SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૫ (ઇન્દ્રજિત આદિનું નિર્વાણ-ગમન) ઇન્દ્રજિત મુનિ સર્વ પાપના હરનાર, અને ઋદ્ધિસહિત પૃથ્વી પર વિહાર કરતા હતા. વૈરાગ્યરૂપ પવનથી પ્રેરાયેલા ધ્યાનરૂપ અગ્નિથી તેમણે કર્મવનને બાળ નાખ્યું. એ ધ્યાનરૂપ અગ્નિ ક્ષાયિક સમ્યકત્વરૂપ અરણ્યના લાકડાથી થયો. મેઘવાહન મુનિ પણ વિષયરૂપ ઈધનને અગ્નિ સમાન આત્મધ્યાનથી બાળવા લાગ્યા અને જીવના નિજસ્વભાવ કેવળજ્ઞાનને પામ્યા. કુંભકર્ણ મુનિ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રના ધારક શુક્લધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન પામ્યા. લોકાલોકને અવલોકતા મોહરજથી રહિત ઇન્દ્રજિત અને કુંભકર્ણ કેવળી આયુષ્ય પૂર્ણ કરી અનેક મુનિઓ સાથે નર્મદાના તીરે સિદ્ધપદ પામ્યા. સુરઅસુરમનુષ્યોના અધિપતિઓ જેમનાં યશગાન કરે છે, તે શુદ્ધ શીલના ધરનાર, જગબંધુ, સમસ્ત શેયના જ્ઞાતા, જેના જ્ઞાનસમુદ્રમાં લોકાલોક ગાયની ખરી સમાન ભાસે છે તે સંસારના વિષમ કલેશમય જળમાંથી નીકળીને તે સ્થાનને (સિદ્ધપદને) પામ્યા. હવે જ્યાં કાંઈ યત્ન કરવાનો નથી, તે ઉપમારહિત નિર્વિજ્ઞ અખંડ સુખ પામ્યા. જે કુંભકર્ણાદિ અનેક સિદ્ધ થયા તે જિનશાસનના શ્રોતાઓને આરોગ્યપદ આપો. કર્મશત્રુનો નાશ કરનાર તે જે સ્થળેથી સિદ્ધ થયા છે તે સ્થળો આજ પણ જોવામાં આવે છે, તે તીર્થ ભવ્ય જીવોએ વંદવાયોગ્ય છે, વિંધ્યાચળની અટવીમાં ઇન્દ્રજિત-મેઘનાદ રહ્યા તે તીર્થ મેઘરવ કહેવાય છે. મહાબળવાન જાંબુમાલી તૂણીમંત નાના પર્વત પરથી અહમિન્દ્રપદ પામ્યા તે પર્વત નાના પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી મંડિત અનેક પક્ષીઓ અને વનચરોથી ભરેલો છે. હે ભવ્ય જીવો! જીવદયા આદિ અનેક ગુણોથી પૂર્ણ એવો જિનધર્મ સેવનારને કાંઈ દુર્લભ નથી; જૈનધર્મના પ્રસાદથી સિદ્ધપદ, અહમિન્દ્રપદ બધું જ સુલભ છે. જંબમાલીનો જીવ અહિમિન્દ્રપદથી ઐરાવતક્ષેત્રમાં મનષ્ય થઈ. કેવળજ્ઞાન પામી સિદ્ધપદની પ્રાપ્તિ કરશે. મંદોદરીના પિતા ચારણ મુનિ થઈ અઢીદ્વીપમાં કેલાસાદિ નિર્વાણક્ષેત્રોની અને ચેત્યાલયોની વંદના કરતા પથ્વી પર વિહાર કરે છે. મારિચ મંત્રી સ્વર્ગમાં ઋદ્ધિવાળા દેવ થયા. જેમનું જેવું તપ તેવું તે ફળ પામ્યા. સીતાને દઢ વ્રતથી પતિનો મેળાપ થયો. રાવણ તેને ડગાવી શક્યો નહિ. સીતાના અતુલ ભૈર્ય, અદ્ભુત રૂપ, નિર્મળ બુદ્ધિ અને પતિ પ્રત્યેના અધિક સ્નેહનું કથન થઈ શકે નહિ. સીતા મહાન ગુણોથી, પૂર્ણશીલના પ્રસાદથી જગતમાં પ્રશંસાયોગ્ય થઈ. સીતાને પોતાના પતિમાં સંતોષ છે, સાધુ જેની પ્રશંસા કરે છે, તે પરંપરાએ મોક્ષની પાત્ર છે. ગૌતમ સ્વામી કહે છે, હું શ્રેણિક! જે સ્ત્રી વિવાહુ જ ન કરે, બાળબ્રહ્મચર્ય પાળે તે તો મહાભાગ્ય જ છે અને પતિવ્રતાનું વ્રત આદરે, મનવચનકાયથી પરપુરુષનો ત્યાગ કરે તો એ વ્રત પણ પરમરત્ન છે, સ્ત્રીને સ્વર્ગ અને પરંપરાએ મોક્ષ દેવાને સમર્થ છે. શીલવ્રત સમાન બીજું વ્રત નથી, શીલ ભવસાગરની નાવ છે. રાજા મય મંદોદરીના પિતા રાજ્ય અવસ્થામાં માયાચારી હતા અને કઠોર પરિણામી હતા તો પણ જિનધર્મના પ્રસાદથી રાગદ્વેષરહિત થઈ અનેક ઋદ્ધિના ધારક મુનિ થયા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy