________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭૪ એકસો ત્રીજું પર્વ
પદ્મપુરાણ કરત? બધાં દુઃખોમાં ઘરમાંથી બહાર કાઢવાનું દુઃખ સૌથી મોટું છે. તમારી માતા ગુણવાન, વ્રતી, પતિવ્રતા છતાં મેં તેને વનમાં તજી અને તમારા જેવા પુત્ર ગર્ભમાં હતા. આ કામ મેં સાવ સમજ્યા વિના કર્યું. કદાચ યુદ્ધમાં તમારું અવસાન થયું હોત તો મને ચોક્કસ ખાતરી છે કે શોકથી વિહ્વળ જાનકી જીવત નહિ. રામે આ પ્રમાણે વિલાપ કર્યો. પછી કુમારોએ વિનયથી લક્ષ્મણને પ્રણામ કર્યા. લક્ષ્મણે સીતાના શોકથી વિહ્વળ થઈ, આંસુ વહાવતાં સ્નેહથી બન્ને કુમારોને છાતીએ લગાડ્યા. શત્રુઘ્ન આદિ આ સમાચાર સાંભળી ત્યાં આવ્યા, કુમારોએ તેમનો યથાયોગ્ય વિનય કર્યો. તે હૃદય સાથે ભેટીને મળ્યા, પરસ્પર અત્યંત પ્રેમ ઉત્પન્ન થયો. બન્ને સેનાના માણસો પરસ્પર હેતથી મળ્યા, કેમ કે જો સ્વામીને સ્નેહ થાય તો સેવકોને પણ થાય. સીતા પુત્રોનું માહાભ્ય જોઈ અતિ હર્ષ પામી વિમાનમાર્ગ પાછી પુંડરિકપુર ગઈ. ભામંડળ વિમાનમાંથી ઊતરી સ્નેહભર્યો, આંસુ સારતો ભાણેજોને મળ્યો, ખૂબ હર્ષ પામ્યો. હનુમાન પણ પ્રેમપૂર્વક હૃદય સાથે ભેટીને મળ્યા અને વારંવાર કહ્યું, સારું થયું, સારું થયું. વિભીષણ, સુગ્રીવ, વિરાધિત બધા જ કુમારોને મળ્યા, પરસ્પર હિતની વાતો થઈ, ભૂમિગોચરી અને વિધાધર બધા જ મળ્યા. દેવો પણ આવ્યા, બધાને આનંદ થયો. રામ પુત્રોને મેળવીને અતિઆનંદ પામ્યા. આખી પૃથ્વી મળવા કરતાય પુત્રલાભને અધિક માન્યો. રામનો હર્ષ કહી શકાય તેમ નથી. વિદ્યાધરીઓ આકાશમાં નૃત્ય કરવા લાગી. ભૂમિગોચરી સ્ત્રીઓ પૃથ્વી પર નૃત્ય કરતી હતી. લક્ષ્મણે પોતાને કૃતાર્થ માન્યા, જાણે કે આખો લોક જીતી લીધો. હર્ષથી તેમની આંખો ખીલી ઊઠી હતી. રામે મનમાં વિચાર્યું કે હું સગર ચક્રવર્તી સમાન છું અને બન્ને પુત્રો ભીમ અને ભગીરથ સમાન છે. રામને વજજંઘ પર ખૂબ પ્રેમ થયો. તેમણે કહ્યું કે તમે મારા માટે ભામંડળ સમાન છો. અયોધ્યાપુરી તો પહેલેથી જ સ્વર્ગપુરી જેવી હતી અને કુમારોના આવવાથી અતિ શોભાયમાન બની-જેમ સુંદર સ્ત્રી સહેજે જ શોભે છે અને શૃંગારાદિ કરે ત્યારે અત્યંત શોભે છે. શ્રી રામ-લક્ષ્મણ અને બન્ને પુત્રો સાથે પુષ્પક વિમાનમાં બિરાજ્યા. સૂર્ય જેવી જ્યોતિવાળા રામ-લક્ષ્મણ અને બન્ને કુમારો અદ્દભુત આભૂષણ પહેરી જાણે સુમેરુના શિખર પર મહામેઘ વીજળીના ચમકારા સહિત રહ્યા હોય તેવા શોભે છે.
ભાવાર્થ-વિમાન તે સુમેરુનું શિખર અને લક્ષ્મણ મહામેઘનું સ્વરૂપ અને રામ તથા બન્ને પુત્રો તે વીજળી સમાન ભાસતા હતા. એ વિમાનમાં બેસી નગરની બહાર ઉધાનમાં જિનમંદિરનાં દર્શન કરવા ગયા. નગરના કોટ પર ઠેકઠેકાણે ધજા ચડાવી છે, જે જોતાં જોતાં અનેક રાજાઓ સાથે જાય છે, સ્ત્રીઓ ઝરુખામાં બેસી તેમને જોઈ રહી છે. લવણઅંકુશને જોવાનું બધાને કુતૂહલ છે, નેત્રરૂપ અંજલિથી લવણ-અંકુશની સુંદરતારૂપ અમૃતનું પાન કરે છે, પણ તૃપ્ત થતા નથી. નગરમાં સ્ત્રી-પુરુષોની એવી ભીડ છે કે કોઈના હાર-કુંડળ દેખાતાં નથી. સ્ત્રીઓ પરસ્પર વાતો કરે છે. કોઈ કહે છે-હે માતા, જરાક મુખ આ તરફ કરો, મને કુમારોને જોવાનું કૌતુક છે, હું અખંડ કૌતુક! તે તો ઘણી વાર સુધી જોયા, હવે અમને જોવા દો, તારું શિર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com