________________
૧૬૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પંદરમું પર્વ
પદ્મપુરાણ શકે. માટે આ કન્યા તેને આપો. જેવી કન્યા તેવો વર, યોગ્ય સંબંધ છે. આ વાત સાંભળી સંદેહપરાગ નામના મંત્રીએ માથું ધુણાવી, આંખ મીંચીને કહ્યું કે તે સૌદામિનીપ્રભ મહાભવ્ય છે. તે નિરંતર એવું વિચારે છે કે આ સંસાર અનિત્ય છે. તે સંસારનું સ્વરૂપ જાણી, અઢાર વર્ષે વૈરાગ્ય ધારણ કરશે. તે વિષયાભિલાષી નથી. ભોગરૂપ ગજબંધન તોડાવીને ગૃહસ્થીનો ત્યાગ કરશે, બાહ્યાભ્યતર પરિગ્રહ ત્યાગીને, કેવળજ્ઞાન પામી મોક્ષ જશે. જો તેને પરણાવવામાં આવે તો કન્યા પતિ વિના શોભા ના પામે, જેમ ચંદ્રમા વિના રાત્રિ શોભે નહિ તેમ. ઇન્દ્રના નગર સમાન જે આદિત્યપુર નગર છે ત્યાં રાજા પ્રહલાદ રાજ્ય કરે છે. તે મહાભોગી, ચંદ્ર સમાન કાંતિનો ધારક છે. તેની રાણી કેતુમતી કામની ધજા છે. તેને વાયુકુમાર એટલે પવનંજય નામનો પુત્ર છે. તે રૂપવાન, શીલવાન, ગુણનિધાન, સર્વ કળાનો પારગામી, શુભ શરીરવાળો, મહાવીર, ખોટી ચેષ્ટારહિત, તેના ગુણ સર્વ લોકોનાં ચિત્તમાં વસ્યા છે, હું સો વર્ષે પણ તે પૂરા ન કહી શકું એવો છે, માટે આપ તેને જ જોઈ લ્યો. પવનંજયના આવા ગુણ સાંભળીને બધા જ હર્ષ પામ્યા. કેવો પવનંજય? દેવો સમાન જેની સુંદર ઘુતિ છે. જેમ ચંદ્રનાં કિરણોથી કુમુદિની પ્રફુલ્લિત થાય છે તેમ કન્યા પણ આ વાત સાંભળી પ્રફુલ્લિત થઈ.
પછી વસતતુ આવી. સ્ત્રીઓનાં મુખની લાવણ્યતા હરનારી શીતઋતુ વીતી ગઈ. નવીન કમળોની સુગંધથી દશે દિશાઓ સુગંધમય બની ગઈ કમળો ઉપર ભમરા ગુંજારવા કરવા લાગ્યા. વૃક્ષ પર નવાં પલ્લવ, પત્ર, પુષ્પાદિ પ્રકટ થયાં. જાણે કે વસંતની લક્ષ્મીના વિલાપથી હર્ષના અંકુરો જ ફૂટયાં. આંબા ઉપર મહોર આવ્યો. તેના પર ભમરા ફરી રહ્યા છે. લોકોનાં મન કામબાણથી વીંધાયાં. કોયલોના અવાજ માનિની નાયિકાઓના માનનું મોચન કરવા લાગ્યાં. વસંતમાં પરસ્પર નરનારીઓનો સ્નેહુ વધતો ગયો. હુણો ઘાસના અંકુરો ઉખાડીને હરણીનાં મુખમાં આપવા લાગ્યા. તેને તે અમૃત સમાન લાગતા હતા. તેમની પ્રીતિ વધી ગઈ. વેલો વૃક્ષોને વીંટળાઈ ગઈ. દક્ષિણ દિશામાંથી પવન વાવા લાગ્યો, જે બધાને સોહામણો લાગ્યો. પવન વાવાથી કેસરના સમૂહુ જમીન પર પડ્યા, તે જાણે કે વસંતરૂપી સિંહના કેશના સમૂહુ જ હોયને! અત્યંત નિબિડ કૌરવ જાતિનાં વૃક્ષો પર ભમરાઓ ગૂંજે છે, જાણે વિયોગિની નાયિકાના મનને ખેદ ઉપજાવવા વસંતે પ્રેર્યા હોય ! અશોક જાતિનાં વૃક્ષોની નવી કુંપળો લાલ લાલ ચમકે છે, જાણે કે સૌભાગ્યવતી સ્ત્રીઓના રાગની રાશિ જ બોલી રહી હોય. વનમાં કેસૂડાનાં ફૂલો ખીલી ઉઠયાં છે, તે જાણે કે વિયોગિની નાયિકાના મનને દાહ ઉપજાવનાર અગ્નિ સમાન છે. દશે દિશામાં પુષ્પોના સમૂહુની સુગંધી રજ એવી ફેલાઈ રહી છે, જાણે કે વસંત અબીલ વગેરે સુગંધી ચૂર્ણથી મહોત્સવ કરી રહ્યો છે. એક દિવસ પણ સ્ત્રી-પુરુષ પરસ્પર વિયોગ સહી શકતા નથી. તે ઋતુમાં વિદેશગમન કેવી રીતે ગમે? આવી રાગરૂપ વસંતઋતુ પ્રગટ થઈ. ફાગણ સુદ આઠમથી પૂનમ સુધી અષ્ટાનિકાના દિવસો મહામંગળરૂપ છે તેથી ઇન્દ્રાદિક દેવ, શચિ આદિ દેવીપૂજા માટે નંદીશ્વરદ્વીપ ગયાં અને વિદ્યાધર પૂજાની સામગ્રી લઈને કૈલાસ ગયા. શ્રી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com