________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છવ્વીસમું પર્વ
૨૪૫ પોતાના પ્રમાદના દોષથી તેણે તેનું હરણ કર્યું છે. જેમ અજ્ઞાન સુગતિને લઈ જાય તેમ તે પિંગળ કન્યાને ચોરીને લઈ ગયો. પરંતુ મનુષ્ય ધનરહિત શોભતો નથી, જેમ ધર્મવર્જિત લોભી તૃષ્ણાથી શોભતો નથી. એટલે એ વિદગ્ધ નગરમાં ગયો. ત્યાં અન્ય રાજાઓ આવી શકે તેમ નહોતા. તે નિર્ધન નગરની બહાર ઝૂંપડી બનાવીને રહ્યો. તે ઝૂંપડીને બારણાં નહોતાં અને આ જ્ઞાનવિજ્ઞાન કાંઈ જાણતો નહિ એટલે ઘાસ, લાકડા વગેરે જંગલમાંથી એકઠાં કરી, વેચીને ગુજરાન ચલાવતો. ગરીબીના સાગરમાં ડૂબેલો તે સ્ત્રીનું અને પોતાનું પેટ મહામુશ્કેલીએ ભરતો. ત્યાં રાજા પ્રકાશસિંહ અને રાણી પ્રવરાવલીનો પુત્ર રાજા કુંડલમંડિત આની સ્ત્રીને જોઈને શોષણ, સંતાપન, ઉચ્ચાટન, વશીકરણ અને મોહન એ કામનાં પાંચ બાણોથી વીંધાઈ ગયો. તેણે રાત્રે દૂતીને મોકલી. તે ચિત્તોત્સવાને રાજમહેલમાં લઈ ગઈ, જેમ રાજા સુમુખના મહેલમાં દૂતી વનમાળાને લઈ ગઈ હતી તેમ. કંડલમંડિત તેની સાથે સુખપૂર્વક રમવા લાગ્યો.
- જ્યારે પિંગળ લાકડાનો ભારો લઈને ઘેર આવ્યો ત્યારે તેણે સુંદરીને ન જોઈ અત્યંત કષ્ટના સમુદ્રમાં ડૂબી ગયો, વિરહથી ખૂબ દુ:ખી થયો, ક્યાંય તેને શાંતિ મળી નહિ, ચક્રમાં આરુઢ થયો હોય તેમ એનું ચિત્ત ડામાડોળ થઈ ગયું. જેની સ્ત્રીનું અપહરણ થયું હતું એવો તે દીન બ્રાહ્મણ રાજા પાસે ગયો અને કહેવા લાગ્યો કે હે રાજન્ ! મારી સ્ત્રીને તમારા રાજ્યમાં કોઈ ચોરી ગયું છે, દરિદ્ર, દુઃખી, ભયભીત સ્ત્રી કે પુરુષને માટે એક રાજા જ શરણ છે. ત્યારે કપટી રાજાએ મંત્રીને બોલાવીને જૂઠમૂઠ કહ્યું કે આની સ્ત્રી ચોરાઈ ગઈ છે, તેને શોધી કાઢો, વિલંબ ન કરો. તે વખતે એક સેવકે આંખના કટાક્ષથી જૂઠું જ કહ્યું કે હે દેવ! મેં આ બ્રાહ્મણની સ્ત્રીને પોદનાપુરના રસ્તે મુસાફરોની સાથે જતાં જોઈ છે. તે અજિંકાઓની વચ્ચે તપ કરવાને તૈયાર થઈ છે. તેથી હું બ્રાહ્મણ ! જો તું તેને પાછી લાવવા માગતા હો તો જલદી જા, ઢીલ શા માટે કરે છે? અત્યારે તેને દીક્ષા લેવાનો સમય ક્યાં છે? તેનું શરીર યુવાન છે અને સ્ત્રીનાં શ્રેષ્ઠ ગુણોથી તે પૂર્ણ છે.
જ્યારે તેણે આમ જૂઠું કહ્યું ત્યારે તે બ્રાહ્મણ કેડ મજબૂત બાંધીને તરત જ તેની તરફ દોડ્યો, જેમ તેજ ઘોડો જલદીથી દોડે તેમ. તેણે પોદનાપુરમાં ચૈત્યાલય અને ઉપવનાદિ વનમાં સર્વત્ર શોધ કરી, પણ કોઈ જગાએ ન જોઈ. એટલે પાછો વિદગ્ધ નગરમાં આવ્યો. ત્યાં રાજાની આજ્ઞાથી દૂર મનુષ્યોએ તેને ગળાચીપ દઈ લાઠીથી અને લાતોથી મારીને કાઢી મૂક્યો. બ્રાહ્મણ સ્થાનભ્રષ્ટ થયો, કલેશ ભોગવ્યો, અપમાન પામ્યો અને માર ખાધો. આટલાં દુ:ખ ભોગવીને તે દૂર દેશાંતરમાં ચાલ્યો ગયો, પણ પ્રિયા વિના તેને ક્યાંય સુખ પડ્યું નહિ. જેમ અગ્નિમાં પડેલો સર્પ જલ્યા કરે તેમ એ રાતદિવસ શેકાતો રહ્યો. તેને વિશાળ કમળોનું વન પણ દાવાનળ લાગ્યું અને સરોવરમાં ડૂબકી મારતાં પણ વિરહરૂપ અગ્નિથી જલતો હતો આ પ્રમાણે એ ખૂબ દુઃખી થઈને પૃથ્વી ઉપર ભટકયા કરતો હતો. એક દિવસ તેણે નગરથી બહાર વનમાં કોઈ મુનિને જોયા. મુનિનું નામ આર્યગુપ્તિ હતું, તે મોટા આચાર્ય હતા. તેણે તેમની પાસે જઈ હાથ જોડી નમસ્કાર કરી ધર્મશ્રવણ કર્યું. તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેનું ચિત્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com