________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦ છપનમું પર્વ
પદ્મપુરાણ બુદ્ધિમાનોએ સદા ધર્મનું જ ચિંતન કરવું.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિભીષણનો રામ સાથે મેળાપ અને ભામંડળના આગમનનું વર્ણન કરનાર પંચાવનમું પર્વ પૂર્ણ થયું.
* * *
છપનમું પર્વ (રામ અને રાવણની સેનાના પ્રમાણનું વર્ણન) પછી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછ્યું, હે પ્રભો! અક્ષોહિણીનું પ્રમાણ આપ કહો. ત્યારે ગૌતમ જેમનું બીજું નામ ઇન્દ્રભૂતિ છે તેમણે કહ્યું, હે મગધાધિપતિ! તને અક્ષૌહિણીનું પ્રમાણ સંક્ષેપમાં કહું છું. પ્રથમ ભેદ પત્તિ, બીજો ભેદ સેના, ત્રીજો ભેદ સેનામુખ, ચોથો ગુલ્મ, પાંચમો વાહિની, છઠ્ઠો મૃતના, સાતમો ચમ્ અને આઠમો અનીકિની. હવે એમના યથાર્થ ભેદ સાંભળ. એક રથ, એક ગજ, પાંચ પ્યાદા, ત્રણ અશ્વ. એમનું નામ પત્તિ છે. ત્રણ રથ, ત્રણ ગજ, પંદર પ્યાદા, નવ અશ્વ, એને સેના કહે છે. નવ રથ, નવ ગજ, પિસ્તાળીસ પ્યાદા અને સત્તાવીસ અશ્વને સેનામુખ કહે છે. સત્તાવીસ રથ, સત્તાવીસ ગજ, એકસો પાંત્રીસ પ્યાદાં અને એકાસી અશ્વને ગુલ્મ કહે છે. એકાસી રથ, એકાસી ગજ, ચારસો પાંચ પ્યાદાં અને બસો તેંતાળીસ અને વાહિની કહેવાય છે, બસ્સો તેતાલીસ રથ, બસ્સો તૈતાલીસ ગજ, બારસો પંદર પ્યાદાં, ઓગણત્રીસ ઘોડા એને પૂતના કહે છે. સાતસો ઓગણત્રીસ રથ, સાતસો ઓગણત્રીસ ગજ, છત્રીસસો પિસ્તાળીસ પ્યાદાં અને એકસોવીસસો સત્તાસી અને ચમ્ કહીએ છીએ. એકવીસસો સત્તાસી રથ, એકવીસસો સત્તાશી, ગજ, દસ હજાર નવસો પાંત્રીસ પ્યાદાં અને પાંસઠસો એકસઠ અને અનીકિની કહે છે. આ રીતે પત્તિથી લઈને અનીકિની સુધીના આઠ ભેદ થયા. અહીં સુધી તો ત્રણ ત્રણ ગણા વધ્યા. દશ અનીકિનીની એક અક્ષૌહિણી થાય છે. તેનું વર્ણન-એકવીસ હજાર આઠસો સીત્તેર રથ, એકવીસ હજાર આઠસો સીત્તેર ગજ, યાદાં એક લાખ નવ હજાર ત્રણસો પચાસ અને ઘોડા પાંસઠ હજાર છસો દસઃ આ એક અક્ષૌહિણીનું પ્રમાણ થયું. આવી ચાર હજાર અક્ષૌહિણી યુક્ત રાવણને અતિબળવાન જાણવા છતાં પણ કિધુકંધાપુરના સ્વામી સુગ્રીવની સેના શ્રી રામના પ્રસાદથી નિર્ભયપણે રાવણની સન્મુખ આવી ઊભી. શ્રી રામની સેનાને અતિનિકટ આવેલી જોઈ જુદા જુદા વિચાર પક્ષવાળા લોકો પરસ્પર આ પ્રમાણે વાતો કરવા લાગ્યા કે જુઓ રાવણરૂપ ચંદ્રમા, વિમાનરૂપ નક્ષત્રોનો સ્વામી અને શાસ્ત્રમાં પ્રવીણ પણ પરસ્ત્રીની ઈચ્છારૂપ વાદળોથી આચ્છાદિત થયો છે. જેને મહાક્રાંતિની ધારક અઢાર હજાર રાણીઓ છે તેનાથી તે તૃત થયો નહિ અને જુઓ એક સીતાને માટે શોકથી વ્યાસ થયો છે. હવે જોઈએ છીએ કે રાક્ષસવંશી અને વાનરવંશી આમાંથી કોનો ક્ષય થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com