________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ ચોવીસમું પર્વ
પદ્મપુરાણ છે તે તેને, તેના વડે, તે સ્થાનમાં કર્મના વિશે અવશ્ય થાય છે અને જો આ નિમિત્તજ્ઞાની યથાર્થ જાણતા હોય તો પોતાનું કલ્યાણ જ કેમ ન કરે કે જેથી મોક્ષનું અવિનાશી સુખ મળે. નિમિત્તજ્ઞાની બીજાના મૃત્યુ વિષે યથાર્થ જાણતા હોય તો પોતાના મૃત્યુ વિષે જાણીને મૃત્યુ આવ્યા પહેલાં આત્મકલ્યાણ કેમ ન કરે? નિમિત્તજ્ઞાનીના કહેવાથી હું મૂર્ખ બન્યો, ખોટા માણસોની શિખામણથી જે મંદબુદ્ધિ હોય તે જ અકાર્યમાં પ્રવર્તે છે. આ લંકાપુરી, પાતાળ જેનું તળિયું છે એવા સમુદ્રની મધ્યમાં આવેલી છે અને જે દેવોને પણ અગમ્ય છે તે સ્થાનમાં બિચારા ભૂમિગોચરીઓ ક્યાંથી પહોંચી શકે? મેં આ ઘણું જ અયોગ્ય કાર્ય કર્યું. હવે આવું કામ કદી નહિ કરું. આવી ધારણા કરીને ઉત્તમ દીપ્તિયુક્ત જેમ સૂર્ય પ્રકાશરૂપે વિચરે તેમ મનુષ્યલોકમાં રમવા લાગ્યા.
એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રાજા દશરથ અને જનકના વિભીષણકૃત મરણભયનું વર્ણન કરનાર તેવીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચોવીસમું પર્વ
(દશરથ અને કૈકેયીનાં લગ્ન) ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! અરણ્યના પુત્ર દશરથે ભ્રમણ કરતાં કૈકેયીની સાથે લગ્ન કર્યા તે મહા આશ્ચર્યકારક કથા તું સાંભળ. ઉત્તર દિશામાં એક કૌતુકમંગલ નામનું નગર છે. તેના કોટ ઊંચા પર્વત જેવા છે. ત્યાં શુભમતિ નામનો રાજા રાજ્ય કરતો. તે રાજાનું નામ જ માત્ર શુભમતિ નહોતું, તે સાચા અર્થમાં શુભમતિ હતો. તેની રાણી પૃથુશ્રી રૂપ, ગુણ અને આભૂષણોથી મંડિત હતી. તેને કૈકેયી નામની પુત્રી અને દ્રોણમેઘ નામનો પુત્ર હતો તેમના ગુણ દશે દિશામાં ફેલાઈ ગયા હતા. કૈકેયી અતિસુંદર હતી, તેનાં સર્વ અંગ મનોહર હતાં, તે અદભુત લક્ષણોવાળી, કળાઓની પારગામી હતી. તે સમ્યગ્દર્શનયુક્ત શ્રાવિકાનાં વ્રત પાળનારી, જિનશાસનની જાણકાર, મહાશ્રદ્ધાવાન હતી. ઉપરાંત તે સાંખ્ય, પાતંજલ, વૈશેષિક, વેદાંત, ન્યાય, મીમાંસા, ચાર્વાકાદિ અન્યમતીનાં શાસ્ત્રોનું રહસ્ય જાણતી. નૃત્યકળામાં અતિ નિપુણ હતી, સર્વ ભેદોથી મંડિત, સંગીત સારી રીતે જાણતી. ઉર, કંઠ અને મસ્તક આ ત્રણ સ્થાનોમાંથી સ્વર નીકળે છે અને સ્વરોના સાત ભેદ છે-ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, દૈવત, નિષાદ. તે બધું કૈકેયીને ગમ્ય હતું. ત્રણ પ્રકારના લય છે-શીધ્ર, મધ્ય અને વિલંબિત. ચાર પ્રકારના તાલ છે-સ્થાયી, સંચારી, આરોહક અને અવરોહક. ત્રણ પ્રકારની ભાષા-સંસ્કૃત, પ્રાકૃત અને શૌરસેની. સ્થાયી ચાલનાં ભૂષણ ચાર છે-પ્રસન્નાદિ, પ્રસન્નાત, મધ્યપ્રસાદ અને પ્રસન્નાંધવસાન. સંચારીનાં છ ભૂષણ છે-નિવૃત્ત, પ્રસ્થિલ, બિંદુ, પ્રખોલિત, તમોમંદ અને પ્રસન્ન. આરોહણનું એક પ્રસન્નાદિ ભૂષણ અને અવરોહણનાં બે ભૂષણ પ્રસન્નાત તથા કુહુર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com