃતિવાળા, જિનભાષિત ધર્મના આરાધક હતા. શ્રી રામ-લક્ષ્મણે તેમને જોઈને હાથ જોડી નમસ્કાર કર્યા અને ખૂબ આશ્ચર્ય પામ્યા. મનમાં વિચારવા લાગ્યા કે સંસારનાં સર્વ કાર્યો અસાર છે, દુઃખનાં કારણ છે. મિત્ર, દ્રવ્ય, સ્ત્રી, કુટુંબ એ ઈન્દ્રિયજનિત સુખ એ બધું દુ:ખ જ છે, એક ધર્મ જ સુખનું કારણ છે. અત્યંત ભક્તિવાળા બન્ને ભાઈ ખૂબ હર્ષ પામી, વિનયથી નમ્ર શરીરે મુનિઓની સમીપે બેઠા. તે જ સમયે અસુરના આગમનથી અત્યંત ભયંકર અવાજ થયો. માયામયી સર્પ, વીંછીથી બન્ને મુનિઓનું શરીર વીંટળાઈ ગયું, સર્પો ભયંકર ફૂંફાડા મારતા હતા, કાજળ જેવા કાળા હતા, મોઢામાંથી જીભ બહાર લબકારા મારતી હતી અને અનેક વર્ણના અતિશૂળ વીંછીઓથી મુનિનું અંગ ઢંકાયેલું જોઈને રામ-લક્ષ્મણ અસુર પર કોપ્યા. સીતા ભયથી પતિના અંગે વીંટળાઈ ગઈ. ત્યારે તેમણે કહ્યું કે તું ડર નહિ. એને ધૈર્ય આપી, બન્ને સુભટોએ પાસે જઈ મુનિઓનાં શરીર ઉપરથી સાપ, વીંછી દૂર કર્યા, ચરણારવિંદની પૂજા કરી અને યોગીશ્વરોની ભક્તિ, વંદના કરી. શ્રી રામ વીણા લઈ વગાડવા લાગ્યા અને મધુર અવાજે ગાવા લાગ્યા. લક્ષ્મણ ગાવા લાગ્યા. ગાનના શબ્દો આ પ્રમાણે હતાઃ મહાયોગીશ્વર ધીરવીર છે, મનવચનકાયથી વંધ છે, તેમની ચેષ્ટા મનોજ્ઞ છે, દેવોથી પણ પૂજ્ય છે, મહાભાગ્યવંત છે, તેમણે અરહંતનો ધર્મ પ્રાપ્ત કર્યો છે, ઉપમારહિત છે, અખંડ, ઉત્તમ, ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ, જિનધર્મના ધુરંધર, ધ્યાનરૂપ વજદંડથી મોહરૂપ શિલાના ચૂરા કરી નાખ્યા છે, ધર્મરહિત પ્રાણીઓને અવિવેકી જાણીને દયાથી વિવેકના માર્ગે લાવે છે. પરમદયાળુ પોતે તરે અને બીજાઓને તારે છે. આ પ્રમાણે સ્તુતિ કરી બન્ને ભાઈઓએ એવું ગાયું કે વનના તિર્યંચોનાં મન પણ મોહિત થયાં. ભક્તિથી પ્રેરાઈને સીતા નાચ કરવા લાગી, જેમ સુમેરુ ઉપર શચિ નૃત્ય કરે છે. જેણે સમસ્ત સંગીતશાસ્ત્ર જાણ્યું હતું, સુંદર લક્ષણ ધરનારી, અમૂલ્ય હાર-માળાદિ પહેરેલી, પરમલીલા સહિત જેણે અભુત નૃત્યકળા પ્રગટ કરી છે, હાવભાવમાં પ્રવીણ, મંદમંદ ચરણ ધરતી, ગીત અનુસાર ભાવ બતાવતી સીતા અભુત નૃત્ય કરતી ખૂબ શોભાયમાન જણાતી હતી. અસુરકૃત ઉપદ્રવ જાણે કે સૂર્ય જોઈ ન શક્યો, અસ્ત પામ્યો. સંધ્યા પ્રગટ થઈને જતી રહી. આકાશમાં નક્ષત્રોનો પ્રકાશ થયો. દશે દિશામાં અંધકાર ફેલાઈ ગયો. તે સમયે અસુરની માયાથી અત્યંત રૌદ્ર ભૂતોનું ટોળું ખડખડ હસવા લાગ્યું. જેમનાં મુખ ભયંકર હતાં. તે કર્કશ અવાજ કરતા હતા. માયામયી શિયાળણી મુખમાંથી ભયાનક અગ્નિની જ્વાળા કાઢતી હતી, સેંકડો મડદાં ભય ઉપજાવે તેવું નૃત્ય કરતાં હતાં, તેમના મસ્તક, ભૂજા, જાંઘાદિમાંથી અગ્નિીની વૃષ્ટિ થતી હતી, દુર્ગધયુક્ત ઘટ્ટ લોહીના ટીપા વરસતાં હતાં, નગ્નસ્વરૂપ ડાકણો હાડકાંનાં આભૂષણો પહેરી આવતી, જેનાં શરીર ક્રૂર હતાં, તેના સ્તન ઊછળતાં હતાં, હાથમાં ખડ્ઝ હતાં, તે નજરે પડવા લાગી. તે ઉપરાંત સિંહ, વાઘાદિનાં મુખવાળા, તપેલા લોઢા જેવી આંખોવાળા, હાથમાં ત્રિશૂળ લઈ હોઠ કરડતા, કુટિલ ભ્રમરવાળા, કઠોર અવાજ કરતા અનેક પિશાચો નાચવા લાગ્યા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ ઓગણચાળીસમું પર્વ પદ્મપુરાણ પર્વતની શિલા ધ્રૂજવા લાગી, ધરતી ડોલી, ઇત્યાદિ ચેષ્ટા અસુરે કરી, પણ મુનિ તો શુક્લધ્યાનમાં મગ્ન હતા, તેમને કાંઈ ખબર પડી નહિ. આ ચેષ્ટા જોઈને જાનકી ભય પામી, પતિના શરીરે વળગી પડી. ત્યારે શ્રી રામે કહ્યું, હે દેવી ! ભય ન કરો. સર્વ વિનોના નાશક મુનિનાં ચરણોનું શરણ લે. આમ કહીને સીતાને મુનિના પગ પાસે મૂકીને પોતે લક્ષ્મણ સહિત ધનુષ હાથમાં લઈ, મહાબળવાન મેઘ સમાન ગર્યા, વજપાત જેવો ધનુષ ચડાવવાનો અવાજ થયો ત્યારે તે અગ્નિપ્રભ નામનો અસુર આ બન્ને વીરોને બળભદ્ર નારાયણ જાણીને ભાગી ગયો, તેની બધી ચેષ્ટા વિલય પામી. શ્રી રામ-લક્ષ્મણે મુનિનો ઉપસર્ગ દૂર કર્યો. તે જ સમયે દેશભૂષણ અને કુલભૂષણ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચતુર્નિકાયના દેવ તેમનાં દર્શન કરવા આવ્યા, વિધિપૂર્વક નમસ્કાર કરી સ્થાને યથાયોગ્ય બેઠા. કેવળજ્ઞાનના પ્રતાપથી કેવળીની નિકટ રાતદિવસનો તફાવત ના રહ્યો, ભૂમિગોચરી અને વિદ્યાધર કેવળીની પૂજા કરીને યથાયોગ્ય સ્થાને બેઠા. સુર, નર, વિધાધર બધા જ ધર્મનો ઉપદેશ સાંભળવા લાગ્યા. રામ-લક્ષ્મણ આનંદભર્યા ચિત્તે સીતા સાથે કેવળીની પૂજા કરીને હાથ જોડી, નમસ્કાર કરી પૂછવા લાગ્યા, કે ભગવાન! અસુરે આપના ઉપર કયા કારણે ઉપસર્ગ કર્યો? અને તમારા બન્નેમાં પરસ્પર અત્યંત સ્નેહ શા કારણે થયો? ત્યારે કેવળીની દિવ્ય ધ્વનિ થઈ. પદ્મિની નામના નગરમાં રાજા વિજયપર્વત રાજ્ય કરતો. તે ગુણરૂપ ધાન્યની ઉત્પત્તિનું ઉત્તમ ક્ષેત્ર હતો. તેની સ્ત્રીનું નામ ધારણી. તેનો અમૃતસુર નામનો દૂત સર્વ શાસ્ત્રોમાં નિપુણ, લોકરીતિનો જાણનાર અને ગુણોનો ચાહક હતો. તેની ઉપભોગા નામની સ્ત્રીને ઉદિત અને મુદિત નામના બે પુત્ર હતા, જે વ્યવહારમાં પ્રવીણ હતા. રાજાએ અમૃતસુરને કાર્ય નિમિત્તે રાજ્યની બહાર મોકલ્યો. તે સ્વામીભક્ત વસુભૂતિ નામના મિત્ર સાથે ગયો. વસુભૂતિ પાપી, દુષ્ટ વિચારનો અને અમૃતસુરની સ્ત્રી પ્રત્યે આસક્ત હતો. તેણે રાતના સમયે અમૃતસુરને ખગ્નથી મારી નાખ્યો અને નગરમાં પાછો આવતો રહ્યો. તેણે લોકોને કહ્યું કે મને પાછો મોકલી દીધો છે અને અમૃતસુરની પત્ની ઉપભોગાને યથાર્થ વૃત્તાંત કહ્યો ત્યારે તે કહેવા લાગી કે મારા બેય પુત્રને પણ મારી નાખ, જેથી આપણે બન્ને નિશ્ચિતપણે રહી શકીએ. આ વાત ઉદિતની પત્નીએ સાંભળી અને બધો વૃત્તાંત ઉદિતને કહી સંભળાવ્યો. આ વહુ સાસુનું ચરિત્ર પહેલાંથી જ જાણતી હતી, કેમ કે વસુભૂતિની સ્ત્રીએ તેને આ બધી વાત કરી હતી. તે પોતાના પતિ પ્રત્યે તેના પરદારાસેવનના કાર્યથી વિરક્ત હતી. ઉદિતે બધી વાતથી સાવધાન થઈ મુદિતને પણ સાવધાન કર્યો અને વસુભૂતિનું ખગ જોઈને પિતાના મરણનો નિશ્ચય કરી, ઉદિત વસુભૂતિને મારી નાખ્યો. તે પાપી મરીને સ્વેચ્છની યોનિમાં જન્મ્યો. જે બ્રાહ્મણ હતો તે કુશીલ અને હિંસાના દોષથી ચાંડાળને ત્યાં જન્મ્યો. એક વખત મુનિઓમાં મહાતેજસ્વી મતિવર્ધન નામના આચાર્ય પદ્મિની નગરીમાં આવ્યા અને વસંતતિલક નામના ઉધાનમાં સંઘ સહિત બિરાજ્યા. અનુરાધા નામની આર્થિકાઓની ગુણી આર્થિકાઓના સંઘ સહિત નગરની સમીપના ઉપવનમાં રહી. જે વનમાં મુનિ બિરાજ્યા હતા તે વનના અધિકારીએ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ ૩૩૭ આવીને રાજાને હાથ જોડી વિનંતી કરી કે હે દેવ! સંઘ આગળ જાય કે પાછળ જાય તે કહો. રાજાએ પૂછયું કે શી બાબત છે? તેણે કહ્યું કે ઉધાનમાં મુનિ આવ્યા છે. જો તેમને રોકીએ તો ડર લાગે છે અને જો ન રોકીએ તો તમે ગુસ્સે થાવ, એ રીતે અમે મોટા સંકટમાં છીએ. સ્વર્ગના ઉધાન સમાન આ વન છે. અત્યાર સુધી કોઈને આમાં આવવા દિધા નથી, પરંતુ મુનિઓને શું કરીએ? તે દિગંબર મુનિ દેવોથી પણ રોકાય નહિ તો અમારા જેવા તેમને કેવી રીતે રોકી શકે? રાજાએ કહ્યું કે તમે એમને રોકો નહિ. જ્યાં સાધુ બિરાજે છે તે સ્થાન પવિત્ર બને છે. પછી રાજા ખૂબ ઠાઠમાઠપૂર્વક મુનિનાં દર્શન કરવા ગયો. તે મહાભાગ્ય ઉદ્યાનમાં બિરાજતા હતા, વનની ધૂળથી તેમનાં અંગ મલિન હતાં, મુનિને યોગ્ય ક્રિયા સહિત હતા, તેમનાં હૃદય શાંત હતાં કેટલાક કાયોત્સર્ગ કરી બન્ને હાથ લંબાવી ઊભા છે, કેટલાક પદ્માસનમાં બિરાજે છે, બેલા, તેલા, ચોલા, પાંચ ઉપવાસ, દશ ઉપવાસ, પક્ષ-માસાદિ અનેક ઉપવાસોથી જેમનાં શરીર શોષાયાં છે, પઠન પાઠનમાં સાવધાન છે, તેમનાં શબ્દો ભ્રમર સમાન મધુર છે, તેમણે પોતાનું ચિત્ત શુદ્ધ સ્વરૂપમાં જોયું છે તે રાજા આવા મુનિઓને દૂરથી જોઈ ગર્વરહિત થઈ, હાથી પરથી ઊતરીને સાવધાન થઈ, સર્વ મુનિઓને નમસ્કાર કરી, આચાર્યની નિકટ જઈ, ત્રણ પ્રદક્ષિણા કરી પૂછવા લાગ્યા હે નાથ ! આપના શરીરમાં જેવી કાંતિ છે તેવા ભોગ નથી. ત્યારે આચાર્યે કહ્યું કે આ તારી બુદ્ધિ કેવી છે? તું શૂરવીર આ શરીરને સ્થિર માને છે એ તારી બુદ્ધિ સંસારને વધારનારી છે. જેમ હાથીના કાન ચપળ છે તેવું જ જીવન ચંચળ છે. આ દેહ કદલીતંભ સમાન અસાર છે અને ઐશ્વર્ય સ્વપ્નતુલ્ય છે. ઘર, કુટુંબ, પુત્ર, કલત્ર, બાંધવ બધું અસાર છે. આમ જાણીને આ સંસારની માયામાં પ્રીતિ કેવી રીતે થાય? આ સંસાર દુ:ખદાયક છે. આ પ્રાણી અનેક વાર ગર્ભવાસનાં સંકટ ભોગવે છે. ગર્ભવાસ નરકતુલ્ય મહાભયાનક, દુર્ગધ કૃમિજાળથી પૂર્ણ, રક્ત, શ્લેખ આદિનું સરોવર, અત્યંત અશુચિ કર્દમથી ભરેલ છે. આ પ્રાણી મોહરૂપ અંધકારથી અંધ થઈ ગર્ભવાસથી ડરતો નથી. ધિકાર છે આ અત્યંત અપવિત્ર દેહને! તે સર્વ અશુભનું સ્થાન, ક્ષણભંગુર ને અશરણ છે. જીભ દેહને પોષે છે, તે આને જ દુ:ખ આપીને કૃતજ્ઞ બને છે. તે નસજાળથી વીંટળાયેલું, ચામડીથી ઢંકાયેલું, અનેક રોગોનું ઘર, જેના આગમનથી ગ્લાનિ ઉપજાવતું એવું શરીર તેમાં જે પ્રાણી સ્નેહુ કરે છે તે જ્ઞાનરહિત, અવિવેકી છે. તેમનું કલ્યાણ ક્યાંથી થાય? અને આ શરીરમાં ઇન્દ્રિય ચોર વસે છે. તે બળાત્કારે ધર્મરૂપ ધન હરી જાય છે. આ જીવરૂપ રાજા કુબુદ્ધિરૂપ સ્ત્રી સાથે રમે છે, અને મૃત્યુ એને અચાનક ઉપાડી જાય છે. મનરૂપ મત્ત હાથી વિષયરૂપ વનમાં ક્રિીડા કરે છે. જ્ઞાનરૂપ અંકુશથી એને વશ કરીને વૈરાગ્યરૂપ થાંભલા સાથે વિવેકી બાંધે છે. આ ઇન્દ્રિયરૂપ તુરંગ મોહરૂપ ધજા ધારણ કરીને, પરસ્ત્રીરૂપ લીલા ઘાસમાં લોલુપતા રાખતા શરીરરૂપ રથને કુમાર્ગમાં પાડે છે. ચિત્તની પ્રેરણાથી જીવ ચંચળ બને છે તેથી ચિત્તને વશ કરવું યોગ્ય છે. તમે સંસાર, શરીર, ભોગથી વિરક્ત થઈ, ભક્તિથી જિનરાજને નમસ્કાર કરી, નિરંતર તેમનું સ્મરણ કરો કે જેથી અવશ્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ ઓગણચાળીસમું પર્વ પદ્મપુરાણ સંસારસમુદ્રને તરાય. તપ-સંયમરૂપ બાણોથી મોહરૂપ શત્રુને હણી લોકના શિખર પર અવિનાશીપુરનું અખંડ રાજ્ય કરો, નિર્ભય નિજપુરમાં નિવાસ કરો. મુનિના મુખથી આ વચન સાંભળીને સુબુદ્ધિ રાજા વિજયપર્વત રાજ્ય છોડીને મુનિ થયા. પેલા દૂતના પુત્ર ઉદિત અને મુદિત નામના બન્ને ભાઈ જિનવાણી સાંભળીને મુનિ થઈ પૃથ્વી પર વિચારવા લાગ્યા. તે સમેદશિખરની યાત્રાએ જતા હતા ત્યાં કોઈ પ્રકારે માર્ગ ભૂલીને વનમાં જઈ ચડ્યા. તે વસુભૂતિ વિપ્રનો જીવ મહારૌદ્ર ભીલ થયો હતો તેણે મુનિને જોયા. તે અતિક્રોધાયમાન થઈ કુહાડા જેવાં કઠોર વચન બોલ્યો, એમને ઊભા રાખીને મારવા તૈયાર થયો. ત્યારે મોટો ભાઈ ઉદિત મુદિતને કહેવા લાગ્યો કે હે ભાઈ ! ભય ન પામ, ક્ષમારૂપ ઢાલને અંગીકાર કર. આ મારવા તૈયાર થયો છે, પણ આપણે ઘણા દિવસ ! ક્ષમાનો અભ્યાસ કર્યો છે માટે અત્યારે દઢતા રાખવી, આ વચન સાંભળી મુદિત બોલ્યો કે આપણે તો જિનમાર્ગના શ્રદ્ધાળુ છીએ, આપણને ભય શાનો હોય? દેહ તો વિનશ્વર જ છે અને આ વસુભૂતિનો જીવ છે જેને પિતાના વેરથી આપણે માર્યો હતો. આમ બન્ને મુનિ પરસ્પર વાત કરીને, શરીરનું મમત્વ છોડી, કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા. તે પ્લેચ્છ એટલે કે ભીલ મારવા આવ્યો; પણ તેના રાજાએ તેને રોક્યો અને બન્ને મુનિને બચાવ્યા. આ કથા સાંભળીને રામે કેવળીને પ્રશ્ન કર્યો કે હે દેવ ! પેલાએ બચાવ્યા તો તેને તેમના ઉપર શા કારણે પ્રીતિ થઈ હતી ? ત્યારે કેવળીના દિવ્ય ધ્વનિમાં ઉત્તર મળ્યો કે એક યક્ષસ્થાન નામનું ગામ હતું. તેમાં સુરપ અને કર્ષક નામના બે ભાઈ રહેતા. કોઈ પારધી એક પક્ષીને જીવતું પકડી તે ગામમાં લાવ્યો. આ બન્ને ભાઈઓએ દ્રવ્ય આપીને તેને છોડાવ્યું હતું તે પક્ષી મરીને સ્વેચ્છપતિ થયું અને પેલા સુર૫, કર્ષક મરીને ઉદિતમુદિત થયા. તે પરોપકારથી તેણે આમને બચાવ્યા. જે કોઈ જેટલી નેકી કરે છે તે પણ તેની નેકી કરે છે અને જે કોઈનું બૂરું કરે છે તો તે પણ તેનું બૂરું કરે છે. આ સંસારી જીવોની રીત છે. માટે બધાનો ઉપકાર જ કરવો. કોઈ પ્રાણી પ્રત્યે વેર ન રાખવું એક જીવદયા જ મોક્ષનો માર્ગ છે. દયા વિના ગ્રંથો ભણી જવાથી શો લાભ? એક સુકૃત જ સુખનું કારણ છે તે કરવું. તે ઉદિત-મુદિત મુનિ ઉપસર્ગથી છૂટી મેદશિખરની યાત્રાએ ગયા અને બીજાં પણ અનેક તીર્થોની યાત્રા કરી. રત્નત્રયનું આરાધન કરી સમાધિથી પ્રાણ ત્યજી સ્વર્ગમાં ગયા. પેલો વસુમતિનો જીવ, જે મ્લેચ્છ થયો હતો, તે અનેક કુયોનિઓમાં ભ્રમણ કરી, મનુષ્યદેહ પામી, તાપસનાં વ્રત કરી અજ્ઞાન તપથી મરીને જ્યોતિષી દેવામાં અગ્નિકેતુ નામનો દૂર દેવ થયો. ભરતક્ષેત્રના વિષમ અરિષ્ટપુર નગરમાં રાજા પ્રિયવ્રત અત્યંત ભોગી હતો. તેને કનકપ્રભા અને પદ્માવતી નામની બે રાણીઓ હતી. પેલા ઉદિત-મુદિતના જીવ સ્વર્ગમાંથી ચ્યવીને પદ્માવતી રાણીની કૂખે રત્નરથ અને વિચિત્રરથ નામના પુત્ર તરીકે જન્મ્યા. પેલો જ્યોતિષી દેવ ચ્યવીને કનકપ્રભાની કૂખે અનુધર નામના પુત્ર તરીકે જન્મ્યો. રાજા પ્રિયવ્રત પુત્રને રાજ્ય આપી ભગવાનના ચૈત્યાલયમાં દિવસોનું અનશન કરી, દેહત્યાગ કરી સ્વર્ગે ગયા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ ૩૩૯ રત્નરથ શ્રીપ્રભા નામની લક્ષ્મી સમાન એક રાજપુત્રી પરણ્યો. અનુધરને તેની સાથે પરણવાની ઇચ્છા હતી. અનુધરને રત્નરથ સાથે પૂર્વજન્મનું વેર તો હતું જ અને અહીં નવું વેર થયું. તેથી અનુધર રત્નરથની પૃથ્વી ઉજ્જડ કરવા લાગ્યો. ત્યારે રત્નરથ અને વિચિત્રરથ બન્ને ભાઈઓએ અનુધરને યુદ્ધમાં જીતી દેશ નિકાલ કર્યો. તે દેશનિકાલ થવાથી અને પૂર્વના વેરથી અત્યંત ગુસ્સે થઈ જટા અને વલ્કલધારી તાપસી થયો. તેનામાં વિષવૃક્ષ સમાન વિષય કષાય ભર્યા હતા. રત્નરથ અને વિચિત્રરથ અત્યંત તેજસ્વી હતા. તે ચિરકાળ રાજ્ય ભોગવી, મુનિ થઈ, તપ કરી સ્વર્ગમાં દેવ થયા. ત્યાં મહાસુખ ભોગવી, આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધાર્થનગરના રાજા ક્ષેમંકરની રાણી વિમળાના પેટે દેશભૂષણ, કુલભૂષણ નામના પુત્ર જન્મ્યા. તે વિદ્યા મેળવવા માટે ઘરમાં ઉચિત કીડા કરતા રહ્યા. તે વખતે સાગરઘોષ નામના પંડિત અનેક દેશોમાં ભ્રમણ કરતાં કરતાં ત્યાં આવ્યા. રાજાએ પંડિતને ખૂબ આદર આપ્યો અને બેય પુત્રોને ભણવા તેમની પાસે મૂક્યા. વિનયી એવા તેમણે બધી કળા શીખી લીધી. તેઓ માત્ર એક વિદ્યાગુરુને જાણતા અને વિદ્યાને જાણતા. બીજા કોઈ કુટુંબીને જાણતા નહિ. તેમને વિદ્યાભ્યાસ કરવો એ એક જ કાર્ય હતું. વિદ્યાગુરુ પાસેથી તે અનેક વિદ્યા શીખ્યા. સર્વ કળાના પારગામી થઈ પિતા પાસે આવ્યા. પિતા તેમને મહાવિદ્વાન અને સર્વ કળામાં નિપુણ જોઈને પ્રસન્ન થયા. પંડિતને મનવાંછિત દાન આપ્યું. એ દેશભૂષણ-કુળભૂષણ અમે છીએ. કુમાર અવસ્થામાં અમે સાંભળ્યું કે પિતાજીએ અમારા વિવાહ માટે રાજકન્યાનું માગું કર્યું છે. આ વાત સાંભળી તેની શોભા જોવા અમે નગરબહાર જવા તૈયાર થયા. અમારી બહેન કમલોત્સવા કન્યા ઝરૂખામાં બેસી નગરની શોભા જતી હતી. અમે તો વિધાનો અભ્યાસ જ કર્યો હતો, અમે તો કોઈને દેખ્યા, જોયા નહોતા. આ અમારી બહેન છે એ અમે જાણતા નહોતા. એ અમારી માગણીની કન્યા છે એમ માનીને અમારું ચિત્ત વિકારરૂપ થયું. બન્ને ભાઈઓનાં ચિત્ત ચળ્યાં હતાં. બન્ને પરસ્પર વિચારવા લાગ્યા કે તેને હું પરણીશ. બીજો ભાઈ તેને પરણવા ઇચ્છશે તો તેને મારીશ. તેથી બન્નેના ચિત્તમાં વિકારભાવ અને નિર્દયભાવ થયો. તે જ વખતે બંદીજનોનાં મુખમાંથી એવો અવાજ સંભળાયો કે રાજા ક્ષેમંકર વિમળારાણી સહિત જયવંત હો. જેમના બે પુત્રો દેવ સમાન છે અને આ ઝરૂખામાં બેઠેલી તેમની બહેન કમલોત્સવા છે. બન્ને વીર મહાગુણવાન છે અને બહેન મહાન ગુણવંતી છે. આવાં સંતાન પુણ્યાધિકારીને જ હોય છે. આ શબ્દો અમે સાંભળ્યા અને વિચાર આવ્યો કે અહો, જુઓ મોહકર્મની દુષ્ટતા !! અમને અમારી બહેન પ્રત્યે અભિલાષા જાગી. આ સંસાર અસાર અને દુ:ખથી ભરેલો છે, અરેરે ! અહીં એવા ભાવ ઉપજે છે કે પાપના યોગથી મરીને પ્રાણી નરકમાં જાય અને અત્યંત દુ:ખ ભોગવે છે. આમ વિચારતાં અમને જ્ઞાન પ્રગટ થયું અને વૈરાગ્યના ઉદ્યમી થયા. માતાપિતા સ્નેહથી વ્યાકુળ થયા. પરંતુ અમે બધા પ્રત્યેની મમતા છોડીને દિગંબરી દીક્ષા અંગીકાર કરી. અમને આકાશગામિની રિદ્ધિ પ્રાપ્ત થઈ. અમે નાના પ્રકારનાં જિનતીર્થોમાં વિહાર કર્યો, તપ જ અમારું ધન હતું. અમારા પિતા રાજા ક્ષેમંકર, જે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૦ ઓગણચાળીસમું પર્વ પદ્મપુરાણ પાછલા ભવના પણ પિતા હતા, તે અમારા વિયોગના શોકાગ્નિથી તપ્ત થઈ, સર્વ આહાર ત્યજી મૃત્યુ પામ્યા અને ગુરુડેંન્દ્ર થયા. ભવનવાસી દેવોમાં ગરુડકુમાર જાતિના દેવોના અધિપતિ મહાલોચન નામના અત્યંત સુંદર અને પરાક્રમી દેવ આવીને આ સભામાં બેઠા છે. પેલો અનુધર તાપસી વિહાર કરતો કરતો કૌમુદીનગરમાં ગયો, પોતાના શિષ્યોથી વીંટળાઈને બેઠો હતો. ત્યાં રાજા સુમુખ, તેની રાણી રતિદેવી અને તેની એક મદના નામની નૃત્યકારિણી હતી. તેણે સાધુદત્ત મુનિની સમીપે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું. ત્યારથી તે કુદેવ, કુગુરુ, કુધર્મને તૃણવત્ જાણતી. એક દિવસ રાજાએ તેને કહ્યું કે આ અનુધર તાપસી મહાન તપસ્વી છે. ત્યારે મદનાએ કહ્યું કે હું નાથ! અજ્ઞાનીને તપ કેવું ? તે તો લોકોમાં પાખંડરૂપ છે. આ સાંભળી રાજાએ ક્રોધ કર્યો અને કહ્યું કે તું તપસ્વીની નિંદા કરે છે. ત્યારે તેણીએ કહ્યું કે આપ ગુસ્સે ન થાવ, થોડા જ દિવસોમાં એની ચેષ્ટા જણાઈ જશે. આમ કહીને ઘરે જઈને પોતાની નાગદત્તા નામની પુત્રીને શીખવાડીને તાપસીના આશ્રમમાં મોકલી. તે દેવાંગના સમાન ઉત્તમ ચેષ્ટા કરનારી. વિભ્રમમાં પડેલા તાપસીને પોતાનું શરીર દેખાડવા લાગી. તેનાં અતિસુંદર અંગઉપાંગ જોઈને અજ્ઞાની તાપસીનું મન મોહિત થયું, આંખો ચંચળ બની ગઈ. જે અંગ ઉપર નેત્ર જતાં ત્યાં જ મન બંધાઈ જતું. તાપસી કામબાણથી પીડિત થયો. વ્યાકુળ થઈને દેવાંગના સમાન આ કન્યાની સમીપે આવીને પૂછવા લાગ્યો કે તું કોણ છે અને અહીં ક્યાં આવી છે? સંધ્યાકાળે તો બધા જ નાનામોટા પોતાના સ્થાનમાં રહે છે. તું અત્યંત સુકુમાર એકલી વનમાં શા માટે વિચરે છે? ત્યારે તે કન્યા મધુર શબ્દોથી તેનું મન હરતી દીનતાથી બોલી હે નાથ ! તમે દયાળુ અને શરણાગત-પ્રતિપાળ છો, આજે મારી માતાએ મને ઘરમાંથી કાઢી મૂકી એટલે હવે હું તમારા જેવો વેશ પહેરીને તમારા સ્થાનમાં રહેવા ઇચ્છું છું, તમે મારા ઉપર કૃપા કરો. રાતદિવસ તમારી સેવા કરીને મારો આ લોક અને પરલોક સુધરી જશે. ધર્મ, અર્થ, કામ એમાંથી એવો ક્યો પદાર્થ છે કે જે તમારામાં ન હોય. તમે ૫૨મ નિધાન છો, મેં પુણ્યના યોગથી તમને મેળવ્યા છે. કન્યાએ જ્યારે આમ કહ્યું, ત્યારે એનું મુખ અનુરાગી જાણી, વિકળ તાપસી કામથી પ્રજ્વલિત થઈને બોલ્યોઃ હે ભદ્રે! હું શું કૃપા કરું ? તું કૃપા કરીને પ્રસન્ન થા, હું જિંદગીભર તારી સેવા કરીશ એમ કહીને હાથ હુલાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કન્યાએ પોતાના હાથથી રોકીને આદર સહિત કહ્યું કે હું નાથ ! આમ કરવું ઉચિત નથી. હું કુમારી કન્યા છું, મારી માતાને ઘેર જઈને પૂછો, ઘર પણ પાસે જ છે. જેવી મારા ઉપર તમારી કરુણા થઈ છે, તેમ મારી માને પ્રસન્ન કરો. તે તમને આપે તો જે ઇચ્છા હોય તે કરજો. કન્યાનાં આ વચન સાંભળી મૂઢ તાપસી વ્યાકુળ થઈ તત્કાળ કન્યાની સાથે રાત્રે તેની માતા પાસે આવ્યો. તેની સર્વ ઇન્દ્રિયો કામથી વ્યાકુળ હતી. જેમ મત્ત હાથી જળના સરોવરમાં પેસે તેમ તાપસીએ નૃત્યકારિણીના ઘરમાં પ્રવેશ કર્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! કામથી ગ્રસાયેલ પ્રાણી નથી સ્પર્શ કરતો, નથી સ્વાદ લેતો, નથી સૂંઘતો, નથી દેખતો, નથી સાંભળતો, નથી જાણતો, નથી ડરતો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ ૩૪૧ અને નથી લજ્જા પામતો. તે મહામોહથી નિરંતર કષ્ટ પામે છે. જેમ આંધળો માણસ સર્પોથી ભરેલા કૂવામાં પડે તેમ કામાંધ જીવ સ્ત્રીના વિષયરૂપ વિષમ કૂપમાં પડે છે. તે તાપસી નૃત્યકારિણીનાં ચરણમાં આળોટીને અત્યંત આધીન થઈ કન્યાની માગણી કરવા લાગ્યો. પછી તેણે તાપસીને બાંધી રાખ્યો. રાજાને પ્રશ્ન હતો તેથી રાજાએ રાત્રે આવીને તાપસીને બંધાયેલો જોયો. સવારમાં તેનો તિરસ્કાર કરીને તેને કાઢી મૂક્યો. તે અપમાનથી લજ્જિત થઈને તે અત્યંત દુઃખ ભોગવતો, પૃથ્વી પર ભટકીને મૃત્યુ પામ્યો, અનેક કુયોનિમાં જન્મમરણ કર્યા અને કર્માનુયોગથી દરિદ્રીને ઘેર ઉત્પન્ન થયો. જ્યારે એ ગર્ભમાં આવ્યો તે જ વખતે તેની માતાએ તેના પિતાને ક્રૂર વચનો સંભળાવીને ઝઘડો કર્યો, ઉદાસ થઈ ને તે વિદેશ ગયો અને આનો જન્મ થયો. બાળક અવસ્થા હતી ત્યારે ભીલના દેશના મનુષ્યોને બંધ કર્યા, તેમાં એની માતા પણ બંધનમાં પડી. એ આખાય કુટુંબ વિનાનો પરમદુ:ખી થયો. કેટલાક દિવસો પછી તાપસી થઈને અજ્ઞાન તપ કરીને જ્યોતિષી દેવામાં અગ્નિપ્રભ નામનો દેવ થયો. એક સમયે અનંતવીર્ય કેવળીને ધર્મમાં નિપુણ એક શિષ્ય પૂછયું: હે નાથ! મુનિસુવ્રતનાથના મુક્તિગમન બાદ તમે કેવળી થયા, તમારા જેવા સંસારના તારક બીજા કોણ થશે? ત્યારે તેમણે કહ્યું કે દેશભૂષણ-કુળભૂષણ થશે, તે કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ કરશે અને જગતમાં સારરૂપ જિનનો ઉપદેશ પામીને લોકો સંસારસમુદ્રને તરશે. આ વચન અગ્નિપ્રર્ભ સાંભળ્યાં અને તે પોતાના સ્થાનકે ગયો. આ દિવસોમાં કુઅવધિથી અમને પર્વત પર રહેલા જાણીને “અનંતવીર્ય કેવળીનું વચન મિથ્યા કરું એવો ગર્વ કરીને પૂર્વના વેરથી ઉપદ્રવ કરવા આવ્યો. તે તમને બળભદ્ર નારાયણ જાણીને ભયથી ભાગી ગયો. હે રામ ! તમે ચરમશરીરી, તદ્દભવ મોક્ષગામી બળભદ્ર છો અને લક્ષ્મણ નારાયણ છે. તમે તેના સહિત અમારી સેવા કરી અને અમારા ઘાતિકર્મના ક્ષયથી અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે પ્રાણીઓનાં વેરનું કારણ બધું વેરના અનુબંધથી છે, એમ જાણીને અને જીવોના પૂર્વભવનું શ્રવણ કરીને હે પ્રાણીઓ! રાગદ્વેષ ત્યજી સ્થિર થાવ. આવા મહાપવિત્ર કેવળીનાં વચન સાંભળી સુર, નર, અસુર વારંવાર નમસ્કાર કરવા લાગ્યા અને ભવદુઃખથી ડર્યા. ગરુડન્દ્ર પરમ હુર્ષિત થઈને કેવળીનાં ચરણારવિંદને નમસ્કાર કરી, અત્યંત સ્નેહદૃષ્ટિ ફેલાવતો, જેના મણિકુંડળ ઝગમગે છે એવો એ રઘુવંશમાં ઉદ્યોત કરનાર રામને કહેવા લાગ્યો, હે ભવ્યોત્તમ! તમે મુનિઓની ભક્તિ કરી તેથી હું અત્યંત પ્રસન્ન થયો છું. એ મારા પૂર્વભવના પુત્રો છે. તમે જે માગશો તે હું આપીશ. ત્યારે શ્રી રઘુનાથ ક્ષણેક વિચારીને બોલ્યા કે તમે દેવોના સ્વામી છો, કોઈવાર અમારા ઉપર આપત્તિ આવે તો અમને યાદ કરજો, સાધુની સેવાના પ્રસાદથી આ ફળ મળ્યું કે તમારા જેવાનો મેળાપ થયો. ત્યારે ગરુડ કહ્યું કે તમારું વચન હું માન્ય રાખું છું. જ્યારે તમારે કામ પડે ત્યારે હું તમારી નિકટ જ છું. આમ કહ્યું ત્યારે અનેક દેવ મેઘના ધ્વનિ સમાન વાજિંત્રો વગાડવા લાગ્યા. સાધુઓના પૂર્વભવ સાંભળીને કેટલાક ઉત્તમ મનુષ્યો મુનિ થયા, કેટલાકે શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. તે દેશભૂષણ-કુળભૂષણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨ ચાળીસમું પર્વ પદ્મપુરાણ કેવળી જગતપૂજ્ય બની સર્વ સંસારમાં દુ:ખથી, રહિત નગર, ગ્રામ પર્વતાદિ સર્વ સ્થાનોમાં વિહાર કરતા ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા. તે બન્ને કેવળીઓના પૂર્વભવનું ચરિત્ર જે નિર્મળ સ્વભાવના ધારક ભવ્ય જીવ શ્રવણ કરે છે તે સૂર્ય સમાન તેજસ્વી પાપરૂપ તિમિરનો શીધ્ર નાશ કરે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દેશભૂષણ-કુલભૂષણ કેવળીનું ચરિત્રવર્ણન કરનાર ઓગણચાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * ચાળીસમું પર્વ (રામગિરિ પર શ્રી રામચંદ્રનું પદાર્પણ) પછી કેવળીના મુખથી શ્રી રામચંદ્ર ચરમશરીરી એટલે કે તદ્દભવ મોક્ષગામી છે એમ સાંભળીને બધા રાજાઓ જયજયકાર કરીને તેમને પ્રણામ કરવા લાગ્યા. વંશસ્થળપુરનો રાજા સુરપ્રભ અત્યંત નિર્મળ ચિત્તવાળા રામ, લક્ષ્મણ, સીતાની ભક્તિ કરવા લાગ્યો. મહેલના શિખરની કાંતિથી ઉજ્જવળ બનેલા આકાશવાળા નગરમાં પધારવાની રાજાએ પ્રાર્થના કરી, પરંતુ રામે તે ન સ્વીકારી. વંશગિરિના સુંદર શિખર પરના નલિની વનમાં એક રમણીય, વિશાળ શિલા પર આવી હંસ સમાન પોતે બિરાજ્યા. વનમાં નાના પ્રકારનાં લતાઓથી પૂર્ણ વૃક્ષો છે. જાતજાતના પક્ષીઓ ત્યાં અવાજ કરી રહ્યાં છે, સુગંધી પવન વાય છે, ભાતભાતનાં ફળફૂલોથી શોભે છે, સરોવરોમાં કમળ ખીલી રહ્યાં છે. સ્થાન અત્યંત સુંદર છે, ત્યાં સર્વ ઋતુની શોભા બની રહી છે. શુદ્ધ અરીસાની સપાટી જેવી મનોજ્ઞ ભૂમિ, પાંચ વર્ણનાં રત્નોથી શોભે છે. કુંદ, મૌલશ્રી, માલતી, સ્થળકમળ, અશોકવૃક્ષ, નાગવૃક્ષ ઇત્યાદિ અનેક પ્રકારનાં સુગંધી વૃક્ષો ખીલી રહ્યાં છે, તેમનાં મનોહર પાંદડાં ચમકે છે. ત્યાં રાજાની આજ્ઞાથી મહાભક્તિવંત પુરુષોએ શ્રી રામને બિરાજવા માટે વસ્ત્રોના મહામનોહર મંડપ બનાવ્યા. સેવકો અત્યંત ચતુર અને સાવધાન હતા. તે આનંદ કરાવતા, મંગળ વાણી બોલતા, સ્વામીની ભક્તિમાં તત્પર રહેતા, તેમણે અનેક પ્રકારના પહોળા, ઊંચા વસ્ત્રોના મંડપ બનાવ્યા. તેમાં જુદાં જુદાં ચિત્રો હતાં. તેની ઉપર ધજાઓ લહેરાતી હતી, અંદર મોતીની માળાઓ લચકતી હતી, નાની નાની ઘંટડીઓવાળી મણિની ઝાલરો લટકતી હતી, અત્યંત દેદીપ્યમાન સૂર્યનાં કિરણો જેવા ચમકતા કળશ પૃથ્વી પર મૂક્યા હતા, છત્ર, ચામર, સિંહાસનાદિ રાજચિહ્નો તથા સર્વ સામગ્રી હાજર હતી. અનેક મંગળ દ્રવ્ય હતાં. એવા સંદર સ્થળમાં તે સખપર્વક રહે છે. જ્યાં જ્યાં રઘુનાથ પગ મૂકે છે ત્યાં અનેક રાજા તેમની સેવા કરે છે. શય્યા. આસન, મણિસુવર્ણનાં નાના પ્રકારનાં ઉપકરણ અને એલચી, લવિંગ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચાળીસમું પર્વ ૩૪૩ તાંબૂલ, મેવા, મિષ્ટાન્ન, શ્રેષ્ઠ વસ્ત્ર, અદ્ભુત આભુષણ જાતજાતના ભોજનો, દહીં- દૂધમાં રાંધેલાં જાતજાતનાં અન્ન ઇત્યાદિ અનુપમ વસ્તુઓ લાવે છે. આ પ્રમાણે બધી જગ્યાએ બધા માણસો શ્રીરામને પૂજે છે. વંશગિરિ પર શ્રીરામ, લક્ષ્મણ, સીતાને રહેવા માટે મંડપ બનાવ્યા છે. તેમાં કોઈ સ્થળે ગીત, ક્યાંક નૃત્ય, ક્યાંક વાજિંત્ર વાગે છે. ક્યાંક સુકૃતની કથા થાય છે, નૃત્યકારિણી એવું નૃત્ય કરે છે કે જાણે દેવાંગના જ છે. ક્યાંક દાન અપાય છે. એવાં મંદિર બનાવ્યાં છે, જેનું વર્ણન કોણ કરી શકે ? ત્યાં સર્વ સામગ્રી પૂર્ણ છે, યાચક ત્યાંથી પાછો જતો નથી. બન્ને ભાઈ બધાં આભૂષણોથી યુક્ત, સુંદર વસ્ત્રો પહેરે છે, દાન આપે છે, યશ ફેલાય છે, પરમ સૌભાગ્યવાન સીતા પાપના પ્રસંગથી રહિત, શાસ્ત્રોક્ત રીતથી રહે છે, તેનો મહિમા ક્યાં સુધી કહીએ ? વંશગિરિ ઉપર શ્રી રામચંદ્ર જિનેશ્વરદેવનાં હજારો અદ્ભુત ચૈત્યાલયો બનાવરાવ્યાં. તેના સ્તંભ અત્યંત મજબૂત હતા, લંબાઈ, પહોળાઈ ઊંચાઈ પ્રમાણસર હતી. તેમાં સુંદર ઝરૂખા શોભતા હતા, દ્વાર પણ તોરણ હતાં, કોટ અને ખાઈથી વીંટળાયેલા હતા, તેના ઉપર સુંદર ધજાઓ ફરકતી હતી, વંદના કરવા આવનાર ભવ્ય જીવોના મનોહર શબ્દ સાથે મૃદંગ, વીણા, બંસરી, ઝાલર, મંજીરાં, શંખ, નગારાના અવાજથી ગુંજતા હુતા. મહાન ઉત્સવ ત્યાં થતા હતા એવા રામનાં રચેલાં રમણીક જિનમંદિરોની પંક્તિ શોભતી હતી. તેમાં સર્વ લક્ષણોયુક્ત, સર્વલોક વડે પૂજ્ય, પંચવર્ણના જિનબિંબ બિરાજતાં હતાં. એક દિવસે કમળલોચન શ્રીરામે લક્ષ્મણને કહ્યું, હે ભાઈ ! અહીં આપણા ઘણા દિવસો વીત્યા. આ ગિરિ પર સુખપૂર્વક રહ્યા, શ્રી જિનેશ્વરનાં ચેત્યાલયો બનાવવાથી પૃથ્વી પર નિર્મળ કીર્તિ ફેલાઈ. આ વંશસ્થળપુરના રાજાએ આપણી ઘણી સેવા કરી, આપણાં મન ઘણાં પ્રસન્ન કર્યા. હવે અહીં જ રહીએ તો કાર્યની સિદ્ધિ નહિ થાય અને આ ભોગોથી મારું મન પ્રસન્ન નથી. આ ભોગ રોગ સમાન છે એમ જ હું જાણું છું તો પણ આ ભોગોને હું ક્ષણમાત્ર છોડતો નથી. જ્યાં સુધી સંયમનો ઉદય નથી ત્યાં સુધી એ વિના પ્રયત્ન આવી મળે છે. આ ભવમાં આ પ્રાણી જે કર્મ કરે છે તેવું ફળ પરભવમાં ભોગવે છે અને પૂર્વે ઉપાર્જલા કર્મનું ફળ વર્તમાનકાળમાં ભોગવે છે. આ સ્થળમાં નિવાસ કરવામાં આપણને સુખસંપત્તિ તો રહે જ છે, પણ જે દિવસો જાય છે તે ફરીને આવતા નથી નદીનો વેગ, આયુષ્યના દિવસો અને યૌવન ગયા પછી પાછાં આવતાં નથી. આ કર્ણરવા નામની નદીની સમીપે દંડકવન હોવાનું સંભળાય છે. ત્યાં ભૂમિગોચરીઓ જઈ શકતા નથી. ત્યાં ભારતની આજ્ઞાનો પણ પ્રવેશ નથી, ત્યાં સમુદ્રના તટ પર એક સ્થાન બનાવીને નિવાસ કરીશું. રામની આજ્ઞા સાંભળીને લક્ષ્મણે વિનતિ કરી કે હે નાથ ! આપ જેમ આજ્ઞા કરશો તેમ જ થશે. આમ વિચારીને મહાધીર બન્ને વીર ઇન્દ્રસરખા ભોગ ભોગવીને વંશગિરિ પરથી સીતારહિત ચાલી નીકળ્યાં. વંશસ્થલપુરનો સ્વામી રાજા સુરપ્રભ સાથે દૂર સુધી આવ્યો. રામે તેને વિદાય કર્યો ત્યારે મુશ્કેલીથી પાછો વળ્યો. અત્યંત શોક કરતો પોતાના નગરમાં આવ્યો. શ્રીરામનો વિરહુ કોને કોને શોક ન ઉપજાવે? ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું રાજન્ ! જે અનેક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૪ એકતાળીસમું પર્વ પદ્મપુરાણ ધાતુવાળો મહાન પર્વત વંશગિરિ, જ્યાં રામચંદ્ર જિનમંદિરોની પંક્તિ બનાવડાવીને તેને શોભાયમાન કર્યો તે દિશાઓને પોતાની કાંતિથી પ્રકાશમાન કરે છે. રવિ સમાન જેની પ્રભા છે, રામે તેના પર સુંદર મંદિરો બનાવરાવ્યાં તેથી રામગિરિ કહેવાયો અને તે પ્રમાણે પૃથ્વી પર પ્રસિદ્ધ થયો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રામગિરિનું વર્ણન કરનાર ચાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * એકતાળીસમું પર્વ (જટાયુ પક્ષીનું ઉપાખ્યાન) પછી રાજા અનરણ્યના પૌત્ર, દશરથના પુત્ર રામ-લક્ષ્મણ, સીતા સાથે દક્ષિણ દિશાના સમુદ્ર તરફ ચાલ્યા. કેવા છે બન્ને ભાઈ ? પરમસુખના ભોક્તા. નગર, ગ્રામથી ભરેલા અનેક દેશોને ઓળંગીને તેમણે વનમાં પ્રવેશ કર્યો, જ્યાં મૃગોના સમૂહ હતા અને માર્ગ સૂઝતો નહિ. ઉત્તમ પુરુષોની વસતિ નહોતી. તે વિષમ સ્થાનોમાં ભીલ પણ વિચારી શકતા નહિ. જાતજાતનાં વૃક્ષો અને વેલોથી ભરેલા અત્યંત અંધકારરૂપ, જ્યાં પર્વતની ગુફામાંથી ઝરણાં ઝરે છે તે વનમાં જાનકીના સંગને કારણે ધીરે ધીરે દરરોજ એક કોસ ચાલતા, બન્ને ભાઈ નિર્ભયપણે અનેક ક્રિીડા કરતા નર્મદા નદી પર પહોંચ્યા. તેના રમણીક તટ પ્રચૂર ઘાસથી સઘન હતા, છાયા આપનાર અનેક વૃક્ષ ફળ-પુષ્પાદિથી શોભિત હતાં, તેની સમીપમાં પર્વત હતો. આવું સ્થાન જોઈને બન્ને ભાઈ કહેવા લાગ્યા કે આ સુંદર વન! આ સુંદર નદી ! આમ કહીને વૃક્ષોની રમણીય છાયામાં સીતા સહિત બેઠા. થોડીવાર ત્યાં બેસીને ત્યાંનાં રમણીય સ્થાનો જોઈને જળક્રીડા કરવા લાગ્યાં. પછી અત્યંત મીઠાં પાકાં ફળફૂલોનું ભોજન બનાવ્યું, જે સુખની વાતો કરતા હતા, ત્યાં રસોઈનાં સાધનો અને વાસણો માટીનાં અને વાંસનાં બનાવ્યાં, સીતાએ વનના ધાન્યમાંથી સુગંધી આહાર તૈયાર કર્યો. ભોજનના સમયે બન્ને વીર મુનિના આગમનની અભિલાષાથી બારણે પડગાહન કરવા ઊભા રહ્યા. તે વખતે બે ચારણ મુનિ પધાર્યા, જેમનાં નામ સુગુપ્તિ અને ગુપ્તિ હતા, તેમનાં શરીર જ્યોતિપટલથી સંયુક્ત હતા, તેમનું દર્શન હતું, મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી વિરાજતા હતા, મહાવ્રતના ધારક, પરમ તપસ્વી, સકળ વસ્તુની અભિલાષાથી રહિત, નિર્મળ ચિત્તવાળા, માસોપવાસી, અત્યંત ધીરવીર, શુભ ચેષ્ટાના ધારક, નેત્રોને આનંદ આપનાર, શાસ્ત્રોક્ત આચારસંયુક્ત એવા તે આહાર માટે પધાર્યા. સીતાએ તેમને દૂરથી જોયા. અત્યંત હર્ષથી ઉભરાતી આંખે અને રોમાંચિત શરીરે તે પતિને કહેવા લાગીઃ હે નાથ ! હે નરશ્રેષ્ઠ! જુઓ, જુઓ, તપથી દુર્બળ બનેલ શરીરવાળા દિગંબર કલ્યાણરૂપ ચારણયુગલ પધાર્યા. ત્યારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકતાળીસમું પર્વ ૩૪૫ રામે કહ્યું કે હે પ્રિયે! હે પંડિત! તે સાધુ ક્યાં છે? કે સુંદર રૂપ અને આભૂષણ પહેરનારી! ધન્ય છે તારા ભાગ્યને! તે નિગ્રંથ યુગલને જોયા, જેમનાં દર્શનથી જન્મજન્મનાં પાપ ટળે છે, ભક્તિવંત પુરુષનું પરમ કલ્યાણ થાય છે. રામે જ્યારે આમ કહ્યું ત્યારે સીતા કહેવા લાગ્યા કે એ આવ્યા, એ આવ્યા. તે જ વખતે બન્ને મુનિઓ રામની નજરે પડ્યા, જે જીવદયાના પાલક, ઇર્ષા સમિતિ સહિત, સમાધાનરૂપ મનવાળા હતા, પછી શ્રી રામે સીતા સહિત સન્મુખ થઈ, નમસ્કાર કરી, અત્યંત શ્રદ્ધા-ભક્તિ સહિત મુનિઓને આહારદાન કર્યું. અરણ્યની ભેંસોનું અને વનની ગાયોનું દૂધ, પર્વત પરની દ્રાક્ષ, નાના પ્રકારના વનધાન્ય, સુંદર ઘી, મિષ્ટાન્ન ઇત્યાદિ મનોહર વસ્તુઓથી મુનિને વિધિપૂર્વક પારણું કરાવ્યું. તે મુનિ ભોજનના સ્વાદની લોલુપતાથી રહિત, નિરંતરાય આહાર કરવા લાગ્યા. જ્યારે રામે પોતાની સ્ત્રી સહિત ભક્તિથી આહારદાન કર્યું. ત્યારે પંચાશ્ચર્ય થયા રત્નોની વર્ષા, પુષ્પવૃષ્ટિ, શીતળ મંદ મંદ પવનનું વાવું, દુંદુભિ વાજાઓનું વાગવું અને જયજયકારનો ધ્વનિ. જે સમયે રામે મુનિઓને આહાર આપ્યો તે વખતે વનમાં એક ગીધ પક્ષી પોતાની ઇચ્છાનુસાર વૃક્ષ પર બેઠું હતું. તેને અતિશય સંયુક્ત મુનિઓને જોઈને પોતાના પૂર્વભવનું જ્ઞાન થયું કે કેટલાક ભવ પહેલાં હું મનુષ્ય હતો, મેં પ્રમાદથી અને અવિવેકથી મારો જન્મ નિષ્ફળ ગુમાવ્યો, તપ-સંયમ કાંઈ કર્યું નહિ, મૂઢબુદ્ધિ એવા મને ધિકાર! હવે હું પાપના ઉદયથી ખોટી યોનિમાં આવી પડ્યો છું, હવે ક્યો ઉપાય કરું? મને મનુષ્યભવમાં કહેવાતા મિત્ર પણ વાસ્તવમાં મહાશત્રુ એવા પાપી જીવોએ ભરમાવ્યો તેથી તેમના સંગમાં મેં ધર્મરત્નનો ત્યાગ કર્યો અને ગુરુઓનાં વચનની અવગણના કરીને મહાપાપ આચર્યું. મેં મોહથી અંધ બની અજ્ઞાન તિમિરથી ધર્મને ન ઓળખ્યો, હવે મારા કર્મના વિચારથી હૃદયમાં બળું છું. પછી ખૂબ વિચાર કરીને નક્કી કર્યું કે દુઃખ નિવારવા માટે આ સાધુનું શરણ ગ્રહણ કરું. એ સર્વ સુખના દાતા છે, એમનાથી મારા પરમ અર્થની પ્રાપ્તિ નિશ્ચયથી થશે. આ પ્રમાણે પૂર્વભવના ચિંતવનથી પ્રથમ તો ખૂબ શોક થયો, પછી સાધુના દર્શનથી તત્કાળ અત્યંત હર્ષ પામી પોતાની બેય પાંખ હલાવી, આંસુભર્યા નેત્ર, અત્યંત વિનયપૂર્વક પક્ષી વૃક્ષના અગ્રભાવ પરથી ભૂમિ પર પડ્યું. તે પક્ષી ખૂબ મોટું હતું, તેના પડવાના અવાજથી હાથી, સિંહાદિ વનના જીવ ભયથી ભાગી ગયા અને સીતાનું ચિત્ત પણ વ્યાકુળ બન્યું. જુઓ, આ ધીઠ પક્ષી મુનિઓનાં ચરણોમાં ક્યાંથી આવીને પડ્યું, કઠોર અવાજ કરીને ઘણું રોક્યું, પરંતુ તે પક્ષી મુનિઓનાં ચરણોના પ્રક્ષાલન જળમાં આવીને પડ્યું, ચરણોદકના પ્રભાવથી ક્ષણમાત્રમાં તેનું શરીર રત્નોની રાશિ સમાન નાના પ્રકારના તેજથી મંડિત થઈ ગયું, પગ તો સુવર્ણની પ્રભા ધરવા લાગ્યા, બેય પાંખ વૈડૂર્યમણિ સમાન થઈ ગઈ, શરીર નાના પ્રકારનાં રત્નોની છબી બની ગયું, ચાંચ માણેક સમાન લાલ થઈ ગઈ. પછી એ પક્ષી પોતાને અને પોતાના રૂપને જોઈને અત્યંત હર્ષ પામી, મધુર અવાજથી નૃત્ય કરવા તૈયાર થયું. દેવોના દુંદુભિ સમાન જેનો અવાજ છે, તે નેત્રોમાંથી આનંદના આંસુ વહાવતું શોભવા લાગ્યું. જેમ મોર મેઘના આગમનથી નૃત્ય કરે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ એકતાળીસમું પર્વ પદ્મપુરાણ છે તેમ તે મુનિઓની આગળ નૃત્ય કરવા લાગ્યું. મહામુનિ વિધિપૂર્વક પારણું કરીને વૈડૂર્યમણિ સમાન શિલા ઉપર બિરાજ્યા. પદ્મરાગમણિ સમાન છે નેત્ર જેનાં એવું પક્ષી પાંખ સંકોચીને મુનિઓનાં ચરણોને પ્રણામ કરીને આગળ બેઠું. ત્યારે શ્રી રામ ખીલેલા કમળ જેવાં નેત્રોથી પક્ષીને પ્રકાશરૂપ જોઈને પોતે ખૂબ આશ્ચર્ય પામ્યા. તેમણે સાધુઓનાં ચરણોને નમસ્કાર કરીને પૂછયું. કેવા છે સાધુ? અઠ્ઠાવીસ મૂળ ગુણ અને ચોરાસી લાખ ઉત્તરગુણ જેમનાં આભૂષણ છે તેમને રામે વારંવાર પક્ષી તરફ જતાં પૂછયું, હે ભગવન્! આ પક્ષી પૂર્વ અવસ્થામાં અત્યંત કુરૂપ હતું, તે ક્ષણમાત્રમાં સુવર્ણ અને રત્નોની મૂર્તિ બની ગયું, આ અશુચિ એવા માંસનું ભક્ષણ કરનાર દુષ્ટ ગીધ પક્ષી, આપનાં ચરણોની પાસે બેસીને અત્યંત શાંત થઈ ગયું એનું કારણ શું? ત્યારે સુગુપ્તિ નામના મુનિએ કહ્યું હે રાજન ! પહેલાં આ સ્થળે દંડક નામનો સુંદર દેશ હતો. તેમાં અનેક ગ્રામ, નગર, પટ્ટણ, સંવાહન, મટુંબ, ઘોષ, ખેટ, કર્વટ અને દ્રોણમુખની રચના હતી. જેની ચારે બાજુ વાડ હોય તેને ગ્રામ કહે છે. કોટ, ખાઈ, દરવાજાથી રક્ષિત હોય તે નગર કહેવાય. જ્યાં રત્નોની ખાણ હોય તે પટ્ટણ કહેવાય. પર્વતોની ઉપર હોય તે સંવાહન. જેની સાથે પાંચસો ગામ જોડાયેલાં હોય તેને મટુંબ કહે છે. ગાયોનો નિવાસ અને ગોવાળોના આવાસ હોય તે ઘોષ. જેની આગળ નદી વહેતી હોય તે ખેટ અને જેની પાછળ પર્વત હોય તે કર્વટ. તથા સમુદ્રની સમીપે હોય તે દ્રોણમુખ ઇત્યાદિ અનેક રચનાથી શોભતો દેશ હતો. ત્યાં કર્ણકુંડળ નામના અતિમનોહર નગરમાં આ પક્ષીનો જીવ દંડક નામનો રાજા હતો. તે પ્રતાપી, પ્રચંડ પરાક્રમી, જેણે શત્રુરૂપી કાંટાઓ ભાંગી નાખ્યા છે એવો મહામાની, મોટી સેનાનો સ્વામી હતો. તે મૂઢ અધર્મની શ્રદ્ધાથી પાપરૂપ મિથ્યા શાસ્ત્રનું સેવન કર્યું, જેમ કોઈ ઘી મેળવવા પાણીને વલોવે તેવો એ પ્રયત્ન હતો. તેની સ્ત્રી દંડી જાતના સંન્યાસીની ભક્ત હતી. તેમના પ્રત્યે રાણીને ખૂબ અનુરાગ હતો. તેના સંગથી રાજા પણ તેના માર્ગે ચાલ્યો. સ્ત્રીઓને વશ થયેલો પુરુષ શું શું નથી કરતો? એક દિવસ એ નગરની બહાર નીકળ્યો અને ત્યાં વનમાં કાયોત્સર્ગ કરીને ધ્યાનમાં બેઠેલા એક મુનિને જોયા. ત્યારે આ નિર્દય રાજાએ મુનિના ગળાની આસપાસ એક મરેલો સાપ નાખ્યો. તે પાષાણ સમાન કઠોર ચિત્તવાળો હતો. તે મુનિએ ધ્યાન ધરી, મૌન રહી એવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી કોઈ મારા કંઠમાંથી સર્પ દૂર નહિ કરે ત્યાં સુધી હું હલનચલન નહિ કરું, યોગરૂપ જ રહીશ. પછી કોઈએ સર્પ દૂર ન કર્યો, મુનિ ઊભા જ રહ્યા. કેટલાક દિવસો પછી રાજા તે જ માર્ગ નીકળ્યો. તે જ સમયે કોઈ ભલા મનુષ્ય સર્પને કાઢયો અને મુનિની પાસે બેઠો. રાજાએ તે મનુષ્યને પૂછયું કે મુનિના ગળામાંથી સાપ કોણે કાઢયો અને ક્યારે કાઢયો? તેણે જવાબ આપ્યો કે હે નરેન્દ્ર! કોઈ નરકગામીએ ધ્યાનારૂઢ મુનિના કંઠમાં મરેલો સાપ નાખ્યો હતો, તે સર્પના સંયોગથી સાધુનું શરીર અત્યંત ખેદખિન્ન થયું હતું એમણે તો કોઈ ઉપાય કર્યો નહિ, આજે એ સર્પ મેં દૂર કર્યો છે. ત્યારે રાજા મુનિને શાંતસ્વરૂપ, કષાયરહિત જાણીને પ્રણામ કરીને પોતાના સ્થાનકે ગયો. તે દિવસથી તે મુનિઓની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકતાળીસમું પર્વ ૩૪૭ ભક્તિનો અનુરાગી થયો અને કોઈને ઉપદ્રવ કરતો નહિ. જ્યારે રાણીએ દંડીઓના મુખે આ વૃત્તાંત સાંભળ્યો કે રાજા જિનધર્મનો અનુરાગી થયો છે ત્યારે આ પાપણીએ ક્રોધ કરીને મુનિઓને મારવાનો ઉપાય કર્યો. જે દુષ્ટ જીવ હોય છે તે પોતાના જીવનનો પ્રયત્ન છોડીને પણ બીજાનું અહિત કરતા હોય છે. તે પાપિણીએ પોતાના ગુરુને કહ્યું કે તમે નિગ્રંથ મુનિનું રૂપ લઈને મારા મહેલમાં આવો અને વિકારચેષ્ટા કરો. ત્યારે એણે એ પ્રમાણે કર્યું. રાજા આ વૃત્તાંત જાણીને મુનિઓ ઉપર ગુસ્સે થયો. તેના મંત્રી વગેરે દુષ્ટ મિથ્યાદષ્ટિ સદા મુનિઓની નિંદા જ કરતા. બીજા પણ ક્રૂર કર્મ કરનારા મુનિઓના વિરોધી હતા. તેમણે રાજાને ભરમાવ્યો. તેથી પાપી રાજાએ મુનિઓને ઘાણીમાં પીલવાની આજ્ઞા કરી અને આચાર્ય સહિત બધા મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા. એક મુનિ બહાર ગયા હતા અને પાછા આવતા હતા તેમને કોઈ દયાળુ વ્યક્તિએ કહ્યું કે પાપી રાજાએ અનેક મુનિઓને યંત્રમાં પીલી નાખ્યા છે, તમે ભાગી જાવ, તમારું શરીર ધર્મનું સાધન છે માટે તમારા શરીરની રક્ષા કરો. પછી આ સમાચાર સાંભળીને, મુનિસંઘના મરણના શોકથી જેમને દુઃખરૂપી શિલાનો આઘાત લાગ્યો છે એવા એ મુનિ થોડીવા૨ વજ્રના સ્તંભ સમાન નિશ્ચળ થઈ ગયા. પછી અસહ્ય દુઃખથી કલેશ પામ્યા. પછી તે મુનિરૂપ પર્વતની સમભાવરૂપ ગુફામાંથી ક્રોધરૂપ કેસરી સિંહ નીકળ્યો, લાલ અશોકવૃક્ષ હોય તેમ મુનિનાં નેત્ર લાલ થયાં જાણે સંધ્યાના રંગ સમાન થઈ ગયાં, તપ્તાયમાન મુનિના આખા શરીરમાંથી ૫૨સેવાના બુંદ ફૂટી નીકળ્યાં. પછી કાળાગ્નિ સમાન પ્રજ્વલિત અગ્નિનું પૂતળું નીકળ્યું, ધરતી અને આકાશ અગ્નિરૂપ થઈ ગયાં, લોકો હાહાકાર કરતા મરણ પામ્યા. જેમ વાંસનું વન સળગે તેમ દેશ આખો ભસ્મ થઈ ગયો. ન રાજા બચ્યો, ન અંતઃપુર, ન પુર, ન ગ્રામ, ન પર્વત, ન નદી, ન વન, ન કોઈ પ્રાણી; કાંઈ પણ દેશમાં બચ્યું નહિ. મહાન જ્ઞાનવૈરાગ્યના યોગથી ઘણા વખત પછી મુનિએ સમભાવરૂપ જે ધન ઊપાર્યું હતું તે તત્કાળ ક્રોધરૂપ રિપુએ હરી લીધું. દંડક દેશનો દંડક રાજા પાપના પ્રભાવથી નાશ પામ્યો અને દેશ પણ નાશ પામ્યો. હવે એ દંડક વન કહેવાય છે. કેટલાક દિવસ તો અહીં ઘાસ પણ ન ઉપજ્યું ઘણા કાળ પછી અહીં મુનિઓનો વિહાર થયો તેના પ્રભાવથી વૃક્ષાદિક થયા. આ વન દેવોને પણ ભય ઉપજાવે તેવું છે, વિધાધરોની તો વાત જ શી કરવી ? સિંહ, વાઘ, અષ્ટપદાદિ અનેક જીવોથી ભરેલું અને જાતજાતનાં પક્ષીઓના અવાજથી ગુંજતું અને અનેક પ્રકારનાં ધાન્યથી પૂર્ણ છે. તે રાજા દંડક પ્રબળ શક્તિવાળો હતો તે અપરાધથી નરક, તિર્યંચ ગતિમાં ઘણો વખત ભટકીને આ ગીધ પક્ષી થયો. હવે એના પાપકર્મની નિવૃત્તિ થઇ. અમને જોઈને તેને પૂર્વભવનું સ્મરણ થયું. આમ જાણી સંસાર, શ૨ી૨, ભોગથી વિરક્ત થઇ ધર્મમાં સાવધાન થવું. બીજા જીવોનું જે દષ્ટાંત છે તે પોતાને શાંત ભાવની ઉત્પત્તિનું કારણ છે. આ પક્ષીને પોતાના પૂર્વભવની વિપરીત ચેષ્ટા યાદ આવી છે તેથી કંપે છે. પક્ષી ૫૨ દયા લાવીને મુનિ કહેવા લાગ્યા હૈ ભવ્ય! હવે તું ભય ન કર. જે સમયે જે થવાનું હોય તે થાય છે, રુદન શા માટે કરે છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એકતાળીસમું પર્વ પદ્મપુરાણ હોનહાર મટાડવાને કોઈ સમર્થ નથી. હવે તું વિસામો મેળવીને સુખી થા. પશ્ચાત્તાપ છોડ. જો, ક્યાં આ વન અને ક્યાં સીતા સાથે શ્રી રામનું અહીં આવવું ને ક્યાં અમારો વનચર્યાનો અભિગ્રહુ કે વનમાં શ્રાવકનો આહાર મળશે તો લેશું અને ક્યાં તારું અમને જોઈને પ્રતિબદ્ધ થવું? કર્મોની ગતિ વિચિત્ર છે, કર્મોની વિચિત્રતાથી જગતની વિચિત્રતા છે. અમે જે અનુભવ્યું છે, સાંભળ્યું છે અને દેખ્યું છે તે કહીએ છીએ. પક્ષીને પ્રતિબોધ પમાડવાનો રામનો અભિપ્રાય જાણીને સુગુપ્તિમુનિ પોતાના અને બીજા ગુપ્તિમુનિના વૈરાગ્યનું કારણ કહેવા લાગ્યા. એક વારાણસી નગરી હતી. ત્યાં અચલ નામનો વિખ્યાત રાજા હતો, તેની રાણી ગિરદેવી ગુણરૂપ રત્નોથી શોભતી હતી. તેને ત્યાં એક દિવસ ત્રિગુપ્તિ નામના મુનિ, શુભ ચેષ્ટાના ધારક આહારાર્થે પધાર્યા. રાણીએ પરમશ્રદ્ધાથી તેમને વિધિપૂર્વક આહાર આપ્યો. જ્યારે નિરંતરાય આહાર પૂરો થયો ત્યારે રાણીએ મુનિને પૂછયું હે નાથ ! આ મારો ગૃહવાસ સફળ થશે કે નહિ, અર્થાત્ મને પુત્ર થશે કે નહિ? ત્યારે મુનિએ આ સંદેહ ટાળવા માટે આજ્ઞા કરી કે તારે બે વિવેકી પુત્રો થશે, તેને આ પ્રમાણે ત્રિગુપ્તિ મુનિની આજ્ઞા થયા પછી અમે બે પુત્રો થયા. તેથી માતાપિતાએ અમારાં નામ સુગુપ્તિ અને ગુપ્ત રાખ્યા. અમે બન્ને રાજકુમાર લક્ષ્મીથી મંડિત, સર્વ કળાના પારગામી, લોકોના પ્યારા, નાના પ્રકારની ક્રીડા કરતાં ઘરમાં રહ્યા હતા. હવે એક બીજી ઘટના બની. ગંધવતી નામની નગરીમાં ત્યાંના રાજા પુરોહિત સોમને બે પુત્ર હતા. એક સુકેતુ, બીજો અગ્નિકેતુ, બન્ને વચ્ચે ખૂબ પ્રેમ હતો. સુકેતુના વિવાહ થયા ત્યારે તેમને ચિંતા થઈ કે કોઈ વાર આ સ્ત્રીના યોગથી અમારા બન્ને ભાઈઓમાં જુદાપણું ન થાય. પછી શુભ કર્મના યોગથી સુકેતુ પ્રતિબદ્ધ થઈ. અનંતવીર્ય સ્વામીની સમીપે મુનિ થયો અને નાનો ભાઈ અગ્નિકેતુ ભાઈના વિયોગથી અત્યંત દુ:ખી થઈ વારાણસીમાં ઉગ્ર તાપસ થયો. પછી મોટો ભાઈ સુકેતુ, જે મુનિ થયો હતો તે નાના ભાઈને તાપસ થયેલો જાણીને સંબોધન કરવાના હેતુથી આવવા તૈયાર થયો અને ગુરુની આજ્ઞા માગી. ત્યારે ગુરુએ કહ્યું કે તું ભાઈને સંબોધવા ઇચ્છે છે તો આ વૃત્તાંત સાંભળ. ત્યારે તેણે પૂછયું કે હે નાથ ! ક્યો વૃત્તાંત? ગુરુએ કહ્યું કે તે તારી સાથે મતપક્ષનો વિવાદ કરશે અને તમારો વાદ ચાલતો હશે ત્યારે ત્રણ સ્ત્રીઓ સાથે એક કન્યા ગંગાને તીરે આવશે. તેનો વર્ણ ગોરો હશે, જાતજાતનાં વસ્ત્ર પહેરીને દિવસના પાછલા પહોરે તે આવશે. ત્યારે તું આ ચિહ્નોથી જાણીને ભાઈને કહેજે કે આ કન્યાનું કેવું શુભ-અશુભ હોનહાર છે, તે કહે. ત્યારે તે નિરાશ થઈને તને કહેશે કે હું તો જાણતો નથી, તમે જાણતા હો તો કહો. ત્યારે તું કહેજે કે આ નગરમાં એક પ્રવર નામનો ધનવાન શ્રેષ્ઠી છે, આ તેની રુચિરા નામની પુત્રી છે. તે આજથી ત્રીજા દિવસે મરીને કંબર ગ્રામમાં વિલાસ નામના કન્યાના પિતાના મામાને ત્યાં બકરી થશે. તેને નાર મારી નાખશે, તે મરીને ગાડર થશે. પછી ભેંસ અને ભેંસ મરીને તે જ વિલાસની વિધુરા નામની પુત્રી થશે. ગુરુએ કહેલી આ વાત સાંભળીને અને ગુરુને પ્રણામ કરીને સુકેતુ તાપસીઓના આશ્રમમાં આવ્યો. ગુરુએ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકતાળીસમું પર્વ ૩૪૯ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તાપસને કહ્યું અને હકીક્ત એ જ પ્રમાણે બની. તે વિધુરા નામની વિલાસની પુત્રીને જ્યારે પ્રવર શ્રેષ્ઠી પરણવા તૈયાર થયો ત્યારે અગ્નિકેતુએ તેને કહ્યું કે આ તારી રુચિરા નામની પુત્રી છે તે મરીને બકરી, ગાડર, ભેંસ થઈને તારા મામાની પુત્રી થઈ છે. હવે તું એને પરણે તે યોગ્ય નથી અને વિલાસને પણ બધો વૃત્તાંત કહ્યો, કન્યાના પૂર્વભવ કહ્યા, તે સાંભળીને કન્યાને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલે તે કુટુંબ પ્રત્યેનો મોહ ત્યજીને બધી સભાને કહેવા લાગી કે આ પ્રવર મારા પૂર્વભવના પિતા છે. આમ કહીને તે આર્થિકા થઈ. અગ્નિકેતુ તાપસ મુનિ થયો. આ વૃત્તાંત સાંભળીને અમે બન્ને ભાઈઓએ અત્યંત વૈરાગ્ય પામી અનંતવીર્ય સ્વામીની પાસે જૈનેન્દ્રવ્રત અંગીકાર કર્યા. મોહના ઉદયથી પ્રાણીઓને ભવવનમાં ભ્રમણ કરાવે તેવા અનેક અનાચાર થાય છે. સદ્દગુરુના પ્રભાવથી અનાચારનો પરિહાર થાય છે, સંસાર અસાર છે, માતા, પિતા, બાંધવ, મિત્ર, સ્ત્રી, સંતાનાદિ તથા સુખદુઃખ બધું જ વિનશ્વર છે. આ સાંભળીને પક્ષી ભવદુઃખથી ભયભીત થયું અને ધર્મગ્રહણની વાંછાથી વારંવાર અવાજ કરવા લાગ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે હું ભદ્ર! તું ભય ન પામ. શ્રાવકનાં વ્રત લે-જેથી ફરી દુઃખની પરંપરા પ્રાપ્ત ન થાય. હવે તું શાંતભાવ ધારણ કર, કોઈ પ્રાણીને પીડા ન ઉપજાવ, અહિંસા વ્રત ધારણ કર, મૃષા વાણીનો ત્યાગ કર, સંતોષ રાખ, રાત્રિભોજનનો ત્યાગ કર, અભક્ષ્ય આહારનો ત્યાગ કર, ઉત્તમ ચેષ્ટાનો ધારક, થા અને ત્રણે કાળની સંધ્યા વખતે શ્રી જિનેન્દ્રનું ધ્યાન ધર. હે સુબુદ્ધિ! ઉપવાસાદિ તપથી નાના પ્રકારના નિયમ લે, પ્રમાદરહિત થઈ ઈન્દ્રિયોને જીત, સાધુઓની ભક્તિ કર અને અરિહંત દેવ, ગુરુ નિગ્રંથ અને દયામય ધર્મનો નિશ્ચય કર. આ પ્રમાણે મુનિએ આજ્ઞા કરી. ત્યારે પક્ષીએ વારંવાર નમસ્કાર કરી મુનિની પાસે શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. સીતાએ જાણ્યું કે આ ઉત્તમ શ્રાવક થયો. તેથી આનંદ પામી તેને પોતાના હાથે ખૂબ વહાલ કર્યું. તેને વિશ્વાસ ઉત્પન્ન કરી બન્ને મુનિઓએ કહ્યું કે આ પક્ષી તપસ્વી શાંત ચિત્તવાળું બન્યું છે, હવે તે ક્યાં જશે? ગહન વનમાં અનેક ક્રૂર જીવો છે, આ સમ્યગ્દષ્ટિ પક્ષીની તમે સદા રક્ષા કરજો. ગુરુનાં આ વચનો સાંભળીને તેને પાળવાની ઇચ્છાવાળી સીતાએ તેના પર અનુગ્રહ કરીને રાખ્યું. રાજા જનકની પુત્રી પક્ષીને કરકમળથી વિશ્વાસ ઉપજાવતી, જેમ ગરુડની માતા ગડને પાળતી શોભે તેમ શોભતી હતી. શ્રી રામ-લક્ષ્મણ પક્ષીને જિનધર્મી જાણી અત્યંત ધર્માનુરાગ કરવા લાગ્યા અને મુનિઓની સ્તુતિ અને નમસ્કાર કરવા લાગ્યા. બન્ને ચારણ મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. જતી વખતે તે જાણે કે ધર્મરૂપ સમુદ્રના કલ્લોલ હોય તેવા શોભતા હતા. એક વનનો મદોન્મત્ત હાથી વનમાં ઉપદ્રવ કરતો હતો. તેને લક્ષ્મણે વશ કર્યો અને તેની ઉપર બેસીને રામની પાસે આવ્યા. તે ગજરાજ ગિરિરાજ સરખો હતો તેને જોઈ રામ પ્રસન્ન થયા. પેલું જ્ઞાની પક્ષી મુનિની આજ્ઞા પ્રમાણે યથાવિધિ અણુવ્રત પાળવા લાગ્યું. મહાભાગ્યના યોગથી રામ-લક્ષ્મણસીતાનું સાનિધ્ય તેને મળ્યું. એ એમની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યું. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું રાજન્ ! ધર્મનું માહાસ્ય જુઓ. આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બેતાળીસમું પર્વ પદ્મપુરાણ જ જન્મમાં તે કુરૂપ પક્ષી અદ્દભુત રૂપવાળું બની ગયું. પૂર્વ અવસ્થામાં ખૂબ માંસ ખાનારું, દુર્ગધવાળું, નિંદ્ય પક્ષી સુગંધી કંચનના કળશ સમાન સુંદર શરીરવાળું બની ગયું. ક્યાંય અગ્નિની શિખા સમાન પ્રકાશિત, ક્યાંક વૈર્યમણિ સમાન, ક્યાંક સ્વર્ણ સમાન, ક્યાંક હરિતમણિના પ્રકાશવાળું શોભતું હતું, રામ-લક્ષ્મણની સમીપે તે સુંદર પક્ષી શ્રાવકનાં વ્રત ધારણ કરી, સ્વાદિષ્ટ ભોજન કરતું હતું, પક્ષીના મહાન ભાગ્ય કે શ્રી રામનો ભંગ થયો. રામના અનુગ્રહથી અનેક ચર્ચા કરીને દઢવ્રતી, પરમ શ્રદ્ધાની થયું. શ્રી રામ તેને ખૂબ લાડ કરતા. તેનું શરીર ચંદનના લેપવાળું, સ્વર્ણની ઘૂઘરીઓથી મંડિત, રત્નનાં કિરણોથી શોભતું અને શરીર પર રત્ન અને હેમથી ઉત્પન્ન થયેલાં કિરણોની જટા હતી તેથી શ્રી રામે તેનું નામ જટાયુ પાડ્યું. રામ, લક્ષ્મણ, સીતાને એ અતિપ્રિય હતું, તેની ચાલથી તે હંસને પણ જીતતું, મનોજ્ઞ ચેષ્ટા કરીને તે રામના મનને મોહ ઉપજાવતું. તે વનનાં બીજાં પક્ષીઓ તેને જોઈને આશ્ચર્ય પામતાં. આ વ્રતી ત્રણે સંધ્યામાં સીતાની સાથે ભક્તિથી નમ્ર બનીને અરિહંત, સિદ્ધ, સાધુઓની વંદના કરતું. દયાળુ જાનકી જટાયુ પર અત્યંત કૃપા કરીને સાવધાન રહી, સદા એની રક્ષા કરતી. જાનકીને જિનધર્મ પ્રત્યે ખૂબ અનુરાગ છે. તે પક્ષી અત્યંત શુદ્ધ અમૃત સમાન ફળ, પવિત્ર સ્વચ્છ અને, ગાળેલું નિર્મળ જળ, ઇત્યાદિ શુભ વસ્તુનો આહાર કરતું. પક્ષી અવિધિ છોડીને વિધિરૂપ થયું હતું. શ્રી ભગવાનની ભક્તિમાં લીન જનકપુત્રી સીતા જ્યારે તાલ આપતી, રામ-લક્ષ્મણ બેય ભાઈ તાલ અનુસાર તાન લાવે ત્યારે આ જટાયુ પક્ષી, રવિ સમાન જેની કાંતિ છે, પરમ હર્ષિત થઈ તાલ અને તાન અનુસાર નૃત્ય કરતું. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં જટાયુનું વર્ણન કરનાર એકતાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * બેતાળીસમું પર્વ (શ્રી રામનો દંડકવનમાં નિવાસ) પાત્રદાનના પ્રભાવથી રામ, લક્ષ્મણ, સીતા આ લોકમાં રન-હેમાદિ સંપદાસહિત થયા. તેમણે એક સુવર્ણનો રત્નો જડેલો, અનેક રચનાવાળો, મનોહર સ્તંભ, રમણીક વાડ, વચ્ચે બેસવાની સુંદર જગા, જેના પર મોતીની માળા ઝળુંબતી હોય, સુંદર ઝાલર, ચંદન, કપૂરાદિ સુગંધી પદાર્થોથી મઘમઘતો, શય્યા, આસન, વાજિંત્રોથી ભરેલો એક વિમાન સમાન અભુત રથ બનાવ્યો. તેને ચાર હાથી જોડયા. તેમાં બેસીને રામ, લક્ષ્મણ, સીતા અને જટાયુ રમણીય વનમાં વિચરતાં. તેમને કોઈનો ભય નહોતો, કોઈનો તે વાત કરતાં નહિ. કોઈ જગ્યાએ એક દિવસ, કોઈ જગ્યાએ પંદર દિવસ, કોઈ જગ્યાએ એક માસ સુધી તે મનવાંછિત ક્રીડા કરતાં. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #372 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બેતાળીસમું પર્વ ૩૫૧ અહીં રહેવું, અથવા ત્યાં રહેવું, એમ નવીન શિષ્યની ઇચ્છાની જેમ એમની ઇચ્છા અનેક જગ્યાએ બદલાતી રહેતી. નિર્મળ ઝરણાને નીરખતા, ઊંચી-નીચી જગ્યા છોડીને સમતળ ભૂમિ નીરખતાં, ઊંચાં વૃક્ષોને ઓળંગીને ધીમે ધીમે આગળ જતાં, પોતાની ઇચ્છાનુસાર ભ્રમણ કરતાં તે ધીર વીર સિંહસમાન નિર્ભય દંડકવનની મધ્યમાં આવી પહોંચ્યાં. તે સ્થાન કાયરને માટે ભયંકર, જ્યાં પર્વતનાં શિખરો વિચિત્ર હતાં, જ્યાં રમણીય ઝરણાં વહેતાં હતાં, જ્યાંથી નદી નીકળતી હતી, તેનું જળ મોતીના હાર જેવું ઉજ્જવળ હતું, ત્યાં અનેક પ્રકારનાં વૃક્ષો હતા-જેવાં કે વડ, પીપળો, બહેડો, પીલુ, સરસી, ઊંચાં અને સીધાં વૃક્ષ, ધવલ વૃક્ષ, કદંબ, તિલક જાતિનાં વૃક્ષ, લોધ, અશોક, જંબૂ વૃક્ષ, પાટલ, આંબો, આંબળા, આંબલી, ચંપો, કંડીર શાલીવૃક્ષ, તાડ, પ્રિયંગુ, સપ્તચ્છદ, તમાલ, નાગવૃક્ષ, નંદીવૃક્ષ, અર્જુન જાતિનાં વૃક્ષ, ખાખરો, મલયાગિરિ ચંદન, કેસર, ભોજવૃક્ષ, હિંગોટવૃક્ષ, કાળું અગર, સફેદ અગર, કુંદવૃક્ષ, પદ્માક વૃક્ષ, કુરંજ વૃક્ષ, કેતકી, કેવડો, મહુડો, કેળ, મદનવૃક્ષ, લીંબુ, ખજૂર, ખારેક, ચારોલી, નારંગી, બીજોરુ દાડમ, નાળિયેર, હરડે, કાથો, કિરમાલા, વિદારીકંદ, અગથિયા, કરંજ, કટાલીકૂઠ, અજમોદ, કૌંચ, કંકોળ, મરચાનું વૃક્ષ, લવિંગ, એલચી, જાયફળ, જાવંત્રી, ચવ્ય, ચિત્રક, સોપારી, નાગરવેલ, લાલ ચંદન, નેતર, શ્યામલતા, મીઠાસીંગી, હરિદ્રા, અરવુ, સહિંજડા, પદ્માખ, પીસ્તા, મૌલશ્રી, બીલવૃક્ષ, દ્રાક્ષ, બદામ, શાલ્મલિ ઇત્યાદિ. વળી ત્યાં સ્વયમેવ ઉગેલાં નાના પ્રકારનાં ધાન્યો અને ખૂબ રસવાળાં ફળો, શેરડી ઇત્યાદિ અનેક વસ્તુઓથી તે વન ભરેલું હતું. જાતજાતનાં વૃક્ષ, જાતજાતની વેલો, જાતજાતનાં ફળફૂલથી તે વન જાણે બીજું નંદનવન જ હતું. ત્યાં શીતળ મંદ સુગંધી પવનથી કોમળ કૂંપળો હલે છે. તે જાણે કે રામના આવવાથી આનંદનૃત્ય કરતી હોય એવું લાગે છે. પવનથી ઊડતી સુગંધી પુષ્પરજ આવીને શરીર પર ચોંટી જાય છે જાણે કે અટવી આલિંગન જ કરે છે. ભમરા ગુંજારવ કરે છે. જાણે કે શ્રીરામના પધારવાથી પ્રસન્ન થઈને વન ગીત જ ગાય છે, પર્વત ઉપરથી વહેતાં ઝરણાંના છાંટા ઉડવાથી જાણે કે તે હસી રહ્યું હોય એવું લાગે છે. ભારંડ, હંસ, સારસ, કોયલ, મોર, બાજ, પોપટ, મેના, કબૂતર, કાગડો, ઇત્યાદિ અનેક પક્ષીઓના ઊંચા અવાજ સંભળાઈ રહ્યા છે તે જાણે કે શ્રી રામ, લક્ષ્મણ, સીતાના આગમનનો સત્કાર કરી રહ્યા છે. વળી, જાણે કે તે પક્ષીઓ કોમળ વાણીથી એવું કહી રહ્યા છે કે મહારાજ, ભલે અહીં પધારો. સરોવરોમાં સફેદ, શ્યામ, લાલ કમળ ખીલી રહ્યાં છે. તે જાણે કે શ્રી રામના દર્શનથી કુતૂહલથી કમળરૂપ નેત્રોથી જોઈ રહ્યા છે. ફળોના ભારથી નમેલાં વૃક્ષો જાણે કે રામને નમસ્કાર કરે છે, સુગંધી પવન વાય છે તે જાણે રામના આવવાથી આનંદના શ્વાસ લે છે. શ્રી રામ સુમેરુના સૌમનસવન સમાન આ વનને જોઈને જાનકીને કહે છે કે હે પ્રિયે ! જુઓ, આ વૃક્ષો વેલોથી વીંટળાયેલા, પુષ્પોના ગુચ્છોથી મંડિત, જાણે કે ગૃહસ્થ સમાન જ ભાસે છે. પ્રિયંગુની વેલ મૌલશ્રીને વળગીને કેવી શોભે છે, જેવી જીવદયા જિનધર્મ સાથે એકમેક થઈને સોહે છે અને જેમ વિદ્યા વિનયવાનને સ્પર્શે છે તેમ આ માધવીલતા પવનથી ચલાયમાન પલ્લવો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #373 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૨ બેતાળીસમું પર્વ પદ્મપુરાણ દ્વારા સમીપનાં વૃક્ષોને સ્પર્શે છે. અને હું પતિવ્રતે! આ વનનો હાથી, મદથી પ્રમત્ત જેના નેત્ર છે તે હાથણીના અનુરાગથી પ્રેરાઈને કમળોના વનમાં પ્રવેશ કરે છે, જેમ અવિધા એટલે કે મિથ્યા પરિણતિથી પ્રેરાયેલો અજ્ઞાન જીવ વિષયવાસનામાં પ્રવેશ કરે છે. કમળવનમાં વિકસિત કમલદળ પર ભ્રમરો ગુંજારવ કરે છે. હે દઢવ્રતે! આ ઇન્દ્રનીલમણિ સમાન શ્યામ વર્ણનો સર્પ દરમાંથી નીકળીને મયૂરને જોતાં ભાગીને પાછો દરમાં જતો રહે છે, જેમ વિવેકથી કામ ભાગીને ભવવનમાં છુપાઈ જાય છે. જુઓ, કેસરી સિંહ, સાહસરૂપ છે ચરિત્ર જેનું, એ આ પર્વતની ગુફામાં બેઠો હતો તે આપણા રથનો અવાજ સાંભળીને, નિદ્રા છોડીને ગુફાના દ્વાર પાસે આવી નિર્ભયપણે ઊભો છે. પેલો વાઘ, જેનું મુખ કૂર છે, જે ગર્વથી ભરેલો છે, તેની આંખો માંજરી છે, જેણે પૂંછડું માથા ઉપર મૂક્યું છે અને નખથી વૃક્ષના મૂળ ઉખાડે છે. આ મૃગોનો સમૂર્વ ઘાસના અંકુરોને ચરવામાં ચતુર છે, પોતાનાં બાળકોને વચમાં રાખીને હરણી સાથે ચાલે છે તે નેત્રોથી દૂરથી જ અવલોકન કરીને આપણને દયાળુ જાણીને નિર્ભય થઈને વિચારે છે. આ મૃગ મરણથી કાયર છે. એટલે પાપી જીવોના ભયથી અત્યંત સાવધાન છે. તમને જોઈને ખૂબ પ્રેમ ઉત્પન્ન થયો છે તેથી વિશાળ આંખોથી વારંવાર જુએ છે. તેનાં નેત્ર તમારાં જેવાં નથી તેથી આશ્ચર્ય પામ્યો છે. આ વનનો સુવ્વર પોતાના દાંતથી જમીન ખોદતો ગર્વથી ચાલ્યો જાય છે. તેના શરીર પર કાદવ ચોંટી ગયો છે. હું ગજગામિની ! આ વનમાં અનેક જાતિના ગજની ઘટા વિચરે છે, પણ તમારા જેવી ચાલ તેમનામાં નથી તેથી તમારી ચાલ જોઈને તે અનુરાગી થયા છે. પેલા ચિત્તાના શરીર પર અનેક વર્ણના પટ્ટાથી, જેમ ઇન્દ્રધનુષ અનેક વર્ણથી શોભે તેમ તે શોભે છે. હું કલાનિધે! આ વન અનેક અષ્ટાપદાદિ ક્રૂર જીવોથી ભરેલું છે અને અતિસઘન વૃક્ષોથી ભરેલું છે અને અનેક પ્રકારનાં ઘાસથી પૂર્ણ છે. ક્યાંક અતિ સુંદર છે, જ્યાં ભયરહિત મૃગોનાં ટોળાં વિચરે છે, તો ક્યાંક મહાભયંકર અતિગહન છે. જેમ મહારાજાનું રાજ્ય અતિસુંદર છે તો પણ દુષ્ટોને ભયંકર છે. ક્યાંક મહામદોન્મત્ત ગજરાજ વૃક્ષોને ઉખાડે છે, જેમ માની પુરુષ ધર્મરૂપ વૃક્ષોને ઉખાડે છે. ક્યાંક નવીન વૃક્ષોના સમૂહ પર ભમરા ગુંજ્યા કરે છે. જેમ દાતાની નિકટ યાચકો ફર્યા કરે છે. કોઈ જગ્યાએ વન લાલ થઈ ગયું છે, કોઈ ઠેકાણે શ્વેત, કોઈ ઠેકાણે પીત, કોઈ ઠેકાણે હરિત, કોઈ ઠેકાણે શ્યામ, કોઈ ઠેકાણે ચંચળ, કોઈ ઠેકાણે નિશ્ચળ, કોઈ ઠેકાણે શબ્દસહિત તો કોઈ ઠેકાણે શબ્દરહિત, કોઈ ઠેકાણે ગાઢ, કોઈ ઠેકાણે નામનાં જ વૃક્ષો હોય તેવું, કોઈ ઠેકાણે સુભગ, કોઈ ઠેકાણે દુર્ભગ, કોઈ ઠેકાણે વીરસ, કોઈ ઠેકાણે સરસ, કોઈ ઠેકાણે સમ, કોઈ ઠેકાણે વિષમ, કોઈ ઠેકાણે તરુણ, કોઈ ઠેકાણે વૃક્ષોની વૃદ્ધિવાળું, આમ નાનાવિધ ભાસે છે. આ દંડકવન, જેમ કર્મોનો વિસ્તાર વિચિત્ર ગતિવાળો છે. તેમ વિચિત્ર ગતિવાળું છે. હું જનકસુતે ! જે જિનધર્મ પામ્યા છે તે જ આ કર્મપ્રપંચથી છૂટે છે અને નિર્વાણ પામે છે. જીવદયા સમાન બીજો કોઈ ધર્મ નથી. જે પોતાના જેવા જ બીજાં જીવોને જાણીને સર્વ જીવોની દયા કરે છે તે જ ભવસાગરને તરે છે. આ દંડક નામનો પર્વત, જેના શિખર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બેતાળીસમું પર્વ ૩૫૩ આકાશને અડી રહ્યા છે તેનું નામ આ દંડકવન છે. આ ગિરિનાં શિખરો ઊંચા છે અને અનેક ધાતુઓથી ભરેલાં છે. જ્યાં અનેક રંગોથી આકાશ જુદાજુદા રંગનું બની રહ્યું છે. પર્વતમાં નાના પ્રકારની ઔષધિઓ છે. કેટલીક એવી જડીબુટ્ટી છે તે દીપક સમાન પ્રકાશરૂપ અંધકારને દૂર કરે છે. તેમને પર્વતનો ભય નથી, પવનમાં પણ પ્રજ્વલિત રહે છે. આ પર્વત પરથી ઝરણાં ઝરે છે તેનો સુંદર અવાજ થાય છે અને તેનાં છાંટાનાં ટીપાં મોતીઓ જેવો પ્રકાશ વેરે છે. આ પર્વતના કેટલાંક સ્થળ ઉજ્જવળ છે, કેટલાંક નીલ છે, કેટલાંક લાલ દેખાય છે, સૂર્યનાં કિરણો પર્વતના શિખર પરનાં વૃક્ષોની ટોચ પર પડે છે અને પવનથી પાંદડાં હલે છે તે ખૂબ શોભે છે. હે સુબુદ્ધિરૂપિણી ! આ વનમાં કેટલાંક વૃક્ષો ફૂલોના ભારથી નીચા નમી રહ્યાં છે અને કેટલાંક જાતજાતના રંગનાં ફૂલોથી શોભે છે. ક્યાંક મધુર અવાજ કરતાં પક્ષીઓથી શોભે છે. હે પ્રિય! આ પર્વતમાંથી આ કચરવા નદી જગતપ્રસિદ્ધ નીકળી છે, જેમ જિનરાજના મુખમાંથી જિનવાણી નીકળે છે. આ નદીનું જળ એવું મીઠું છે, જેવી તારી ચેષ્ટા મિ છે. હે સુકેશી ! આ નદીમાં પવનથી લહેરો ઊઠે છે અને કિનારાનાં વૃક્ષોના પુષ્પ જળમાં પડે છે. નદીમાં હંસના સમૂહું અને ફીણના ગોટાથી તે ઉજ્જવળ છે, તેનું જળ ગંભીર અવાજ કરી રહ્યું છે. ક્યાંક વિકટ પાષાણોના સમૂહથી વિષમ છે. હજારો મગર-મચ્છ વગેરેથી ભયંકર છે. ક્યાંક ખૂબ વેગથી ચાલે છે એટલે તેનો પ્રવાહુ દુર્નિવાર છે. જેમ મહામુનિઓના તપની ચેષ્ટા દર્નિવાર છે. ક્યાંક નદી ધીમે ધીમે વહે છે, ક્યાંક તેમાં કાળી શિલાઓ હોય છે અને ક્યાંક ક્ષેત. તેમની કાંતિથી જળ નીલ અને શ્વેત એમ બે રંગવાળું બની રહ્યું છે, જાણે કે બળદેવ-નારાયણનું સ્વરૂપ જ છે. ક્યાંક લાલ શિલાઓમાં કિરણોથી નદી લાલ બની રહી છે, જેમ સૂર્યના ઉદયથી પૂર્વ દિશા લાલ થાય છે. ક્યાંક હરિત પાષાણના સમૂહથી જળમાં હરિતપણું ભાસે છે ત્યાં શેવાળની શંકા થાય છે. હું કાંતે! કમળના સમૂહથી મકરંદના લોભી ભમરા નિરંતર ભ્રમણ કરે છે અને મકરંદની સુગંધથી જળ સુગંધી બની રહ્યું છે અને મકરંદના રંગોથી જળ સુવર્ણરંગી લાગે છે, પરંતુ તારા શરીરની સુગંધ સમાન મકરંદની સુગંધ નથી અને તારા રંગ જેવો મકરંદનો રંગ નથી. જાણે કે તું કમળવદની કહેવાય છે તેથી તારા મુખની સુગંધથી જ કમળ સુગંધી છે અને આ ભ્રમર કમળોને છોડીને તારા મુખ આસપાસ ગુંજારવ કરી રહ્યા છે. આ નદીનું જળ કોઈ ઠેકાણે પાતાળ સમાન ગંભીર છે, જાણે તારા મન જેવી ગંભીરતા ધારણ કરે છે અને ક્યાંક નીલકમળોથી તારાં નેત્રોની છાયા ધારણ કરે છે. અહીં અનેક પ્રકારના પક્ષીઓ જાતજાતની ક્રિીડા કરે છે, જેમ રાજપુત્રો અનેક પ્રકારની ક્રીડા કરે છે. હું પ્રાણપ્રિયે ! આ નદીની રેત અતિસુંદર છે, જ્યાં પત્ની સાથે વિધાધરો અથવા પક્ષીઓ આનંદથી વિચરે છે. હું અખંડવ્રતે! આ નદીના કિનારાના વૃક્ષો ફળફૂલો સહિત, જાતજાતના પક્ષીઓથી મંડિત, જળથી ભરેલી કાળી વાદળીઓ સમાન સઘન શોભા ધારે છે. આમ શ્રી રામચંદ્રજીએ જનકસુતાને અતિગ્નેહભર્યા વચનો કહ્યાં. ત્યારે તે પતિવ્રતા અતિવર્ષથી ભરેલી પતિ પ્રત્યે પ્રસન્ન થઈ અત્યંત આનંદપૂર્વક કહેવા લાગીઃ હે કરુણાનિધે! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ બેતાળીસમું પર્વ પદ્મપુરાણ આ નદીનું જળ નિર્મળ છે, તેના તરંગો રમણીક છે, હંસાદિ પક્ષીઓના સમૂહથી સુંદર છે, પરંતુ જેવું તમારું ચિત્ત નિર્મળ છે તેવું નદીનું જળ નિર્મળ નથી અને તમે જેવા સઘન છો તેવું વન નથી અને તમે જેટલા ઉચ્ચ અને સ્થિર છો તેટલા ગિરિ નથી. જેમનું મન તમારા પ્રત્યે અનુરાગી થયું છે તેમનું મન બીજી જગ્યાએ જતું નથી. રાજસુતાના આ પ્રકારનાં અનેક શુભ વચનો શ્રી રામ અને લક્ષ્મણ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈને તેની પ્રશંસા કરવા લાગ્યા. રામ તો રઘુવંશરૂપ આકાશમાં ચંદ્રમા સમાન ઉદ્યોત કરનાર છે. નદીના તટ પર મનોહર સ્થળ જોઈને હાથી જોડલા રથમાંથી ઊતરીને લક્ષ્મણ પ્રથમ નાના પ્રકારના સ્વાદવાળાં સુંદર મિષ્ટ ફળો લાવ્યા અને સુગંધી પુષ્પો લાવ્યા. પછી રામસહિત જળક્રીડાના અનુરાગી થયા. લક્ષ્મણનું મન ગુણોની ખાણ છે. ઇન્દ્ર, નાગેન્દ્ર, ચક્રવર્તી જેવી જળક્રીડા કરે તેવી જળક્રીડા રામ-લક્ષ્મણે કરી, જાણે કે તે નદી શ્રી રામરૂપ કામદેવને જોઈને રતિ સમાન મનોહર રૂપ ધારણ કરતી હતી. નદીની લહેરો સરસર અવાજ કરતી, શ્વેત અને શ્યામ કમળોનાં પત્રોને ભીંજવતી હતી, તેમાં ફીણના પટલ ઊઠયાં હતાં, ભ્રમર જેમાં ચૂડા સમાન હુતા, પક્ષીઓના અવાજથી જાણે કે તે વચનાલાપ કરતી હતી. રામ જળક્રીડા કરીને કમળોના વનમાં છુપાઈ ગયા, પછી તરત બહાર આવ્યા, જનકસુતા સાથે જળક્રીડા કરવા લાગ્યા એમની ચેષ્ટા જોઈને વનના તિર્યંચ પણ બીજી તરફથી મન વાળીને એકાગ્રચિત્ત થઈને એમની તરફ જોવા લાગ્યા. બન્ને વીર કઠોરતા રહિત છે, તેમની ચેષ્ટા મનોહર છે. સીતા ગીત ગાવા લાગી. ગાન અનુસાર રામચંદ્ર મૃદંગ વડે તાલ આપવા લાગ્યા. રામ જળક્રીડામાં આસક્ત છે અને લક્ષ્મણ ચારેકોર ફરે છે. તે ભાઈના ગુણોમાં આસક્ત બુદ્ધિવાળા છે. રામ પોતાની ઇચ્છા પ્રમાણે જળક્રીડા કરી સમીપના મૃગોને આનંદ ઉત્પન્ન કરી જળક્રીડાથી નિવૃત્ત થયા. ખૂબ વખાણવા જેવાં વનનાં મિષ્ટ ફળો વડે સુધા મટાડીને લતામંડપમાં બેઠા. ત્યાં સૂર્યનો તાપ લાગતો નહિ. દેવ સમાન સુંદર તે નાના પ્રકારની સુંદર કથા કરવા લાગ્યા. સીતા સહિત અત્યંત આનંદથી બેઠા. સીતાનો હાથ જટાયુના મસ્તક પર હતો. રામ લક્ષ્મણને કહે છે કે હે ભાઈ ! આ જાતજાતનાં વૃક્ષો સ્વાદિષ્ટ ફળોવાળાં છે, નદી નિર્મળ જળથી ભરેલી છે, અહીં લતાના મંડપો છે. આ દંડકગિરિ અનેક રત્નોથી પૂર્ણ છે, અહીં ક્રિીડા કરવાના અનેક સ્થળો છે માટે ગિરિ પાસે એક સુંદર નગર વસાવીએ. આ વન અત્યંત મનોહર છે, બીજાઓને માટે અગમ્ય છે. અહીંનો નિવાસ હર્ષનું કારણ છે. અહીં સ્થાન બનાવીએ અને હું ભાઈ ! તું બન્ને માતાઓને લેવા માટે જા, તે ખૂબ શોક કરે છે માટે તેમને શીધ્ર લઈ આવ. અથવા તું અહીં રહે અને સીતા તથા જટાયુ પણ અહીં રહે, હું માતાઓને લાવવા જઈશ. ત્યારે લક્ષ્મણ હાથ જોડી, નમસ્કાર કરી કહેવા લાગ્યો કે જે પ્રમાણે આપ આજ્ઞા કરશો તે પ્રમાણે કરીશ. રામ કહેવા લાગ્યા કે હવે તો ગ્રીષ્મઋતુ વીતી ગઈ અને વર્ષાઋતુ આવી છે. આ વર્ષાઋતુ અતિભયંકર છે, જેમાં સમુદ્ર સમાન ગર્જના કરતા મેઘઘટાના સમૂહ વિચરે છે, ચાલતા અંજનગિરિ સમાન લાગે છે, દશે દિશામાં કાળાશ છવાઈ ગઈ છે, વીજળી ચમકે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #376 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેંતાળીસમું પર્વ ૩૫૫ છે, બગલાની પંક્તિ ફરે છે અને નિરંતર વાદળાં જળ વરસાવે છે, જેમ ભગવાનના જન્મકલ્યાણકમાં દેવો રત્નની ધારા વરસાવતા હોય. હું ભાઈ ! જો, આ તારા રંગ સમાન શ્યામ ઘટા સુંદર જળનાં બુંદ વરસાવે છે, જેમ તું દાનની ધારા વરસાવે છે. આ વાદળાં આકાશમાં વિચરતાં વીજળીના ચમકારા સાથે મોટા મોટા પહાડોને પોતાની ધારાથી આચ્છાદિત કરતાં, ગર્જના કરતાં એવાં શોભે છે, જેવો તું પીળાં વસ્ત્રો પહેરી અનેક રાજાઓને આજ્ઞા કરતો પૃથ્વીને કૃપાદૃષ્ટિરૂપ અમૃતની વૃષ્ટિ કરતો અને સીંચતો શોભે છે. હે વીર! આ કેટલાંક વાદળાં પવનના વેગથી આકાશમાં ભટકે છે, જેમ યૌવન અવસ્થામાં અસંયમીઓનું મન વિષયવાસનામાં ભટકે છે. આ વાદળાં અનાજના ખેતર છોડીને નકામા પર્વત ઉપર વરસે છે, જેમ કોઈ ધનવાન પાત્રદાન અને કરુણાદાન કરવાનું છોડીને વૈશ્યાદિક કુમાર્ગમાં ધન ખોઈ નાખે છે. હે લક્ષ્મણ ! આ વર્ષાઋતુમાં નદી અતિવેગથી વહે છે અને ધરતી કીચડથી ભરાઈ ગઈ છે, પ્રચંડ પવન વાય છે, જમીન ઉપર લીલોતરી છવાઈ ગઈ છે અને ત્રસ જીવ વધી ગયા છે. આ સમયે વિવેકીઓએ વિહાર કરવો નહિ. શ્રી રામચંદ્રનાં આવાં વચન સાંભળીને સુમિત્રાનંદન લક્ષ્મણ બોલ્યા. હે નાથ ! આપ જે આજ્ઞા કરશો, તે પ્રમાણે જ હું પાળીશ. આવી સુંદર વાતો કરતાં બન્ને ધીરવીર સુંદર સ્થાનમાં સુખપૂર્વક વર્ષાકાળ પૂર્ણ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દંડકવનમાં નિવાસનું વર્ણન કરનાર બેતાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * તેંતાળીસમું પર્વ (રાવણના ભાણેજ શબૂકની સૂર્યહાસ ખડ્ઝની સાધના અને લક્ષ્મણના હાથે મરણ) વર્ષાઋતુ પૂર્ણ થઈ અને શરદઋતુનું આગમન થયું. આ શરદઋતુ જાણે ચંદ્રમાનાં કિરણોરૂપી બાણોથી વર્ષારૂપ વેરીને જીતીને પૃથ્વી પર પોતાનો પ્રતાપ ફેલાવતી હતી. ખીલેલાં ફૂલોવાળાં વૃક્ષોની સુગંધથી દિશારૂપ સ્ત્રી સુગંધિત થઈ છે અને વર્ષાઋતુમાં કાળી ઘટાઓથી આકાશ શ્યામ હતું તે હવે ચંદ્રની કાંતિથી ઉજ્જવળ થયું છે, જાણે કે તેને ક્ષીરસાગરના જળથી ધોવામાં આવ્યું ન હોય! વીજળીરૂપી સોનાની સાંકળથી યુક્ત વર્ષાકાળરૂપી ગજ પૃથ્વીરૂપ લક્ષ્મીને સ્નાન કરાવીને ક્યાં જતો રહ્યો! શરદઋતુના આવવાથી કમળો ખીલ્યાં છે, તેના પર ભમરા ગુંજારવ કરવા લાગ્યા છે, હંસ ક્રિીડા કરવા લાગ્યા છે અને નદીઓનાં જળ નિર્મળ થઈ ગયાં. બન્ને કિનારા અત્યંત સુંદર લાગે છે, જાણે કે શરદકાળરૂપ નાયકને પામીને સરિતારૂપ કામિની કાંતિ પામી છે. વન વર્ષા અને પવનથી મુક્ત થયું છે તે નિદ્રાથી રહિત જાગ્રત દશા પામ્યું હોય એવું શોભે છે. સરોવરમાં કમળો પર ભમરા ગુંજે છે. વનમાં વૃક્ષો પર પક્ષીઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #377 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ તેંતાળીસમું પર્વ પદ્મપુરાણ અવાજ કરે છે, જાણે કે પરસ્પર વાર્તાલાપ કરી રહ્યાં છે. રજનીરૂપ નાયિકા નાના પ્રકારનાં પુષ્પોની સુગંધથી સુગંધિત નિર્મળ આકાશરૂપ વસ્ત્ર પહેરી, ચંદ્રમારૂપ તિલક કરી જાણે કે શરદરૂપ નાયક પાસે જાય છે. કામીજનોને કામ ઉત્પન્ન કરતી કેતકીના પુષ્પોની રજથી સુગંધી પવન વાય છે. આ પ્રમાણે શરદતુ પ્રવર્તી, લક્ષ્મણ મોટાભાઈની આજ્ઞા માગીને સિંહુ સમાન પરાક્રમી વનદર્શન માટે એકલા નીકળ્યા અને આગળ ચાલ્યા. સુગંધી પવન વાતો હતો ત્યારે લક્ષ્મણ વિચારવા લાગ્યા કે આ સુગંધ શેની છે? આવી અદ્દભુત સુગંધ વૃક્ષોની ન હોય. મારા શરીરની પણ આવી સુગંધ નથી. આ સુગંધ સીતાજીના અંગની હોય અથવા રામચંદ્રજીના અંગની હોય અથવા કોઈ દેવ આવ્યો હોય એવો સંદેહ લક્ષ્મણને ઉત્પન્ન થયો. અહીં રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો ! જે સુગંધથી વાસુદેવને આશ્ચર્ય ઉત્પન્ન થયું તે સુગંધ શેની હતી? સંદેહરૂપ તિમિરને દૂર કરવામાં સૂર્ય એવા ગૌતમે તેને જવાબ આપ્યો કે હું શ્રેણિક! બીજા તીર્થકર શ્રી અજિતનાથના સમોસરણમાં મેઘવાન વિધાધર (રાવણનો પૂર્વજ) શરણે આવ્યો હતો. તેને રાક્ષસોના ઇન્દ્ર મહાભીમે ત્રિકૂટાચલ પર્વતની સમીપે રાક્ષસદ્વીપમાં લંકા નામની નગરી કૃપા કરીને આપી હતી અને એક રહસ્યની વાત કહી હતી કે હે વિધાધર ! ભરત ક્ષેત્રની દક્ષિણ દિશામાં અને લવણસમુદ્રની ઉત્તરે પૃથ્વીના ઉદરમાં એક અલંકારોદય નામનું નગર છે, તે અભુત સ્થાન છે, નાના પ્રકારના રત્નોનાં કિરણોથી મંડિત છે, દેવોને પણ આશ્ચર્ય ઉપજાવે છે તો મનુષ્યોની શી વાત? ભૂમિગોચરીઓને અગમ્ય છે અને વિધાધરોને પણ અતિવિષમ છે, ચિંતવી ન શકાય તેવું છે, સર્વ ગુણોથી પૂર્ણ છે, મણિના મહેલો છે, પરચક્રથી અગોચર છે. કદાચ તને અથવા તારાં સંતાનોને લંકામાં રાજ્યનો પરચક્રનો ભય ઉત્પન્ન થાય તો અલંકારોદયપુરમાં નિર્ભરય થઈને રહેજે, એને જ પાતાળલંકા કહે છે. આમ કહીને રાક્ષસોના ઇન્દ્ર, બુદ્ધિમાન મહાભીમે અનુગ્રહ કરીને રાવણના વડીલ પૂર્વજને લંકા ને પાતાળલંકા આપી અને રાક્ષસદ્વીપ આપ્યો. ત્યાં એના વંશમાં અનેક રાજા થયા. મોટા મોટા વિવેક, વ્રતધારી થયા, એ રાવણના મોટા વિધાધરકુળમાં ઉપજ્યા છે, એ દેવ નથી; વિધાધર અને દેવોમાં ભેદ છે, જેવો તિલક અને પર્વત, કર્દમ અને ચંદન, પાષાણ અને રત્નમાં મોટો ભેદ છે. દેવોની કાંતિ અને શક્તિ ઘણી હોય છે. જ્યારે વિધાધર તો મનુષ્ય છે. તેમાં ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ત્રણ કુળ છે, ગર્ભવાસનો ખેદ ભોગવે છે. વિધાધર સાધન વડે આકાશમાં વિચરે છે તે અઢી દ્વીપ સુધી ગમન કરી શકે છે ને દેવ ગર્ભવાસથી જન્મતા નથી. તેમનું સ્વરૂપ અત્યંત સુંદર પવિત્ર, ધાતુ-ઉપધાતુ રહિત, આંખ પલકારો મારતી નથી, સદા જાગ્રત, જરારોગરહિત, નવયુવાન, તેજસ્વી, ઉદાર, સૌભાગ્યવંત, મહાસુખી, સ્વભાવથી જ વિદ્યાવાળા, અવધિજ્ઞાનવાળા, ચાહે તેવું રૂપ કરી શકે, સ્વેચ્છાચારી હોય છે. દેવ અને વિદ્યાધરને શું સંબંધ? હે શ્રેણીક ! આ લંકાના વિધાધરો રાક્ષસદ્વીપમાં વસતા તેથી રાક્ષસ કહેવાયા. એ મનુષ્ય ક્ષત્રિયવંશી વિદ્યાધરો છે. દેવ નથી, રાક્ષસ પણ નથી. એમના વંશમાં લંકામાં અજિતનાથના સમયથી લઈને મુનિસુવ્રતનાથના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેંતાળીસમું પર્વ ૩પ૭ સમય સુધીમાં અનેક હજારો રાજા પ્રશંસા કરવા યોગ્ય થઈ ગયા. કેટલાક તેમાંથી સિદ્ધ થયા, કેટલાક સર્વાર્થસિદ્ધિમાં ગયા. કેટલાક સ્વર્ગમાં દેવ થયા અને કેટલાક પાપી નરકે ગયા. અત્યારે તે વંશમાં ત્રણ ખંડનો અધિપતિ રાવણ રાજ્ય કરે છે. તેની બહેન ચંદ્રનખા રૂપમાં અનુપમ છે. તે મહાપરાક્રમી ખરદૂષણને પરણી છે. તે ચૌદ હજાર રાજાઓનો શિરોમણિ છે, રાવણની સેનામાં મુખ્ય દિગ્ધાળ સમાન તે પાતાળલંકામાં થાણું સ્થાપીને રહે છે. તેના શબૂક અને સુંદ આ બે પુત્ર, રાવણના ભાણેજ પૃથ્વી પર ખૂબ પ્રસિદ્ધ છે. શબૂકને તેના માતાપિતાએ ખૂબ ના પાડવા છતાં તે કાળથી પ્રેરાઈને સૂર્યહાસ નામનું ખગ સાધવા માટે મહાભયાનક વનમાં પ્રવેશ્યો અને શાસ્ત્રોક્ત આચરણ કરતો સૂર્યહાસ ખગ સાધવાનો ઉદ્યમ કરવા લાગ્યો. એક જ અન્નનો આહાર કરનાર, બ્રહ્મચારી, જિતેન્દ્રિય, વિદ્યા સાધવા માટે વાંસના પોલાણમાં એમ કહીને બેઠો છે કે જ્યારે મારી સાધના પૂર્ણ થશે ત્યારે જ હું બહાર આવીશ, તે પહેલાં કોઈ આ વાંસમાં આવશે અને મારી નજરે પડશે તેને હું મારીશ. એમ કહીને તે એકાંતમાં બેઠો. તે ક્યાં બેઠો? દંડકવનમાં કચરવા નદીના ઉત્તર કિનારે વાંસના વનમાં બેઠો, બાર વર્ષ સાધના કરી અને ખગ પ્રકટ થયું. જો સાત દિવસમાં એ ન લે અને તે ખગ બીજાના હાથમાં જાય તો એ માર્યો જાય. ચંદ્રનના નિરંતર પુત્રની પાસે ભોજન લઈને આવતી. તેણે ખગ જોયું. પ્રસન્ન થઈને પતિને જઈને કહ્યું કે શંબૂકને સૂર્યહાસ ખગ સિદ્ધ થયું છે. હવે મારો પુત્ર મેરુની પ્રદક્ષિણા કરીને ત્રણ દિવસમાં આવશે. તે આવા મનોરથ કરે છે ત્યાં તે વનમાં ફરતા ફરતા લક્ષ્મણ આવ્યા. હજારો દેવોથી રક્ષિત ખડ્ઝ સ્વભાવે સુગંધી અદ્ભુત રત્ન છે. જે સર્વ લોકની ચેષ્ટા જાણે અને પાપરૂપ રજને ઉડાડવામાં પવન છે એવા ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! તે દેવોપુનિત ખગ્ર મહાસુગંધમય, દિવ્યગંધાદિથી લિપ્ત, કલ્પવૃક્ષોનાં ફૂલોથી યુક્ત સૂર્યહાસ ખગની સુગંધ લક્ષ્મણને આવી હતી અને લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા. બીજું કામ મૂકીને તરત જ સીધા વાંસ તરફ આવ્યા અને સિંહ સમાન નિર્ભયતાથી જોવા લાગ્યા. વૃક્ષોથી આચ્છાદિત અત્યંત વિષમ સ્થળ હતું, જ્યાં વેલોનો સમૂહ જાળની જેમ ગોઠવાયો હતો. ચારે તરફ ઊંચા પાષાણની મધ્યમાં સમતળ ભૂમિ અને સુંદર ક્ષેત્ર હતું, શ્રી વિચિત્રરથ મુનિનું તે નિવાર્યક્ષેત્ર, સુવર્ણનાં કમળોથી પૂરિત, તેની મધ્યમાં એક વાંસનું વૃક્ષ હતું. તેની ઉપર ખગ આવી રહ્યું છે, તેનાં કિરણના સમૂહુથી વાંસનું બીડ પ્રકાશિત થઈ રહ્યું છે. લક્ષ્મણે આશ્ચર્ય પામી નિઃશંક થઈને તે ખડ ડગ લીધું અને તેની તીક્ષ્ણતા જાણવા માટે વાંસના બીડા પર પ્રહાર કર્યો એટલે શબૂક સહિત વાંસનું વૃક્ષ કપાઈ ગયું અને ખગ્નના રક્ષક હજારો દેવ લક્ષ્મણના હાથમાં ખગ આવેલું જોઈને કહેવા લાગ્યા કે તમે અમારા સ્વામી છો, આમ કહીને નમસ્કાર કરીને પૂજા કરી. પછી લક્ષ્મણને ઘણો સમય લાગ્યો જાણીને રામચંદ્ર સીતાને કહેવા લાગ્યા કે લક્ષ્મણ ક્યાં ગયો? હે ભદ્ર જટાયુ! તું ઊડીને લક્ષ્મણને જોઈ આવ. ત્યાં સીતા બોલ્યાં કે હે નાથ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #379 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ તેંતાળીસમું પર્વ પદ્મપુરાણ આ લક્ષ્મણ આવ્યા. કેસરનો જેના શરીરે લેપ કર્યો છે, નાના પ્રકારની સુંદર માળા પહેરી અને એક અદભુત ખગ લઈને આવે છે. કેસરી સિંહથી જેવો પર્વત શોભે તેવા તે ખગથી શોભે છે. તે વખતે જેમનું મન આશ્ચર્ય પામ્યું છે એવા રામે અત્યંત હર્ષ પામીને, ઊઠીને, લક્ષ્મણને હૃદય સાથે ચાંપ્યા અને બધો વૃત્તાંત પૂછયો. લક્ષ્મણે બધી વાત કરી અને પોતે જાતજાતની વાતો કરતા ભાઈ સાથે સુખપૂર્વક બેઠા. શંબૂકની માતા ચંદ્રનના પ્રતિદિન એક જ વાર અન્નનું ભોજન લાવતી હતી. તેણે બીજે દિવસે આવીને જોયું તો વાંસનું વૃક્ષ કપાયેલું પડ્યું હતું. ત્યારે તે વિચારવા લાગી કે આ મારા પુત્રે સારું ન કર્યું. જ્યાં આટલા દિવસ રહ્યો અને વિદ્યા સિદ્ધ થઈ તે જ વૃક્ષને કાપ્યું તે યોગ્ય નથી. હવે વન છોડીને તે ક્યાં ગયો? આમતેમ જોયું તો અસ્ત પામેલ સૂર્યના મંડળ સમાન કુંડળ સહિત મસ્તક પડ્યું છે, જે જોઈને તેને મૂર્છા આવી ગઈ. તે મૂર્છાએ તેના ઉપર પરમ ઉપકાર કર્યો, નહિતર પુત્રના મરણથી એ કેવી રીતે જીવત? થોડી વાર પછી તે જાગ્રત થઈ અને હાહાકાર કરવા લાગી. પુત્રનું કપાયેલું મસ્તક જોઈને તેણે શોકથી અત્યંત વિલાપ કર્યો. આંખો આંસુથી ભરાઈ ગઈ. એકલી વનમાં હરણીની પેઠે પોકારવા લાગી કે અરે પુત્ર! બાર વર્ષ અને ચાર દિવસ અહીં પસાર થઈ ગયા તેમ બીજા ત્રણ દિવસ કેમ પસાર ન થયા? તારું મરણ ક્યાંથી આવ્યું? અરેરે, પાપી કાળ! મેં તારું શું બગાડયું હતું કે મારી આંખોના તારા એવા પુત્રનો તત્કાળ નાશ કર્યો? મેં પાપિણીએ પરભવમાં કોઈનો બાળક હણ્યો હશે તેથી મારો પુત્ર હણાઈ ગયો. હે પુત્ર! મારું દુઃખ મટાડનાર એક શબ્દ તો મોઢામાંથી બોલ. હે વત્સ! આવ, તારું મનોહર રૂપ મને દેખાડ. આવી માયારૂપ અમંગળ ક્રિીડા કરવી તારા માટે યોગ્ય નથી. અત્યાર સુધી તે કદી માતાની આજ્ઞા લીપી નથી. હવે વિના કારણે આ વિનયના લોપનું કાર્ય કરવું તારા માટે યોગ્ય નથી. ઇત્યાદિ વિકલ્પોથી વિચારવા લાગી કે નિઃશંકપણે મારો પુત્ર પરલોકમાં ગયો છે. વિચાર્યું હતું કાંઈક જુદું અને થયું કાંઈક જુદું આ વિચારમાં નહોતી તેવી વાત બની છે. હું પુત્ર! જો તું જીવતો હોત અને તે સૂર્યહાસ ખલ્ગ સિદ્ધ કર્યું હોત તો જેમ ચંદ્રહાસના ધારક રાવણ સન્મુખ કોઈ આવી શકતું નથી તેમ તારી સન્મુખ કોઈ ન આવી શકત. જાણે કે ચંદ્રહાસે મારા ભાઈના હાથમાં સ્થાન લીધું તે આપણા વિરોધી તારા હાથમાં સૂર્યહાસ ન જોઈ શક્યા. અરે, તું ભયાનક વનમાં એકલો, નિર્દોષ, નિયમનો ધારક હતો. તને મારવા માટે જેના હાથ ચાલ્યા તે એવો પાપી ખોટો દુશ્મન કોણ હશે કે જે દુષ્ટ તને હણ્યો ? હવે તે જીવતો રહીને ક્યાં જશે? આ પ્રમાણે વિલાપ કરતી પુત્રનું મસ્તક ગોદમાં લઈ ચૂમવા લાગી. માણેક જેવા લાલ જેના નેત્ર છે તે પછી શોક ત્યજી ક્રોધરૂપ થઈ શત્રુને મારવા દોડી. ચાલતી ચાલતી તે જ્યાં બેય ભાઈ બિરાજતા હતા ત્યાં આવી. બન્ને ભાઈ અત્યંત રૂપાળા, મનને મોહ ઉત્પન્ન કરવાના કારણ, તેમને જોઈને તેનો પ્રબળ ક્રોધ તરત જતો રહ્યો, તત્કાળ રાગ ઉપજ્યો, મનમાં વિચારવા લાગી કે આ બેમાંથી જે મને ઇચ્છે તેનું હું સેવન કરીશ. આમ વિચારી તત્કાળ કામાતુર થઈ. જેમ કમળના વનમાં હંસલી મોહિત થાય, મોટા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચુમાળીસમું પર્વ તળાવમાં ભેંસ અનુરાગી થાય અને લીલાછમ અનાજના ખેતરમાં હરણી અભિલાષી થાય તેમ આમના પ્રત્યે એ આસક્ત થઈ. તે એક પુન્નાગ વૃક્ષની નીચે બેસી રુદન કરવા લાગી, અત્યંત દીન શબ્દ ઉચ્ચારવા લાગી. વનની રજથી તેનું શરીર મલિન થઈ ગયું હતું, તેને જોઈને રામની રમણી સીતા અત્યંત દયાળુ ચિત્તવાળી હતી તે ઊઠીને તેની સમીપે આવી અને કહેવા લાગી કે તું શોક ન કર. તેનો હાથ પકડી, તેને શુભ વચનો કહી, વૈર્ય આપી રામની પાસે લાવી. ત્યારે રામે પૂછયું કે તું કોણ છે? આ દુષ્ટ પ્રાણીઓથી ભરેલા વનમાં એકલી કેમ ફરે છે? ત્યાં કમળ સરખા નેત્રવાળી અને ભમરાના ગુંજારવ સમાન વચનોવાળી તે કહેવા લાગી કે હે પુરુષોત્તમ ! મારી માતા તો મૃત્યુ પામી તેની મને ખબર નથી, હું ત્યારે બાળક હતી. વળી, તેના શોકથી પિતા પણ પરલોકમાં ગયા. તેથી હું પૂર્વના પાપથી કુટુંબરહિત થઈ દંડકવનમાં આવી. મને મરવાની અભિલાષા છે, પણ આ ભયાનક વનમાં કોઈ દુષ્ટ પ્રાણીએ મારું ભક્ષણ કર્યું નહિ. ઘણા દિવસોથી આ વનમાં ભટકું છું. આજે મારા પાપકર્મનો નાશ થયો તેથી આપનાં દર્શન થયા. હવે મારા પ્રાણ છૂટયા પહેલાં મને કૃપા કરીને ઇચ્છો. જે કન્યા કુળવાન, શીલવાન હોય તેને કોણ ન ઇચ્છે? બધા જ ઇચ્છે. એના લજ્જારહિત વચન સાંભળીને બન્ને ભાઈ નરોત્તમ પરસ્પર અવલોકન કરીને મૌન રહ્યા. બન્ને ભાઈ સર્વ શાસ્ત્રના અર્થના જ્ઞાનરૂપ જળથી મનને ધોઈ ચૂક્યા છે, કૃત્ય-અકૃત્યના વિવેકમાં પ્રવીણ છે. પછી એમનું ચિત્ત નિષ્કામ જાણીને તે નિશ્વાસ નાખી કહેવા લાગી કે હું જઉં? રામ-લક્ષ્મણે કહ્યું કે તારી ઇચ્છા હોય તે પ્રમાણે કર. પછી તે ચાલી ગઈ. તેના ગયા પછી રામ, લક્ષ્મણ, સીતા આશ્ચર્ય પામ્યાં. આ ક્રોધાયમાન થઇને શીધ્ર પતિની સમીપે ગઈ. લક્ષ્મણ મનમાં વિચારવા લાગ્યા કે એ કોની પુત્રી હશે? ક્યા દેશમાં જન્મી હશે? ટોળામાંથી છૂટી પડી ગયેલી હરણી જેવી અહીં કેમ આવી હશે? હે શ્રેણિક! આ કાર્ય કરવા જેવું છે અને આ કરવા જેવું નથી, આનો પરિપાક શુભ થશે કે અશુભ, એવો વિચાર જેવી બુદ્ધિ અજ્ઞાનરૂપ તિમિરથી આચ્છાદિત છે તેવા અવિવેકથી રહિત છે તે આ લોકમાં જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી યોગ્ય-અયોગ્ય જાણી, અયોગ્યનો ત્યાગ કરી, યોગ્ય ક્રિયામાં પ્રવર્તે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સંબૂકવધનું વર્ણન કરનાર તેંતાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * ચુમાળીસમું પર્વ (રાવણ દ્વારા સીતાનું હરણ અને રામના વિલાપનું વર્ણન) પછી જેમ તળાવની પાળ તૂટી જાય અને જળનો પ્રવાહ ફેલાઈ જાય તેમ ખરદૂષણની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચુમાળીસમું પર્વ પદ્મપુરાણ સ્ત્રીને રામ-લક્ષ્મણ પ્રત્યે રાગ ઉત્પન્ન થયો હતો તે એમની અવાંછાથી નાશ પામ્યો ત્યારે શોકનો પ્રવાહ પ્રગટ થયો, અત્યંત વ્યાકુળ બનીને તે નાના પ્રકારે વિલાપ કરવા લાગી. દુઃખરૂપ અગ્નિથી જેનું શરીર બળી રહ્યું છે એવી તે વાછડા વિનાની ગાય વિલાપ કરે તેમ શોક કરવા લાગી. જેની આંખમાંથી આંસુ ઝરી રહ્યાં છે તેવી વિલાપ કરતી તેને પતિએ જોઇ. જેનું વૈર્ય નાશ પામ્યું છે, ધૂળથી જેનું અંગ મલિન બની ગયું છે, જેના વાળ વીંખાઈ ગયા છે, જેની કટિમેખલા ઢીલી પડી ગઈ છે, જેનાં વક્ષસ્થળ, સ્તન અને જાંધ પર નખના ઊઝરડા થયા છે, તે લોહીથી લાલ થયેલ છે, આવરણરહિત, લાવણ્યરહિત અને જેની ચોળી ફાટી ગઈ છે, જાણે મત્ત હાથીએ કમલિનીને મસળી નાખી હોય તેવી એને જોઈને પતિએ ધૈર્ય આપીને પૂછયું કે હે કાંતે! કયા દુષ્ટ તારી આવી અવસ્થા કરી તે કહે. એવો કોણ છે. જેનું મરણ નજીક આવ્યું છે? તે મૂઢ પહાડના શિખર પર ચડીને સૂવે છે, સૂર્ય સામે ક્રીડા કરીને અંધારિયા કૂવામાં પડે છે, તેનાથી દૈવ રૂઠયું છે, તે મારા ક્રોધરૂપી અગ્નિમાં પતંગની જેમ પડશે. ધિકકર છે તે પાપી અવિવેકીને! તે પશુ સમાન અપવિત્ર, અનીતિયુક્ત છે, આ લોક અને પરલોકથી ભ્રષ્ટ છે, જેણે તને દુઃખ આપ્યું છે. તું વડવાનળની શિખા સમાન છે, રૂદન ન કર. તું બીજી સ્ત્રી જેવી નથી, મોટા કુળની પુત્રી છો અને મોટા કુળમાં પરણી છો. હુમણાં જ તે દુરાચારીને હથેળીથી હણી નાખીને પરલોકમાં મોકલી આપીશ, જેમ સિંહ ઉન્મત્ત હાથીને હણી નાખે છે તેમ. પતિએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ચંદ્રનના મહાકષ્ટથી રૂદન બંધ કરી ગદગદ વાણીથી કહેવા લાગી, તેનું કપાળ વાળની લટથી ઢંકાયેલું હતું. તે બોલી, હે નાથ ! હું પુત્રને જોવા માટે રોજ વનમાં જતી હતી. આજે ગઈ ત્યારે મેં પુત્રનું મસ્તક કપાઈને ભૂમિ પર પડેલું જોયું અને રુધિરની ધારથી વાંસનું વૃક્ષ લાલ થયેલું જોયું. કોઈ પાપી મારા પુત્રને મારીને ખગ રત્ન લઈ ગયો છે. એ ખગ દેવોથી સેવવા યોગ્ય હતું. અનેક દુઃખોનું ભાજન, ભાગ્યરહિત હું પુત્રનું મસ્તક ગોદમાં લઈને વિલાપ કરવા લાગી. જે પાપીએ શંબૂકને માર્યો હતો તેણે મારી સાથે અનીતિ કરવાનું વિચાર્યું અને મારો હાથ પકડ્યો. મેં કહ્યું કે મને છોડ. તે પાપી, હલકા કુળનાએ મને છોડી નહિ, નખ અને દાંતથી મારાં અંગ વિદાર્યા, નિર્જન વનમાં હું એકલી અને તે બળવાન પુરુષ હતો. હું અબળા હોવા છતાં પૂર્વપુણ્યથી શીલ બચાવીને મહાકટે અહીં આવી. સર્વ વિદ્યાધરોનો સ્વામી, ત્રણ ખંડનો અધિપતિ, ત્રણ લોકમાં પ્રસિદ્ધ, કોઈથી જીતી ન શકાય એવો રાવણ મારો ભાઈ અને તમે ખરદૂષણ નામના મહારાજ, દૈત્ય જાતિના વિદ્યાધરોના અધિપતિ મારા પતિ હોવા છતાં પણ હું દૈવયોગથી આવી અવસ્થા પામી. ચંદ્રનખાનાં આવાં વચન સાંભળી તે અત્યંત ક્રોધથી જ્યાં પુત્રનું મૃતક શરીર પડયું હતું ત્યાં તત્કાળ ગયો અને પુત્રને મરેલો જોઈને અત્યંત ખેદખિન્ન થયો. પહેલાં જે પુત્ર પૂનમના ચંદ્ર જેવો લાગતો હતો તે હવે અત્યંત ભયાનક લાગવા માંડ્યો. ખરદૂષણે પોતાને ઘેર આવીને પોતાના કુટુંબ સાથે મંત્રણા કરી. કેટલાક મંત્રી કઠોર ચિત્તવાળા હતા તે કહેવા લાગ્યા કે હે દેવ! જેણે ખગ્ન રત્ન લઈ લીધું અને પુત્રને હુણી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #382 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચુમાળીસમું પર્વ ૩૬૧ નાખ્યો તેને જો ઢીલો છોડશો તો ન જાણે તે શુંયે કરે, માટે તેનો શીઘ્ર ઉપાય કરો, કેટલાક વિવેકી હતા તેમણે કહ્યું કે હે નાથ ! આ નાનું કામ નથી. બધા સામંતોને ભેગા કરો અને રાવણને પણ પત્ર મોકલો. જેના હાથમાં સૂર્યહાસ ખડ્ઝ આવ્યું હશે તે સામાન્ય પુરુષ નહિ હોય. માટે બધા સામંતોને ભેગા કરી, જે વિચાર કરવો હોય તે કરો, ઉતાવળ ન કરો. પછી રાવણની પાસે તો તત્કાળ દૂત મોકલ્યો. દૂત યુવાન અને શીઘ્રગામી હતો. તે તત્કાળ રાવણ પાસે પહોંચી ગયો. રાવણનો ઉત્તર આવે તે પહેલાં ખરદૂષણ પોતાના પુત્રના મરણથી અત્યંત વૈષભર્યો સામંતોને કહેવા લાગ્યો કે તે રંક, વિધાબળરહિત, ભૂમિગોચરી આપણી વિદ્યાધરોની સેનારૂપ સમુદ્રને તરવાને સમર્થ નથી. ધિક્કાર છે આપણા શૂરવીરપણાને. જે બીજાની મદદ ચાહે છે! આપણા હાથ છે તે જ સહાયક છે, બીજા કોણ હોય? આમ કહીને અભિમાનપૂર્વક તરત જ મહેલમાંથી નીકળ્યો. આકાશમાર્ગે ગમન કર્યું. તેનું મુખ તેજસ્વી હતું. તેને સર્વથા યુદ્ધસમ્મુખ જાણીને ચૌદ હજાર રાજા સાથે ચાલ્યા. તે દંડકવનમાં આવ્યા. તેમની સેનાના વાંજિત્રાદિના સમુદ્ર સમાન અવાજ સાંભળીને સીતા ભય પામી. “હે નાથ! શું છે, શું છે?' આમ બોલતી પતિના અંગને વળગી પડી, જેમ કલ્પવેલ કલ્પવૃક્ષને વળગી રહે છે. ત્યારે રામે કહ્યું કે હે પ્રિય! ભય ના કર. એને ધૈર્ય બંધાવીને વિચારવા લાગ્યા કે આ દુર્ધર શબ્દ સિંહનો છે કે મેઘનો છે, સમુદ્રનો, દુષ્ટ પક્ષીઓનો છે કે આકાશ ભરાઈ ગયું છે. પછી સીતાને કહ્યું કે હે પ્રિયે! એ દુષ્ટ પક્ષી છે, જે મનુષ્ય અને પશુઓને લઈ જાય છે, ધનુષના ટંકારથી હુમણાં એમને ભગાડી મૂકું છું. એટલામાં જ શત્રુની સેના પાસે આવી. નાના પ્રકારનાં આયુધો સહિત સુભટો નજરે પડ્યા. જેમ પવનથી પ્રેરાઈને મેઘની ઘટા વિચરે તેમ વિધાધરો ફરવા લાગ્યા. ત્યારે શ્રી રામે વિચાર્યું કે નંદીશ્વરદ્વીપમાં ભગવાનની પૂજા માટે દેવ જાય છે અથવા વાંસના વૃક્ષમાં કોઈ માણસને હણીને લક્ષ્મણ ખગ રત્ન લઈ આવ્યા હતા અને પેલી કન્યા બનીને આવી હતી તે કુશીલ સ્ત્રી હતી તેણે પોતાના કુટુંબના સામંતોને પ્રેર્યા હોય તેમ લાગે છે માટે હવે શત્રુની સેના સમીપ આવે ત્યારે નિશ્ચિંત રહેવું ઉચિત નથી, એમ વિચારી ધનુષ તરફ દષ્ટિ કરી અને બખ્તર પહેરવાની તૈયારી કરી. ત્યારે લક્ષ્મણ હાથ જોડી, શિર નમાવી, વિનંતી કરવા લાગ્યા કે હે દેવ! મારા હોતા, આપને એટલો પરિશ્રમ લેવો ઉચિત નથી. આપ રાજપુત્રીની રક્ષા કરો, હું શત્રુઓની સન્મુખ જાઉં છું. જો કદાચ ભીડ પડશે તો હું સિંહનાદ કરીશ ત્યારે આપ મારી સહાય કરવા આવજો. આમ કહીને બખ્તર પહેરી, શસ્ત્રો લઈને લક્ષ્મણ શત્રુઓની સામે યુદ્ધ માટે ચાલ્યા તે વિદ્યાધરો લક્ષ્મણને ઉત્તમ આકૃતિના ધારક, વીરાધિવીર શ્રેષ્ઠ પુરુષ જોઈને જેમ મેઘ પર્વતને વીંટળાઈ વળે તેમ વીંટળાઈ વળ્યા. શક્તિ, મુગર, સામાન્ય ચક્ર, બરછી, બાણ ઇત્યાદિ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા અને એકલા લક્ષ્મણ સર્વ વિધાધરોએ ચલાવેલાં બાણોને પોતાનાં શસ્ત્રોથી નિષ્ફળ કરવા લાગ્યા અને પોતે વિદ્યાધરો તરફ આકાશમાં વજદંડ બાણ ચલાવવા લાગ્યા. એકલા લક્ષ્મણ વિધાધરોની સેનાને બાણથી જેમ સંયમી સાધુ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #383 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨ ચુમાળીસમું પર્વ પદ્મપુરાણ આત્મજ્ઞાન વડે વિષયવાસનાને રોકે તેમ રોકવા લાગ્યા. લક્ષ્મણનાં શસ્ત્રોથી વિધાધરોનાં શિર રત્નોનાં આભૂષણોથી મંડિત અને કુંડળથી શોભિત આકાશમાંથી ધરતી પર પડ્યાં, જાણે કે આકાશરૂપ સરોવરનાં કમળ જ હોય! યોદ્ધા સાથે પર્વત સમાન હાથી પડ્યા અને અશ્વો સાથે સામંત પડયા. ભયંકર અવાજ કરતા, હોઠ કરડતા, ઊર્ધ્વગામી બાણોથી વાસુદેવ વાહન સહિત યોદ્ધાઓને પીડવા લાગ્યા. તે જ સમયે પુષ્પક વિમાનમાં બેસીને રાવણ આવ્યો. શંબૂકને મારનાર પુરુષો પર તેને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો છે. તેણે માર્ગમાં રામની સમીપે મહાસતી સીતાને રહેલી જોઈ અને તેને જોઈને અત્યંત મોટું પામ્યો. સીતા તો જાણે સાક્ષાત્ લક્ષ્મી જ છે, તેને જોતાં રતિનું રૂપ પણ તેના જેવું ન લાગે. ચંદ્ર સમાન સુંદર મુખ, બિંબફળ જેવા લાલ અધર, કેસરીની કટિ સમાન કટિ, ચમકતાં ચંચળ કમળપત્ર સમાન લોચન અને ગજરાજના કુંભસ્થળનાં શિખર સમાન સ્તન, નવયુવાન, સર્વ ગુણોથી પૂર્ણ, કાંતિના સમૂહથી યુક્ત જેનું શરીર છે, જાણે કામના ધનુષની પણછ જ છે અને જેનાં નેત્ર કામનાં બાણ જ છે. જાણે કે નામકર્મરૂપ ચિત્રકારે પોતાની ચપળતા નિભાવવા માટે સ્થિરતાપૂર્વક સુખેથી જેવી જોઈએ તેવી બનાવી છે, જેને જોતાં રાવણની બુદ્ધિ હરાઈ ગઈ મહારૂપના અતિશયને ધરતી સીતાના અવલોકનથી શબૂકના હત્યારા પ્રત્યે જે ક્રોધ થયો હતો તે જતો રહ્યો અને સીતા પર રાગભાવ ઉત્પન્ન થયો. ચિત્તની ગતિ વિચિત્ર છે. તે મનમાં ચિંતવવા લાગ્યો કે એના વિના મારું જીવન કેવું? અને મારા ઘરમાં જે વૈભવ છે તેનો શો લાભ? આ અદ્દભુત રૂપ, અનુપમ નવયૌવન ! મને ખરદૂષણની સેનામાં આવેલો કોઈ ઓળખે તે પહેલાં આનું હરણ કરીને લઈ જઉં. મારી કીર્તિ આખા લોકમાં ચંદ્રમા જેવી નિર્મળ ફેલાઈ ગઈ છે તેથી છૂપી રીતે લઈ જવાથી મલિન નહિ થાય. હે શ્રેણિક! અર્થી દોષને ગણતો નથી તેથી તેણે ગુપ્ત રીતે લઈ જવાનો પ્રયત્ન કર્યો. આ લોકમાં લોભ સમાન કોઈ બીજો અનર્થ નથી અને લોભમાં પરસ્ત્રીના લોભ જેવો મહાઅનર્થ નથી. રાવણે અવલોકની વિધાને વૃત્તાંત પૂછયો. તેના કહેવાથી રાવણ એનું નામ. કળ બધું જાણી લીધું. એકલા લક્ષ્મણ અનેક દમનો સાથે. લડવા યુદ્ધમાં ગયા છે, આ રામ છે અને આ એમની પત્ની સીતા છે. જ્યારે લક્ષ્મણ ગયા ત્યારે રામને એમ કહીને ગયા હતા કે જો મને ભીડ પડશે તો હું સિંહનાદ કરીશ ત્યારે તમે મારી મદદે આવજો. રાવણે વિચાર્યું કે હું તે સિંહનાદ કરું તો આ રામ ધનુષબાણ લઈને ભાઈ પાસે જશે અને હું સીતાને જેમ પક્ષી માંસનો ટુકડો લઈ જાય તેમ ઉપાડી જઈશ. વળી, આમણે ખરદૂષણના પુત્રને તો માર્યો જ હતો એન તેની સ્ત્રીનું અપમાન કર્યું હતું તેથી તે શક્તિ આદિ શસ્ત્રોથી બેય ભાઈને મારશે જ, જેમ મહાપ્રબળ નદીનો પ્રવાહુ બેય કિનારાને તોડી પાડે છે. નદીના પ્રવાહની શક્તિ છૂપી નથી તેમ ખરદૂષણની શક્તિ કોઈથી છૂપી નથી. બધા જ જાણે છે. આમ વિચાર કરીને મૂઢગતિ, કામપીડિત રાવણ મરણ માટે સીતાના હરણનો વિચાર કરવા લાગ્યો, જેમ દુર્બદ્ધિ બાળક વિષ લેવાનો ઉપાય કરે છે. પેલી તરફ લક્ષ્મણ અને સેના સહિત ખરદૂષણ બેય વચ્ચે ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #384 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચુમાળીસમું પર્વ ૩૬૩ શસ્ત્રપ્રહાર થઈ રહ્યો છે, અને આ તરફ કપટથી રાવણે સિંહનાદ કર્યો, તેમાં વારંવાર રામ, રામ એવો અવાજ કર્યો. ત્યારે રામે જાણ્યું કે આ સિંહનાદ લક્ષ્મણે કર્યો છે, એમ જાણીને તેમના ચિત્તમાં વ્યાકુળતા થઈ, એમને લાગ્યું કે ભાઈને ભીડ પડી છે. પછી રામે જાનકીને કહ્યું કે હું પ્રિયે! ભય ન પામીશ, થોડી વાર રહે. આમ કહીને તેને નિર્મળ ફૂલોમાં છુપાવી દીધી અને જટાયુને કહ્યું કે હે મિત્ર! આ સ્ત્રી અબળા જાતિ છે, એની રક્ષા કરજે. તું અમારો મિત્ર છો, સહધર્મી છો. આમ કહીને પોતે ધનુષબાણ લઈને ચાલ્યા. તે વખતે અપશુકન થયા, તેને પણ ગણકાર્યા નહિ. મહાસતીને એકલી વનમાં મૂકીને તરત જ ભાઈ પાસે ગયા. મહારણમાં ભાઈની આગળ જઈને ઊભા રહ્યા. તે વખતે રાવણ સીતાને ઉપાડી જવા માટે આવ્યો, જેમ મદમસ્ત હાથી કમલિનીને લેવા આવે. કામરૂપ અગ્નિથી જેનું મન પ્રજ્વલિત છે, જેની બુદ્ધિ ધર્મની બધી રીત ભૂલી ગઈ છે એવો તે સીતાને ઉપાડી પુષ્પક વિમાનમાં મૂકવા લાગ્યો ત્યારે જટાયુ પક્ષી સ્વામીની પત્નીને તેને હરી જતો જોઈને ક્રોધાગ્નિથી પ્રજ્વલિત થઈ ગયો. તે ઊડીને અત્યંત વેગથી રાવણ પર પડ્યો, તીક્ષ્ણ નખની અણી અને ચાંચથી રાવણની છાતી રુધિરમય કરી નાખી અને પોતાની કઠોર પાંખથી રાવણનાં વસ્ત્ર ફાડી નાખ્યાં, રાવણનું આખું શરીર ખેદખિન્ના થઈ ગયું. રાવણને લાગ્યું કે આ સીતાને છોડાવશે અને મુશ્કેલી ઊભી કરશે એટલામાં આનો ધણી આવી પહોંચશે. તેથી એને મનોહર વસ્તુનો અવરોધ જાણીને અત્યંત ક્રોધથી હાથની ઝપટ મારી. અતિકઠોર હાથના પ્રહારથી પક્ષી વિહ્વળ થઈ પોકાર કરતું પૃથ્વી પર પડ્યું અને મૂચ્છિત બની ગયું. પછી રાવણ જનકસુતાને પુષ્પક વિમાનમાં મૂકીને પોતાના સ્થાન પર લઈને ચાલ્યો ગયો. હું શ્રેણિક! જોકે રાવણ જાણે છે કે આ કાર્ય યોગ્ય નથી તો પણ કામને વશ થયેલો સર્વ વિચાર ભૂલી ગયો. મહાસતી સીતા પોતાને પરપુરુષ દ્વારા હુરાયેલી જાણીને, રામના અનુરાગથી જેનું ચિત્ત ભીંજાયેલું છે તે અત્યંત શોક પામી, દુઃખરૂપ વિલાપ કરવા લાગી. રાવણ તેને પોતાના પતિમાં અનુરક્ત જાણી અને રુદન કરતી જોઈને કંઈક ઉદાસ થઈને વિચારવા લાગ્યો કે આ સતત રડ્યા કરે છે અને વિરહથી વ્યાકુળ છે, પોતાના પતિના જ ગુણ ગાય છે, અને અન્ય પુરુષના સંયોગની અભિલાષા નથી તેવી સ્ત્રી અવધ્ય છે તેથી હું એને મારી શકીશ નહિ અને કોઈ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો હું તેને મારું. મેં સાધુ પાસે વ્રત લીધું હતું કે જે પરસ્ત્રી અને ના ઇચ્છે તો તેને હું સેવીશ નહિ માટે મારે વ્રત દઢ રાખવું જોઈએ. આને જ કોઈ ઉપાયથી પ્રસન્ન કરું, ઉપાય કરવાથી તે પ્રસન્ન થશે. જેમ ક્રોધી રાજાને તરત જ પ્રસન્ન ન કરી શકાય તેમ હઠીલી સ્ત્રીને પણ વશ ન કરી શકાય. દરેક વસ્તુ યત્નથી સિદ્ધ થાય છે. મનવાંછિત વિધા, પરલોકની ક્રિયા અને મનગમતી સ્ત્રી યત્નથી સિદ્ધ થાય છે એમ વિચારીને રાવણ સીતાને પ્રસન્ન કરવાનો સમય શોધવા લાગ્યો. કેવો છે રાવણ? જેનું મરણ નજીક આવ્યું છે એવો. ત્યારપછી શ્રી રામે બાણરૂપ જળની ધારાથી પૂર્ણ રણમંડળમાં પ્રવેશ કર્યો. લક્ષ્મણ તેમને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #385 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ ચુમાળીસમું પર્વ પદ્મપુરાણ જોઈને કહેવા લાગ્યાઃ અરે, અરે, આપ આટલે દૂર કેમ આવ્યા? હે દેવ ! જાનકીને વનમાં એકલી મૂકીને આવ્યા ? આ વન અનેક વિગ્રહથી ભરેલું છે. ત્યારે રામે કહ્યું કે હું તારો સિંહનાદ સાંભળીને તરત જ આવ્યો છું. લક્ષ્મણે કહ્યું કે આપે આ સારું નથી કર્યું, હવે શીઘ્ર જ્યાં જાનકી છે ત્યાં જાવ, ત્યારે રામે જાણ્યું કે લક્ષ્મણ ભાઈ તો મહાધી છે. એને શત્રુનો ભય નથી અને તેને કહ્યું તું પરમ ઉત્સાહરૂપ છે, તું બળવાન વેરીને જીત, એમ કહીને પોતે જેને સીતા વિશે શંકા ઉપજી છે તે ચંચચિત્ત બનીને જાનકીની દિશા તરફ ચાલ્યા. ક્ષણમાત્રમાં આવીને જોયું તો જાનકી નહોતાં. તેમણે પ્રથમ તો વિચાર્યું કે કદાચ સ્થળનું ધ્યાન રહ્યું નથી. પછી નક્કી કરીને જોયું તો સીતા ન મળે. ત્યારે તે ‘હે સીતા!’ એમ બોલી મૂર્છા ખાઈને ધરતી પર પડી ગયા. પછી તે જાગ્રત થઈ, વૃક્ષો તરફ દષ્ટિ કરી પ્રેમથી ભરેલા તે ખૂબ વ્યાકુળ બનીને બોલવા લાગ્યા, હે દેવી! તું ક્યાં ગઈ ? કેમ બોલતી નથી ? બહુ જ મશ્કરી કરવાથી શો ફાયદો? વૃક્ષોની પાછળ બેઠી હો તો તરત જ આવતી રહે, ક્રોધ કરવાથી શો લાભ છે? હું તો તારી પાસે શીઘ્ર જ આવી ગયો છું. હૈ પ્રાણ વલ્લભે ! આ તારો ગુસ્સો અમને સુખનું કારણ નથી. આ પ્રમાણે વિલાપ કરતા ફરે છે. ત્યાં એક નીચાણવાળી જગ્યામાં જટાયુને મરવાની અણી પર જોયો. પોતે પક્ષીને જોઈને અત્યંત ખેદખિન્ન થઈ, તેની સમીપે બેસીને તેને નવકારમંત્ર સંભળાવ્યો અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર આરાધના સંભળાવી, અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રણીત ધર્મનું શરણ લેવરાવ્યું. પક્ષી, જેણે શ્રાવકનાં વ્રત લીધાં હતાં તે શ્રી રામના અનુગ્રહથી સમાધિમરણ કરીને સ્વર્ગમાં દેવ થયો અને પરંપરાએ મોક્ષે જશે. પક્ષીના મરણ પછી જોકે પોતે જ્ઞાની હોવા છતાં ચારિત્રમોહને વશ થઈને ખૂબ શોક કરતાં એકલા વનમાં પ્રિયાના વિયોગના દાથી મૂર્છા ખાઈને પડયા. પછી સચેત થઈ અત્યંત વ્યાકુળ બની મહાસીતાને ગોતતાં ફરવા લાગ્યા, નિરાશ થયા અને દીન વચન બોલવા લાગ્યા, જેમ ભૂતાવેશથી યુક્ત પુરુષ વૃથા આલાપ કરે છે. લાગ જોઈને ભયંકર વનમાં કોઈ પાપીએ જાનકીનું હરણ કર્યું, તે બહુ વિપરીત કર્યું છે, મને મારી નાખ્યો. હવે જે કોઈ મને પ્રિયાનો મેળાપ કરાવે અને મારો શોક દૂર કરે તેના જેવો મારો પરમ બાંધવ કોઈ નથી. હે વનનાં વૃક્ષો ! તમે જનકસુતાને જોઈ ? ચંપાના પુષ્પ જેવો તેનો રંગ છે, કમળદળ જેવાં લોચન છે, સુકુમાર ચરણ છે, નિર્મળ સ્વભાવ છે, ઉત્તમ ચાલ છે, ચિત્તનો ઉત્સવ કરનારી છે, કમળના મકરંદ સમાન મુખનો સુગંધી શ્વાસ છે, સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છે. આવી સીતાને તમે પહેલાં ક્યાંય જોઈ હોય તો કહો. આ પ્રમાણે તે વનનાં વૃક્ષોને પૂછે છે, પણ તે એકેન્દ્રિય વૃક્ષ શો ઉત્તર આપે ? ત્યારે સીતાના ગુણોથી જેનું મન હરાયું છે એવા રામ ફરી વાર મૂર્છા ખાઈને ધરતી ૫૨ પડયા, પાછા જાગ્રત થઈને અત્યંત ક્રોધાયમાન થઈ વજ્રાવર્ત ધનુષ હાથમાં લીધું, પણછ ચડાવી, ટંકાર કર્યો. આથી દશે દિશાઓ અવાજથી ભરાઈ ગઈ. સિંહોને ભય ઉપજાવનાર નરસિંહે ધનુષનો નાદ કર્યો અને સિંહ ભાગી ગયા, હાથીઓનો મદ ઊતરી ગયો. વળી ધનુષ ઉતારી, અત્યંત વિષાદ પામી, બેસીને પોતાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #386 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચુમાળીસમું પર્વ ૩૬૫ ભૂલ ઉપર વિચાર કરવા લાગ્યા, અરેરે! મેં ખોટો સિંહનાદ સાંભળી, વિશ્વાસ લાવી, નકામા જઈને પ્રિયાને ખોઈ. જેમ મૂઢ જીવ કુશ્રુતનું શ્રવણ કરી, વિશ્વાસ લાવી અવિવેકી થઈ શુભગતિને ખોવે છે તે મૂઢને ખોવાનું તો આશ્ચર્ય નથી, પરંતુ હું ધર્મબુદ્ધિવાળો, વીતરાગના માર્ગનો શ્રદ્ધાની, સમજણ ગુમાવી અસુરની માયાથી મોહિત થયો, એ આશ્ચર્યની વાત છે. જેમ આ ભવવનમાં અત્યંત દુર્લભ મનુષ્યનો દેહ મહાન પુણ્ય કર્મથી મળે છે તેને વૃથા ગુમાવે તે ફરી ક્યારે મેળવે? ત્રણ લોકમાં દુર્લભ મહાન રત્નને સમુદ્રમાં ફેંકી દે, પછી ક્યાંથી મેળવે? તેમ પત્નીરૂપી અમૃત મારા હાથમાંથી ગયું છે. હવે કયા ઉપાયથી મળે? આ નિર્જન વનમાં કોને દોષ આપું? હું તેને છોડીને ભાઈ પાસે ગયો તેથી કદાચ ગુસ્સે થઈને આર્થિકા થઈ ગઈ હોય. વનમાં કોઈ મનુષ્ય નથી, કોને જઈને પૂછું, કે જે મને મારી સ્ત્રીની વાત કરે. એવો કોઈ આ લોકમાં દયાળું શ્રેષ્ઠ પુરુષ છે, જે મને સીતા દેખાડે. તે મહાસતી, શીલવાન, સર્વ પાપરહિત મારા હૃદયને પ્રિય એવી તેના વિરહથી મારું મનરૂપ મંદિર અગ્નિની પેઠે જલે છે, તેની વાર્તારૂપી જળનું દાન કરી મને કોણ ઠારે? એમ કહી અત્યંત ઉદાસ, ધરતી તરફ જેમની દૃષ્ટિ છે, વારંવાર કંઈક વિચાર કરીને નિશ્ચળ થઈને બેઠા. પાસે જ એક ચકવીનો અવાજ સાંભળ્યો, તે સાંભળી તેની તરફ જોયું. પછી વિચાર્યું કે આ ગિરિનો તટ અત્યંત સુગંધી થઈ રહ્યો છે તેથી તે તરફ જ ગઈ હશે અથવા આ કમળનું વન છે ત્યાં કુતૂહલથી ગઈ હોય. પહેલાં તેણે આ વન જોયું હતું. તે સ્થાનક મનોહર છે, જાતજાતનાં પુષ્પોથી ભરેલું છે, કદાચ ત્યાં ક્ષણવાર ગઈ હોય એમ વિચારીને પોતે ત્યાં ગયા. ત્યાં પણ સીતાને ન જોઈ, ચકવીને જોઈ ત્યારે વિચાર કર્યો કે તે પતિવ્રતા મારા વિના એકલી ક્યાં જાય? પછી વ્યાકુળતા પામી પર્વતને પૂછવા લાગ્યા કે હૈ ગિરિરાજ! તું અનેક ધાતુઓથી ભરેલો છો, હું રાજા દશરથનો પુત્ર રામચંદ્ર તને પૂછું છું. જેના કમળ જેવાં નેત્ર છે તે સીતા મારા મનને પ્યારી, હંસગામિની, સુંદર સ્તનના ભારથી જેનું અંગ નમેલું છે, બિંબળ જેવા અધર, સુંદર નિતંબ એવી તેને તે ક્યાં જોઈ? તે ક્યાં છે? પણ પહાડ શો જવાબ આપે? એના શબ્દનો પડઘો માત્ર પડયો. ત્યારે તેમણે જાણ્યું કે આણે કાંઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો, લાગે છે કે એણે જોઈ નથી. તે મહાસતી કાળધર્મ પામી હશે? આ નદી પ્રચંડ તરંગોવાળી, અત્યંત વેગથી વહે છે, અવિવેકી તેણે મારી સ્ત્રીનું હરણ કર્યું હશે, જેમ પાપની ઇચ્છા વિધાને હરે છે અથવા કોઈ ક્રૂર સિંહ ભૂખથી આતુર બની તેને ખાઈ ગયો હોય. તે ધર્માત્મા સાધુઓની સેવા કરનાર સિંહાદિકને દેખતાં જ નખાદિના સ્પર્શ વિના જ પ્રાણ છોડે એવી છે. મારો ભાઈ ભયાનક યુદ્ધમાં લડી રહ્યો છે તેના જીવવાનો પણ સંશય જ છે. આ સંસાર અસાર છે અને સર્વ જીવરાશિ સંશયરૂપ જ છે. અહો! આ મોટું આશ્ચર્ય છે કે હું સંસારનું સ્વરૂપ જાણું છું અને દુ:ખમય થઇ ગયો છું. એક દુઃખ પૂરું થતું નથી અને બીજું આવી જાય છે. તેથી લાગે છે કે આ સંસાર દુ:ખનો સાગર જ છે. જેમ લંગડા પગને કાપવો, બળી મરેલાને ભસ્મ કરવો અને પડતાને ખાડામાં નાખવો. રામચંદ્રજીએ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #387 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ પિસ્તાળીસમું પર્વ પદ્મપુરાણ વનમાં ભ્રમણ કરીને મૃગ સિંહાદિક અનેક જંતુ જોયાં, પરંતુ સીતા જોવામાં ન આવી ત્યારે પોતાના આશ્રમમાં આવી અત્યંત દીન વદને ધનુષ ઉતારી પૃથ્વી પર બેઠા. વારંવાર અનેક વિકલ્પો કરતાં, ક્ષણેક નિશ્વળ થઈ મુખથી પોકારવા લાગ્યા. હૈ શ્રેણિક! આવા મહાપુરુષોને પણ પૂર્વોપાર્જિત અશુભના ઉદયથી દુ:ખ થાય છે. આમ જાણીને, હે ભવ્ય જીવો ! સદા જિનવરના ધર્મમાં બુદ્ધિ લગાવો, સંસારની મમતા છોડો. જે પુરુષ સંસારના વિકારથી પાઙમુખ થઈ, જિનવચનની આરાધના કરતો નથી, તે સંસારમાં અશરણ બની પાપરૂપ વૃક્ષનાં કડવાં ફળ ભોગવે છે, કર્મરૂપ શત્રુના આતાપથી ખેદખિન્ન થાય છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં સીતાહરણ અને રામના વિલાપનું વર્ણન કરનાર ચુમાળીસમું પર્વ પૂર્ણ થયું. *** પિસ્તાળીસમું પર્વ (રામના સીતાવિયોગ - જનિત સંતાપનું વર્ણન ) પછી લક્ષ્મણની સમીપમાં યુદ્ધમાં ખરદૂષણનો શત્રુ વિરાધિત નામનો વિદ્યાધર પોતાના મંત્રી અને શૂરવીરો સહિત શસ્ત્રસજ્જ થઈ આવ્યો. તે લક્ષ્મણને એકલો યુદ્ધ કરતો જોઈ તેને નરોત્તમ જાણી પોતાના સ્વાર્થની સિદ્ધિ આનાથી જાણી પ્રસન્ન થયો, અત્યંત તેજથી દેદીપ્યમાન શોભવા લાગ્યો. તે વાહન પરથી નીચે ઊતરી, પૃથ્વી પર ગોઠણ અડાડી, હાથ જોડી, શિર નમાવી, અત્યંત નમ્ર બની, વિનયપૂર્વક કહેવા લાગ્યોઃ હૈ નાથ! હું આપનો ભક્ત છું, મારી થોડીક વિનંતી સાંભળો. તમારા જેવાનો સંગ અમારા જેવાનું દુઃખ મટાડે છે. તેણે અડધું કહ્યું અને લક્ષ્મણ પૂરું સમજી ગયા. તેના મસ્તક પર હાથ મૂકીને કહ્યું કે તું ડર નહિ, અમારી પાછળ ઊભો રહે. ત્યારે તે નમસ્કાર કરી અત્યંત આશ્ચર્ય પામી કહેવા લાગ્યો કે હે પ્રભો! આ ખરદૂષણ શત્રુ મહાન શક્તિનો ધારક છે. આપ એને રોકો અને સેનાના યોદ્ધાઓ સાથે હું લડીશ. આમ કહીને ખરદૂષણના યોદ્ધાઓ સાથે વિરાધિત લડવા લાગ્યો, દોડીને તેની સેના ઉ૫૨ તૂટી પડયો. પોતાની સેના સહિત જેનાં આયુધો ચળકી રહ્યાં છે તે વિરાધિત તેમને પ્રગટપણે કહેવા લાગ્યો કે હું રાજા ચંદ્રોદયનો પુત્ર વિરાધિત યુદ્ધનો અભિલાષી ઘણા દિવસે પિતાનું વેર લેવા આવ્યો છું, હવે તમે ક્યાં જાવ છો? જો યુદ્ધમાં પ્રવીણ હો તો ઊભા રહો, હું એવું ભયંકર ફળ આપીશ જેવું યમ આપે છે. આમ કહ્યા પછી તે યોદ્ધાઓ અને આમની વચ્ચે તુમુલ યુદ્ધ થયું, બન્ને સેનાના અનેક સુભટો માર્યા ગયા. પાયદળ પાયદળ સાથે, ઘોડેસવારો ઘોડેસવા૨ સાથે, હાથીના સવા૨ો હાથીના સવા૨ સાથે, ૨થીઓ ૨થીઓની સાથે પરસ્પર હર્ષિત થઈને યુદ્ધ કરવા લાગ્યા. તે તેને બોલાવે અને પેલો પેલાને બોલાવે. આ પ્રમાણે ૫૨સ્પ૨ યુદ્ધ કરી દશે દિશાઓને બાણોથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #388 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પિસ્તાળીસમું પર્વ ૩૬૭ આચ્છાદિત કરવા લાગ્યા. પછી લક્ષ્મણ અને ખરદૂષણનું ભયંકર યુદ્ધ થયું, જેમ ઇન્દ્ર-અસુરેન્દ્ર હોય તેમ. તે વખતે ખરદૂષણ ક્રોધથી મંડિત લક્ષ્મણને લાલ નેત્ર કરીને કહેવા લાગ્યો કે તારી સાથે વેર નહોતું એવા મારો પુત્રને તે હણ્યો અને હું ચપળ! તું તારી સ્ત્રીનાં સ્તનોનું મર્દન કર્યું, તો હું પાપી, હવે મારી દષ્ટિ આગળથી ક્યાં જઈશ? આજ તીક્ષ્ય બાણોથી તારા પ્રાણ હરીશ, તે જેવાં કર્મ કર્યા છે તેનું ફળ તું ભોગવીશ. હે શુદ્ર, નિર્લજ્જ! પરસ્ત્રીસંગના લોલુપી, મારી સન્મુખ આવીને પરલોક જા. તેનાં કઠોર વચનોથી પ્રજ્વલિત થયેલા મનવાળો લક્ષ્મણ પોતાના અવાજથી આખા આકાશને ભરી દેતો કહેવા લાગ્યો, અરે ક્ષુદ્ર! વૃથા શા માટે બબડે છે. જ્યાં તારો પુત્ર ગયો ત્યાં તને મોકલીશ. આમ કહીને આકાશમાં ઊભેલા ખરદૂષણને લક્ષ્મણે રથરહિત કર્યો, તેનું ધનુષ તોડી નાખ્યું, ધજા ઉડાડી દીધી અને તેજ હરી લીધું. ત્યારે તે ક્રોધથી ભરેલો જેમ ક્ષીણપુણ્ય દેવ સ્વર્ગમાંથી પડે તેમ પૃથ્વી પર પડ્યો. પછી મહાસુભટ ખગ્ન લઈ લક્ષ્મણ પર ઘસ્યો ત્યારે લક્ષ્મણ સૂર્યાસ ખગ લઈ તેની સન્મુખ આવ્યો આ બન્ને વચ્ચે નાના પ્રકારે ભયંકર યુદ્ધ થયું. દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને ધન્ય ધન્ય શબ્દો બોલવા લાગ્યા. એ મહાયુદ્ધમાં સૂર્યહાસ ખગ્ન વડે લક્ષ્મણે ખરદૂષણનું મસ્તક કાપી નાખ્યું અને ખરદૂષણ નિર્જીવ થઈને પૃથ્વી પર પડયો, જાણે સ્વર્ગમાંથી દેવ પડયો. સૂર્ય સમાન તેજવાળા દિગ્ગજ જાણે કે રત્નપર્વતનું શિખર તોડી પાડ્યું. પછી ખરદૂષણનો સેનાપતિ દૂષણ વિરાધિત રથરહિત કરવાની તૈયારી કરવા લાગ્યો ત્યાં લક્ષ્મણે તેને બાણ વડે મર્મસ્થળમાં ઘાયલ કર્યો. તે ઘૂમરડી ખાઈને ધરતી પર પડ્યો. લક્ષ્મણે ખરદૂષણનો સમુદાય અને પાતાળલંકાપુરી વિરાધિતને આપી. અત્યંત સ્નેહથી ભરેલો લક્ષ્મણ રામ પાસે આવ્યો. આવીને જુએ છે તો રામ ભૂમિ પર પડ્યા છે અને તે ઠેકાણે સીતા નથી. ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે નાથ ! ક્યાં સૂઓ છો, જાનકી ક્યાં ગઈ ? રામ ઊઠીને લક્ષ્મણને ધારહિત જોઈને કંઈક આનંદ પામ્યા. લક્ષ્મણને છાતીએ લગાડ્યા અને કહેવા લાગ્યા કે હે ભાઈ ! મને ખબર નથી કે જાનકી ક્યાં ગઈ? કોઈ તેનું હરણ કરી ગયું કે સિંહ ખાઈ ગયો. મેં ખૂબ ગોતી પણ મળી નહિ. અતિસુકુમાર અંગોવાળી ઉદ્વેગથી વિલય પામી. ત્યારે લક્ષ્મણ વિષાદરૂપ થઈ ક્રોધથી કહેવા લાગ્યા. હું દેવ! શોક કરવાથી શો ફાયદો? આમ નિશ્ચય કરો કે કોઈ દુષ્ટ દૈત્ય કરી ગયો છે. જ્યાં હશે ત્યાંથી લઈ આવીશું, આપ સંદેહુ ન કરો. તેણે નાના પ્રકારનાં પ્રિય વચનોથી રામને આશ્વાસન આપ્યું અને તે સુબુદ્ધિએ નિર્મળ જળથી રામનું મુખ ધોવરાવ્યું. તે જ સમયે વિશેષ અવાજ સાંભળીને રામે પૂછયું કે આ અવાજ શેનો છે? ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે નાથ! આ ચંદ્રોદય વિદ્યાધરનો પુત્ર વિરાધિત છે. તેણે યુદ્ધમાં મારો ઘણો ઉપકાર કર્યો હતો. તે આપની નિકટ આવ્યો છે, એની સેનાનો આ અવાજ છે. આ પ્રમાણે બન્ને ભાઈ વાત કરે છે તે વખતે મોટી સેના સહિત તે હાથ જોડી નમસ્કાર કરી, જયજયકાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #389 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮ પિસ્તાળીસમું પર્વ પદ્મપુરાણ કરતો પોતાના મંત્રીઓ સહિત વિનંતી કરવા લાગ્યો. આપ મારા સ્વામી છો, અમે સેવક છીએ, જે કાર્ય હોય તે કરવાની અમને આજ્ઞા આપો. ત્યારે લક્ષ્મણે કહ્યું હે હે મિત્ર! કોઈ દુરાચારીએ મારા પ્રભુની સ્ત્રીનું હરણ કર્યું છે. તેના વિના આ શ્રી રામ કદાચ શોકને વશ થઈ પ્રાણ તજશે તો હું પણ અગ્નિમાં પ્રવેશ કરીશ. એમના પ્રાણોના આધારે મારા પ્રાણ છે એ તું નિશ્ચયથી જાણ. માટે આ કાર્ય કરવાનું છે. સારું લાગે તે કર. આ વાત સાંભળી તે અત્યંત દુઃખી થઈ નીચું મુખ કરી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આટલા દિવસોથી હું મારા સ્થાનથી ભ્રષ્ટ રહ્યો. વનમાં ભિન્ન ભિન્ન સ્થાને રખડ્યો અને આમણે મારા શત્રુને હણ્યો, મારું રાજ્ય અપાવ્યું તેમની આ દશા છે. હું જે જે વેલ પકડું છું તે ઊખડી જાય છે. આ સમસ્ત જગત કર્માધીન છે તો પણ હું કાંઈક ઉધમ કરીને તેમનું કાર્ય સિદ્ધ કરું. આવો વિચાર કરીને તેણે પોતાના મંત્રીઓને કહ્યું કે પુરુષોત્તમનું સ્ત્રીરત્ન પૃથ્વી પર જ્યાં હોય ત્યાં, જળ, સ્થળ, આકાશ, પુર, વન, ગિરિ, પ્રામાદિકમાંથી યત્ન કરીને શોધી કાઢો. આ કાર્ય થતાં મનવાંછિત ફળ મેળવશો. રાજા વિરાજિતની આવી આજ્ઞા સાંભળી યશના અર્થી વિદ્યાધરો બધી દિશામાં દોડી ગયા. પછી એક અર્કટીનો પુત્ર રત્નજી વિધાધર આકાશમાર્ગે જતો હતો તેણે સીતાના રુદનનો “હાય રામ, હાય લક્ષ્મણ' એવો અવાજ સમુદ્ર ઉપર આકાશમાં સાંભળ્યો. ત્યારે રત્નજટીએ ત્યાં જઈને જોયું તો સીતા રાવણના વિમાનમાં બેઠી વિલાપ કરતી હતી. સીતાને વિલાપ કરતી જોઈને ક્રોધે ભરાયેલો રત્નજટી રાવણને કહેવા લાગ્યો, હે પાપી, દુષ્ટ વિદ્યાધર! આવો અપરાધ કરીને તું ક્યાં જઈશ? આ ભામંડળની બહેન છે, રામદેવની રાણી છે. હું ભામંડળનો સેવક છું. હે દુર્બદ્ધ! જીવવા ઇચ્છતા હો તો એનો છોડી દે. ત્યારે રાવણ અતિક્રોધથી યુદ્ધ કરવા તૈયાર થયો. પછી તેણે વિચાર્યું કે કદાચ યુદ્ધ થતાં અતિવિદ્યળ એવી સીતા જો મરી જાય તો બરાબર નહિ તેથી જોકે આ વિધાધર રંક છે તો પણ એને મારવો નહિ. આમ વિચાર કરીને મહાબળવાન રાવણે રત્નજીની વિધા લઈ લીધી. તે આકાશમાંથી પૃથ્વી ઉપર પડ્યો. મંત્રના પ્રભાવથી ધીરે ધીરે અગ્નિના તણખાની જેમ સમુદ્રની મધ્યમાં જંબુદ્વીપમાં આવીને પડયો. આયુકર્મના યોગથી જીવતો બચ્યો, જેમ વેપારીનું વહાણ તૂટી જાય અને જીવતો રહે, તેમ રત્નજટી વિદ્યા ગુમાવીને જીવતો રહ્યો. તેની વિદ્યા તો જતી રહી હતી તેથી તે વિમાનમાં બેસીને ઘેર પહોંચ્યો. તે ઊંડા શ્વાસ લેતો કંબુ પર્વત પર ચડી દિશાનું અવલોકન કરવા લાગ્યો. સમુદ્રની શીતળ હુવાથી તેનો ખેદ દૂર થયો. તે વનફળ ખાઈને કંબુ પર્વત પર રહ્યો. જે વિરાધિના સેવક વિધાધરો બધી દિશામાં જુદા જુદા વેશ લઈને દોડયા હતા તે સીતાને ન જોવાથી પાછા આવ્યા. તેમનાં મલિન મુખ જોઈ રામે જાણ્યું કે સીતા એમની નજરે પડી નથી. ત્યારે રામ દીર્ધ શ્વાસ નાખીને કહેવા લાગ્યા, હે ભલા વિદ્યાધરો ! તમે અમારા કાર્ય માટે પોતાની શક્તિ અનુસાર ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ અમારા અશુભનો ઉદય તેથી હવે તમે સુખપૂર્વક તમારા સ્થાનકે જાવ. હાથમાંથી વડવાનળમાં ગયેલું રત્ન ફરી ક્યાંથી દેખાય? કર્મનું ફળ છે તે અવશ્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #390 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પિસ્તાળીસમું પર્વ ૩૬૯ ભોગવવું, અમારા કે તમારાથી મટાડયાથી મટે નહિ. અમે કુટુંબથી છૂટયા, વનમાં આવ્યા તો પણ કર્મશત્રુને દયા ન આવી તેથી અમે જાણીએ છીએ કે અમારે અશાતાનો ઉદય છે. સીતા પણ ગઈ એના જેવું બીજું દુઃખ થયું હોય? આમ બોલીને રામ રોવા લાગ્યા. મહાધીર નરોના અધિપતિ તે હતા. ત્યારે ધૈર્ય આપવામાં પંડિત વિરાધિત નમસ્કાર કરી, હાથ જોડી કહેવા લાગ્યો કે હે દેવ! આપ આટલો વિષાદ શા માટે કરો છો? થોડા જ દિવસોમાં આપ જનકસુતાને જોશો. હે પ્રભો! આ શોક મહાશત્રુ છે, શરીરનો નાશ કરે તો બીજી વસ્તુની તો શી વાત? માટે આપ ધૈર્ય અંગીકાર કરો. આ વૈર્ય જ મહાપુરુષોનું સર્વસ્વ છે, આપ સરખા પુરુષો તો વિવેકના નિવાસ સ્થાન છે. ધૈર્યવંત પ્રાણી અનેક કલ્યાણ દેખે છે અને આતુરજનો અત્યંત કષ્ટ કરે તોપણ ઇષ્ટ વસ્તુને દેખતા નથી. આ સમય વિષાદનો નથી, આપ મન દઈને સાંભળો. વિદ્યાધરોના મહારાજા ખરદૂષણને માર્યો છે તો હવે એનું પરિણામ મહાવિષમ છે. કિધુકંધાપુરનો ઘણી સુગ્રીવ, ઇન્દ્રજિત, કુંભકર્ણ, ત્રિશિર, અક્ષોભ ભીમ, કૂરકર્મા મહોદર આદિ અનેક મહાબળવાન વિધાધર યોદ્ધા એના પરમમિત્ર છે, તે ખરદૂષણના મરણના દુઃખથી ગુસ્સે થયા હશે. એ બધા જાતજાતનાં યુદ્ધમાં પ્રવીણ છે, હજારો જગ્યાએ યુદ્ધમાં કીર્તિ મેળવી ચૂક્યા છે અને વૈતાડય પર્વતના અનેક વિધાધરો ખરદૂષણના મિત્રો છે અને પવનંજયનો પુત્ર હનુમાન જેને જોતાં સુભટ દૂરથી જ ડરે છે, તેની સામે દેવ પણ આવતા નથી તે ખરદૂષણનો જમાઈ છે તેથી તે પણ એના મરણનો રોષ કરશે. માટે અહીં વનમાં ન રહેશો. પાતાળલંકામાં અલંકારોદય નગરમાં આવીને બિરાજો અને ભામંડળને સીતાના સમાચાર મોકલો. તે નગર અતિદુર્ગમ છે, ત્યાં સ્થિર થઈ કાર્યનો ઉપાય સર્વથા કરીશું. આ પ્રમાણે વિરાધિને વિનંતી કરી. પછી બન્ને ભાઈ ચાર ઘોડાના રથ પર ચડીને પાતાળલંકા ચાલ્યા. બન્ને પુરુષોત્તમ સીતા વિના શોભતા નહોતા, જેમ સમ્યગ્દષ્ટિ વિના જ્ઞાન-ચારિત્ર શોભતાં નથી. ચતુરંગ સેનારૂપ સાગરથી મંડિત દંડકવનમાંથી ચાલ્યા. વિરાધિત આગળ ગયો. ત્યાં ચંદ્રનખાનો પુત્ર સુંદર લડવા માટે નગરની બહાર નીકળ્યો. તેણે યુદ્ધ કર્યું, તેને જીતીને નગરમાં પ્રવેશ કર્યો. દેવોના નગર સમાન તે નગર રત્નમય હતું. ત્યાં ખરદૂષણના મહેલમાં બિરાજ્યા. સુરમંદિર જેવા મહામનોહર મહેલમાં સીતા વિના તેમને માત્ર વિશ્રામ ન મળ્યો. રામનું મન સીતામાં જ હતું તેથી પ્રિયાની સમીપમાં રામને વન પણ મનોજ્ઞ ભાસતું, અત્યારે કાન્તાના વિયોગથી દગ્ધ રામને નગર અને મહેલ વિંધ્યાચળ વન જેવા લાગ્યા. પછી ખરદૂષણના મહેલમાં જિનમંદિર જોઈને રઘુનાથે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં અરહંતની પ્રતિમા જોઈને રત્નમયી પુષ્પોથી પૂજા કરી, ક્ષણભર સીતાનો સંતાપ ભૂલી ગયા. જ્યાં જ્યાં ભગવાનના ચૈત્યાલય હતાં ત્યાં ત્યાં દર્શન કર્યા. જેમના દુઃખની લહેર શાંત થઈ છે એવા રામચંદ્ર પરદૂષણના મહેલમાં રહે છે. સુંદર પોતાની માતા ચંદ્રનના સહિત પિતા અને ભાઈના શોકથી અત્યંત શોક સહિત લંકા ગયો. આ પરિગ્રહ વિનાશી છે અને મહાદુઃખનું કારણ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #391 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૦ છેતાળીસમું પર્વ પદ્મપુરાણ વિજ્ઞથી યુક્ત છે માટે હે ભવ્ય જીવો! તેની ઇચ્છા મટાડો. જોકે જીવોનાં પૂર્વકર્મના સંબંધથી પરિગ્રહની અભિલાષા થાય છે તો પણ સાધુઓના ઉપદેશથી આ તૃષ્ણા મટે છે, જેમ સૂર્યના ઉદયથી રાત્રિ નિવૃત્ત થાય છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને સીતાનો વિયોગ અને પાતાળલંકામાં નિવાસનું વર્ણન કરનાર પિસ્તાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * છેતાળીસમું પર્વ (લંકાના માયામયી કોટનું વર્ણન) રાવણ સીતાને લઈ વિમાનના ઊંચા શિખર પર બેસી ધીરે ધીરે ચાલતો થયો, જેમ આકાશમાં સૂર્ય ચાલે. શોકથી તપ્તાયમાન સીતાનું મુખકમળ કરમાઈ ગયું છે, એમ જોઈને રતિના રાગથી જેનું મન મઢ થયું છે એવો રાવણ સીતાની આસપાસ ફરે છે અને દીન વચન કહે છે કે હે દેવી! કામનાં બાણથી હું હણાઈ રહ્યો છું તો તને મનુષ્યની હત્યા લાગશે. હું સુંદરી ! આ તારું મુખકમળ સર્વથા કોપયુક્ત છે તો પણ તે મનોજ્ઞથીયે અધીક મનોજ્ઞ ભાસે છે. પ્રસન્ન થા. એક વાર મારા તરફ દષ્ટિ કરીને જો. તારાં નેત્રની કાંતિરૂપ જળથી મને સ્નાન કરાવ અને જો કૃપાદૃષ્ટિથી ન જોવું હોય તો તારાં ચરણકમળથી મારું મસ્તક તોડી નાખ. અરેરે ! તારી ક્રીડાના વનમાં હું અશોકવૃક્ષ જ કેમ ન થયો, કે તારાં ચરણકમળની પાનીનો અત્યંત પ્રશંસવા યોગ્યપ્રહાર તો મને સુલભ થાત ! ભાવાર્થ-અશોકવૃક્ષ સ્ત્રીની પાનીના પ્રહારથી ખીલે છે. હે કૃશોદરિ! વિમાનના શિખર ઉપર બેઠેલી તું સર્વ દિશા જો, હું સૂર્યની ઉપર આકાશમાં આવ્યો છું. મેરુ, કુલાચલ ને સમુદ્ર સહિત પૃથ્વીને જો. જાણે કોઈ શિલ્પીએ રચી છે. આવાં વચન રાવણે કહ્યાં ત્યારે તે મહાસતી શીલના સુમેરુ પટની અંદર અરુચિના શબ્દો કહેવા લાગી કે હે અધમ ! દૂર રહે. મારા શરીરનો સ્પર્શ ન કર. અને આવાં નિંધ વચન કદી ન કહે. અરે પાપી ! અલ્પ આયુષ્યવાળા ! કુગતિગામી! અપયશી ! તારો આ દુરાચાર તને જ ભયરૂપ છે. પરાકારાની અભિલાષા કરતાં તું મહાદુઃખ પામીશ. જેમ કોઈ રાખથી દબાયેલી અગ્નિ ઉપર પગ મૂકે તો બળે, તેમ તું આ કર્મોથી ખૂબ પસ્તાઈશ. તારું ચિત્ત મહામોહરૂપી કીચડથી મલિન છે. તને ધર્મનો ઉપદેશ આપવો નકામો છે, જેમ અંધની આગળ નૃત્ય. હું ક્ષુદ્ર! જે પરસ્ત્રીની અભિલાષા કરે છે તે ઇચ્છા માત્ર જ પાપ બાંધીને નરકમાં મહાકષ્ટ ભોગવે છે, ઇત્યાદિ રુક્ષ વચનો સીતાએ રાવણને કહ્યાં. તો પણ જેનું ચિત્ત કામથી ઘવાયું હતું તે અવિવેકથી પાછો ન ફર્યો. અને ખરદૂષણની મદદ માટે જે તેના પરમ મિત્રો શુકહસ્ત, પ્રસ્તાદિ ગયા હતા તે ખરદૂષણના મૃત્યુ પછી ઉદાસ થઈને લંકા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #392 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છેતાળીસમું પર્વ ૩૭૧ આવ્યા. તે રાવણ કોઈની તરફ જોતો નહિ, જાનકીને જાતજાતનાં વચનોથી રાજી કરવાનો પ્રયત્ન કરતો. પણ તે કયાંથી પ્રસન્ન થાય? જેમ અગ્નિની જ્વાળાને કોઈ પી ન શકે અને નાગના માથાનો મણિ ન લઈ શકે, તેમ સીતાને કોઈ મોટુ ઉપજાવી શકે નહિ. રાવણ હાથ જોડી, મસ્તક નમાવી, નમસ્કાર કરી જાતજાતનાં દીનતાનાં વચનો કહેતો, પણ સીતા એની કોઈ વાત સાંભળતી નહિ. પછી મંત્રી વગેરે સન્મુખ આવ્યા, બધી દિશાઓથી સામંત આવ્યા, રાક્ષસોનો પતિ રાવણ અનેક લોકોથી ઘેરાઈ ગયો, લોકો જયજયકારનો ધ્વનિ કરવા લાગ્યા. મનોહર ગીત, નૃત્ય, વાજિંત્ર થવા લાગ્યાં. રાવણે ઇન્દ્રની જેમ લંકામાં પ્રવેશ કર્યો, ત્યારે સીતા મનમાં વિચારવા લાગી કે જ્યારે રાજા જ અમર્યાદાની રીત આચરે તો પૃથ્વી કોના શરણે રહે? જ્યાં સુધી રામચંદ્રના ક્ષેમકુશળના સમાચાર હું નહિ સાંભળું ત્યાં સુધી મારે ખાનપાનનો ત્યાગ છે. રાવણ દેવારણ નામના ઉપવનમાં, જે સ્વર્ગ સમાન સુંદર હતું, જ્યાં કલ્પવૃક્ષો હતાં, ત્યાં સીતાને મૂકીને પોતાના મહેલમાં ગયો. તે જ સમયે ખરદૂષણના મૃત્યુના સમાચાર આવ્યા તેથી મહાશોકથી રાવણની અઢાર હજાર રાણીઓ ઊંચા સ્તરથી વિલાપ કરવા લાગી અને ચંદ્રનખા રાવણના ખોળામાં આળોટતી કરુણ રુદન કરતી કહેવા લાગી કે હાય, હું અભાગણી મરી ગઈ, મારો ધણી મરાઈ ગયો, મેઘની ધારા સમાન તેણે રુદન કર્યું. અશ્રુપાતનો પ્રવાહુ વહી રહ્યો. પતિ અને પુત્ર બેયના મરણના શોકરૂપ અગ્નિથી દગ્ધાયમાન હૃદયવાળી તેને વિલાપ કરતી જોઈ તેનો ભાઈ રાવણ તેને કહેવા લાગ્યો કે હે વત્સ! રોવાથી શો ફાયદો છે? આ જગતના પ્રસિદ્ધ ચરિત્રને કોણ નથી જાણતું? આયુષ્ય પૂરું થયા વિના કોઈ વજથી મારે તો પણ મરતો નથી અને જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે સહજમાં મરી જાય છે. ક્યાં તે ભૂમિગોચરી રંક અને ક્યાં તારો પતિ વિધાધર, દૈત્યોનો અધિપતિ ખરદૂષણ; તેને એ લોકો મારી શકે એ કાળનું જ કારણ છે. જેણે તારા પતિને માર્યો છે તેને હું મારીશ. આ પ્રમાણે બહેનને વૈર્ય આપીને કહ્યું: હવે તું ભગવાનનું અર્ચન કર, શ્રાવિકાનાં વ્રત ધારણ કર, ચંદ્રનખાને આમ કહીને રાવણ મહેલમાં ગયો, સર્વ તરફ નિસાસો નાખતો સેજ પર પડ્યો. ત્યાં પટરાણી મંદોદરી આવીને પતિને વ્યાકુળ જોઈને કહેવા લાગી, હે નાથ ! ખરદૂષણના મરણથી અત્યંત આકુળવ્યાકુળ થયા છો, તો તમારા સુભટ કુળને માટે એ ઉચિત નથી. જે શૂરવીર હોય છે તેમને ગમે તેવી આપત્તિમાં પણ વિષાદ થતો નથી, તમે વિરાધિવીર ક્ષત્રિય છો, તમારા કુળમાં તમારા સુભટો અને મિત્રો રણસંગ્રામમાં અનેક નાશ પામ્યા છે, તો કોનો કોનો શોક કરશો? કોઈ વાર કોઈનો શોક ન કર્યો, હવે ખરદૂષણનો આટલો શોક કેમ કરો છો ? પહેલાં ઇન્દ્ર સાથેના સંગ્રામમાં તમારા કાકા શ્રીમાલી મરણ પામ્યા હતા, અને બાંધવો રણમાં હણાયા હતા, તમે કોઈનો કદી શોક ન કર્યો, આજે આવો શોક અમને કેમ દેખાય છે અને જે પહેલાં અમને કદીયે દેખાયો નહોતો? ત્યારે રાવણ નિશ્વાસ નાખીને બોલ્યો કે હું સુંદરી ! સાંભળ, મારા અંત:કરણનું રહસ્ય તને જ કહું છું. તું મારા પ્રાણોની સ્વામીની છે અને સદા મારી વાંછા પૂર્ણ કરે છે. જો તું મારું જીવન ચાહતી હો તો ગુસ્સો ન કરીશ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #393 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨ છેતાળીસમું પર્વ પદ્મપુરાણ હું કહું તેમ કર. સર્વ વસ્તુનું મૂળ પ્રાણ છે. ત્યારે મંદોદરીએ કહ્યું કે આપ કહેશો તે હું કરીશ. ત્યારે રાવણ એની સલાહ લઈ વ્યાકુળ થઈ કહેવા લાગ્યો કે હું પ્રિયે! એક સીતા નામની સ્ત્રી છે, સ્ત્રીઓની સૃષ્ટિમાં એવી બીજી નથી, તે જો મને નહિ ઇચ્છે તો મારું જીવન નહિ રહે. મારું લાવણ્ય, રૂપ, માધુર્ય, સુંદરતા તે સુંદરી મળવાથી સફળ થશે. ત્યારે એની દશા કષ્ટરૂપ જાણી હસીને દાંતની કાંતિરૂપ ચાંદનીને પ્રકાશતી કહેવા લાગી કે હું નાથ! એ મોટા આશ્ચર્યની વાત છે કે તમારા જેવા પ્રાર્થના કરે અને તે તમને ન ઇચ્છે, તો તે મંદાગિની છે. આ સંસારમાં એવી કઇ ૫૨મસુંદી છે, જેનું મન તમને દેખવાથી ખંડિત ન થાય અને મન મોહિત ન થાય અથવા તે સીતા કોઈ ૫૨મ ઉદયરૂપ અદ્ભુત ત્રૈલોક્યસુંદરી હોવી જોઈએ, જેને તમે ઈચ્છો છો અને તે તમને ઇચ્છતી નથી. આ તમારા હાથ હાથીને સૂંઢ જેવા, રત્નજડિત બાજુબંધવાળા છે તેનાથી છાતીએ ભીડી તેને બળાત્કારથી કેમ સેવતા નથી? ત્યારે રાવણે કહ્યું કે એ સર્વાંગસુંદરીને હું બળાત્કારે નહિ ગ્રહણ કરું, તેનું કારણ સાંભળ. અનંતવીર્ય કેવળીની પાસે મેં એક વ્રત લીધું છે, ભગવાન દેવઇન્દ્રાદિથી વંધ એ પ્રમાણે વ્યાખ્યા કરતા હતા કે સંસારમાં ભ્રમણ કરતા જીવ ૫૨મદુઃખી છે, તેમને પાપની નિવૃત્તિ નિર્વાણનું કારણ છે, એક પણ નિયમ મહાફળ આપે છે અને જેને એક પણ વ્રત નથી તે મનુષ્યોમાં અને પશુઓમાં કાંઈ અંતર નથી, માટે પોતાની શક્તિ પ્રમાણે પાપને તો, સુકૃતરૂપ ધન અંગીકાર કરો જેથી જન્મઅંધની પેઠે સંસારરૂપ અંધકૂપમાં ન પડો. આ પ્રમાણે ભગવાનના મુખકમળમાંથી નીકળેલું વચનરૂપ અમૃત પીને કેટલાક મનુષ્યો તો મુનિ થયા. કેટલાક અલ્પ શક્તિવાળા અણુવ્રત ધારણ કરીને શ્રાવક થયા, કર્મના સંબંધથી બધાની એકસરખી શક્તિ હોતી નથી. ત્યાં ભગવાનની સમીપમાં એક સાધુ મારા પર કૃપા કરીને મને કહેવા લાગ્યા, હૈ દશાનન! તમે પણ કાંઈક નિયમ લ્યો, તું દયા-ધર્મરૂપ રત્ન-નદી પાસે આવ્યો છે તો ગુણરૂપ રત્નોના સંગ્રહ વિના ખાલી ન જા. એ પ્રમાણે કહ્યું ત્યારે મેં તેમની વાત માન્ય રાખીને દેવ-અસુર વિધાધર-મુનિ-સર્વની સાક્ષીએ વ્રત લીધું કે જે પરનારી મને ન ઇચ્છે તેને હું બળાત્કારે નહિ સેવું. હું પ્રાણપ્રિયે! મેં વિચાર્યું કે મારા જેવા રૂપાળા નરને જોઈને એવી કઈ સ્ત્રી છે જે માન કરે, તેથી હું બળાત્કારે સીતાનું સેવન નહિ કરું. રાજાઓની એ જ રીત છે કે જે વચન કહે તેને નિભાવે, નહિતર મહાન દોષ લાગે. તેથી હું પ્રાણ ત્યજું ત્યા૨૫હેલાં તું સીતાને પ્રસન્ન કર; ઘર બળી ગયા પછી કૂવો ખોદવો નકામો છે. પછી મંદોદરી રાવણને વિહ્વળ જાણીને કહેવા લાગી કે હું નાથ ! તમારી આજ્ઞા પ્રમાણે જ થશે. આમ કહીને દેવારણ્ય નામના ઉદ્યાનમાં ગઈ અને તેની આજ્ઞા થતાં અઢાર હજાર રાણી ગઈ. મંદોદરી જઈ સીતાને આ પ્રમાણે કહેવા લાગીઃ હૈ સુંદરી! હર્ષના સ્થાનમાં વિષાદ શા માટે કરે છે ? જે સ્ત્રીની રાવણપતિ હોય તે જગતમાં ધન્ય છે. બધા વિદ્યાધરોના અધિપતિ, સુરપતિને જીતનાર, ત્રણ લોકમાં સુંદર, તેને કેમ ઇચ્છતી નથી ? નિર્જન વનના નિવાસી, નિર્ધન, શક્તિહીન ભૂમિગોચરીને માટે શું દુઃખ કરે છે? સર્વલોકમાં શ્રેષ્ઠને અંગીકાર કરી સુખ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #394 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છેતાળીસમું પર્વ ૩૭૩ શા માટે નથી પામતી ? પોતાના સુખનું સાધન કરવું એમાં દોષ શાનો? જે કાંઈ કરવામાં આવે છે તે પોતાના સુખ માટે કરવામાં આવે છે. અને મારું કહ્યું જો નહિ કરે તો તારું જે હોનહાર છે તે થશે. રાવણ મહાબળવાન છે, કદાચ તેની પ્રાર્થના તું સ્વીકારે નહિ અને તે કોપ કરશે તો તને આ વાતમાં નુકસાન જ છે. રામ-લક્ષ્મણ તારા સહાયક છે તે રાવણ કોપ કરશે તો જીવતા રહેશે નહિ માટે શીઘ્ર વિદ્યાધરોના ઈશ્વરને અંગીકાર કર, જેની કૃપાથી ૫૨મ ઐશ્વર્ય પામી દેવો સમાન સુખ ભોગવીશ. જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે જેની આંખો આંસુથી ભરેલી છે એવી જાનકીએ ગદગદ વાણીથી કહ્યું કે હું નારી! તેં આ બધાં વચન વિરુદ્ધ કહ્યાં. તું પતિવ્રતા કહેવરાવે છે. પતિવ્રતાના મુખમાંથી આવાં વચન કેવી રીતે નીકળે ? મારું આ શરીર છેદાઈ જાય, ભેદાઈ જાય, હણાઈ જાય, પરંતુ હું અન્ય પુરુષને ઇચ્છીશ નહિ, રૂપમાં સનત્કુમાર સમાન હોય કે ઇન્દ્ર સમાન હોય, તે મારે શા કામનો ? હું બિલકુલ અન્ય પુરુષને ઇચ્છતી નથી. તમે બધી અઢાર હજા૨ રાણી ભેગી થઈને આવી છો તો પણ તમારું કહ્યું હું નહિ કરું. તારી ઇચ્છા હોય તેમ કર. તે જ સમયે રાવણ આવ્યો, મદનના આતાપથી પીડિત, જેમ તૃષાસુર મત્ત હાથી ગંગાને કિનારે આવે તેમ સીતાની સમીપે આવી મધુર વાણીથી આદરપૂર્વક કહેવા લાગ્યો કે હે દેવી ! તું ડર ન રાખ, હું તારો ભક્ત છું. હૈ સુંદરી! ધ્યાન દઈને એક વિનંતી સાંભળ, હું ત્રણ લોકમાં કઈ વસ્તુથી હીન છું કે તું મને ઇચ્છતી નથી ? આમ કહીને સ્પર્શની ઇચ્છા કરવા લાગ્યો. ત્યારે સીતા ક્રોધથી કહેવા લાગી કે હું પાપી! આઘો જા, મારા અંગને ન અડ. રાવણે કહ્યું કે કોપ અને અભિમાન છોડી પ્રસન્ન થા, શચિ ઇન્દ્રાણી સમાન દિવ્ય ભોગોની સ્વામીની થા. સીતાએ ઉત્તર આપ્યો કે કુશીલવાન પુરુષનો વૈભવ મળ સમાન છે અને શીલવાનને દરિદ્રતા જ આભૂષણ છે. જે ઉત્તમ વંશમાં ઊપજ્યા છે તેમને શીલની હાનિથી બેય લોક બગડે છે માટે મારે તો મરણ જ શરણ છે. તું પરસ્ત્રીની અભિલાષા રાખે છે તો તારું જીવન વૃથા છે. જે શીલ પાળીને જીવે છે તેનું જ જીવન સફળ છે. જ્યારે સીતાએ આ પ્રમાણે તિરસ્કાર કર્યો ત્યારે રાવણ ક્રોધથી માયાની પ્રવૃત્તિ કરવા લાગ્યો. બધી અઢારેય હજાર રાણીઓ જતી રહી અને રાવણની માયાના ભયથી સૂર્ય ડૂબી ગયો. મદઝરતી માયામયી હાથીઓની ઘટા આવી. જોકે સીતા ભયભીત થઈ તો પણ રાવણને શરણે ન ગઈ. પછી અગ્નિના તણખા ઊડવા લાગ્યા અને જીભના લબકારા મારતા સર્પો આવ્યા તો પણ સીતા રાવણના શરણે ન ગઈ. પછી અત્યંત ક્રૂર વાંદરા મોઢું ફાડીને ઊછળી ઊછળીને આવ્યા, ભયાનક અવાજ કરવા લાગ્યા તો પણ સીતા રાવણના શરણે ન ગઈ. અગ્નિની જ્વાળા સમાન ચપળ જિહ્વાવાળા માયામયી અજગરોએ ભય ઉત્પન્ન કર્યો તો પણ સીતા રાવણને શરણે ન ગઈ. વળી અંધકાર સમાન શ્યામ ઊંચા વ્યંતરો હુંકારા કરતા આવ્યા, ભય ઉપજાવવા લાગ્યા તો પણ સીતા રાવણને શરણે ન ગઈ. આ પ્રમાણે નાના પ્રકારની ચેષ્ટાથી રાવણે ઉપસર્ગ કર્યા તો પણ સીતા ન ડરી. રાત્રિ પૂરી થઈ, જિનમંદિરોમાં વાજિંત્રોના અવાજ થવા લાગ્યા, બારણાં ખૂલ્યાં, જાણે કે લોકોનાં લોચન જ ઊઘડયાં. પ્રાતઃ સંધ્યાથી પૂર્વ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #395 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૪ છેતાળીસમું પર્વ પદ્મપુરાણ દિશા લાલ થઈ, જાણે કુમકુમના રંગોથી રંગી જ હોય. રાત્રિનો સર્વ અંધકાર દૂર કરીને, ચંદ્રમાને પ્રભારહિત કરી સૂર્યનો ઉદય થયો. કમળો ખીલ્યાં, પક્ષીઓ ઊડવા લાગ્યાં, પ્રભાત થયું, ત્યારે પ્રાત:ક્રિયા વિભીષણાદિ રાવણના ભાઈ ખરદૂષણના શોકથી રાવણ પાસે આવ્યા અને નીચું મુખ કરીને, આંસુ સારતાં જમીન પર બેઠા. ત્યારે પટની અંદર શોકથી ભરેલી સીતાના રુદનનો અવાજ વિભીષણે સાંભળ્યો અને સાંભળીને કહેવા લાગ્યો કે આ કોણ સ્ત્રી રુદન કરે છે? પોતાના સ્વામીથી વિખૂટી પડી છે, એના શોકસંયુક્ત શબ્દો પ્રગટ દુઃખ દેખાડે છે. વિભીષણના આ શબ્દો સાંભળી સીતા અધિક રોવા લાગી, સજ્જનને જોઈને શોક વધે જ છે. વિભીષણે પૂછ્યું કે બહેન! તું કોણ છે? સીતાએ જવાબ આપ્યો કે હું રાજા જનકની પુત્રી, ભામંડળની બહેન, રામની રાણી, છું. દશરથ મારા સસરા અને લક્ષ્મણ મારા દિયર છે તે ખરદૂષણ સાથે લડવા ગયા તેની પાછળ મારા સ્વામી ભાઈને મદદ કરવા ગયા. હું વનમાં એકલી હતી તે વખતે લાગ જોઈને આ દુષ્ટ ચિત્તવાળાએ મારું હરણ કર્યું. મારા પતિ મારા વિના પ્રાણત્યાગ કરશે. તેથી હું ભાઈ! મને મારા પતિ પાસે તરત જ મોકલી દો. સીતાનાં આ વચન સાંભળી વિભીષણ રાવણને વિનયથી કહેવા લાગ્યોઃ હે દેવ! આ પરનારી અગ્નિની જ્વાળા છે, આશીવિષ સર્પની ફેણ સમાન ભયંકર છે. આપ શા માટે લાવ્યા, હવે તરત જ મોકલી દો. હું સ્વામી! હું બાળબુદ્ધિ છું, પરંતુ મારી વિનંતી સાંભળો. આપે મને આજ્ઞા કરી હતી કે તું યોગ્ય વાત અમને કહેતો રહે, તેથી આપની આજ્ઞાથી હું કહું છું. તારી કીર્તિરૂપ વેલીઓથી બધી દિશા વ્યાપ્ત થયેલી છે, એવું ન બને કે અપયશરૂપ અગ્નિથી આ કીર્તિલતા ભસ્મ થઈ જાય. આ પરદારાની અભિલાષા અયુક્ત, અતિભયંકર, મહાનિંધ, બન્ને લોકનો નાશ કરનારી છે, જેનાથી જગતમાં લજ્જા ઉત્પન્ન થાય અને ઉત્તમજનોથી ધિક્કાર મળે છે. જે ઉત્તમજન છે તેમના હૃદયને અપ્રિય એવું અનીતિ કાર્ય કદી પણ કર્તવ્ય નથી. આપ બધી વાત જાણો છો, બધી મર્યાદા આપનાથી જ રહે છે, આપ વિદ્યાધરોના મહેશ્વર, આ બળતો અંગારો શા માટે હૃદયમાં ચાંપો છો? જે પાપબુદ્ધિવાળો પદારાને સેવે છે તે નરકમાં પ્રવેશ કરે છે, જેમ લોઢાનો તપેલો ગોળો જળમાં પ્રવેશ કરે તેમ પાપી નરકમાં પડે છે. વિભીષણના આ વચન સાંભળીને રાવણ બોલ્યો કે હૈ ભાઈ! પૃથ્વી ૫૨ જે સુંદર વસ્તુ છે તેનો હું સ્વામી છું, બધી મારી જ વસ્તુ છે, પ૨વસ્તુ ક્યાંથી આવી ? આમ કહીને બીજી વાત કરવા લાગ્યો. પછી મહાનીતિનો જાણકાર મારિચ નામનો મંત્રી ક્ષણવાર પછી કહેવા લાગ્યો કે જુઓ આ મોહકર્મની ચેષ્ટા, રાવણ જેવા વિવેકી સર્વ રીત જાણે છે અને આવું કામ કરે ? જે સર્વથા સુબુદ્ધિમાન પુરુષ છે તેમણે પ્રભાતમાં ઊઠતાં જ પોતાનું હિતઅહિત વિચારવું જોઈએ, વિવેક ન ચૂકવો જોઈએ, આ પ્રમાણે નિરપેક્ષ થયેલો મહાબુદ્ધિમાન મારિચ કહેવા લાગ્યો. ત્યારે રાવણે પાછો કાંઈ જવાબ ન આપ્યો, ઊઠીને ઊભો થઈ ગયો, ત્રૈલોક્યમંડન હાથી પર બેસી સર્વ સામંતો સાથે ઉપવનમાંથી નગરમાં ગયો. બરછી, તોમર, ચમર, છત્ર, ધ્વજા આદિ અનેક વસ્તુ જેમના હાથમાં છે એવા પુરુષો આગળ ચાલ્યા જાય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #396 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છેતાળીસમું પર્વ ૩૭૫ છે, અનેક પ્રકારના અવાજો થાય છે, ચંચળ ડોકવાળા હજારો અશ્વો પર બેસીને સુભટો ચાલી રહ્યા છે અને કાળી ઘટા સમાન મદઝરતા ગજરાજ ચાલ્યા જાય છે, નાના પ્રકારની ચેષ્ટા કરતા, ઊછળતાં પ્યાદાં ચાલ્યાં જાય છે, આ પ્રમાણે રાવણે લંકામાં પ્રવેશ કર્યો. રાવણની ચક્રવર્તીની સંપદાને સીતા તૃણથી પણ જઘન્ય જાણે છે, સીતાનું નિષ્કલંક મન આનાથી લોભાયું નહિ, જેમ જળમાં કમળ અલિપ્ત રહે તેમ સીતા અલિપ્ત રહે છે. સર્વ ઋતુનાં પુષ્પોથી શોભિત નાના પ્રકારનાં વૃક્ષ અને લતાઓથી પૂર્ણ એવા પ્રમદ નામના વનમાં સીતાને રાખી છે. તે વન નંદનવન જેવું સુંદર છે, જે જુએ તેનાં નેત્ર પ્રસન્ન થાય છે, ફુલ્લગિરિની ઉપ૨ આ વનને દેખ્યા પછી બીજે ઠેકાણે દષ્ટિ ન જાય, જેને જોવાથી દેવોનું મન ઉન્માદિત બને તો મનુષ્યોની તો શી વાત કરવી? તે ફુલ્લગિરિ સપ્તવનથી વીંટળાયેલો શોભે છે, જેમ ભદ્રશાલ આદિ વનથી સુમેરુ શોભે છે. હૈ શ્રેણિક! સાત જ વન અદ્દભુત છે, તેમનાં નામ સાંભળ. પ્રકીર્ણક, જનાનન્દ, સુખસેવ્ય, સમુચ્ચય, ચારણપ્રિય, નિબોધ અને પ્રમદ. તેમાં પ્રકીર્ણક પૃથ્વી ઉપર, તેની ઉપ૨ જનાનન્દ જ્યાં ચતુરજનો ક્રીડા કરે છે અને ત્રીજું સુખસેવ્ય જ્યાં અતિમનોજ્ઞ સુંદર વૃક્ષ અને વેલ, કાળી ઘટા સમાન સઘન સરોવર-સરિતા-વાપિકા અત્યંત મનોહર છે અને સમુચ્ચયમાં સૂર્યનો આતાપ નથી, વૃક્ષો ઊંચાં છે, કોઈ કોઈ જગ્યાએ સ્ત્રીઓ ક્રીડા કરે છે અને કોઈ ઠેકાણે પુરુષો ક્રીડા કરે છે. ચારણપ્રિય વનમાં ચારણ મુનિ ધ્યાન કરે છે. નિબોધ જ્ઞાનનો નિવાસ છે અને સૌની ઉ૫૨ અતિસુંદર પ્રમદ નામનું વન છે, ત્યાં તેની ઉપર નાગરવેલ, કેતકીનાં ઝૂંડ, સ્નાનક્રીડા કરવાને યોગ્ય રમણીક વાપિકા કમળોથી શોભે છે, અનેક ખંડોવાળા મહેલ છે; નારંગી, બીજોરા, નારિયેળ, ખારેક, તાડ ઇત્યાદિ અનેક જાતિનાં વૃક્ષો, પુષ્પોના ગુચ્છોથી શોભે છે. તેના ઉપર ભમરા ગુંજા૨વ કરે છે, વેલીઓનાં પાંદડાં મંદ પવનથી ડોલે છે. જે વનમાં સઘન વૃક્ષો સમસ્ત ઋતુનાં ફળફૂલોથી કાળી ઘટા સમાન ગાઢ છે, મોરનાં યુગલોથી શોભે છે, તે વનનો વૈભવ મનોહર વાપી, સહસ્ત્રદળ કમળ જેનાં મુખ છે, તે નીલકમળરૂપ નેત્રોથી નીરખે છે. સરોવરમાં મંદ મંદ પવનથી કલ્લોલ ઊઠે છે, જાણે કે સરોવ૨ી નૃત્ય જ કરે છે. કોયલો બોલે છે તે જાણે વાર્તાલાપ કરે છે, રાજહંસીઓના સમૂહથી જાણે સરોવ૨ી હસે જ છે. ઘણું કહેવાથી શો લાભ ? તે પ્રમદ નામનું ઉઘાન સર્વ ઉત્સવોનું મૂળ, ભોગોનું નિવાસસ્થાન, નંદનવન કરતાં પણ ચડિયાતું છે, તે વનમાં એક અશોકમાલિની નામની વાવ છે તે કમળાદિથી શોભિત છે, તેનાં પગથિયાં મણિ અને સુવર્ણનાં છે, તેના દ્વારનો આકાર વિચિત્ર છે, ત્યાં મનોહર મહેલો છે, તેના સુંદર ઝરૂખા છે, તેમાંથી ઝરણાં વહે છે, ત્યાં અશોકવૃક્ષની નીચે સીતાને રાખી છે. સીતા શ્રી રામજીના વિયોગથી અત્યંત શોક કરે છે, જેમ ઇન્દ્રથી વિખૂટી પડેલી ઇન્દ્રાણી. રાવણની આજ્ઞાથી અનેક સ્ત્રી વિધાધરી ખડી જ રહે છે, હાથમાં જાતજાતનાં વસ્ત્રો, આભૂષણો, સુગંધી પદાર્થો લઈને જાતજાતની ચેષ્ટા કરીને સીતાને પ્રસન્ન કરવા ચાહે છે. દિવ્ય ગીત, દિવ્ય નૃત્ય, દિવ્ય વાજિંત્ર, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #397 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬ છેતાળીસમું પર્વ પદ્મપુરાણ અમૃત જેવાં દિવ્ય વચનોથી સીતાને આનંદ ઉપજાવવા ઇચ્છે છે, પરંતુ એ ક્યાંથી આનંદિત થાય? જેમ અભવ્ય જીવ મોક્ષસંપદા સિદ્ધ ન કરી શકે તેમ રાવણની દૂતીઓ સીતાને પ્રસન્ન કરી શકી નહિ. ઉપરાઉપર રાવણ દૂતી મોકલે, કામરૂપ દાવાનળની પ્રજ્વલિત જ્વાળાથી વ્યાકુળ જાતજાતનાં અનુરાગનાં વચનો સીતાને કહેવરાવે, આ કાંઈ જવાબ આપે નહિ, દૂતી જઈને રાવણને કહે છે કે દેવ! એ તો આહારપાણી છોડીને બેઠી છે, તમને કેવી રીતે ઇચ્છે? તે કોઈની સાથે વાત કરતી નથી, સ્થિર અંગથી બેઠી છે, અમારી તરફ દષ્ટિ જ નથી કરતી, અમૃતથીયે સ્વાદિષ્ટ અને દૂધ વગેરેથી મિશ્રિત નાના પ્રકારનાં વ્યંજનો તેના મુખ આગળ મૂકીએ છીએ તેને અડતીય નથી. આ દૂતીઓની વાત સાંભળીને રાવણ ખેદખિન્ન થાય છે. જેનું અંગ મદનાગ્નિની જ્વાળાથી વ્યાપ્ત છે તે અત્યંત દુઃખરૂપ ચિંતાના સાગરમાં ડૂબી ગયો. કોઈ વાર નિશ્વાસ નાખે છે, કોઈ વાર શોક કરે છે, તેનું મુખ સુકાઈ ગયું છે, કોઈ વાર કાંઈક ગાય છે, જેનું હૃદય કામરૂપ અગ્નિથી દગ્ધ થયું છે, કાંઈક વિચારી વિચારીને નિશ્ચળ થાય છે, પોતાનું અંગ પૃથ્વી પર પટકે, પાછો ઊઠે, સૂનમૂન બની જાય, સમજ્યા વિના ઊઠીને ચાલવા લાગે, વળી પાછો આવે, જેમ હાથી સૂંઢને પટકે તેમ તે જમીન પર હાથ પછાડે, સીતાનું બરાબર ચિંતન કરતો આંખમાંથી આંસુ વહાવે, કોઈવાર અવાજ કરીને બોલાવે, કોઈ વાર હૂંકાર કરે, કોઈ વાર ચૂપ થઈ જાય, કોઈ વાર વૃથા બકવાસ, કરે, કોઈ વાર વારંવાર સીતા સીતા બોલ્યા કરે, કોઈ વાર મુખ નીચું કરી નખથી ધરતી ખોતરે, કોઈ વાર પોતાના હૃદય ઉપર હાથ મૂકે, કોઈ વાર હાથ ઊંચા કરે, કોઈ વાર પથારીમાં પડે, કોઈ વાર ઊભો થઈ જાય, કોઈ વાર કમળ છાતી પર અડાડે, કોઈ વાર દૂર ફેંકી દે, કોઈ વાર શૃંગારનાં કાવ્ય વાંચે, કોઈ વાર આકાશ તરફ જુએ, કોઈ વાર હાથથી હાથ મસળે, કોઈ વાર પગથી પૃથ્વી પર પ્રહાર કરે, નિશ્વાસરૂપ અગ્નિથી અધર શ્યામ થઈ ગયા છે. કોઈ વાર “કહે કહે” એવો અવાજ કરે છે, કોઈ વાર પોતાના વાળ વીંખે છે, કોઈ વાર વાળ બાંધે છે, કોઈ વાર બગાસાં ખાય છે. કોઈ વાર મુખ પર કપડું ઢાંકે છે. કોઈ વાર બધાં પહેરી લે છે. સીતાનાં ચિત્રો બનાવે, કોઈ વાર આંસુ સારીને આદ્રતા કરે છે, દીન થઇને હાહાકાર કરે છે, મદનગ્રહથી પિડાઈને અનેક ચેષ્ટા કરે છે, આશારૂપ ઇંધનથી પ્રજ્વલિત કામરૂપ અગ્નિથી તેનું હૃદય જલે છે, શરીર પણ જલે છે, કોઇ વાર મનમાં વિચારે છે કે હું કેવી અવસ્થા પામ્યો છું કે જેથી મારું શરીર પણ ટકાવી શકતો નથી. મેં અનેક ગઢ અને સાગરની મધ્યમાં રહેલા મોટા મોટા હજારો વિદ્યાધરોને યુદ્ધમાં જીત્યા છે અને લોકમાં પ્રસિદ્ધ ઇન્દ્ર નામના વિદ્યાધરને બંદીગૃહમાં નાખ્યો, અનેક રાજાઓને યુદ્ધમાં જીત્યા, હવે મોહથી ઉન્મત્ત થયેલો હું પ્રમાદને વશ વર્તુ છું. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું રાજ! રાવણ તો કામને વશ થયો અને મહાબુદ્ધિમાન, મંત્રણા કરવામાં નિપુણ વિભીષણે બધા મંત્રીઓને એકઠા કરી મંત્રણા કરી. કેવો છે વિભીષણ? રાવણના રાજ્યનો ભાર જેના શિર પર પડેલો છે, જેણે સમસ્ત શાસ્ત્રોના જ્ઞાનરૂપ જળથી મનરૂપ મેલને ધોઈ નાખ્યો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #398 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છેતાળીસમું પર્વ 3७७ છે, તેના જેવો રાવણનો બીજો કોઈ હિતચિંતક નથી. વિભીષણ સર્વથા રાવણના હિતનો જ વિચાર કરે છે. તે મંત્રીઓને કહેવા લાગ્યો કે હે વૃદ્ધો ! રાજાની તો આ દશા છે, હવે આપણું શું કર્તવ્ય છે તે કહો! વિભીષણનાં વચન સાંભળી સંભિન્નમતિ મંત્રી કહેવા લાગ્યો કે અમે શું કહીએ, બધું કાર્ય બગડી ગયું છે. રાવણનો જમણો હાથ ખરદૂષણ હતો, તે મરણ પામ્યો છે અને વિરાધિત કઇ ચીજ છે કે શિયાળામાંથી સિંહુ થઈ ગયો છે. તે યુદ્ધમાં લક્ષ્મણનો સહાયક થયો ને વાનરવંશી પરાણે વસી ગયા છે; એમનો આકાર તો કાંઈક બીજો છે અને મનમાં કાંઈક બીજું જ હોય છે; જેમ સર્પ ઉપર તો નરમ લાગે છે અને અંદરમાં વિષ હોય છે. પવનનો પુત્ર જે હનુમાન તે ખરદૂષણની પુત્રી અનંગકુસુમનો પતિ છે અને તે સુગ્રીવની પુત્રીને પણ પરણ્યો છે, તેને સુગ્રીવનો પક્ષ વિશેષ છે. સંભિન્નમતિનાં આ વચન સાંભળી પંચમુખ નામનો મંત્રી હસીને બોલ્યો, તમે ખરદૂષણના મરણનો શોક કર્યો, પણ શૂરવીરોની તો એ જ રીત છે કે સંગ્રામમાં શરીરનો ત્યાગ કરે. એક ખરદૂષણના મરણથી રાવણને કઈ ખોટ પડી ગઈ છે? જાણે કે પવનના ઝપાટાથી સમુદ્રમાંથી જળનું એક ટીપું ગયું તો સમુદ્રને કેટલી ઘટ પડી ગઈ ? વળી તમે બીજાઓની પ્રશંસા કરો છો તેથી મારા મનમાં શરમ આવે છે. ક્યાં જગતનો સ્વામી રાવણ અને ક્યાં તે વનવાસી ભૂમિગોચરી? લક્ષ્મણના હાથમાં સૂર્યહાસ ખડ્ઝ આવ્યું તો શું થઈ ગયું? વિરાધિત તેને આવી મળ્યો તેથી શું? જેમ પહાડ વિષમ હોય અને સિંહસંયુક્ત હોય તો પણ શું દાવાનળ તેને ન બાળી નાખે? સર્વથા બાળે જ. ત્યારે સહસ્ત્રમતિ મંત્રી માથું હલાવી કહેવા લાગ્યો કે આ શી અર્થહીન વાતો કરો છો? જેમાં સ્વામીનું હિત હોય તે કરવું, બીજા અલ્પ છે અને આપણે મોટા છીએ એવો વિચાર બુદ્ધિમાનને હોતો નથી. સમય આવ્યે એક અગ્નિનો તણખો આખી પૃથ્વીને બાળી નાખે છે. અશ્વગ્રીવની પાસે મહાન સેના હતી અને આખી પૃથ્વીમાં તે પ્રસિદ્ધ થયો હતો તો પણ નાનકડા ત્રિપુષ્ટિએ તેને રણમાં રોળી નાખ્યો. માટે બીજા પ્રયત્ન છોડીને લંકાની રક્ષાનો પ્રયત્ન કરો. નગરીને અત્યંત દુર્ગમ બનાવો, કોઈ પ્રવેશ ન કરી શકે માટે મહાભયાનક માયામયી યંત્ર સર્વ દિશાઓમાં ફેલાવો અને નગરમાં દુશ્મનનો કોઈ માણસ આવવા ન પામે એમ ગોઠવણ કરો, લોકોને ધૈર્ય રાખવાનું કહો, સર્વ ઉપાયથી રક્ષણ કરો કે જેથી રાવણ સુખ પામે. મધુર વચનોથી અને જાતજાતની વસ્તુઓની ભેટથી સીતાને પ્રસન્ન કરો, જેમ દૂધ પાઈને નાગણીને પ્રસન્ન કરીએ છીએ. વાનરવંશી યોદ્ધાઓની નગરની બહાર ચોકી રાખો. આમ કરવાથી કોઈ દુશ્મનનો નાયક આવી ન શકે અને અહીંની વાત દુશ્મનો પાસે ન જાય; આ પ્રમાણે ગઢનો પ્રયત્ન કરવામાં આવે તો કોને ખબર પડવાની કે સીતાને કોણ હરી ગયું છે અને તે ક્યાં છે? સીતા વિના રામ નિશ્ચયથી પ્રાણ તજશે. જેની સ્ત્રી જાય તે કેવી રીતે જીવે અને રામ મર્યા પછી એકલો લક્ષ્મણ શું કરશે? અથવા રામના મરણથી શોક પામીને લક્ષ્મણ અવશ્ય મરશે, જીવશે નહિ; જેમ દિપક ગયા પછી પ્રકાશ રહેતો નથી. અને આ બે ભાઈ મર્યા પછી અપરાધરૂપ સમુદ્રમાં ડૂબેલો વિરાધિત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #399 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮ સુડતાળીસમું પર્વ પદ્મપુરાણ. શું કરશે? અને સુગ્રીવના રૂપવાળો વિધાધર તેના ઘરમાં આવ્યો તો રાવણ સિવાય સુગ્રીવનું દુઃખ કોણ દૂર કરશે? માયામયી યંત્રની રખેવાળી સુગ્રીવને સોંપીએ, જેથી તે પ્રસન્ન થાય, રાવણ એના શત્રુનો નાશ કરે. લંકાની રક્ષાનો ઉપાય માયામયી યંત્ર વડે કરાવો. આ મંત્રણાથી આનંદ પામી બધા પોતપોતાના ઘેર ગયા. વિભીષણે માયામયી યંત્રથી લંકાના રક્ષણનો ઉપાય ગોઠવ્યો, અને નીચે, ઉપર, કે વચ્ચેથી કોઈ આવી ન શકે એ પ્રમાણે નાના પ્રકારની વિદ્યાથી લંકાને અગમ્ય કરી દીધી. ગૌતમ ગણધર કહે છે કે હું શ્રેણિક! સંસારી જીવો બધા જ લૌકિક કાર્યમાં પ્રવૃત્ત હોય છે, તેમનાં ચિત્ત આકુળતાથી ભરેલાં છે અને જે આકુળતારહિત નિર્મળ ચિત્તવાળા છે તેમને જિનવચનોના અભ્યાસ સિવાય બીજું કર્તવ્ય હોતું નથી, અને જે જિનેશ્વરે કહ્યું છે તે પુરુષાર્થ વિના સિદ્ધ થતું નથી અને જેનું ભવિતવ્ય ભલું ન હોય તેને પુરુષાર્થ સૂઝતો નથી. તેથી જે ભવ્ય જીવ છે તે સર્વથા સંસારથી વિરક્ત થઈ મોક્ષનો પ્રયત્ન કરો. નર, નારક, દેવ અને તિર્યંચ એ ચારેય ગતિ દુ:ખરૂપ છે. અનાદિકાળથી આ પ્રાણી કર્મના ઉદયથી યુક્ત રાગાદિમાં પ્રવર્તે છે. તેથી એમનાં ચિત્તમાં કલ્યાણરૂપ વચન ન આવે. તે અશુભનો ઉદય મટાડી શુભની પ્રવૃત્તિ કરે તો શોકરૂપ અગ્નિથી તપ્તાયમાન ન થાય. આ પ્રમાણે શ્રી રવિખેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લંકાના માયામયી કોટનું વર્ણન કરનાર છેતાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * સુડતાળીસમું પર્વ (વીટરૂપ સુગ્રીવના વધની કથા) ત્યાર પછી કિકંધાપુરના સ્વામી સુગ્રીવનું રૂપ લઈને વિદ્યાધર તેના નગરમાં આવ્યો અને સુગ્રીવ કાંતાના વિરહથી દુઃખી ભમતો થકો ત્યાં આવ્યો, જ્યાં ખરદૂષણની સેનાના સામંતો મરેલા પડયા હતા. વિખરાયેલા રથ, મરેલા હાથી, મરેલા ઘોડા છિન્નભિન્ન થઈ ગયા હતા, કેટલાક રાજાઓના અગ્નિસંસ્કાર થતા હતા, કેટલાક સીસકતા હતા, કેટલાકના હાથ કપાઈ ગયા છે, કેટલાકની જાંધ કપાઈ ગઈ છે, કેટલાકનાં આંતરડાં બહાર નીકળી ગયાં છે, કેટલાકના મસ્તક પડ્યાં છે, કેટલાકને શિયાળિયા ખાય છે, કેટલાકને પક્ષી ચાંચ મારે છે, કેટલાકના પરિવાર રુએ છે, કેટલાકોને લટકાવી રાખ્યા છેઃ રણક્ષેત્રનો આ દેખાવ જોઈને સુગ્રીવ કોઈને પૂછવા લાગ્યો ત્યારે તેણે કહ્યું કે ખરદૂષણ મરી ગયો. સુગ્રીવને ખરદૂષણનું મરણ સાંભળીને દુઃખ થયું, તે મનમાં વિચારે છે કે મોટો અનર્થ થયો. તે ખૂબ બળવાન હતો, જેના વડે મારું બધું દુ:ખ ટળે તેમ હતું તે મારી આશારૂપ વૃક્ષને કાળ દિગ્ગજે તોડી પાડયું હું પુણ્યહીન છું. હવે મારું દુઃખ કેવી રીતે મટશે ? જોકે ઉધમ કર્યા વિના જીવન સુખ મળતું નથી તેથી દુઃખ દૂર કરવાનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #400 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સુડતાળીસમું પર્વ ૩૭૯ ઉદ્યમ અંગીકાર કરું. પછી તે હનુમાન પાસે ગયો. હનુમાન બન્નેનું સમાન રૂપ જોઈને પાછો ગયો. ત્યારે સુગ્રીવે વિચાર્યું કે ક્યો ઉપાય કરું તો ચિત્તની પ્રસન્નતા થાય. જેમ નવો ચંદ્ર જોવાથી હર્ષ થાય છે. જો રાવણને શરણે જાઉં તો રાવણ માસ અને શત્રુનું એકસરખું રૂપ જોઈને કદાચ મને જ મારી નાખે અથવા બન્નેને મારી સ્ત્રીને હરી જાય તે કામાંધ છે, કામાંધનો વિશ્વાસ ન થાય. ગુપ્ત વાત, દોષ, અપમાન, દાનપુણ્ય, વિત્ત, શૂરવીરતા, કુશીલ, મનનો સંતાપ; આ બધું કુમિત્રને ન કહેવાય, જો કહેવામાં આવે તો ખતા ખાવી પડે. માટે સંગ્રામમાં જેણે ખરદૂષણને માર્યો છે તેના જ શરણે જાઉં. તે મારું દુઃખ હરશે, કારણ કે જેના ઉપર દુઃખ પડ્યું હોય તે દુઃખીનાં દુઃખને જાણે. જેમને અવસ્થા સમાન હોય તેમની જ વચ્ચે સ્નેહ થાય છે. સીતાના વિયોગનું સીતાના પતિને જ દુ:ખ ઉપર્યું છે. આમ વિચારીને વિરાધિતની પાસે અત્યંત પ્રેમથી પોતાનો દૂત મોકલ્યો. તે દૂતે જઈને સુગ્રીવના આગમનનો વૃત્તાંત વિરાધિતને કહ્યો. વિરાધિત તે સાંભળીને મનમાં આનંદ પામ્યો અને વિચાર્યું કે મોટી નવાઈની વાત છે કે સુગ્રીવ જેવા મહારાજા મારી સાથે પ્રેમ કરવાની ઇચ્છા કરે છે. મોટાના આશ્રયથી શું કામ ન થાય? મેં શ્રી રામલક્ષ્મણનો આશ્રય કર્યો તેથી સુગ્રીવ જેવો પુરુષ મારી સાથે સ્નેહુ રાખવા ચાહે છે. સુગ્રીવ આવ્યો, મેઘની ગર્જના જેવા વાજિંત્રોના શબ્દો સંભળાવા લાગ્યા તે સાંભળીને પાતાળલંકાના લોકો વ્યાકુળ બન્યા. ત્યારે લક્ષ્મણે વિરાધિતને પૂછયું કે વાજિંત્રોનો અવાજ કોનો સંભળાય છે? ત્યારે અનુરાધાનો પુત્ર વિરાધિત કહેવા લાગ્યો કે હે નાથ ! આ વાનરવંશીઓનો અધિપતિ પ્રેમથી ભરેલો તમારી પાસે આવ્યો છે. કિધુકંધાપુરના રાજા સૂર્યરજનો પુત્ર, પૃથ્વી પર પ્રસિદ્ધ મોટો વાલી અને નાનો સુગ્રીવ છે. વાલીએ તો રાવણને શિર ન નમાવ્યું અને બધો પરિગ્રહ છોડી, સુગ્રીવને રાજ્ય આપી મુનિ થયા. સુગ્રીવ નિષ્ફટક રાજ્ય કરે છે. તેની સુતારા નામની સ્ત્રી સાથે ઇન્દ્ર શચિની સાથે રમે તેમ સુગ્રીવ રમે છે. તેને ગુણરત્નોથી શોભાયમાન અંગ અને અંગત નામના પુત્રો છે, જેમની કીર્તિ પૃથ્વી પર ફેલાઈ રહી છે; વિરાધિત આ વાત કરી રહ્યો છે ત્યાં સુગ્રીવ આવી ગયો. રામ અને સુગ્રીવ મળ્યા. રામને જોઈને જેના નેત્રકમળ ખીલી ઊઠયાં છે એવો સુગ્રીવ સુવર્ણના આંગણામાં બેઠા બેઠા અમૃત સમાન વાણીથી યોગ્ય વાતચીત કરવા લાગ્યા. સુગ્રીવની સાથે જે વૃદ્ધ વિદ્યાધર છે તે રામને કહેવા લાગ્યો કે હે દેવ! આ રાજા સુગ્રીવ કિધુકંધાપુરનો ધણી, મહાબળવાન, ગુણવાન પુરુષોને પ્રિય છે. કોઈ એક દુષ્ટ વિધાધરે માયાથી એનું રૂપ ધારણ કરી એની સ્ત્રી સુતારા અને એનું રાજ્ય પડાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ વચન સાંભળી રામ મનમાં વિચારવા લાગ્યા કે આ કોઈ મારા કરતાં પણ વધારે દુ:ખી છે. એ બેઠો હોવા છતાં બીજો પુરુષ એના ઘરમાં આવીને ઘૂસી ગયો છે. એની પાસે રાજવૈભવ છે, પરંતુ તે કોઈ શત્રુને રોકવામાં સમર્થ નથી. લક્ષ્મણે સુગ્રીવના મંત્રી જામવંતને બધાં કારણ પૂછયાં. જામવંત સુગ્રીવના મન સમાન છે. તે મુખ્ય મંત્રી અત્યંત વિનયથી કહેવા લાગ્યો કે હે નાથ! કામની ફાંસીથી ઘેરાયેલો તે પાપી સુતારાના રૂપ પર મોહિત થયો, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #401 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૦ સુડતાળીસમું પર્વ પદ્મપુરાણ માયામયી સુગ્રીવનું રૂપ ધારણ કરીને રાજમંદિરમાં આવ્યો અને સુતારાના મહેલમાં ગયો. મહાસતી સુતારાએ પોતાના સેવકને કહ્યું કે આ કોઈ દુષ્ટ વિધાધર વિદ્યાથી મારા પતિનું રૂપ બનાવીને આવે છે, તે પાપથી પૂર્ણ છે, માટે કોઈ એનો આદરસત્કાર કરશો નહિ. તે પાપી નિઃશંકપણે જઈને સુગ્રીવના સિંહાસન પર બેઠો અને તે જ સમયે સુગ્રીવ પણ આવ્યો અને પોતાના માણસોને ચિંતાવાળા જોયા ત્યારે વિચાર કર્યો કે મારા ઘરમાં શેનો વિષાદ છે? લોકો મલિન મુખે ઠેરઠેર ભેગા થઈ ગયા કદાચ, અંગત મેરુના ચૈત્યાલયોની વંદના માટે સુમેરુ પર્વત પર ગયો હતો તે પાછો ન આવ્યો હોય અથવા રાણીએ કોઈના ઉપર રોષ કર્યો હોય અથવા જન્મ-જરા-મરણથી ભયભીત વિભીષણ વૈરાગ્ય પામ્યો હોય અને એનો વિષાદ હોય, આમ વિચારીને તે દરવાજા પાસે આવ્યો, રત્નમયી દ્વાર ગીતસંગીત વિનાનું જોયું, લોકોને સચિંત જોયા. તેણે મનમાં વિચાર્યું કે આ માણસો કોઈ બીજા જ થઈ ગયા છે. મહેલમાં સ્ત્રીઓની વચ્ચે પોતાના જેવું રૂપ બનાવીને બેઠેલા દુર વિધાધરને જોયો. તેણે સુંદર હાર પહેર્યા હતા, દિવ્ય વસ્ત્રો મુગટની કાંતિમાં પ્રકાશરૂપ જણાતાં હતાં. ત્યારે સુગ્રીવ વર્ષાકાળનો મેઘ ગાજે તેમ ક્રોધથી ગર્યો અને નેત્રોની લાલશથી દશે દિશાઓ સંધ્યા ખીલે તેમ લાલ થઈ ગઈ. ત્યારે પેલો પાપી કૃત્રિમ સુગ્રીવ પણ ગર્યો અને જેમ મદમસ્ત હાથી મદથી વિહવળ થઈને ગર્જ તેમ કામથી વિહવળ થઈ સુગ્રીવ સાથે લડવા માટે ઊઠયો, બન્ને હોઠ કરડતા, ભ્રકુટિ ચડાવીને યુદ્ધ કરવા તૈયાર થયા. ત્યારે શ્રીચંદ્ર આદિ મંત્રીઓએ તેમને રોક્યા અને પટરાણી સુતારા પ્રગટપણે કહેવા લાગી કે આ કોઈ દુષ્ટ વિદ્યાધર મારા પતિનું રૂપ લઈને આવ્યો છે. દેહ, બળ અને વચનોની કાંતિથી સમાન બન્યો છે. પરંતુ માર પતિમાં મહાપુરુષોનાં લક્ષણો છે તે આનામાં નથી; જેમ ઘોડા અને ગધેડાની સમાનતા હોતી નથી તેમ મારા પતિ અને આની વચ્ચે સમાનતા નથી. રાણી સુતારાના આ પ્રકારનાં વચનો સાંભળીને પણ કેટલાક મંત્રીઓએ જેમ નિર્ધનની વાત ધનવાન ન માને તેમ તેની વાત માની નહિ. સરખું રૂપ જોઈને જેમનું ચિત્ર હરાઈ ગયું છે એવા તે બધા મંત્રીઓએ ભેગા થઈને સલાહુ કરી કે પંડિતોએ આટલાનાં વચનોનો વિશ્વાસ ન કરવો–બાળક, અતિવૃદ્ધ, સ્ત્રી, દારૂડિયો, વેશ્યાસક્ત, એમનાં વચન પ્રમાણ ન હોય. અને સ્ત્રીઓએ શીલની શુદ્ધિ રાખવી, શીલની શદ્ધિ વિના ગોત્રની શુદ્ધિ નથી, સ્ત્રીઓને શીલનું જ પ્રયોજન છે માટે રાજકુટુંબમાં બન્નેએ ન જવું, બહાર જ રહેવું. ત્યારે એમનો પુત્ર અંગ તો માતાનાં વચનથી એમના પક્ષમાં આવ્યો અને જાંબુનંદ કહે છે કે અમે પણ એમની સાથે જ રહ્યા. એ એમનો બીજો પુત્ર અંગત કૃત્રિમ સુગ્રીવના પક્ષમાં છે, સાત અક્ષૌહિણી સેના આમના તરફ છે અને સાત પેલાની તરફ છે. નગરની દક્ષિણ તરફ તે રહ્યો છે અને ઉપર તરફ આ રહ્યો છે અને વાલીના પુત્ર ચંદ્રરશ્મિએ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે સુતારાના મહેલમાં આવશે, તેને હું ખગથી મારી નાખીશ. હવે આ સાચો સુગ્રીવ સ્ત્રીના વિરહથી વ્યાકુળ શોક મટાડવા માટે ખરદૂષણ પાસે ગયો, પણ ખરદૂષણ તો લક્ષ્મણના ખગથી હણાઈ ગયો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #402 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સુડતાળીસમું પર્વ ૩૮૧ પછી એ હનુમાન પાસે ગયો, જઈને પ્રાર્થના કરી કે હું દુ:ખથી પીડિત છું, મને મદદ કરો, મારું રૂપ લઈને કોઈ પાપી મારા ઘરમાં બેઠો છે તે મને મોટી બાધારૂપ છે, જઈને એને મારો. સુગ્રીવનાં વચન સાંભળીને હનુમાન વડવાનળ સમાન ક્રોધથી પ્રજ્વલિત થઈ, પોતાના મંત્રીઓ સહિત અપ્રતિઘાત નામના વિમાનમાં બેસીને કિધુકંધાપુર આવ્યો. હનુમાનને આવેલો સાંભળીને પેલો માયામયી સુગ્રીવ હાથી ઉપર ચડીને લડવા આવ્યો. હનુમાન બન્નેનું સરખું રૂપ જોઈને આશ્ચર્ય પામ્યો, મનમાં વિચારવા લાગ્યો કે આ બન્ને સરખા રૂપવાળા સુગ્રીવ જ છે, એમનામાંથી કોને મારું, કાંઈ તફાવત જણાતો નથી. જાણ્યા વિના સુગ્રીવને જ મારું તો મહાન અનર્થ થઈ જાય. થોડીવાર પોતાના મંત્રીઓ સાથે વિચારણા કરીને ઉદાસીન થઈ હનુમાન પાછા પોતાના નગરમાં ચાલ્યા ગયા. હનુમાનના ચાલ્યા જવાથી સુગ્રીવને ખૂબ આકુળતા થઈ, મનમાં વિચારવા લાગ્યા કે હુજારો વિદ્યા અને માયાથી મંડિત મહા બળવાન, મહાપ્રતાપી વાયુપુત્ર પણ સંદેહ પામ્યા તે ઘણું કષ્ટદાયક છે, હવે મને કોણ મદદ કરશે? અત્યંત વ્યાકુળ બનીને, દુ:ખ મટાડવા માટે સ્ત્રીના વિયોગરૂપ દાવાનળથી તપ્ત થયેલ આપના શરણે આવ્યો છે, આપ શરણાગતનું રક્ષણ કરનાર છો. આ સુગ્રીવ અનેક ગુણોથી શોભિત છે. હું રઘુનાથ ! પ્રસન્ન થાવ, આને આપનો બનાવો. તમારા જેવા પુરુષોનાં શરીર બીજાઓનાં દુઃખનો નાશ કરે છે. જાંબુનદના આવાં વચન સાંભળીને રામ-લક્ષ્મણ અને વિરાધિત કહેવા લાગ્યા, ધિક્કાર હો પરસ્ત્રીના લંપટ પાપી જીવોને! રામે વિચાર્યું કે મારું ને આનું દુ:ખ સમાન છે એટલે આ મારો મિત્ર થશે; હું એનો ઉપકાર કરીશ પછી એ મારો ઉપકાર કરશે, નહિ તો હું નિગ્રંથ મુનિ બની મોક્ષનું સાધન કરીશ. આમ વિચારીને રામ સુગ્રીવને કહેવા લાગ્યા, હે સુગ્રીવ! મેં તને સર્વથા મિત્ર બનાવ્યો છે, જે તારું સ્વરૂપ બનાવીને આવ્યો છે તેને જીતીને તારું રાજ્ય હું તને નિષ્ફટક કરાવી દઈશ અને તારી સ્ત્રી પણ તને મેળવી આપીશ. તારું કામ થઈ જાય પછી તું અમને સીતાની ભાળ કાઢી આપશે કે તે ક્યાં છે. ત્યારે સુગ્રીવ કહેવા લાગ્યો કે હે પ્રભો ! મારું કાર્ય થયા પછી જો સાત દિવસમાં હું સીતાનું ઠેકાણું ન શોધી લાવું તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. આ વાત સાંભળી રામ પ્રસન્ન થયા. જેમ ચંદ્રમાનાં કિરણોથી કમદ પ્રફુલ્લિત થાય છે તેમ. રામનું મુખકમળ ખીલી ગયું, સુગ્રીવના અમૃતરૂપ વચનો સાંભળીને રોમાંચ ખડા થઈ ગયા. જિનરાજના ચૈત્યાલયમાં બન્ને પરમ મિત્ર થયા અને એવી પ્રતિજ્ઞા કરી કે પરસ્પર કોઈએ દ્રોહ ન કરવો. પછી રામ-લક્ષ્મણ રથ પર ચડી અનેક સામંતો સહિત સુગ્રીવની સાથે કિધુકંધાપુર આવ્યા. નગરની સમીપે પડાવ નાખીને સુગ્રીવે માયામયી સુગ્રીવની પાસે દૂત મોકલ્યો. તે દૂતને તેણે અપમાનિત કર્યો અને માયમયી સુગ્રીવ રથમાં બેસી મોટી સેના સહિત યુદ્ધના નિમિત્તે નીકળ્યો. બન્ને સુગ્રીવ પરસ્પર લડ્યા. માયામયી સુગ્રીવ અને સાચા સુગ્રીવ વચ્ચે આયુધો વડે અનેક પ્રકારનું યુદ્ધ થયું, અંધકાર થઈ ગયો, બન્નેય ખેદ પામ્યા, ભયંકર વેરથી માયામયી સુગ્રીવે સાચા સુગ્રીવ પર ગદાનો પ્રહાર કર્યો અને તે ઢળી પડયો. તે માયામયી સુગ્રીવ એને મરેલો જાણી આનંદ પામી નગરમાં ગયો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #403 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨ સુડતાળીસમું પર્વ પદ્મપુરાણ અને સાચો સુગ્રીવ મૂચ્છિત થઈ પડ્યો હતો તેને કુટુંબીજનો તંબૂમાં લાવ્યા ત્યારે તે જાગ્રત થઈને રામને કહેવા લાગ્યો, હે પ્રભો ! મારો ચોર હાથમાં આવ્યો હતો તેને નગરમાં કેમ જવા દીધો? જો રામચંદ્રને મેળવીને પણ મારું દુઃખ ન મટે તો એના જેવું બીજું દુઃખ થયું હોય? ત્યારે રામે કહ્યું કે તારું અને તેનું રૂપ જોઈને અમને તફાવત ન જણાયો તેથી તારા શત્રુને હણ્યો નથી. કદાચ જાણ્યા વિના તારો જ જો નાશ થઈ જાય તો યોગ્ય ન થાય. તું અમારો પરમ મિત્ર છે, તારા અને અમારા વચ્ચે જિનમંદિરમાં પ્રતિજ્ઞા થઈ છે. પછી રામે માયામયી સુગ્રીવને ફરીથી યુદ્ધ માટે બોલાવ્યો. તે બળવાન ક્રોધરૂપ અગ્નિથી બળતો આવ્યો, રામ તેની સામે આવ્યા. તે સમુદ્રતુલ્ય, અનેક શસ્ત્રોના ધારક સુભટોરૂપી મગરોથી પૂર્ણ હતો. તે વખતે લક્ષ્મણે સાચા સુગ્રીવને પકડી રાખ્યો કે જેથી સ્ત્રીના વેરથી તે શત્રુની સન્મુખ ન જાય. શ્રી રામને જોઈને માયામયી સુગ્રીવના શરીરમાં જે વૈતાલી વિધા હતી તે તેને પૂછીને તેના શરીરમાંથી કાઢી લીધી. તેથી સુગ્રીવનો આકાર મટી તે સાહસગતિ વિદ્યાધર ઇન્દ્રનીલ પર્વત જેવો દેખાવા લાગ્યો, જેમ સાંપની કાંચળી દૂર થાય તેમ સુગ્રીવનું રૂપ દૂર થઈ ગયું. તેથી વાનરવંશીઓની જે અર્ધી સેના તેની સાથે ભળી ગઈ હતી તે તેનાથી જુદી થઈ લડવા તૈયાર થઈ. બધા વાનરવંશી એક થઈ નાના પ્રકારનાં આયુધોથી સાહસગતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. સાહસગતિ અત્યંત તેજસ્વી પ્રબળ શક્તિનો સ્વામી હતો તેણે બધા વાનરવંશીઓને દશે દિશામાં ભગાડી મૂક્યા, જેમ પવન ધૂળને ઉડાડી મૂકે તેમ. પછી સાહસગતિ ધનુષબાણ લઈને રામ સામે આવ્યો અને મેઘમંડળ સમાન બાણોની વર્ષા કરવા લાગ્યો. જેનું પરાક્રમ ઉદ્ધત છે એવા સાહસગતિ અને શ્રી રામની વચ્ચે તુમુલ યુદ્ધ થયું. પ્રબળ પરાક્રમી, રણક્રીડામાં પ્રવીણ રામે બાણો વડે સાહસગતિનું બખ્તર છેદી નાખ્યું, તીક્ષ્ણ બાણોથી સાહસગતિનું શરીર ચાળણી જેવું કરી નાખ્યું અને તે પ્રાણરહિત થઈને ભૂમિ પર પડ્યો. બધાએ જોઈને નક્કી કર્યું કે આ પ્રાણરહિત છે. પછી સુગ્રીવ રામ-લક્ષ્મણની ખૂબ સ્તુતિ કરીને એમને નગરમાં લાવ્યો, નગરની શોભા કરી, સુગ્રીવને સુતારાનો સંયોગ થયો. તે ભોગસાગરમાં ડૂબી ગયો, તેને રાતદિવસનું ભાન રહ્યું નહિ. ઘણા દિવસો પછી સુતારાને જોઈ તેથી મોહિત થઈ ગયો. શ્રી રામને નંદનવનની શોભા વટાવી જાય એવા આનંદ નામના વનમાં રાખ્યા. તે વનની રમણીકતાનું વર્ણન કોણ કરી શકે? જ્યાં મહામનોજ્ઞ શ્રી ચંદ્રપ્રભુનું ચૈત્યાલય છે તેમાં રામ-લક્ષ્મણે પૂજા કરી અને વિરાધિત આદિ સર્વ સૈન્યનો પડાવ વનમાં રાખ્યો હતો, બધા ત્યાં ખેદરહિત થઈને રહ્યા. સુગ્રીવની તેર પુત્રીઓ રામચંદ્રનાં ગુણ સાંભળીને અત્યંત અનુરાગથી ભરેલી રામને વરવાની ઇચ્છા કરવા લાગી. ચંદ્રમાં સમાન મુખવાળી તે પુત્રીઓનાં નામ સાંભળો-ચંદ્રાભા, હૃદયાવલી, હૃદયધર્મા, અનુધરી, શ્રીકાંતા, સુંદરી, સુરવતી. દેવાંગના સમાન જેનો વિભ્રમ છે તે મનોવાદિની, મનમાં વસનારી, ચારુશ્રી, મદનોત્સવ, ગુણવતી-અનેક ગુણોથી શોભિત પદ્માવતી, ખીલેલા કમળ સમાન મુખવાળી તથા જિનમતિ-સદા જિનપૂજામાં તત્પર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #404 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮૩ આ તેર કન્યા લઈને સુગ્રીવ રામ પાસે આવ્યો, નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે નાથ ! આ ઇચ્છાથી આપને વરે છે. હું લોકેશ ! આ કન્યાના પતિ બનો. આ કન્યાઓનું મન જન્મથી જ એવું હતું કે અમે વિદ્યાધરોને નહિ વરીએ, આપનાં ગુણોનું શ્રવણ કરીને એ અનુરાગવાળી થઈ છે; એમ કહીને રામને પરણાવી. આ કન્યાઓ અત્યંત લજ્જાળુ, નમ્ર મુખવાળી, રામનો આશ્રય કરવા લાગી. તે અતિસુંદર, નવયુવાન, જેમનાં ગુણો વર્ણવી ન શકાય તેવી, વીજળી સમાન, સુવર્ણ સમાન, કમળના ગર્ભ સમાન, શરીરની કાંતિથી આકાશમાં ઉદ્યોત થયો. તે વિનયરૂપ લાવણ્યથી મંડિત રામની પાસે બેઠી, તેમની ચેષ્ટા સુંદર હતી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું મગધાધિપતિ! પુરુષોમાં સિંહ સમાન શ્રી રામ સરખા પુરુષનું ચિત્ત વિષયવાસનાથી વિરક્ત છે, પરંતુ પૂર્વજન્મના સંબંધથી કેટલાક દિવસો સુધી વિરક્તરૂપે ગૃહમાં રહી પછી ત્યાગ કરશે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સુગ્રીવનું વ્યાખ્યાન વર્ણવનાર સુડતાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * અડતાળીસમું પર્વ (લક્ષ્મણે કોટિશિલા ઊંચકીને નારાયણ હોવાની પરીક્ષા કરી) પછી તે સુગ્રીવની કન્યાઓ જાણે કે દેવલોકમાંથી ઊતરી હોય તેમ રામનું મન મોહવા માટે અનેક પ્રકારની ચેષ્ટા કરવા લાગી. વીણાદિક વગાડવી, મનોહર ગીત ગાવા ઇત્યાદિક અનેક સુંદર લીલા કરવા લાગી. તો પણ રામચંદ્રનું મન મોહ પામ્યું નહીં, સર્વ પ્રકારના વિસ્તીર્ણ વૈભવો તેમને મળ્યા, પરંતુ રામે ભોગોમાં મન ડુબાડ્યું નહિ. સીતામાં જેમનું ચિત્ત અત્યંતપણે લાગેલું હતું તે સમસ્ત ચેષ્ટારહિત અત્યંત આદરથી સીતાનું ધ્યાન કરતા રહ્યા, જેમ મુનિરાજ મુક્તિને ધ્યાવે તેમ. તે વિદ્યાધરની પુત્રીઓ ગાન કરે તેમનો અવાજ તે સાંભળતા નહિ, દેવાંગના સમાન તેમનું રૂપ તે દેખતા નહિ. રામને સર્વ જાનકીમય ભાસે છે, બીજું કાંઈ દેખાતું નથી, બીજી કોઈ વાત તે કરતા નથી. આ સુગ્રીવની પુત્રીઓને તે પરણ્યા તે પાસે બેઠી હોય તેને હું જનકસુતે! એમ કહીને સંબોધતા, કાગડાને પ્રેમથી પૂછતા, હે કાક! તું દરેક દેશમાં ફરે છે, તે શું જાનકીને જોઈ? સરોવરમાં કમળો ખીલી ઊઠયાં છે તેની મકરંદથી જળ સુગંધી બની ગયું છે, તેમાં ચકવા-ચકવીના યુગલને કલ્લોલ કરતા જોઈને વિચારે, સીતા વિના રામને સર્વ શોભા ફીકી લાગે, સીતાના શરીરના સંયોગની શંકાથી પવનને આલિંગન કરે કે કદાચ પવન સીતાજીની પાસેથી આવ્યો હોય. જે ભૂમિ પર સીતાજી રહે છે તે ભૂમિને ધન્ય ગણે. સીતા વિના ચંદ્રમાની ચાંદનીને અગ્નિ સમાન જાણી મનમાં ચિંતવે-કદાચ સીતા મારા વિયોગરૂપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #405 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪ અડતાળીસમું પર્વ પદ્મપુરાણ અગ્નિથી ભસ્મ થઈ ગઈ હોય. મંદ મંદ પવનથી લતાઓને હાલતી જોઈ જાણે છે કે આ જાનકી જ છે અને વેલીઓના પાનને હાલતાં જોઈ જાણે કે જાનકીનાં વસ્ત્ર ફરફરે છે અને ભ્રમર સંયુક્ત ફૂલોને જોઈ જાણે કે આ જાનકીના લોચન જ છે અને કૂંપળો જોઈને જાણે કે આ જાનકીના કપલ્લવ જ છે. શ્વેત, શ્યામ, લાલ, ત્રણ જાતિનાં કમળો જોઈને જાણે કે આ જાનકીના નેત્ર ત્રણ રંગ ધારણ કરે છે. પુષ્પોના ગુચ્છને જોઈને જાણે કે આ જાનકીના શોભાયમાન સ્તન જ છે અને કેળના સ્તંભમાં જાંધની શોભા જાણે, લાલ કમળોમાં ચરણોની શોભા જાણે, સંપૂર્ણ શોભા જાનકીરૂપ જ જાણે. પછી સુગ્રીવ સુતારાના મહેલમાં જ રહ્યો, રામ પાસે આવ્યે ઘણા દિવસો થયા ત્યારે રામે વિચાર્યું કે તેણે સીતાને જોઈ નથી. મારા વિયોગમાં તપ્તાયમાન થઈને તે શીલાવંતી મરી ગઈ, તેથી સુગ્રીવ મારી પાસે આવતો નથી. અથવા તે પોતાનું રાજ્ય મેળવીને નિશ્ચિત થયો અને અમારું દુ:ખ ભૂલી ગયો છે. આ વિચારથી રામની આંખમાં આંસુ પડયાં, ત્યારે લક્ષ્મણે રામને ચિંતાતુર જાણીને, ગુસ્સાથી જેનાં નેત્રો લાલ થયા છે, જેનું મન આકુળવ્યાકુળ છે એવો તે હાથમાં નગ્ન તલવાર લઈને સુગ્રીવ તરફ ચાલ્યો તેથી નગર કંપાયમાન થઈ ગયું. રાજ્યના બધા અધિકારીઓને વટાવી સુગ્રીવના મહેલમાં જઈ તેને કહ્યું કે પાપી ! મારા પરમેશ્વર રામ તો સ્ત્રીના દુઃખમાં દુઃખી છે અને તું દુર્બુદ્ધિ સ્ત્રી સાથે સુખપૂર્વક રાજ્ય કરે છે. હું વિધાધર કાક! વિષયલુબ્ધ દુષ્ટ! જ્યાં રઘુનાથે તારા શત્રુને મોકલ્યો છે ત્યાં હું તને મોકલીશ. આ પ્રમાણે ક્રોધનાં ઉગ્ર વચનો લક્ષ્મણે કહ્યાં. ત્યારે તે હાથ જોડી નમસ્કાર કરી લક્ષ્મણનો ક્રોધ શાંત કરવા લાગ્યો. સુગ્રીવ કહે છે હું દેવ! મારી ભૂલ માફ કરો, હું કરાર ભૂલી ગયો છું, મારા જેવા તુચ્છ મનુષ્યોથી ખોટી ચેષ્ટા થાય છે. સુગ્રીવની બધી સ્ત્રીઓ ધ્રુજતી ધ્રૂજતી લક્ષ્મણને અર્થ આપી આરતી ઉતારવા લાગી અને હાથ જોડી નમસ્કાર કરી પતિની ભિક્ષા માગવા લાગી. લક્ષ્મણ પોતે ઉત્તમ પુરુષ તેમને દીન જાણીને કૃપા કરવા લાગ્યા આ મહાન પુરુષ તો પ્રમાણમાત્રથી જ પ્રસન્ન થાય અને દુર્જન મહાદાન લઈને પણ પ્રસન્ન ન થાય. લક્ષ્મણે સુગ્રીવને તેની પ્રતિજ્ઞા યાદ કરાવીને ઉપકાર કર્યો, જેમ યક્ષદત્તને માતાનું સ્મરણ કરાવીને મુનિએ ઉપકાર કર્યો હતો. આ વાત સાંભળી રાજા શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછે છે કે હે નાથ ! યક્ષદત્તની વાત હું આપની પાસેથી જાણવા ઇચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું, કે શ્રેણિક! એક ર્કોચપુર નામનું નગર હતું, ત્યાં રાજા યક્ષ રાજ્ય કરતો. તેની રાણી રાજિલતાને યજ્ઞદત્ત નામનો પુત્ર હતો. તે એક દિવસ એક સ્ત્રીને નગરની બહાર ઝૂંપડીમાં બેઠેલી જોઈને કામબાણથી પીડિત થઈને તેની તરફ ચાલ્યો. રાતનો સમય હતો ત્યારે અયન નામના મુનિએ તેને જતાં રોક્યો. જેના હાથમાં ખગ હતું તે યજ્ઞદત્ત વીજળીના પ્રકાશથી મુનિને જોઈને તેમની પાસે જઈ વિનયસહિત પૂછવા લાગ્યો કે હે ભગવાન! મને જતાં શા માટે રોક્યો છે? ત્યારે મુનિએ કહ્યું કે જેને જોઈને તું કામવશ થયો છે તે સ્ત્રી તારી માતા છે, તેથી જોકે શાસ્ત્રમાં તો કહ્યું છે કે મુનિઓએ રાત્રે બોલવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #406 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮૫ ઉચિત નથી તો પણ કરુણા લાવીને અશુભ કાર્ય ન થાય તે માટે તેને રોક્યો છે. ત્યારે યજ્ઞદત્તે પૂછયું કે હે સ્વામી ! એ મારી માતા કેવી રીતે છે? ત્યારે મુનિએ કહ્યું કે સાંભળ. એક મૃત્યકાવતી નગરમાં કણિક નામના વણિકને ધૂ નામની સ્ત્રીથી થયેલ બંધુદત્ત નામનો પુત્ર હતો. તે બંધુદત્ત લતાદત્તની પુત્રી મિત્રવતી, જે પોતાની પત્ની હતી તેને ગુપ્ત રીતે ગર્ભ રાખી પોતે જહાજમાં બેસી દેશાંતર ગયો. તેના ગયા પછી તેની સ્ત્રીને ગર્ભ જાણી સાસુસસરાએ તેને દુરાચારિણી માની ઘરમાંથી કાઢી મૂકી. તે ઉત્પલકા નામની દાસીને સાથે લઈ મોટા સારથિ જોડે પિતાને ઘેર ચાલી ગઈ. હવે તે ઉત્પલકાને વનમાં સર્પ કરડ્યો અને તે મૃત્યુ પામી. આ મિત્રવતી શીલમાત્ર જ જેનો સહાયક એવી માં આવી. તે ખૂબ શોકમાં હતી. તેને ઉપવનમાં પત્રનો જન્મ થયો. ત્યારે તે તો સરોવરમાં વસ્ત્ર ધોવા ગઈ અને પુત્રરત્નને કામળીમાં વીંટાળી દીધું. પાછળ એક કૂતરો કામળી સહિત પુત્રને લઈ ગયો ત્યાં રસ્તામાં કોઈ એ છોડાવ્યો અને રાજા યક્ષને આપ્યો. તેની રાણી રાજિલતાને પુત્ર નહોતો તેથી રાજાએ પુત્ર રાણીને સોંપ્યો અને તેનું નામ યક્ષદત્ત પાડ્યું તે તું છો. આ તરફ તારી માતા વસ્ત્ર ધોઈને આવી તે પુત્રને ન જોવાથી વિલાપ કરવા લાગી. એક દેવપૂજારીએ દયા લાવીને તેને આશ્વાસન આપ્યું કે તું મારી બહેન છે, આમ કહીને રાખી. તે આ મિત્રવતી છે. તે સહાયરહિત હોવાથી અપકીર્તિના ભયથી પોતાના પિતાને ઘેર ન ગઈ. તે અત્યંત શીલવાન છે, જિનધર્મમાં તત્પર છે, ગરીબની ઝૂંપડીમાં રહે છે, તેં ભ્રમણ કરતાં તેને જોઈને કુભાવ કર્યો. એનો પતિ બંધદત્ત એને રત્નકામળી આપી ગયો હતો, તેમાં તને વીંટાળીને એ સરોવરે ગઈ હતી, તે રત્નકામળી રાજાના ઘરમાં છે અને એ બાળક તું છો. આ મુનિએ કહ્યું. પછી એ નમસ્કાર કરી ખગ હાથમાં લઈ રાજા યક્ષ પાસે ગયો અને કહેવા લાગ્યો કે આ ખગથી તારું શિર કાપીશ નહિતર મારા જન્મનો વૃત્તાંત કહે. પછી રાજા યક્ષે જેવો હતો તેવો વૃત્તાંત કહ્યો અને તે રત્નકામળી પણ દેખાડી. પછી યક્ષદત્ત તે લઈને પોતાની માતા, જે ઝૂંપડીમાં બેઠી હતી તેને મળ્યો અને પોતાના પિતા બંધુદત્તને બોલાવ્યા. મોટો ઉત્સવ કરીને અને મહાન વૈભવ સહિત માતાપિતાને મળ્યો. આ યક્ષદત્તની કથા ગૌતમ સ્વામીએ રાજા શ્રેણિકને કહી. જેમ યક્ષદત્તને મુનિએ માતાનો વૃત્તાંત કહ્યો તેમ લક્ષ્મણે સુગ્રીવને તે જે પ્રતિજ્ઞા ભૂલી ગયો હતો તેની યાદ અપાવી. સુગ્રીવ લક્ષ્મણ સાથે શીધ્ર રામચંદ્ર પાસે આવ્યો, નમસ્કાર કર્યા અને પોતાના મહાન કુળમાં ઉત્પન્ન થયેલા બધા વિદ્યાધર સેવકોને બોલાવ્યા. તે આ વૃત્તાંત જાણતા હતા ને પોતાના સ્વામીના કાર્યમાં તત્પર હતા. તેમને સમજાવીને કહ્યું કે બધાય સાંભળો-રામે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, હવે સીતાના સમાચાર એમને લાવી દો. તમે બધી દિશાઓમાં જાવ અને સીતા ક્યાં છે એ સમાચાર લાવો. આખી પૃથ્વી પર જળ, સ્થળ અને આકાશમાં તપાસ કરો. જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કુણાચલ, વન, મેરુ, જુદા જુદા પ્રકારનાં વિદ્યાધરોનાં નગર, સર્વ સ્થળો, સર્વ દિશાઓમાં તપાસ કરો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #407 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬ અડતાળીસમું પર્વ પદ્મપુરાણ પછી આ બધા વિદ્યાધરો સુગ્રીવની આજ્ઞા માથે ચડાવીને આનંદ પામ્યા, બધી જ દિશાઓમાં તરત દોડયા; બધા જ વિચારે છે કે અમે પહેલાં ખબર લાવીએ, જેથી રાજા પ્રસન્ન થાય. ભામંડળને પણ સમાચાર મોકલાવ્યા કે સીતાનું હરણ થયું છે તેની તપાસ કરો. ભામંડળ બહેનના દુઃખથી અત્યંત દુઃખી થયો, તપાસ કરવાની તૈયારી કરી. સુગ્રીવ પોતે પણ ગોતવા નીકળ્યો. તે જ્યોતિષચક્ર ઉપર ઊડીને વિમાનમાં બેઠો અને શોધવા લાગ્યો. દુષ્ટ વિધાધરોનાં બધા નગરો જોયાં. સમુદ્રની મધ્યમાં જંબૂદ્વીપ જોયો, ત્યાં મહેન્દ્ર પર્વત પર આકાશમાંથી સુગ્રીવ ઊતર્યો, ત્યાં રત્નજી રહેતો હતો તે જેમ ગરુડથી સર્પ ડરે તેમ ડરી ગયો. પછી વિમાન નજીક આવ્યું ત્યારે રત્નજટીએ જાણ્યું કે એ સુગ્રીવ છે. તે વિચારે છે કે લંકાપતિએ ક્રોધે ભરાઈને મારા ઉપર આને મોકલ્યો છે તે મને મારશે. અરેરે! હું સમુદ્રમાં કેમ ન ડૂબી મર્યો ? હું અંતરદ્વીપમાં માર્યો જઈશ ? વિધા તો રાવણ હરીને લઈ ગયો છે, હવે મારા પ્રાણ લેવા આને મોકલ્યો. મારી એવી ઇચ્છા હતી કે જેમતેમ કરીને ભામંડળ પાસે પહોંચી જાઉં તો સર્વ કાર્ય થઈ જાય, પણ હું પહોંચી શક્યો નહિ. આમ વિચાર કરે છે ત્યાં જ સુગ્રીવ આવ્યો જાણે કે બીજો સૂર્ય જ છે. તે દ્વીપમાં પ્રકાશ ફેલાવતો આવ્યો અને આને વનની ધૂળથી રજટાયેલો જોઈને દયાથી પૂછવા લાગ્યો, હે રત્નજટી! પહેલાં તું વિધાસહિત હતો, હવે હે ભાઈ ! તારી આ કેવી અવસ્થા થઈ ? જ્યારે સુગ્રીવે આ પ્રમાણે દયાથી પૂછયું તો પણ રત્નજી અત્યંત ધ્રૂજતો કાંઈ કહી ન શક્યો. સુગ્રીવે તેને કહ્યું કે ભય ન પામ, તારી હકીકત કહે, વારંવાર ધૈર્ય બંધાવ્યું ત્યારે રત્નજી નમસ્કાર કરી કહેવા લાગ્યો કે દુર રાવણ સીતાને હરી જતો હતો તે બાબતમાં તેના અને મારા વચ્ચે પરસ્પર વિરોધ થયો, તેણે મારી વિદ્યા છેદી નાખી, હવે વિધારહિત હું જીવવાનો પણ સંદેહ રાખતો ચિંતાતુર થઈને રહું છું. હે કપિવંશના તિલક ! મારા ભાગ્યથી તમે આવ્યા. રત્નજટીનાં આ વચન સાંભળી સુગ્રીવ આનંદ પામી તેને સાથે લઈ પોતાના નગરમાં શ્રી રામ પાસે લાવ્યો. તે રત્નજટી બધાની સમીપમાં રામલક્ષ્મણને હાથ જોડીને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હે દેવ! સીતા મહાસતી છે, તેને દુર નિર્દય લંકાપતિ રાવણ હરી ગયો છે. તેને રુદન કરતી વિમાનમાં બેઠેલી મૃગલી જેવી વ્યાકુળ મેં જોઈ. તે બળવાન પરાણે તેને લઈ જતો હતો તેથી મેં ક્રોધથી તેને કહ્યું કે મહાસતી મારા સ્વામી ભામંડળની બહેન છે, તું એને છોડી દે તેથી ગુસ્સે થઈને તેણે મારી વિધા છેદી નાખી. તે અત્યંત બળવાન, જેણે યુદ્ધમાં ઇન્દ્રને જીવતો પકડી લીધો અને કૈલાસ ઊંચક્યો હતો, જે ત્રણ ખંડનો સ્વામી છે, સાગરાંત પૃથ્વી જેની દાસી છે, જે દેવોથી પણ ન જિતાય, તેને હું કેવી રીતે જીતી શકું ? તેણે મને વિધારહિત કર્યો. આ બધા સમાચાર સાંભળીને રામે તેને હૃદય સાથે ચાંપ્યો અને વારંવાર તેને પૂછવા લાગ્યા. પછી રામે પૂછયું? હે વિધાધરો! કહો, લંકા કેટલી દૂર છે? ત્યારે તે વિદ્યાધરો સ્થિર થઈ ગયા, તેમણે મુખ નીચા કરી લીધા, મુખની છાયા જુદા જ પ્રકારની થઈ ગઈ, કાંઈ જવાબ ન આપ્યો. આથી રામે તેમનો અભિપ્રાય જાણી લીધો કે એમના હૃદયમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #408 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮૭ રાવણનો ભય છે, મંદ દષ્ટિથી તેમની તરફ જોયું. ત્યારે તે કહેવા લાગ્યા, અમને આપ કાયર માનો છો. લજ્જિત થઈ, હાથ જોડી, શિર નમાવી કહેવા લાગ્યા, હે દેવ! જેમનું નામ સાંભળતાં અમને ભય ઉપજે છે, તેની વાત અમે કેવી રીતે કહીએ ? ક્યાં અમે અલ્પ શક્તિના ધણી અને ક્યાં તે લંકાનો સ્વામી, માટે તમે આ હઠ છોડો, હવે વસ્તુ ગઈ જાણો. અથવા તમારે સાંભળવું હોય તો અમે બધી હકીકત કહીએ, તે આપના હૃદયમાં અવધારો. લવણ સમુદ્રમાં રાક્ષસદ્વીપ પ્રસિદ્ધ છે, અદ્દભુત સંપદાથી ભરેલો છે, તે સાતસો યોજન પહોળો છે અને પ્રદક્ષિણા કરતાં એકવીસસો યોજનથી કાંઈક અધિક તેનું પરિધ છે. તેની મધ્યમાં સુમેરું તુલ્ય ત્રિકૂટાચલ પર્વત છે, તે નવ યોજન ઊંચો, પચાસ યોજન વિસ્તારરૂપ, નાના પ્રકારના મણિ અને સ્વર્ણથી મંડિત છે તે પહેલાં રાક્ષસોના ઇન્દ્ર મેઘવાહનને આપ્યો હતો. તે ત્રિકૂટાચલના શિખર ઉપર લંકા નામની નગરી છે, રત્નોથી શોભાયમાન છે, ત્યાં વિમાન સમાન ઘર છે, અનેક ક્રીડા કરવાના નિવાસ છે, ત્રીસ યોજનના વિસ્તારરૂપ લંકાપુરી ઊંચા કોટ અને ખાઈથી મંડિત છે, જાણે બીજી વસુંધરા જ છે. લંકાની ચારે બાજુએ મોટાં મોટાં રમણીય સ્થાનકો છે, અતિ મનોહર, મણિસુવર્ણમય રાક્ષસોનાં સ્થાનકો છે, તેમાં રાવણના કુટુંબીજનો રહે છે. સંધ્યાકાર, સુવેલ, કાંચન, દ્વાદન, પોધન, હંસ, હરિ, સાગરઘોષ, અર્ધસ્વર્ગ ઇત્યાદિ મનોહર સ્થાનકો વન-ઉપવન આદિથી શોભિત દેવલોક સમાન છે. જેમાં ભાઈઓ, પુત્ર મિત્રો, સ્ત્રી, બાંધવ, સેવકો સહિત લંકાપતિ રમે છે તેને વિદ્યાધરોની સાથે ક્રિીડા કરતો જોઈને લોકોને એવી શંકા ઉપજે છે જાણે દેવો સહિત ઇન્દ્ર જ રમે છે. જેને મહાબળવાન વિભીષણ જેવો ભાઈ છે, બીજાઓથી તે યુદ્ધમાં જિતાય એવો નથી, તેના જેવી બુદ્ધિ દેવોમાં નથી, તેના જેવો બીજો કોઈ માણસ નથી, તેના જ વડે રાવણનું રાજ્ય પૂર્ણ છે અને રાવણનો ભાઈ કુંભકર્ણ ત્રિશૂળનો ધારક છે તેની યુદ્ધ સમયે વક્ર ભ્રમરો દેવો પણ જઈ શકે તેમ નથી તો મનુષ્યોની તો શી વાત? રાવણનો પુત્ર ઇન્દ્રજિત પૃથ્વી પર પ્રસિદ્ધ છે, જેના મોટા મોટા સામંતો સેવકો છે, જાતજાતની વિધાના ધારક, શત્રુઓને જીતનારા, જેનું છત્ર પૂર્ણ ચંદ્રમા સમાન છે, જેને જોઈને વેરી ગર્વ તજે છે, જેણે સદાય રણસંગ્રામમાં જીત જ મેળવી છે અને સુભટપણાનું બિરુદ પ્રગટ કર્યું છે, તે રાવણનું છત્ર જોઈને સર્વનો ગર્વ ગળી જાય છે. રાવણનું ચિત્ર જુએ અથવા નામ સાંભળે ત્યાં શત્રુ ભય પામે છે, એવા રાવણ સાથે યુદ્ધ કોણ કરી શકે? માટે એ વાત જ ન કરવી, બીજી વાત કરો. વિદ્યાધરોના મુખેથી આ વાત સાંભળીને લક્ષ્મણ બોલ્યા, જાણે કે મેઘ ગર્યો. તમે આટલી પ્રશંસા કરી છે તે બધી મિથ્યા છે. જો તે બળવાન હોત તો પોતાનું નામ છુપાવીને સ્ત્રીને ચોરીને શા માટે લઈ ગયો? તે પાખંડી અતિકાયર, અજ્ઞાની, પાપી, નીચ રાક્ષસમાં માત્ર પણ શૂરવીરતા નથી. રામે કહ્યું, વધારે કહેવાથી શો ફાયદો? સીતાના સમાચાર મેળવવા જ અઘરા હતા. હવે પત્તો લાગ્યો એટલે બસ સીતા આવી ચૂકી. તમે કહો છો કે બીજી વાત કરો, બીજો વિચાર કરો તો અમારે બીજું કાંઈ કહેવાનું છે નહિ, બીજું કાંઈ વિચારવાનું છે નહિ. સીતાને લાવવી એ જ ઉપાય છે. રામનાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #409 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮ અડતાળીસમું પર્વ પદ્મપુરાણ વચન સાંભળી વૃદ્ધ વિધાધર ક્ષણેક વિચાર કરીને બોલ્યો કે હે દેવ! શોક તજો, અમારા સ્વામી થાવ અને અનેક વિધાધરોની પુત્રીઓ જે ગુણોમાં દેવાંગના સમાન છે, તેમના પતિ થાવ અને બધું દુ:ખ ભૂલી જાવ. ત્યારે રામે કહ્યું, અમારે બીજી સ્ત્રીઓનું પ્રયોજન નથી, જો શચિ સમાન સ્ત્રી હોય તો પણ અમને તેની અભિલાષા નથી. જેનામાં અમારી પ્રીતિ છે તે સીતા અમને શીધ્ર જ બતાવો. ત્યારે જાંબુનદ કહેવા લાગ્યા કે હે પ્રભો ! આ હઠ છોડો. એક તુચ્છ પુરુષે કૃત્રિમ મોરની હઠ કરી હતી તેની પેઠે સ્ત્રીની હઠથી દુઃખી ન થાવ. તે કથા સાંભળો. એક વેણાતર ગ્રામમાં સર્વરુચિ નામના ગૃહસ્થને વિનયદત્ત નામનો પુત્ર હતો, તેની માતાનું નામ ગુણપૂર્ણ હતું. વિનયદત્તને વિશાલભૂત નામનો મિત્ર હતો, તે પાપી વિનયદત્તની સ્ત્રી પ્રત્યે આસક્ત થયો. તે સ્ત્રીના વચનથી વિનયદત્તને કપટ કરી વનમાં લઈ ગયો ત્યાં એક વૃક્ષ ઉપર તેને બાંધી તે દુષ્ટ ઘેર પાછો આવતો રહ્યો. કોઈ તેને વિનયદત્તના સમાચાર પૂછતું તો તેને ખોટા ઉત્તરો આપી પોતે સાચો બની રહેતો. હવે જ્યાં વિનયદત્તને બાંધ્યો હતો ત્યાં એક ક્ષુદ્ર નામનો પુરુષ આવ્યો અને વૃક્ષની નીચે બેઠો. વૃક્ષ અત્યંત સઘન હતું, વિનયદત્ત ઉપરથી કરગરતો હતો. ક્ષુદ્ર ઊંચે જોયું તો એક માણસને દઢ બંધનથી વૃક્ષની શાખાના અગ્રભાગમાં બાંધેલો હતો. ક્ષુદ્ર દયા લાવીને ઉપર ચડ્યો અને વિનયદત્તને બંધનમાંથી મુક્ત કર્યો. વિનયદત્ત ધનવાન હતો, તે ક્ષુદ્રને ઉપકારી જાણીને પોતાને ઘેર લઈ ગયો. તેને ભાઈથી પણ અધિક રાખતો. વિનયદત્તના ઘરમાં આનંદ વ્યાપી ગયો. પેલો કુમિત્ર વિશાળભૂત દૂર ભાગી ગયો. હવે શુદ્ર વિનયદત્તનો પરમ મિત્ર થયો. તે ક્ષુદ્રનો એક રમવાનો પાંદડાનો બનાવેલો મોર હતો તે પવનથી ઊડી ગયો અને રાજપુત્રના ઘેર જઈને પડ્યો. તે તેણે રાખી લીધો. ક્ષુદ્ર તેના નિમિત્તે ખૂબ દુઃખી થઈને મિત્રને કહેવા લાગ્યો કે ભાઈ, મને જ જીવતો ઇચ્છતા હો તો મારો તે જ મયૂર લાવી આપ. વિનયદત્તે કહ્યું કે હું તને રત્નમય મયૂર કરાવી આપું અથવા સાચો મોર મંગાવી આપું. તે પત્રમય મોર પવનથી ઊડી ગયો છે એ રાજપુત્રે રાખી લીધો છે, હું કેવી રીતે લાવી શકું? શુદ્ર કહ્યું કે હું તો તે જ લઈશ, રત્નોનો પણ નહિ લઉં અને સાચો પણ નહિ લઉં. વિનયદત્તે કહ્યું જે ચાહે તે લ્યો, તે મારા હાથમાં નથી. ક્ષુદ્ર વારંવાર તે જ માગતો. હવે તે તો મૂઢ હતો અને તમે તો પુરુષોત્તમ છો. તમે પુરુષોત્તમ થઈને આમ કેમ ભૂલો છો? તે પત્રોનો મોર રાજપુત્રના હાથમાં ગયો હતો તે વિનયદત્ત કેવી રીતે લાવી શકે? માટે અનેક વિધાધરોની પુત્રીઓ, જેમનો વર્ણ સુવર્ણ સમાન હોય, જેમના નેત્ર સફેદ, શ્યામ અને લાલ કમળ જેવા હોય, જેમનાં સુંદર પુષ્ટ સ્તન હોય, જેમની જંઘા કેળ સમાન હોય અને મુખની કાંતિથી શરદની પૂર્ણમાસીના ચંદ્રમાને જીતતી હોય એવી મનોહર ગુણોની ધરનારીના પતિ થાવ. હે રઘુનાથ ! મહાભાગ્ય! અમારા ઉપર કૃપા કરો, આ દુ:ખ વધારનાર શોક, સંતાપ છોડો, ત્યારે લક્ષ્મણ બોલ્યા, હે જાંબુનદ! તે આ દૃષ્ટાંત બરાબર ન આપ્યું. અમે કહીએ છીએ તે સાંભળ. એક કુસુમપુર નામનું નગર હતું. ત્યાં એક પ્રભવ નામનો ગૃહસ્થ રહેતો. તેને યમુના નામની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #410 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮૯ સ્ત્રી અને ધનપાલ, બંધુપાલ, ગૃહપાલ, પશુપાલ, ક્ષેત્રપાલ એ પાંચ પુત્રો હતા. એ પાંચેય પુત્ર યથાર્થ ગુણોના ધારક, ધન કમાનાર કુટુંબનું પાલન કરનાર, સદા લૌકિક કાર્યો કરતા. ક્ષણમાત્ર પણ આળસ ન કરતા. આ સૌના કરતા નાનો આત્મશ્રેય કુમાર નામનો પુત્ર પુણ્યના યોગથી દેવો સમાન ભોગ ભોગવતો. તેને માતાપિતા અને મોટા ભાઈઓ કડવાં વચન કહેતા. એક દિવસ આ માની કુમાર નગરની બહાર ભ્રમણ કરતો હતો, તેનું શરીર કોમળ હતું તેથી તે ખેદખિન્ન હતો, કોઈ ઉધમ કરવાને અસમર્થ હતો, પોતાનું મરણ ઇચ્છતો હતો તે જ સમયે તેના પૂર્વના પુણ્યકર્મના ઉદયથી એક રાજપુત્ર તેને જોઈને કહેવા લાગ્યો-હે મનુષ્ય! હું પૃથસ્થાન નગરના રાજાનો પુત્ર ભાનુકુમાર છું, હું પરદેશમાં ભ્રમણ કરવા ગયો હતો. મેં અનેક દેશ જોયા. પૃથ્વી પર ભ્રમણ કરતાં હું દૈયયોગે કર્મપુર નામના નગરમાં ગયો. ત્યાં એક નિમિત્તજ્ઞાની પુરુષની સાથે રહ્યો. તેણે મને દુ:ખી જાણીને, કરુણા કરીને આ મંત્રમય લોઢાનું કડું આપ્યું અને કહ્યું કે આ કડું સર્વ રોગોનું નાશક છે, બુદ્ધિવર્ધક છે, ગ્રહ સર્પ પિશાચાદિને વશ કરી શકે છે ઇત્યાદિ અનેક ગુણવાળું છે તે તું રાખ. આમ કહીને મને આપ્યું અને કહ્યું કે હવે મારે રાજ્યનો ઉદય આવ્યો છે, હું રાજ્ય કરવા મારા નગરમાં જાઉં છું, આ કડું હું તને આપું છું. તું આપઘાત ન કર. જે વસ્તુ આપણી પાસે આવી હોય, તેનાથી આપણું કાર્ય કરી લઈ તે બીજાને આપી દઈએ તો એ મહાફળદાયક છે, લોકમાં આવા પુરુષોને માણસો પૂજે છે. આમ કહી રાજકુમારે આત્મશ્રેયને પોતાનું કડું આપી દીધું અને પોતે નગરમાં ગયો. અને આ કડું લઈને પોતાને ઘેર આવ્યો. તે જ દિવસે તે નગરના રાજાની રાણીને સર્પ કરડ્યો હતો તેથી તે નિશ્ચષ્ટ થઈ ગઈ હતી. તેને મરેલી જાણીને બાળવા માટે લાવ્યા હતા ત્યાં આત્મશ્રેયે મંત્રમય લોઢાના કડાના પ્રસાદથી તેને વિષરહિત કરી. પછી રાજાએ તેને ઘણું ધન આપીને ખૂબ સત્કાર કર્યો. આત્મશ્રેયે કડાના પ્રસાદથી મહાન ભોગોની સામગ્રી મેળવી. હવે તે બધા ભાઈઓમાં મુખ્ય બની ગયો, પુણ્યકર્મના પ્રભાવથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયો. તે એક દિવસ કડાને વસ્ત્રમાં બાંધીને સરોવરે ગયો, ત્યાં એક ઘો આવી કડું લઈ મોટા વૃક્ષની નીચે ઊંડા દરમાં પેસી ગઈ. દર શિલા વડે ઢંકાયેલું હતું. ઘો દરમાં બેસીને ભયંકર અવાજ કરતી હતી. આત્મશ્રેયે જાણ્યું કે ઘો કડું દરમાં લઈ ગઈ છે અને ગર્જના કરે છે. પછી આત્મશ્રેયે વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાખ્યું, શિલા દૂર કરી અને ઘોનું દર ખોદી નાખ્યું. તેમાંથી પણ તેને ઘણું ધન મળ્યું. એમ રામ તે આત્મશ્રેય છે અને સીતા કડા સમાન છે, લંકા બિલ સમાન છે, રાવણ ઘો સમાન છે. માટે હે વિધાધરો! તમે નિર્ભય થાવ. જાંબુનદનાં વચનોનું ખંડન કરનારા લક્ષ્મણના આ વચનો સાંભળીને વિદ્યાધરો આશ્ચર્ય પામ્યા. પછી જાંબુનદ આદિ બધા રામને કહેવા લાગ્યા, હે દેવ! અનંતવીર્ય યોગીન્દ્રને રાવણે નમસ્કાર કરીને પોતાના મૃત્યુનું કારણ પૂછયું હતું, ત્યારે અનંતવીર્યની દિવ્ય ધ્વનિ થઈ કે જે કોટિશિલા ઉપાડશે તેનાથી તારું મૃત્યુ છે. સર્વજ્ઞના તે વચન સાંભળી રાવણે વિચાર્યું કે એવો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #411 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૦ અડતાળીસમું પર્વ પદ્મપુરાણ ક્યો પુરુષ હોય જે કોટિશિલાને ઊંચકી શકે? વિદ્યાધરોનાં આ વચન સાંભળી લક્ષ્મણ બોલ્યા કે હું અત્યારે જ ત્યાં યાત્રા માટે જઈશ. ત્યારે બધા પ્રમાદ તજીને એમની સાથે થયા. જાંબુનદ, મહાબુદ્ધિ, સુગ્રીવ, વિરાધિત, અર્કમાલી, નળ, નીલ, ઇત્યાદિ પ્રસિદ્ધ પુરુષો રામ-લક્ષ્મણને વિમાનમાં બેસાડીને કોટિશિલા તરફ ચાલ્યા. અંધારી રાત્રે તરત જ જઈ પહોંચ્યા. શિલાની સમીપે ઊતર્યા, શિલા અત્યંત મનોહર, સુરનર-અસુરોથી નમસ્કાર કરવા યોગ્ય હતી. એ બધી દિશાઓમાં સામંતોને રક્ષક તરીકે મૂકીને શિલાની યાત્રાએ ગયા, હાથ જોડી, શિર નમાવી, નમસ્કાર કર્યા. સુગંધી કમળોથી તથા અન્ય પુષ્પોથી શિલાની પૂજા કરી, ચંદનનો લેપ કર્યો. તે શિલા જાણે સાક્ષાત્ શચિ જ હોય તેવી શોભવા લાગી. તેના પર જે સિદ્ધ થયા હતા તેમને નમસ્કાર કરી, હાથ જોડી ભક્તિથી શિલાની ત્રણ પ્રદક્ષિણા દીધી. સર્વ વિધિમાં પ્રવીણ લક્ષ્મણ કમર બાંધી અત્યંત વિનયપૂર્વક નમોકાર મંત્રમાં લીન થઈ મહાભક્તિથી સ્તુતિ કરવા ઉધમી થયા. સુગ્રીવાદિ વાનરવંશી બધા જયજયકારના અવાજથી સ્તોત્ર ભણવા માંડયા. બધા જ એકાગ્રચિત થઈને સિદ્ધોની સ્તુતિ કરે છે; જે ભગવાન સિદ્ધ ત્રણલોકના શિખર પર મહાદેદીપ્યમાન છે અને જે સિદ્ધ સ્વરૂપમાત્ર સત્તાથી અવિનશ્વર છે, જેમને હવે જન્મ નથી, જે અનંતવીર્ય સંયુક્ત છે, પોતાના સ્વભાવમાં લીન છે, મહાસમીચીનતા યુક્ત છે, સમસ્ત કર્મરહિત છે, સંસાર સમુદ્રના પારગામી છે, કલ્યાણમૂર્તિ, આનંદપિંડ, કેવળજ્ઞાન, કેવળદર્શનના આધાર, પુરુષાકાર, પરમ સૂક્ષ્મ, અમૂર્તિ, અગુસ્લઘુ, અસંખ્યાત-પ્રદેશી, અનંતગુણરૂપ, સર્વને એક સમયમાં જાણે છે, સર્વ સિદ્ધ સમાન, કૃતકૃત્ય, જેમને કોઈ કાર્ય કરવાનું રહ્યું નથી, સર્વથા શુદ્ધભાવ, સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર સર્વ ભાવના જ્ઞાતા, નિરંજન, આત્મજ્ઞાનરૂપ, શુક્લ ધ્યાનાગ્નિથી અષ્ટકર્મ વનને ભસ્મ કરનાર અને મહાપ્રકાશરૂપ પ્રતાપના પુંજ, જેમને ઇન્દ્ર ધરણેન્દ્ર ચક્રવર્યાદિ પૃથ્વીના નાથ બધા જ સેવે છે. આ પ્રમાણે મહાસ્તુતિ કરી. તે ભગવાન સંસારના પ્રપંચથી રહિત, પોતાના આનંદસ્વભાવરૂપ અનંતા સિદ્ધ થયા અને અનંત થશે. અઢી દ્વીપમાં મોક્ષનો માર્ગ પ્રવર્તે છે, એકસો સાઠ મહાવિદેહ અને પાંચ ભરત, પાંચ ઐરાવત અને એકસો સીત્તેર ક્ષેત્ર, તેમાંથી આર્યખંડમાંથી જે સિદ્ધ થયા અને થશે તે બધાને અમારા નમસ્કાર હો. આ ભરતક્ષેત્રમાં આ કોટિશિલા, અહીંથી જે સિદ્ધશિલાને પ્રાપ્ત થયા તે અમારું કલ્યાણ કરો. જીવોને મહામંગળરૂપ, આ પ્રમાણે ચિરકાળ સુધી સ્તુતિ કરીને ચિત્તમાં સિદ્ધોનું ધ્યાન કરીને બધા જ લક્ષ્મણને આશીર્વાદ દિવા લાગ્યા. આ કોટિશિલાથી જે સિદ્ધ થયા છે તે સર્વ તમારું વિઘ્ન હરો, અરહિત, સિદ્ધ, સાધુ, જિનવાણી એ સર્વ તમને મંગળરૂપ થાવ, આ પ્રમાણે અવાજ કરવા લાગ્યાં અને લક્ષ્મણે સિદ્ધોનું ધ્યાન કરી શિલા ઢીંચણ જેટલી ઊંચી ઉપાડી લીધી ત્યારે આકાશમાં દેવો જય જય શબ્દ બોલવા લાગ્યા. સુગ્રીવાદિક આશ્ચર્ય પામ્યા. કોટિશિલાની યાત્રા કરીને પછી સમ્મદશિખર ગયા અને કૈલાસની યાત્રા કરી. ભરતક્ષેત્રના સર્વ તીર્થોની વંદના કરી, પ્રદક્ષિણા કરી, સાંજના સમયે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #412 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૯૧ વિમાનમાં બેસી જયજયકાર કરતાં રામ-લક્ષ્મણની સાથે કિધુકંધાપુર આવ્યા. સૌ પોતપોતાના સ્થાનકે સૂખપૂર્વક સૂઈ ગયાં. સવાર થયું અને બધા પરસ્પર એકત્ર થઈને વાતો કરવા લાગ્યા. જુઓ, હવે થોડા જ દિવસોમાં આ બન્ને ભાઈઓનું રાજ્ય નિષ્ફટક થશે. એ પરમ શક્તિવાળા છે. તે નિર્વાણશિલા આણે ઉપાડી માટે એ સામાન્ય માણસ નથી, આ લક્ષ્મણ રાવણને નિઃસંદેહુ મારશે. ત્યારે કેટલાકે કહ્યું કે રાવણે કૈલાસ ઊંચક્યો હતો તે આના પરાક્રમથી ઊતરતું નહોતું ત્યારે બીજા કહેવા લાગ્યા કે તેણે કૈલાસ વિધાના બળથી ઊંચક્યો હતો તેથી આશ્ચર્યકારી ન કહેવાય. તો કેટલાક કહેવા લાગ્યા કે શા માટે વિવાદ કરો છો, જગતના કલ્યાણ માટે એમનું અને આમનું હિત કરાવી આપો, એના જેવું બીજું કાંઈ નથી. રાવણ પાસેથી પ્રાર્થના કરીને સીતા લાવી રામને સોંપો, યુદ્ધનું શું કામ છે? અગાઉ મહાબળવાન તારકમે થયા હતા તે સંગ્રામમાં માર્યા ગયા. તે ત્રણ ખંડના અધિપતિ, મહાન ભાગ્યશાળી, મહાપરાક્રમી હતા અને બીજા પણ અનેક રાજા રણમાં હણાઈ ગયા હતા. માટે સામ એટલે કે પરસ્પર મૈત્રી રાખવી એ ઉત્તમ છે. પછી એ વિદ્યાની વિધિમાં પ્રવીણ પરસ્પર મંત્રણા કરીને શ્રી રામ પાસે આવ્યા, અત્યંત ભક્તિથી રામની સમીપે નમસ્કાર કરીને બેઠા. ઇન્દ્રની સમીપમાં દેવની જેવા તે શોભતા હતા. સૌના નેત્રોને આનંદનું કારણ રામ કહેવા લાગ્યા, હવે તમે શા માટે ઢીલ કરો છો? મારા વિના જાનકી લંકામાં અત્યંત દુઃખમાં રહે છે, માટે લાંબો વિચાર છોડીને અત્યારે જ લંકા તરફ ઉપડવાની તૈયારી કરો. ત્યારે સુગ્રીવના જાંબુનદ આદિ રાજનીતિમાં પ્રવીણ મંત્રીઓ રામને વિનંતી કરવા લાગ્યા કે હે દેવ! અમારે ઢીલ નથી, પરંતુ એ નક્કી કરીને કહો કે સીતાને લાવવાનું જ પ્રયોજન છે કે રાક્ષસો સાથે યુદ્ધ કરવું છે? આ સામાન્ય યુદ્ધ નથી, વિજય મેળવવો અત્યંત મુશ્કેલ છે. તે ભરતક્ષેત્રના ત્રણ ખંડનું નિષ્કટક રાજ્ય કરે છે. દ્વીપસમુદ્રમાં રાવણ પ્રસિદ્ધ છે, જંબૂદ્વીપમાં તેનો મહિમા અધિક છે, તે અભુત કાર્ય કરી શકે છે. બધાનાં હૃદયનું શલ્ય છે, તેથી યુદ્ધ કરવું યોગ્ય નથી તેથી યુદ્ધની વાત છોડી અમે જે કહીએ તે પ્રમાણે કરો. હે દેવ ! તેને યુદ્ધ સન્મુખ કરવામાં જગતને મહાન કલેશ ઉપજે છે, પ્રાણીઓના સમૂહનો વિનાશ થાય છે, જગતમાંથી સમસ્ત ઉત્તમ ક્રિયા નાશ પામે છે. માટે રાવણનો ભાઈ વિભીષણ જે પાપકર્મરહિત છે, શ્રાવકના વ્રતનો ધારક છે, રાવણ તેનાં વચનો ટાળતો નથી, તે બન્ને ભાઈઓમાં અંતરાયરહિત પરમ પ્રીતિ છે તેથી વિભીષણ ચતુરાઈથી તેને સમજાવશે અને રાવણ પણ અપયશથી ડરશે, લજ્જાથી સીતાને મોકલી દેશે માટે વિચાર કરીને રાવણ પાસે એવા પુરુષને મોકલવો જે વાત કરવામાં પ્રવીણ હોય અને રાજનીતિમાં કુશળ હોય, અનેક રાજનીતિ જાણતો હોય અને રાવણનો કૃપાપાત્ર હોય, એવો કોઈ ગોતી કાઢો. તે વખતે મહોદધિ નામના વિધાધરે કહ્યું કે સાંભળ્યું છે કે લંકાની ચારે તરફ માયામયી યંત્રોની રચના કરી છે તેથી આકાશમાર્ગે કોઈ જઈ શકે તેમ નથી, પૃથ્વીના માર્ગથી પણ જઈ શકે તેમ નથી. લંકા અગમ્ય છે, મહાભયંકર, જોઈ ન શકાય એવા માયામયી યંત્ર બનાવ્યાં છે તો અહીં જેટલા બેઠા છે તેમાંથી તો કોઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #413 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨ - ઓગણપચાસમું પર્વ પદ્મપુરાણ એવો નથી જે લંકામાં પ્રવેશ કરી શકે, માટે પવનંજયના પુત્ર શ્રી શૈલ જેને હનુમાન કહે છે તે મહાવિદ્યાના ધારક, બળવાન, પરાક્રમી પ્રતાપરૂપ છે તેની શોધ કરો. વળી તે રાવણનો પરમ મિત્ર છે અને પુરુષોત્તમ છે. તે રાવણને સમજાવીને વિપ્ન ટાળશે. ત્યારે બધાએ આ વાત માન્ય રાખી. હનુમાન પાસે શ્રીભૂત નામના દૂતને શીઘ્ર મોકલવામાં આવ્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજ! મહાબુદ્ધિમાન હોય અને મહાન શક્તિના ધારક હોય તે ઉપાય કરે તો પણ હોનહાર હોય તે જ થાય; જેમ ઉદયકાળે સૂર્યનો ઉદય થાય જ તેમ જ જે હોનહાર હોય તે થાય જ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં કોટિશિલા ઊંચકવાનું વ્યાખ્યાન વર્ણવનાર અડતાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * ઓગણપચાસમું પર્વ (હનુમાનનું લંકામાં પ્રસ્થાન) ત્યારપછી શ્રીભૂત નામનો દૂત પવનના વેગે શીધ્ર આકાશમાર્ગે લક્ષ્મીના નિવાસસ્થાન એવા શ્રીપુરનગરમાં ગયો. શ્રીપુરનગર અનેક જિનભવનોથી શોભિત હતું. નગરના મહેલો સુવર્ણ રત્નમય માળાઓથી મંડિત, કુંદપુષ્પ સમાન ઉજ્જવળ, સુંદર ઝરૂખાથી શોભિત, મનોહર ઉપવનોથી રમણીક હતા. દૂત નગરની શોભા અને નગરના અપૂર્વ લોકોને જોઈને આશ્ચર્ય પામ્યો. ઇન્દ્રના મહેલ જેવો રાજમહેલ અને ત્યાંની અદ્ભુત રચના જોઈ ચકિત થઈ ગયો. ખરદૂષણની પુત્રી, રાવણની ભાણેજ અનંગકુસુમાં ખરદૂષણના મૃત્યુથી શોકમગ્ન હતી, કર્મના ઉદયથી શુભ-અશુભનું ફળ જીવ પામે છે. તેને રોકવા કોઈ શક્તિમાન નથી; મનુષ્યની તો કઈ શક્તિ છે, દેવોથી પણ અન્યથા થઈ શકતું નથી. દૂતે દરવાજે આવીને પોતાના આગમનના સમાચાર કહ્યા તેથી અનંગકુસુમાની મર્યાદા નામની દ્વારપાલની રક્ષિકા દૂતને અંદર લઈ ગઈ. અનંગકુસુમાએ બધી હકીકત પૂછી તે શ્રીભૂતે નમસ્કાર કરીને વિસ્તારથી કહી. દંડકવનમાં શ્રી રામ-લક્ષ્મણનું આગમન, શંબૂકનો વધ, ખરદૂષણ સાથે યુદ્ધ, મોટા મોટા સુભટો સાથે ખરદૂષણનું મરણ; આ વાત સાંભળી અનંગકુસુમા મૂચ્છિત બની ગઈ. પછી ચંદનના જળનો છંટકાવ કરીને તેને જાગ્રત કરી. અનંગકુસુમા આંસુ સારતી વિલાપ કરવા લાગી, અરે પિતા! અરે ભાઈ ! તમે ક્યાં ગયા? એક વાર મને દર્શન દો, મારી સાથે વાર્તાલાપ કરો, મહાભયાનક વનમાં ભૂમિગોચરીઓએ તમને કેવી રીતે હણ્યા? આ પ્રમાણે પિતા અને ભાઈના મૃત્યુના દુ:ખથી ચંદ્રનખાની પુત્રી દુઃખી થઈ. તેને સખીઓએ ઘણી મહેનતે શાંત કરી. જે પ્રવીણ અને ઉત્તમજનો હતા તેમણે ઘણું સંબોધન કર્યું. પછી એણે જિનમાર્ગમાં પ્રવીણ અને સમસ્ત સંસારનું સ્વરૂપ જાણી લોકાચારની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #414 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણપચાસમું પર્વ ૩૯૩ રીતે પિતાના મૃત્યુની ક્રિયા કરી. પછી અત્યંત શોકપૂર્ણ હનુમાને દૂતને સકળ વૃત્તાંત પૂછયો. ત્યારે તેણે સકળ વૃત્તાંત કહ્યો. હનુમાન ખરદૂષણના મરણથી અત્યંત કોપ પામ્યા, ભ્રમર વાંકી થઈ ગઈ, મુખ અને નેત્ર લાલ થઈ ગયા. ત્યારે દૂતે તેમનો કોપ દૂર કરવા માટે મધુર સ્વરથી વિનંતી કરી કે હે દેવ! હિકંધાપુરના સ્વામી સુગ્રીવને દુ:ખ ઉપજ્યું હતું તે તો આપ જાણો જ છો. સાહસગતિ વિદ્યાધર સુગ્રીવનું રૂપ બનાવીને આવ્યો હતો તેથી દુ:ખી થઈને સુગ્રીવ શ્રી રામને શરણે ગયા હતા તેથી રામ સુગ્રીવનું દુઃખ મટાડવા હિધાપુર આવ્યા. પ્રથમ તો સુગ્રીવ અને તેની વચ્ચે યુદ્ધ થયું, તે સુગ્રીવથી જિતાયો નહિ. પછી શ્રી રામ અને તેની વચ્ચે યુદ્ધ થયું. ત્યાં રામને જોઈને વૈતાલી વિધા ભાગી ગઈ એટલે તે સાહસગતિ સુગ્રીવના રૂપ વિનાનો જેવો હતો તેવો થઈ ગયો. મહાયુદ્ધમાં રામે તેને માર્યો અને સુગ્રીવનું દુઃખ દૂર કર્યું. આ વાત સાંભળી હનુમાનનો ક્રોધ જતો રહ્યો, મુખકમળ ખીલ્યું અને આનંદ પામી કહેવા લાગ્યા-અહો! શ્રી રામે અમારા ૫૨ મોટો ઉપકાર કર્યો. સુગ્રીવનું કુળ અપકીર્તિના સાગરમાં ડૂબ્યું હતું, તેને શીઘ્ર ઉગાર્યું. સુવર્ણકળશરૂપ સુગ્રીવનું ગોત્ર અપયશરૂપ ઊંડા કૂવામાં ડૂબતું હતું તેને સન્મતિના ધારક શ્રી રામે ગુણરૂપ હસ્ત વડે કાઢ્યું. આ પ્રમાણે હનુમાને ખૂબ પ્રશંસા કરી અને સુખસાગરમાં મગ્ન થયા. હનુમાનની બીજી સ્ત્રી સુગ્રીવની પુત્રી પદ્મરાગા પિતાના શોકનો અભાવ સાંભળી હર્ષિત થઈ. તેને ખૂબ ઉત્સાહ આવ્યો. તેણે દાન-પૂજાદિ અનેક શુભકાર્ય કર્યાં. હનુમાનના ઘ૨માં અનંગકુસુમાને ત્યાં ખરદૂષણનો શોક થયો અને પદ્માગાને સુગ્રીવનો આનંદ થયો. આ પ્રમાણે વિષમતા પામેલા ઘરના માણસોનું સમાધાન કરી હનુમાન કિહકંધાપુર તરફ નીકળ્યા. મહાઋદ્ધિથી સેના સહિત હનુમાન ચાલ્યા, આકાશમાં અધિક સેના થઈ. હનુમાનના રત્નમયી વિમાનનાં કિરણોથી સૂર્યની પ્રભા મંદ થઈ ગઈ. હનુમાનને ચાલતા સાંભળીને અનેક રાજા તેમની સાથે થઈ ગયા જેમ ઇન્દ્રની સાથે મોટા મોટા દેવ ગમન કરે છે તેમ આગળ-પાછળ, ડાબે –જમણે બીજા અનેક રાજા ચાલ્યા જાય છે, વિદ્યાધરોના અવાજથી આકાશ અવાજમય થઈ ગયું. આકાશગામી અશ્વ અને ગજના સમૂહથી આકાશ ચિત્રો જેવું થઈ ગયું. મહાન અશ્વો સાથે, ધજાઓથી શોભિત સુંદર ૨થો વડે આકાશ શોભાયમાન ભાસતું હતું. ઉજ્જવળ છત્રોના સમૂહથી શોભિત આકાશ એવું ભાસતું જાણે કે કુમુદ્દોનું વન જ છે. ગંભીર દુંદુભિના શબ્દોથી દશે દિશાઓ ધ્વનિરૂપ થઈ ગઈ જાણે કે મેઘ ગાજતા હોય. અનેક વર્ણનાં આભૂષણોની જ્યોતિના સમૂહથી આકાશ ભિન્ન ભિન્ન રંગરૂપ થઈ ગયું. જાણે કે કોઈ ચતુર રંગરેજનું રંગેલું વસ્ત્ર હોય. હનુમાનના વાજિંત્રોના અવાજ સાંભળી પિવંશી આનંદ પામ્યા, જેમ મેઘનો ધ્વનિ સાંભળી મોર હર્ષિત થાય છે. સુગ્રીવે આખા નગરની શોભા કરાવી, બજારો–દુકાનો રંગાવી, મકાનો ૫૨ ધજા લહેરાવી, રત્નોનાં તોરણોથી દ્વા૨ શોભાવ્યાં. બધા હનુમાનની સામે આવ્યા, સૌના પૂજ્ય દેવોની પેઠે નગરમાં પ્રવેશ્યા. સુગ્રીવના મહેલે આવ્યા, સુગ્રીવે બહુ જ આદર આપ્યો અને શ્રી રામનો સમસ્ત વૃત્તાંત કહ્યો. તે જ વખતે સુગ્રીવાદિક હનુમાન સહિત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #415 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૪ ઓગણપચાસમું પર્વ પદ્મપુરાણ અત્યંત આનંદ પામતા શ્રી રામની પાસે આવ્યા હનુમાન રામને જોવા લાગ્યા. અત્યંત સુંદર, સૂક્ષ્મ, સ્નિગ્ધ, શ્યામ, સુગંધી, વક્ર, લાંબા જેમના કેશ છે, લક્ષ્મીરૂપ વેલથી મંડિત, અત્યંત સુકુમાર અંગ, સૂર્ય સમાન પ્રતાપી, ચંદ્ર સમાન કાંતિધારી, પોતાની કાંતિથી પ્રકાશ કરનાર, નેત્રોને આનંદનું કારણ મહામનોહર, અત્યંત પ્રવીણ, આશ્ચર્ય ઉત્પન્ન કરનાર જાણે કે સ્વર્ગમાંથી દેવ જ આવ્યા હોય, દેદીપ્યમાન, નિર્મળ સુવર્ણના કમળના ગર્ભ જેવી જેમની પ્રભા છે, સુંદર કાન, સુંદર નાસિકા, સર્વાંગસુંદર, જાણે કે સાક્ષાત્ કામદેવ જ છે. કમળનયન, નવયુવાન, ચઢાવેલા ધનુષ જેવી જેમની ભ્રમર છે, પૂર્ણમાસીના ચંદ્રમા વદન, માણેક જેવા લાલ હોઠ, કુંદપુષ્પ જેવા ઉજ્જવળ દાંત, શંક સમાન કંઠ, મૃગેન્દ્ર સમાન સાહસ, સુંદર કટિ, સુંદર વક્ષસ્થળ, મહાબાહુ, શ્રીવત્સલક્ષણ, દક્ષિણાવર્ત ગંભીર નાભિ, આરક્ત કમળ સમાન હાથ અને ચરણ, કોમળ ગોળ પુષ્ટ બને જાંધ અને કાચબાની પીઠ જેવો ચરણનો અગ્રભાવ, અત્યંત કાંતિમાન, લાલ નખ, અતુલ બળ, મહાન યોદ્ધા, અતિ ગંભીર, અતિ ઉદાર, સમચતુરસ્ત્ર સંસ્થાન, વજવૃષભનારાચ સંહનન, જાણે કે ત્રણે જગતની સુંદરતા એકઠી કરીને બનાવ્યા હોય, મહાન પ્રભાવશાળી, પરંતુ સીતાના વિયોગથી વ્યાકુળ ચિત્તવાળા, જાણે કે શચિરહિત ઇન્દ્ર બિરાજે છે અથવા રોહિણીરહિત ચંદ્રમા બેઠા છે. રૂપ-સૌભાગ્યથી મંડિત, સર્વ શાસ્ત્રોના વેત્તા, મહાશૂરવીર જેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ છે, અત્યંત બુદ્ધિમાન, ગુણવાન એવા શ્રી રામને જોઈને હનુમાન આશ્ચર્ય પામ્યા. તેમના શરીરની કાંતિ હનુમાન પર ફરી વળી. તેમનો પ્રભાવ જોઈને વશીભૂત થયેલ પવનના પુત્ર મનમાં વિચારવા લાગ્યા કે આ શ્રી રામ દશરથના પુત્ર, ભાઈ લક્ષ્મણ લોકશ્રેષ્ઠ આમના આજ્ઞાંકિત, સંગ્રામમાં જેમનું ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર જોઈને સાહસગતિની વિધા વૈતાલી તેના શરીરમાંથી નીકળી ગઈ અને મેં ઇન્દ્રને પણ જોયા છે, પરંતુ આમને જોઈને મારું હૃદય પરમ આનંદસંયુક્ત અને નમ્રીભૂત થયું છે, આ પ્રમાણે આશ્ચર્ય પામ્યા. અંજનીનો પુત્ર, કમળલોચન શ્રી રામનાં દર્શન માટે આગળ આવ્યો અને લક્ષ્મણે પહેલાંથી જ રામને કહી રાખ્યું હતું તેથી હનુમાનને દૂરથી જ જોઈને ઊભા થયા, તેને હૃદય સાથે ભીડીને મળ્યા, પરસ્પર અત્યંત સ્નેહ થયો. હુનુમાન અત્યંત વિનયથી બેઠા, શ્રી રામ પોતે સિંહાસન પર બિરાજ્યા. જેમની ભુજા ભુજબંધનથી શોભે છે. નિર્મળ નીલાંબરમંડિત રાજાઓના ચૂડામણિ, સુંદર હાર પહેરીને નક્ષત્રો સહિત ચંદ્રમાં જેવા શોભે છે અને દિવ્ય પીતાંબર પહેરેલા, હાર-કુંડળ-કર્પરાદિ સંયુક્ત સુમિત્રાના પુત્ર શ્રી લક્ષ્મણ વીજળી સહિતના મેઘ જેવા શોભે છે. વાનરવંશીઓના મુગટ, દેવ સમાન જેમનું પરાક્રમ છે એ રાજા સુગ્રીવ જાણે લોકપાળ હોય એવા શોભે છે, લક્ષ્મણની પાછળ બેઠેલો વિરાધિત વિદ્યાધર જાણે કે લક્ષ્મણ નરસિંહનું ચક્રરત્ન હોય તેવો સોહે છે. રામની સમીપમાં હુનુમાન પૂર્ણચંદ્રની સમીપમાં બુધ શોભે તેવા શોભે છે, સુગ્રીવના બે પુત્ર એક અંગ અને બીજો અંગદ સુગંધમાળા અને વસ્ત્રાભૂષણથી મંડિત કુબેર જેવા શોભે છે, નળ, નીલ અને સેંકડો રાજા શ્રી રામની સભામાં ઇન્દ્રની સભાના દેવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #416 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણપચાસમું પર્વ ૩૯૫ જેવા શોભે છે. અનેક પ્રકારની સુગંધ અને આભૂષણોના પ્રકાશથી સભા જાણે કે ઇન્દ્રની સભા હોય એવી શોભે છે. પછી હુનુમાન આશ્ચર્ય પામી અત્યંત પ્રેમથી શ્રી રામને કહેવા લાગ્યા, હે દેવ! શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પ્રશંસા પરોક્ષમાં કરવી, પ્રત્યક્ષ ન કરવી. પરંતુ આપનાં ગુણોથી આ મન વશીભૂત થઈને પ્રત્યક્ષ સ્તુતિ કરે છે. અને આ રીત છે કે આપ જેમનો આધાર હો તેમનાં ગુણોનું વર્ણન કરીએ તો જેવો મહિમા અમે આપનો સાંભળ્યો હતો તેવો પ્રત્યક્ષ જોયો છે. આપ જીવો પ્રત્યે દયાવાન, અત્યંત પરાક્રમી, પરમ હિતચિંતક, ગુણોના સમૂહુ, જેમના નિર્મળ યશથી જગત શોભે છે. હે નાથ ! સીતાના સ્વયંવર વિધાનમાં હજારો દેવ જેની રક્ષા કરતા હતા એવું વજાવર્ત ધનુષ આપે ચડાવ્યું, એ બધા પરાક્રમ અમે સાંભળ્યાં હતાં. જેમના પિતા દશરથ, માતા કૌશલ્યા, ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતાના ભાઈ ભામંડળ, તે જગતપતિ રામ તમે ધન્ય છો, તમારી શક્તિ ધન્ય છે, સાગરાવર્ત ધનુષના ધારક અને સદા આજ્ઞાકારી લક્ષ્મણ જેમના ભાઈ છે તેમને ધન્ય છે, એ વૈર્ય ધન્ય, એ ત્યાગને ધન્ય છે જે પિતાનું વચન પાળવા માટે રાજ્યનો ત્યાગ કરી મહાભયાનક દંડકવનમાં પ્રવેશ કર્યો અને આપે અમારા ઉપર જેવો ઉપકાર કર્યો છે તેવો ઇન્દ્ર પણ ન કરે. સુગ્રીવનું રૂપ લઈને સાહસગતિ સુગ્રીવના ઘરમાં આવ્યો હતો અને આપે કપિવંશનું કલંક દૂર કર્યું, આપનાં દર્શનથી વૈતાલી વિધા સાહસગતિના શરીરમાંથી નીકળી ગઈ. આપે યુદ્ધમાં તેને હણ્યો તેથી આપે તો અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. હવે અમે આપની શી સેવા કરીએ? શાસ્ત્રની એ આજ્ઞા છે કે પોતાના ઉપર જે ઉપકાર કરે અને તેની સેવા ન કરીએ તો તેને ભાવની શુદ્ધતા નથી. જે કૃતજ્ઞ ઉપકાર ભૂલે છે તે ન્યાયધર્મથી બહિર્મુખ છે, પાપીઓમાં મહાપાપી છે અને પરાધીનમાં પારધી છે, નિર્દય છે અને તેની સાથે સત્પરુષ વાત પણ કરતા નથી. માટે અમે અમારું શરીર છોડીને આપના કામ માટે તૈયાર છીએ. હું લંકાપતિને સમજાવીને તમારી સ્ત્રી તમારી પાસે લાવીશ. હે રાઘવ! મહાબાહુ, સીતાનું મુખકમળ, પૂર્ણમાસીના ચંદ્રમાસમાન કાંતિનો પંજ, તેને આપ નિઃસંદેહ શીધ્ર જ જોશો. પછી જાંબુનદ મંત્રીએ હનુમાનને પરમહિતના વચન કહ્યા કે હે વત્સ વાયુપુત્ર! અમારા બધાનો એક તું જ આધાર છો, સાવધાન થઈને લંકા જવું અને કોઈ સાથે કદી પણ વિરોધ ન કરવો. ત્યારે હનુમાને કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણે જ થશે. પછી હનુમાન લંકા જવા તૈયાર થયા. ત્યારે રામ અત્યંત ખુશ થયા અને એકાંતમાં કહ્યું, હે વાયુપુત્ર! સીતાને આમ કહેજો કે હે મહાસતી! તમારા વિયોગથી રામનું મન એક ક્ષણ પણ શાતારૂપ નથી અને રામે એમ કહ્યું છે કે જ્યાં સુધી તમે પરવશ છો ત્યાં સુધી અમે અમારો પુરુષાર્થ માનતા નથી. તમે મહા નિર્મળ શીલથી પૂર્ણ છો અને અમારા વિયોગથી પ્રાણ તજવા ચાહો છો પણ પ્રાણ તજશો નહિ, પોતાના ચિત્તમાં સમાધાન રાખજો, વિવેકી જીવોએ આર્ત રૌદ્રધ્યાનથી પ્રાણ તજવા નહિ. મનુષ્યદેહ અત્યંત દુર્લભ છે, તેમાં જિનેન્દ્રનો ધર્મ દુર્લભ છે, તેમાં સમાધિમરણ ન થાય તો આ મનુષ્ય દેહ ફોતરા જેવો અસાર છે. અને તેને વિશ્વાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #417 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૬ પચાસમું પર્વ પદ્મપુરાણ ઉપજે તે માટે આ મારા હાથની મુદ્રિકા લઈ જાવ અને એનો ચૂડામણિ જે મહાપ્રભાવરૂપ છે તે મારી પાસે લઈ આવજો. ત્યારે હનુમાને કહ્યું કે આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે જ થશે; આમ કહી હાથ જોડી, નમસ્કાર કરી પછી લક્ષ્મણને નમીને બહાર નીકળ્યા. વૈભવથી પરિપૂર્ણ પોતાના તેજથી સર્વ દિશામાં ઉદ્યોત કરતા સુગ્રીવના મહેલે આવ્યા અને સુગ્રીવને કહ્યું, જ્યાં સુધી હું આવું નહિ ત્યાં સુધી તમે બહુ સાવધાનીથી અહીં જ રહેજો. આ પ્રમાણે કહીને સુંદર શિખરવાળા વિમાનમાં બેઠા. તે સુમેરુ ઉપર જિનમંદિર શોભે તેવા શોભતા હતા. રામાદિક બધાએ તેમને પરમ જ્યોતિથી મંડિત, ઉજ્જવળ છત્રથી શોભિત, હંસ સમાન ઉજ્જવળ ચામર જેમના પર ઢોળાય છે અને પવન સમાન અશ્વોને ચાલતા, પર્વત સમાન ગજ અને દેવોને સેના સમાન સેના સહિત આકાશમાં ગમન કરતા જોયા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે રાજન ! આ જગત નાના પ્રકારના જીવોથી ભરેલું છે, તેમાં જે કોઈ પરમાર્થના નિમિત્તે ઉધમ કરે છે તે પ્રશંસાયોગ્ય છે અને સ્વાર્થથી તો જગત ભરેલું જ છે. જે બીજાનો ઉપકાર કરે છે તેમના તુલ્ય ઇન્દ્ર, ચંદ્ર, કુબેર પણ નથી. જે પાપી કૃતજ્ઞી બીજાનો ઉપકાર ઓળવે છે તે નરક-નિગોદનાં પાત્ર છે અને લોકનિંઘ છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનનું લંકા તરફ ગમનનું વર્ણન કરનાર ઓગણપચાસનું પર્વ પૂર્ણ થયું. પચાસમું પર્વ (હનુમાનનું પોતાના નાના રાજા મહેન્દ્ર સાથે યુદ્ધ અને મેળાપ) પછી આકાશમાં ગમન કરતો પરમ ઉદય ધરનાર અંજનીનો પુત્ર બહેન સમાન જાનકીને લાવવા માટે ભાઈ ભામંડળ જતો હોય તેવો શોભતો હતો. કેવા છે હુનુમાન? શ્રી રામની આજ્ઞામાં પ્રવર્તે છે, મહા વિનયવંત અને જ્ઞાનવંત છે. રામના કામના ઉત્સાહરૂપ શુદ્ધભાવ જેના ચિત્તમાં છે તે દિશામંડળને અવલોકતા લંકાના માર્ગમાં રાજા મહેન્દ્રનું નગર જુએ છે, જાણે કે ઈન્દ્રનું નગર છે. પર્વતના શિખર પર નગર વસેલું છે, ત્યાં ચંદ્રમા સમાન ઉજ્જવળ મકાનો છે, તે નગર દૂરથી જ નજરે પડયું. હનુમાને જોઈને મનમાં વિચાર્યું કે આ દુર્બુદ્ધિ મહેન્દ્રનું નગર છે, તે અહીં રહે છે, મારા નાના શાના? જેણે મારી માતાને સંતાપ્યા હુતા. પિતા થઈને પુત્રીનું આવું અપમાન કરે ? તેમણે માતાને નગરમાં ન રાખ્યાં ત્યારે માતાને વનમાં જવું પડયું, જ્યાં અનંતગતિ મુનિ રહેતા હુતા, તેમણે અમૃતરૂપ વચનો કહીને સમાધાન કર્યું તેથી મારો જન્મ ઉદ્યાનમાં થયો, જ્યાં કોઈ સગાં નહોતાં. મારી માતા શરણે આવે અને એ ન રાખે એ ક્ષત્રિયનો ધર્મ નથી માટે એનો ગર્વ ઉતારું. પછી ગુસ્સાથી યુદ્ધની નોબત વગાડી, ઢોલ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #418 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પચાસમું પર્વ ૩૯૭ વાગવા લાગ્યા, શંખોનો ધ્વનિ થયો, યોદ્ધાઓનાં આયુધ ઝળકવા લાગ્યાં. રાજા મહેન્દ્ર દુશ્મનો આવ્યાનું સાંભળીને સર્વ સેના સહિત બહાર નીકળ્યા. બન્ને સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મહેન્દ્ર રથમાં ચડયા, માથે છત્ર ફરતું હતું, ધનુષ ચઢાવીને તે હનુમાન સામે આવ્યા, હનુમાને ત્રણ બાણો વડે તેનું ધનુષ છેદી નાખ્યું, જેમ યોગીશ્વર ત્રણ ગુપ્તિથી માનને છેદે છે. પછી મહેન્દ્ર બીજું ધનુષ લેવાની તૈયારી કરી તે પહેલાં જ બાણોથી તેના ઘોડા રથથી છૂટા કરી દીધા તેથી તે રથની આસપાસ ફરવા લાગ્યા, જેમ મનથી પ્રેરેલી ઇન્દ્રિયો વિષયોમાં ભમે છે તેમ. પછી મહેન્દ્રનો પુત્ર વિમાનમાં બેસીને હનુમાન સામે આવ્યો ત્યારે તેની અને હુનુમાનની વચ્ચે બાણ, ચક્ર, કનક ઇત્યાદિ અનેક આયુધોથી પરસ્પર મહાન યુદ્ધ થયું. હનુમાને પોતાની વિદ્યાથી તેનાં શસ્ત્રો જેમ યોગીશ્વર આત્મચિંતવનથી પરીષહોને રોકે તેમ રોકી દીધાં. તેણે અનેક શસ્ત્રો ચલાવ્યાં, તેમાંથી હનુમાનને એકેય ન લાગ્યું, જેમ મુનિને કામનું એક પણ બાણ લાગતું નથી. જેમ ઘાસનો ઢગલો અગ્નિમાં ભસ્મ થઈ જાય તેમ મહેન્દ્રના પુત્રનાં સર્વ શસ્ત્રો હનુમાન પર નિષ્ફળ ગયાં. અને હનુમાને તેને જેમ ગરુડ સર્પને પકડે તેમ પકડી લીધો. રાજા મહેન્દ્ર પોતાના મહારથી પુત્રને પકડાયેલો જોઈને અત્યંત ક્રોધાયમાન થઈને હનુમાન પર ઘસ્યો, જેમ સાહસગતિ રામ પર આવ્યો હતો. હનુમાન પણ ધનુષ લઈને સૂર્યના રથ સમાન રથ પર ચડ્યા. જેની છાતી પર મનોહર હાર છે, શૂરવીરોમાં જે મહાશૂરવીર છે તે નાનાની સન્મુખ આવ્યા. બન્ને વચ્ચે કરવત, કુહાડા, ખગ, બાણ આદિ અનેક શસ્ત્રોથી પવન અને મેઘની જેમ મહાન યુદ્ધ થયું. બન્ને સિંહુ સમાન ઉદ્ધત, કોપના ભરેલા, અગ્નિના કણ સમાન લાલ નેત્રવાળા, અજગર સમાન ભયાનક અવાજ કરતા, પરસ્પર શસ્ત્રો ચલાવતા, ગર્વ અને હાસ્યથી યુક્ત જેમનો શબ્દો છે, પરસ્પર કહે છેધિકકર તારા શૂરવીરપણાને! તું યુદ્ધ કરવાનું શું જાણે? ઇત્યાદિ વચનો પરસ્પર બોલવા લાગ્યાં. બન્ને વિધાબળથી યુક્ત ઘોર યુદ્ધ કરતા વારંવાર પોતાના પક્ષના માણસો દ્વારા હાહાકાર અને જયજયકારાદિના અવાજો કરાવવા લાગ્યા. રાજા મહેન્દ્ર ત્રિક્રિયાશક્તિનો ધારક, ક્રોધથી જેનું શરીર જલી રહ્યું છે તે હનુમાન પર આયુધો ફેંકવા લાગ્યો, ભુપુંડી, ફરસી, બાણ, શતક્ની, મુગળ, ગદા, પર્વતના શિખર, સાલવૃક્ષ, વડવૃક્ષ ઇત્યાદિ અનેક આયુધ મહેન્દ્ર હનુમાન પર ફેંક્યા, તો પણ હનુમાન વ્યાકુળતા ન પામ્યા. જેમ ગિરિરાજ મહામેઘના સમૂહથી કંપાયમાન થતો નથી. મહેન્દ્ર જેટલાં બાણ ફેંક્યાં તે બધાં હનુમાને પોતાની વિધાના પ્રભાવથી નિષ્ફળ કરી નાખ્યાં, પછી પોતાના રથમાંથી ઊછળીને મહેન્દ્રના રથમાં જઈને પડ્યા; દિગ્ગજની સૂંઢ જેવા પોતાના હાથથી મહેન્દ્રને પકડી લીધો અને પોતાના રથમાં લાવ્યા. શૂરવીરો દ્વારા જીતધ્વનિ થયો, બધા લોકો પ્રશંસા કરવા લાગ્યા. રાજા મહેન્દ્ર હનુમાનને મહા બળવાન પરમ ઉદયરૂપ જોઈને અત્યંત સૌમ્ય વાણીથી પ્રશંસા કરવા લાગ્યા કે હે પુત્ર! અમે તારો જે મહિમા સાંભળ્યો હતો તે પ્રત્યક્ષ જોયો. મારા પુત્ર પ્રસન્નકીર્તિને તો અત્યાર સુધી કોઈએ જીત્યો નહોતો, રથનૂપુરના સ્વામી રાજા ઇન્દ્રથી પણ તે જિતાયો નહોતો, વિજ્યાધૂગિરિના નિવાસી વિધાધરોમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #419 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮ એકાવન પર્વ પદ્મપુરાણ સદા મહિમા ધરાવતા મારા પુત્રને પણ તે જીત્યો અને પકડ્યો. ધન્ય છે તારું પરાક્રમ! તારા જેવો મહાધૈર્યવાન પુરુષ બીજો કોઈ નથી. તારું આ અનુપમ રૂપ અને સંગ્રામમાં અદ્દભુત પરાક્રમ! હે પુત્ર હનુમાન! તેં અમારા આખા કુળનો ઉદ્યોત કર્યો. તું ચરમશરીર અવશ્ય યોગીશ્વર થઈશ, વિનય આદિ ગુણોથી યુક્ત, પરમ તેજરાશિ, કલ્યાણમૂર્તિ, કલ્પવૃક્ષ પ્રગટ થયો છે, તું જગતમાં ગુરુ અને કુળનો આધાર તથા દુ:ખરૂપ સૂર્યથી તપ્તાયમાન જીવોને મેઘ સમાન છો. આ પ્રમાણે નાના મહેન્દ્રએ અત્યંત પ્રશંસા કરી, તેની આંખો ભરાઈ આવી, રોમાંચ ખડા થઈ ગયા, મસ્તક ચૂમ્યું, છાતી સાથે લગાડયો. ત્યારે હનુમાને નમસ્કાર કરી, હાથ જોડી અત્યંત વિનયથી ક્ષમા માગી, એક ક્ષણમાં બીજા જ થઈ ગયા. હનુમાન કહે છે હે નાથ ! મેં બાળકબુદ્ધિથી તમારો અવિનય કર્યો તો ક્ષમા કરો. અને શ્રી રામના કિધુકંધાપુર આગમનની બધી હકીકત કહી, પોતે લંકા તરફ જાય છે તે હકીકત કહી અને કહ્યું કે હું લંકા જઈને કાર્ય કરીને આવું છું, તમે કિધુકંધાપુર જાવ, રામની સેવા કરો. આમ કહીને હુનુમાન આકાશમાર્ગે લંકા ચાલ્યા, જેમ દેવ સ્વર્ગલોકમાં જાય છે. રાજા મહેન્દ્ર રાણી સહિત, પોતાના પુત્ર પ્રસન્નકીર્તિ સહિત પુત્રી અંજની પાસે ગયા. અંજનીને માતાપિતા અને ભાઈનો મેળાપ થયો તેથી ખૂબ આનંદ પામી. પછી મહેન્દ્ર કિધુકંધાપુર આવ્યા. ત્યાં રાજા સુગ્રીવ અને વિરાધિત સામે ગયા. તેમને શ્રી રામની પાસે લાવ્યા, રામ ખૂબ આદરથી તેમને મળ્યા. રામ જેવા મહાન તેજસ્વી પુરુષ, જેમનું ચિત્ત નિર્મળ છે અને જેમણે પૂર્વજન્મમાં દાન, વ્રત, તપ, આદિ પુણ્ય ઉપાર્યા છે તેમની સેવા દેવ, વિદ્યાધર, ભૂમિગોચરી બધા જ કરે છે, જે બળવાન પુરુષ હોય તેમને વશ બધા થાય. તેથી સર્વ પ્રકારે પોતાના મનને જીતી સત્કર્મમાં પ્રયત્ન કરો. હે ભવ્ય જીવો! તે સત્કર્મના ફળથી સૂર્ય સમાન દીપ્તિ પ્રાપ્ત કરો.. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનનું મહેન્દ્ર સાથે યુદ્ધ અને મહેન્દ્ર અંજનાના મિલાપનું વર્ણન કરનાર પચાસનું પર્વ પૂર્ણ થયું. * * * એકાવનમું પર્વ (શ્રી રામને ગંધર્વ કન્યાઓની પ્રાપ્તિ) હનુમાન વિમાનમાં બેસીને આકાશમાર્ગે જાય છે ત્યાં માર્ગમાં દધિમુખ નામનો દ્વીપ આવ્યો, તેમાં દધિમુખ નામે નગર છે, દહીં જેવા ઉજ્જવળ મકાનો છે, સુંદર સુવર્ણનાં તોરણો છે, કાળી ઘટા સમાન સઘન ઉદ્યાનો પુરુષોથી ભર્યા છે, સ્ફટિકમણિ સમાન ઉજ્જવળ જળ ભરેલી વાપિકાઓ, પગથિયાંથી શોભતી, કમળાદિથી ભરેલી છે. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે રાજન ! આ નગરથી દૂર એક વન છે. ત્યાં સૂકું ઘાસ, વેલો, વૃક્ષ, કાંટાના સમૂહ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #420 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકાવનમું પર્વ ૩૯૯ છે, દુષ્ટ સિંહાદિક જીવોનો અવાજ સંભળાય છે, પ્રચંડ પવન વાય છે, જેનાથી વૃક્ષો તૂટી પડ છે, સરોવરો સુકાઈ ગયાં છે, ગીધ, ઘૂવડ જેવા પક્ષીઓ ફરે છે, તે વનમાં બે ચારણ મુનિ આઠ દિવસનો કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા હતા. ત્યાંથી ચાર કોસ ત્રણ કન્યાઓ, જેમના નેત્ર મનોજ્ઞ છે, જેમણે સફેદ વસ્ત્રો પહેર્યા છે, વિધિપૂર્વક તપથી જેમનું ચિત્ત નિર્મળ છે એવી એ ત્રણ લોકનું આભૂષણ જ છે. પછી વનમાં અગ્નિ લાગી. બેય મુનિ ધીરવીર વૃક્ષની જેમ ઊભા છે, દાવાનળથી આખું વન બળે છે, બેય નિગ્રંથ યોગયુક્ત, મોક્ષના અભિલાષી, રાગાદિના ત્યાગી, પ્રશાંત વદન, શાંતચિત્ત, નિષ્પાપ, અવાજીક, જેમની દષ્ટિ નાકની અણી પર છે, બન્ને હાથ નીચે લંબાવ્યા છે, કાયોત્સર્ગ ધારણ કર્યો છે, જેમને જીવન મરણ તુલ્ય છે, શત્રુ મિત્ર સમાન, કાંચન પાષાણ સમાન છે એવા બન્ને મુનિઓને બળતા જોઈને હનુમાન કંપી ઊઠ્યા. વાત્સલ્યગુણથી મંડિત ભાવભક્તિ સંયુક્ત વૈયાવ્રત કરવાને તૈયાર થયા. સમુદ્રનું જળ લઈને મૂશળધાર વરસાદ વરસાવ્યો. તેથી ક્ષણમાત્રમાં પૃથ્વી જળમય થઈ ગઈ. હનુમાને જેમ મનિ ક્ષમાભાવરૂપ જળથી ક્રોધાગ્નિ બઝાવે તેમ તે જળથી દાવાનિ બઝાવી દીધો. પછી મુનિનો ઉપસર્ગ દૂર કરી તેમની પૂજા કરવા લાગ્યા. પેલી ત્રણ કન્યાઓ વિધા સાધતી હતી તે દાવાનળના દાહથી વ્યાકુળતાને કારણે અસ્વસ્થ હતી. હનુમાને મેઘ વડ વનનો ઉપદ્રવ મટાડ્યો તેથી તેમને વિદ્યા સિદ્ધ થઈ. તે સુમેરુની ત્રણ પ્રદક્ષિણા કરી મુનિઓની નિકટ આવી નમસ્કાર કરવા લાગી અને હનુમાનની સ્તુતિ કરી, અહો તાત! ધન્ય તમારી જિનેશ્વર પ્રત્યે ભક્તિ તમે કઈ તરફ જતા હતા કે સાધુઓની રક્ષા કરી ? અમારા કારણે વનમાં ઉપદ્રવ થયો હતો તો પણ ધ્યાનારૂઢ મુનિઓ ધ્યાનમાંથી ડગ્યા નહિ. ત્યારે હુનુમાને પૂછયું કે તમે કોણ છો. અને નિર્જન સ્થાનમાં શા માટે રહો છો? તેમાંથી સૌથી મોટી બહેન બોલી, આ દધિમુખ નામના નગરના રાજા ગંધર્વની અમે ત્રણે પુત્રીઓ છીએ. મોટી ચંદ્રરેખા, બીજી વિધુતપ્રભા, ત્રીજી તરંગમાળા; અમે બધા કુળને વલ્લભ છીએ એટલે વિજ્યાધના જેટલા વિધાધરો છે તે બધા અમારી સાથે પરણવા અમારા પિતાને યાચના કરતા અને એક અંગારક નામનો દુષ્ટ, અતિઅભિલાષી, નિરંતર કામના દાહથી આતાપરૂપ વિધાધર આવ્યો. એક દિવસ અમારા પિતાએ અષ્ટાંગ નિમિત્તવેત્તા મુનિને પૂછયું કે હે ભગવાન! મારી પુત્રીઓનો વર કોણ થશે? ત્યારે મુનિએ કહ્યું કે જે રણસંગ્રામમાં સાહસગતિને મારશે તે તારી પુત્રીઓનો વર થશે. તેથી મુનિના અમોઘવચન સાંભળીને અમારા પિતાજીએ વિચાર્યું કે વિજ્યાઈની ઉત્તર શ્રેણીમાં જે સાહસગતિ છે તેને કોણ મારી શકે, જે તેને મારે તે મનુષ્ય આ લોકમાં ઇન્દ્ર સમાન છે. વળી મુનિનાં વચન અન્યથા હોય નહિ તેથી અમારા માતાપિતા અને આખું કુટુંબ મુનિનાં વચન ઉપર દઢ હતું. અંગારક નિરંતર અમારા પિતા પાસે યાચના કરતો અને પિતા અમને આપતા નહિ તેથી તે ચિંતાથી અને દુઃખથી વેરી બન્યો. અમને એવી ઇચ્છા થઈ કે દિવસ ક્યારે આવે કે અમે સાહસગતિના મારનારને જોઈએ. તેથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #421 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બાવનમું પર્વ પદ્મપુરાણ મનોડનુગામિની નામની વિદ્યા સાધવા માટે આ ભયાનક વનમાં આવી, તે અનુગામિની વિધાની સાધનાનો આજે અમારો બા૨મો દિવસ છે અને મુનિઓનો આઠમો દિવસ છે. આજે અંગારકે અમને જોઈને ક્રોધથી વનમાં આગ લગાડી. જે વિધા છ વર્ષ અને થોડા અધિક દિવસો પછી સિદ્ધ થાય છે તે અમને ઉપસર્ગથી ભય ન પામવાથી બાર જ દિવસોમાં સિદ્ધ થઈ છે. હે મહાભાગ! આ આપદામાં જો તમે અમને મદદ ન કરી હોત તો અમારો અગ્નિમાં નાશ થાત અને મુનિ પણ ભસ્મ થાત, માટે તમે ધન્ય છો. ત્યારે હનુમાને કહ્યું કે તમારો પુરુષાર્થ સફળ થયો, જેમને નિશ્ચય હોય તેમને સિદ્ધિ થાય જ. ધન્ય છે તમારી નિર્મળ બુદ્ધિને ! મોટા સ્થાનકમાં મનોરથ, ધન્ય તમારું ભાગ્ય, એમ કહીને તેમને શ્રીરામના કિઠકંધાપુરમાં આગમનનો સકળ વૃતાંત કહ્યો અને રામની આજ્ઞા પ્રમાણે પોતાનો લંકા જવાનો વૃત્તાંત પણ કહ્યો. તે જ સમયે વનનો દાહ શાંત થયાના અને મુનિઓનો ઉપસર્ગ દૂર થયાના સમાચાર સાંભળીને રાજા ગંધર્વ હનુમાન પાસે આવ્યા. વિદ્યાધરોના યોગથી તે વન નંદનવન જેવું શોભવા લાગ્યું અને રાજા ગંધર્વ હનુમાનના મુખે શ્રી રામના કિકંધાપુરમાં બિરાજવાના ખબર સાંભળીને પોતાની પુત્રીઓ સહિત શ્રી રામની નિકટ આવ્યો અને પુત્રીઓને ખૂબ ઠાઠમાઠથી રામ સાથે પરણાવી. રામ મહા વિવેકી છે. આ વિધાધરની પુત્રીઓ અને મહારાજ વૈભવથી યુક્ત છે તો પણ તેમને સીતા વિના દશે દિશા શૂન્ય લાગે છે. સમસ્ત પૃથ્વી ગુણવાન જીવોથી શોભે છે અને ગુણવાન વિનાનું નગર ગઠન વન તુલ્ય ભાસે છે. ગુણવાન જીવોની ચેષ્ટા મનોહર અને ભાવ અતિસુંદર હોય છે. આ પ્રાણી પૂર્વોપાર્જિત કર્મના ફળથી સુખદુઃખ ભોગવે છે તેથી જે સુખના અર્થી છે તે જિનસૂર્યાથી પ્રકાશિત પવિત્ર જિનમાર્ગમાં પ્રવર્તે છે. ૪૦૦ આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં રામ સાથે ગંધર્વ કન્યાઓના વિવાહનું વર્ણન કરનાર એકાવનમું પર્વ પૂર્ણ થયું. * * * બાવનમું પર્વ (હનુમાનને લંકાસુંદરીનો લાભ ) પછી મહાપ્રતાપી, મહાબલિ હનુમાન જેમ સોમ સુમેરુ પાસે જાય તેમ ત્રિકૂટાચળ તરફ ચાલ્યા. આકાશમાં જતી હનુમાનની સેના મહાધનુષના આકારવાળા માયામયી યંત્રથી રોકાઈ ગઈ. હનુમાને પોતાની પાસેના માણસોને પૂછ્યું કે મારી સેના કયા કારણથી આગળ ચાલી શકતી નથી? અહીં ગર્વનો પર્વત અસુરોનો નાથ ચમરેન્દ્ર છે કે ઇન્દ્ર છે કે પર્વતના શિખર ૫૨ જિનમંદિર છે અથવા ચરમશીરી મુનિ છે? હનુમાનનાં આ વચન સાંભળી પૃથુમતિ મંત્રી કહેવા લાગ્યો, હૈ દેવ! આ ક્રૂરતાસંયુક્ત માયામયી યંત્ર છે. પછી પોતે દૃષ્ટિ કરીને જોયું, કોટમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #422 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાવનમું પર્વ ૪૦૧ પ્રવેશ કરવો અઘરો લાગ્યો, જાણે કે આ કોટ વિરક્ત સ્ત્રીના મનની જેમ પ્રવેશવો દુષ્કર હોય. અનેક આકાર ધારતી વક્રતા સંયુક્ત અતિભયંકર સર્વભક્ષી પૂતળી જોઈ, જ્યાં દેવ પણ પ્રવેશ કરી ન શકે. જાજવલ્યમાન તીક્ષ્ણ અગ્રભાગવાળી, કરવતીઓથી મંડિત, જીભની અણીમાંથી લોહી ઓકતા હજારો સર્પો જ્યાં ફેણથી વિકરાળ સુસવાટા કરે છે અને વિષરૂપ અગ્નિકણ વરસે છે, વિષરૂપ ઘુમાડાથી અંધકાર ફેલાઈ ગયો છે. જે કોઈ મૂર્ખ સુભટપણાના ગર્વથી ઉધ્ધત થઈને પ્રવેશવા જાય તેને માયામયી સર્પો દેડકાને ગળે તેમ ગળી જાય છે. લંકાના કોટનું મંડળ જ્યોતિષચક્રથી પણ ઊંચું, સર્વ દિશાઓથી દુર્લધ્ય, જોઈ ન શકાય તેવું, પ્રલયકાળના મેઘ સમાન ભયંકર અવાજવાળું અને હિંસારૂપ ગ્રંથોની જેમ અત્યંત પાપકર્મોથી રચાયેલું છે તેને જોઈ હુનુમાન વિચારવા લાગ્યા કે આ માયામયી કોટ રાક્ષસોનો નાથે રચ્યો છે. તેમાં પોતાની વિદ્યાની ચતુરાઈ બતાવી છે. હવે હું વિદ્યાબળથી એને ઉપાડી લઈને રાક્ષસોનો મદ ઉતારી નાખું, જેમ આત્મધ્યાની મુનિ મોહમદનું હરણ કરે છે. પછી હનુમાને યુદ્ધની ઇચ્છા કરીને સમુદ્ર જેવી પોતાની સેનાને આકાશમાં રોકી લીધી અને પોતે વિદ્યામયી બખ્તર પહેરીને હાથમાં ગદા લઈને માયામયી પૂતળીના મુખમાં પ્રવેશ્યા જેમ રાહુના મુખમાં સૂર્ય પ્રવેશે. તે માયામયી પૂતળીનું પડખું એ અંધકાર ભરેલી પર્વતની ગુફા હતી તેને નરિસંહરૂપ પોતે તીક્ષ્ણ નખોથી ચીરી નાખી. પછી ગદાના પ્રહારથી કોટના ચૂરા કરી નાખ્યા, જેમ શુક્લધ્યાની મુનિ નિર્મળ ભાવો વડે ઘાતિયા કર્મની સ્થિતિ ચૂર્ણ કરે છે. પછી તે વિદ્યાનો ભંગ થયો એટલે મેઘગર્જના જેવો અવાજ થયો અને વિદ્યા ભાગી ગઈ, કોટ અદૃશ્ય થઈ ગયો, જેમ જિનેન્દ્રના સ્તોત્રથી પાપકર્મ વિખરાઈ જાય. પછી પ્રલયકાળના મેઘ સમાન ભયંકર અવાજ થયો. માયામયી કોટને વિખરાયેલો જોઈને કોટનો અધિકારી વજમુખ અત્યંત ક્રોધે ભરાઈને તરત જ રથ પર બેસીને વિના વિચાર્યું હનુમાનને મારવા દોડયો, જેમ સિંહુ અગ્નિ તરફ દોડે. તેને આવતો જોઈને પવનપુત્ર યુદ્ધ કરવા તૈયાર થયા. બન્ને સેનાના પ્રચંડ યોદ્ધા નાના પ્રકારનાં વાહનો પર ચડી અનેક પ્રકારનાં આયુધોથી પરસ્પર લડવા લાગ્યા. ઘણું કહેવાથી શું? સ્વામીના માટે એવું યુદ્ધ થયું એવું માન અને માવ વચ્ચે થાય. પોતપોતાના સ્વામીની દષ્ટિએ યોદ્ધાઓ ગાજી ગાજીને યુદ્ધ કરવા લાગ્યા. તેમને જીવનમાં પ્રેમ રહ્યો નહોતો. હનુમાનના સુભટો દ્વારા વજમુખના યોદ્ધા ક્ષણમાત્રમાં દશે દિશામાં ભાગી થયા. હનુમાને સૂર્યથીયે અધિક જ્યોતિવાળા ચક્રથી વજમુખનું શિર પૃથ્વી પર રેડવી દીધું. આ સામાન્ય ચક્ર છે, ચકી અને અર્ધચક્રીની પાસે સુદર્શનચક્ર હોય છે. યુદ્ધમાં પિતાનું મરણ થયું જોઈને લંકાસુંદરી વજમુખની પુત્રી પિતાના શોકથી ઉપજેલા કષ્ટને રોકીને, ક્રોધરૂપ વિષથી ભરેલી, તેજ તુરંગ જોડેલા રથ પર બેઠી. તેનું મુખ કુંડળના પ્રકાશથી ચમકતું હતું, ભ્રમર વાંકી હતી, ઉલ્કાપાત જેવી ક્રોધથી લાલ આંખો કરતી, ક્રૂરતાથી પોતાના અધરને કરડતી હનુમાન તરફ દોડી ને કહ્યું, હે દુખ! હું તને જોઈ લઉં છું, જો તારામાં શક્તિ હોય તો મારી સાથે યુદ્ધ કર જે ક્રોધે ભરાયેલો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #423 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૨ બાવનમું પર્વ પદ્મપુરાણ રાવણ નહિ કરે તે હું કરીશ. હું પાપી! તને યમમંદિર મોકલીશ. તું દિશા ભૂલીને અનિષ્ટ સ્થાનમાં આવ્યો છો, આમ બોલતી તે શીવ્રતાથી આવી. આવતાં જ તેણે હનુમાનનુ છત્ર ઉડાવી દીધું એટલે તેણે બાણોથી એનું ધનુષ તોડી નાખ્યું. એ શક્તિ લઈને ચલાવવા જાય તે પહેલાં હનુમાને વચમાં જ શક્તિ તોડી નાખી. પછી તે વિદ્યાબળથી ગંભી૨ વજદંડ જેવાં બાણ, ફરસી, બરછી, ચક્ર, શતદ્દી, મૂશળ, શિલા ઇત્યાદિ વાયુપુત્રના રથ ઉપર વરસાવવા લાગી, જેમ મેઘમાળા પર્વત પર જળની ધારા વરસાવે છે. જાતજાતનાં આયુધોથી તેણે હનુમાનને ધેરી લીધો, જેમ મેઘપટલ સૂર્યને આચ્છાદિત કરે. વિધાની સર્વ વિધિઓમાં પ્રવીણ હનુમાને શત્રુઓના સમૂહને પોતાનાં શસ્ત્રોથી પોતાની પાસે ન આવવા દીધા, તોમાદિક બાણથી તોમાદિક રોક્યા અને શક્તિથી શક્તિને રોકી. આ પ્રમાણે પરસ્પર તુમુલ યુદ્ધ થયું. આનાં બાણ એણે રોક્યાં અને એનાં બાણ આણે રોક્યાં, ઘણા સમય સુધી યુદ્ધ ચાલ્યું. પણ કોઈ હાર્યું નહિ. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! લંકાસુંદરી બાણશક્તિ ઇત્યાદિ અનેક આયુધોથી હનુમાનને જીતવા લાગી અને કામનાં બાણોથી સ્વયં પીડિત થઈ. કામનાં બાણ મર્મને વિદારનારાં છે. લંકાસુંદરી સાક્ષાત્ લક્ષ્મી સમાન, રૂપવતી, કમળલોચન, સૌભાગ્ય ગુણોથી ગર્વિત હનુમાનના હૃદયમાં પ્રવેશ કરવા લાગી, જેના કાન સુધીના બાણરૂપ તીક્ષ્ણ કટાક્ષ નેત્રરૂપ ધનુષથી નીકળેલા જ્ઞાન-ધૈર્યને હરનારા, દુર્ધર મનને ભેદનારા, પોતાનાં લાવણ્યથી સૌન્દર્યને હરનાર છે. ત્યારે હનુમાન મોહિત થઈ મનમાં વિચારવા લાગ્યા આ મનોહર આકૃતિ બહારથી મને વિદ્યાબાણ અને સામાન્ય બાણથી ભેદે છે અને અત્યંતરમાં મારા મનને કામના બાણથી વીંધે છે. એ મને બાહ્યથી અને અંતરથી હણે છે, તન અને મનને પીડે છે, આ યુદ્ધમાં એનાં બાણથી મૃત્યુ થાય તો સારું, પરંતુ એના વિના સ્વર્ગમાં જીવન ભલું નથી, આમ પવનપુત્ર મોહિત થયો. તે લંકાસુંદરી પણ એનું રૂપ જોઈ મોહિત થઈ, ક્રૂરતારહિત, કરુણાસભર તેનું ચિત્ત બન્યું છે. પછી હનુમાનને મારવા માટે જે શક્તિ હાથમાં લીધી હતી તે તરત જ હાથમાંથી ધરતી ૫૨ ફેંકી દીધી, હનુમાન પર ન ચલાવી. હનુમાનનું તન અને મન પ્રફુલ્લ છે, કમળદલ સમાન નેત્ર છે, પૂર્ણમાસીના ચંદ્ર જેવું મુખ છે, મુકુટમાં વાનરનું ચિહ્ન છે અને સાક્ષાત્ કામદેવ છે. લંકાસુંદરી મનમાં ચિંતવવા લાગી કે આણે મારા પિતાને માર્યા તે મોટો અપરાધ કર્યો છે. જોકે તે દુશ્મન છે તો પણ અનુપમ રૂપથી મારા મનને હરે છે. જો આની સાથે કામભોગ ન ભોગવું તો મારો જન્મ નિષ્ફળ છે. પછી વિહ્વળ થઈને એક પત્રમાં પોતાનું નામ લખી તે પત્ર બાણ સાથે જોડી બાણ ફેંક્યું. તેમાં એ લખાણ હતું કે હે નાથ ! દેવોના સમૂહથી ન જિતાઉં એવી હું તમારાં કામબાણથી જિતાઈ ગઈ છું. આ પત્ર વાંચી હનુમાન પ્રસન્ન થઈ ૨થ ૫૨થી નીચે ઊતરી તેને મળ્યા, જેમ કામ રતિને મળે. તેનું વેર શાંત થઈ ગયું, પિતાના મરણથી શોકરત થઈ આંસુ સારવા લાગી. ત્યારે હનુમાને કહ્યું કે હૈ ચંદ્રવદની ! રુદન ન કર. તારો શોક નિવૃત્ત કર. તારા પિતા પરમ ક્ષત્રિય, મહાશૂરવીર હતા. તેમની એ જ રીત છે કે પોતાના સ્વામીના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #424 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાવનમું પર્વ ૪૦૩ કાર્ય માટે યુદ્ધમાં પ્રાણ તજે અને તું શાસ્ત્રમાં પ્રવીણ છો તેથી બધું જાણે છે, આ રાજ્યમાં આ પ્રાણી કર્મોના ઉદયથી પિતા, પુત્ર, બાંધવાદિક બધાને હણે છે. માટે તું આર્તધ્યાન છોડ. આ બધા જીવો પોતાનાં ઉપાર્જેલાં કર્મો ભોગવે છે, મરણનું નિશ્ચય કારણ આયુષ્યનો અંત છે અને અન્ય જીવ તો નિમિત્તમાત્ર છે. આ વચનોથી લંકાસુંદરીનો શોક દૂર થયો. આ પ્રમાણે તે પૂર્ણચંદ્રથી નિશા શોભે તેમ હુનુમાનથી શોભવા લાગી. પ્રેમથી પૂર્ણ બને મળીને સંગ્રામનો ખેદ ભૂલી ગયાં, બન્નેનાં ચિત્ત પરસ્પર પ્રીતિરૂપ થઈ ગયાં. પછી આકાશમાં સ્તંભની વિદ્યાથી સેનાને રોકી દીધી અને સુંદર માયામયી નગર વસાવ્યું. સાંજની લાલાશ જેવું લાલ, દેવોના નગર સમાન મનોહર સુંદર રાજમહેલો વગેરે બન્યાં તેથી હાથી, ઘોડા, વિમાન, રથો પર ચડેલા મોટા મોટા રાજાઓ નગરમાં પ્રવેશવા લાગ્યા. નગર ધજાઓથી શોભતું હતું. તે બધા યથાયોગ્ય નગરમાં રહ્યા. અત્યંત ઉત્સાહથી રાત્રે શૂરવીરોના યુદ્ધનું તાદશ વર્ણન સામતો કરવા લાગ્યા. હનુમાન લંકાસુંદરી સાથે રમતા હતા. - સવાર થતાં જ હનુમાને ચાલવાની તૈયારી કરી. લંકાસુંદરી અત્યંત પ્રેમથી તેને કહેવા લાગી કે હું કાંત! રાવણે તમારાં અસહ્ય પરાક્રમો અનેક મનુષ્યોના મુખથી સાંભળ્યા હશે, તે સાંભળીને અત્યંત ખેદ-ખિન્ન થયો હશે, માટે તમે લંકા શા માટે જાવ છો? પછી હનુમાને તેને સકળ વૃત્તાંત કહ્યો કે રામે વાનરવંશીઓનો ઉપકાર કર્યો છે તે ને પ્રેરણાથી રામ તરફના ઉપકારના નિમિત્તે હું જાઉં છું. હે પ્રિયે ! રામનો સીતા સાથે મેળાપ કરાવું, રાક્ષસોનો રાજા સીતાને અન્યાય માર્ગથી હરીને લઈ ગયો છે, તેને હું સર્વથા લાવીશ જ. ત્યારે તેણે કહ્યું કે તમારો અને રાવણનો પહેલાંનો સ્નેહ રહ્યો નથી, તે સ્નેહ નાશ પામ્યો છે અને જેમ સ્નેહુ એટલે કે તેલનો નાશ થવાથી દીપકની શિખા રહેતી નથી તેમ સ્નેહ નષ્ટ થવાથી સંબંધનો વ્યવહાર રહેતો નથી. અત્યાર સુધી તમારો એવો વ્યવહાર હતો કે તમે જ્યારે લંકામાં આવતા ત્યારે નગરનગરમાં, ગલીગલીમાં આનંદ છવાતો, મકાનો ધજાઓથી શોભતાં, જેમ સ્વર્ગમાં દેવ પ્રવેશ કરે તેમ તમે પ્રવેશ કરતા. હવે દશાનન તમારા પ્રત્યે દુશ્મનરૂપ છે, તે નિઃસંદેહુ તમને પકડશે. માટે તમારે અને એને જ્યારે સંધિ થાય ત્યારે તમારે મળવું યોગ્ય છે. હનુમાને જવાબ આપ્યો, હું વિચક્ષણે ! હું જઈને તેનો અભિપ્રાય જાણવા ઇચ્છું છું અને તે સીતા સતી જગતમાં પ્રસિદ્ધ છે, રૂપમાં અદ્વિતીય છે, જેને જોઈને રાવણનું સુમેરુ સમાન અચળ મન ચલિત થયું છે. તે મહાપતિવ્રતા અમારા નાથની સ્ત્રી, અમારી માતા સમાન છે, તેનાં દર્શન કરવા ચાહું છું. આમ હનુમાને કહ્યું અને બધી સેના લંકાસંદરીની પાસે રાખી અને પોતે વિવેકવાળી પાસેથી વિદાય લઈને લંકા તરફ ચાલ્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું રાજન! આ લોકમાં એ મોટા આશ્ચર્યની વાત છે કે આ પ્રાણી ક્ષણમાત્રમાં એક રસ છોડી બીજા રસમાં લાગી જાય છે, કોઈ વાર વિરસને છોડી રસમાં આવી જાય છે. કોઈવાર રસને છોડીને વિરસમાં આવી જાય છે. આ જગતમાં આ કર્મોની અદભુત ચેષ્ટા છે, સર્વ સંસારી જીવ કર્મોને આધીન છે. જેમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #425 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪ ત્રેપનમું પર્વ પદ્મપુરાણ સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં આવે છે તેમ પ્રાણી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનને લંકાસુંદરીની પ્રાપ્તિનું વર્ણન કરનાર બાવનમું પર્વ પૂર્ણ થયું. * * * ત્રેપનમું પર્વ (હનુમાનનું લંકામાં જઈને સીતાને મળવું અને લંકાને નષ્ટભ્રષ્ટ કરવી) ગૌતમ સ્વામી શ્રેણિક રાજાને કહે છે કે હે રાજન! તે પવનપુત્ર મહાપ્રભાવના ઉદયથી થોડા જ સેવકો સાથે નિ:શંકપણે લંકામાં પ્રવેશી ગયો. તે પ્રથમ જ વિભીષણના મહેલમાં ગયો. વિભીષણે તેનું ખૂબ સન્માન કર્યું. ક્ષણેક રહીને પરસ્પર વાર્તાલાપ કરતાં હનુમાને કહ્યું કે રાવણ અર્ધા ભરતક્ષેત્રનો પતિ, સર્વનો સ્વામી તે દરિદ્ર મનુષ્યની જેમ ચોરી કરીને પરસ્ત્રી લઈ આવે તે શું ઉચિત છે? જે રાજા છે તે મર્યાદાનું મૂળ છે, જેમ નદીનું મૂળ પર્વત છે. રાજા જ અનાચારી હોય તો સર્વ લોકમાં નિંદા થાય માટે જગતના કલ્યાણ નિમિત્તે રાવણને શીઘ્ર કહો કે ન્યાયનું ઉલ્લંઘન ન કરે હે નાથ એમ કહો કે જગતમાં અપયશનું કારણ આ કર્મ છે. જેનાથી લોક નષ્ટ થાય તેવું ન કરવું, તમારા કુળનું નિર્મળ ચરિત્ર કેવળ પૃથ્વી પર જ પ્રશંસાયોગ્ય નથી, સ્વર્ગમાં પણ દેવ હાથ જોડીને, નમસ્કાર કરીને તમારા પૂર્વજોની પ્રશંસા કરે છે. તમારો યશ સર્વત્ર પ્રસિદ્ધ છે. ત્યારે વિભીષણે કહ્યું કે મેં ઘણી વાર ભાઈને સમજાવ્યા, પણ માનતા નથી. અને જે દિવસથી સીતાને લઈ આવ્યા છે તે દિવસથી મારી સાથે વાત પણ નથી કરતા. તો પણ તમારા કહેવાથી હું ફરી વાર દબાવીને કહીશ, પરંતુ તેનાથી આ હુઠ છૂટવી મુશ્કેલી છે. આજે અગિયારમો દિવસ છે, સીતા નિરાહાર છે, જળ પણ લેતાં નથી તો પણ રાવણને દયા ઉપજી નથી, આ કામથી વિરક્ત થતા નથી. આ વાત સાંભળીને હનુમાનને અત્યંત દયા ઉપજી. પ્રમદ નામના ઉધાનમાં જ્યાં સીતા વિરાજે છે ત્યાં હનુમાન આવ્યા. તે વનની સુંદરતા જોવા લાગ્યા, નવીન વેલોના સમૂહથી ભરેલા પર્ણો લાલ રંગના સુંદર સ્ત્રીના કરપલ્લવ જેવાં શોભે છે. પુષ્પોના ગુચ્છો પર ભમરા ગુંજારવ કરે છે, ફળોની ડાળીઓ નીચી નમી ગઈ છે, પવનથી તે હાલે છે, કમળોથી સરોવરો શોભે છે અને દેદીપ્યમાન વેલોથી વૃક્ષ વીંટળાયેલાં છે. તે વન જાણે દેવવન અથવા ભોગભૂમિ જેવું લાગે છે, પુષ્પોની મકરંદથી મંડિત જાણે સાક્ષાત્ નંદનવન છે. અનેક અદ્ભુતતાથી પૂર્ણ હનુમાન કમળલોચન વનની લીલા દેખતા થકા સીતાના દર્શન નિમિત્તે આગળ ગયા. ચારે તરફ વનમાં અવલોકન કર્યું તો દૂરથી જ સીતાને જોયાં. સમ્યગ્દર્શન સહિત મહાસતીને જોઈને હનુમાન મનમાં વિચારવા લાગ્યા કે આ રામદેવની પરમસુંદરી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #426 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રેપનમું પર્વ ૪૦૫ મહાસતી, નિધૂમ અગ્નિ સમાન, જેની આંખો આંસુથી ભરી છે, શોકાતુર મુખે હાથ અડાડીને બેઠી છે, શિરના કેશ વિખરાઈ ગયા છે, શરીર કૃશ છે. એ જોઈને વિચારવા લાગ્યા કે આ માતાનું રૂપ ધન્ય છે. લોકમાં જેણે સર્વ લોકને જીતી લીધાં છે, જાણે એ કમળમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી જ વિરાજે છે, દુઃખના સમુદ્રમાં ડૂબેલી છે તોપણ એના જેવી બીજી કોઈ નારી નથી. હું જે રીતે બને તે રીતે એનો શ્રી રામ સાથે મેળાપ કરાવું. આના અને રામના કાર્ય માટે મારું શરીર આપું, આનો અને રામનો વિરહ નહિ દેખું, આમ ચિંતવન કરી પોતાનું રૂપ બદલી ધીમે પગલે આગળ જઈ હુનુમાને શ્રી રામની મુદ્રિકા સીતાની પાસે નાખી. તેને જોતાંવેંત તેના રોમાંચ ખડા થઈ ગયા અને મોટું કાંઈક આનંદિત લાગ્યું. ત્યારે તેની સમીપમાં જે સ્ત્રી બેઠી હતી તે જઈને એની પ્રસન્નતાના સમાચાર રાવણને આપવા લાગી તેથી રાવણે ખુશ થઈને એને વસ્ત્ર, રત્નાદિક આપ્યાં. અને સીતાને પ્રસન્નવદન જાણીને કાર્યની સિદ્ધિના વિચાર કરતો મંદોદરીને આખા અંતઃપુર સહિત સીતા પાસે મોકલી. પોતાના નાથનાં વચનથી તે સર્વ અંતઃપુર સહિત સીતા પાસે આવી અને સીતાને કહેવા લાગી–હે બાલે! આજે તું પ્રસન્ન થઈ છે એમ સાંભળ્યું છે તેથી તે અમારા ઉપર મહાન કૃપા કરી છે. હવે લોકના સ્વામી રાવણને અંગીકાર કરીને દેવલોકની લક્ષ્મી ઈન્દ્રને ભજે તેમ રાવણને તું ભજ. આ વચન સાંભળી સીતા ગુસ્સો કરીને મંદોદરીને કહેવા લાગી કે હે ખેચરી! આજે મારા પતિના સમાચાર આવ્યા છે, મારા પતિ આનંદમાં છે તેથી મને હર્ષ ઉપજ્યો છે. મંદોદરીએ જાણ્યું કે આને અન્નજળ લીધા અગિયાર દિવસ થઈ ગયા છે તેથી વાયુ થઈ ગયું છે અને તેથી બકે છે. પછી સીતા મુદ્રિકા લાવનારને કહેવા લાગી કે હે ભાઈ ! હું આ સમુદ્રના અંતર્લીપમાં ભયાનક વનમાં પડી છે તેથી મારા ભાઈ સમાન અત્યંત વાત્સલ્ય ધરનાર કોઈ ઉત્તમ જીવ મારા પતિની મુદ્રિકા લઈને આવ્યો છે તે મને પ્રગટ દર્શન દો. ત્યારે અતિભવ્ય હનુમાન સીતાનો અભિપ્રાય સમજી મનમાં વિચારવા લાગ્યા કે પહેલાં બીજાનો ઉપકાર કરવાનું વિચારે અને પછી કાયર થઈને છુપાઈ રહે તે અધમ પુરુષ છે અને જે અન્ય જીવને આપદામાં ખેદ-ખિન્ન જોઈને અન્યની સહાય કરે તે દયાળુનો જન્મ સફળ છે. ત્યારે રાવણની મંદોદરી આદિ બધી સ્ત્રીઓના દેખતાં દૂરથી જ તેમણે સીતાને જોઈ હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કર્યા. હુનુમાન અત્યંત નિર્ભય, કાંતિથી ચંદ્રમા સમાન, દીતિથી સૂર્ય સમાન, વસ્ત્રાભરણમંડિત, મુકુટમાં વાનરનું ચિહ્ન જેનાં સર્વ અંગ ચંદનથી ચર્ચિત, અત્યંત બળવાન, વજવૃષભનારાચસંહનન, સુંદર કેશ, લાલ હોઠ, કુંડળના ઉદ્યોતથી પ્રકાશિત મનોહર મુખ, ગુણવાન અને પ્રતાપસંયુક્ત સીતાની સન્મુખ આવતાં જાણે કે સીતાનો ભાઈ ભામંડળ તેને લેવા આવતો હોય તેવા શોભતા હતા. તેમણે પ્રથમ જ પોતાનું કુળ, ગોત્ર, માતાપિતાનું નામ કહીને પોતાનું નામ કહ્યું. પછી શ્રી રામે જે કહ્યું હતું તે બધું કહ્યું અને હાથ જોડી વિનંતી કરી કે હું સાધ્વી ! સ્વર્ગ વિમાન સમાન મહેલોમાં શ્રી રામ બિરાજે છે, પરંતુ તમારા વિરહરૂપ સમુદ્રમાં ડૂબેલા તેમને ક્યાંય રતિ ઉપજતી નથી. સમસ્ત ભોગોપભોગ છોડીને, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #427 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬ ત્રેપનમું પર્વ પદ્મપુરાણ મૌન થઈને તમારું ધ્યાન કરે છે જેમ મુનિ શુદ્ધતાનું ધ્યાન કરે અને એકાગ્રચિત્ત થઈને રહે તેમ તે રહે છે. તે કદી પણ વીણાનું સંગીત કે સુંદર સ્ત્રીઓનાં ગીત સાંભળતા નથી, સદા તમારી જ વાત કરે છે. તમને જોવા માટે જ ફક્ત પ્રાણ ધારી રહ્યા છે. હનુમાનનાં આ વચન સાંભળી સીતા આનંદ પામી. પછી સજળ નેત્રે કહેવા લાગી, (તે વખતે હનુમાન સીતાની નિકટ અત્યંત વિનયથી હાથ જોડીને ઊભા છે) હે ભાઈ ! હું અત્યારે દુ:ખના સાગરમાં પડી છું, અશુભના ઉદયથી મારી પાસે કાંઈ નથી, પતિના સમાચાર સાંભળી રાજી થઈને તને હું શું આપું? ત્યારે હનુમાને પ્રણામ કરીને કહ્યું, હું જગતપૂજ્ય! તમારાં દર્શનથી જ મને મોટો લાભ મળ્યો છે. ત્યારે સીતાએ મોતી સમાન આંસુ સારતાં હનુમાનને પૂછયું કે હે ભાઈ ! મગર વગેરે અનેક જળચરોથી ભરેલા ભયાનક સમુદ્રને ઓળંગીને તું આ નગરમાં કેવી રીતે આવ્યો? અને સાચું કહું કે મારા પ્રાણનાથને તે ક્યાં જોયા અને લક્ષ્મણ યુદ્ધમાં ગયા હતા, તે ક્ષેમકુશળ છે ને? અને મારા નાથ કદાચ તને આ સંદેશો આપીને પરલોક સિધાવ્યા હોય, અથવા જિનમાર્ગમાં અત્યંત પ્રવીણ તેમણે સકળ પરિગ્રહનો ત્યાગ કરી મુનિપણું ધારણ કર્યું હોય અથવા મારા વિયોગથી તેમનું શરીર દૂબળું થઈ ગયું હોય અને આંગળીમાંથી વીંટી પડી ગઈ હોય; આવા વિકલ્પ મને આવે છે. અત્યાર સુધી મારા પ્રભુનો તારી સાથે પરિચય નહોતો તો તમારી સાથે કેવી રીતે મિત્રતા થઈ ? તે બધું મને વિગતવાર કહો. ત્યારે હનુમાને હાથ જોડી, મસ્તક નમાવી કહ્યું, હે દેવી! લક્ષ્મણને સૂર્યહાસ ખગ સિદ્ધ થયું અને ચંદ્રનખાએ પતિ પાસે જઈને પતિને ક્રોધ ઉત્પન્ન કર્યો. તેથી ખરદૂષણ દંડકવનમાં યુદ્ધ કરવા આવ્યો અને લક્ષ્મણ તેની સાથે યુદ્ધ કરવા ગયા, તે બધો વૃત્તાંત તો તમે જાણો છો, પછી રાવણ આવ્યો, આપ શ્રીરામ પાસે વિરાજતા હતા. રાવણ જોકે સર્વશાસ્ત્રનો જાણકાર હતો અને ધર્મ અધર્મનું સ્વરૂપ જાણતો હતો. પરંતુ આપને જોઈને અવિવેકી થઈ ગયો, સમસ્ત નીતિ ભૂલી ગયો, તેની બુદ્ધિ ચાલી ગઈ. તમારું હરણ કરવા માટે તેણે કપટથી સિંહનાદ કર્યો તે સાંભળી રામ લક્ષ્મણ પાસે ગયા અને આ પાપી તમને ઉપાડી ગયો, પછી લક્ષ્મણે રામને કહ્યું કે તમે કેમ આવ્યા? શીધ્ર જાનકી પાસે જાવ. પછી રામ પોતાના સ્થાનકે આવ્યા અને તમને ન જોતાં અત્યંત ખેદખિન્ન થયા. તમને શોધવા માટે વનમાં ખૂબ ફર્યા. પછી જટાયુને મરતો જોયો ત્યારે તેને નમોકાર મંત્ર આપ્યો, ચાર આરાધના સંભળાવી, સંન્યાસ આપી પક્ષીનો પરલોક સુધાર્યો. પછી તમારા વિરહથી અત્યંત દુઃખી શોકમાં પડ્યા. લક્ષ્મણ ખરદૂષણને હણીને રામ પાસે આવ્યા, ધૈર્ય બંધાવ્યું અને ચંદ્રોદયનો પુત્ર વિરાધિત લક્ષ્મણ સાથે યુદ્ધમાં જ આવીને મળ્યો હતો. પછી સુગ્રીવ રામ પાસે આવ્યા અને સાહસગતિ વિધાધર જે સુગ્રીવનું રૂપ લઈને સુગ્રીવની સ્ત્રીની ઇચ્છા કરતો હતો. રામને જોઈને સાહસગતિની વિધા જતી રહી, સુગ્રીવનું રૂપ મટી ગયું. સાહસગતિ રામ સાથે લડ્યો અને મરાયો. આ રીતે રામે સુગ્રીવનો ઉપકાર કર્યો. પછી બધાએ મને બોલાવી રામ સાથે મેળાપ કરાવ્યો. હવે હું શ્રી રામના મોકલવાથી તમને છોડાવવા માટે આવ્યો છું, પરસ્પર યુદ્ધ કરવું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #428 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રેપનમું પર્વ ૪૭ નિઃપ્રયોજન છે. કાર્યની સિદ્ધિ સર્વથા રાજનીતિથી કરવી. લંકાપુરીનો રાજા દયાળુ છે, વિનયવાન છે, ધર્મ, અર્થ, કામના વેત્તા છે, કોમળ હૃદયવાળા છે, સૌમ્ય છે, વક્રતારહિત છે, સત્યવાદી મહાધીરવીર છે, તે મારું વચન માનશે અને તમને રામ પાસે મોકલી દેશે. એની કીર્તિ અત્યંત નિર્મળ પૃથ્વી પર પ્રસિદ્ધ છે અને એ લોકાપવાદથી ડરે છે. ત્યારે સીતા હર્ષિત થઈને હનુમાનને કહેવા લાગી, હે કપિધ્વજ! તારા જેવા પરાક્રમી ધીરવીર વિનયી મારા પતિની પાસે કેટલાક છે? ત્યારે મંદોદરી કહેવા લાગી, હું જાનકી ? મેં જે કહ્યું છે તે સમજીને કહ્યું છે. તું એને ઓળખતી નથી તેથી આમ પૂછે છે. આના જેવા ભરતક્ષેત્રમાં કોણ છે? આ ક્ષેત્રમાં એ એક જ છે. આ મહાસુભટ યુદ્ધમાં કેટલીય વાર રાવણનો સહાયક થયો છે. એ પવનનો અને અંજનાનો પુત્ર રાવણનો ભાણેજ જમાઈ છે, ચંદ્રનખાની પુત્રી અનંગકુસુમાને પરણ્યો છે, આણે એકે અનેકને જીત્યા છે, લોકો સદા તેને જોવા ઇચ્છે છે. તેની કીર્તિ ચંદ્રમાનાં કિરણો પેઠે જગતમાં ફેલાઈ ગઈ છે. લંકાનો ધણી એને ભાઈઓથી પણ અધિક ગણે છે. આ હનુમાન પૃથ્વી પર પ્રસિદ્ધ ગુણોથી ભરેલો છે, પરંતુ એ મોટું આશ્ચર્ય છે કે ભૂમિગોચરીઓનો દૂત થઈને આવ્યો છે. ત્યારે હનુમાને કહ્યું કે તમે રાજા મયની પુત્રી અને રાવણની પટરાણી દૂતી બનીને આવ્યા છો. જે પતિની કૃપાથી દેવો સરખા સુખ ભોગવ્યાં, તેને અકાર્યમાં પ્રવર્તતા રોકતા નથી અને આવા કાર્યની અનુમોદના કરે છે. પોતાનો વલ્લભ વિષભરેલું ભોજન કરે છે તેને અટકાવતા નથી, જે પોતાનું ભલુબૂરું ન જાણે તેનું જીવન પશુ સમાન છે. અને તમારા સૌભાગ્યરૂપ, સૌથી અધિક અને પતિ પરસ્ત્રીરત થયા છે તેનું દૂતીપણું કરો છો. તમે સર્વ વાતોમાં પ્રવીણ, પરમ બુદ્ધિમતી હતા તે સામાન્ય જીવોની પેઠે અવિધિનું કાર્ય કરો છો. તમે અર્ધચક્રીની પટરાણી છો હવે હું તમને ભેંસ સમાન માનું છું. હનુમાનના મુખથી આ વચન સાંભળી મંદોદરી ક્રોધથી બોલી, અહો તું દોષરૂપ છે! તારું વાચાળપણું નિરર્થક છે. જો કદાચ રાવણ જાણશે કે એ રામનો દૂત થઈને સીતા પાસે આવ્યો છે તો જે કોઈની સાથે નથી કર્યું એવું તારી સાથે કરશે. અને જેણે રાવણના બનેવી ચંદ્રનખાના પતિને માર્યો તેના સુગ્રીવાદિક સેવક થયા, રાવણની સેવા છોડી દીધી તેથી એ બધા મંદબુદ્ધિ છે, રંક શું કરવાના? એમનું મૃત્યુ નજીક આવ્યું છે તેથી ભૂમિગોચરીના સેવક થયા છે. તે અતિ મૂઢ, નિર્લજ્જ, તુચ્છ વૃત્તિવાળા, કૃતઘ્ની વૃથા ગર્વરૂપ થઈને મૃત્યુની સમીપમાં બેઠા છે. મંદોદરીનાં આ વચન સાંભળી સીતા ગુસ્સે થઈ બોલી, હે મંદોદરી! તું મંદબુદ્ધિ છે તેથી આમ વૃથા બકે છે. મારા પતિ અદભુત પરાક્રમના ધણી છે તે શું તે નથી સાંભળ્યું? શૂરવીર અને પંડિતોની ગોષ્ઠીમાં મારા પતિની મુખ્ય ગણના થાય છે. જેના વજાવર્ત ધનુષનો ટંકાર યુદ્ધમાં સાંભળીને મહાન રણવીર યોદ્ધા પણ ધૈર્ય રાખી શકતા નથી, ભયથી કંપી દૂર ભાગે છે, જેનો નાનો ભાઈ લક્ષ્મણ લક્ષ્મીનો નિવાસ, શત્રુઓનો ક્ષય કરવામાં સમર્થ, જેને દેખતાં જ શત્રુ દૂર ભાગી જાય છે. ઘણું કહેવાથી શું? મારા પતિ રામ લક્ષ્મણ સાથે સમુદ્ર ઓળંગીને શીધ્ર જ આવશે અને યુદ્ધમાં થોડા જ દિવસોમાં તું તારા પતિને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ત્રેપનમું પર્વ પદ્મપુરાણ મરેલો જોઈશ. મારા પતિ પ્રબળ પરાક્રમી છે. તે પાપી ભરતારની આજ્ઞારૂપ દૂતી થઈને આવી છો તે શીધ્ર વિધવા થઈશ, અને બહુ જ રુદન કરીશ. સીતાના મુખથી આ વચન સાંભળી રાજા મયની પુત્રી મંદોદરી અત્યંત ગુસ્સે થઈ. અઢાર હજાર રાણીઓ સાથે સીતાને મારવા તૈયાર થઈ અને અતિ ક્રૂર વચન બોલતી સીતા તરફ ધસી. ત્યારે હનુમાને વચ્ચે આવીને તેને રોકી જેમ પહાડ નદીના પ્રવાહને રોકી દે તેમ. તે બધી સીતાને દુઃખનું કારણ વેદનારૂપ થઈ હણવા માટે ઉદ્યમી થઈ હતી ત્યારે હનુમાને વૈદ્યરૂપ થઈને તેમને રોકી. આથી મંદોદરી આદિ રાવણની બધી રાણીઓ માનભંગ થઈને રાવણ પાસે ગઈ. તેમનાં ચિત્ત ક્રૂર હતાં. તેમના ગયા પછી હુનુમાન સીતાને નમસ્કાર કરી આહાર લેવાની વિનંતી કરવા લાગ્યા. હે દેવી! આ સાગરાંત પૃથ્વી શ્રી રામચંદ્રની છે તેથી અહીંનું અન્ન તેમનું જ છે, શત્રુઓનું ન જાણો. હુનુમાને આ પ્રમાણે સંબોધન કર્યું અને પ્રતિજ્ઞા પણ એ જ હુતી કે જ્યારે પતિના સમાચાર સાંભળીશ ત્યારે ભોજન કરીશ, અને સમાચાર આવ્યા જ. પછી સર્વ આચારમાં વિચક્ષણ, મહાસાધ્વી, શીલવંતી, દયાવંતી, દેશકાળની જાણનાર સીતાએ આહાર લેવાનું સ્વીકાર્યું. હનુમાને એક ઇરા નામની સ્ત્રીને આજ્ઞા કરી કે તરત જ શ્રેષ્ઠ અન્ન લાવો. હનુમાન વિભીષણની પાસે ગયા. તેને ત્યાં જ ભોજન કર્યું અને તેને કહ્યું કે સીતાના ભોજનની તૈયારી કરીને હું આવ્યો છું. ઇરા જ્યાં પડાવ હતો ત્યાં ગઈ અને ચાર મુહૂર્તમાં બધી સામગ્રી લઈને આવી, દર્પણ સમાન પૃથ્વીને ચંદનથી લીંપી અને સુગંધી પુષ્કળ નિર્મળ સામગ્રી સુવર્ણાદિના વાસણમાં ભોજન ધરાવીને લાવી. કેટલાંક પાત્ર ઘીથી ભર્યા છે, કેટલાંક ચાવલથી ભર્યા છે, ચાવલ કુંદપુષ્પ જેવા ઉજ્જવળ છે, કેટલાંક પાત્ર દાળથી ભર્યા છે અને અનેક રસ નાના પ્રકારના વ્યંજન દહીં, દૂધ વગેરે સ્વાદિષ્ટ જાતજાતના આહારમાંથી સીતાએ અનેક ક્રિયાઓ સહિત રસોઈ કરી છરા વગેરે સમીપવર્તી સ્ત્રીઓને અહીં જ જમવાનું નિમંત્રણ આપ્યું. હનુમાન પ્રત્યે ભાઈના જેવા ભાવથી અત્યંત વાત્સલ્ય કર્યું. જેનું અંતઃકરણ શ્રદ્ધાસંયુક્ત છે એવી મહાપતિવ્રતા સીતા ભગવાનને નમસ્કાર કરી, પોતાનો નિયમ પૂરો કરી ત્રિવિધ પાત્રને ભોજન કરાવવાની અભિલાષા કરીને, શ્રીરામને હૃદયમાં ધારણ કરી, પવિત્ર અંગવાળી, દિવસે શુદ્ધ આહાર કરવા લાગી. સૂર્યનો ઉદય હોય ત્યારે જ પવિત્ર, પુણ્ય વધારનાર આહાર યોગ્ય છે, રાત્રે આહાર કરવો યોગ્ય નથી. સીતાએ ભોજન કરી લીધું અને થોડોક વિશ્રામ લીધો પછી હનુમાને નમસ્કાર કરી વિનંતી કરી કે હે પતિવ્રતે! હું પવિત્ર ! મારા ખભા ઉપર બેસી જાવ અને હું સમુદ્ર ઓળંગીને ક્ષણમાત્રમાં તમને રામની પાસે લઈ જાઉં. તમારા ધ્યાનમાં તત્પર, મહાન વૈભવ સંયુક્ત રામને શીધ્ર દેખો. તમારા મેળાપથી બધાને આનંદ થશે. ત્યારે સીતા રુદન કરતી કહેવા લાગી કે હું ભાઈ! પતિની આજ્ઞા વિના મારું ગમન યોગ્ય નથી, જો મને તે પૂછે કે તું બોલાવ્યા વિના કેમ આવી તો હું શો ઉત્તર આપું? અને રાવણે ઉપદ્રવના સમાચાર તો સાંભળ્યા હશે તેથી હવે તમે જાવ, તમારે અહીં વિલંબ કરવો ઉચિત નથી. મારા પ્રાણનાથની પાસે જઈ મારા તરફથી હાથ જોડી નમસ્કાર કરી મારા મુખનાં આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #430 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રેપનમું પર્વ ૪૦૯ વચન તેમને કહેજો, હે દેવ! એક દિવસ મારી સાથે આપે ચારણમુનિની વંદના કરી હતી, સ્તુતિ કરી હતી અને નિર્મળ જળ ભરેલી કમળોથી શોભિત સરોવરી હતી તેમાં જળક્રીડા કરી હતી તે વખતે એક મહાભયંકર જંગલી હાથી આવ્યો હતો તે પ્રબળ હાથીને આપે ક્ષણમાત્રમાં વશ કરી તેની સાથે સુંદર ક્રિીડા કરી હતી. હાથીને ગર્વરહિત નિશ્ચળ કર્યો હતો. એક દિવસ નંદનવન સમાન વનમાં વૃક્ષોની શાખાઓ નમાવતી હું ક્રીડા કરતી હતી ત્યારે ભમરા મારા શરીર ને ઘેરી વળ્યા હતા ત્યારે આપે અતિ શીઘ્રતાથી મને હાથથી ઊંચકી લઈને આકુળતારહિત કરી હતી. એક દિવસ સૂર્યના ઉદય સમયે આપની પાસે હું સરોવરના કિનારે બેઠી હતી ત્યારે આપે મને શિક્ષા કરવા માટે કાંઈક બહાનું કાઢીને કોમળ કમળનાળ મને મધુરતાથી મારી હતી. એક દિવસ પર્વત પર અનેક જાતિનાં વૃક્ષો જોઈને મેં આપને પૂછયું હતું કે હે પ્રભો! આ કઈ જાતનાં મનોહર વૃક્ષો છે! ત્યારે આપે પ્રસન્ન મુખે કહ્યું હતું કે હે દેવી! આ નંદની વૃક્ષો છે. એક દિવસ કરણકુંડળ નામની નદીને કિનારે આપ બિરાજતા હતા અને હું પણ ત્યાં હતી તે સમયે મધ્યાહ્ન ચારણ મુનિ આવ્યા ત્યારે તમે ઊઠીને અત્યંત ભક્તિથી મુનિને આહાર આપ્યો હતો ત્યાં પાંચ આશ્ચર્ય થયા હતા; રત્નવર્ષા, કલ્પવૃક્ષોનાં પુષ્પોની વર્ષો, સુગંધી જળની વર્ષા, શીતળ મંદ સુગંધ પવન, દુંદુભિ વાજાં અને આકાશમાં દેવોએ એવો ધ્વનિ કર્યો કે ધન્ય તે પાત્ર, ધન્ય આ દાતા, ધન્ય આ દાન; આ બધી રહસ્યની (ખાનગી) વાતો કહી. પોતાના મસ્તક પરથી ઉતારીને ચૂડામણિ એમને બતાવવા આપ્યો જેથી તેમને વિશ્વાસ આવે. અને એમ કહેજો કે હું જાણું છું કે મારા ઉપર આપની પરમ કૃપા છે તો પણ તમે પોતાના પ્રાણ યત્નપૂર્વક ટકાવી રાખજો, તમારાથી મારો વિયોગ થયો છે. હવે તમારા પ્રયત્નથી મેળાપ થશે. આમ કહીને સીતા રુદન કરવા લાગી ત્યારે હનુમાને વૈર્ય બંધાવ્યું અને કહ્યું, હે માતા! જેમ તમે આજ્ઞા કરશો તેમ જ થશે. તરત જ સ્વામી સાથે મેળાપ થશે. આમ કહીને હનુમાન સીતા પાસેથી વિદાય થઈ ગયા. સીતાએ પતિની મુદ્રિકા આંગળીમાં પહેરીને એવું સુખ અનુભવ્યું જાણે કે પતિનો સમાગમ થઈ ગયો. પછી વનની સ્ત્રીઓ હનુમાનને જોઈને આશ્ચર્ય પામી અને પરસ્પર એવી વાતો કરવા લાગી કે આ કોઈ સાક્ષાત કામદેવ છે અથવા દેવ છે જે વનની શોભા જોવાને આવ્યો છે. તેમાંની કોઈ કામથી વ્યાકુળ બની વીણા વગાડવા લાગી, તેનો સ્વર કિન્નરી દેવીઓ જેવો હતો, કોઈ ચંદ્રવદની હાથમાં દર્પણ રાખી એનું પ્રતિબિંબ દર્પણમાં દેખવા લાગી, દેખીને મન આસક્તિ પામ્યું. આ પ્રમાણે સર્વ સ્ત્રીઓને સંભ્રમ ઉત્પન્ન કરીને હાર, માળા, સુંદર વસ્ત્ર પહેરેલા દેદીપ્યમાન અગ્નિકુમાર દેવ પેઠે શોભતા હતા. એટલામાં રાવણે વનમાં અનેક વાતો સાંભળી. પછી રાવણે ક્રોધે ભરાઈને યુદ્ધમાં પ્રવીણ અત્યંત નિર્દય કિંકરો હતા તેમને મોકલ્યા અને આજ્ઞા કરી કે મારી ક્રિીડાના પુષ્પોધાનમાં મારો કોઈ શત્રુ આવ્યો છે તેને અવશ્ય મારી નાખો. તેઓ જઈને વનના રક્ષકને પૂછવા લાગ્યા કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #431 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૦ ત્રેપનમું પર્વ પદ્મપુરાણ હે વનના રક્ષક! તમે કેમ પ્રમાદરૂપ થઈ ગયા છો, ઉદ્યાનમાં કોઈ દુષ્ટ વિદ્યાધર આવ્યો છે, તેને તરત જ મારવાનો અથવા પકડવાનો છે, એ અત્યંત અવિનયી છે. તે કોણ છે? ક્યાં છે? હનુમાને આ સાંભળ્યું અને ધનુષ, શક્તિ, ગદા, ખડ્ઝ, બરછી ધારણ કરેલા અનેક લોકોને આવતા જોયા. પછી સિંહથીયે અધિક પરાક્રમી, જેના મુગટમાં રત્નજડિત વાનરનું ચિહન છે, જેનાથી આકાશમાં પ્રકાશ થયો છે, એવા પવનપુત્રે તેમના ઉગતા સૂર્ય સમાન ક્રોધથી હોઠ કરડતા અને લાલ આંખોવાળું પોતાનું રૂપ દેખાડ્યું. તેના ભયથી બધા કિંકરો ભાગી ગયા. અને બીજા વધારે દૂર સુભટો આવ્યા. તે શક્તિ, તોમર, ખગ્ન, ચક્ર, ગદા, ધનુષ ઇત્યાદિ આયુધો હાથમાં લઈને ચલાવતા આવ્યા. અંજનાનો પુત્ર શસ્ત્રરહિત હતો. તેણે વનનાં ઊંચાં ઊંચા વક્ષો ઉપાડયાં અને પર્વતોની શિલા ઉપાડી અને રાવણના સભટો પર પોતાના હાથથી ફેંકી જાણે કે કાળ જ મોકલ્યો તેથી ઘણાં સામંતો મરી ગયા. હનુમાનની ભુજાનો આકાર મહા ભયંકર સર્પની ફેણ સમાન છે. તેણે શાલ, પીપળો, વડ, ચંપા, અશોક, કદંબ, કુંદ, નાગ, અર્જુન, આમ્રવૃક્ષ, લોધ, કટહુલનાં મોટાં મોટાં વૃક્ષો ઉખાડીને તેના વડે અનેક યોદ્ધાઓને મારી નાખ્યા, કેટલાકને શિલાઓથી માર્યા, કેટલાકને મુક્કા અને લાતોથી પીસી નાખ્યા, રાવણની સમુદ્ર જેવડી સેનાને ક્ષણમાત્રમાં વિખેરી નાખી, કેટલાક મરી ગયા, કેટલાક ભાગી ગયા. હું શ્રેણિક ! હુરણોને જીતવા માટે સિંહને કોની સહાય જોઈએ ? અને શરીર બળહીન હોય તો ઘણાની મદદ હોય તોય શું કામની ? તે વનના બધા મહેલો, વાપિકા, વિમાન જેવા ઉત્તમ મહેલો બધું ચૂરેચૂરા કરી નાખ્યું, માત્ર સપાટ જમીન રહી ગઈ. વનનાં મકાનો અને વૃક્ષોનો નાશ કર્યો તેથી જેમ સમુદ્ર સુકાઈ જાય અને માર્ગ થઈ જાય તેમ માર્ગ થઈ ગયો. દુકાનો તોડી પાડી, અનેક કિંકરોને મારી નાખ્યા તેથી બજાર સંગ્રામની ભૂમિ જેવી થઈ ગઈ. ઊંચાં તોરણો અને ધજાઓની પંક્તિ પડી ગઈ. આકાશમાંથી જાણે ઇન્દ્રધનુષ પડ્યું હોય અને પોતાના પગ વડે અનેક વર્ણનાં રત્નોના મહેલો ઢાળી દીધા તેથી અનેક વર્ણનાં રત્નોની રજથી જાણે આકાશમાં હજારો ઇન્દ્રધનુષ રચાયાં છે, પગની લાતોથી પર્વત સમાન ઊંચા ઘર તોડી પાડ્યાં તેનો ભયાનક અવાજ થયો. કેટલાકને તો હાથથી અને ખભાથી માર્યા, કેટલાકને પગથી અને છાતીથી માર્યા. આ પ્રમાણે રાવણના હજારો સુભટોને મારી નાખ્યા એટલે નગરમાં હાહાકાર થઈ ગયો અને રત્નોના મહેલ તૂટી પડયા તેનો અવાજ થયો. હાથીઓના પગ ઉખાડી નાખ્યા, ઘોડા પવનની જેમ ઊડવા લાગ્યા, વાવો તોડી નાખી તેથી કીચડ રહી ગયો, જાણે ચાકડે ચડાવી હોય તેમ આખી લંકા વ્યાકુળ થઈ ગઈ. લંકારૂપ સરોવર રાક્ષસરૂપ માછલાઓથી ભરેલું હતું તે હનુમાનરૂપ હાથીએ ડખોળી નાખ્યું. પછી મેઘવાહન બખર પહેરીને મોટી ફોજ લઈને આવ્યો તેની પાછળ ઇન્દ્રજિત આવ્યો એટલે હનુમાન તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો. લંકાની બહારની ભૂમિ ઉપર યુદ્ધ થયું, જેવું ખરદુષણ અને લક્ષ્મણ વચ્ચે થયું હતું. હનુમાન ચાર ઘોડાના રથ પર બેસીને ધનુષબાણ લઈને રાક્ષસોની સેના તરફ ધસ્યા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #432 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રેપનમું પર્વ ૪૧૧ પછી ઇન્દ્રજિતે ઘણો વખત યુદ્ધ કરીને હનુમાનને નાગપાશથી પકડ્યો અને નગરમાં લઈ આવ્યો. તેના આવ્યા પહેલાં જ રાવણની પાસે હનુમાનના પોકારો થઈ રહ્યા હતા. અનેક લોકો અનેક પ્રકારે પોકારતા હતા કે સુગ્રીવના બોલાવવાથી એ પોતાના નગરમાંથી કિકંધાપુર આવ્યો હતો, રામને મળ્યો હતો અને ત્યાંથી આ તરફ આવ્યો, વચ્ચે મહેન્દ્રને જીત્યો અને સાધુઓનો ઉપસર્ગ મટાડયો, દધિમુખની કન્યાને રામ પાસે મોકલી અને વજય કોટનો નાશ કર્યો, વજમુખને માર્યો અને તેની પુત્રી લંકાસુંદરી તેની અભિલાષા કરવા લાગી તેથી તેને પરણ્યો અને તેની સાથે રમ્યો અને પુષ્પ નામના વનનો નાશ કર્યો, વનપાલકોને વિહવળ કર્યા, અનેક સુભટોને માર્યા અને ઘટરૂપ સ્તનોથી સીંચી સીંચીને માળીની સ્ત્રીઓએ પુત્રોની પેઠે જે વૃક્ષો મોટાં કર્યા હતાં તે ઉખાડી નાખ્યાં. વૃક્ષો પરથી વેલો દૂર કરી તે વિધવા સ્ત્રીઓની જેમ ભૂમિ પર પડી છે, તેનાં પાંદડાં સુકાઈ ગયાં છે અને ફળફૂલોથી નમેલાં જાતજાતનાં વૃક્ષોને મસાણ જેવાં કરી નાખ્યાં છે. આ અપરાધ સાંભળી રાવણને અત્યંત કોપ થયો હતો. એટલામાં ઇન્દ્રજિત હુનુમાનને લઈને આવ્યો. રાવણે તેને લોઢાની સાંકળોની બંધાવ્યો અને કહેવા લાગ્યો કે એ પાપી નિર્લજ્જ દુરાચારી છે. હવે એને જોવાથી શું ફાયદો? એણે જાતજાતના અપરાધ કર્યા છે, આવા દુષ્ટને કેમ ન મારવો? ત્યારે સભાના બધા લોકો માથું ધુણાવીને કહેવા લાગ્યા કે હે હનુમાન! તું જેના પ્રસાદથી પૃથ્વી પર પ્રભુતા પામ્યો એવા સ્વામીને પ્રતિકૂળ થઈ ભૂમિગોચરીનો દૂત થયો, રાવણની આવી કૃપા પીઠ પાછળ ફેંકી દીધી, આવા સ્વામીને છોડીને તું ભિખારી, નિર્ધન પૃથ્વી પર ભટકતા ફરતા બે વીરોનો સેવક થયો. રાવણે કહ્યું કે તું પવનનો પુત્ર નથી, કોઈ બીજાથી ઉત્પન્ન થયો છે, તારી ચેષ્ટા પ્રત્યક્ષ અકુલીનની જણાય છે. જે જાર સ્ત્રીથી જન્મે છે તેના ચિહ્ન શરીર ઉપર દેખાતા નથી, પણ જ્યારે તે અનાચાર કરે છે ત્યારે ખબર પડે છે કે આ જારનો પુત્ર છે. શું કેસરી સિંહનો પુત્ર શિયાળનો આશ્રય કરે ? નીચના આશ્રયથી કુળવાન પુરુષ જીવે નહિ. હવે તું રાજકારનો દ્રોહી હો, નિગ્રહુ કરવા યોગ્ય છો. હનુમાન આ વચન સાંભળી હસ્યો અને બોલ્યો, ખબર નથી કે કોનો નિગ્રહ થશે. આ દુર્બુદ્ધિથી તારું મૃત્યુ નજીક આવ્યું છે, એ કેટલાક દિવસ પછી નજરે પડશે. લક્ષ્મણ સહિત શ્રી રામ મોટી સેના સાથે આવે છે, જેમ પર્વતથી મેઘ ન રોકાય તેમ તે કોઈથી રોકાવાના નથી. અને જેમ કોઈ અનેક પ્રકારના અમૃત સમાન આહારથી તૃપ્ત ન થયો અને વિષનું એક બિંદુ ભક્ષીને નાશ પામે તેમ તું હજારો સ્ત્રીઓથી તૃપ્ત ન થયો અને પરસ્ત્રીની તૃષ્ણાથી નાશ પામીશ. શુભ અને અશુભથી પ્રેરાયેલી બુદ્ધિ હોનહાર અનુસાર થાય છે તે ઇન્દ્રાદિથી પણ અન્યથા થતી નથી. દુર્બુદ્ધિઓને સેંકડો પ્રિય વચનોથી ઉપદેશ આપીએ તો પણ તે લાગતો નથી, જેવું ભવિતવ્ય હોય, તે જ થાય. વિનાશ કાળ આવે ત્યારે બુદ્ધિનો નાશ થાય. તેમ કોઈ પ્રમાદી વિષથી ભરેલું સુગંધી મધુર જળ પીએ તો મરણ પામે, તેમ હું રાવણ ! પરસ્ત્રીનો લોલુપી તું નાશ પામવાનો છે. તું ગુરુ, પરિજન, વૃદ્ધ, પ્રિય બાંધવ, મંત્રી બધાનાં વચનોનું ઉલ્લંઘન કરીને પાપકર્મમાં પ્રવર્યો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #433 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨ ત્રેપનમું પર્વ પદ્મપુરાણ છે તેથી દુરાચારરૂપ સમુદ્રમાં કામરૂપ ભંવરની (વમળની) વચમાં આવીને નરકનાં દુઃખ ભોગવીશ. હે રાવણ ! તું રત્નશ્રવા રાજાના કુળમાં ક્ષયનું કારણ નીચ પુત્ર થયો. તારાથી રાક્ષસવંશનો નાશ થશે. ભૂતકાળમાં તારા વંશમાં મોટા મોટા મર્યાદાના પાલક પૃથ્વી પર પૂજ્ય મુક્તિગામી થયા. અને તે તેમના કુળમાં પુલાક એટલે કે ધૂન પુરુષ થયો. દુબુદ્ધિ મિત્રને કહેવું નિરર્થક છે. જ્યારે હનુમાને આમ કહ્યું ત્યારે રાવણ ક્રોધથી આરક્ત થઈ દુર્વચન કહેવા લાગ્યો. આ પાપી મૃત્યુથી ડરતો નથી, વાચાળ છે માટે તરત જ આના હાથ, પગ, ડોક સાંકળોથી બાંધી અને તેને કુવચનો સંભળાવતાં ગામમાં ફેરવો, કૂર કિંકરો સાથે ઘેર ઘેર લઈ જઈને કહો કે આ ભૂમિગોચરીઓનો દૂત આવ્યો છે–આને જુઓ અને કૂતરા અને છોકરાઓ સાથે નગરથી બહાર લઈ જઈ એને ધિક્કારો બાળકો એના તરફ ધૂળ ઉડાડે અને કૂતરાઓ ભસે એમ આખી નગરીમાં એને આ પ્રમાણે ફેરવો અને દુઃખ દો. આથી તેઓ રાવણની આજ્ઞા પ્રમાણે કુવચન બોલતાં લઈને નીકળ્યા પણ એ બંધન તોડાવીને ઊંચો ઊછળ્યો, જેમ યતિ મોહપાશ તોડીને મોક્ષપુરીમાં જાય તેમ. આકાશમાંથી ઊછળીને તેણે પગની લાતોથી લંકાના મોટા દ્વાર અને નાના દરવાજા તોડી પાડયા. ઇન્દ્રના મહેલ જેવો રાવણનો મહેલ હનુમાનનાં ચરણોના પ્રહારથી તૂટી ગયો. મહેલની આસપાસ રત્નસુવર્ણનો કોટ હતો તેનો ચૂરો કરી નાખ્યો, જેમ વજપાતથી પર્વત ચૂર્ણ થઈ જાય તેમ રાવણનાં મકાનો હનુમાનરૂપ વજના પાતથી ચૂર્ણ થઈ ગયાં. આ હનુમાનના પરાક્રમની વાત સાંભળી સીતાએ પ્રમોદ કર્યો અને હનુમાનને બંધાયેલો સાંભળીને વિષાદ કર્યો હતો. વજોદરી પાસે બેઠી હતી તેણે કહ્યું, હે દેવી! નકામા શા માટે રુદન કરો છો, એ સાંકળ તોડાવીને આકાશમાં ચાલ્યા જાય છે તે જુઓ. ત્યારે સીતા અતિપ્રસન્ન થઈ અને ચિત્તમાં વિચારવા લાગી કે આ હનુમાન મારા સમાચાર પતિ પાસે જઈને કહેશે, તે આશિષ દેવા અને પુષ્પાંજલિ નાખવા લાગી કે તું સુખરૂપ પહોંચી જજે, સર્વ ગ્રહો તને સુખરૂપ થાવ, તારાં સકળ વિશ્નો નાશ પામો, તું ચિરંજીવ થા. આ પ્રમાણે પરોક્ષ આશિષ દેવા લાગી. પુણાધિકારી હનુમાન જેવા પુરુષો અદ્દભુત આશ્ચર્ય ઉપજાવે છે. તેમણે પૂર્વજન્મમાં ઉત્કૃષ્ટ તપ, વ્રત આચર્યા છે અને આખા લોકમાં ફેલાયેલ યશના ધારક છે. જે કામ કોઈથી ન બને તે કરવામાં સમર્થ છે. અને ચિંતવી ન શકાય એવા આશ્ચર્ય તે ઉપજાવે છે, માટે પંડિતોએ બધું છોડીને ધર્મને ભજવો. નીચકર્મ છે તે અનિષ્ટ ફળ આપે છે માટે અશુભ કર્મ તજવાં. પરમ સુખના આસ્વાદમાં આસક્ત સુંદર લીલા કરનાર પ્રાણીઓ સૂર્યના તેજને જીતે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનનું લંકામાંથી પાછા ફરવાનું વર્ણન કરનાર ત્રેપનમું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #434 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચોપનમું પર્વ ૪૧૩ ચોપનમું પર્વ (રામ-લક્ષ્મણનું લંકા તરફ પ્રસ્થાન) પછી હનુમાન પોતાની સેનામાં આવી કિકંધાપુર આવ્યા. લંકાપુરીમાં વિઘ્ન કરીને આવ્યા, ધજા, છત્રાદિ નગરીની મનોજ્ઞતા હરી લીધી એ બધી વાત જાણી કિહુકંધાપુરના લોકો બહાર નીકળ્યા, નગરમાં ઉત્સાહુ થયો. જેનું પરાક્રમ ઉદાર છે એવા હનુમાને નગરમાં પ્રવેશ કર્યો ત્યારે નગરના નરનારીઓને એમને જોવાનો અત્યંત સંભ્રમ થયો, પોતાનો જ્યાં નિવાસ હતો ત્યાં જઇ સેનાના યોગ્ય પડાવ નખાવ્યા, રાજા સુગ્રીવે બધો વૃત્તાંત પૂછયો તે તેમને કહ્યો. પછી તે રામ પાસે ગયા. રામ વિચાર કરે છે કે હુનુમાન આવ્યા છે તે એમ કહેશે કે તમારી પ્રિયા સુખેથી જીવે છે. હુનુમાને તે જ સમયે આવીને રામને જોયા. રામ અત્યંત ક્ષીણ, વિયોગરૂપ અગ્નિથી તત, જેમ હાથી દાવાનળથી વ્યાકુળ થાય તેમ મહાશોકરૂપ ગર્તમાં પડ્યા હતા. તેમને હાથ જોડી, નમસ્કાર કરી આનંદિત ચહેરે સીતાની વાત કહેવા લાગ્યા, જે રહસ્યના સમાચાર કહ્યા હતા તે બધાનું વર્ણન કર્યું અને શિરનો ચૂડામણિ આપીને નિશ્ચિંત થયા. ચિંતાથી વદનની બીજા જ પ્રકારની છાયા થઈ ગઈ છે, આંસુ સરી રહ્યાં છે. રામ તેને જોઈને રુદન કરવા લાગ્યા અને ઊભા થઈને મળ્યા. શ્રી રામ આ પ્રમાણે પૂછે છે કે હું હનુમાન! સાચું કહો, શું મારી સ્ત્રી જીવે છે? ત્યારે હનુમાને નમસ્કાર કરીને કહ્યું, હે નાથ ! જીવે છે અને આપનું ધ્યાન કરે છે. હું પૃથ્વીપતિ! આપ સુખી થાવ. આપના વિરહથી તે સત્યવતી નિરંતર રુદન કરે છે, નેત્રોના જળથી ચાતુર્માસ બનાવી દીધું છે, ગુણના સમૂહુની નદી એવા સીતાના કેશ વિખરાઈ ગયા છે, અત્યંત દુઃખી છે અને વારંવાર નિશ્વાસ નાખી ચિંતાના સાગરમાં ડૂબી રહી છે. સ્વભાવથી જ શરીર દુર્બળ છે અને વિશેષ દુર્બળ થઈ ગઈ છે. રાવણની સ્ત્રીઓ તેને આરાધે છે, પણ તેમની સાથે સીતા વાતચીત કરતી નથી, નિરંતર તમારું જ ધ્યાન કરે છે. શરીરના બધા સંસ્કાર છોડી દીધા છે. હે દેવ! તમારી રાણી બહુ દુઃખમાં જીવે છે. હવે તમારે જે કરવું હોય તે કરો. હુનુમાનનાં આ વચન સાંભળી શ્રી રામ ચિંતાતુર થયા. મુખકમળ કરમાઈ ગયું, દીર્ઘ નિસાસા નાખવા લાગ્યા અને પોતાના જીવનને અનેક પ્રકારે નિંદવા લાગ્યા. ત્યારે લક્ષ્મણે વૈર્ય બંધાવ્યું. હે મહાબદ્ધિ! શોક શા માટે કરો છો ? કર્તવ્યમાં મન લગાડો. લક્ષ્મણે સગ્રીવને કહ્યું. હે કિકંધાપતે ! તું દીર્ઘસત્રી છે (લાંબા લાંબા વિચાર કર્યા કરે છે.) હવે સીતાના ભાઈ ભામંડળને શીધ્ર બોલાવ. આપણે રાવણની નગરીમાં અવશ્ય જવું છે. કાં જહાજ વડે સમુદ્રને તરીએ અથવા હાથ વડે. આ વાત સાંભળી સિંહનાદ નામનો વિદ્યાધર બોલ્યો, આપ ચતુર, મહાપ્રવીણ થઈને આવી વાત ન કરો. અમે તો આપની સાથે છીએ, પરંતુ જેમાં બધાનું હિત થાય એવું કાર્ય કરવું જોઈએ. હનુમાને જઈને લંકાના વનનો નાશ કર્યો અને લંકામાં ઉપદ્રવ કર્યો તેથી રાવણને ક્રોધ ચડ્યો છે તેથી આપણે તો મરણ આવ્યું છે. ત્યારે જામવંત બોલ્યો કે તું સિંહ થઈને હરણની જેમ શા માટે કાયર થાય છે, હવે રાવણ જ ભયરૂપ છે અને તે અન્યાયમાર્ગ છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #435 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪ ચોપનમું પર્વ પદ્મપુરાણ તેનું મૃત્યુ નજીક આવ્યું છે. આપણી સેનામાં પણ મોટા મોટા મહારથી યોદ્ધાઓ છે, વિધાવૈભવથી પૂર્ણ છે, તેમણે હજારો આશ્ચર્યકારક કાર્યો કર્યા છે. તેમનાં નામ ધનગતિ, ભૂતાનંદ, ગજસ્વન, કૂરકેલિ, કિલભીમ, કૂડ, ગોરવિ, અંગદ, નળ, નીલ, તડિદવકત્ર, મંદર, અર્શનિ, અર્ણવ, ચંદ્રજ્યોતિ, મૃગેન્દ્ર, વજદંષ્ટ્ર, દિવાકર, ઉલ્કાવિધા, લાંગૂલવિધા, દિવ્યશાસ્ત્રમાં પ્રવીણ, જેમના પુરુષાર્થમાં બાધા નથી એવા હનુમાન મહાવિદ્યાવાન અને ભામંડળ, વિધાધરોના ઈશ્વર મહેન્દ્રકેતુ, અતિઉગ્ર જેનું પરાક્રમ છે પ્રસન્નકીર્તિ ઉદધૃત અને તેનો પુત્ર મહાબળવાન તથા રાજા સુગ્રીવના અનેક સામંતો મહાબળવાન છે, પરમ તેજના ધારક છે, અનેક કાર્ય કરનારા, આજ્ઞા પાળનારા છે. આ વચન સાંભળી વિધાધર લક્ષ્મણ તરફ જોવા લાગ્યા. અને શ્રી રામ તરફ જોયું તો તે સૌમ્યતારહિત મહાવિકરાળરૂપ દેખાયા, ભૂકુટિ ચઢાવેલા મહા ભયંકર, જાણે કે કાળનું ધનુષ જ છે. શ્રી રામ લક્ષ્મણ લંકાની દિશા તરફ ક્રોધ ભરેલી લાલ આંખોથી તાકી રહ્યા જાણે કે રાક્ષસોનો ક્ષય કરનાર જ છે. પછી તે જ દષ્ટિ તેમણે ધનુષ તરફ કરી અને બન્ને ભાઈઓના મુખ અત્યંત ક્રોધરૂપ થઈ ગયા, શિરના કેશ ઢીલા થઈ ગયા જાણે કે કમળનું સ્વરૂપ હોય. જગતને તામસરૂપ અંધકારથી છાઈ દેવા ચાહે છે એવા બન્નેના મુખ જ્યોતિના મંડળ વચ્ચે જોઈને બધા વિધાધરો જવા માટે તૈયાર થઈ ગયા, જેમનું ચિત્ત સંભ્રમરૂપ છે એ રાઘવનો અભિપ્રાય જાણીને સુગ્રીવ, હનુમાન સર્વ જાતજાતનાં આયુધો અને સંપદાથી મંડિત ચાલવાને તૈયાર થયા. રામ-લક્ષ્મણ બન્ને ભાઈઓના પ્રયાણ કરવાનાં વાજિંત્રોના નાદથી દશે દિશાઓ ભરાઈ ગઈ, માગશર વદ પાંચમના દિવસે સૂર્યોદય સમયે અત્યંત ઉત્સાહથી નીકળતાં સારા સારા શુકન થયા. કયા કયા શુકન થયા? નિધૂમ અગ્નિની જ્વાળા દક્ષિણ તરફ જોઈ, મનોહર અવાજ કરતા મોર, વસ્ત્રાભૂષણ સંયુક્ત સૌભાગ્યવતી નારી, સુગંધી પવન, નિગ્રંથ મુનિ, છત્ર, ઘોડાઓનો હણહણાટ, ઘંટારવ, દહીં ભરેલો કળશ, પાંખ ફેલાવીને મધુર અવાજ કરતો કાગડો, ભેરી અને શંખનો અવાજ, અને તમારો જય થાવ, સિદ્ધિ મળો, નંદો, વધો એવાં વચનો ઇત્યાદિ શુભ શુકન થયા. રાજા સુગ્રીવ શ્રી રામની સાથે ચાલવા તૈયાર થયો. સુગ્રીવના ઠેકઠેકાણેથી વિદ્યાધરોના સમૂહુ આવ્યા. શુક્લ પક્ષના ચંદ્રમા સમાન જેનો પ્રકાશ છે, નાના પ્રકારનાં વિમાનો, નાના પ્રકારની ધજાઓ, નાના પ્રકારનાં વાહન, નાના પ્રકારનાં આયુધો સહિત મોટા મોટા વિધાધરો આકાશમાં જતા શોભવા લાગ્યા. રાજા સુગ્રીવ, હનુમાન, શલ્ય, દુર્મર્ષણ, નળ, નીલ, સુષેણ, કુમુદ ઇત્યાદિ અનેક રાજાઓ તેમની સાથે થયા. તેમની ધજાઓ પર દેદીપ્યમાન રત્નમયી વાનરોનાં ચિહન જાણે કે આકાશને ગળી જવા પ્રવર્તે છે, વિરાજિતની ધજા પર વાઘનું ચિહ્ન ઝરણા જેવું ચમકે છે, જાંબૂની ધજા પર વૃક્ષ, સિંહરવની ધજા પર વાઘ, મેઘકાંતની ધજા પર હાથીનું ચિહ્ન છે. તેમાં મહા તેજસ્વી લોકપાલ સમાન ભૂતનાદ તે સેનાનો વડો બન્યો અને લોકપાલ સમાન હનુમાન ભૂતનાદની પાછળ સામંતોના સમૂહુ સહિત પરમ તેજ ધારણ કરતા લંકા પર ચડયા જેમ પૂર્વે રાવણના વડીલ સુકેશીના પુત્ર માલી લંકા પર ચડયા હુતા અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #436 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાવનમું પર્વ ૪૧૫ ત્યાં અધિકાર મેળવ્યો હતો તેવા આ બધા અતિ હર્ષભર્યા શોભતા હતા. શ્રી રામની સન્મુખ વિરાધિત બેઠો અને પાછળ જામવંત બેઠો, ડાબા હાથે સુષેણ બેઠો અને જમણા હાથ તરફ સુગ્રીવ બેઠો. તે એક નિમિષમાં વેલંધરપુર પહોંચી ગયા. ત્યાંનો સમુદ્ર નામનો રાજા અને નળ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. સમુદ્રના ઘણા માણસો માર્યા ગયા અને નળે સમુદ્રને બાંધ્યો અને તેને શ્રી રામ સાથે મેળવ્યો અને ત્યાં જ પડાવ નાખ્યો. શ્રી રામે સમુદ્ર ઉપર કૃપા કરી, તેનું રાજ્ય તેને પાછું આપ્યું તેથી રાજાએ અત્યંત આનંદ પામી પોતાની કન્યાઓ સત્યશ્રી, કમળા, ગુણમાળા, રત્નચૂડા જે બધી સ્ત્રીઓનાં ગુણોથી મંડિત દેવાંગના સમાન હતી તે લક્ષ્મણ સાથે પરણાવી. ત્યાં એક રાત્રિ રહ્યા. પછી ત્યાંથી પ્રયાણ કરી સુવેલ પર્વત પર સુવેલનગર ગયા. ત્યાં રાજા સુવેલ નામના વિધાધરને સંગ્રામમાં જીતી રામના અનુચર વિધાધરો જેમ નંદનવનમાં દેવ ક્રિીડા કરે તેમ ક્રીડા કરવા લાગ્યા. ત્યાં અક્ષય નામના વનમાં આનંદથી રાત્રિ વીતાવી. ત્યાંથી પ્રયાણ કરી લંકા જવાની તૈયારી કરી. લંકાનો ઊંચો કોટ છે, સુવર્ણના મહેલોથી પૂર્ણ કૈલાસના શિખર સમાન તેમનો આકાર છે, નાના પ્રકારનાં રત્નોના ઉદ્યોતથી પ્રકાશમાન છે, કમળના વનથી યુક્ત વાવ, કૂવા, સરોવરાદિથી શોભિત, નાના પ્રકારનાં રત્નોથી રચિત ઊંચાં ચૈત્યાલયોથી મંડિત મહાપવિત્ર ઇન્દ્રની નગરી સમાન છે. આવી લંકા દૂરથી જોઈ રામના અનુચર સર્વ વિધાધરો આશ્ચર્ય પામ્યા અને હંસીપમાં પડાવ નાખ્યો. હંસપુર નગરના રાજા હંસરથને યુદ્ધમાં જીતીને હંસપુરમાં ક્રિીડા કરવા લાગ્યા. ત્યાંથી ભામંડળ ઉપર દૂત મોકલ્યો. ત્યાં ભામંડળના આવવાની રાહ જોઈને નિવાસ કર્યો. પુણ્યાધિકારી જે જે દેશમાં પ્રવેશ કરે ત્યાં ત્યાં શત્રુઓને જીતીને મહાભોગ ઉપયોગ ભોગવતા. આ પુણ્યના અધિકારી ઉદ્યમીઓથી કોઈ અધિક રહેતા નહિ, બધા તેમના આજ્ઞાકારી બની જતા. તેમનાં મનમાં જે જે ઈચ્છા હોય તે બધી આમની મૂઠીમાં છે તેથી સર્વઉપાયથી ત્રણ લોકમાં સારરૂપ જિનરાજનો ધર્મ જ પ્રશંસાયોગ્ય છે. જે કોઈ જગતને જીતવા ચાહે તે જિનધર્મને આરાધે. આ ભોગ ક્ષણભંગુર છે, એની તો શી વાત ? આ વીતરાગનો ધર્મ નિર્વાણને આપે છે અને કોઈ જન્મ લે તો ઇન્દ્ર ચક્રવર્તી આદિ પદ આપે છે, તે ધર્મના પ્રભાવથી આ ભવ્ય જીવ સૂર્યથી પણ અધિક પ્રકાશ મેળવે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપાપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણના લંકાગમનનું વર્ણન કરનાર ચોપનમું પર્વ પૂર્ણ થયું. * * * પંચાવનમું પર્વ (રામ-લક્ષ્મણ સાથે વિભીષણનો સમાગમ) પછી રામનું સૈન્ય પાસે આવેલું જાણીને લંકા પ્રલયકાળના તરંગસમાન ક્ષોભ પામી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #437 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૬ પંચાવનમું પર્વ પદ્મપુરાણ રાવણ ગુસ્સે થયો અને સામંતો યુદ્ધની વાતો કરવા લાગ્યા. જેમ સમુદ્રનો ઘોષ થાય તેમ વાજિંત્રોનો ઘોષ થવા લાગ્યો, જેનાથી બધી દિશાઓ અવાજમય બની ગઈ. રણભેરીના નાદથી સુભટો અત્યંત હર્ષ પામ્યા. બધા સાજ સજીને સ્વામીના હિત માટે સ્વામીની પાસે આવ્યા. તેમના નામ મારીચ, અમલચંદ્ર, ભાસ્કર, સિંહપ્રભ, હસ્ત, પ્રહસ્ત ઇત્યાદિ અનેક યોદ્ધા આયુધો સજીને સ્વામી પાસે આવ્યા. પછી લંકાપતિ સંગ્રામ નિમિત્તે ઉદ્યમી થયા. ત્યારે વિભીષણ રાવણ પાસે આવ્યા, પ્રણામ કરીને શાસ્ત્રમાર્ગ અનુસાર અત્યંત પ્રશંસાયોગ્ય સૌને સુખદાયક આગામી કાળમાં કલ્યાણરૂપ, વર્તમાનમાં કલ્યાણરૂપ એવાં વચન વિભીષણ રાવણને કહેવા લાગ્યા. વિભીષણ શાસ્ત્રમાં પ્રવીણ છે, મહાચતુર નય પ્રમાણના જાણનાર છે તે ભાઈને શાંત વચન કહેવા લાગ્યા, હે પ્રભો! તમારી કીર્તિ કુંદપુષ્પ સમાન ઉજ્જવળ, ઇન્દ્ર સમાન પૃથ્વી પર ફેલાઈ રહી છે, આ કીર્તિ પરસ્ત્રીના નિમિત્તે ક્ષણમાત્રમાં ક્ષય પામશે, જેમ સાંજના વાદળની રેખા નાશ પામે છે. તેથી હે સ્વામી! હે પરમેશ્વર! અમારા પર પ્રસન્ન થાવ, શીધ્ર સીતાને રામ પાસે મોકલો. એમાં દોષ નથી, કેવળ ગુણ જ છે. આપ સુખરૂપ. સમદ્રમાં નિશ્ચયથી રહો. હું વિચક્ષણ! જે ન્યાયરૂપ મહાભોગ છે તે બધા તમારે સ્વાધીન છે. શ્રી રામ અહીં આવ્યા છે મહાન પુરુષ છે, તમારા સમાન છે, જાનકીને તેમની પાસે મોકલી દો. પોતાની વસ્તુ જ સર્વ પ્રકારે પ્રશંસાયોગ્ય છે, પરવસ્તુ પ્રશંસાયોગ્ય નથી. વિભીષણનાં આ વચન સાંભળી રાવણનો પુત્ર ઇન્દ્રજિત પિતાના ચિત્તની વૃત્તિ જાણીને વિભીષણને કહેવા લાગ્યો, સાધો ! તમને કોણે પૂછયું અને કોણે અધિકાર આપ્યો છે કે જેથી આમ ઉન્મત્તની જેમ વચન કહો છો. તમે અત્યંત કાયર છો અને દીન લોકોની પેઠે યુદ્ધથી ડરો છો તો તમારા ઘરના દરમાં બેસી રહો. આવી વાતોથી શો લાભ? આવું દુર્લભ સ્ત્રીરત્ન મેળવીને મૂઢની જેમ તેને કોણ છોડી દે ? તમે શા માટે વૃથા બકવાશ કરો છો? જે સ્ત્રીના અર્થે સુભટો સંગ્રામમાં તીક્ષ્ણ ખગની ધારાથી મહાશત્રુઓને જીતીને વીર લક્ષ્મી ભુજાઓ વડે ઉપાર્જ છે તેમને કાયરતા શેની? કેવો છે સંગ્રામ? જાણે કે હાથીઓના સમૂહથી જ્યાં અંધકાર થઈ રહ્યો છે અને નાના પ્રકારનાં શસ્ત્રોના સમૂહું ચાલે છે. ઇન્દ્રજીત અત્યંત માનથી ભરેલો છે અને જિનશાસનથી વિમુખ છે. ઇન્દ્રજિતનાં આ વચન સાંભળીને ઇન્દ્રજિતનો તિરસ્કાર કરતો વિભીષણ બોલ્યો, રે પાપી ! અન્યાયમાર્ગી, શું તું પુત્ર નામનો શત્રુ છે? તને ઠંડો વાયુ ઉત્પન્ન થયો છે, પોતાનું હિત જાણતો નથી, શીત વાયની પીડા અને ઉપાય છોડીને શીતળ જળમાં પ્રવેશ કરે તો પોતાના પ્રાણ ખોવે. ઘરમાં આગ લાગી હોય ત્યારે અગ્નિમાં સૂકાં લાકડાં નાખે તો કુશળ ક્યાંથી થાય? અહો, મોહરૂપ ગ્રાહુથી તું પીડિત છે, તારી ચેષ્ટા વિપરીત છે, આ સ્વર્ણમયી લંકાના દેવવિમાન જેવાં ઘર લક્ષ્મણના તીક્ષ્ણ બાણોથી ચૂર્ણ થઈ જાય ત્યાર પહેલાં જનકસુતાને, જે પતિવ્રતા છે તેને રામ પાસે મોકલી દો, સર્વ લોકના કલ્યાણ અર્થે સીતાને તરત જ મોકલી દેવી યોગ્ય છે. કુબુદ્ધિવાળા તારા બાપે આ સીતા લંકામાં નથી દાખલ કરી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #438 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાવનમું પર્વ ૪૧૭ પણ રાક્ષસરૂપ સર્પોનું બિલ એવી લંકામાં વિષનાશક જડીબુટ્ટી દાખલ કરી છે. સુમિત્રાના પુત્ર લક્ષ્મણરૂપ ક્રોધાયમાન સિંહને, હાથી સમાન તમે રોકવાને સમર્થ નથી. જેના હાથમાં સાગરાવર્ત ધનુષ અને આદિત્યમુખ અમોધ બાણ છે, જેમને ભામંડળ જેવો સહાયક છે તે લોકોથી કેવી રીતે જીતી શકાય. વળી મોટા મોટા વિધાધરોના અધિપતિ જેમને મળી ગયા છે, મહેન્દ્ર, મલય, હનુમાન, સુગ્રીવ, ત્રિપુર ઈત્યાદિ અનેક રાજા અને રત્નદીપનો પતિ, વેલંધરનો પતિ, સંધ્યા, હરદ્વીપ, દૈયદ્વીપ, આકાશતિલક, કેલિ, કિલ, દધિવક્ર અને મહાબળવાન વિધાના વૈભવથી પૂર્ણ અનેક વિધાધરો આવી મળ્યા છે. આ પ્રમાણે કઠોર વચનો બોલતા વિભીષણને રાવણ ક્રોધે ભરાઈને ખડ્ઝ કાઢી મારવા તૈયાર થયો. ત્યારે વિભીષણે આ ક્રોધને વશ થઈને રાવણ સાથે યુદ્ધ કરવા વજમણી તંભ ઉપાડ્યો. આ બન્ને ભાઈ ઉગ્ર તેજના ધારક યુદ્ધ કરવા તૈયાર થયા તેમને મંત્રીઓએ સમજાવી રોકયા. વિભીષણ પોતાને ઘેર ગયા અને રાવણ પોતાના મહેલે ગયો. પછી રાવણે કુંભકર્ણ તથા ઇન્દ્રજિતને કઠોર ચિત્તે કહ્યું કે આ વિભીષણ મારા અહિતમાં તત્પર છે અને દુષ્ટ છે, તેને મારા નગરમાંથી કાઢી મૂકો. આ અહિત ઈચ્છનારના અહીં રહેવાથી શો ફાયદો ? મારું શરીર પણ મારાથી પ્રતિકૂળ થાય તો મને ગમે નહિ. જો એ લંકામાં રહેશે અને હું એને નહિ મારું તો મારું જીવન નહિ રહે. વિભીષણે આ વાત સાંભળીને કહ્યું કે શું હું રત્નશ્રવાનો પુત્ર નથી ? આમ કહીને તે લંકામાંથી ચાલી નીકળ્યો. મહાસામંતો સાથે ત્રીસ અક્ષૌહિણી સેના લઈને રામ પાસે જવા નીકળ્યો. ત્રીસ અક્ષૌહિણીનું વર્ણન છ લાખ છપ્પન હજાર એકસો હાથી, એટલા જ રથ, ઓગણીસ લાખ અડસઠ હજાર ત્રણસો અશ્વ, બત્રીસ લાખ એંસી હજાર પાંચસો પાયદળ, વિધુતધન, ઇન્દ્રવજ, ઇન્દ્રપ્રચંડ, ચપળ, ઉધ્ધત, અશનિસત્પાત, કાળ, મહાકાળ, આ વિભીષણના સંબંધીઓ પોતાના કુટુંબ સાથે નાના પ્રકારનાં શસ્ત્રોથી મંડિત રામની સેના તરફ ચાલ્યા. નાના પ્રકારનાં વાહનોથી યુક્ત આકાશને આચ્છાદિત કરતો સર્વ પરિવાર સહિત વિભીષણ હંસહીપ આવ્યો. તે દ્વીપની સમીપે મનોજ્ઞ સ્થળ જોઈને જળના કિનારે સેના સહિત પડાવ નાખ્યો, જેમ નંદીશ્વર દ્વિીપમાં દેવો રહે તેમ. વિભીષણને આવેલો સાંભળીને જેમ શિયાળામાં દિરદ્રી કંપે તેમ વાનરવંશીઓની સેના કંપવા લાગી. લક્ષ્મણે સાગરાવર્ત ધનુષ અને સૂર્યહાસ ખગ તરફ દષ્ટિ કરી, રામે વજાવર્ત ધનુષ હાથમાં લીધું અને મંત્રીઓ ભેગા મળીને મંત્રણા કરવા લાગ્યા. જેમ સિંહથી ગજ ડરે તેમ વિભીષણથી વાનરવંશી ડરી ગયા. તે જ સમયે વિભીષણે શ્રી રામની પાસે વિચક્ષણ દ્વારપાળ મોકલ્યો, તે રામ પાસે આવી નમસ્કાર કરી મધુર વચન કહેવા લાગ્યો-હે દેવ! જ્યારથી રાવણ સીતા લાવ્યો ત્યારથી જ આ બન્ને ભાઈઓ વચ્ચે વિરોધ થયો છે અને આજે સર્વથા સંબંધ બગડી ગયો તેથી વિભીષણ આપના ચરણમાં આવ્યો છે, આપના ચરણારવિંદને નમસ્કારપૂર્વક વિનંતી કરી છે. વિભીષણ ધર્મકાર્યમાં ઉદ્યમી છે. એ પ્રાર્થના કરે છે કે આપ શરણાગતના પ્રતિપાલક છો, હું તમારો ભક્ત તમારા શરણે આવ્યો છું, આપની જેમ આજ્ઞા હોય તેમ કરું, આપ કૃપાળુ છો. દ્વારપાળનાં આ વચન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #439 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮ પંચાવનમું પર્વ પદ્મપુરાણ સાંભળી રામે મંત્રીઓ સાથે મંત્રણા કરી. ત્યારે સુમતિકાંત નામના મંત્રીએ રામને કહ્યું કે કદાચ રાવણે કપટ કરી મોકલ્યો હોય તો એનો વિશ્વાસ શો ? રાજાઓની અનેક ચેષ્ટા હોય છે. અને કદાચ કોઈ બાબતમાં આપ આપસમાં કલુષતા પણ થઈ હોય અને પછીથી મળી જાય. ફૂલ અને જળ એમને મળવાની નવાઈ નથી. પછી મહાબુદ્ધિમાન મતિસમુદ્ર બોલ્યો-એમના વચ્ચે વિરોધ તો થયો એ વાત બધા પાસેથી સંભળાય છે અને વિભીષણ મહાન ધર્માત્મા નીતિવાન છે, જેનું ચિત્ત શાસ્ત્રરૂપ જળથી ધોવાયેલું છે, દયાવાન છે, દીન લોકો પર અનુગ્રહુ કરે છે અને મિત્રોમાં દઢ છે અને ભાઈ પણાની વાત કરો તો ભાઈ પણાનું કારણ નથી, જીવોને કર્મનો ઉદય જુદો જુદો હોય છે. આ કર્મોના પ્રભાવથી આ જગતમાં જીવોની વિચિત્રતા છે. આ પ્રસ્તાવ સંબંધમાં એક કથા છે તે સાંભળો-ગિરિ અને ગોભૂત નામના બે બ્રાહ્મણ ભાઈઓ હતા અને એક સૂર્યમઘ નામનો રાજા હતો જેની રાણીનું નામ મતિક્રિયા હતું. તેને બન્નેને પુણ્યની વાંછાથી ભાતમાં છુપાવીને સોનું આપ્યું. તેમાં કપટી ગિરિએ ભાતમાં સોનું છે એમ જાણીને ગોભૂતને કપટથી મારી નાખ્યો અને બન્નેનું સોનું લઈ લીધું. લોભથી પ્રેમનો નાશ થાય છે. બીજી પણ એક કથા સાંભળો. કોસાંબી નગરીમાં એક બુહદ્ધન નામનો ગૃહસ્થ હતો, તેની સ્ત્રી પુરવિદાને બે પુત્ર હતા-અહિદેવ અને મહિદેવ. જ્યારે એમના પિતાનું મૃત્યુ થયું ત્યારે એ બન્ને ભાઈ ધન કમાવા માટે સમુદ્રમાં જહાજમાં બેસી નીકળ્યા. તેમણે બધા પૈસા આપીને એક રત્ન ખરીધું. હવે જે ભાઈના હાથમાં તે રત્ન આવે તેના મનમાં એવો ભાવ થાય કે હું બીજા ભાઈને મારી નાખ્યું. આમ પરસ્પર બેય ભાઈના ભાવ બગયાં. પછી તે ઘેર આવ્યા. તેમણે રત્ન માતાને સોંપ્યું ત્યારે માતાના મનમાં એવો ભાવ થયો કે બન્ને પુત્રોને વિષ આપીને મારી નાખ્યું. આથી માતા અને બેય ભાઈઓએ તે રત્નથી વિરક્ત થઈને કાલિન્દી નદીમાં ફેંકી દીધું. તે રત્ન માછલી ગળી ગઈ. માછીમારે તે માછલી પકડી અને તેને અહિદેવ-મહિદેવને વેચી. અહિદેવ-મહિદેવની બેન માછલી કાપતી હતી ત્યાં રત્ન નીકળ્યું. રત્ન હાથમાં લેતાં તેને એવો ભાવ થયો કે માતા તથા બન્ને ભાઈઓને મારી નાખું. ત્યારે તેણે બધાને બધો વૃત્તાંત કહ્યો કે આ રત્નના યોગથી મને એવા ભાવ થાય છે કે તમને મારી નાખ્યું. પછી રત્નનો ચૂરો કરી નાખ્યો. માતા, બહેન અને બન્ને ભાઈઓએ સંસારથી વિરક્ત થઈ જિનદીક્ષા ધારણ કરી. માટે દ્રવ્યના લોભથી ભાઈઓમાં વેર થાય છે અને જ્ઞાનના ઉદયથી વેર મટે છે. ગિરિએ તો લોભના ઉદયથી ગોભૂતને માર્યો અને અહિદેવ-મહિદેવનું વેર મટી ગયું. મહાબુદ્ધિ વિભીષણનો દ્વારપાળ આવ્યો છે તેને મધુર વચનોમાં સંદેશો મોકલી વિભીષણને બોલાવો. પછી દ્વારપાળ પ્રત્યે સ્નેહ બતાવવામાં આવ્યો અને વિભીષણને અતિ આદરથી બોલાવવામાં આવ્યો. વિભીષણ રામની સમીપે આવ્યો. રામે વિભીષણનો ખૂબ આદર કરીને તેમને મુલાકાત આપી. વિભીષણે વિનંતી કરી, હે દેવ ! હે પ્રભો! નિશ્ચયથી મારા આ જન્મમાં તમે જ પ્રભુ છો. શ્રી જિનનાથ તો આ જન્મ અને પરભવના સ્વામી છે અને રઘુનાથ આ લોકના સ્વામી છે આ પ્રમાણે પ્રાર્થના કરી. ત્યારે શ્રી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #440 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાવનમું પર્વ ૪૧૯ રામે કહ્યું, તને નિઃસંદેહપણે લંકાનો સ્વામી બનાવીશ. વિભીષણ આવવાથી સેનામાં ઉત્સાહ થયો. તે જ સમયે ભામંડળ પણ આવ્યો. ભામંડળને અનેક વિદ્યા સિદ્ધ થઈ છે, તે આખા વિજ્યાઈનો અધિપતિ છે. જ્યારે ભામંડળ આવ્યો ત્યારે રામ-લક્ષ્મણ વગેરે બધા હર્ષ પામ્યા, ભામંડળનું અત્યંત સન્માન કર્યું. બધા આઠ દિવસ હંસધીપમાં રહ્યા. પછી લંકા તરફ ચાલ્યા. નાના પ્રકારના અનેક રથ, પવનથી પણ અધિક ગતિવાળા અશ્વો, મેઘમાળા જેવા હાથીઓ અને અનેક સુભટો સહિત શ્રી રામે લંકા તરફ પ્રયાણ કર્યું. બધા વિધાધરો આકાશને ઢાંકી દેતા રામની સાથે ચાલ્યા. સૌથી આગળ વાનરવંશી રહ્યા. જ્યાં રણક્ષેત્ર સ્થાપ્યું હતું ત્યાં ગયા સંગ્રામની ભૂમિ વીસ યોજના પહોળી છે અને લંબાઈનો વિસ્તાર વિશેષ છે. તે યુદ્ધભૂમિ જાણે કે મૃત્યુભૂમિ જ છે. આ સેનાના હાથીઓએ ગર્જના કરી અને અશ્વોએ હણહણાટ કર્યો. વિધાધરોના વાહન સિંહુ છે તેમની ગર્જના થઈ અને વાજિંત્રો વાગ્યા. તે સાંભળીને રાવણ અતિ હર્ષ પામ્યો. મનમાં વિચાર્યું કે ઘણા દિવસો પછી મને રણનો ઉત્સાહ જાગ્યો છે. તેણે બધા સામંતોને આજ્ઞા આપી કે યુદ્ધ માટે તૈયાર થાવ. બધા સામંતો આજ્ઞાને માથે ચડાવી આનંદથી યુદ્ધ માટે તૈયાર થયા. રાવણનેયુદ્ધનો હર્ષ છે, જેણે પોતાના સામંતોને કદી અપ્રસન્ન કર્યા નથી, સદા રાજી જ રાખ્યા છે તેથી હવે યુદ્ધના સમયે બધા એકચિત્ત થયા. ભાસ્કર, પયોદપુર, કાંચનપુર, વ્યોમપુર, વલ્લભપુર, ગંધર્વગીતપુર, શિવમંદિર, કંપનપુર, સૂર્યોદયપુર, અમૃતપુર, શોભાસિંહપુર, નૃત્યગીતપુર, લક્ષ્મીગીતપુર, કિન્નરપુર, બહુનાદપુર, મહાશૈલપુર, ચક્રપુર, સ્વર્ણપુર, સીમંતપુર, મલયાનંદપુર, શ્રીગૃહપુર, શ્રીમનોહરપુર, રિપુંજયપુર, શશિસ્થાનપુર, માર્તડપ્રભપુર, વિશાલપુર, જ્યોતિદંડપુર, પરણ્યોધપુર, અશ્વપુર, રત્નપુર ઈત્યાદિ અનેક નગરોના સ્વામી મોટા મોટા વિધાધર મંત્રીઓ સહિત અત્યંત પ્રેમથી રાવણ પાસે આવ્યા. અને રાવણે તે રાજાઓનું જેમ ઇન્દ્ર દેવોનું સન્માન કરે તેમ સન્માન કર્યું. શસ્ત્ર, વાહન, બપ્તર આદિ યુદ્ધની સામગ્રી બધા રાજાઓને આપવા લાગ્યા. રાવણને ચાર હજાર અક્ષૌહિણી અને રામને બે હજાર અક્ષૌહિણી સેના થઈ. તે કેવી રીતે? એક હજાર આક્ષોહિણી દળ તો ભામંડળનું અને એક હજાર સુગ્રીવાદિનું. આ પ્રમાણે સુગ્રીવ અને ભામંડળ આ બન્ને મુખ્ય પોતાના મંત્રીઓ સહિત આવ્યા. તેમની સાથે મંત્રણા કરીને રામ-લક્ષ્મણ યુદ્ધ માટે તૈયાર થયા. અનેક વંશમાં ઉત્પન્ન થયેલા, અનેક આચરણ કરનારા, જુદી જુદી જાતિઓવાળા, જાતજાતની ગુણક્રિયાઓમાં પ્રસિદ્ધ, જુદી જુદી ભાષા બોલનારા વિદ્યાધરો શ્રી રામ અને રાવણ પાસે ભેગા થયા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હું રાજન પુણ્યના પ્રભાવથી મોટા પુરુષના વેરી પણ આપણા થાય છે અને પુણ્યહીનોના ચિરકાળના સેવકો અને અતિવિશ્વાસ પાત્રો પણ વિનાશકાળે શત્રુરૂપ થઈને પરિણમે છે. આ અસારસંસારમાં જીવોની વિચિત્ર ગતિ જાણીને એમ વિચારવું જોઈએ કે મારા ભાઈ સદા સુખદાયક નથી તથા મિત્ર–બાંધવ સર્વ સુખદાયક નથી, કોઈ વાર મિત્ર શત્રુ થઈ જાય છે અને કોઈ વાર શત્રુ મિત્ર થઈ જાય છે. એવા વિવેકરૂપ સૂર્યના ઉદયથી હૃદયમાં પ્રકાશ કરીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #441 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦ છપનમું પર્વ પદ્મપુરાણ બુદ્ધિમાનોએ સદા ધર્મનું જ ચિંતન કરવું. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિભીષણનો રામ સાથે મેળાપ અને ભામંડળના આગમનનું વર્ણન કરનાર પંચાવનમું પર્વ પૂર્ણ થયું. * * * છપનમું પર્વ (રામ અને રાવણની સેનાના પ્રમાણનું વર્ણન) પછી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછ્યું, હે પ્રભો! અક્ષોહિણીનું પ્રમાણ આપ કહો. ત્યારે ગૌતમ જેમનું બીજું નામ ઇન્દ્રભૂતિ છે તેમણે કહ્યું, હે મગધાધિપતિ! તને અક્ષૌહિણીનું પ્રમાણ સંક્ષેપમાં કહું છું. પ્રથમ ભેદ પત્તિ, બીજો ભેદ સેના, ત્રીજો ભેદ સેનામુખ, ચોથો ગુલ્મ, પાંચમો વાહિની, છઠ્ઠો મૃતના, સાતમો ચમ્ અને આઠમો અનીકિની. હવે એમના યથાર્થ ભેદ સાંભળ. એક રથ, એક ગજ, પાંચ પ્યાદા, ત્રણ અશ્વ. એમનું નામ પત્તિ છે. ત્રણ રથ, ત્રણ ગજ, પંદર પ્યાદા, નવ અશ્વ, એને સેના કહે છે. નવ રથ, નવ ગજ, પિસ્તાળીસ પ્યાદા અને સત્તાવીસ અશ્વને સેનામુખ કહે છે. સત્તાવીસ રથ, સત્તાવીસ ગજ, એકસો પાંત્રીસ પ્યાદાં અને એકાસી અશ્વને ગુલ્મ કહે છે. એકાસી રથ, એકાસી ગજ, ચારસો પાંચ પ્યાદાં અને બસો તેંતાળીસ અને વાહિની કહેવાય છે, બસ્સો તેતાલીસ રથ, બસ્સો તૈતાલીસ ગજ, બારસો પંદર પ્યાદાં, ઓગણત્રીસ ઘોડા એને પૂતના કહે છે. સાતસો ઓગણત્રીસ રથ, સાતસો ઓગણત્રીસ ગજ, છત્રીસસો પિસ્તાળીસ પ્યાદાં અને એકસોવીસસો સત્તાસી અને ચમ્ કહીએ છીએ. એકવીસસો સત્તાસી રથ, એકવીસસો સત્તાશી, ગજ, દસ હજાર નવસો પાંત્રીસ પ્યાદાં અને પાંસઠસો એકસઠ અને અનીકિની કહે છે. આ રીતે પત્તિથી લઈને અનીકિની સુધીના આઠ ભેદ થયા. અહીં સુધી તો ત્રણ ત્રણ ગણા વધ્યા. દશ અનીકિનીની એક અક્ષૌહિણી થાય છે. તેનું વર્ણન-એકવીસ હજાર આઠસો સીત્તેર રથ, એકવીસ હજાર આઠસો સીત્તેર ગજ, યાદાં એક લાખ નવ હજાર ત્રણસો પચાસ અને ઘોડા પાંસઠ હજાર છસો દસઃ આ એક અક્ષૌહિણીનું પ્રમાણ થયું. આવી ચાર હજાર અક્ષૌહિણી યુક્ત રાવણને અતિબળવાન જાણવા છતાં પણ કિધુકંધાપુરના સ્વામી સુગ્રીવની સેના શ્રી રામના પ્રસાદથી નિર્ભયપણે રાવણની સન્મુખ આવી ઊભી. શ્રી રામની સેનાને અતિનિકટ આવેલી જોઈ જુદા જુદા વિચાર પક્ષવાળા લોકો પરસ્પર આ પ્રમાણે વાતો કરવા લાગ્યા કે જુઓ રાવણરૂપ ચંદ્રમા, વિમાનરૂપ નક્ષત્રોનો સ્વામી અને શાસ્ત્રમાં પ્રવીણ પણ પરસ્ત્રીની ઈચ્છારૂપ વાદળોથી આચ્છાદિત થયો છે. જેને મહાક્રાંતિની ધારક અઢાર હજાર રાણીઓ છે તેનાથી તે તૃત થયો નહિ અને જુઓ એક સીતાને માટે શોકથી વ્યાસ થયો છે. હવે જોઈએ છીએ કે રાક્ષસવંશી અને વાનરવંશી આમાંથી કોનો ક્ષય થાય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #442 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાવનમું પર્વ ૪૨૧ છે? રામની સેનામાં પવનપુત્ર હનુમાન અતિભયંકર દેદીપ્યમાન શૂરતારૂપી ઉષ્ણ કિરણોથી સૂર્ય તુલ્ય છે: આ પ્રમાણે કેટલાક રામના પક્ષના યોદ્ધાઓના યશનું વર્ણન કરતા હતા અને કેટલાક સમુદ્રથીય વધારે ગંભીર રાવણની સેનાનું વર્ણન કરતા હતા. કેટલાક દંડકવનમાં ખરદૂષણ અને લક્ષ્મણ વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન કરતા હતા અને કહેતા હતા કે ચંદ્રોદયનો પુત્ર વિરાધિત જેનું શરીર છે એવા લક્ષ્મણે ખરદૂષણને હણ્યો. અતિબળના સ્વામી લક્ષ્મણનું બળ શું તમે નથી જાણ્યું? એમ કેટલાક કહેતા હતા. કેટલાક બોલતાં કે રામ-લક્ષ્મણની શી વાત? તે તો મોટા પુરુષ છે, એક હનુમાને કેટલાં કામ કર્યાં, મંદોદરીનો તિરસ્કાર કરી સીતાને ધૈર્ય બંધાવ્યું, રાવણની સેનાને જીતીને લંકામાં વિઘ્ન કર્યું, કોટ દ૨વાજા પાડી નાખ્યા, આ પ્રમાણે જાતજાતની વાતો કરવા લાગ્યા. ત્યારે એક સુવક્ર નામનો વિદ્યાધર હસીને કહેતો હતો કે ક્યાં સમુદ્ર સમાન રાવણની સેના અને ક્યાં ગાયની ખરી જેવડી વાનરવંશીઓની સેના ? જે રાવણ ઇન્દ્રને પકડી લાવ્યો અને બધાનો વિજેતા છે તે વાનરવંશીઓથી કેવી રીતે જિતાય? તે સર્વ તેજસ્વીઓના શિરમોર છે, મનુષ્યોમાં ચક્રવર્તીનું નામ સાંભળી કોણ ધૈર્ય રાખી શકે? અને જેના ભાઈ કુંભકર્ણ મહાબળવાન, ત્રિશૂળના ધારક યુદ્ધમાં પ્રલયકાળના અગ્નિસમાન ભાસે છે તે જગતમાં પ્રબળ પરાક્રમના ધારક કોનાથી જીતી શકાય? ચંદ્રમા સમાન જેનું છત્ર જોઈને શત્રુઓની સેનારૂપ અંધકાર નાશ પામે છે તે ઉદાર તેજના ધણીની આગળ કોણ ટકી શકે? જે જીવનની ઈચ્છા તજે તે જ તેની સામે આવે. આ પ્રમાણે અનેક પ્રકારનાં રાગદ્વેષરૂપ વચન સેનાના માણસો ૫૨સ્પ૨ કહેતા હતા. બન્ને સેનામાં જાતજાતની વાતો લોકોના મુખે થતી રહી. જીવોના ભાવ જુદી જુદી જાતના છે. રાગદ્વેષના પ્રભાવથી જીવ પોતાના કર્મ ઉપાર્જે છે અને જેવો જેનો ઉદય થાય છે તેવા જ કામમાં પ્રવર્તે છે. જેમ સૂર્યનો ઉદય ઉદ્યમી જીવોને જુદા જુદા કામમાં પ્રવતાર્થે છે તેમ કર્મનો ઉદય જીવોને જાતજાતના ભાવો ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં બન્ને સેનાની સંખ્યાનું પ્રમાણ વર્ણવના૨ છપ્પનમું પર્વ પૂર્ણ થયું. *** સત્તાવનમું પર્વ (યુદ્ધ માટે રાવણનું દળ-બળ સાથે પ્રયાણ ) પછી દુશ્મનની સેનાની સમીપતા ન સહી શકે એવા મનુષ્યો શૂરવીરપણું પ્રગટ થવાથી અતિપ્રસન્ન થઈને લડવા માટે ઉદ્યમી થયા, યોદ્ધાઓ પોતાના ઘેરથી વિદાય થઈ સિંહની પેઠે લંકામાંથી બહાર નીકળ્યા, કોઈ સુભટની સ્ત્રી રણસંગ્રામનું વૃત્તાંત જાણી પોતાના પતિના હૃદય સાથે ભેટીને કહેવા લાગી, હૈ નાથ ! તમારા કુળની એ જ રીત છે કે રણસંગ્રામથી પીછેહઠ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #443 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૨ સત્તાવનમું પર્વ પદ્મપુરાણ ન કરવી અને કદાચ તમે યુદ્ધમાંથી પાછાં પગલાં ભરશો તો એ સાંભળતાં જ હું પ્રાણત્યાગ કરીશ. યોદ્ધાઓના કિંકરોની સ્ત્રીઓ કાયરોની સ્ત્રીઓને ધિક્કાર” એવા શબ્દ સંભળાવે, એના જેવું બીજું કષ્ટ કર્યું હોય? જો તમે છાતીએ ઘા ઝીલીને સારી કીર્તિ કમાઈને પાછા આવશો તો તમારા ઘા જ આભૂષણ બનશે અને જેનું બખ્તર તૂટી ગયું હશે અને જેની અનેક યૌદ્ધા સ્તુતિ કરતા હશે, એવી સ્થિતિમાં તમને જો હું જોઈશ તો મારો જન્મ ધન્ય માનીશ અને સુવર્ણના કમળોથી જિનેશ્વરદેવની પૂજા કરાવીશ. જે યોદ્ધા રણમાં જઈને મરણ પામે તેમનું જ મરણ ધન્ય છે અને તે યુદ્ધની પરાડમુખ થઈ ધિક્કાર શબ્દથી મલિન થઈને જીવે છે તેમના જીવવાથી શો લાભ? કોઈ સ્ત્રી પોતાના સુભટ પતિને વળગીને આમ કહેતી હતી કે તમે સારા દેખાઈને યશ કમાઈને આવશો તો અમારા પતિ રહેશો અને જો ભાગીને આવશો તો મારે અને તમારે કોઈ સંબંધ નથી. કોઈક સ્ત્રી પોતાના પતિને કહેતી હતી કે હે પ્રભો! તમારા જૂના ઘા હવે રુઝાઈ ગયા છે માટે નવા ઘા લગાવડાવજો, ઘાથી શરીર અતિ શોભે છે. એ દિવસ ક્યારે હશે જ્યારે તમે વીરલક્ષ્મીના વર બની પ્રફુલ્લ વદને અમારી પાસે આવશો અને અમે તમને આનંદયુક્ત જોઈએ. તમારી હાર અમે રમતમાં પણ જોઈ નહિ શકીએ તો યુદ્ધમાં તો હાર કેવી રીતે દેખી શકીએ? અને કોઈ કહેવા લાગી કે હે દેવ! જેમ અમે પ્રેમથી તમારા વદનકમળનો સ્પર્શ કરીએ છીએ તેમ વક્ષસ્થળમાં લાગેલા ઘા અમે જોઈશું ત્યારે અત્યંત હર્ષ પામશું. કેટલીક તાજી જ પરણેલી અત્યંત નાની ઉંમરની છે, પરંતુ સંગ્રામમાં પતિને જવા તૈયાર જોઈને પ્રૌઢા જેવી ભાવના કરવા લાગી. કેટલીક માનવતી ઘણા દિવસોથી માન કરી રહી હતી તે પતિને સંગ્રામ માટે તૈયાર થયેલ જોઈ માન તજી પતિને ગળે વળગી અને અત્યંત સ્નેહ બતાવ્યો, યુદ્ધને યોગ્ય શિખામણ પણ આપવા લાગી. કોઈ કમળનયની પતિનું મુખ ઊંચું કરી સ્નેહની દષ્ટિથી જોવા લાગી અને યુદ્ધમાં દઢ કરવા લાગી. કોઈ સામંતની સ્ત્રી પતિના વક્ષસ્થળમાં પોતાના નખનું ચિહ્ન કરીને ભાવિ શસ્ત્રોના ઘાનું જાણે કે સ્થળ કરવા લાગી. આ પ્રમાણે જેમની ચેષ્ટા થઈ રહી છે એવી રાણીઓ, સામંતની પત્નીઓ પોતાના પ્રીતમ સાથે નાના પ્રકારના સ્નેહપ્રદર્શન વડે વીરરસમાં દઢ કરવા લાગી. ત્યારે મહાન યુદ્ધ કરનારા યોદ્ધા તેમને કહેવા લાગ્યા, હે પ્રાણવલ્લભે! જે યુદ્ધમાં પ્રશંસા મેળવે તે જ નર છે તથા યુદ્ધની સન્મુખ પ્રાણ તજે તેમની કીર્તિ શત્રુઓ પણ ગાય છે અને હાથીના દાંત પર પગ મૂકી શત્રુઓ પર પ્રહાર કરે તેમની કીર્તિ શત્રુઓ ગાય. પુષ્યના ઉદય વિના આવું સુભટપણું મળતું નથી, હાથીઓના ગંડસ્થળને વિદારનારા નરસિંહોને જે આનંદ થાય છે તેનું કથન કરવા કોણ સમર્થ છે? હું પ્રાણપ્રિયે ! ક્ષત્રિયનો એ જ ધર્મ છે કે કાયરને ન મારે, શરણાગતને ન મારે, કે ન કોઈને મારવા દે. જે પીઠ બતાવે તેની ઉપર ઘા ન કરે, જેની પાસે આયુધ ન હોય તેની સાથે યુદ્ધ ન કરે તેથી અમે બાળક, વૃદ્ધ, દીનને છોડી યોદ્ધાઓના મસ્તક પર તૂટી પડશું, તમે હર્ષથી રહેજો, અમે યુદ્ધમાં વિજય મેળવીને તમને આવી મળશે. આ પ્રમાણે અનેક વચનો વડે પોતપોતાની વધૂઓને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #444 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાવનમું પર્વ ૪૨૩ વૈર્ય બંધાવીને યોદ્ધા સંગ્રામ માટે તૈયાર થઈ ઘરમાંથી રણભૂમિ તરફ જવા નીકળ્યા. કેટલીક સુભટ સ્ત્રીઓ ચાલતા પતિના ગળે બન્ને હાથ વીંટાળીને વળગી પડી અને ડોલવા લાગી, જેમ ગજેન્દ્રના કંઠમાં કમલિની લટકે. કેટલીક રાણીઓ બખ્તર પહેરેલા પતિના અંગ સાથે ભેટી પણ શરીરનો સ્પર્શ ન થયો તેથી ખેદખિન્ન થઈ ગઈ. કેટલીક અર્ધબાહુલિકા એટલે કે પેટી વલ્લભના અંગ સાથે જોડાયેલી જોઈને ઈર્ષાના રસથી સ્પર્શ કરવા લાગી કે અમને છોડી આ બીજી કોણ એમની છાતીએ વળગી, એમ જાણીને આંખો ખેંચવા લાગી. ત્યારે પતિ પ્રિયાને અપ્રસન્ન જોઈને કહેવા લાગ્યા, હે પ્રિયે! આ અર્ધ બખ્તર છે, સ્ત્રીવાચક શબ્દ નથી. પછી પુરુષનો અવાજ સાંભળીને રાજી થઈ. કેટલીક પોતાના પતિને પાન ખવડાવતી હતી અને પોતે તાંબુલ ચાલતી હતી. કેટલીક પતિએ મનો કરવા છતાં થોડે દૂર સુધી પતિની પાછળ પાછળ જવા લાગી. પતિને રણની અભિલાષા છે તેથી એમની તરફ જતા નથી. અને રણની ભેરી વાગી એટલે યોદ્ધાઓનું ચિત્ત રણભૂમિમાં અને સ્ત્રીઓથી વિદાય લેવાની આમ બન્ને કારણો પ્રાપ્ત થવાથી યોદ્ધાઓનું ચિત્ત જાણે હીંડોળે હીંચવા લાગ્યું. નવોઢાઓને તજીને ચાલ્યા, પણ તે નવોઢાએ આંસુ ન સાર્યા કેમ કે આંસુ અમંગળ છે. કેટલાક યોદ્ધા યુદ્ધમાં જવાની ઉતાવળથી બશ્વર ન પહેરી શક્યા, જે હથિયાર હાથમાં આવ્યું તે જ લઈને ગર્વથી ભરેલા નીકળ્યા. રણભેરી સાંભળીને જેને આનંદ ઉપજ્યો છે અને તેથી શરીર પુષ્ટ થઈ ગયું તેથી તેને બખ્તર અંગ પર આવી શકતું નથી. કેટલાક યોદ્ધાઓને રણભેરીનો અવાજ સાંભળીને એવો હર્ષ ઉપજ્યો કે જૂના ઘા ફાટી ગયા, તેમાંથી લોહી નીકળવા લાગ્યું, કોઈએ નવું બખ્તર બનાવીને પહેર્યું તે હર્ષ થવાથી તૂટી ગયું તેથી જાણે કે નવું બખ્તર જૂના બખર જેવું થઈ ગયું. કેટલાકના માથાનો ટોપ ઢીલો પડી ગયો તે તેમની પ્રાણવલ્લભા મજબૂત કરવા લાગી. કોઈ સંગ્રામનો લાલચુ સુભટને તેની સ્ત્રી સુગંધી પદાર્થનો લેપ કરવાની અભિલાષા કરતી હતી તો પણ તેણે સુગંધ તરફ ચિત્ત ન દીધું, યુદ્ધ માટે નીકળી ગયો. અને તે સ્ત્રીઓ વ્યાકુળતાથી પોતપોતાની સેજ પર પડી રહી. પ્રથમ જ લંકામાંથી રાજા હસ્ત અને પ્રહસ્ત યુદ્ધ માટે નીકળ્યા. કેવા છે બન્ને? સર્વમાં મુખ્ય એવી કીર્તિરૂપી અમૃતના આસ્વાદમાં લાલચુ અને હાથીઓના રથ પર બેઠેલા, જે વેરીઓના શબ્દ સાંભળી શકતા નથી, મહાપ્રતાપી અને શૂરવીર, રાવણને પૂછયા વિના જ નીકળી ગયા. જોકે સ્વામીની આજ્ઞા થયા વિના કાર્ય કરવું તે દોષ છે તો પણ સ્વામીના કાર્ય માટે આજ્ઞા વિના જાય તો તે દોષ નથી, ગુણનો ભાવ ભજે છે. મારીચ, સિંહજઘાણ, સ્વયંભૂ, શંભૂ, પ્રથમ, વિસ્તીર્ણ સેના સહિત, શુક અને સારણ, ચંદ્ર-સુર્ય જેવા, ગજ બીભત્સ, વજાક્ષ, વજભૂતિ, ગંભીરનાદ, નક, મકર, વજઘોષ, ઉગ્રવાદ, સુંદ, નિકુંભ, કુંભ, સંધ્યાક્ષ, વિભ્રમકૂર, માલ્યવાન, ખરનિસ્વન, જંબુમાલી, શીખાવીર, દુર્ઘર્ષ મહાબળવાન આ સામંતો સિંહ જોડેલા રથ પર ચડ્યા. વજોદર, ધૂમ્રાક્ષ, મુદિત, વિધુન્જિહ્ય, મહામાલી, કનક, ક્રોધન, ક્ષોભણ, ધુંધુર, ઉદ્દામ, ડિંડી, ડિંડમ, ડિભવ, પ્રચંડ, ડંબર, ચંડ, કુંડ, હાલાલ ઈત્યાદિ અનેક રાજા વાઘ જોડલા રથ પર બેઠા. તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #445 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪ સત્તાવનમું પર્વ પદ્મપુરાણ કહે કે હું આગળ રહીશ અને આ કહે હું આગળ રહીશ. તેમની બુદ્ધિ શત્રુઓનો નાશ કરવામાં પ્રવૃત્ત થઈ છે. વિધાકૌશિક, વિધાવિખ્યાત, સર્પબાહુ, મહાધુતિ, શંખ, પ્રશંખ, રાજભિન્ન, અંજનપ્રભ, પુષ્પચૂડ, મહારક્ત, ઘટાસ્ત્ર, પુષ્પખેચર, અનંગકુસુમ, કામ, કામાવર્ત, સ્મરાયણ, કામાગ્નિ, કામરાશિ, કનકપ્રભ, શિલીમુખ, સૌમ્યવકત્ર, મહાકામ, હેમગોર આ બધા પવન જેવા ઝડપી અશ્વોના રથ પર ચઢીને નીકળ્યા. અને કદંબ, વિટપ, ભીમ ભીમનાદ, ભયાનક, શાર્દૂલસિંહ, ચલાંગ, વિધુદંશ, લ્હાદન, ચપળ, ચોલ, ચંચળ ઈત્યાદિ હાથીઓના રથ પર ચઢીને નીકળ્યા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે મગધાધિપતિ ! સામંતોના નામ કેટલાંક કહીએ. સૌમાં અગ્રેસર અઢી કરોડ નિર્મળવંશમાં ઉત્પન્ન થયેલા રાક્ષસોના કુમારો દેવકુમાર તુલ્ય પરાક્રમી, જેમનો યશ પ્રસિદ્ધ છે એવા યુદ્ધ માટે નીકળ્યા. મહાબળવાન મેઘવાહન કુમાર, ઇન્દ્ર જેવો રાવણપુત્ર અતિપ્રિય ઇન્દ્રજિત પણ નીકળ્યો. જયંત સમાન વીરબુદ્ધિ કુંભકુર્ણ સૂર્યના વિમાન જેવા જ્યોતિપ્રભવ નામના વિમાનમાં આરૂઢ થઈ, ત્રિશૂળનું આયુધ લઈને નીકળ્યો. રાવણ પણ સુમેરુના શિખર સમાન પુષ્પક નામના પોતાના વિમાનમાં બેઠો. જેનું પરાક્રમ ઇન્દ્રતુલ્ય છે, સેના વડે આકાશ અને પૃથ્વીને ઢાંકી દેતો, દેદીપ્યમાન આયુધો ધારણ કરી, સૂર્ય સમાન જેની જ્યોતિ છે તે પણ અનેક સામંતો સહિત લંકાની બહાર નીકળ્યો. તે સામતો શીઘ્રગામી, અનેકરૂપ ધારણ કરનારાં વાહનો ઉપર ચડયા. કેટલાકના રથ, કેટલાકના તુરંગ, કેટલાકના હાથી, કેટલાકના સિંહું તથા સાબર, બળદ, પાડા, ઊંટ, મેંઢા, મૃગ, અષ્ટાપદ, ઈત્યાદિ સ્થલચર જીવો અને મગરમચ્છ આદિ અનેક જળના જીવો અને જાતજાતના પક્ષીઓ, તેમનું રૂપ બદલાવીને દેવરૂપી વાહન પર ચડયા, રાવણના સાથી અનેક યોદ્ધા નીકળ્યા. ભામંડળ અને સુગ્રીવ પર રાવણને ખૂબ ક્રોધ હતો તેથી રાક્ષસર્વશી તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. રાવણના પ્રયાણ સમયે અનેક અપશુકન થયા. જમણી તરફ શલ્ય એટલે કે શેઢી ટોળામાં ભયાનક અવાજ કરતી પ્રયાણને રોકે છે અને ગીધ ભયંકર અપશબ્દ કાઢતો આકાશમાં ભમે છે જાણે કે રાવણનો ક્ષય જ કહે છે, બીજા પણ અનેક અપશુકન થયા. સ્થળના જીવ, આકાશના જીવ અત્યંત વ્યાકુળ થયા. ક્રૂર અવાજ કરતા રુદન કરવા લાગ્યા. જોકે રાક્ષસોના સમૂહમાં બધા જ પંડિત છે, શાસ્ત્રનો વિચાર જાણે છે તો પણ શૂરવીરતાના ગર્વથી મૂઢ થઈને મોટી સેના સહિત યુદ્ધ કરવા નીકળ્યા. કર્મના ઉદયથી જીવોનો જ્યારે કાળ આવે છે ત્યારે અવશ્ય આવું જ કારણ બને છે. કાળને રોકવા ઇન્દ્ર પણ શક્તિમાન નથી, બીજાઓની તો શી વાત ? આ રાક્ષસવંશી યોદ્ધા મહાબળવાન, યુદ્ધમાં ચિત્તવાળા, અનેક વાહનો પર બેસી, નાના પ્રકારનાં આયુધો લઈને અનેક અપશુકનો થયા તો પણ તેમને ગણકાર્યા વિના, નિર્ભય થઈને રામની સેના સન્મુખ આવ્યા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત, ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણની સેના યુદ્ધ માટે લંકામાંથી નીકળી તેનું વર્ણન કરનાર સત્તાવનમું પર્વ પૂર્ણ થયું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #446 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અઠ્ઠાવનમું પર્વ અઠ્ઠાવનમું પર્વ (યુદ્ધમાં હસ્ત-પ્રહસ્તનાં મરણનું વર્ણન ) પછી સમુદ્રસમાન રાવણની સેનાને જોઈ નળ, નીલ, હનુમાન, જાંબુવંત આદિ અનેક વિદ્યાધરો રામના હિત માટે રામનું કાર્ય કરવા તત્પર અત્યંત ઉદાર, શૂરવિર અનેક પ્રકારના હાથીઓના રથ પર ચઢીને નીકળ્યા, સન્માન, જય, મિત્ર, ચંદ્રપ્રભ, રતિવર્ઝન, કુમુદાવર્ત, મહેન્દ્ર, ભાનુમંડળ, અનુધર, દઢરથ, પ્રીતિકંઠ, મહાબળ, સુમન્નતબળ, સર્વજ્યોતિ, સર્વપ્રિય, બળસકસાર, સર્વદ, શ૨ભભર, અભૃષ્ટ, નિર્વિનષ્ટ, સંત્રાસ, વિદ્મસૂદન, નાદ, બર્બર, પાપ, લોલ, પાટન, મંડળ, સંગ્રામચપળ, ઈત્યાદિ વિદ્યાધરો સિંહ જોડેલા ૨થો ૫૨ ચડીને નીકળ્યા. જેમનું તેજ વિશાળ છે એવાં નાના પ્રકારના આયુધો ધારણ કરીને, મહાસામંતપણાનું સ્વરૂપ દેખાડતા પ્રસ્તાર, હિમવાન, ભંગ, પ્રિયરૂપ, ઈત્યાદિ સુભટો હાથીઓના ૨થ ૫૨ ચડીને નીકળ્યા, દુઃપ્રેક્ષ પૂર્ણચંદ્ર, વિધિ, સાગરઘોષ, પ્રિયવિગ્રહ, સ્કંધ, ચંદન, પાદપ, ચંદ્રકરણ, પ્રતિઘાત, ભૈરવર્તિન દુષ્ટ સિંહ, કટિ, ક્રુષ્ટ, સમાધિ, બકુલ, હલ, ઇન્દ્રાયુધ, ગતત્રાસ, સંકટ અને પ્રહાર આ વાઘના રથ પર ચડીને નીકળ્યા. વિદ્યુતકર્ણ, બળશીલ, સુપક્ષરચન, ધન, સંમેદ, વિચળ, ચાલ, કાળ, ક્ષત્રવર, અંગદ, વિકાળ, લોલક, કાલી, ભંગ, ભંગોર્મિ, અર્જિત, તરંગ, તિલક, કીલ, સુષેણ, તરલ, બલી, ભીમરથ, ધર્મ, મનોહરમુખ, સુખપ્રમત, મર્દક, મત્તસાર, રત્નજટી, શિવ, ભૂષણ, દૂષણ, કૌલ, વિઘટ, વિરાધિત, મેરુ, રણ, ખનિ, ક્ષેમ, બેલા, આક્ષેપી, મહાધર, નક્ષત્ર, લુબ્ધ, સંગ્રામ, વિજય, જય, નક્ષત્રમાલ, ક્ષોદ, અતિ, વિજય, ઈત્યાદિ ઘોડા જોડેલા રથમાં બેસીને નીકળ્યા. એ ૨થ મનના મનોરથ જેવા શીઘ્ર વેગવાળા છે. વિદ્યુતપ્રવાહ, મદ્દાહ, સાનુ, મેઘવાહન, રવિયાન, પ્રચંડાલિ, ઈત્યાદિ નાના પ્રકારનાં વાહનો ૫૨ ચઢીને યુદ્ધની શ્રદ્ધા રાખતા હનુમાનની સાથે નીકળ્યા. રાવણનો ભાઈ વિભીષણ રત્નપ્રભ નામના વિમાનમાં બેઠો. શ્રી રામના પક્ષકારો અત્યંત શોભતા હતા. યુદ્ધાવર્ત, વસંત, કાંત, કૌમુદિનંદન, ભૂરિ, કોલાહલ, ઢેડ, ભાવિત સાધુ, વત્સલ, અર્ધચંદ્ર, જિનપ્રેમ, સાગર, સાગરોપમ, મનોજ્ઞ, જિન, જિનપતિ, ઈત્યાદિ યોદ્ધા જુદા જુદા રંગવાળાં વિમાનોમાં ચડયા. મહાપ્રબળ સન્નાહ, એટલે કે બાર પહેરીને યુદ્ધ માટે નીકળ્યા. રામ, લક્ષ્મણ, સુગ્રીવ અને હનુમાન એ હંસ વિમાનમાં બેઠા. તેમનાં વિમાન આકાશમાં શોભતાં હતા. રામના સુભટો મેઘમાળા સ૨ખા નાના પ્રકારનાં વાહનોમાં બેઠા અને લંકાના સુભટો સાથે લડવા તૈયાર થયા. પ્રલયકાળના મેઘ સમાન ભયંકર શબ્દ, શંખ આદિના અવાજ થવા લાગ્યા. ઝાંઝ, ભેરી, મૃદંગ, કંપાલ, ધુમંદય, હેમગુંજ, કાહલ, વીણા ઈત્યાદિ અનેક વાજાં વાગવા માંડયાં. સિંહોના, હાથીઓના, પાડાઓના, રથોના, ઊંટોના, મૃગોના, પક્ષીઓના, અવાજ થવા લાગ્યા. તેનાથી દશે દિશાઓ ભરાઈ ગઈ. જ્યારે રામ રાવણની સેનાનો ભેટો થયો ત્યારે બધા લોકો જીવતા રહેવા બાબતમાં સંદેહ પામ્યા, પૃથ્વી ધ્રુજવા લાગી, પહાડો ધ્રુજ્યા, યોદ્ધાઓ ગર્વથી ભરેલા નીકળ્યા, બન્ને સૈન્ય અતિપ્રબળ હતાં, એ બન્ને સેના વચ્ચે યુદ્ધ થવા લાગ્યું, સામાન્ય ચક્ર કરવત, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com પદ્મપુરાણ ૪૨૫ Page #447 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૬ ઓગણસાઠમું પર્વ પદ્મપુરાણ કુહાડા, બરછી, ખગ, ગદા, શક્તિ, બાણ, ભીંડીપાલ, ઈત્યાદિ અનેક આયુધોથી પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. યોદ્ધાઓ સામેવાળા યોદ્ધાઓને પડકારીને બોલાવવા લાગ્યા. જેમના હાથમાં શસ્ત્રો શોભતા હતા અને જેમની પાસે યુદ્ધનો બધો સાજ તૈયાર હતો તે યોદ્ધાઓ તૂટી પડ્યા, અતિવેગથી દોડયા, દુશ્મનસેનામાં પ્રવેશવા લાગ્યા. લંકાના યોદ્ધાઓએ વાનરવંશી યોદ્ધાઓને જેમ સિંહ ગજોને દબાવે તેમ દબાવ્યા. પછી વાનરવંશીઓના પ્રબળ યોદ્ધા પોતાના બળનો ભંગ થતો જોઈને રાક્ષસોને હણવા લાગ્યા અને પોતાના યોદ્ધાઓને ધીરજ આપી. વાનરવંશીઓ સામે લંકાના લોકોને પાછા પડતા જોઈને રાવણના સ્વામીભક્ત, અનુરાગી મોટા મોટા યોદ્ધાઓ, જેમની ધજા પર હાથીના ચિહ્ન છે એવા હાથીના રથમાં ચડલા હુસ્ત અને પ્રહસ્ત વાનરવંશીઓ તરફ ધસ્યા. પોતાના લોકોને ધૈર્ય બંધાવ્યું કે હું સામંતો ! ડરો નહિ. અત્યંત તેજસ્વી હસ્ત અને પ્રહસ્ત વાનરવંશીઓના યોદ્ધાઓને નસાડવા લાગ્યા. તે વખતે વાનરવંશીઓના નાયક, મહાપ્રતાપી, હાથીઓના રથમાં બેસી, પરમ તેજના ધારક સંગ્રીવના કાકાના દિકરા નળ અને નીલ અત્યંત કુદ્ધ થઈ જાતજાતનાં શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા. અનેક પ્રકારનાં શસ્ત્રોથી ઘણો લાંબો સમય યુદ્ધ થયું. બન્ને તરફના અનેક યોદ્ધા મરણ પામ્યા. નળે ઊછળીને હસ્તને અને નીલે પ્રહસ્તને હણી નાખ્યો. જ્યારે આ બન્ને પડયા ત્યારે રાક્ષસોની સેના પાછી ફરી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે-હે મગધાધિપતિ! સેનાના માણસો જ્યાં સુધી સેનાપતિને જુએ ત્યાં સુધી જ સ્થિર રહે અને સેનાપતિનો નાશ થતાં તેના વિખરાઈ જાય. જેમ દોરડું તૂટે એટલે અરહરના ઘડા તૂટી પડે છે અને શિર વિના શરીર પણ રહેતું નથી. જોકે પુણ્યના અધિકારી મોટા રાજાઓ બધી બાબતોમાં પૂર્ણ હોય છે. તોપણ મુખ્ય માણસ વિના કાર્યની સિદ્ધિ થતી નથી. પ્રધાન પુરુષોના સંબંધથી મનવાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. પ્રધાન પુરુષોનો સંબંધ ન હોય તો કાર્ય મંદ પડે છે. જેમ રાહુના યોગથી આચ્છાદિત થતાં કિરણોનો સમૂહુ પણ મંદ થાય છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હુક્ત-પ્રસ્તના મરણનું વર્ણન કરનાર અઠ્ઠાવનમું પર્વ પૂર્ણ થયું. * * * ઓગણસાઠમું પર્વ (હસ્ત-પ્રહસ્ત અને નળ નીલના પૂર્વભવનું વર્ણન) હવે રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! હસ્ત-પ્રહસ્ત જેવા મહાસામંત વિદ્યામાં પ્રવીણ હતા એમને નળ-નીલે કેવી રીતે માર્યા? એમની વચ્ચે પૂર્વભવની દુશ્મનાવટ હતી કે આ જ ભવની? ત્યારે ગણધર દેવે કહ્યું, હે રાજન! કર્મોથી બંધાયેલા જીવોની જાતજાતની ગતિ હોય છે. પૂર્વકર્મના પ્રભાવથી જીવોની એ રીતે છે કે જેણે જેને માર્યો હોય તે પણ તેનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #448 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણસાઠમું પર્વ ૪૨૭ મારનાર બને છે અને જેને જેણે છોડાવ્યો હોય તેનો તે મુક્તિદાતા થાય છે. આ લોકમાં એ જ મર્યાદા છે. એક કુશસ્થળ નામનું નગર હતું. ત્યાં એક નિર્ધન બ્રાહ્મણીના બે પુત્રો ઈંધક અને પલ્લવ ખેતી કરતા. પુત્ર, સ્ત્રી આદિ તેમનું કુટુંબ સ્વભાવથી જ દયાળું, સાધુઓની નિંદાથી પરાઙમુખ હતું. તે એક જૈની મિત્રના પ્રસંગથી દાનાદિ ધર્મના ધારક થયા અને એક બીજું નિર્ધન યુગલ અત્યંત નિર્દય, મિથ્યામાર્ગી હતું. રાજાએ દાન વહેંચ્યું તો વિપ્રોમાં પરસ્પર કજિયો થયો. તેથી ઈંધક અને પલ્લવને આ દુષ્ટોએ મારી નાખ્યા. તે દાનના પ્રસાદથી મધ્યમ ભોગભૂમિમાં ઉપજ્યા, બે પલ્યનું આયુષ્ય પૂરું કરીને મરીને દેવ થયા. પેલા ક્રૂર આમના હત્યારા અધર્મ પરિણામોથી મરીને કાલિંજર, નામના વનમાં સસલા થયા. મિથ્યાદષ્ટિ, સાધુઓના નિંદક પાપીની એ જ ગતિ થાય છે. પછી ચિરકાળ તિર્યંચગતિમાં ભ્રમણ કરી મનુષ્ય થયા અને તાપસી થયા. લાંબી દાઢી, ફળ, પાંદડાં વગેરેનો આહાર કરનાર, તીવ્ર તપથી શરી૨ કૃશ થયું. કુજ્ઞાનના અધિકારી બન્ને મરીને વિજ્યાર્ધની દક્ષિણ શ્રેણીમાં અરિજ્યપુરના રાજા અગ્નિકુમાર અને રાણી અશ્વિનીના આ બન્ને પુત્રો જગપ્રસિદ્ધ રાવણના સેનાપતિ થયા. પેલા બે ભાઈ છંધક અને પલ્લવ દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય થયા. પછી શ્રાવકના વ્રત પાળી સ્વર્ગમાં ઉત્તમ દેવ થયા. ત્યાંથી ચ્યવીને કિઠકંધાપુરમાં નળ અને નીલ બન્ને ભાઈ થયા. પહેલાં હસ્ત પ્રહસ્ત જીવે જેમને માર્યા હતા તે નળ-નીલે હસ્ત-પ્રહસ્તને માર્યા. જે કોઈને મારે છે તે તેનાથી માર્યો જાય છે. જે કોઈનું રક્ષણ કરે છે તે તેનાથી રક્ષાય છે. જે જેના પ્રત્યે ઉદાસીન રહે છે તો તે પણ આના પ્રત્યે ઉદાસીન રહે છે. જેને જોતાં નિષ્કારણ ક્રોધ ઉપજે તો જાણવું કે તે પરભવનો શત્રુ છે અને જેને જોતાં ચિત્ત આનંદ પામે તો તેને નિઃસંદેહ ૫૨ભવનો મિત્ર જાણવો. જળમાં વહાણ તૂટી પડે અને મગરમચ્છાદિ બાધા કરે છે સ્થળ ૫૨ મ્લેચ્છો બાધા કરે છે તે બધું પાપનું ફળ છે. પહાડ સમાન મત્ત હાથીઓ અને નાના પ્રકારનાં આયુધો ધારણ કરીને અનેક યોદ્ધાઓ તેમ જ તેજસ્વી તુરંગો તેમ જ બારથી રક્ષાયેલા સામંતો, અપાર સેના સંયુક્ત રાજાઓ જાગૃત રહે તો પણ પુણ્યના ઉદય વિના યુદ્ધમાં તેમના શરીરની રક્ષા થઈ શકે નહિ. વળી બીજાઓ જ્યાં ક્યાંય રહે અને જેને કોઈ સહાયક ન હોય તેમની રક્ષા તેમનાં તપ અને દાન કરે. ન તો દેવ સહાયક છે, ન તો બંધુ સહાયક છે. પ્રત્યક્ષ જોઈએ છીએ કે ધનવાન, શૂરવીર કુટુંબનો સ્વામી આખા કુટુંબની વચ્ચે પણ મરણ પામે છે, કોઈ તેનું રક્ષણ કરવાને સમર્થ નથી. પાત્રદાનથી વ્રત, શીલ, સમ્યક્ત્વ, અને જીવોની રક્ષા થાય છે. જેણે દયા-દાન વડે ધર્મનું ઉપાર્જન કર્યું નથી અને ઘણો કાળ જીવવા ચાહે તે કેવી રીતે બને? આ જીવોનાં કર્મ તપ વિના નાશ પામતાં નથી, આમ જાણીને જે પંડિત છે તેમણે દુશ્મનોને પણ ક્ષમા આપવી. ક્ષમા સમાન બીજું તપ નથી. જે વિચક્ષણ પુરુષ છે તે એવી બુદ્ધિ કરતા નથી કે આ દુષ્ટ આપણું અહિત કરે છે. આ જીવનો ઉપકાર કે બગાડ કેવળ કર્મને આધીન છે, કર્મ જ સુખદુઃખનું કારણ છે આમ જાણીને જે વિચક્ષણ પુરુષ છે તે બાહ્ય સુખદુઃખનાં નિમિત્ત કારણ અન્ય પુરુષો પ્રત્યે રાગદ્વેષનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #449 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૮ સાઠમું પર્વ પદ્મપુરાણ ભાવ રાખે નહિ. જેમ અંધકારથી આચ્છાદિત રસ્તા ૫૨ આંખોવાળો પુરુષ પણ પૃથ્વી પર પડેલા સર્પ પર પગ મૂકે છે અને સૂર્યના પ્રકાશથી માર્ગ પ્રગટ થાય ત્યારે આંખોવાળા સુખપૂર્વક ગમન કરે છે તેમ જ્યાં સુધી મિથ્યારૂપ અંધકારથી માર્ગ અવલોકતા નથી ત્યાં સુધી નકાદિ વિવરમાં પડે છે અને જ્યારે જ્ઞાનસૂર્યનો ઉદય થાય ત્યારે સુખેથી અવિનાશીપુર જઈ પહોંચે છે. એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં હસ્ત-પ્રહસ્ત અને નળ-નીલના પૂર્વભવનું વર્ણન ક૨ના૨ ઓગણસાઠમું પર્વ પૂર્ણ થયું. * * * સાઠમું પર્વ (રામ-લક્ષ્મણને અનેક વિદ્યાના લાભનું વર્ણન ) હસ્ત અને પ્રહસ્તને નળ-નીલે હણ્યા એ સાંભળીને ઘણા યોદ્ધા ક્રોધ કરીને યુદ્ધ માટે તૈયાર થયા. મારીચ, સિંહજધન, જધન, સ્વયંભૂ, શંભુ, ઉર્જિત, શુક્ર, સારણ, ચંદ્ર, અર્ક, જગત્બીભત્સ, નિસ્વન, જ્વર, ઉગ્ર, ક્રમકર, વજ્રાક્ષ, ઘાતનિષ્ઠુર, ગંભીરનાદ, સંનાદ, ઈત્યાદિ રાક્ષસ પક્ષના યોદ્ધા સિંહ, અશ્વ, ૨થ આદિ પર ચડીને આવ્યા અને વાનરવંશીઓની સેનાને ક્ષોભ ઉપજાવવા લાગ્યા. તેમને પ્રબળ જાણી વાનરવંશીઓના મદન, મદનાંકુર, સંતાપ, પ્રથિત, આક્રોશ, નંદન, દુરિત, અનધ, પુસ્પાસ્ત્ર, વિદ્ય, પ્રિયંકર, ઈત્યાદિ યોદ્ધાઓ રાક્ષસો સાથે લડવા લાગ્યા. એમનાં નાના પ્રકારનાં શસ્ત્રોથી પરસ્પર સંગ્રામ થયો અને આકાશ ઢંકાઈ ગયું. સંતાપ મારીચ સાથે લડતો હતો, પ્રસ્થિત સિંહજધન સાથે, વિઘ્ન ઉદ્યાન સાથે, આક્રોશ સારણ સાથે, જવ૨ નંદન સાથે એમ સરખેસરખા યોદ્ધાઓમાં અદ્દભુત યુદ્ધ થયું. મારીચે સંતાપને પાડી દીધો, નંદને જવરની છાતીમાં બરછી મારી, સિંહકટીએ પ્રથિતને અને ઉદ્દામકીર્તિએ વિદ્નને હણ્યો. સૂર્યાસ્ત થયો. પોતાના પતિનું મૃત્યુ સાંભળી તેમની સ્ત્રીઓ શોકસાગરમાં ડૂબી ગઈ, તેમની રાત્રી લાંબી થઈ ગઈ. બીજે દિવસે અત્યંત ક્રોધ ભરેલા સામંતો યુદ્ધમાં ઊતર્યા. વજ્રાક્ષ અને ક્ષુભિતાર, મૃગેન્દ્રદમન અને વિધિ, શંભૂ અને સ્વયંભૂ, ચન્દ્રાર્ક અને વજોદર ઈત્યાદિ રાક્ષસ પક્ષના મોટા મોટા સામંતો અને વાનરવંશીઓના સામંતો પરસ્પર જન્માંતરના ઉપાર્જિત વેરથી ક્રૂ થઈ યુદ્ધ કરતા હતા, જીવન પ્રત્યે બેપરવા હતા. સંક્રોધે ક્ષપિતારિને ઊંચા અવાજે બોલાવ્યો, બાહુબલિએ મૃગારિદમનને બોલાવ્યો, વિતાપીએ વિધિને એ પ્રમાણે અનેક યોદ્ધા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. શાર્દૂલે વજોદરને ઘાયલ કર્યો, ક્ષપિતારિએ સંક્રોધને માર્યો, શંભુએ વિશાલવ્રુતિને માર્યો, સ્વયંભૂએ વિજયને લોઢાની યષ્ટિથી માર્યો, વિધિએ વિતાપીને ગદાથી માર્યો. ઘણો લાંબો સમય યુદ્ધ થતું રહ્યું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #450 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સાઠમું પર્વ ૪૨૯ રાજા સુગ્રીવ પોતાની સેનાને રાક્ષસોની સેનાથી ખેદખિન્ન જોઈને પોતે અત્યંત ગુસ્સે થઈ યુદ્ધ કરવા તૈયાર થયો. અંજનીપુત્ર હનુમાન હાથીઓના રથ પર ચડી રાક્ષસો સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાક્ષસોના સામંતો પવનપુત્રને જોઈ સિંહને જોઈ ગાય ડરે તેમ ડરવા લાગ્યા. રાક્ષસો પરસ્પર બોલતા કે આ હુનુમાન આજ ઘણી સ્ત્રીઓને વિધવા કરશે. તેની સામે માલી આવ્યો. તેને આવેલો જોઈ હનુમાન ધનુષ પર બાણ ચડાવી સામે થયો. મંત્રી મંત્રીઓ સાથે, રથી રથીઓ સાથે, ઘોડેસવારો ઘોડેસવારો સાથે, હાથીના સવાર હાથીના સવાર સાથે લડવા લાગ્યા. હનુમાનની શક્તિથી માલી પાછો પડ્યો. એટલે મહાપરાક્રમી વજોદર હનુમાન તરફ દોડ્યો. તેમની વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. હનુમાને વજોદરને રથરહિત કર્યો, તે બીજા રથ પર બેસીને હનુમાન સામે આવ્યો. હુનુમાને તેને ફરી વાર રથરહિત કર્યો તેથી પવનથી પણ અધિક વેગવાળા રથ પર ચઢીને હનુમાન પર દોડયો. છેવટે હનુમાને તેને હણ્યો, તે પ્રાણરહિત થઈ ગયો. હવે હનુમાનની સામે રાવણનો પુત્ર જંબુમાલી આવ્યો. તેણે આવતાંવેંત હનુમાનની ધજા છેદી નાખી. હનુમાને ક્રોધથી જંબુમાલીનું બખ્તર ભેળું, ઘાસને તોડે તેમ તેનું ધનુષ તોડી નાખ્યું. મંદોદરીનો તે પુત્ર નવું બખ્તર પહેરીને હનુમાનની છાતીમાં તીક્ષ્ય બાણોથી પ્રહાર કરવા લાગ્યો. પણ હનુમાનને એવું લાગ્યું કે નવા કમળની નાલિકાનો સ્પર્શ થયો. હુનુમાને ચંદ્રવ નામનું બાણ ચલાવ્યું જેથી જંબુમાલીના રથને ઘણા સિંહુ જોડયા હતા તે છૂટી ગયા, તેમના જ સૈન્યમાં ભાગ્યા, તેમની વિકરાળ દાઢ, વિકરાળ વદન, ભયંકર નેત્રથી આખી સેના વિહવળ બની ગઈ, જાણે કે સનારૂપ સમુદ્રમાં તે સિંહુ કલ્લાલરૂપ થયા અથવા દુષ્ટ જળચર જીવસમાન વિચરતા લાગ્યા અથવા તેનારૂપ મેઘમાં વીજળી સમાન ચમકે છે અથવા સંગ્રામરૂપ સંસારચક્રમાં સેનાના માણસોરૂપી જીવોને આ રથના છૂટેલા સિંહ કર્મરૂપ થઈને મહાદુઃખી કરે છે. એનાથી આખી સેના દુઃખી થઈ, તુરંગ, રથ, ગજ, યાદા સર્વ વિહવળ થઈ ગયા. રાવણનું કાર્ય છોડીને દશે દિશામાં ભાગ્યા. પછી પવનપુત્ર બધાને કચરતો રાવણ સુધી જઈ પહોંચ્યો. તેણે દૂરથી રાવણને જોયો. હનુમાન સિંહના રથ પર ચઢી, ધનુષબાણ લઈ રાવણ સામે ગયો. રાવણ સિંહોથી સેનાને ભયરૂપ જોઈને અને કાળ સમાન હનુમાનને અત્યંત દુર્બર જાણીને પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે મહોદર રાવણને પ્રણામ કરી, હનુમાન સામે લડવા આવ્યો. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. તે વખતે છૂટા થયેલા સિંહોને યોદ્ધાઓએ વશ કરી લીધા હતા. સિંહોને વશ થયેલા જોઈ સર્વ રાક્ષસો અત્યંત ક્રોધપૂર્વક હનુમાન પર તૂટી પડ્યા. અંજનાના પુત્ર, મહાભટ, પુણ્યના અધિકારીએ બધાને અનેક બાણોથી રોકી લીધા. રાક્ષસોએ હનુમાન પર અનેક બાણ ચલાવ્યાં, પરંતુ હનુમાનને ચલાયમાન ન કરી શક્યા. જેમ દુર્જનો અનેક કુવચનરૂપ બાણ સંયમીને મારે, પરંતુ તેમને (સંયમીને) એકેય ન વાગે તેમ હનુમાનને રાક્ષસોનું એક પણ બાણ વાગ્યું નહિ. હનુમાનને અનેક રાક્ષસોથી ઘેરાયેલા જોઈને વાનરવંશી વિધાધરો સુષેણ, નળ, નીલ, પ્રીતિંકર, વિરાધિત, સંત્રાસિત, હરિકટ, સૂર્યજ્યોતિ, મહાબળ, જાંબુનદના પુત્ર યુદ્ધ કરવા પહોંચી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #451 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૦ સાઠમું પર્વ પદ્મપુરાણ ગયા. કેટલાક સિંહના રથ પર, કેટલાક ગજના રથ પર, કેટલાક અથના રથપર બેસીને રાવણની સેના તરફ દોડ્યા અને તેમણે રાવણની સેનાનો બધી દિશામાં વિધ્વંસ કર્યો. જેમ સુધાદિ પરીષહ તુચ્છ વતીઓનાં વ્રતનો ભંગ કરે છે. હવે રાવણ પોતાની સેનાને વ્યાકુળ જોઈને પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. પછી કુંભકર્ણ રાવણને નમસ્કાર કરી પોતે યુદ્ધ માટે ચાલ્યો. મહાપ્રબળ તેને યુદ્ધમાં અગ્રગામી થયેલો જોઈને સુષેણ આદિ વાનરવંશી સુભટો વ્યાકુળ બન્યા. જ્યારે ચન્દ્રરમિ, જયસ્કંધ, ચન્દ્રાહુ, રતિવર્ધન, અંગ, અંગદ, સમ્મદ, કુમુદ, કશમંડળ, બલી, ચંડ, તરંગસાર, રત્નજી, જય, વેલક્ષિપી, વસંત, કોલાહલ, ઈત્યાદિ રામના પક્ષના અનેક યોદ્ધાઓ કુંભકર્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. કુંભકર્ણ તે બધાને નિદ્રા નામની વિદ્યાથી નિદ્રાને વશ કર્યા. જેમ દર્શનાવરણીય કર્મ દર્શનના પ્રકાશને રોકે તેમ કુંભકર્ણની વિદ્યા વાનરવંશીઓના નેત્રોના પ્રકાશને રોકવા લાગી. બધા જ કપિધ્વજ નિદ્રાથી ડોલવા લાગ્યા, તેમના હાથમાંથી હથિયાર પડી ગયાં. આ બધાને નિદ્રાવશ અચેતન સમાન જોઈને સુગ્રીવે પ્રતિબોધિની વિદ્યા પ્રકાશી આથી બધા વાનરવંશી જાગ્યા અને હનુમાન આદિ યુદ્ધ માં પ્રવર્યા. વાનરવંશીની સેનામાં ઉત્સાહ આવ્યો અને રાક્ષસોની સેના દબાઈ તેથી રાવણનો મોટો પુત્ર ઇન્દ્રજિત હાથ જોડી, શિર નમાવી રાવણને વિનંતી કરવા લાગ્યો. કે હું તાત! જો મારી હાજરી હોવા છતાં આપ યુદ્ધ માટે જાવ તો મારો જન્મ નિષ્ફળ છે, જો ઘાસ નખથી ઉખડી જતું હોય તો એના પર ફરસી ઊંચકવાની શી જરૂર છે? માટે આપ નિશ્ચિંત રહો. હું આપની આજ્ઞા પ્રમાણે કરીશ. આમ કહીને અત્યંત હર્ષથી પર્વત સમાન ગૈલોક્યકંટક નામના ગજેન્દ્ર પર ચઢીને યુદ્ધ માટે ચાલ્યો. ગજેન્દ્ર ઇન્દ્રના ગજ સમાન ઇન્દ્રજિતને અતિપ્રિય છે. પોતાનો બધો સાજ લઈને મંત્રીઓ સહિત ઇન્દ્ર જેવી ઋદ્ધિવાળો રાવણપુત્ર કપિ પ્રત્યે દુર થયો. તે મહાબળવાન માની આવતાં જ વાનરવંશીઓનું બળ અનેક પ્રકારના આયુધોથી પૂર્ણ હતું તેને વિહવળ કરી નાખ્યું, સુગ્રીવની સેનામાં એવો કોઈ સુભટ ન રહ્યો જે ઇન્દ્રજિતના બાણોથી ઘાયલ ન થયો હોય. લોકોને ખબર પડી આ ઇન્દ્રજિતકુમાર નથી, અગ્નિકુમારોનો ઇન્દ્ર છે અથવા સૂર્ય છે. સુગ્રીવ અને ભામંડળ એ બન્ને પોતાની સેનાને દબાયેલી જોઈ યુદ્ધ કરવા તૈયાર થયા. એમના યોદ્ધા ઇન્દ્રજિતના યોદ્ધાઓ સાથે અને આ બન્ને ઇન્દ્રજિત સાથે યુદ્ધ કરવા લાગ્યા, શસ્ત્રોથી આકાશમાં અંધકાર થઈ ગયો, યોદ્ધાઓને જીવવાની આશા નથી. ગજ સાથે ગજ, રથ સાથે રથ, તુરંગ સાથે તુરંગ, સામંતો સાથે સામંતો ઉત્સાહથી યુદ્ધ કરવા લાગ્યા. પોતપોતાના સ્વામી પ્રત્યેના અનુરાગથી યોદ્ધાઓ પરસ્પર અનેક આયુધોથી પ્રહાર કરવા લાગ્યા. તે જ સમયે ઇન્દ્રજિત સુગ્રીવની સમીપે આવ્યો. અને ઊંચા અવાજે દુર્વચન બોલવા લાગ્યો. અને વાનરવંશી પાપી ! સ્વામીદ્રોહી ! રાવણ જેવા સ્વામીને છોડીને સ્વામીના શત્રુનો કિંકર થયો. હવે મારી પાસેથી ક્યાં જઈશ? તારું શિર તીક્ષ્ય બાણથી તત્કાળ છેદું છું. તે બન્ને ભૂમિગોચરી ભાઈઓ તારું રક્ષણ કરો. સુગ્રીવે જવાબ આપ્યો. આવાં વૃથા ગર્વના વચનોથી તું શા માટે માનના શિખરે ચડયો છો ? હમણાં જ તારું માનભંગ કરું છું. આથી ઇન્દ્રજિતે ક્રોધથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #452 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સાઠમું પર્વ ૪૩૧ ધનુષ ૫૨ બાણ ચડાવીને ફેંકયું અને સુગ્રીવે ઇન્દ્રજિત ૫૨ ફેંકયું. બન્ને યોદ્ધા પરસ્પર બાણની વર્ષા કરવા લાગ્યા, આકાશ બાણોથી ઢંકાઈ ગયું. મેઘવાહને ભામંડળને પડકાર્યો અને બન્ને ભેટી ગયા. વિરાધિત, અને વજનક્ર યુદ્ધ કરતા હતા. વિરાધિતે વજનક્રની છાતીમાં ચક્ર નામના શસ્ત્રનો પ્રહાર કર્યો અને વજનક્રે વિરાધિત પર પ્રહાર કર્યો શૂરવીર પર ઘા પડે અને શત્રુને ઘા ન કરે તો લજ્જા આવે. ચક્રથી બાર પીસાઈ ગયાં તેના અગ્નિના કણ ઊછળ્યા તે જાણે કે આકાશમાં ઉલ્કાના સમૂહ પડયા. લંકાનાથના પુત્રે સુગ્રીવ ૫૨ અનેક શસ્ત્રો ચલાવ્યાં. લંકેશ્વરનો પુત્ર સંગ્રામમાં અટલ છે, તેના જેવો બીજો યોદ્ધો નથી. સુગ્રીવે વજદંડ વડે ઇન્દ્રજિતનાં શસ્ત્રો દૂર કર્યાં. જેને પુણ્યનો ઉદય હોય છે તેમનો ઘાત થતો નથી. પછી ઇન્દ્રજિત હાથી ઉપરથી ઊતરીને સિંહના રથ પર ચડયો. જેની બુદ્ધિ સમાધાનરૂપ છે, જે નાના પ્રકારના દિવ્ય શસ્ત્રમાં પ્રવીણ છે એવા તેણે સુગ્રીવ પ૨ મેધબાણ ચલાવ્યું એટલે બધી દિશા જળરૂપ થઈ ગઈ. સુગ્રીવે સામે પવનબાણ ચલાવ્યું અને મેઘબાણ વિખરાઈ ગયું. તેણે ઇન્દ્રજિતની ધજા અને છત્ર ઉડાવી દીધાં મેઘવાહને ભામંડળ પર અગ્નિબાણ ચલાવ્યું તેથી ભામંડળનું ધનુષ ભસ્મ થઈ ગયું અને સેનામાં આગ સળગી ઊઠી. ભામંડળે મેઘવાહન ૫૨ મેઘબાણ ચલાવ્યું એટલે અગ્નિબાણ વિલય પામ્યું. પોતાની સેનાની આ રીતે રક્ષા કરી. મેઘવાહને ભામંડળને રથરહિત કર્યો. ભામંડળ બીજા ૨થ પર બેસીને યુદ્ધ કરવા લાગ્યો. મેઘવાહને તામસબાણ ચલાવ્યું. એટલે ભામંડળની સેનામાં અંધકાર થઈ ગયો. પોતાના કે પારકાં કંઈ સૂઝતું નહિ. જાણે કે સૌ મૂર્છા પામ્યા. પછી મેઘવાહને ભામંડળને નાગપાશથી પકડયો, માયામયી સર્પ આખા શરીરે વીંટળાઈ ગયા, જેમ ચંદનના વૃક્ષને સર્પ વીંટળાઈ જાય. ભામંડળ ધરતી પર પડયો. એ જ પ્રમાણે ઇન્દ્રજિતે સુગ્રીવને નાગપાશથી પકડયો તે પણ ધરતી પર પડયો. તે વખતે વિધાબળમાં મહાપ્રવીણ વિભીષણે શ્રી રામ-લક્ષ્મણને બે હાથ જોડીને શિર નમાવી કહ્યું, હે મહાબાહુ રામ ! હે મહાવી૨ લક્ષ્મણ ! ઇન્દ્રજિતનાં બાણથી વ્યાસ થયેલી બધી દિશા જુઓ, ધરતી આકાશ બાણોથી આચ્છાદિત છે, ઉલ્કાપાત સ્વરૂપ નાગબાણથી બંધાઈને સુગ્રીવ અને ભામંડળ બેય જમીન પર પડયા છે. મંદોદરીના બન્ને પુત્રોએ આપણા બેય સુભટોને પકડયા છે, આપણી સેનાના જે બન્ને મૂળ હતા તે પકડાઈ ગયા પછી આપણા જીવનનું શું? એમના વિના સેના ઢીલી પડી ગઈ છે, જુઓ દશે દિશામાં લોકો ભાગે અને કુંભકર્ણે મહાન યુદ્ધમાં હનુમાનને પકડયો છે. કુંભકર્ણના બાણોથી હનુમાન જ્જરિત થઈ ગયો છે, તેનું છત્ર, ધજા ઊડી ગયાં છે, ધનુષ અને બાર તૂટી ગયાં છે. રાવણના પુત્ર ઇન્દ્રજિત અને મેઘવાહન યુદ્ધમાં ભેગા થઈ ગયા છે. હવે એ આવીને સુગ્રીવ, ભામંડળને લઈ જશે. તે ન પકડી જાય તે પહેલાં જ આપ એમને લઈ આવો. તે બન્ને ચેષ્ટારતિ છે તેથી હું તેમને લેવા જાઉં છું. આપ ભામંડળ અને સુગ્રીવની સેના ધણી વિનાની બની ગઈ છે તેને રોકો. આ પ્રમાણે વિભીષણ રામ-લક્ષ્મણને કહે છે તે જ સમયે સુગ્રીવનો પુત્ર અંગદ છાનોમાનો કુંભકર્ણ ૫૨ ગયો અને તેનું ઉપરનું વસ્ત્ર ખેંચી કાઢયું એટલે લજ્જાથી વ્યાકુળ બન્યો. વસ્ત્રને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #453 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૨ સાઠમું પર્વ પદ્મપુરાણ પકડવા જાય છે. ત્યાં સુધીમાં હનુમાન તેની ભુજાના ગાળીયામાંથી નીકળી ગયો, જેમ નવું પકડેલું પક્ષી પીંજરામાંથી નીકળી જાય. હુનુમાન નવીન જ્યોતિ ધારણ કરતો અંગદ સાથે વિમાનમાં બેઠો. બન્ને દેવ જેવા શોભતા હતા. અંગદનો ભાઈ અંગ અને ચંદ્રોદયનો પુત્ર વિરાધિત એ બન્ને સાથે લક્ષ્મણ, સુગ્રીવ, અને ભામંડળની સેનાને વૈર્ય આપી રોકવા લાગ્યા. વિભીષણ ઇન્દ્રજિત અને મેઘવાહન પર ગયો. વિભીષણને આવતો જોઈ ઇન્દ્રજિત મનમાં વિચારવા લાગ્યો કે જો ન્યાયથી વિચારીએ તો મારા પિતામાં અને આનામાં શું ભેદ છે? તેથી આની સાથે લડવું ઉચિત નથી માટે એની સામે ઊભા ન રહેવું એ જ યોગ્ય છે. અને આ બેય ભામંડળ અને સુગ્રીવ નાગપાશમાં બંધાયા છે તે ચોક્કસ મૃત્યુ પામ્યા હશે અને કાકાથી ભાગીએ તેમાં દોષ નથી, આમ વિચારી બન્ને ભાઈ ન્યાયવેત્તા વિભીષણથી દૂર ચાલ્યા ગયા જેની પાસે ત્રિશૂળનું આયુધ છે તે વિભીષણ રથમાંથી ઊતરી સુગ્રીવ ભામંડળની પાસે ગયા. બન્નેને નાગપાશથી મૂચ્છિત જોઈને ખેદખિન્ન થયા. ત્યારે લક્ષ્મણે રામને કહ્યું, હે નાથ ! આ બન્ને વિદ્યાધરોના અધિપતિ મોટી સેનાના સ્વામી, મહાન શક્તિના ધણી રાવણના પુત્રો દ્રારા શસ્ત્રરહિત થઈને અચેત પડ્યા છે, આમના વિના આપ રાવણને કેવી રીતે જીતશો? ત્યારે રામને પુણ્યના ઉદયથી ગરુડન્દ્રએ વર આપ્યો હતો તે યાદ કરી લક્ષ્મણને કહેવા લાગ્યા, હે ભાઈ ! વંશસ્થળગિરિ પર દેશભૂષણ-કૂળભૂષણ મુનિનો ઉપસર્ગ નિવાર્યો હતો તે વખતે ગરુડન્દ્ર વર આપ્યો હતો. આમ કહી રામે ગરુડન્દ્રનું ચિંતન કર્યું, તે સુખમાં બેઠો હતો ત્યાં તેનું સિંહાસન કંપ્યું. તે અવધિજ્ઞાનથી રામ-લક્ષ્મણનું કામ જાણી ચિંતાવેગ નામના દેવને બેય વિધા આપી મોકલ્યો. તેણે આવી ખૂબ આદરથી રામ-લક્ષ્મણને બેય વિધા આપી. શ્રી રામને સિંહવાહિની વિધા આપી અને લક્ષ્મણને ગરુડવાહિની વિધા આપી. પછી એ બન્ને વીર વિધા લઈ ચિંતાવેગનું ખૂબ સન્માન કરી, જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવા લાગ્યા. ગરુડેન્દ્રની ખૂબ પ્રશંસા કરી. પછી દેવે તેમને જળબાણ, અગ્નિબાણ, પવનબાણ, ઈત્યાદિ અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં અને ચંદ્ર –સૂર્ય જેવા બન્ને ભાઈઓને છત્ર આપ્યા, ચામર આપ્યા, નાના પ્રકારના કાંતિનાં સમૂહું રત્ન આપ્યા અને લક્ષ્મણને વિધુદ્ધક નામની ગદા આપી તથા રામને દુખોને ભયના કારણ જેવા હળ-મૂશળ આપ્યા. આ પ્રમાણે તે દેવ અને દેવોપુનિત શસ્ત્રો આપી સાથે સેંકડો આશિષ આપી પોતાના સ્થાનકે ગયો. આ બધું ધર્મનું ફળ જાણો, જે સમયને અનુસરીને યોગ્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે. જેણે વિધિપૂર્વક નિર્દોષ ધર્મનું આરાધન કર્યું હોય તેમને માટે આ અનુપમ ફળ છે જે પ્રાપ્ત કરવાથી દુ:ખ મટે છે. મહાવીર્યના ધણી પોતે કુશળરૂપ રહે અને બીજાઓને કુશળરૂપ કરે છે મનુષ્યલોકની સંપદાની તો શી વાત છે? પુણ્યાધિકારીઓને દેવલોકની વસ્તુ પણ સુલભ થાય છે તેથી નિરંતર પુણ્ય કરો. અહો, પ્રાણીઓ! જો તમે સુખ ચાહતા હો તો બીજા પ્રાણીઓને સુખ આપો. જે ધર્મના પ્રસાદથી સૂર્ય સમાન તેજના ધારક થાવ અને આશ્ચર્યકારી વસ્તુઓનો સંયોગ પ્રાપ્ત કરો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #454 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes પદ્મપુરાણ એકસઠમું પર્વ ૪૩૩ આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણને અનેક વિદ્યાનું વર્ણન કરનાર સાઠમું પર્વ પૂર્ણ થયું. *** એકસઠમું પર્વ (સુગ્રીવ-ભામંડળનું નાગપાશથી બંધનમુક્ત થવું) રામ-લક્ષ્મણ બન્ને વીરો તેજના મંડળના મધ્યમાં રહેતા લક્ષ્મીના નિવાસરૂપ લક્ષણ ધરતાં મહામનોજ્ઞ કવચ પહેરી સિંહવાહન, ગરુડવાહન પર ચડી સેનાસાગરની મધ્યમાં સિંહ અને ગરુડની ધ્વજા ફરકાવતા શત્રુપક્ષનો ક્ષય કરવા તૈયાર થઈ રણની મધ્યમાં દાખલ થયા. આગળ આગળ લક્ષ્મણ ચાલ્યા જાય છે, દિવ્ય શસ્ત્રના તેજથી સૂર્યના તેજને ઢાંકી દેતા, હનુમાનાદિ મોટા મોટા વાનરવંશી યોદ્ધાઓથી મંડિત દેવ સમાન રૂપ ધારી બા૨ સૂર્યની જેવી જ્યોતિ સહિત લક્ષ્મણને વિભીષણે જોયો. તે જગતને આશ્ચર્ય ઉપજાવે એવા તેજથી મંડિત ગરુડવાહનના પ્રતાપથી ભામંડળ અને સુગ્રીવના નાગપાશનું બંધન દૂર થયું. ગરુડની પાંખોનો પવન ક્ષીરસાગરના જળને ખળભળાવે છે તેથી તે સર્પ વિખરાઈ ગયા, જેમ સાધુઓના પ્રતાપે કુભાવ મટી જાય છે. ગરુડની પાંખોની કાંતિથી લોક સુવર્ણના રસથી બનાવ્યા હોય એવા થઈ ગયા. ભામંડળ અને સુગ્રીવ નાગપાશથી છૂટીને વિશ્રામ પામ્યા, જાણે કે સુખનિદ્રામાંથી જાગીને અધિક શોભવા લાગ્યા. પછી એમને જોઈને શ્રીવૃક્ષ, પ્રથાદિક બધા વિદ્યાધરો વિસ્મય પામ્યા અને સર્વ શ્રી રામલક્ષ્મણની પૂજા કરી વિનંતી કરવા લાગ્યા કે હે નાથ ! આપની આજ જેવી વિભૂતિ અમે અત્યાર સુધીમાં કદી જોઈ નથી. આપનાં વાહન, વસ્ત્ર, સંપદા, છત્ર, ધ્વજમાં અદ્દભુત શોભા દેખાય છે. પછી શ્રી રામે અયોધ્યાથી તેઓ નીકળ્યા ત્યારથી માંડીને સર્વ વૃત્તાંત કહ્યો, કુલભૂષણ-દેશભૂષણનો ઉપસર્ગ દૂર કર્યો તે સર્વ વૃત્તાંત કહ્યો, તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને કહ્યું કે અમારા ઉપર ગરુડેન્દ્ર તુષ્ટ થયા અને હમણાં અમે એમનું ચિંતવન કર્યું, તેમનાથી આ વિધાની પ્રાપ્તિ થઈ છે. તેઓ આ કથા સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. તે કહેવા લાગ્યા કે આ જ ભવમાં સાધુની સેવા કરવાથી ૫૨મ યશ મળે છે. અને ઉદાર ચેષ્ટા થાય છે, પુણ્યની વિધિ પ્રાપ્ત થાય અને સાધુની સેવાથી જેવું કલ્યાણ થાય છે તેવું કલ્યાણ માતાપિતા, ભાઈ, મિત્ર કે કોઈ જીવો કરતાં નથી. જેમણે સાધુની સેવામાં અથવા પ્રશંસામાં ચિત્ત જોડયું છે, જેમને જિનેન્દ્રમાર્ગની ઉન્નતિમાં શ્રદ્ધા ઉપજી એવા રામ બળભદ્ર નારાયણનો આશ્રય લઈને મહાન વિભૂતિથી શોભ્યા. ભવ્યજીવરૂપ કમળને પ્રફુલ્લિત કરનારી આ પવિત્ર કથા સાંભળીને એ બધા જ આનંદના સાગરમાં ડૂબી ગયા અને શ્રી રામ-લક્ષ્મણની સેવામાં અત્યંત પ્રેમ બતાવવા લાગ્યા. ભામંડળ અને સુગ્રીવ મૂર્છારૂપ નિદ્રામાંથી જાગીને શ્રી ભગવાનની પૂજા કરવા લાગ્યા, તે વિધાધરો શ્રેષ્ઠ દેવો સમાન ધર્મમાં સર્વ પ્રકારે શ્રદ્ધા કરવા લાગ્યા. જે પુણ્યાધિકારી જીવ છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #455 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૪ બાસઠમું પર્વ પદ્મપુરાણ તે આ લોકમાં પરમ ઉત્સવનો યોગ પામે છે. આ પ્રાણી પોતાના સ્વાર્થથી સંસારમાં મહિમા પામતો નથી, કેવળ પરમાર્થથી મહિમા થાય છે. જેમ સૂર્ય પર પદાર્થને પ્રકાશે તે પ્રમાણે શોભા પામે છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સુગ્રીવ-ભામંડળની નાગપાશથી મુક્તિનું નિરૂપણ કરનાર એકસઠમું પર્વ પૂર્ણ થયું. * * * બાસઠમું પર્વ (લક્ષ્મણને રાવણની શક્તિનું લાગવું અને મૂચ્છિત થઈને ધરતી પર પડવું) પછી શ્રી રામના પક્ષના પરાક્રમી, રણનીતિના વેત્તા શૂરવીર યોદ્ધા યુદ્ધ માટે તૈયાર થયા. વાનરવંશીઓની સેનાથી આકાશ વ્યાસ થઈ ગયું. શંખાદિ વાજિંત્રોના અવાજ, ગજોની ગર્જના, અશ્વોના હણહણાટના અવાજ સાંભળી કૈલાસને ઊંચકનાર, પ્રચંડ બુદ્ધિશાળી, મહામાની, દેવ જેવી વિભૂતિવાળો રાવણ સનારૂપ સમુદ્રથી સંયુક્ત, શસ્ત્રોના તેજથી પૃથ્વી પર પ્રકાશ રેલાવતો, પુત્ર અને ભાઈ સહિત લંકામાંથી નીકળી યુદ્ધ માટે તૈયાર થયો. બન્ને સેનાના યોદ્ધા બખ્તર પહેરી સંગ્રામના અભિલાષી નાના પ્રકારનાં વાહનોમાં આરૂઢ થઈ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ચક્ર, કરવત, કુહાડા, ધનુષ, બાણ, ખગ, લોકયષ્ટિ, વજ, મુગર, કનક, પરિઘ ઈત્યાદિ આયુધો ચલાવવા લાગ્યા. ઘોડેસવાર ઘોડેસવારો સાથે, હાથી પર સવાર હાથીના સવારો સાથે, રથના મહાવીર રથીઓ સાથે, યાદા પ્યાદાઓ સાથે લડતાં હતાં. ઘણા વખત પછી વાનરસેના રાક્ષસોના યોદ્ધાઓથી દબાણી ત્યારે નળ-નીલ સંગ્રામ કરવા લાગ્યા, એમના ઘસારાથી રાક્ષસોની સેના હટી એટલે લકેશ્વરના યોદ્ધા સમુદ્રના તરંગો જેવા ચંચળ વિધુદ્ધચન, મારીચ, ચન્દ્રાર્ક, સુખસારણ, કૃતાંત, મૃત્યુ, ભૂતનાદ, સંક્રોધન ઈત્યાદિ પોતાની સેનાને ધૈર્ય આપીને કપિધ્વજોની સેનાને હટાવવા લાગ્યા. મર્કટવંશી યોદ્ધા પણ રાક્ષસોની સેનાને હણવા લાગ્યા. પછી રાવણ પોતાની સેનારૂપ સમુદ્રને કપિધ્વજરૂપ કાળાગ્નિથી સુકાતો જોઈને કોપ કરીને યુદ્ધ કરવા તૈયાર થયા. રાવણરૂપ પ્રલયકાળના પવનથી વાનરવંશી સૂકાં પાંદડાંની જેમ ઊડવા લાગ્યા ત્યારે મહાન લડવૈયા વિભીષણ તેમને વૈર્ય બંધાવી તેમની રક્ષા કરવા પોતે રાવણ સામે યુદ્ધ કરવા આવ્યો. રાવણ નાના ભાઈને યુદ્ધ કરવા આવેલો જોઈ ક્રોધથી નિરાદરના શબ્દો કહેવા લાગ્યો, અરે બાળક! તું નાનો ભાઈ છે તેથી મારવા યોગ્ય નથી, મારી સામેથી ખસી જા, હું તને જોવાથી રાજી થતો નથી. વિભીષણે રાવણને કહ્યું કે કાળના યોગથી તું મારી નજરે પડયો છે, હવે મારી પાસેથી ક્યાં જઈશ? રાવણ અત્યંત ગુસ્સે થઈ બોલ્યો, હું પુરુષત્વહીન, ધૃષ્ટ, પાપી, કુચેષ્ટા કરનાર! તને ધિક્કાર છે, તારા જેવા દીનને મારવાથી મને હર્ષ થતો નથી, તું નિર્બળ, રંક, અવધ્ય છે અને તારા જેવો મૂર્ખ બીજો કોણ છે જે વિદ્યાધરોનું સંતાન હોવા છતાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #456 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાસઠમું પર્વ ૪૩૫ ભૂમિગોચરીઓનો આશ્રય કરે છે, જેમ કોઈ દુર્બુદ્ધિ પાપકર્મના ઉદયથી જિનધર્મને છોડી મિથ્યાત્વનું સેવન કરે છે. ત્યારે વિભીષણે કહ્યું કે, હૈ રાવણ! ઘણું બોલવાથી શું લાભ? તારા હિતની વાત તને કહું છું તો સાંભળ. આટલું થયું છે તો પણ હજી કાંઈ બગડયું નથી, જો તું તારું કલ્યાણ ચાહતો હોય તો રામ સાથે પ્રીતિ રાખ. સીતા રામને સોંપી દે અને અભિમાન છોડ. રામને પ્રસન્ન કર, સ્ત્રીના નિમિત્તે આપણા કુળને કલંક ન લગાડ. જો તું મારું વચન નિહ માને તો લાગે છે કે તારું મૃત્યુ નજીક આવ્યું છે. સમસ્ત બળવાનોમાં મોહ મહા બળવાન છે, તું મોહથી ઉન્મત્ત થયો છો. ભાઈનાં આ વચન સાંભળીને રાવણને અત્યંત ક્રોધ ચડયો, તીક્ષ્ણ બાણ લઈને વિભીષણ તરફ દોડયો, બીજા પણ રથ, ઘોડા અને હાથીના સવારો સ્વામીભક્તિમાં તત્પર ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. વિભીષણે પણ રાવણને આવતો જોઈને અર્ધચન્દ્ર બાણથી રાવણની ધજા ઉડાવી અને રાવણે ક્રોધથી બાણ ચલાવી વિભીષણનું ધનુષ તોડી નાખ્યું અને હાથમાંથી બાણ પડી ગયું. પછી વિભીષણે બીજું ધનુષ લઈને બાણ ચલાવ્યું અને રાવણનું ધનુષ તોડયું. આ પ્રમાણે બન્ને ભાઈ પરસ્પર જોરથી યુદ્ધ કરવા લાગ્યા અને અનેક સામંતોનો ક્ષય થયો. ત્યારે મહાન યોદ્ધો ઇન્દ્રજિત પિતૃભક્ત, પિતાનો પક્ષ લઈ વિભીષણ ઉ૫૨ આવ્યો. તેને જેમ પર્વત સાગરને રોકે તેમ લક્ષ્મણે રોક્યો. અને શ્રી રામે કુંભકર્ણને ઘેર્યો. સિંહટિ સાથે નીલ, શંભુ સાથે નળ, સ્વયંભૂ સાથે દૂર્મતિ, ઘટોદર સાથે દુર્મુખ, શક્રાસન સાથે દુષ્ટ ચંદ્રનખ સાથે કાલી, ભિન્નાનજન સાથે સ્કન્ધ, વિઘ્ન સાથે વિરાધિત, મય સાથે અંગદ, કુંભકર્ણનો પુત્ર કુંભ સાથે હનુમાનનો પુત્ર, સુમાલી સાથે સુગ્રીવ, કેતુ સાથે ભામંડળ, કામ સાથે દઢરથ, ક્ષોભ સાથે બુદ્ધ ઈત્યાદિ મોટા મોટા રાજા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. બરાબરિયા સુભટો એકબીજાને બોલાવવા લાગ્યા. કોઈ કહે છે, આ મારું શસ્ત્ર આવે છે તેને સંભાળ. કોઈ કહે છે તું મારી સાથે લડવાને લાયક નથી, બાળક છો, વૃદ્ધ છો, રોગી છો, નિર્બળ છો, તું જા. કોઈ કહે છે આને છંદો, કોઈ કહે છે બાણ ચલાવો, કોઈ કહે છે એને મારો, પકડી લ્યો, બાંધો, છોડો, ચૂરા કરી નાખો, ઘા લાગે તેને સહન કરો, પ્રહાર કરો, આગળ વધો, મૂર્છિત ન થાવ, સાવધાન થાવ, તું શા માટે ડરે છે, હું તને નહિ મારું, કાયરોને ન મારશો, ભાગનારાઓને ન મારો, પડેલાને ન મારશો, આયુધરહિત ૫૨ પ્રહાર ન કરવો. રોગથી પિડાયેલાને, મૂર્છિત, દીન, બાળ, વૃદ્ધ, યતિ, વ્રતી, સ્ત્રી, શરણાગત, તપસ્વી, પાગલ, પશુપક્ષી ઈત્યાદિને સુભટ મારતા નથી. એ સામંતોની વૃત્તિ હોય છે. કોઈ પોતાના વંશનાને ભાગતા જોઈ ધિક્કાર શબ્દ કહે છે કે કાયર છે, નષ્ટમતિ છે, ધ્રુજે છે, ક્યાં જાય છે, ધીરો થા, પોતાના સમૂહમાં ઊભો રહે, તારાથી શું થાય તેમ છે, તારાથી કોણ ડરે છે? તું ક્ષત્રિય શાનો છે? શૂરા અને કાયરોને ઓળખવાનો સમય છે. મીઠું મીઠું ભોજન તો ખૂબ કરતા હતા, યથેષ્ટ ભોજન કરતા, હવે યુદ્ધમાં કેમ પાછા પડો છો? આ પ્રમાણે વીરોની ગર્જના અને વાજિંત્રોના અવાજથી દશે દિશા અવાજમય બની ગઈ છે અને ઘોડાની ખરીઓની રજથી અંધકાર થઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #457 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૬ બાસઠમું પર્વ પદ્મપુરાણ ગયો, ચક્ર, શક્તિ, ગદા, લોહયષ્ટિ, કનક ઇત્યાદિ શસ્ત્રોથી યુદ્ધ થયું, જાણે કે આ શસ્ત્રો કાળની દાઢ જ છે. લોકો ઘાયલ થયા, બન્ને સેના એવી દેખાતી હતી જાણે કે લાલ અશોકનું વન છે અથવા કેસૂડાનું વન છે અથવા પારિભદ્ર જાતિનાં વૃક્ષોનું વન છે. કોઈ યોદ્ધો પોતાનું બખ્તર તૂટેલું જોઈ બીજું પહેરવા લાગ્યો, જેમ સાધુ વ્રતમાં દૂષણ ઉપર્યું જોઈને ફરીથી છેદોપસ્થાપના કરે છે. કોઈ દાંતમાં તલવાર પકડી હાથેથી કમર કસતો પાછો યુદ્ધ કરવા લાગ્યો. કોઈ સામંત મત્ત હાથીઓના દંતશુળની અણીથી વિદારેલી પોતાની છાતીને ચાલતા હાથીના કાન હલવાથી વીંઝણો ઢોળાતો હોય તેમ હવાથી સુખ માની રહ્યો છે, કોઈ સુભટ નિરાકુળ થઈ હાથીના દાંત પર બન્ને ભુજા ફેલાવીને સૂવે છે, જાણે કે સ્વામીના કાર્યરૂપ સમુદ્રને તરી ગયો. જેમ પર્વતમાં ગેરુની ખાણમાંથી લાલ ઝરણાં વહે તેમ કેટલાક યોદ્ધા યુદ્ધમાં રુધિરનાં નાળાં વહેવડાવે છે. કેટલાક યોદ્ધા પૃથ્વી પર સામે મોંએ હોઠ કરડતા, હાથમાં શસ્ત્ર પકડીને વાંકી ભ્રમર અને વિકરાળ મુખ કરીને પ્રાણ તજે છે. કેટલાક ભવ્ય જીવ સંગ્રામમાં અત્યંત ઘાયલ થઈ કષાયનો ત્યાગ કરી, સંન્યાસ ધારણ કરીને અવિનાશી પદનું ધ્યાન ધરતા દેહ તજી ઉત્તમ લોક પામે છે. કેટલાક ધીરવીર હાથીના દાંતને હાથથી પકડી ઉખાડી નાખે છે. કેટલાકના હાથમાં શસ્ત્ર છે અને કામ આવી ગયા છે. તેમના મસ્તક પડ્યાં છે, સેંકડો ધડ નીચે છે, કેટલાક શત્રરહિત થયા, ઘાથી જર્જરિત થયા છે, તુષાતુર થઈ પાણી પીવા બેઠા છે, જીવવાની આશા નથી. આવો ભયંકર સંગ્રામ થતાં પરસ્પર અનેક યોદ્ધાઓનો ક્ષય થયો. ઇન્દ્રજિત તીક્ષ્ય બાણથી લક્ષ્મણને આચ્છાદવા લાગ્યો અને લક્ષ્મણ તેને. ઇન્દ્રજિતે લક્ષ્મણ પર તામસ બાણ ચલાવ્યું તેથી અંધકાર થઈ ગયો. લક્ષ્મણે સૂર્યબાણ ચલાવ્યું અને અંધકાર દૂર કર્યો. પછી ઇન્દ્રજિતે આશીવિષ જાતિનું નાગબાણ ચલાવ્યું તો લક્ષ્મણનો રથ નાગોથી વીંટાળવા લાગ્યો. લક્ષ્મણે ગડબાણના યોગથી નાગબાણનું નિરાકરણ કર્યું, જેમ યોગી મહાતાપથી પૂર્વોપાર્જિત પાપોનું નિરાકરણ કરે છે. લક્ષ્મણે ઇન્દ્રજિતને રથરહિત કર્યો. તે મંત્રીઓની વચ્ચે હાથીઓની ઘટાથી વીંટળાયેલો છે. ઇન્દ્રજિત બીજા રથ પર બેસી પોતાની સેનાનું રક્ષણ કરતો લક્ષ્મણ પર તમ બાણ ચલાવવા લાગ્યો. લક્ષ્મણે તેને પોતાની વિધાથી રોકી ઇન્દ્રજિત પર આશીવિષ જાતનું નાગબાણ ચલાવ્યું એટલે ઇન્દ્રજિત નાગબાણથી અચેત થઈ જમીન પર પડ્યો, જેમ ભામંડળ પડ્યો હતો. રામે કુંભકર્ણને રથરહિત કર્યો. કુંભકર્ણ રામ પર સૂર્યબાણ ચલાવ્યું, રામે તેનું બાણ રોકી નાગબાણથી તેને વીંટી લીધો એટલે કુંભકર્ણ પણ નાગોથી વીંટળાયેલો ધરતી પર પડયો. ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક ! નવાઈની વાત છે કે તે નાગબાણ ધનુષ સાથે જોડાતાં ઉલ્કાપાત સ્વરૂપ થઈ જાય છે અને શત્રુઓના શરીરમાં લાગતાં નાગરૂપ થઈ તેને વીંટી લે છે. આ દિવ્ય શસ્ત્ર દેવોપુનિત છે, મનવાંછિત રૂપ કરે છે, એક ક્ષણમાં બાણ, એક ક્ષણમાં દંડ, અને ક્ષણમાં પાશરૂપ થઈને પરિણમે છે. જેમ કર્મપાશથી જીવ બંધાય તેમ નાગપાશથી કુંભકર્ણ બંધાયો તેને રામની આજ્ઞા પામી ભામંડળે પોતાના રથમાં મૂક્યો. રામે કુંભકર્ણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #458 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાસઠમું પર્વ ४३७ ભામંડળના હવાલે કર્યો. લક્ષ્મણે ઇન્દ્રજિતને પકડ્યો હતો તે વિરાતિને સોંપ્યો એટલે વિરાધિતે તેને પોતાના રથમાં રાખ્યો. તેનું શરીર ખેદખિન્ન થયું હતું. તે વખતે યુદ્ધમાં રાવણ વિભીષણને કહેવા લાગ્યો કે જો તું તને યોદ્ધો માનતા હો તો મારો એક પ્રહાર સહન કર કે જેથી તને યુદ્ધની ખંજવાળ મટે. વિભીષણ રાવણની સામે વિકરાળ રણક્રીડા કરી રહ્યો છે. રાવણે કોપ કરીને વિભીષણ પર ત્રિશૂળ ચલાવ્યું જેમાંથી પ્રજ્વલિત અગ્નિના તણખા આકાશમાં પ્રકાશ વેરી રહ્યા છે. તે ત્રિશૂળ લક્ષ્મણે વિભીષણ સુધી આવવા ન દીધું, પોતાનાં બાણથી તેને વચમાં જ ભસ્મ કરી નાખ્યું. રાવણ પોતાના ત્રિશૂળને ભસ્મ થયેલું જોઈ અત્યંત કૂદ્ધ થયો અને તેણે નાગેન્દ્રની આપેલી મહાદારૂણ શક્તિ હાથમાં લીધી અને સામે જોયું તો નીલકમલ જેવા શ્યામસુંદર પુરુષોત્તમ ગરુડધ્વજ લક્ષ્મણ ઊભા છે. તેણે કાળી ઘટા સમાન ગંભીર, ઊંભા અવાજે લક્ષ્મણને કહ્યું, તારું બળ ક્યાં કે મૃત્યુના કારણ એવા મારા શસ્ત્રને તું ઝીલે છે. તું બીજા જેવો મને ન જાણજે. હું દુર્બુદ્ધિ લક્ષ્મણ ! જો તું મરવા ઈચ્છતા હો તો મારું આ શસ્ત્ર સહન કર. ત્યારે લક્ષ્મણ જોકે લાંબો સમય સંગ્રામ કરવાથી અત્યંત થાકેલા છે તો પણ વિભીષણને પાછળ ખસેડીને પોતે આગળ થઈ રાવણ તરફ દોડ્યા. આથી રાવણે અત્યંત ક્રોધપૂર્વક લક્ષ્મણ પર શક્તિ ચલાવી. શક્તિમાંથી તારાઓના આકારના તણખા નીકળી રહ્યા છે તે શક્તિથી મહાપર્વતના તટ સમાન લક્ષ્મણનું વક્ષસ્થળ છેદાઈ ગયું. શક્તિ દિવ્ય અતિ દેદીપ્યમાન, જેનો ઘા નિષ્ફળ ન જાય એવી છે, તે લક્ષ્મણના અંગમાં લાગતાં જાણે કે પ્રેમભરેલી વધુ ભેટી હોય તેવી શોભતી હતી. લક્ષ્મણ શક્તિના પ્રહારથી, તેનું શરીર પરાધીન થતાં જમીન પર પડ્યા, જેમ વજના પ્રહારથી પર્વત પડે. તેને જમીન પર પડેલા જોઈ કમળલોચન શ્રી રામ શોક દબાવીને શત્રુનો ઘાત કરવા માટે તૈયાર થયા. તેમણે શત્રુને તત્કાળ રથરહિત કર્યો. ત્યારે રાવણ બીજા રથ પર બેઠો એટલે રામે રાવણનું ધનુષ તોડયું. રાવણે બીજું ધનુષ લીધું. રામે રાવણનો બીજો રથ પણ તોડી નાખ્યો. રામનાં બાણથી વિહવળ થયેલો રાવણ ધનુષબાણ લેવા અસમર્થ થયો. જેવો તે રથ પર બેસવા જતો કે રામ રાવણનો રથ તોડી નાખતા. તે અત્યંત ખેદખિન્ન થયો, તેનું બખ્તર છેદાઈ ગયું. રામે તેને છ વાર રથરહિત કર્યો તો પણ અદભુત પરાક્રમી રાવણ રામથી હણાયો નહિ ત્યારે આશ્ચર્ય પામી રામ રાવણને કહેવા લાગ્યા કે તું દીર્ધાયુ નથી, હજી તારું આયુષ્ય થોડા દિવસનું બાકી છે, તેથી મારાં બાણથી મર્યો નથી. મારી ભુજામાંથી છૂટેલા અત્યંત તીક્ષ્ય બાણથી પહાડ પણ ભેદાઈ જાય, મનુષ્યની તો શી વાત છે? તો પણ આયુષ્યકર્મ તને બચાવ્યો છે. હવે હું તને કહું છું તે સાંભળ-હે વિધાધરોના અધિપતિ ! મારા ભાઈને સંગ્રામમાં શક્તિથી તે હણ્યો છે, તેની મૃત્યુક્રિયા કરીને હું સવારમાં જ તારી સાથે યુદ્ધ કરીશ. ત્યારે રાવણે કહ્યું કે એમ જ કરો. આમ કહીને ઇન્દ્રતુલ્ય પરાક્રમી રાવણ લંકામાં ગયો. રાવણ પ્રાર્થનાભંગ કરવામાં અસમર્થ છે. રાવણ મનમાં વિચારે છે કે આ બન્ને ભાઈઓમાં એક આ મારો શત્રુ અતિ પ્રબળ હતો તેને તો મેં હણ્યો છે. આમ વિચારીને કાંઈક આનંદ પામી તે મહેલમાં ગયો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #459 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૮ ત્રેસઠમું પર્વ પદ્મપુરાણ જે કેટલાક યોદ્ધા યુદ્ધમાંથી જીવતા આવ્યા હતા તેમને જોઈ હર્ષિત થયો. કેવો છે રાવણ ? જેને ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય છે. વળી તેણે સાંભળ્યું છે કે ઇન્દ્રજિત, મેઘનાદ અને ભાઈ કુંભકર્ણ પકડાઈ ગયા છે તે સમાચારથી તે અતિખેદખિન્ન થયો, એમના જીવવાની આશા નથી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે ભવ્યોત્તમ! જીવોને પોતાના અનેકરૂપ ઉપાર્જલા કર્મોના કારણે નાના પ્રકારની શાતા-અશાતા થાય છે. તું જ ! આ જગતમાં નાના પ્રકારનાં કર્મોના ઉદયથી જીવોને જાતજાતના શુભાશુભ થાય છે અને અનેક પ્રકારનાં ફળ મળે છે. કેટલાક તો કર્મના ઉદયથી રણમાં નાશ પામે છે, કેટલાક વેરીઓને જીતી પોતાનું સ્થાન પામે છે, કેટલાકની વિશાળ શક્તિ પણ નિષ્ફળ જાય છે અને બંધનમાં પડે છે. જેમ સૂર્ય પદાર્થોના પ્રકાશનમાં પ્રવીણ છે તેમ કર્મ જીવોને નાના પ્રકારના ફળ દેવામાં પ્રવીણ છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપાપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણની શક્તિથી લક્ષ્મણની મૂર્છાનું વર્ણન કરનાર બાસઠમું પર્વ પૂર્ણ થયું. * * * ત્રેસઠમું પર્વ (લક્ષ્મણ શક્તિપ્રહારથી મૂચ્છિત થતાં રામનો વિલાપ) શ્રી રામ લક્ષ્મણના શોકથી વ્યાકુળ થયા. જ્યાં લક્ષ્મણ પડ્યા હતા ત્યાં આવી પૃથ્વીમંડળની શોભાસ્વરૂપ ભાઈને ચેષ્ટારહિત શક્તિથી આલિંગિત જોઈને મૂચ્છિત થઈ ગયા. ઘણી વાર પછી સચેત થઈને અત્યંત શોકથી દુઃખરૂપ અગ્નિથી પ્રજ્વલિત અત્યંત વિલાપ કરવા લાગ્યા-હે વત્સ! કર્મના યોગથી તારી આ દારુણ અવસ્થા થઈ, આપણે દુર્લધ્ય સમુદ્ર તરીને અહીં આવ્યા. તું મારી ભક્તિમાં સદા સાવધાન, મારા કાર્ય માટે સદા તૈયાર, શીધ્ર મારી સાથે વાતચીત કર. મૌન ધરીને કેમ રહ્યો છે? તું નથી જાણતો કે તારો વિયોગ હું એક ક્ષણમાત્ર પણ સહી શકતો નથી? ઊઠ, મારા હૃદય સાથે લાગ. તારો વિનય ક્યાં ગયો? તારા ભુજ ગજની સૂંઢ સમાન દઢ અને દીર્ઘ મુજબંધનથી શોભિત એ હવે ક્રિયારહિત પ્રયોજનરહિત થઈ ગયા, ભાવમાત્ર જ રહી ગયા. અને માતાપિતાએ મને તારી થાપણ સોંપી હતી, હવે હું તેમને શો ઉત્તર આપીશ? અત્યંત પ્રેમથી ભરેલા, અતિ અભિલાષી રામ, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ ! તારા જેવો મારું હિત ઈચ્છનાર આ જગતમાં કોઈ નથી, આવાં વચન બોલવા લાગ્યા. બધા લોકો જુએ છે અને અતિદીન થઈને ભાઈને કહે છે, તું સુભટોમાં રત્ન છે, તારા વિના હું કેવી રીતે જીવીશ? તારા વિના હું મારા જીવન અને પુરુષાર્થને નિષ્ફળ માનું છું. પાપના ઉદયનું ચરિત્ર મેં પ્રત્યક્ષ જોયું, તારા વિના મારે સીતાનું પણ શું પ્રયોજન છે? બીજા પદાર્થોનું પણ શું કામ છે? જે સીતાના નિમિત્તે તારા જેવા ભાઈને નિર્દય શક્તિથી પૃથ્વી પર પડેલો જોઉં છું, તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #460 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રેસઠમું પર્વ ૪૩૯ તારા જેવો ભાઈ ક્યાં છે? કામ અને અર્થ પુરુષોને સુલભ છે અને બીજા સંબંધીઓ પણ ધરતી પર જ્યાં જશું ત્યાં મળશે, પરંતુ માતાપિતા અને ભાઈ ન મળે. હે સુગ્રીવ! તેં તારી મૈત્રી મને ઘણી બતાવી, હવે તું તારા સ્થાનકે જા અને હે ભામંડળ ! તમે પણ જાવ, હવે મેં સીતાની પણ આશા છોડી છે અને જીવવાની આશા પણ છોડી છે, હવે હું ભાઈ સાથે નિઃસંદેહપણે અગ્નિમાં પ્રવેશીશ. હું વિભીષણ ! મને સીતાનો પણ શોક નથી અને ભાઈનો પણ શોક નથી, પણ તારો ઉપકાર મારાથી કાંઈ ન થઈ શક્યો, એનો મારા મનમાં ખટકો છે. જે ઉત્તમ પુરુષો છે તે પહેલાં જ ઉપકાર કરે, જે મધ્યમ પુરુષ છે તે ઉપકાર પછી ઉપકાર કરે અને જે પાછળથી પણ ઉપકાર ન કરે તે અધમ પુરુષ છે. તેથી તું તો ઉત્તમ પુરુષ છો, અમારા ઉપર ઉપકાર કર્યો, આવા ભાઈ સાથે વિરોધ કરીને અમારી પાસે આવ્યો અને મારાથી તારો કાંઈ ઉપકાર થઈ શક્યો નહિ તેથી મને ઘણું દુઃખ થાય છે. હે ભામંડળ, સુગ્રીવ! ચિતા રચો, હું ભાઈની સાથે અગ્નિમાં પ્રવેશ કરીશ, તમે જે યોગ્ય લાગે તે કરો. આમ કહીને રામ લક્ષ્મણને સ્પર્શવા લાગ્યા. ત્યારે મહાબુદ્ધિમાન જાંબુનદે તેમને રોકયા, હું દેવ! આ તમારા ભાઈ દિવ્યાસ્ત્રથી મૂચ્છિત થયા છે તેથી તેને અડો નહિ. એ સારા થઈ જશે, આમ બને છે. તમે ધીરજ રાખો, કાયરતા છોડો, આપદા વખતે ઉપાય કરવો તે જ કાર્યકારી છે. આ વિલાપ ઉપાય નથી, તમે સુભટ છો, તમારે વિલાપ કરવો યોગ્ય નથી, આ વિલાપ કરવો તે શુદ્ર લોકોનું કામ છે માટે તમારા ચિત્તમાં વૈર્ય ધારણ કરો, કોઈક ઉપાય હુમણાં જ બનશે. આ તમારા ભાઈ નારાયણ છે તે અવશ્ય જીવશે. અત્યારે એનું મૃત્યુ નથી, આમ કહીને બધા વિધાધર વિષાદરૂપ થયા અને લક્ષ્મણના અંગમાંથી શક્તિ નીકળે તેવો ઉપાય પોતાના મનમાં વિચારવા લાગ્યા. આ દિવ્ય શક્તિ છે, એને કોઈ ઔષધથી દૂર કરવાને સમર્થ નથી અને કદાચ સૂર્ય ઉગે તો લક્ષ્મણનું જીવવું કઠણ છે. આમ વારંવાર વિચારતા જેમને ચિંતા ઉત્પન્ન થઈ છે એવા આ વિધાધરો કમરબંધ આદિ બધું દૂર કરી અડધી ઘડીમાં ધરતી શુદ્ધ કરી કપડાં અને પડાવ ઊભાં કર્યા. સેનાની સાત ચોકી મૂકી. મોટા મોટા યોદ્ધા બખ્તર પહેરી, ધનુષબાણ ધારણ કરી બહુ જ સાવધાનીથી ચોકી કરવા બેઠા. પ્રથમ ચોકીમાં નીલ, બીજીમાં નલ હાથમાં ગદા લઈને, ત્રીજીમાં ત્રિશૂળ લઈને વિભીષણ, ચોથી ચોકીમાં તીર બાંધીને મહાસાહસિક કુમુદ, પાંચમી ચોકીમાં બરછી લઈને સુષેણ બેઠા, છઠ્ઠીમાં મહાદેઢભુજ સુગ્રીવ ઇન્દ્ર સરખા શોભાયમાન ભીંડપાલ લઈને બેઠા, સાતમી ચોકીમાં તલવાર લઈને ભામંડળ બેઠા, પૂર્વના દ્વારે અષ્ટાપદી ધ્વજા જાણે મહાબલી અષ્ટાપદ જ હોય તેવી શોભતી હતી, પશ્ચિમ દ્વારે જાંબુકુમાર વિરાજતા હતા, ઉત્તરના દ્વારે મંત્રીઓના સમૂહ સહિત વાલીનો પુત્ર મહાબળવાન ચંદ્રમરીચ બેઠો. આ પ્રમાણે વિદ્યાધરો રક્ષા કરવા બેઠા તે આકાશમાં નક્ષત્રમંડળની જેમ શોભતા હતા. વાનરવંશી મહાભટો બધા દક્ષિણ દિશા તરફ રક્ષક તરીકે બેઠા. આ પ્રમાણે ચોકીનો પ્રયત્ન કરીને વિદ્યાધરો રહ્યા, જેમને લક્ષ્મણના જીવનનો સંદેહ છે, જેમને પ્રબળ શોક છે, જીવોને કર્મરૂપ સૂર્યના ઉદયથી ફળનો પ્રકાશ થાય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #461 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४० ચોસઠમું પર્વ પદ્મપુરાણ છે. તેને મનુષ્ય, દેવ, નાગ, અસુર, કોઈ પણ રોકવા સમર્થ નથી. આ જીવ ઉપાર્જેલું કર્મ પોતે જ ભોગવે છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણને શક્તિ લાગવી અને રામના વિલાપનું વર્ણન કરનાર ત્રેસઠમું પર્વ પૂર્ણ થયું. * * * ચોસઠમું પર્વ (લક્ષ્મણની શક્તિ દૂર કરવાનો ઉપાય અને વિશલ્યાના પૂર્વભવનું વર્ણન). પછી રાવણ લક્ષ્મણનું નિશ્ચયથી મરણ જાણીને તથા પોતાના ભાઈ અને બેય પુત્રોને મનમાં મરણરૂપ જ જાણીને અત્યંત દુ:ખી થયો. રાવણ વિલાપ કરે છે–અરે ભાઈ કુંભકર્ણ ! પરમ ઉદાર, મહાન હિતચિંતક, કેવી રીતે આવી બંધન અવસ્થા પામ્યો ! અરે ઇન્દ્રજિત, મેઘનાદ! તમે મહાપરાક્રમી, મારી ભુજા સમાન દઢકર્મના યોગથી બંધન અવસ્થા પામ્યા. આવી અવસ્થા અત્યાર સુધી થઈ નહોતી. મેં શત્રુના ભાઈને હણ્યો છે તેથી ખબર નથી કે શત્રુ દુઃખી થઈને શું કરશે? તમારા જેવા ઉત્તમ પુરુષો મારા પ્રાણવલ્લભ, દુઃખરૂપ અવસ્થા પામ્યા, એના જેવું મને અતિકષ્ટ શેનું હોય? આ પ્રમાણે રાવણ ગુપ્ત રીતે ભાઈ અને પુત્રોનો શોક કરતો હતો. અને જાનકી લક્ષ્મણને શક્તિ વાગી છે એ સાંભળીને રુદન કરવા લાગી, અરે લક્ષ્મણ ! વિનયવાન ગુણભૂષણ! મંદભાગી એવી મારા નિમિત્તે તારી આવી અવસ્થા થઈ, હું તને આવી અવસ્થામાં જ જોવા ઈચ્છું છું તે દૈવયોગથી જોવા નહિ પામું. તારા જેવા યૌદ્ધાને પાપી શત્રુએ હણ્યો તો શું મારા મરણનો સંદેહ તેને ન થયો. તારા જેવો પુરુષ આ સંસારમાં બીજો નથી જેનું ચિત્ત મોટાભાઈની સેવામાં આસક્ત છે, તું સમસ્ત કુટુંબને છોડી મોટાભાઈની સાથે નીકળ્યો, સમુદ્ર તરીને અહીં આવ્યો અને આવી અવસ્થા પામ્યો, તને હું ક્યારે જોઈશ? તું બાળક્રીડામાં પ્રવીણ, મહા વિનયવાન, મિષ્ટભાષી, અદ્દભુત કાર્ય કરનારો, એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું તને જોઈશ? સર્વ દેવો સર્વથા તારી રક્ષા કરો. હે સર્વલોકના મનના હરનાર! તું શક્તિના શલ્યથી રહિત થા. આ પ્રમાણે મહાકષ્ટ શોકરૂપ જાનકી વિલાપ કરે છે. તેના ભાવોથી અત્યંત પ્રેમ કરનારી વિધાધરી તેને વૈર્ય બંધાવી, શાંત ચિત્ત કરી કહેવા લાગી, હે દેવી! તારા દિયરનું હજી સુધી મરણ થયું હોય તેવું નક્કી થયું નથી, માટે તું રુદન ન કર. મહાવીર સામંતોની એ જ ગતિ છે અને પૃથ્વી પર અનેક પ્રકારના ઉપાયો હોય છે, આવા વિધાધરીઓનાં વચન સાંભળી સીતા કાંઈક નિરાકુળ થઈ. હવે ગૌતમ સ્વામી શ્રેણિકને કહે છે કે હે રાજન્ ! હવે લક્ષ્મણના જે હાલ થયા તે સાંભળ. સુંદર રૂપવાળા એક યૌદ્ધાને પડાવના દ્વાર પર દાખલ થતો ભામંડળે જોયો અને પૂછયું કે તું કોણ છો? ક્યાંથી આવ્યો છે, શા હેતુથી અહીં પ્રવેશ કરે છે? અહીં જ રહે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #462 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચોસઠમું પર્વ ૪૪૧ આગળ ન જા. ત્યારે તે કહેવા લાગ્યો કે મને નીકળ્યા એક મહિના ઉપર થોડા દિવસ થયા છે, મારી અભિલાષા રામનાં દર્શન કરવાની છે માટે રામનાં દર્શન કરીશ. અને તમે જે લક્ષ્મણના જીવવાની ઈચ્છા રાખો છો તો હું તેના જીવનનો ઉપાય કહીશ. જ્યારે તેણે આમ કહ્યું ત્યારે ભામંડળ અતિપ્રસન્ન થઈ દ્વાર પર પોતાના જેવા જ બીજા સુભટને મૂકીને તેને સાથે લઈને શ્રી રામ પાસે આવ્યો. પછી વિદ્યાધર શ્રી રામને નમસ્કાર કરી કહેવા લાગ્યો, હે દેવ! તમે ખેદ ન કરો, લક્ષ્મણકુમાર નિશ્ચયથી જીવશે. દેવગતિ નામનું નગર છે, ત્યાં રાજા શશિમંડળ રાજ્ય કરે છે. તેમની રાણી સુપ્રભાનો પુત્ર હું ચંદ્રપ્રીતમ છું. હું એક દિવસ આકાશમાં વિચરતો હુતો ત્યારે રાજા વેલાધ્યક્ષના પુત્ર સહસ્ત્રવિજય સાથે મારે વેર હતું, કેમ કે તેની માગેલી કન્યાને હું પરણ્યો હતો. તેની અને મારી વચ્ચે મોટું યુદ્ધ થયું, તેણે ચંડરવા નામની શક્તિ મને મારી તેથી હું આકાશમાંથી અયોધ્યાના મહેન્દ્ર નામના ઉદ્યાનમાં પડ્યો. મને પડતો જોઈને અયોધ્યાના સ્વામી રાજા ભરત આવીને ઊભા રહ્યા. શક્તિથી ભેદાયેલ મારું વક્ષસ્થળ જઈને અત્યંત દયાળુ, મારા જીવનદાતાએ મને ચંદનના જળથી છાંટા નાખ્યા તેથી શક્તિ નીકળી ગઈ, મારું રૂપ જેવું હતું તેવું થઈ ગયું. કાંઈક વધારે પણ થયું. તે રાજા ભરતે મને નવો જન્મ આપ્યો જેથી તમારાં દર્શન થયાં. આ વચન સાંભળી શ્રી રામચંદ્ર પૂછયું કે તે ગંદોદકની ઉત્પત્તિ વિશે શું તું જાણે છે? ત્યારે તેણે કહ્યું કે હે દેવ! જાણું છું, તમે સાંભળો, મેં રાજા ભરતને પૂછયું હતું અને તેણે મને કહ્યું કે આ અમારો આખો દેશ રોગથી પીડિત થયો હતો, કોઈ ઉપાયથી સારું થતું નહોતું, પૃથ્વી પર કયા કયા રોગ ફેલાય છે તે સાંભળો. ઉરોગાત, મહાદાહરૂર, લાલ પરિશ્રમ, સર્વશૂન્ય, અને છિરદ ઈત્યાદિ અનેક રોગ આખા દેશના પ્રાણીઓને થયા હતા. જાણે કે ક્રોધથી રોગોની ધાડ જ દેશમાં આવી. એક રાજા દ્રોણમેઘ તેની પ્રજા સહિત નીરોગ રહ્યા હતા તેથી મેં તેમને બોલાવ્યા અને પૂછયું કે હું મામા! તમે જેવા નિરોગ છો તેવો મને અને મારી પ્રજાને તરત કરો. ત્યારે રાજા દ્રોણમેઘ જેની સુગંધથી દશ દિશામાં સુગંધ ફેલાય તેવા જલથી મને સીંચ્યો અને હું સાજો થઈ ગયો. તે જળથી મારા રાજ્યની પ્રજા પણ નીરોગ થઈ ગઈ. આખો દેશ સારો થઈ ગયો, બધા રોગ મટી ગયા. હજારો રોગ ઉત્પન્ન કરનાર અત્યંત દુસ્સહુ વાયુ જે મર્મને ભેટે છે તે વાયુનો જળથી નાશ થયો. પછી મેં દ્રોણમેઘને પૂછયું કે આ જળ કયાનું છે કે જેનાથી સર્વ રોગોનો નાશ થાય છે? દ્રોણમેઘે જવાબ આપ્યો કે હે રાજન્! મારે વિશલ્યા નામની પુત્રી છે તે સર્વ વિદ્યામાં પ્રવીણ અને ગુણોથી સંયુક્ત છે. તે જ્યારે ગર્ભમાં આવી ત્યારે મારા દેશમાં અનેક વ્યાધિઓ ફેલાયેલી હતી, પણ પુત્રી ગર્ભમાં આવતાં જ બધા રોગ અદશ્ય થઈ ગયા. પુત્રી જિનશાસનમાં પ્રવીણ છે, ભગવાનની પૂજામાં તત્પર છે, આખા કુટુંબની પૂજ્ય છે, તેના સ્નાનનું આ જળ છે, તેના શરીરની સુગંધથી જળ પણ સુગંધી બન્યું છે. ક્ષણમાત્રમાં સર્વ રોગનો વિનાશ કરે છે. દ્રોણમેઘના આ વચન સાંભળી હું અચરજ પામ્યો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #463 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૨ ચોસઠમું પર્વ પદ્મપુરાણ તેના નગરમાં જઈ તેની પુત્રીની સ્તુતિ કરી અને નગરીમાંથી નીકળીને સર્વતિ નામના મુનિને પૂછ્યું, હે પ્રભો! દ્રોણમેઘની પુત્રી વિશલ્યાનું ચરિત્ર કહો. ત્યારે ચાર જ્ઞાનના ધા૨ક મુનિ, મહાવાત્સલ્યધારીએ કહ્યું, કે હૈ ભરત! મહાવિદેહ ક્ષેત્રમાં સ્વર્ગ સમાન પુંડરિક દેશ છે, ત્યાં ત્રિભુનાનંદ નામનું નગર છે, ત્યાં ચક્રધર નામના ચક્રવર્તી રાજાનું રાજ્ય છે, તેની પુત્રી અનંગશરા ગુણરૂપ આભૂષણવાળી, સ્ત્રીઓના અદ્ભુત રૂપવાળી હતી તેને પ્રતિષ્ઠિતપુરનો ધણી રાજા પુનર્વસુ વિધાધર, જે ચક્રવર્તીનો સામંત હતો, તે કન્યાને જોઈ કામબાણથી પીડિત થઈ વિમાનમાં બેસાડીને લઈ ગયો. તેથી ચક્રવર્તીએ ગુસ્સે થઈને કિંકર મોકલ્યા. તેમણે તેની સાથે યુદ્ધ કર્યું, તેનું વિમાન તોડી નાખ્યું એટલે તેણે વ્યાકુળ થઈને કન્યાને આકાશમાંથી નીચે ફેંકી તે શરદઋતુના ચંદ્રમાની જ્યોતિ સમાન પુનર્વસુની પર્ણલઘુવિધાથી અટવીમાં આવીને પડી. તે અટવી દુષ્ટ જીવોથી ભયાનક, જેનું નામ શ્વાપદ રૌરવ હતું, જ્યાં વિદ્યાધરો પણ આવી શકતા નહિ, વૃક્ષોના સમૂહથી અંધકારરૂપ હતી, નાના પ્રકારના વેલોથી વીંટાયેલાં ઊંચા વૃક્ષોની સઘનતાથી ત્યાં સૂર્યનાં કિરણો પણ પ્રવેશતા નહિ અને ચિત્તા, વાઘ, સિંહ, અષ્ટાપદ, ગેંડા, રીંછ, ઈત્યાદિ અનેક વનચરો તેમાં ફરતા, ભૂમિ ઊંચીનીચી વિષમ હતી, તેમાં મોટા મોટા ખાડા હતા. આ ચક્રવર્તીની કન્યા અનંગશા એકલી તે વનમાં અત્યંત દુ:ખી થઈ, નદીના કિનારે જઈ, દિશાઓનું અવલોકન કરતી માતાપિતાને યાદ કરીને રુદન કરતી હતી, અરેરે! હું ચક્રવર્તીની પુત્રી, મારા પિતા ઇન્દ્ર સમાન, તેની હું અત્યંત લાડકી, દૈવયોગે આવી અવસ્થા પામી, હવે હું શું કરું? આ વનનો અંત નથી, આ વન જોઈને દુઃખ ઉપજે છે. અરે પિતા! સકળ લોકમાં પ્રસિદ્ધ મહાપરાક્રમી છે, આ વનમાં હું અસહાય પડી છું, મારા ઉપ૨ કોણ દયા કરે ? અરે માતા! અત્યંત દુ:ખપૂર્વક તમે મને ગર્ભમાં રાખી, હવે કેમ મારી ઉપર દયા કરતાં નથી ? અરે! મારા પરિવારના ઉત્તમ મનુષ્યો! એક ક્ષણમાત્ર મને છોડતા નહોતા, તો હવે કેમ મને ત્યજી દીધી ? અરે! હું જન્મતાં જ કેમ મરણ ન પામી? શા માટે દુ:ખની ભૂમિકા થઈ ? ઈચ્છા પ્રમાણે મૃત્યુ મળતું નથી, શું કરું? ક્યાં જાઉં, હું પાપણી ક્યાં રહું? આ સ્વપ્ન છે કે સત્ય છે? આ પ્રમાણે ચિરકાળ વિલાપ કરીને અત્યંત વિહ્વળ બની ગઈ. એવો વિલાપ કર્યો કે જે સાંભળીને અત્યંત દુષ્ટ પશુનું ચિત્ત પણ કોમળ થઈ જાય. આ કન્યા દીનચિત્ત થઈને ક્ષુધા-તૃષાથી દગ્ધ, શોકસાગરમાં મગ્ન, ફળપત્રાદિથી જીવતી કર્મના યોગથી તે વનમાં કેટલાક શીતકાળ રહી. કેવા છે શીતકાળ ? કમળના વનની શોભાના સર્વસ્વને હરનાર. તેણે અનેક ગ્રીષ્મકાળના આતાપ સહ્યા. જેમાં જળના સમૂહ સુકાય છે, દાવાનળોથી અનેક વનવૃક્ષ બને છે અને અનેક જંતુ મરે છે. તેણે વનમાં વર્ષાકાળ પણ અનેક વીતાવ્યા. તે વખતે જળધારાના અંધકારથી સૂર્યની જ્યોતિ દબાઈ ગઈ છે તેનું શરી૨ વર્ષાએ ધોયેલા ચિત્ર જેવું થઈ ગયું છે. કાંતિરહિત, દુર્બળ વીખરાયેલા વાળ, મળયુક્ત શરીર લાવણ્યરહિત થયું, જાણે સૂર્યના પ્રકાશથી ચંદ્રની કળાનો પ્રકાશ ક્ષીણ થઈ ગયો. કૈથના વનમાં બેઠી પિતાને યાદ કરીને રુદન કરે છે કે મેં ચક્રવર્તીને ત્યાં જન્મ તો લીધો, પણ પૂર્વજન્મનાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #464 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચોસઠમું પર્વ ४४ પાપથી વનમાં આવી દુઃખી અવસ્થા પામી. તે વૃક્ષોનાં પડેલાં સૂકાં ફળો ખાઈને તથા બેલા, તેલા આદિ અનેક ઉપવાસ કરીને અને પાણી પીને રહેતી. દિવસમાં એક જ વાર ફળ અને જળ લેતી. આ ચક્રવર્તીની પુત્રી પુષ્પોની સેજ પર સૂતી, તેના વાળ તેને ખેંચતા. તે અહીં વિષમ ભૂમિ પર ખેદરહિત સૂતી. પિતાના અનેક ગુણીજન સ્તુતિ કરતા શબ્દો સાંભળી જાગતી તે હવે શિયાળ વગેરે અનેક વનચરોના ભયંકર શબ્દો સાંભળી રાત્રિ પસાર કરતી. આ પ્રમાણે ત્રણ હજાર વર્ષ તપ કર્યું. સૂકાં ફળ, સૂકા પત્ર અને જળનો આહાર કર્યો અને અત્યંત વૈરાગ્ય પામી ખાનપાનનો ત્યાગ કરી, ધીરજ રાખી સંલ્લેખના મરણ આવ્યું. એકસો હાથ ભૂમિથી દૂર નહી જાઉં એવો નિયમ લઈને બેઠી, આયુષ્યના છ દિવસ બાકી હતા અને એક અરહુદાસ નામનો વિધાધર સુમેરુની વંદના કરીને જતો હતો તે અહીં આવી ચડ્યો. તેણે ચક્રવર્તીની પુત્રીને જોઈ પિતાના સ્થાનકે લઈ જવાનો વિચાર કર્યો. પણ સંખનાનો યોગ કર્યો હોવાથી કન્યાએ તેને રોક્યો. પછી અરહુદાસ તરત જ ચક્રવર્તીની પાસે જઈને ચક્રવર્તીને લઈ કન્યા પાસે આવ્યો. જે સમયે ચક્રવર્તી આવ્યો તે સમયે એક સર્પ કન્યાને ગળી રહ્યો હતો. કન્યા પિતાને જોઈ અજગરને અભયદાન અપાવ્યું અને પોતે સમાધિ મરણ કરીને શરીર તજી, ત્રીજા સ્વર્ગમાં ગઈ. પિતા પુત્રીની આ અવસ્થા જોઈને બાવીસ હજાર પુત્રો સહિત વૈરાગ્ય પામી મુનિ થયા. કન્યાએ અજગરને ક્ષમા કરી, અજગરને પીડા થવા ન દીધી, એવી દઢતા તેનાથી જ બને. પેલો પુનર્વસુ વિદ્યાધર અનંગશરાને શોધતો રહ્યો. પણ તે ન મળી. ત્યારે ખેદખિન્ન થઈને તુમસેન મુનિની પાસે મુનિ થયો અને મહાતપ કર્યું. તે સ્વર્ગમાં દેવ થઈ મહાસુંદર લક્ષ્મણ થયા. તે ચક્રવર્તીની પુત્રી અનંગશરા સ્વર્ગમાંથી ચ્યવીને દ્રોણમેઘની પુત્રી વિશલ્યા થઈ અને તેણે પુનર્વસુના નિમિત્તે નિદાન કર્યું હતું તે હવે લક્ષ્મણને વરશે. આ વિશલ્યા આ નગરમાં, આ દેશમાં અને ભરતક્ષેત્રમાં મહાગુણવંતી છે, પૂર્વભવના તપના પ્રભાવથી મહાપવિત્ર છે, તેના સ્નાનનું આ જળ સકળ વિકારને હણે છે. તેણે ઉપસર્ગ સહન કર્યો. મહાતપ કર્યું, તેનું આ ફળ છે, એના સ્નાનના જળથી તારા દેશમાં વાયુવિષમ વિકાર થયો હતો તે નાશ પામ્યો છે. મુનિના આ વચન સાંભળી ભરતે મુનિને પૂછયું કે હે પ્રભો! મારા દેશમાં સર્વ લોકોને રોગનો વિકાર કયા કારણે થયો? મુનિએ કહ્યું કે ગજપુર નગરથી એક વિંધ્ય નામનો મહાધનવાન વેપારી ગધેડા, ઊંટ, પાડા વગેરે પર માલ લાદીને અયોધ્યામાં આવ્યો અને અગિયાર મહિના અયોધ્યામાં રહ્યો. તેનો એક પાડો વધારે ભાર લાદવાથી ઘાયલ થયો, તીવ્ર રોગથી પીડાયો અને આ નગરમાં ઘૂમ્યો તે અકામનિર્જરાના યોગથી અથકેતુ નામનો વાયુકુમાર દેવ થયો. તેનું નામ વિદ્યાવર્ત હતું. તેણે અવધિજ્ઞાનથી પૂર્વભવને યાદ કર્યો કે પૂર્વભવમાં હું પાડો હતો, પીઠ તૂટી ગઈ હતી અને અનેક રોગોથી પીડિત માર્ગમાં કાદવમાં પડ્યો હતો ત્યારે લોકો મારા માથા પર પગ મૂકીને ચાલ્યા હતા. આ લોકો અત્યંત નિર્દય છે. હવે હું દેવ થયો છું તો તેમને પરેશાન ન કરું તો હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #465 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४४ પાંસઠમું પર્વ પદ્મપુરાણ દેવ શાનો? આમ વિચારી અયોધ્યાનગર અને સુકોશલ દેશમાં તેણે વાયુ ફેલાવ્યો. તે સમસ્તરોગ વિશલ્યાના ચરણોદકના પ્રભાવથી નાશ પામ્યો. બળવાન કરતાં પણ અધિક બળવાન હોય છે. આ પૂર્ણ કથા મુનિએ ભરતને કહી અને ભરતે મને કહી અને મેં તમને બધાને કહી. વિશલ્યાનું સ્નાનજળ તરત મંગાવો. લક્ષ્મણના જીવનનો બીજો ઉપાય નથી. વિદ્યાધરે રામને આ પ્રમાણે કહ્યું તે સાંભળી પ્રસન્ન થયા. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! જે પુણાધિકારી છે તેમને પુણ્યના ઉદયથી અનેક ઉપાય મળે છે. હે મહાન જનો ! તેમને આપત્તિના સમયે અનેક ઉપાય સિદ્ધ થાય છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિશલ્યાના પૂર્વભવનું વર્ણન કરનાર ચોસઠમું પર્વ પૂર્ણ થયું. * * * પાંસઠમું પર્વ (રામના સૈન્યમાં વિશલ્યાનું આગમન અને લક્ષ્મણનું શક્તિરહિત થવું) પછી આ વિધાધરનાં વચનો સાંભળી શ્રી રામે અને બધા વિધાધરોએ તેની ખૂબ પ્રશંસા કરી અને હનુમાન, ભામંડળ, તથા અંગદ સાથે મંત્રણા કરી તેમને અયોધ્યા તરફ વિદાય કર્યા. તેઓ ક્ષણમાત્રમાં ગયા જ્યાં મહાપ્રતાપી ભરત બિરાજે છે. ભરત સૂતા હતા. તેમને મધુર ગીત ગાઈને જગાડવાનો પ્રયત્ન કર્યો અને ભરત જાગ્યા. પછી તે મળ્યા. સીતાનું હરણ, રાવણ સાથે યુદ્ધ, લક્ષ્મણને શક્તિનું લાગવું, આ સમાચાર સાંભળી ભરતને શોક અને ક્રોધ થયો. તેમણે તે જ સમયે યુદ્ધની ભેરી વગડાવી તેથી આખી અયોધ્યાના લોકો વ્યાકુળ થયા, વિચારવા લાગ્યા કે આ રાજમહેલમાં શેનો કલકલાટ સંભળાય છે? અર્ધી રાત્રે શું અતિવીર્યનો પુત્ર આવી ચડ્યો? કોઈ સુભટ પોતાની સ્ત્રી સાથે સૂતો હતો તેને તજીને પોતાનું બખ્તર પહેરીને ખગ હાથમાં લીધું. કોઈક મૃગનયની ભોળા બાળકને ગોદમાં લઈને અને સ્તનો પર હાથ ઢાંકીને દિશાઓ અવલોકવા લાગી, કોઈ સ્ત્રી નિદ્રારહિત થઈ સૂતેલા પતિને જગાડવા લાગી, કોઈ ભરતજીનો સેવક જઈને પોતાની સ્ત્રીને કહેવા લાગ્યા, હે પ્રિયે! શું સૂઈ રહી છે? આજે અયોધ્યામાં કાંઈક બરાબર નથી, રાજમહેલમાં પ્રકાશ થઈ રહ્યો છે. અને રથ, હાથી, ઘોડા, પ્યાદાં રાજદ્વાર તરફ જાય છે. જે ડાહ્યા માણસો હતા તે બધા સાવધાન થઈને ઊઠીને ઊભા થયા. કોઈ પુરુષો સ્ત્રીને કહેવા લાગ્યા, આ સુવર્ણ કળશ, મણીરત્નોની પેટીઓ તિજોરીમાં અને સુંદર વસ્ત્રોની પેટીઓ ભોંયરામાં મૂકી દો અને બીજું દ્રવ્ય પણ ઠેકાણે કરો. ભાઈ શત્રુગ્ન નિદ્રા તજી હાથી પર બેસી મંત્રીઓ સહિત શસ્ત્રધારી યોદ્ધાઓને લઈ રાજદ્વારે આવ્યો. બીજા પણ ઘણા રાજદ્વારે આવ્યા. ભરતે બધાને યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો. ભામંડળ, હનુમાન, અંગદ ભરતને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે દેવ! લંકાપુરી અહીંથી દૂર છે અને વચમાં સમુદ્ર છે. ત્યારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #466 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંસઠમું પર્વ ૪૪૫ ભરતે કહ્યું કે તો શું કરવું? પછી તેમણે વિશલ્યાની હકીકત કહી અને કહ્યું કે હે પ્રભો! રાજા દ્રોણમેઘની પુત્રી વિશલ્યાના સ્નાનનું જળ આપો, શીધ્ર કૃપા કરો જેથી અમે લઈ જઈએ, સૂર્યનો ઉદય થયા પછી લક્ષ્મણનું જીવન કઠણ છે. ત્યારે ભારતે કહ્યું કે તેના સ્નાનનું જળ શું તેને જ લઈ જાવ. મને મુનિએ કહ્યું હતું કે આ વિશલ્યા લક્ષ્મણની સ્ત્રી થશે. પછી દ્રોણમેઘની પાસે એક મનુષ્યને તે જ સમયે મોકલ્યો. લક્ષ્મણને શક્તિ વાગી છે તે સાંભળીને દ્રોધમેઘે અત્યંત કોપ કર્યો અને યુદ્ધ માટે તૈયાર થયો. પછી ભારત અને માતા કૈકેયી પોતે આવીને દ્રોણમેઘને સમજાવી વિશલ્યાને વિમાનમાં બેસાડી, બીજી એક હજાર રાજાઓની કન્યા સાથે લઈ રામના સૈન્યમાં આવ્યા વિમાનમાંથી કન્યા ઊતરી, તેની ઉપર ચામર ઢોળાય છે. કન્યાના કમળ સરખા નેત્ર હાથી, ઘોડા અને મોટા મોટા યોદ્ધાઓને દેખવા લાગ્યા. જેમ જેમ વિશલ્યા દળમાં પ્રવેશતી ગઈ તેમ તેમ લક્ષ્મણના શરીરમાં શાતા થવા લાગી, તે દેવરૂપિણી શક્તિ લક્ષ્મણના શરીરમાંથી નીકળી જાણે કે જ્યોતિ સંયુક્ત દુષ્ટ સ્ત્રી ઘરમાંથી નીકળી. દેદીપ્યમાન અગ્નિના તણખા આકાશમાં ઊડતા હતા, તે શક્તિને હનુમાને પકડી, તેણે દિવ્ય સ્ત્રીનું રૂપ ધર્યું હતું. પછી તે હનુમાનને હાથ જોડી કહેવા લાગી કે હે નાથ ! પ્રસન્ન થાવ, મને છોડી દો, મારો અપરાધ નથી, અમારી આ જ રીત છે કે જે અમને સાધે છે તેને વશ અમે થઈએ છીએ. હું અમોધવિયા નામની ત્રણ લોકમાં પ્રસિદ્ધ વિદ્યાશક્તિ છું. કૈલાસ પર્વત પર વાલી મુનિ પ્રતિમા યોગ ધરીને રહ્યા હતા અને રાવણે ભગવાનના ચૈત્યાલયમાં ભક્તિગાન કર્યું હતું. પોતાના હાથની નસ વગાડીને જિનેન્દ્રનું ચરિત્ર ગાયું ત્યારે ધરણેન્દ્રનું આસન કંપ્યું અને ધરણેન્દ્ર પરમ હર્ષથી આવ્યા અને રાવણ પ્રત્યે અતિ પ્રસન્ન થઈ મને સોંપી હતી. રાવણ યાચના કરવામાં કાયર હતા તેથી તેણે મારી ઈચ્છા કરી નહિ. પણ ધરણેન્દ્ર તેને આગ્રહ કરીને આપી હતી. હું અત્યંત વિકરાળ સ્વરૂપવાળી છું, જેને ચૌટું તેના પ્રાણ હરી લઉં, મને રોકવા કોઈ સમર્થ નથી. એક આ વિશલ્યાસુંદરી સિવાય હું દેવોની વિજેતા છું. હું આને જતાં જ ભાગી જાઉં છું. એના પ્રભાવથી હું શક્તિરહિત થઈ ગઈ છે. તપનો એવો પ્રભાવ છે કે જો તે ચાહે તો સૂર્યને પણ શીતળ કરે અને ચંદ્રમાને ઉષ્ણ કરી નાખે. આણે પૂર્વજન્મમાં અતિ ઉગ્ર તપ કર્યું હતું, કોમળ ફૂલ સમાન એનું શરીર તેણે તપમાં લગાડ્યું હતું. તેણે એવું ઉગ્ર તપ કર્યું કે જે મુનિઓથી પણ ન બને. મારા મનમાં તો એમ જ લાગે છે કે સંસારમાં જે પ્રાણી આવાં તપ કરે, વર્ષા, શીત, આતાપ, અને અતિ દુસ્સહુ પવનથી એ સુમેરુના શિખર સમાન અડગ રહી. ધન્ય એનું રૂપ, ધન્ય એનું સાહસ, ધન્ય એનું મન દઢ રહ્યું છે. આના જેવું તપ બીજી સ્ત્રીઓ કરવાને સમર્થ નથી-સર્વથા જિનેન્દ્રના મત અનુસાર તપ કરે તે ત્રણ લોકને જીતે છે. અથવા આ વાતનું શું આશ્ચર્ય છે? જે તપથી મોક્ષ પમાય તેને બીજું શું અઘરું હોય? હું પરને આધીન, જે મને ચલાવે તેના શત્રુનો હું નાશ કરું. આણે મને જીતી, હવે હું મારા સ્થાનકે જાઉં છું. તેથી તમે તો મારો અપરાધ ક્ષમા કરો. શક્તિદેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તત્ત્વવેત્તા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #467 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૬ પાંસઠમું પર્વ પદ્મપુરાણ હનુમાન તેને વિદાય આપીને પોતાની સેનામાં આવ્યા અને દ્રોણમેઘની પુત્રી વિશલ્યા અત્યંત લજ્જાથી રામના ચરણારવિંદને નમસ્કાર કરી હાથ જોડી ઊભી રહી. વિધાધરો પ્રશંસા કરવા લાગ્યા, નમસ્કાર કરવા લાગ્યા, આશીર્વાદ આપવા લાગ્યા, જેમ ઇન્દ્ર પાસે શચિ જાય તેમ તે વિશલ્યા સુલક્ષણા, મહાભાગ્યવતી સખીઓના કહેવાથી લક્ષ્મણની પાસે ઊભી રહી. તે નવયુવાન જેના નેત્ર મૃગલી જેવા હતા, જેનું મુખ પૂર્ણમાસીના ચંદ્રમા સમાન, અનુરાગથી ભરેલી, ઉદાર મનવાળી, ધરતી પર સૂખપૂર્વક સૂતેલા લક્ષ્મણને એકાંતમાં સ્પર્શ કરી પોતાના સુકુમાર કરકમળથી પતિના પગ દાબવા લાગી, મલયાગિરિના ચંદનથી પતિનાં સર્વ અંગો પર લેપ કર્યો. તેની સાથે જે હજાર કન્યા આવી હતી તેમણે એના હાથમાંથી ચંદન લઈ વિદ્યાધરોના શરીર પર છાંટયું એટલે એ બધા ઘાયલ સાજા થઈ ગયા. ઈન્દ્રજિત, કુંભકર્ણ, અને મેઘનાદ ઘાયલ થયા હતા એટલે એમને પણ ચંદનના લેપથી સાજા કર્યા તેથી તે ૫૨મ આનંદ પામ્યા, જેમ કર્મરોગ રહિત સિદ્ધ પરમેષ્ઠી પરમ આનંદ આપે છે. બીજા પણ જે યોદ્ધા હાથી, ઘોડા, પ્યાદાં ઘાયલ થયાં હતાં તે બધાને સારા કર્યા, તેમના ઘાની પીડા મટી ગઈ, આખું કટક સારું થઈ ગયું. લક્ષ્મણ જેમ સૂતેલો જાગે તેમ વીણાનો નાદ સાંભળી અત્યંત પ્રસન્ન થયા, મોહશય્યા છોડી, શ્વાસ લઈ આંખ ઊઘાડી, ઊઠીને ક્રોધથી દશે દિશાઓ જોઈ બોલ્યા, ક્યાં ગયો રાવણ, ક્યાં ગયો તે રાવણ ? આ વચન સાંભળી રામ અતિ હર્ષ પામ્યા. જેમના નેત્ર ખીલી ઊઠયા છે, જેમના શરીરે રોમાંચ થઈ ગયા છે એવા મોટાભાઈ પોતાની ભુજાઓ વડે ભાઈને મળ્યા અને બોલ્યા, હે ભાઈ! તે પાપી તને શક્તિથી અચેત કરીને પોતાને કૃતાર્થ માની ઘેર ગયો છે અને આ રાજકન્યા ના પ્રસાદથી તું સાજો થયો છે. પછી જામવંત આદિ બધા વિદ્યાધરોએ શક્તિ લાગવાથી માંડી તે નીકળી ગઈ ત્યાં સુધીનો સર્વ વૃત્તાંત કહ્યો. પછી લક્ષ્મણે વિશલ્યાને અનુરાગદષ્ટિથી જોઈ. જેના નેત્ર સફેદ, શ્યામ અને લાલ ત્રણ વર્ણના કમળ જેવા છે, જેનું મુખ શરદની પૂર્ણિમાના ચંદ્ર સમાન છે, કોમળ શરીર ક્ષીણ કટિ, દિગ્ગજના કુંભસ્થળ સમાન સ્તન છે, જે સાક્ષાત મૂર્તિમતી કામની ક્રીડા જ છે, જાણે ત્રણે લોકની શોભા એકઠી કરી નામકર્મો તેની રચના કરી છે તેને જોઈ લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા, મનમાં વિચારવા લાગ્યા, આ લક્ષ્મી છે કે ઇન્દ્રની ઇન્દ્રાણી છે અથવા ચંદ્રની કાંતિ છે? આમ વિચાર કરે છે ત્યાં વિશલ્યાની સાથેની સ્ત્રી કહેવા લાગી કે હૈ સ્વામી! તમારા અને આના વિવાહનો ઉત્સવ અમે જોવા ઈચ્છીએ છીએ. લક્ષ્મણ મલક્યા અને વિશલ્યાનું પાણિગ્રહણ કર્યું. વિશલ્યાની કીર્તિ આખા જગતમાં ફેલાઈ ગઈ. આ પ્રમાણે જે ઉત્તમ પુરુષ છે અને જેમણે પૂર્વજન્મમાં શુભ ચેષ્ટા કરી છે તેમને મનોજ્ઞ વસ્તુનો સંબંધ થાય છે અને ચંદ્ર-સૂર્ય જેવી તેમની કાંતિ થાય છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં વિશલ્યાના સમાગમનું વર્ણન કરનાર પાંસઠમું પર્વ પૂર્ણ થયું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #468 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છાંસઠમું પર્વ છાંસઠમું પર્વ (રાવણ દ્વારા રામની પાસે દૂતનું મોકલવું) ૪૪૭ ત્યારપછી લક્ષ્મણના વિશલ્યા સાથે લગ્ન થયાના અને શક્તિ નીકળી જવાના બધા સમાચાર રાવણે ગુપ્તચર દ્વારા સાંભળ્યા અને મલકાઈને મંદબુદ્ધિથી કહ્યું કે શક્તિ નીકળી ગઈ તો શું થયું? અને વિશલ્યા સાથે પરણ્યાથી શું થયું? ત્યારે મંત્રણામાં પ્રવીણ મારીચ આદિ મંત્રીઓએ કહ્યું, હે દેવ ! તમારા કલ્યાણની સાચી વાત અમે કહીશું તમે કોપ કરો કે પ્રસન્ન થાવ. રામ અને લક્ષ્મણને સિંહવાહિની અને ગરુડવાહિની વિધા વિના યત્ને સિદ્ધ થઈ છે તે તમે જોયું છે. તમારા બન્ને પુત્ર અને ભાઈ કુંભકર્ણને તેમણે બાંધી લીધા છે તે પણ તમે જોયું છે. વળી તમારી દિવ્ય, શક્તિ પણ નિરર્થક થઈ છે. તમારા શત્રુ અત્યંત બળવાન છે, તેમના ઉપર કદાચ જીત મેળવશો તો પણ તમારા ભાઈ અને પુત્રોનો નાશ નિશ્ચય છે માટે આમ જાણીને અમારા ઉપર કૃપા કરો. આજ સુધીમાં અમારી વિનંતી આપે કદી નકારી નથી માટે સીતાને છોડી દો. તમારામાં જે સદા ધર્મબુદ્ધિ રહી છે તે રાખો, બધા લોકોનું કુશળ થશે અને રાઘવ સાથે તમે સંધિ કરો. આ વાત કરવામાં દોષ નથી. મહાગુણ છે. તમારાથી જ સર્વ લોકોમાં મર્યાદા પળાય છે. ધર્મની ઉત્પત્તિ તમારાથી છે જેમ સમુદ્રમાંથી રત્નની ઉત્પત્તિ થાય છે. આમ કહીને મુખ્ય મંત્રી હાથ જોડી નમસ્કાર કરી વિનંતી કરવા લાગ્યા. પછી બધાએ એવી મંત્રણા કરી કે એક સામંત દૂત વિદ્યામાં પ્રવીણ હોય તેને સંધિ માટે રામ પાસે મોકલવો. એટલે પછી બુદ્ધિમાં શુક્ર સમાન, મહાતેજસ્વી, મિષ્ટવાદી, પ્રતાપી એક દૂતને બોલાવવામાં આવ્યો. તેને મંત્રીઓએ અમૃત ઔષધિ સમાન સુંદર વચનો કહ્યાં. પરંતુ રાવણે નેત્રની સમસ્યા વડે મંત્રીઓના અર્થને દૂષિત કરી નાખ્યો, જેમ કોઈ મહાન ઔષધિને વિષ દ્વારા વિષરૂપ કરી નાખે, તેમ રાવણે સંધિની વાત વિગ્રહરૂપ બતાવી. દૂત સ્વામીને નમસ્કાર કરીને જવા તૈયાર થયો. કેવો છે દૂત! બુદ્ધિના ગર્વથી લોકોને ગાયની ખરી જેવા ગણે છે, આકાશમાર્ગે જતાં રામના ભયાનક કટકને જોવા છતાં દૂતને ભય ન ઉપજ્યો. એનાં વાજિંત્રો સાંભળી વાનરવંશીઓની સેના ક્ષોભ પામી, રાવણના આગમનની શંકા કરી. જ્યારે આવ્યો ત્યારે જાણ્યું કે એ રાવણ નથી, કોઈ બીજો પુરુષ છે. ત્યારે વાનરવંશીઓની સેનાને વિશ્વાસ ઉત્પન્ન થયો. દૂત દ્વાર પર આવી પહોંચ્યો એટલે દ્વારપાળે ભામંડળને વાત કરી. ભામંડળે રામને વિનંતી કરી કહ્યું, કેટલાક માણસો સાથે તેને નજીક બોલાવ્યો અને તેની સેના કટકમાં ઊતરી. નજીક રામને નમસ્કાર કરી દૂતે કહ્યું, હૈ રઘુચંદ્ર! મારા શબ્દો દ્વારા મારા સ્વામીએ તમને કાંઈક કહ્યું તે ચિત્ત દઈને સાંભળો, યુદ્ધ કરવાથી કાંઈ પ્રયોજન નથી, ભૂતકાળમાં યુદ્ધના અભિમાની અનેક નાશ પામ્યા છે તેથી પ્રીતિ રાખવી એ જ યોગ્ય છે, યુદ્ધથી લોકોનો ક્ષય થાય છે અને મહાન દોષ ઉપજે છે, અપવાદ થાય છે. અગાઉ સંગ્રામની રુચિથી રાજા દુર્ધર્તક, શંખ, ધવલાંગ, અસુર, સંબરાદિ અને રાજાઓ નાશ પામ્યા છે તેથી મારી સાથે તમારે પ્રીતિ રાખવી જ યોગ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #469 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૮ છાસઠમું પર્વ પદ્મપુરાણ છે અને જેમ સિંહુ મહાન પર્વતની ગુફા પામીને સુખી થાય છે તેમ આપણા મિલાપથી સુખ થાય છે. હું રાવણ જગત્ પ્રસિદ્ધ છું, તે શું તમે નથી સાંભળ્યું? જેણે ઇન્દ્ર જેવા રાજાને કેદ કર્યા હતા, જેમ કોઈ સ્ત્રીને અને સામાન્ય લોકોને પકડે તેમ ઇન્દ્રને પકડયો હતો. જેની આજ્ઞા સુર-અસુરોથી ઓળંગી ન શકાય, ન આકાશમાં, ન જળમાં, ના પાતાળમાં કોઈ તેની આજ્ઞાને રોકી શકે. નાના પ્રકારનાં અનેક યુદ્ધોને જીતનાર વીર લક્ષ્મી જેને વરે એવો હું તમને સાગરાંત પૃથ્વી વિદ્યાધરોથી મંડિત આપું છું અને લંકાને બે ભાગમાં વહેંચી દઉં છું ભાવાર્થ:- સમસ્ત રાજ્ય અને અડધી લંકા તમને આપું છું. તમે મારા ભાઈ અને મારા બન્ને પુત્રોને મારી પાસે મોકલી દો અને સીતા મને દો પછી બધું કુશળ થઈ જશે. અને જો તમે આમ નહિ કરો તો મારા પુત્ર અને ભાઈ તમારા બંધનમાં છે તેમને તો બળજરીથી છોડાવી જઈશ અને તમારી કુશળતા નહિ રહે. ત્યારે રામ બોલ્યા-મને રાજ્યનું કામ નથી અને સ્ત્રીઓનું પણ કામ નથી, સીતા અમને મોકલી દો, અમે તારા બન્ને પુત્ર અને ભાઈને મોકલી દઈએ. તમારી લંકા તમારી પાસે જ રાખો અને આખું રાજ્ય પણ તમે કરો. હું સીતા સાથે દુષ્ટ પ્રાણીઓથી ભરેલા વનમાં સુખપૂર્વક રહીશ. હું દૂત! તું લંકાના ધણી પાસે જઈને કહે, આ જ વાતમાં તમારું હિત છે, બીજી રીતે નથી. શ્રી રામના આવા સર્વપૂજ્ય, સુખશાતા સંયુક્ત વચનો સાંભળી દૂતે કહ્યું કે હું નૃપતિ! તમે રાજકાજમાં સમજતા નથી. હું તમને હિતની વાત કહું છું, નિર્ભય થઈને સમુદ્રને ઓળંગીને આવ્યા છો તે સારું નથી કર્યું અને આ જાનકીની આશા તમારા માટે સારી નથી. જો લંકેશ્વર કોપ કરશે તો જાનકીની તો શી વાત ? તમારું જીવવું પણ કઠિન છે. રાજનીતિમાં આમ કહ્યું છે કે બુદ્ધિમાનોએ નિરંતર પોતાના શરીરની રક્ષા કરવી, સ્ત્રી અને ધન પર દષ્ટિ ન રાખવી. ગરુડન્ટે તમને સિંહવાહન અને ગરુડવાહન મોકલ્યાં તેથી શું થઈ ગયું? અને તમે છળકપટ કરીને મારા પુત્ર અને ભાઈને બાંધ્યા તેથી પણ શું છે? જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તમારો આ બાબતનો ગર્વ નકામો છે. જો તમે યુદ્ધ કરશો તો નહિ જાનકીનું જીવન રહે, નહિ તમારું જીવન રહે, માટે બેય ન ગુમાવો, સીતાનો આગ્રહ છોડો. વળી રાવણે એમ કહ્યું છે કે મોટા વિધાધર રાજાઓ, જેમના પરાક્રમ ઇન્દ્ર જેવા હતા, જે સમસ્ત શાસ્ત્રમાં પ્રવીણ અને યુદ્ધના વિજેતા હતા તેમનો મેં નાશ કર્યો છે. તેમના કૈલાસ પર્વતના શિખર જેવા હાડકાંનો સમૂહ જુઓ. દૂતે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ભામંડળ ગુસ્સે થયો, જ્વાળા જેવું તેનું વિકરાળ મુખ બન્યું અને દૂતને કહ્યું કે અરે પાપી દૂત! ચાતુર્યરહિત દુર્બુદ્ધિ! નિર્ભયપણે શા માટે મિથ્યા બકવાસ કરે છે? સીતાની શી વાત છે? સીતા તો રામ લેશે જ. જો શ્રી રામ કોપ્યા તો પછી રાક્ષસ રાવણ, કુચેષ્ટિત પશુની પણ શી ગતિ થશે? આમ કહીને મારવાને ખગ્ર ઉગામ્યું લક્ષ્મણે તેનો હાથ પકડી રોક્યો. લક્ષ્મણ નીતિથી જ જુએ છે. ભામંડળની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. સંધ્યાની લાલી જેવું વદન પણ લાલ થઈ ગયું. મંત્રીઓએ તેમને યોગ્ય વચનો દ્વારા શાંત કર્યા. જેમ વિષભર્યા સર્પને મંત્રથી વશ કરીએ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #470 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છાસઠમું પર્વ ૪૪૯ છીએ. હે નરેન્દ્ર! ક્રોધ તજો, આ રંક તમારે યોગ્ય નથી. એ પારકો કિંકર છે, જે બોલાવે તે બોલે. એને મારવાથી શું? સ્ત્રી, બાળક, દૂત, પશુ, પક્ષી, વૃદ્ધ, રોગી, સૂતેલો, નિઃશસ્ત્ર, શરણાગત, તપસ્વી અને ગાયઃ આ બધાં સર્વથા અવધ્ય છે. જેમ સિંહ, કાળી ઘટા સમાન ગાજે છે એવા ગજનું મર્દન કરે છે તે ઘંટા ઉપર કોપ ન કરે તેમ તમારા જેવા રાજા દૂત ઉપર કોપ ન કરે. આ તો તેનો શબ્દાનુસારી છે જેમ છાયા પુરુષની અનુગામિની હોય છે તેમ. પોપટને જે શીખવો તે શીખે અને યંત્રને જેવું વગાડો તેવું લાગે તેમ અ રાંકને જેમ બોલવાનું કહ્યું તેમ તે બોલે. લક્ષ્મણે આમ કહ્યું. ત્યારે સીતાનો ભાઈ ભામંડળ શાંતચિત્ત થયો. શ્રી રામે દૂતને પ્રગટ કહ્યું. હે મૂઢ દત! શું શીધ્ર જા અને રાવણને આમ કહે કે મૂઢ એવો તું મંત્રીઓનો બકાવેલો ખોટા ઉપાયથી તારી જાતને જ છેતરીશ. તું તારી બુદ્ધિથી વિચાર, કોઈ દુર્બદ્ધિને ન પૂછે, સીતાનો પ્રસંગ છોડી દે, આખી પૃથ્વીનો ઇન્દ્ર થઈ પુષ્પક વિમાનમાં બેસી જેમ ભ્રમણ કરતો હતો તેમ ફર, આ મિથ્યા હઠ છોડી દે, શુદ્રોની વાત ના સાંભળ. આટલું બોલીને શ્રી રામ તો ચૂપ થઈ ગયા અને બીજા પુરુષોએ દૂતને વધારે વાત કરવા ન દીધી, કાઢી મૂક્યો. રામના અનુચરોએ દૂતને તીક્ષ્ણ બાણ જેવાં વચનોથી વીંધ્યો, તેનો ખૂબ અનાદર કર્યો. પછી તે રાવણ પાસે ગયો, મનમાં તે પીડાતો હતો. તેણે જઈને રાવણને કહ્યું, હે નાથ! મેં તમારા આદેશ પ્રમાણે રામને કહ્યું કે આ પૃથ્વી નાના દેશોથી ભરેલી સમુદ્રાંત, રત્નોથી ભરેલી, વિદ્યાધરોના સમસ્ત નગરો સહિત તમને આપું છું, મોટા મોટા હાથી, રથ, તુરંગ આપું છું અને આ પુષ્પક વિમાન લ્યો, જેને દેવો પણ રોકી શકતા નથી, તેમાં બેસીને વિચરો અને મારા કુટુંબની ત્રણ હજાર કન્યાઓ તમને પરણાવું, સૂર્ય સમાન સિંહાસન, ચંદ્રમા સમાન છત્ર લ્યો અને નિષ્કટક રાજ્ય કરો: આટલી વાત મને માન્ય છે, જો તમારી આજ્ઞાથી સીતા મને ઈચ્છે, આ ધન અને ધરા લ્યો અને હું અલ્પવિભૂતિ રાખી, એક વેંતના સિંહાસન પર રહીશ. વિચક્ષણ હો તો મારું એક વચન માનો, સીતા મને દો. આ વાત મેં વારંવાર કરી, પણ રઘુનંદને સીતાની હઠ ન છોડી, તેમને કેવળ સીતાનો અનુરાગ છે, બીજી વસ્તુની ઈચ્છા નથી. હે દેવ ! શાંત ચિત્તવાળા મુનિઓ અઠ્ઠાવીસ મૂળ ગુણોની ક્રિયા ન છોડે. તે ક્રિયા મુનિવ્રતનું મૂળ છે તેમ રામ સીતાને છોડવાના નહિ, સીતા જ તેમનું સર્વસ્વ છે. ત્રણ લોકમાં સીતા જેવી સુંદરી નથી. રામે તમને એમ કહ્યું છે કે હે દશાનન! આવા સર્વ લોકમાં નિંધ વચનો તમારા જેવા પુરુષે કહેવા યોગ્ય નથી, આવાં વચન તો પાપી કહે છે. તેની જીભના સો ટુકડા કેમ નથી થતા? મારે આ સીતા સિવાય ઇન્દ્રના ભોગોનું કાંઈ કામ નથી. આ આખી પૃથ્વી તું ભોગવ, હું વનવાસ જ કરીશ. અને તું પરસ્ત્રીનું હરણ કરીને મરવાને તૈયાર થયો છે તો હું મારી પોતાની સ્ત્રી માટે કેમ ન મરું? મને ત્રણ હજાર કન્યા આપે છે તે મારે કામની નથી, હું વનનાં ફળ અને પાંદડાં જ ખાઈશ અને સીતા સાથે વનમાં વિચરીશ. કપિધ્વજનો સ્વામી સુગ્રીવ મને હસીને બોલ્યો કે તારો સ્વામી શા માટે આગ્રહરૂપ ગ્રહને વશ થયો છે? કોઈ વાયુનો વિકાર થયો છે કે આવી વિપરીત વાત રંક થઈને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #471 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૦ છાસઠમું પર્વ પદ્મપુરાણ બકે છે? વળી કહ્યું કે લંકામાં કોઈ વૈધ નથી કે મંત્રવાદી નથી, વાયુનો કૈલાદિ વડે ઉપાય કેમ નથી કરતા? નહિતર સંગ્રામમાં લક્ષ્મણ બધા રોગ મટાડી દેશે અર્થાત મારશે. આ સાંભળી મેં ક્રોધથી પ્રજ્વલિત થઈ સુગ્રીવને કહ્યું કે હે વાનરધ્વજ! તું જેમ ગજની સાથે થાન ભસે તેમ બકે છે. તું રામના ગર્વથી મરવા ઈચ્છે છે કે ચક્રવર્તીને નિંદાના વચન કહે છે? સુગ્રીવને અને મારે ઘણી વાત થઈ અને વિરાતિને કહ્યું કે વધારે શા માટે બોલો છો, તારી એવી શક્તિ હોય તો મારા એકલા સાથે જ યુદ્ધ કરી લે અને રામને કહ્યું- હે રામ! તમે ઘોર યુદ્ધમાં રાવણનું પરાક્રમ જોયું નથી, કોઈ તમારા પુણ્યના યોગથી તે વીર વિકરાળ ક્ષમામાં આવ્યા છે, તે કૈલાસને ઊંચકનાર, ત્રણ જગતમાં પ્રસિદ્ધ પ્રતાપી તમારું હિત કરવા ચાહે છે અને રાજ્ય આપે છે તેના સમાન બીજું શું હોય? તમે તમારી ભુજાઓથી દશમુખરૂપ સમુદ્રને કેવી રીતે કરશો? કેવો છે દશમુખરૂપ સમુદ્ર? પ્રચંડ સનારૂપી તરંગોની માળાથી પૂર્ણ છે. શસ્ત્રરૂપી જળચરોથી ભરેલો છે. હે રામ! તમે કેવી રીતે રાવણરૂપ ભયંકર વનમાં પ્રવેશ કરશો. રાવણરૂપ વન દુર્ગમ છે, દુષ્ટ હાથીઓથી પૂર્ણ છે, તેનારૂપ વૃક્ષોના સમૂહથી અતિવિષમ છે. હે રામ! જેમ કમળપત્રની હવાથી સુમેરુ ન ડગે, સૂર્યનાં કિરણોથી સૂર્ય ન સુકાય, બળદનાં શિંગડાંથી પૃથ્વી ન ઊંચકાય તેમ તમારા જેવા નરોથી નરપતિ દશાનન ન જિતાય. આવા પ્રચંડ વચન મેં કહ્યાં ત્યારે ભામંડળે ક્રોધથી મને મારવા ખગ કાઢયું, તે વખતે લક્ષ્મણે તેને રોક્યો અને કહ્યું કે દૂતને મારવો તે ન્યાય નથી. શિયાળ ઉપર સિંહ કોપ ન કરે તે સિંહ ગજેન્દ્રના કુંભસ્થળ પોતાના નખથી વિદારે. માટે હે ભામંડળ! પ્રસન્ન થાવ, ક્રોધ છોડો, મહાતેજસ્વી, શૂરવીર, નૃપતિઓ દીન પર પ્રહાર કરતા નથી. જે ભયથી કંપતો હોય તેને ન હુણે. શ્રમણ એટલે મુનિ, બ્રાહ્મણ એટલે વ્રતધારી ગૃહસ્થ, શૂન્ય, સ્ત્રી, બાળક, વૃદ્ધ, પશુ, પક્ષી અને દૂત એ અવધ્ય છે, એમને શૂરવીર સર્વથા ન હણે ઈત્યાદિ વચનો વડે મહાપંડિત લક્ષ્મણે ભામંડળને સમજાવીને પ્રસન્ન કર્યો. કપિધ્વજના કુમાર મહામૂરે મને વજ સમાન વચનોથી વીંધ્યો ત્યારે હું તેમના અસાર વચનો સાંભળી આકાશમાં ગમન કરી, આયુષ્યકર્મના યોગથી આપની નિકટ આવ્યો છું. હે દેવ! જો લક્ષ્મણ ન હોત તો આજ મારું મરણ જ થાત. શત્રુઓ અને મારી વચ્ચે જે વિવાદ થયો તે બધો મેં આપને કહ્યો. મેં જરાય બીક રાખી નથી. હવે આપના મનમાં જે આવે તે કરો, અમારા જેવા કિંકરો તો વચન કહે છે, જે કહો તે પ્રમાણે કરીએ. ગૌતમ ગણધર કહે છે કે હું શ્રેણિક ! જે અનેક શાસ્ત્રો જાણતા હોય અને નયોમાં પ્રવીણ હોય, જેના મંત્રી પણ નિપુણ હોય અને સૂર્ય જેવા તેજસ્વી હોય તો પણ મોહરૂપ મેઘપલટથી આચ્છાદિત થયા હોય તે પ્રકાશરહિત થાય છે. આ મોહ મહાઅજ્ઞાનનું મૂળ છે અને વિવેકીઓએ તજવા યોગ્ય છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણના દૂતનું આગમન અને રાવણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #472 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સડસઠમું પર્વ ૪૫૧ પાસે ગમનનું વર્ણન કરનાર છાંસઠમું પર્વ પૂર્ણ થયું. સડસઠમું પર્વ (બહુરૂપિણી વિદ્યા સાધવા માટે રાવણ દ્વારા શાંતિનાથ મંદિરમાં પૂજાનું આયોજન) લંકેશ્વર પોતાના દૂતનાં વચન સાંભળી થોડી વાર મંત્રના જ્ઞાતા મંત્રીઓ સાથે મંત્રણા કરીને, કપાળ પર હાથ મૂકી, નીચું મુખ કરી, કાંઈક ચિંતારૂપ થયો. તે પોતાના મનમાં વિચારે છે કે જો હું શત્રુને યુદ્ધમાં જીતું તો ભાઈ અને પુત્રોનું અકુશળ જણાય છે અને કદાચ શત્રુઓના કટકમાં હું છળથી જઈને કુમારોને લઈ આવું તો શૂરાતનમાં ન્યૂનતા ગણાય. છળકપટ કરવું ક્ષત્રિયોને માટે યોગ્ય નથી, શું કરું? મને કેમ કરીને સુખ થાય? એ વિચાર કરતાં રાવણને એવી ઇચ્છા થઈ કે હું બહુરૂપિણી વિદ્યા સાધુ. બહુરૂપિણી વિધા હોય તો કદાચ દેવ યુદ્ધ કરે તો પણ જીતી ન શકે. એવો વિચાર કરીને સર્વ સેવકોને આજ્ઞા કરી કે શ્રી શાંતિનાથના મંદિરમાં સમીચીન તોરણાદિકથી ખૂબ શોભા કરો અને સર્વ ચેત્યાલયોમાં વિશેષ પૂજા કરો. પૂજા પ્રભાવનાનો બધો ભાર મંદોદરીને સોંપ્યો. ગૌતમ ગણધર કહે છે કે હું શ્રેણિક! તે સમય વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતનાથનો હતો. તે વખતે આ ભરતક્ષેત્રમાં બધાં સ્થળોએ જિનમંદિરો હતાં. આ પૃથ્વી જિનમંદિરોથી મંડિત નથી. ચતુર્વિધ સંઘની વિશેષ પ્રવૃત્તિ હતી. રાજા, શ્રેષ્ઠી, ગ્રામપતિ અને બધા પ્રજાજનો જૈન હતા. તે મહારમણીક જિનમંદિર બનાવતા. જિનમંદિર જિનશાસનના ભક્ત દેવોથી શોભાયમાન હતા. તે દેવ ધર્મની રક્ષામાં પ્રવીણ, શુભ કાર્ય કરનારા હતા. તે સમયે પૃથ્વી ભવ્ય જીવોથી ભરેલી, જાણે કે સ્વર્ગનું વિમાન જ હોય એવી શોભતી. ઠેકઠેકાણે પૂજા, ઠેકઠેકાણે પ્રભાવના, ઠેકઠેકાણે દાનની પ્રવૃત્તિ હતી. હું મગધાધિપતિ! દરેક પર્વત પર, દરેક ગામમાં, નગરમાં, દરેક વનમાં, દરેક મકાનમાં જિનમંદિરો હતાં. અત્યંત સુશોભિત, શરદ પૂનમના ચંદ્ર જેવા ઉજ્જવળ, ગીતધ્વનિથી ગુંજતા, નાના પ્રકારનાં વાજિંત્રોથી જાણે સમુદ્ર ગાજતો. ત્રણે સંધ્યાએ લોકો વંદના કરવા આવતા. સાધુઓના સંગથી પૂર્ણ, નાના પ્રકારનાં આશ્ચર્યોથી સંયુક્ત, જુદાં જુદાં ચિત્રો સહિત, અગર ચંદનનો ધૂપ અને પુષ્પોની સુગંધથી સુગંધમય, વૈભવયુક્ત, અતિ વિશાળ અને ઊંચા, ધ્વજાથી શોભતા, તેમાં રત્નમય, સ્વર્ણમય પંચવર્ણની પ્રતિમાઓ વિરાજતી, વિધાધરોના સ્થાનમાં સુંદર જિનમંદિરોનાં શિખરોથી શોભા થઈ રહી છે. તે વખતે નાના પ્રકારના રત્નમય ઉપવનાદિમાં શોભિત જિનભવનોથી આ જગત વ્યાપ્ત હતું, ઇન્દ્રના નગર સમાન લંકા અંદર અને બહાર જિનમંદિરોથી મનોશ હતી. રાવણે ત્યાં વિશેષ શોભા કરાવી. રાવણ પોતે અઢાર હજાર રાણીરૂપ કમળોના વનને પ્રફુલ્લિત કરતો પોતાનાં મંદિરોમાં તથા સર્વ ક્ષેત્રોમાં જિનમંદિરોની શોભા કરાવતો હતો. રાવણના ઘર તરફ લોકોના નેત્ર મંડાયા છે, તે જિનમંદિરોની પંક્તિથી મંડિત છે. નાના પ્રકારનાં રત્નમય મંદિરોની મધ્યમાં શ્રી શાંતિનાથનું ચૈત્યાલય છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #473 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૨ અડસઠમું પર્વ પદ્મપુરાણ તેમાં ભગવાન શાંતિનાથની પ્રતિમા બિરાજે છે. ભવ્ય જીવો સકળ લોકચરિત્રને અસાર જાણી ધર્મમાં બુદ્ધિ કરે છે, જિનમંદિરોનો મહિમા કરે છે. જિનમંદિરો જગતવંધ છે, ઇન્દ્રના મુગટની ટોચે લાગેલાં રત્નોની જ્યોતને પોતાનાં ચરણોના નખોની જ્યોતિથી વધારે છે, ધન પ્રાપ્ત કરવાનું ફળ ધર્મ કરવો તે જ છે. ગૃહસ્થનો ધર્મ દાન-પૂજારૂપ છે અને યતિનો ધર્મ શાંતભાવરૂપ છે. આ જગતમાં આ જિનધર્મ મનવાંછિત ફળ આપે છે; જેમ સૂર્યના પ્રકાશથી આંખોવાળા પ્રાણી પદાર્થોનું અવલોકન કરે છે તેમ જિનધર્મના પ્રકાશથી ભવ્ય જીવ નિજભાવનું અવલોકન કરે છે. એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં શાંતિનાથના ચૈત્યાલયનું વર્ણન કરનાર સડસઠમું પર્વ પૂર્ણ થયું. * * * અડસઠમું પર્વ (લંકામાં અષ્ટાહ્નિકા મહોત્સવ સમયે સિદ્ધચક્ર વ્રતની આરાધના) ફાગણ સુદી આઠમથી પૂનમ સુધી સિદ્ધચક્રનું વ્રત છે જેને અષ્ટાલિકા કહે છે. આ આઠ દિવસોમાં લંકાના લોકો અને સેનાના માણસોએ નિયમ લીધા. સેનાના સર્વ ઉત્તમ લોકોએ મનમાં એવી ધારણા કરી કે આઠ દિવસ ધર્મના છે તેથી આ દિવસોમાં ન યુદ્ધ કરવું કે ન બીજો આરંભ કરવો. યથાશક્તિ કલ્યાણના હેતુથી ભગવાનની પૂજા કરીશું અને ઉપવાસાદિ નિયમ કરીશું. આ દિવસોમાં દેવો પણ પૂજા-પ્રભાવનામાં તત્પર થાય છે. સુવર્ણકળશથી ક્ષીરસાગરનું જળ ભરી તેનાથી દેવ ભગવાનનો અભિષેક કરે છે. એ જળ સત્પુરુષોના યશસમાન ઉજ્જવળ છે. બીજા મનુષ્યોએ પણ પોતાની શક્તિ પ્રમાણે પૂજા અભિષેક કરવા. ઇન્દ્રાદિક દેવ નંદીશ્વર દ્વીપમાં જઈ જિનેશ્વરનું અર્ચન કરે છે તો શું આ મનુષ્યો પોતાની શક્તિ પ્રમાણે અહીંના ચૈત્યાલયોનું પૂજન ન કરે? કરે જ. દેવ સુવર્ણરત્નોના કળશોથી અભિષેક કરે છે અને મનુષ્ય પોતાની સંપત્તિ પ્રમાણે કરે. અત્યંત ગરીબ માણસ હોય તો ખાખરાનાં પાંદડાંના પડિયાથી જ અભિષેક કરે. દેવો રત્ન- સુવર્ણના કમળોથી પૂજા કરે છે, નિર્ધન મનુષ્ય ચિંત્તરૂપી કમળોથી પૂજા કરે છે. લંકાના લોકો આમ વિચારીને ભગવાનનાં ચૈત્યાલયોને ઉત્સાહથી ધ્વજાસહિત શોભાવવા લાગ્યા, વસ્ત્ર, સુવર્ણ રત્નાદિથી શોભા કરી. રત્નોની અને સોનાની રજના મંડળ માંડયા, દેવાલયોનાં દ્વાર શણગાર્યાં, મણિ–સુવર્ણના કળશ કમળોથી ઢાંકેલા દહીં, દૂધ, ધૃતાદિથી પૂર્ણ જિનબિંબોના અભિષેક માટે ભક્તિવાળા લોકો લાવ્યા. ત્યાંના ભોગી પુરુષોના ઘરમાં સેંકડો, હજારો મણિ-સુવર્ણોના કળશ છે. નંદનવનમાં પુષ્પ અને લંકાનાં વનના નાના પ્રકારનાં પુષ્પ જેવાં કે કર્ણિકા૨, અતિમુક્ત, કદંબ, સહકાર, ચંપક, પારિજાત, મંદાર અને મણિ સુવર્ણાદિકનાં સૂચનાઃ-પ્રતિષ્ઠિત જિનપ્રતિમાની સ્વચ્છતા માટે દિગંબર જૈન શુદ્ધ આમ્નાયમાં અચિત શુદ્ધ જળનો ઉપયોગ કરવાનું વિધાન છે. દૂધ, દહીં, ઘી વગેરે વડે અભિષેક કરવો તે શુદ્ધ આમ્નાય અનુસાર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #474 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણસીત્તેરમું પર્વ ૪૫૩ કમળોથી પૂજા કરતા હતા. ઢોલ, મૃદંગ, તાલ, શંખ ઇત્યાદિ અનેક વાજિંત્રોના નાદ થવા લાગ્યા. લંકાપુરના નિવાસી વેર તજી આનંદરૂપ થઈ આઠ દિવસમાં ભગવાનની પૂજા અત્યંત મહિમાપૂર્વક કરવા લાગ્યા. જેમ નંદીશ્વર દ્વીપમાં દેવ પૂજા કરવા આવે છે તેમ લંકાના લોકો લંકામાં પૂજા કરવા લાગ્યા, વિસ્તીર્ણ પ્રતાપનો ધારક રાવણ શ્રી શાંતિનાથના મંદિરમાં જઈ પવિત્ર થઈ ભક્તિપૂર્વક અતિ મનોહર પૂજન કરવા લાગ્યો. જેમ પહેલાં પ્રતિવાસુદેવ કરે છે ગૌતમ ગણધર કહે છે કે હું શ્રેણિક! જે ભગવાનના ભક્ત અતિ મહિમાથી પ્રભુનું પૂજન કરે છે તેનાં પુણ્યોનું વ્યાખ્યાન કોણ કરી શકે ? તે ઉત્તમ પુરુષ દેવગતિનાં સુખ ભોગવે, ચક્રવર્તીઓના ભોગ પામે, પછી રાજ્ય તજી જૈનમતના વ્રત ધારણ કરી મહાન તપથી પરમમુક્તિ પામે, કારણ કે તપનું તેજ સૂર્યથી પણ અધિક છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં શાંતિનાથના ચૈત્યાલયમાં અષ્ટાદ્વિકાના ઉત્સવનું વર્ણન કરનાર અડસઠમું પર્વ પૂર્ણ થયું. * * * ઓગણસીત્તેરમું પર્વ (અષ્ટાલિકા પર્વમાં લોકોને વ્રત-નિયમ લેવાનો રાવણનો આદેશ) શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર કૈલાસના શિખર અને શરદના મેઘ સમાન ઉજ્જવળ, મંદિરોની પંક્તિથી મંડિત, જેમ જંબુદ્વીપમાં અતિઉત્તુંગ સુમેરુ પર્વત શોભે તેમ રાવણના મહેલની મધ્યમાં શોભતું હતું. વિદ્યાના સાધનમાં આસક્ત ચિત્તવાળો અને સ્થિર નિશ્ચયવાળો રાવણ ત્યાં જઈ પરમ અભુત પૂજા કરવા લાગ્યો. ભગવાનનો અભિષેક કરી અનેક વાજિંત્રો વગાડી, મનોહર દ્રવ્યોથી, મહા સુગંધી ધૂપથી, નાના પ્રકારની સામગ્રીથી, શાંત ચિત્તે શાંતિનાથ ભગવાનની પૂજા કરતો હતો, જાણે કે બીજો ઇન્દ્ર જ છે. શુક્લ વસ્ત્ર પહેરી, સુંદર ભુજબંધથી જેની ભુજા શોભે છે, શિરના કેશ બાંધી તેના ઉપર મુગટ પહેરી જેના ઉપરનો ચૂડામણિ લસલસતું તેજ ફેલાવતો હતો, રાવણ બન્ને હાથ જોડી જમીનને ગોઠણથી સ્પર્શતો મન, વચન, કાયાથી શાંતિનાથને પ્રણામ કરવા લાગ્યો. શ્રી શાંતિનાથની સામે નિર્મળ ભૂમિ પર ઊભેલો અત્યંત શોભતો હતો. ભૂમિની ફરસ પદ્મરાગમણિની છે. રાવણ સ્ફટિકમણિની માળા હાથમાં લઈ અને હૃદયમાં શ્રીજીનું નામ રટતો જાણે બગલાઓની પંક્તિથી સંયુક્ત કાળી ઘટાઓનો સમૂહુ જ હોય તેવો શોભતો હતો. તે રાક્ષસોના અધિપતિએ વિદ્યાસાધનનો આરંભ કર્યો. શાંતિનાથના ચૈત્યાલયમાં જવા પહેલાં તેણે મંદોદરીને આજ્ઞા કરી હતી કે તું મંત્રીઓને અને કોટવાળને બોલાવી નગરમાં ઘોષણા કરાવી દે કે સર્વ લોકો દયામાં તત્પર થઈ નિયમધર્મ ધારણ કરો, સમસ્ત વેપાર છોડી જિનેન્દ્રની પૂજા કરો. યાચકોને મનવાંછિત ધન આપો અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સીતેરમું પર્વ પદ્મપુરાણ અહંકાર છોડો. જ્યાં સુધી મારો નિયમ પૂરો ન થાય ત્યાં સુધી સર્વ લોકો શ્રદ્ધાળુ બની સંયમ રાખે, કદાચિત્ કોઈ બાધા કરે તો નિશ્ચયથી સહન કરે, બળવાન હોય તે બળનો ગર્વ ન કરે. આ દિવસોમાં જે કોઈ ક્રોધથી વિકાર કરશે તે અવશ્ય સજા પામશે. મારા પિતા સમાન પૂજ્ય હશે તે પણ આ દિવસોમાં કષાય કરશે, કલહુ કરશે, તેને હું મારીશ. જે પુરુષ સમાધિમરણથી યુક્ત ન હોય તે સંસાર સમુદ્રને તરતા નથી; જેમ આંધળો માણસ પદાર્થોને ઓળખતો નથી તેમ અવિવેકી ધર્મને નીરખતો નથી તેથી સર્વ વિવેકથી રહે, પાપક્રિયા ન કરવા પામે. મંદોદરીને આ આજ્ઞા કરીને રાવણ જિનમંદિરમાં ગયો. મંદોદરીએ મંત્રીઓને અને યમદંડ નામના કોટવાળને બોલાવી પતિની આજ્ઞા કરી, બધાએ કહ્યું કે જે આજ્ઞા હશે તેમ જ કરીશું. આમ કહી આજ્ઞા શિર પર ચડાવી સૌ ઘેર ગયા અને સંયમ સહિત નિયમધર્મના ઉદ્યમી થઈ રાજાની આજ્ઞા પ્રમાણ કરી. સમસ્ત પ્રજા જિનપૂજામાં અનુરાગી થઈ, સમસ્ત કાર્ય તજીને સૂર્યથી અધિક કાંતિવાળા જિનમંદિરમાં આવીને નિર્મળ ભાવથી સંયમ નિયમનું સાધન કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લંકાના લોકોને નિયમપાલનના આદેશનું વર્ણન કરનાર ઓગણસીત્તેરમું પર્વ પૂર્ણ થયું. * * * સીત્તેરમું પર્વ (રાવણની વિધાસાધના અને વાનરવંશી કુમારો દ્વારા લંકામાં ઉપદ્રવ) શ્રી રામના કટકમાં ગુપ્તચરો દ્વારા એવા સમાચાર આવ્યા કે રાવણ બહુરૂપિણી વિધા સાધવા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં પ્રયત્ન કરે છે. ચોવીસ દિવસમાં આ બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થશે. આ વિધા એવી પ્રબળ છે કે દેવોનો મદ પણ ખંડિત કરે. તેથી બધા કપિધ્વજોએ એવો વિચાર કર્યો કે તે નિયમમાં બેસી વિદ્યા સાધે છે તો તેને ક્રોધ ઉત્પન્ન કરવો જેથી આ વિદ્યા સિદ્ધ ન થાય. જો તે વિદ્યા સિદ્ધ કરી લેશે તો ઇન્દ્રાદિ દેવોથી પણ જીતી નહિ શકાય, આપણા જેવા રંકની તો શી વાત? ત્યારે વિભીષણે કહ્યું કે તેને ગુસ્સે કરવાનો ઉપાય તરત જ કરો. પછી બધાએ મંત્રણા કરીને રામને કહ્યું કે લંકા લેવાનો આ સમય છે. રાવણના કાર્યમાં વિઘ્ન કરીએ અને આપણે જે કરવું હોય તે કરીએ. કપિધ્વજોનાં આ વચન સાંભળી મહાવીર, જેમની ચેષ્ટા મહાપુરુષોની છે એવા શ્રી રામચંદ્ર કહ્યું, હે વિધાધરો ! તમે અત્યંત મૂર્ખાઈની વાત કરો છો, ક્ષત્રિયના કુળનો એ ધર્મ નથી કે આવાં કાર્ય કરે. આપણા કુળની એ રીત છે કે જે ભયથી ભાગે તેનો વધ ન કરવો, તો જે નિયમ ધારણ કરીને જિનમંદિરમાં બેઠા છે તેમને ઉપદ્રવ કેવી રીતે કરીએ ? આ નીચનું કામ છે તે કુળવાનને યોગ્ય નથી. આ અન્યાય પ્રવૃત્તિ ક્ષત્રિયોની નથી. ક્ષત્રિય તો મહામાન્યભાવ અને શસ્ત્રકર્મમાં પ્રવીણ છે. રામનાં આ વચન સાંભળી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #476 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સીતેરમું ૫ર્વ ૪૫૫ બધાએ વિચાર્યું કે આપણા પ્રભુ શ્રી રામ મહાન ધર્માત્મા છે, ઉત્તમ ભાવનાધારક છે એટલે એમનાથી કદી પણ અધર્મમાં પ્રવૃત્તિ નહિ થાય. પછી લક્ષ્મણને જાણ કરી આ વિદ્યાધરોએ પોતાના કુમારોને ઉપદ્રવ માટે વિદાય કર્યા અને સુગ્રીવાદિક મોટા મોટા પુરુષો આઠ દિવસનો નિયમ લઈને રહ્યા. પૂર્ણ ચંદ્રમા સમાન વદનવાળા, કમળ સમાન નેત્રવાળા, નાના લક્ષણના ધારક સિંહ, વાઘ, વરાહ, ગજ, અષ્ટાપદયુક્ત રથમાં, વિમાનમાં બેઠા. વિવિધ આયુધના ધારક કપિકુમારો રાવણને ક્રોધ ઉપજાવવાનો જેમનો અભિપ્રાય છે એ જાણે અસુરકુમા૨ દેવો જ છે. પ્રીતંક, દઢરથ, ચંદ્રાભ, રતિવર્ધન, વાતાયન, ગુરુભાર, સૂર્યજ્યોતિ, મહારથ, સામંત, બલનંદન, સર્વદષ્ટ, સિંહ, સર્વપ્રિય, નલ, નીલ, સાગર, ઘોષપુત્ર, પૂર્ણ, ચંદ્રમા, સ્કંધ, ચંદ્ર, મારીચ, જાંબવ, સંકટ, સમાધિ, બહુલ, સિંહકટ, ચંદ્રાસન, ઇન્દ્રાયણિ, બલ, તુરંગ ઇત્યાદિ અનેક કુમા૨ો અશ્વવાળા ૨થ ૫૨ ચડયા, બીજા કેટલાક સિંહ, વરાહ, ગજ, વાઘ વગે૨ે મનથીયે ચંચળ વાહનો ૫૨ ચડયા, વાદળાંના પટલની મધ્યમાં તેજસ્વી, જુદા જુદા પ્રકારનાં ચિહ્નોથી યુક્ત છત્ર ઓઢી, નાના પ્રકારની ધજાઓ ફરકાવતા, ગંભીર અવાજ કરતા, દશે દિશાને આચ્છાદિત કરતા લંકાપુરીમાં પ્રવેશવા લાગ્યા. તે મનમાં વિચારવા લાગ્યો કે ખૂબ નવાઈની વાત છે કે લંકાના માણસો નિશ્ચિંત બેઠા છે, તેમને એમ છે કે સંગ્રામનો કાંઈ ભય નથી. અહો ! લંકેશ્વરનું મહાન ધૈર્ય અને ગંભીરતા તો જુઓ, કુંભકર્ણ જેવા ભાઈ અને ઇન્દ્રજિત, મેઘનાદ જેવા પુત્રો પકડાઈ ગયા છે તો પણ ચિંતા નથી ને અંક્ષાદિક અનેક યોદ્ધા યુદ્ધમાં હણાઈ ગયા. હસ્ત, પ્રહસ્ત, સેનાપતિ મરાઈ ગયા તો પણ લંકાપતિને શંકા નથી. આમ ચિંતવતા, ૫રસ્પર વાતો કરતા નગ૨માં પેઠા. વિભીષણના પુત્ર સુભૂષણે કપિકુમા૨ોને કહ્યું કે તમે નિર્ભયપણે લંકામાં દાખલ થાવ, બાળક, વૃદ્ધ અને સ્ત્રીઓને કાંઈ હેરાન ન કરતા, બીજા બધાને વ્યાકુળ કરશું. તેનું વચન માનીને વિધાધર કુમારો અત્યંત ઉદ્ધત, કલપ્રિય, આશીવિષ સમાન પ્રચંડ, વ્રતરહિત, ચપળ લંકામાં ઉપદ્રવ કરવા લાગ્યા. તેમના ભયંકર અવાજો સાંભળી લોકો અત્યંત વ્યાકુળ થયા, રાવણના મહેલમાં પણ વ્યાકુળતા થઈ; જેમ તીવ્ર પવનથી સમુદ્ર ખળભળે તેમ પિકુમારોથી લંકા ઉદ્વેગ પામી. રાવણના મહેલમાં રાજાના માણસોને ચિંતા થઈ. રાવણનો મહેલ રત્નોની કાંતિથી દેદીપ્યમાન છે. ત્યાં મૃદંગાદિનો મંગળ ધ્વનિ થઈ ગયો છે, સ્ત્રીઓ નૃત્ય કરે છે. જિનપૂજામાં જોડાયેલી રાજકન્યા ધર્મમાર્ગમાં આરૂઢ શત્રુસેનાના ક્રૂર શબ્દો સાંભળી આકુળવ્યાકુળ થઈ, સ્ત્રીઓનાં આભૂષણોના અવાજ થવા લાગ્યા, જાણે કે વીણા વાગી રહી છે. બધી મનમાં વિચારવા લાગી કે કોણ જાણે શું હશે ? આ પ્રમાણે આખી નગરીના લોકો વ્યાકુળતાથી વિહ્વળ થયા. ત્યારે મંદોદરીના પિતા રાજા મય, જે વિદ્યાધરોમાં દૈત્ય કહેવાય છે. બધી સેના સહિત બખ્તર પહેરી, આયુધ ધારણ કરી યુદ્ધ માટે તૈયાર થઈ રાજદ્વારે આવ્યા, જેમ ઇન્દ્રના ભવન ૫૨ હિરણ્યકેશી દેવ આવે. ત્યારે મંદોદરીએ પિતાને કહ્યું, કે તાત! જે વખતે લંકેશ્વર મંદિરે પધાર્યા હતા ત્યારે તેમણે આજ્ઞા કરી હતી કે બધા લોકો સંવરૂપ રહે, કોઈ કષાય ન કરે માટે તમે કષાય ન કરો. આ દિવસો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #477 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૬ સીતે૨મું ૫ર્વ પદ્મપુરાણ ધર્મધ્યાનના છે તેથી ધર્મનું સેવન કરો, બીજી રીતે વર્તશો તો સ્વામીની આજ્ઞાનો ભંગ થશે અને તમને સારું ફળ નહિ મળે. પુત્રીનાં આ વચન સાંભળી રાજા મય ઉદ્ધૃતપણું છોડી, અત્યંત શાંત થઈ, શસ્ત્ર ઉતારવા લાગ્યો, જેમ સૂર્ય આથમતી વખતે પોતાનાં કિરણોનો ત્યાગ કરે છે, મણિઓનાં કુંડળ અને હારથી શોભતો તે પોતાના જિનમંદિરમાં પ્રવેશ્યો. આ વાનરવંશી વિદ્યાધરોના કુમારોએ પોતાની મર્યાદા છોડીને નગરનો કોટ તોડી નાખ્યો, વજનાં બારણાં તોડયાં, દરવાજા તોડયા. એમને જોઈને નગ૨વાસીઓને અત્યંત ભય ઉપજ્યો, ઘેર ઘેર આ ચર્ચા ચાલે છે કે ભાગીને ક્યાં જઈશું? આ આવ્યા, બહાર ન ઊભા રહો, અંદર આવતા રહો, હાય મા! આ શું થયું? અરે, પિતાજી! જુઓ, હૈ ભાઈ! અમને બચાવો! હું આર્યપુત્ર! ખૂબ બીક લાગે છે, ઠેકાણે જ રહો. આ પ્રમાણે નગરજનો વ્યાકુળતાનાં વચનો બોલવા લાગ્યા. લોકો ભાગીને રાવણના મહેલમાં આવ્યા, પોતાનાં વસ્ત્ર હાથમાં લઈને અત્યંત વિહ્વળ બાળકોને ગોદમાં લઈને સ્ત્રીઓ ધ્રૂજતી ભાગી રહી છે, કેટલીક પડી ગઈ, ગોઠણ છોલાઈ ગયાં, કેટલીકના હાર તૂટી ગયા, મોટાં મોટાં મોતી વિખરાઈને પડયાં છે; જેમ મેઘમાળા શીઘ્ર જાય તેમ જઈ રહી છે. ત્રાસ પામેલી હરણી જેવી આંખોવાળી, ઢીલા પડી ગયેલા અંબોડાવાળી, કેટલીક પ્રીતમની છાતીએ વળગી પડી. આ પ્રમાણે લોકોને ઉદ્વેગરૂપ અત્યંત ભયભીત જોઈ જિનશાસનના દેવ શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના સેવક પોતાના પક્ષનું રક્ષણ કરવા અને જિનશાસનનો પ્રભાવ ફેલાવવા તૈયાર થયા. તે મહાભૈરવનો આકાર ધારણ કરીને શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાંથી નીકળ્યા. જુદા જુદા વેશવાળા, વિકરાળ દાઢ અને મુખવાળા, મધ્યાહ્નના સૂર્ય સમાન તેજ નેત્રવાળા, હોઠ કરડતા દીર્ઘ કાયાવાળા, ભયંકર શબ્દ કરતા તેમને જોઈને વાનરવંશીઓના પુત્ર ભયથી વિહ્વળ બની ગયા. તે દેવ ક્ષણમાં સિંહ, ક્ષણમાં મેઘ, ક્ષણમાં હાથી, ક્ષણમાં સર્પ, ક્ષણમાં વાયુ, ક્ષણમાં વૃક્ષ, ક્ષણમાં પર્વતનું રૂપ લેતા. એમનાથી કપિકુમા૨ોને પીડા પામતા જોઈને રામના સૈન્યના દેવો તેમને મદદ કરવા લાગ્યા. દેવોમાં પરસ્પર યુદ્ધ થયું. લંકાના દેવ સૈન્યના દેવ સામે અને કપિકુમા૨ લંકા સન્મુખ આવ્યા. ત્યારે યક્ષોના સ્વામી પૂર્ણભદ્ર અને મણિભદ્ર અત્યંત કુપિત થયા, બન્ને યક્ષેશ્વર પરસ્પર વાત કરતા હતા કે જુઓ, આ નિર્દય કપિપુત્રો વિકાર પામ્યા છે. રાવણ તો નિરાહાર થઈ, દેહમાં નિઃસ્પૃહ, સર્વ જગતનું કાર્ય છોડી પોષધમાં બેઠો છે એવા શાંત ચિત્તવાળાને આ પાપી નબળાઈ ગણીને પીડવા ઇચ્છે છે. પણ એ યોદ્ધાઓની ચેષ્ટા ન કહેવાય. ત્યારે મણિભદ્ર બોલ્યોઃ હૈ પૂર્ણભદ્ર! ઇન્દ્ર પણ રાવણનો પરાભવ કરવા સમર્થ નથી. રાવણ સુંદર લક્ષણોથી પૂર્ણ શાંત સ્વભાવ છે. પૂર્ણભદ્રે કહ્યું કે લંકા ૫૨ જે વિઘ્ન આવ્યું છે તે આપણે દૂર કરશું. આમ કહી બન્ને ધી૨ સમ્યગ્દષ્ટિ જિનધર્મી યક્ષોના સ્વામી યુદ્ધ કરવા તૈયાર થયા એટલે વાનરવંશી કુમારો અને તેમના પક્ષના દેવો ભાગ્યા. આ બન્ને યક્ષેશ્વર જોરદાર પવન ચલાવી પાષાણોની વર્ષા કરવા લાગ્યા, પ્રલયકાળના મેઘ સમાન ગર્જના કરવા લાગ્યા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #478 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સીતેરમું પર્વ ૪૫૭ તેમણે ચલાવેલા પવનથી કપિદળ સૂકાં પાંદડાંની જેમ ઊડીને ભાગી ગયું. તેમની સાથે જ આ બન્ને યક્ષશ્વર રામની પાસે ઠપકો આપવા આવ્યા. સુબુદ્ધિ પૂર્ણભદ્ર રામની સ્તુતિ કરીને કહ્યું કે રાજા દશરથ મહાન ધર્માત્મા હુતા, તેમના તમે પુત્ર, અયોગ્ય કાર્યના ત્યાગી, શાસ્ત્રસમુદ્રના પારગામી, શુભ ગુણોથી બધા કરતાં ઊંચા, અને તમારી સેના લંકાને, લોકોને ઉપદ્રવ કરે, એ ક્યાંની વાત? જે જેનું દ્રવ્ય હરે છે તે તેના પ્રાણ હરે છે. આ ધન જીવોના બાહ્ય પ્રાણ છે. અમૂલ્ય હીરા, વૈડૂર્ય, મણિ, માણેક મોતી, પદ્મરાગમણિ ઈત્યાદિ અનેક રત્નોથી ભરેલી લંકાને ઉગ ઉપજાવ્યો. પૂર્ણભદ્રનું વચન સાંભળી રામના સેવક ગડકેતુ એટલે કે લક્ષ્મણે તીખી ભાષામાં કહ્યું કે આ શ્રી રઘુચંદ્રની પ્રાણથી પ્યારી રાણી સીતાને, જે શીલરૂપ આભૂષણ પહેરનારી છે, દુષ્ટ રાવણ કપટ કરીને હરી ગયો છે તેનો પક્ષ તમે કેમ કરો છો? હે યક્ષેન્દ્ર! અમે તમારો ક્યો અપરાધ કર્યો અને તેણે શું કર્યું કે જેથી તમે ભ્રકુટી વાંકી કરી. સંધ્યાની લાલાશ જેવાં નેત્રો કરીને અમને ઠપકો આપવા આવ્યા છો? તમારું કાર્ય યોગ્ય નથી. લક્ષ્મણે આમ કહ્યું અને રાજા સુગ્રીવ ભયભીત થઈ પૂર્ણભદ્રને અર્થ આપી કહેવા લાગ્યો, હે યક્ષેન્દ્ર! ક્રોધ ત્યજો, અમે લંકામાં કાંઈ ઉપદ્રવ નહિ કરીએ, પરંતુ વાત આમ છે-રાવણ બહુરૂપિણી વિદ્યા સાધે છે, કદાચ તેને વિદ્યા સિદ્ધ થાય તો તેની સામે કોઈ ટકી ન શકે, જેમ જિનધર્મના ઉપાધ્યાય સામે વાદી ટકી શકતો નથી તેથી તે ક્ષમાવત થઈને વિદ્યા સાધે છે. તેથી જો તેને અમે ક્રોધ ઉત્પન્ન કરીએ તો તે વિદ્યા સાધી ન શકે, જેમ મિથ્યાદષ્ટિ મોક્ષને સાધી શકે નહિ તેમ. ત્યારે પૂર્ણભદ્ર કહ્યું કે એમ જ કરો, પરંતુ લંકાના એક જીર્ણ તણખલાને પણ બાધા નહિ કરી શકો. વળી તમે રાવણના અંગને બાધા ન કરો, બીજી કોઈ પણ રીતે ક્રોધ ઉત્પન્ન કરાવો. પરંતુ રાવણ અત્યંત દઢ છે, તેને ક્રોધ ઉપજવો અઘરો છે. આમ કહી તે બન્ને યક્ષેન્દ્ર જેમને ભવ્યજીવો પ્રત્યે વાત્સલ્ય છે, જેમના નેત્ર પ્રસન્ન છે તે મુનિઓના ભક્ત અને વૈયાવ્રત કરનારા, જિનધર્મી પોતાના સ્થાનકે ગયા. રામને ઠપકો આપવા આવ્યા હતા તે લક્ષ્મણનાં વચનોથી લજ્જિત થયા અને સમભાવથી પોતાના સ્થાનકે ગયા. ગૌતમ સ્વામી કહે છે: હે શ્રેણિક! જ્યાં સુધી નિર્દોષતા હોય ત્યાં સુધી પરસ્પર પ્રીતિ રહે છે અને દોષ ઉત્પન્ન થતાં પ્રીતિભંગ થાય છે, જેમ સૂર્ય ઉત્પાત સહિત હોય તો સારો લાગતો નથી. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. ૫. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણની વિધાસાધના, કપિકુમારોનો લંકામાં ઉપદ્રવ, પૂર્ણભદ્ર-મણિભદ્રનો કોપ અને કોપની શાંતિનું વર્ણન કરનાર સીત્તેરમું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #479 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૮ એકોતેરમું પર્વ પદ્મપુરાણ એકોતેરમું પર્વ (રાવણને બહુરૂપિણી વિદ્યાની સિદ્ધિ ) પછી પૂર્ણભદ્ર અને મણિભદ્રને શાંત થયેલા જોઈને સુગ્રીવનો પુત્ર અંગદ લંકામાં દાખલ થયો. અંગદ કિધુકંધ નામના હાથી પર બેઠો હતો. મોતીની માળાથી શોભતો, ઉજ્જવળ ચામરયુક્ત, મેઘમાળામાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભતો હતો. તેની સાથે અનેક સામંતો અને કુમારો અશ્વારોહી અને પ્યાદાં ચંદનનો અંગે લેપ કરી, તાંબુલથી હોઠ લાલ કરી. ખભે ખગ્ન મૂકી, સુંદર વસ્ત્રો પહેરી, આગળ-પાછળ, ડાબે-જમણે સૈનિકો ચાલ્યા જાય છે, વીણા-બંસરી-મૃદંગાદિ વાગે છે, નૃત્ય થતું જાય છે. કપિવંશીઓના કુમારો સ્વર્ગપુરીમાં અસુરકુમાર પ્રવેશ કરે તેમ લંકામાં પ્રવેશ્યા. લંકામાં પ્રવેશતા અંગદને જોઈને સ્ત્રીઓ પરસ્પર વાતો કરવા લાગી જુઓ, આ અંગદ દશમુખની નગરીમાં નિર્ભયપણે ચાલ્યો જાય છે, આણે શું કરવાનું આરંભ્ય હશે? હવે પછી શું થશે? લોકોની આવી વાત સાંભળતા તે ચાલતા ચાલતા રાવણના મહેલમાં ગયા. ત્યાં મણિઓનો ચોક જોઈ તેમણે જાણ્યું કે એ સરોવર છે તેથી ત્રાસ પામ્યા પછી બરાબર જોતાં તે મણિનો ચોક છે એમ જાણી આગળ ગયા. સુમેરુની ગુફા જેવું રત્નોથી નિર્માયિત મંદિરનું દ્વાર જોયું, મણિઓનાં તોરણોથી દેદીપ્યમાન અંજન પર્વત સરખા ઇન્દ્રનીલમણિના ગજ જોયા, તેમના વિશાળ કુંભસ્થળ, અત્યંત મનોજ્ઞ સ્થૂળ દાંત અને મસ્તક પર સિંહના ચિહ્ન, જેના શિર પર પૂંછ છે, હાથીઓના કુંભસ્થળ પર વિકરાળ વદનવાળા સિંહ, તીક્ષ્ણ દાઢ અને ભયાનક કેશ, તેમને જોઈને પ્યાદાં ડરી ગયાં, તેમણે જાણ્યું કે સાચા હાથી છે તેથી ભયથી વિહ્વળ થઈને ભાગ્યાં અંગદે ખૂબ સમજાવ્યા ત્યારે આગળ ચાલ્યાં. રાવણના મહેલમાં કપિવંશી સિંહની ગુફામાં મૃગની પેઠે ગયા. અનેક દ્વાર વટાવીને આગળ જવા શક્તિમાન થયા. ઘરની રચના ગહન તેથી જન્મઅંધની પેઠે ભટક્યા. સ્ફટિકમણિના મહેલો હતા ત્યાં આકાશની આશંકાથી ભ્રમ પામ્યા અને તે ઇન્દ્રનીલમણિની પેઠે અંધકારરૂપ ભાસે, મસ્તકમાં શિલા વાગી તેથી જમીન પર પડયા, તેમની આંખો વેદનાથી વ્યાકુળ બની, કોઈ ઉપાયે માર્ગ મેળવીને આગળ ગયા જ્યાં સ્ફટિકમણિની પેઠે ઘણાના ગોઠણ ભાંગ્યા, કપાળ ફૂટ્યાં, દુ:ખી થયા અને પાછા ફર્યા તો માર્ગ ન મળે. આગળ એક રત્નમયી સ્ત્રી જોઈ તેને સાચી સ્ત્રી જાણીને તેને પૂછવા લાગ્યા પણ તે શું ઉત્તર આપે? ત્યારે તે શંકાથી ભરેલા આગળ ગયા, વિહ્વળ થઈને સ્ફટિકમણિની ભૂમિમાં પડ્યા. આગળ શાંતિનાથના મંદિરનું શિખર નજરે પડ્યું, પણ જઈ શકે તેમ નહોતું, આડી સ્ફટિકની ભીંત હતી. જેમ તે સ્ત્રી નજરે પડી હતી એક રત્નમય દ્વારપાળ નજરે પડ્યો. તેના હાથમાં સોનાની લાકડી હતી. તેને કહ્યું કે શ્રી શાંતિનાથના મંદિરનો માર્ગ બતાવો, તે શું બતાવે? પછી તેને હાથથી કૂટયો તો કૂટનારની આંગળીના ચૂરા થઈ ગયા. વળી આગળ ગયા, તેમને લાગ્યું કે આ ઇન્દ્રનીલમણિનું દ્વાર છે, ત્યાંથી શાંતિનાથના મંદિરમાં જવાની ઇચ્છા કરી. જેના ભાવ કુટિલ છે એવા એકવચન બોલતા મનુષ્યને જોયો, તેના વાળ પકડયા અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #480 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકોતેરમું પર્વ ૪૫૯ કહ્યું કે તું અમારી આગળ ચાલ અને શાંતિનાથનું મંદિર બતાવ. જ્યારે તે આગળ ચાલ્યો ત્યારે તે નિરાકુળ થયા અને શ્રી શાંતિનાથના મંદિરે જઈ પહોંચ્યા. પુષ્પાંજલિ ચડાવી, જયજયનો ધ્વનિ કર્યો. સ્ફટિકના થાંભલા ઉપર મોટો વિસ્તાર જોયો, આશ્ચર્ય પામ્યા, મનમાં વિચારવા લાગ્યા કે જેમ ચક્રવર્તીના મહેલમાં જિનમંદિર હોય છે તેમ અહીં છે. પહેલાં અંગદ વાહુનાદિ છોડીને અંદર ગયો કપાળે બે હાથ મૂકી નમસ્કાર કરી, ત્રણ પ્રદક્ષિણા લઈ, સ્તોત્રપાઠ કરવા લાગ્યો. સાથે સેના હતી તેને બહારના ચોકમાં રાખી. અંગદે વિકસિત નેત્રે રત્નોનાં ચિત્રોવાળું મંડળ જોયું, સોળ સ્વપ્નાનો ભાવ જોઈને નમસ્કાર કર્યા. મંડપની ભીંત પર તેણે ભગવાનને નમસ્કાર કરી શાંતિનાથના મંદિરમાં પ્રવેશ કર્યો, અત્યંત હર્ષથી ભગવાનની વંદના કરી. તેણે જોયું કે સામે રાવણ પદ્માસન ધારી બેઠો છે, ઇન્દ્રનીલમણિનાં કિરણો જેવી પ્રભાવાળો તે સૂર્યની સામે રાહુ બેઠો હોય તેવો ભગવાન સન્મુખ બેઠો છે. જેમ ભરત જિનદીક્ષાનું ધ્યાન કરે તેમ તે વિદ્યાનું ધ્યાન કરે છે. અંગદ રાવણને કહેવા લાગ્યો, હું રાવણ ! કહે, હવે તારી શી વાત છે? યમ પણ ન કરે, એવી તારી દશા હું કરું છું. તે શેનું પાખંડ માંડ્યું છે? ધિક્કાર તો પાપકર્મીને છે, તે વૃથા શુભ ક્રિયાનો આરંભ કર્યો છે. આમ કહીને એનું ઉત્તરાસન કાઢી નાખ્યું અને તેની રાણીઓને એની આગળ મારતો કઠોર વચન કહેવા લાગ્યો. રાવણની પાસે પુષ્પ પડયાં હતાં તે લઈ લીધાં અને સોનાનાં કમળોથી ભગવાનની પૂજા કરી. પછી રાવણની કુવચન કહેવા લાગ્યો, રાવણનો હાથમાંથી સ્ફટિકની માળા પડાવી લીધી તેથી મણિ વિખરાઈ ગયા. પછી મણિ ભેગા કરી માળા પરોવી રાવણના હાથમાં આપી, વળી છીનવી લીધી, ફરીથી પરોવીને ગળામાં નાખી, પછી મસ્તક પર મૂકી. પછી રાવણના રાજ્યના માણસોરૂપી કમળવનમાં ગ્રીષ્મથી અકળાયેલા જંગલી હાથીની જેમ પ્રવેશ કર્યો અને નિર્ભય થઈને રાજકુટુંબમાં ઉપદ્રવ કરવા લાગ્યો, જેમ ચંચળ ઘોડો કૂવા કરે તેમ ચપળતાથી બધે ફર્યો. કોઈના ગળામાં કપડાનો ફાંસો બનાવીને બાંધ્યા, કોઈના ગળામાં ઉત્તરાસન નાખી થાંભલા સાથે બાંધીને છોડી દીધા, કોઈને પકડી પોતાના માણસોને કહ્યું કે આને વેચી આવો-તેણે હસીને કહ્યું કે પાંચ સોનામહોરમાં વેચી આવ્યો, આ પ્રકારની અનેક ચેષ્ટા કરી. કોઈના કાનમાં પગનાં ઘરેણાં અને કેશમાં કેડનો કંદોરો પહેરાવ્યો, કોઈના મસ્તકનો ચૂડામણિ ઉતારી ચરણોમાં પહેરાવ્યો અને કોઈને પરસ્પર વાળથી બાંધ્યા. કોઈના મસ્કત ઉપર અવાજ કરતા મોર બેસાડ્યા. આ પ્રમાણે જેમ સાંઢ ગાયોના સમૂહમાં પ્રવેશે અને તેને અત્યંત વ્યાકુળ કરે તેમ રાવણની સામે રાજ્યના બધા કુટુંબીઓને કલેશ ઉત્પન્ન કર્યો. અંગદ ક્રોધથી રાવણને કહેવા લાગ્યો, કે અધમ રાક્ષસ ! તેં કપટથી સીતાનું હરણ કર્યું, હવે અમે તારા દેખતાં તારી બધી સ્ત્રીઓનું હરણ કરીએ છીએ. તારામાં શક્તિ હોય તો રોક, આમ કહીને એની આગળ મંદોદરીને પકડી લાવ્યો, જેમ મૃગરાજ મૃગલીને પકડી લાવે. જેનાં નેત્ર કંપે છે તેને ચોટલો પકડીને ખેંચવા લાગ્યો, જેમ ભારત રાજ્યલક્ષ્મીને ખેંચે. તેણે રાવણને કહ્યું, જો ! આ તારા જીવથીયે વહાલી એવી તારી ગુણવંતી પટરાણી મંદોદરીને અમે ઉપાડી જઈએ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #481 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૦ એકોતેરમું પર્વ પદ્મપુરાણ છીએ. એ સુગ્રીવનું ચામર ઢોળનારી દાસી બનશે. ત્યારે મંદોદરી આંખમાંથી આંસુ સારવા અને વિલાપ કરવા લાગી. રાવણના પગમાં પડે, કોઈ વાર હાથમાં પડે અને પતિને કહેવા લાગી હે નાથ! મારી રક્ષા કરો. મારી આવી દશા શું તમે જતા નથી? શું તમે બીજા જ થઈ ગયા છો? તમે રાવણ છો કે કોઈ બીજા છો? અહો ! જેવી નિગ્રંથ મુનિની વીતરાગતા હોય તેવી વીતરાગતા તમે પકડી છે તો આવા દુઃખમાં આ અવસ્થા કેવી? ધિક્કાર છે તમારા બળને કે આ પાપીનું શિર ખગથી કાપી નથી નાખતા. તમે મહા બળવાન ચંદ્ર-સૂર્ય જેવા પુરુષોનું અપમાન સહી શકતા નથી તો આવા રંકનું કેવી રીતે સહો છો? હે લંકેશ્વર! ધ્યાનમાં ચિત્ત જોયું છે, ન કોઈનું સાંભળો છો, ન કોઈને જુઓ છો, અર્ધપત્યંકાસન ધરીને બેઠા છો, અહંકાર છોડી દીધો છે, જેમ સુમેરુનું શિખર અચળ હોય તેમ અચળ થઈને બેઠા છો, સર્વ ઇન્દ્રિયની ક્રિયા તજી દીધી છે, વિદ્યાના આરાધનમાં તત્પર નિશ્ચળ શરીર કરી એવી રીતે બેઠા છો, જાણે કે કાષ્ઠના હો અથવા ચિત્ર હો. જેમ રામ સીતાને ચિંતવે તેમ તમે વિદ્યાને ચિંતવો છો, સ્થિરતા કરીને સુમેરુ તુલ્ય થયા છો. મંદોદરી જ્યારે રાવણને આ પ્રમાણે કહેતી હતી તે જ સમયે બહુરૂપિણી વિદ્યા દશેય દિશામાં જયજયકાર કરતી રાવણની સમીપે આવીને ઊભી રહી અને કહેવા લાગી–હે દેવ ! આજ્ઞામાં ઉદ્યમી હું તમને સિદ્ધ થઈ છું, મને આદેશ આપો, એકચક્રી, અર્ધચક્રી સિવાય તમારી આજ્ઞાથી વિમુખ હોય તેને વશીભૂત કરું. આ લોકમાં હું તમારી આજ્ઞાકારિણી છું, અમારા જેવાની એ જ રીત છે, અમે ચક્રવર્તીઓથી સમર્થ નથી. જો તું કહે તો સર્વ દૈત્યોને જીતું, દેવોને વશ કરે, જે તને અપ્રિય હોય તેને વશ કરું અને વિદ્યાધરો તો મારા માટે તણખલા બરાબર છે. વિદ્યાનાં આ વચન સાંભળી રાવણ યોગ પૂર્ણ કરી જ્યોતિનો ધારક, ઉદાર ચેષ્ટાનો ધારક શાંતિનાથના ચૈત્યાલયની પ્રદક્ષિણા કરવા લાગ્યો. તે જ સમયે અંગદ મંદોદરીને છોડી, આકાશગમન કરી રામની સમીપે આવ્યો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણને બહુરૂપિણી વિધાની સિદ્ધિનું વર્ણન કરનાર એકોત્તેરમું પર્વ પૂર્ણ થયું. * * * બોતેરમું પર્વ (રાવણનો યુદ્ધ માટે પુનઃ સંકલ્પ) પછી રાવણની અઢાર હજાર રાણીઓ રાવણ પાસે એકસાથે બધી જ રોવા ઉકળવા લાગી કે હે સ્વામિન્ ! સર્વ વિદ્યાધરોના અધીશ! તમે અમારા પ્રભુ, અને તમે હોવા છતાં મૂર્ખ અંગદે આવીને અમારું અપમાન કર્યું. તમે પરમ તેજના ધારક સૂર્ય સમાન ધ્યાનારૂઢ હતા અને આગિયા જેવા વિદ્યાધર, તમારા મુખ સામે જ સુગ્રીવનો પાપી છોકરો અમારા ઉપર ઉપદ્રવ કરે. તેમનાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #482 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બોત્તેરમું પર્વ ૪૬૧ વચન સાંભળી રાવણે બધાને દિલાસો આપ્યો અને કહ્યું: હે પ્રિયે! તે પાપી એવી કુચેષ્ટા કરે છે તે મૃત્યુના પાશથી બંધાયો છે. તમે દુઃખ છોડો, જેમ સદા આનંદમાં રહો છો તેમ જ રહો, હું સુગ્રીવને સવારમાં જ નિગ્રીવ એટલે કે મસ્તકરહિત કરી દઇશ. બન્ને ભાઈ રામ-લક્ષ્મણ ભૂમિગોચરી કીટ સમાન છે તેની ઉપર શું કોપ કરવો? આ દુર વિધાધરો બધા એની પાસે ભેગા થઈ ગયા છે તેમનો નાશ કરીશ. હું પ્રિયે ! મારી ભૂકુટિ વાંકી થતાં જ શત્રુનો વિલય થઈ જાય છે અને હવે તો બહુરૂપિણી મહાવિધા સિદ્ધ થઈ છે. મારી પાસેથી શત્રુ કેવી રીતે જીવશે? આ પ્રમાણે બધી સ્ત્રીઓને ખૂબ ધીરજ આપીને મનમાં માની લીધું કે મેં શત્રુને હણી નાખ્યા. તે ભગવાનના મંદિરમાંથી બહાર આવ્યો, નાના પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં, ગીત-નૃત્ય થવા લાગ્યાં, રાવણનો અભિષેક થયો, કામદેવ સમાન જેનું રૂપ છે તેને સ્વર્ણ રત્નોના કળશથી સ્ત્રીઓ સ્નાન કરાવવા લાગી. તે સ્ત્રીઓનાં શરીર કાંતિરૂપ ચાંદનીથી મંડિત છે, ચંદ્રમા સમાન બદન છે અને સફેદ મણિના કળશથી સ્નાન કરાવે છે તેથી અદભુત જ્યોતિ ભાસતી હતી. કેટલીક કમળ સમાન કાંતિવાળી સ્ત્રીઓ જાણે કે સંધ્યા ખીલી ઊઠી હોય તેવી ઉગતા સૂર્ય જેવા સોનાના કળશોથી સ્નાન કરાવે છે, જાણે કે સાંજ જ જળ વરસાવે છે અને કેટલીક સ્ત્રીઓ હરિતમણિના કળશોથી સ્નાન કરાવતી અત્યંત હર્ષથી શોભે છે, જાણે સાક્ષાત્ લક્ષ્મી જ છે, તેમના કળશના મુખ પર કમળપત્ર છે. કેટલીક કેળાના ગર્ભસમાન કોમળ અત્યંત સુંદર શરીરવાળી, જેમની આસપાસ ભ્રમર ગુંજારવ કરે છે, તે નાના પ્રકારના સુગંધી લેપથી રાવણને રત્નજડિત સિંહાસન પર સ્નાન કરાવતી હતી. રાવણે સ્નાન કરીને આભૂષણો પહેર્યા, અત્યંત સાવધાન ભાવથી પૂર્ણ શાંતિનાથ ભગવાનના મંદિરમાં ગયો, ત્યાં અરહંતદેવની પૂજા કરીને સ્તુતિ કરવા અને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. પછી ભોજનશાળામાં આવી ચાર પ્રકારનો ઉત્તમ આહાર કર્યો-અશન, પાન, ખાધ, સ્વાધ, ભોજન કર્યા પછી વિધાની પરીક્ષા કરવા કીડાભૂમિમાં ગયો ત્યાં વિધાથી અનેક રૂપ બનાવી નાના પ્રકારના અદ્ભુત કાર્ય વિધાધરોથી ન બની શકે તે બહુરૂપિણી વિધાથી કર્યા. પોતાના હાથના પ્રહાર વડે ભૂકંપ કર્યો, રામના સૈન્યમાં કપિઓને એવો ભય ઉપજ્યો કે જાણે મૃત્યુ જ આવ્યું. રાવણને મંત્રીઓ કહેવા લાગ્યા કે હે નાથ ! તમારા સિવાય રાઘવને જીતનાર બીજું કોઈ નથી, રામ મહાન યોદ્ધા છે, અને ક્રોધ કરે ત્યારે તો શું કહેવું? તેથી તેની સામે તમે જ આવો, બીજો કોઈ રણમાં રામની સામે આવવાને સમર્થ નથી. પછી રાવણે બહુરૂપિણી વિધાથી માયામયી કટક બનાવ્યું અને પોતે જ્યાં સીતા હતી ત્યાં ઉદ્યાનમાં ગયો, મંત્રોથી મંડિત જેમ દેવોથી સંયુક્ત ઇન્દ્ર હોય તેવો સૂર્ય સમાન કાંતિવાળો આવવા લાગ્યો. તેને આવતો જોઈ વિદ્યાધરીઓ સીતાને કહેવા લાગી, હે શુભે! મહાજ્યોતિવંત રાવણ પુષ્પક વિમાનમાંથી ઊતરીને આવ્યો છે, જેમ ગ્રીષ્મઋતુમાં સૂર્યનાં કિરણોથી આતાપ પામેલો ગજેન્દ્ર સરોવરી પાસે આવે તેમ કામરૂપ અગ્નિથી તપ્ત થયેલો તે આવે છે. આ પ્રમદ નામનું ઉધાન પુષ્પોની શોભાથી શોભે છે. સીતા બહુરૂપિણી વિધા સંયુક્ત રાવણને જોઈને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #483 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૨ બોત્તેરમું પર્વ પદ્મપુરાણ ભયભીત થઈ. તે મનમાં વિચારે છે કે આના બળનો પાર નથી તેથી રામ-લક્ષ્મણ પણ આને નહિ જીતી શકે. હું મંદભાગિની રામ અથવા લક્ષ્મણ અથવા મારા ભાઈ ભામંડળને હણાયેલો ન સાંભળું. આમ વિચારીને વ્યાકુળ ચિત્તવાળી, કંપતી ચિંતારૂપ બેઠી છે ત્યાં રાવણ આવ્યો અને કહેવા લાગ્યો કે હે દેવી! મેં પાપીએ તારું કપટથી હરણ કર્યું એ વાત ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા ધીરવીરને સર્વથા ઉચિત નથી, પરંતુ કર્મની ગતિ એવી છે, મોહકર્મ બળવાન છે અને મેં પૂર્વે અનંતવીર્ય સ્વામીની સમીપે વ્રત લીધું હતું કે જે પરનારી મને ન ઇચ્છે તેને હું નહિ એવું; ઉર્વશી, રંભા અથવા બીજી કોઈ મનોહર હોય તો પણ મારે તેનું પ્રયોજન નથી. આ પ્રતિજ્ઞા પાળતાં મેં તારી કૃપાની જ અભિલાષા કરી, પરંતુ બળાત્કારે રમણ કર્યું નહિ. હે જગતની ઉત્તમ સુંદરી! હવે મારી ભુજાઓથી ચલાવેલાં બાણોથી તારા આધાર રામ-લક્ષ્મણને ભેદાયેલ જ જાણ અને તું મારી સાથે પુષ્પક વિમાનમાં બેસી આનંદથી વિહાર કર. સુમેરુના શિખર પર ચૈત્યવૃક્ષ, અનેક વન, ઉપવન, નદી, સરોવરનું અવલોકન કરતી વિહાર કર. ત્યારે સીતા બેય હાથ કાન પર મૂકી ગદગદ વાણીથી દિીન શબ્દો બોલવા લાગી-હે દશાનન! તું ઊંચા કુળમાં જન્મ્યો છે તો આટલું કરજે કે કદાચ તારે સંગ્રામમાં મારા વલ્લભ સાથે શસ્ત્રપ્રહાર થાય તો પહેલાં આ સંદેશો કહ્યા વગર મારા કંથને હણીશ નહિ. એમ કહેજે કે હે પા! ભામંડળની બહેને તમને એમ કહ્યું છે કે તમારા વિયોગથી મહાદુઃખના ભારથી હું અત્યંત દુઃખી છું, મારા પ્રાણ તમારા સુધી જ છે, પવનથી હણાયેલી દીપકની જ્યોત જેવી મારી દશા થઈ છે. હે રાજા દશરથના પુત્ર! જનકની પુત્રીએ તમને વારંવાર સ્તુતિ કરીને એમ કહ્યું છે કે તમારાં દર્શનની અભિલાષાથી આ પ્રાણ ટકી રહ્યા છે. આમ કહીને મૂચ્છિત થઈને જેમ મત્ત હાથીથી ભગ્ન કલ્પવૃક્ષની વેલ તૂટી પડે તેમ ધરતી પર પડી ગઈ. મહાસતીની આ અવસ્થા જોઈને રાવણનું મન કોમળ થયું, તે ખૂબ દુઃખી થયો, એ ચિંતવવા લાગ્યો અહો, કર્મોના યોગથી આના સ્નેહનો નિઃસંદેહ ક્ષય થવાનો નથી અને ધિક્કાર છે મને કે મેં અતિ અયોગ્ય કાર્ય કર્યું છે. આવા સ્નેહવાળા યુગલનો વિયોગ કર્યો, પાપાચારી નીચ મનુષ્ય પેઠે નિષ્કારણ અપયશરૂપ મળથી હું ખરડાયો, શુદ્ધ ચંદ્રમા સમાન અમારા ગોત્રને મેં મલિન કર્યું. મારા જેવો દુષ્ટ મારા વંશમાં થયો નથી. આવું કાર્ય કોઈએ ન કર્યું તે મેં કર્યું. જે પુરુષોમાં શ્રેષ્ઠ છે તે સ્ત્રીને તુચ્છ ગણે છે, આ સ્ત્રી સાક્ષાત્ વિષતુલ્ય છે, કલેશની ઉત્પત્તિનું સ્થાન, સર્પના મસ્તકના મણિસમાન અને મહામોહનું કારણ છે. પ્રથમ તો સ્ત્રીમાત્ર જ નિષિદ્ધ છે અને પરસ્ત્રીની તો શી વાત? સર્વથા ત્યાજ્ય જ છે. પરસ્ત્રી નદી સમાન કુટિલ, મહાભયંકર, ધર્મ-અર્થનો નાશ કરનારી, સંતોને સદા ત્યાજ્ય જ છે. હું મહાપાપની ખાણ, અત્યાર સુધી આ સીતા મને દેવાંગનાથી પણ અતિપ્રિય ભાસતી હતી તે હવે વિષના કુંભતુલ્ય ભાસે છે. એ તો કેવળ રામ પ્રત્યે જ અનુરાગવાળી છે. અત્યાર સુધી એ ઇચ્છતી નહોતી, પરંતુ મને અભિલાષા હતી, હવે તે મને જીર્ણ તૃણવત્ ભાસે છે. એ તો ફક્ત રામ સાથે તન્મય છે, મને કદી પણ નહિ મળે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #484 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બોતેરમું પર્વ ૪૬૩ મારો ભાઈ મહાપંડિત વિભીષણ બધું જાણતો હતો, તેણે મને ઘણો સમજાવ્યો, મારું મન વિકારી થયું હતું તેથી તેનું માન્યું નહિ, તેના પર દ્વેષ કર્યો. જે વિભીષણનાં વચનોથી મૈત્રીભાવ કર્યો હોત તો સારું હતું. ભયંકર યુદ્ધ થયું, અનેક હણાયા, હવે મિત્રતા કેવી? આ મૈત્રી સુભટોને યોગ્ય નથી. અને યુદ્ધ કરવું તથા દયા પાળવી એ પણ બને નહિ, અરે, હું સામાન્ય માણસની જેમ સંકટમાં પડયો છે. જો હું જાનકીને રામની પાસે મોકલી દઉં તો લોકો મને અસમર્થ ગણશે અને યુદ્ધ કરીશ તો મહાન હિંસા થશે. કોઈ એવા છે, જેમને દયા નથી, કેવળ કૂરતારૂપ છે, તે પણ કાળક્ષેપ કરે છે અને કોઈ દયાળુ છે, સંસારી કાર્યરહિત છે, તે સુખપૂર્વક જીવે છે. હું માની યુદ્ધનો અભિલાષી અને કરુણાભાવ વિનાનો અત્યંત દુઃખી છું. રામને સિંહુવાહન તથા લક્ષ્મણને ગરુડવાહન વિધા મળી છે તેનાથી તેમનો ઉધોત ઘણો છે તેથી જો હું એમને જીવતાં પકડું, શસ્ત્રરહિત કરું અને પછી ઘણું ધન આપું તો મારી મહાન કીર્તિ થાય, મને પાપ ન લાગે, એ ન્યાય છે, માટે એમ જ કરું. આમ મનમાં વિચારીને મહાન વૈભવ સંયુક્ત રાવણ રાજ્ય પરિવારમાં ગયો, જેમ મત્ત હાથી કમળોના વનમાં જાય છે. પછી વિચાર કર્યો કે અંગદે ઘણી અનીતિ કરી છે તેથી તેને ખૂબ ક્રોધ ચડ્યો, આંખો લાલ થઈ ગઈ. રાવણ હોઠ કરડતો બોલવા લાગ્યો, તે પાપી સુગ્રીવ નથી, દુગ્રીવ છે, તેને નિગ્રીવ એટલે મસ્તકરહિત કરીશ, તેના પુત્ર અંગદ સહિત ચદ્રહાસ ખગથી બે ટુકડા કરી નાખીશ. તમોમંડળને લોકો ભામંડળ કહે છે તે અત્યંત દુષ્ટ છે. તેને દઢ બંધનથી બાંધી લોઢાના મુદ્દગરોથી ટીપીને મારીશ. અને હનુમાનને તીક્ષ્ણ કરવતની ધારથી લાકડાના યુગલમાં બાંધી વેરાવીશ. તે મહાઅનીતિવાન છે. એક રામ ન્યાયમાર્ગી છે તેને છોડીશ. બીજા બધા અન્યાયમાર્ગી છે, તેમનાં શસ્ત્રોથી ચૂરા કરી નાખીશ, એમ વિચારતો રાવણ બેઠો, ત્યાં સેંકડો ઉત્પાત થવા લાગ્યા, સૂર્યમંડળ આયુધ સમાન તીર્ણ દેખાયું, પૂર્ણમાસનો ચંદ્ર અસ્ત થઈ ગયો, આસન પર ભૂકંપ થયો, દશે દિશાઓ કંપાયમાન થઈ, ઉલ્કાપાત થયા, શિયાલિની કર્કશ અવાજ કરવા લાગી, તુરંગો માથું હલાવી વિરસ હણહણાટ કરવા લાગ્યા, હાથી કઠોર અવાજ કરવા લાગ્યા. સૂંઢથી ધરતી ખોદવા માંડ્યા, યક્ષોની મૂર્તિની આંખોમાંથી આંસુ ખર્યા, સૂર્ય સામે કાગડા કા કા કરવા લાગ્યા, પાંખ ઢીલી કરીને ખૂબ વ્યાકુળ થયા. જળથી ભરેલાં સરોવરો સુકાઈ ગયાં, પર્વતના શિખરો તૂટી પડ્યાં અને લોહીનો વરસાદ વરસ્યો. લાગતું હતું કે થોડા જ દિવસોમાં લંકેશ્વરનું મૃત્યુ થશે, આવા અપશુકન બીજા પ્રકારે ન હોય. જ્યારે પુણ્યનો ક્ષય થાય ત્યારે ઇન્દ્ર પણ બચતો નથી. પુરુષમાં પૌરુષ પુણ્યના ઉદયથી હોય છે. જે કાંઈ મળવાનું હોય તે જ મળે છે, હિન-અધિક નહિ. પ્રાણીઓની શૂરવીરતા સુકૃતના બળથી હોય છે. જુઓ, રાવણ નીતિશાસ્ત્રમાં પ્રવીણ, સમસ્ત લૌકિક નીતિરીતિનો જાણકાર, વ્યાકરણનો અભ્યાસી, ગુણોથી મંડિત તે કર્મોથી પ્રેરાયો થકો અનીતિમાર્ગે ચાલ્યો, મૂઢબુદ્ધિ થયો. લોકમાં મરણથી વધારે કોઈ દુઃખ નથી તે એણે અત્યંત ગર્વથી વિચાર્યું નહિ. નક્ષત્રોના બળરહિત અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #485 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૪ તોંતેરમું પર્વ પદ્મપુરાણ ગ્રહો બધા કૂર આવ્યાં તેથી એ અવિવેકી રણક્ષેત્રનો અભિલાષી થયો. જેને પ્રતાપના ભંગનો ભય છે અને શૂરવીરતાના રસથી યુક્ત, જોકે તેણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તો પણ તે યોગ્ય-અયોગ્યને દેખી શકતો નથી. ગૌતમ સ્વામી કહે છે કે મગધાધિપતિ! મહામાની રાવણ પોતાના મનમાં જે વિચારે છે તે સાંભળ-સુગ્રીવ ભામંડળાદિક બધાને જીતી, કુંભકર્ણ ઇન્દ્રજિત મેઘનાદને છોડાવી લંકામાં લાવીશ, પછી વાનરવંશીઓના વંશનો નાશ કરીશ, ભામંડળનો પરાભવ કરીશ, ભૂમિગોચરીઓને ધરતી પર રહેવા નહિ દઉં અને શુદ્ધ વિદ્યાધરોને પૃથ્વી પર સ્થાપીશ. ત્યારે ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ, ચક્રવર્તી બળભદ્ર, નારાયણ અમારા જેવા વિદ્યાધરના કુળમાં જ જન્મશે; આમ વૃથા વિચાર કરતો હતો. હું મગધેથર! જે માણસે જેવા કર્મનો સંચય કર્યો હોય તેવું જ ફળ તે ભોગવે છે. એમ ન હોય તો શાસ્ત્રના અભ્યાસીઓ કેમ ભૂલ કરે ? શાસ્ત્ર છે તે સૂર્ય સમાન છે. તેનો પ્રકાશ થતાં અંધકાર કેવી રીતે રહે? પરંતુ જે ઘુવડ જેવા મનુષ્યો છે તેમને પ્રકાશ મળતો નથી. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણના યુદ્ધના નિશ્ચયનું વર્ણન કરનાર બોત્તેરમું પર્વ પૂર્ણ થયું. * * * તોંતેરમું પર્વ (મંદોદરીની યુદ્ધ કરવાની મના છતાં રાવણની હઠ ન છોડવી) બીજે દિવસે સવારમાં જ રાવણ મહાદેદીપ્યમાન આસ્થાન મંડપમાં આવ્યો. સૂર્યનો ઉદય થતાં જ સભામાં કુબેર, વરુણ, ઈશાન, યમ, સોમ સમાન મોટા મોટા રાજાઓ વડે સેવ્ય, જેમ દેવોથી મંડિત ઇન્દ્ર બિરાજે તેમ રાજાઓથી મંડિત સિંહાસન પર રાવણ બિરાજ્યો. અત્યંત કાંતિમાન, જેમ ગ્રહુતારા-નક્ષત્રોથી યુક્ત ચંદ્રમા શોભે તેમ. અત્યંત સુગંધી મનોજ્ઞ વસ્ત્ર, પુષ્પમાળા અને ગજમોતીના હારથી જેનું ઉપસ્થળ શોભે છે, મહાસૌભાગ્યરૂપ સૌમ્યદર્શન સભાને જોઈને વિચારવા લાગ્યો કે ભાઈ કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદ અહીં નથી દેખાતા, તેમના વિના આ સભા શોભતી નથી, બીજા કુમુદરૂપ પુરુષો ઘણા છે, પણ તે પુરુષો કમળરૂપ નથી. જોકે રાવણ સુંદર શરીરવાળો હતો, તેનાં નેત્રકમળ ખીલેલાં હતાં, તો પણ પુત્ર અને ભાઈની ચિંતાથી તેનું મુખ કરમાયેલું લાગતું હતું. અત્યંત ક્રોધરૂપ જેની ભૂકુટિ વાંકી થઈ છે. જાણે ક્રોધનો ભરેલો આશીવિષ સર્પ જ છે, તે હોઠને કરડતો વિકરાળ સ્વરૂપ જોઈને મંત્રીઓ ડર્યા. આજ કેમ આવો કોપ થયો છે એની વ્યાકુળતા થઈ. ત્યારે હાથ જોડી, જમીન પર મસ્તક અડાડી રાજા મય, ઉગ્ર, શુક્ર, લોકાક્ષ, સારણ ઈત્યાદિ જમીન તરફ જોતાં, જેમનાં કુંડળ હાલે છે, વિનંતી કરવા લાગ્યાઃ હે નાથ ! તમારી પાસે રહેલા બધા જ યોદ્ધા પ્રાર્થના કરે છે કી આપ પ્રસન્ન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #486 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તોતેરમું પર્વ ૪૬૫ થાવ. અને તે વખતે કૈલાસના શિખર સમાન ઊંચા મહેલના મણિઓના ઝરૂખામાં બેઠેલી બધી રાણીઓ સહિત મંદોદરી તેને જોવા લાગી. લાલ નેત્ર, પ્રતાપથી ભરેલ તેને જોઈને સૌનાં મન મોહિત થયાં. રાવણ ઊઠીને આયુધશાળામાં ગયો, જ્યાં અનેક દિવ્ય શસ્ત્ર અને સામાન્ય શસ્ત્રો ભર્યા છે; અમોઘ બાણ, ચક્રાદિક અને અમોઘ રત્નોથી ભરેલી વજશાળામાં જાણે ઇન્દ્ર ગયો. જે સમયે રાવણ આયુધશાળામાં ગયો તે સમયે અપશુકન થયાં, છીંક આવી. શુકનશાસ્ત્ર પ્રમાણે પૂર્વ દિશા તરફ છીંક આવે તો મૃત્યુ, અગ્નિકોણમાં શોક, દક્ષિણમાં હાનિ, નૈઋત્યમાં શુભ, પશ્ચિમમાં મિષ્ટ આહાર, વાયુકોણમાં સર્વ સંપદા, ઉત્તરમાં કલહ, ઈશાનમાં ધનપ્રાપ્તિ, આકાશમાં સર્વ સંહાર, પાતાળમાં સર્વ સંપદા, આ દશે દિશાઓમાં છીંકનાં ફળ કહ્યાં છે. રાવણને મૃત્યુની છીંક આવી. આગળ માર્ગ રોકતો મોટો નાગ જોયો અને હા, હી, ધિક, ક્યાં જાય છે–એવાં વચનો સંભળાયાં. પવનથી છત્રના વૈડૂર્યમણિનો દંડ ભાંગી ગયો, ઉત્તરાસન પડી ગયું, જમણી બાજુએ કાગડો બોલ્યો ઈત્યાદિ બીજાં પણ અપશુકન થયાં, તે યુદ્ધથી રોકવા લાગ્યાં, વચનથી-કર્મથી રોકવા લાગ્યાં. જે નાના પ્રકારનાં શુકનશાસ્ત્રમાં પ્રવીણ પુરુષો હતા તે અત્યંત વ્યાકુળ થયા. મંદોદરી શુક્ર, સારણ ઇત્યાદિ મોટા મોટા મંત્રીઓને બોલાવી કહેવા લાગીઃ તમે સ્વામીને હિતની વાત કેમ નથી કહેતા? અત્યાર સુધી શું આપણી અને તેમની ચેષ્ટા નથી જોઈ ? કુંભકર્ણ, ઇન્દ્રજિત અને મેઘનાદ જેવા બંધનમાં પડ્યા છે તે લોકપાલ સમાન તેજસ્વી અદભુત કાર્ય કરનારા હતા. ત્યારે નમસ્કાર કરીને મંત્રીઓ મંદોદરીને કહેવા લાગ્યા છે સ્વામિની! રાવણ અતિઅભિમાની, યમરાજ જેવો દૂર પોતે જ પ્રધાન છે, આ લોકમાં એવો બીજો કોઈ નથી, જેવું વચન રાવણ માને, જે હોનહાર હોય છે તે પ્રમાણે બુદ્ધિ ઊપજે છે, બુદ્ધિ કર્માનુસારિણી છે, તે ઇન્દ્રાદિ કે દેવોથીય બીજી રીતે થતી નથી. તમારા પતિ બધાં ન્યાયશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર જાણે છે, પરંતુ મોહથી ઉન્મત્ત થયા છે. અમે અનેક પ્રકારે કહ્યું તે કોઈ રીતે માનતા નથી, જે હઠ પકડી છે તે છોડતા નથી, જેમ વર્ષાકાળના સમાગમમાં મોટા પ્રવાહવાળી નદીને પાર કરવી કઠણ છે તેમ કર્મથી પ્રેરાયેલા જીવને સંબોધન કરવું કઠણ છે. જોકે સ્વામીનો સ્વભાવ દુર્નિવાર છે તો પણ તમારું કહ્યું તો કરશે, માટે તમે હિતની વાત કહો, એમાં દોષ નથી. મંત્રીઓએ આમ કહ્યું ત્યારે પટરાણી, સાક્ષાત, લક્ષ્મી સમાન નિર્મળ જેનું ચિત્ત છે, તે કંપાયમાન પતિની સમીપ જવા તૈયાર થઈ. નિર્મળ જળ સમાન વસ્ત્ર પહેરી, રતિ કામની સમીપે જાય તેમ ચાલી. તેના શિર પર છત્ર ફરે છે, અનેક સાહેલીઓ ચામર ઢોળે છે, જેમ અનેક દેવીઓ સાથે ઇન્દ્રાણી ઇન્દ્ર પાસે જાય તેમ આ સુંદર વદનવાળી પતિ પાસે ગઈ. નિશ્વાસ નાખતી, પગ કંપતાં જેની કટિમેખલા શિથિલ થઈ ગઈ છે, ભરતારના કાર્યમાં સાવધાન, અનુરાગથી ભરેલી તેની સ્નેહદૃષ્ટિથી જોવા લાગી. જેનું ચિત્ત શસ્ત્રોમાં અને બખ્તરમાં છે તે આદરથી સ્પર્શે છે. તે મંદોદરીને કહે છે, હું મનોહરે ! હંસ સમાન ગતિવાળી દેવી! એવું શું કામ છે કે તમે શીઘ્રતાથી આવો છો. હે પ્રિય! સ્વપ્નના નિધાનની પેઠે મારું મન શા માટે હરો છો ? ત્યારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #487 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૬ તોત્તેરમું પર્વ પદ્મપુરાણ તે પતિવ્રતા, પૂર્ણ ચંદ્રમા મુખવાળી, ઉત્તમ ચેષ્ટા ધરનારી, પતિ તરફ મનોહર કટાક્ષ બાણ ફેંકનારી, અત્યંત વિચક્ષણ, જેના અંગમાં મદનનો નિવાસ છે, મધુર જેનાં વચનો છે, સ્વર્ણકુંભ સમાન સ્તન, દાડમનાં બીજ જેવા દાંત, માણેક જેવા લાલ અધરવાળી તે નાથને પ્રણામ કરીને કહેવા લાગી કે હે દેવ! મને ભરતારની ભિક્ષા આપો. આપ દયાળું, ધર્માત્માઓ પ્રત્યે નેહવાળા, હું તમારા વિયોગરૂપ નદીમાં ડૂબું છું તેથી મહારાજ મને બહાર કાઢો. આ નદી દુઃખરૂપ જળથી ભરેલી છે, સંકલ્પ-વિકલ્પરૂપ લહેરોથી પૂર્ણ છે. હે મહાબુદ્ધ! કુટુંબરૂપ આકાશમાં સૂર્ય સમાન પ્રકાશ કરનાર, મારી એક વિનંતી સાંભળોતમારા કુળરૂપ કમળોનું વન અત્યંત વિશાળ છે તે પ્રલય પામતું જાય છે તેને કેમ રાખતા નથી ? હે પ્રભો ! તમે મને પટરાણીનું પદ આપ્યું હતું તો મારાં કઠોર વચનોને ક્ષમા કરો. જે આપના હિત કરનાર છે તેમનાં વચન ઔષધ સમાન ગ્રાહ્ય છે, પરિણામ સુખદાયક વિરોધરહિત સ્વભાવરૂપ આનંદકારી છે. હું એમ કહું છું કે તમે શા માટે સંદેહના ત્રાજવામાં બેસો છો ? આ ત્રાજવું બેસવા જેવું નથી, આપ શા માટે સંતાપ કરો છો અને અમને બધાને સંતાપ કરાવો છો? હજી શું બગડી ગયું છે? તમારું બધું રાજ્ય, તમે આખી પૃથ્વીના સ્વામી છો અને તમારા ભાઈ, પુત્રોને બોલાવી લ્યો. તમે તમારા ચિત્તને કુમાર્ગેથી રોકો. તમારું મન વશ કરો, તમારો મનોરથ અત્યંત અકાર્યમાં પ્રવર્તે છે તે ઇન્દ્રિયરૂપ ચંચળ અથોને વિવેકની દઢ લગામથી વશ કરો, ઇન્દ્રિયો માટે મનને કુમાર્ગમાં કોણ લઈ જાય? તમે અપવાદરૂપ–કલંકરૂપ ઉદ્યમમાં શા માટે પ્રવર્તે છો ? જેમ અષ્ટાપદ પોતાનો પડછાયો કૂવામાં જઈને ક્રોધથી કૂવામાં પડે તેમ તમે પોતે જ કલેશ ઉત્પન્ન કરીને આપદામાં પડો છો. આ કલેશનું કારણ એવું અપયશરૂપ વૃક્ષ, તેને તજીને સુખેથી રહો, કેળના થાંભલા સમાન અસાર આ વિષયને શા માટે ચાહો છો? આ તમારું કુળ સમુદ્ર સમાન ગંભીર અને પ્રશંસા યોગ્ય છે તેને શોભાવો. આ ભૂમિગોચરીની સ્ત્રી ઊંચા કુળવાનને માટે અગ્નિની શિખા સમાન છે, તેને તજો. હે સ્વામી! જે સામંત, સામંત સામે યુદ્ધ કરે છે તે મનમાં એવો નિર્ણય કરે છે કે અમે સ્વામી માટે મરીશું. હે નાથ ! તમે કોના અર્થે મરો છો? પારકી સ્ત્રીને માટે શું મરવાનું? એ મરણમાં યશ નથી અને તેમને મારીને તમારી જીત થાય તો પણ યશ નથી, ક્ષત્રિય મરે છે યશને અર્થે માટે સીતા સંબંધી હઠ છોડો. અને જે મોટાં મોટાં વ્રત છે તેમના મહિમાની તો શી વાત કરવી, પણ એક આ પરસ્ત્રીનો પરિત્યાગ જ પુરુષને હોય તો બેય જન્મ સુધરે, શીલવાન પુરુષ ભવસાગર તરે. જે સર્વથા સ્ત્રીનો ત્યાગ કરે તે તો શ્રેષ્ઠ જ છે. કાજળ સમાન કાલિમાં ઉત્પન્ન કરનારી આ પરનારીમાં જે લોલુપી હોય તેનામાં બીજા મેરુ જેટલાં ગુણ હોય તો પણ તૃણ સમાન લઘુ થઈ જાય છે. જે ચક્રવર્તીનો પુત્ર હોય અને દેવ જેના પક્ષમાં હોય જો તે પરસ્ત્રીના સંગરૂપ કીચડમાં ડૂબે તો મોટો અપયશ પામે. જે મૂઢમતિ પરસ્ત્રી પ્રત્યે રતિ કરે છે તે પાપી આશીવિષ નાગણ સાથે રમે છે. તમારું કુળ અત્યંત નિર્મળ છે તેને અપયશથી મલિન ન કરો, કુબુદ્ધિ તજો. જે ખૂબ બળવાન હતા અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #488 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તોતેરમું પર્વ ૪૬૭ બીજાઓને નિર્બળ જાણતા તે અર્કકીર્તિ, અશનઘોષાદિ અનેક નાશ પામ્યા છે. હે સુમુખ! તમે શું તે સાંભળ્યું નથી! મંદોદરીનાં આ વચન સાંભળી કમળનયન રાવણે મલયાગિરિ ચંદનના લેપવાળી મંદોદરીને કહ્યું, હે કાંતે! તું કેમ કાયર થઈ છે? હું જયકુમારથી હારનાર અર્કકીર્તિ નથી અને અમિતતેજથી હારનાર અશનઘોષ નથી અને બીજો પણ નથી. હું દશમુખ છું, તું શા માટે કાયરતાની વાત કરે છે? હું શત્રુરૂપ વૃક્ષોનો દાવાનળ છું, સીતા કદાપિ નહિ દઉં. હું મંદબુદ્ધિ! તું ભય ન રાખ. આ વાત કહીને તારે શું છે? તને સીતાની રક્ષા સોંપી છે તે રક્ષા સારી રીતે કર. અને જો રક્ષા કરવાને સમર્થ ન હો તો શીઘ્ર મને સોંપી દે. ત્યારે મંદોદરી બોલી કે તમે તેની પાસેથી રતિસુખ ઇચ્છો છો તેથી એમ કહો છો કે મને સોંપી દે. તો આ નિર્લજ્જતાની વાત કુળવાનોને યોગ્ય નથી. તમે સીતામાં શું માહાસ્ય જોયું કે તેને વારંવાર વાંછો છો? તે એવી ગુણવંતી નથી, જ્ઞાતા નથી, રૂપવાનોનું તિલક નથી, કળામાં પ્રવીણ નથી, મનમોહન નથી, પતિના છંદ પર ચાલનારી નથી, તેની સાથે રતિની બુદ્ધિ કરો છો. તો હું કાંત! આ શી વાત છે? તમારી લઘુતા થાય છે તે તમે જાણતા નથી. હું મારા મોઢે મારા વખાણ શું કરું? પોતાના મુખે પોતાના ગુણો કહેવાથી ગુણોની ગૌણતા થાય છે અને બીજાના મોઢે સાંભળવાથી પ્રશંસા થાય છે તેથી હું શું કહું? તમે બધું સારી રીતે જાણો છો. વિચારો, સીતા શું છે? લક્ષ્મી પણ મારા તુલ્ય નથી, માટે સીતાની અભિલાષા છોડો, મારો અનાદર કરીને તમે ભૂમિગોચરી સ્ત્રીને ઇચ્છો છો તેથી મંદમતિ છો, જેમ બાળકબુદ્ધિ હોય તે વૈડૂર્યમણિને તજીને કાચને ઇચ્છે છે. તેનું કાંઈ દિવ્યરૂપ નથી, તમારા મનમાં કેમ રુચી છે? એ ગ્રામ્યજનની સ્ત્રી સમાન અલ્પમતિ છે, તેની શી અભિલાષા? અને મને આજ્ઞા કરો તેવું રૂપ હું ધારણ કરું, તમારું ચિત્ત હરનારી હું લક્ષ્મીનું રૂપ ધરું. અને આજ્ઞા કરો તો શચિ ઇન્દ્રાણીનું રૂપ ધરું, કહો તો રતિનું રૂપ ધરું, હે દેવ! તમે ઇચ્છા કરો તે રૂપ હું ધરું. મંદોદરીની આ વાત સાંભળીને રાવણે મુખ નીચું કર્યું. તે લજ્જા પામ્યો. વળી મંદોદરીએ કહ્યું, તમે પરસ્ત્રીમાં આસક્ત થઈને તમારા આત્માની લઘુતા કરી છે. જેને વિષયરૂપ આમિષની આસક્તિ છે તે પાપનું ભાજન છે, ધિક્કાર છે એવી શુદ્ર ચેષ્ટાને! આ વચન સાંભળી રાવણે મંદોદરીને કહ્યું કે હે ચંદ્રવદની ! કમળલોચને! તે એમ કહ્યું કે જે કહો તેવું રૂપ ધારણ કરું. તો બીજાના રૂપ કરતાં તારું રૂપ ક્યાં ઊતરતું છે? તારું પોતાનું રૂપ જ મને અતિપ્રિય છે. હું ઉત્તમ ! મારે અન્ય સ્ત્રીઓથી શું? ત્યારે ચિત્તમાં હર્ષ પામી તે બોલી, હે દેવ! સૂર્યને દીપકનો પ્રકાશ શું બતાવવો? મેં આપને જે હિતનાં વચનો કહ્યાં તે બીજાને પૂછી જુઓ, હું સ્ત્રી છું, મારામાં એવી બુદ્ધિ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વામી બધા જ નય જાણે છે. પરંતુ દૈવયોગથી પ્રમાદરૂપ થયા હોય તો જે હિતેચ્છક હોય તે સમજાવે જેમ વિષ્ણુકુમાર મુનિને વિક્રિયાઋદ્ધિનું વિસ્મરણ થયું તો બીજાના કહેવાથી જાણ્યું. આ પુરુષ અને આ સ્ત્રી, એવો વિકલ્પ મંદબુદ્ધિવાળાને હોય છે, જે બુદ્ધિમાન છે તે હિતકારી વચન બધાનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #489 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૮ તોત્તેરમું પર્વ પદ્મપુરાણ માની લે. આપનો મારા ઉપર કૃપાભાવ છે તો હું કહું છું. તમે પરસ્ત્રીનો પ્રેમ તજો. હું જાનકીને લઈને રામ પાસે જાઉં અને રામને તમારી પાસે લાવું તથા કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદને પણ લાવું. અનેક જીવોની હિંસાથી શો લાભ? મંદોદરીએ આમ કહ્યું ત્યારે રાવણે અત્યંત ક્રોધથી કહ્યું, શીધ્ર ચાલી જા, જ્યાં તારું મુખ હું ન જોઉં ત્યાં ચાલી જા. અરે ! તું તને વૃથાપંડિત માને છે. પોતાની ઉચ્ચતા તજી સામા પક્ષની પ્રશંસા કરતી તું દિીન ચિત્તવાળી છે. યોદ્ધાઓની માતા, તારા ઇન્દ્રજિત અને મેઘનાદ જેવા પુત્રો અને મારી પટરાણી, રાજા મયની પુત્રી એવી તારામાં આટલી કાયરતા ક્યાંથી આવી ? ત્યારે મંદોદરી બોલી, હે પતિ ! સાંભળો, જ્ઞાનીઓના મુખે બળભદ્ર, નારાયણ, પ્રતિનારાયણના જન્મની વાત આપણે સાંભળીને છીએ. પહેલા બળભદ્ર વિજય, નારાયણ, ત્રિપૃષ્ઠ, પ્રતિનારાયણ, અશ્વગ્રીવ; બીજા બળભદ્ર અચળ, નારાયણ દ્વિપૃષ્ટ, પ્રતિનારાયણ તારક-એ પ્રમાણે અત્યાર સુધીમાં સાત બળભદ્ર નારાયણ થઈ ગયા છે અને એમના શત્રુ પ્રતિનારાયણને એમણે હણ્યા છે. હવે તમારા સમયમાં આ બળભદ્ર નારાયણ થયા છે અને તમે પ્રતિવાસુદેવ છો. આગળ પ્રતિવાસુદેવ હઠ કરીને હણાઈ ગયા છે તેમ તમે નાશ ઇચ્છો છો. જે બુદ્ધિમાન છે તેમણે એ જ કાર્ય કરવું જોઈએ જે આ લોક અને પરલોકમાં સુખ આપે અને જેનાથી દુઃખના અંકુરની ઉત્પત્તિ ન થાય. આ જીવ ચિરકાળ સુધી વિષયથી તૃપ્ત થયો નથી, ત્રણ લોકમાં એવો કોણ છે જે વિષયોથી તૃપ્ત હોય. તમે પાપથી મોહિત થયા છો તે વૃથા છે. અને ઉચિત તો એ છે કે તમે ઘણા કાળ સુધી ભોગ ભોગવ્યા છે. હવે મુનિવ્રત ધારણ કરો અથવા શ્રાવકનાં વ્રત લઈ દુઃખનો નાશ કરો. અણુવ્રતરૂપ ખગથી જેનું અંગ દીપ્ત છે, નિયમરૂપ છત્રથી શોભિત, સમ્યગ્દર્શનરૂપ બખ્તર પહેરી, શીલરૂપ ધ્વજ ફરકાવતાં, અનિત્યાદિ બાર ભાવનારૂપ ચંદનથી જેનું અંગ લિપ્ત છે અને જ્ઞાનરૂપ ધનુષ ધારણ કરી, ઇન્દ્રિયરૂપ સેનાને વશ કરી, શુભ ધ્યાન અને પ્રતાપથી યુક્ત, મર્યાદારૂપ અંકુશ સહિત, નિશ્ચળતારૂપ હાથ પર ચઢી, જિનભક્તિરૂપ ભક્તિ જેણે કરી છે એવા, દુર્ગતિરૂપ નદી જેમાં મહાકુટિલ પાપરૂપ વેગનું જળ વહે છે. અતિ દર્શાવ્યું છે તે પંડિતો તરે છે, તમે પણ તેને તરી સુખી થાવ. હિમવાન સુમેરુ પર્વત પરનાં જિનાલયોની પૂજા કરતાં મારી સાથે અઢી દ્વીપમાં વિહાર કરો અને અઢાર હજાર સ્ત્રીઓ સાથે સુમેરુ પર્વતના વનમાં ક્રિીડા કરો, ગંગાના તટ પર ક્રીડા કરો, બીજા પણ મનવાંછિત પ્રદેશોમાં, રમણીય ક્ષેત્રોમાં હું નરેન્દ્ર! સુખેથી વિરો. આ યુદ્ધનું કાંઈ પ્રયોજન નથી, પ્રસન્ન થાવ. મારું વચન સર્વથા સુખનું કારણ છે, આ લોકાપવાદ ન કરાવો. અપયશરૂપ સમુદ્રમાં શા માટે ડૂબો છો ? આ અપવાદ વિષતુલ્ય, મહાનિંઘ, પરમ અનર્થનું કારણ છે, ભલું નથી. દુર્જનો સહજમાંય પરનિંદા કરે છે તો આવી વાત સાંભળીને તો કરશે જ. આ પ્રમાણે શુભ વચન કહી તે મહાસતી હાથ જોડી, પતિનું પરમ હિત ઈચ્છતી પતિના પગમાં પડી. ત્યારે રાવણે મંદોદરીને ઊઠાડીને કહ્યું-તું નિષ્કારણ કેમ ભય પામે છે? સુંદરવદની ! મારાથી ચડિયાતું આ સંસારમાં કોઈ નથી. તું આ સ્ત્રી પર્યાયના સ્વભાવથી નકામી શા માટે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #490 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ | તોતેરમું પર્વ ૪૬૯ ભય રાખે છે? તે કહ્યું કે એ બળદેવ, નારાયણ છે, પણ નામ નારાયણ અને નામ બળદેવ થયું તેથી શું? નામ રાખે કાર્યની સિદ્ધિ નથી, નામ સિંહ પડ્યું તો થઈ ગયું? સિંહનું પરાક્રમ બતાવે તો સિંહ ગણાય. કોઈ માણસે પોતાનું નામ સિદ્ધ પાડયું તો શું તે સિદ્ધ થઈ જાય? હે કાંતે! તું કાયરતાની કેમ વાત કરે છે? રથનુપુરનો રાજા ઇન્દ્ર કહેવડાવતો હતો તો શું ઇન્દ્ર થઈ ગયો? તેમ આ પણ નારાયણ નથી. આ પ્રમાણે પ્રતિનારાયણ રાવણે એવાં પ્રબળ વચનો સ્ત્રીને કહ્યાં અને મંદોદરી સહિત ક્રીડા ભવનમાં ગયો, જેમ ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે ક્રિીડાગૃહમાં જાય. સાંજે સંધ્યા ખીલી, અસ્ત પામતો સૂર્ય કિરણ સંકોચવા લાગ્યો, જેમ સંયમી કષાયોને સંકોચે. સૂર્ય લાલ થઈ અશક્ત બન્યો, કોમળો બિડાઈ ગયા, ચકલા-ચકવી વિયોગના ભયથી દીન વચન રટવા લાગ્યા, જાણે કે સૂર્યને બોલાવતા હોય અને સૂર્ય અસ્ત થતાં ગ્રહુ-નક્ષત્રોની સેના આકાશમાં વિસ્તરી જાણે કે ચંદ્રમાએ મોકલી. રાત્રિના સમયે રત્નદીપોનો પ્રકાશ થયો, દીપના પ્રકાશથી લંકાનગરી જાણે સુમેરુની શિખા જ હોય એવી શોભતી હતી. કોઈ વલ્લભા વલ્લભને મળીને એમ કહેતી કે એક રાત્રિ તો તમારી સાથે વિતાવીશું, પછી જોઈએ કે શું થાય છે? કોઈ પ્રિયા જુદા જુદા પ્રકારનાં પુષ્પોની સુગંધથી ઉન્મત્ત થઈ સ્વામીના અંગ પર જાણે કે કોમળ પુષ્પોની વૃષ્ટિ જ થઈ. કોઈ નારી કમળતુલ્ય ચરણ અને કઠણ સ્તનવાળી અને સુંદર શરીરની ધારક સુંદર પતિની સમીપે ગઈ. કોઈ સુંદરી આભૂષણો પહેરતી જાણે કે સુવર્ણ રત્નોને કૃતાર્થ કરતી હોય તેવી શોભતી હતી. ભાવાર્થ- તેના જેવો પ્રકાશ રત્નોમાં અને સુવર્ણમાં નહોતો. રાત્રિના સમયમાં વિધાધરો વિદ્યા વડે મનવાંછિત ક્રીડા કરવા લાગ્યા. ધીરે ધીરે ભોગભૂમિ જેવી રચના થઈ ગઈ. સુંદર ગીત અને વીણા-બંસરીના શબ્દોથી લંકા જાણે વાર્તાલાપ કરતી હોય તેવી હર્ષિત બની. તાંબૂલ, સુગંધ, માળાદિક ભોગ અને સ્ત્રી આદિ ઉપભોગથી લોકો દેવોની જેમ રમ્યા. કેટલીક સ્ત્રીઓ પોતાના મુખનું પ્રતિબિંબ રત્નોની ભીંતમાં જોઈને માનવા લાગી કે બીજી કોઈ સ્ત્રી મકાનમાં આવી છે તેથી ઇર્ષાથી પતિને નીલકમળનો પ્રહાર કરવા લાગી. સ્ત્રીઓનાં મુખની-સુંગધથી સુવાસ ફેલાઈ ગઈ અને બરફના યોગથી સ્ત્રીઓનાં નેત્ર લાલ થઈ ગયાં. કોઈ નાયિકા નવોઢા હતી તેને પ્રીતમે નશો થાય તેવી વસ્તુ ખવડાવી ઉન્મત્ત કરી મૂકી તેથી તે કામક્રીડામાં પ્રવીણ પ્રૌઢત્વ પામી, લજ્જારૂપ સખીને દૂર કરી ઉન્મત્તતારૂપ સખીએ તેને ક્રિીડામાં અત્યંત તત્પર કરી, જેનાં નેત્ર ફરવા લાગ્યાં અને વચન અલિત થયાં, સ્ત્રીપુરુષની ચેષ્ટા ઉન્મત્તપણે કરીને વિકટરૂપ થઈ ગઈ. પુરુષ અને સ્ત્રીના અધર મૂંગા સમાન (લાલ) શોભવા લાગ્યા, નરનારી મદોન્મત્ત થયાં તે ન બોલવાની વાત બોલવા લાગ્યાં અને ન કરવાની વાત કરવા લાગ્યાં, લજ્જા છૂટી ગઈ, ચંદ્રમાના ઉદયથી કામની વૃદ્ધિ થઈ. એવું જ એમનું યૌવન હતું, એવા જ સુંદર મહેલો અને એવા જ અમલના જોરથી બધાં જ ઉન્મત્ત ચેષ્ટાનાં કારણો આવી મળ્યાં, આવી રાત્રે સવારમાં જેમને યુદ્ધમાં જવાનું છે તે સંભોગનો યોગ ઉત્સવરૂપ થઈ ગયો. રાક્ષસોનો ઇન્દ્ર, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #491 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૦ તોતેરમું પર્વ પદ્મપુરાણ જેની ચેષ્ટા સુંદર છે તે આખાય રાજપરિવારને રમાડવા લાગ્યો. વારંવાર મંદોદરી પ્રત્યે સ્નેહું બતાવવા લાગ્યો. તેના વદનરૂપ ચંદ્રને નીરખતાં રાવણનાં લોચન તૃપ્ત ન થયાં. મંદોદરી રાવણને કહેતી હતી કે હું એક ક્ષણમાત્ર પણ તમને છોડીશ નહિ. હે મનોહર ! સદાય તમારી સાથે જ રહીશ, જેમ વેલીઓ બાહુબલીનાં સર્વ અંગે વીંટળાઈ વળી હતી તેમ વળગી રહીશ. આ૫ યુદ્ધમાં વિજય મેળવીને જલદી આવો, હું રત્નોના ચૂર્ણથી ચોક પૂરીશ અને તમારા ચરણ ધોઈ અર્થ આપીશ, પ્રભુની મોટી પૂજા કરાવીશ. પ્રેમથી તેનું ચિત્ત કાયર છે, અત્યંત પ્રેમના વચનો કહેતાં કહેતાં રાત્રિ પૂરી થઈ ગઈ. કૂકડા બોલ્યા, નક્ષત્રોનું તેજ ઘટી ગયું, સંધ્યાલાલ થઈ, ભગવાનનાં ચૈત્યાલયોમાં મનોહર ગીતધ્વનિ થવા લાગ્યો, સૂર્ય ઉદય સન્મુખ થયો, સર્વ દિશાઓમાં ઉઘાત કરતો, પ્રલયકાળના અગ્નિમંડળ સમાન આકાર પ્રભાતસમયે તેણે ધારણ કર્યો. ત્યારે બધી રાણીઓ પતિને છોડતી ઉદાસ થવા લાગી. રાવણે સૌને આશ્વાસન આપ્યું, ગંભીર વાજિંત્રો વાગ્યાં, શંખધ્વનિ થયા, રાવણની આજ્ઞાથી યુદ્ધમાં વિચક્ષણ સુભટો અહંકાર ધરતા અત્યંત ઉદ્ધત હર્ષભર્યા નગરમાંથી નીકળ્યા. હાથી, રથ કે તુરંગ પર ચડયા, ખ, ધનુષ, ગદા, બરછી ઇત્યાદિ અનેક આયુધો ધારણ કરી, જેમના ઉપર ચામર ઢોળાતા, છત્ર ફરતા, એવા દેવ જેવા સ્વરૂપવાન વિદ્યાધરોના અધિપતિ યોદ્ધાઓ, શીધ્ર કાર્ય કરનારા, શ્રેષ્ઠ ઋદ્ધિના ધારક યુદ્ધ માટે તૈયાર થયા. તે દિવસે નગરની કમળનયની સ્ત્રીઓ કરુણાભાવથી દુ:ખરૂપ થઈ જેમને જોતાં દુર્જનનું ચિત્ત પણ દયાળુ થાય. કેટલાક સુભટો ઘરમાંથી યુદ્ધ માટે નીકળ્યા અને સ્ત્રીઓ સાથે આવવા લાગી તેને કહેવા લાગ્યા, હે મુગ્ધ! ઘેર જાવ, અમે આનંદપૂર્વક જઈએ છીએ. કોઈ સ્ત્રીના પતિ ચાલ્યા જાય છે તેમની પાછળ જઈ કહેતી હતી કે હે કંથ ! તમારું ઉત્તરાસન લ્યો, ત્યારે પતિ સામે આવી લેવા લાગ્યા. કેવી છે મૃગનયનીઓ? જેને પતિનાં મુખ જોવાની લાલસા છે. કેટલીક પ્રાણવલ્લભા પતિને દષ્ટિથી અદશ્ય થતા જોઈ સખીઓ સહિત મૂચ્છ ખાઈને પડી. કેટલીક પતિ પાસેથી પાછી આવી મૌન બની શય્યામાં પડી, જાણે કે લાકડાની પૂતળી જ છે. કેટલાક શૂરવીરો શ્રાવકવ્રતના ધારક પીઠ પાછળ પોતાની સ્ત્રીને જોવા લાગ્યા અને આગળ દેવાંગનાઓને દેખવા લાગ્યા. જે સામંત અણુવ્રતના ધારક છે તે દેવલોકના અધિકારી છે. અને જે સામંતો પહેલાં પૂર્ણિમાના ચંદ્રસમાન સૌમ્ય વદનવાળા હતા તે યુદ્ધનું આગમન થતાં કાળસમાન દૂર આકારવાળા થઈ ગયા. શિર પર ટોપ મૂકી, બખ્તર પહેરી, શસ્ત્ર લઈ તેજસ્વી જણાવા લાગ્યા. પછી ચતુરંગ સેના સાથે ધનુષ, છત્રાદિક પૂર્ણ મહાતેજસ્વી મારીચ યુદ્ધનો અભિલાષી આવ્યો, પછી વિમળચંદ્ર આવ્યો અને સુનંદ, આનંદ, નંદ ઇત્યાદિ હજારો રાજા આવ્યા. તે વિધાથી નિર્માયિત દિવ્ય રથ પર ચડ્યા. અગ્નિ જેવી પ્રભાવાળા જાણે કે અગ્નિકુમાર દેવ જ છે. કેટલાક તીક્ષ્ણ શસ્ત્રોથી સંપૂર્ણ હિમવાન પર્વત સમાન હાથી પર સર્વ દિશાઓને આચ્છાદતા આવ્યા જેમ વીજળી સાથે મેઘમાળા આવે. કેટલાક શ્રેષ્ઠતુરંગો પર ચડી, પાંચેય હથિયારો સહિત તરત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #492 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચુમોતેરમું પર્વ ૪૭૧ જ જ્યોતિષ લોકે ઓળંગીને આવવા લાગ્યા. જાતજાતનાં વાજિંત્રો અને ઘોડાની હણહણાટી, ગજોની ગર્જના, યોદ્ધાઓના સિંહનાદ, બંદીજનોના જયજય નાદ અને ગુણીજનોના વીરરસથી ભરેલાં ગીતો વગેરેના શબ્દો ભેગા થયા. ધરતી અને આકાશ શબ્દાયમાન થયા, જેમ પ્રલયકાળના મેઘપટલ હોય તેમ નીકળ્યા. મનુષ્ય, હાથી, ઘોડા, રથ, પ્યાદાં, પરસ્પર અત્યંત વિભૂતિથી દેદીપ્યમાન, બખ્તર પહેરી લાંબી ભુજાઓ અને ઉત્તગ ઉરWળવાળા વિજયના અભિલાષી નીકળ્યા. પ્યાદાં ખગ સંભાળી આગળ આગળ ચાલ્યા જાય છે. સ્વામીને હર્ષ ઉપજાવનાર તેમનાથી આકાશ, પૃથ્વી અને બધી દિશાઓ ઢંકાઈ ગઈ. આવા ઉપાય કરવા છતાં પણ આ જીવને પૂર્વકર્મનો જેવો ઉદય હોય તેવું જ થાય છે. આ પ્રાણી અનેક ચેષ્ટા કરે છે. પરંતુ અન્યથા ન થાય એવું ભવિતવ્ય હોય તેવું જ થાય. સૂર્ય પણ અન્ય પ્રકારે ન કરી શકે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણની યુદ્ધની તૈયારીનું વર્ણન કરનાર તોત્તેરમું પર્વ પૂર્ણ થયું. * * * ચુમોતેરમું પર્વ (રાવણનું રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ) પછી લંકેશ્વરે મંદોદરીને કહ્યું- હે પ્રિયે! ખબર નથી કે ફરી વાર તારા દર્શન થાય કે ન થાય. ત્યારે મંદોદરીએ કહ્યું કે હે નાથ ! સદા વૃદ્ધિ પામો. શત્રુઓને જીતીને શીધ્ર જ આવી અમને મળશો અને સંગ્રામમાંથી જીવતા આવશો; અને હજારો સ્ત્રીઓને અવલોકતો રાક્ષસોનો નાથ મહેલમાંથી બહાર નીકળ્યો. વિદ્યાધરોએ બનાવેલા અત્યંત વિકટ ઐન્દ્ર નામના રથને જોયો જેને હજાર હાથી જોડયા હુતા, જાણે કે કાળી ઘટાનો મેઘ જ હોય. હાથી મદોન્મત્ત, મધઝરતા, મોતીઓની માળા પહેરેલા, ઘંટનાદ કરતા ઐરાવત જેવા નાના પ્રકારના રંગોથી શોભિત વિનયનું ધામ એવા શોભતા હતા જાણે કાળી ઘટાનો સમૂહ જ છે. હાથીઓ જોડેલા રથ પર ચડેલો રાવણ ભુજબંધથી શોભાયમાન સાક્ષાત્ ઇન્દ્ર જ છે. વિશાળ આંખોવાળા, અનુપમ આકારધારી, તેજથી સકળ લોકમાં શ્રેષ્ઠ પોતાના જેવા દસ હજાર વિધાધરોના મંડળયુક્ત રણમાં આવ્યો તેથી અતિ બળવાન, દેવ જેવા અભિપ્રાયના જાણનારા રાવણને જોઈ સુગ્રીવ અને હનુમાન કુપિત થયા. જ્યારે રાવણ ચડ્યો ત્યારે ઘણાં અપશુકન થયાં-ભયંકર અવાજ થયા, આકાશમાં ગીધ ફરવા લાગ્યા, તેમણે સૂર્યનો પ્રકાશ ઢાંકી દીધો. ક્ષયસૂચક આ અપશુકન થયાં, પરંતુ રાવણના સુભટોએ તેમને ગણકાર્યા નહિ, યુદ્ધ માટે આવ્યા જ. શ્રી રામચંદ્ર પોતાની સેનામાં ઊભા રહી લોકોને પૂછયું-હે લોકો! આ નગરીની સમીપમાં આ ક્યો પર્વત છે? ત્યારે સુષેણાદિક તો તત્કાળ જવાબ ન આપી શક્યા અને જાંબુદિક કહેવા લાગ્યા આ બહુરૂપિણી વિધાથી રચેલો પદ્મનાગ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #493 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૨ ચુમોતેરમું પર્વ પદ્મપુરાણ નામનો રથ છે, ઘણાનાં મૃત્યુનું કારણ. અચંદે નગરમાં જઈને રાવણને ક્રોધ ઉપજાવ્યો. હવે તેને બહુરૂપિણી વિધા સિદ્ધ થઈ તેથી આપણા તરફ ખૂબ શત્રુતા રાખે છે. તેનાં વચન સાંભળી લક્ષ્મણે સારથિને કહ્યું, મારો રથ જલદી લાવ. સારથિએ રથ લાવ્યો. જેમ સમુદ્ર ગર્જ તેમ વાજિંત્રો વાગ્યાં. વાજિંત્રોના નાદ સાંભળી યોદ્ધાઓ વિકટ જેમની ચેષ્ટા છે તેવા લક્ષ્મણની સમીપે આવ્યા. રામના સૈન્યના કોઈ સુભટ પોતાની સ્ત્રીને કહેતા હતા, હું પ્રિયે! તું શોક તજ, પાછી જા, હું લંકેશ્વરને જીતીને તારી સમીપમાં આવશે. આ પ્રમાણે ગર્વથી પ્રચંડ યોદ્ધા પોતપોતાની સ્ત્રીને ધૈર્ય આપી અંતઃપુરમાંથી નીકળ્યા, પરસ્પર સ્પર્ધા કરતા, જેમણે પોતાનાં વાહનોને વેગથી પ્રેર્યા છે એવા મહાયોદ્ધા શસ્ત્ર ધારણ કરી યુદ્ધ માટે તૈયાર થયા. ભૂતસ્વન નામના વિદ્યાધરોના અધિપતિ મોટા હાથીઓના રથ પર ચઢીને નીકળ્યો. આ રીતે બીજા પણ વિદ્યાધરોના અધિપતિ હર્ષ સહિત રામના સુભટ બની, ક્રૂર આકૃતિવાળા થઈ, સમુદ્રની જેમ ગર્જતા, ગંગાની ઉત્તુંગ લહેરોની જેમ ઊછળતા રાવણના યોદ્ધાઓ સાથે યુદ્ધના અભિલાષી થયા. રામ-લક્ષ્મણ તંબૂમાંથી નીકળ્યા. કેવા છે બન્ને ભાઈ ? જેમનો યશ પૃથ્વી પર વ્યાપ્ત છે, દૂર આકૃતિધારી, સિંહના રથ પર ચઢી, બખ્તર પહેરી ઉગતા સૂર્યસમાન શ્રી રામ શોભતા હતા. લક્ષ્મણ ગરુડના રથ પર ચઢયા, તેમને ગરુડની ધજા છે. કાળી ઘટા જેવો તેમનો શ્યામ રંગ છે, મુગટ, કુંડળ પહેરી, ધનુષ ચડાવી, બખ્તર પહેરી સાંજના સમયે અંજનગિરિ શોભે તેવા શોભતા હતા. મોટા મોટા વિદ્યાધરો નાના પ્રકારનાં વાહનો, વિમાનોમાં બેસી યુદ્ધ કરવા સૈન્યમાંથી નીકળ્યા. શ્રી રામ નીકળ્યા ત્યારે અનેક શુભ શુકન થયાં. રામને ચઢેલા જોઈ રાવણ શીધ્ર જ, દાવાનળ સમાન જેનો આકાર છે, યુદ્ધ માટે તૈયાર થયો. બન્નેય કટકના યોદ્ધાઓ પર આકાશમાંથી ગંધર્વો અને અપ્સરાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અંજનગિરિ જેવા હાથીઓ મહાવતોથી પ્રેરાયેલા ચાલ્યા, પ્યાદાઓથી વીંટળાયેલા ચંચળ તુરંગ જોડલા રથો ચાલ્યા, ઘોડા પર બેઠેલા સામંતો ગંભીર નાદ કરતા નીકળ્યા, પ્યાદાં પૃથ્વી પર ઊછળતાં, હાથમાં પગ ખેટ, બરછી લઈને યુદ્ધભૂમિમાં પ્રવેશ્યા. પરસ્પર સ્પર્ધા કરે છે, દોડે છે, યોદ્ધાઓ વચ્ચે અનેક આયુધોથી યુદ્ધ થયું, પરસ્પર કેશગ્રહણ થયું. કેટલાક બાણથી વીંધાઈ ગયા તો પણ યુદ્ધ આગળ ચાલ્યું. પ્રહાર થાય છે, ગર્જના થાય છે, ઘોડા વ્યાકુળ થઈ ભમે છે. કેટલાક આસન ખાલી થઈ ગયા, સવાર માર્યા ગયા, મુખિયુદ્ધ, ગદાયુદ્ધ થયું. કેટલાક બાણથી, ખગ્નથી સેલથી મર્યા, ઘાયલ થયા. કેટલાક મનવાંછિત ભોગોથી ઇન્દ્રિયોને રમાડતા તે યુદ્ધમાં ઇન્દ્રિયો તેમને છોડી જવા લાગી; જેમ કામ પડે ત્યારે કુમિત્ર આપણને તજી દે છે. કેટલાંકના આંતરડાંના ઢગલા થઈ ગયાં તે પણ ખેદ પામતા નથી, શત્રુ પર જઈને પડે છે અને શત્રુ સાથે પોતે પ્રાણ છોડે છે. જે રાજકુમાર દેવકુમાર સરખા સુકુમાર હતા, રત્નોના મહેલોના શિખર પર ક્રિીડા કરતા મહાભોગી પુરુષો સ્ત્રીઓના સ્તનોને રમાડતા તે ખગ્ન, ચક્ર, કનક ઇત્યાદિ આયુધોથી કપાઈને રણભૂમિ પર પડ્યા. તેમના વિરૂપ આકારને ગીધ, શિયાળિયા ખાય છે. જેમ રંગમહેલમાં રંગની રામા નખથી ચિન કરતી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #494 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચુમોતેરમું પર્વ ૪૭૩ અને નિકટ આવતી તેમ શિયાળિયા નખ-દાંતથી ચિહ્ન કરે છે અને સમીપ આવે છે, વળી, શ્વાસના પ્રકાશથી તેમને જીવતા જાણી તે ડરી જાય છે, જેમ ડાકણ મંત્રવાદીથી દૂર રહે છે. સામંતોને જીવતા જાણી યક્ષિણી ઊડી જાય છે, જેમ દુખ નારી, ચંચળ આંખોને ચિત્તવાળી પતિની સમીપેથી જતી રહે છે. જીવોના શુભાશુભ પ્રકૃતિનો ઉદય યુદ્ધમાં દેખાય છે; બન્ને બરાબર હોય ને છતાં કોઈની હાર અને કોઈની જીત થાય છે. કોઈ વાર અલ્પ સેનાનો સ્વામી મોટી સેનાના સ્વામીને જીવે છે અને કોઈ સુકૃતના સામર્થ્યથી ઘણાને જીતે અને કોઈ ઘણા પણ પાપના ઉદયથી હારી જાય. જે જીવોએ પૂર્વભવમાં તપ કર્યું હોય તે રાજ્યના અધિકારી થાય છે, વિજય પામે છે અને જેણે તપ ન કર્યું હોય અથવા તપનો ભંગ કર્યો હોય તેની હાર થાય છે. ગૌતમ સ્વામી કહે છે હું શ્રેણિક! આ ધર્મ મર્મની રક્ષા કરે છે અને દુર્જયને જીતે છે, ધર્મ જ મહાન સહાયક છે, મોટો પક્ષ ધર્મનો છે, ધર્મ બધે રક્ષણ કરે છે. ઘોડા સહિતના રથ, પર્વત, સમાન હાથી, પવન સમાન તુરંગ અસુરકુમાર જેવાં પ્યાદાં ઇત્યાદિ સામગ્રી પૂર્ણ હોય પરંતુ પૂર્વપુણ્યના ઉદય વિના કોઈ રાખવા સમર્થ નથી, એક પુણ્યાધિકારી જ શત્રુઓને જીતે છે. આ પ્રમાણે રામ-રાવણના યુદ્ધની પ્રવૃત્તિમાં યોદ્ધાઓ વડ યોદ્ધાઓ હણાયા, તેમનાથી રણક્ષેત્ર ભરાઈ ગયું, ખાલી જગા ન રહી. આયુધો સાથે યોદ્ધા ઊછળે છે, પડે છે તેથી આકાશ એવું લાગતું હતું જાણે કે ઉત્પાતનાં વાદળોથી મંડિત છે. પછી મારીચ, ચંદ્ર, વજાક્ષ, શુક સારણ અને બીજા પણ રાક્ષસોના અધીશોએ રામનું કટક દબાવ્યું. ત્યારે હનુમાન, ચંદ્ર, મારીચ, નીલ, મુકુંદ, ભૂતસ્વન ઇત્યાદિ રામ પક્ષના યોદ્ધાઓએ રાક્ષસોની સેનાને દબાવી. રાવણના યોદ્ધા કુંદ, કુંભ, નિકુંભ, વિક્રમ, કમાણ, જંબુમાલી, કાકબલી, સૂર્યાર, મકરધ્વજ, અશનિથ ઇત્યાદિ રાક્ષસોના મોટા મોટા રાજાઓ તરત જ યુદ્ધ માટે ઊભા થયા અને તેમની સાથે ભૂધર, અચલ, સમ્મદ, નિકાલ, કુટિલ, અંગદ, સુષેણ, કાલચંદ્ર, ઊર્મિતરંગ ઈત્યાદિ વાનરવંશી યોદ્ધા આવ્યા, બન્ને પક્ષના યોદ્ધા પરસ્પર મહાન યુદ્ધ કરવા લાગ્યા. અંજનાનો પુત્ર હાથીઓના રથ પર ચઢી રણમાં કીડા કરવા લાગ્યો, જેમ કમળોથી ભરેલા સરોવરમાં મહાગજ ક્રીડા કરે. ગૌતમ ગણધર કહે છે કે હું શ્રેણિક ! શૂરવીર હનુમાને રાક્ષસોને ખૂબ ચલિત કરી દીધા, એને જે ગમ્યું તે કર્યું. એટલે મંદોદરીનો બાપ રાજા મય વિધાધર દૈત્યવંશી ક્રોધથી લાલ આંખો કરી હનુમાનની સન્મુખ આવ્યો. કમળનયન હનુમાને બાણવૃષ્ટિ કરી અને મયના રથના ચૂરા કરી નાખ્યા. મય બીજા રથ પર ચડી યુદ્ધ કરવા લાગ્યો એટલે હનુમાને તે રથ પણ તોડી નાખ્યો. મને વિહ્વળ જોઈ રાવણે બહુરૂપિણી વિધાથી પ્રજ્વલિત ઉત્તમ રથ શીધ્રા મોકલ્યો. રાજા મયે તે રથ પર ચડીને હનુમાનનો રથ તોડ્યો. હુનુમાનને દબાતો જોઈને ભામંડળ મદદ માટે આવ્યો. મયે બાણવર્ષા કરી ભામંડળનો પણ રથ તોડી નાખ્યો. ત્યારે રાજા સુગ્રીવ તેની મદદે આવ્યો, મયે તેને શસ્ત્રરહિત કર્યો અને ધરતી પર પાડ્યો. હવે એની મદદ વિભીષણ આવ્યો. વિભીષણ અને મય વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરસ્પર બાણ છોડ્યાં. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #495 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७४ ચુમોતેરમું પર્વ પદ્મપુરાણ મયે વિભીષણનું બખ્તર તોડયું તેથી વિભીષણ અશોકવૃક્ષના પુષ્પ સમાન લાલ થઈ રુધિરની ધારા વહાવવા લાગ્યો. આથી વાનરવંશીઓની સેના ચલાયમાન થઈ ગઈ. રામ યુદ્ધ માટે આવ્યા, વિદ્યામય સિંહના રથ પર ચડી તરત જ મય સામે આવ્યા. તેમણે વાનરવંશીઓને કહ્યું કે તમે ડરો નહિ. રાવણની વીજળી સહિતની કાળી ઘટા સમાન સેનામાં ઊગતા સૂર્ય સમાન શ્રી રામે પ્રવેશ કર્યો અને દુશ્મનની સેનાનો નાશ કરવા લાગ્યા. આથી હનુમાન, ભામંડળ, સુગ્રીવ, વિભીષણને ધૈર્ય ઉપજ્યું અને વાનરવંશી સેના ફરી યુદ્ધમાં પ્રવૃત્ત થઈ. રામનું બળ પામી રામના સેવકોનો ભય મટયો, બન્ને સેનાના યોદ્ધાઓ પરસ્પર શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. જે જોઈને દેવો પણ આશ્ચર્ય પામ્યા. બન્ને સેનામાં અંધકાર થઈ ગયો. પ્રકાશ વિના લોકો દેખાતા નહિ. શ્રી રામે રાજા મયને બાણોથી ઢાંકી દીધો, થોડા જ શ્રમે મને વિહ્વળ કરી મૂક્યો, જેમ ઇન્દ્ર ચમરેન્દ્રને કરે. રામનાં બાણોથી મને વિહવળ જોઈ કાળ સમાન રાવણ ક્રોધ કરીને રામ પર દોડયો. લક્ષ્મણે રાવણને રામ તરફ આવતો જોઈ અત્યંત તેજથી કહ્યું, હું વિધાધર! તું ક્યાં જાય છે? મેં તને આજે જોયો, ઊભો રહે. હે રંક! પાપી, ચોર, પરસ્ત્રીરૂપ દીપકના પતંગિયા, અધમ, દુરાચારી! આજે હું તારી એવી હાલત કરીશ, જેવી કાળ પણ નહિ કરે. હું કુમાનુષ! શ્રી રાઘવદેવ, જે સમસ્ત પૃથ્વીના પતિ છે તેમણે મને આજ્ઞા કરી છે કે આ ચોરને સજા કરો. ત્યારે દશમુખ ક્રોધથી લક્ષ્મણને કહેવા લાગ્યો. અરે મૂઢ! તેં શું લોકપ્રસિદ્ધ મારો પ્રતાપ સાંભળ્યો નથી? આ પૃથ્વી પર જે સુખદાયક સાર વસ્તુ છે તે મારી જ છે, હું પૃથ્વીપતિ રાજા, જે ઉત્કૃષ્ટ વસ્તુ છે, તે મારી છે. ઘંટ ગજના કંઠમાં શોભે, શ્વાનના કંઠમાં નહિ, તેમ યોગ્ય વસ્તુ મારા ઘેર શોભે, બીજાને ત્યાં નહિ. તું માત્ર મનુષ્ય વૃથા વિલાપ કરે છે, તારી શક્તિ કેટલી ? તું દીન મારા સમાન નથી, હું રંક સાથે શું યુદ્ધ કરું? તું અશુભના ઉદયથી મારી સાથે યુદ્ધ કરવા ચાહે છે તે જીવનથી ઉદાસ થઈ મરવા ચાહે છે. લક્ષ્મણ બોલ્યા: તું કેવો પૃથ્વીપતિ છે તેવો તને હું સારી પેઠે જાણું છું. આજ તારી ગર્જના પરી કરે છે. લક્ષ્મણના આમ કહેતાં જ રાવણે લક્ષ્મણ પર પોતાનાં બાણ ચલાવ્યાં અને લક્ષ્મણે રાવણ પર. જેમ વર્ષાના મેઘજળવૃષ્ટિથી પર્વતને ઢાંકી દે તેમ બાણવૃષ્ટિથી એકબીજાએ અરસપરસને વીંધ્યા. લક્ષ્મણે રાવણનાં બાણ વજદંડથી વચમાં જ તોડી નાખ્યાં, પોતાના સુધી આવવા ન દીધાં. બાણોના સમૂહને તોડીફોડી ચૂરો કરી નાખ્યો. ધરતી અને આકાશ બાણના ટુકડાથી ભરાઈ ગયાં. લક્ષ્મણે રાવણને સામાન્ય શસ્ત્રોથી વિહ્વળ કર્યો ત્યારે રાવણે જાણ્યું કે આ સામાન્ય શસ્ત્રોથી જિતાશે નહિ એટલે રાવણે લક્ષ્મણ પર મેઘબાણ ચલાવ્યું તેથી ધરતી અને આકાશ જળમય બની ગયાં. પ્રત્યુત્તરમાં લક્ષ્મણે પવનબાણ ચલાવ્યું. ક્ષણમાત્રમાં મેઘબાણનો નાશ કર્યો. પછી દશમુખે અગ્નિબાણ ચલાવ્યું અને દશે દિશાઓ સળગવા લાગી તો લક્ષ્મણે વરુણશસ્ત્ર ચલાવ્યું અને એક નિમિષમાં અગ્નિબાણ નાશ પામ્યું. હવે લક્ષ્મણે પાપબાણ છોડયું અને ધર્મબાણથી રાવણે તેને રોકી લીધું. પછી લક્ષ્મણે ધનબાણ ચલાવ્યું, રાવણે અગ્નિબાણથી તેને ભસ્મ કર્યું. લક્ષ્મણે તિમિરબાણનો પ્રયોગ કર્યો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #496 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચોતેરમું પર્વ ૪૭૫ તેથી બધે અંધકાર થયો, આકાશ વૃક્ષોના સમૂહથી ઢંકાઈ ગયું. તે વૃક્ષો કેવાં છે? આસાર ફળોનો જે વરસાદ વરસાવે છે. બધે આસાર પુષ્પોના પટલ છવાઈ ગયા. રાવણે સૂર્યબાણથી તિમિરબાણનું નિવારણ કર્યું અને લક્ષ્મણ તરફ નાગબાણ ફેંકયું. વિકરાળ ફેણવાળા અનેક નાગ નીકળ્યા. લક્ષ્મણે ગરુડબાણથી નાગબાણ રોક્યું, ગરુડની પાંખો પર આકાશ સુવર્ણની પ્રભારૂપ ભાસવા લાગ્યું. લક્ષ્મણે રાવણ પર સર્પબાણ ચલાવ્યું, તે સર્પો પ્રલયકાળના મેઘ સમાન સુસવાટા કરતા હતા ને વિષરૂપ અગ્નિકણો ફેલાવતા હતા. રાવણે મયૂરબાણથી સર્પબાણનું નિવારણ કર્યું અને વળતાં લક્ષ્મણ પર વિપ્નબાણ ચલાવ્યું. તે વિપ્નબાણ દુર્નિવાર હતું તેનો ઉપાય સિદ્ધબાણ. તે લક્ષ્મણને યાદ ન આવ્યું એટલે વજદંડ આદિ અનેક શસ્ત્રો ચલાવ્યાં. રાવણ પણ સામાન્ય શસ્ત્રોથી યુદ્ધ કરતો હતો. બન્ને યોદ્ધાઓ વચ્ચે સમાન યુદ્ધ થયું, જેવું ત્રિપૃષ્ઠ અને અશ્વગ્રીવ વચ્ચે થયું હતું. જેવો પૂર્વોપાર્જિત કર્મનો ઉદય હોય તેવું ફળ થાય, તેવી ક્રિયા કરે. જે મહાક્રોધને વશ થઈને કાર્ય આરંભ્ય હોય તેમાં ઉધમી હોય તે નર તીવ્ર શસ્ત્રને, અગ્નિને, સૂર્યને અને વાયુને ગણકારતો નથી. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણ અને લક્ષ્મણના યુદ્ધનું વર્ણન કરનાર ચુમોતેરમું પર્વ પૂર્ણ થયું. * * * પંચોતેરમું પર્વ (રાવણે લક્ષ્મણ પર ચક્ર ચલાવ્યું, ચક્ર લક્ષ્મણની પ્રદક્ષિણા કરીને તેના હાથમાં આવ્યું) ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે ભવ્યોત્તમ! બન્નેય સેનામાં તરસ્યાને શીતળ મિષ્ટ જળ પીવરાવવામાં આવે છે, ભૂખ્યાને અમૃત સમાન આહાર અપાય છે, ખેદ પામેલાને મલયાગિરિ ચંદનનો છંટકાવ કરવામાં આવે છે, તાડવૃક્ષના વીંઝણાથી પવન નાખવામાં આવે છે. બરફનું પાણી છંટાય છે અને બીજા પણ અનેક ઉપચાર કરવામાં આવે છે. પોતાનો કે પારકો કોઈ પણ હો. બધાની સારવાર કરાય છે. એ જ સંગ્રામની નીતિ છે. યુદ્ધ કરતાં દસ દિવસ થયા. બન્નેય મહાવીર અભંગચિત્ત રાવણ અને લક્ષ્મણ બેય સરખા-જેવા તે તેવા આ, યક્ષો, ગંધર્વો, કિન્નરો, અપ્સરાઓ આશ્ચર્ય પામ્યાં. બેયનો યશ ગાતાં હતાં, બન્ને પર પુષ્પવર્ષા કરતાં હતાં. ચંદ્રવર્ધન નામના એક વિધાધરની આઠ પુત્રી આકાશમાં વિમાનમાં બેસી તેમને જોઈ રહી હતી. કુતૂહલથી અપ્સરા તેમને પૂછવા લાગી–તમે દેવીઓ જેવી કોણ છો? તમારી લક્ષ્મણ તરફ વિશેષ ભક્તિ જણાય છે અને તમે સુકુમાર શરીરવાળી છો. ત્યારે તે લજ્જાસહિત કહેવા લાગી કે તમને કુતૂહલ છે તો સાંભળો જ્યારે સીતાનો સ્વયંવર થયો હતો ત્યારે અમારા પિતા અમારી સાથે ત્યાં આવ્યા હતા. ત્યાં લક્ષ્મણને જોઈને અમને આપવાનું નક્કી કર્યું હતું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #497 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७६ પંચોતેરમું પર્વ પદ્મપુરાણ અને અમારું મન પણ લક્ષ્મણમાં મોહિત થયું હતું. હવે તે આ સંગ્રામમાં વર્તે છે, ખબર નથી કે શું થાય? આ મનુષ્યોમાં ચંદ્ર સમાન અમારા પ્રાણનાથ છે, જે એમની દશા તે અમારી. એમના આવા મનોહર શબ્દો સાંભળી લક્ષ્મણે ઊંચે જોયું ત્યારે તે આઠેય કન્યા એમના દેખવાથી અત્યંત હર્ષ પામી અને કહેવા લાગી હે નાથ ! તમારું કામ સર્વથા સિદ્ધ થાવ. તે વખતે લક્ષ્મણને વિપ્નબાણનો ઉપાય સિદ્ધબાણ છે એ યાદ આવ્યું અને તેનું વદન પ્રસન્ન થયું. તેણે સિદ્ધબાણ ચલાવી વિજ્ઞબાણનો વિલય કર્યો અને મહાપ્રતાપરૂપ યુદ્ધ માટે તૈયાર થયા. રાવણ જે જે શસ્ત્ર ચલાવતો તેને લક્ષ્મણ છેદી નાખતા. રાવણ બહુરૂપિણી વિદ્યાના બળથી રણક્રીડા કરતો હતો. લક્ષ્મણે રાવણનું એક શિર છવું તો બે શિર થયાં, બે છેદ્યાં ત્યારે ચાર થયાં, બે ભુજા છેદી ત્યારે ચાર થઈ, ચાર છેદી તો આઠ થઈ. આ પ્રમાણે જેટલી છેદી તેનાથી બમણી થતી ગઈ ને શિર બમણાં થયાં. હજારો શિર અને હજારો ભુજાઓ થઈ. રાવણના હાથ હાથીની સૂંઢ જેવા મુજબંધનથી શોભિત અને મસ્તક મુગટથી મંડિત, તેનાથી રણક્ષેત્ર ભરાઈ ગયું, જાણે રાવણરૂપ સમુદ્ર મહાભયંકર અને તેના હજારો શિર તે મગરમચ્છ અને હજારો ભુજાઓ તે તરંગો, તેનાથી વધતો ગયો. રાવણરૂપ મેઘ, જેના બાહુરૂપ વીજળી અને પ્રચંડ શબ્દ તથા શિર તે જ શિખરો, તેનાથી શોભતો હતો. રાવણ એકલો જ મોટી સેના જેવો થઈ ગયો, અનેક મસ્તકો, જેના ઉપર છત્ર ફરતાં હતાં. લક્ષ્મણે એને જાણે કે એમ વિચારીને બહુરૂપ કર્યો કે આગળ હું એકલો અનેક સાથે યુદ્ધ કરતો, હવે આ એકલા સાથે શું યુદ્ધ કરું? તેથી તેને અનેક શરીરોવાળો કર્યો. રાવણ પ્રજ્વલિત વન સમાન ભાસતો હતો, રત્નોનાં આભૂષણો અને શસ્ત્રોનાં કિરણોથી પ્રદીપ્ત રાવણ લક્ષ્મણને હજારો ભુજાઓ વડે બાણ, શક્તિ, ખગ, બરછી, સામાન્ય ચક્ર ઇત્યાદિ શસ્ત્રોની વર્ષા કરી આચ્છાદવા લાગ્યો. લક્ષ્મણે તે બધાં બાણ છેદી નાખ્યાં અને ક્રોધથી સૂર્ય સમાન તેજરૂપ બાણોથી રાવણને આચ્છાદવાની તૈયારી કરી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, દશ, વીશ, સો, હજાર રાવણનાં માયામયી શિર ધાં, હજારો શિર અને ભૂજાઓ ભૂમિ પર પડી, રણભૂમિ એનાથી આચ્છાદિત થયેલી, જાણે સર્પોની ફેણો સાથેનું કમળોનું વન હોય તેવી શોભવા લાગી. ભુજા સહિત શિર પડયાં તે ઉલ્કાપાત જેવાં ભાસ્યાં. બહુરૂપિણી વિદ્યાથી રાવણનાં જેટલા શિર અને ભુજા થયાં તે બધાંને સુમિત્રાપુત્રે છેદી નાખ્યાં રુધિરની ધારા નિરંતર વહેતી, જેનાથી આકાશમાં જાણે કે સંધ્યા ખીલી હોય તેવું લાગતું બે ભુજાના ધારક લક્ષ્મણે રાવણની અસંખ્યાત ભુજાઓ વિફળ કરી નાખી. રાવણનું અંગ પરસેવાથી લદબદ થઈ ગયું છે, જોરથી શ્વાસ ચાલી રહ્યો છે. જોકે તે મહાબળવાન હતો, તો પણ વ્યાકુળચિત્ત થયો. ગૌતમ સ્વામી કહે છે-હે શ્રેણિક ! બહુરૂપિણી વિદ્યાના બળથી રાવણે મહાભયંકર યુદ્ધ કર્યું, પણ લક્ષ્મણ આગળ બહુરૂપિણી વિદ્યાનું બળ ન ચાલ્યું એટલે રાવણ માયાચાર છોડી, ક્રોધપૂર્વક સહજરૂપ થઈને યુદ્ધ કરવા લાગ્યો, અનેક દિવ્ય શસ્ત્રોથી અને સામાન્ય શસ્ત્રોથી યુદ્ધ કર્યું, પરંતુ વાસુદેવને જીતી ન શક્યો. ત્યારે પ્રલયકાળના સૂર્ય સમાન જેની પ્રભા છે, પરપક્ષનો જે ક્ષય કરનાર છે તે ચક્રરત્નને યાદ કર્યું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #498 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છોંતેરમું પર્વ ४७७ કેવું છે તે ચક્રરત્ન? અપ્રમાણ પ્રભાવના સમૂહનું ધારક, મોતીની ઝાલરીથી મંડિત, દિવ્ય વજય, અદ્દભુત નાના પ્રકારનાં રત્નો જડેલા અંગવાળું, દિવ્યમાળા અને સુગંધથી લિપ્ત, અગ્નિના સમૂહતુલ્ય, વૈડૂર્યમણિના હજાર આરાવાળું, અસહ્યદર્શન, હજાર યક્ષો જેની સદા સેવા કરે છે એવું, કાળનું મુખ હોય એવું ક્રોધથી ભરેલું આવું ચક્ર ચિંતવતાં જ રાવણના હાથમાં આવ્યું. તેની જ્યોતિથી જ્યોતિષી દેવોની પ્રભા ઝાંખી પડી ગઈ, ચિત્રનો સૂર્ય હોય એવી સૂર્યની કાંતિ થઈ ગઈ, અપ્સરા વિશ્વાવસુ, તુંબરુ, નારદ આદિ ગંધર્વો આકાશમ માં રણનું કૌતુક જાતા હતા તે ભયથી દૂર થઈ ગયા અને લક્ષ્મણ અત્યંત ધીર શત્રુને ચક સંયુક્ત જોઈ કહેવા લાગ્યાઃ હું અધમ નર! જેમ કૃપણ કોડીને લે તેમ આને તું શું લઈ રહ્યો છો ? તારી શક્તિ હોય તો પ્રહાર કર. આમ કહ્યું ત્યારે તેણે ક્રોધે ભરાઈને, દાંતથી હોઠ કરડતો, ચક્રને ફેરવીને લક્ષ્મણ ઉપર ચલાવ્યું. મેઘમંડળ સમાન શબ્દવાળું, અત્યંત શીઘ્રતાથી પ્રલયકાળના સૂર્ય સમાન મનુષ્યોના જીવનને સંશયનું કારણ તેને સન્મુખ આવતું જોઈ લક્ષ્મણ વજામયી અણિયાળાં બાણોથી ચક્ર રોકવા તૈયાર થયા અને શ્રી રામ વજાવર્ત ધનુષ ચડાવીને અમોધ બાણોથી ચક્ર રોકવા તૈયાર થયા અને હળમૂશળ ઘુમાવતાં ચક્ર સામે આવ્યા. સુગ્રીવ ગદા ફેરવીને ચક્ર સામે આવ્યો, ભામંડળ ખડ્ઝ લઈ, વિભીષણ ત્રિશૂળ લઈ ઊભા રહ્યા, હનુમાન મુગળ, લાંગૂલ, કનકાદિ લઈ તૈયાર થયા અને અંગદ પારણ નામનું શસ્ત્ર લઈને ઊભો થયો અને અંગદનો ભાઈ અંગ કુહાડો લઈને ઊભો થયો, બીજા પણ શ્રેષ્ઠ વિધાધરો અનેક આયુધોથી યુક્ત બધા એક થઈને જીવવાની આશા તજીને ચક્રને રોકવા તૈયાર થયા, પરંતુ ચક્રને રોકી ન શક્યા. જેની દેવ સેવા કરે છે તે ચક્ર આવીને લક્ષ્મણને ત્રણ પ્રદક્ષિણા આપીને પોતાનું સ્વરૂપ વિનયરૂપ કરી લક્ષ્મણના હાથમાં બેઠું, સુખદાયક શાંત આકારવાળું થઈ ગયું. ગૌતમ સ્વામી કહે છે, હે મગધાધિપતિ! રામ-લક્ષ્મણનું મહાન ઋદ્ધિવાળું આ માહાભ્ય તને સંક્ષેપમાં કહ્યું, જે સાંભળતાં પરમ આશ્ચર્ય ઉપજે છે અને જે લોકમાં શ્રેષ્ઠ છે. કેટલાકને પુણ્યના ઉદ્યમથી પરમવિભૂતિ આવે છે અને કેટલાકને પુણ્યના ક્ષયથી નષ્ટ થાય છે. જે સૂર્યનો અસ્ત થતાં ચંદ્રનો ઉદય થાય છે તેમ લક્ષ્મણના પુણ્યનો ઉદય જાણવો. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણને ચક્રરત્નની ઉત્પત્તિનું વર્ણન કરનાર પંચોતેરમું પર્વ પૂર્ણ થયું. * * * છોંતેરમું પર્વ (રામ-લક્ષ્મણ સાથે રાવણનું મહાયુદ્ધ અને રાવણનો વધ) લક્ષ્મણના હાથમાં ચક્રરત્ન આવેલું જોઈને સુગ્રીવ, ભામંડળાદિ વિધાધરોના અધિપતિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #499 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७८ છોંતેરમું પર્વ પદ્મપુરાણ હર્ષ પામ્યા અને પરસ્પર કહેવા લાગ્યા અગાઉ ભગવાન અનંતવીર્ય કેવળીએ કહ્યું હતું કે લક્ષ્મણ આઠમા વાસુદેવ છે અને રામ આઠમા બળદેવ છે. તેથી આ મહાજ્યોતિ (લક્ષ્મણ) ચક્રપાણિ થયાં. આ શ્રી રામ બળદેવ, જેમનો રથ તેજવંત સિંહ ચલાવે છે, જેણે રાજા મયને પકડ્યો, જેમના હાથમાં દેદીપ્યમાન હુળમૂશળ મહારત્ન શોભે છે. આ બેય ભાઈ બળભદ્ર-નારાયણ પુરુષોત્તમ પ્રગટ્યા છે. પુણ્યના પ્રભાવથી પરમ પ્રેમથી ભરેલ લક્ષ્મણના હાથમાં સુદર્શનચક્ર જોઈને રાક્ષસોનો અધિપતિ ચિત્તમાં ચિંતવે છે કે ભગવાન અનંતવીર્યે આજ્ઞા કરી હતી તેમ જ થયું. નિશ્ચયથી કર્મરૂપ પવનનો પ્રેર્યો આ સમય આવ્યો. જેનું છત્ર જોતાં વિધાધરો ડરતા અને શત્રુની સેના ભાગતી, શત્રુસેનાનાં ધ્વજત્ર મારા પ્રભાવથી તણાઈ જતાં, અને હિમાચલ વિંધ્યાચળ છે સ્તન જેના, સમુદ્ર છે વસ્ત્ર જેનું એવી આ પૃથ્વી મારી દાસી સમાન આજ્ઞાકારિણી હતી–એવો હું રાવણ રણમાં ભૂમિગોચરીઓથી જિતાયો. આ અદ્દભુત વાત છે, કષ્ટની અવસ્થા આવી, ધિક્કાર છે આ રાજ્યલક્ષ્મીને, જેની ચેષ્ટા કુલટા જેટલી છે, પૂજ્ય પુરુષ આ પાપણીને તત્કાળ ત્યજે છે. આ ઇન્દ્રિયના ભોગ ઇન્દ્રાયણનાં ફળ સમાન છે એનો પરિપાક વીરસ છે. અનંત દુઃખ સંબંધના કારણરૂપ સાધુઓ દ્વારા નિંધ છે. પૃથ્વી પર ભરત ચક્રવતી આદિ ઉત્તમ પુરુષો થયા તેમને ધન્ય છે, જેમણે નિષ્ફટક છ ખંડ પૃથ્વીનું રાજ્ય કર્યું અને વિષમિશ્રિત અન્નની જેમ તજીને જિનેન્દ્રવ્રત ધારી, રત્નત્રયને આરાધી પરમપદને મેળવ્યું. હું રંક, વિષયોનો અભિલાષી, મને બળવાન મોહે જીત્યો. આ મોહ સંસારભ્રમણનું કારણ છે. ધિક્કાર છે મને, જેણે મોહને વશ થઈ આવી ચેષ્ટા કરી. રાવણ તો આ પ્રમાણે ચિંતવન કરે છે અને જેની પાસે ચક્ર આવ્યું છે તે લક્ષ્મણે વિભીષણની તરફ નીરખીને રાવણને કહ્યું: હે વિધાધર ! હજી પણ કાંઈ ગયું નથી, જાનકીને લાવી શ્રી રામચંદ્રને સોંપી દે અને એમ કહે કે શ્રી રામના પ્રસાદથી જીવું છું. અમારે તારું કાંઈ જોઈતું નથી, તારી રાજ્યલક્ષ્મી તારી પાસે રહેશે. ત્યારે રાવણ મંદ હાસ્ય કરી બોલ્યો, હે રંક! તને વૃથા ગર્વ ઉપજ્યો છે. હુમણાં જ તને મારું પરાક્રમ બતાવું છું, હું અધમ નર! હું તારી જે અવસ્થા કરું છું તેને ભોગવ; હું રાવણ પૃથ્વીપતિ વિધાધર, તું ભૂમિગોચરી રંક ! ત્યારે લક્ષ્મણ બોલ્યા, ઘણું કહેવાથી શું લાભ? નારાયણ સર્વથા તને મારનાર થયો છે. રાવણે કહ્યું કે ઇચ્છામાત્રથી જ નારાયણ થાય છે તો તું જે ચાહે છે તે કેમ ન થાય? ઇન્દ્ર પણ થા. તું કુપુત્ર, તને તારા પિતાએ રાજ્યમાંથી કાઢયો. મહાદુઃખી દરિદ્રી, વનચારી, ભિખારી, નિર્લજ્જ, તારી વાસુદેવ પદવી અમે જાણી લીધી, તારા મનમાં ઈર્ષ્યા છે તેથી તારા મનોરથનો હું ભંગ કરીશ. આ ઘોઘલા જેવું ચક્ર મળ્યું તેનાથી તું ગર્વિષ્ઠ થયો છે, પણ રકોની એ જ રીત છે. એક ખોળનો ટુકડો મળે ત્યાં મનમાં ઉત્સવ કરે. ઘણું કહેવાથી શું? આ પાપી વિધાધરો તને મળ્યા છે તેમના સહિત અને આ ચક્ર-વાહન સહિત તારો નાશ કરી તને પાતાળમાં પહોંચાડું છું. રાવણનાં આ વચન સાંભળી લક્ષ્મણે કોપથી ચક્રને ઘુમાવીને રાવણ પર ચલાવ્યું. વજપાત જેવો ભયંકર અવાજ કરતું અને પ્રલયકાળના સૂર્ય જેવું તેજ ધરતું ચક્ર રાવણ પર આવ્યું. ત્યારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #500 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તોતે૨મું પર્વ ૪૭૯ રાવણ બાણથી ચક્રને રોકવા તૈયાર થયો, પછી પ્રચંડ દંડ અને શીઘ્રગામી વજ્રનાગથી ચક્રને રોકવાનો પ્રયત્ન કર્યો તો પણ રાવણનું પુણ્ય ક્ષીણ થયું હતું તેથી ચક્ર અટકયું નહિ, પાસે આવ્યું. હવે રાવણ ચંદ્રહાસ ખડ્ગ લઈ ચક્રની સમીપમાં આવ્યો અને ચક્ર ૫૨ ખડ્ગનો પ્રહાર કર્યો તેથી અગ્નિના તણખાથી આકાશ પ્રજ્વલિત થયું, ખડ્ગનું જોર ચક્ર ૫૨ ન ચાલ્યું અને ચક્ર સામે ઊભેલા રાક્ષસોના ઇન્દ્ર મહાશૂરવીર રાવણનું ઉસ્થળ ભેદી નાખ્યું. પુણ્યનો ક્ષય થતાં અંજનિગિર સમાન રાવણ ભૂમિ પર પડયો, જાણે કે સ્વર્ગમાંથી દેવ ચ્યવ્યો, અથવા રતિપતિ પૃથ્વી પર પડયો હોય એવો શોભતો હતો, જાણે કે વી૨૨સનું સ્વરૂપ જ છે. જેની ભ્રમર ચઢી ગઈ હતી, હોઠ કરડાયા હતા. સ્વામીને પડેલા જોઈને તેની સેના ભાગવા લાગી. ધજા-છત્ર તણાઈ ગયાં, બધા વિહ્વળ થયા, વિલાપ કરતા ભાગી રહ્યા છે. કોઈ કહે છે ૨થને દૂર કરી માર્ગ દો, પાછળ હાથી આવે છે, કોઈ કહે છે વિમાનને એક તરફ ક૨, પૃથ્વીપતિ પડયો, ભયંકર અનર્થ થયો, કંપતા-ભાગતા લોકો તેના પર પડયા. તે વખતે બધાને શરણરહિત જોઈ ભામંડળ, સુગ્રીવ, હનુમાન રામની આજ્ઞાથી કહેવા લાગ્યાઃ બીવો નહિ. સૌને ધૈર્ય બંધાવ્યું. વસ્ત્ર ફેરવ્યું, કોઈને ભય છે નહિ. સેનાને કાનને પ્રિય આવાં અમૃત સમાન વચન સાંભળી વિશ્વાસ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામી કહે છે કે હે રાજન! રાવણ આવી મહાવિભૂતિ ભોગવીને, સમુદ્રપર્યંતની પૃથ્વીનું રાજ્ય કરીને પુણ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો, માટે આવી લક્ષ્મીને ધિક્કાર હો. આ રાજ્યલક્ષ્મી અત્યંત ચંચળ, પાપસ્વરૂપ, સુકૃતના સમાગમની આશારહિત છે, એમ મનમાં વિચારીને બુદ્ધિમાનો! તપ જ જેનું ધન છે એવા મુનિ થાવ. સૂર્યથી પણ અધિક તેજવાળા તે તપોધન મોહિતમિરને હરે છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણના વધનું વર્ણન કરનાર છોતેરમું પર્વ પૂર્ણ થયું. * * * સત્તોતે૨મું ૫ર્વ (રાવણના વિયોગથી રાવણના પરિવાર અને રાણીઓનો વિલાપ ) ત્યારબાદ વિભીષણે મોટા ભાઈને પડેલા જોઈને અત્યંત દુઃખથી પૂર્ણ પોતાના ઘાત માટે છરીને હાથ અડાડયો, તેને મરણને હરનારી મૂર્છા આવી ગઈ, શરીર ચેષ્ટારહિત થઈ ગયું. પછી સચેત થઈ અત્યંત સંતાપથી ભરેલો મરવા તૈયાર થયો. શ્રી રામે રથ પરથી ઊતરીને તેનો હાથ પકડી છાતીએ લગાવ્યો અને ધીરજ આપી. તે ફરીથી મૂર્છા ખાઈને પડયો અને અચેત થઈ ગયો. શ્રી રામે તેને સચેત કર્યો ત્યારે તે વિલાપ કરવા લાગ્યો. તેનો વિલાપ સાંભળીને કરુણા ઉપજતી હતી. હૈ ભાઈ! ઉદાર, ક્રિયાવાન, સામંતો પ્રત્યે શૂરવીર, રણધીર, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #501 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८० સત્તોતેરમું પર્વ પદ્મપુરાણ શરણાગતપાલક એવા તમે આવી અવસ્થા કેમ પામ્યા? મેં તમને હિતનાં વચન કહ્યાં તેને તમે માન્યા નહિ. આ કવી દશા થઈ કે હું તમને ચક્રથી ભૂદાઈને પૃથ્વી પર પડેલા જેઉં છું? હે વિધાધરોના મહેશ્વર! લંકેશ્વર! ભોગોના ભોક્તા, પૃથ્વી પર કેમ પોઢયા છો? આપનું શરીર ભોગોથી લાલિત થયેલું છે, આ શય્યા આપના શયનને યોગ્ય નથી. હે નાથ ! ઊઠો, સુંદર વચન બોલનાર હું તમારો બાળક છું, મને કૃપાવચન કહો, હે ગુણાકર! કૃપાધાર! હું શોકસમુદ્રમાં ડૂબી રહ્યો છું, તો મને હાથના ટેકાથી કેમ કાઢતા નથી? આ પ્રમાણે વિભીષણ વિલાપ કરે છે, તેણે પોતાનાં શસ્ત્ર અને બખ્તર જમીન પર ફેંકી દીધાં છે. જ્યાં રાવણના મૃત્યુના સમાચાર રણવાસમાં પહોંચ્યા ત્યાં બધી રાણીઓ આંસુની ધારાથી ધરતી ભીંજવવા લાગી, આખુંય અંતઃપુર શોકથી વ્યાકુળ બન્યું, બધી રાણીઓ પડતી-આખડતી લડાઈના મેદાન પર આવી. તેમના પગ ધ્રૂજે છે, તે સ્ત્રીઓ પતિને ચેતનારહિત જોઈ તરત જ ધરતી પર પડી ગઈ. મંદોદરી, રંભા, ચંદ્રાનની, ચંદ્રમંડલા, પ્રર્વરા, ઉર્વશી, મહાદેવી, સુંદરી, કમળાનના, રૂપિણી રુકિમણી, શીલા, રત્નમાળા, તન્દરી, શ્રીકાંતા, શ્રીમતી, ભદ્રા, કનકપ્રભા, મૃગાવતી, શ્રીમાલા, માનવી, લક્ષ્મી, આનંદા, અનંગસુંદરી, વસુંધરા, તડિન્માલા, પદ્મા, પદ્માવતી, સુખાદેવી, કાંતિ, પ્રીતિ સંધ્યાવલી, સુભા, પ્રભાવતી, મનોવેગા, રતિકાંતા, મનોવતી ઇત્યાદિ અઢાર હજાર રાણીઓ પોતપોતાના પરિવાર સહિત અને સખીઓ સહિત અત્યંત શોકથી રુદન કરવા લાગી. કેટલીક મોહથી મૂચ્છ પામી. તેમને ચંદનનું જળ છાંટતાં, કરમાઈ ગયેલી કમલિની જેવી લાગતી હતી. કેટલીક પતિના શરીરને વીંટળાઈ ગઈ, અંજનગિરિને વળગેલી સંધ્યા જેવી યુતિ ધરવા લાગી. કેટલીક મૂચ્છમાંથી જાગીને પતિની સમીપે છાતી ફૂટવા લાગી, જાણે કે મેઘની પાસે વીજળી જ ચમકે છે, કેટલીક પતિનું મુખ પોતાના શરીરને અડાડતી વિહ્વળ થઈ મૂર્છા પામી. કેટલીક વિલાપ કરે છે: હે નાથ! હું તમારા વિરહની અત્યંત કાયર છું, મને છોડીને તમે ક્યાં ગયા? તમારા સ્વજનો દુઃખસાગરમાં ડૂબી રહ્યા છે તે તમે કેમ જોતા નથી? તમે મહાબળવાન, પરમ જ્યોતિના ધારક, વિભૂતિમાં ઇન્દ્ર સમાન, ભરતક્ષેત્રના ભૂપતિ, પુરુષોત્તમ, રાજાઓના રાજા, મનોરમ વિદ્યાધરોના મહેશ્વર શા હેતુથી પૃથ્વી પર પોઢયા છો? ઊઠો હું કાંત! કરુણાનિધે! સ્વજનવત્સલ! અમને એક અમૃત સમાન વચન સંભળાવો. હું પ્રાણેશ્વર પ્રાણવલ્લભ ! અમે અપરાધરહિત તમારા પ્રત્યે અનુરક્ત ચિત્ત ધરાવીએ છીએ, અમારા ઉપર તમે કેમ કોપ કરો છો કે અમારી સાથે બોલતા જ નથી? પહેલાં જેમ પરિહાસનાં વચનો કહેતાં, તેમ હવે કેમ કહેતા નથી? તમારું મુખચંદ્ર, કાંતિરૂપ ચાંદનીથી મનોહર અને પ્રસન્ન જેમ પહેલાં અમને બતાવતા તેમ અમને બતાવો અને આ તમારું વક્ષસ્થળ સ્ત્રીઓની ક્રિીડાનું સ્થાન છે તેના ઉપર ચક્રની ધારે કેમ પગ મૂકયો છે? વિદ્રુમ જેવા તમારા લાલ હોઠ હવે ક્રિીડારૂપ ઉત્તર દેવા કેમ સ્કૂરતા નથી? અત્યારે સુધી ઘણી વાર થઈ, ક્રોધ કદી નથી કર્યો, હવે પ્રસન્ન થાવ, અમે માન કરતી તો તમે અમને મનાવતા, રાજી કરતા. ઇન્દ્રજિત, મેઘવાહન સ્વર્ગમાંથી ચ્યવીને તમારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #502 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તોતે૨મું પર્વ ૪૮૧ ત્યાં ઉત્પન્ન થયા તો અહીં પણ તેમણે સ્વર્ગલોક જેવા ભોગ ભોગવ્યા, અત્યારે તો બન્ને બંધનમાં છે અને કુંભકર્ણ પણ બંધનમાં છે. તે પુણ્યાધિકારી સુભટ, મહાગુણવંત, તેમને શ્રી રામચંદ્ર પ્રત્યે પ્રીતિ કરીને છોડાવો. હૈ પ્રાણવલ્લભ, પ્રાણનાથ ! ઊઠો, અમારી સાથે હિતની વાત કરો. હે દેવ ! બહુ લાંબો વખત સૂઈ શું રહેવાનું? રાજાઓએ તો રાજનિતિમાં જાગ્રત રહેવાનું હોય માટે આપ રાજ્યકાર્યમાં પ્રવર્તો. હું સુંદર ! હું પ્રાણપ્રિય! અમારાં શરીર વિરહરૂપ અગ્નિથી અત્યંત જળે છે તેને સ્નેહના જળથી બુઝાવો. હું સ્નેહીઓના પ્યારા! તમારું આ વદનકમળ કોઈ જુદી જ અવસ્થા પામ્યું છે તેથી તેને જોતાં અમારા હૃદયના ટુકડા કેમ ન થઈ જાય? આ અમારું પાપી હૃદય વજ્રનું છે કે દુઃખના ભાજન એવા તમારી આ અવસ્થા જોઈને નાશ પામતું નથી? આ હૃદય અત્યંત નિર્દય છે. અરે, વિધાતા! અમે તમારું કયું અહિત કર્યું છે તે તમે નિર્દય બનીને અમારા શિરે આવું દુ:ખ નાખ્યું? હૈ પ્રીતમ ! જ્યારે અમે માન કરતી ત્યારે તમે અમને છાતીએ વળગાડીને અમારું માન દૂર કરતા અને વચનરૂપ અમૃત અમને પીવડાવતા, ખૂબ પ્રેમ બતાવતા, અમારા પ્રેમરૂપ કોપને દૂર કરવા અમારા પગે પડતા અને અમારું હૃદય આપને વશ થઈ જતું. આપ અમારી સાથે અતિમનોહર ક્રીડા કરતા. હૈ રાજેશ્વર! અમારી સાથે પ્રેમ કરો, ૫૨મ આનંદ આપનારી તે ક્રીડાઓ અમને યાદ આવે છે તેથી અમારું હૃદય અત્યંત બળે છે. હવે આપ ઊઠો, અમે તમારા પગમાં પડીએ છીએ, તમને નમસ્કાર કરીએ છીએ. પોતાના પ્રિયજનો પ્રત્યે ઘણો ગુસ્સો ન કરો. પ્રેમમાં કોપ શોભતો નથી. હૈ શ્રેણિક! આ પ્રમાણે રાવણની રાણીઓ વિલાપ કરતી હતી, જેને સાંભળી કોનું હૃદય ન દ્રવી ઊઠે? (રામ-લક્ષ્મણ આદિ દ્વા૨ા વિભીષણના શોકનું નિવા૨ણ ) પછી શ્રીરામ, લક્ષ્મણ, ભામંડળ, સુગ્રીવાદિક અત્યંત સ્નેહથી વિભીષણને હૃદયે લગાડીને, આંસુ સારતા ખૂબ કરુણાથી ધૈર્ય આપવામાં પ્રવીણ એવાં વચન કહેવા લાગ્યાં, હે રાજન્! ઘણું રોવાથી શો લાભ ? હવે વિષાદ છોડો, આ કર્મની ચેષ્ટા શું તમે પ્રત્યક્ષ નથી જાણતા ? પૂર્વકર્મના પ્રભાવથી આનંદ પામતાં પ્રાણીઓને કષ્ટની પ્રાપ્તિ અવશ્ય થાય છે, તેનો શોક શો? અને તમારો ભાઈ સદાય જગતના હિતમાં સાવધાન, પરમ પ્રીતિનું ભાજન, સમાધાનરૂપ બુદ્ધિવાળો, રાજકાર્યમાં પ્રવીણ પ્રજાનો પાલક, સર્વ શાસ્ત્રોના અર્થથી જેનું ચિત્ત નિર્મળ થયું હતું તે બળવાન મોહથી દારુણ અવસ્થા પામ્યો છે. જ્યારે જીવનો વિનાશકાળ આવે છે ત્યારે બુદ્ધિ અજ્ઞાનરૂપ થઈ જાય છે. રામે આવાં શુભ વચન કહ્યાં. પછી ભામંડળે મધુર વાતો કરી કે હૈ વિભીષણ મહારાજ! તમારા ભાઈ રાવણ ઉદાર ચિત્તે રણમાં યુદ્ધ કરતાં વી૨ મરણથી પરલોક પામ્યા છે. જેનું નામ ન ગયું તેણે કાંઈ જ ગુમાવ્યું નથી. જે સુભટપણે પ્રાણ ત્યજે તેને ધન્ય છે. તે મહાપરાક્રમી વી૨ હતા, તેમનો શોક શો ? રાજા અરિંદમની કથા સાંભળો. અક્ષપુર નામનું એક નગર હતું. ત્યાનો રાજા અરિંદમ મોટી વિભૂતિનો સ્વામી હતો. એક દિવસ કોઈ બાજુએથી પોતાના મહેલમાં શીઘ્રગામી અશ્વ પર બેસીને અચાનક આવ્યો. તેણે રાણીને શણગાર સજેલી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #503 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૨ અઠોતેરમું પર્વ પદ્મપુરાણ અને મહેલને ખૂબ શણગારેલો જોઈને પૂછ્યું, તને મારા આગમનની કેવી રીતે ખબર પડી? ત્યારે રાણીએ કહ્યું કે આજે કીર્તિધર નામના અવધિજ્ઞાની મુનિ આહાર માટે આવ્યા હતા તેમને મેં પૂછયું હતું કે રાજા ક્યારે આવશે? તેમણે કહ્યું કે રાજા આજ અચાનક આવશે. આ વાત સાંભળી રાજા મુનિ પાસે ગયો અને તેમને ઈર્ષાથી પૂછયું, હું મુનિ! તમને જ્ઞાન હોય તો કહો કે મારા મનમાં ક્યો વિચાર છે? ત્યારે મુનિએ કહ્યું કે તારા મનમાં એમ વિચાર ચાલે છે કે હું ક્યારે મરણ પામીશ? તું આજથી સાતમા દિવસે વજપાતથી મરીશ અને વિષ્ટામાં કીડો થઈશ. મુનિનું આ વચન સાંભળી રાજા અરિંદમે ઘેર જઈને પોતાના પુત્ર પ્રીતિંકરને કહ્યું કે હું મરીને વિષ્ટામાં સ્થૂળ કીટ થઈશ, મારાં રૂપરંગ આવાં હશે તેથી તું એને તત્કાળ મારી નાખજે. પુત્રને આમ કહીને સાતમા દિવસે મરીને તે વિષ્ટામાં કીડો થયો પ્રીતિંકર કીટને મારવા ગયો તો કીટ મરવાની બીકે વિટામાં પેસી ગયો. ત્યારે પ્રીતિકર મુનિ પાસે જઈને પૂછવા લાગ્યો કે હે પ્રભો ! મારા પિતાએ કહ્યું હતું કે હું મળમાં કીડો થઈશ અને તું મને મારી નાખજે. હવે તે કીડો મરવાથી ડરે છે અને ભાગે છે. તો મુનિએ કહ્યું કે તું વિષાદ ન કર. આ જીવ જે ગતિમાં જાય છે ત્યાં જ રમવા લાગી જાય છે. તેથી તું આત્મકલ્યાણ કર કે જેથી પાપથી છુટાય. અને આ બધા જીવો પોતપોતાના કર્મોનું ફળ ભોગવે છે, કોઈ કોઈનું નથી. આ સંસારનું સ્વરૂપ અત્યંત દુ:ખરૂપ છે એમ જાણીને પ્રીતિંકર મુનિ થયા અને સર્વ વાંછાનો ત્યાગ કર્યો. માટે હે વિભીષણ! શું તમે આ જગતની નાના પ્રકારની અવસ્થા જાણતા નથી? તમારા શૂરવીર ભાઈ દૈવયોગથી નારાયણ દ્વારા હણાયા છે. યુદ્ધમાં હણાયેલા મહાન પુરુષનો શોક શો? તમે તમારું મન હિતમાં લગાડો અને આ દુઃખના કારણ શોકને ત્યજો. વિભીષણે ભામંડળના મુખે પ્રીતિંકર મુનિની કથા સાંભળી, જે પ્રતિબોધ કરવામાં પ્રવીણ, નાના પ્રકારના સ્વભાવ સંયુક્ત તથા ઉત્તમ પુરુષો વડે કહેવા યોગ્ય હતી. તે સાંભળી લોકોત્તર આચારના જાણનાર વિભીષણરૂપ સૂર્ય શોકરૂપ મેઘપટલથી રહિત થયા અને બધા વિધાધરોએ તેમની પ્રશંસા કરી. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિભીષણના શોકનિવારણનું વર્ણન કરનાર સત્તોતેરમું પર્વ પૂર્ણ થયું. * * * અઠોતેરમું પર્વ (અનંતવીર્ય કેવળીની સમીપમાં ઇન્દ્રજિત, મેઘનાદ તથા મંદોદરી આદિનું દીક્ષા ગ્રહણ) પછી શ્રી રામચંદ્ર, ભામંડળ, સુગ્રવાદિએ બધાને કહ્યું કે પંડિતોનું વેર વેરીના મરણ સુધી જ હોય છે. હવે લંકેશ્વરનું મરણ થયું છે, એ મહાન નર હતા, એમના ઉત્તમ શરીરનો અગ્નિસંસ્કાર કરીએ. એટલે બધાએ એ વાત માન્ય કરી. પછી રામ-લક્ષ્મણ વિભીષણ સાથે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #504 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠોતેરમું પર્વ ૪૮૩ જ્યાં મંદોદરી આદિ અઢાર હજાર રાણીઓ જેમ મૃગલી પોકાર પાડે તેમ વિલાપ કરતી હતી ત્યાં ગયા. બન્ને વીરોને જોઈને તે અત્યંત વિલાપ કરવા લાગી, સર્વ આભૂષણો તોડી નાખ્યાં, તેમનાં શરીર ધૂળથી મલિન હતાં, પછી અત્યંત કરુણાવંત શ્રી રામે નાના પ્રકારનાં શુભ વચનોથી સર્વ રાણીઓને દિલાસો આપ્યો, ધૈર્ય બંધાવ્યું અને પોતે બધા વિધાધરો સાથે રાવણના લોકાચાર માટે ગયા. કપૂર, અગર, મલયાગિરિ ચંદન ઇત્યાદિ નાના પ્રકારનાં સુગંધી દ્રવ્યોથી પદ્મસરોવર ઉપર પ્રતિહરિના અગ્નિસંસ્કાર થયા. પછી સરોવરના તીરે શ્રી રામ બેઠા. તેમનું ચિત્ત કૃપાથી ભરેલું છે. ગૃહસ્થાશ્રમમાં આવાં પરિણામ કોઈ વીરલાનાં હોય છે. તેમણે કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદને સર્વ સામંતો સાથે છોડવાની આજ્ઞા કરી. તે વખતે કેટલાક વિધાધરો કહેતા હતા કે તે ક્રૂર ચિત્તવાળા શત્રુ છે, છોડવા યોગ્ય નથી, બંધનમાં જ ભલે મરે. ત્યારે શ્રી રામે કહ્યું કે એ ક્ષત્રિયોનો ધર્મ નથી, જિનશાસનમાં ક્ષત્રિયોની કથા શું તમે સાંભળી નથી? સૂતેલાને, બંધાયેલાને, ભયભીતને, શરણાગતને, મોઢામાં ઘાસ લેનારને, ભાગતાને, બાળ-વૃદ્ધ-સ્ત્રીઓને હણવાં નહિ. એ ક્ષત્રિયોનો ધર્મ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. બધાએ પછી કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણ છે. રામની આજ્ઞા પ્રમાણે મોટા મોટા યોદ્ધાઓ નાના પ્રકારનાં આયુધો લઈ તેમને લાવવા ગયા. કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદ, મારીચ, મંદોદરીના પિતા રાજા મય ઇત્યાદિ પુરુષોને સ્થૂળ બંધન સહિત સાવધાન યોદ્ધા લઈને આવે છે. તે મત્ત હાથી સમાન ચાલ્યા આવે છે. તેમને જોઈ વાનરવંશી યોદ્ધા પરસ્પર વાત કરવા લાગ્યા કે જો ઇન્દ્રજિત, મેઘનાદ, કુંભકર્ણ રાવણની ચિતા બળતી જોઈને ક્રોધ કરશે તો કપિવંશમાં તેમની સામે લડવાને કોઈ સમર્થ નથી. જે કપિવંશી જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા ન થઈ શક્યા. ભામંડળે પોતાના બધા યોદ્ધાઓને કહ્યું કે ઇન્દ્રજિત, મેઘનાદને અહીં સુધી બંધાયેલી સ્થિતિમાં જ ખૂબ યત્નથી લાવજે. અત્યારે વિભીષણનો પણ વિશ્વાસ નથી. કદાચ તે ભાઈ-ભત્રીજાનું મૃત્યુ જોઈને ભાઈના વેરનો વિચાર કરે તો એને ક્રોધ ઉપજી જાય, કારણ કે ભાઈના મૃત્યુથી તે ખૂબ સંતપ્ત છે. આમ વિચારીને ભામંડળાદિક તેમને ખૂબ સાવધાનીથી રામલક્ષ્મણની પાસે લાવ્યા. તે અત્યંત વિરક્ત, રાગદ્વેષરહિત, જેમને મુનિ થવાના ભાવ હતા, અત્યંત સૌમ્ય દષ્ટિથી ભૂમિને નીરખતા આવ્યા. તેમનાં મુખ શુભ છે, એ વિચારે છે કે આ અસાર સંસારસાગરમાં સારતા તો લવલેશ પણ નથી. એક ધર્મ જ સર્વ જીવોનો બાંધવ છે, તે જ સાર છે. તે મનમાં વિચારે છે કે જો આજ બંધનથી છૂટીશું તો દિગંબર બની પાણિપાત્રમાં આહાર કરીશું. આવી પ્રતિજ્ઞા લઈને રામની સમીપમાં આવ્યા. ઇન્દ્રજિત, કુંભકરર્ણાદિક વિભીષણ તરફ આવીને ઊભા, પરસ્પર યોગ્ય વાર્તાલાપ થયો, પછી કુંભકર્ણાદિ શ્રી રામ-લક્ષ્મણને કહેવા લાગ્યા અહો તમારું ધૈર્ય, પરમ ગંભીરતા, અદ્ભુત ચેષ્ટાદેવોથી પણ ન જિતાય એવા રાક્ષસના ઇન્દ્ર રાવણને પણ માર્યો. પંડિતોમાં અતિશ્રેષ્ઠ ગુણોના ધારક, શત્રુ પણ તમારી પ્રશંસા કરે તે યોગ્ય છે. પછી શ્રી રામ-લક્ષ્મણે તેમને ખૂબ શાતા ઉપજાવીને કહ્યું: તમે પહેલાં જેમ મહાન ભોગ ભોગવતા હતા તેમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #505 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૪ અઠોતેરમું પર્વ પદ્મપુરાણ જ રહો. અત્યંત વિરક્ત તે બોલ્યા-હવે આ ભોગોનું અમારે કાંઈ પ્રયોજન નથી. આ વિષ સમાન દારુણ મોહના કારણે અતિભયંકર નરક નિગોદાદિ દુઃખોથી જીવને ક્યારેય શાતા મળતી નથી. જે ભોગ સંબંધને ક્યારેય ન વાંછે તે જ વિચક્ષણ છે. લક્ષ્મણે ઘણું કહ્યું તો પણ તેમનું ચિત્ત ભોગાસક્ત ન થયું. જેમાં રાત્રે દૃષ્ટિ અંધકારરૂપ થાય અને સૂર્યના પ્રકાશથી તે જ દષ્ટિ પ્રકાશરૂપ થઈ જાય તેવી જ રીતે કુંભકર્ણાદિની દૃષ્ટિ પહેલાં ભોગાસક્ત હતી તે જ્ઞાનના પ્રકાશથી ભોગોથી વિરક્ત થઈ. શ્રી રામે તેમનાં બંધન છોડાવ્યાં અને બધા સાથે પદ્મસરોવરમાં સ્નાન કર્યું. સરોવરના સુગંધી જળમાં સ્નાન કરીને કપિ અને રાક્ષસો સૌ પોતાના સ્થાનકે ગયા. કેટલાક સરોવરના કિનારે બેઠા, વિસ્મય ચિત્તે શૂરવીરોની કથા કરવા લાગ્યા. કેટલાક કૂર કાર્યની નિંદા કરવા લાગ્યા, કેટલાકે હથિયાર ફેંકી દીધાં, કેટલાક રાવણના ગુણોથી જેમનું ચિત્ત ભર્યું હતું તે મોટેથી રોવા લાગ્યા. કેટલાકે કર્મની ગતિની વિચિત્રતાનું વર્ણન કર્યું અને સંસારવનની નિંદા કરી કે આ સંસારવનમાંથી નીકળવું મહામુશ્કેલ છે. કેટલાક રાજ્યલક્ષ્મીને ચંચળ અને નિરર્થક જાણી અકાર્યની નિંદા કરવા લાગ્યા. કેટલાક રાવણના ગર્વની વાતો કરતા હતા, શ્રી રામનાં ગુણગાન કરતા હતા અને લક્ષ્મણની શક્તિનાં વખાણ કરતા હતા. જેમનું ચિત્ત નિર્મળ હતું તે સુકૃત ફળની પ્રશંસા કરતા હતા. ઘરે ઘરે મરેલાઓની ક્રિયા થતી રહી, બાળક-વૃદ્ધ સૌના મોઢે એ જ વાત હતી. લંકાના બધા લોકો રાવણના શોકથી આંસુ સારતા ચાતુર્માસ કરતા હતા. શોકથી દ્રવીભૂત હૃદયવાળા લોકોની આંખમાંથી જે જળપ્રવાહ વહ્યો તેનાથી પૃથ્વી જળરૂપ થઈ ગઈ અને તત્ત્વની ગૌણતા દેખાવા લાગી, જાણે કે નેત્રોનાં જળના ભયથી સંતાપ લોકોના હૃદયમાં ઘૂસી ગયો. બધાનાં મુખમાંથી આ શબ્દ નીકળતા-ધિક્કાર! ધિક્કાર ! અહો, અત્યંત કષ્ટ આવી પડ્યું. હાય હાય, આ કેવું અદભુત થયું? કેટલાક જમીન પર સૂવા લાગ્યા, મૌન ધારણ કરીને નીચું મુખ કરવા લાગ્યા, જાણે કે શરીર લાકડા જેવું નિશ્ચળ થઈ ગયું હોય. કેટલાકે શસ્ત્રો તોડી નાખ્યાં, કેટલાકે આભૂષણો ફેંકી દીધો અને સ્ત્રીના મુખ તરફથી દષ્ટિ સંકોચી. કેટલાક અતિદીર્ઘ ઉષ્ણ વિશ્વાસ કાઢે છે તેથી તેમના અધર કુલષિત થઈ ગયા છે, જાણે કે દુઃખના અંકુર છે, કેટલાક સંસારના ભોગોથી વિરક્ત થઈ મનમાં જિનદીક્ષાનો ઉધમ કરવા લાગ્યા. પાછલા પહોરે અનંતવીર્ય નામના મુનિ લંકાના કુસુમાયુધ નામના વનમાં છપ્પન હજાર મુનિઓ સહિત પધાર્યા. જેમ તારાઓથી મંડિત ચંદ્ર શોભે તેમ તે મુનિઓથી વીંટાળાયેલા શોભતા હતા. જો આ મુનિઓ રાવણના જીવતા આવ્યા હોત તો રાવણ મરાત નહિ, લક્ષ્મણને અને રાવણને વિશેષ પ્રીતિ થાત. જ્યાં ઋદ્ધિધારી મુનિઓ રહે ત્યાં સર્વ મંગળ થાય છે અને જ્યાં કેવળી બિરાજે છે ત્યાં ચારેય દિશાઓમાં બસો યોજન પૃથ્વી સ્વર્ગતુલ્ય નિરુપદ્રવ થાય છે અને જીવોનો વેરભાવ મટી જાય છે. જેમ આકાશમાં અમૂર્તત્વ, અવકાશ પ્રદાનતા, નિર્લેપતા, પવનમાં સુવીર્યતા, નિઃસંગતા, અગ્નિમાં ઉષ્ણતા, જળમાં નિર્મળતા અને પૃથ્વીમાં સહનશીલતા હોય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #506 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠોતેરમું પર્વ ૪૮૫ તેમ મહામુનિ સહજ સ્વભાવથી લોકોને આનંદદાયક હોય છે. અનેક અદભુત ગુણોના ધારક મુનિઓ સહિત બિરાજ્યા. ગૌતમ સ્વામી કહે છે: હું શ્રેણિક ! તેમનાં ગુણોનું વર્ણન કોણ કરી શકે? જેમ અમૃત ભરેલો સુવર્ણનો કળશ અત્યંત શોભે તેમ મહામુનિ અનેક ઋદ્ધિથી ભરેલા શોભતા હતા. તેઓ એક શિલા ઉપર શુક્લ ધ્યાન ધરીને બેઠા અને તે જ રાત્રે તેમને કેવળજ્ઞાન ઉપર્યું. તેમના અદ્દભુત ગુણોનું વર્ણન કરવાથી પાપનો નાશ થાય છે. પછી અસુરકુમાર, નાગકુમાર, ગરુડકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, પવનકુમાર, મેઘકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર અને દિકકુમાર આ દશ પ્રકારનાં ભવનવાસી દેવો, આઠ પ્રકારના વ્યંતર-કિન્નર, જિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, પાંચ પ્રકારના જ્યોતિષી–સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા અને સોળ સ્વર્ગનાબધા જ સ્વર્ગવાસી આ ચતુરનિકાયના દેવો સૌધર્મ ઇન્દ્રાદિક ધાતકી ખંડમાં જ્યારે શ્રી તીર્થકર દેવનો જન્મ થયો હતો તે સુમેરુ પર્વત ઉપર ક્ષીરસાગરના જળથી સ્નાન કરાવી જન્મકલ્યાણકનો ઉત્સવ કરી પ્રભુને માતાપિતાને સોંપી ત્યાં ઉત્સવ સહિત તાંડવનૃત્ય કરી પ્રભુની વારંવાર સ્તુતિ કરતા હતા. ભગવાન બાલ્યાવસ્થા ધરે છે, પણ બાલ્યાવસ્થાની અજ્ઞાન ચેષ્ટાથી રહિત છે. ત્યાં જન્મકલ્યાણકનો સમય સાધીને બધા દેવ લંકામાં અનંતવીર્ય કેવળીના દર્શન માટે આવ્યા. કેટલાક વિમાનમાં બેસીને આવ્યા, કેટલાક રાજહંસ પર બેસીને આવ્યા, કેટલાક અશ્વ, સિંહ, વાઘાદિ અનેક વાહનો પર ચઢીને આવ્યા. ઢોલ, નગારાં, મૃદંગ, વીણા, બંસરી, ઝાંઝ, મંજીરાં, શંખ ઇત્યાદિ નાના પ્રકારનાં વાજિંત્રો વગાડતા, મનોહર ગીત ગાતા, આકાશને આચ્છાદતા, કેવળીની પાસે અર્ધરાત્રિના સમયે આવ્યા. તેમના વિમાનોની જ્યોતિથી પ્રકાશ થઈ ગયો, વાજિંત્રોના અવાજથી દશેય દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ. રામ-લક્ષ્મણ આ વૃત્તાંત સાંભળી હર્ષ પામ્યા, બધા જ વાનરવંશી અને રાક્ષસવંશી વિધાધરો ઇન્દ્રજિત, કુંભકર્ણ, મેઘનાદ આદિ રામ-લક્ષ્મણની સાથે કેવળીના દર્શન માટે જવા તૈયાર થયા. શ્રી રામ-લક્ષ્મણ હાથી પર બેઠા. કેટલાક રાજા રથમાં બેઠા, કેટલાક અશ્વ પર બેઠા. છત્ર, ચામર, ધ્વજથી શોભાયમાન, અતિભક્તિ સહિત દેવસરખા સુગંધી શરીરવાળા પોતાનાં વાહનોમાંથી ઊતરીને પ્રણામ કરતા, સ્તોત્રપાઠ પઢતા કેવળીની પાસે આવ્યા. અષ્ટાંગ દંડવત્ કરીને ભૂમિ પર બેઠા. તેમને ધર્મશ્રવણની અભિલાષા હતી. કેવળીના મુખેથી દિવ્ય ધ્વનિમાં આ વ્યાખ્યાન આવ્યું કે આ પ્રાણી આઠ કર્મથી બંધાયેલા દુઃખના ચક્ર પર ચડી ચાર ગતિમાં ભ્રમણ કરે છે, આરૌદ્રધ્યાનથી યુક્ત જુદાજુદા પ્રકારનાં શુભાશુભ કર્મો કરે છે. મોહનીય કર્મથી આ જીવ બુદ્ધિરહિત થઈ સદા હિંસા કરે છે, અસત્ય વચન કહે છે, બીજાના મર્મને ભેદનાર વચનો બોલે છે, પરનિંદા કરે છે, પદ્રવ્ય હરે છે, પરસ્ત્રીનું સેવન કરે છે, અત્યંત લોભની વૃદ્ધિથી પ્રમાણરહિત પરિગ્રહુ અંગીકાર કરે છે. તેઓ અતિ નિંધ કર્મ કરીને શરીર તજી અધોલોકમાં જાય છે. ત્યાં તીવ્ર દુ:ખનાં કારણ સાત નરક છે. તેમનાં નામ-રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, મહાતમપ્રભા. આ સાત નરક અંધકારયુક્ત, દુર્ગધયુક્ત, સૂધી ના શકાય, દેખી ન શકાય, સ્પર્શી ન શકાય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #507 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૬ અઠોતેરમું પર્વ પદ્મપુરાણ તેવી વિકરાળ ભૂમિવાળા છે, ત્યાં નારકી જીવો સદા દુર્વચન બોલતાં, ત્રાસ ફેલાવતા, જાતજાતના છેદનભેદનથી પીડિત સાગરો પર્યતનો કાળ તીવ્ર દુઃખ ભોગવે છે. આમ જાણી પંડિત, વિવેકી પાપબંધથી રહિત થઈ ધર્મમાં ચિત્તને લગાડ, વિવેકી જીવો વ્રતનિયમ ધારે છે. તેમનો સ્વભાવ નિષ્કપટ હોય, તેઓ નાના પ્રકારનાં તપથી સ્વર્ગ પામે છે. પછી મનુષ્યદેહુ પામી મોક્ષ પામે છે. જે ધર્મની અભિલાષા રહિત છે તે કલ્યાણ માર્ગથી રહિત વારંવાર જન્મમરણ કરતાં સંસારમાં ભ્રમણ કરે છે. જે ભવ્ય જીવ સર્વજ્ઞ વીતરાગનાં વચનથી ધર્મમાં રહે છે તે મોક્ષમાર્ગી શીલ, શૌચ, સત્ય, સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રથી જ્યાં સુધી આઠ કર્મોનો નાશ ન કરે ત્યાં સુધી ઇન્દ્ર અહમિન્દ્ર પદનાં ઉત્તમ સુખ ભોગવે છે. નાના પ્રકારના અદ્ભુત સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને મહારાજાધિરાજ થઈ. જ્ઞાન પામી, જિનમુદ્રા ધરી, તપ કરીને કેવળજ્ઞાન પામી અષ્ટકર્મરહિત સિદ્ધ થાય છે. અનંત, અવિનાશી આત્મિક સ્વભાવમય પરમ આનંદ ભોગવે છે. આ વ્યાખ્યાન સાંભળી ઇન્દ્રજિત મેઘનાદે પોતાના પૂર્વભવ પૂછયા. કેવળીએ ઉત્તરમાં કહ્યું કે એક કૌશાંબી નામની નગરી હતી, તેમાં બે ગરીબ ભાઈઓ પ્રથમ અને પશ્ચિમ રહેતા. એક દિવસ વિહાર કરતાં ભવદત્ત નામના મુનિ ત્યાં આવ્યા. આ બન્ને ભાઈ ધર્મશ્રવણ કરીને અગિયારમી પ્રતિમાના ધારક ક્ષુલ્લક શ્રાવક થયા. તે મુનિના દર્શન કરવા કૌશાંબીનો રાજા ઇન્દુ આવ્યો અને તે જ સમયે મહાન જિનભક્ત નંદી નામનો શ્રેષ્ઠી મુનિના દર્શન માટે આવ્યો. રાજાએ તેનો આદર કર્યો. તેને જોઈને બન્ને ભાઈઓમાંથી નાના ભાઈ પશ્ચિમે નિદાન કર્યું કે હું આ ધર્મના પ્રસાદથી નંદી શેઠનો પુત્ર થાઉં. તેને મોટા ભાઈ અને ગુરુએ ખૂબ સમજાવ્યો કે જિનશાસનમાં નિદાનની ખૂબ નિંદા કરી છે, પણ તે સમજ્યો નહિ. દુર્બુદ્ધિવાળો તે નિદાનથી દુઃખી થયો. તે મરીને નંદીની ઇન્દુમુખી નામની સ્ત્રીના ગર્ભમાં આવ્યો. તે ગર્ભમાં આવતાં જ મોટા મોટા રાજાઓના નગરોમાં કોટકિલ્લાનું પડવું, દરવાજાનું પડવું વગેરે પ્રકારનાં ચિહ્ન થયાં. મોટા મોટા રાજા અને નાના પ્રકારનાં નિમિત્તોથી મહાન નર જાણી જન્મથી જ અતિ આદર સહિત દૂત મોકલીને દ્રવ્ય મોકલીને તેની સેવા કરવા લાગ્યા. એ મોટો થયો, એનું નામ રતિવર્ધન. બધા રાજા એની સેવા કરે, કૌશાંબી નગરનો રાજા ઇન્દુ પણ સેવા કરે, નિત્ય આવીને પ્રણામ કરે. આ પ્રમાણે આ રતિવર્ધન ખૂબ વિભૂતિ પામ્યો તેનો મોટો ભાઈ પ્રથમ મરીને સ્વર્ગમાં ગયો તે નાના ભાઈના જીવને સંબોધવા માટે ક્ષુલ્લકનું રૂપ લઈને આવ્યો. આ મદોન્મત્ત મદથી અંધ થયો હતો તેથી દુષ્ટ લોકો દ્વારા ક્ષુલ્લક દ્વારમાં પેસતાં રોક્યો. એટલે દેવે ક્ષુલ્લકનું રૂપ દૂર કરી રતિવર્ધનનું રૂપ કર્યું. તત્કાળ તેનું નગર ઉજાડીને મેદાન કરી નાખ્યું અને કહ્યું હવે તારી શી વાત છે? આથી તે પગે પડી સ્તુતિ કરવા લાગ્યો. તેને સકળ વૃત્તાંત કહ્યો, કે આપણે બન્ને ભાઈ હતા, હું મોટો અને તું નાનો. બન્નેએ ક્ષુલ્લકના વ્રત લીધાં હતાં. તે નંદી શેઠને જોઈને નિદાન કર્યું હતું તેથી મરીને નંદીને ઘેર જભ્યો, રાજવિભૂતિ મેળવી; અને હું સ્વર્ગના દેવ થયો. આ બધી વાત સાંભળી રતિવર્ધનને સમ્યકત્વ ઉત્પન્ન થયું. તે મુનિ થયો અને તેની સાથે નંદી વગેરે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #508 -------------------------------------------------------------------------- ________________ અઠોતેરમું પર્વ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ४८७ અનેક રાજા મુનિ થયા. રતિવર્ધન તપ કરી જ્યાં ભાઈનો જીવ દેવ થયો હતો ત્યાં જ દેવ થયો. પછી બન્ને ભાઈ સ્વર્ગમાંથી ચ્યવીને રાજકુમાર થયાં. એકનું નામ, ઉર્વ, બીજાનું નામ ઉર્વસ. રાજા નરેન્દ્ર અને રાણી વિજયાના તે પુત્રો હતા. પછી જિનધર્મનું આરાધન કરી સ્વર્ગમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તમે બન્ને ભાઈ રાવણની રાણી મંદોદરીના પેટે ઇન્દ્રજિત, મેઘનાદ નામે પુત્ર થયા અને નંદી શેઠની પત્ની ઇન્દ્રમુખી–રતિવર્ધનની માતા જન્માંતર કરી મંદોદરી થઈ. પૂર્વે સ્નેહ હતો તેથી અત્યારે પણ માતાનો પુત્ર પ્રત્યે અત્યંત સ્નેહ રહ્યો. મંદોદરીનું ચિત્ત જિનધર્મમાં આસક્ત છે. પોતાના પૂર્વભવ સાંભળીને બન્ને ભાઈ સંસારની માયાથી વિરક્ત થયા, તેમણે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરી કુંભકર્ણ, મારીચ, રાજા મય અને બીજા પણ મોટા મોટા રાજા સંસારથી અત્યંત વિરક્ત થઈ મુનિ થયા. તેમણે વિદ્યાધરરાજની વિભૂતિ તૃણવત્ કરી, વિષય કષાય તજ્યા, મહાયોગીશ્વર થઈ અનેક ઋદ્ધિ મેળવી અને પૃથ્વી પર વિહાર કરતા ભવ્યોને પ્રતિબોધ આપ્યો. શ્રી મુનિસુવ્રતનાથના મુક્તિ ગયા પછી તેમના તીર્થમાં પરમ તપના ધારક અનેક ઋદ્ધિસંયુક્ત આ મહાપુરુષો થયા. તે ભવ્ય જીવોને વારંવાર વંદવાયોગ્ય છે. મંદોદરી પણ પતિ અને પુત્ર બન્નેના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ મૂચ્છ પામી. પછી સચેત થઈ હરણીની પેઠે વિલાપ કરવા લાગી કે હાય પુત્ર! ઇન્દ્રજિત, મેઘનાદ! આ કેવો ઉદ્યમ કર્યો, હું તમારી માતા, અતિદીન તેને કેમ છોડી ? આ શું તમારા માટે યોગ્ય છે કે દુ:ખથી તપ્ત માતાનું સમાધાન કર્યા વિના ચાલ્યા ગયા? અરે પુત્રો! તમે મુનિવ્રત કેવી રીતે પાળી શકશો? તમે દેવ જેવા મહાભોગી, શરીરને લાડ કરનારા કઠોર ભૂમિ પર કેવી રીતે સૂઈ શકશો? તમે સમસ્ત વૈભવ છોડયો, સર્વ વિધા છોડી, કેવળ આત્મામાં તત્પર થયા, વળી રાજા મય મુનિ થયા તેનો પણ શોક કરે છે. અરે પિતા! આ તમે શું કર્યું? જગત છોડી મુનિવ્રત ધારણ કર્યું. તમે મારા તરફ આવો સ્નેહું તત્કાળ કેમ છોડયો ? હું તમારી પુત્રી, મારા ઉપર દયા કેમ ન રાખી ? બાલ્યાવસ્થામાં મારા ઉપર તમારી અત્યંત કૃપા હતી. હું પિતા, પુત્ર, પતિ બધાથી રહિત થઈ ગઈ. સ્ત્રીના એ જ રક્ષક છે. હવે હું કોના શરણે જાઉં? હું પુણ્યહીન, અતિદુ:ખ પામી. આ પ્રમાણે મંદોદરી રુદન કરે છે. તેનું રુદન સાંભળી બધાને દયા ઉપજે છે. તેને શશિકાંતા આર્થિક ઉત્તમ વચનથી ઉપદેશ દે છે. હું મૂર્ખા! રોવે છે શું? આ સંસારચક્રમાં જીવોએ અનંતા ભવ ધારણ કર્યા છે તેમાં નારકી અને દેવોને તો સંતાપ નથી, મનુષ્ય અને તિર્યંચને હોય છે. તે ચતુર્ગતિમાં ભ્રમણ કરતાં મનુષ્ય તિર્યંચના પણ અનંત જન્મ લીધા છે તેમાં તારે અનેક પિતા, પુત્ર, બધુ થયા. તેમના માટે જન્મોજન્મ રુદન કર્યું, હવે શા માટે વિલાપ કરે છે? નિશ્ચળ થા, આ સંસાર અસાર છે, એક જિનધર્મ જ સાર છે. તું જિનધર્મનું આરાધન કર, દુઃખથી નિવૃત્ત થા. પ્રતિબોધના કારણરૂપ આર્થિકાનાં મનોહર વચનો સાંભળી મંદોદરી વિરક્ત થઈ. સમસ્ત પરિગ્રહ છોડી એક શુક્લ વસ્ત્રધારી આર્થિકા થઈ. મંદોદરી મનવચનકાયથી નિર્મળ જિનશાસનમાં અનુરાગિણી છે. વળી રાવણની બહેન ચંદ્રનખા પણ એ જ આર્થિકા પાસે દીક્ષા લઈ આર્થિકા થઈ. જે દિવસે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #509 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૮ ઓગણએંસીમું પર્વ પદ્મપુરાણ મંદોદરી આર્થિકા થઈ તે દિવસે અડતાળીસ હજાર આર્થિકા થઈ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ઇન્દ્રજિત, મેઘનાદ, કુંભકર્ણ અને મંદોદરી આદિ રાણીઓના વૈરાગ્યનું વર્ણન કરનાર અઠ્ઠોતેરમું પર્વ પૂર્ણ થયું. * * * ઓગણએંસીમું પર્વ (રામ-સીતાનો મેળાપ) ત્યારપછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! હવે શ્રી રામલક્ષ્મણનો લંકામાં પ્રવેશ થયો તે વાત સાંભળ, વિમાનોના સમહ હાથીઓની ઘટા. શ્રેષ્ઠ તુરંગોનો સમૂહ, મકાન જેવા રથ, વિધાધરો અને હજારો દેવ સાથે બન્ને ભાઈએ લંકામાં પ્રવેશ કર્યો. તેમને જોઈ લોકો ખૂબ આનંદ પામ્યા. જન્માંતરના ધર્મનું ફળ પ્રત્યક્ષ જોવા લાગ્યા. રાજમાર્ગ પર ચાલતા શ્રી રામ-લક્ષ્મણને નગરનાં નરનારીઓ અપૂર્વ આનંદથી દેખે છે, સ્ત્રીઓ ઝરૂખાઓમાં બેસી જાળીમાંથી જુએ છે અને કૌતુકથી પરસ્પર વાતો કરે છે: હે સખી! જો આ રાજા રામ, દશરથના પુત્ર, ગુણરત્નની રાશિ, પૂર્ણિમાના ચંદ્ર સમાન જેમનું મુખ છે, કમળ સમાન જેમનાં નેત્ર છે, પ્રશંસનીય જેમનો આકાર છે, અદભુત પુણ્યથી આ પદ મેળવ્યું છે, ધન્ય છે તે કન્યાને જેમણે આવા વર મેળવ્યા છે. જેણે આવો વર મેળવ્યો તેણે લોકમાં કીર્તિનો સ્તંભ સ્થાપ્યો છે, જન્માંતરમાં જેમણે ધર્મનું આચરણ કર્યું હોય તે જ આવો નાથ પામે. રાજા જનકની પુત્રી મહાકલ્યાણરૂપિણીએ જન્માંતરમાં મહાન પુણ્ય ઉપામ્યું છે તેથી તેને આવા પતિ મળ્યા, જેમ ઇન્દ્રને શચિ તેમ રામની સીતા. અને આ વાસુદેવ લક્ષ્મણ ચક્રપાણિ શોભે છે, જેણે અસુરેન્દ્ર સમાન રાવણને રણમાં હણ્યો. નીલકમળ સમાન કાંતિવાળા લક્ષ્મણ અને ગૌર કાંતિવાળા બળદેવ શ્રી રામચંદ્ર પ્રયાગમાં ગંગા-યુમનાના પ્રવાનો મેળાપ શોભે તેવા શોભે છે. આ રાજા ચંદ્રોદયનો પુત્ર વિરાધિત છે, જેણે લક્ષ્મણ સાથે પ્રથમ મૈત્રી કરીને વિસ્તીર્ણ વિભૂતિ મેળવી. આ રાજા સુગ્રીવ કિÉધાપુરના સ્વામી મહાપરાક્રમી, જેમણે શ્રી રામદેવ સાથે પરમ પ્રીતિ બતાવી અને આ સીતાનો ભાઈ ભામંડળ રાજા જનકનો પુત્ર, ચંદ્રગતિ વિદ્યાધરનો પાલિત વિદ્યાધરોને ઇન્દ્ર છે. આ અંગદકુમાર રાજા સુગ્રીવનો પુત્ર. જેણે રાવણને બહુરૂપિણી વિદ્યા સાધતી વખતે વિગ્ન કર્યું હતું. અને હું સખી! આ હનુમાન મહાસુંદર, ઉત્તુંગ હાથીના રથ પર ચડી પવનથી ચાલે છે, જેના રથ પર વાનરના ચિહ્નની ધજા છે, જેને જોતાં રણભૂમિ પર શત્રુઓ નાસી જતા તે રાજા પવનનો અંજનીના ઉદરથી ઉત્પન્ન થયેલો પુત્ર છે. તેણે લંકાના કોટ-દરવાજા તોડી પાડ્યા હતા. સ્ત્રીઓ પરસ્પર આવી વાતો કરે છે. તેમનાં વચનોરૂપી પુષ્પોની માળાથી પૂજિત રામ રાજમાર્ગ થઈને આગળ આવ્યા અને એક ચામર ઢાળનારી સ્ત્રીને પૂછયું. અમારા વિરહના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #510 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણએંસીમું પર્વ ૪૮૯ દુ:ખથી તપ્ત ભામંડળની બહેન ક્યાં રહે છે? રત્નના ચૂડાની જ્યોતિથી જેની ભુજા પ્રકાશમાન છે એવી તે સ્ત્રીએ આંગળીની સમસ્યાથી તે સ્થાન બતાવ્યું અને કહ્યું: હે દેવ! પુષ્પપ્રકીર્ણ નામના પર્વતનાં ઝરણાઓના જળથી જાણે કે હસી રહ્યું છે એવા નંદનવન સમાન મનોહર વનમાં રાજા જનકની પુત્રી, જેનો પરિવાર કીર્તિ અને શીલ છે, તે રહે છે. ચામર ઢાળનારી સ્ત્રીએ રામને આમ કહ્યું અને સીતાની સમીપે જે ઊર્મિકા નામની સખી હતી તેણે આંગળી ચીંધીને સીતાને કહ્યું, હે દેવી ! ચંદ્રમા સમાન છત્રવાળા, ચંદ્ર-સર્ય સમાન કુંડળવાળા અને શરદનાં ઝરણાં સમાન હારવાળા પરષોત્તમ. તમારા વલ્લભ શ્રી રામચંદ્ર આ આવ્યા. તમારા વિયોગથી જેમના મુખ પર અત્યંત ખેદ છે એવા, હે કમળનેત્રી ! દિગ્ગજની પેઠે તે આવી રહ્યા છે. પ્રથમ તો સીતાને આ વાત સ્વપ્ન જેવી લાગી. પછી શ્રી રામ અતિઆનંદ ધારણ કરી જેમ મેઘપટલમાંથી ચંદ્ર નીકળે તેમ હાથી પરથી ઊતરીને રોહિણીની નિકટ ચંદ્રમાં આવે તેમ આવ્યા. ત્યારે સીતા નાથને નિકટ આવેલા જોઈને અતિહર્ષભરી ઊભી થઈને સન્મુખ આવી. સીતાનું અંગ ધૂળથી મલિન છે, વાળ વિખરાયેલા છે, હોઠ શ્યામ પડી ગયા છે, સ્વભાવથી જ કુશ હતી અને પતિના વિયોગથી અત્યંત કૃશ થઈ ગઈ છે. હવે પતિના દર્શનથી જેને હર્ષ ઉપજ્યો છે, પ્રાણની આશા બંધાણી છે તે જાણે સ્નેહભરી શરીરની કાંતિથી પતિને મળે છે અને જાણે નેત્રોની જ્યોતિરૂપ જળથી પતિને સ્નાન કરાવે છે. ક્ષણમાત્રમાં જેના શરીરનું લાવણ્ય વધી ગયું છે તે હર્ષભર્યા નિશ્વાસથી જાણે અનુરાગનાં બીજ વાવે છે. તે રામનાં નેત્રોને વિશ્રામની ભૂમિ છે, તેના પલ્લવ સમાન હસ્ત લક્ષ્મીના કરકમળને પણ જીતે છે, સૌભાગ્યરૂપ રત્નોની ખાણ છે, સંપૂર્ણ ચંદ્ર સમાન જેનું વદન છે, ચંદ્ર કલંકવાળો છે અને આ નિષ્કલંક છે, વીજળી સમાન કાંતિવાળી તે વીજળી જેવી ચંચળ નથી, નિશ્ચળ છે, તે મુખરૂપ ચંદ્રિકાથી અતિ શોભા પામી. એ અદભુત વાત છે કે કમળ તો ચંદ્રની જ્યોતિથી ખીલે છે અને આનાં નેત્રકમળ મુખચંદ્રની જ્યોતિથી પ્રકાશે છે, તેનાં કલુષતારહિત ઉન્નત સ્તન જાણે કામના કળશ છે એવી વિદેહની પુત્રીને નિકટ આવતી જોઈને કૌશલ્યાના પુત્ર કથનમાં ન આવે એવો હર્ષ પામ્યા અને આ રતિ સમાન રમણી રમણને આવતા જોઈ વિનયથી હાથ જોડી, જેનાં નેત્ર આંસુથી ભર્યા છે એવી જેમ શચિ ઇન્દ્ર પાસે આવે, રતિ કામની પાસે આવે, દયા જિનધર્મની નિકટ આવે, સુભદ્રા ભરતની નિકટ આવે તેમ સતી સીતા રામની સમીપે આવી. ઘણા દિવસોના વિયોગથી રામે સેંકડો મનોરથ પછી નવીન સંયોગ મેળવ્યો હોવાથી તેમનાં નેત્ર સજળ થઈ ગયાં મુજબંધનથી શોભિત ભુજા વડે તે પ્રાણપ્રિયાને મળ્યા, તેને હૃદય સાથે ચાપીને સુખસાગરમાં મગ્ન થયા, હૃદયથી જુદી ન કરી શક્યા, જાણે કે વિરહથી ડરે છે. તે નિર્મળ ચિત્તવાળી સીતા પ્રીતમના કંઠમાં પોતાની ભુજફાંસી નાખી કલ્પવૃક્ષને વળગેલી કલ્પવેલી જેવી શોભતી હતી. બન્નેનાં અંગમાં રોમાંચ થયાં, પરસ્પર મેળાપથી બન્નેય અત્યંત શોભતા હતા. દેવોના યુગલ સમાન શોભતા સીતા અને રામનો સમાગમ જોઈ દેવ પ્રસન્ન થયા, આકાશમાંથી બન્ને પર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #511 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૦ એંસીમું પર્વ પદ્મપુરાણ ફૂલોની વર્ષા કરવા લાગ્યા, સુગંધી જળની વર્ષા કરવા લાગ્યા ને મુખમાંથી ઉચ્ચારવા લાગ્યા કે અહો, અનુપમ શીલવાળી શુભચિત્ત સીતાને ધન્ય છે, તેની અચળતા અને ગંભીરતાને ધન્ય છે. વ્રતશીલની મનોજ્ઞતા તથા નિર્મળપણાને ધન્ય છે. સીતા સતીઓમાં ઉત્કૃષ્ટ છે, જેણે મનથી પણ બીજો પુરુષ ઇચ્છયો નથી, જેનાં વ્રત-નિયમ શુદ્ધ છે. તે જ વખતે અતિભક્તિ ભરેલો લક્ષ્મણ આવી સીતાના પગમાં પડ્યો, વિનય સંયુક્ત લક્ષ્મણને જોઈ સીતા આંસુ વહાવતી તેને છાતીએ વળગાડી બોલી: હે વત્સ! મહાજ્ઞાની મુનિ કહેતા હતા કે આ વાસુદેવ પદના ધારક છે તે પ્રગટ થયું અને તે અર્ધચક્રીપદનું રાજ્ય મેળવ્યું, નિગ્રંથનાં વચન અન્યથા હોતા નથી. તારા આ મોટા ભાઈ પુરુષોત્તમ બળદેવે વિરહરૂપ અગ્નિમાં બળતી મને બહાર કાઢી. પછી ચંદ્રમા સમાન જ્યોતિવાળો ભાઈ ભામંડળ બહેનની સમીપે આવ્યો, તેને જોઈને અતિમોથી મળી. ભાઈ વિનયવાન છે, રણમાં તેણે મોટું પરાક્રમ કર્યું હતું. પછી સુગ્રીવ, હનુમાન, નળ, નીલ, અંગદ, વિરાધિત, ચંદ્ર, સુષેણ, જાંબવત ઇત્યાદિક મોટા મોટા વિધાધરો પોતાનું નામ કહી સીતાને વંદન અને સ્તુતિ કરવા લાગ્યા, નાના પ્રકારનાં વસ્ત્ર, આભૂષણ, કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા તેના ચરણ સમીપે સુવર્ણપાત્રમાં ભેટરૂપે મૂકવા લાગ્યા. તેમણે સ્તુતિ કરી: હે દેવી! તમે ત્રણ લોકમાં પ્રસિદ્ધ છો અત્યંત ઉદાર છો, ગુણસંપદાથી સૌથી મોટા છો, દેવો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છો, તમારું દર્શન મંગળરૂપ છે, જેમ સૂર્યની પ્રભા સૂર્યસહિત પ્રકાશ કરે તેમ તમે પણ શ્રી રામચંદ્ર સહિત જયવંત રહો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી. દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-સીતાના મિલનનું વર્ણન કરનાર ઓગણએંસીમું પર્વ પૂર્ણ થયું. * * * એંસીમું પર્વ (વિભીષણનું પોતાના દાદા આદિને સંબોધન ) પછી સીતાના મિલનથી જેમનું મુખકમળ ખીલી ઊઠયું છે એવા શ્રી રામ પોતાના હાથે સીતાનો હાથ પકડી ઊભા થયા, ઐરાવત ગજ સમાન હાથી પર સીતા સહિત બેઠાં. મેઘ સમાન હાથીની પીઠ પર જાનકીરૂપ રોહિણી સહિત રામરૂપ ચંદ્રમા પોતાના અનુરાગી મોટા મોટા વિદ્યાધરો અને લક્ષ્મણ સાથે સ્વર્ગવિમાન તુલ્ય રાવણના મહેલમાં પધાર્યા. રાવણના મહેલની મધ્યમાં શ્રી શાંતિનાથ ભગવાનનું અતિસુંદર મંદિર છે, તેમાં સુવર્ણના હજારો સ્તંભ છે, મંદિરની મનોહર ભીંત રત્નોથી મંડિત છે, મહાવિદેહમાં સુમેરુગિરિ શોભે તેવું રાવણના મહેલની મધ્યમાં શ્રી શાંતિનાથનું મંદિર શોભે છે. તેને જોતાં નેત્રો મોડું પામે છે. ત્યાં ઘંટારવ થાય છે, ધજા ફરકે છે, તેનું વર્ણન કરવું શક્ય નથી. શ્રી રામ હાથી ઉપરથી નીચે ઊતર્યા, પ્રસન્ન નેત્રે જાનકી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #512 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૧ સહિત થોડો સમય કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરી. તેમના હાથ નીચે લંબાયા છે, પ્રશાંત હૃદયે સામાયિક અંગીકાર કરી હાથ જોડી સમસ્ત અશુભ કર્મનું નાશક શાંતિનાથ સ્વામીનું સ્તોત્ર પઢવા લાગ્યા, હે પ્રભો! તમારા ગર્ભાવતાર સમયે સર્વલોકમાં શાંતિ થઈ, સકળ જીવોને આનંદ ઊપજ્યો. જન્મકલ્યાણકમાં ઇન્દ્રાદિક દેવો અત્યંત હર્ષ પામીને આવ્યા, ક્ષીરસાગરના જળથી સુમેરુ પર્વત ૫૨ તમારો જન્માભિષેક થયો, તમે ચક્રવર્તીપદ ધારણ કરીને જગતનું રાજ્ય કર્યું, બાહ્ય શત્રુઓને બાહ્ય ચક્રથી જીત્યા અને મુનિ થઈ અંદરના મોહ રાગાદિક શત્રુને ધ્યાનથી જીત્યા, કેવળજ્ઞાન પામ્યા, જન્મજામરણથી રહિત મોક્ષનું અવિનાશી રાજ્ય લીધું. કર્મરૂપ વેરીને જ્ઞાનશસ્ત્રથી દૂર કર્યા. કેવા છે કર્મશત્રુ? સદા ભવભ્રમણના કારણ, જન્મજરામરણભયરૂપ આયુધોથી યુક્ત અને સદા શિવપુરપંથના રોકનારા. શિવપુર કેવું છે? ઉપમારહિત નિત્ય શુદ્ધ, જ્યાં પરભાવનો આશ્રય નથી, કેવળ નિજભાવનો આશ્રય છે. આપ અત્યંત દુર્લભ એવા નિર્વાણરૂપ છો અને બીજાઓને નિર્વાણપદ સુલભ કરો છો, આખા જગતને શાંતિનું કારણ છો. હૈ શાંતિનાથ ! તમને મનવચનકાયાથી નમસ્કાર હો. હું જિનેશ! હૈ મહેશ! અત્યંત શાંત દશા પામ્યા છો, સ્થાવ૨-જંગમ સર્વ જીવોના નાથ છો, જે તમારા શરણે આવે તેના રક્ષક છો, સમાધિબોધના દાતા છો. તમે ૫૨મેશ્વર, સર્વના ગુરુ, સર્વના બાંધવ છો, મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરનાર, સર્વ ઇન્દ્રાદિક દેવોથી પૂજ્ય, ધર્મતીર્થના કર્તા છો. તમારા પ્રસાદથી સર્વ દુ:ખરહિત ૫૨મ સ્થાનને મુનિરાજ પામે છે. હે દેવાધિદેવ! તમને નમસ્કાર. તમે સર્વ કર્મનો વિલય કર્યો છે. હે કૃતકૃત્ય ! જેમણે પરમ શાંતિનું પદ પ્રાપ્ત કર્યું છે એવા તમને નમસ્કાર. ત્રણે લોકને શાંતિનું કારણ, સકળ સ્થાવર-જંગમ જીવોના નાથ, શરણાગતપાલક, સમાધિબોધના દાતા, હે પ્રભો! તમે જ ગુરુ, તમે જ બાંધવ, તમે જ મોક્ષમાર્ગના નિયંતા પરમેશ્વર, ઇન્દ્રાદિક દેવોથી પૂજ્ય, ધર્મતીર્થના કર્તા, સર્વ દુ:ખના હરના૨, કર્મોના નાશક, તમને નમસ્કાર હો. હું લબ્ધલભ્ય ! એટલે કે પામવાયોગ્ય પદને પામનાર! શાંત સ્વભાવમાં બિરાજમાન, સર્વદોષરહિત હૈ ભગવાન! કૃપા કરો, અમને તે અખંડ અવિનાશી પદ આપો, ઇત્યાદિ સ્તોત્ર બોલી કમળ-નયન શ્રી રામે પ્રદક્ષિણા દઈ વંદના કરી. શ્રી રામ વિવેકી અને પુણ્યકર્મમાં સદા પ્રવીણ છે. રામની પાછળ, નમ્ર અંગવાળી જાનકીએ બેય હાથ જોડી સ્તુતિ કરી. શ્રી રામના શબ્દ દુંદુભિ સમાન અને જાનકીના શબ્દ અતિમિષ્ટ કોમળ વીણા સમાન છે. વિશલ્યા સહિત લક્ષ્મણે સ્તુતિ કરી તથા ભામંડળ, સુગ્રીવ, હનુમાને મંગળ સ્તોત્ર ગાયાં. હાથ જોડી, જિનરાજમાં પૂર્ણ ભક્તિપૂર્વક ગાન કરતાં, મૃદંગાદિ વગાડતાં મહાનિ થયો, મોર તેને મેઘધ્વનિ સમજી નૃત્ય કરવા લાગ્યા. તેઓ જિનમંદિરમાં સ્તુતિ, પ્રણામ કરી રહ્યા હતા તે સમયે રાજા વિભીષણ પોતાના દાદા સુમાલી, તેમના નાના ભાઈ સુમાલ્યવાન, સુમાલીના પુત્ર રાવણના પિતા રત્નશ્રવા આદિ પોતાના વડીલોનું સમાધાન કરતા હતા. વિભીષણ સંસારની અનિત્યતાના ઉપદેશમાં અત્યંત પ્રવીણ છે. તેમણે વડીલોને કહ્યું: હું તાત ! આ બધા જીવો પોતાનાં ઉપાર્જેલાં કર્મોને ભોગવે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #513 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૨ એંસીમું પર્વ પદ્મપુરાણ છે તેથી શોક કરવો નકામો છે. આપ જિનાગમના જાણનાર અત્યંત શાંતચિત્ત અને વિચક્ષણ છો, આપ ચિત્તનું સમાધાન કરો. આપ બીજાઓને ઉપદેશ દેવાયોગ્ય છો, આપને હું શું કહું ? જે પ્રાણી જન્મે છે તે અવશ્ય મરણ પામે છે. યૌવન પુષ્પની સુગંધ સમાન ક્ષણમાત્રમાં અન્યરૂપ થઈ જાય છે, લક્ષ્મી પલ્લવોની શોભા સમાન શીધ્ર બીજું રૂપ લઈ લે છે, વીજળીના ચમકારા જેવું આ જીવન છે, પાણીના પરપોટા જેવો બાંધવોનો સમાગમ છે, આ ભોગ સાંજના વાદળાંના રંગ સમાન છે, જગતની ક્રિયા સ્વપ્નની ક્રિયા જેવી છે. જો આ જીવ પર્યાયાર્થિક નયથી મૃત્યુ ન પામે તો હું અન્ય ભવમાંથી તમારા વંશમાં કેવી રીતે આવત? હે તાત! પોતાનું જ શરીર વિનાશી છે તો આપણા હિતચિંતકજનોનો અત્યંત શોક શો કરવો? શોક કરવો એ મૂઢતા છે. પુરુષોએ શોક દૂર કરવા માટે સંસારનું સ્વરૂપ વિચારવું યોગ્ય છે. જોયેલા, સાંભળેલા, અનુભવેલા પદાર્થો ઉત્તમ પુરુષોને વિશેષ શોક ઉપજાવે નહિ. કદાચ ક્ષણમાત્ર થયો તો થયો, શોકથી બંધુઓનું મિલન થતું નથી, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેથી શોક ન કરવો. આમ વિચારવું કે આ અસાર સંસારમાં ક્યા ક્યા સંબંધો થયા, આ જીવના ક્યા ક્યા બાંધવ થયા, આમ જાણી શોક ત્યજવો, પોતાની શક્તિ પ્રમાણે જિનધર્મનું સેવન કરવું. આ વીતરાગનો માર્ગ સંસારસાગરને પાર ઉતારે છે. તેથી જિનશાસનમાં ચિત્ત રાખી આત્મકલ્યાણ કરવું. ઈત્યાદિ મધુર વચનોથી વિભીષણે પોતાના વડીલોનાં મનનું સમાધાન કર્યું. (રામને સર્વે સેના સહિત વિભીષણના ઘરે ભોજન માટે આમંત્રણ) પછી વિભીષણ પોતાના નિવાસસ્થાને ગયો અને સમસ્ત વ્યવહારમાં પ્રવીણ એવી પોતાની વિદગ્ધ નામની પટરાણીને શ્રીરામને ભોજનનું નિમંત્રણ આપવા મોકલી. તેણે આવી સીતા સહિત રામને લક્ષ્મણને નમસ્કાર કર્યા અને કહ્યું કે હે દેવ ! મારા પતિનું ઘર આપનાં ચરણારવિંદના પ્રસંગથી પવિત્ર કરો. આપ અનગ્રહ કરવાને યોગ્ય છો, પછી તરત જ વિભીષણ આવ્યો અને અતિઆદરથી વિનંતિ કરી કે હે દેવ ! ઊઠો. મારું ઘર પવિત્ર કરો. તેથી રામ તેની સાથે જ તેના ઘરે જવા તૈયાર થયા. નાના પ્રકારનાં વાહનો, કાળી, ઘટા સમાન અતિઉતુંગ ગજ, પવન સમાન ચંચળ તુરંગ, મંદિર સમાન રથ ઇત્યાદિ વાહનો પર આરૂઢ થઈ અનેક રાજા સહિત વિભીષણના ઘેર પધાર્યા. આખો ય રાજમાર્ગ સામતોથી ઢંકાઈ ગયો. વિભીષણે નગરને ઉછાળ્યું. મેઘધ્વનિ સમાન વાંજિત્રો વાગવા લાગ્યાં. શંખોના શબ્દથી ગિરિની ગુફા નાદ કરવા લાગી. ઝાંઝ, નગારાં, મૃદંગ, ઢોલ વાગવા લાગ્યાં. દશે દિશાઓ વાંજિત્રોના નાદથી ભરાઈ ગઈ. વાજિંત્રોના અવાજ, સામતોના અટ્ટહાસ્ય બધી દિશામાં ફેલાઈ ગયા. કોઈ સિંહ પર, કોઈ હાથી પર, કોઈ અશ્વ પર એમ વિધામયી અને સામાન્ય જાતજાતનાં વાહનો પર બેસીને સૌ ચાલ્યા જાય છે, નૃત્યકારિણી નૃત્ય કરે છેનટ, ભાટ અનેક કળા, ચેષ્ટા કરે છે. શરદની પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉજ્જવળ છત્રોના સમૂહથી આકાશ છવાઈ ગયું છે. નાના પ્રકારનાં આયુધોની કાંતિથી સૂર્યનું તેજ દબાઈ ગયું છે, નગરના સૌ નરનારીઓને આનંદ ઉપજાવતા ભાનુ સમાન શ્રીરામ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #514 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૩ વિભીષણના ઘરે આવ્યા. ગૌતમસ્વામી કહે છે-હું શ્રેણિક ! તે સમયની વિભૂતિનું વર્ણન ના થઈ શકે. વિભીષણે અર્ધપાધ કર્યા, શોભા કરી. શ્રી શાંતિનાથના મંદિરથી લઈને પોતાના મહેલ સુધી મનોજ્ઞ તાંડવનૃત્ય કર્યું. શ્રી રામ હાથી પરથી ઊતરીને સીતા અને લક્ષ્મણ સહિત વિભીષણના ઘરમાં પ્રવેશ્યા. વિભીષણના મહેલની મધ્યમાં પદ્મપ્રભુ જિનેન્દ્રનું મંદિર છે, રત્નોનાં તોરણો શોભે છે, તેની ચારેતરફ અનેક જૈનમંદિરો છે, જેમ પર્વતોની મધ્યમાં સુમેરુ શોભે છે તેમ પદ્મપ્રભુનું મંદિર શોભે છે. સોનાના સ્તંભ, નાના પ્રકારનાં મણિઓથી મંડિત અનેક રચનાવાળું, સુંદર પમરાગમણિથી તે શોભે છે. પદ્મપ્રભુ જિનેન્દ્રની પ્રતિમા અનુપમ છે, તેની કાંતિથી મણિરત્નની ભૂમિ પર જાણે કે કમળોના વન ખીલેલાં હોય તેવું લાગે છે. રામ, લક્ષ્મણ, સીતાએ વંદના કરી, સ્તુતિ કરી અને યથાયોગ્ય આસન લીધું. પછી વિદ્યાધરોની સ્ત્રીઓએ રામ, લક્ષ્મણ, સીતાના સ્નાનની તૈયારી કરી. અનેક પ્રકારનાં સુગંધી તેલનો લેપ કર્યો, જે નાસિકા અને દેહને અનુકૂળ હતો. પૂર્વ દિશા તરફ મુખ રાખીને સ્નાનના બાજોઠ પર બિરાજ્યા. મહાન ઋદ્ધિથી સ્નાનક્રિયા થઈ. સુવર્ણના, મરકતમણિના, હીરાના, સ્ફટિકમણિના, ઇન્દ્રનીલમણિના સુગંધી જળભરેલા કળશોથી સ્નાન થયું. નાના પ્રકારનાં વાજિંત્રો વાગ્યો, ગીતો ગવાયાં. સ્નાન થયા બાદ પવિત્ર વસ્ત્ર-આભૂષણ પહેરી ફરીથી પદ્મપ્રભુના ચૈત્યાલયમાં જઈને વંદના કરી. વિભીષણે રામની મહેમાનગતિ કરી તેનું વર્ણન કેટલું કરીએ? દૂધ, દહીં, ઘી, શરબતની વાવો ભરાવી, અન્નના પર્વત કર્યા. જે અદ્ભુત વસ્તુઓ નંદનાદિ વનમાં મળે તે મંગાવી. મન, નાસિકા, નેત્રોને પ્રિય, અતિસ્વાદિષ્ટ, જીભને પ્રિય ષસ ભોજનની તૈયારી કરી. સામગ્રી તો સુંદર હતી જ, અને સીતાના મિલનથી રામને અતિ પ્રિય લાગી. જ્યારે ઈષ્ટનો સંયોગ થાય ત્યારે પાંચેય ઇન્દ્રિયોને બધા જ ભોગ પ્રિય લાગે છે, નહિતર નહિ. જ્યારે પોતાના પ્રીતમનો સંયોગ થાય ત્યારે ભોજન સારી રીતે રુચે છે, વસ્ત્ર સુંદર લાગે છે, રાગ સાંભળવા ગમે છે, કોમળ સ્પર્શ રુચે છે. મિત્રના સંયોગથી બધુંય મનોહર લાગે અને મિત્રનો વિયોગ હોય ત્યારે બધું સ્વર્ગતુલ્ય હોય તે પણ નરકતુલ્ય લાગે છે. પ્રિયના સમાગમમાં વિષમ વન સ્વર્ગતુલ્ય ભાસે છે. વિભીષણે અમૃતસરખા રસ અને અનેક વર્ણનાં અભુત ભક્ષ્યોથી રામ, લક્ષ્મણ, સીતાને ખૂબ તૃપ્ત કર્યા. વિધાધર, ભૂમિગોચરી સૌને પરિવાર સહિત અત્યંત સન્માનથી જમાડયા, ચંદનાદિ સુગંધના લેપ કર્યા, ભદ્રશાલ, નંદનાદિક વનનાં પુષ્પોથી શોભિત કર્યા, કોમળ, ઝીણાં વસ્ત્રો પહેરાવ્યાં, નાના પ્રકારનાં રત્નોનાં આભૂષણો આપ્યાં, તેનાં રત્નોની જ્યોતિથી દશે દિશામાં પ્રકાશ થઈ ગયો. રામની સેનાના જેટલા માણસો હતા તે બધાનું સન્માન કરીને વિભીષણે તેમને પ્રસન્ન કર્યા, સૌના મનોરથ પૂર્ણ કર્યા. બધા રાતદિવસ વિભીષણની પ્રશંસા કરે છે. અહો, આ વિભીષણ રાક્ષસવંશનું આભૂષણ છે, જેણે રામ-લક્ષ્મણની ઘણી સેવા કરી અને તે પ્રશંસવાયોગ્ય છે. તે મોટા પુરુષ છે, જેમના ઘેર રામ-લક્ષ્મણ પધારે તે જગતમાં મહાન પ્રભાવ અને યશ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વિધાધરોએ વિભીષણના ગુણ ગ્રહણ કર્યા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #515 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૪ એંસીમું પર્વ પદ્મપુરાણ બધા લોકો આનંદથી રહ્યા. રામ, લક્ષ્મણ, સીતા અને વિભીષણની કથા પૃથ્વી પર ફેલાઈ ગઈ. (રામ-લક્ષ્મણનો લંકામાં છ વર્ષ સુધી સુખપૂર્વક નિવાસ) પછી વિભિષણાદિક બધા વિદ્યાધરો રામ-લક્ષ્મણનો અભિષેક કરવા વિનયપૂર્વક તૈયાર થયા. ત્યારે શ્રી રામે કહ્યું કે અયોધ્યામાં અમારા પિતાએ ભાઈ ભરતનો અભિષેક કરાવ્યો છે, તેથી ભરત જ અમારા પ્રભુ છે. તો બધાએ કહ્યું કે આપને એ જ યોગ્ય છે, પરંતુ હવે આપ ત્રિખંડી થયા છો, તેથી આ મંગળ સ્નાન યોગ્ય જ છે, આમાં શો દોષ છે? અને એવું સાંભળવામાં આવે છે કે ભરત મહાધીર છે અને મનવચનકાયાથી આપની સેવામાં પ્રવર્તે છે, વિક્રિયા પામતા નથી. આમ કહીને બધાએ રામ-લક્ષ્મણનો અભિષેક કર્યો. જગતમાં બળભદ્ર અને નારાયણની અત્યંત પ્રશંસા થઈ. જેમ સ્વર્ગમાં ઇન્દ્રનો મહિમા થાય તેમ લંકામાં રામ-લક્ષ્મણનો મહિમા થયો. ઇન્દ્રના નગર સમાન તે નગર ભોગોથી પર્ણ છે. ત્યાં રામ-લક્ષ્મણની આજ્ઞાથી વિભીષણ રાજ્ય કરે છે. નદી-સ તીરે અને દેશ, પુર, ગ્રામાદિમાં વિધાધરો રામ-લક્ષ્મણનો જ યશ ગાવા લાગ્યા. વિધાધરો સાથે અદ્દભુત વસ્ત્ર-આભૂષણ પહેરી તેની સાથે ક્રીડા કરતા, જેમ દેવ ક્રીડા કરે છે. શ્રી રામચંદ્ર સીતાનું પ્રફુલ્લિત મુખકમળ જોતાં તૃપ્ત થતા નહિ, લક્ષ્મણ વિશલ્યા સહિત રમણીય ભૂમિમાં રમતા હતા. મનવાંછિત સકળ વસ્તુઓનો તેમને સમાગમ હોવાથી બન્ને ભાઈઓના ઘણા દિવસો સુખમાં એક દિવસની જેમ પસાર થઈ ગયા. એક દિવસ લક્ષ્મણે વિરાજિતને પોતાની અગાઉ પરણેલી સ્ત્રીઓને તેડવા માટે પત્ર લખીને મોકલ્યો. તેણે જઈને કન્યાઓના પિતાને પત્ર આપ્યો. માતાપિતાએ ઘણા આનંદથી કન્યાઓને મોકલી. દશાંગનગરના સ્વામી વજકર્ણની પુત્રી, કુંવરસ્થાનના રાજા વાલિખિલ્યની પુત્રી કલ્યાણમાલા, પૃથ્વીપુર નગરના રાજા પૃથ્વીધરની પુત્રી વનમાલા, ખેમાંજલિના રાજા જિતશત્રુની પુત્રી જિતપદ્મા, ઉજ્જૈન નગરીના રાજા સિંહોદરની પુત્રી, એ બધીને વિરાધિત લક્ષ્મણ પાસે લાવ્યો. જન્માંતરના પૂર્ણ પુણ્યથી અને દયા, દાન, શીલ, સંયમ, ગુરુભક્તિ, ઉત્તમ તપ, ઇન્દ્રિયજય વગેરે શુભ કર્મોથી તેમને લક્ષ્મણ જેવો પતિ મળ્યો. આ પતિવ્રતાઓએ પૂર્વે મહાન તપ કર્યું હતું. રાત્રિભોજન ત્યાગ્યું હતું, ચતુર્વિધ સંઘની સેવા કરી હતી તેથી વાસુદેવ પતિ મળ્યા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન્ ! જગતમાં કોઈ એવી સંપદા, શોભા, લીલા, કળા નહોતી, જે એમને ન મળી હોય. રામ-લક્ષ્મણ અને તેમની રાણીઓની કથા કેટલી કહીએ ? અને ક્યાં કમળ અને ક્યાં ચંદ્ર એમનાં મુખની ઉપમા પામે, તથા ક્યાં લક્ષ્મી અને ક્યાં રતિ, જે એમની રાણીની ઉપમા પામે ? રામ-લક્ષ્મણની આવી સંપદા જઈ વિધાધરોને પરમ આશ્ચર્ય થતું. ચંદ્રવર્ષની પુત્રી અને બીજા અનેક રાજાઓની કન્યાઓ સાથે શ્રી રામ-લક્ષ્મણના અતિઉત્સાહથી વિવાહ થયા. સર્વ લોકને આનંદ આપનાર તે બન્ને ભાઈઓ મનવાંછિત સુખ ભોગવતા હતા. ઇન્દ્રપ્રતીન્દ્ર સમાન આનંદથી પૂર્ણ લંકામાં રમતા હતા. આ પ્રમાણે તેમણે લંકામાં છ વર્ષ ગાળ્યાં, સુખના સાગરમાં મગ્ન, સુંદર ચેષ્ટાના ધારક રામચંદ્ર સકળ દુઃખ ભૂલી ગયાં. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #516 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૫ (ઇન્દ્રજિત આદિનું નિર્વાણ-ગમન) ઇન્દ્રજિત મુનિ સર્વ પાપના હરનાર, અને ઋદ્ધિસહિત પૃથ્વી પર વિહાર કરતા હતા. વૈરાગ્યરૂપ પવનથી પ્રેરાયેલા ધ્યાનરૂપ અગ્નિથી તેમણે કર્મવનને બાળ નાખ્યું. એ ધ્યાનરૂપ અગ્નિ ક્ષાયિક સમ્યકત્વરૂપ અરણ્યના લાકડાથી થયો. મેઘવાહન મુનિ પણ વિષયરૂપ ઈધનને અગ્નિ સમાન આત્મધ્યાનથી બાળવા લાગ્યા અને જીવના નિજસ્વભાવ કેવળજ્ઞાનને પામ્યા. કુંભકર્ણ મુનિ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રના ધારક શુક્લધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન પામ્યા. લોકાલોકને અવલોકતા મોહરજથી રહિત ઇન્દ્રજિત અને કુંભકર્ણ કેવળી આયુષ્ય પૂર્ણ કરી અનેક મુનિઓ સાથે નર્મદાના તીરે સિદ્ધપદ પામ્યા. સુરઅસુરમનુષ્યોના અધિપતિઓ જેમનાં યશગાન કરે છે, તે શુદ્ધ શીલના ધરનાર, જગબંધુ, સમસ્ત શેયના જ્ઞાતા, જેના જ્ઞાનસમુદ્રમાં લોકાલોક ગાયની ખરી સમાન ભાસે છે તે સંસારના વિષમ કલેશમય જળમાંથી નીકળીને તે સ્થાનને (સિદ્ધપદને) પામ્યા. હવે જ્યાં કાંઈ યત્ન કરવાનો નથી, તે ઉપમારહિત નિર્વિજ્ઞ અખંડ સુખ પામ્યા. જે કુંભકર્ણાદિ અનેક સિદ્ધ થયા તે જિનશાસનના શ્રોતાઓને આરોગ્યપદ આપો. કર્મશત્રુનો નાશ કરનાર તે જે સ્થળેથી સિદ્ધ થયા છે તે સ્થળો આજ પણ જોવામાં આવે છે, તે તીર્થ ભવ્ય જીવોએ વંદવાયોગ્ય છે, વિંધ્યાચળની અટવીમાં ઇન્દ્રજિત-મેઘનાદ રહ્યા તે તીર્થ મેઘરવ કહેવાય છે. મહાબળવાન જાંબુમાલી તૂણીમંત નાના પર્વત પરથી અહમિન્દ્રપદ પામ્યા તે પર્વત નાના પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી મંડિત અનેક પક્ષીઓ અને વનચરોથી ભરેલો છે. હે ભવ્ય જીવો! જીવદયા આદિ અનેક ગુણોથી પૂર્ણ એવો જિનધર્મ સેવનારને કાંઈ દુર્લભ નથી; જૈનધર્મના પ્રસાદથી સિદ્ધપદ, અહમિન્દ્રપદ બધું જ સુલભ છે. જંબમાલીનો જીવ અહિમિન્દ્રપદથી ઐરાવતક્ષેત્રમાં મનષ્ય થઈ. કેવળજ્ઞાન પામી સિદ્ધપદની પ્રાપ્તિ કરશે. મંદોદરીના પિતા ચારણ મુનિ થઈ અઢીદ્વીપમાં કેલાસાદિ નિર્વાણક્ષેત્રોની અને ચેત્યાલયોની વંદના કરતા પથ્વી પર વિહાર કરે છે. મારિચ મંત્રી સ્વર્ગમાં ઋદ્ધિવાળા દેવ થયા. જેમનું જેવું તપ તેવું તે ફળ પામ્યા. સીતાને દઢ વ્રતથી પતિનો મેળાપ થયો. રાવણ તેને ડગાવી શક્યો નહિ. સીતાના અતુલ ભૈર્ય, અદ્ભુત રૂપ, નિર્મળ બુદ્ધિ અને પતિ પ્રત્યેના અધિક સ્નેહનું કથન થઈ શકે નહિ. સીતા મહાન ગુણોથી, પૂર્ણશીલના પ્રસાદથી જગતમાં પ્રશંસાયોગ્ય થઈ. સીતાને પોતાના પતિમાં સંતોષ છે, સાધુ જેની પ્રશંસા કરે છે, તે પરંપરાએ મોક્ષની પાત્ર છે. ગૌતમ સ્વામી કહે છે, હું શ્રેણિક! જે સ્ત્રી વિવાહુ જ ન કરે, બાળબ્રહ્મચર્ય પાળે તે તો મહાભાગ્ય જ છે અને પતિવ્રતાનું વ્રત આદરે, મનવચનકાયથી પરપુરુષનો ત્યાગ કરે તો એ વ્રત પણ પરમરત્ન છે, સ્ત્રીને સ્વર્ગ અને પરંપરાએ મોક્ષ દેવાને સમર્થ છે. શીલવ્રત સમાન બીજું વ્રત નથી, શીલ ભવસાગરની નાવ છે. રાજા મય મંદોદરીના પિતા રાજ્ય અવસ્થામાં માયાચારી હતા અને કઠોર પરિણામી હતા તો પણ જિનધર્મના પ્રસાદથી રાગદ્વેષરહિત થઈ અનેક ઋદ્ધિના ધારક મુનિ થયા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #517 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૬ એંસીમું પર્વ પદ્મપુરાણ (મય મહામુનિનાં તપનું વર્ણન) આ કથા સાંભળી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું: હે નાથ! મેં ઇન્દ્રજિતાદિકનું માહાભ્ય સાંભળ્યું, હવે રાજા મયનું માહાભ્ય સાંભળવા ચાહું છું. અને હું પ્રભો ! જે આ પૃથ્વી પર પતિવ્રતા શીલવંતી છે, નિજ ભરતારમાં અનુરક્ત છે, તે નિશ્ચયથી સ્વર્ગમોક્ષની અધિકારિણી છે. તેમનો મહિમા અને વિસ્તારથી કહો. ગણધરે કહ્યું: જે નિશ્ચયથી સીતા સમાન પતિવ્રતા શીલને ધારણ કરે છે તે અલ્પ ભવમાં મોક્ષ પામે છે. પતિવ્રતા સ્વર્ગમાં જ જાય અને પરંપરાએ મોક્ષ પામે. હું રાજ! જે મનવચનકાયથી શીલવંતી છે, જેણે ચિત્તની વૃત્તિ રોકી છે તે ધન્ય છે. અશ્વોમાં, હાથીઓમાં લોહમાં, પાષાણમાં, વસ્ત્રોમાં, જળમાં, વૃક્ષોમાં, વેલોમાં, સ્ત્રીઓમાં, પુરુષોમાં મોટું અંતર હોય છે. બધી સ્ત્રીઓમાં પતિવ્રતા હોતી નથી અને બધા જ પુરુષોમાં વિવેકી હોતા નથી. તે શીલરૂપ અંકુશથી મનરૂપ મત્ત હાથીને વશ કરે તે પતિવ્રતા છે. પતિવ્રતા બધા જ કુળમાં હોય છે અને વૃથા પતિવ્રતાનું અભિમાન કર્યું તો શું થયું ? જે જિનધર્મથી બહિર્મુખ છે તે મનરૂપ મત્ત હાથીને વશ કરવા સમર્થ નથી. વીતરાગની વાણીથી જેમનું ચિત્ત નિર્મળ થયું છે તે જ મનરૂપ હાથીને વિવેકરૂપ અંકુશથી વશ કરી દયા-શીલના માર્ગ પર ચલાવવાને સમર્થ છે. હું શ્રેણિક! એક અભિમાના નામની સ્ત્રીની કથા સંક્ષેપમાં સાંભળ. આ પ્રાચીન કથા પ્રસિદ્ધ છે. એક ધાન્યગ્રામ નામનું ગામ હતું. ત્યાં નોદન નામનો બ્રાહ્મણ રહેતો. તેને અગ્નિ નામના બ્રાહ્મણની માનિની નામની સ્ત્રીથી જન્મેલી અભિમાના નામની પત્ની હતી. તે ખૂબ અભિમાની હતી. નોદન સુધાથી પિડાતો અભિમાનાને છોડી ગયો. તે અભિમાના ગજવનમાં કરૂહુ નામના રાજાને મળી. તે રાજા પુષ્પપ્રકીર્ણ નગરનો સ્વામી હતો અને લંપટી હતો. બ્રાહ્મણી રૂપવતી હોવાથી તે તેને લઈ ગયો અને સ્નેહથી ઘરમાં રાખી. એક સમયે અભિમાનાએ રતિક્રીડાના પ્રસંગે રાજાના મસ્તક પર લાત મારી. પ્રાતઃ સમયે રાજાને સભામાં પંડિતોને પૂછ્યું: જેણે મારા મસ્તક પર પગથી પ્રહાર કર્યો હોય તેને મારે શું કરવું? મૂર્ખ પંડિતો કહેવા લાગ્યા કે હે દેવ! તેનો પગ કાપી નાખવો અથવા તેને મારી નાખવો. તે વખતે રાજાનો અભિપ્રાય જાણનાર એક હેમાંક નામના બ્રાહ્મણે કહ્યું કે તેના પગની આભૂષણાદિકથી પૂજા કરવી. રાજાએ હેમાંકને પૂછયું: હું પંડિત ! તમને આ રહસ્યની કેવી રીતે ખબર પડી? હેમાંકે કહ્યું કે મેં તમારા અધર પર સ્ત્રીના દાંતના નિશાન જોયા તેથી મને લાગ્યું કે સ્ત્રીના પગની લત લાગી હોવી જોઈએ. તેથી રાજાએ હેમાંકને અભિપ્રાય સમજનાર જાણીને પોતાનો નિકટનો કૃપાપાત્ર બનાવ્યો. તે હેમાંકના ઘર પાસે એક મિત્રશા નામની અત્યંત દુઃખી વિધવા બ્રાહ્મણી રહેતી. તે પોતાના પુત્રને શિખામણ આપતી કે હે પુત્ર! જે બાલ્યાવસ્થામાં વિદ્યાભ્યાસ કરે છે તે હુમાંકની જેમ મહાન વિભૂતિ મેળવે છે. આ હેમકે બાળઅવસ્થામાં વિદ્યાનો અભ્યાક કર્યો તો અત્યારે તેની કીર્તિ વધી. તારા પિતા ધનુષબાણની વિદ્યામાં પ્રવીણ હતા તેનો તું મૂર્ણ પુત્ર થયો. આમ કહીને માતાએ આંસુ સાર્યા. તે વચન સાંભળી માતાને ધૈર્ય બંધાવી અત્યંત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #518 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૭ અભિમાની એવો આ શ્રીવર્ધિત નામનો પુત્ર વિદ્યા શીખવા માટે વ્યાઘ્રપુર નગરમાં ગયો. તે ગુરુની પાસે શસ્ત્ર, શાસ્ત્ર બધી વિદ્યા શીખ્યો. તે નગરના રાજા સુકાંતની શીલા નામની પુત્રીને ઉપાડીને નગર છોડી ગયો. તેથી કન્યાનો ભાઈ સિંચંદ્ર તેની પાછળ પડયો પણ આ એકલાએ શસ્ત્રવિધાના પ્રભાવથી સિંહચંદ્રને જીતી લીધો અને સ્ત્રી સહિત પીતા પાસે આવ્યો. માને આનંદ થયો. તેની શસ્ત્રકળાથી પૃથ્વી પર તે પ્રસિદ્ધ થયો અને કીર્તિ મેળવી. તેણે શસ્ત્રના બળથી પોદનાપુરના રાજા કરૂહને જીતી લીધો. આ તરફ વ્યાઘ્રપુરના રાજા શીલાના પિતાનું મરણ થયું. તેના શત્રુઓએ સિંહચંદ્રને દબાવ્યો એટલે તે સુરંગના માર્ગે પોતાની રાણીને લઈને નીકળી ગયો. રાજ્યભ્રષ્ટ થયેલો તે પોદનાપુરમાં પોતાની બહેનનો નિવાસ જાણીને એક તંબોળીની સાથે પાનની ગાંસડી માથે મૂકીને સ્ત્રીસહિત પોદનાપુર પાસે આવ્યો. રાત્રે પોદનાપુરના વનમાં રહ્યો. તેની સ્ત્રીને સર્પ કરડયો તેથી એ તેને ખભા ૫૨ ઉપાડીને જ્યાં મય મહામુનિ બિરાજતા હતા ત્યાં આવ્યો. મય મહામુનિ વજ્રના થંભ સમાન નિશ્ચળ કાયોત્સર્ગમાં ઊભા હતા, તે અનેક ઋદ્ધિના ધારક હતા તેમને સર્વોષધિઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી. સિંહચંદ્ર પોતાની રાણીને તેમનાં ચરણારવિંદ સમીપે મૂકી. તેમની ઋદ્ધિના પ્રભાવથી રાણી નિર્વિષ થઈ. તે સ્ત્રીસહિત મુનિની સમીપમાં બેઠો હતો ત્યારે મુનિના દર્શન માટે વિનયદત્ત નામનો શ્રાવક આવ્યો તેને સિંહચંદ્ર મળ્યો અને પોતાની બધી હકીકત કહી. તેણે જઈને પોદનાપુરના રાજા શ્રી વર્ધિતને કહ્યું કે તમારા સાળા સિંહચંદ્ર આવ્યા છે. આથી તે તેને શત્રુ માનીને યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે વિનયદત્તે યથાર્થ વૃત્તાંત કહ્યો, તે તમારા શરણે આવ્યો છે. આથી તેને ખૂબ પ્રીતિ ઉપજી અને ઠાઠમાઠથી સિંહચંદ્રની સામે આવ્યો. બન્ને મળ્યા, ખૂબ આનંદ પામ્યા. પછી શ્રીવર્ધિતે મય મુનિરાજને પૂછ્યું: હું ભગવાન! હું મારા અને મારા સ્વજનોના પૂર્વભવ સાંભળવા ચાહું છું. મુનિરાજે કહ્યું, શોભાપુર નામના એક નગરમાં દિગંબર મુનિ ભદ્રાચાર્યે ચોમાસામાં નિવાસ કર્યો હતો. તેમનાં દર્શન કરવા અમલ નામના નગરનો રાજા નિરંતર આવતો. એક દિવસ તેને કોઢવાળી સ્ત્રીની દુર્ગંધ આવી એટલે તે પગે ચાલતો તરત જ ઘેર ચાલ્યો ગયો. તેની દુર્ગંધ સહી ન શક્યો. તે કોઢાવાળી સ્ત્રીએ ચૈત્યાલયમાં દર્શન કરી ભદ્રાચાર્ય સમીપે આવી શ્રાવિકાનાં વ્રત લીધાં અને સમાધિમરણ કરીને દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને તારી સ્ત્રી શીલા થઈ છે. રાજા અમલે પોતાના પુત્રને રાજ્ય આપી પોતે શ્રાવકનાં વ્રત લીધાં, પુત્ર પાસેથી આઠ ગ્રામ લઈ સંતોષ ધારણ કર્યો, શરીર ત્યજી સ્વર્ગે ગયો, ત્યાંથી ચ્યવીને તું શ્રીવર્ધિત થયો છે. હવે તારી માતાના ભવ સાંભળ. એક પરદેશી ભૂખથી પિડાઈને ગામમાં આવી ભોજન માગવા લાગ્યો અને ક્યાંય ભોજન ન મળવાથી અત્યંત કોપથી બોલી ગયો કે હું તારું ગામ બાળી નાખીશ. દૈવયોગે ગામમાં આગ લાગી. ગામના લોકોએ માન્યું કે તેણે આગ લગાવી છે તેથી ગુસ્સે થઈને દોડયા, તેને પકડી લાવીને અગ્નિમાં બાળી નાખ્યો. તે અત્યંત દુ:ખથી મરીને રાજાની રસોયણ થઈ, મરીને નરકમાં ઘો૨ વેદના ભોગવી. ત્યાંથી નીકળી તારી માતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #519 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૮ એકાસીમું પર્વ પદ્મપુરાણ મિત્રયશા થઈ. પોદનાપુરમાં એક ગોવાળિયો રહેતો. તેની સ્ત્રીનું નામ ભુજપત્રા હતું. તે ગોવાળિયો મરીને તારો સાળો સિંહચંદ્ર થયો અને ભુજપત્રા કરીને તેની સ્ત્રી રતિવર્ધના થઈ. પૂર્વભવમાં પશુઓ પર બોજ લાદતો તેથી આ ભવમાં ભાર વહેવો પડયો. આ બધાના પૂર્વભવ કહીને મય મહામુનિ આકાશમાર્ગ વિહાર કરી ગયા અને પોદનાપુરનો રાજા શ્રીવર્ધિત સિંહચંદ્ર સહિત નગરમાં ગયો. ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! આ સંસારની વિચિત્ર ગતિ છે. કોઈ નિર્ધનમાંથી રાજા થઈ જાય અને કોઈ રાજામાંથી નિર્ધન થઈ જાય છે. શ્રીવર્ધિત બ્રાહ્મણનો પુત્ર રાજ્યભ્રષ્ટ થઈને રાજા થઈ ગયો અને સિંહચંદ્ર રાજાનો પુત્ર રાજ્યભ્રષ્ટ થઈને શ્રીવર્ધિતની સમીપે આવ્યો. એક જ ગુરુની પાસે પ્રાણી ધર્મનું શ્રવણ કરે તેમાંથી કોઈ સમાધિમરણ કરીને સુગતિ પામે, કોઈ કુમરણ કરી દુર્ગતિ પામે. કોઈ રત્નોના ભરેલા જહાજ સહિત સમુદ્ર ઓળંગીને સુખપૂર્વક પોતાના સ્થાનકે પહોંચે, કોઈ સમુદ્રમાં ડૂબે, કોઈને ચોર લૂંટીને લઈ જાય; આવું જગતનું સ્વરૂપ વિચિત્ર ગતિવાળું જાણી વિવેકી જીવોએ દયા, દાન, વિનય, વૈરાગ્ય, જપ, તપ, ઇન્દ્રિયનિરોધ, શાંતિ, આત્મધ્યાન અને શાસ્ત્રઅધ્યયન કરીને આત્મકલ્યાણ કરવું. મય મુનિરાજનાં આવાં વચન સાંભળી રાજા શ્રીવર્ધિત અને પોદનાપુરના ઘણા લોકો શાંતિચિત્ત થઈને જિનધર્મનું આરાધન કરવા લાગ્યા. આ મય મહામુનિ અવધિજ્ઞાની, શાંતિચિત્ત, સમાધિમરણ કરીને ઈશાન સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા. જે આ મય મુનિનું માહાભ્ય મન દઈને વાંચે, સાંભળે તેને વેરીઓની પીડા ન થાય, સિંહ-વાઘાદિ ન હણે, સર્પાદિન ડસે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મય મુનિનું માહાભ્ય વર્ણવનારું એંસીમું પર્વ પૂર્ણ થયું. * * * એકાસીમું પર્વ (રામ-લક્ષ્મણ વિના કૌશલ્યાનું શોકાકુળ થવું અને નારદનું આવીને સમજાવવું) ચંદ્ર-સૂર્યસમાન જેમની કાંતિ છે એવા લક્ષ્મણના મોટા ભાઈ શ્રી રામચંદ્ર મધ્યલોકમાં સ્વર્ગલોક જેવી લક્ષ્મી ભોગવતા હતા. તેમની માતા કૌશલ્યા પતિ અને પુત્રના વિયોગરૂપ અગ્નિની જ્વાળામાં જલતા હતાં. મહેલના સાતમા માળે બેસી, સખીઓથી વીંટળાયેલ, અતિ ઉદાસ જેમ ગાયને વાછરડાના વિયોગથી વ્યાકુળતા થાય પુત્ર સ્નેહમાં તત્પર, તીવ્ર શોકસાગરમાં મગ્ન દશે દિશામાં તે નીરખતાં હતાં. મહેલના શિખર પર બેઠેલા કાગડાને પૂછે છે કે હે કાગ ! મારા પુત્ર રામ આવે તો તને ખીરનું ભોજન આપું. આવું બોલીને વિલાપ કરે છે, કરે છે, અરે વત્સ! તું ક્યાં ગયો, મેં તને નિરંતર સુખમાં લાડ લડાવ્યા હતા, તને વિદેશમાં ભ્રમણની પ્રીતિ ક્યાંથી ઉપજી? શું પલ્લવ સમાન તારા કોમળ ચરણ કઠોર પંથમાં પીડા ન પામે? ગહન વનમાં કયા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #520 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકાસીમું પર્વ ૪૯૯ વૃક્ષ નીચે વિશ્રામ કરતો હશે? હું મંદભાગિની, અત્યંત દુ:ખી મને તજીને તું ભાઈ લક્ષ્મણ સાથે કઈ દિશામાં ગયો છો? આમ માતા વિલાપ કરે છે તે વખતે નારદ ઋષિ આકાશમાર્ગેથી આવ્યા. તે સદા અઢી દ્વીપમાં ફરતા જ રહે છે. શિર પર જટા, શુક્લ વસ્ત્ર પહેર્યા છે, તેને સમીપમાં આવેલા જોઈ કૌશલ્યાએ ઊભા થઈને તેમનો આદર કર્યો. સિંહાસન આપીને સન્માન કર્યું. નારદે તેને આંસુ સાથે શોક કરતી જોઈ પૂછયું, હે કલ્યાણરૂપિણી! તું આટલી દુઃખી કેમ છો? તારા દુઃખનું કારણ શું છે? સુકૌશલ મહારાજની પુત્રી, લોકપ્રસિદ્ધ દશરથ રાજાની રાણી, મનુષ્યોમાં રત્ન એવા શ્રી રામચંદ્રની માતા તમને કોણે દુઃખ આપ્યું? જે તારી આજ્ઞા ન માને તે દુષ્ટ છે, અબ ઘડી રાજા દશરથ તેને શિક્ષા કરશે. ત્યારે માતાએ નારદને કહ્યું કે હે દેવર્ષિ! તમને અમારા ઘરના વૃત્તાંતની ખબર નથી તેથી તમે આમ બોલો છો. તમારું આ ઘર પ્રત્યે જેવું વાત્સલ્ય પહેલાં હતું તે તમે ભૂલી ગયા છો, તમારું ચિત્ત કઠોર થઈ ગયું છે. હવે અહીં આવવાનું છોડી દીધું છે. તેથી તમે વાત જ નહિ સમજો. હું ભ્રમણપ્રિય! તમે ઘણા દિવસે આવ્યા છો, ત્યારે નારદે કહ્યું કે હે માતા! ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રના સુરેન્દ્રરમણ નામના નગરમાં તીર્થકર ભગવાનનો જન્મકલ્યાણક થયો. ઇન્દ્રાદિક દેવો આવ્યા, ભગવાનને સુમેરુ પર લઈ ગયા, અદભુત વિભૂતિથી જન્માભિષેક કર્યો. તે દેવાધિદેવનો અભિષેક મેં જોયો જેને જોતાં ધર્મની વૃદ્ધિ થાય. ત્યાં દેવોએ આનંદ નૃત્ય કર્યું. શ્રી જિનેન્દ્રનાં દર્શનમાં મારી અનુરાગરૂપ બુદ્ધિ છે તેથી મહામનોહર ધાતકીખંડમાં તેવીસ વર્ષ મેં સુખમાં વીતાવ્યાં. તમે મારી માતા સમાન છો તેથી તમારી યાદ આવતાં આ ભરતક્ષેત્રમાં આવ્યો. હવે થોડા દિવસો આ મંડળમાં રહીશ. હવે મને બધો વૃત્તાંત કહો, તમારાં દર્શન માટે હું આવ્યો છું. પછી કૌશલ્યાએ બધી વાત કરી. ભામંડળનું ત્યાં આવવું અને વિધાધરોનું ત્યાં આવવું, ભામંડળને વિધાધરોનું રાજ્ય, રાજા દશરથનું અનેક રાજાઓ સહિત વૈરાગ્યગ્રહણ, રામચંદ્રનું લક્ષ્મણ અને સીતા સાથે વિદેશગમન, સીતાનો વિયોગ, સુગ્રીવાદિક રાજા સાથે મેળાપ, રાવણ સાથે યુદ્ધ, લંકેશની શક્તિનું લક્ષ્મણને લાગવું. દ્રોણમેઘની કન્યાને ત્યાં જવું; આટલી ખબર અમને છે. પછી શું થયું તેની ખબર નથી. આમ કહી દુઃખથી વિલાપ કરવા લાગી કે અરે પુત્ર! તું ક્યાં ગયો? શીધ્ર મને જવાબ આપ. શોક સાગરમાં ડૂબેલી મને બહાર કાઢ, હું પુણ્યહીન તારું મુખ જોયા વિના દુઃખરૂપ અગ્નિમાં બળું છું, મને શાતા પમાડ. સીતા બાળક છે, પાપી રાવણે તેને બંદીગૃહમાં નાખી છે, તે દુ:ખમાં રહેતી હશે. નિર્દય રાવણે લક્ષ્મણને શક્તિ મારી છે તે ખબર નથી કે તે જીવે છે નહિ. અરેરે ! બન્ને દુર્લભ પુત્ર છો. હાય સીતા ! તું પતિવ્રતા છતાં કેમ દુ:ખ પામી? કૌશલ્યાના મુખે આ શબ્દો સાંભળી નારદ અતિ ખેદખિન્ન થયા. વણા ધરતી પર ફેંકી દીધી અને અચેત થઈ ગયા. જાગ્રત થયા પછી તેણે કહ્યું, હે માતા ! તમે શોક છોડો. હું હમણાં જ તમારા પુત્રોના ક્ષેમકુશળ સમાચાર લાવું છું. મારામાં બધી જાતનું સામર્થ્ય છે. આવી પ્રતિજ્ઞા કરીને નારદ વિણા ઉપાડી ખભે મૂકી આકાશમાર્ગે ગમન કર્યું. પવનસમાન વેગવાળા તેમણે અનેક દેશ જોયા અને લંકા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #521 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૦ એકાસીમું પર્વ પદ્મપુરાણ તરફ ચાલ્યા. લંકા પાસે જઈને તેમણે વિચાર્યું કે રામ-લક્ષ્મણની વાત કેવી રીતે જાણવી? જો રામ-લક્ષ્મણની વાત લોકોને પૂછીશ તો રાવણના લોકોને નહિ ગમે. માટે રાવણની વાત પૂછવી. રાવણની વાત ઉપરથી તેમની હાલત જણાઈ જશે. આમ વિચારી નારદ પમ સરોવર ગયા ત્યાં અંગદ અંતઃપુર સહિત ક્રીડા કરતો હતો. તેના સેવકોને નારદે રાવણની કુશળતા વિશે પૂછયું. તે નોકરો એ સાંભળી ક્રોધરૂપ થઈ બોલવા લાગ્યા, આ તાપસ રાવણનો મળતિયો છે એમ કહી એને અંગદની પાસે લઈ ગયા. નારદે કહ્યું કે મારે રાવણનું કાંઈ પ્રયોજન નથી. કિંકરોએ કહ્યું કે તારે રાવણનું કાંઈ પ્રયોજન ન હોય તો રાવણની કુશળતા કેમ પૂછતો હતો ? અંગદ હસીને કહ્યું કે આ તાપસને પદ્મનાભિની પાસે લઈ જાવ. તેઓ નારદને ખેંચતા ચાલવા લાગ્યા. નારદ વિચારે છે કે કોણ જાણે આ પદ્મનાભિ કોણ છે? કૌશલ્યાના પુત્ર હોય તો મારી સાથે આમ કેમ વર્તે? એ મને ક્યાં લઈ જાય છે, હું સંશયમાં પડયો છું, જિનશાસનના ભક્ત દેવ મારી સહાય કરો. અંગદના કિંકરો તેને વિભીષણના મહેલમાં, જ્યાં શ્રી રામ બિરાજતા હતા ત્યાં, લઈ ગયા. શ્રી રામ દૂરથી જોઈ એમને નારદ જાણી સિંહાસન પરથી ઊભા થયા, તેમનો અતિ આદર કર્યો અને કિંકરોને દૂર જવા કહ્યું. નારદ શ્રી રામ-લક્ષ્મણને જોઈ અત્યંત આનંદ પામ્યા, આશીર્વાદ આપીને એમની સમીપમાં બેઠા. ત્યારે રામ બોલ્યા, હે ક્ષુલ્લક! ક્યાંથી આવ્યા? ઘણા દિવસે આવ્યા છો, સારા છોને? નારદે કહ્યું કે તારી માતા કષ્ટના સાગરમાં મગ્ન છે એ વાત કહેવા માટે તમારી પાસે શીધ્ર આવ્યો છું. કૌશલ્યા માતા મહાસતી, જિનમતિ નિરંતર આંસુ પાડે છે અને તમારા વિના ખૂબ દુઃખી, છે. જેમ સિંહણ પોતાના બાળક વિના વ્યાકુળ થાય તેમ અતિ વ્યાકુળ થઈ વિલાપ કરે છે, જેનો વિલાપ સાંભળી પાષાણ પણ પીગળી જાય. તમારા જેવા માતાના આજ્ઞાંકિત પુત્ર હોય અને તમારા હોતાં માતા આવું કષ્ટ ભોગવે એ કેવા આશ્ચર્યની વાત છે? એ ગુણવંતી જો તમને નહિ જુએ તો તમારા વિયોગરૂપ સૂર્યથી સુકાઈ જશે. માટે કૃપા કરીને ઊઠો અને તેને શીધ્ર મળો. આ સંસારમાં માતા સમાન બીજો કોઈ પદાર્થ નથી. તમારી બન્નેની માતાનાં દુઃખથી કૈકેયી સુપ્રભા બધાં જ દુઃખી છે. કૌશલ્યા અને સુમિત્રા બન્ને મરણતુલ્ય થઈ ગઈ છે. આહાર, નિદ્રા બધું ગયું છે. રાતદિવસ આંસુ સારે છે, તમારાં દર્શન કરશે તો જ તે ટકશે. જેમ બાળવિહોણી વિલાપ કરે તેમ વિલાપ કરે છે. છાતી અને મસ્તક હાથથી કૂટે છે. બન્નેય માતા તમારા વિયોગથી અગ્નિમાં જલે છે. તમારાં દર્શનરૂપ અમૃતની ધારાથી તેમનો આતાપ નિવારો. નારદનાં આવાં વચન સાંભળી બન્ને ભાઈ માતાઓના દુઃખથી અત્યંત દુઃખી થયા, રૂદન કરવા લાગ્યા. ત્યારે બધા વિદ્યાધરોએ તેમને વૈર્ય બંધાવ્યું. રામ લક્ષ્મણે નારદને કહ્યું, હે નારદ ! તને અમારા પર મોટો ઉપકાર કર્યો, અમે દુરાચારી માતાને ભૂલી ગયા હતા તેનું તમે સ્મરણ કરાવ્યું. તમારા જેવો અમને કોઈ પ્રિય નથી. જે મનુષ્ય માતાનો વિનય કરે છે, દાસ થઈને માતાની સેવા કરે છે તે મહા પુણ્યવાન છે. જે માતાના ઉપકારનું વિસ્મરણ કરે છે તે કૃતજ્ઞ છે. માતાના સ્નેહથી વ્યાકુળ ચિત્તવાળા બન્ને ભાઈઓએ નારદની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #522 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકાસીમું પર્વ ૫૦૧ પ્રશંસા કરી. પછી રામ-લક્ષ્મણે તે જ સમયે વિભિષણને બોલાવ્યો, ભામંડળ, સુગ્રીવાદિ પાસે બેઠા છે. બન્ને ભાઈએ વિભીષણને કહ્યું, હે રાજન! ઇન્દ્રભવન સમાન તમારા મહેલમાં અમને દિવસો વીત્યાની ખબર પડી નહિ. હવે અમને માતાનાં દર્શનની અત્યંત ઇચ્છા છે. અમારા અંગ અત્યંત તપ્ત થયાં છે, તે માતાનાં દર્શનરૂપ અમૃતથી શાંત થાય. હવે અમારું ચિત્ત અયોધ્યાનગરી જવાને તલસે છે, તે અયોધ્યા પણ અમારી બીજી માતા છે. ત્યારે વિભીષણે કહ્યું, હે સ્વામિન્! જેમ આજ્ઞા કરો તેમ કરીએ. અત્યારે જ અયોધ્યા દૂત મોકલીએ જે તમારા શુભ સમાચાર માતાને આપશે. તમારા આગમનની વાત કહેવાથી માતાઓને સુખ મળશે, તમે કૃપા કરીને સોળ દિવસ અહીં જ રહો. હે શરણાગત પ્રતિપાળ, મારા ઉપર કૃપા કરો. આમ કહી પોતાનું મસ્તક રામ-લક્ષ્મણનાં ચરણોમાં મૂક્યું. (રામ-લક્ષ્મણની માતૃદર્શન માટે ઉત્કંઠા અને અયોધ્યા જવાનો નિર્ણય) પછી સારા સારા વિદ્યાધરોને અયોધ્યા મોકલ્યા. બન્ને માતાઓ મહેલમાં બેસી દક્ષિણ દિશા તરફ જોઈ રહી હતી, દૂરથી વિધાધરોને આવતાં જોઈ કૌશલ્યાએ સુમિત્રાને કહ્યું, હે સુમિત્રા ! જો, આ બે વિદ્યાધરો પવનથી પ્રેરિત મેઘની પેઠે શીધ્ર આવે છે તે અવશ્ય આપણા હિતની વાત કહેશે. એ બન્ને ભાઈઓના મોકલવાથી આવતા લાગે છે. ત્યારે સુમિત્રાએ કહ્યું, તમે જે કહો છો તેમ જ થાવ. આમ બેય માતા વચ્ચે વાતચીત ચાલે છે તે જ વખતે વિધાધરો પુષ્પની વૃષ્ટિ કરતાં આકાશમાંથી ઊતર્યા, અતિ હર્ષથી ભરત પાસે આવ્યા. રાજા ભરતે પ્રમોદપૂર્વક તેમનું ખૂબ સન્માન કર્યું. તેઓ પ્રણામ કરીને પોતાને યોગ્ય આસન પર બેઠા, તેમનું ચિત્ત અતિસુંદર છે, તેમણે સમાચાર આપવા માંડયા. હે પ્રભો! રામ-લક્ષ્મણે રાવણને હણ્યો અને વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. શ્રી રામને બળભદ્રપદ અને લક્ષ્મણને નારાયણપદ પ્રાપ્ત થયું, તેમના હાથમાં ચકરત્ન આવ્યું. તે બન્ને ભાઈઓ ત્રણ ખંડના સ્વામી બન્યા. રાવણના પુત્રો ઇન્દ્રજિત અને મેઘનાદ તથા ભાઈ કુંભકર્ણ જે બંદીગૃહમાં હતા તેમને શ્રી રામે મુક્ત કર્યા. તેમણે જિનદીક્ષા લીધી અને નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. રામ-લક્ષ્મણે દેશભૂષણ કુલભૂષણ મુનિનો ઉપસર્ગ દૂર કર્યો હતો તેનાથી ગરુડેન્દ્ર પ્રસન્ન થયા હતા. તેમણે રામ-લક્ષ્મણને રાવણ સાથે યુદ્ધ કર્યું તે જ વખતે સિંહવિમાન અને ગરુડવિમાન આપ્યાં. આ પ્રમાણે રામ-લક્ષ્મણના પ્રતાપના સમાચાર સાંભળી રાજા ભરત ખૂબ પ્રસન્ન થયા, તેમને તાંબૂલ-સુગંધાદિ આપીને સન્માન્યા. પછી ભરત તેમને લઈને બન્ને માતા પાસે ગયા. બન્ને માતા પુત્રોની વિભૂતિની વાત વિધાધરોના મુખે સાંભળીને આનંદ પામી. તે જ સમયે આકાશમાર્ગે હજારો વાહનો વિદ્યામ સુવર્ણ રત્નાદિ ભરેલાં આવ્યાં અને મેઘમાળા સમાન વિધાધરો અયોધ્યામાં આવ્યા. તે આકાશમાં ઊભા રહ્યા, નગરમા ભિન્ન ભિન્ન રત્નોની વર્ષા કરી, રત્નોના ઉદ્યોતથી દશે દિશામાં પ્રકાશ થયો, અયોધ્યામાં એક એક ગૃહસ્થના ઘેર પર્વતસમાન સુવર્ણ રત્નોના ઢગલા કર્યા, અયોધ્યાના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #523 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૨ બાંસીમું પર્વ પદ્મપુરાણ બધા લોકોને સ્વર્ગના દેવ જેવા લક્ષ્મીવાન બનાવી દીધા. નગરમાં એવી ઘોષણા કરી કે જેને જે વસ્તુની ઇચ્છા હોય તે લઈ જાવ. ત્યારે બધા લોકોએ આવીને કહ્યું કે અમારા અખૂટ ભંડાર ભર્યા છે, કોઈ વસ્તુની ઇચ્છા નથી. અયોધ્યામાંથી દરિદ્રતાનો નાશ થયો. રામ-લક્ષ્મણના પ્રતાપરૂપ સૂર્યથી જેમનાં મુખકમળ ખીલી ઊઠયાં છે એવા અયોધ્યાના નગરજનો પ્રશંસા કરવા લાગ્યા. અનેક શિલ્પી વિધાધરોએ આવીને અત્યંત ચતુરાઈથી રત્ન સુવર્ણમય મહેલો બનાવ્યા, ભગવાનનાં અનેક મનોજ્ઞ ચૈત્યાલયો બનાવ્યાં, જાણે કે વિંધ્યાચળનાં શિખરો જ હોય. હજારો સ્તંભથી મંડિત નાના પ્રકારના મંડપો રચ્યા, રત્નો જડેલા તેના દરવાજા બનાવ્યા. તે મંદિરો પર ધજાઓ ફરફરે છે, તોરણોથી શોભતાં જિનમંદિરો રચ્યાં, તેમાં મહોત્સવ થયા, અયોધ્યા અનેક આશ્ચર્યોથી ભરાઈ ગઈ. લંકાની શોભાને જીતનારા સંગીતના ધ્વનિથી દશે દિશા ગુંજાયમાન થઈ, કાળી ઘટા સમાન વનઉપવન શોભતાં હતાં, તેમાં નાના પ્રકારનાં ફળફૂલો પર ભમરાઓ ગુંજતા હતા, જાણે કે નંદનવન જ છે. બાર યોજન લાંબી, નવ યોજન પહોળી અયોધ્યા નગરી અત્યંત શોભી રહી. સોળ દિવસમાં શિલ્પી વિધાધરોએ એવી રચના કરી કે સો વર્ષે પણ તેનું વર્ણન પૂરું ન થાય. ત્યાં વાવનાં પગથિયાં રત્ન અને સુવર્ણના, સરોવરના તટ રત્નનાં, તેમાં કમળો ખીલી ઊઠયાં છે, ગ્રીષ્મ ઋતુમાં પણ સદા ભરપૂર જ રહે છે, તેમના તટ પર ભગવાનના મંદિરો અને વૃક્ષોની પંક્તિથી સ્વર્ગપુરી સમાન શોભતી હતી. પછી બળભદ્ર-નારાયણ લંકામાંથી અયોધ્યા તરફ આવવા નીકળ્યા. ગૌતમ સ્વામી કહે છે, હું શ્રેણિક! જે દિવસથી નારદના મુખે રામ-લક્ષ્મણે માતાની વાત સાંભળી તે દિવસથી તેઓ બીજી બધી વાત ભૂલી ગયા, બન્ને માતાનું જ ધ્યાન ધરવા લાગ્યા. પૂર્વજન્મના પુણ્યથી આવા પુત્રો મળે છે, પુણ્યના પ્રભાવથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. પુણ્યથી શું ન થાય ? માટે હું પ્રાણીઓ ! પુણ્યમાં તત્પર થાવ જેથી શોકરૂપ સૂર્યનો આતાપ લાગે નહિ. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં અયોધ્યાનગરીનું વર્ણન કરનાર એકાસીમું પર્વ પૂર્ણ થયું. * * * બાંસીમું પર્વ (રામ-લક્ષ્મણનું અયોધ્યામાં આગમન) ત્યારપછી સૂર્યનો ઉદય થતાં જ બળભદ્ર-નારાયણે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા તરફ ગમન કર્યું. નાના પ્રકારનાં વાહનો પર આરૂઢ થઈ વિધાધરોના અધિપતિ રામ-લક્ષ્મણની સેવામાં તત્પર પરિવારસહિત સાથે ચાલ્યા, છત્ર અને ધ્વજાઓથી સૂર્યની પ્રભા જેમણે રોકી લીધી છે, તે આકાશમાં ગમન કરતાં દૂરથી પૃથ્વીને જોતાં જાય છે. પૃથ્વી, ગિરિ, નગર, વન, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #524 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાંસીમું પર્વ ૫૦૩ ઉપવનાદિથી શોભિત લવણ સમુદ્ર ઓળંગીને વિદ્યાધરો હર્ષભર્યા આગળ વધ્યા. રામની સમીપમાં સીતા સતી સાક્ષાત્ લક્ષ્મીસમાન શોભે છે તે સુમેરુ પર્વત જોઈને રામને પૂછવા લાગી, હે નાથ ! આ જંબુદ્વીપની મધ્યમાં અત્યંત મનોજ્ઞ સ્વર્ણ કમળ સમાન શું દેખાય છે? રામે ઉત્તર આપ્યો કે હે દેવી એ સુમેરુ પર્વત છે, ત્યાં દેવાધિદેવ શ્રી મુનિ સુવ્રતનાથનો જન્માભિષેક ઇન્દ્રાદિક દેવોએ કર્યો હતો. તેમને ભગવાનના પાંચેય કલ્યાણકોમાં અતિ હર્ષ હોય છે. આ સુમેરુ પર્વત રત્નમય ઊંચાં શિખરોથી શોભતો જગપ્રસિદ્ધ છે. પછી આગળ જતાં કહ્યું કે આ દંડકવન છે, જ્યાંથી લંકાપતિએ તારું હરણ કર્યું હતું અને પોતાનું અહિત કર્યું. આ વનમાં આપણે ચારણ મુનિને પારણું કરાવ્યું હતું, તેની વચ્ચે આ સુંદર નદી છે અને હું સુલોચને! આ વંશસ્થળ પર્વત છે, ત્યાં આપણે દેશભૂષણ કુલભૂષણ મુનિનાં દર્શન કર્યા તે જ સમયે મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હું સૌભાગ્યવતી કલ્યાણરૂપિણી ! આ બાલખિલ્યનું નગર છે, જ્યાંથી લક્ષ્મણે કલ્યાણમાલાને પ્રાપ્ત કરી. આ દશાંગનગર જ્યાં રૂપવતીના પિતા પરમશ્રાવક વજકર્ણ રાજ્ય કરે છે. વળી જાનકીએ પૃથ્વીપતિને પૂછયું, હે કાંત! આ કઈ નગરી છે જ્યાંના વિમાન જેવાં ઘરો ઇન્દ્રપુરીથીય અધિક શોભે છે? અત્યાર સુધીમાં આ પુરી મેં ક્યારેય જોઈ નથી. જાનકીનાં આ વચન સાંભળી જાનકીનાથ અવલોકન કરી બોલ્યા, હે પ્રિયે! આ અયોધ્યાપુરી છે તેને વિધાધર શિલ્પીઓએ લંકાની જ્યોતિને પણ જીતનારી બનાવી છે. આગળ ચાલતાં સૂર્યના વિમાન જેવા રામના વિમાનને જોઈ ભરત મોટા હાથી પર બેસી અત્યંત આનંદપૂર્વક ઇન્દ્રસમાન વિભૂતિયુક્ત સામે આવ્યા. ભરતને આવતો જોઈ રામ-લક્ષ્મણે પુષ્પક વિમાનને જમીન પર ઉતાર્યું. ભરત હાથી પરથી ઉતરી પાસે આવ્યો, સ્નેહથી ભરેલા તેણે બેય ભાઈઓને પ્રણામ કરી અર્ધપાધ કર્યું. બન્ને ભાઈઓએ વિમાનમાંથી ઉતરી ભરતને છાતી સાથે ચાંપ્યો, પરસ્પર કુશળ સમાચાર પૂછયા. પછી ભરતને પુષ્પક વિમાનમાં બેસાડી દીધો અને અયોધ્યામાં પ્રવેશ કર્યો. રામના આગમનના કારણે અયોધ્યાને ખૂબ શણગારવામાં આવી છે, ધજાઓ ફરકે છે, જાતજાતનાં વિમાનો, રથો, હાથી, ઘોડાથી માર્ગમાં જગ્યા નથી. વાજિંત્રો વાગવા લાગ્યાં, મધુર ધ્વનિ સંભળાવા લાગ્યા, વાજિંત્રોના શબ્દો, ઘોડાઓની હણહણાટી, ગજની ગર્જના સામંતોના અટ્ટહાસ, વિણા-બંસરીના નાદથી દશેય દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ, ભાટ-ચારણો બીરુદ વખાણે છે, નૃત્યકારિણી નૃત્ય કરે છે, ભાંડ નકલ કરે છે, નટ કળા કરે છે, સૂર્યના રથસમાન રથો, તેના ચિત્રકારો, વિદ્યાધર મનુષ્ય પશુઓના જાતજાતના અવાજો; આ બધાનું ક્યાં સુધી વર્ણન કરીએ? વિદ્યાધરોના અધિપતિએ પરમ શોભા કરી છે. બન્ને ભાઈ મનોહર અયોધ્યામાં પ્રવેશ્યા. અયોધ્યા નગરી સ્વર્ગ સમાન છે, રામ-લક્ષ્મણ ઇન્દ્ર-પ્રતીન્દ્ર સમાન છે, સમસ્ત વિદ્યાધરો દેવસમાન છે, તેમનું શું વર્ણન કરીએ? શ્રી રામચંદ્રને જોઈ પ્રજારૂપ સમુદ્રમાં આનંદના ધ્વનિ વધતા ગયા, સારા સારા માણસો અર્ધપાધ કરવા લાગ્યા, બન્ને ધીર વીરોને સર્વજનો આશીર્વાદ આપવા લાગ્યા, હે દેવ ! જયવંત વર્તા! વૃદ્ધિ પામો! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #525 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૪ ખાંસીમું પર્વ પદ્મપુરાણ ચિરંજીવ થાવ, આનંદ પામો; આ પ્રમાણે આશીર્વાદ આપવા લાગ્યા. ઊંચાં વિમાન જેવાં મકાનોની ટોચે બેઠેલી સુંદરીઓ મોતીના અક્ષત વેરવા લાગી. પૂર્ણમાસીના ચંદ્રમા સમાન રામ અને વર્ષાની ઘટા સમાન લક્ષ્મણ બન્ને શુભ લક્ષણવાળાનાં દર્શન કરવા જનતા અનુરાગી થઈ, બધાં કામ છોડીને ઝરૂખામાં બેઠેલી સ્ત્રીઓ નીરખી રહી છે તે જાણે કમળોનાં વન ખીલી રહ્યાં છે. સ્ત્રીઓના પરસ્પર ભટકાવાથી મોતીના હાર તૂટ્યા તેથી જાણે કે મોતીની વર્ષા થઈ રહી છે. સ્ત્રીઓના મુખમાંથી એવો અવાજ આવે છે કે આ શ્રી રામ છે તેમની સમીપે જનકની પુત્રી સીતા બેઠી છે, તેની માતા રાણી વિદેહા છે. શ્રી રામે સાહસગતિ વિદ્યાધરને માર્યો, તે સુગ્રીવનું રૂપ ધરીને આવ્યો હતો, વિદ્યાધરોમાં તે દૈત્ય કહેવાય છે, રાજા મુત્રની જ્ઞાતિનો તે હતો આ લક્ષ્મણ રામના નાના ભાઈ ઇન્દ્ર જેવા પરાક્રમી, જેણે લંકેશ્વરને ચક્રથી હણ્યો. આ સુગ્રીવ છે તેણે રામ સાથે મૈત્રી કરી અને આ સીતાનો ભાઈ ભામંડળ જેને જન્મથી દેવ લઈ ગયો હતો પછી દયા કરીને છોડ્યો તે રાજા ચંદ્રગતિનો પાલિત આકાશમાંથી વનમાં પડ્યો, રાજાએ લઈને રાણી પુષ્પવતીને સોંપ્યો, દેવોએ કાનમાં કુંડળ પહેરાવીને આકાશમાંથી ફેંક્યો હતો તે કુંડળની જ્યોતિથી ચંદ્રસમાન મુખવાળો લાગ્યો તેથી તેનું નામ ભામંડળ પાડેલું. આ રાજા ચંદ્રોદયનો પુત્ર વિરાધિત, આ પવનનો પુત્ર હનુમાન-કપિધ્વજ. આ પ્રમાણે નગરની નારીઓ આશ્ચર્યથી વાતો કરતી હતી. પછી રામ-લક્ષ્મણ રાજમહેલમાં પધાર્યા. ત્યાં મહેલમાં ઉપલા ખંડમાં રહેતી બન્ને માતા પુત્રોના સ્નેહમાં તત્પર, જેમના સ્તનમાંથી દૂધ ઝરે છે, તે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી, સુપ્રભા ચારેય માતા મંગળ કરવા પુત્રોની સમીપે આવી. રામ-લક્ષ્મણ પુષ્પક વિમાનમાંથી ઊતરી માતાઓને મળ્યા, માતાઓને જોઈ હર્ષ પામ્યા, બન્ને ભાઈ હાથ જોડી નમ્ર બની પોતાની સ્ત્રીઓ સહિત માતાઓને પ્રણામ કરવા લાગ્યા. તે ચારેય અનેક પ્રકારે આશિષ દેવા લાગી. તેમની આશિષ કલ્યાણ કરનારી છે. ચારેય માતા રામલક્ષ્મણને હૃદય સાથે ભેટી પરમસુખ પામી. તેમનું સુખ તે જ જાણે, કહેવામાં આવે નહિ. તે વારંવાર હૃદય સાથે ચાંપી શિર પર હાથ મૂકવા લાગી, આનંદના અગ્રુપાતથી તેમની આંખો ભરાઈ ગઈ. પરસ્પર માતા-પુત્ર કુશળક્ષેમ અને સુખદુઃખની વાતો પૂછીને ખૂબ સંતોષ પામ્યા. માતા મનોરથ કરતી હતી. તેમનો મનોરથ ઇચ્છાથી પણ અધિક પૂર્ણ થયા. તે માતા યોદ્ધાઓને જન્મઆપનાર, સાધુઓની ભક્ત, જિનધર્મમાં અનુરક્ત, પુત્રોની સેંકડો વહુઓને જોઈ અતિ હર્ષ પામી. પોતાના શૂરવીર પુત્રોના પ્રભાવથી પૂર્વ પુણના ઉદયથી અત્યંત મહિમા સંયુક્ત જગતમાં પૂજ્ય થઈ. રામ-લક્ષ્મણનું રાજ્ય સાગરો સુધી ફેલાયેલું, નિષ્ફટક, એકછત્ર બન્યું, તે બધા પર યથેષ્ટ આજ્ઞા કરતા. રામ-લક્ષ્મણના અયોધ્યામાં આગમન અને માતા તથા ભાઈઓ સાથેના મિલનનો આ અધ્યાય જે વાંચે, સાંભળે તે શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ મનવાંછિત સંપદા પામે, પૂર્ણ પુણ્ય ઉપાર્જ, શુભમતિથી એક જ નિયમમાં દઢ રહે, ભાવોની શુદ્ધતાથી કરે તો અતિપ્રતાપવંત બને, પૃથ્વી પર સૂર્યસમાન પ્રકાશ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #526 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ ૫૦૫ રહે માટે અવ્રત છોડીને નિયમાદિક ધારણ કરો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણના આગમનનું વર્ણન કરનાર વ્યાસીનું પર્વ પૂર્ણ થયું. * * * ત્યાંસી પર્વ (રામ-લક્ષ્મણની રાજ્યવિભૂતિનું વર્ણન) ત્યાર પછી રાજા શ્રેણિકે નમસ્કાર કરી ગૌતમ સ્વામીને પૂછ્યું કે હે દેવ! શ્રી રામલક્ષ્મણની લક્ષ્મીનો વિસ્તાર સાંભળવાની મારી અભિલાષા છે. ગૌતમ સ્વામી બોલ્યા, હે શ્રેણિક! રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના વૈભવનું હું સંક્ષેપમાં વર્ણન કરું છું. રામલક્ષ્મણ પાસે બેતાલીસ લાખ હાથી, એટલા જ રથ, નવ કરોડ અશ્વ, બેંતાલીસ કરોડ પાયદળ, ત્રણ ખંડના દેવ વિધાધર સેવકો હતા. રામનાં ચાર રત્નો હતા-ધુળ, મૂશળ, રત્નમાળા અને ગદા. લક્ષ્મણનાં સાત રત્નો-શંખ, ચક્ર, ગદા, ખડગ, દંડ, નાગશપ્યા. અને કૌસ્તુભમણિ. રામ-લક્ષ્મણ બન્નેય વીર, ધીર, ધનુષધારી હતા. તેમના ઘેર લક્ષ્મીનો નિવાસ હતો. ઇન્દ્રના ભવનતુલ્ય ઊંચા દરવાજાવાળો ચતુશાલ નામનો કોટ, વૈજયંતી નામની સભા અતિ મનોજ્ઞ, પ્રસાદકૂટ નામનું અતિ ઊંચું દશેય દિશાઓનું અવલોકનગૃહ, વિંધ્યાચળ પર્વત જેવું વર્ધમાનક નામનું નૃત્ય જોવાનું ગૃહ, અનેક સામગ્રી સહિત કાર્ય કરવાનું ગૃહ, કૂકડાના ઈડાં સમાન અદ્દભૂત શીતકાળમાં સૂવાનું ગૃહ, ગ્રીખમાં બપોરે રહેવા માટેનું ધારામંડપગૃહ, તે ઉપરાંત રાણીઓનાં રત્નમયી અત્યંત સુંદર ગૃહો, બન્ને ભાઈઓના સૂવાની શય્યાના પાયા સિંહના આકારના પારાગ મણિના બનેલા હતા જે અંભોદકાંડ નામની વીજળી જેવા ચમત્કારવાળા હતા. વર્ષાઋતુમાં રહેવાનો મહેલ અતિ શ્રેષ્ઠ, ઉગતા સૂર્ય સમાન સિંહાસન, ચંદ્રમા તુલ્ય ઉજ્જવળ ચામર અને છત્ર, સુંદર વિષમોચક નામની પાપડી જેના પ્રભાવથી સુખેથી આકાશમાં ગમન કરાય, અમૂલ્ય વસ્ત્રો, દિવ્ય આભૂષણો, અભેદ્ય બખ્તર, મનોહર મણિઓનાં કુંડળ, અમોઘ ગદા, ખગ, કનકબાણ, અનેક શસ્ત્રો, પચાસ લાખ હુળ, કરોડથી અધિક ગાય, અક્ષય ભંડાર અને અયોધ્યા આદિ અનેક નગર, જ્યાં ન્યાયની પ્રવૃત્તિ ચાલતી. પ્રજા બધી સુખી-સંપદાથી પૂર્ણ હતી, વનઉપવન નાના પ્રકારનાં ફળફૂલોથી શોભતાં, સુવર્ણ રત્નમય પગથિયાવાળી ક્રિીડા કરવા માટે યોગ્ય વાવો, પુર તથા ગ્રામોમાં લોકો અત્યંત સુખી હતા, ખેડૂતોને કોઈ જાતનું દુઃખ નહોતું, ગોવાળો પાસે અનેક ગાયો-ભેંસો હતી, લોકપાળ જેવા સામંતો અને ઇન્દ્ર જેવા વૈભવવાળા અનેક તેજસ્વી રાજાઓ તેમના સેવક હતા. રામને આઠ હજાર સ્ત્રીઓ હતી અને લક્ષ્મણને દેવાંગના જેવી સોળ હજાર સ્ત્રીઓ હતી. સૌને મનવાંછિત સુખ આપનાર સમસ્ત સામગ્રી અને ઉપકરણો હતાં. શ્રી રામે ભગવાનનાં હજારો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #527 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૬ ત્યાંસીમું પર્વ પદ્મપુરાણ ચૈત્સાલય બનાવ્યાં. દેશ, ગ્રામ, નગર, વન, ગૃહ, ગલી સર્વ સ્થળે જિનમંદિરો હતાં, ભવ્ય જીવો સદા તેમાં પૂજાભક્તિ કરતા. સર્વત્ર ધર્મની કથા થતી. સુકૌશલ દેશની મધ્યમાં અયોધ્યા ઇન્દ્રપુરી તુલ્ય હતી. ત્યાં કીડા કરવાના પર્વતો હતા, જે પ્રકાશ મંડિત જાણે શરદના વાદળ જ છે. અયોધ્યાનો કોટ અતિ ઉત્તુંગ સમુદ્રની વેદિકાતુલ્ય મહાશિખરથી શોભિત જેના પરના રત્નોનાં કિરણોના પ્રકાશથી થતી શોભા મનથી પણ અગોચર હતી. નિશ્ચયથી આ અયોધ્યા નગરી પવિત્ર મનુષ્યોથી ભરેલી સદાય મનોજ્ઞ હતી, હવે શ્રી રામચંદ્ર તેને અતિ શોભિત કરી. જેમ સ્વર્ગની વાત સાંભળવામાં આવે છે કે ત્યાં ખૂબ સંપદા છે, જાણે કે રામ-લક્ષ્મણ તે સ્વર્ગમાંથી આવ્યા અને ત્યાંની સર્વ સંપદા લેતા આવ્યા. રામના પધારવાથી અયોધ્યા અગાઉ હતી તેથી અધિક શોભાયમાન થઈ. પુણ્યહીન જીવોને ત્યાંનો નિવાસ દુર્લભ છે, રામચંદ્ર પોતાના શરીરથી, શુભ લોકોથી અને સ્ત્રી ધનાદિથી તેને સ્વર્ગ તુલ્ય કરી. સર્વ સ્થળે રામનો યશ ફેલાયો, પરંતુ સીતાના પૂર્વકર્મના દોષથી મૂઢ લોકો આવી વાતો કરતા કે જુઓ, વિદ્યાધરોના નાથ રાવણે સીતાનું હરણ કરેલું તેને શ્રી રામ પાછી લાવ્યા અને ઘરમાં રાખી એ શું યોગ્ય છે? રામ મહાજ્ઞાની, કુળવાન ચકી, મહા શૂરવીર, તેમના ઘરમાં જો આવી રીત ચાલે તો બીજા લોકોની શી વાત કરવી ? આ પ્રમાણે શઠ જનો વાતો ચલાવતા. (રાજ્ય કરતા હોવા છતાં પણ ભારતના ચિત્તની વિરક્તિ અને દીક્ષાની તૈયારી) આ સ્વર્ગલોકને પણ લજજા ઉપજાવે એવી અયોધ્યાપુરીમાં ભરત ઇન્દ્રસમાન ભોગોમાં પણ રતિ માનતા નહોતા. અનેક સ્ત્રીઓના પ્રાણવલ્લભ હોવા છતાં તે નિરંતર રાજ્યલક્ષ્મીથી ઉદાસ રહેતા અને સદા ભોગોની નિંદા કરતા. ભરતનો મહેલ નાના પ્રકારનાં રત્નોથી નિર્માયિત, મોતીઓની માળાથી શોભિત, જ્યાં વૃક્ષો ફૂલેફાલે છે, સર્વ તુના વિલાસો થઈ રહ્યા છે, વીણા મૃદંગાદિક વાગી રહ્યા છે, દેવાંગના સમાન અતિ સુંદર સ્ત્રીઓથી પૂર્ણ છે, ચારેકોર મદોન્મત્ત હાથીઓ ગર્જ છે, શ્રેષ્ઠ તુરંગો હણહણે છે, જે રત્નોના ઉદ્યોતથી પ્રકાશરૂપ રમણીય ક્રીડાનું સ્થાન છે, દેવોને પણ રુચિ ઉપજે એવું છે, પરંતુ સંસારથી ભયભીત અતિ ઉદાસ ભરતને તેમાં રુચિ નથી, જેમ પારધીથી ભયભીત મૃગને કોઈ ઠેકાણે વિશ્રામ મળતો નથી. ભરત આમ વિચાર કરે છે કે મેં આ મનુષ્યદેહ અતિકષ્ટથી પ્રાપ્ત કર્યો છે તે પાણીના પરપોટા જેવો ક્ષણભંગુર છે. આ યૌવન ફીણના પુંજ સમાન અતિ અસાર દોષોથી ભરેલું છે, આ ભોગ અતિ વિરસ છે, આમાં સુખ નથી. આ જીવન અને કુટુંબનો સંબંધ સ્વપ્ન સમાન છે, જેમ વૃક્ષ પર પક્ષીઓનો મેળાપ રાત્રે થાય છે અને પ્રભાત થતાં દશે દિશામાં ઊડી જાય છે. આમ જાણી જે મોક્ષના કારણરૂપ ધર્મ ન કરે તે જરાથી જર્જરિત થઈ શોકરૂપ અગ્નિમાં જલે છે. નવયૌવન મૂઢોને વહાલું લાગે છે, તેમાં ક્યો વિવેકી રાગ કરે, કોઈ ન કરે. આ નિંદાના સમૂહનો નિવાસ સંધ્યાના ઉધોત સમાન વિનશ્વર છે, આ શરીરરૂપી યંત્ર અનેક પ્રકારની વ્યાધિઓના સમૂહનું ઘર છે, પિતાના વીર્ય અને માતાના રુધિરથી ઉપજ્યું છે, આમાં રતિ કેવી? જેમ ઈધનથી અગ્નિ તૃત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #528 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ ૫૦૭ થતો નથી. અને સમુદ્ર જળથી તૃપ્ત થતો નથી તેમ ઈન્દ્રિયોના વિષયોથી તૃપ્તિ થતી નથી. આ વિષયો જીવે અનાદિથી અનંતકાળ સુધી સેવ્યા છે, પરંતુ તૃપ્તિ થઈ નથી. આ જીવ કામમાં આસક્ત થયેલો ભલું-બૂરું જાણતો નથી, પતંગિયાની જેમ વિષયરૂપ અગ્નિમાં પડે છે અને ભયંકર દુ:ખ પામે છે. આ સ્ત્રીઓના સ્તન માંસનાં પિંડ છે, અત્યંત બીભત્સ છે તેમાં શી રીતે કરવી ? સ્ત્રીઓનું મુખરૂપી બિલ દાંતરૂપી કીડાથી ભરેલું, તાંબૂલના રસથી લાલ છરીના ઘા જેવું, તેમાં શોભા કઈ છે? સ્ત્રીઓની ચેષ્ટા વાયુના વિકાર સમાન વિરૂપ ઉન્માદથી ઉપજેલી છે તેમાં પ્રીતિ કેવી? ભોગ રોગ સમાન છે, મહાખેદરૂપ દુઃખના નિવાસ છે એમાં વિલાસ કેવો? આ ગીત-વાજિંત્રોના નાદ રુદન સમાન છે. તેમાં પ્રીતિ કેવી ? ૨દનથી પણ મહેલના ઘુમ્મટ ગુંજે છે અને ગીતથી પણ ગુંજે છે. સ્ત્રીઓના શરીર મળમૂત્રાદિથી ભરેલાં, ચામડીથી વેષ્ટિત એના સેવનમાં શું સુખ ઉપજે? વિષ્ટાના કુંભનો સંયોગ અતિ બીભત્સ, અતિ લજ્જાકર, મહાદુઃખરૂપ છે તેને નારીના ભોગોમાં મૂઢ જીવ સુખરૂપ માને છે. દેવોના ભોગ ઈચ્છા ઉત્પન્ન થતાં જ પૂર્ણ થાય છે. તેનાથી પણ જીવ તૃપ્ત થયો નથી તો મનુષ્યોના ભોગથી કેવી રીતે તૃપ્ત થાય? જેમ દાભની અણી પર જે ઝાકળનાં ટીપાં બાઝયા હોય તેનાથી શું તરસ છીપે છે? જેમ લાકડા વેચનારો માથા પર ભાર લઈને દુઃખી થાય છે તેમ રાજ્યના ભારને વહેનાર દુઃખી થાય છે. અમારા વડીલ પૂર્વજોમાંનો એક સૌદાસ નામનો રાજા ઉત્તમ ભોજનથી તૃપ્ત ન થયો અને પાપી અભક્ષ્ય ભોજન કરીને રાજ્યભ્રષ્ટ થયો. જેમ ગંગાના પ્રવાહમાં માંસનો લોભી કાગડો મરેલા હાથીને ચૂંથતાં તૃપ્ત ન થયો અને સમુદ્રમાં ડૂબી મર્યો તેમ આ વિષયાભિલાષી જીવો ભવસમુદ્રમાં ડૂબે છે. આ લોક દેડકાની જેમ મોહરૂપ કાદવમાં ડૂબેલા છે, લોભરૂપ સર્પથી ડસાયેલા નરકમાં પડે છે. આમ ચિંતવન કરતાં શાંત ચિત્તવાળા ભરતને કેટલાક દિવસો અત્યંત વિરસથી વીત્યા. જેમ મહાબળવાન સિંહ પાંજરામાં પડીને ખેદખિન્ન રહે, તેને નિરંતર વનમાં જવાની ઈચ્છા રહે તેમ ભરતને મહા વ્રત ધારણ કરવાની ઈચ્છા રહે છે, ઘરમાં તે સદા ઉદાસ જ રહે છે, મહાવ્રત સર્વ દુઃખનો નાશ કરે છે. એક દિવસ તેણે શાંતચિત્તે ઘર તજવાની તૈયાર કરી ત્યારે કૈકેયીના કહેવાથી રામ-લક્ષ્મણે તેમને રોકયા અને અત્યંત સ્નેહથી કહ્યું, હે ભાઈ ! પિતા વૈરાગ્ય પામ્યા ત્યારે પૃથ્વીનું રાજ્ય તને આપ્યું છે, સિંહાસન પર બેસાડયો છે માટે તું અમારા સર્વ રઘુવંશીઓને સ્વામી છે માટે તું લોકોનું પાલન કર. આ સુદર્શન ચક્ર, આ દેવ અને વિધાધરો તારી આજ્ઞામાં છે, આ પૃથ્વીને તું નારીની જેમ ભોગવ, હું તારા શિર પર ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર લઈને ઊભો રહીશ, ભાઈ શત્રુઘ્ન ચામર ઢાળશે અને લક્ષ્મણ જેવો સુંદર તારો મંત્રી છે. જો તું અમારું વચન નહિ માને તો હું ફરીથી પરદેશ ચાલ્યો જઈશ, મૃગોની જેમ વનમાં રહીશ. હું તો રાક્ષસોના તિલક રાવણને જીતીને તારા દર્શન માટે આવ્યો છું. હવે તું નિષ્ફટક રાજ્ય કર. પછી તારી સાથે હું પણ મુનિવ્રત ધારણ કરીશ. આ પ્રમાણે શ્રી રામે ભરતને કહ્યું. ત્યારે વિષયરૂપ વિષથી અતિવિરક્ત મહાનિસ્પૃહ ભરતે કહ્યું, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #529 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૮ ત્યાંસીમું પર્વ પદ્મપુરાણ હે દેવ ! હું તરત જ રાજ્યસંપદા તજવા ઈચ્છું છું જેને તજીને શૂરવીરો મોક્ષ પામ્યા છે. હું નરેન્દ્ર! અર્થ તથા કામ અતિ ચંચળ છે, દુઃખનાં કારણ, જીવના શત્રુ, મહાપુરુષો દ્વારા નિંધ છેમૂઢજનો તેને સેવે છે. હું હળાયુધ! આ ક્ષણભંગુર ભોગોમાં મારી તૃષ્ણા નથી. જોકે તમારા પ્રસાદથી આપણા ઘરમાં સ્વર્ગલોક સમાન ભાગ છે તો પણ મને રુચિ નથી, આ સંસારસાગર અતિ ભયાનક છે, જેમાં મૃત્યુરૂપ પાતાળકુંડ અતિવિષમ છે, જન્મરૂપ કલ્લોલ ઊઠે છે. રાગદ્વેષરૂપ નાના પ્રકારના ભયંકર જળચરો છે, રતિ અરતિરૂપ ક્ષારજળથી પૂર્ણ છે, જ્યાં શુભ-અશુભ રૂપ ચોર વિચરે છે, હું મુનિવ્રતરૂપ જહાજમાં બેસી સંસારસમુદ્ર તરવા ઈચ્છું છું. હે રાજેન્દ્ર! મેં જુદી જુદી યોનિઓમાં અનંતકાળ જન્મમરણ કર્યા, નરક નિગોદમાં અનંત કષ્ટ સહ્યા, ગર્ભવાસાદિમાં ખેદખિન્ન થયો. ભરતનાં આવાં વચન સાંભળી મોટા મોટા રાજાઓ આંખમાંથી આંસુ પાડવા લાગ્યા, અતિ આશ્ચર્યથી ગદગદ વાણીમાં કહેવા લાગ્યા, હે મહારાજ! પિતાનું વચન પાળો, થોડો વખત રાજ્ય કરો. તમે આ રાજ્યલક્ષ્મીને ચંચળ જાણી ઉદાસ થયા છો તો કેટલાક દિવસ પછી મુનિ થાવ. હમણાં તો તમારા મોટા ભાઈ આવ્યા છે તેમને શાંતિ આપો. ભરતે જવાબ આપ્યો કે મેં તો પિતાના વચન પ્રમાણે ઘણા દિવસો સુધી રાજસંપદા ભોગવી, પ્રજાનાં દુઃખ દૂર કર્યા, પ્રજાનું પુત્ર પેઠે પાલન કર્યું, દાનપૂજાદિ ગૃહસ્થના ધર્મ આચર્યા, સાધુઓની સેવા કરી. હવે પિતાએ જે કર્યું તે હું કરવા ઈચ્છું છું. હવે તમે આ વસ્તુની અનુમોદના કેમ નથી કરતા, પ્રશંસાયોગ્ય બાબતમાં વિવાદ કેવો? હું શ્રી રામ ! હું લક્ષ્મણ ! તમે મહા ભયંકર યુદ્ધમાં શત્રુઓને જીતી આગળના બળભદ્ર-વાસુદેવની જેમ લક્ષ્મી મેળવી છે તે તમારી લક્ષ્મી બીજા મનુષ્યોની લક્ષ્મી જેવી નથી તો પણ મને રાજ્યલક્ષ્મી રુચતી નથી, તૃપ્તિ આપતી નથી, જેમ ગંગા વગેરે નદીઓ સમુદ્રને તૃત કરતી નથી. તેથી હું તત્ત્વજ્ઞાનના માર્ગે પ્રવર્તીશ. આમ કહી અત્યંત વિરક્ત થઈ રામ-લક્ષ્મણને પૂછયા વિના જ વૈરાગ્ય ગ્રહણ માટે ઊભા થયા, જેમ પહેલાં ભરત ચક્રવર્તી ઊભા થયા હતા. મનોહર ચાલના ચાલનારા એ મુનિરાજની પાસે જવા તૈયાર થયા. લક્ષ્મણે તેમને અત્યંત સ્નેથી રોક્યા, ભરતના હાથ પકડ્યા. તે જ સમયે આંસુ સારતાં માતા કૈકેયી આવ્યાં અને રામની આજ્ઞાથી બન્ને ભાઈઓની બધી રાણીઓ આવી. લક્ષ્મી સમાન જેમનું રૂપ છે અને પવનથી હાલતાં કમળ જેવા નેત્ર છે તે આવીને ભરતને રોકવા લાગી. તેમનાં નામસીતા, ઉવર્શી, ભાનુમતી, વિશલ્યા, સુંદરી, ઐન્દ્રી, રત્નાવતી, લક્ષ્મી, ગુણમતી બંધુમતી, સુભદ્રા, કુબેરા, નળકુંવરા, કલ્યાણમાલા, ચંદિણી, મદમાનસોત્સવા, મનોરમા, પ્રિયવંદા, ચંદ્રકાંતા, કલાવતી, રત્નસ્થળી, સરસ્વતી, શ્રીકાંતા, ગુણસાગરી, પદ્માવતી ઈત્યાદિ બધી આવી, જેમનાં રૂપગુણનું વર્ણન કરવું અવશ્ય છે, જેમની આકૃતિ મનને હરી લે છે, દિવ્ય વસ્ત્રાભૂષણ પહેરેલી, ઊંચા કુળમાં જન્મેલી, સત્ય બોલનારી, શીલાવંતી, પુણ્યની ભૂમિકા, સમસ્ત કાર્યમાં નિપુણ ભરતની ચારે બાજુ ઘેરી વળી, જાણે કે ચારે તરફ કમળોનું વન જ ખીલી ઊઠયું છે. ભારતનું ચિત્ત રાજ્યસંપદામાં જોડવા ઉદ્યમી એવી તે બધી અતિ આદરથી ભરતને મનોહર વચનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #530 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ ૫૦૯ કહેવા લાગી કે દિયરજી ! અમારું કહ્યું માનો, કૃપા કરો, આજે સરોવરમાં જળક્રીડા કરો અને ચિંતા છોડો. જે વાતથી તમારા ભાઈઓને ખેદ ન થાય તે કરો, તમારી માતાને ખેદ ન થાય તેમ કરો. અમે તમારી ભાભી છીએ, અમારી વિનંતી અવશ્ય માનો, તમે વિનયી વિવેકી છો. આમ કહીને ભરતને સરોવર પર લઈ ગઈ. ભરતનું ચિત્ત જળક્રીડાથી વિરક્ત છે. એ બધી સરોવરમાં પ્રવેશી, ભરત વિનયપૂર્વક સરોવર તીરે ઊભા રહ્યા, જાણે કે ગિરિરાજ જ છે. તે સ્નિગ્ધ સુગંધી પદાર્થોથી તેમના શરીર પર લેપ કરવા લાગી, તેમની સાથે જાતજાતની જળક્રીડા કરવા લાગી, પણ ઉત્તમ ચેષ્ટાના ધારક આમણે કોઈના ઉપર જળ નાખ્યું નહિ. પછી નિર્મળ જળથી સ્નાન કરી સરોવરના તીરે જે જિનમંદિર હતું ત્યાં ભગવાનની પૂજા કરી. (રૈલોક્યમંડન હાથીનું ઉન્મત્ત થવું અને ભરતને જોઈને જાતિસ્મરણ થવું) તે જ વખતે કાળી ઘટા સમાન આકૃતિવાળો ગૈલોક્યમંડન હાથી ગજબંધન તોડીને ભયંકર અવાજ કરતો પોતાના આવાસમાંથી નીકળ્યો. પોતાના મદના ઝરવાથી ભીંજાયેલો, મેઘગર્જના સમાન ગર્જના કરતો તેને સાંભળીને અયોધ્યાપુરીના લોકો ભયથી ધ્રુજવા લાગ્યા અન્ય હાથીઓના મહાવતો પોતપોતાના હાથીને લઈને દૂર ભાગી ગયા. રૈલોક્યમંડન નગરનો દરવાજો તોડીને જ્યાં ભરત પૂજા કરતા હતા ત્યાં આવ્યો. રામલક્ષ્મણની બધી રાણીઓ ભયથી ધ્રુજતી ભરતને શરણે આવી. હાથી ભારતની નજીક આવ્યો ત્યારે બધા હાહાકાર કરવા લાગ્યા. ભરતની માતા ખૂબ વિવળ બની ગઈ, વિલાપ કરવા લાગી, પુત્રના સ્નેહમાં તત્પર ખૂબ ભયભીત થઈ. તે વખતે ગજબંધનમાં પ્રવીણ રામ-લક્ષ્મણ ગજને પકડવા તૈયાર થયા. ગજરાજ અતિપ્રબળ હતો, ભયંકર ગર્જના કરતો હતો. નાગફાંસીથી પણ રોકાય તેમ નહોતો. કમળનયન ભરત નિર્ભયપણે સ્ત્રીઓને બચાવવા તેમની આગળ ઊભા રહ્યા. તે હાથી ભરતને જોઈને પૂર્વભવનો વિચાર કરતો શાંતચિત્ત બની ગયો, પોતાની સૂંઢ ઢીલી કરીને વિનયી બનીને ભારતની પાસે ઊભા રહી ગયો. ભરતે તેને મધુર વાણીથી સંબોધ્યો કે હું ગજરાજ! તું શા માટે ક્રોધે ભરાયો છે? ભરતનું વચન સાંભળીને તે અત્યંત નિશ્ચળ થયો, તેનું મુખ સૌમ્ય બન્યું, ઊભો રહી ભરત તરફ જોઈ રહ્યો. ભરત શરણાગત પાલક સ્વર્ગમાં દેવ શોભે તેમ શોભતા હતા. હાથીને આગળના જન્મોનું જ્ઞાન થયું, તે સર્વ વિકારરહિત થયો, દીર્ઘ નિશ્વાસ નાખવા લાગ્યો. તે મનમાં વિચારે છે–આ ભરત મારો મિત્ર છે. છઠ્ઠી સ્વર્ગમાં અમે બન્ને સાથે હતા, એ તો પુણ્યના પ્રસાદથી ત્યાંથી ચ્યવીને ઉત્તમ પુરુષ થયા અને મેં કર્મના યોગે તિર્યંચની ગતિ મેળવી. કાર્ય-અનાર્યના વિવેકરહિત મહાનિંધ પશુજન્મ છે. હું કયા કારણે હાથી થયો? ધિક્કાર છે આ જન્મને! હવે નકામો શોક શા માટે કરવો? એવો ઉપાય કરું કે આત્મકલ્યાણ થાય અને ફરી સંસારભ્રમણ ન કરું. શોક કરવાથી શો લાભ? હવે બધી રીતે પુરુષાર્થ કરીને ભવદુ:ખમાંથી છૂટવાનો ઉપાય કરું. જેને પૂર્વભવ યાદ આવ્યા છે એવો ગજેન્દ્ર ઉદાસ થઈ, પાપચેષ્ટાથી પરાડમુખ થઈ પુણ્ય ઉપાર્જનમાં એકાગ્રચિત્ત થયો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચોર્યાસીમું પર્વ પદ્મપુરાણ જીવે ભૂતકાળમાં જે અશુભ કર્મ કર્યા હોય તે સંતાપ ઉપજાવે છે માટે હું પ્રાણીઓ! અશુભ કર્મ છોડીને દુર્ગતિગમનથી છૂટો. જેમ સૂર્ય પ્રકાશતો હોય ત્યારે આંખોવાળા માર્ગમાં રોકાતા નથી તેમ જિનધર્મ પ્રગટતાં વિવેકી જીવો કુમાર્ગમાં પડતા નથી. પ્રથમ અધર્મ છોડીને ધર્મને આદરે છે પછી શુભાશુભથી નિવૃત્ત થઈ આત્મધર્મ વડે નિર્વાણ પામે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની, સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રૈલોક્યમંડનને જાતિસ્મરણ થઈ ઉપશાંત થયાનું વર્ણન કરનાર ત્યાસીમું પર્વ પૂર્ણ થયું. * * * ચોર્યાસીમું પર્વ (ગૈલોક્યમંડન હાથીનું આહાર-વિહાર છોડી, નિશ્ચળ બની મૌન ગ્રહણ કરવું) પછી તે ગજરાજને ધર્મધ્યાનનું ચિંતન કરતો રામ-લક્ષ્મણે જોયો અને ધીમેધીમે તેની સમીપમાં આવ્યા, મિષ્ટ વચનો બોલીને તેને પકડયો. તેમણે પાસના લોકોને આજ્ઞા કરીને હાથીને સર્વ આભૂષણો પહેરાવ્યાં. હાથી શાંતચિત્ત બન્યો હતો તેથી નગરના લોકોની આકુળતા મટી ગઈ. હાથી એટલો પ્રબળ હતો કે વિદ્યાધરોના અધિપતિથી પણ તેની પ્રચંડ ગતિ રોકાય નહિ. આખા નગરના લોકો હાથીની વાત કરે છે કે આ રૈલોક્યમંડન હાથી રાવણનો પાટહસ્તી છે. એના જેવો બીજો કોઈ નથી. રામ-લક્ષ્મણે તેને પકડ્યો. પહેલાં તે ગુસ્સે થયો હતો હવે શાંત થઈ ગયો છે. લોકોના પુણ્યનો ઉદય છે અને ઘણા જીવોનું દીર્ઘ આયુષ્ય છે. ભારત અને સીતા વિશલ્યા હાથી પર બેસીને મહાન વૈભવપૂર્વક નગરમાં આવ્યાં. અદ્દભુત વસ્ત્રાભૂષણથી શોભતી બધી રાણીઓ જાતજાતનાં વાહનોમાં બેસી ભરતને લઈને નગરમાં આવી. ભાઈ શત્રુષ્ન અશ્વ ઉપર બેસી ભરતના હાથીની આગળ ચાલ્યો. જાતજાતના વાજિંત્રોના શબ્દ થવા લાગ્યા, બધા નંદનવન સમાન વનમાંથી નગરમાં આવ્યા. ભરત હાથી ઉપરથી ઉતરી ભોજનશાળામાં ગયા. સાધુઓને ભોજન કરાવ્યું, પછી લોકો પોતપોતાના સ્થાનકે ગયા. બધા લોકો આશ્ચર્ય પામ્યા. હાથી કોપ્યો પછી ભારત પાસે ઊભો રહી ગયો તેથી બધાને આશ્ચર્ય થયું. ગૌતમ ગણધર રાજા શ્રેણિકને કહે છે કે હે રાજ! હાથીના બધા મહાવતોએ રામ-લક્ષ્મણ પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે હે દેવ! આજે ચાર દિવસ થયા ગજરાજ કાંઈ ખાતો નથી, પીતો નથી, ઊંઘતો નથી, સર્વ ચેષ્ટા છોડીને નિશ્ચળ ઊભો છે. જે દિવસે ક્રોધ કર્યો હતો એ પછી શાંત થયો તે જ દિવસથી ધ્યાનારૂઢ થઈ નિશ્ચળ ઊભો છે. અમે જાતજાતની સ્તુતિ કરીએ છીએ, અનેક પ્રિય વચનો કહીએ છીએ, તો પણ આહારપાણી લેતો નથી, અમારાં વચનો કાને ધરતો નથી, પોતાના સૂંઢ દાંત વચ્ચે લઈને આંખો બંધ કરીને ઊભો છે, જાણે કે ચિત્રનો ગજ છે. જે તેને જુએ છે તેને એવો ભ્રમ થાય છે કે આ કૃત્રિમ ગજ છે કે સાચો ગજ છે. અમે પ્રિય વચનથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #532 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાસીમું પર્વ ૫૧૧ બોલાવીને આહાર આપવા પ્રયત્ન કરીએ છીએ તે લેતો નથી, જાતજાતના ગજને પ્રિય સુંદર આહાર રુચતા નથી, ચિંતન કરતો હોય તેમ ઊભો છે, નિસાસા મૂકે છે. બધાં શાસ્ત્રોના જાણકાર, મહાપંડિત પ્રસિદ્ધ ગજવૈદ્યોને પણ હાથીનો રોગ જાણવામાં આવતો નથી. ગંધર્વો જુદીજુદી જાતનાં ગીત ગાય છે તે સાંભળતો નથી, નૃત્યકારિણીઓ નૃત્ય કરે છે તે જોતો, નથી. પહેલાં તે નૃત્ય જોતો, ગીત સાંભળતો, અનેક ચેષ્ટા કરતો હતો તે બધું તેણે છોડી દીધું છે. જાતજાતનાં કુતૂહલ થાય છે પણ તે નજર કરતો નથી. મંત્રવિદ્યા, ઔષધાદિક અનેક ઉપાય કર્યા તે ઉપયોગમાં આવ્યા નથી, આહાર, વિહાર, નિદ્રા, જળપાનાદિ બધું છોડી દીધું છે. અમે ઘણી વિનંતી કરીએ છીએ તે માનતો નથી, જેમ રિસાયેલા મિત્રને અનેક પ્રકારે મનાવીએ અને તે ન માને તેમ કરે છે. કોણ જાણે આ હાથીના ચિત્તમાં શું છે? કોઈ વસ્તુથી કોઈ રીતે પ્રસન્ન થતો નથી, કોઈ વસ્તુ પ્રત્યે લલચાતો નથી, ખિજાવવા છતાં ક્રોધ કરતો નથી, ચિત્ર જેવો ઊચો છે. આ ત્રૈલોક્યમંડન હાથી આખી સેનાનો શણગાર છે. હવે આપને જે ઉપાય કરવા હોય તે કરો, અમે આપને હાથીની બધી હકીકત જણાવી. આથી રામ-લક્ષ્મણ ગજરાજની ચેષ્ટા જાણીને ચિંતાતુર થયા. તે મનમાં વિચારે છે કે આ હાથી બંધન તોડીને નીકળ્યો, પછી કયા કારણે ક્ષમા ધારણ કરી અને આહારપાણી કેમ નથી લેતો? બન્ને ભાઈ હાથીનો શોક કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હાથીની નિશ્ચળ દશાનું વર્ણન કરનાર ચોર્યાસીમું પર્વ પૂર્ણ થયું. * * * પંચાસીમું પર્વ (દેશભૂષણ કેવળી દ્વારા ભારત અને ગૈલોક્યમંડન હાથીના પૂર્વભવનું વર્ણન) ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હે નરાધિપ! તે જ સમયે દેશભૂષણ કુલભૂષણ કેવળી અનેક મુનિઓ સહિત લોકપ્રસિદ્ધ અયોધ્યાના નંદનવન સમાન મહેન્દ્રોદય નામના વનમાં ચતુર્વિધ સંઘસહિત આવીને બિરાજ્યા. રામ-લક્ષ્મણે વંશસ્થળગિરિ ઉપર આ બન્ને મુનિઓનો ઉપસર્ગ દૂર કર્યો હતો અને તેમની સેવા કરી હતી તેથી ગરુડેન્દ્ર પ્રસન્ન થઈ તે બન્નેને અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં હતાં જેનાથી તેમને યુદ્ધમાં વિજય મળ્યો હતો. પછી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તેમનાં દર્શન કરવા સવારમાંજ હાથી પર બેસી આવવા તૈયાર થયા. જેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું છે તે રૈલોક્યમંડન હાથી આગળ આગળ ચાલ્યો જાય છે. જ્યાં તે બન્ને કેવળી બિરાજ્યા છે ત્યાં દેવો સમાન નરોત્તમ આવ્યા અને કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સુપ્રભા એ ચારેય માતા સાધુભક્તિમાં તત્પર, જિનશાસનની સેવક સ્વર્ગનિવાસી દેવીઓ સમાન સેંકડો રાણીઓ સાથે ચાલી. સુગ્રીવાદિ સમસ્ત વિધાધરો વૈભવ સાથે ચાલ્યા. કેવળીનું સ્થાન દૂરથી જ જોતાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #533 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૨ પંચાસીમું પર્વ પદ્મપુરાણ રામાદિ હાથી પરથી નીચે ઊતરી આગળ ચાલ્યા. બન્ને હાથ જોડી પ્રણામ કરીને પૂજા કરી. પોતે યોગ્ય સ્થાન પર વિનયપૂર્વક બેઠા અને કેવળીનાં વચનો સાવધાન ચિત્તથી સાંભળવા લાગ્યા. તે વચનો વૈરાગ્યનું કારણ અને રાગાદિના નાશક છે, કેમ કે રાગાદિક સંસારનું કારણ છે અને સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર મોક્ષનું કારણ છે. કેવળીના દિવ્યધ્વનિમાં આ પ્રમાણે વ્યાખ્યાન થયું-અણુવ્રતરૂપ શ્રાવકનો ધર્મ અને મહાવ્રતરૂપ યતિનો ધર્મએ બન્નેય કલ્યાણનું કારણ છે. યતિનો ધર્મ સાક્ષાત નિર્વાણનું કારણ છે અને શ્રાવકનો ધર્મ પરંપરાએ મોક્ષનું કારણ છે. ગૃહસ્થનો ધર્મ અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહવાળો કાંઈક સુગમ છે અને યતિનો ધર્મ નિરારંભ, નિષ્પરિગ્રહરૂપ અતિકઠિન શૂરવીરો વડે જ સધાય છે. આ લોક અનાદિનિધન છે, તેના આદિઅંત નથી, તેમાં આ પ્રાણી લોભથી મોહાઈને જુદા જુદા પ્રકારની કુયોનિમાં દુઃખ પામે છે, સંસારનો તારનાર ધર્મ જ છે. આ ધર્મ જીવોનો પરમ મિત્ર અને સાચો હિતુ છે. ધર્મનું મૂળ જીવદયા છે તેનો મહિમા કહી શકાય તેમ નથી. તેના પ્રસાદથી પ્રાણી મનવાંછિત સુખ પામે છે, ધર્મ જ પૂજ્ય છે. જે ધર્મનું સાધન કરે છે તે જ પંડિત છે. આ દયામૂળ ધર્મ જે મહાન કલ્યાણનું કારણ છે તે જિનશાસન સિવાય અન્યત્ર નથી. જે પ્રાણી જિનપ્રણિત ધર્મમાં સ્થિર થયા તે ત્રણ લોકના અગ્રે પરમધામને પામ્યા. આ જિનધર્મ પરમ દુર્લભ છે. આ ધર્મનું મુખ્ય ફળ તો મોક્ષ જ છે અને ગૌણ ફળ સ્વર્ગમાં ઇન્દ્રપદ, પાતાળમાં નાગેન્દ્રપદ અને પૃથ્વી પર ચક્રવર્યાદિ નરેન્દ્રપદ છે. આ પ્રમાણે કેવળીએ ધર્મનું નિરૂપણ કર્યું. પછી લક્ષ્મણે પ્રસંગ પામીને પૂછ્યું કે હે પ્રભો! રૈલોક્યમંડન હાથી ગજબંધન ઉખાડીને ક્રોધે ભરાયો પછી તત્કાળ શાંત બની ગયો તેનું કારણ શું? ત્યારે કેવળી દેશભૂષણે ઉત્તર આપ્યો કે પ્રથમ તો આ લોકોની ભીડ જોઈને મદોન્મત્તતાથી તે ગુસ્સે થયો હતો. પછી તેણે ભરતને જોઈ, પોતાના પૂર્વભવનું સ્મરણ કર્યું અને તે શાંત થયો. ચોથા કાળની શરૂઆતમાં આ અયોધ્યામાં નાભિરાજાની રાણી મરુદેવીના ગર્ભમાં શ્રી ઋષભદેવ આવ્યા. તેમણે પૂર્વભવમાં સોળ કારણ ભાવના ભાવીને ત્રણ લોકને આનંદનું કારણ એવું તીર્થકર પદ ઉપાજર્યું હતું. તે પૃથ્વી પર આવ્યા, ઇન્દ્રાદિક દેવોએ તેમના ગર્ભ અને જન્મકલ્યાણક ઉજવ્યા. તે પુરુષોત્તમ ત્રણ લોકથી વંદવાયોગ્ય પૃથ્વીરૂપ પત્નીના પતિ થયા. વિંધ્યાચળ ગિરિ જેના સ્તન છે અને સમુદ્ર જેની કટિમેખલા છે તે પૃથ્વીનું ઘણાં વર્ષો સુધી તેમણે રાજ્ય કર્યું. જેમનું ઐશ્વર્ય જોઈને ઇન્દ્રાદિ દેવ આશ્ચર્ય પામ્યા. તેમના ગુણોને કેવળી સિવાય કોઈ જાણવા સમર્થ નથી. એક વખત નીલાંજના નામની અપ્સરા નાચ કરતાં કરતાં મૃત્યુ પામી. તે જોઈને ઋષભદેવ પ્રતિબુદ્ધ થયા લોકાંતિક દેવોએ તેમની સ્તુતિ કરી. તે જગગુરુ પોતાના પુત્ર ભરતને રાજ્ય આપી મુનિ થયા. ઇન્દ્રાદિક દેવોએ તપકલ્યાણકનો ઉત્સવ કર્યો. તેમણે તિલક નામના ઉધાનમાં મહાવ્રત લીધાં. ત્યારથી એ સ્થાન પ્રયાગ કહેવાયું. ભગવાને એક હજાર વર્ષ સુધી તપ કર્યું. સુમેરું સમાન અચળ, સર્વ પરિગ્રહના ત્યાગી તપ કરવા લાગ્યા. તેમની સાથે ચાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #534 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાસીમું પર્વ ૫૧૩ હજાર રાજા નીકળ્યા હતા, તે પરિષહું સહન કરી શક્યા નહિ અને વ્રતભ્રષ્ટ થઈ સ્વેચ્છાચારી બની વનફળાદિ ખાવા લાગ્યા. તેમનામાંનો એક મારીચ દંડીનો વેષ લઈ ફરવા લાગ્યો. તેના સંગથી રાજા સુપ્રભા અને રાણી પ્રહલાદના બે પુત્રો સૂર્યોદય અને ચંદ્રોદય પણ ભ્રષ્ટ થઈને મારીચના માર્ગના અનુયાયી થયા. તે બન્ને કુધર્મના આચરણથી ચતુર્ગતિ સંસારમાં ભમ્યા, અનેક વાર જન્મમરણ કર્યા. પછી ચંદ્રોદયનો જીવ કર્મના ઉદયથી નાગપુર નામના નગરમાં રાજા હરિપતિની રાણી મનોલતાના ગર્ભમાં ઉપજ્યો. તેનું નામ કુલકર પાડવામાં આવ્યું. તેણે રાજ્ય પ્રાપ્ત કર્યું. સૂર્યોદયનો જીવ અનેક ભવભ્રમણ કરીને તે જ નગરમાં વિશ્વ નામના બ્રાહ્મણની અગ્નિકુંડ નામની સ્ત્રીની કુખે જમ્યો. તેનું નામ શ્રુતિરત પડ્યું. તે પુરોહિત પૂર્વજન્મના સ્નેહથી રાજા કુલંકરનો અત્યંત પ્રિયપાત્ર થયો. એક દિવસ રાજા કુલકર તાપસોની પાસે જઈ રહ્યો હતો ત્યાં માર્ગમાં અભિનંદન નામના મુનિનાં દર્શન થયાં. તે મુનિ અવધિજ્ઞાની હતા. તેમણે રાજાને કહ્યું કે તારા દાદા મરીને સર્ષ થયા છે તે અત્યારે તાપસીના સળગાવેલા કાષ્ઠની મધ્યમાં રહેલ છે. તે તાપસ લાકડાં ચીરશે તો તે તેની રક્ષા કરજે. આથી તે ત્યાં ગયો. જેમ મુનિએ કહ્યું હતું તેવું જ તેની દષ્ટિએ પડ્યું. તેણે સાપને બચાવ્યો અને તાપસીનો માર્ગ હિંસારૂપ જાણ્યો. તેમનાથી તે ઉદાસ થયો અને મુનિવ્રત લેવા તૈયાર થયો. તે વખતે પાપકર્મી શ્રુતિરત પુરોહિતે કહ્યું કે હે રાજન્ ! તમારા કુળમાં વેદોક્ત ધર્મ ચાલ્યો આવે છે અને તાપસ જ તમારા ગુરુ છે અને તું રાજા હરિપતિનો પુત્ર છે તેથી તે વેદમાર્ગનું જ આચરણ કર, જિનમાર્ગનું આચરણ ન કર. પુત્રને રાજ્ય આપી વેદોક્ત વિધિથી તું તાપસનું વ્રત લે, હું પણ તારી સાથે તપ કરીશઃ આ પ્રમાણે પાપી મૂઢમતિ પુરોહિતે કુલકરનું મન જિનશાસન તરફથી ફેરવી નાખ્યું. કુલકરની સ્ત્રી શ્રીદામા તો પાપિણી પરપુરુષાસક્ત હતી તેણે વિચાર્યું કે મારી કુક્રિયા રાજાના જાણવામાં આવી ગઈ છે તેથી તે તપ ધારે છે પણ કોણ જાણે તે તપ ધારે કે ન પણ ધારે, કદાચ મને મારી નાખે માટે હું જ એને મારી નાખ્યું. પછી તેણે ઝેર આપીને રાજા અને પુરોહિત બન્ને મારી નાખ્યા. તે મરીને નિકુંજિયા નામના વનમાં પશુઘાતક પાપથી બન્ને સુવ્વર થયા, પછી દેડકાં, ઉંદર, મોર, સર્પ, કૂતરા, થયાં, કર્મરૂપ પવનથી પ્રેરાઈને તિર્યંચ યોનિમાં ભમ્યા. પછી પુરોહિત શ્રુતિરતનો જીવ હાથી થયો અને રાજા કુલકરનો જીવ દેડકો થયો તે હાથીના પગ નીચે કચડાઈને મર્યો, ફરીથી દેડકો થયો તો સૂકા સરોવરમાં કાગડાએ તેને ખાધો, તે કૂકડો થયો. હાથી મરીને બિલાડો થયો, તેણે કૂકડાને ખાધો. કુલકરનો જીવ ત્રણ વાર કૂકડો થયો અને પુરોહિતના જીવે તેને બિલાડો થઈ ખાધો. પછી એ બન્ને ઉંદર, બિલાડી, શિશુમાર જાતિના મચ્છ થયા તેને ધીવરે જાળમાં પકડી કુહાડાથી કાપ્યા અને મર્યા. બન્ને મરીને રાજગૃહી નગરમાં બવાશ નામના બ્રાહ્મણની ઉલ્કા નામની સ્ત્રીના પેટે પુત્ર થયા. પુરોહિતના જીવનું નામ વિનોદ, રાજા કુલકરના જીવનું નામ રમણ. તે બન્ને ખૂબ ગરીબ અને વિદ્યા વિનાના હતા. રમણે વિચાર્યું કે દેશાંતર જઈને વિદ્યા શીખું. તેથી તે ઘેરથી નીકળ્યો, પૃથ્વી પર ફરી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #535 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૪ પંચાસીમું પર્વ પદ્મપુરાણ ચારે વેદ અને વેદોના અંગ ભણો. પછી તે રાજગૃહી નગરીમાં આવ્યો, તેને ભાઈનાં દર્શનની અભિલાષા હતી. નગરની બહાર સૂર્યાસ્ત થઈ ગયો, આકાશમાં મેઘપટલના કારણે ગાઢ અંધકાર થઈ ગયો તેથી તે જીર્ણ ઉદ્યાનની વચ્ચે એક યક્ષનું મંદિર હતું તેમાં બેઠો. તેના ભાઈ વિનોદની સમિધા નામની સ્ત્રી અતિ કુશીલ હતી તે અશોકદત્ત નામના પુરુષમાં આસક્ત હતી. તેણીએ તેને યક્ષના મંદિરમાં આવવાનો સંકેત કર્યો હતો તેથી અશોકદત્ત ત્યાં જવા નીકળ્યો તેને માર્ગમાં કોટવાળના સેવકે પકડ્યો. વિનોદને ખબર પડતાં તે હાથમાં ખડ્ઝ લઈ અશોકદત્તને મારવા યક્ષના મંદિરમાં આવ્યો અને ત્યાં બેઠેલા રમણને પોતાની પત્નીનો જાર સમજીને ખગથી મારી નાખ્યો, અંધારામાં કાંઈ દેખાયું નહિ તેથી રમણ માર્યો, વિનોદ ઘેર ગયો. પછી વિનોદ પણ મર્યો અને બન્નેએ અનેક ભવ કર્યા. પછી વિનોદનો જીવ સાલવનમાં જંગલી પાડો થયો અને રમણનો જીવ આંધળો રીંછ થયો. તે બને દાવાનળમાં બળી મર્યા. મરીને વનમાં ભીલ થયા, પછી મરીને હરણ થયા તેમને ભીલે જીવતા પકડ્યા. બન્ને અતિ સુંદર હતા. તે વખતે ત્રીજા નારાયણ સ્વયંભૂતિ શ્રી વિમળનાથજીના દર્શન કરીને પાછા ફરતા હતા તેમણે બન્ને હરણ લીધા અને જિનમંદિર પાસે રાખ્યા. તેમને રાજ્યના રસોડામાંથી મનવાંછિત આહાર મળતો. તે મુનિઓના દર્શન કરતાં અને જિનવાણીનું શ્રવણ કરતા. કેટલાક દિવસ પછી રમણનો જીવ જે મૃગ હતો તે સમાધિમરણ કરીને સ્વર્ગે ગયો અને વિનોદનો જીવ જે મૃગ હતો તે આર્તધ્યાનથી તિર્યંચ ગતિમાં ભટક્યો. પછી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કંપિલ્યાનગરમાં એક ધનદત્ત નામનો વણિક કોટિ દીનારનો સ્વામી હુતો. ચાર ટાંક સુવર્ણની એક દીનાર થાય. રમણનો જીવ જે મૃગપર્યાયમાંથી દેવ થયો હતો તે ધનદત્તની પત્ની વારુણીની કૂખે જમ્યો. તેનું નામ ભૂષણ પાડ્યું હતું. કોઈ નિમિત્તજ્ઞાનીએ તેના પિતાને કહેલું કે આ જિનદીક્ષા લેશે. એ સાંભળી પિતાને ચિંતા થઈ. પિતાનો પુત્ર પ્રત્યે ઘણો સ્નેહ હતો તેથી તેને ઘરમાં જ રાખતા, બહાર નીકળવા દેતા નહિ. તેના ઘરમાં બધી સામગ્રી મોજૂદ હતી. આ ભૂષણ, સુંદર સ્ત્રીઓનું સેવન કરતો, વસ્ત્ર, આહાર, સુગંધાદિ વિલેપન કરી ઘરમાં સુખપૂર્વક રહેતો. એને સૂર્ય ક્યારે ઉગે છે ને આથમે છે તેની પણ ખબર પડતી નહિ. તેના પિતાએ સેંકડો મનોરથો બાદ આ પુત્ર મેળવ્યો હતો. વળી એક જ પુત્ર હતો અને પૂર્વજન્મના સ્નેહથી પિતાને પ્રાણથી પણ પ્યારો હતો. પિતા વિનોદનો જીવ હતો અને પુત્ર રમણનો જીવ હતો. પહેલાં બન્ને ભાઈ હતા અને આ જન્મમાં પિતાપુત્ર થયા. સંસારની ગતિ વિચિત્ર છે-આ પ્રાણી નટની પેઠે નાચે છે. સંસારનું ચરિત્ર સ્વપ્નના રાજ્યસમાન અસાર છે. એક સમયે આ ધનદત્તનો પુત્ર ભૂષણ પ્રભાતના વખતે દુંદુભિ શબ્દ અને આકાશમાં દેવોનું આગમન જોઈને પ્રતિબદ્ધ થયો. એ સ્વભાવથી જ કોમળ ચિત્તવાળો અને ધર્મના આચારમાં તત્પર હતો. તે અત્યંત હર્ષથી બન્ને હાથ જોડી નમસ્કાર કરતો શ્રીધર કેવળીની વંદના કરવા ઉતાવળથી જતો હતો ત્યાં પગથિયાં પરથી ઉતરતા સર્પ કરડ્યો. દેહ તજીને તે મહેન્દ્ર નામના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાસીમું પર્વ ચોથા સ્વર્ગમાં દેવ થયો. ત્યાંથી ચ્યવને પુષ્કરદ્વીપમાં ચંદ્રાદિત્ય નગરના રાજા પ્રકાશયશ અને રાણી માધવીને જગધુત નામનો પુત્ર થયો. યૌવનના આરંભે રાજ્યલક્ષ્મી મેળવી, પરંતુ સંસારથી અતિ ઉદાસ હતો, રાજ્યમાં તેનું ચિત્ત નહોતું, પણ તેના વૃદ્ધ મંત્રીઓએ કહ્યું કે આ રાજ્ય તારા કુળક્રમ પ્રમાણે ચાલ્યું આવે છે તેનું તું પાલન કર. તારા રાજ્યમાં પ્રજા સુખી થશે. મંત્રીઓના આગ્રહથી એ રાજ્ય કરતો, રાજ્યમાં રહીને એ સાધુઓની સેવા કરતો. તે મુનિઓને આહારદાનના પ્રભાવથી મરીને તે દેવકુર ભોગભૂમિમાં ગયો. ત્યાંથી ઈશાન નામના બીજા સ્વર્ગમાં તે દેવ થયો. ચાર સાગર અને બે પલ્ય દેવલોકના સુખ ભોગવી દેવાંગનાઓ સાથે નાના પ્રકારના ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવીને જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં અચળનામના ચક્રવર્તીની રત્ના નામની રાણીનો અભિરામ નામનો પુત્ર થયો. તે ગુણોનો ભંડાર અતિ સુંદર હતો, જેને જોતાં સર્વ લોકોને આનંદ થતો. તે બાલ્યાવસ્થાથી જ વિરક્ત હતો, જિનદીક્ષા લેવા ઈચ્છતો, પણ પિતા એને ઘરમાં રાખવા ઈચ્છતા. તેને ત્રણ હજાર રાણીઓ પરણાવી. તે બધી જાતજાતનાં ચરિત્ર કરતી, પરંતુ આ વિષયસુખને વિષસમાન ગણતો, તેને કેવળ મુનિ થવાની ઈચ્છા હતી, તેનું ચિત્ત અતિ શાંત હતું. પરંતુ પિતા તેને ઘરમાંથી નીકળવા દેતા નહિ. આ ભાગ્યવાન, શીલવાન, ગુણવાનને સ્ત્રીઓનો અનુરાગ નહોતો. સ્ત્રીઓ તેને જાતજાતના વચનોથી અનુરાગ ઉપજાવે, અતિ યત્નથી સેવા કરે, પરંતુ તેને સંસારની માયા ગર્તરૂપ લાગતી. જેમ ગર્તમાં પડેલા હાથીને તેના પકડનારા માણસો અનેક પ્રકારે લલચાવે તો પણ હાથીને ગર્ત રુચે નહિ તેમ આને જગતની માયા રૂચતી નહિ. એ શાંત મન રાખી પિતાના રોકવાથી અતિ ઉદાસપણે ઘરમાં રહેતો. સ્ત્રીઓની મધ્યમાં રહેલો તીવ્ર અસિધારા વ્રત પાળતો. સ્ત્રીઓની વચ્ચે રહેવું અને શીલ પાળવું, તેમનો સંસર્ગ ન કરવો, તેને અસિધારા વ્રત કર્યું છે. મોતીના હાર, બાજુબંધ, મુકુટાદિ અનેક આભૂષણો પહેરતો તો પણ આભૂષણો પ્રત્યે અનુરાગ નહોતો. એ ભાગ્યવાન સિંહાસન પર બેસી નિરંતર સ્ત્રીઓને જિનધર્મની પ્રશંસાનો ઉપદેશ આપતો કે ત્રણ લોકમાં જિનધર્મ સમાન બીજો ધર્મ નથી. આ જીવ અનાદિકાળથી સંસારવનમાં ભટકે છે તેમાં કોઈ પુણ્યકર્મના યોગથી જીવોને મનુષ્યદેહની પ્રાપ્તિ થાય છે. આ વાત જાણતો ક્યો મનુષ્ય સંસારકૂપમાં પડે અથવા ક્યો વિવેકી વિષપાન કરે અથવા ક્યો બુદ્ધિમાન પર્વતના શિખર પર ઊંધે, અથવા મણિની વાંછાથી ક્યો પંડિત નાગનું મસ્તક હાથથી સ્પર્શ ? વિનાશી એવા આ કામભોગમાં જ્ઞાનીને અનુરાગ કેમ ઉપજે ? એક જિનધર્મનો અનુરાગ જ અત્યંત પ્રશંસવા યોગ્ય મોક્ષસુખનું કારણ છે. આ જીવોનું જીવન અતિચંચળ છે તેમાં સ્થિરતા કેવી ? નિસ્પૃહ અને ચિત્તને વશ કરનારને રાજ્યકાળ અને ઈન્દ્રિયના ભોગોનું શું કામ છે? આવી પરમાર્થના ઉપદેશરૂપ તેની વાણી સાંભળી સ્ત્રીઓનાં ચિત્ત પણ શાંત થયાં, તેમણે જાતજાતના નિયમો લીધા. આ શીલવાને તેમને પણ શીલમાં દઢ ચિત્તવાળી બનાવી. આ રાજકુમાર પોતાના શરીર પ્રત્યે પણ રાગરહિત હોવાથી એકાંતર ઉપવાસ અથવા બેલાતેલા આદિ અનેક ઉપવાસ કરી કર્મકલંક ખપાવતો, નાના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #537 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૬ પંચાસીમું પર્વ પદ્મપુરાણ પ્રકારના તપથી શરીરનું શોષણ કરતો, જેમ ગ્રીષ્મનો સૂર્ય જળનું શોષણ કરે છે. જેનું મન સમાધાનરૂપ છે, મન તથા ઈન્દ્રિયોને જીતવામાં તે સમર્થ છે એવા આ સમ્યગ્દષ્ટિએ નિશ્ચળ ચિત્તથી ચોસઠ હજાર વર્ષ સુધી દુર્ધર તપ કર્યું. પછી સમાધિમરણ કરી પાંચ સમીક્કારનું સ્મરણ કરતાં દેહ ત્યાગીને છઠ્ઠી બ્રહ્મોત્તર સ્વર્ગમાં મહાઋદ્ધિધારક દેવ થયા. જે ભૂષણના ભવમાં તેના પિતા ધનદત્ત શેઠ હતા તે વિનોદ બ્રાહ્મણનો જીવ મોહના યોગથી અનેક કુયોનિમાં ભ્રમણ કરીને જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં પોદનપુર નગરમાં બ્રાહ્મણ અગ્રિમુખની સ્ત્રી શકુનાના પેટે મૂદુમતિ નામનો પુત્ર થયો. તેનું નામ તો મૃદુમતિ હતું, પણ તે કઠોર ચિત્તવાળો, અતિદુષ્ટ, જુગારી, અવિનયી, અનેક અપરાધોથી ભરેલો દુરાચારી હુતો. લોકોના ઉપકારથી માતાપિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો તે પૃથ્વી પર ફરતો ફરતો પોદનપુર ગયો. તરસ્યો થયેલો તે પાણી પીવા કોઈના ઘરમાં પેઠો તેને એક બ્રાહ્મણી આંસુ સારતી શીતળ જળ પીવરાવવા લાગી. આ શીતળ મધુર જળથી તૃપ્ત થઈને તેણે બ્રાહ્મણીને રુદન કરવાનું કારણ પૂછયું. તેણે કહ્યું કે તારા જેવી આકૃતિવાળો મારે એક પુત્ર હતો. મે તેને કઠોરચિત્ત થઈને ક્રોધથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તે ફરતા ફરતા તેને જોયો હોય તો કહે. ત્યારે તે રોતો રોતો બોલ્યો કે હે માતા ! તું રડ નહિ, તે હું જ છું. તેને જોયા ઘણા દિવસ થઈ ગયા તેથી મને ઓળખતી નથી. તું વિશ્વાસ રાખ, હું તારો પુત્ર છું. તે તેને પુત્ર જારી રાખવા તૈયાર થઈ, મોહના યોગથી તેના સ્તનોમાં દૂધ ઉભરાયું. આ મૃદુમતિ, તેજસ્વી, રૂપાળો સ્ત્રીઓના મનને હરનાર, ધૂર્તોનો શિરોમણિ હતો, જુગારમાં સદા જીતતો, અનેક કળા જાણતો, કામભોગમાં આસક્ત હતો. વસંતમાલા નામની એક વેશ્યાનો તે અત્યંત પ્રિય હતો. તેના માતાપિતાએ તેને કાઢી મૂક્યા પછી તેમને ખૂબ લક્ષ્મી મળી હતી. પિતા કુંડળાદિક અનેક આભૂષણો પહેરતાં અને માતા કાંચીજામાદિક અનેક આભરણોથી શોભિત સુખપૂર્વક રહેતી. એક દિવસ આ મૂદુમતિ શશાંકનગરમાં રાજમહેલમાં ચોરી કરવા ગયો. ત્યાંનો રાજા નંદીવર્ધન શશાંકમુખ સ્વામીના મુખે ધર્મોપદેશ સાંભળીને વિરક્તચિત્ત થયો હતો તે પોતાની રાણીને કહેતો કે હે દેવી! મેં મુનિના મુખે મોક્ષસુખ આપનાર પરમ ધર્મનું શ્રવણ કર્યું છે કે આ ઇન્દ્રિયના વિષયો વિષસમાન દારુણ છે, એનું ફળ નરક નિગોદ છે, હું જૈનેશ્વરી દીક્ષા ધારણ કરીશ, તું શોક ન કર. આ પ્રમાણે પોતાની સ્ત્રીને તે સમજાવતો હતો ત્યારે આ વચન સાંભળી મુદતિ ચોરે પોતાના મનમાં વિચાર્યું કે જુઓ આ રાજા રાજઋદ્ધિ છોડીને મુનિવ્રત લે છે અને હું પાપી ચોરી કરીને બીજાનું ધન હરું છું. ધિક્કાર છે મને! આમ વિચારીને ચિત્ત નિર્મળ થતાં સાંસારિક વિષયભોગોથી ઉદાસ થયો અને ચંદ્રમુખ સ્વામી પાસે સર્વ પરિગ્રહનો ત્યાગ કરી જિનદીક્ષા લીધી. શાસ્ત્રોક્ત તપ કરતો અને અત્યંત પ્રાસુક આહાર લેતો હવે દુર્ગ નામના એક ગિરિશિખર પર એક ગુણનિધિ નામના મુનિ ચાર મહિનાના ઉપવાસ કરીને રહ્યા હતા, તે સુરઅસુર મનુષ્યોથી સ્તુતિ કરવા યોગ્ય ચારણઋદ્ધિધારક મુનિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #538 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાસીમું પર્વ ૫૧૭ હતા. તે ચોમાસાનો નિયમ પૂરો કરીને આકાશમાર્ગે કોઈ દિશામાં ચાલ્યા ગયા અને આ મૂદુમતિ મુનિ આહારના નિમિત્તે દુર્ગગિરિની સમીપે આલોક નામના નગરમાં આવ્યા. તે ધોંસરી પ્રમાણ જમીન નીરખતા જતા હતા, તે નગરના લોકોએ જાણ્યું કે આ તે જ મુનિ છે જે ચાર મહિના ગિરિશિખર પર રહ્યા હતા. આમ જાણીને અત્યંત ભક્તિથી તેમને મનોહર આહાર આપ્યો અને નગરના લોકોએ ખૂબ સ્તુતિ કરી. આણે જાણી લીધું કે ગિરિશિખર પર ચાર મહિના રહેવાના વિશ્વાસથી મારી પ્રશંસા થાય છે. તે માનના ભારથી મૌન રહ્યો. લોકોને એમ ન કહ્યું કે હું અન્ય છું અને તે મુનિ અન્ય હતા. તેણે ગુરુની પાસે પણ માયાશલ્ય દૂર ન કર્યું, પ્રાયશ્ચિત ન લીધું તેથી તિર્યંચ ગતિનું કારણ થયું. તેણે તપ ઘણું કર્યું હતું તેથી પર્યાય પૂરી કરીને છઠ્ઠા દેવલોકમાં જ્યાં અભિરામનો જીવ દેવ થયો હતો ત્યાં જ એ ગયો. પૂર્વજન્મના સ્નેહથી તે બન્ને વચ્ચે ખૂબ સ્નેહ થયો. બન્નેય સમાન ઋદ્ધિના ધારક અનેક દેવાંગનાથી મંડિત સુખસાગરમાં મગ્ન હતા. બન્નેય સાગરો સુધી સુખથી રમ્યા અને આયુષ્ય પૂર્ણ થતાં અભિરામનો જીવ તો ભરત થયો અને આ મૂદુમતિનો જીવ સ્વર્ગમાંથી ચ્યવીને માયાચારના દોષથી આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં નિકુંજ નામના ગિરિ પાસેના અત્યંત ગહન શલ્લકી નામના વનમાં મેઘની ઘટાસમાન શ્યામસુંદર ગજરાજ થયો. સમુદ્ર જેવી જેની ગર્જના અને પવન સમાન ગતિ છે, અતિ મદોન્મત્ત, ચંદ્ર સમાન ઉજ્જવળ દાંતવાળો, ગજરાજનાં ગુણોથી મંડિત વિજયાદિક મહાહરૂના વંશમાં જન્મ્યો. ઐરાવત સમાન અતિ સ્વચ્છંદ, સિં–વાઘને હણનારો, મોટાં વૃક્ષોને ઉખાડી નાખનારો, વિદ્યાધરોથી પણ ન પકડાય એવો, જેની વાસથી સિંહાદિક પોતાનો નિવાસ છોડીને ભાગી જતા એવો પ્રબળ ગજરાજ વનમાં પાંદડાનો આહાર કરતો, માનસરોવરમાં ક્રિડા કરતો અનેક ગજો સહિત વિચરતો. કોઈ વાર કૈલાસ પર વિલાસ કરતો, કોઈ વાર ગંગાના જળમાં ક્રિીડા કરતો, અનેક વન, ગિરિ, નદી, સરોવરોમાં ક્રિીડા કરતો અને હજારો હાથણીઓ સાથે રમતો, અનેક હાથીઓનો શિરોમણિ યથેષ્ટ વિચરતા પક્ષીઓના સમૂહુમાં ગડની જેમ શોભતો. એક દિવસ લંકેશ્વરે તેને જોયો અને વિદ્યાના પરાક્રમથી ઉગ્ર એવા તેણે આને ધીરેધીરે કળબળથી વશ કર્યો અને તેનું ગૈલોક્યમંડન નામ પાડ્યું. જેમ સ્વર્ગમાં તેણે ચિરકાળ સુધી અનેક અપ્સરાઓ સાથે ક્રિડા કરી તેમ હાથીની પર્યાયમાં હજારો હાથણીઓ સાથે ક્રિીડા કરી. દેશભૂષણ કેવળી આ કથા રામ-લક્ષ્મણને કહે છે કે આ જીવ સર્વ યોનિમાં રતિ માની લે છે, નિશ્ચયથી વિચારીએ તો બધી જ ગતિ દુઃખરૂપ છે. અભિરામનો જીવ ભરત અને મૃદુમતિનો જીવ રૈલોક્યમંડન હાથી સૂર્યોદય ચંદ્રોદયના જન્મથી લઈને અનેક ભવના સાથી છે. તેથી ભરતને જોઈ પૂર્વભવ યાદ આવતાં ગજનું ચિત્ત શાંત થયું. ભરત ભોગોથી પરાડમુખ, જેનો મોહ દૂર થયો છે એવો તે હવે મુનિપદ લેવા ઇચ્છે છે, તે આ જ ભવે નિર્વાણ પામશે, ફરીથી ભવ ધારણ નહિ કરે. શ્રી ઋષભદેવના સમયમાં આ બન્ને સૂર્યોદયચંદ્રોદય નામના ભાઈ હતા, મારીચના ભરમાવવાથી મિથ્યાત્વનું સેવન કરીને તેમણે ઘણો કાળ સંસારમાં ભ્રમણ કર્યું, ત્રસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #539 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૮ છયાંસીમું પર્વ પદ્મપુરાણ સ્થાવર યોનિમાં ભમ્યા. ચંદ્રાદયનો જીવ કેટલાક ભવ પછી રાજા કુલંકર પછી કેટલાક ભવ કરીને રમણ બ્રાહ્મણ, વળી કેટલાક ભવ કરીને સમાધિમરણ કરનાર મૃગ થયો. પછી સ્વર્ગમાં દેવ, પછી ભૂષણ નામનો વૈશ્યપુત્ર, પછી સ્વર્ગ, પછી જગવ્રુતિ નામનો રાજા, ત્યાંથી ભોગભૂમિ, ત્યાંથી બીજા સ્વર્ગમાં દેવ, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તીનો પુત્ર અભિરામ થયો. ત્યાંથી છઠ્ઠા સ્વર્ગમાં દેવ અને દેવમાંથી ભરત નરેન્દ્ર થયો. તે ચરમશરીરી છે, હવે દેહ ધારણ કરશે નહિ. સૂર્યોદયનો જીવ ઘણો કાળ ભ્રમણ કરીને રાજા કુલંકરનો શ્રુતિરત નામનો પુરોહિત થયો, પછી અનેક જન્મ લઈ વિનોદ બ્રાહ્મણ થયો. વળી અનેક જન્મ લઈ આર્તધ્યાનથી મરનાર મૃગ થયો. અનેક બીજા જન્મ કર્યા પછી ભૂષણનો પિતા ધનદત્ત નામનો વણિક, વળી અનેક જન્મ ધરી મૃદુમતિ નામના મુનિ જેણે પોતાની પ્રશંસા સાંભળી રાગ કર્યો, માયાચારથી શલ્ય દૂર ન કર્યું, તપના પ્રભાવથી છઠ્ઠા સ્વર્ગનો દેવ થયો. ત્યાંથી ચ્યવીને ત્રૈલોક્યમંડન હાથી હવે શ્રાવકના વ્રત ધારણ કરીને દેવ થશે, એ પણ નિકટ ભવ્ય છે. આ પ્રમાણે જીવોની ગતિ આગતિ જાણી, ઇન્દ્રિયોના સુખને વિનશ્વર જાણી, આ વિષમ વન છોડી જ્ઞાની જીવ ધર્મમાં ૨મો. જે પ્રાણી મનુષ્ય દેહ પામી જિનભાષિત ધર્મનું આચરણ કરતો નથી તે અનંતકાળ સુધી સંસારભ્રમણ કરશે, તે આત્મકલ્યાણથી દૂર છે તેથી જિનવરના મુખેથી નીકળેલો દયામય ધર્મ મોક્ષ પ્રાપ્ત કરાવવાને સમર્થ છે, એના જેવો બીજો કોઈ નથી. તે મોહિતમિરને દૂર કરે છે, સૂર્યની કાંતિને જેણે જીતી લીધી છે, તેને મનવચનકાયથી અંગીકાર કરો જેથી નિર્મળપદની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં ભરત અને હાથીના પૂર્વભવોનું વર્ણન કરનાર પંચાસીમું પર્વ પૂર્ણ થયું. * * * છયાંસીમું પર્વ (ભરત અને કૈકેયીનું દીક્ષાગ્રહણ ) પછી શ્રી દેશભૂષણ કેવળીના મહાપવિત્ર, મોહાંધકાર હરનાર, સંસારસાગર તારનાર, દુ:ખનાશક વચનો તથા ભરત અને હાથીના અનેક ભવોનું વર્ણન સાંભળીને રામ-લક્ષ્મણ આદિ બધા ભવ્ય જનો આશ્ચર્ય પામ્યા, આખી સભા ચેષ્ટારહિત ચિત્ર જેવી થઈ ગઈ. ભરત નરેન્દ્ર જેની પ્રભા દેવેન્દ્ર સમાન છે જે અવિનાશી પદના અર્થી છે, જેને મુનિ થવાની ઈચ્છા છે, તે ગુરુઓનાં ચરણોમાં શિ૨ નમાવી, પરમ વૈરાગ્ય પામ્યા. તત્કાળ ઊઠી, હાથ જોડી, કેવળીને પ્રણામ કરી અત્યંત મનોહર વચનો કહ્યાં, હૈ નાથ! હું સંસારમાં અનંતકાળ ભ્રમણ કરતાં અનેક પ્રકારની કુયોનિમાં સંકટ સહેતો દુઃખી થયો. હવે હું સંસારભ્રમણથી થાક્યો છું, મને મુક્તિનું કારણ એવી દિગંબરી દીક્ષા આપો. આ આકાશરૂપ નદી મરણરૂપ ઉગ્ર તરંગો ધરતી રહી છે તેમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #540 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છયાસીમું પર્વ ૫૧૯ હું ડૂબું છું. તેથી મને હાથનો ટેકો આપી બહાર કાઢો. એમ કહીને કેવળીની આજ્ઞા પ્રમાણે જેણે સમસ્ત પરિગ્રહ છોડ્યો છે તેવા તેમણે પોતાના હાથે શિરના દેશોનો લોચ કર્યો, મહાવ્રત અંગીકાર કરી, જિનદીક્ષા ધારણ કરી દિગંબર થયા. ત્યારે આકાશમાં દેવો ધન્યધન્ય કહેવા લાગ્યા અને કલ્પવૃક્ષના ફૂલોની વર્ષા કરવા લાગ્યા. હજારથી અધિક રાજાઓએ ભરતના અનુરાગથી રાજઋદ્ધિ છોડી જિનેન્દ્રી દીક્ષા ધારણ કરી, કેટલાક અલ્પશક્તિવાળાઓ અણુવ્રત લઈ શ્રાવક થયા. માતા કૈકેયી પુત્રનો વૈરાગ્ય જાણી આંસુની વર્ષા કરવા લાગી, વ્યાકુળ ચિત્ત થઈને દોડી અને જમીન પર પડી, અત્યંત મોહ પામી. પુત્રની પ્રીતિથી જેનું શરીર મડદા જેવું થઈ ગયું છે તેને ચંદનાદિ જળથી છંટકાવ કરવા છતાં સચેત ન થઈ, ઘણીવાર પછી જાગ્રત થઈ. જેમ વાછરડા વિના ગાય પોકાર કરે તેમ વિલાપ કરવા લાગી. અરે પુત્ર! તું અતિ વિનયી, ગુણોની ખાણ, મનને આલાદનું કારણ હુતો, અરેરે! તું ક્યાં ગયો? હે પુત્ર! મારું અંગ શોકસાગરમાં ડૂબે છે તેને રોક. તારા જેવા પુત્ર વિના દુ:ખસાગરમાં ડૂબેલી હું કેવી રીતે જીવીશ? હાય, હાય! આ શું થયું? આ પ્રમાણે વિલાપ કરતી માતાને રામ-લક્ષ્મણે સંબોધીને વિશ્રામ આપ્યો. તેમણે વૈર્ય બંધાવતાં કહ્યું કે હે માતા! ભરત મહાવિવેકી જ્ઞાની છે, તમે શોક છોડો. અમે શું તમારા પુત્ર નથી? અમે તમારા આજ્ઞાંકિત સેવકો છીએ. કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાએ પણ ખૂબ સંબોધન કર્યું ત્યારે તે શોકરહિત થઈ પ્રતિબોધ પામી. જેનું મન શુદ્ધ થયું છે તે પોતાના અજ્ઞાનની ખૂબ નિંદા કરવા લાગીધિક્કાર છે આ સ્ત્રી પર્યાયને! આ પર્યાય અનેક દોષોની ખાણ છે, અત્યંત અશુચિ બીભત્સ નગરની મોરી સમાન છે. હવે એવો ઉપાય કરું કે જેથી સ્ત્રી પર્યાય ધરું નહિ, સંસારસમુદ્રને તરી જાઉં. એ સદાય જિનશાસનની ભક્ત તો હતી જ, હવે અત્યંત વૈરાગ્ય પામી, પૃથ્વીમતી આર્થિકા પાસે આર્થિકા થઈ. એક શ્વેત વસ્ત્ર ધારણ કર્યું અને પરિગ્રહ તજી સમ્યકત્વ ધારણ કરી સર્વ આરંભનો ત્યાગ કર્યો. તેની સાથે ત્રણસો આર્થિકા થઈ. એ વિવેકી પરિગ્રહ તજી વૈરાગ્ય લઈ કલંકરહિત ચંદ્રમાની કળા મેઘપટલ રહિત શોભે તેવી શોભતી હતી. શ્રી દેશભૂષણ કેવળીનો ઉપદેશ સાંભળી અનેક પુરુષો મુનિ થયા, અનેક સ્ત્રીઓ આર્થિકા થઈ તેના કમળોથી સરોવરીની પેઠે પૃથ્વી શોભી ઉઠી. જેમનાં ચિત્ત પવિત્ર બન્યાં છે એવા અનેક નરનારીઓએ નાના પ્રકારના નિયમ લીધા, શ્રાવકશ્રાવિકાનાં વ્રત લીધાં. એ યોગ્ય જ છે કે સૂર્યના પ્રકાશમાં નેત્રવાળા જીવો વસ્તુનું અવલોકન કરે જ કરે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભારત અને કૈકેયીના વૈરાગ્યનું વર્ણન કરનાર છયાસીમું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #541 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૦ સત્તાસીમું પર્વ પદ્મપુરાણ સત્તાસીમું પર્વ (ગૈલોક્યમંડન હાથીનું સ્વર્ગગમન અને ભરત મહામુનિનું નિર્વાણગમન) પછી ગૈલોક્યમંડન હાથીએ અતિ પ્રશાંત ચિત્તે કેવળીની નિકટ શ્રાવકનાં વ્રત લીધા. સમ્યગ્દર્શન સહિત જ્ઞાની હાથી શુભ ક્રિયામાં ઉદ્યમી થયો. પંદર દિવસના ઉપવાસ તથા માસોપવાસ કરવા લાગ્યો, સૂકાં પાંદડાંથી પારણું કરતો હાથી સંસારથી ભયભીત. ઉત્તમ ચેષ્ટામાં પરાયણ, લોકો વડે પૂજ્ય, વિશુદ્ધતા વધારતો પૃથ્વી પર વિહાર કરતો હતો. કોઈ વાર પક્ષોપવાસ કોઈ વાર માસોપવાસના પારણા નિમિત્તે પ્રામાદિકમાં જાય તો શ્રાવકો તેને અત્યંત ભક્તિથી શુદ્ધ અન્ન અને શુદ્ધ જળથી પારણું કરાવતા. તેનું શરીર ક્ષીણ થયું હતું, વૈરાગ્ય ખીલા સાથે બંધાયેલો તે ઉગ્ર તપ કરતો રહ્યો. યમનિયમરૂપ જેના અંકુશ છે તે ઉગ્ર તપ કરનાર ગજ ધીરે ધીરે આહારનો ત્યાગ કરી, અંતે સલ્લેખના ધારણ કરી, શરીર તજી છઠ્ઠી સ્વર્ગનો દેવ થયો. અનેક દેવાંગનાથી યુક્ત, હાર-કુંડળાદિ આભૂષણોથી મંડિત પુણ્યના પ્રભાવથી દેવગતિમાં સુખ ભોગવવા લાગ્યો. તે છઠ્ઠી સ્વર્ગમાંથી આવ્યો હતો. અને છઠ્ઠી જ સ્વર્ગમાં ગયો, પરંપરાએ તે મોક્ષ પામશે. અને મહામુનિ ભરત મહાતપના ધારક, પૃથ્વીના ગુરુ જેમને શરીરનું મમત્વ નથી તે મહાધીર જ્યાં પાછલો દિવસ રહે ત્યાં જ બેસી રહેતા. જે એક સ્થાનમાં રહે નહિ, પવન સરખા અસંગી, પૃથ્વી સમાન ક્ષમાના ધારક, જળ સમાન નિર્મળ, અગ્નિ સમાન કર્મકાષ્ઠના ભસ્મ કરનાર અને આકાશ સમાન નિર્લેપ, ચાર આરાધનામાં ઉધમી, તેર પ્રકારનું ચારિત્ર પાળતા વિહાર કરતા હતા. સ્નેહ બંધનથી રહિત, મૃગેન્દ્ર, સરખા નિર્ભય, સમુદ્ર સમાન ગંભીર સુમેરુ સમાન નિશ્ચલ, યથાજાતરૂપધર, સત્યનું વસ્ત્ર પહેરી, ક્ષમારૂપ ખગ્ન ધારી, બાવીસ પરીષહના વિજેતા, જેમને શત્રુમિત્ર સમાન છે, સુખ દુ:ખ સમાન છે, તૃણ કે રત્ન સમાન છે, ઉત્કૃષ્ટ મુનિ શાસ્ત્રોક્ત માર્ગ પર ચાલતા હતા. તેમને તપના પ્રભાવથી અનેક ઋદ્ધિ ઉપજી. પગમાં તીક્ષ્ણ સોય જેવી તૃણની સળી ભોંકાય છે, પરંતુ તેમને તેનું ભાન નથી. તે ઉપસર્ગ સહેવા માટે શત્રુઓના સ્થાનમાં વિહાર કરતા. તેમને સંયમના પ્રભાવથી શુક્લ ધ્યાન ઉત્પન્ન થયું. તેના બળથી મોહનો નાશ કરી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનો નાશ કરી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રગટ થયું, પછી અઘાતિકર્મ પણ દૂર કરી સિદ્ધપદ પામ્યા. હવે તેમને સંસારમાં ભટકવું થશે નહિ. આ કૈકેયીના પુત્ર ભરતનું ચરિત્ર જે ભક્તિથી વાંચશે, સાંભળશે તે સર્વ કલેશથી રહિત થઈ યશ, કીર્તિ, બળ, વિભૂતિ અને આરોગ્ય પામી, સ્વર્ગમોક્ષ પામશે. આ પવિત્ર ચરિત્ર, ઉજ્જવળ, શ્રેષ્ઠ ગુણોથી યુક્ત ભવ્ય જીવ સાંભળો જેથી શીધ્ર સૂર્યથી અધિક તેજના ધારક થાવ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભરતના નિર્વાણગમનનું વર્ણન કરનાર સત્યાસીનું પર્વ પૂર્ણ થયું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #542 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠયાસીનું પર્વ પ૨૧ અધ્યાસીમું પર્વ (રામ-લક્ષ્મણનો રાજ્યાભિષેક ) ભરતની સાથે જે મહા ધીરવીર, જેમને પોતાના શરીરમાં પણ અનુરાગ નહોતો એવા રાજા જૈનેશ્વરી દીક્ષા લઈ દુર્લભ વસ્તુ પામ્યા તેમાંના કેટલાકનાં નામ કહીએ છીએ. સિદ્ધાર્થ, રતિવર્ધન, મેઘરથ, જાંબૂનદ, શલ્ય, શશાંક, વિરસ, નંદન, નંદ, આનંદ, સુમતિ, સદાશ્રય, મહાબુદ્ધિ, સુર્ય, ઈન્દ્રધ્વજ, જનવલ્લભ, શ્રુતિધર, સુચંદ્ર, પૃથ્વીધર, અલંક, સુમતિ, અક્રોધ, કુંદર, સત્યવાન્ હરિ, સુમિત્ર, ધર્મમિત્ર, પૂર્ણચંદ્ર, પ્રભાકર, નઘુષ, સુન્દન, શાંતિ, પ્રિયધર્મા ઇત્યાદિ એક હજારથી અધિક રાજાઓએ વૈરાગ્ય લીધો. વિશુદ્ધ કુળમાં ઉપજેલા, સદાચારમાં તત્પર, પૃથ્વીમાં જેમની શુભ ચેષ્ટ પ્રસિદ્ધ હતી, એવા ભાગ્યશાળી રાજાઓએ હાથી, ઘોડા, રથ, પ્યાદા, સુવર્ણ રત્ન રણવાસ સર્વનો ત્યાગ કરી પંચમહાવ્રત ધારણ કર્યા. તેમણે જીર્ણ તૃણની પેઠે રાજ્યનો ત્યાગ કર્યો. તે શાંત યોગીશ્વર જાતજાતની ઋદ્ધિ પામ્યા. આત્મધ્યાન કરનાર તેમાંના કેટલાક મોક્ષ પામ્યા, કેટલા અહમિન્દ્ર થયા, કેટલાક ઉત્કૃષ્ટ દેવ થયા. ભરત ચક્રવર્તી જેવા દશરથ પુત્ર ભરત ઘરમાંથી નીકળ્યા પછી લક્ષ્મણ તેમનાં ગુણોને યાદ કરી કરીને અતિ શોક પામ્યા. પોતાના રાજ્યને શૂન્ય ગણવા લાગ્યા, શોકથી જેમનું ચિત્ત વ્યાકુળ છે તે અતિ દીર્ઘ નિશ્વાસ નાખવા લાગ્યા, આંસુ સારવા લાગ્યા, તેની નીલકમળ જેવી કાંતિ કરમાઈ ગઈ, વિરાધિતની ભુજા પર હાથ મૂકી તેના સહારે બેસી મંદ મંદ વચન કહેવા લાગ્યા, હે ભરત મહારાજ, ગુણ જ જેમના આભૂષણ છે તે ક્યાં ગયાં? જેમણે તરુણ અવસ્થામાં શરીર પ્રત્યેની પ્રીતિ છોડી દીધી, જે ઇન્દ્ર સમાન રાજા હતા અને અમે બધા તેમના સેવક હતા તે રઘુવંશના તિલક સમસ્ત વિભૂતિ તજીને મોક્ષને અર્થે અતિ દુર્દર મુનિનો ધર્મ ધારવા લાગ્યા. શરીર તો અતિ કોમળ છે તે પરીષહ કેવી રીતે સહન કરશે? તેમને ધન્ય છે. મહાજ્ઞાની શ્રી રામે કહ્યું, ભરતનો મહિમા કથનમાં આવે નહિ, તેમનું ચિત્ત કદી સંસારમાં ડૂળ્યું નહિ. જે વિષભર્યા અન્નની જેમ રાજ્ય છોડીને જિનદીક્ષા ધારે છે તેમની જ શુદ્ધ બુદ્ધિ છે અને તેમનો જ જન્મ કૃતાર્થ છે. તે પૂજ્ય પરમ યોગીનું વર્ણન દેવેન્દ્ર પણ કરી શકે નહિ તો બીજાની શી શક્તિ હોય તે કરે. તે રાજા દશરથના પત્ર. કેકેયીના નંદનનો મહિમા અમારાથી કહી શકાય નહીં. આ ભરતનાં ગુણ ગાતાં એક મુહૂર્ત સભામાં બેઠા બધા રાજા ભરતનાં જ ગુણ ગાયા કરે છે. પછી શ્રી રામ-લક્ષ્મણ બન્ને ભાઈ ભરતના અનુરાગથી અતિઉગથી ઊભા થયા, બધા રાજાઓ પોતપોતાના સ્થાનકે ગયા. ઘરે ઘરે ભરતની જ ચર્ચા થાય છે. બધા લોકો આશ્ચર્ય પામ્યા. આ તો એમની યુવાન અવસ્થા હતી અને આ રાજ્ય, આવા ભાઈ અને બધી સામગ્રીપૂર્ણ, આવા જ પુરુષ ત્યાગ કરે તે જ પરમપદ પામે. આ પ્રમાણે બધા જ પ્રશંસા કરવા લાગ્યા. બીજે દિવસે બધા રાજા મંત્રણા કરીને રામ પાસે આવ્યા. નમસ્કાર કરીને અત્યંત પ્રેમથી આ વચન કહ્યા હે નાથ! અમે જ અણસમજ હોઈએ તો પણ આપના છીએ અને બુદ્ધિમાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #543 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૨ અઠયાસીમું પર્વ પદ્મપુરાણ હોઈએ તો પણ આપના છીએ. અમારા ઉપર કૃપા કરીને, અમારી વિનંતી સાંભળો. હે પ્રભો ! અમે બધા ભૂમિગોચરી અને વિધાધરો આપનો રાજ્યાભિષેક કરીએ, જેમ સ્વર્ગમાં ઇન્દ્રનો થાય છે. ત્યારે અમારા નેત્ર અને હૃદય સફળ થશે તમારા અભિષેકના સુખથી પૃથ્વી સુખરૂપ થશે. રામે કહ્યું, તમે લક્ષ્મણનો રાજ્યાભિષેક કરો, તે પૃથ્વીનો સ્તંભ ભૂધર છે, રાજાઓના ગુરુ વાસુદેવ, રાજાઓના રાજા, સર્વ ગુણઐશ્વર્યના સ્વામી, સદા મારાં ચરણોને નમે છે, એ ઉપરાંત મારે રાજ્ય કર્યું હોય? ત્યારે તે બધાએ શ્રીરામની અતિ પ્રશંસા કરી અને જયજયકાર કરતાં લક્ષ્મણ પાસે ગયા અને બધો વૃત્તાંત કહ્યો. પછી લક્ષ્મણ બધાને સાથે લઈને રામ પાસે આવ્યા અને હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યા, હે વીર! આ રાજ્યના સ્વામી આપ જ છો, હું તો આપનો આજ્ઞાંકિત અનુચર છું. ત્યારે રામે કહ્યું, હે વત્સ! તમે ચકના ધારક નારાયણ છો તેથી રાજ્યાભિષેક તમારો જ યોગ્ય છે, પછી છેવટે એ બન્નેનો રાજ્યાભિષેક નક્કી થયો. પછી મેઘધ્વનિ જેવા વાજિંત્રોનો ધ્વનિ થયો, દુંદુભિ વાજાં, નગારા, ઢોલ, મૃદંગ, વીણા, બંસરી, ઝાલર, ઝાંઝ, મંજીરા, શંખ ઇત્યાદિ વાજિંત્રો વાગ્યાં અને નાના પ્રકારનાં મંગળ ગીત-નૃત્ય થયાં, યાચકોને મનવાંછિત દાન આપ્યાં, સૌને ખૂબ આનંદ થયો. બન્ને ભાઈ એક સિંહાસન પર બેઠા, કમળથી ઢાંકેલા, પવિત્ર જળ ભરેલાં સ્વર્ણ રત્નના કળશોથી વિધિપૂર્વક અભિષેક થયો. બન્ને ભાઈ મુગટ, બાજુબંધ, હાર, કેયૂર, કુંડળાદિથી મંડિત મનોજ્ઞ વસ્તુ પહેરી, સુગંધચર્ચિત બેઠા, વિધાધર ભૂમિગોચરી તથા ત્રણ ખંડના દેવો જયજયકાર કરવા લાગ્યા. હુળ-મૂશળના ધારક આ બળભદ્ર શ્રી રામ અને ચક્રના ધારક આ વાસુદેવ શ્રી લક્ષ્મણ જયવંત હો. બન્ને રાજેન્દ્રોનો અભિષેક કરી વિદ્યાધર ખૂબ ઉત્સાહથી સીતા અને લક્ષ્મણની રાણી વિશલ્યાનો અભિષેક વિધિપૂર્વક થયો. પછી વિભીષણને લંકા આપી, સુગ્રીવને કિકંઘપુર, હનુમાનને શ્રીનગર તથા હુનુહૂદ્વીપ આપ્યા, વિરાતિને નાગલોક સમાન અલંકાપુરી આપી. નળ નીલને કિકંધપુર આપ્યું, ભામંડળને વૈતાદ્યની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર આપ્યું અને સમસ્ત વિધાધરોનો અધિપતિ બનાવ્યો, રત્નજીને દેવીપુનિત નગર આપ્યું અને બીજા બધાને યોગ્ય સ્થાન આપ્યાં, પોતાના પુણ્યના ઉદય પ્રમાણે બધા જ રામ-લક્ષ્મણના પ્રતાપે રાજ્ય પામ્યા. રામની આજ્ઞાથી યથાયોગ્ય સ્થાનમાં રહ્યાં. જે ભવ્ય જીવ પુણ્યના પ્રભાવનું ફળ જગતમાં પ્રસિદ્ધ છે એમ જાણી ધર્મમાં રતિ કરે છે તે મનુષ્ય સૂર્યથી જ્યોતિ પામે છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણના રાજ્યાભિષેકનું વર્ણન કરનાર અઠયાસીમું પર્વ પૂર્ણ થયું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #544 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નેવ્યાસીમું પર્વ ૫૨૩ નેવ્યાસીમું પર્વ (રાજા મધુને જીતવા શત્રુઘ્નનું મથુરા પર આક્રમણ) પછી રામ-લક્ષ્મણે અત્યંત પ્રેમથી ભાઈ શત્રુઘ્નને કહ્યું કે તમને જે દેશ ગમે તે લ્યો. જો તમારે અડધી અયોધ્યા જોઈતી હોય તો અડધી અયોધ્યા લ્યો અથવા રાજગૃહ, પોદનાપુર કે પોંડૂસુંદર લ્યો. સેંકડો રાજધાની છે તેમાંથી જે સારી તે તમારી. ત્યારે શત્રુને કહ્યું કે મને મથુરાનું રાજ્ય આપો. ત્યારે રામ બોલ્યા, હે ભાઈ ! ત્યાં મધુનું રાજ્ય છે અને તે રાવણનો જમાઈ છે, અને યુદ્ધોનો જીતનારો છે, ચમરેન્દ્ર તેને ત્રિશૂળ આપ્યું છે તે જયેષ્ઠના સૂર્ય સમાન દુસ્સહ છે અને દેવોથી નિવારી શકાય તેવું નથી, તેની ચિંતા અમને પણ નિરંતર રહે છે. તે રાજા મધુ રઘુવંશીઓના કુળરૂપ આકાશમાં સૂર્ય સમાન પ્રતાપી છે, જેણે વંશનો ઉદ્યોત કર્યો છે, તેનો પુત્ર લવણાર્ણવ વિધાધરોથી પણ અસાધ્ય છે. પિતાપુત્ર બન્ને ખૂબ શૂરવીર છે. માટે મથુરા છોડીને બીજું ચાહે તે રાજ્ય લ્યો. તો પણ શત્રુષ્ણ કહ્યું કે ઘણું કહેવાથી શું લાભ ? મને મથુરા જ આપો. જો હું મધના પૂડાની જેમ મધુને રણસંગ્રામમાં તોડી ન નાખું તો હું દશરથનો પુત્ર શત્રુષ્ન નહિ. જેમ સિંહના સમૂહુને અષ્ટાપદ તોડી પાડે છે તેમ તેના સૈન્ય સહિત તેને હું ચૂરી ન નાખું તો હું તમારો ભાઈ નહિ. જો હું મધુને મૃત્યુ ન પમાડું તો હું સુપ્રભાની કૃક્ષિમાં ઉપજ્યો નથી એમ જાણજો. શત્રુઘ્નના આવા પ્રચંડ તેજભર્યા વચનોથી વિધાધરોના બધા અધિપતિ આશ્ચર્ય પામ્યા અને શત્રુઘ્નની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. શત્રુષ્ણ મથુરા જવા તૈયાર થયો. શ્રી રામે કહ્યું, હે ભાઈ ! હું એક યાચના કરું છું તેની મને દક્ષિણા આપ. શત્રુને જવાબ આપ્યો કે બધાના દાતા આપ છો, બધા તો આપના યાચક છે, આપ યાચના કરો તે કેવી વાત કહેવાય ? મારા પ્રાણના પણ આપ સ્વામી છો તો બીજી વસ્તુની શી વાત હોય? એક મધુ સાથે યુદ્ધ કરવાનું હું નહિ છોડું, બાકી જે કાંઈ કહેશો તે જ પ્રમાણે કરીશ. ત્યારે શ્રી રામે કહ્યું, હે વત્સ! તું મધુ સાથે યુદ્ધ કરે તો જે સમયે તેના હાથમાં ત્રિશૂળરત્ન ન હોય ત્યારે કરજે. શત્રુષ્ણે કહ્યું કે આપ જેમ આજ્ઞા કરશો તેમ જ થશે. આમ કહીને ભગવાનની પૂજા કરી. ણમોકાર મંત્રના જપ, સિદ્ધોને નમસ્કાર કરી, ભોજનશાળામાં જઈ ભોજન કરી, માતાની પાસે જઈને આજ્ઞા માગી. માતાએ અત્યંત સ્નેહથી તેના મસ્તક પર હાથ મૂકી કહ્યું, હે વત્સ ! તું તીક્ષ્ય બાણોથી શત્રુઓના સમૂહુને જીત. યોદ્ધાની માતાએ પોતાના યોદ્ધા પુત્રને કહ્યું, હે પુત્ર! અત્યાર સુધી સંગ્રામમાં શત્રુઓએ તારી પીઠ જોઈ નથી અને હવે પણ નહિ જુએ. તું રણમાં જીતીને આવીશ ત્યારે હું સ્વર્ણનાં કમળોથી શ્રી જિનેન્દ્રની પૂજા કરાવીશ. તે ભગવાન ત્રણ લોકમાં મંગળના કર્તા, સુરઅસુરોથી નમસ્કાર કરવા યોગ્ય રાગાદિના જીતનારા તારું કલ્યાણ કરો. તે પરમેશ્વર, પુરુષોત્તમ અરિહંત ભગવાને અત્યંત દુર્જય મોહરિપુને જીત્યો છે, તે તને કલ્યાણ આપો. સર્વજ્ઞ, ત્રિકાળદર્શી સ્વયંબુદ્ધના પ્રસાદથી તારો વિજય થાવ. જે કેવળજ્ઞાનથી લોકાલોકને હથેળીમાં આંબળાની જેમ દેખે છે, તે તને મંગળરૂપ થાવ. હે વત્સ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #545 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૨૪ નેવ્યાસીમું પર્વ પદ્મપુરાણ તે સિદ્ધ પરમેષ્ઠી જે અષ્ટકર્મથી રહિત છે, અષ્ટગુણ આદિ અનંત ગુણોથી બિરાજમાન લોકના શિખર પર બિરાજે છે તે તને સિદ્ધિના કર્તા થાવ. ભવ્ય જીવોના પરમ આધાર આચાર્ય તારાં વિઘ્ન દૂર કરો, જે કમળ સમાન અલિત છે, સૂર્ય સમાન તિમિરના હર્તા છે, ચંદ્રમા સમાન આહલાદના કર્તા છે, ભૂમિ સમાન ક્ષમાવાન છે, સુમેરુ સમાન અચળ અને સમુદ્ર સમાન ગંભીર છે. જિનશાસનના પારગામી ઉપાધ્યાય તમારા કલ્યાણના કર્તા થાવ. કર્મશત્રુને જીતવામાં મહા શૂરવીર, બાર પ્રકારનાં તપથી જે નિર્વાણને સાધે છે, તે સાધુ અને તને મહાવીર્યના દાતા થાવ. આ પ્રમાણે વિપ્ન હરનાર, મંગળકારી માતાએ આશિષ આપી તે શત્રુઘ્ન માથે ચડાવી માતાને પ્રણામ કરી બહાર નીકળ્યો. સોનાની સાંકળથી મંડિત હાથી પર બેઠો. નાના પ્રકારનાં વાહનો પર આરૂઢ અનેક રાજા તેની સાથે ચાલ્યા. તે દેવોથી મંડિત દેવેન્દ્ર જેવો શોભતો હતો. રામ-લક્ષ્મણની ભાઈ ઉપર ઘણી પ્રીતિ હતી તેથી ત્રણ મુકામ સુધી ભાઈની સાથે ગયા. પછી ભાઈએ કહ્યું- હે પૂજ્ય પુરુષોત્તમ! પાછા અયોધ્યા જાવ, મારી ચિંતા ન કરો, હું આપના પ્રસાદથી શત્રુઓને નિઃસંદેહ જીતીશ. પછી લક્ષ્મણે સમુદ્રાવર્ત નામનું ધનુષ આપ્યું. પવન સરખા વેગવાળા બાણ આપ્યાં અને કૃતાંતવક્રને સાથે મોકલ્યો. લક્ષ્મણ સાથે રામ અયોધ્યા પાછા આવ્યા, પરંતુ ભાઈની ચિંતા વિશેષ હતી. પછી શત્રુઘ્ન મહાધીરવીર મોટી સેના સાથે મથુરા તરફ ગયો. અનુક્રમે યમુના નદીના કાંઠે જઈને મુકામ કર્યો. સૂક્ષ્મ બુદ્ધિવાળા મંત્રીઓ ત્યાં મંત્રણા કરવા લાગ્યા. જુઓ! આ બાળક શત્રુઘ્નની બુદ્ધિ કે મધુને જીતવાની ઇચ્છા કરી છે. એ રાજનીતિથી અજાણ ફક્ત અભિમાનથી પ્રવર્યો છે. જે મધુએ પહેલાં રાજા માંધાતાને રણમાં જીત્યો હતો તે મધુ દેવો કે વિધાધરોથી જિતાય તેવો નથી, તેને આ કેવી રીતે જીતશે? રાજા મધુ સાગર સમાન છે, ઊછળતા યાદ તેની લહેરો છે, શત્રુઓરૂપી મગરથી પૂર્ણ મધુસમુદ્રને શત્રુઘ્ર ભુજાઓ વડ તરવા ઇચ્છે છે તે કેવી રીતે તરશે? મધુ ભૂપતિ ભયાનક વન સમાન છે તેમાં પ્રવેશીને કોણ જીવતો નીકળે? પ્યાદાના સમૂહરૂપી વૃક્ષ, મત્ત હાથીઓથી ભયંકર અને અશ્વોના સમૂહરૂપ મૃગ જ્યાં ફરે છે તેવું વન છે. મંત્રીઓના આ વચન સાંભળી કૃતાંતવકે કહ્યું, તમે સાહસ છોડી આવાં કાયરતાનાં વચન કેમ બોલો છો? જોકે રાજા મધુ ચમરેન્દ્ર આપેલા અમોઘ ત્રિશૂળથી અતિ ગર્વિત છે તો પણ તે મધુને શત્રુદ્ઘ અવશ્ય જીતશે; જેમ હાથી બળવાન હોય છે અને સૂંઢથી વૃક્ષોને ઉખાડી નાખે છે, મદ ઝરે છે તો પણ સિંહું તેને જીતે છે. આ શત્રુઘ્ર લક્ષ્મી અને પ્રતાપથી મંડિત છે, બળવાન છે, મહાપંડિત છે, પ્રવીણ છે અને શ્રી લક્ષ્મણ એના સહાયક છે, વળી આપ સૌ ભલા માણસો તેની સાથે છો તેથી આ શત્રુદ્ઘ અવશ્ય શત્રુને જીતશે. કૃતાંતવકે આવા વચન કહ્યાં ત્યારે બધા રાજી થયા. અને મંત્રીઓએ પહેલાં જ મથુરામાં જે ગુપ્તચરો મોકલ્યા હતા તે આવીને શત્રુઘ્રને બધા સમાચાર આપવા લાગ્યા. હે દેવ! મથુરાનગરીની પૂર્વ દિશામાં અત્યંત મનોજ્ઞ ઉપવન છે ત્યાં રણવાસ સહિત રાજા મધુ રમે છે. રાજાને જયંતી નામની પટરાણી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #546 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નેવ્યાસીમું પર્વ ૫૨૫ છે તેના સહિત વનક્રિીડા કરે છે. જેમ સ્પર્શન ઇન્દ્રિયને વશ થયેલો ગજરાજ બંધનમાં પડ છે તેમ મહાકામી રાજા મોહિત થઈને વિષયોના બંધનમાં પડ્યો છે. આજે છ દિવસથી સર્વ રાજ્ય કાર્ય છોડી પ્રમાદને વશ થઈ વનમાં રહે છે, કામાન્ય મૂર્ખ તમારા આગમનને જાણતો નથી. તમે તેને જીતવાનો નિશ્ચય કર્યો છે તેની તેને ખબર નથી. મંત્રીઓએ તેને ખૂબ સમજાવ્યો પણ કોઈની વાત કાને ધરતો નથી, જેમ મૂઢ રોગી વૈધનું ઔષધ લેતો નથી. આ સમયે મથુરા હાથમાં આવે તો આવે અને જો કદાચ મધુ નગરમાં આવી ગયો સમુદ્ર સમાન અથાહુ છે. ગુપ્તચરોના મુખેથી આ વચન સાંભળી કાર્યમાં પ્રવીણ શત્રુઘ્ર તે જ સમયે બળવાન યોદ્ધાઓ સાથે મથુરામાં ધસી ગયો. અર્ધરાત્રિના સમયે બધા લોકો પ્રમાદમાં હતા, નગરી રાજા વિનાની હતી તેથી શત્રુદ્ઘ દરવાજો તોડીને મથુરામાં પ્રવેશ્યો. મથુરા મનોજ્ઞ છે. બંદીજનોના અવાજ આવ્યા કે રાજા દશરથના પુત્ર શત્રુઘ્ર જયવંત હો. આ શબ્દો સાંભળી નગરીના લોકો પરચક્રનું આગમન જાણી અત્યંત વ્યાકુળ થયા. જેમ લંકા અંગદના પ્રવેશથી અત્યંત વ્યાકુળ થઈ હતી તેમ મથુરામાં વ્યાકુળતા ફેલાણી. કેટલીક બીકણ હૃદયવાળી સ્ત્રીઓને ગર્ભપાત થઈ ગયો, કેટલાક શૂરવીરો કકળાટના શબ્દ સાંભળી તત્કાળ સિંહની પેઠે ઊયા. શત્રુઘ્ર રાજમહેલમાં ગયો, આયુધશાળા પોતાના કબજામાં લઈ લીધી અને સ્ત્રી બાળકો વગેરે નગરજનો ત્રાસ પામ્યાં હતાં તેમને મધુર વચનોથી ધીરજ આપી કે આ શ્રી રામનું રાજ્ય છે, અહીં કોઇને દુઃખ નહિ પડે. આથી નગરીના લોકો નિર્ભય થયા. શત્રુઘ્ર મથુરામાં આવ્યો છે એ સાંભળીને રાજા મધુ અતિ કોપ કરી ઉપવનમાંથી નગરમાં આવ્યો, પણ શત્રુધ્રના સુભટોનું રક્ષણ હોવાથી મથુરામાં દાખલ ન થઈ શક્યો. જેમ મુનિના હૃદયમાં મોહ પ્રવેશી શકતો નથી. જાતજાતના ઉપાયો કરવા છતાં તે પ્રવેશી ન શક્યો અને ત્રિશૂળરહિત થયો તો પણ અભિમાની મધુએ શત્રુઘ્ર સાથે સંધિ ન કરી, લડવા માટે તૈયાર થયો. તેથી શત્રુધ્રના યોદ્ધા યુદ્ધ કરવા નીકળ્યા, બન્નેની સમુદ્ર જેવડી સેના વચ્ચે પરસ્પર યુદ્ધ થયું. રથ, હાથી, ઘોડાના સવારો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. જાતજાતનાં આયુધો ધારણ કરી સમર્થ યોદ્ધાઓ લડવા લાગ્યા. તે વખતે પરસેનાના ગર્વને ન સહન કરી શકવાથી કૃતાંતવક્ર સેનાપતિ શત્રુની સેનામાં પેઠો અને સ્વયંભૂ રમણ ઉધાનમાં ઇન્દ્ર ક્રિીડા કરે તેમ રણક્રીડા કરવા લાગ્યો. તેને જોઈને મધુનો પુત્ર લવણાર્ણવકુમાર યુદ્ધ કરવા સામે આવ્યો, પોતાના બાણરૂપ મેઘથી કૃતાંતવક્રરૂપ પર્વતને આચ્છાદિત કરવા લાગ્યો. કૃતાંતવક્ર પણ આશીવિષ તુલ્ય બાણોથી તેના બાણને છેદતો રહ્યો અને ધરતી તથા આકાશને પોતાનાં બાણોથી ઢાંકવા લાગ્યો. બન્ને યોદ્ધા સિંહ સમાન બળવાન હતા. આણે તેને રથરહિત કર્યો અને તેણે આને. પછી કૃતાંતવક્ર લવણાર્ણવની છાતીમાં બાણ માર્યું અને તેનું બખર ભેળું. લવણાર્ણવે કૃતાંતવક્ર ઉપર તોમર ચલાવ્યું. બન્ને ઘાયલ થયા હતા, બન્નેની આંખો ક્રોધથી લાલ હતી. બન્નેનાં વસ્ત્ર રુધિરથી રંગાયા હતા, બન્ને કેસુડાના વૃક્ષ સમાન શોભતા હતા. ગદા, ખડ્ઝ, ચક્ર ઇત્યાદિ અનેક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #547 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૬ નેવ્યાસીમું પર્વ પદ્મપુરાણ આયુધોથી બન્નેની વચ્ચે ઘણી વાર સુધી યુદ્ધ થયું. બન્ને બળ, ઉન્માદ, વિષાદથી ભર્યા હતા. છેવટે કૃતાંતવક્ર લવણાર્ણવના વક્ષસ્થળમાં પ્રહાર કર્યો અને તે પૃથ્વી પર પડયો, જેમ પુણ્યના ક્ષયથી સ્વર્ગવાસી દેવ મધ્યલોકમાં આવીને પડે. લવણાર્ણવે પ્રાણ છોડયા. પુત્રને પડેલો જોઈ મધુ કૃતાંતવક્ર તરફ દોડ્યો. ત્યાં શત્રુઘે મધુને રોક્યો, જેમ નદીના પ્રવાહને પર્વત રોકે. મધુ અતિ દુસ્સહુ શોક અને કોપથી ભરેલો યુદ્ધ કરવા લાગ્યો. આશીવિષની દષ્ટિ સમાન મધુની દૃષ્ટિ શત્રુઘ્રની સેના સહી શકી નહિ. જેમ ઉગ્ર પવનના યોગથી પાંદડાં ચળવા લાગે તેમ લોકો ચલાયમાન થયા. પછી શત્રુઘ્રને મધુની સામે જતો જોઈ તેમનામાં વૈર્ય આવ્યું. જ્યાં સુધી પોતાના સ્વામીને પ્રબળ ન દેખે ત્યાં સુધી જ લોકો શત્રુના ભયથી ડરે છે અને સ્વામીને પ્રસન્નવદન જોઈને વૈર્ય પામે છે. શત્રુઘ્ર ઉત્તમ રથ પર બેસી મનોજ્ઞ ધનુષ્ય હાથમાં લઈ, શરદના સૂર્ય સમાન મહા તેજસ્વી, અખંડિત જેની ગતિ છે તે શત્રુની સમીપે જતાં મૃગરાજ પર ગજરાજ જતો હોય તેવો શોભતો હતો. જેમ અગ્નિ સૂકાં પાંદડાંને બાળે તેમ મધુના અનેક યોદ્ધાઓનો ક્ષણમાત્રમાં તેણે નાશ કર્યો. શત્રુઘની સામે મધુનો કોઈ યોદ્ધો ટકી ન શક્યો. જેમ જિનશાસનના પંડિત સ્યાદ્વાદીની સામે એકાંતવાદી ટકી ન શકે તેમ. જે સુભટ શત્રુઘ્ર સાથે યુદ્ધ કરવા આવે છે તે સિંહની સામે મૃગની પેઠે તત્કાળ વિનાશ પામે છે. મધુની સમસ્ત સેનાનાં યોદ્ધા વ્યાકુળ બની મધુના શરણે આવ્યા. મહાસુભટ મધુએ શત્રુધ્રને સન્મુખ આવતો જોઈ તેની ધ્વજા છેદી, શત્રુઘે બાણથી તેના રથના અશ્વ હણ્યા. મધુ પર્વત સમાન વરુણેન્દ્ર ગજ ઉપર ચડ્યો અને ક્રોધથી પ્રજ્વલિત થઈને શત્રુઘને બાણથી સતત આચ્છાદવા લાગ્યો, જેમ મહામેળ સૂર્યને આચ્છાદે છે. શૂરવીર શત્રુઘે તેનાં બાણ છેદી નાખ્યાં, મધુનું બખર ભેદી નાખ્યું. જેમ પોતાના ઘેર કોઇ મહેમાન આવે અને સજ્જન માણસ તેની સારી રીતે મહેમાનગતિ કરે તેમ શત્રુદ્ઘ મધુની રણસંગ્રામમાં શસ્ત્રો વડે મહેમાનગતિ કરવા લાગ્યો. (શત્રુઘને અજેય જાણી રાજા મધુનું સંસારથી વિરક્ત થવું અને સંન્યાસગ્રહણ) પછી મહાવિવેકી મધુએ શત્રુઘ્રને દુર્જય જાણી, પોતાને ત્રિશૂળ આયુધથી રહિત જાણી, પોતાના પુત્રને મૃત્યુ પામેલો જોઈ અને પોતાનું આયુષ્ય અલ્પ જાણી મુનિનાં વચન પર વિચાર કર્યો કે અહો જગતનો સમસ્ત આરંભ મહાન હિંસારૂપ દુઃખ આપનાર સર્વથા ત્યાજ્ય છે, આ ક્ષણભંગુર સંસારના ચરિત્રમાં મૂઢજન કેમ રાચે છે? આ સંસારમાં ધર્મ જ પ્રશંસાયોગ્ય છે અને અધર્મનું કારણ અશુભ કર્મ પ્રશંસાયોગ્ય નથી. મહાનિંધ આ પાપકર્મ નરક નિગોદનું કારણ છે. જે દુર્લભ મનુષ્યદેહ પામીને ધર્મમાં બુદ્ધિ લગાવતો નથી તે પ્રાણી મોહકર્મથી ઠગાયેલો અનંત ભવભ્રમણ કરે છે. મેં પાપીએ અસાર સંસારને સારરૂપ જાણ્યો, ક્ષણભંગુર શરીરને ધ્રુવ જાણું અને આત્મહિત ન કર્યું. પ્રમાદમાં રહ્યો, રોગ સમાન આ ઇન્દ્રિયના ભોગોને ભલા જાણી ભોગવ્યા, જ્યારે સ્વાધીન હતો ત્યારે મને સુબુદ્ધિ ન આવી. હવે અંતકાળ આવ્યો, હવે શું કરું? ઘરમાં આગ લાગે ત્યારે તળાવ ખોદાવવાનો શો અર્થ છે? સર્પ દંશ દીધો હોય તે વખતે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #548 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નેવ્યાસીમું પર્વ - ૫૨૭ પરદેશમાંથી મંત્રાધીશને બોલાવવાનો અને દૂર દેશથી મણિ ઔષધિ મંગાવવાનો શો અર્થ છે? માટે હવે સર્વ ચિંતા છોડી નિરાકુળ થઈને પોતાનું મન સમાધાનમાં લાવું. આમ વિચારીને તે ધીરવીર ઘાથી પૂર્ણ હાથી પર બેસેલી સ્થિતિમાં જ ભાવમુનિ થવા લાગ્યા, અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓને મનથી, વચનથી વારંવાર નમસ્કાર કરી અરહંત સિદ્ધ સાધુ તથા કેવળી-પ્રણિત ધર્મ એ જ મંગળ છે, ઉત્તમ છે, એનું જ મારે શરણ છે, અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિમાં ભગવાન અરહંતદેવ હોય છે તે ત્રિલોકનાથ મારા હૃદયમાં સ્થિતિ કરો. હું વારંવાર નમસ્કાર કરું છું. હવે હું યાવત્ જીવન સર્વ પાપયોગનો ત્યાગ કરું છું, ચારેય આહારનો ત્યાગ કરું છું, પૂર્વે જે પાપ ઉપાર્યા હતાં તેની નિંદા કરું છું અને સર્વ વસ્તુઓનો ત્યાગ કરું છું. અનાદિકાળથી આ સંસારવનમાં જે કર્મ ઉપામ્ય હતાં તે મારા દુષ્કૃત મિથ્યા થાવ. - મને ફળ ન આપો. હવે હું તત્ત્વજ્ઞાનમાં સ્થિત છે, તજવા યોગ્ય રાગાદિને તજું છું અને ગ્રહવા યોગ્ય નિજભાવનું ગ્રહણ કરું છું, જ્ઞાનદર્શન મારો સ્વભાવ જ છે, તે મારાથી અભિન્ન છે અને શરીરાદિક સમસ્ત પરપદાર્થ કર્મથી ઉપજ્યા છે તે મારાથી ભિન્ન છે, દેહત્યાગના સમયે સંસારી જીવો ધરતીનો તથા તૃણનો સાથરો કરે છે, તે સાથરો (સંથારો) નથી. આ જીવ જ પાપબુદ્ધિ રહિત થાય ત્યારે પોતે જ પોતાનો સાથરો છે. આમ વિચારીને રાજા મધુએ બન્ને પ્રકારના પરિગ્રહુ ભાવથી તજ્યા અને હાથીને પીઠ પર બેસી રહીને શિરના કેશનો લોચ કરવા લાગ્યો, શરીર ઘાવોથી અત્યંત વ્યા છે તો પણ દુર્ધર પૈર્ય ધારણ કરી આત્મયોગમાં આરૂઢ થઈ કાયાનું મમત્વ ત્યાગું. તેની બુદ્ધિ વિશુદ્ધ થઈ છે. શત્રુઘે મધુની પરમ શાંત દશા જોઈને તેને નમસ્કાર કર્યા અને કહ્યું કે હું સાધો! મારા અપરાધીના અપરાધ માફ કરો. દેવની અપ્સરાઓ મધુનો સંગ્રામ જોવા આવી હતી તે આકાશમાંથી કલ્પવૃક્ષનાં પુષ્પોની વર્ષા કરવા લાગી. મધુના વીરરસ અને શાંતરસ જોઈ દેવો પણ આશ્ચર્ય પામ્યા. પછી મધુ એક ક્ષણમાત્રમાં સમાધિમરણ કરી ત્રીજા સનકુમાર સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા અને મહાવિવેકી શત્રુદ્ઘ મધુની સ્તુતિ કરતો મથુરામાં દાખલ થયો. હસ્તિનાપુરમાં પ્રવેશતા જયકુમારની જેમ મધુપુરીમાં પ્રવેશતો શત્રુઘ્ર શોભતો હતો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે નરાધિપતિ ! આ સંસારમાં કર્મોના પ્રસંગથી પ્રાણીઓની જુદી જુદી અવસ્થા થાય છે માટે ઉત્તમ જન, સદા અશુભ કર્મ છોડી શુભ કર્મ કરો જેના પ્રભાવથી સૂર્યસમાન કાંતિની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મધુનું યુદ્ધ અને વૈરાગ્ય તથા લવણાર્ણવના મરણનું વર્ણન કરનાર નેવ્યાસીનું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #549 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નેવુંમું પર્વ નેવુંમું પર્વ (મથુરામાં અસુરેન્દ્રકૃત ઉપદ્રવથી લોકોમાં વ્યાકુળતા ) અસુરકુમારોના ઇન્દ્ર ચમરેન્દ્રનું આપેલું જે ત્રિશૂળરત્ન મધુ પાસે હતું તેના અધિષ્ઠાતા દેવ ત્રિશૂળ લઈને ચમરેન્દ્રની પાસે ગયા અને ખેખિન્ન તથા લજ્જિત થઈને મધુના મરણના સમાચાર ચમરેન્દ્રને કહેવા લાગ્યા. મધુ સાથે તેથી ગાઢ મૈત્રી હતી તેથી તે પાતાળમાંથી નીકળી અત્યંત ગુસ્સે થઈને મથુરામાં આવવા તૈયાર થયા. તે વખતે ગરુડેન્દ્રે અસુરેન્દ્રની પાસે આવી પૂછ્યું કે દૈત્યેન્દ્ર? કઈ તરફ જવા તૈયાર થયા છો? ત્યારે ચમરેન્દ્ર કહ્યું, જેણે મારા મિત્ર મધુને માર્યો છે તેને કષ્ટ દેવા તૈયાર થયો છું ત્યારે ગરુડેન્દ્રે કહ્યું કે શું તમે વિશલ્યાનું માહાત્મ્ય સાંભળ્યું નથી? ત્યારે ચમરેન્દ્રે કહ્યું કે તે કે અદ્દભુત અવસ્થા વિશલ્યાની કૌમાર અવસ્થામાં જ હતી, હવે તો તે નિર્વિષ ભુજંગી સમાન છે. જ્યાં સુધી વિશલ્યાએ વાસુદેવનો આશ્રય લીધો નહોતો ત્યાં સુધી બ્રહ્મચર્યના પ્રસાદથી તેનામાં અસાધારણ શક્તિ હતી, હવે તેનામાં તે શક્તિ નથી. જે નિરતિચાર બાળબ્રહ્મચર્ય પાળે તેના ગુણનો મહિમા કથનમાં ન આવે, શીલના પ્રસાદથી સુ૨-અસુરપિશાચાદિ બધા ડરે. જ્યાં સુધી શીલરૂપી ખડ્ગ ધાર્યું હોય ત્યાં સુધી કોઈથી જીતી ન શકાય. હવે વિશલ્યા પતિવ્રતા છે, પણ બ્રહ્મચારિણી નથી, માટે તેનામાં તે શક્તિ નથી. મઘ, માંસ, મૈથુન એ મહાપાપ છે, એના સેવનથી શક્તિનો નાશ થાય છે. જેમના વ્રતશીલ-નિયમરૂપ કોટનો ભંગ થયો ન હોય તેમને કોઈ વિદ્ન કરવાને સમર્થ નથી. એક કાલાગ્નિ નામનો મહાભયંકર રુદ્ર થયો તે હૈ ગરુડેન્દ્ર! તમે સાંભળ્યું જ હશે. પછી તે સ્ત્રી પ્રત્યે આસક્ત થઈ નાશ પામ્યો. તેથી વિષયનું સેવન વિષ કરતાં પણ વિષમ છે. પરમ આશ્ચર્યનું કારણ એક અખંડ બ્રહ્મચર્ય છે. હવે હું મારા મિત્રના શત્રુ ઉપર ચડીશ, તમે તમારા સ્થાનકે જાવ. ગરુડેન્દ્રને આમ કહીને ચમરેન્દ્ર મથુરા આવ્યા. મિત્રના મરણથી ક્રોધે ભરાયેલા તેણે મથુરામાં તેવો જ ઉત્સવ જોયો, જેવો મધુના સમયે હતો. અસુરેન્દ્ર વિચાર્યું કે આ લોકો મહાદુષ્ટ કૃતઘ્ર છે, દેશનો સ્વામી પુત્રસહિત મરી ગયો અને બીજો આવીને બેઠો છે તો એમને શોક થવો જોઈએ કે હર્ષ? જેના બાહુની છાયા પામીને ઘણા કાળ સુધી જે સુખમાં રહ્યા તે મધુના મૃત્યુનું દુઃખ એમને કેમ ન થયું? આ મહાકૃતઘ્ર છે, માટે કૃતઘ્રનું મુખ પણ ન જોવું. લોકો વડે શૂરવીર સેવવા યોગ્ય છે. અને શુરવીર વડે પંડિત સેવવા યોગ્ય છે. પંડિત કોણ કહેવાય ? જે પારકાનાં ગુણ માને તે તો કૃતઘ્ર મહામૂર્ખ છે, આમ વિચારીને મથુરાના લોકો ૫૨ ચમરેન્દ્ર કોપ્યો, આ લોકોનો નાશ કરું, આ દેશ સહિત મથુરાપુરીનો નાશ કરું. આમ અત્યંત ક્રોધે ભરાઈને અસુરેન્દ્ર લોકો ૫૨ દુસ્સહ ઉપસર્ગ કર્યો, લોકોને અનેક રોગ થયા, પ્રલયકાળના અગ્નિ સમાન નિર્દય થઈને લોકરૂપ વનને ભસ્મ કરવા તૈયાર થયો. જે જ્યાં ઊભા હતા તે ત્યાં જ મરી ગયા, જે બેઠા હતા તે બેઠેલા જ રહી ગયા, સૂતા હતા તે સૂતા જ રહી ગયા, મરી ફેલાઈ ગઈ. લોકો ઉ૫૨ ઉપસર્ગ જોઈને મિત્ર કુળદેવતાના ભયથી શત્રુઘ્ર અયોધ્યા આવ્યો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com ૫૨૮ પદ્મપુરાણ Page #550 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકાણુંમું પર્વ ૫૨૯ પોતાનો શૂરવીર ભાઈ જીત મેળવીને આવ્યો હોવાથી બળભદ્ર-નારાયણ ખૂબ હર્ષ પામ્યા. શત્રુઘ્રની માતા સુપ્રભાએ ભગવાનની અદભુત પૂજા કરાવી, દુ:ખી જીવોને કરુણાથી અને ધર્માત્મા જીવોને અતિ વિનયથી અનેક પ્રકારના દાન આપ્યાં. જોકે અયોધ્યા અતિ સુંદર છે, સુવર્ણરત્નોના મહેલોથી મંડિત છે, કામધેનુ સમાન સર્વ કામના પૂરનારી દેવપુરી સમાન છે, તો પણ શત્રુધ્રનો જીવ મથુરામાં અતિઆસક્ત છે, તેને અયોધ્યામાં અનુરાગ ન થયો. જેમ રામ સીતા વિના કેટલાક દિવસ ઉદાસ રહ્યા હતા તેમ શત્રુઘ્ર મથુરા વિના અયોધ્યામાં ઉદાસપણે રહ્યો. જીવોને સુંદર વસ્તુનો સંયોગ સ્વપ્ન સમાન ક્ષણભંગુર છે, પરમ દાહ ઉપજાવે છે, જેઠ મહિનાના સૂર્યથી પણ અધિક આતાપ કરે છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મથુરાના લોકોને અસુરેન્દ્રકૃત ઉપસર્ગ વર્ણવનાર નવમું પર્વ પૂર્ણ થયું. * * * એકાણુમું પર્વ (શત્રુઘના પૂર્વભવ અને મથુરામાં અનેક જન્મ ધારણ કરવાથી અતિઅનુરાગ) પછી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે ભગવાન! શા માટે શત્રુઘ્ર મથુરાની જ માગણી કરતો રહ્યો? અયોધ્યા કરતાં પણ મથુરાનો નિવાસ તેને કેમ રુચતો હતો? સ્વર્ગલોક સમાન અનેક રાજધાની તેણે ન યાચી અને મથુરાની જ ઇચ્છા કરી, એથી મથુરા પ્રત્યે તેને કેમ પ્રીતિ થઈ ? ત્યારે જ્ઞાનસમુદ્ર ગૌતમ સ્વામીએ કહ્યું કે હે શ્રેણિક! આ શત્રુધ્રના અનેક ભવ મથુરામાં થયા છે તેથી તેને મધુપુરી પ્રત્યે અધિક સ્નેહ થયો. આ જીવ કર્મોના સંબંધથી અનાદિકાળથી સંસારસાગરમાં વસે છે અને અનંત ભવ કરે છે. આ શત્રુઘનો જીવ અનંત ભવભ્રમણ કરી મથુરામાં એક યમનદેવ નામનો અતિક્રૂર ધર્મથી વિમુખ મનુષ્ય થયો. તે મરીને ભૂંડ, ગધેડો, કાગડો એવા જન્મ ધરીને અજપુત્ર થયો. તે અગ્નિમાં બળી મર્યો પછી પખાલીનો પાડો થયો, તે છ વાર પાડો થઈને દુઃખથી મર્યો, નીચ કુળમાં નિર્ધન મનુષ્ય થયો. શ્રેણિક અત્યંત પાપી જીવ નરકમાં જાય છે, પુણવાન જીવ સ્વર્ગમાં જાય છે અને શુભાશુભમિશ્રિત ભાવથી મનુષ્ય થાય છે. પછી એ કુલંધર નામનો બ્રાહ્મણ થયો, રૂપાળો પણ શીલ વિનાનો. એક વખતે તે નગરનો રાજા દિગ્વિજય નિમિત્તે દેશાંતરે ગયો, તેની લલિતા નામની રાણી મહેલના ઝરૂખામાં બેઠી હતી. તેણે આ દુરાચારી વિપ્રને જોયો અને કામબાણથી વીંધાઈ ગઈ. તેણે એને મહેલમાં બોલાવ્યો. રાણી અને તે એક આસન પર બેસી રહેતા. એક દિવસ આ પ્રમાણે બેઠાં હતાં તે જ વખતે રાજા દૂરથી આવેલો અચાનક ત્યાં દાખલ થયો. તેને આમ બેઠેલો જોયો. રાણીએ કપટથી કહ્યું કે એ ભિક્ષુક છે તો પણ રાજાએ ન માન્યું. રાજાના નોકરો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #551 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩૦ એકાણુંમું પર્વ પદ્મપુરાણ તેને પકડી રાજાની આજ્ઞાથી આય અંગ કાપી નાખવા માટે નગરની બહાર લઈ જતા હતા ત્યાં કલ્યાણ નામના સાધુએ તેને કહ્યું કે જો તું મુનિ થા તો તને છોડાવું. તેણે મુનિ થવાનું કબૂલ કર્યું એટલે સાધુએ નોકરો પાસેથી તેને છોડાવ્યો. તે મુનિ થઈ તપ કરી સ્વર્ગમાં ઋજુ વિમાનનો સ્વામી થયો. હે શ્રેણિક! ધર્મથી શું ન થાય! પછી મથુરામાં એક ચંદ્રભદ્ર રાજા થયો. તેની રાણીનું નામ ધરા. તેના ભાઈ સૂર્યદવ, અગ્નિદેવ અને યમુનાદેવ તથા શ્રીમુખ સંમુખ, સુમુખ, ઇન્દ્રમુખ, પ્રમુખ, ઉગ્રમુખ, અર્કમુખ અને પરમુખ નામના આઠ પુત્રો હુતા. રાજા ચંદ્રભદ્રની બીજી રાણી કનકપ્રભાને અચળ નામનો પુત્ર હતો. કુલંધર બ્રાહ્મણનો જીવ જે સ્વર્ગમાં દેવ થયો હતો તે ત્યાંથી ચ્યવીને અચળરૂપે જન્મ્યો હતો. તે કળાવાન, ગુણોથી પૂર્ણ, સર્વ લોકોનું મન હરનાર, દેવકુમાર તુલ્ય વડા કરતો. બીજો એક અંક નામનો મનુષ્ય હતો. તે ધર્મની અનુમોદના કરી શ્રાવસ્તી નગરીમાં કંપ નામના પુરુષની સ્ત્રી અંગિકાનો પુત્ર અપ થયો. તે અવિનયી હતો. કંપે અપને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ખૂબ દુઃખી થઈ પૃથ્વી પર ભટકતો. અચળકુમાર રાજા ચંદ્રભદ્રને અતિપ્રિય હતો તેથી અચળની મોટી માતા ધરા, તેના ત્રણ ભાઈ અને આઠ પુત્રોઓ એકાંતમાં મળીને અચળને મારી નાખવાનું કાવતરું કર્યું. આ વાતની ખબર અચળની માતા કનકપ્રભારે પડી ગઈ. તેથી તેણે પુત્રને ઘરમાંથી ભગાડી મૂક્યો. તે તિલકવનમાં પહોંચ્યો ત્યાં તેના પગમાં કાંટો વાગ્યો. તે વખતે કંપનો પુત્ર અ૫ લાકડાનો ભારો લઈને ત્યાંથી નીકળ્યો. તેણે અચળકુમારને કાંટો વાગવાથી પિડાતો જોયો અને તેને દયા આવી. તેણે પોતાનો કોષ્ઠનો ભારો નીચે ઉતાર્યો અને છરીથી કુમારના પગમાંથી કાંટો કાઢયો તેથી કુમાર ખૂબ પ્રસન્ન થયો. તેણે અપને કહ્યું કે તું મારું અચળકુમાર નામ યાદ રાખજે અને મને રાજા તરીકે થયેલો સાંભળે ત્યારે મારી પાસે આવજે. આ પ્રમાણે કહી અપને વિદાય કર્યો. અત્યંત દુઃખી રાજકુમાર ફરતો ફરતો કૌશાંબી નગરીમાં આવ્યો. તે પરાક્રમી હતો. તેણે બાણવિદ્યાના ગુરુ વિશિષાચાર્યને જીતી પ્રતિષ્ઠા મેળવી હતી તેથી રાજાએ અચળને નગરમાં લાવી પોતાની ઇન્દ્રદત્તા નામની પુત્રી પરણાવી. તેણે પુણ્યના પ્રભાવથી અનુક્રમે રાજ્ય પણ મેળવ્યું. અંગાદિ અનેક દેશો જીતીને તે મથુરા આવ્યો અને નગરની બહાર પડાવ નાખ્યો. તેની સાથે મોટી સેના હતી. બધા સામંતોએ સાંભળ્યું કે આ રાજા ચંદ્રભદ્રનો પુત્ર અચળકુમાર છે. તેથી બધા આવીને તેને મળ્યા. રાજા ચંદ્રભદ્ર એકલો પડી ગયો. તેથી રાણી ધરાના ત્રણે ભાઈઓને તેની સાથે સંધિ કરવા મોકલ્યા. તેમણે જઈને કુમારને જોયો અને ગભરાઈને ભાગ્યા અને ધરાના આઠ પુત્રો પણ ભાગી ગયા. અચળકુમારની માતા આવી તેને લઈ ગઈ અને પિતા સાથે મેળાપ કરાવ્યો. પિતાએ તેને રાજ્ય આપ્યું. એક દિવસ રાજા અચળકુમાર નટોનું નૃત્ય જોતો હતો. તે જ વખતે અપ આવ્યો. દરવાના તેને ધક્કા મારી કાઢવા જતો હતો. અચળને યાદ આવ્યું તે અપે જંગલમાં તેના પગમાંથી કાંટો કાઢયો હતો. તેણે દરવાનને રોક્યો અને અપને અંદર બોલાવ્યો, તેના પર ઘણી કૃપા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #552 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાણુંમું પર્વ પ૩૧ કરી અને તેની જન્મભૂમિ શ્રાવતી નગરી હતી તે તેને આપી. એ બન્ને પરમ મિત્રો સાથે જ રહ્યા. એક દિવસ તેઓ ઉધાનમાં ક્રીડા કરવા ગયા. તે બધા પ્રકારની સંપદાના સ્વામી હતા. ત્યાં તેમણે યશસમુદ્ર નામના આચાર્યને જોયા અને બન્ને મિત્રો મુનિ થઈ ગયા. તે સમ્યગ્દષ્ટિ, સંયમનું આરાધન કરી સમાધિમરણ કરી સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા. ત્યાંથી ચ્યવીને અચળકુમારનો જીવ રાજા દશરથનો પુત્ર આ શત્રુઘ્ર થયો. અનેક ભવના સંબંધથી તેને મથુરા પ્રત્યે ઘણી પ્રીતિ થઈ. ગૌતમ સ્વામી કહે છે-હું શ્રેણિક! જે વૃક્ષની છાયામાં પ્રાણી બેઠાં હોય, તેમને તે વૃક્ષ પ્રત્યે પ્રીતિ થાય છે તો ક્યાં અનેક ભવ લીધા હોય તેની તો શી વાત કરવી? સંસારી જીવોની આવી અવસ્થા છે. અને પેલા અપનો જીવ સ્વર્ગમાંથી ચ્યવીને કૃતાંતવક્ર સેનાપતિ થયો. આ પ્રમાણે ધર્મના પ્રસાદથી આ બન્ને મિત્રો સંપદા પામ્યા. જે ધર્મથી રહિત છે તેમને ક્યારેય સુખ મળતું નથી. અનેક ભવના ઉપાર્જલા દુ:ખરૂપ મળને ધોવા માટે ધર્મનું સેવન જ યોગ્ય છે, જળના તીર્થમાં મનનો મેલ ધોવાતો નથી. ધર્મના પ્રસાદથી શત્રુધ્રનો જીવ સુખી થયો. આમ જાણીને વિવેકી જીવ ધર્મમાં ઉધમી થાવ. ધર્મનું કથન સાંભળીને જેમને આત્મકલ્યાણમાં પ્રીતિ થતી નથી તેમનું ધર્મશ્રવણ વૃથા છે, જેમ દેખતો માણસ સૂર્યનો ઉદય થવા છતાં કૂવામાં પડે તો તેનાં નેત્રો વૃથા છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં શત્રુધ્રના પૂર્વભવનું વર્ણન કરનાર એકાણુનું પર્વ પૂર્ણ થયું. * * * બાણુંમું પર્વ (મથુરાનો અસુરેન્દ્રકૃત ઉપદ્રવ સસ ચારણ ઋષિવરોના પ્રભાવથી દૂર થયો ) તે વખતે આકાશમાં ગમન કરનાર સાત ચારણ ઋષિઓ, સૂર્ય સમાન જેમની કાંતિ છે, વિહાર કરતાં કરતાં મથુરાપુરીમાં આવ્યા. તેમનાં નામ મનુ, સુરમન્યુ, શ્રીનિચય, સર્વસુંદર, જયવાન, વિનયલાલસ અને જયમિત્ર. એ બધાય મહાચારિત્રના પાત્ર. રાજા શ્રીનંદન અને રાણી ધરણીસુંદરીના પુત્ર, પૃથ્વી પર પ્રસિદ્ધ, પિતા સહિત પ્રીતિંકર સ્વામીને કેવળજ્ઞાન પ્રગટેલું જોઈ પ્રતિબોધ પામ્યા હતા. પિતા તેમ જ આ સાતેય પુત્રો પ્રીતિંકર કેવળીની નિકટ મુનિ થયા હતા. તેમણે એક મહિનાના ડમર નામના પુત્રને રાજ્ય આપ્યું હતું. પિતા શ્રીનંદન તો કેવલી થયા અને સાતેય મહામુનિ ચારણ આદિ અનેક ઋદ્ધિના ધારક શ્રુતકેવળી થયા. તે ચાતુર્માસમાં મથુરાના વનમાં વડના વૃક્ષ નીચે આવીને બિરાજ્યા. તેમનાં તપના પ્રભાવથી ચમરેન્દ્રની પ્રેરેલી મારી દૂર થઈ, જેમ સસરાને જોઈને વ્યભિચારિણી સ્ત્રી દૂર ભાગે તેમ. મથુરાનું સમસ્ત મંડળ સુખરૂપ થયું. વિના વાલે સહેજે ધાન્ય ઊગવા લાગ્યું. સમસ્ત રોગરહિત મથુરાપુરી નવી વધૂ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #553 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩ર બાણુંમું પર્વ પદ્મપુરાણ પતિને જોઈને પ્રસન્ન થાય તેમ શોભવા લાગી. તે મહામુનિ રસપરિત્યાગાદિ તપ અને બેલા, તેલા પક્ષોપવાસાદિ અનેક તપ ચોમાસાના ચાર મહિનામાં કરતા. તે મથુરાના વનમાં રહેતા અને ચારણદ્ધિના પ્રભાવથી ચાહે ત્યાં આહાર કરી આવતા. એક નિમિષમાત્રમાં આકાશમાર્ગે જઈ પોદનાપુર પારણું કરી આવે તો કોઈ વાર વિજયપુર કરી આવે. ઉત્તમ શ્રાવકના ઘેર પાત્રભોજન કરી સંયમ નિમિત્તે શરીરને રાખતા. કર્મ ખપાવવાના ઉદ્યમી એક દિવસે ધોંસરી પ્રમાણ ધરતી નીરખતા અને વિહાર કરતા, ઇર્યા સમિતિનું પાલન કરતાં, આહારના સમયે અયોધ્યા આવ્યા. શુદ્ધાહાર લેનાર, જેમની ભુજા પલંબિત છે, તે અહંદત્ત શેઠને ઘેર આવી ચડ્યા. અદત્તે વિચાર્યું કે વર્ષાકાળમાં મુનિનો વિહાર હોતો નથી. આ ચોમાસા પહેલાં તો અહીં આવ્યા નથી અને અહીં જે જે સાધુ ગુફામાં, નદીને તીરે, વૃક્ષ તળે, શૂન્ય સ્થાનકોમાં, વનનાં ચૈત્યાલયોમાં ચાતુર્માસ કરીને રહ્યા છે તે સર્વની મેં વંદના કરી છે. આમને તો અત્યાર સુધી જોયા નથી. માટે લાગે છે કે આ આચારાંગ સૂત્રની આજ્ઞાથી પરાડમુખ ઈચ્છાવિહારી છે, વર્ષાકાળમાં પણ વિહાર કરતા રહે છે, જિનઆજ્ઞાથી પરાડમુખ, જ્ઞાનરહિત, આચાર્યોની આમ્નાયથી રહિત છે. જો તે જિનાજ્ઞાપાલક હોય તો વર્ષોમાં વિહાર કેમ કરે? તેથી તેઓ તો ઊભા થઈ ગયા અને તેમની પુત્રવધૂએ અત્યંત ભક્તિથી પ્રાસુક આહાર આપ્યો. તે મુનિ આહાર લઈને ભગવાનના ચૈત્યાલયમાં આવ્યા, જ્યાં ઘુતિ ભટ્ટારક બિરાજતા હતા. આ સપ્તર્ષિ ઋદ્ધિના પ્રભાવથી ધરતીથી ચાર આંગળ ઊંચે રહીને ચાલ્યા અને ચૈત્યાલયમાં ધરતી પર પગ મૂકીને આવ્યા. આચાર્ય ઊઠીને ઊભા થયા. અતિ આદરથી તેમને નમસ્કાર કર્યા. અને જે ઘુતિ ભટ્ટારકના શિષ્યો હતા તે બધાએ નમસ્કાર કર્યા. પછી આ સપ્તર્ષિ તો જિનવંદના કરી આકાશના માર્ગે મથુરા ગયા. એમના ગયા પછી અદત્ત શેઠ ચૈત્યાલયમાં આવ્યા ત્યારે ઘુતિ ભટ્ટારકે કહ્યું કે મહાયોગીશ્વર સમહર્ષિ અહીં આવ્યા હતા. તમે પણ તેમને વંધા? તે મહાપુરુષ મહાન તપના ધારક છે. ચાતુર્માસ મથુરામાં કર્યું છે અને ચાહે ત્યાં આહાર લઈ આવે છે. આજે અયોધ્યામાં આહાર લીધો, ચૈત્યાલયમાં દર્શન કરીને ગયા, અમારી સાથે ધર્મની ચર્ચા કરી. તે મહાતપોધન ગગનગામી શુભ ચેષ્ટાના ધારક તે મુનિ વંદવાયોગ્ય છે. ત્યારે શ્રાવકોમાં અગ્રણી અર્હદત્ત શેઠ આચાર્યના મુખેથી ચારણ મુનિઓનો મહિમા સાંભળી ખેદખિન્ન થઈ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ધિક્કાર છે મને! હું સમ્યગ્દર્શનરહિત વસ્તુનું સ્વરૂપ ન ઓળખી શક્યો. હું અત્યાચારી મિથ્યાદષ્ટિ છું. મારા જેવો બીજો અધર્મી કોણ હોય? તે મહામુનિ મારે ઘેર આહાર માટે પધાર્યા હતા અને મેં નવધા ભક્તિથી તેમને આહાર ન આપ્યો. જે સાધુને જોઈને સન્માન ન કરે અને ભક્તિથી અન્નજળ ન આપે તે મિથ્યાદષ્ટિ છે. હું પાપનું ભાજન, અતિનિંધ, મારા જેવો બીજો અજ્ઞાની કોણ? હું જિનવાણીથી વિમુખ છું, હવે હું જ્યાં સુધી તેમના દર્શન નહિ કરું ત્યાં સુધી મારા મનની બળતરા મટશે નહિ. ચારણ મુનિઓની એ જ રીત છે કે ચોમાસાનો નિવાસ તો એક સ્થાનમાં કરે અને આહાર અનેક નગરીમાં કરી આવે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #554 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાણુંમું પર્વ ૫૩૩ ચારણઋદ્ધિના પ્રભાવથી તેમના અંગથી જીવોને બાધા થતી નથી. પછી કાર્તિકી પૂનમ નજીક જાણી શેઠ અહંદત્ત મહાન સમ્યગ્દષ્ટિ, રાજા જેવી જેની વિભૂતિ છે તે અયોધ્યાથી સર્વકુટુંબ સહિત સપ્તર્ષિના પૂજન નિમિત્તે મથુરા ચાલ્યા. જે મુનિઓનું માહાત્મય જાણે છે અને પોતાની વારંવાર નિંદા કરે છે. રથ, હાથી, પ્યાદાં, તુરંગના સવાર ઇત્યાદિ મોટી સેના સાથે યોગીશ્વરોની પૂજા માટે શીધ્ર ચાલ્યો. મહાન વૈભવ સાથે શુભધ્યાનમાં તત્પર કાર્તિક સુદ સાતમના દિવસે મુનિઓનાં ચરણોમાં જઈ પહોંચ્યો. ઉત્તમ સમ્યકત્વના ધારક તેમણે વિધિપૂર્વક મુનિવંદના કરીને મથુરામાં ખૂબ શોભા કરાવી. મથુરા સ્વર્ગ સમાન શોભી ઊઠયું. આ સમાચાર સાંભળી શત્રુઘ્ર તરત જ અશ્વારૂઢ થઈ સસઋષિની પાસે આવ્યો. શત્રુધ્રની માતા સુપ્રભા પણ મુનિઓની ભક્તિથી પુત્રની પાછળ જ આવી. શત્રુઘે નમસ્કાર કરી મુનિઓના મુખે ધર્મનું શ્રવણ કર્યું. મુનિરાજે કહ્યું હું નૃપ ! આ સંસાર અસાર છે, વીતરાગનો માર્ગ સાર છે. તેમાં શ્રાવકનાં બાર વ્રત કહ્યાં છે, મુનિના અઠ્ઠાવીસ મૂળ ગુણ કહ્યા છે. મુનિઓએ નિર્દોષ આહાર લેવો. અકૃત, અકારિત, રાગરહિત પ્રાસુક આહાર વિધિપૂર્વક લેવાથી યોગીશ્વરોને તપની વૃદ્ધિ થાય છે. ત્યારે શત્રુઘે કહ્યું કે હે દેવ ! આપના પધારવાથી આ નગરમાંથી મરી ગઈ, રોગ ગયા, દુર્ભિક્ષ દૂર થયો, બધાં વિદ્ગો મટ્યાં, સુભિક્ષ થયો, બધાને શાતા થઈ, પ્રજાનાં દુ:ખ ગયાં, બધી જ સમૃદ્ધિ થઈ, જેમ સૂર્યના ઉદયથી કમલિની ખીલે. આપ થોડા દિવસ અહીં જ બિરાજો. મુનિઓએ કહ્યું: હું શત્રુધ્ર! જિનાજ્ઞા સિવાય અધિક રહેવું ઉચિત નથી, આ ચોથો કાળ ધર્મના ઉદ્યોતનું કારણ છે, આમાં મુનિન્દ્રનો ધર્મ ભવ્ય જીવ ધારણ કરે છે, જિન-આજ્ઞા પાળે છે, મહામુનિને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ભગવાન મુનિસુવ્રતનાથ તો મુક્ત થયા; હવે નમિ, નેમિ, પાર્થ અને મહાવીર આ ચાર તીર્થકરો બીજા થશે. વળી પંચમકાળ જેને દુઃખકાળ કહે છે તેથી ધર્મની ન્યૂનતારૂપ પ્રવર્તશે. તે સમયમાં પાખંડી જીવો દ્વારા જિનશાસન અતિ ઊંચું હોવા છતાં આચ્છાદિત થશે, જેમ રજકણથી સૂર્યનું બિંબ આચ્છાદિત થાય છે. પાખંડીઓ દયાધર્મનો લોપ કરી હિંસાનો માર્ગ પ્રવર્તાવશે. તે સમયે ગ્રામ મસાણ જેવા અને લોકો પ્રેત જેવા કુચેષ્ટા કરનારા થશે. કુધર્મમાં પ્રવીણ, કૂર, ચોર, દુષ્ટ જીવોથી ધરતી પીડા પામશે, ખેડૂતો દુઃખી થશે, પ્રજા નિર્ધન થશે, હિંસક જીવો પરજીવોના ઘાતક થશે, નિરંતર હિંસાની વૃદ્ધિ થશે, પુત્ર માતાપિતાની આજ્ઞાથી વિમુખ થશે, માતાપિતા પણ સ્નેહરહિત થશે. કળિકાળમાં રાજા લૂટારા થશે, કોઈ સુખી નહિ દેખાય. કહેવાના સુખી, તે પાપી વિચારવાળા દુર્ગતિમાં લઈ જનારી કુકથા કરી પરસ્પર પાપ ઉપજાવશે. હે શત્રુઘ્ર! કળિકાળમાં કષાયની બહુલતા થશે અને સમસ્ત અતિશયોનો નાશ થશે. ચારણ મુનિઓ, દેવ, વિદ્યાધરોનું આગમન નહિ થાય. અજ્ઞાની લોકો નગ્નમુદ્રાના ધારક મુનિઓને જોઈને નિંદા કરશે, મલિન ચિત્તવાળ મૂઢજનો અયોગ્યને યોગ્ય માનશે. જેમ પતંગિયું દીપકની જ્યોત પર પડે તેમ અજ્ઞાની પાપપંથમાં પડી દુર્ગતિનાં દુઃખ ભોગવશે. જે શાંત સ્વભાવવાળા હશે, દુષ્ટો તેમની નિંદા કરશે, વિષયી જીવોને ભક્તિથી પૂજશે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #555 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩૪ બાણુંમું પર્વ પદ્મપુરાણ દીન-અનાથ જીવો પ્રત્યે દયાભાવથી કોઈ નહિ જુએ કે કાંઈ નહિ આપે. જેમ શિલા પર બીજ વાવવામાં આવે અને નિરંતર સીંચે તો પણ કાંઈ કાર્યકારી નથી તેમ કુશીલ પુરુષોને વિનયભક્તિથી આપેલું કલ્યાણ કરતું નથી, તે નકામું જાય છે. જે કોઈ મુનિઓની અવજ્ઞા કરે છે અને મિથ્યામાર્ગીઓને ભક્તિથી પૂજે છે તે મલયાગિરિ ચંદન છોડીને કાંટાળા વૃક્ષને અંગીકાર કરે છે. આમ જાણીને હે વત્સ! તું દાનપૂજા કર, જન્મ કૃતાર્થ કર. ગૃહસ્થોને દાનપૂજા જ કલ્યાણકારી છે. મથુરાના સમસ્ત લોકો ધર્મમાં તત્પર થાવ, દયા પાળો, સાધર્મીઓ પ્રત્યે વાત્સલ્ય રાખો, જિનશાસનની પ્રભાવના કરો, ઘરેઘરે જિનબિંબની સ્થાપના કરો, પૂજા-અભિષેકની પ્રવૃત્તિ કરો, જેથી બધે શાંતિ થાય. જે જિનધર્મનું આરાધન નહિ કરે અને જેના ઘરમાં જિનપૂજા નહિ થાય, દાન નહિ અપાય તેને આપદાઓ પડશે. જેમ વાઘણ મૃગને ખાય તેમ મરી (રોગચાળો) ધર્મરહિતને ખાઈ જશે. અંગુષ્ટ પ્રમાણ પણ જિનપ્રતિમા જેના ઘરમાં સ્થિત હશે તેના ઘરમાંથી ગરુડના ભયથી નાગણી ભાગે તેમ મરી ભાગશે. મુનિઓનાં આ વચન સાંભળી શત્રુઘ્ન કહ્યું કે હે પ્રભો ! આપની આજ્ઞા પ્રમાણે જ લોકો ધર્મમાં પ્રવર્તશે. પછી મુનિ આકાશમાર્ગે વિહાર કરી અનેક નિર્વાણભૂમિની વંદના કરી સીતાને ઘેર આહાર માટે આવ્યા. તપ એ જ મુનિઓનું ધન છે. સીતાએ અત્યંત હર્ષ પામી શ્રદ્ધા આદિ ગુણસંયુક્ત ઉત્તમ અન્નથી વિધિપૂર્વક પારણું કરાવ્યું. મુનિઓ આહાર કરી આકાશમાર્ગે વિહાર કરી ગયા. શત્રુઘ્ન નગરની બહાર અને અંદર અનેક જિનમંદિરો બનાવરાવ્યાં. ઘેરઘેર જિનપ્રતિમા પધરાવી, નગરી બધી ઉપદ્રવરહિત થઈ. વન-ઉપવન ફળ-પુષ્પાદિથી શોભી ઊઠયાં, વાપિકા, સરોવરી કમળોથી શોભવા લાગી, પક્ષી કલરવ કરવા લાગ્યાં, કૈલાસના તસમાન ઉજ્જવળ મંદિરો નેત્રોને આનંદ આપતાં. વિમાન જેવાં શોભતાં હતાં. બધા કિસાનો સંપદાથી ભરપૂર થયા. ગામેગામ અનાજના પર્વત જેવા ઢગલા થયા. સ્વર્ણ, રત્નાદિની પૃથ્વી પર ખૂબ વૃદ્ધિ થઈ બધા લોકો રામના રાજ્યમાં દેવ સમાન અતુલ વિભૂતિના ધારક સુખી અને ધર્મઅર્થકામમાં તત્પર હતા. શત્રુઘ્ન મથુરામાં રાજ્ય કરે છે. રામના પ્રતાપે અનેક રાજાઓ પર આજ્ઞા કરતો દેવોમાં વરુણની જેમ સોહે છે. આ પ્રમાણે ઋદ્ધિધારી મુનિઓના પ્રતાપે મથુરાપુરીનો ઉપદ્રવ દૂર થયો. જે આ અધ્યાય વાંચે, સાંભળે તે પુરુષ શુભ નામ, શુભ ગોત્ર, શાતા વેદનીયનો બંધ કરે. જે સાધુઓની ભક્તિમાં અનુરાગી થાય અને સાધુઓનો સમાગમ ઇચ્છે તે મનવાંછિત ફળ પામે. આ સાધુઓનો સંગ પામી, ધર્મનું આરાધન કરી પ્રાણી સૂર્યથી પણ અધિક દીતિને પ્રાપ્ત કરો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. ૫. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મથુરાના ઉપસર્ગ નિવારણનું વર્ણન કરનાર બાણુંનું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #556 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રાણુનું પર્વ ૫૩૫ ત્રાણુનું પર્વ (રામને શ્રીદામા અને લક્ષ્મણને મનોરમાની પ્રાપ્તિ) પછી વિજ્યાઈની દક્ષિણ શ્રેણીમાં રત્નપુર. નગરના રાજા રત્નરથ અને રાણી પૂર્વચંદ્રાનની નાની પુત્રી મનોરમા અત્યંત રૂપવતી અને યુવાન થતાં પિતા તેના માટે વર ગોતવાની ચિંતામાં હતા. તેણે મંત્રીઓ સાથે વિચારણા કરી કે આ પુત્રી કોને પરણાવવી? એક દિવસ રાજાની સભામાં નારદ આવ્યા. રાજાએ તેમનું ખૂબ સન્માન કર્યું. નારદ બધી લૌકિક રીતોમાં પ્રવીણ હોવાથી રાજાએ તેમને પુત્રીના વિવાહની સલાહુ આપવા કહ્યું. નારદે કહ્યું કે રામના ભાઈ લક્ષ્મણ અતિસુંદર છે, જગતમાં મુખ્ય છે, ચક્રના પ્રભાવથી તેણે બધા નરેન્દ્રોને નમાવ્યા છે. આવી કન્યા તેના હૃદયને કુમુદિનીના વનને ચાંદનીની પેઠે આનંદદાયિની થશે. નારદે આમ કહ્યું ત્યારે રત્નરથના પુત્રો હરિવેગ, મનોવેગ, વાયુવેગાદિ અત્યંત અભિમાની અને સ્વજનોના ઘાતથી તેમના પ્રત્યે વેર રાખનારા પ્રલયકાળના અગ્નિ સમાન પ્રજ્વલિત થઈને બોલ્યા જે અમારો શત્રુ છે, તેને અમે મારવા ઇચ્છીએ છીએ, તેને કન્યા કેવી રીતે દઈએ? આ નારદ દુરાચારી છે, એને અહીંથી કાઢો. રાજપુત્રોનાં આ વચન સાંભળી તેમના સેવકો નારદ તરફ દોડયા એટલે નારદ આકાશમાર્ગે વિહાર કરી તરત જ લક્ષ્મણની પાસે અયોધ્યા આવ્યા. અનેક બીજા દેશોની વાત કર્યા પછી રત્નરથની પુત્રીનું ચિત્ર બતાવ્યું. તે પુત્રી મનોરમાં જાણે કે ત્રણ લોકની સુંદરીઓનું રૂપ એકત્ર કરી બનાવી હોય તેવું લાગતું. લક્ષ્મણ ચિત્રપટ જોઈને મોહિત થઈ કામને વશ થયા. તે જોકે મહાવીર વીર છે તો પણ વશીભૂત થઈ ગયા. તે મનમાં વિચારવા લાગ્યા કે આ સ્ત્રીરત્ન મને ન મળે તો મારું રાજ્ય અને જીવન નિષ્ફળ ગણાય. લક્ષ્મણે નારદને કહ્યું કે હું ભગવાન્ ! આપે મારાં વખાણ કર્યા અને તે દુષ્ટોએ આપનો વિરોધ કર્યો તો તે પાપી, પ્રચંડ માની કાર્યના વિચારથી રહિત છે, તેમનું અભિમાન હું દૂર કરીશ. આપ ચિત્તનું સમાધાન કરો, તમારા ચરણ મારા શિર પર છે, હું તે દુષ્ટોને તમારા પગમાં પડાવીશ. આમ કહીને તેમણે વિરાધિત વિધાધરને બોલાવ્યો અને કહ્યું કે રત્નપુર ઉપર ચડવાની આપણી શીઘ્ર તૈયારી છે માટે પત્ર લખીને બધા વિધાધરોને બોલાવો, રણનો સરંજામ તૈયાર કરાવો. પછી વિરાધિને બધાને પત્ર મોકલ્યા. તે મોટી સેના લઈને તરત જ આવ્યા. લક્ષ્મણ રામ સહિત સર્વ રાજાઓને લઈને રત્નપુર તરફ ચાલ્યા, જેમ લોકપાલો સહિત ઇન્દ્ર ચાલે. જીત જેની સન્મુખ છે, નાના પ્રકારના શસ્ત્રોના સમૂહથી સૂર્યનાં કિરણો જેણે ઢાંકી દીધાં છે એવા તે રત્નપુર જઈ પહોંચ્યા. રાજા રત્નરથ દુશ્મનોને આવેલા જાણીને પોતાની સમસ્ત સેના સહિત યુદ્ધ કરવા નીકળ્યો. ચક્ર, કરવત, કુહાડા, બાણ, ખગ, બરછી, પાશ, ગદાદિ આયુધોથી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અપ્સરાઓ યુદ્ધ જોઈને યોદ્ધાઓ પર પુષ્ટવૃષ્ટિ કરવા લાગી. લક્ષ્મણ પરસેનારૂપ સમુદ્રને સૂકવવા વડવાનળ સમાન પોતે યુદ્ધ કરવા ઉદ્યમી થયા. લક્ષ્મણના ભયથી રથોના, અશ્વોના, હાથીઓના અસવાર દશે દિશામાં ભાગવા લાગ્યા. સાથે ઇન્દ્ર સમાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #557 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩૬ ચોરાણુંમું પર્વ પદ્મપુરાણ જેની શક્તિ છે તે શ્રી રામ, સુગ્રીવ, હનુમાન ઇત્યાદિ બધા જ યુદ્ધમાં પ્રવર્યા. આ યોદ્ધાઓથી વિધાધરોની સેના પવનથી મેઘપટલ વિલય પામે તેમ ભાગી ગઈ. તે વખતે રત્નરથ અને રત્નરથના પુત્રોને ભાગતા જોઈ નારદે અત્યંત હર્ષ પામી તાળી દઈને હસીને કહ્યું. અરે રત્નરથના પુત્રો! અત્યંત ચપળ, દુરાચારી, મંદબુદ્ધિ તમે લક્ષ્મણના ગુણોની ઉચ્ચતા સહન ન કરી શક્યા તો હવે અપમાનિત થઈને કેમ ભાગો છો? તેમણે કાંઈ જવાબ ન આપ્યો. તે જ સમયે કન્યા મનોરમા અનેક સખીઓ સહિત રથમાં બેસી પ્રેમથી ભરેલી લક્ષ્મણની પાસે આવી, જેમ ઇન્દ્રાણી ઇન્દ્રની સમીપ આવે. તેને જોઈને લક્ષ્મણ ક્રોધરહિત થયા, ભૃકુટિ ચડી ગઈ હતી તે વદન શાંત થયું. કન્યા આનંદ ઉપજાવનારી હતી. પછી રાજા રત્નરથ પોતાના પુત્રો સહિત માન ત્યજીને નાના પ્રકારની ભેટસોગાદો લઈને શ્રી રામ-લક્ષ્મણ સમીપે આવ્યા. રાજા દેશકાળની વિધિ જાણે છે, વળી તેણે પોતાનો અને આમનો પ્રભાવ પણ જોઈ લીધો છે. પછી નારદે બધાની વચ્ચે રત્નરથને કહ્યું હે રત્નરથ! હવે તારી શી વાત છે? તુ રત્નરથ છે કે રજરથ છે? વૃથા અભિમાન કરતો હતો તો નારાયણ–બળદેવ સામે માન કરવાથી શો લાભ થયો? પછી તાળી વગાડીને રત્નરથના પુત્રોને હસીને કહ્યું, હું રત્નરથના પુત્રો! આ વાસુદેવ છે. તેમને તમે પોતાના ઘરમાં રહી ઉદ્ધત ચેષ્ટા કરી મનમાં આવ્યું તે કહ્યું હતું, હવે કેમ પગમાં પડો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો-હે નારદ ! તમારો કોપ પણ ફાયદો જ કરે છે. જો તમે અમારા ઉપર ક્રોધ કર્યો તો અમારે મોટા પુરુષોનો સંબંધ થયો, એમનો સંબંધ થવો દુર્લભ છે. આ પ્રમાણે થોડીવાર વાતો કરી બધા નગરમાં ગયા. શ્રી રામને શ્રીદામા પરણાવવામાં આવી. જેનું રૂપ રતિસમાન હતું. તેને પ્રાપ્ત કરવાથી રામ આનંદથી રમવા લાગ્યા. મનોરમા લક્ષ્મણને પરણાવવામાં આવી તે સાક્ષાત્ મનોરમા જ છે. આ પ્રમાણે પુણ્યના પ્રભાવથી પણ અધિક પ્રકાશરૂપ વીતરાગનો માર્ગ જાણીને દયાધર્મની આરાધના કરો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને શ્રીદામા અને લક્ષ્મણને મનોરમાના લાભનું વર્ણન કરનાર ત્રાણુનું પર્વ પૂર્ણ થયું. * * * ચોરાણુંમું પર્વ (રામ લક્ષ્મણના વૈભવ પરિવાર આદિનું વર્ણન) પછી વિજ્યાઈની દક્ષિણ શ્રેણીમાં બીજા વિધાધરો પણ હતા તે બધાને લક્ષ્મણે યુદ્ધ કરીને જીતી લીધા. જે વિદ્યાધરો અત્યંત દુસ્સહુ મહાન વિષધર સમાન હતા તે બધા રામ-લક્ષ્મણના પ્રતાપથી માનરૂપ વિષથી રહિત થઈ ગયા, એમના સેવક થયા. તેમની રાજધાની દેવોની પુરી સમાન હતી. તેમાંના કેટલાકનાં નામ આ પ્રમાણે છે-રવિપ્રભ, વહિનપ્રભ, કાંચનપ્રભ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #558 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રાણુંમું પર્વ ૫૩૭ મેઘપ્રભ, શિવમંદિર, ગંધર્વગીતિ, અમૃતપુર, લક્ષ્મીધરપુર, કિન્નરપુર, મેઘકૂટ, મત્સંગતિ, ચક્રપુર, રથનૂપુર, બહુરવ, શ્રીમલય, શ્રીગૃહ, અરિંક્સ, ભાસ્કરપ્રભ, જ્યોતિપુર, ચંદ્રપુર, ગંધાર, મલય, સિંહપુર, શ્રીવિજયપુર, ભદ્રપુર, યક્ષપુર, તિલકસ્થાનક ઈત્યાદિ મોટાં મોટાં નગર તે બધાં રામે તથા લક્ષ્મણે વશ કર્યા. આખી પૃથ્વી જીતીને સાત રત્ન સહિત લક્ષ્મણ નારાયણપદના ભોક્તા થયા. સાત રત્નોનાં નામ-ચક્ર, શંખ, ધનુષ્ય, શક્તિ, ગદા, ખગ, કૌસ્તુભમણિ. રામનાં ચાર રત્નો હુળ, મૂશળ, રત્નમાળા અને ગદા. આ પ્રમાણે બન્ને ભાઈ અભેદભાવથી પૃથ્વીનું રાજ્ય કરે છે. તે વખતે શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછે છે કે હે ભગવાન! તમારી કૃપાથી મેં રામ-લક્ષ્મણનું માહાભ્ય વિધિપૂર્વક સાંભળ્યું. હવે હું લવણ-અંકુશની ઉત્પત્તિ અને લક્ષ્મણના પુત્રોનું વર્ણન સાંભળવા ઈચ્છું છું. ગૌતમ સ્વામીએ કહ્યું હે રાજન! રામલક્ષ્મણ જગતમાં પ્રધાનપુરુષ બન્યા, નિષ્કટક રાજ્ય ભોગવતાં તેમને દિવસ, પક્ષ, માસ અને વર્ષ સુખમાં વીતે છે. લક્ષ્મણને ઊંચા કુળમાં જન્મેલી દેવાંગના સમાન સોળ હજાર રાણીઓ હતી. તેમાં આઠ પટરાણી કીર્તિ સમાન, લક્ષ્મી સમાન, રતિ સમાન, ગુણવંતી, શીલવંતી, અનેક કળામાં નિપુણ, અતિસૌમ્ય હતી. તેમનાં નામ-પ્રથમ રાજા દ્રોણમેઘની પુત્રી વિશલ્યા, બીજી રૂપમતી, ત્રીજી વનમાલા, ચોથી કલ્યાણમાલા, પાંચમી રતિમાલા, છઠ્ઠી જિતપમા, સાતમી ભગવતી અને આઠમી મનોરમા. રામને આઠ હજાર રાણી હતી તેમાં ચાર પટરાણી હતી. પ્રથમ જાનકી, બીજી પ્રભાવતી, ત્રીજી રતિપ્રભા અને ચોથી શ્રીદામા. આ બધામાં સીતા તારાઓ મધ્યે ચંદ્રકળાની પેઠે શોભતી. લક્ષ્મણને અઢીસો પુત્રો હતા તેમાંથી કેટલાંકના નામ-વૃષભ, ધારણ, ચંદ્ર, શરમ, મકરધ્વજ, ધારણ, હરિનાગ, શ્રીધર, મદન, અય્યત. એ બધા સુંદર ચેષ્ટાના ધારક હતા અનેક ગુણોથી બધા લોકોના મનને અનુરાગ ઉપજાવતા. વિશલ્યાનો પુત્ર શ્રીધર અયોધ્યામાં આકાશમાં ચંદ્રની પેઠે શોભતો. રૂપમતીનો પુત્ર પૃથ્વીતિલક, કલ્યાણમાલાનો પુત્ર મંગળ, પદ્માવતીનો પુત્ર વિમળપ્રભ, વનમાલાનો પુત્ર અર્જુનવૃક્ષ, અતિવીર્યની પુત્રીનો પુત્ર શ્રીકેશી, ભગવતીનો પુત્ર સત્યકેશી, મનોરમાનો પુત્ર સુપાર્શ્વકીર્તિ, આ બધા જ અતિ બળવાન, પરાક્રમી, શસ્ત્ર અને શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતાં. આ બધા ભાઈઓમાં પરસ્પર અધિક પ્રીતિ હતી. જેમ નખ માંસ સાથે મજબૂત ચોંટેલા હોય છે, કદી જુદા થતા નથી તેમ આ ભાઈઓ જુદા પડતા નહિ. સુયોગ્ય ચેષ્ટાવાળા, પરસ્પર પ્રેમથી ભરેલા આ તેના હૃદયમાં અને તે આના હૃદયમાં અને જેમ સ્વર્ગમાં દેવ રમે તેમ આ કુમારો અયોધ્યાપુરીમાં રમતા. જે પ્રાણી પુણ્યના અધિકારી છે, શુભ ચિત્તવાળા છે તેમને જન્મથી માંડીને બધી મનોહર વસ્તુઓ આપોઆપ જ આવી મળે છે. રઘુવંશીઓના સાડાચાર કરોડ કુમારો મહામનોજ્ઞ ચેષ્ટાના ધારક નગરના વન-ઉપવનાદિમાં દેવોની જેમ રમતા હતા. સોળ હજાર મુગટબંધ સૂર્યથી અધિક તેજસ્વી રાજાઓ રામ-લક્ષ્મણના સેવક થયા હતા. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં શ્રી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #559 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૩૮ પંચાણુંમું પર્વ પદ્મપુરાણ દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણની ઋદ્ધિનું વર્ણન કરનાર ચોરાણુંનું પર્વ પૂર્ણ થયું. * * * પંચાણુંમું પર્વ (સીતાને ગર્ભધારણ અને જિનપૂજાની મહેચ્છા ) રામ-લક્ષ્મણના દિવસો અતિ આનંદમાં વીતી રહ્યા છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે એમને અવિરુદ્ધ થયા. એક વખત સીતા સુખપૂર્વક વિમાન સમાન મહેલમાં શરદના મેઘ સમાન ઉજ્જવળ શય્યા પર સૂતી હતી ત્યારે પાછલા પહોરે તેણે બે સ્વપ્ન જોયાં. પછી દિવ્ય વાજિંત્રોનો નાદ સાંભળી તે જાગ્રત થઈ. નિર્મળ પ્રભાત થયું, સ્નાનાદિની ક્રિયા કરી સખીઓ સહિત તે સ્વામી પાસે ગઈ અને પૂછયું હે નાથ! મેં આજ રાત્રે બે સ્વપ્ન જોયાં તેનું ફળ કહો. બે ઉત્કૃષ્ટ અષ્ટાપદ શરદના ચંદ્ર સમાન ઉજ્જવળ, ક્ષોભ પામેલા સમુદ્ર જેવી જેની ગર્જના હતી, કૈલાસના શિખર સમાન સુંદર, સર્વ આભરણોથી મંડિત, મનોહર કેશ અને ઉજ્જવળ દાઢવાળા મારા મુખમાં પેઠા અને પુષ્પક વિમાનના શિખર પરથી હું પ્રબળ પવનના ઝપાટાથી નીચે પૃથ્વી પર પડી. ત્યારે શ્રી રામે કહ્યું કે હું સુંદરી ! બે અષ્ટાપદને મુખમાં પ્રવેશતા જોયા તેનું ફળ એ છે કે તને બે પુત્ર થશે અને પુષ્પક વિમાનમાંથી પૃથ્વી પર પડવું તે પ્રશસ્ત નથી, પણ તું કશી ચિંતા ન કર, દાનના પ્રભાવથી ક્રૂર ગ્રહો શાંત થશે. પછી ઋતુરાજ વસંતનું આગમન થયું. તિલક જાતિનાં વૃક્ષો ફાલ્યાં. તે જાણે કે બખ્તર, નીમ જાતિનાં વૃક્ષો ખીલ્યાં તે જાણે ગજરાજ તેના પર આરૂઢ થઈ આંબા પર મોર આવ્યા તે જાણે કે વસંતનું ધનુષ્ય અને કમળો ખીલ્યાં. તે વસંતનાં બાણ અને કેસૂડા ખીલ્યાં તે જ રતિરાજના તરકશ (બાણ રાખવાનો ભાથો) ભમરા ગુંજારવ કરે છે તે જાણે કે નિર્મળ શ્લોકો દ્વારા વસંતરૂપી રાજાનો યશ ગાય છે. કદંબનાં વૃક્ષો ફાલ્યાં તેની સુગંધ પવન ફેલાવે છે તે જ જાણે વસંતરાજાના નિશ્વાસ થયા, માલતીનાં ફૂલ ખીલ્યાં તે જાણે વસંત શીતકાળરૂપ પોતાના શત્રુને હસે છે અને કોયલ મધુર વાણી બોલે છે તે જાણે વસંતરાજાના વચનો છે. આ પ્રમાણે વસંતનો સમય નૃપતિ જેવી લીલા ધારણ કરીને આવ્યો. વસંતની લીલા લોકોને કામનો ઉગ ઉપજાવે છે. આ વસંત જાણે કે સિંહ જ છે. આકોટ જાતિનાં વૃક્ષાદિનાં ફૂલરૂપ નખ છે, કુખ જાતિનાં વૃક્ષોનાં ફૂલ આવ્યાં તે તેની દાઢ છે અને અતિ લાલ અશોકવૃક્ષનાં પુષ્પ તેનાં નેત્ર છે, ચંચળ પાદડાં તેની ચપળ જિહુવા છે એવો વસંતકેસરી આવી પહોંચ્યો. લોકોનાં મનની ગુફામાં દાખલ થયો. નંદનવન સમાન મહેન્દ્ર વનમાં વસંતનો સમય અતિસુંદર બન્યો. નાના પ્રકારનાં પુષ્પોની પાંખડીઓ અને નાના પ્રકારની કૂંપળો દક્ષિણ દિશાના પવનથી હાલવા લાગી તે જાણે ઉન્મત્ત થઈને ઘૂમે છે. વાવો કમળાદિથી આચ્છાદિત છે, પક્ષીઓ કલરવ કરે છે, લોકો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #560 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાણુંમું પર્વ પ૩૯ પગથિયાં પર અને કાઠે બેઠાં છે. હંસ, સારસ, ચકવા, કૌંચ મનોહર અવાજ કરે છે અને કારંડવ બોલી રહ્યા છે ઈત્યાદિ પક્ષીઓના મધુર શબ્દો રાગી પુરુષોને રાગ ઉપજાવે છે. પક્ષીઓ જળમાં પડે છે અને બહાર નીકળે છે તેથી નિર્મળ જળમાં કલ્લોલો ઊઠી રહ્યાં છે. જળ કમળાદિથી ભરેલું છે અને સ્થળ સ્થળપદાદિક પુષ્પોથી ભર્યું છે. આકાશ પુષ્પોની મકરંદથી મંડિત થઈ રહ્યું છે. ફૂલોના ગુચ્છ અને લતાવૃક્ષો ખીલી રહ્યાં છે, વનસ્પતિની અદભુત શોભા થઈ રહી છે. તે સમયે સીતા કાંઈક ગર્ભના ભારથી કાંઈક દૂબળી પડી હતી. ત્યારે રામે પૂછયું કે હું કાંતે ! તારી જે અભિલાષા હોય તે પૂરી કરું. સીતાએ કહ્યું છે નાથ! મને અનેક ચૈત્યાલયોના દર્શન કરવાની ઈચ્છા છે, પાંચેય વર્ણના ભગવાનના પ્રતિબિંબો લોકમાં મંગળરૂપ છે તેમને નમસ્કાર કરવાના મારા મનોરથ છે, સ્વર્ણરત્નના પુષ્પોથી જિનેન્દ્રને પૂજું એવી શ્રદ્ધા છે. બીજું હું શું ઈચ્છું? સીતાનાં આ વચન સાંભળી રામ હર્ષ પામ્યા. તેમનું મુખકમળ ખીલી ઊઠયું. તેમણે દ્વારરક્ષિકાને બોલાવી આજ્ઞા કરી કે હે ભદ્ર! મંત્રીઓને આજ્ઞા પહોંચાડો કે સમસ્ત ચૈત્યાલયોમાં પ્રભાવના કરે અને મહેન્દ્રોદય ઉધાનમાં જે ચૈત્યાલય છે તેની શોભા કરાવે, સર્વ લોકોને આજ્ઞા પહોંચાડો કે જિનમંદિરમાં પૂજા, પ્રભાવના આદિ ઉત્સવો કરે. તોરણ, ઝાલર, ધ્વજ, ઘંટ, ચંદરવા મનોહર વસ્ત્રમાંથી બનાવે અને સમસ્ત સુંદર ઉપકરણો મંદિરમાં ચડાવે. લોકો બધે જિનપૂજા કરે અને કૈલાસ, સમ્મદશિખર, પાવાપુર, ચંપાપુર, ગિરનાર, શત્રુંજય, માંગતુંગી આદિ નિર્વાણક્ષેત્રોમાં વિશેષ શોભા કરાવો, કલ્યાણરૂપ દોહદ સીતાને ઉપજ્યો છે તેથી પૃથ્વી પર જિનપૂજાની પ્રવૃત્તિ કરો, અમે સીતાસહિત ધર્મક્ષેત્રોમાં વિહાર કરીશું. રામની આ આજ્ઞા સાંભળી દ્વારપાલિકા પોતાની જગ્યાએ બીજીને મૂકીને મંત્રીઓને આજ્ઞા પહોંચાડવા ગઈ, તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણ કરીને પોતાના સેવકોને આજ્ઞા કરી. સર્વ ચૈત્યાલયોમાં શોભા કરાવવામાં આવી અને પર્વતોની ગુફાના દ્વારે પૂર્ણ કળશની સ્થાપના કરી, મોતીના હારથી શોભિત વિશાળ સ્વર્ણની ભીંતો પર મણિરત્નનાં ચિત્રો દોર્યા, મહેન્દ્રોદય ઉદ્યાનમાં નંદનવન જેવી શોભા કરવામાં આવી. સ્તંભોમાં નિર્મળ મણિરત્નોના દર્પણ મૂક્યાં, ઝરૂખામાં નિર્મળ મોતીના હાર લટકાવ્યા, પાંચ પ્રકારનાં રત્નોનું ચૂર્ણ કરી ભૂમિને શોભાવી, સહસ્ત્રદળ કમળ અને જાતજાતનાં કમળોની શોભા કરી, પાંચ વર્ણના મણિના દંડમાં સુંદર વસ્ત્રોની ધજા લગાડી મંદિરના શિખરો પર ચડાવી, જાતજાતનાં પુષ્પોની માળા ઠેકઠેકાણે લટકાવવામાં આવી. વિશાળ વાજિંત્રશાળા, નાટયશાળાની રચના કરી. પછી શ્રી રામચંદ્ર ઇન્દ્ર સમાન, નગરના સર્વ લોકો સાથે સમસ્ત રાજપરિવાર સાથે વનમાં પધાર્યા. સીતા અને પોતે ગજ પર આરૂઢ થયેલા ઐરાવત પર બેઠેલા શચિ સહિત ઇન્દ્ર જેવા શોભતા હતા. લક્ષ્મણ પણ પરમ વિભૂતિ સહિત વનમાં ગયા અને બીજા બધા લોકો આનંદથી વનમાં ગયા. બધાનાં ભોજનપાન વનમાં જ થયા. જ્યાં મનોજ્ઞ લતાઓના મંડપ, કેળનાં વૃક્ષો હતાં ત્યાં રાણીઓ બેઠી, લોકો પણ યોગ્ય સ્થાને વનમાં બેઠા. રામ હાથી પરથી ઊતરીને નિર્મળ જળ ભરેલા સરોવરમાં રમ્યા, જેમ ઇન્દ્ર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #561 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૦ છ—મું પર્વ પદ્મપુરાણ ક્ષીરસાગરમાં રમે, ત્યાં ક્રિીડા કરી જળમાંથી બહાર આવ્યા. પછી દિવ્ય સામગ્રીથી વિધિપૂર્વક સીતા સહિત જિનેન્દ્રની પૂજા કરી. અતિસુંદર રામ અને વનલક્ષ્મી સમાન સીતાથી મંડિત જાણે મૂર્તિમાન વસંત જ હોય એવા શોભતા હતા. અમૃતનો આહાર, સુગંધનું વિલેપન, મનોહર સેજ, મનોહર આસન, સુગંધી માળાદિથી સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પાંચેય ઇન્દ્રિયોના વિષયો રામને પ્રાપ્ત થયા. જિનમંદિરમાં ભલી વિધિથી નૃત્યપૂજા કરી. પૂજા પ્રભાવનામાં રામને અતિ અનુરાગ થયો હતો. સૂર્યથી પણ અધિક તેજના ધારક રામ દેવાંગના સમાન સુંદર પત્ની સાથે કેટલાક દિવસ સુખથી વનમાં રહ્યાં. