________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
નવમું પર્વ
૧૦૯
કહું છું કે આ રાવણને તેની સેના સાથે એક ક્ષણમાત્રમાં ડાબા હાથની હથેળીથી ચૂરો કરી નાખવાને સમર્થ છું. પરંતુ આ ભોગ ક્ષણભંગુર છે, એના માટે નિર્દય કર્મ કોણ કરે ? જ્યારે ક્રોધરૂપ અગ્નિથી મન પ્રજ્વલિત થાય ત્યારે નિર્દય કર્મ થાય છે. આ જગતના ભોગ કેળના થડ જેવા અસાર છે તે મેળવીને આ જીવ મોહથી નરકમાં પડે છે. નરક મહાદુ:ખોથી ભરેલું છે. સર્વ જીવોને જીવન પ્રિય છે અને જીવોના સમૂહને હણીને ઇન્દ્રિયના ભોગથી સુખ પામીએ છીએ. તેમાં ગુણ ક્યાં છે? ઇન્દ્રિયસુખ સાક્ષાત્ દુઃખ જ છે. આ પ્રાણી સંસારરૂપી મહાકૂપમાં રેંટમાં ઘડા સમાન ભરાય છે ને ખાલી થાય છે. કેવા છે આ જીવ ? વિકલ્પજાળથી અત્યંત દુ:ખી છે. શ્રી જિનેન્દ્રદેવનાં ચરણકમળ સંસારથી તારવાનું કારણ છે. તેમને નમસ્કાર કર્યા પછી હું બીજાને નમસ્કાર કેવી રીતે કરું? મેં પહેલાંથી એવી પ્રતિજ્ઞા કરી છે કે દેવગુરુશાસ્ત્ર સિવાય બીજાને પ્રણામ નહિ કરું તેથી હું મારી પ્રતિજ્ઞા પણ નહિ તોડું અને યુદ્ધમાં અનેક પ્રાણીઓનો નાશ પણ નહિ કરું. હું મુક્તિ આપનાર સર્વસંગરહિત દિગંબરી દીક્ષા ધારણ કરીશ. મારા જે હાથ શ્રી જિનરાજની પૂજામાં પ્રવર્ત્ય, દાનમાં પ્રવર્ત્ય અને પૃથ્વીનું રક્ષણ કરવામાં પ્રવર્ત્યા; તે મારા હાથ કેવી રીતે બીજા કોઈને પ્રણામ કરે? અને જે હાથ જોડીને બીજાનો કિંકર થાય, તેનું ઐશ્વર્ય શું? અને જીવન શું? તે તો દીન છે. આમ કહીને તેણે સુગ્રીવને બોલાવીને કહ્યું કે હું બાળક! સાંભળ! તું રાવણને નમસ્કાર કર અથવા ન કર. આપણી બહેન તેને આપ અથવા ન આપ, મારે કોઈ પ્રયોજન નથી. હું સંસારના માર્ગથી નિવૃત્ત થયો છું, તને રુચે તે કર. આમ કરીને સુગ્રીવને રાજ્ય આપીને તેણે ગુણોથી ગરિષ્ટ એવા શ્રી ગગનચંદ્ર મુનિ પાસે પારમેશ્વરી દીક્ષા ગ્રહણ કરી. જેણે પોતાનું ચિત્ત ૫રમાર્થમાં લગાડયું છે એવા તે વાલી ૫૨મઋષિ બનીને એક ચિત્તૂપભાવમાં રત થયા. જેમનું સમ્યગ્દર્શન નિર્મળ છે, જે સમ્યજ્ઞાન સહિત છે તે સમ્યક્ચારિત્રમાં તત્પર બાર અનુપ્રેક્ષાઓનો નિરંતર વિચાર કરવા લાગ્યા. આત્માનુભવમાં મગ્ન, મોહજાળરહિત, સ્વગુણરૂપી ભૂમિ ૫૨ તે વિહરવા લાગ્યા. નિર્મળ આચારવાન મુનિઓ દ્વારા તે ગુણભૂમિ સેવનીય છે. વાલી મુનિ પિતાની પેઠે સર્વ જીવો ૫૨ દયાળુ બની બાહ્યાભ્યતર તપથી કર્મથી નિર્જરા કરવા લાગ્યા. તે શાંત બુદ્ધિવાળા તપોનિધિ મહાઋદ્ધિ પામ્યા. ઊંચા ઊંચા ગુણસ્થાનરૂપી પગથિયાં ચડવાનો ઉદ્યમ કરવા લાગ્યા. જેમણે અંતરંગ મિથ્યાભાવરૂપી ગાંઠ ભેદી નાખી છે, જે બાહ્યાભ્યતર પરિગ્રહરહિત જિનસૂત્ર દ્વારા કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય બધું જાણતા હતા, સંવર દ્વારા કર્મોના સમૂહને તે ખપાવતા હતા, પ્રાણની રક્ષા જેટલો જ આહાર લઈને જે ધર્મને માટે પ્રાણ ટકાવતા હતા અને મોક્ષને માટે ધર્મનું ઉપાર્જન કરતા હતા. ભવ્ય જીવોને આનંદ આપનાર ઉત્તમ આચરણવાળા વાલી મુનિ મુનિઓની ઉપમાને યોગ્ય થયા અને સુગ્રીવે રાવણને પોતાની બહેન પરણાવી, રાવણની આજ્ઞા સ્વીકારી હિકંધપુરનું રાજ્ય કર્યું.
પૃથ્વી ૫૨ જે જે વિદ્યાધરોની કન્યા રૂપવતી હતી તે બધીને રાવણ પોતાના પરાક્રમથી પરણ્યો. તે નિત્યાલોકનગરના રાજા નિત્યાલોક અને રાણી શ્રીદેવીની પુત્રી રત્નાવલીને પરણીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com