________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮ પંચાવનમું પર્વ
પદ્મપુરાણ સાંભળી રામે મંત્રીઓ સાથે મંત્રણા કરી. ત્યારે સુમતિકાંત નામના મંત્રીએ રામને કહ્યું કે કદાચ રાવણે કપટ કરી મોકલ્યો હોય તો એનો વિશ્વાસ શો ? રાજાઓની અનેક ચેષ્ટા હોય છે. અને કદાચ કોઈ બાબતમાં આપ આપસમાં કલુષતા પણ થઈ હોય અને પછીથી મળી જાય. ફૂલ અને જળ એમને મળવાની નવાઈ નથી. પછી મહાબુદ્ધિમાન મતિસમુદ્ર બોલ્યો-એમના વચ્ચે વિરોધ તો થયો એ વાત બધા પાસેથી સંભળાય છે અને વિભીષણ મહાન ધર્માત્મા નીતિવાન છે, જેનું ચિત્ત શાસ્ત્રરૂપ જળથી ધોવાયેલું છે, દયાવાન છે, દીન લોકો પર અનુગ્રહુ કરે છે અને મિત્રોમાં દઢ છે અને ભાઈ પણાની વાત કરો તો ભાઈ પણાનું કારણ નથી, જીવોને કર્મનો ઉદય જુદો જુદો હોય છે. આ કર્મોના પ્રભાવથી આ જગતમાં જીવોની વિચિત્રતા છે. આ પ્રસ્તાવ સંબંધમાં એક કથા છે તે સાંભળો-ગિરિ અને ગોભૂત નામના બે બ્રાહ્મણ ભાઈઓ હતા અને એક સૂર્યમઘ નામનો રાજા હતો જેની રાણીનું નામ મતિક્રિયા હતું. તેને બન્નેને પુણ્યની વાંછાથી ભાતમાં છુપાવીને સોનું આપ્યું. તેમાં કપટી ગિરિએ ભાતમાં સોનું છે એમ જાણીને ગોભૂતને કપટથી મારી નાખ્યો અને બન્નેનું સોનું લઈ લીધું. લોભથી પ્રેમનો નાશ થાય છે. બીજી પણ એક કથા સાંભળો. કોસાંબી નગરીમાં એક બુહદ્ધન નામનો ગૃહસ્થ હતો, તેની સ્ત્રી પુરવિદાને બે પુત્ર હતા-અહિદેવ અને મહિદેવ. જ્યારે એમના પિતાનું મૃત્યુ થયું ત્યારે એ બન્ને ભાઈ ધન કમાવા માટે સમુદ્રમાં જહાજમાં બેસી નીકળ્યા. તેમણે બધા પૈસા આપીને એક રત્ન ખરીધું. હવે જે ભાઈના હાથમાં તે રત્ન આવે તેના મનમાં એવો ભાવ થાય કે હું બીજા ભાઈને મારી નાખ્યું. આમ પરસ્પર બેય ભાઈના ભાવ બગયાં. પછી તે ઘેર આવ્યા. તેમણે રત્ન માતાને સોંપ્યું ત્યારે માતાના મનમાં એવો ભાવ થયો કે બન્ને પુત્રોને વિષ આપીને મારી નાખ્યું. આથી માતા અને બેય ભાઈઓએ તે રત્નથી વિરક્ત થઈને કાલિન્દી નદીમાં ફેંકી દીધું. તે રત્ન માછલી ગળી ગઈ. માછીમારે તે માછલી પકડી અને તેને અહિદેવ-મહિદેવને વેચી. અહિદેવ-મહિદેવની બેન માછલી કાપતી હતી ત્યાં રત્ન નીકળ્યું. રત્ન હાથમાં લેતાં તેને એવો ભાવ થયો કે માતા તથા બન્ને ભાઈઓને મારી નાખું. ત્યારે તેણે બધાને બધો વૃત્તાંત કહ્યો કે આ રત્નના યોગથી મને એવા ભાવ થાય છે કે તમને મારી નાખ્યું. પછી રત્નનો ચૂરો કરી નાખ્યો. માતા, બહેન અને બન્ને ભાઈઓએ સંસારથી વિરક્ત થઈ જિનદીક્ષા ધારણ કરી. માટે દ્રવ્યના લોભથી ભાઈઓમાં વેર થાય છે અને જ્ઞાનના ઉદયથી વેર મટે છે. ગિરિએ તો લોભના ઉદયથી ગોભૂતને માર્યો અને અહિદેવ-મહિદેવનું વેર મટી ગયું. મહાબુદ્ધિ વિભીષણનો દ્વારપાળ આવ્યો છે તેને મધુર વચનોમાં સંદેશો મોકલી વિભીષણને બોલાવો. પછી દ્વારપાળ પ્રત્યે સ્નેહ બતાવવામાં આવ્યો અને વિભીષણને અતિ આદરથી બોલાવવામાં આવ્યો. વિભીષણ રામની સમીપે આવ્યો. રામે વિભીષણનો ખૂબ આદર કરીને તેમને મુલાકાત આપી. વિભીષણે વિનંતી કરી, હે દેવ ! હે પ્રભો! નિશ્ચયથી મારા આ જન્મમાં તમે જ પ્રભુ છો. શ્રી જિનનાથ તો આ જન્મ અને પરભવના સ્વામી છે અને રઘુનાથ આ લોકના સ્વામી છે આ પ્રમાણે પ્રાર્થના કરી. ત્યારે શ્રી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com