________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
બારમું ૫ર્વ
પદ્મપુરાણ રાજી થયો. પછી ચમરેન્દ્ર પોતાના સ્થાનકે ગયો. હું શ્રેણિક! શસ્ત્રવિધાનો અધિપતિ, સિંહોના વાહનવાળો મધુકુંવર રિવંશનું તિલક છે, રાવણ તેનો સ્વસુર છે, તે સુખેથી રહેવા લાગ્યો. આ મધુનું ચિરત્ર જે પુરુષ વાંચે, સાંભળે તે કાંતિ પામે અને તેને સર્વ અર્થ સિદ્ધ થાય.
પછી મરુતના યજ્ઞનો નાશ કરનાર જે રાવણ તે લોકમાં પોતાનો પ્રભાવ ફેલાવતો, શત્રુઓને વશ કરતો, અઢાર વર્ષ સુધી ફરીને જેમ સ્વર્ગમાં ઇન્દ્ર હર્ષ ઉપજાવે તેમ તેણે બધાને આનંદ આપ્યો પૃથ્વીપતિ કૈલાસ પર્વત પાસે આવ્યો. ત્યાં નિર્મળ જળવાળી સમુદ્રની પટરાણી, કમળના મકરંદથી પીળા જળવાળી ગંગાના કિનારે સેનાનો પડાવ નાખી પોતે કૈલાસની તળેટીમાં પડાવ નાખી ક્રીડા કરતો રહ્યો. ગંગાના સ્ફટિક સમાન જળમાં ખેચર, ભૂચર, જળચર ક્રીડા કરતા હતા જે અશ્વો રજ લાગવાથી શરીરે મલિન થયા હતા તે ગંગામાં ન્હાઈને, પાણી પીને સ્વસ્થ થયા. રાવણ વાલીનું વૃત્તાંત વિચારીને ચૈત્યાલયોમાં નમસ્કાર કરી, ધર્મરૂપ પ્રવૃત્તિ કરતો રહ્યો
હવે ઇન્દ્રે દુર્લધિપુર નગરમાં નલકુંવર નામનો લોકપાલ સ્થાપ્યો હતો તેણે સંદેશવાહકોના મુખેથી રાવણને નજીક આવેલો જાણીને ઈન્દ્ર પાસે શીઘ્રગામી સેવકો મોકલ્યા, સર્વ વૃત્તાંત જણાવ્યા. રાવણ જગતને જીતતો સમુદ્ર જેવી સેના લઈને આપણી જગ્યા જીતવા માટે નજીક આવીને પડયો છે. આ તરફના બધા લોકો ધ્રુજી ઉઠયા છે. આ સમાચાર લઈને નલકુંવરના દૂતો ઇન્દ્ર પાસે આવ્યા. ઇન્દ્ર ભગવાનનાં ચૈત્યાલયોની વંદના કરવા જતો હતો ત્યાં માર્ગમાં ઇન્દ્રને પત્ર આવ્યો. ઇન્દ્ર સર્વ રહસ્ય જાણીને પાછો જવાબ લખી આપ્યો કે હું પાંડુવનમાં ચૈત્યાલયોની વંદના કરીને આવું છું. ત્યાં સુધી તમે ખૂબ પ્રયત્ન કરીને રહેજો. તમે અમોઘ-નિષ્ફળ ન જાય તેવા શસ્ત્રોના ધારક છો અને હું પણ શીઘ્ર જ આવું છું. આમ લખીને વંદના પ્રત્યે આસક્ત મનવાળો તે, વેરીની સેનાને ન ગણકારતાં પાંડુવનમાં ગયો અને નલકુંવર લોકપાલે પોતાના મંત્રીઓ સાથે વિચારણા કરીને નગરની રક્ષા માટે તત્પર વિદ્યામય સો યોજન ઊંચો વજ્રશાલ નામનો કોટ બનાવ્યો અને પ્રદક્ષિણા ત્રણ ગણી કરી. રાવણે નલકુંવરના નગરની રચના જાણવા માટે પ્રહસ્ત નામના સેનાપતિને મોકલ્યો તે જોઈને પાછો આવીને કહેવા લાગ્યો કે હે દેવ !
માયામયી કોટથી મંડિત આ નગર છે. તે લઈ શકાય તેવું નથી. જુઓ, પ્રત્યક્ષ દેખાય છે
કે સર્વ દિશાઓમાં ભયાનક વિકરાળ દાઢોવાળા સર્પ સમાન તેના શિખરો છે અને આસપાસ સઘન વાંસનું વન જલી રહ્યું છે. તેમાંથી ઊંચી જ્વાળાઓ ઊઠી રહી છે. તેનાં યંત્રો વૈતાળનું રૂપ ધારણ કરી, વિકરાળ દાઢ ફાડી, એક યોજનના વિસ્તારમાં જે મનુષ્યો આવે તેને ગળી રહ્યાં છે. તે યંત્રોના મુખમાં આવેલાં પ્રાણીઓનાં આ શરીર રહેતાં નથી. તે બીજો ભવ ધારણ કરીને નવાં શરીર ધારણ કરે છે. આમ જાણીને આપ દીર્ઘદર્શી બનીને આ નગર લેવાનો ઉપાય શોધી કાઢો. પછી રાવણે મંત્રીઓને ઉપાય પૂછવા માંડયાં. મંત્રીઓ તે માયામયી કોટને દૂર કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. મંત્રીઓ નીતિશાસ્ત્રમાં અતિ પ્રવીણ છે.
પછી નલકુંવરની સ્ત્રી ઉપરંભા, જે ઈન્દ્રની અપ્સરા રંભા સમાન રૂપ અને ગુણવાળી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com