________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બાવનમું પર્વ
૪૦૩ કાર્ય માટે યુદ્ધમાં પ્રાણ તજે અને તું શાસ્ત્રમાં પ્રવીણ છો તેથી બધું જાણે છે, આ રાજ્યમાં આ પ્રાણી કર્મોના ઉદયથી પિતા, પુત્ર, બાંધવાદિક બધાને હણે છે. માટે તું આર્તધ્યાન છોડ. આ બધા જીવો પોતાનાં ઉપાર્જેલાં કર્મો ભોગવે છે, મરણનું નિશ્ચય કારણ આયુષ્યનો અંત છે અને અન્ય જીવ તો નિમિત્તમાત્ર છે. આ વચનોથી લંકાસુંદરીનો શોક દૂર થયો. આ પ્રમાણે તે પૂર્ણચંદ્રથી નિશા શોભે તેમ હુનુમાનથી શોભવા લાગી. પ્રેમથી પૂર્ણ બને મળીને સંગ્રામનો ખેદ ભૂલી ગયાં, બન્નેનાં ચિત્ત પરસ્પર પ્રીતિરૂપ થઈ ગયાં. પછી આકાશમાં સ્તંભની વિદ્યાથી સેનાને રોકી દીધી અને સુંદર માયામયી નગર વસાવ્યું. સાંજની લાલાશ જેવું લાલ, દેવોના નગર સમાન મનોહર સુંદર રાજમહેલો વગેરે બન્યાં તેથી હાથી, ઘોડા, વિમાન, રથો પર ચડેલા મોટા મોટા રાજાઓ નગરમાં પ્રવેશવા લાગ્યા. નગર ધજાઓથી શોભતું હતું. તે બધા યથાયોગ્ય નગરમાં રહ્યા. અત્યંત ઉત્સાહથી રાત્રે શૂરવીરોના યુદ્ધનું તાદશ વર્ણન સામતો કરવા લાગ્યા. હનુમાન લંકાસુંદરી સાથે રમતા હતા.
- સવાર થતાં જ હનુમાને ચાલવાની તૈયારી કરી. લંકાસુંદરી અત્યંત પ્રેમથી તેને કહેવા લાગી કે હું કાંત! રાવણે તમારાં અસહ્ય પરાક્રમો અનેક મનુષ્યોના મુખથી સાંભળ્યા હશે, તે સાંભળીને અત્યંત ખેદ-ખિન્ન થયો હશે, માટે તમે લંકા શા માટે જાવ છો? પછી હનુમાને તેને સકળ વૃત્તાંત કહ્યો કે રામે વાનરવંશીઓનો ઉપકાર કર્યો છે તે
ને પ્રેરણાથી રામ તરફના ઉપકારના નિમિત્તે હું જાઉં છું. હે પ્રિયે ! રામનો સીતા સાથે મેળાપ કરાવું, રાક્ષસોનો રાજા સીતાને અન્યાય માર્ગથી હરીને લઈ ગયો છે, તેને હું સર્વથા લાવીશ જ. ત્યારે તેણે કહ્યું કે તમારો અને રાવણનો પહેલાંનો સ્નેહ રહ્યો નથી, તે સ્નેહ નાશ પામ્યો છે અને જેમ સ્નેહુ એટલે કે તેલનો નાશ થવાથી દીપકની શિખા રહેતી નથી તેમ સ્નેહ નષ્ટ થવાથી સંબંધનો વ્યવહાર રહેતો નથી. અત્યાર સુધી તમારો એવો વ્યવહાર હતો કે તમે જ્યારે લંકામાં આવતા ત્યારે નગરનગરમાં, ગલીગલીમાં આનંદ છવાતો, મકાનો ધજાઓથી શોભતાં, જેમ સ્વર્ગમાં દેવ પ્રવેશ કરે તેમ તમે પ્રવેશ કરતા. હવે દશાનન તમારા પ્રત્યે દુશ્મનરૂપ છે, તે નિઃસંદેહુ તમને પકડશે. માટે તમારે અને એને જ્યારે સંધિ થાય ત્યારે તમારે મળવું યોગ્ય છે. હનુમાને જવાબ આપ્યો, હું વિચક્ષણે ! હું જઈને તેનો અભિપ્રાય જાણવા ઇચ્છું છું અને તે સીતા સતી જગતમાં પ્રસિદ્ધ છે, રૂપમાં અદ્વિતીય છે, જેને જોઈને રાવણનું સુમેરુ સમાન અચળ મન ચલિત થયું છે. તે મહાપતિવ્રતા અમારા નાથની સ્ત્રી, અમારી માતા સમાન છે, તેનાં દર્શન કરવા ચાહું છું. આમ હનુમાને કહ્યું અને બધી સેના લંકાસંદરીની પાસે રાખી અને પોતે વિવેકવાળી પાસેથી વિદાય લઈને લંકા તરફ ચાલ્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું રાજન! આ લોકમાં એ મોટા આશ્ચર્યની વાત છે કે આ પ્રાણી ક્ષણમાત્રમાં એક રસ છોડી બીજા રસમાં લાગી જાય છે, કોઈ વાર વિરસને છોડી રસમાં આવી જાય છે. કોઈવાર રસને છોડીને વિરસમાં આવી જાય છે. આ જગતમાં આ કર્મોની અદભુત ચેષ્ટા છે, સર્વ સંસારી જીવ કર્મોને આધીન છે. જેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com