________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४४ પાંસઠમું પર્વ
પદ્મપુરાણ દેવ શાનો? આમ વિચારી અયોધ્યાનગર અને સુકોશલ દેશમાં તેણે વાયુ ફેલાવ્યો. તે સમસ્તરોગ વિશલ્યાના ચરણોદકના પ્રભાવથી નાશ પામ્યો. બળવાન કરતાં પણ અધિક બળવાન હોય છે. આ પૂર્ણ કથા મુનિએ ભરતને કહી અને ભરતે મને કહી અને મેં તમને બધાને કહી. વિશલ્યાનું સ્નાનજળ તરત મંગાવો. લક્ષ્મણના જીવનનો બીજો ઉપાય નથી. વિદ્યાધરે રામને આ પ્રમાણે કહ્યું તે સાંભળી પ્રસન્ન થયા. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! જે પુણાધિકારી છે તેમને પુણ્યના ઉદયથી અનેક ઉપાય મળે છે. હે મહાન જનો ! તેમને આપત્તિના સમયે અનેક ઉપાય સિદ્ધ થાય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિશલ્યાના પૂર્વભવનું વર્ણન કરનાર ચોસઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
પાંસઠમું પર્વ (રામના સૈન્યમાં વિશલ્યાનું આગમન અને લક્ષ્મણનું શક્તિરહિત થવું)
પછી આ વિધાધરનાં વચનો સાંભળી શ્રી રામે અને બધા વિધાધરોએ તેની ખૂબ પ્રશંસા કરી અને હનુમાન, ભામંડળ, તથા અંગદ સાથે મંત્રણા કરી તેમને અયોધ્યા તરફ વિદાય કર્યા. તેઓ ક્ષણમાત્રમાં ગયા જ્યાં મહાપ્રતાપી ભરત બિરાજે છે. ભરત સૂતા હતા. તેમને મધુર ગીત ગાઈને જગાડવાનો પ્રયત્ન કર્યો અને ભરત જાગ્યા. પછી તે મળ્યા. સીતાનું હરણ, રાવણ સાથે યુદ્ધ, લક્ષ્મણને શક્તિનું લાગવું, આ સમાચાર સાંભળી ભરતને શોક અને ક્રોધ થયો. તેમણે તે જ સમયે યુદ્ધની ભેરી વગડાવી તેથી આખી અયોધ્યાના લોકો વ્યાકુળ થયા, વિચારવા લાગ્યા કે આ રાજમહેલમાં શેનો કલકલાટ સંભળાય છે? અર્ધી રાત્રે શું અતિવીર્યનો પુત્ર આવી ચડ્યો? કોઈ સુભટ પોતાની સ્ત્રી સાથે સૂતો હતો તેને તજીને પોતાનું બખ્તર પહેરીને ખગ હાથમાં લીધું. કોઈક મૃગનયની ભોળા બાળકને ગોદમાં લઈને અને સ્તનો પર હાથ ઢાંકીને દિશાઓ અવલોકવા લાગી, કોઈ સ્ત્રી નિદ્રારહિત થઈ સૂતેલા પતિને જગાડવા લાગી, કોઈ ભરતજીનો સેવક જઈને પોતાની સ્ત્રીને કહેવા લાગ્યા, હે પ્રિયે! શું સૂઈ રહી છે? આજે અયોધ્યામાં કાંઈક બરાબર નથી, રાજમહેલમાં પ્રકાશ થઈ રહ્યો છે. અને રથ, હાથી, ઘોડા, પ્યાદાં રાજદ્વાર તરફ જાય છે. જે ડાહ્યા માણસો હતા તે બધા સાવધાન થઈને ઊઠીને ઊભા થયા. કોઈ પુરુષો સ્ત્રીને કહેવા લાગ્યા, આ સુવર્ણ કળશ, મણીરત્નોની પેટીઓ તિજોરીમાં અને સુંદર વસ્ત્રોની પેટીઓ ભોંયરામાં મૂકી દો અને બીજું દ્રવ્ય પણ ઠેકાણે કરો. ભાઈ શત્રુગ્ન નિદ્રા તજી હાથી પર બેસી મંત્રીઓ સહિત શસ્ત્રધારી યોદ્ધાઓને લઈ રાજદ્વારે આવ્યો. બીજા પણ ઘણા રાજદ્વારે આવ્યા. ભરતે બધાને યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો. ભામંડળ, હનુમાન, અંગદ ભરતને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે દેવ! લંકાપુરી અહીંથી દૂર છે અને વચમાં સમુદ્ર છે. ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com