________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪ ચોપનમું પર્વ
પદ્મપુરાણ તેનું મૃત્યુ નજીક આવ્યું છે. આપણી સેનામાં પણ મોટા મોટા મહારથી યોદ્ધાઓ છે, વિધાવૈભવથી પૂર્ણ છે, તેમણે હજારો આશ્ચર્યકારક કાર્યો કર્યા છે. તેમનાં નામ ધનગતિ, ભૂતાનંદ, ગજસ્વન, કૂરકેલિ, કિલભીમ, કૂડ, ગોરવિ, અંગદ, નળ, નીલ, તડિદવકત્ર, મંદર, અર્શનિ, અર્ણવ, ચંદ્રજ્યોતિ, મૃગેન્દ્ર, વજદંષ્ટ્ર, દિવાકર, ઉલ્કાવિધા, લાંગૂલવિધા, દિવ્યશાસ્ત્રમાં પ્રવીણ, જેમના પુરુષાર્થમાં બાધા નથી એવા હનુમાન મહાવિદ્યાવાન અને ભામંડળ, વિધાધરોના ઈશ્વર મહેન્દ્રકેતુ, અતિઉગ્ર જેનું પરાક્રમ છે પ્રસન્નકીર્તિ ઉદધૃત અને તેનો પુત્ર મહાબળવાન તથા રાજા સુગ્રીવના અનેક સામંતો મહાબળવાન છે, પરમ તેજના ધારક છે, અનેક કાર્ય કરનારા, આજ્ઞા પાળનારા છે. આ વચન સાંભળી વિધાધર લક્ષ્મણ તરફ જોવા લાગ્યા. અને શ્રી રામ તરફ જોયું તો તે સૌમ્યતારહિત મહાવિકરાળરૂપ દેખાયા, ભૂકુટિ ચઢાવેલા મહા ભયંકર, જાણે કે કાળનું ધનુષ જ છે. શ્રી રામ લક્ષ્મણ લંકાની દિશા તરફ ક્રોધ ભરેલી લાલ આંખોથી તાકી રહ્યા જાણે કે રાક્ષસોનો ક્ષય કરનાર જ છે. પછી તે જ દષ્ટિ તેમણે ધનુષ તરફ કરી અને બન્ને ભાઈઓના મુખ અત્યંત ક્રોધરૂપ થઈ ગયા, શિરના કેશ ઢીલા થઈ ગયા જાણે કે કમળનું સ્વરૂપ હોય. જગતને તામસરૂપ અંધકારથી છાઈ દેવા ચાહે છે એવા બન્નેના મુખ જ્યોતિના મંડળ વચ્ચે જોઈને બધા વિધાધરો જવા માટે તૈયાર થઈ ગયા, જેમનું ચિત્ત સંભ્રમરૂપ છે એ રાઘવનો અભિપ્રાય જાણીને સુગ્રીવ, હનુમાન સર્વ જાતજાતનાં આયુધો અને સંપદાથી મંડિત ચાલવાને તૈયાર થયા. રામ-લક્ષ્મણ બન્ને ભાઈઓના પ્રયાણ કરવાનાં વાજિંત્રોના નાદથી દશે દિશાઓ ભરાઈ ગઈ, માગશર વદ પાંચમના દિવસે સૂર્યોદય સમયે અત્યંત ઉત્સાહથી નીકળતાં સારા સારા શુકન થયા. કયા કયા શુકન થયા? નિધૂમ અગ્નિની જ્વાળા દક્ષિણ તરફ જોઈ, મનોહર અવાજ કરતા મોર, વસ્ત્રાભૂષણ સંયુક્ત સૌભાગ્યવતી નારી, સુગંધી પવન, નિગ્રંથ મુનિ, છત્ર, ઘોડાઓનો હણહણાટ, ઘંટારવ, દહીં ભરેલો કળશ, પાંખ ફેલાવીને મધુર અવાજ કરતો કાગડો, ભેરી અને શંખનો અવાજ, અને તમારો જય થાવ, સિદ્ધિ મળો, નંદો, વધો એવાં વચનો ઇત્યાદિ શુભ શુકન થયા. રાજા સુગ્રીવ શ્રી રામની સાથે ચાલવા તૈયાર થયો. સુગ્રીવના ઠેકઠેકાણેથી વિદ્યાધરોના સમૂહુ આવ્યા. શુક્લ પક્ષના ચંદ્રમા સમાન જેનો પ્રકાશ છે, નાના પ્રકારનાં વિમાનો, નાના પ્રકારની ધજાઓ, નાના પ્રકારનાં વાહન, નાના પ્રકારનાં આયુધો સહિત મોટા મોટા વિધાધરો આકાશમાં જતા શોભવા લાગ્યા. રાજા સુગ્રીવ, હનુમાન, શલ્ય, દુર્મર્ષણ, નળ, નીલ, સુષેણ, કુમુદ ઇત્યાદિ અનેક રાજાઓ તેમની સાથે થયા. તેમની ધજાઓ પર દેદીપ્યમાન રત્નમયી વાનરોનાં ચિહન જાણે કે આકાશને ગળી જવા પ્રવર્તે છે, વિરાજિતની ધજા પર વાઘનું ચિહ્ન ઝરણા જેવું ચમકે છે, જાંબૂની ધજા પર વૃક્ષ, સિંહરવની ધજા પર વાઘ, મેઘકાંતની ધજા પર હાથીનું ચિહ્ન છે. તેમાં મહા તેજસ્વી લોકપાલ સમાન ભૂતનાદ તે સેનાનો વડો બન્યો અને લોકપાલ સમાન હનુમાન ભૂતનાદની પાછળ સામંતોના સમૂહુ સહિત પરમ તેજ ધારણ કરતા લંકા પર ચડયા જેમ પૂર્વે રાવણના વડીલ સુકેશીના પુત્ર માલી લંકા પર ચડયા હુતા અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com