SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ છઠું પર્વ પદ્મપુરાણ રૂમાલથી પોતાના મુખ ઉપર પરસેવો લૂછવા લાગ્યા, હવા ખાવા લાગ્યા. કેટલાક ડાબા પગ ઉપર જમણો પગ મૂકવા લાગ્યા. એ રાજપુત્રો રૂપાળા, નવયુવાન અને કામકળામાં નિપુણ હતા. તેમની દષ્ટિ કન્યા તરફ હતી અને પગના અંગૂઠાથી સિંહાસન ઉપર કાંઈક લખી રહ્યા હતા. કેટલાક મહામણિઓ જડિત કંદોરા કેડ ઉપર મજબૂત રીતે બાંધેલા હોવા હતાં તેને સંભાળીને દઢ કરતા હતા, ચંચળ નેત્રવાળા કેટલાક પાસે બેઠેલાઓ સાથે કેલિકથા કરતા હતા, કેટલાક પોતાના સુંદર વાંકડિયા વાળ ઓળતા હતા. કેટલાક જેના ઉપર ભમરા ગુંજારવ કરતા હતા તેવા કમળના ફૂલ જમણા હાથથી હલાવતા હતા અને પુષ્પરસની રજ ફેલાવતા હતા, ઇત્યાદિ અનેક ચેષ્ટા સ્વયંવરમંડપમાં રાજપુત્રો કરતા હતા. સ્વયંવરમંડપમાં વીણા, વાંસળી, મૃદંગ, નગારા આદિ અનેક વાજિંત્રો વાગતાં હતાં, અનેક મંગલાચરણ થઈ રહ્યાં હતાં, અનેક ભાટચારણો સાપુરુષોનાં અનેક શુભ ચરિત્રો વર્ણવી રહ્યા હતા. સ્વયંવરમંડપમાં સુમંગલા નામની દાસી એક હાથમાં સોનાની લાકડી અને બીજા હાથમાં નેતરની સોટી રાખીને કન્યાને હાથ જોડી તેનો અત્યંત વિનય કરતી હતી. કન્યા નાના પ્રકારના મણિભૂષણોથી સાક્ષાત્ કલ્પવેલ સમાન લાગતી હતી. દાસી સૌનો પરિચય કરાવતાં કહેવા લાગી, હે રાજપુત્રી ! આ માર્તડકુંડલ નામના કુંવર નભસિલકના રાજા ચન્દ્રકુંડલ અને રાણી વિમળાના પુત્ર છે, પોતાની કાંતિથી સૂર્યને પણ જીતે છે. અતિ રમણીક અને ગુણોનું આભૂષણ છે, એ શસ્ત્રશાસ્ત્રવિદ્યામાં નિપુણ છે, એની સાથે રમવાની ઇચ્છા હોય તો એને વરો. ત્યારે એ કન્યા એને જોઇને યૌવન કાંઈક ઊતરેલું જાણીને આગળ ચાલી. ત્યારે ધાવ બોલી, હું કન્યા ! આ રત્નપુરના રાજા વિધાંગ અને રાણી લક્ષ્મીનો વિદ્યાસમુદ્રઘાત નામનો પુત્ર છે, તે અનેક વિદ્યાધરોનો અધિપતિ છે, એનું નામ સાંભળતાં પવનથી પીપળાનું પાન દૂજે તેમ શત્રુઓ ધ્રુજે છે. મહામનોહર હારથી યુક્ત તેના સુંદર વક્ષસ્થળમાં લક્ષ્મીનો નિવાસ છે, તારી ઇચ્છા હોય તો એને વર. ત્યારે એને પણ સરળ દષ્ટિથી જોઈ આગળ ચાલી. ત્યારે કન્યાના અભિપ્રાયને જાણનારી ધાવ બોલી, હું સુતે ! આ ઇન્દ્ર સમાન રાજા વજશીલનો કુંવર ખેચરભાનુ વજપંજર નગરના અધિપતિ છે એની બન્ને ભુજાઓમાં રાજ્યલક્ષ્મી ચંચળ હોવા છતેં નિશ્ચળપણે રહેલી છે. એને જોતાં બીજા વિધાધરો આગિયા સમાન લાગે છે અને એ સૂર્ય જેવો જણાય છે. એક તો માનથી એનું માથું ઊંચું છે જ અને રત્નોના મુગટથી અત્યંત શોભે છે. તારી ઇચ્છા હોય તો એના ગળામાં માળા નાખ. ત્યારે એ કન્યા કૌમુદિની સમાન ખેચરભાનુને જોઈને સંકોચાઈને આગળ ચાલી. ત્યારે ધાવ બોલી, હે કુમારી! આ રાજા ચન્દ્રાનન ચંદ્રપુરના સ્વામી રાજા ચિત્રાંગદ અને રાણી પદ્મશ્રીનો પુત્ર છે એનું વક્ષસ્થળ ચંદનથી ચર્ચિત અત્યંત સુંદર છે તે કૈલાસનો તટ ચન્દ્રકિરણોથી શોભે તેમ શોભે છે, જેમાં કિરણોનાં મોજાં ઊછળે છે એવા મોતીનો હાર તેની છાતી ઉપર શોભે છે. જેમ કૈલાસ પર્વત ઊછળતાં ઝરણાઓથી શોભે છે તેમ આના નામના અક્ષરોથી વેરીઓનું પણ મન પરમ આનંદ પામે છે અને દુઃખના તાપથી મુક્ત થાય છે. ધાવ શ્રીમાલાને કહે છે, હે સૌમ્યદર્શને! જેનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy