________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪
અઠ્ઠાવીસમું પર્વ
પદ્મપુરાણ સાગરાવર્ત બેય ધનુષ્ય લઈને વિધાધરો અહીં આવ્યા છે. તે નગરની બહાર રહ્યા છે. હવે મને તો એમ લાગે છે કે આ ધનુષ્ય ઇન્દ્રથી પણ ચડાવી ન શકાય. જેની જ્વાળા દર્શ દિશામાં ફેલાઈ રહી છે અને માયામયી નાગ જ્યાં ફુંફાડા મારે છે તે આંખથી જોઈ પણ શકાય તેવું નથી. ધનુષ્ય ચડાવ્યા વિના જ સ્વતઃ સ્વભાવથી ભયંકર અવાજ કરે છે, એને ચડાવવાની તો વાત જ ક્યાં રહી? જો કદાચ શ્રી રામચંદ્ર ધનુષ્ય ચડાવી નહિ શકે તો આ વિદ્યાધર મારી પુત્રીને જોરાવરીથી લઈ જશે. જેમ શિયાળ પાસેથી માંસનો ટુકડો ખગ એટલે કે પક્ષી લઈ જાય છે તેમ. તે ધનુષ્ય ચડાવવાને હજી વીસ દિવસની વાર છે એટલી જ રાત છે. જો એ નહિ બની શકે તો તે કન્યાને લઈ જશે, પછી એનાં દર્શન દુર્લભ થઈ જશે. · શ્રેણિક! જ્યારે રાજા જનકે આ પ્રમાણે કહ્યું ત્યારે રાણી વિદેહાનાં નેત્ર આંસુથી ભરાઈ ગયાં અને પુત્રના હરણનું દુ:ખ પણ ભૂલી ગઈ હતી તે યાદ આવ્યું. એક તો જૂનું દુઃખ, પાછું નવું દુ:ખ અને આગામી દુ:ખના વિચારથી અત્યંત શોકપીડિત થઈ મોટા અવાજે પોકાર કરવા લાગી. એવું રુદન કર્યું કે આખા કુટુંબના માણસો વિહ્વળ થઈ ગયા. રાણી રાજાને કહેવા લાગી કે હે દેવ ! મેં એવું કયું પાપ કર્યું હશે કે પહેલાં તો પુત્રનું હરણ થયું અને હવે પુત્રીને પણ લઈ જવાની તૈયારી થાય છે. મારા સ્નેહનું અવલંબન આ એક શુભ ચેષ્ટાવાળી પુત્રી જ છે. મારા અને તમારા આખા કુટુંબને માટે આ પુત્રી જ આનંદનું કારણ છે. મને પાપિણીને એક દુ:ખ મટતું નથી ત્યાં બીજું સામે આવીને ઊભું રહે છે. આ પ્રમાણે શોકસાગરમાં પડેલી રાણી રુદન કરતી હતી તેને ધૈર્ય બંધાવતાં રાજા કહેવા લાગ્યાઃ હૈ રાણી! રોવાથી શો ફાયદો થશે ? પૂર્વે આ જીવે જે કર્મ ઉપાર્જ્યો છે તે ઉદય પ્રમાણે ફળ આપે છે, સંસારરૂપ નાટકનાં આચાર્ય કર્મ છે તે સમસ્ત પ્રાણીઓને નચાવે છે. તારો પુત્ર ગયો તે આપણા અશુભના ઉદયથી ગયો છે. હવે શુભ કર્મનો ઉદય છે તો બધું જ ભલું જ થશે. આ પ્રમાણે જુદાં જુદાં સારરૂપ વચનો વડે રાજા જનકે રાણી વિદેહાને આશ્વાસન આપ્યું, ત્યારે રાણી શાંત થઈ.
પછી રાજા જનકે નગરબહાર જઈ ધનુષ્યશાળાની સમીપે સ્વયંવર મંડપ રચ્યો અને બધા રાજકુમારોને બોલાવવા માટે પત્ર મોકલ્યા. તે પત્ર વાંચી સર્વ રાજપુત્રો આવ્યા. અયોધ્યાનગરીમાં પણ દૂત મોકલ્યા હતા, એટલે માતાપિતા સહિત ૨ામાદિક ચાર ભાઈ આવ્યા. રાજા જનકે બહુ આદરપૂર્વક તેમની પૂજા કરી. પરમસુંદરી સીતા સવાસો કન્યાઓની મધ્યમાં મહેલની ઉપર બેઠી છે. મોટા મોટા સામંતો તેનું રક્ષણ કરે છે. એક અત્યંત કુશળ કંચૂકી જેણે ઘણું જોયું-સાંભળ્યું છે તે સુવર્ણની લાકડી હાથમાં લઈને મોટા અવાજે પ્રત્યેક રાજપુત્રને બતાવે અને ઓળખાવે છે. હે રાજપુત્રી! આ કમળલોચન શ્રી રામચંદ્ર રાજા દશરથના પુત્ર છે, તું એને જો અને આ એમના નાના ભાઈ લક્ષ્મણ અને મહાબાહુ ભરત છે અને આ એમનાથી નાના શત્રુઘ્ન છે. આ ચારેય ભાઈ ગુણના સાગર છે. આ પુત્રો વડે રાજા દશરથ પૃથ્વીની સારી રીતે રક્ષા કરે છે. જેમના રાજ્યમાં ભયનું નામનિશાન નથી. આ હરિવાહન મહાબુદ્ધિશાળી છે, જેની પ્રભા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com