________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકાસીમું પર્વ
૫૦૧ પ્રશંસા કરી.
પછી રામ-લક્ષ્મણે તે જ સમયે વિભિષણને બોલાવ્યો, ભામંડળ, સુગ્રીવાદિ પાસે બેઠા છે. બન્ને ભાઈએ વિભીષણને કહ્યું, હે રાજન! ઇન્દ્રભવન સમાન તમારા મહેલમાં અમને દિવસો વીત્યાની ખબર પડી નહિ. હવે અમને માતાનાં દર્શનની અત્યંત ઇચ્છા છે. અમારા અંગ અત્યંત તપ્ત થયાં છે, તે માતાનાં દર્શનરૂપ અમૃતથી શાંત થાય. હવે અમારું ચિત્ત અયોધ્યાનગરી જવાને તલસે છે, તે અયોધ્યા પણ અમારી બીજી માતા છે. ત્યારે વિભીષણે કહ્યું, હે સ્વામિન્! જેમ આજ્ઞા કરો તેમ કરીએ. અત્યારે જ અયોધ્યા દૂત મોકલીએ જે તમારા શુભ સમાચાર માતાને આપશે. તમારા આગમનની વાત કહેવાથી માતાઓને સુખ મળશે, તમે કૃપા કરીને સોળ દિવસ અહીં જ રહો. હે શરણાગત પ્રતિપાળ, મારા ઉપર કૃપા કરો. આમ કહી પોતાનું મસ્તક રામ-લક્ષ્મણનાં ચરણોમાં મૂક્યું.
(રામ-લક્ષ્મણની માતૃદર્શન માટે ઉત્કંઠા અને અયોધ્યા જવાનો નિર્ણય)
પછી સારા સારા વિદ્યાધરોને અયોધ્યા મોકલ્યા. બન્ને માતાઓ મહેલમાં બેસી દક્ષિણ દિશા તરફ જોઈ રહી હતી, દૂરથી વિધાધરોને આવતાં જોઈ કૌશલ્યાએ સુમિત્રાને કહ્યું, હે સુમિત્રા ! જો, આ બે વિદ્યાધરો પવનથી પ્રેરિત મેઘની પેઠે શીધ્ર આવે છે તે અવશ્ય આપણા હિતની વાત કહેશે. એ બન્ને ભાઈઓના મોકલવાથી આવતા લાગે છે. ત્યારે સુમિત્રાએ કહ્યું, તમે જે કહો છો તેમ જ થાવ. આમ બેય માતા વચ્ચે વાતચીત ચાલે છે તે જ વખતે વિધાધરો પુષ્પની વૃષ્ટિ કરતાં આકાશમાંથી ઊતર્યા, અતિ હર્ષથી ભરત પાસે આવ્યા. રાજા ભરતે પ્રમોદપૂર્વક તેમનું ખૂબ સન્માન કર્યું. તેઓ પ્રણામ કરીને પોતાને યોગ્ય આસન પર બેઠા, તેમનું ચિત્ત અતિસુંદર છે, તેમણે સમાચાર આપવા માંડયા. હે પ્રભો! રામ-લક્ષ્મણે રાવણને હણ્યો અને વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. શ્રી રામને બળભદ્રપદ અને લક્ષ્મણને નારાયણપદ પ્રાપ્ત થયું, તેમના હાથમાં ચકરત્ન આવ્યું. તે બન્ને ભાઈઓ ત્રણ ખંડના સ્વામી બન્યા. રાવણના પુત્રો ઇન્દ્રજિત અને મેઘનાદ તથા ભાઈ કુંભકર્ણ જે બંદીગૃહમાં હતા તેમને શ્રી રામે મુક્ત કર્યા. તેમણે જિનદીક્ષા લીધી અને નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. રામ-લક્ષ્મણે દેશભૂષણ કુલભૂષણ મુનિનો ઉપસર્ગ દૂર કર્યો હતો તેનાથી ગરુડેન્દ્ર પ્રસન્ન થયા હતા. તેમણે રામ-લક્ષ્મણને રાવણ સાથે યુદ્ધ કર્યું તે જ વખતે સિંહવિમાન અને ગરુડવિમાન આપ્યાં. આ પ્રમાણે રામ-લક્ષ્મણના પ્રતાપના સમાચાર સાંભળી રાજા ભરત ખૂબ પ્રસન્ન થયા, તેમને તાંબૂલ-સુગંધાદિ આપીને સન્માન્યા. પછી ભરત તેમને લઈને બન્ને માતા પાસે ગયા. બન્ને માતા પુત્રોની વિભૂતિની વાત વિધાધરોના મુખે સાંભળીને આનંદ પામી. તે જ સમયે આકાશમાર્ગે હજારો વાહનો વિદ્યામ સુવર્ણ રત્નાદિ ભરેલાં આવ્યાં અને મેઘમાળા સમાન વિધાધરો અયોધ્યામાં આવ્યા. તે આકાશમાં ઊભા રહ્યા, નગરમા ભિન્ન ભિન્ન રત્નોની વર્ષા કરી, રત્નોના ઉદ્યોતથી દશે દિશામાં પ્રકાશ થયો, અયોધ્યામાં એક એક ગૃહસ્થના ઘેર પર્વતસમાન સુવર્ણ રત્નોના ઢગલા કર્યા, અયોધ્યાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com