________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેંતાળીસમું પર્વ
૩૫૫ છે, બગલાની પંક્તિ ફરે છે અને નિરંતર વાદળાં જળ વરસાવે છે, જેમ ભગવાનના જન્મકલ્યાણકમાં દેવો રત્નની ધારા વરસાવતા હોય. હું ભાઈ ! જો, આ તારા રંગ સમાન શ્યામ ઘટા સુંદર જળનાં બુંદ વરસાવે છે, જેમ તું દાનની ધારા વરસાવે છે. આ વાદળાં આકાશમાં વિચરતાં વીજળીના ચમકારા સાથે મોટા મોટા પહાડોને પોતાની ધારાથી આચ્છાદિત કરતાં, ગર્જના કરતાં એવાં શોભે છે, જેવો તું પીળાં વસ્ત્રો પહેરી અનેક રાજાઓને આજ્ઞા કરતો પૃથ્વીને કૃપાદૃષ્ટિરૂપ અમૃતની વૃષ્ટિ કરતો અને સીંચતો શોભે છે. હે વીર! આ કેટલાંક વાદળાં પવનના વેગથી આકાશમાં ભટકે છે, જેમ યૌવન અવસ્થામાં અસંયમીઓનું મન વિષયવાસનામાં ભટકે છે. આ વાદળાં અનાજના ખેતર છોડીને નકામા પર્વત ઉપર વરસે છે, જેમ કોઈ ધનવાન પાત્રદાન અને કરુણાદાન કરવાનું છોડીને વૈશ્યાદિક કુમાર્ગમાં ધન ખોઈ નાખે છે. હે લક્ષ્મણ ! આ વર્ષાઋતુમાં નદી અતિવેગથી વહે છે અને ધરતી કીચડથી ભરાઈ ગઈ છે, પ્રચંડ પવન વાય છે, જમીન ઉપર લીલોતરી છવાઈ ગઈ છે અને ત્રસ જીવ વધી ગયા છે. આ સમયે વિવેકીઓએ વિહાર કરવો નહિ. શ્રી રામચંદ્રનાં આવાં વચન સાંભળીને સુમિત્રાનંદન લક્ષ્મણ બોલ્યા. હે નાથ ! આપ જે આજ્ઞા કરશો, તે પ્રમાણે જ હું પાળીશ. આવી સુંદર વાતો કરતાં બન્ને ધીરવીર સુંદર સ્થાનમાં સુખપૂર્વક વર્ષાકાળ પૂર્ણ કરવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દંડકવનમાં નિવાસનું વર્ણન કરનાર બેતાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
તેંતાળીસમું પર્વ (રાવણના ભાણેજ શબૂકની સૂર્યહાસ ખડ્ઝની સાધના અને લક્ષ્મણના હાથે મરણ)
વર્ષાઋતુ પૂર્ણ થઈ અને શરદઋતુનું આગમન થયું. આ શરદઋતુ જાણે ચંદ્રમાનાં કિરણોરૂપી બાણોથી વર્ષારૂપ વેરીને જીતીને પૃથ્વી પર પોતાનો પ્રતાપ ફેલાવતી હતી. ખીલેલાં ફૂલોવાળાં વૃક્ષોની સુગંધથી દિશારૂપ સ્ત્રી સુગંધિત થઈ છે અને વર્ષાઋતુમાં કાળી ઘટાઓથી આકાશ શ્યામ હતું તે હવે ચંદ્રની કાંતિથી ઉજ્જવળ થયું છે, જાણે કે તેને ક્ષીરસાગરના જળથી ધોવામાં આવ્યું ન હોય! વીજળીરૂપી સોનાની સાંકળથી યુક્ત વર્ષાકાળરૂપી ગજ પૃથ્વીરૂપ લક્ષ્મીને સ્નાન કરાવીને ક્યાં જતો રહ્યો! શરદઋતુના આવવાથી કમળો ખીલ્યાં છે, તેના પર ભમરા ગુંજારવ કરવા લાગ્યા છે, હંસ ક્રિીડા કરવા લાગ્યા છે અને નદીઓનાં જળ નિર્મળ થઈ ગયાં. બન્ને કિનારા અત્યંત સુંદર લાગે છે, જાણે કે શરદકાળરૂપ નાયકને પામીને સરિતારૂપ કામિની કાંતિ પામી છે. વન વર્ષા અને પવનથી મુક્ત થયું છે તે નિદ્રાથી રહિત જાગ્રત દશા પામ્યું હોય એવું શોભે છે. સરોવરમાં કમળો પર ભમરા ગુંજે છે. વનમાં વૃક્ષો પર પક્ષીઓ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com