SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ ૫૦૯ કહેવા લાગી કે દિયરજી ! અમારું કહ્યું માનો, કૃપા કરો, આજે સરોવરમાં જળક્રીડા કરો અને ચિંતા છોડો. જે વાતથી તમારા ભાઈઓને ખેદ ન થાય તે કરો, તમારી માતાને ખેદ ન થાય તેમ કરો. અમે તમારી ભાભી છીએ, અમારી વિનંતી અવશ્ય માનો, તમે વિનયી વિવેકી છો. આમ કહીને ભરતને સરોવર પર લઈ ગઈ. ભરતનું ચિત્ત જળક્રીડાથી વિરક્ત છે. એ બધી સરોવરમાં પ્રવેશી, ભરત વિનયપૂર્વક સરોવર તીરે ઊભા રહ્યા, જાણે કે ગિરિરાજ જ છે. તે સ્નિગ્ધ સુગંધી પદાર્થોથી તેમના શરીર પર લેપ કરવા લાગી, તેમની સાથે જાતજાતની જળક્રીડા કરવા લાગી, પણ ઉત્તમ ચેષ્ટાના ધારક આમણે કોઈના ઉપર જળ નાખ્યું નહિ. પછી નિર્મળ જળથી સ્નાન કરી સરોવરના તીરે જે જિનમંદિર હતું ત્યાં ભગવાનની પૂજા કરી. (રૈલોક્યમંડન હાથીનું ઉન્મત્ત થવું અને ભરતને જોઈને જાતિસ્મરણ થવું) તે જ વખતે કાળી ઘટા સમાન આકૃતિવાળો ગૈલોક્યમંડન હાથી ગજબંધન તોડીને ભયંકર અવાજ કરતો પોતાના આવાસમાંથી નીકળ્યો. પોતાના મદના ઝરવાથી ભીંજાયેલો, મેઘગર્જના સમાન ગર્જના કરતો તેને સાંભળીને અયોધ્યાપુરીના લોકો ભયથી ધ્રુજવા લાગ્યા અન્ય હાથીઓના મહાવતો પોતપોતાના હાથીને લઈને દૂર ભાગી ગયા. રૈલોક્યમંડન નગરનો દરવાજો તોડીને જ્યાં ભરત પૂજા કરતા હતા ત્યાં આવ્યો. રામલક્ષ્મણની બધી રાણીઓ ભયથી ધ્રુજતી ભરતને શરણે આવી. હાથી ભારતની નજીક આવ્યો ત્યારે બધા હાહાકાર કરવા લાગ્યા. ભરતની માતા ખૂબ વિવળ બની ગઈ, વિલાપ કરવા લાગી, પુત્રના સ્નેહમાં તત્પર ખૂબ ભયભીત થઈ. તે વખતે ગજબંધનમાં પ્રવીણ રામ-લક્ષ્મણ ગજને પકડવા તૈયાર થયા. ગજરાજ અતિપ્રબળ હતો, ભયંકર ગર્જના કરતો હતો. નાગફાંસીથી પણ રોકાય તેમ નહોતો. કમળનયન ભરત નિર્ભયપણે સ્ત્રીઓને બચાવવા તેમની આગળ ઊભા રહ્યા. તે હાથી ભરતને જોઈને પૂર્વભવનો વિચાર કરતો શાંતચિત્ત બની ગયો, પોતાની સૂંઢ ઢીલી કરીને વિનયી બનીને ભારતની પાસે ઊભા રહી ગયો. ભરતે તેને મધુર વાણીથી સંબોધ્યો કે હું ગજરાજ! તું શા માટે ક્રોધે ભરાયો છે? ભરતનું વચન સાંભળીને તે અત્યંત નિશ્ચળ થયો, તેનું મુખ સૌમ્ય બન્યું, ઊભો રહી ભરત તરફ જોઈ રહ્યો. ભરત શરણાગત પાલક સ્વર્ગમાં દેવ શોભે તેમ શોભતા હતા. હાથીને આગળના જન્મોનું જ્ઞાન થયું, તે સર્વ વિકારરહિત થયો, દીર્ઘ નિશ્વાસ નાખવા લાગ્યો. તે મનમાં વિચારે છે–આ ભરત મારો મિત્ર છે. છઠ્ઠી સ્વર્ગમાં અમે બન્ને સાથે હતા, એ તો પુણ્યના પ્રસાદથી ત્યાંથી ચ્યવીને ઉત્તમ પુરુષ થયા અને મેં કર્મના યોગે તિર્યંચની ગતિ મેળવી. કાર્ય-અનાર્યના વિવેકરહિત મહાનિંધ પશુજન્મ છે. હું કયા કારણે હાથી થયો? ધિક્કાર છે આ જન્મને! હવે નકામો શોક શા માટે કરવો? એવો ઉપાય કરું કે આત્મકલ્યાણ થાય અને ફરી સંસારભ્રમણ ન કરું. શોક કરવાથી શો લાભ? હવે બધી રીતે પુરુષાર્થ કરીને ભવદુ:ખમાંથી છૂટવાનો ઉપાય કરું. જેને પૂર્વભવ યાદ આવ્યા છે એવો ગજેન્દ્ર ઉદાસ થઈ, પાપચેષ્ટાથી પરાડમુખ થઈ પુણ્ય ઉપાર્જનમાં એકાગ્રચિત્ત થયો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy