________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બત્રીસમું પર્વ
૨૮૯ અને આયુષ્ય પૂર્ણ થઈ જાય છે ત્યારે જીવ શરીર છોડીને બીજો જન્મ ધારણ કરે છે, જેમ પક્ષી વૃક્ષને છોડીને ચાલ્યું જાય છે. તમે પુત્રોની માતા છો, પુત્રોને લઈ આવો, પુત્રોને રાજ્યનો ઉદય જોઈ વિશ્રામ કરો. મેં તો રાજ્યનો અધિકાર છોડી દીધો છે, હું પાપક્રિયાથી નિવૃત્ત થયો છું, ભવભ્રમણથી ભય પામ્યો છું. હવે હું મુનિવ્રત લઈશ. રાજાએ રાણીઓને આ પ્રમાણે કહ્યું. તે નિર્મોહતાનો નિશ્ચય પામ્યા, સકળ વિષયાભિલાષરૂપ દોષથી રહિત, સૂર્ય સમાન તેજવાળા, પૃથ્વી પર તપ, સંયમનો ઉદ્યોત કરવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દશરથના વૈરાગ્યનું વર્ણન કરનાર એકત્રીસમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
બત્રીસમું પર્વ (રામ-લક્ષ્મણનું વનગમન અને ભારતનો રાજ્યાભિષેક) પછી રામ-લક્ષ્મણ ઘડીક નિદ્રા લઈને અર્ધરાત્રિના સમયે જ્યારે માણસો સૂઈ રહ્યા હતા. લોકોનો અવાજ શાંત થઈ ગયો હતો અને અંધકાર ફેલાઈ ગયો હતો ત્યારે ભગવાનને નમસ્કાર કરી, બખ્તર પહેરી, ધનુષબાણ લઈને સીતાને વચમાં રાખીને ચાલી નીકળ્યા. ઘેર ઘેર દીવાઓ પ્રકાશી રહ્યા છે, કામીજન અનેક ચેષ્ટા કરે છે. મહાપ્રવીણ બન્ને ભાઈ નગરના દ્વારની બારીમાંથી નીકળી દક્ષિણ દિશાના માર્ગે ચાલ્યા. રાત્રિના અંતે દોડીને સામંતો આવીને મળ્યા, તેમને રાઘવ સાથે જવાની અભિલાષા છે, દૂરથી રામલક્ષ્મણને જોઈ, વિનયપૂર્વક વાહન છોડીને પગપાળા આવ્યા, ચરણારવિંદમાં નમસ્કાર કરી, પાસે આવી વાર્તાલાપ કરવા લાગ્યા. ઘણી સેના આવી અને જાનકીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા કે એમની કૃપાથી અમે રામ-લક્ષ્મણને આવીને મળ્યા. એ ન હોત તો તેઓ ધીરે ધીરે ચાલત નહિ અને અમે કેવી રીતે પહોંચી શકત ? આ બન્ને ભાઈ તો પવન જેવા શીઘ્રગામી છે અને આ સીતા મહાસતી અમારી માતા છે, એના જેવું પ્રશંસવાયોગ્ય પૃથ્વી પર બીજું કોઈ નથી. આ બન્ને ભાઈ તો નરોત્તમ છે અને સીતાની ચાલ મંદ મંદ બે કોશ પ્રમાણ ચાલે છે. ખેતરોમાં જાતજાતના પાક લીલાછમ થઈ રહ્યા છે અને સરોવરોમાં કમળ ખીલી રહ્યાં છે, વૃક્ષો ખૂબ રમણીય લાગે છે. અનેક ગ્રામ-નગરાદિમાં ઠેકઠેકાણે ભોજનાદિ સામગ્રીથી લોકો પૂજે છે અને મોટા મોટા રાજાઓ મોટી ફોજ સાથે આવીને મળે છે, જેમ વર્ષાકાળમાં ગંગાજમુનાના પ્રવાહમાં અનેક નદીઓના પ્રવાહ આવી મળે તેમાં કેટલાક સામંતો માર્ગના ખેદથી એમનો નિશ્ચય સમજીને આજ્ઞા મેળવીને પાછા વળ્યા અને કેટલાક લજ્જાથી, કેટલાક ભયથી, કેટલાક ભક્તિથી સાથે સાથે પગપાળા ચાલ્યા જાય છે. રામ-લક્ષ્મણ ક્રીડા કરતા કરતા પરિયાત્રા નામની અટવીમાં પહોંચ્યા. અટવી સિંહ અને હાથીઓના સમૂહથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com