SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાવનમું પર્વ ૪૨૧ છે? રામની સેનામાં પવનપુત્ર હનુમાન અતિભયંકર દેદીપ્યમાન શૂરતારૂપી ઉષ્ણ કિરણોથી સૂર્ય તુલ્ય છે: આ પ્રમાણે કેટલાક રામના પક્ષના યોદ્ધાઓના યશનું વર્ણન કરતા હતા અને કેટલાક સમુદ્રથીય વધારે ગંભીર રાવણની સેનાનું વર્ણન કરતા હતા. કેટલાક દંડકવનમાં ખરદૂષણ અને લક્ષ્મણ વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન કરતા હતા અને કહેતા હતા કે ચંદ્રોદયનો પુત્ર વિરાધિત જેનું શરીર છે એવા લક્ષ્મણે ખરદૂષણને હણ્યો. અતિબળના સ્વામી લક્ષ્મણનું બળ શું તમે નથી જાણ્યું? એમ કેટલાક કહેતા હતા. કેટલાક બોલતાં કે રામ-લક્ષ્મણની શી વાત? તે તો મોટા પુરુષ છે, એક હનુમાને કેટલાં કામ કર્યાં, મંદોદરીનો તિરસ્કાર કરી સીતાને ધૈર્ય બંધાવ્યું, રાવણની સેનાને જીતીને લંકામાં વિઘ્ન કર્યું, કોટ દ૨વાજા પાડી નાખ્યા, આ પ્રમાણે જાતજાતની વાતો કરવા લાગ્યા. ત્યારે એક સુવક્ર નામનો વિદ્યાધર હસીને કહેતો હતો કે ક્યાં સમુદ્ર સમાન રાવણની સેના અને ક્યાં ગાયની ખરી જેવડી વાનરવંશીઓની સેના ? જે રાવણ ઇન્દ્રને પકડી લાવ્યો અને બધાનો વિજેતા છે તે વાનરવંશીઓથી કેવી રીતે જિતાય? તે સર્વ તેજસ્વીઓના શિરમોર છે, મનુષ્યોમાં ચક્રવર્તીનું નામ સાંભળી કોણ ધૈર્ય રાખી શકે? અને જેના ભાઈ કુંભકર્ણ મહાબળવાન, ત્રિશૂળના ધારક યુદ્ધમાં પ્રલયકાળના અગ્નિસમાન ભાસે છે તે જગતમાં પ્રબળ પરાક્રમના ધારક કોનાથી જીતી શકાય? ચંદ્રમા સમાન જેનું છત્ર જોઈને શત્રુઓની સેનારૂપ અંધકાર નાશ પામે છે તે ઉદાર તેજના ધણીની આગળ કોણ ટકી શકે? જે જીવનની ઈચ્છા તજે તે જ તેની સામે આવે. આ પ્રમાણે અનેક પ્રકારનાં રાગદ્વેષરૂપ વચન સેનાના માણસો ૫૨સ્પ૨ કહેતા હતા. બન્ને સેનામાં જાતજાતની વાતો લોકોના મુખે થતી રહી. જીવોના ભાવ જુદી જુદી જાતના છે. રાગદ્વેષના પ્રભાવથી જીવ પોતાના કર્મ ઉપાર્જે છે અને જેવો જેનો ઉદય થાય છે તેવા જ કામમાં પ્રવર્તે છે. જેમ સૂર્યનો ઉદય ઉદ્યમી જીવોને જુદા જુદા કામમાં પ્રવતાર્થે છે તેમ કર્મનો ઉદય જીવોને જાતજાતના ભાવો ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં બન્ને સેનાની સંખ્યાનું પ્રમાણ વર્ણવના૨ છપ્પનમું પર્વ પૂર્ણ થયું. *** સત્તાવનમું પર્વ (યુદ્ધ માટે રાવણનું દળ-બળ સાથે પ્રયાણ ) પછી દુશ્મનની સેનાની સમીપતા ન સહી શકે એવા મનુષ્યો શૂરવીરપણું પ્રગટ થવાથી અતિપ્રસન્ન થઈને લડવા માટે ઉદ્યમી થયા, યોદ્ધાઓ પોતાના ઘેરથી વિદાય થઈ સિંહની પેઠે લંકામાંથી બહાર નીકળ્યા, કોઈ સુભટની સ્ત્રી રણસંગ્રામનું વૃત્તાંત જાણી પોતાના પતિના હૃદય સાથે ભેટીને કહેવા લાગી, હૈ નાથ ! તમારા કુળની એ જ રીત છે કે રણસંગ્રામથી પીછેહઠ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy