________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દરદ
એકસો તે૨મું પર્વ
પદ્મપુરાણ
મરીને દુર્ગતિમાં જઈશ. આ મારી સ્ત્રીઓ શોભાયમાન, મૃગનયની, પતિવ્રતા, સર્વ મનોરથ પૂરનારી, સ્ત્રીઓનાં ગુણોથી મંડિત નવયુવાન છે તેમને હું અજ્ઞાનથી તજી શક્યો નથી. હું મારી ભૂલને ક્યાં સુધી નિંદુ? જુઓ, હું સાગરો સુધી સ્વર્ગમાં અનેક દેવાંગના સહિત રમ્યો અને દેવમાંથી મનુષ્ય થઈ આ ક્ષેત્રમાંય સુંદર સ્ત્રીઓ સાથે રમ્યો, પરંતુ તૃપ્ત થતો નથી. જેમ ઇંધનથી અગ્નિ તૃપ્ત થતો નથી અને નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ પ્રાણી નાના પ્રકારના વિષય સુખોથી તૃપ્ત થતો નથી. હું જુદા જુદા જન્મોમાં ભટકીને ખેખિન્ન થયો. રે મન! હવે તું શાંત થા, શા માટે વ્યાકુળ બની રહ્યો છે? શું તેં ભયંકર નરકોનાં દુ:ખ સાંભળ્યાં નથી ? જ્યાં રૌદ્રધ્યાની હિંસક જીવ જાય છે તે નરકોમાં તીવ્ર વેદના, અસિપત્ર વન, વૈતરણી નદી, અરે, આખી ભૂમિ જ જ્યાં સંકટરૂપ છે, તે નરકથી હું મન, તું ડરતું નથી. રાગદ્વેષથી ઊપજેલા કર્મકલંકનો તપથી ક્ષય કરતો નથી. તારા આટલા દિવસ એમ જ નકામા ગયા. વિષયસુખરૂપ કૂવામાં પડેલો તું તારા આત્માને ભવ પિંજરામાંથી બહાર કાઢ. તેં જિનમાર્ગમાં બુદ્ધિનો પ્રકાશ મેળવ્યો છે. તું અનાદિકાળના સંસારભ્રમણથી ખેખિન્ન થયો છે, હવે અનાદિના બંધાયેલા આત્માને છોડાવ. આમ નિશ્ચય કરી હનુમાન સંસાર, શ૨ી૨-ભોગોથી ઉદાસ થયા. તેમણે યથાર્થ જિનશાસનનું રહસ્ય જાણી લીધું છે. જેમ સૂર્ય મેઘધરૂપ પટલથી રહિત થતાં મહાતેજરૂપ ભાસે તેમ તે મોહપટલથી રહિત ભાસવા લાગ્યા. જે માર્ગે જઈને જિનવર સિદ્ધપદ પામ્યા તે માર્ગ પર ચાલવા તૈયાર થયા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનના વૈરાગ્યચિંતનનું વર્ણન ક૨ના૨ એકસો બારમું પર્વ પૂર્ણ થયું.
** *
એકસો તે૨મું પર્વ
(હનુમાનનું દીક્ષાગ્રહણ અને ઉગ્ર તપથી નિર્વાણપ્રાપ્તિ )
રાત્રિ પૂરી થઈ. સોળવલા સ્વર્ણ સમાન સૂર્ય પોતાની દીપ્તિથી જગતમાં ઉદ્યોત કરવા લાગ્યો, જેમ સાધુ મોક્ષમાર્ગનો ઉદ્યોત કરે છે. નક્ષત્રો અસ્ત પામ્યાં. સૂર્યના ઉદયથી કમળો ખીલ્યાં, જેમ જિનરાજના ઉધોતથી ભવ્ય જીવરૂપ કમળો ખીલે છે. વૈરાગ્યથી પૂર્ણ જગતના ભોગોથી વિરક્ત હનુમાને મંત્રીઓને કહ્યું કે જેમ ભરત ચક્રવર્તી પૂર્વે તપોવનમાં ગયા હતા તેમ અમે જશું. મંત્રીઓ પ્રેમથી ભરેલા ૫૨મ ઉદ્વેગ પામી રાજાને વિનંતી કરવા લાગ્યા કે હે દેવ ! અમને અનાથ ન કરો, પ્રસન્ન થાવ, અમે તમારા ભક્ત છીએ, અમારું પ્રતિપાલન કરો. ત્યારે હનુમાને કહ્યું-તમે નિશ્ચયથી મારા આજ્ઞાંકિત તો પણ અનર્થનું કારણ છો, હિતનું કારણ નથી, જે સંસાર સમુદ્રથી ઉતરે અને તેને પાછા સાગરમાં નાખે તે હિતુ કેમ કહેવાય ? નિશ્ચયથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com