________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ છવ્વીસમું પર્વ
પદ્મપુરાણ શાંત થઈ ગયું. તે જિનેન્દ્રના માર્ગની પ્રશંસા કરવા લાગ્યો. તે મનમાં વિચારવા લાગ્યો કે અહો, આ જિનરાજનો માર્ગ ઉત્કૃષ્ટ છે. હું અંધકારમાં પડ્યો હતો. આ જિનધર્મનો ઉપદેશ મારા ચિત્તમાં સૂર્ય સમાન પ્રકાશ કરે છે. હું હવે પાપનો નાશ કરનાર એવા જિનશાસનનું શરણ લઉં, મારું મન અને તન વિરહરૂપ અગ્નિમાં જલે છે તેને હું શીતળ કરું. ત્યારે તે ગુરુની આજ્ઞાથી વૈરાગ્ય પામી, પરિગ્રહનો ત્યાગ કરી દિગંબરી દીક્ષા ધારણ કરવા લાગ્યો. તે સર્વ સંગનો પરિત્યાગ કરીને પૃથ્વી પર વિહાર કરતો નદી, પર્વત, વન, ઉપવનમાં નિવાસ કરતો, તપથી શરીરનું શોષણ કરવા લાગ્યો. વર્ષાકાળમાં ખૂબ વરસાદ વરસ્યો તો પણ તેને ખેદ ન થયો, શીતકાળમાં ઠંડા પવનથી તેનું શરીર ધ્રૂજી ઊઠતું અને ગ્રીષ્મ
તુમાં સૂર્યનાં કિરણો તેને બાળતાં, પણ તે વ્યાકુળ ન થયો. તેનું મન વિરહરૂપ અગ્નિથી જલતું હતું તે હવે જિનવચનરૂપ જળના તરંગોથી શીતળ થયું. તપથી તેનું મન અર્ધબળેલ વૃક્ષ સમાન થઈ ગયું.
હવે વિદગ્ધનગરના રાજા કુંડળમંડિતની કથા સાંભળ. રાજા દશરથના પિતા અનરણ્ય અયોધ્યામાં રાજ્ય કરતા ત્યારે આ પાપી કુંડળમંડિત પોતાના ગઢના બળથી અનરણ્યના દેશને રંજાડતો. જેમ કુશીલ પુરુષ મર્યાદાનો લોપ કરે તેમ આ તેમની પ્રજાને હેરાન કરતો. રાજા અનરણ્ય મોટા રાજા હતા, તેનું રાજ્ય ખૂબ વિસ્તૃત હતું. આણે તેમના કેટલાક પ્રદેશને ઉજ્જડ કરી નાખ્યા હતા, જેમ દુર્જન ગુણોને ઉજ્જડ કરે તેમ. તેણે રાજાના ઘણા સામંતોને હેરાન કર્યા હતા, જેમ કષાયવાળો જીવ પોતાના પરિણામને વિરોધે છે તેમ. જેમ યોગી કષાયોનો નિગ્રહ કરે છે તેમ આણે રાજાનો વિરોધ કરી પોતાના નાશનો ઉપાય કર્યો હતો. જોકે આ રાજા અનરણ્યની સામે સાવ તુચ્છ હતો, તો પણ પોતાના ગઢના બળથી તે પકડાતો નહિ. જેમ ઉંદર પહાડની નીચેના દરમાં પેસી જાય પછી સિંહ તેને શું કરી શકે? એટલે રાજા અનરણ્યને આ ચિંતામાં રાતદિવસ ચેન પડતું નહિ. આહારાદિ શરીરની ક્રિયા અનાદરથી કરતા. તે વખતે રાજાના બાલચંદ્ર નામના સેનાપતિએ રાજાને ચિંતાતુર જોઈને પૂછ્યું: “હે નાથ ! આપની વ્યાકુળતાનું કારણ શું છે?” ત્યારે રાજાએ કુંડળમંડિતની હકીકત કહી. બાલચંદ્ર રાજાને કહ્યું કે આપ નિશ્ચિત રહો. તે પાપી કુંડળમંડિતને બાંધીને હું આપની પાસે લઈ આવું છું. ત્યારે રાજાએ પ્રસન્ન થઈ બાલચંદ્રને વિદાય કર્યો. બાલચંદ્ર ચતુરંગ સેના લઈ તેને પકડવા ગયો. મૂર્ખ કુંડળમંડિત ચિત્તોત્સવામાં આસક્ત ચિત્તવાળો હોઈ બધી રાજકીય ચેષ્ટા છોડી મહાપ્રસાદમાં લીન હતો. તેને લોકોના સમાચારની ખબર નહોતી. તે કુંડળમંડિત કોઈ જાતનો ઉદ્યમ કરતો નહિ. બાલચંદ્ર જઈને રમતમાત્રમાં તેને બાંધી લીધો અને તેના આખા રાજ્યમાં રાજા અનરણ્યનો અધિકાર સ્થાપી દીધો અને કુંડળમંડિતને રાજા અનરણ્ય સમીપ લાવ્યો. બાલચંદ્ર સેનાપતિએ રાજા અનરણ્યનો આખો દેશ બાધારહિત કર્યો. રાજા સેનાપતિના કાર્યથી ખૂબ આનંદિત થયા. તેને ઊંચી પદવી અને પારિતોષિક આપ્યાં. કુંડળમંડિત અન્યાયમાર્ગે વર્તવાથી રાજ્યથી ભ્રષ્ટ થયો, હાથી-ઘોડારૂપ પ્યાદાં બધું ગુમાવ્યું. શરીર માત્ર રહી ગયું. પગે ચાલતો, અત્યંત દુઃખી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com