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સીતાને જિનેન્દ્રપૂજાની અભિલાષા અને ગર્ભના પ્રાદુર્ભાવનું વર્ણન કરનાર પંચાણુંમું પર્વ પૂર્ણ થયું. * * * છ—મું પર્વ (સીતાનો લોકાપવાદ અને રામની ચિંતા) પછી પ્રજાના માણસો રામના દર્શનની ઈચ્છાથી વનમાં આવ્યા, જેમ તરસ્યા જનો સરોવર પાસે આવે. બહારના દરવાને લોકોના આગમનની હકીકત દ્વારપાલિકાને કહી. તે દ્વારપાલિકા અંદર રાજમહેલમાં જઈને રામને કહેવા લાગી કે હે પ્રભો ! પ્રજાજનો આપના દર્શનાર્થે આવ્યા છે. તે વખતે સીતાની જમણી આંખ ફરકી. સીતા વિચારવા લાગી કે આ આંખ મને શું કહે છે! કોઈક દુ:ખનું આગમન બતાવે છે. આગળ અશુભના ઉદયથી સમુદ્રની મધ્યમાં દુઃખ પામી હતી તો પણ દુષ્ટ કર્મને હજી સંતોષ થયો નથી, શું બીજાં પણ દુ:ખ દેવા ચાહે છે? આ જીવે રાગદ્વેષ કરીને જે કર્મ ઉપાર્યા છે તેનું ફળ આ પ્રાણી અવશ્ય પામે છે, કોઈથી રોકી શકાતાં નથી. ત્યારે સીતા ચિંતાતુર બનીને બીજી રાણીઓને કહેવા લાગી કે મારી જમણી આંખ ફરકે છે એનું ફળ બતાવો. ત્યારે એક મહાપ્રવીણ અનુમતિ નામની રાણીએ કહ્યું હે દેવી! આ જીવે જે શુભ અથવા અશુભ કર્મ ઉપામ્યું છે તે આ જીવને ભલું-બૂરું ફળ આપે છે, કર્મને જ કાળ કહો કે વિધિ કહો કે ઈશ્વર પણ કહો. સર્વ સંસારી જીવ કર્મને આધીન છે, સિદ્ધ પરમેષ્ઠી કર્મથી રહિત છે. પછી ગુણદોષની જ્ઞાતા રાણી ગુણમાળા સીતાને રુદન કરતી જોઈ વૈર્ય આપી કહેવા લાગી. હે દેવી! તમે પતિની બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છો, તમને કોઈ જાતનું દુઃખ નથી. બીજી રાણીઓ કહેવા લાગી કે બહુ વિચાર કરવાથી શો ફાયદો? શાંતિકર્મ કરો, જિનેન્દ્રનો અભિષેક અને પૂજા કરાવો અને કિમિચ્છક દાન આપો. જેની જે ઈચ્છા હોય તે લઈ જાય. દાનપૂજાથી અશુભનું નિવારણ થાય છે, તેથી શુભ કાર્ય કરી અશુભને નિવારો. આ પ્રમાણે એમણે કહ્યું. તેથી સીતા રાજી થઈ અને બોલી, સાચી વાત છે. દાન, પૂજા, અભિષેક અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #562 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ - છન્નું પર્વ ૫૪૧ તપ એ અશુભનો નાશક છે. દાનધર્મ વિપ્ન અને વેરનો નાશક છે, પુણ્ય અને યશનું મૂળ કારણ છે. આમ વિચારીને ભદ્રકળશ નામના ભંડારીને બોલાવીને કહ્યું કે મારી પ્રસૂતિ થાય ત્યાં સુધી કિમિચ્છક દાન નિરંતર આપતા રહો. ભદ્રકળશે જવાબ આપ્યો કે આપ જેમ આજ્ઞા કરશો તેમ જ થશે. ભંડારી ગયો અને એ જિનપૂજાદિ શુભ ક્રિયામાં પ્રવર્તી. ભગવાનનાં જેટલાં ચૈત્યાલયો હતાં તેમાં નાના પ્રકારના ઉપકરણો ચડાવ્યાં અને બધાં ચૈત્યાલયોમાં અનેક પ્રકારના વાજિંત્રો વગડાવ્યાં. ભગવાનનાં ચરિત્ર, પુરાણાદિ ગ્રંથો જિનમંદિરમાં પધરાવ્યાં. દૂધ, દહીં, ઘી, જળ, મિષ્ટાન્નથી ભરેલા કળશ અભિષેક માટે મોકલાવ્યા. મુખ્ય કંચુકી વસ્ત્રાભૂષણ પહેરી હાથી ઉપર બેસી નગરમાં ઘોષણા ફેરવે છે કે જેને જે જોઈએ તે રાજમહેલમાંથી લઈ જાય. લોકો પૂજા, દાન, તપ આદિમાં પ્રવર્યા, પાપબુદ્ધિરહિત થઈ સમાધાન પામ્યા. સીતા ધર્મમાં અનુરક્ત થઈ. શ્રી રામચંદ્ર મંડપમાં આવીને બેઠા. નગરમાંથી જે લોકો આવ્યા હતા તેમના દ્વારપાળે રામ સાથે મેળાપ કરાવ્યો. સ્વર્ણરત્નથી નિર્માયિત અદ્દભુત સભા જોઈ પ્રજાજનો ચક્તિ થઈ ગયા. હૃદયને આનંદ આપનાર રામનાં નેત્રો તેમને જોઈને પ્રસન્ન થયા. પ્રજાના માણસો હાથ જોડી નમસ્કાર કરતા આવ્યા, તેમનાં શરીર ધ્રૂજતાં હતાં અને મન ભયભીત હતાં. રામે પૂછયું કે હું નગરજનો! તમારા આગમનનું કારણ શું છે? ત્યારે વિજય, સુરાદિ, મધુમાન, વસુલો, ધર, કશ્યપ, પિંગળ, કાળ, ક્ષેમ ઈત્યાદિ નગરના અગ્રણીઓ નિશ્ચળ થઈ ચરણો તરફ જોવા લાગ્યા. જેમનો ગર્વ ગળી ગયો છે, રાજતેજના પ્રતાપથી કાંઈ કહી ન શક્યા. તો પણ લાંબો સમય વિચારીને બોલવા ઈચ્છતા તો પણ તેમનાં મુખમાંથી શબ્દ ન નીકળી શક્યા. ત્યારે રામે દિલાસો આપીને કહ્યું કે તમે શા માટે આવ્યા છો તે કહો. તો પણ તે ચિત્ર જેવા થઈ ગયા, કાંઈ બોલી ન શક્યા. લજ્જાથી જેમનું ગળું રુંધાઈ ગયું હતું, આંખો ચકળવકળ થતી હતી. છેવટે તેમાંના વિજય નામના એક મુખ્ય પુરુષે કહ્યું કે હું દેવ! અભયદાનની કૃપા કરો. રામે કહ્યું કે તમે કોઈ બાબતની બીક ન રાખો, તમારા મનમાં જે હોય તે કહો, તમારું દુઃખ દૂર કરી તમને હું શાતા ઉપજાવીશ, તમારા અવગુણ નહિ જોઉં, ગુણનું જ ગ્રહણ કરીશ, જેમ મળેલા દૂધજળમાંથી હંસ જળને છોડી દૂધ જ પીએ છે. શ્રી રામે અભયદાન દીધું તો પણ અતિ કષ્ટથી વિચારી વિચારીને ધીરે સ્વરે વિજયે હાથ જોડી, શિર નમાવી કહ્યું હે નાથ ! નરોત્તમ! એક વિનંતી સાંભળો. અત્યારે બધા લોકો મર્યાદા જાળવતા નથી. એ બધા સ્વભાવથી જ કુટિલ છે અને પ્રગટ એકાદ દિષ્ટાંત જુએ પછી એમને અકાર્ય કરવામાં ભય શેનો રહે? જેમ વાનર સ્વભાવથી જ ચંચળ હોય છે અને અતિચપળ એવા યંત્રપિંજરા પર ચડ્યો હોય પછી કહેવાનું જ શું રહે? નિર્બળોની યુવાન સ્ત્રીઓને બળવાન પાપીઓ નબળાઈ જતાં જ બળાત્કારે હરી જાય છે અને કેટલીક શીલવતી સ્ત્રીઓ વિરહથી બીજાના ઘરમાં અત્યંત દુઃખી થાય છે તેમને કેટલાક મદદ મેળવીને પોતાને ઘેર લઈ આવે છે તેથી ધર્મની મર્યાદા લોપાય છે. એનો લોપ ન થાય તેવો પ્રયત્ન કરો, પ્રજાના હિતની વાંછા કરો, જે પ્રમાણે પ્રજાનું દુઃખ ટળે તેમ કરો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #563 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૨ છમું પર્વ પદ્મપુરાણ આ મનુષ્યોમાં તમે મોટા રાજા છો, તમારા જેવું બીજું કોણ છે? જો તમે જ પ્રજાનું રક્ષણ નહિ કરો તો કોણ કરશે ? નદીના તટ અને વન, ઉપવન, કૂવા, વાવ, સરોવરના તીર તથા દરેક ગ્રામ અને ઘરમાં એક આ જ અપવાદની કથા ચાલે છે કે રાવણ સીતાને હરીને લઈ ગયો હતો તો પણ શ્રી રામ સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ તેને ઘરમાં લઈ આવ્યા તો બીજાઓને શો દોષ છે? જે મોટા માણસો કરે તે આખા જગતને માન્ય છે, જે રીતે રાજા પ્રવર્તે તે જ રીતે પ્રજા પ્રવર્તે. આ પ્રમાણે દુષ્ટ ચિત્તવાળા નિરંકુશ થઈ પૃથ્વી પર અપવાદ કરે છે, તેમનો નિગ્રહ કરો. હે દેવ! આપ મર્યાદા પુરુષોત્તમ છો. એક આ અપવાદ તમારા રાજ્યમાં ન થતો હોત તો તમારું આ રાજ્ય ઈન્દ્રથી પણ ચડિયાતું થાત. વિજયનાં આ વચન સાંભળી રામચંદ્ર ક્ષણવાર વિષાદ પામી મુગરનો પ્રહાર થયો હોય તેમ તેમનું ચિત્ત ચલાયમાન થયું, મનમાં વિચારવા લાગ્યા, આ કેવું કષ્ટ આવી પડ્યું! મારું યશરૂપ કમળવન અપયશરૂપ અગ્નિથી બળવા લાગ્યું છે, જે સીતાના નિમિત્તે મેં વિરહનું કષ્ટ સહન કર્યું તે મારા કુળરૂપ ચંદ્રને મલિન કરે છે, હું અયોધ્યા સુખ નિમિત્તે આવ્યો અને સુગ્રીવ, હનુમાનાદિ જેવા મારા સુભટો. મારા ગોત્રરૂપ કુમુદિનીને આ સીતા મલીન કરે છે, જેના નિમિત્તે મેં સમુદ્ર ઓળંગી રણસંગ્રામ કરી રિપુને જીત્યો તે જાનકી મારા કુળરૂપ દર્પણને કલુષિત કરે છે, આ લોકો કહે છે તે સાચું છે. દુષ્ટ પુરુષના ઘરમાં રહેલી સીતાને હું શા માટે લાવ્યો? અને સીતા પ્રત્યે મારો અત્યંત પ્રેમ છે, તેને એક ક્ષણ પણ ન જોઉં તો વિરહથી વ્યાકુળ થઈ જાઉં છું. વળી તે પતિવ્રતા છે, મારા પ્રત્યે અનુરક્ત છે, તેનો હું ત્યાગ કેવી રીતે કરું? અથવા સ્ત્રીઓનાં ચિત્તની ચેષ્ટાને કોણ જાણે છે? જેમાં બધા દોષોનો નાયક મન્મથ વસે છે, ધિક્કાર છે સ્ત્રીના જન્મને! સર્વ દોષોની ખાણ, આતાપનું કારણ, નિર્મળ કુળમાં ઉપજેલા પુરુષોને કાદવની જેમ મલિનતાનું કારણ છે. જેમ કાદવમાં ફસાયેલો મનુષ્ય તથા પશુ નીકળી શકતાં નથી તેમ સ્ત્રીના રાગરૂપ કાદવમાં ફસાયેલ પ્રાણી નીકળી ન શકે. આ સ્ત્રી બધા બળનો નાશ કરે છે, રાગનો આશ્રય છે, બુદ્ધિને ભ્રષ્ટ કરે છે, સત્યથી પછાડવાને ખાઈ સમાન છે, નિર્વાણ સુખની વિન કરનારી, જ્ઞાનના જન્મને રોકનારી, ભવભ્રમણનું કારણ છે. રાખથી દબાયેલ અગ્નિની પેઠે દાહક છે, દર્ભની અણી સમાન તીક્ષ્ણ છે, દેખવા પૂરતી મનોજ્ઞ, પરંતુ અપવાદનું કારણ એવી સીતાનો, ખ દુર કરવા માટે હું ત્યાગ કરીશ. સાપ કાંચળીનો ત્યાગ કરે છે તેમ. વળી વિચારે છે જેનાથી મારું હૃદય તીવ્ર સ્નેહના બંધનથી વશીભૂત છે તે કેવી રીતે છોડી શકાય? જોકે હું સ્થિર છું તો પણ જાનકી પાસે રહેલા અગ્નિની જ્વાળા સમાન મારા મનને આતાપ ઉપજાવે છે અને એ દૂર રહીને પણ મારા મનને મોહ ઉપજાવે છે, જેમ ચંદ્રરેખા દૂરથી જ કુમુદોને ખીલવે છે. એક તરફ લોકનિંદાનો ભય છે અને બીજી તરફ સીતાનો દુર્નિવાર સ્નેહ છે. લોકનિંદાનો ભય અને સીતાના રાગના વિકલ્પના સાગરની મધ્યમાં હું પડ્યો છું. વળી સીતા સર્વ પ્રકારે દેવાંગનાથી પણ શ્રેષ્ઠ, પતિવ્રતા, સતી શીલરૂપિણી, મારા પ્રત્યે સદા એકચિત્તવાળી, તેને હું કેવી રીતે તજું? જો નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #564 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ ૫૪૩ ત્યજતો તો અપકીર્તિ થાય છે, આ પૃથ્વી પર મારા જેવો બીજો કોઈ દીન નથી. સ્નેહ અને અપવાદનો ભય એ બન્નેમાં જેનું ચિત્ત ચોંટયું છે, બન્નેની મિત્રતાના તીવ્ર ફેલાવાના વેગને વશ થયેલા રામ અપવાદરૂપ તીવ્ર કષ્ટ પામ્યા. સિંહની ધ્વજાના ચિહ્નવાળા રામને બન્ને તરફની અતિઆકુળતારૂપ ચિંતા અશાતાનું કારણ બની દુસ્સહુ આતાપ ઉપજાવવા લાગી, જેમ જેઠના મધ્યાહ્નનો સૂર્ય દુસહ દાહ ઉપજાવે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને લોકાપવાદની ચિંતાનું વર્ણન કરનાર છન્નું પર્વ પૂર્ણ થયું. * * * સત્તાણુંમું પર્વ (લોકાપવાદના ભયથી સીતાનો ત્યાગ અને સીતાનો વનમાં વિલાપ) પછી શ્રી રામે એકાગ્રચિત્તથી દ્વારપાળને લક્ષ્મણને બોલાવવાની આજ્ઞા કરી. દ્વારપાળ લક્ષ્મણ પાસે આવ્યો અને રામની આજ્ઞા કહી. લક્ષ્મણ દ્વારપાળનાં વચન સાંભળી તત્કાળ અશ્વ પર બેસી રામ પાસે આવ્યા. હાથ જોડી નમસ્કાર કરી સિંહાસનની નીચે પૃથ્વી પર બેઠો. રામે ઊભા થઈને તેમને લઈને અડધા સિંહાસન પર બેસાડ્યા. શત્રશ્ન આદિ રાજા અને વિરાધિત આદિ બધા વિધાધરો યોગ્ય સ્થાને બેઠા. પરોહિત. શ્રેષ્ઠી, મંત્રી, સેનાપતિ બધા જ સભામાં બેઠા હતા. પછી ક્ષણવાર વિશ્રામ લઈને રામચંદ્ર લક્ષ્મણને લોકાપવાદની વાત કહી. તે સાંભળી લક્ષ્મણના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયાં અને યોદ્ધાઓને આજ્ઞા કરી કે હુમણાં જ હું તે દુર્જનોનો નાશ કરવા જઈશ. પૃથ્વીન અસત્યરહિત કરીશ. જે મિથ્યા વચન કર્યું છે તેની હું જીભ કાપીશ. ઉપમારહિત શીલવ્રતની ધરનારી સીતાની જે નિંદા કરે છે તેનો હું નાશ કરીશ. આ પ્રમાણે લક્ષ્મણ ખૂબ ગુસ્સે થયા, તેમની આંખો લાલ થઈ ગઈ. શ્રી રામે તેમને શાંત પાડીને કહ્યું છે સૌમ્ય! આ પૃથ્વીનું સાગરો સુધી શ્રી ઋષભદેવે રક્ષણ કર્યું, પછી ભારતે તેનું પાલન કર્યું, ઈક્વાકુવંશના તિલક મોટા મોટા રાજાઓ જેમણે રણમાં કદી પીઠ બતાવી નહોતી, જેમની કીર્તિરૂપ ચાંદનીથી આ જગત શોભે છે એવા આપણા વંશમાં થયા. હવે હું ક્ષણભંગુર પાપરૂપ રાગના નિમિત્તે યશને કેવી રીતે મલિન કરું? અલ્પ અપકીર્તિ પણ ટાળીએ નહિ તો તે વૃદ્ધિ પામે છે. તે નીતિવાન પુરુષોની કીર્તિ ઇન્દ્રાદિક દેવો પણ ગાય છે. આ ભોગ વિનાશિક છે, જે કિર્તિરૂપ વનને બાળે એવા અકીર્તિરૂપ અગ્નિથી શો લાભ? જો કે સીતા સતી શીલવંતી નિર્મળ ચિત્તવાળી છે તો પણ એને ઘરમાં રાખવાથી મારી નિંદા મટવાની નથી. આ અપવાદ શસ્ત્રાદિથી દૂર થઈ શકતો નથી. જોકે સૂર્ય કમળોના વનને પ્રફુલ્લિત કરે છે, તિમિરને હણે છે તો પણ રાત્રિ થતાં સૂર્યનો અસ્ત થાય છે તેમ અપવાદરૂપ રજ અત્યંત વિસ્તાર પામી તેજસ્વી પુરુષોની ક્રાંતિને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #565 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૪. સત્તાણુંમું પર્વ પદ્મપુરાણ હાનિ કરે છે તેથી એ રજને ફેલાતી અટકાવવી જોઈએ. હે ભાઈ ! ચંદ્રમા સમાન નિર્મળ આપણું ગોત્ર અપકીર્તિરૂપ મેઘમાળાથી આચ્છાદિત થાય છે તે ન ઢંકાય એ જ મારો પ્રયત્ન છે. જેમ સૂકા ધંધનમાં લાગેલી આગ જળથી બુઝાવ્યા વિના ફેલાતી રહે છે તેમ અપકીર્તિરૂપ અગ્નિ પૃથ્વી પર ફેલાય છે તે રોક્યા વિના મટે નહિ. આ તીર્થંકરદેવોનું કુળ અત્યંત ઉજ્જવળ પ્રકાશરૂપ છે. એને કલંક ન લાગે એવો ઉપાય કરો. જોકે સીતા અત્યંત નિર્દોષ છે તો પણ હું તેનો ત્યાગ કરીશ, આપણો યશ મલિન નહિ કરું. ત્યારે લક્ષ્મણે કહ્યું હું દેવ! સીતાને શોક ઉપજાવવો તે યોગ્ય નથી. લોકો તો મુનિઓની પણ નિંદા કરે છે, જિનધર્મનોય અપવાદ કરે છે તો શું લોકાપવાદથી આપણે ધર્મનો ત્યાગ કરીએ છીએ ? તેમ માત્ર લોકાપવાદથી જાનકીને કેમ જાય? જે બધી સતીઓની શિરમોર છે અને કોઈ પ્રકારે નિંદાયોગ્ય નથી. અને પાપી જીવો શીલવાન પ્રાણીઓની નિંદા કરે છે, શું તેમનાં વચનોથી શીલવંતોને દોષ લાગે છે? તે તો નિર્દોષ જ છે. આ લોક અવિવેકી છે, એમનાં વચન પરમાર્થ નથી, વિષથી દુષિત નેત્રવાળા ચંદ્રને શ્યામ દેખે છે, પરંતુ ચંદ્ર શ્વેત જ છે, શ્યામ નથી. તેમ લોકોના કહેવાથી નિષ્કલંકીઓને કલંક લાગતું નથી. જે શીલથી પૂર્ણ છે તેમને પોતાનો આત્મા જ સાક્ષી છે, બીજા જીવોનું પ્રયોજન નથી. નીચ જીવોના અપવાદથી વિવેકી પંડિતો ગુસ્સે ન થાય, જેમ કૂતરાના ભસવાથી ગજેન્દ્ર કોપ કરતો નથી. આ લોકની ગતિ વિચિત્ર હોય છે, તેમની ચેષ્ટા તરંગ સમાન છે. બીજાઓની નિંદા કરવામાં આસક્ત એ દુરોનો પોતાની મેળે જ નિગ્રહ થશે, જેમ કોઈ અજ્ઞાની શિલાને ઉપાડીને ચંદ્ર તરફ ફેંકે અને મારવા ઈચ્છે તો સહેજે પોતે જ ચોક્કસ નાશ પામે છે. જે દુર બીજાના ગુણો સહન ન કરી શકે અને સદાય બીજાની નિંદા કરે છે તે પાપી નિશ્ચયથી દુર્ગતિ પામે છે. લક્ષ્મણનાં આ વચનો સાંભળી શ્રી રામચંદ્ર કહ્યું: હે લક્ષ્મણ ! તું કહે છે તે બધું સાચું છે, તારી બુદ્ધિ રાગદ્વેષરહિત અતિમધ્યસ્થ છે, પરંતુ જે શુદ્ધ ન્યાયમાર્ગી મનુષ્ય છે તે લોકવિરુદ્ધ કાર્યને તજે છે. જેની દશે દિશા અપકીર્તિરૂપી દાવાનળની જ્વાળા પ્રજ્વલિત છે તેને જગતમાં સુખ કેવું અને તેનું જીવન પણ શા કામનું? અનર્થ કરનાર અર્થથી શો લાભ? અને વિષસંયુક્ત ઔષધિથી શો ફાયદો? જે બળવાન હોય, જીવોની રક્ષા ન કરે, શરણે આવેલાનું પાલન ન કરે તેના બળનો શો અર્થ? જેનાથી આત્મકલ્યાણ ન થાય તે આચરણથી શું? ચારિત્ર તો તેજ કે જે આત્માનું હિત કરે. જે અધ્યાત્મગોચર આત્માને ન જાણે તેના જ્ઞાનથી શો લાભ? જેની કીર્તિરૂપ વધૂને અપવાદરૂપ બળવાન હરી જાય તેનો જન્મ પ્રશસ્ત નથી, એવા જીવનથી મરણ ભલું છે. લોકાપવાદની વાત દૂર રાખો, મારો એ જ મોટો દોષ છે કે પરપુરુષે હરેલી સીતાને હું પાછી ઘરમાં લાવ્યો. રાક્ષસનાં મહેલના ઉધાનમાં એ ઘણા દિવસ રહી અને તેણે (રાવણે) દૂતી મોકલીને મનવાંછિત માગણી કરી અને પાસે આવીને દુષ્ટ દૃષ્ટિથી જોઈ અને તેના મનમાં આવ્યા તેવા શબ્દો કહ્યા, એવી સીતાને હું ઘરમાં લાવ્યો. એના જેવી બીજી લજ્જા કઈ હોય? મૂઢ મનુષ્યો શું શું ન કરે? આ સંસારની માયામાં હું જ મૂઢ થયો. આ પ્રમાણે કહીને આજ્ઞા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #566 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ ૫૪૫ કરી કે તરતજ કૃતાંતવક સેનાપતિને બોલાવો. જોકે સીતા બે બાળકોના ગર્ભસહિત છે તો પણ તેને મારા ઘરમાંથી તત્કાળ કાઢી મૂકો. આવી આજ્ઞા કરી ત્યારે લક્ષ્મણે હાથ જોડી, નમસ્કાર કરી કહ્યું હે દેવ! સીતાને તજવી યોગ્ય નથી. આ રાજા જનકની પુત્રી, મહાશીલવતી પુત્રી, જિનધર્મિણી, કોમળ ચરણોવાળી, અતિ સુકુમાર, ભોળી, સદા સુખમાં રહેલી એકલી ક્યાં જશે? ગર્ભના ભારવાળી, અત્યંત ખેદ પામતી આ રાજપુત્રીને તમે ત્યજશો તો કોના શરણે જશે? અને આપે જોવાની વાત કરી તો જોવાથી શો દોષ થયો? જેમ જિનરાજની આગળ ચડાવેલાં દ્રવ્ય નિર્માલ્ય થાય છે, તેને આપણે જોઈએ છીએ, પરંતુ એમાં કંઈ દોષ નથી. અયોગ્ય અભક્ષ્ય વસ્તુને આંખોથી જોઈએ છીએ, પરંતુ જવાથી દોષ નથી, અંગીકાર કરવાથી દોષ થાય છે. માટે હે નાથ! મારા પર પ્રસન્ન થાવ, મારી વિનંતી સાંભળો, તમારામાં જેનું ચિત્ત એકાગ્ર છે એવી નિર્દોષ સતી સીતાને ન ત્યજો. પછી રામ અત્યંત વિરક્ત થઈ ક્રોધે ભરાયા અને નારાજ થઈને કહ્યું છે લક્ષ્મણ ! હવે કાંઈ ન કહીશ, મેં પાકો નિર્ણય કર્યો છે. શુભ થાય કે અશુભ થાય, સીતાને નિર્જન વનમાં અસહાય એકલી છોડી દો. પોતાના કર્મનો ઉદય પ્રમાણે તે જીવે કે મરે, પણ હવે તે એક ક્ષણમાત્ર પણ મારા દેશમાં, નગરમાં, કોઈના ઘરમાં ન રહે. તે અપકીર્તિ કરનાર છે, કૃતાંતવક્રને બોલાવ્યો. તે ચાર ઘોડાના રથમાં બેસી મોટી સેના સાથે રાજમાર્ગ થઈને આવ્યો. જેના શિર પર છત્ર ફરતું, ખંભે ધનુષ્ય ચડાવી, બખ્તર પહેરી, કુંડળ પહેરી આવતો જોઈને નગરનાં સ્ત્રીપુરુષો અનેક જાતની વાતો કરવા લાગ્યા. આજે આ સેનાપતિ દોડતો જાય છે તે કોના ઉપર ચડાઈ કરવાની હશે? તે કોના ઉપર ગુસ્સે થયો છે? આજે કોઈનું કાંઈક નુકસાન થવાનું છે. જેઠ મહિનાના સૂર્ય જેવો જેનો તાપ છે તે કાળ સમાન ભયંકર શસ્ત્રોના સમૂહુ સાથે ચાલ્યો જાય છે તે ખબર નથી પડતી કે આજે કોના ઉપર કોપ્યો છે. આમ નગરમાં ચર્ચા ચાલે છે. સેનાપતિ રામની સમીપે આવ્યા, સ્વામીને મસ્તક નમાવી નમસ્કાર કરી બોલ્યો દેવ! આજ્ઞા કરો. રામે કહ્યું શીધ્ર સીતાને લઈ જાવ, માર્ગમાં જિનમંદિરોના દર્શન કરાવી સમ્મદશિખર અને નિર્વાણભૂમિ તથા માર્ગના ચેત્યાલયોનાં દર્શન કરાવી તેની ઈચ્છા પૂર્ણ કરી, સિંહનાદ નામની, જ્યાં મનુષ્યનું નામનિશાન નથી, તે અટવીમાં એકલી છોડી આવો. તેણે કહ્યું કે જેવી આશા. પછી જાનકી પાસે જઈને કહ્યું કે હું માતા! રથમાં બેસો. તમારી ચૈત્યાલયોનાં દર્શનની વાંછા પૂરી કરો. આ પ્રમાણે સેનાપતિએ મધુર સ્વરથી તેના આનંદની વાત કરી. પછી સીતા રથમાં બેઠી, બેસતી વખતે ભગવાનને નમસ્કાર કર્યા અને ચતુર્વિધ સંઘનો જય થાવ' એવા શબ્દો કહ્યા મહાન જિનધર્મી, ઉત્તમ આચરણમાં તત્પર શ્રી રામચંદ્ર જયવંત વર્તો, અને મારા પ્રમાદથી કોઈ અસુંદર ચેષ્ટા થઈ હોય તો જિનધર્મના અધિષ્ઠાતા દેવ ક્ષમા કરો. સખીઓ સાથે આવવા લાગી. તેમને કહ્યું કે તમે સુખેથી અહીં રહો, હું તરત જ જિન ચૈત્યાલયોનાં દર્શન કરીને આવું છું. આમ તેણે કહ્યું. પછી સિદ્ધોને નમસ્કાર કરી સીતા આનંદથી રથમાં બેઠી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #567 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૬ સત્તાણુંમું પર્વ પદ્મપુરાણ સોના અને રત્નના તે રથમાં બેઠેલી તે વિમાનમાં બેઠેલી દેવાંગના જેવી શોભતી હતી. કૃતાંતવકે રથ ચલાવ્યો, તેના ચાલવાના સમયે સીતાને અપશુકન થયાં, સૂકા વૃક્ષ પર કાગડો બેસીને વીરસ અવાજ કરતો હતો અને માથું ધુણાવતો હતો, અને સામે જતાં અત્યંત શોકભરેલી કોઈ સ્ત્રી શિરના વાળ વિખરાયેલા અને રુદન કરતી સાંભળી, આવાં અનેક અપશુકન થયાં તો પણ જિનભક્તિમાં અનુરાગી સીતા નિશ્ચળ ચિત્તે ચાલી ગઈ, અપશુકનને ગણકાર્યા નહિ. પહાડોનાં શિખર, કંદરા, અનેક ઉપવન ઓળંગીને શીધ્ર રથ દૂર ચાલ્યો ગયો, ગરુડ સમાન જેનો વેગ હતો એવા અશ્વોથી યુક્ત, સફેદ ધ્વજાથી વિરાજિત સૂર્યના રથ સમાન તેમનો રથ શીધ્ર ચાલ્યો. મનોરથ સમાન રથ પર બેઠેલી સીતા ઇન્દ્રાણી સમાન શોભતી હતી. કૃતાંતવક સેનાપતિએ માર્ગમાં સીતાને નાના પ્રકારની ભૂમિ બતાવી; ગ્રામ, નગર, વન, કમળો જેમાં ખીલી ઊઠયાં છે એવા સરોવરો, નાના પ્રકારના વૃક્ષો, કયાંક સઘન વૃક્ષોથી વનમાં અંધકાર ફેલાયો છે, જેમ અંધારી રાતે મેઘમાળાથી મંડિત ગાઢ અંધકારરૂપ ભાસે, કાંઈ દષ્ટિગોચર ન થાય તેવા વન તો ક્યાંક કોક કોક વૃક્ષ હોય એવી ભૂમિ-જેમ પંચમકાળમાં ભરત ઐરાવત ક્ષેત્રની ભૂમિ વિરલ સપુરુષોવાળી હોય–બતાવી, ક્યાંક વનમાં પાનખરની અસર થઈ છે તે ભૂમિ પત્રરહિત, પુષ્પ-ફળાદિરહિત, છાયારહિત મોટા કુળની વિધવા સ્ત્રી જેવી દેખાય છે. ભાવાર્થ- વિધવા પણ પુત્રરૂપી પુષ્પ-ફળાદિરહિત છે અને આભરણ, સુંદર વસ્ત્રાદિ તથા કાંતિરહિત હોય છે તેવી આ વનભૂમિ દેખાય છે. ક્યાંક વનમાં સુંદર માધુરી લતા આંબાના વૃક્ષ સાથે વીંટળાયેલી એવી શોભે છે જેવી ચપળ વેશ્યા, આમ્રવૃક્ષને વળગી અશોકની વાંછા કરે છે. દાવાનળથી કેટલાંક વૃક્ષો બળી ગયાં છે તે જેમ ક્રોધરૂપ દાવાનળથી બળેલું હૃદય શોભે નહિ તેમ શોભતાં નથી. કેટલાંક સુંદર પલ્લવો મંદ પવનથી હાલતા શોભે છે જાણે કે વસંતરાજ આવવાથી વનપંક્તિરૂપ નારીઓ આનંદથી નૃત્ય જ કરે છે. કેટલાંક ભીલો દેખાય છે. તેમના કકળાટથી હુરણો દૂર ભાગી ગયાં છે અને પક્ષી ઊડી ગયાં છે. કેટલીક વનની અલ્પજળવાળી નદીઓથી સંતોષ પામેલી વિરહી નાયિકાના આંસુથી ભરેલી આંખો જેવી ભાસે છે. કેટલીક વની જાતજાતનાં પક્ષીઓના નાદથી મનોહર અવાજ કરે છે અને કેટલીક ઝરણાઓના નાદથી તીવ્ર હાસ્ય કરે છે. ક્યાંક મકરંદમાં લુબ્ધ ભ્રમરોના ગુંજારવથી જાણે કે વનની વસંતરાજાની સ્તુતિ જ કરે છે, ક્યાંક વળી ફૂલોથી નમ્રીભૂત થઈ શોભા ધરે છે, જેમ સફળ પુરુષ દાતાર નમ્ર બનેલા શોભે છે. ક્યાંક વાયુથી હાલતાં વૃક્ષોની શાખાઓ ડોલે છે, પર્ણો હાલે છે, પુષ્પો નીચે ખરી પડે છે તે જાણે પુષ્પવૃષ્ટિ જ કરે છે. આવી શોભાવાળી વનભૂમિઓમાંની કેટલીકમાં ક્રૂર જીવો ભર્યા છે તેને જોતી સીતા ચાલી જાય છે. તેનું ચિત્ત રામમાં છે, તે ક્યાંક મધુર શબ્દ સાંભળી વિચારે છે જાણે – કે રામનાં દુંદુભિ વાજાં વાગે છે. આ પ્રમાણે વિચાર કરતી સીતાએ ગંગા નદી જોઈ. ગંગામાં મત્સ્ય, મગર, કાચબા વગેરે જળચરો ફરે છે. તેમના ફરવાથી ઊંચી લહેરો ઊઠે છે, કમળો ઘૂજે છે. તેના કાંઠા પરનાં વૃક્ષોને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #568 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ ૫૪૭ જેણે ઉખાડી નાખ્યા છે, પર્વતના પાષણોને પણ તેણે ઉખાડી નાખ્યા છે, તે ગંભીર બની સમુદ્ર તરફ ચાલી જાય છે. તેમાં ફીણના ગોટા ઊઠે છે. તેની અંદરનાં વમળો ભયાનક છે. બન્ને કાંઠા પર બેઠેલાં પક્ષીઓ અવાજ કરે છે. રથના તેજસ્વી તુરંગો તે નદીને પાર કરી ગયા, તેમનો વેગ પવન સમાન છે, જેમ સાધુ પુરુષ સંસારસમુદ્રથી પાર થાય તેમ. સામે તીરે જઈ જોકે સેનાપતિનું ચિત્ત મેરુ સમાન અચળ હતું તો પણ દયાના યોગથી અતિવિષાદ પામ્યું. તે અતિદુઃખથી કાંઈ બોલી ન શક્યો. આંખમાં આંસુ ભરાઈ ગયાં. રથ રોકીને ઊંચા સ્તરે રોવા લાગ્યો, તેનું શરીર ઢીલું થઈ ગયું, તેની કાંતિ ચાલી ગઈ. ત્યારે સતી સીતાએ કહ્યું, હે કૃતાંતવક્ર! તું શા માટે દુઃખી થઈને રોવે છે? આજે જિનવંદનાનો ઉત્સવદિન છે, તું હર્ષમાં વિષાદ કેમ કરે છે? આ નિર્જન વનમાં શા માટે રુએ છે? ત્યારે ખૂબ રોતાં રોતાં યથાવત્ વૃત્તાંત કહ્યો, જેના શબ્દો વિષ સમાન, અગ્નિ સમાન, શસ્ત્ર સમાન છે. હું માતા ! દુર્જનોના અપવાદથી રામે અપકીર્તિના ભયથી તમારા ન ત્યજી શકાય એવા સ્નેહને તજીને ચૈત્યાલયોનાં દર્શનની તમારી અભિલાષા પૂરી કરીને તમને ચેત્યાલયોનાં અને નિર્વાણક્ષેત્રોનાં દર્શન કરાવીને ભયાનક વનમાં તજી દીધાં છે. હું દેવી! જેમ યતિ રાગપરિણતિને તજે તેમ રામે તમારો ત્યાગ કર્યો છે. લક્ષ્મણે કહેવાની જેટલી હુદ હતી તેટલું કહ્યું. કાંઈ બાકી ન રાખ્યું. તમારા માટે અનેક ન્યાયનાં વચન કહ્યા, પરંતુ રામે હઠ ન છોડી, હું સ્વામિની! રામ તમારા તરફ રાગરહિત થયા, હવે તમારે ધર્મનું જ શરણ છે. આ સંસારમાં માતા, પિતા, ભાઈ કે કુટુંબ કોઈ જીવના સહાયક નથી. એક ધર્મ જ સહાયક છે. હવે તમારા માટે આ મૃગોનું ભરેલું વન જ આશ્રયસ્થાન છે. આ વચન સાંભળી સીતા પર વજપાત થયો. હૃદયનાં દુ:ખના ભારથી તે મૂચ્છ પામી. પછી સચેત થઈ ગદગદ વાણીથી બોલી શીધ્ર મને પ્રાણનાથનો મેળાપ કરાવો. ત્યારે તેણે કહ્યું કે હું માતા! નગરી અને રામનાં દર્શન દૂર રહી ગયાં. અશ્રુપાતરૂપ જળની ધારા વહાવતી તે બોલી કે હે સેનાપતિ! તું મારાં આ વચન રામને કહેજે કે મારા ત્યાગનો તે વિષાદ ન કરે, ખૂબ જ ધૈર્યનું આલંબન લઈને સદા પ્રજાનું રક્ષણ કરે, જેમ પિતા પુત્રનું રક્ષણ કરે છે. પોતે સાચા, ન્યાયી અને કલાના પારગામી છે. રાજાને પ્રજા જ આનંદનું કારણ છે. રાજા તે જ, જેને પ્રજા શરદની પૂનમના ચંદ્રની પેઠે ચાહે. આ સંસાર અસાર છે, અતિભયંકર દુ:ખરૂપ છે. જે સમ્યગ્દર્શનથી ભવ્ય જીવ સંસારથી મુક્ત થાય છે તેની તમારે આરાધના કરવી યોગ્ય છે. તમે રાજ્ય કરતાં પણ સમ્યગ્દર્શનને અધિક હિતરૂપ જાણજો. આ સમ્યગ્દર્શન અવિનાશી સુખ આપે છે. અભવ્ય જીવ નિંદા કરે તો તેમની નિંદાના ભયથી હું પુરુષોત્તમ! સમ્યગ્દર્શનને કદી પણ ન છોડતા, એ અત્યંત દુલર્ભ છે. જેમ હાથમાં આવેલું રત્ન સમુદ્રમાં ફેંકી દઈએ તો પછી કયા ઉપાયથી હાથ આવે? અમૃતફળને અંધારિયા કૂવામાં નાખી દેવાથી ફરી કેવી રીતે મળે? જેમ અમૃતફળને ફેંકી બાળક પશ્ચાત્તાપ કરે તેમ સમ્યગ્દર્શનથી રહિત થયેલો જીવ વિષાદ કરે છે. આ જગત દુર્નિવાર છે. જગતનું મુખ બંધ કરવાને કોણ સમર્થ છે? જેના મુખમાં જે આવે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #569 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૮ સત્તાણુંમું પર્વ પદ્મપુરાણ તે કહે. માટે જગતની વાત સાંભળીને જે યોગ્ય હોય તે કરવું. લોકો ગાડરીયો પ્રવાહ છે માટે હે ગુણભૂષણ, પોતાના હૃદયમાં લૌકિક વાત ન ધારવી, દાનથી પ્રીતિના યોગથી લોકોને પ્રસન્ન રાખવા અને વિમળ સ્વભાવથી મિત્રોને વશ કરવા. સાધુ તથા આર્થિક આહાર માટે આવે તેમને અત્યંત ભક્તિથી પ્રાસુક અન્ન આપવું અને ચતુર્વિધ સંઘની સેવા કરવી, મનવચનકાયાથી મુનિઓને પ્રણામ-પૂજન-અર્ચનાદિ કરીને શુભ કર્મનું ઉપાર્જન કરવું અને ક્રોધને ક્ષમાથી, માનને નિર્માનથી, માયાને સરળતાથી, લોભને સંતોષથી જીતવા. આપ તો સર્વ શાસ્ત્રમાં પ્રવીણ છો તેથી અમે તમને ઉપદેશ આપવાને સમર્થ નથી, કેમ કે અમે સ્ત્રી છીએ. આપની કૃપાના યોગથી કોઈ વાર પરિહાસ્યથી અવિનયભરેલું વચન કહ્યું હોય તો ક્ષમા કરજો. આમ કહીને રથમાંથી ઊતરીને તૃણપાષાણથી ભરેલી ધરતી પર અચેત થઈને પડી. કૃતાંતવક્ર સીતાને મૂચ્છિત થયેલ જોઈને ખૂબ દુઃખી થયો અને મનમાં વિચારવા લાગ્યો. અરે આ મહાભયાનક વન, અનેક જીવોથી ભરેલું છે ત્યાં ધીરવીરને પણ જીવવાની આશા નથી તો આ કેવી રીતે જીવશે? આના પ્રાણ બચવા કઠણ છે. આ માતાને હું એકલી વનમાં છોડી જાઉં છું, તો મારા જેવો નિર્દય કોણ? મને ક્યાંય પણ કોઈ જાતની શાંતિ નથી. એક તરફ સ્વામીની આજ્ઞા છે અને એક તરફ આવી નિર્દયતા. હું પાપી દુઃખના વમળમાં પડ્યો છું. ધિક્કાર છે પારકી સેવાને! જગતમાં પરાધીનતા નિંધ છે, કેમ કે સ્વામીના કહ્યા પ્રમાણે કરવું પડે છે. જેમ યંત્રને મંત્રી વગાડે તેમ જ વાગે તેમ પારકો સેવક યંત્રતુલ્ય છે. ચાકર કરતાં કૂકર (કૂતરો) ભલો, જે સ્વાધીન આજીવિકા પૂર્ણ કરે છે. જેમ પિશાચને વશ થયેલ પુરુષ જેમ તે બોલાવે તેમ બોલે છે, તેમ નરેન્દ્રને વશ મનુષ્ય તે જે આજ્ઞા કરે તે પ્રમાણે કરે છે. ચાકર શું ન કરે અને શું ન કહે? જેમ ચિત્રનું ધનુષ્ય નિપ્રયોજન ગુણ એટલે કે દોરી ધરે છે, સદા નમેલું હોય છે તેમ કિંકર નિપ્રયોજન ગુણ ધરે છે, સદા નમ્રીભૂત છે. ધિક્કાર છે કિંકરના જીવનને! બીજાની સેવા કરવી એટલે તેજરહિત થવું. જેમ નિર્માલ્ય વસ્તુ નિંદ્ય છે તેમ બીજાની ચાકરી નિંધ છે. પરાધીન પ્રાણધારણને ધિક્કાર છે. પરાયો કિંકર કૂવા પરના રેટ સમાન છે, જેમ રેટ પરતંત્ર હોઈ કુવાનું જળ હરે છે તેમ આ પરતંત્ર થઈને પરાયા પ્રાણ હરે છે. કદી પણ ચાકરનો જન્મ ન મળશો. બીજાનો નોકર લાકડાની પૂતળી જેવો છે, જેમ સ્વામી નચાવે તેમ તે નાચે છે. કિંકર ઉચ્ચતા, ઉજ્જવળતા, લજજા અને કાંતિથી રહિત હોય છે. જેમ વિમાન પરને આધીન હોય, તે ચલાવે તેમ ચાલે, રોકે તો રોકાય, ઊંચું લઈ જાય તો ઊંચે જાય, નીચે ઉતારે તો નીચું ઊતરે. ધિક્કાર છે પરાધીનનું જીવન! તે અત્યંત તુચ્છ, પોતાના શરીરને વેચનારો અને સદા પરતંત્ર છે. મેં પારકી ચાકરી કરી અને પરવશ થયો તો આવાં પાપકર્મ કરવાં પડે છે. આ નિર્દોષ મહાસતીને એકલી ભયંકર વનમાં તજીને જાઉં છું. હે શ્રેણિક! જેમ કોઈ ધર્મની બુદ્ધિ તજે તેમ તે સીતાને વનમાં તજીને અયોધ્યા તરફ ચાલ્યો. એના ગયા પછી કેટલીક વારે સીતા જાગ્રત થઈ અને યુથભ્રષ્ટ હરણીની જેમ અત્યંત દુઃખથી વિલાપ કરવા લાગી. એના રુદનથી જાણે બધી જ વનસ્પતિ રુદન કરે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ છે, વૃક્ષોનાં પુષ્પો પડે છે, જાણે કે વૃક્ષો આંસુ સારે છે. સ્વભાવથી જ મીઠો સ્વર અને શોકથી વિલાપ કરે છે કે અરેરે! નરોત્તમ રામ! મારી રક્ષા કરો. મારી સાથે વાર્તાલાપ કરો. તમે તો નિરંતર ઉત્તમ ચેષ્ટાના ધારક છો, અતિગુણવાન શાંતચિત્ત છો, તમારો લેશમાત્ર દોષ નથી. મેં પૂર્વભવમાં અશુભ કાર્ય કર્યા હતાં તેનું ફળ મળ્યું છે. જેવું કરે તેવું ભોગવે. પતિ શું કરે કે પુત્ર શું કરે, માતાપિતા–બાંધવ કોઈપણ શું કરે? પોતાનાં કર્મ ઉદયમાં આવે તેને અવશ્ય ભોગવવાનાં છે. મેં મંદભાગિનીએ પૂર્વજન્મમાં અશુભ કર્મ કર્યા તેના ફળમાં આ નિર્જન વનમાં દુઃખ પામી. મેં પૂર્વભવમાં કોઈની નિંદા કરી હશે તેના પાપથી આ કષ્ટ મળ્યું. પૂર્વભવમાં ગુરુની પાસેથી વ્રત લઈને ભાંગ્યું હશે તેનું આ ફળ આવ્યું અથવા વિષફળ સમાન દુર્વચનથી કોઈનું અપમાન કર્યું તેથી આ ફળ મળ્યું. પરભવમાં મેં કમળોના વનમાં રહેતાં ચકલા-ચકવીના યુગલનો વિયોગ કરાવ્યો હશે તેથી મને સ્વામીનો વિયોગ થયો અથવા મેં પરભવમાં કુચેષ્ટા કરીને હંસ-હંસીના યુગલનો વિયોગ કરાવ્યો, જે કમળોથી ભરપૂર સરોવરોમાં નિવાસ કરે છે, મોટા પુરુષોની ચાલને જેની ઉપમા આપવામાં આવે છે, જેના શબ્દ અતિસુંદર હોય છે, જેની આંખ, ચાંચ અને પગ કમળ જેવાં લાલ હોય છે તેવા હંસયુગલના વિયોગ કરાવવાથી આવી દુઃખઅવસ્થા પામી છું. મેં પાષિણીએ કબૂતર-કબૂતરીનાં જોડાંને જુદા પાડ્યાં અથવા તેમને સારા સ્થાનમાંથી ખરાબ સ્થાનમાં મૂકયાં, બાંધ્યાં, માર્યા તેના પાપથી અસંભાવ્ય દુઃખ પ્રાપ્ત થયું. વસંતઋતુમાં ખીલેલાં વૃક્ષો પર ક્રીડા કરતાં કોયલનાં જોડાને જુદા કર્યા હોય તેનું આ ફળ છે અથવા જ્ઞાની જીવોએ વંદવાયોગ્ય, મહાવ્રતી જિતેન્દ્રિય મુનિઓની નિંદા કરી અથવા પૂજાદાનમાં વિજ્ઞ કર્યું, પરોપકારમાં અંતરાય કર્યો, હિંસા વગેરે પાપ કર્યા, ગ્રામદાહ, વનદા, સ્ત્રી-બાળક-પશુપાત ઈત્યાદિ પાપ કર્યા તેનું આ ફળ છે. અળગણ પાણી પીધું રાત્રે ભોજન કર્યું, સડેલું અનાજ ખાધું, અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કર્યું, ન કરવા જેવાં કામ કર્યા તેનું આ ફળ છે. હું બળભદ્રની પટરાણી, સ્વર્ગ સમાન મહેલમાં વસનારી હજારો સખીઓ મારી સેવા કરતી હોય તે અત્યારે પાપના ઉદયથી નિર્જન વનમાં દુઃખના સાગરમાં ડૂબીને કેવી રીતે જીવું? રત્નોના મહેલમાં, અમૂલ્ય વસ્ત્રોથી શોભિત સુંદર શય્યા પર સુનારી હું ક્યાં પડી છું? હું હવે એકલી વનમાં કેવી રીતે રહી શકીશ? મધુર વીણા -બંસરી-મૃદંગાદિના સ્વરોથી સુખનિદ્રા લેનારી હું વનમાં ભયંકર અવાજ સાંભળતી એકલી કેવી રીતે રહીશ? રામદેવની પટરાણી અપયશરૂપી દાવાનળથી જલતી; અનેક જંતુઓ, તીક્ષ્ણ દર્ભની અણી અને કાંકરાથી ભરપૂર ધરતી પર કેવી રીતે સૂઈ શકીશ? આવી અવસ્થા પામીને પણ મારા પ્રાણ નહિ જાય તો એ પ્રાણ જ વજના છે. આવી અવસ્થા પામીને મારા હૃદયના સો ટુકડા નથી થતા તો તે હૃદય વજનું છે. શું કરું? ક્યાં જાઉં? કોને શું કહ્યું? કોના આશ્રયે રહું? અરેરે પિતા જનક ! અરે, માતા વિદેહી ! આ શું થયું? અરે, વિદ્યાધરોના સ્વામી ભામંડળ ! હું દુઃખના વમળમાં પડીને કેવી રીતે રહું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #571 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૦ અઠ્ઠાણુંમું પર્વ પદ્મપુરાણ હું પાપિણી છું. કેમ કે મારી સાથે પતિએ અત્યંત ઠાઠમાઠથી જિનેન્દ્રનાં દર્શનઅર્ચનનો વિચાર કર્યો હતો તેના બદલે મને આ વનમાં તજી દીધી. હે શ્રેણિક! આ પ્રમાણે સતી સીતા વિલાપ કરે છે અને પુંડરિકપુરનો સ્વામી રાજા વજજંઘ હાથીને પકડવા માટે આ વનમાં આવ્યો હતો તે હાથીને પકડીને પોતાની મોટી વિભૂતિ સાથે પાછો જઈ રહ્યો હતો તેના શૂરવીર પ્યાદા સૈનિકોએ આ રુદનના શબ્દો સાંભળ્યા અને સંશય તથા ભય પામ્યા. એક પગલું પણ આગળ વધી શક્યા નહિ. ઘોડેસવારો પણ તેનું રુદન સાંભળી ઊભા રહી ગયા. તેમને આશંકા થઈ કે આ વનમાં અનેક દુષ્ટ જીવો રહે છે ત્યાં આ સુંદર સ્ત્રીના રુદનનો અવાજ ક્યાંથી આવે છે ? મૃગ, સસલાં, રીંછ, સાપ, નોળિયા, જંગલી પાડા, ચિત્તા, ગંડા, સિંહું, અષ્ટાપદ, જંગલી સુવ્વર, હાથી વગેરે પ્રાણીઓથી વિકરાળ આ વનમાં આ ચંદ્રકળા સમાન કોણ રોવે છે? આ કોઈ દેવાંગના સૌધર્મ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી છે. આમ વિચારી સૈનિકો આશ્ચર્યથી ઊભા રહી ગયા. આ સેના સમુદ્ર સમાન છે. તેમાં તુરંગરૂપી મગરો, પ્યાદારૂપ માછલાં અને હાથીરૂપ ગ્રાહુ છે. સમુદ્રનું ગર્જના થાય અને સેના પણ ગર્જન કરે છે. સમુદ્રની જેમ સેના પણ ભયંકર છે. તે આખી સેના સ્થિર થઈ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સીતાનો વનમાં વિલાપ અને વજજંઘના આગમનનું વર્ણન કરનાર સત્તાણુંમું પર્વ પૂર્ણ થયું. અઠ્ઠાણુંમું પર્વ (વનમાં વજજંઘનું આગમન અને સીતાને આશ્વાસન ) કોઈ મહાવિદ્યાથી રોકેલી ગંગા થોભી જાય તેમ પોતાની સેનાને અટકેલી જોઈને રાજા વજજંઘ પાસેના પુરુષોની પૂછયું કે સેનાને અટકવાનું કારણ શું છે? તેમણે રાજપુત્રીના સમાચાર કહ્યા. ત્યાર પહેલાં રાજાએ પણ રુદનનો અવાજ સાંભળ્યો, સાંભળીને પૂછયું કે આ મધુર સ્વરમાં રુદનનો અવાજ આવે છે તે કોનો છે? ત્યારે કોઈ એક જણ આગળ જઈને સીતાને પૂછવા લાગ્યો કે હે દેવી! તું કોણ છે અને આ નિર્જન વનમાં કેમ રુદન કરે છે? તું દેવી છે, કે નાગકુમારી છે કે કોઈ ઉત્તમ નારી છે? તું કલ્યાણરૂપિણી ઉત્તમ શરીર ધરનારી, તને આ શોક શેનો? અમને ખૂબ જિજ્ઞાસા થાય છે. તે શસ્ત્રધારક પુરુષને જોઈને ભય પામી. તેનું શરીર કંપવા લાગ્યું, ભયથી પોતાના આભૂષણ ઊતારી તેને આપવા લાગી. તે રાજાના ભયથી બોલ્યો હે દેવી! તું કેમ ડરે છે? શોક તજ, ધીરજ રાખ, તારાં આભૂષણ અમને શા માટે આપે છે? તારાં આ આભૂષણ તારી પાસે જ રાખ, એ જ તને યોગ્ય છે. હું માતા ! તું વિહવળ કેમ થાય છે? વિશ્વાસ રાખ. આ રાજા વજજંઘ પૃથ્વી પર પ્રસિદ્ધ, નરોત્તમ, રાજનીતિથી યુક્ત છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #572 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાણુંમું પર્વ ૫૫૧ અને સમ્યગ્દર્શનરૂપ રત્નભૂષણથી શોભિત છે, જેના સમાન બીજું રત્ન નથી, તે અવિનાશી છે, અમૂલ્ય છે, કોઈથી હરી શકાતું નથી, અત્યંત સુખદાયક શંકાદિ મળરહિત સુમેરુ સરખું નિશ્ચળ છે. હે માતા! જેને સમ્યગ્દર્શન હોય તેના ગુણોનું અમે ક્યાં સુધી વર્ણન કરીએ? આ રાજા જિનમાર્ગના રહસ્યનો જ્ઞાતા શરણાગત પ્રતિપાળ છે. તે પરોપકારમાં પ્રવીણ, દયાળુ, જીવોની રક્ષામાં સાવધાન, નિર્મળ પવિત્રાત્મા છે. તે નિંધ કર્મથી નિવૃત્ત, લોકોનો પિતા સમાન રક્ષક, દીન-અનાથ-દુર્બળ દેહધારીઓને માતા સમાન પાળે છે. તે શત્રુરૂપ પર્વતને વજ સમાન છે, શસ્ત્રવિધાનો અભ્યાસી છે. પરધનનો ત્યાગી, પરસ્ત્રીને માતા-બહેન પુત્રી સમાન ગણે છે, અન્યાયમાર્ગને અજગર સહિતના અંધકૂપ સમાન જાણે છે, ધર્મમાં તત્પર, અનુરાગી, સંસારભ્રમણથી ભયભીત, સત્યવાદી, જિતેન્દ્રિય છે, જે તેના ગુણોનું કથન મુખથી કરવા ચાહે છે તે ભુજાઓથી સમુદ્ર તરવા ચાહે છે. વજજંઘનો સેવક આમ વાત કરી રહ્યો છે ત્યાં રાજા વજજંઘ પોતે આવ્યો. તે હાથી પરથી ઊતરી, બહુ વિનયથી સીતાને કહેવા લાગ્યો છે બહેન, જેણે તને આવા વનમાં તજી દીધી છે તે વજ સમાન કઠોર અને અત્યંત અણસમજણો છે, તને તજતાં તેનું હૃદય કેમ ન ફાટી ગયું? હું પુષ્પરૂપિણી ! તારી આ હાલતનું કારણ કર્યું, વિશ્વાસ રાખ, બી નહિ, ગર્ભનો ખેદ પણ ન કર. તેથી સીતા શોકથી પીડાયેલ ચિત્તથી ખૂબ રોવા લાગી. રાજાએ ઘણું ધૈર્ય આપ્યું પછી તે ગદગદ વાણીથી બોલી હે રાજન! મારી કથા ઘણી લાંબી છે. હું રાજા જનકની પુત્રી, ભામંડળની બહેન, રાજા દશરથની પુત્રવધૂ, સીતા મારું નામ છે. હું રામની પત્ની છું. રાજા દશરથે કૈકેયીને વરદાન આપ્યું હતું તેથી તેમણે ભરતને રાજ્ય આપ્યું અને મુનિ થઈ ગયા. રામ-લક્ષ્મણ વનમાં ગયા. હું મારા પતિ સાથે વનમાં રહી. રાવણ કપટથી મને હરી ગયો. અગિયારમા દિવસે મેં પતિના સમાચાર સાંભળ્યા પછી ભોજનપાન કર્યું. પતિ સુગ્રીવના ઘેર રહ્યા. પછી અનેક વિધાધરોને ભેગા કરી આકાશમાર્ગે થઈ સમુદ્ર ઓળંગી લંકા ગયા. રાવણને જીતી મને લાવ્યા. પછી રાજ્યરૂપ કાદવનો ત્યાગ કરી ભરત વૈરાગી થયા અને કર્મકલંકરહિત પરમધામ પામ્યા. કૈકેયી શોકરૂપ અગ્નિથી જલતી છેવટે વીતરાગનો માર્ગ સારરૂપ જાણી આર્થિકા થઈ, સ્ત્રીલિંગ છેદી સ્વર્ગમાં દેવ થઈ. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ મોક્ષ પામશે. રામ-લક્ષ્મણ અયોધ્યામાં ઇન્દ્ર સમાન રાજ્ય કરે છે. દુષ્ટ સ્વભાવવાળા લોકો નિઃશંક થઈ અપવાદ કરવા લાગ્યા કે રાવણ સીતાનું હરણ કરી ગયો હતો છતાં રામે તેને લાવી ઘરમાં રાખી. રામ અતિવિવેકી, ધર્મશાસ્ત્રના જાણનાર, ન્યાયતંત આવી રીત કેમ આચરે? જે રીતે રાજા પ્રવર્તે છે તે રીતે પ્રજા પ્રવર્તશે. આ પ્રમાણે લોકો મર્યાદા છોડી બોલવા લાગ્યા કે રામના ઘરમાં જ આ રીત હોય તો અમને શો દોષ છે? હું ગર્ભસહિત દુર્બળ શરીરવાળી એવું વિચારતી હતી કે જિનેન્દ્રનાં ચૈત્યાલયોની અર્ચના કરીશ, અને પતિ પણ મારી સાથે જિનેન્દ્રના નિર્વાણ સ્થાન અને અતિશય સ્થાનોની વંદના કરવા ભાવ સહિત તૈયાર થયા હતા અને મને એમ કહેતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #573 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૨ અઠ્ઠાણુંમું પર્વ પદ્મપુરાણ હતા કે પ્રથમ આપણે કૈલાસ જઈ શ્રી ઋષભદેવના નિર્વાણક્ષેત્રની વંદના કરીશું, પછી બીજાં નિર્વાણક્ષેત્રની વંદના કરી અયોધ્યામાં ઋષભાદિ તિર્થંકરોના જન્મકલ્યાણક થયા છે તેથી અયોધ્યાની યાત્રા કરીશું. ભગવાનનાં જેટલાં ચૈત્યાલયો છે તેમનાં દર્શન કરીશું, કંપિલ્યા નગરીમાં વિમળનાથનાં દર્શન કરીશું, રત્નપુરમાં ધર્મનાથના દર્શન કરીશું, તે જીવોને ધર્મનું યથાર્થ સ્વરૂપ ઉપદેશે છે. પછી શ્રાવસ્તી નગરીમાં સંભવનાથના દર્શન કરીશું, ચંપાપુરમાં વાસુપૂજ્યના, કંદીપુરમાં પુષ્પદંતના, ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભના, કૌશાંબીપુરીમાં પદ્મપ્રભના, ભદ્રલપુરમાં શીતળનાથના, મિથિલાપુરીમાં મલ્લિનાથ સ્વામીના, બનારસમાં સુપાર્શ્વનાથના, સિંહપુરીમાં શ્રેયાંસનાથના અને હસ્તિનાપુરમાં શાંતિનાથ-કુંથુનાથ-અરનાથના દર્શન કરશું. હે દેવી! કુશાગ્રનગરમાં શ્રી મુનિસુવ્રતનાથના દર્શન કરશું. તેમનું શાસન અત્યારે પ્રવર્તે છે અને બીજા પણ જે ભગવાનના અતિશય સ્થાનક અતિપવિત્ર છે, પૃથ્વીમાં પ્રસિદ્ધ છે, ત્યાં, પૂજા કરીશું. ભગવાનના ચૈત્સાલય સુરઅસુર-ગંધર્વોથી સ્તુતિ કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય છે. વળી, પુષ્પક વિમાનમાં બેસી સુમેરુના શિખર ઉપર જે ચૈત્યાલયો છે તેમનાં દર્શન કરી ભદ્રશાલ વન, નંદનવન અને સૌમનસ વનના જિનેન્દ્રોની પૂજા કરી અઢીદ્વીપમાં કૃત્રિમ-અકૃત્રિમ જેટલાં ચૈત્રાલયો છે તેમની વંદના કરી આપણે અયોધ્યા પાછાં આવશું. હે પ્રિયે! જો શ્રી અરહંતદેવને ભાવસહિત એક વાર પણ નમસ્કાર કરવામાં આવે તો અનેક જન્મનાં પાપોથી છુટાય છે. હે કાંતે! ધન્ય છે તારા ભાગ્યને કે ગર્ભની ઉત્પત્તિ સમયે તને જિનવેદનાની ઈચ્છા થઈ. મારા મનમાં પણ એ જ ઈચ્છા છે કે તારી સાથે મહાપવિત્ર જિનમંદિરોનાં દર્શન કરું. હે પ્રિયે! પહેલાં ભોગભૂમિમાં ધર્મની પ્રવૃત્તિ નહોતી, લોકો સમજતા નહિ તેથી ભગવાન ઋષભદેવે ભવ્યોને મોક્ષમાર્ગનો ઉપદેશ કર્યો. જેમને સંસારભ્રમણનો ભય હોય તેમને ભવ્ય કહે છે. પ્રજાપતિ, જગતમાં શ્રેષ્ઠ, ગૈલોકવંધ, નાના પ્રકારના અતિશયોથી સંયુક્ત, સુરનરઅસુરોને આશ્ચર્યકારી ભગવાન ભવ્યોને જીવાદિ તત્ત્વોનો ઉપદેશ આપી અનેકને તારી નિર્વાણ પધાર્યા, સમ્યકત્વાદિ અષ્ટગુણથી મંડિત સિદ્ધ થયા, જેમનાં રત્નમયી ચેત્યાલયો ભરત ચક્રવર્તીએ કૈલાસ પર્વત પર બનાવરાવ્યાં છે અને મંદિરમાં પાંચસો ધનુષ્ય ઊંચી રત્નમયી પ્રતિમા પધરાવી છે, જેની આજે પણ દેવ, વિધાધર, ગાંધર્વ, કિન્નર, નાગ, દૈત્ય પૂજા કરે છે, જ્યાં અપ્સરા નૃત્ય કરે છે. જે સ્વયંભૂ પ્રભુ, જે અનંતકાળ જ્ઞાનરૂપ બિરાજમાન સિદ્ધ પરમાત્મા છે તેમની પૂજા, સ્તુતિ આપણે કૈલાસ પર્વત પર જઈને કરશું, એ દિવસ ક્યારે આવશે? આ પ્રમાણે મારા પર કૃપા કરીને મને કહેતા હતા. તે જ વખતે નગરના લોકો ભેગા મળીને આવ્યા અને રામને લોકાપવાદની દુસ્સહુ વાત કહી. રામ મહાન, વિચારશીલ એટલે મનમાં વિચાર્યું કે આ લોકો સ્વભાવથી જ વક્ર છે તેથી બીજી રીતે અપવાદ મટશે નહિ. આવો લોકાપવાદ સાંભળવા કરતાં પ્રિયજનનો ત્યાગ સારો અથવા મરવું પણ સારું. લોકાપવાદથી યશનો નાશ થાય, કલ્પાંતકાળ સુધી અપયશ જગતમાં રહે તે સારું નહિ. આમ વિચારીને પ્રવીણ પુરુષે (મારા પતિએ) લોકાપવાદના ભયથી મને નિર્જન વનમાં તજી દીધી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #574 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાણુંમું પર્વ ૫૫૩ હું દોષરહિત છું. એ મારા પતિ સારી રીતે જાણે છે અને લક્ષ્મણે ઘણું કહ્યું તો પણ માન્યું નહિ, મારા કર્મનો એવો જ ઉદય. જે શુદ્ધ કુળમાં જન્મેલા ક્ષત્રિય હોય છે અને સર્વ શાસ્ત્રો જાણે છે તેમની એજ રીત છે કે કોઈથી ન ડરે, પણ લોકાપવાદથી ડરે. આ પોતાને ત્યાગવાનો વૃત્તાંત કહી ફરીથી તે રુદન કરવા લાગી. તેનું ચિત્ત શોકાગ્નિથી તપ્ત છે. તેને રુદન કરતી અને ધૂળથી મલિન અંગવાળી જોઈને રાજા વજજંઘ અતિઉદ્વેગ પામ્યો. વળી તેને જનકની પુત્રી જાણીને તેની પાસે આવી બહુ જ આદરથી પૈર્ય બંધાવી કહ્યું, હે શુભમતે! તું જિનશાસનમાં પ્રવીણ છે, રુદન ન કર, આર્તધ્યાન દુઃખ વધારે છે. હું જાનકી! આ લોકની સ્થિતિ તું જાણે છે, હું જ્ઞાની અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ આદિ બાર ભાવનાઓનું ચિંતન કરનારી; તારા પતિ સમ્યગ્દષ્ટિ અને તે પણ સમ્યકત્વ સહિત વિવેકી છે. મિથ્યાદષ્ટિ જીવોની જેમ વારંવાર શોક કેમ કરે છે? તું જિનવાણીની શ્રોતા અનેક વાર મહામુનિઓનાં મુખે શાસ્ત્રના અર્થ તે સાંભળ્યા છે, નિરંતર જ્ઞાનભાવ ધારે છે, તારે શોક કરવો યોગ્ય નથી. અહો ! આ સંસારમાં ભટકતાં આ પ્રાણીઓ મૂઢતાથી મોક્ષમાર્ગ જાણ્યો નથી, એણે ક્યાં ક્યાં દુઃખ નથી મેળવ્યાં? એને અનિષ્ટનો સંયોગ અને ઈષ્ટનો વિયોગ અનેક વાર થયો, એ અનાદિકાળથી ભવસાગરની મધ્યમાં કલેશરૂપ વમળમાં પડ્યો છે. આ જીવે તિર્યંચ યોનિમાં જળચર, સ્થળચર, નભચરનાં શરીર ધારણ કરી વર્ષા, શીત, આતાપાદિ અનેક દુઃખ પ્રાપ્ત કર્યા અને મનુષ્યદેહમાં અપવાદ ( નિંદા ), વિરહુરુદન, કલેશાદિ અનેક દુઃખ ભોગવ્યાં. નરકમાં શીત, ઉષ્ણ, છેદન, ભેદન, શૂલારોહણ, પરસ્પર ઘાત, અનેક રોગ, દુર્ગધયુક્ત કુંડમાં ફેકાવું વગેરે દુઃખો ભોગવ્યાં, કોઈ વાર અજ્ઞાન તપથી અલ્પઋદ્ધિનો ધારક દેવ પણ થયો, ત્યાં પણ ઉત્કૃષ્ટ ઋદ્ધિના ધારક દેવોને જોઈ દુ:ખી થયો અને મૃત્યુસમયે અતિદુ:ખી થઈ વિલાપ કરીને મર્યો. કોઈ વાર તપથી ઇન્દ્રતુલ્ય ઉત્કૃષ્ટ દેવ થયો તો પણ વિષયાનુરાગથી દુ:ખી થયો. આ પ્રમાણે ચાર ગતિમાં ભ્રમણ કરતાં આ જીવે ભવવનમાં આધિ, વ્યાધિ, સંયોગ-વિયોગ, રોગ-શોક, જન્મમરણ, દુઃખ-દા, દારિદ્ર-હિનતા, નાના પ્રકારની ઈચ્છા અને વિકલ્પોથી શોકસંતાપરૂપ થઈને અનંત દુ:ખ પ્રાપ્ત કર્યા. અધોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોકમાં એવું કોઈ સ્થાન નથી, જ્યાં આ જીવે જન્મમરણ ન કર્યા હોય. પોતાના કર્મરૂપ પવનના પ્રસંગથી ભવસાગરમાં ભટકતા આ જીવે મનુષ્યપણામાં સ્ત્રીનું શરીર મેળવ્યું અને ત્યાં અનેક દુઃખ ભોગવ્યાં. તારા શુભ કર્મના ઉદયથી રામ જેવા સુંદર પતિ મળ્યા અને પતિ સાથે ઘણાં સુખ ભોગવ્યાં તથા અશુભનો ઉદય થતાં દુઃસહુ દુઃખ પામી. લંકાદ્વીપમાં તને રાવણ લઈ ગયો ત્યારે પતિના સમાચાર ન મળ્યા ત્યાં સુધી અગિયાર દિવસ સુધી ભોજન વિના રહી. આભૂષણ, સુગંધ, લેપન વિના રહી. શત્રુને હણીને પતિ લઈ આવ્યા ત્યારે પુણ્યના ઉદયથી સુખ પામી. વળી અશુભનો ઉદય આવ્યો અને વિના અપરાધે માત્ર લોકાપવાદના ભયથી પતિએ તને ગર્ભાવસ્થા હોવા છતાં ઘરમાંથી કાઢી મૂકી; લોકાપવાદરૂપ સર્પના દંશથી અતિઅચેત થઈ વિના સમયે ભયંકર વનમાં તજી, ઉત્તમ પ્રાણી, પુણ્યરૂપ પુષ્પના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #575 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૪ નવ્વાણુંમું પર્વ પદ્મપુરાણ ઘરને જે પાપી દુર્વચનરૂપ અગ્નિથી બાળે છે તે પોતે જ દોષરૂપ દહનથી બળે છે. હે દેવી ! તું પતિવ્રતા મહાસતી છો. પ્રશંસાયોગ્ય છો. જેને ગર્ભધાન થતાં ચૈત્યાલયોનાં દર્શનની વાંછા ઉપજી. હવે તારા પુણ્યનો ઉદય છે. તું શીલવતી જિનમતિ છે. તારા શીલના પ્રસાદથી મારે આ નિર્જન વનમાં હાથીના નિમિત્તે આવવાનું થયું. હું પુંડરિકપુરનો રાજા વજજંઘ છું. મારા પિતા સોમવંશી દ્વિરદરાહુ અને માતા માહિષી છે. તું મારી ધર્મના વિધાનથી મોટી બહેન છે. તું પુંડરિકપુર ચાલ, શોક તજ. હે બહેન! શોકથી કાંઈ જ કાર્યસિદ્ધિ નથી. પુંડરિકપુરમાંથી રામ તને શોધીને કૃપા કરીને બોલાવશે. રામ પણ તારા વિયોગથી પશ્ચાત્તાપથી ખૂબ વ્યાકુળ છે, પોતાના પ્રમાદથી અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે તેને વિવેકી આદરપૂર્વક ગોતશે જ. માટે હે પતિવ્રતે! નિસંદેહપણે રામ તને આદરથી બોલાવશે. આ પ્રમાણે તે ધર્માત્માએ સીતાને શાંતિ ઉપજાવી. સીતાને ધીરજ આવી, જાણે કે ભાઈ ભામંડળ જ મળ્યો. તેની ખૂબ પ્રશંસા કરી કે તું મારો ઉત્કૃષ્ટ ભાઈ છે, સાધર્મી પર વાત્સલ્ય કરનાર ઉત્તમ જીવ છે. ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! રાજા વજજંઘ સમ્યગ્દષ્ટિ, સાધુ સમાન છે, તેનો આત્મા પવિત્ર છે. જે વ્રત ગુણ-શીલથી યુક્ત હોય, મોક્ષમાર્ગનો ઉદ્યમી હોય એવા સપુરુષનાં ચરિત્ર પરોપકારી કોનો શોક ન મટાડે? સપુરુષનું ચિત્ત જિનમતમાં અતિનિશ્ચળ છે. સીતા કહે છે-હું વજવંદ! તું મારા પૂર્વભવનો સહોદર છે તેથી આ ભવમાં તે સાચું ભાઈપણું બતાવ્યું, મારા શોકસંતાપરૂપ અંધકારને દૂર કર્યો, તું સૂર્ય સમાન પવિત્ર આત્મા છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સીતાનો વજજંઘ દ્વારા વૈર્ય આપવાનું વર્ણન કરનાર અઠ્ઠાણુંમું પર્વ પૂર્ણ થયું. * * * નવ્વાણુંમું પર્વ (સીતાનું વજજંઘ સાથે જવું અને માર્ગમાં સર્વત્ર સન્માન મેળવવું) પછી વજfધે સીતાને બેસવા માટે ક્ષણમાત્રમાં અદભુત પાલખી મંગાવી. પાલખી વિમાન જેવી મનોજ્ઞ, યોગ્ય પ્રમાણવાળી, સુંદર થાંભલા, પોતાની ઝાલર, જેમાં ઉજ્જવળ ચામર ઝૂલે છે, ચિત્રોથી શોભે છે, સુંદર ઝરુખા છે એવી સુખપાલ પર બેસીને સેનાની વચ્ચે સીતા ચાલી જાય છે, કર્મોની વિચિત્રતા પર વિચાર કરે છે. ત્રણ દિવસ ભયંકર વનમાં મુસાફરી કરીને પુંડરિક દેશમાં તે આવી. દેશના બધા લોકો આવીને માતાજીને મળ્યા, ગામેગામ ભેટ આપવા લાગ્યા. વજલ્લંઘના રાજ્યમાં સમસ્ત જાતિના અનાજથી ધરતી આચ્છાદિત છે, ગામની પાસે રત્નોની ખાણો છે, રૂપાની ખાણો છે, દેવનગર જેવાં નગરો જોઈ સીતા આનંદ પામી. વનઉપવનની શોભા દેખતી ચાલી જાય છે, ગામના અગ્રણી ભેટ આપીને અનેક પ્રકારે સ્તુતિ કરે છે. હે ભગવતી ! હે માતા ! આપના દર્શનથી અમે પાપરહિત થયા, કૃતાર્થ થયા. વંદન કરે છે, અર્ધપાધ કરે છે. અનેક રાજાઓ પણ આવીને મળ્યા, જાતજાતની ભેટ લાવ્યા અને વંદન કરતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #576 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નવ્વાણુંમું પર્વ ૫૫૫ રહ્યા. આ પ્રમાણે સીતા સતીનું ડગલે ને પગલે રાજા-પ્રજા દ્વારા સન્માન થાય છે. વજજંઘનો દેશ ખૂબ સુખી છે, ઠેકઠેકાણે વન-ઉપવન છે, ઠેકઠેકાણે ચૈત્યાલયો જોઈ તે અતિહર્ષ પામી. તે મનમાં વિચારે છે કે જ્યાં રાજા ધર્માત્મા હોય ત્યાં પ્રજા સુખી હોય જ. તે અનુક્રમે પુંડરિકપુર પાસે આવ્યા. રાજાની આજ્ઞાથી સીતાનું આગમન સાંભળી નગરજનો સામે આવ્યાં, ભેટ આપી, નગરની શોભા કરી, પૃથ્વી પર સુગંધી જળનો છંટકાવ કર્યો છે, શેરી, બજાર બધું શણગાર્યું છે, તોરણો બાંધ્યા, ઘરના દ્વારે પૂર્ણ કળશની સ્થાપના કરી છે, મંદિરો પર ધજા ચડાવવામાં આવી, ઘેરઘેર મંગળ ગવાય છે. જાણે કે તે નગર આનંદથી નૃત્ય કરે છે. નગરના દરવાજા પર અને કોટના કાંગરે લોકો ઊભા રહી જોઈ રહ્યા છે, હર્ષની વૃદ્ધિ થઈ રહી છે, નગરની બહાર અને અંદર રાજદ્વાર સુધી સીતાના દર્શન માટે લોકો ઊભા છે. જોકે નગર સ્થાવર છે, પણ ચાલતા લોકસમુદાયથી તે જંગમ થઈ ગયું હોય એવું લાગે છે. જાતજાતનાં વાજિંત્રો વાગે છે. તેના અવાજથી દશેય દિશા ગુંજી ઊઠી છે, શંખ વાગે છે, બંદીજનો વખાણ કરે છે, નગરનાં લોકો આશ્ચર્ય પામીને જોઈ રહ્યાં છે. સીતાએ નગરમાં પ્રવેશ કર્યો, જેમ લક્ષ્મી દેવલોકમાં પ્રવેશ કરે તેમ. વજજંઘના મહેલમાં અતિસુંદર જિનમંદિર છે, રાજકુટુંબની બધી સ્ત્રીઓ સીતાની સામે આવી. સીતા પાલખીમાંથી ઊતરીને જિનમંદિરમાં ગઈ. જિનમંદિર સુંદર બગીચાથી વીંટળાયેલું છે. વાવ, સરોવરથી શોભિત છે, સુમેરુ શિખર સમાન સ્વર્ણમય છે. જેમ ભાઈ ભામંડળ સીતાનું સન્માન કરે તેમ વજકંધે તેનો આદર કર્યો. વજજંઘના પરિવારના બધા માણસો, રાજકુટુંબની બધી રાણીઓ સીતાની સેવા કરે છે અને આવા મનોહર શબ્દો કહે છે, હું દેવી ! હે પૂજ્ય! હું સ્વામિની! સદા જયવંત રહો, દીર્ધાયુ થાવ, આનંદ પ્રાપ્ત કરો, વૃદ્ધિ પામો, આજ્ઞા કરો. આ પ્રમાણે સ્તુતિ કરે છે અને સીતાની દરેક આજ્ઞા માથે ચડાવે છે, દોડાદોડીને સેવા કરે છે, હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કરે છે. ત્યાં સીતા આનંદથી જિનધર્મની કથા કરતી રહે છે. રાજા કે સામંતોની જે ભેટ મળે છે તેને જાનકી ધર્મકાર્યમાં લગાવે છે. પોતે તો અહીં ધર્મની આરાધના કરે છે. (સેનાપતિનું અયોધ્યા પાછા ફરવું અને સીતાનો સંદેશ રામને કહેવો) તત ચિત્તવાળો તે કૃતાંતવક સેનાપતિ રથના તુરંગ થાકી ગયા હતા તેનો થાક ઉતારી શ્રી રામચંદ્ર પાસે આવ્યો. તેને આવતો જોઈ અનેક રાજા તેની સામે આવ્યા. કૃતાંતવર્ક આવી શ્રી રામચંદ્રજીનાં ચરણોને નમસ્કાર કર્યા અને કહ્યું, હે પ્રભો! હું આપની આજ્ઞાનુસાર સીતાને ભયાનક વનમાં મૂકી આવ્યો છું. હે દેવ! તે વન નાના પ્રકારના ભયંકર પ્રાણીઓથી અતિભયાનક છે. જેમ પ્રેતોના વનનો આકાર જોયો ન જાય તેમ સઘન વૃક્ષોના સમૂહથી અંધકારભર્યું વન છે. ત્યાં સ્વભાવથી જ જંગલી પાડા અને સિંહ &ષથી સદા યુદ્ધ કરે છે, ગુફામાં સિહ ગર્જ છે, વૃક્ષના મૂળમાં અજગર ફૂંફાડા મારે છે, વાઘ, ચિત્તાથી મૃગ જ્યાં હણાઈ રહ્યાં છે, કાળને પણ વિકરાળ લાગે એવા વનમાં હું પ્રભો ! સીતાએ અશ્રુપાત કરતાં કરતાં આપને જે સંદેશો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #577 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૬ નવ્વાણુંમું પર્વ પદ્મપુરાણ કહ્યો છે તે સાંભળો. આ૫ આત્મકલ્યાણ ચાહતા હો તો જેમ મને તજી તેમ જિનેન્દ્રની ભક્તિ ન છોડતા. જેમ લોકાપવાદથી મારા પર ઘણો અનુરાગ હતો તો પણ મને તજી, તેમ કોઈના કહેવાથી જિનશાસનની શ્રદ્ધા ન છોડશો. લોકો વગર વિચાર્યું નિર્દોષ પર દોષ લગાવે છે. જેમ મારા પર લગાડયો, તો આપ ન્યાય કરો ત્યારે આપની બુદ્ધિથી યથાર્થનો વિચાર કરજો. કોઈના કહેવાથી કોઈ ઉપર જૂઠો દોષ ન લગાડતા. સમ્યગ્દર્શનથી વિમુખ મિથ્યાદષ્ટિ જિનધર્મરૂપ રત્નોનો અપવાદ કરે છે તેથી તેના અપવાદના ભયથી સમ્યગ્દર્શનની શુદ્ધતા છોડશો નહિ. વીતરાગનો માર્ગ હૃદયમાં દઢ રાખજો. મને છોડવાથી આ ભવનું થોડુંક દુઃખ છે, પણ સમ્યગ્દર્શનની હાનિથી જન્મ જન્મ દુઃખ આવે છે. આ જીવને લોકમાં નિધિ, રત્ન, સ્ત્રી, વાહન, રાજ્ય બધું જ સુલભ છે, એક સમ્યગ્દર્શન રત્ન જ મહાદુર્લભ છે. રાજમાં તો પાપથી નરકમાં પડવાનું છે, ઊર્ધ્વગમન સમ્યગ્દર્શનના પ્રતાપથી જ થાય છે. જેણે પોતાના આત્માને સમ્યગ્દર્શનરૂપ આભૂષણથી મંડિત કર્યો તે કૃતાર્થ થયો. આ શબ્દો જાનકીએ કહ્યા છે, જે સાંભળીને કોને ધર્મબુદ્ધિ ન ઉપજે? હે દેવ! એક તો સીતા સ્વભાવથી જ બીકણ અને બીજું મહાભયંકર વનના દુષ્ટ જીવો, તે કેવી રીતે જીવશે ? જ્યાં ભયાનક સર્પો અને અલ્પ જળવાળાં સરોવરોમાં મત્ત હાથીઓ કાદવ કરી મૂકે છે, જ્યાં મૃગો ઝાંઝવાના જળમાં જળ માની વૃથા દોડીને વ્યાકુળ થાય છે, જેમ સંસારની માયામાં રાગથી રાગી જીવ દુઃખી થાય છે. ત્યાં વાંદરા અતિ ચંચળ બની કૂદતા રહે છે, તરસ્યા સિંહ-વાઘ જીભના લબકારા કરે છે. ચણોઠી જેવાં લાલ નેત્રવાળા ભુજંગો ફૂંફાડા મારે છે, તીવ્ર પવનના ચાલવાથી ક્ષણમાત્રમાં પાંદડાંના ઢગલા થઈ જાય છે, જ્યાં અજગરના-વિષમય અગ્નિથી અનેક વૃક્ષ ભસ્મ થઈ ગયાં છે. મત્ત હાથીઓની ભયંકર ગર્જના સાંભળી તેનું શું થશે? ભૂંડના સમૂહોથી ત્યાંનાં સરોવરોનાં જળ મલિન થઈ ગયાં છે. ધરતી પર ઠેકઠેકાણે કાંટા, સાપનાં દર, કાંકરા પથરાયેલા છે, દર્ભની અણી સોયથી પણ તીર્ણ છે, સૂકાં પાન, ફૂલ પવનથી ઊડયાં કરે છે. આવા મહાઅરણ્યમાં હે દેવ! જાનકી કેવી રીતે જીવશે ? મને એમ લાગે છે કે તે ક્ષણમાત્ર પણ પ્રાણ ટકાવી શકશે નહિ. (સીતાનો સંદેશ સાંભળી રામનું રુદન અને લક્ષ્મણનું સમજાવવું) હે શ્રેણિક ! સેનાપતિનાં વચન સાંભળી શ્રી રામ અતિ વિષાદ પામ્યા. એ વચનોથી તો નિર્દયનું મન પણ દ્રવીભૂત થઈ જાય. શ્રીરામ વિચારવા લાગ્યા કે જુઓ, મેં મૂઢ બનીને દુષ્ટોનાં વચનથી કેવું નિંદ્ય કાર્ય કર્યું? ક્યાં તે રાજપુત્રી અને ક્યાં તે ભયંકર વન? આમ વિચારી મૂચ્છ પામી ગયા. શીતોપચારથી સચેત થયા ત્યારે વિલાપ કરવા લાગ્યા. સીતામાં જ જેમનું ચિત છે તે બોલવા લાગ્યા કે હું કમળનેત્રી! નિર્મળ ગુણોની ખાણ! જાનકી! તું મારી સાથે બોલ, તું જાણે જ છે કે મારું ચિત્ત તારા વિના અતિ કાયર છે. હું નિરૂપમ શીલવતી ! જેના આલાપ હિતકારી છે એવી હું નિરપરાધ ! તું કેવી અવસ્થા પામી હોઈશ ? તે દૂર જીવોથી ભરેલા, કોઈ પણ સામગ્રી વિનાના ભયંકર વનમાં તું કેવી રીતે રહી શકીશ? હું લાવણ્યરૂપ જળની સરોવરી, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #578 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નવ્વાણુંમું પર્વ ૫૫૭ તું ક્યાં ગઈ? તારા શ્વાસની સુગંધથી મુખ પર ગુંજારવ કરતા ભમરાને હસ્તકમળથી અટકાવતી તું ખેદ પામી હોઈશ. યુથભ્રષ્ટ હરણી જેવી એકલી તું ક્યાં જઈશ? ચિંતવન કરતાં પણ દુસ્સહુ એવા વનમાં તું એકલી કેવી રીતે રહીશ? કમળના ગર્ભ સમાન તારાં કોમળ ચરણ કર્કશ ભૂમિનો સ્પર્શ કેવી રીતે સહી શકશે? વનના ભીલ, મ્લેચ્છ કૃત્યઅકૃત્યના ભેદથી રહિત છે મન જેનું તે તને તેમની ભયંકર પલ્લીમાં લઈ ગયા હશે તે તો અગાઉનાં દુઃખ કરતાં પણ અધિક દુ:ખ છે. તું મારા વિના અત્યંત દુઃખ પામી અંધારી રાતમાં વનની રજથી રગદોળાયેલી ક્યાંક પડી હોઈશ અને કદાચ તને હાથીઓએ કચરી નાખી હશે, એના જેવો અનર્થ ક્યો હોય? ગીધ, રીંછ, સિંહ, વાઘ, ઈત્યાદિ દુષ્ટ જીવોથી ભરેલા વનમાં કેવી રીતે રહી શકીશ? જ્યાં માર્ગ નથી, વિકરાળ દાઢવાળાં હિંસક ક્ષુધાતુર પશુ ફરતાં હશે તેણે તારી કેવી દશા કરી હશે ? જે કહી શકાય તેમ નથી અથવા સૂર્યનાં અતિદુસ્સહુ કિરણોના આતાપથી લાખની જેમ પીગળી ગઈ હોઈશ, છાંયામાં જવાની પણ જેની શક્તિ નહિ રહી હોય. અથવા શોભાયમાન શીલની ધારક તું મારા નિર્દયમાં મન રાખીને હૃદય ફાટીને મૃત્યુ પામી હોઈશ. પહેલાં જેમ રત્નજટીએ મને સીતાની કુશળતાના સમાચાર આપ્યા હતા તેમ અત્યારે પણ કોઈ કહે. અરે પ્રિયે ! તું ક્યાં ગઈ, ક્યાં ક્યાં રહીશ ? શું કરીશ ? હે કૃતાંતવક્ર! શું તે ખરેખર તેને વનમાં જ તજી દીધી ? જો ક્યાંય સારા ઠેકાણે મૂકી હોય તો તારા મુખમાંથી અમૃતરૂપ વચન નીકળો. જ્યારે રામે આમ કહ્યું ત્યારે સેનાપતિએ લજ્જાના ભારથી પોતાનું મુખ નીચું કર્યું, તેજ રહિત થઈ ગયો, કાંઈ બોલી ન શક્યો, અતિવ્યાકુળ થયો, મૌન રહ્યો, ત્યારે રામે જાણ્યું કે સાચે જ એ સીતાને ભયંકર વનમાં મૂકી આવ્યો છે. તેથી રામ મૂચ્છ ખાઈને નીચે પડી ગયા. ઘણા વખત પછી ધીરે ધીરે જાગ્રત થયા. તે વખતે લક્ષ્મણ આવ્યા અને મનમાં શોક ધરતાં કહેવા લાગ્યા. હે દેવ! શા માટે વ્યાકુળ થયા છો? વૈર્ય રાખો. જે કર્મ પૂર્વે ઉપાર્યા હતાં તેનું ફળ આવીને મળ્યું, બધા લોકોને અશુભના ઉદયથી દુઃખ આવ્યું છે, ફક્ત સીતાને જ દુઃખ પડયું નથી. સુખ કે દુઃખ જે પ્રાપ્ત થવાનું હોય તે સ્વયંસેવ કોઈ પણ નિમિત્તે આવી મળે છે. હે પ્રભો! કોઈને કોઈ આકાશમાં લઈ જાય અથવા ક્રૂર જીવોથી ભરેલા વનમાં છોડી દે, કે પર્વતના શિખર પર મૂકી આવે તો પણ પૂર્વનું પુણ્ય હોય તો પ્રાણીની રક્ષા થાય છે, આખી પ્રજા દુઃખથી તમ છે, આંસુઓના પ્રવાહુ બધે વહે છે. આમ કહી લક્ષ્મણ પણ અતિવ્યાકુળ થઈ રુદન કરવા લાગ્યા, અગ્નિથી જેમ કમળ કરમાઈ જાય તેવું તેમનું મુખકમળ થઈ ગયું છે. અરેરે માતા! તું ક્યાં ગઈ? જેનું શરીર દુરજનોનાં વચનરૂપ અગ્નિથી પ્રજ્વલિત છે, જે ગુણરૂપ ધાન્ય ઉગાડનારી ભૂમિસ્વરૂપ બાર અનુપ્રેક્ષાનું ચિંતવન કરનારી છે, શીલરૂપ પર્વતની ભૂમિ છે, સૌમ્ય સ્વભાવવાળી છે, જેનું હૃદય દુષ્ટોનાં વચનરૂપ તુષારથી બળી ગયું છે, રાજહંસ શ્રી રામને પ્રસન્ન કરવા માટે માનસરોવર સમાન, સુભદ્રા, જેવી કલ્યાણરૂપ, સર્વ આચારમાં પ્રવીણ, હે શ્રેષ્ઠ! તું ક્યાં ગઈ? જેમ સૂર્ય વિના આકાશની શોભા કેવી હોય અને ચંદ્ર વિના રાત્રિની શોભા ક્યાંથી હોય ? તેમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #579 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૮ નવ્વાણુંમું પર્વ પદ્મપુરાણ હે માતા! તમારા વિના અયોધ્યાની શોભા કેવી? આ પ્રમાણે વિલાપ કરતાં લક્ષ્મણ રામને કહે છે-હું દેવ! આખું નગર વીણા, બંસરી, મૃદંગાદિના ધ્વનિ વિનાનું થયું છે, અહર્નિશ રુદનના ધ્વનિથી પૂર્ણ છે. ગલીએ ગલી, નદીના તટ પર, ચોકમાં, પ્રત્યેક હાટમાં, ઘરે ઘરે બધા લોકો રુવે છે, તેના અશુપાતની ધારાથી કીચડ થઈ ગયો છે, જાણે અયોધ્યામાં ફરીથી વર્ષાકાળ આવ્યો છે. બધા માણસો આંસુ વહાવતાં ગદગદ કષ્ટમય ભાષા બોલતાં જાનકી પરોક્ષ હોવા છતાં એકાગ્રચિત્ત થઈને તેના ગુણકીર્તનરૂપ પુષ્પોથી તેને પૂજે છે. સીતા પતિવ્રતા, સમસ્ત સતીઓની મોખરે છે, ગુણોની ઉજ્જવળ તેના આવવાની બધાને અભિલાષા છે, બધા લોકો જેમ માતા પુત્રનું પાલન કરે તેમ સીતામાતાને પાળે છે. બધા તેમના ગુણોને યાદ કરીને રુદન કરે છે. જાનકીનો શોક ના હોય એવો કોણ હોય? માટે હે પ્રભો ! તમે બધી વાતમાં પ્રવીણ છો. હવે પશ્ચાત્તાપ છોડો. પશ્ચાત્તાપથી કાર્યની સિદ્ધિ થવાની નથી. જો આપનું ચિત્ત પ્રસન્ન હોય તો સીતાને શોધીને બોલાવી લેશું, અને તેમને પુણ્યના પ્રભાવથી કોઈ વિઘ્ન નહિ હોય. આપે ધૈર્ય રાખવું યોગ્ય છે. આ વચનોથી રામચંદ્ર પ્રસન્ન થયા, કાંઈક શોક તજીને કર્તવ્યમાં મન જોડયું. ભદ્રકળશ ભંડારીને બોલાવીને કહ્યું કે તમે સીતાની આજ્ઞાથી કિમિચ્છા દાન આપતા હુતા તેવી જ રીતે આપ્યા કરો. સીતાના નામથી દાન આપો. ભંડારીએ કહ્યું કે આપ જેમ આજ્ઞા કરશો તેમ થશે. નવ મહિના સુધી યાચકોને કિમિચ્છા દાન વહેંચ્યા કરો એવી શ્રી રામે આજ્ઞા કરી. રામને આઠ હજાર સ્ત્રીઓ છે, તેમનાથી સેવાતા હોવા છતાં સીતાના ગુણોથી જેમનું મન મોહ્યું છે તે એક ક્ષણમાત્ર પણ મનથી સીતાને વિસારતા નથી. તેમના મુખમાંથી સદા સીતા સીતા એવા ઉદ્દગાર નીકળ્યા કરે છે, તેમને સર્વ દિશા સીતામય દેખાય છે, સ્વપ્નમાં પણ તેમને જાણે સીતા પર્વતની ગુફામાં પડી છે, ધરતીની ધૂળથી ખરડાયેલી છે, અથુપાતથી ચોમાસું કરી નાખ્યું છે, આવાં જ દશ્ય દેખાય છે. રામ ચિંતવન કરે છે - જુઓ, સુંદર ચેષ્ટાવાળી સીતા દૂર દેશાંતરમાં છે તો પણ મારા ચિત્તથી દૂર થતી નથી. તે માધવી શીલવતી મારા હિતમાં સદા ઉદ્યમી છે. લક્ષ્મણના ઉપદેશથી અને સૂત્ર સિદ્ધાંતના શ્રવણથી રામનો શોક થોડોક ઓછો થયો, ધૈર્ય રાખીને તે ધર્મધ્યાનમાં તત્પર થયા. બન્ને ભાઈ ખૂબ ન્યાયી, અખંડ પ્રીતિના ધારક, પ્રશંસાયોગ્ય ગુણોના સમુદ્ર, સમુદ્ર પર્વતની પૃથ્વીનું સારી રીતે પાલન કરતા થકા સૌધર્મ-ઈશાન ઇન્દ્ર જેવા શોભતા હતા. બન્ને ધીરવીર સ્વર્ગ સમાન અયોધ્યામાં દેવો સમાન ઋદ્ધિ ભોગવતા રાજ્ય કરતા હતા. સુકૃતના ઉદયથી સકળ પ્રાણીઓને જેમનાં સુંદર ચરિત્ર આનંદ આપે છે, તે સુખસાગરમાં મગ્ન, સૂર્ય સમાન તેજસ્વી પૃથ્વી પર પ્રકાશતા હતા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. ૫. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને સીતાના ત્યાગ પછી થયેલ શોકનું વર્ણન કરનાર નવ્વાણુંમું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #580 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સોમું પર્વ ૫૫૯ સોમું પર્વ (સીતાને જોડિયા પુત્રનો જન્મ અને તેમનાં પરાક્રમનું વર્ણન) ગૌતમ સ્વામી કહે છે કે હે નરાધિપ ! રામ-લક્ષ્મણ તો અયોધ્યામાં રહે છે, હવે અમે લવણાંકુશનો વૃત્તાંત કહીએ છીએ તે સાંભળો-અયોધ્યામાં બધા લોકો સીતાના શોકથી દુર્બળ અને ફિક્કા થઈ ગયા હતા. પુંડરિકપુરમાં સીતા ગર્ભના ભારથી કાંઈક ફિક્કી અને દૂબળી થઈ હતી. જાણે કે સમસ્ત પ્રજા સીતાના પવિત્ર ઉજ્જવળ ગુણોનું વર્ણન કરે છે, તે ગુણોની ઉજ્જવળતાથી શ્વેત થઈ ગઈ છે. સીતાના સ્તનની ડીંટડી શ્યામ થઈ છે, જાણે કે માતાના સ્તન પુત્રને પીવા માટે દૂધના ઘટ છે તેની આ મુદ્રા છે. દષ્ટિ ક્ષીરસાગર સમાન ઉજ્જવળ અત્યંત મધુર બની છે અને સર્વ મંગળોનો આધાર જેમનું શરીર સર્વમંગળનું સ્થાન જે નિર્મળ રત્નમય આંગણું છે તેમાં તે મંદ મંદ ચાલે છે ત્યારે ચરણોનાં પ્રતિબિંબ એવાં લાગે છે, જાણે કે ધરતી કમળોથી સીતાની સેવા જ કરે છે. રાત્રે ચંદ્ર એના મહેલ ઉપર પ્રકાશ પાથરે છે તે સફેદ છત્ર જ હોય એવું લાગે છે. તે મહેલમાં સુંદર શય્યા પર સૂતી સૂતી એવું સ્વપ્ન જુએ છે કે ગજેન્દ્ર કમળોના પુટમાં જળ ભરીને અભિષેક કરાવે છે અને વારંવાર સખીઓના મુખેથી જયજયકારના શબ્દ સાંભળીને જાગ્રત થાય છે, પરિવારના સર્વજનો આજ્ઞારૂપ પ્રવર્તે છે, ક્રીડામાં પણ એ આજ્ઞાભંગ સહી શકતી નથી, બધા આજ્ઞાંકિત થઈને શીધ્ર આજ્ઞાનું પાલન કરે છે તો પણ બધા ઉપર રોફ કરે છે, કારણ કે તેના ગર્ભમાં તેજસ્વી પુત્ર રહેલા છે. મણિના દર્પણ પાસે છે તો પણ ખઞમાં પોતાનું મુખ જુએ છે અને વીણા, બંસરી, મૃદંગાદિ અને વાજિંત્રોના નાદ થાય છે તે રુચતા નથી અને ધનુષ્ય ચડાવવાનો ટંકારવ રુચે છે. સિંહોનાં પાંજરાં જોઈને જેનાં નેત્ર પ્રસન્ન થાય છે. અને જેમનું મસ્તક જિનેન્દ્ર સિવાય બીજાને નમતું નથી. પછી નવ મહિના પૂરા થતાં શ્રાવણ સુદી પૂનમને દિવસે શ્રવણ નક્ષત્રમાં તે મંગળરૂપિણીએ સર્વ લક્ષણોથી પૂર્ણ, શરદની પૂનમના ચંદ્રમા સમાન વદનવાળા સુખપૂર્વક પુત્રયુગલને જન્મ આપ્યો. પુત્રોના જન્મથી પુંડરિકપુરની સકળ પ્રજા અત્યંત હર્ષ પામી - જાણે કે નગરી નાચવા લાગી. ઢોલનગારાં આદિ અનેક પ્રકારનાં વાજિંત્રો વાગવા માંડ્યાં, શંખધ્વનિ થયો. રાજા વજકંધે મોટો ઉત્સવ કર્યો, યાચકોને ખૂબ સંપદા આપી. એકનું નામ અનંગલવણ અને બીજાનું નામ મદનાંકુશ સાર્થક નામ પાડયાં. પછી એ બાળક વધવા લાગ્યાં. માતાના હૃદયને અતિઆનંદ આપનાર ધીરવીરતાના અંકુર ઉપજ્યા. એમની રક્ષા નિમિત્તે એમના મસ્તક પર સરસવના દાણા નાખવામાં આવ્યા, તે જાણે પ્રતાપરૂપ અગ્નિના કણ હોય એવા શોભતા હતા. જેમનું શરીર તપાવેલા સૂર્ય સમાન અતિ દેદીપ્યમાન શોભતું હતું. તેમના નખ દર્પણ સમાન ભાસતા હતા. પ્રથમ બાલ્યાવસ્થામાં અવ્યક્ત શબ્દ બોલ્યા તે સર્વ લોકનાં મનને હરે છે. એમનું મંદ સ્મિત અતિમનોજ્ઞ પુષ્પોના વિકસવા સમાન લોકોના હૃદયને મોહ પમાડતું. જેમ પુષ્પોની સુગંધ ભમરાઓને અનુરાગી કરે તેમ એમની વાસના બધાનાં મનને અનુરાગરૂપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સોમું પર્વ પદ્મપુરાણ કરતી. એ બને માતાનું દૂધ પીને પુષ્ટ થયાં. તેમનાં મુખ સફેદ દાંતોથી અતિ શોભતાં જાણે એ દાંત દૂધ સમાન ઉજ્જવળ હાસ્યરસ સમાન શોભાયમાન લાગતા ધાવની આંગળી પકડીને આંગણમાં પગલાં માંડતાં કોનું મન ન હરે? જાનકી આવી સુંદર ક્રિીડા કરનાર કુમારોને જોઈ બધું દુઃખ ભૂલી ગઈ. બાળક મોટા થયાં, વિદ્યા ભણવાયોગ્ય થયાં. ત્યારે એના પુણ્યના યોગથી એક સિદ્ધાર્થ નામના ક્ષુલ્લક, પૃથ્વી પર પ્રસિદ્ધ વજજંઘના મહેલમાં આવ્યા. તે વિદ્યાના પ્રભાવથી ત્રિકાળ સંધ્યામાં સુમગિરિનાં ચૈત્યાલય વંદીને આવ્યાં. સાધુ સમાન જેમની ભાવના છે, એક ખંડવત્રનો જ જેમને પરિગ્રહ છે, ઉત્તમ અણુવ્રતના જે ધારક છે, જિનશાસનના રહસ્યના જાણનાર, સમસ્ત કળારૂપ સમુદ્રના પારગામી, તપથી જે શોભે છે એ આહાર નિમિત્તે ફરતાં જ્યાં જાનકી બેઠી હતી ત્યાં આવ્યા. મહાસતી સીતા જાણે કે જિનશાસનની દેવી પદ્માવતી જ છે તે ક્ષુલ્લકને જોઈ અતિઆદરથી ઊભી થઈને સામે જઈ ઈચ્છાકાર કરવા લાગી અને તેમને ઉત્તમ અન્નપાનથી તૃપ્ત કર્યા. સીતા જિનધર્મીઓને પોતાના ભાઈ સમાન જાણે છે. અષ્ટાંગ નિમિત્તજ્ઞાનના જાણકાર તે ક્ષુલ્લકે બન્ને કુમારોને જોઈને અત્યંત સંતોષ પામી સીતાને કહ્યું - હે દેવી! તું શોક ન કર, જેને આવા દેવકુમાર જેવા પ્રશસ્ત પુત્રો હોય, તેને ચિંતા શેની? જોકે ક્ષુલ્લકનું ચિત્ત અતિવિરક્ત છે તો પણ બન્ને કુમારોના અનુરાગથી કેટલાક દિવસ સુધી તેમની પાસે રહ્યા. થોડા દિવસોમાં કુમારોને શસ્ત્રવિદ્યામાં નિપુણ બનાવ્યા. કુમારો જ્ઞાનવિજ્ઞાનમાં પૂર્ણ, સર્વ કળાના ધારક, દિવ્યાસ્ત્ર ચલાવવાની અને શત્રુઓનાં દિવ્યાસ્ત્ર આવે તેને નિષ્ફળ કરવાની વિદ્યામાં પ્રવીણ થયા. મહાપુણ્યના પ્રભાવથી પરમ શોભાધારી, મતિધૃતનું આવરણ જેમને ટળી ગયું છે એવા એ જાણે કે ઊઘડેલા નિધિના કળશ જ છે. શિષ્ય બુદ્ધિમાન હોય તો તેમને ભણાવવામાં ગુરુને ખેદ થતો નથી. જેમ મંત્રી બુદ્ધિમાન હોય તો રાજાને રાજ્યકાર્યનો કાંઈ ખેદ થતો નથી. જેમ નેત્રવાન પુરુષને સૂર્યના પ્રભાવથી ઘટપટાદિક પદાર્થો સરળતાથી ભાસે છે તેમ ગુરુના પ્રભાવથી બુદ્ધિમાનને શબ્દ અર્થ સહેલાઈથી ભાસે છે. હંસને જેમ માનસરોવરમાં આવતાં કાંઈ ખેદ થતો નથી તેમ વિવેકી, વિનયી બુદ્ધિમાનને ગુરુભક્તિના પ્રભાવથી જ્ઞાન આપતાં પરિશ્રમ પડતો નથી. સુખપૂર્વક અનેક ગુણોની વૃદ્ધિ થાય છે. બુદ્ધિમાન શિષ્યોને ઉપદેશ આપી ગુરુ કૃતાર્થ થાય છે. કુબુદ્ધિને ઉપદેશ આપવો નકામો છે જેમ સૂર્યનો ઉદ્યોત ઘુવડને નકામો છે – આ બન્ને ભાઈ દેદીપ્યમાન યશવાળા છે, સૂર્ય જેવા તેજસ્વી હોવાથી કોઈ તેમની સામે નજર માંડી શકતા નથી. બન્ને સૂર્ય-ચંદ્ર સમાન, અગ્નિ અને પવન સમાન એકબીજા પ્રત્યે પ્રીતિવાળા હિમાચલ-વિંધાચળ સમાન છે, તેમને વજાગૃષભનારાચ સંહનન છે, સર્વ તેજસ્વી પુરુષોને જીતવાને સમર્થ, સર્વ રાજાઓના ઉદય-અસ્ત તેમને આધીન છે, બધા તેમની આજ્ઞામાં છે, રાજા જ આજ્ઞાકારી છે ત્યાં બીજાની તો શી વાત? કોઈને આજ્ઞારહિત દેખી શકતા નથી. પોતાના પગના નખમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ શકતા નથી તો બીજા કોની આગળ નમે? જેમનો પોતાના નખ અને કેશનો ભંગ પણ રુચતો નથી તો પોતાની આજ્ઞાનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #582 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સોમું પર્વ ૫૧ ભંગ કેવી રીતે રુચે ? અને પોતાના શિ૨ ૫૨ ચૂડામણિ મૂકે અને માથા ૫૨ છત્ર ફરતું હોય અને સૂર્ય ઉપર થઈને નીકળે તો પણ સહી શકતા નથી તો બીજાની ઊચ્ચતા કેવી રીતે સહે? મેઘધનુષ્ય જોઈને કોપ કરે છે તો શત્રુના ધનુષ્યની પ્રબળતા કેવી રીતે જોઈ શકે? ચિત્રમાનાં રાજા પણ પોતાને ન નમે તોય સહન કરી શકતા નથી તો સાક્ષાત્ નૃપોનો ગર્વ કેમ દેખી શકે? સૂર્યનો નિત્ય ઉદય-અસ્ત થાય છે તેને અલ્પ તેજસ્વી ગણે છે, પવન મહાબળવાન છે, પરંતુ ચંચળ છે તો તેને બળવાન ગણતા નથી, જે ચલાયમાન હોય તે બળવાન શાના? જે સ્થિર, અચળ તે જ બળવાન, હિમવાન પર્વત ઊંચો છે, સ્થિરભૂત છે, પરંતુ જડ, કઠોર, કંટક સહિત છે તેથી તેને પ્રશંસાયોગ્ય ગણતા નથી. સમુદ્ર ગંભીર છે, રત્નોની ખાણ છે, પરંતુ ખારાશ અને જળચર જીવો સહિત છે, તથા શંખયુક્ત છે તેથી સમુદ્રને તુચ્છ ગણે છે. મહાન ગુણોના સ્થાનરૂપ જેટલા પ્રબળ રાજા હતા તે તેજરહિત થઈ તેમની સેવા કરે છે. આ મહારાજાઓના રાજા સદા પ્રસન્નવદન, મુખમાંથી અમૃત જેવાં વચનો બોલે છે. જે દૂરવર્તી દુષ્ટ રાજાઓ હતા તે બધાને પોતાના તેજથી ઝાંખા પાડયા. એમનું તેજ એ જન્મ્યા ત્યારથી એમની સાથે જ ઉપજ્યું છે. શસ્ત્રો ધારણ કરીને જેમના હાથ અને ઉદર શ્યામ બન્યા હતા તે જાણે કે અનેક રાજાઓના પ્રતાપરૂપ અગ્નિને બુઝાવવાથી શ્યામ થયા છે. બધી દિશાઓરૂપી સ્ત્રીને વશ કરી દીધી. બધા તેમના આજ્ઞાકારી થયા. જેવો લવણ તેવો જ અંકુશ, બન્ને ભાઈઓમાં કોઈ જ કમ નથી આવી વાત પૃથ્વી પર બધાને મોઢે થતી. તે બન્ને નવયુવાન અદ્ભુત ચેષ્ટાના ધારક, પૃથ્વી ૫૨ પ્રસિદ્ધ, સમસ્ત લોકો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય, જેને જોવા બધા તલસતા, જેમનાં શરી૨ પુણ્યના પરમાણુઓથી બંધાયા છે, જેમનું દર્શન સુખનું કારણ છે, સ્ત્રીઓનાં મુખરૂપ કુમુદોને પ્રફુલ્લિત કરવા જે શરદની પૂર્ણિમાના ચંદ્રમા સમાન શોભતા હતા. માતાના હૃદયને આનંદનું જંગમ મંદિર આ કુમારો દેવકુમાર જેવા શ્રીવત્સ લક્ષણથી મંડિત છે, અનંત પરાક્રમી છે, સંસારસમુદ્રમાં કિનારે આવેલા ચરમશ૨ી૨ી છે, સદા ધર્મના માર્ગમાં રહે છે, દેવો તથા મનુષ્યોનું મન ઠરે છે. ભાવાર્થ - જે ધર્માત્મા હોય તે કોઈનું કાંઈ અહિત ન કરે. આ ધર્માત્મા પરધન, ૫૨સ્ત્રી તો ન હરે, પરંતુ બીજાનું મન હરે. એમને જોઈ બધાનું મન પ્રસન્ન થાય. એ ગુણોની હ્રદ પામ્યા છે. ગુણનો એક અર્થ દોરો પણ થાય છે, દોરાને છેડે ગાંઠ હોય અને આમના દિલમાં ગાંઠ નથી, અત્યંત નિષ્કપટ છે. પોતાના તેજથી સૂર્યને અને કાંતિથી ચંદ્રને જીતે છે. પરાક્રમથી ઇન્દ્રને, ગંભીરતાથી સમુદ્રને, સ્થિરતાથી સુમેરુને, ક્ષમાથી, પૃથ્વીને, શૂરવીરતાથી સિંહને અને ચાલથી હંસને જીતે છે. મહાજળમાં મગર, મત્સ્ય, નાદિ જળચરો સાથે તેમ જ મત્ત હાથી, સિંહ અને અષ્ટાપદો સાથે ક્રીડા કરતાં ખેદ પામતા નથી. સમ્યગ્દષ્ટિ, ઉત્તમ, સ્વભાવ, ઉદાર, ઉજ્જવળ ભાવ, જેમની સાથે કોઈ યુધ્ધ ન કરી શકે, મહાયુદ્ધમાં ઉદ્યમી કુમાર જેવા મધુ-કૈટભ જેવા, ઇન્દ્રજિત મેઘનાદ જેવા યોદ્ધા છે, જિનમાર્ગી ગુરુસેવામાં તત્પર છે, જેમને જિનેશ્વરની કથામાં રસ છે, જેમનું નામ સાંભળતાં શત્રુઓને ત્રાસ ઊપજે છે. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com - Page #583 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬૨ એકસોએકયું પર્વ પદ્મપુરાણ કહે છે કે હે રાજન્ ! તે બન્ને વીર ગુણરૂપ રત્નના પર્વત, જ્ઞાનવાન, લક્ષ્મીવાન, શોભા, કાંતિ, કીર્તિના નિવાસ, ચિત્તરૂપ મત્ત હાથીને વશ કરવા માટે અંકુશ, મહારાજરૂપ મંદિરના દઢ સ્તંભ, પૃથ્વીના સૂર્ય, ઉત્તમ, આચરણના ધારક લવણ-અંકુશ પુંડરિકનગરમાં યથેષ્ટ દેવોની જેમ રમે છે, જેમનું તેજ જોઈને સૂર્ય પણ લજ્જિત થાય છે. જેમ બળભદ્રનારાયણ અયોધ્યામાં રમે છે તેમ આ બન્ને પુંડરિકપુરમાં રમે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના પરાક્રમનું વર્ણન કરનાર સોમું પર્વ પૂર્ણ થયું. એકસો એકમું પર્વ (લવણ અને અંકુશનો દિગ્વિજય) પછી તેમને અતિ ઉદાર ક્રિયામાં યોગ્ય જોઈને વજજંઘ તેમને પરણાવવા તૈયાર થયો. પોતાની લક્ષ્મી રાણીની કૂખે જન્મેલી શશિચૂલા નામની પુત્રી અને બીજી બત્રીસ કન્યાઓ લવણકુમારને આપવાનું વિચાર્યું અને અંકુશકુમારનાં લગ્ન પણ સાથે જ કરવાનું વિચાર્યું. તેણે મનમાં વિચાર્યું કે પૃથ્વીનગરના રાજા પૃથુની રાણી અમૃતવતીની પુત્રી કનકમાળા ચંદ્રમાના કિરણ જેવી નિર્મળ મારી પુત્રી શશિચૂલા સમાન છે. આમ વિચારી તેની પાસે દૂત મોકલ્યો. દૂત વિચક્ષણ હતો. દૂતે રાજા પૃથુ સાથે પ્રથમ સામાન્ય વાતો કરી ને રાજાએ તેનું ખૂબ સન્માન કર્યું, પણ જેવી તેણે કન્યાની માગણીની વાત કરી કે તે ગુસ્સે થયો અને કહ્યું કે તું પરાધીન છે, બીજાનું કહેલું કહે છે, દૂત જળની ધારા જેવા હોય છે, જે દિશામાં ચલાવે તે દિશામાં ચાલે. તમારામાં તેજ કે બુદ્ધિ હોતા નથી. તે આવાં પાપનાં વચન કહ્યાં તેને શિક્ષા કરું? પણ તું પરનો પ્રેર્યો યંત્ર સમાન છે તેથી તને હણવો યોગ્ય નથી. હે દૂત! કુળ, શીલ, ધન, રૂપ, સમાનતા, બળ, વય, દેશ અને વિદ્યા નવ ગુણ વરના કહ્યાં છે. તેમાં કુળ મુખ્ય છે તો જેનું કુળ જ ન જાણતા હોઈએ તેને કન્યા કેવી રીતે અપાય? માટે આવી નિર્લજ્જ વાત કહે છે તે રાજા નીતિથી પ્રતિકૂળ છે તેથી કુમારી તો ન આપું, પણ કુ એટલે ખરાબ અને મારી એટલે કે મૃત્યુ તે આપીશ. આ પ્રમાણે કહી દૂતને વિદાય કર્યો. દૂતે આવીને વજજંઘને વિગતવાર હકીકત કહી. તેથી વજજંઘ પોતે જ ચડીને અડધે રસ્તે આવી મુકામ કર્યો અને મોટા માણસોને મોકલી ફરીથી કન્યાની માગણી કરી. તેણે ન આપી તેથી રાજા વજજંઘ પૃથુના દેશને રંજાડવા લાગ્યો. દેશનો રક્ષક રાજા વ્યાધ્રરથ હતો તેને યુદ્ધમાં જીતી બાંધી લીધો. જ્યારે રાજા પૃથુએ સાંભળ્યું કે રાજા વજજંથે વ્યાધ્રરથને બંધનમાં મૂક્યો છે અને મારો દેશ રંજાડે છે ત્યારે રાજા પૃથુએ પોતાના પરમમિત્ર પોદનાપુરના ધણી પરમસેનાને બોલાવ્યો, ત્યારે વજવંધે પુંડરિકપુરથી પોતાના પુત્રોને બોલાવ્યા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #584 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસોએકમું પર્વ ૫૬૩ પિતાની આજ્ઞા થતાં પુત્ર શીધ્ર જવા નીકળ્યા. નગરમાં રાજપુત્રોની કૂચનાં નગારાં વાગ્યાં. સામંતો બખ્તર પહેરી આયુધ સજી યુદ્ધ માટે ચાલવા તૈયાર થયા. નગરનો કોલાહલ અને સામંતોનો અવાજ સાંભળી લવણ અને અંકુશે પાસેના માણસને પૂછ્યું કે આ કોલાહલ શેનો છે? કોઈએ કહ્યું કે અંકુશકુમારને પરણાવવા માટે રાજા વજજંઘે પૃથુની પુત્રીની માગણી કરી હતી, તે તેણે ન આપી. તેથી રાજા યુદ્ધ માટે ચડ્યા અને હવે પોતાના પુત્રોને પોતાની મદદમાં બોલાવ્યા છે તેથી આ સેનાના નીકળવાનો કોલાહલ છે. આ સમાચાર સાંભળી બન્ને ભાઈ યુદ્ધ માટે જવા શીધ્ર તૈયાર થયા. કુમાર આજ્ઞાભંગ સહી શકતા નથી. રાજ વજજંઘના પુત્રોએ તેમને મના કરી અને આખા રાજ્યપરિવારે મના કરી પણ તેમણે માન્યું નહિ. સીતાનું મન પુત્રોના સ્નેથી દ્રવ્યું અને પુત્રોને કહ્યું કે તમે બાળક છો, તમારે હજી યુદ્ધ કરવાનો સમય નથી. ત્યારે કુમારે કહ્યું કે હું માતા ! તે આ શું કહ્યું? મોટો થયો હોય અને કાયર હોય તો શું? આ પૃથ્વી યોદ્ધાઓએ ભોગવવા યોગ્ય છે. અગ્નિનો કણ નાનો જ હોય છે છતાં મોટા વનને ભસ્મ કરી નાખે છે. કુમારોની વાત સાંભળી માતા તેમને સુભટ જાણી આંખોમાંથી હર્ષ અને શોકના અગ્રુપાત કરવા લાગી. બને વીરોએ સ્નાન – ભોજન કરી આભૂષણ પહેર્યા, મનવચનકાયાથી સિદ્ધોને નમસ્કાર કર્યા, પછી માતાને પ્રણામ કરી સમસ્ત વિધિમાં પ્રવીણ ઘરમાંથી બહાર આવ્યા ત્યારે શુભ શુકન થયાં. બન્ને રથમાં બેસી સર્વ શસ્ત્રો સહિત શીઘ્રગામી તુરંગ જોડી પૃથુપુર ચાલ્યા. મોટી સેના સાથે પાંચ દિવસમાં વજજંઘ પાસે પહોંચી ગયા. રાજા પૃથુ શત્રુની મોટી સેનાને આવેલી જોઈ પોતે પણ નગરમાંથી બહાર નીકળ્યો. તેના ભાઈ, મિત્ર, પુત્ર તેમ જ અંગ, બંગ, મગધાદિ અનેક દેશોના મોટા મોટા રાજાઓ સહિત વજજંઘ પર ચડયો. બન્ને સેના પાસે આવી. એટલે બન્ને ભાઈ લવણાંકુશે અતિ ઉત્સાહથી શત્રુની સેનામાં પ્રવેશ કર્યો. બન્ને યોદ્ધા અત્યંત કૂપિત થઈ પરસેનારૂપ સમુદ્રમાં ક્રિીડા કરતા બધી તરફ શત્રુસેનાનો સંહાર કરવા લાગ્યા. જેમ વીજળીનો ચમકારો જે તરફ થાય તે દિશા ચમકી ઊઠે તેમ ચારે દિશામાં માર માર કરતા ઘૂમવા લાગ્યા. શત્રુઓ તેમનું પરાક્રમ સહી શક્યા નહિ. તે ધનુષ્ય પકડતા, બાણ ચલાવતાં નજરે પડતા નહિ અને બાણોથી હણાયેલા અનેક નજરે પડતા. નાના પ્રકારનાં કૂર બાણોથી વાહન સહિત, પરસેનાના ઘોડા પડયા. પૃથ્વી દુર્ગમ્ય થઈ ગઈ, એક નિમિષમાં પૃથુની જેમ સિંહનાં ત્રાસથી મદોન્મત્ત હાથી ભાગે તેમ ભાગી. એક ક્ષણમાં પૃથુની સેનારૂપ નદી લવણાંકુશરૂપ સૂર્યનાં બાણરૂપ કિરણોથી શોષાઈ ગઈ. કેટલાક મર્યા, કેટલાક ભયથી ભાગ્યા, આંકડાનાં ફૂલ જેમ ઉડતા ફરે તેમ. રાજા પૃથુ સહાય રહિત ખિન્ન થઈ ભાગવાની તૈયારી કરવા લાગ્યો. ત્યારે બેય ભાઈઓએ કહ્યું, હું પૃથુ ! અમે તો અજ્ઞાત કુળશીલ છીએ, અમારું કુળ કોઈ જાણતું નથી, તેમનાથી ભાગતાં તને લજ્જા નથી આવતી? તું ઊભો રહે. તને અમે અમારાં કુળશીલ બાણોથી બતાવીએ. ભાગતો પૃથું પાછો ફરી હાથ જોડી, નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યો કે તમે મહાધરવીર છો, મારો અજ્ઞાનજનિત દોષ માફ કરો. મેં મૂર્ખાએ અત્યાર સુધી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #585 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬૪ એકસો એકમું પર્વ પદ્મપુરાણ તમારું માહાભ્ય જાણ્યું નહોતું. ધીરવીરનું કુળ આ સુભટપણાથી જ જાણી શકાય છે. કાંઈ શબ્દો કહેવાથી જણાતું નથી. હવે મારો સંદેહ મટી ગયો છે. વનને બાળનારો અગ્નિ તેના તેજથી જ જણાય છે. આપ પરમવીર મહાન કુળમાં ઉપજેલા સ્વામી છો, ભાગ્યના યોગે તમારું દર્શન થયું, તમે સૌને મનવાંછિત સુખ આપો છો. પછી બન્ને ભાઈ નમ્ર બન્યા, ક્રોધ ઉતરી ગયો, મન અને મુખ શાંત થઈ ગયાં. વજવંશ કુમારોની પાસે આવ્યો, બીજા રાજાઓ પણ આવ્યા, કુમારો અને પૃથુ વચ્ચે પ્રીતિ થઈ. ઉત્તમ પુરુષો પ્રણામ માત્રથી જ પ્રસન્ન થાય છે, જેમ નદીનો પ્રવાહ નમેલી વેલીને ઉખાડતો નથી તથા મોટાં વૃક્ષો નમતાં નથી તેને ઉખાડી નાખે છે. પછી પૃથુ રાજા વજજંઘ અને બન્ને કુમારોને નગરમાં લઈ ગયો. તેણે પોતાની કન્યા કનકમાળા મદનાંકુશ સાથે પરણાવી. એક રાત્રિ ત્યાં સૌ રહ્યાં. પછી એ બન્ને ભાઈ દિગ્વિજય કરવા નીકળ્યા. સુહ્મદેશ, મગધ, અંગ, બંગ જીતી પોદનાપુરના રાજાથી માંડી અનેક રાજાઓને સાથે લઈ લોકાક્ષનગર ગયા. તે બાજુના ઘણા દેશો જીત્યા. કુબેરકાંત નામનો એક અભિમાની રાજા હતો તેને જેમ ગરુડ નાગને જીતે તેમ વશ કર્યો. સાચું કહીએ તો દિનપ્રતિદિન તેમની સેના વધતી ગઈ. હજારો રાજા વશ થયા અને તેમની સેવા કરવા લાગ્યા. પછી લંપાક દેશ ગયા. ત્યાંના કરણ નામના અતિપ્રબળ રાજાને જીતી વિજયસ્થળ ગયા. ત્યાંના રાજા તથા તેના સૌ ભાઈઓને જોતજોતામાં જીતીને ગંગા ઊતરી કૈલાસની ઉત્તર દિશા તરફ ગયા. ત્યાંના રાજા જાતજાતની ભેટ લઈને આવ્યા. પછી ઝસકુંતલ નામનો દેશ તથા કાલાંબુ, નંદી, નંદન, સિંહલ, શલભ, અનલ, ચલ, ભીમ, ધૃતરથ ઈત્યાદિ અનેક દેશાધિપતિઓને વશ કરીને સિંધુ નદીને પાર ગયા. સમુદ્રતટના અનેક રાજાઓને નમાવ્યા, અનેક નગર, અનેક ખેટ, અનેક દેશ વશ કર્યા. ભીરુદેશ, યવન, કચ્છ, ચારવ, ત્રિજટ, નટ, શક, કરેલ, નેપાળ, માલવ, અરલ, શર્વર, ત્રિશિર, કૃપાણ, વૈધ, કાશ્મીર, હિડિબ, અવષ્ટ, ખર્બર, પારશૈલ, ગોશાલ, કુસ્તનર, સૂર્યારક, સનર્ત, ખશ, વિંધ્ય, શિખાપદ, મેખલ, શૂરસેન, વાલ્મિક, નૂક, કૌશલ, ગાંધાર, સાવર, કૌવીર, કૌહર, અંધ, કાળ, કલિંગ ઈત્યાદિ અનેક દેશ વશ કર્યા. આ બધા દેશોમાં નાના પ્રકારની ભાષા, વસ્ત્રોનો પહેરવેશ ભિન્ન ભિન્ન પ્રકારનો જુદા જુદા ગુણ નાના પ્રકારના રત્ન અને અનેક જાતનાં વૃક્ષો હતાં. કેટલાંક દેશોના રાજા પ્રતાપથી જ આવીને મળ્યા, કેટલાકને યુદ્ધમાં જીતીને વશ કર્યા, કેટલાક ભાગી ગયા, મોટા મોટા રાજા અનુરાગી થઈ લવણાંકુશના આજ્ઞાકારી થયા. એમની આજ્ઞા પ્રમાણે પૃથ્વી પર વિચરતા. તે બન્ને પૃથ્વીને જીતી હજારો રાજાઓના શિરોમણિ થયા. બધાને વશ કરીને સાથે લીધા. જાતજાતની કથા કરતા, બધાનાં મન હરતા પુંડરિકપુર આવવા તૈયાર થયા. વજજંઘ સાથે જ છે. અતિ હર્ષભર્યા, અનેક રાજાઓની અનેક ભેટ આવી હતી તે મહાવૈભવ સાથે સેના સહિત પુંડરિકપુર સમીપે આવ્યા. સીતા સાત માળના મહેલ ઉપર બેસીને જુએ છે, રાજપરિવારની અનેક રાણીઓ પાસે છે, ઉત્તમ સિંહાસન પર બેઠી છે, દૂરથી આવતી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #586 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો બીજું પર્વ ૫૬૫ સેનાની રજથી ધૂળના પટલ છવાયા રાખીને પૂછયું, આ દિશામાં કેટલી ધૂળ ઊડે છે? તેણે કહ્યું કે દેવી! સેનાની રજ છે. જેમ જળમાં મગર આનંદ કરે તેમ સેનામાં અશ્વ ઊછળતાં આવે છે. હે સ્વામિની! આ બન્ને કુમારો પૃથ્વીને વશ કરીને આવ્યા છે. ત્યાં વધાઈ આપનારા આવ્યા. નગરને શણગારવામાં આવ્યું. લોકોને ખૂબ પ્રસન્નતા થઈ. નિર્મળ ધજા ફરકાવવામાં આવી, નગરના રસ્તા પર સુગંધી જળ છંટાયું, નગરને ઠેકઠેકાણે તોરણમાળા બાંધીને શોભાયમાન કર્યું. દરવાજા પર કળશ સ્થપાયા. રામ-લક્ષ્મણ અયોધ્યામાં આવ્યા ત્યારે જેવી શોભા અયોધ્યાની થઈ હતી તેવી જ પુંડરિકપુરની શોભા કુમારો આવતાં થઈ. જે દિવસે અત્યંત વૈભવથી નગરમાં પ્રવેશ કર્યો. તે દિવસે નગરના લોકોને જે હર્ષ થયો તેનું કથન થઈ શકે નહિ. બન્ને કૃતકૃત્ય પુત્રોને જોઈ સીતા આનંદસાગરમાં મગ્ન થઈ. બન્ને વીરોએ આવી માતાને નમસ્કાર કર્યા, રજથી મલિન શરીરવાળા પુત્રોને સીતાએ હૃદય સાથે ચાંપીને માથે હાથ મૂક્યો. માતાને અત્યંત આનંદ આપી બન્ને કુમારો ચંદ્ર-સૂર્યની જેમ લોકમાં પ્રકાશતા હતા. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના દિગ્વિજયનું વર્ણન કરનાર એકસો એકયું પર્વ પૂર્ણ થયું. * * * એકસો બીજું પર્વ (લવણાંકુશનું રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ) પછી આ ઉત્તમ માનવ પરમ ઐશ્વર્યધારક પ્રબળ રાજાઓ પર આજ્ઞા ચલાવતા સુખપૂર્વક રહેતા હતા. એક દિવસ નારદે કૃતાંતવકને પૂછયું કે તું સીતાને ક્યાં મૂકી આવ્યો હતો? કૃતાતવકે કહ્યું કે સિંહનાદ અટવીમાં છોડી દીધી હતી. આ સાંભળીને તે અતિ વ્યાકુળ બનીને તેને શોધતા ફરતા હતા. તેમણે બને કુમારોને વનક્રિીડા કરતા જોયા તેથી નારદ તેમની પાસે આવ્યા કુમારોએ ઊભા થઈને સન્માન કર્યું. નારદે તેમને વિનયવાન જોઈ આનંદ પામીને આશીર્વાદ આપ્યા. નરનાથ રામ-લક્ષ્મણને જેવી લક્ષ્મી છે તેવી તમને મળો. કુમારોએ તેમને પૂછયું કે હે દેવ! રામ-લક્ષ્મણ કોણ છે અને ક્યા કુળમાં જન્મ્યા છે, તેમનામાં કેવા ગુણો છે અને તેમનું આચરણ કેવું છે? નારદે એકાદ ક્ષણ મૌન રહી કહ્યું: હું બન્ને કુમારો! કોઈ મનુષ્ય ભુજા વડ પર્વતને ઉખાડે અથવા સમુદ્રને તરે તો પણ રામ-લક્ષ્મણના ગુણ કહી શકે નહિ. અનેક મુખે દીર્ઘકાળ સુધી તેમના ગુણોનું વર્ણન કરવામાં આવે તો પણ રામ-લક્ષ્મણનાં ગુણ વર્ણવી ન શકાય. તો પણ હું તમારા પૂછવાથી કિંચિતમાત્ર વર્ણન કરું છું, તેમનાં ગુણ પુણ્ય વધારે છે. અયોધ્યાપુરીમાં રાજા દશરથ થયા હતા. તે દુરાચાર ઇંધનને ભસ્મ કરવા માટે અગ્નિ સમાન અને ઈશ્વાકુ વંશરૂપ આકાશમાં ચંદ્રમા, સકળ પૃથ્વી પર પ્રકાશ કરતા અયોધ્યામાં રહેતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #587 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ એકસો બીજું પર્વ પદ્મપુરાણ હતા. તે પુરુષરૂપ પર્વતમાંથી કીર્તિરૂપ નદી નીકળી તે આખા જગતને આનંદ ઉપજાવતી સમુદ્રપર્યંત ફેલાણી. તે દશરથ રાજાના રાજ્યભારનું વહન કરનાર ચાર મહાગુણવાન પુત્રો થયા. એક રામ, બીજા લક્ષ્મણ, ત્રીજા ભરત, ચોથા શત્રુઘ્ન. તેમાં રામ અતિમનોહર સર્વશાસ્ત્રના જ્ઞાતા હતા. તે નાના ભાઈ લક્ષ્મણ સાથે અને જનકની પુત્રી સીતા સાથે પિતાની આજ્ઞાનું પાલન કરવા અયોધ્યા તજીને પૃથ્વી ૫૨ વિહાર કરતા દંડકવનમાં આવ્યા. તે સ્થળ અતિવિષમ હતું, ત્યાં વિદ્યાધરો પણ જઈ શકતા નહીં. ત્યાં તેમને ખરદૂષણ સાથે સંગ્રામ થયો. રાવણે સિંહનાદ કર્યો. તે સાંભળી લક્ષ્મણને મદદ કરવા રામ ગયા, પાછળથી રાવણ સીતાને હરીને લઈ ગયો. પછી રામને સુગ્રીવ, હનુમાન, વિરાધિત આદિ અનેક વિદ્યાધરો મળ્યા. રામના ગુણોના અનુરાગથી તેમનાં હૃદય વશ થયાં હતાં તેથી તે વિદ્યાધરોને લઈ રામ લંકામાં ગયા. રાવણને જીતી સીતાને લઈ અયોધ્યા આવ્યા. સ્વર્ગપુર સમાન અયોધ્યા વિદ્યાધરોએ બનાવી ત્યાં પુરુષોત્તમ રામ-લક્ષ્મણ સુખેથી રાજ્ય કરતા હતા. રામને તમે હજી સુધી કેમ ન ઓળખ્યા ? જેને લક્ષ્મણ જેવો ભાઈ, જેના હાથમાં સુદર્શનચક્ર નામનું આયુધરત્ન છે, જેની એક હજાર દેવ સેવા કરે એવા સાત રત્ન લક્ષ્મણ પાસે અને ચાર રત્ન રામ પાસે છે. રામે પ્રજાના હિત નિમિત્તે જાનકીનો ત્યાગ કર્યો તે રામને બધા જ જાણે છે. પૃથ્વી પર એવો કોઈ નથી જે રામને જાણતો ન હોય. આ પૃથ્વીની જ શી વાત છે? સ્વર્ગમાં દેવો પણ રામના ગુણોનું વર્ણન કરે છે. ત્યારે અંકુશે પૂછ્યું, પ્રભો! રામે જાનકીનો ત્યાગ શા માટે કર્યો? ત્યારે સીતાના ગુણોથી ધર્માનુરાગી ચિત્તવાળા નારદે આંસુ સારતાં કહ્યું, હૈ કુમારો! તે સીતા સતી ઊંચા કુળમાં જન્મેલી છે. શીલવતી, ગુણવતી, પતિવ્રતા, શ્રાવકના આચારમાં પ્રવીણ, રામની આઠ હજા૨ રાણીઓમાં શિરોમણિ, લક્ષ્મી, કીર્તિ, ધૃતિ, લજ્જાને પોતાની પવિત્રતાથી જીતી સાક્ષાત્ જિનવાણી તુલ્ય છે. તે કોઈ પૂર્વોપાર્જિત પાપના પ્રભાવથી મૂઢ લોકો તેનો અપવાદ કરવા લાગ્યા તેથી રામે દુ:ખી થઈ નિર્જન વનમાં તેને તજી દીધી. જૂઠા લોકોની વાણીરૂપ સૂર્યનાં કિરણોથી તા તે સતી કષ્ટ પામી. તે અતિસુકુમાર અલ્પ ખેદ પણ સહી ન શકે, માલતીની માળા દીપકના આતાપથી કરમાય તે દાવાનળનો દાહ કેવી રીતે સહી શકે? અતિભયંકર વનમાં અનેક દુષ્ટ જીવો વચ્ચે સીતા કેવી રીતે પ્રાણ ધારી શકે, દુષ્ટ જીવોની જિહ્વા ભુજંગ સમાન નિ૨૫રાધ પ્રાણીઓને કેમ ડસતી હશે? જીવોની નિંદા કરતા દુષ્ટોની જીભના સો ટુકડા કેમ નહિ થતા હોય? તે પતિવ્રતામાં શિરોમણિ, પટુતા આદિ અનેક ગુણોથી પ્રશંસવા યોગ્ય તેની જે નિંદા કરે છે તે આ ભવ અને પરભવમાં દુઃખ પામે છે. એમ કહીને શોકના ભારથી મૌન ધારણ કરી લીધું, વિશેષ કાંઈ ન કહી શક્યા. આ સાંભળી અંકુશે પૂછ્યું, કે સ્વામી! રામે સીતાને ભયંકર વનમાં તજી તે સારું ન કર્યું. એ કુળવાનોની રીત નથી. લોકાપવાદ નિવારવાના બીજા અનેક ઉપાય છે, આવું અવિવેકનું કાર્ય જ્ઞાની કેમ કરે? અંકુશે તો એટલું જ કહ્યું અને અનંગલવણે પૂછ્યું કે અહીંથી અયોધ્યા કેટલું દૂર છે? ત્યારે નારદે ઉત્તર આપ્યો કે અયોધ્યા અહીંથી એકસો સાઠ યોજન છે, જ્યાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #588 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો બીજું પર્વ પ૬૭ રામ બિરાજે છે. ત્યારે બેય કુમાર બોલ્યા કે અમે રામ-લક્ષ્મણ પર ચડાઈ કરશું. આ પૃથ્વી પર એવું કોણ છે કે જેની અમારાથી પ્રબળતા હોય? પછી તેમણે વજજંઘને કહ્યું કે હે મામા ! સુહ્મદેશ, સિંધદેશ, કલિંગદેશ ઈત્યાદિ દેશના રાજાઓને આજ્ઞાપત્ર મોકલો કે તે સંગ્રામનો બધો સરંજામ લઈ શીધ્ર આવે, અમે અયોધ્યા તરફ કૂચ કરીએ છીએ. હાથીને તૈયાર કરો. તેમાંથી મદોન્મત્ત અને નિર્મદ હાથીઓને જુદા પાડો, વાયુ સમાન વેગવાળા ઘોડા સાથે લ્યો. જે યોદ્ધા રણસંગ્રામમાં વિખ્યાત હોય, જે કદી પીઠ ન બતાવે તેમને સાથે લ્યો, શસ્ત્રો બધા સંભાળો, બખ્તરોને સરખાં કરાવો, યુદ્ધનાં નગારાં વગડાવો, ઢાલ તૈયાર કરાવો, શંખનો ધ્વનિ કરો, બધા સામંતોને યુદ્ધના ખબર આપો. આ પ્રમાણે આજ્ઞા આપી બન્ને વીર મનમાં યુદ્ધનો નિશ્ચય કરીને બેઠા જાણે બે ઇન્દ્ર જ છે. દેવ સમાન દેશપતિ રાજાઓને એકઠા કરવા તૈયાર થયા. કુમારો રામ-લક્ષ્મણ પર ચડાઈ કરવા જાય છે તે સાંભળી સીતા રોવા લાગી. સીતાની સમીપમાં નારદને સિદ્ધાર્થે કહ્યું, તમે આવું અશોભનીય કાર્ય કેમ આરંભ્ય? તમે પિતા અને પુત્રો વચ્ચે વિરોધનો ઉધમ કેમ કર્યો? હવે કોઈ પણ રીતે આ વિરોધ મટાડો. કુટુંબમાં ફાટફૂટ પડે તે સારું નથી. ત્યારે નારદ કહ્યું કે મને તો કાંઈ ખબર નથી. તેમણે મારો વિનય કર્યો તેથી મેં તેમને આશિષ આપી કે તમે રામ-લક્ષ્મણ જેવા થાવ. એ સાંભળી એમણે પૂછયું કે રામ-લક્ષ્મણ કોણ છે? મે બધી હકીકત કહી. હજી પણ તમે ડર ન રાખો, બધું સારું જ થશે. તમારું મન સ્થિર કરો. કુમારોએ સાંભળ્યું કે માતા રુદન કરે છે ત્યારે બન્ને પુત્રોએ માતા પાસે આવીને કહ્યું કે હે માત! તમે રુદન શા માટે કરો છો? કારણ કહો. તમારી આજ્ઞા કોણે લોપી? કોણે તમને અસુંદર વચન કહ્યું? તે દુષ્ટના પ્રાણ હરીએ. એવો કોણ છે જે સાપની જીભ સાથે ક્રીડા કરે છે? એવો ક્યો મનુષ્ય કે દેવ છે, જે તમને અશાતા ઉપજાવે છે? હું માતા ! તમે કોના પર કોપ કર્યો છે? જેના પર તમારો કોપ થયો હોય તેના આયુષ્યનો અંત આવ્યો છે એમ જાણો. અમારા ઉપર કૃપા કરીને ગુસ્સાનું કારણ કહો. પુત્રોએ આમ વાત કરી ત્યારે માતા આંસુ આરતી બોલી હે પુત્ર! મેં કોઈના પર કોપ નથી કર્યો તેમ કોઈએ મને અશાતા ઉપજાવી નથી. તમારા પિતા સાથે યુદ્ધની તૈયારી જોઈ હું દુઃખી થઈ રુદન કરું છું. ગૌતમ સ્વામી કહે છે, - હે શ્રેણિક! તે વખતે પુત્રોએ માતાને પૂછયું કે હું માતા ! અમારા પિતા કોણ? ત્યારે સીતાએ પહેલેથી છેલ્લે સુધી બધી હકીકત કહી. રામનો વંશ અને પોતાનો વંશ. વિવાહનો વૃત્તાંત, વનગમન, રાવણ દ્વારા પોતાનું હરણ અને આગમન, જે નારદે વૃત્તાંત કહ્યો હતો તે બધો વિસ્તારથી કહ્યો, કાંઈ છુપાવ્યું નહિ. વળી કહ્યું કે તમે ગર્ભમાં આવ્યા ત્યારે જ તમારા પિતાએ લોકાપવાદના ભયથી મને સિંહનાદ અટવીમાં તજી હતી. ત્યાં હું રુદન કરતી હતી ત્યારે રાજા વજજંઘ હાથી પકડવા ત્યાં આવ્યો હતો. તે હાથી પકડીને પાછો ફરતો હતો, અને તેણે રુદન કરતાં સાંભળી, તે ધર્માત્મા શીલવંત શ્રાવક મને આદર આપી મોટી બહેન ગણીને લાવ્યો અને અતિ સન્માનથી અહીં રાખી. મેં આના ઘરને ભાઈ ભામંડળનું ઘર જ માન્યું. તમારું અહીં સન્માન થયું. તમે શ્રી રામના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #589 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬૮ એકસો બીજું પર્વ પદ્મપુરાણ પુત્ર છો. મહારાજાધિરાજ રામ હિમાચળ પર્વતથી માંડી સમુદ્રાંત પૃથ્વીનું રાજ્ય કરે છે. તેમને મહાબળવાન સંગ્રામમાં નિપુણ લક્ષ્મણ જેવો ભાઈ છે. ખબર નથી પડતી કે સ્વામીની અશુભ વાત સાંભળું કે દિયરની કે તમારી, તેથી દુઃખી થઈને રુદન કરું છું. બીજું કાંઈ કારણ નથી. આ સાંભળીને પુત્રનાં વદન પ્રસન્ન બની ગયાં અને માતાને કહેવા લાગ્યો કે હું માતા ! અમારા પિતા મહાન ધુનર્ધર, લોકમાં શ્રેષ્ઠ, લક્ષ્મીવાન, વિશાળ કીર્તિના ધારક છે. તેમણે અનેક અદ્ભુત કાર્ય કર્યા છે, પરંતુ તમને તેમણે વનમાં છોડી દીધાં તે સારું કર્યું નથી. તેથી અમે શીધ્ર જ રામ-લક્ષ્મણનો માનભંગ કરીશું. તમે વિષાદ ન કરો. ત્યારે સીતાએ કહ્યું કે હે પુત્રો! એ તમારા વડીલ છે, તેમની સાથે વિરોધ કરવો યોગ્ય નથી, તમે મનને શાંત કરો. વિનયપૂર્વક જઈને પિતાને પ્રણામ કરો, એ જ નીતિનો માર્ગ છે. ત્યારે પુત્રોએ કહ્યું કે હે માતા! અમારા પિતા શત્રુભાવરૂપ થયા છે, અમે કેવી રીતે જઈને પ્રણામ કરીએ અને દીનતાનાં વચન કેમ કહીએ? હે માતા! અમે તો તમારા પુત્ર છીએ, તેથી રણસંગ્રામમાં અમારું મરણ થાય તો ભલે થાય, પણ યોદ્ધાઓને માટે નિંધ કાયર વચન તો અમે નહિ કહીએ. પુત્રોની વાત સાંભળી સીતા મૌન રહી ગઈ, પરંતુ તેના ચિત્તમાં ચિંતા છે. બન્ને કુમાર સ્નાન કરી, ભગવાનની પૂજા કરી, મંગળ પાઠ પઢી, સિદ્ધોને નમસ્કાર કરી, સીતાને ધૈર્ય આપી, પ્રણામ કરી બેય મહામંગળરૂપ હાથી પર બેઠા-જાણે કે સર્યચંદ્ર પર્વતના શિખર પર ચડયા છે. જેમ રામ-લક્ષ્મણ લંકા ઉપર ચડવા તૈયાર થયા હતા તેમ બન્ને ભાઈ અયોધ્યા ઉપર ચડાઈ કરવા તૈયાર થયા. એમની કૂચના ખબર સાંભળી હજારો યોદ્ધા પુંડરિકપુરમાંથી નીકળ્યા. બધા જ યોદ્ધા પોતપોતાના પડકારા કરતા હતા. આ જાણે કે મારી સેના સારી દેખાય છે અને તે જાણે કે મારી. મોટા દળ સહિત રોજ એક યોજન કૂચ કરે છે, ધરતીનું રક્ષણ કરતાં ચાલે છે, કોઈનું કાંઈ બગાડતા નથી. ધરતી જાતજાતનાં ધાન્યથી શોભે છે. કુમારોનો પ્રતાપ આગળ આગળ વધતો જાય છે. માર્ગમાં આવતા રાજા ભેટ આપીને તેમની સાથે ભળતા જાય છે. દસ હજાર પરિચારકો કોદાળી લઈ આગળ આગળ ચાલતા જાય છે અને ઊંચીનીચી ધરતીને સમતળ કરે છે. કેટલાક હાથમાં કુહાડા લઈને આગળ ચાલે છે. હાથી, ઊંટ, પાડા, બળદ, ખચ્ચર માલસામાન તથા ખજાનો લાદીને આગળ ચાલે છે. મંત્રીઓ આગળ ચાલે છે. યાદા સૈનિકો હરણની જેમ ઊછળતા જાય છે. તુરંગસવારો તેજીથી ચાલ્યા જાય છે, ઘોડાની હણહણાટી સંભળાય છે, ગજરાજની સુવર્ણની સાંકળ અને ઘંટડીઓનો અવાજ થાય છે, તેમના કાન પર ચમર શોભે છે, શંખોનો ધ્વનિ થઈ રહ્યો છે, મોતીઓની ઝાલર પાણીના પરપોટા સમાન અત્યંત શોભે છે. તેના ઉજ્જવળ દાંતોના સ્વર્ણાદિ બંધ બાંધ્યા છે, રત્નસુવર્ણાદિની માળાથી શોભે છે, કાળી ઘટા સમાન ચાલતા પર્વત જેવા પ્રચંડ વેગથી ચાલે છે, તેના પર અંબાડી મૂકી છે, નાના પ્રકારનાં શસ્ત્રોથી શોભે છે અને ગર્જના કરે છે, તેના પર તેજસ્વી સામંતો બેઠા છે, મહાવતો દ્વારા શિક્ષણ પામ્યા છે, પોતાની અને દુશ્મનની સેનાના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૬૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો બીજું પર્વ અવાજ ઓળખે છે. ઘોડેસવારો બખ્તર પહેરી, ખેટ નામનું આયુધ ધારણ કરી આગળ ચાલી રહ્યા છે. ઘોડાની ખરીના ઘાતથી ઊઠેલી રજથી આકાશ વ્યાપ્ત થઈ ગયું છે, એવા શોભે છે જાણે સફેદ વાદળોથી મંડિત છે. પ્યાદા અનેક ચેષ્ટા કરતા ગર્વથી ચાલ્યા જાય છે. શયન, આસન, તાંબુલ, સુગંધ, માળા, વસ્ત્ર, આહાર, વિલેપન વગેરે જાતજાતની સામગ્રી વધતી જાય છે, જેનાથી બધી સેના સુખરૂપ છે, કોઈને કોઈ પ્રકારનો ખેદ નથી. દરેક મુકામે કુમારોની આજ્ઞાથી સારા સારા માણસોને લોકો જાતજાતની વસ્તુઓ આપે છે, તેમને એ જ કામ સોંપ્યું છે, તે બહુ સાવધાન છે. નાના પ્રકારનાં અન્ન, જળ, મિષ્ટાન્ન, લવણ, દૂધ, દહીં, ઘી, અનેક રસની જાતજાતની ખાવાની વસ્તુઓ આદરપૂર્વક આપે છે તો આખી સેનામાં કોઈ દીન, ભૂખ્યો, તુષાતુર, મલિન, ચિંતાતુર દેખાતો નથી. તેનારૂપ સમુદ્રમાં નર-નારી નાના પ્રકારનાં આભરણ પહેરી, સુંદર વસ્ત્રો ધારણ કરી અતિઆનંદિત દેખાય છે. આ પ્રમાણે મહાન વિભૂતિથી મંડિત સીતાના પુત્રો ચાલતા ચાલતા અયોધ્યા આવ્યા, જાણે કે સ્વર્ગમાં ઇન્દ્ર આવ્યા. જે દેશમાં જવ, ઘઉં, ચાવલ આદિ અનેક ધાન્ય ઉગે છે, શેરડીનાં ખેતર ચારેકોર શોભે છે, પૃથ્વી અન્ન, જળ, તૃણથી પૂર્ણ છે, જ્યાં નદીઓના તીરે મુનિઓ સ્થિતિ કરે છે, કમળોનાં સરોવર શોભે છે, પર્વત નાના પ્રકારનાં પુષ્પોથી સુગંધિત થઈ રહ્યા છે, ચારેકોર ગીતના ધ્વનિ સંભળાય છે, ગાય, ભેંસ, બળદો ફરી રહ્યા છે, ગોવાળણી વલોણાં વલોવે છે, ગામ પાસે પાસે છે, નગરો સુરપુર જેવાં શોભે છે. મહાતેજસ્વી વલણાંકુશ દેશની શોભા જોતાં અતિ નીતિથી આવ્યા. કોઈને કોઈ પ્રકારનો ખેદ થયો નહિ. ચાલતા ચાલતા અયોધ્યાની સમીપે આવ્યા. દૂરથી સંધ્યાના વાદળના રંગ સમાન અતિસુંદર અયોધ્યાને જઈ વજજંઘને પૂછ્યું છે મામા! આ અત્યંત તેજસ્વી કઈ નગરી છે? વજજંઘે જવાબ આપ્યો-હે દેવ, આ અયોધ્યાનગરી છે, જેના સુવર્ણ કોટ છે તેનું આ તેજ ભાસે છે. આ નગરીમાં તમારા પિતા બળદેવ રામ બિરાજે છે, જેના લક્ષ્મણ અને શત્રુઘ્ન ભાઈ છે. બન્ને ભાઈ શૂરવીરતાની વાતો કરતા આવી પહોંચ્યા. સૈન્ય અને અયોધ્યાની વચ્ચે સરયૂ નદી છે. બન્ને ભાઈની એવી ઈચ્છા છે કે તરત જ નદી ઉતરીને નગરી લઈ લેવી. જેમ કોઈ મુનિ શીઘ્ર મુક્ત થવા ચાહે તેને મોક્ષની આશારૂપ નદી યથાખ્યાત ચારિત્ર થવા ન દે. આશારૂપ નદીને તરે ત્યારે મુનિ મુક્ત થાય તેમ સરયૂ નદીના યોગથી શીઘ્ર નદીને પાર કરી નગરીમાં પહોંચી ન શકે. પછી જેમ નંદનવનમાં દેવોની સેના ઊતરે તેમ નદીના ઉપવનાદિમાં સૈન્યના તંબુ ખોડડ્યા. પછી શત્રુની સેના નજીક આવી છે તે સાંભળીને રામ-લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા, બન્ને ભાઈ પરસ્પર બતાવે છે કે આ કોઈ યુદ્ધ કરવા આપણી નજીક આવ્યા છે તે મરવા ઈચ્છે છે. વાસુદેવે વિરાધિતને આજ્ઞા કરી, યુદ્ધના નિમિત્તે શીધ્ર સેના એકઠી કરો, વિલંબ ન થાય, કપિની ધજાવાળા, હાથીની, બળદની, સિંહની ધજાવાળા વિદ્યાધરોને વેગથી બોલાવો. તે જ સમયે સુગ્રીવ, આદિ અનેક રાજાઓ પર દૂત મોકલ્યા. દૂત પહોંચતાં જ બધા વિધાધરો મોટી સેના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #591 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૭૦ એકસો બીજું પર્વ પદ્મપુરાણ સાથે અયોધ્યા આવ્યા. ભામંડળ પણ આવ્યો. ભામંડળને અત્યંત વ્યાકુળ જોઈ તરત જ સિદ્ધાર્થ અને નારદે જઈને કહ્યું કે આ સીતાના પુત્ર છે, સીતા પુંડરિકપુરમાં છે. ત્યારે આ વાત સાંભળીને તે બહુ દુ:ખી થયો, કુમારો અયોધ્યા પર ચડ્યા તેથી આશ્ચર્ય પામ્યો અને એમનો પ્રતાપ સાંભળી હર્ષ પામ્યો. મનના વેગ સમાન વિમાનમાં બેસી પરિવાર સહિત તે પુંડરિકપુર ગયો અને બહેનને મળ્યો. સીતા ભામંડળને જોઈ અત્યંત મોહ પામી, આંસુ સારતી વિલાપ કરતી રહી અને પોતાને ઘરમાંથી કાઢવાનો તથા પુંડરિકપુર આવવાનો બધો વૃત્તાંત કહ્યો. ભામંડળે બહેનને ધૈર્ય બંધાવી કહ્યું, હે બહેન! તારા પુણ્યના પ્રભાવથી બધું સારું થશે. કુમાર અયોધ્યા ગયા તે સારું નથી કર્યું, કારણ કે જઈને તેમણે બળભદ્ર નારાયણને ક્રોધ ઉપજાવ્યો છે. રામ-લક્ષ્મણ બન્ને ભાઈ પુરુષોત્તમ દેવોથી પણ ન જિતાય એવા મહાન યોદ્ધા છે અને કુમારો તથા તેમની વચ્ચે યુદ્ધ ન થાય એવા ઉપાય કરીએ, માટે તમે પણ ચાલો. પછી સીતા પુત્રોની પત્નીઓ સાથે ભામંડળના વિમાનમાં બેસીને નીકળી. રામલક્ષ્મણ ક્રોધથી રથ, ઘોડા, હાથી, પાયદળ, દેવ, વિધાધરોથી મંડિત, સમુદ્ર સમાન સેના લઈને બહાર નીકળ્યા અને અશ્વ જોડેલા રથમાં બેઠા. મહાપ્રતાપી શત્રુઘ્ન મોતીના હારથી જેની છાતી શોભે છે તે રામની સાથે આવ્યા. કૃતાંતવક આખી સેનાનો નાયક થયો. - જેમ ઇન્દ્રની સેનાનો અગ્રણી હૃદયકેશી નામનો દેવ હોય છે. તેનો રથ ખૂબ શોભતો હતો. દેવોના વિમાન જેવા રથમાં બેસી સેનાપતિ ચતુરંગ સેના લઈ ચાલ્યો જાય છે, જેની શ્યામ ધજા શત્રુઓથી જોઈ શકાતી નથી. તેની પાછળ ત્રિમૂર્ન, વહ્મિશીખ, સિંહવિક્રમ, દિર્ઘભુજ, સિહોદર, સુમેરુ, બાલખિલ્ય, રૌદ્રભૂત, વજકર્ણ, પૃથુ, મારદમન, મૃગેન્દ્રદેવ ઈત્યાદિ પાંચ હજાર નૃપતિ કૃતાંતવક્રની સાથે અગ્રેસર થયા. બંદીજનો તેનાં બિરૂદ ગાય છે. એ ઉપરાંત અનેક રઘુવંશી કુમારો, જેમણે અનેક યુદ્ધ જોયાં છે, જેમની દષ્ટિ શસ્ત્રો પર છે, જેમને યુદ્ધનો ઉત્સાહુ છે, જે સ્વામીભક્તિમાં તત્પર છે તે ધરતીને કંપાવતા શીધ્ર નીકળ્યા. કેટલાક નાના પ્રકારના રથોમા બેઠા, કેટલાક પર્વત સમાન ઊંચા કાળી ઘટા સમાન હાથી પર બેઠા, કેટલાક સમુદ્રના તરંગ જેવા ચંચળ અશ્વો પર બેઠા ઈત્યાદિ અનેક વાહનો પર બેસી યુદ્ધ માટે નીકળ્યા. વાજિંત્રોના અવાજથી દશે દિશા વ્યાપ્ત થઈ છે. બખ્તર પહેરી, ટોપ ધારણ કરી, ક્રોધથી ભરેલાં તેમનાં ચિત્ત છે. લવ-અંકુશ પરસેનાનો અવાજ સાંભળી યુદ્ધ માટે તૈયાર થયા. વજજંઘને આજ્ઞા કરી. કુમારની સેનાના માણસો યુદ્ધ માટે તૈયાર હતા જ. પ્રલયકાળના અગ્નિ સમાન મહાપ્રચંડ અંગ, બંગ, નેપાળ, બર્બર, પોં, માગધ, પારસેલ, સિંહલ કલિંગ ઈત્યાદિ અનેક દેશોના રાજા રત્નાકને મુખ્ય કરી અગિયાર હજાર ઉત્તમ તેજના ધારક યુદ્ધ માટે તૈયાર થયા. બન્ને સેનાઓનો સંઘર્ષ થયો. બન્ને સેનાઓના સંગ્રામમાં દેવો તથા અસુરોને આશ્ચર્ય ઉપજે એવો ભયંકર પ્રલયકાળનો સમુદ્ર ગાજે તેવો ધ્વનિ થયો. પરસ્પર અવાજ આવતા હતા- શું જોઈ રહ્યો છે? પ્રથમ પ્રહાર કેમ નથી કરતો? મારી ઈચ્છા તારા ઉપર પ્રથમ પ્રહાર કરવાની નથી તેથી તું જ પ્રથમ પ્રહાર કર. કોઈ કહે છે-એક ડગલું આગળ આવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #592 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો બીજું પર્વ ૫૭૧ જેથી શસ્ત્ર ચલાવું. કોઈ સાવ પાસે આવી જાય છે ત્યારે કહે છે-ખંજર અને કટારી હાથમાં લ્યો, અત્યંત નજીક આવતાં બાણનો સમય નથી. કોઈ કાયરને જોઈ કહે છે, તું કેમ ધ્રુજે છે, હું કાયરને નહિ મારું, તો આવો જા, આગળ મહાયોદ્ધા ઊભા છે તેની સાથે લડવા દે. કોઈ નિરર્થક બરાડા પાડે છે તેને સામંતો કહે છે-હું ક્ષુદ્ર! શા માટે વૃથા ગાજે છે. ગાજવામાં સામતપણું નથી, જો તારામાં સામર્થ્ય હોય તો આગળ આવ, તારી યુદ્ધની ભૂખ મટાડું. આ પ્રમાણે યોદ્ધાઓમાં પરસ્પર વચનાલાપ થઈ રહ્યો છે. તલવાર ઘૂમે છે. ભૂમિગોચરી અને વિદ્યાધર બધા જ આવ્યા છે. ભામંડળ, વીર, પવનવેગ, મૃગાંક, વિધુધ્વજ ઈત્યાદિ મોટા મોટા વિધાધરો મોટી સેના સહિત આવ્યા છે. તે બધા રણમાં પ્રવીણ છે, પણ લવણ-અંકુશના સમાચાર સાંભળી યુદ્ધથી પરાડમુખ શિથિલ થઈ ગયા અને બધી બાબતોમાં પ્રવીણ હનુમાન પણ સીતા-પુત્રને જાણીને યુદ્ધથી શિથિલ થઈ ગયો. વિમાનના શિખર પર બેઠેલી જાનકીને જોઈ બધા જ વિધાધરો હાથ જોડી, મસ્તક નમાવી, પ્રણામ કરી મધ્યસ્થ થઈ ગયા. સીતા બન્ને સેનાને જોઈને રોમાંચિત થઈ ગઈ, તેનું શરીર ધ્રુજવા લાગ્યું. જેની ધ્વજા પવનથી ફરફરતી લહુલહાટ કરે છે એવા લવણઅંકુશ રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. રામને સિંહની ધ્વજા છે, લક્ષ્મણને ગરુડની ધ્વજા છે, બન્ને કુમાર યોદ્ધા રામ-લક્ષ્મણ સાથે લડે છે. આવતાં જ લવણે શ્રી રામની ધ્વજા છેદી અને ધનુષ્ય તોડી નાખ્યું. પછી પ્રચંડ પરાક્રમી રામ બીજા રથ પર ચડી ક્રોધથી ભૂકુટિ ચડાવી ગ્રીષ્મના સૂર્ય સમાન તેજસ્વી જેમ ચમરેન્દ્ર પર ઇન્દ્ર જાય તેમ ગયા. જાનકીનંદન લવણ યુદ્ધની મહેમાનગતિ કરવા રામની સન્મુખ આવ્યો. રામ અને લવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આણે એના શસ્ત્રો છેધા, તેણે આનાં. જેવું રામ-લવણ વચ્ચે યુદ્ધ થયું તેવું જ અંકુશ અને લક્ષ્મણનું થયું. આમ પરસ્પર બન્ને જોડી લડયા ત્યારે પરસ્પર યોદ્ધાઓ પણ લડયા. ઘોડાઓ રણરૂપ સમુદ્રના તરંગ સમાન ઊછળતા હતા. કોઈ યોદ્ધો પ્રતિપક્ષીનું તૂટેલું બખ્તર જોઈ દયાથી મૌન રહી ગયો, કેટલાક યોદ્ધાઓ ના પાડવા પરસેનામાં પેઠા અને સ્વામીનું નામ ઉચ્ચારતાં પરચક્ર સાથે લડવા લાગ્યા, કેટલાક સુભટો મત્ત હાથીઓ સાથે ભિડાયા, કેટલાક હાથીઓના દાંતરૂપ શય્યા પર સુખપૂર્વક રણ-નિદ્રા લેવા લાગ્યા, કેટલાક મહાભટના અશ્વ મરી ગયા એટલે પગપાળા જ લડવા લાગ્યા, કોઈનાં શસ્ત્ર તુટી ગયાં તો પણ પાછા ન ફર્યા, હાથ વડે મુષ્ટિપ્રહાર કરવા લાગ્યા. કોઈ સામત બાણ ચલાવવાનું ચૂકી ગયા, તેને પ્રતિપક્ષી કહેવા લાગ્યા કે ચલાવ ફરીથી, તે લજ્જાથી ચલાવી ન શક્યા. કોઈ નિર્ભયચિત્ત પ્રતિપક્ષીને શસ્ત્રરહિત દેખી પોતે પણ શસ્ત્ર તજી ભુજાઓથી યુદ્ધ કરવા લાગ્યા. તે યૌદ્ધાઓએ રણસંગ્રામમાં પ્રાણ આપ્યા. પણ પીઠ ન દીધી. જ્યાં સુધીરનો કાદવ થઈ ગયો છે, રથનાં પૈડા ડૂબી ગયાં છે, સારથી શીઘ્ર ચલાવી શકતા નથી, પરસ્પર શસ્ત્રોના પડવાથી અગ્નિ ખરી રહ્યો છે અને હાથીઓની સૂંઢના છાંટા ઊછળે છે. સામંતોએ હાથીના કુંભસ્થળ વિદાર્યા છે, સામંતોના ઉરસ્થળ વિદાર્યા છે, હાથી કામમાં આવી ગયા છે તેનાથી માર્ગ અટકી ગયો છે, હાથીઓનાં મોતી વિખેરાઈ રહ્યા છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #593 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭૨ એકસો ત્રીજું પર્વ પદ્મપુરાણ તે યુદ્ધ એવું ભયંકર થયું જ્યાં સામંત પોતાનું શિર આપીને યશરૂપ રત્ન ખરીદવા લાગ્યા. જ્યાં મૂચ્છિત બનેલ પર કોઈ ઘા નથી કરતા, નિર્બળ પર ઘાત નથી કરતા, જ્યાં સુભટોનું યુદ્ધ થાય છે, મહાયુદ્ધ કરનાર યોદ્ધાઓને જીવવાની આશા નથી. ક્ષોભ પામેલો સમુદ્ર ગર્જે તેવો અવાજ ક્યાં થઈ રહ્યો છે તે સંગ્રામ સમાન રસવાળો થઈ ગયો. ભાવાર્થ - ન આ સેના હુટી, ન પેલી સેના ખસી. યોદ્ધાઓમાં પરસ્પર જૂનાધિકતા દેખાઈ નહિ, કેવા છે યોદ્ધા? જેમની પરમભક્તિ પોતાના સ્વામી પ્રત્યે છે. સ્વામીએ આજીવિકા આપી હતી તેના બદલામાં એ પોતાનું જીવન દેવા ચાહે છે, જેને પ્રચંડ રણની ચળ ઊપડી છે, સૂર્ય સમાન તેજ ધારણ કરી તે સંગ્રામના ધુરંધરો થયા. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશનું રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ વર્ણવતું એકસો બીજું પર્વ પૂર્ણ થયું. * * * એકસો ત્રીજું પર્વ (રામ-લક્ષ્મણનો લવણ-અંકુશ સાથે પરિચય) પછી ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! હવે જે હકીકત બની તે સાંભળો. અનંગલવણના સારથિ રાજા વજજંઘ અને મદનાંકુશના રજા પૃથુ છે. રામના સારથિ કૃતાંતવક્ર અને લક્ષ્મણના વિરાધિત. શ્રી રામે વજાવ ધનુષ્ય ચડાવી કૃતાંતવક્રને કહ્યું હવે તમે શીધ્ર જ શત્રુ પર રથ ચલાવો, ઢીલ ન કરો ત્યારે તેણે કહ્યું કે હે દેવ! આ ઘોડા નરવીરનાં બાણોથી જર્જરિત થઈ ગયા છે, એનામાં તેજ નથી, જાણે કે ઊંઘી ગયા છે, તે તુરંગ લોહીની ધારાથી ધરતીને રંગે છે, જાણે કે પોતાનો અનુરાગ પ્રભુને દેખાડે છે અને મારી ભુજા એના બાણોથી ભેદાઈ ગઈ છે, બખ્તર તૂટી ગયું છે. ત્યારે શ્રી રામે કહ્યું કે મારું ધનુષ્ય પણ યુદ્ધકાર્ય કરવા અશક્ત એવું થઈ ગયું છે કે જાણે ચિત્રનું ધનુષ્ય હોય અને આ મૂશળ પણ કાર્યરહિત થઈ ગયું છે. દુર્નિવાર જે શત્રુરૂપ ગજરાજ તેને માટે અંકુશ સમાન આ હળ પણ શિથિલ બન્યું છે. શત્રુના પક્ષને માટે ભયંકર મારા અમોધ શસ્ત્રો જેમની હજાર હજાર યક્ષો રક્ષા કરે છે તે શિથિલ થઈ ગયાં છે, શત્રુ પર ચાલે એવું શસ્ત્રોનું સામર્થ્ય રહ્યું નથી. ગૌતમ સ્વામી કહે છે-હું શ્રેણિક! જેવાં અનંગલવણની આગળ રામનાં શસ્ત્રો નિરર્થક થઈ ગયાં છે તેવાં જ મદનાંકુશની આગળ લક્ષ્મણનાં શસ્ત્રો કાર્યરહિત થઈ ગયાં છે. તે બન્ને ભાઈ તો જાણે છે કે આ રામ-લક્ષ્મણ તો અમારા પિતા અને કાકા છે તેથી તેઓ તો એમનું શરીર બચાવીને બાણ ચલાવે છે અને આ તેમને ઓળખતા નથી તેથી શત્રુ સમજીને બાણ ચલાવે છે. લક્ષ્મણ દિવ્યાસ્ત્રનું સામર્થ્ય તેમના પર ચાલતું નથી એમ જાણીને શર, ચક્ર, ખગ્ન, અંકુશ ચલાવતા હતા તેથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #594 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ત્રીજું પર્વ ૫૭૩ અંકુશે વજદંડથી લક્ષ્મણનાં આયુધો નિષ્ફળ કર્યા અને રામે ચલાવેલાં આયુધોને લવણે નિષ્ફળ કર્યા. પછી લવણ રામ તરફ શેલ ફેંકી અને અંકુશે લક્ષ્મણ પર. તે એવી નિપુણતાથી પ્રહાર કર્યો હતો કે બન્નેને મર્મસ્થાન પર ન વાગે, સામાન્ય ચોટ લાગી. લક્ષ્મણના નેત્ર ફરવા લાગ્યાં તેથી વિરાધિત રથ અયોધ્યા તરફ ફેરવ્યો. પછી લક્ષ્મણે સચેત થઈને ક્રોધથી વિરાતિને કહ્યું કે હું વિરાધિત ! તે શું કર્યું? મારો રથ પાછો વાળ્યો? હવે ફરીથી રથને શત્રુની સામે લ્યો, રણમાં પીઠ ન બતાવાય. શૂરવીરોને શત્રુની સામે મરણ સારું, પણ પીઠ બતાવવી એ મહાનિંધ છે. એવું કર્મ શૂરવીરોને યોગ્ય નથી. જે દેવ અને મનુષ્યોથી પ્રશંસાયોગ્ય હોય તે કાયરતાને કેમ ભજે? હું દશરથનો પુત્ર રામનો ભાઈ, વાસુદેવ, પૃથ્વી પર પ્રસિદ્ધ, સંગ્રામમાં પીઠ કેમ બતાવું? આથી વિરાધિત રથને યુદ્ધ સન્મુખ કર્યો. લક્ષ્મણ અને મદનાંકુશ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. લક્ષ્મણે ક્રોધથી મહાભયંકર ચક્ર હાથમાં લીધું, તે વાળારૂપ દેખી ન શકાય તેવું ગ્રીષ્મના સૂર્ય જેવું અંકુશ પર ચલાવ્યું. તે અંકુશ સમીપે પહોંચતાં પ્રભાવરહિત થઈ ગયું અને પાછું ફરીને લક્ષ્મણના હાથમાં આવ્યું. લક્ષ્મણે ફરીવાર ચક્ર ચલાવ્યું તે પણ પાછું આવ્યું. આ પ્રમાણે વારંવાર પાછું આવ્યું. પછી અંકુશે હાથમાં ધનુષ લીધું. તે વખતે અંકુશને અત્યંત તેજસ્વી જોઈને લક્ષ્મણના પક્ષના બધા સામંતો આશ્ચર્ય પામ્યા. આ મહાપરાક્રમી અર્ધચક્રવર્તી જભ્યો; લક્ષ્મણે કોટિશિલા ઉપાડી હતી; તેમને એવો વિચાર આવ્યો કે મુનિનાં વચન, જિનશાસનનું કથન, બીજી રીતે કેમ થાય? લક્ષ્મણે પણ મનમાં માની લીધું કે આ બળભદ્ર નારાયણ જન્મ્યા છે, આથી પોતે લજિત થઈ યુદ્ધની ક્રિયાથી શિથિલ થયા. પછી લક્ષ્મણને શિથિલ જોઈ નારદના કહેવાથી સિદ્ધાર્થે લક્ષ્મણની પાસે જઈને કહ્યું કે વાસુદેવ તમે જ છો, જિનશાસનનાં વચન સુમેરુથી પણ અતિ નિશ્ચળ હોય છે. આ કુમાર જાનકીના પુત્ર છે. એ ગર્ભમાં હતા ત્યારે જાનકીને વનમાં તજી હતી. તે તમારાં અંગ છે, તેથી એમના ઉપર ચકાદિક શસ્ત્ર ચાલે નહિ. પછી લક્ષ્મણે બન્ને કુમારોના વૃત્તાંત સાંભળી, હર્ષિત થઈ હાથમાંથી હથિયાર હેઠા મૂકી દીધાં., બખ્તર દૂર કર્યું, સીતાના દુઃખથી આંસુ પાડવા લાગ્યાં અને તેમનાં નેત્ર ફરવા લાગ્યા. રામ શસ્ત્ર ફેંકી બખ્તર ઉતારી મોહથી મૂચ્છિત થયા, તેમને ચંદન છાંટી સચેત કર્યા. પછી સ્નેહથી ભર્યા પુત્રો પાસે ચાલ્યા. પુત્ર રથમાંથી ઉતરી હાથ જોડી, શિર નમાવી પિતાના પગમાં પડ્યા. શ્રી રામ સ્નેહથી દ્રવીભૂત થયા, પુત્રોને હૃદય સાથે ચાંપી વિલાપ કરવા લાગ્યા. રામ કહે છેઅરેરે, પુત્રો! મંદબુદ્ધિવાળા મેં ગર્ભમાં રહેલા તમને સીતા સહિત ભયંકર વનમાં તજ્યા, તમારી માતા નિર્દોષ છે. અરેરે પુત્રો! કોઈ મહાન પુણ્યથી મને તમારા જેવા પુત્રો મળ્યા, તે ઉદરમાં હતા ત્યારે ભયંકર વનમાં કષ્ટ પામ્યા. હે વત્સ ! આ વજજંઘ વનમાં ન આવત તો હું તમારા મુખરૂપ ચંદ્રમાને કેમ જોઈ શકત? હે બાળકો ! આ દિવ્ય અમોધ શસ્ત્રોથી તમે ન હણાયા તે પુણ્યના ઉદયથી દેવોએ સહાય કરી. અરેરે, મારા અંગમાંથી ઉત્પન્ન થનાર! મારાં બાણથી વીંધાઈને તમે રણક્ષેત્રમાં પડયા હોત તો જાનકી શું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #595 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭૪ એકસો ત્રીજું પર્વ પદ્મપુરાણ કરત? બધાં દુઃખોમાં ઘરમાંથી બહાર કાઢવાનું દુઃખ સૌથી મોટું છે. તમારી માતા ગુણવાન, વ્રતી, પતિવ્રતા છતાં મેં તેને વનમાં તજી અને તમારા જેવા પુત્ર ગર્ભમાં હતા. આ કામ મેં સાવ સમજ્યા વિના કર્યું. કદાચ યુદ્ધમાં તમારું અવસાન થયું હોત તો મને ચોક્કસ ખાતરી છે કે શોકથી વિહ્વળ જાનકી જીવત નહિ. રામે આ પ્રમાણે વિલાપ કર્યો. પછી કુમારોએ વિનયથી લક્ષ્મણને પ્રણામ કર્યા. લક્ષ્મણે સીતાના શોકથી વિહ્વળ થઈ, આંસુ વહાવતાં સ્નેહથી બન્ને કુમારોને છાતીએ લગાડ્યા. શત્રુઘ્ન આદિ આ સમાચાર સાંભળી ત્યાં આવ્યા, કુમારોએ તેમનો યથાયોગ્ય વિનય કર્યો. તે હૃદય સાથે ભેટીને મળ્યા, પરસ્પર અત્યંત પ્રેમ ઉત્પન્ન થયો. બન્ને સેનાના માણસો પરસ્પર હેતથી મળ્યા, કેમ કે જો સ્વામીને સ્નેહ થાય તો સેવકોને પણ થાય. સીતા પુત્રોનું માહાભ્ય જોઈ અતિ હર્ષ પામી વિમાનમાર્ગ પાછી પુંડરિકપુર ગઈ. ભામંડળ વિમાનમાંથી ઊતરી સ્નેહભર્યો, આંસુ સારતો ભાણેજોને મળ્યો, ખૂબ હર્ષ પામ્યો. હનુમાન પણ પ્રેમપૂર્વક હૃદય સાથે ભેટીને મળ્યા અને વારંવાર કહ્યું, સારું થયું, સારું થયું. વિભીષણ, સુગ્રીવ, વિરાધિત બધા જ કુમારોને મળ્યા, પરસ્પર હિતની વાતો થઈ, ભૂમિગોચરી અને વિધાધર બધા જ મળ્યા. દેવો પણ આવ્યા, બધાને આનંદ થયો. રામ પુત્રોને મેળવીને અતિઆનંદ પામ્યા. આખી પૃથ્વી મળવા કરતાય પુત્રલાભને અધિક માન્યો. રામનો હર્ષ કહી શકાય તેમ નથી. વિદ્યાધરીઓ આકાશમાં નૃત્ય કરવા લાગી. ભૂમિગોચરી સ્ત્રીઓ પૃથ્વી પર નૃત્ય કરતી હતી. લક્ષ્મણે પોતાને કૃતાર્થ માન્યા, જાણે કે આખો લોક જીતી લીધો. હર્ષથી તેમની આંખો ખીલી ઊઠી હતી. રામે મનમાં વિચાર્યું કે હું સગર ચક્રવર્તી સમાન છું અને બન્ને પુત્રો ભીમ અને ભગીરથ સમાન છે. રામને વજજંઘ પર ખૂબ પ્રેમ થયો. તેમણે કહ્યું કે તમે મારા માટે ભામંડળ સમાન છો. અયોધ્યાપુરી તો પહેલેથી જ સ્વર્ગપુરી જેવી હતી અને કુમારોના આવવાથી અતિ શોભાયમાન બની-જેમ સુંદર સ્ત્રી સહેજે જ શોભે છે અને શૃંગારાદિ કરે ત્યારે અત્યંત શોભે છે. શ્રી રામ-લક્ષ્મણ અને બન્ને પુત્રો સાથે પુષ્પક વિમાનમાં બિરાજ્યા. સૂર્ય જેવી જ્યોતિવાળા રામ-લક્ષ્મણ અને બન્ને કુમારો અદ્દભુત આભૂષણ પહેરી જાણે સુમેરુના શિખર પર મહામેઘ વીજળીના ચમકારા સહિત રહ્યા હોય તેવા શોભે છે. ભાવાર્થ-વિમાન તે સુમેરુનું શિખર અને લક્ષ્મણ મહામેઘનું સ્વરૂપ અને રામ તથા બન્ને પુત્રો તે વીજળી સમાન ભાસતા હતા. એ વિમાનમાં બેસી નગરની બહાર ઉધાનમાં જિનમંદિરનાં દર્શન કરવા ગયા. નગરના કોટ પર ઠેકઠેકાણે ધજા ચડાવી છે, જે જોતાં જોતાં અનેક રાજાઓ સાથે જાય છે, સ્ત્રીઓ ઝરુખામાં બેસી તેમને જોઈ રહી છે. લવણઅંકુશને જોવાનું બધાને કુતૂહલ છે, નેત્રરૂપ અંજલિથી લવણ-અંકુશની સુંદરતારૂપ અમૃતનું પાન કરે છે, પણ તૃપ્ત થતા નથી. નગરમાં સ્ત્રી-પુરુષોની એવી ભીડ છે કે કોઈના હાર-કુંડળ દેખાતાં નથી. સ્ત્રીઓ પરસ્પર વાતો કરે છે. કોઈ કહે છે-હે માતા, જરાક મુખ આ તરફ કરો, મને કુમારોને જોવાનું કૌતુક છે, હું અખંડ કૌતુક! તે તો ઘણી વાર સુધી જોયા, હવે અમને જોવા દો, તારું શિર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #596 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ચોથું પર્વ ૫૭૫ નીચું કર, જેથી અમને દેખાય, ઊંચું માથું શા માટે કરી રહી છો ? કોઈ કહે છે–તારા શિરના કેશ વિખરાઈ ગયા છે તેને સરખા કર. કોઈ કહે છે-હે ચંચળ ચિત્તવાળી! તું શા માટે અમારા પ્રાણોને પીડા ઉપજાવે છે? તું જતી નથી કે આ ગર્ભવતી સ્ત્રી ઊભી છે, પીડિત છે. કોઈ કહે છે-જરા આઘી જા, શું અચેતન થઈ ગઈ છે, કુમારોને જોવા દેતી નથી. આ બન્ને રામચંદ્રના પુત્રો રામદેવની પાસે બેઠા છે, તેમના લલાટ અષ્ટમીના ચંદ્ર સમાન છે. કોઈ પૂછે છે-આમાં લવણ કોણ અને અંકુશ કોણ? આ તો બન્ને સરખા લાગે છે. ત્યારે કોઈ કહે છે-આ લાલ વસ્ત્ર પહેર્યું છે તે લવણ છે અને આ લીલું વસ્ત્ર પહેર્યું છે તે અંકુશ છે. જેમણે આ પુત્રોને જન્મ આપ્યો તે મહાપુણ્યવતી સીતાને ધન્ય છે. કોઈ કહે છે ધન્ય છે તે સ્ત્રી, જેણે આવા પતિ મેળવ્યા છે. સ્ત્રીઓ એકાગ્રચિત્તથી આ પ્રમાણે વાતો કરે છે. સૌનું ચિત્ત કુમારોને જોવામાં છે. ખૂબ ભીડ થઈ ગઈ. તે ભીડમાં કોઈના ગાલ પર કોઈના કર્ણાભરણની અણી વાગી, પણ તેને ખબર ન પડી. કોઈની કાંચીદામ જતી રહી તેની ખબર ન પડી, કોઈના મોતીના હાર તૂટ્યા અને મોતી વિખરાઈ ગયાં, જાણે કુમાર આવ્યા તેથી આ પુષ્પ વરસે છે. કોઈની નેત્રોની પલક બિડાતી નથી, સવારી દૂર ચાલી ગઈ તો પણ તે તરફ જુએ છે. નગરની ઉત્તમ સ્ત્રીઓરૂપી વેલ પરથી પુષ્પવૃષ્ટિ થઈ અને પુષ્પોની મકરંદથી માર્ગ સુવાસિત બની ગયો છે. શ્રી રામ ખૂબ શોભા પામ્યા, પુત્રો સહિત વનનાં ચૈત્યાલયોના દર્શન કરી પોતાના મહેલમાં આવ્યા. પોતાના પ્યારા પુત્રોના આગમનના ઉત્સાહથી મહેલ સુખરૂપ બની ગયો છે તેનું વર્ણન ક્યાં સુધી કરીએ ? પુણ્યરૂપી સૂર્યના પ્રકાશથી જેમના મનકમળ ખીલ્યાં છે એવા મનુષ્ય અદ્દભુત સુખ પામે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના મેળાપનું વર્ણન કરનાર એકસો ત્રીજું પર્વ પૂર્ણ થયું. * * * એકસો ચોથું પર્વ (સીતાના શીલની પરીક્ષા માટે તેને અગ્નિકુંડમાં પ્રવેશવાની રામની આજ્ઞા) પછી વિભીષણ, સુગ્રીવ અને હનુમાને મળીને રામને વિનંતી કરી કે હે નાથ ! અમારા ઉપર કૃપા કરો, અમારી વિનંતી માનો, જાનકી દુઃખી રહે છે તેથી તેને અહીં લાવવાની આજ્ઞા કરો ત્યારે રામ દીર્ઘ ઉષ્ણ નિસાસો નાખીને ક્ષણમાત્ર વિચારીને બોલ્યા કે હું સીતાને દોષરહિત માનું છું, તેનું ચિત્ત ઉત્તમ છે. પરંતુ લોકાપવાદથી તેને ઘરમાંથી કાઢી છે, હવે તેને કેવી રીતે બોલાવું? તેથી લોકોને પ્રતીતિ ઉપજાવીને જાનકી આવે તો અમારો અને તેનો સહવાસ થઈ શકે, અન્યથા કેવી રીતે થાય? તેથી બધા દેશના રાજાઓને બોલાવો, બધા ભૂમિગોચરી અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #597 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૭૬ એકસો ચોથું પર્વ પદ્મપુરાણ વિદ્યાધરો આવે, બધાના દેખતા સીતા શપથ લઈને શુદ્ધ થઈ મારા ઘરમાં પ્રવેશ કરે. જેમ શચિ ઇન્દ્રના ઘરમાં પ્રવેશ કરે. ત્યારે બધાએ કહ્યું કે આપ જેમ આજ્ઞા કરશો તે પ્રમાણે જ થશે. પછી બધા દેશના રાજાઓને બોલાવવામાં આવ્યા. તે બાળ, વૃદ્ધ, સ્ત્રી, પરિવાર સહિત અયોધ્યા નગરમાં આવ્યા. જેણે સૂર્યને પણ જોયો નહોતો, ઘરમાં જ રહેતી એવી સ્ત્રીઓ પણ આવી. બીજા લોકોની તો શી વાત? અનેક પ્રસંગોના જાણનાર વૃદ્ધો દેશમાં જે અગ્રણી હતા તે બધા દેશમાંથી આવ્યા. કોઈ ઘોડા પર બેસીને, કોઈ રથમાં બેસીને, કોઈ પાલખી કે અનેક પ્રકારનાં વાહનો દ્વારા આવ્યા. વિધાધરો આકાશમાર્ગે વિમાનમાં બેસીને આવ્યા અને ભૂમિગોચરી જમીનમાર્ગે આવ્યા જાણે કે જગત જંગમ થઈ ગયું. રામની આજ્ઞાથી જે અધિકારી હતા તેમણે નગરની બહાર લોકોને રહેવા માટે તંબુ ઊભા કરાવ્યા અને અનેક વિશાળ મહેલો બનાવ્યા. તેના મજબૂત થાંભલા ઉપર ઊંચા મંડપો, વિશાળ ઝરુખા, સુંદર જાળીઓ ગોઠવી, જેમાં સ્ત્રીઓ અને પુરુષો ભેગા થયા. પુરુષો યોગ્ય સ્થાને બેઠા, સૌને સીતાના શપથ લેતી વખતનું દશ્ય જોવાની અભિલાષા હતી. જેટલા માણસો આવ્યા તે બધાની સર્વ પ્રકારની મહેમાનગતિ રાજ્યના અધિકારીઓએ કરી. બધાને શય્યા, આસન, ભોજન, તાંબુલ, વસ્ત્ર, સુગંધ, માળાદિક બધી સામગ્રી રાજદ્વારેથી પહોંચી, બધાની સ્થિરતા કરવામાં આવી. રામની આજ્ઞાથી ભામંડળ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, વિરાધિત, રત્નજટી એ મોટા મોટા રાજાઓ આકાશમાર્ગ ક્ષણમાત્રમાં પુંડરિકપુર ગયા. તે બધી સેનાને નગરની બહાર રાખી પોતે જ્યાં જાનકીને રાખી હતી ત્યાં આવ્યા, જય જય શબ્દ બોલીને પુષ્પાંજલિ ચડાવીને ચરણોમાં પ્રણામ કરી અતિવિનયપૂર્વક આંગણામાં બેઠા. ત્યારે સીતા આંસુ સારતી પોતાની નિંદા કરવા લાગીદુર્જનોનાં વચનરૂપ દાવાનળથી મારાં અંગ ભસ્મ થઈ ગયાં છે તે ક્ષીરસાગરના જળસીંચનથી પણ શીતળ થાય તેમ નથી. ત્યારે તેમણે કહ્યું કે હે દેવી! ભગવતી ! હવે આપ શોક તજો. આપના મનમાં સમાધાન કરો. આ પૃથ્વી પર એવો કોણ મનુષ્ય છે જે આપનો અપવાદ કરે એવું કોણ છે જે પૃથ્વીને પણ ચલિત કરે? અને અગ્નિની શિખાને પીવે તથા સુમેરુને ઊંચકવાનો ઉદ્યમ કરે, જીભથી સૂર્યચંદ્રને ચાટે? એવો કોઈ નથી. આપના ગુણરૂપ રત્નોના પર્વતને કોઈ ચલાવી શકે નહિ. જે તમારા જેવી મહાસતીઓની નિંદા કરે તેની જીભના હજાર ટુકડા કેમ ન થઈ જાય? જે કોઈ ભરતક્ષેત્રમાં અપવાદ કરશે તે દુષ્ટોનો અમે સેવકો મોકલી નાશ કરીશું. જે વિનયી તમારા ગુણ ગાવામાં અનુરાગી છે તેમનાં ઘરોમાં રત્નવૃષ્ટિ કરીશું. આ પુષ્પક વિમાન શ્રી રામચંદ્ર મોકલ્યું છે. તેમાં આનંદપૂર્વક બેસી અયોધ્યા તરફ ગમન કરો. જેમ ચંદ્રકળા વિના આકાશ ન શોભે, દીપક વિના ઘર ન શોભે, શાખા વિના વૃક્ષ ન શોભે તેમ આખો દેશ, નગર અને શ્રી રામનું ઘર તમારા વિના શોભતું નથી. હું રાજા જનકની પુત્રી ! આજે રામનું મુખચંદ્ર જુઓ. હે પતિવ્રતે! તમારે પતિનું વચન અવશ્ય માનવું. જ્યારે તેમણે આમ કહ્યું ત્યારે સીતા મુખ્ય સહેલીઓને લઈ પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ. શીધ્ર સંધ્યાના સમયે આવી. સૂર્યાસ્ત થઈ ગયો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #598 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ચોથું પર્વ ૫૭૭ તેથી મહેન્દ્રોદય નામના ઉદ્યાનમાં રાત્રિ વિતાવી. પહેલાં રામ સહિત અયોધ્યા આવતી વખતે જે વન મનોહર લાગ્યું હતું તે હવે રામ વિના રમણીય ન લાગ્યું. પછી સૂર્યોદય થયો, કમળો ખીલ્યાં. જેમ રાજાના કિંકરો પૃથ્વી ૫૨ ફરે તેમ સૂર્યનાં કિરણો પૃથ્વી પર ફેલાઈ ગયાં. જેમ શપથથી અપવાદ દૂર થાય તેમ સૂર્યના પ્રતાપથી અંધકાર દૂર થયો. ત્યારે સીતા ઉત્તમ સ્ત્રીઓ સાથે હાથણી ૫૨ બેસી રામ પાસે ચાલી, જેની પ્રભા મનની ઉદાસીનતાથી હણાઈ ગઈ છે તો પણ ભદ્ર પરિણામ રાખનારી અત્યંત શોભતી હતી. જેમ ચંદ્રમાની કળા તારાઓથી મંડિત શોભે છે તેમ સખીઓથી વીંટળાયેલી સીતા શોભે છે. આખી સભાએ વિનય સહિત સીતાને જોઈ વંદન કર્યા. એ પાપરહિત, ધૈર્ય રાખનારી રામની પતિવ્રતા સભામાં આવી. રામ સમુદ્ર સમાન ક્ષોભ પામ્યા. સીતાના જવાથી લોકો વિષાદથી ઘેરાયેલા હતા અને કુમારોના પ્રતાપ જોઈ આશ્ચર્યથી ભરાઈ ગયા. સીતાના આવવાથી હર્ષભર્યા આવા શબ્દો બોલ્યા-હૈ માતા! સદા જયવંત હો, આનંદ પામો, વૃદ્ધિ પામો, ફૂલોળો. ધન્ય આ રૂપને, ધન્ય આ ધૈર્યને, ધન્ય આ સત્યને, ધન્ય આ પ્રકાશ, ધન્ય આ ભાવુકતા, ધન્ય આ ગંભીરતા, ધન્ય આ નિર્મળતા. આવાં વચન સમસ્ત સ્ત્રીપુરુષના સમુદાયમાંથી આવ્યાં. આકાશમાં વિધાધરો, ભૂમિગોચરીઓ અત્યંત કૌતુકપૂર્ણ, પલકરહિત સીતાનાં દર્શન કરવા લાગ્યા. પરસ્પર બોલતા હતા કે પૃથ્વીના પુણ્યના ઉદયથી જનસુતા પાછી આવી. કેટલાક ત્યાં શ્રી રામ તરફ જુએ છે જેમ દેવો ઇન્દ્ર તરફ જુએ, રામની પાસે બેઠેલા લવણ અને અંકુશને જોઈ પરસ્પર કહે છે-આ કુમાર રામ જેવા જ છે. કોઈ લક્ષ્મણ તરફ જુએ છે, જે શત્રુઓના પક્ષનો ક્ષય કરવાને સમર્થ છે. કોઈ ભામંડળ તરફ, કોઈ શત્રુઘ્ન તરફ, કોઈ હનુમાન તરફ, કોઈ વિભીષણ તરફ, કોઈ વિચાધિત તરફ, કોઈ સુગ્રીવ તરફ નીરખે છે અને કોઈ આશ્ચર્ય પામી સીતા તરફ જુએ છે. પછી જાનકી રામને જોઈ પોતાને વિયોગસાગરના અંતને પામેલી માનવા લાગી. જ્યારે સીતા સભામાં આવી ત્યારે લક્ષ્મણે અર્ધ્ય આપી નમસ્કાર કર્યા. અને બધા રાજાઓએ પ્રણામ કર્યા. સીતા ઉતાવળથી પાસે આવવા લાગી ત્યારે રામ જોકે ક્ષોભ પામ્યા છે તો પણ ક્રોધથી મનમાં વિચારવા લાગ્યા કે આને વનમાં મૂકી હતી તે મારા મનને હરનારી ફરી આવી. જુઓ, આ મહાધીઠ છે, મેં તજી તો પણ મારા પ્રત્યે અનુરાગ છોડતી નથી ? રામની આવી ચેષ્ટા જોઈને મહાસતી ચિત્તમાં ઉદાસ થઈ વિચારવા લાગીમારા વિયોગનો અંત આવ્યો નથી, મારું મનરૂપ જહાજ વિરહરૂપ સમુદ્રના તીરે આવી તૂટી જવાનું હોય તેમ લાગે છે. આવી ચિંતાથી વ્યાકુળ થઈ પગના અંગૂઠાથી જમીન ખોતરવા લાગી. બળદેવની પાસે ભામંડળની બહેન ઇન્દ્ર આગળ સંપદા જેવી શોભે છે. ત્યારે રામે કહ્યું-હે સીતે! મારી પાસે કેમ ઊભી છે? તું દૂર જા, હું તને જોવાનો અનુરાગ રાખતો નથી, મારી આંખ મધ્યાહ્નના સૂર્યને અને આશીવિષ સર્પને જોઈ શકે, પરંતુ તારા શરીરને જોઈ શકતી નથી. તું ઘણા મહિના રાવણના ઘરમાં રહી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #599 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭૮ એકસો ચોથું પર્વ પદ્મપુરાણ હવે તને ઘરમાં રાખવી એ મારા માટે શું ઉચિત છે? ત્યારે જાનકી બોલી તમારું ચિત્ત અતિનિર્દય છે, મહાપંડિત હોવા છતાં પણ તમે મૂઢ લોકોની જેમ મારો તિરસ્કાર કર્યો તે શું ઉચિત છે? ગર્ભવતી મને જિનદર્શનની અભિલાષા થઈ હતી અને તમે કુટિલતાથી યાત્રાનું નામ લઈને મને વિષમ વનમાં ફેંકી દીધી, એ શું ઉચિત હતું? મારું કુમરણ થયું હોત, હું કુગતિમાં ગઈ હોત, તો તેથી તમને કઈ સિદ્ધિ મળત? જો તમારા મનમાં તજી દેવાનો ભાવ હોત તો તમારે મને આર્થિકાઓની સમીપ મૂકી દેવી હતી. અનાથ, દીન, દરિદ્રી, કુટુંબરહિત, મહાદુઃખીનાં દુઃખ દૂર કરવાનો ઉપાય જિનશાસનનું શરણ છે, એના જેવું બીજું કાંઈ ઉત્તમ નથી. હે પદ્મનાભ ! તમે કરવામાં તો કાંઈ કચાશ રાખી નથી, હવે પ્રસન્ન થાવ, આજ્ઞા કરો તે પ્રમાણે કરું. આમ કહીને દુઃખથી ભરેલી તે રોવા લાગી. ત્યારે રામ બોલ્યા-હું જાણું છું કે તમારું શીલ નિર્દોષ છે અને તમે નિષ્પાપ અણુવ્રતની ધારક, મારી આજ્ઞાકારિણી છો, તમારા ભાવોની શુદ્ધતા હું સારી રીતે જાણું છું, પરંતુ આ જગતના લોકો કુટિલ સ્વભાવવાળા હોય છે. તેમણે નિરર્થક તારો અપવાદ કર્યો છે તેથી એમનો સંદેહ મટે અને એમને યથાવત્ પ્રતીતિ આવે તેમ કર. ત્યારે સીતાએ કહ્યું-આપ આજ્ઞા કરો તે મને માન્ય છે. જગતમાં જેટલા પ્રકારના દિવ્ય શપથ છે તે બધા લઈને પૃથ્વીનો સંદેહુ દૂર કરું. હે નાથ ! વિષમાં મહાવિષ કાળકૂટ છે જેને, સુંઘતાં આવિષ સર્પ પણ ભસ્મ થઈ જાય છે તે હું પીઉં, અગ્નિની વિષમ જ્વાળામાં હું પ્રવેશ કરું, આપ જે આજ્ઞા કરો તે પ્રમાણે હું કરું, એકાદ ક્ષણ વિચારીને રામ બોલ્યા-અગ્નિકુંડમાં પ્રવેશ કરો. સીતાએ અત્યંત હર્ષથી કહ્યું કે એ મને પ્રમાણ (માન્ય) છે. ત્યારે નારદ મનમાં વિચારવા લાગ્યા કે આ તો મહાસતી છે, પરંતુ અગ્નિનો શો ભરોસો? એણે મૃત્યું જ સ્વીકાર્યું છે. ભામંડળ, હનુમાનાદિક અત્યંત કોપથી પીડિત થયા અને લવણ-અંકશ માતાનો અગ્નિમાં પ્રવેશ કરવાનો નિશ્ચય જાણી અતિવ્યાકુળ થયા. સિધ્ધાર્થે બન્ને હાથ ઊંચા કરીને કહ્યું, હું રામ ! દેવોથી પણ સીતાના શીલનો મહિમા કહી ન શકાય તો મનુષ્ય તો શું કહે? કદાચ સુમેરુ પાતાળમાં પ્રવેશ કરે અને બધા જ સમુદ્રો સુકાઈ જાય તો પણ સીતાનું શીલવ્રત ચલાયમાન ન થાય. કદાચ ચંદ્રકિરણ ઉષ્ણ થાય અને સૂર્યકિરણ શીતળ થાય તો પણ સીતાને દોષ ન લાગે. મેં વિધાના બળે પાંચ સુમેરુ પર તથા જે શાશ્વત-અશાશ્વત કૃત્રિમ અને અકૃત્રિમ ચૈત્સાલયો છે ત્યાં બધે જિનવંદના કરી છે. હે પદ્મનાભ! સીતાના વ્રતનો મહિમા મેં ઠેકઠેકાણે મુનિઓના મુખે સાંભળ્યો છે. તેથી તમે મહાવિચક્ષણ છો. આ મહાસતીને અગ્નિપ્રવેશની આજ્ઞા ન કરો. આકાશમાં વિધાધરો, પૃથ્વી પર ભૂમિગોચરી, બધા એક જ વાત કહેતા હતા હે દેવ! પ્રસન્ન થઈ સૌમ્યતા ધારણ કરો. હે નાથ ! અગ્નિ સમાન કઠોર ચિત્ત ન કરો. સીતા સતી છે, સીતા અન્યથા નથી, જે મહાપુરુષોની રાણી હોય તે કદી પણ વિકારરૂપ ન થાય. પ્રજાના બધા જ માણસો પણ એ જ વાત કહેવા લાગ્યા અને વ્યાકુળ થયા. આંખમાંથી આંસુના મોટાં મોટાં ટીપાં પડવા લાગ્યા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #600 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ચોથું પર્વ ૫૭૯ ત્યારે રામે કહ્યું કે તમે આટલા દયાળુ છો તો પહેલાં અપવાદ કેમ કર્યો? રામે સેવકોને આજ્ઞા કરી-એક ત્રણસો હાથ ચોરસ વાવ ખોદો અને સૂકાં લાકડાં, ચંદન અને કૃષ્ણાગુરુથી તે ભરો, તેમાં અગ્નિ સળગાવો, સાક્ષાત્ મૃત્યુનું સ્વરૂપ કરો. કિંકરોએ આજ્ઞાપ્રમાણ કોદાળીથી ખોદી અગ્નિવાપિકા બનાવી અને તે જ રાત્રે મહેન્દ્રોદય નામના ઉધાનમાં સકળભૂષણ મુનિને પૂર્વ વેરના યોગથી અતિરૌદ્ર વિદ્યુતક્ર નામની રાક્ષસીએ ઉપસર્ગ કર્યો તે મુનિ અત્યંત ઉપસર્ગ જીતી કેવળજ્ઞાન પામ્યા. (સકળભૂષણ કેવળીના પૂર્વભવ અને વે૨નું કા૨ણ ) આ કથા સાંભળી શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછ્યું-હે પ્રભો ! રાક્ષસી અને મુનિ વચ્ચે પૂર્વનું વેર કેવી રીતે થયું ? ગૌતમ સ્વામીએ જવાબ આપ્યો-હૈ શ્રેણિક! સાંભળ, વિજ્યાગિરિની ઉત્તર શ્રેણીમાં ગુંજ નામનું નગર હતું. ત્યાં સિંહવિક્રમ રાણીના પુત્ર સકળભૂષણને આઠસો સ્ત્રીઓ હતી, તેમાં મુખ્ય કિરણમંડલા હતી. એક દિવસ તેણે પોતાની શોકયના કહેવાથી પોતાના મામાના પુત્ર હેમશિખનું રૂપ ચિત્રપટમાં દોર્યું તે જોઈને સકળભૂષણે કોપ કર્યો. ત્યારે બધી સ્ત્રીઓએ કહ્યું એ અમે દોરાવ્યું છે, એનો કોઈ દોષ નથી. આથી સકળભૂષણ કોપ ત્યજી પ્રસન્ન થયા. એક દિવસ આ પતિવ્રતા કિરણમંડલા પતિ સાથે સૂતી હતી કે પ્રમાદથી બબડી અને હેમશિખ નામનો ઉચ્ચાર કર્યો. હવે આ તો નિર્દોષ, અને હેમશિખ પ્રત્યે ભાઈ જેવી બુદ્ધિ હતી, અને સકળભૂષણે બીજો ભાવ વિચાર્યો, રાણી પ્રત્યે ગુસ્સો કરી વૈરાગ્ય પામ્યા. રાણી કિરણમંડલા પણ આર્થિકા થઈ. પરંતુ તેના મનમાં પતિ પ્રત્યે દ્વેષભાવ રહ્યો કે આણે મને જૂઠો દોષ લગાડીને કલંકિત કરી. તે મરીને વિધહક નામની રાક્ષસી થઈ તે પૂર્વના વેરથી સળભૂષણ મુનિ આહાર માટે જતાં ત્યારે તે અંતરાય કરતી, કોઈ વાર મત્ત હાથીઓનાં બંધન તોડાવી નાખતી તેથી હાથી ગામમાં ઉપદ્રવ કરતા અને આમને અંતરાય થતો. કોઈ વાર એ આહાર માટે જતાં ત્યાં આગ લગાડી દેતી. કોઈ વાર ધૂળની વૃષ્ટિ કરતી, ઈત્યાદિ જાતજાતના અંતરાય કરતી. કોઈ વાર અશ્વનું કોઈ વાર વૃષભનું રૂપ લઈ તેમની સામે આવતી. કોઈ વા૨ માર્ગમાં કાંટા પાથરતી એમ આ પાપિણી કુચેષ્ટા કરતી. એક દિવસ સ્વામી કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા હતા અને એણે અવાજ કર્યો કે આ ચોર છે તેથી એનો અવાજ સાંભળી, દુષ્ટોએ પકડીને તેમનું અપમાન કર્યું. પછી ઉત્તમ પુરુષોએ તેમને છોડાવ્યા. એક દિવસ એ આહાર લઈને જતા હતા ત્યારે તે પાપિણી રાક્ષસીએ કોઈ સ્ત્રીનો હાર લઈને તેમના ગળામાં નાખી દીધો અને બૂમો પાડી કે આ ચોર છે, હાર લઈ જાય છે. લોકો બૂમો સાંભળી આવી પહોંચ્યા, એમને પીડા આપીને પકડી લીધા. ભલા માણસોએ તેમને છોડાવ્યા. આ પ્રમાણે ક્રૂર ચિત્તવાળી, દયારહિત સ્ત્રી પૂર્વના વેરથી મુનિને ઉપદ્રવ કરતી. ગઈ રાત્રિએ તે પ્રતિમાયોગ ધારણ કરીને મહેન્દ્રોદય નામના ઉદ્યાનમાં બિરાજતા હતા ત્યારે રાક્ષસીએ રૌદ્ર ઉપસર્ગ કર્યો, વ્યંતર દેખાડયા; હાથી, સિંહ, વાઘ, સર્પ દેખાડયા, રૂપગુણમંડિત નાના પ્રકારની સ્ત્રીઓ દેખાડી, જાતજાતના ઉપદ્રવ કર્યા, પરંતુ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #601 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૦ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ મુનિનું મન ડગ્યું નહિ અને તેમને કેવળજ્ઞાન ઉપર્યું. તે કેવળજ્ઞાનનો મહિમા કરી દર્શન માટે ઇન્દ્રાદિક દેવો, કલ્પવાસી, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી મનોહર વાહનોમાં બેસીને આવ્યા. દેવોની અસવારીમાં તિર્યંચનું રૂપ દેવો જ લે છે. આકાશમાર્ગે મહાન વિભૂતિ સહિત સર્વ દિશામાં ઉદ્યોત્ કરતા તે આવ્યા. મુકુટ, હાર, કુંડળ આદિ અનેક આભૂષણોથી શોભિત સકળભૂષણ કેવળીના દર્શને આવ્યા. પવનથી જેમની ધજાઓ ફરફરે છે એવી અપ્સરાઓ અયોધ્યામાં આવી. મહેન્દ્રોદય ઉધાનમાં બિરાજતા સકળભૂષણ કેવળીના ચરણારવિંદમાં જેમનું મન લાગ્યું છે એવા તે સૌ પૃથ્વીની શોભા દેખતા આકાશમાંથી નીચે ઊતર્યા. ત્યાં સીતાના શપથ માટે તૈયાર થતો અગ્નિકુંડ જોઈ મેઘકેતુ નામના દેવે ઇન્દ્રને પૂછયું-હે દેવેન્દ્ર! મહાસતી સીતાને ઉપસર્ગ આવ્યો છે. આ મહાશ્રાવિકા પતિવ્રતા અતિનિર્મળ ચિત્તવાળી છે. એને આવો ઉપદ્રવ કેમ હોય? ત્યારે ઇન્દ્ર આજ્ઞા કરી કે હે મેઘકેતુ! હું સકળભૂષણ કેવળીના દર્શન કરવા જાઉં છું અને તું મહાસતીનો ઉપસર્ગ દૂર કરજે. આ પ્રમાણે આજ્ઞા કરી ઇન્દ્ર તો મહેન્દ્રોદય નામના ઉધાનમાં કેવળીનાં દર્શન માટે ગયા અને મેઘકેતુ સીતા માટે તૈયાર કરેલ અગ્નિકુંડ ઉપર આવી આકાશમાં વિમાનમાં રહ્યો. તે દેવ આકાશમાંથી સૂર્ય સરખા દેદીપ્યમાન શ્રી રામ તરફ જુએ છે. રામ અતિસુંદર સર્વ જીવોનાં મનને હરે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સકળભૂષણ કેવળીના દર્શને આવતાં દેવોનું વર્ણન કરનાર એકસો ચારમું પર્વ પૂર્ણ થયું. એકસો પાંચમું પર્વ (સીતાનો અગ્નિકુંડમાં પ્રવેશ અને શીલના માહાભ્યથી તેનું સરોવરરૂપ થવું) પછી શ્રી રામ તે અગ્નિકુંડને જોઈને મનમાં વ્યાકુળ બની વિચારે છે કે હવે આ કાંતાને ક્યાં જોઈશ? એ ગુણોની ખાણ, અતિ લાવણ્યવતી, શીલરૂપ વસ્ત્રથી મંડિત, માલતીની માળા સમાન, સુગંધ સુકુમાર શરીરવાળી અગ્નિના સ્પર્શમાત્રથી જ ભસ્મ થઈ જશે. જો એ રાજા જનકને ત્યાં જન્મી ન હોત તો સારું હતું. આ લોકાપવાદ અને અગ્નિમાં મરણ તો ન થાત, એના વિના મને ક્ષણમાત્ર પણ સુખ નથી, એની સાથે વનમાં વાસ સારો અને એના વિના સ્વર્ગનો વાસ પણ સારો નથી. એ શીલવતી પરમ શ્રાવિકા છે, એને મરણનો ભય નથી. આ લોક, પરલોક, મરણ, વેદના, અકસ્માત, અશરણ, ચોરી આ સાત ભયથી રહિત સમ્યગ્દર્શન તેને દઢ છે, એ અગ્નિમાં પ્રવેશ કરશે, અને હું રોકું તો લોકમાં લજ્જા ઉપજે. આ લોકો બધા મને કહી રહ્યા છે કે એ મહાસતી છે, એને અગ્નિકુંડમાં પ્રવેશ ન કરાવો, પણ મેં માન્યું નહિ. સિદ્ધાર્થે હાથ ઊંચા કરી કરીને પોકાર કર્યો હતો, પણ મેં માન્યું નહિ તેથી તે પણ ચૂપ થઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #602 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો પાંચમું પર્વ ૫૮૧ ગયો. હવે કયા બહાને એને અગ્નિકુંડમાં પ્રવેશતી રોકું ? અથવા જેનો જે પ્રકારે મરણનો ઉદય હોય છે તે જ પ્રકારે થાય છે, ટાળ્યો ટળતો નથી, તો પણ એનો વિયોગ મારાથી સહેવાશે નહિ. આ પ્રમાણે રામ ચિંતા કરે છે. કુંડમાં અગ્નિ પ્રજ્વલિત થયો, બધા લોકોની આંખમાંથી આંસુનો પ્રવાહુ ચાલ્યો, ધુમાડાથી અંધકાર થઈ ગયો, જાણે મેઘમાળા આકાશમાં ફેલાઈ ગઈ. આકાશ કાળું બની ગયું, અગ્નિના ધુમાડાથી સૂર્ય ઢંકાઈ ગયો, જાણે સીતાનો ઉપસર્ગ જોઈ ન શક્યો તેથી દયા લાવીને છુપાઈ ગયો. અગ્નિ એવી સળગી કે એની જ્વાળા દૂર સુધી ફેલાણી જાણે અનેક સૂર્ય ઉગ્યા અથવા આકાશમાં પ્રલયકાળની સંધ્યા ફૂલી. એમ લાગે છે કે દશે દિશા સ્વર્ણમય થઈ ગઈ છે. જાણે જગત વીજળીમય થઈ ગયું અથવા સુમેરુ જીતવાને બીજો જંગમ સુમેરુ પ્રગટ્યો. પછી સીતા ઊઠી. અત્યંત નિશ્ચલચિત્ત થઈ કાયોત્સર્ગ કરી પોતાના હૃદયમાં શ્રી ઋષભાદિ તીર્થકર બિરાજે છે તેમની સ્તુતિ કરી, સિદ્ધો અને સાધુઓને નમસ્કાર કરી, હરિવંશના તિલક શ્રી મુનિસુવ્રતનાથ વીસમા તીર્થકર જેમના તીર્થમાં એ ઉપજ્યા છે તેમનું ધ્યાન કરી, સર્વ પ્રાણીઓનું હિત કરનાર આચાર્યને પ્રણામ કરી, સર્વ જીવોને ખમાવીને જાનકી બોલીમનથી, વચનથી, કાયથી સ્વપ્નમાં પણ શ્રી રામ વિના બીજા પુરુષને મેં જાણ્યો નથી. જે હું જુઠું બોલતી હોઉં તો આ અગ્નિની જ્વાળા ક્ષણમાત્રમાં મને ભસ્મ કરી નાખો. જે મારા પતિવ્રતા ભાવમાં અશુદ્ધતા હોય, રામ સિવાય બીજા પુરુષની મેં મનથી પણ અભિલાષા કરી હોય તો હે વૈશ્વાનર! મને ભસ્મ કરો. જો હું મિથ્યાદર્શી, પાપી, વ્યભિચારિણી હોઉં તો આ અગ્નિથી મારો દેહુ બળી જાવ. અને જો હું મહાસતી, પતિવ્રતા, અણુવ્રતધારિણી શ્રાવિકા હોઉં તો મને ભસ્મ ન કરશો. આમ કહીને નમોકાર મંત્ર જપીને સતી સીતાએ અગ્નિવાપિકામાં પ્રવેશ કર્યો અને એના શીલના પ્રભાવથી અગ્નિ હતો તે સ્ફટિકમણિ જેવું નિર્મળ જળ થઈ ગયું, જાણે કે ધરતીને ભેદીને આ વાપિકા પાતાળમાંથી નીકળી. જળમાં કમળ ખીલી રહ્યાં છે, ભમરા ગુંજારવ કરે છે, અગ્નિની સામગ્રી બધી વિલય પામી, ન ઇંધન, ન અંગારા, જળના ફીણ ઊભરાવા લાગ્યાં અને અતિ ગોળ ગંભીર વલય થવા લાગ્યાં, જેવો મૃદંગનો ધ્વનિ થાય તેવો અવાજ જળમાં થવા લાગ્યો. જેવો ક્ષોભ પામેલો સમુદ્ર ગર્જન કરે તેવો અવાજ વાપિકામાં થવા લાગ્યો. પછી પાણી ઊછળ્યું, પહેલાં ગોઠણ સુધી આવ્યું, પછી કમર સુધી આવ્યું, નિમિષમાત્રમાં છાતી સુધી આવ્યું, ત્યારે ભૂમિગોચરી ડરી ગયા. આકાશમાં જે વિધાધરો હતા તેમને પણ વિકલ્પ ઉપજ્યો કે જોઈએ, શું થાય છે? પછી તે જળ લોકોના કંઠ સુધી આવ્યું ત્યારે અત્યંત ભય ઉત્પન્ન થયો, શિર ઉપર પાણી ચાલ્યું ત્યારે ખૂબ જ ભયભૂત બની ગયા. હાથ ઊંચા કરી વસ્ત્ર અને બાળકોને ઊંચકીને પોકાર પાડવા લાગ્યા...