________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭૨ એકસો ત્રીજું પર્વ
પદ્મપુરાણ તે યુદ્ધ એવું ભયંકર થયું જ્યાં સામંત પોતાનું શિર આપીને યશરૂપ રત્ન ખરીદવા લાગ્યા.
જ્યાં મૂચ્છિત બનેલ પર કોઈ ઘા નથી કરતા, નિર્બળ પર ઘાત નથી કરતા, જ્યાં સુભટોનું યુદ્ધ થાય છે, મહાયુદ્ધ કરનાર યોદ્ધાઓને જીવવાની આશા નથી. ક્ષોભ પામેલો સમુદ્ર ગર્જે તેવો અવાજ ક્યાં થઈ રહ્યો છે તે સંગ્રામ સમાન રસવાળો થઈ ગયો.
ભાવાર્થ - ન આ સેના હુટી, ન પેલી સેના ખસી. યોદ્ધાઓમાં પરસ્પર જૂનાધિકતા દેખાઈ નહિ, કેવા છે યોદ્ધા? જેમની પરમભક્તિ પોતાના સ્વામી પ્રત્યે છે. સ્વામીએ આજીવિકા આપી હતી તેના બદલામાં એ પોતાનું જીવન દેવા ચાહે છે, જેને પ્રચંડ રણની ચળ ઊપડી છે, સૂર્ય સમાન તેજ ધારણ કરી તે સંગ્રામના ધુરંધરો થયા.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશનું રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ વર્ણવતું એકસો બીજું પર્વ પૂર્ણ થયું.
*
*
*
એકસો ત્રીજું પર્વ (રામ-લક્ષ્મણનો લવણ-અંકુશ સાથે પરિચય) પછી ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! હવે જે હકીકત બની તે સાંભળો. અનંગલવણના સારથિ રાજા વજજંઘ અને મદનાંકુશના રજા પૃથુ છે. રામના સારથિ કૃતાંતવક્ર અને લક્ષ્મણના વિરાધિત. શ્રી રામે વજાવ ધનુષ્ય ચડાવી કૃતાંતવક્રને કહ્યું હવે તમે શીધ્ર જ શત્રુ પર રથ ચલાવો, ઢીલ ન કરો ત્યારે તેણે કહ્યું કે હે દેવ! આ ઘોડા નરવીરનાં બાણોથી જર્જરિત થઈ ગયા છે, એનામાં તેજ નથી, જાણે કે ઊંઘી ગયા છે, તે તુરંગ લોહીની ધારાથી ધરતીને રંગે છે, જાણે કે પોતાનો અનુરાગ પ્રભુને દેખાડે છે અને મારી ભુજા એના બાણોથી ભેદાઈ ગઈ છે, બખ્તર તૂટી ગયું છે. ત્યારે શ્રી રામે કહ્યું કે મારું ધનુષ્ય પણ યુદ્ધકાર્ય કરવા અશક્ત એવું થઈ ગયું છે કે જાણે ચિત્રનું ધનુષ્ય હોય અને આ મૂશળ પણ કાર્યરહિત થઈ ગયું છે. દુર્નિવાર જે શત્રુરૂપ ગજરાજ તેને માટે અંકુશ સમાન આ હળ પણ શિથિલ બન્યું છે. શત્રુના પક્ષને માટે ભયંકર મારા અમોધ શસ્ત્રો જેમની હજાર હજાર યક્ષો રક્ષા કરે છે તે શિથિલ થઈ ગયાં છે, શત્રુ પર ચાલે એવું શસ્ત્રોનું સામર્થ્ય રહ્યું નથી. ગૌતમ સ્વામી કહે છે-હું શ્રેણિક! જેવાં અનંગલવણની આગળ રામનાં શસ્ત્રો નિરર્થક થઈ ગયાં છે તેવાં જ મદનાંકુશની આગળ લક્ષ્મણનાં શસ્ત્રો કાર્યરહિત થઈ ગયાં છે. તે બન્ને ભાઈ તો જાણે છે કે આ રામ-લક્ષ્મણ તો અમારા પિતા અને કાકા છે તેથી તેઓ તો એમનું શરીર બચાવીને બાણ ચલાવે છે અને આ તેમને ઓળખતા નથી તેથી શત્રુ સમજીને બાણ ચલાવે છે. લક્ષ્મણ દિવ્યાસ્ત્રનું સામર્થ્ય તેમના પર ચાલતું નથી એમ જાણીને શર, ચક્ર, ખગ્ન, અંકુશ ચલાવતા હતા તેથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com