________________
૩૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ પર્વ
પદ્મપુરાણ નામ સૂર્યનું છે તેથી અર્કકીર્તિનો વંશ સૂર્યવંશ કહેવાય છે. આ સૂર્યવંશમાં રાજા અર્કકીર્તિનો સતયશ નામનો પુત્ર થયો. તેમને બલાક, તેમને સુબલ, તેમને રવિતેજ, તેમને મહાબલ, મહાબલને અતિબલ, તેમને અમૃત, અમૃતને સુભદ્ર, તેમને સાગર, તેમને ભદ્ર, તેમને રવિતેજ, તેમને શશી, તેમને પ્રભૂતતેજ, તેમને તેજસ્વી, તેમને તપબલ, તેમને અતિવીર્ય, તેમને સુવીર્ય, તેમને ઉદિતપરાક્રમ, સૂર્ય, તેમને ઇન્દ્રધુમણિ, તેમને મહેન્દ્રજિત, તેમને પ્રભૂત, તેમને વિભુ, તેમને અવિધ્વંસ, તેમને વીતભી, તેમને વૃષભધ્વજ, તેમને ગરુણાંક, તેમને મૃગાંક; આ પ્રમાણે સૂર્યવંશમાં અનેક રાજા થયા. તે બધા સંસારભ્રમણથી ભયભીત થઈ પુત્રોને રાજ્ય આપી મુનિવ્રતધારક થયા. તેઓ શરીરથી પણ નિઃસ્પૃહી મહાનિગ્રંથ હતા. આ તને સૂર્યવંશની ઉત્પત્તિ કહી.
હવે તને સોમવંશની ઉત્પત્તિ કહીએ છીએ તે સાંભળ. ઋષભદેવની બીજી રાણીના પુત્ર બાહુબલી, તેમના સોમયશ, તેના સૌમ્ય, તેના મહાબલ, તેના સુબલ, તેના મુજબલી ઈત્યાદિ અનેક રાજા થયા. તેઓ પણ નિર્મળ ચેષ્ટાયુક્ત મુનિવ્રત ધારણ કરી પરમધામને પામ્યા. કેટલાક દેવ થઈ મનુષ્યજન્મ લઈ સિદ્ધ થયા. આ સોમવંશની ઉત્પત્તિ કહી.
હવે વિદ્યાધરોના વંશની ઉત્પત્તિ સાંભળ. નમિ, રત્નમાલી, તેને યત્નરથ, તેને રત્નચિત્ર, તેને ચન્દ્રરથ, તેને વજવંધ, તેને વજસેન, તેને વજાદંષ્ટ્ર તેને વજધ્વજ, તેને વજાયુધ, તેને વજ, તેને સુવજ, તેને વજત, તેને વજાભ, તેને વાજબાહુ, તેને વજાંક, તેને વજસુંદર, તેને વજપાણિ, તેને વજભાનુ, તેને જવાન, તેને વિધુભુખ, તેને સુવર્ક, તેને વિઘુદષ્ટ્ર, તેને વિધુત, વિધુતાભ, તેને વિદ્યુગ, તેને વૈધુત ઈત્યાદિ વિધાધરોના વંશમાં અનેક રાજા થયા. પોતપોતાના પુત્રોને રાજ્ય આપી, જિનદીક્ષા ધારણ કરી, રાગદ્વેષનો નાશ કરી તેઓ સિદ્ધપદ પામ્યા કેટલાક દેવલોકમાં ગયા અને જે મોહપાશથી બંધાયેલા હતા તે રાજ્યમાં જ મરીને કુગતિમાં ગયા. (સંજયંત મુનિના ઉપસર્ગનું કારણ)
- હવે સંજયંત મુનિના ઉપસર્ગનું કારણ કહે છે. વિદ્યુદંષ્ટ્ર નામનો એક વિધાધર રાજા, બન્ને શ્રેણીનો અધિપતિ, વિદ્યાબળથી ઉદ્ધત વિમાનમાં બેસીને વિદેહક્ષેત્રમાં ગયો. ત્યાં તેણે સંજયંત સ્વામીને ધ્યાનરૂઢ જોયા. તેમનું શરીર પર્વત સમાન નિશ્ચળ હતું. તે પાપીએ મુનિને જોઈને પૂર્વજન્મના વેરથી તેમને ઉપાડીને પંચગિરિ પર્વત ઉપર મૂક્યા અને લોકોને કહ્યું કે આને મારો. પાપી જીવોએ લાઠીથી, મૂઠીથી, પાષાણાદિ અનેક પ્રકારથી તેમને માર્યા. મુનિને સમભાવના પ્રસાદથી જરાપણ કલેશ ન થયો. તેમણે દુસ્સહુ ઉપસર્ગ ઉપર જીત મેળવી, લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. સર્વ દેવો તેમની વંદના માટે આવ્યા. ધરણેન્દ્ર પણ આવ્યા. તે ધરણેન્દ્ર પૂર્વભવમાં મનિના ભાઈ હતા. તેથી તેમણે ક્રોધ કરીને સર્વ વિદ્યાધરોને નાગપાશમાં બાંધ્યા. ત્યારે બધાએ વિનંતી કરી કે આ અપરાધ વિધુદંષ્ટ્રનો છે એટલે બીજાઓને છોડ્યા પણ વધુદંષ્ટ્રને ન છોડયો, મારવા તૈયાર થયા ત્યારે દેવોએ પ્રાર્થના કરીને તેને છોડાવ્યો. તેને છોડયો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com