________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૮ એકાસીમું પર્વ
પદ્મપુરાણ મિત્રયશા થઈ. પોદનાપુરમાં એક ગોવાળિયો રહેતો. તેની સ્ત્રીનું નામ ભુજપત્રા હતું. તે ગોવાળિયો મરીને તારો સાળો સિંહચંદ્ર થયો અને ભુજપત્રા કરીને તેની સ્ત્રી રતિવર્ધના થઈ. પૂર્વભવમાં પશુઓ પર બોજ લાદતો તેથી આ ભવમાં ભાર વહેવો પડયો. આ બધાના પૂર્વભવ કહીને મય મહામુનિ આકાશમાર્ગ વિહાર કરી ગયા અને પોદનાપુરનો રાજા શ્રીવર્ધિત સિંહચંદ્ર સહિત નગરમાં ગયો. ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! આ સંસારની વિચિત્ર ગતિ છે. કોઈ નિર્ધનમાંથી રાજા થઈ જાય અને કોઈ રાજામાંથી નિર્ધન થઈ જાય છે. શ્રીવર્ધિત બ્રાહ્મણનો પુત્ર રાજ્યભ્રષ્ટ થઈને રાજા થઈ ગયો અને સિંહચંદ્ર રાજાનો પુત્ર રાજ્યભ્રષ્ટ થઈને શ્રીવર્ધિતની સમીપે આવ્યો. એક જ ગુરુની પાસે પ્રાણી ધર્મનું શ્રવણ કરે તેમાંથી કોઈ સમાધિમરણ કરીને સુગતિ પામે, કોઈ કુમરણ કરી દુર્ગતિ પામે. કોઈ રત્નોના ભરેલા જહાજ સહિત સમુદ્ર ઓળંગીને સુખપૂર્વક પોતાના સ્થાનકે પહોંચે, કોઈ સમુદ્રમાં ડૂબે, કોઈને ચોર લૂંટીને લઈ જાય; આવું જગતનું સ્વરૂપ વિચિત્ર ગતિવાળું જાણી વિવેકી જીવોએ દયા, દાન, વિનય, વૈરાગ્ય, જપ, તપ, ઇન્દ્રિયનિરોધ, શાંતિ, આત્મધ્યાન અને શાસ્ત્રઅધ્યયન કરીને આત્મકલ્યાણ કરવું. મય મુનિરાજનાં આવાં વચન સાંભળી રાજા શ્રીવર્ધિત અને પોદનાપુરના ઘણા લોકો શાંતિચિત્ત થઈને જિનધર્મનું આરાધન કરવા લાગ્યા. આ મય મહામુનિ અવધિજ્ઞાની, શાંતિચિત્ત, સમાધિમરણ કરીને ઈશાન સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા. જે આ મય મુનિનું માહાભ્ય મન દઈને વાંચે, સાંભળે તેને વેરીઓની પીડા ન થાય, સિંહ-વાઘાદિ ન હણે, સર્પાદિન ડસે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મય મુનિનું માહાભ્ય વર્ણવનારું એંસીમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
એકાસીમું પર્વ (રામ-લક્ષ્મણ વિના કૌશલ્યાનું શોકાકુળ થવું અને નારદનું આવીને સમજાવવું)
ચંદ્ર-સૂર્યસમાન જેમની કાંતિ છે એવા લક્ષ્મણના મોટા ભાઈ શ્રી રામચંદ્ર મધ્યલોકમાં સ્વર્ગલોક જેવી લક્ષ્મી ભોગવતા હતા. તેમની માતા કૌશલ્યા પતિ અને પુત્રના વિયોગરૂપ અગ્નિની જ્વાળામાં જલતા હતાં. મહેલના સાતમા માળે બેસી, સખીઓથી વીંટળાયેલ, અતિ ઉદાસ જેમ ગાયને વાછરડાના વિયોગથી વ્યાકુળતા થાય પુત્ર સ્નેહમાં તત્પર, તીવ્ર શોકસાગરમાં મગ્ન દશે દિશામાં તે નીરખતાં હતાં. મહેલના શિખર પર બેઠેલા કાગડાને પૂછે છે કે હે કાગ ! મારા પુત્ર રામ આવે તો તને ખીરનું ભોજન આપું. આવું બોલીને વિલાપ કરે છે, કરે છે, અરે વત્સ! તું ક્યાં ગયો, મેં તને નિરંતર સુખમાં લાડ લડાવ્યા હતા, તને વિદેશમાં ભ્રમણની પ્રીતિ ક્યાંથી ઉપજી? શું પલ્લવ સમાન તારા કોમળ ચરણ કઠોર પંથમાં પીડા ન પામે? ગહન વનમાં કયા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com