________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ સત્તરમું પર્વ
- ૧૮૩ હાથ જોડી પ્રણામ કરી પતિ આવ્યાનો સમસ્ત વૃત્તાંત કહ્યો, પણ તેની સાસુ કેતુમતી કુપિત થઈ નિષ્ફર વચનોથી તેને પીડા ઉપજાવતી કહેવા લાગી: હે પાપિણી! મારો પુત્ર તારાથી અત્યંત વિરક્ત છે, તારો પડછાયો જોવા પણ ઇચ્છતો નથી, તારાં વચન કાન પર લેતો નથી, તે તો માતાપિતાની વિદાય લઈને રણસંગ્રામ માટે બાર ગયો છે, તે ધીર તારા મહેલમાં કેવી રીતે આવે? હે નિર્લજ્જ ! તાર પાપને ધિક્કાર! ચંદ્રમાના કિરણ સમાન ઉજ્જવળ વંશને દોષ લગાડનારી, બન્ને લોકોમાં નિંદ્ય અશુભ ક્રિયા તે આચરી છે; અને આ તારી સખી વસંતમાલાએ તને આવી બુદ્ધિ આપી છે, કુલટાની પાસે વેશ્યા રહે પછી કયું ભલું થાય? અંજનાએ મુદ્રિકા અને કડાં દેખાયાં તો પણ તેણે ન માન્યું. ગુસ્સે થઈને એક કૂર નામના નોકરને બોલાવ્યો તે આવીને નમસ્કાર કરીને ઊભો રહ્યો. પછી ક્રોધ કરીને કહુમતીએ લાલ આંખોથી કહ્યું, હે દૂર ! આને સખી સહિત ગાડીમાં બેસાડી મહેન્દ્રનગરની પાસે છોડી આવ. કહુમતીની આજ્ઞાથી દૂર સખીસહિત અંજનાને ગાડીમાં બેસાડી મહેન્દ્રનગર તરફ ચાલ્યો. અંજનાસુંદરીનું શરીર ખૂબ કંપે છે, પવનથી ઊખડી ગયેલ વેલી સમાન તે નિરાશ્રય છે, દુઃખરૂપ અગ્નિથી તેનું શરીર બળી રહ્યું છે, સાસુને તેણે કાંઈ ઉત્તર ન આપ્યો, તેની આંખો સખી તરફ લંબાયેલી છે, મનમાં પોતાના અશુભ કર્મને તે વારંવાર નિંદી રહી છે, આંખમાંથી આંસુની ધારા ચાલી જાય છે, તેનું ચિત્ત અસ્થિર છે. દિવસના અંતે મહેન્દ્રનગર સમીપ પહોંચાડીને કૂર મધુર વચન કહેવા લાગ્યો. કે દેવી ! મેં મારી સ્વામિનીની આજ્ઞાથી આપને માટે દુઃખરૂપ કાર્ય કર્યું છે, તો ક્ષમા કરશો, આમ કહી સખી સહિત સુંદરીને ગાડીમાંથી ઉતારી, ગાડી લઈને પોતાની સ્વામિની પાસે ચાલ્યો. ત્યાં પહોંચીને વિનંતી કરી કે આપની આજ્ઞા પ્રમાણે તેમને ત્યાં પહોંચાડી આવ્યો છું.
મહાપતિવ્રતા અંજનાસુંદરી પતિના વિયોગના દુઃખના ભારથી પીડિત જોઈ સૂર્ય પણ જાણે ચિંતાથી તેનું તેજ ઝાંખું પડી ગયું હોય તેમ આથમી ગયો. અત્યંત રુદનથી જેની આંખો લાલ થઈ ગઈ છે એવી અંજનાનાં નેત્રોની લાલાશથી પશ્ચિમ દિશા લાલ થઈ ગઈ, અંધકાર ફેલાઈ ગયો, રાત્રિ થઈ. અંજનાના દુ:ખથી નીકળેલાં આંસુની ધારારૂપ મેઘથી દશે દિશા શ્યામ થઈ ગઈ, પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા, જાણે કે અંજનાના દુ:ખથી દુઃખી થઈને કકળાટ કરતા હોય. અંજના અપવાદરૂપ દુઃખના સાગરમાં ડૂબેલી સુધાદિક દુઃખ ભૂલી ગઈ. તે આંસુ સારતી અને રૂદન કરતી. વસંતમાલા તેને વૈર્ય રાખવાનું સમજાવતી. રાત્રે પાંદડાની પથારી પાથરી દીધી, પણ એને જરાય ઊંઘ આવી નહિ. નિરંતર અશ્રુપાત કરતી, જાણે કે દાહુના ભયથી નિદ્રા પણ ભાગી ગઈ. વસંતમાલા પગ દાબતી, ખેદ દૂર કરતી, દિલાસો આપતી. આમ દુ:ખના કારણે એક રાત્રિ એક વર્ષ બરાબર લાગી. સવારમાં પથારી છોડીને જાતજાતના સંકલ્પ-વિકલ્પ કરતી, શંકા સહિત વિહવળ થઈને પિતાના ઘર તરફ ચાલી. સખી છાયાની જેમ સાથે જ ચાલી. પિતાના મહેલના દ્વારે પહોંચી. તેને અંદર દાખલ થતાં દ્વારપાળે રોકી, કારણ કે દુ:ખના યોગથી તેનું રૂપ બદલાઈ ગયું હતું તેથી ઓળખાણ ન પડી. ત્યાં સખીએ બધી હકીકત કહી તે જાણીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com