________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
એંસીમું પર્વ
૪૯૭
અભિમાની એવો આ શ્રીવર્ધિત નામનો પુત્ર વિદ્યા શીખવા માટે વ્યાઘ્રપુર નગરમાં ગયો. તે ગુરુની પાસે શસ્ત્ર, શાસ્ત્ર બધી વિદ્યા શીખ્યો. તે નગરના રાજા સુકાંતની શીલા નામની પુત્રીને ઉપાડીને નગર છોડી ગયો. તેથી કન્યાનો ભાઈ સિંચંદ્ર તેની પાછળ પડયો પણ આ એકલાએ શસ્ત્રવિધાના પ્રભાવથી સિંહચંદ્રને જીતી લીધો અને સ્ત્રી સહિત પીતા પાસે આવ્યો. માને આનંદ થયો. તેની શસ્ત્રકળાથી પૃથ્વી પર તે પ્રસિદ્ધ થયો અને કીર્તિ મેળવી. તેણે શસ્ત્રના બળથી પોદનાપુરના રાજા કરૂહને જીતી લીધો. આ તરફ વ્યાઘ્રપુરના રાજા શીલાના પિતાનું મરણ થયું. તેના શત્રુઓએ સિંહચંદ્રને દબાવ્યો એટલે તે સુરંગના માર્ગે પોતાની રાણીને લઈને નીકળી ગયો. રાજ્યભ્રષ્ટ થયેલો તે પોદનાપુરમાં પોતાની બહેનનો નિવાસ જાણીને એક તંબોળીની સાથે પાનની ગાંસડી માથે મૂકીને સ્ત્રીસહિત પોદનાપુર પાસે આવ્યો. રાત્રે પોદનાપુરના વનમાં રહ્યો. તેની સ્ત્રીને સર્પ કરડયો તેથી એ તેને ખભા ૫૨ ઉપાડીને જ્યાં મય મહામુનિ બિરાજતા હતા ત્યાં આવ્યો. મય મહામુનિ વજ્રના થંભ સમાન નિશ્ચળ કાયોત્સર્ગમાં ઊભા હતા, તે અનેક ઋદ્ધિના ધારક હતા તેમને સર્વોષધિઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી. સિંહચંદ્ર પોતાની રાણીને તેમનાં ચરણારવિંદ સમીપે મૂકી. તેમની ઋદ્ધિના પ્રભાવથી રાણી નિર્વિષ થઈ. તે સ્ત્રીસહિત મુનિની સમીપમાં બેઠો હતો ત્યારે મુનિના દર્શન માટે વિનયદત્ત નામનો શ્રાવક આવ્યો તેને સિંહચંદ્ર મળ્યો અને પોતાની બધી હકીકત કહી. તેણે જઈને પોદનાપુરના રાજા શ્રી વર્ધિતને કહ્યું કે તમારા સાળા સિંહચંદ્ર આવ્યા છે. આથી તે તેને શત્રુ માનીને યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે વિનયદત્તે યથાર્થ વૃત્તાંત કહ્યો, તે તમારા શરણે આવ્યો છે. આથી તેને ખૂબ પ્રીતિ ઉપજી અને ઠાઠમાઠથી સિંહચંદ્રની સામે આવ્યો. બન્ને મળ્યા, ખૂબ આનંદ પામ્યા. પછી શ્રીવર્ધિતે મય મુનિરાજને પૂછ્યું: હું ભગવાન! હું મારા અને મારા સ્વજનોના પૂર્વભવ સાંભળવા ચાહું છું. મુનિરાજે કહ્યું, શોભાપુર નામના એક નગરમાં દિગંબર મુનિ ભદ્રાચાર્યે ચોમાસામાં નિવાસ કર્યો હતો. તેમનાં દર્શન કરવા અમલ નામના નગરનો રાજા નિરંતર આવતો. એક દિવસ તેને કોઢવાળી સ્ત્રીની દુર્ગંધ આવી એટલે તે પગે ચાલતો તરત જ ઘેર ચાલ્યો ગયો. તેની દુર્ગંધ સહી ન શક્યો. તે કોઢાવાળી સ્ત્રીએ ચૈત્યાલયમાં દર્શન કરી ભદ્રાચાર્ય સમીપે આવી શ્રાવિકાનાં વ્રત લીધાં અને સમાધિમરણ કરીને દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને તારી સ્ત્રી શીલા થઈ છે. રાજા અમલે પોતાના પુત્રને રાજ્ય આપી પોતે શ્રાવકનાં વ્રત લીધાં, પુત્ર પાસેથી આઠ ગ્રામ લઈ સંતોષ ધારણ કર્યો, શરીર ત્યજી સ્વર્ગે ગયો, ત્યાંથી ચ્યવીને તું શ્રીવર્ધિત થયો છે.
હવે તારી માતાના ભવ સાંભળ. એક પરદેશી ભૂખથી પિડાઈને ગામમાં આવી ભોજન માગવા લાગ્યો અને ક્યાંય ભોજન ન મળવાથી અત્યંત કોપથી બોલી ગયો કે હું તારું ગામ બાળી નાખીશ. દૈવયોગે ગામમાં આગ લાગી. ગામના લોકોએ માન્યું કે તેણે આગ લગાવી છે તેથી ગુસ્સે થઈને દોડયા, તેને પકડી લાવીને અગ્નિમાં બાળી નાખ્યો. તે અત્યંત દુ:ખથી મરીને રાજાની રસોયણ થઈ, મરીને નરકમાં ઘો૨ વેદના ભોગવી. ત્યાંથી નીકળી તારી માતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com