હે દેવી ! હે લક્ષ્મી ! હે સરસ્વતી ! હે કલ્યાણરૂપિણી ! અમારી રક્ષા કરો. હે મહાસાધ્વી, મુનિ સમાન નિર્મળ મનવાળી ! દયા કરો. હે માતા ! બચાવો, બચાવો, પ્રસન્ન થાવ. જ્યારે વિહ્વળ જનોના મુખમાંથી આવા શબ્દ નીકળ્યા ત્યારે માતાની દયાથી જળ અટકયું, લોકો બચી ગયા. જળમાં જુદી જુદી જાતનાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #603 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૨ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ કમળો ઠેકઠેકાણે ખીલ્યાં. જળ શાંત થયું. જે વમળ ઉત્પન્ન થયાં હતાં તે મટી ગયા અને ભયંકર અવાજ બંધ થયો. જે જળ ઉછળ્યું હતું તે જાણે કે વાપીરૂપ વધૂ પોતાના તરંગરૂપ હાથથી માતાના ચરણયુગલને સ્પર્શતી હતી. તે ચરણો કમળના ગર્ભથી પણ કોમળ છે અને નખોની જ્યોતિથી દેદીપ્યમાન છે. જળમાં કમળ ખીલ્યાં તેની સુગંધથી ભ્રમર ગુંજારવ કરે છે તે જાણે સંગીત કરે છે અને ક્રૌંચ, ચકવા, હંસ અવાજ કરે છે. અતિશય શોભા બની ગઈ છે, મણિસુવર્ણનાં પગથિયાં બની ગયાં છે તેમને જળના તરંગો સ્પર્શે છે અને તેના તટ મરકતમણિથી બનેલા શોભે છે. આવા સરોવરની મધ્યમાં એક સહસ્ત્રદળકમળ કોમળ વિમળ પ્રફુલ્લિત છે. તેની મધ્યે દેવોએ રત્નોનાં કિરણોથી મંડિત સિંહાસન રચ્યું છે. ચંદ્રમંડળ તુલ્ય નિર્મળ તેના પર દેવાંગનાઓએ સીતાને બિરાજમાન કર્યા અને સેવા કરવા લાગી. સીતા સિંહાસન પર બેઠી. તેનો ઉદય અતિઅદ્દભુત અને શિંચ સમાન શોભતી હતી. અનેક દેવો ચરણો પાસે પુષ્પાંજલિ ચડાવી ધન્ય ધન્ય શબ્દ કહેવા લાગ્યા. આકાશમાંથી કલ્પવૃક્ષનાં ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા. જાતજાતનાં દંદુભિ વાજાંના, અવાજથી દિશાઓ શબ્દરૂપ થઈ ગઈ. ગુંજ જાતિનાં વાજિંત્રો મધુર ગુંજારવ કરવા લાગ્યાં. મૃદંગ, ઢોલ વાગ્યાં, નાદિ, કાહલ, તુરહી, કરનાલ, શંખ, વીણા, બંસરી, તાલ, ઝાંઝ, મંજીરાં, ઝાલર ઈત્યાદિ અનેક વાજિંત્રો વાગ્યાં. વિદ્યાધરો નાચવા લાગ્યા અને દેવોના આ પ્રમાણે અવાજ આવ્યા કે શ્રીમત્ જનકરાજાની પુત્રી ૫૨મ ઉદયની ધરનારી શ્રીમત્ રામની રાણી અત્યંત જયવંત હો. અહો નિર્મળ શીલ જેનાં આશ્ચર્યકારી. આવા શબ્દ સર્વ દિશાઓમાંથી દેવો દ્વારા આવવા લાગ્યા. પછી બન્ને પુત્ર લવણ અને અંકુશ, જેમનું માતા પ્રત્યેનું હેત અકૃત્રિમ છે તે જળમાં તરીને અતિહર્ષભર્યા માતાની સમીપે આવ્યા. બન્ને પુત્ર બન્ને તરફ જઈને ઊભા રહ્યા, માતાને નમસ્કાર કર્યા એટલે માતાએ બન્નેના શિર પર હાથ મૂકયા. રામચંદ્ર મિથિલાપુરીના રાજાની પુત્રી મૈથિલી એટલે કે સીતાને કમલવાસિની લક્ષ્મી સમાન જોઈને અતિ અનુરાગથી પૂર્ણ તેની સમીપ ગયા. સીતા તો જાણે સ્વર્ણની મૂર્તિ છે, અગ્નિમાં શુદ્ધ થઈ છે, જેનું શરીર અતિ ઉત્તમ જ્યોતિથી મંડિત છે. રામ કહે છે કે હે દેવી, કલ્યાણરૂપિણી ! ઉત્તમ જીવોથી પૂજ્ય અદ્દભુત ચેષ્ટા ધરનારી શરદની પૂર્ણિમાના ચંદ્રમા સમાન મુખ જેનું, એવી તું મારા ૫૨ પ્રસન્ન થા. હવે હું કદી એવો દોષ નહિ કરું, જેમાં તને દુ:ખ થાય. હૈ શીલરૂપિણી! મારો અપરાધ ક્ષમા કર. મારે આઠ હજાર સ્ત્રી છે તેમાં તું શિરોમણિ છે. મને જે આજ્ઞા કરીશ તે પ્રમાણે કરીશ. હું મહામતિ! મેં લોકાપવાદના ભયથી અજ્ઞાની થઈને તને કષ્ટ ઉપજાવ્યું છે તેની ક્ષમા આપ અને હું પ્રિયે, પૃથ્વી ૫૨ મારી સાથે યથેષ્ટ વિહાર કર. આ પૃથ્વી ૫૨ અનેક વન, ઉપવન, ગિરિથી મંડિત છે, દેવ-વિદ્યાધરોથી સંયુક્ત છે. સમસ્ત જગત દ્વારા આદરપૂર્વક પૂજા પામી થકી મારી સાથે લોકમાં સ્વર્ગ સમાન સુખ ભોગવ. ઊગતા સૂર્ય સમાન આ પુષ્પક વિમાનમાં મારી સાથે બેસી સુમેરુ પર્વતના વનમાં જિનમંદિરો તેનાં દર્શન કર. જે જે સ્થાનોમાં તારી ઈચ્છા હોય ત્યાં ક્રિડા કર. હું કાંતે! તું જે કહીશ તે પ્રમાણે જ હું કરીશ. તારું વચન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #604 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એકસો પાંચમુ પર્વ ૫૮૩ પદ્મપુરાણ કદી પણ ઉથાપીશ નહિ. દેવાંગના સમાન વિદ્યાધરીઓથી મંડિત હૈ બુદ્ધિવંતી ! તું ઐશ્વર્યનો ઉપભોગ કર, તારી જે અભિલાષા હશે તે તત્કાળ સિદ્ધ થશે. હું અવિવેકી દોષના સાગરમાં મગ્ન તારી સમીપે આવ્યો છું તો સાધ્વી બનીને પ્રસન્ન થા. ત્યારે જાનકી બોલી-તમારો કોઈ દોષ નથી અને લોકોનો દોષ પણ નથી. મારા પૂર્વોપાર્જિત અશુભ કર્મના ઉદયથી આ દુ:ખ થયું. મને કોઈના ઉ૫૨ ગુસ્સો નથી, તમે શા માટે વિષાદ પામો છો ? હે બળદેવ! તમારા પ્રસાદથી સ્વર્ગ સમાન ભોગ ભોગવ્યા. હવે એવી ઈચ્છા છે કે એવો ઉપાય કરું, જેનાથી સ્ત્રીલિંગનો અભાવ થાય. આ અતિ તુચ્છ વિનશ્વર ભયંકર મૂઢજનો દ્વારા સેવ્ય ઈન્દ્રિયના ભોગોનું શું પ્રયોજન છે? મેં ચોરાસી લાખ યોનિમાં અનંત જન્મમાં ખેદ પ્રાપ્ત કર્યો છે. હવે સમસ્ત દુ:ખોની નિવૃત્તિ માટે હું જિનેશ્વરી દીક્ષા ધારણ કરીશ. આમ કહીને નવીન અશોક વૃક્ષનાં પલ્લવ સમાન પોતાના કરથી શિરના કેશ ખેંચીને રામની સમીપે મૂકયા. તે ઇન્દ્રનીલમણિ જેવા શ્યામ, ચીકણા, પાતળા, સુગંધી, વક્ર, મૃદુ કેશને જોઈ રામ મોહિત થઈ મૂર્છા પામ્યા અને જમીન ૫૨ પડયા. જ્યાં સુધીમાં તેમને સચેત કરવામાં આવ્યા ત્યાં સુધીમાં સીતાએ પૃથ્વીમતી આર્થિકા પાસે જઈ દીક્ષા લઈ લીધી. હવે જેને એક વસ્ત્રમાત્રનો જ પરિગ્રહ છે, બધા પરિગ્રહ તજીને તેણે આર્થિકાનાં વ્રત લીધાં. મહાપવિત્રતા યુક્ત ૫૨મ વૈરાગ્યથી દીક્ષા લીધી, વ્રતથી શોભતી જગતબંઘ બની. રામ અચેત થયા હતા તે મુક્તાફળ અને મલયાગિરિ ચંદનના છંટકાવથી તથા તાડપત્રોના પંખાથી હવા નાખવાથી સચેત થયા ત્યારે દશે દિશામાં જૂએ છે અને સીતાને ન જોતાં તેમનું ચિત્ત શૂન્ય થઈ ગયું. શોક અને વિષાદથી યુક્ત તે ગજરાજ પર ચડી સીતા પાસે ચાલ્યા. શિર પર છત્ર ફરે છે, ચામર ઢોળાય છે, દેવોથી મંડિત ઇન્દ્રની પેઠે રાજાઓથી વીંટળાઈને રામ ચાલ્યા. કમળ સરખા નેત્રવાળા તેમણે કાયયુક્ત વચન કહ્યાં, પોતાના પ્રિયજનનું મૃત્યુ સારું, પરંતુ વિયોગ સારો નહિ. દેવોએ સીતાની રક્ષા કરી તે સારું કર્યું, પણ તેણે અમને છોડવાનો વિચાર કર્યો તે સારું ન કર્યું. હવે જો આ દેવ મારી રાણી મને પાછી નહિ દે તો મારે અને દેવોને યુધ્ધ થશે. આ દેવ ન્યાયી હોવા છતાં મારી સ્ત્રીને હરે? આવાં અવિચારી વચન તેમણે કહ્યાં. લક્ષ્મણ સમજાવે છે તો પણ તેમને સમાધાન ન થયું. ક્રોધ સહિત શ્રી રામચંદ્ર સકળભૂષણ કેવળીની ગંધકૂટીમાં ગયા. તેમણે દૂરથી સકળભૂષણ કેવળીની ગંધકૂટી જોઈ. કેવળી સિંહાસન ૫૨ બિરાજે છે, કેવળઋદ્ધિથીયુક્ત અનેક સૂર્યની દીક્ષીને ધારણ કરનાર, પાપને ભસ્મ કરવા માટે સાક્ષાત્ અગ્નિરૂપ, કેવળજ્ઞાનના તેજથી ૫૨મ જ્યોતિરૂપ ભાસે છે, ઇન્દ્રાદિ સમસ્ત દેવ સેવા કરે છે, દિવ્ય ધ્વનિ ખરે છે, ધર્મનો ઉપદેશ અપાય છે, શ્રી રામ ગંધકૂટીને જોઈશાંતિચત્ત થઈ હાથી પરથી ઉતરી પ્રભુની સમીપમાં આવ્યા, ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જોડી નમસ્કાર કર્યા. કેવળીની શરીરની જ્યોતિની છટા ૨ામ પર પડી તેથી તે અતિ પ્રકાશરૂપ થઈ ગયા. તે ભાવસહિત નમસ્કાર કરી મનુષ્યોની સભામાં બેઠા અને ચતુર્નિકાયના દેવોની સભા નાના પ્રકારનાં આભૂષણો પહેર્યાં હોવાથી એવી લાગતી હતી કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #605 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૪ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ કેવળીરૂપ રવિનાં કિરણો જ છે અને રાજાઓના રાજા શ્રી રામચંદ્ર કેવળીની નિકટ સુમેરુના શિખરની પાસે કલ્પવૃક્ષ જેવા શોભે છે. લક્ષ્મણ નરેન્દ્ર, મુકુટ, હાર, કુંડળાદિથી વીજળી સહિત શ્યામ ઘટા જેવા શોભે છે. શત્રુને જીતનારા શત્રુઘ્ન બીજા કુબેર જેવા શોભે છે. લવણ-અંકુશ બને વીર મહાધીર, ગુણ સૌભાગ્યના સ્થાનરૂપ ચંદ્ર-સૂર્ય જેવા શોભે છે. સીતા આર્થિકા આભૂષણાદિ રહિત એક વસ્ત્રમાત્રના પરિગ્રહથી એવી શોભે છે જાણે કે સૂર્યની મૂર્તિ શાંતિ પામી છે. મનુષ્ય અને દેવ બધા જ વિનયસહિત ભૂમિ પર બેસી ધર્મશ્રવણની અભિલાષા રાખે છે. ત્યાં બધા મુનિઓમાં શ્રેષ્ઠ અભયઘોષ નામના મુનિએ સંદેહરૂપ આતાપની શાંતિ અર્થે કેવળીને વિનંતી કરી કે હે સર્વોત્કૃષ્ટ સર્વશદેવ! જ્ઞાનરૂપ શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ સારી રીતે જાણવાથી મુનિઓને કેવળબોધ થાય તેનું વર્ણન કરો. ત્યારે સકળભૂષણ કેવળી યોગીશ્વરોના ઈશ્વર કર્મોનો ક્ષયનું કારણ એવા તત્ત્વનો ઉપદેશ દિવ્ય ધ્વનિમાં કહેવા લાગ્યા. ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! કેવળીએ જે ઉપદેશ આપ્યો તેનું રહસ્ય હું તને કહું છું. જેમ સમુદ્રમાંથી કોઈ એક ટીપું લે તેમ કેવળીની વાણી તો અથાણું હોય છે તેના અનુસારે હું સંક્ષેપમાં વ્યાખ્યાન કરું છું. હે ભવ્ય જીવો! આત્મતત્ત્વ જે પોતાનું સ્વરૂપ છે તે સમ્યગ્દર્શન જ્ઞાન આનંદરૂપ અને અમૂર્તિક, ચિતૂપ, લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશી, અતિન્દ્રિય, અખંડ, અવ્યાબાધ, નિરાકાર, નિર્મળ, નિરંજન, પરવસ્તુથી રહિત, નિજગુણપર્યાય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ સ્વભાવથી અસ્તિત્વરૂપ છે. તેનું જ્ઞાન નિકટ ભવ્યને થાય છે. શરીરાદિક પરવસ્તુ અસાર છે, આત્મતત્ત્વ સાર છે તે અધ્યાત્મવિદ્યાથી પ્રાપ્ત થાય છે. તે બધાને જોનાર, જાણનાર અનુભવદષ્ટિથી જોઈએ, આત્મજ્ઞાનથી જાણીએ. અને જડ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ યરૂપ છે, જ્ઞાતા નથી. આ લોક અનંત અલોકાકાશની મધ્યમાં, અનંતમાં ભાગે રહે છે. અધોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોક આ ત્રણ લોક છે. તેમાં સુમેરુ પર્વતની જડ એક હજાર યોજન છે. તેની નીચે પાતાળ લોક છે. તેમાં સૂક્ષ્મ સ્થાવર તો સર્વત્ર છે અને બાદર સ્થાવર આધાર હોય ત્યાં છે. વિકળત્રય અને પંચેન્દ્રિય તિર્યંચ નથી, મનુષ્ય નથી. ખરભાગ, પંકભાગમાં ભવનવાસી દેવ તથા વ્યંતરોના નિવાસ છે, તેની નીચે સાત નરક છે તેમના નામ-રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહતમ પ્રભા. આ સાતેય નરકની ભૂમિ અત્યંત દુઃખ આપનારી સદા અંધકારરૂપ છે. ચાર નરકમાં તે ઉષ્ણની બાધા છે. પાંચમા નરકના ઉપલા ત્રણ ભાગમાં ઉષ્ણ અને નીચલા ચોથા ભાગમાં શીત છે, છઠ્ઠી નરકમાં શીત અને સાતમા નરકમાં મહાશીત છે. ઉપલા નરકમાં ઉષ્ણતા છે તે માવિષમ અને નીચલા નરકમાં શીત છે તે અતિવિષમ છે. નરકની ભૂમિ અત્યંત દુસ્સ અને પરમદુર્ગમ છે, જ્યાં પરુ અને રુધિરનો કાદવ હોય છે, અત્યંત દુર્ગધ છે. થાન, સર્પ, માર્જર, મનુષ્ય, ખર, તુરંગ, ઊંટના મૃત શરીર સડી જાય તેની દુર્ગધ કરતા અસંખ્યાત ગુણી દુર્ગધ છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં દુઃખોના બધાં કારણો છે. અતિપ્રચંડ વિકરાળ પવન વાય છે જેનો ભયંકર અવાજ થાય છે. જે જીવ વિષયકષાય સંયુક્ત છે, કામી છે, ક્રોધી છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #606 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો પાંચમું પર્વ ૫૮૫ પાંચ ઈન્દ્રિયોના લોલુપી છે, તે જેમ લોઢાનો ગોળો જળમાં ડૂબે તેમ નરકમાં ડૂબે છે. જે જીવોની હિંસા કરે, જૂઠું બોલે, પરધન હરે, પરસ્ત્રી સેવે, મહાઆરંભી પરિગ્રહી હોય તે પાપના ભારથી નરકમાં પડે છે. મનુષ્યદેહ પામીને જે નિરંતર ભોગાસક્ત થયા છે, જેમની જીભ વશમાં નથી, મન ચંચળ છે તે પ્રચંડ કર્મ કરનારા નરકમાં જાય છે. જે પાપ કરે, કરાવે, પાપની અનુમોદના કરે તે સર્વ આર્તરૌદ્રધ્યાની નરકનાં પાત્ર છે. તેમને વજાગ્નિના કુંડમાં નાખે છે, વજાગ્નિના દાથી બળતા થકા પોકારો કરે છે. જ્યાં અગ્નિકુંડમાંથી છૂટે છે ત્યાં વૈતરણી નદી તરફ શીતળ જળની ઈચ્છાથી જાય છે ત્યાં જળ અત્યંત ખારું, દુર્ગધવાળું હોય છે. તેના સ્પર્શથી જ શરીર ગળી જાય છે. દુઃખના ભાજન વૈક્રિયક શરીરથી આયુષ્યપર્યત નાના પ્રકારનાં દુઃખ ભોગવે છે. પહેલાં નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગર, બીજાનું ૩ સાગર, ત્રીજાનું ૭ સાગર, ચોથાનું ૧૦ સાગર, પાંચમાનું ૧૭ સાગર, છઠ્ઠીનું રર સાગર અને સાતમાનું ૩૩ સાગર હોય છે તે પૂર્ણ થાય ત્યારે જ મરે છે, મારવાથી મરતા નથી. વૈતરણીનાં દુઃખથી ડરી છાંયો મેળવવા અસિપત્ર વનમાં જાય છે, ત્યાં ખગ, બાણ, બરછી, કટારી જેવાં પાંદડાં જોરદાર પવનથી પડે છે, તેમનાંથી તેમનાં શરીર છિન્નભિન્ન થઈ જાય છે, પછાડ ખાઈને જમીન પર પડે છે. કોઈવાર તેમને કુંભિપાકમાં પકાવે છે, કોઈ વાર માથું નીચે અને પગ ઊંચા રાખીને લટકાવે છે, મોગરીથી મારે છે, કુહાડાથી કાપે છે, કરવતથી વહેરે છે, ઘાણીમાં પીલે છે, જાતજાતનાં છેદનભેદન કરે છે. આ નારકી જીવ અતિદીન તરસથી પીવાનું પાણી માગે છે ત્યારે તાબાનો ઉકાળેલ રસ પીવડાવે છે. તે કહે છે, અમને તરસ નથી, અમારો પીછો છોડો ત્યારે પરાણે તેમને પછાડીને સાણસીથી મોઢું ફાડીને મારી મારીને પીવડાવે છે. કંઠ, હૃદય, વિદીર્ણ થઈ જાય છે, પેટ ફાટી જાય છે. ત્રીજા નરક સુધી તો પરસ્પર જ દુ:ખ છે અને અસુરકુમારોની પ્રેરણાથી પણ દુઃખ છે. ચોથાથી લઈ સાતમા સુધી અસુરકુમારોનું ગમન નથી, પરસ્પર જ પીડા ઉપજાવે છે. નરકમાં નીચેથી નીચે દુઃખ વધતું જાય છે. સાતમા નરકમાં બધે મહાદુઃખ છે. નારકીઓને આગલો ભવ યાદ આવે છે અને બીજા નારકી તથા ત્રીજા સુધી અસુરકુમાર પૂર્વનાં કાર્યો યાદ કરાવે છે કે તમે ભલા ગુરુનાં (સગુના) વચનોનું ઉલ્લંઘન કરીને કુગુરુ કુશાસ્ત્રના બળથી માંસને નિર્દોષ કહેતા હતા, નાના પ્રકારનાં માંસથી અને મધ, મદિરાથી કુદેવોનું આરાધન કરતા હતા તે માંસના દોષથી નરકમાં પડ્યા છો. આમ કહી એમનું જ શરીર કાપી કાપી તેમના મુખમાં મૂકે છે અને લોઢાના તથા તાંબાના ગોળા તપાવીને જોરથી તેમને પછાડી, સાણસીથી મુખ ફાડી, તેમના મુખમાં ઘાલે છે અને મોગરીથી મારે છે. દારૂ પીનારાને મારી મારીને ગરમ તાંબાનો રસ પાય છે. પરદારારત પાપીઓને વજાગ્નિથી તપાવેલી લોઢાની પૂતળી સાથે ભેટાવે છે. જે પદારારત ફૂલોની સેજ પર સૂતા તેમને શૂળોની સેજ પર સુવડાવે છે. સ્વપ્નની માયા સમાન અસાર રાજ્ય પામીને જે ગર્વ કરે, અનીતિ કરે છે તેમને લોઢાના ખીલા ઉપર બેસાડી હથોડાથી મારે છે તે અતિકરણ વિલાપ કરે છે ઈત્યાદિ પાપી જીવોને નરકનાં દુઃખ મળે છે તે ક્યાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #607 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૬ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ સુધી કહીએ? એક મટકું મારવા જેટલો સમય પણ નરકમાં વિશ્રામ નથી. આયુષ્યપર્યત તલમાત્ર આહાર કે પીવા માટે એક ટીપું પાણી મળતું નથી, કેવળ મારનો જ આહાર છે. માટે આ દુસ્સહ દુઃખ અધર્મનું જ ફળ છે એમ જાણીને અધર્મને તજો. તે અધર્મ મધ, માંસાદિક, અભક્ષ્ય ભક્ષણ, અન્યાય વચન, દુરાચાર, રાત્રિ-આહાર, વેશ્યાસેવન, પરદારાગમન, સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, કૃતજ્ઞતા, લંપટતા, ગ્રામદા, વનદાહ, પરધનહુરણ, અમાર્ગ સેવન, પરનિંદા, પરદ્રોહ, પ્રાણઘાત, બહુ આરંભ, બહુ પરિગ્રહ, નિર્દયતા, ખોટી વેશ્યા, રૌદ્રધ્યાન, મૃષાવાદ, કૃપણતા, કઠોરતા, દુર્જનતા, માયાચાર, નિર્માલ્યનું ગ્રહણ, માતાપિતાગુરુઓની અવજ્ઞા, બાળ, વૃદ્ધ, સ્ત્રી, દીન, અનાથોનું પીડન આદિ દુર કર્મો નરકનાં કારણ છે. તેનો ત્યાગ કરી શાંતભાવ ધારણ કરી જિનશાસનનું સેવન કરો જેથી કલ્યાણ થાય. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય આ છે કાયના જીવોની દયા પાળો. જીવ પુગળ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ છે દ્રવ્ય છે. સાત તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાયની શ્રદ્ધા કરો. ચૌદ ગુણસ્થાન સ્વરૂપ અને સપ્તભંગરૂપ વાણીનું સ્વરૂપ સારી રીતે જાણી કેવળીની આજ્ઞા પ્રમાણે હૃદયમાં ધારણ કરો. સ્યાદ્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિ-નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય, સ્યાત્ અસ્તિ અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય, સ્યાત્ અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય આ સાત ભંગ કહ્યા. પ્રમાણ એટલે વસ્તુનું સર્વાગ કથન અને નય એટલે વસ્તુનું એક અંગનું કથન, નિક્ષેપ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર અને જીવોમાં એકેન્દ્રીના બે ભેદ સૂક્ષ્મ તથા બાદર, પંચેન્દ્રિયના બે ભેદ સંજ્ઞી તથા અસંજ્ઞી અને બેઇન્દ્રિય તેઇન્દ્રિય, ચતુરેન્દ્રિય આ કુલ સાત ભેદ જીવોના છે. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત કરતાં ચૌદ જીવસમાસ થાય છે. જીવના બે ભેદ-એક સંસારી, બીજા સિદ્ધ. જેમાં સંસારીમાં બે ભેદ–એક ભવ્ય, બીજો અભવ્ય જે મુક્તિ પામવા યોગ્ય તે ભવ્ય અને મુક્તિ પામવા યોગ્ય નહિ તે અભવ્ય. જીવનું પોતાનું લક્ષણ ઉપયોગ છે તેના બે ભેદ-એક જ્ઞાનોપયોગ, બીજો દર્શનોપયોગ. જ્ઞાન સમસ્ત પદાર્થને જાણે, સમસ્ત પદાર્થને દેખે. જ્ઞાનના આઠ ભેદ-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ, કુમતિ, કુશ્રુત, કુઅવધિ. દર્શનના ચાર ભેદ-ચક્ષુ, અચકું, અવધિ, કેવળ. જેને એક સ્પર્શન ઈન્દ્રિય હોય તેને સ્થાવર કહીએ. તેના પાંચ ભેદ છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ. ત્રસના ચાર ભેદ-બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય. જેમને સ્પર્શન અને રસના છે તે બેઇન્દ્રિય. જેમને સ્પર્શન, રસના, નાસિકા છે તે તેઈન્દ્રિય. જેમને સ્પર્શન, રસના, નાસિકા, ચક્ષુ છે તે ચતુરેન્દ્રિય. જેમને સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત છે તે પંચેન્દ્રિય, ચતુરેન્દ્રિય સુધી તો સમૂર્ઝન અને અસંજ્ઞી છે અને પંચેન્દ્રિયમાં કોઈ સમૂચ્છન, કોઈ ગર્ભજ, તો કોઈ સંજ્ઞી, કોઈ અસંજ્ઞી છે જેમને મન છે તે સંજ્ઞી અને જેમને મન નથી તે અસંજ્ઞી. જે ગંભથી ઊપજે તે ગર્ભજ અને જે ગર્ભ વિના ઊપજે, સ્વતઃ સ્વભાવથી ઊપજે તે સંપૂર્ઝન છે. ગર્ભજના ત્રણ ભેદ છે-જરાયુજ, અંડજ, પોતજ. જે જરાથી મંડિત ગર્ભથી નીકળે મનુષ્ય, અશ્વાદિ તે જરાયુજ અને જે જરા વિના નીકળે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #608 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો પાંચમું પર્વ ૫૮૭ સિંહાદિક તે પોતજ અને જે ઇંડામાંથી ઊપજે પક્ષી આદિક તે અંડજ. દેવ નારકીઓને ઉપપાદ જન્મ હોય છે. માતાપિતાના સંયોગ વિના જ પુણ્ય-પાપના ઉદયથી ઊપજે છે. દેવ તો ઉત્પાદ શય્યામાં ઉપજે છે અને નારકી બિલોમાં ઊપજે છે. દેવયોનિ પુણ્યના ઉદયથી છે અને નરક યોનિ પાપના ઉદયથી છે. મનુષ્યજન્મ પુણ્ય-પાપના મિશ્રણથી છે અને તિર્યંચગતિ માયાચારના યોગથી છે. દેવ-નરક-મનુષ્ય સિવાયના બધા તિર્યંચ છે. જીવોની ચોરાસી લાખ યોનિ છે. તેમના ભેદ સાંભળો-પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, નિત્યનિગોદ, ઈતરનિગોદ આની સાત સાત લાખ યોનિ છે, તે બેતાલીસ લાખ યોનિ થઈ. પ્રત્યેક વનસ્પતિ દસ લાખ, એ બાવન લાખ ભેદ સ્થાવરના થયા. બેઇન્દ્રિ, તેઈન્દ્રિ, ચતુરેન્દ્રિયની બબ્બે લાખ યોનિ એટલે છ લાખ યોનિભેદ વિકલત્રયના થયા. પંચેન્દ્રિય તિર્યંચના ભેદ ચાર લાખ યોનિ-એ પ્રમાણે બધા થઈને તિર્યંચ યોનિના બાસઠ લાખ ભેદ થયા. દેવયોનિના ભેદ ચાર લાખ, નરક યોનિના ભેદ ચાર લાખ અને મનુષ્યયોનિના ચૌદ લાખ. એ સર્વ ચોર્યાસી લાખ યોનિ અતિ દુ:ખરૂપ છે. એનાથી રહિત સિદ્ધપદ જ અવિનાશી સુખરૂપ છે. સંસારી જીવ બધાજ દેહધારી છે અને સિદ્ધ પરમેષ્ઠી દેહરહિત નિરાકાર છે. શરીરના ભેદ પાંચ-ઔદારિક, વૈક્રિયક, આહાર, તૈજસ, કાર્માણ. તેમાં તૈજસ, કાર્માણ તો અનાદિકાળથી બધાં જીવોને લાગેલા છે. તેમનો અંત કરી મહામુનિ સિદ્ધપદ પામે છે. ઔદારિક કરતાં અસંખ્યાત ગુણી અધિક વર્ગણા વૈક્રિયકની છે. અને વૈક્રિયથી અસંખ્યાત ગુણી આહા૨કની છે અને આહા૨કથી અનંતગુણી તૈજસની છે અને તૈજસથી અનંતગુણી કાર્માણની છે. જે સમયે સંસારી જીવ શરીર છોડીને બીજી ગતિમાં જાય છે તે સમયે તે અનાહારક છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં જીવને જેટલી વાર લાગે તે અવસ્થામાં જીવને અનાહારી કહે છે. જેટલો સમય એક ગતિમાંથી બીજી ગતિમાં જવામાં લાગે તે એક સમય, બે સમય અથવા વધારેમાં વધારે ત્રણ સમય લાગે છે. તેટલા સમય માટે જીવને તૈજસ અને કાર્માણ એ બે જ શરીર હોય છે. શરીર સિવાય આ જીવ સિદ્ધ અવસ્થા વિના બીજી કોઈ અવસ્થામાં કોઈ સમયે હોતો નથી. આ જીવને શરીર હર સમય અને દરેક ગતિમાં જન્મતાં-મરતાં સાથે જ રહે છે. જે સમયે આ જીવ ઘાતી-અઘાતી બન્ને પ્રકારનાં કર્મનો ક્ષય કરીને સિદ્ધ અવસ્થા પામે છે તે સમયે તૈજસ અને કાર્માણનો ક્ષય થાય છે. જીવોને શરીરના પરમાણુઓની સૂક્ષ્મતા આ પ્રકારે છેઔદારિકથી વૈક્રિયક સૂક્ષ્મ, વૈક્રિયકથી આહા૨ક સૂક્ષ્મ, આહા૨કથી તૈજસ સૂક્ષ્મ અને તૈજસથી કાર્માણ સૂક્ષ્મ છે. મનુષ્ય અને તિર્યંચોને તો ઔદારિક શરી૨ છે. દેવ ના૨કીઓને વૈક્રિયક છે. આહા૨ક શરીર ઋદ્ધિધારક મુનિઓને સંદેહ નિવારવા માટે દસમા દ્વારમાંથી નીકળે અને કેવળીની પાસે જઈ સંદેહનું નિવારણ કરી પાછું આવી દસમાં દ્વા૨માં પ્રવેશ કરે છે. આ પાંચ પ્રકારના શરીર કહ્યાં. તેમાં એક સમયે એક જીવને કોઈ વાર ચાર શરી૨ પણ હોય છે તેનો ભેદ સાંભળો-ત્રણ તો બધા જીવને હોય છે. મનુષ્ય અને તીર્થંચને ઔદારિક અને દેવ નારકીઓને વૈક્રિયક અને તૈજસ કાર્માણ બધાને છે. તેમાં કાર્માણ તો દૃષ્ટિગોચર થતું નથી અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #609 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૮ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ તૈજસ કોઈ મુનિને પ્રગટ થાય છે. તેના બે ભેદ છે-એક શુભ તૈજસ, એક અશુભ તૈજસ. શુભ તૈજસ લોકોને દુઃખી જોઈ જમણી ભુજામાંથી નીકળી લોકોનું દુઃખ દૂર કરે છે અને અશુભ તૈજસ ક્રોધના યોગથી ડાબી ભુજામાંથી નીકળી પ્રજાને ભસ્મ કરે છે અને મુનિને પણ ભસ્મ કરે છે. કોઈ મુનિને વિક્રિયાઋદ્ધિ પ્રગટ થાય છે ત્યારે તે શરીરને સૂક્ષ્મ તથા સ્થૂળ કરે છે તે મુનિને ચાર શરીર કોઈ સમયે હોય છે, એકસાથે પાંચે શરીર કોઈ જીવને હોતાં નથી. મધ્યલોકમાં જંબૂઢીપ આદિ અસંખ્ય દ્વીપ અને લવણ સમુદ્ર આદિ અસંખ્ય સમુદ્ર છે. શુભ નામવાળા તે બમણા બમણા વિસ્તારથી વલયાકારે રહેલા છે. બધાની વચ્ચે જંબૂદ્વીપ છે. તેની વચમાં સુમેરુ પર્વત રહેલો છે તે લાખ યોજન ઊંચો છે અને તેનો પરિઘ ત્રણ ગુણાથી કાંઈક અધિક છે. જંબૂદ્વીપમાં દવારણ્ય અને ભૂતારણ્ય બે વન છે. તેમાં દેવોનો નિવાસ છે. છ કુલાચલ છે, તે પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી લાંબા પડ્યા છે. તેમનાં નામ-હીમવાન, મહાહિમવાન, નિષેધ, નીલ, રુકિમ, શિખરી. સમુદ્રના જળને તે સ્પર્શે છે. તેમાં સરોવરો છે અને સરોવરોમાં કમળ છે, તેમાં છ કુમારિકા દેવીઓ રહે છે. શ્રી, ટ્વી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી. આ જંબૂઢીપમાં સાત ક્ષેત્ર છે-ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત. છ કુલાચલોમાંથી ગંગાદિક ચૌદ નદી નીકળી છે. પહેલામાંથી ત્રણ, છેલ્લામાંથી ત્રણ અને વચ્ચેના ચારમાંથી બળે એમ ચૌદ છે. બીજા દ્વિીપ ધાતકીખંડ તે લવણસમુદ્રથી બમણો છે તેમાં મેરુ પર્વત છે અને બાર કુલાચલ અને ચૌદ ક્ષેત્ર. અહીં એક ભરત ત્યાં બે, અહીં એક હિમયાન ત્યાં છે. એ જ પ્રમાણે બધું બમણું જાણવું. ત્રીજો પુષ્કરદ્વીપ છે તેના અર્ધ ભાગમાં માનુષોત્તર પર્વત છે તે અઢીદ્વીપમાં જ મનુષ્યો હોય છે, આગળ નહિ. અર્ધા પુષ્કરમાં બબ્બે મેરુ, બાર કુલાચલ, ચૌદ ક્ષેત્ર, ધાતકીખંડ દ્વીપ સમાન ત્યાં જાણવા. અઢીદ્વીપમાં પાંચ સુમેરુ, ત્રીસ કુલાચલ, પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ વિદેહ, તેમાં એકસો સાઠ વિજય, સમસ્ત કર્મભૂમિના ક્ષેત્ર એકસો સિત્તેર, એક એક ક્ષેત્રમાં છ છ ખંડ, તેમાં પાંચ પાંચ સ્વેચ્છખંડ, એક એક આર્યખંડ, આર્યખંડમાં ધર્મની પ્રવૃત્તિ, વિદેહક્ષેત્ર અને ભરત ઐરાવતમાં કર્મભૂમિ. તેમાં વિદેહમાં તો શાશ્વતી કર્મભૂમિ અને ભરત, ઐરાવતમાં અઢાર ક્રોડાકોડી સાગર ભોગભૂમિ અને બે ક્રોડાકોડી સાગર કર્મભૂમિ અને દેવકુર, ઉત્તરકુરુ એ શાશ્વતી ઉત્કૃષ્ટ ભોગભૂમિ. તેમાં ત્રણ ત્રણ પલ્યનું આયુષ્ય, ત્રણ ત્રણ કોશની કાયા, ત્રણ ત્રણ દિવસ પછી અલ્પ આહાર, તે પાંચ મેરુ સંબંધી પાંચ દેવકુ, પાંચ ઉત્તરકુરુ છે. હરિ અને રમ્યક એ મધ્યમ ભોગભૂમિ તેમાં બબ્બે પલ્યનું આયુષ્ય બબ્બે કોશની કાયા, બબ્બે દિવસે આહાર અને તે પાંચ મેરૂ સંબંધી પાંચ હરિ પાંચ રમ્યક એ દશ મધ્યમ ભોગભૂમિ અને હૈમવત હૈરણ્યવત એ જઘન્ય ભોગભૂમિ, તેમાં એકપલ્યનું આયુષ્ય, એક કોશની કાયા. એક દિવસના અંતરે આહાર તે પાંચ મેરુ સંબંધી પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, જઘન્ય ભોગભૂમિ દસ. આ પ્રમાણે ત્રીસ ભોગભૂમિ અઢીદ્વીપમાં જાણવી. પાંચ મહાવિદેહ, પાંચ ભરત, પાંચ ઐરાવત એ પંદર કર્મભૂમિ છે તેમાં મોક્ષમાર્ગ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #610 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો પાંચમું પર્વ ૫૮૯ પ્રવર્તે છે. અઢીદ્વીપની આગળ માનુષોત્તર પછી મનુષ્ય નથી, દેવ અને તિર્યંચ જ છે. તેમાં જળચર તો ત્રણ જ સમુદ્રમાં છે, લવણોદધિ, કાળોદધિ અને અંતનો સ્વયંભૂરમણ. આ ત્રણ સિવાય બીજા સમુદ્રોમાં જળચર નથી. વિકત્રિય જીવ અઢીદ્વીપમાં છે અને સ્વયંભૂરમણદ્વીપના અર્ધભાગમાં નાગેન્દ્ર પર્વત છે. તેનાથી આગળના અર્ધા સ્વયંભૂરમણદ્વીપમાં અને આખાય સ્વયંભૂરમણ સમુદ્રમાં વિકત્રિય છે. માનુષોત્તરથી માંડી નાગેન્દ્ર પર્યત જઘન્ય ભોગભૂમિની રીત છે. ત્યાં તિર્યંચોનું એક પલ્યનું આયુષ્ય છે. સૂક્ષ્મ સ્થાવર તો સર્વત્ર ત્રણ લોકમાં છે અને બાદર સ્થાવર આધાર હોય ત્યાં છે, બધે નથી. એક રાજુમાં સમસ્ત મધ્યલોક છે. મધ્યલોકમાં આઠ પ્રકારના વ્યંતરો અને દશ પ્રકારના ભવનપતિના નિવાસ છે, ઉપર જ્યોતિષી દેવોનાં વિમાન છે, તેમના પાંચ ભેદ છે-ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, તારા, નક્ષત્ર. અઢીદ્વીપમાં જ્યોતિષી ચાર જ છે અને સ્થિર જ છે. આગળ અસંખ્ય દ્વીપોમાં જ્યોતિષી દેવોનાં વિમાન સ્થિર જ છે. સુમેરુ ઉપર સ્વર્ગલોક છે. સોળ સ્વર્ગ છે તેમાનાં નામ-સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંતવ, કાપિષ્ઠ, શુક, મહાશુક્ર, શતાર, સહુન્નાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત. આ સોળ સ્વર્ગમાં કલ્પવાસી દેવદેવી છે અને સોળ સ્વર્ગની ઉપર નવ રૈવેયક, તેની ઉપર નવ અનુત્તર, તેની ઉપર પાંચ પંચોત્તર-વિજય, વૈજયન્ત, જયન્ત, અપારાજિત અને સવાર્થસિદ્ધિ. આ અહમિન્દ્રોનાં સ્થાન છે, ત્યાં દેવાંગના નથી અને સ્વામી-સેવક નથી, બીજે સ્થળે ગમન નથી. પાંચમું બ્રહ્મસ્વર્ગ છે તેના અંતે લોકાંતિક દેવ હોય છે. તેમને દેવાંગના નથી, તે દેવર્ષિ છે. ભગવાનના તપકલ્યાણકમાં જ આવે છે. ઊર્ધ્વલોકમાં દેવ જ છે અથવા પાંચ સ્થાવર જ છે. હું શ્રેણિક! આ ત્રણ લોકનું વ્યાખ્યાન જે કેવળીએ કહ્યું તેનું સંક્ષેપરૂપ જાણવું. ત્રણ લોકના શિખરે સિદ્ધલોક છે તેના સમાન દૈદીપ્યમાન બીજું ક્ષેત્ર નથી. જ્યાં કર્મબંધનથી રહિત અનંત સિદ્ધ બિરાજે છે જાણે તે મોક્ષસ્થાન ત્રણ ભવનનું ઉજ્જવળ છત્ર જ છે. તે મોક્ષસ્થાન આઠમી પૃથ્વી છે. આ આઠ પૃથ્વીનાં નામનારક, ભવનવાસી, મનુષ્ય, જ્યોતિષી, સ્વર્ગવાસી, રૈવેયક, અનુત્તર વિમાન અને મોક્ષ. આ આઠ પૃથ્વી છે. તે શુદ્ધોપયોગના પ્રસાદથી જે સિદ્ધ થયા છે તેમનો મહિમા કહી શકાતો નથી, તેમને મરણ નથી, જન્મ નથી. અત્યંત સુખરૂપ છે, અનેક શક્તિના ધારક સમસ્ત દુ:ખરહિત મહાનિશ્ચળ સર્વના જ્ઞાતાદૃષ્ટા છે. આ કથન સાંભળી રામચંદ્ર સકળભૂષણ કેવળીને પૂછયું-હે પ્રભો! અષ્ટકર્મ રહિત અષ્ટગુણ આદિ અનંતગુણ સહિત સિદ્ધ પરમેષ્ઠી સંસારના ભાવોથી રહિત છે તેથી દુઃખ તો તેમને કોઈ પ્રકારનું નથી, અને સુખ કેવું છે? ત્યારે કેવળીએ દિવ્યધ્વનિથી કહ્યું – આ ત્રણ લોકમાં સુખ નથી, દુઃખ જ છે, અજ્ઞાનથી નિરર્થક સુખ માની રહ્યા છીએ. સંસારનું ઇન્દ્રિયજનિત સુખ બાધાસંયુક્ત ક્ષણભંગુર છે. આ જીવ જ્યાં સુધી આઠ કર્મથી બંધાઈને પરાધીન રહે ત્યાં સુધી તેમને તુચ્છમાત્ર પણ સુખ નથી. જેમ સુવર્ણનો પિંડ લોઢાથી સંયુક્ત હોય ત્યાં સુવર્ણની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #611 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૯૦ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ કાંતિ દબાઈ જાય છે તેમ જીવની શક્તિ કર્મોથી દબાઈ ગઈ છે તે સુખરૂપ છતાં દુ:ખ ભોગવે છે. આ પ્રાણી જન્મ, જરા, મરણ, રોગ, શોકાદિ અનંત ઉપાધિથી પીડિત છે. મનુષ્ય-તિર્યંચ-નારકીઓને તનનું અને મનનું દુઃખ છે અને દેવોને દુઃખ મનનું જ છે. તે મનનું મહાદુઃખ છે. તેનાથી પિડાય છે. આ સંસારમાં સુખ શેનું? આ ઇન્દ્રિયજનિત વિષયનાં સુખ ઈન્દ્ર-ધરણેન્દ્ર-ચક્રવર્તીઓને મધ ચોપડેલી ખગની ધાર સમાન છે અને વિષમિશ્રિત અન્ન સમાન છે. સિદ્ધોને મન ઈન્દ્રિય નથી, શરીર નથી, કેવળ સ્વાભાવિક અવિનાશી ઉત્કૃષ્ટ નિરાબાધ નિરુપમ સુખ છે, તેની ઉપમા નથી. જેમ નિદ્રારહિત પુરુષને સુવાથી શું કામ અને નિરોગીને ઔષધિથી શું પ્રયોજન? તેમ સર્વજ્ઞ વીતરાગ કૃતાર્થ સિદ્ધ ભગવાનને ઈન્દ્રિયોના વિષયોનું શું કામ હોય? દીપકને સૂર્ય-ચંદ્રાદિથી શું? જે નિર્ભય છે, જેને શત્રુ નથી તેમને આયુધોનું શું પ્રયોજન? જે સૌના અંતર્યામી સૌને દેખે જાણે છે, જેમના સકળ અર્થ સિદ્ધ થયા છે, કાંઈ કરવાનું નથી, કોઈ વસ્તુની ઈચ્છા નથી, તે સુખના સાગર છે. ઈચ્છા મનથી થાય છે, તેમને મન નથી. પરમ આનંદસ્વરૂપ ક્ષુધાતૃષાદિ બાધારહિત છે. તીર્થંકરદેવ જે સુખનો ઉધમ કરે તેનો મહિમા ક્યાં સુધી કહેવો? અહમિન્દ્ર, ઇન્દ્ર, નાગેન્દ્ર, નરેન્દ્ર, ચક્રવર્યાદિક નિરંતર તે જ પદનું ધ્યાન કરે છે. લૌકાંતિક દેવ તે જ સુખના અભિલાષી છે તેની ઉપમા ક્યાં સુધી આપીએ? જોકે સિદ્ધપદનું સુખ ઉપમારહિત કેવળીગમ્ય છે તો પણ પ્રતિબોધ માટે તેમને સિદ્ધોનાં સુખનું કાંઈક વર્ણન કહીએ છીએ. અતીત, અનાગત, વર્તમાન-ત્રણે કાળના તીર્થકરો ચક્રવર્યાદિક સર્વ ઉત્કૃષ્ટ ભૂમિના મનુષ્યોનું સુખ અને ત્રણકાળની ભોગભૂમિનું સુખ અને ઇન્દ્ર, અહમિન્દ્ર આદિ સમસ્ત દેવોનું સુખ, ભૂત, ભવિષ્યત, વર્તમાનકાળનું બધું એકઠું કરીએ અને તેને અનંતગુણા કરીએ તો સિદ્ધોના એક સમયના સુખતુલ્ય નથી. કેમ? કારણ કે સિદ્ધોનું સુખ છે તે નિરાકુળ, નિર્મળ, અવ્યાબાધ, અખંડ અતિન્દ્રિય, અવિનાશી છે અને દેવમનુષ્યોનું સુખ ઉપાધિસંયુક્ત, બાધાસહિત, વિકલ્પરૂપ વ્યાકુળતાથી ભરેલું વિનાશક છે. બીજું એક દષ્ટાંત સાંભળો. મનુષ્યોમાં રાજા સુખી, રાજાઓથી ચક્રવર્તી સુખી અને ચક્રવર્તીઓથી વ્યંતરદેવ સુખી, વ્યંતરોથી જ્યોતિષીદેવ સુખી, તેનાથી ભવનવાસી અધિક સુખી અને ભવનવાસીઓથી કલ્પવાસી સુખી અને કલ્પવાસીઓથી નવરૈવેયકના સુખી, નવરૈવેયકથી નવ અનુત્તરના સુખી અને તેમનાથી પંચોત્તરના સુખી, પંચોત્તરમાં સર્વાર્થસિધ્ધિ સમાન બીજા સુખી નથી તે. સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્રોથી અનંતાનંતગણું સુખ સિદ્ધપદમાં છે. સુખની હદ સિદ્ધપદનું સુખ છે. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય આ આત્માનું નિજસ્વરૂપ સિદ્ધોમાં પ્રવર્તે છે. સંસારી જીવોના દર્શન-જ્ઞાન, સુખ, વીર્ય, કર્મોના ક્ષયોપશમથી બાહ્ય વસ્તુના નિમિત્તથી, વિચિત્રતા સહિત-અલ્પરૂપ પ્રવર્તે છે. એ રૂપાદિક વિષયસુખ વ્યાધિરૂપ, વિકલ્પરૂપ મોહનાં કારણ છે. એમાં સુખ નથી. જેમ ફોડલો પરુ કે લોહીથી ભરાઈને ફૂલે તેમાં સુખ શું? તેમ વિકલ્પરૂપ ફોડલો અત્યંત આકુળતારૂપ પરુથી ભરેલો જેને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #612 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો પાંચમું પર્વ ૫૯૧ હોય તેમને સુખ કેવું? સિદ્ધ ભગવાન ગતાગતરહિત સમસ્ત લોકના શિખર પર બિરાજે છે તેમના સુખ જેવું બીજું સુખ નથી. જેમનાં દર્શનશાન લોકાલોકને દેખું-જાણે તેમના જેવો સૂર્ય ક્યાં? સૂર્ય તો ઉદય-અસ્ત પામે છે, સકળ પ્રકાશક નથી. તે ભગવાન સિદ્ધ પરમેષ્ઠી હથેળીમાં આંભલાની પેઠે સકળ વસ્તુને દેખું-જાણે છે. છબસ્થ પુરુષનું જ્ઞાન તેમના જેવું નથી. જોકે અવધિજ્ઞાની મન:પર્યયજ્ઞાની મુનિ અવિભાગી પરમાણુ પર્યત દેખે છે અને જીવોના અસંખ્યાત ભવ જાણે છે તો પણ અરૂપી પદાર્થોને જાણતા નથી અને અનંતકાળનું જાણતા નથી, કેવળી જ તે જાણે છે, કેવળજ્ઞાન કેવળદર્શનયુક્ત જે છે તેમના સમાન બીજા નથી. સિદ્ધોને જ્ઞાન અનંત, દર્શન અનંત અને સંસારી જીવોને અલ્પજ્ઞાન, અલ્પદર્શન, સિદ્ધોને અનંતસુખ, અનંતવીર્ય અને સંસારીઓને અલ્પસુખ, અલ્પવીર્ય હોય છે. એ નિશ્ચયથી જાણો કે સિદ્ધોનાં સુખનો મહિમા કેવળજ્ઞાની જ જાણે, ચાર જ્ઞાનના ધારક પણ પૂર્ણ ન જાણે. આ સિદ્ધપદ અભવ્યોને મળતું નથી. નિકટભવ્ય જ આ પદ પામે. અભવ્ય અનંતકાળ કાયકલશ કરી અનેક યત્ન કરે તો પણ ન પામે. અનાદિકાળનું જે અજ્ઞાન તે રૂપ સ્ત્રીનો વિરહ અભવ્યોને થતો નથી, તે સદા અવિધા સાથે ભવવનમાં શયન કરે છે, અને મુક્તિરૂપી સ્ત્રીના મિલનની વાંછામાં તત્પર ભવ્ય જીવો કેટલોક કાળ સંસારમાં રહે છે તે સંસારમાં રાજી નથી, તપમાં રહેતા તેઓ મોક્ષના જ અભિલાષી છે. જેમનામાં સિદ્ધ થવાની શક્તિ નથી તેમને અભવ્ય કહે છે. જે હોનહાર સિદ્ધ છે તેમને ભવ્ય કહીએ. કેવળી કહે છે હે રઘુનંદન! જિનશાસન વિના બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી. સમ્યકત્વ વિના કર્મોનો ક્ષય થતો નથી. અજ્ઞાની જીવ કરોડો ભવોમાં જે કર્મ ન ખપાવી શકે તે જ્ઞાની ત્રણ ગુપ્તિ ધારણ કરીને એક મુહૂર્તમાં ખપાવે છે. સિદ્ધ ભગવાન પરમાત્મા પ્રસિદ્ધ છે, સર્વ જગતના લોકો તેમને જાણે છે કે તે ભગવાન છે. કેવળી સિવાય તેમને કોઈ પ્રત્યક્ષ દેખી જાણી શકતું નથી, કેવળજ્ઞાનીઓ જ સિદ્ધોને દેખે જાણે છે. આ જીવે સંસારનું કારણ એવો મિથ્યાત્વનો માર્ગ અનંતભવમાં ધારણ કર્યો છે. તમે નિકટભવ્ય છો, પરમાર્થની પ્રાપ્તિ અર્થે જિનશાસનની અખંડ શ્રદ્ધા રાખો. હે શ્રેણિક! સકળભૂષણ કેવળીનાં આ વચન સાંભળી શ્રી રામચંદ્ર પ્રણામ કરી કહ્યું હે નાથ ! મને આ સંસારસમુદ્રથી તારો, હે ભગવાન! આ પ્રાણી કયા ઉપાયથી સંસારના વાસથી છૂટે છે? કવળી ભગવાને કહ્યું હે રામ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર મોક્ષનો માર્ગ છે, જિનશાસનમાં તત્ત્વના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. તત્ત્વ અનંત ગુણ પર્યાયરૂપ છે. તેના બે ભેદ છે. એક ચેતન અને બીજો અચેતન જીવ ચેતન છે, બીજા બધા અચેતન. સમ્યગ્દર્શન બે પ્રકારે ઉપજે છે–એક નિસર્ગ, બીજો અધિગમ, જે સ્વત: સ્વભાવથી ઉપજે તે નિસર્ગ અને ગુરુના ઉપદેશથી ઉપજે તે અધિગમ. સમ્યગ્દષ્ટિ જીવ જિનધર્મમાં રત છે. સમ્યકત્વના અતિચાર પાંચ છે-શંકા એટલે જિનધર્મમાં સંદેહ, કાંક્ષા એટલે ભોગોની અભિલાષા, વિચિકિત્સા એટલે મહામુનિને જોઈ ગ્લાનિ કરવી, અન્યદષ્ટિ પ્રશંસા એટલે મિથ્યાદષ્ટિને મનમાં ભલા માનવા અને સંસ્તવ એટલે વચનથી મિથ્યાદષ્ટિની સ્તુતિ કરવી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #613 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯૨ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ આનાથી સમ્યકત્વમાં દૂષણ ઊપજે છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ આ ચાર ભાવના અથવા અનિત્યાદિ બાર ભાવના અથવા પ્રશમ, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને શંકાદિ દોષરહિતપણું, જિનપ્રતિમા, જિનમંદિર, જિનશાસ્ત્ર, મુનિરાજોની ભક્તિથી સમ્યગ્દર્શન નિર્મળ થાય છે અને સર્વજ્ઞના વચન પ્રમાણ વસ્તુને જાણવી તે જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. જે કોઈથી ન સધાય એવી દુર્ધર ક્રિયાને-આચરણને ચારિત્ર કહે છે. ત્રણ સ્થાવર સર્વ જીવની દયા, સર્વને પોતાના સમાન જાણવા તેને ચારિત્ર કહે છે. પાંચ ઈન્દ્રિયોનો નિરોધ, મનનો નિરોધ, વચનનો નિરોધ, સર્વ પાપક્રિયાના ત્યાગને ચારિત્ર કહે છે. સાંભળનારનાં મન અને કાનને આનંદકારી, સ્નિગ્ધ, મધુર, અર્થસંયુક્ત, કલ્યાણકારી વચન બોલવાં તેને ચારિત્ર કહીએ. મનવચનકાયથી પરધનનો ત્યાગ કરવો, કોઈની વસ્તુ દીધા વિના ન લેવી અને આપેલ આહાર માત્ર લેવો તેને ચારિત્ર કહીએ, દેવોથી પૂજ્ય અતિ દુર્ધર બ્રહ્મચર્યવ્રતનું પાલન તેને ચરિત્ર કહીએ, શિવમાર્ગ એટલે નિર્વાણના માર્ગને વિજ્ઞા કરનારી મૂચ્છ-મનની અભિલાષાનો ત્યાગ એટલે પરિગ્રહના ત્યાગને ચારિત્ર કહે છે. આ મુનિઓનો ધર્મ કહ્યો અને જે અણુવ્રતી શ્રાવક મુનિઓને શ્રદ્ધાદિ ગુણોથી યુક્ત નવધા ભક્તિથી આહાર આપે તેને એકદેશ ચારિત્ર કહીએ. પરદારા-પરધનનો પરિહાર, પરપીડાનું નિવારણ, દયાધર્મનું અંગીકાર કરવું, દાન, શીલ, પૂજા, પ્રભાવના, પર્વોપવાસાદિકને દેશચારિત્ર કહીએ. યમ એટલે જીવનપર્યત પાપનો પરિહાર, નિયમ એટલે મર્યાદારૂપ વ્રત-તપ ધરવાં, વૈરાગ્ય, વિનય, વિવેકજ્ઞાન, મન-ઈન્દ્રિયોના-નિરોધ ધ્યાન ઈત્યાદિ ધર્મના આચરણને એકદેશ ચારિત્ર કહીએ. આ અનેક ગુણોથી યુક્ત જિનભાષિત ચારિત્ર પરમધામનું કારણ કલ્યાણની પ્રાપ્તિ અર્થે સેવવાયોગ્ય છે. સમ્યગ્દષ્ટિ જે જીવ જિનશાસનનો શ્રદ્ધાની, પરનિંદાનો ત્યાગી, પોતાની અશુભ ક્રિયાનો નિંદક, જગતના જીવોથી ન સધાય એવા દુર્લર તપનો ધારક, સંયમનો સાધનાર જ દુર્લભ ચારિત્ર ધરવાને સમર્થ થાય છે. જ્યાં દયા આદિ સમીચીન ગુણ નથી ત્યાં ચારિત્ર નથી. ચારિત્ર વિના સંસારથી નિવૃત્તિ નથી. જ્યાં દયા, ક્ષમા, જ્ઞાન, વૈરાગ્ય, તપ, સંયમ નથી ત્યાં ધર્મ નથી. વિષયકષાયનો ત્યાગ તે જ ધર્મ છે. શમ એટલે સમતાભાવ પરમશાંત, દમ એટલે મન-ઈન્દ્રિયોનો નિરોધ, સંવર એટલે નવીન કર્મોનો નિરોધ જ્યાં ન હોય ત્યાં ચારિત્ર નથી. જે પાપી જીવ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રી સેવન કરે છે, મહાઆરંભી છે, પરિગ્રહી છે તેમને ધર્મ નથી. જે ધર્મના નિમિત્તે હિંસા કરે છે તે અધર્મી અધમગતિના પાત્ર છે. જે મૂઢ જિનદીક્ષા લઈને આરંભ કરે છે. તે યતિ નથી. યતિનો ધર્મ આરંભ પરિગ્રહથી રહિત છે. પરિગ્રહધારીઓને મુક્તિ નથી. હિંસામાં ધર્મ જાણી છે કાય જીવોની હિંસા કરે છે તે પાપી છે. હિંસામાં ધર્મ નથી, હિંસકોને આ ભવ કે પરભવમાં સુખ નથી. જે સુખ અર્થે, ધર્મને અર્થે જીવઘાત કરે છે તે વૃથા છે. જે ગ્રામ ક્ષેત્રાદિકમાં આસક્ત છે, ગાય-ભેંસ રાખે છે, મારે છે, બાંધે છે, તોડે છે, બાળે છે, તેમને વૈરાગ્ય ક્યાં છે? જે દયવિક્રય કરે છે, રસોઈ માટે હાંડી વગેરે રાખે છે, આરંભ કરે છે, સુવર્ણાદિક રાખે છે તેમને મુક્તિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #614 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો પાંચમું પર્વ ૫૯૩ નથી. જિનદીક્ષા આરંભરહિત છે, અતિદુર્લભ છે. જે જિનદીક્ષા લઈને જગતના ધંધા કરે છે તે દીર્થસંસારી છે. જે સાધુ થઈ એલાદિનું મર્દન કરે છે, શરીરના સંસ્કાર કરે છે, પુષ્પાદિક સુંઘે છે, સુગંધ લગાવે છે, દિપક સળગાવે છે, ધૂપક્ષેપણ કરે છે તે સાધુ નથી, મોક્ષમાર્ગથી પરાડમુખ છે. પોતાની બુદ્ધિથી જે કહે છે કે હિંસામાં દોષ નથી તે મૂર્ખ છે, તેમને શાસ્ત્રનું જ્ઞાન નથી, ચારિત્ર નથી. જે મિથ્યાદષ્ટિ તપ કરે છે, ગામમાં એક રાત્રિ વસે છે. નગરમાં પાંચ રાત્રિ અને સદા ઊર્ધ્વબાહુ રાખે છે, માસ માસના ઉપવાસ કરે છે અને વનમાં વિચરે છે, મૌની છે, નિઃપરિગ્રહી છે તો પણ દયાળુ નથી. જેનું હૃદય દુષ્ટ છે, સમ્યકત્વ બીજ વિના ધર્મરૂપ વૃક્ષ તે ઉગાડી શકે નહિ. અનેક કષ્ટ કરે તો પણ તે મુક્તિ પામે નહિ. જે ધર્મની બુદ્ધિથી પર્વત ઉપરથી પડતું મૂકે. અગ્નિમાં બળે, જળમાં ડૂબે, ધરતીમાં દટાઈ જાય, તે કુમરણથી કુગતિ પામે છે. જે પાપકર્મી કામનાપરાયણ આર્ત રૌદ્રધ્યાની વિપરીત ઉપાય કરે, તે નરક નિગોદમાં જાય છે. મિથ્યાદષ્ટિ કદાચ દાન કરે, તપ કરે, તે પુણ્યના ઉદયથી મનુષ્ય અને દેવગતિનાં સુખ ભોગવે છે, પરંતુ શ્રેષ્ઠ મનુષ્ય થતા નથી. સમ્યગ્દષ્ટિઓનાં ફળના અસંખ્યાતમાં ભાગનું પણ ફળ નથી. સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનવાળા અવ્રતી હોય તો પણ તેમને નિયમમાં પ્રેમ છે તે સમ્યગ્દર્શનના પ્રસાદથી દેવલોકમાં ઉત્તમ દેવ થાય છે. અને મિથ્યાદષ્ટિ કુલિંગી મહાતપ પણ કરે તોયે દેવોના કિંકરહીન દેવ થાય છે, પછી સંસારભ્રમણ કરે છે. સમ્યગ્દષ્ટિ ભવ ધરે તો ઉત્તમ મનુષ્ય થઈ. તેમાં દેવોના ભવ સાત અને મનુષ્યોના ભવ આઠ, આ પ્રમાણે પંદર ભવમાં પંચમગતિ પામે છે. વીતરાગ સર્વજ્ઞ મોક્ષનો માર્ગ પ્રગટ દેખાયો છે. પરંતુ આ વિષયી જીવ તેને અંગીકાર કરતો નથી, આશારૂપી ફાંસીથી બંધાયેલા, મોહને વશ થયેલા, તૃષ્ણાથી ભરેલા, પાપરૂપ જંજીરથી જકડાયેલા કુગતિરૂપ બંદીગૃહમાં પડે છે. સ્પર્શ અને રસના આદિ ઈન્દ્રિયોનાં લોલુપી દુઃખને જ સુખ માને છે. આ જગતના જીવ એક જિનધર્મના શરણ વિના કલેશ ભોગવે છે. ઈન્દ્રિયોના સુખ ઈચ્છે તે મળે નહિ અને મૃત્યુથી ડરે તેથી મૃત્યુ છોડ નહિ, વિફળ કામના અને વિફળ ભયને વશ થયેલા જીવ કેવળ તાપ જ પામે છે. તાપ દૂર કરવાનો બીજો કોઈ ઉપાય નથી. તૃષ્ણા અને ભયને છોડવા એ જ સુખનો ઉપાય છે. આ જીવ તૃષ્ણાથી ભરેલો ભોગોનો ભોગ કરવા ચાહે છે અને ધર્મમાં ધૈર્ય રાખતો નથી, કલેશરૂપ અગ્નિથી ઉષ્ણ, મહાઆરંભમાં ઉધમી કોઈ પણ વસ્તુ પામતો નથી, ઉલટું ગાંઠના ખોવે છે. આ પ્રાણી પાપના ઉદયથી મનવાંછિત અર્થ પામતો નથી, ઉલટો અનર્થ થાય છે. તે અનર્થ અતિ દુર્જય છે. આ મેં કર્યું, આ હું કરું છું, આ કરીશ એવો વિચાર કરતાં જ મરીને કુગતિમાં જાય છે. આ ચારેય ગતિ કુગતિ છે, એક પંચમ નિર્વાણગતિ જ સુગતિ છે, જ્યાંથી પાછા આવવાનું નથી. જગતમાં મૃત્યુ એ નથી જોતું કે આણે આ કર્યું, આ ન કર્યું, બાળથી માંડી સર્વ અવસ્થામાં આવીને ઉપાડી જાય છે, જેમ સિંહુ મૃગને કોઈપણ અવસ્થામાં પકડી લે છે. અહો, આ અજ્ઞાની જીવ અહિતમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #615 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯૪ એકસો છમું પર્વ પદ્મપુરાણ હિતની વાંછા રાખે છે અને દુઃખમાં સુખની આશા કરે છે. અનિત્યને નિત્ય જાણે છે, ભયમાં શરણ માને છે, એમને વિપરીત બુદ્ધિ છે. આ બધો મિથ્યાત્વનો દોષ છે. આ મનુષ્યરૂપ મત્ત હાથી માયારૂપી ખાડામાં પડેલો અનેક દુઃખરૂપ બંધનથી બંધાય છે. વિષયરૂપ માંસનો લોભી માછલીની જેમ વિકલ્પરૂપી જાળમાં પડે છે. આ પ્રાણી દુર્બળ બળદની જેમ કુટુંબરૂપ કીચડમાં ફસાયેલો ખેદખિન્ન થાય છે જેમ વેરીઓથી બંધાયેલો અને અંધારિયા કૂવામાં પડેલો હોય તેનું બહાર નિકળવું ખૂબ મુશ્કેલ છે તેમ સ્નેહરૂપ ફાંસીથી બંધાયેલ અને સંસારરૂપ અંધકૂપમાં પડેલા અજ્ઞાની જીવનું બહાર નીકળવું અતિકઠિન છે. કોઈ નિકટભવ્ય જિનવાણીરૂપ રસ્તો પકડીને અને શ્રીગુરુ કાઢનારા હોય તો નીકળે. અભવ્ય જીવ જૈનેન્દ્રી આજ્ઞારૂપ અતિદુર્લભ આનંદનું કારણ જે આત્મજ્ઞાન તેને પામવા સમર્થ નથી, જિનરાજનો નિશ્ચયમાર્ગ નિકટભવ્ય જ પામે છે. અભવ્ય સદા કર્મોથી કલંકિત થઈ અતિકલેશરૂપ સંસારચક્રમાં ભમે છે. હું શ્રેણિક ! શ્રી ભગવાન સકળભૂષણ કેવળીએ આમ કહ્યું ત્યારે શ્રી રામચંદ્ર હાથ જોડી, મસ્તક નમાવી કહ્યું, હે ભગવન્! હું કયા ઉપાયથી ભવભ્રમણથી છુટું ? હું બધી રાણીઓ અને પૃથ્વીનું રાજ્ય છોડવા સમર્થ છું, પરંતુ ભાઈ લક્ષ્મણનો સ્નેહું તજવા સમર્થ નથી, હું સ્નેહુ–સમુદ્રના તરંગમાં ડૂબું છું, આપ ધર્મોપદેશરૂપ હસ્તાવલંબન આપીને મને કાઢો. હે કરુણાનિધાન! મારી રક્ષા કરો. ત્યારે ભગવાને કહ્યું - હે રામ શોક ન કર, તું બળદેવ છે, કેટલાક દિવસ વાસુદેવ સહિત ઇન્દ્રની જેમ આ પૃથ્વીનું રાજ્ય કરી જિનેશ્વરનાં વ્રત ધરી તું કેવળજ્ઞાન પામીશ. કેવળીનાં આ વચન સાંભળી શ્રી રામચંદ્ર હર્ષથી રોમાંચિત થયા. તેમનાં નયનકમળ ખીલી ગયાં. વદનકમળ વિકસિત થયું, પરમ વૈર્ય પામ્યા. રામને કેવળીના મુખથી ચરમશરીરી જાણી સુર-નર-અસુર બધા જ પ્રશંસાથી અત્યંત પ્રીતિ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને કેવળીના મુખે ધર્મશ્રવણનું વર્ણન કરનાર એકસો પાંચમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો છમું પર્વ (રામ, લક્ષ્મણ, રાવણ, સીતા આદિના પૂર્વભવ) પછી વિદ્યાધરોમાં શ્રેષ્ઠ રાજા, વિભીષણ, રાવણનો ભાઈ, સુંદર શરીરનો ધારક, રામની ભક્તિ જ જેનું આભૂષણ છે તેણે બેય હાથ જોડી, પ્રણામ કરી કેવળીને પૂછયું, હું દેવાધિદેવ! શ્રી રામચંદ્ર પૂર્વભવમાં એવું કયું સુકૃત્ય કર્યું હતું કે જેથી તેમણે આવો મહિમા પ્રાપ્ત કર્યો? તેમની સ્ત્રી સીતાનું દંડકવનમાંથી ક્યા પ્રસંગથી રાવણ હરણ કરી ગયો, જે ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થનો જાણનાર હતો, અનેક શાસ્ત્રનો પાઠી, કૃત્યઅકૃત્યનો જાણનાર, ધર્મ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #616 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો છમું પર્વ ૫૯૫ અધર્મને ઓળખનાર, પ્રધાન ગુણસંપન્ન તે કેમ મોહને વશ થઈને પરસ્ત્રીની અભિલાષારૂપ અગ્નિમાં પતંગિયું બનીને પડયો. અને લક્ષ્મણે તેને સંગ્રામમાં હણ્યો, રાવણ જેવો બળવાન વિધાધરોનો મહેશ્વર અનેક અદ્ભુત કાર્યોનો કરનાર આવા મરણને કેમ પામ્યો? ત્યારે કેવળીએ અનેક જન્મની કથા વિભીષણને કહી. હું લંકેશ્વર ! રામલક્ષ્મણ બન્ને અનેક ભવના ભાઈ છે અને રાવણના જીવને લક્ષ્મણના જીવ સાથે ઘણા ભવથી વેર છે. જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં એક નગર છે ત્યાં નયદત્ત નામનો ગરીબ વણિક રહેતો. તેની સ્ત્રીનું નામ સુનંદા. તેના પુત્રનું નામ ધનદત્ત જે રામનો જીવ હતો. બીજો પુત્ર વસુદત્ત તે લક્ષ્મણનો જીવ હતો. એક યજ્ઞબલ નામનો વિપ્ર વસુદત્તનો મિત્ર હતો તે તારો જીવ અને તે જ નગરમાં બીજા એક વણિક સાગરદત્તની સ્ત્રી રત્નપ્રભાની પુત્રી ગુણવતી તે સીતાનો જીવ. ગુણવતીનો નાનો ભાઈ ગુણવાન ભામંડળનો જીવ. ગુણવતી રૂપ, યૌવન કળા, કાંતિ અને લાવણ્યથી મંડિત બનેલી હોઈ ગુણવાને પિતાનો અભિપ્રાય જાણી ધનદત્ત સાથે બહેનની સગાઈ કરી અને તે જ નગરમાં એક અતિ ધનવાન વણિક શ્રીકાંત રહેતો હતો તે રાવણનો જીવ હતો. તે નિરંતર ગુણવતીને પરણવાની અભિલાષા રાખતો અને ગુણવતીના રૂપથી તેનું મન હરાઈ ગયું હતું. ગુણવતીનો લોભી ભાઈ ધનદત્તને અલ્પધનવાળો જાણી અને શ્રીકાંતને મહાધનવંત જોઈ પોતાની બહેનને શ્રીકાંત સાથે પરણાવવા તૈયાર થયો. આ વૃત્તાંત યજ્ઞબલી બ્રાહ્મણે વસુદત્તને કહ્યો કે તારા મોટા ભાઈ સાથે સગપણ કરેલી કન્યાને તેનો ભાઈ શ્રીકાંતને ધનવાન જાણીને તેની સાથે પરણાવવા માંગે છે. વસુદત્ત આ સમાચાર સાંભળી શ્રીકાંતને મારવા તૈયાર થયો. તેણે ખડ્ગ સજાવી અંધારી રાત્રે શ્યામ વસ્ત્ર પહેરી અવાજ કર્યા વિના ધીરે પગલે શ્રીકાંતના ઘરમાં જઈ, તે અસાવધાન બેઠો હતો, તેને ખગથી માર્યો. પડતાં પડતાં શ્રીકાંતે પણ વસુદતને ખડ્ગ માર્યું તેથી બેય મૃત્યુ પામ્યા અને વિંધ્યાચળના વનમાં હરણ થયા. નગ૨ના દુર્જન લોકો હતા તેમણે ગુણવતી ધનદત્તને ન પરણાવવા દીધી કે એના ભાઈએ અપરાધ કર્યો છે. દુર્જનો તો વિના અપરાધેય કોપ કરે તેમાં આ તો એક બહાનું મળ્યું. પછી ધનદત્ત પોતાના ભાઈનું મરણ અને પોતાનું અપમાન તથા સગાઈ કરેલી કન્યાની અપ્રાપ્તિથી અત્યંત દુ:ખી થઈ ઘરમાંથી નીકળી વિદેશગમન કરવા લાગ્યો. પેલી કન્યા ધનદત્તની અપ્રાપ્તિથી દુઃખી થઈ અને બીજા કોઈને ન પરણી. કન્યાએ મુનિઓની નિંદા, જિનમાર્ગની અશ્રદ્ધા, મિથ્યાત્વના અનુરાગથી પાપ ઉપાર્જ્યો. કાળ પામી આર્તધ્યાનથી મરી અને જે વનમાં બન્ને મૃગ થયા હતા તે વનમાં એ મૃગલી થઈ. પૂર્વના વિરોધથી એના જ માટે બન્ને મૃગ પરસ્પર લડીને મર્યા અને જંગલી સુવ્વર થયા. પછી હાથી, પાડા, બળદ, વાનર, ગેંડા, શિયાળ, ઘેટાં, ઈત્યાદિ અનેક જન્મ લીધા. અને આ તે જ જાતિની તિર્યંચણી થતી અને તેના નિમિત્તે પરસ્પર લડીને મરતા. જળના જીવ સ્થળના જીવ થઈ થઈને પ્રાણ તજતા. ધનદત્ત માર્ગના ખેદથી અતિદુઃખી થઈ એક દિવસ સૂર્યાસ્ત સમયે મુનિઓના આશ્રયે ગયો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #617 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯૬ એકસો છમું પર્વ પદ્મપુરાણ તે ભોળો કાંઈ જાણતો નહિ. તેણે સાધુઓને કહ્યું કે હું બહુ તરસ્યો છું, મને પાણી પાવ, તમે ધર્માત્મા છો. ત્યારે મુનિ તો ન બોલ્યા અને કોઈ જિનધર્મીએ મધુર વચનથી તેને સંતુષ્ટ કરી કહ્યું, હે મિત્ર! રાત્રે અમૃત પણ ન પીવું, જળની તો શી વાત છે? જે વખતે આંખથી કાંઈ દેખાતું ન હોય, સૂક્ષ્મ જીવ નજરે પડતા ન હોય તે વખતે હે વત્સ! જો તું ખૂબ આતુર હો તો પણ ખાનપાન કરવું નહિ. રાત્રિભોજન કરવામાં માંસનો દોષ લાગે છે. તેથી તું એવું ન કર કે જેથી ભવસાગરમાં ડુબાય. આ ઉપદેશ સાંભળી ધનદત્તનું ચિત્ત શાંત થયું, તેની શક્તિ ઓછી હતી તેથી તે મુનિ ન થઈ શક્યો, પણ દયાયુક્ત ચિત્તવાળો તે અણુવ્રતી શ્રાવક થયો. પછી કાળ પામીને સમાધિમરણ કરી સૌધર્મ સ્વર્ગમાં મોટો ઋદ્ધિધારક દેવ થયો. મુગટ, હાર, બાજબંધાદિથી શોભિત પર્વણના ઉદયથી દેવાંગનાદિનાં સુખ ભોગવ્યાં. પછી સ્વર્ગમાંથી ચ્યવીને મહાપુર નગરમાં મેરુ શ્રેષ્ઠીની પત્ની ધારિણીની કૂખે પારૂચિ નામનો પુત્ર થયો. તે જ નગરમાં રાજા છત્રચ્છાયની રાણી શ્રી દત્તા ગુણોની મંજૂષા હતી. એક દિવસ શેઠનો પુત્ર પૌરુચિ પોતાના ગાયોના ધણમાં અશ્વ પર બેસીને આવ્યો ત્યાં તેણે એક વૃદ્ધ બળદને મરવાની અણી પર જોયો. સુગંધી વસ્ત્ર માળાના ધારક પદ્મરુચિએ અશ્વ પરથી ઊતરી દયાથી બળદના કાનમાં મોકાર મંત્ર આપ્યો. પેલા બળદે તે ચિત્ત દઈને સાંભળ્યો અને પ્રાણ તજી રાણી શ્રીદત્તાના ગર્ભમાં આવી ઉપજ્યો. રાજા છત્રચ્છાયને પુત્ર નહોતો તે પુત્રના જન્મથી અતિ હર્ષ પામ્યો. નગરની શોભા કરી. ઘણું દ્રવ્ય ખર્ચ્યુ, મોટો ઉત્સવ કર્યો. વાજિંત્રોના અવાજથી દશે દિશાઓ ગુંજી ઊઠી. આ બાળક પુણ્યકર્મના પ્રભાવથી પૂર્વજન્મ જાણતો હતો. તે બળદના ભવમાં શીત-આતાપ આદિ મહાદુઃખ અને મરણ સમયે ણમોકાર મંત્ર સાંભળ્યો તેના પ્રભાવથી રાજકુમાર થયો તે પૂર્વ અવસ્થા યાદ કરી બાળક અવસ્થામાં જ વિવેકી થયો. જ્યારે તરૂણ અવસ્થા થઈ ત્યારે ફરતો ફરતો બળદના મરણના સ્થાન પર ગયો, પોતાનું પૂર્વચરિત્ર યાદ કરી એ વૃષભધ્વજકુમાર હાથી ઉપરથી ઊતરી પૂર્વજન્મની મરણભૂમિ જોઈને દુઃખી થયો. પોતાનું મરણ સુધારનાર ણમોકાર મંત્ર આપનાર તેને જણાવવા અર્થે એક કેલાસના શિખર સમાન ઊંચું ચૈત્યાલય બનાવરાવ્યું અને ચૈત્યાલયના દ્વારમાં એક બળદની મૂર્તિ જેની પાસે બેસી એક પુરુષ સમોકાર મંત્ર સંભળાવે છે એવું એક ચિત્રપટ બનાવરાવી મૂક્યું અને તેની પાસે સમજવા માટે માણસો મૂક્યા. મેરુ શ્રેષ્ઠીનો પુત્ર પદ્મરુચિ દર્શન કરવા આવ્યો તે જોઈને ખૂબ હર્ષ પામ્યો અને દર્શન કરી પછી બળદના ચિત્રપટ તરફ જોઈને મનમાં વિચારે છે કે એક બળદને મેં મોકાર મંત્ર સંભળાવ્યા હતા તેથી તે ઊભા ઊભા જુએ છે. જે રક્ષકો અહીં મૂકયા હતા તેમણે જઈ રાજકુમારને વાત કરી તે સાંભળતાં જ તે મહાન વૈભવપૂર્વક હાથી ઉપર બેસી શીધ્ર પોતાના મિત્રને મળવા આવ્યો. હાથી ઉપરથી ઉતરી તે જિનમંદિરમાં ગયો પછી બહાર આવ્યો, પારુચિને બળદ તરફ નિહાળતો જોયો. રાજકુમારે શ્રેષ્ઠીપુત્રને પૂછયું કે તમે બળદનું ચિત્રપટ કેમ નિરખો છો ? ત્યારે પમરુચિએ કહ્યું કે એક મરતા બળદને મેં ણમોકાર મંત્ર આપ્યો હતો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #618 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો છમું પર્વ ૫૯૭ તે ક્યાં ઉપજ્યો છે તે જાણવાની ઈચ્છા છે. ત્યારે વૃષભધ્વજે કહ્યું – તે હું છું, આમ કહી તેના પગમાં પડ્યો અને પમરુચિની સ્તુતિ કરી, જેમ શિષ્ય ગુરુની કરે, તેણે કહ્યું-હું મહાઅવિવેકી પશુ મૃત્યુના કષ્ટથી દુઃખી હતો અને તમે મારા સાચા મિત્ર ણમોકારમંત્રના દાતા સમાધિમરણનું કારણ થયા. તમે દયાળુ પરભવના સુધારનાર મને મહામંત્ર આપ્યો તેથી હું રાજકુમાર થયો. જેવો ઉપકાર રાજા, દેવ, માતા, સહોદર, મિત્ર કે કુટુંબ કોઈ ન કરે તેવો તમે કર્યો. તમે મને મોકાર મંત્ર આપ્યો અને તેના જેવો પદાર્થ ત્રણ લોકમાં નથી, તેનો બદલો હું શું આપું. તમારાથી ઋણમુક્ત તો નહિ થઈ શકું તો પણ તમારા પ્રત્યે મને ખૂબ ભક્તિ ઉત્પન્ન થઈ છે. તમે જે આજ્ઞા આપો તે પ્રમાણે હું કરું. હું પુરુષોત્તમ! તમે આજ્ઞા આપી મને ભક્ત બનાવો, આ આખું રાજ્ય લ્યો, હું તમારો દાસ, આ મારું શરીર તેની પાસે જે ઈચ્છા હોય તે સેવા કરાવો; આ પ્રમાણે વૃષભધ્વજે કહ્યું. તેથી પારુચિ અને આની વચ્ચે ખૂબ પ્રીતિ વધી. બન્ને સમ્યગ્દષ્ટિ રાજમાં શ્રાવકનાં વ્રત પાળતાં, ઠેકાણે ઠેકાણે ભગવાનનાં મોટાં મોટાં ચેત્યાલય બનાવરાવ્યાં, તેમાં જિનબિંબ પધરાવ્યા. આ પૃથ્વી તેનાથી શોભાયમાન થઈ. પછી સમાધિમરણ કરી વૃષભધ્વજ પુણ્યકર્મના પ્રસાદથી બીજા સ્વર્ગમાં દેવ થયો. દેવાંગનાઓના નયનકમળને પ્રફુલ્લિત કરનાર સૂર્યસમાન થયો ત્યાં મનવાંછિત ક્રિડા કરી. પમરુચિ શેઠ પણ સમાધિમરણ કરી બીજા જ સ્વર્ગમાં દેવ થયાં. ત્યાં બન્ને પરમ મિત્ર થયા. ત્યાંથી ચ્યવીને પારચિનો જીવ પશ્ચિમ વિદેહમાં વિજ્યાર્ધિગિરિ પર નંદ્યાવર્તનગરના રાજા નંદીશ્વરની રાણી કનકપ્રભાનો નયનાનંદ નામનો પુત્ર થયો. તેણે વિધાધરોના ચક્રીપદની સંપદા ભોગવી. પછી મહામુનિની અવસ્થા ધારણ કરી વિષમ તપ કર્યું. સમાધિમરણ કરી ચોથા સ્વર્ગમાં દેવ થયા. ત્યાં પુણ્યરૂપ વેલના સુખરૂપ મનોજ્ઞ ફળ ભોગવ્યાં. ત્યાંથી ચ્યવી સુમેરુ પર્વતની પૂર્વ દિશાના વિદેહમાં ક્ષેમપુરી નગરીના રાજા વિપુલવાહનની રાણી પદ્માવતીના શ્રીચંદ્ર નામના પુત્ર થયા. ત્યાં સ્વર્ગ સમાન સુખ ભોગવ્યાં. તેમના પુણ્યના પ્રભાવથી દિનપ્રતિદિન રાજ્યની વૃદ્ધિ થઈ, અખૂટ ભંડાર થયો. સમુદ્રાંત પૃથ્વી એક ગામની પેઠે વશ કરી તેમની સ્ત્રી ઇન્દ્રાણી સમાન હતી તેથી ઇન્દ્ર જેવા સુખ ભોગવ્યાં. હજારો વર્ષ સુખપૂર્વક રાજ્ય કર્યું. એક દિવસ મહાસંઘ સહિત ત્રણ ગુપ્તિના ધારક સમાધિગુપ્તિ યોગીશ્વર નગરની બહાર આવી બિરાજ્યા. તેમનું ઉધાનમાં આગમન જાણી નગરના લોકો વંદન માટે ચાલ્યા. તેઓ સ્તુતિ ગાતાં, વાજિંત્રો વગાડતાં હર્ષથી જાય છે ત્યારે શ્રીચંદ્ર પાસેના લોકોને પૂછયું કે આ આનંદનો અવાજ સમુદ્રગર્જન જેવો સંભળાય છે તેનું કારણ શું છે? મંત્રીઓએ સેવકોને મોકલીને નક્કી કર્યું કે મુનિ આવ્યા છે તેમના દર્શન કરવા લોકો જાય છે. આ સમાચાર સાંભળી રાજા હર્ષથી ખીલી ઊઠ્યા. તેના શરીરમાં રોમાંચ થઈ ગયો. રાજા સમસ્ત લોક અને પરિવાર સહિત મુનિનાં દર્શને ગયા. પ્રસન્નમુખ મુનિરાજને જોઈ રાજા પ્રણામ કરી વિનયપૂર્વક જમીન પર બેઠો. ભવ્યજીવરૂપ કમળને પ્રફુલ્લિત કરનાર સૂર્યસમાન ઋષિનાથના દર્શનથી રાજાને અતિ ધર્મસ્નેહ ઉપજ્યો. તે મહા તપોધન ધર્મશાસ્ત્રના વેત્તા પરમગંભીર લોકોને તત્ત્વજ્ઞાનનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #619 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯૮ એકસો છમું પર્વ પદ્મપુરાણ ઉપદેશ આપવા લાગ્યા. યતિનો ધર્મ અને શ્રાવકનો ધર્મ સંસાર સમુદ્રને તારનાર અનેક ભેદસહિત વર્ણવ્યો. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કહ્યું. પ્રથમાનુયોગ એટલે ઉત્તમ પુરુષોનું ચરિત્રકથન, કરણાનુયોગ એટલે ત્રણ લોકનું કથન અને ચરણાનુયોગ એટલે મુનિ શ્રાવકનો ધર્મ અને દ્રવ્યાનુયોગ એટલે છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાયનો નિર્ણય. વકતાઓમાં શ્રેષ્ઠ મુનિરાજે આક્ષેપિણી એટલે જિનમાર્ગનો ઉદ્યોત કરનારી, ક્ષેપિણી એટલે મિથ્યાત્વનું ખંડન કરનારી, સંવેગિની એટલે ધર્માનુરાગિણી, નિર્વેદિની એટલે વૈરાગ્ય ઉપજાવનાર આ ચાર પ્રકારની કથા કહી. આ સંસારસાગરમાં કર્મના યોગથી ભટકતા આ પ્રાણી અતિકષ્ટથી મોક્ષમાર્ગ પામે છે. સંસારના ઠાઠ વિનાશીક છે. જેમ સંધ્યા સમયના રંગ અને પાણીના પરપોટા. પાણીના ફીણ, પાણીના તરંગ, વીજળીના ચમકારા તથા ઇન્દ્રધનુષ ક્ષણભંગુર છે, અસાર છે; એવું જગતનું ચરિત્ર ક્ષણભંગુર, જાણવું, એમાં સાર નથી. નરક તિર્યંચ ગતિ તો દુ:ખરૂપ જ છે અને દેવ મનુષ્યગતિમાં આ પ્રાણી સુખ માને છે તે સુખ નથી, દુઃખ જ છે. જેનાથી તૃપ્તિ નથી તે જ દુઃખ, જે મહેન્દ્ર સ્વર્ગના ભોગોથી તૃપ્ત ન થયો તે મનુષ્યભવના તુચ્છ ભોગોથી કેવી રીતે તૃપ્ત થાય? આ મનુષ્યભવ ભોગયોગ્ય નથી, વૈરાગ્યયોગ્ય છે. કોઈ એક પ્રકારે દુર્લભ મનુષ્યભવ મેળવ્યો જેમ દરિદ્રી નિધાન પામે તે વિષયરસનો લોભી થઈ વૃથા ખોયો, મોહ પામ્યો. જેમ સૂકા બળતણથી અગ્નિની કેવી રીતે તૃપ્તિ થાય અને નદીઓના જળથી સમુદ્રને કેવી રીતે તૃપ્તિ થાય? તેમ વિષયસુખથી જીવોને તૃપ્તિ થાય નહિ. ચતુર હોય પણ વિષયરૂપ મદથી મોહિત થઈ મદ પામે છે. જેનું મન અજ્ઞાનરૂપ તિમિરથી મંદ થયું છે તે જળમાં ડૂબતાં ખેદખિન્ન થાય તેમ ખેદખિન્ન છે. પરંતુ અવિવેકી તો વિષયને જ ભલા જાણે છે. સૂર્ય તો દિવસે જ તાપ ઉપજાવે છે અને કામ રાતદિવસ આતાપ ઉપજાવે છે. સૂર્યનો આતાપ નિવારવાના અનેક ઉપાય છે, કામને નિવારવાનો ઉપાય એક વિવેક જ છે. જન્મજરામરણનું દુ:ખ સંસારમાં ભયંકર છે. જેનું ચિંતવન કરતાંય કષ્ટ ઉપજે છે. કર્મજનિત જગતનો ઠાઠ રહંટના ઘડા સમાન છે. ખાલી ભરાય છે, ભરેલો ખાલી થાય છે. નીચેનો ઉપર અને ઉપરનો નીચે આવે છે. આ શરીર દુર્ગધ છે, યંત્ર સમાન ચલાવવાથી ચાલે છે, વિનાશીક છે, મોહકર્મના યોગથી જીવનો સ્નેહ કાયા સાથે છે, જળના પરપોટા સમાન મનુષ્ય ભવના ઉપજેલા સુખને અસાર જાણી ઊંચા કુળમાં ઉપજેલા પુરુષ વિરક્ત થઈ જિનરાજનો કહેલ માર્ગ અંગીકાર કરે છે. ઉત્સાહરૂપ બખ્તર પહેરી, નિશ્ચયરૂપ અશ્વ પર બેસી ધ્યાનરૂપ ખગના ધારક ધીર, કર્મરૂપ શત્રુનો વિનાશ કરી નિર્વાણરૂપ નગર લે છે. આ શરીર ભિન્ન અને હું ભિન્ન એવું ચિંતવન કરી શરીરનો સ્નેહ તજી હે મનુષ્યો! ધર્મ કરો, ધર્મ સમાન બીજું કાંઈ નથી. ધર્મોમાં મુનિનો ધર્મ શ્રેષ્ઠ છે જે મહામુનિઓને સુખદુઃખ સમાન, પોતાનું અને પારકું સમાન, જે રાગદ્વેષરહિત મહાપુરુષ છે તે પરમ ઉત્કૃષ્ટ શુક્લધ્યાનરૂપ અગ્નિથી દુઃખરૂપ દુષ્ટોથી ભરેલ કર્મરૂપ વનને ભસ્મ કરે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #620 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો છમું પર્વ ૫૯૯ રાજા શ્રીચંદ્ર મુનિનાં આ વચન સાંભળી બોધ પામ્યો. વિષયાનુભવ સુખથી વિરક્ત થઈ પોતાના ધ્વજકાંતિ નામના પુત્રને રાજ્ય આપી સમાધિગુપ્ત નામના મુનિની સમીપે મુનિ થયા. જેનું મન વિરક્ત છે, સમ્યકત્વની ભાવનાથી ત્રણે યોગ મન, વચન, કાયાની શુદ્ધતા ધરતા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી મંડિત, રાગદ્વેષથી પરાડમુખ રત્નત્રયરૂપ આભૂષણોના ધારક, ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણધર્મથી મંડિત, જિનશાસનના અનુરાગી, સમસ્ત અંગ પૂર્વાગના પાઠક, સમાધાનરૂપ પાંચ મહાવ્રતના ધારક, જીવોની દયા પાળનાર, સપ્તભય રહિત પરમ વૈર્યના ધારક, બાવીસ પરીષહ સહુનાર, બેલા, તેલ, પક્ષ, માસાદિક અનેક ઉપવાસ કરનાર, શુદ્ધાહાર લેનાર, ધ્યાનાધ્યયનમાં તત્પર, નિર્મમત્વ, ભોગોની વાંછના ત્યાગી, નિદાનબંધ રહિત, જિનશાસન પ્રતિ વાત્સલ્ય રાખનાર, યતિના આચારમાં સંઘના અનુગ્રહમાં તત્પર, બાલાગ્રના કોટિભાગ જેટલો પણ પરિગ્રહુ ના રાખનાર, સ્નાનના ત્યાગી, દિગંબર, સંસારના પ્રબંધરહિત, ગ્રામના વનમાં એક રાત્રિ અને નગરના વનમાં પાંચ રાત્રિ રહેનાર, ગિરિગુફા, ગિરિશિખર, નદીતટ, ઉદ્યાન ઈત્યાદિ પ્રશસ્ત સ્થાનોમાં નિવાસ કરનાર, કાયોત્સર્ગના ધારક, દેહ પ્રત્યે મમતારહિત નિશ્ચળ મૌની પંડિત મહાતપસ્વી ઈત્યાદિ ગુણોથી પૂર્ણ કર્મ પિંજરને જીર્ણ કરી કાળ પામીને શ્રીચંદ્ર મુનિ રામચંદ્રનો જીવ પાંચમા સ્વર્ગમાં ઇન્દ્ર થયો. ત્યાં લક્ષ્મી, કીર્તિ, કાંતિ, પ્રતાપનો ધારક દેવોનો ચૂડામણિ ત્રણ લોકમાં પ્રસિદ્ધ પરમઋદ્ધિયુક્ત મહાસુખ ભોગવતો હતો. નંદનાદિક વનમાં સૌધર્માદિક ઇન્દ્ર એની સંપદા જોઈ રહ્યા છે. એને જોવાની વાંછા રહે. મહાસુંદર વિમાન, મણિ, હેમમયી મોતીઓની ઝાલરોથી મંડિત તેમાં બેસીને વિહાર કરે, દિવ્ય સ્ત્રીઓના નેત્રોને ઉત્સવરૂપ મહાસુખમાં સમય વ્યતીત કરવા લાગ્યો. શ્રીચંદ્રનો જીવ બ્રહ્મન્દ્ર થયો હતો તેનો મહિમા છે વિભીષણ ! વચનોથી ન કહી શકાય, તે કેવળજ્ઞાન ગમ્ય છે. આ જિનશાસન અમૂલ્ય પરમરત્ન ઉપમારહિત ત્રણ લોકમાં પ્રગટ છે, તો પણ મૂઢ જાણતો નથી. શ્રી જિનેન્દ્ર, મુનીન્દ્ર અને જિનધર્મનો મહિમા જાણીને પણ મૂર્ખ મિથ્યાભિમાનથી ગર્વિત બની ધર્મથી પરાડમુખ રહે છે. જે અજ્ઞાની આ લોકના સુખમાં અનુરાગી થયો છે તે બાળક સમાન અવિવેકી છે. જેમ બાળક સમજ્યા વિના અભક્ષ્યનું ભક્ષણ કરે છે, વિષપાન કરે છે તેમ મૂઢ અયોગ્ય આચરણ કરે છે. જે વિષયના અનુરાગી છે તે પોતાનું બુરું કરે છે. જીવોના કર્મબંધની વિચિત્રતા છે, તેથી બધા જ જ્ઞાનના અધિકારી નથી. કેટલાક મહાભાગ્યે જ્ઞાન પામે છે અને કેટલાક જ્ઞાન પ્રાપ્ત કરીને બીજી વસ્તુની વાંછાથી અજ્ઞાનદશા પામે છે. કેટલાક મહાનિંદ્ય સંસારી જીવોના માર્ગની રુચિ કરે છે. તે માર્ગદોષથી ભરેલા છે, જેમાં વિષયકષાયની બહુલતા છે. જિનશાસન સમાન બીજો કોઈ દુઃખમુક્તિનો માર્ગ નથી, તેથી હું વિભીષણ ! તું આનંદભર્યા ચિત્તે જિનેશ્વરદેવનું અર્ચન કર. આ પ્રમાણે ધનદત્તનો જીવ મનુષ્યમાંથી દેવ, દેવમાંથી મનુષ્ય થઈ નવમા ભવે રામચંદ્ર થયો. તેની વિગત પહેલા ભવમાં ધનદત્ત, બીજા ભવમાં પહેલા સ્વર્ગનો દેવ, ત્રીજા ભવમાં પધરુચિ શેઠ, ચોથા ભવમાં બીજા સ્વર્ગના દેવ, પાંચમા ભવમાં નયનાનંદ રાજા, છઠ્ઠા ભવમાં ચોથા સ્વર્ગનો દેવ, સાતમા ભાવમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #621 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SOO એકસો છમું પર્વ પદ્મપુરાણ શ્રીચંદ્ર રાજા, આઠમા ભવમાં પાંચમા સ્વર્ગનો દેવ અને નવમા ભાવમાં રામચંદ્ર અને પછી મોક્ષ. આ તો રામના ભવ કહ્યા. હવે હું લંકેશ્વર! વસુદત્તાદિનો વૃત્તાંત સાંભળ. કર્મોની વિચિત્ર ગતિના યોગથી મૃણાલકુંડ નામના નગરના રાજા વિજયસેનની રાણી રત્નચૂલાનો વ્રજકંબુ નામનો પુત્ર, તેની હેમવતી રાણીનો શંબુ નામનો પુત્ર પૃથ્વી પર પ્રસિદ્ધ તે આ શ્રીકાંતનો જીવ અને હોનહાર રાવણ તે પણ પૃથ્વી પર પ્રસિદ્ધ અને વસુદત્તનો જીવ રાજાનો પુરોહિત, તેનું નામ શ્રીભૂતિ તે હોનહાર લક્ષ્મણ, મહાન જિનધર્મી સમ્યગ્દષ્ટિ તેની સ્ત્રી સરસ્વતીને વેદવતી નામની પુત્રી થઈ તે ગુણવતીનો જીવ હોનહાર સીતા. ગુણવતીના ભવ પહેલાં સમ્યકત્વ વિના અનેક તિર્યંચ યોનિમાં ભ્રમણ કરી સાધુઓની નિંદાના દોષથી ગંગાના તટ પર મરીને હાથણી થઈ. એક દિવસ કીચડમાં ફસાઈ ગઈ, તેનું શરીર પરાધીન થઈ ગયું, નેત્ર ચકળવકળ થવા લાગ્યા, શ્વાસ ધીમો પડી ગયો તે વખતે તરંગવેગ નામના એક વિધાધરે દયા લાવીને હાથણીના કાનમાં મોકાર મંત્ર આપ્યો તે ણમોકાર મંત્રના પ્રભાવથી તેનો કષાય મંદ થયો, વિદ્યાધરે તેને વ્રત પણ આપ્યાં. તે જિનધર્મના પ્રસાદથી શ્રીભૂતિ પુરોહિતની વેદવતી નામની પુત્રી થઈ. એક દિવસ મુનિ આહાર લેવા આવ્યા ત્યારે તે હસવા લાગી. તેના પિતાએ તેને રોકી તેથી એ શાંતચિત થઈને શ્રાવિકા થઈ. કન્યા પરમ રૂપવતી હતી તેથી અનેક રાજાના પુત્ર તેને પરણવા ઈચ્છા કરવા લાગ્યા. આ વિજયસેનનો પૌત્ર શંબુ જે હોનહાર રાવણ છે તે વિશેષ અનુરાગી થયો. આ જિનધર્મી પુરોહિત શ્રીભૂતિએ એવી પ્રતિજ્ઞા કરી કે મિથ્યાદષ્ટિ કુબેર સમાન ધનવાન હશે તો પણ હું તેને પુત્રી નહિ દઉં. તેથી શંબુકુમારે રાત્રે પુરોહિતને મારી નાખ્યો. તે પુરોહિત જૈન ધર્મના પ્રસાદથી સ્વર્ગમાં દેવ થયો અને પાપી શબુકુમાર સાક્ષાત દેવી સમાન વેદવતી જે તેને ઈચ્છતી નહોતી તેને બળાત્કાર પરણવા તૈયાર થયો. વેદવતીને બિલકુલ અભિલાષા નહોતી એટલે કામથી પ્રજ્વલિતએ પાપીએ બળજરીથી એ કન્યાને આલિંગન કરી, મુખે ચુંબન કરી તેની સાથે મૈથુનક્રિડા કરી. વિરક્ત હૃદયવાળી, જેનું શરીર કંપી રહ્યું છે, જે અગ્નિની શિખા સમાન પ્રજ્વલિત છે, પોતાના શીલભંગથી અને પિતાના ઘાતથી અત્યંત દુઃખ પામેલી, લાલ નેત્રથી ગુસ્સે થઈને બોલી, અરે પાપી ! તેં મારા પિતાને માર્યા અને કુંવારી મારી સાથે બળાત્કારે વિષયસેવન કર્યું તેથી હું નીચ! હું તારા નાશનું કારણ થઈશ. મેં મારા પિતાને માર્યા તે મોટો અનર્થ કર્યો છે. હું મારા પિતાના મનોરથનું કદી ઉલ્લંઘન નહિ કરું. મિથ્યાદષ્ટિ સાથે સંગ કરવા કરતાં મરણ ભલું. આમ કહી શ્રીભૂતિ પુરોહિતની પુત્રી વેદવતી હરિકાંતા આર્થિકાની પાસે જઈ આયિકાનાં વ્રત લઈ પરમ દુર્તર તપ કરવા લાગી. કેશલોચ કર્યો. તપથી રુધિર, માંસ સુકવી નાખ્યું. જેના અસ્થિ અને નસો પ્રગટ દેખાય છે, જેણે તપથી દેહને સૂકવી નાખ્યો છે તે સમાધિમરણ કરી પાંચમા સ્વર્ગમાં ગઈ. પુણ્યના ઉદયથી સ્વર્ગનાં સુખ ભોગવ્યાં. શંબુ સંસારમાં અનીતિના યોગથી અતિનિંદા પામ્યો. કુટુંબ, સેવક અને ધનરહિત થયો, ઉન્મત્ત થઈ ગયો, જિનધર્મથી પરાડમુખ થયો. સાધુઓને દેખી હસતો, નિંદ કરતો, મધ-માંસનું ભોજન કરનાર, પાપક્રિયામાં ઉધમી, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #622 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો છમું પર્વ ૬૦૧ અશુભના ઉદયથી નરક તિર્યંચમાં ખૂબ દુઃખ ભોગવ્યાં. પછી કાંઈક પાપકર્મના ઉપશમથી કુશધ્વજ નામના બ્રાહ્મણની સ્ત્રી સાવિત્રીનો પ્રભાસકુંદ નામનો પુત્ર થયો. તે દુર્લભ જૈનધર્મનો ઉપદેશ પામી વિચિત્રમુનિ પાસે મુનિ થયો. કામ, ક્રોધ, મદ, મત્સર હર્યા. આરંભરહિત થયો, નિર્વિકાર તપથી દયાવાન નિસ્પૃહી જિતેન્દ્રિય પક્ષ, માસોપવાસ કરતો, જ્યાં શૂન્ય વન હોય ત્યાં સૂર્યાસ્ત થતાં બેસી રહતો, મૂળગુણ, ઉત્તર ગુણોનો ધારક બાવીસ પરીષહ સહુનાર, ગ્રીષ્મમાં ગિરિશિખર પર રહે, વર્ષામાં વૃક્ષો નીચે વસે અને શીતકાળમાં નદી–સરોવરના તટ પર નિવાસ કરે. આ પ્રમાણે ઉત્તમ ક્રિયા કરી શ્રી મેદશિખરની વંદના માટે ગયો. જે કલ્યાણનું મંદિર એવા નિર્વાણક્ષેત્રમાં જઈને જેનું ચિંતવન કરતાં પાપનો નાશ થાય ત્યાં કનકપ્રભ નામના વિધાધરની વિભૂતિ આકાશમાં જઈને મૂર્ખ નિદાન કર્યું કે જિનધર્મના તપનું માહાભ્ય સત્ય હોય તો આવી વિભૂતિ હું પામું. કેવળીએ વિભીષણને કહ્યું જુઓ, જીવની મૂઢતા, ત્રણલોકમાં જેનું મૂલ્ય નથી એવું અમૂલ્ય તપરૂપ રત્ન ભોગરૂપી મૂઠી શાક માટે વેચી દીધું. કર્મના પ્રભાવથી જીવોની વિપર્યયબુદ્ધિ થાય છે. નિદાનથી દુઃખિત વિષમ તપથી તે ત્રીજા સ્વર્ગમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને ભોગોમાં જેનું ચિત્ત છે તે રાજા રત્નશ્રવાની રાણી કેકસીનો રાવણ નામનો પુત્ર થયો. તેણે લંકામાં મહાન વિભૂતિ મેળવી. તેની અનેક વાતો આશ્ચર્યકારી છે, તે પ્રતાપી પૃથ્વી પર પ્રસિદ્ધ થયો. ધનદત્તનો જીવ રાત્રિભોજનના ત્યાગથી સુર નર ગતિનાં સુખ ભોગવી શ્રીચંદ્ર રાજા થઈ, પંચમ સ્વર્ગમાં દસ સાગરસુખ ભોગવી બળદેવ થયો. રૂપ, બળ અને વિભૂતિમાં તેના જેવો જગતમાં દુર્લભ છે. મહામનોહર ચંદ્રમાં સમાન ઉજ્જવળ યશનો ધારક થયો. વસુદત્તનો જીવ અનુક્રમે લક્ષ્મીરૂપ લતાને વીંટળાવાનું વૃક્ષ વાસુદેવ થયો. તેના ભવ સાંભળ-વસુદત્ત, મૃગ, સુવ્વર, હાથી, પાડો, બળદ, વાનર, ચિત્તો, શિયાળ, ઘેટું, જળચર-સ્થળચરના અનેક ભવ, શ્રીભૂતિ પુરોહિત, દેવરાજા, પુનર્વસુ વિધાધર, ત્રીજા સ્વર્ગમાં દેવ, વાસુદેવ, મેવા, કુટુંબીનો પુત્ર, દેવ, વણિક, ભોગભૂમિ, દેવ, ચક્રવર્તીનો પુત્ર, પછી કેટલાક ઉત્તમ ભાવ ધરી પુષ્કરાર્થના વિદેહમાં તીર્થકર અને ચક્રવર્તી બેય પદનો ધારક થઈ મોક્ષ પામશે. દશાનનના ભવશ્રીકાંત, મૃગ, સુવ્વર, હાથી, પાડો, બળદ, વાનર, ચિત્તો, શિયાળ, ઘેટો, જળચરસ્થળચરના અનેક ભવ, શંબુ, પ્રભાસકુંદ, ત્રીજા સ્વર્ગનો દેવ, દશમુખ, વાલુકા, કુટુંબીપુત્ર, દેવ, વણિક, ભોગભૂમિ, દેવ, ચક્રીપુત્ર પછી કેટલાક ઉત્તમ ભાવ ધરી, ભરત ક્ષેત્રમાં જિનરાજ થઈ મોક્ષ પામશે. પછી જગતજાળમાં નહિ રહે. જાનકીના ભવ-ગુણવતી, મૃગી, શ્કરી, હાથણી, ભેંસ ગાય, વાનરી, ચીની, શિયાળણી, ઘેટી, જળચર-સ્થળચરના અનેક ભવ, ચિત્તોત્સવા, પુરોહિતની પુત્રી વેદવતી, પાંચમા સ્વર્ગની દેવી, અમૃતવતી, બળદેવની પટરાણી, સૌળમા સ્વર્ગમાં પતીન્દ્ર, ચક્રવર્તી, અહમિન્દ્ર રાવણનો જીવ તીર્થકર થશે તેના પ્રથમ ગણધરદેવ થઈ મોક્ષ પામશે. ભગવાન સકળભૂષણ વિભીષણને કહે છે-શ્રીકાંતનો જીવ કેટલાક ભવમાં શબ પ્રભાસકુંદ થઈ અનુક્રમે રાવણ થયો જેણે અડધા ભરતક્ષેત્રમાં બધી પૃથ્વી વશ કરી. એક અંગૂલમાત્ર તેની આજ્ઞા વિનાની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #623 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦૨ એકસો છમું પર્વ પદ્મપુરાણ ન રહી અને ગુણવતીનો જીવ શ્રીભૂતિની પુત્રી થઈ અનુક્રમે સીતા થઈ. રાજા જનકની પુત્રી, શ્રી રામચંદ્રની પટરાણી વિનયવતી, શીલવતી, પતિવ્રતાઓમાં અગ્રેસર થઈ. જેમ ઇન્દ્રને શચિ, ચંદ્રને રોહિણી, રવિને રેણા, ભરત ચક્રવર્તીને સુભદ્રા તેમ રામને સીતા સુંદર ચેષ્ટાવાળી છે. જે ગુણવતીનો ભાઈ ગુણવાન તે ભામંડળ થયો. શ્રી રામનો મિત્ર, જનકરાજાની રાણી વિદેહાના ગર્ભમાં યુગલ બાળક થયા. ભામંડળ ભાઈ, સીતા બહેન, બન્ને અતિમનોહર અને યજ્ઞબલી બ્રાહ્મણનો જીવ તું વિભીષણ થયો. જે બળદનો જીવ નમોકાર મંત્રના પ્રભાવથી સ્વર્ગગતિ મનુષ્યગતિનાં સુખ ભોગવી આ સુગ્રીવ કપિધ્વજ થયો. તું, ભામંડળ અને સુગ્રીવ પૂર્વભવની પ્રીતિથી તથા પુણ્યના પ્રભાવથી મહાન પુણ્યના અધિકારી શ્રી રામના અનુરાગી થયા. આ કથા સાંભળી વિભીષણે વાલીના ભાવ પૂછયા. કેવળીએ કહ્યું-હું વિભીષણ! સાંભળ, રાગદ્વેષાદિ દુઃખોના સમૂહથી ભરેલો આ સંસાર સાગર ચતુર્ગતિમય છે તેમાં વૃંદાવનમાં કાળિયાર મૃગે સ્વાધ્યાય કરતા સાધુના શબ્દો સાંભળી અંતકાળે ઐરાવત ક્ષેત્રમાં દિત નામના નગરમાં વહિત નામના સુંદર ચેષ્ટાના ધારક સમ્યગ્દષ્ટિ પુરુષની સ્ત્રી શિવમતિની કૂખે મેઘદત્ત નામનો પુત્ર થયો. તે જિનપૂજામાં ઉદ્યમી હતો, ભગવાનનો ભક્ત, અણુવ્રતનો ધારક, સમાધિમરણ કરીને બીજા સ્વર્ગમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને જંબૂદ્વીપમાં પૂર્વ વિદેહની વિજયાવતીપુરીની સમીપે અતિ ઉત્સાહભર્યા મત્તકોકિલા નામના ગ્રામના સ્વામી કાંતિશોકની પત્ની રત્નાગિનીના પેટે સ્વપ્રભ નામનો અતિસુંદર પુત્ર થયો, જેને શુભ આચાર ગમતા. તે જિનધર્મમાં નિપુણ સંયત નામના મુનિ થઈ હજારો વર્ષ વિધિપૂર્વક અનેક પ્રકારનાં તપ કરતાં તેમનું મન નિર્મળ હતું. તે તપના પ્રભાવથી અનેક ઋદ્ધિ ઉપજી તો પણ અત્યંત ગર્વરહિત સંયોગ સંબંધમાં મમતા તજી ઉપશમશ્રેણી ધારી શુક્લધ્યાનના પહેલા પાયાના પ્રભાવથી સર્વાર્થસિદ્ધિ ગયા. ત્યાં તેત્રીસ સાગર અહમિન્દ્રપદના સુખ ભોગવી રાજા સૂર્યરજનો વાલિ નામે પુત્ર થયો. તે વિદ્યાધરોનો અધિપતિ, કિકંધપુરનો ધણી, જેનો ભાઈ સુગ્રીવ ગુણવાન હતો તે જ્યારે તેના પર રાવણ ચડી આવ્યો ત્યારે જીવદયાને અર્થે વાલીએ યુદ્ધ ન કર્યું, સુગ્રીવને રાજ્ય આપી દિગંબર મુનિ થયા. તે જ્યારે કૈલાસ પર્વત પર બિરાજતા હતા અને રાવણ ત્યાંથી નીકળ્યો, ક્રોધથી કૈલાસને ઊંચકવા તૈયાર થયો ત્યારે વાલી મુનિએ ચૈત્યાલયની ભક્તિથી પગના અંગૂઠાથી ઢીલું દબાણ કર્યું અને રાવણ દબાવા લાગ્યો ત્યારે રાણીઓએ સાધુની સ્તુતિ કરી અભયદાન અપાવ્યું. રાવણ પોતાના સ્થાનકે ગયો અને વાલી મહામુનિ ગુરુની પાસે પ્રાયશ્ચિત્ત નામનું તપ લઈ, દોષનું નિરાકરણ કરી ક્ષપકશ્રેણી ચડી કર્મ બાળી નાખ્યાં, લોકના શિખર પર સિદ્ધ ક્ષેત્ર છે ત્યાં ગયા, જીવનો નિજ સ્વભાવ પ્રાપ્ત થયો. વસુદત્તને અને શ્રીકાંતને ગુણવતીના કારણે મહાન વેર થયું હતું તે અનેક ભવમાં બન્ને પરસ્પર લડી લડીને મર્યા. રાવણના જીવને ગુણવતી અને વેદવતી પ્રત્યે અભિલાષા ઉત્પન્ન થઈ હતી તે કારણે રાવણે સીતાને હરી અને વેદવતીના પિતા શ્રીભૂતિ સમ્યગ્દષ્ટિ ઉત્તમ બ્રાહ્મણને વેદવતીના અર્થે શત્રુએ હણ્યો તે સ્વર્ગમાં જઈ ત્યાંથી ચ્યવી પ્રતિષ્ઠિત નામના નગરમાં પુનર્વસુ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #624 -------------------------------------------------------------------------- ________________ $03 Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો છમું પર્વ નામનો વિદ્યાધર થયો તે નિદાન સહિત તપ કરી ત્રીજા સ્વર્ગમાં જઈ રામનો નાનો ભાઈ અત્યંત સ્નેહવાળો લક્ષ્મણ થયો અને પૂર્વના વેરના યોગથી રાવણને માર્યો. શંભુએ વેદવતી પ્રત્યે વિપરીત આચરણ કર્યું હતું. તેથી સીતા રાવણના નાશનું કારણ થઈ. જે જેને હણે તે તેનાથી હણાય. ત્રણ ખંડની લક્ષ્મીરૂપ રાત્રિના ચંદ્રમાં રાવણને હણી લક્ષ્મણ સાગરાંત પૃથ્વીનો અધિપતિ થયો. રાવણ જેવો શૂરવીર આ પ્રમાણે મરાય એ કર્મોનો દોષ છે. દુર્બળમાંથી સબળ થાય, સબળ દુર્બળ બની જાય અને ઘાતક હોય તે હણાય અને હણાયો હોય તે ઘાતક બની જાય સંસારના જીવોની આ જ ગતિ છે. કર્મની ચેષ્ટાથી કોઈ વાર સ્વર્ગનાં સુખ મેળવે, કોઈ વાર નરકનાં દુઃખ મેળવે. જેમ કોઈ સ્વાદિષ્ટ ઉત્તમ અન્નમાં વિષ મેળવી દૂષિત કરે, તેમ મૂઢ જીવ ઉગ્ર તપને ભોગવિલાસથી દૂષિત કરે છે. જેમ કોઈ કલ્પવૃક્ષને કાપી કોદરીના ખેતરની વાડ કરે અને વિષના વૃક્ષને અમૃતરસથી સીંચે અને રાખ મેળવવા માટે રત્નોની રાશિ બાળી નાખે અને કોલસા મેળવવા મલયાગિરિ ચંદનને બાળી નાખે, તેમ નિદાનબંધ કરી તપને આ અજ્ઞાની દૂષિત કરે છે. આ સંસારમાં બધા દોષની ખાણ સ્ત્રી છે, તેના અર્થે અજ્ઞાની કયા કુકર્મ નથી કરતો? આ જીવે જે કર્મ ઉપામ્યું હોય તે અવશ્ય ફળ આપે છે. કોઈ અન્યથા કરવાને સમર્થ નથી. જે ધર્મમાં પ્રીતિ કરે અને પાછળથી અધર્મ ઉપાર્જ તે કુગતિ પામે છે, તેની ભૂલ શું કહીએ? જે સાધુ થઈને મદ મત્સર કરે છે તેને ઉગ્ર તપથી મુક્તિ નથી. જેને શાંત ભાવ નથી, સંયમ નથી, તપ નથી તે દુર્જન મિથ્યાષ્ટિને સંસારસાગર તરવાનો ઉપાય ક્યો હોય? જેમ પ્રલયના પવનથી મદોન્મત્ત ગજેન્દ્ર ઊડી જાય તો સસલું ઊડી જાય તેમાં આશ્ચર્ય શાનું? તેમ સંસારની જૂઠી માયામાં ચક્રવર્તી આદિ મોટા પુરુષો ભૂલ ખાઈ જાય તો નાના મનુષ્યોની શી વાત છે? આ જગતમાં પરમદુઃખનું કારણ વેરભાવ છે તે વિવેકી ન કરે, જેને આત્મકલ્યાણની ભાવના હોય તે પાપની કરનારી વાણી કદી ન બોલે. ગુણવતીના ભવમાં મુનિનો અપવાદ કર્યો હતો અને વેદવતીના ભવમાં એક મંડલિકા નામના ગ્રામમાં સુદર્શન નામના મુનિવનમાં આવ્યા. લોકો વંદના કરી પાછા ગયા અને મુનિની બહેન સુદર્શના નામની આર્થિકા મુનિ પાસે બેસી ધર્મશ્રવણ કરતી હતી તે વેદવતીએ જોયું અને ગામના લોકો સમક્ષ મુનિની નિંદા કરી કે મેં મુનિને એકલી સ્ત્રીની પાસે બેઠેલા જોયા. ત્યારે કેટલાકે વાત માની અને કેટલાક બુદ્ધિમાનોએ ન માની, પરંતુ ગામમાં મુનિનો અપવાદ થયો. ત્યારે મુનિએ નિયમ લીધો કે આ જૂઠો અપવાદ દૂર થાય તો આહાર માટે નીકળવું, નહિતર નહિ. તે વખતે નગરની દેવીએ વેદવતીના મુખે સમસ્ત ગામના લોકોને કહેવરાવ્યું કે મેં જૂઠો અપવાદ કર્યો હતો. એ ભાઈ બહેન છે અને મુનિની પાસે જઈને વેદવતીએ ક્ષમા માગી કે હે પ્રભો ! મેં પાપિણીએ મિથ્યા વચન કહ્યાં તો ક્ષમા કરો. આ પ્રમાણે મુનિની નિંદાકરી તેથી સીતા ઉપર જૂઠું આળ આવ્યું અને મુનિની ક્ષમા માગી તેથી તેનો અપવાદ દૂર થયો. માટે જે જિનમાર્ગી છે તે કદી પણ પરનિંદા ન કરે, કોઈમાં સાચો દોષ હોય તો પણ જ્ઞાની ન કહે. કોઈ કહેતો હોય તેને રોકે, બીજાનો દોષ સર્વથા ઢાંકે. જે કોઈ પરનિંદા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #625 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦૪ એકસો છમું પર્વ પદ્મપુરાણ કરે છે તે અનંતકાળ સંસારવનમાં દુઃખ ભોગવે છે. સમ્યગ્દર્શનરૂપ રત્નનો મોટો ગુણ એ જ છે કે બીજાનો અવગુણ સર્વથા ઢાંકે, જે બીજાનો સાચો દોષ પણ કહે તે અપરાધી છે. અને અજ્ઞાનથી, મત્સરભાવથી બીજાનો જૂઠો દોષ પ્રગટ કરે તેના જેવો બીજો પાપી નથી. પોતાના દોષ ગુરુની પાસે પ્રકાશવા અને બીજાના દોષ સર્વથા ઢાંકવા. જે પારકી નિંદા કરે, તે જિનમાર્ગથી પરાડમુખ છે. કેવળીનાં આ પરમ અદ્દભુત વચનો સાંભળી સુર-અસુર મનુષ્ય બધા જ આનંદ પામ્યા. વેરભાવના દોષ સાંભળી સભાના બધા લોકો મહાદુઃખના ભયથી અત્યંત કંપાયમાન થયા. મુનિ તો સર્વ જીવો પ્રત્યે નિર્વેર છે. તેમણે તો અધિક શુદ્ધભાવ ધારણ કર્યા અને ચતુર્નિકાયના બધા જ દેવોએ ક્ષમા પામી વેરભાવ ત્યજ્યા. અનેક રાજા પ્રતિબોધ પામીને શાંતભાવ ધારણ કરી ગર્વનો ભાર તજી મુનિ અને શ્રાવક થયા અને જે મિથ્યાવાદી હતા તે પણ સમ્યકત્વ પામ્યા. બધાય કર્મની વિચિત્રતા જાણીને વિશ્વાસ નાખવા લાગ્યા. બધા આમ કહેવા લાગ્યા કે ધિક્કાર છે આ જગતની કાયાને! સુર-અસુર મનુષ્ય હાથ જોડી, મસ્તક નમાવી કેવળીને પ્રણામ કરી વિભીષણની પ્રશંસા કરવા લાગ્યા કે તમારા કારણે અમે કેવલીના મુખથી ઉત્તમ પુરુષોનાં ચરિત્ર સાંભળ્યાં. તમે ધન્ય છો. પછી દેવેન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર બધા જ આનંદભર્યા પોતાના પરિવારવર્ગ સહિત સર્વજ્ઞદેવની સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન પુરુષોત્તમ! આ સકળ ત્રિલોક આપનાથી શોભે છે તેથી આપનું સકળભૂષણ નામ સાર્થક છે–સત્યાર્થ છે. આપની કેવળદર્શન, કેવળજ્ઞાનમય નિજ વિભૂતિ આખા જગતની વિભૂતિને જીતીને શોભે છે. આ અનંત ચતુય લક્ષ્મી સર્વ લોકનું તિલક છે. આ જગતમાં જીવ અનાદિકાળથી કર્મવશ થઈ રહ્યા છે. મહાદુઃખના સાગરમાં પડ્યા છે. તમે દીનાનાથ, દીનબંધુ, કરુણાનિધાન જીવોને જિનરાજપદ આપો. હે કેવળી! અમે ભવવનના મૃગ જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગ, વ્યાધિ અનેક પ્રકારનાં દુઃખના ભોક્તા અશુભ કર્મરૂપ જાળમાં પડયા છીએ તેનાથી છૂટવું અત્યંત મુશ્કેલ છે. ત્યારે આપ જ છોડાવવાને સમર્થ છો. અમને નિજબોધ આપો જેથી કર્મનો ક્ષય થાય. હે નાથ ! આ વિષયવાસનારૂપ ગહન વનમાં અમે નિજપુરીનો માર્ગ ભૂલી ગયા છીએ અને આપ જગતના દીપક છો તેથી અમને શિવપુરીનો પંથ બતાવો. આત્મબોધરૂપ શાંતરસના તરસ્યાને માટે આપ તૃષા દૂર કરનાર મહાન સરોવર છો, કર્મભર્મરૂપ વનને બાળવા માટે સાક્ષાત્ દાવાનળરૂપ છો અને વિકલ્પ જાળરૂપ બરફથી કંપાયમાન જગતનાં જીવોને શીતની વ્યથા દૂર કરવા આપ સાક્ષાત્ સૂર્ય છો. હું સર્વેશ્વર! સર્વભૂતેશ્વર ! જિનેશ્વર ! આપની સ્તુતિ કરવા ચાર જ્ઞાનના ધારક ગણધરદેવ પણ સમર્થ નથી તો બીજો કોણ હોય? હે પ્રભો! આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ, લક્ષ્મણ, વિભીષણ, સુગ્રીવ, સીતા અને ભામંડળના પૂર્વભવોનું વર્ણન કરનાર એકસો છમું પર્વ પૂર્ણ થયું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #626 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એકસો સાતમું પર્વ એકસો સાતમું પર્વ (કૃતાંતવકત્ર સેનાપતિનું જિનદીક્ષાગ્રહણ ) પછી કેવળીનાં વચન સાંભળી સંસારભ્રમણનાં દુ:ખથી ખેદખિન્ન થઈ, જેને જિનદીક્ષાની અભિલાષા છે એવા રામના સેનાપતિ કૃતાંતવકત્રે રામને કહ્યું, હે દેવ ! હું આ અસાર સંસારમાં અનાદિકાળથી મિથ્યા માર્ગથી ભ્રમણ કરીને ખૂબ દુ:ખી થયો. હવે મને મુનિવ્રત લેવાની ઇચ્છા છે. ત્યારે શ્રી રામે કહ્યું, જિનદીક્ષા અતિદુર્દ્ર છે. તું જગતનો સ્નેહ તજીને કેવી રીતે ધરી શકીશ? તીવ્ર, શીત, ઉષ્ણ આદિ બાવીસ પરીષહ કેવી રીતે સહન કરીશ ? દુર્જનજનોનાં દુષ્ટ વચનો કંટકતુલ્ય કેવી રીતે સહીશ? અત્યાર સુધી તેં કદી દુઃખ સહન કર્યાં નથી, કમળની કણિકા સમાન તારું શરીર વિષમભૂમિનાં દુ:ખ કેવી રીતે સહશે ? ગઠન વનમાં રાત્રિ કેવી રીતે પૂરી કરીશ? શરીરનાં હાડ અને નસોની જાળ પ્રગટ દેખાય એવાં ઉગ્ર તપ કેવી રીતે કરીશ અને પક્ષ માસોપવાસ પછી દોષ ટાળી પારકા ઘરે નીરસ ભોજન કેવી રીતે કરીશ ? તું અત્યંત તેજસ્વી, શત્રુઓની સેનાના શબ્દો સહી શકતો નથી તો નીચ લોકોએ કરેલા ઉપસર્ગ કેવી રીતે સહીશ? ત્યારે કૃતાંતવત્રે કહ્યું, હું તમારા સ્નેહરૂપ અમૃતને તજવાને સમર્થ થયો તો મને બીજું શું વિષમ છે? જ્યાં સુધી મૃત્યુરૂપ વ્રજથી આ દેહરૂપ સ્તંભ ખસે નહિ તે પહેલાં હું મહાદુઃખરૂપ અંધકારમય ભવવાસમાંથી નીકળવા ઇચ્છું છું. જે બળથી ઘરમાંથી નીકળે તેને દયાવાન રોકે નહિ, આ સંસાર અસાર અતિનીંઘ છે. તેને છોડીને આત્મહિત કરું. અવશ્ય ઇષ્ટનો વિયોગ થશે. આ શરીરના યોગથી સર્વ દુઃખ છે તેથી અમને શરીરનો ફરી સંયોગ ન થાય એવા ઉપાયમાં બુદ્ધિ ઉદ્યમી થઈ છે. કૃતાંતવક્રત્રનાં વચન સાંભળી શ્રી રામને આંસુ આવ્યા અને ધીમે ધીમે મોહને દાબી કહ્યું-મારા જેવી વિભૂતિ છોડીને તું તપની સન્મુખ થયો છે તેથી ધન્ય છે તને! જો કદાચ આ જન્મમાં તારો મોક્ષ ન થાય અને તું દેવ થાય તો તું સંકટમાં આવી મને સંબોધજે. હું મિત્ર ! તું મારો ઉ૫કા૨ જાણે છે તો દેવગતિમાં વિસ્મરણ ન કરતો. પદ્મપુરાણ ૬૦૫ પછી કૃતાંતવક્રત્રે નમસ્કાર કરી કહ્યું-હે દેવ ! આપની આજ્ઞા પ્રમાણે જ થશે. આમ કહી સર્વ આભૂષણ ઉતાર્યાં. સકળભૂષણ કેવળીને પ્રણામ કરી અંતરબાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યો. કૃતાંતવક્રત્ર હતો તે સોમ્યવક્રત્ર થઈ ગયો. તેની સાથે અનેક મહારાજા વૈરાગી થયા. જેમને જિનધર્મની રુચિ જાગી છે તેમણે નિગ્રંથ વ્રત ધાર્યાં. કેટલાકે શ્રાવકનાં વ્રત લીધાં અને કેટલાકે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. તે સભા હર્ષિત થઈ રત્નત્રય આભૂષણથી શોભવા લાગી. સમસ્ત સુર, અસુર, નર સળભૂષણ સ્વામીને નમસ્કાર કરી પોતપોતાના સ્થાનકે ગયા. કમળનયન શ્રી રામ સકળભૂષણ સ્વામીને અને સમસ્ત સાધુઓને પ્રણામ કરી વિનયરૂપી સીતાની સમીપે આવ્યા. સીતા નિર્મળ તપથી તેજસ્વી લાગતી ઘીની આહુતિથી અગ્નિશિખા પ્રજ્વલિત થાય તેવી પાપોને ભસ્મ કરવા માટે સાક્ષાત્ અગ્નિરૂપ બેઠી છે. આર્થિકાઓની વચ્ચે રહેલી જાણે કે દેદીપ્યમાન કિરણોવાળી અર્પૂવ ચંદ્રકાંતિ તારાઓની વચ્ચે બેઠી છે! આર્થિકાઓના વ્રત ધરી અત્યંત નિશ્ચળ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #627 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SOS એકસો સાતમું પર્વ પદ્મપુરાણ છે. જેણે આભૂષણો તજ્યાં છે તો પણ શ્રી, ડ્રી ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, લજ્જાની શિરોમણિ જેવી શોભે છે. શ્વેત વસ્ત્ર પહેરેલી તે મંદ પવનથી ચલાયમાન ફીણવાણી પવિત્ર નદી જ છે. જાણે નિર્મળ શરદ પૂનમની ચાંદની સમાન શોભા ધરતી સમસ્ત આર્થિકારૂપ કુમુદિનીઓને પ્રફુલ્લિત કરનારી લાગે છે. વૈરાગ્યવતી મૂર્તિમાન જિનશાસનની દેવી જ છે. આવી સીતાને જોઈ જેમનું મન આશ્ચર્ય પામ્યું છે એવા શ્રી રામ કલ્પવૃક્ષ સમાન ક્ષણભર નિશ્ચળ થઈ ગયા, નેત્રભૂકુટિ સ્થિર થઈ, જાણે શરદની મેઘમાળા સમીપે કંચનગિરિ શોભે તેમ શ્રી રામ આર્થિકાઓની સમીપમાં શોભતા હતા. શ્રી રામ મનમાં ચિંતવવા લાગ્યા-આ સાક્ષાત્ ચંદ્રકિરણ ભવ્યોરૂપી કુમુદિનીને ખીલવનાર શોભે છે. નવાઈની વાત એ છે કે કાયર સ્વભાવવાળી આ વાદળાના અવાજથી ડરતી તે હવે મહાન તપસ્વીની ભયંકર વનમાં ભય કેમ નહિ પામે? નિતંબના ભારથી આળસથી ગમન કરનારી અત્યંત કોમલાંગી તપથી કરમાઈ જશે. ક્યાં આ કોમળ શરીર અને ક્યાં આ દુર્બર જિનરાજનું તપ? તે અતિ કઠણ છે. જે અગ્નિ મોટાં મોટાં વૃક્ષોને બાળી નાખે તેનાથી કમલિનીની શી હાલત થાય? આ સદાય મનવાંછિત આહાર કરનારી હવે કેવી રીતે જે મળે તે ભિક્ષાથી કાળક્ષેપ કરશે? આ પુણ્યાધિકારિણી રાત્રે સ્વર્ગના વિમાન સમાન સુંદર મહેલમાં મનોહર શય્યા પર સૂતી અને વીણા, બંસરી, મૃદંગાદિ મંગળ શબ્દો સાંભળતાં સૂતી તે હવે ભયંકર વનમાં કેવી રીતે રાત્રિ પૂર્ણ કરશે? વન તો દર્ભની તીક્ષ્ણ અણીઓથી વિષમ અને સિંહ વાઘાદિના અવાજથી ભયંકર હોય છે, જુઓ, મારી ભૂલ કે મેં મૂઢ લોકોના અપવાદથી પતિવ્રતા સતી શીલવતી, મધુર ભાષિણીને ઘરમાંથી કાઢી મૂકી. આ પ્રમાણે ચિંતાના ભારથી પીડિત શ્રી રામ પવનથી કંપાયમાન કમળની જેમ ધ્રુજતા હતા. પછી કેવળીનાં વચનને યાદ કરી, ધૈર્યથી આંસુ લુછી શોકરહિત થઈ અત્યંત વિનયથી સીતાને નમસ્કાર કર્યા. સૌમ્ય ચિત્તવાળા લક્ષ્મણે પણ હાથ જોડી નમસ્કાર કરી રામ સહિત સ્તુતિ કરી–હે ભગવતી, તું સતી વંદનીય છે, ધન્ય છે, સુંદર ચેષ્ટાવાળી છે. જેમ ધરા સુમેરુને ધારે તેમ તું જિનરાજનો ધર્મ ધારે છે. તે જિનવચનરૂપ અમૃત પીધું છે. તેનાથી ભવરોગ મટાડીશ, સમ્યકત્વ જ્ઞાનરૂપ જહાજથી સંસાર સમુદ્રને તરીશ. જે પતિવ્રતા નિર્મળ ચિત્ત ધારે છે તેમની એ જ ગતિ છે કે પોતાના આત્માને સુધારે અને બેય લોક તેમ જ બેય કુળ સુધારે, તે પવિત્ર ચિત્તથી આવી ક્રિયા ગ્રહણ કરી છે. હું ઉત્તમ નિયમ ધરનારી! અમે જે કાંઈ અપરાધ કર્યો હોય તેને માફ કરો. સંસારી જીવોના ભાવ અવિવેકરૂપ હોય છે તેથી તું જિનમાર્ગમાં પ્રવર્તી, સંસારની માયાને અનિત્ય જાણી અને પરમ આનંદરૂપ આ દશા જીવોને દુર્લભ છે; આ પ્રમાણે બન્ને ભાઈ જાનકીની સ્તુતિ કરી લવણ અંકુશને આગળ રાખી અનેક વિદ્યાધરો, મહિપાલો સાથે અયોધ્યામાં પ્રવેશ્યા. જેમ દેવો સહિત ઇન્દ્ર અમરાવતીમાં પ્રવેશ કરે અને બધી રાણીઓએ પરિવાર સહિત નગરમાં પ્રવેશ કર્યો. રામને નગરમાં પ્રવેશતાં જોઈ મકાનો ઉપર બેઠેલી સ્ત્રીઓ પરસ્પર વાતો કરે છે-આ શ્રી રામચંદ્ર, જેમનું અંત:કરણ શુદ્ધ છે, શુરવીર છે, મહાવિવેકી છે તેમણે મૂઢ લોકોના અપવાદથી આવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #628 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો આઠમું પર્વ SOO પતિવ્રતા સ્ત્રી ખોઈ. કેટલીક બોલતી હતી કે નિર્મળ કુળમાં જન્મેલા ક્ષત્રિય છે તેમની એ જ રીત હોય છે, કોઈ પણ પ્રકારે કુળને કલંક ન લગાડે. લોકોનો સંદેહ દૂર કરવા માટે રામે તેને દિવ્ય શપથ લેવા કહ્યું અને દિવ્ય શપથની કસોટીમાં તે નિર્મળ આત્મા સાચો સાબિત થયો, તેણે લોકોનો સંદેહ મટાડી જિનદીક્ષા ધારણ કરી. કોઈ કહે છે, હું સખી! જાનકી વિના રામ કેવા દેખાય છે જાણે કે ચાંદની વિનાના ચંદ્ર અને દીપ્તિ વિનાના સૂર્ય. ત્યારે કોઈએ કહ્યું-એ પોતે જ મહાન કાંતિધારક છે, એમની કાંતિ પરાધીન નથી. કોઈ કહે છે – સીતાનું ચિત્ત વજ જેવું છે કે આવા પુરુષોત્તમ પતિને છોડીને જિનદીક્ષા લીધી. કોઈ કહે છે-ધન્ય છે સીતાને! જે અનર્થરૂપ ગૃહવાસ ત્યાગીને તેણે આત્મકલ્યાણ કર્યું. વળી કોઈ બોલતી કે આવા સુકુમાર બેય કુમારો લવણ અને અંકુશને કેમ તજી શકી? સ્ત્રીનો પ્રેમ પતિથી છૂટે, પોતાની કૂખે જન્મેલા પુત્રોથી ન છૂટે. ત્યારે કોઈ બોલી-આ બન્ને પુત્રો પરમ પ્રતાપી છે, એમને માતા શું કરે? એમની સહાય એમનાં પુણ્ય જ કરશે અને બધા જ જીવો પોતપોતાના કર્મને આધીન છે. આ પ્રમાણે નગરની નારીઓ વાર્તાલાપ કરે છે. જાનકીની વાત કોને આનંદ ન આપે? અને એ બધી જ રામને જોવાની અભિલાષિણી રામને જોતાં તૃપ્ત થતી નહિ, જેમ ભમરો કમળના મકરંદથી તૃપ્ત થતો નથી. કેટલીક લક્ષ્મણ તરફ જોઈને બોલી-આ નરોત્તમ નારાયણ લક્ષ્મીવાન, પોતાના પ્રતાપથી જેમણે પૃથ્વીને વશ કરી છે, ચક્રધારી, ઉત્તમ રાજ્યલક્ષ્મીના સ્વામી, વેરીની સ્ત્રીઓને વિધવા કરનાર, રામના આજ્ઞાકારી છે. આ પ્રમાણે બન્ને ભાઈઓએ લોકોની પ્રશંસા મેળવતાં પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. જે આ શ્રી રામનું ચરિત્ર નિરંતર ધારણ કરે તે અવિનાશી લક્ષ્મી પામે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં કૃતાંતવક્રત્રના વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો સાતમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો આઠમું પર્વ (લવણ-અંકુશના પૂર્વભવ) રાજા શ્રેણિક ગૌતમ સ્વામીના મુખે શ્રી રામનું ચરિત્ર સાંભળીને મનમાં વિચારવા લાગ્યો કે સીતાએ પોતાના પુત્રો લવણ-અંકુશનો મોહ તજી દીધો પણ તે સુકુમાર મૃગ જેવા નેત્રોવાળા નિરંતર સુખના ભોક્તા કેવી રીતે માતાનો વિયોગ સહી શકે? આવા પરાક્રમી અને ઉદાર ચિત્તવાળાને પણ ઇષ્ટ-વિયોગ અને અનિષ્ટ-સંયોગ થાય છે તો બીજાની તો શી વાત કરવી? આમ વિચારીને તેમણે ગણધરદેવને પૂછયું, હે પ્રભો! મેં તમારા પ્રસાદથી રામ-લક્ષ્મણનું ચરિત્ર સાંભળ્યું, હવે લવ-અંકુશનું ચરિત્ર પણ સાંભળવા ઇચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું-હું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #629 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦૮ એકસો આઠમું પર્વ પદ્મપુરાણ રાજન ! કાકંદી નામની નગરીમાં રાજા રતિવર્ઝનને રાણી સુદર્શનાથી બે પુત્રો થયા. એક પ્રિયંકર અને બીજો હિતકર. ત્યાંની રાજ્યલક્ષ્મીનો ધુરંધર સર્વગુપ્ત સ્વામીદ્રોહી હતો અને રાજાને મારવાનો ઉપાય ગોતતો. સર્વગુપ્તની સ્ત્રી વિજયાવતી પાપિણી હતી, રાજા સાથે ભોગ કરવા ચાહતી. રાજા શીલવાન, પદારા પરાડમુખ, તેની માયાજાળમાં ન ફસાયો. ત્યારે તેણીએ કહ્યું કે મંત્રી તમને મારી નાખવા ઇચ્છે છે. રાજાએ તેની વાત માની નહિ. તેથી તેણે પતિને ભરમાવ્યો કે રાજા તને મારી મને લઈ જવા ઇચ્છે છે. આથી દુષ્ટ મંત્રીએ રાજાના બધા સામંતોને ફોડ્યા અને રાજાના સૂવાના મહેલમાં રાત્રે આગ લગાડી રાજા તો સદા સાવધાન હતો અને મહેલમાં ગુપ્ત સુરંગ રખાવી હતી તે સુરંગના માર્ગ થઈ બન્ને પુત્રો અને સ્ત્રીને લઈ બહાર નીકળી ગયો અને કાશીનો સ્વામી રાજા કશ્યપ જે ન્યાયી, ઉગ્રવંશી, રાજા રતિવર્ઝનનો સેવક હતો તેના નગરમાં ગુપ્ત રીતે પહોંચ્યો. અહીં સર્વગુપ્ત રતિવર્ધનના સિંહાસન પર બેઠો, બધા ઉપર આજ્ઞા પ્રવર્તાવી. રાજા કશ્યપને પણ પત્ર લખી દૂત મોકલ્યો કે તમે આવીને મને પ્રણામ કરીને મારા સેવક થાવ. કશ્યપે દૂતને જવાબ આપ્યો કે સર્વગુપ્ત સ્વામીદ્રોહી છે તે દુર્ગતિનું દુઃખ ભોગવશે, સ્વામીદ્રોહીનું નામ પણ ન લેવાયું, મોટું ન જવાય તો સેવા તો કેવી રીતે કરાય? તેણે રાજાને બન્ને પુત્ર અને સ્ત્રી સાથે બાળી નાખ્યા તે સ્વામીવાત, સ્ત્રીઘાત અને બાળહત્યાના મહાન દોષ તેણે કર્યા છે તેથી એવા પાપીનું સેવન કેવી રીતે કરીએ? તેનું મુખ પણ ન જોવું અને બધા લોકોની સમક્ષ હું તેનું મસ્તક કાપી ધણીનું વેર લઈશ. આમ કહીને દૂતને પાછો મોકલ્યો. દૂતે જઈ સર્વગુપ્તને બધો વૃત્તાંત કહ્યો તેથી તે અનેક રાજાઓ અને મોટી સેના સાથે કશ્યપ ઉપર આવ્યો. તેણે આવીને કશ્યપના દેશને ઘેરી લીધો, કાશીની ચારે તરફ સેના ફેલાઈ ગઈ, પણ કશ્યપને સંધિ કરવાની ઇચ્છા નથી. યુદ્ધનો જ નિશ્ચય છે. રાજા રતિવર્ધન રાત્રે કાશીના વનમાં આવ્યો અને એક તરુણ દ્વારપાળને કશ્યપ પાસે મોકલ્યો તેણે જઈ કશ્યપને રાજાના આવવાના સમાચાર કહ્યા. કશ્યપ તો અતિ પ્રસન્ન થયો અને મહારાજ ક્યાં છે? મહારાજ ક્યા છે? એવા વચન વારંવાર બોલવા લાગ્યો. ત્યારે દ્વારપાળે કહ્યું કે મહારાજ વનમાં રહ્યા છે ત્યારે એ ધર્મી સ્વામીભક્ત ખૂબ આનંદ પામી પરિવાર સહિત રાજા પાસે ગયો, તેની આરતી ઉતારી અને પગમાં પડી જયજયકાર કરતો નગરમાં લાવ્યો અને નગરને આનંદથી ઉછાળ્યું અને નગરમાં આવા અવાજ ફેલાઈ ગયા કે કોઈથી જીતી ન શકાય એવા રતિવર્ધન રાજા જયવંત હો. રાજા કશ્યપે પોતાના સ્વામીના આગમનથી મોટો ઉત્સવ કર્યો અને સેનાના બધા સામંતોને કહેવરાવી દીધું કે આપણા સ્વામી તો વિદ્યમાન છે અને તમે સ્વામીદ્રોહીને સાથે આપી સ્વામી સાથે લડશો એ તમારા માટે શું ઉચિત છે? આથી તે બધા સામંતો સર્વગુપ્તને છોડી સ્વામી પાસે આવ્યા અને યુદ્ધમાં સર્વગુપ્તને જીવતો પકડી લીધો, કાકંદી નગરીનું રાજ્ય રતિવર્ધનના હાથમાં આવ્યું. રાજા જીવતો રહ્યો તેથી ફરી વાર જન્મોત્સવ કર્યો, ખૂબ દાન આપ્યું, સામંતોનું સન્માન કર્યું, ભગવાનની વિશેષ પૂજા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #630 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો નવમું પર્વ SOC કરી કશ્યપનું ખૂબ સન્માન કર્યું, ખૂબ વૈભવથી તેને વધાવ્યો અને ઘેર વિદાય કર્યો. કશ્યપ કાશીમાં લોકપાળની જેમ આનંદ કરે છે, સર્વગુપ્ત બધા લોકોથી નિંદાતો મૃતક તુલ્ય થયો, કોઈ તેને મળતું નહિ, તેનું મોઢું જોતા નહિ. તેથી સર્વગુપ્ત પોતાની સ્ત્રી વિજયાવતીનો દોષ બધે ફેલાવ્યો કે એણે રાજા અને મારી વચ્ચે ભેદ કરાવ્યો. આ પ્રચારથી વિજયાવતી અત્યંત ઠેષ પામી કે હું ન તો રાજાની થઈ શકી કે ન ધણીની રહી શકી. તેણે મિથ્યા તપ કર્યું અને મરીને રાક્ષસી થઈ. રાજા રતિવર્ધને ભોગોથી ઉદાસ થઈ સુભાનુ સ્વામીની નિકટ મુનિવ્રત લીધા. તે રાક્ષસીએ રતિવર્ધન મુનિને ઘણા ઉપસર્ગ કર્યા. મુનિ શુદ્ધોપયોગના પ્રસાદથી કેવળી થયા. પ્રિયંકર અને હિતકર બન્ને કુમારો પહેલાં આ જ નગરમાં દામદેવ નામના બ્રાહ્મણની પત્ની શ્યામલીના પેટે સુદેવ અને વસુદેવ નામના પુત્ર થયા હતા. વસુદેવની સ્ત્રી વિશ્વા અને સુદેવની સ્ત્રી પ્રિયંગુનો ગૃહસ્થ વ્યવહાર પ્રશંસનીય હતો. એમણે શ્રીતિલક નામના મુનિને આહારદાન આપ્યું હતું તેથી દાનના પ્રભાવથી બન્ને ભાઈ સ્ત્રી સહિત ઉત્તરકુરુ ભોગભૂમિમાં ઉપજ્યા, તેમનું ત્રણ પલ્યનું આયુષ્ય હતું. સાધુના આહારદાનરૂપી કલ્પવૃક્ષના મહાફળ ભોગભૂમિમાં ભોગવી બીજા સ્વર્ગમાં દેવ થયા. ત્યાં સુખ ભોગવી ચ્યવને સમ્યજ્ઞાનરૂપ લક્ષ્મીથી મંડિત પાપકર્મનો ક્ષય કરનારા પ્રિયંકરહિસંકર થયા, તે મુનિ થઈ રૈવેયક ગયા, ત્યાંથી ચ્યવીને લવણાંકુશ થયા. મહાભવ્ય અને તદ્દભવ મોક્ષગામી છે. રાજા રતિવર્ધનની રાણી સુદર્શના પ્રિયંકર- હિતંકરની માતા, પુત્રોમાં જેનો અત્યંત અનુરાગ હતો તે, પતિ અને પુત્રોના વિયોગથી અત્યંત આર્તધ્યાન કરી જુદી જુદી યોનિઓમાં ભ્રમણ કરી કોઈ એક જન્મમાં પણ પુણ્ય ઉપાર્જન કરી આ સિધ્ધાર્થ થયો. ધર્મ અનુરાગી, સર્વ વિદ્યામાં નિપુણ તેણે પૂર્વજન્મના સ્નેહથી લવણ-અંકુશને ભણાવ્યા અને એવા નિપુણ બનાવ્યા કે દેવોથી પણ જીતી ન શકાય. છેવટે ગૌતમ સ્વામીએ શ્રેણિકને કહ્યું કે હું નૃપ ! આ સંસાર અસાર છે અને આ જીવનાં કોણ કોણ માતાપિતા નથી થયાં? જગતના બધા જ સંબંધો જૂઠા છે, એક ધર્મનો જ સંબંધ સત્ય છે તેથી વિવેકીઓએ ધર્મનો જ પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી તે સંસારનાં દુ:ખોથી છૂટે. બધા કર્મ નિંદ્ય, દુઃખની વૃદ્ધિનાં કારણ છે તેમને તજીને જિનવરોએ ભાખેલાં તપથી અનેક સૂર્યની કાંતિને જીતી સાધુ શિવપુર એટલે મુક્તિમાં જાય છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણ-અંકુશના પૂર્વભવોનું વર્ણન કરનાર એકસો આઠમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો નવમું પર્વ (સીતાનું ઉગ્ર તપશ્ચરણ અને સમાધિમરણથી સ્વર્ગગમન) સીતા પતિ અને પુત્રોને તજીને કયાં કયાં તપ કરતી રહી તે સાંભળ. સીતાનો યશ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #631 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ એકસો નવમું પર્વ પદ્મપુરાણ લોકપ્રસિદ્ધ છે. સીતાનો સમય શ્રી મુનિસુવ્રતનાથજીનો સમય હતો.. મહાશોભાયમાન, ભવભ્રમના નિવારક તે વીસમા ભગવાનનો સમય અરનાથ અને મલ્લિનાથ ભગવાનના સમય જેવો જ હતો. તે સમયમાં શ્રી સકળભૂષણ કેવળી કેવળજ્ઞાનથી લોકાલોકને જાણતાં વિહાર કરે છે. તેમણે અનેક મહાવ્રતી અણુવ્રતી કર્યા. અયોધ્યાના સર્વજનો જિનધર્મમાં નિપુણ વિધિપૂર્વક ગૃહસ્થનો ધર્મ આરાધે છે. સકળ પૂજા ભગવાન શ્રી સકળભૂષણના વચનોમાં શ્રધ્ધાવાન છે. જેમ ચક્રવર્તીની આજ્ઞા પાળે તેમ ભગવાન ધર્મચક્રી તેમની આજ્ઞા ભવ્ય જીવ પાળે છે. રામનું રાજ્ય ધર્મના ઉઘોતરૂપ, જે સમયે ઘણા માણસો વિવેકી અને સાધુસેવામાં તત્પર હતા. જુઓ, જે સીતા પોતાની મનોજ્ઞતાથી દેવાંગનાઓની શોભાને જીતતી તે તપથી દુગ્ધ થયેલી માધુરી લતા જ હોય એવી થઈ ગઈ છે. વૈરાગ્યમંડિત અશુભભાવ રહિત સ્ત્રીપર્યાયને ખુબ નીંદતી, મહાન તપ કરતી હતી. જેના વાળ ધૂળથી મલિન થઈ ગયા છે, શરીર સ્નાન અને સંસ્કા૨૨હિત છે, પરસેવાવાળા શ૨ી૨માં ૨જ ચોટે છે તેથી શ૨ી૨ મિલન થઈ રહ્યું છે, બેલા, તેલા, પક્ષ ઉપવાસથી તન ક્ષીણ કર્યું છે, દોષ ટાળી શાસ્ત્રોક્ત પારણું કરે છે, શીલ, વ્રત, ગુણો પ્રત્યે અનુરાગ છે, અધ્યાત્મના વિચારથી તેનું ચિત્ત અત્યંત શાંત થઈ ગયું છે, તેણે ઇન્દ્રિયોને વશ કરી છે, બીજાઓથી ન થાય એવું તપ કરવા લાગી. જેનાં અંગ ઉપરથી માંસ, લોહી સુકાઈ ગયાં છે, જેનાં અસ્થિ અને નસો પ્રગટપણે દેખાય છે, જાણે કે કાષ્ટની પૂતળી જ છે, સૂકી નદી સમાન ભાસે છે. જેના ગાલ બેસી ગયા છે, ચાર હાથ જમીન જોઈને ચાલે છે, દયાથી ભરેલી સૌમ્ય દષ્ટિ છે, તપનાં કારણ એવા દેહના સમાધાન માટે વિધિપૂર્વક ભિક્ષાવૃત્તિથી આહાર કરે છે. તેણે એવું તપ કર્યું કે શરીર જુદું જ થઈ ગયું. પોતાના કે પારકા કોઈ ઓળખી શકે તેમ નથી. સીતાને આવું તપ કરતી જોઈને બધી આર્ટિકાઓ એની જ વાત કરે છે, એની રીત જોઈ બીજી પણ તેને આદર આપે છે, બધામાં મુખ્ય બની ગઈ. આ પ્રમાણે બાંસઠ વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. આયુષ્યના તેત્રીસ દિવસ, બાકી રહ્યા ત્યારે અનશનવ્રત ધારણ કરી પરમ આરાધના આરાધી જેમાં પુષ્પાદિક ઉચ્છિષ્ટ સાથરાનો ત્યાગ કરવામાં આવે છે તે પ્રમાણે શ૨ી૨ને તજી અચ્યૂત સ્વર્ગમાં પ્રતીન્દ્ર થઈ. (શંબુ અને પ્રધુમ્નકુમા૨ના પૂર્વભવ ) ગૌતમ સ્વામી કહે છે, હું શ્રેણિક! જિનધર્મનું માહાત્મ્ય જુઓ, જે સ્ત્રીપર્યાયમાં જન્મી હતી તે તપના પ્રભાવથી દેવોનો ઇન્દ્ર થઈ. સીતા અચ્યૂત સ્વર્ગમાં પ્રતીન્દ્ર થઈ. ત્યાં મણિની કાંતિથી ઉદ્યોતમાન વિમાનમાં ઉપજી, મણિકાંચનાદિ અમૂલ્ય દ્રવ્યોથી મંડિત વિચિત્રતાવાળા સુમેરુના શિખર સમાન ઊંચા વિમાનમાં પરમ ઐશ્વર્યથી સંપન્ન પ્રતીન્દ્ર થઈ. હજારો દેવાંગનાના નેત્રોનો આશ્રય, તારાઓથી મંડિત ચંદ્રમા શોભે તેમ શોભતો હતો. તે ભગવાનની પૂજા કરતો, મધ્યલોકમાં આવી તીર્થયાત્રા અને સાધુઓની સેવા કરતો, તીર્થંકરોના સમવસરણમાં ગણધરોના મુખે ધર્મશ્રવણ કરતો. આ કથા સાંભળી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછ્યું કે પ્રભો! સીતાનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #632 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો નવમું પર્વ ૬૧૧ જીવ સોળમાં સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયો તે વખતે ત્યાં ઇન્દ્ર કોણ હતો? ગૌતમ સ્વામીએ કહ્યું કે તે વખતે ત્યાં રાજા મધુનો જીવ ઇન્દ્ર હતો તેની પાસે આ આવ્યો. તે મધુનો જીવ ભગવાન નેમિનાથ સ્વામીના સમયમાં અય્યતેન્દ્રપદથી ચ્યવીને વાસુદેવની રૂકમણી રાણીનો પુત્ર પ્રધુમ્ન થયો અને તેનો ભાઈ કૈટભ જાંબુવતીનો શંબુ નામનો પુત્ર થયો. શ્રેણિકે ફરીથી ગૌતમ સ્વામીને વિનંતી કરી–હે પ્રભો! હું તમારા વચનામૃત પીતાં ધરાતો નથી. જેમ લોભી માણસ ધનથી તૃપ્ત થતો નથી. તેથી મને મધુનું અને તેના ભાઈ કૈટભનું ચરિત્ર કહો. ગણધરે કહ્યું, સર્વ ધનધાન્યથી પૂર્ણ એક મગધ નામનો દેશ છે, ત્યાં ચાર વર્ણ આનંદપૂર્વક રહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધક અનેક જીવો ત્યાં છે, ભગવાનનાં સુંદર ચૈત્યાલયો, અનેક નગર-ગ્રામથી તે દેશ શોભે છે. ત્યાં નદીઓના તટ પર, ગિરિઓનાં શિખર પર અને વનમાં ઠેકઠેકાણે સાધુઓના સંઘ બિરાજે છે. રાજા નિત્યોદિત રાજ્ય કરે છે. તે દેશમાં એક શાલિ નામનું ગ્રામ છે તે નગર જેવું શોભતું. ત્યાં સોમદેવ નામનો બ્રાહ્મણ તેની પત્ની અગ્નિલા અને પુત્રો અગ્નિભૂતિ, વાયુભૂતિ સાથે રહે. આ બન્ને ભાઈ લૌકિક શાસ્ત્રમાં પ્રવીણ અને પઠનપાઠન, દાન, પ્રતિગ્રહમાં નિપુણ હતા. પણ કુળના તથા વિદ્યાના ગર્વથી મનમાં એમ માનતા કે અમારાથી ચડિયાતું કોઈ નથી. તે જિનધર્મથી વિપરીત, રોગ સમાન ઇન્દ્રિયોના ભોગને ભલા જાણતા. એક દિવસ સ્વામી નંદીવર્ધન અનેક મુનિઓ સહિત વનમાં આવીને બિરાજ્યા. તે મોટા આચાર્ય હતા અને અવધિજ્ઞાનથી સમસ્ત મૂર્તિક પદાર્થોને જાણતા. મુનિઓનું આગમન સાંભળી ગામના બધા માણસો દર્શન કરવા જતા હતા. અગ્નિભૂતિ-વાયુભૂતિએ કોઈને પૂછયું કે આ લોકો ક્યાં જાય છે? ત્યારે તેમણે કહ્યું કે નંદીવર્ધન મુનિ આવ્યા છે તેમનાં દર્શન કરવા જાય છે. આ સાંભળી બન્ને ભાઈ ગુસ્સે થયા. તેમણે કહ્યું કે અમે વાદ કરીને સાધુઓને જીતીશું. એમનાં માતાપિતાએ એમને વાર્યા કે તમે સાધુઓ સાથે વાદ ન કરો તો પણ એમણે માન્યું નહિ અને વાદ કરવા ગયા. તેમને આચાર્યની પાસે જતાં જોઈ એક સાત્ત્વિક નામના અવધિજ્ઞાની મુનિએ એમને પૂછયું તમે ક્યાં જાવ છો ? તેમણે કહ્યું, તમારામાં ઉત્તમ જે તમારા ગુરુ છે તેમને વાદમાં જીતવા જઈએ છીએ. સાત્ત્વિક મુનિએ કહ્યું કે અમારી સાથે ચર્ચા કરો. ત્યારે એ ક્રોધથી મુનિની સમીપે બેઠા અને કહ્યું કે તું ક્યાંથી આવ્યો છે? ઉત્તરમાં તેણે પણ ગુસ્સાથી કહ્યું, એ તે શું પુછયું? અમે ગામમાંથી આવ્યા છીએ, તમે કોઈ શાસ્ત્રની ચર્ચા કરો. ત્યારે મુનિએ કહ્યું, એ અમે જાણીએ છીએ. તમે શાલિગ્રામથી આવ્યા છો. તમારા પિતાનું નામ સોમદેવ, માતાનું નામ અગ્નિલા અને તમારા નામ અગ્નિભૂતિ, વાયુભૂતિ છે. તમે વિપ્રકુળના છો એ તો પ્રગટ છે, પરંતુ અમે તમને એ પૂછીએ છીએ કે અનાદિકાળના ભજવનમાં ભટકો છો તો આ જન્મમાં કયા જન્મમાંથી આવ્યા છો ? ત્યારે એમણે કહ્યું તમે અમને જન્માંતરની વાત પૂછી તે બીજું કોઈ જાણે છે? મુનિએ કહ્યું કે હું જાણું છું. તમે સાંભળો. પૂર્વભવમાં તમે બન્ને ભાઈ આ ગામના વનમાં પરસ્પર સ્નેહ રાખનાર વિરૂપ મુખવાળા શિયાળ હતા અને આ જ ગામમાં એક ઘણા દિવસોનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #633 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૨ એકસો નવમું પર્વ પદ્મપુરાણ ભૂખ્યો, પામર નામનો બ્રાહ્મણ હતો. તે ખેતરમાંથી સૂર્યાસ્ત સમયે સુધાથી પીડાઈને આવ્યો. તે વખતે અંજનગિરિ સમાન કાળા ડિબાંગ વાદળાં ચડ્યાં અને સાત દિવસ અને રાત હેલી થઈ. તેથી પામર ઘરમાંથી બહાર નીકળી ન શક્યો. પેલા બન્ને શિયાળ ભૂખથી પીડાઈને અંધારી રાતે આહાર શોધવા નીકળ્યા. તે પામરના ખેતરમાં ભીંજાયેલી ભાજી કાદવથી ખરડાયેલી પડી હતી તે તેમણે ખાધી, તેનાથી તેમને પેટમાં ભયંકર પીડા થઈ, તે મરણ પામ્યા અને તમે સોમદેવના પુત્ર થયા. પેલો પામર સાત દિવસ પછી ખેતરમાં આવ્યો. તે બન્ને શિયાળને મરેલા જોઈને અને ઘાસના ભારાનું દોરડું કપાયેલું જોઈને શિયાળનું ચામડું લઈ જઈ તેની દોરી કરી તે હુજી પામરના ઘરમાં ટીંગાય છે. પામર મરીને પુત્રના ઘેર પુત્ર થયો. તેને જાતિસ્મરણ થયું હોવાથી તેણે મૌન લીધું કે હું શું કહ્યું ? પિતા તો મારો પૂર્વભવનો પુત્ર અને માતા પૂર્વભવની પુત્રવધૂ છે, તેથી ન બોલવું જ સારું છે. આ પામરનો જીવ મૌન બનીને અહીં જ બેઠો છે. આમ કહી મુનિએ પામરના જીવને કહ્યું-અરે, તું પુત્રનો પુત્ર થયો એમાં આશ્ચર્ય નથી, સંસારનું એવું જ ચરિત્ર છે. જેમ નૃત્યના અખાડામાં બહુરૂપી અનેક રૂપ બનાવીને નાચે તેમ આ જીવ નાના પર્યાયરૂપ વેશ બનાવીને નાચે છે, રાજામાંથી રંક થઈ જાય, રંકમાંથી રાજા થાય, સ્વામીમાંથી સેવક અને સેવકમાંથી સ્વામી, પિતાથી પુત્ર અને પુત્રમાંથી પિતા, માતા હોય તે પત્ની અને પત્નીની માતા થઈ જાય છે. આ સંસાર રેંટના ઘડા જેવો છે, ઉપરનો ઘડો નીચે આવે અને નીચેનો ઘડો ઉપર જાય. સંસારનું આવું સ્વરૂપ જાણી હે વત્સ! હવે તું મૌન છોડી વાર્તાલાપ કર. આ જન્મના જે પિતા છે તેને પિતા કહે, માતાને માતા કહે, પૂર્વભવનો વ્યવહાર ક્યાં રહ્યો છે? આ વચન સાંભળી તે વિપ્ર આનંદથી રોમાંચિત થઈ, ખીલેલી આંખોથી જોતો મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી જેમ વૃક્ષનું મૂળિયું ઊખડી જાય ને જમીન પર પડે તેમ તેમના પગમાં પડ્યો અને મુનિને કહ્યું- હે પ્રભો! તમે સર્વજ્ઞ છો, સકળ લોકની વ્યવસ્થા જાણો છો, આ ભયાનક સંસારસાગરમાં હું ડૂબતો હતો.. તમે દયા કરીને મને બહાર કાઢયો, આત્મબોધ આપ્યો, મારા મનની બધી વાત જાણી લીધી, હવે મને દીક્ષા આપો. આમ કહીને સમસ્ત કુટુંબનો ત્યાગ કરી મુનિ થયો. આ પામરનું ચરિત્ર સાંભળી અનેક મુનિ થયા, અનેક શ્રાવક થયા અને આ બન્ને ભાઈઓની પૂર્વભવની ખાલ લોકો લઈ આવ્યા તે તેમણે જોઈ, લોકોએ મશ્કરી કરી કે આ માંસભક્ષક શિયાળ હતા અને આ બન્ને બ્રાહ્મણ ભાઈઓ મૂર્ખ છે કે મુનિઓ સાથે વાદ કરવા આવ્યા. આ મુનિ તપોધન શુદ્ધભાવવાળા બધાના ગુરુ, અહિંસાના મહાવ્રતધારી. એમના જેવા બીજા નથી. આ મહામુનિ દીક્ષાના ધારક ક્ષમારૂપ યજ્ઞોપવિતના ધારી, ધ્યાનરૂપ અગ્નિહોત્રના કર્તા, અતિ શાંત મુક્તિના સાધનમાં તત્પર છે. અને જે સર્વ આરંભમાં પ્રવર્તે છે, બ્રહ્મચર્ય રહિત છે તે મુખથી કહે છે કે અમે બ્રિજ છીએ, પરંતુ ક્રિયા કરતા નથી. જેમ કોઈ મનુષ્ય આ લોકમાં સિંહ કહેવરાવે, દેવ કહેવરાવે, પરંતુ તે સિંહ નથી, તેમ આ નામમાત્ર બ્રાહ્મણ કહેવાય, પરંતુ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #634 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો નવમું પર્વ ૬૧૩ એમનામાં બ્રહ્મત્વ નથી. મુનિરાજને ધન્ય છે જે પરમ સંયમી, ક્ષમાવાન, તપસ્વી જિતેન્દ્રિય, નિશ્ચયથી આ જ બ્રાહ્મણ છે. આ સાધુ અતિભદ્ર પરિણામવાળા, ભગવાનના ભક્ત, તપસ્વી, યતિ, ધીરવીર, મૂળગુણ ઉત્તરગુણના ધારક એમના જેવા બીજા કોઈ નથી. એમનામાં અલૌકિક ગુણ છે. એમને જ પરિવ્રાજક કહીએ, કારણ કે જે સંસારને છોડીને મુક્તિ પામે છે. આ નિર્ગથ અજ્ઞાનતિમિરના હર્તા, તપથી કર્મોની નિર્જરા કરે છે, જેમણે રાગાદિનો ક્ષય કર્યો છે. પાપના નાશક છે તેથી તેમને ક્ષપણક પણ કહીએ છીએ. આ સંયમી કપાયરહિત શરીરથી નિર્મોહ દિગંબર યોગીશ્વર, ધ્યાની, જ્ઞાની પંડિત નિસ્પૃહુ છે તે જ સદા વંદવા યોગ્ય છે. એ નિર્વાણને સાધે છે તેથી એમને સાધુ કહીએ અને પંચાચારનું પોતે આચરણ કરે છે અને બીજા પાસે આચરણ કરાવે છે તેથી આચાર્ય કહીએ અને આગાર એટલે કે ઘરના ત્યાગી છે તેથી તેમને અણગાર કહીએ છીએ. શુદ્ધ ભિક્ષાના ગ્રાહક છે તેથી ભિક્ષુક કહીએ, અતિ કાયકલેશથી અશુભકર્મના ત્યાગી, ઉજ્જવળ ક્રિયાના કર્તા, તપ કરવામાં ખેદ માનતા નથી તેથી શ્રમણ કહીએ, આત્મસ્વરૂપને પ્રત્યક્ષ અનુભવે છે તેથી મુનિ કહીએ, રાગાદિ રોગોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તેથી તેમને યતિ કહીએ. આ પ્રમાણે લોકોએ સાધુની સ્તુતિ કરી અને આ બન્ને ભાઈઓની નિંદા કરી. તેથી તે પ્રભાહીન, માનરહિત, ઉદાસ થઈ ઘેર ગયા અને રાત્રે તે પાપી મુનિને મારવા માટે આવ્યા. તે સાત્વિક મુનિ સંઘ તજીને એકલા સ્મશાનભૂમિમાં એકાંતમાં વિરાજતા હતા. ત્યાં રીંછ, વ્યાધ્રાદિક દુષ્ટ જીવોનો અવાજ સંભળાતો હતો. રાક્ષસ, ભૂત, પિશાચોથી તે સ્થાન ભરેલું છે, સર્પોનો ત્યાં નિવાસ છે, ભયંકર અંધકાર ફેલાયો છે. ત્યાં જંતુરહિત શુદ્ધ શિલા પર કાયોત્સર્ગ ધરી ઊભા હતા. બન્ને પાપીઓએ તેમને જોયા. બન્ને ભાઈ ખગ કાઢી ક્રોધાયમાન થઈ બોલ્યા કે ત્યારે તો તને લોકોએ બચાવ્યો, હવે કોણ બચાવશે? અમે પંડિત પૃથ્વી પર પ્રત્યક્ષ દેવ તેને તું નિર્લજ્જ શિયાળ કહે. આમ બોલી બન્ને અત્યંત પ્રચંડ હોઠ કરડતા, લાલ આંખ કરી મુનિને મારવા તૈયાર થયા. ત્યારે વનના રક્ષક યક્ષે તેમને જોયા, મનમાં વિચારવા લાગ્યો કે જુઓ, આવા નિર્દોષ, ધ્યાની, કાયા પ્રત્યે નિર્મમ સાધુને મારવા આ તૈયાર થયા છે. તેથી યક્ષે એ બન્ને ભાઈને, ચોંટાડી દીધા, તે હુલીચલી શકતા નહિ, બન્ને પાછળ ઊભા. સવાર થયું, બધા લોકોએ આવીને જોયું કે તે બન્ને મુનિની પાછળ જમીન સાથે ચોંટીને ઊભા છે અને એમના હાથમાં ખુલ્લી તલવાર છે. આથી બધા એમને ધિક્કારવા લાગ્યા કે આ દુરાચારી પાપી, અન્યાયી આવું કાર્ય કરવા તૈયાર થયા. આના જેવા બીજા પાપી નથી. એ બન્ને ચિત્તમાં વિચારવા લાગ્યા કે આ ધર્મનો પ્રભાવ છે, અમે પાપી હતા તેથી બળજરીથી ચોંટી ગયા, સ્થાવર જેવા અમને કરી નાખ્યા. હવે આ અવસ્થામાંથી જીવતા બચીએ તો શ્રાવકનાં વ્રત આદરીએ. તે જ વખતે તેમનાં માતાપિતા આવ્યા, વારંવાર મુનિને પ્રણામ કરી વિનંતી કરી–હે દેવ! આ અમારા કપૂતો છે, એમણે ઘણું ખરાબ કર્યું છે, આપ દયાળુ છો, એમને જીવનદાન આપો. ત્યારે સાધુએ કહ્યું-અમારે કોઈના ઉપર કોપ નથી, અમારા તો બધા મિત્ર બાંધવ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #635 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૪ એકસો નવમું પર્વ પદ્મપુરાણ ત્યાં યક્ષ લાલ નેત્રથી જોરથી ગર્જના કરી બોલ્યો અને બધાની પાસે બધી હકીકત કહી કે જે પ્રાણી સાધુઓની નિંદા કરે તે અનર્થ પામે; જેમ નિર્મળ કાચમાં વાંકુ મુખ કરીને જુએ તો વાંકુ જ દેખાય, તેમ જે સાધુઓને જેવા ભાવથી દેખે તેવું જ ફળ મેળવે. યક્ષ કહે છે હે વિપ્ર! જે મુનિઓની મશ્કરી કરે તે ઘણા દિવસ રુદન કરે અને કઠોર વચન કહે તો કલેશ ભોગવે. મુનિનો વધ કરે તો અનેક કુમરણ પામે, દ્વેષ કરે તો પાપ ઉપાર્જ, ભવભવ દુ:ખ ભોગવે અને જેવું કરે તેવું ફળ પામે. તારા પુત્રોના દોષથી મેં તેમને ખંભિત કર્યા છે, વિદ્યાના અભિમાનથી ગર્વિષ્ઠ, માયાચારી, દુરાચારી, સંયમીઓના ઘાતક છે. આવાં વચન કહ્યાં ત્યારે સોમદેવ વિષે હાથ જોડી સાધુની સ્તુતિ કરી અને રુદન કરવા લાગ્યો, પોતાની નિંદા કરતો. છાતી કુટતો, હાથ ઊંચા કરી સ્ત્રી સહિત વિલાપ કરવા લાગ્યો. પછી પરમદયાળુ મુનિએ યક્ષને કહ્યું, હું કમળનેત્ર! આ બાળકબુદ્ધિ છે, એમનો અપરાધ તમે માફ કરો, તમે જિનશાસનના સેવક છો, સદા જિનશાસન પ્રભાવના કરો છો, તેથી મારા કહેવાથી એમને ક્ષમા કરો. ત્યારે યક્ષે કહ્યું કે આપે કહ્યું તે પ્રમાણ છે એમ કહી તે બન્ને ભાઈઓને છોડી મૂક્યા. ત્યારે એ બન્ને ભાઈઓએ મુનિને પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરી સાધુના વ્રત લેવાને અસમર્થ હોવાથી સમ્યકત્વ સહિત શ્રાવકનાં વ્રત લીધાં. તે જિનધર્મના શ્રદ્ધાની થયા. અને તેમનાં માતાપિતાએ વ્રત લઈ છોડી દીધા તેથી તે અવ્રતના યોગથી પહેલી નરકમાં ગયા અને આ બન્ને વિપ્ર પુત્ર નિઃશંકપણે જિનશાસનરૂપ અમૃતનું પાન કરી હિંસાનો માર્ગ વિષય તજ્યો, સમાધિમરણથી પહેલાં સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા. ત્યાંથી અયોધ્યામાં ઍવીને સમુદ્ર શેઠની સ્ત્રી ધારિણીની કૂખે જન્મ્યા. નેત્રોને આનંદ આપનાર એકનું નામ પૂર્ણભદ્ર અને બીજાનું નામ કાંચનભદ્ર હતું. તે શ્રાવકનાં વ્રત ધારી પહેલા સ્વર્ગમાં ગયા અને બ્રાહ્મણના ભવના એનાં માતાપિતા પાપના યોગથી નરકમાં ગયા હતા તે નરકમાંથી નીકળી ચાંડાળ અને કૂતરી થયાં. તે પૂર્ણભદ્ર અને કાંચનભદ્રના ઉપદેશથી જિનધર્મનું આરાધન કરવા લાગ્યા. તે સમાધિમરણ કરીને સોમદેવ દ્વિજનો જીવ ચાંડાળમાંથી નંદીશ્વરદ્વીપનો અધિપતિ દેવ થયો અને અગ્નિલા બ્રાહ્મણીનો જીવ કૂતરીમાંથી અયોધ્યાના રાજાની પુત્રી થઈ. તે દેવના ઉપદેશથી વિવાહનો ત્યાગ કરી આર્થિકા થઈ ઉત્તમ ગતિ પામી; તે બન્ને પરંપરાએ મોક્ષ પામશે. પૂર્ણભદ્ર અને કાંચનભદ્ર જીવ પ્રથમ સ્વર્ગમાંથી ચ્યવીને અયોધ્યાના રાજા હેમ અને રાણી અમરાવતીના મધુ અને કૈટભ નામના જગવિખ્યાત પુત્ર થયા, જેમને કોઈ જીતી શકે નહિ. અતિપ્રબળ અને રૂપવાન તેમણે આ સમસ્ત પૃથ્વી વશ કરી, બધા રાજા તેમને આધીન થયા. ભીમ નામનો રાજા ગઢના બળથી તેમની આજ્ઞા માનતો નહિ, જેમ ચમરેન્દ્ર અસુરકુમારોના ઇન્દ્ર નંદનવન પામીને પ્રફુલ્લિત થાય છે તેમ તે પોતાના સ્થાનના બળથી પ્રફુલ્લિત રહેતા. એક વીરસેન નામના વટપુરના રાજાએ મધુ-કૈટભને વિનંતી પત્ર લખ્યો કે પ્રભો ! ભીમસેનરૂપ અગ્નિએ મારા દેશરૂપ વનને ભસ્મ કર્યું છે. તેથી મધુ ક્રોધથી મોટી સેના લઈ ભીમ ઉપર ચડ્યો. તેણે માર્ગમાં વટપુર જઈને મુકામ કર્યો. વીરસેને સામે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬૧૫ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો નવમું પર્વ જઈ અત્યંત ભક્તિથી મહેમાનગતિ કરી. તેની સ્ત્રી ચંદ્રાભા ચંદ્ર સમાન મુખવાળી હતી. મૂર્ખ વીરસેને તેના હાથે મધુની આરતી ઉતરાવી અને તેના હાથે જ જમાડ્યો. ચંદ્રાભાએ પતિને ઘણું કહ્યું કે પોતાના ઘરમાં સુંદર વસ્તુ હોય તે રાજાને બતાવવી નહિ પણ પતિએ માન્યું નહિ. રાજા મધુ ચંદ્રાભાને જોઈ મોહિત થયો અને મનમાં વિચાર્યું કે આની સાથે વિંધ્યાચળના વનમાં રહેવું સારું અને આના વિના આખી પૃથ્વીનું રાજ્ય પણ સારું નથી. તેથી રાજા અન્યાયી થયો. મંત્રીએ તેને સમજાવ્યો કે અત્યારે આ વાત કરશો તો કાર્ય સિદ્ધ નહિ થાય અને રાજ્યભ્રષ્ટ થશો. તેથી મંત્રીઓના કહેવાથી રાજા વીરસેનને સાથે લઈ ભીમ ઉપર ચડ્યો. યુદ્ધમાં તેને જીતીને વશ કર્યો અને બીજા બધા રાજાને પણ વશ કર્યા, પછી અયોધ્યા જઈ ચંદ્રાબાને મેળવવાનો ઉપાય વિચારવા લાગ્યો. સર્વ રાજાને વસંતની ક્રીડા અર્થે પોતાની પત્નીઓ સાથે બોલાવ્યા અને વીરસેનને ચંદ્રાભા સહિત બોલાવ્યો ત્યારે પણ ચંદ્રાભાએ કહ્યું કે મને ન લઈ જાવ, તેણે માન્યું નહિ. રાજાએ એક મહિનો વનમાં ક્રિીડા કરી અને જે રાજાઓ આવ્યા હતા તેમને દાન-સન્માનથી તેમની સ્ત્રી સહિત વિદાય કર્યા. વીરસેનને થોડા વધારે દિવસ રાખ્યો અને વીરસેનને પણ ખૂબ દાન-સન્માન આપી વિદાય કર્યો. ચંદ્રાભા વિશે કહ્યું કે એના નિમિત્તે અદભુત આભૂષણો બનાવ્યાં છે તે હજી પૂરાં થયાં નથી તેથી એને તારી પાછળ વિદાય કરીશું. તે ભોળો કાંઈ સમજ્યો નહિ અને ઘેર આવ્યો. તેના ગયા પછી મધુએ ચંદ્રાબાને મહેલમાં બોલાવી, અભિષેક કરી પટરાણીપદ આપ્યું અને સર્વ રાણીઓમાં મુખ્ય બનાવી. ભોગથી જેનું મન અંધ થયું છે એવો તે એને રાખી પોતાને ઇન્દ્ર સમાન માનવા લાગ્યો. વીરસેને સાંભળ્યું કે મધુએ ચંદ્રાભાને રાખી છે તેથી પાગલ થઈ જઈ કેટલાક દિવસો પછી મંડપ નામના તાપસનો શિષ્ય થઈ પંચાગ્નિ તપ કરવા લાગ્યો. એ દિવસ રાજા મધુ ન્યાયના આસને બેઠો હતો ત્યાં એક પદારારતનો ન્યાય કરવાનો આવ્યો. રાજા ન્યાય કરવામાં ઘણો વખત સુખી બેસી રહ્યો. પછી મહેલમાં ગયો ત્યારે ચંદ્રાભાએ હસીને કહ્યું-મહારાજ, આજે બહુ વખત કેમ થયો? હું તો ભૂખથી ખેદખિન્ન થઈ ગઈ આપ ભોજન કરો પછી ભોજન કરુંને! ત્યારે રાજા મધુએ કહ્યું કે આજે એક પરસ્ત્રીમાં આસક્ત પુરુષનો ન્યાય કરવાનો આવી ગયો તેથી વાર લાગી. ત્યારે ચંદ્રાભાએ હસીને કહ્યું કે જે પરસ્ત્રીરત હોય તેને ખૂબ માન આપવું. રાજાએ ક્રોધથી કહ્યું કે તું આ શું બોલે છે? જે દુષ્ટ વ્યભિચારી હોય તેને તો દંડ આપવાનો. જે પરસ્ત્રીનો સ્પર્શ કરે, તેની સાથે વાત કરે, તે પાપી છે, તો પરસ્ત્રીનું સેવન કરે તેની તો શી વાત કરવી ? આવાં કાર્ય કરે તેને તો આકરો દંડ આપી નગરમાંથી કાઢી મૂકવાના હોય. જે અન્યાયમાર્ગી છે તે મહાપાપી નરકમાં પડે છે અને રાજાઓ દ્વારા દંડને પાત્ર છે. તેમનું માન કરવાનું હોય? ત્યારે રાણી ચંદ્રાભાએ રાજાને કહ્યું-હું નૃપ ! પરદારાસવન મોટો દોષ હોય તો તમે તમને દંડ કેમ ન આપો. તમે જ પરદારારત છો તો બીજાનો શો દોષ? જેવો રાજા તેવી પ્રજા. જ્યાં રાજા હિંસક હોય અને વ્યભિચારી હોય ત્યાં ન્યાય કેવો? માટે ચૂપ રહો. જે જળથી બીજ ઉગે અને જગતના જીવોને જળ જ જો બાળી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #637 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૬ એકસો દસમું પર્વ પદ્મપુરાણ નાખે તો બીજું શીતળ કરનાર કોણ હોય? આવા ચંદ્રાભાના ઠપકાનાં વચન સાંભળી રાજાએ કહ્યું-હે દેવી! તું કહે છે તે જ સત્ય છે. તેણે તેની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે હું પાપી, લક્ષ્મીરૂપી પાશથી બંધાયેલો, વિષયરૂપ કીચડમાં ફસાયેલો હવે આ દોષથી કેવી રીતે છૂટું? રાજા એમ વિચારે છે તે વખતે અયોધ્યાના સહૃક્ઝામ્રવનમાં મહાસંઘ સહિત સિંહપાદ નામના મુનિ આવ્યા. એ સાંભળીને રાજા રણવાસ સહિત અને પ્રજાજનો સહિત મુનિનાં દર્શન માટે ગયો, વિધિપૂર્વક ત્રણ-પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી જમીન પર બેઠો, જિનેન્દ્રનો ધર્મ સાંભળી, ભોગોથી વિરક્ત થઈ મુનિ થયો. મહાન રાજાની પુત્રી રાણી ચંદ્રાભા જે અતુલ્ય રૂપવતી હતી તે રાજવિભૂતિ તજી આર્થિકા થઈ. તેને દુર્ગતિની વેદનાનો અધિક ભય છે. મધુનો ભાઈ કૈટભ રાજ્યને વિનશ્વર જાણી મહાવ્રતધારી મુનિ થયો. બન્ને ભાઈ મહા તપસ્વી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. સકળ સ્વજનને પરમ આનંદ આપનાર મધુનો પુત્ર કુળવર્ધન અયોધ્યાનું રાજ્ય કરવા લાગ્યો. મધુ સેંકડો વરસ વ્રત પાળી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર આરાધના આરાધી સમાધિમરણકરી સોળમા અમ્રુત સ્વર્ગમાં અચ્યતેન્દ્ર થયો અને કૈટભ પંદરમા આરણ નામના સ્વર્ગમાં આરણેન્દ્ર થયો. ગૌતમ સ્વામી કહે છે હું શ્રેણિક! આ જિનશાસનનો પ્રભાવ જાણો કે આવા અનાચારી પણ અનાચારનો ત્યાગ કરી અય્યતેન્દ્રપદ પામે તો ઇન્દ્રપદનું શું આશ્ચર્ય? જિનધર્મના પ્રસાદથી મોક્ષ પણ પામે. મધુનો જીવ અય્યતેન્દ્ર હતો, તેની સમીપે સીતાનો જીવ પ્રતીન્દ્ર થયો. મધુનો જીવ સ્વર્ગમાંથી ઍવી શ્રી કૃષ્ણની રુકમણી રાણીનો પ્રધુમ્ન નામનો કામદેવ પુત્ર થયો અને મોક્ષ પામ્યો. કૈટભનો જીવ કૃષ્ણની જામવંતી રાણીનો જંબુકુમાર નામનો પુત્ર થઈ પરમધામ પામ્યો. આ તને મધુનું ચરિત્ર કહ્યું. હવે હું શ્રેણિક! બુદ્ધિમાનોના મનને પ્રિય એવા લક્ષ્મણના મહાધીર વીર આઠ પુત્રોનું પાપનો નાશ કરવાનું ચરિત્ર ધ્યાનથી સાંભળ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાજા મધુના વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો નવમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો દસમું પર્વ (લક્ષ્મણના આઠ કુમારોનું વિરક્ત થઈ દીક્ષાગ્રહણ અને નિર્વાણપ્રાપ્તિ) પછી કાંચનસ્થાન નગરના રાજા કાંચનરથ અને રાણી શત€દો તેમની પુત્રીઓ અતિરૂપવતી અને રૂપના ગર્વથી ગર્વિષ્ઠ હતી તેના સ્વયંવરને અર્થે અનેક રાજાઓને ભૂચર-ખેચરોને, તેમના પુત્રોને કન્યાના પિતાએ પત્ર લખી અને દૂત મોકલી શીવ્ર બોલાવ્યા. સૌથી પ્રથમ દૂતને અયોધ્યા મોકલ્યો અને પત્રમાં લખ્યું કે મારી પુત્રીઓનો સ્વયંવર છે તો આપ કૃપા કરી કુમારોને શીધ્ર મોકલો. તેથી રામ-લક્ષ્મણે પ્રસન્ન થઇ પરમઋદ્ધિયુક્ત બધા પુત્રોને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #638 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો દસમું પર્વ ૬૧૭ મોકલ્યા. બન્ને ભાઈઓના સકળ કુમારો લવ-અંકુશને આગળ કરી પરસ્પર પ્રેમભર્યા કાંચનસ્થાનપુર ચાલ્યા. સેંકડો વિમાનમાં બેઠા, અનેક વિદ્યાધરો સાથે આકાશમાર્ગ નીકળ્યા. તે મોટી સેના સહિત આકાશમાંથી પૃથ્વીને જોતાં ચાલ્યા. કાંચનસ્થાનપુર પહોંચ્યા. ત્યાં બન્ને શ્રેણીઓના વિદ્યાધરો આવ્યા હતા તે યોગ્ય સ્થાને બેઠા, જેમ ઇન્દ્રની સભામાં જાતજાતનાં આભૂષણ પહેરી દેવો બેસે અને નંદનવનમાં દેવ નાના પ્રકારની ચેષ્ટા કરે તેવી ચેષ્ટા કરવા લાગ્યા. બન્ને કન્યા મંદાકિની અને ચંદ્રવકત્રા મંગળસ્નાન કરી સર્વ આભૂષણ પહેરી પોતાના નિવાસેથી રથમાં બેસીને નીકળી, જાણે કે લક્ષ્મી અને લજ્જા જ છે. અનેક વ્યવહાર જાણનાર તેમનો કંચુકી સાથે હતો. તે રાજકુમારોના દેશ, કુળ, સંપત્તિ, ગુણ, નામ, ચેષ્ટા વગેરેનું વર્ણન કરતો હતો. તે કહેતો કે આ રાજકુમારોમાં કોઈ વાનરધ્વજ, કોઈ સિંહધ્વજ, કોઈ વૃષભધ્વજ, કોઈ ગજધ્વજ ઇત્યાદિ અનેક પ્રકારના ધ્વજધારી મહાપરાક્રમી છે. આમાંથી જેની તને ઇચ્છા હોય તેને તું પસંદ કર. તે બધાને જોવા લાગી અને આ બધા રાજકુમારો તેમને જોઈ સંદેહની તુલામાં આરૂઢ થયા કે રૂપગર્વિત છે, કોણ જાણે કોને વરે? આવી રૂપવતીને આપણે જોઈ નથી, જાણે આ બન્ને સમસ્ત દેવીઓનું રૂપ એકત્ર કરાવી બનાવી છે. આ કામની પતાકા લોકોને ઉન્માદનું કારણ છે. આમ બધા રાજકુમારો પોતપોતાના મનમાં અભિલાષા કરવા લાગ્યા. બન્ને ઉત્તમ કન્યા લવ-અંકુશને જોઈ કામબાણથી વીંધાઈ ગઈ. તેમાં મંદાકિની નામની કન્યાએ લવના કંઠમાં વરમાળા નાખી અને બીજી કન્યા ચંદ્રવકત્રાએ અંકુશને વરમાળા પહેરાવી. આથી સમસ્ત રાજકુમારોના મનરૂપ પક્ષી શરીરરૂપી પિંજરામાંથી ઊડી ગયા. જે ઉત્તમજનો હતા તેમણે પ્રશંસા કરી કે આ બન્ને કન્યાઓએ રામના બન્ને પુત્રોને પસંદ કર્યા તે સારું કર્યું. આ કન્યા એમને યોગ્ય જ છે. આ પ્રમાણે સજ્જનોના મુખમાંથી વાણી નીકળી. જે ભલા માણસો હતા તેમનાં ચિત્ત યોગ્ય સંબંધથી આનંદ પામે જ. હવે લક્ષ્મણની વિશલ્યાદિ આઠ પટરાણીના મહાસુંદર, ઉદારચિત્ત પૃથ્વી પર પ્રસિદ્ધ ઇન્દ્ર સમાન આઠ પુત્રો પોતાના અઢીસો ભાઈ સહિત અત્યંત પ્રેમથી બેઠા હતા, જેમ તારાઓમાં ગ્રહ શોભે. તે આઠ કુમારો સિવાયના બીજા બધા જ ભાઈઓ રામના પુત્રો પર ગુસ્સે ભરાયા. તે બોલતા કે અમે નારાયણના પુત્ર કીર્તિ અને કળાવાન, લક્ષ્મીવાન, બળવાન, નવયુવાન અમે કયા ગુણથી હીન છીએ કે આ કન્યાઓ અમને ન વરી અને સીતાના પુત્રોને વરી? ત્યારે આઠય મોટા ભાઈઓએ તેમનાં ચિત્ત શાંત કર્યા, જેમ મંત્રથી સર્પને વશ કરવામાં આવે. તેમના સમજાવવાથી બધા જ ભાઈઓ લવ-અંકુશ તરફ શાંતચિત્ત થયા અને મનમાં વિચારવા લાગ્યા કે આ કન્યાઓ અમારા પિતાજીના મોટા ભાઈના પુત્રોને વરી છે તેથી અમારી ભાભી થઈ જે માતા સમાન છે અને સ્ત્રીપર્યાય નિંધ છે, સ્ત્રીઓની અભિલાષા અવિવેકી કરે, સ્ત્રીઓ સ્વભાવથી જ કુટિલ હોય છે, એમના માટે વિવેકજનો વિકારી ન થાય. જેમને આત્મકલ્યાણ કરવું હોય તે સ્ત્રીઓ તરફથી પોતાનું મન પાછું વાળી લે આમ વિચારીને બધા ભાઈઓનાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #639 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૮ એકસો દસમું પર્વ પદ્મપુરાણ ચિત્ત શાંત થયા. પહેલાં બધા જ યુદ્ધ કરવા તૈયાર થયા હતા, રણના વાજિંત્રોનો કોલાહલ, શંખ, ભેરી, ઝંઝાર ઇત્યાદિનો અવાજ ફેલાયો હતો અને જેમ ઇન્દ્રની વિભૂતિ જોઈ નાના દેવ અભિલાષી થાય તેમ આ બધા સ્વયંવરમાં કન્યાના અભિલાષી થયા હતા તે મોટાભાઈઓના ઉપદેશથી વિવેકી થયા અને તે આઠેય મોટાભાઈઓને વૈરાગ્ય ઉપજ્યો. તે વિચારે છે કે આ સ્થાવર જંગમરૂપ જગતના જીવો કર્મોની વિચિત્રતાના યોગથી નાનારૂપ છે, વિનશ્વર છે, જેવું જીવોનું હોનહાર છે તે પ્રમાણે જ થાય છે, જેને જેની પ્રાપ્તિ થવાની છે તે અવશ્ય થાય જ. બીજો પ્રકાર બને નહિ. લક્ષ્મણની રાણીનો પુત્ર હસીને બોલ્યો-હે ભાઈઓ! સ્ત્રી ક્યો પદાર્થ છે? સ્ત્રીઓમાં પ્રેમ કરવો અત્યંત મૂઢતા છે, વિવેકીઓને હાંસી થાય છે કે આ કામી શું જાણીને અનુરાગ કરે છે. આ બન્ને ભાઈઓએ આ બન્ને રાણી મેળવી તો કઈ મોટી વસ્તુ મેળવી ? જે જિનેશ્વરી દીક્ષા લે છે તે ધન્ય છે. કેળના સ્તંભ સમાન અસાર કામભોગ આત્માનો શત્રુ છે. તેને વશ થઈ રતિ-અરતિ માનવી એ મહામૂઢતા છે. વિવેકીઓએ શોક પણ ન કરવો અને હાસ્ય પણ ન કરવું. આ બધા જ સંસારી જીવો કર્મના વશે ભ્રમજાળમાં પડયા છે, પણ એવું કરતા નથી કે જેનાથી કર્મોનો નાશ થાય. કોઈ વિવેકી એવું કરે તે જ સિદ્ધપદને પામે છે. આ ગહન સંસારવનમાં આ પ્રાણી નિજપુરનો માર્ગ ભૂલી ગયા છે, માટે એવું કરો કે જેથી ભવદુઃખ છૂટે. હું ભાઈઓ! આ કર્મભૂમિ આર્યક્ષેત્ર, મનુષ્યદેહ, ઉત્તમ કુળ આપણે પામ્યા અને આટલા દિવસ આમ જ ખોઈ નાખ્યા. હવે વીતરાગનો ધર્મ આરાધી મનુષ્યદેહને સફળ કરો. એક દિવસ હું બાલ્યાવસ્થામાં પિતાના ખોળામાં બેઠો હતો ત્યારે તે પુરુષોત્તમ બધા રાજાઓને ઉપદેશ દેતા હતા. તે વસ્તુનું સ્વરૂપ સુંદર સ્વરથી કહેતા હતા અને મેં તે ચિથી સાંભળ્યું કે ચારે ગતિમાં મનુષ્યગતિ દુર્લભ છે. જે મનુષ્યભવ પામીને આત્મહિત ન કરે તે છેતરાઈ ગયા છે એમ જાણો. દાનથી તો મિથ્યાદષ્ટિ ભોગભૂમિમાં જાય અને સમ્યગ્દષ્ટિ દાનથી, તપથી સ્વ જાય, પરંપરાએ મોક્ષ પામે અને શુદ્ધોપયોગરૂપ આત્મજ્ઞાનથી આ જીવ આ જ ભવમાં મોક્ષ પામે અને હિંસાદિક પાપોથી દુર્ગતિ લે. જે તપ કરતો નથી તે ભવવનમાં ભટકે છે, વારંવાર દુર્ગતિનાં દુઃખો પામે છે. આ પ્રમાણે વિચારી તે શૂરવીર આઠ કુમારો પ્રતિબોધ પામ્યા. સંસારસાગરનાં દુ:ખરૂપ ભવોથી ડર્યા, શીઘ્ર પિતા પાસે આવ્યા, પ્રણામ કરીને ઊભા રહ્યા અને વિનયથી હાથ જોડીને મધુર વચન બોલ્યા...હે તાત! અમારી વિનંતી સાંભળો. એ જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરવા ઈચ્છીએ છીએ. આ આજ્ઞા આપો. આ સંસાર વીજળીના ચમકારા જેવો અસ્થિર છે, કેળના સ્તંભ સમાન અસાર છે, અમને અવિનાશીપુરના પંથે ચાલતાં વિગ્ન ન કરશો. તમે દયાળુ છો, કોઈ મહાભાગ્યના ઉદયથી અમને જિનમાર્ગનું જ્ઞાન થયું છે, હવે એવું કરીએ કે જેથી ભવસાગરનો પાર પામીએ. આ કામભોગ આશીવિષ સર્પની ફેણ સમાન ભયંકર છે, પરમદુઃખનું કારણ છે તેને અમે દૂરથી જ છોડવા ચાહીએ છીએ. આ જીવને કોઈ માતા, પિતા, પુત્ર, બાંધવ નથી. કોઈ એનો સહાયક નથી, એ સદા કર્મને આધીન થઈ, ભવવનમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #640 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો દસમું પર્વ ૬૧૯ ભ્રમણ કરે છે. એને કયા કયા જીવ કયા કયા સંબંધી નથી થયા? હે તાત! અમારા પ્રત્યે તમારું અને માતાઓનું ખૂબ વાત્સલ્ય છે અને એ જ બંધન છે. અમે તમારી કૃપાથી ઘણા દિવસો સુધી અનેક પ્રકારનાં સુખ ભોગવ્યાં, અવશ્ય એક દિવસ તો અમારો અને તમારો વિયોગ થશે જ એમાં સંદેહ નથી. આ જીવે અનેક ભોગ ભોગવ્યા, પરંતુ તૃપ્ત થયો નથી. આ ભોગ રોગ સમાન છે, એમાં અજ્ઞાન રાચે છે અને આ દેહ કુમિત્ર સમાન છે. જેમ કુમિત્રને જાતજાતના ઉપાયોથી પોષીઓ, પરંતુ તે આપણો નથી હોતો તેમ આ દેહ આપણો નથી. એના અર્થે આત્માનું કાર્ય ન કરવું એ વિવેકીઓને માટે યોગ્ય નથી. આ શરીર તો આપણને તજશે તો આપણે જ તેના તરફ પ્રીતિ કેમ ન છોડીએ? પુત્રોનાં આ વચન સાંભળી લક્ષ્મણ પરમ સ્નેહથી વિવળ થઈ ગયા. એમને હૃદય સાથે ચાંપી, મસ્તક ચૂમીને વારંવાર તેમની તરફ જોવા લાગ્યા અને ગદગદ વાણીથી કહ્યું–હે પુત્રો! આ કૈલાસના શિખર સમાન હજારો સોનાના સ્તંભોવાળા મહેલમાં નિવાસ કરો, નાના પ્રકારનાં રત્નોથી બનાવેલ આંગણામાં, મહાસુંદર મંજનશાળામાં સ્નાનાદિકની વિધિ થાય છે. સર્વ સંપત્તિથી ભરેલી ભૂમિવાળા આ મહેલોમાં દેવો સમાન ક્રિીડા કરો, તમારી દેવાંગના સમાન દિવ્યરૂપધારી સ્ત્રીઓ અને શરદની પૂર્ણિમા જેવી જેમની પ્રજા છે, અનેક ગુણોથી મંડિત છે, અનેક વાજિંત્રો વગાડવામાં, ગીત ગાવામાં, નૃત્ય કરવામાં નિપુણ છે, જિનેન્દ્રની કથાની અનુરાગિણી અને પતિવ્રતા છે, તેમની સાથે વન, ઉપવન ગિરિ કે નદીતટ પર નાનાવિધ ક્રિીડા કરતાં દેવોની જેમ રમો. હે વત્સ! આવાં મનોહર સુખ તજી જિનદીક્ષા લઈ વિષમ વન અને ગિરિશિખર પર કેવી રીતે રહેશો? હું તમારા પ્રત્યે સ્નેહથી ભરેલો છે. આ તમારી માતા શોકથી તપ્તાયમાન થશે તેમને તજીને જવું તમારે માટે યોગ્ય નથી. થોડાક દિવસ પૃથ્વીનું રાજ્ય કરો. પછી સ્નેહથી વાસનાથી જેમનું ચિત્ત રહિત થયું છે તે કુમારો સંસારથી ભયભીત, ઇન્દ્રિયસુખોની પરાડમુખ, આત્મતત્ત્વમાં જેમનું ચિત્ત લાગ્યું છે તે ક્ષણભર વિચારીને બોલ્યા- હે પિતા! આ સંસારમાં અમારાં માતાપિતા અનંત થયાં, આ સ્નેહનું બંધન નરકનું કારણ છે, આ ઘરરૂપ પિંજરું પાપારંભ અને દુઃખ વધારનાર છે, મૂર્ખાઓ તેમાં રતિ માને છે, જ્ઞાની માનતા નથી. હવે અમને કદી પણ દેહુ સંબંધી અને મન સંબંધી દુઃખ ન થાય, નિશ્ચયથી એવા જ ઉપાય કરશું. જે આત્મકલ્યાણ ન કરે તે આત્મઘાતી છે, કદાચ ઘર ન તજે અને મનમાં એમ માને કે હું નિર્દોષ છું, મને પાપ નથી તો તે મલિન છે, પાપી છે. જેમ સફેદ વસ્ત્ર અંગના સંયોગથી મલિન થાય છે તેમ ઘરના સંયોગથી ગૃહસ્થી મલિન થાય છે. જે ગૃહસ્થાશ્રમમાં રહે છે તેમને નિરંતર હિંસા આરંભથી પાપ ઉપજે છે તેથી સત્પરુષોએ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો છે. તમે અમને કહો છો કે થોડાક દિવસ રાજ્ય ભોગવો તો તમે જ્ઞાની થઈને અમને અંધારિયા કુવામાં નાખો છો, જેમ તૃષાતુર મૃગ પીવે અને તેને શિકારી મારે તેમ ભોગોથી અતૃપ્ત પુરુષને મૃત્યુ મારે છે. જગતના જીવ વિષયની અભિલાષાથી સદા આર્તધ્યાનરૂપ પરાધીન છે. જે કામ સેવે છે તે અજ્ઞાની, વિષ હરનારી જડીબુટ્ટી વિના આશીવિષ સર્પ સાથે ક્રીડા કરે તે કેવી રીતે જીવે ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #641 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૦ એકસો દસમું પર્વ પદ્મપુરાણ આ પ્રાણી માછલીની જેમ ગૃહરૂપ તળાવમાં રહી વિષયરૂપ માંસના અભિલાષી રોગરૂપ લોઢાના આંકડાના યોગથી કાળરૂપ માછીમારની જાળમાં પડે છે. ભગવાન શ્રી તીર્થંકરદેવ ત્રણ લોકના ઈશ્વર, સુરનર, વિધાધરોથી વંદિત એ જ ઉપદેશ આપે છે કે આ જગતના જીવો પોતપોતાના ઉપાર્જેલાં કર્મોના વશમાં છે અને જે આ જગતને તજે તે કર્મોને હણે. માટે હું તાત! અમને ઇષ્ટ સંયોગના લોભથી પૂર્ણતા નહિ થાય. આ સંયોગસંબંધ વીજળીના ચમકારા જેવો ચંચળ છે, વિચક્ષણજનો એમના પ્રત્યે અનુરાગ કરતા નથી. આ શરીરનો અને શરીરના સંબંધીઓનો વિયોગ તો નિશ્ચયથી થશે, એમાં પ્રીતિ કેવી? અને મહાકાલેશરૂપ આ સંસારવનમાં નિવાસ કેવો? આ મારું પ્રિય છે, એવી બુદ્ધિ જીવોને અજ્ઞાનથી છે. આ જીવ સદા એકલો જ ભવમાં ભટકે છે, એક ગતિમાંથી બીજી ગતિમાં ફરતો અત્યંત દુ:ખી છે. હે પિતા! અમે સંસારસાગરમાં ડૂબકીઓ ખાતાં અત્યંત ખેદ પામ્યા છીએ. આ સંસારમાં મિથ્યાશાસ્ત્રરૂપ દુ:ખદાયક દ્વીપ છે, તેમાં મોહરૂપ મગર છે, શોકસંતાપરૂપ પગથિયાંવાળી દુર્જય નદીઓથી પૂર્ણ છે અનેક ભ્રમણરૂપ વમળોથી ભયંકર છે, અનેક આધિ-વ્યાધિરૂપ કલ્લોલો સહિત છે, કુભાવરૂપ પાતાળકુંડથી અગમ છે, ક્રોધાદિ ભાવરૂપ જળચરોથી ભરેલો છે, ત્યાં વૃથા બકવાદરૂપ અવાજ થાય છે, મમત્વરૂપ પવનથી વિકલ્પરૂપ તરંગો ઊછળે છે, દુર્ગતિરૂપ ખારા જળથી ભરેલો છે, અત્યંત દુસ્સહુ ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગરૂપ આતાપ વડવાનળ સમાન છે, આવા ભવસાગરમાં અમે અનાદિકાળથી ખેદખિન્ન થઈ પડ્યા છીએ. જુદી જુદી યોનિમાં ભટકતાં અતિકષ્ટથી મનુષ્યદેહ અને ઉત્તમ કુળ પામ્યા છીએ. તેથી હવે એવું કરીશું કે ફરીથી ભવભ્રમણ થાય નહિ તેથી બધા પ્રત્યેથી મોહ છોડાવી આઠેય કુમાર ઘરરૂપ બંદીખાનામાંથી નીકળ્યા. તે ભાગ્યવાનોને એવી વૈરાગ્યબુદ્ધિ ઉપજી કે ત્રણ ખંડનું ઇશ્વરપણું જીર્ણ તરણાની જેમ તમ્યું. તે વિવેકી મહેન્દ્રોદય નામના ઉધાનમાં જઈ મહાબળ નામના મુનિ પાસે દિગંબર થયા. સર્વ આરંભરહિત અંતર્બાહ્ય પરિગ્રહના ત્યાગી વિધિપૂર્વક ઇર્યાસમિતિ પાળતાં વિહાર કરી ગયા. ક્ષમાશીલ, ઇન્દ્રિયોને વશ કરનાર વિકલ્પરહિત નિસ્પૃહી, પરમયોગી, બાર પ્રકારનાં તપથી કર્મોને ભસ્મ કરી અધ્યાત્મયોગથી શુભાશુભ ભાવોનો અભાવ કરી ક્ષીણકષાય થઈ કેવળજ્ઞાન લઈને અનંતસુખરૂપ સિદ્ધપદને પામ્યા, જગતના પ્રપંચથી છુટયા. ગૌતમ સ્વામી શ્રેણિકને કહે છે કે હે નૂપઆ આઠ કુમારોનું મંગળરૂપ ચરિત્ર જે વિનયવાન ભક્તિથી વાંચ-સાંભળે તેના સમસ્ત પાપનો ક્ષય થઈ જાય, જેમ સૂર્યની પ્રભાથી તિમિરનો નાશ થાય છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણના આઠ કુમારોના વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો દસમું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #642 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો અગિયારમું પર્વ ૬૨૧ એકસો અગિયારમું પર્વ (ભામંડળનું વિધુત્પાતથી મરણ ) ત્યારપછી ગૌતમ સ્વામીએ શ્રેણિકને ભામંડળનું ચરિત્ર કહ્યું હું શ્રેણિક! વિધાધરોનું ઐશ્વર્ય એ જ કુટિલ સ્ત્રી અને તેનું વિષયવાસનારૂપ મિથ્યા સુખ તે પુષ્પ, તેના અનુરાગરૂપ મકરંદમાં ભામંડળરૂપ ભ્રમર આસક્ત થઈ ગયો હતો. તે મનમાં વિચારતો કે હું જિનેશ્વરી દીક્ષા ધારણ કરીશ તો મારી સ્ત્રીઓના સૌભાગ્યરૂપ કમળોનું વન સુકાઈ જશે, એમનું ચિત્ત મારામાં આસક્ત છે અને એમના વિરહથી મારા પ્રાણોનો વિયોગ થશે. મેં આ પ્રાણ સુખથી પાળ્યા છે તેથી થોડોક વખત રાજ્યનું સુખ ભોગવી કલ્યાણનું કારણ એવું તપ કરીશ. આ કામભોગ દુર્નિવાર છે અને એનાથી પાપ થશે તે હું ધ્યાનરૂપ અગ્નિથી ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાખીશ. થોડા દિવસ હું રાજ્ય કરીશ, મોટી સેના રાખીને મારા શત્રુઓને હું રાજ્યરહિત કરીશ, તે ખગના ધારક સામંતોના અભિમાનનો હું ભંગ કરીશ. દક્ષિણ શ્રેણી અને ઉત્તર શ્રેણીમાં હું મારી આજ્ઞા મનાવીશ, સુમેરુ પર્વત આદિ પર્વતોમાં મરકત મણિ વગેરે જુદી જુદી જાતિનાં રત્નોની નિર્મળ શિલા ઉપર સ્ત્રી સાથે ક્રીડા કરીશ ઇત્યાદિ મનના મનોરથ કરતો ભામંડળ સેંકડો વર્ષ એક મુહૂર્તની જેમ વ્યતીત કરી ચૂક્યો હતો. આ કર્યું, આ કરીશ, એમ ચિંતવન કરતાં આયુષ્યનો અંત જાણ્યો નહિ. એક દિવસ સાત માળના મહેલની ઉપર સુંદર શય્યામાં પોઢયો હતો અને વીજળી પડી, તે તત્કાળ મૃત્યુ પામ્યો. દીર્ઘસૂત્રી મનુષ્ય અનેક વિકલ્પ કરે છે, પરંતુ આત્માના ઉદ્ધારનો ઉપાય કરતો નથી. તૃષ્ણાથી હણાયેલો ક્ષણમાત્ર પણ શાતા પામતો નથી, મૃત્યુ માથા ઉપર ચકરાવો લે છે તેની ખબર પડતી નથી, ક્ષણભંગુર સુખના નિમિત્તે દુર્બુદ્ધિ આત્મહિત કરતો નથી, વિષયવાસનામાં લુબ્ધ થઈ અનેક પ્રકારના વિકલ્પો કર્યા કરે છે, જે કર્મબંધનું કારણ થાય છે. ધન, યૌવન, જીવન બધું અસ્થિર છે, એને અસ્થિર જાણી સર્વ પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણ કરે તે ભવસાગરમાં ડૂબે નહિ. વિષયાભિલાષી જીવો ભવમાં કષ્ટ સહે, હજારો શાસ્ત્રો ભણે અને શાંતિ ન ઉપજી તો શું કર્યું? અને એક જ પદ ભણીને જો શાંતિ થઈ તો પ્રશંસાયોગ્ય છે. ધર્મ કરવાની ઇચ્છા તો સદા કર્યા કરે પણ ધર્મ કરે નહિ તો કલ્યાણ ન પામે. જેમ કપાયેલી પાંખવાળો કાગડો ઊડીને આકાશમાં પહોંચવા ઇચ્છે પણ જઈ શકે નહિ તેમ જે નિર્વાણના ઉદ્યમરહિત છે તે નિર્વાણ પામે નહિ. જો નિરુધમી સિદ્ધપદ પામતા હોય તો કોઈ મુનિવ્રત શા માટે લે? જે ગુરુનાં ઉત્તમ વચનો હૃદયમાં ધારણ કરી ધર્મનો ઉધમ કરે તે કદી ખેદખિન્ન થાય નહિ. જે ગૃહસ્થ આંગણે આવેલા સાધુની ભક્તિ ન કરે. આહાર ન આપે તે અવિવેકી છે અને ગુરુનાં વચન સાંભળી ધર્મ ન કરે તે ભવભ્રમણથી છૂટે નહિ. જે ઘણા પ્રમાદી છે અને જાતજાતના અશુભ ભાવ કરીને વ્યાકુળ થાય છે તેમનું આયુષ્ય નિરર્થક વીતે છે જેમ હથેળીમાં આવેલું રત્ન ચાલ્યું જાય છે. આમ જાણી સમસ્ત લૌકિક કાર્ય નિરર્થક માની દુઃખરૂપ ઇન્દ્રિયોનાં સુખને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #643 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૨ એકસો બારમું પર્વ પદ્મપુરાણ છોડી પરલોક સુધારવા માટે જિનશાસનમાં શ્રદ્ધા કરો. ભામંડળ મરીને પાત્રદાનના પ્રભાવથી ઉત્તમ ભોગભૂમિમાં ગયો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપાપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભામંડળના મરણનું વર્ણન કરનાર એકસો અગિયારમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો બારમું પર્વ (હનુમાનનું સંસારદેહ અને ભોગોથી વિરક્ત થવું.) રામ-લક્ષ્મણ પરસ્પર ખૂબ સ્નેહથી પ્રજાના પિતા સમાન, પરમ હિતકારી, રાજ્યમાં સુખથી સમય વ્યતીત કરતા હતા. પરમ ઐશ્વર્યરૂપ સુંદર રાજ્યમાં કમળવનમાં ક્રિીડા કરતા હોય તેમ તે પુરુષોત્તમ પૃથ્વીને પ્રમોદ ઉપજાવતા. તેમનાં સુખનું વર્ણન ક્યાં સુધી કરીએ? ઋતુરાજ વસંતમાં સુગંધી વાયુ વહે, કોયલ બોલે, ભમરા ગુંજારવ કરે, સમસ્ત વનસ્પતિ ખીલી ઊઠે, મદોન્મત્ત થઈ સર્વ જનો હર્ષથી ભરેલા શૃંગારક્રીડા કરે, મુનિરાજ વિષમ વનમાં બિરાજે, આત્મસ્વરૂપનું ધ્યાન કરે, તે ઋતુમાં રામ-લક્ષ્મણ રણવાસ સહિત અને સમસ્ત લોકો સહિત રમણીય વનમાં તથા ઉપવનમાં નાના પ્રકારની રંગક્રીડા, રાગક્રીડા, જળક્રીડા, વનક્રીડા કરતા હતા. ગ્રીષ્મઋતુમાં નદી સુકાઈ જાય, દાવાનળ સમાન જ્વાળા વરસે, મહામુનિ ગિરિશિખર પર સૂર્યની સન્મુખ કાયોત્સર્ગ ધારણ કરીને બેસે તે ઋતુમાં રામ-લક્ષ્મણ ધારામંડપ મહેલમાં અથવા રમણીક વનમાં, જ્યાં અનેક ફુવારા, ચંદન, કપૂર, આદિ શીતલ સુગંધી સામગ્રી હોય ત્યાં સુખમાં બિરાજે છે, ચમર ઢોળાય છે, તાડના પંખા ચાલે છે, નિર્મળ સ્ફટિકની શિલા પર બેઠા છે, અગરચંદનથી ચર્ચિત જળ વડે ભીંજાયેલ કમળનાં દળ તથા પુષ્પોની શય્યા પર બેસે છે. મહામનોહર નિર્મળ જળમાં લવિંગ, એલચી, કપૂરાદિ સુગંધી દ્રવ્યો મેળવી તેનું પાન કરે છે, લતાઓના મંડપમાં બિરાજે છે, જાતજાતની સુંદર કથા કરે છે, સારંગ આદિ રાગ સાંભળે છે, સુંદર સ્ત્રીઓ સહિત ઉષ્ણ તુને પરાણે શીતકાળ જેવી કરીને સુખેથી કાળ નિર્ગમન કરે છે. વર્ષાઋતુમાં યોગીશ્વરો વૃક્ષ નીચે બેસી તપ વડે અશુભ કર્મનો ક્ષય કરે છે, વીજળી ચમકે છે, મેઘથી અંધકાર થઈ રહ્યો છે, મોર બોલે છે, વૃક્ષો ઉખાડી નાખતી ભયંકર અવાજ કરતી નદી વહે છે. તે ઋતુમાં બન્ને ભાઈ સુમેરુના શિખર સમાન ઊંચા મણિમય મહેલોમાં રંગીન વસ્ત્રો પહેરી, શરીરે કેસરનો લેપ કરી, કૃષ્ણાગુરુનો ધૂપ અગ્નિમાં નાખે છે, સુંદર સ્ત્રીઓનાં નેત્રરૂપ ભ્રમરોના કમળ સમાન ઇન્દ્ર સમાન ક્રીડા કરતા સુખમાં રહે છે, શરદઋતુમાં જળ નિર્મળ થઈ જાય, ચંદ્રમાનાં કિરણો ઉજ્જવળ હોય, કમળ ખીલે, હંસ મનોહર શબ્દો બોલે, મુનિરાજ વન, પર્વત, સરોવર, નદીના તીરે બેસી ચિતૂપનું ધ્યાન કરે તે ઋતુમાં રામ-લક્ષ્મણ રાજ્યપરિવાર સાથે ચાંદની જેવાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #644 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો બા૨મું ૫ર્વ ૬૨૩ વસ્ત્રાભરણ પહેરી નદી કે સરોવરના તીરે નાના પ્રકારની ક્રીડા કરતા હતા. શીતઋતુમાં યોગીશ્વર ધર્મધ્યાન કરતાં રાત્રે નદી-તળાવોના તટ ૫૨ જ્યાં અતિશીત હોય, બરફ વરસે, ઠંડો પવન વાય ત્યાં નિશ્ચળ થઈ બેસે છે. પ્રચંડ શીત પવનથી વૃક્ષો બળી જાય છે, સૂર્યનું તેજ મંદ થાય છે એવી ઋતુમાં રામ-લક્ષ્મણ મહેલોની અંદરના ખંડોમાં રહીને મનવાંછિત વિલાસ કરતાં, સુંદર સ્ત્રીઓ સાથે વીણા, મૃદંગ, બંસરી વગેરે વાજિંત્રોના શબ્દોનું અમૃત કાનમાં રેડતાં અને આહ્લાદ ઉપજાવતાં બન્ને વીરો પુણ્યના પ્રભાવથી પોતાની દેવાંગના સમાન પ્રતિવ્રતા સ્ત્રીઓનો આદર પામતાં સુખપૂર્વક શીતકાળ વીતાવતા હતા. બન્ને ભાઈ અદ્ભુત ભોગોની સંપદાથી મંડિત, પ્રજાને આનંદકારી, સુખપૂર્વક રહેતા હતા. ગૌતમ સ્વામી કહે છે હૈં શ્રેણિક! હવે તું હનુમાનનું વૃત્તાંત સાંભળ. પવનપુત્ર હનુમાન કર્ણકુંડળ નગરમાં પુણ્યના પ્રભાવથી દેવોનાં સુખ ભોગવે છે. હજારો વિદ્યાધરો તેમની સેવા કરે છે, ઉત્તમ ક્રિયા કરનાર પોતાના પરિવાર સહિત તે પોતાની ઇચ્છા પ્રમાણે પૃથ્વી ૫૨ વિહાર કરે છે, શ્રેષ્ઠ વિમાનમાં બેસી સુંદર વનોમાં દેવ સમાન ક્રીડા કરે છે. વસંતનો સમય આવ્યો, કામી જીવોને ઉન્માદનું કારણ અને સમસ્ત વૃક્ષોને પ્રફુલ્લિત કરનાર, પ્રિયા અને પ્રીતમનો પ્રેમ વધારનાર, જેમાં સુગંધી વાયુ વાય છે, વૃક્ષો જાતજાતનાં ફૂલો અને ફળોથી શોભે છે એવા સમયે અંજનાપુત્ર, જેનું ચિત્ત જિનેન્દ્રભક્તિમાં લાગેલું છે, તે હજારો સ્ત્રીઓ સાથે સુમેરુ પર્વત તરફ ચાલ્યો, તેની સાથે હજારો વિધાધરો છે, શ્રેષ્ઠ વિમાનમાં બેસી માર્ગમાં વનમાં ક્રીડા કરતા જતા હતા. વનમાં સુગંધી પવન વાય છે, દેવાંગનાઓ રમે છે, કુલાચલોમાં, સુંદર સરોવરોમાં, મનોહર વનમાં ભમરા ગુંજારવ કરે છે, કોયલ ટહુકા કરે છે, પશુપક્ષીઓનાં યુગલો વિચરે છે, સર્વ જાતિનાં પત્ર, પુષ્પ, ફળો શોભે છે, રત્નોની જ્યોતિથી પર્વતો ઉઘોતરૂપ લાગે છે, સુંદર તટવાળી, નિર્મળ જળભરેલી નદી વહી રહી છે. તેમાં તરંગ ઊછળે છે, ફીણના ગોટા ફેલાય છે, કલ૨વ કરતી વહે છે, મગર, મત્સ્ય આદિ જળચરો ક્રીડા કરે છે, બન્ને તટ ૫૨નાં વૃક્ષોનાં પત્રોનો સરસરાટનો ધ્વનિ ફેલાય છે, પાસેનાં વન-ઉપવનોમાં રત્નનિર્માયિત જિનમંદિરો છે. પવનપુત્ર ૫૨મ ઉદયથી યુક્ત અનેક પર્વતો ૫૨ અકૃત્રિમ ચૈત્યાલયોનાં દર્શન કરી વિમાનમાં બેસી સ્ત્રીઓને પૃથ્વીની શોભા દેખાડતો અતિપ્રસન્નતાથી કહે છે-હૈ પ્રિયે! સુમેરુ ૫૨ સ્વર્ણમયી જિનમંદિરો દેખાય છે, એનાં શિખર સૂર્ય સમાન દેદીપ્યમાન છે, ગિરિની ગુફામાં મનોહર દ્વારની રત્નજડિત શોભા પ્રકાશ ફેલાવે છે, ત્યાં અતિ ઉપજતી જ નથી. સુમેરુના ભૂમિતળ ૫૨ અતિ ૨મણીક ભદ્રશાલ વન છે, સુમેરુની કટિમેખલા ૫૨ વિસ્તીર્ણ નંદનવન છે, સુમેરુના વૃક્ષસ્થળ ૫૨ સૌમનસ વન છે, ત્યાં કલ્પવૃક્ષ કલ્પલતાઓથી વીંટળાયેલાં શોભે છે, જાતજાતનાં રત્નોની શિલા શોભે છે. સુમેરુના શિખર પર પાંડુક વન છે, ત્યાં જિનેશ્વરોનો જન્મોત્સવ થાય છે. આ ચારેય વનમાં ચાર ચાર ઐત્યાલયો છે, ત્યાં દેવદેવીઓનું નિરંતર આગમન થાય છે, યક્ષ, કિન્નર, ગંધર્વોના સંગીતથી નાદ ફેલાય છે, અપ્સરા નૃત્ય કરે છે, કલ્પવૃક્ષોનાં પુષ્પ મનોહર છે, નાના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #645 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ એકસો બા૨મું પર્વ પદ્મપુરાણ પ્રકારનાં મંગળ દ્રવ્યોથી પૂર્ણ આ ભગવાનનાં અકૃત્રિમ ચૈત્યાલયો અનાદિનિધન છે. હૈ પ્રિયે! પાંડુક વનમાં ૫૨મ અદ્દભુત જિનમંદિરો શોભે છે, જેને જોતાં મન પ્રફુલ્લિત થઈ જાય, અત્યંત પ્રજ્વલિત નિર્ધમ અગ્નિ સમાન, સંધ્યાનાં વાદળોના રંગ સમાન, ઊગતા સૂર્ય સમાન સ્વર્ણમય શોભે છે. સમસ્ત ઉત્તમ રત્નોથી શોભતા, હજારો મોતીઓની માળાથી મંડિત અતિ મનોહર છે. માળાઓના મોતી પાણીના પરપોટા જેવા શોભે છે. ચારે તરફ ઊંચા કોટ અને દરવાજા વગેરે વિભૂતિથી વિરાજમાન છે. રંગબેરંગી લહેરાતી ધજાઓ સુવર્ણના સ્તંભથી દેદીપ્યમાન આ અકૃત્રિમ ચૈત્યાલયોની શોભા ક્યાં સુધી કહીએ ? તેનું સંપૂર્ણ વર્ણન ઇન્દ્રાદિક દેવો પણ કરી શકે નહિ. કેકાંતે ! પાંડુકવનનાં ચૈત્યાલયો જાણે સુમેરુના મુગટો જ છે, અતિ૨મણીક છે. આ પ્રમાણે હનુમાન પટરાણીઓ સમક્ષ જિનમંદિરોની પ્રશંસા કરતા મંદિરની સમીપ આવ્યા. વિમાનમાંથી ઊતરી આનંદથી પ્રદક્ષિણા કરી. ત્યાં શ્રી ભગવાનના અકૃત્રિમ પ્રતિબિંબ સર્વ અતિશયથી બિરાજે છે, શરદનાં ઉજ્જવળ વાદળાઓ વચ્ચે ચંદ્રમાની જેમ શોભે છે. સર્વ ઉત્તમ લક્ષણોથી મંડિત હનુમાને હાથ જોડી રાણીઓ સહિત નમસ્કાર કર્યા. જેમ તારાઓ વચ્ચે ચંદ્રમા શોભે તેમ રાજ્યલોકો વચ્ચે હનુમાન શોભે છે, જિનેન્દ્રનાં દર્શનથી તેમને અતિ હર્ષ ઊપજ્યો છે. બધી સ્ત્રીઓ પણ અત્યંત આનંદ પામી છે, બધાને રોમાંચ થઈ ગયો, નેત્રો ખીલી ઊઠયાં. વિધાધરીઓ ભક્તિયુક્ત સર્વ ઉપકરણો સતિ ઉત્તમ ચેષ્ટાવાળી, પવિત્ર કુળમાં ઊપજેલી દેવાંગનાઓની જેમ અનુરાગપૂર્વક દેવાધિદેવની વિધિપૂર્વક પૂજા કરવા લાગી. પવિત્ર પદ્મદનું જળ અને સુગંધ, ચંદન, મુક્તાફળના અક્ષત્ સ્વર્ણમય કમળ, કલ્પવૃક્ષનાં પુષ્પ અને અમૃતરૂપ નૈવેધ, રત્નોના દીપથી પૂજા કરતી હતી. મલયાગિરિ ચંદનાદિથી દશે દિશા સુગંધમય થઈ રહી છે, પરમ ઉજ્જવળ અત્યંત શીતળ જળ, અગુરુ આદિ પવિત્ર દ્રવ્યોથી ઊપજેલ ધૂપનું ક્ષેપણ કરતી હતી, અમૃતફળ ચડાવતી હતી, રત્નોના ચૂર્ણથી માંડલું તૈયાર કરતી હતી. મનોહર અષ્ટ દ્રવ્યોથી પતિની સાથે પૂજા કરતી હતી. રાણીઓ સાથે પૂજા કરતા હનુમાન સૌધર્મઇન્દ્ર પૂજા કરતાં શોભે તેવા શોભે છે. હનુમાને જનોઈ પહેરી છે, સર્વ આભૂષણ અને ઝીણાં વસ્ત્ર પહેર્યાં છે, તેના મુગટ ૫૨ પાપરહિત વાનરનું ચિહ્ન છે, મુગટ રત્નોથી દેદીપ્યમાન છે. તે પ્રમોદથી જેનાં નેત્ર પ્રફુલ્લિત બન્યાં છે, તે રીતે પૂજા કરે છે. પૂજા કર્યા પછી તેણે સુર-અસુરોના ગુરુ જિનેશ્વરના પ્રતિબિંબની સ્તુતિ કરી. ઇન્દ્રની અપ્સરાઓએ તેને પૂજા અને સ્તુતિ કરતાં જોયા અને તેની ખૂબ પ્રશંસા કરી. એ પોતે વીણાવાદનમાં પ્રવીણ હતા તેથી વીણા લઈને જિનેન્દ્રચંદ્રનાં ગુણગાન કરવા લાગ્યા. જે શુદ્ધ ચિત્તવાળા જિનેન્દ્રની પૂજામાં અનુરાગી છે, તેની સમીપે સર્વ કલ્યાણ છે. તેમને કાંઈ દુર્લભ નથી, તેમનું દર્શન મંગળરૂપ છે. જેમણે ઉત્તમ મનુષ્યદેહ પામીને શ્રાવકનાં વ્રત લઈ દઢ ભક્તિથી જિનવરને પૂજ્યા તે જીવોએ પોતાનો જન્મ સફળ કર્યો છે; તે પોતાના હાથમાં કલ્યાણને ધારણ કરે છે, જન્મનું ફળ તેમણે જ મેળવ્યું છે. હનુમાને પૂજા, સ્તુતિ, વંદના કરી, વીણા બજાવી અનેક રાગ ગાઈ અદ્દભુત સ્તુતિ કરી. જોકે ભગવાનનાં દર્શનથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #646 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો બારમું પર્વ ૬૨૫ જુદા પડવાનું તેનું મન નથી તો પણ ચૈત્યાલયમાં અધિક સમય ન રહેવું તેમ કરવાથી અશાતના લાગે તેથી જિનરાજના ચરણ હૃદયમાં ધારણ કરીને મંદિરમાંથી બહાર નીકળ્યા, વિમાનોમાં બેઠા અને હજારો સ્ત્રીઓની સાથે સુમેરુની પ્રદક્ષિણા કરી. જેમ સૂર્ય સુમેરુની પ્રદક્ષિણા કરે તેમ શ્રી શૈલ એટલે કે હનુમાને શૈલરાજ એટલે સુમેરુની પ્રદક્ષિણા કરી સમસ્ત ચૈત્યાલયોમાં દર્શન કરી, ભરતક્ષેત્ર તરફ આવ્યા, માર્ગમાં સૂર્યાસ્ત થઈ ગયો અને સૂર્યની પાછળ સંધ્યા પણ વિલય પામી, કૃષ્ણ પક્ષની રાત્રિ તારારૂપ બંધુઓથી ચંદ્રરૂપ પતિ વિના શોભતી નહોતી. હનુમાને નીચે ઊતરી એક સુરદુંદુભિ નામના પર્વત પર સેના સહિત રાત્રિ વિતાવી. કમળાદિ અનેક સુગંધી પુષ્પોને સ્પર્શીને પવન આવ્યો તેથી સેનાના માણસોને ખબ મજા આવી. જિનેશ્વરદેવની વાતો કરતા હતા ત્યાં રાત્રે આકાશમાંથી એક દેદીપ્યમાન તારો ખરી પડયો તે હનુમાને જોયો અને મનમાં વિચાર્યું કે અરેરે ! આ અસાર સંસારવનમાં દેવ પણ કાળને વશ છે, એવું કોઈ નથી જે કાળથી બચે. વીજળીના ચમકારા અને જળના તરંગ જેવા ક્ષણભંગુર છે તેવું શરીર વિનશ્વર છે. આ સંસારમાં આ જીવે અનંત ભવમાં દુઃખ જ ભોગવ્યાં છે. જીવ વિષયનાં સુખને સુખ માને છે તે સુખ નથી, દુઃખ જ છે, પરાધીન છે, વિષમ ક્ષણભંગુર સંસારમાં દુઃખ જ છે, સુખ હોતું નથી. એ મોહનું માહાભ્ય છે કે અનંતકાળથી જીવ દુઃખ ભોગવતો ભટકે છે, અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળભ્રમણ કરીને મનુષ્યદેહ કોઈ વાર કોઈક જ પામે છે તે પામીને ધર્મનું સાધન વૃથા ખોઈ નાખે છે, આ વિનાશિક સુખમાં આસક્ત થઈ અનેક સંકટ પામે છે. આ જીવ રાગાદિને વશ થયો છે અને વીતરાગભાવને જાણતો નથી. આ ઇન્દ્રિયો જૈનમાર્ગના આશ્રય વિના જીતી શકાય તેમ નથી. આ ઇન્દ્રિયો ચંચળ છે તે જીવને કુમાર્ગમાં લગાડી આ જીવને આ ભવ અને પરભવમાં દુઃખ આપે છે. જેમ મૃગ, મત્સ્ય અને પક્ષી લોભના વશે પારધિની જાળમાં પડે છે તેમ આ કામ, ક્રોધ, લોભી જીવ જિનમાર્ગ પામ્યા વિના અજ્ઞાન વિશે પ્રપંચરૂપ પારધીની બિછાવેલી વિષયરૂપ જાળમાં પડે છે. જે જીવ આશીવિષ સર્પ સમાન આ મન-ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે તે મૂઢ દુઃખરૂપ અગ્નિમાં બળે છે. જેમ કોઈ એક દિવસ રાજ્ય કરી ઘણા દિવસો સુધી ત્રાસ ભોગવે તેમ આ મૂઢ જીવ થોડા દિવસો વિષયનું સુખ ભોગવી અનંતકાળપર્યત નિગોદનાં દુઃખ ભોગવે છે. જે વિષયસુખના અભિલાષી છે તે દુઃખોના અધિકારી છે, નરક નિગોદનું મૂળ એવા આ વિષયોને જ્ઞાની ઈચ્છતા નથી, મોહરૂપ ઠગથી ઠગાયેલા જે આત્મકલ્યાણ કરતા નથી તે મહાકષ્ટ પામે છે. જે પૂર્વભવમાં ધર્મ ઉપાર્જીને મનુષ્યભવ પામી ધર્મનો આદર કરતા નથી તે જેમ ધન ઠગાવીને કોઈ દુ:ખી થાય તેમ દુઃખી થાય છે. દેવોના ભોગ ભોગવીને પણ આ જીવ મરીને દેવમાંથી એકેન્દ્રિય થાય છે. પાપ આ જીવનો શત્રુ છે, બીજો કોઈ શત્રુ મિત્ર નથી. આ ભોગ જ પાપનું મૂળ છે, એનાથી તૃપ્તિ ન થાય, એ મહાભયંકર છે અને એમનો વિયોગ તો નિશ્ચયથી થવાનો. એ કાયમ રહેવાના નથી. જો હું રાજ્યને અને પ્રિયજનોને તજીને તપ ન કરું તો અતૃપ્ત થઈ સુભૂમ ચક્રવર્તીની જેમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #647 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દરદ એકસો તે૨મું પર્વ પદ્મપુરાણ મરીને દુર્ગતિમાં જઈશ. આ મારી સ્ત્રીઓ શોભાયમાન, મૃગનયની, પતિવ્રતા, સર્વ મનોરથ પૂરનારી, સ્ત્રીઓનાં ગુણોથી મંડિત નવયુવાન છે તેમને હું અજ્ઞાનથી તજી શક્યો નથી. હું મારી ભૂલને ક્યાં સુધી નિંદુ? જુઓ, હું સાગરો સુધી સ્વર્ગમાં અનેક દેવાંગના સહિત રમ્યો અને દેવમાંથી મનુષ્ય થઈ આ ક્ષેત્રમાંય સુંદર સ્ત્રીઓ સાથે રમ્યો, પરંતુ તૃપ્ત થતો નથી. જેમ ઇંધનથી અગ્નિ તૃપ્ત થતો નથી અને નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ પ્રાણી નાના પ્રકારના વિષય સુખોથી તૃપ્ત થતો નથી. હું જુદા જુદા જન્મોમાં ભટકીને ખેખિન્ન થયો. રે મન! હવે તું શાંત થા, શા માટે વ્યાકુળ બની રહ્યો છે? શું તેં ભયંકર નરકોનાં દુ:ખ સાંભળ્યાં નથી ? જ્યાં રૌદ્રધ્યાની હિંસક જીવ જાય છે તે નરકોમાં તીવ્ર વેદના, અસિપત્ર વન, વૈતરણી નદી, અરે, આખી ભૂમિ જ જ્યાં સંકટરૂપ છે, તે નરકથી હું મન, તું ડરતું નથી. રાગદ્વેષથી ઊપજેલા કર્મકલંકનો તપથી ક્ષય કરતો નથી. તારા આટલા દિવસ એમ જ નકામા ગયા. વિષયસુખરૂપ કૂવામાં પડેલો તું તારા આત્માને ભવ પિંજરામાંથી બહાર કાઢ. તેં જિનમાર્ગમાં બુદ્ધિનો પ્રકાશ મેળવ્યો છે. તું અનાદિકાળના સંસારભ્રમણથી ખેખિન્ન થયો છે, હવે અનાદિના બંધાયેલા આત્માને છોડાવ. આમ નિશ્ચય કરી હનુમાન સંસાર, શ૨ી૨-ભોગોથી ઉદાસ થયા. તેમણે યથાર્થ જિનશાસનનું રહસ્ય જાણી લીધું છે. જેમ સૂર્ય મેઘધરૂપ પટલથી રહિત થતાં મહાતેજરૂપ ભાસે તેમ તે મોહપટલથી રહિત ભાસવા લાગ્યા. જે માર્ગે જઈને જિનવર સિદ્ધપદ પામ્યા તે માર્ગ પર ચાલવા તૈયાર થયા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનના વૈરાગ્યચિંતનનું વર્ણન ક૨ના૨ એકસો બારમું પર્વ પૂર્ણ થયું. ** * એકસો તે૨મું પર્વ (હનુમાનનું દીક્ષાગ્રહણ અને ઉગ્ર તપથી નિર્વાણપ્રાપ્તિ ) રાત્રિ પૂરી થઈ. સોળવલા સ્વર્ણ સમાન સૂર્ય પોતાની દીપ્તિથી જગતમાં ઉદ્યોત કરવા લાગ્યો, જેમ સાધુ મોક્ષમાર્ગનો ઉદ્યોત કરે છે. નક્ષત્રો અસ્ત પામ્યાં. સૂર્યના ઉદયથી કમળો ખીલ્યાં, જેમ જિનરાજના ઉધોતથી ભવ્ય જીવરૂપ કમળો ખીલે છે. વૈરાગ્યથી પૂર્ણ જગતના ભોગોથી વિરક્ત હનુમાને મંત્રીઓને કહ્યું કે જેમ ભરત ચક્રવર્તી પૂર્વે તપોવનમાં ગયા હતા તેમ અમે જશું. મંત્રીઓ પ્રેમથી ભરેલા ૫૨મ ઉદ્વેગ પામી રાજાને વિનંતી કરવા લાગ્યા કે હે દેવ ! અમને અનાથ ન કરો, પ્રસન્ન થાવ, અમે તમારા ભક્ત છીએ, અમારું પ્રતિપાલન કરો. ત્યારે હનુમાને કહ્યું-તમે નિશ્ચયથી મારા આજ્ઞાંકિત તો પણ અનર્થનું કારણ છો, હિતનું કારણ નથી, જે સંસાર સમુદ્રથી ઉતરે અને તેને પાછા સાગરમાં નાખે તે હિતુ કેમ કહેવાય ? નિશ્ચયથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #648 -------------------------------------------------------------------------- ________________ ૬૨૭. Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો તેરમું પર્વ તેમને શત્રુ જ કહીએ. જ્યારે આ જીવે નરકના નિવાસમાં મહાદુઃખ ભોગવ્યાં ત્યારે માતાપિતા, મિત્ર, ભાઈ, કોઈ જ સહાયક ન થયાં. આ દુર્લભ મનુષ્યદેહ અને જિનશાસનનું જ્ઞાન પામીને બુદ્ધિમાનોએ પ્રમાદ કરવો યોગ્ય નથી. જેમ રાજ્યના ભોગથી મને અપ્રીતિ થઈ તેમ તમારા પ્રત્યે પણ થઈ છે. આ કર્મજનિત ઠાઠ વિનાશિક છે, નિઃસંદેહ અમારો અને તમારો વિયોગ થશે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. સુર, નર અને એમના અધિપતિ ઇન્દ્ર, નરેન્દ્ર એ બધા જ પોતપોતાના કર્મોને આધીન છે. કાળરૂપ દાવાનળથી કોણ કોણ ભસ્મ થયા નથી ? મેં સાગરો સુધી અનેક ભવ દેવોનાં સુખ ભોગવ્યાં, પરંતુ તુપ્ત થયો નહિ, જેમ સૂકાં બંધનથી અગ્નિ લુપ્ત થતો નથી. ગતિ, જાતિ, શરીરનું કારણ નામકર્મ છે. તેનાથી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં ભ્રમણ કરે છે. મોહનું બળ ઘણું છે, જેના ઉદયથી આ શરીર ઉપસ્યું છે, તે રહેશે નહિ. આ સંસારના અતિવિષમ છે, જેમાં પ્રાણીઓ મોડુ પામીને ભવસંકટ ભોગવે છે, તેનું ઉલ્લંઘન કરીને હું જન્મ, જરા, મૃત્યુથી પર પરમપદ પ્રાપ્ત કરવા ચાહું છું. હનુમાને મંત્રીઓને જે કહ્યું તે રણવાસની સ્ત્રીઓએ પણ સાંભળ્યું અને તે ખેદખિન્ન થઈને રુદન કરવા લાગી. જે સમજાવવામાં સમર્થ હતા તેમણે તેમનાં ચિત્ત શાંત કર્યા. સમજાવનારા જાતજાતનાં વૃત્તાંતોમાં પ્રવીણ હતા. નિશ્ચળ ચિત્તવાળા હનુમાન પોતાના મોટા પુત્રને રાજ્ય આપી અને બધાને યથાયોગ્ય વિભૂતિ આપીને રત્નોના સમૂહ્યુક્ત દેવવિમાન સમાન પોતાના મહેલને છોડીને નીકળી ગયા. સુવર્ણ-રત્નમયી પાલખીમાં બેસી ચૈત્યવાન નામના વનમાં ગયા. નગરના લોકો હનુમાનની પાલખી જઈ સજળનેત્ર થયા. પાલખી પર ધજા ફરકે છે, ચામરોથી શોભિત છે, મોતીઓની ઝાલરોથી મનોહર છે. હનુમાન વનમાં આવ્યા. વન નાના પ્રકારનાં વૃક્ષો, પુષ્પો, પક્ષીઓથી મંડિત છે ત્યાં સ્વામી ધર્મરત્ન નામના ઉત્તમ યોગીશ્વર, જેમના દર્શનથી પાપ વિલય પામે એવા ચારણાદિ અનેક ઋદ્ધિઓથી મંડિત બિરાજતા હતા. આકાશમાં ગમન કરતા તેમને દૂરથી હનુમાને જોયા અને પોતે પાલખીમાંથી નીચે ઉતર્યા. ત્યાં ભક્તિયુક્ત નમસ્કાર કરી કહ્યું હે નાથ ! હું શરીરાદિક પદ્રવ્યોથી મમત્વહીન થયો છું. આપ મને કૃપા કરીને પારમેશ્વરી દીક્ષા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે ભવ્ય! તેં સારો વિચાર કર્યો છે. તું ઉત્તમ પુરુષ છે, જિનદીક્ષા તું લે. આ જગત અસાર છે, શરીર વિનશ્વર છે માટે શીધ્ર આત્મકલ્યાણ કર. અવિનરપદ લેવાની પરમ કલ્યાણકારી બુદ્ધિ તને ઉપજી છે, એ વિવેકબુદ્ધિવાળા જીવને જ ઉપજે છે. મુનિની આવી આજ્ઞા પામી, મુનિને પ્રણામ કરી પદ્માસન ધરીને બેઠા. મુકુટ, કુંડળ, હાર આદિ સર્વ આભૂષણ ઉતારી નાખ્યાં, જગત પ્રત્યેનો મનનો રાગ ટાળ્યો, સ્ત્રીરૂપ બંધન તોડી, મોહમમતા મટાડી, પોતાને સ્નેહરૂપ પાશથી છોડાવી, વિષ સમાન વિષયસુખ છોડી વૈરાગ્યરૂપ દીપશિખાથી રાગરૂપ અંધકાર મટાડી શરીર અને સંસારને અસાર જાણી કમળને જીતે એવા સુકુમાર હસ્તથી શિરનો કેશલોચ કર્યો. સમસ્ત પરિગ્રહથી રહિત થઈ મોક્ષલક્ષ્મી માટે ઉદ્યમી થયા, મહાવ્રત ધારણ કરી અસંયમનો ત્યાગ કર્યો. હનુમાન સાથે સાડાસાતસો મોટા વિધાધર શુદ્ધચિત્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #649 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૮ એકસો ચૌદમું પર્વ પદ્મપુરાણ વિધુતગતિ આદિ રાજાઓ જે હનુમાનના પરમ મિત્ર હતા તે પોતાના પુત્રોને રાજ્ય આપી અઠ્ઠાવીસ મૂળગુણ ધારણ કરી યોગીન્દ્ર થયા અને હનુમાનની રાણીઓ તેમ જ આ રાજાઓની રાણીઓ પ્રથમ તો વિયોગરૂપ અગ્નિથી તસાયમાન વિલાપ કરવા લાગી, પછી વૈરાગ્ય પામી બંધુમતી નામની આર્થિકા પાસે જઈ ભક્તિથી નમસ્કાર કરી આર્થિકાનાં વ્રત ધારણ કરવા લાગી. તે બુદ્ધિવંતી શીલવંતીઓએ ભવભ્રમણના ભયથી આભૂષણ ત્યાગી એક સફેદ વસ્ત્ર રાખ્યું. શીલ જ જેમનાં આભરણ છે તેમને રાજ્યવિભૂતિ સડેલા તણખલા જેવી લાગી. હનુમાન મહાબુદ્ધિમાન, મહાતપોધન સંસારથી અત્યંત વિરક્ત પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુમિ ધારણ કરી શૈલ એટલે પર્વતથી પણ અધિક, શ્રીશૈલ એટલે હનુમાન-રાજા પવનના પુત્ર ચારિત્રમાં અચળ થયા. તેમનો નિર્મળ યશ ઇન્દ્રાદિદેવ ગાય છે, વારંવાર વંદના કરે છે અને મોટા મોટા માણસો યશ ફેલાવે છે. જેમનું આચરણ નિર્મળ છે એવા સર્વજ્ઞ વીતરાગદેવનો ભાખેલો નિર્મળ ધર્મ આચરીને તે ભવસાગર તરી ગયા. તે મહામુનિ હનુમાન પુરુષોમાં સૂર્ય સમાન તેજસ્વી જિનેન્દ્રદેવનો ધર્મ આરાધી ધ્યાનાથિી આઠ કર્મની સમસ્ત પ્રકૃતિરૂપ ધંધનને ભસ્મ કરી તુંગીગિરિના શિખર ઉપરથી સિદ્ધ થયા. કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ અનંતગુણમય સદા સિદ્ધલોકમાં રહેશે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનના નિર્વાણગમનનું વર્ણન કરનાર એકસો તેરમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો ચૌદમું પર્વ (ઇન્દ્રનો પોતાની સભામાં ઘર્મોપદેશ અને શ્રીરામચંદ્રના ભાતૃસ્નેહની ચર્ચા) રામ સિંહાસન પર વિરાજતા હતા, લક્ષ્મણના આઠ પુત્રો અને હનુમાનના મુનિ થવાના સમાચાર મનુષ્યોના મુખેથી સાંભળીને તે હસ્યા અને બોલ્યા. એમણે મનુષ્યભવનાં કયાં સુખ ભોગવ્યાં? એ નાની ઉંમરમાં આવા ભોગ તજી યોગ ધારણ કરે છે તે મોટું આશ્ચર્ય છે, એ હઠરૂપી ગ્રાહુથી ગ્રહાયા છે જુઓ, આવા મનોહર કામભોગ તજી વિરક્ત થઈ બેઠા છે. જોકે શ્રી રામ સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે તો પણ ચારિત્રમોહને વશ કેટલાક દિવસ લોકોની જેમ જગતમાં રહ્યા હતા. સંસારના અલ્પ સુખમાં રમતા રામલક્ષ્મણ ન્યાયસહિત રાજ્ય કરતા હતા. એક દિવસ મહાન જ્યોતિના ધારક ઇન્દ્ર પરમઋદ્ધિથી યુક્ત ધીર અને ગંભીર, નાના અલંકાર ધારણ કરેલા, સામાજિક જાતિના દેવ જે ગુરુજનતુલ્ય છે, લોકપાલ જાતિના દેવ જે દેશપાલતુલ્ય છે, ત્રાયશ્ચિંશત્ જાતિના દેવ મંત્રી સમાન છે તેમનાથી મંડિત અને અન્ય સકળ દેવસહિત બીજા પર્વતોની મધ્યમાં સુમેરુ પર્વત શોભે તેવા ઇન્દ્રાસન પર બેઠેલા શોભતા હતા. તેજ:પુંજ અદ્દભુત રત્નોના સિંહાસન પર સુખે બિરાજતા તે સુમેરુ પર જિનરાજ જેવા ભાસતા હતા. ચંદ્રમા અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #650 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ચૌદમું પર્વ ૬૨૯ સૂર્યની જ્યોતિને જીતે એવાં રત્નોનાં આભૂષણ પહેરી, જળના નિર્મળ તરંગ જેવી પ્રભાવાળા હાર પહેરી સીતાદા નદીના પ્રવાયુક્ત નિષધાચળ પર્વત જેવા જ શોભતા હતા. મુગટ, કંઠાભરણ, કુંડળ, કેયૂરાદિ ઉત્તમ આભૂષણ પહેરીને દેવોથી મંડિત નક્ષત્રો વચ્ચે ચંદ્ર જેવા શોભતા હતા. આપણા મનુષ્યલોકમાં ચંદ્રમા નક્ષત્ર જ દેખાય છે તેથી ચંદ્રમા-નક્ષત્રોનું દષ્ટાંત આપ્યું છે. ચંદ્રમા નક્ષત્ર તો જ્યોતિષી દેવ છે. તેમના કરતાં સ્વર્ગવાસી દેવોની જ્યોતિ અધિક અને બધા દેવો કરતાં ઇન્દ્રની જ્યોતિ અધિક હોય છે. પોતાના તેજથી દશે દિશામાં ઉદ્યોત કરતા સિંહાસન પર બેઠેલા જિનેશ્વર જેવા ભાસે છે. ઇન્દ્રની સભા અને ઇન્દ્રાસનનું વર્ણન સમસ્ત મનુષ્યો સેંકડો વર્ષ સુધી કરે તો પણ કરી ન શકે. સભામાં ઇન્દ્રની પાસે લોકપાલ બધા દેવોમાં મુખ્ય છે, જેમનાં ચિત્ત સુંદર છે, તે સ્વર્ગમાંથી ચ્યવીને મનુષ્ય થઈ મુક્તિ પામે છે. સોળ સ્વર્ગના બાર ઇન્દ્ર છે, એક એક ઇન્દ્રના ચાર ચાર લોકપાલ છે તે એકભવધારી છે અને ઇન્દ્રોમાં સૌધર્મ, સનકુમાર, મહેન્દ્ર, લાંતવેન્દ્ર, આરણેન્દ્ર આ છ એકભવધારી છે અને શચિ ઇન્દ્રાણી, પાંચમા સ્વર્ગના લૌકાંતિક દેવો તથા સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્ર મનુષ્ય થઈને મોક્ષ જાય છે. તે સૌધર્મ ઇન્દ્ર પોતાની સભામાં પોતાના સમસ્ત દેવો સહિત બેઠા છે. લોકપાલાદિક પોતપોતાના સ્થાન પર બેઠા છે. ઇન્દ્ર શાસ્ત્રનું વ્યાખ્યાન કરતા હતા ત્યાં પ્રસંગ પ્રાપ્ત થતાં એવું કથન કર્યુંહે દેવો! તમે પોતાના ભાવરૂપ પુષ્પ અત્યંત ભક્તિથી નિરંતર અહંતદેવને ચડાવો, અહંતદેવ જગતના નાથ છે. સમસ્ત દોષરૂપ વનને બાળવા દાવાનળ સમાન છે, જેમણે સંસારના કારણરૂપ મહાઅસુરને અત્યંત દુર્જય જ્ઞાનથી માર્યો. તે અસુર જીવોનો મહાન વેરી નિર્વિકલ્પ સુખનો નાશક છે અને ભગવાન વીતરાગ ભવ્યજીવોને સંસારસમુદ્રથી તારવાને સમર્થ છે. સંસારસમુદ્ર કષાયરૂપ ઉગ્ર તરંગથી વ્યાકુળ છે, કામરૂપ ગ્રાહથી ચંચળતારૂપ, મોહરૂપ મગરથી મૃત્યુરૂપ છે. આવા ભવસાગરથી ભગવાન સિવાય બીજું કોઈ તારવાને સમર્થ નથી. જેમના જન્મકલ્યાણકમાં ઇન્દ્રાદિક દેવ સુમેરુગિરિ ઉપર ક્ષીરસાગરના જળથી અભિષેક કરાવે છે, મહાભક્તિથી એકાગ્રચિત્તે પરિવાર સહિત પૂજા કરે છે, જેમનું ચિત્ત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થમાં લાગેલું છે, જિનેન્દ્રદેવ પૃથ્વીરૂપ સ્ત્રીને તજી સિદ્ધરૂપ વનિતાને વર્યા છે. જે પૃથ્વીને વિંધ્યાચળ અને કૈલાસ બે સ્તન છે અને સમુદ્રના તરંગો જેની કટિમેખલા છે. આ જીવ અનાથ મોહરૂપ અંધકારથી આચ્છાદિત છે તેમને તે પ્રભુ સ્વર્ગલોકમાંથી મનુષ્યલોકમાં જન્મ ધરી ભવસાગરથી પાર કરે છે. પોતાના અદભુત અનંતવીર્યથી આઠ કર્મરૂપ વેરીને ક્ષણમાત્રમાં ખપાવ્યા, જેમ સિંહ મદોન્મત્ત હાથીઓને નસાડે તેમ. ભગવાન સર્વજ્ઞદેવને ભવ્યજીવ અનેક નામથી ગાય છે-જિનેન્દ્ર ભગવાન, અર્હત, સ્વયંભૂ, શંભુ, સ્વયંપ્રભુ, સુગત, શિવસ્થાન, મહાદેવ, કાલંજર, હિરણ્યગર્ભ, દેવાધિદેવ ઇશ્વર, મહેશ્વર, બ્રહ્મા- વિષ્ણુ, બુદ્ધ, વીતરાગ, વિમલ, વિપુલ, પ્રબલ, ધર્મચકી, પ્રભુ, વિભુ, પરમેશ્વર, પરમજ્યોતિ, પરમાત્મા, તીર્થકરકૃત કૃત્ય કૃપાલુ, સંસારસૂદન, સુર જ્ઞાનચક્ષુ, ભવાંતક ઇત્યાદિ અપાર નામ યોગીશ્વર ગાય છે. ઇન્દ્ર, ધરણેન્દ્ર, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #651 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૦ એકસો ચૌદમું પર્વ પદ્મપુરાણ ચક્રવર્તી ભક્તિથી સ્તુતિ કરે છે, જે ગોપ્ય છે અને પ્રકટ પણ છે. જેમનાં નામ સકળ અર્થસંયુક્ત છે. જેના પ્રસાદથી આ જીવ કર્મથી છૂટી પરમધામ પામે છે. જેવો જીવનો સ્વભાવ છે તેવો ત્યાં રહે છે, જે સ્મરણ કરે તેનાં પાપ વિલય પામે છે. તે ભગવાન પુરાણ પુરુષોત્તમ, પરમ ઉત્કૃષ્ટ આનંદની ઉત્પત્તિનું કારણ કલ્યાણનું મૂળ છે, દેવોના દેવ છે, તમે તેમના ભક્ત થાવ. જો તમારું કલ્યાણ ચાહતા હો તો પોતાના હૃદયમાં જિનરાજને પધરાવો. આ જીવ અનાદિનિધન છે, કર્મોથી પ્રેરાઈને ભવવનમાં ભટકે છે, સર્વ જન્મમાં મનુષ્યભવ દુર્લભ છે. મનુષ્યભવ પામીને જે ભૂલે છે તેમને ધિક્કાર છે! ચતુરર્ગતિરૂપ ભ્રમણવાળા સંસારસમુદ્રમાં ફરીથી ક્યારે બોધ પામશો? જે અતનું ધ્યાન કરતો નથી, અહો, ધિક્કાર છે તેમને, જે મનુષ્યદેહ પામીને જિનેન્દ્રને જપતો નથી. જિનેન્દ્ર કર્મરૂપ વેરીનો નાશ કરનાર છે. તેને ભૂલીને પાપી નાના પ્રકારની યોનિમાં ભ્રમણ કરે છે. કોઈ વાર મિથ્યાતપ કરીને શુદ્રદેવ થાય છે, કોઈ વાર મરીને સ્થાવર યોનિમાં જઈ અતિકષ્ટ ભોગવે છે. આ જીવ કુમાર્ગના આશ્રયથી મોહને વશ થઈ ઇન્દ્રોના ઇન્દ્ર એવા જિનેન્દ્રને ધ્યાતો નથી. જુઓ, મનુષ્ય થઈને મૂર્ખ વિષરૂપ માંસનો લોભી મોહનીય કર્મના યોગથી અહંકાર મમકાર પામે છે, જિનદીક્ષા ધારતો નથી, મંદભાગીઓને જિનદીક્ષા દુર્લભ છે, કોઈવાર કુતપ કરી મિથ્યાદષ્ટિ સ્વર્ગમાં આવી ઉપજે છે તે હીનદેવ થઈ પશ્ચાત્તાપ કરે છે કે અમે મધ્યલોક રત્નદ્વીપમાં મનુષ્ય થયા હતા ત્યાં અહંતનો માર્ગ જામ્યો નહિ, પોતાનું કલ્યાણ કર્યું નહિ, મિથ્યાતપથી કુદેવ થયા. અરેરે ! ધિક્કાર તે પાપીઓને, જે કુશાસ્ત્રની પ્રરૂપણાથી મિથ્યા ઉપદેશ આપી મહામાનથી ભરેલા જીવોને કુમાર્ગે ધકેલે છે! મૂઢોને જિનધર્મ દુર્લભ છે તેથી ભવભવ દુઃખી થાય છે. નારકી અને તિર્યંચ તો દુઃખી છે જ અને હીનદેવ પણ દુઃખી જ છે. મોટી ઋદ્ધિના ધારક દેવ પણ સ્વર્ગમાંથી ચ્યવે છે તે મરણનું ઘણું દુઃખ છે અને ઇષ્ટવિયોગનું પણ મોટું દુ:ખ છે. મોટા દેવોની પણ આ દશા છે તો બીજા ક્ષદ્રદેવોની શી વાત ? જે મનુષ્યદેહમાં જ્ઞાન પામી આત્મકલ્યાણ કરે છે તે ધન્ય છે. ઇન્દ્ર આ પ્રમાણે કહીને ફરી કહ્યું-એવો દિવસ ક્યારે આવે, જ્યારે મારી સ્વર્ગની સ્થિતિ પૂરી થઈને હું મનુષ્યભવ પામી વિષયરૂપ વેરીઓને જીતી કર્મોનો નાશ કરી તપના પ્રભાવથી મુક્તિ પામું? ત્યાં એક દેવે કહ્યું-અહીં સ્વર્ગમાં તો આપણી એવી જ બુદ્ધિ હોય છે, પરંતુ મનુષ્યદેહ પામીને ભૂલી જઈએ છીએ. જો કદાચ મારી વાતની પ્રતીતિ ન આવતી હોય તો પાંચમા સ્વર્ગના બ્રહ્મન્દ્રી નામના ઇન્દ્ર અત્યારે રામચંદ્ર થયા છે તે અહીં તો એમ જ કહેતા હતા અને હવે વૈરાગ્યનો વિચાર જ કરતા નથી. ત્યારે સૌધર્મેન્દ્ર કહ્યું બધાં બંધનોમાં સ્નેહનું બંધન મોટું છે. હાથ, પગ, કંઠ આદિ અંગ બંધાયાં હોય તે તો છૂટે, પરંતુ સ્નેહરૂપ બંધનથી બંધાયેલ કેવી રીતે છૂટે? સ્નેહથી બંધાયેલો એક તસુમાત્ર ખસી શકે નહિ. રામચંદ્રને લક્ષ્મણ પ્રત્યે અતિ અનુરાગ છે, લક્ષ્મણને જોયા વિના તેમને તૃપ્તિ થતી નથી, તેમને પોતાના જીવથી પણ અધિક જાણે છે, એક નિમિષમાત્ર પણ લક્ષ્મણને ન જુએ તો રામનું મન વિકલ થઈ જાય છે તેથી તજી કેવી રીતે વૈરાગ્ય પામે? કર્મોની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #652 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો પંદરમું પર્વ ૬૩૧ એવી જ ચેષ્ટા છે કે બુદ્ધિમાન પણ મૂર્ણ થઈ જાય છે. જુઓ, જેણે પોતાના બધા ભવ સાંભળ્યા છે એવા વિવેકી રામ પણ આત્મહિત કરતા નથી. હે દેવી! જીવોને સ્નેહનું મોટું બંધન છે, તેના જેવું બીજું નથી, તેથી સુબુદ્ધિઓએ સ્નેહ તજી સંસારસાગર તરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે ઇન્દ્રના મુખે તત્ત્વજ્ઞાનરૂપ ઉપદેશ અને જિનવરનાં ગુણોના અનુરાગથી અત્યંત પવિત્ર ભક્તિનો ઉપદેશ સાંભળીને દેવો ચિત્તની વિશુદ્ધતા પામી જન્મજરામરણના ભયથી કંપ્યા, મનુષ્ય થઈ મુક્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ઇન્દ્રના દેવોને આપવામાં આવેલા ઉપદેશનું વર્ણન કરનાર એકસો ચૌદમું પર્વ પૂર્ણ થયું. એકસો પંદરમું પર્વ (લક્ષ્મણનું મરણ અને લવણ-અંકુશની દીક્ષા) પછી ઇન્દ્ર સભામાંથી ઊઠયા ત્યારે કલ્પવાસી, ભવનવાસી, જ્યોતિષી અને વ્યંતર બધા દેવ ઇન્દ્રને નમસ્કાર કરી ઉત્તમ ભાવ ધરી પોતપોતાના સ્થાનકે ગયા. પહેલા-બીજા સ્વર્ગ સુધી ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી દેવોને કલ્પવાસી દેવ લઈ જઈ શકે છે તે સભામાંના બે સ્વર્ગવાસી દેવ રત્નસૂલ અને મૃગચૂલ બળભદ્ર-નારાયણના સ્નેહની પરીક્ષા કરવા તૈયાર થયા. તેમણે મનમાં વિચાર્યું કે તે બન્ને ભાઈ પરસ્પર પ્રેમપૂર્ણ કહેવાય છે તો તે બન્નેની પ્રીતિ જોઈએ. રામને લક્ષ્મણ પ્રત્યે એનો સ્નેહુ છે કે જેને જોયા વિના ન રહે. તો રામના મરણના સમાચાર સાંભળી લક્ષ્મણ કેવી ચેષ્ટા કરે? શોકથી વિહ્વળ થયેલ લક્ષ્મણ કઈ ચેષ્ટા કરે છે તે એક ક્ષણ જોઈ આવીએ. શોકથી લક્ષ્મણનું મુખ કેવું થઈ જાય, કોના ઉપર કોપ કરે, શું બોલે, એવી ધારણાથી બન્ને દુરાચારી દેવ અયોધ્યા આવ્યા. તેમણે રામના મહેલમાં વિક્રિયા કરીને અંતઃપુરની બધી સ્ત્રીઓના રુદનના અવાજ કરાવ્યા તેમ જ એવી વિક્રિયા કરી કે દ્વારપાળ, ઉમરાવ, મંત્રી, પુરોહિત આદિ નીચે મુખ કરી લક્ષ્મણ પાસે આવ્યા અને બોલ્યા કે હે નાથ! રામ પરલોક પધાર્યા. આ વચન સાંભળીને લક્ષ્મણે મંદ પવનથી ચાલતા નીલકમળ જેવા સુંદર નેત્રો છે તેમણે “અરેરે એટલો શબ્દપણ અડધો ઉચ્ચારીને તત્કાળ જ પ્રાણ તજી દીધા. આંખની પલક જેવી હતી તેવી જ રહી ગઈ, જીવ જતો રહ્યો, શરીર અચેતન પડી રહ્યું. લક્ષ્મણને ભાઈના મિથ્યા મૃત્યુના વચનરૂપ અગ્નિથી બળી ગયેલ જોઈને બન્ને દેવ આકુળવ્યાકુળ થઈ ગયા. તે લક્ષ્મણને જિવાડવાને અસમર્થ હતા. ત્યારે વિચાર્યું કે આનું મૃત્યુ આ જ પ્રમાણે થવાનું હતું, મનમાં અત્યંત પસ્તાયા, વિષાદ અને આશ્ચર્યથી ભરેલા પોતાના સ્થાનકે ગયા, તેમનું ચિત્ત શોકરૂપ અગ્નિથી તપતું હતું. લક્ષ્મણની તે મનોહર મૂર્તિ મરણ પામી, દેવો જોઈ ન શક્યા, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #653 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૨ એકસો પંદરમું પર્વ પદ્મપુરાણ ત્યાં ઊભા ન રહ્યા, તેમનો પ્રયોગ નિંધ હતો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે-હે રાજન્ ! જે પાપી વિના વિચાર્યું કોઈ કામ કરે છે તેને પશ્ચાત્તાપ જ થાય છે. દેવો ચાલ્યા ગયા અને લક્ષ્મણની સ્ત્રી પતિને અચેતનરૂપ દેખી પ્રસન્ન કરવા તૈયાર થઈ. કહે છે-હે નાથ! કઈ અવિવેકિનીએ સૌભાગ્યના ગર્વથી અભિમાનીએ આપનું માન ન સાચવ્યું? તેણે ઉચિત નથી કર્યું. હે દેવ! આપ પ્રસન્ન થાવ. તમારી અપ્રસન્નતા અમને દુઃખનું કારણ છે. આમ કહીને તે અત્યંત પ્રેમભરી લક્ષ્મણના અંગ સાથે આલિંગન કરી તેના પગમાં પડી. તે રાણીઓ ચતુરાઈનાં વચન કહેવામાં તત્પર કોઈ વીણા લઈ લગાડવા લાગી, કોઈ મૃદંગ વગાડવા લાગી, કોઈ મધુર સ્વરે પતિના ગુણ ગાવા લાગી. તે સૌનું ચિત્ત પતિને પ્રસન્ન કરવામાં ઉધમી હતું. કોઈ પતિનું મુખ દેખે છે અને પતિનાં વચન સાંભળવાની અભિલાષા રાખે છે. કોઈ નિર્મળ સ્નેહવાળી પતિના શરીરને વળગીને કુંડળમંડિત અતિસુંદર કાંતિવાળા કપોલોને સ્પર્શ કરવા લાગી, કોઈ મધુરભાષિણી પતિનાં ચરણો પોતાના શિર પર મૂકવા લાગી, કોઈ મૃતનયની ઉન્માદથી ભરેલી કટાક્ષરૂપ કમળપુષ્પનો ઘુમટો કરવા લાગી, આળસ મરડતી પતિનું વદન નિરખી અનેક ચેષ્ટા કરવા લાગી. આ પ્રમાણે આ ઉત્તમ સ્ત્રીઓ પતિને પ્રસન્ન કરવા અનેક યત્ન કરે છે, પરંતુ તેમના પ્રયત્ન અચેતન શરીરમાં નિરર્થક ગયા. લક્ષ્મણની તે બધી રાણીઓ પવનથી કમળોનાં વનની પેઠે ધ્રુજવા લાગી. પતિની આ દશા જોઈને સ્ત્રીઓનું મન અત્યંત વ્યાકુળ બન્યું, સંશય પામી ગઈ કે ક્ષણમાત્રમાં આ શું થયું, ચિંતવી કે કહી શકાતું નથી, આવા ખેદના કારણરૂપ શોકને મનમાં ધરીને તે મુગ્ધા મોહની મારી ફસાઈ પડી, ઇન્દ્રાણી સમાન ચેષ્ટાવાળી તે રાણીઓ તાપથી સુકાઈ ગઈ. કોણ જાણે તેમની સુંદરતા ક્યાં ચાલી ગઈ ? આ વૃત્તાંત અંદરના લોકોના મુખે સાંભળીને શ્રી રામચંદ્ર મંત્રીઓ સહિત સંભ્રમથી ભરેલા ભાઈ પાસે આવ્યા, અંદર રાજના માણસો પાસે ગયા. લક્ષ્મણનું મુખ પ્રભાતના ચંદ્રમા સમાન અદકાંતિવાળું જોયું, કોઈ વૃક્ષ તત્કાળ મૂળમાંથી ઊખડી ગયું હોય તેવી સ્થિતિમાં ભાઈને જોયા. મનમાં વિચારવા લાગ્યા આજે ભાઈ મારી સાથે વિના કારણે રૂક્યા છે. એ સદા આનંદરૂપ હોય છે તે આજે કેમ વિષાદરૂપ થઈ ગયા છે? સ્નેહથી ભરેલા તે તરત જ ભાઈની પાસે જઈ તેને ઊંચકી છાતી સાથે લગાવી મસ્તક ચૂમવા લાગ્યા. દાહના મારવાળા વૃક્ષ સમાન હરિને જોઈને હળધર તેમના અંગને વળગી પડ્યા. જોકે લક્ષ્મણને જીવનનાં ચિહ્નરહિત જોયા તો પણ સ્નેહથી પૂર્ણ રામે તેમને મરેલા માન્યા નહિ. જેમની ડોક વાંકી થઈ ગઈ છે, જેમનું શરીર ઠંડું પડી ગયું છે, જગતની ભોગળ જેવી ભુજાઓ શિથિલ થઈ ગઈ છે, શ્વાસોચ્છવાસ ચાલતા નથી, આંખની પલક ઉઘાડ બંધ થતી નથી. લક્ષ્મણની આ અવસ્થા જોઈ રામ ખેદખિન્ન થઈ પરસેવાથી રેબઝેબ થઈ ગયા. આ દીનોના નાથ રામ દીન થઈ ગયા, વારંવાર મૂચ્છ ખાઈને પડ્યા, જેમનાં નેત્ર આંસુથી ભરેલાં છે તે ભાઈના અંગને નીરખે છે, એના એક નખની પણ રેખા આવી નહિ, આવા આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #654 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes પદ્મપુરાણ એકસો પંદ૨મું પર્વ ૬૩૩ મહાબળવાન કયા કારણે આવી અવસ્થા પામ્યા, એ વિચાર કરતાં તેમનું શરીર ધ્રૂજવા લાગ્યું. જોકે પોતે સર્વવિધાના નિધાન છે તો પણ ભાઈના મોહથી વિદ્યા ભુલાઈ ગઈ. મૂર્ચ્છનો ઉપાય જાણનારા વૈધોને બોલાવ્યા, મંત્ર-ઔષધમાં પ્રવીણ કળાના પારગામી વૈધો આવ્યા. તે જીવતા હોય તો કાંઈક પ્રયત્ન કરે, તે માથું ધુણાવી નીચું મુખ કરી ગયા. ત્યારે રામ નિરાશ થઈ મૂર્છા ખાઈને પડી ગયા. જેમ વૃક્ષનું મૂળિયું ઉખડી જાય અને વૃક્ષ તૂટી પડે તેમ પોતે પડયા, મોતીના હાર, ચંદનમિશ્રિત જળ અને તાડના વીંઝણાથી પવન નાખી રામને સચેત કર્યા. તે વિહ્વળ બનીને વિલાપ કરવા લાગ્યા. શોક અને વિષાદથી પીડિત રામે આંસુઓના પ્રવાહથી પોતાનું મુખ આચ્છાદિત કર્યું. આંસુથી આચ્છાદિત રામનું મુખ જળધારાથી આચ્છાદિત ચંદ્ર જેવું દેખાય છે. રામને અતિવિહ્વળ જોઈને સર્વ રાજલોક રુદન કરવા લાગ્યા. દુઃખરૂપ સાગરમાં મગ્ન બધી સ્ત્રીઓ ખૂબ રોવા લાગી. તેમના અવાજથી દશે દિશા ભરાઈ ગઈ. તેમના વિલાપના શબ્દો સાંભળો-અરેરે નાથ! પૃથ્વીને આનંદના કારણ, અમને વચનરૂપ દાન આપો. તમે વિના કા૨ણે કેમ મૌન ધારણ કર્યું છે? અમારો શો અપરાધ છે? વિના અપરાધે અમને કેમ તજો છો? તમે તો એવા દયાળુ છો કે અનેક ભૂલ થાય તો પણ ક્ષમા કરો. ત્યા૨૫છી આ ઘટનામાં લવ અને અંકુશ પરમ વિષાદ પામી વિચારવા લાગ્યા કે ધિક્કાર છે આ અસાર સંસારને. આ શરીર સમાન બીજું ક્ષણભંગુર કોણ છે જે એક આંખના પલકારામાં મરણ પામે છે. જે વિદ્યાધરોથી પણ ન જિતાય એવા વાસુદેવ પણ કાળની દાઢમાં આવી ગયા. માટે આ વિનશ્વર શરીર, આ વિનશ્વર રાજ્યસંપદાથી આપણી કઈ સિદ્ધિ છે? આમ વિચારીને ફરીથી માતાના ગર્ભમાં આવવાનો જેમને ભય લાગ્યો એવા આ સીતાના પુત્રો પિતાનાં ચરણારવિંદને નમસ્કાર કરી મહેન્દ્રોદય નામના ઉધાનમાં જઈ અમૃતેશ્વર મુનિનું શરણ લઈ બન્ને ભાગ્યવાન ભાઈ મુનિ થયા. જ્યારે આ બન્ને ભાઈઓએ દીક્ષા લીધી ત્યારે પ્રજાજનો અતિવ્યાકુળ થયા કે હવે અમારા રક્ષક કોણ ? રામને ભાઈના મૃત્યુનું મોટું દુ:ખ તેથી તે શોકના વમળમાં પડયા છે, જેમને પુત્રો ઘરમાંથી નીકળી ગયાની પણ કાંઈ સુધબુધ નથી. રામને રાજ્ય કરતાં, પુત્રો કરતાં, પ્રિયાઓ કરતાં, પોતાના પ્રાણ કરતાં લક્ષ્મણ અતિપ્યારા છે. જુઓ, આ કર્મોની વિચિત્રતા, જેનાથી આવા જીવોની આવી અવસ્થા થાય છે. સંસારનું આવું ચરિત્ર જોઈને જ્ઞાની જીવ વૈરાગ્ય પામે છે. ઉત્તમજનોને કાંઈ એક નિમિત્તમાત્ર બાહ્ય કારણ મળતાં અંતરંગના વિકારભાવ દૂર થઈ જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થાય છે, પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષયોપશમ હોય ત્યારે વૈરાગ્ય ઉપજે છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણનું મરણ અને લવણાંકુશના વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો પંદરમું પર્વ પૂર્ણ થયું. *** Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #655 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૪ એકસો સોળમું પર્વ પદ્મપુરાણ એકસો સોળમું પર્વ (લક્ષ્મણના મૃત્યુથી દુઃખી થઈને શ્રીરામનો વિલાપ) પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હે ભવ્યોત્તમ! લક્ષ્મણ કાળપ્રાપ્ત થતાં સમસ્ત પ્રજા વ્યાકુળ થઈ. યુગપ્રધાન રામ અતિવ્યાકુળ થઈ બધાં કાર્યોથી મુક્ત થયા, કાંઈ સુધ રહી નહિ. લક્ષ્મણનું શરીર સ્વભાવથી જ સુરૂપ, કોમળ, સુગંધમય, મૃત હોવા છતાં જેવું ને તેવું રહ્યું તેથી શ્રી રામ લક્ષ્મણને એક ક્ષણ પણ છોડતા નહિ. કોઈ વાર હૃદય સાથે ચાંપી લે, કોઈવાર પંપાળે, કોઈ વાર ચૂમે, કોઈ વાર એને લઈને પોતે બેસી જાય, કોઈ વાર લઈને ઊઠીને ચાલવા લાગે, એક ક્ષણ પણ કોઈનો વિશ્વાસ ન કરતા, એક ક્ષણ પણ છોડે નહિ. જેમ બાળકના હાથમાં અમૃત આવે અને તે મજબૂત પકડી રાખે તેમ રામ અતિપ્રિય લક્ષ્મણને મજબુત રીતે પકડી રાખતા અને દીનોની જેમ વિલાપ કરતા-અરે ભાઈ! આ તને શું યોગ્ય લાગે છે કે મને છોડીને તે એકલા ભાગી જવાની બુદ્ધિ કરી? હું તારો વિરહ એક ક્ષણ પણ સહન કરી શકું તેમ નથી, એ વાત તું શું નથી જાણતો ? તું તો બધી વાતોમાં પ્રવીણ છો. હવે મને દુ:ખના સાગરમાં ફેંકીને આવી ચેષ્ટા કરે છે. અરે ભાઈ! આ કેવું દૂર કાર્ય કર્યું કે મને જાણ કર્યા વિના મને પૂછયા વિના કૂચનું નગારું વગાડ્યું. હે વત્સ ! હે બાળક! એક વખત મને વચનરૂપ અમૃત પા, તું તો અત્યંત વિનયી હતો, વિના અપરાધે મારા પર કેમ કોપ કર્યો? હે મનોહર ! અત્યાર સુધી મારા પ્રત્યે આટલું માન નથી કર્યું, હવે કાંઈક બીજો જ બની ગયો. કહે, મેં શું કર્યું છે કે તું રિસાયો છે? તું હમેશાં એવો વિનય કરતો કે મને દૂરથી આવતો જોઈ ઊભો થઈ જઈને સામે આવતો, મને સિંહાસન પર બેસાડતો, પોતે જમીન પર બેસતો. હવે કેવી દશા થઈ છે. હું મારું મસ્તક તારા પગમાં મૂકું છું તો પણ બોલતો નથી. તારાં ચરણો ચંદ્રકાંતમણિ કરતાં અધિક જ્યોતિવાળા નખોથી શોભિત દેવ વિધાધર સેવે છે. હે દેવ ! હવે શીધ્ર ઊઠો, મારા પુત્ર વનમાં ગયા તે દૂર ગયા નથી, તેમને અમે તરત પાછા લાવીશું અને તમારા વિના આ તમારી રાણીઓ આર્તધ્યાનથી ભરેલી વિરહી ચકવીની જેમ કલકલાટ કરે છે. તમારા ગુણરૂપ પ્રાશથી બંધાયેલી તે પૃથ્વી પર આળોટતી રહે છે. તેના હાર વિખરાઈ ગયા છે, શીશફૂલ, ચૂડામણિ, કટિમેખલા, કર્ણાભરણ બધું વિખરાઈને પડયું છે, એ મહાવિલાપથી રુદન કરે છે, એનું રુદન કેમ ન મટાડો. હવે હું તમારા વિના શું કરું! ક્યાં જાઉં! એવું કોઈ સ્થાન નથી જ્યાં મને વિશ્રામ મળે અને તમારું ચક્ર તમારા પ્રત્યે અનુરક્ત છે તેનો ત્યાગ શું તમારા માટે ઉચિત છે? તમારા વિયોગમાં મને એકલો જાણી આ શોકરૂપ શત્રુ દબાવે છે, હવે હું હીનપુણ્યવાન શું કરું? મને અગ્નિ એટલો બાળતો નથી અને વિષ કંઠને એટલું શોષતું નથી, જેટલો તમારો વિરહ મને શોષે છે. હે લક્ષ્મીધર ! ક્રોધ ત્યજ. ઘણી વાર થઈ અને તમારા જેવા ધર્માત્મા ત્રિકાળ સામાયિક કરનારા, જિનરાજની પૂજામાં નિપુણ તે સામાયિકનો સમય વીતી ગયો, પૂજાનો સમય વીતી ગયો, હવે મુનિઓને આહાર આપવાની વેળા છે માટે ઊઠો. તમે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #656 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો સોળમું પર્વ ૬૩૫ સાધુઓના સદાય સેવક આવો પ્રમાદ કેમ કરો છો? હવે આ સૂર્ય પણ પશ્ચિમ દિશા તરફ આવ્યો, સરોવરનાં કમળો બિડાઈ ગયા તેમ તમારા દર્શન વિના લોકોનાં મન મુદિત થઈ ગયાં છે. આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં દિવસ પૂરો થયો, રાત્રિ પડી ત્યારે રાત્રે સુંદર શપ્યા બિછાવી ભાઈને ભુજાઓમાં લઈ સૂઈ ગયા. કોઈનો તેમને વિશ્વાસ નહોતો. રામે બધા ઉધમ છોડયા, એક લક્ષ્મણમાં મન છે, રાત્રે કાનમાં કહે છે–હે દેવ ! હવે તો હું એકલો છું, તમારા મનની વાત મને કહો, તમે કયા કારણે આવી અવસ્થા પામ્યા છો, તમારું વદન ચંદ્રથી પણ અતિમનોહર હતું તે હવે કાંતિરહિત કેમ ભાસે છે? અને તમારાં નેત્ર મંદ પવનથી ચંચળ નીલકમળ સમાન હતાં તે હવે બીજા રૂપે કેમ ભાસે છે? અહો, તમારે જે જોઈએ તે લાવું. હે લક્ષ્મણ ! આવી ચેષ્ટા કરવી તમને શોભતી નથી. મનમાં જે હોય તેની મુખથી આજ્ઞા કરો અથવા સીતા તમને યાદ આવી હોય તો તે પતિવ્રતા આપણા દુઃખમાં સહાયક હતી, પણ તે તો હવે પરલોકમાં ગઈ, તમારે ખેદ કરવો નહિ. હું ધીર! વિષાદ ત્યજો, વિદ્યાધરો આપણા શત્રુ છે તે આપણી નબળાઈ જોઈને આવશે અને હવે અયોધ્યા લૂંટાશે, તેથી યત્ન કરવો હોય તે કરો. હું મનોહર! તમે કોઈના તરફ ક્રોધ કરતા ત્યારે પણ આવા અપ્રસન્ન તમને જોયા નથી, હવે આવા અપ્રસન્ન કેમ લાગો છો? હે વત્સ! હવે આ ચેષ્ટા છોડો, પ્રસન્ન થાવ, હું તમારા પગે પડું છું, નમસ્કાર કરું છું, તમે તો મહાવિનયવાન છો, આખી પૃથ્વીમાં આ વાત પ્રસિદ્ધ છે કે લક્ષ્મણ રામના આજ્ઞાકારી છે, સદા સન્મુખ છે, કદી પરાડમુખ નથી. તમે અતુલ પ્રકાશવાળા જગતના દીપક છો, એવું કદી ન થાય કે કાળરૂપ વાયુથી ઓલવાઈ જાઓ. હે રાજાઓના રાજા! તમે આ લોકને અતિઆનંદરૂપ કર્યો છે, તમારા રાજ્યમાં કોઈને અચેન નથી. ભરત ક્ષેત્રના તમે નાથ છો, હવે લોકોને અનાથ કરીને ચાલ્યા જવું યોગ્ય નથી, તમે ચક્રથી શત્રુઓનાં સકળ ચક્ર જીત્યાં, હવે કાળચક્રનો પરાભવ કેવી રીતે રહી શકો છો? તમારું આ સુંદર શરીર રાજ્યલક્ષ્મીથી જેવું શોભતું હતું તેવું જ મૂચ્છિત થયેલું શોભે છે. હે રાજેન્દ્ર! હવે રાત્રિ પૂર્ણ થઈ, સંધ્યા ખીલી, સૂર્યોદય થઈ ગયો. હવે તમે નિદ્રા તજો, તમારા જેવા જ્ઞાતા, શ્રી મુનિસુવ્રતનાથના ભક્ત, પ્રભાતનો સમય કેમ ચૂકી જાવ છો? જે ભગવાન વિતરાગદેવે મોહરૂપ રાત્રિને હરી લોકાલોકને પ્રગટ કરનારા કેવળજ્ઞાનરૂપ પ્રતાપ પ્રગટ કર્યો, તે ત્રણલોકના સૂર્ય ભવ્યજીવરૂપ કમળોને વિકસાવનારનું શરણ કેમ સેવતા નથી? જોકે પ્રભાતનો સમય થયો છે, પરંતુ મને અંધકાર જ ભાસે છે, કેમ કે હું તમારું વદનકમળ ખીલેલું, હસતું જતો નથી. તેથી હું વિચક્ષણ ! હવે નિદ્રા છોડો. જિનપૂજા કરી સભામાં બેસો, બધા સામંતો તમારા દર્શન માટે ઊભા છે. મહાન આશ્ચર્ય છે કે સરોવરમાં તો કમળ ખીલ્યાં, પણ તમારું વદનકમળ ખીલેલું હું જોતો નથી, આવી વિપરીત ચેષ્ટા તમે હજી સુધી કદી પણ કરી નથી, ઊઠો, રાજ્યકાર્યમાં મન જોડો. હે ભ્રાત! તમારી દીર્ઘનિદ્રાથી જિનમંદિરની સેવામાં ખામી આવી છે, આખા નગરમાં મંગળ શબ્દો અટકી ગયા છે, ગીત, નૃત્ય, વાજિંત્રાદિ બંધ થઈ ગયાં છે. બીજાઓની શી વાત? જે મહાવિરક્ત મુનિરાજ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #657 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૬ એકસો સત્તરમું પર્વ પદ્મપુરાણ છે તેમને પણ તમારી આ દશા સાંભળીને ઉગ ઉપજે છે. તમે જિનધર્મના ધારક છો, બધા સાધર્મીજનો તમારી શુભ દશા ઇચ્છે છે, વીણા, બંસરી, મૃદંગાદિના શબ્દ વિનાની આ નગરી તમારા વિયોગથી વ્યાકુળ થયેલી શોભતી નથી. કોઈ આગલા ભવમાં અશુભકર્મ મેં ઉપામ્ય તેના ઉદયથી તમારા જેવા ભાઈની અપ્રસન્નતાથી હું અતિકષ્ટ પામ્યો છું. હે મનુષ્યોના સૂર્ય! જેમ યુદ્ધમાં શક્તિના ઘાથી અચેત થઈ ગયા હતા અને આનંદથી ઊભા થઈ મારું દુઃખ દૂર કર્યું હતું તેવી જ રીતે ઊભા થઈને મારો ખેદ મટાડો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં શ્રી રામદેવના વિલાપનું વર્ણન કરનાર એકસો સોળમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો સત્તરમું પર્વ (શોક સંતસ રામને વિભીષણનું સંબોધન) ત્યારપછી આ વૃત્તાંત સાંભળી વિભીષણ પોતાના પુત્રો સહિત, વિરાધિત સકળ પરિવાર સહિત. સુગ્રીવાદિ વિદ્યાધરોના અધિપતિ પોતાની સ્ત્રીઓ સહિત શીઘ અયોધ્યાપુરી આવ્યા. જેનાં નેત્ર આંસુથી ભરેલાં છે તે હાથ જોડી, મસ્તક નમાવી રામની પાસે આવ્યા, સૌનાં ચિત્ત શોકથી ભરેલાં છે, તેઓ રામને પ્રણામ કરીને જમીન પર બેઠા, ક્ષણવાર થોભી મંદ મંદ વાણીથી વિનંતી કરવા લાગ્યા...હે દેવ! જોકે આ શોક દુર્નિવાર છે તો પણ આપ જિનવાણીના જ્ઞાતા છો, સકળ સંસારનું સ્વરૂપ જાણો છો, માટે આપ શોક તજવા યોગ્ય છો, આમ કહી બધા ચૂપ થઈ ગયા. પછી બધી જ બાબતોમાં અતિવિલક્ષણ વિભીષણ કહેવા લાગ્યા...હે મહારાજ! આ અનાદિકાળની રીત છે કે જે જન્મ્યો તે મર્યો. આખી દુનિયામાં આ જ રીત છે, આમના જ માટે આ બન્યું નથી, જન્મનો સાથી મરણ છે, મૃત્યુ અવશ્ય છે, કોઈથી એ ટાળી શકાયું નથી અને કોઈથી એ ટળતું નથી. આ સંસારરૂપ પિંજરામાં પડેલા આ જીવરૂપ પક્ષી બધાં જ દુઃખી છે, કાળવશ છે, મૃત્યુનો ઉપાય નથી, બીજા બધાનો ઉપાય છે. આ દેહ નિઃસંદેહપણે વિનાશિક છે માટે શોક કરવો વૃથા છે. જે પ્રવીણ પુરુષ છે તે આત્મકલ્યાણનો ઉપાય કરે છે, રુદન કરવાથી મરેલા જીવતા નથી કે બોલતા નથી તેથી હે નાથ ! શોક ન કરો. આ મનુષ્યોનાં શરીર તો સ્ત્રીપુરુષોના સંયોગથી ઉત્પન્ન થયાં છે તે પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે, એનું આશ્ચર્ય શું? અહમિંન્દ્ર, ઇન્દ્ર, લોકપાલાદિ દેવ આયુષ્યનો ક્ષય થતાં સ્વર્ગમાંથી ચ્યવે છે, જેમનું સાગરોનું આયુષ્ય હોય છે અને કોઈના મારવાથી મરતા નથી તે પણ કાળ પૂરો થતાં મરે છે, મનુષ્યોની તો શી વાત? એ તો ગર્ભના ખેદથી પીડિત અને રોગથી પૂર્ણ દર્ભની અણી ઉપર જ ઝાકળનું બિંદુ આવી પડે તેના જેવું પતનની સન્મુખ છે, અત્યંત મલિન હાડપિંજર જેવા શરીર કાયમ રહેવાની કેવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #658 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો સત્તરમું પર્વ ૬૩૭ આશા? આ પ્રાણી પોતાના સ્વજનોનો શોક કરે છે તો પોતે શું અજરઅમર છે? પોતે પણ કાળની દાઢમાં ફસાયેલો છે, તેનો શોક કેમ કરતો નથી? જો એમનું જ મૃત્યુ થયું હોય અને બીજા અમર હોય તો રુદન કરવું ઠીક છે, પણ જો બધાની જ એ દશા થવાની હોય તો રુદન શેનું? જેટલા દેહધારી છે તે બધા કાળને આધીન છે, સિદ્ધ ભગવાનને દેહ નથી તેથી મરણ નથી. આ દેહ જે દિવસે ઉપજ્યો છે તે જ દિવસથી કાળ એને ઉપાડી જવાની તૈયારીમાં છે. આ બધા સંસારી જીવોની રીત છે તેથી સંતોષ અંગીકાર કરો, ઈષ્ટના વિયોગથી શોક કરે તે વૃથા છે, શોકથી મરે તો પણ તે વસ્તુ પાછી આવતી નથી, માટે શોક શા માટે કરીએ? જુઓ, કાળ તો વજદંડ લઈને શિર પર ખડો છે અને સંસારી જીવ નિર્ભય થઈને રહે છે જેમ માથા પર સિંહ ઊભો હોય અને હરણ લીલું ઘાસ ચરતું હોય. ત્રિલોકનાથ પરમેષ્ઠી અને સિદ્ધ પરમેષ્ઠી સિવાય ત્રણ લોકમાં કોઈ મૃત્યથી બચ્યા હોય એવું સાંભળ્યું નથી. તે જ અમર છે, બીજા બધા જન્મમરણ કરે છે. આ સંસાર વિંધ્યાચળના વન સમાન, કાળરૂપ દાવાનળ સમાન બળે છે તે શું તમે જાતા નથી આ જીવ સંસારવનમાં ભટકીને અતિકષ્ટથી મનુષ્યદેહ પામે છે તે વૃથા ખોવે છે. કામભોગના અભિલાષી થઈ મદમાતા હાથીની જેમ બંધનમાં પડે છે, નરક નિગોદનાં દુઃખ ભોગવે છે. કોઈ વાર વ્યવહારધર્મથી સ્વર્ગમાં દેવ પણ થાય છે, આયુષ્યના અંતે ત્યાંથી પડે છે. જેમ નદીના કાંઠા પરના ઝાડ કોઈ વાર ઉખડે જ તેમ ચારે ગતિનાં શરીર મૃત્યુરૂપ નદીના તીર પરનાં વૃક્ષો છે, એમનાં ઊખડવાનું આશ્ચર્ય શું? ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ અનંત જીવો નાશ પામ્યા છે. જેમ મેઘથી દાવાનળ બુઝાય તેમ શાંતિરૂપ મેઘથી કાળરૂપ દાવાનળ બુઝાય છે, બીજો ઉપાય નથી. પાતાળમાં, ભૂતળ પર અને સ્વર્ગમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં કાળથી બચી શકાય, અને છઠ્ઠી કાળનો છેડો આવતાં આ ભરતક્ષેત્રમાં પ્રલય થશે, પહાડો પણ વિલય પામશે, તો મનુષ્યોની તો શી વાત? જે ભગવાન તીર્થંકરદેવ વજાર્ષભનારાચસંહનના ધારક જેમને સમચતુરગ્નસંસ્થાન હોય છે, જે સુર, અસુર, નરોથી પૂજ્ય છે, જે કોઈથી જિતાતા નથી તેમનું શરીર પણ અનિત્ય છે. તે પણ દેહ તજી સિદ્ધલોકમાં નિજભાવરૂપ રહે છે તો બીજાઓના દેહ કેવી રીતે નિત્ય હોય? સુર, નર, નારક અને તિર્યંચોના શરીર કેળાના ગર્ભ સમાન અસાર છે. જીવ તો દેહનો યત્ન કરે છે અને કાળ પ્રાણ હરે છે; જેમ દરમાંથી સર્પને ગરુડ ઊઠાવી જાય તેમ દેહની અંદરથી કાળ લઈને જાય છે. આ પ્રાણી અનેક મૃત્યુ પામેલાઓને રોવે છે–અરે ભાઈ ! અરે પુત્ર! અરે મિત્ર! આ પ્રમાણે શોક કરે છે અને કાળરૂપ સર્પ બધાને ગળી જાય છેજેમ સર્પ દેડકાને ગળી જાય છે. આ મૂઢ બુદ્ધિવાળો જૂઠા વિકલ્પો કરે છે કે મેં આ કર્યું, હું આ કરું છું, આ હું કરીશ-એવા વિકલ્પો કરતો કરતો કાળના મુખમાં જઈ પડે છે, જેમ તૂટેલું જહાજ સમુદ્રના તળિયે પહોંચી જાય છે. પરલોકમાં ગયેલા સજ્જનની સાથે જો કોઈ જઈ શકતું હોય તો ઈષ્ટનો વિયોગ કદી ન થાય. જે શરીરાદિક પરવસ્તુ સાથે સ્નેહ કરે છે તે કલેશરૂપ અગ્નિમાં પ્રવેશ કરે છે. આ જીવોને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #659 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૮ એકસો અઢારમું પર્વ પદ્મપુરાણ આ સંસારમાં એટલાં સ્વજનો થયાં છે કે જેની સંખ્યા નથી. તે સમુદ્રની રેતીના કણોથી પણ અપાર છે અને નિશ્ચયથી જોઈએ તો આ જીવનો ન કોઈ શત્રુ છે, ન કોઈ મિત્ર છે. શત્રુ તો રાગાદિ છે અને મિત્ર જ્ઞાનાદિ છે. જેમને અનેક પ્રકારે લાડ લડાવીએ છીએ અને પોતાના માનીએ છીએ તે પણ વેર પામી અત્યંત રોષથી તેને જ હણે છે. જેણે પોતાનાં સ્તનોનું દૂધ પાયું હોય જેનાથી શરીર વૃદ્ધિ પામ્યું હોય એવી માતાને પણ જીવ હણે છે. ધિક્કાર છે આ સંસારની ચેષ્ટાને. જે પહેલાં સ્વામી હતો અને વારંવાર નમસ્કાર કરાવતો તે તેનો જ દાસ થઈ જાય છે ત્યારે તેને પગની લાતોથી મારીએ છીએ. હે પ્રભો! મોહની શક્તિ જુઓ-એને વશ થયેલો આ જીવ પોતાને જાણતો નથી, પરને પોતારૂપ જાણે છે, જેમ કોઈ હાથથી કાળો નાગ પકડે તેમ કનક અને કામિનીને ગ્રહે છે. આ લોકાકાશમાં એવું તલમાત્ર ક્ષેત્ર નથી, જ્યાં જીવે જન્મમરણ ન કર્યા હોય, અને નરકમાં એને ત્રાંબાનો ઉકાળેલો રસ પાયો અને એ એટલી વાર નરકમાં ગયો છે કે એને પાયેલા તાંબાના પ્રજ્વલિત રસનો સરવાળો કરીએ તો સમુદ્રના જળથી તે અધિક થાય, અને ભૂંડ, કૂતરા, ગધેડાના અવતાર ધરીને આ જીવે એટલા મળનો આહાર કર્યો છે કે અનંત જન્મનો સરવાળો કરતાં તે હજારો વિંધ્યાચળના રાશિથી અધિક થાય અને આ અજ્ઞાની જીવે ક્રોધના વશે બીજાનાં એટલાં શિર કાપ્યાં છે કે તેણે છરેલાં શિરને એકત્ર કરતાં તે જ્યોતિષચક્રને ઓળંગી જાય. આ જીવ નરકમાં ગયો ત્યાં અધિક દુઃખ મળ્યું અને નિગોદમાં ગયો ત્યાં અનંતકાળ જન્મમરણ કર્યા. આ વાત સાંભળ્યા પછી કોણ મિત્ર પ્રત્યે મોડું કરે? એક નિમિષમાત્ર વિષયના સુખને અર્થે કોણ અપાર દુઃખ સહન કરે ? આ જીવ મોહરૂપ પિશાચને વશ પડી સંસારવનમાં ભટકે છે. હું શ્રેણિક! વિભીષણ રામને કહે છે-હું પ્રભો ! લક્ષ્મણનું આ મૃતક શરીર છોડો એ યોગ્ય છે અને શોક કરવો યોગ્ય નથી. આ કલેવરને છાતીએ વળગાડી રાખવું યોગ્ય નથી. આ પ્રમાણે વિધાધરોના સૂર્ય વિભીષણે શ્રી રામને વિનંતી કરી. રામ મહાવિવેકી છે, તેમના દ્વારા બીજા પ્રતિબોધ પામે એમ છે, તોપણ મોહના યોગથી તેમણે લક્ષ્મણની મૂર્તિને તજી નહિ, જેમ વિનયવાન શિષ્ય ગુરુની આજ્ઞા તજે નહિ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણનો વિયોગ, રામનો વિલાપ અને વિભીષણનું સંસાર સ્વરૂપનું વર્ણન કહેનાર એકસો સત્તરમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો અઢારમું પર્વ (દેવો દ્વારા સંબોધન રામનું શોકરહિત થવું અને લક્ષ્મણના દેહનો દાહસંસ્કાર કરવો) પછી સુગ્રીવાદિક બધા રાજા શ્રી રામચંદ્રને વિનંતી કરવા લાગ્યા કે હવે વાસુદેવની ઘક્રિયા કરો. શ્રી રામને આ વચન અતિઅનિષ્ટ લાગ્યું અને ક્રોધથી કહ્યું કે તમે તમારાં માતા, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #660 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો અઢારમું પર્વ ૬૩૯ પિતા, પુત્ર, પૌત્ર બધાની દમ્પક્રિયા કરો, મારા ભાઈની દમ્પક્રિયા શા માટે થાય? તમારા પાપીઓના મિત્ર, બંધુ, કુટુંબ તે સૌ નાશ પામે, મારો ભાઈ શા માટે મરે? ઊઠો લક્ષ્મણ, આ દુષ્ટોના સંયોગથી બીજી જગ્યાએ જઈએ, જ્યાં આ પાપીઓનાં કડવાં વચન સાંભળવા ન મળે. આમ કહી ભાઈને છાતીએ વળગાડી, ખભા ઉપર લઈ ઊઠીને ચાલ્યા ગયા. વિભીષણ, સુગ્રીવાદિક અનેક રાજાઓ એમની સાથે પાછળ પાછળ ચાલ્યા. રામ કોઈનો વિશ્વાસ કરતા નથી, ભાઈને ખભે ઉપાડીને ફરે છે. જેમ બાળકના હાથમાં વિષફળ આવ્યું હોય અને તેના હિતકર્તા તે છોડાવવા ચાહે અને તે બાળક ન છોડે તેમ રામ લક્ષ્મણના શરીરને છોડતા નથી. આંસુથી જેમનાં નેત્રો ભીંજાઈ ગયાં છે તે ભાઈને કહેવા લાગ્યા, હે ભ્રાતા ! હુવે ઊઠો. ઘણી વાર થઈ. આવી રીતે કેમ સઓ છો. હુવે સ્નાનની વેળા થઈ ગઈ છે, સ્નાનના સિંહાસન પર બિરાજો. આમ કહી મૃતક શરીરને સ્નાનના સિંહાસન પર બેસાડયું અને મોથી ભરેલા રામ મણિ સ્વર્ણના કળશોથી સ્નાન કરાવવા લાગ્યા અને મુગટાદિ સર્વ આભૂષણ પહેરાવ્યાં અને ભોજનની તૈયારી કરાવી. સેવકોને કહ્યું, નાના પ્રકારના રત્નસુવર્ણના પાત્રોમાં નાના પ્રકારનાં ભોજન લાવો, જેથી ભાઈનું શરીર પુષ્ટ થાય. સુંદર ભાત, દાળ, રોટલી, જુદા જુદા પ્રકારના શાક, જાતજાતના રસ જલદી લાવો. આ આજ્ઞા થતાં સેવકો બધી સામગ્રી લઈ આવ્યા, તેઓ તો નાથના આજ્ઞાકારી હતા. ત્યારે રઘુનાથ પોતે લક્ષ્મણના મુખમાં કોળિયા મૂકતા, પણ તે ખાતા નહિ, જેમ અભવ્યને જિનરાજનો ઉપદેશ ગ્રહતો નથી. ત્યારે તેઓ બોલ્યા કે તે મારા ઉપર ગુસ્સો કર્યો છે, પણ આહાર ઉપર શા માટે ગુસ્સો કરે છે? આહાર તો કરો, મારી સાથે ભલે ન બોલતા. જેમ જિનવાણી અમૃતરૂપ છે, પરંતુ દીર્ઘ સંસારીને રુચતી નથી તેમ તે અમૃતમય આહાર લક્ષ્મણના મૃત શરીરને ન રુચ્યો. પછી રામચંદ્ર કહે છે- લક્ષ્મીધર ! આ જાતજાતની દૂધ વગેરે પીવાયોગ્ય વસ્તુ તો પીઓ, એમ કહી ભાઈને દૂધાદિ પિવડાવવા ઈચ્છે છે તે કેવી રીતે પીએ? ગૌતમ સ્વામી શ્રેણિકને કહે છે; આ વિવેકી રામ સ્નેહથી જેમ જીવતાની સેવા કરીએ તેમ મૃતક ભાઈની કરતા હતા. જુદા જુદા મનોહર ગીત, વીણા, બંસરી આદિના મધુર નાદ કરતા હતા, પણ તે બધું મૃતકને શું રુચે? જાણે મરેલા લક્ષ્મણ રામનો સંગ તજતા નહોતા. ભાઈને ચંદનનો લેપ કર્યો, હાથોથી ઉપાડી, હૃદય સાથે ચાંપી, શિર ચૂમતા હતા, મુખ ચૂમતા હતા, હાથ ચૂમતા હતા અને કહે છે-હે લક્ષ્મણ ! આ શું થયું? તું તો આટલું કદી ન સૂતો, હવે તો વિશેષ સૂવા લાગ્યો, હવે નિદ્રા તજો. આ પ્રમાણે સ્નેહરૂપ ગ્રહથી ગ્રહાયેલા બળદેવ નાના પ્રકારની ચેષ્ટા કરે છે. આ વૃત્તાંત આખી પૃથ્વી પર પ્રગટ થયા કે લક્ષ્મણનું મૃત્યુ થયું છે, લવ-અંકુશ મુનિ થયા છે અને રામ મોહના માર્યા મૂઢ થઈ ગયા છે ત્યારે વેરી ખળભળાટ કરવા લાગ્યા, જેમ વર્ષઋતુનો સમય પામીને મેઘ ગર્જના કરવા લાગે છે. શંબૂકના ભાઈ સુંદરનો પુત્ર, જેનું ચિત્ત વિરોધવાળું છે, તે ઇન્દ્રજિતના પુત્ર વજમાલી પાસે આવ્યો અને કહ્યું કે મારા પિતાના મોટા ભાઈ અને દાદા એ બન્નેને લક્ષ્મણે માર્યા છે તેથી મારે રઘુવંશીઓ સાથે વેર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #661 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪૦ એકસો અઢારમું પર્વ પદ્મપુરાણ છે અને આપણું પાતાળલંકાનું રાજ્ય પડાવી લીધું છે અને તે વિરાજિતને આપ્યું છે. વાનરવંશીઓનો શિરોમણિ સુગ્રીવ સ્વામીદ્રોહી થઈને રામને મળી ગયો તેથી રામ સમુદ્ર ઓળંગીને લંકામાં આવ્યા, રાક્ષસદ્વિપને ઉજ્જડ કર્યો, રામને સીતાનું અતિદુ:ખ હતું તેથી લંકા લેવા તે અભિલાષી થયા અને સિંહવાહિની તથા ગરુડવાહિની, બે મહાવિદ્યા રામલક્ષ્મણને મળી તેનાથી ઇન્દ્રજિત, કુંભકરણને કેદ કર્યા. લક્ષ્મણના હાથમાં ચક્ર આવ્યું તેનાથી રાવણની હત્યા કરી. હવે કાળચક્રથી લક્ષ્મણ મર્યા તેથી વાનરવંશીઓનો પક્ષ તૂટયો છે, વાનરવંશીઓ લક્ષ્મણની ભુજાઓના આશ્રયથી ઉન્મત્ત થઈ રહ્યા હતા, હવે તે શું કરશે, તે પક્ષ (મદદ) વિનાના થયા. રામને અગિયાર પખવાડિયાં થઈ ગયા, બારમું પખવાડિયું થયું છે. તે મૂઢ બની ગયા છે, ભાઈના મડદાને ઉપાડીને ફરે છે, આવો મોહ કોને હોય? જોકે રામ જેવા યુદ્ધા પૃથ્વી પર બીજા કોઈ નથી. તે હળ-મૂશળના ધારક અજિતીય મલ્લ છે તો પણ ભાઈના શોકરૂપ કીચડમાં ફસાયેલા બહાર નીકળવા સમર્થ નથી. તેથી અત્યારે રામ તરફના વેરનો બદલો લેવાની તક છે, જેના ભાઈએ આપણા વંશના ઘણાનો સંહાર કર્યો છે. શંબૂકના ભાઈના પુત્રે જ્યારે ઇન્દ્રજિતના પુત્રને આ વાત કરી ત્યારે તે ક્રોધથી પ્રજ્વલિત થયો, મંત્રીઓને આજ્ઞા આપી, રણભેરી વગડાવી સેના ભેગી કરી શબૂકના ભત્રીજા સાથે અયોધ્યા તરફ ચાલ્યો. તેનારૂપ સમુદ્ર લઈ પ્રથમ તો તેણે સુગ્રીવ પર કોપ કર્યો કે સુગ્રીવને મારી અથવા પકડી તેનો દેશ પડાવી લઈએ, પછી રામ સાથે લડીએ. ઇન્દ્રજિતના પુત્ર વજમાલિએ આ વિચાર કર્યો અને સુંદરના પુત્ર ત ચડાઈ કરી. આ સમાચાર સાંભળી રામના જે સેવક વિધાધરો હતો તે બધા રામચંદ્રની પાસે અયોધ્યામાં આવી ભેગા થયા. જેવી ભીડ અયોધ્યામાં લવણ-અંકુશના આવવાના દિવસે થઈ હતી તેવી થઈ. વેરીઓની સેના અયોધ્યાની સમીપે આવેલી સાંભળીને રામચંદ્ર લક્ષ્મણને ખભા ઉપર લઈને જ ધનુષબાણ હાથમાં સંભાળીને ને સાથે લઈ પોતે બહાર નીકળ્યા. તે વખતે કૃતાંતવકનો જીવ અને જટાયુ પક્ષીનો જીવ ચોથા સ્વર્ગમાં દેવ થયા હતા તેમનાં આસન કંપ્યાં. કૃતાંતવક્રનો જીવ સ્વામી અને જટાયું પક્ષીનો જીવ સેવક હતો. કૃતાંતવક્રના જીવે જટાયુના જીવને કહ્યું- હે મિત્ર! આજે તમે ગુસ્સે કેમ થયા છો? ત્યારે તેણે કહ્યું કે હું ગીધ પક્ષી હતો ત્યારે રામે મને વહાલા પુત્રની જેમ રહ્યો હતો અને જિનધર્મનો ઉપદેશ આપ્યો હતો. મરણ સમયે મોકાર મંત્ર આપ્યો હતો. તેથી હું દેવ થયો છું. અત્યારે તે તો ભાઈના શોકથી તપ્ત છે અને શત્રુની સેના તેના ઉપર ચડી આવી છે. ત્યારે કૃતાંતવકનો જીવ જે દેવ હતો તેણે અવધિજ્ઞાનથી જોઈને કહ્યું-હું મિત્ર ! મારા એ સ્વામી હતા, હું તેમનો સેનાપતિ હતો, તેમણે મને ખૂબ લાડ કર્યા છે, ભાઈ અને પુત્રોથી પણ અધિક ગણ્યો હતો. મારું એમને વચન આપેલું છે કે તમે જ્યારે ખેદ પામશો ત્યારે તમારી પાસે હું આવીશ. આમ પરસ્પર વાત કરીને ચોથા સ્વર્ગના વાસી તે બન્ને દેવ સુંદર આભૂષણ પહેરી, અયોધ્યા તરફ ચાલ્યા. બન્ને વિચિક્ષણ, પરસ્પર બન્નેએ મસલત કરી લીધી. કૃતાંતવક્રના જીવે જટાયુના જીવને કહ્યું કે તમે શત્રુઓની સેના તરફ જાવ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #662 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો અઢારમું પર્વ ૬૪૧ તેમની બુદ્ધિ હરી લ્યો અને હું રઘુનાથની સમીપે જાઉં છું. પછી જટાયુનો જીવ શત્રુ તરફ ગયો. કામદેવના રૂપથી તેમને મોહિત કર્યા અને તેમને એવી માયા બતાવી કે અયોધ્યાની આગળ અને પાછળ દુર્ગમ પહાડ પડ્યા છે, અયોધ્યા અપાર છે, આ અયોધ્યા કોઈથી જિતાય તેમ નથી. આ કૌશલપુરી સુભટોથી ભરેલી છે, કોટ આકાશને અડે તેટલો ઊંચો છે અને નગરની બહાર-અંદર દેવ, વિદ્યાધરો ભર્યા છે, એમને ખબર નહોતી કે આ નગરી મહાવિષમ છે, જમીન ઉપર કોઈએ કે આકાશમાં જોઈએ તો દેવ વિધાધરો ઊભરાઈ રહ્યા છે. હવે કેવી રીતે આપણા પ્રાણ બચી શકે, કેવી રીતે જીવતા પાછા ઘેર જઈએ, જ્યાં શ્રી રામદેવ બિરાજે છે તે નગરી અમારાથી કેવી રીતે જીતી શકાય, આવી વિક્રિયાશક્તિ વિધાધરોમાં ક્યાંથી હોય? અમે વિચાર્યા વિના આ કામ કર્યું છે. જો આગિયો સૂર્ય સાથે વેર કરવાનું વિચારે તો શું કરી શકે. હવે જો ભાગીએ તો કયા રસ્તે ભાગીએ, માર્ગ જ નથી. આ પ્રમાણે અંદરોઅંદર વાતો કરતાં ધ્રુજવા લાગ્યા, સમસ્ત શત્રુઓની સેના વિહ્વળ થઈ ગઈ. પછી જટાયુએ (જટાયુના જીવે) દેવવિક્રિયાની ક્રિીડા કરીને તેમને દક્ષિણ તરફ ભાગવાનો માર્ગ આપ્યો. તે બધા પ્રાણરહિત થઈને ધ્રુજતા ધ્રૂજતા ભાગ્યા જેમ બાજ પક્ષી પાસેથી પારેવા ભાગે. આગળ જઈને ઇન્દ્રજિતના પુત્ર વિચાર્યું કે આપણે વિભીષણને શો ઉત્તર આપીશું અને લોકોને મોટું કેવી રીતે બતાવીશું? આમ વિચાર કરી લજ્જિત થઈને સુંદરના પુત્ર, ચારે રત્નો સહિત અને વિદ્યાધરો સહિત ઇન્દ્રજિતના પુત્ર વજમાલી રતિવેગ નામના મુનિની નિકટ મુનિ થયા. ત્યારે આ જટાયુનો જીવ દેવ તે સાધુઓનાં દર્શન કરી પોતાનો સકળ વૃત્તાંત કહી ક્ષમા કરાવી અયોધ્યા આવ્યો, જ્યાં રામ ભાઈના શોકથી બાળક જેવી ચેષ્ટા કરતા હતા. તેમને સંબોધવા માટે તે બન્ને દેવે પ્રયત્ન કર્યો અને જટાયુનો જીવ મૃત બળદની વડે હળ ચલાવવાનો યત્ન કરવા લાગ્યો અને પથ્થર ઉપર બીજ વાવવા લાગ્યો તો પણ આ દષ્ટાંતો રામના મનમાં આવ્યાં નહિ. પછી કૃતાંતવક્રનો જીવ રામની આગળ ઘી મેળવવા માટે પાણી વલોવવા લાગ્યો અને જટાયુનો જીવ તેલ મેળવવા માટે રેતીને ઘાણીમાં પીલવા લાગ્યો. આ દષ્ટાંતોથી પણ રામને પ્રતિબોધ ન થયો. બીજાં પણ અનેક કાર્યો આ પ્રમાણે દેવોએ કર્યા ત્યારે રામે કહ્યું કે તમે સાવ મૂઢ છો, સૂકા વૃક્ષને સીંચવાથી શું કામ? અને મરેલા બળદથી હળ હાંકો છો તે શું છે? શિલા ઉપર બીજ વાવવાનો શો અર્થ? અને પાણી વલોવવા તથા રેતી પીલવાનાં ઇત્યાદિ કામ કર્યા તે શા માટે ? ત્યારે તે બન્નેએ કહ્યું-તમે ભાઈના મૃત શરીરને નકામાં લઈને ફરો છો, તે બાબતમાં આપ શું કહો છો? આ વચન સાંભળી લક્ષ્મણને છાતી સાથે મજબૂતપણે ચાંપીને પૃથ્વીપતિ રામે ક્રોધથી તેમને કહ્યું-હે કુબુદ્ધિમાનો ! મારો ભાઈ પુરુષોત્તમ છે, તેને માટે અમંગળના વચનો કેમ કહો છો ? આવા શબ્દો બોલવાથી તમને દોષ ઉપજશે. આ પ્રમાણે કૃતાંતવના જીવ અને રામની વચ્ચે વિવાદ થાય છે તે જ સમયે જટાયુનો જીવ મરેલા મનુષ્યનું કલેવર લાવી રામની પાસે આવ્યો. તેને જોઈ રામ બોલ્યો-મડદાને ખભે ઊંચકીને શા માટે ફરો છો ? ત્યારે તેણે કહ્યું-તમે પ્રવીણ હોવા છતાં પ્રાણરહિત લક્ષ્મણના શરીરને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #663 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪૨ એકસો અઢારમું પર્વ પદ્મપુરાણ લઈને કેમ ફરો છો? બીજાનો અણુમાત્ર પણ ઘેષ જુઓ છો ને પોતાને મેરુ જેવડો શ્રેષ દેખતા નથી. સરખેસરખા વચ્ચે પ્રીતિ થાય છે તેથી તમને મૂઢ જોઈને અમને અધિક પ્રીતિ ઉપજી છે. અમે નિરર્થક કાર્ય કરનારા તેમાં તમે મુખ્ય છો. અમે ઉન્મત્તપણાની ધજા લઈને ફરીએ છીએ ત્યાં તમને અતિઉન્મત્ત જોઈને તમારી પાસે આવ્યા છીએ. આ પ્રમાણે તે બન્ને મિત્રોનાં વચન સાંભળી રામ મોહરહિત થયા, શાસ્ત્રોનાં વચન યાદ કરીને સચેત થયા. જેમ સૂર્ય મેઘપટલમાંથી નીકળીને પોતાનાં કિરણોથી દેદીપ્યમાન ભાસે તેમ ભરતક્ષેત્રના પતિ રામરૂપી સૂર્ય મોહરૂપ મેઘપટલમાંથી નીકળીને જ્ઞાનરૂપી કિરણો વડે પ્રકાશવા લાગ્યા. જેમ શરદઋતુમાં કાળી ઘટારહિત આકાશ નિર્મળ શોભે છે તેમ રામનું મન શોકરૂપ કર્દમ રહિત નિર્મળ થવા લાગ્યું. રામ સમસ્ત શાસ્ત્રોમાં પ્રવીણ છે તે અમૃત સમાન જિનવચનને યાદ કરી ખેદરહિત થયા. તે ધીરતાના અવલંબનથી એવા શોભે છે, જેવો ભગવાનના અભિષેકમાં સુમેરુ શોભે. જેમ અત્યંત શીતળ પવનના સ્પર્શરહિત કમળોનું વન શોભે અને ખીલે તેમ શોકરૂપ કલુષતારહિત રામનું ચિત્ત વિકસિત થયું. જેમ કોઈ રાત્રીના અંધકારમાં માર્ગ ભૂલી ગયો હોય અને સૂર્યોદય થતાં માર્ગ હાથ આવતાં રાજી થાય, અત્યંત ક્ષુધાથી પીડિત મનવાંછિત ભોજન કરી અત્યંત આનંદ પામે અને જેમ કોઈ સમુદ્ર તરવાનો અભિલાષી વહાણ મળતાં હર્ષરૂપ થાય અને વનમાં માર્ગ ભૂલી નગરનો માર્ગ મળતાં રાજી થાય, તૃષાથી પીડિત સરોવર પ્રાપ્ત થતાં સુખી થાય, રોગપીડિતજન રોગહરણ ઔષધિ મળતાં અત્યંત આનંદ પામે અને પોતાના દેશમાં જવા ચાહનારને સાથીદાર જોઈ પ્રસન્નતા થાય, જે બંદીગૃહમાંથી છૂટવા ચાહતો હોય તેની બેડી કપાય અને તે જેવો હર્ષિત થાય તેમ રામચંદ્ર પ્રતિબોધ પામીને પ્રસન્ન થયા. જેમનું હૃદયકમળ ખીલ્યું છે, પરમ કાંતિ ધરતાં તે પોતાને સંસારના અંધારિયા કૂવામાંથી નીકળેલો માનવા લાગ્યા. તેમણે મનમાં જાણ્યું કે હું નવો જન્મ પામ્યો છું. શ્રી રામ વિચારે છે–અહો દર્ભની અણી પર પડેલું ઝાકળનું બિંદુ જેવું ચંચળ છે તેના જેવું મનુષ્યજીવન છે, તે ક્ષણમાત્રમાં નાશ પામી જાય છે. ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતાં મેં અત્યંત કષ્ટથી મનુષ્યશરીર પ્રાપ્ત કર્યું અને વૃથા ખોયું. કોના ભાઈ, કોના પુત્ર, કોનો પરિવાર, કોનું ધન, કોની સ્ત્રી? આ સંસારમાં આ જીવે અનંત સંબંધી મેળવ્યા, એક જ્ઞાન દુર્લભ છે. આ પ્રમાણે શ્રી રામ પ્રતિબદ્ધ થયા. ત્યારે તે બન્ને દેવ પોતાની માયા દૂર કરી લોકોને આશ્ચર્ય ઉપજાવનાર સ્વર્ગની વિભૂતિ પ્રગટ દેખાડવા લાગ્યા. શીતળ, મંદ, સુગંધી વાયુ વાવા લાગ્યો. આકાશમાં દેવોના વિમાનો જ વિમાનો દેખાવા લાગ્યાં, દેવાંગના ગાવા લાગી, વીણા, બાંસુરી, મૃદંગાદિ વાગવા લાગ્યાં. તે બન્ને દેવોએ રામને પૂછયું-આપે આટલા દિવસ રાજ્ય કર્યું તો શું સુખ મેળવ્યું? ત્યારે જવાબ આપ્યોરાજ્યમાં સુખ શાનું? જ્યાં અનેક વ્યાધિ હોય, જે એને તજીને મુનિ થયા તે સુખી છે. વળી હું તમને પુછું છું તે અતિસૌમ્ય વદનવાળા તમે કોણ છો અને કયા કારણે મને આટલું મોટું હિત બતાવ્યું? ત્યારે જટાયુના જીવે કહ્યું કે હે પ્રભો! હું તે ગીધ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #664 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ઓગણીસમું પર્વ ૬૪૩ પક્ષી છે. જ્યારે આપે મુનિઓને આહાર આપ્યો હતો, ત્યાં હું પ્રતિબદ્ધ થયો હતો. આપે મને નિકટ રાખ્યો, પુત્રની જેમ પાળ્યો અને લક્ષ્મણ તથા સીતા મારા ઉપર ખૂબ કૃપા વરસાવતાં. સીતાને રાવણ હરી ગયો તે દિવસે મેં રાવણ સાથે યુદ્ધ કર્યું. મારા પ્રાણ ચાલ્યા જવાની તૈયારી કરવા લાગ્યા તે સમયે આવી આપે મને પંચ નમોકાર મંત્ર આપ્યો. હું તમારી કૃપાથી ચોથા સ્વર્ગમાં દેવ થયો. સ્વર્ગના સુખથી મોહિત થયો. અત્યાર સુધી આપની પાસે આવ્યો નહિ. અત્યારે અવધિજ્ઞાનથી તમને લક્ષ્મણના શોકથી વ્યાકુળ જાણીને તમારી પાસે આવ્યો છું. પછી કૃતાંતવક્રત્રના જીવે કહ્યું હે નાથ! હું કૃતાંતવક્ર આપનો સેનાપતિ હતો, આપે મને ભાઈઓ અને પુત્રોથી પણ અધિક માન્યો હતો અને મને વૈરાગ્ય થતાં આપે આજ્ઞા કરી હતી કે જો તમે દેવ થાવ તો જ્યારે મને ચિંતા ઉપજે ત્યારે યાદ કરજો. આપને લક્ષ્મણના મરણની ચિંતા જાણી અમે તમારી પાસે આવ્યા છીએ. ત્યારે રામે બન્ને દેવોને કહ્યું-તમે મારા પરમમિત્ર છો, મહાપ્રભાવના ધારક ચોથા સ્વર્ગમાં દેવ મને સંબોધવા આવ્યા. તમારે માટે એ જ યોગ્ય છે. એમ કહીને રામે લક્ષ્મણના શોકથી રહિત થઈ લક્ષ્મણના શરીરને સરયૂ નદીના તીરે અગ્નિસંસ્કાર કર્યા. શ્રી રામે જે આત્મસ્વભાવના જ્ઞાતા છે, ધર્મની મર્યાદા પાળવા માટે ભાઈ શત્રુઘ્નને કહ્યું-હું શત્રુષ્ન! હું મુનિનાં વ્રત ધારણ કરી સિદ્ધપદ પ્રાપ્ત કરવા ચાહું છું. તું પૃથ્વીનું રાજ્ય કર. ત્યારે શત્રુઘ્ન કહ્યું- હે દેવ ! હું ભોગોનો લોભી નથી, જેને રાગ હોય તે રાજ્ય કરે, હું તમારી સાથે જિનરાજનાં વ્રત ધારણ કરીશ, મને બીજી અભિલાષા નથી. મનુષ્યોના શત્રુ આ કામ, ભોગ, મિત્ર, બાંધવ, જીવન એ બધાથી કોણ તૃપ્ત થયું છે? કોઈ જ તૃપ્ત થયું નથી. તેથી આ બધાંનો ત્યાગ જ જીવને કલ્યાણકારી છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણની દમ્પક્રિયા અને મિત્રદેવોના આગમનનું વર્ણન કરનાર એકસો અઢારમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો ઓગણીસમું પર્વ (શ્રી રામનું સુવર્ણ સ્વામી પાસે જઈ દીક્ષા ગ્રહણ ) પછી શ્રી રામચંદ્ર શત્રુઘ્નનાં વૈરાગ્યવચન સાંભળી તેને નિશ્ચયથી રાજ્યથી પરાડમુખ જાણી ક્ષણેક વિચાર કરી અનંગલવણના પુત્રને રાજ્ય આપ્યું. તે પિતાતુલ્ય ગુણોની ખાણ, કુળની પરંપરા જાળવનાર, જેને સમસ્ત સામંતો નમે છે, તે રાજ્યગાદીએ બેઠો. પ્રજાનો તેના પ્રત્યે ખૂબ અનુરાગ છે, તે પ્રતાપીએ પૃથ્વી પર આજ્ઞા પ્રવર્તાવી. વિભીષણ લંકાનું રાજ્ય પોતાના પુત્ર સુભૂષણને આપી વૈરાગ્ય માટે તૈયાર થયા. સુગ્રીવ પણ પોતાનું રાજ્ય અંગદને આપી સંસાર શરીરભોગથી ઉદાસ થયા. રામના આ બધા મિત્રો રામની સાથે ભવસાગર તરવા તૈયાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #665 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪૪ એકસો ઓગણીસમું પર્વ પદ્મપુરાણ થયા. રાજા દશરથના પુત્ર રામે ભરત ચક્રવર્તીની જેમ રાજ્યનો ભાર તજ્યો. કેવા છે. રામ? જે વિષયસુખને વિષસહિત અન્ન સમાન જાણે છે અને સમસ્ત વિભૂતિને કુલટા સ્ત્રી સમાન માને છે, એક કલ્યાણનું કારણ, મુનિઓને સેવવાયોગ્ય સુર-અસુરોથી પૂજ્ય શ્રી મુનિ સુવ્રતનાથનો ભાખેલો માર્ગ તેમણે હૃદયમાં ધારણ કર્યો, જન્મ-મરણના ભયથી જેમનું હૃદય કંપી ઊઠયું છે, જેમણે કર્મબંધ ઢીલા કર્યા છે, જેમણે રાગાદિક કલંક ધોઈ નાખ્યાં છે, જેમનું ચિત્ત વૈરાગ્યરૂપ છે, તે કલેશભાવથી રહિત મેઘપટલરહિત ભાનુ જેવા ભાસવા લાગ્યા, મુનિવ્રત ધારવાનો જેમનો અભિપ્રાય છે. તે સમયે અરહદાસ શેઠ આવ્યા. શ્રી રામે તેમને ચતુર્વિધ સંઘના કુશળ પૂછયા. તેમણે કહ્યું- હે દેવ! તમારા કષ્ટથી મુનિઓનાં મન પણ અનિષ્ટ સંયોગ પામ્યા. તેઓ વાત કરે છે અને સમાચાર આવ્યા છે કે મુનિસુવ્રતનાથના વંશમાં ઉપજેલા ચાર ઋદ્ધિના ધારક સ્વામી સુવ્રત, મહાવ્રતના ધારકકામક્રોધના નાશક આવ્યા છે. આ વાત સાંભળી અતિઆનંદથી ભરાઈ ગયેલા રામ, જેમના શરીરે રોમાંચ થઈ ગયાં છે, જેમનાં નેત્રો ખીલી ઊઠયાં છે, અનેક ભૂચર, ખેચર રાજાઓ સહિત જેમ પ્રથમ બળભદ્રવિજય સ્વર્ણકુંભ સ્વામી પાસે જઈ મુનિ થયા હતા તેમ મુનિ થવા સુવ્રત મુનિની પાસે ગયા. તે શ્રેષ્ઠ ગુણોના ધારક, જેમની આજ્ઞા હજારો મુનિ માને છે, તેમની પાસે જઈ પ્રદક્ષિણા દઈ હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કર્યા. સાક્ષાત મુક્તિનું કારણ એવા મહામુનિના દર્શન કરીને અમૃતના સાગરમાં મગ્ન થયા. પરમ શ્રદ્ધાથી રામચંદ્ર મુનિરાજને જિનચંદ્રની દીક્ષા આપવાની વિનંતી કરી–હે યોગીશ્વરોના ઇન્દ્ર! હું ભવપ્રપંચથી વિરક્ત થયેલો તમારું શરણ ગ્રહવા ચાહું છું. તમારા પ્રસાદથી યોગીશ્વરોના માર્ગમાં વિહાર કરું. આ પ્રમાણે રામે પ્રાર્થના કરી. રામે સમસ્ત રાગદ્વેષાદિક કલંક ધોઈ નાખ્યાં છે. ત્યારે મુનીન્દ્ર કહ્યું- હે નરેન્દ્ર! તમે આ કાર્ય માટે યોગ્ય જ છો, આ સંસાર ક્યો પદાર્થ છે? એને તજી તમે જિનધર્મરૂપ સમુદ્રનું અવગાહન કરો, આ માર્ગ અનાદિસિદ્ધ, બાધારહિત અવિનાશી સુખ આપનાર છે તેને તમારા જેવા બુદ્ધિમાન જ આદરે છે. મુનિએ આમ કહ્યું એટલે સંસારથી વિરક્ત મહાપ્રવીણ રામ જેમ સૂર્ય સુમેરુની પ્રદક્ષિણા કરે તેમ મુનીન્દ્રની પ્રદક્ષિણા કરવા લાગ્યા. જેમને જ્ઞાન પ્રગટયું છે, તેમણે વૈરાગ્યરૂપ વસ્ત્ર પહેરી કર્મોના નાશ માટે કમર કસી, આશારૂપ પાશ તોડી, સ્નેહનું પીંજરું બાળી, સ્ત્રીરૂપ બંધનથી છૂટી, મોહનું માન મારીને, હાર, કુંડળ, મુગટ, કેયૂર, કટિમેખલાદિ સર્વ આભૂષણો ફેંકી દઈ બધાં વસ્ત્રો ત્યાંજ્યાં. જેમનું મન પરમતત્ત્વમાં લાગ્યું છે તેમણે જેમ શરીરને તજે તેમ વસ્ત્રાભરણનો ત્યાગ કર્યો, પોતાના સુકુમાર કરથી કેશલોચ કર્યો, પદ્માસન ધારણ કરીને બેઠા. શીલના મંદિર આઠમાં બળભદ્ર સમસ્ત પરિગ્રહ તજીને રાહુ રહિત સૂર્યની જેવા શોભવા લાગ્યા. તેમણે પાંચ મહાવ્રત લીધાં, પાંચ સમિતિ અંગીકાર કરી, ત્રણ ગુણિરૂપ ગઢમાં બિરાજ્યા, મનદંડ, વચનદંડ, કાયદંડને નષ્ટ કરનાર છે કાયના મિત્ર સાત ભયરહિત, આઠ કર્મના રિપુ, નવ વાડે બ્રહ્મચર્ય પાળનાર, દશલક્ષણધર્મધારક, શ્રીવત્સલક્ષણથી શોભિત જેમનું ઉરસ્થળ છે એવા ગુણભૂષણ સકળદૂષણરહિત તત્ત્વજ્ઞાનમાં દઢ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #666 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ઓગણીસમું પર્વ ૬૪૫ રામચંદ્ર મહામુનિ થયા. દેવોએ પંચાશ્ચર્ય કર્યા, દુંદુભિ વાજિંત્રો વાગ્યાં. કૃતાંતનો જીવ અને જટાયુનો જીવ એ બન્ને દેવોએ મહાન ઉત્સવ કર્યો. જ્યારે પૃથ્વીપતિ રામ પૃથ્વીને તજીને નીકળ્યા ત્યારે ભૂમિગોચરી વિધાધર બધા જ રાજા આશ્ચર્ય પામ્યા, વિચારવા લાગ્યા કે આવી વિભૂતિ, આવા રત્ન, આ પ્રતાપ ત્યજીને રામદેવ મુનિ થયા તો અમારે બીજો ક્યો પરિગ્રહ છે કે જેના લોભથી ઘરમાં બેસી રહીએ. વ્રત વિના અમે આટલા દિવસ એમ જ ગુમાવ્યા છે. આમ વિચારીને અનેક રાજા ગૃહબંધનથી છૂટી, રાગમય ફાંસી કાપીને, દ્વેષરૂપ વેરીનો નાશ કરી, સર્વ પરિગ્રહનો ત્યાગ કરી મુનિ ભાઈ શત્રુદન પણ મુનિ થયા અને વિભીષણ, સુગ્રીવ, નળ, નીલ, ચંદ્રનખ, વિરાધિત ઈત્યાદિ અનેક રાજા મુનિ થયા. વિધાધરો સર્વ વિધાનો ત્યાગ કરી બ્રહ્મવિધા પામ્યા. કેટલાકને ચારણદ્ધિ ઉત્પન્ન થઈ. આ પ્રમાણે રામને વૈરાગ્ય થતાં સોળ હજારથી થોડા અધિક રાજાઓ મુનિ થયા અને સત્તાવીસ હજાર રાણીઓ શ્રીમતી આર્થિકાની પાસે આર્થિકા થઈ. પછી શ્રી રામ ગુરુની આજ્ઞા લઈ એકલવિહારી થયા. જેમણે સમસ્ત વિકલ્પો છોડ્યા છે તે પર્વતોની ગુફામાં, પર્વતોના શિખર પર અને વિષમ વનમાં જ્યાં દુષ્ટ જીવો ફરે છે ત્યાં શ્રી રામ જિનકલ્પી થઈ ધ્યાન ધરવા લાગ્યા. તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તેનાથી પરમાણું પર્યત દેખતા હતા, તેમને જગતના સકળ મૂર્તિક પદાર્થ ભાસતા હતા. તેમણે લક્ષ્મણના અનેક ભવ જાણ્યા, મોહનો સંબંધ તો નથી તેથી મન મમત્વ ન પામ્યું. હુવે રામના આયુષ્યનું વર્ણન સાંભળો. કુમારકાળ ૧૦૦ વર્ષ, મંડળિક પદ ૩O૦ વર્ષ, દિગ્વિજય ૪૦ વર્ષ અને ૧૧, પ૬૦ વર્ષ સુધી ત્રણ ખંડનું રાજ્ય કરી પછી મુનિ થયા. લક્ષ્મણનું મરણ એ જ પ્રમાણે હતું. તેમાં દેવોનો ઘેષ નહોતો અને ભાઈના મરણના નિમિત્તે રામને વૈરાગ્યનો ઉદય હતો. અવધિજ્ઞાનના પ્રતાપથી રામે પોતાના અનેક ભવ ગયા. અત્યંત વૈર્ય ધારી વ્રતશીલના પહાડ, શુક્લલેશ્યાથી યુક્ત, અતિગંભીર, ગુણોના સાગર, મોક્ષલક્ષ્મીમાં તત્પર શુદ્ધોપયોગના માર્ગમાં પ્રવર્યા. ગૌતમસ્વામી રાજા શ્રેણિક આદિ સકળ શ્રોતાઓને કહે છે કે જેમ રામચંદ્ર જિનેન્દ્રના માર્ગમાં પ્રવર્યા તેમ તમે સૌ પ્રવર્તે, તમારી શક્તિ પ્રમાણે અત્યંત ભક્તિથી જિનશાસનમાં તત્પર થાવ, જિન નામનાં અક્ષય (કદી નાશ ન પામે તેવા) રત્નોને પામી હે પ્રાણીઓ! મિથ્યા આચરણ તજો. દુરાચાર મહાન દુઃખનો દાતા છે, મિથ્યા શાસ્ત્રોથી જેનો આત્મા મોહિત છે અને જેમનું ચિત્ત પાખંડક્રિયાથી મલિન છે તે કલ્યાણનો માર્ગ ત્યજી જન્માંધની જેમ કુમાર્ગમાં પ્રવર્તે છે. કેટલાક મૂર્ખ સાધુનો ધર્મ જાણતા નથી અને સાધુને નાના પ્રકારનાં ઉપકરણ બતાવે છે અને તેમને નિર્દોષ માની ગ્રહણ કરે છે તે વાચાળ છે. જે કુલિંગ એટલે ખોટા વેશ મૂઢજનોએ આચર્યા છે તે વૃથા ખેદ પામે છે, તેમનાથી મોક્ષ નથી, જેમ કોઈ મૂર્ખ મડદાનો ભાર વહે તે વૃથા ખેદ પામે છે. જેમને પરિગ્રહું નથી અને કોઈની પાસે યાચના કરતા નથી તે ઋષિ છે. નિર્ગથ ઉત્તમ ગુણોથી મંડિત હોય તે પંડિતોએ સેવવાયોગ્ય છે. આ મહાબલી બળદેવના વૈરાગ્યનું વર્ણન સાંભળી સંસારથી વિરક્ત થાવ, જેનાથી ભવતાપરૂપ સૂર્યનો આતાપ પામો નહિ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #667 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪૬ એકસો વીસમું પર્વ પદ્મપુરાણ આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામના વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો ઓગણીસમું પર્વ પૂર્ણ થયું * * * એકસો વીસમું પર્વ (શ્રી રામનું આહાર નિમિત્તે નગરમાં આગમન અને અંતરાય થવાનાં કારણે પાછા જવું) પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે-હે ભવ્યોત્તમ! રામચંદ્રના અનેક ગુણો ધરણેન્દ્ર પણ અનેક જીભથી ગાવાને સમર્થ નથી, તે મુનિશ્વર જગતના ત્યાગી, મહાધીર, જેમને પાંચ ઉપવાસની પ્રતિજ્ઞા છે તે ઈર્ષા સમિતિ પાળતાં નંદસ્થલી નામની નગરીમાં પારણા માટે આવ્યા. ઉગતા સૂર્ય સમાન દીપ્તિવાળા તે જાણે ચાલતા પહાડ જ છે. સ્ફટિકમણિ જેવું જેમનું શુદ્ધ હૃદય છે તે પુરુષોત્તમ જાણે મૂર્તિમંત ધર્મ જ છે, જાણે ત્રણ લોકનો આનંદ એકત્ર કર્યો હોય તેવી રામની મૂર્તિ નીપજી છે. કાંતિના પ્રવાહથી પૃથ્વીને પવિત્ર કરતાં જાણે આકાશમાં અનેક રંગોથી કમળોનું વન વિસ્તારમાં નગરમાં પ્રવેશ કરવા લાગ્યા. તેમનું રૂપ જોઈ નગરનાં સર્વજનો ક્ષોભ પામ્યા. લોકો પરસ્પર વાતો કરે છે–અહો, જુઓ! આ અદભૂત આકાર જગતમાં દુર્લભ છે. કદી જોવા ન મળે, આ મહાપુરુષ અપૂર્વ નર બન્ને હાથ લંબાવીને આવે છે. ધન્ય આ ધૈર્ય, ધન્ય આ પરાક્રમ, ધન્ય આ રૂપ, ધન્ય આ કાંતિ, ધન્ય આ દીપ્તિ, ધન્ય આ શાંતિ અને ધન્ય આ નિર્મમત્વતા. આ કોઈ મનોહર પુરાણપુરુષ છે, આવો બીજો કોઈ ન હોય, ધોંસરી પ્રમાણ ધરતીને જોતાં, જીવદયા પાળતાં, શાંતદષ્ટિ, સમાધાનચિત્ત, જૈનના યતિ ચાલ્યા આવે છે. એવું કોનું ભાગ્ય હશે કે જેના ઘેર આ પુણ્યાધિકારી આહાર કરશે? કોને પવિત્ર કરશે? જેમના ઘેર એ આહાર લે તેનાં મહાન ભાગ્ય. આ ઇન્દ્ર સમાન રઘુકુળના તિલક અક્ષોભ પરાક્રમી, શીલના પહાડ રામચંદ્ર પુરુષોત્તમ છે, એમનાં દર્શનથી નેત્ર સફળ થાય, મન નિર્મળ થાય, જન્મસફળ થાય, શરીર પામવાનું ફળ ચારિત્રનું પાલન છે. આ પ્રમાણે નગરનાં લોકો રામનાં દર્શનથી આશ્ચર્ય પામ્યા. નગરમાં રમણીક ધ્વનિ થયો. શ્રી રામ નગરમાં પ્રવેશ્યા અને સમસ્ત ગલી અને માર્ગ સ્ત્રીપુરુષોથી ઊભરાઈ ગયા. નરનારીઓ જેમના ઘેર નાના પ્રકારનાં ભોજનો તૈયાર છે તે પ્રાસુક જળની ઝારી ભરીને દ્વારે ઊભા રહી પ્રતીક્ષા કરે છે. નિર્મળ જળ બતાવી, પવિત્ર ધોતી પહેરી નમસ્કાર કરે છે. હું સ્વામી! અહીં ઊભા રહો, અન્નજળ શુદ્ધ છે. આ પ્રમાણે વચન બોલે છે. જેમનાં હૃદયમાં હર્ષ સમાતો નથી. હે મુનિન્દ્ર! જયવંત રહો, હે પુણ્યના પહાડ! આનંદો, પધારો, આવી વાણીથી દશે દિશાઓ ભરાઈ ગઈ. ઘરઘરમાં લોકો પરસ્પર વાત કરે છે. સોનાના પાત્રોમાં દૂધ, દહીં, શેરડીનો રસ, દાળ, ભાત, ખીર, શીધ્ર તૈયાર કરી રાખો-સાકર, મોદક, કપૂરયુક્ત જળ, પુરી, શ્રીખંડ સારી રીતે વિધિપૂર્વક તૈયાર રાખો. આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #668 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો એકવીસમું પર્વ ૬૪૭ જાતનાં સ્ત્રી પુરુષોનાં વચનાલાપથી આખું નગર શબ્દરૂપ થઈ ગયું. ઉતાવળના માર્યા લોકો પોતાનાં બાળકોને સાચવી શક્યાં નહિ. માર્ગમાં લોકો દોડે છે, કોઈના ધક્કાથી કોઈ પડી જાય છે. આ પ્રમાણે લોકોના કોલાહલથી હાથી ખૂંટા ઉખાડી નાખવા લાગ્યા અને ગામમાં દોડવા લાગ્યા, તેમના કપોળમાંથી મદ ઝરવાથી માર્ગમાં જળનો પ્રવાહૂ થઈ ગયો, હાથીઓના ભયથી ઘોડા ઘાસ છોડી બંધન તોડાવી ભાગ્યા અને હણહણાટી કરવા લાગ્યા. આ પ્રમાણે હાથી-ઘોડાના ધમસાણથી લોકો વ્યાકુળ થયા. તે વખતે દાનમાં તત્પર રાજા કોલાહલ સાંભળીને મકાનની ઉપર આવીને ઊભા રહ્યા, દૂરથી મુનિનું રૂપ જોઈ મોહિત થયા. રાજાને મુનિ પ્રત્યે રાગ વિશેષ છે, પરંતુ વિવેક નથી તેથી અનેક સામંતો દોડાવ્યા અને આજ્ઞા કરી કે સ્વામી પધારે છે તેથી તમે જઈ પ્રણામ કરી ખૂબ ભક્તિથી વિનંતી કરી અહીં આહાર માટે લાવો. સામંતો પણ મૂર્ખ છે તેથી જઈને પગે પડીને કહેવા લાગ્યા હે પ્રભો ! રાજાને ઘેર ભોજન કરો, ત્યાં પવિત્ર શુદ્ધ ભોજન છે અને સામાન્ય લોકોને ઘેર આહાર રસહીન છે, આપને લેવાયોગ્ય નથી. અને તેમણે લોકોને રોકયા કે તમે આપવાનું શું જાણો? આ વચન સાંભળી, મહામુનિ પોતાને અંતરાય થયેલો જાણી નગરમાંથી પાછા ચાલ્યા ગયા ત્યારે બધા લોકો ખૂબ વ્યાકુળ બન્યા. મહાપુરુષ જિનઆજ્ઞાના પ્રતિપાલક, આચારાંગ સૂત્રપ્રમાણ જેમનું આચરણ છે, તે આહારને અર્થે નગરમાં આવી અંતરાય જાણી નગરમાંથી પાછા વનમાં ચાલ્યા ગયા, ચિતૂપના ધ્યાનથી મગ્ન કાયોત્સર્ગ ધરીને બેઠા. તે અદ્ભુત, અદ્વિતીય, સૂર્ય, મન અને નેત્રને પ્યારા લાગે તેવા રૂપવાળા નગરમાંથી આહાર લીધા વિના બહાર ગયા તેથી બધા જ ખૂબ ખેદખિન્ન થયાં. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામમુનિનું આહારાર્થે નગરમાં આગમન અને લોકોના કોલાહુલનો અંતરાય, વનમાં પાછા ગમન કરવાનું વર્ણન કરનાર એકસો વીસમું પર્વ પૂર્ણ થયું * * * એકસો એકવીસમું પર્વ (શ્રી રામનો વનચર્યાનો અભિગ્રહ અને વનમાંજ આહારનો યોગ મળવો) ત્યારપછી મુનિઓમાં શ્રેષ્ઠ રામે પંચોપવાસના પ્રત્યાખ્યાન કર્યા અને અભિગ્રહ કર્યો કે વનમાં કોઈ શ્રાવક શુદ્ધ આહાર આપે તો લેવો, નગરમાં ન જવું. આ પ્રમાણે વનચર્યાની પ્રતિજ્ઞા કરી. એક રાજા પ્રતિનંદને કોઈ દુષ્ટ તુરંગ લઈને ભાગ્યો તે લોકોની નજરમાંથી દૂર ચાલ્યો ગયો. રાજાની પટરાણી પ્રભવા અતિ ચિંતાતુર થઈ શીઘ્રગામી અશ્વ પર બેસી રાજાની પાછળ સુભટો સાથે ચાલી. જે તુરંગ રાજાને ઉપાડી ગયો હતો તે વનના સરોવરમાં કીચડમાં ફસાઈ ગયો. એટલામાં પટરાણી ત્યાં પહોંચી ગઈ. રાજા રાણી પાસે આવ્યો. રાણી હસતાં હસતાં રાજાને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #669 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪૮ એકસો બાવીસમું પર્વ પદ્મપુરાણ કહેવા લાગી કે હે મહારાજ! જો આ અર્થે આપનું હરણ કર્યું ન હોત તો આનંદવન જેવું વન અને માનસરોવર જેવું સરોવર કેવી રીતે જોવા મળત? ત્યારે રાજાએ કહ્યું- હે રાણી ! હવે વનયાત્રા સફળ થઈ, કારણ કે તારા દર્શન થયા. આ પ્રમાણે દંપતી પરસ્પર પ્રીતિની વાતો કરી સખીઓ સહિત સરોવરના તીરે બેસી નાના પ્રકારની જળક્રીડા કરી બન્ને ભોજનની તૈયારી કરવા લાગ્યાં. તે સમયે શ્રી રામ મુનિરાજ વનચર્યા કરનાર આ તરફ આહાર માટે પધાર્યા. તેમને જોઈ સાધુની ક્રિયામાં પ્રવીણ રાજાને હર્ષથી રોમાંચ થયો. રાણી સહિત સન્મુખ જઈ નમસ્કાર કરી એવા શબ્દો કહ્યા-હે ભગવાન! અહીં પધારો, અન્નજળ પવિત્ર છે. પ્રાસુક જળથી રાજાએ મુનિના પગ ધોયા, નવધા ભક્તિથી સપ્તગુણ સહિત મુનિને પવિત્ર ખીરનો આહાર આપ્યો. સુવર્ણના પાત્રમાં લઈ મહાપાત્ર મુનિના કરપાત્રમાં પવિત્ર અન્ન ભોજન આપ્યું. નિરંતરાય આહાર થયો તેથી દેવોએ આનંદિત થઈ પંચાશ્ચર્ય પ્રગટ કર્યા અને પોતે અક્ષીણ મહાઋદ્ધિના ધારક હોવાથી તે દિવસે રસોઈનું અન્ન અખૂટ થઈ ગયું. પંચાશ્ચર્યના નામ:-પંચવર્ણનાં રત્નોની વર્ષા તથા સુગંધી કલ્પવૃક્ષોની પુષ્પની વર્ષા, શીતળ મંદ સુગંધ પવન, દુંદુભિનાદ, જયજય શબ્દ, ધન્ય આ દાન, ધન્ય આ પાત્ર, ધન્ય આ વિધિ, ધન્ય આ દાતા. બહુ સારું થયું, સારું થયું, આનંદ પામો, વૃદ્ધિ પામો, ફૂળોફળો-આ પ્રકારના શબ્દો આકાશમાં દેવો બોલવા લાગ્યા. હવે નવધા ભક્તિનાં નામ-મુનિને પડગાહન, ઊંચા સ્થાને બિરાજમાન કરવા, ચરણારવિંદનું પ્રક્ષાલન ચરણોદક માથે ચડાવવું, પૂજા કરવી, મન શુદ્ધ, વચન શુદ્ધ, કાય શુદ્ધ, આહાર શુદ્ધ, શ્રદ્ધા, શક્તિ, નિર્લોભતા, દયા, ક્ષમા, ઈર્ષાનો અભાવ, હર્ષસહિત-આ દાતાનાં સાત ગુણ છે. રાજા પ્રતિનંદ મુનિદાનથી દેવો વડે પૂજાયો અને તેણે શ્રાવકના વ્રત લીધાં. જેનું સમ્યકત્વ નિર્મળ છે એવો તે પૃથ્વી પર પ્રસિદ્ધિ પામ્યો, તેનો ખૂબ મહિમા થયો. પંચાશ્ચર્યમાં જુદા જુદા પ્રકારનાં રત્નો અને સુવર્ણની વર્ષા થઈ, દશે દિશામાં ઉધોત થયો, પૃથ્વીનું દારિદ્ર ગયું, રાજા રાણી સહિત વિનયભક્તિથી નમ્રીભૂત મહામુનિને વિધિપૂર્વક નિરંતરાય આહાર આપી પ્રબોધ પામ્યો. પોતાનો મનુષ્યજન્મ સફળ માનવા લાગ્યો. રામ મહામુનિ તપને અર્થે એકાંતમાં રહ્યા. બાર પ્રકારનાં તપ કરનારા તપઋદ્ધિથી અદ્વિતીય, પૃથ્વી પર અદ્વિતીય સૂર્ય વિહરતા હતા. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. ૫. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામમુનિના નિરંતરાય આહારદર્શનનું વર્ણન કરનાર એકસો એકવીસમું પર્વ પૂર્ણ થયું એકસો બાવીસમું પર્વ (સીતાના જીવનું સ્વર્ગમાંથી આવી રામને મોહિત કરવા માટે ઉપસર્ગ કરવો અને રામને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવી), પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હું રાજન! તે આત્મારામમુનિ બળદેવ સ્વામી, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #670 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો બાવીસમું પર્વ ૬૪૯ જેમણે રાગદ્વેષને શાંત કર્યા છે, બીજા મનુષ્યોથી ન થઈ શકે એવું તપ કરવા લાગ્યા. મહાવનમાં વિહાર કરતા, પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરતા, શાસ્ત્રવેત્તા, જિતેન્દ્રિય, જેમને જૈનધર્મમાં અનુરાગ છે, સ્વાધ્યાયધ્યાનમાં સાવધાન, જેમને અનેક ઋદ્ધિઓ પ્રગટી છે, પરંતુ ઋદ્ધિઓની ખબર નથી, નિર્વિકાર, બાવીસ પરીષહુના જીતનાર, તેમના તપના પ્રભાવથી વનનાં સિંહ, વાઘ, મૃગાદિનાં ટોળાં તેમની નિકટ આવીને બેસે છે, જીવોનો જાતિવિરોધ (દ્વષ) મટી ગયો છે, રામનું શાંતસ્વરૂપ જોઈને તે શાંતરૂપ બન્યાં છે. શ્રી રામનું ચિત્ત ચિદાનંદમાં છે, પરવસ્તુની તેમને વાંછા નથી, જે કર્મકલંક દૂર કરવાનો પ્રયત્ન કરે છે, નિર્મળ શિલા પર બેસી આત્મધ્યાનમાં પ્રવેશ કર્યો, જેમ રવિ મેઘમાળામાં પ્રવેશ કરે તેમ. તે પ્રભુ સુમેરુ સમાન અચળ ચિત્ત કરી અચળ પવિત્ર સ્થાનમાં કાયોત્સર્ગ કરી નિજસ્વરૂપનું ધ્યાન કરતા હતા. કોઈ વાર વિહાર કરે છે તો ઈર્ષા સમિતિનું પાલન કરે છે, દેવદેવાંગનાથી તે પૂજાય છે. તે આત્મજ્ઞાની જિનઆશાના પાલક એવું તપ કરતા તે પંચમ કાળમાં કોઈથી ચિંતવી પણ ન શકાય, એક દિવસ વિહાર કરતાં તે કોટિશિલા પાસે આવ્યા. જેને લક્ષ્મણે નમોકારમંત્રનો જાપ કરીને ઊંચકી હતી, કોટિશિલા પર ધ્યાન ધરીને બેઠા, તેમનું મન ક્ષપકશ્રેણી ચડવાનું અને કર્મોને ખપાવવામાં ઉધમી હતું. હવે અમ્રુત સ્વર્ગનો પ્રતીન્દ્ર સીતાનો જીવ સ્વયંપ્રભ નામવાળો અવધિજ્ઞાનથી જાણીને વિચારવા લાગ્યો કે રામનો અને પોતાનો પરમ સ્નેહ હતો, પોતાના અનેક જીવ, જિનશાસનનું માહાભ્ય, રામનું મુનિ થવું. કોટિશિલા પર ધ્યાન ધરી બેસવું વગેરેનો વિચાર કરતાં તેણે જાણ્યું કે તે મનુષ્યોના ઇન્દ્ર, મનુષ્યલોકમાં મારા પતિ હતા, હું તેમની સ્ત્રી સીતા હતી. જુઓ કર્મની વિચિત્રતા! હું તો વ્રતના પ્રભાવથી સ્વર્ગલોક પામી અને લક્ષ્મણ રામના ભાઈ તેમને પ્રાણથી પ્રિય તે પરલોકમાં ગયા. રામ એકલા રહી ગયા. જગતને આશ્ચર્ય પમાડનાર બન્ને ભાઈ બળભદ્ર નારાયણ કર્મના ઉદયથી જુદા પડી ગયા. શ્રી રામ, હળ મૂશળના ધારક મહાબલી બળદેવે વાસુદેવના વિયોગથી જિનદેવની દીક્ષા અંગીકાર કરી. રાજ્ય અવસ્થામાં શસ્ત્રોથી સર્વત્ર શત્રુને જીત્યા અને મુનિ થઈને મનઇન્દ્રિયના વિજેતા થયા. હવે શુક્લધ્યાનથી કર્મશત્રુને જીતવા ચાહે છે, એવું જો થાય કે મારી દેવમાયાથી કાંઈક એમનું મન મોહમાં આવે, તે શુદ્ધોપયોગથી યૂત થઈ શુભોપયોગમાં આવી અહીં અમ્રુત સ્વર્ગમાં આવે તો મારે ને એમને ગાઢ પ્રેમ છે તેથી હું અને તે મેસ નંદીશ્વરાદિકની યાત્રા કરીએ અને બાવીસ સાગર પર્યત ભેગા રહીએ, મિત્રતા વધારીએ અને બન્ને મળી લક્ષ્મણને જોઈએ-મળીએ. આવો વિચાર કરીને સીતાનો જીવ પ્રતીન્દ્ર જ્યાં રામ ધ્યાનારૂઢ હતા ત્યાં આવ્યો. એમને ધ્યાનથી ભ્રષ્ટ કરવા માટે દેવમાયા રચી. વનમાં વસંતઋતુ પ્રગટ કરી. નાના પ્રકારનાં ફૂલો ખીલ્યાં, સુગંધી પવન વાવા લાગ્યો, પક્ષીઓ મનોહર અવાજ કરવા લાગ્યાં. ભમરા ગુંજારવ કરે છે, કોયલ બોલે છે, મેના-પોપટ જાતજાતના અવાજ કરે છે. આંબા પર મોર આવ્યા, કામના બાણ એવાં પુષ્પોની સુગંધ ફેલાઈ રહી છે, કર્ણકારનાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #671 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫૦ એકસો બાવીસમું પર્વ પદ્મપુરાણ વૃક્ષો ફૂલ્યાંફાલ્યાં છે તેનાથી વન પીળું બની ગયું છે, જાણે કે વસંતરાજ-ઋતુરાજ પીતાંબર પહેરી ક્રીડા કરી રહ્યો છે, મૌલશ્રીની વર્ષા થઈ રહી છે. આવી વસંતની લીલાથી તે પ્રતીન્દ્ર પોતે જાનકીનું રૂપ ધારણ કરી રામની સમીપે આવ્યો. તે મનોહર વનમાં બીજું કોઈ મનુષ્ય નથી. ઋતુઋતુનાં જાતજાતનાં વૃક્ષો ખીલ્યાં છે, તે સમયે રામની સમીપે સીતા સુંદરી કહેવા લાગી–હે નાથ ! પૃથ્વી ૫૨ ભ્રમણ કરતાં કોઈ પુણ્યના યોગથી તમને જોયા, વિયોગરૂપ તરંગોથી ઊછળતા સ્નેહરૂપ સમુદ્રમાં હું ડૂબું છું તો મને બચાવો, રોકો, આમ અનેક પ્રકારે રાગનાં વચન કહ્યાં, પરંતુ મુનિ અકંપ છે. તે સીતાનો જીવ મોહના ઉદયથી કોઈ વા૨ જમણી તરફ, કોઈ વાર ડાબી તરફ ફર્યા કરે છે. કામરૂપ જ્વરના યોગથી તેનું શરીર અને તેના અતિસુંદર અધર કંપે છે. તે આ પ્રમાણે કહેવા લાગી-હૈ દેવ! મેં વિચાર કર્યા વિના તમારી આજ્ઞા વિના દીક્ષા લીધી. મને વિદ્યાધરોએ ઉશ્કેરી, વે મારું મન તમારામાં છે. આ દીક્ષા અત્યંત વૃદ્ધોને માટે યોગ્ય છે. ક્યાં આ યૌવન અવસ્થા અને ક્યાં આ દુર્ધર વ્રત ? અત્યંત કોમળ ફૂલ દાવાનળની જ્વાળા કેવી રીતે સહન કરી શકે ? અને હજારો વિદ્યાધરોની કન્યા તમને વરવા ચાહે છે તે મને આગળ કરીને લાવી છે. તે કહે છે કે તમારા આશ્રયે અમે બળદેવને વરીએ. તે વખતે હજારો દિવ્ય કન્યાઓ જાતજાતનાં આભૂષણો પહેરી રાજહંસની જેવી ચાલવાળી પ્રતીન્દ્રની વિક્રિયાથી મુનીન્દ્રની સમીપે આવી, તે કોયલ કરતાં પણ અધિક મધુર બોલતી હતી. જાણે સાક્ષાત્ લક્ષ્મી જ હોય એવી શોભતી હતી. તે મનને આહ્લાદ ઉપજાવે અને કાનને અમૃત સમાન લાગે એવાં દિવ્ય ગીત ગાવા લાગી, વીણા, બંસરી, મૃદંગ બજાવવા લાગી. ભ્રમર સરખા શ્યામ કેશ, વીજળીના ચમકારા જેવી સુકુમાર પાતળી કેડ, અતિ કઠોર ઉન્નત સ્તનવાળી સુંદર શૃંગાર કરે, નાના, વર્ણકે વસ્ત્ર પહેરે, હાવભાવ, વિલાસ વિભ્રમ ધરતી, મુખ મલકાવતી પોતાની કાંતિથી આકાશને વ્યાપ્ત કરતી, મુનિની ચારે બાજુ બેસીને પ્રાર્થના કરવા લાગી-હે દેવ ! અમારું રક્ષણ કરો. વળી કોઈ એકાદ પૂછતી કે હૈ દેવ! આ કઈ વનસ્પતિ છે? તો બીજી કોઈ માધવી લતાના પુષ્પને પકડવાને બહાને હાથ ઊંચો કરીને પોતાનું અંગ દેખાડવા લાગી, કોઈ ભેગી થઈને તાળી દેતી રાસમંડળ રચવા લાગી, પલ્લવ સમાન કરવાળી કેટલીક પરસ્પર જળકેલિ કરવા લાગી. આ રીતે જાતજાતની ક્રીડા કરીને મુનિનું મન ડગાવવાનો પ્રયત્ન કરવા લાગી. હે શ્રેણિક! જેમ પવનથી સુમેરુ ન ડગે તેમ શ્રી રામચંદ્ર મુનિનું મન ડગ્યું નહિ. આત્મસ્વરૂપના અનુભવી રામદેવ જેમની દૃષ્ટિ સ૨ળ છે, જેમનો આત્મા શુદ્ધ છે તે પરીષહરૂપ વજ્રપાતથી ન ડગ્યા, ક્ષપક શ્રેણી ચડી શુક્લધ્યાનના પ્રથમ પાયામાં પ્રવેશ કર્યો. રામચંદ્રનો ભાવ આત્મામાં જોડાઈને અત્યંત નિર્મળ થયો તેથી તેમનું જોર ચાલ્યું નહિ. મૂઢજન અનેક ઉપાય કરે, પણ જ્ઞાની પુરુષોનું ચિત્ત ચળે નહિ. તે આત્મસ્વરૂપમાં એવા દૃઢ થયા કે કોઈ પ્રકારે ડગ્યા નહિ. પ્રતીદેવે માયાથી રામનું ધ્યાન ડગાવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ જ ઉપાય ચાલ્યો નહિ. તે ભગવાન પુરુષોત્તમ અનાદિકાળનાં કર્મોની વર્ગણા બાળવા તૈયાર થયા. પહેલા પાયાના પ્રસાદથી મોહનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #672 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૬૫૧ નાશ કરી બારમા ગુણસ્થાનમાં ચડયા. ત્યાં શુક્લધ્યાનના બીજા પાયાના પ્રસાદથી જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો નાશ કર્યો. માઘ શુક્લ બારસની પાછલી રાત્રે કેવળજ્ઞાન પામ્યા. ત્યારે ઇન્દ્રાદિક દેવોનાં આસન કંપ્યાં. ભગવાન રામને કેવળજ્ઞાન ઉપજ્યાનું અવધિજ્ઞાનથી જાણીને કેવળ કલ્યાણકની પૂજા માટે આવ્યા, મહાવિભૂતિ સંયુક્ત દેવોના સમૂહસહિત શ્રધ્ધાળુ બધા જ ઇન્દ્રો આવ્યા. ઘાતકર્મના નાશક અહંત પરમેષ્ઠીને ચારણમુનિ અને ચતુરર્નિકાયના દેવ બધા જ પ્રણામ કરવા લાગ્યા. તે ભગવાન છત્ર, ચમર, સિંહાસનાદિથી શોભિત ત્રણ લોકથી વંદવાયોગ્ય સયોગ કેવળીની ગંધકુટિ દેવો રચવા લાગ્યા. દિવ્ય ધ્વની ખર્યા, બધાએ શ્રવણ કર્યું, અને વારંવાર સ્તુતિ કરવા લાગ્યા, સીતાનો જીવ સ્વયંપ્રભ નામનો પ્રતીન્દ્ર કેવળીની પૂજા કરી ત્રણ પ્રદક્ષિણા કરી વારંવાર ક્ષમા માગવા લાગ્યો કે હે ભગવાન! મેં દુર્બુદ્ધિએ જે દોષ કર્યા છે તેને ક્ષમા કરો. ગૌતમ સ્વામી કહે છે- શ્રેણિક! તે ભગવાન બળદેવ અનંત લક્ષ્મીકાંતિથી સંયુક્ત આનંદમૂર્તિ કેવળીની ઇન્દ્રાદિક દેવો અનાદિ રીતિ-પ્રમાણ પૂજા-સ્તુતિ કરીને વિનંતી કરવા લાગ્યા. કેવળીએ વિહાર કર્યો ત્યારે દેવો પણ ચાલવા લાગ્યા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને કેવળજ્ઞાનની ઉત્પત્તિનું વર્ણન કરનાર એકસો બાવીસમું પર્વ પૂર્ણ થયું * * * એકસો તેવીસમું પર્વ (સીતાના જીવનું નરકમાં જઈને લક્ષ્મણ અને રાવણને સંબોધન) પછી સીતાનો જીવ પ્રતીન્દ્ર લક્ષ્મણના ગુણોને યાદ કરી જ્યાં લક્ષ્મણનો જીવ હતો અને ખરદૂષણનો પુત્ર સંબૂક અસુરકુમાર જાતિનો દેવ હતો, ત્યાં ગયો અને તેને સમ્યજ્ઞાનનું ગ્રહણ કરાવ્યું. તે ત્રીજા નરકમાં નારકીઓને બાધા કરાવે, હિંસાનંદ રૌદ્રધ્યાનમાં તત્પર, નારકીઓને પરસ્પર લડાવે, આગળ અસુરકુમાર ન જાય, નારકી જ પરસ્પર લડે. જ્યાં કેટલાકને અગ્નિકુંડમાં નાખે અને નારકીઓ પોકાર પાડે. કેટલાકને કાંટાવાળા શાલ્મલી વૃક્ષ પર ચડાવી ઘસડ છે, કેટલાકને લોઢાની મોગરીથી કૂટે છે. જે પૂર્વે માંસાહારી પાપી હતા તેમને તેમનું જ માંસ કાપીને ખવડાવે છે અને પ્રજ્વલિત લોઢાના ગોળા મારી મારીને તેમના મોઢામાં નાખે છે. કેટલાક મારના માર્યા ભૂમિ પર આળોટે છે, માયામયી કૂતરાં, બિલાડાં, સિંહ, વાઘ, દુષ્ટ પક્ષીઓ તેમનું ભક્ષણ કરે છે, ત્યાં તિર્યંચ નથી, નરકની વિક્રિયા છે. કેટલાકને શૂળીએ ચડાવે છે, વજની મોગરીથી મારે છે, કેટલાકને તાંબુ ગરમ કરી ઓગાળીને પાય છે અને કહે છે કે આ મદિરાપાનનાં ફળ છે. કેટલાકને લાકડાંમાં બાંધીને કરવતથી ચીરે છે, કેટલાકને કુહાડીથી કાપે છે, કેટલાકને ઘાણીમાં પીલે છે, કેટલાકની આંખો કાઢી લે છે, કેટલાકની જીભ કાઢી લે છે, દાંત તોડી નાખે છે ઈત્યાદિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #673 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપર એકસો તેવીસમું પર્વ પદ્મપુરાણ નારકીઓને અનેક દુઃખ છે. અવધિજ્ઞાનથી પ્રતીન્દ્ર નારકીઓની પીડા જોઈ શબૂકને સમજાવવા માટે ત્રીજી ભૂમિમાં ગયો. ત્યાં અસુરકુમાર જાતિના દેવો ક્રિડા કરતા હતા તે તો આના તેજથી ડરી ગયા. શબૂકને પ્રતીન્દ્ર કહ્યું-અરે પાપી, નિર્દયી, આ તેં શું માંડ્યું છે કે જીવોને દુઃખ આપે છે? હું નીચ દેવ! દૂર કર્મ છોડ, ક્ષમા રાખ. આ અનર્થ કરનારા કર્મથી શો લાભ છે? આ નરકનાં દુઃખ સાંભળીને જ ભય ઉપજે છે, તું પ્રત્યક્ષ નારકીઓને પીડા કરે છે, કરાવે છે, તેનો તને ત્રાસ નથી. પ્રતીન્દ્રનાં આ વચન સાંભળી શબૂક શાંત થયો. બીજા નારકી તેજ સહન કરી શક્યા નહિ, રોવા લાગ્યા અને ભાગવા લાગ્યા. ત્યારે પ્રતીન્દ્ર કહ્યું કે હું નારકીઓ! મારાથી ડરો નહિ, જે પાપ વડે નરકમાં આવ્યા છો તેમનાથી ડરો. પ્રતીન્દ્ર આમ કહ્યું ત્યારે તેમનામાં કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે અમે હિંસા, જૂઠું, ચોરી, પરસ્ત્રીગમન, બહુ આરંભ-પરિગ્રહમાં પ્રવર્યા હતા, રોદ્રધ્યાની થયા હતા, તેનું આ ફળ છે. અમે ભોગોમાં આસક્ત થયા, ક્રોધાદિક તીવ્રતાથી ખોટા કર્મ કર્યા, તેના કારણે આવું દુઃખ પામ્યાં. જુઓ, આ સ્વર્ગલોકના દેવ પુણ્યના ઉદયથી નાના પ્રકારના વિલાસ કરે છે. રમણીક વિમાનમાં બેસી જ્યાં ઈચ્છા હોય ત્યાં જ જાય છે. આ પ્રમાણે નારકી વિચારવા લાગ્યા અને શંબૂકનો જીવ જે અસુરકુમાર હતો તેને જ્ઞાન પ્રગટયું. પછી રાવણના જીવે પ્રતીન્દ્રને પૂછયું કે તમે કોણ છો ? ત્યારે તેણે બધી હકીકત કહી. તેણે કહ્યું કે હું સીતાનો જીવ તપના પ્રભાવથી સોળમાં સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયો છું અને શ્રી રામચંદ્ર મહામુનીન્દ્ર થઈ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય કર્મનો નાશ કરી કેવળી થયા છે તે ધર્મોપદેશ આપતાં જગતને તારતા ભરતક્ષેત્રમાં વિચરે છે, બાકીના ચાર અઘાતી કર્મોનો અંત કરી પરમધામ પધારશે. તું વિષયવાસનાથી વિષમ ભૂમિમાં પડ્યો છે, હજી પણ ચેત જેથી કૃતાર્થ થવાય. ત્યારે રાવણનો જીવ પ્રતિબોધ પામ્યો. તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન ઉપસ્યું. તેણે અશુભકર્મ બૂરાં માન્યાં, તે મનમાં વિચારવા લાગ્યો મેં મનુષ્યભવ પામીને અણુવ્રત, મહાવ્રત ન લીધાં તેથી આ અવસ્થા પામ્યો. અરેરે ! મેં શું કર્યું કે મને દુઃખસમુદ્રમાં નાખ્યો. આ મોહનું માહાભ્ય છે કે જીવ આત્મહિત કરી શકતો નથી. રાવણ પ્રતીન્દ્રને કહે છે-હે દેવ! તમે ધન્ય છો, તમે વિષયની વાસના તજી, જિનવચનરૂપ અમૃત પીને દેવોના નાથ થયા. ત્યારે પ્રતીન્દ્ર દયાળુ થઈને કહ્યું-તમે ડરો નહિ, ચાલો મારા સ્થાનમાં ચાલો, એમ કહીને તેને ઊંચકવાને તૈયાર થયો ત્યાં રાવણના જીવના શરીરના પરમાણ વિખરાઈ ગયા, જેમ અગ્નિથી માખણ ઓગળી જાય તેમ. કોઈ પણ ઉપાયથી તેને લઈ જવાને સમર્થ ન થયો, જેમ દર્પણમાં રહેલી છાયા પકડાતી નથી. ત્યારે રાવણના જીવે કહ્યું-હું પ્રભો ! તમે દયાળુ છો તેથી તમને દયા ઉપજે જ. પરંતુ આ જીવોએ પૂર્વે જ કર્મ ઉપાર્યો છે તેનું ફળ તે અવશ્ય ભોગવે છે. વિષયરૂપ માંસના લોભી દુર્ગતિનું આયુષ્ય બાંધે છે અને આયુષ્ય પર્યત દુઃખ ભોગવે છે. આ જીવ કર્મોને આધીન છે અને દેવ શું કરે? અમે અજ્ઞાનવશ અશુભકર્મ ઉપાર્યા છે એનું ફળ અવશ્ય ભોગવીશું, આપ અમને છોડાવવાને સમર્થ નથી. તેથી કૃપા કરીને એવો ઉપદેશ આપો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #674 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૬પ૩ કે જેથી ફરીથી દુર્ગતિનાં દુઃખ ન મળે. હે દયાનિધે! તમે પરમ ઉપકારી છો. ત્યારે દેવે કહ્યું-પરમકલ્યાણનું મૂળ સમ્યજ્ઞાન છે તે જિનશાસનનું રહસ્ય છે, અવિવેકીઓને અગમ્ય છે, ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે. આત્મા અમૂર્તિક સિદ્ધ સમાન છે તેને સમસ્ત પરદ્રવ્યોથી જુદો જાણો. જિનધર્મના નિશ્ચય વડે આ સમ્યગ્દર્શન જે કર્મોનું નાશક અને શુદ્ધ પવિત્ર પરમાર્થનું મૂળ છે તેને જીવોએ પ્રાપ્ત ન કર્યું તેથી અનંતભવ થયા. આ સમ્યગ્દર્શન અભવ્યોને અપ્રાપ્ય છે, ભવ્યોને કલ્યાણરૂપ છે, જગતમાં દુર્લભ છે, સકળમાં શ્રેષ્ઠ છે. તેથી જો તું આત્મકલ્યાણ ચાહતા હો તો તેને અંગીકાર કર, જેથી મોક્ષ પામે. તેનાથી ચડિયાતું બીજું કાંઈ છે નહિ, થયું નથી કે થશે નહિ, એનાથી જ બધા સિદ્ધ થયા છે અને થશે. જે અહંત ભગવાને જીવાદિક નવ પદાર્થ ભાખ્યા છે તેની દઢ શ્રદ્ધા કરવી, તેને સમ્યગ્દર્શન કહે છે-ઈત્યાદિ વચનોથી રાવણના જીવને પ્રતીન્દ્ર સમ્યકત્વ ગ્રહણ કરાવ્યું અને તેની દશા જોઈને વિચારવા લાગ્યો કે જુઓ, રાવણના ભવમાં આની કેવી કાંતિ હતી, અતિસુંદર લાવણરૂપ શરીર હતું તે અત્યારે કેવું થઈ ગયું છે, જેનું નવું વન અગ્નિથી બળી જાય. જેને જોઈને આખો લોક આશ્ચર્ય પામતો તે જ્યોતિ ક્યાં ગઈ? પછી તેને કહ્યું-કર્મભૂમિમાં તમે મનુષ્ય થયા હતા ત્યારે ઇન્દ્રિયોના ક્ષુદ્ર સુખને માટે દુરાચાર કરી આવા દુ:ખરૂપ સમુદ્રમાં ડૂળ્યા. પ્રતીન્દ્રના ઉપદેશનાં વચનો સાંભળી તેનું સમ્યગ્દર્શન દઢ થયું અને મનમાં વિચારવા લાગ્યો કે કર્મોના ઉદયથી દુર્ગતિનાં દુઃખ પ્રાપ્ત થયાં તેમને ભોગવી અહીંથી છૂટી મનુષ્યદેહ પામી જિનરાજનું શરણ ગ્રહીશ. પ્રતીન્દ્રને તેણે કહ્યું કે હે દેવ ! તમે મારું મહાન હિત કર્યું કે મને સમ્યગ્દર્શનમાં લગાડ્યો. હું પ્રતીન્દ્ર મહાભાગ્ય! હવે તમે જાવ, ત્યાં અમ્રુત સ્વર્ગમાં ધર્મનાં ફળથી સુખ ભોગવી મનુષ્ય થઈ શિવપુરને પ્રાપ્ત થાવ. જ્યારે તેણે આમ કહ્યું ત્યારે પ્રતીન્દ્ર તેને સમાધાનરૂપ કરી કર્મોના ઉદયને વિચારતા થકા સમ્યગ્દષ્ટિ ત્યાંથી ઉપર આવ્યા. સંસારની માયાથી જેનો આત્મા ભયભીત છે; અર્હત, સિદ્ધ, સાધુ જિનધર્મના શરણમાં જેવું મન તત્પર છે તેણે ત્રણવાર પંચમેની પ્રદક્ષિણા કરી, ચેત્યાલયોનાં દર્શન કરી, નારકીઓના દુઃખોથી કંપાયમાન છે ચિત્ત જેનું, સ્વર્ગલોકમાં પણ ભોગાવિલાષી ન થયા, જાણે કે નારકીઓના ધ્વનિ સાંભળે છે, સોળમાં સ્વર્ગના દેવને છઠ્ઠી નરક સુધી અવધિજ્ઞાનથી દેખાય છે, ત્રીજા નરકમાં રાવણના જીવન અને સંબૂકના જીવને જે અસુરકુમાર દેવ હતો તેને સંબોધી સમ્યકત્વ પ્રાપ્ત કરાવ્યું. હું શ્રેણિક! ઉત્તમ જીવોથી પરોપકાર બને છે. વળી તે સ્વર્ગલોકમાંથી ભરતક્ષેત્રમાં શ્રી રામના દર્શન માટે આવ્યા, પવનથી પણ શીઘ્રગામી વિમાનમાં બેસી અનેક દેવોને સાથે લઈ નાના પ્રકારનાં વસ્ત્રો પહેરી હાર, માળા, મુગટ વગેરેથી શોભતા શક્તિ, ગદા, ખગ, ધનુષ, બરછી, શતક્ન ઈત્યાદિ અનેક આયુધો ધારણ કરી રાજ, તુરંગ, સિંહ ઈત્યાદિ અનેક વાહન પર બેસી મૃદંગ, બંસરી, વીણા વગેરે વાજિંત્રોના અવાજથી દશે દિશાઓને પૂર્ણ કરતાં કેવળી પાસે આવ્યા. દેવોના વાહન ગજ, તરંગ, સિંહાદિક તિર્યંચ નથી, દેવોની વિક્રિયા છે, સીતાનો જીવ પ્રતીન્દ્ર શ્રી રામને હાથ જોડી, શિર નમાવી, વારંવાર પ્રણામ કરી સ્તુતિ કરવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #675 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫૪ એકસો તેવીસમું પર્વ પદ્મપુરાણ લાગ્યો છે સંસારસાગરના તારક! તમે ધ્યાનરૂપ પવનથી જ્ઞાનરૂપ અગ્નિ જલાવી સંસારરૂપ વનને ભસ્મ કર્યું અને શુદ્ધ વેશ્યારૂપ ત્રિશૂળથી મોહરિપુને હણ્યો, વૈરાગ્યરૂપ વજથી દઢ સ્નેહરૂપ પિંજરાના ચૂરા કર્યા. હે નાથ ! હે ભવસૂદન ! સંસારરૂપ વનથી જે ડરે છે તેમને માટે તમે શરણ છો. હે સર્વજ્ઞ! કૃતકૃત્ય, જગતગુરુ, જેમણે પ્રાપ્ત કરવા યોગ્ય પદની પ્રાપ્તિ કરી લીધી છે એવા હે પ્રભો! મારી રક્ષા કરો. મારું મન સંસારના ભ્રમણથી અત્યંત વ્યાકુળ છે. તમે અનાદિનિધન જિનશાસનનું રહસ્ય જાણી પ્રબળ તપથી સંસારસાગરથી પાર થયા. હું દેવાધિદેવ! આ તમને શું યોગ્ય છે કે મને ભગવનમાં તજી આપ એકલા વિમળપદ પામ્યા? ત્યારે ભગવાને કહ્યું- હે પ્રતીન્દ્ર! તું રાગ તજ. જે વૈરાગ્યમાં તત્પર છે તેમની જ મુક્તિ થાય છે. રાગી જીવ સંસારમાં ડૂબે છે. જેમ કોઈ શિલાને ગળે બાંધી ભુજાઓ વડે નદીને તરી શકે નહિ તેમ રાગાદિના ભારથી ચતુર્ગતિરૂપ નદી તરી શકાય નહિ. જે જ્ઞાન, વૈરાગ્ય, શીલ, સંતોષના ધારક છે તે જ સંસારને તરે છે. જે શ્રી ગુરુનાં વચનથી આત્માનુભવના માર્ગમાં લાગ્યા છે તે જ ભવભ્રમણથી છૂટયા છે, બીજો ઉપાય નથી. કોઈના લઈ જવાથી કોઈ લોકશિખરે જઈ શકે નહિ, એકમાત્ર વીતરાગભાવથી જ જાય. આ પ્રમાણે શ્રીરામ ભગવાને સીતાના જીવને કહ્યું. આ વાત ગૌતમ સ્વામીએ રાજા શ્રેણિકને કહી અને ઉમેર્યું કે હું નૃપ ! સીતાના જીવ પ્રતીન્દ્ર જે કેવળીને પૂછયું અને એમણે જવાબ આપ્યો તે તું સાંભળ. પ્રતીન્દ્ર પૂછયું-હું નાથ ! દશરથાદિક ક્યાં ગયા અને લવઅંકુશ ક્યાં જશે? ત્યારે ભગવાને કહ્યું-દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સુપ્રભા અને જનકનો ભાઈ, કનક આ બધા તપના પ્રભાવથી તેરમા દેવલોકમાં ગયા છે, એ બધા જ સમાન ઋદ્ધિના ધારક દેવ છે અને લવ-અંકુશ મહાભાગ્યવાન કર્મરૂપ રજથી રહિત થઈ આ જ જન્મમાં વિમળપદને પામશે. આ પ્રમાણે કેવળીની વાણી સાંભળી ફરીથી પૂછયું-હું પ્રભો ! ભામંડળ ક્યાં ગયો? ત્યારે તેમણે કહ્યું- હે પ્રતીન્દ્ર! તારો ભાઈ રાણી સુંદરમાલિની સહિત મુનિદાનના પ્રભાવથી દેવકુ ભોગભૂમિમાં ત્રણ પલ્યના આયુષ્યનો ભોક્તા ભોગભૂમિમાં થયો છે. તેના દાનની વાત સાંભળ-અયોધ્યામાં એક બહુકોટિ શેઠ કુલપતિ રહેતો. તેની સ્ત્રીનું નામ મકરા હતું. તેને રાજાઓ જેવો પરાક્રમી પુત્ર હતો. જ્યારે કુલપતિએ સાંભળ્યું કે સીતાને વનમાં મોકલી દેવામાં આવી છે ત્યારે તેણે વિચાર્યું-તે મહાગુણવતી, શીલવતી, સુકુમાર અંગવાળી, નિર્જન વનમાં એકલી કેવી રીતે રહેશે? ધિક્કાર છે સંસારની ચેષ્ટાને ! આમ વિચારીને ચિત્તમાં દયા લાવી યુતિ ભટ્ટારકની સમીપે મુનિ થયો. તેને બે પુત્ર અશોક અને તિલક નામના હતા. આ બન્ને પણ મુનિ થયા. ઘુતિ ભટ્ટારક સમાધિમરણ કરી નવમી રૈવેયકમાં અહમિન્દ્ર થયા અને આ પિતા અને બેય પુત્રો તામ્રચૂર્ણ નામના નગરમાં કેવળીની વંદના કરવા ગયા. માર્ગમાં પચાસ યોજનની એક અટવી આવી ત્યાં ચાતુર્માસ કરીને રહ્યા. એક વૃક્ષ નીચે ત્રણે સાધુ બિરાજ્યા, જાણે સાક્ષાત્ રત્નત્રય જ છે. ત્યાં ભામંડળ આવી ચડ્યો, અયોધ્યા આવતો હતો, તેણે વિષમ વનમાં મુનિઓને જોઈ વિચાર કર્યો કે આ મહાપુરુષ જિનસૂત્રની આજ્ઞા-પ્રમાણ નિર્જન વનમાં બિરાજ્યા છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #676 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૫૫ ચોમાસામાં મુનિઓનો વિહા૨ થાય નહિ. હવે એ આહાર કેવી રીતે કરશે ? તેથી વિધાની પ્રબળ શક્તિથી નજીકમાં એક નગર બનાવ્યું, જ્યાં બધી સામગ્રી પૂર્ણ હતી, બહાર જાતજાતના બગીચા, સરોવર, અનાજનાં ખેતરો અને નગરમાં મોટી જનસંખ્યા, ખૂબ સંપત્તિ ચાર મહિના પોતે પણ પરિવાર સહિત તે નગરમાં રહ્યો અને મુનિઓની વૈયાવૃત્ય કરી. તે વન એવું હતું કે જેમાં જળ નહોતું તેથી અદ્ભુત નગર વસાવ્યું, જ્યાં અન્નજળની બાહુલ્યતા હતી. તે નગરમાં મુનિઓનો આહાર થયો. બીજાં પણ દુઃખી અને ભૂખ્યા પ્રાણીઓને જાતજાતનાં દાન આપ્યાં. સુંદ૨માલિની રાણી સહિત પોતે મુનિઓને અનેક વાર નિરંતરાય આહાર આપ્યો. ચાતુર્માસ પૂર્ણ થયું. મુનિઓએ વિહાર કર્યો અને ભામંડળ અયોધ્યા આવી ફરી પોતાના સ્થાનકે ગયો. એક દિવસ સુંદરમાલિની રાણીસહિત તે સુખમાં સૂતો હતો તે મહેલ ઉપર વિજળી પડી. રાજા-રાણી બન્ને મરીને મુનિદાનના પ્રભાવથી સુમેરુ પર્વતની જમણી તરફ દેવકુરુ ભોગભૂમિમાં ત્રણ પલ્યનાં આયુષ્યના ભોક્તા યુગલ ઉપજ્યાં. તે દાનના પ્રભાવથી સુખ ભોગવે છે. જે સમ્યક્ત્વરહિત છે અને દાન કરે છે તે સુપાત્રદાનના પ્રભાવથી ઉત્તમતિના સુખ પામે છે તેથી આ પાત્રદાન મહાસુખનો દાતા છે. આ વાત સાંભળી ફરીથી પ્રતીન્દ્રે પૂછ્યું-હું નાથ! રાવણ ત્રીજી નરકમાંથી નીકળી ક્યાં ઉત્પન્ન થશે અને હું સ્વર્ગમાંથી ચ્યવીને ક્યાં ઉપજીશ. મારા, લક્ષ્મણના અને રાવણના કેટલા ભવ બાકી છે તે કહો. ત્યારે સર્વજ્ઞદેવે કહ્યું-હું પ્રતીન્દ્ર સાંભળ. તે બન્ને વિજયાવતી નગરીમાં સુનંદ નામના સમ્યગ્દષ્ટિ ગૃહસ્થની ભાર્યા રોહિણીના ગર્ભમાં અરદાસ અને ઋષિદાસ નામના પુત્ર થશે. બન્ને ભાઈ ગુણવાન, નિર્મળ મનવાળા, ઉત્તમ ક્રિયાના રક્ષક શ્રાવકનાં વ્રત આરાધી સમાધિમરણ કરી જિનરાજનું ધ્યાન ધરી સ્વર્ગમાં દેવ થશે. ત્યાં સાગ૨ો પર્યંત સુખ ભોગવી સ્વર્ગમાંથી ચ્યવી તે જ નગરમાં મોટા કુળમાં જન્મ લેશે. તે મુનિઓને દાન આપી મધ્યમ ભોગભૂમિ હરિક્ષેત્રમાં યુગલિયા થઈ બે પલ્યનું આયુષ્ય ભોગવી સ્વર્ગમાં જશે. પછી તે જ નગરીમાં રાજા કુમારકીર્તિ અને રાણી લક્ષ્મીના જયકાંત અને જયપ્રભ નામના પરાક્રમી પુત્રો થશે. પછી તપથી સાતમા સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થશે. દેવલોકનાં સુખ ભોગવશે અને તું સોળમાં અચૂત સ્વર્ગમાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં રત્નસ્થળપુર નગરમાં ચૌદ રત્નનો સ્વામી, છ ખંડ પૃથ્વીનો સ્વામી, ચક્ર નામનો ચક્રવર્તી થઈશ ત્યારે તે સાતમા સ્વર્ગમાંથી ચ્યવીને તારા પુત્રો થશે. રાવણના જીવનું નામ ઇન્દ્રસ્થ અને વાસુદેવના જીવનું નામ મેઘરથ. બન્ને મહાન ધર્માત્મા થશે. તેમના વચ્ચે પરસ્પર ગાઢ સ્નેહ થશે. અને તારો તેમના પ્રત્યે ઊંડો સ્નેહ થશે. રાવણે નીતિથી ત્રણ ખંડ પૃથ્વીનું અખંડ રાજ્ય કર્યું હતું અને જન્મપર્યંત એ પ્રતિજ્ઞા નિભાવી હતી કે જે ૫૨સ્ત્રી મને નહિ ઈચ્છે તેને નહિ સેવું તેથી રાવણનો જીવ ઇન્દ્રરથ ધર્માત્મા કેટલાક શ્રેષ્ઠ ભવ ધરી તીર્થંકર દેવ થશે, ત્રણ લોક તેને પૂજશે એ તું ચક્રવર્તી રાજ્યપદ તજી મુનિવ્રતધારી થઈ પંચોત્તરમાં વૈજયંત નામના વિમાનમાં તપના પ્રભાવથી અમિન્દ્ર થઈશ. ત્યાંથી ચ્યવી રાવણના જીવ તીર્થંકરના પ્રથમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #677 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫૬ એકસો તેવીસમું પર્વ પદ્મપુરાણ ગણધર થઈ નિર્વાણપદ પામીશ. પ્રતીન્દ્ર આ કથા ભગવાન રામના મુખે સાંભળી અત્યંત હર્ષ પામ્યો. પછી સર્વજ્ઞદેવે કહ્યું- હે પ્રતીન્દ્ર! તારા ચક્રવર્તીપદનો બીજો પુત્ર મેઘરથ કેટલાક ઉત્તમ ભવ કરીને પુષ્કરદ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં શતપત્ર નામના નગરમાં પંચકલ્યાણકના ધારક તીર્થંકરદેવ ચક્રવર્તીપદ ધરીને થશે. તે સંસારનો ત્યાગ કરી કેવળજ્ઞાન ઉપજાવીને અનેકોને તારશે અને પોતે પરમધામ પધારશે. આ તને વાસુદેવના ભવ કહ્યા. હું હવે સાત વર્ષમાં આયુષ્ય પૂર્ણ કરી લોકશિખરે જઈશ, જ્યાંથી ફરી આવવાનું નથી. જ્યાં અનેક તીર્થકરો ગયા અને જશે, જ્યાં અનંત કેવળી પહોંચ્યા, જ્યાં ઋષભાદિ ભરતાદિ બિરાજે છે તે અવિનાશીપુર ત્રિલોકના શિખરે અનંત સિદ્ધો છે, ત્યાં હું રહીશ. આ વચન સાંભળી પ્રતીન્દ્ર પદ્મનાભ શ્રી રામચંદ્ર સર્વજ્ઞ વીતરાગને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. તેણે મધ્યલોકનાં સર્વ તીર્થોની વંદના કરી, ભગવાનનાં કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયો અને નિર્વાણક્ષેત્રોની સર્વત્ર પૂજા કરી અને નંદીશ્વરદ્વીપમાં અંજનગિરિ, દધિમુખ રતિકર ચૈત્સાલયોની મહાન વિધાનથી અષ્ટાહિનકાની પૂજા કરી. દેવાધિદેવ શ્રી અરિહંત સિદ્ધનું ધ્યાન કર્યું. કેવળીનાં આ વચન સાંભળી એવો નિશ્ચય થયો કે હું કેવળી થઈ ગયો, અલ્પ ભવ છે. ભાઈના સ્નેહથી ભોગભૂમિમાં જ્યાં ભામંડળનો જીવ છે ત્યાં તેને જોયો અને તેને કલ્યાણનો ઉપદેશ કર્યો. પછી પોતાના સ્થાન સોળમાં સ્વર્ગમાં ગયો, જ્યાં હજારો દેવાંગનાઓ સાથે માનસિક ભોગ ભોગવવા લાગ્યો. શ્રી રામચંદ્રજી સત્તર હજાર વર્ષનું આયુષ્ય, સોળ ધનુષ્યની ઊંચી કાયા ધરાવતા હુતા તે કેટલાક જન્મનાં પાપોથી રહિત થઈ સિદ્ધ થયા. તે પ્રભુ ભવ્ય જીવોનું કલ્યાણ કરો. તે જન્મ, જરા, મરણરૂપ મારિપુને જીતીને પરમાત્મા થયા. જેમનો મહિમા જિનશાસનમાં પ્રગટ છે તે જન્મ, જરા, મરણનો વિચ્છેદ કરી અખંડ અવિનાશી પરમ અતીન્દ્રિય સુખ પામ્યા, સુર, અસુર મુનિવરોના અધિપતિઓથી સેવવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, દોષોના વિનાશક પચ્ચીસ વર્ષ તપ કરી, મુનિવ્રત પાળી કેવળી થયા તે આયુષ્યપર્યત કેવળી દશામાં ભવ્યોને ધર્મોપદેશ દઈ ત્રણ લોકના શિખર પર જે સિદ્ધપદ છે ત્યાં સિધાવ્યા. સિદ્ધપદ સંકળ જીવોનું તિલક છે, રામ સિદ્ધ થયા, તમે રામને મસ્તક નમાવી નમસ્કાર કરો. રામ સુર, નર મુનિઓ દ્વારા આરાધવા યોગ્ય છે, જેમના શુદ્ધ ભાવ છે, સંસારનાં કારણ રાગદ્વેષમોહાદિકથી રહિત છે, પરમ સમાધિનું કારણ છે, મહામનોહર છે, જેમણે પોતાના પ્રતાપથી તરુણ સૂર્યના તેજને જીતી લીધું છે અને તેમના જેવી કાંતિ શરદઋતુની પૂર્ણિમાના ચંદ્રમામાં નથી, સર્વ ઉપમારહિત અનુપમ વસ્તુ છે. આત્મસ્વરૂપમાં આરૂઢ, જેમનું ચિત્ર શ્રેષ્ઠ છે એવા શ્રી રામ યતીશ્વરોના ઈશ્વર, દેવોના અધિપતિ પ્રતીન્દ્રની માયાથી મોહિત ન થયા. જીવોના હિતુ, પરમઋદ્ધિથી યુક્ત, આઠમાં બળદેવ, અનંતવીર્યના ધારી, અતુલ મહિમામંડિત, નિર્વિકાર, અઢાર દોષરહિત, અઢાર હજાર શીલના ભેદથી પૂર્ણ, અતિ ઉદાર, અતિ ગંભીર, જ્ઞાનદીપક, જેમનો પ્રકાશ ત્રણ લોકમાં પ્રગટ છે, આઠ કર્મને બાળનાર ગુણોના સાગર ક્ષોભરહિત સુમેરુ જેવા અચળ, ધર્મના મૂળ, કષાયરૂપ રિપુના નાશક, સમસ્ત વિકલ્પ રહિત, નિર્દક, જિનેન્દ્ર શાસનનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #678 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૬૫૭ રહસ્ય પામીને અંતરાત્મામાંથી પરમાત્મા થયા, તેમણે ત્રૈલોક્યપૂજ્ય પરમેશ્વરપદ મેળવ્યું, તેમની તમે પૂજા કરો. જેમણે કર્મરૂપ મળ ધોઈ નાખ્યા છે, કેવળજ્ઞાન, કેવળદર્શનમય, યોગીશ્વરોના નાથ, સર્વ દુઃખોને મટાડનાર, મન્મથને મથનાર તેમને પ્રણામ કરો. આ શ્રી બળદેવનું ચરિત્ર મહામનોજ્ઞ છે તેને જે ભાવ ધરીને વાંચશે, સાંભળશે, શીખશે, શીખવશે, શંકારહિત થઈને અત્યંત હર્ષપૂર્વક રામની કથાનો અભ્યાસ કરશે તેમના પુણ્યની વૃદ્ધિ થશે અને વેરી હાથમાં ખગ લઈને મારવા આવ્યો હોય તે શાંત થઈ જશે. આ ગ્રંથના શ્રવણથી ધર્મના અર્થી ઈષ્ટ ધર્મ પામે છે, યશના અર્થી યશ પામે છે, રાજ્યભ્રષ્ટ થયા હોય તે રાજ્યકામનાવાળાને રાજ્ય મળે છે, એમાં સંદેહ નથી. ઈષ્ટસંયોગના અર્થી ઈષ્ટસંયોગ મેળવે, ધનના ઈચ્છક ધન મેળવે, વિજયના ઈચ્છક વિજય મેળવે, સ્ત્રીના ઈચ્છક સ્ત્રી પામે, લાભના અર્થી લાભ પામે, સુખના અર્થી સુખ પામે ને કોઈના પ્રિયજન વિદેશ ગયા હોય અને તેના આવવા માટે આકુળતા સેવતા હોય તો તે સુખેથી ઘરે આવે. મનમાં જે અભિલાષા હોય તે જ સિદ્ધ થાય, સર્વ વ્યાધિ શાંત થાય, ગ્રામના, નગરના, વનના, જળના દેવ પ્રસન્ન થાય અને નવ ગ્રહોની બાધા ન થાય, ક્રૂર ગ્રહો શાંત થઈ જાય. જે પાપ ચિંતવનમાંય ન આવે તે ક્ષય પામે અને સકળ અકલ્યાણ રામની કથાથી ક્ષય પામે. જેટલા મનોરથો હોય છે તે બધાં રામકથાના પ્રસાદથી પ્રાપ્ત થાય, વીતરાગભાવ દઢ થાય તેનાથી હજારો ભવનાં ઉપર્જલાં પાપોને પ્રાણી દૂર કરે, કદરૂપ સમુદ્રને તરીને શીધ્ર જ સિદ્ધપદ પ્રાપ્ત કરે. આ ગ્રંથ મહાપવિત્ર છે, જીવોને સમાધિ ઉપજાવવાનું કારણ છે. જુદા જુદા જન્મમાં જીવે મહાકલેશના કારણે પાપ ઉપામ્ય હોય તેમનો નાશ કરે છે અને અનેક પ્રકારનાં આખ્યાનોથી સહિત છે. જે મોટા પુરુષોની કથા છે તે ભવ્યજીવરૂપી કમળોને પ્રફુલ્લિત કરે છે, સકળ લોકથી નમસ્કાર કરવા યોગ્ય છે. શ્રી વર્ધમાન ભગવાને ગૌતમને અને ગૌતમે શ્રેણિકને કહ્યું તે જ પ્રમાણે કેવળી, શ્રુતકેવળી કહેતા હતા. રામચંદ્રનું ચરિત્ર સાધુઓની વૃદ્ધિનું કારણ, સર્વોત્તમ, મહામંગળરૂપ મુનિઓની પરિપાટીથી પ્રગટ થતું રહ્યું, જેમાં સુંદર વચનો છે, સમીચીન અને અતિ અભુત, ઇન્દ્રગુરુ નામના મુનિ, તેમના શિષ્ય દિવાકરસેન, તેમના શિષ્ય લક્ષ્મણસેન તેમના શિષ્ય રવિષેણ, તેમણે જિન-આજ્ઞાનુસાર કહ્યું છે. આ રામનું પુરાણ સમ્યગ્દર્શનની સિદ્ધિનું કારણ, મહાકલ્યાણ કરનાર, નિર્મળ જ્ઞાન આપનાર, વિચક્ષણ જીવોએ નિરંતર સાંભળવા યોગ્ય છે. અતુલ પરાક્રમી અભુત આચરણના ધારક, મહાસુકૃતિ, દશરથનંદનનો મહિમા ક્યાં સુધી કહું? આ ગ્રંથમાં બળભદ્ર નારાયણ અને પ્રતિનારાયણનું વિસ્તારરૂપ ચરિત્ર છે. જે આમાં બુદ્ધિ જોડશે તે અકલ્યાણરૂપ પાપોનો ત્યાગ કરી શિવ એટલે કે મુક્તિને પોતાની કરશે. જીવ વિષયની વાંછાથી અકલ્યાણ પામે છે. વિષયાભિલાષા કદી પણ શાંતિનું કારણ નથી. જુઓ, વિધાધરોનો અધિપતિ રાવણ પરસ્ત્રીની અભિલાષાથી કષ્ટ પામ્યો, કામના રાગથી હણાયો. આવા પુરુષોની જો આ દશા હોય તો બીજાં પ્રાણીઓ વિષયવાસનાથી કેવી રીતે સુખ પામે? રાવણ હજારો સ્ત્રીઓથી મંડિત સુખ ભોગવતો હતો તે તૃપ્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #679 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫૮ એકસો તેવીસમું પર્વ પદ્મપુરાણ ન થયો, તેણે પરદારની કામના કરી અને વિનાશ પામ્યો. આ વ્યસનોથી જીવ કેવી રીતે સુખી થાય? જે પાપી પરસ્ત્રીનું સેવન કરે તે કષ્ટસાગરમાં પડે અને શ્રી રામચંદ્ર મહાશીલવાન, પરદારા-પરાડમુખ, જિનશાસનના ભક્ત ધર્માનુરાગી ઘણો કાળ, રાજ્ય ભોગવી સંસારને અસાર જાણી, વીતરાગના માર્ગમાં પ્રવર્તા, પરમપદ પામ્યા. બીજાઓ પણ જે વીતરાગના માર્ગ પ્રવર્તશે તે શિવપુર પહોંચશે. તેથી જે ભવ્ય જીવ છે તે જિનમાર્ગની દઢ પ્રતીતિ કરીને પોતાની શક્તિ પ્રમાણે વ્રતનું આચરણ કરો. જો પૂર્ણ શક્તિ હોય તો મુનિ થાવ અને ન્યૂન શક્તિ હોય તો અણુવ્રતના ધારક શ્રાવક થાવ. આ પ્રાણી ધર્મના ફળથી સ્વર્ગમોક્ષનાં સુખ પામે છે અને પાપના ફળથી નરક નિગોદનાં ફળ પામે છે, એમ નિઃસંદેહ જાણો. અનાદિકાળની આ જ રીત છે—ધર્મ સુખદાયક અને અધર્મ દુ:ખદાયક છે, પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય તે હૃદયમાં નક્કી કરો. ધર્મના જેટલા ભેદ છે તેમાં સમ્યકત્વ મુખ્ય છે અને જેટલા પાપના ભેદ છે તેમાં મિથ્યાત્વ મુખ્ય છે. તે મિથ્યાત્વ એટલે શું? અતત્ત્વની શ્રદ્ધા અને કુદેવ, કુગુરુ, કુધર્મનું આરાધન, પરજીવને પીડા પહોંચાડવી. ક્રોધ, માન, માયા, લોભની તીવ્રતા, પાંચ ઈન્દ્રિયોના વિષય, સાત વ્યસનનું સેવન, મિત્રદ્રોહ,કૃતઘ્નપણું, વિશ્વાસઘાત, અભક્ષ્યભક્ષણ, અગમ્યવિષગમન, મર્મચ્છેદક વચન, દુર્જનતા ઈત્યાદિ પાપના અનેક ભેદ છે તે બધા છોડવા. દયા પાળવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, શીલ પાળવું, તૃષ્ણા છોડવી, કામલોભ તજવા, શાસ્ત્રનો અભ્યાસ કરવો, કોઈને કુવચન ન કહેવા, ગર્વ ન કરવો, પ્રપંચ ન કરવો, અદેખા ન થવું, શાંતભાવ રાખવા, પરઉપકાર કરવો, પરદારા, પરધન, પરદ્રોહુ તજવા, પરપીડાનાં વચન ન કહેવાં; બહુ આરંભ, બહુ પરિગ્રહનો ત્યાગ કરવો, દાન દેવું, તપ કરવું, પરદુઃખહરણ ઈત્યાદિ જે અનેક પુણોના ભેદ છે તે અંગીકાર કરવા. હું પ્રાણીઓ ! શુભ સુખદાતા છે અને અશુભ દુઃખદાતા છે, દારિદ્રય, દુ:ખ, રોગ, પીડા, અપમાન, દુર્ગતિ આ બધાં અશુભના ઉદયથી થાય છે. સુખ, સંપત્તિ, સુગતિ એ બધાં શુભના ઉદયથી થાય છે. શુભ-અશુભ જ સુખદુઃખનાં કારણ છે. કોઈ દેવ, દાનવ, માનવ, સુખદુ:ખના દાતા નથી. પોતપોતાનાં ઉપાર્જલાં કર્મના ફળ બધા ભોગવે છે. બધા જીવો પ્રત્યે મૈત્રી રાખવી, કોઈ પ્રત્યે વેર ન રાખવું, કોઈને દુઃખ ન દેવું, બધા જ સુખી થાય એવી ભાવના મનમાં રાખવી. પ્રથમ અશુભને તજી શુભમાં આવવું. પછી શુભાશુભથી રહિત થઈ શુદ્ધપદને પ્રાપ્ત થયું. ઘણું કહેવાથી શો લાભ? આ પુરાણનું શ્રવણ કરીને એક શુદ્ધ સિદ્ધપદમાં આરૂઢ થવું, તેના ભેદ, કર્મોનો વિલય કરી આનંદરૂપ રહેવું. હે પંડિતો! પરમપદના ઉપાય નિશ્ચયથી જિનશાસનમાં કહ્યા છે, તે પોતાની શક્તિ પ્રમાણે ધારણ કરો જેથી ભવસાગરથી પાર થાવ. આ શાસ્ત્ર અતિમનોહર, જીવોને શુદ્ધતા આપનાર, રવિ સમાન સકળ વસ્તુનું પ્રકાશક છે તે સાંભળીને પરમાનંદ સ્વરૂપમાં મગ્ન થાવ. સંસાર અસાર છે, જિનધર્મ સાર છે, જેનાથી સિદ્ધપદ પામીએ છીએ, સિદ્ધપદ સમાન બીજો પદાર્થ નથી. જ્યારે શ્રી ભગવાન ત્રણ લોકના સૂર્ય વર્ધ્વમાન દેવાધિદેવ સિદ્ધલોકમાં સિધાવ્યા ત્યારે ચોથા કાળનાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી હતાં. ભગવાન મુક્ત થયા પછી પંચમકાળમાં ત્રણ કેવળી અને પાંચ શ્રુતકેવળી થયા તેથી ત્યાં સુધી તો પુરાણ પૂર્ણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #680 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૬૫૯ રહ્યું. જેવું ભગવાને ગૌતમ ગણધરને કહ્યું અને ગૌતમે શ્રેણિકને કહ્યું તેવું શ્રુતકેવળીએ કહ્યું. શ્રી મહાવીર પછી બાસઠ વર્ષ સુધી કેવળજ્ઞાન રહ્યું અને કેવળી પછી સો વર્ષ સુધી શ્રુતકેવળી રહ્યા. પાંચમા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામીની પછી કાળના દોષથી જ્ઞાન ઘટતું ગયું ત્યારે પુરાણનો વિસ્તાર ઘટતો ગયો. શ્રી ભગવાન મહાવીરને મુક્તિ પધાર્યા પછી બારસો સાડા ત્રણ વર્ષ થયાં ત્યારે રવિણાચાર્ય અઢાર હજાર અનુષ્ટ્રપ શ્લોકોમાં વ્યાખ્યાન કર્યું. આ રામનું ચરિત્ર સમ્યકત્વ-ચારિત્રનું કારણ કેવળી શ્રુતકેવળી પ્રણીત સદા પૃથ્વી પર પ્રકાશ કરો. જિનશાસનના સેવક દેવો જિનભક્તિપરાયણ જિનધર્મી જીવોની સેવા કરે છે. જે જિનમાર્ગના ભક્ત છે તેમની પાસે બધા સમ્યગ્દષ્ટિ દેવો આવે છે, નાનાવિધ સેવા કરે છે, અતિ આદરપૂર્વક સર્વ ઉપાયોથી આપદામાં સહાય કરે છે, અનાદિકાળથી સમ્યગ્દષ્ટિ દેવોની આવી જ રીત છે. જૈનશાસ્ત્ર અનાદિ છે, કોઈએ કર્યા નથી, વ્યંજન, સ્વર બધું અનાદિસિદ્ધ છે, રવિષેણાચાર્ય કહે છે કે મે કાંઈ કર્યું નથી. શબ્દ, અર્થ, અકૃત્રિમ છે, અલંકાર-શબ્દ-આગમ નિર્મળચિત્ત થઈને સારી રીતે જાણવા. આ ગ્રંથમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું જ છે. અઢાર હજાર ત્રેવીસ શ્લોક પ્રમાણ પદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથ છે, એના ઉપર આ ભાષા વચનિકા થઈ તે જયવંત વર્તા, જિનધર્મની વૃદ્ધિ થાવ, રાજા-પ્રજા સુખી થાવ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાની ગુજરાતી અનુવાદમાં શ્રી રામની મોક્ષપ્રાપ્તિનું વર્ણન કરનાર એકસો ત્રેવીસમું પર્વ પૂર્ણ થયું. * * * Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #681 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભાષાકારનો પરિચય ચોપાઈ : જંબૂદીપ સદા શુભથાન, ભરતક્ષેત્ર તા માહિં પ્રમાણ; ઉસમેં આરજખંડ પુનીત, બર્સે તાહિમે લોક વિનીત. 1. તિનકે મધ્ય ઢંઢાર શું દેશ, નિવર્સે જૈની લોક વિશેષ; નગર સવાઈ જયપુર મહા, તાસકી ઉપમા જાય ન કા. 2. રાજ્ય કરે માધવ નૃપ જહાઁ, કામદાર જૈની જન તહાં; ઠૌર ઠૌર જિનમંદિર બને, પૂજ઼ તિનકું ભવિજન ઘને, 3. બસે મહાજન નાના જાતિ, સર્વે જિનમારગ બહુ જાતિ; રાયમલ્લ સાધર્મી એક, જાકે ઘટમેં સ્વપર વિવેક. 4. દયાવંત ગુણવંત સુજાન, પર ઊપકારી પરમ નિધાન; દૌલતરામ સુ તાકો મિત્ર, તાસો ભાષ્યો વચન પવિત્ર. 5. પદ્મપુરાણ મહાશુભ ગ્રંથ, તામે લોકશિખરકો પંથ; ભાષારૂપ હોય જો યેહ, બહુજન વૉચ કરે અતિ નેહ. 6. તાકે વચન હિમેં ધાર, ભાષા કીની મતિ અનુસાર, રવિણાચારજ-કૃત સાર, જાહિ પઢે બુધજન ગુણધાર. 7. જિનધર્મિનકી આજ્ઞા લેય, જિન શાસનમાંહી ચિત્ત દેય; આનંદસુતને ભાષા કરી, નદી વિરદો અતિ રસ ભરી. 8. સુખી હોહુ રાજા અર લોક, મિટો સબનિકે દુઃખઅરુ શોક; વરતો સદા મંગલાચાર, ઉત્તરો બહુજન ભવજલ પાર. 9. સંવત અષ્ટાદશ શત જાન, તા ઉપર તેઈસ બખાન (1923) શુકલપક્ષ નવમી શનિવાર, માધ માસ રોહિણિ રુખ સાર 10. દોહા : તાદિન સંપૂર્ણ ભયો, યહૈ ગ્રંથ સુખદાય; ચતુરસંઘ મંગલ કરો, બંઢે ધર્મ જિનરાય. 11. યા શ્રી રામ પુરાનકે, છંદ અનુપમ જાન; સહસવીસ દ્વય પાંચસૌ, ભાષા ગ્રંથ પ્રમાન. 12. ઈતિ શ્રી પદ્મપુરાણ ભાષા સમાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com