________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ દસમું પર્વ
૧૧૯ ચંદ્રનો ઉદય થયો. તે અંધકારને હણવામાં પ્રવીણ જાણે કે રાવણનો નિર્મળ યશ જ પ્રગટ થયો. યુદ્ધમાં જે યોદ્ધા ઘાયલ થયા હતા તેમની સારવાર વૈદ્યો દ્વારા કરાવી અને જે મરી ગયા હતા તેમને તેમનાં સગાં રણક્ષેત્રમાંથી લઈ આવ્યા અને તેમની અંતિમ ક્રિયા કરી. રાત્રિ વીતી ગઈ. સવારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. સૂર્ય રાવણની વાત જાણવા માટે લાલાશ ધારણ કરતો, કંપતો ઉદય પામ્યો. સહુન્નરશ્મિના પિતા રાજા શતબાહુ મુનિ થયા હતા, જેમને જંઘાચરણ ઋદ્ધિ પ્રગટી હતી, તે મહાતપસ્વી, ચંદ્રમા સમાન કાન્ત, સૂર્યસમાન દિતિમાન, મેરુ સમાન સ્થિર, સમુદ્ર જેવા ગંભીર સહસ્રરશ્મિને પકડ્યાનું સાંભળીને
જીવની દયા કરનાર, પરમદયાળુ, શાંતચિત્ત, જિનધર્મી જાણીને રાવણની પાસે આવ્યા. રાવણ મુનિને આવતા જોઈ ઊભો થઈને સામે જઈને પગમાં પડ્યો, જમીન પર મસ્તક મૂકી, મુનિરાજને કાષ્ઠના સિંહાસન પર બિરાજમાન કરી, હાથ જોડીને નીચે જમીન પર બેઠો. અતિવિનયવાન થઈને મુનિને કહેવા લાગ્યો, હે ભગવાન! કૃપાનિધાન! આપ કૃતકૃત્ય છો, આપનાં દર્શન ઇન્દ્રાદિ દેવોને પણ દુર્લભ છે, આપના આગમન મને પવિત્ર બનાવવા માટે છે. ત્યારે મુનિએ એને શલાકા પુરુષ જાણીને પ્રશંસાથી કહ્યું, “હું દશમુખ! તું મહાકુળવાન, બળવાન, વિભૂતિવાન, દેવગુરુધર્મ પ્રત્યે ભક્તિભાવવાળો છો. હું દીર્ધાયુ શૂરવીર! ક્ષત્રિયોની એ રીત છે કે આપસમાં લડ, તેનો પરાભવ કરી તેને વશ કરે. તું મહાબાહુ પરમ ક્ષત્રિય છો, તારી સાથે લડવાને કોણ સમર્થ છે? હવે દયા કરીને સહસ્રરમિને છોડી દે. ત્યારે રાવણે મંત્રીઓ સહિત મુનિને નમસ્કાર કરીને કહ્યું કે હે નાથ ! હું વિધાધર રાજાઓને વશ કરવા તૈયાર થયો છું. લક્ષ્મીથી ઉન્મત્ત રથનૂપુરના રાજા ઇન્દ્ર મારા દાદાના મોટા ભાઈ રાજા માલીને યુદ્ધમાં માર્યા છે, તેના પ્રત્યે અમારો રોષ છે તેથી હું ઇન્દ્ર ઉપર ચડાઈ કરવા જતો હતો, માર્ગમાં નર્મદાના કિનારે અમારો પડાવ હતો. હું કિનારા પર રેતીના ચોતરા ઉપર ભગવાનની પૂજા કરતો હતો અને એણે (સહસ્રરશ્મિએ) ઉપરવાસના ભાગમાં જલયંત્રોની કલિ કરી તેથી જળનો વેગ નીચે તરફ આવ્યો અને મારી પૂજામાં વિઘૂ થયું તેથી આ કાર્ય કર્યું છે. વિના અપરાધ હું દ્વેષ કરતો નથી અને મેં તેની સાથે યુદ્ધ કર્યું ત્યારે પણ તેણે ક્ષમા ન માગી કે પ્રમાદથી અજાણતા મારાથી આ કામ થયું છે અને તમે મને માફ કરો. ઊલટો અભિમાનથી મારી સાથે યુદ્ધ કરવા લાગ્યો. મને કુવચન કહ્યાં. તેને પકડવાનું કારણ એ કે જો હું ભૂમિગોચરી મનુષ્યોને જીતવામાં સમર્થ ન થાઉં તો વિધાધરોને કેવી રીતે જીતું? તેથી જે ભૂમિગોચરી અભિમાની છે તેમને પ્રથમ વશ કરું અને પછી વિદ્યાધરોને વશ કરું. અનુક્રમે જેમ પગથિયાં ચડીને મકાનમાં જવાય છે તેમ આને વશ કર્યો. હવે એને છોડી દેવો એ ન્યાય જ છે અને આપની આજ્ઞા સમાન બીજું શું હોય ? મહાપુણ્યના ઉદયથી આપના દર્શન થાય. રાવણનાં આવાં વચન સાંભળીને ઇન્દ્રજિતે કહ્યું કે હે નાથ ! આપે ખૂબ જ ઉચિત વાત કહી છે. આવી વાત આપતા સિવાય કોણ કહી શકે? પછી રાવણે મારિચ મંત્રીને આજ્ઞા કરી કે સહસ્રરશ્મિને મુક્ત કરી મહારાજ પાસે લાવો. મારિચ અધિકારીને આજ્ઞા કરી. તે આજ્ઞા પ્રમાણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com