SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬૪ એકસો એકમું પર્વ પદ્મપુરાણ તમારું માહાભ્ય જાણ્યું નહોતું. ધીરવીરનું કુળ આ સુભટપણાથી જ જાણી શકાય છે. કાંઈ શબ્દો કહેવાથી જણાતું નથી. હવે મારો સંદેહ મટી ગયો છે. વનને બાળનારો અગ્નિ તેના તેજથી જ જણાય છે. આપ પરમવીર મહાન કુળમાં ઉપજેલા સ્વામી છો, ભાગ્યના યોગે તમારું દર્શન થયું, તમે સૌને મનવાંછિત સુખ આપો છો. પછી બન્ને ભાઈ નમ્ર બન્યા, ક્રોધ ઉતરી ગયો, મન અને મુખ શાંત થઈ ગયાં. વજવંશ કુમારોની પાસે આવ્યો, બીજા રાજાઓ પણ આવ્યા, કુમારો અને પૃથુ વચ્ચે પ્રીતિ થઈ. ઉત્તમ પુરુષો પ્રણામ માત્રથી જ પ્રસન્ન થાય છે, જેમ નદીનો પ્રવાહ નમેલી વેલીને ઉખાડતો નથી તથા મોટાં વૃક્ષો નમતાં નથી તેને ઉખાડી નાખે છે. પછી પૃથુ રાજા વજજંઘ અને બન્ને કુમારોને નગરમાં લઈ ગયો. તેણે પોતાની કન્યા કનકમાળા મદનાંકુશ સાથે પરણાવી. એક રાત્રિ ત્યાં સૌ રહ્યાં. પછી એ બન્ને ભાઈ દિગ્વિજય કરવા નીકળ્યા. સુહ્મદેશ, મગધ, અંગ, બંગ જીતી પોદનાપુરના રાજાથી માંડી અનેક રાજાઓને સાથે લઈ લોકાક્ષનગર ગયા. તે બાજુના ઘણા દેશો જીત્યા. કુબેરકાંત નામનો એક અભિમાની રાજા હતો તેને જેમ ગરુડ નાગને જીતે તેમ વશ કર્યો. સાચું કહીએ તો દિનપ્રતિદિન તેમની સેના વધતી ગઈ. હજારો રાજા વશ થયા અને તેમની સેવા કરવા લાગ્યા. પછી લંપાક દેશ ગયા. ત્યાંના કરણ નામના અતિપ્રબળ રાજાને જીતી વિજયસ્થળ ગયા. ત્યાંના રાજા તથા તેના સૌ ભાઈઓને જોતજોતામાં જીતીને ગંગા ઊતરી કૈલાસની ઉત્તર દિશા તરફ ગયા. ત્યાંના રાજા જાતજાતની ભેટ લઈને આવ્યા. પછી ઝસકુંતલ નામનો દેશ તથા કાલાંબુ, નંદી, નંદન, સિંહલ, શલભ, અનલ, ચલ, ભીમ, ધૃતરથ ઈત્યાદિ અનેક દેશાધિપતિઓને વશ કરીને સિંધુ નદીને પાર ગયા. સમુદ્રતટના અનેક રાજાઓને નમાવ્યા, અનેક નગર, અનેક ખેટ, અનેક દેશ વશ કર્યા. ભીરુદેશ, યવન, કચ્છ, ચારવ, ત્રિજટ, નટ, શક, કરેલ, નેપાળ, માલવ, અરલ, શર્વર, ત્રિશિર, કૃપાણ, વૈધ, કાશ્મીર, હિડિબ, અવષ્ટ, ખર્બર, પારશૈલ, ગોશાલ, કુસ્તનર, સૂર્યારક, સનર્ત, ખશ, વિંધ્ય, શિખાપદ, મેખલ, શૂરસેન, વાલ્મિક, નૂક, કૌશલ, ગાંધાર, સાવર, કૌવીર, કૌહર, અંધ, કાળ, કલિંગ ઈત્યાદિ અનેક દેશ વશ કર્યા. આ બધા દેશોમાં નાના પ્રકારની ભાષા, વસ્ત્રોનો પહેરવેશ ભિન્ન ભિન્ન પ્રકારનો જુદા જુદા ગુણ નાના પ્રકારના રત્ન અને અનેક જાતનાં વૃક્ષો હતાં. કેટલાંક દેશોના રાજા પ્રતાપથી જ આવીને મળ્યા, કેટલાકને યુદ્ધમાં જીતીને વશ કર્યા, કેટલાક ભાગી ગયા, મોટા મોટા રાજા અનુરાગી થઈ લવણાંકુશના આજ્ઞાકારી થયા. એમની આજ્ઞા પ્રમાણે પૃથ્વી પર વિચરતા. તે બન્ને પૃથ્વીને જીતી હજારો રાજાઓના શિરોમણિ થયા. બધાને વશ કરીને સાથે લીધા. જાતજાતની કથા કરતા, બધાનાં મન હરતા પુંડરિકપુર આવવા તૈયાર થયા. વજજંઘ સાથે જ છે. અતિ હર્ષભર્યા, અનેક રાજાઓની અનેક ભેટ આવી હતી તે મહાવૈભવ સાથે સેના સહિત પુંડરિકપુર સમીપે આવ્યા. સીતા સાત માળના મહેલ ઉપર બેસીને જુએ છે, રાજપરિવારની અનેક રાણીઓ પાસે છે, ઉત્તમ સિંહાસન પર બેઠી છે, દૂરથી આવતી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy