________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
ત્રીજું પર્વ
પદ્મપુરાણ ગર્જના કરતો હાથી જોયો. તેના ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. બીજા સ્વપ્નમાં વિશાળ સ્કંધવાળો શરદના મેઘ સમાન ઉજ્જવળ સફેદ બળદ જોયો. ત્રીજા સ્વપ્નમાં ચન્દ્રમાનાં કિરણો સમાન સફેદ કેશાવલીવાળો સિંહ જોયો. ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને હાથી સુવર્ણના કળશોથી સ્નાન કરાવતો જોયો, તે લક્ષ્મી પ્રફુલ્લિત કમળો ઉપર નિશ્ચળપણે બેઠી હતી. પાંચમા સ્વપ્નમાં બે પુષ્પમાળા આકાશમાં લટકતી જોઈ તે માળાઓ ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. છઠ્ઠા સ્વપ્નમાં ઉદયાચળ પર્વતના શિખર ઉપર અંધકારનાશક મેઘપટલરહિત સૂર્યને જોયો. સાતમા સ્વપ્નમાં કુમુદિનીને પ્રફુલ્લિત કરનાર, રાત્રિનું આભૂષણ, જેણે પોતાના કિરણોથી દશે દિશાઓને ઊજળી કરી છે એવા તારાઓના પતિ ચન્દ્રને જોયો. આઠમા સ્વપ્નમાં નિર્મળ જળમાં કલ્લોલ કરતા અત્યંત પ્રેમથી ભરપૂર મહામનોહર મીનયુગલને જોયું. નવમા સ્વપ્નમાં જેના ગળામાં મોતીના હાર અને પુષ્પોની માળા શોભે છે એવો પંચ પ્રકારના રત્નોથી પૂર્ણ સ્વર્ણકળશ જોયો. દશમા સ્વપ્નમાં જુદા જુદા પ્રકારનાં પક્ષીઓથી સંયુક્ત કમળોથી શોભતા સુન્દર પગથિયાંવાળા નિર્મળ જળથી ભરેલા મહાસાગરને જોયો. અગિયારમા સ્વપ્નમાં આકાશ જેવો નિર્મળ સમુદ્ર જોયો. જેમાં અનેક પ્રકારનાં જળચરો કેલિ કરતાં હતાં અને ઊંચા તરંગો ઉછળી રહ્યા હતા. બારમા સ્વપ્નમાં અત્યંત ઊંચુ વિધવિધ પ્રકારના રત્નો જડેલું સુવર્ણનું સિંહાસન જોયું. તેરમા સ્વપ્નમાં દેવોનાં વિમાન આવતા જોયા, જે સુમેરુના શિખર જેવાં અને રત્નોથી ચમકતાં, ચામરાદિથી શોભતાં જોયાં. ચૌદમા સ્વપ્નમાં ધરણેન્દ્રનું ભવન જોયું. કેવું છે તે ભવન ? જેને અનેક માળ છે અને મોતીની માળાઓથી શોભિત, રત્નોની જ્યોતિથી પ્રકાશિત જાણે કે કલ્પવૃક્ષથી શોભી રહ્યું છે. પંદરમા સ્વપ્નમાં પંચવર્ણનાં મહારત્નોની અત્યંત ઊંચી રાશિ જોઈ, ત્યાં પરસ્પર રત્નોના કિરણોના ઉદ્યોતથી ઇન્દ્રધનુષ ચડી રહ્યું હતું. સોળમા સ્વપ્નમાં નિર્ધમ અગ્નિ જ્વાળાના સમૂહથી પ્રજ્વલિત જોયો. ત્યારપછી સુન્દર છે દર્શન જેનું એવાં સોળ સ્વપ્નો જોઈને મંગળ શબ્દોનું શ્રવણ કરી માતા જાગ્રત થયા. આગળ તે મંગળ શબ્દોનું વર્ણન સાંભળો.
સખીઓ કહે છે કે હે દેવી! તમારા મુખરૂપી ચન્દ્રની કીર્તિથી લજ્જિત થયેલો આ ચન્દ્ર કાંતિ રહિત થયો છે અને ઉદયાચળ પર્વતના મસ્તક ઉપર સૂર્ય ઊગવાની તૈયારી છે, જાણે કે મંગળ અર્થે સિંદૂરલિપ્ત સુવર્ણનો કળશ જ ન હોય! અને તમારા મુખની જ્યોતિથી અને શરીરની પ્રભાથી અંધકારનો ક્ષય થઈ જશે એમ જાણી પોતાના પ્રકાશની નિરર્થકતા જાણી દીપકોની જ્યોતિ મંદ થઈ છે. પક્ષીઓ મધુર કલરવ કરે છે, જાણે કે તમારા માટે મંગળ જ બોલતા હોય! આ મહેલમાં જે બાગ છે તેનાં વૃક્ષોનાં પાંદડાં પ્રભાતના શીતળ મંદ સુગંધી પવનથી હાલે છે અને મહેલની વાવમાં સૂર્યનું પ્રતિબિંબ જોવાથી ચકવી હર્ષિત થઈને મધુર અવાજ કરીને ચકવાને બોલાવે છે. આ હંસ તમારી ચાલ જોઈને અતિ અભિલાષાથી હર્ષિત થઈ મનોહર શબ્દ બોલે છે અને સારસ પક્ષીઓના સુન્દર અવાજ આવી રહ્યા છે. માટે દેવી! હવે રાત્રિ પૂર્ણ થઈ છે, તમે નિદ્રા છોડો. આ શબ્દ સાંભળીને માતા શય્યા પરથી બેઠા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com